મૂર્ધન્યોનો અર્ધફોબીયા અને ધારણાઓ ભાગ-૧
મૂર્ધન્યો એટલે ભારતની સાંપ્રત સમસ્યાઓ અને બનાવો વિષે લખતા લેખકો જેમાં વર્તમાન પત્રોમાં લખતા કટારીયાઓનો પણ સમાવેશ થાય છે.
ભારતની સમસ્યાઓ કઈ છે? આ જો ગણવા બેસીએ તો પાર ન આવે. સોસીયલ મીડીયામાં સૌ પોતાની મુનસફ્ફી પ્રમાણે સમાસ્યાઓને પ્રાથમિકતા આપે છે. આવી પ્રાથમિકતાઓ ઘણાને હાસ્યાસ્પદ પણ લાગે. કેટલાક લોકો (સોસીયલ મીડીયાવાળા), બધી જ સમસ્યાનું મૂળ ભારતના વિભાજનને માને છે. અને વિભાજનને માટે ગાંધીજીને મનમાની રીતે જવાબદાર માને છે. કેટલાક લોકો બધી સમસ્યાનું મૂળ, ભારત સેક્યુલર રાષ્ટ્ર છે તેને માને છે. તેમનું પ્રાધાન્ય ભારતને શિઘ્રાતિશિઘ્ર હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાનું છે. કેટલાક ભારતમાં વૈદિક શિક્ષા પ્રણાલી ન હોવાથી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે તેથી શિઘ્રાત્તિશિઘ્ર વૈદિક શિક્ષણ પ્રણાલી લાગુ કરવાની વાતો કરે છે. આ બધી વાતો કરનારા કાંતો સંપૂર્ણ રીતે ધાર્મિક (ખાસ કરીને ઇસ્લામિક) ફોબીયાથી પૂર્ણ રીતે પીડિત છે અથવા તો આંશિક રીતે આ ફોબીયાથી પીડિત છે. આવા લોકો પૂર્વપક્ષને સાંભળવામાં માનતા નથી અને પૂર્વપક્ષમાં રહેલા સાહિત્યને પણ વાંચવા માગતા નથી. તમે જો વિસ્તારથી લખો અને સમજાવો તો પણ તેઓ સમજવા માગતા નથી. એક મુદ્દા ઉપરથી, પહેલાને અધુરો રાખી, બીજા મુદ્દા ઉપર કૂદકા મારે છે. આવા લોકોનો કોઈ ઉપાય નથી. ટૂંકમાં આ ફોબીયાનો કોઈ ઉપાય નથી. તેઓ “ગૉન-કેસ” છે. એટલે કે તેમની ઉંત્કાંતિ કુદરતી રીતે થવા દો.
આવા જ પ્રકારના ફોબીયાથી પીડાતા મુસલમાનો વધુ વ્યાપક રીતે છે. જે મુસલમાનો આવા ફોબીયાથી પીડિત નથી તેઓ મહદ્ અંશે નિસ્ક્રીય છે. આવા જ નિસ્ક્રીય રહેલા મુસલમાનોમાંના કેટલાક જ્યારે ઈસ્લામ ધર્મની વાત આવે ત્યારે એકદમ સક્રીય થઈ જાય છે.
પહેલાં આપણે હિન્દુઓની વાત કરીશું.
