મોદી-ફોબિયા પીડિત સમાચાર પત્રો મરણીયા બન્યા છે… ૨
સમાચાર પત્રોને પણ એક ધૂન પણ હોય છે કે ભલે અમે બેફામ અને પૂર્વગ્રહ સાથે લખીએ પણ અમે છીએ તો તટસ્થ જ. હા અમે કંઈ જેવા તેવા નથી.
ખોટું બોલવું એ કોંગીઓની આદત છે. ઇન્દિરાએ કોંગીના આ સંસ્કારને સંપૂર્ણ રીતે સાક્ષાત્કાર કરેલ. આના અનેક વિશ્વસનીય ઉદાહરણો છે. જો કોઈને શંકા હોય તો પૂછે.
હાલ આપણે વર્તમાન પત્રોના વલણ વિષે ચર્ચા કરીશું.
આપણા ડીબીભાઈએ શું કર્યું?
અગાઉના પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે ડી.બી.ભાઈને લાગ્યું કે આ આપણા ગુજરાતી મૂર્ધન્યો આપણા એજન્ડાને સંપૂર્ણ રીતે ગાંઠતા નથી. કેટલાકને તો આપણે ફારગતી આપી શકીએ. પણ કેટલાક તો મોટાનામવાળા છે. અને તેમને જો ફારગતી આપીશું તો આપણા વર્તમાનપત્રના ફેલાવા ઉપર અસર પડશે. જેમકે ગુણવંતભાઈ શાહ, વિનોદભટ્ટ, વિષ્ણુભાઈ પંડ્યા, કાજલબેન ઓઝા, શરદ ઠાકર, કંઇક અંશે કાન્તિભાઈ ભટ્ટ (જો કે આમાંના કેટલાક રાજકારણ ઉપર લખવું પસંદ કરતા નથી તે વાત જુદી છે. વિનોદભાઈએ ઈશ્વર ઈચ્છાએ જગા ખાલી કરી છે)
મોટો વાચકવર્ગ એવો હોય છે કે તેને ફક્ત આદતના જોરે સવારે છાપું વાચ્યા વગર ચાલતું નથી. સવારની ચા પીને વાંચે કે નાહી ધોઈને વાંચે, પણ તેને છાપું વાંચવા જોઇએ. સમાચાર જાણવા માટે વાંચે કે કટાર લેખકો શું વિચારે છે તે જાણવા માટે અને કે વાર્તા વાંચવા અને કે ધારાવાહિક વાર્તા વાંચવા માટે છાપું વાંચતા જ હોય છે.
સમાચાર માધ્યમ એમ વિચારે છે કે;
“છાપાં વાંચવાવાળો એક વર્ગ હોય છે અને તેને અવગણવો પાલવે નહીં. માટે આપણે તે વર્ગને બીજેપી/મોદી વિરુદ્ધ કેવી કરવા માટે ૠણાત્મક વાતાવરણ કેવી રીતે કરવું તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો આવું કરીશું, તો જ, આપણા અન્નદાતા એવા કોંગીજનો અને તેથી કરીને તેના સહયોગીઓ આપણા ઉપર આર્થિક કૃપા વરસાવશે. અને આપણી દુકાન ચાલશે.
“માટે કટારીયા લેખકો શોધો
ડીબીભાઈને લાગ્યું, કટારીયા લેખકો શોધવા પડશે;
“કે જેઓ જાણીતા પણ હોય અને વંચાતા પણ હોય. સ્થાનિક લેખકો તો છે. પણ તે બધા જ આપણા કહ્યામાં નથી. એટલે રાષ્ટ્રીય કક્ષાના લેખકોને/કટારીયાઓને શોધવા પડશે.
