જય પરાજય અને તે પછીની કાળી રાત્રીઓ ભાગ – ૧
વાત છે કટોકટીની.
વડાપ્રધાનની ગાદી પર કોણ બેસે?
લાલબહાદુર શાસ્ત્રીને સીન્ડીકેટે રાજગાદી પર બેસાડ્યા. પણ તેમનું તાસ્કંદમાં અવસાન થયું. એટલે સીનીયોરીટી પ્રમાણે મોરારજી દેસાઈનો નંબર લાગવો જોઇએ. પણ ગાંધીવાદી કહેડાવવામાં પોતાને ગર્વ છે અને કોંગ્રેસને ગાંધીજીનો વારસો છે એવું બતાવી લોકોના મતમાગતી કોંગ્રેસના નેતાગણને અને ઘણા મૂર્ધન્યોને પણ વાસ્તવમાં અને અંદરખાને ગાંધીવાદ લગીરે પસંદ નહતો. તેવીજ રીતે ગાંધીવાદી નેતા મોરારજી દેસાઈ પણ પસંદ ન હતા. ૧૯૬૬માં મોરારજી દેસાઇ કે જેઓ રાજકીય હોદ્દાનો સન્યાસ ભોગવતા હતા તેમણે સીન્ડીકેટના સભ્યોની અનિચ્છા છતાં નેતા પદ માટે ઈન્દીરા ગાંધી સામે ઉમેદવારી નોંધાવી અને સૌના આશ્ચર્ય વચ્ચે ૧૬૯ મત મેળવ્યા. સીન્ડીકેટના નેતાઓ માનતા હતા કે મોરારજી દેસાઇને ૬૯ મત પણ નહીં મળે. પણ સીન્ડીકેટને મોરારજી દેસાઇ હારી ગયા તેનો સંતોષ હતો.
૧૯૬૭ની સામાન્ય ચૂંટણી આવી. કોંગ્રેસે ખરાબ દેખાવ કર્યો. ૧૯૬૬ થી ૧૯૬૭ સુધીની ઈન્દીરાગાંધીની સરકારની કર્મ કહાણી નબળી રહી હતી એટલે પ્રજા વિમુખ બની હતી. સબળ નેતાની જરુર દેખાતી હતી. એટલે જો મોરારજી દેસાઇ ફરી નેતાપદ માટે કોંગ્રેસના સંસદીય પક્ષમાં ઉમેદવારી કરે તો જીતી પણ જાય. યેનકેન પ્રકારે મોરારજી દેસાઇને ઉપવડાપ્રધાન પદ માટે મનાવી લીધા. અને ઈન્દીરા ગાંધીને વડાપ્રધાન બનાવ્યાં.
કોંગ્રેસના નૈતિક પરાજયના બીજ વવાયાં.
જો સાહેબ કરતાં તેમની નીચેની રેન્કનો અધિકારી વહિવટમાં વધારે કુશળ હોય તો સાહેબનો પ્રભાવ ઓછો રહે અને નીચેના સાહેબનો પ્રભાવ વધુ રહે. કદાચ સરકારી નોકરીમાં આ વાત મોટો સાહેબ નભાવી લે. ખાનગી કંપનીમાં “ઈટ ડીપેન્ડ્ઝ” કે મોટા સાહેબને કઈ કડીઓ છે. પણ રાજકારણ અને તે પણ પક્ષીય રાજકારણમાં આ પરિસ્થિતી જરાય ન ચાલે. એટલે ઈન્દીરા ગાંધીને પણ લાગ્યું કે મોરારજી દેસાઇની હાજરીમાં પોતે પક્ષમાં અને લોકોમાં ઝાંખી પડી જશે અને સીન્ડીકેટના આશ્રયે કાયમ માટે જીવાશે નહીં. એટલે પછી ઘણા બનાવો બન્યા. કોંગ્રેસના ભાગલા થયા. નવા ઈલેક્ષનો થયા અને ઈન્દીરા ગાંધીને પ્રચંડ વિજય મળ્યો કારણકે ઈન્દીરા ગાંધીએ જણાવ્યું હતું કે મારે ગરીબો માટે ઘણું ઘણું કરવું છે. મારા બાપાને પણ ગરીબો માટે ઘણું ઘણૂં કરવું હતું. પણ આ બુઢ્ઢાઓ (સીન્ડીકેટના સભ્યો અને મોરારજી દેસાઇ) તેમને કરવા દેતા ન હતા. સમાચાર પત્રો અને પોતાને બુદ્ધિજીવી, મહાન વિશ્લેષકો અને અભ્યાસુઓ ગણાવતા કટાર લેખકો અને ધૂરંધર પત્રકારોએ પણ ઈન્દીરા ગાંધીના કથનોને અને ઈન્દીરા ગાંધીને વધાવ્યા. આમાંના કોઇને પણ કોઈપણ માહિતી માગવાની કે એવું કોઇ સંશોધન કરવાની જરુર જ ન લાગી, એટલે ગુણ દોષની કોઇ તંદુરસ્ત ચર્ચાને અવકાશ જ ન રહ્યો. કોંગ્રેસની અંદર ભાગલા પડે અને મોટા નેતાઓ એકબીજાની વિરુદ્ધ બોલે એજ વાત તેમને માટે એવો દમદાર મુદ્દો હતો કે બૌધ્ધિક ચર્ચાઓ જ તેમણે અપ્રસ્તૂત બનાવી દીધી. અત્યારે જેમ લાલુ પ્રસાદ યાદવ મજાકનું પાત્ર છે તેમ મોરારજી દેસાઇને ગુજરાતના મૂર્ધન્યોએ પણ મજાકનું પાત્ર બનાવી દીધા હતા. “ભ્રમણ સહર્ષિ” એક નાટકનું પાત્ર હતું તે મોરારજી દેસાઇની પ્રતિકૃતિ તરીકે જોવાનું હતું.
