Archive for October, 2018
“दुष्कर्मोंकी जड नहेरुवीयन कोंग्रेस है” भारतीय जनता इससे सावधान रहें,
Posted in માનવીય સમસ્યાઓ, Social Issues, tagged अंग्रेज सरकार, अखिलेश, अगत्स्य, अत्री, अनुस्नातक हिमालयन ब्लंडर, अपना उल्लु सीधा करना, अफज़ल प्रेमी, असमंजस, आबु, आरक्षण, उकसाया, उद्धव -बाला साहेब थाकरे, एक मात्र दुश्मन, कच्छी, काठियावाडी, गुजरातके मुख्य मंत्री, गुजरातसे लगने वाले मारवाडी, गोहिलवाडी, गौवध, चंद्र वंश, चन्द्रबाबु नायडु, चरित्र, चरोतरी, जनताका विभाजन, जलवायु परिवर्तन, झालावाडी, ठाकोर, दत्तात्रेय, दुष्कर्म, नहेरु, नहेरुवीयन कोंग्रेस, निम्न स्तर, न्रेन्द्र मोदी, पटेलोंकी सियासत, पन्चमाहाली, परप्रांतीय, पारसी, पेपर टायगर, प्रदेशवाद, फूंक फूंक कर, बनासकांठी, बिन-गुजराती, ब्लेकमेल, भारतके टूकडे, भृगु, ममता, मराठा, मराठी, महाराष्ट्र, माया, मुलायम, मेवाडी, राज ठाकरे, राष्ट्रवाद, रोजगारीका हब, लालु, वशिष्ठ, विश्वामित्र, शस्त्र, संस्कार, सरदार पटेल, सरस्वती संस्कृति, सांदिपनी, साबरकांठी, सूरती, सूर्यवंश, सोरठी, हालारी, हुजराती on October 10, 2018| Leave a Comment »
ગાંધીબાપુ ક્યાં સુધી જીવશે? – ૨
Posted in માનવીય સમસ્યાઓ, Social Issues, tagged ઇન્દિરા કોંગ્રેસ, ઉજ્જ્વલા યોજના, કટોકટી, કુટીર ઉદ્યોગ, કૃષ્ણવદન જોષી, કોંગ્રેસ (ઓ), ગરીબોનું કામ, ગાંધી સાહિત્ય, ગાંધી-વિચારધારા, ગાંધીવાદીઓ, જનપ્રતિનિધિઓ, જીવરાજ મહેતા, ઢેબરભાઈ, નરેન્દ્ર મોદી, નૈતિકતા, પગાર માસિક રુપીયા ૫૦૦, પથભ્રષ્ટ, બાબુભાઈ જશભાઈ પટેલ, ભ્રષ્ટાચાર, મહા-અપરાધીઓ, મોરારજી દેસાઈ, લોકસ્વરાજ, વિનોબા ભાવે, શાંતિસેના, સંડાસ, સંસ્થા, સખી મંડળ, સર્વોદય-પાત્ર on October 2, 2018| 2 Comments »
ગાંધીબાપુ ક્યાં સુધી જીવશે? – ૨
શું હાલના ગાંધીવાદીઓ ગાંધીવાદને જીવાડી શકશે?
ના જી.
જેમના તરફ થી આશા હતી, તેમાંના કેટલાકે નિરાશ કર્યા છે, તો કેટલાક માની લીધેલા અસ્તિત્વ માટે પથભ્રષ્ટ થયા હોય તેવું લાગે છે.
આ લોકો કોણ હતા.
પહેલાં તો આપણે સમજવું જોઇએ કે ગાંધીવાદીઓ કોણ હતા અને કોની પાસે આશા રાખી શકાય.
જો પચાસના દશકાની વાત કરીએ તો ઘણા બધા ગાંધીવાદીઓ કોંગ્રેસમાં અને કોંગ્રેસની બહાર હતા.
મોટાભાગનાઓએ તો કોંગ્રેસ છોડી દીધી હતી, અને ગાંધી ચીંધ્યા માર્ગે ગામડાઓમાં અને શહેરોમાં સંસ્થા બનાવી કામ કરતા હતા.
ગાંધીવાદીઓ દેશને બચાવવા પટમાં આવ્યા
સંસ્થાઓ ચલાવતા મોટા ભાગના ગાંધીવાદીઓએ, જ્યારે દેશને નહેરુવીયન કોંગ્રેસની સરમુખત્યારીથી બચાવવાની જરુર પડી ત્યારે પટમાં આવ્યા હતા. તેઓ સૌ વિદ્વાન અને ભણેલા ગણેલા હતા. ગાંધીવાદ વિષે તેમના વિચારો મોટે ભાગે સ્પષ્ટ હતા. નહેરુવીયન કોંગ્રેસને ભાંડ્યા વગર કોઈને આડા આવ્યા વગર, તેઓ ગરીબોનું કામ કરતા હતા કે ગાંધી વિચારધારાને પ્રચારિત કરવાનું કામ કરતા હતા.
કેટલાક કોંગ્રેસમાં રહ્યા. પણ જ્યારે કોંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે તેઓ કોંગ્રેસ (ઓ=સંસ્થા) સાથે રહ્યા. મોરારજી દેસાઈ, કૃષ્ણવદન જોષી, હિતેન્દ્ર દેસાઈ, બાબુભાઈ જશભાઈ પટેલ, બાબુભાઈ વાસણવાળા ….
વીવી ગીરી જીતી ગયા
જ્યારે ૧૯૭૧માં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીના ઉમેદવાર વીવી ગીરી જીતી ગયા ત્યારે જશવંત મહેતા, મનુભાઈ શાહ જેવા ઘણા નેતાઓ ઈન્દિરા કોંગ્રેસમાં ભળી ગયા. ૧૯૭૧માં વળી ઇન્દિરા કોંગ્રેસ લોકસભાની ચૂંટણી જીતી ગઈ એટલે વધુ લોકો તેની કોંગ્રેસમાં ભળી ગયા. એટલે કોણ ક્યાં છે અને શા માટે છે તે ઇન્દિરા કોંગ્રેસે સ્પષ્ટ કરાવ્યું.
