Posted in Uncategorized on November 8, 2022|
1 Comment »
વિરોધ પક્ષ ની યોગ્યતા શી હોઈ શકે ?
ગુજરાતમાં બીજેપી અઢી દશકાથી રાજ કરે છે. નરેંદ્ર મોદી મુખ્ય મંત્રી થયા પછી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ ઘણો મજબુત થઈ ગયો છે.
ગુજરાતમાં શું ક્યારેક વિરોધ પક્ષ મજબુત હતો?
પહેલાં એ સમજવું જોઇએ કે વિરોધ પક્ષ ક્યારે સત્તા પક્ષનો વિકલ્પ બની શકે?
૧૯૬૭માં સ્વતંત્ર પક્ષ એક મજબુત વિરોધ પક્ષ તરીકે ચૂંટાઈ આવેલ. ૧૯૭૫માં જનતા મોરચો સત્તા ઉપર પણ આવેલો. ઘણી બધી રીતે તે કોંગ્રેસ કરતાં શ્રેયકર હતો. પણ તેનું સંગઠન કોંગ્રેસની સરખામણીમાં વધુ વ્યાપક અને મજબુત ન હતું.
ભાઈલાલ ભાઈ પટેલ
સ્વતંત્ર પક્ષ પાસે કર્તવ્યનીષ્ઠ ભાઈલાલભાઈ પટેલનું નેતૃત્વ હતું. સ્વતંત્ર પક્ષ સત્તાની નજીક હતો. કોંગ્રેસના કાયદેસર ભાગલા પડ્યા ન હતા. પણ કોંગ્રેસની નેતાગીરીમાં ભાગલા પડી ગયેલા. આપણે આ સીંડીકેટ (જે નહેરુએ તેની પુત્રી ઇંદિરાને પોતાની અનુગામી બનાવવા માટે બનાવી હતી) અને તે પછી જન્મેલી ઈંડિકેટની (ઇંદિરા નહેરુગાંધી કોંગ્રેસની) વાત નહીં કરીએ.
જેમ ૧૯૪૭ પહેલાં નહેરુના કહેવાતા સમાજવાદી ગ્રુપના જુવાન નેતાઓ સરદાર પટેલની બુરાઈ કરવામાં વ્યસ્ત રહેતા હતા તેવી રીતે ઇંદિરા ગાંધીના ગ્રુપના નેતાઓ મોરારજી દેસાઈની બુરાઈ કર્યા કરતા હતા. મોટા ભાગના સમાચારપત્રો, આ ઈંદિરાઈ ગ્રુપના વાણી વિલાસને પ્રસિધ્ધિ આપતા હતા. મોરારજી દેસાઈ એક નીતિવાન અને સિધ્ધાંતપ્રિય નેતા હતા. એટલે તેમની વિરુદ્ધ તો કંઈ કહી શકાય તેવું ન હતું પણ આ લોકો તેમના પુત્ર કાંતિભાઈને નિશાન બનાવીને અધ્ધર અધ્ધર નિંદા કરતા હતા.
નહેરુ અને તેમના ભક્તો જે પછી ઇંદિરાના ભક્તો થઈ ગયેલ તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસને કે જેના ઉપર મોરારજી દેસાઈનું વર્ચસ્વ હતું, તેને ઘણું નુકશાન કર્યું હતું. મોરારજી દેસાઈને નબળા પાડવામાં આ કહેવાતા સમાજવાદીજુથે કશી કમી રાખી ન હતી.
સ્વતંત્ર પક્ષ કેવીરીતે અસ્તિત્વમાં આવ્યો?
કોંગ્રેસ અને દેશનું રાજકારણ અનેક જુથમાં વહેંચાઈ ગયેલ. નહેરુનું સમાજવાદી ગ્રુપ, જમણેરી ગ્રુપ, નહેરુ વિરોધી સમાજવાદી ગ્રુપ, હિંદુત્વવાદી જમણેરી ગ્રુપ, કિસાન પક્ષો, અને સામ્યવાદીઓ.