મેરા ભારત મહાન
“મેરા ભારત મહાન” અને “ગર્વસે કહો હમ હિન્દુ હૈ” આ સૂત્રો આપણે અનેક જગ્યાએ વાંચીએ છીએ. આ સૂત્રો કેટલા ઉપયોગી છે? “મેરા ભારત મહાન”માં વાસ્તવિક રીતે જો જોઇએ તો સૂત્ર રચના કંઈક આવી હોવી જોઇએ. “મેરા ભારત મહાન થા”. અત્યારે તો આપણો દેશ “અણઘડ દેશો”માંનો એક દેશ છે. તેનું મુખ્ય કારણ ભ્રષ્ટ થી અતિભ્રષ્ટ નહેરુવીયનો અને તેના પક્ષના નેતાઓ છે. જો કે અંગ્રેજીયતને દોષ આપશે. પણ જો સુજ્ઞ જનોએ તેમની ફરજ બતાવી હોત ઈતિહાસના શિક્ષણમાં રહેલા વિરોધાભાષો દૂર કરવાના ફેરફાર કરી શકાયા હોત. આવું દોષારોપણ વ્યર્થ હૈ. આ તો એવી વાત થઈ કે આતંકવાદ માટે મુસલમાનો નહીં પણ અમેરિકા અને રશિયા જવાબદાર હૈ. શું મુસલમાનોનો ઉપલો માળ ખાલી છે?
૬૦ વર્ષના શાસનની નીપજ રુપે ભ્રષ્ટ નહેરુવીયન કોંગ્રેસને પાનો ચડ્યો હતો કે આપણા જેવી માનસિકતા રાખનારા અનેકાનેક પક્ષો છે. તેઓ આપણને “કાકા કહીને સપોર્ટ કરશે” માટે લૂટો અને લૂંટવા દો. આપણે શો ફેર પડે છે.
(સરખાવોઃ ફ્રેન્ચ દારુડીયાએ પોતાના દારુના વખાણ કરતાં કહ્યું કે “અમારો દારુ પીવો તો ચાર પૅગમાં કીક આવી જાય. તમારા વૉડકામાં ક્યારે કીક આવે?” રશિયને કહ્યું “અમે તો પણ, વધારે પીએ ને “)
ભારતના સદ્ભાગ્યે ઈશ્વરે ભારતદેશ સામે જોયું અને ૧૯૭૭ પછી વધુ એક તક આપી. ભારતમાં ઇશ્વરે ૧૯૭૭ની ભૂલને સુધારી અને એક પક્ષને ચોક્ખી બહુમતિ આપી. નહેરુવીયન કોંગ્રેસને પરાજય આપ્યો. સ્વાભાવિક રીતે જ નહેરુવીયન કોંગ્રેસના શાસન દરમ્યાન નહેરુવીયન કોંગ્રેસે પોતાના જેવા સંસ્કારવાળા અનેક સંતાનો ઉત્પન્ન કરી દીધા હતા. આ વાતને કોઈપણ મૂર્ધન્ય નકારી શકે નહીં. સ્વતંત્રતા મળ્યા પછી, અને નહેરુ સર્વેસર્વા થયા પછી, ખાસ કરીને સરદાર પટેલ ગુજરી ગયા પછી નહેરુ અને નહેરુવીયનોમાં ભ્રષ્ટાચાર (સત્તાલાલસાકીય, આપખુદી અને આર્થિક) હામી રહ્યા છે. નહેરુમાં આ આપખુદીનો દોષ પ્રચ્છન્ન રુપે રહ્યો હતો પણ સત્તાલાલસા ઉડીને આંખે વળગે તેવી હતી. આ સત્તાલાલસા સ્વાતંત્ર્ય પહેલાં અપ્રચ્છન્ન રીતે પ્રચ્છન્ન રુપે હતી. અન્ય નહેરુવીયનો વિષે આપણે ૨૫મી જુને વાત કરીશું.
“મેરા ભારત મહાન” માટે ભારતના હિતૈષીઓએ, નેતાઓએ, ભારતના મૂર્ધન્યોએ અને ભારતના નિપૂણોએ ઘણી મહેનત કરવાની છે.
