Archive for September, 2019
“પાયામાં તું પુરાઈ જાજે … કળશના ચમકારા”
Posted in માનવીય સમસ્યાઓ, tagged અધ્ધરતાલ, અનિર્ણકતાની કેદી, ઇન્દિરા ગાંધી, ઈશ્વર ચંન્દ્ર વિદ્યાસાગર, ઉપવાસ, કચ્છ, કર્નાટક, કળશના ચમકારા, કેશુભાઈ, કોંગી, ખોસલા કમીશન, ગાંધીજીના નિયમો અને પ્રણાલી, ગાંધીવાદી, ગુજરાત, ગેરસમજણ, ચિમનભાઈ પટેલ, જમ્મુ-કાશ્મિર, નર્મદા ટ્રીબ્યુનલ, નર્મદા યોજના, નર્મદા યોજના અને ભાકરા નાંગલ, નવી જનરેશન, નહેરુ, નહેરુના પીઠ્ઠુઓ, પાયામાં તુ પુરાઈ જાજે, બકરીની તીન ટાંગ, બાબુભાઈ જશભાઈ પટેલ, ભાઈકાકા, ભાઈલાલભાઈ પટેલ, ભારતની અધોગતિના મૂળ, મહારાષ્ટ્ર, મુંબઈ રાજ્ય, મૂર્ધન્ય, મેરી બી ડીચ, મોરારજી દેસાઈ, મ્હૈસુર, રાજ્યોને ઝગડાવવા, લોકપ્રિયતા, વાર્ધાક્ય, સંસ્થા કોંગ્રેસ, સત્યાગ્રહ, સમાચાર પત્ર, સરદાર વલ્લભભાઇ પટેલ, સુરુચિ ભંગ, સૌરાષ્ટ્ર, સ્મૃતિદોષ, સ્વતંત્રતા, હિતેન્દ્ર દેસાઈ, હૈદરાબાદ, ૧૯૪૬, ૧૯૫૭, ૧૯૬૧, ૧૯૬૪, ૧૯૬૭, ૧૯૬૯, ૫૫ કરોડ on September 29, 2019| Leave a Comment »
ઘોડો ગાડીની પાછળ લાગે કે આગળ?
Posted in માનવીય સમસ્યાઓ, Uncategorized, tagged અનિયંત્રિતતા, અમને પૈસા ખાવા દો, અમારો વટ, ઇ-મેલ, કચરાના ઢગલા, કચરાના ઢગલા ઉઠાવવા વાળા, કચરો વાળવાળી હીરોઈન, કટકી, ખાડાઓ, ગટરો, ગાડી, ઘી કેળાં, ઘોડો, જનજાગૃતિના સંવાદ, જૈસા હી થા વૈસા હી રખ્ખો, ઝીબ્રા ક્રોસીંગ, ટેન્ડરના સ્પેસીફીકેશન ડીફેક્ટીવ, ટ્રાફિક કંટ્રોલ સીસ્ટમ, દંડ, દુકાન, પાકી, પાર્કીંગ લાઈન, પેનલ્ટી, માનવ સાંકળો, માલેતુજાર, મિલીભગત, મુંબઈ ભારે વરસાદ, મેમો, મેરેથોન, મ્યુનીસીપલ કમીશ્નર, રસ્તાની વ્યાખ્યા, વાહન જપ્ત, શહેર સુધરાઈ, સંકુલ, સરકાર, સરકાર માઈબાપ, સરકારી અધિકારી, સરકારી આદત, સરકારી નોકર, સીસીટીવી કેમેરા, સોએ સોને દંડિત કરો, સ્ટોપ લાઈન, સ્થાનિક સરકાર, સ્પીડ લીમીટ, હરિ હરિ, હાઈકૉર્ટ on September 21, 2019| Leave a Comment »
કોણ તોડશે આ મિલીભગત?
ઘોડો ગાડીની પાછળ લાગે કે આગળ?
સરકારી કાર્યાલયોમાં મોટે ભાગે ગાડી આગળ હોય અને પાછળ ઘોડો હોય છે. આનો અર્થ ફક્ત એટલો જ છે કે જે કામ પહેલાં કરવાનું હોય તે પહેલાં નહીં કરવાનું પણ જે કામ પહેલાં ન કરવાનું હોય તે કામ પહેલાં કરવાનું. અને જે કામ પહેલાં કરવાનું હોય તે થોડું ઘણું કરવાનું અને પછી હરિ હરિ. એટલે કે નહીં કરવાનું.
તમને આશ્ચર્ય લાગશે કે ૧૯૮૩ના ચોમાસામાં મુંબઈમાં ભારે વરસાદ પડેલો. હાઈ કોર્ટે દખલ કરેલી કે છ માસમાં ખાડાઓ પૂરી તો. આ કામ વીસ વર્ષ સુધી ચાલેલ. જેટલા રસ્તા સીમેંટ કાંકરેટના કર્યા તે ખાડા વગરના થયા. પણ આપણા કમીશ્નરો એવા ડાહ્યા કે ડાબી બાજુની ફુટપાથ ના એન્ડથી જમણી બાજુની ફુટપાથના એન્ડ સુધી ને રસ્તો ન ગણ્યો. એટલે મુંબઈને ખાડા વગરનું કરવાની તેમની દાનત જ નહતી.
આમેય મુંબઈમાં વરસાદ તો ઘણો જ પડે છે. એટલે જો ક્યારેક દિવસમાં ઘણા કલાક જોરદાર સતત વરસાદ પડે તો રસ્તાઓ બંધ થઈ જાય અને રેલ્વે ટ્રેનો પણ બંધ થઈ જાય.
રસ્તાઓ શું કામ બંધ થઈ જાય?
રસ્તાઓ એટલા માટે બંધ થઈ જાય (એટલે કે ગોઠણ જેટલા પાણી ભરાઈ જાય) કારણ કે ગટરો બરાબર સાફ ન હોય એટલે પાણીને જવાની જગ્યા ન હોય.
ગટરો શા માટે બંધ થઈ જાય?
કારણ કે ગટરોમાં કચરો હોય.
ગટરોમાં કચરો શા માટે હોય?
કારણ કે રસ્તો સાફ કરવાવાળા અને કચરો ઉપાડવાવાળા ભીન્ન ભીન્ન હોય. રસ્તો સાફ કરવાવાળા/વાળી કચરાની ઢગલીઓ કરે અને કચરો ઊઠાવવા વાળા યોગ્ય સમયે (ફાવે ત્યારે) હાથ લારી લઈને આવે અને કચરો ઉઠાવે.
રસ્તો સાફ કરવાવાળી તો હિરોઈનો જેવી સ્ટાઈલીસ્ટ (અદાઓવાળી) હોય. એ તેમની અદાઓથી રસ્તો સાફ કરે. ગટરની નજીકમાં નો કચરો તો જો ઢાંકણું ખુલ્લું હોય અને અથવા ગટર ખુલ્લી હોય તો ગટરમાં જ નાખે. જેટલી ઢગલીઓ ઓછી બને એટલું સારુંને? આપણા ભાઈઓને એટલી ઓછી ઢગલીઓ ઉપાડવી પડે. આપણા મ્યુનીસીપલ કમીશ્નરો આવી કર્મચારીઓની દગડાઈને કારણે, કચરો ભરેલી ગટરો સાફ કરવા માટે, વધારાના કરોડો રુપીયાની જોગવાઈ કરે છે. અને પોતાની પીઠ થાબડે છે. આ વધારાનો ખર્ચો તેમની સપ્લીમેન્ટરી ખાયકી થઈ. કોન્ટ્રાક્ટર વળી પાછો આમાંથી પણ પૈસા બનાવે. આ ગટરોની સફાઈ પણ્ ઢગલી–સીસ્ટમ થી જ થાય છે. ઢગલીઓ કરવાનો સમય અને ઢગલીઓ ઉઠાવવા વચ્ચે નો સમય, કલાકો થી દિવસો સુધીનો હોઈ શકે.
