મોદી-બીજેપી ફોબીઆ પીડિતો ઈલાજ નહીં કરાવે? (ભાગ – ૨)
મોદી-બીજેપી ફોબીઆ પીડિત, ડીબીભાઈની પોતાની વાત જવા દો તો પણ તેમના કટારીયા (કોલમીસ્ટ) ભાઈઓ પણ કંઈ કમ નથી.
આમાં આપણા પ્રકાશભાઈ પણ છે. આમ તો તેઓ (કદાચ) મહાત્મા ગાંધીવાદી છે કે હતા. તેઓશ્રીનો વિષય કોઈ પણ હોય તો પણ તેઓશ્રી નરેન્દ્રભાઈ મોદીને ગોદો મારવાનું તેમના લેખમાં ચૂકતા નથી. યુપીના ગામડા દાદ્રીની મુલાયમ વંશના રાજની કાયદા અને વ્યવસ્થાની ઘટના હોય કે કૈરાનાની હિન્દુઓની હિજરતની ઘટના હોય. તેમની દૃષ્ટિએ નરેન્દ્રભાઈ મોદીને ગોદા મારવા જરુરી છે. આમ તો મોદી/બીજેપી ફોબીયા પીડિતોનું મૂખ્ય લક્ષણ “લુઝ ટૉકીંગ” (અધ્ધર અધ્ધર વાતો લખવી) અને મુખ્ય વાત છૂપાવવી એ છે.
૨૦૧૧ની જનગણના પ્રમાણે કૈરાનામાં હિન્દુઓની વસતી ૩૦ ટકા હતી. હવે તે ૮ ટકા થઈ ગઈ. કારણ શું છે?
આમ તો યુપી પરંપરાગત રીતે જંગલ રાજ માટે કુખ્યાત છે. ત્યાંના મુલાયમ અને માયાવતી આ પ્રકારની રાજ્ય વ્યવસ્થાને સ્વિકાર્ય માને છે. એટલે જો ગુન્ડાઓ ધમકી આપે કે મારાપીટ કે ખૂન કરી નાખે તો તેને સામાન્ય બનાવ જ ગણવામાં આવે છે. કૈરાના એક નાનુ ગામ છે. થોડાક હિન્દુઓના ખૂન પણ થયેલ. હિન્દુઓને સુચારુ રુપે ધંધો કરવા માટે મુસ્લિમ ગુન્ડાઓ તરફથી અમુક રકમ જમા કરવા માટે જાસા ચીઠ્ઠી કે ફોન ઉપર ધમકીઓ મળતી હતી. હિન્દુઓ ત્રસ્ત થયા. છેલ્લા બે વર્ષમાં હિન્દુઓની ટકાવારી ૩૦ ટકામાંથી ૮ ટકા થઈ. એટલે કે કુલ વસ્તીમાંથી ૨૨ ટકા હિન્દુઓએ હિજરત કરી. એટલે કે લગભગ હિન્દુઓની વસ્તીના ૭૫ ટકા હિન્દુઓએ હિજરત કરી એમ કહેવાય.
બીજેપીના એક સાંસદે આ મુદ્દો ઉઠાવ્યો અને ૪૫૦ જેટલા કુટૂંબોનું એક લીસ્ટ બનાવ્યું અને સરકારી અધિકારીઓને અને સપાના જવાબદારોને આપ્યું.
હવે તમે જાણો છો કે ગુન્ડાગીરીને કારણે જ્યારે મોટા પાયે અને લાંબા ગાળાના અત્યાચારો થાય ત્યારે સુસંસ્કારવાળી સરકારે ધ્યાન આપવું જોઇએ અને તપાસ કરવી જોઇએ. જો આવું ન થાય તો તેમાં સરકારની સામેલગીરી જ ગણાય. એટલે કે સરકાર દ્વારા “આવું તો ચાલ્યા કરે..” એવી મનોવૃત્તિ રાખી ન શકાય.
પણ નરેન્દ્ર મોદી અને તેમના પક્ષના કેટલાક નેતાઓ સિવાયના અને તેમાં પણ બીન બીજેપી પક્ષોના બધા જ નેતાઓ “જૈસે થે” વાદી છે. યાદ કરો. આજ મુલાયમ ભાઈએ દુષ્કર્મના કેસમાં એમ કહેલ કે. “લડકે હૈ … ગલતીયાં હોતી હૈ..” આ ઉત્કૃષ્ટ ઉદાહરણ થી વિશેષ શું હોઈ શકે?
