નહેરુવીયન કોંગ્રેસના મીથ્યા વિજય પછી પરાજયો અને જનતા ઉપર લદાતી કટોકટીઓ ભાગ – ૨
મહાત્મા ગાંધી વ્યક્તિને સુધરવાની તક આપતા હતા અને તે માટે ધિરજ રાખતા હતા. તેમની ધિરજ નહેરુવાદીઓ જેવી પ્રલંબ અને સ્વકેન્દ્રીય ન હતી.
સ્વાતંત્ર્યની ચળવળ વખતે નહેરુનું ઘર સ્વાતંત્ર્ય સેનાનીઓમાટે ધર્મશાળા જેવું હતું.
કેટલાક કે જેઓ પોતાને રાજકીય વિશ્લેષક સમજે છે તેઓ એમ માને છે કે ગાંધીએ જવાહરલાલને પ્રધાનમંત્રી બનાવીને મહાન ભૂલ કરી હતી. તેઓને ખબર ન હતી અને આજે પણ નથી કે નહેરુને મોટું પીઠબળ હતું. આ પીઠબળ આમ જનતા અને સામાન્ય કાર્યકરોનું હતું.
નહેરુ અષ્ટકુટ હતા અને મહાત્મા ગાંધી શિવાય ભલભલાને હરાવી શકે તેમ હતા. તમે યાદ કરો. નહેરુને દારુ, સીગરેટ અને માંસનો છોછ નહતો. પણ ગાંધી તેમને કશું કહી શકતા ન હતા. નહેરુએ સુભાષને અને જીન્નાને દૂર કર્યા હતા. વલ્લભભાઇને તેઓ બદનામ કરાવી શકતા હતા. પણ વલ્લભભાઇ ની ઘરઆંગણાના પ્રશ્નોને હલકરવાની કૂનેહથી તેઓ પરાજીત થયેલ. વલ્લભભાઈની પ્રાથમિકતા ઘરઆંગણાના પ્રશ્નો હતી. નહેરુની પ્રાથમિકતા તેઓ ખુદ હતા.
જવાહરલાલ નહેરુનું પ્રચ્છન્ન ઇન્દીરાગાંધી જેવું હતું
ઇન્દીરા ફિરોજનહેરુ ગાંધીએ ૧૪ અગ્રણી બેન્કોના રાષ્ટ્રીય કરણ કર્યા તે આમ તો તેમનો વિજય હતો જ નહીં. ૧૪ અગ્રણી બેંકોનું રાષ્ટઈયકરણ એ પણ વિજય તો હતો જ નહીં. બેન્કોના રાષ્ટ્રીય કરણને કારણે થયેલી અરાજકતા તો ભારતની જનતાએ પેટ ભરીને માણી.
તેવીજ રીતે ભૂતપૂર્વ રાજવીઓના વિશેષ અધિકારોની અને સાલીયાણાઓની નાબુદી એ પણ કોઇ વિજય હતો નહીં. ભૂતપૂર્વ રાજવીઓના સાલીયાણા રદ કરવા એ તો એક કરાર ભંગ હતો. નબળા સાથેનો કરાર ભંગ એ કંઈ શૂરવીરતા ન ગણાય.
એવો કરાર ભંગ રશીયા, અમેરિકા કે ચીન સાથે કર્યો હોય તો લેખે લાગે. પણ એ બધું ગયા ભાગમાં ટૂંકમાં જોયું.
કટોકટીના કાળા કામો અને કોંગ્રેસની દેશના પ્રજાતંત્ર ઉપર લાગેલી કાલીમા ભારતની જનતાએ ૧૮ માસમાં દૂર કરી અને ભારતે પોતાની નિહિત શક્તિ બતાવી અને નહેરુવીયન કોંગ્રેસને પરાસ્ત કરી.
નહેરુએ પણ કટોકટી જાહેર કરેલી
આ પૂર્વે નહેરુ વિષે પણ કંઈક આવું જ થયેલું. તેમણે પણ કટોકટી જાહેર કરેલી. પણ નહેરુએ લાદેલી કટોકટી જુદી હતી. નહેરુએ આઝાદી પૂર્વે લોકશાહીના સ્તોત્રો ગાયેલા એટલે ગુલાબ જાંબુ ખવડાવવાની વાતો કરનારા કોલસાની સિફારીસ કેવી રીતે કરી શકે? થૂંકેલુ ગળાય કેમ? અને સ્વાતંત્ર્ય પૂર્વેની તેમની કારકીર્દી નોંધનીય હતી. એટલે તેમને કંઈ ઈન્દીરા ગાંધી જેવી પાર્શ્વભૂમિ હતી નહીં કે “નાગાને ન્હાવું શું અને નીચોવવું શું!
આ બીજા ભાગમાં નહેરુના મીથ્યા વિજયના અને પછી તેમણે સર્જેલી પરાજયોની હારમાળા અને પછી લાદેલી કટોકટીની વાત કરીશુ.