પણ આમાં ઘોડો અને ગાડી ક્યાંથી આવ્યા?
ઉપરોક્ત અફલાતુન પ્રણાલી એ ફક્ત મુંબઈની જ વાત નથી. પ્રત્યેક મહાનગર, નગર, ગામ અને ગામડાં, બધાની જ આવી રીતરસમો છે.
રસ્તાઓ ઉપર પાણી ભરાઈ રહે એટલે નગરપાલિકાના લાગતા વળગતા કર્મચારી (અધિકારીઓ સહિત)ને ઘી કેળાં થઈ જાય છે. રસ્તો ગમે ત્યારે બનાવ્યો હોય પણ તેમાં નબળો બન્યો હોય તો પણ સબળામાં ખપાવી શકાય.
ટેન્ડર ના સ્પેસીફીકેશન જ એટલા નબળાં અને ક્ષતિપૂર્ણ હોય કે ખાડાઓને અવકાશ રહે જ. રી–સરફેસીંગનું ટેન્ડર પણ રસ્તાની સમગ્ર પહોળાઈને અનુલક્ષીને ન આવરે. કારણ કે આવું કરે તો કટકી ક્યાંથી મળે? ફુટપાથોને રસ્તાનો હિસ્સો ન ગણવો તે પણ કટકી માટે આવશ્યક છે. રસ્તાની કિનારીઓ ફુટપાથ સુધી અડાડવાની જરુર નથી. ફુટપાથ રસ્તાનો ભાગ ન હોવાથી તેને સમતલ કે પાકી કરવાની જરુર નથી. આવી અણઘડતા તો તમને જ્યાં પગ મુકો ત્યાં જોવા મળશે.
એવા અગણિત સ્પોટ હશે કે જ્યાં તમને ખબર ન પડે કે તમારે બીજા વાહન સવારોની અરાજકતા થી તમારા વાહન ને બચાવવું કે રસ્તાના ખાડાઓથી તમારા વાહનને બચાવવું!
વાહનવ્યવહારને સરકાર નિયંત્રિત કરે તે આવકાર્ય છે. વાહન ચાલકની અનિયંત્રિતતા બદલ તેનો દંડ કરે તે પણ આવકાર્ય છે. આ દંડ પ્રમાણ અતિ ભારે હોય તે પણ આવકાર્ય છે.
વાહનવ્યવહારના નિયમોનો ભંગ કરે અને તમે એટલે કે સરકાર માઈબાપ તેનો દંડ વસુલ કરો એ પહેલાં તમે પોતે વાહનવ્યવહારના તમારે પોતાને પાળવાની જોગવાઈઓનો તો અમલ કરો. તમે કદાચ કહેશો કે અમે કરીએ જ છીએ પણ શું થાય સાલો વરસાદ બધું બગાડી નાખે છે. જો કે અમે હવે કૃતનિશ્ચયી છીએ અને અમે અઠવાડીયામાં બધું ઠીક કરી દઈશું.
તમારી આદતો જનતા સુપેરે જાણે છે.
જનતાને ખબર છે કે સરકાર ૫% કામ જ કરશે. બાકીના ૯૫ટકા કામો તો વર્ષો સુધી અધિકારીઓને દેખાશે પણ નહીં. છાપામાં સમાચાર છપાવશે અમે આટલા હજાર ખાડા પૂર્યા. અમે જનજારુતિ માટે આટલા બોર્ડ લગાડ્યા …. આટલી માનવ સાંકળો કરી અને કરાવડાવી … આટલી મેરેથોન દોડ કરી…. આટલા જનજાગૃતિના સંવાદો ગોઠવ્યા …. આટલી સોસાઈટીઓમાં જઈને લોકોને સમજાવ્યા … હે જનતા, અમે તમારે માટે શું શું નથી કરતા …. !!!
હા ભાઈ કમીશ્નર, તમે બધું કરશો , સિવાય કે તમને જે માટે પગાર મળે તે કામ.
મ્યુનીસીપાલીટીનું બીજું નામ છે “શહેર સુધરાઈ”. ગામને સાફ સુથરું રાખવામાં સફાઈ, સુધરાઈ, દબાણ હટાવ, ગેરકાયદેસર બાંધકામ ન થાય, લોકોની તંદુરસ્તી …. એ બધું આવી જાય.
ભાઈ કમીશ્નર (કમીશ્નર એટલે આખી નગરપાલિકા નો સ્ટાફ), તમારે બીજું કશું કરવાની જરુર નથી. તમે ફક્ત તમને જે માટે ના પગાર મળે છે તે કામ તેના નિયમો અનુસાર કરો તો તે પૂરતું છે.
સરકારી ટ્રાફિક કંટ્રોલની સીસ્ટમ કેવી છે?
શું તમે જે ૧૦૦ વાહન ચાલકોએ ટ્રાફિક નિયમોને ભંગ કર્યો છે તે સોએ સોને દંડિત કરી શકો છો? વાહન ચાલક ગમે ત્યાં હોય, તેણે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો એટલે પકડાયો જ, એવી સીસ્ટમ તમે ઉત્પન્ન કરી છે? ના જી.
૧૦૦ ટકા અસરકારક સીસ્ટમ ઉભી કરવી અશક્ય છે?
ના જી, અશક્ય તો કશું નથી.
તમે દર અર્ધા કિલોમીટરે અને દરેક ચાર રસ્તે સીસીટીવી કેમેરા મુકી શકો છો? મુક્યા છે? ના જી.
જે વાહન ચલાવવાના નિયમ ભંગ કરે તે પકડાય અને પકડાય જ તેવી સીસ્ટમ બનાવી શકો છો? હાજી. પણ અમે જાણી જોઈને આવું કરતા નથી. કારણ કે અમારે સરકારી નોકરોને પૈસા ખાવા છે.
અમદાવાદમાં અમુક જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે. વાહન ચાલકે સીગ્નલનો ભંગ કર્યો કે તરત જ સીસ્ટમ દ્બારા આપોઆપ ઉત્પન્ન થયેલો મેમો, વાહન ચાલક્ને ઈ–મેલ દ્વારા મોકલાઈ જાય. આ દંડ ભરવાની જવાબદારી વાહન ચાલકની છે. જો તેણે ૧૫ દિવસમાં વિરોધ પણ ન કર્યો અને પૈસા પણ ન ભર્યા તો બીજો પેનલ્ટીનો મેમો ઉત્પન્ન થશે.. અને આ થવો જોઇએ. જો આટલેથી પણ વાહન ચાલક ન સમજે તો એવી સીસ્ટમ ગોઠવી શકાય કે વાહન ચાલક જ્યારે તે વાહન લઈને રોડ ઉપર નિકળે તો ટ્રાફિક પોલીસના કન્ટ્રોલ રુમમાં એલાર્મ વાગે અને કન્ટ્રોલ રુમના ઓપરેટરને વાહનનું લોકેશન અને નંબરની જાણ કરે.
“અમને પૈસા ખાવા દો”
પણ આવું ન થયું. કારણ કે જે કંઈ પણ અધકચરી અને મર્આયાદિત ઑટોમેટિક સીસ્ટમ હતી તેને પણ સરકારી અધિકારીઓ નિસ્ફળ બનાવવા માગતા હતા. કારણ કે તેમની ડાબા હાથની કમાઈને ઘાટો પડતો હતો. અમુક વાહન ચાલકોએ પૈસા ભર્યા અને બાકીના વાહન ચાલકોએ પૈસા ન ભર્યા. ન ભર્યાનો આંકડો લાખો રુપીયામાં પહોંચી ગયો.