જો તમે શ્રમવગર બાપિકી મિલ્કત મેળવો અને યોગ્યતા ન હોય તો મુશ્કેલીઓ તો આવે જ. ૧૯૬૬થી જ મોટી સંખ્યામાં નિરાશ્રીતો અને ઘુસણખોરો આવવાના ચલુ થયેલા જ હતા થયા. મોંઘવારી, ઘરવપરાશની સહિતની દરેક વસ્તુઓની કમી, લાંચરુશ્વત, દાણચોરી, ગુન્ડાગીરી અને રાજકીય પક્ષપલ્ટાઓ એવા ફુલ્યાફાલ્યા કે બાંગ્લાદેશ વિજયની વાતો ધોવાઈ ગયી. વળી ઘુસણ ખોરોને પાછા મોકલવામાં પણ ઈન્દીઈરા ગાંધીને સરેઆમ નિસ્ફળતા મળેલ. રશીયાની મુસદ્દીગીરી ઈન્દીરા ગાંધીને રાજકારણના દાવ ખેલવામાં મદદગાર થાય પણ રશીયા આપણા ઘરઆંગણાંના પ્રશ્નો કંઈ ઉકેલી ન આપે. કોમ્યુનીષ્ટોની તો કાર્યશૈલી હોય છે કે જનતાને હંમેશા તંગ જ રાખો અને જનતા હમેશા સરકાર ઉપર જ નિર્ભર રહે તેવી પરિસ્થિતી રાખો. ચૂંટણી વખતે અવનવા મુદ્દાઓ ચગાવી જનતાને ભ્રમમાં નાખો.
બેંકોના રાષ્ટ્રીય કરણે કરી બેંકોની અને દેશની નીતિમત્તાની પાયમાલી
રશીયામાં તો એક જ પક્ષ હોય. એટલે બુદ્ધિજીવીઓ પણ પક્ષના જ કાર્યકર્તા હોય. ભારતમાં તો એવું નહોય. ૧૯૭૩માં ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે નવનિર્માણ આંદોલન થયું અને તેણે ગુજરાતની નહેરુવીયન કોંગ્રેસનો ભોગ લીધો. જયપ્રકાશ નારાયણે તેમાંથી પ્રેરણા લઈ દેશવ્યાપી આંદોલન ચાલુ કર્યું. રશીયામાં તો નેતાગણ, સરકાર અને અધિકારી એવા સ્પ્ષ્ટ ભેદ હોતા નથી. ભારતમાં તો આ ભેદ હોય છે. ઈન્દીરા ગાંધીએ તો રશીયન માઈબાપની સલાહ પ્રમાણે કામ કરેલ અને તેથી તેમના સેક્રેટરીએ ૧૯૭૦ ઈન્દીરા ગાંધીના પ્રચારતંત્રમાં સામેલ હતા. જોકે તેમણે રાજીનામું આપી દીધેલ. પણ ભારતીય સેવાના કાયદા પ્રમાણે જ્યાં સુધી રાજીનામું મંજુર નથાય ત્યાં સુધી તે સરકારી નોકર જ ગણાય. ઈન્દીરાગાંધીની ચૂંટણીને તેમના ઉમેદવાર રાજનારાયણે કોર્ટમાં પડકારેલી અને તેનો ચૂકાદો તેમના વિરોધી ઈન્દીરાગાંધીની ચૂંટણીને તેમની સામેના ઉમેદવાર રાજનારાયણે કોર્ટમાં પડકારેલી અને તેનો ચૂકાદો ઈન્દીરા ગાંધીની વિરોધમાં આવેલ. ઈન્દીરા ગાંધીની ચૂંટણી રદ થઈ એટલું જ નહીં પણ તેમને ૬ વર્ષ માટે ગેરલાયક ઠરાવવામાં આવ્યા.
૧૨મી જુન ૧૯૭૫ ના દિવસે અલ્હાબાદ હાઇ કોર્ટે ચૂકાદો આપેલો. એટલે ઈન્દીરા ગાંધીએ તે અગાઉથી જ લાખોની સંખ્યામાં પોસ્ટરો છપાવીને રાખેલા કે “માનનીય ઈન્દીરા ગાંધી પ્રધાન મંત્રીના પદ પર ચાલુ જ છે” ઑલ ઈન્દીરા રેડીઓ દર ૧૫ મીનીટે આ સમાચારનું પૂનરાવર્તન કરતો. અને ઠેક્ઠેકાણેથી અલગ અલગ જાણીતા અને અજાણ્યા નેતાઓ ઈન્દીરા ગાંધીમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે તેવા સમાચારોનું પણ પૂનરાવર્તન થતું હતું.
જયપ્રકાશનારાયણનું આંદોલનને જનતાનો સહકાર મળી રહ્યો હતો. એટલે ઈન્દીરા ગાંધીએ કટોકટી જાહેર કરી.
લોકતંત્ર એટલે જે અમે કહીએ તે
કટોકટીના સમય ગાળા દરમ્યાનઃ
બંધારણીય અધિકારો રદ ગણવામાં આવ્યા.
સમાચાર પત્રો એવા સમાચાર કે મંતવ્યો છાપી ન શકે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ સરકાર વિરોધી કે ટીકાત્મક હોય. જે કંઈ સામાન્ય પણ છાપવું હોય તે પણ અધિકૃત સરકારી અધિકારીને બતાવી અને તેની પરવાનગી મળ્યા પછી જ છપાય.
કોઇ લેખક તખલ્લુસથી કશું પણ લખી ન શકે
પોલીસ પોતાની મુનસફ્ફી પ્રમાણે પકડી શકે
માનવીય અધિકારો પણ સ્થગિત થયા છે તેમ કહેવામાં આવ્યું
જોવા શું મળ્યું?
વિરોધ પક્ષોના અને આંદોલનકારી નેતાઓને પકડવામાં આવ્યા.
એટલે મોરારજી દેસાઇ, અડવાણી, બાજપાઇ તો ખરા જ પણ સર્વોદય કાર્યકરો અને ગાંધીવાદી નેતાઓ અને કાર્યકરો જેવાકે જયપ્રકાશ નારાયણ જેવા ગાંધીજીના અંતેવાસીઓને પણ પકડીને જેલભેગા કરેલા.
શામાટે કટોકટી લાગુ કરવામાં આવી હતી?
ઈન્દીરા ગાંધીના કહેવા પ્રમાણે અને જાહ્વેર કર્યા પ્રમાણેઃ
આર્થિક ક્ષેત્રે કટોકટી હતી,
ઉત્પાદન ક્ષેત્રે કટોકટી હતી,
કાયદાકીય અંધાધુંધી હતી,
લોકો કાયદો હાથમાં લેતા હતા,
વહીવટી ક્ષેત્રે કટોકટી હતી,
વિરોધ પક્ષોના નેતાઓ, વહીવટી અધિકારીઓને સરકાર વિરુદ્ધ અને કાયદા વિરુદ્ધ ઉશ્કેરતા હતા,
એક વરિષ્ઠ આંદોલનકારી નેતા (જયપ્રકાશ નારયણ) લશ્કરને સરકારી હૂકમ ન માનવા માટે ઉશ્કેરતા હતા.
કાયદાનું શાસન પડી ભાંગ્યુ હતું.
