તેઓ શા માટે ગંધાઈ ઉઠે છે?
સંસ્કૃતમાં એક મુહાવરું છે કે સત્યં બ્રૂયાત્ પ્રિયં બ્રૂયાત્ ન બ્રૂયાત્ સત્યં અપ્રિયમ્ એટલે કે સાચું બોલવું જોઇએ પ્રિય બોલવું જોઇએ, સત્યને અપ્રિય લાગે તેવી રીતે બોલવું ન જોઇએ.
તેની સાથે મેળમાં બેસે એવું ગુજરાતીમાં છે, “અંધાને અંધો કહે, કડવું લાગે વે‘ણ, હળવે રહીને પૂછીએ શાથી ખોયા નેણ. એટલે કે “એય, આંધળા, તૂં આંધળો કેમ કરતાં થયો?” એવીરીતે પૂછવાને બદલે જો એમ કહીએ કે અરે ભાઈ, તમે કેમ કરતાં આંખો ગુમાવી?” તો આંધળા ભાઈને ખોટું ન લાગે.
પણ હવે આ આંધળા ભાઈના પિતાશ્રીને કે માતુશ્રીને પૂછીએ કે “આપના ચિરંજીવીની આંખો કેમ કરતાં ગઈ? શું વિટામીન ની ખામી હતી, કે જન્મજાત ખોડ છે?”
તો પણ આંધળા ભાઈને ખોટું લાગે તો શું? અને તમને બટકું ભરી લે તો શું? તમે તો તેમને કંઈ પણ કહ્યું નથી. છતાં પણ તે તમને કહે કે “તું તારી આંખ સંભાળ. મારી વાત ન કર…”
કાઠીયાવાડીમાં આવી રીતે વર્તનારને “ગંધાઈ ઉઠ્યો” એમ કહેવાય છે.
હા જી, આપણા નરેન્દ્ર મોદીશ્રી એ કહ્યું કે આપણે ગુજરાતના રાજકારણમાં “જ્ઞાતિવાદ કે ધર્મનું રાજકારણ ખેલનારાઓને સફળ થવા દેવા નથી. જ્ઞાતિવાદ અને ધર્મના રાજકારણે યુ.પી. અને બિહારના કેવા બેહાલ કર્યા છે તે આપણે જોયા છે. આપણે અહીં યુપી બિહાર કરવા નથી.”
જ્ઞાતિવાદ અને યુપી-બિહાર
યુપી અને બિહાર માં જ્ઞાતિવાદનું જોર કેટલું છે તે તો તમે ત્યાંની કોઈપણ વ્યક્તિને પૂછો તો તમને કહેશે કે ત્યાં સામાન્ય સંજોગોમાં ૯૫ ટકા વોટીંગ જ્ઞાતિ આધારિત જ હોય છે. આ વાતને નકારવી એટલે દિવસને રાત કહેવા જેવું જ થશે.
યુપી-બિહારમાં ઠાકુર, પંડિત અને લાલા ની લાંબા ગાળા સુધી બોલબાલા હતી. જવાહરલાલ પંડિત હતા. કમલાપતિ ત્રીપાઠી એટલે પંડિત. તે જવાહરલાલની સીન્ડીકેટના નેતા હતા. પણ ઈન્દીરા ગાંધીએ ગરજ પતી એટલે તેમને હાંસીયામાં મૂક્યા. વીપી સિંહ ઠાકુર. તે ચમકી ગયા. યુપી ના ઠાકુરો, આમ તો બ્રાહ્મણોનું સામાન્ય રીતે માન રાખે છે. લાલાઓ (વાણીયાઓ) પણ બ્રાહ્મણોનું માન રાખે. માયાવતી અને કાંશીરામે દલિતોનો ચોકો જુદો કર્યો. તિલક, તરાજુ ઔર તલ્વાર ઉસકો મારો જુતે ચાર ના સૂત્ર ઉપર દલિતોને એકઠા કર્યા. પણ તેને લાગ્યું કે ઉચ્ચવર્ણની સહાય વગર રાજગાદી નહીં મેળવાય, એટલે ૨૦૦૭માં ઠાકુર અને બ્રાહ્મણોને સાથમાં લીધા. તેમને ટીકીટો આપી. “યહ હાથી નહીં ગણેશ હૈ” કહીને સત્તા ઉપર આવ્યા.