સરકારી અધિકારીઓએ કહ્યું કે “વાહન ચાલકો પૈસા નથી ભરતા તો અમે શું કરીએ?” અધિકારીઓના અધિકારીઓને અને મંત્રીઓને આ વાત શીરાની જેમ ગળે ઉતરી ગઈ.
“જૈસા થા વૈસા હી રખ્ખો (જૈસે થે વાદી હોના હમારી પ્રકૃતિ હૈ)”
પહેલાંની જેમ જ, ટ્રાફિક પોલીસ સ્થળ ઉપર જ દંડ વસુલ કરે એવું ઠેરવ્યું. સાલા વાહન ચાલકો ઈ–મેલ દ્વારા મોકલેલ મેમો ની કદર જ નથી કરતા. અમે શું કરીએ? અમે તે કંઈ મરીએ?
ધારો કે,
ધારો કે કોઈ એક ટ્રાફિક પોલીસે એક વાહન ચાલક કે જેણે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હતો તેનો મેમો ફાડ્યો. અને તે વાહન ચાલકે તે પૈસા આપવાની ના પાડી. તો તે ટ્રાફિક પોલીસ શું કરશે? તે ટ્રાફિક પોલીસ તે વાહન ચાલકનું વાહન જપ્ત કરશે. અને કહેશે કે તમે પહેલા પૈસા ભરો પછી જ તમને તમારું જપ્ત કરેલું વાહન પરત મળશે.
ઈ–મેમોના કેસમાં પણ આવું થઈ જ શકે.
સરકારી માણસ (ટ્રાફિક પોલીસ) કહેશે કે આવા તો લાખો મેમો ફાટ્યા છે. અમે ક્યાં લાખો ઘરો માં જઈએ. અમારી પાસે એટલો સ્ટાફ જ ક્યાં છે!!!
અરે ભાઈ, ઇ–મેમોની લાખોની સંખ્યા તો તમારી લાંબા સમયની નિસ્ક્રીયતાને કારણે થઈ. તમે જો બે પાંચના વાહન ચાલકોને ઘરે જઈને વાહનો જપ્ત કર્યા હોત તો બાકીના અચૂક દંડની રકમ ભરી જાત. પણ ટ્રાફિક પોલીસ ખાતાના અધિકારીઓને આવું કશું કરવું જ નથી. એટલે જ તો અરાજકતા વધતીને વધતી જાય છે.
“અમારો વટ પડવો જોઇએ ને !!” સરકાર ઉવાચ.
ટ્રાફિક પોલીસ ગુન્હાસ્થળે જ પૈસા વસુલ કરે તો તેનો વટ પડે. ટ્રાફિક પોલીસને દંડ કરવાની તો ઠીક, પણ દંડ ન કરવાની પણ સત્તા મળી જાય છે.
ઘમંડી કે માલેતુજાર વાહન ચાલકોનો પણ વટ પડે. “મને તું ઓળખતો નથી? હું કોણ છું ખબર છે? મને કાયદો અડતો નથી. તને આ ખબર નથી?”
ટ્રાફિક પોલિસના સાહેબોને પણ નિરાંત. તેઓ ટ્રાફિક પોલીસ ને કહેશે કે તારે આટલા કેસો લાવવાના, આટલા લખવાના અને આટલા અમને રોકડા આપવાના. આ તારો ટાર્જેટ. જલસા કર બેટા. તારું પણ ભલું અને મારું પણ ભલું અને આપણા સાહેબોનું પણ ભલું.
સ્થાનિક સરકારની ટ્રાફિકના નિયંત્રણ માટે શું ફરજ છે.
સૌ પ્રથમ તો માર્ગને લગતી વ્યાખ્યાઓ બદલોઃ
(૧) રસ્તો એટલે ફુટપાથ સહિતનો રસ્તો. નાનામાં નાની ફુટપાથ પણ પહોળાઈમાં દોઢ મીટરથી નાની હોવી ન જોઇએ. આટલી જગ્યા વ્હીલચેર માટે જરુરી છે. ભલે કમીશ્નરના ભેજાની બહારની વસ્તુ હોય.
(૨) મકાન એટલે રહેણાક કે દુકાન, કે સંકુલ કે જેની રોડ સાઈડ તરફ નિયમ અનુસાર પાંચ મીટર ખુલ્લી, પાકી અને ક્લીયર જગા હોય.
(૩) મકાનના નામ, દુકાનના નામ, સંકુલના નામના સાઈન બોર્ડ ની સાઈઝ અને સ્થાન સુનિશ્ચિત કરો. સંકુલ ના નિયમો બનાવો. દરેક સંકુલમાં અને ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં વોશરુમના નિયમો અને સાઈન બોર્ડ બનાવો. મકાનની બહાર પાર્કીંગના બોર્ડ બનાવો જેથી પાર્કીંગ શોધવું ન પડે.
(૪) દુકાનો કરવાના નિયમો કડક કરો. દુકાન જેટલા ચોરસ ફુટ ની હોય તેના પ્રતિ સો ચોરસફુટના હિસાબે પાંચ વાહન પાર્કીંગની જગ્યા હોય તો જ તેને દુકાન કરવાની પરમીશન આપો. પાર્કીંગની જગ્યા હોવી તે દુકાનદાર માટે આવશ્યક ગણાવવું જોઇએ. વાસ્તવમાં તો કોમર્સીઅલ કોંપ્લેક્સને જ મંજુરી આપવી જોઇએ. છૂટક દુકાનોને મંજુરી ન આપવી જોઇએ. મકાનના અમુક માળ પાર્કીંગ માટે હોવા જ જોઇએ. પાર્કીંગની દીશા બતાવતા સાઈન બોર્ડ હોવા જોઇએ અને સરળતાથી ધ્યાનમાં આવે એમ રાખવા જોઇએ. રસ્તા ઉપર એક પણ વાહન કે લારી ગલ્લો કે પાથરણાવાળો ન હોવો જોઇએ. રસ્તાની વ્યાખ્યામાં ફુટપાથ પણ આવી જાય.
પાર્કીંગની જગ્યા પાકી, અને પાકી માર્કીંગ લાઈનો વાળી હોવી જોઇએ. રસ્તા ઉપર પાર્કીંગના દિશાસૂચક બોર્ડ હોવા જોઇએ.
(૬) સ્પીડ લીમીટના સાઈન બોર્ડ ઓછામાં ઓછા એક કિલોમીટરે અને દરેક વળાંકે હોવા જોઇએ, પછી એ રોડ, હાઈવે હોય કે શહેરી રોડ હોય કે ગલીનો રોડ હોય.
(૭) રોડ ઉપર ઝીબ્રા ક્રોસીંગ, સ્ટોપ લાઈન અને લેન માર્કીંગ પાકા હોવા જોઇએ.
(૮) રોડ ડીવાઈડર એક લેન જેટલાં પહોળાં હોય અને તેના ઉપર ઓછામાં ઓછાં ચાર ફુટ ઉંચા ફુલના છોડ હોવા જોઇએ. જ્યાં રોડ ડીવાઈડરની જગ્યા એક લેન જેટલી પહોળાઈ રાખવી શક્ય ન હોય ત્યાં ચાર ફૂટ ઉંચી દિવાલ હોવી જોઇએ.