૧૯૪૭ની ૧૫મી ઓગષ્ટે અંગ્રેજો ગયા. અંગ્રેજો આર્ષદૃષ્ટા હતા અને તેમને ખબરતો હતી જ કે ભારતને ગમે ત્યારે છોડવું તો પડશે જ. તેઓએ અફઘાનીસ્તાન, બરમા અને સીલોનને અગાઉથી જ જુદું કરી લીધું હતું. ભારતને બને તેટલું મોડું આઝાદ કરવું હતું.
મહાત્મા ગાંધી ના “ભારત છોડો” આંદોલન, સ્વદેશી આંદોલન અને તેમાં ભારતીય જનતાએ ભજવેલા ભાગ અને ભારતીય નેવીના બળવા પછી અંગ્રેજ સરકારને લાગ્યું કે ભારતને હવે પહોંચી વળાય તેમ નથી. એટલે તેમણે અનેક રમતો રમી. પકિસ્તાન અલગ કર્યું. દ્રવિડીસ્તાન, દલિતસ્તાન, ખાલીસ્તાન ના બીજ વાવ્યાં અને દેશી રાજ્યોને કહ્યું તમે સ્વતંત્ર છો અને તમારે જે કરવું હોય તે કરી શકો છો.
વલ્લભભાઇ પટેલ અને મહાત્મા ગાંધી અંગ્રેજોની વિભાજન વાદી વ્યુહરચનાઓ સમજી શકેલા એટલે તેમણે ભાંગ્યું તુટ્યું તો ભાંગ્યું તુટ્યું, સ્વતંત્ર ભારત તાત્કાલિક સ્વિકારી લીધું. વલ્લભભાઈ પટેલે કાશ્મિર સહિતનું એક વિશાળ ભારત અંકે કર્યું.
ગાંધીજીને જોકે આવા ભારતથી સંતોષ ન હતો. પણ જે અંગ્રેજી માધ્યમોએ અને સરકારે કોમવાદનું ઝેર પ્રસરાવેલું તેણે પોતાનું પોત પ્રકાસ્યું અને મોટી ખૂનામરકી ન રોકી શકાણી.મહાત્મા ગાંધીએ કોમી એકતાને અને કોમી એખલાસને સ્થાપવાની વાતને પ્રાથમિકતા આપી કે જેથી ભારત પકિસ્તાનને ફરીથી ભેગા કરી શકાય. પણ તેમનું ખૂન થયું.
આવી સ્વતંત્રતાને મોટો સંતોષકારક વિજય તો ન ગણાય. પણ વિજય તો હતો જ કારણ કે ભેદ ભરમ વાળી દંભી સરકારની નાગચૂડમાંથી ભારતની જનતા પોતાની શક્તિ અને બલીદાન વડે મૂક્ત થઈ હતી. આ ખરેખર જનતાનો વિજય હતો.
પણ નહેરુવીયન કોંગ્રેસે તેને પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે પોતાનો વિજય ગણાવ્યો. કોંગ્રેસ તેને માટે લાયક ન હતી.
કોંગ્રેસની સત્તા લાલસાને મહાત્મા ગાંધી તેઓ કોંગ્રેસમાંથી છૂટા થયા ત્યારથી જ ઓળખી ગયા હતા. મહાત્માગાંધીમાં સંકલન શક્તિ અદભૂત હતી તેથી તેઓ કોંગ્રેસ સંગઠન પાસેથી ઠીક ઠીક કામ લઈ શકતા હતા. પાણ સ્વતંત્રતા મળી કે તેમણે જોયું કે જે ત્યાગ અને બલિદાનની તેઓ કોંગ્રેસના નેતાઓ પાસેથી આશા રાખતા હતા તેનો કોંગ્રેસમાં અભાવ હતો.
ગાંધીવાદીઓની સ્ટાઈલ અલગ હોય છેઃ
ગાંધી અને વિનોબા ભાવે માં એક સામ્યતા એ હતી કે તેઓ પોતાની સ્ટાઇલની ભાષા બોલતા હતા. દા.ત. વિનોબા ભાવે એ ઈન્દીરાની કટોકટી વિષે કહેલું “કટોકટી એ અનુશાસન પર્વ છે” તેનો અર્થ તેમણે એકવર્ષ પછી તેમના આચાર્ય સંમેલનમાં કહેલો કે “શાસન” એટલે શાસકોનું શાસન, “અનુશાસન” એટલે વિદ્વાનોનું શાસન. જો દેશની સ્થિતી કટોકટીમાં હોય તો શાસકોએ શાસન છોડી દેવું જોઇએ અને વિદ્વાનો કહે તેમ વર્તવું જોઇએ.
