જ્ઞાતિવાદના નામે ધૂણતા અને ધૂણાવતા ભૂવાઓને ડામ દો.
એક હતો ભારતીય ભૂવો.
એને બે ગુરુ. એક નું નામ રશીયા અને બીજાનું નામ ચીન. આ બંને ગુરુ પોત પોતાને બીજાથી મોટો ગુરુ માને. બંને પાસે સમાજવાદના નામનું ભુત. આ ભૂત આપણા ભારતીય ભૂવામાં ઘુસેલું. ક્યારે ઘુસ્યું હતું તેતો આપણા ભારતીય ભૂવાને પણ ખબર ન હતી. આ ભારતીય ભૂવાનું નામ હતું જવાહરલાલ નહેરુ.
નહેરુએ ૧૯૫૦ના દયકામાં ભાષાવાદના ભૂવાઓને ધૂણાવેલા.
બાલ ઠાકરે જીવ્યા ત્યાં સુધી ધુણેલા. અને આજે તેમના બે ચેલકા પણ ભૂવા બની ધૂણી રહ્યા છે. આ બધા જ ભુવાઓની ખાસીયત એ છે કે તેઓ ભૂત ઉતારવાને બદલે ભૂતને દાખલ કરે છે.
નહેરુ આમેય નાટકબાજ હતા. પહેલાં નહેરુ સમાજવાદના નામે ધૂણ્યા હતા. ચીને તેમને ૧૯૬૨માં એક ધોલ મારી એટલે જવાહરલાલ નહેરુ નામના ભૂવાની અંદર રહેલું સમાજવાદી ભૂત તેમને ધૂણાવતું બંધ થયું. રશીયાની કેજીબી નામના મોટા ભૂવાએ તે ભૂતને ઈન્દિરામાં ઉતાર્યું. ઈન્દિરા પણ ખૂબ ધૂણી. તે વખતે સમાચાર પત્રોમાં પણ એ ભૂત પેઠું અને સમાચાર પત્રો પણ સમાજવાદના “અહો રુપ અહો ધ્વનિ” ના નાદે ધૂણવા લાગ્યા.
નહેરુવંશી ભૂવાઓ પોતે પણ ધૂણે છે અને તેમના પક્ષના સભ્યો કે જેઓ અશરીરી છે તેમને પણ ધૂણાવે છે. અને તેઓ દેશના અબુધ, સ્વકેદ્રી કે બેવકુફ લાલચી લોકોને પણ ધૂણતા કરી દે છે.
નહેરુવંશી ઇન્દિરાએ ૧૯૬૯થી ધર્મના ભૂતને પણ ગુજરાતમાં ઘુસાડેલ.
પોતાની નિસ્ફળતાઓને ઢાંકવા ૧૯૭૦થી અનામતનુ ભૂત પણ પછાતવર્ગના નેતાઓ રુપી ભૂવાઓમાં દાખલ કરી તેમને ધૂણતા ચાલુ કરી દીધેલા. આજે પણ એ લોકો ધૂણે છે.
૨૦૦૩-૪માં નહેરુવીયન કોંગના ભૂવાઓએ રાજસ્થાનમાં નીનામા અને ગુજ્જરોમાંના નેતાઓ રુપી ભૂવાઓમાં અનામતના ભૂતોને ઘુસાડેલ. નીનામા અને ગુજ્જરોના નેતા રુપી ભૂવાઓમાં આ ભૂતો એવા ધૂણ્યા એવા ધૂણ્યા કે આમ જનતાનો ખુરદો થઈ ગયો.
આ ભુવાઓ ધૂણ્યા અને સરપાવ પણ પામ્યા.
જમ ઘર ભાળી ગયો એના જેવું થયું. બીજેપી ના નેતાઓને ધૂણતા આવડે નહીં અને ભૂતને ઓળખતા પણ ન આવડે. એટલે તેમણે રાજસ્થાન પણ ગુમાવ્યું અને કેન્દ્ર પણ ગુમાવ્યું. આ અનામતનું ભૂત ઘણી જ્ઞાતિના ભૂવાઓને ધૂણાવતું આવ્યું છે. ભૂતને કોઈ જાતિ હોતી નથી. તેને શરીર પણ હોતું નથી. આ નહેરુવીયન કોંગ્રેસના ભૂવાઓને ધૂણવાની અને ધૂણાવવાની ફાવટ આવી ગઈ છે.