(૯) આવનારા રોડ અને જગ્યાના નામોના ડીસ્પ્લે બોર્ડ સમાન રીતે અને સુનિશ્ચિત સમાન કદના હોવા જોઇએ. તેના સ્ટાન્ડર્ડ નક્કી કરવા જોઇએ.
(૧૦) રસ્તા ઉપર વળાંક, રોડ બાઈફર્કેશન, રોડ સીમા, યલો લાઈન, ઓવરટેક બંધી–છૂટ્ટી … જેવા સાઈન બોર્ડ અને માર્કીંગ અચૂક રાખવા જોઇએ
ટ્રાફિક નિયમોના ભંગ
(૧) બે પૈડા વાળા વાહન ચાલકે અને સાથે બેઠેલાએ હેલમેટ ન પહેરવી, અને ચાર પૈડા કે તેથી વધુ પૈડા વાળા વાહન ચાલકે અને પાસે બેઠેલાએ સીટબેલ્ટ ન બાંધવો.
(૨) મોબાઈલ કાને લગાડવો.
(૩) માન્ય કરતાં વધુ સવારી બેસાડવી,
(૪) અવારનવાર લેન બદલવી,
(૫) સ્પીડ લીમીટનો ભંગ કરવો, અને અથવા વાહન ઉપર સ્ટંટ કરવા
(૬) ખાસ પ્રયોજન વગર, લેનની મધ્યમાં વાહન ન ચલાવવુ.
(૭) લેનમાં બીજા વાહનને તેની ડાબી બાજુથી ઓવરટેક કરવું
(૮) આગળના વાહન સાથે કે જમણી બાજુના વાહન સાથે ભટકાઈ જવું,
(૯) ખોટી લેનમાં આવી જવું. અને ટ્રાફિકને અડચણ રુપ થવું. દા.ત. ડાબી બાજુની છેલ્લી લેન ડાબી બાજુના રસ્તે જવા માટે હોય છે. બાઈક અને ગાડીવાળાને સીધા જવું હોય તો પણ આ જગ્યા રોકી લે છે અને રસ્તો બ્લોક કરી દે છે.
(૧૦) સીગ્નલનો ભંગ કરવો,
(૧૧) ટ્રાફિક સીગ્નલ પાસે, સ્ટોપ માર્કીંગ લાઈનથી આગળ નિકળી જવું
(૧૨) ખોટા અવાજવાળા હોર્ન રાખવાં. કેટલાક લોકો બાઈકમાં કારના અવાજવાળા હોર્ન રાખે છે.
(૧૩) આગળના વાહન ચાલકની મજબુરી જાણ્યા વગર હોર્ન વગાડ્યા કરવું.
(૧૪) જ્યાં ટ્રાફિક સીગ્નલ ન હોય ત્યાં ઝીબ્રાક્રોસીંગ આગળ વાહન રોક્યા વગર અને આજુબાજુ જોયા વગર વાહનને આગળ લઈ જવું,
(૧૫)આગળની બેઠકવાળાઓએ સીટ બેલ્ટ ન બાંધવો.
(૧૬) એમ્બ્યુલન્સને કે એવા વાહનોને જગા ન આપવી
(૧૭) ગાડીને પાર્કીંગ પ્લેસની સેન્ટર લાઈન પર પાર્ક ન કરવી
(૧૮) સીગ્નલ ન આપવું
(૧૯) રાત્રે શહેરની અંદર વાહન ચાલકે ફુલ–લાઈટ અને લોંગ લાઈટ રાખવી,
(૨૦) ફેન્સી નંબર પ્લેટ રાખવી,
(૨૧) સ્ટાન્ડર્ડ નંબર પ્લેટને, ઢાંકવી અને અથવા ડેમેજ્ડ કંડીશનમાં રાખવી,
(૨૨) પોતાનું વાહન ગંદુ રાખવું અને પીયુસી ચેક ન કરાવવું.
(૨૩) વાહનમાં ફર્સ્ટ એઈડના સાધનો ન રાખવા,
(૨૪) સ્પેર વ્હીલ ન રાખવું.
(૨૫) ગાડીને ગોબાવાળી અથવા ભાંગી તૂટી રાખવી
હમણાં હમણાં આરટીઓમાં ભીડ શું કામ થાય છે?
અરે ભાઈ કહેવાની જરુર જ નથી. લાઈસન્સ વગર, વીમા વગર અને પીયુસી વગર ઘણું બધું ચાલતું હતું. જાહેર માર્ગની જમીન ઉપર ઠાઠથી રેસ્ટોરાંઓનો ખાણી પીણીનો ચાલતા ધંધાઓ પણ કમીશ્નરને ન દેખાતો હોય તો બીજું તો એમને શું દેખાય?
જો સરકારી નોકરો જવાબદાર બનશે તો જ તેઓ જનતાને સુસંસ્કૃત કરી શકશે. જનતાનો મોટો વર્ગ માને છે કે કાયદાનો ભંગ કરનારાઓને તમે જેલ ની સજા કરો તો પણ ચાલશે.
શિરીષ મોહનલાલ દવે
મારો ભગવાન મોટો
Posted in Uncategorized on September 12, 2019| 4 Comments »
મારો ભગવાન મોટો
આજની તારીખમાં ૧૦૦૦+ જીવતા ભગવાનો છે.
આજની તારીખના જીવતા ભગવાનના ભક્તોમાં વાગ્યુદ્ધનો અવકાશ નથી. કારણ કે આ જીવતા ભગવાનો આવા સંજોગો ઉભા થવા દેતા નથી.
એક કાળે જે ભગવાનો વિદ્યમાન હતા તેમના ભક્તો વિષે શું?
ઘનશ્યામ મહારાજ જન્યા એટલે આકાશમાંથી ઈશ્વરોએ નમસ્તે કર્યા અને ફુલ અર્પણ કર્યા.
તેમના ભક્તોના ભક્તો કે ભક્તો ક્યારેક જાણ્યે અજાણ્યે વાગ્યુદ્ધ ઉપર ઉતરી પડે છે કે મારો ભગવાન સૌથી મોટો.
કેટલાક બાવાઓને ભગવાન માનવામાં આવતા નથી, પણ તેમના ભક્તો તેમના આ બાવા-ગુરુને ભગવાન માનતા હોય છે. આ બધા ગુરુઓ આમ તો તેમના ભક્તોમાં કો-ઓર્ડીનેટર એટલે કે આપસી તાલમેલ કરવાનું કામ કરતા હોય છે. કેટલાક ગુરુઓ તેમના શિષ્યોની સાંસારિક સમસ્યાઓનું સમાધાન પણ કરતા હોય છે. આ ગુરુ ભગવાનોમાં કામ કઢાવવાની કળા અસાધારણ હોય છે. આ વાત તો આપણે કબુલ કરવી જ રહી. જો આ વાત સાચી ન હોય તો તેમનું સામ્રાજ્ય કેવી રીતે વિકસે? તેમનો વારસો તેમના પટ્ટ શિષ્યોમાં ઉતરે છે, અને એ પરંપરામાં ગુણાત્મક રીતે વધતા શિષ્યોમાં પણ આ પ્રબંધનનો ગુણ ઠીક ઠીક હોય છે.
અર્વાચીન યુગમાં ભારતમાં દિવંગત ભગવાનોમાં ઘનશ્યામ મહારાજ ઉર્ફે સ્વામીનારાયણ ભગવાન, સાંઈબાબા, દાદા ભગવાન, ભગવાન રજનીશ, બાબા બ્રહ્મા (લેખરાજજી), મા આનંદમયી, રંગ અવધુત, સ્વામી સમર્થ, રાધેમા, ઓશો આસારામ, સત્ય સાંઈ બાબા એવા અગણિત મહાપુરુષો છે.