“જુઓ સદભાગ્યે આપણું છાપું તો અનેક ભાષામાં પગટ થાય છે. એટલે આપણી પાસે તો ક્ષેત્ર તો વિશાળ છે જ. આવા લેખકો હાથવગા પણ છે. તે ઉપરાંત લખી શકે એવા અસંતોષી પક્ષીય નેતાઓ પણ હશે. તો તેમ ને પકડો. નવરાધૂપ થયેલા અસંતોષીઓને પણ પકડો. લખવાને આતૂર નેતાઓને પકડો. જેમકે શશીથરુર, જશવંતસિંઘ, યશવંતસિંઘ, જેવા તો હડી કાઢતા આવશે.
“તો ચાલો આપણે એક મહાનુભાવ કે મૂર્ધન્ય કે કટારીયા (કટારીયાઓમાં કોઈ પણ છાપાંના તંત્રીમંડળના સદસ્યોનો પણ સમાવેશ થાય છે) કે નેતા કે વિશ્લેષકનું વિશ્લેષણ કરીએ.
“વિદ્વાન હોવું જરુરી નથી.
“વિષયની જાણકારી હોવી જરુરી નથી,
“અર્થશાસ્ત્રી હોવું જરુરી નથી,
“તટસ્થ હોવું જરુરી નથી,
“તાર્કિક હોવું જરુરી નથી,
“ન્યાયિક હોવું જરુરી નથી,
“આર્ષદૃષ્ટા હોવું જરુરી નથી,
“વિરોધાભાષી ન હોવું જરુરી નથી,
“આપણા કટારીયાએ જે કંઈ કહ્યું તે સત્ય હોવું જરુરી નથી,
“આપણો કટારીયો જે વિકલ્પને, પ્રચ્છાન્ન રીતે સૂચવે છે અને આપણે કટારીયાને પ્લેટફોર્મ આપીએ છીએ તે જ આમ તો પુરતું છે. કટારીયો જે વિકલ્પ આડકતરી રીતે સૂચવે તે વિકલ્પ કેટલો ભયાવહ છે તે વિષે આપણે ચિંતા કરવી જરુરી નથી,
“જે વિકલ્પ ભયાવહ છે તે ભયાવહ વિકલ્પના આપણે જવાબદાર નથી, આપણે તો બેજવાબદાર છીએ આપણે તો કુલા ખંખેરીને ઉભા થઈ જવાનું છે,
“આપણું ધ્યેય કોંગીનેતાઓની જેમ અક્ષય સંપત્તિ એકઠી કરવાનું છે અને આપાણે જાણીએ છીએ કે આપણા સહયોગી કટારીયાનુ ધ્યેય ખ્યાતિનું છે.
“આપણા કટારીયાભાઈ જાણીતા છે અને આપણા ‘વળ’ના છે? એટલે કે;
“આપણે જાણીતા નામ વાળાને લેવાના છે એટલું પુરતું છે.
“આપણા પસંદ થયેલા મહાનુભાવ પણ જાણે છે કે તેઓ ખુદ કેવીરીતે આગળ આવ્યા છે. એટલે તેઓ તો અષ્ટમ્ પષ્ટમ્ લખશે જ અને આપણા એજન્ડા પ્રમાણે બધું આગળ ચાલશે.
દાઢી અને ચશ્મા
આપણા પ્રીતીશભાઈ નાન્દી;
આપણે તેમની બલ્ગાનીન કટ, કે ફ્રેન્ચકટ દાઢીની વાત નહીં કરીએ. જુના જમાનામાં જ્યારે પાષાણયુગ ચાલતો હતો ત્યારે માણસ દાઢી રાખતો હતો અથવા તો તેની પાસે હાથવગું કોઇ અસ્ત્ર ન હતું. પણ જવા દો. એ પછી તો ઘણા ધરતીકંપો થઈ ગયા.