૧૨ મી જુનથી ૨૫મી જુનસુધીના ગાળામાં અવનવી જાતના પોસ્ટરો પણ છપાઈ ગયેલા.
અને જેવી કટોકટી જાહેર થઈ કે બધે રાતોરાત લાગી ગયા.
“જ્યારે દેશ ઉપર આપત્તિ આવી ત્યારે તે પાષાણ બનીને ઉભી રહી અને દેશને બચાવી લીધો”
“પ્રધાન મંત્રીનો ૨૦ મુદ્દા નો કાર્યક્રમ”,
“મહામંત્રીનો ૪ મુદ્દાનો કાર્ય ક્રમ”
“અમારો મંત્ર સૌ સાથે નમ્ર વ્યવહાર”,
આવા તો સેંકડો જાતના પોસ્ટરો છપાવેલા.
દરેકની નીચે ઈન્દીરા ગાંધી અને અથવા સંજય ગાંધીની તસ્વીર તો ખરી જ.
વળી જેવી કટોકટી જાહેર થઈ કે દરેક સરકારી ટ્રેડ યુનીયનોના સેક્રેટરીઓ અને પ્રમૂખોને સૂચના હતી કે તેઓ કટોકટીને આવકારે છે તેવા નિવેદનો કરે. જે કોઇ મીટીંગ થાય તેમાં પણ સૌ પ્રથમ આ જાતનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવાની સૂચના હતી. અને કટોકટી વિષે કોઇ પણ ચર્ચા કરવાની બંધી હતી અને તેનું પાલન થાય છે કે નહીં તે જોવાતું. તેથી કરીને યુનીયન લીડરોને અને સૌ કોઇને એ ડર રહેતો કે આપણને બરતરફ કરશે અને કોર્ટમાં જઈ શકાશે નહીં કારણ કે બંધારણીય નાગરિક અધિકારો રદ થયા છે. એટલે દોઢડહ્યા થવાને બદલે કજીયાનું મોં કાળું કરો.
વિનોબા ભાવેને પકડ્યા ન હતા. કારણકે તેમણે કહ્યું કે “કટોકટી એ અનુશાસન પર્વ છે”
અને તેનો અર્થ એ કરવામાં આવ્યો કે કટોકટીમાં બધાએ કશી ગરબડ કરવી નહીં અને શાંતિ રાખવી.
અલબત્ત ગુજરાતમાં બાબુભાઇ જશભાઇ પટેલનુ એટલે કે જનતા મોરચાનું રાજ હતું એટલે જ્યાં સુધી જનતા મોરચાનું રાજ રહ્યું ત્યાં સુધી કશો વાંધો ન આવ્યો. જ્યાં કોંગી સરકારો હતી ત્યાં સભા સરઘસ, ધરણા, દેખાવો વિગેરેની બંધી હતી. અને તે બધું ઈન્દીરાઇ કોંગ્રેસના નેતાઓના નિવેદનો પ્રમાણે અને તેમને શરણે ગયેલા સમાચાર માધ્યમો ના કહેવા પ્રમાણે દેશવિરોધી પ્રવૃત્તિઓ હતી. પણ ગુજરાતમાં આ જ ઈન્દીરાઇ નેતાઓ બાબુભાઇ પટેલની સરકાર સામે સભા, સરઘસ, ધરણા, દેખાવો વિગેરે બધું જ કરતી. જેમ અત્યારે કોંગ્રેસના કપિ સિબ્બલ, (ક)પી. ચિદમ્બરમ, મોઇલી, હાલનું નહેરુવીયન ફરજંદ જે મહામંત્રીનો હોદ્દો પણ ધરાવે છે તે અને પ્રણવ મુખર્જિ જેવા નેતાઓ તેમના અન્નદાતા ના ઈશારે બેફામ વર્તન અને નિવેદનો કરે છે તેવું તે વખતે કોંગી નેતાઓ કરતા.
ફેર એટલો હતો કે અત્યારે ભાષાની સમસ્યાને કારણે જેમ એન્ટોનીયા માઇનો ખાસ કશું બોલી શકતા નથી અને બોલતા નથી અને મનમોહનજીને એવી ફાવટ નથી, પણ તે વખતે ઈન્દીરા ગાંધી અને તેમના પક્ષના પ્રમૂખ શ્રી દેવકાંત બરુઆ, બંસીલાલ, આખા દેશમાં બેફામ હતા. તેમને અને તેમના ઉપાસકોને માપદંડોની કશી નડતર ન હતી.
બાબુ ભાઇ પટેલની સરકાર તેમને આંખના કણાની જેમ ખૂંચતી હતી. સમાચાર માધ્યમો એક તરફી હોવા છતાં પણ બાબુભાઇ જશભાઇ પટેલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટાણીઓ કરાવેલ. એમાં અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી પણ આવેલી. કોંગીઓએ એડી ચોટીનું જોર લાગવેલ. પણ જનતા મોરચો અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી ચાર સીટે જીતી ગયેલ. પણ કોંગીઓ તાલુકા અને જીલ્લા પંચાયતોની મોટાભાગની ચૂંટણીઓ જીતી ગયેલ. ગામડાઓમાં એવી ધાક ફેલાવેલી કે આજકાલમાં જ બાબુભાઇ જશભાઇ પટેલની સરકાર જશે. પછી તમને કોણ બચાવશે?
પક્ષપલ્ટો
ઈન્દીરા ગાંધી અને તેના સવાયા ઉપાસકોને સાધન શુદ્ધિનો બાધ ન હોવાથી કેટલાક વિધાન સભાના સભ્યોને ડરાવી ને પક્ષપલ્ટો કરાવીને સરકારને તોડી જેમાં ચિમનભાઇ પટેલની પાર્ટીના સભ્યો મુખ્ય હતા. રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું. તે પછી ધરપકડનો દોર ગુજરાતમાં ચાલુ થયો હતો. નાનુભાઇ, કાન્તિભાઇ, હસમુખભાઇ, હર્શદભાઇ માવાણી, પ્રકાશભાઇ જેવા નિડર સર્વોદયવાદી કાર્યકરોને પણ પકડવામાં આવ્યા. જનસંઘ અને આરએસએસના તાલુકા અને મહાલ કક્ષાના હોદ્દેદારો અને બીજા બોલકા કાર્યકરોને પણ જેલ ભેગા કરેલા. જેઓ રાજકારણમાં રસ લેતા હતા તેવા વકીલોને પણ જેલ ભેગા કરેલા.
રવિશંકર મહારાજને પકડ્યા ન હતા. કારણ કે તેઓ પથારીવશ હતા અને કોઇએ ઈન્દીરા ગાંધીને સલાહ આપેલી કે છાણે વીંછી ચડાવવા જેવો નથી. જે કર્યું છે તે પૂરતું છે.
