This is about Rape on Female by Saints and Controversy on Mahatma Gandhi
માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ
માદાઃ
માદા એટલે નારી જાતિ. પણ આપણે ખાસા કરીને સ્ત્રીઓને માદા તરીકે ગણીને વર્તતા સંતો વિષે વિશ્લેષણ કરીશું.
શિયળઃ
શિયળ એટલે સ્ત્રીની માદા હોવાને નાતે કુદરતે આપેલી શારીરિક, બાહ્ય, આંતરિક, માનસિક અને વ્યવહારિક સંપત્તિ. આ સંપત્તિનો અમુક વ્યક્તિઓ સિવાય કોઈ બીજો ઉપયોગ કરી ન શકે. અને જો સ્ત્રીની માનસિક ઈચ્છા વિરુદ્ધ અને ખાસ કરીને તે સ્ત્રીના પતિ સિવાય જો કોઈ ઉપયોગ કરે તો તે સ્ત્રીનો શિયળ ભંગ થયો ગણાય. અને તે વ્યક્તિ અને બીજી વ્યક્તિઓએ જેણે આ વ્યક્તિને મદદ કરી હોય તે કાનૂની રીતે ગુનેગાર ગણાય. આમ આ બનાવને સ્ત્રીનું શિયળ લૂંટ્યું ગણાય અને લૂંટમાં મદદ કરી ગણાય.
સંતઃ
સંત એટલે મહાનુભાવ. જે પોતાને જ્ઞાની માને છે અને સમાજને સુધારવાની પોતે કોશિસ કરે છે એવું પોતાનું ધ્યેય છે તેમ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે માને છે તે સંત કહેવાય. આપણે ફક્ત પુરુષો પુરતી ચર્ચા કરીશું. આ સંત પુરુષોમાં પ્રણાલીગત રીતે ઓળખાતા સંતો અને બીજા સમાજ સુધારકો આવે છે. આ સંતો પરિણિત અને અપરિણિત હોય છે. જેઓ અપરિણિત છે તે બ્રહ્મચારી ગણાય છે. અને જેઓ પરિણિત છે પણ ફક્ત પોતાની પત્ની સાથે જ શારીરિક સુખ ભોગવે છે તેમને પણ સંત કહેવાની પ્રણાલી છે.
બ્રહ્મચારીઃ
જે વ્યક્તિ કોઈપણ વિજાતીય વ્યક્તિ સાથે મનથી, વાણીથી અને કર્મ થી શારીરિક સંબધ રાખતી નથી અને જે પરમ તત્વને પામવા જ્ઞાનની ઉપાસના કરે છે તે બ્રહ્મચારી કહેવાય છે. બ્રહ્મચારીને પણ સંત કહેવું હોય તો કહી શકાય.
સમાજ સુધારકોઃ
સમાજ સુધારકો એટલે જેઓ સમાજને સમાજની અંદર પ્રવર્તતા તેમને સમજાયેલા દુષણોને દૂર કરવાનો પ્રયત્ન કરનારા, સમાજને ઉચ્ચ કક્ષાએ લઈ જનારા અને સમાજમાં શાંતિ, સુખ અને જ્ઞાન પ્રવર્તે તે માટે કર્મ કરનારા, ખ્યાતિ પામેલા ઉપરોક્ત સંત અને વ્યક્તિઓ હોય છે.
આપણે આપણી ચર્ચા ત્રણ ચાર સંતો પુરતી મર્યાદિત રાખીશું.
આ સંતો છે; ઓશો આશારામ, સંત રજનીશ, સમાજ સુધારક તરુણ તેજપાલ અને મહાત્મા ગાંધી.
શિયળની લૂંટઃ
આમ તો કશું ભૌતિક રીતે કશું લૂંટાતું નથી. પણ એક વ્યક્તિને સુખ થાય છે અને બીજી વ્યક્તિને પહેલી વ્યક્તિના આચારથી દુઃખ થાય છે. લૂંટ, ચોરી અને છેતરપીંડી ભૌતિક વસ્તુઓ બાબતની હોય છે. પણ અહીં તે માનસિક અને સામાજીક હોય છે.