હવે ૨૧મી સદીમાં તો મુસ્લિમ સ્ત્રીની ઓળખ બુરખો થઈ ગઈ અને મુસ્લિમ પુરુષની ઓળખ દાઢી અનિવાર્ય થઈ છે. આતંકવાદીઓ તો કટ્ટરમુસ્લિમ એટલે તેઓ તો દાઢી રાખે જ રાખે જ. અમેરિકા ઉપર અને યુરોપ ઉપર થયેલા આતંકી હુમલાઓને કારણે ત્યાંના ઇમીગ્રેશનવાળા દાઢીવાળાને ચાર આંખે જોવા લાગ્યા. તો કેટલાક હોલીવુડી ફીલ્મી હિરો, મુસ્લિમોની વહારે આવ્યા, અને તેમણે દાઢી રાખવા માંડી. તો આપણા બોલીવુડી હિરો પણ “બાવો નાચ્યો એટલે બાવી નાચી” એવા હિસાબે દાઢી રાખવા માંડ્યા. તો પછી આવી મહાન સેલીબ્રીટીઓ દાઢી રાખે તો ભારતીય યુવકને ક્યાં પોતાની ઓળખની પડી છે? ભારતના ૧૦૦% યુવાનો પણ દાઢી રાખવા માંડ્યા છે. પોતાની ઓળખની તેમને પડી નથી. તેમને કોઈ “ગાડર”(ઘૅંટું), કહે તો વાંધો નથી. તેમણે તેમની ઓળખ ગુમાવી દીધી છે.આવું વાદીલાપણું ભારતીય યુવાનોમાં ક્યારેય ન હતું.
જો કે આપણા પ્રીતીશ નાંદીભાઈ હવે યુવાન નથી. અને તેમનો આ સ્થાનાંતરિત લેખ વાંચીને તો એમ લાગે છે કે તે બાલ્યાવસ્થા કે શિશુ અવસ્થામાં હશે.
શિર્ષ રેખા શી છે?
રાહુલના પુનરાગમન સાથે (આપણા પ્રીતીશ નાંદી ભાઈને) આશા દેખાય છે.
રાહુલ એટલે રાહુલ ગાંધી. એટલે કે રાહુલ સન ઓફ રાજિવ ઉર્ફે સન ઓફ ફિરોજ઼ ઘાંડી ઉર્ફે ગાંધી. આપણા એક વયોવૃદ્ધ અને પાકટ લેખકે લખેલ કે દરેક મહાપુરુષની ત્રીજી પેઢી મૂર્ખ પાકે છે. એ હિસાબે ફિરોજ઼ કે જે ઓગણીશો પચાસના દાયકામાં ભારતના એક ઉત્કૃષ્ટ પાર્લામેન્ટરીયન હતા અને તેઓશ્રીના પ્રયાસોથી મુંદ્રા પ્રકરણ બહાર આવેલ. તેમની ત્રીજી પેઢીએ છે રાહુલ ગાંધી. જો કે આપણી ગણવામાં ભૂલ થતી હોય તેમ લાગે છે. મૂર્ખતાની શરુઆત તો રાજિવ ગાંધી જ થઈ ગઈ હતી. આ હિસાબે ફિરોજ ગાંધીના પિતાજી તેમના જમાનાના વિશિષ્ઠ વ્યક્તિ હોવા જોઇએ. તો જ રાજિવ ગાંધી ત્રીજી પેઢીએ આવે.
“રાહુલ ગાંધીમાં આશા દેખનાર” એવા મૂર્ધન્યો જો ભારતમાં પાકતા હોય… તો ભારતનો વિનીપાત સુનિશ્ચિત છે.
જવા દો એ વાત. પણ આવી વ્યક્તિઓ ભારતમાં “મૂર્ધન્ય” તરીકે અસ્તિત્વ ધરાવતી હોય કે ઑળ્ખાતી હોય, અને તે મહાનુભાવ તરીકે ઓળખાતી હોય તો ભારતે ભવિષ્ય માટે નાહી નાખવું જોઇએ. જો આમ ન હોય તો પ્રીતીશભાઈને તેમનું કદ જણાવી દેવું જોઇએ.
