Feeds:
Posts
Comments

Archive for February, 2017

નાસ્તિકતાની ધૂન કે નાસ્તિકતાનો ઘમંડ? ભાગ-૧

નાસ્તિકતાની ધૂન કે નાસ્તિકતાનો ઘમંડ? ભાગ-૧

આપણે જોઇએ છીએ કે અમુક લોકો ખાસ કરીને કેટલાક સુજ્ઞ હિન્દુ લોકો પ્રણાલીગત સામાજીક વિધિઓની ભરપૂર ટીકા કરે છે. કેટલાક વહેમ અને કેટલાક શાસ્ત્રોની પણ ટીકા કરે છે. હિન્દુ ધર્મમાં આ બધું શક્ય છે. કારણ કે હિન્દુ સમાજમાં આ બધું કરવાની છૂટ છે. અબ્રાહમિક ધર્મોમાં આવી છૂટ્ટી નથી. જો તેઓ આવી છૂટ્ટી રાખે તો અમુક ખ્રિસ્તી પાદરીઓના માનવા પ્રમાણે તેમના શબ્દોમાં તેમનો ધર્મ હિન્દુ થઈ જાય. કારણ કે જો તમે બધી બારીઓ ખૂલ્લી રાખો તો જે આપણે સવા હજાર કે બે હજાર વર્ષ થી જેનું જનત કર્યું છે તે તો ઉડી જ જાય.

ગઈ સદીના પૂર્વાર્ધના દશકાઓમાં હિન્દુ ધર્મમાં જે પ્રણાલીઓ પ્રચલિત હતી તેનું કોઈ તેનું હાલ નામોનિશાન રહ્યું નથી. અપવાદ રુપ છે જ્ઞાતિ પ્રથા. જ્ઞાતિ પ્રથા જે વાસ્તવમાં કામનું વિભાજન હતું તેમાં મધ્ય યુગમાં જે જડતા દાખલ થઈ ગયેલી તેનો આમ તો જો કે શરુઆતથી વિરોધ નોંધાયેલો છે. આપણું બંધારણ પણ તેને તે સ્વરુપમાં માન્યતા આપતું નથી. આ જ્ઞાતિપ્રથા હજી સંપૂર્ણ પણે નષ્ટ થઈ નથી. આપણા નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓનો જ્ઞાતિપ્રથા ચાલુ રાખવામાં રસ છે અને તેમનો તેમાં સિંહ ફાળો પણ છે. અબ્રાહમિક ધર્મના કેટલાક નેતાઓ અને નહેરુવીયન કોંગ્રેસના અને તેના સાંસ્કૃતિક સાથી પક્ષના નેતાઓ આપણી જ્ઞાતિ પ્રથા સંપૂર્ણ નષ્ટ થઈ ન હોવાથી તેનો ભરપૂર આનંદ માણે છે.

સંસ્કૃતમાં એક શ્લોક છે

“ખલઃ સર્ષપમાત્રાણિ પરચ્છિદ્રાણિ પશ્યતિ,

આત્મનઃ બિલ્વમાત્રાણિ, પશ્યન્નપિ ન પશ્યતિ

એટલે કે જે દુર્જન હોય છે તે બીજાના સરસવના દાણા જેવડા દુર્ગુણોને જુએ છે અને ટીકા કરે છે પણ પોતાના બીલા જેવડા મોટા દુર્ગુણોને જોવા છતાં પણ જોતો નથી. એટલે કે આ વાત જો અબ્રાહામિક ધર્મીઓને અથવા હિન્દુ ધર્મના સુધારાવાદીઓને લાગુ પાડીએ તો તેઓ પોતાના વિચારોમાં રહેલા બીલા જેવડા દુર્ગુણો જોતા નથી પણ હિન્દુ ધર્મના રાઈના દાણા જેવડા દુર્ગુણોને જુએ છે.

તમે કહેશો કે અબ્રાહમિક ધર્મીઓની વાતને તો જાણે સમજ્યા પણ આપણે હિન્દુ ધર્મના ટીકાકારોને આ વાત કેવી રીતે લાગુ પાડી શકીએ? તમે વળી એમ પણ કહેશો કે “શું હિન્દુ ધર્મમાં જ્ઞાતિ પ્રથાનું દુષણ પહાડ જેવું નથી?

which-part-of-god-can-be-inferior

હરિનો પીન્ડ અખા કોણ શુદ્ર?

તમારી વાત સાચી છે. જ્ઞાતિ પ્રથાનું દુષણ ગઈ સદીના પ્રારંભના દશકાઓમાં પહાડ જેવડું મોટું હતું. પણ હવે જો વાસ્તવમાં જોઇએ તો અત્યારે તે નાના ટેકરા જેવું જ રહ્યું છે. અને આ ટેકરાને બીલોરી કાચ દ્વારા જોવામાં આવી રહ્યું છે. નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથી પક્ષો તેના આ નામભેદને નષ્ટ થતું અટકાવી રહ્યા છે. આ બધું છતાં પણ પણ તેના નાશને કોઈ રોકી શકવાનું નથી.

તમે કહેશો કે આપણા ધર્મની આપણે ટીકા કરીએ અને દુષણો દૂર કરીએ તો ખોટું શું છે? હા જી આ વાત ખરી છે. પણ આપણી ટીકા સાચી દીશા તરફની હોવી જોઇએ અને તેમાં પ્રમાણ ભાનની પ્રજ્ઞાનો અને પ્રાથમિકતાની પ્રજ્ઞાનો ઉપયોગ થવો જોઇએ.

કોઈ દાખલો આપશો?

(૧) મંદિરો આડે ધડ વધી રહ્યા છે. એટલું જ નહીં ગેરકાયદેસર મંદિરોનો રાફડો ફાટ્યો છે. મંદિર એક ધંધો બની ગયો છે.

હા જી આ વાત સાચી છે. પણ કેરાલા, તામિલનાડુ અને કાશ્મિરમાં આ વાત મસ્જીદોને અને ચર્ચોને પણ લાગુ પડે છે. જો કે આ આડેધડ થતા મંદિરોનો બચાવ નથી. હિન્દુ મંદિરોને તોડવા જોઇએ સાથે સાથે ચર્ચો અને મસ્જીદોને પણ તોડવા જોઇએ. આ બધું કોઈ પણ ભોગે થવું જોઇએ. જો હિન્દુ મંદિરો તૂટી શકશે તો મસ્જીદો અને ચર્ચો પણ તૂટી શકશે. જે પણ કોઈ મંદિર ૧૯૪૭ પછી “વિધિ પૂર્વકની પ્રતિષ્ઠા” વગર થયું હોય તેને તોડવું જ જોઇએ.  તેમજ જે મંદિર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હોય તેને પણ તોડવું જોઇએ. ગેરકાયદેસરનો અર્થ છે કે “માલિકીના હક્ક વગર” થયેલું મંદિર.

(૨) ધાર્મિક વિધિઓ પાછળ થતો બેસુમાર ખર્ચ

દા.ત. લગ્નમાં વર કન્યા વિગેરેનો શણગાર, જમણવાર, સંગિત નૃત્યના જલસા, ફટાકડાઓ ફોડવા અને તે પણ રસ્તા વચ્ચે, વરઘોડો, લાઉડસ્પીકરો ઉપર ધ્વનિ પ્રદૂષણ ફેલાવવું આ બધા ખર્ચાઓ બેસુમાર છે.

yajna

સમજી લો આ બધા ખર્ચાઓને ધર્મ સાથે કશી લેવા દેવા નથી. આ બધો અમુક લોકો પાસે રહેલા પૈસાનો અતિરેક અને અથવા કાળાંનાણાંનો ભરાવો બોલે છે. આયકર વિભાગે આની તપાસ કરવી જોઇએ. અને તેમની પાસેથી દંડ વસુલ કરી શકાય જો તેમના આવકના શ્રોત કરતાં વધુ ખર્ચ કર્યો હોય તો. તેમજ સરકાર આવા લગ્નના ખર્ચાઓ પર ટેક્ષ નાખી શકે. એટલે કે લગ્નના ખર્ચાને આવકમાં ગણી તેના ઉપર ટેક્ષની ગણત્રી કરવી જોઇએ.

ધ્વનિ પ્રદુષણ માટે દંડાત્મક જોગવાઈઓ છે.

(૩) મંદિરો ઉપર સોના ચાંદી નો ચઢાવ મઢાવ, અન્નકૂટ, રથ યાત્રાઓ, દ્વવ્યના આવા અનેક બગાડ થાય છે. આનો શો જવાબ છે?

ધારો કે કોઈ તમારી પાસે આવે અને વિનંતિ કરે કે તમે તેને પૈસા આપો,

ધારો કે બીજો કોઈ તમારી પાસે આવીને દંડવિધાન દ્વારા પૈસા માગે,

ધારો કે આ બંને તમારી પાસેથી લીધેલા પૈસાનો એક સમાન રીતે જ બગાડ કરે,

એટલું જ નહીં પણ જે બીજાએ તમારી પાસેથી દંડવિધાન દ્વારા ફરજીયાત રીતે, અને બહુ વ્યાપક રીતે પૈસા ઉઘરાવ્યા છે અને વધુ પૈસા ઉઘરાવ્યા છે અને વધુ બગાડ કર્યો છે,

તો તમે તમારી પ્રમાણભાનની પ્રજ્ઞાનો ઉપયોગ કરીને કયા બગાડને દૂર કરવાની પ્રાથમિકતા આપશો?

તમે ચોક્કસ કહેશો કે પ્રાથમિકતા તો જે પૈસા ફરજીયાત રીતે ઉઘરાવ્યા છે તેને જ આપી શકાય. અને લડત પણ તેની સામે જ હોય. કારણ કે જેણે વિનંતિ કરીને પૈસા ઉઘરાવ્યા છે અને અથવા અમે સ્વેચ્છાએ આપ્યા છે તે તો ગુનો બની જ ન શકે. તમારી મુનસફ્ફીની વાત છે કે તમે પૈસા આપો કે ન આપો. પણ દંડવિધાન દ્વારા જેણે પૈસા ઉઘરાવ્યા છે તેને તો જેલમાં જ પુરવો જોઇએ.

તો હવે તમે જુઓ;

તમે અનેક જાતના કરવેરાઓ ભરો છો. તે બધા પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ફરજીયાત રીતે ઉઘરાવાય છે. આ પૈસાનો એક પ્રમાણ પાત્ર હિસ્સો રાષ્ટ્ર પ્રમુખની, મંત્રીઓની, જનપ્રતિનિધિઓની સુવિધાઓ, સગવડો, રાહતો, રખરખાવ, ભત્થા પાછળ ખર્ચાય છે. આ ઉપરાંત રાજકીય પક્ષો ટેક્ષમાં રાહતો મેળવે છે. આ રાહતો પણ તમારી ઉપરના પરોક્ષ કરવેરા બરાબર જ છે. જનપ્રતિનિધિઓ તો કશી ફરજો પણ બજાવતા નથી. કેટલાક પક્ષના જેમકે નહેરુવીયન કોંગ્રેસના જનપ્રતિનિધિઓ સભાઓમાં કામ ન થાય તે પ્રમાણે કૃતનિશ્ચયી હોય તેમ જ વર્તે છે. આ લોકો ઉપર તો તમે ડીસીપ્લીનરી એક્શન પણ લઈ શકતા નથી. તે છતાં તેમને ભરપૂર વેતન જ નહીં નિવૃત્તિ વેતન પણ આપવામાં આવે છે. આનો તમે હિસાબ માંડ્યો છે? આનો વિરોધ કરવા તમે આદુ ખાઈને પાછળ પડ્યા છો ખરા?

તમે કહેશો કે આ તો રાજકારણ છે. રાજકારણની તો વાત જ અલગ છે. રાજકારણ એ અમારો વિષય નથી. અમે તો સમાજસુધારકો છીએ. એટલે સમાજની કુટેવોમાંજ ઘોંચપરોણા કરીશું. રાજકારણ તો ગંદુ છે. અમે તેમાં પડવા માગતા નથી.

house-of-president

તો હવે તમને કહેવામાં આવે છે કે તમારે તો રંગમંચ (સ્ટેજ) ઉપર જ નૃત્ય કરવું છે. કારણ કે અહીં પ્રેક્ષકો હાજરાહજુર છે. તમે સુરક્ષિત છો. આ બધું જવા દો. તમારામાં પ્રાથમિકતાની પ્રજ્ઞાનો અભાવ છે. તમે દરવાજા મોકળા રાખવામાં માનો છો અને ખાળે ડૂચા મારવાની વાતો કરો છો. તમે એક વાત સમજી લો કે રાજ્ય શાસ્ત્ર પણ સમાજશાસ્ત્રમાં જ આવી જાય. જે ભેદ પાડવામાં આવ્યા છે તે તો જ્ઞાન પ્રાપ્તિની સુવિધા માટે પાડવામાં આવ્યા છે.

તમે કહેશો … અરે ભાઈ તમે આ શું માંડી છે? સુધારણાના અને પ્રગતિના અનેક ક્ષેત્રો છે. ધારો કે રાજકીય ક્ષેત્રમાં વધારે બગાડ છે અને સામાજીક ક્ષેત્રમાં ઓછો બગાડ છે. પણ રાજકીય ક્ષેત્રના વધુ બગાડના ઓઠા હેઠળ, સામાજીક ક્ષેત્રના બગાડનો બચાવ તો ન જ થઈ શકાયને?

