કળયુગી શિવગીતા પ્રથમોધ્યાયઃ
નરેન્દ્ર વિષાદ આશંકા યોગઃ
મોદી-શાહયોઃ સંવાદઃ
સી.એ.એ. , એન.આર.સી., અને એન.આર.પી. ના સમર્થકો અને વિરોધીઓ ના વિવાદો અને વિતંડાવાદના વમળમાં જ્યારે કેટલાક ધૂરંધરો પણ ગોથાં ખાઈ રહ્યા છે, ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ક્ષણભર આવાક થઈ ગયા. સી.એ.એ. , એન.આર.સી., અને એન.આર.પી. ના વિરોધીઓની દલીલોથી તો નરેન્દ્ર ભાઈને કોઈ મૂંઝવણ ન થઈ, પણ બુરખાધારી બહેનોના લગાતાર ચાલતા ધરણાથી અને સર્વોચ્ચ ન્યાયાલયના આશ્ચર્યકારક વલણથી એટલે કે વચગાળાનો આદેશ આપવામાં ઠાગાઠૈયા કરતા હોય, તો નરેન્દ્ર ભાઈ મોદીને થયું કે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયધીશ પણ જો આ કેસમાં ખાસ કરીને શાહીનબાગના સી.એ.એ. , એન.આર.સી., અને એન.આર.પી. ના વિરોધીઓ પ્રદર્શન કેસમાં અસમંજસમાં હોય તો શું એવું તો ન બને કે મારા નિર્ણયમાં જ ક્યાંક દાળમાં આખું નહીં તો અડધું કે પા, કોળું ગયું હોય!!
અમિત શાહ પ્રવેશ કરે છે.
અમિત શાહ ઉવાચઃ
આવું કે સાહેબ?
નરેન્દ્રભાઈ ઉવાચઃ
આવો આવો અમિતભાઈ … તમારે વળી “આવું?” એમ પૂછવાનું હોય?
અમિત શાહ ઉવાચઃ
બોલો સાહેબ મારું શું કામ પડ્યું?
નરેન્દ્ર ભાઈ ઉવાચઃ
અરે અમિતભાઈ, તમને એવું લાગતું નથી કે આપણાથી સી.એ.એ. ના વિરોધના અનુસંધાનમાં થઈ રહેલા આ શાહીનબાગવાળા કેસને ડીલ કરવામાં કંઈ કાચું કપાયું હોય, અથવા તો દાળમાં આખું નહી તો અર્ધું કે પા કોળું ગયું હોય?
અમિત શાહ ઉવાચઃ
ના સાહેબ ના. એવું કશું નથી. આ બધો વિરોધ કંઈ સૈધ્ધાંતિક વિરોધ નથી. સાહેબ, તમે કોંગીઓને તો મારાથી પણ વધુ ઓળખો છો. તેઓને ગરજ હોય તો ગધેડાને તો શું ડુક્કરને પણ પોતાનો બાપ બનાવે એવા છે. વળી સાહેબ, તમે જાણો જ છો કે આ બધું કંઈ મફત થતું નથી. પૈસાની જે હેરફેર થાય છે અને કોના પૈસા ક્યાંથી આવ્યા, એ બધાની તપાસ તો ચાલુ જ છે.
નરેન્દ્ર ભાઈ ઉવાચઃ
પણ અમિત ભાઈ, આ બધી બહેનો અને તે પણ અનેક મહિનાઓથી ધરણાં ઉપર બેઠી છે. તો તેમનામાં આટલું સક્રિયપણું કેવીરીતે આવ્યું? મને લાગે છે કે આપણી કદાચ ભૂલ ન થતી હોય.
અમિત શાહ ઉવાચઃ
અરે સાહેબ. તમને ખબર નથી. આ બધી બહેનો કંઈ ઉપવાસ ઉપર બેઠી નથી. જો તમે મને છૂટ આપો તો હું આનાથી પણ બમણી બહેનો, અને તે પણ રોકડમાં પૈસા આપ્યા વગર ભેગી કરી શકું. અને “જમાનત વાળા જેલમાં જાઓ” એના સમર્થનમાં એટલે કે આ જમાનત ઉપર રહેલા કોંગી નેતાઓ જેલમાં જવાને બદલે “જમાનત ઉપર, જેલની બહાર રહે છે” તેમના વિરોધમાં બહેનોના ધરણા જરુર પડે તો વર્ષો સુધી કરાવી શકું.
નરેન્દ્ર ભાઈ ઉવાચઃ
એ વળી કેવી રીતે?
અમિત શાહ ઉવાચઃ
જુઓ સાહેબ, મારી વાતમાં તો સિદ્ધાંત જ છે. ગાંધીજીનો પાયાનો સિદ્ધાંત હતો, કે કોઈ કોંગ્રેસીએ અથવા સાચા માણસે જમાનત માગવી જ ન જોઇએ. હવે આ કોંગીઓ જો પોતાને સાચા માનતા હોય તો તેમના ઉપર જે કૌભાન્ડોના આરોપો લાગેલા છે, તેના અનુસંધાનમાં તેઓએ ન્યાયાલયમાં જમાનતની માગણી જ શા માટે કરી? જો તેઓ પોતાને મહાત્મા ગાંધીના અનુયાયી માનતા હોય અને મનાવતા હોય તો તેમણે જમાનતની માગણી જ ન કરવી જોઇએ. કારણ કે જમાનતની માગણી કરવી એ જ મહાત્મા ગાંધીના સિદ્ધાંતની વિરુદ્ધ છે.
નરેન્દ્ર ભાઈ ઉવાચઃ
અરે અમિતભાઈ, હું કોંગીઓની એ વાત કરતો નથી. એ તો નાનું તાજું જન્મેલું બચ્ચું પણ જાણે છે કે આ કોંગી પક્ષને કે તેના નેતાઓને, મહાત્મા ગાંધીના સિદ્ધાંત સાથે નાહવા નીચોવવાનો પણ સંબંધ નથી. હું તો આ શાહીનબાગમાં ધરણા ઉપર બેઠેલી બહેનો વિષે વાત કરતો હતો. તમે કહેલું ને, કે તમે તો રોકડા પૈસા આપ્યા વગર પણ આના થી ડબલ બહેનોને ધરણા ઉપર બેસાડી શકો. એ કેવી રીતે?
અમિત શાહ ઉવાચઃ
જુઓ, બહેનોને ચટપટું ખાવાનું બહુ જ ગમે. જેમ કે ભીની ભેળ, રગડો પેટીશ …. અને સૌથી વિશેષ તો પાણી પુરી. તમે જશોદા બેનની સલાહ લેવામાં માનતા નથી તે વાત હું સમજી શકું છું. પણ મારે તો તમારા જેવું બંધન નથી. એટલે હું આ બધું જાણી શક્યો છું.
નરેન્દ્ર ભાઈ ઉવાચઃ
પણ અમિત ભાઈ, જો બહેનોને દિવસમાં ચાર ચાર વખત આવું ચટપટું ખવડાવીએ તો તેઓ માંદી ન પડે? સંભવ છે કે અમુક બહેનો તો માંદી પડે જ પડે.
અમિત શાહ ઉવાચઃ
શું સાહેબ તમે પણ મજાક કરો છો. આપણે બહેનોને ચાર વખત ચટપટું ખવડાવવું એમ હું કહેતો નથી. પણ બહેનોના ચાર જત્થા રાખવાના. શિફ્ટ-ડ્યુટીમાં બહેનોને બોલાવવાની. અને તેમની ડ્યુટી પુરી થાય એટલે તેમને ઠીક ઠીક ખાવા દેવું. વચ્ચે વચ્ચે પણ ખાય તો વાંધોં નહીં. પણ ડ્યુટી પુરી થાય એટલે જ તેમનો ક્વોટા પુરો કરવા દેવાનો.
નરેન્દ્ર મોદી ઉવાચઃ
હું સમજ્યો નહી.
અમિત શાહ ઉવાચઃ
… જુઓ … આપણે ધારોકે નક્કી કર્યું કે ૪૦ પાણી પુરી એક બહેનનો ક્વોટા છે. તો ૨૦ પાણી-પુરી તેમને વચ્ચે ખાવા દેવી. પણ છેલ્લી ૨૦ પાણી-પુરી તો તેમની ડ્યુટી પુરી થાય પછી જ આપવાની. એટલે કોઈ બહેનો અધવચ્ચે થી ભાગી નહીં જાય. એટલું જ નહીં પણ ડ્યુટી ઉપર પણ સમયસર હાજર થઈ જશે. અને સાહેબ તમે જાણી લો કે ચટપટી ખાટ્ટી ખાટ્ટી વાનગીઓ બહેનોને અવનવી સાડીઓ, અવનવા ડ્રેસ અને અવનવી ડીઝાઈનવાળી સેંડલો/ચંપલો જેટલી જ પ્રિય હોય છે. એટલે તમને જેટલા બહેનોના જત્થાઓ જોઈતા હશે તેટલા જત્થા મળી રહેશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી.
નરેન્દ્રભાઈ ઉવાચઃ
તો ભાઈઓને કેવીરીતે ભેગા કરવા?
અમિત શાહ ઉવાચઃ
જુઓ સાહેબ બહેનો ચટપટી વાનગીઓ અને ખાસ કરીને પાણી-પુરી ની શાનદાર દુકાન આગળ ખુશીની ચીચીયારી કરી મુકે છે. અને ભાઈઓ પણ અફલાતુન દારુની દુકાન જોઇને (જો પીવા મળવાનો હોય તો) ખુશીની ચીચીયારી કરી મુકે છે. પણ ભાઈઓને એ રીતે ભેગા ન કરી શકાય. કારણકે કેટલાક ભાઈઓ પીવા ઉપર કટ્રોલ ન રાખે અને ભાઈઓને દારુ ચડે કે ન ચડે પણ તેઓ દારુ માટે અથવા દારુ ચડવાથી તોફાન પણ કરી નાખે છે. આ પ્રમાણે ભાઈઓને ભેગા કરવા કરતાં બહેનોને ભેગી કરવી સહેલી છે. નજીવા પ્રમાણમાં શાણા ભાઈઓ ને પણ રાખવા. કારણ કે જો ભાઈઓ હોય તો થોડી ઓછી દેખાવડી બહેનો હોય તો પણ ચાલ્યું જાય. કારણ કે ભાઈઓની હાજરીમાં તેમનું ઓછું દેખાવડાપણું ઢંકાઈ જશે. અને બધી બહેનો શોભી ઉઠશે. કારણ કે હવે ભાઈઓ દાઢી રાખતા થયા છે તેથી તેઓ ઠીક ઠીક કદરુપા લાગે છે.
નરેન્દ્ર ભાઈ ઉવાચઃ
અમિતભાઈ એ બધું તો ઠીક છે. શાહીન બાગ જેવા પ્રદર્શનો કંઇ મફતમાં થતા નથી. કોંગીભાઈઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ શાહીનબાગમાં બહેનોને રોજી પુરી પાડે છે. હું એ પણ જાણું છું કે આપણા વિરોધીઓનો આ પ્રયોગ છે. આ પ્રયોગ ઠેક ઠેકાણે થશે તો બહેનોને વધુ રોજી મળશે તે પણ હું જાણું છું. પણ અમિતભાઈ, અત્યારે કોરોનાનો વાવડ ચાલે છે. આ રીતે બહેનોને કોરોનાનો ચેપ લાગે અને રોગીઓનું પ્રમાણ વધે તેમ તમને લાગુતું નથી?
અમિત શાહ ઉવાચઃ
પણ સાહેબ, આ બધું થોડું લાબું ચાલવાનું છે?
નરેન્દ્રભાઈ ઉવાચઃ
જો કે આપણા નિર્ણયો તો સાચા જ છે. પાછા ફરવાનો સવાલ જ નથી. આપણા વિરોધીઓ તેમના સ્વાર્થ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે તે પણ આપણે જાણીએ છીએ. એટલે આપણે તેમની અને દેશમાં અશાંતિ અને અરાજકતા ઉભી કરનારા તત્ત્વોની શક્તિ ઉપર અને આપણે તેમની ઉપર જે નીતિ અપનાવી રહ્યા છે તેની ઉપર જરા નજર નાખી લેવી જોઇએ એમ તમને લાગતું નથી?
અમિત શાહ ઉવાચઃ
એતો સાહેબ, … પડશે એવા દેવાશે.
નરેન્દ્ર ભાઈ ઉવાચઃ
મને લાગે છે કે મારે ધ્યાન ધરવું જોઈએ !!
અમિત શાહ ઉવાચઃ
હાજી સાહેબ. તમે ધ્યાન યોગમાં જાઓ. તેથી તમને નવી ઉર્જા મળશે …
નરેન્દ્રભાઈ પદ્માસન વાળી ધ્યાનસ્થ થયા … ૐ નમઃ શિવાય … ૐ નમઃ શિવાય … ૐ નમઃ શિવાય …
ઈતિશ્રી ત્રીનેત્રબ્લોગક્ષેત્રે પ્રથમોધ્યાયઃ સમાપ્તઃ
કળયુગી શિવગીતા દ્વિતીયોધ્યાયઃ
મોદી-મહેશ્વરયોઃ સંવાદઃ
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
Leave a Reply