આ મુલાયમભાઈ વળી આપણા નહેરુવીયન કોંગ્રેસના સહયોગી છે. એટલે જ્યાં નહેરુવીયન કોંગ્રેસનો ઉમેદવાર હોય તો આ પક્ષના મતદાર નહેરુવીયન કોંગ્રેસને મત આપશે. આમ નહેરુવીયન કોંગ્રેસ અને મુલાયમનો પક્ષ એ એક જ પક્ષ છે.
સામ્યવાદી અને મુસ્લિમ લીગ સિવાયના પક્ષો, બધા એક સમયે નહેરુવીયન કોંગ્રેસને શોભાવતા હતા. સામ્યવાદીઓ નહેરુવીયન કોંગ્રેસ માટે અને આમેય પણ, પડઘી વગરના લોટા જેવા છે. મુસ્લિમ લીગ જેવા કોમવાદી પક્ષોની વાત જવા દો.
પ્રતિભાવ આપવા જ પડે
બીજેપીના સાંસદ જ્યારે પોતાની ફરિયાદને જનતા સમક્ષ પણ લઈ જાય, વાત મોટા પાયે છાપે ચડે અને ઝી-ટીવી ચેનલવાળા માહિતિ પ્રસાર કરે ત્યારે સરકારમાં બેઠેલા સ્થાનિક અને અસ્થાનિક જનપ્રતિનિધિઓએ પ્રતિભાવ તો આપવા જ પડે.
બીજેપીના સાંસદ કંઈ પણ કહે તો તેનો રેડીમેડ જવાબ તો એજ હોય કે બીજેપી આમાં રાજકારણ રમે છે. હિન્દુઓએ હિજરત કરી તો તેનો સામો અધ્ધર અધ્ધર જવાબ એ હોય કે હિન્દુઓ ધંધા, નોકરી માટે બીજે ગયા જાય છે. પણ તેઓ એ બાબતમાં મૌન સેવશે કે ૭૫ ટકા હિન્દુઓને જો નોકરી ધંધા માટે કૈરાના છોડવું પડતું હોય તો કમસે કમ ૭૦ ટકા મુસ્લિમોએ પણ ધંધા નોકરી માટે કૈરાના કેમ ન છોડ્યું? આના બે ઉત્તર છે કે કાંતો મુસ્લિમોને પેટ નથી, કાં તો તેઓ ગુંડાગર્દી કરીને પોતાનો ગુજારો કરી લે છે. પણ ત્યાંની સરકાર અને મોદી-ફોબીયા પીડિત નેતાઓ એમ કહે છે કે મુસ્લિમોએ પણ કૈરાના છોડ્યું છે. પણ કેટલા મુસ્લિમોએ વસ્તીના પ્રમાણમાં કૈરાના છોડ્યું તેનો તેઓ ફોડ પાડશે નહીં. પણ અધ્ધર અધ્ધર કહેશે કે મુસ્લિમોએ પણ … મુસ્લિમોએ પણ … કૈરાના છોડ્યુ છે. અને ઓળઘોળ કરીને કહેશે કે બીજેપી નેતાઓ ચૂંટણી આવવાની હોવાથી કોમવાદી રાજકારણ રમે છે. હવે તમે જાણો છો કે ભારતમાં તો ક્યાંકને ક્યાંક ચૂંટણીઓ નજીકમાં હોય છે જ. એટલે ચૂંટણીની વાત બેહુદી લાગે છે અને છે પણ બેહુદી જ. (આમેય ઈન્દિરામાઈના કહેવા પ્રમાણે પ્રતિપક્ષની નબળાઈનો લાભ લેવો તે સ્વપક્ષનું કર્તવ્ય છે) બબ્બે વર્ષ સુધી યુપીમાં ગુન્ડાઓએ શાસનના જનપ્રતિનિધિઓની મીઠ્ઠી નજર નીચે મથુરાના કહેવાતા બાગનો કબજો કરેલ અને સમાંતર સરકાર ચલાવેલ. કોઈ માઈનો લાલ ઉભો થયો અને તેણે પી.આઈ.એલ. કરી. જ્યાં સુધી ન્યાયાલયે આ પીઆઈએલ હેઠળ, સરાકારને આદેશ ન આપ્યો ત્યાં સુધી સરકાર નિસ્ક્રીય રહી. અને જ્યારે ગુંડાગર્દીનો ઘટસ્ફોટ થયો ત્યારે મોદી-ફોબીયા પીડિત સમાજવાદી સરકારે કહ્યું કે બીજેપી કોમી રાજકારણ રમે છે. તેમના મળતીયાઓ અને તેવીજ માનસિકતાવાળા પણ આવું જ કહે છે. વાસ્ત્વમાં આ કાયદો અને વ્યવસ્થાની સમસ્યા છે. કાયદો અને વ્યાવસ્થા પ્રત્યે ધ્યાન ન આપવું અને આંખ આડા કાન કરવા કે ભાગીદાર બનવું એ નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓની ગળથુથીમાં છે.
વિકાસના રાગનો આલાપ
આપણા પ્રકાશભાઈએ પણ તેમની કોલમમાં કંઈક આવી જ વાત કરી છે. જો કે શૈલી તેમની આગવી છે. તેમણે નરેન્દ્ર મોદીને ગોદો મારતાં મારતાં એમ કહ્યું કે “નરેન્દ્ર મોદી વિકાસના રાગનો આલાપ કરે છે… પણ તે તો આલાપ જ છે અને મતો એકઠા કરવા માટે તે આલાપ પૂરતો નથી.”
આ પ્રકારના કટારીયાભાઈના વાણી વિલાસમાં સંદેશો એ છે અને ન કહેવાયેલું એ જ છે કે બીજેપીએ કોઈ વિકાસ કર્યો નથી. વિકાસના જે ગાણાં ગાય છે તે ફક્ત નિજાનંદ માટે છે. “રાગ”નો આલાપ નિજાનંદ માટે હોય છે. શ્રેષ્ઠ અને નિયમબધ્ધ સંગીત જો કોઈ હોય તો તે શાસ્ત્રીય સંગીત છે. તેને આપણામાં જિવંત રાખવા માટે તેનો આલાપ કરવો પડે છે. આ આલાપ નિજાનંદ માટે હોય છે. જો કે બીજેપીએ તેના બે વર્ષના શાસનમાં શું શું કર્યું તેનું પુસ્તક પણ બહાર પાડ્યું છે. કોંગી અને તેના આપણા કટારીયાભાઈ સહિતના સાંસ્કૃતિક સાથીઓ અભણની જેમ આ પુસ્તક વાંચશે નહીં અને તેથી તેની ચર્ચા પણ નહીં કરે. એટલે આપણા કટારીયા ભાઈ “વિકાસના રાગનો આલાપ” કહી મોદીના કામોનો છેદ ઉડાડી દે છે. જો કે મોદી-બીજેપી-ફોબીયા રોગથી પીડિતોને તો તે જ શોભશે.
જેઓ સ્વયંને પક્ષ રહિત અને ધર્મ નિરપેક્ષ માનતા હોય, વળી નહેરુવીયન કોંગીએ તેમને જેલમાં પણ પૂર્યા હોય તેમને મોદી ફોબીયા કેમ કરતાં થઈ જાય છે એ તો આમ તો સંશોધનનો વિષય છે. પણ કેટલીક વાર એવું બનતું હોય છે કે “જાહેર જનતા”માટે અસ્તિત્વમાં રહેવું તે મુખ્ય હોય છે.
આ બધું ખરું પણ …
જય પ્રકાશ નારાયણ અને તેમના સાથીઓ નહેરુવીયનોની અનીતિમત્તા અને કટોકટી માટે લડ્યા તે ખરું … જયપ્રકાશનારાયણને અને તેમના સાથીઓને જેલમાં પણ પૂર્યા એ પણ ખરું … આપણને (પ્રકાશભાઈને) પણ જેલમાં પુર્યા હતા તે પણ ખરું … કટોકટી દરમ્યાન જેમને જેમને જેલમાં પુર્યા તેમની ઉપર કેસ ન ચલાવ્યો તે પણ ખરું … જયપ્રકાશ નારાયણને જેલવાસ દરમ્યાન મરણાસન્ન કરી દીધા તે પણ ખરું … જય પ્રકાશ નારાયણે જનસંઘ સાથે ગઠબંધન કરેલો પક્ષ રચ્યો તે પણ ખરું … નહેરુવીયન કોંગીના ફરજંદે ૧૯૮૦માં ફરી સત્તા કબજે કરી અને સર્વોદય કાર્યકર્તા દ્વારા ચાલતા ટ્રષ્ટો ઉપર તવાઈ લાવી તેમને હેરાન કર્યા તે પણ ખરું … અને હજી પણ જ્યાં સુધી સત્તા હતી ત્યાં સુધી આ નહેરુવીયન કોંગીએ તેના સંસ્કાર બદલ્યા નથી તે પણ ખરું …. તો પણ આપણને (કટારીયા ભાઈને) મોદી-ફોબીયા કેવી રીતે લાગુ પડ્યો તેનો ઉત્તર આપવો પડે કે નહીં? ના જી. આપણે કટારીયા ભાઈ છીએ. કટોકટી દરમ્યાન પણ જેમને કારાવાસમાંથી બચી ગયા હતા તેવા અમે કટારીયા ભાઈઓએ કટોકટી દરમ્યાન પણ કટારો લખવાનો ત્યાગ કર્યો ન હતો અને “માઈ”ની કટૂ નજર અમારા ઉપર ન પડે તે માટે અમે શ્રેષ્ઠ એવી “જાર-બાજરા”ની વાતો કરવા માંડ્યા હતા અને આ રીતે “જાર-બાજરા”ના ખેતરોમાં ખોવાઈ ગયા હતા. જાર-બાજરા અને તેના ભાવ વિષે સૌ કોઈ એ પોત પોતાની રીતે વાતો કરી હતી.
ફિલમી દુનિયાના કટારીયાભાઈ
આમ તો ફિલમના હિરાભાઈઓ અને હિરીબેનો ખ્યાતનામ બની જાય એટલે પોતાને મહામાનવ માનવા માંડે. તેમને પાનો ચડાવવામાં તેમના ખાસ કટારીયા ભાઈઓ પણ હોય છે. હાજી આપણે ડીબીના જયપ્રકાશભાઈની વાત કરીશું.
તેમને અનુપમભાઈ અને નસરુદ્દીનભાઈ એ બેમાં નસરુદ્દીનભાઈ વધુ પસંદ હોય તેમાં ડીબીના વાચકોને વાંધો ન પણ હોય. તેમણે જાહેર કર્યું કે નસરુદ્દીનભાઈ આગળ અનુપમભાઈ કોઈ વિસાતમાં નથી. નસરુદ્દીનભાઈ બહુ વિદ્વાન છે અને વિદ્વત્તપૂર્ણ લખે છે. તેઓ વિદ્વત્તા પૂર્ણ લખે છે તેની સાબિતી માટે તેમની સરખામણી ઓક્સફર્ડના પ્રોફેસર સાથે કરી દો.
અરે ભાઈ, પણ આવી બધી પળોજણ શા માટે?
હે વાચકો, કેટલાક વખતથી અનુપમભાઈ પટમાં આવ્યા છે.
આમ તો “કિસ્સા કશ્મિરકા” હૈ.
અનુપમભાઈ પણ કાશ્મિરના છે. તેમનું કાશ્મિરમાં પોતાનું ઘર છે.
જેમ કેટલાક અન્ય પ્રદેશમાંથી જુદાજુદા કારણોથી પોતાના વતનથી દૂર વ્યવસાય માટે આવે તેમ મુંબઈમાં પણ આવે છે.
આપણા અનુપમ ભાઈ પણ વતન છોડી મુંબઈમાં આવ્યા.
નહેરુવીયન કોંગીઓની અને તેમના સાંસ્કૃતિક સાથીઓની કોમવાદી અને જાતિવાદી જેવી, સમાજની વિભાજનવાદી મતબેંકોની નીતિને કારણે મુસ્લિમોમાં અલગતાવાદ બહુ વધુ પડતો ફુલોફાલ્યો છે. વળી ૧૯૮૦માં અમેરિકા-રશિયા ના ઠંડા યુદ્ધની સમાપ્તિના કારણે અફઘાનીસ્તાનના આતંકવાદીઓ નવરા પડ્યા. કોમવાદ-જાતિવાદપ્રિય નહેરુવીયન કોંગ્રેસે પોતાનો રાજકીય રોટલો શેકવા, ખાલિસ્તાનની ચળવળના નેતાઓને ઉશ્કેર્યા. ભીંદરાણવાલેને સંત બનાવ્યા. આ ચળવળના નેતાઓને સીમાપારના ઉપરોક્ત આતંકવાદીઓનો સહારો મળ્યો. આ બધી બહુ લાંબી વાત છે તે આપણે નહીં કરીએ.
પણ વાત એવી બની કે;
જમ ઘર ભાળી ગયો.
૧૯૮૯-૯૦માં મુસ્લિમ આતંકવાદીઓએ સ્થાનિક મુસ્લિમોની સહાયથી અને સ્થાનિક સરકારની સહાયથી કાશ્મિરના હિદુઓની કત્લેઆમ કરી અને ૫૦૦૦૦૦+ હિન્દુઓને પોતાના રાજ્યમાંથી ઉચાળા ભરવા વિવશ કર્યા. કેન્દ્રમાં નહેરુવીયન કોંગ્રેસની (નરસિંહરાવ)ની સરકાર અને સમાચાર માધ્યમોએ આ નરાધમી આતંકવાદ ઉપર અંધકાર પટ રાખ્યો અને અધમરીતે નિસ્ક્રીય રહ્યા.
હિન્દુઓને પણ માનવીય અધિકાર હોય છે તે વાતમાં નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓ માનતા નથી.
આ વાત પણ લાંબી છે અને અન્યત્ર કરેલી છે. પણ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની બીજેપીની સરકાર આવી એટલે તેણે કાશ્મિરી હિન્દુઓના પુનર્વાસ માટે પગલાં લેવા શરુ કર્યાં. કાશ્મિરના મુસ્લિમોને તો વાંધો પડે જ. કારણ કે હિન્દુઓના માનવ અધિકાર વિષે કશું પણ હકારાત્મક થાય તે તેમને પસંદ ન જ પડે. આ પ્રકારનું તેમનું વલણ, નહેરુવીયન કોંગ્રેસી શાસને કેટલું ઉત્પન્ન કર્યું અને કેટલું તેમની ગળથુથીમાંથી ઉત્પન્ન થયું છે તે સંશોધનનો વિષય છે. કાશ્મિર સિવાયના મુસ્લિમોએ પણ કદી હિન્દુઓના અધિકાર માટે આંદોલન કર્યું નથી.
મુસ્લિમો પાસેથી આવી અપેક્ષા રાખવી તે “આકાશ કુસુમવત” છે.
૨૫ વર્ષથી પોતાના જ દેશમાં નિર્વાસિત થયેલા હિન્દુઓ ત્રસ્ત છે. વાસ્તવમાં ૨૫+ વર્ષો સુધી પોતાના જ દેશમાં નિર્વાસિત રહેવું તે એક સાતત્યપૂર્ણ રીતે મુસ્લિમો દ્વારા થતો આતંકવાદ જ છે. આવા આતંકવાદથી ત્રસ્ત હિન્દુઓની વ્યથાને કોઈ હિન્દુ વાચા આપે તે પણ ભારતની અસામાન્ય મુસ્લિમ જનતાને પસંદ નથી. નસરુદ્દીનશાહ આવો જ સંદેશ આપે છે.
અનુપમ ખેરે કાશ્મિરી હિન્દુઓ ઉપરના આતંકવાદને વાચા આપી. કેટલીક રાષ્ટ્રવાદી ટીવી ચેનલોએ આનું પ્રસારણ કર્યું. એટલે કેટલીક કોમવાદી અને વિભાજન વાદી ટીવી ચેનલોના, આપણા સમાચાર માધ્યમના કેટલાક કટારીયાભાઈઓના પેટમાં નસરુદ્દીનભાઈની જેમ ઉકળતું તેલ રેડાયું.
કટારીયા ભાઈ પાસે હાથવગું હથીયાર કટાર (કોલમ) છે.
તો હવે અનુપમભાઈની બુરાઈ કેવી રીતે કરવી?
નસરુદ્દીનભાઈને તો આપણે મહાન ચિત્રિત કરી દીધા. પણ અનુપમભાઈની બુરાઈ તો કરવી જ પડશે ને!
તો લખો “અનુપમભાઇ બીજેપીના પ્રવક્તા હોય તેમ વર્તે છે.” કારણ શું હોઈ શકે? “તેમના પત્ની સંસદ સદસ્ય છે.” એટલે તેઓશ્રી આપોઆપ બીજેપીના પ્રવક્તા બની જાય છે. એટલે કે તેમને વહેમ છે કે તેઓ પ્રવક્તા છે. તેઓ મોદીના સ્તૂતિગાનમાં લાગેલા છે. અનુપમભાઈનું નિશાન (ધ્યેય પ્રાપ્તિ) કંઈક અલગ જ છે. કદાચ એવૉર્ડ પ્રાપ્તિનું છે. નસરુદ્દીનભાઈ અત્યંત સ્વચ્છ સ્વચ્છ વિચારોવાળા વ્યક્તિ છે. (માટે તારવો કે અનુપમભાઈ તેવા નથી). અભિનય ક્ષેત્રે નસરુદ્દીનભાઈનું પલ્લું ભારે છે. (માહિતિસભર તર્કની જરુર નથી. પણ તારવો કે અનુપમભાઈનું પલ્લું હળવું છે). નસરુદ્દીન સમુદ્ર છે. અનુપમ એક છીપલું શોધે છે. (નસરુદ્દીનભાઈની ઉપર આપણા કટારીયા ભાઈએ કવિતા લખી હોય એવું લાગે છે.)
નસરુદ્દીનભાઈની અભિનયકળા વિષે ચર્ચા કરવાનો આ બ્લોગનો વિષય નથી.
અનુપમભાઈ તેમની પચ્ચીશીમાં હતા ત્યારે તેમણે “સારાંશ”માં એક વયોવૃદ્ધનો અભિનય કર્યો હતો.
કોઈ વ્યક્તિ ઉમરમાં મોટી હોય અને તે વ્યક્તિને યુવાનનો અભિનય કરવાનો હોય ત્યારે તેની પાસે યુવાન હોવાનો અનુભવ હોય છે. વયસ્ક અને વૃદ્ધ વ્યક્તિ આમેય યુવાનનો અભિનય કરવા માટે થનગનતા હોય છે. જયાભાદુરી-ગુડ્ડી. પહેલાં પણ અને હાલમાં પણ ઘણા જ વયસ્ક અભિનેતાઓ યુવાનનો અભિનય કરવા માટે હિરોની ભૂમિકા ભજવતા હોય છે. કૂદાકૂદ કરવી કોને ન ગમે?
પણ જો વ્યક્તિ નવયુવાન હોય અને વૃદ્ધનું પાત્ર મળ્યું હોય અને તે યુવાન વ્યક્તિ, જ્યારે કાબિલેદાદ “વૃદ્ધ”નો અભિનય કરે ત્યારે તે શ્રેષ્ઠ અભિનેતા ગણાય તેમાં શક નથી.
અભિનેતા કેટલા પ્રમાણમાં મહામાનવ છે કે પછી તે કેટલા પ્રમાણમાં એક વામણા માનવ છે તે સંશોધનનો વિષય છે.
પણ નસરુદ્દીનભાઈએ તેમનું વામણું સ્વરુપ છતું કર્યું છે.
દરેક અભિનેતા એક નાગરિક છે. એટલે તેને પોતાના વિચાર સ્વાતંત્ર્યનો અધિકાર છે. તેને બીજાના માનવ અધિકારની રક્ષા કરવાનો તેમજ તેના ઉપર થતા ત્રાસ અને આતંકને વાચા આપવાનો પણ અધિકાર છે.
નસરુદ્દીનભાઈનો પણ અધિકાર છે કે અનુપમભાઈની ટીકા કરે. પણ નસરુદ્દીનભાઈ પાસે પ્રાસંગિકતાની પ્રજ્ઞા હોવી જોઇએ. વિષય કાશ્મિરી હિન્દુઓ ઉપરના આતંકનો અને તેમના પુનર્સ્થાપનનો છે. પણ નસરુદ્દીનભાઈ માટે કાશ્મિરી હિન્દુઓ ઉપરના આતંકની અને તેમના પુનર્વસનની વાત મહત્વ રાખતી નથી. તેમને મન અનુપમભાઈ તેની જે રીતે વાત કરે છે તે છે.
– – – – – – – – – – – – – – –
એક બેનના પતિ ગુજરી ગયા. એક બીજા બેન તે બેનના ઘરે બેસવા ગયા.
બંને વચ્ચે વાતચીત આમ થઈ.
“ શું થયું હતું તમારા પતિને? તે કેમ કરતાં ગુજરી ગયા?”
“ અરે મેં તો એમને સવારે વાડામાં લીલા મરચાં તોડવા મોકલ્યા. કોણ જાણે કેમ તેઓ મરચું તોડવા ગયા કે તરત જ ઢબ થીને પડી ગયા”
“ઓહ, પછી તમે શું કર્યું?”
“મેં પછી સૂકા મરચાંથી ચલાવ્યું”
– – – – – – – – – – – – – – – – – – – – –
નસરુદ્દીનભાઈને કાશ્મિરી હિન્દુઓ ઉપર થતા અત્યાચારનો કોઈ શોક નથી. તેમને અનુપમભાઈને ખ્યાતિ મળે તે પસંદ નથી.
પણ નસરુદ્દીનભાઈ અને તેમના ચાહકોને, તેમના જેવા કોમવાદી માનસ ધરાવતા નહેરુવીયન કોંગ્રેસીઓને અને નહેરુવીયન કોંગ્રેસીઓના સાંસ્કૃતિક સાથીઓને આ પસંદ નથી પડતું એવો સંદેશ તેમના પ્રતિભાવો મારફત મળે છે.
આપણે શું જાણીએ છીએ?
આપણે એટલું જાણીએ છીએ કે અનુપમભાઈ અને બીજા કેટલાક, કાશ્મિરી હિન્દુઓની ઉપર સાતત્યપૂર્ણ રીતે, માનવ અધિકારના હનન ને વાચા આપી રહ્યા છે. નસરુદ્દીનભાઈ કહે છે કે અનુપમભાઈ જાણે એવી રીતે બોલે છે કે તેઓ પોતે કાશ્મિરના આતંક પીડીત વ્યક્તિ હોય. તેઓ પોતે તો કાશ્મિરમાં રહેતા નથી કે ૧૯૯૦માં કાશ્મિરમાં રહ્યા નથી તેમ છતાં પણ તેઓ કાશ્મિરી હિન્દુઓના હક્કની વાત કરે છે.
“કાશ્મિરી હિન્દુઓની સમસ્યા વિષે બોલવાનો હક્ક સૌ કોઈને નથી” નસરુદ્દીન ઉવાચ
પહેલાં તો નસરુદ્દીનભાઈએ એ વાતનો ઉત્તર આપવો જોઇએ કે તેઓ માનવ અધિકારમાં માને છે કે નહીં?
તે પછી નસરુદ્દીનભાઈએ ઉત્તર આપવો જોઇએ કે તેઓ હિન્દુઓના માનવ અધિકારની સુરક્ષામાં માને છે કે નહીં?
નસરુદ્દીનભાઈ માનવ અધિકારના હનનને કેવળ અને કેવળ રાજકીય સમસ્યા ગણતા હોય તો તેઓશ્રી રાજકારણમાં છે કે નહીં?
શું આ બાબતમાં નસરુદ્દીનભાઈ સ્પષ્ટીકરણ કરશે?
શું તેઓ, એ સ્પષ્ટીકરણ વિગતવાર કરશે?
નસરુદ્દીનભાઈ ચર્ચા કરશે?
શું નસરુદ્દીનભાઈ જાહેર કરશે કે દંગા કે આતંવાદથી વિસ્થાપિત થયેલા લોકોની સમસ્યા એ કેવળ અને કેવળ રાજકીય સમસ્યા છે અને પોતે રાજકારણમાં નથી એટલે આવી સમસ્યામાં પડતા નથી?
જો આમ થાય તો શું તેઓ સ્પષ્ટ કરશે કે તેમણે મુસલમાનો ઉપરના સાપેક્ષે નગણ્ય કહેવાય તેવા માનવ અધિકારના હનન વિષે કદી બોલ્યા નથી?
શું નસરુદ્દીનભાઈ એમ માને છે કે કશ્મિરના હક્કની વાત કરવાનો અધિકાર ફક્ત ૧૯૯૦માં વિસ્થાપિત થયેલા કાશ્મિરીઓનો જ છે?
એટલું જ નહીં નસરુદ્દીનભાઈ તો એમ જ માનતા લાગે છે કે જેઓ કાશ્મિરી છે, અને જેમનું કાશ્મિરમાં ઘર પણ છે, તેઓ કદાચ કાશ્મિર જઈ શકતા નહીં હોય તો પણ જો તેઓ ૧૯૯૦ દરમ્યાન મુસ્લિમ આતંકીઓ દ્વારા વિસ્થાપિત થયા ન હોય તો તેમનો કાશ્મિરી હિન્દુઓની સમસ્યા વિષે બોલવાનો હક્ક નથી. વિસ્થાપિત કાશ્મિરી મુસ્લિમોની સમસ્યા વિષે બોલવાનો હક્ક કેવળ અને કેવળ ૧૯૯૦માં વિસ્થાપિત થયેલા હિન્દુઓનો જ છે.
તમે લખી રાખો કે નસરુદ્દીનભાઈ આવું કશું જ કરશે નહીં. કારણ કે તે આમ કોટીના મુસ્લિમની જેમ હિન્દુઓના માનવ અધિકારની સુરક્ષાને સમર્થન આપતા નથી. તેમનું આ વલણ શું તેમના કોમવાદી માનસનું નગ્ન પ્રદર્શન નથી?
હવે આપણા કટારીયાભાઈ જુઓ. તેઓ વાતને કેવીરીતે આગળ ચલાવે છે? “૧૯૪૭માં ઠેર ઠેર વિસ્થાપિતોના કેમ્પ બન્યા હતા. પણ કાશ્મિરીઓનો કેમ્પ બન્યો હોય તેવું સાંભળવામાં આવ્યું નથી.” આવા કથનનો કંઈ અર્થ ખરો?
આનો કોઈ સંદર્ભ ખરો?
કટારીયાભાઈએ ઇતિહાસના પાના ઉથલાવવા જોઇએ. કાશ્મિર ઉપર પાકિસ્તાને આક્રમણ કરી દીધું હતું. કાશ્મિરના રાજાને સ્વતંત્ર રહેવું હતું. કોઈને ભાગવાનો સવાલ જ ક્યાં હતો? શું મુસલમાનો ભાગીને આક્રમણખોરોના દેશમાં જાય? “કહેતા બી દિવાના ઔર સુનતા ભી દિવાના” જેવી વાત છે.
મૂળમાં કટારીયાભાઈ (કદાચ નસરુદ્દીનભાઈની વહારે ધાવા) કાશ્મિરી હિન્દુઓની સમસ્યાને મોળી પાડી દેવાનો પ્રયત્ન કરે છે.
કટારીયાભાઈ વળી અનુપમભાઈના સંદર્ભમાં આડવાત પણ કરી તેમની પરોક્ષ રીતે બુરાઈ કરે છે. તે વાતને કંઈક આ રીતે પણ વર્ણવી શકાય.
હે અનુપમભાઈ તમે ધીરા પડો. તમે કંઈ બીજેપીમાં જનારાઓમાં પહેલા નથી. તમારા પહેલાં તો પરેશભાઈ રાવલ ગયા છે. એટલે તમે આર્ષદૃષ્ટા છો તેવા ભ્રમમાં ન રહો. વળી એ પણ ન ભૂલો કે નરેન્દ્રભાઈ પ્રધાન મંત્રી બન્યા એ પહેલાં તેઓશ્રી ગુજરાતના મુખ્ય મંત્રી હતા અને આપણા અમિતાભભાઈ તો ઠેઠ ત્યારથી ગુજરાતના બ્રાંડ એમ્બેસેડર બન્યા હતા. (તમે તો ક્યાંયના ન હતા). વળી ઠેઠ મોતીલાલ નહેરુના સમય થી અમિતાભભાઈના પિતાશ્રીના પિતાશ્રી, જે એલ નહેરુ અને અમિતાભના પિતાશ્રી ને સંબંધ હતો. ઇન્દિરાગાંધીનો અને તેજી બચ્ચન સાથે ઘરોબો હતો. અમિતાભભાઈ તો ત્યારથી રાજિવ ગાંધીના મિત્ર હતા. (ચમત્કૃતિમાં રમૂજ વાંચો) (એટલે હે અનુપમભાઈ તમારે કૂદવાની જરુર નથી).
કટારીયાભાઈ વળી એમ પણ કહે છે કે કોઈ એક ફિલમમાં અનુપમભાઈ ખલનાયક હતા અને નસરુદ્દીનભાઈ અન્યાય વિરુદ્ધ લડનાર નાયક હતા. (એટલે તમે તારવો કે “અન્યાય વિરુદ્ધ લડવામાં નસરુદ્દીનભાઈ પાછા પડે તેવા નથી જ નથી.” હે અનુપમ ભાઈ તમારા કરતાં તો આ રીતે પણ નસરુદ્દીનભાઈ ચડીયાતા છે.).
કટારીયાભાઈ મોતીલાલ, નહેરુ, ઈન્દિરા નહેરુ-ગાંધી, હરિવંશરાય, તેજી, અમિતાભ વિગેરેના કૌટૂંબિક સંબંધોની ચાલુ વિષય સાથે અસંબદ્ધ એવી વાતો લખી “પોતે કેવું સુંદર કહ્યું … હેં.. !!” ઇતિ કરે છે.
કાશ્મિરના હિન્દુઓના વિસ્થાપનની સમસ્યાને મોળી પાડી દેવા તેનું સામાન્યીકરણ આ રીતે કરવામાં આવ્યું છે. કે કાશ્મિરી પંડિતો તો મોતીલાલના બાપદાદાઓના વખતથી કાશ્મિર છોડીને દેશમાં અન્યત્ર વસવા માંડેલ છે. એટલે ૧૯૯૦ના ૫૦૦૦૦૦+ વિસ્થાપિત કાશ્મિરી હિન્દુઓની વાત કંઈ નવી ઘટના નથી. લો બસ. આને કહેવાય પ્રમાણભાનની પ્રજ્ઞા, કે પ્રજ્ઞાહીનતા?
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ
“તમે શું કરોછો?
“હું હજામત કરું છું
“તમારા બાપા શું કરતા હતા?
“તેઓ રાવણની હજામત કરતા હતા,
“અને તમારા દાદા … ?
“એ રાવણના બાપાની હજામત કરતા હતા.
ટેગ્ઝઃ ડીબીભાઈ, મહાત્મા ગાંધીવાદી, નરેન્દ્ર મોદીને ગોદો, કૈરાના, મુલાયમ વંશ, હિન્દુઓની હિજરત, લુઝ ટૉકીંગ, જંગલ રાજ, મુસ્લિમ ગુન્ડાઓ, આવું તો ચાલ્યા કરે, જૈસે થે વાદીઓ, મોદી-ફોબીયા પીડિત, નિજાનંદ, જયપ્રકાશ નાયણને મરણાસન્ન કર્યા, કટોકટી, જાર-બાજરા, અનુપમભાઈ, નસરુદ્દીન, ભીંદરાનવાલેને સંત બનાવ્યા, ૫૦૦૦૦૦+ કાશ્મિરી હિન્દુઓ, નરાધમી આતંકવાદ, હિન્દુઓના માનવ અધિકારોનું હનન, સૂકા મરચાંથી ચલાવ્યું
Please do not forget Ramesh Oza who has Modi fobia and he is BJP haters No.1.
LikeLike
Rasikbhai, who is Ramesh Oza? Where does he write? Does he write in Divya Bhaskar?
LikeLike