હા જી તમારી વાત ખરી છે. પણ જો તમે રાજકીય પક્ષોના અનાચારને પ્રાથમિકતા ન આપો અને જ્યાં પૈસા સ્વેચ્છાએ અપાયા છે અને ખર્ચાયા છે તેની જ તમે “હોલીઅર ધેન ધાઉ” થઈને ટીકા કર્યા કરો તો તમારે સમજવું કે તમે આ અધિકાર ગુમાવી દીધો છે. અલબત્ત નૈતિક અધિકાર જ ગુમાવ્યો છે. બાકી આમ તો લોકશાહીમાં સૌને બીજાના કાયદેસરના અધિકારને નુકશાન કર્યા વગર બેફામ બોલવાનો અધિકાર છો.

તો ચલાવો તમારી વાત આગળ

rudrabhisheka

(૪) શિવલિંગ ઉપર દૂધ, દહીં,ઘી, મધ દ્વારા થતો અભિષેક, બારમા તેરમાની ક્રિયાઓ અને તેમાં થતા જમણવારો, ભાગવત સપ્તાહ, રામાયણ, સત્યનારાયણ અને એવી જ ઘીસીપીટી કથાઓના પારાયણો, ખોટા ખોટા યજ્ઞો અને આહુતિઓ દ્વારા થતા ધાન્યનો થતો વ્યય, જ્યોતિષ શાસ્ત્રીની ભવિષ્યવાણીઓ અને વાસ્તુશાસ્ત્રના ધત્તીંગો, વહેમોનું પાલન, તેના અવનવા નુસખાઓ જેમ કે માછલીઓ રાખવી, મની પ્લાંટ રાખવા, કાચબાઓ, શંખલાઓ, છીપલાંઓ રાખવા … આસ્તિકતાએ તો દેશનું નક્ખોદ વાળ્યું છે. આ બધું ક્યારે બંધ થશે?

તો હવે સમજી લો, આસ્તિકતા, નાસ્તિકતા, સમાજીક રીતરસમો, શાસ્ત્રો, આ બધું શું છે? જિંદગી શું છે? જીંદગી શા માટે છે? ઈશ્વર, આત્મા, કુદરતી શક્તિઓ અને તેના નિયમો, વિશ્વ કે બ્ર્હ્માણ્ડનો અભ્યાસ શા માટે?

આસ્તિક એટલે શું? નાસ્તિક એટલે શું?

આ બધાની વિષે વિસ્તૃત ચર્ચા “અદ્વૈતની માયાજાળ”માં કરવામાં આવી છે. જેને તેમાં રસ હોય તે આજ બ્લોગ સાઈટમાં તે વાંચે.

અહીં થોડું તેનું પુનરાવર્તન કરવું પડશે.

“અસ્તિ ઇતિ કથયતિ સઃ આસ્તિકઃ, (જે “છે” એમ કહે છે તે આસ્તિક)

ન અસ્તિ ઇતિ કથયતિ સઃ નાસ્તિકઃ (જે “નથી” એમ કહે છે તે નાસ્તિક)

પણ કોણ છે અને કોણ નથી? ઈશ્વર કે આત્મા કે બંને? ત્રીજું કોઈ છે?

હા ત્રીજું અસ્તિત્વ છે તે અસ્તિત્વ બ્રહ્માણ્ડનું છે. આ બ્ર્હ્માણ્ડ તો આપણને દેખાય જ છે. એટલે તેના અસ્તિત્વનો સવાલ જ નથી. પણ જો આત્મા જ ન હોય તો? જો ચંદ્રને જોનારો જ કોઈ ન હોય તો ચન્દ્રના અસ્તિત્વનો અર્થ શો? અથવા તો તેનું અસ્તિત્વ કોણ નક્કી કરશે? જો સુર અને સ્વર જ ન હોય તો સંગીતનું અસ્તિત્વ હોય ખરું?

આત્મા છે ખરો? આત્મા આપણને દેખાતો નથી. પણ આપણે છીએ, અને આત્માના અસ્તિત્વની હકિકતને આપણે અનુભવી શકીએ છીએ. તેથી તે છે એમ માની લઈએ. તો પછી બચ્યા કોણ?

બાકી બચ્યા તે ઈશ્વર.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

નાસ્તિક, આસ્તિક, ધૂન, ઘમંડ, સામાજીક વિધિઓ, પ્રણાલી, વહેમ, હિન્દુધર્મ, અબ્રહમિક ધર્મો, ખ્રિસ્તી, મુસ્લિમ, નહેરુવીયન કોંગ્રેસ, સાંસ્કૃતિક સાથી પક્ષ, જ્ઞાતિ પ્રથા, દુર્જન, સરસવના દાણા, બિલા જેવડા, પ્રાથમિકતાની પ્રજ્ઞા, પ્રમાણભાનની પ્રજ્ઞા, મંદિર, તામિલનાડુ, કાશ્મિર, મસ્જિદ, પ્રતિષ્ઠા, લગ્ન, જમણવાર, ધ્વનિ પ્રદુષણ, રાષ્ટ્ર પ્રમુખ, મંત્રી, જનપ્રતિનિધિ, ડીસીપ્લીનરી એક્શન, નિવૃત્તિ વેતન, સમાજસુધારક, રાજકારણ, રાજ્ય શાસ્ત્ર, સમાજશાસ્ત્ર, હોલીઅર ધેન ધાઉ, યજ્ઞો, આહુતિઓ, જ્યોતિષ, માછલી, મની પ્લાંટ, કાચબા, શંખલા, છીપલાં, બ્ર્હ્માણ્ડનો અભ્યાસ

Read Full Post »

ટ્રાફિક સમસ્યા એ પાન સોપારી કે લાડુનું જમણ – ૨

ટ્રાફિક સમસ્યા પાન સોપારી કે લાડુનું જમણ

આપણે ત્યાં એક આદત છે કે જ્યારે કોઈ એક સમસ્યા પ્રત્યેની જવાબદારી ફીક્સ કરવી હોય અને કમાણી ચાલુ રાખવી હોય તો સમસ્યાને ફીલોસોફીકલ બનાવી દો, સમાસ્યાનું સામાન્યીકરણ કરી જનતાના સપોર્ટની વાત કરી દો અને જેઓ જવાબદાર છે તેને બચાવી લો. જેઓ જવાબદાર છે તેઓ પોતે ઘણું બધું કરી રહ્યા છે તેના આંકડા તૈયાર કરી પ્રદર્શિત કરો.

સ્વચ્છતા અભિયાન

નગર નિગમ, નગરપાલિકા અને ગ્રામ પંચાયત ની પ્રાથમિક જવાબદારી મહાનગરને, નગરને કે ગામને સ્વચ્છ રાખવાની છે.

તો ચાલો આપણે જાહેરાતો કરી દઈએ કે જે ગંદકી કરશે તેનો આટલો આટલો દંડ થશે. તેને માટે ટીવીમાં લગાતાર જાહેરાતો આપો. જાહેરાતના બોર્ડ ઠેર ઠેર લગાવી દો. કેટલીક વ્યક્તિઓને બ્રાંડ એમ્બેસેડર બનાવી દો. વ્યક્તિઓની જાહેરાત માટેની વીડીયો ક્લીપો બનાવી દો. થોડીક રમૂજી થોડીક પ્રત્યાઘાત બતાવતી, થોડીક દંડાત્મક વીડીયો ક્લીપો બનાવો. થોડાક સંમેલનો કરો. ઠેર ઠેર માનવ સાંકળો બનાવો. સફાઈ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા સિવાયના બધાં કાર્યો કરો. બધા કાર્યોમાં પૈસા ખર્ચ થશે. જ્યારે પણ પૈસા ખરચ થાય ત્યારે લાગતા વળગતાઓને કટકી મળતી હોય છે.

સરકારી નોકરોના આવા સંસ્ક્રાર નવા નથી.

એક વાત કરવી પડશે.

એક મુરતીયાભાઈ તેમના મિત્રને લઈને એક કન્યા જોવા ગયા. કન્યાના બાપે પૂછ્યુંતમને કંઈ વ્યસન બ્યસન ખરુંએટલે પેલા મિત્રે કહ્યું; “નાજીઆમ તો ખાસ કંઈ વ્યસન નથી. જરા ….  એલચી ખાવાની ટેવ ખરી.”

કન્યાના બાપે કહ્યુંહોય તોપણ કંઈ નહીંને એલચી ખાવાની ટેવ કેમ કરતાં પડી?

મુરતીયાના મિત્રે કહ્યુ; “વાત જાણે એમ છે ને કે આને સિગરેટ પીધા પછી મોઢામાંથી બીજાને વાસ આવે નો ગમે. એટલે ઈને એલચી ખાવા જોવે. એલચી ખાવાથી સિગરેટની વાસ દબાઈ જાય. આવડો સામે વાળાનો બવ ખ્યાલ કરે … !

કન્યાના બાપઃ એટલે શું ભાઈ સિગરેટ પણ પીવે છે?

મુરતીયાનો મિત્રઃના રેના તો મિત્રો જોડે પાનાં (પત્તાં = પ્લેયીંગ કાર્ડ) રમે ને મિત્રોનું માન રાખવા એક બે ફૂંક મારી લ્યે. ભાઈબંદો આગ્રહ કર્યા કરે કે ભલા ભાઈ, બે ફૂંક મારી લે નેજરા કૉંટો (તાજગી) ર્યેશે. અરે તમે નહીં માનો શરુઆતમાં તો આને ફૂંક લે અને ઉધરસ આવે એવું થતુતું. પણ પછી ફાવી ગ્યું તીન પત્તીમાં તો કૉંટો ચડે ત્યાં સુધી મજો આવે, હું કીધું ?

કન્યાનો બાપઃએટલે કે તમે બધા જુગાર પણ રમો છો …?

મુરતીયાનો મિત્રઃના ભાઈ ના …. અમને તો પાના ટીપતાં (ચીપતાં) પણ નોતું આવડતું તો જેલમાં ગયા તો બીજા કેદીઓએ શિખવાડી દીધું….”

કન્યાનો બાપઃએટલે કે તમે તો જેલમાં પણ જઈ આવ્યા છો? “

મુરતીયાનો મિત્રઃનારેનાઆમ તો પકડાય એવો નથ. ભારે દોડબાજ છે. સીપાઈ સપારાંના તો હાથમાંય નો આવેએક સીપાઈને તો આણ્યે ક્યાંય પાડી દીધોતો. પણ મારો વાલીડો ફોજદાર ભારે લોંઠકોએણે જે હડી કાઢી કે અમને બધાને પકડીને ભોં ભેગા કર્યા ને માળાએ ચોરીને બધો માલ પણ પડાવી લીધો …?

કન્યાનો બાપઃએટલે કે તમે ચોરી પણ કરો છો…?

હવે આગળની વાત લખાય એમ નથી.

પણ બધું એલચીની વાંહે વાંહે હાલ્યું આવે .

ઉપરની વાતમાં તો આપણે એક પ્રકારના ચોરની વાત કરી. પણ ચોર તો જાત જાતના હોય છે એટલે કે જાત જાતની ચોરી કરતા હોય છે. કેટલાકને પકડવા્માં આવે છે અને કેટલાકને પકડવામાં આવતા નથી. ફોજદાર તો શું પોલીસ ફોજદારના બાપના બાપના બાપના બાપનો બાપ પણ તેને પકડતો નથી.

પ્રાથમિક ફરજ

સૌ કોઈ જાણે છે કે નગર નિગમ, નગરપાલિકા અને ગ્રામ પંચાયત ની પ્રાથમિક જવાબદારી મહાનગરને, નગરને કે ગામને સ્વચ્છ રાખવાની છે.

સ્વચ્છતા એટલે શું?

સ્વચ્છતા એટલે ફક્ત કચરો હોય, એમ નહીં. (જો કે કચરો પણ ઘણો હોય છે).

સ્વચ્છએટલે રસ્તા ખાડા ટેકરા વગરના હોય અને પાકા હોય. રસ્તાની વ્યાખ્યામાં ફુટપાથો પણ આવી જાય. ફૂટપાથો પણ ચડ ઉતર વગરની હોય, ફુટપાથો રસ્તાથી નિશ્ચિત માપે ઉંચી હોય, ફુટપાથો ભાંગ્યા તૂટ્યા વગરની હોય, ફુટપાથો અડચણ વગરની અને દબાણ વગરનીહોય, ફુટપાથ ઉપર સહેલાઈથી વ્હીલચેર અને સ્ટ્રોલર ચલાવી શકાય તેવી હોય તો રસ્તા સ્વચ્છ કહેવાય.

કર્મચારી લોકોને તેમની દૂંટી ઉપર પગાર ચૂકવવામાં આવે છે

આપણે બધાને એટલે કે સરપંચ, સેક્રેટરી, ચીફ ઓફીસર, મ્યુનીસીપલ કમીશ્નર સુધીના બધાને કમીશ્નર કહીશું કારણ કે તેઓ તેમના કામના અને ઑફીસના ઉપરી છે.. કમીશ્નરોથી ઝાડુવાળી સુધી બધાંને ગ્રામ/ શહેર સુધરાઈની (સફાઈની) ફરજ બજાવવા માટે તેમની દૂંટી ઉપર પગાર ચૂકવામાં આવે છે. દૂંટી ઉપર શા માટૅ? એટલે કે તેમને ખબર પડે કે તેમને જે પગાર મળે છે તેનો સીધો સંબંધ તેમના પેટ સાથે છે.