“ગર્વસે કહો હમ હિન્દુ હૈ”
આમ તો ભારતમાં રહેનારા બધા જ હિન્દુ ગણી શકાય છે. પણ જો હિન્દુનો અર્થ હિન્દુ ધર્મ કરીએ અને ધર્મનો અર્થ પાશ્ચાત્ય વિદ્વાનોએ કરેલી પરિભાષા પ્રમાણે કરીએ એટલે કે “ધર્મ એટલે રીલીજીયન” એવો અર્થ કરીએ તો આ સૂત્ર યોગ્ય નથી. કારણ કે આ અર્થ ભારતીય સંસ્કૃતિને અનુરુપ નથી. સર્વોચ્ચ ન્યાયાલયના અર્થઘટન પ્રમાણે “ હિન્દુધર્મ એ ધર્મ નથી પણ તે સ્ટાઈલ ઓફ લીવીંગ”. પણ આ અર્થઘટન અનુકુળ નથી. સર્વોચ્ચ અદાલતને થયું હશે કે આપણી મુંઝવણને દૂર કરવા આપણે કંઈક જુદું કહીએ. દરેક ધર્મવાળા પોતાના ધર્મને પરિપૂર્ણ માનતા હોય છે એટલે તેનો અર્થ પણ એજ થયો કહેવાય કે તેમનો ધર્મ પણ એક “સ્ટાઈલ ઓફ લીવીંગ” જ છે.
ભારતીય સંસ્કૃતિની પરિભાષા પ્રમાણે “ધર્મ” એટલે જે કામ તમે સ્વેચ્છાએ સ્વિકાર્યું છે અને જેમાં તમારો અભ્યાસ અને વલણ છે. તે કામ તમારે સમાજની માટે સેવા ભાવે કરવું તે તમારો ધર્મ છે. તમે તમારો આ ધર્મ બદલી શકો ખરા, પણ અચાનક તમે તે બદલી ન શકો. જેમ કે, કોઈ ડૉક્ટર ઓપરેશન કરતાં કરતાં અચાનક કહે કે મારે તો ખેતી કરવી છે. આ ઓપરેશન હું પડતું મુકીશ. મારું હૃદય પરિવર્તન થયું છે વિગેરે વિગેરે. ડોક્ટરનો ધર્મ છે કે તે ઑપરેશન પુરું કરે અને પછી ધર્મ પરિવર્તન કરે.
પાશ્ચાત્ય પ્રણાલી પ્રમાણે ઇશ્વરને કેવીરીતે પૂજવો અને સામાજીક સંબંધો કેવીરીતે નિભાવવા તેને પણ ધર્મ સાથે સાંકળવામાં આવે છે. ખ્રીસ્તીઓ અને ખાસ કરીને મુસલમાનોમાં આવી માન્યતા પ્રવર્તે છે. પણ બધા મુસલમાનોના સમાજોમાં એક સૂત્રતા નથી તેમજ સર્વવ્યાપકતા પણ નથી. ભારતમાં આનો વિવાદ સર્વોચ્ચ ન્યાયાલય સુધી પહોંચ્યો છે. આ બાબતમાં હિન્દુઓએ મૌન રાખવું, કોઈની માન્યતામાં દખલ ન દેવી, સિવાયકે કેટલાક તેમના ધર્મની રુઢીનો બચાવ કરતાં કરતાં હિન્દુઓને પણ તેઓ ગોદા મારવા માંડે.
તો હવે ગર્વસે કહો હમ હિન્દુ હૈ નો અર્થ શો કરવો? જો હિન્દુઓની પ્રણાલીઓ શ્રેષ્ઠ હશે તો “ન હિ “કસ્તુરી કામોદઃ શપથેન વિભાવ્યતે.” કસ્તુરી, શપથ પૂર્વક કહેવાથી ઓળખાતી નથી. એટલે કે “આ મારી પાસે જે છે તે કસ્તુરી છે. અને હું શપથ પૂર્વક કહું છું કે આ કસ્તુરી છે તેથી તમે તેને કસ્તુરી માનો.” કસ્તુરી તો તેની સુગંધથી જ ઓળખી શકાય છે.
આપણને આપણા હિન્દુત્વ ઉપર ગર્વ હોય તો આપણું વર્તન જ એવું હોવું જોઇએ કે બીજાને એની અનુભૂતિ થાય. બીજા આપણી મૈત્રી કે પાડોશીના દાવે આપણા થકી ગર્વ અનુભવે તેવો જો આપણો આચાર હોય તો તે સુષ્ઠુ કહેવાય.