સ્ત્રી સાથેનું જાતીય સુખ કઈ રીતે પામી શકાય છે?
સમાજની સ્વિકૃતિના નિયમો પ્રમાણે સ્ત્રી સાથેનું જાતીય સુખ મેળવાય છે.
સ્ત્રી સાથે બળ દ્વારા પણ જાતીય સુખ ભોગવી શકાય છે. આ બળમાં બૌધિક બળ પણ આવે છે.
સ્ત્રી પ્રતિકાર ન કરી શકે તેવા સંજોગોમાં સ્ત્રી સાથે જાતીય સુખ ભોગવી શકાય છે.
સ્ત્રી ને “કામ ચલાઉ” રીતે પ્રતિકાર હીન કરીને બૌધિક બળથી સ્ત્રીને મોહિત કરીને સ્ત્રી સાથે જાતીય સુખ માણી શકાય છે. જોકે આ “કામચલાઉ સમય” કેટલો હોઈ શકે એ સાપેક્ષ છે. તે શૂન્ય થી જીવન પર્યંત સુધીનો હોઈ શકે.
સ્ત્રીને પ્રતિકાર હીન કઈ રીતે કરાય છે?
કેટલીક સ્ત્રીઓના મનને સમજીને તેને પ્રતિકાર હીન કરી શકાય છે.
કેટલીક સ્ત્રીઓને ભેટ સોગાદો આપીને કે લાલચો આપીને કે અમુક વચનો આપીને પ્રતિકારહીન કરી શકાય છે.
એવા સંજોગો ઉત્પન્ન કરીને કે આવી પડવાથી કેટલીક સ્ત્રીઓને પ્રતિકારહીન કરી શકાય છે.
વિશ્લેષણ શું કરી શકાય?
ઓશો આશારામઃ
ઓશો આશારામ એવા સંજોગો ઉભા કરતા હશે કે સ્ત્રી પ્રતિકાર ન કરી શકે. સ્ત્રીની ધાર્મિક અંધતાનો લાભ, લાલચ, ભેટ સોગાદ વિગેરેનો ઉપયોગ કરી, ઠગ વિદ્યા અપનાવતા હશે. તેઓ રસાયણોનો પણ ઉપયોગ પણ કરતા હશે. આ વાત ન કારી ન શકાય. જરુર પડે બળજબરી પણ કરતા હશે. પણ ઓશો આશારામ પાસે મહાનુભાવ હોવાનું વ્યક્તિબળ હોવાથી પીડિતા પ્રતિકાર કરતી નહીં હોય અથવા પ્રતિકાર કરવામાં નિસ્ફળ જતી હશે.
ઓશો આશારામ વિષે એમ કહેવાય છે કે તેઓ તેમના પૂર્વાશ્રમમાં ગાંધીજીના ગુજરાતમાં દારુ પહોંચતો કરવાનું કામ કરતા હતા. જેમ દારુની લત અને પરસ્ત્રી સંગની લત નજીકના સંબંધો ગણાવાય છે, તેમ કદાચ ઓશો આશારામની બાબતમાં બન્યું હોય. એવું ન પણ હોય.