હા જી. કેટલીક વ્યક્તિઓ જો સતત બાહ્યગોળ દૃગકાચ (કોન્વેક્સ લેન્સ) પાછળ જ રહેતી હોય તો તેવી વ્યક્તિઓ મોટી જ દેખાય છે.
જયપ્રકાશ નારાયણે ૧૯૭૪થી ઇન્દિરા સરકાર સામે આંદોલન છેડ્યું હતું. જયપ્રકાશ નારાયણ રુપી બાહ્યગોળ દૃગકાચ હેઠળ ઘણી વામણી વ્યક્તિઓ જેવીકે લાલુ યાદવ, મુલાયમ યાદવ, મમતા બેનર્જી (એ જમાનામાં આ મમતા બેનર્જી, જયપ્રકાશનારાયણની જીપના અગ્રભાગ ઉપર અશાસ્ત્રીય નૃત્ય કરનારાં હતાં), જેવાં અનેક અને હાલના ચર્ચનશીલ મૂર્ધન્ય પોત પોતાના ક્ષેત્રમાં મોટા દેખાયા.
નાટકીય રીતે આગળ આવી જવું એ રાજકારણની તાસીર છે. નહેરુએ પણ આવાં નાટકો કરેલ. પણ નહેરુ ની વાત અલગ છે.
રાહુલ ગાંધી, ઈન્ડિયન નહેરુવીયન કોંગ્રેસ (આઈ.એન.સી.) પક્ષના શિર્ષ હોદ્દેદારના બાહ્યગોળદૃગકાચ માંથી જ જોઇ શકાય. એ સિવાય તેઓશ્રી દૃષ્ટિગોચર થઈ શકે તેમ નથી.
“લઘુતા ગુરુતા પુરુષકી આશ્રયવશ તે હોય, વૃંદમેં કરિ વિંધ્ય શો, દર્પનમેં લઘુ હોય”
કોઈ વ્યક્તિ મોટો છે કે નાનો, તે તેના આશ્રયસ્થાનને આધારિત છે. હાથી ટોળામાં વિંધ્યપર્વત સમાન લાગે પણ (નાના) દર્પણમાં તે નાનો લાગે છે.
પ્રીતીશભાઈ, આ રા.ગા. ભાઈને “પુનરાગમિત કે પુનરાગંતુક” તરીકે કેમ ઉલ્લેખે છે તે સમજાતું નથી. આની પાછળ પ્રીતીશભાઈના કે રા.ગા. ભાઈના માનસિક કારણો જવાબદાર હોય તેમ લાગે છે.
એક રાક્ષસ હતો. તે પોતાના દુશ્મન સાથે લડે અને થાકી જાય એટલે ભાગી જાય અને પછી અમુક વનસ્પતિ સુંઘી આવે અને તાજો માજો થઈ વળી પાછો દેકારા પડકારા કરતો આવે. ફરી પાછો થાકી જાય અને ફરી પાછો અમુક વનસ્પતિ સુંઘી આવે અને તાજો માજો થઈ, વળી પાછો દેકારા પડકારા કરતો લડવા આવે.
આપણા રા.ગા. ભાઈ વિષે પણ આવું જ છે. “કોંગી-પક્ષીય બાહ્યગોળ દૃગકાચ” પહેલાં મહામંત્રીનો હતો, પછી પક્ષીય ઉપપ્રમુખનો હતો એમ એમના બાહ્ય ગોળ દૃગકાચો બદલાતા રહેતા. અને દર વખતે તેમને મોટા ને મોટા “ભા” તરીકે દર્શાવાતા.