“હવે મારી ભાષા જવાહર બોલશે”
ગાંધીજીએ કહેલ કે “હવે મારી ભાષા જવાહર બોલશે.” તેનો અર્થ એ જ થતો હતો કે “હું જે વિચારું છું તે બોલું છું અને જે બોલું છું તે પ્રમાણે વર્તું છું. હવે મારી ભાષા જવાહર બોલશે. એટલે કે હું જેમ કોંગ્રેસની બહાર રહી સલાહ આપું છું તેમ જવાહર પણ એવું જ કરશે. હું જેમ સાદગીમાં જીવું છું તેમ જવાહર પણ સાદગી અપનાવશે. હું જેમ પારદર્શીપણું રાખું છું તેમ જવાહર પણ પોતાનું અષ્ટકુટ રાજકારણ છોડશે અને સત્તાથી વિમુખ બનશે. હું જેમ લોકસેવામાં અને જનજાગૃતિના સામાજીક એકતાના કામમાં રહું છું તેમ જવાહર પણ રાજકારણ છોડી લોકસેવા કરશે”.
જો મહાત્મા ગાંધીએ જવાહરને એમ કહ્યું હોય કે “હવે મારી ભાષા જવાહર બોલશે.” તો તેનો અર્થ મહાત્મા ગાંધીની સ્ટાઇલમાં આવો જ થાય.
જો આવો ન થતો હોત તો તેમણે વિનોબા ભાવે વિષે જ એમ કહ્યું હોત કે “હવે વિનોબા મારી ભાષા બોલશે” મહાત્મા ગાંધીએ આવું શું કામ ન કહ્યું?
મહાત્મા ગાંધી એ આવું ન કીધું કારણ કે વિનોબા ભાવે તો ગાંધીજીની ભાષા બોલતા જ હતા. જે મહાત્માગાંધીની ભાષા બોલતા જ હોય તેને એવું કહેવાની જરુર જ ન પડે કે તમે મહાત્મા ગાંધીની ભાષા બોલો. જેઓ મહાત્મા ગાંધીની ભાષા ન બોલતા હોય તેને જ કહેવું પડે કે તમે મહાત્મા ગાંધીની ભાષા બોલો. જે વ્યક્તિ ટ્રાફિકના નિયમ ન પાળતો હોય તેને જ પોલીસ સીટી મારે.
પણ મહાત્મા ગાંધી પોતાનું કશું સ્પષ્ટીકરણ આપે અને જવાહરને મઠારવાની પ્રક્રીયા ચાલુ કરે તે પહેલાં જ તેમનું ખૂન થઈ ગયું.
જીન્ના, સુભાષ, મહાત્મા ગાંધી અને વલ્લભભાઇ ગયા પછી જવાહરલાલ નહેરુએ કોઇને ગાંઠવું પડે એવી વ્યક્તિ રહી નહીં. તેમની ગર્વિષ્ઠતાએ તેમને અનેક પરાજયો આપ્યા.
વૈજ્ઞાનિક યુગમાં સામ્યવાદ એ ભ્રમ છે.
સામ્યવાદ પરત્વે અર્ધદગ્ધ લોકો હમેશા ભ્રમમાં જ રહ્યા છે. સામ્યવાદ એ સરમુખત્યારશાહી અને આત્યંતિક મૂદીવાદનો દુર્ભગ સમન્વય છે. આત્યંતિક મૂદીવાદ એ સાચો શબ્દ છે કે નહીં તે મને ખબર નથી. મૂર્ધન્ય શ્રી પ્રકાશભાઇ ન. શાહ તે માટે સાચો શબ્દ આપી શકે.
અંગ્રેજીમાં કદાચ આ મૂડીવાદને એક્સ્ટ્રીમ કેપીટાલીઝમ કહેવાતું હશે. રાજકીય સત્તા અને દેશની મૂડી જો એક જગ્યાએ કેન્દ્રિત થાય તો તેને સામ્યવાદ કહેવાય. એક કરોડ કે દશ કરોડ કે વીસ કરોડ ચાલીસ કરોડ કે એક અબજની વસ્તી વાળા દેશમાં પાંચ, દશ, પચાસ કે સો વ્યક્તોઓના હાથમાં સત્તા અને મુડી કેન્દ્રિત થાય તો તેથી સામાન્ય જનતાને શો ફેર પડે? આમ આદમીનો તો ક્યારેય વારો આવે જ નહીં અને તેનો તો અવાજ સંભળાય જ નહીં. પારદર્શીપણું ન હોય એટલે શાસક કેટલો બગડેલો છે તેની પણ ખબર નપડે અને બગડેલાને સુધરવાની ફરજ પણ ન પડે. આ બગડેલો હમેશા સત્તા ટકાવી રાખવાના જ કાવાદાવામાં રચ્યો પચ્યો રહે.
જવાહરલાલ નહેરુનું કંઇક આવું જ થયેલું.
ગાંધીજીનો હતો સર્વોદયવાદ.
