આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૩
September 23, 2018 by smdave1940
આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૩
જેને સુજ્ઞ લેખકો માનવામાં આવે છે તેવા લેખકો જ્યારે આવા અસત્યને સત્ય માની લે ત્યારે આપણને દુઃખ નહીં આઘાત પણ લાગે છે.

કેટલાક સુજ્ઞ જનોના જુઠાણાની સૂચિ આપણે જોઇએઃ
(૧) ગાંધીજીને મુસ્લિમો પ્રત્યે પક્ષપાત હતો અને તેઓ મુસ્લિમોને પડખે રહેતા હતા, (જીન્ના અને તેના પક્ષના લોકો આનાથી ઉંધું જ માનતા હતા પણ આરએસએસના કેટલાક લોકો અને ગાંધી-ફોબિયા પીડિત લોકો આવું માને છે)
(૨) ગાંધીજીએ દેશના ભાગલા પડાવ્યા, ગાંધીજી દેશના ભાગલાને અટકાવી શક્યા હોત. (આરએસએસના કેટલાક લોકો અને ગાંધી-ફોબિયા પીડિત લોકો આમ માનવું વધુ પસંદ કરે છે. જો કે તેઓ ભૂલી જાય છે કે મોટા ભાગના નેતાઓ ભાગલા પસંદ કરતા હતા)
(૩) ૫૫ કરોડ રુપીયા પાકિસ્તાનને આપવા માટે ગાંધીજી આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા હતા, (જો કે આ વાત તો ગોડસેએ પોતાના બચાવમાં ઉપજાવી કાઢેલી. ગાંધીજીએ ઉપવાસ ઉપર ઉતરતાં પહેલાં, સરકારને આપેલી નોટીસમાં આવું કશું લખ્યું નથી. તો પણ આરએસએસના અને ગાંધી-ફોબિયા પીડિત લોકો માને છે)
(૪) ગાંધીજીએ નહેરુને બધા નેતાઓની ઉપરવટ જઈ (યાવત ચંદ્ર દિવાકરૌ માટે, કે, નહેરુ જીવે ત્યાં સુધી, અથવા તો જે પહેલું બને ત્યાં સુધીના સમય માટે) વડાપ્રધાન બનાવેલા. (પોતાની નિસ્ફળતા છૂપાવવા કેટલાક, આરએસએસના ગાંધી-ફોબિયા પીડિત લોકો આવું માને છે. ૧૯૫૨ની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવતાં તેમને કોણે રોકેલા? જો કે એ સમજવી જોઇએ કે ભારત એ એક લોકશાહી વાળો દેશ છે. લોકશાહીમાં તો વડાપ્રધાન જ નહીં, સરકારો પણ આવે છે અને જાય છે)
(૫) હાલની કોંગ્રેસ સાચી કોંગ્રેસ છે, અને તેની પાસે બધી ધરોહર છે. આ એક ન્યાયાલયે ઠરાવેલું કાયદેસરનું જૂઠ છે. કદાચ નહેરુ કોંગ્રેસ પ્રમુખ હતા એટલે આ માન્યતા મૂર્ધન્યોને ગ્રાહ્ય બનતી હશે.
(૬) ઇન્દિરા ગાંધીએ કટોકટી ઉઠાવી લીધી અને પછી ચૂંટણી જાહેર કરી હતી. (મૂર્ધન્યોનું અજ્ઞાન છે.)
(૭) રાજિવ ગાંધી અને સામ પિત્રોડા દેશમાં ટેલીફોનની ક્રાંતિ લાવ્યા હતા. (મૂર્ધન્યોનું અજ્ઞાન છે)
આવી તો અનેક વાતો અનેક ક્ષેત્રોમાં પ્રવર્તે છે. અને રાજકારણમાં તો અનેક જુઠાણા ચાલ્યા જ કરે છે.
આ જૂઠાણાંની વિરુદ્ધ માં સાહિત્ય હોવા છતા કેટલાક લોકો કાં તો પોતાની અજ્ઞાનતાથી અથવા તો પોતાની આત્મતૂષ્ટિ માટે વધુ વાંચતા નથી
તો હવે મૂળ વાત ઉપર આવીએ કે શું લેખકો આ વાત સમજતા નથી કે પ્રમાણભાનને અવગણી ને જો આપણે બંને બાજુ ઢોલકી વગાડીશું તો દેશને બહુ મોટું નુકશાન થશે?