ઇન્દિરા ગાંધીએ ચાલુ કરેલ ચીલા પ્રમાણે હર હમેશ કોઈને કોઈ રાજ્યમાં વિધાન સભાની ચૂંટણીના નગારા વાગતાં જ હોય એટલે રા.ગા. ભાઈને માટે, યુદ્ધ તો, તૈયાર જ હોય. જેવું યુદ્ધ પુરું થાય કે બાહ્ય ગોળ દૃગકાચ હટી જાય અને રા.ગા.ભાઈ અદૃશ્ય થઈ જાય. અને કશુંક સુંઘવા જતા રહે. શું સુંઘવા જતા રહેતા હતા તે સંશોધનનો વિષય છે. સુબ્રહ્મનીયન સ્વામીને પૂછો.
આવા પુનરાગંતુક રા.ગા.ભાઈ માટે આપણા પ્રીતીશભાઈએ “પુનરાગમન” શબ્દ પ્રયોજ્યો હશે. બાઈબલ વર્ણિત “પ્રોડિગલ સન” ના “પુનરાગમન” સાથે આનો સંદર્ભ કેટલો છે તે આપણે જાણતા નથી.
આશ્ચર્ય આ પુનરાગમન વિષે નથી. પણ આપણા આ સ્થાનાંતરિત લેખના લેખક પ્રીતીશભાઈને આ “પુનરાગમન” માં આશા શામાટે દેખાઈ?
શું તેઓ નિરાશ હતા?
શું તેઓ રા.ગા. ના ભવિષ્ય વિષે નિરાશ હતા? તો તેમાં તેમના કેટલા?
શું તેઓ દેશના ભવિષ્ય માટે નિરાશ હતા? જો આમ હોય તો તેઓ એવો સંદેશો આપવા માગે છે કે મોદીના હાથમાં ભારતનું ભાવી નિરાશાત્મક છે.
હા જી. આવો પ્રચ્છન્ન નહીં પણ અપ્રચ્છાન્ન ચેતવણી જ તેઓ આપવા માગે છે.
“સુંઠને ગાંગડે ગાંધી” થનારાની માનસિકતા આવી જ હોય છે.
હા જી, બાહ્યગોળ દૃગકાચ રુપી આંદોલન થકી નીપજેલ નેતાઓ આંદોલન થકી પ્રસિદ્ધિ પામે છે, અને આ નીપજ, પછી એ બ્રહ્મકુમાર ભટ્ટ હોય, અશોક પંજાબી હોય, માંકડ હોય, જાની, પ્રકાશ હોય, લાલુ હોય, મુલાયમ હોય, શરદ યાદવ હોય, શરદ પવાર હોય, કેજ્રીવાલ હોય કે હાલની ઉપજ આર્દિક પટલ … અંતે તો આવા નેતાઓ કોંગી પેણે જ શોભે છે અને કોંગીમાં જ શોભી શકે.
પ્રીતીશભાઈ એ ધારી જ લીધું છે કે “જનતા”નો નરેન્દ્ર મોદી તરફનો જનતાનો ઉત્સાહ સ્પષ્ટ રીતે ગાયબ છે. પ્રીતીશભાઈ આવી અનેક નકારાત્મક ધારણાઓને અને આધાર હીન પ્રતિભાવોને જનતાના પ્રતિભાવરુપી વાઘા પહેરાવી પ્રસ્તૂત કર્યા કરે છે.
મોદીની ખુલ્લી કિતાબ
મોદીની કિતાબ એ એક ખુલ્લી કિતાબ છે. કશું જ ખાનગી નથી. જે કામો દાયકાઓ સુધી કોંગ્રેસે લબડાવ્યાં હતાં … ભૂલાવ્યાં હતાં … તે નરેન્દ્ર મોદીએ ઝડપથી આગળ ધપાવ્યાં છે અને મોટા ભાગનાં પૂરાં કર્યાં છે. નરેન્દ્ર મોદીએ પોતે શરુ કરેલાં કામો પણ લબડાવ્યાં વગર ઝડપથી આગળ ધપાવ્યાં છે અને પૂરાં કર્યા છે. કારણ કે મોદીને “માલી પા” લેવડ દેવડના કામો કરવાના નથી.