ધર્મને કેવીરીતે ઓળખવો?
એક ધર્મ એ છે જે તે ધર્મના માન્ય પુસ્તકમાં લખાયેલો હોય છે. બીજો ધર્મ એ હોય છે જે તે ધર્મના માણસો દ્વારા પળાતો હોય છે. જો કોઈ ધર્મંના માણસોનો આચાર જ એવો હોય કે જેનાથી વિધર્મીઓના અને અથવા તેમના જ ધર્મના અમુક વર્ગના માનવીય હક્કોને નુકશાન પહોંતુ હોય તો આવા ધર્મને કઈ કક્ષાએ મુકવો? સંભવ છે કે તે ધર્મના ગ્રંથોમાં વિધર્મીઓને નુકશાન પહોંચાડવાનું ન લખ્યું હોય પણ આવું નુકશાન વ્યાપકપણે આચરાતું હોય તો શું કરવું જોઇએ? વાસ્તવમાં ધર્મનું મુલ્યાંકન તો તે ધર્મીઓના આચાર અનુસાર જ કરવું જોઇએ. કારણ કે જે અનુભવથી સિદ્ધ થાય છે તેને જ સત્ય માનવું જોઇએ.
હિન્દુઓ વિષે શું કહીશું?
હિન્દુઓમાં ઈશ્વરની પૂજા અનેક રીતે થાય છે. એક પ્રકારે પૂજા કરનારાઓ બીજા પ્રકારની પૂજા કરનારાઓ સાથે પૂજાના પ્રકારની બાબતમાં સહમત થતા નથી, પણ કોઈના હક્ક ડૂબતા ન હોવાથી તેનો વિરોધ કરવાનું માનતા નથી. આ વાત તેમણે સ્વભાવગત રીતે સ્વિકારી લીધી છે. સામાન્ય ખ્રીસ્તી સમુદાય પણ કંઈક અંશે આવું જ વલણ દાખવે છે. પણ ખ્રીસ્તી પાદરીઓ દુનિયા આખીને ખ્રીસ્તી બનાવવાનો ખ્રીસ્તી પાદરીઓને ધાર્મિક આદેશ મળ્યો છે તેવું તેઓ માને છે અને તેવો આચાર કરે છે. જે તે વિસ્તારમાં બહુમતિને ખ્રીસ્તી બનાવી દીધા પછી જે બચી ગયા હોય તેમને આ પાદરીઓ પીડા આપતા હોય છે.
મુસ્લિમો વિષે શું કહીશું?
મુસ્લિમોમાં ભાગ્યે જ કોઈ સુજ્ઞ મુસ્લિમ કબુલ કરશે કે ઇસ્લામ ધર્મ આતંકવાદને સમર્થન કરે છે. પણ સુજ્ઞ મુસ્લિમ કોને કહેવો તે મુશ્કેલ છે.
આતંકવાદીઓને તો આપણે મુસ્લિમ ગણીશું જ નહીં. બાકીનાને આપણે મુસ્લિમો ગણીશું.
આ કહેવાતા સુજ્ઞ મુસ્લિમોમાં પણ ચાર જાતના સુજ્ઞ મુસ્લિમો હોય છે.
(૧) એક પ્રકારના મુસ્લિમો જેઓ આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. અને તેઓ જરુર પડે મગજ ને કસરત આપીને પણ મુસ્લિમોના આતંકવાદનો વિતંડાવાદ દ્વારા બચાવ કરે છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ ઓમર અને ફારુખ છે.