યાદવો દહીં દુધીયા.
તેઓ આમ તો શ્રી કૃષ્ણના વંશજ છે, તો પણ પછાતમાં ગણાય છે. પણ દલિત વળી જુદા હોય છે. છઠ્ઠું પરિબળ મુસ્લિમોનું.
કોઈ પણ ઉમેદવાર, આ છ જાતિઓના નેતાઓને કેટલા લપેટમાં લે છે તેના ઉપર તેના જીતવાના ચાન્સ રહે છે. આ માટે તમારા પક્ષનું માળખું વ્યવસ્થિત હોવું જોઈએ. પૈસા તો ખરા જ. કારણકે જ્ઞાતિના આગેવાનો પૈસા થી જ ખરીદી શકાય. તેમને ઠેકા (વર્ક કોંટ્રાક્ટ) આપવા પડે. યુપી બિહારમાં સરકારી અને બીન સરકારી ટેન્ડરો ગુજરાતની જેમ સીધી રીતે ખુલતાં નથી. ફિલમોમાં બતાવે છે તેવું ત્યાં સાચે સાચ બને પણ છે. મિત્રો અને જ્ઞાતિજનોને તમે તમારા અફસરીપદની રુએ ખટવી શકો તો તે સ્વાભાવિક કહેવાય, અને અયોગ્ય હોય તોપણ ખટવો તો તે તમારી આવડત કહેવાય. પણ આ બધું સ્થાનિક નેતાની સાથે મસલતો કર્યા પછી જ કરી શકાય. સ્થાનિક નેતાને અને ક્યારેક નેતાઓને ખુશ કરીને અને બાંધછોડ કરીને તમારે જેને લાભ અપાવવો હોય તેને અપાવી શકો. આ સ્થાનિક નેતા જ્ઞાતિ આધારિત હોય છે. બુથકેપ્ચરીંગ ઈન્દીરા-રાજીવના સમય સુધી બહુ સામાન્ય વાત હતી. આ બુથ કેપ્ચરીંગ જ્ઞાતિ આધારિત નેતાઓ દ્વારા જ થતું.
જો લતિફ, અમદાવાદમાં અનેક સીટ ઉપર ઉભો રહી બધી જ સીટો ઉપર જીતી શકે તો સમજી લો કે યુપી બિહારમાં કસ્બે કસ્બે લતિફો છે. યુપી-બિહારના જ્ઞાતિવાદ વિષે લખવું હોય તો દળદાર એવા અનેક પુસ્તકો લખી શકાય.
યુપી બિહારમાં સપરમા દિવસે નૃત્યો યોજાય તે સામાન્ય છે. આવા એક નૃત્ય માં એક નૃત્યાંગના સામે એક ઠાકુર લતિફે ૫૦ રુપીયા ફેંક્યા. અને એક જુદા ગીતની ફરમાઈશ કરી. તે ગીત અર્ધું થયું ત્યાં એક દલિત લતિફે ૧૦૦ રુપીયા ફેક્યા અને બીજા ગીતની ફરમાઈશ કરી. એટલે ઠાકુર લતિફે ૫૦૦ રુપીયા ફેંક્યા અને પોતાનું ગીત આગળ ચલાવ્યું. તો દલિત લતિફે ૧૦૦૦ રુપીયા ફેંક્યા. એટલે ઠાકુર લતિફે ધડ ધડ ધડ દઈને ગોળીઓ છોડી અને દલિત લતિફના રામરમાડી દીધા. વાત પૂરી.
લગ્નપ્રસંગે યુપી બિહારમાં બંદૂકોમાંથી ગોળીઓ છોડવી અને તેની રમઝટ પણ બોલાવવી એ આપણે ગુજરાતમાં લગ્નપ્રસંગે ફટાકડા ફોડવા બરાબર છે. ફટાકડાની જેમ ગણત્રી નથી તેમ ત્યાં બંદૂકની ગોળીઓની ગણત્રી કોઈ કરતું નથી.