વિપક્ષ એટલે કે નહેરુવીયન કોંગ્રેસ, કે જે હવે તેના કોમવાદી, જાતિવાદી, પ્રદેશવાદી, સામ્યવાદી, નક્ષલવાદી, માઓવાદી, આતંકવાદી, સીમાપારના આતંકવાદી તત્ત્વો, અસામાજિક તત્ત્વો સાથેના ગઠબંધનથી ખૂલ્લો પડ્યો છે, તેની તરફમાં ઢોલકી વગાડીશું તો દેશની ભાવી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે.
સબળ વિરોધ પક્ષ હોવો જરુરી છે
કેટલાક લોકો કહે છે કે લોકશાહીમાં સબળ વિપક્ષ હોવો જરુરી છે.
તમે જુઓ. જે વિપક્ષ નહેરુ અને ઈન્દિરા ગાંધીના સમયમાં હતો તે કેટલો બધો વિદ્વાન, અભ્યાસી, નીતિમાન અને ત્યાગી હતો. હાલના એક પણ વિપક્ષમાં એક પણ સદ્ગુણ દેખાય છે?
જ્યારે ડૉ. લોહિયાને પચાસના દશકામાં સવાલ પૂછવામાં આવે લો કે મુંબઈ, મહારાષ્ટ્રમાં જવું જોઇએ કે નહીં. ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે અમે એવી ક્ષુલ્લક વાતોમાં પડતા નથી. જ્યારે હાલનો વિપક્ષ તો કોમવાદનો અને જાતિવાદનો ખુલ્લે આમ પ્રચાર કરે છે.
તમે જુઓ. શિવસેનાએ કોંગીની પ્રતિભા પાટીલની એટલા માટે તરફદારી કરી હતી કે તે મરાઠી હતી. તેવી જ રીતે કોંગીના પ્રણવ મુખરજીની મમતાએ એટલા માટે તરફદારી કરી હતી કે તે બંગાળી છે. આમ તો પ્રણવ મુખર્જી પોતે ઇન્દિરાના કટોકટી ના સહયોગી હતા.
“નરેન્દ્ર મોદી જે કોંગ્રેસમુક્ત ભારતની વાત કરે છે તે યોગ્ય નથી” મૂર્ધન્યો આમ કહે છે.
વળી તેઓ તેના સમર્થનમાં જણાવે છે કે;
“કોંગ્રેસ તો ભાંગ્યુ ભાંગ્યુ તો પણ ભરુચ છે. તે ૧૩૩ વર્ષ જુનો પક્ષ છે.
“આ પક્ષે અનેક ભોગ અને બલિદાન આપ્યા છે.
“આ પક્ષે સામાજીક આંદોલનો કર્યા છે,
“આ પક્ષે સ્વતંત્રતા માટે આગેવાની લીધી હતી અને જનતાને લોકશાહી માટે સુશિક્ષિત કરી છે
“આ પક્ષે સ્વતંત્રતા અપાવી છે,,
“આ પક્ષે લોકશાહીને હજી સુધી જીવતી રાખી છે,
“માટે આ પક્ષ મરવો ન જોઇએ.
શું આ બધી વાતો સાચી છે?
હાલની કોંગ્રેસને જીવતી રાખવાનો આ પ્રશ્ન ત્યારે જ અસ્તિત્ત્વ ધરાવે જ્યારે તમે હાલની નહેરુવીયન કોંગ્રેસને, “મૂળ કોંગ્રેસ” માનો. જે કોંગ્રેસે સ્વાતંત્ર્ય ની લડત ચલાવેલી અને પોતાનો સિંહફાળો આપેલ તે કોંગ્રેસ આ જ છે.
હા એક વાત ચોક્કસ કે કોંગ્રેસ નામનો એક પક્ષ હતો. તેણે સામાજિક અને રાજકીય આંદોલનો કર્યા હતા. તેણે ભારતને એક રાખવા માટે અને ભારતને સ્વતંત્રતા અપાવવા માટે સિંહફાળો આપ્યો હતો. તેના અનેક નેતાઓએ ત્યાગ અને બલિદાન આપ્યા હતા.

પણ હાલની કોંગ્રેસ પાસે શું છે?
હાલની કોંગ્રેસ પાસે એક “શબ્દ” માત્ર છે… “કોંગ્રેસ”.
ફક્ત “કોંગ્રેસ” શબ્દ હોવાથી તેને મૂળ કોંગ્રેસ કહી શકાય ખરી?