સર્વોદયવાદ એટલે જે સૌથી નીચેનો માણસછે તેનાથી વિકાસની શરુઆત કરવાની. એટલેકે તેને પહેલાં કામ આપો. તેને પ્રાથમિક શિક્ષણ આપો કે જેથી તે પગભર થવાની કક્ષાએ પહોંચે. મહાત્માગાંધીએ શિક્ષણને ઉદ્યોગ સાથે સાંકળવાની વાત કરેલ. જેથી એક ઘાએ બે પક્ષી મરે.
સર્ટીફીકેટો થી તમે દેશ ઉપર રાજ કરવાની લાયકાત કેળવી શકતા નથી. વિશાળ વાચન તમને માહિતી સભર કરે. પણ તમે સ્વકેન્દ્રી હો તો આર્ષદૃષ્ટિ તમારામાં ન આવે. સ્વકેન્દ્રીપણું એટલે તમે તમારા મન સામે પરાજય પામ્યા.
જે શાસક પોતાના મનથી પરાજય પામે તેનો દેશ પરાજય માપે છે
તમે શાસક છો અને તમારા મન સામે તમે પરાજય પામ્યા એટલે તમે દેશનો પરાજય પણ નોતરવાના જ.
દેશનો પરાજય ક્યારે થાય? તમે કાંતો દબાણમાં આવો છો અને અમૂક નિર્ણય લેવા મજબુર બનો છો. અથવા તમે સાપેક્ષે બેવકુફ છો અને સામી વ્યક્તિની કૂટીલ ચાલને સમજી શકતા નથી. અથવા તો તમે તમારો લાભ જુઓ છો એટલે કે સ્વકેન્દ્રી છે એટલે કે તમે તમારા મનથી પરાજીત છો.
તીબેટ એક સ્વતંત્ર દેશ હતો. ચીને તેના ઉપર દાવો કર્યો. તીબેટનો વિરોધ હતો. કોઈ કાળે ચીનના કોઇ રાજાની તેના ઉપર હકુમત હશે અથવા ન પણ હોય. એમ તો હિન્દુ રાજાઓ પણ ઈશુની પહેલી સદી સુધી ઉત્તરમાં તીબેટ, પશ્ચિમે ઓમાન અને ઈરાન, પૂર્વમાં વીએટનામ, કંબોડીયા, મલેસીયા, થાઈ લેન્ડ, ઈન્ડોનેશીયા અને દક્ષિણમાં સીલોન સુધી રાજકરતા હતા.
સીલોન, અફઘાનીસ્તાન, બર્મા તો અંગ્રેજોએ છૂટા કર્યા. તીબેટ બીન જોડાણવાદી દેશોના સમૂહનો એક સભ્ય હતો. અને સ્વતંત્ર દેશ હતો. તેણે આ સમૂહના દેશોના અધિવેશન માં ૧૯૫૦માં ભાગ પણ લીધેલો. ચીને કહ્યું અને રશિયા એ પરોક્ષ રીતે દબાણ કર્યું એટલે જે તીબેટ “બીન જોડાણવાદી અને સ્વતંત્ર દેશ તરીકે ઓળખાતો હતો” તે દેશ ઉપર જવાહરલાલે ચીનની સત્તા મંજુર રાખી.
આ એક હાર જ હતી. નહેરુને સરદાર પટેલે ૧૯૫૦માં જ પત્ર લખીને ચેતવ્યા હતા. પણ આ ચેતવણીને નહેરુએ ગણકારી ન હતી. અને આમજનતાને આ વાતની ખબર પણ નહતી. નહેરુએ તીબેટ ઉપર ચીનનું સાર્વભૌમત્વ માન્ય રાખ્યું એ એક અક્ષમ્ય ભૂલ હતી. આપણા મૂર્ધન્યો પણ ચૂપ રહેલ. કારણ કે તેઓ પણ આમ તો સામાન્ય કોટીના જ હોય છે.
ચીનની લશ્કરી ઘુસણખોરી
મૂર્ધન્યો તરફથી વળી જવાહરને ભારતનું અમૂલ્ય જવાહર (ઝવેરાત) માનવામાં આવતા. અને જ્યાં સુધી આગ મહેલના છેલ્લા માળ સુધી ન પહોંચે ત્યાં સુધી તેઓ અંધ હતા. તીબેટ કબજે કર્યા પછી ચીને ભારતીય સરહદમાં લશ્કરી થાણા નાખવા ચાલુ કર્યા અને ઘુસણ ખોરી પણ ચાલુ કરી.
ભારતીય લશ્કરના સેનાપતિઓ જ્યારે બંને લશ્કરના સેનાપતિઓની વચ્ચે થતી રુટીન મીટીંગોમાં આ ઘુસણખોરીનો પ્રશ્ન ઉઠાવતા ત્યારે ચીની અમલદારો નહેરુના પાર્લામેન્ટમાં કરેલા ઘુસણખોરીના ઈન્કારને ટાંકીને ભારતીય લશ્કરના સેનાપતિઓને મુંગા કરી દેતા.