પચાસના દશકામાં ચક્રવર્તી રાજગોપાલાચારીએ સ્વતંત્ર પક્ષ સ્થાપ્યો હતો. આ પક્ષ જમણેરી હતો. દિલ્લીની મહાનગર નગરપાલિકા તેણે કબજે કરેલી. વિરોધપક્ષો વહેંચાયેલા હતા. તેમનું સંગઠન કોંગ્રેસ જેટલું વ્યાપક ન હતું. એટલે ૧૯૬૨ સુધી કોંગ્રેસને ચૂંટણીઓ જીતવામાં વાંધો ન આવ્યો. જો કે ૧૯૫૨ની ચૂટણીમાં વ્યાપક રીતે ગોલમાલ થયેલી એવું કહેવાય છે. પણ નહેરુ એક રાક્ષસી પ્રપંચકારી હતા અને જનતાને ભ્રમમાં રાખવામાં નિષ્ણાત હતા.
નહેરુની સોવિયેટ રશિયા અને ચીનમાં, જે પ્રચંડ આગતા સ્વાગતા થઈ હતી તેનો તેમને ઘણો લાભ મળ્યો. “ચાઈના પીક્ચોરીયલ” અને “સોવિયેટ દેશ” ભારતની જનતાને મફત મળતા હતા. ત્યાંની પ્રજા કેટલી બધી આનંદિત અને સુખી છે, ચાઈના પીક્ચોરીયલ અને સોવીયેટ દેશ દ્વારા ભારતીય જનતાને તેમની સુખ સમૃધ્ધિથી વાકેફ કરાતી હતી. પણ ૧૯૬૨ના યુદ્ધ પછી આ અસર નાબુદ થઈ. આની અસર ૧૯૬૭ની ચૂંટણીના પરિણામોમાં જોવા મળી.
સ્વતંત્ર પક્ષ એક સબળ વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યો. સીંડીકેટ જે અત્યારસુધી ઇંદિરાગાંધીની સમર્થક હતી, તે હવે મોરારજી દેસાઈને મહત્વ આપવા લાગી અને મોરારજી દેસાઈને નાણાખાતું અપાવ્યું.
ઈંદિરાએ ઘણા પ્રપંચો કર્યા અને ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા પડ્યા. ૧૯૭૧માં કોંગી (કોંગ્રેસ ઇંદિરાનહેરુગાંધી) ને પ્રચંડ બહુમતિ મળી. અને તેથી કોંગ્રેસ (સંસ્થા)ના નેતાઓમાં અને જનપ્રતિનિધિઓમાં નાસભાગ શરુ થઈ ગયી. સ્વતંત્ર પક્ષે કોંગ્રેસ (સંસ્થા)ને સપોર્ટ કર્યો પણ સરકાર ટકી નહીં. ૧૯૭૦ની શરુઆતમાં જ ભાઈકાકાનું અવસાન થયું હતું અને સ્વતંત્ર પક્ષનો કોઈ ધણી ધોરી રહ્યો ન હતો એટલે પાકિસ્તાન સાથેના યુદ્ધના વિજય પછી ઇંદિરાએ વિધાનસભા ની ચૂંટણીઓ કરાવી અને તેમાં કોંગીને ૧૪૦ સીટ મળી. સ્વતંત્ર પક્ષ રહ્યો જ નહીં.
પણ સ્વતંત્ર પક્ષ હતો ત્યારે તેના નેતાઓ, શાસક કોંગી કરતા ઉચ્ચ કક્ષાના, સુસંસ્કૃત અને કુશળ હતા.
ગુજરાતનો જનતા મોરચો
૧૯૭૫ની ચૂંટણીમાં ગુજરાતમાં બધા પક્ષોએ કોંગીની સામે ગઠબંધન કર્યું હતું. આ ગઠબંધનનું નામ “જનતા મોરચો” હતું. આ જનતા મોરચાના બાબુભાઈ જશભાઈ પટેલ, નેતા હતા. જનતા મોરચો ચૂંટણી જીત્યો પણ ખરો. પણ વિપક્ષમાં બેઠેલી કોંગીની કેંદ્રસ્થ નેતા ઇંદિરા ગાંધી હતી. અને ઇંદિરાએ કટોકટી જાહેર કરી. વિધાનસભાના કેટલાક સભ્યોનો પક્ષ પલટો કરાવ્યો, અને ગુજરાતની સત્તા હાંસલ કરી.
જ્યારે પણ કોંગી સત્તાની સામે જે વિરોધ પક્ષ રહ્યો ત્યારે તે વિપક્ષના નેતાઓ સત્તાધારી પક્ષ કોંગી કરતાં અનેક ગણા વધુ નીતિમત્તા વાળા રહ્યા છે. પણ આ વાત ૧૯૮૦ સુધી જ સાચી રહી. તે પછી બીજેપી સિવાય બધા જ પક્ષ લગભગ કોંગી જેવા જ થઈ ગયા હતા. આ દરમ્યાન વિપક્ષના પ્રથમ કક્ષાના મોટાભાગના નેતા અવસાન પામતા ગયા. એટલે મુલાયમ, લાલુ, માયાવતી, મમતા, જયલલિતા, ફારુખ, ઓમર, મુફ્તિ મોહમ્મદ, જેવા નેતાઓ જે સાંસ્કૃતિક રીતે કોંગીની વધુ નજીક હતા તેમનો ઉદય થયો.
હાલનો વિપક્ષ સત્તા લક્ષી છે.
સત્તાલક્ષી હોવું તેનો રાજકારણમાં નિષેધ નથી. પણ તે માટે સાધનશુધ્ધતા હોવી જોઇએ. જે પક્ષ સાધન શુદ્ધિમાં માનતો નથી તેનું નૈતિક પતન નિશ્ચિત હોય છે. નૈતિક પતનને લીધે તે નષ્ટ પણ પામે છે.
કોંગીમાં સાધન-અશુદ્ધિના બીજ નહેરુએ નાખેલા અને છોડને પરોક્ષ રીતે ઉછેર્યો હતો. ઈંદિરા ગાંધીનું સ્વાતંત્ર્યની લડતમાં કશું યોગદાન હતું જ નહીં (નાગાને નાહવું શું અને નીચોવવું શું?) તેથી તેણીએ તો કશી શરમ રાખ્યા સિવાય સાધન-અશુદ્ધિનો ઉપયોગ કરેલો. તેના અનુગામીઓએ પણ એવું જ કર્યું. અને ભ્રષ્ટ વિપક્ષીઓ તેમાં ભળી ગયા. આજે આ સાધન-અશુદ્ધિ નું અનેક ભૂમિગત વડવાઈઓવાળું વટવૃક્ષ બનીગયું છે.
અશુદ્ધ સાધનો કયા છે?
(૧) સૌથી મોટું અશુદ્ધ સાધન જાણીજોઇને જુઠ્ઠુ બોલવું.
પ્રવાસી મજુરોને તેમના રાજ્યમાં જવા માટે ૧૦૦ બસો દિલ્લીના બસ સ્ટેશન ઉપર તૈયાર છે, બાંદરા સ્ટેશને મહારાષ્ટ્રમાંના પ્રવાસી મજુરો માટે, સ્પેશીયલ ટ્રેન બિહાર યુ.પી. જવા માટે ઉપડશે, સૌથી મોટો દેશદ્રોહી મોદી છે, બીજા રાજ્યના લોકો દિલ્લી આવી મફત દવા કરાવી જાય છે. અમારે ઓક્સીજનની તંગી નથી. અમારી પાસે ઓક્સીજન નથી. નરેંદ્ર મોદીએ ૫૦૦૦ કરોડ એકર જમીન અંબાણીને દાનમાં આપી દીધી. …
(૨) ધર્મ, જ્ઞાતિ, ભાષા અને ક્ષેત્રનો આધાર લઈ જનતામાં ભાગલા પડાવવા;
અમે મુલ્લાઓને માસિક ૧૦૦૦૦+ પગાર આપીશું, વક્વ્ફ બોર્ડને જેટલા પૈસા જોઇશે તેટલા આપીશું (આમ આદમી પક્ષ), મુસ્લીમ જનતાનો ભારતની સંપત્તિ ઉપર પહેલો અધિકાર છે કારણકે તેમના શબને ભારતની ભૂમિમાં દાટવામાં આવે છે (કોંગી પક્ષ), અમારું દિલ લીલું છે (ઉધ્ધવ સેના), આમચી મુંબઈ મરાઠી મુંબઈ (શિવસેના), તમીલ સંસ્કૃતિનું અમે રક્ષણ કરીશું, અમે લિંગાયત ને અલગ ધર્મની માન્યતા આપીશું (કોંગી પક્ષ), હું સ્વીટ ખાલીસ્તાની છું, હું મહારાણા પ્રતાપનો વંશજ છું (આમ આદમી પક્ષ), હું જનોઈધારી દત્તાત્રેય ગોત્રનો બ્રાહ્મણ છું (કોંગી પક્ષ), મુંબઈ મહારાષ્ટ્રને મળશે તો હું ખુશ થઈશ (કોંગી નહેરુ), … આવા તો અનેક વિભાજનવાદી ઉચ્ચારણો કોંગી અને તેના સાથી પક્ષોના નેતાઓના છે જે ભૂંસી શકાય તેમ નથી.
(૩) ભ્રષ્ટાચાર;
વિપક્ષના પ્રથમ કક્ષાના નેતાઓ વિરુધ્ધ પ્રથમદર્શી પૂરાવાઓ છે, તેઓ તપાસના ક્ષેત્રમાં છે. તેમાંના કેટલાક જેલમાં છે, કેટલાક જામીન ઉપર છે અને કેટલાક પેરોલ પર પણ છે. દારુની નીતિમાં પૈસા કેવીરીતે બનાવ્યા, કેટલી સ્કુલો બનાવી અને કેટલી સ્કુલોના રુમો વધાર્યા, કેટલી પરાળીના ખાતર બનાવ્યા, કેંદ્રે આપેલા પૈસા ક્યાં ગયા, … અરે ભાઈ આ બધા કોંગી, એસ.પી., ટી.એમ.સી., આર.જે.ડી., ઉધ્ધવસેના, હપ્તાવસુલી અને કટકી બાજીમાં એકબીજા સાથે સ્પર્ધા કરે છે. ફારુખ ઓમર મુફ્તીમોહમ્મદની રોશની સ્કીમ તો સૌ કરતાં ચડે એવી છે. તગેડી મુકેલા હિંદુઓની જમીન/સંપત્તિને કેવીરીતે કબજે કરી લેવી તેનું મોટુંમસ કાવતરું છે.
(૪) જે કોંગી પહેલાં શાસક પક્ષ હતો ત્યારે, અને આજે જ્યારે વિપક્ષમાં છે ત્યારે પણ, તેના નેતાઓ, પોતાના વિરોધીઓ ઉપર બેબુનિયાદ આક્ષેપો કરે છે.
દા.ત. મોરારજી દેસાઈ સી. આઈ. એ. ના પેરોલ પર હતા, વીપી સિંહનું સેંટકીટ્સ ની બેંકમાં ખાતું હતું, કાશ્મિરી હિંદુઓને ભગાડવામાં આર.એસ.એસ. નો હાથ હતો, હિંદુઓ મુસ્લિમો કરતા મોટા આતંકવાદી છે, વેસ્ટ લેંડ હેલીકોપ્ટર સ્કેમ, ગાંધીજીનું ખૂન આર.એસ.એસ.એ કરેલું, મોદી મોતનો સોદાગર છે, … અગણિત…
(૫) ગુંડાગીરી કરવી અને ગુંડાઓનો બચાવ કરવો.
૧૯૫૨ ની ચૂંટણી કોંગીએ બુથકેપ્ચરીંગ કરીને જીતેલી, ઇંદિરાના સમયમાં તો બુથકેપ્ચરીંગ એક સામાન્ય વાત હતી. ૧૯૬૯ના અરસામાં યુવક કોંગ્રેસની નાગપુરમાં અધિવેશન થયેલું, તે સમયે ટીકીટ ચેકરની હિમત ન હતી કે તે કોંગીયુવક પાસે ટીકીટ માગે, તે વખતે નાગપુરની વેશ્યાઓ યુવા-કોંગીઓથી ત્રસ્ત થઈ નાસી ગયેલી, ૧૯૭૫ની કટોકટી સમય ઇંદિરા ગાંધીમાટે ગુંડાગીરી કરવા માટેનો સુવર્ણસમય હતો. તેની ગુંડાગીરીને સીમા ન હતી. ભારતના વિપક્ષના અનેક નેતાઓ કેવી રીતે મૃત્યુપામેલા તે રહસ્ય છે. સિખોનો કરેલો નરસંહાર કોંગીની ગુંડાગીરી સિવાય કશું ન હતું, મમતાએ તો એના સરકારી અધિકારીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવેલી કે તેઓ એ વાતનો ખ્યાલ રાખશે કે ટી.એમ.સી. ની તરફમાં જ મત પડે. મમતા તો તેના રાજપાલને ખૂલ્લી ધમકીઓ પણ આપે છે. અને પોતે ખૂદ કેંદ્રીય સંસ્થાઓના કામમાં ખલેલ કરતી હતી. મમતાને વોટ ન આપનાર દલિતોની ઉપર તેણે આતંક ફેલાવી તેમના હજારો કૂટુંબોની હિજરત રોહિંગ્યાઓ દ્વારા કરાવેલી છે. મમતાના રાજ્યમાં અને કોમ્યુનીસ્ટોના રાજ્યમાં બીજેપીના નેતાઓના ખૂન થવા તે નવાઈની વાત નથી. જયશ્રી રામ બોલનારની ધરપકડ કરવાના હુકમ મમતા પોતે આપે છે. પોતાના વિરોધીઓના ઘર પણ તે સળગાવે છે. મમતાની ગુંડાગીરીની કોઈ સીમા નથી.
આમ આદમી પક્ષના ગુંડાગીરી સહુ કોઈ જાણે છે. તેના નેતાઓ ગુંડાગીરીને કારણે જેલમાં છે અને છતાં પણ સરકારી હોદ્દો ભોગવેછે. અને આજ પક્ષનો નેતા પોતાને અને પોતાના સહયોગીઓને અણીશુધ્ધ નીતિમાન ગણે છે. મમતા સેના, ઉધ્ધવ સેના, મુલાયમ સેના, લાલુસેના, સોનિયા સેના, દાઉદ સેના (શરદ સેના), ના કુકર્મો તો છાપરે ચડીને દેકારા પડકારા કરે છે.
આવા કોઈ પણ પક્ષને બીજેપીનો વિકલ્પ બનાવી શકાય ખરો? ખાટલે મોટી ખોડ આ જ છે. આ વિપક્ષો સુધરી શકે તેમ છે જ નહીં. જો કોઈ એમ સિધ્ધ કરી આપે કે તેઓ સુધરી શકે તેમ છે તો તેને નોબેલપ્રાઈસ આપવું જોઇએ. આપણે તે માટે ભલામણ પણ કરીએ.

ઈંદિરા ગાંધી સામે પણ વિપક્ષો એકજુટ
ઈંદિરા ગાંધી સામે પણ વિપક્ષો એકજુટ થયેલા. પણ તે વખતે વિપક્ષો નૈતિક રીતે અણિશુધ્ધ હતા. ક્યાં આચાર્ય કૃપલાણી અને ક્યાં કેજ્રીવાલ, ક્યાં ચક્રવર્તી રાજગોપાલાચારી અને ક્યાં સ્ટેલીન, ક્યાં મોરારજી દેસાઈ અને ક્યાં સોનિયા ગાંધી, ક્યાં રામમનોહર લોહિયા અને ક્યાં મુલાયમ કે અખિલેશ, ક્યાં કર્પુરી ઠાકુર અને ક્યાં લાલુ /તેજસ્વી યાદવ, ક્યાં પીલુ મોદી અને ક્યાં રાહુલ ગાંધી, ક્યાં તરકેશ્વરી સિંહા અને ક્યાં પ્રિયંકા વાંઈદ્રા, ક્યાં અમારા ઈબ્રાહિમ ભાઈ હેંડલ અને ક્યાં હાલનો કેવળ કોમવાદી ઓવૈસી? ક્યાં અમારા કનુભાઈ ઠક્કર અને ક્યાં અશોક મોઢવાડીયા,
મોદી/બીજેપીનો વિકલ્પ મોદી/બીજેપી જ છે.
સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એજ મોદીનો મંત્ર ઘણું બધું કહી જાય છે.
બીજેપીનો વિકલ્પ બનાવવાની ઘેલછામાં આપણે દેશને વિભાજનવાદીઓના ખપ્પરમાં હોમી ન દેવાય.
શિરીષ મોહનલાલ દવે
Like this:
Like Loading...
Read Full Post »