જ્યારે સૌરાષ્ટ્ર રાજ્ય હતું ત્યારે ઢેબરભાઈ અને તેમનું મંત્રીમંડળ ૫૦૦ રુપિયા માસિક વેતન લેતા હતા. કારણ કે આ ગાંધીજીનો આદેશ હતો. બધા જ પ્રધાનોના આવાસ સાદા હતા. તેમને કોઈને સુરક્ષાની જરુર ન હતી. કારણ કે તેઓના કોઈ દુશ્મન ન હતા. ગુંડાગર્દી જેવું કશું હતું નહીં.
૫૦૦ રુપીયાનો પગાર તે સમયે ઓછો ન ગણાય. પણ બીજા બધાનો પગાર એથી પણ ઓછો હતો.
સરકારી નોકરોનો પગાર ૭૦ રુપીયા હતો. હેડ ક્લાર્ક નો ૧૪૦ રુપીયા હતો. ગેઝેટેડ અધિકારી વર્ગ – ૨ નો પગાર ૨૫૦ હતો. વર્ગ -૧ નો ૩૫૦ રુપીયા હતો. જીવરાજ મહેતાએ સરકારી નોકરોના પગાર વધારા માટેની કેન્દ્રની ગ્રાન્ટ પરત કરેલી. જીવરાજ મહેતા નહેરુના માણસ હતા. અને તેમને તેમના કર્મચારીઓના ભોગે પોતાનો વટ પાડવો હતો. સરકારી નોકરોને, સરકારે એટલો તો પગાર આપવો જ જોઇએ કે તેઓ સુખેથી જીવન જીવી શકે. તે વખતે નૈતિકતાથી જીવતા કર્મચારીઓ માટે મહિનાના છેલ્લા દિવસો મુશ્કેલી ભરેલા જતા હતા.
૬૦ના દશકાથી કે તે પહેલાંથી લાંચરુશ્વત ચાલુ થઈ ગઈ. એન્જીનીઅરીંગ ખાતાઓમાં અને પોલીસમાં તો પહેલેથી જ ભ્રષ્ટાચાર હતો.
ધીમે ધીમે અમુક જનપ્રતિનિધિઓ તેમની સાથે ભાગ રાખવા લાગ્યા. ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચાર ઓછો હતો. કોંગ્રેસ તૂટી એટલે આ ભ્રષ્ટાચાર પુરબહારમાં ચાલુ થયો. કેન્દ્રમાં ઇન્દિરા કોંગ્રેસની સરકાર આવી એટલે દાણચોરી અને ગુંડાગર્દી પણ પુરબહારમાં ચાલુ થઈ ગઈ.
ગુજરાતમાં ગાંધીવાદીઓ હતા. ધીમે ધીમે બધા ખસવા લાગ્યા.
આજીવન કોંગ્રેસની સામે લડનારા ઇન્દુલાલ યાજ્ઞિક, ઇન્દિરા કોંગ્રેસના વાવટામાં લપેટાઈ પરલોક ગયા. આવું જ હિતેન્દ્ર દેસાઈનું થયું.
કટોકટીમાં કેટલાકે ઇન્દિરા કોંગ્રેસ છોડી પણ જ્યારે કોંગ્રેસ (ઓ) નું વિસર્જન થયું એટલે ઢેબર ભાઈ જેવા પણ ઇન્દિરા કોંગ્રેસમાં જોડાઈ ગયા. રાજિવ ગાંધી સત્તા ઉપર આવ્યા એટલે કૃષ્ણવદન જોષી જેવા પણ ઈન્દિરા કોંગ્રેસમાં જોડાઈ ગયા.
સંસ્થા કોંગ્રેસને પુનર્જિવિત કરવાવાળું કોઈ હતું નહીં.
મોરારજી દેસાઈ પક્ષીય રાજકારણથી નિવૃત્ત થયા હતા.
સીત્તેરના દશકામાં સર્વોદય-પાત્ર, સર્વોદય-સાહિત્ય, લોકસ્વરાજ્ય, શાંતિસેના જેવી સંસ્થાઓ કાર્યરત હતી. આ સંસ્થાઓમાં એના એજ લોકો દેખાતા હતા પણ તેનું અસ્તિત્વ જરુર હતું. હાલ જોઇએ તો ગાંધીજી સાથે સંપર્કમાં રહેલી કે વિનોબા ભાવે સાથે સંપર્કમાં રહેલી અત્યંત જૂજ વ્યક્તિઓ જીવિત છે. તેમાંની કેટલીક વ્યક્તિઓ પથભ્રષ્ટ થઈ ગઈ હોય તેવું લાગે છે.
“પથભ્રષ્ટ” એટલે કે વૈચારિક રીતે સમજવું. આ વ્યક્તિઓ આર.એસ.એસ. પરત્વેના ફોબિયામાંથી મૂક્ત થઈ નથી કે થવામાં માનતી નથી, એવું લાગે છે. આ વ્યક્તિઓ નહેરુવીયન કોંગ્રેસની ભાષા પોતાના શબ્દોમાં બોલે છે. આર.એસ.એસ. ના સારાં કામો તેમને દેખાતાં જ નથી.
હવે તમે સરખાવો.
જ્યારે ઇન્દિરા ગાંધી ૧૯૭૭ની ચૂંટણી હારી ગયાં અને એક વર્ષ ચૂપ રહ્યાં. પણ તે પછી તેણી જ્યારે વિનોબા ભાવેના આશ્રમમાં રહેવા ગયાં ત્યારે આજ લોકોએ તેમને “કટોકટી”ના મહા-અપરાધી હોવાં છતાં બિરદાવ્યાં હતાં. ઇન્દિરા ગાંધીનું આ પ્રાસંગિક વર્તન કેવળ અને કેવળ રાજકીય સ્ટંટ જેવું જ હતું તો પણ તેમને બિરદાવ્યાં હતાં.
લાખો રુપિયામાં મળતા મીંકકોટને ઠાંગી લેનાર ઇન્દિરા ગાંધીને આ સર્વોદય વાદીઓ બિરદાવી શકે છે. હાજારો માણસોને કારણવગર કારાવાસમાં ગોંધી રાખાનાર ઇન્દિરા ગાંધીને આ સર્વોદય વાદીઓ બિરદાવી શકે છે. જયપ્રકાશ નારાયણને મરણતોલ ફટકો મારનાર ઇન્દિરા ગાંધીને આ સર્વોદય વાદીઓ બિરદાવી શકે છે.
આ સર્વોદયવાદીઓનું વલણ નરેન્દ્ર મોદી પ્રત્યે કેવું છે?