ભૂતો અત્યારે ધૂણી રહ્યા છે
આ નહેરુવીયન ભૂવાઓ કેજીબીની સલાહ પ્રમાણે અવનવા ભૂતો ઉત્પન્ન કરે છે અને પોતાના સભ્યોમાં અને બીજા બેવકુફોમાં દાખલ કરી તેમને ધૂણાવે છે. નહેરુવીયન કોંગ્રેસે ભારતમાં લઘુમતિ-ભૂત, દલિત ભૂત, બાંગ્લા ભૂત, મરાઠી-ભૂત, માઓવાદી-ભૂત, ઇસ્લામી-ભૂત, પર્યાવરણી ભૂત, કિસાન-ભૂત, ધર્મનિરપેક્ષ-ભૂત, મોદી-ફોબીયા–ભૂત, વિગેરે અનેક ભૂતોને તેમના ભૂવાઓમાં અને અબુધ જનતામાં ઘુસાડેલ છે. આ બધા ભૂતો અત્યારે ધૂણી રહ્યા છે.
પાટીદાર ઉર્ફે પટેલ અનામત-ભૂત
હમણાં એક નવું ભૂત નહેરુવીયન કોંગ્રેસના પ્રચ્છન્ન ભૂવાઓએ ઉત્પન્ન કર્યું છે જેનું નામ છે “પાટીદાર ઉર્ફે પટેલ અનામત-ભૂત”.
મને બરાબર યાદ છે કે ૧૯૮૦ થી શરુ કરી ૧૯૮૫ સુધી આ દલિત અનામતનું ભૂત ગુજરાતમાં બહુ ધૂણવા માંડેલ.
આ નહેરુવીયન ભૂવાઓનો કોઈ ઉદ્ધાર ભૂત વગર કોઈ કરી શકે તેમ નથી.
આ પટેલોએ, દલિતોને અનામતથી વંચિત કરો અને અનામત માત્ર દૂર કરોના ટંકાર સાથે શંખનાદ અને ઘંટ નાદ પણ કરેલ. શાસને અનામતનો અધિકાર અમુક જ્ઞાતિઓને દલિત હોવાના કારણે અને હિન્દુઓની અમુક અંશે ચાલુ રહેલી સામાજીક માનસિકતાને કારણે આપેલો.
અનામતનો મૃત્યુ ઘંટ વગાડનારા આ પટેલો આજે પોતાના માટે અનામતની માગણી કરી રહ્યા છે. જે સમુદાયે વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, બાબુભાઈ જશભાઈ પટેલ ભાઈલાલભાઈ પટેલ જેવા ઉચ્ચકક્ષાના નેતા આપ્યા, જેઓ અત્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ઉપર જ નહીં પણ ગુજરાતનું મુખ્ય મંત્રી પદ પણ ભોગવી રહ્યા છે. પટેલો ઠેઠ અમેરિકામાં મોટેલો ઉપર પ્રભૂત્વ ધરાવે છે. તે પટેલો આજે જન્મના આધાર ઉપર અનામત માટે માગણી કરી રહ્યા છે. શું પટેલોને સમાજ દલિત, અછૂત કે પતિત માને છે અને તેમના ઉપર અન્યાય કરે છે?
જો ખેડૂતોની વાત હોય તો તે એક અલગ વિષય છે. ખેતી એક વ્યવસાય છે. દરેક વ્યવસાયના લોકો પોતાની સંસ્થા ચલાવે છે અને સહકારથી કામ કરે છે. આજે તો ૭૫ટકા રાજકારણીઓ, હિરાભાઈઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ જમીનવાળા છે. એ બધા રજીસ્ટર્ડ થયેલા ખેડૂતો છે. તો ખેડૂતો સહેલાઈથી સહકાર કરીને આત્મનિર્ભર બની શકે.
જો પટેલભાઈઓ ખેડૂતની વાત ન કરતા હોય અને જન્મે પટેલ છે, એવા સમુદાઈની વાત કરતા હોય તો કાયદો તેમને ઓળખતો નથી.