જો તમને કસ્બાઓમાં રહેતા કોઈ ભૈયાજી મળી જાય તો આવા દરેક પાસે આવી વાતોનો અખૂટ ખજાનો હોય છે. કાયદો તેમના નેતાને ન અડી શકે તેનો તેમને ગર્વ હોય છે.
આપણે તો અહીં મુખ્ય મંત્રી એવા મોદીકાકાની વિરુદ્ધ ફેલાવવામાં આવેલા તેમના વિવાદાસ્પદ ઉચ્ચારણોના કારણે ઘણા અખબારી મૂર્ધન્યો શરમથી બેવડા વળી જાય છે.
અમને તો જ્ઞાતિવાદી વોટબેંક જ ખપેઃ
નરેન્દ્ર મોદી શા માટે યુપી બિહાર ન જાય? આવો આગ્રહ કોણે રાખ્યો? જે લોકોને જ્ઞાતિવાદી અને જાતિવાદી મતોનું રાજકારણ કરવું હતું તેવા નિતીશકુમાર અને શરદ યાદવ ને જ વાંધો હતો. યુપીમાં બીજેપી શા માટે ફેલ ગયો? સંજય જોષી કેમ ત્યાં ફેલ ગયા? જો તેમણે વિકાસની રાજનીતિ ચલાવવી હોત તો તેમણે નરેન્દ્ર મોદીના ગુજરાતના વખાણ કરવા પડત. કારણ કે વિકાસની રાજનીતિના સમર્થનમાં દાખલો તો આપવો જ પડે ને. પણ મોદીની પરોક્ષ પણ પ્રશંસા થાય તે તો તેમને પરવડે નહીં. એટલે જ્ઞાતિનું અને જાતિનું જ રાજકારણ કરવું પડે. અને તે માટે સંગઠન બનાવવું પડે. જો તમે સંગઠન વગર પૈસા વેરો, તો રુપીયે રુપીયો પહેલા પગથીયે જ ખવાઈ જાય. સંગઠન રાતોરાત ઉભું થતું નથી. તેના માટે વર્ષો જોઇએ. પૈસા તો નહેરુવીયન કોંગ્રેસ પાસે પણ ક્યાં ઓછા છે!
અયોગ્ય વ્યક્તિ અને બીનકાર્યક્ષમતા એ અનીતિમત્તાનું બીજ
સરકારી હોદ્દો અને ધારાસભ્યનો હોદ્દો કે લોકપ્રતિનિધિત્વનો કોઈપણ હોદ્દો કે તેમના દ્વારા અપાયેલો કોઈપણ હોદ્દો એ પૈસા બનાવવાનું યંત્ર માત્ર છે. આવું તમે યુપી-બિહારમાં ન માનો તો તમે નિરર્થક છો.
આવા યુપી-બિહાર-ઓરિસ્સા ના નેતાઓ યુપી-બિહાર-ઓરિસ્સાનો ઉદ્ધાર કેવી રીતે કરી શકે? રાજસ્થાન, પંજાબ, એમપી, હરીયાણાના પણ લગભગ યુપી-બિહાર-ઓરિસ્સા જેવા જ હાલ છે. પણ પંજાબમાં નહેરોની સગવડ સારી હોવાને લીધે મૂળ પંજાબના મજુરો બીજા રાજ્યોમાં મજુરી માટે ભટકતા જોવા મળતા નથી. રાજસ્થાન, એમ.પી, અને યુપી-બિહાર-ઓરિસ્સા ની જનતાએ રોજી માટે ગુજરાત, મહારાષ્ટ્રમાં આવવું પડે છે.