આ ભગવાનોમાં બધા કંઈ પોતાને ભગવાન મનાવતા ન હતા. પણ લગભગ બધા જ સ્વયં પ્રમાણિત અસાધારણ વ્યક્તિત્વ વાળા હતા/છે.
ભગવાન ની પરંપરા કેવી રીતે શરુ થઈ હશે? આમ તો આ સંશોધનનો વિષય છે. ચાલો આપણે પણ થોડું સંશોધન કરીએ.
આપણા દેશ મહાન માં વેદકાલિન તત્વજ્ઞાન અને વેદકાલિન પ્રણાલીઓ પ્રાચીન માનવામાં આવે છે.
વેદના તત્ત્વજ્ઞાનમાં અંતિમ સત્ય શું છે તે કોઈ જાણતું નથી. પણ તે અંતિમ સત્યમાંથી (શૂન્યમાંથી, બ્રહ્મમાંથી) અગ્નિ આપોઆપ પ્રકટ થયો. આ વિશ્વ આખું અગ્નિમય છે. અગ્નિ એ આ બ્રહ્માણ્ડની બધી શક્તિઓમાં પુરોહિત એટલે કે અગ્ર છે. એટલે કે બધા દેવોમાં તે મહોદેવઃ છે. બધા દેવોનો તે પોષક છે. આપણે જે કંઈ અગ્નિમાં હોમીએ તે વિશ્વદેવોને પહોંચે છે. આ વિશ્વદેવને પણ એક દેવ માનવામાં આવ્યો છે. વિશ્વદેવના અંગો સૂર્ય, ચંદ્ર, વાયુ, વર્ષા, ધરતી, આકાશ વિગેરે છે. વિશ્વના બળોને માનવ અંગો સાથે સરખાવવાં આવ્યા છે. રુદ્રયાગમાં આ વિશ્વદેવનું વર્ણન કરવામાં આવે છે. આ રુદ્ર વાસ્ત્વમાં આગ્નિ છે. વિશ્વદેવ રુદ્ર છે. અને તેમને ત્રણ નેત્રો છે. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. અગ્નિના પણ પ્રકાર છે. પણ આ બધી વાતો લાંબી છે. તે જવા દઈએ. ટૂંકમાં અગ્નિ એ મૂખ્ય દેવ છે. ઈન્દ્ર પણ અગ્નિ છે. મરુત્ પણ અગ્નિ છે, રુદ્ર પણ અગ્નિ છે. સૂર્ય પણ અગ્નિ છે. અગ્નિ બધા સાથે જોડાએલો છે. વાસ્તવમાં અગ્નિ એ શિવનું ર્પોટોટાઈપ સ્વરુપ છે. જે અનુક્રમે અગ્નિ-રુદ્ર-શિવ એમ પૂજાયું છે. અગ્નિનું નામ બ્રાહ્મણ છે. કારણ કે બ્રહ્મ (શૂન્ય કે જે શૂન્ય પણ નથી) માંથી આપમેળે ઉત્પન્ન થયેલો. ઋગ્વેદમાં સૌથી વધુ અગ્નિના સુક્તો છે. સૌ પ્રથમ સુક્ત પણ અગ્નિનું છે. બીજા વેદોમાં તેના અનુગામી સ્વરુપોના શ્લોકો છે.
વેદોમાં “દ્યાવાભૂમિ જનયન્ દેવ એકઃ” એટલે કે એકેશ્વર વાદ છે ખરો, પણ તેના અંગોને પ્રતિકાત્મ આકૃતિ સ્વરુપ આપવાની બંધી ન હતી.
વેદકાળ પછી આ પ્રતિકોને ઈશ્વર તરીકે પૂજવાની પ્રણાલી શરુ થઈ.
વૈદિક ઋષિઓને બ્ર્હ્માણ્ડ અને નક્ષત્રો શું છે તે વિષે કેટલી ખબર હતી તે આપણે જાણતા નથી. પણ સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રોની ગતિઓ વિષે ઠીક ઠીક ખ્યાલ હતો. સૂર્યને બ્રહ્માણ્ડ નું કેદ્ર માનતા હતા અને અગ્નિની વ્યાપકતા સમજતા હતા. એટલે અગ્નિ અને સૂર્ય એ પ્રોટો-ટાઇપ શિવ અને વિષ્ણુ હતા. આ ઐક્ય વેદાંત અને પુરાણો (જૂના પુરાણો)ના કથાનકમાં જોઈ શકાય છે. જો કે પાશ્ચાત્ય ઇતિહાસકારોને આ દેખાતું નથી કારણ કે એવું ન જોવું એ તેમનો એજન્ડા હતો અને છે.
શિવના અવતારો વિષે કોઈ આધારભૂત પ્રાચીન માહિતિ મળતી નથી. જોકે દુર્વાસા, હનુમાન, શંકરાચાર્ય, શિવાજી, કૌટીલ્ય … વિગેરેને શિવના અવતાર માનવામાં આવે છે. સૂર્યના (વિષ્ણુના) અવતારો ની કથાઓ પુરાણો થકી બહુ પ્રચલિત છે. જાપાન અને ઇજીપ્તમાં રાજાઓને સૂર્યનો અવતાર માનવામા આવતા હતા.
ભારતમાં વિષ્ણુના અવતારો વધુ પ્રચલિત છે.
સંકટ વખતે બચાવનારને વિષ્ણુનો અવતાર માનવામાં આવતો. અપૂર્વ વિરતા દાખવનારને પણ વિષ્ણુનો અવતાર માનવામાં આવતો હતો.
ભગવાનોને જુદા જુદા માનવામાં આવે એટલે ઝગડો તો થાય જ.
દરેકને પોતાની ચોઈસ હોય કે પરંપરા હોય. કાળક્રમે વેપાર ધંધા વિકસ્યા એટલે લાંબી દરિયાઈ સફરો શરુ થઈ. હવે દરિયામાં ક્યારેક તોફાન પણ થાય. પણ જો સૂર્ય દેખાય એટલે તોફાન સમી જાય. આમ તો તોફાન સમી જાય એટલે સૂર્ય દેખાય. પણ એ જે હોય તે, કૃષ્ણ ભગવાન અપરાજિત રહ્યા. વૃત્રાસુર એટલે વાદળાં અને વિજળી એટલે વજ્ર. ઈન્દ્રે વજ્રદ્વારા વૃત્રાસુરને માર્યો અને તેના કટકા થયા અને ધરતી ઉપર પાણીના ખાબોચીયા થયાં. ઈન્દ્ર એ પણ સૂર્ય છે.
કૃષ્ણ ભગવાને સમગ્ર ભારતના દરિયા કિનારે વર્ચસ્વ સ્થાપ્યું. દરિયો સુરક્ષિત કરી દીધો. એટલે તે વિષ્ણુના અવતાર ગણાયા. વણિક સમાજ અર્થ સાથે વધુ સંકળાયેલ હોય એટલે વણિકો બધા વૈષ્ણવ હોય છે. જો કે તેઓ જૈન પણ હોય છે. કારણ કે મહાવીર સ્વામીનું તત્ત્વજ્ઞાન ભીન્ન હતું આમ તો વૃષભ દેવ સ્વામી વિષ્ણુનો અવતાર મનાય જ છે.
મહાપુરુષ પાકે એટલે તેમની પાછળ દંતકથાઓ પણ આવે જ. પછી એ રામ હોય કે કૃષ્ણ હોય કે ઘનશ્યામ મહારાજ (સ્વામી નારાયણ ભગવાન) હોય કે સાંઇબાબા હોય. કોઈકની વાતો કોઈને નામે પણ ચડી જાય.
આ દંત કથાઓમાં ચમત્કારો પણ ઉમેરાય, વળી જો મહાપુરુષ તેમના શિષ્યો કરતાં થોડા વધુ જ્ઞાની હોય એટલે તેમને ભગવાન થતાં વાર ન લાગે.
કોણ કોને માને?
વેદની (ઉપનિષદ્ સહિતની) ફિલોસોફી સામાન્ય માણસને પલ્લે ન પડે. આની ચર્ચા બહુ રસમય છે. પણ આ વિષયાંતર થઈ જશે. અને તેથી આરએસએસના કેટલાક નેતાઓની જેમ જે કહેવાનું હશે તે રહી જશે અને ન કહેવાનું હશે તે કહેવાઈ જશે. અને લાગતા વળગતા ભળતા અર્થ કાઢશે.
આમ તો જેમ ભૌતિકશાસ્ત્ર છે તેમ વેદ ઉપનિષદ્ છે. તમે સીધા ભૌતિકશાસ્ત્રના અનુસ્નાતક કે આચાર્ય ન થઈ શકો. તમે પ્રાથમિક ધોરણથી ભૌતિક શાસ્ત્ર ભણી આગળ વધતાં વધતાં અને સમજતાં સમજતાં ભૌતિક શાસ્ત્રના વિદ્વાન થઈ શકો. જો કે આપણા ભગવાન રજનીશે કશું પણ ગ્રહ્યા વગર સબ બંદરકે વહેપારીની જેમ તત્ત્વજ્ઞાન અને ભૌતિકશાસ્ત્રને બંદર માની “ઓશો”ની સ્વયં પ્રમાણિત ઉપાધિ લઈ લીધેલી. તેમનો એજન્ડા જ ભીન્ન હતો.
ભારતની સંસ્કૃતિમાં આનંદને મુખ્ય માનવામાં આવ્યો છે. વાસ્ત્વમાં પણ આનંદ જ મુખ્ય વસ્તુ છે. સમાજમાં જુદા જુદા માનસિક વલણનું પ્રભૂત્વ જુદી જુદી વ્યક્તિઓમાં જુદું જુદું હોય છે. આવા લોકોમાં સંતુલન જાળવવું એ એક સમસ્યા હોય છે.
વિશ્વ કેવી રીતે વર્તે છે તે માટે ભૌતિક શાસ્ત્ર અને સમાજ શાસ્ત્ર છે. પણ જેઓ સમાજશાસ્ત્ર ભણે છે તેઓ ભૌતિકશાસ્ત્ર ભણતા નથી એટલે તર્કને શુદ્ધ રીતે સમજી શકતા નથી. એટલે વાદોને લગતા યુદ્ધો થયાં છે.
જેઓ વેદ (ભૌતિકશાસ્ત્ર) જાણે છે તેઓ ચર્ચા કરે છે પણ તલવાર ઉપાડતા નથી. શંકરાચાર્યે તલવાર ઉપાડી ન હતી. પણ વેદના સહુકોઈ અધિકારી ન બની શકે તે આપણે ઉપર જોયું.
જેઓ ચર્ચા કરે છે તેઓ સત્યની શોધમાં હોય છે.
ધર્મ એ એક અલગવસ્તુ છે અને ભગવાન એ એક અલગ વસ્તુ છે. ધર્મ એ તમે પસંદ કરેલો અને સમાજસેવા માટે હાથ પર લીધેલો વ્યવસાય છે. તમને જે કામ પસંદ છે તેની વિદ્યા હસ્તગત કરો અને સમાજનો વિકાસ કરો. તે જ તમારે માટે ઉત્તમ છે. જે વિદ્યા તમને હસ્તગત નથી તેમાં તમે ચાંચ ન મારો. પ્રકૃતિનો આ જ નિયમ છે અને આજ શ્રેય છે. (ગીતા)
કેટલાક ભગવાનો એવા છે કે જેઓ તેમના ચમત્કારો થકી ભગવાન બન્યા. પણ આપણે અત્યારે બે વૈષ્ણવોની જ વાત કરીશું.
ભક્તિ માર્ગી ગુરુઓથી, તાનમાં ને તાનમાં કશુંક આંચકો લાગે તેવું કહેવાઈ જાય છે. વાગ્બાણ છોડ્યા પછી તે પાછું આવતું નથી. એટલે જેણે વાગ્બાણ છોડ્યું છે તેણે કે તેના ભક્તોએ ઢાલ તરીકે બચાવમાં આવવું પડે છે.
આપણા એક કથાકારે કહેતાં તો કહી દીધું કે વિષનું પાન કરે છે તે નીલકંઠ કહેવાય. મગજ ની લાડુડી ખાય તે નીલકંઠ ન કહેવાય. આવું કંઈક કહ્યું. કથાકાર રામભક્ત છે. ખાસ કરીને તુલસીદાસવાળા રામના ભક્ત. રામ તો ભગવાન છે. અથવા તો ભગવાનના પણ ભગવાન છે. ભગવાન એટલે શંકર ભગવાન. અને તેમના પણ ભગવાન એટલે રામ.
રામ તો મહાપુરુષ હતા જ. જો કે જ્યારે વાયુપુરાણ લખાયું ત્યારે રામને વિષ્ણુના અવતારની સૂચિમાં રાખવામાં આવ્યા ન હતા. વળી તે વખતે સૂચિમાં વિષ્ણુ ભગવાનના અવતાર તરીકે કૃષ્ણ ભગવાન અને બળદેવજી બંને હતા. વિષ્ણુ ભગવાન ડબલ રોલમાં હતા.
ભક્તિ માર્ગ ની ઉત્પત્તિ આમ તો શૈવો એ કરી. પણ એને વિકસાવ્યો વૈષ્ણવોએ.
એક વખત કોઈ વ્યક્તિને ભગવાન બનાવ્યા હોય પછી કંઇ તેમને મોળા તો રખાય જ નહીં. આપણા કૃષ્ણ ભગવાન એ એક અભૂતપૂર્વ અદ્ભૂત વ્યક્તિ છે. વૃન્દાવનના કૃષ્ણ ને શેં ભૂલાય? કૃષ્ણ એક પ્રેમી છે, નટખટ છે. ઈવ ટીઝર છે, એક યોદ્ધા છે, એક સલાહકાર છે, એક જ્ઞાની છે. અને એક યોગી છે અને અહિંસાના વ્રતધારી પણ છે. જો રજનીશ ભગવાન હોય તો કૃષ્ણ તો ભગવાન હોય જ હોય. કૃષ્ણ ભગવાને ઘણા ચમત્કાર કર્યા. જો કે ચમત્કાર ન કર્યા હોત તો પણ તે ભગવાન તો કહેવાત જ. તેમને વિષે ભાવનાત્મક ઘણું બધું લખાયું. કવિઓ દ્વારા, લેખકો દ્વારા અને મૂર્ધન્યો દ્વારા પણ ઘણી કથાઓ લખાઈ. સહુ કોઈ મૂર્ધન્યોએ પોતાની અતૃપ્ત માનસ ને કૃષ્ણના મનગઢંત વિવરણો અને તારણો દ્વારા તૃપ્ત કર્યું.