ભૂમિપૂત્ર જે સર્વોદય સમાજનું મૂખ પત્ર છે તેના ઉપર ધોંસ પડેલી. એક પછી એક મુદ્રણાલયોને સીલ કરવામાં અવેલ અને હોદ્દેદારોને જેલ ભેગા કરેલ. જે પણ મહાત્માગાંધીવાદી તંત્રીઓ હતા તે બધા જેલમાં હતા.
ગોરવાલા જેઓ “ઑપીનીયન” ચલાવતા હતા તેમના પ્રેસને સીલ લગાઇ ગયાં. એટલે શ્રી ગોરવાલાએ તેમનું પીરીયોડીકલ સાઈક્લોસ્ટાઈલ કોપીઓના સ્વરુપમાં તેમના ગ્રાહકોને પહોંચતું કરવા માંડ્યું. તો તે સાઈક્લોસ્ટાઇલ મશીન જપ્ત થયું. તો શ્રી ગોરવાલાએ કાર્બન કોપીઓ બનાવીને તેમનું “ઓપીનીયન” ચાલુ રાખ્યું. અંતે તેમને પણ જેલ ભેગા કર્યા. શ્રી ગોરવાલા જ્યારે ૧૯૭૭માં છૂટ્યા ત્યારે તેમણે તેમના ગ્રાહકોને લવાજમ પરત કર્યું. શ્રી ગોરવાલા એક આઈ.સી.એસ. અધિકારી હતા અને તેઓશ્રી પચાસના દાયકામાં સરકારની નીતિઓ સાથે અસંમત હોવાથી રાજીનામુ આપીને છૂટા થયેલ.
ગુજરાતમાં કટોકટીના સમયમાં “જનતા છાપું” અને “જનતા સમાચાર” એમ બે ભૂગર્ભ છાપા મારા જોવામાં આવેલ. જે અનિયમિતરીતે બહાર પડતા હતા. પૈસા ખૂટી જવાથી અને લોકો તે વાંચવા માટે પણ ડરતા હોવાથી બંધ થયેલ. હવા એવી ફેલાવવામાં આવી હતી કે આવું કોઈ પણ સાહિત્ય હાથમાં હોવું તે પણ દેશદ્રોહ ગણાશે. હાઈકોર્ટનો કોઈ ચૂકાદો પણ જો એવો હોય કે જેમાં સરકાર કેસ હારી ગઈ હોય તો તે ચૂકાદો પણ છાપી ન શકાય.
સાદી કોર્ટનો એક કેસ જોઇએ.
કેટલાક લોકોને પોલીસે પકડ્યા.
ન્યાયાધીશ સામે રજુ કર્યા. રજુ કર્યા એટલે ન્યાયધીશ સાહેબે પૂછ્યું કેમ પકડ્યા છે?
પોલીસે કહ્યું “સાહેબ આ લોકો બોલતા હતા. “ભારતમાતાકી જય”, “મોંઘવારી દૂર કરો”, “કટોકટી દૂર કરો”. આવું સરકાર વિરુદ્ધમાં બોલાતું હશે? આતો દેશદ્રોહ થયો કહેવાય?
ન્યાયધીશે કહ્યું “ભારતમાતાકી જય” બોલે તેમાં તમને શો વાંધો છે? એ સરકાર વિરુદ્ધ કેવીરીતે થયું?
પોલીસે કહ્યું પણ સાહેબ, તેઓ મોંઘવારી દૂર કરો એવું પણ બોલે છે.
ન્યાયધીશે કહ્યું . “એ તો તેમની માગણી છે. તમારે પૂરી કરવી હોય તો કરો. ન કરવી હોય તો ન કરો. આવી માગણી કરવી એ કંઈ દેશદ્રોહ ન કહેવાય.”
પોલીસે કહ્યું ” પણ સાહેબ આ લોકો તો કટોકટી દૂર કરો તેમ પણ કહે છે”
ન્યાયધીશ સાહેબે કહ્યું ” આ પણ માગણી જ છે ને! એમાં દેશદ્રોહ ક્યાં આવ્યો?”
કેટલાક રાજકીય કાર્યકરો ભૂગર્ભમાં ચાલ્યા ગયેલ.
જેઓ ભૂગર્ભમાં ગયેલ તેમની શોધખોળ પોલીસ તેમની રાહે ચલાવતી. જો ઉપરથી દબાણ હોય તો તે ભૂગર્ભવાસીના કોઇ પણ ઉમરના સગાને પકડીને પોલીસ જેલમાં પૂરી દેતી. પછી ભલે ને તે વ્યક્તિ લુલી કે લંગડી કેમ ન હોય.
આવા તો ઘણા સમાચાર “જનતા છાપાં”માં આવતા. જેમણે “જનતા છાપાં”ની નકલો જાળવી રાખી હશે તેના ઘણા ભાવ ઉપજશે.
જયપ્રકાશ નારાયણ
એવું કહેવાય છે કે જ્યારે જયપ્રકાશ નારાયણને પકડ્યા ત્યારે તેમના દવાદારુ ચાલુ હતા. તેમને પકડ્યા પછી થોડા દિવસ પછી તેમને હતઃપ્રભ કરવા બંધ રીફ્લેક્ટીવ કાચવાળી ગાડીમાં એટલે કે કારની અંદર બેઠેલા બહારનું બધું જોઇએ શકે પણ બહારના કોઇ કારની અંદરનાને ન જોઇ શકે તેવા કાચવાળી ગાડીમાં તેમને બેસાડી દિલ્હીમાં રસ્તાઓ ઉપર ફેરવ્યા હતા. અને તેમને બતાવ્યું હતું કે જુઓ અમારી વાતને જનતાએ કેવી સ્વિકારી લીધી છે અને ક્યાંય પણ કશો ઉહાપોહ કે અશાંતિ નથી. વાસ્તવમાં તમને કોઇ સપોર્ટ કરતું નથી. તમે નાહકના જ લડત ચલાવતા હતા.
જયપ્રકાશ નારાયણ ને આઘાત લાગ્યો કે નહીં તેની ખબર નથી. પણ તેમની તબિયત બગડતી જતી હતી. એટલું જ નહીં પણ સરકાર ગુન્હાહિત બેદરકારી બતાવી રહી હતી.
કાયદેસરતો જે કોઇ વ્યક્તિને તમે કેદ કરો તો તેની સૌ પ્રથમ શારીરિક તંદુરસ્તીની ડોક્ટરી તપાસ થવી જોઇએ.