ઉત્તરભારતના બાવા-ક્ષેત્રમાં એક માન્યતા પ્રચલિત છે કે ગુજરાત એ બાવાઓ માટે સ્વર્ગ છે. આ માન્યતાના આધારે ઓશો આશારામે મંદિરના વ્યવસાયમાં ઝંપલાવ્યું હશે. થોડી ઇંટો ગોઠવવીને દેરીનો આભાસ કેવી રીતે ઉત્પન્ન કરવો અને પછી સાચે સાચ દેરી બનાવી દઈને તેને વિકસાવતા વિકસાવતા મંદિર કેવીરીતે કરી દેવું તે બાવાઓ, પોલીસભાઈઓ અને જનપ્રતિનિધિઓ જાણે છે. જો ગામ શહેરની બહાર આ ક્રિયા કરી હોય તો જમીનનો વધુ અને વધુ કબજો કેવી રીતે જમાવતા જવું અને અન્ય સુવિધાઓ કેવી રીતે ઉભી કરવી તે પણ આજ લોકો જાણે છે અને તેમાં રેવન્યુ ખાતાના ભક્તો પણ સામેલ થાય કે ભાગબટાઈ કરી લે છે. પૂર્વાશ્રમના મિત્રો નું મિલન સ્થળ કે ગુફતેગુ-સ્થળ પણ આજ હોય છે. ધીમે ધીમે નવા સભ્યો દાખલ થાય છે. ઉત્તર ભારતના થોડા નવા સવા લોકો પણ આવે જ્ઞાનની વાતો પણ થાય અને આપણા મૂળ બાવાજીના જ્ઞાનમાં વૃદ્ધિ પણ થાય. ધંધો વિકાસ પામે અને નવા ધંધાઓનો પણ સમાવેશ થાય. કેટલાક શાખાઓ ખુલે અને સામ્રાજ્ય થાય. સંપત્તિ, ધન અને ભક્તો આવે એટલે સ્ત્રી ભક્તો આવે. સ્ત્રી ભક્તો આવે એટલે મદદ વાંચ્છું સ્ત્રીઓ પણ આવે. સ્ત્રી એક વાર બાવાજીને શરણે આવે એટલે બાવાજીની દાઢ ન સળકે તો જ નવાઈ કહેવાય. દવાઓ અને રસાયણો આવે. એટલે ભલભલીઓ વશ થઈ જાય. કારણ કે દારુ કરતાં પણ રસાયણો વધુ જોરદાર હોય છે.
સંત રજનીશમલઃ
સંત રજનીશમલ ની વાત થોડી અલગ છે. તેમની કાર્ય શૈલી થોડી અલગ છે. જૈન સાધુમહારાજ કંઈક ભણેલા હોય છે. તેઓ મર્યાદા બાંધીને કાર્ય આગળ ધપાવે છે અને તેમાં પણ મર્યાદા નક્કી કરે છે.
સંત રજનીશમલને થયું કે આ ચીલાચાલુ રીતે મહારાજ સાહેબ થઈને રહીશું તો મનુષ્ય દેહ કોઈ ખાસ આનંદ આપી શકશે નહીં. વળી આપણે આપણું કાર્યક્ષેત્ર જૈન ધર્મીઓ અને અપાસરા પુરતું મર્યાદિત રાખીશું તો આપણે પણ તેના નિયમો અને કર્તવ્યોના ગુલામ થઈને રહેવં પડશે. માટે જો મુક્ત બનવું હશે તો કંઈક બોલવું પડશે. (બોલવાથી મુક્તિ મળે છે). વળી એક જ પંથના શિષ્યો થકી દી વળશે નહીં. માલેતુજારો તો જૈન ઉપરાંત વૈષ્ણવ વણિકોમાં પણ હોય છે. એટલે મહાવીર સ્વામીને છોડ્યા વગર કૃષ્ણ ભગવાનને પણ પકડો.
સંત રજનીશમલને ખબર હતી કે એમ કંઈ વૈષ્ણવો આવશે નહીં. પહેલાં થોડી ખ્યાતિ મેળવો. પછી અહિંસા, પ્રેમ, આનંદ, તત્વ જ્ઞાન અને યોગની વાતો કરો.
છાપાંવાળાઓનું કેવું હોય છે? કુતરું માણસને કરડે તો તે “સમાચાર” ન કહેવાય. પણ જો માણસ કુતરાને કરડે તો સમાચાર કહેવાય. કારણ કે માણસ કુતરાને કરડે તે અસામાન્ય બનાવ કહેવાય. અસામાન્ય બનાવ “સમાચાર” માટે પ્રસિદ્ધિને લાયક બને છે.
