અન્નદાતાને વફાદાર રહો
હાજી, આ બ્લોગ સમાચાર માધ્યમોના કટારીયા મૂર્ધન્યો અને ચર્ચા સંચાલકોને ને અર્પણ છે.
તેમનો મુદ્રાલેખ છે કે અન્નદાતાને વફાદાર રહો.
અન્નદાતા કોણ છે?
શું તમે જગતના તાત ખેડૂતની વાત કારો છો?
નાજી.
અન્નદાતા એટલે આપણને જે લખવાના પૈસા આપે છે તે સમાચાર માધ્યમના માલિકો.
આ લોકો માને છે કે “સમાચાર માધ્યમના માલિકો આપણને જે પૈસા આપે છે તે જો કે આમતો આપણા માટે ચા-પાણી જેટલા હોય છે. પણ તે આપણને જે ખ્યાતિ આપે છે તે અણમોલ છે. તે ખ્યાતિ આપણા પુસ્તકોનું વેચાણ વધારવામાં ભાગ ભજવે છે. આ ખ્યાતિને આપણે કીર્તિ સમજવાની છે. સામાન્ય વ્યક્તિ કીર્તિ અને ખ્યાતિમાં રહેલા ભેદને સમજતી નથી. એટલે આપણા પુસ્તકોની ખપત વધશે. આપણે જો પુસ્તકોના લેખકો ન હોઇએ અને ફક્ત કટારીયા કે તંત્રીશ્રી કે ચર્ચાઓના સંચાલક હોઇએ તો પણ આપણી ખ્યાતિના મૂલ્યને આપણે રજમાત્ર પણ નકારી ન શકીએ.”
હે વાચક તમે જાણો છો કે અમારે અમારા માલિકના એજન્ડા ને અનુરુપ લખવાનું હોય છે. અને અમે “ગુણવંતભાઈ શાહ” જેવા ઉંચેરા માનવી નથી કે ચંદ્રકાન્ત બક્ષી જેટલા નીડર નથી. અમારી માનસિકતા “મોટા નામમાં નાનો જીવ” જેવી છે. અમારી પ્રાથમિકતાની પ્રજ્ઞા અને પ્રમાણભાનની પ્રજ્ઞા કાંતો અમારે અવગણવાની હોય છે અથવા તો તેવી પ્રજ્ઞાનો અમે વામણા હોવાથી અમારામાં સદંતર અભાવ હોય છે.
તમારે અમારી કાયરતાને દાદ આપવી જોઇએ.
ઇન્દિરા ગાંધી, અમારા સમાચાર માધ્યમના માલિકો ઉપર ધોંસ લાવ્યા એટલે અમારા માલિકો ૧૯૭૫-૧૯૭૭માં સમગ્ર નહેરુવીયન કોંગ્રેસના પ્રત્યેક સભ્યને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા થઈ થઈ ગયા હતા. અમે પણ માલિકોના એજન્ડાનો અમલ કરતા થઈ ગયા હતા”. અમે કંઈ ગોરવાલા જેવા વેદિયા ન હતા. અમે તો સમજતા હતા જ કે “જાન બચી તો લાખો પાયે”. જગ્ગુ દાદા ખૂદ કહેતા હતા કે જો તેઓશ્રી ઇન્દિરાનું કહ્યું ન કરત તો તેમની જાનને ખતરો હતો. અમે પણ અમારી કટારોનો ત્યાગ કરી જેલવાસી થવા માગતા ન હતા. ભલુ થજો મોરારજી ભાઈનું કે તેમણે બંધારણમાં એવી જોગવાઈ કરી કે કોઈ ગાંડો શાસક ફરીથી કટોકટી ન લાદી શકે. એટલે તો હવે અમે સુરક્ષિત છીએ અને અમારા અન્નદાતાની ઇચ્છા પ્રમાણે બીજેપી સરકારની વિરુદ્ધ અને દેશવિરોધી સુત્રોચ્ચાર કરનારાની તરફમાં બેફામ પણ લખી શકીએ છીએ. અને કહી શકીએ છીએ કે મોદીના રાજમાં કોઈ સુરક્ષિત નથી. જો કે કોંગીના રાજમાં આતંકવાદી હુમલાઓ વધુ થયા હતા. પણ અમારે ક્યાં આંકડાઓ આપવાના છે? અમે તો જે એનયુ ના સુત્રોચારોને પણ ઉદ્ધૃત કર્યા વગર જે એનયુના વિદ્યાર્થીઓની તરફમાં બોલી શકી તો આંકાડાઓ વળી કઈ ચીજ છે. હવે અમે અમારા અન્નદાતા એવા માલિક કહે કે “રાત કહો” તો અમે પણ ઉછળીને ઉછળીને દિવસને પણ “રાત” કહીએ છીએ.