જો કોઇ વ્યક્તિને કેદ કરવામાં આવે અને જો તે વખતે અગર તે વ્યક્તિને દવાદારુ ચાલતા હોય તો તેનો રીપોર્ટ મંગાવી તે પ્રમાણે તેની આગળ ઉપર ચિકિત્સા કરવી જોઇએ.
તેના ખોરાકમાં કોઇ પરેજી આવતી હોય તો તે પ્રમાણે તેને ખોરાક આપવો જોઇએ.
અને જો જયપ્રકાશનારાયણ જેવા મોટાગજાના નેતા હોય તો તેમના સ્વાસ્થ્યની બાબતમાં વડાપ્રધાને ખુદ રોજબરોજની તેમની શારીરિક હાલત વિષે માહિતગાર રહે એવી શિષ્ટતા દાખવવી જોઇએ અને તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ.
પણ ઈન્દીરા ગાંધી અને તેમના ઉપાસકોએ આવું કંઈજ કર્યું નહીં. એટલે કે તેમને જેલમાં પૂર્યા પછી તેમની કોઇ દાક્તરી તપાસ ન થઈ, ન તો તેમને જે દવાદારુ અને ભોજનમાં પરેજી રાખવાની હતી તેનો કોઇ રીપોર્ટ મંગાવવામાં આવ્યો કે ન તો તે વિષે દરકાર કરવામાં આવી.
જયપ્રકાશ નારાયણ ને કીડની ની દવા ચાલતી હતી. અને તેમને ખોરાકમાં મીઠું આપવાનું ન હતું.
પણ આવી કોઇ ચકાસણી કે ધ્યાન રાખવામાં ન આવ્યું કારણ કે ઈન્દીરા ગાંધી અને તેના સાગરિતો અને સરકારી નોકરો એમ માનતા કે બધા જ અધિકારો રદ થયા છે.
જયપ્રકાશ નારાયણ ની હાલત ઉત્તરોત્ત્રર બગડતી જતી હતી.
સર્વોદય કાર્યકર શ્રી દેશપાંડે અમદાવાદની મુલાકાતે આવેલા. તેમને શાંતિસેનાના કાર્યાલયમાં મળવાનું થયું. તેમણે જયપ્રકાશ નારયણની તબિયત વિષે વર્ણન કર્યું અને દુઃખ વર્ણવ્યું. હું તો કોઇ પત્રકાર હતો નહીં. પણ મેં અમૂક સવાલો પૂચ્છ્યા જે તેમને ગમ્યા કે નગમ્યા તે ખબર નથી.
સવાલઃ જયપ્રકાશ નારાયણને જ્યારે કેદ કરવામાં આવ્યા ત્યારે તેમની દાક્તરી તપાસ થઈ હતી?
જવાબઃ ના. એવું લાગતું નથી.
સવાલઃ જયપ્રકાશ નારાયણની તબિયત ખરાબ થવાનું કારણ શું છે?
જવાબઃ તેમને મીઠું ખાવાની બંધી હતી અને તો પણ તેમને મીઠાવાળો ખોરાક આપવામાં આવતો હતો.
સવાલઃ જયપ્રકાશ નારાયણની તબિયત વિષે ઈન્દીરા ગાંધી તરફથી કોઇ વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઇ વ્યક્તિ તેમને નિયમિત રીતે તેમની તબિયતના સમાચારો મોકલે?
જવાબઃ ના. એવું લાગતું નથી.
સવાલઃ ઈન્દીરા ગાંધીએ કદી જયપ્રકાશ નારયણ ની તબિયતવિષે પૃચ્છા કરી છે?
જવાબઃ ના તેમણે કદી આવું પૂછાવ્યું નથી.
સવાલઃ શું સર્વોદય મંડળ તરફથી એવી કોઇ વ્યવસ્થા થઈ છે કે ઇન્દીરા ગાંધીને જયપ્રકાશ નારાયણની તબિયતના અહેવાલો કોઇ રીતે મોકલવામાં આવે?
જવાબઃ ના ના એવી કોઇ વાતની મને ખબર નથી. પણ મને શું કામ આવું પૂછો છો?
તમે કોણ છો. …?” પણ મારા ખાદીના કપડા જોઇને વાત વાળી દીધી અને બહારના બીજા પ્રોગ્રામમાં નિકળી ગયા.
રાક્ષસોમાં કોઇ એવો રાક્ષસ પણ નિકળી આવે કે જે પોતાના કમનસીબે કે કરમની કઠણાઇએ ઈન્દીરાઇ કોંગ્રેસમાં આવી ગયો હોય. અથવા તો કોઇ મતિભ્રમ થયો હોય અને ઈન્દીરાઇ કોંગ્રેસમાં આવી ગયો હોય. તેને ખબર પડી કે જયપ્રકાશ નારાયણની તબિયત બગડવા ઉપર છે, તેથી તેણે કોઇ મોટાનેતાને ગંભીરતા પૂર્વક વાત કરી. પણ એ મોટા નેતાની ઈન્દીરાગાંધીને કહેવાની હિંમત ન હતી. એટલે તેમણે વિનોબા ભાવે ને ચિઠ્ઠી લખીને જણાવ્યું કે તમે ઈન્દીરાગાંધીને વિનંતિ કરો કે જયપ્રકાનારાયણની તબીયત નાજુક હોવાથી તેમને કેદમાંથી છોડે. વિનોબા ભાવેએ ઈન્દીરા ગાંધીને કશો પત્ર તો ન લખ્યો પણ જે પત્ર તેમના ઉપર આવેલો તેના “તમે ઈન્દીરાગાંધીને વિનંતિ કરો કે જયપ્રકાનારાયણ ની તબીયત નાજુક હોવાથી તેમને કેદમાંથી છોડે” એ વાક્ય નીચે લીટી દોરી એ પત્ર ઈન્દીરા ગાંધીને મોકલી આપ્યો. ઇંદીરા ગાંધીએ આવો પત્ર વિનોબા ભાવે ને લખવા બદલ પહેલાં તો તે કોંગી હોદ્દેદારને પક્ષમાંથી કે હોદ્દા ઉપરથી ફારગતી આપી.