ઈન્દિરા પરત્વે જે હતું તેનાથી વિરુદ્ધ તેમનું વર્તન નરેન્દ્ર મોદી પરત્વે છે. તેમના કાટલાં નહેરુવીયન કોંગ્રેસ જેવાં છે.
શું નરેન્દ્ર મોદીએ કોઈને કારણ વગર જેલમાં પૂર્યા છે?
શું નરેન્દ્ર મોદીએ કોઈની ઉપર નગ્નતા પૂર્વકનો પ્રતિશોધ લીધો છે કે વિવાદાસ્પદ પણ પ્રતિશોધ લીધો છે?
શું નરેન્દ્ર મોદી ગેરકાયદેસર કાર્યશૈલી થકી વડાપ્રધાન બન્યા છે?
ના જી આવું તો તેમણે કશું કર્યું નથી.
ઓકે. ચાલો… નરેન્દ્ર મોદીએ વિમુદ્રીકરણ કર્યું હતું તો શું તેમણે સર્વોદયવાદીઓને કે દેશને નુકશાન કરવા માટે કરેલું અને અથવા દેશને એથી કરીને નુકશાન થયું છે?
તેવીજ રીતે જીએસટી કર પ્રણાલી (કે જે નહેરુવીયન કોંગ્રેસની પ્રોડક્ટ હતી) તેને મઠારી, સંવાદ કરી અમલમાં મુકી, તેની પાછળ શું નરેન્દ્ર મોદીનો હેતુ, સર્વોદયવાદીઓને કે ગરીબોને કે દેશને નુકશાન કરવાનો હતો અને અથવા દેશને તેથી નુકશાન થયું છે?
ના જી. આવું તો કશું થયું નથી.
ઓ કે. ચાલો. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જે સખી મંડળો ચાલુ કર્યાં, બહેનોને આર્થિક રીતે પગભર કરી, આશ્રમશાળાઓ સ્થાપી, કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું અને વિકાસ કર્યો તે શું ગરીબોના અહિતનું કામ હતું?
ના જી. આવું તો કેમ કહેવાય?
ઓ કે. ચાલો તો પછી નરેન્દ્ર મોદી, જે, ઘરે ઘરે સંડાસ આપવાની યોજના ચલાવે છે, ઉજ્જ્વલા યોજના ચલાવે છે, અને દરેકને ૨૦૨૨ સુધીમાં ઘર આપવાની સમય બદ્ધ યોજના કરે છે તે શું ગરીબોને નુકશાન કરશે?
ના જી. આવું તો કેમ કહેવાય?
ઓ કે. તો પછી નરેન્દ્ર મોદી સરદાર પટેલને મહત્વ આપે છે તે તમને પસંદ નથી?
ના … ના … એવું તો કેમ કહેવાય?
ઓ કે. તો પછી, નરેન્દ્ર મોદી જેઓશ્રી, મહાત્મા ગાંધીને મહત્વ આપી સ્વચ્છતા અભિયાન ચલાવે છે તે તમને પસંદ નથી?
ના … ના … એવું તો કેમ કહેવાય?
તો તમે તેમના આ બધા કામોને બિરદાવતા કેમ નથી? શું તમે માખીની જેમ ગંદકી જ શોધો છો? આ બધા સારા કામો ગરીબો માટે મહત્વ ધરાવતા નથી?
તમે આ બધી બાબતોમાં નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની ભાષા કેમ બોલો છો?
સર્વોદય વાદીઓ આનો ઉત્તર આપતા નથી.
સમાચાર માધ્યમોની કક્ષાઃ
ગાંધીજીએ સમાચાર માધ્યમોની ઘણી ટીકા કરી છે. અને સમાચારો વિષે લખ્યું પણ છે. પણ આજના સપરમે દિવસે, સમાચાર માધ્યમો, ગાંધીજીએ પ્રબોધેલી સમાચાર પત્રોની સ્વતંત્રતા વિષે વાચાળ બનશે, પણ ગાંધીજીએ કહેલ તેમના કર્તવ્યો વિષે મૌન રહેશે.
“સીધા સમાચાર” એટલે શું?
આ વાતથી શું હાલના સમાચાર માધ્ય્મઓ અજ્ઞાત છે?
કેટલાક સમયથી બાળકો ઉપરના દુઃષ્કર્મોને લગતા સમાચારોનો રાફડો ફાટ્યો છે. આમાંના મોટા ભાગના તો ખોટા જ હશે અને અથવા વિવાદાસ્પદ જ હશે. પણ સમાચાર પત્રોના ખેરખાંઓને અક્કલ નથી કે બાળમાનસ ઉપર તેની કેવી અસર પડે છે.
પહેલાં શુક્રવારના છાપાંમાં એક પાનું ફિલમને લગતું આવતું. આજે રોજ એક કે વધારે પાના ફિલમને લગતાં હોય છે. અને શુક્રવારે તો ચાર કે વધુ પાનાની પૂર્તિ આવે છે. હિરાભાઈ અને હિરીબેનના અઘ્યા-પાદ્યાના સમાચારોથી આ પાનાઓ ભરાય છે.
“ભૂમિ-પુત્ર” એ સર્વોદયવાદીઓનું મુખપત્ર છે. તે જ્યારથી મોદી રાજકારણમાં આવ્યા છે ત્યારથી એકાંગી પ્રતિભાવો આપતું થઈ ગયું છે. મેં તો તેને છેલ્લા એક વરસથી વાંચવું બંધ કરી દીધું છે. અમારા જેવાને લાગતું નથી કે તે ગાંધીવિચારને પચાવી શક્યું હોય. જો ભૂમિ-પુત્રે તેની વિશ્વસનીયતા ગુમાવી હોય તો ગુ.સ. કે ડીબી વિષે તો કહેવું જ શું?
કટારીયા લેખકોએ સમજવું જોઇએ કે તમારા અસ્તિત્વનો જનતાને અહેસાસ થાય તે મહત્વનું નથી. જનતાની પ્રમાણભાનની પ્રજ્ઞા, સંદર્ભની પ્રજ્ઞા અને પ્રાથમિકતાની પ્રજ્ઞા વિકશે તે મહત્વનું છે. જે લેખકોને લાગુ પડે છે તે જ રાજકીય નેતાઓને લાગુ પડે છે ખાસ કરીને રા.ગા. તેની મમ્મી, અને તેના ઉપાસકોને ખાસ લાગુ પડે છે.