ઓગણીસસો પચાસના દાયકાનો ઉત્તરાર્ધ
ઓગણીસસોપચાસના દાયકાના અંતિમ વર્ષોમાં આપણા સંત રજનીશમલ ગુજરાતના પટમાં આવેલ. અને તેમણે મહાત્મા ગાંધી ઉપર સૈધાંતિક વૈચારિક આક્રમણ કરેલ. આમ સંત રજનીશમલે પહેલાં મહાત્મા ગાંધીની અહિંસામાં રહેલા હિંસક તત્વ ઉપર હુમલો કર્યો. ક્યારેક ગાંધીજીની હિંસાને અપૂર્ણ અહિંસામાં ખપાવી. તો ક્યારેક તેને કાયરતામાં ખપાવી. તમને થશે કે તો તો સંત રજનીશમલે ગાંધીજી વિષે ઘણું વાંચ્યું હશે. ના … જી. ના … જી. જો શબ્દોની રમત આવડતી હોય અને શ્રોતાગણ કે મુદ્રકગણ (છાપાંવાળા), અલ્પજ્ઞ હોય તો આ રમત અમુક ખાસ લોકોને ઠીક ઠીક ખ્યાતિ અપાવી શકે. આમ તો પોતે જબલપુરના હોવા છતાં આ સંત રજનીશમલે જબલપુઅરના ગાંધી ચોકના ગાંધીજીના બાવલા નીચે લખેલ ગાંધીજીના વાક્યો પણ વાંચેલ નહીં. પણ ગુજરાતના છાપાંવાળાને આવી બધી ખબર ક્યાંથી હોય? વળી એ જમાનો એવો હતો કે સાધુ મા’તમાઓ તો સુષ્ઠુ સુષ્ઠુ જ બોલે. એવા જમાનામાં જો સંત રજનીશમલ જેવા મા’તમા જો મા’તમા ગાંધી વિષે કંઈ અજુગતું તો બોલે તો છાપાંવાળા કંઈ થોડા ઝાલ્યા રહે?
આમ સંત રજનીશમલે જરુરી ખ્યાતિ મેળવી લીધી. પછી વાણીવિલાસમાં કૃષ્ણ ભગવાનને રંગે ચંગે ભેળવ્યા. પોતે યુનીવર્સલ છે તે બતાવવા બુદ્ધ ભગવાનને ભેળવ્યા. અને માખીઓ બણબણે તેવી આકર્ષક વાનગીઓ તૈયાર કરી. કૃષ્ણ ભગવાન એક સર્વ સ્વિકૃત પાત્ર છે. જેમ “નાટ્યં ભિન્નરુચેઃ જનસ્ય એકં સમારાધનમ્” (નાટક ભિન્ન ભિન્ન રુચિના લોકોને પ્રસન્ન કરવાનું એક સાધન છે), તેમ કૃષ્ણભગવાન વિષે પણ તેવું જ છે. ભિન્ન ભિન્ન પુરુષો અને સ્ત્રીઓ બંનેને કૃષ્ણભગવાનની ભિન્ન ભિન્ન વાતો થી પ્રસન્ન કરી શકાય છે. આમ તો શિવ અને પાર્વતિ પણ છે. પણ તેઓ તો પ્રતિકાત્મક છે. જ્યારે કૃષ્ણ અને રાધા તો હાડમાંસના હતા. (જોકે રાધા વિષે વિવાદ છે). પણ વિવાદો તો ક્યાં નથી?
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ શિયળ, લૂંટ, સ્ત્રી, માદા, પુરુષ, જાતીય, આનંદ, બળજબરી, અનિચ્છા, પ્રતિકાર, બાવા, સંત, મહાનુભાવો, ઓશો, આશારામ, સંત રજનીશ, તેજપાલ, ઠગ, જૈન, મહારાજ, વૈષ્ણવ, વાણિયા, માલેતુજાર, બ્રહ્મચર્ય, આનંદ
General healthy Character of the common men should not be spoiled. If big fishes are caught the media publicity start criticizing religion also which they represent. The same religion produce great saints if followed properly. But thugs are misusing religion for their selfish end. No matter to which field they go thug remains the thug forever. Their selfish motive does not change.
Regds.
Rasikbhai Gandhi.
LikeLike
You are correct Rasikbhai. Off course black bugs are every where. It is not a monopoly or non-comparability of Hindu religion. After all it is the product of uncertainty and insecurity of fate prevailing in the society.
LikeLike