અન્યાય અને અસંતોષ અને કાર્યદક્ષતાનો અભાવ
જ્યાં જ્ઞાતિવાદી અને જાતિવાદી રાજકારણ હોય ત્યાં વિકાસ ન થાય અથવા ધીમો જ થાય. કેટલાક બીનગુજરાતી, કોંગી અથવા ધર્મનિરપેક્ષીઓ અને અથવા બની બેઠેલા માનવતાવાદીઓ કહેતા હોય છે કે ગુજરાતનો વિકાસ એ એક પ્રચારનો ફુગ્ગો છે, વાસ્તવમાં ગુજરાતનો વિકાસની બાબતમાં પાંચમો નંબર પણ નથી. બિહાર, યુપી, ઓરીસ્સા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ ગુજરાતથી ક્યાંય આગળ છે. પણ આપણે જોઈએ છીએ કે ગુજરાતના મજુરો આપણને બિહાર, ઓરીસ્સા, બંગાળ, યુપી એમ.પી કે ક્યાંય મળતા નથી. ગુજરાતમાં આ બધા જ રાજ્યોના માણસો આપણને ભરપૂર માત્રામાં મળે છે. તેમનું પ્રમાણ પણ ઉત્તરોત્તર વધતું જાય છે.
બિહાર અને યુપીની બેકારી તેના રાજકારણમાં રહેલી જ્ઞાતિવાદ ઉપર આધારિત વૉટબેંકની રાજનીતિ છે. તમે જન્મ આધારિત જ્ઞાતિપ્રથાનો માપદંડ રાખો એટલે કે બીજી જ્ઞાતિનો જે વધુ યોગ્યતા વાળો છે તેનો હક્ક ડૂબાડો છો. એટલે બને છે એવું કે જે યોગ્ય વક્તિ હતો તેને અન્યાય થયો એવું લાગે છે. આ વ્યક્તિનો સામાજીક ન્યાયપ્રણાલી ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે. તેનો નૈતિકતા ઉપરથી પણ વિશ્વાસ ડગમગી જાય છે. તમે તમારા રાજકીય સ્વાર્થ માટે અનૈતિકતાને વિકસાવો છે. અને પોતાની જ્ઞાતિના પણ પ્રમાણે કરીને અયોગ્ય, એવા માણસને કામ સોંપો છો. આથી કામની નિપુણતામાં કમી તો આવવાની જ.
ક્રમશઃ આરીતે નીતિ અને નિપુણતામાં ઓટ આવે છે. હવે જે લોકોની નિમણૂંક કરી અને તેની ઉપર જે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નિરીક્ષણ કરવાનું હોય છે તેમની દ્રષ્ટિ પણ જ્ઞાતિવાદ ઉપર આધારિત હોય એટલે રાજધર્મ અને કારભારમાં વિનિપાત થાય જ. આવું થાય એટલે સૌ પોતાના ગજવાં ભરે. “જીવો અને જીવવા દો” એટલે કે “લૂંટો અને લૂંટવા દો” નું સૂત્રનો જ અમલ થાય.
જ્ઞાતિપ્રથા અર્થહીન છે
વાસ્તવમાં જ્ઞાતિ પ્રથા એક વાડો છે. જેમ ધાર્મિક સંપ્રદાયો એક વાડો છે તેમ અલગ અલગ જ્ઞાતિ ને આધારે સંગઠન કરવું એ પણ વાડા બનાવ્યા બરાબર જ છે.
જ્ઞાતિ પ્રથાને સનાતન ધર્મનું અનુમોદન નથી.
સનાતન ધર્મ શું કહે છે?
સનાતન ધર્મ માં તો વેદ કહે તે સત્ય. અને ઉપનિષદનો સાર એટલે ગીતા કહે તે સત્ય.
ગીતા જ્ઞાતિવાદ વિષે શું કહે છે?
ચાતુર્વર્ણં મયા સૃષ્ટં ગુણકર્મ વિભાગશઃ
ચારવર્ણો મેં(પ્રકૃત્તિએ) ગુણ અને કર્મ પ્રમાણે સર્જ્યા છે.
આનો અર્થ એજ થયો કે પ્રાકૃતિક વર્ણ તો વ્યવસાય ના આધારે જ છે. વ્યવસાય તમે તમારામાં રહેલા ગુણોને આધારે નક્કી કરો છો. એટલે કે આ રીતે થયેલા વર્ણ જ પ્રાકૃતિક છે. જન્મને આધારે નક્કી થયેલા વર્ણ અપ્રાકૃતિક છે એટલે તે સનાતન નથી. એટલે કે તે નિરર્થકતાને કારણે નષ્ટ પામશે.