તો પછી ગાંધી-વિચાર ધારાનું શું થશે?
ગાંધીજી એક ઐતિહાસિક પાત્ર માત્ર બની જશે. ગાંધી વિચારધારા, એક શૈક્ષણિક વિષય માત્ર બની રહેશે. સિવાય કે એક મહાયુદ્ધ થાય. બધું તહસ નહસ થઈ જાય. અને સમાજને નવેસરથી બનાવવો પડે, અને તે સમયે જો ગાંધી-સાહિત્ય ઉપલબ્ધ હશે તો કામ આવશે.
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ
અતિ-રમણિયે કાવ્યે પિશુનોઽન્વેષયતિ દુષણાન્યેવ
અતિ-રમણીયે વપુષિ ક્ષણમેવ હિ મક્ષિકા નિકટે
અર્થઃ અતિ સુંદર શરીરમાં, માખી, ક્ષણમાં જ “ઘા”ને શોધી લે છે,
તેવી જ રીતે નિંદાખોર લોકો અત્યંત સુંદર કાવ્યમાં ભૂલો શોધે છે.
ગાંધીબાપુ ક્યાં સુધી જીવશે? – ૧
Posted in માનવીય સમસ્યાઓ, Social Issues, tagged અધિકાર, અનુશાસન, અહિંસા, આત્મારામ ભટ્ટ, આરોગ્ય, ઉપવાસ, ઋષિ, એમીલી બહેન, કુદરતી ઉપચાર, ગાંધી બાપુ, ગારિયાધર, ગ્રામોદ્યોગ, ડેરોલ, ધર્માંધતા, પશુઓ, પાણીના પ્રયોગો, પ્રસ્તૂત, બ્રીટીશ સરકાર, ભાવનગર, માટીના પ્રયોગો, મેઘાલય, મૉકડૉક, યંત્ર, યોગદાન, રાજકારણ, વૈચારિક, શંભુભાઈ ત્રીવેદી, શાસન, સંગઠન, સાપેક્ષ, સ્વચ્છતા, સ્વતંત્રતા, સ્વધર્મ, હિંસા, હિમશિલાની ટોચ on October 1, 2018| 2 Comments »
ગાંધીબાપુ ક્યાં સુધી જીવશે? – ૧
શું ગાંધીજી પ્રસ્તૂત છે?
૧૯૪૮ના અને ૨૦૧૮ના ભારતમાં ઘણો ફેર પડી ગયો છે.
વૈચારિકતાને ન ગણીએ પણ રહેવાની ઢબમાં જે ફેર પડી ગયો છે તેને જો ગણીએ તો ગાંધીજી હવે કેટલા પ્રસ્તૂત છે તે વિચારવું પડશે.
પણ એ પહેલાં વૈચારિકતા ઉપર આછેરો દૃષ્ટિપાત કરવો જરુરી છે.
જો હિંસા અને અહિંસાના પરિપેક્ષ્યમાં જ વિચારીએ તો વૈચારિક દારીદ્ર્યતા હજુ પણ જીવિત છે. કદાચ ક્યાંક ક્યાંક તે અધિક માત્રામાં અને તે પણ અંધ રીતે જીવે છે.
તમે નિરક્ષરને કે દૃષ્ટિહીનને પુસ્તક ભેટ આપો તો કદાચ તે બીજા પાસે પણ વંચાવી લેશે અને ગ્રહણ કરવું હશે એ ગ્રહણ કરશે. પણ જે વાંચી શકે છે પણ જે અમુક પુસ્તકો વાંચવામાં માનતો જ નથી, તો તેને તમે ક્યાં મુકશો? તમે તેને નિરક્ષર કે દૃષ્ટિહીન વ્યક્તિથી પણ અક્ષમ કક્ષાએ મુકશો.
જેમ કે કેટલાક લોકો ભગત સિંહ અને મહાત્મા ગાંધીને સામસામે મુકે છે.
કારણ કે ભગત સિંહ અહિંસામાં માનતા ન હતા અને ગાંધીજી, બ્રીટીશ સરકાર સામેની લડાઈમાં અહિંસામાં માનતા હતા.
સૌ સૌની વિચારધારાની પસંદગીની વાત છે. પણ બંને વિચાર ધારાઓ તે વખતે કશા સંઘર્ષ વગર એકબીજા પ્રત્યે માન રાખતી હતી.
જો ધ્યેય માનવ જાતના ભલા માટેનું હોય તો, કોઈ પોતાની માન્યતા પ્રમાણે વર્તે તેમાં બીજાએ દખલ કરવી નહીં આ વાત તેઓ સૌ સારી રીતે સમજતા હતા.
સ્વતંત્રતા પ્રાપ્તિ માટે હિંસક માર્ગની લડતમાં વિશ્વાસ રાખનારાઓનું એક જુથ હતું. અહિંસક માર્ગે લડત ચલાવવી એવું માનનારાઓનું પણ એક મોટું જુથ હતું. કેટલાક એવા પણ હતા કે જેઓ બંનેમાં વિશ્વાસ રાખતા હતા.
ગાંધીજીનું યોગદાન
૧૯૧૬માં ગાંધીજી આફ્રિકાથી હિન્દુસ્તાન આવ્યા. સૌ પ્રથમ તો તેઓ આખું હિન્દુસ્તાન ફર્યા. એટલે કે તેઓ હિંદની પ્રજાના માનસથી અને પરિસ્થિતિથી પરિચિત થયા. એટલે જો ગાંધીજીના યોગદાનની વાત કરીએ તો ગાંધીજીએ ૧૯૧૭ થી ૧૯૪૭ કોંગ્રેસને અને દેશની જનતાને યોગદાન આપ્યું કહેવાય.
ગાંધીજીની કોંગ્રેસ પક્ષ ઉપર વૈચારિક પકડ હતી. તે કોના ઉપર કેટલી હતી અને કેટલી ઉંડી હતી તે એક બહુ મોટી ચર્ચાનો વિષય છે. પણ જ્યારે ગાંધીજીનો પાર્થિવ દેહ અસ્તિત્વ ધરાવતો હતો, તે સમયે જે લોકો ગાંધીના બધા જ વિચારોને અપનાવવામાં માનતા ન હતા તેઓ કાળક્રમે તેમને સ્વિકારતા થયા હતા. જેમાં આચાર્ય જે.બી. ક્રિપલાણી, રામમનોહર લોહિયા, ઇન્દુલાલ યાજ્ઞિક અને બીજા ઘણા આપણા ગુજરાતના પણ લોકપ્રિય નેતાઓના નામ લઈ શકાય.