જેમ જભ્ભાવાળા, જેમ લેઘાંવાળા, જેમ ધોતીયા વાળા, જેમ ટાઈવાળા, જેમ બટેકાનું શાક ભાવવાવાળા, જેમ ભીંડાનું શાક ભાવવાવાળા, તલવાર કટ મૂંછો રાખવાવાળા, હિટલર કટ મૂંછો રાખવાવાળા, બ્રશકટ મૂંછો રાખવા વાળા, આ બધા પોતપોતાનું મંડળ રચી શકે છે અને સહકાર કરી શકે છે. સરકાર તેમાં આડે આવશે નહીં. પણ આ લોકો વિશેષ સવલતો માગી ન શકે. કાલે નાકમાં ચૂનીવાળી મહિલાઓ અને ચોરણા વાળા પુરુષો કહેશે કે અમે મોટાભાગના ગરાસીયા છીએ એટલે અમને ગરાસીયાઓને અનામત આપો. (ચરણ સીંગે એવી જાહેરાત કરેલી કે ધોતીયા વાળાને ફાઈવસ્ટાર હોટેલમાં ૨૦ ટકા ડિસકાઉન્ટ આપવામાં આવશે. ગાંડપણની પણ કંઈ હદ હોય છે !!)
અસ્પૃષ્યોની અને દલિતોની વાત અલગ છે. કારણકે તેમને સામાજીક માનસિકતાના સંદર્ભમાં જોવામાં આવ્યા હતા. જો કે આ લેખનો હેતુ તેમની અનામત યાવતચંદ્રદિવાકરૌ સુધી રહે કે ૨૦ વર્ષથી વધુ સમય સુધી રહે એવો નથી. જે શાસક પક્ષ ૨૦ વર્ષ શાસન કરે અને છતાં અનામતને ચાલુ રાખવી પડે અને તે તેવી ભલામણ પણ કરે તો તેની માન્યતા રદ કરવી જોઇએ અને તેની સંપત્તિ જપ્ત કરવી જોઇએ.
ભૂતને “મરવા પણું હોતું નથી” કારણ કે જેને શરીર હોય તેનો જન્મ અને નાશ હોય. ભૂતને તો શરીર હોતું નથી. પણ એ જે જે શરીરોમાં જાય તે તે શરીર રાજા પાઠમાં આવી જાય. “હું મરું પણ તને રાંડ કરું” એવા મમત ઉપર આવી જાય. આ ભૂત કેશુભાઈ અને અડવાણીમાં પણ ઘુસેલ. અડવાણીએ શિવરાજ ચૌહાણમાં ઘુસાડવાનો પ્રયત્ન કરેલ. પણ અડવાણી નિસ્ફળ નિવડેલ.
કેશુભાઈને તો દરેક ચૂંટણી વખતે નરેન્દ્ર મોદી વિરુદ્ધ “ખહ” (ખજવાળ, વલુળ) ઉપડે છે અને પાડાની જેમ સમાચાર માધ્યમ રુપી ઝાડના થડ સાથે એટલું બધું શરીર ઘસે છે કે ચામડીમાંથી લોહીની ટશેરો ફૂટે અને શરીર લોહી લુહાણ થઈ જાય. સમાચાર માધ્યમ રુપી ઝાડને કશું થતું નથી કારણ કે આ ઝાડ તો બધા બનાવટી છે અને પ્લાસ્ટિકના છે.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ અનામત, ભૂત, લઘુમતિ-ભૂત, દલિત ભૂત, બાંગ્લા ભૂત, મરાઠી-ભૂત, માઓવાદી-ભૂત, ઇસ્લામી-ભૂત, પર્યાવરણી ભૂત, કિસાન-ભૂત, ધર્મનિરપેક્ષ-ભૂત, મોદી-ફોબીયા–ભૂત, વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, બાબુભાઈ જશભાઈ પટેલ, ભાઈલાલભાઈ પટેલ, મોટેલ, કેશુભાઈ પટેલ, હું મરું પણ તને રાંડ કરું
Reservation policy should go. Even so called savarnas can not afford to make available modern education to their children as the education has become so costly. The great mistake of Reservation policy is done by Dr. Ambedkar for the upliftment of Dalits. But ignored the other poors coming from upper class. This is also an injustice done to upper class. Reservation should be based on economic factor only. No cast or creed.
LikeLike
Yes, Rasikbhai, Ambedkar and JL Nehru had no foresight. They could not foresee the by-products of reservation. India could have gone towards cottage industries and education of skill development at initial stage, then India could have taken to bigger industries progressively for exports.
Thanks.
LikeLike