જો મ્યુનીસીપલ કમીશ્નર એક અઠવાડીયે દશ કિલોમીટરનો એક મેન રોડ ઇન્સ્પેક્શનમાં લે તો એક વર્ષમાં;

૫૪ એક્ઝીક્યુટીવ એન્જીનીયર સસ્પેન્ડ થાય જો પહેલા સિવાયના બાકીના ત્રેપન સુધરે તો.

૨૧૬ આસીસ્ટન્ટ એન્જીનીયર સસ્પેન્ડ થાય જો પહેલા ચાર સિવાયના બાકીના ૨૧૪ સુધરે તો.

અને બધા જુનીયર એન્જીનીયર સસ્પેન્ડ થાય જો પહેલા ચાર સિવાયના બાકીના ૪૨૮ સુધરે તો.

બધા અધિકારીઓ તો પોતાનું દળદર ફીટાવવા માટે નોકરી કરે છે. જો તેમ હોય તો કમીશ્નર જો એક રસ્તાનું ચેકીંગ કરે અને તેમાં રહેલી ખામીઓમાં જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલાં ભરે તો બધા સીધા થઈ જાય.

આજ પ્રણાલી કમિશ્નર, ગેરકાયદેસર થતા બાંધકામમાં લાગુ પાડી શકે છે.

કમીશ્નર પણ જાણે છે અને વર્તે પણ છે, કે આપણે અહીં (ગુજરાતમાં) દળદર ફીટાવવા આવ્યા છીએ. ગુજરાતને અને તેના લોકોને સુધારવા આવ્યા નથી.

ટ્રાફિકમાં અરાજકતાનું કારણ શું?

ટ્રાફિકની અરાજકતા પેદા કરવામાં ટ્રાફિક પોલીસ, તેના ઉપરી અધિકારીઓ, કમીશ્નર અને તેની સેના, જનતાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, બીલ્ડરો, કમીશ્નરના કોંટ્રાક્ટરો, સચિવાયલના સેક્રેટરીઓ, રોડબીલ્ડીંગના મંત્રી અને ન્યાયધીશો સુદ્ધાંની મિલીભગત છે.

દાખલો જુઓઃ

કોઈ એક બીલ્ડીંગ લો.

આપણે એક બહુમાળી મકાન લીધું.

ધારો કે ટીપી સ્કીમ બરાબર છે.

બિલ્ડરભાઈએ પ્લાનમાં કાર પાર્કીંગની વ્યવસ્થા મંજુર થયેલા પ્લાન પ્રમાણે કરી.

બેઝમેંટ પાર્કીંગ, ગ્રાઉન્ડ ફ્લોર પાર્કીંગ. અને તે પછી રહેણાંક ના એપાર્ટમેન્ટ એમ કંસ્ટ્રક્ષન કર્યું.

પછી બિલ્ડરભાઈએ બેઝમેંટ પાર્કીંગના બધા અથવા અમુક પાર્કીંગ અને ગ્રાઉન્ડફ્લોરના અમુક કે બધા પાર્કીંગ, રહેણાંક વાળાને નહીં પણ બીજાને વેચી દીધા.

જેણે જગ્યા લીધી તેમણેચેન્જ ઓફ યુસેજના આધારે દુકાનો કરી દીધી. કમીશ્નર સાહેબે વિચાર્યું કે ચાલો આપણે તો મ્યુનીસીપાલીટીને વધુ કમાણી કરાવીએ. “કોમર્સીયલયુસેજમાં ટેક્સનો દર વધુ છેતેમણે વધુ દર ઠોકી દીધો અને પોતાની પીઠ થાબડી.

જ્યારે બિલ્ડીંગનો પ્લાન પાસ કરવા મુક્યો હોય ત્યારે પ્લાનમાં પાર્કીંગ હોય તો તે એફ.એસ.આઈ. માં ગણાય. પણ જ્યારે તેનો કોમર્સીયલ ઉપયોગ થાય ત્યારે તેની એફ.એસ.આઈમાં ગણત્રીથાય. એટલે, બાંધકામ ગેરકાયદેસર ગણાઈ જાય. પણ વાતની સામે આંખ આડા કાન કરવામાં આવે છે.

કોઈ દોઢ ડાહ્યા લોકાત્માએ કોર્ટમાં જનહિતની અરજી (પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન) કરી.

લોકાત્માએ કહ્યું કે એપાર્ટમેન્ટના રહેવાસીઓનો પાર્કીંગ ઉપર હક્ક છે.

જનહિતની વિરુદ્ધનો કોઈપણ કાયદો કે જનહિતની વિરુદ્ધનું કોઈ પણ કદમ રદ થાય છે.

હવે થયું શું?

કડદો થયો.

બિલ્ડર ભાઈને જેલની સજા થાય, કમીશ્નરને જેલની સજા થાય. રોડ એન્ડ બીલ્ડીંગના સેક્રેટરીને જેલની સજા થાય. ટ્રાફિક પોલીસ અને તેના સાહેબોને જેલની સજા થાય. જનપ્રતિનિધિઓને જેલની સજા થાય. પણ બધું નક્કી કોણ કરી શકે?

ન્યાયધીશ સાહેબ નક્કી કરી શકે.

judiciary

ન્યાયધીશ સાહેબને કહેવાશેસાહેબ તો બહુ વ્યાપક છે.”

ન્યાયધીશ સાહેબ કહેશેતો શું કરીશું?”

બિલ્ડરભાઈ, કમીશ્નર સેના અને જનપ્રતિનિધિ સેના સૂચન કરશેકુલડીમાં ગૉળ ભાંગીએ.”

ન્યાયધીશ સાહેબ કહેશેકેવી રીતે?”

બિલ્ડરભાઈ, કમીશ્નર સેના અને જનપ્રતિનિધિ સેના સૂચન કરશેસાહેબ, સવાલ તો પાર્કીંગ નો છે ને…!! …. બિલ્ડરભાઈ અને પાર્કીંગમાં કરેલી દુકાનવાળાઓ ભેગા થયા. એવું પણ બને કે બિલ્ડર ભાઈ તો કુલા ખંખેરીને કહે કે હું તો પીક્ચરમાં છું નહીં. મેં તો જગ્યા આપી, વાત ખતમ. મ્યુનીસીપાલીટીએ તમારી પાસેથી લાગુ પડતો ટેક્સ લીધો. મને કોઈ નોટીસ આપી નથી. મારી કોઈ જવાબદારી બનતી નથી.

જો કે છેતરપીંડીનો કેસ બને છે.

પણ દેડકાની પાંચશેરી જેવા દુકાનદારો અને રહેવાસીઓના સંજોગો અલગ અલગ હોય છે.

સરકારી અધિકારીઓ મનમોહન સિંગની જેમ રેઈનકોટ પહેરીને બાથરુમમાં સ્નાન કરવા વાળા છે.

સરકાર જો તપાસ એજન્સી નીમે તો સૌ બિલ્ડર પાસેથી પૈસા ચરકાવી શકાય. પણ સરકારી અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તો મનમોહન સિંગની જેમ રેઈનકોટ પહેરીને બાથરુમમાં સ્નાન કરવા વાળા હોય છે. તેથી તેઓ તો આવી કોઈ તપાસ સમિતિ નીમે નહીં. “આવ પથરા પગ ઉપરજેવું તો તેઓ કરે નહીં.

તો મૂળ વાત ઉપર આવીએ

બિલ્ડરભાઈ, કમીશ્નર સેના અને જનપ્રતિનિધિ સેના સૂચન કરશેસાહેબ, સવાલ તો પાર્કીંગ નો છે ને…!! ….

ન્યાયધીશ સાહેબ કહેશેઃહાસવાલ તો પાર્કીંગ નો છે,”

તો અમે નજીકમાં ક્યાંક ખાલી (ઓપન) પ્લોટ આપી દઈશું.

ખાલી પ્લૉટ ક્યાં …. , કેવીરીતે …. , કેવડો …. , કેવી કંડીશનમાં …. , કોનો પ્લોટ ….. , કેટલા સમય માટે …. , ક્યારે …..  કોને …. વિગેરે બધું બભમ બભમ રાખીશું ….

એટલે કે આજની ઘડીને કાલ દિ ….

યાદ કરો પ્રતિજ્ઞા નહેરુનીજ્યાં સુધી અમે ચીને કબજે કરેલો ભારતીય મુલક, પુનર્પ્રાપ્ત નહીં કરીએ ત્યાં સુધી જંપીને બેસીશું નહીં … “ તે આજની ઘડીને કાલ નો દિ …“, નહેરુના પૌત્ર ઇન્ડોનેશિયામાં રજા ગાળવા ગયા અને મોટા માછલાને સમૂદ્રમાં સૈર કરતાં કરતાં બચાવ્યું …”

ન્યાયધીશ સાહેબને પોતાના ટેબલ ઉપર પડેલા તેમના ચશ્મા દેખાતા નથી.

કોઈની મિલ્કતનો કબજો કરવો તે ફોજદારી ગુનો બને છે. ફોજદારી ગુનો ગુનો રહે છે. ફોજદારી ગુનાઓમાં ગુનેગાર પોતે માંડવાળ કરી શકે. કદાચ કોઈ પણ કરી શકે. પણ અહીં ન્યાયધીશ સાહેબ, ફરેબી માંડવાળ કરે છે. માંડવાળને માંડવાળ નામ અપાતું નથી.

ટૂંકમાં રહેવાસીઓના વાહનો રસ્તા ઉપર પાર્ક થવા માંડ્યાં. દુકાનોના ગ્રાહકોના વાહનો પણ રોડ ઉપર જગ્યા રોકવા લાગ્યા. મ્યુનીસીપલ બાયલૉઝ પ્રમાણે મકાનની આગળની સાઈડમાં જે ૧૫ ફૂટની જગ્યા અવરજવર માટે ખૂલ્લી રાખવાની હોય છે ત્યાં દુકાનોનો સામાન ખડકવામાં આવ્યો કે રેસ્ટોરાંના ખુરસી ટેબલ બીછાઈ ગયાં, ગલ્લા કે ખૂમચા વાળા આવી ગયા. અને બાઈક, સ્કુટર પાર્ક થાય તે લટકામાં. રોડ ઉપર પાર્કીંગની ડબલ ડબલ લાઈનો થઈ ગઈ. ફૂટપાથ તો ગોતી જડે. “શોભા બેનમાટેનો પાર્કીંગના બોર્ડ પણ લગાવી દીધાં.

ટૂંકમાં ફરીયાદી હાજર છે, ચોર હાજર છે, ચોરીનો માલ હાજર છે, ચોકીદાર હાજર છે, ગુનાની વિગત ઉપલબ્ધ છે, સાક્ષી હાજર છે, પણ ન્યાયધીશ સાહેબને કાયદા રુપી ચશ્મા ટેબલ ઉપર પડ્યા હોવા છતાં પણ પહેરવા ગમતા નથી.

ઈન્દીરાઈ સરકારી સિદ્ધાંતઃ

કોઈ પણ સમસ્યાને એવી રીતે લંબાવ્યા કરો જેથી તે સમસ્યાથી લોકો ટેવાઈ જાય. આથી કરીને સમસ્યા સમસ્યા નહીં રહે. આપણે બાંગ્લાદેશી ઘુસપેઠીઓની વાત નહીં કરીએ. આપણે ઝોંપડ પટ્ટીઓની વાતો કરીશું.

ઉદ્યોગો શહેરોમાં સ્થાપ્યા એટલે શહેરીકરણ થયું ગામડેથી મજુરો આવવા લાગ્યા એટલે ઝોંપડપટ્ટી વધવા લાગી. જો કે કોંટ્રાક્ટરની ફરજ છે કે તે પોતાના મજુરોને રહેવા માટે યોગ્ય રહેણાંકની વ્યવસ્થા કરી આપે. લેબર કમીશ્નરની ફરજ છે કે તે મજુરોના માનવ હક્કના પાલન ઉપર ચોકસાઈ રાખે. પણ લેબર કમીશ્નર સાહેબને તો ટેબલ ઉપર બેસીને કામ કરવું છે. તેઓશ્રી તો કોઈ લખેલી ફરીયાદ આવે તો ચશ્માવડે વાંચી શકે છે. જો વાંચે તો તેમના અધિકારીને મોકલી આપે જેનીલ” (શૂન્ય) રીપોર્ટ લાવે. જો કે ઉઘરાણું કરતો આવે એટલે કમીશ્નર સાહેબને વાંધો શેનો હોય? આમ ઝોંપડ પટ્ટીની સમસ્યાથી રહેવાસીઓ અને જોનારા પણ ટેવાઈ જાય.

પણ કંઈક તો કરવું જોઇએ

હાજી ચૂંટાયેલા પ્રતિનિધિઓ કહે છે કે અમારે અવારનવાર જનતા પાસે ચૂંટાઈ આવવા જવું પડે. એટલે છાપામાં અમારે અમુક આંકડાઓ પ્રસિદ્ધ કરવા પડે.

તો હવે શું કરીશું?

નહેરુવીયન કોંગ્રેસે ખેરાત (દાન ધરમ) અને અનામતનો રસ્તો શોધ્યો. વ્યાજ માફી, કર્જ માફી, મફત ખાતર, મફત અનાજ, જેવી ખેરાતોની જોગવાઈ કરી તેમ શિક્ષણ અને નોકરીઓમાં અનામત રાખી. હવે અનામતનું વિસ્તરણ કરો. અનામતમાં જમીનને પણ સામેલ કરો.