ગાંધીજી એક ઓજાર કે શસ્ત્ર …!!!
કેટલાકને મન ગાંધીજી, એક જાહેર જીવનમાં પ્રભૂત્ત્વની સ્થાપના માટેનું ઓજાર કે શસ્ત્ર હતા તેઓમાંના કેટલાક કોંગ્રેસમાં રહ્યા અને કેટલાક કોંગ્રેસમાંથી નિકળી ગયા. જેઓને માટે ગાંધી એક વિચારધારા હતી, તેઓએ લોકોપયોગી સંસ્થાઓ ચાલુ કરી અને તેની દ્વારા પોતે સમાજ માટે કંઈક હકારાત્મક કર્યું છે અને કરે છે તેવી આત્મતુષ્ટિ મેળવી. “મારે માટે એક પગલું બસ છે.”
ગાંધીજીના અહિંસા માર્ગ, અને અ-ગાંધીવાદીઓના હિંસા માર્ગ, આ બંનેને આપણે વનસ્પત્યાહારી અને માંસાહારી વિચારધારાઓ સાથે સરખાવી શકીએ.
ગાંધીજીની અહિંસા સાપેક્ષ હતી. એટલે કે ઓછામાં ઓછી હિંસા એટલે અહિંસા. અને ઓછામાં ઓછી હિંસા એ, જે તે પ્રસંગ અને જેની ઉપર આચારવામાં આવનાર છે તે વ્યક્તિની માનસિકતા ઉપર આધાર રાખે છે.
ગાંધીજીને એમ લાગેલ કે બ્રીટીશ રાજ લોકશાહીને વરેલું રાજ છે. કાયદાનું શાસન છે. તેઓ ભલે દંભી હશે, તેઓ ભલે ચાલાક હશે, પણ તેઓ હમેશા કાયદાને વરેલા રહેશે એટલે તેમની સામે અહિંસક લડત ચાલી શકશે. સફળતા મળતાં કદાચ વાર લાગશે પણ તેઓ સત્યને નકારી શકશે નહીં.
અહિંસાની સાથે સુક્ષ્મ હિંસા અદૃષ્ય રીતે જોડાએલી હોઈ શકે છે. તમે વધુ જાણકાર હો અને સામેના પક્ષનો વ્યક્તિ ઓછો જાણકાર હોય તો તમે તેને ચર્ચામાં હરાવી શકો છો. ભલે સત્ય તેની તરફમાં હોય તો પણ.
આવા સંજોગોમાં તમે સુક્ષ્મ હિંસા ઓછી કરવા તેને યોગ્ય મુદત આપી શકો છો. જો તમે આવું ન કરો તો તે સુક્ષ્મ હિંસા જ કહેવાય. પણ જો સામેની વ્યક્તિ બેસુમાર મુદતો માગ્યા જ કરે તો તેણે મીથ્યા રાજકારણ ખેલ્યું કહેવાય. (આવું રાજકારણ નહેરુવીયન કોંગ્રેસે સર્વોદય વાદીઓ સામે ખેલેલું).
જેઓ હિંસામાં માને છે તેઓ પણ અહિંસામાં તો પરોક્ષ રીતે માનતા જ હોય છે. જેમ કે જેઓ માંસાહારી હોય છે તેઓ વનસ્પત્યાહારી તો હોય છે જ. કારણ કે માંસાહાર એ માણસ જાત માટે સંપૂણ અને સ્વતંત્ર આહાર નથી. માંસાહારીઓને પણ મરચું, મીઠું, મરી, મસાલા, થાળી, વાટકા, ચમચી વિગેરે વાપરવા જ પડે છે. તેઓ તેને બદલે કંઈ, લાલ કાળી કીડીઓ, મંકોડા, વરસાદી જીવડાં, ખોપરી, હાડકાં, છીપલાં …. વાપરતાં નથી.
તેવી જ રીતે હિંસામાં માનનારાને પણ કાયદા તો બનાવવા જ પડે છે જેથી સમાજમાં હિંસા ઉપર નિયમન આવે.
બ્રીટનમાં અહિંસક માર્ગે જનતંત્ર સ્થાપેયેલું. તેથી અહિંસક માર્ગે આઝાદી પણ મળી શકશે તેવો ગાંધીજીને વિશ્વાસ હતો. આમ કરવામાં તેમને જે અનુભવો થયા, તેને લીધે, તેમની અહિંસા ઉપરની શ્રદ્ધા ઉત્તરોત્તર વધતી ગયેલી.
ગાંધીજી એક બહુમુખી પ્રતિભા
ગાંધીજી, એકલી સ્વતાંત્રતાની વાતને જ નહીં, પણ સ્વાવવલંબનની વાતને, અને સમાજ સુધારણાની વાતને પણ દેશના અંતરાલ અને અંતિમ છોર સુધી લઈ ગયેલ. ગાંધીજીએ કોંગ્રેસના સંગઠનને નાનામાં નાના ગામડા સુધી પહોંચાડેલું. આનો લાભ નહેરુવીયન કોંગ્રેસને ૧૯૬૭ સુધી મળતો રહેલો..
તમને પાંચશો ખોરાડાના ગામમાં પણ એક ગાંધીવાદી જોવા મળતો હતો. ભાવનગર શહેરમાં તમને નાનાભાઈ ભટ્ટ કે આત્મારામ ભાઈ ભટ્ટ જેવા અનેક મળે અને શહેર હોવાને કારણે નવાઈ ન લાગે પણ ગારિયાધર જેવા એક નાનકડા ગામમાં પણ તમને શંભુભાઈ ત્રીવેદીનો સોટો ચાલતો જોવા મળે તો એ કેવું લાગે? હાજી સોટો એટલે સોટો. આ સોટો એટલે આચાર્યના અનુશાસન જેવો સોટો. ઇન્દિરાના કટોકટીના શાસનના સોટા જેવો નહીં.