થતું એવું કે આ ચીની ઘુસણઘોરીની વાતો લશ્કરના માણસો દ્વારા અખબારોને અને વિપક્ષના અમુક સભ્યોને પહોંચતી અને તેથી વિપક્ષી સભ્યો તે વિષે સરકાર પાસે સ્પષ્ટીકરણ માગતા. ત્યારે નહેરુ પોતે ચીનની ઘુસણખોરીને “મસ્જીદમાં ગર્યો છે જ કોણ?” એ અદા પૂર્વક ચીની ઘુસણ ખોરીને નકારતા. પણ જ્યારે વાત હદબહાર ગઈ અને ઘણા વિશ્વસનીય સમાચારો આવવા માંડ્યા ત્યારે નહેરુએ સામાન્યીકરણ જેવી ફિલસુફી હાંકવા માંડી જે કંઇક આપ્રમાણે હતી.
નહેરુઃ “એ પ્રદેશો એવા છે કે જ્યાં કશું ઉગતું જ નથી.”
મહાવીર ત્યાગીઃ “એમ તો મારા માથે પણ કશું ઉગતું નથી. તોશું હું તેનો કબજો બીજાને આપી દઈશ?” મહાવીર ત્યાગીને માથે ટાલ હતી. તેમનો ઈશારો નહેરુની ટાલ તરફ પણ હતો. મહાવીર ત્યાગીની માર્મિક વાત જેઓ ગહેરાઈથી વિચારશે તો તેઓ તેમાં રહેલી ટકોરને સમજી શકશે.
ક્રિપલાણીઃ સરહદ ઉપર આપણા લશ્કરનું નિયંત્રણ મજબુત કરો.
નહેરુઃ એવી કોઇ સરહદ છે જ નહીં.
ક્રિપલાણીઃ લાઇન ઓફ કન્ટ્રોલ તો છે જ ને.
નહેરુઃ લાઇન ઓફ કન્ટ્રોલની કોઇ વ્યાખ્યા નથી.
ક્રિપલાણીઃ તો પછી આ સમસ્યાને યુનોમાં લઈ જાવ.
નહેરુઃ યુનો એ અત્યાર સુધીમાં કઈ સમસ્યા ઉકેલી છે?
ક્રિપલાણીઃ ભારતે ચીની થાણા ઉપર બળ જબરીથી પણ કબજો લઈ લેવો જોઇએ.
નહેરુઃ યુદ્ધથી કોઇ પ્રશ્નો ઉકેલાતા નથી.
જવાહરલાલ નહેરુ સામે આવેલી કટોકટી જનતા તરફથી ન હતી પણ જે કંઈ થોડા સિદ્ધાન્તવાદીઓ પક્ષમાં બચેલા તેઓએ ન છૂટકે કરેલો વિરોધનો વંટોળ હતો. તે પણ તેમની સામેના વિરોધકરતાં તેમના સંરક્ષણ મંત્રી વિ. કે. મેનન પરત્વે હતો. તેઓની મમત એટલે હદ સુધી હતી કે ચીનની તરફેણમાં ચાપલુસી ઉપરાંત સીમા ક્ષેત્ર ઉપરની બેદરકારીને કારણે બીજા નેતાઓ અને પ્રજા તરફથી પણ વિરોધ થયેલો અને તેમનું રાજીનામું લઈ લેવાનું દબાણ ઉત્પન્ન થયેલું જે નહેરુએ નકારવાનું ચાલુ રાખેલું. પણ પછી જ્યારે તે સમયના સાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણએ તેમને કહ્યું કે જો તમે સંરક્ષણ મંત્રી નહીં બદલો તો અમારે પ્રધાન મંત્રી બદલવા વિષે વિચારવું પડશે. ત્યારે નહેરુએ એક નવું ખાતું ખોલેલ જેનું નામ આપેલ સંરક્ષણ ઉત્પાદન અને તેમાં મેનનને મંત્રી તરીકે રાખવામાં આવ્યા અને યશવંતરાવ ચવાણને નહેરુએ સંરક્ષણ મંત્રી બનાવેલ.
મારા એક મિત્ર કે જે બ્રીગેડીયર હતા તેમને મેં જ્યારે પૂછ્યું કે આપણે શું લશ્કરીબળમાં એટલા નબળા હતા કે ઘડીના છઠ્ઠા ભાગમાં ચીની આક્રમણ સામે હારી ગયા?
તેમણે કહ્યું વાસ્તવમાં આપણી સરહદ જ નોંધારી હતી અને લશ્કરી દળોની હાજરી જ નહીં જેવી હતી. આપણુ સંરક્ષણદળ જો આપણે ચીનસાથેની સરહદ પર ગોઠવવું હોય તો છ માસનો સમય જોઇએ.