કામ કેવી રીતે કરીશું?

ટાઉનપ્લાનીંગ સ્કીમમાં અમુક પ્લૉટ અનામત રાખો.

ટાઉન પ્લાનીંગ કેવી રીતે કરીશું?

એમ કરો. એક ફૂટ પટ્ટી લો. સળંગ ઉભી અને આડી લાઈનો દોરો. લાઈનોને રસ્તા તરીકેની ઓળખ આપો. બાકી જે જગ્યા બચી તેમાં બીજા ખેતરોની કિનારોનીઓને અકબંધ રાખી નાના નાના વિભાગો પાડો. તેમાં થોડા ચણના દાણા વેરો. જે ચોરસો માં દાણા પડ્યા તેને “(પછાત જાતિઓ) માટે અનામતએમ નિશ્ચિત કરો. થોડા વાલના દાણા લો. તેને પણ વેરો. આનેકોમર્સીયલએમ નામાભિધાન કરો. રુપીયાનો સિક્કો લો. નાનું ગામ હોય તો આઠ આનાનો સિક્કો પણ ચાલશે. જ્યાં રુપીયાનો સિક્કો પડે તેનું સકરડું (ચકરડું) કરોએને નામ આપોગાર્ડન”. પ્લાનીંગ પૂરું.

હવે આપણા સ્ટાફને કામે લગાડી દો કે જે પછાત જાતિઓને ખપ પૂરતી શોધી લાવે. ખમતીધર તો ઑટૉમેટિક આવશે. દશવર્ષ પછી ખમતીધર જમીન પોતાના નામે કરી દેશે. વાત પૂરી. આંકડામાં કહી શકાશે કે અમે ગરીબોને આટલી જમીન વહેંચી.

ઈન્દીરાઈ યોજના પ્રમાણે ૧૦૦ વારના પ્લોટ મફત આપો. કોના બાપની દિવાળી? મકાન બાંધવા માટે સસ્તી લોન ખેરાત કરો. તૂટ્યાફૂટ્યા મકાનો થશે. જે ઝોંપડપટ્ટી સાથે સ્પર્ધા કરશેશહેર ત્યાં પહોંચી જશે. હવે નવી સ્કીમ કરો. એવાં મકાન કરો કે દશ પંદર વર્ષમાં પડીને પાધર થાય. અનુસંધાનઃ સીડકો ટાઈપસી, બ્લોક થી , સીબીડી, બેલાપુર, નવી મુંબઈ. સમય ૧૯૮૬૨૦૦૧. જો કે સ્લમક્લીયરન્સની સ્કીમ હતી. પણ ૧૪૦ એપાર્ટમેન્ટ પડીને પાધર થયા વાત સાચી. એટલે ગરીબોની સ્કીમમાં સમય ગાળો ઓછો હોઈ શકે મુદ્દાની વાત છે.

ભાડવાત કાયદો નહેરુવીયન શાસનની એક માનવ હત્યા કરનારો કાયદો છે. કાયદાએ અત્યારે સુધીમાં લાખો માનવ હત્યાઓ કરી છે.

બધી લાડુના જમણની અને દળદર ફીટાવવા માટેની સ્કીમો છે.

જમીનના ઉપયોગના, ગ્રામ્ય રચનાના, નગર રચનાના અને પશુપાલનના ખ્યાલો અને માનસિકતા બદલવી પડશે.

ઉપાયો અને વિગતો માટે વાંચો “સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ” ભાગ ૧ થી ૭ છે.

જે https://treenetramDOTwordpressDOTcom ઉપર ઉપલબ્ધ છે.

ભાગ-૧ નીચેની લીંક ઉપર છે.

https://treenetramDOTwordpressDOTcom/2014/03/16/%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%8F%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87/

અહીં તમારે જ્યાં “DOT“ લખ્યું છે ત્યાં તમારે “.” એટલે કે ટપકું કરી દેવાનું છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ જવાબદારી ફીક્સ, ફિલોસોફીકલ, સામાન્યીકરણ, સ્વચ્છતા અભિયાન, નગર નિગમ, નગરપાલિકા, ગ્રામ પંચાયત, પ્રાથમિક જવાબદારી, સ્વચ્છતા, જાહેરાતના બોર્ડ, માનવ સાંકળ, વ્યસન  બ્યસન, ફોજદાર ભારે લોંઠકો, એલચી, ખાડા ટેકરા વગરના, ફૂટપાથો પણ ચડ ઉતર વગરની, ફુટપાથો રસ્તાથી નિશ્ચિત માપે ઉંચી, દબાણ વગર, મ્યુનીસીપલ કમીશ્નર, એક્ઝીક્યુટીવ એન્જીનીયર, લાડુનું જમણ, દળદર ફીટાવવા , ગેરકાયદેસર થતા બાંધકામ, ટ્રાફિકમાં અરાજકતા, ટીપી સ્કીમ, એફ.એસ.આઈ., કોમર્સીયલ, બાંધકામ ગેરકાયદેસર, લોકાત્મા, પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન, કડદો, ન્યાયધીશ સાહેબ, બિલ્ડરભાઈ, કમીશ્નર સેના, જનપ્રતિનિધિ સેના, કુલા ખંખેરી, છેતરપીંડી, રેઈનકોટ પહેરીને બાથરુમમાં સ્નાન કરવા વાળા, તપાસ એજન્સી, આજની ઘડીને કાલ નો દિ, માંડવાળ, કાયદા રુપી ચશ્મા, ઈન્દીરાઈ સરકારી સિદ્ધાંત, લેબર કમીશ્નર, ઝોંપડ પટ્ટી, ખેરાત, અનામતનું વિસ્તરણ, ટાઉનપ્લાનીંગ, સ્કીમ, સમસ્યાઓનું નિરાકરણ, નવ્ય ગાંધીવાદ

ચમત્કૃતિઃ ધારો કે બોરીવલી થી ચર્ચગેટનું (તળ મુંબઈ)નું અંતર ૩૦ કિ.મી. છેબોરીવલીથી ચર્ચગેટ જતાં અઢી કલાક થાય છે તો તેનો અર્થ એમ થયો કે સરેરાશ ઝડપ ૧૨ કિ.મી.ની થઈ.  જો કોઈ પણ એક સમયે દર ૧૦૦ મીટરમાં ત્રણ લેનમાં કુલ ૧૨ ગાડીઓ છે. તો એક કિ.મી. માં ૧૨૦ ગાડીઓ થઈ. જો સરેરાશ ઝડપ કોઈપણ હિસાબે ૨૪ કિ.મી. ની કરી શકાય તો રસ્તા ઉપર ગાડીની સંખ્યા એટલે કે અડધી થઈ જાયજો ૪૮ કિ.મી. ની ઝડપ કરવામાં આવે તો દર સો મીટરે તમને એક લેન ઉપર એક ગાડી જોવા મળે. આમ સ્પીડ વધવાથી રોડ ઉપર વાહનોની ભીડ ઓછી થાય. પણ ઝડપ ઓછી કેમ થાય છે? કારણો છે દબાણ, ગેરકાયદેસર પાર્કીંગ, ટ્રાફીક સેન્સનો અભાવ, અણઘડ રોડ પ્લાનીંગ અને અણઘડ નગર આયોજન.

ધારો કે તમારે પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે એક કિ. મી. ચાલતાં જવું પડે છે. અને ધારો કે કોઈ એક સમયે આવી રીતે ચાલતા જતા લોકોની સંખ્યા ૫૦ છે. જો તમને ૨૫૦ મીટરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ મળી જાય તો રોડ ઉપર ચાલતા માણસોની સંખ્યા ૧૨ થઈ જાય. પેરીસમાં તમને ૨૫૦ મીટરની અંદર કોઈને કોઈ, લોકલ ટ્રેનનું સ્ટેશન મળી જાય છે. મુંબઈમાં તમારે એક કિ.મી. ચાલવું પડે. જો કે દબાણો ને અવગણવા પડે.

Read Full Post »

ટ્રાફિક સમસ્યા એ પાન સોપારી કે લાડુનું જમણ કે દળદરનું ફીટવું – ૧

સંસ્કૃતભાષામાં કેટલાક શાસ્ત્રોમાં ભૂત સંખ્યા વપરાય છે. સામાન્ય રીતે માણસને કોઈ સંખ્યા યાદ રાખવાની હોય તો ન ફાવે. તેથી સંખ્યાને યાદ રાખવા માટે અમુક શબ્દો પસંદ કરવામાં આવે છે. આ શબ્દો સુનિશ્ચિત હોય છે.  આને ભૂત સંખ્યા કહેવામાં આવે છે. પણ આપણે આ વિષે ચર્ચા નહીં કરીએ.

ભૂત સંખ્યા એ એક શબ્દ છે. પણ ભૂતશબ્દ પ્રયોગ, એક શબ્દપ્રયોગ છે.

આપણે ભૂતશબ્દ-પ્રયોગની વાતો કરીશું.  દરેક ક્ષેત્રમાં ભૂત શબ્દ પ્રયોગ અલગ અલગ હોય છે. આપણે સરકારી ભ્રષ્ટાચાર ક્ષેત્રના ભૂત શબ્દ-પ્રયોગોની વાત કરીશું.

ભૂત-શબ્દો

આપણે જે વાત કરીશું તે ભૂત શબ્દ-પ્રયોગો વાત કરીશું. અને પછી મૂળ સમસ્યાના સમાધાનની વાત કરીશું.

પાન સોપારી,ચા પાણી, લાડુનું જમણ, કટકી, દળદર ફીટવું, બંદોબસ્ત કરવો, ધંધા પાણીની વાત. વહીવટ કરવો, સેટ કરવું, પેપર વેટ, કવર આપવું, કડદો કરવો,  વિગેરે ભૂત શબ્દ પ્રયોગો છે. જો કે આ શબ્દ પ્રયોગો દર વખતે સુનિશ્ચિત સંજોગોમાં જ થાય છે, એવો કોઈ નિયમ નથી. પણ લાગતી વળગતી વ્યક્તિઓ પૂર્વાપર સંબંધને આધારે તેના અર્થ સમજી જાય છે.

પાન સોપારીઃ નાના માણસનું નાનું કમીશન જે હમેશા મળતું રહે છે તે.

chaay-pani

ચા પાણીઃ તમે કશું ખોટૂં કામ કર્યું નથી. કદાચ તમે ખોટું કર્યું હોય, પણ તમે મોટા સાહેબ/સાહેબો સાથે બધું  પતાવી દીધું છે. તમારી લાઈન હવે ક્લીયર છે. તમે ખુશ છો. પણ હજી ગેટમેન, વૉચમેન, પટાવાળો, પત્ર નિકાસ કર્મચારી, જેને તમારો મુક્તિપાસ બનાવવાનો કે બતાવવાનો છે, તેને તમારે તમારી ખુશીથી માહિતગાર કરવાનો છે. જો કે તેને તો ખબર જ છે કે તમે ખુશ થયા છો. તમારી ખુશીને કારણે તેને પણ ખુશ થવું છે. તમારે તેને ચા પાણી કરાવવાના છે. ના જી. તમારે તેને ફીઝીકલી ચા પીવડાવવાની નથી. કારણ કે તમારા જેવા અનેક તેની પાસેથી પસાર થયા છે અને થવાના છે. આવી રીતે ચા પીધા કરવી તેના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમે રોકડી કરી દ્યો. એટલે કે તમે તેને થોડા રોકડા પૈસા આપી દો. “મુક્તિપાસ” એટલે શું તે તો તમે જાણો જ છો. પણ જ્યાં મુક્તિપાસ લાગુ નથી પડતો અને તમારે ચા-પાણી કરાવવાના છે તેનો દાખલો નીચે છે.

તમે મુંબઈ નિવાસી છો. તમે કાર લઈને મુંબઈથી અમદાવાદ આવ્યા. એક ટ્રાફિક પોલીસનું તમારી કારની નંબર પ્લેટ ઉપર ધ્યાન ગયું. અરે તમે તો લોંગ ડ્રાઈવવાળા પર્યટક છો. તમારે અમુક દસ્તાવેજો સાથે લાવવા જ પડે. એટલે એ પોલીસભાઈ તેને યાદ હોય તેવા દસ્તાવેજ માગશે. ફર્સ્ટ એઈડ બોક્સ પણ જોશે. “ધત્‍ તેરેકી … આની પાસે તો બધું જ છે.” તમે તમારી ચોકસાઈ થી મનોમન ખુશ થશો.  એટલે એ પોલીસભાઈ કહેશે “કંઈ નહીં ચલો … ચા પાણીના (પૈસા) આપી દો.” જો તમને દયા આવશે તો તમે કદાચ દશ રુપીયા આપી પણ દેશો.

લાડુનું જમણઃ એવી જગ્યાએ પોસ્ટીંગ કે તમને અવાર નવાર કટકી મળતી રહે.

કટકીઃ કોઈ કોન્ટ્રાક્ટરે, ઠેકેદારે કામ કર્યું એટલે તેણે બીલ મુક્યું. બીલની પાછળ અમુક કામ બરાબર કર્યાના સર્ટીફીકેટો લખેલા,  ચોંટાડેલા, છપાયેલા છે. તેની નીચે સહી કરનારાઓમાં તમે એક છો.  બીલની મળવાપાત્ર રકમના અમુક ટકા તમે માગો છો. જેટલા અધિકારીઓ સહી કરશે તેઓ પોતાના ટકા માગશે.  કોન્ટ્રાક્ટરને મળવા પાત્ર રકમમાં સરવાળે ઘટ પડશે. એટલે કે સરવાળે રકમ કટ થયા બરાબર અનુભવાશે. આ છે કટકી.