મહાત્મા ગાંધીની કોંગ્રેસની એક ઓળખ “સાદગી” હતી.
જો આ ગુણ જોઇએ તો તે તૄણમૂલ કોંગ્રેસ પાસે છે. તો શું તેને “મૂળ કોંગ્રેસ” કહી શકાશે?
કોંગ્રેસો તો ઘણી જન્મી અને મરી.
બાબુ જગજીવન રામે એક કોંગ્રેસ બનાવેલી તેનું નામ હતું, કોંગ્રેસ રીયલ.
યશવંત રાવ ચવાણે કોંગ્રેસ (યુ) બનાવેલી,
શરદ પવારે કોંગ્રેસ (રાષ્ટ્રવાદી) બનાવેલી છે,
એ.કે એન્ટોનીએ કોંગ્રેસ (એ) બનાવેલી,
રાજગોપાલાચારીએ કોંગ્રેસ (ડેમોક્રેટીક) બનાવેલી,
કે એમ જોર્જ એ કોંગ્રેસ (કેરાલા) બનાવેલી છે,
હરેકૃષ્ણ મહેતાબે કોંગ્રેસ (ઉત્કલ જનતા), બનાવેલી,
અજય મુખર્જીએ કોંગ્રેસ (બંગાળ) બનાવેલી,
બીજુ પટનાયકે કોંગ્રેસ (ઉત્કલ) બનાવેલી,
દેવરાજ ઉર્સ એ કોંગ્રેસ (ઉર્સ) બનાવેલી,
કેટલીક કોંગ્રેસના સ્થાપકો તો નહેરુથી પણ વરિષ્ઠ હતા. તેમણે પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઘણું યોગદાન આપેલું હતું.
આવી તો અગણિત કોંગ્રેસો ભારતમાં બની છે. જેમ ઘણા ભગવાનો થઈ ગયા અને ઘણા ભગવાનો હાલ પણ વિદ્યમાન છે.
કોંગ્રેસનું બનવું અને બગડવું એક શાશ્વત ચાલતી પ્રક્રિયા છે. જેમ ભગવાન રજનીશ અને પછી ઓશો રજનીશ. સૌ પ્રથમ વળી તેઓશ્રી હતા આચાર્ય રજનીશ. ન તો તેમણે કોઈભાષ્ય લખેલું, કે ન તો તેઓશ્રી કોઈ શાળા/મહાશાળાના પ્રિન્સીપાલ હતા. તો પણ દે ધના ધન તેમણે આચાર્ય પૂર્વગ લગાડી દીધેલો.
“પક્ષ” વાસ્તવમાં છે શું?
પક્ષ તો સિદ્ધાંત છે અને તેને અમલમાં મુકવાની પક્ષની રીતિ છે. સિદ્ધાંત અને રીતિ પક્ષની ઓળખ હોય છે.
“મૂળ કોંગ્રેસ”નો સિદ્ધાંત હતો અહિંસક માર્ગે દેશને વિદેશી શાસનથી મૂક્ત કરવો.
ગાંધીજીએ તેમાં ઉમેર્યો કર્યો કે અહિંસક ઉપરાંત તેમાં આમ જનતાને પણ દાખલ કરવી, અને જનજાગૃતિ દ્વારા લડત ચલાવવી.
જનજાગૃતિ એટલે શિક્ષિત સમાજ. શિક્ષિત સમાજ એટલે સમસ્યાઓને સમજી શકે તેવો સમાજ. સામાજિક સમસ્યાઓમાં રાજકીય સમસ્યાઓ નીહિત છે. એટલે ગાંધીજીએ જનતાને સામાજિક સમસ્યાઓ પ્રત્યે પણ જાગૃત કરી.
લોકશાહી અને અહિંસા જોડાયેલા છે. વ્યસનમૂક્તિ અને અહિંસા પણ જોડાયેલા છે. બેરોજગારી અને હિંસા જોડાયેલા છે. ઉત્પાદન અને હિંસા જોડાયેલા છે. ઉત્પાદનની ક્રિયા, રોજગારી અને બેરોજગારી સાથે જોડાયેલી છે. ગાંધીજીએ આ વિષે ઘણું લખ્યું છે.