કામોનો હિસાબ કિતાબ નરેન્દ્ર મોદી પોતે પણ આપે છે અને ઓન લાઈન ઉપર ઉપલબ્ધ છે. જેને જોવું નથી તેને કોઈ બતાવી ન શકે તે વાત જુદી છે.
રા.ગા. ભાઈની ઉપર કેવા અત્યાચારો થયા તેની આ કટારીયા ભાઈએ ઈમોશન શબ્દોમાં વાતો કરી છે. દેખીતી રીતે જ તેમાં તેઓ સહભાગી ન હતા તેવો આડકતરો ઈશારો પણ કર્યો છે.
ચૂંટણીઓમાં હાર અને જીત થતી રહે છે. ચૂંટણીની હાર અને જીત ના કારણો દરેક બેઠક માટે અલગ અલગ હોય છે. સમગ્ર ચૂંટણીના પરિણામો માટે સજ્જડ પ્રભાવશાળી કારણ જવલ્લે જ હોય છે. ક્યારેક જાતિવાદ અને “વ્યાપક સરકારી પૈસે ખેરાત” ભાગ ભજવે છે. સમાચાર પત્રોએ ઉત્પન્ન કરેલ નકારાત્મક વાતાવરણ પણ થોડોઘણો ભાગ ભજવે છે. વાસ્તવમાં જોઇએ તો રાજસ્થાન અને મધ્યપ્રદેશના ચૂંટણી પરિણામોમાં સ્થાનિક પરિબળોએ પોતાનો ભાગ ભજવ્યો છે. આ પરિણામો દ્વારા જનતાનો સ્પષ્ટ પ્રતિભાવ શો છે તે જાણવું અશક્ય છે. વર્તમાન પત્રોના ઋણાત્મક વાતાવરણે કેટલાક મતદાતાઓને “નોટા” બટન દબાવવા પ્રેર્યા છે. કોંગીની આ જીત કોઈ અસાધારણ જીત નથી.
પણ જીત એટલે જીત. જો જીતા વહ સિકંદર. એવું ખપાવવામાં કેટલાક મચી પડ્યા છે. બીજેપી આગામી ચૂંટણીના પરિણામોને આસાનીથી બદલી શકે છે. યાદ કરો. ૧૯૫૮માં નહેરુએ કેરાલાની નામ્બુદ્રીપાદની સરકારને પદભ્રષ્ટ કરેલી. પણ તે પછીની ચૂંટણીમાં સામ્યવાદી પક્ષને વધુ મત મળેલ. પણ જીત તેની થઈ ન હતી. કોંગ્રેસે કોમવાદી મુસ્લિમ લીગસાથે સમજુતી કરી હતી અને સામ્યવાદીઓને લડત આપેલી હતી. કોંગીએ કોમવાદના નામે જીત મેળવી હતી. આવી જીત ઉપર તમે આશાના મહેલો અને મિનારાઓ ન ચણી શકો.
આપણા જે.એન.યુ.માં થયેલા ભાગલાવાદી અને દેશ દ્રોહી નારાઓને આ કટારીયાભાઈ બિરદાવે છે. “ભારત તેરે ટૂકડે હોંગે … કિતને અફજ઼લ મારોગે …? … ઘર ઘરસે અફજ઼લ નિકલેગા … છીનકે લેંગે આઝાદી … ગોલીસે લેંગે આઝાદી … પાકિસ્તાન જીંદાબાદ …” આ બધા નારાઓ વિષે કટારીયા ભાઈને કશો વાંધો નથી. પણ આ કટારીયા ભાઈને આવા દેશદ્રોહી તત્વો ઉપર ન્યાયાલય દ્વારા કામ ચલાવવામાં આવે તેનો વાંધો છે. વાહ … પ્રીતીશભાઈ તમારી પ્રીતિ.