દળદર ફીટવુંઃ તમે કોંટ્રાક્ટર કે ઠેકેદાર છો. તમારા વગવાળા અધિકારીનું પોસ્ટીંગ થઈ ગયું છે. તો તમારે હવે લીલા લહેર છે. તમારું દળદર ફીટી ગયું સમજો. જો તમે અધિકારી છો અને “ચાલુ પણ છો”, અને હેડ ઓફીસમાં તમારા માનીતા ઉપરી અધિકારી આવી ગયા તો સાહેબ, તમારું દળદર ફીટી ગયું સમજી લો.

a-big-deal

બંદોબસ્તઃ તમારે અને અધિકારીઓ વચ્ચે પહેલેથી જ બધું ગોઠવાઈ ગયું છે. તમારે તમારા જેવા જ વ્યક્તિ કે સંસ્થા માટે, અધિકારીઓ સાથે તમારા જેવી જ ગોઠવણ કરી દેવાની છે. તમે માનો છો કે તમે આ માટે સક્ષમ છો. તો તમે તે સંસ્થાને/વ્યક્તિને કહી શકો છો કે “અરે  ભાઈ ગભરાય છે શા માટે, હું બધો બંદોબસ્ત કરી દઈશ.

ધંધા-પાણીની વાતઃ ટેન્ડર બહાર પડવાનું છે કે બહાર પડી ગયું છે. અધિકારીઓ સાથે “લાંચના પૈસાની” દેવડ, અને ટેન્ડરની સુયોગ્ય લેવડની વિગતો સુનિશ્ચિત કરવી એટલે ધંધા-પાણીની વાત કરવી.

વહીવટ કરવોઃ અરે તમારા બીલનું હજુ પેમેન્ટ થયું નથી? તમે બરાબર વહીવટ નહીં કર્યો હોય. કદાચ કોઈ રહી ગયું પણ હોય!! શું તમારે કોઈ સાથે થોડીકેય બોલાચાલી થઈ હતી? તમે તપાસ કરો અને તેની સાથે વહીવટ કરી દો.

સેટ કરવુંઃ તમે ફસાઈ ગયા છો? એવું કરો તમે ….  તમે ફલાણા ફલાણાને મળો ….   એ બધું સેટ કરી દેશે…..

પેપર વેટ મુકવુંઃ તમારો કેસ આગળ ધપાવવાનો હોય તો કર્મચારીને એક ફીક્સ રકમ આપી દેવાની. જેમકે કૉર્ટમાં નવા કેસના કાગળીયા જમા કરાવવાના હોય ત્યારે કે તેને સમકક્ષ કામ માટે ફીક્સ રકમ આપવાની.

કવર આપવુંઃ તમે કોન્ટ્રાક્ટર કે ઠેકેદાર છો. તમારું કામ ચાલુ છે. નાના મોટા સાહેબો ઇન્સ્પેક્ષન માટે આવ્યા કરે છે. જેવા જેવા સાહેબ કે જેવા જેવા વગદાર સાહેબ. તમારે તેને અનુરુપ ટાઈપના રેસ્ટોરાં/હોટેલમાં લઈ જવાના છે. સાહેબના હૉટેલ નિવાસમાં શું શું કરવું એવું બધું તો તમે કર્યા કરો છો. આવું બધું તો ઠીક છે યાર….  પણ સાહેબ જાય તો તમારે થોડું રોકડું પણ કરવું જોઇએ ને ! જેવા જેવા સાહેબ અને જેવા વગદાર સાહેબ, તે પ્રમાણે તેમને નાના મોટા કવર દરેક વીઝીટમાં આપતા રહેવાના હોય છે.

નાના મોટા કવર એટલે ન સમજ્યા? લ્યો બસ. નાનું કવર એટલે અંદર એકાદ હજાર રુપીયા કવરમાં મુકવાના. મોટું કવર એટલે ૫૦૦૦ થી ૧૦૦૦૦ રુપીયા. જેવી જેવી વીઝીટ …

ઇન્સ્પેક્ષનના સાહેબોને જ આ જમણ અને કવર આપવાની વાત લાગુ પડે છે એમ નથી. તમારે તમારા અમુક સમાચાર છપાવવા છે તો તમે જુદા જુદા ખબરપત્રીઓને બોલાવો છો. તમે તેમને ચીકન-બીર્યાની વ્હિસ્કી કે પ્યોર વેજીટેરીયન ડીશનું જમણ આપો છો તેતો જાણે સમજ્યા. પણ તમારે તેમને પણ કવર આપવાના છે. જમણની ક્વૉલીટી અને કવરની સાઈઝ પ્રમાણે તમે પ્રગટ કરવા માટે આપેલા સમાચારનું સ્ટ્રક્ચર થયેલું જોવા મળશે.

“અરે ભાઈ મેં તો તે દિવસે બધું બરાબર જ કરેલું. પણ પેલા સાહેબ તો ઑફીસમાં જઈને મને ફોન ઉપર  વઢવા લાગેલા…. “

કવર નાનું પડ્યું હશે.

“અરે ભાઈ મેં તો ખબરપત્રીઓને  નાસ્તા-પાણી કરાવેલ અને કવર પણ આપેલ તો “ફલાણા છાપામાં તો મારા સમાચર ગોત્યા પણ ન જડ્યા…  ફલાણામાં તો માંડ માંડ જડ્યા …. ફલાણા છાપામાં તો બહુ મોળું મોળું લખેલું …. “

કવર નાના પડ્યાં હશે.

કડદો કરવોઃ તમે તો બરાબર ફસાઈ ગયા છો અથવા તો તમને બરાબર ફસાવી દીધા છે. તમે કરેલો બધો વહીવટ નકામો ગયો. કારણ કે સાહેબોની ઉપર પણ સાહેબો છે, તેમની સાથે તમારે એવા સંબંધો નથી કે તે તમારામાં અંગત રસ લઈ તમને બચાવે અને તમારા બીલ પાસ કરાવી દે.  એટલે કે આ વાત  તમારી પહોંચની બહાર છે. તમારી પાસે છૂટવાનો રસ્તો છે જ નહીં. કૉર્ટમાં જાઓ તો કદાચ વાત પતે એમ છે. પણ કૉર્ટ શું કરશે તે કંઈ કહી શકાય તેમ નથી. કદાચ “લેનેકા દેના પડ જાય” કારણ કે સાહેબો તમારા દુશ્મન થઈ જાય.. કોનો ભરોસો કરવો તે તમે નક્કી કરી શકતા નથી.

તો હવે શું કરવું?

corruption

તમે એક કામ કરો … તમારા સાહેબો કે જેમાંના અમુક તો તમારા મિત્ર જેવા હશે. સાહેબોના જે સાહેબો છે તેમાંના કોઈકની સાથે તો તમારા સાહેબના વિશ્વસનીય સંબોધો હશે. તો જે સાહેબની સાથે તમે અત્યાર સુધી વહીવટ નિભાવ્યો, તે સાહેબ પાસે તમારા મિત્ર સાહેબને લઈને જાઓ. આ સાહેબને કહો કે તેઓ આ બીડું ઝડપે.

તમારું કરોડ રુપીયાનું બીલ છે. તમે કહો કે “પચાસ લાખ તમારા. તમારે જે રીતે તેનો વહીવટ કરવો હોય તે રીતે કરો.” તમારે આ સાહેબને ખર્ચા-પાણીના અલગ પૈસા એડ્વાન્સમાં આપવા પડે. એટલે કે જો ગાંધીનગર કે દિલ્લી જવાનું હોય તો તેમને આવવા જવાની મુસાફરી બાય રોડ કે બાય એર પૈસા અને હોટેલના પૈસા આપવા પડે તે જુદા.

“સર્વનાશઃ સમુત્પન્ને અર્ધં ત્યજતી પંડિતઃ”

એટલે જ્યારે સંપૂર્ણ નુકશાન થવાનું હોય ત્યારે સુજ્ઞ જન અડધું છોડી દે છે.

(ઘણી વખત આવો કડદો તમારે કોઈ પાર્ટી કે જેની પાસે તમારા પૈસા લેણા નિકળતા હોય તેની સાથે પણ કરવો પડે છે)

તમે કહેશો કે “પણ આમાં ટ્રાફિકની વાત તો આવી નહીં … !!!”

આવશે આવશે …

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ પાન સોપારી,ચા પાણી, લાડુનું જમણ, કટકી, દળદર ફીટવું, બંદોબસ્ત કરવો, ધંધા પાણીની વાત. વહીવટ કરવો, સેટ કરવું, પેપર વૅટ, કવર આપવું, કડદો કરવો,  ભૂત શબ્દ પ્રયોગ, સાહેબ, સાહેબના સાહેબ, ગેટમેન, વૉચમેન, પટાવાળો, કોન્ટ્રાક્ટર, ઠેકેદાર, ખબરપત્રી, સુજ્ઞ જન

Read Full Post »

સુજ્ઞ લોકોની કાશ્મિર વિષેની ભ્રમણાઓ

સુજ્ઞ લોકોની કાશ્મિર વિષેની ભ્રમણાઓ

સુજ્ઞ લોકો એટલે જેઓ પોતાને જ્ઞાનવાન, વિશ્લેષક અને તર્કશુદ્ધ અભિપ્રાયો ધરવાન નારા સમજે છે તેવા ચેનલ ઉપર ચર્ચા કરનારા નેતાઓ, કે વર્તમાનપત્રોમાં કટારીયાઓ અને મૂર્ધન્યો છે.

આપણે ફક્ત આજે એક કટારીયાભાઈ/ભાઈઓ ની જ વાત કરીશું. અને તે પણ ડીબી (દિવ્ય ભાસ્કર) માં લખતા એક કટારીયા ભાઈની તેમણે યુટ્યુબ ઉપર આપેલા કાશ્મિર સમસ્યા ઉપર તેમણે દાખવેલા અભિપ્રાય વિષે વાત કરીશું. આ પ્રવચન જો તમારે સાંભળવું હોય તો નગીનભાઈ સંઘવી સાથેનો સંવાદ યુટ્યુબના “સર્ચ” ઉપર  તમે “‘Samvaad – The Talk Show’ with Nagindas Sanghvi, A Renowned Political Analyst “ આમ ટાઈપ કરી મેળવી શકશો.

નગીનભાઈ સંઘવી એક માનનીય વ્યક્તિ છે. આવા માનનીય મૂર્ધન્યોની સંખ્યા ગુજરાતી જ નહીં પણ અંગ્રેજીમાં પણ ઓછી છે અને ભારતમાં જ નહીં પણ અમેરિકામાં પણ ઓછી છે.

આવા ગણ્યા ગાંઠ્યા કટારીયા લેખક જ્યારે કોઈ લાંબા ગાળાથી ચાલી આવતી સમસ્યા વિષે લખે ત્યારે સામાન્ય રીતે દાળમાં કોળું ન જાય. પણ, ક્યારેક  જાય  પણ ખરું. આ “દાળમાંનું કોળું” એક વ્યક્તિગત અભિપ્રાય છે.

હિન્દુ-મુસ્લિમ વ્યવહારો અને સંબંધો વિષે લખવું એટલે આમ તો બહુ નાજુક વિષય છે. કારણ કે આ બંનેને ધર્મને કારણે જુદા પાડવામાં આવ્યા છે. મુસ્લિમો પ્રમાણમાં વધુ સંવેદનશીલ છે. પણ હિન્દુઓ વધુ સંખ્યામાં હોવાથી સંવેદનશીલ હિન્દુઓની સંખ્યાને અવગણી ન શકાય.

 આપણે માંડીને વાત નહીં કરીએ. પણ ક્યાંથી ક્યાં સુધી?

અમુક કાશ્મિરી નેતાઓ ચંદ્રગુપ્ત મૌર્ય થી શરુઆત કરી એમ સાબિત કરવા માગે છે કે અમે ક્યારેય ભારતમાં હતા જ નહીં.

અમુક કાશ્મિરી હિન્દુઓ ભારતીય સંસ્કૃતિના મૂળમાં જાય છે અને કહે છે કે મોટાભાગના ભારતીય સંસ્કૃતિક સાહિત્યના સ્રોત કાશ્મિરના છે. જો કે તેમાંના કેટલાક હિન્દુ નેતાઓ અગાઉ સ્વતંત્ર કાશ્મિરની વાત કરતા હતા પણ તેઓ બેઘર થયા એટલે તેઓ ભાનમાં આવ્યા કે મુસ્લિમો કઈ રીતે તેમની સામે વર્તી શકે છે.

તટસ્થ રીતે વિચારો તો કાશ્મિર ક્યાં હોવું જોઇએ?

दानं भोगः  नाशः अस्य, तीस्रः गतिः भवन्ति वित्तस्य,

यो ददाति न भूंक्ते, तस्य तृतीया गतिः भवति

ધનની (અહીં કાશ્મિરની) ત્રણ ગતિઓ છે. કાં તો પાકિસ્તાનને દાનમાં આપી દો (અને તેને શૂન્ય થવા દો).