આજે પણ તમને મેઘાલયમાંના અંતરાલ ગામ એવા મૉકડૉકમાં પણ એમીલીબહેન જેવા સર્વોદય કાર્યકર જોવા મળશે જેઓ બાળકોને ભણાવે છે અને બીજી બહેનો સાથે નાની ખેતી પણ કરે છે. ગાંધીજીનું આંદોલન ફક્ત સ્વતંત્રતા માટે ન રહેતાં અનેક રીતે બહુમુખી હતું.
કેટલાક લોકો બરાડીને મોટા અવાજે કહે છે કે ગાંધીજીને કારણે સ્વતંત્રતા મળી એ એક જૂઠ છે. આપણે તેમને કહીશું; ભલે ભાઈ ભલે. તમે ખુશ થાઓ.
ગાંધીજીની આઝાદીની લડત તો તેમની સમગ્ર લડતોની હિમશીલાની ટોચ માત્ર હતી. જો તમે ગાંધીના યોગદાનને ફક્ત આઝાદીના પરિપેક્ષ્યમાં જ જોતા હો તો તે તમારું અજ્ઞાન છે.
ભારત દેશ એટલે એક ગરીબ દેશઃ
અંગ્રેજોએ આપણા દેશને ગરીબ બનાવીને છોડી દીધો હતો. હવે આગળ કેમ વધવું, તે સ્વતંત્રતા પછીનો મોટો કોયડો હતો.
ગરીબ દેશ, એટલે નહીં મકાન, નહીં પાણી, નહીં અન્ન, નહીં વસ્ત્ર, નહીં વ્યવસાય, નહીં ઉત્પાદન, નહીં ધન, નહીં આવાસ … અને તેની સાથે સાથે શિક્ષણનો અભાવ, ફરેબી શિક્ષણ, અંધશ્રદ્ધા, કોમવાદ, જાતિવાદ, અસ્વચ્છતા, રોગચાળો, કુરિવાજો, …. આવી પરિસ્થિતિમાં દેશને આગળ કેમ લઈ જવો? ….
આ બધું હોવા છતાં ભારત પાસે વારસામાં હતું; મહાન સંસ્કૃતિ, સંસ્કૃતભાષા, સંસ્કૃત સાહિત્ય, ઉચ્ચ તત્ત્વજ્ઞાન, સહિષ્ણુ ધર્મ, અને અનેક ક્રાંતિકારી મહાત્માઓ અને સંતો ….
ગાંધીજીએ રામને અને ગીતાને જ શા માટે પસંદ કર્યાં?
(૧) જેને તમે નકારી શકતા નથી તેનો આદર કરો, ભલે તે કોઈ પણ કક્ષાએ થી ઉચરાયું હોય,
(૨) સત્યનો આદર કરો અને તેની સ્થાપના કરો,
(૩) શાસક માટે કશું અંગત નથી. તેનું જીવન ખુલ્લી કિતાબ જેવું હોવું જોઇએ,
(૪) સામાજીક બદલાવ, શાસક ન લાવી શકે, કારણ કે શાસક તો બળ વાપરશે. અને બળથી સત્ય સિદ્ધ થતું નથી.
(૫) સામાજીક બદલાવ લાવવા માટેના અધિકારીઓ ઋષિઓ છે,
(૬) ઋષિઓ પાસે નૈતિક બળ છે અને શાસક પાસે “દંડ” નું બળ છે.
(૭) ઋષિઓનું શાસન એ અનુશાસન છે, શાસક જે કંઈ કરે તેને શાસન કહેવાય.
(૮) ધર્મ એટલે સમાજ પ્રત્યેનું કર્તવ્યઃ
એટલે કે જેણે જે ક્ષેત્રને પસંદ કર્યું અને જેમાં કુશળતા મેળવવી. તે દ્વારા સમાજની સેવા કરવી તે તેનો ધર્મ છે.
જેમકે તમે સર્જન થયા અને ઘણા પૈસા અને કિર્તી કમાયા. કોઈ એક વખત તમે ઓપરેશન ટેબલ ઉપર ઓપરેશન કરવાની તૈયારીમાં હતા અને તમને લાધ્યું કે આ કામ તો ખરાબ છે. હું આ ઓપરેશન નહીં કરું અને તમે તે ઓપરેશન છોડી દો તો તે યોગ્ય નથી. તમે સર્જનનું ભણ્યા છો અને તેમાં કુશળ છો તો તમે બીલ્ડરના ધંધામાં રાતો રાત ન પડી શકો. તેનો પહેલાં અભ્યાસ કરો અને તેમાં કુશળતા મેળવો. ધીમે ધીમે ચેન્જ ઓવર કરો.
(૯) શાસકત્વ (ક્ષાત્રત્વ) જેણે પસંદ કર્યું તેણે તેને વળગી રહેવું જોઇએ, તેનો તે ધર્મ (કર્તવ્ય) છે,
(૧૦) સ્વધર્મે નિધનં શ્રેયઃ, પરધર્મઃ ભયાવહ
આ બધા ગુણો ગાંધીજીએ રાજા રામમાં અને ગીતામાં જોયા.
શિક્ષણ વિષે તો ગાંધીજીએ ઘણું લખ્યું છે.
શિક્ષણ અને ઉદ્યોગ અને શ્રમને તેમણે કદી અલગ પાડ્યા નથી. હાલના કેટલાંક વર્તમાનપત્રો, જો વિદ્યાર્થી પાસે ક્યાંક શ્રમ કરાવાતો જુએ તો “અય્યો …. અય્યો … અય્યો… વિદ્યાર્થીઓ પાસે તમુક સકુલવાળા કામ કરાવે છે….”
અમારે ડેરોલ (ગોધરા પાસેનું ગામડું)ની સ્કુલમાં તો કોઈ પટાવાળો જ ન હતો. અને સફાઈ અમારે જાતે જ કરવી પડતી હતી. ઘંટ પણ અમારે જ વગાડવો પડતો હતો. આ સરકારી પ્રાથમિક શાળા જ હતી. કાલાં ફોલવાનાં, રૂ કાઢવાના, રૂ પીજવાનાં, પૂણી બનાવવાના, કાંતવાના, વણવાના કામ પણ અમને શિખડાવવામાં આવતા હતાં. ખાતર બનાવવાનું પણ શિખવાડવામાં આવતું હતું. ફક્ત કાંતવાની પરીક્ષા રહેતી.
ગાંધીજી અને સ્વચ્છતા વિષે તો મોદીજી ઘણું જ લખે છે અને બોલે છે. એટલે એ વાત જવા દઈએ.