ઓળઘોળ કરીને આ કટારીયા ભાઈ એમ ઠસાવવા માગે છે કે “હમ્ટી ડમ્ટી”ના શબ્દકોષ હેઠળ અમે કરેલા શબ્દોની અમે કરેલી પરિભાષાઓ સત્ય છે.
નરેન્દ્ર મોદી દ્વારા “જરુર કરતાં વધુ ટેક્ષ”, લાખોની સંખ્યામાં બેરોજગારોને અર્બન નક્ષલવાદી ગણાવવા”, “જીએસટી ને પેનીસીલીન ની શોધ સાથે ગણાવવી”, “વિરોધીઓ સામે સેના તૈયાર કરવી”, “નોટ બંધીને સિદ્ધિ ગણાવવી” … આવી ઘણી મનગઢંત વાતો આપણા આ કટારીયા ભાઈએ “બ્રહ્મ સત્ય પેરે” ધારી લીધી છે. અને વળી પાછા કહે છે કે આવા મોદી સામે રાહુલે બીડું ઝડપ્યું છે. (ધન્ય છે ધન્ય… ધૃવની “ટેક”ને)
આપણે જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધમાં દુર્યોધનને પડખે દ્રોણાચાર્ય, ભીષ્મ, કર્ણ, બલરામ અને કૃષ્ણની સેના હતી. એ યુદ્ધના પાત્રોનું ચરિત્ર ચિત્રણ અને કથા જીતેલાઓએ લખેલી. આપણને ખબર નથી કે દુર્યોધન કેટલો ખરાબ હતો. ભરી સભામાં દ્રૌપદીના ચીરહરણની એક માત્ર કથા આપણને દુર્યોધનને નિમ્નસ્તરે મુકવા પ્રેરે છે. પણ આ કથામાં સત્ય કેટલું તેની ઉપર મોટું પ્રશ્નચિન્હ મુકી શકાય તેમ છે. કારણકે આ કથામાં આવે છે કે દ્રૌપદીએ શ્રી કૃષ્ણને યાદ કર્યા ને તે તેની વહારે ચમત્કારિક રીતે આવ્યા અને ચમત્કાર કર્યો. દ્રૌપદીના શરીર પરથી દુઃશાસને એક સાડી ઉતારી તો તેની નીચે બીજી સાડી નિકળી. આમ ૧૦૧ સાડીઓ સુધી આ કાર્યક્રમ ચાલ્યો. અને ૧૦૦ સાડી ઉતારતાં ઉતારતાં યોદ્ધો દુઃશાસન પરસેવે રેબઝેબ થઈ ગયો અને થાકી ગયો. વાર્તા પુરી. આપણે સૌ જાણીએ છીએ કે ચમત્કાર થતા નથી. ભગવાન પણ ચમત્કાર ન કરી શકે. ભગવાન સહિત સૌએ ભૌતિકશાસ્ત્રના નિયમો પાળવા જ પડે. પણ ઐતિહાસિક કથાને રસપ્રદ કરવા આવા પ્રકારના વર્ણનોના પ્રક્ષેપ આપણા સાહિત્યોમાં જાણી જોઇને કરવામાં આવ્યા છે. પ્રતિકાત્મક રીતે આપણે મહાભારતના આવા પ્રક્ષેપોને નિભાવ્યા છે.
પણ અત્યારે ભારતમાં કોંગીને અને તેના સાંસ્કૃતિક સાથીઓને જો કૌરવો સાથે સરખાવીશું તો તે આતતાયીઓના પ્રતિક સ્વરુપ કૌરવોનું પણ અપમાન થશે. કોંગી અને તેના જેવી પ્રકૃતિવાળી ગેંગો તો આવા પ્રતિકાત્મક કૌરવોથી પણ બદતર છે. આ ગેંગો તો અલીબાબાની સામે પડેલા ચાળીશ ચોર કે એથી પણ ચાર ચાસણી વધુ ચડે તેવી છે. આવા ચોરોના સહયોગીઓ અને સમર્થકો કેવા છે? તેઓ એવા નેતાઓના સંતાનો છે કે જેઓ ગાંધીજીની અંગ્રેજો સામેની સ્વરાજ્યની લડતમાં સામેલ હતા. તેઓએ પોતાના પૂર્વજોના ઉજળા નામને કલંકિત કર્યું છે.