આ દરમ્યાન બીજા પ્રશ્નો પણ ઉત્પન્ન થયેલ.
ભાષાવાર પ્રાંતરચનાઃ
કોંગ્રેસની મહાસભાની નીતિ હતી કે ભાષાવાર પ્રાંત રચના કરવી જેથી લોકેને પોતાની ભાષામાં વહીવટ મળે. કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત નું એક રાજ્ય, મુંબઈનું એક રાજ્ય અને મહારાષ્ટ્રનું એક રાજ્ય કરવું. પણ મહારાષ્ટ્રને મુંબઈ સહિતનું મહારાષ્ટ્ર જોઇતું હતું. ગુજરાતને મહારાષ્ટ્ર સાથે રાખવાથી અન્યાય થતો હતો હતો એવી લાગણી હતી. પણ જેમ નરેન્દ્ર મોદીએ કરેલી ગુજરાતની પ્રગતિને ગુજ્જુ કોંગીઓ દ્વારા નકારવામાં આવે છે તેમ ગુજરાતને થતો અન્યાય પણ તે વખતના કોંગ્રેસ તરફી અખબારો તરફથી નકારવામાં આવતો હતો.
મુંબઈના વિકાસમાં કચ્છીઓ, કાઠીયાવાડીયો, પારસીઓ મતલબકે ગુજરાતીઓનો ફાળો બહુમૂલ્ય હતો. ૯૦ટકા ધંધા ઉદ્યોગો ઉપર ગુજરાતીઓનો હતો. ૭૫ ટકા મિલ્કત ગુજરાતીઓની હતી. અને ૩૦ટકા વસ્તી ગુજરાતીઓની હતી. મરાઠી ભાષી લોકો ૪૦થી ૪૫ ટકા હતા. બાકીના બધા કન્નડ, મલબારી, ગોવાનીઝ અને ભૈયાજીમાં આવતા. સવાલ મુંબઈને અલગરાખવું કે મહારાષ્ટ્રમાં રાખવું એજ હતો.
પણ નહેરુ એમ આસાનીથી મહારાષ્ટ્રને મુંબઈ આપી દેવામાં માનતા ન હતા. તેથી ૧૯૫૬માં કચ્છ, સૌરાષ્ટ્ર, વિદર્ભ અને મહારાષ્ટ્રને મેળવીને દ્વીભાષી મુંબઈ રાજ્ય કર્યું.
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અલગ સ્થાનિક પક્ષો ઉદભવ્યા. અને ૧૯૫૭ની ચૂંટણીમાં મહારાષ્ટ્ર માં કોંગ્રેસને માર પડ્યો. ગ્રામ્યવિસ્તારોમાં ખેડે એની જમીન એ સિધ્ધાંતનો ઠીક ઠીક અમલ થયો હતો તેથી સમગ્ર રીતે જોતાં કોંગ્રેસને બહુમતિ મળી.
લોકસભા કુલ બેઠક ૬૬.
કોંગ્રેસ ગુજરાત ૧૬/૨૧,
કોંગ્રેસ મહારાષ્ટ્ર ૨૨/૪૫
વિધાનસભાઃ કુલ બેઠક ૩૯૬.
કોંગ્રેસ ગુજરાત ૮૪/૧૧૮,
વિદર્ભ સહિત મહારાષ્ટ્ર કોંગ્રેસ ૧૫૦/૨૭૮
કોંગ્રેસ માટે મહારષ્ટ્રમાં હાર હતી.
નહેરુએ એક વડાપ્રધાનને ન શોભે તેવું નિવેદન કર્યું કે જો મહારાષ્ટ્રને મુંબઈ મળશે તો તેઓ ખુશ થશે. આના ઘણા સૂચિતાર્થો હતા. જેમાંનો મુખ્ય હેતુ મોરારજી દેસાઈને બદનામ કરવાનો હતો. મુંબઈમાં ગુજરાતીઓ સામે તોફાનો થયા. જે મરાઠી અને ગુજરાતી પ્રજા સૈકાઓથી હળી મળીને રહેતી હતી, અને જેના કવિઓ “શિવાજીનું હાલરડું” ગાતા હતા તે ગુજરાતીઓને મારવામાં આવ્યા. અને ગુજરાતીઓએ મુંબઈમાંથી હિજરત ચાલુ કરેલી. અંતે ૧૯૬૦માં દ્વિભાષી મુંબઈ રાજ્યનું વિભાજન થયેલું.
મોરારજી દેસાઇને ઘણા બદનામ કરવામાં આવ્યા. આપણા ગુજ્જુ મૂર્ધન્યોમાંના ઘણા લોકો પણ મોરારજી દેસાઇને બદનામ કરવામાંથી બકાત નહતા. મોરારજી દેસાઈનું જોર તોડવા દ્વિભાષી મુંબઈરાજ્યના મુખ્ય મંત્રી જીવરાજ મહેતાને કરેલ. પણ ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં મોરારજી દેસાઈનું સંગઠન મજબુત હતું.