ગાંધીજીએ વ્યસનમૂક્તિ અને ગૌવધબંધી ઉપર સૌથી વધુ ભાર મુકેલો. સંપૂર્ણ વ્યસનમૂક્તિ અને સંપૂર્ણ ગૌવધ બંધી તરફ જવાનું તેમનું સૂચન હતું. આ વિષે તેમનું વલણ એટલું તીવ્ર હતું, કે તેઓ જો સરમૂખત્યાર બને તો આ કામ સૌ પ્રથમ કરે.
ગાંધીજીની અહિંસા અને ગૌવધ પ્રત્યેની તીવ્ર માન્યતાને લીધે, અહિંસક સમાજની રચના તરફ જવાનો ભારતના બંધારણમાં આદેશ છે. આદેશાત્મક સિંદ્ધાંતથી વિરુદ્ધ જવાનું તો કોંગ્રેસ વિચારી જ ન શકે. જો કોંગ્રેસ આથી વિરુદ્ધ વર્તન કરે તો તે કોંગ્રેસ કહેવાય જ નહીં.
દારુબંધી લાગુ કરવા પ્રત્યે અસરકાર પગલાં લેવાં તેમજ, ગૌવધબંધી તરફ અર્થપૂર્ણ પગલાં લેવાં એ કોંગ્રેસની ઓળખ હતી. આ ઉપરાંત, ખાદીનો વિસ્તાર કરવો અને નિરક્ષરતા નિવારણ પણ કોંગ્રેસના અંગ હતા.
હવે તમે જુઓ;
કોંગ્રેસ જ, દારુબંધીને હળવી કરવામાં સર્વ પ્રથમ નંબર પર હતી. મહારાષ્ટ્રના કોંગ્રેસી મુખ્ય મંત્રીએ સાઠના દશકામાં સૌ પ્રથમ દારુબંધી હળવી કરી હતી. કોંગ્રેસીઓ કમસે કમ ૧૯૬૮થી જ્યાં દારુબંધી નથી ત્યાં જાહેરમાં દારુપાર્ટી કરતા થઈ ગયા છે.
નહેરુ એવી ચિકન પસંદ કરતા હતા, એટલે કે ખાતા હતા કે જે મરઘી ફક્ત બદામ ખાઈને ઉછેરાઈ હોય અને પાણીને બદલે દારુ (બ્રાન્ડી) પીતી હોય. આ પછી તે જે ઈન્ડા આપે અને તેમાંથી જે બચ્ચાંની ચિકન બને તે સ્વાદમાં તેમને બેનમૂન લાગતી હતી.
કોંગ્રેસે ગૌવધ બંધી તરફ કોઈ જાતના શિક્ષણાત્મક પગલાં લીધાં નથી. દુનિયાનો સૌથી લાંબો સત્યાગ્રહ, સર્વોદય કાર્યકરોએ મુંબઈના દેવનારના કતલ ખાના સામે કરેલો. તે ગીનીસ બુકમાં વિશ્વમાં લાંબામાં લાંબા ચાલેલા સત્યાગ્રહ તરીકે નોંધાયેલો છે. તેમાં નહેરુવીયન કોંગ્રેસની સરકારે જે સમજુતીઓ થઈ હતી તેનો તેમણે જ સરેઆમ ભંગ કરેલો છે. સર્વોદય કાર્યકરો જ આ વાત કરે છે.
ખાદી કરડે છે?
કોંગ્રેસના સભ્યો ખાદી પહેરવામાં જ માનતા નથી, તો પછી કાંતવાની તો વાત જ ક્યાં રહી? ૧૯૬૯ પછી ઇન્દિરા ગાંધી દ્વારા કોંગ્રેસનું જે વિભાજન થયું તેમાં કોંગ્રેસ (આઈ) માટે કશા જ બંધન રહ્યા નથી.
ટૂંકમાં, સૈદ્ધાંતિક રીતે આજ ની નહેરુવીયન કોંગ્રેસ પાસે મૂળ કોંગ્રેસના એકપણ સિદ્ધાંત કે ગુણધર્મ છે જ નહીં. તો તેને મૂળ કોંગ્રેસની ધરોહર કેવી રીતે માની શકાય?
હવે જો પક્ષો, સિદ્ધાંત થકી ન ઓળખાતા હોય તો તે “પક્ષ” જ ન કહેવાય. તેને “ધણ” કે “ટોળું” કહેવાય. જો ન્યાયાલય આમ ન માનતું હોય તો તે ન્યાયાલય જ ન કહેવાય.
ચાલો હવે જોઇએ ન્યાયાલયે શું કર્યું?