ઈન્દિરાએ જ્યારે પોતાની સ્વકેન્દ્રી સત્તાલાલસાને કારણે બંધારણના લીરે લીરા ઉડાવેલા ત્યારે જયપ્રકાશ નારાયણ અને મોરારજી દેસાઈને આ નેતાઓએ સંપૂર્ણ સાથ આપેલો. અને અત્યારે ખુલ્લેઆમ દેશના વિઘાતક બળોની તરફદારી કરી રહ્યા છે.
જેએનયુના વિદ્યાર્થીઓ લો કે દિલ્લી યુનીવર્સીટીના વિદ્યાર્થીઓ લો. દેશવિરોધી નારાઓનો અને તે નારાઓ લગાવનારાઓનો બચાવ ન જ કરી શકાય. પણ આ જ લોકો તેનો મનગઢંત દલીલો જેવી કે “ગડબડ, આક્રોષ, ભાંજગડ, યુવાનોને દબાવવા, વાણીસ્વાતંત્ર્ય, ફર્જી વીડીયો, માસુમ, જેવા શબ્દ પ્રયોગો દ્વારા તેમનો બચાવ કરતા રહીને આમ જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સ્વાર્થ અને ખ્યાતિ મેળવવાની કોઈ સીમા તો હોવી જ જોઇએ. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે એટલી નફરત તો ન હોવી જોઇએ કે તમે ભારત દેશને વિનીપાતમાં ધકેલી દો તેનું તમને ભાન પણ ન રહે.
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ
મોદી હારી જાય તો મોદીને શું નુકશાન છે? તેને આપણે હરાવ્યો અને તેથી તે હાર્યો. અથવા તો આપણે નિસ્ક્રીય રહ્યા અને તે હાર્યો. તે એક બોક્સ લઈને આવ્યો હતો. તે એક બોક્સ લઈને પાછો જશે.
નુકશાન તો આપણને છે અને દેશના માણસોએ જીવવાનું છે.
મોદી જશે એટલે કોંગીઓ અને તેના સાથીઓ ફરીથી લૂંટ ચાલુ કરી દેશે. દેશને ૧૦૦ વર્ષ સુધી બીજા મોદીની રાહ જોવી પડશે. આપણે માટે તો તે ઘણું મોડું થઈ ગયું હશે. પણ આપણા સંતાનો આપણી પેઢીને કોસશે.
એક કોગી પ્રેરિત રાષ્ટ્રપ્રમુખ જ્યારે રાષ્ટ્રપ્રમુખના પદથી મૂક્ત થયા (પ્રતિભા પાટીલ) ત્યારે તે ૧૪ ટ્ર્ક ભરીને ઘરવખરી લઈ ગયા હતા. આપણા અખિલેશ યાદવ તો ફર્નીચર, પડદા અને બાથરુમ ફીટીંગ ઉખાડીને સાથે લઈ ગયેલા.
આ બધા વંશવાદી ફરજંદો છે અને જનતાની સંપત્તિને પોતાની સંપત્તિ જ સમજ્યા હતા અને સમજે છે. તે સૌએ પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને માલામાલ કરેલા.
જ્યારે આપણા મોદીજી કેવા છે?
તમે સમજો. તમને મોદી જેવા પ્રધાનમંત્રી ભવિષ્યમાં ક્યારેય મળશે નહીં. તેમણે તેમના કોઈ સગાંને પોતાની પાસે ફરકવા પણ દીધા નથી.