૧૯૬૨ ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસમાં ડખો થયેલ.
જીવરાજ મહેતા નહેરુના વળના હતા અને ગુજરાતના આંતરિક વિખવાદમાં બળવંતરાય મહેતા અને જાદવજી મોદી પીએસપી ના ઉમેદવારો સામે હારી ગયેલ. આજ પીએસપીઓને પાછળથી નહેરુએ સમાજવાદને નામે પોતાનું ગ્રુપ મજબુત કરવા માટે કોંગ્રેસમાં ભેળવી દીધેલ. પણ બળવંતરાય મહેતા ગાંધીવાદી હતા. અને પેટાચૂંટણી માં જીતીને સર્વાનુ મતે મુખ્ય મંત્રી બની ગયેલ. જીવરાજ મહેતા રસીકભાઇ પરિખ એન્ડ કંપનીના હાથ હેઠા પડેલ.
મોરારજી દેસાઈ વડાપ્રધાનપદના દાવેદાર હતા. આ નહેરુને પસંદ ન હોય તે સ્વાભાવિક હતું. મોરારજી દેસાઇને કાઢવા માટે કામરાજ પ્લાન અમલમાં મૂક્યો.
કામરાજ પ્લાન
કામરાજ નાદર મદ્રાસી હતા. કોંગ્રેસના પ્રમુખ હતા. નહેરુએ એક સીન્ડીકેટ બનાવેલી હતી. જેમાં રાજ્યોના બોસ હતા. અતુલ્ય ઘોષ, કમલાપતિ ત્રીપાઠી, સાદોબા પાટીલ, મોહનલાલ સુખડીયા અને કામરાજ મુખ્ય હતા. “ડૂબવું તો સાથે ડૂબવું અને તરવું તો સાથે તરવું પણ નહેરુવંશ રાજ કરે તે જોવું એ હેતુ સાથે નહેરુએ આ સીન્ડીકેટની રચના કરેલી.
યોજના પ્રમાણે કામરાજે કહ્યું કે દેશને મજબુત કરવો હોય તો કોંગ્રેસને મજબુત કરવી પડશે. સીનીયર નેતાઓએ પક્ષને મજબુત કરવા માટે પક્ષના સંગઠનમાં લાગી જવું અને તે માટે પોતાના હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપી દેવું. નહેરુની કેબીનેટના બધા પ્રધાનોએ અને નહેરુએ પણ રાજીનામુ પક્ષ પ્રમુખને આપી દીધું. મોરારજી દેસાઈને કાવતરાની ગંધ તો હતી જ. પણ નહેરુનો દાવ એવો હતો કે તેમણે પણ રાજીનામુ આપવું પડ્યું. ફક્ત મોરારજી દેસાઇ સિવાય બધાના રાજીનામા ના મંજુર થયા.
આ પ્રમાણે નહેરુએ ચાલાકીથી કોઠળામાં પાંચશેરી નાખીને મોરારજી દેસાઈનો કાંટો કાઢ્યો.
અત્યારે જેમ સમાચાર માધ્યમો નરેન્દ્ર મોદીની કોઇ વિવાદાસ્પદ વાત ઉપર પણ ટીકાનો મારો ચલાવવાની ફેશન ચલાવે છે તેમ તે વખતે મોરારજી દેસાઈને વગોવવાની ફેશન હતી. અને આ ફેશન ૧૯૭૩ના નવનિર્માણના આંદોલન સુધી ચાલુ રહેલી.
નહેરુએ લાદેલી બાહ્ય કટોકટી ક્યારે ખતમ થઈ તેની ભાગ્યે જ કોઇએને ખબર હશે.
આ પ્રમાણે નહેરુ કેવા હતા?
નહેરુ અષ્ટકુટ હતા,
નહેરુ ઉસ્તાદ હતા અને રજમાત્ર પણ ગાંધી વાદી ન હતા છતાં પણ ગાંધીના નામે તરી ગયેલા હતા. તેમાં અખબારોનો અને તેમના ચેલકાઓનો ફાળો નાનોસૂનો ન હતો.
તેઓનો રોજનો ખર્ચો તે વખતાના રુપીયા ૨૫૦૦૦ હતો. હાલના એ પચીસ લાખથી વધુ કહેવાય.
તેઓ સીગરેટ પીતા હતા
તેઓ દારુ પીતા હતા,
તેઓ માંસાહારી હતા,
તેમની મરઘી ફક્ત બદામ ખાતી અને બ્રાન્ડી પીતી. આ મરઘી જે બચ્ચાં આપે તેની જ ચીકન તેઓ ખાતા હતા.