૧૯૬૯માં ન્યાયાલયમાં કેસ દાખલ થયેલ. ન્યાયાલયે તેની ઉપર ૧૯૭૧માં ઉપસ્થિત થયેલી પરિસ્થિતિના આધારે ન્યાય આપ્યો અને કહ્યું કે સાચી કોંગ્રેસ ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ છે. પણ પક્ષની સંપત્તિ ઉપર કશો ન્યાય ન આપ્યો. જેનો તેનો કબજો હતો તેની પાસે રહી.
૧૯૭૧માં ઉપસ્થિત થયેલી પરિસ્થિતિ શું હતી? એ જ કે ઇન્દિરા ગાંધીને લોકસભામાં બહુમતિ મળી હતી. અને લોકશાહીમાં જનતા સર્વોપરી છે એટલે જનતાએ આપેલી બહુમતિને જનતાનો ન્યાય સમજવો.
સર્વોચ્ચ ન્યાયાલયનું આવું અર્થઘટન હાસ્યાસ્પદ છે એટલું જ નહીં પણ તે ઘણા વિરોધાભાષો ઉત્પન્ન કરે છે.
(૧) શું જનતા પાસે એવો મુદ્દો લઈ જવામાં આવેલો કે તે નક્કી કરે કે મૂળ કોંગ્રેસ કઈ છે? જો જનતા પાસે આવો મુદ્દો હોય જ નહીં તો પછી તે જનતાનો ન્યાય ગણાય? ચૂટણીમાં તો બીજા પક્ષો પણ હતા. તેમને તો આવા કોઈ મુદ્દા સાથે સંબંધ ન હતો.
(૨) ૧૯૬૯માં કેસ દાખલ થયો હોય તો તે વખતની પક્ષની આંતરિક પરિસ્થિતિ જોવાને બદલે ૧૯૭૧માં ઉત્પન્ન થયેલી સ્થિતિને આધાર માનવી તે ઉચિત છે?
(૩) ધારો કે ૧૯૭૧ પછીની આવતી ચૂંટણીઓમાં જનતાના ચૂકાદાઓ બદલાતા રહે, તો આવા ન્યાય, જે આધારે આપ્યા તે પણ, તે જ આધારે બદલાવા જોઇએ જ. તો આવા ન્યાય ઉચિત ગણાય?
(૪) જ્યારે ન્યાયાલય અસ્તિત્વમાં હોય ત્યારે વર્ષો પછી, ન્યાયાલયની બહાર ઉત્પન્ન થયેલી પરિસ્થિતિને આધારે, ન્યાય આપી શકાય? જેમણે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી તેમજ જેમની સામે આવો મુદ્દો ધરવામાં આવ્યો નથી તેવા કિસ્સાઓમાં, તેવા સંજોગોમાં તેમણે જે બહુમતિથી ચૂકાદો આપ્યો હોય, તેને તે મુદ્દા ઉપરનો ચૂકાદો માની શકાય?
(૫) વળી એક જગ્યાની બહુમતિને બીજી જગ્યાએ કેવી રીતે લાગુ કરી શકાય?
(૬) બહુમતિથી ન્યાય કરવો ઉચિત છે?
(૭) બહુમતિથી સચ્ચાઈ સિદ્ધ થઈ શકે?
(૮) જો હા, તો પછી ન્યાયાલયની જરુર છે ખરી?
(૯) ન્યાય આપવામાં પક્ષના બંધારણની જોગવાઈઓને લક્ષમાં લેવામાં આવી છે?
આ બધા જ પ્રશ્નોના ઉત્તરો નકારમાં આવે છે. સર્વોચ્ચ ન્યાયાલયનો ચૂકાદો ભારતમાં વિચરતા બાવાઓ જેવો છે.
શું સર્ચોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો નિર્મલ બાબા છે?
નિર્મલબાબા પાસે વ્યક્તિઓ પોતાની સમાસ્યાનું સમાધાન કેવી રીતે કરવું તે સમજવા જાય છે. નિર્મલબાબા જ્યારે તેમને એમ કહે કે પાડા ઉપર બેસીને રોજ સો ગ્રામ ગાંઠીયા ખાઓ તો સમસ્યા હલ થઈ જશે.
શું નિર્મલ બાબા અને સર્વોચ્ચ ન્યાયલયના ન્યાયધીશો પણ આવ ભાઈ હરખા, આપણે સૌ સરખા. એવું છે?
આજ બ્લોગ સાઈટ ઉપર લખાયેલા “https://wordpressDOTcom/post/treenetramDOTwordpressDOTcom/218
“ખૂની કોણ? આયારામ ગયારામ કહે છે કે અમે દશરથ પૂત્ર રામ છીએ.” લેખને, મુદ્દા (૯)ની વિશેષ જાણકારી માટે વાંચવો.
ગાંધીજીના ત્રણ વાંદરા અને નહેરુવીયન કોંગ્રેસના ત્રણ વાંદરા

ગાંધીજીના ત્રણ વાંદરા એમ કહેતા હતા કે; ”કોઈનું બુરું ન જુઓ, કોઈનું બુરું ન સાંભળો, કોઈનું બુરું ન બોલો.”
ગાંધીજી આ વાત કોને અનુલક્ષીને કહેતા હશે તે સંશોધનનો વિષય છે. ધારો કે આને વૈશ્વિક સત્ય માનીએ તો, અને ગાંધીજીને હાલની નહેરુવીયન કોંગ્રેસની ધરોહર માનીએ તો, આ જ કોંગ્રેસના નંબર વન, ગાંધીજીના વાંદરાનો આ ગુણધર્મ રાખે છે ખરા? નાજી.
નહેરુવીયન કોંગ્રેસના નેતા નંબર વન તો બીજેપીના દરેક પગલામાં બુરુ જુએ છે, બુરુ સાંભળે છે અને બુરું બોલે છે. શું વાંદરાઓનો આ મૂળભૂત ગુણધર્મ છે એટલે?
શિરીષ મોહનલાલ દવે
Like this:
Like Loading...
Related
Posted in માનવીય સમસ્યાઓ, Social Issues | Tagged અર્થઘટન, અસામાજિક તત્ત્વો, આયારામ ગયારામ રામ, ઇન્દિરા ગાંધી, કોંગ્રેસ (આઈ), કોંગ્રેસ (સંસ્થા), કોંગ્રેસનું વિભાજન, કોમવાદ, ખૂલ્લું આમંત્રણ, છોછ, જાતિવાદ, જૈસે થે વાદી, નરેન્દ્ર મોદી, ન્યાય, ન્યાયાલય, પક્ષ, પ્રદેશવાદ, બુર્ઝવા, બ્રહ્માસ્ત્ર, ભાષાવાદ, મિલ્કતોનો કબજો, મૂળ કોંગ્રેસ, વિભાજનવાદ, વિશેષણ, શસ્ત્ર, સરમુખત્યારી, સર્વાંગી વિકાસ, સર્વોચ્ચ ન્યાયાલય, સામાજિક પરિવર્તન, સામ્યવાદીઓ, સિદ્ધાંત | 2 Comments
This is for information of the writer that RSS was never against Gandhiji. This was clearly mentioned in the court case filed against the murder of Shri Gandhiji. You are not supposed write against RSS in this manner. Modiji and earlier Atalji. Both are full time workers of the RSS. Did you find anything against Gandhiji with them? Please do not write without thorough study.
LikeLike
પ્રિય રસિકભાઈ, મેં “કેટલાક” શબ્દ વાપર્યો છે. આર એસએસ એ એક મીશનરી સંસ્થા પણ છે. અને હું પણ એક સમયે આર એસએસમાં હતો.તે વખતની તો મને ખબર નથી. પણ તે પછી મને ક્યારેક આરએસએસને માનવાવાળા મળેલ તેમજ સોસીયલ મીડીયા ઉપર પણ મને મળે છે. તેમાંના કેટલાક આવું માને છે. ત્યારે હું તેમને મોદી અને અટલ બિહારી બાજપાઈનો દાખલો આપું છું. એટલે જ્યારે “કેટલાક” શબ્દ વપરાયો હોય ત્યારે તે “સમગ્ર”ના અર્થમાં તો નજ હોય.
ગાંધીજીને અને/અથવા મૂળ કોંગ્રેસને , આ નહેરુવીયન કોંગ્રેસને હવાલે કરવી તે મૂખ્ય વાત છે. નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને તો નહેરુવીયન કોંગ્રેસ પાસેથી લઈ જ લીધા છે. અને તે ગાંધીને પણ લઈ લેશે. પણ કેટલાક નહેરુને જાણે કાયમી વડાપ્રધાન બનાવ્યા તેવી માન્યતા સાથે નહેરુ સાથે ગાંધીની પણ બુરાઈ કરે છે. આ વસ્તુ શું બતાવે છે?
LikeLike