હા. શારીરિક સ્વચ્છતા વિષે એમના વિચારો જાણવા જોઇએ. તેમણે શરીરના અંગોને કેવી રીતે સાફ રાખવા તે વિષે ઠીક ઠીક લખ્યું છે. દાઢી કેવી રીતે કરવી, વાળ કેવી રીતે કાપવા, ગુપ્તભાગોના વાળ કેટલા સમયે કાપવા, કેવી રીતે સ્નાન કરવું, કેટલું ચાલવું એ બધું પણ તેમણે સમજાવ્યું છે.
આરોગ્યઃ
ગાંધીજીના આરોગ્યના વિચારો સૌએ અપનાવવા જેવા છે.
માટીના પ્રયોગો, પાણીના પ્રયોગો, શાકભાજી દ્વારા રોગનિવારણ, ફળાહાર દ્વારા લાંબુ આયુષ્ય, બકરીનું દૂધ, ગાયનું દૂધ, જડી બુટ્ટીઓ … આ બાધાના ઔષધીય ગુણો છે.
ઉપવાસ અને કુદરતી ઉપચારઃ
૯૦ ટકા રોગ ચાર દિવસના નકોરડા ઉપવાસ કરવાથી મટી જાય છે. જો કે આને માટે વૈદકીય સલાહ અને નિગરાની આવશ્યક છે. જો તમને ડાયાબીટીસ હોય, ટીબી હોય, હૃદય રોગ હોય તો નકોરડા ઉપવાસ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી.
આહારના નિયમન દ્વારા રોગમૂક્તિ થઈ શકે છે. આહારના નિયમન થી તંદુરસ્તી જાળવી શકાય છે તે ગાંધીજીએ પ્રયોગો દ્વારા પણ સિદ્ધ કરી બતાવ્યું છે.
“સમસ્યાઓ છે તો ઉપાયો પણ છે” એ લેખમાળા પ્રતિલિપિની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
ગાંધીજીએ ક્યાંય ભૂલ કરેલી?
એમણે કબુલ કરી ન હોય તેવી ભૂલો તો મળતી નથી.
ગાંધીજીના સિદ્ધાંતો એ એક દિશા સૂચન છે. ભલે ગાંધીજીએ ન કહ્યું હોય તો પણ તેમના વિચારોને અનુરુપ આજના સંજોગામાં મૂલવીને આપણે નિર્ણયો લઈ શકીએ.
આપણે ગાંધીજીના અમુક સિદ્ધાંતો માનીએ અને અમુક ન માનીએ એવું ન ચાલે. છતાં પણ તેના ઉપર વિચાર વિમર્શ થઈ શકે.
“ગામડાંને સ્વાવલંબી બનાવવા” એ મુદ્દા ઉપર ગામડાંની વ્યાખ્યા બદલવા વિષે વિમર્શ થઈ શકે,
“ઘરે ઘરે ગાય રાખવી” એ વાતને બદલે ગૌશાળા સિવાય ગાય (ગાય એટલે ભેંસ, બળદ, પાડા, ઉંટ, બકરી ઘેટાં, કુતરાં બધાં ગાયમાં આવી જાય) ન રાખવી એ વિષે વિચાર વિમર્શ થઈ શકે,
સોલર વિદ્યુતની વ્યાપકતા, ખેતીમાં ક્રાંતિ, કયા ક્ષેત્રમાં ગ્રામોદ્યોગ, અને કયા ક્ષેત્રોમાં યાંત્રિકીકરણ કરવું જોઇએ એ વિષે વિમર્શ થઈ શકે. પશુને ઇશ્વરીય યંત્ર સમજો. બળદને તમે પોદળો મુકતું ઈશ્વરીય ટ્રેક્ટર કેમ સમજતા નથી?
સર્વ ગ્રાહી અને સુરક્ષિત સંરચનાઓ …
બેકારી નિવારણ માટે વ્યાપક રીતે ખાદીનો વપરાશ અને ગૃહ ઉદ્યોગને ઉત્તેજન એ તત્કાલિક ઉપાય છે.
સામાજિક અને ધાર્મિક રિવાજોમાં તેની ઉપયોગિતા જોવી. આમાં ચડસા-ચડસી ન કરવી, વેપારી વૃત્તિ ન રાખવી, સાદાઈ રાખવી. સ્ત્રી-પુરુષના સમાન હક્ક આ બધી વાતો તેમણે કરી જ છે. ગાંધી ચીંધ્યા માર્ગે લગ્ન કરવાથી કશો જ ખર્ચ થતો નથી. દહેજ માં રેંટિયો પણ શું કામ લેવો? દિકરીને એના પિતાને ઘરેથી રેંટીયો લાવવો હોય તો લાવે. વર તો પોતાનો રેંટીયો પોતાની પરસેવાની કમાણીમાંથી લાવશે.
જોકે સ્વતંત્રતા આવ્યા પછી તો જેઓ પોતાને મૂળ કોંગ્રેસી માને છે તેના નેતાઓ અને તેમના સાંસ્કૃતિક સહાયક પક્ષના નેતાઓ બેસુમાર ખર્ચ કરે છે. એક નેતાએ પૂત્રના લગ્નમાં સરકારી ખર્ચે પુરા શહેરને શોભાયમાન કરી દીધેલું. એક નેતાએ કુવામાં બરફની પાટો નાખી આખા કૂવાના પાણીને ઠંડું કરી દીધેલું. એક એકથી ચડે એવા નેતાઓ છે જેમને તેઓ આવું કરે ત્યારે ગાંધીજી યાદ આવતા જ નથી અને પોતાના પક્ષને મહાત્મા ગાંધી વાળો મૂળ કોંગ્રેસ પક્ષ માને છે અને પોતાના પક્ષને એક વિચાર તરીકે ઓળખાવાની ગુસ્તાખી કરે છે. વળી તેઓ જાતિવાદને અને ધર્માંધતાને ઉશ્કેરે છે તે તો આપણે ગણ્યું પણ નથી. આવા નેતાઓ અને પક્ષો કેવીરીતે વિશ્વસનીય બની શકે?
આવી તો બધી ઘણી વાતો છે… આજ બ્લોગ સાઈટ ઉપર “સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ -૧ થી ૯ વાંચશો.