તેઓ નાટકીય અદાઓ રાખતા,
દંભી તો હતા જ.
નહેરુની અહિંસા કાયરની અહિંસા હતી. ૧૯૪૯ જ્યારે એક વખત વલ્લભભાઇ પટેલ નેવીનો એક બેડો લઈને ગોવા પાસેથી પસાર થતા હતા ત્યારે તેમણે કમાન્ડોને પૂછ્યું શું અત્યારે આપણે ગોવા ઉપર હુમલો કરીએ તો તેને જીતી શકીએ? કમાન્ડોએ કહ્યું હા. આપણે જીતી શકીએ. તો કરો હુમલો. નેવીનો કમાન્ડો કમાન્ડો છક થઈ ગયો. પણ બીજી ક્ષણે વલ્લભભાઈ પટેલે કહ્યું. રહેવા દો. હુમલો નથી કરવો. જવાહરને નહીં ગમે.
પણ પછી એજ જવાહરલાલ નહેરુએ ૧૯૬૧ દીવ દમણ અને ગોવાને લશ્કરી બળથી આઝાદ કર્યાં. આ વિજયે કોંગ્રેસને ૧૯૬૨માં ફરીથી સત્ત્તા ઉપર બેસાડવામાં થોડી ઘણી મદદ તો કરી.
જવાહરલાલ નહેરુએ જે એક વાત મહાત્મા ગાંધી વિષે કરેલી તે આઘાતજનક છે. પણ કોઇ સમાચાર માધ્યમોએ કે તેમના ચેલાકાઓએ આ વાતને પ્રસિદ્ધિ આપી નથી. તેમના વિરોધીઓને કદાચ ખબર પણ ન હતી.
પણ જેમ હાલના નહેરુવીયન કોંગ્રેસીઓને ધોળી ચામડીવાળાઓ સામે “ખુલકર બાતકરનેકી આદત” અને જર્ક આપે તેવી વાતો પરમસત્યને નામે કરવાની ટેવ છે તેમ નહેરુ પણ તેમાંથી બકાત નહતા.
ચમત્કૃતિઃ
नहेरु की दृष्टिमें महात्मा गांधीः
गांधी जी के सर्वाधिक प्रिय व खण्डित भारत के प्रथम प्रधानमंत्री जवाहर लाल नेहरू ने कहा – ” ओह दैट आफुल ओल्ड हिपोक्रेट ” Oh, that awful old hypocrite – ओह ! वह ( गांधी ) भयंकर ढोंगी बुड्ढा । यह पढकर आप चकित होगे कि क्या यह कथन सत्य है – गांधी जी के अनन्य अनुयायी व दाहिना हाथ माने जाने वाले जवाहर लाल नेहरू ने ऐसा कहा होगा , कदापि नहीं । किन्तु यह मध्याह्न के सूर्य की भाँति देदीप्यमान सत्य है – नेहरू ने ऐसा ही कहा था । प्रसंग लीजिये – सन 1955 में कनाडा के प्रधानमंत्री लेस्टर पीयरसन भारत आये थे । भारत के प्रधानमंत्री जवाहर लाल नेहरू के साथ उनकी भेंट हुई थी । भेंट की चर्चा उन्होंने अपनी पुस्तक ” द इन्टरनेशनल हेयर्स ” में की है –
सन 1955 में दिल्ली यात्रा के दौरान मुझे नेहरू को ठीक – ठीक समझने का अवसर मिला था । मुझे वह रात याद है , जब गार्डन पार्टी में हम दोनों साथ बैठे थे , रात के सात बज रहे थे और चाँदनी छिटकी हुई थी । उस पार्टी में नाच गाने का कार्यक्रम था । नाच शुरू होने से पहले नृत्यकार दौडकर आये और उन्होंने नेहरू के पाँव छुए फिर हम बाते करने लगे । उन्होंने गांधी के बारे में चर्चा की , उसे सुनकर मैं स्तब्ध हो गया । उन्होंने बताया कि गांधी कैसे कुशल एक्टर थे ? उन्होंने अंग्रेजों को अपने व्यवहार में कैसी चालाकी दिखाई ? अपने इर्द – गिर्द ऐसा घेरा बुना , जो अंग्रेजों को अपील करे । गांधी के बारे में मेरे सवाल के जबाब में उन्होंने कहा – Oh, that awful old hypocrite । नेहरू के कथन का अभिप्राय हुआ – ” ओह ! वह भयंकर ढोंगी बुड्ढा ” ।( ग्रन्थ विकास , 37 – राजापार्क , आदर्शनगर , जयपुर द्वारा प्रकाशित सूर्यनारायण चौधरी की ‘ राजनीति के अधखुले गवाक्ष ‘ पुस्तक से उदधृत अंश )
नेहरू द्वारा गांधी के प्रति व्यक्त इस कथन से आप क्या समझते है?