શું આપણે જ્ઞાતિ પ્રથા તરફ ગતિ કરી રહ્યા છીએ? – ૨
“બીજેપીએ કેટલા અસવર્ણોને ગુજરાતમાં મુખ્ય મંત્રી બનાવ્યા?
“શું તમે અત્યારની સ્થિતિથી સંતુષ્ટ છો? મુખ્ય મુદ્દો સામાજિક સમરસતા છે. અને તેને માટે સંવાદ હોય છે. સંવાદમાટે શિક્ષણ અને માહિતિ જ્ઞાન આવશ્યક છે. ગાંધીજી હૃદય પરિવર્તનની વાત કરતા હતા. આરક્ષણ જ્ઞાતિ આધારિત ન હોવું જોઇએ. પણ સામજિક સમજણ જ એવી હોવી જોઇએ કે આરક્ષણ આર્થિક સ્થિતિ પર અવલંબિત હોય….
“તો તો પછી આનો બધો લાભ સવર્ણોજ લઈ જાય. કારણકે તેમના તો સંપર્કો પણ સરકારમાં હોય !!
“તમારી વાત ખરી છે. આમાં નીતિમત્તા પણ એક અવયવ (ફેક્ટર) છે. પણ જો ચકાસણીની ચોક્કસ પદ્ધતિ સ્થાપિત કરવામાં આવે તો આ અશક્ય નથી.
“નીતિમત્તા અને તે પણ ભારતમાં … શું વાત કરો છો…? આકાશમાં ફુલો ઉગી શકે પણ ભારતમાં નીતિમત્તા ન સ્થાપી શકાય.
“ એવું બનવું જરુરી નથી. પદ્ધતિઓ જ એવી સ્થાપીએ કે તે પારદર્શી હોય અને સ્પષ્ટ હોય.
“કોઈ દાખલો આપી શકશો?
“જો દાનત હોય બધું થઈ શકે. જો સરકારની માનસિકતા અને વહીવટ, જનતાના હિત લક્ષી હોય તો બધું થઈ શકે. જેમ કે નરેંદ્ર મોદીએ ખરી નકલ માટે દસ્તાવેજની સેલ્ફ એટ્ટેસ્ટેડ કોપીને માન્યતા આપી, તો અરજદારનું કામ કેટલું સરળ થયું. પહેલાં આ કામ માટે સરકારી અધિકારીની સહી લેવી પડતી હતી. જો શાસક પોતેજ ભ્રષ્ટ હોય અને વળી તેણે ભ્રષ્ટ ફોજ જ તૈયાર કરી હોય અને ચાર પેઢી વંશવાદ જ ચલાવ્યો હોય તો કશું ન થઈ શકે. હવે તો ઘણું બધું “ઓન લાઈન” થઈ શકે છે. જો કે સૌમાં સુધારાને અવકાશ છે. … તમે જોઇ શકો છો કે હવે સરકારી સંસ્થાઓના અધિકારીઓ માટે ગેરરીતિઓને પકડવી સરળ થઈ ગઈ છે. પણ તમે એ પણ જોઇ શકો છો કે હાલના વિપક્ષો જે ક્યારેક સત્તામાં હતા ત્યારે તેમણે જે અનીતિઓ આચરેલી તેઓ કેવા ઉઘાડા પડી ગયા છે?
“એથી દલિતોને શો ફાયદો?
“ફાયદો દેશને છે. દલિતો દેશનો તો એક હિસ્સો છે.
“ તો દલિતોનો ઉદ્ધાર કેમ થયો નથી?
“કારણ કે લુટ્યેન ગેંગ એવું ઈચ્છતી જ નથી કે દલિતો ઉંચા આવે અને ખમતીધર બને. લુટ્યેન્સ એવું ઈચ્છે છે કે જો ગરીબો, મધ્યમ વર્ગમાં આવી જશે તો તેમનામાં સાચા ખોટાની સમજણ પડી જાય, અને આવું થય તો તેમની એટલે કે લુટ્યેનોની દુકાનો બંધ થઈ જાય?
“એવું કેમ બને? અત્યારે પણ દલિતોમાંના, આરક્ષણને લીધે ૧૦% દલિતો તો ઉત્કર્ષ પામ્ય જ હશે ને? એ ૧૦% આગળ વધેલાઓને લીધે તો અમે બાકીના ૯૦ % નું બ્રેન વોશ કરી શકીએ છીએ. અમે એમને અનેક રીતે ઉઠાં ભણાવી શકીએ છીએ, કે આ બીજેપીવાળાઓથી તમને જે ૧૦% નું આરક્ષણ મળે છે તે પણ તેમને ખૂંચે છે. એટલે જ આર.એસ.એસ. ના નેતા ભાગવત, આરક્ષણની નીતિ ઉપર પુનર્વિચાર થવો જોઇએ. એવું બોલે છે.
“એમાં ખોટું શું છે? ખબર તો પડવી જ જોઇએ ને કે એનાથી દલિતોને કેટલો અને ક્યાં લાભ થયો છે?
“એવું અમે શેના વિચારીએ? અમે તો એમ જ કહીએ ને કે આર.એસ.એસ. એ બીજેપીને આધિન છે. અને જે આર.એસ.એસ. ના નેતા આજે કહે છે તે કાલે બીજેપી કરશે. જુઓને આર.એસ.એસ. ગઈ કાલે કહેતું હતું ૩૭૧ અને ૩૫ એ. કલમો નાબુદ કરો. તો બીજેપી એ કલમ ૩૭૧ અને ૩૫ એ. નાબુદ કરી જ ને?
“ અરે એમાં તમને શું વાંધો છે. આ બંને કલમો થકી ૧૯૪૪માં જે ૪૦૦૦૦+ દલિતો જમ્મુ-કાશ્મિરમાં આવેલા તેમના જે નાગરિક અધિકારો છીનવાઈ ગયા હતા તે અપાવ્યા. તે પછી પણ જેઓ ભારતના વિભાજન થવાથી પાકિસ્તાનથી આવેલા હતા તેમને પણ કાશ્મિરીઓ જેટલા જ અધિકારો અપાવ્યા. પહેલાં તેમને માટે જમ્મુ-કાશ્મિરમાં શિક્ષણ બંધી હતી. સરકારી નોકરીઓ માટે પણ બંધી હતી. તેઓ ગમે તેટલા ભણેલા હોય તો પણ તેઓ કેવલ સફાઈ કામદાર જ થઈ શકતા હતા. આ બધું તો કોંગીઓની સરકારોએ જ કરેલું. મોદી સરકારે આ ધાર્મિક અને જાતીય ભેદભાવ દૂર કર્યા. તેમાં તમને વાંધો શું છે? શું તમે કૃતઘ્ન છો? અને વળી જુઓ. ધારો કે એક ગામ છે. તેમાં ૧૦૦ દલિત કૂટુંબો છે. આરક્ષણના કાયદા પ્રમાણે ધારો કે ૧૦ દલિતોને નોકરી મળી. એટલે તેઓ ધીમે ધીમે તો ઉંચે આવ્યા. પણ આ દરમ્યાન જ્યારે જ્યારે નવી નોકરીઓ આવી ત્યારે મોટે ભાગે આ ઉંચે આવેલા દલિતોના સંતાનોને જ નોકરીઓ મળતી કારણ કે તેઓ જ યોગ્યતા ધરવાતા હતા. અને તેઓ દલિતને મળતા આરક્ષણના હક્ક છોડવા માગતા ન હતા. આથી કરીને જે કંઈ ઉદ્ધાર થયો તે ૬૫ વર્ષના આરક્ષણ ના નિયમનો લાભ ૧૦થી ૧૨ ટકા દલિત કૂટુંબોને જ મળ્યો. અને તમને ખબર છે કે દલિત જો ગવર્નર બને તો પણ તે પોતાના સંતાનો માટે આરક્ષણનો લાભ લેવામાં માને છે. આ લાભ છોડવા તે તૈયાર થતો નથી. સામાન્ય દલિતની તો વાત જ શું કરવી? તમને ખબર છે? ઓગણીસો ૮૦ના દશકામાં ગુજરાતમાં દલિત અને સવર્ણ (મોટે ભાગે પટેલો) વચ્ચે હિંસક ઘર્ષણ થયેલ. તેનું કારણ પણ લગભગ આવું જ હતું. (તમને જાણ હશે જ કે દલિતો ઉપરની આ હિંસાના વિરોધમાં જેઓ ગાંધી આશ્રમમાં ઉપવાસ ઉપર ઉતરેલા તેઓમાં મોટા ભાગના બ્રાહ્મણ જ હતા.)
હવે જો દલિત ગવર્નર કક્ષાનો માણસ પણ અનામતનો લાભ ન છોડવા માગતો હોય તો બાકી રહેલા ગરીબ કે આરક્ષણનો લાભ લેનાર સામાન્ય કક્ષાનો દલિત, શા માટે પોતાનો લાભ છોડે? ૭૦વર્ષથી ચાલ્યા આવતી આરક્ષણની જોગવાઈ છતાં પણ જો મોટા ભાગના દલિતો ગરીબ જ રહે તેનું આ પણ એક મોટું કારણ છે. વાસ્તવિકતા જોઇએ તો આરક્ષણ, દલિતોને ઉંચે લાવવાને બદલે રાજકીય પેચદાવનો હિસ્સો બની ગયું છે. અને લુટ્યેનોને આ ફાવી ગયું છે. કારણ કે જે મુઠ્ઠીભર દલિતો ઉંચે આવ્યા છે તેમને ભ્રમિત કરવા, ભ્રષ્ટ કરવા આસાન છે. તેમના દ્વારા, કારણ કે તેઓ તેમની કોમ્યુનીટીના નેતા છે, ગરીબ દલિતોની વૉટ બેંક અકબંધ રાખી શકે છે. અને અફવાઓ પણ ફેલાવી શકે છે.
“ હા જી, તમને ઘણી બાબતોનો ખ્યાલ નથી. દાખલા તરીકે હવે અમારું કામ બીજેપી સામે એક નવો મોરચો ખોલવાનું છે. જો મુસ્લિમો, કે જેમણે, દેશ ઉપર ભલે એકચક્રી શાસન ન કર્યું, પણ જ્યાં ક્યાંય પણ છૂટક છૂટક શાસન કર્યું, મંદિરો તોડી મસ્જીદો અને દરગાહો બનાવી, તેમ અમે દલિતો પણ એમ કહેવાના છીએ કે હિંદુઓએ પણ અમારા બૈદ્ધ સ્થાપત્ય તોડી, તેમના દેવોના મંદિરો બનાવ્યા છે. અરે એકલા મથુરામાં જ અમારા ૫૦૦૦ બૌદ્ધ ધર્મસ્થાનો તોડી કૃષ્ણના સ્થાનકો બનાવ્યા છે. ફક્ત મથુરામાં જ નહીં આખા બૃહદ ભારતમાં અમારા બૌદ્ધ મંદિરો તોડી, હિંદુઓએ પોતાના મંદિરો બનાવ્યા છે. તીબેટથી લઈ ઈંડોનેશિયા અંને ઈરાનથી લઈ કંબોડીયા ચાઈના બધે જ હિંદુઓએ આવું કર્યું છે.
“પણ તમે ઐતિહાસિક પૂરાવાઓ તો આપશોને?
“પૂરાવાઓની જરુરત જ નથી. એક જૂઠ સો વાર બોલવાથી તે સત્ય સિદ્ધ થઈ જાય છે.
“એટલે કે તમે હવે બૌદ્ધ ધર્મને હિંદુ ધર્મ સાથે સંઘર્ષ કરાવશો? હિંદુ ધર્મ અત્યારે મુસ્લિમ ધર્મ સામે મંદિરોના ધ્વંસ બાબતમાં સંઘર્ષ કરી રહ્યો છે, તેમાં તમે હિંદુ ધર્મને નબળો પાડી, મુસ્લિમ ધર્મને મદદ કરશો? તમે જાણો છો કે બાબા સાહેબે મુસ્લિમો વિષે શું કહ્યું છે? અને તમે પણ જાણો કે તમારા માનવ અને નાગરિક અધિકારોનું જમ્મુ અને કાશ્મિરની કોંગી સમર્થક સરકારોએ શું કર્યું હતું?
“એ તો પડશે એવા દેવાશે.
“આમાં બુદ્ધ ભગવાનના સિદ્ધાંતોનો હિસ્સો કેટલો? સિદ્ધાંતોનો ભોગ લેવાયો. જો કે કનિષ્ક રાજા પોતે જ સર્વધર્મ સમભાવ વાળો હતો. તેના સિક્કા ઉપર હિંદુ, બૌદ્ધ, ગ્રીક, સુમેરિયન, એલેમાઇટ અને પારસી દેવદેવીઓ જેવાં કે શિવ, શાક્ય-મુનિ બુદ્ધ, વાયુદેવ, આતશ, મિત્ર કે મિથ્ર, યુદ્ધદેવતા બહરામ, નૈના દેવી, ચંદ્ર વગેરેની મુદ્રાઓ અંકિત છે. કોઈ પણ ધર્મ, કહેવા માત્ર થી ભીન્ન ધર્મ બની જતો નથી. જો તમે સહિષ્ણુ અને સુસંસ્કૃત હો તો તમે હિંદુ (સનાતન ધર્મી જ છો). એકમ્ સત્, વિપ્રા બહુધા વદન્તિ.
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ ઈશુ નો જન્મ ગોપાલકને ત્યાં થયો હતો, કૃષ્ણને પણ ગોપાલકો સાથે ઘનીષ્ઠતા છે. કૃષ્ણને એક ભાઈ હતો, ઈશુને પણ એક ભાઈ હતો, કૃષ્ણને લાંબાવાળ હતા, ઈશુને પણ લાંબા વાળ હતા, કૃષ્ણને એક બહેન અને એક બહેનપણી હતી, ઈશુને બહેનપણી હતી એવું કેટલાક માને છે. કૃષ્ણે ટોળાઓ વચ્ચે ઉપદેશ આપેલો. ઈશુએ પણ ઉંચી જગ્યાએથી નીચે ઉભેલા ટોળાને ઉપદેશ આપેલો. કૃષ્ણનું મૃત્યુ ધારદાર વસ્તુથી થયેલું. ઈશુનું મૃત્યુ પણ ધારદાર ખીલાઓથી થયેલું. માટે કૃષ્ણ અને ઈશુ એક જ હતા. અથવા કૃષ્ણના ભક્તોએ ઈશુની વાતો ચોરી, કૃષ્ણને નામ કરી દિધેલી. સાધ્યમ્ ઈતિ સિદ્ધમ્