કાંતો કાશ્મિરને ભારતમાં રાખો તેનો વિકાસ કરીને યાત્ર સ્થળ તરીકે ભોગવો ,

કાંતો કશ્મિરને સ્વતંત્ર રાખો કે જેથી તે તિબેટની જેમ નાશ પામી જાય.

એવું કહેવાય છે કે શેખ અબ્દુલ્લા એક સ્વાતંત્ર્ય સૈનિક હતા. તેઓશ્રી નહેરુના મિત્ર હતા. પણ જમ્મુ કાશ્મિરના રાજા સાથે તેમને ખાસ બનતું નહીં.

જેને આપણે “ભારત” અથવા “અખંડ ભારત” કહીએ છીએ તેનું રાજકીય અસ્તિત્ત્વ ૧૮૪૬માં આવ્યું કે જ્યારે જમ્મુના મહારાજા ગુલાબ સિંહે કાશ્મિરને સાઠલાખ રૌપ્ય મુદ્રામાં અંગ્રેજો પાસેથી લીધું, અંગ્રેજોને બે સુંદર કાશ્મિરી શાલ અને ત્રણ હાથ રુમાલ આપ્યા અને અંગ્રેજોની આણ માન્ય રાખી.

આથી વધુ જુની વાતને, દુનિયા માન્ય રાખશે નહીં અને હાસ્યાસ્પદ ગણાશે એ અલગ.

એમ તો આપણે આપણો દાવો પશ્ચિમમાં ઇરાન ઉપર અને અરબસ્તાન ઉપર, પૂર્વમાં વિએટનામ અને જાપાન સુધી અને દક્ષિણમાં જાવા સુમાત્રા સુધી કરી શકીએ. કારણ કે ક્યારેક હિન્દુ  રાજાઓ ત્યાં રાજ કરતા હતા. પણ તે દાવા માટે આપણી પાસે સગવડતા હોવી જોઇએ. જેમકે ચીનનું કહેવું હતું કે કોઈ એક કાળે તિબેટ ઉપર અમે રાજ કરતા હતા. અને નહેરુએ ચીનને તિબેટ ઉપર રાજ કરવાની સગવડ કરી આપેલ.

એ વાત જવા દો. એ વાતથી વિષયાંતર થઈ જશે.

અંગ્રેજોએ ગમે તેમ કરીને જીન્નાને પાકિસ્તાન કરી આપ્યું.

પણ દેશી રાજાઓ ના રાજ્યનું શું કરવું?

દેશી રાજાઓ માટે ત્રણ વિકલ્પ હતા. કાં તો પાકિસ્તાન સાથે જોડાય, કાંતો ભારત સાથે જોડાય અથવા તો સ્વતંત્ર રહે. પણ આ પસંદગી મનમાની રીતે થઈ શકે તેમ ન હતું. તેમના રાજ્યની જનતાની સંમતિ જરુરી હતી.

જુનાગઢના નવાબ મનમાની કરવા ગયા તો એમના રાજ્યમાં વિદ્રોહ થયો. તેમને પાકિસ્તાન ભાગી જવું પડ્યું. હૈદરાબાદના નવાબ પણ મનમાની કરવા ગયા તો તેમના લશ્કરે શરણાગતિ સ્વિકારવી પડી. જમ્મુ કાશ્મિરના રાજાએ કશો નિર્ણય ન લીધો. તેમની ઈચ્છા સ્વતંત્ર રહેવાની હતી. શેખ અબ્દુલ્લાની ઈચ્છા પણ એવી જ હતી. ખાટલે મોટી ખોડ એ હતી કે એ બંને વચ્ચે બનતું ન હતું.

આવા સંજોગોમાં પાકિસ્તાનની દાઢ સળકી.

૧૫-૦૮-૧૯૪૭ તારીખથી બ્રીટીશ શાસનનો અંત આવતો હતો. જમ્મુ-કાશ્મિર રાજ્ય અવરજવર માટે  પાકિસ્તાન સાથે જોડાયેલું હતું. જ્યાં સુધી બધું થાળે ન પડે ત્યાં સુધી ઇન્ડિયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ અંતર્ગત પાકિસ્તાનની ફરજ હતી કે તે રોજ વપરાશની ચીજો જમ્મુ-કાશ્મિરને પૂરી પાડે. પણ પાકિસ્તાને નાકા બંધી કરી અને જીવન જરુરી વપરાશની ચીજો મોકલવાની બંધ કરી દીધી. તે ઉપરાંત પાકિસ્તાને સ્વાતંત્ર્યવીરોને નામે સૈનિકોને શસ્ત્ર સરંજામ સાથે જમ્મુ-કાશ્મિરનો કબ્જો લેવા મોકલી આપ્યા. એટલે કે પાકિસ્તાને સૈનિક આક્રમણ કર્યું.

હવે એક વસ્તુ સમજી લો કે પાકિસ્તાનની જમ્મુ-કાશ્મિર ઉપર દાવો કરવાની ત્રણ ગેરલાયકાત હતી.

(૧) ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ અંતર્ગત જ્યાં સુધી (૧૯૫૦) બધું થાળે ન પડે ત્યાં સુધી “સપ્લાય લાઈન ચાલુ રાખવી. પણ પાકિસ્તાને આ શરતનો ભંગ કર્યો. પાકિસ્તાને જમ્મુ-કાશ્મિરની સપ્લાય લાઈન બંધ કરી દીધી,

(૨) દેશી રાજ્યને જનતાનો અભિપ્રાય નક્કી કરવાનો સમય આપવો. પણ પાકિસ્તાને જમ્મુ-કાશ્મિરમાં લોકમત થઈ જવાની રાહ ન જોઇ.

(૩) અનધિકૃત લશ્કરી કાર્યવાહી ન કરવી. પાકિસ્તાને જમ્મુ-કાશ્મિર ઉપર લશ્કરી આક્રમણ કર્યું. પાકિસ્તાની લશ્કરે મુસ્લિમ ઇતિહાસમાં જેમ થતું આવ્યું છે તેમ કાશ્મિરમાં આક્રમણ કરી કત્લેઆમ અને બેસુમાર લૂંટફાટ કરી. અસંખ્ય સ્ત્રીઓ ઉપર (મુસ્લિમ સ્ત્રીઓ સહિત), બળાત્કારો કર્યા. જો પાકિસ્તાની લશ્કરે આવું કશું કર્યું ન હોત તો તેઓ શ્રીનગર સુધી કબજો કરી લીધો હોત.  પણ પાકિસ્તાની લશ્કરના સૈનિકો આવું બધું કરવાની લાલચ રોકી શક્યા નહીં. તેથી શ્રીનગર પહોંચવામાં મોડા પડ્યા.

બીજી એક વધુ વાત સમજી લો

શેખ અબ્દુલ્લા કાશ્મિરમાં લોકપ્રિય હતા. અને તેમને પાકિસ્તાન સાથેનું જોડાણ ધોળા ધરમેય મંજુર ન હતું. કારણ કે શેખ અબ્દુલ્લાને ધર્માભિમુખ મુસ્લિમ રાષ્ટ્ર સાથે જોડાણ પસંદ ન હતું. એટલે જમ્મુ-કાશ્મિરનું રાજ્ય પાકિસ્તાનને મળે એ શક્ય જ ન હતું.

ધારો કે પાકિસ્તાને આક્રમણ ન કર્યું હોત અને જો જમ્મુ-કાશ્મિરમાં જનમત લેવાયો હોત તો પણ જમ્મુ-કાશ્મિર રાજ્ય પાકિસ્તાનને મળે તે શક્ય જ ન હતું.

ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટનો પાકિસ્તાને જમ્મુ-કાશ્મિર રાજ્ય અન્વયે ભંગ કર્યો છે એટલું જ નહીં પણ તેણે બલુચિસ્તાન ઉપર આક્રમણ કરીને પણ તે એક્ટની અંતર્ગત ભંગ કર્યો છે.

આ રીતે જોઇએ તો પાકિસ્તાન કાયદેસર રીતે પાકિસ્તાન, જમ્મુ-કાશ્મિર રાજ્ય ઉપર દાવો કરી જ ન શકે.

કારણ કે પાકિસ્તાન એક આક્રમણખોર રાષ્ટ્ર છે. તે ઉપરાંત પાકિસ્તાને યુનોના ઠરાવની શરતોનું પાલન કર્યું નથી. યુનોના ઠરાવની શરતો છે કે;

(૧) પાકિસ્તાને પોતાના કબજા હેઠળની કાશ્મિરની ધરતી ઉપરથી લશ્કર હઠાવી લેવું

(૨) પાકિસ્તાનનું લશ્કર હઠી ગયા પછી, ભારત ત્યાં મર્યાદિત સંખ્યામાં લશ્કર રાખી શકશે (કે જેથી ત્યાં  જનમત ગણના કરી શકાય.)

(૩) જ્યાં સુધી જનમત ગણના કાર્ય આ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મિરમાં પૂર્ણ ન થાય ત્યાં સુધી પાકિસ્તાન પોતાના કબજા હેઠળના કાશ્મિરમાં લશ્કરી કાર્યવાહી કરી શકશે નહીં.

પાકિસ્તાને યુનોના ઠરાવનો પણ ખુલ્લે આમ ભંગ કર્યો છે.

શું પાકિસ્તાનને કાશ્મિર ઉપર પ્રેમ છે ખરો?

ના જી. જરાપણ નહીં.

હવે તમે જુઓ.

jammu-and-kashmir

પાકિસ્તાને યુનોના ઠરાવનો અમલ ન કર્યો. તે વખતે “જમ્મુ અને કાશ્મિર નેશનલ કોન્ફરન્સ” કે જેના નેતા શેખ અબ્દુલ્લા હતા તે એક માત્ર પક્ષ અસ્તિત્ત્વ ધરાવતો હતો. તેના ચૂંટાયેલા ૭૫ સભ્યોએ વિધાનસભાનું ઓગષ્ટ-સપ્ટેમ્બર ૧૯૫૧માં ગઠન કર્યું અને   લોકતંત્રમાં માન્ય પ્રણાલી દ્વારા તે વિધાન સભાએ ભારત સાથેનું જોડાણ સર્વાનુમતે માન્ય કર્યું. એટલે ભારત તરફથી તો જનમત ગણનાના કાર્યની સમાપ્તિ થઈ ગઈ. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મિરમાંની ૨૫ બેઠકો આજની તારીખ સુધી ખાલી છે. કારણ કે પાકિસ્તાન તેના સંસ્કાર પ્રમાણે લોકશાહીમાં માન્ય હોય તેવું કશું કરી શક્યું નથી.

જમ્મુ-કાશ્મિરમાં પ્લેબીસાઈટ

કોઈ કહેશે કે જમ્મુ-કાશ્મિરમાં પ્લેબીસાઈટ એટલે જનમત ગણના (૧) ભારત સાથે જોડાવું છે? (૨) પાકિસ્તાન સાથે જોડાવું છે? (૩) સ્વતંત્ર રહેવું છે? એ પ્રમાણે કેમ ન કરી?

આનો જવાબ એ છે કે જે રીતે ભારતમાં પણ જનમત ગણના બીજા દેશી રાજ્યોમાં કરેલી, તે જ રીત જમ્મુ-કાશ્મિરમાં પણ અપનાવેલી.

બ્રીટીશ ઇન્ડીયામાં જે પ્રમાણે માન્ય પ્રદેશો હતા તે પ્રમાણે રાજ્યો રાખેલ. કચ્છ, સૌરાષ્ટ્ર, મૈસુર, વિગેરે વિષે પણ આમ જ હતું.

દેશી રાજ્યોમાં નાના મોટા ૭૦૦ ઉપર રાજ્યો હતા. દરેકમાં (૧) ભારત સાથે જોડાવું છે? (૨) પાકિસ્તાન સાથે જોડાવું છે? કે  (૩) સ્વતંત્ર રહેવું છે? એ પ્રમાણે જનમત ગણના થઈ ન શકે. વળી જનમતનું પ્રતિબિંબ તો વિધાનસભામાં પણ પડે જ છે. એટલે વિધાનસભાની મંજુરી પણ લોકશાહીને માન્ય જ કહેવાય.  

તો પછી આપણા કેટલાક અખબારી મૂર્ધન્યો અને કેટલાક સ્વયમેવ સિદ્ધ તર્કશાસ્ત્રીઓ કાશ્મિર ઉપરનો પાકિસ્તાનનો દાવો કેવી રીતે પુરસ્કૃત કરે છે?

હે ઇતિહાસકારો “તે વીરલાઓમાં” અમારું નામ પણ નોંધો

they-supported-mk-gandhi

જો આ સુજ્ઞ જનો સાચેસાચ મુંઝાયેલા હોય અને પોતાને તટસ્થ મનાવવાના કેફમાં હોય પણ તેમને ખબર ન હોય કે તેઓ કૅફમાં “હોંચી હોંચી” કરે છે. તો તેનું કારણ એ છે કે જમ્મુ-કશ્મિરમાં બહુમતિ મુસ્લિમો છે અને તેથી જ્યાં બહુ મતિ મુસ્લિમોની હોય તો તે પ્રદેશે પાકિસ્તાનમાં જવું જોઇએ.