જો તમે wordpress.com એકાઉન્ટ રાખ્યું હશે તો તમે બધું સીધે સીધું વાંચી શકશો. જો તમારે વર્ડપ્રેસમાં એકાઉન્ટ રાખવું હોય તો નીચેની લીંક ઉપર ક્લીક કરશો.
https://wordpress.com/start/account
શું હાલના ગાંધીવાદીઓ ગાંધીવાદને જીવાડી શકશે?
ના જી.
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ
અમંત્રઃ હિ અક્ષરઃ ન અસ્તિ, ન અસ્તિ મૂલં અનૌષધમ્
અયોગ્યઃ પુરુષઃ ન અસ્તિ, યોજકઃ તત્ર દુર્લભઃ
અર્થ વગરનો કોઈ અક્ષર નથી, એવું કોઈ મૂળ નથી જે (કોઈ એક રોગનું) ઔષધ
ન હોય, કોઈપણ વ્યક્તિ અયોગ્ય નથી. પણ શેમાં શું શક્તિ છે તે જાણનારો એટલે કે યોજક દુર્લભ છે.
ગાંધીજી આવા યોજક હતા.
તે વખતના ઘણા નેતાઓ જાતિવાદ, ધર્મવાદ, ઉચ-નીચમાં માનનારા હતા. અંગ્રેજોના શાસનને યોગ્ય માનનારા અને તેનો હરખ કરનારા પણ હતા. આવા એક સુસ્થાપિત શાસન અને સામ્રાજ્ય સામે સ્વાતંત્ર્યની વ્યાપક રીતે ભાવના ઉત્પન્ન કરવી અને જનતાને અહિંસક લડત માટે તૈયાર કરવી એ જેવી તેવી વાત તો ન જ હતી. યુદ્ધ કર્યા વગર અહિંસક લડત ચલાવી ત્રીસવર્ષના ગાળામાં અંગ્રેજોને હાંકી કાઢવા, એ માણસને તમે મહાત્મા નહીં કહો તો શું કહેશો?
નહેરુવીયન કોંગ્રેસે હિમાલયન બ્લન્ડરો કર્યા છતાં, નહેરુવંશના શાસનને કાઢતાં એ જ દેશને ૩૦ વર્ષ લાગ્યા હતાં (૧૯૪૭-૧૯૭૭). આ પણ ત્યારે જ શક્ય બન્યું જ્યારે કોંગ્રેસ પોતે તૂટી અને રાજકીય રીતે નિસ્ક્રીય ગાંધીવાદીઓ સક્રિય બન્યા.
અને પછી જુઓ. એજ કોંગ્રેસે વળી પાછું ૨૫ વર્ષ રાજ કર્યું.
-
Archives
- May 2023 (3)
- March 2023 (2)
- November 2022 (3)
- October 2022 (4)
- September 2022 (2)
- August 2022 (4)
- July 2022 (2)
- June 2022 (4)
- May 2022 (2)
- April 2022 (1)
- March 2022 (4)
- February 2022 (3)
- January 2022 (4)
- December 2021 (6)
- November 2021 (5)
- October 2021 (7)
- September 2021 (1)
- July 2021 (1)
- June 2021 (3)
- May 2021 (4)
- April 2021 (2)
- March 2021 (1)
- February 2021 (3)
- January 2021 (3)
- December 2020 (4)
- November 2020 (3)
- October 2020 (2)
- September 2020 (5)
- August 2020 (4)
- July 2020 (3)
- June 2020 (5)
- May 2020 (3)
- April 2020 (5)
- March 2020 (6)
- February 2020 (4)
- January 2020 (1)
- December 2019 (2)
- November 2019 (4)
- October 2019 (2)
- September 2019 (4)
- August 2019 (1)
- July 2019 (1)
- June 2019 (1)
- May 2019 (4)
- April 2019 (3)
- March 2019 (2)
- February 2019 (6)
- January 2019 (2)
- December 2018 (3)
- November 2018 (4)
- October 2018 (3)
- September 2018 (3)
- August 2018 (1)
- July 2018 (2)
- June 2018 (3)
- May 2018 (3)
- April 2018 (1)
- March 2018 (2)
- February 2018 (2)
- December 2017 (2)
- November 2017 (2)
- September 2017 (6)
- August 2017 (6)
- July 2017 (2)
- June 2017 (7)
- May 2017 (2)
- April 2017 (5)
- March 2017 (2)
- February 2017 (4)
- January 2017 (6)
- November 2016 (1)
- October 2016 (3)
- September 2016 (1)
- July 2016 (8)
- June 2016 (4)
- May 2016 (4)
- April 2016 (4)
- March 2016 (5)
- February 2016 (6)
- January 2016 (1)
- December 2015 (3)
- November 2015 (10)
- October 2015 (9)
- September 2015 (4)
- July 2015 (5)
- June 2015 (6)
- May 2015 (1)
- April 2015 (3)
- March 2015 (1)
- February 2015 (3)
- January 2015 (6)
- December 2014 (5)
- November 2014 (6)
- October 2014 (7)
- September 2014 (5)
- August 2014 (2)
- June 2014 (2)
- May 2014 (8)
- April 2014 (4)
- March 2014 (5)
- January 2014 (3)
- December 2013 (9)
- November 2013 (4)
- October 2013 (1)
- September 2013 (9)
- August 2013 (2)
- July 2013 (2)
- June 2013 (3)
- May 2013 (5)
- April 2013 (6)
- February 2013 (3)
- January 2013 (2)
- December 2012 (5)
- November 2012 (1)
- October 2012 (6)
- September 2012 (3)
- August 2012 (3)
- July 2012 (2)
- June 2012 (3)
- May 2012 (3)
- April 2012 (4)
- March 2012 (3)
- February 2012 (2)
- January 2012 (5)
- December 2011 (3)
- November 2011 (1)
- September 2011 (3)
- August 2011 (2)
- July 2011 (2)
- June 2011 (4)
- May 2011 (7)
- April 2011 (2)
- March 2011 (2)
- February 2011 (1)
- January 2011 (3)
- December 2010 (3)
- November 2010 (5)
- October 2010 (7)
- September 2010 (6)
- August 2010 (2)
- July 2010 (3)
- June 2010 (3)
- May 2010 (1)
- April 2010 (1)
- March 2010 (3)
- February 2010 (5)
-
Categories
- માનવીય સમસ્યાઓ (348)
- Social Issues (117)
- Uncategorized (107)
-
Pages