મનુષ્ય જન્મે ત્યારે તે શુદ્ર હોય છે. તેને બધું શિખવાડવું પડે છે. ક્યાં કુદરતી હાજતો કરવી, કેવીરીતે સ્વચ્છતા રાખવી, કેવીરીતે નાહવું વિગેરે વિગેરે.
પછી થોડો મોટો થાય એટલે તેનામાં મારા તારાનો, અને સંગ્રહ અને દાન અને અધિકારોની વાતો સમજમાં આવે છે. આ વૈશ્ય વૃત્તિ કહેવાય. પછી તેને બીજાના અધિકારોનું રક્ષણ અને ન્યાય ની સમજણ આવે છે. આ ક્ષાત્રીય વૃત્તિ કહેવાય.
પછી તે પુખ્ત થાય એટલે બીજાને પણ સમજણ આપી શકે તેવી તેને અનૂભૂતિ થાય છે અને પોતે સમજે છે કે પોતાનું કશું જ નથી. જે જીવન છે તે બીજને માટે છે. આ બ્રાહ્મણ વૃત્તિ કહેવાય. આમ તો ચારે વર્ણ એક જ મનુષ્યમાં સામેલ હોય છે.
સૌએ બ્રહ્મવૃત્તિ એટલે કે ઈશાવાસ્યવૃત્તિ કેળવવી જોઈએ એમ ગાંધીજીએ ઈશાવાસ્ય ઉપનિષદ વ્યાંચ્યા પછી કહેલું.
શંકરાચાર્યની દ્રષ્ટિએ બ્રાહ્મણના ચારગુણ છે. જન્મે બ્રાહ્મણ, સુંદરતા(સ્વચ્છતા), વિદ્વતા, અને નીતિમત્તા. આ ચારે ગુણોમાં થી ક્રમશઃ એક એક ગુણ ઓછા કરતા જાઓ અને વિદ્વતાને પણ બાદ કરો તો પણ તમે બ્રાહ્મણ કહેવાશો. પણ જો તમારામાં નીતિમત્તા નહીં હોય તો તમે બ્રાહ્મણ નહીં કહેવાઓ. આવી વાત શંકરાચાર્યે બૌદ્ધોને કહેલી. વળી તેમણે કહેલું કે સૌ મનુષ્યનું ધ્યેય બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવાનું હોવું જોઇએ. એટલે કે ઈશાવાસ્ય વૃત્તિ કેળવવાનું.
જ્ઞાતિપ્રથાને ઉત્તેજન એટલે સામાજીક વિનીપાત
ઉચ્ચ નીચ જ્ઞાતિઓની વાતો કરવી, અને તેના હક્કમાટેના સંમેલનો યોજવા તે સમાજને અધોગતિએ પહોંચાડવાના કર્મો છે. માણસની જાતિ તો ગુણ અને કર્મોને આધારે છે. અત્યારે વાસ્તવિક જ્ઞાતિઓ તો સરકારી કર્મચારીઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, નોકરીયાતો, મજુરો, કારીગરો, વૈજ્ઞાનિકો, એજંટો, પોલીસો, સૈનિકો, સંદેશવાહકો અને સેવકો છે. આમાં વળી પેટા વિભાગો હોય છે અને ઉપપેટાવિભાગો પણ હોય છે. આમાં તમે જન્મને આધારે ક્યાંથી સંગઠનોની વાતો કરી શકો?
તમે ધારોકે જન્મે પટેલ છો. તો તેમાં ચિકિત્સકો છે, ઉત્પાદકો, નોકરીયાતો, સરકારી નોકરીયાતો, વેપારીઓ, વિગેરે સઘળા છે. તેમનું સામાન્ય હિત શું હોઈ શકે? કશું જ નહીં. સિવાય કે જે જન્મે પટેલ છે તેને તમે એક વાડામાં પૂરો અને તેમની પાસે એક નિશ્ચિત વોટ (દૂધ) આપવાનું કામ કરાવો. પછી છોડી મૂકો એટલે કે દોહીને છોડી મૂકો. તમારો હેતુ આજ હોઈ શકે. બીજો હેતુ શો હોઈ શકે?
હવે જો તમારે વાડા જ કરવા છે, તો જેને ગળ્યું ભાવે છે, જેને તીખું ભાવે છે, જેને તળેલું ભાવે છે જેને બાફેલું ભાવે છે, જેને ફળો ભાવે છે, અને તેમાં પણ પેટાવિભાગો થશે. તેના પણ વાડાઓ કરો ને? કમસે કમ સૌને ભાવતું ખવડાવશો તો પૂણ્ય મળશે.
આમાં તમે જુઓ છો કે સેવકો, સરકારી કર્મચારીઓ અને સંદેશવાહકો બીજા લોકો સાથે ભાગીદારીમાં પૈસા બનાવે છે. વાસ્તવમાં તેમનું ધ્યેય બ્રાહ્મણત્વ સ્થાપિત કરવાનું હોવું જોઇએ. પણ આ સેવકો સમાજીક પતનના માર્ગો અખત્યાર કરી સત્તાનીભૂખ સંતોષવા માગે છે. પ્રજા હિત માટે કોઈ સ્વપ્ન હોય અને સેવા ભાવના હોય તો તે આવકાર્ય છે. આવા લોકો આ ચારવર્ષ દરમ્યાન ગ્રામ્યવિસ્તારોમાં જઈ “માહિતિ અધિકારનો ઉપયોગ દ્વારા”, સરકારને નક્કર સૂચનો દ્વારા અને સહયોગ દ્વારા જનતાનો વિશ્વાસ સંપાદન કરી શક્યા હોત.
જન્મને આધારે લોકોને ભેગા કરીને ગોકીરો કરવો એ એક અણઘડપણું જ નહીં પણ અધર્મ પણ છે. આ બધી સમાજને તોડવાની ચેષ્ટાઓ છે. સમાજ તૂટશે તો રાજ્ય અને દેશ કેવી રીતે એક રહેશે?
આર એસ એસની વિશ્વસનીયતા અને સેવાવૃત્તિને કલંકિત કરવી છે?
યુપી, બિહારમાં જે થયું અને થાય છે, તે યોગ્ય તો નથી.
સંભવ છે કે જે રસ્તે શંકરસિંહ વાઘેલા ગયા (તેઓ પણ આમ તો શિસ્તબદ્ધ કહેવાતા આર એસએસના એક સૈનિક હતા), તે જ રસ્તે કેશુભાઈ અને સંજય જોષી (પ્રસારમાધ્યમોએ ઉછાળેલ) પણ એજ રસ્તે જશે.
આજની તારીખસુધી આરએસએસ એક શિસ્તબદ્ધ અને સેવાભાવિ સંસ્થા ગણાતી હતી. અને હવે જો તેના નેતાઓ સ્વાર્થમાં અંધબની “ત્યાગભાવનાની ઐસી તૈસી” ના નારા સાથે લોકોએ ચૂંટેલા, સર્વ ક્ષેત્રે પ્રગતિશીલ અને લોકપ્રિય મુખ્ય મંત્રી સામે યુદ્ધ છેડે તો જનતાને આરએસએસ સંસ્થામાં ક્યાંથી વિશ્વાસ રહેશે? લોકશાહી પ્રણાલી એજ છે કે તમે તેની વર્કીંગ કમીટી સામે તમારા પ્રશ્નો રજુ કરો અને જો તે તમારા પ્રશ્નોનો તમને પસંદ હોય તેવો પ્રતિભાવ ન આપે કે ન તો એવી દાનત બતાવે તો, પક્ષ છોડીને જતા રહો.
પછી તમારા પ્રપ્રપૌત્રને કહો કે તે તમારી પથારી પાસે હાથમાં પાણી લઈ પ્રતિજ્ઞા લે કે “હે પ્રપ્ર પિતામહ હું ……… આપનો પ્રપ્રપૌત્ર પ્રતિજ્ઞા લઉં છું કે હું, તે રાજાધિરાજ ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહનું નાક કાપીશ અને કાપીશ , જેથી તમારા આત્માને શાંતિ મળે.”
શિરીષ મોહનલાલ દવે
ટેગઃ જ્ઞાતિ પ્રથા, ગુણકર્મ, બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈષ્ય, શુદ્ર, ઈશાવસ્યવૃત્તિ, મહાત્માગાંધી, શંકરાચાર્ય, નરેન્દ્ર મોદી, કેશુભાઈ, નીતિમત્તા, કાર્યદક્ષતા
Mr. S M Dave, Why do raise the question of trustworthiness of RSS? Shankarsingh, Kesubhai and Sanjay Joshi are or were the swayamsevaks of RSS. But so too Narendra Modi is. Why donot you discuss about the controversy in totality? Please let us know why this controversy is? Regds. R N Gandhi.
LikeLike
Narendra Modi has never said any thing about Keshubhai or Sanjay. Media says Keshubhai and Sanjay are pointing Modi. Keshubhai has not condemned the news appearing in media. Keshubhai has no material to put before people. Why one should read or so as to say over read Anti-Modi-s when they cannot clarify the matter in clear word. Shankar Sinh has become overnight pseudo secular.
LikeLike
Please explain what has gone wrong between Keshubhai and Narendrabhai? Between Shankarsingh and BJP? Between RSS and Narendrabhai? Between Sanjay Joshi and Narendrabhai? Between Pravin Togadia and Narendrabhai? We want to understand what is the root cause of disintigration among Sangh Parivar? Is Narendrabhai powerdrunk and has become arrogant? I am from RSS and I fail to understand the controversy which is not in our blood. Honestly, please explain where the wrong lies? As gujarati saying goes -Ek hathe tali na pade. Regds. Rasikbhai Gandhi
LikeLike
Rasikbhai, my views are my personal views.
You are right that “એક હાથે તાળી ન પડે”. But a person who feels he/she has been victimized, he should first do research within and come out with transparency.
What has gone wrong with Keshubhai and Narendra Modi. Keshubhai Patel should say the same in details. It is not clear from any statement of Keshubhai, as to what is wrong with Modi. Keshubhai is doing loose talking.
Nobody in politics would say that he is hungry of power. It is every body’s right to have one or other desire. Nobody should mind for it. But to fulfill the desire is democratic and fair way is the proper way. To attain power (e.g. CM-ship) by defection is not a proper way. The fairway is to resign first and then get re-elected. Shankar Sinh wanted to become the CM. But party high command made Keshubhai as CM. Shankar Sinh should have accepted it and should have waited for his chance to come. But he adopted unfair way. To defect is a right of an individual. But one should do it in a fair way. Mohan Dharia, Chandra Shekhar, ad many others had defected from Indira’s Congress in 1975 with proper, meaningful. Reasons were specific and had no controversy. This is not the case with Keshubhai and Shankar Sinha.
I do not know anything about Sanjay Joshi. I have heard about him only through media made controversy. Neither Sanjay has spelled anything about NAMO nor NAMO said anything about Sanjay. It could be a reason that behind the curtain Media might be making money.
Similar is the case with Togadia.
RSS was a cadre base organization. Its aim has to be to protect the dignity of India. It is devoted to it, as it has been repeatedly said by its top leaders. RSS supported Indira Gandhi, Sanjay Gandhi and Rajiv Gandhi not openly but indirectly and wishfully. It is a long story. I think this is one of the grave mistakes of RSS leaders if it true. They should not make any public statement on a matter where media can twist the matter and they could not reply it without harming a person or leader who is comparatively far better than Nehruvian Congress leaders and their allies. E.g. Advani gave respect to the grave of Jinna. RSS leaders condemned it like anything. Whether to give respect to a person’s grave is proper or not is a controversial matter. It has no significance now. What is more significant is the line of action adopted by Nehruvian Congress in dealing with Muslims for isolating them from normal stream.
But many times celebrities appear smaller than a small man. Somebody has to point it out.
Regards.
LikeLike
Davebhai, It is so nice of you to have replied my comments. Thanks. Let me further pass my comments about Advaniji who paid the respect to Jenna as Dy. Prime Minister of India. He did nothing wrong. He cited message from Jennah to Pakistani people to become secular minded- which he read out from some document to improve the relations between two neighbours. But controversy was raised- which was not only futile but was stupid too.
Regds.
R N Gandhi
LikeLike
Thank you Rasikbhai.
LikeLike