આપણે જાણીએ છીએ અને એ વાતનો આપણને ગર્વ છે કે મહાત્મા ગાંધીની સાથે હિન્દ સ્વરાજ્યની લડતમાં કેટલાક તટસ્થ અંગ્રેજો અને યુરોપીયનો પણ સામેલ થયા હતા. રાજ તો અંગ્રેજોનું હતું તેમ છતાં પણ જનતંત્ર એવા બ્રીટનમાં રહેલા સત્યપ્રિય અંગ્રેજો આપણી લડતને સાથ આપતા હતા. જો આમ હોય તો પછી આપણામાં પણ કેટાલાક વીરલા નિકળવા જ જોઇએ કે જે જમ્મુ-કાશ્મિરના મુસ્લિમોની સ્વાતંત્ર્ય ની લડતમાં મુસ્લિમોને વૈચારિક સાથ આપે. એટલે આપણા કેટલાક સુજ્ઞ જનોએ વિચાર્યું કે તો પછી તે સત્ય પ્રિય વીરલાઓમાં આપણું નામ શા માટે નહીં?

samuel

આવા કંઈક ભાવ સાથે પણ કેટલાક મૂર્ધન્યો પોતાનો મત બાંધતા હોવા જોઇએ.

ખાટલે શી ખોડ છે?

ભારતની સ્વાતંત્ર્ય માટેની “હિંસક અને અહિંસક બંને લડત” અને કાશ્મિરના મુસ્લિમોની કહેવાતી “સ્વાતંત્ર્યની લડત”, આ બંનેમાં આભ જમીનનો ફેર છે.

ભારતની સ્વાતંત્ર્ય માટેની લડત એટલા માટે હતી કે ભારત અને બ્રીટનના કાયદા અલગ હતા.

બ્રીટનની પાર્લામેન્ટમાં ભારતનું તેની જનસંખ્યાના પ્રમાણમાં પ્રતિનિધિત્વ ન હતું.

ભારત બ્રીટનનું એક રાજ્ય ન હતું.

જે સ્વાયત્તતા બ્રીટનના નાગરિકો પાસે હતી તેવી સ્વાયત્તતા ભારતના નાગરિકોની પાસે ન હતી.

બ્રીટનની સરકાર, ભારત ઉપર દેખરેખ રાખવા એક ગવર્નર જનરલ (વાઈસરોય) અને અનેક ગવર્નરો મોકલતી.

આ બધા કારણસર ભારતની સ્વાતંત્ર્યની લડત વ્યાજબી હતી.

આ ઉપરાંત

ભારતની અહિંસક લડતના સૈનિકો વાટાઘાટો માટે તૈયાર રહેતા હતા.

ભારતની અહિંસક લડતના સૈનિકો સરકારના સક્ષમ અધિકારીને પોતાની આગામી આંદોલનની પૂરી રુપરેખા આપતા હતા, અને તે પ્રમાણે આંદોલનો કરતા હતા,

ભારતની અહિંસક લડતના સૈનિકો, ખૂલ્લા મોઢે આંદોલન કરતા. ભારતની અહિંસક લડતના સૈનિકો કદી બુકાની બાંધી મોઢું સંતાડીને આંદોલન કરતા નહીં.

ભારતની અહિંસક લડતના સૈનિકો પોતાનો ગુનો છૂપાવતા નહી, ભારતની અહિંસક લડતના સૈનિકો પોતાનો ગુનો કબુલ કરતા. ગુનો સાબિત કરવાની જવાબદારી સરકાર ઉપર છોડતા નહીં.

ભારતની અહિંસક લડતના સૈનિકો કદી પણ જામીન ઉપર છૂટવા માટે અરજી કરતા નહીં,

ભારતની અહિંસક લડતના સૈનિકો જેલમાં હોય ત્યારે પણ સરકાર સાથે વાટાઘાટો કરવા તૈયાર રહેતા,

ટૂંકમાં ભારતની અહિંસક લડતના સૈનિકોની લડત સંપૂર્ણ પારદર્શી અને નિયમ બદ્ધ હતી. તેઓ સ્વેચ્છાએ અને મફતમાં લડત ચલાવતા હતા.

ભારતની અહિંસક લડતના સૈનિકો અને નેતાઓ સાદગી થી રહેતા હતા.

ભારતની અહિંસક લડતના સૈનિકોને પૂરો ખ્યાલ હતો કે સ્વતંત્રતા મળ્યા પછી ભારતમાં રાજ્યવ્યવસ્થા કેવી હશે.

ભારતની અહિંસક લડત અને હિંસક લડત બંને ના સૈનિકો અને નેતાઓ ની દૃષ્ટિ સાફ હતી કે સ્વતંત્રભારત એક ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર હશે.

જો આપણે લોકશાહી દૃષ્ટિ એ જોઇએ તો કાશ્મિર તો સ્વતંત્ર જ છે.

 કાશ્મિરમાં કાશ્મિરની જનતા જ પોતાના પ્રતિનિધિ ચૂંટે છે.

કશ્મિરના પ્રધાનમંડળમાં કાશ્મિરીઓ જ હોય છે.

કાશ્મિરનું પ્રતિનિધિત્વ ભારતની પાર્લામેન્ટમાં તેની જનસંખ્યાના પ્રમાણમાં હોય છે.

ભારતના કેન્દ્રના પ્રધાનમંડળમાં કાશ્મિરી પ્રધાન હતા અને હજુ હોઈ શકે છે.

કાશ્મિરની લડતને વિષે એવું ન કહી શાકય કે તે સ્વતંત્રતા માટે છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો કાયર છે કે જેથી તેમને પોતાના મોંઢાં છૂપાવવા પડે છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો, પોલીસોને અને ભારતીય લશ્કરના સૈનિકોને નિશાન બનાવે છે જેઓ પોતાની ફરજ બજાવી રહ્યા હોય છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો કે નેતાઓ વાટાઘાટો માટે તૈયાર નથી.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો પોતાના ગુનાનો ઇન્કાર કરે છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો ધારોકે પકડાઈ જાય તો જામીન ઉપર છૂટવા સદા તૈયાર હોય છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો પોતાનો ગુનો છૂપાવે છે. તેમનો ગુનો સાબિત કરવાની જવાબદારી સરકાર ઉપર હોય છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકોની વાત જવા દો પણ તેના બની બેઠેલા નેતાઓ સુધ્ધાં ને ખબર નથી કે લોકશાહી એટલે શું અને તેમની લડત શા માટે છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકોની વાત જવા દો પણ તેના બની બેઠેલા નેતાઓ સુધ્ધાં ને ખબર નથી કે તેમને કઈ જાતની આઝાદી જોઇએ છે. તેમની હાલની આઝાદી તેમની માંગ વાળી આઝાદી થી કઈ રીતે અને કેટલી જુદી પડે છે તેની ચર્ચા પણ કરવા તેઓ તૈયાર નથી..

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકોની વાત જવા દો પણ તેના બની બેઠેલા નેતાઓ સુધ્ધાં પૈસાને આધારે કામ કરે છે. તેના નેતાઓ બીજાના સંતાનોને જતિ કરવા નિકળ્યા છે અને પોતાના સંતાનોને ઉચ્ચ વિદ્યાલયો અને ઉચ્ચ વિશ્વવિદ્યાલયોમાં ભણાવે છે.

કાશ્મિરની લડત ચલાવતા નેતાઓ જાહોજલાલીથી જીવે છે અને ગરીબોને ધર્મને નામે ઉશ્કેરી આંદોલન ચલાવે છે. કાશ્મિરના કહેવાતા સ્વાતંત્ર્યની લડત ચલાવતા નેતાઓ કાશ્મિરને અમાનવતા વાદી રાષ્ટ્ર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મૂર્ધન્યો પ્રશ્ન કરશે કે;

જો મુસ્લિમ બાહુલ્યવાળા પાકિસ્તાનને આપણે ખુદા ભરોસે છોડી દઈ શકીએ છીએ તો મુસ્લિમ બાહુલ્યવાળા જમ્મુ-કાશ્મિરને પણ ખુદા ભરોસે શા માટે છોડી ન દેવો?

જમ્મુ-કાશ્મિર કંઈ એકલું રાજ્ય ન હતું કે જે ભારત સાથે લોકશાહી માર્ગે જોડાયું. બીજા ૭૦૦ રાજ્યો હતા કે જેના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ભારત સાથે નું જોડાણ મંજુર રાખ્યું. જો પચાસના દશકામાં  જમ્મુ-કાશ્મિર રાજ્યનું ભારત સાથેનું જોડાણ બીજા રાજ્યોની જેમ જ થયું હોય તો કાશ્મિરમાં  ફરી જનમતની માગણી કેવી રીતે કરી શકાય?

વહાબી વિચાર ધારા

પાકિસ્તાનની વહાબી વિચાર ધારાવાળી સંસ્થાઓ કાશ્મિરીઓને પૈસા વેરી ઉશ્કેરે છે. આ વાત જેઓ ન જાણતા હોય તેમણે રાજકારણમાં પોતાની ચાંચ ખોસવી નહીં.

કાશ્મિરની અશાંતિ વહાબીઓને કારણે છે. વહાબીઓનું ધ્યેય અને કાર્યસૂચિ કટ્ટાર પંથી છે. જે ઇસ્લામિક દેશ શાંતિપ્રિય છે તેઓ વહાબીઓને માન્ય રાખતા નથી.

વહાબીઓની હાલની વાત રાજકીય સ્વાતંત્ર્યની છે અને સાથે સાથે શરિયત કાયદો લાગુ કરવાની પણ છે. વહાબીઓ ધાકધમકી, બળદ્વારા અને પૈસા દ્વારા પોતાની વિચારસરણી કાશ્મિરીઓ ઉપર ઠોકવા માગે છે.

જે પ્રદેશના નેતાઓ પૈસા ખાવામાં રચ્યા પચ્યા રહ્યા હોય ત્યાં બેકારી વધે. બેકાર માણસ પૈસા માટે બધું જ કરવા તૈયાર થઈ જાય.

ફરુખ અને ઓમરે પૈસા ખાવા સિવાય કાશ્મિરમાં વિકાસ માટે કશું કર્યું નથી. એટલે કાશ્મિરની જનતા અને ખાસ કરીને યુવાનોમાં બેકારી વધી. પાકિસ્તાન તેનો કોઈપણ ભોગે લાભ લેવા માગે છે.

વહાબી અને મુસ્લિમ શબ્દો પર્યાયવાચી નથી

વહાબી અને મુસ્લિમ શબ્દો પર્યાયવાચી નથી. જેમ હિન્દુ અને અઘોરી પર્યાયવાચી નથી. જો કે અઘોરી કરતાં વહાબી વધુ ભયજનક છે કારણ કે અઘોરી પોતાનો પંથ પોતાના પુરતો મર્યાદિત રાખે છે. પણ જો તેને રાજકીય સાથલેવા માટે ઉશ્કેરવામાં આવે અને જો તે ઉશ્કેરાય પણ ખરો તો આવા અનેક અઘોરીઓનું જુથ વહાબીઓ જેટલું ભયજનક બની શકે.

તમે યાદ કરો કે ખાન અબ્દુલ ગફારખાને શું કહ્યું હતું?

ખાન અબ્દુલ ગફારખાને, નહેરુવીયન કોંગ્રેસને કહ્યું હતું કે “તુમ લોગોંને હમે ભેડિયોંકે હવાલે કર દિયા.”

સુજ્ઞજનોની રાજકીય અપરિપક્વતા

વહાબીઓ અત્યારે રાજકીય તાકાત મેળવવા લડે છે. રાજકારણમાં અનેક પ્રવાહો વહેતા હોય છે. જો આપણે એવું માનીએ કે વહાબીઓનો અવાજ એ કાશ્મિરીઓનો અવાજ છે તો તે રાજકીય અપરિપક્વતા ગણાશે.

નગીનભાઈ સંઘવીએ જે કહ્યું કે કાશ્મિરીઓ ભારતથી અલગ થવા માગે છે. આપણે આ પ્રદેશ છોડી દેવો જોઇએ.

જોકે આ પ્રકારનું બોધગ્રહણ,  તે તેમના એકલાનું બોધગ્રહણ નથી.

આ પહેલાં ૧૯૭૮-૭૯માં ભૂમિપુત્રના સંપાદક/તંત્રી શ્રી કાંતિભાઈ શાહ કે જેઓ કાશ્મિરમાં જઈ આવ્યા હતા તેમનું પણ આવું જ બોધ ગ્રહણ હતું. તે વખતે મેં તેમને ભૂમિપુત્રમાં સિક્કાની બીજી બાજુ બતાવતો એક લેખ મોકલી આપ્યો. (તે લેખ તેમણે છાપ્યો નહીં. વાંધો નહીં આપણે શોક ન કરવો).  ગાંધીજીના અનુયાયીઓ પૂર્વપક્ષને સાંભળે જ સાંભળે તે વાત તેમને મંજુર ન હોય.

આપણે એક વાત સમજવી જોઇએ કે રાજકારણ હમેશા પ્રવાહી હોય છે. અને વળી તેમાં આંતરિક અને બાહ્ય પ્રવાહો પણ હોય છે.

ગુજરાતમાંનું નવનિર્માણનું આંદોલન

શ્રેષ્ઠ ઉદાહરણ ૧૯૭૩-૭૪નું ગુજરાતમાંનું નવનિર્માણનું આંદોલન છે. આ આંદોલન મોટે ભાગે અહિંસક હતું. આ આંદોલનને બહારના જે લોકોએ જોયું, તે લોકોએ તેની સરખામણી ૧૯૪૨ના આંદોલન સાથે કરી હતી. રવિશંકર મહારાજ જેવા સ્વચ્છ અને ગાંધીવાદી નેતાએ પણ ચિમનભાઈ પટેલને કહ્યું કે તમે મુખ્ય પ્રધાનપદે થી રાજીનામું આપો. જયપ્રકાશ નારાયણ જેવા અનેક નેતાઓ નવનિર્માણના આંદોલનથી આકર્ષાયા હતા.

