નવા ભદ્રંભદ્રો પણ એકબીજાથી વિરુદ્ધ તો જુના ભદ્રંભદ્રનું શું થશે – ૨
ગયા પ્રકરણમાં આપણે જોયું કે વાડાઓને ધર્મ સાથે કશી લેવા દેવા નથી. જો સત્તા હોય અને/અથવા ન હોય, તે માટે જો કોઈ વાડામાં ફાયદો મળતો હોય તો તે લેવા માટે તે વાડામાં જવું અને તેનો ઉપયોગ કરવો અને કર્યા કરવો. એ સિવાય કશું નહીં.
પણ આમાં ભદ્રંભદ્ર ક્યાં આવ્યા?
ભદ્રંભદ્ર–ઓ વિષે ચર્ચા કરીએ તે પહેલાં આદિ–ભદ્રંભદ્ર કોણ અને કેવા હતા તે આપણે જાણી લેવું જોઇએ. કારણ કે હાલની શિશુ, યુવા, પ્રૌઢ્ તેમજ કેટલીક વયોવૃદ્ધ વિદ્યમાન વ્યક્તિઓને ખ્યાલ ન પણ હોય કે આદિ ભદ્રંભદ્ર કોણ હતા, કેવા હતા અને ક્યારે પ્રગટ થયા હતા.
પણ ભદ્રંભદ્ર એટલે શું તે આપણે જાણી લેવું જોઇએ.
ભદ્રમ્ એટલે કલ્યાણ. ભદ્રંભદ્ર એટલે ભદ્રાણામ્ અપિ ભદ્રઃ એટલે કે મહાભદ્રમ્. જેમ દેવાનામ્ દેવઃ એટલે દેવદેવ મહાદેવ હોય છે તેમ.
ભદ્રંભદ્ર આમ તો ડૉન કિહોટેનું કટ્ટર ભારતીયત સંસ્કરણ છે.
યુરોપીય મધ્યયુગ હિરોવર્શીપ નો જમાનો હતો. જાત જાતના હિરો (નાઈટ) જન્મ લેતા. દરેકને એક વિશેષ પ્રેમિકા રહેતી અને પોતાની એ વીરતા તેની પ્રેમિકાને અર્પણ કરતો. જે વ્યક્તિ દ્વંદ્વમાં પરાજિત થતો તેણે હિરોની પ્રેમિકા આગળ ગોઠણભેર નમન કરી પોતાની હાર કબુલ કરવી પડતી.
આપણા આદિ-ભદ્રંભદ્ર થોડા જુદા પડતા. તેઓ ચુસ્ત અને તે અંગ્રેજોના સમયના સાપેક્ષે અંધકાર યુગની પ્રણાલીઓના પાલનમાં માનનારા હતા. આ સમય આમ તો ગાંધીયુગ હતો. “સુધારા”નો પવન વા’તો હતો. ભારતમાં એક ગ્રુપ હતું જે “સુધારા” (સામાજિક સુધારા)ઓમાં થોડું ઘણું સક્રીય હતું. ભદ્રંભદ્ર ને લાગતું હતું કે “ભારતની સનાતન સંસ્કૃતિની” વિરુદ્ધનું આ એક કાવત્રું છે અને તેની સામે લડવું એ તેમનું પરમ કર્તવ્ય છે.
આ ભદ્રંભદ્ર પ્રગટ કેવી રીતે થયા?
જો કે વાત બહુ લાંબી છે પણ કહ્યા વગર ચાલશે નહીં.
દોલતશંકર નામે એક ભાઈ હતા. તેમને એક દિવસ સ્વપ્ન આવ્યું. તેમના સ્વપ્નમાં શંકર ભગવાન આવ્યા. તેમણે દોલતશંકરને એવા મતલબનો પ્રશ્ન કર્યો કે હે વત્સ, તેં મારા નામને બગાડ્યું કેમ છે? તારા નામમાં દોલત અને શંકર એમ કેમ છે? દોલત એ તો મ્લેચ્છ શ્બ્દ છે. દોલત શબ્દ સાથે મારા નામને જોડીને તેં મારા નામને અપવિત્ર કર્યું છે. તેં મહા અપરાધ કર્યો છે.
દોલત શંકરે જવાબ આપ્યો કે હે મહાદેવ, આ કર્મ વિષે તો હું તદ્દન નિર્દોષ છું. મારું નામ પાડવાનું કર્મ તો મારા પિતૃસ્વસા (ફોઈ), મારો કોઈ અપરાધ નથી…
આ ઉત્તર શંકરભગવાને સાંભાળ્યો કે નહી, આ ઉત્તર થકી તેઓ સંતુષ્ટ થયા કે નહીં … કે જે કંઈ હોય તે, પણ દોલતશંકરે જોયું કે શંકર ભાગવાન દોલતશંકર સામે ત્રીશૂળ ઉગામવાની તૈયારી કરી રહ્યા હતા …
તે જ ક્ષણે દોલતશંકર સ્વપ્નલોક સૃષ્ટિમાં થી મૃત્યુલોકની સૃષ્ટિમાં આવી ગયા. દોલતશંકરે આ સ્વપ્નની તેમના સાથી, અંબારામ (જેમ ડોન કીહૉટે પાસે સાન્કોપાંઝા હતો તેમ) સ્વપ્નની વાત કરી. અને પછી તેમણે ધામધુમ સાથે નામકરણ કર્યું અને સનાતન ધર્મના વિજય માટે પ્રયાણ કર્યું.
ભદ્રંભદ્ર વાંચીએ ત્યારે શું શું દૃષ્ટિગોચર થાય છે?
(૧) ભદ્રંભદ્રની શુદ્ધ અને મ્લેચ્છ/આંગ્લ ના શબ્દો રહિત સંસ્કૃતમય ગુજરાતી ભાષા.
(૨) ભદ્રંભદ્રની આત્મવંચના,
(૩) ભદ્રંભદ્રનો દંભ,
(૪) સનાતન શાસ્ત્રના કથનમાં જે કહ્યું હોય તેમાં ફેરફાર કરી ખોટું બ્લોલવું. એટલે કે જો સનાતન ધર્મમાં બાળવિવાહ પ્રચલિત હોય તો શાસ્ત્ર માં કહ્યું હોય કે અષ્ટાવર્ષે ભવેત્ ગૌરી. તો તેમાં ફેરફાર કરીને કહેવું કે અષ્ટવર્ષાંગે ભવેત્ ગૌરી. અને વર્ષાંગે એટલે માસ. એટલે કે આઠમાસે જ કન્યાના લગ્ન કરવા. તે વખતે થતા ઘોડીયા લગ્નની આ રીતે શાસ્ત્રપ્રમાણ આપવું.
(૫) અસંબદ્ધ ભાષણ કરવું
(૬) દરેક વાતમા “સુધારાવાળાઓ”નો પ્રપંચ જોવો.
આદિ-ભદ્રંભદ્ર કમસેકમ સ્વાર્થી ન હતા અને પ્રપંચો કરતા ન હતા. આદિભદ્રંભદ્ર પાસે સત્તા ન હતી.
હાલના ભદ્રંભદ્રો ક્યાં છે અને શું કરે છે?
હાલના ભદ્રંભદ્રો, કોંગીઓમાં અને તેના સાંસ્કૃતિક સાથીપક્ષોમાં ખદબદે છે. તેમને તેમના જ નહીં પણ વિદ્યમાન અંગ્રેજી (પાશ્ચાત્ય) ઇતિહાસકારોના માનસિક સંતાનોનું પીઠબળ છે. તેમજ કેટલાક દેશી/પડોશી/વિદેશી મીડીયા કર્મીઓનો પણ સહારો છે.
આ નવ્ય ભદ્રંભદ્રોને બીજેપી/મોદી-ટીમ/આર.એસ.એસ. ના વિરોધ કરવા સિવાય બીજું બોલવાનું સુઝતું નથી.
વિદ્યમાન ભદ્રંભદ્રોની કેટલીક પ્રચલિત પરિભાષાઓઃ
લેફ્ટીસ્ટ (વામપંથી) એટલે ધર્મનિરપેક્ષ (એટલે કે બીનહિંદુઓ પ્રત્યે કોમળ અને દયાળુ, પણ હિંદુઓ પ્રત્યે વાંકદેખુ અને અસહિષ્ણુ), લોકશાહીવાદી, સમાજવાદી, ગરીબોના ઉદ્ધારમાટે સમર્પિત, નીતિમાન.
રાઈટીસ્ટ (દક્ષિણ પંથી) એટલે કોમવાદી, બીનલોકશાહીવાદી, રંગભેદમાં માનનારા, જ્ઞાતિવાદમાં માનનારા, મુડીવાદી, હિંસાને સમર્પિત, ઓળઘોળ કરીને આર.એસ.એસ. ઉપર ઠીકરુ ફોડે છે.
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ
નવ્ય-ભદ્રંભદ્રાઃ કિં ઉચુઃ
તેષાં એકઃ ઉવાચ
“પણ આ નરેંદ્ર મોદી આટલી બધી કામકર્યાની જાહેરાતો કેમ કરે છે?
તેષાં અન્યઃ એકઃ ઉવાચ
“શિયાળામાં બાળકોને માટલાના પાણીથી નવરાવવા શું યોગ્ય છે?
તેષાં અન્યઃ એકઃ ઉવાચ
“હું જાણું છું કે હું સાચો છું અને તેઓ ખોટા છે. પણ અંદરથી હું જાણું છું કે હું ખોટો છું અને તેઓ સાચા છે પણ વાસ્તવમાં મનથી મને ખબર છે કે હું સાચો છું અને તેઓ ખોટા છે.”
“વિદ્યમાન ભદ્રંભદ્રોની કેટલીક પ્રચલિત પરિભાષાઓઃ
લેફ્ટીસ્ટ (વામપંથી) એટલે ધર્મનિરપેક્ષ (એટલે કે બીનહિંદુઓ પ્રત્યે કોમળ અને દયાળુ, પણ હિંદુઓ પ્રત્યે વાંકદેખુ અને અસહિષ્ણુ)”, નવ્ય-ભદ્રંભદ્રાઃ
તેષાં એકઃ ઉવાચ: “હું જાણું છું કે હું સાચો છું અને તેઓ ખોટા છે. પણ અંદરથી હું જાણું છું કે હું ખોટો છું અને તેઓ સાચા છે ”✅👍🏻
LikeLike
Thank you Vimalaji
LikeLike