હવે તમે કહેશો કે અમારા અન્નદાતા આવા કેવા કે અમને દિવસને રાત કહેવાનું કહે છે?
અરે ભાઈ સાહેબનો પણ સાહેબ હોય છે તેમ માલિકનો પણ માલિક હોય છે.
ખબરપત્રી ખબર આપે તેને તેનો સાહેબ એટલે કે તંત્રીશ્રી તે ખબરને માલિકના એજંડાને અનુરુપ શૈલીમાં લખે. કંઈક આંચકો આપે એવી આવેગાત્મક “શિર્ષ રેખા” (હેડલાઈન) બનાવે. “ગુહ્યં જ ગુહ્યતિ” એટલે કે જે સમાચાર છૂપાડવાના છે તે છૂપાવે જેથી અમારા તંત્રી શ્રીઉપર તેમના માલિક ખુશ રહે.
કોઈ દાખલો આપોને?
અરે ભાઈ ડગલે ને પગલે દાખલાઓ છે. જેમ નહેરુવીયન કોંગ્રેસમાં જ્યાં હાથ નાખો ત્યાં એક કૌભાણ્ડ મળે તેમ આપણા સમાચારોમાં પણ જ્યાં હાથ નાખો ત્યાં જુઠ મળૅ. જેમકે છેડછાડ વાળી (ડોક્ટર્ડ) વીડીયો ટેપ. ડોક્ટર્ડ વીડીયો ટેપને આધારે કન્હૈયાલાલ અને તેના સાગરિતોની ધરપકડ કરી અને નરેન્દ્ર મોદીની અસહિષ્ણુ સરકારે કેસ ઠોકી દીધો છે.
આ વીડીયો ક્લીપ ડોક્ટર્ડ છે એમ કહ્યું કોણે? કોઈએ તપાસ એજન્સીપાસે તપાસ કરાવી છે? કઈ તપાસ એજન્સી પાસે તપાસ કરાવી? અરે ભાઈ માલેતુજાર અંગ્રેજીના સમાચાર પત્ર અને ટીવી ચેનલવાળા આવું કહે તે તો આપણે વર્નાક્યુલર ભાષાવાળા સમાચાર માધ્યમોએ બ્રહ્મ વાક્ય સમજી લેવાનું હોય છે. અંગ્રેજી સમાચાર માધ્યમ વાળા લોકો આવું કહે તો આપણે વળી કોણ? “શું ગોલા કરતાં ગધેડા ડાહ્યા?”
પણ હેં, આપણા માલિક આવો દેશને નુકશાન કરે તેવો એજન્ડા શું કામ રાખે છે?
સમાચાર માધ્યમોના માલિકના પણ માલિક છે. ફોર્ડ ફાઉન્ડેશન જેવા એનજીઓ, આઈએસઆઈ, આતંકવાદી સંગઠનો, દાઉદ નેટવર્ક, નહેરુવીયન કોંગ અને તેના સાંસ્કૃતિક સાથીઓ, સીપીઆઈએમ, આમાંના કોઈક ને કોઈક આપણા માલિકની વાહેં ને વાંહે બેગો લઈને પડતા હોય છે. આપણા માલિકને કોઈની પદૂડી કાઢવી ગમતી નથી. લક્ષ્મી ચાંલ્લો કરવા આવતી હોય તો મોઢું થોડું જવાય છે?
ઉપરોક્ત વિષય પર ચર્ચા કરવાની મનાઈ છે.
તો આપણા અન્નદાતા કેવું કેવું કરે છે?
દાદ્રી ઘટના.
થયું શું? ખૂન થયું.
ઘટનાનો પ્રકારઃ કાયદો અને વ્યવસ્થા
સ્થળઃ દાદ્રી ગામડું
મરનારની જાતિઃ મુસલમાન.
રાજ્યના શાસક કોણઃ નહેરુવીયન કોંગ્રેસના સાથી પક્ષ “એસ.પી.”
ભારે કરી… તો તો આપણા માલિકના માલિક જ વાંકમાં આવ્યા.
ના જી. અક્કલ કોના બાપની? કોઈ આપણને કાણો કહે એ પહેલાં આપણે સામાવાળાને કાણો કહી દો.
માંસ નાખો. મરનાર મુસલમાન છે તેથી ડૂક્કરનું માંસ નાખી શકાશે નહીં. માટે તથાકથિત ગાયનું માંસ રાખો. મારનાર ટોળું છે. હિન્દુ જ હોય ને. માટે આરએસએસ અને બજરંગ દલને નાખો.
કાયદો ભલે હોય ગૌવંશ હત્યા બંધીનો, પણ આ માનવ હત્યાને ચગાવવાની છે. એટલે ચગાવો ચર્ચા “ભાવતી વાનગીઓની પસંદગીની સ્વતંત્રતાના હક્ક”ની.
બાકી બધું જ છૂપાવો.
૪૦લાખ રુપીયા પીડિત કુટૂંબને આપો અને મુલાયમની ધર્મ નિરપેક્ષતાને બહાલી આપો.
અરે ભાઈ! આ બીજેપીની સરકાર વાળા તો કશું બોલતા નથી. એમ વાત છે? તો ઘટ્નાને વધુ ચગાવો. અને એ વાતને પણ ચગાવો કે “બીજેપી વાળાની બોલતી બંધ … આરએસએસ સામે બીજેપીવાળાની બોલતી બંધ ….”
“ … નરેન્દ્ર મોદી તેમના ભક્તોને કંઈ કહેતા નથી … નરેન્દ્ર મોદીના ભક્તો બેફામ બન્યા છે …. નરેન્દ્ર મોદી જવાબ આપે …. નરેન્દ્ર મોદી જવાબ આપે … નરેન્દ્ર મોદી પોતાના મનની વાત કરવાને બદલે ગરીબના મનની વાત કરે …. નરેન્દ્ર મોદી મૌનનો ત્યાગ કરે …. નરેન્દ્ર મોદી બોલતા કેમ નથી ? ….. “
વેમુલાની આત્મહત્યાઃ
વેમુલા કોણ છે?
વેમુલા એક વિદ્યાર્થી નેતા છે. આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. તો આ સહાનુભૂતિની વાતની ચર્ચા ન કરો. “વેમુલાએ આત્મહત્યા કરી” એ વાતને ચગાવો.
પણ અરે ભાઈ … આત્મહત્યા કર્યા પૂર્વે તેણે પોતાને જ જવાબદાર ગણાવ્યો. કોઈના ઉપર આક્ષેપ કર્યા નહીં એનું શુ?
એ બધું છૂપાવો. તેની ચર્ચા જ ન કરો.
ઘટના શું છે?
સ્થળઃ કોંગ્રેસી રાજ્યના શાસનવાળું સ્થળ.
“અરે આતો આપણે ફસાયા…” નહેરુવીયન કોંગ્રેસે કહ્યું.
તો હવે આપણે આમ કરો.
આ વેમુલા આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. તો આ સહાનુભૂતિની વાતની ચર્ચા ન કરો. તેણે આત્મહત્યા કરી છે. પણ આત્મહત્યા કર્યા પૂર્વે તેણે પોતાને જ જવાબદાર ગણાવ્યો. કોઈના ઉપર આક્ષેપ કર્યા નથી. તો હવે તેની આત્મહત્યાને જ ચગાવો. અને તેણે અત્માહત્યા પૂર્વે જે કંઈ લખ્યું તેની ચર્ચા ન કરો. વેમુલાને એક હોનહાર ઘોષિત કરી દો. તે નેતા હતો એટલે નેતા તો હોનહાર જ હોય એટલે આ હોનહાર વાળી વાત બહુ સરળ રહેશે. વેમુલાને દલિત ઘોષિત કરી દો. નહેરુવીયન કોંગ્રેસના સ્થાનિક શાસને શું કર્યું તેને વિષે મૌન રહો. તેની વાત જ ન કરો.
અરે ભાઈ! આ બીજેપીની સરકાર વાળા તો કશું બોલતા નથી. એમ વાત છે? તો ઘટ્નાને વધુ ચગાવો. અને એ વાતને પણ ચગાવો કે બીજેપી વાળાની બોલતી બંધ. આરએસએસ સામે બીજેપીવાળાની બોલતી બંધ.
નરેન્દ્ર મોદી તેમના ભક્તોને કંઈ કહેતા નથી. નરેન્દ્ર મોદીના ભક્તો બેફામ બન્યા છે. નરેન્દ્ર મોદી જવાબ આપે …. નરેન્દ્ર મોદી જવાબ આપે … નરેન્દ્ર મોદી પોતાના મનની વાત કરવાને બદલે ગરીબના મનની વાત કરે. નરેન્દ્ર મોદી મૌનનો ત્યાગ કરે. નરેન્દ્ર મોદી બોલતા કેમ નથી? તેમના ભક્તોએ વેમુલાને આત્મહત્યા કરવા માટે પ્રેર્યો એવી વાત ચગાવો. સાબિતિઓ આપવાની જરુર નથી. સાબિતીઓ આપવી એ આપણા સંસ્કારમાં નથી. અને આપણે એવા સંસ્કારી થવાનું જરુરી નથી. જો આપણી સદાકાળની પૂજનીયા દેવી માતા ઇન્દિરા, હજારો લોકોને કારણ આપ્યા વગર અનિયતકાલ માટે જેલમાં પૂરી શકતી હોય તો આપણે વળી સાબિતિઓ આપવાની જરુર જ શી? ગોલા કરતાં શું ગધેડા ડાહ્યા?
બિહારનો ચૂંટણી પ્રચારઃ
સાલુ … જ્યાં સુધી આ મોદી વિકાસની વાતો કરશે ત્યાં સુધી આપણી જ્ઞાતિવાદી શસ્ત્ર શંકાસ્પદ રહેશે. બિહારની આપણી ચૂંટણી અસ્તિત્વ માટેની લડાઇ છે. માટે જાતિવાદ ઉપર જ જાઓ.
“અનામત ઉપર પૂનર્ વિચારણા થવી જોઇએ” મોહન ભાગવતથી બોલતા બોલાઈ ગયું
હવે મોહન ભાગવત આરએસએસના છે. આર એસ એસ પ્રો-બીજેપી છે. માટે આ નિવેદનને ઉછાળો. જો કે પૂનર્ વિચારણાનો અર્થ ફેરતપાસ જેવો થાય છે. તેનો એક અર્થ એવો પણ થાય કે જેઓ અનામત માટે લાયક છે તેમને અનામતનો લાભ મળે છે કે નહીં? અને જેઓ અનામતને લાયક નથી અને સક્ષમ છે તેમને તો આ લાભ મળી જતો હોય તેવું તો નથી થતું ને? આ માટે અનામતની લાભાર્થી જાતિઓને મળતા લાભોનું વિશ્લેષણ કરો.
પણ સમાચાર માધ્યમે આ વાતની તો ચર્ચા જ ત્યાજ્ય સમજી. મહા મૂર્ધન્યો અને મહા વિશ્લેષકોને આવી ચર્ચામાં રસ ન હોય તે તેમના એજન્ડાના અન્વયે સમજી શકાય તેમ છે. તેથી તેમણે એ વાત ચગાવી કે બીજેપીની સરકાર અનામતના કાયદાને નાબુદ કરવા માગે છે.
મોહનભાગવત બીજેપી સરકારના કોઈ પ્રધાન નથી. મોહનભાગવત બીજેપી પક્ષના કોઈ પ્રવક્તા નથી. મોહન ભાગવત બીજેપીના સંસદ સદસ્ય નથી. મોહન ભાગવત બીજેપી પક્ષના સભ્ય પણ નથી. મોહન ભાગવત ના ઉચ્ચારણનું ધરાર ખોટું અર્થ ઘટન કરવામાં આવ્યું ચગાવવામાં આવ્યું, એટલું જ નહીં પણ મોહન ભાગવત બીજેપીની સરકારની નીતિના પ્રવક્તા હોય તે રીતે તેની ઉપર ચર્ચાઓનો દોર સમાચાર માધ્યમો ઉપર શરુ થઈ ગયો. કટારીયા મૂર્ધન્યો અને વિશ્લેષક વિદ્વાનો બીજેપીની સરકાર નામતના કાયદાને નાબુદ કરવા માગે છે એવા અર્થઘટન સાથે તૂટી પડ્યા.
જેડીયુ, આરજેડી, અને નહેરુવીયન કોંગ્રેસીઓ કંઈ થોડા ઝાલ્યા રહે? તેઓને તો દોડવું હતું અને ઢાળ મળ્યો. અનિયત કાળ સુધી આ ચર્ચા ચાલ્યા કરી. નરેન્દ્ર મોદી જવાબ આપે …. નરેન્દ્ર મોદી જવાબ આપે … નરેન્દ્ર મોદી પોતાના મનની વાત કરવાને બદલે દલિતોના મનની વાત કરે. નરેન્દ્ર મોદી મૌનનો ત્યાગ કરે. નરેન્દ્ર મોદી બોલતા કેમ નથી?
આવું બધું થયા પછી ન છૂટકે નરેન્દ્ર મોદીને જવાબ આપવો પડ્યો કે ભાઇ એવું કશું છે જ નહીં. યાવત ચંદ્ર દિવાકરૌ અનામત રહેશે જાઓ બસ. બાબા સાહેબ ને છેહ નહીં દેવાય. બાવા બન્યા હૈ તો હિન્દી તો બોલના પડેગા. દલિતકી બાત કરની હૈ તો બાબા સાહેબકા નામ લેના હી પડેગા.
જો કે બાબા સાહેબે તો અસ્પૃષ્યો પૂરતી જ અનામત રાખવાની વાત કરેલી. જ્યાં સુધી જ્ઞાતિવાદની તરફમાં બોલવા વિરુદ્ધ કાયદો નહીં આવે ત્યાં સુધી અનામતની તરફેણ આપણા મીડીયા મૂર્ધન્યો કર્યા કરશે.
આજ મીડીયા મૂર્ધન્યોનું વલણ નહેરુવીયન કોંગ્રેસના પપ્પુ ના આચરણ વિષે જુઓ.
નહેરુવીયન કોંગ્રેસની સરકારે એક બીલ બનાવ્યું, ચર્ચાને અંતે નહેરુવીયન કોંગ્રેસના પ્રધાન મંડળે આ બીલ સંસદમાં પસાર કરાવ્યું. હવે તેને રાષ્ટ્રપતિ પાસે તેમની સહી લેવા માટે મોકલવાનું હતું. આપણા આ પપ્પુ મહાશયે તેને ફાડી નાખ્યું. પણા આપણા મીડીયા મૂર્ધન્યોએ આ બનાવની ચર્ચા જ ન કરી. અરે ભાઈ આની ચર્ચા થતી હશે. નહેરુવીયન કોંગ્રેસમાં તો નહેરુવીયનોની આપખુદી અને અસહિષ્ણુતાને સહજ માનવામાં આવે છે. નહેરુવીયન કોંગ્રેસ તો આપણી અન્નદાતા છે. અન્નદાતાની વિરુદ્ધ કંઈ ચર્ચા ન કરાય.
મીડીયાવાળા માને છે કે જો કંઈ ન મળે તો અ સહિષ્ણુતા સમાજમાં વધી ગઈ છે તે મુદ્દો તો હાથ વગો થઈ જ ગયો છે. તેને “ફીલર” (filler) તરીકે ચગાવ્યા કરો.
હાજી. અમે એવા. નરેન્દ્ર મોદીએ જે હેતુ પુરસ્સરની વિદેશયાત્રાઓ કરી અને જે કઈં કરારો ઉપર સહી સીક્કા થયા તેના ઉપર અભ્યાસપૂર્ણ ચર્ચાઓ કદી નહીં કરીએ. કારણ કે એ અમારો એજન્ડા નથી. અમારો એજન્ડા તો એજ છે કે એવી ચર્ચા જ ન થાય. કારણ કે એવી ચર્ચા થાય તો બીજેપી તરફથી કોઈને બોલાવવા પડે અને જનતા અભ્યાસપૂર્ણ ચર્ચાઓ સમજતી થાય તો અમે સુક્કા ભઠ્ઠ થઈ જઈએ. અમારા અન્નદાતાનો એજન્ડા આખો ખોરવાઈ જાય. આ અમને પોષાય નહીં. અમારું કામ સમાચારો થકી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવાનું છે. જાહેરાતો થકી મળતી લક્ષ્મી તો ધોળી છે. લક્ષ્મીને માન આપવામાં તેનો રંગ ન જોવાય. એવું હશે તો રીઅલ એસ્ટેટની એક સ્કીમ ઠોકી દઈશું. અમારું કામ તો આડે પાટે ગાડી ચલાવવાનું છે.
મારા ગળા ઉપર છરી રાખો તો પણ હું “ભારતમાતાની જય નહીં બોલુંઃ
હાજી આ શબ્દો અસ્સુદીન ઓવૈસીના છે.
પણ આ શબ્દોને ચગાવનારા આપણા મીડીયા મૂર્ધન્યો છે.
મોહન ભાગવતે કહ્યું કે “હવે તો બધાને ભારતમાતાની જય બોલવાનું પણ શિખવાડવું પડે છે”
ઓવૈસી ભાઈ ખ્યાતિના ભૂખ્યા છે કદાચ તેમની નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાંસ્કૃતિક સાથે સમજૂતિ છે કે તેઓ આરએસએસવાળા કે બીજેપી વાળા કંઈપણ બોલે એટલે તેને પોતાના ધર્મ સાથે સાંકળી તેનો વિરોધ કરવો કે જેથી મુસલમાનોને સંદેશ જાય કે હે હિન્દુઓ અમે તમારાથી જુદા છીએ અને જુદા જ રહેવા માગીએ છીએ.
આવા નેતાઓ વાસ્તવમાં ઇસ્લામને જ બદનામ કરે છે. આ એ જ ઓવૈસી છે કે જેણે કહેલું કે જો ભારત ઉપર પાકિસ્તાન આક્રમણ કરે તો “હે હિન્દુઓ તમે એમ ન માનશો કે ભારતના મુસલમાનો ભારતના પક્ષમાં રહેશે. ભારતના મુસલમાનો પાકિસ્તાની સૈન્યને જ મદદ કરશે.”
આ ઓવૈસીભાઈને ભારતવાસીઓએ ઇતિહાસ ભણાવવો પડશે કે ઇતિહાસ્ના પાઠ યાદ કરવાવા પડશે કે મધ્ય યુગમાં હિન્દુ રાજાઓના સૈન્યમાં મુસ્લિમ સૈનિકો જ નહીં પણ મુસ્લિમ સરદારો હતા. તેમજ મુસ્લિમ રાજાના સૈન્યમાં હિન્દુ સૈનિકો અને સરદારો હતા. હિન્દુ રાજાના સૈન્ય મુસ્લિમ રાજાના સૈન્ય સાથે લડતા. જે શિવાજી મહારાજને કટ્ટર હિન્દુવાદી રાજા ગણવામાં આવે છે તેમના સૈન્યમાં મુસ્લિમ સેનાપતિઓ હતા. આપણા આ ઓવૈસીભાઈ મુસ્લિમોને ગદ્દારીના પાઠ ભણાવવા માગે છે.
મુસ્લિમો નેતાઓની આ માનસિકતા નહેરુવીયન કોંગ્રેસની છ દશકાના શાસનની નીપજ છે. મુસ્લિમભાઈઓને હિન્દુઓથી જુદા પાડવાની શરુઆત નહેરુ અને ઇન્દિરા ગાંધીએ કરેલી.
નહેરુએ ૧૯૫૪માં ઇસ્કંદર મિર્ઝા ની યુનીયન ફેડરલ ની દરખાસ્તને તુચ્છકાર પૂર્વક ફગાવી દીધેલી. જો નહેરુની માનસિકતા જનતંત્રવાદી હોત તો તેમણે કમસે કમ પ્રધાનમંડળમાં ચર્ચા કરીને ઠરાવ પસાર કરાવી શક્યા હોત. જો કે આ એક બંધારણીય બાબત હતી તેથી તેમણે વ્યાપક ચર્ચા ચલાવી જનમત લેવો જોઇતો હતો. ફેડરલ યુનીયન માટે તે યોગ્ય સમય હતો. ભારત અને પાકિસ્તાનની મૈત્રી માટે યોગ્ય વાતવરણ હતું. કઈ શરતોએ ફેડરલ યુનીયન કરવું તે વિગતનો વિષય હતો. પણ આગળ વધી શકાત. પણ નહેરુએ કહ્યું કે એક લશ્કરી શાસક દ્વારા શાસિત દેશ અને એક લોકશાહી દેશ વચ્ચે ફેડરલ યુનીયન સંભવી ન શકે. જો કે આ એક તકલાદી દલીલ હતી. ગાંધીવાદી વિનોબા ભાવે એ યુનીયન ફેડરલની દરખાસ્તને આવકારી હતી. નહેરુએ સતત કરેલી પાકિસ્તાની શાસકોની ટીકાને કારણે ભારત અને પાકિસ્તાનના સંબંધ કાયમ માટે બગડી ગયા. તે વખતનું મીડીયા પણ નહેરુથી અભિભૂત હતું એટલે તેણે પણ વૈચારિક ચર્ચા ન ચલાવી.
ઇન્દિરા ગાંધીએ ભારતમાં હિન્દુ મુસલમાનો વચ્ચે પોતાના રાજકીય લાભ માટે હુલ્લડો કરાવ્યા. એટલે ભારતીય મુસ્લિમો પ્રત્યે હિન્દુઓ શંકાની નજરે જોવા માંડ્યા.
અમુક મુસ્લિમ નેતાઓ ઇતિહાસમાંથી કશું શિખવા માગતા નથી. અને હવે તો તેમને ટૂંકી દૃષ્ટિના સમાચાર માધ્યમોનો સહયોગ મળ્યો એટલે દેશ દ્રોહી ઉચ્ચારણોને પણ સ્વતંત્રતાની અભિવ્યક્તિઓની સ્વતંત્રતા સાથે તેઓ જોડે છે.
મીડીયાએ તાત્વિક ચર્ચા અને તે પણ માહિતિ ઉપર આધારિત ચર્ચા કરવી જોઇએ. પણ મીડીયા અણઘડની જેમ (પોતાના એજન્ડાને), અસંબંદ્ધ ચર્ચા ચલાવે છે. કેટાલક કહેવાતા ગાંધીવાદીઓ પણ દુશ્મનનો દુશ્મન મિત્ર (આરએસએસ ને આ કહેવાતા ગાંધીવાદીઓ દુશ્મન ગણે છે એટલે જે આરએસએસની વિરુદ્ધ હોય તે તેમના મિત્ર એટલે કે નહેરુવીયન કોંગ્રેસના અને તેમના સાંસ્કૃતિક સાથી પક્ષો તેમના મિત્ર) એ ગણત્રીએ ટૂંકી દૃષ્ટિ અપનાવી વિતંડાવાદી ચર્ચા કરે છે પછી ગાંધીજી ભલે સ્વર્ગમાં રડ્યા કરે.
એક કટારીયા ભાઈએ મુગલાઈ થી માંડીને વાત કરી કે “કઈ ભારત માતાની જય હો?”
અરે ભાઈ, આપણું બંધારણ જોઇ લો એમાં કહ્યું છે કે આ ઈન્ડિયા એટલે કે ભારત. આજ સમજવાનું હોય. પણ કટારીયા ભાઈ સીધો અર્થ કરે તો કટારીયા શેના કહેવાય?
જય એટલે શું?
જય એટલે સફળતા. ભારત એટલે ભારતની ભૂમિ તેના માણસો, સજીવ સૃષ્ટિ, પર્વતો નદીઓ તળાવો ખીણો સહિત. વન્દે માતરમ્ ના ગીતમાં તેનું વર્ણન છે. તેમાં જે દુર્ગા છે તે પર્વતની ઉપર નિવાસ કરવા વાળી દેવી છે. ભારતીય સંસ્કૃતિના દેવદેવીઓ સર્વવ્યાપી છે. આ એક સાંસ્કૃતિક માન્યતાની પરંપરા છે. હવે આ દુર્ગા ભારતીયોનું રક્ષણ કરે એમાં કોઈને વાંધો ન હોવો જોઇએ. જન્મ ભૂમિ એટલે આખી જન્મ્ભૂમિની સૃષ્ટિ. અને તે બધા ક્ષેત્રોમાં સફળ થાય એવી અભિલાષા “ભારતમાતાની જય હો” માં સેવવામાં આવી છે. પણ કેટાલાક મૂર્ધન્ય અને કટારીયાઓ સંસ્કૃતના શબ્દોના અર્થ સમઇજવામાં અંગુઠા છપ હોય તો ઓવૈસીનો શું વાંક? મૂળ મિયાં ગાંડા અને વળી પાછી ભાંગ પીધી.
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ
નરેન્દ્ર મોદી એ કહ્યુંઃ પેશાબ કર્યા પછી સાબુથી હાથ જરુર ધોવા જોઇએ.
દિગ્વિજય સિંહઃ મેં તો ક્યારેય ધોયા નથી. આ તો આરએસએસની ચાલ છે. આરએસએસ પોતાની વિચાર ધારા જનતા ઉપર લાદવા માગે છે.
અકબરુદ્દીન ઓવેસીઃ જો મોદીમાં હિમત હોય તો તે હૈદરાબાદ આવીને હાથ ધોઈને બતાવે.
સોનીયાઃ આ સરકાર ગરીબ વિરોધી છે. ગરીબો પાસે સાબુ ક્યાંથી હોય કે તે સાબુથી હાથ ધોઈ શકે. આ સરકારે જનતાને એટલી ગરીબ રાખી છે કે તેઓ સાબુ પણ ન ખરીદી શકે. સરકાર રાજીનામુ આપે. અમે સંસદ ચાલવા નહીં દઈએ.
લાલુઃ મોદી સરમુખત્યાર થઈ ગયો છે. હાથ ધોવા કે ન ધોવા અમારી મરજીની વાત છે. જાઓ અમે હાથ જ નહીં ધોઈએ. શું કરી લેશો?
માયાવતીઃ સાબુથી હાથ ધોવાથી જંતુઓ મરી જાય છે. ઝારખંડમાં આદિવાસી લોકો જંતુઓને દેવતા માને છે. નરેન્દ્ર મોદીની સરકાર મનુવાદી સરકાર છે. અમને હજારો વર્ષથી જંતુઓની જેમ આ મનુવાદીઓ મારતા આવ્યા છે. હવે અમે તેમને છોડીશું નહીં.
સમાચાર માધ્યમના મૂર્ધન્યો, કટારીયાઓ વિશ્લેષકોઃ લઘુશંકા કર્યા પછી હાથ ધોવા શું જરુરી છે? શું આવી ફરજ પાડવી એ લોકતંત્રનું અપમાન નથી? શું આ અસહિષ્ણુતા નથી? સાંજે છ વાગે જુઓ “બડી બહસ” , “આમને સામને”, “પડદાની પાછળનું રહસ્ય” ,,, ચર્ચા નો વિષય પ્રશ્ન “હાથ ઉપર પેશાબ કરવો જ કેમ જોઇએ?”
Go to the site to have the information as to why media is like this. http://wwwDOTindia-forumDOTcom/forums/indexDOTphp?showtopic=2209 Replace DOT by “.”