ચાલો હવે ભગવાનને શબ્દોથી શણગારો. તેમનામાં એવી મહાનતા મુકો કે તેમનાથી કોઈ મોટું હોઈ જ ન શકે. વિષ્ણુ ભગવાન હરિ છે તો કૃષ્ણ ભગવાન પણ હરિ છે. ૐ કાર શબ્દ થી વિશ્વ ઉત્પન્ન થયેલું. આ ૐ તે બ્રહ્મ સ્વરુપ છે. પણ હરિ તો બ્ર્હ્મ ની પણ ઉપર છે. ૐ નમઃ શિવાય કહેવાય પણ ૐ હરિ ન કહેવાય. હરિ ૐ કહેવાય. કારણ કે હરિ તો ૐના પણ જનક છે. કૃષ્ણ ભગવાન જન્મ્યા અને ગોકુળમાં ગયા એટલે બધા દેવોને ખબર પડી. એટલે બધા દેવો વારા ફરતી તેમના દર્શન કરવા ગોકુળમાં ગયા. બ્ર્હ્માજી ગયા. શંકર ભગવાન ગયા, દેવો ગયા, …. તેમને પગે પડ્યા.
ફિલમમાં જેમ ગાયન આવવાનુ હોય એટલે હીરા ભાઈ અને હીરીબેન કંઈક અસંબદ્ધ વાત કરે અને આપણને ખબર પડી જાય કે હવે ગીત શરુ થશે. અને ગીત શરુ થાય. આમ આપણા ભીન્ન ભીન્ન કવિઓએ ભીન્ન ભીન્ન સમયે પોતાને જે ઉચિત લાગ્યું તે ઉમેર્યું. સૌએ પોતપોતાની માનસિક વૃત્તિઓનું પોતાની રીતે તૂષ્ટીકરણ કર્યું. વાછૂટ કરી.
રામ વિષે પણ આવું જ થયું. તેમના જન્મ પહેલાં દેવો બધા વિષ્ણુ ભગવાન પાસે ગયા અને રાક્ષસો થકી થતી હેરાનગતીની કંપ્લેન કરી.
દેવોએ કહ્યું કે, બ્રહ્માએ ઓલ્યાને વરદાન આપ્યું છે કે દેવ દાનવ કે ગાંધર્વથી આ મરે નથી. તમે કંઈક કરો. એટલે ભગવાન માનવ રુપે જન્મ્યા. તેઓ જન્મ્યા એટલે બધા દેવો, મહાદેવો અને ઈશ્વરો તેમના દર્શન કરવા અયોધ્યામાં આવ્યા. જો કે કાલીદાસે આવું લખ્યું નથી. પણ તુલસીદાસે લખ્યું છે. તુલસીદાસે તો કાળની પણ પરવા કરી નથી. દક્ષરાજાને રામનો સમકાલિન ગણાવી દક્ષ કન્યાને પાર્વતી બનાવી પાર્વતીને સતી બનાવી જે મનમાં આવ્યું તે લખ્યું. સીતાની અગ્નિ-પરીક્ષાનો બનાવ લંકામાં ઉભો કરી દીધો. જો રાજપૂતોની રાણીઓ પોતાના શિયળની રક્ષા માટે અને પવિત્ર રહેવા માટે અગ્નિમાં ઝંપલાવી દે તો અમારી સીતા માતા શું કામ પોતાની પવિત્રતા સિદ્ધ કરવા માટે ચિતા ઉપર ચઢીને પોતાની પવિત્રતા સિદ્ધ ન કરે? અમારા સીતા માતા તો લક્ષ્મીનો અવતાર છે. એ કંઇ જેવા તેવા થોડા છે. તમે સમજો છો શું?
પાશ્ચાત્ય વિદ્વાનોને તો દોડવું હતું અને ઢાળ મળ્યો. તેમણે કહ્યું આખી વાતો જ દંતકથાઓ છે. સત્ય કશું નથી. સત્ય શૂન્ય છે. આમાંથી ઇતિહાસ શોધવાનો પ્રયત્ન, એ મીથ્યાચાર છે.
જેમને ભેજું ચલાવવાનું ન હતું તેમણે કહ્યું કે આ અમારી શ્રદ્ધાનો વિષય છે.
આમેય ભક્તો થોડા ચક્રમ તો હોય જ. ટકલો ન ચાલે એટલે શ્રદ્ધા ની વાત કરે.
શંકર ભગવાન, ઝેર પીવું અને નીલ કંઠ થવું આ બધી પ્રતિકાત્મક ઘટનાઓ છે. શિવ લિંગ એ આમ તો અગ્નિની જ્યોતિ છે. અને જ્યોતિર્લિંગ એ શિવનું પ્રતિકાત્મક સ્વરુપ છે. જ્યોતિની ઉપર જે કાળાશ છે તે શિવની જટા છે. અને જ્યોતિનો નીચેના ભાગમાં જે અર્ધ દહનનો ભૂરો ભાગ દેખાય છે તે શિવનો કંઠ ગણાયો. અગ્નિમાં બધાનો નાશ થઈ જાય છે. જ્યોતિ, અજ્ઞાન રુપી માનસિક ઝેર અને હવામાં રહેલા ભૌતિક ઝેરનો નાશ કરે છે. સમૂદ્ર મંથન (દરિયાપારની ભૂમિની શોધ)માં સુર-અસુરો નિકળ્યા હશે. તે વખતે કોઈ ઝેરી વનસ્પતિ વાળો ટાપુ મળ્યો હશે અને તેને અગ્નિમાં નાખીને નિકાલ કર્યો હશે.
સહજાનંદ સ્વામીની વાત કરીએઃ
સહજાનન્દ સ્વામી ના ઘણા ચમત્કારો છે. સાંઈબાબાના પણ તેઓ વિદ્યમાન હતા ત્યારના અને તેમના ગુજરી ગયા પછીના પણ ઘણા ચમત્કારો છે. ભગવાનના ચમત્કારો આપણે ક્ષમ્ય ગણી લઈએ. કારણકે આ શ્રદ્ધાનો વિષય છે એમ ભક્તો માને છે. પણ બે ભગવાનની તુલના કરી તેમાંના એક ભગવાનનો કચરો બનાવી દેવો તે ક્ષમ્ય નથી. પણ વૈષ્ણવોની આ જુની ટેવ છે. ઘાણી કરી. હનુમાનને જે રામના સલાહકાર હતા તેમને રામના ભક્ત બનાવી દીધા અને વળી તેમને શંકરના અવતાર બનાવી દીધા એટલે એક કાંકરે બે પક્ષી માર્યા. એક તો રામને શ્રેષ્ઠ બનાવી દીધા. તો હવે આપણે શું કરીશું? કૃષ્ણ ભક્તોએ કહ્યું … તો આપણે રાધાજીને શંકર બનાવી દો. એક કૃષ્ણ મંદિરમાં એક શિવલિંગ પર “રાધા” લખેલું વાંચેલ.
ચાલ્યા કરે ….
અષ્ટાદશપુરાણેષુ દશભિઃ ગીયતે શિવ,
ચતુર્ભિર્ગીયતે વિષ્ણુ, દ્વાભ્યાં શક્તિઃ ચ વિઘ્નપઃ
૧૮ પુરાણોમાં દશ પુરાણ શિવનું ગાન કરે છે.
ચાર પુરાણ વિષ્ણુનું ગાન અને બે બે પુરાણો શક્તિ અને ગણેશનુ ગાન કરે છે.
આ પુરાણોમાં પણ વૈષ્ણવી પુરાણો શિવનો કચરો કરી નાખે છે. જો કે શૈવી પુરાણોમાં શિવને સૌથી મોટા અવશ્ય માનવામાં આવે છે પણ તેમાં વિષ્ણુનો કચરો કરવામાં આવતો નથી. તેમને શિવની સમકક્ષ પણ માનવામાં આવે છે.