જય પ્રકાશ નારાયણની તબિયત અતિશય બગડી હતી અને તેઓ લગભગ બેભાન હતા. તેમની પાસે એક કાગળ પર સહી કરાવીને જાહેર કર્યું કે તેમને પેરોલ છોડવામાં આવ્યા છે. પછી જયપ્રકાશ નારાયણના અંગત ડૉક્ટરની નિગરાની હેઠળ તેમની સારવાર ચાલુ થઈ. આ અગાઉ એવી જાહેરાતો થતી હતી કે જો જયપ્રકાશ નારાયણ મરી જશે તો તેમને ભવ્ય વિદાય અપાશે અને તે માટે સરકારે બધી તૈયારી કરી છે. પણ ઈન્દીરા ગાંધીના અને ઈન્દીરાઈ કોંગ્રેસના કમ નશીબે જયપ્રકાશ નારાયણ બચી ગયા. પણ તેમની બંને કીડનીઓ બગડી ગઈ હતી. અને તેમને દર આઠવાડીયે એકવાર ડાયાલીસીસ પર રાખવા પડે એમ હતું. એ રીતે તેમની ચિકિત્સા ચાલુ થઈ. પછી તો તેમની તબીયતનું રોજ એક બુલેટીન આવતું. જેમાં તેઓએ સવારમાં નાસ્તામાં એક ઈન્ડુ લીધું એ વાત જરુર આવતી, જેથી મારા જેવા અનેક ગુજરાતીઓને આઘાત લાગે કે “અરે! શું જયપ્રકાશ નારાયણ ઈન્ડા પણ ખાય છે?”
એકાદ વર્ષ પછી જનતા કટોકટીથી કંટાળી ગઈ હતી. અને બધા સવાલો પૂછતા કે મોરારજી દેસાઈ કેમ આમરાંત ઉપવાસ ઉપર ઉતરતા નથી?
મોરારજી દેસાઇ
મોરારજી દેસાઇ વિષે અખબારોમાં તેમનું નામ લીધા વગર એવા અહેવાલો આવતા કે ” એક વયોવૃદ્ધ નેતા કે જે ફક્ત ફળાહાર જ કરે છે તેમને માટે રોજના ૨૦ કીલો ફળોનો ખર્ચ થાય છે.
મોરારજી દેસાઇઃ જવાનને શરમાવે તેવા વયોવૃદ્ધ ભડવીર
મોરારજી દેસાઇને ૧૨ ફુટ બાય ૧૨ ફુટ ની રુમમાં એક ખાટલો પાથરી રાખવામાં આવ્યા હતા. તેમને બારણાના દરવાજાની બહાર જવાની છૂટ ન હતી. રુમનો દરવાજો સાદી રીતે બંધ રાખવામાં આવતો. એક વખત તેમના રુમના દરવાજાને બહાર થી સ્ટોપર મારવામાં આવી અને તાળું મારવામાં આવ્યું એટલે મોરારજી દેસાઇએ ખોરાકપાણી બંધ કરી દીધા. એટલે પછી તૂર્ત જ તાળું અને સ્ટોપર ખોલી દેવામાં આવ્યા. મોરારજી દેસાઈને મોર્નીંગ અને ઈવનીંગ વૉક કરવાની ટેવ હતી. પણ તેમને રુમની બહાર નીકળવાની બંધી હતી તેથી તેઓ ખાટલાની ફરતા આંટામારતા અને એ પ્રમાણે તેઓ તેમની મોર્નીંગ વૉક અને ઈવનીંગ વૉક પૂરી કરતા. શરુઆતમાં તેમને છાપાં આપવામાં ન આવ્યા એટલે તેમણે માગણી કરી. પણ તેને માન્ય રાખવામાં ન આવી. એટલે તેમણે ઉપવાસ ઉપર ઉતરવાની ધમકી આપી હતી. એટલે તેમને છાપાં આપવાનું ચાલુ થયેલ.
જેલમાં ઘણા કેદીઓની હાલત બગડવા માંડેલી. અને કેટલાક “અમે રાજકીય પ્રવૃત્તિમાં હવે નહીં પડીએ એવું લેખિત આપીને છૂટી ગયેલ. પણ તેવા બહુ ઓછા હતા. અટલ બિહારી બાજપાઈને પણ કમર અને ઘૂંટણની તકલીફો ચાલુ થયેલ.
વિનોબા ભાવે શતરંજ (ચેસ) રમવામાં હોંશીયાર છે.
“કટોકટી એટલે અનુશાસનપર્વ” એવું કહ્યું ખરું પણ તેનો વિચિત્ર અર્થ સરકારે તારવેલ. આ વિષે ગયા વર્ષનું મારું લખાણ વાંચવું.

ગૌ-રક્ષા એટલે માત્ર ગાય નહીં પણ સમગ્ર પશુ સૃષ્ટિ જેની ઉપર માનવજાત આધાર રાખે છે તેની રક્ષા પણ શરુઆત ગાયથી કરો
વિનોબા ભાવેએ ગૌવધબંધી માટૅ સરકારને પત્ર લખ્યો કે તેઓ આમરણાંત ઉપવાસ ઉપર જશે. જોકે છાપાંઓમાં આવું કશું આવે નહીં પણ કોઇ કોંગી નેતાએ વિનોબાની ટીકા કરી. “અપન” વાલો બોલ્યો છે એ હિસાબે તે વાત છાપાંમાં (અંગ્રેજી છાપામાં) આવી.
ઈન્દીરા ગાંધીએ વિનોબા ભાવેને સરકાર તરફથી મૂદત આપી. એટલે વિનોબાને લાગું કે હજી આ બાઇનું સાવ તો ખસી ગયું નથી. એટલે આ કટોકટી લાંબી ચાલે એ વાતમાં માલ નથી.
વળી વિનોબા ભાવે આચાર્યોનું સંમેલન યોજ્યું અને તેમાં બધાને ગભરાયા વગર સૂચનો કરવાનું કહ્યું. ઠરાવ પાસ થયો:
“જો કટોકટી એ વાસ્તવમાં કટોકટી હોય તો તે દેશનો પ્રશ્ન છે અને દેશની સમસ્યા છે. એટલે તેને કોઇ એક પક્ષ કે કોઇ એક વ્યક્તિની સમસ્યા ન જ ગણાય.
“દેશ જો કટોકટીમાં હોય” તો તેની સમસ્યાનો ઉકેલ બધાએ સાથે મળીને શોધવો જોઇએ. જે તે ક્ષેત્રના નિષ્ણાતોએ એટલે કે આચાર્યોએ (આચાર્ય એટલે એવા નિષ્ણાતો કે જેની પાસે રાજકીય સત્તા નથી પણ નૈતિક સત્તા છે) ભેગા મળીને તેના ઉપાયો શોધવા પડશે અને શોધવા જોઇએ. સત્તાધારીઓ જે કરે તે શાસન અને આચાર્યો જે કરે તે અનુશાસન છે. એટલે જો કટોકટી હોય તો શાસકોએ સત્તા છોડીને આચાર્યોની સલાહ પ્રમાણે કામ કરવું જોઇએ.
જેમને પકડ્યા છે તેમને અચોક્કસ સમય સુધી કેદમાં ન રખાય. તેમને જેમ બને તેમ જલ્દી છોડી દેવા જોઇએ.”
“કટોકટી પણ અચોક્કસ સમય સુધી ન રખાય અને તેની મૂદત નક્કી કરવી જોઇએ.”
આ દરમ્યાન અખબારોમાં એવા અહેવાલો વહેતા થતા કે સરકાર બધા રાજકીય કેદીઓને એક સાથે છોડશે નહીં. તેમજ તેમને જ્યારે છોડવામાં આવે ત્યારે “હીરો તરીકે” તેમનું સ્વાગત ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે. તે બધાને એ રીતે એક એક કરીને છેડવામાં આવશે.
સરમૂખત્યારી એ વાઘ ઉપરની સવારી છે. દેશની આાર્થિક પરિસ્થિતીને સુધારવામાં કટોકટીની નિરર્થકતા અને નિસ્ફળતા દેખાવા માંડ્યા હતા. ઈન્દીરા ગાંધીના પ્રશંસકો ઇન્દીરા ગાંધીનો બચાવ કરવા એવી વાતો વહેતા મૂકતા કે કટોકટી મૂકવામાં ઈન્દીરા ગાંધીને જરાય રસ ન હતો. તેઓ તેનાથી જરા પણ ખુશ ન હતા. તેઓ હંમેશાં ચિન્તા ગ્રસ્ત રહેતા હતા. કેટલાક એવી અફવા ફેલાવતા કે ચંડાળ ચોકડી જ જવાબદાર હતી. અને તેમણે જ ઈન્દીરા ગાંધીને કટોકટી લાદવા માટે ફરજ પાડેલી.
જનતા છાપાંમાં એવા સમાચારો આવતા કે ઈન્દીરા ગાંધી ખૂબ ડરપોક છે અને ઘરની બહાર પણ રાત્રે નિકળતાં નથી. ઘરની બહાર ઝાડવું ખખડે તો પણ ઝબકીને જાગી જાય છે. અને ડરી જાય છે.
ચંડાળ ચોકડી અને ઈન્દીરા ગાંધી સહિત સૌએ આતંક ફેલાવેલો. સરકારી અધિકારીઓને બિભત્સ ગાળો આપવામાં આવતી હતી. અને પ્રધાનોને લાફા મારવામાં આવતા હતા. આ વાતોની પૂષ્ટિ કરતા અહેવાલો પણ આવેલા. કટોકટીનો ભાર વધતો જતો હતો.
કટોકટી દરમ્યાન ઈન્દીરા ગાંધીના અનુયાયીઓએ વર્ગ વિગ્રહ એટલે કે સવર્ણ અને અસવર્ણના ભેદ બહુ ઉત્પન્ન કરી દીધેલા. અસવર્ણોને કહેવામાં આવતું કે આ કટોકટી તો સવર્ણો ઉપર થોડા વર્ષોથી જ છે. પણ હે પછાત વર્ગના દલિત લોકો, તમને તો આ લોકોએ હજારો વર્ષથી કટોકટીથી પણ બદતર હાલતમાં રાખ્યા છે. હવે જુઓ આપણી ઈન્દીરા માઈ તેમને કેવા પાઠ ભણાવી રહી છે.
અને એટલે જ કટોકટી ઉઠી ગયા પછી જે લોકસભાની ચૂંટણી થઈ તેમાં ઉત્તરભારતમાં બધી જ બેઠકો ગુમાવનાર ઈન્દીરાઇ કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં આઠ બેઠકો ઉપર જીતી ગયેલ.
કટોકટી દરમ્યાન મોટો ઘાટો ગુજરાતને એ પડ્યો કે ગુજરાતે હિતેન્દ્ર દેસાઇએ પક્ષ પલટો કરી ઈન્દીરા કોંગ્રેસમાં ભળી ગયા.
ઈન્દીરાગાંધી અને તેમની કહેવાતી ચંડાળ ચોકડી ખુદ પોતાની બેઠક પર ચૂંટણીમાં ગંજાવર મતોથી હારી ગયેલ.
એક બીજા સમાચાર પણ હતા કે ઈન્દીરાગાંધીએ ભારતીય લશ્કરના હેડને કહેલ કે તેઓ દેશનો કબજો લઈ લે. પણ તેમણે ના પાડી હતી અને કહ્યું કે લોકશાહીને આવવા દો. અમે રાજકારણમાં પડતા નથી.
ઈન્દીરા ગાંધીએ તેઓ જેવા હારી ગયાં એટલે કટોકટી પાછી ખેંચી લીધી. હવે સૈધાંતિક રીતે જો ઈન્દીરા ગાંધી માનતા હોય કે દેશ માટે કટોકટી જરુરી હતી તો તેમણે પોતે તો કટોકટીને પાછી ખેંચી લેવા જેવી હતી જ નહીં. નવી સરકાર ઉપર જ નિર્ણય છોડી દેવા જેવો હતો. કટોકટી લાદવી એ એક નીતિ વિષયક નિર્ણય હતો અને હારેલી સરકારે આવા નીતિવિષયક નિર્ણયો લેવા ન જોઇએ. નીતિ વિષયક નિર્ણયો નવી સરકાર જ લઈ શકે. પણ ઈન્દીરા ગંધી એવી કોઇ સૈધાંતિક બાબતોમાં માનતા ન હતા.
કટોકટી પછીની ચૂંટણીમાં ઈન્દીરાઇ કોંગ્રેસની હાર થઈ. જનતા મોરચાનો જ્વલંત વિજય થયો. મોરારજી દેસાઈ વડાપ્રધાન થયા. તેમણે કોંગ્રેસ (સંસ્થા) નો વિલય કર્યો. અને જનતા પાર્ટી બની.
આમ જનતાએ બનાવેલી પાર્ટીની લડતને સ્વતંત્રતા માટેની લડત નંબર – ૨. કહેવામાં આવી. ભારતને સરમુખત્યારીમાંથી ૧૮માસમાં જ મૂક્તિ મળી. જગતના બીજા દેશોને આવી સ્થિતીમાં આવ્યા પછી લોકશાહીની પુનઃસ્થાપના માટે વર્ષો વિતી ગયેલ. મોરારજી દેસાઇની સરકારે નીતિવિષયક અને લોકશાહીની રક્ષા વિષયક ઘણા સારા નિર્ણયો લીધા. અને દેશ પ્રગતિના પંથે પણ પડ્યો.
ઊત્તરભારત, ખાસ કરીને બિહાર અને યુપી નું રાજકારણ ગુજરાત કરતાં અલગ છે. ચરણ સિંહ જેઓ પોતાને ગાંધીવાદી ગણાવતા હતા તેમણે ઇન્દીરા ગાંધીના જે રડ્યા ખડ્યા સભ્યો હતા તેમનો, જનતા પાર્ટીના તેમના સમર્થકોનો અને યશવંત રાવ ચવાણની કોંગ્રેસનો સહારો લઈ સરકારને ૧૯૭૯ના અંતમાં તોડી. અને પછી અખબારી પ્રચાર કે જેનામાં પ્રમાણભાન ની પ્રજ્ઞાનો અભાવ અને સંદર્ભને સમજવાની પ્રજ્ઞાનો અભાવ હતો તેને કારણે ઇન્દીરા ગાંધીની સરકારનો ફરી થી ઉદય થયો.
જયપ્રકાશ નારયણે કહ્યું “પૂરા બાગ ઉજાડ દીયા”. બાજપાઇએ તેમને કહ્યું અમે તેને ફરી ખીલવી દઈશું.
કોંગ્રેસ (સંસ્થા)નો વિલય થઈ ગયો હોવાથી ચંદ્ર શેખર, વીપી સિંહ વિગેરે એ નવા પક્ષો રચ્યા. ગુજરાતના મોરારજીના સાથીદારો ઈન્દીરાઇ કોંગ્રેસમાં ભળી ગયા. જેમાં ઢેબરભાઇ, કૃષ્ણવદન જોષી મૂખ્ય હતા. સંશોધનનો વિષય છે કે તેમના જેવાને પક્ષ પલટો કરવાની શું જરુર પડી? મોરારજી દેસાઇની જેમ માનભેર નિવૃત્ત થઈ શક્યા હોત. પણ ઈન્દીરાગાંધીએ ફરીથી સત્તા ઉપર આવ્યા પછી દરેક સર્વોદય અને કોંગ્રેસ (સંસ્થા) ના જે કોઇ સેવકો લોકસેવા અર્થે જે કંઈ સંસ્થાઓ ચલાવતા હતા તે સૌ કોઇ ઉપર તપાસ રુપી દમનનો કોરડો વીંઝ્યો હતો.
ખરાબ રીતે હાર્યા પછી એક વંશપરંપરાગત રીતે ચાલતો પક્ષ આખા દેશ ઉપર કેવી રીતે હાવી જાય છે તેને માટે જુઓ વિશ્વબંધુ ગુપ્તાનો “ચૌથી દુનિયા” સાથેનો વાર્તાલાપ
તે માટે અહીં સીલેક્ટ, કોપી કરી બ્રાઉઝર ઉપર પેસ્ટ કરી ક્લીક કરો.
http://www.youtube.com/watch?v=LhU7MZgf2RA&feature=player_embedded
એક પાદરીએ કહ્યું મેં સ્વર્ગમાં જીસસ પાસે એક માણસને જોયો જે જીસસ ની સૌથી નજીક હતો… તે ક્રીશ્ચીયન ન હતો. તે હતો એમકે ગાંધી
કોંગ્રેસ ઉપર જ્યારે આફત ન હોય ત્યારે તે પૈસા બનાવે છે. પૈસા બનાવે એટલે તે મુશ્કેલીમાં આવે છે અને તેથી દેશ ની જનતા ઉપર કટોકટી લદાય છે.
જવાહરલાલ નહેરુએ કટોકટી લાદેલ.
પછી ઈન્દીરા ગાંધીએ કટોકટી લાદેલી
અને હવે કેવીરીતે હૅટ્રીક થશે તે માટે આગળ વાંચતા રહો.
જે પ્રજા ભૂતકાળ ભૂલે છે તે ભૂતકાળનું પૂનરાવર્તન જુએ છે.
શિરીષ મો. દવે
I felt that many are still there who can think nuetrally and feels to make others know about the history’s plain truth.
I never read newspapers when I was young .But has always knew about the happenings in day to day political things thru’ friends.
The info given here are really very true and how cruel one family can be for their own images to be highlighted in top category of Indian rulers .
In short worth reading for todays youth.
Paresh
LikeLike
http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
–ગિરીશ પરીખ
LikeLike
શિરીષભાઈ,
ખૂબ જ સરસ રજૂઆત છે. આ લેખ સાચવી લીધો છે. સમગ્ર પરિસ્થિતિને અસરકારક રીતે રજૂ કરી છે.
જે લોકોને અનુભવ નથી તેઓ આજે માત્ર એવું માને છે કે: કટોકટીમાં બધું જ વ્યવસ્થિત હતું… કિંમતો પર કાબુ હતો.. ગુંડાઓ જેલમાં હતાં… વગેરે વગેરે.
પરંતુ એ બધું કેટલું ઉપરછલ્લું હતું અને સાથે સાથે કેટલી પોલંપોલ ચાલતી હતી … એ વાતો જાણવી પણ જરૂરી છે.
તમે આ વાતો જણાવી રહ્યાં છો. આભાર.
LikeLike
Many stories behind curtains are always amazing
LikeLike
Sir one request,
I born in 80ies. i do not know what happened during those time. You do mention “Congi hodedar e vinoba bhave ne chiththi lakhi ke indira ne kaho …” but we do not know about that person. after 30-40 year at least you can take his name. So, new generation like me know about this real stories.
Thanks,
LikeLike
Dear Desi Atma,
Congress was divided in 1969 because of various reasons.
She took support of Communists (CPI & CPM) and Jagjivanram. Jagjivan who was defense minister. Indira worked out the number of MPs of her favour under the vote pattern casted in favor of her inherent candidate VV Giri. VV Giri was considered a labor leader. It was a marginal victory of VV Giri. But thereafter Indira converted Yashvant Rao Chavan in her side. Yashvant was follower of Morarji Desai. But Chavan was having lot of ambitions and he thought he could be a PM at some stage. Socialist parties were not in favor of Indira Gandhi because they knew very well that Indira Gandhi was hypocrite.
Indira Gandhi encouraged floor crossing of MPs and MLAs. This was the great deterioration and fall of culture in politics of India for which Indira Gandhi cannot be pardoned.
To keep the old leaders aside and to minimize them, media was giving wide coverage on fake discussion like “young vs old”. Chandra Shekhar, Mohan Dharia, VP Singh, Chavan, Naik, etc… were considered young. But soon during emergency they realized that Indira Gandhi was hypocrite and not trustworthy. They too fought against Indira in general election of 1977.
LikeLike