(૨) બીજી મોટી બહુમતિ એવી છે કે જે ફક્ત મૌન રહેવામાં માને છે. અને જ્યારે અજુગતો બનાવ બને ત્યારે “અમે તેનું સમર્થન કરતા નથી” … “આ બાબત ઇસ્લામિક નથી. તેઓ સાચા મુસલમાન નથી …” એવો બચાવ એકાદ વાર કરીને વળી પાછા મહા મૌન ધારણ કરે છે. પણ આ જ મહામૌનીઓ જો બીજા ધર્મના માણસો દ્વારા પ્રમાણમાં કશું નાનું અમથું અજુગતું થાય અથવા તો તેમના ધર્મનો કોઈ સુજ્ઞજણ સુધારણાની વાત કરે તો તેમની જીવ્હા ખળભળી ઉઠે છે. તમે જોયું હશે કે “તારેક ફતહકા ફતવા”ની ચર્ચામાં મુસ્લિમ જનતામાંથી જે પ્રતિભાવો આવતા હતા તે પ્રતિભાવો અતિ બહુસંખ્યક રીતે તારેક ફતહની માન્યતાથી વિરોધી હતા અને તર્કહીન હતા.
(૩) ત્રીજા પ્રકારના એવા મુસ્લિમો છે જેઓ સુધારાવાદી છે પણ તેમને ધર્માંધ મુસ્લિમોનો ડર લાગે છે. તારેક ફતહે પોતાને સુજ્ઞ માનતા મુસ્લિમોને આમંત્ર્યા હતા. મુસ્લિમ બહેનોને પણ આમંત્રી હતી. તેમાં આપણે વૈચારિક ભીન્નતા જોઇ હતી. તેથી મુસ્લિમોનો ન અવગણી શકાય તેવો હિસ્સો સુધારાવાદી છે.
(૪) ચોથા પ્રકારના મુસ્લિમો નિડર છે અને વાચાળ પણ છે. જેમાં તસ્લિમા નસરીન, સલમાન રશદી, તારિક ફતહ, નિસ્સાર હસન જેવા આંગળીને વેઢે ગણી શકાય તેવા પાકિસ્તાનના એક સમયના નાગરિક હતા અને કેટલાક છે તેવા લોકો આવે છે. એટલે પાકિસ્તાનના બધા જ મુસ્લિમો પછાત છે તેમ ન માની શકાય. ભારતમાં પણ એમ. જે. અકબર, સઈદ શાહનવાઝ હુસૈન, અબ્બાસ નક્વી, નજમા હેબતુલ્લા જેવા અનેક લીડર છે. પાકિસ્તાન અને બંગ્લાદેશ સિવાયના દેશોમાં તો અગણિત સુજ્ઞ મુસ્લિમ લોકો છે જેઓ વાચાળ પણ છે અને સુધારાવાદી પણ છે. ફક્ત ભારતના અને પાકિસ્તાનના મોટા ભાગના મુસ્લિમોને ભારતના વારસાને ગૌરવશાળી માનતા નથી. ઇજીપ્ત, ઇરાન, ઇન્ડોનેશિયા જેવા અનેક દેશના મુસ્લિમો એ વાત જાણતા હોય છે કે તેમના પૂર્વજો મુસ્લિમ ન હતા તો પણ તેઓને તેમના ઐતિહાસિક વારસા ઉપર ગર્વ હોય છે. આનું કારણ શું હોઈ શકે? આને તમે શું કહેશો? પૂર્ણ અથવા અર્ધ હિન્દુ-ફોબીયા.
શિરીષ મોહનલાલ દવે
મૂર્ધન્યો, અર્ધ ફોબિયા, પૂર્ણ ફોબિયા, સાંપ્રત સમસ્યા, કટારીયા, પ્રાથમિકતા, સોસીયલ મીડીયા, સેક્યુલર, હિન્દુરાષ્ટ્ર, વૈદિક શિક્ષણ પ્રણાલી, ઇસ્લામિક ફોબિયા, હિન્દુ ફોબિયા, પૂર્વ પક્ષ, ગૉન-કેસ, મુસલમાનો, મેરા ભારત મહાન, ગર્વસે કહો હમ હિન્દુ હૈ
Leave a Reply