રામના ભક્ત એવા શિવને, જો ઘનશ્યામ મહારાજથી મહાન કરી દઈએ તો ઘણું, એવો કોઈ ખ્યાલ મોરારી બાપુમાં હોય. ઘનશ્યામ મહારાજનું સંન્યાસ વખતે નીલકંઠ નામ હતું. એવું પણ હોય કે સ્વામીનારાયણ સંપ્રદાયની જાહોજલાલી મોરારી બાપુ ને પસંદ ન હોય. તેથી તેમનાથી આવું એકાદ “મીસફાયર” થઈ જાય. આ એક સ્વાભાવિક ક્રિયા છે.
યુ.એસ.માં એક કૃષ્ણ મંદિરમાં એક મહારાજને મેં કહેતા સાંભળ્યા હતા કે કોઈએ કૃષ્ણ ભગવાન સિવાય કોઈની પૂજા ન કરવી જોઇએ. તેમણે એક નામ બ્રહ્માનું લીધું. પછી થોડા થોભ્યા. શંકરભગવાનનું નામ લેવાના હતા. પણ તેમને મનમાં થયું હશે કે “જવા દો ને … “ અને તેમણે વાત બદલી નાખી.
સાંઇબાબાના ભક્તો પણ સાંઈબાબાની તુલનામાં બીજા ભગવાનોને નિમ્ન માને છે. આવું એક સાંઇબાબાના પુસ્તકમાં મેં વાંચેલું. સાંઈબાબાની જીવનકથામાંથી તમે ચમત્કારો કાઢી નાખો તો શૂન્ય બાકી રહે છે.
ઘનશ્યામ મહારાજની જીવન કથામાંથી ચમત્કારો કાઢી નાખો તો તેમણે લાખો માણસોને વ્યસનમુક્ત કર્યા, તેમના લાખો અનુયાયીઓને ખાસ કરીને ગરીબોને માંસાહારથી અને લસણ-ડૂંગળીથી પણ દૂર રાખ્યા તે જેવી તેવી સિદ્ધિ ન કહેવાય.
શંકર ભગવાન રામના પગમાં પડી ગયા,
શંકર ભગવાન બાણાસુર ની મદદે આવ્યા પણ કૃષ્ણ ભગવાને તેમને બગાસાં ખાતા કરી દીધા,
સહજાનંદસ્વામી ગિરનાર ગયા તો દત્તાત્રેય ભગવાન તેમને પગે લાગ્યા,
અરે સહજાનન્દ સ્વામીએ તો વીલીયમ બેન્ટીકને કંઠી પહેરાવી હતી. કંઠી પહેરવી એટલે સ્વામી નારાયણ સંપ્રદાયી થવું. આમ વિલીયમ બેન્ટીક સત્સંગી હતો એટલે કે સ્વામીનારાયણ સંપ્રદાયી હતો. એટલે કે કર્યો હતો.
કૃષ્ણ ભગવાનની જીવનકથામાંથી ચમત્કારોને કાઢી નાખો તો પણ કૃષ્ણ ભગવાન અકબંધ રહે છે. રામ વિષે પણ એમજ છે. બીજા કોઈ ભગવાનને નાના કરવાની આવશ્યકતા નથી. ભગવાન એ ભગવાન છે અને ઈશ્વર એ ઈશ્વર છે. ઈશ્વર એ ભગવાન છે પણ ભગવાન એ ઈશ્વર નથી. જેઓ જ્ઞાન અને બળથી તેજસ્વી છે તે ભગવાન છે. જે બ્રહ્માણ્ડનું સંચાલન કરે છે તે ઈશ્વર છે. કૃષ્ણ ભગવાન બોલે તો “ભગવાન ઉવાચ” એમ કહેવાય. શંકર ભગવાન બોલે તો “ઈશ્વરઃ ઉવાચ” એમ કહેવાય.
ઋગ્વેદમાં પણ જે દેવની સ્તુતિ થતી હોય તે દેવને મુખ્ય ગણવામાં આવે. પણ બીજાને નાના ગણવામાં ન આવે.
ઈશાવાસ્યં ઇદમં સર્વં
આ બધું જ ઈશ્વરથી વ્યાપ્ત છે.
ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ,
ભ્રામયન્ સર્વભૂતાની યંત્રારુઢેન સ્વમાયયા
હે અર્જુન, ઈશ્વર જ બધાના હૃદયમાં રહીને બધા ભૂતોને પોતાની માયાથી ભમાવે છે.
સ્ટિફન હોકીન્સ પણ એમ જ કહે છે કે બધું જ નિશ્ચિત છે. પણ શું નિશ્ચિત છે તે કોઈ કહી શકશે નહીં. મોરારજી દેસાઈ પણ આમ જ કહેતા હતા.
શિરીષ મોહનલાલ દવે ના
જય મહાદેવ, જયશ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામીનારાયણ, હરિ ૐ, ૐ શાંતિ, જય જીનેન્દ્ર, વાહે ગુરુ, જય ઈશુ, અલ્લા હો અકબર (અને બીરબલ. જો લાગુ પડતું હોય તો), જય જગત, રાધે રાધે, બુદ્ધં શરણં ગચ્છામિ,
તા.ક. કોણે કેવા ચમત્કારો કેવી રીતે કર્યા તે માટે વાંચો દયાનંદ સરસ્વતી.
ચમત્કૃતિઃ
કમલે કમાલા શેતે, હર શેતે હિમાલયે,
ક્ષિરાબ્ધૌ ચ હરિ શેતે, મન્યે મત્કુણ શં ક યા
લક્ષ્મી કમળમાં પોઢે, શિવ પોઢે હિમાલયે
મહાસાગરે તો હરિ પોઢે, માંકણથી બચવા જ તો (માંકડથી બચવા જ તો)
“કંઈક તો ખોટું થયું છે … !!!” શોધવાની ઘેલછા
Posted in માનવીય સમસ્યાઓ, Uncategorized, tagged અનુચ્છેદ ૩૭૦/૩૫એ, અનુચ્છેદ ૩૭૦/૩૫એ ના ફાયદા, અપ્રચ્છન્ન, ઓલ આઉટ અભિયાન, કપોળ કલ્પિત, કાશ્મિર, કાશ્મિર પાકિસ્તાનમાં ન ભળી શકે, કાશ્મિરના મહારાજા, કાશ્મિરની પરિસ્થિતિ એક શસ્ત્ર, કાશ્મિરમાં નિરાશ્રિત, કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ, ખરાઈ સત્ય અને શ્રેય, ગાંધીજી, ગોદો મારો, જમ્મુ અને કાશ્મિર, જીએસટી, દેશદ્રોહની હદ, દેશી રાજ્ય, નરેન્દ્ર મોદી, નહેરુ, નોકરી, નોટ-બંધી, પાકિસ્તાનની પોલીસી ખરાબ, પ્રચ્છન્ન, ફોજદારી કાયદાઓ, બિન મુસ્લિમ, બ્રેકીંગ ઈન્ડિયા, ભારતનું પ્રભૂત્વ, મતાધિકાર, મિસાઈલ પ્રહાર, મોદી ભક્ત, લિયાકત અલી, લોકશાહી મૂલ્યો, વલ્લભભાઈ પટેલ, વિધિની વક્રતા, વિભાજનવાદીઓ, વિવાદાસ્પદ મુદ્દા, વિશ્વવિદ્યાલયના પ્રમાણ પત્રો, વ્યવસાય, શાંતિ, શિક્ષણ, શેખ અબ્દુલ્લા, સાચી શાંતિ, સીમાપારથી ઘુસેલા આતંકવાદીઓ, હંગામી, ૧૦૦૦૦+ મહિલાઓની લાજ લૂંટી, ૩૦૦૦+ હિન્દુઓની હત્યા, ૫૦૦૦૦૦+ હિન્દુઓને હિજરત કરાવી on September 2, 2019| Leave a Comment »