નવનિર્માણના આ આંદોલનને કારણ્ર ૧૯૭૪માં ગુજરાત વિધાનસભાનું વિસર્જન કરવું પડ્યું તે વખતે જેની શાસકીય રીત રસમ સામે આ નવનિર્માણ આંદોલન થયું હતું તે નહેરુવીયન કોંગ્રેસની શી સ્થિતિ હશે તેની તમે કલ્પના કરો.

જ્યારે ૧૯૭૫માં ગુજરાત વિધાન સભાની ચૂંટણી થઈ, ત્યારે એમ જ લાગતું હતું કે નહેરુવીયન કોંગ્રેસને એક પણ બેઠક મળશે નહીં. જનતા મોરચો જ બધી જ બેઠકો મેળવી જશે.

પણ થયું શું?

જનતા મોરચાએ બહુમતિ કરવા માટે ચિમનભાઈ પટેલના કિમલોપનો સહારો લેવો પડ્યો.

૧૯૮૦માં શું થયું?

આજ નહેરુવીયન કોંગ્રેસ પક્ષ વિધાન સભામાં પૂર્ણ બહુમતિ સાથે સત્તા ઉપર આવ્યો. નહેરુવીયન કોંગ્રેસની સત્તા ૧૯૯૫ સુધી ગુજરાત ઉપર કાયમ રહી.

આ બધાનું કારણ શું?

રાજકારણમાં આંતરપ્રવાહો વહેતા હોય છે. કાશ્મિરમાં અને તેની જનતામાં પણ આંતર પ્રવાહો છે અને તે ઝી-ન્યુજ઼ ટીવી ચેનલ બહાર લાવી રહ્યું છે.

પુનર્વિચારણા શક્ય નથી

tibet-and-jammu-kashmir

તમે કાશ્મિરનો ભારત સાથેના જોડાણનો પ્રશ્ન પુનર્વિચારણા માટે ઉખેળી શકો નહીં. આની અસર બીજા રાજ્યોની ઉપર પણ પડે.

તમે જાણો જ છો કે પૂર્વોત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ખ્રીસ્તીઓ બહુમતિમાં હોવાથી તેઓ પોતાને યુરોપના ફરજંદ માને છે. તેમણે તેમની લિપિ જે અગાઉ દેવનાગરી જેવી અક્ષરલિપિ હતી તે તેમણે બદલી નાખી અને પોતાની ભાષાની લિપિ શબ્દલિપિ (રોમન સ્ક્રીપ્ટ) કરી નાખી છે.

તેમનામાં આવી ભાવના કોણ ઉત્પન્ન કરેછે?

ખ્રીસ્તી પાદરીઓ સેવાના ઓઠા હેઠળ, ધાર્મિક વિભાજનવાદ પણ ફેલાવે છે.  જેમ કાશ્મિરમાં પાકિસ્તાન પૈસા વેરે છે તેમ પૂર્વોત્તર રાજ્યોમાં ખ્રીસ્તીઓ પૈસા વેરે છે. જો કાશ્મિરમાં “ભારતમાં થયેલ વિલય” ને પુનર્વિચારણા માટે મંજુર કરવામાં આવે તો બીજે બધે પણ આવી માગણી ઉઠે. ખ્રીસ્તીઓ પૂર્વોત્તર રાજયોમાં પૈસા  વેરવાની ઝડપ અને પ્રમાણ પણ વધારશે. પૂર્વોત્તર રાજ્યોની જનતા પણ કહેશે કે અમને ભારતીય રાજકીય રીતરસમ પસંદ નથી તેથી અમારે જુદો દેશ જોઇએ છે. આપણા કહેવાતા ભારતીય સુજ્ઞજનો તેમની માગણીને હવા આપશે જ. આપણું પત્રકારિત્વ પીળું છે તે ભારતમાં તો સૌકોઈ જાણે છે.

આ વાત પણ વિચારો.

ધારો કે રશિયા અલાસ્કાના લોકોને ઉશ્કેરે અને શસ્ત્રો પણ પૂરા પાડે અને તેમને પાકિસ્તાન જેમ કાશ્મિરમાં વહાબીઓને મદદ કરે છે તેમ અલાસ્કાવાસીઓ પાસે માગણી કરાવે કે અમને યુએસની રાજકીય રીતરસમ પસંદ નથી તો યુએસ શું કરશે? શું યુએસના સુજ્ઞ જનો, અલાસ્કાવાસીઓને સહકાર આપશે?

સ્પેનની સરકાર પણ, યુએસના ટેક્સાસ રાજ્યમાં આવું કરી શકે. ટેક્સાસમાં સ્પેનીશભાષા પણ ચલણમાં છે. સ્પેનના લોકો ટેક્સાસમાં રહેતા મેક્સીકન લોકોને ઉશ્કેરે. પૈસા આપી મેક્સીકોમાંથી આતંકીઓને પણ મોકલે. ટેક્સાસના આ લોકોનું જુથ આંદોલન ચલાવે કે અમને યુએસની રીતરસમ વાળું રાજ્ય પસંદ નથી. અમારે અમારો સ્વતંત્ર દેશ જોઇએ છીએ.

ફ્રાન્સના લોકો પણ કેનાડાના ક્યુબેક રાજ્યમાં જનતાને ઉશ્કેરે કે તેમને અંગ્રેજીના આધિપત્યવાળી સરકારની રીતરસમ પસંદ નથી. અમારે સ્વતંત્ર અને ફક્ત ફ્રેન્ચ ભાષી દેશ જોઇએ છીએ.

આપણે એક બીજી વાત પણ સમજવી જોઇએ કે ભારતમાં ફક્ત સીમાવર્તી રાજ્યોમાં જ આવો અલગતા વાદ વિકસે એટલું માત્ર નથી. ભારતમાં એવા ઘણા નાના મોટા વિસ્તારો છે કે જ્યાં ધાર્મિક લઘુમતિ કોમો બહુમતિમાં છે. તમે જુઓ પણ છો કે તેના નેતાઓ કેવું બેફામ બોલે છે. કેરાલામાં તો તે લઘુમતિ કોમે પોતાની બહુમતિને કારણે અલગ જિલ્લાની રચના પણ કરી છે.

આવી મનોદશા કોણે ઉત્પન્ન કરી?

નહેરુવીયન કોંગ્રેસે સત્તા માટે મતબેંકો ઉભી કરી છે. તેણે લઘુમતિ કોમોને વકરાવી છે. નહેરુવીયન કોંગ્રેસના આ સંસ્કાર, બીજા વંશીય અને સ્થાનિક પક્ષોમાં પણ આવ્યા છે.

એટલે ભૂલે ચૂકે પણ જો કાશ્મિર ને અલગ કરીયે તો ચીન તેની ઉપર કબજો જમાવી દે, આ વાત પણ શક્ય છે. જે ચીન તિબેટ જેવડા મોટા દેશ ઉપર કબજો જમાવી શકે તેને માટે કાશ્મિર તો ડાબા હાથનો ખેલ છે. આ માત્ર ભયસૂચક નથી. પણ ભારતમાં ઠેર ઠેર આવા આંદોલનો ફાટી નિકળે. આવે વખતે હિન્દુઓનો અમુક વર્ગ શાંતિથી બેસી રહી ન શકે. ગૃહ યુદ્ધની સંભાવના જરાપણ નકારી ન શકાય.

તો પછી કાશ્મિર સમસ્યાનો ઉપાય શો?

ધર્મથી મહાન શું છે? આવા પ્રશ્નનો ઉત્તર “ગરમ હવા” નામની ફિલમ માં મળે છે.

એક મુસ્લિમ ભાઈએ ભારતમાં સરકારી કામનું ટેન્ડર ભર્યું. તેમના ઘરમાં કોઈ માનતું ન હતું કે આ ટેન્ડર આ મુસ્લિમ ભાઈને મળશે. કારણ કે ટેન્ડર સમિતિના બધા સભ્યો હિન્દુ હતા. મુસ્લિમ ભાઈ ઘરે આવ્યા અને ઘરમાં આવીને કહ્યું કે ટેન્ડર મને મળ્યું છે. ઘરના લોકોએ મોઢું વકાસી પૂછ્યું “કેવી રીતે?

મુસ્લિમભાઈએ કહ્યું “ધર્મસે ભી એક ચીજ મહાન હૈ. …..  વહ મહાન ચીજ઼ હૈ …. રિશ્વત”

રિશ્વત એટલે લાંચ. લાંચ એટલે પૈસા. પૈસા પ્રાપ્ત કરવાના રસ્તા કાળા ધોળા હોઈ શકે. પણ પૈસો તો હમેશા ધોળો જ હોય છે. વિકાસ કરો. બેકારી દૂર કરો. જો કાશ્મિરી પ્રજા સુખ સમૃદ્ધ થશે તો કાશ્મિરમાં થી ૯૫ ટકા આતંકવાદ નાબુદ થશે. જે ૫ ટકા આતંકવાદ બચશે તેને બળપૂર્વક નાબુદ કરી શકાશે.

મુસ્લિમો પણ સારા સુખ-સમૃદ્ધ જીવન જીવવા માટે પાકિસ્તાન છોડી વિદેશ જતા રહે છે. તેઓ વિદેશનું નાગરિકત્વ પણ સ્વિકારે છે. આમ કરવામાં તેમને તેમનો ધર્મ આડે આવતો નથી.

મુસ્લિમો, ભારતમાં ઘુસણખોરી શા માટે કરે છે? કારણ કે તેમને જીવવું છે. તેમને લાગે છે કે ભારતમાં સારા જીવનની શક્યતા છે. બે કરોડ મુસ્લિમ ઘુસણખોરો કંઈ આતંક કરવા ભારતમાં પ્રવેશતા નથી.

એ વાત નકારી ન શકાય કે પાકિસ્તાન આવા કેટલાક ઘુસણખોરોનો અસામાજિક કામો માટે ઉપયોગ કરે છે.

જો સરકાર એટલે ખાસ કરીને રાજ્ય સરકારો કાયદો અને વ્યવસ્થા માટે “રુલ ઓફ લૉ” માટે કૃતનિશ્ચયી થશે, “ગુનો કર્યો એટલે જેલમાં જ ગયો” એવી વહીવટી અને ન્યાય વ્યવસ્થા થશે તો કાશ્મિર ની સમસ્યા આપોઆપ મરી જશે.

નરેન્દ્ર મોદી આ બધું જાણે છે.

%e0%a4%b8%e0%a5%87%e0%a4%95%e0%a5%8d%e0%a4%af%e0%a5%81%e0%a4%b2%e0%a4%b0-%e0%a4%87%e0%a4%a8%e0%a5%8d%e0%a4%a1%e0%a5%80%e0%a4%af%e0%a4%be

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સુજ્ઞ લોકો, કાશ્મિર સમસ્યા, ભ્રમણા, કટારીયા, નગીનભાઈ સંઘવી, મર્ધન્ય, હિન્દુ મુસ્લિમ સંબંધ, ચંદ્રગુપ્ત મૌર્ય, કાશ્મિરી હિન્દુઓ, સંસ્કૃત સાહિત્યનો સ્રોત, તટસ્થતા નો કેફ, શેખ અબ્દુલ્લા, નહેરુ, સ્વાતંત્ર્ય સૈનિક, અખંડ ભારત, ૧૮૪૬, ૧૯૪૭, ૧૯૫૧, અંગ્રેજો, પાકિસ્તાન, ગુલાબ સિંહ, હરિ સિંહ, દાવો, હિન્દુ રાજાઓ, તિબેટ, દેશી રાજ્ય, ફારુખ, ઓમર, જીવન જરુરી વપરાશની ચીજો, ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્ટ એક્ટ, શ્રીનગર, આક્રમણ, જનમત, યુનોનોઠરાવ, જમ્મુ અને કાશ્મિર નેશનલ કોન્ફરન્સ, ભારત સાથેનું જોડાણ, વિધાનસભા, વીરલાઓ, બહુમતિ મુસ્લિમો, હિંસક અને અહિંસક બંને લડત, બ્રીટનની પાર્લામેન્ટ, મોઢું સંતાડીને આંદોલન, વાટાઘાટો કરવા તૈયાર, પારદર્શી અને નિયમ બદ્ધ, બની બેઠેલા નેતા, વહાબી વિચાર ધારા, વહાબી અને મુસ્લિમ શબ્દો પર્યાયવાચી, સુજ્ઞજનોની રાજકીય અપરિપક્વતા, ભૂમિપુત્ર, રાજકારણ હમેશા પ્રવાહી, નવનિર્માણનું આંદોલન, . રવિશંકર મહારાજ, ગાંધીવાદી નેતા, ચિમનભાઈ પટેલ, જયપ્રકાશ નારાયણ, પુનર્વિચારણા, દેવનાગરી જેવી અક્ષરલિપિ, શબ્દલિપિ (રોમન સ્ક્રીપ્ટ), ખ્રીસ્તી પાદરીઓ, પૂર્વોત્તર રાજ્યો, અલાસ્કાના લોકો, મેક્સીકન લોકો, કેનાડા,  ક્યુબેક રાજ્ય

  

 

 

 

 

 

 

 

 

 

 

 

Read Full Post »

%d bloggers like this: