Feeds:
Posts
Comments

Archive for the ‘Uncategorized’ Category

સુજ્ઞ લોકોની કાશ્મિર વિષેની ભ્રમણાઓ

સુજ્ઞ લોકોની કાશ્મિર વિષેની ભ્રમણાઓ

સુજ્ઞ લોકો એટલે જેઓ પોતાને જ્ઞાનવાન, વિશ્લેષક અને તર્કશુદ્ધ અભિપ્રાયો ધરવાન નારા સમજે છે તેવા ચેનલ ઉપર ચર્ચા કરનારા નેતાઓ, કે વર્તમાનપત્રોમાં કટારીયાઓ અને મૂર્ધન્યો છે.

આપણે ફક્ત આજે એક કટારીયાભાઈ/ભાઈઓ ની જ વાત કરીશું. અને તે પણ ડીબી (દિવ્ય ભાસ્કર) માં લખતા એક કટારીયા ભાઈની તેમણે યુટ્યુબ ઉપર આપેલા કાશ્મિર સમસ્યા ઉપર તેમણે દાખવેલા અભિપ્રાય વિષે વાત કરીશું. આ પ્રવચન જો તમારે સાંભળવું હોય તો નગીનભાઈ સંઘવી સાથેનો સંવાદ યુટ્યુબના “સર્ચ” ઉપર  તમે “‘Samvaad – The Talk Show’ with Nagindas Sanghvi, A Renowned Political Analyst “ આમ ટાઈપ કરી મેળવી શકશો.

નગીનભાઈ સંઘવી એક માનનીય વ્યક્તિ છે. આવા માનનીય મૂર્ધન્યોની સંખ્યા ગુજરાતી જ નહીં પણ અંગ્રેજીમાં પણ ઓછી છે અને ભારતમાં જ નહીં પણ અમેરિકામાં પણ ઓછી છે.

આવા ગણ્યા ગાંઠ્યા કટારીયા લેખક જ્યારે કોઈ લાંબા ગાળાથી ચાલી આવતી સમસ્યા વિષે લખે ત્યારે સામાન્ય રીતે દાળમાં કોળું ન જાય. પણ, ક્યારેક  જાય  પણ ખરું. આ “દાળમાંનું કોળું” એક વ્યક્તિગત અભિપ્રાય છે.

હિન્દુ-મુસ્લિમ વ્યવહારો અને સંબંધો વિષે લખવું એટલે આમ તો બહુ નાજુક વિષય છે. કારણ કે આ બંનેને ધર્મને કારણે જુદા પાડવામાં આવ્યા છે. મુસ્લિમો પ્રમાણમાં વધુ સંવેદનશીલ છે. પણ હિન્દુઓ વધુ સંખ્યામાં હોવાથી સંવેદનશીલ હિન્દુઓની સંખ્યાને અવગણી ન શકાય.

 આપણે માંડીને વાત નહીં કરીએ. પણ ક્યાંથી ક્યાં સુધી?

અમુક કાશ્મિરી નેતાઓ ચંદ્રગુપ્ત મૌર્ય થી શરુઆત કરી એમ સાબિત કરવા માગે છે કે અમે ક્યારેય ભારતમાં હતા જ નહીં.

અમુક કાશ્મિરી હિન્દુઓ ભારતીય સંસ્કૃતિના મૂળમાં જાય છે અને કહે છે કે મોટાભાગના ભારતીય સંસ્કૃતિક સાહિત્યના સ્રોત કાશ્મિરના છે. જો કે તેમાંના કેટલાક હિન્દુ નેતાઓ અગાઉ સ્વતંત્ર કાશ્મિરની વાત કરતા હતા પણ તેઓ બેઘર થયા એટલે તેઓ ભાનમાં આવ્યા કે મુસ્લિમો કઈ રીતે તેમની સામે વર્તી શકે છે.

તટસ્થ રીતે વિચારો તો કાશ્મિર ક્યાં હોવું જોઇએ?

दानं भोगः  नाशः अस्य, तीस्रः गतिः भवन्ति वित्तस्य,

यो ददाति न भूंक्ते, तस्य तृतीया गतिः भवति

ધનની (અહીં કાશ્મિરની) ત્રણ ગતિઓ છે. કાં તો પાકિસ્તાનને દાનમાં આપી દો (અને તેને શૂન્ય થવા દો).

કાંતો કાશ્મિરને ભારતમાં રાખો તેનો વિકાસ કરીને યાત્ર સ્થળ તરીકે ભોગવો ,

કાંતો કશ્મિરને સ્વતંત્ર રાખો કે જેથી તે તિબેટની જેમ નાશ પામી જાય.

એવું કહેવાય છે કે શેખ અબ્દુલ્લા એક સ્વાતંત્ર્ય સૈનિક હતા. તેઓશ્રી નહેરુના મિત્ર હતા. પણ જમ્મુ કાશ્મિરના રાજા સાથે તેમને ખાસ બનતું નહીં.

જેને આપણે “ભારત” અથવા “અખંડ ભારત” કહીએ છીએ તેનું રાજકીય અસ્તિત્ત્વ ૧૮૪૬માં આવ્યું કે જ્યારે જમ્મુના મહારાજા ગુલાબ સિંહે કાશ્મિરને સાઠલાખ રૌપ્ય મુદ્રામાં અંગ્રેજો પાસેથી લીધું, અંગ્રેજોને બે સુંદર કાશ્મિરી શાલ અને ત્રણ હાથ રુમાલ આપ્યા અને અંગ્રેજોની આણ માન્ય રાખી.

આથી વધુ જુની વાતને, દુનિયા માન્ય રાખશે નહીં અને હાસ્યાસ્પદ ગણાશે એ અલગ.

એમ તો આપણે આપણો દાવો પશ્ચિમમાં ઇરાન ઉપર અને અરબસ્તાન ઉપર, પૂર્વમાં વિએટનામ અને જાપાન સુધી અને દક્ષિણમાં જાવા સુમાત્રા સુધી કરી શકીએ. કારણ કે ક્યારેક હિન્દુ  રાજાઓ ત્યાં રાજ કરતા હતા. પણ તે દાવા માટે આપણી પાસે સગવડતા હોવી જોઇએ. જેમકે ચીનનું કહેવું હતું કે કોઈ એક કાળે તિબેટ ઉપર અમે રાજ કરતા હતા. અને નહેરુએ ચીનને તિબેટ ઉપર રાજ કરવાની સગવડ કરી આપેલ.

એ વાત જવા દો. એ વાતથી વિષયાંતર થઈ જશે.

અંગ્રેજોએ ગમે તેમ કરીને જીન્નાને પાકિસ્તાન કરી આપ્યું.

પણ દેશી રાજાઓ ના રાજ્યનું શું કરવું?

દેશી રાજાઓ માટે ત્રણ વિકલ્પ હતા. કાં તો પાકિસ્તાન સાથે જોડાય, કાંતો ભારત સાથે જોડાય અથવા તો સ્વતંત્ર રહે. પણ આ પસંદગી મનમાની રીતે થઈ શકે તેમ ન હતું. તેમના રાજ્યની જનતાની સંમતિ જરુરી હતી.

જુનાગઢના નવાબ મનમાની કરવા ગયા તો એમના રાજ્યમાં વિદ્રોહ થયો. તેમને પાકિસ્તાન ભાગી જવું પડ્યું. હૈદરાબાદના નવાબ પણ મનમાની કરવા ગયા તો તેમના લશ્કરે શરણાગતિ સ્વિકારવી પડી. જમ્મુ કાશ્મિરના રાજાએ કશો નિર્ણય ન લીધો. તેમની ઈચ્છા સ્વતંત્ર રહેવાની હતી. શેખ અબ્દુલ્લાની ઈચ્છા પણ એવી જ હતી. ખાટલે મોટી ખોડ એ હતી કે એ બંને વચ્ચે બનતું ન હતું.

આવા સંજોગોમાં પાકિસ્તાનની દાઢ સળકી.

૧૫-૦૮-૧૯૪૭ તારીખથી બ્રીટીશ શાસનનો અંત આવતો હતો. જમ્મુ-કાશ્મિર રાજ્ય અવરજવર માટે  પાકિસ્તાન સાથે જોડાયેલું હતું. જ્યાં સુધી બધું થાળે ન પડે ત્યાં સુધી ઇન્ડિયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ અંતર્ગત પાકિસ્તાનની ફરજ હતી કે તે રોજ વપરાશની ચીજો જમ્મુ-કાશ્મિરને પૂરી પાડે. પણ પાકિસ્તાને નાકા બંધી કરી અને જીવન જરુરી વપરાશની ચીજો મોકલવાની બંધ કરી દીધી. તે ઉપરાંત પાકિસ્તાને સ્વાતંત્ર્યવીરોને નામે સૈનિકોને શસ્ત્ર સરંજામ સાથે જમ્મુ-કાશ્મિરનો કબ્જો લેવા મોકલી આપ્યા. એટલે કે પાકિસ્તાને સૈનિક આક્રમણ કર્યું.

હવે એક વસ્તુ સમજી લો કે પાકિસ્તાનની જમ્મુ-કાશ્મિર ઉપર દાવો કરવાની ત્રણ ગેરલાયકાત હતી.

(૧) ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ અંતર્ગત જ્યાં સુધી (૧૯૫૦) બધું થાળે ન પડે ત્યાં સુધી “સપ્લાય લાઈન ચાલુ રાખવી. પણ પાકિસ્તાને આ શરતનો ભંગ કર્યો. પાકિસ્તાને જમ્મુ-કાશ્મિરની સપ્લાય લાઈન બંધ કરી દીધી,

(૨) દેશી રાજ્યને જનતાનો અભિપ્રાય નક્કી કરવાનો સમય આપવો. પણ પાકિસ્તાને જમ્મુ-કાશ્મિરમાં લોકમત થઈ જવાની રાહ ન જોઇ.

(૩) અનધિકૃત લશ્કરી કાર્યવાહી ન કરવી. પાકિસ્તાને જમ્મુ-કાશ્મિર ઉપર લશ્કરી આક્રમણ કર્યું. પાકિસ્તાની લશ્કરે મુસ્લિમ ઇતિહાસમાં જેમ થતું આવ્યું છે તેમ કાશ્મિરમાં આક્રમણ કરી કત્લેઆમ અને બેસુમાર લૂંટફાટ કરી. અસંખ્ય સ્ત્રીઓ ઉપર (મુસ્લિમ સ્ત્રીઓ સહિત), બળાત્કારો કર્યા. જો પાકિસ્તાની લશ્કરે આવું કશું કર્યું ન હોત તો તેઓ શ્રીનગર સુધી કબજો કરી લીધો હોત.  પણ પાકિસ્તાની લશ્કરના સૈનિકો આવું બધું કરવાની લાલચ રોકી શક્યા નહીં. તેથી શ્રીનગર પહોંચવામાં મોડા પડ્યા.

બીજી એક વધુ વાત સમજી લો

શેખ અબ્દુલ્લા કાશ્મિરમાં લોકપ્રિય હતા. અને તેમને પાકિસ્તાન સાથેનું જોડાણ ધોળા ધરમેય મંજુર ન હતું. કારણ કે શેખ અબ્દુલ્લાને ધર્માભિમુખ મુસ્લિમ રાષ્ટ્ર સાથે જોડાણ પસંદ ન હતું. એટલે જમ્મુ-કાશ્મિરનું રાજ્ય પાકિસ્તાનને મળે એ શક્ય જ ન હતું.

ધારો કે પાકિસ્તાને આક્રમણ ન કર્યું હોત અને જો જમ્મુ-કાશ્મિરમાં જનમત લેવાયો હોત તો પણ જમ્મુ-કાશ્મિર રાજ્ય પાકિસ્તાનને મળે તે શક્ય જ ન હતું.

ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટનો પાકિસ્તાને જમ્મુ-કાશ્મિર રાજ્ય અન્વયે ભંગ કર્યો છે એટલું જ નહીં પણ તેણે બલુચિસ્તાન ઉપર આક્રમણ કરીને પણ તે એક્ટની અંતર્ગત ભંગ કર્યો છે.

આ રીતે જોઇએ તો પાકિસ્તાન કાયદેસર રીતે પાકિસ્તાન, જમ્મુ-કાશ્મિર રાજ્ય ઉપર દાવો કરી જ ન શકે.

કારણ કે પાકિસ્તાન એક આક્રમણખોર રાષ્ટ્ર છે. તે ઉપરાંત પાકિસ્તાને યુનોના ઠરાવની શરતોનું પાલન કર્યું નથી. યુનોના ઠરાવની શરતો છે કે;

(૧) પાકિસ્તાને પોતાના કબજા હેઠળની કાશ્મિરની ધરતી ઉપરથી લશ્કર હઠાવી લેવું

(૨) પાકિસ્તાનનું લશ્કર હઠી ગયા પછી, ભારત ત્યાં મર્યાદિત સંખ્યામાં લશ્કર રાખી શકશે (કે જેથી ત્યાં  જનમત ગણના કરી શકાય.)

(૩) જ્યાં સુધી જનમત ગણના કાર્ય આ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મિરમાં પૂર્ણ ન થાય ત્યાં સુધી પાકિસ્તાન પોતાના કબજા હેઠળના કાશ્મિરમાં લશ્કરી કાર્યવાહી કરી શકશે નહીં.

પાકિસ્તાને યુનોના ઠરાવનો પણ ખુલ્લે આમ ભંગ કર્યો છે.

શું પાકિસ્તાનને કાશ્મિર ઉપર પ્રેમ છે ખરો?

ના જી. જરાપણ નહીં.

હવે તમે જુઓ.

jammu-and-kashmir

પાકિસ્તાને યુનોના ઠરાવનો અમલ ન કર્યો. તે વખતે “જમ્મુ અને કાશ્મિર નેશનલ કોન્ફરન્સ” કે જેના નેતા શેખ અબ્દુલ્લા હતા તે એક માત્ર પક્ષ અસ્તિત્ત્વ ધરાવતો હતો. તેના ચૂંટાયેલા ૭૫ સભ્યોએ વિધાનસભાનું ઓગષ્ટ-સપ્ટેમ્બર ૧૯૫૧માં ગઠન કર્યું અને   લોકતંત્રમાં માન્ય પ્રણાલી દ્વારા તે વિધાન સભાએ ભારત સાથેનું જોડાણ સર્વાનુમતે માન્ય કર્યું. એટલે ભારત તરફથી તો જનમત ગણનાના કાર્યની સમાપ્તિ થઈ ગઈ. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મિરમાંની ૨૫ બેઠકો આજની તારીખ સુધી ખાલી છે. કારણ કે પાકિસ્તાન તેના સંસ્કાર પ્રમાણે લોકશાહીમાં માન્ય હોય તેવું કશું કરી શક્યું નથી.

જમ્મુ-કાશ્મિરમાં પ્લેબીસાઈટ

કોઈ કહેશે કે જમ્મુ-કાશ્મિરમાં પ્લેબીસાઈટ એટલે જનમત ગણના (૧) ભારત સાથે જોડાવું છે? (૨) પાકિસ્તાન સાથે જોડાવું છે? (૩) સ્વતંત્ર રહેવું છે? એ પ્રમાણે કેમ ન કરી?

આનો જવાબ એ છે કે જે રીતે ભારતમાં પણ જનમત ગણના બીજા દેશી રાજ્યોમાં કરેલી, તે જ રીત જમ્મુ-કાશ્મિરમાં પણ અપનાવેલી.

બ્રીટીશ ઇન્ડીયામાં જે પ્રમાણે માન્ય પ્રદેશો હતા તે પ્રમાણે રાજ્યો રાખેલ. કચ્છ, સૌરાષ્ટ્ર, મૈસુર, વિગેરે વિષે પણ આમ જ હતું.

દેશી રાજ્યોમાં નાના મોટા ૭૦૦ ઉપર રાજ્યો હતા. દરેકમાં (૧) ભારત સાથે જોડાવું છે? (૨) પાકિસ્તાન સાથે જોડાવું છે? કે  (૩) સ્વતંત્ર રહેવું છે? એ પ્રમાણે જનમત ગણના થઈ ન શકે. વળી જનમતનું પ્રતિબિંબ તો વિધાનસભામાં પણ પડે જ છે. એટલે વિધાનસભાની મંજુરી પણ લોકશાહીને માન્ય જ કહેવાય.  

તો પછી આપણા કેટલાક અખબારી મૂર્ધન્યો અને કેટલાક સ્વયમેવ સિદ્ધ તર્કશાસ્ત્રીઓ કાશ્મિર ઉપરનો પાકિસ્તાનનો દાવો કેવી રીતે પુરસ્કૃત કરે છે?

હે ઇતિહાસકારો “તે વીરલાઓમાં” અમારું નામ પણ નોંધો

they-supported-mk-gandhi

જો આ સુજ્ઞ જનો સાચેસાચ મુંઝાયેલા હોય અને પોતાને તટસ્થ મનાવવાના કેફમાં હોય પણ તેમને ખબર ન હોય કે તેઓ કૅફમાં “હોંચી હોંચી” કરે છે. તો તેનું કારણ એ છે કે જમ્મુ-કશ્મિરમાં બહુમતિ મુસ્લિમો છે અને તેથી જ્યાં બહુ મતિ મુસ્લિમોની હોય તો તે પ્રદેશે પાકિસ્તાનમાં જવું જોઇએ.

આપણે જાણીએ છીએ અને એ વાતનો આપણને ગર્વ છે કે મહાત્મા ગાંધીની સાથે હિન્દ સ્વરાજ્યની લડતમાં કેટલાક તટસ્થ અંગ્રેજો અને યુરોપીયનો પણ સામેલ થયા હતા. રાજ તો અંગ્રેજોનું હતું તેમ છતાં પણ જનતંત્ર એવા બ્રીટનમાં રહેલા સત્યપ્રિય અંગ્રેજો આપણી લડતને સાથ આપતા હતા. જો આમ હોય તો પછી આપણામાં પણ કેટાલાક વીરલા નિકળવા જ જોઇએ કે જે જમ્મુ-કાશ્મિરના મુસ્લિમોની સ્વાતંત્ર્ય ની લડતમાં મુસ્લિમોને વૈચારિક સાથ આપે. એટલે આપણા કેટલાક સુજ્ઞ જનોએ વિચાર્યું કે તો પછી તે સત્ય પ્રિય વીરલાઓમાં આપણું નામ શા માટે નહીં?

samuel

આવા કંઈક ભાવ સાથે પણ કેટલાક મૂર્ધન્યો પોતાનો મત બાંધતા હોવા જોઇએ.

ખાટલે શી ખોડ છે?

ભારતની સ્વાતંત્ર્ય માટેની “હિંસક અને અહિંસક બંને લડત” અને કાશ્મિરના મુસ્લિમોની કહેવાતી “સ્વાતંત્ર્યની લડત”, આ બંનેમાં આભ જમીનનો ફેર છે.

ભારતની સ્વાતંત્ર્ય માટેની લડત એટલા માટે હતી કે ભારત અને બ્રીટનના કાયદા અલગ હતા.

બ્રીટનની પાર્લામેન્ટમાં ભારતનું તેની જનસંખ્યાના પ્રમાણમાં પ્રતિનિધિત્વ ન હતું.

ભારત બ્રીટનનું એક રાજ્ય ન હતું.

જે સ્વાયત્તતા બ્રીટનના નાગરિકો પાસે હતી તેવી સ્વાયત્તતા ભારતના નાગરિકોની પાસે ન હતી.

બ્રીટનની સરકાર, ભારત ઉપર દેખરેખ રાખવા એક ગવર્નર જનરલ (વાઈસરોય) અને અનેક ગવર્નરો મોકલતી.

આ બધા કારણસર ભારતની સ્વાતંત્ર્યની લડત વ્યાજબી હતી.

આ ઉપરાંત

ભારતની અહિંસક લડતના સૈનિકો વાટાઘાટો માટે તૈયાર રહેતા હતા.

ભારતની અહિંસક લડતના સૈનિકો સરકારના સક્ષમ અધિકારીને પોતાની આગામી આંદોલનની પૂરી રુપરેખા આપતા હતા, અને તે પ્રમાણે આંદોલનો કરતા હતા,

ભારતની અહિંસક લડતના સૈનિકો, ખૂલ્લા મોઢે આંદોલન કરતા. ભારતની અહિંસક લડતના સૈનિકો કદી બુકાની બાંધી મોઢું સંતાડીને આંદોલન કરતા નહીં.

ભારતની અહિંસક લડતના સૈનિકો પોતાનો ગુનો છૂપાવતા નહી, ભારતની અહિંસક લડતના સૈનિકો પોતાનો ગુનો કબુલ કરતા. ગુનો સાબિત કરવાની જવાબદારી સરકાર ઉપર છોડતા નહીં.

ભારતની અહિંસક લડતના સૈનિકો કદી પણ જામીન ઉપર છૂટવા માટે અરજી કરતા નહીં,

ભારતની અહિંસક લડતના સૈનિકો જેલમાં હોય ત્યારે પણ સરકાર સાથે વાટાઘાટો કરવા તૈયાર રહેતા,

ટૂંકમાં ભારતની અહિંસક લડતના સૈનિકોની લડત સંપૂર્ણ પારદર્શી અને નિયમ બદ્ધ હતી. તેઓ સ્વેચ્છાએ અને મફતમાં લડત ચલાવતા હતા.

ભારતની અહિંસક લડતના સૈનિકો અને નેતાઓ સાદગી થી રહેતા હતા.

ભારતની અહિંસક લડતના સૈનિકોને પૂરો ખ્યાલ હતો કે સ્વતંત્રતા મળ્યા પછી ભારતમાં રાજ્યવ્યવસ્થા કેવી હશે.

ભારતની અહિંસક લડત અને હિંસક લડત બંને ના સૈનિકો અને નેતાઓ ની દૃષ્ટિ સાફ હતી કે સ્વતંત્રભારત એક ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર હશે.

જો આપણે લોકશાહી દૃષ્ટિ એ જોઇએ તો કાશ્મિર તો સ્વતંત્ર જ છે.

 કાશ્મિરમાં કાશ્મિરની જનતા જ પોતાના પ્રતિનિધિ ચૂંટે છે.

કશ્મિરના પ્રધાનમંડળમાં કાશ્મિરીઓ જ હોય છે.

કાશ્મિરનું પ્રતિનિધિત્વ ભારતની પાર્લામેન્ટમાં તેની જનસંખ્યાના પ્રમાણમાં હોય છે.

ભારતના કેન્દ્રના પ્રધાનમંડળમાં કાશ્મિરી પ્રધાન હતા અને હજુ હોઈ શકે છે.

કાશ્મિરની લડતને વિષે એવું ન કહી શાકય કે તે સ્વતંત્રતા માટે છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો કાયર છે કે જેથી તેમને પોતાના મોંઢાં છૂપાવવા પડે છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો, પોલીસોને અને ભારતીય લશ્કરના સૈનિકોને નિશાન બનાવે છે જેઓ પોતાની ફરજ બજાવી રહ્યા હોય છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો કે નેતાઓ વાટાઘાટો માટે તૈયાર નથી.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો પોતાના ગુનાનો ઇન્કાર કરે છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો ધારોકે પકડાઈ જાય તો જામીન ઉપર છૂટવા સદા તૈયાર હોય છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો પોતાનો ગુનો છૂપાવે છે. તેમનો ગુનો સાબિત કરવાની જવાબદારી સરકાર ઉપર હોય છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકોની વાત જવા દો પણ તેના બની બેઠેલા નેતાઓ સુધ્ધાં ને ખબર નથી કે લોકશાહી એટલે શું અને તેમની લડત શા માટે છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકોની વાત જવા દો પણ તેના બની બેઠેલા નેતાઓ સુધ્ધાં ને ખબર નથી કે તેમને કઈ જાતની આઝાદી જોઇએ છે. તેમની હાલની આઝાદી તેમની માંગ વાળી આઝાદી થી કઈ રીતે અને કેટલી જુદી પડે છે તેની ચર્ચા પણ કરવા તેઓ તૈયાર નથી..

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકોની વાત જવા દો પણ તેના બની બેઠેલા નેતાઓ સુધ્ધાં પૈસાને આધારે કામ કરે છે. તેના નેતાઓ બીજાના સંતાનોને જતિ કરવા નિકળ્યા છે અને પોતાના સંતાનોને ઉચ્ચ વિદ્યાલયો અને ઉચ્ચ વિશ્વવિદ્યાલયોમાં ભણાવે છે.

કાશ્મિરની લડત ચલાવતા નેતાઓ જાહોજલાલીથી જીવે છે અને ગરીબોને ધર્મને નામે ઉશ્કેરી આંદોલન ચલાવે છે. કાશ્મિરના કહેવાતા સ્વાતંત્ર્યની લડત ચલાવતા નેતાઓ કાશ્મિરને અમાનવતા વાદી રાષ્ટ્ર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મૂર્ધન્યો પ્રશ્ન કરશે કે;

જો મુસ્લિમ બાહુલ્યવાળા પાકિસ્તાનને આપણે ખુદા ભરોસે છોડી દઈ શકીએ છીએ તો મુસ્લિમ બાહુલ્યવાળા જમ્મુ-કાશ્મિરને પણ ખુદા ભરોસે શા માટે છોડી ન દેવો?

જમ્મુ-કાશ્મિર કંઈ એકલું રાજ્ય ન હતું કે જે ભારત સાથે લોકશાહી માર્ગે જોડાયું. બીજા ૭૦૦ રાજ્યો હતા કે જેના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ભારત સાથે નું જોડાણ મંજુર રાખ્યું. જો પચાસના દશકામાં  જમ્મુ-કાશ્મિર રાજ્યનું ભારત સાથેનું જોડાણ બીજા રાજ્યોની જેમ જ થયું હોય તો કાશ્મિરમાં  ફરી જનમતની માગણી કેવી રીતે કરી શકાય?

વહાબી વિચાર ધારા

પાકિસ્તાનની વહાબી વિચાર ધારાવાળી સંસ્થાઓ કાશ્મિરીઓને પૈસા વેરી ઉશ્કેરે છે. આ વાત જેઓ ન જાણતા હોય તેમણે રાજકારણમાં પોતાની ચાંચ ખોસવી નહીં.

કાશ્મિરની અશાંતિ વહાબીઓને કારણે છે. વહાબીઓનું ધ્યેય અને કાર્યસૂચિ કટ્ટાર પંથી છે. જે ઇસ્લામિક દેશ શાંતિપ્રિય છે તેઓ વહાબીઓને માન્ય રાખતા નથી.

વહાબીઓની હાલની વાત રાજકીય સ્વાતંત્ર્યની છે અને સાથે સાથે શરિયત કાયદો લાગુ કરવાની પણ છે. વહાબીઓ ધાકધમકી, બળદ્વારા અને પૈસા દ્વારા પોતાની વિચારસરણી કાશ્મિરીઓ ઉપર ઠોકવા માગે છે.

જે પ્રદેશના નેતાઓ પૈસા ખાવામાં રચ્યા પચ્યા રહ્યા હોય ત્યાં બેકારી વધે. બેકાર માણસ પૈસા માટે બધું જ કરવા તૈયાર થઈ જાય.

ફરુખ અને ઓમરે પૈસા ખાવા સિવાય કાશ્મિરમાં વિકાસ માટે કશું કર્યું નથી. એટલે કાશ્મિરની જનતા અને ખાસ કરીને યુવાનોમાં બેકારી વધી. પાકિસ્તાન તેનો કોઈપણ ભોગે લાભ લેવા માગે છે.

વહાબી અને મુસ્લિમ શબ્દો પર્યાયવાચી નથી

વહાબી અને મુસ્લિમ શબ્દો પર્યાયવાચી નથી. જેમ હિન્દુ અને અઘોરી પર્યાયવાચી નથી. જો કે અઘોરી કરતાં વહાબી વધુ ભયજનક છે કારણ કે અઘોરી પોતાનો પંથ પોતાના પુરતો મર્યાદિત રાખે છે. પણ જો તેને રાજકીય સાથલેવા માટે ઉશ્કેરવામાં આવે અને જો તે ઉશ્કેરાય પણ ખરો તો આવા અનેક અઘોરીઓનું જુથ વહાબીઓ જેટલું ભયજનક બની શકે.

તમે યાદ કરો કે ખાન અબ્દુલ ગફારખાને શું કહ્યું હતું?

ખાન અબ્દુલ ગફારખાને, નહેરુવીયન કોંગ્રેસને કહ્યું હતું કે “તુમ લોગોંને હમે ભેડિયોંકે હવાલે કર દિયા.”

સુજ્ઞજનોની રાજકીય અપરિપક્વતા

વહાબીઓ અત્યારે રાજકીય તાકાત મેળવવા લડે છે. રાજકારણમાં અનેક પ્રવાહો વહેતા હોય છે. જો આપણે એવું માનીએ કે વહાબીઓનો અવાજ એ કાશ્મિરીઓનો અવાજ છે તો તે રાજકીય અપરિપક્વતા ગણાશે.

નગીનભાઈ સંઘવીએ જે કહ્યું કે કાશ્મિરીઓ ભારતથી અલગ થવા માગે છે. આપણે આ પ્રદેશ છોડી દેવો જોઇએ.

જોકે આ પ્રકારનું બોધગ્રહણ,  તે તેમના એકલાનું બોધગ્રહણ નથી.

આ પહેલાં ૧૯૭૮-૭૯માં ભૂમિપુત્રના સંપાદક/તંત્રી શ્રી કાંતિભાઈ શાહ કે જેઓ કાશ્મિરમાં જઈ આવ્યા હતા તેમનું પણ આવું જ બોધ ગ્રહણ હતું. તે વખતે મેં તેમને ભૂમિપુત્રમાં સિક્કાની બીજી બાજુ બતાવતો એક લેખ મોકલી આપ્યો. (તે લેખ તેમણે છાપ્યો નહીં. વાંધો નહીં આપણે શોક ન કરવો).  ગાંધીજીના અનુયાયીઓ પૂર્વપક્ષને સાંભળે જ સાંભળે તે વાત તેમને મંજુર ન હોય.

આપણે એક વાત સમજવી જોઇએ કે રાજકારણ હમેશા પ્રવાહી હોય છે. અને વળી તેમાં આંતરિક અને બાહ્ય પ્રવાહો પણ હોય છે.

ગુજરાતમાંનું નવનિર્માણનું આંદોલન

શ્રેષ્ઠ ઉદાહરણ ૧૯૭૩-૭૪નું ગુજરાતમાંનું નવનિર્માણનું આંદોલન છે. આ આંદોલન મોટે ભાગે અહિંસક હતું. આ આંદોલનને બહારના જે લોકોએ જોયું, તે લોકોએ તેની સરખામણી ૧૯૪૨ના આંદોલન સાથે કરી હતી. રવિશંકર મહારાજ જેવા સ્વચ્છ અને ગાંધીવાદી નેતાએ પણ ચિમનભાઈ પટેલને કહ્યું કે તમે મુખ્ય પ્રધાનપદે થી રાજીનામું આપો. જયપ્રકાશ નારાયણ જેવા અનેક નેતાઓ નવનિર્માણના આંદોલનથી આકર્ષાયા હતા.

નવનિર્માણના આ આંદોલનને કારણ્ર ૧૯૭૪માં ગુજરાત વિધાનસભાનું વિસર્જન કરવું પડ્યું તે વખતે જેની શાસકીય રીત રસમ સામે આ નવનિર્માણ આંદોલન થયું હતું તે નહેરુવીયન કોંગ્રેસની શી સ્થિતિ હશે તેની તમે કલ્પના કરો.

જ્યારે ૧૯૭૫માં ગુજરાત વિધાન સભાની ચૂંટણી થઈ, ત્યારે એમ જ લાગતું હતું કે નહેરુવીયન કોંગ્રેસને એક પણ બેઠક મળશે નહીં. જનતા મોરચો જ બધી જ બેઠકો મેળવી જશે.

પણ થયું શું?

જનતા મોરચાએ બહુમતિ કરવા માટે ચિમનભાઈ પટેલના કિમલોપનો સહારો લેવો પડ્યો.

૧૯૮૦માં શું થયું?

આજ નહેરુવીયન કોંગ્રેસ પક્ષ વિધાન સભામાં પૂર્ણ બહુમતિ સાથે સત્તા ઉપર આવ્યો. નહેરુવીયન કોંગ્રેસની સત્તા ૧૯૯૫ સુધી ગુજરાત ઉપર કાયમ રહી.

આ બધાનું કારણ શું?

રાજકારણમાં આંતરપ્રવાહો વહેતા હોય છે. કાશ્મિરમાં અને તેની જનતામાં પણ આંતર પ્રવાહો છે અને તે ઝી-ન્યુજ઼ ટીવી ચેનલ બહાર લાવી રહ્યું છે.

પુનર્વિચારણા શક્ય નથી

tibet-and-jammu-kashmir

તમે કાશ્મિરનો ભારત સાથેના જોડાણનો પ્રશ્ન પુનર્વિચારણા માટે ઉખેળી શકો નહીં. આની અસર બીજા રાજ્યોની ઉપર પણ પડે.

તમે જાણો જ છો કે પૂર્વોત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ખ્રીસ્તીઓ બહુમતિમાં હોવાથી તેઓ પોતાને યુરોપના ફરજંદ માને છે. તેમણે તેમની લિપિ જે અગાઉ દેવનાગરી જેવી અક્ષરલિપિ હતી તે તેમણે બદલી નાખી અને પોતાની ભાષાની લિપિ શબ્દલિપિ (રોમન સ્ક્રીપ્ટ) કરી નાખી છે.

તેમનામાં આવી ભાવના કોણ ઉત્પન્ન કરેછે?

ખ્રીસ્તી પાદરીઓ સેવાના ઓઠા હેઠળ, ધાર્મિક વિભાજનવાદ પણ ફેલાવે છે.  જેમ કાશ્મિરમાં પાકિસ્તાન પૈસા વેરે છે તેમ પૂર્વોત્તર રાજ્યોમાં ખ્રીસ્તીઓ પૈસા વેરે છે. જો કાશ્મિરમાં “ભારતમાં થયેલ વિલય” ને પુનર્વિચારણા માટે મંજુર કરવામાં આવે તો બીજે બધે પણ આવી માગણી ઉઠે. ખ્રીસ્તીઓ પૂર્વોત્તર રાજયોમાં પૈસા  વેરવાની ઝડપ અને પ્રમાણ પણ વધારશે. પૂર્વોત્તર રાજ્યોની જનતા પણ કહેશે કે અમને ભારતીય રાજકીય રીતરસમ પસંદ નથી તેથી અમારે જુદો દેશ જોઇએ છે. આપણા કહેવાતા ભારતીય સુજ્ઞજનો તેમની માગણીને હવા આપશે જ. આપણું પત્રકારિત્વ પીળું છે તે ભારતમાં તો સૌકોઈ જાણે છે.

આ વાત પણ વિચારો.

ધારો કે રશિયા અલાસ્કાના લોકોને ઉશ્કેરે અને શસ્ત્રો પણ પૂરા પાડે અને તેમને પાકિસ્તાન જેમ કાશ્મિરમાં વહાબીઓને મદદ કરે છે તેમ અલાસ્કાવાસીઓ પાસે માગણી કરાવે કે અમને યુએસની રાજકીય રીતરસમ પસંદ નથી તો યુએસ શું કરશે? શું યુએસના સુજ્ઞ જનો, અલાસ્કાવાસીઓને સહકાર આપશે?

સ્પેનની સરકાર પણ, યુએસના ટેક્સાસ રાજ્યમાં આવું કરી શકે. ટેક્સાસમાં સ્પેનીશભાષા પણ ચલણમાં છે. સ્પેનના લોકો ટેક્સાસમાં રહેતા મેક્સીકન લોકોને ઉશ્કેરે. પૈસા આપી મેક્સીકોમાંથી આતંકીઓને પણ મોકલે. ટેક્સાસના આ લોકોનું જુથ આંદોલન ચલાવે કે અમને યુએસની રીતરસમ વાળું રાજ્ય પસંદ નથી. અમારે અમારો સ્વતંત્ર દેશ જોઇએ છીએ.

ફ્રાન્સના લોકો પણ કેનાડાના ક્યુબેક રાજ્યમાં જનતાને ઉશ્કેરે કે તેમને અંગ્રેજીના આધિપત્યવાળી સરકારની રીતરસમ પસંદ નથી. અમારે સ્વતંત્ર અને ફક્ત ફ્રેન્ચ ભાષી દેશ જોઇએ છીએ.

આપણે એક બીજી વાત પણ સમજવી જોઇએ કે ભારતમાં ફક્ત સીમાવર્તી રાજ્યોમાં જ આવો અલગતા વાદ વિકસે એટલું માત્ર નથી. ભારતમાં એવા ઘણા નાના મોટા વિસ્તારો છે કે જ્યાં ધાર્મિક લઘુમતિ કોમો બહુમતિમાં છે. તમે જુઓ પણ છો કે તેના નેતાઓ કેવું બેફામ બોલે છે. કેરાલામાં તો તે લઘુમતિ કોમે પોતાની બહુમતિને કારણે અલગ જિલ્લાની રચના પણ કરી છે.

આવી મનોદશા કોણે ઉત્પન્ન કરી?

નહેરુવીયન કોંગ્રેસે સત્તા માટે મતબેંકો ઉભી કરી છે. તેણે લઘુમતિ કોમોને વકરાવી છે. નહેરુવીયન કોંગ્રેસના આ સંસ્કાર, બીજા વંશીય અને સ્થાનિક પક્ષોમાં પણ આવ્યા છે.

એટલે ભૂલે ચૂકે પણ જો કાશ્મિર ને અલગ કરીયે તો ચીન તેની ઉપર કબજો જમાવી દે, આ વાત પણ શક્ય છે. જે ચીન તિબેટ જેવડા મોટા દેશ ઉપર કબજો જમાવી શકે તેને માટે કાશ્મિર તો ડાબા હાથનો ખેલ છે. આ માત્ર ભયસૂચક નથી. પણ ભારતમાં ઠેર ઠેર આવા આંદોલનો ફાટી નિકળે. આવે વખતે હિન્દુઓનો અમુક વર્ગ શાંતિથી બેસી રહી ન શકે. ગૃહ યુદ્ધની સંભાવના જરાપણ નકારી ન શકાય.

તો પછી કાશ્મિર સમસ્યાનો ઉપાય શો?

ધર્મથી મહાન શું છે? આવા પ્રશ્નનો ઉત્તર “ગરમ હવા” નામની ફિલમ માં મળે છે.

એક મુસ્લિમ ભાઈએ ભારતમાં સરકારી કામનું ટેન્ડર ભર્યું. તેમના ઘરમાં કોઈ માનતું ન હતું કે આ ટેન્ડર આ મુસ્લિમ ભાઈને મળશે. કારણ કે ટેન્ડર સમિતિના બધા સભ્યો હિન્દુ હતા. મુસ્લિમ ભાઈ ઘરે આવ્યા અને ઘરમાં આવીને કહ્યું કે ટેન્ડર મને મળ્યું છે. ઘરના લોકોએ મોઢું વકાસી પૂછ્યું “કેવી રીતે?

મુસ્લિમભાઈએ કહ્યું “ધર્મસે ભી એક ચીજ મહાન હૈ. …..  વહ મહાન ચીજ઼ હૈ …. રિશ્વત”

રિશ્વત એટલે લાંચ. લાંચ એટલે પૈસા. પૈસા પ્રાપ્ત કરવાના રસ્તા કાળા ધોળા હોઈ શકે. પણ પૈસો તો હમેશા ધોળો જ હોય છે. વિકાસ કરો. બેકારી દૂર કરો. જો કાશ્મિરી પ્રજા સુખ સમૃદ્ધ થશે તો કાશ્મિરમાં થી ૯૫ ટકા આતંકવાદ નાબુદ થશે. જે ૫ ટકા આતંકવાદ બચશે તેને બળપૂર્વક નાબુદ કરી શકાશે.

મુસ્લિમો પણ સારા સુખ-સમૃદ્ધ જીવન જીવવા માટે પાકિસ્તાન છોડી વિદેશ જતા રહે છે. તેઓ વિદેશનું નાગરિકત્વ પણ સ્વિકારે છે. આમ કરવામાં તેમને તેમનો ધર્મ આડે આવતો નથી.

મુસ્લિમો, ભારતમાં ઘુસણખોરી શા માટે કરે છે? કારણ કે તેમને જીવવું છે. તેમને લાગે છે કે ભારતમાં સારા જીવનની શક્યતા છે. બે કરોડ મુસ્લિમ ઘુસણખોરો કંઈ આતંક કરવા ભારતમાં પ્રવેશતા નથી.

એ વાત નકારી ન શકાય કે પાકિસ્તાન આવા કેટલાક ઘુસણખોરોનો અસામાજિક કામો માટે ઉપયોગ કરે છે.

જો સરકાર એટલે ખાસ કરીને રાજ્ય સરકારો કાયદો અને વ્યવસ્થા માટે “રુલ ઓફ લૉ” માટે કૃતનિશ્ચયી થશે, “ગુનો કર્યો એટલે જેલમાં જ ગયો” એવી વહીવટી અને ન્યાય વ્યવસ્થા થશે તો કાશ્મિર ની સમસ્યા આપોઆપ મરી જશે.

નરેન્દ્ર મોદી આ બધું જાણે છે.

%e0%a4%b8%e0%a5%87%e0%a4%95%e0%a5%8d%e0%a4%af%e0%a5%81%e0%a4%b2%e0%a4%b0-%e0%a4%87%e0%a4%a8%e0%a5%8d%e0%a4%a1%e0%a5%80%e0%a4%af%e0%a4%be

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સુજ્ઞ લોકો, કાશ્મિર સમસ્યા, ભ્રમણા, કટારીયા, નગીનભાઈ સંઘવી, મર્ધન્ય, હિન્દુ મુસ્લિમ સંબંધ, ચંદ્રગુપ્ત મૌર્ય, કાશ્મિરી હિન્દુઓ, સંસ્કૃત સાહિત્યનો સ્રોત, તટસ્થતા નો કેફ, શેખ અબ્દુલ્લા, નહેરુ, સ્વાતંત્ર્ય સૈનિક, અખંડ ભારત, ૧૮૪૬, ૧૯૪૭, ૧૯૫૧, અંગ્રેજો, પાકિસ્તાન, ગુલાબ સિંહ, હરિ સિંહ, દાવો, હિન્દુ રાજાઓ, તિબેટ, દેશી રાજ્ય, ફારુખ, ઓમર, જીવન જરુરી વપરાશની ચીજો, ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્ટ એક્ટ, શ્રીનગર, આક્રમણ, જનમત, યુનોનોઠરાવ, જમ્મુ અને કાશ્મિર નેશનલ કોન્ફરન્સ, ભારત સાથેનું જોડાણ, વિધાનસભા, વીરલાઓ, બહુમતિ મુસ્લિમો, હિંસક અને અહિંસક બંને લડત, બ્રીટનની પાર્લામેન્ટ, મોઢું સંતાડીને આંદોલન, વાટાઘાટો કરવા તૈયાર, પારદર્શી અને નિયમ બદ્ધ, બની બેઠેલા નેતા, વહાબી વિચાર ધારા, વહાબી અને મુસ્લિમ શબ્દો પર્યાયવાચી, સુજ્ઞજનોની રાજકીય અપરિપક્વતા, ભૂમિપુત્ર, રાજકારણ હમેશા પ્રવાહી, નવનિર્માણનું આંદોલન, . રવિશંકર મહારાજ, ગાંધીવાદી નેતા, ચિમનભાઈ પટેલ, જયપ્રકાશ નારાયણ, પુનર્વિચારણા, દેવનાગરી જેવી અક્ષરલિપિ, શબ્દલિપિ (રોમન સ્ક્રીપ્ટ), ખ્રીસ્તી પાદરીઓ, પૂર્વોત્તર રાજ્યો, અલાસ્કાના લોકો, મેક્સીકન લોકો, કેનાડા,  ક્યુબેક રાજ્ય

  

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Read Full Post »

અમે ઑદાઓ આવા … ભાગ – ૨

ગયા પ્રકરણમાં અમુક વાતો રહી ગઈ હતી અને કેટલાક મિત્રોએ કેટલીક ચોખવટ માગી એટલે ભાગ – ૨ લખવાનું મન થયું.

ભવસુખ ભાઈએ કહ્યું કે “ઑદા” શબ્દ કાઠીયાવાડમાં પ્રચલિત નથી. પણ જોકે સુરેશભાઈ જાનીએ “ઑદા, કૉદા અને આખલા” એવો શબ્દ પ્રયોગ કર્યો છે. એટલે ગુજરાતમાં તો “ઑદા” શબ્દ પ્રચલિત હશે જ.

જો કે મને ત્યારે ખબર પડી કે જ્યારે અમે બ્રાહ્મણોની વાતો કરતા હતા ત્યારે મેં પૂછ્યું કે જેમ ઔદિચ્ય બ્રાહ્મણો, બીજા બ્રાહ્મણોની વિષે નિંદારસનું પાન કરીએ છીએ તેમ બીજા બ્રાહ્મણો પણ આપણી વિષે કંઈક તો કહેતા જ હશે. એટલે મારા પિતાશ્રીએ કહ્યું કે હા તેઓ અંદર અંદર આપણને “ઑદા … ઑદા … કહ્યા કરે”

જોકે ભવસુખભાઈની વાત સાચી છે. બધા શબ્દો બધે પ્રચલિત હોતા નથી. કેટલીક વખત કોઈ એક શબ્દ પ્રયોગ અમુક જુથ કે કોમ્યુનીટીમાં કે ગામમાં પૂરતો જ પ્રચલિત હોય છે.

જેમ કે “ડૂંગરે જવું”

અમારે લુણાવાડામાં ઔદિચ્યોના ૫૦૦ ઘર એટલે આમ તો ઘણા કહેવાય. કારણ કે લુણાવાડાની વસ્તી જ માંડ ૧૫૦૦૦ હતી. એટલે કે ૩૦૦૦ ઘર કે તેનાથી પણ ઓછાં ઘર. તેમાં ૫૦૦ ઘર ઑદાઓના. એટલે લગભગ સત્તર થી વીસ ટકા થયા. વસ્તીમાં ૨૦ ટકા મુસલમાનો પણ આવી જાય. એટલે હિન્દુઓમાં તો ઑદાઓ લગભગ ૩૦ટકા થઈ જાય.

ઔદિચવાડ કોને કહેવો?

હાટાના કૂવાથી ઠાકોરવાડની હદ સુધી ઔદિચ્યો રહે.

તેવી જરીતે ચૌટાચોકના હાટાના કૂવાથી ઘેલીમાતાના કૂવા સુધીના રાજમાર્ગ ઉપર પણ ઔદિચ્યો રહે. પોલીસ સ્ટેશન થી ડુંગરાભીંત વિસ્તાર અને અંદરની ગલીઓમાં પણ ઔદિચ્યો રહે. લુહાર કોઢ અને સોનીવાડમાં છૂટક છૂટક ઔદિચ્યો રહે તે જુદા. ડુંગરાભીંત વાળા પોતાના વિસ્તારને ઔદિચવાડ કહે. તેઓ મળોત્સર્જનની ક્રિયા કરવા ડુંગરે જાય એટલે જો તેમનું કોઈ સંડાસ કરવા ગયું હોય તો એમ કહે કે “ડુંગરે ગયા છે.”

એક બીજો એવો શબ્દ છે “પોપો”

આ શબ્દ સ્પેનીસ છે. તેનો અર્થ મળ કે મળ ઉત્સર્જનની ક્રિયા એમ થાય છે. મારી ડોટરની મેઈડ સર્વન્ટ કે જે સ્પેનીસ હતી તે આ શબ્દ વાપરતી. શબ્દ ગમી જવાથી અમે બધાએ તેને વપરાશમાં સ્વિકારી લીધો છે. મારે પોપો પ્રોબ્લેમ છે. રોજ ત્રીફળા લેવી પડે છે. પુરુષોમાં અમુક ઉંમર પછી પોપો પ્રોબ્લેમ કોમન હોય છે. તમને પોપો પ્રોબ્લેમ છે? ઇત્યાદિ. (સંડાસ જવા માટે ગુજરાતીમાં આશરે ૧૫ થી વીસ શબ્દો છે.)

ઓગણીશની સદીના અંત સુધી ઔદિચ્યોમાં સંસ્કૃતનું મહત્વ ઠીક ઠીક રહ્યું. ઓગણીશમી સદીના ઉત્તરાર્ધથી બેન્ટીકની શિક્ષણ પ્રથા ઠીક ઠીક રીતે ગુજરાતમાં અમલમાં આવવા માંડી.

રાવલોમાં જેઓ ભારદ્વાજ હતા તેઓ સુધારાવાદી હતા. તેમણે બહેનોને પણ મધ્યમ કક્ષાનું શિક્ષણ આપવા માંડ્યું અને બહેનો પણ નોકરી કરતી થઈ. ભાર્ગવોમાં બેનો ભણતી ખરી પણ નોકરી કરતી ન હતી. જે કન્યાઓ ભારદ્વાજને પરણતી તેમને પણ તેઓ નોકરી કરવાની છૂટ આપતા. નોકરી એટલે શિક્ષકાની નોકરી એમ સમજવું. વિદ્યારામ રાવલ જેઓશ્રી હિરાલાલના પિતાશ્રી હતા તે એક મોટા લેખક ગણાતા. તેમના પુત્ર વધુ કૃષ્ણાગૌરીએ ગુજરાતી ભાષાની સર્વ પ્રથમ નવલકથા “મહેન્દ્રકુમારી” લખેલી”. કૃષ્ણાગૌરીએ લગ્ન થયા પછી અમદાવાદમાં પ્રાઈમરી ટીચર્સ ટ્રેનીંગ કોલેજમાં જુનીયર કોલેજ કરેલી.

દવે અને ત્રીવેદી આ બધું શું છે?

અટકોને ગોત્ર સાથે સંબંધ નથી. ઘણા લોકો એવું માને છે કે જેઓ જેટલા વેદ જાણતા હોય તેની સંખ્યા પ્રમાણે તેમની અટકો હોય છે. પણ આ વાત બરાબર નથી એમ મારા પિતાશ્રી કહેતા હતા.

વેદ તો એક જ છે. તે વેદ ઋગવેદ છે. ઋગવેદમાં જે યજ્ઞના શ્લોકો હતા તેને છૂટા પાડ્યા તેને યજુર્વેદ નામ આપ્યું. જે ગાઈ શકાય તેવા શ્લોકો હતા તેને સામવેદ નામ આપવામાં આવ્યુ. આમ ત્રણ વેદ છે. અથર્વ વેદ, આયુર્વેદ, ધનુર્વેદ … એ બધા વેદોમાં આવતા નથી.

દવે નો અર્થ દ્વિવેદી થાય છે. દ્વિવેદી એટલે દ્વિ વેત્તી એટલે કે જે અદ્વૈત અને દ્વૈતનો ભેદ જાણે છે અને તેમાં માને છે તે દ્વિવેત્તી એટલે કે દ્વિવેદી છે. દવેનું મહારાષ્ટ્રીકરણ દવે કેવી રીતે થયું તે અમે જાણતા નથી. શક્ય છે કે ક્યારેક પેશ્વાની નોકરી હોય.

જેઓ પુરુષ, પ્રકૃત્તિ અને ઈશ્વર એમ ત્રણ મૂળભૂત તત્ત્વોમાં માને છે તે ત્રિવેત્તી એટલે કે ત્રિવેદી. જે ચાર મૂળભૂત તત્ત્વોમાં માને છે તે ચતુર્વેત્તી એટલે કે ચતુર્વેદી. જે પાંચ મૂળભૂત તત્ત્વોમાં માને છે તે પંચવેત્તી (પંચ મહાભૂત) એટલે કે પંચોળી.

અદ્વૈતમાં પ્રાણ તત્ત્વને માત્ર મૂળભૂત તત્ત્વ માનવામાં આવે છે. આ મૂળભૂત તત્ત્વની અનુભૂતિ તે માયા (ગુણધર્મ) છે. એટલે પદાર્થની અનુભૂતિ તેના ગુણને લીધે થાય છે. એટલે કે પદાર્થ ને ગુણમાં (શક્તિ આકર્ષણ) ભેદ નથી. સુક્ષ્માતિસુક્ષ્મ વિશ્વમાં જોઇએ તો પદાર્થ શું છે તે જાણી શકાતું નથી. શંકરાચાર્યની આ માન્યતા આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદને મળતી આવે છે.

શંકરાચાર્ય અને બૌદ્ધ પંડિતો વચ્ચે એક શાસ્ત્રાર્થ આમ થયેલ.

બૌદ્ધ; “ બ્રાહ્મણ કોણ?”

શંકરાચાર્ય; જેનામાં આ ત્રણ ગુણ હોય તે બ્રાહ્મણ. (૧) તે જન્મે બ્રાહ્મણ હોવો જોઇએ (૨) તે વિદ્વાન હોવો જોઈએ (૩) તે શુદ્ધ અને નીતિમાન હોવો જોઇએ

બૌદ્ધ; ધારો કે તેનામાં આમાંથી એક ગુણ ઓછો હોય તો શું તેને બ્રાહ્મણ કહી શકાય?

શંકરાચાર્ય; હા તે જન્મે બ્રાહ્મણ ન હોય, પણ જો તે વિદ્વાન અને શુદ્ધ-નીતિમાન હોય તો પણ તેને બ્રાહ્મણ કહી શકાય.

બૌદ્ધ; ધારો કે તેનામાં આ બે ગુણોમાં થી એક ન હોય તો પણ તેને બ્રાહ્મણ કહી શકાય ખરો?

શંકરાચાર્ય; હા જો તે વિદ્વાન ન હોય પણ શુદ્ધ અને નીતિમાન હોય તો પણ તેને બ્રાહ્મણ કહી શકાય.

બૌદ્ધ; ધારો કે કોઈ વ્યક્તિ શુદ્ધ ન હોય તો પણ નીતિમાન હોય તો તેને બ્રાહ્મણ કહી શકાય ખરો?

શંકરાચાર્યઃ શુદ્ધતા અને નીતિમત્તા સાથે જ જાય છે. તે ભીન્ન નથી. તે બંને એક જ છે. અને શુદ્ધતા નીતિમત્તાની અંતર્ગત જ આવે છે. અને નીતિમત્તા વગરનો વ્યક્તિ બ્રાહ્મણ ન કહી શકાય.

બૌદ્ધ; તો તો પછી દરેક વ્યક્તિએ બ્રાહ્મણ જ થવું જોઇએ.

શંકરાચાર્યઃ મનુષ્યની ગતિ બ્રાહ્મણત્ત્વ તરફની હોવી જોઇએ. ઈશ્વરની ઈચ્છા આમ જ છે.

બૌદ્ધ; દાખલો આપશો?

શંકરાચાર્યઃ વ્યક્તિ જન્મે છે ત્યારે તે શુદ્ર હોય છે. જેમ તે મોટો થાય તેમ તેને “આ વસ્તુ મારી છે આ વસ્તુ મારી છે ..” એવું વર્તન કરે છે અને સંચય કરે છે. આ વૈશ્ય છે. જેમ તે મોટો થાય તેમ તેને સમજાય છે કે જેમ મારો હક્ક છે તેમ બીજાનો પણ હક્ક છે, તેથી તે બીજાના હક્કની પણ રક્ષા કરે છે. તે ક્ષત્રીય છે. વ્યક્તિ જેમ જેમ વધુને વધુ જ્ઞાન મેળવતો જાય ત્યારે તેને જ્ઞાન થાય છે કે આ આખું વિશ્વનું બધું ઈશ્વરમય છે ત્યારે તે શુદ્ધ અને નીતિમાન બને છે. અને તે બ્રાહ્મણ છે. ઈશ્વર એવું ઈચ્છે છે કે બધા બ્રાહ્મણ બને.

બૌદ્ધ; તમે તો એવી વાત કરો છે કે “એક માણસને તીર વાગ્યું અને તમે તે તીર ક્યાં કેવી રીતે વાગ્યું? કઈ દિશામાંથી આવ્યું? કોણે તીર ચલાવ્યુ? શા માટે તીર ચલાવ્યુ? જો તમે આવું કરશો તો જેને તીર વાગ્યું છે તે તો બિચારો મરી જશે. અમે તો એમ કહીએ છીએ કે આ બધું છોડો, જેને તીર વાગ્યું છે તેની સારવાર કરો.

શંકરાચાર્ય; સારવાર કરવી તે પણ જ્ઞાનનો હિસ્સો છે. અમે સારવારની મનાઈ કરતા નથી. પણ જો તમે તીર વિષે તપાસ નહીં કરો તો તીર ફરીથી આવશે. માટે જ્ઞાનમાર્ગ એ ઉત્તમ માર્ગ છે.

ઈતિ.

    ————————————-

જો આમ જ હોય તો પછી જ્ઞાતિઓ કઈ?

માણસમાં ફક્ત બે જ ભેદ છે. મનુષ્ય અને રાક્ષસ.

જે પોતાના કર્મ, વિશ્વ શાંતિ માટે કરે છે એટલે કે વિશ્વ હિત માટે કરે છે તે માણસ છે. જે વ્યક્તિ સ્વાર્થ માટે કર્મ કરે છે તે રાક્ષસ છે.

રાક્ષસ એક વિશેષણ છે.

રાક્ષસો પણ યજ્ઞ કરતા હતા. અને માનવો પણ યજ્ઞ કરતા હતા. પણ માનવો વ્યાપક હિતમાં યજ્ઞો કરતા હતા જ્યારે રાક્ષસો સ્વહિત માટે યજ્ઞો કરતા હતા.

યોગઃ કર્મષુ કૌશલમ્. તમે કુશળતા પૂર્વક કામ કરો તે યોગ, યજ્ઞ છે.

આ તો બધી ગનાનની વાતો થઈ,

અમે બ્રાહ્મણો પ્લાનીંગ કરીએ પણ ઉંધેથી શરુઆત કરીએ.

એટલે કે જો એક લાખ રુપીયા મેળવવાનું પ્લાનીંગ કરવાનું હોય તો અમે એક લાખ રુપીયા મળી ગયા પછી તેને કેવી રીતે વાપરશું તેનું પ્લાનીંગ કરવા માંડીએ. અને આ વિચારો જ એટલા લાંબા ચાલે કે   રકમ બદલાયા કરે અને અમારો ભગવાન સાથે વાતો કરવાનો સમય આવી જાય.

અમારે વિષે એક કથા છે કે કોઈએ લક્ષ્મીજીને પૂછ્યું કે તમે બ્રાહ્મણને ઘરે કેમ ઓછા પ્રમાણમાં હો છો?

લક્ષ્મીજીએ કહ્યુ; એક બ્રાહ્મણ હતો તેણે મારા ધણીને લાત મારી. (ભૃગુ ઋષિએ વિષ્ણુ ભગવાનને લાત મારેલી એમ કહેવાય છે), બીજું એ કે આ બ્રાહ્મણો મારી શોક્યને (સરસ્વતીને) સતત તેમની જીભ ઉપર રાખે છે. વળી આ બ્રાહ્મણો મારા ઘરને તોડી તોડીને ઉમાપતિને ચડાવે છે. (કમળ જે લક્ષ્મીનું ઘર ગણાય છે તેને તોડીને ઉમાપતિ એટલે શિવજીને ચડાવે છે). તો હું તેમને ઘરે કેવી રીતે જાઉં? (આ તો ઠીક છે કે શંકર ભગવાનની આંખોની શરમને લીધે તેમને ખાધે પીધે સુખી રાખું છું).

આમ તો અમે કહીએ “એ આમંત્રણ આપશે તો વળી જઈશું. નહીં તો એ મોચીને ત્યાં જમવા જ કોણ જાય છે.” એટલે કે જો આમંત્રણ આપે તો સારું છે. ન આપે તો તેને મોચી કહી દેવાનો.

લાડુ મળે તો ખાઈ લેવા. નહીં તો રોટલા અને મરચામાં પણ ખુશ રહેવું. એકાદી સરસ્વતી સંભળાવીને વાત ભૂલી જવી.

નાગરો પાસે પણ જો થોડા ઘણા પૈસા આવી ગયા હોય તો તેઓ આરામથી હિંડોળે બેસીને જીંદગી પસાર કરે. આ વાત મને એક નાગરે જ કરી હતી. અને એ વિગત પણ આપી હતી કે ફલાણા ફલાણાઓ એ આખી જીંદગી ખાઈ પીને હિંડોળે બેસીને જ પસાર કરેલી.

અમે ઑદાઓ ટેટાનો બેટો પણ કરીએ.

બીરબલ ઑદો હતો. આમ તો તુલસીદાસ પણ ઑદા હતા. પણ એમની વાત નહીં કરીએ. બીરબલની વાત કરીશું.

બીરબલે કહ્યું કે તમે મહિલાઓને શાંત બેસાડી ન શકો. અકબરે બધી મહિલાઓને એવી આજ્ઞા સાથે બોલાવી કે કોઈએ કશું બોલવું નહીં.

બધી મહિલાઓને એક વિશાળ વડના ઝાડ નીચે બેસાડી. અકબરની રાણી પણ ઝાડ નીચે બેઠી. બધી મહિલાઓ અંદર અંદર ઈશારાઓથી પૂછ્યા કરે કે કેમ બોલાવી છે ….. કેમ બોલાવી છે.. ???  કારણ કે બોલવાની તો બંધી હતી. દૂર બેઠેલી મહિલા પાસે ટેટો પડ્યો. આજુ બાજુ બેઠેલી મહિલાઓને ખબર નહીં કે શું થયું અને શેનો અવાજ આવ્યો. તેમાંની એકથી ન રહેવાયું તેણે હાથના ઈશારાથી પૂછ્યું શું થયું? પેલીએ કહ્યું “ટેટો”. હવે આ પૂછપરછ આગળ ચાલી અને ટેટાનો બેટો ક્યારે થઈ ગયો ખબર ન પડી. બોલવાની બંધી પણ બેટો … બેટો થઈ રહ્યું. બોલવાની બંધીમાં “રાણીનો બેટો ફાટી પડ્યો એવી સમજણ થઈ.” એક મહિલાથી ડૂસકું ભરાઈ ગયું. પછી બીજી મહિલાઓ કંઈ થોડી ઝાલી રહે? ભેંકડાઓ ચાલુ થઈ ગયા.

    ———————

મારા દાદા દત્તાત્રેયના ભક્ત હતા.

અમારા ઘરમાં દત્તાત્રેય ની એક મૂર્તિ. એ વિષે એક એવી કથા મારા મોસાળમાં પ્રવર્તે કે મારા દાદાને દત્તાત્રેય ભગવાન સ્વપ્નમાં આવેલ. અને તેમને કહ્યું કે હે વત્સ હું ફલાણા કૂવામાં છું. તું મને બહાર કાઢ. મારા દાદાએ શરુઆતમાં દાદ ન આપી. પણ ત્રણચાર વાર એજ સ્વપ્ન આવ્યા કર્યું એટલે તેઓ તે કૂવા પાસે ગયા. તો જોયું કે છ સાત ઈંચની પિત્તળની મૂર્તિ પાણીથી ત્રણ ઈંચ અદ્ધર તરતી હતી. મારા દાદા કૂવામાં ઉતર્યા અને મૂર્તિ લઈ લીધી અને ઘરે લાવી પાલખામાં સ્થાપિત કરી.

વાસ્ત્વમાં શું હતું? મારા દાદા શાસ્ત્રી હતા. કથા કરતા. વાણિયાઓમાં ભાગવત કથા કરતા. તેઓશ્રી આડી અવળી વાતો કરે નહીં સંસ્કૃત શ્લોક વાંચે અને પછી તેનો ગુજરાતીમાં શબ્દશઃ અર્થ કરે. તેઓ શ્રી જ્યોતિષ શાસ્ત્ર જાણતા હતા. તેથી કુંડળી પણ બનાવી આપતા. જોકે તેઓ ભવિષ્યવાણીમાં માનતા ન હતા. તે કહેતા કે કુંડળી ઉપરથી ભવિષ્ય ન કહી શકાય. આ તો જે લોકોએ ગ્રહો નક્ષત્રોના ગણિતનો અભ્યાસ કર્યો, તે ગ્રહો અને નક્ષત્રો કોઈના જન્મસમયે કેવી સ્થિતિમાં હતા તે તેઓ નોંધીને બતાવે છે. જોતિષીઓ જે ભણ્યા તેનો ઉપયોગ આમ જનતા માટે થયો. જનતાએ આ માટે કંઈક દક્ષિણા આપી. એટલે જ્યોતિષ શાસ્ત્રીએ તેમને આશિર્વાદ આપ્યા કે આવી ગ્રહો નક્ષત્રોની સ્થિતિમાં જન્મેલાઓનું ભવિષ્ય આવું બન્યું તેથી તમારું પણ એવું ઉજ્વળ ભવિષ્ય થજો.

આવા અમારા દાદા કોઈ વાણિયાને ઘરે કોઈ પારાયણ માટે ગયેલા ત્યારે તેમણે તેના બાબલાંઓને કોઈ મૂર્ત્તિથી રમતા જોયા. તેમણે તે જોયું કે તે મૂર્ત્તિ દત્તત્રેયની હતી. તેમણે વાણિયા પાસે માગી. વાણિયાએ આપી દીધી. મારા દાદાએ તેને પૂજામાં મુકી. વાત આમ હતી.

મારા મોસાળમાં દંતકથા કેવી રીતે બની તે સંશોધનનો વિષય છે.

મૂળરાજને ગણપતિ પ્રસન્ન થયા તે વાત પણ કંઈક આવી જ છે. ગણપતિ નહીં પણ તે મંદિરનો મહંત હશે. ગણપતિની જેમ શરીરે સુખી હશે.

              —————————–

નાગરો પણ કંઈ અમારાથી કમ નથી.

અમારે રાજકોટમાં (સૌરાષ્ટ રાજ્યમાં) નાગરોથી સરકારી ઑફીસો ફાટ ફાટ થાય. એટલે અમારા ગવર્નમેન્ટ ક્વાટર્સમાં પણ ઘણા નાગરો. અમે તે વખતે પ્રાથમિક શાળામાં ભણતા હતા. એક હાઈસ્કુલના અમારા મિત્ર વિનુ માંકડની વાતો કરે. વિનુ માંકડ નાગર હતો. અને આપણો ટેસ્ટ મેચનો પ્લેયર હતો. તેણે એક વખત બ્રેડમેનને ઝીરોમાં આઉટ કરેલો.

ભાઈની સ્વમુખે કહેલી કથા કંઈક આવી હતી.

“બ્રેડમેનને કોઈ આઉટ જ ન કરી શકે. એટલે તે ત્રણ સ્ટમ્પ નહીં પણ અગીયાર સ્ટંપ રાખતો. અને સામેની ટીમોને બાવીસ બાવીસ ફીલ્ડરો રાખવાનું કહેતો. વળી આ બ્રેડમેન એક જ હાથે બેટ પકડતો અને રમતો. વળી તે ઉંધો રમતો. એટલે આમ તો એ જમણેરી બેટ્સમેન પણ એ ડાબેરી થઈને રમતો. તો પણ તેને કોઈ આઉટ કરી શકતું નહીં. એ હમેશા રીટાયર જ થતો. (એટલે કે તે સ્વેચ્છાએ બેટ છોડી દેતો).

વિનુ માંકડા આવ્યો. તેની આ પહેલી જ ટેસ્ટ મેચ હતી. તેની ઓવર પણ પહેલી જ હતી. તેણે જોયું કે અગ્યાર સ્ટંપો હતી. તેણે કહ્યું “નહીં … અગ્યાર સ્ટંપ પણ નહીં અને ત્રણ પણ નહીં, ફક્ત એક જ સ્ટંપ રાખ …. બાવીસ ફીલ્ડર નહી અને અગ્યાર ફીલ્ડર પણ નહીં. મારે એક પણ ફીલ્ડર પણ ન જોઇએ. હું એકલો જ રહીશ. ફિલ્ડર પણ હું અને બૉલર પણ હું.

બ્રેડમેને કચવાતા મને આ બધું કર્યું.

બધા તો છક થઈને જોઇ જ રહ્યા.

વિનુએ જરા પણ રનીંગ લીધું નહીં. ઉભા ઉભા જ બોલીંગ કરવા માટે તૈયાર થયો. તેણે એવો બૉલ નાખ્યો કે તે હવામાં થોડોક ઉંચે ગયો, પછી સીદ્ધો નીચે આવ્યો, ટપ પડ્યા વગર ડાબી બાજુ ગયો, બ્રેડમેન તેને લેગમાં ફટકારવા ગયો તો બૉલ ટપ પડ્યા વગર જ જમણી તરફ વળી ગયો. બ્રેડમેન થોડો મુંઝાયો ખરો કે આ બોલ ટપ પડ્યા વગર બ્રેક કેમ થાય છે? પણ ભાઈ, એ પણ મોટો બેટ્સમેન હતો. તે ઑફમાં બોલને ઉંચે ઉછાળીને હાઈ કટ મારવા ગયો, પણ બૉલ તો વળી પાછો ટપ પડ્યા વગર લેગ સાઈડમાં ગયો. બ્રેડ મેન લેગડ્રાઈવ મારવા ગયો, તો બોલે ઑફમાં ટપ મારી ને સ્ટંપને પાડી દીધી. બધાં તો મોઢામાં આંગળા નાખી ગયા. બ્રેડમેનને તો ખબર જ ન પડી કે આ શું થઈ ગયું? નાગર બચ્ચાએ બ્રેડમેન જેવા બ્રેડમેનને પહેલી ઓવરના પહેલે જ બૉલે ઝીરો રનમાં ક્લીન બૉલ્ડ કરી દીધો. બ્રેડ મેનને આ પહેલાં ૧૦૦ રનથી નીચે શું તે ખબર જ નહતી. વિનુએ તેને ઝીરો રન એટલે શું તે બતાવી દીધું.

આ પહેલાં તો આપણને નાગરોને ક્રિકેટમાં ગણતુ’તું કોણ?

અમારે ભાવનગરમાં નાગરો અને પ્રશ્નોરાઓ વચ્ચેની અને તેમની પોતાની ઘણી રમૂજો છે પણ તે અહીં અસ્થાને છે.

        ————————————–

હવે ઑદાઓની શી સ્થિતિ છે?

પહેલાં તો ઑદાઓ તેમના ગોળ (નિશ્ચિત વિસ્તાર)માં પરણતા. કન્યાને તો ગોળ બહાર અપાય જ નહીં. પણ ભાઈઓને જો ગોળની કન્યા ન મળે તો તેમનું બીજા ગામની ઑદાઓની કન્યા સાથે ગોઠવી શકાતું. જેમાં હળવદ અને રાજપીપળા (નાંદોદ) હતા.

સાઠ સીત્તેરના દશકામાં કન્યાઓ તો ભાઈઓ કરતાં પણ આગળ નીકળી ગઈ. એટલે કન્યાઓને પણ આ છૂટ છાટ આપવામાં આવી. પછી તો “ઑદા” ઓ બીજા બ્રાહ્મણોમાં પણ લગ્ન કરવા માંડ્યા. એટલે ઑદો કોણ અને અનૉદો કોણ તે નક્કી કરવું અઘરું થઈ પડ્યું. જો કે કેટલીક બેનો લગ્ન પછી પતિની અટક ધારણ કરે છે તો કેટલીક પોતાની અટક કાયમ રાખીને પતિની અટક સ્વિકારે છે. પણ એમાં કોઈ બેનની અટક “જ્યોત્સના ‘ભટ્ટ જાની ભટ્ટ ભટ’” થાય. એટલે વધુ પ્રશ્નો ઉભા થાય. એટલે કેટલીક બેનો પોતાના પિયરની જ અટક કાયમ રાખે છે.

સૌથી શ્રેષ્ઠ રસ કયો?

સૌથી શ્રેષ્ઠ રસ નિંદારસ છે. આ રસ બહેનોને પણ ભાવે અને ભાઈઓને પણ ભાવે. પણ હવે અમારા બ્રાહ્મણો માટે આ આનંદ રહ્યો નથી. કારણ કે એંશીના દાયકાથી બધા બ્રાહ્મણોના સંતાનો બીજી જ્ઞાતિમાં લગ્ન કરવા માંડ્યા છે. એટલે જન્મથી બ્રાહ્મણો લુપ્ત થવા માંડ્યા છે. આ પરિસ્થિતિ અમારે તો છે જ.

હવે અમે નાગરો, મોઢ કે મેવાડાની વાત તો છોડો પણ બીજી જ્ઞાતિની કે પ્રદેશો વિષેની રમૂજો વાળા નિંદારસનું પાન પણ મૂક્ત મને કરી શકતા નથી.

હવે એ તો “કઢી ચાંલ્લો” છે. એટલે કે જૈન. એ લોકો પીળો ચાંલ્લો કરે તેને અમે કઢીનો ચાંલ્લો કહીએ. કારણ કે કેસરનો ચાંલ્લો પણ પીળો હોય અને કઢીનો ચાંલ્લો પણ પીળો હોય. તો પછી કઢીનો ચાંલ્લો જ શું કામ ન કરવો? કઢી સસ્તી પડે. એટલે જો વાણિયો કઢીને બદલે કેસરનો ચાંલ્લો કરે તો તે વાણિયો નહીં. વાણિયો તો કઢીનો જ ચાંલ્લો કરે.

“હવે જવા દો… એની વાત … એ તો સાવ જ સરદાર છે…”

“એ તો ઘાટી છે ઘાટી …”

“એ તો સાવ મલ્લુ છે …”

“ એ તો ચેલ્લુ છે … (તેલુગુ)”

“ એ તો લલ્લુ પંજુ (પંજાબી) છે”

“ એ તો કંજુસ મારવાડી છે …”

“ એ તો ખાખી બંગુ છે … ”

“ હવે એ મિયાં ફુસકીને શી ખબર પડે ? … “

“ હવે તારી તો ભૈયા ટાઈપ જોક છે”

“પટેલ પટલાણી ના ખેતરની જોક ન કરી શકાય”

અરે કોઈ ખ્રીસ્તીની જોક કરવી હોય તો આસપાસ નજર કરીને જોઇ લેવું પડે કે કોઈ ખ્રીસ્તી સગું તો બેઠું નથી ને?

કારણ કે અમારા નજીકના સગાઓમાં જ આ બધાઓ છે. એટલે અમે મૂક્ત મને નિંદારસ જેવો મહામુલો રસ જે વિના મૂલ્યે મળી શકે છે તેનું પાન કરી શકતા નથી.

ॐ नमः शिवाय  ।

ईशावास्यं ईदं सर्वं यत्किंचित्‌ जगत्यां जगत्‌ ।

तेन त्यक्तेन भूंजिथाः, मा गृधः कस्यस्वित्‌ धनम्‌ ॥

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ ઐતિહાસિક રીતે અમે ભાર્ગવ. અને સરસ્વતી સંસ્કૃતિ હતી તે પહેલાંથી અમે ગુજ્જુ છીએ. ભૃગુ ઋષિના અમે વંશજો. ભૃગુઋષિનો આશ્રમ ભરુચમાં હતો. એટલે ભરુચનું મૂળનામ ભૃગુકચ્છ હતું. ભૃગુ ઋષિ હિમાલય કે કાશ્મિરમાં રહે અને તેમનો કચ્છ ગુજરાતમાં ભરુચ પાસે સૂકાય એવું તો બને નહીં. એટલે ભૃગુઋષિ ગુજરાતના જ હતા. પણ પછી કોઈપણ કારણોસર અમે બનારસમાં ગયા. અને હજારો વર્ષ ત્યાં રહ્યા. અને વળી મૂળ જગ્યાએ પાછા આવ્યા. એટલે અમને મુસાફરીનું બિરુદ મળ્યું કે ઔદિચ્ય. જેમ એફ આર (ફોરેન રીટર્ન)નું બિરુદ મળે છે તેમ.

bhrigu-rishi

ટેગ્ઝઃ ઑદા, ઔદિચ્ય બ્રાહ્મણ, નિંદારસ, ડંગરે જવું, પોપો, પોપો પ્રોબ્લેમ, લુણાવાડા, ઔદિચવાડ, સંસ્કૃત, બેન્ટીક, રાવલ, ભારદ્વાજ, વિદ્યારામ રાવલ, હેમંત કુમારી, દવે, દ્વિવેદી, ત્રિવેદી, ચતુર્વેદી, પંચ મહાભૂત, શંકરાચાર્ય, આઈનસ્ટાઈન, સાપેક્ષવાદ, બૌદ્ધ, અદ્વૈતવાદ, બ્રાહ્મણ, વિદ્વાન, નીતિમાન

Read Full Post »

અમે ઑદાઓ આવા …. ભાગ – ૧

હા અમે ઑદાઓ, એટલે કે ઔદિચ્ય બ્રાહ્મણો.

%e0%aa%94%e0%aa%a6%e0%aa%bf%e0%aa%9a%e0%ab%8d%e0%aa%af

આમ તો અમે દરેક જાતના બ્રાહ્મણો વિષે કટુ અભિપ્રાયો ધરાવતા સુવાક્યો પ્રચલિત કરીએ. પણ આ “ઑદા”  શબ્દ અમે બનાવ્યો નથી.

તમારે જાણવું છે કે આ “ઑદા” શબ્દ કોણે બનાવ્યો?

આ “ઑદા” શબ્દ “અનૉદા” બ્રાહ્મણોએ બનાવ્યો. બ્રાહ્મણોમાં અમે નાગરોને પણ લઈએ ભલે તેઓ પોતાને “બ્રાહ્મણ” ન ગણે.

“અનૉદા” બ્રાહ્મણ એટલે શું?

અનૉદા એટલે કે જે બ્રાહ્મણો, ઑદા બ્રાહ્મણો નથી તે. આ અનૉદા બ્રાહ્મણોએ “ઑદા” શબ્દ બનાવ્યો.

ઑદા શબ્દ કેટલા વિસ્તારમાં  પ્રચલિત છે તે અમે જાણતા નથી પણ તે ઓછામાં ઓછો લુણાવાડામાં તો પ્રચલિત છે. કદાચ નવી પેઢીને ખબર ન પણ હોય.

લુણાવાડા શું છે?

લુણાવાડા અમારું પૈતૃક ગામ છે. લુણાવાડા એક દેશી રાજ્ય હતું. આ રાજ્યમાં લુણાવાડા, તેની રાજધાની હતી. લુણાવાડાના રાજા, મહારાજા કહેવાતા હતા. લુણાવાડામાં બીજા ,બ્રાહ્મણો કેવી રીતે આવ્યા તે તમે તે બ્રાહ્મણોને પૂછજો, જો તમને રસ હોય તો.

અમે તો તમને અમે કેવીરીતે કહીશું આવ્યા તે કહીશું. અમે ૧૬૪૬માં લુણાવાડામાં વીરસિંહ રાજા હતા ત્યારે આવ્યા.

લુણાવાડામાં ઑદાઓ કેટલા?

લુણાવાડામાં  ઔદિચ્ય બ્રાહ્મણોના પાંચસો ઘર. તેમાં ૮૦ ઘર દવેના. બાકી રહ્યા તે ૪૨૦.

જો કે આ ૪૨૦ શબ્દ આકસ્મિક રીતે જ છે. આ ચારસોવીસોમાં કોઈએ ગેરસમજણ ન કરવી.

બાકીના જે ૪૨૦ ઘર રહ્યા તેમાં   રાવલ, જાની, તરવાડી (ત્રીવેદી), પંડ્યા, જોષી, અને કાકા આવે. કાકાઓના ઇતિહાસ પ્રમાણે તેઓ લુણાવાડાના રાજગોર હતા.

દવેમાં બે ત્રણ જાત આવે. અમદાવાદીયા, ટીલીયા અને સિદ્ધપુરીયા. ટીલીયા એટલે સ્વામીનારાયણીયા. અમે સિદ્ધપુરીયા દવે.

અમદાવાદીઓ કેવીરીતે આવ્યા તે ખબર નથી.

રાવલોમાં પણ અમદાવાદીયા, બજાણીયા અને સહી રાવલ.

સહીરાવલો આમ તો અમદાવાદી.

જાની, તરવાડી બ્રાહ્મણોમાં મોટાભાગના આસપાસના ગામડામાં રહે.

સહીરાવલ તેટલે શું?

અમારે ઔદિચ્યોમાં વાંકડાનો રિવાજ નહીં. બીજા નિયમો પણ ચૂસ્ત.

જે અમદાવાદી દવે આવ્યા તે કદાચ કન્યાઓની તંગી પડવાથી બોલાવવામાં આવ્યા હતા.

પણ જે અમદાવાદી રાવલો આવ્યા તેમણે આવીને ભાવ ખાધો. તેમણે કહ્યું કે અમે તો દહેજ (વાંકડો) લઈશું.

લુણાવાડાના ઔદિચ્ય બ્રાહ્મણોમાં નિયમો ચૂસ્ત. વાંકડાનો રીવાજ નહીં. એટલે તેમણે ના પાડી. તેમને કહ્યું કે રહેવું હોય તો રહો. વાંકડો બાંકડો નહીં મળે.

એટલે તેમણે સમાધાનની એક ફોર્મ્યુલા રજુ કરી કે તમે વાંકડો ન આપશો. તમે એક ચીઠ્ઠી આપજો અને એ ચીઠીમાં લખજો કે “અમે તમને દહેજના આટલા પૈસા અપ્યા છે, અને નીચે સહી કરજો. લુણાવાડાના ઑદાઓએ કહ્યું કે અમે એવી કોઈ ચીઠી બીઠી પણ ન આપીએ.

અમદાવાદી રાવલોએ કહ્યું કે ઓકે, તમે દહેજ શબ્દ ન લખશો. પણ આટલા પૈસા આપ્યા છે એટલો જ ઉલ્લેખ ચીઠ્ઠીમાં લખશો.

એટલે અમદાવાદના ઓદાઓએ કહ્યું કે અમે પૈસા આપતા નથી તો ચીઠ્ઠી શેના લખીએ?

એટલે અમદાવાદી રાવલોએ કહ્યું; ઓકે ચીઠ્ઠી અમે લખીશું તમે ફક્ત નીચે સહી કરજો.

અમદાવાદી રાવલોએ વધુમાં કહ્યું કે અમે તે ચીઠ્ઠીને જાહેર નહીં કરીએ અને નહીં વાપરીએ. લુણાવાડાના “ઑદા પંચે કહ્યું” કે એ તમે પરસ્પર નક્કી કરજો.

આમાં પણ ઘણી વાર ઝગડા થતા. જ્યારે દવે, રાવલ, કાકા, તરવાડીની કન્યા સહી રાવલને પરણે ત્યારે કેટલાક સહી રાવલો લગ્નને આગલે દિવસે જ, આ મુદ્દો ઉભો કરે અને સહી માગે. કેટલાક સહી કરી આપે. કેટલાક કહે કે અમે સહી તો કરી આપીએ પણ એવો આગ્રહ રાખે કે એ ચીઠ્ઠી અમારા દેખતાં જ ફાડી નાખવાની. કેટલાક સહી કરવામાં જ નામક્કર જાય. અને કહે કે અમારી છોકરી કંઈ વધારાની નથી. તમે થાય તે કરી લો.

ટૂંકમાં આવી સહી માગનારા અમદાવાદી રાવલો “સહી રાવલ” ગણાયા.

બીજા હતા બજાણીયા રાવલ.

બધા બ્રાહ્મણો વેદજ્ઞાતા હોય નહીં કે બધા બ્રાહ્મણોને યજ્ઞના શ્લોકો આવડતા હોય નહીં. એટલે જ્યારે લુણાવાડાના મહારાજાએ કે ગાયકવાડે યજ્ઞ કર્યો ત્યારે તેમણે થાળીઓ વગાડી હતી તેથી આ રાવલો ને બાકીના ઑદાઓ બજાણીયા રાવલ કહેતા.

એક વખત રાજાએ યજ્ઞ કર્યો અને બોકડાનો હવન કરવાનું નક્કી કર્યું પણ બ્રાહ્મણો તૈયાર ન થયા. પણ જે બ્રાહ્મણો તૈયાર થયા તે રાવલ હતા. તેમને “બોક્કડીયા રાવલ” કહેવાયા. જો કે તે પછી તેમણે પ્રાયશ્ચિત કર્યું પણ તેમનું આ “બોક્કડીયા રાવલ” નામ ચાલુ રહ્યું.

 લુણાવાડા રાજ્યમાં, “ઑદા” કોમ્યુનીટીમાં, સગપણ જોડવા માટેના અને પ્રસંગો ઉજવવા માટેના નિયમો હતા.

સગપણની કેટેગરીઓ.

સ્પેશીયલ લેવલમાં ભાઈ બહેનો આવે. તેઓ “પ્રસંગે” તમારા ઘરે જ ઉતરે. તેઓ ચાંલ્લો વધુમાં વધુ પાંચ રુપીયા જ કરી શકે.

પહેલા લેવલમાં નજીકના સગાઓ આવે એટલે કે કાકા, મામા,ફોઈ, તેમના સંતાનો, તેમના વેવાઈઓ, અને નજીક રહેતા બે ત્રણ પાડોશીઓ (ડાબી, જમણી અને સામે રહેતા પાડોશી) આવે. આ સહુને સુપ્ટમ નોતરાં મળે. સુપ્ટમ નોતરાં એટલે આખું કુટૂંબ. તેમને ઘરે જો મહેમાન હોય તે મહેમાનો સહિતના સૌનો આવા  આમંત્રણમાં સમાવેશ થાય.

બીજા લેવલમાં દૂરના સગાંને બે નોંતરા જેમાં તમે વર વહુ અને બાબલાંઓને લાવી શકો. આમાં મિત્રો પણ આવી જાય.

જેમને સુપ્ટમ નોતરાંનું આમંત્રણ હોય તેમણે છેલ્લા ચારપાંચ દિવસ રોજ સવારે હાજરી પૂરાવવાની. હાજરી પુરાવવાની એટલે કે રોજ સવારે દાળ-ભાત અને કંસાર જમવા આવવાનું.

લગ્નને આગળના દિવસોમાં મદદ કરવા જવાનું. બહેનો અનાજ લઈ જાય અને લોટ દળીને આપે. જો કે આબધું જુના જમાનામાં બધી કોમ્યુનીટીમાં હશે એટલે તેની વાતો નહીં કરીએ પણ જમાઈઓએ અને તેના ભાઈઓએ ઘરને ધોળી આપવાનું કામ કરવાનું એ રિવાજ હતો.

જો નાત હોય તો તેના નોતરાં ઘરે ઘરે જઈને નહીં આપવાનાં પણ ગલીમાં રાડ પડતા પાડતા જવાનું કે ફલાણા ઘરે નાત છે. લગ્ન પ્રસંગને આગલે દિવસે “ફલાણા ઘરનું ગાવાનું કહી જાઉં છું” એ આમંત્રણ કન્યાઓનું જુથ અનરીધમેટિક અને આઉટ ઓફ ફેઝ માં ઘરના ડેલે આવીને કહી જાય.

જમણના નિયમોઃ

“હાજરીના નિયમો” દાળભાત અને કંસાર જ કરવાના. કંસારમાં અડધું તેલ અને અડધું ઘી નાખવાની છૂટ.

વરને ઘરેઃ

વરને ઘરે આગલે દિવસે સાંજે જમણ હોય. તેમાં એક શાક, લાડુ (અથવા કંસાર), દાળ ભાત, તળેલા કોચલા એટલું જ બનાવવાનું.

કન્યાના ઘરેઃ

કન્યાના ઘરેના જમણ માં લાડુ (કંસાર ઘી), દાળભાત, શાક, તળેલા કોચલા એટલું જ રખાય. લાડુ ઘઉંના લોટનો ગોળનો કે ખાંડનો હોય. બીજો કોઈ લાડુ ન ચાલે. સીઝન હોય તો કેરી નો રસ પણ હોય. તે માટે અગાઉથી વ્યક્તિદીઠ છ કેરીઓ આપવામાં આવતી હતી અને રસ ઘરેથી કાઢીને લઈ જવાનો રહેતો હતો. જો કે ત્રણથી ચાર પડિયા રસ નિકળતો.

જો કોઈ વધુ વાનગીઓ કરે તો તેની આકરી ટીકા થતી.

સો વરસ પહેલાં, શરુઆતમાં કહેવાય છે કે શાક ઘરેથી બનાવીને લઈ જવાનું હતું.

પતરાળાં પડીયા, પાટલો અને પાણી, લેવલ વન અને તેથી નીચેની સગાઈવાળાઓએ ઘરેથી લઈ જવાના રહેતા હતા.

ભાઈઓએ (પુરુષોએ) રેશમી અબોટીયું (પીતાંબર) ફરજીયાત પહેરવાનું રહેતું હતું. બહેનો ની પંગત અલગ રહેતી. બંનેના પીરસણીયાઓ પણ અલગ અલગ રહેતા. અ-બ્રાહ્મણોની પંગત અલગ રહેતી.

શેરી બરાબર સાફ કરાતી અને તેની ઉપર રેતી  અને પાણીનો છંટકાવ કરવાનો આવતો.

ચાંલ્લોઃ

પિતા તરફથી, કન્યાને રુ. ૫૦૦ આપવામાં આવતા અથવા તો જે પ્રમાણે શક્તિ હોય તે પ્રમાણે આપવામાં આવતા. કપડાં ત્રણ, પાંચ, સાત, જોડી એમ આપવામાં આવતા.

સ્પેસીયલ લેવલના સગાંઓ વધુમાં વધુ રુ. ૫ નો ચાંલ્લો કરતા. પહેલા લેવલના રુ. ૧/- નો ચાંલ્લો, બીજા લેવલના આઠ આનાનો અને ત્રીજા લેવલના ચાર આનાનો ચંલ્લો કરી શકતા. જો કોઈ વધુ રકમનો ચાંલ્લો કરે તો તેની બડાઇની ટીકા થતી.

આ લોકોમાં મોટા ભાગના ભેણેલા હતા. પંચમહાલમાં મોટાભાગના ગામમાં શિક્ષક અને શિક્ષિકાઓના પદો બ્રાહ્મણો અને ખાસ કરીને “ઔદિચ્ય બ્રાહ્મણો” શોભાવતા હતા. બ્રાહ્મણોને શિવમહિમ્ન સ્ત્રોત્ર આવડતું.  લુણાવાડામાં ગલીએ ગલીએ ઓછામાં ઓછું એક  શિવાલય છે. સૌથી મોટું શિવાલય ગામના કોટની બહાર “લુણેશ્વર મહાદેવ” છે.  લુણેશ્વર મહાદેવ સ્વયંભૂ છે. એ અમારા આખા લુણાવાડાના ગામ દેવતા. 

આપણે એ જોઇએ કે આ “ઑદાઓ” બીજા બ્રાહ્મણો માટે અંદર અંદર શી વાતો કરતા.

મેવાડા બ્રાહ્મણઃ મેવાડા છેવાડા. એટલે કે મેવાડા બ્રાહ્મણોને છેવાડે રાખો. એટલે કે મેવાડા બ્રાહ્મણોને તમે દૂર રાખો.

મોઢ બ્રાહ્મણઃ ભલે તમારે કપાળે હજો કોઢ પણ પાડોશી ન હજો મોઢ.

નાગર બ્રાહ્મણઃ “નાગડા”. નાગરણ બહાર નીકળેતો રાણી, પણ ઘરમાં નાગરણ,  વાઘરણ.

મહારાજાની દૃષ્ટિએ લુણાવાડા ના ઔદિચ્ય બ્રાહ્મણો શાણા ગણાતા.

rudra-mahalaya

કારણ કે ઔદિચ્ય બ્રાહ્મણોની નાત (પ્રસંગે જમવા બેસે તેને પણ નાત કહેવાય )માં કોઈ દિવસ ઝગડા ન થાય. રાત્રે આઠ વાગે જમવાનું ચાલુ થાય તો રાત્રે અગીયાર વાગ્યા સુધીમાં ચારે ગાલ (ઘાલ, પંગત, જમનારાઓનો જત્થો) જમી પરવારે.

એથી ઉલટું મેવાડા (શ્રીમાળી મેવાડામાં આવી જાય), મોઢ અને નાગરોમાં નાતની પહેલી ઘાલમાં જ કંઈક ને કંઈક બહાના હેઠળ ઝગડો કે અને ઝગડાઓ ચાલુ થાય. ક્યારેક તો પહેલું જમણ જ રાત્રે સાડા ત્રણે શરુ થાય. નાગરોમાં ખાસ કરીને ઘી પીરસવાની બાબતમાં “કોણ ઘી પીરસશે?” એ બાબતને લઈને ઝગડો હાલુ થાય. ક્યારેક તો સવાર સુધી ઝગડો ચાલે.

આથી મહારાજાએ નાગરોને આદેશ આપ્યો કે નાગરીનાતે કદીય કંસાર-ઘીની  નાત (જમણ) ન કરવી. જો કરવી જ પડે તેમ હોય તો તેમણે પંચ તરીકે એક ઔદિચ્ય બ્રાહ્મણને રાખવો અને તે જે નિર્ણય કરે તેને માન્ય રાખવો.

આમ લુણાવાડામાં ઔદિચ્ય બ્રાહ્મણોનો દબદબો. એટલે બીજા બ્રાહ્મણો બીજું કંઈ નહીં તો ઔદિચ્ય બ્રાહ્મણો વિષે “ઑદા, ઑદા … “ એમ અંદર અંદર કહ્યા કરે.

જો કે “લુણાવાડા” ગુજરાતનું “છોટે કાશી” ગણાતું હતુ. અહીં સંસ્કૃત પાઠશાળા, ચારે વેદોના જાણકાર પંડિતો, શાસ્ત્રીઓ, યાજ્ઞિકો અને સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિતો હતા. મેકસ મુલરે લુણાવાડાની મુલાકત લીધેલી. તે મારા દાદા મહાશંકર હરિશંકર દવે ને પણ મળેલ. મારા પિતાશ્રીએ (મોહનલાલ મહાશંકર દવે) ભારતીય સંવિધાનનો સંસ્કૃત ભાષામાં અનુવાદ કરેલ. તે પહેલાં તેમણે પ્રથમ ખંડનું સંસ્કૃત પદ્યમાં ભાષાંતર કરેલ. ભારત સરકારે ચંદ્રક આપેલ. તત્કાલિન ભારતના રાષ્ટ્ર પ્રમુખ ડૉ. રાધાકૃષ્ણએ લેખિત પ્રશંસા કરેલ. આ બધાં  ઉપરાંત ગુજરાતી ભાષાના પ્રથમ મહિલા નવલકથાકાર મારા માતુશ્રીના દાદી (કૃષ્ણાગૌરી હિરાલાલ રાવલ) હતાં. લુણાવાડાના ઔદિચ્ય બ્રાહ્મણો સ્વદેશીની ચળવળમાં આગળ પડતા હતા.

ઔદિચ્ય બ્રાહ્મણો પોતાને અતિઉચ્ચ માને છે. એટલે કે નાગરો કરતાં પણ પોતાને વધુ ઉચ્ચ માને. “નાગર” એટલે વિસનગર અને વડનગરના બ્રાહ્મણો. વડનગરના બ્રાહ્મણો જુનાગઢના નવાબની નોકરી કરતા. જુનાગઢનું રાજ સૌરાષ્ટ્રમાં સૌથી મોટું ગણાતું. બીજા સૌ રાજાઓ જુનાગઢના રાજાને ખંડણી આપતા. એટલે વડનગરના નાગરો પોતાને ઉંચા ગણે. વિસનગરના બ્રાહ્મણો કહે કે અમે પણ નગરના (વિસનગરના) હતા એટલે અમે પણ નાગર જ કહેવાઈએ. એટલે અમે પણ મોટા.

આની સામે ઔદિચ્યો એમ કહે કે “અમે સૌથી મોટા એ તો ઐતિહાસિક દસ્તાવેજના આધારે સિદ્ધ છે. કારણ કે જો તમે મોટા હોત તો મૂળરાજને યજ્ઞમાટે અમને આમંત્રણ આપી બોલાવવાની જરુરત જ ન પડત. અમે કૈં રોટલા માટે અહીં આવ્યા ન હતા. અમને તો અહીં આમંત્રણ આપી બોલાવ્યા હતા અને યજ્ઞ થઈ ગયા પછી અમે તો પાછા જવાના હતા પણ રાજાએ પ્રાર્થના કરી અમને રોક્યા હતા અને વસાવ્યા હતા.

હાજી. મૂળરાજ સોલંકીએ અગીયારમી સદીમાં, માતુલ (મામા) ની હત્યા કરી રાજગાદી મેળવી હતી. એટલે પ્રાયશ્ચિત માટે યજ્ઞ કરવાની તેને સલાહ આપવામાં આવી હતી. મૂળરાજ સોલંકી અને તેના વડાપ્રધાન બંને કાશી ગયેલ અને ગણપતિને પ્રસન્ન કરેલ. ગણપતિ પ્રસન્ન થઈને પ્રગટ થયેલ. મૂળરાજે યજ્ઞ માટે શ્રેષ્ઠ બ્રાહ્મણોની માગણી કરી. ગણપતિએ તેને સૌ પ્રથમ ૨૧ બ્રાહ્મણોનું લીસ્ટ આપ્યું. તેમાં વરિષ્ઠતાના ક્રમમાં, પ્રથમ પિતા અને બીજો તેમનો પૂત્ર એમ હતા. તે દ્વિવેદી (દવે) હતા. તે અમારા પૂર્વજ હતા. જો કે ગણપતિએ એમ પણ કહ્યું કે બ્રાહ્મણોમાં ભેદ ન કરવો. બ્રાહ્મણો ને તેમની વિદ્વતાના આધારે સમયાંતરે ઉચ્ચ અને કનિષ્ઠ ગણી શકાય.

યજ્ઞના માટે ૨૧ બ્રાહ્મણો પૂરતા ન હતા. કુલ હજાર બ્રાહ્મણો નું લીસ્ટ ગણપતિએ મૂળરાજને આપ્યું. આ બધા ઔદિચ્ય સહસ્ર કહેવયા.  બીજા “લૉટ”માં ૧૧૦૦ આવ્યા. તે બધા અગીયારસેં કહેવાયા. તે પછી છૂટક છૂટક આવ્યા તે બધા ફુટકળીયા (ટોળકીયા) કહેવાયા.

પાશ્ચાત્ય ઇતિહાસકારોએ એવો પ્રચાર કર્યો છે કે ભારતીયો ઇતિહાસ લખવામાં માનતા જ નહીં. પણ આ વાત તદન ખોટી છે. જે બ્રાહ્મણો ઉપર અંગ્રેજોના સંસ્કારની રજ માત્ર પણ અસર ન હતી તેઓમાં પોતાનું ગોત્ર, પ્રવર, વેદ, શાખા, કુળદેવી, શિવ, ગણપતિ અને ભૈરવ અને કમસે કમ બાર પેઢીને યાદ રાખવાની પ્રણાલી હતી.

પાશ્ચાત્ય ઇતિહાસ કરો એમ કહે છે કે ભારતીય સંસ્કૃતિમાં લખવાની પ્રથા મોડી ચાલુ થઈ. આ પણ અસત્ય છે. જેઓ જે કંઈ પણ ભણતા તે બધું તેઓ લેખિત રાખતા. ચાર વેદો, વેદાંગ, ૧૦૦ ઉપર ઉપનિષદો, દર્શન શાસ્ત્રો, સાંખ્ય, તત્ત્વજ્ઞાન, અઢાર પુરાણો, ૧૮ ઉપપુરાણો,  વ્યાકરણ, (બીજા સાહિત્યની તો વાત જ જવા દો) આ બધું મોંઢે રાખવું શક્ય નથી. જે પ્રકારે પાણીનીનું વ્યાકરણ સુગ્રથિત છે તેવું વ્યાકરણ અક્ષર લિપિ હોય તો જ શક્ય બને.

મારા મહાશંકર દાદાએ પોતે જે લખ્યું તે બધું ઉપલબ્ધ હતું.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે.

ચમત્કૃતિઃ

સૌ મોટા વહાણમાં ગોઠવાઈ ગયા. એક ઑદો દોડતો દોડતો આવ્યો. વહાણના કેપ્ટને તેને જ્ઞાતિ પૂછી એટલે ઑદાએ પોતાની જ્ઞાતિ કહી. કેપ્ટને કહ્યું તમને ન લઈ શકાય. કારણ કે અમને એવી સૂચના છે કે  ઊંટ, વાંદરા, કુતરાં ગાય ભેંસ એમ બધાને વહાણમાં લઈ શકાય. પણ ઑદાને કદીય ન લેવો. કારણ કે તે સખણો બેસે નહીં. ઑદાઓ અળવિતરા હોય છે.

એટલે “ઑદા”ભાઈએ કહ્યું તમે એમ કરો મારા પગ બાંધી રાખો એટલે હું કોઈ અળવિતરાપણું નહીં કરી શકું. હવે તો તમને વાંધો નહીં હોય. કેપ્ટન માની ગયો. “ઑદાભાઈ”ના પગ બાંધી દીધા. વહાણ ચાલવા માંડ્યું.

“ઑદા”ભાઈની સામે પાંજરામાં એક વાંદરો હતો. અને તેના પાંજરા બહાર એક ઊંટ બેઠું હતું. “ઑદા”ભાઈએ જ્યારે તેમની અને વાંદરાભાઈની નજરો મળી ત્યારે તેમણે બાજુના સાવરણામાંથી એક સળી કાઠી અને પોતાના કાનમાં નાખી. ફરીથી એમ કર્યા કર્યં. અને સાવરણો વાંદરા પાસે ફેંક્યો અને સળી વડે ઉંટના કાનમાં નાખવાનો ઈશારો કર્યો. વાંદરાએ ઉંટના કાનમાં સળી નાખી. એટલે ઊંટ ચમક્યું અને કૂદાકૂદ કરવા માડ્યું. એટલે વહાણ હાલક ડોલક થવા માંડ્યું. પાંજરુ ખૂલી ગયું એટલે વાંદરા ભાઈ ઊંટ ઉપર બેસી ગયા. એટલે ઉંટે ખૂબ દોડા દોડી કરી અને વહાણ ડૂબી ગયું.

ત્યારથી એમ પ્રચલિત થયું કે વાંદરાને અને ઊંટને વહાણમાં લેવા પણ “ઑદાને” વહાણમાં ન લેવો.

ટેગ્ઝઃ

ઔદિચ્ય બ્રાહ્મણ, મોઢ, મેવાડા, નાગર, ઑદા, અનૉદા, લુણાવાડા, મહારાજા, મૂળરાજ સોલંકી, જુનાગઢ, વડનગર, વિસનગર, વીરસિંહ, ૧૯૪૬, રાવલ, બજાણીયા, સહીરાવલ, અમદાવાદી, સિદ્ધપુરીયા, બોક્કડીયા, દહેજ, વાંકડો, નાત, જમણ, ઘાલ, પંગત, પીતાંબર, કન્યા, કંસાર-ઘીની નાત, યજ્ઞ, વેદ,  ચાંલ્લો, શિવમહિમ્ન, શિવાલય, છોટે કાશી, સ્વદેશીની ચળવળ, મેક્સ મુલર, મહાશંકર,

Read Full Post »

મૂર્ધન્યો દ્વારા થતું સામાજીક સાપેક્ષવાદનું ખૂન ભાગ-૨

હવે આપણે નરેન્દ્ર મોદી ઉપર થતા આક્ષેપો અને બીજાઓ ઉપર થતા આક્ષેપોની મૂલવણી કરીશું.

સામાન્ય રીતે આપણને  રાહુલ ગાંધી, કેજ્રીવાલ, સોનિયા ગાંધી, મમતા, લાલુ યાદવ વિગેરે સૌ કોઈ, નરેન્દ્ર મોદીની કડવી ટીકા કરતા જોવા મળે છે. મન મોહન સિંહ, અને નહેરુવીયન કોંગી નેતાઓ પણ આક્ષેપ બાજી અને ક્ડવી ટીકા કરતા જોવા મળે છે. આમ તો દરેક કડવી ટીકાને એક આક્ષેપ ગણી શકાય. જેમ કે કેટલાકે કહ્યું કે વિમુદ્રીકરણ પૂરતી તૈયારી વગર કર્યું છે. તો કેટલાકે કહ્યું કે વિમુદ્રીકરણ સૌથી મોટો ફ્રૉડ છે.

ફ્રૉડ એટલે શું?

તમે તમારા ફાયદા માટે ખોટું બોલ્યા. સામે નુકશાન થાય છે. તમને પણ ખબર છે કે તમે ખોટું બોલો છો. સામા માણસને કે જુથને ખબર નથી કે તમે ખોટું બોલો છોએ કે સાચું. તમારો ફાયદો, સામાવાળાના નુકશાનને કારણે છે. આને આપણે ઠગાઈ કહીએ છીએ. જો કે ઘણી વખત આ બધું સાબિત કરવું સહેલું હોતું નથી. નાણાંકીય નુકશાન, સંપત્તિમાં નુકશાન, દુઃખથી થતું નુકશાન, આબરુને થતું નુકશાન આવું બધું સાંકળીએ તો આવા ફ્રૉડની  વ્યાખ્યાને વિસ્તૃત કરી શકાય.

ધારો કે કોઈક ભાઈ કશુંક બોલ્યા. તે ખોટું હતું. તેનાથી જનસમુહને નુકશાન થયું. તેમણે વચન આપ્યું. કે તે નુકશાનને ભરપાઈ કરશે. પણ તેમની દાનત જ ન હતી. અને તેઓ ગુજરી ગયા. તેના ઉત્તરાધિકારીએ વાત જ ગુપચાવી દીધી. કેટલાક લોકો સમસમીને બેસી રહ્યા. કેટલાક ને થયું કે આમાં તો આવું જ ચાલે. કેટલાકને એવું લાગ્યું કે આમાં તો કંઈજ ન થઈ શકે. મોટા ભાગના તો નુકશાનને સમજી જ ન શક્યા.

આવી ઘટનાને ફ્રૉડ કહેવાય કે નહીં?

સંસદને આમ તો દેશ જ કહી શકાય. નહેરુએ તીબેટ ઉપર ચીનનું આધિપત્ય સ્વિકાર્યુ. ચીનના તીબેટ ઉપરના હક્ક માટેના કારણો ટકી શકે તેવા ન હતા. ચીનની દલીલ એમ હતી કે કોઈ એક સમયે  તીબેટ ઉપર ચીનના રાજાઓ રાજ કરતા હતા. જો કે આ કારણને લીધે તીબેટ, ચીનના આધિપત્યને સ્વિકારવા તૈયાર ન હતું. આમ જોવા જાઓ તો ભારતીય રાજાઓ ઇરાન સુધી ઈશુની પહેલી શતાબ્દી સુધી રાજ કરતા હતા. પણ ભારત ઈરાન ઉપર કે અફઘાનીસ્તાન ઉપર દાવો કરતું નથી. નહેરુને આ દલીલની ખબર તો હોવી જ જોઇએ. પણ નહેરુએ ચીનનું તીબેટ ઉપર નું આધિપત્ય માન્ય રાખ્યું અને તીબેટ ઉપર ચીને આસાનીથી કબજો કરી લીધો. આ કબજો લીધા પછી ચીને ભારતીય વિસ્તારોમાં ઘુસણખોરી ચાલુ કરી દીધી. આચાર્ય કૃપલાણીએ અને મહાવીર ત્યાગી જેવાઓએ સંસદમાં અવાજ ઉઠાવ્યો. પણ નહેરુએ આ ઘુસણખોરીની વાતને જ નકારી દીધી. આ વાત બહુ લાંબી છે. પણ અંતે ચીને ભારતની ઉપર આક્ર્મણ કર્યું અને ૯૦૦૦૦ ચોરસ માઈલ કબ્જે કરી લીધો. જો કે ચીનનો દાવો તો તે વખતે ૭૨૦૦૦ ચોરસ માઈલ ઉપર જ હતો. પણ સ્પર્ધામાં દોડતો માણસ તેની ઝડપને ન રોકી શકવાને કારણે  દોડવાની સીમા રેખાથી, થોડા મીટર વધુ દોડીને અટકે તેમ ચીન પણ ૩૦ ટકા જેટલું વધુ આગળ દોડી ગયું. અને ૭૨૦૦૦ને બદલે ૯૦૦૦૦ ચોરસ માઈલ ભારતીય જમીન ઉપર કબજો મેળવી લીધો. જો કે તે તેણે નહેરુના માગ્યા વગર તત્કાલ પાછો આપી દીધો. વિનોબા ભાવેએ ચીનના આ વલણ બદલ વખાણ કર્યા હતા અને કહ્યું કે વિશ્વમાં પહેલી ઘટના છે કે જ્યાં યુદ્ધમાં એક પક્ષે કબ્જે કરેલી ભૂમિ કે જેની ઉપર પોતાનો દાવો ન હતો તે આપોઆપ ખાલી કરી દીધી.

નહેરુએ સંસદમાં પ્રતિજ્ઞા લીધી કે અમે ગુમાવેલો પ્રદેશ પાછો લીધા વગર જંપીને બેસીશું નહીં. નહેરુની આ પ્રતિજ્ઞા “આજની ઘડી અને કાલનો દિ” જેવી હતી. નહેરુનો રાજકીય હોદ્દાનો વારસો તેના ફરજંદોએ લીધો પણ નૈતિક ફરજનો વારસો તો તેમના ફરજંદોએ સાવ જ ગુપચાવી દીધો.

નહેરુએ કહ્યું દુશ્મને દગો કર્યો છે. (“દુશ્મન તો દગો જ કરે” રાજાજી બોલ્યા હતા). પણ અબુધ માણસ નહેરુનો આવો ભાષાનો પ્રપંચ સમજી ન શકે.

પચાસના દશકામાં ચીનમાં નહેરુનું ભવ્ય સ્વાગત થયેલ. એ લોકપ્રિયતાનો નહેરુએ ચૂંટણીઓમાં ભરપુર લાભ લીધેલ.

હવે આ ભારતના પરાજયની ઘટનાને અને ભારતની ચીન પ્રત્યેની નીતિને શુ કહેવું? આને ફ્રૉડ શું કામ ન કહેવાય? વિદ્વાનોએ કદી આનું વિશ્લેષણ કર્યું નથી. હવે જો આ જ વિદ્વાનો નહેરુવીયન કોંગ્રેસને તેની સ્વાતંત્ર્યની લડતનું શ્રેય આપવા માગતા હોય તો આ ફ્રૉડનો વારસો કેમ નહીં?

આવો જ સિમલા કરારનો વારસો છે. સિમલા કરારને ફ્રૉડ કહેવો કે સ્કૅમ કહેવો એ સંશોધનનો વિષય છે.

વિદ્વાનો એમ માને છે કે રાજકીય ફ્રૉડને ફ્રૉડ ન ગણવા.

આવી રાજકીય ઘટનાઓને રાજકીય ભૂલોમાં ખપાવવી. બહુ બહુ તો તેને મુર્ખામીઓમાં ખપાવવી.

જે નીતિઓમાં રાજકર્તાને અગાઉથી ચેતવવામાં આવ્યા હોય, રાજકર્તાએ આ ચેતવણીને જાણીજોઈને પોતાના રાજકીય સ્વાર્થ માટે અવગણી હોય, અને બધી કહેવાતી ભૂલો શુદ્ધ બુદ્ધિથી કરવામાં આવી હોય અને આવું એક થી વધુ વાર બન્યું હોય તો તેને ફ્રૉડ જ ગણાય.

ઇન્દિરાએ નહેરુનો, અનધિકૃત રાજકીય દાયજો લીધો પણ નહેરુના ઉપરોક્ત ફ્રૉડની ભરપાઈ નો વિચાર પણ ન કર્યો. એટલું જ નહીં પણ સિમલા કરાર હેઠળ ભારતના સૈન્યે કરેલા વિજયને સંપૂર્ણ પરાજ્યમાં ફેરવી દીધો. આ એક વધારાનો દેશ સામેનો ઇન્દિરાઈ ફ્રૉડ છે. યુનીયન કાર્બાઈડ સાથીનો કરાર ક્ષતિપૂર્ણ રાખવામાં આવેલો એટલે ભોપાલ ગેસ દુર્ઘટનામાં વળતર શૂન્ય બરાબર મળ્યું. અર્જુન સિંગ અને રાજીવ ગાંધી દ્વારા એન્ડરસનને ભાગી જવાનો રસ્તો કરી આપવો… આ બધી કોઈ મૂર્ખામીઓ ન હતી. ભ્રષ્ટાચારના મહાસાગરમાં જ રહેતી નહેરુવીયન કોંગ્રેસ જ્યારે કોઈ પણ આક્ષેપ બીજા ઉપર કરે ત્યારે જનતાએ અને વિદ્વાનોએ નહેરુવીયન કોંગ્રેસને તેના શાસન દરમિયાન કરેલા કરતૂતોની  પાર્શ્વ ભૂમિકામાં પણ જોવી જોઇએ.

 સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી કે કોઇ પણ તેના પક્ષના નેતા કે તેના સાંસ્કૃતિક સાથી પક્ષના નેતા જ્યારે અદ્ધર અદ્ધર વાતોના વડા જેવા આક્ષેપો કરતા હોય ત્યારે તેના જવાબો આપવા જરુરી નથી. બનાવટી આક્ષેપો કરવા એ નહેરુવીયન કોંગ્રેસની પરંપરા છે.

સંજીવ રેડ્ડી ચારિત્ર્ય ભ્રષ્ટ હતા, મોરારજી દેસાઈ સીઆઈએના એજન્ટ હતા, વીપી સિઘનું સેન્ટ કીટ્સમાં (વિદેશી બેંકમાં) ખાતુ હતું, ૧૯૪૨ની લડતમાં અટલ બિહારી બાજપાઈ માફી માગીને જેલમાંથી છૂટેલા, અન્ના હજારે પગથી માથા સુધી ભ્રષ્ટ છે, બાબા રામ દેવ આર્થિક ગોલમાલ કરે છે, એવા અનેક આક્ષેપો નહેરુવીયન કોંગ્રેસે કર્યા છે. તેમાં કેટલાકમાં તો તેને પોતાને જ જવાબદાર ગણી શકાય.

ગઈ સદીના પચાસના દાયકામાં નહેરુના જમાનામાં સંરક્ષણની જીપોની ખરીદીનું એક કૌભન્ડ થયેલું વિપક્ષે નહેરુને તપાસ સમિતિ નીમવાનું કહ્યું હતું. નહેરુએ તે સૂચનને તદ્દન નકારી કાઢેલ અને કહેલ કે તમે ચૂંટણીમાં આ મુદ્દો ઉભો કરી મારી સામે લડી લેજો.

 રાહુલ ગાંધીનો આરોપ શો છે?

કોઈક ઉદ્યોગ ગૃહના જપ્ત કરેલા કાગળીયામાં એક લીસ્ટ હતું જેમાં આટલા આટલા પૈસા આપ્યા એમ લખેલું હતું. નરેન્દ્ર મોદીનું મોદીનું નામ હતું. એમ તો શીલા દિક્ષિતનું પણ નામ હતું.

પપ્પુ ગાંધીને લાગ્યું કે તેણે બહુ મોટા કૌભાન્ડને પકડી પાડ્યું છે. હવે નરેન્દ્ર મોદી અને બીજેપીનું આવી બન્યું. તેને લાગ્યું “અબ તો યહ ઠાકુર ગયો”.

જ્યારે ૧૯૭૭માં ચૂંટણી જાહેર થઈ ત્યારે મોરારજી દેસાઈ પણ જેલમાંથી છુટ્યા. તેમને ઘણા પ્ર્શ્નો પૂછવામાં આવ્યા. તેમને એક સવાલ સંજય ગાંધીના કોઈ નિવેદન ઉપર કરવામાં આવ્યો, ત્યારે તેમણે તેમની આગવી અદામાં હાથ હલાવી કહ્યું કે “તે ઉત્તર આપવાને લાયક નથી.”

વિદ્વાનોએ રાહુલ ગાંધી વિષે પણ આવું જ સમજવું જોઇએ.

કેટલાક વિદ્વાનોનો અને કેટલાક સમાચાર માધ્યમોનો એક ચારિત્રિક  હિસ્સો છે કે કોઈના બચાવ માટે “બલિનો બકરો” શોધી કાઢે છે. જેમકે ચીન સામેની ભારતની હાર માટે વી. કે. મેનન જવાબદાર હતા. નહેરુ નહીં. કટોકટીના કાળા કામો માટે સંજય ગાંધી જવાબદાર હતો. ઇન્દિરા ગાંધી નહીં.

તેવી જ રીતે નહેરુવીયન કોંગ્રેસી શાસનમાં થયેલ કૌભાન્ડો માટે મનમોહન સિંહ નહી પણ સોનિયા ગાંધીની આજ્ઞાથી થયા હતા. મન મોહન સિંહ તો બિચારા મોંઢેથી જ કેવા ગરીબડા લાગે છે.  

પ્રમાણ પત્રોથી કુશળતા કે નૈતિકતા આવતી નથી. કુશળતા માટે  એક તો ભેજું જોઇએ, આર્ષદૃષ્ટિ જોઇએ, મહેનત જોઇએ, બધું કરવા માટેની દેશપ્રેમીય તાલાવેલી જોઇએ. નૈતિકતા માટે પણ પ્રમાણપત્રો કામ આવતા નથી. નૈતિકતા માટે સારા નરસાની સમજણ અને દેશપ્રેમ એટલે શું તેની સમજણ જોઇએ.

કોઈ લીસ્ટમાં નરેન્દ્ર મોદી ને પૈસા આપ્યા એવું આવ્યું એટલે નરેન્દ્ર મોદીએ જવાબ આપવો જ જોઈએ તે જરુરી નથી. વળી આ બાબત ન્યાયાલયમાં ચાલી રહી છે. જો રાહુલ ગાંધી પાસે વિશ્વસનીય માહિતિ હોય તો તે કોર્ટને આપી શકે છે.

લગભગ આવી જ ઘટના અડવાણી સાથે બનેલી તે વખતે ન્યાયાલયે એવું જણાવેલ કે માત્ર આવા લીસ્ટ ઉપરથી સત્યતા સિદ્ધ ન થઈ શકે. તેના પૂરક અને સહાયકારી દસ્તાવેજો જોઇએ. પૈસા આપ્યા તો કેવી રીતે આપ્યા, કેશથી આપ્યા કે ચેકથી આપ્યા, ક્યારે આપ્યા, કેવીરીતે અને કોના થકી આપ્યા. જો નરેન્દ્ર મોદીને જાતે આપ્યા તો કયે દિવસે આપ્યા. દિવસ નક્કી થાય તો તે મુલાકાત વિડિયો ક્લીપમાં જોઇ શકાય. નરેન્દ્ર મોદીને ન આપ્યા હોય તો પક્ષને પણ આપ્યા હોય. તેમાં પણ આવા જ પ્રશ્નો ઉભા થાય. ધારો કે હું મારા કોઈ લીસ્ટમાં નરેન્દ્ર મોદીનું નામ લખી નાખું તો પ્રશ્નો નરેન્દ્ર મોદીને  પૂછવા જોઇએ કે મને?

જો તમે કૃતસંકલ્પ હો અને રાજ કારણમાં હો તો તમારે ટકી રહેવા માટે વ્યુહરચનાઓ કરવી પડે. વ્યુહ રચનાઓમાં ઘણી બધું આવે. નિયમને આધિન રહીને કરવું જોઇએ. ગાંધીજી પણ વ્યુહરચનાઓ કરતા. શાબ્દિક વ્યુહ રચનાઓ પણ કરતા. પણ તેમની વ્યુહ રચનાઓ પોતાના સ્વાર્થ માટે ન હતી. તેમની બધી વ્યુહ રચનાઓ દેશના હિત માટે હતી. નહેરુ પણ વ્યુહ રચના કરતા હતા. પણ સ્વાતંત્ર્ય મેળવ્યા  પછીની તેમની વ્યુહ રચનાઓ પોતાના સ્વાર્થ માટે હતી.

નરેન્દ્ર મોદી પણ વ્યુહ રચનાઓ કરે. પ્રવર્તમાન નિયમોને આધિન રહીને કરે તે બધું ક્ષમ્ય છે. નરેન્દ્ર મોદી ને જો તમે તેની સમગ્રતામાં જુઓ તો તે દેશના હિત માટે કટીબદ્ધ છે. ધારો કે તે કોઈ વિવાદાસ્પદ ઘટનામાં તેની સંડોવણી હોય કે બીજેપી પક્ષની સંડોવણીનો વિવાદ હોય તો પણ આ બધું નહેરુવંશીય શાસનની સરખામણીમાં જ જોવું જોઇએ. સરખામણીમાં અનીતિમત્તાનો જત્થો અને શાસનનો સમય ગાળો બંનેને લક્ષ્યમાં રાખવા જોઇએ.

અમારે પ્રેક્ટીકલમાં પરિણામમાં ચાર ટકાસુધીની ક્ષતિને ક્ષતિ ગણવામાં આવતી ન હતી.

નીતિમત્તા એ બહુ વિશાળ વિષય છે અને સાપેક્ષવાદ ગહન વિષય છે. સામાજીક સાપેક્ષવાદ ભૌતિક સાપેક્ષવાદથી પણ ગહન વિષય છે. કારણ કે આમાં મનુષ્ય પોતે એક ઉપકરણ છે. જો વિદ્વાનો પ્રમાણભાનની પ્રજ્ઞાનો ઉપયોગ ન કરે તો જનતામાં ખોટો સંદેશ જાય.  

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

શૂરઃ અસિ, કૃત વિદ્યઃ અસિ, દર્શનીયઃ અસિ પુત્રક,

યષ્મિનકુલે તુ જાતઃ ત્વં, ગજઃ તત્ર ન હન્યતે

%e0%a4%97%e0%a4%9c%e0%a4%83-%e0%a4%a4%e0%a4%a4%e0%a5%8d%e0%a4%b0-%e0%a4%a8-%e0%a4%b9%e0%a4%a8%e0%a5%8d%e0%a4%af%e0%a4%a4%e0%a5%87

હે નાના પુત્ર (બાબલા પપ્પુ), તું (રાડો પાડીને બોલવામાં) શૂરવીર છે, તકનિકી નો જાણકાર (હોવાનો દેખાવ કરવાવાળો) છે, દેખાવડો છે, પણ હે પુત્ર તું જે કુળમાં (નહેરુવીયનકુળમાં) જન્મ્યો છે ત્યાં હાથી (નરેન્દ્ર મોદી) મરાતો નથી.     

ટેગ્ઝઃ મૂર્ધન્ય, વિદ્વાન, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, નહેરુ, ઇન્દિરા, મનમોહન સિંહ, ગરીબડા, સોનિયા ગાંધી, નહેરુવીયન કોંગ્રેસ, આક્ષેપ, ફ્રૉડ, કૌભાન્ડ, નુકશાન, રાજકારણ, ચીન, ૧૯૬૨નું યુદ્ધ, આધિપત્ય, ૯૦૦૦૦ ચોરસ માઈલ, આજની ઘડી અને કાલનો દિ, દુશ્મને દગો કર્યો, દુશ્મન તો દગો કરે જ, સિમલા કરાર,  બલિનો બકરો, મહાત્મા ગાંધી, વ્યુહરચના,

Read Full Post »

મૂર્ધન્યો દ્વારા થતું સામાજીક સાપેક્ષવાદનું ખૂન – 1

આપણી પરિભાષા પ્રમાણે મૂર્ધન્ય એટલે સૌ પ્રથમ લેખકો (કટારોમાં લખનારાઓ સહિતના લેખકો કે જેને આપણે ક્યારેક કટારીયા કહીએ છીએ તેઓનો પણ સમાવેશ થાય છે) , સમસ્યાઓના – સાહિત્યના વિવેચકો, સમસ્યા-સાહિત્યના વિશ્લેષકો, ટીવી ઉપર ચર્ચા કરતા વિદ્વાનો, પંડિતો બધા જ આવી જાય.

સાપેક્ષવાદ એટલે શું?

આપણે ભૌતિક શાસ્ત્રના સાપેક્ષવાદ વિષે સાંભળ્યું છે. બધાં માપવાના એકમો સાપેક્ષ છે એટલે કે આપણે જે કોઈ પણ વસ્તુ, ઘટના, ફેરફારનું અંકદ્વારા મૂલવવીએ છીએ, તે કોઈ નિશ્ચિત એકમની સાપેક્ષે માપીએ છીએ. અનુભૂતિઓ વૈયક્તિક હોય છે. લંબાઈ પહોળાઈ, ઉંચાઈ, વેગ, પ્રવેગ, ઝડપ, ગરમ, ઠંડું, વજન, આકર્ષણ, આકાર વિગેરે જે કંઈ છે તે બધી સરખામણીમાં વત્તી ઓછી છે. તે બધાનું માપ, એક સરખામણી છે અને તે ઋણાત્મક પણ હોઈ શકે. એટલું જ નહીં પણ શૂન્ય પણ સાપેક્ષ છે. શૂન્ય પણ સાપેક્ષ છે. નિરપેક્ષ જેવું કશું છે જ નહીં.

પણ સાપેક્ષવાદ એ કંઈ ભૌતિક શાસ્ત્રની જાગીર નથી. સમાજશાસ્ત્રમાં પણ બધું સાપેક્ષ છે. પૂણ્ય, નીતિમત્તા, અહિંસા, જે તે ક્ષેત્રની વિદ્વત્તા, જે તે ક્ષેત્રની વિવેકશીલતા, શક્તિ, સહકાર, આ બધું પણ સાપેક્ષ છે અને તેનું માપ ઋણાત્મક, અને શૂન્ય હોઈ શકે. આ પણ સાપેક્ષ છે. આ બધાનો માપ દંડ જે તે સમાજ, જે તે સમયને અનુરુપ, તેની સુખશાંતિની સાર્વજનિક અપેક્ષાઓના આધારે નિશ્ચિત કરે છે.

ભૌતિક સાપેક્ષવાદની શોધ આલ્બર્ટ આઈન્સાઈને કરી હતી. સમાજ શાસ્ત્રના સાપેક્ષવાદની શોધ કોણે કરી તે આપણે જાણતા નથી. પણ આપણે કહી શકીએ કે પ્રચ્છન્ન રીતે કદાચ આદિ શંકરાચાર્ય  સમજ્યા હશે. ગાંધીજી પણ સમજ્યા હતા. તેથી જ તેમણે અહિંસા વિષે એમ કહેલ કે “ઓછામાં ઓછી હિંસા એટલે અહિંસા”

ઓછામાં ઓછી હિંસા;

ગાંધીજીએ કહેલ કે આપણી ગતિ, ઓછામાં ઓછી હિંસા તરફની હોવી જોઇએ.

જેવી રીતે ઓછામાં ઓછી હિંસા એટલે અહિંસા છે તેમ ઓછામાં ઓછી અનીતિમત્તાને, નીતિમત્તા ગણવી જોઇએ. આ રસ્તો જ સમાજને એક પગથીયું ઉંચે લઈ જવા માટેની દીશા હોવી જોઇએ.

પણ સમાજનું ધ્યેય શું? નીતિમત્તા એટલે શું? સુખ એટલે શું? આ બધા શુષ્ક વિષયો છે.  આપણે આપણી ચર્ચાને વિસ્તૃત, શુષ્ક અને તાત્ત્વિક બનાવવી નથી. જેમને રસ હોય તેઓ આજ બ્લોગ સાઈટ ઉપર “ … અદ્વૈતની માયાજાળ … “ નામની બ્લોગશ્રેણી વાંચે.

ટૂંકમાં એમ કહી શકાય કે સમાજીક જીવનને આનંદ દાયક બનાવવા માટે સમાજે ઘડેલા નિયમો પાળવા. આ નિયમોના પાલનના પ્રમાણને નીતિ મત્તાનું પ્રમાણ કહેવાય. આચારોને નિયમનમાં રાખવા માટે નિયમો હોય છે.

શું નીતિમત્તાની આ વ્યાખ્યા પૂરતી છે?

નાજી. નિયમોમાં ક્ષતિઓ હોઈ શકે છે. અને હોય છે. નિયમોમાં ક્ષતિઓ રાખવામાં પણ આવી શકે છે. આ ક્ષતિઓ જાણી જોઇને અને અજાણતા એમ બંને રીતે રાખવામાં આવે છે. કાયદો બને અને તેના અનુસંધાનમાં નિયમો બને. કાયદાનું અને નિયમનું અર્થઘટન કરવું જોઇએ. વિવાદ ઉત્પન્ન થાય તો તેના અર્થઘટન કરવાનો અધિકાર કોનો? તે માટે નક્કી થયું કે ન્યાયાલયનું અર્થઘટન અંતિમ ગણાય.

શું એક જ ક્ષેત્રની બે જુદી જુદી વ્યક્તિઓ માટે કાયદો, નિયમ (આચાર સંહિતા) ભીન્ન ભીન્ન હોઈ શકે?

આ પ્રશ્ન અને વાક્યને તમે યાદ રાખો. કારણ કે;

ગોથાં ખાવાની શરુઆત અહીં થી થાય છે.

હવે આપણે રાજકારણની વાત કરી શું.

ડી.બી. ભાઈના (દિવ્ય ભાસ્કરના) ગત રવિવારની પૂર્ત્તિમાં એક કટારલેખકે કંઈક આવી જ વાત કરી છે. આમ તો આ લેખકશ્રી મારી આંગળીઓ થી ગણી શકાય તેટલી સંખ્યામાંના માનીતાઓમાંના એક  છે. એટલે તેમની ટીકા કરવી મને પસંદ ન પડે. પણ “ન્યાયાર્થે નિજ બંધુકો ભી દંડ દેના યોગ્ય છે”. દંડ તો અહીં નિયમાધિન નથી. પણ કડવી ટીકા તો કરી શકાય.

વ્યક્તિએ કેટલી હદ સુધી નીતિમાન રહેવું જોઇએ?

લેખકશ્રીની માન્યતા પ્રમાણે જનતાની અપેક્ષાને અનુરુપ નેતાએ પોતાની નીતિમત્તા જાળવવી જોઇએ. આ બાબતમાં તેઓશ્રીએ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વિષે વાતો કરી છે.

રાહુલ ગાંધી નહેરુવંશના ફરજંદ છે.

નહેરુ કોંગ્રેસ પક્ષના નેતા હતા.

કોંગ્રેસ પક્ષે સ્વાતંત્ર્યની લડતમાં અગ્રગણ્ય ભાગ ભજવેલો.

કોંગ્રેસ પક્ષ સ્વાતંત્ર્ય મળ્યા પછી દશકાઓ સુધી સત્તા ઉપર રહ્યો.

નહેરુ વંશમાં નહેરુ પોતે જીવ્યા ત્યાં સુધી, નહેરુની પુત્રી ઇન્દિરા, પોતે જીવ્યા ત્યાં સુધી, ઇન્દિરાના પુત્ર રાજીવ પોતે જીવ્યા ત્યાં સુધી, રાજીવની પત્ની સોનિયા પક્ષમાં અને દેશના સત્તાના રાજકારણમાં નંબર એક પોસ્ટ પર મોટે ભાગે રહ્યાં છે. જો કે તેમના શાસનમાં ભ્રષ્ટાચારે બધી સીમાઓ પાર કરી દીધી હતી.  ૨૦૧૪માં યોજાયેલી લોક સભાની સામાન્ય ચૂંટણીમાં  પક્ષનો કારમો પરાજય થયો.

કોંગ્રેસ પક્ષના કારમા પરાજ્યનું કારણ ભ્રષ્ટાચાર હતું. નરેન્દ્ર મોદીના આચરણમાં અને ભાષણોમાં જનતાએ વિશ્વાસ મુક્યો. નરેન્દ્ર મોદીનું સુત્ર હતું “કોંગ્રેસ વિહીન ભારત” અને “ભ્રષ્ટાચાર રહિત ભારત”. ભ્રષ્ટાચાર કાળુંનાણું પેદા કરે છે અને  કોંગ્રેસી નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે.

લેખકશ્રીનું તારણ છે કે;

તારણ -૧; દેશને કોંગ્રેસ વિહીન કરવો તે યોગ્ય નથી. કારણ કે કોંગ્રેસ પાસે બહુમૂલ્ય વારસો છે. જો દેશ કોંગ્રેસ વિહીન થાય તો બીજેપીનો વિકલ્પ શું?

તદ ઉપરાંત લેખકશ્રી એવું માને છે કે;

નરેન્દ્ર મોદીએ જરાપણ નીતિભ્રષ્ટ થવું ન જોઇએ. દશ રુપીયાનો ભ્રષ્ટાચાર પણ ન કરવો જોઇએ. કારણ કે જનતાની અપેક્ષાઓ તેમના પ્રત્યે ઘણી બધી છે. આ અપેક્ષાઓએ જ તેમને સ્પષ્ટ બહુમતિ આપી છે.  તેવી જ રીતે નરેન્દ્ર મોદીની નીતિમત્તા ઉપર જનતાને પૂરો વિશ્વાસ હતો અને છે. આ વાત પણ બીજેપીના વિજયનું કારણ છે.  આ વિશ્વાસને ટકાવી રાખવા, નરેન્દ્ર મોદીએ પોતાની નીતિમત્તાને લગતા જે કંઈ પણ આક્ષેપો હોય તેના ઉત્તર આપવા જોઇએ. જો તેઓશ્રી ઉત્તર નહીં આપે તો તે વિશ્વાસઘાત ગણાશે.

તારણ -૨ ;  જનતાએ નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ મુક્યો એટલે નરેન્દ્ર મોદીએ નીતિમત્તાની બાબતમાં ૧૦૦ ટકા શુદ્ધ રહેવું જોઇએ. 

ટૂંકમાં લેખશ્રીની દૃષ્ટિએ રાજકારણના એક જ ક્ષેત્રમાં રહેલી વ્યક્તિઓની નીતિમત્તાના માપદંડો અલગ અલગ હોવા જોઇએ. એટલે કે બીજેપીએ નિરપેક્ષ નીતિમત્તા પાળવી જોઇએ. કોંગ્રેસને નષ્ટ કરવી ન જોઇએ. કોંગ્રેસને અમર રાખવી જોઇએ.

રાજકીય પક્ષનો સિદ્ધાંત અને ગુણધર્મો?

પક્ષ હમેશાં તેના સિદ્ધાંતોના આધારે બનેલો હોય છે. હવે જો પક્ષ તેના સિદ્ધાંતોને વળગી ન રહે અને પક્ષ પોતાના બંધારણને પણ બદલે નહીં તો તે પક્ષનો અર્થ શો?

માણસ અનૈતિક ક્યારે કહેવાય?

શું માણસ નો ભૂતકાળ કલંક રહિત હોય તો તેને મીસ્ટર ક્લીન કહી શકાય?

હાલનો નહેરુવીયન પક્ષ, લોકશાહીમાં માને છે?

હાલનો નહેરુવીયન પક્ષ શું તેના બંધારણમાં માને છે?

નહેરુની જ વાત લો. ૧૯૫૪માં જ્યારે પાકિસ્તાનના પ્રમુખ ઇસ્કન્દર મીર્ઝાએ ફેડરલ યુનીયન બનાવવાનું સૂચન કર્યું ત્યારે નહેરુએ તેને મનસ્વી રીતે તે વાતને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે એક સરમુખત્યાર દેશ અને એક લોકશાહી દેશ વચ્ચે યુનીયન થઈ ન શકે. ગાંધીજી તો તે વખતે હતા નહીં. પણ વિનોબા ભાવે કડે ધડે હતા. તેમણે કહ્યું કે પકિસ્તાન અને હિન્દુસ્તાન વચ્ચે આવા સંજોગોમાં પણ ફેડરલ યુનીયન થઈ શકે.

તો પછી ગાંધીવાદી કોણ? નહેરુ કે વિનોબા ભાવે? ચોક્કસ રીતે વિનોબા ભાવે. નાનું બાબલું પણ આ જ કહેશે.

આશ્ચર્યની વાત તો એ છે કે નહેરુએ ઇસ્કંદર મિર્ઝા તરફથી આવેલા આ સૂચનને નકારતા પહેલાં તેની વ્યાપક ચર્ચા પણ ન કરી. શું આ લોકશાહીવાદી પક્ષને અનુરુપ છે?

ઇન્દિરા ગાંધી તો લોકશાહીમાં માનતી જ ન હતી. તેમાં કોઈને શક છે જ નહીં. જો કોઈને આમાં શક હોય તો તે તેની અસાધ્ય બિમારી છે.

ઇન્દિરા ગાંધી ના મૃત્યુને દિવસે જ તે વખતના ભારતના રાષ્ટ્ર પ્રમુખ (કે જેમણે કહેલ કે ઇન્દિરા ગાંધી કહે કે ઝાડુ લઈને સફાઈ કરો તો હું તે કરવા તૈયાર છું એટલે કે તેઓશ્રી ઇન્દિરા ગાંધીથી ઉપકૃત હતા) ઝૈલ સિંઘે ઇન્દિરાના પુત્ર રાજીવ ગાંધીને બોલાવીને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા. પોસ્ટ-ફેક્ટો એપ્રુવલની કાર્યવાહી પછી કરાવી.

આ શું લોકશાહી પ્રણાલી હતી? શું ભારતીય વિદ્વાનોની લોકશાહીની સમજ આટલી કાચી છે?

ઝૈલ સિંઘનો બચાવ હતો કે જો તેમણે આવું ન કર્યું હોત તો ભારતમાં અંધાધુંધી થઈ જાત.

આ બચાવ ગધેડાને તાવ આવે તેવો છે.

જે પક્ષ પોતાની પાસે સ્વાતંત્ર્યની લડતની ધરોહર રાખવા માગતો હોય, અહિંસક ક્રાંતિ અને લોકશાહીનો અગ્રણી પુરસ્કર્તા માનતો હોય તે પક્ષ શું એટલો નબળો હતો કે સંસદમાં નિરપેક્ષ બહુમતિ હોય તો પણ તેમાં અંધાધુંધી ફેલાઈ જાય?

જો આ વાત સાચી હોય તો તેવા પક્ષને જીવતો રાખવાનો અર્થ શો છે?

શું ઝૈલ સિંઘ, કોઈ વરિષ્ઠ નેતાને કામ ચલાઉ વડા પ્રધાન બનાવી શકે તેમ ન હતા?

ધારો કે ઝૈલ સિંઘ બબુચક હતા અથવા પોતાની નહેરુવંશ પ્રત્યેની વફાદારી અતિરેક દ્વારા બતાવવા માગતા હતા, તો પણ શું રાજીવ ગાંધીએ ઝૈલ સિંઘનું આમંત્રણ સ્વિકારી લેવું જોઇએ?

શું રાજીવ ગાંધીમાં એ સમજણ ન હતી કે લોકશાહી શું છે અને લોકશાહીમાં પ્રણાલી શી હોઈ શકે?

જો રાજીવ ગાંધીની સમજણ જ કાચી હોય તો તમે તેને કેવી રીતે તે મીસ્ટર ક્લીન રહી શકશે તેમ માની શકો?

રાજીવ ગાંધી કહી શક્યા હોત કે હે મહામહિમ મહાજ્ઞાની ઝૈલ સિંઘજી, તમે મને વડાપ્રધાન પદ ગ્રહણ કરવા માટેનું આમંત્રણ આપ્યું, તે બદલ આપનો આભાર. પણ હે મહામહિમ, મારા કરતાં ઘણા નેતાઓ મારી માતાના મંત્રી મંડળમાં મારાથી વધુ અનુભવી અને વરિષ્ઠ છે. તમો મારા પક્ષને બંધારણ અનુસારની પ્રણાલી અનુસરવા દો. ચૂંટણી તો જાહેર થઈ ગઈ છે. કોઈ વરિષ્ઠ મંત્રીને વડાપ્રધાન પદના શપથ લેવા દો. હે મહામહિમ, જો તમે આવું કરશો તો દેશની શોભા વધશે અને તમારી પણ શોભા વધશે. આમેય મારા પક્ષ ઉપર દંભી અને સરમુખત્યાર હોવાના આક્ષેપો પુરવાર થયેલા જ છે અને તે ઇતિહાસના પૃષ્ઠો ઉપર અંકિત થયેલા છે. હે મહામહિમ તમે અમારા દુશ્મન તો છો નહીં, તો પછી અમને શા માટે વધુ બદનામ કરવા માગો છો?

વાસ્તવમાં રાજીવ ગાંધી જે દિવસે તેમણે વડાપ્રધાન પદ થવાનું આંત્રણ સ્વિકાર્યું તે દિવસથી જ તેમની ભ્રષ્ટતા જાહેર થઈ જતી હતી. તેને માટે વિદ્વાનોએ બોફોર્સ ઘટનાની રાહ જોવાની જરુર ન હતી. પણ ભારતના વિદ્વાનોની વક્રતા જુઓ કે તેમણે રાજીવ ગાંધીને મીસ્ટર ક્લીનનો ઇલ્કાબ આપી દીધો.

આ પછીના કોંગ્રેસના નાણાંકીય ભ્રષ્ટાચારના, સ્થાવર મિલ્કતના ભ્રષ્ટાચારના, વહીવટી ભ્રષ્ટાચારના અને વાણીવિલાસી ભ્રષ્ટાચારના પ્રકરણો આપણે જાણીએ છીએ.

મીસ્ટર ક્લીનની ઉપાધી આપણા વિદ્વાનોએ બહુ સસ્તી કરી દીધી છે. કદાચ તેમનું સ્તર જ આવું છે.

ગાંધીજીના વખતની કોંગ્રેસ અને કમસે કમ સરદાર પટેલ ગુજરી ગયા પછીની કોંગ્રેસ, એ બંને એકદમ ભીન્ન છે. તેમની સરખામણી પણ શક્ય નથી તો ઐક્ય સમજવું તે તો નરાતર જુઠાણાની ઉપાસના છે.

મોરારજી દેસાઈએ કહેલ કે સાચી કોંગ્રેસ તો “સંસ્થા કોંગ્રેસ છે”. અને આ કોંગ્રેસ ૧૯૭૭માં વિલય પામી ગઈ છે. આમાં  કંઈક તથ્ય છે. કારણ કે સંસ્થાની કારોબારીમાં ઇન્દિરાની બહુમતિ ન હતી. સંસ્થા છે તો વડાપ્રધાન છે.

“કોંગ્રેસ” શબ્દ આવવાથી તે પક્ષ ગાંધીજીની કોંગ્રેસનો બની જતો નથી. આયારામ અને ગયારામમાં પણ રામ છે. પણ તેથી તેમને રામની ધરોહર મળી જતી નથી. ગાંધીજી સાથે આ નહેરુવીયન કોંગ્રેસને સ્નાન-સૂતકનો પણ સંબંધ નથી.

“બહુરત્ના વસુંધરાઃ”

બીજેપીનો વિકલ્પ નથી માટે આવી ભ્રષ્ટ કોંગ્રેસને જીવતી રાખો એ માન્યતા બરાબર નથી. નહેરુવીયન કોંગ્રેસ કરતાં “જનતા દલ યુનાઈટેડ” ઓછો ભ્રષ્ટ પક્ષ છે. ભલે તેની પાસે સીટ ઓછી હોય. હા.  તેની અડુકીયા દડુકીયા નીતિ જાણીતી છે. કોંગ્રેસના સર્વોચ્ચ વહીવટી નેતા ઇન્દિરા ગાંધીએ, જયપ્રકાશ નારાયણને મરણાસન્ન કર્યા હતા, આવું કરનાર પક્ષને જેડીયુ, “ખુશી ખુશી” ટેકો આપી શકે છે એટલું જ નહીં પણ તેની સાથે જોડાણ પણ કરી શકે છે. એટલે એવું લાગે છે કે તેને ભ્રષ્ટ થવાના સ્કોપ, નહેરુવીયન કોંગ્રેસને જેટલા મળ્યા છે તેટલા મળ્યા નથી.

જો કે આ એક ધારણા છે. એટલે ધારણા ઉપર આધારિત આક્ષેપો ન કરી શકાય. પણ ઇતિહાસને ભૂલી પણ ન શકાય.

ટૂંકમાં બીજેપીના શાસનને હજી અઢી વરસ માંડ થયાં હોય ત્યાં કોંગ્રેસ ને સજીવન રાખવાનો વિવાદ ન ચગાવાય.

double-standard

યાદ કરો ગાંધીજીને. તેમણે તો ૧૯૪૭માં જ જ્યારે કોંગ્રેસી નેતાઓ પાકિસ્તાનથી ભાગીને હિન્દુસ્થાનમાં આવ્યા ત્યારે ગાંધીજીએ તેમને શું કહ્યું હતું?

“તમે ત્યાં મરી કેમ ન ગયા? મેં તો તમને મરતાં શિખવ્યું હતું. જો તમે ત્યાં રહ્યા હોત અને મરી ગયા હોત તો હું ખુશ થાત. હું એટલો ખુશ થાત કે હું ખુશીમાં નાચત. ખૂબ જ નાચત. પણ તમે તો સામાન્ય વ્યક્તિની જેમ જીવને વહાલો કર્યો. કાયરની જેમ નાસી આવ્યા. અને હવે હોદ્દાઓ લેવા માટે મારી પાસે ભલામણ કરાવા ઈચ્છો છો. લ્યાનત છે તમને લોકોને…”

“હે ભગવાન, તેં મને આવું બધું જોવા માટે જીવતો રાખ્યો?”

ગાંધીજીએ સચોટ રીતે આ મતલબનું જ કહ્યું હતું. “ભાવી પેઢીની જનતા,  કોંગ્રેસીઓને વીણી વીણીને મારશે” આવું તો શબ્દશઃ કહ્યું હતું.

આવી નહેરુવીયન કોંગ્રેસને જીવતી રાખવી તે પાપ છે.

એવું માનવાની જરુર નથી કે આ સાચી કોંગ્રેસ છે. અને ધારો કે ઈશ્વર આવીને કહે કે “હે વત્સ, મારી વાત માન. આ નહેરુવીયન કોંગ્રેસને સાચી કોંગ્રેસ માન”. તો પણ તેને જીવતી રાખવાની જરુર નથી.

કારણ કે સંસ્કૃતમાં તો એ હદે કહ્યું છે કે “તાતસ્ય કૂપઃ અયં ઈતિ બ્રુવાણાઃ , ક્ષારં જલં કા પુરુષા  પિબંતિ.” એટલે કે “કાયર પુરુષો ‘આતો આપણા બાપાનો કૂવો છે’ એવું કહીને ખારા કૂવાનું પાણી પીવે છે”  

હવે વાત નરેન્દ્ર મોદી અને તેના પક્ષ બીજેપીની કરીએ.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે 

 ટેગ્ઝઃ સાપેક્ષવાદ, ભૌતિક, સામાજીક, મૂર્ધન્ય, વિશ્લેષક, માપદંડ, એકમ, પંડિત, ઋણાત્મક, નિરપેક્ષ, હિંસા, પૂણ્ય, નીતિમત્તા, અહિંસા, જે તે ક્ષેત્રની વિદ્વત્તા, જે તે ક્ષેત્રની વિવેકશીલતા, શક્તિ, સહકાર, આદિ શંકરાચાર્ય, ગાંધીજી, નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ, નીતિમત્તા, દીશા, કાયદા, નિયમો, આચાર સંહિતા, ક્ષતિ, અર્થઘટન, ન્યાયાલય, વિવાદ, નાણાંકીય ભ્રષ્ટાચાર, સ્થાવર મિલ્કતના ભ્રષ્ટાચાર, વાણીવિલાસના ભ્રષ્ટાચાર, વહીવટી ભ્રષ્ટાચાર, મોરારજી દેસાઈ, સંસ્થા કોંગ્રેસ,

 

 

 

 

 

 

 

 

    

 

 

 

 

 

 

 

 

   

Read Full Post »

મહાત્મા ગાંધીનો કલ્કી અવતારઃ

મહાત્મા ગાંધીનો કલ્કી અવતાર એટલે નરેન્દ્ર મોદી.

kalki-avatar

મહાત્મા ગાંધી વાદીઓને આ વાત નહીં ગમે

કેટલાક અથવા તો મોટાભાગના મહાત્મા ગાંધીવાદીઓને આ વાત નહીં ગમે. શું કામ નહીં ગમે તે માટે તેમનો આર એસ એસ માટેનો પૂર્વગ્રહ અને મહાત્મા ગાંધીવાદીઓએ આંખો મીંચીને સ્વિકારી લીધેલી માન્યતાઓ છે.

મહાત્મા ગાંધીવાદ એક વિચાર છે. મહાત્મા ગાંધીએ પોતાના વિચારોને તેમના તર્ક પ્રમાણે વફાદાર રહેવાનો પ્રયત્ન કરેલો. તેમનો મૂળ સિદ્ધાંત અહિંસક સમાજ રચના હતો. તેમની અહિંસા સાપેક્ષ હતી. જ્યારે સાપેક્ષતાની વાત આવે ત્યારે કેટલાક બુદ્ધિજીવીઓ પણ ગોથાં ખાય છે. આવા બુદ્ધિજીવી જીવીઓ ગોથાં ખાય તે સ્વાભાવિક છે. કારણ કે પૂર્વગ્રહનું ઢાંકણ તેમની બુદ્ધિ ઉપર હોય ત્યારે સત્ય અને શ્રેય સમજી શકાતું નથી.

વાતે વાતે વિરોધ કરવો તે પણ એક પૂર્વ ગ્રહની નિશાની છે.

દા.ત. નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરની સ્થાપના કરી ત્યારે કેટલાક સર્વોદયવાદીઓએ ગાંધીના નામે મંદિર સ્થાપવું એને ગાંધી વિચાર વિરુદ્ધ ગણાવ્યું હતું. જો કે આ મંદિર મહાત્મા ગાંધીની પૂજા કરવા કરવા માટેનું સ્થળ ન હતું. પણ મંદિર શબ્દ નો મૂળ અર્થ સમજ્યા વગર વિરોધ થતો હતો. આવી માન્યતામાં નહેરુવીયન કોંગ્રેસીઓ વિરોધ કરે તે તેમના નહેરુવીયન અને ઇન્દિરાઈ સંસ્કારને અનુરુપ છે, પણ વિરોધ કરનારાઓમાં ગુજરાત વિદ્યાપીઠના હોદ્દેદારોનો અને ચૂનીકાકા જેવા ગાંધીવાદીઓનો પણ સમાવેશ થાય તે દુઃખદ છે.

ગુજરાત સમાચાર અને દિવ્યભાસ્કર જેવા સમાચાર પત્રો અને તેના જેવા સાંસ્કૃતિક સંસ્કારો ધરાવતી ટીવી ચેનલો પણ નરેન્દ્ર મોદીની વાતે વાતે કડવી ટીકાઓ કરે તે સમજી શકાય, કારણ કે તેઓ સ્થાપિત હિતોવાળા હોઈ શકે છે અને “જૈસે થે” વાળી પરિસ્થિતિ કાયમ રાખવામાં માને છે.   મોટા ભાગનું પત્રકારિત્વ પીળું થઈ ગયું છે. આ વાત તેમની સંપત્તિ ઉપરથી પણ દેખાય છે. પૈસાની છન્નં છન્ના હોય તો બિલ્ડરનો ધંધો વધુ કસવાળો છે જેમાં કાળા નાંણાં સહિત ૪૦ટકાનો નફો નિકળી આવી શકે છે. એટલે કેટલાક વર્તમાન પત્રોએ પણ આ ધંધામાં ઝંપલાવેલ. આ વાત આપણે જાણીએ છીએ. હવે તેમની સ્થિતિ કેવી છે તે આપણે જાણતા નથી.

પણ સર્વોદયવાદીઓનું મુખપત્ર ગણાતું ભૂમિપૂત્ર પણ નરેદ્ન મોદીની ટીકા કરવામાં પાછળ નથી રહેતું તે એક દુઃખદ વાત છે. આવા સંજોગોમાં લાગે છે કે સર્વોદયવાદીઓ માહાત્મા ગાંધીના વિચારોના હાર્દને સમજ્યા નથી અને સમજવા માગતા પણ નથી. આ વાત અનુભવની છે.

ગાંધીજી પોતે વિરોધી વિચારને આવકારતા અને પોતાની ભૂલ બદલ કે ક્ષતિબદલ માફી પણ માગતા હતા. પણ આવું વલણ તેમના બની બેઠેલા અનુયાયીઓનું નથી. વિરોધી વિચારને વાંચવા જ નહીં. “ઇતિ પૂર્ણમ્”. તેઓ વિરોધી વિચારને વિષે તાત્વિક ચર્ચા કરતા નથી.

નરેન્દ્ર મોદીની સકારાત્મકતા કઈ કઈ છે?

(૧) સૌનો સાથ સૌનો વિકાસ?

ગાંધીજી માનતા હતા કે તમે જનતાને માનસિક રીતે તૈયાર કરો.

અસ્પૃશ્યતા નિવારણ અને વર્ણવ્યવસ્થાની ઉચ્ચ-નીચતા. અસ્પૃશ્યતાને હિન્દુ ધર્મનું કલંક કહેતા હતા. ગાંધીજીએ તેને મહદ્‍ અંશે નાબુદ કરેલી. વર્ણવ્યવસ્થા વિષે તેમના તર્ક હતા. આ વ્યવસ્થાને તેઓ અપરિવર્તનશીલ એટલે કે વંશપરંપરાગત માનતા ન હતા. વર્ણની ઉચ્ચ-નીચતાને પણ માનતા ન હતા. આ ઉચ્ચ-નીચતા વાસ્તવમાં ગરીબાઈના પ્રમાણને આધારે હતી અને ગરીબાઈ નાબુદ થાય તો તે આપોઆપ નાબુદ થતી હતી આ વાત તેઓ સમજતા હતા. હાલની પરિસ્થિતિમાં આપણે જોઇ શકીએ છીએ કે આંતર્‍ જ્ઞાતીય લગ્નોનું પ્રમાણ અનેક ગણું વધી ગયું છે.

“સૌનો સાથ સૌનો વિકાસ” માં એક સંદેશ છે કે નરેન્દ્ર મોદી ભારતીયોને ફક્ત ભારતીય જ ગણવા માગે છે. ધર્મ, ભાષા કે જાતિના નામે નહીં. આ સંદેશો સ્પષ્ટ છે.

નહેરુવીયન કોંગ્રેસનું શાસનનું રાજકીય લક્ષણ “જૈસે થે વાદ” અને “સત્તા પ્રાપ્તિ” હતું. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓએ સત્તા પ્રાપ્તિ માટે વૉટ-બેંકો ઉભી કરેલી. જનતાને જાતિવાદ, પ્રદેશવાદ અને ધર્મના નામે વિભાગી હતી અને આવા વિભાજનને તેમણે ઉત્તેજીત કર્યું હતું. નહેરુવીયન નેતાઓ ઉપરાંત આવા લોકોમાં માયાવતી, જયલલિતા, મમતા, કરુણાનિધિ, ઓવૈસીઓ, આઝમખાન, કેજ્રીવાલ, શિવસેના, એમએનએસ, યાદવ નેતાઓનો સમાવેશ થાય છે.

આપણા ગુજ્જુ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા વામણા નેતાઓ નહેરુવીયનોએ પુરસ્કૃત કરેલી વૉટબેંકની પેદાશ છે. સમાચાર માધ્યમોના મોટા ભાગનાઓ આવા લોકોની વિભાજન વાદી વિચારધારાને ફૂંકી ફૂંકીને સળગતી રાખે છે એટલે આવા નેતાઓ લાજવાને બદલે ગાજે છે.

(૨) જે તમે નથી કરી શકતા તે બીજાને કરવા દો.

એક બાજુ અભણ લોકોની જમાત છે અને બીજી બાજુ ભણેલાઓ બેકાર છે. આ એક વિરોધાભાસ છે. પણ આ વિરોધાભાસ નહેરુવીયન કોંગ્રેસે “વસ્તી વધારા”ના બહાના હેઠળ ગ્રાહ્ય બનાવી દીધેલ.

નહેરુવીયન કોંગ્રેસના શાસનનો જમાનો એટલે અછતોનો જમાનો. પાણીની અછાત,  ખાતરની અછત, અનાજની અછત, ગોળની અછત, ખાંડની અછત, દૂધની અછત, કોલસાની અછત, જાડા સસ્તા કાપડની અછત, સ્કુટરની અછત, દેશી કારની અછત, રાંધણ ગેસ (સીલીંડરની) અછત (તેને કારણે ગેસના કુવામાંથી નિકળતો એક કરોડની કિમતનો ગેસ રોજનો બાળી દેવામાં આવતો હતો), સીમેંટની અછત, લોખંડની અછત, મકાનની અછત, ઉધારી પૈસાની અછત (લોન ની અછત). અને આ દરેક માટેનું બહાનું એટલે વસ્તી વધારો.

શસ્ત્રોની અને સૈનિકોની પ્રાથમિક જરુરીયાતો જેમકે બુટ, મોજાં, ગરમ વસ્ત્રો, કાપડ, બંદુકો વિગેરેની અછત ૧૯૬૨ના ચીની આક્રમણ વખતે પ્રકાશમાં આવેલી. સંડાશ ન હોવુ અને, વિજળી ન હોવી એ વાતને સમસ્યા ગણવામાં આવતી ન હતી. પબ્લિક બસમાં અને રેલવેમાં ભીડ થાય તેને પણ સમસ્યા ગણવામાં આવતી ન હતી.

જનતાની મોટાભાગની સમસ્યાઓનું મૂળ બેકારી છે. બેકારીનું મૂળ માનવસંશાધનને ઉપયોગમાં ન લેવાની નહેરુવીયન કોંગ્રેસની વૃત્તિ અને નહેરુવીયન કોંગ્રેસની અણઘડતા છે. તે માટે જનતામાં શિક્ષણનો અભાવ રાખવામાં આવેલો છે.

વાસ્તવમાં અછત અને બેકારી એકબીજાના વિરોધાભાસી છે. પણ આ તથ્યને સમજવાની મનોવૃત્તિ તે વખતે પેદા થવા દેવામાં આવી ન હતી. હાથવગો બચાવ હતો “વસ્તી વધારો”, એટલે “સરકાર બિચારી” શું કરે?

મોરારજી દેસાઈએ ઉત્પાદન વધારવા માટે લીધેલાં પગલાં પરિણામ લાવે તે પહેલાં તેમની સરકારને ગબડાવી દેવામાં આવી. નરસિંહ રાવને બદનામ કરવામાં આવ્યા. આ બધી વાતો તો વાતો લાંબી છે, તેથી નહીં કરીએ. 

પણ નરેન્દ્ર મોદી સમજી ગયા કે “ગાંધીવાદી વિચારધારા” ઉત્પાદનો કરવા માટે, જનતામાં અને “જૈસે થે” વાદીઓમાં સ્વિકાર્ય નથી. ખાદી કોઈને પહેરવી નથી, ગ્રામોદ્યોગના ઉત્પાદનને વ્યાપકરીતે વાપરવું નથી અને પૈસા હોય તો બધી જ સગવડો ભોગવવી છે. જનતાની આવી માનસિકતા છે.

નરેન્દ્ર મોદીએ એક બાજુ ખાદી અને ગૃહ ઉદ્યોગોને ખાદી-પ્રસાર પ્રચાર અને “સખી-મંડળ” દ્વારા ઉત્તેજન આપ્યું અને બીજી તરફ ઉદ્યોગીકરણની નીતિ અપનાવી. જો ભારતીયો ભારતમાં ઉત્પાદન ન કરી શકતા હોય તો વિદેશીઓ ભલે ભારતમાં આવી ઉત્પાદન કરે.

(૩) નરેન્દ્ર મોદીની નીતિ જનતાની માનસિકતાને અનુરુપ હતી.

જનતાની માનસિકતા, મોટેભાગે રાજકર્તાઓના આચરણને આધિન હોય છે. જો શાસક નેતા બધી સગવડો ભોગવતા હોય અને જનતાને કુદરતી જીવન, ગ્રામ્ય સંસ્કૃતિ અને કુદરતી સંતુલન જેવા પર્યાવરણની વાતો કરતા રહેતા હોય તો જનતાને આવું પસંદ ન પડે. નેતાઓના આવા “ વદતઃ વ્યાઘાત” જેવા ઉપદેશો  જનતાને “પારકાના છોકરાંને જતિ કરવા” કરવા જેવા લાગે.

શું નરેન્દ્ર મોદીની શુટ બુટ સરકાર નથી? નરેન્દ્ર મોદી મોંઘા વસ્ત્રો શા માટે પહેરે છે?

તમે આ વાત જુઓ અને સમજો. નરેન્દ્ર મોદીના વસ્ત્રોની ટીકા કરવી એ વાત, તેમના બીજા કામોની ટીકા ન કરી શકવાની અસમર્થતા છે.

તમારી અલ્પ બુદ્ધિ જ્યારે નરેન્દ્ર મોદીના વિદેશી પ્રવાસોની ઉપલબ્ધીઓને સમજવા અસમર્થ હોય ત્યારે તમે અદ્ધર અદ્ધર એટલી જ વાત કરી શકો “તમે પ્રવાસો બંધ કરો અને દેશનું કામ કરો”.  “રા.ગા.”એ કંઈક આવી જ વાત કરેલી.

જેમ મહાત્મા ગાંધીના પ્રત્યેક કાર્યમાં એક દિશા હતી તેમ નરેન્દ્ર મોદીના દરેક કાર્યમાં એક દિશા અને ધ્યેય છે. તેઓ ભલે શુટ બુટ પહેરે, પણ તેઓ તેનું લિલામ કરે છે અને તે પૈસા ગરીબ બહેનો માટે ખર્ચે છે.

નરેન્દ્ર મોદી ખાલી ખિસ્સે સત્યની શોધમાં ભારતના લાંબા પ્રવાસે નિકળેલ. તેઓ પોતે ગરીબ અને અનુસૂચિત જાતિમાં આવે છે. જોકે તેમણે તેનો આર્થિક કે રાજકીય લાભ લીધો નથી. પણ મહાત્મા ગાંધીની જેમ પોતડીમાં રહેવું તેમને પોષાય નહીં. ગાંધીજીની ઠેકડી ઉડાડનારાઓ ગાંધીજીના સમયમાં પણ હતા. ગાંધીજીએ ૧૯૩૩થી હોદ્દાઓનો ત્યાગ કર્યો હતો. તેમની પાસે કોઈ કાયદાકીય સત્તા ન હતી. તેમની સલાહ પાળવી જ પાળવી એવું કોઈના ઉપર બંધન ન હતું. જેમની પાસે સત્તા હતી તેમણે પોતાની જવાબદારી નિભાવવાની હતી. નરેન્દ્ર મોદીએ સત્તા સ્વિકારી છે એટલે તેમની જવાબદારી વધુ છે. તેમના ઉપર વૈચારિક હુમલાઓ થાય. તેમણે જવાબ આપવા પડે. તેઓશ્રી કુલા ખંખેરીને એમ ન કહી શકે કે “મસ્જીદમાં ગર્યો’તો જ કોણ?” નહેરુ પણ વડાપ્રધાન પદે આવતાં જ શુટ બુટમાં સજ્જ થયેલ. બાબા સાહેબ આંબેડકર પણ શુટબુટમાં સજ્જ રહેતા હતા.

(૪) વિદેશનીતિ દેશના ફાયદા માટે હોય છે. વિદેશ નીતિ એક યુદ્ધ છે. વિદેશ નીતિમાં સિદ્ધાંતો ઉપર જડ બનીને લડાતું નથી. યુ.એસ. ભારતની તરફદારી કરતું હોય તો પણ તે પાકિસ્તાનને સહાય કરવી તદન બંધ ન કરે. યુ.એસ. પ્રચ્છન્ન રીતે આતંક વાદને પોષે છે અને તેમાં તે પોતાના દેશનું હિત જુએ છે. આ એક વિરોધાભાસ અને આ તેની વક્રતા પણ છે. પણ આ કરણસર યુ.એસ.ને, ભારત પોતાનું દુશ્મન ન બનાવી શકે. મુસ્લિમ દેશો કંઈ તાજા જન્મેલા ધાવણા બાબલા નથી કે યુએસની રણ નીતિના પ્યાદા બની જાય. પણ મુસ્લિમો જો યુએસના પ્યાદા બનવા તૈયાર હોય તો યુ.એસ. તેમને શા માટે રોકે? પ્રગતિશીલ વિચારવાદી તારેક ફતહ પણ એજ વાત કરે છે કે મુસ્લિમો, ધર્માંધતામાંથી બહાર નિકળી પોતાનું વ્યાપક હિત જોતા નથી. એટલે મુસલમાનો જ આતંકવાદ માટે જવાબદાર છે. તમે શું કામ યુએસએના નચવ્યા નાચો છો?

(૫) મહાત્મા ગાંધીના કેટલાક વલણો કેટલાક મૂર્ધન્યોને અણગમતા આજે પણ લાગે છે જેમકે “સુભાષ બાબુ ની કોંગ્રેસ પ્રમુખ માટેની ઉમેદવારીનો વિરોધ, મોપલા વિદ્રોહ પ્રત્યેનું તેમનું વલણ, મુસ્લિમો પ્રત્યેનું કહેવાતું તરફદારી વલણ, ભગત સિંહ ની ફાંસીની સજા પ્રત્યેનું તેમનું વલણ, ખિલાફત આંદોલન પ્રત્યેનું તેમનું વલણ વિગેરે. પણ ગાંધીજીની નીતિ સ્પષ્ટ હતી કે અંગ્રેજોની માયાજાળ કહો તો માયાજાળ અને ઈન્દ્રજાળ કહો તો ઈન્દ્રજાળમાં ફસાવુ નહીં.

કેટલાક ટૂંકી દૃષ્ટિવાળા ગાંધીજીને ભારતના વિભાજન માટે જવાબદાર માને છે, એવું કહીને કે તેઓ વિભાજન અટકાવવા આમરણાંત ઉપવાસ ઉપર કેમ ન ઉતર્યા? જોકે આવા લોકોને ઉપવાસ ઉપર ઉતરતાં કોણે રોક્યા હતા તે આપણે જાણતા નથી. ૧૯૫૪માં ઈસ્કંદર મીર્ઝાએ ફેડરલ યુનીયન સ્થાપવાનો પ્રસ્તાવ કર્યો હતો ત્યારે પણ આ લોકો નહેરુના નકારાત્મક વલણ સામે ઉપવાસ ઉપર ઉતરી શક્યા હોત કે પ્રચંડ આંદોલન ચલાવી શક્યા હોત. પણ તેમણે આવું કશું જ કર્યું નહીં. આ લોકોનું મુસ્લિમ વિરોધી વલણ, પ્રત્યેક મુસ્લિમ પ્રત્યેની ઘૃણાની નીપજ હતી.

મહાત્મા ગાંધીએ તો કેબીનેટ મીશનનો બહિષ્કાર કરવાની વાત કરેલ અને તેઓ પોતે તો વિભાજન સમિતિના સભ્ય પણ ન હતા. તેમણે તો અંગ્રેજ સરકારને કહેલ કે “હિન્દુ મુસ્લિમ વચ્ચેની સમસ્યા અમારી અંગત સમસ્યા છે. તેમાં તમારે બંદર-બાંટ તરીકે કાજી થવાની જરુર નથી. તમે પહેલાં અહીંથી ટળો. અમે અમારી સમસ્યા જરુર પડશે તો તલવારની અણીએ ઉકેલીશું.

મૂળ વાત એમ છે કે મહાત્મા ગાંધીની પ્રાથમિકતાને વામણા નેતાઓ સમજી શકતા ન હતા. આજે પણ કેટલાક લોકો સાંસ્કૃતિક રીતે પાશ્ચાત્ય ઇતિહાસકારોની વિભાજનવાદી આર્ય-દ્રાવિડ ની ઇન્દ્ર જાળ વાળી માન્યતામાં ફસાયેલ છે અને પોતાને તટસ્થતા વાદી માની રહ્યા છે. જેમને જરુર છે તેમણે રાજીવ મલહોત્રાની “બ્રેકીંગ ઈન્ડીયા”, “ઇન્દ્રાઝ નેટ” અને “બેટલ ફોર સંસ્કૃત” વાંચવા જોઇએ.

(૬) નરેન્દ્ર મોદી સામે પણ આવા પ્રશ્નો છે. બીજેપી, વીએચપી, બજરંગ દલ વિગેરેના કેટલાક નેતાઓ ભારતમાં રામ મંદિર, હિન્દુ રાષ્ટ્રની ઘોષણા, વેદક સંસ્કૃતિની સ્થાપના વિગેરે જેવા અપ્રાસંગિક અને બીનપ્રાથમિક પ્રશ્નોને પ્રાધાન્ય આપી રહ્યા છે.

આવા લોકોએ રામને ધાર્મિક પુરુષ ગણી રામના મંદિરની સમસ્યાને નબળી પાડી દીધી છે. વળી જે પ્રશ્ન ન્યાયાલયમાં હોય તેને બહુમતિના ધોરણે હલ ન કરી શકાય. “હિન્દુરાષ્ટ્ર” એ એક માનસિકતા છે. તમે ભારતને હિન્દુ રાષ્ટ્ર માનોને … તમને કોણ રોકી રહ્યું છે? હિન્દુઓ પ્રત્યે ધાર્મિક ભેદભાવ હોય તો તમે તમારો કેસ ન્યાયાલયમાં લડી શકો છો. વૈદિક સંસ્કૃતિ સ્થાપવી હોય તો તેની બ્લ્યુ પ્રીન્ટ પહેલાં તૈયાર કરો અને તેની યોજના બનાવો. બ્લ્યુ પ્રીંટ અને આયોજન વગર “દે ધનાધન” વાતો કરવી અર્થહીન અને બાલીશતા પણ છે. નહેરુવીયન કોંગ્રેસવાળાને તો બીજેપી વિરુદ્ધ પ્રચાર કરવાનો મુદ્દો મળે છે તે નફામાં.

માળખાકીય વ્યવસ્થાઃ

ભણેલાની બેકારી દૂર કરવી હોય તો માળખાકીય સગવડો જોઇએ જ. તેટલું જ નહીં પણ ગૃહ ઉદ્યોગના ઉત્પાદનને પણ પહોંચતું કરવા પણ માળખાકીય સગવડો જોઇએ જ. એટલે નરેન્દ્ર મોદીએ રસ્તાઓ, વિજળી, મકાન બાંધકામ, ખનીજ ઉત્પાદન, દૂરસંચાર અને નહેરોને પ્રાધાન્ય આપ્યું છે.

જોકે બંધો બાંધવા, નહેરો કરવી, ખનીજો ખોદી કાઢવા એ પર્યાવરણ ઉપર એક કુઠરાઘાત છે.

એમ તો ખેતી કરવી એ પણ પર્યાવરણ અને કુદરતી સંતુલન ઉપર કુઠરાઘાત છે.

પણ સામાજમાં રહેલું આર્થિક અસંતુલન સમાજની નીતિમત્તા ઉપરનો સૌથી મોટો કુઠરાઘાત છે. એટલે તમે પહેલાં તેની વાતો કરો. આ સંતુલનને તમે પેઢીઓ સુધી ચલાવી ન શકો. અભણોને અને ભણેલાઓને ઠેકાણે પાડવા માટે જમીન ઉપર ખેતી કરવી પડે અને બંધો પણ બાંધવા પડે. ખાડાઓ ખોદો અને પછી તે ખાડાઓ પૂરો.

નરેન્દ્ર મોદીએ ખાડાઓ કરવા અને પૂરવા ઉપરાંત સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, અને જલ વિદ્યુત જેવા અપ્રણાલીગત ઉર્જાના સ્રોતોના વિકાસ ઉપર પણ ઘણું જ ધ્યાન આપ્યું છે. તે ઉપરાંત બંદરોના વિકાસ, જમીન સુધારણા દ્વારા જમીન નવ સાધ્ય કરવી, દેશી ખાતર, અને પર્યટન વિકાસ ઉપર ઠીક ઠીક ધ્યાન આપ્યું છે.

આવી બધી વિકાસની વાતો નવી નથી. આવાં કામો નહેરુવીયન કોંગ્રેસના શાસનમાં ગોકળ ગાયની ગતિએ કે તેથી પણ ધીમી ગતિએ થતાં હતાં. જેમકે નર્મદા યોજનાની વાત કરીએ તો તે આ યોજના ૧૯૩૦ જેટલી જુની છે. અંગ્રેજોને તેમાં રસ ન હોય તે સમજી શકાય. પણ નહેરુવીયનો પણ તેને ૧૯૭૭ સુધી રાજકીય કારણોસર ટલ્લે ચડાવે તે અક્ષમ્ય છે. જનતાને ભ્રમ માં નાખ્યા કરવી તેમાં નહેરુવીયન કોંગ્રેસને ઠીક ઠીક ફાવટ હતી. પહેલાં જે કામો ગોકળ ગતિએ થતાં હતાં, તેને નરેન્દ્ર મોદીએ વેગવંતા બનાવ્યા આમાં મૂળ વાત વેગ અને જત્થાના પ્રમાણની છે. વિકાસવેગના પ્રમાણમાં વિવાદ અને વિતંડાવાદ ઉત્પન્ન કરી શકાય છે. નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક પક્ષો તેમ કરે છે.

ચલણી નોટોના વિમુદ્રીકરણે “દેશ દ્રોહીઓ”ને અને “જૈસે થે” વાદીઓને  ઉઘાડા પાડ્યાઃ

રુ ૫૦૦/- અને રુ ૧૦૦૦/-ની ચલણી નોટોને નરેન્દ્ર મોદીએ અચાનક જ રદ કરી આ બાબતે ઘણા વિતંડાવાદીઓ, મોદી-બીજેપી-વિરોધીઓ, પ્રચ્છન્ન દેશદ્રોહીઓ, “જૈસે થે”વાદી સ્વકેન્દ્રી નેતાઓ અને કાળાનાણાં વાળાઓ ઉઘાડા પડ્યા છે.

૨૦૦૪માં નહેરુવીયન કોંગ્રેસ સરકાર ફરીથી સત્તા ઉપર આવી. નહેરુવીયન કોંગ્રેસનું પ્રથમ ધ્યેય હમેશા ભ્રષ્ટાચાર દ્વારા પૈસા કેમ એકઠા કરવા એ હતું, તે વાત હવે જગ જાણીતી છે.

ચૂંટણી જીતવામાં કાળા નાણાં એક મહત્વનું પરિબળ છે. બીજું મહત્ત્વનું પરિબળ જાતિ, ધર્મ અને પ્રદેશવાદ છે.

સ્વાતંત્ર્યની લડતમા કોંગ્રેસે જે સિંહફાળો આપેલ તેનો નહેરુએ ચૂંટણી જીતવામાં ભરપૂર લાભ લીધેલ. સમાચાર માધ્યમોએ નહેરુના જુઠાણાઓ અને બેવકુફીઓને છૂપાવવામાં મૂખ્ય ભાગ ભજવેલ.

નહેરુએ ક્ષેત્રવાદ દ્વારા લોકોને વિભાજીત કરવાના શ્રીગણેશ કરેલા.

નહેરુના ઉકલી ગયા પછી આ પરિબળો સ્પષ્ટ બહુ મતિ મેળવવા અપૂરતા હતા.

ઈન્દીરા ગાંધીને ઠગ વિદ્યા અને સ્વકેન્દ્રી વ્યુહ રચનાઓ વારસામાં મળેલ. એટલે ઇન્દિરાએ જાતિવાદ આધારિત અને ધર્મ આધારિત વિભાજન વાદને ઉત્તેજન આપવા ઉપરાંત કાળા નાણાંનો પણ સહારો લીધો. વહીવટ કર્તાઓને કઠપુતળી બનાવવાનું કામ બહુ સરળ હતું. આમેય મોટા ભાગના સરકારી નોકરો ભ્રષ્ટ હોય છે અથવા જો લાગ મળે તો ભ્રષ્ટ થવા આતુર હોય છે. ભ્રષ્ટાચારના નાણાં કાળાં જ હોય છે. જો પક્ષનો સર્વોચ્ચ નેતા જ ભ્રષ્ટ હોય તો તેના સહાયકો અને સરકારી નોકરો ભ્રષ્ટાચાર કરવામાં ઝાલ્યા ન રહે.

વિતંડાવાદ દ્વારા સારાકામને નરસું કામ સિદ્ધ કરવું અને નરસાકામને સારું કામ સિદ્ધ કરવું પ્રસાર માધ્યમો માટે સરળ છે.

બેંકોના રાષ્ટ્રીય કરણની પ્રસંશા એ આમ તો એક નરસું કામ હતું. ધિરાણનીતિ ઉપર રીઝર્વ બેંકનો અંકુશ છે. ધિરાણ નીતિ રીઝર્વબેંક નક્કી કરે છે. એટલે આમ તો કોને કેટલું ધિરાણ કરવું તે માટેના નિર્દેશો અને આદેશો રિઝર્વ બેંક આપી શકે છે. જો રીઝર્વ બેંકના આદેશો ન માને તો તેને દંડી શકાય છે.

પણ જો બેંકોને સરકારી બનાવી હોય તો ઘરના ભૂવા અને ઘરના ડાકલા જેવી પરિસ્થિતિ ઉત્પન્ન કરી શકાય, એટલે આવી બેંકો, ધિરાણની બાબતમાં બેફામ વર્તે. અને તેવું જ થયું. પણ આની આડ અસરો દેખાય તે પહેલાં ઇન્દિરાએ ચૂંટણીઓ જીતી લીધી.

કેટલાક બુદ્ધિ જીવીઓ ઇન્દિરા ગાંધીના બેંકોના રાષ્ટ્રીયકરણને સાહસિક કદમ ગણાવે છે.  નરેન્દ્ર મોદીના વિમુદ્રીકરણને પણ સાહસિક કદમ ગણાવે છે અને આ બંને કદમની સરખામણી કરી તે બંનેને તેમની મનમાની કરવાની આદત સાથે સરખાવે છે.

આ સરખામણી યોગ્ય નથી. ઇન્દિરા ગાંધીના રાજાઓના સાલીયાણા નાબુદ કરવાનો હેતુ અને બેંકોના રાષ્ટ્રીય કરણનો હેતુ સ્વાર્થી હતા. રાજાઓને ઇન્કમટેક્ષ લાગતો ન હતો. ગુજરાતમાં અમુક રાજાઓ અને પટેલોએ ભેગા થઈ ઇન્દિરા ગાંધી સામે સ્વતંત્ર પક્ષ નામે નવો પક્ષ બનાવી જોરદાર લડત આપેલી. એટલે ઇન્દિરાએ પોતે સમાજવાદી હોવાના નાતે રાજાઓના વિશેષ અધિકારો નાબુદ કરેલ અને પટેલોને જમીનદારો તરીકે ઓળખાવેલ. વિરોધાભાસ એ હતો કે વધુ રાજાઓ ઇન્દિરા કોંગ્રેસને પક્ષે હતા અને ગુજરાતમાં જમીનદારી નહીંવત હતી. એટલે જમીનદારોએ પક્ષ બનાવ્યો છે તે વાત અસ્થાને હતી. પણ રાજકારણમાં રાજાના વાજીંત્રો સત્યને ઢાંકી દેછે.

વિમુદ્રીકરણમાં નરેન્દ્ર મોદીનો કોઈ સ્વાર્થ નથી. મુલાયમ, મમતા, માયાવતી, જયલલિતા, કરુણાનિધિના પક્ષના નેતાઓ વિગેરે ઉપર નાણાંકીય ગોલમાલના ખટલાઓ ચાલે છે. સંભવ છે કે કાળાનાણાં બીજેપીના અમુક નેતાઓ પાસે પણ હોય. બીજેપી પોતાના કાળા નાણાં સગેવગે કરી દે અને પછી નરેન્દ્ર મોદી વિમુદ્રી કરણ કરે તે શક્ય નથી. જો આવું હોય તો તેવી વાત વિમુદ્રી કરણ થયા અગાઉ જ આ વાત લીક થયા વગર રહે જ નહીં.

બનાવટી નોટોનું કૌભાન્ડ ૨૦૦૪-૦૫માં શરુ થયેલ. જે કંપનીને નોટો છાપવાનું ટેન્ડર આપવામાં આવેલ તે જ કંપનીને તે નોટોની ખરાઈ ચેક કરવાના મશીનો સપ્લાય કરવાનું કામ આપવામાં આવેલ. આ કંપનીને બીજા દેશો દ્વારા બ્લેક લીસ્ટ કરવામાં આવેલી કારણ કે તેને આતંકવાદીઓ સાથે સંબંધો હતા.  

આ કંપની બનાવટી નોટો પણ છાપતી હતી. આ કંપની, પાકિસ્તાની આઈએસઆઇને આ રુ. ૫૦૦ની બનાવટી નોટો રુ ૨૦૦માં સપ્લાઈ કરતી હતી. આઈએસઆઈ આ બનાવટી નોટો આતંકવાદીઓને રુ ૩૦૦માં વેચતી હતી. આતંકવાદીઓ જુદા જુદા માર્ગો દ્વારા આ બનાવટી નોટોને ભારતમાં ઘુસાડતા હતા. આમાં દાઉદ ગેન્ગ પણ સંડોવાયેલી હતી.

આ કંપનીએ બનાવટી નોટો રીઝર્વ બેંકને પણ પધરાવી હતી. આ વાત ત્યારે બહાર આવી કે જ્યારે સરકારી બેંકોના “એટીએમ”માંથી બનાવટી નોટો બહાર નિકળી. પણ આ બધું નહેરુવીયન કોંગ્રેસે અને રીઝર્વબેંકના ગવર્નરોએ જનતાથી છૂપાવેલું. સોસીયલ મીડીયામાં આ વાત જાણીતી હતી. પણ વર્તમાન પત્રોએ કદી આ વાત ચગાવી ન હતી, તેના કારણો આપણે જાણીએ છીએ.

બનાવટી નોટોના શસ્ત્રને નિસ્ક્રીય કરવા નોટોનું વિમુદ્રીકરણ કરવું અનિવાર્ય હતં. આ વાત નહેરુવીયન કોંગ્રેસ સારી રીતે જાણતી હતી. પણ વિમુદ્રી કરણ કરવાની તેની દાનત ન હતી. રીઝર્વ બેંકના ગવર્નરને આ વાત ની ખબર ન હોય તે અશક્ય છે. કેટલી નોટો છાપી, કેટલી નોટો વહેંચી અને કેટલી નોટો બજારમાં ફરે છે તે વાતની રીઝર્વબેંકને ખબર હોય, હોય અને હોય જ. રીઝર્વબેંકના ગવર્નર રાજનને પણ આ વાતની ખબર હતી. તેમની પણ વિમુદ્રીકરણની દાનત નહતી. તેમણે વિમુદ્રીકરણ ની કરેલી ટીકા પણ આ જ બાબત પ્રદર્શિત કરે છે.

નરેન્દ્ર મોદી અને બીજેપી કેન્દ્રમાં સત્તા સ્થાને આવતાં, પાકિસ્તાનની આઈએસઆઈ અને આતંકવાદી જુથો મરણીયા થયા હતા. જો તેઓ સક્રીયતા દાખવે તો જ બીજેપીને બદનામ કરી શકાય. કાશ્મિરની પત્થરબાજી પણ આ બનાવટી નોટોને આભારી હતી.

વિમુદ્રીકરણની યોજના નરેન્દ્ર મોદીના મગજમાં તેઓ વડાપ્રધાન થયા તે દિવસથી હતી.

નરેન્દ્ર મોદી પોતાના પ્રહારો કોથળામાં પાંચશેરી નાખીને કરે છે.

નરેન્દ્ર મોદીએ વિમુદ્રી કરણની પૂર્વ વ્યુહરચના બનાવી હતી. નવી નોટોનું ટેન્ડર અને છપામણી રાતો રાત થયાં ન હતાં. બને તેટલા વધુ લોકો બેંકોમાં પોતાના ખાતા ખોલે તે કંઈ ટૂંકા ગાળાનું આયોજન ન હોઈ શકે. સમાચાર એવા પણ છે કે મોટાપાયે બનાવટી નોટો ઘુસવાની તૈયારીમાં હતી. પાકિસ્તાની આતંકવાદ મોટા પ્રકારનું પરાક્રમ કરવા સજ્જ હતો. એટલે થોડુંક વહેલું વિમુદ્રીકરણ આવી પડ્યું. જનતાને ઓછામાં ઓછી અગવડ પડે તે માટે ૫૦ દિવસની મુદત નાખવામાં આવી. જનતા તો સમજી ગઈ પણ કાળાનાણાંવાળા સ્થાપિત હિતો સમજવામાં માનતા ન હતા. ઉંઘતા માણસને જગાડી શકાય પણ ઉંઘવાનો ડોળ કરતા જાગતા માણસને જગાડી ન શકાય.

રોકડમાં રહેલા કાળાં નાણાં નષ્ટ થઈ ગયાં, લાલનાણાં (માફીયાઓના, અસામાજીક તત્ત્વોના, આતંકવાદીઓના અને નક્ષલવાદીઓના નાણાં) પણ નષ્ટ થઈ ગયાં. પણ સ્થાવર મિલ્કતમાં રહેલા આવા નાણાં હજી નષ્ટ થવાનાં બાકી છે. નવા કાળાં નાણાઓ ધીમે ધીમે ઉત્પન્ન થશે. ભ્રષ્ટાચાર નાબુદ થયો નથી. જ્યારે કાળાં નાણાં આપવાવાળાની અને લેવા વાળાની જુગલબંધી હોય તો કાળાં નાણાં નાબુદ થઈ શકે નહીં. ભ્રષ્ટાચાર “ફુલ પ્રુફ સીસ્ટમ”થી નાબુદ થાય છે. અને તે થશે.   

અસ્પૃષ્ટ સમસ્યાઓઃ

પણ કેટલાક કામો એવાં છે કે જેને નહેરુવીયન કોંગ્રેસે સ્પર્ષ્યા પણ ન હતાં. આમાં વહીવટી રીતે અસ્પૃષ્ય રહેલા કામો પણ આવી જાય. ગ્રામોદ્યોગનું અલગ ખાતું હતું, પણ ગ્રામોદ્યોગ ના ઉત્પન્ન થતા માલને વેચવાની વ્યવસ્થા ન હતી. જે હવે શહેરોમાં હેંડીક્રાફ્ટના મેળાઓ રુપે જોવા મળે છે. આ ઉપરાંત સખી-મંડળોની સ્થાપના ગ્રામોદ્યોગના વિકાસને અનુરુપ છે.

જે બાબતને વહીવટી રીતે અસ્પૃશ્ય રાખેલી તેમાં ઉદ્યોગોદ્વારા થતી જમીન અને હવાની બરબાદી. ઉદ્યોગો દ્વારા જમીનને દુષિત થવા દેવી. ઉદ્યોગોનો વેસ્ટ નદી, તળાવ કે સમુદ્ર માં જવા દેવો અને તે માટે નાળાઓ બનાવવા અને હવાને પણ દુષિત થવા દેવી આ સ્થિતિ એ હદે ૧૯૮૦ થી થવા દીધી છે કે તે હવે નિયંત્રણની બહાર છે. આ જ પ્રમાણે જમીન, રસ્તા, ફુટપાથના દબાણો થવા દેવા તે અનિયંત્રિત બની. આ ઉપરાંત અનાધિકૃત બાંધકામો એ જ એ હદે પહોંચ્યા છે. આમાં ન્યાયાલય સહિત સૌની મિલી ભગત છે.

નરેન્દ્ર મોદીની સરકાર પણ રસ્તા-ફુટપાથ ઉપરના દબાણોને, અનધિકૃત બાંધકામને, જમીનના ઉપયોગને લગતા હક્કોને, રહેણાંકના મકાનોના રીડેવલપમેંટને લગતા કાનુનોને બદલવા માગતી હોય તેમ લાગતું નથી. હજી બીજેપી પણ જમીનના નાના નાના ૧૦૦ ચોરસમીટરના ટૂકડાઓ (ખાસકરીને ગામડાંઓમાં), કહેવાતા ગરીબોને ખેરાત આપવામાં માનતી હોય એવું લાગે છે. હજી જનતા અને નેતાઓ ખેરાત કરવાની મનોવૃત્તિમાંથી બહાર નિકળવા માગતા નથી. ટ્રાફીક સેન્સના અભાવની સમસ્યા વિષે પણ આવા જ હાલ છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્જ઼ઃ મહાત્મા ગાંધી, કલ્કી અવતાર, નરેન્દ્ર મોદી, અહિંસક સમાજ, બુદ્ધિજીવીઓ, જૈસે થે વાદી, સ્વકેન્દ્રી, સ્થાપિત હિતો, સર્વોદયવાદીઓ, નહેરુ, ઇન્દિરા, પૂર્વગ્રહ, નહેરુવીયન કોંગ્રેસી, સૌનો સાથ સૌનો વિકાસ, જનતાની માનસિકતા, વર્ણવ્યવસ્થા, ઉચ્ચ નીચ, આર્થિક અસમાનતા, જાતિવાદ, ધર્મ, પ્રદેશવાદ, સાંસ્કૃતિક સાથીઓ, સમાચાર પત્રો, અછતનો જમાનો, નહેરુવીયન કોંગ્રેસની અણઘડતા, શિક્ષણનો અભાવ, બેકારી, શુટ બુટ, કાયદાકીય સત્તા, તારેક ફતહ, પ્રગતિશીલ મુસલમાન, સુભાષબાબુ, ખિલાફત, ઇન્દ્રજાળ, માયાજાળ, રાજીવ મલહોત્રા, બ્રેકીંગ ઈન્ડીયા, બેટલ ફોર સંસ્કૃત, પ્રાથમિકતા, રામ મંદિર, વૈદિક સંસ્કૃતિ, હિન્દુ રાષ્ટ્ર, રામ એ ધાર્મિક પુરુષ,   વિમુદ્રીકરણ, કાળાંનાણાં, લાલ નાણાં, ધિરાણ નીતિ, રીઝર્વ બેંક, બનાવટી નોટો, સરકારી બેંકોના એટીએમ,

ચમત્કૃતિઃ

ડી.બી. ભાઈ ની માનસિકતાઃ

નીતીશકુમારે નરેન્દ્ર મોદીના વિમુદ્રીકરણના પગલાના વખાણ કર્યા. નરેન્દ્ર મોદીએ નીતીશકુમારના દારુબંધીના પગલાના વખાણ કર્યા.

ડીબી ભાઈની આજની હેડ લાઈન “અહો રુપં અહો ધ્વનિ”

પંચતંત્રની વાતનું અનુસંધાનઃ ઊંટના લગ્નના સમારંભમાં કાગડો અને ગધેડો એક બીજાની પ્રશંસા કરવા લાગ્યા. ગધેડો કહે “વાહ કાગડાભાઈ શું તમારું રુપ છે.” કાગડો ગધેડાને કહે “વાહ ગધુભાઈ શું તમારો સુર છે.”

ડીબી ભાઈનો મેસેજ. “નીતીશકુમાર કાગડાભાઈ છે. નરેન્દ્ર ભાઈ ગધુભાઈ છે. તેમના પગલાં વાસ્તવમાં “અહો રુપં અહો ધ્વનિ જેવા છે”

    —————–

પહેલાંના સમયમાં ટીવીમાં એક વીડીયો ક્લીપ આવતી હતી.

એક મહિલાના પતિ ડૉક્ટરને કહે છે “પ્લીઝ ડૉક્ટર ‘ફોર ધ ટાઈમ બીઈંગ’ તમે મારી પત્ની ને સાજી કરી દો”

ડૉક્ટર આશ્ચર્ય પામીને કહે છે “ફોર ધ ટાઈમ બીઈંગ?”

સૂચના લાઈન “સહી શબ્દોંકા પ્રયોગ કરેં”

    ———

ડીબીભાઈ (દિવ્યભાસ્કર) ને “સહી શબ્દોંકા પ્રયોગ કરેં” ટોપી બેસે છે …. !!!  

Read Full Post »

Arrogant persons cannot exchange thoughts in Social media

The best use of social media is to exchange thoughts. Social media is a tool of communication to exchange thoughts and improve one’s knowledge, open and free discussion on a subject matter has to be the basic aim of social media. But we observe, social media is used to spread hatred and reinforce hatred.

IN A DEMOCRATIC COUNTRY:

In a democratic country, the freedom of speech is the must. But this freedom is used for creating hatred and abusing those who have different opinion.

Unfortunately such attitude, we observed from Learned Muslims. Such Muslims have been recognized by another learned Muslims,  reported to have been learned, and the latter exhibit,  immaturity and arrogance.

This puts a question mark as to what should be the definition of a “learned Muslim”?

Why I am talking about Muslims only? Are there not such persons among Hindus?

Yes. There are such persons among Hindus too. But I would talk about Muslims only because the issue of India is to unite Hindus and Muslims. Muslims’ agenda may be to find common points as a discovery and proceed further to establish the truthfulness of Koran. I may not deny this.

Human is in Pub

Now here, I will reproduced as to how I blogged and what replies I received from Muslims, inclusive of so-called learned Muslims.

Zakir Nayak:

  • Some time back I wrote a blog on Zakir Nayak where I condemned his perception on Hinduism. (Hinduism may be taken under classical meaning Sanatan Dharma where Dharma has to be taken under Indian traditional socio-philosophical description). Under this blog, I have narrated the aim behind worshiping God through his symbolic images. I gave examples and I put up some question marks against the attitude of Muslims on hatred against worshipping God through the symbolic images of God as false God, where as they themselves follow the false identities.

I WAS CHALLENGED

On this blog, I received no academic responses but one, where I had stated that as per Koran “God can be called by any name”. I gave some examples. But I was challenged and I was asked to quote the hymn of Koran. Since I had read the Koran, but I had not prepared a note, I had to search for that hymn, in the whole Koran.

It was my duty as to what I said, I have to prove it. I off course said, it would take some time. Now I am reading Koran 10 pages per day. I do not know how much time it would take. But I have no doubt that I would be in position to quote the hymn as desired.

  • The second topic was “All Muslims are not terrorists, but all the terrorists are Muslim.” There was material associated with it in a large proportion. But it was replied “All Stupid are not Hindus but all Hindus are Stupid.” Yes this was the reply but no material.

  • Most Muslims, on social media, are active, on out of proportion on the Castes system of Hindus and they quote stray atrocities of so called Hindus on SC ST.

  • Surprisingly even not a 1% of Muslims are active on massacre of 3000+ Hindus of Kashmir and 500000+ Hindus of Kashmir were driven out from their home. The reply of some Muslims was that atrocities executed by the persons were not Muslims because Islam is for peace. Such reply of Muslims give the message that Muslims want to shirk from the responsibility or want to dilute the issue. They do not want to become active on social media affirmatively and are not interested in protecting Hindus’ human rights or even natural rights, let there be a lapse of 25+ years.

  • Off course a doctor viz.  Dr. M agreed on the human rights protection of Hindus, but he could not avoid to say that “Some Hindus are started coming back.” What is this “Some”? This “Some” is hardly “300-400” out of 500000+. Such attitude again gives the same message to all the Hindus that Muslims those who are active on social media are not interested in protecting Hindus’ human right and natural rights, let there be lapse of 25+ years. We have never observed any agitation conducted by Muslims for providing human/natural rights to Hindus of Kashmir or rest of India.

  • Muslims are highly active to curse the action of Indian Security forces of Kashmir. But they never discuss what caused them to take strict action which they were supposed to take.

 Prophet Mohammed was the Kalki Avatara as per Bhavishya Puranam.

God incarnates (himself or sends a messenger or send his son or whatsoever meaning you may carry for Avatara) time to time as and when needed to protect the knowledgeable and pious persons from the evil persons or evils. Kalki was prophet Mohammed as per the words “desert” and  “Mahamadah” used in Bhavishya Puranam. Prophet Mohammad did all the activities as described in Bhavishya Puranam.

Hindus feel this is a fake hypothesis.

Similar hypothesis has also put up by some Christian that “Christ and Krishna were the same”. It was based on:

Some similarity of sound between Christ and Krishna.

Christ was brought up in shepherd family, Krishna was also brought up in shepherd family. Both did some miracles. Both believed and spread love. Both were produced by virgin lady. Both had brother and sisters ….     

Muslims recognize Vishnu as a God. They also recognize Rama, Krishna and all Avataras of God Vishnu as messengers or whatsoever.

Muslims feel “all books of Hindus (scriptures) whatever the scriptures’ SAY tallies with Muslims interpretation”, are authentic.

Muslims are also of the opinion that Puranas are preceding Vedas.

 Muslims either unable to grasp the historical and philosophical difference among Vedas, Upnaishadas, Darshanas … Puranas, or they understand they are all en-par with each other being they are all Hindu Scriptures and they say like this …. This … this… Q.E.D.

  • It is OK till Muslims keep these with them. Because all these things are ill-logical and their implications are not favorable if your agenda is for the unity of Hindus and Muslims.

  • WHAT THE MUSLIMS SHOULD DO?

Muslims should keep mum on Hinduism.

This applies to every Non-Hindus. Muslims should realize that when you poke your nose to exhibit your knowledge on Hinduism you would fail miserably.  Because Hindu religion is basically different than Islam and Christianity.

  • When I explain how the same is:

I got reactions from Muslims as under:

When the subject matter was Veg and Non-Veg,

.. I and Hindus got an abuse on the matter of “Anti-beef eating terrorism”. Stray incidents can be labeled as terrorism by Muslims very easily.

 .. “…. you simply prefer to adopt this attitude of “holier than thou”? ….

 .. Your understanding about the Animal Kingdom and the Plant Kingdom is limited and restrictive and based on a cultural bias or paradigm… when anyone says it cannot be subjected to “death” then this contradicts and contravenes the decision and design of the Almighty… “

 … REACTION ENDS UP WITH THE “DESIRE OF GOD”.

A lot of copy paste as to how the almighty God gave instinct and all that to animal kingdom. QED.

My point was related with Veg and Non-Veg. It had nothing to do with Hinduism or Islam. But topic was converted to Hinduism and Islam.

Muslims quoted some false hymns of Vedas and misinterpreted hymn of a Upanishada viz. Chhandogya Upnishada of being pro-nonVeg.

Off course I replied all those by correct meaning.  It is not clear as to why the discussion was switched to religions.

It was also taken for granted, that I do not believe in existence of Rama and Krishna. And a lot curse on me, on that ground.

e.g.

Respondent says;

I am never impressed by the views or opinions of bigots or obscurantist folks whosoever they are….also you have conveniently swept all the questions that have been asked of you, under the carpet…..you are offering your personal beliefs…and views….which is okay…but it does not mean that you are right and the majority of the Hindus are wrong….in all fairness !

The respondent talks and describes God and Goddesses and gender discrimination of Hindus. In fact all these were irrelevant to the subject matter. Why should I reply to irrelevant.

  • And then the respondent opens up the subject of Kalki, Avatara and Mohammad stating that “ … it is inter-related.

Some way I denied and said “I have not read Bhavishya Puranam and I do not have all the 36 Puranas. I cannot give any comment. Yes we have to extract history from Puranas. I have the oldest Puranam viz. Vayu Puranam.(this does not narrate like what you have said).

I said “Which Raja Bhoj? Is it the same of Ujjain, who happened to be in 11th century (reigned in 1010-1055 CE)? 11th century period is the post Mohhamed period. As a part of history his (Prophet Mohammed) name can appear in Bhavishya Puranam.

Then, I received some photos derogating Indian politicians etc…

Then I received a lot “Copy Paste” related with Islam and Bible under the respondent’s statement like  “Mr Dave…..what I do sense is that you are doing your utmost to slither and your endeavors are geared towards remaining in self denial….which is understandable as the evidence I show retains the potential to rock your boat that is frail….if Nine Avataras (descents) came mandatorily and without fail…why would the TENTH..and the Vital one for kali Yug NOT come?”

Then a lot “Copy Paste”. All the copy paste were uncalled. I contradicted the conclusion of the respondent who was firm on “ Prophet Mohammed and Kalki were the same”.

Then the respondent labeled me an Atheist.

I expressed my pleasure and narrated about the God I believed and the God narrated by the Respondent.

Then some respondents  pasted atrocity of Hindus on Muslims. This caused me to respond appropriately.

I received a response:

No Dave is hilarious…..in his outbursts…..lets hope he is not suffering from diarrhea…..!

I requested to respond point wise.

On my reply to term Krishna as a great person, I received a reply as under:

Dave…..please don’t try to teach us who was Krishna or how “great a person” he was? We know more than you who he was and is…he wasn’t just a great person but much more….and pantheistic guys can’t comprehend….so chill out and give us all a break !…and explain first why the “Trishool” has Three points…and NOT just One….whats the significance if this “triad” or “trinity”…and how it translates and ties to Islam today ? Lets see you do this for us please…!!!!

It appears that the respondent emphasizes that the said respondent knows Krishna more than I know Krishna that who was Krishna. However the respondent is more interested in why the Trishool has three points and not just one. For the respondent, the “Three” points of the Trishool are most significant.

There can be many replies to this question.

If we take it literally, I can ask,  say “If there is a Dvee-shool” i.e. two points. Can we not ask a question why it has “Two points” and Not One or Three or many…. ?

Similar question is Why Vishnu has Shankha and Not Coral or some thing else, say Gulab Jamun?

Though I can explain and reply Trishool’s philosophy and poetry and all that.

But I have a question on the say of the Respondent viz. “Dave…..please don’t try to teach us who was Krishna or how “great a person” he was? We know more than you who he was…”

Does this statement not show “Anger”? I am sure, it shows anger of the Respondent. Leave aside my ignorance on Krishna.

I want to know what Prophet Mohhamed taught about Anger. And that about Krishna too? What is their idea about Anger?

I think I may not get the reply.

Shirish M. Dave

Read Full Post »

Older Posts »

%d bloggers like this: