શ્રી સામ પીત્રોડાજી એ કોમ્યુનીકેશનને લગતી જે વાત કરી તે અધુરી લાગે છે.
નહેરુવીયનોને અને ખાસ કરીને ઈન્દીરા ગાંધીને ટેલીકોમ્યુનીકેશનમાં રસ નહતો. ટેલીકોમ્યુનીકેશનમાં કેવી રીતે નહેરૂવીયનોએ મારેલી બ્રેક દૂર થઈ તે માટે નીચેની લીંક ઉપર ક્લીક કરો. અને જરુર વાંચો.
http://theindians.co/profiles/blogs/3499594:BlogPost:294973
ધર્મ એટલે શું, એ સમજવામાં શ્રી પીત્રોડાજીએ ભૂલ કરી છે. જોકે આ નવાઈની વાત નથી. જેઓ માનતા હોય કે તેમનો અને તેમની વિચાર શૈલીનો ઉછેર પાશ્ચાત્ય સંસ્કૃતિમાં થયો છે તેઓ આવી ભૂલ કરે તો તે ક્ષમ્ય છે. પણ જેઓ પોતાને દેશી માનતા હોય તેઓ પણ આવી ભૂલ કરે છે. તેને ક્ષમ્ય ગણવું કે ન ગણવું તે વાત જવા દઈએ પણ તેને અપરિપક્વ કે અધુરી સમજણ કે ગેરસમજણ ગણવી જોઇએ. અને તેમાં પણ જો તેઓ ધર્મની કચાશ ગણે કે ધર્મ અને વિજ્ઞાન વચ્ચેનો વિઘટનવાદી ભેદ ગણે તો તેને અક્ષમ્ય જ ગણી જ શકાય.
હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હિન્દુધર્મ એક જીવનશૈલી છે. પોતાની જાતને સમજવી, સમાજને સમજવો,પોતાનું સમાજ પ્રત્યેનું કર્તવ્ય સમજવું, ઈશ્વર અને આત્માને સમજવા અને તે સૌના પરસ્પર સંબંધને સમજવા. હિંદુસાહિત્યમાં આ બધા વિષે સાર્વત્રિક અને મુક્ત આલેખન છે. આમાં સંવાદ અને ચર્ચાને પૂરો અવકાશ છે અને આવકાર્ય ગણાયો છે. જેમ વિજ્ઞાનમાં છે તેવું જ આમાં છે.
ઈશ્વર અને પૂજાઃ
હિન્દુઓમાં શું છે?
શંકરાચાર્ય, તે અગાઉના આચાર્યો અને તે પછીના આચાર્યોએ આ બાબતમાં અનેક ચર્ચાઓ અને તે ચર્ચાઓ માટે યાત્રાઓ કરી છે.
વેદોના સમયમાં અગ્નિની ઉપાસના થતી, યજ્ઞો થતા. તે પછી રુદ્ર અને શિવલિંગની, શાલીગ્રામ લિંગ અને મૂર્તિમાન પ્રતિકોની પૂજા થવા માંડી. અવતારો આવ્યા, અને અવતારી પુરુષોની મૂર્તિઓ બનવા માંડી અને પૂજા થવા માંડી. અગાઉની પૂજાઓ પણ ચાલતી અને નવું પણ ચાલતું. વિવાદો પણ થતા. સંઘર્ષ તો દૂર્ભાગ્યે અને ક્વચિત જ થતો. સૂર્યની પૂજા થઈ. તો સૂર્યની પાછળ રહેલા અદૃશ્ય દેવ વિષ્ણુની પણ પૂજા થઈ. કૃષ્ણની થઈ અને રામની પણ થઈ. આ સૌની અને બધાની પૂજા ચાલુ રહી. જેને જે ગમ્યું તે કર્યું. ન થયો કોઈ વિરોધ કે કંકાશ. તે પછી પરમ બ્રહ્મ સહજાનંદ સ્વામી આવ્યા. અને સાંઈબાબા પણ આવ્યા. સત્યસાંઈ બાબા પણ આવ્યા. કોઈ વિસંવાદ કે વિખવાદ કે જુદાઈ નહીં.
તમે તમારી રુચિ પ્રમાણે ઈશ્વરના જે સ્વરુપને પૂજવું હોય તેને પૂજો. કારણકે ઈશ્વર તો “નેતિ નેતિ” છે. તે નિર્ગુણ નિરાકાર છે. એટલે કે તે કોઈની ઉપર ઉપકાર કરતો નથી. તેણે એવી ગોઠવણ કરી છે કે કર્મના ફળ મળે. કર્મ ફળ મનુષ્યયુક્ત સમાજને મળે અને સમાજયુક્ત મનુષ્યને મળે. માનવું હોય તો માનો. ન માનવું હોય તો ન માનો.
ઋણં કૃત્વા ઘતં પિબેત, (દેવું કરીને પઠ્ઠા થાઓ) કે ઘૃષ્ટં ઘૃષ્ટં પુનઃ અપિ પુનઃ ચંદનં ચારુ ગંધં. ચંદનની જેમ ઘસાઈ ઘસાઈને સુવાસિત બનો. રવિશંકર મહારાજના શબ્દોમાં કહી તો ઘસાઈને ઉજળા થાઓ. એટલે કે ભોગ આપીને બીજાને સુખી કરો.
બીજા ધર્મોમાં શું છે?
જ્યારે બીજા ધર્મોમાં જુઓ. યહુદીઓ, ખ્રીસ્તીઓ અને મુસ્લિમોના ઈશ્વર તો એક જ છે. યહોવાહને (ઈશ્વરને) સૌ કોઈ માને છે. પણ યહુદીઓ ઈશુને ઈશ્વરના પૂત્ર ન માને. અને આ બાબતનો મોટો ઝ્ગડો છે, અને પરિણામે યુદ્ધો અને કતલો પણ છે. મુસ્લિમો ઈશુને પયગંબર માને પણ ઈશ્વરના પૂત્ર ન માને. તે ઉપરાંત મુસ્લિમો, મોહમ્મ્દ સાહેબને છેલ્લા પયગંબર માને. ખ્રીસ્તીઓ મોહમ્મદ સાહેબને પયગંબર ન માને અને કુરાનને પણ ન માને. આ ત્રણ મુદ્દાઓ ઉપર વિખવાદ, યુદ્ધો અને કતલો થઈ. આ બધાનું કારણ શું? કારણકે તેમના ધર્મની વ્યાખ્યા ભારતીયોની વ્યાખ્યા કરતાં જુદી જ છે. પાશ્ચાત્યની ધર્મની વ્યાખ્યા ધર્મમાં ભેદ પાડે છે.
આ ધર્મોમાં ઈશ્વર “આ‘વો અને આ‘વો જ છે” આ માનશો તો જ ઈશ્વર ખુશ થશે. અને જો ઈશ્વરને ખુશમાં રાખશો તો તે તમારું બધું માફ કરી દેશે. કારણ કે તે નહેરુવીયન કોંગ્રેસી અને તેમના મળતીયા અને રાજકારણીઓની જેમ દયાળુ છે. તે તમારી સાત પેઢીને તારી દેશે. ઈશ્વર કંઈ કૌટિલ્યની જેવો જડ નથી કે પોરસરાજા જેવા રાષ્ટ્રભક્ત રાજાના દિકરાને દગો કરવા બદલ, તેના બાપની શેહ શરમ રાખ્યા વગર, હાથીના પગ નીચે કચડાવી નાખે.
પૂજા પદ્ધતિઓ
હવે બીજી એકવાત. પૂજા પદ્ધતિઓ પણ બદલાતી રહી. પહેલાં કુદરતી તત્વો અને વિશ્વદેવના,વિશ્વ હિતના જ યજ્ઞો થતા. પછી જનહિત ના યજ્ઞો થવા લાગ્યા. પછી સ્વ હિતના યજ્ઞો થવા લાગ્યા. જનહિતના યજ્ઞોને, સ્વહિતના યજ્ઞો કરવાવાળાઓ જ્યારે ધ્વંશ કરવા માંડ્યા ત્યારે સંઘર્ષો થયા. પણ પછી સંધિ સમાધાન થયાં. અને અત્યારે કોઈ તે બાબતનો ઝગડો ઉભો કરતું નથી. એટલું જ નહીં, પણ આ વાત કોઈને યાદ પણ નથી.
જ્યોતિષીઓ જ કહે છે કે તમારી યોની રાક્ષસ છે અને તમારી યક્ષ છે. તમારી દેવ યોની છે અને તમારી ગાંધર્વ છે. અને તેમાં કોઈને ખોટું પણ લાગતું નથી. આમ તો મનુસ્મૃતિ માન્ય ગણાય છે. પણ કોઈ એ પ્રમાણે વર્તતું નથી. એક કાળે ઋષિઓ મનુને પૂછવા ગયા કે માંસ ખવાય કે નહીં?મનુએ કહ્યું કે યજ્ઞમાં માંસ હોમાય અને તે ઋષિઓથી ખવાય? પછી આ મનુને ઈશ્વરની વઢ ખાવી પડી. ઈશ્વરની વઢ ઋષિઓએ પણ ખાધી કારણ કે તેમણે અયોગ્ય વ્યક્તિને પૂછ્યું. આ વઢની જેમને ખબર પડી તેમણે માંસ છોડ્યું અને બાકીનાએ ચાલુ રાખ્યું. વાત પૂરી. જોકે નોન વેજ ખાવું કે ન ખાવું તેની ચર્ચા આજે પણ ચાલે છે. પણ તલવારો ખેંચાતી નથી.
તોરાટ, બાયબલ અને કુરાન વિષે આમ નથી. કંઈક વાંકુ પડ્યું એટલે તમે કોણ અને અમે કોણ?તમે જુદા અને અમે જુદા. તલવારો હબોહબ ખેંચાણી હતી અને કતલો થઈ હતી. આજે પણ બોંબ ફુટે છે અને ફૂટશે.
ધર્મનો અર્થ
હવે જો તમે પાશ્ચાત્ય સંસ્કારોમાં ઉછર્યા હો એટલે ધર્મનો અર્થ તેઓના સંસ્કાર પ્રમાણે કરો અને તેને વળી યુનીવર્સલ ગણો. યુનીવર્સલ (સર્વવ્યાપક) ગણો અને વળી હિન્દુધર્મને પણ ઉંડાણમાં ઉતર્યા વગર લપેટમાં લઈ લો તે અન્યાય જ નહીં, અનાચાર જ નહીં પણ દુરાચાર પણ ગણાવી શકાય.
હાલ જોકે હિન્દુઓમાં બાબાઓએ વાડાઓ કર્યા છે અને એકબીજાને જુદા પાડે છે પણ કોઈ ધર્મિક વૈચારિક સંઘર્ષ થતા નથી. સંપત્તિની બાબતમાં થાય છે. પણ તે કંઈ હિન્દુ ધર્મના સંસ્કારમાં ન આવે.
હિન્દુધર્મ લયબદ્ધ કરે છે
હિન્દુધર્મ એ તત્વજ્ઞાન, જગતની પ્રકૃતિ અને ઈતિહાસનો સમન્વય છે. જેમ પદ્ય એ સંવાદને લયબદ્ધ કરેછે, તેમ હિન્દુ સંસ્કાર કહો તો સંસ્કાર અને ધર્મ કહો તો ધર્મ, સમાજને લયબદ્ધ કરે છે. હાલની બ્રીટીશ – નહેરુવીયન કોંગ્રેસે સર્જેલી ભારતની પરિસ્થિતિ પરોઠના પગલાં જેવી છે તે વાત જુદી છે. તેનું મૂખ્ય કારણ નિરક્ષરતા (ભણેલાઓની નિરક્ષરતા પણ આવી જાય), ગરીબી,અને પરિસ્થિતિજન્ય સ્વકેન્દ્રીપણું છે.
જ્યારે મોટા નામવાળા જાણે-અજાણે અધૂરપ રાખે કે અર્ધદગ્ધતા રાખે કે અપૂર્ણતા રાખે ત્યારે ખોટો સંદેશ જાય છે.
જોકે ધર્મ એ દરેક વ્યક્તિનો વિષય નથી. પણ ધર્મને નામે ઘણા અત્યાચારો થયા છે અને ધર્મ ઉપર પણ અત્યાચાર થયા છે.
વિદ્યા (ટેક્નોલોજી) અને વિજ્ઞાનશાસ્ત્ર (ક્લાસીક્લ સાયન્સ)) જુદા છે જરુર છે પણ વિદ્યા એ વિજ્ઞાનશાસ્ત્રથી સાવ સ્વતંત્ર નથી. વળી શાસ્ત્ર તો સર્વવ્યાપક છે. તે ઉપરાંત શાસ્ત્ર અને તત્વજ્ઞાનને ઘનિષ્ઠ સંબંધ છે. તેથી જ વિજ્ઞાનમાં જ્યારે કંઈપણ કહેવામાં આવે ત્યારે વિશિષ્ઠ શબ્દોની વ્યાખ્યા કરવામાં આવે છે જેથી અભ્યાસુઓને ગેરસમજુતી ન થાય. જોકે આવી પ્રણાલી દરેક ક્ષેત્રમાં રાખવી જોઇએ.
આવા પરિપેક્ષ્યમાં આ પ્રતિભાવ લખવામાં આવ્યો છે. શ્રી સામ પિત્રોડા એક માનનીય વ્યક્તિ છે. પણ માનનીયતા અલગ અલગ ક્ષેત્રોની મર્યાદામાં આવે છે. તેથી સુજ્ઞજનોએ કે અજ્ઞજનોએ પણ આવા પ્રતિભાવોથી ખોટું ન લગાડવું.
શિરીષ મોહનલાલ દવે
તા.ક. પોતાના ક્ષેત્રોમાં સુજ્ઞ, પણ બીજા અને ખાસ કરીને સામાજીકશાસ્ત્રમાંના ક્ષેત્રમાં અલ્પજ્ઞ અને તેમાં પણ ભારતીય મૂળના સ્વદેશની સેવાના લક્ષ્ય સાથે ભારતમાં આગમન કરે ત્યારે તેમને અંગ્રેજોએ અને તે પછી નહેરુવીયન સરકારે ફટવેલા સરકારી અફસરોને ઝેલવા પડે છે. લાધેલી ઉંચી ખુરસીઓના ગર્વથી મોઢા ફુલાવીને વર્તતા અફસરો રુપી આ શખ્સો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તેમાં પણ પ્રધાનો અને વડાપ્રધાનો આગળ ત..ત … પ..પ થતા હોય છે. એટલે ખાસ કરીને જનતા સાથે મૃદુભાષી એવા વડાપ્રધાનના વ્યક્તિત્વથી તેઓ અભિભાવુક થાય તે સામાન્ય વાત છે. કીડનીના રોગોના નિષ્ણાત શ્રી એચ કે ત્રીવેદીએ પણ સરકારી ખરી, પણ “સર્વરીતે સંપૂર્ણ સ્વતંત્ર” એવી કીડની હોસ્પીટલ માટેના પ્રસ્તાવ ની મંજુરી માટે ઈન્દીરા ગાંધીની મુલાકત લીધેલી. ઈન્દીરા ગાંધીએ તેમના અફસરોને સવાલ કરેલો કે શું સરકારે આવી સંપૂર્ણ સ્વતંત્રતા આપી હોય એવો દાખલો કોઈ દાખલો છે ખરો? અને આવી સ્વતંત્રતા આપી શકાય ખરી? જોકે સરકારી અફસરો પાસે દરેક પ્રશ્નોના ઉત્તર હોવા જ જોઇએ. પણ ઈન્દીરા ગાંધીના વહીવટી તંત્રે એવી પ્રણાલી પાડી જ નહતી. તેથી તેઓએ તપાસ કરી આપવાની વાત કરી અને પરોક્ષરીતે શ્રી ત્રીવેદીને ભગાડી દીધા એટલે કે મુલાકાત પૂરી થઈ. પછી એક આવા યુનીટને પ્રાયોગિક રીતે મંજુરી આપવી કે એવું કંઈક નક્કી થયું. અને પછી એ મંજુરી દક્ષિણ ભારતમાં આપવામાં આવી. ઈન્દીરા ગાંધીને કશી ખબર પણ ન પડી. છતાં શ્રી ત્રીવેદી, શ્રીમતી ઈન્દીરા ગાંધીથી અભિભાવુક થયા હતા. આવા વિશાળ દેશના વડા પ્રધાન સાથે એક મુલાકાત ગોઠવાય તે જ એક પૂણ્યશાળી પ્રસંગ સમજવો જોઇએ. એટલી વાતથી ઘણા સંતુષ્ટ થઈ જાય છે.
Tags: ઈશુ, ઈશ્વર, ઋષિઓ, કર્મફળ, કુરાન, ખ્રીસ્તી,તોરાટ, દયાળુ, ધર્મ, બાયબલ, More…
Leave a Reply