Feeds:
Posts
Comments

Posts Tagged ‘અધિકાર’

ગાંધીબાપુ ક્યાં સુધી જીવશે? – ૧

Paint01

શું ગાંધીજી પ્રસ્તૂત છે?

૧૯૪૮ના અને ૨૦૧૮ના ભારતમાં ઘણો ફેર પડી ગયો છે.

વૈચારિકતાને ન ગણીએ પણ રહેવાની ઢબમાં જે ફેર પડી ગયો છે તેને જો ગણીએ તો ગાંધીજી હવે કેટલા પ્રસ્તૂત છે તે વિચારવું પડશે.

પણ એ પહેલાં વૈચારિકતા ઉપર આછેરો દૃષ્ટિપાત કરવો જરુરી છે.

જો હિંસા અને અહિંસાના પરિપેક્ષ્યમાં જ વિચારીએ તો વૈચારિક દારીદ્ર્યતા હજુ પણ જીવિત છે. કદાચ ક્યાંક ક્યાંક તે અધિક માત્રામાં અને તે પણ અંધ રીતે જીવે છે.

તમે નિરક્ષરને કે દૃષ્ટિહીનને પુસ્તક ભેટ આપો તો કદાચ તે બીજા પાસે પણ વંચાવી લેશે અને ગ્રહણ કરવું હશે એ ગ્રહણ કરશે. પણ જે વાંચી શકે છે પણ જે અમુક પુસ્તકો વાંચવામાં માનતો જ નથી, તો તેને તમે ક્યાં મુકશો? તમે તેને નિરક્ષર કે દૃષ્ટિહીન વ્યક્તિથી પણ અક્ષમ કક્ષાએ મુકશો.

જેમ કે કેટલાક લોકો ભગત સિંહ અને મહાત્મા ગાંધીને સામસામે મુકે છે.

કારણ કે ભગત સિંહ અહિંસામાં માનતા ન હતા અને ગાંધીજી, બ્રીટીશ સરકાર સામેની લડાઈમાં અહિંસામાં માનતા હતા.

સૌ સૌની વિચારધારાની પસંદગીની વાત છે. પણ બંને વિચાર ધારાઓ તે વખતે કશા સંઘર્ષ વગર એકબીજા પ્રત્યે માન રાખતી હતી.

જો ધ્યેય માનવ જાતના ભલા માટેનું હોય તો, કોઈ પોતાની માન્યતા પ્રમાણે વર્તે તેમાં બીજાએ દખલ કરવી નહીં આ વાત તેઓ સૌ સારી રીતે સમજતા હતા.

સ્વતંત્રતા પ્રાપ્તિ માટે હિંસક માર્ગની લડતમાં વિશ્વાસ રાખનારાઓનું એક જુથ હતું. અહિંસક માર્ગે લડત ચલાવવી એવું માનનારાઓનું પણ એક મોટું જુથ હતું. કેટલાક એવા પણ હતા કે જેઓ બંનેમાં વિશ્વાસ રાખતા હતા.

ગાંધીજીનું યોગદાન

૧૯૧૬માં ગાંધીજી આફ્રિકાથી હિન્દુસ્તાન આવ્યા. સૌ પ્રથમ તો તેઓ આખું હિન્દુસ્તાન ફર્યા. એટલે કે તેઓ હિંદની પ્રજાના માનસથી અને પરિસ્થિતિથી પરિચિત થયા. એટલે જો ગાંધીજીના યોગદાનની વાત કરીએ તો ગાંધીજીએ ૧૯૧૭ થી ૧૯૪૭ કોંગ્રેસને અને દેશની જનતાને યોગદાન આપ્યું કહેવાય.

ગાંધીજીની કોંગ્રેસ પક્ષ ઉપર વૈચારિક પકડ હતી. તે કોના ઉપર કેટલી હતી અને કેટલી ઉંડી હતી તે એક બહુ મોટી ચર્ચાનો વિષય છે. પણ જ્યારે ગાંધીજીનો પાર્થિવ દેહ અસ્તિત્વ ધરાવતો હતો, તે સમયે જે લોકો ગાંધીના બધા જ વિચારોને અપનાવવામાં માનતા ન હતા તેઓ કાળક્રમે તેમને સ્વિકારતા થયા હતા. જેમાં આચાર્ય જે.બી. ક્રિપલાણી, રામમનોહર લોહિયા, ઇન્દુલાલ યાજ્ઞિક અને બીજા ઘણા આપણા ગુજરાતના પણ લોકપ્રિય નેતાઓના નામ લઈ શકાય.

ગાંધીજી એક ઓજાર કે શસ્ત્ર …!!!

કેટલાકને મન ગાંધીજી, એક જાહેર જીવનમાં પ્રભૂત્ત્વની સ્થાપના માટેનું ઓજાર કે શસ્ત્ર હતા તેઓમાંના કેટલાક કોંગ્રેસમાં રહ્યા અને કેટલાક કોંગ્રેસમાંથી નિકળી ગયા. જેઓને માટે ગાંધી એક વિચારધારા હતી, તેઓએ લોકોપયોગી સંસ્થાઓ ચાલુ કરી અને તેની દ્વારા પોતે સમાજ માટે કંઈક હકારાત્મક  કર્યું છે અને કરે છે તેવી આત્મતુષ્ટિ મેળવી. “મારે માટે એક પગલું બસ છે.”

ગાંધીજીના અહિંસા માર્ગ, અને અ-ગાંધીવાદીઓના હિંસા માર્ગ, આ બંનેને આપણે વનસ્પત્યાહારી અને માંસાહારી વિચારધારાઓ સાથે સરખાવી શકીએ.

ગાંધીજીની અહિંસા સાપેક્ષ હતી. એટલે કે ઓછામાં ઓછી હિંસા એટલે અહિંસા. અને ઓછામાં ઓછી હિંસા એ, જે તે પ્રસંગ અને જેની ઉપર આચારવામાં આવનાર છે તે વ્યક્તિની માનસિકતા ઉપર આધાર રાખે છે.

ગાંધીજીને એમ લાગેલ કે બ્રીટીશ રાજ લોકશાહીને વરેલું રાજ છે. કાયદાનું શાસન છે. તેઓ ભલે દંભી હશે, તેઓ ભલે ચાલાક હશે, પણ તેઓ હમેશા કાયદાને વરેલા રહેશે એટલે તેમની સામે અહિંસક લડત ચાલી શકશે. સફળતા મળતાં કદાચ વાર લાગશે પણ તેઓ સત્યને નકારી શકશે નહીં.

અહિંસાની સાથે સુક્ષ્મ હિંસા અદૃષ્ય રીતે જોડાએલી હોઈ શકે છે. તમે વધુ જાણકાર હો અને સામેના પક્ષનો વ્યક્તિ ઓછો જાણકાર હોય તો તમે તેને ચર્ચામાં હરાવી શકો છો. ભલે સત્ય તેની તરફમાં હોય તો પણ.

આવા સંજોગોમાં તમે સુક્ષ્મ હિંસા ઓછી કરવા તેને યોગ્ય મુદત આપી શકો છો. જો તમે આવું ન કરો તો તે સુક્ષ્મ હિંસા જ કહેવાય. પણ જો સામેની વ્યક્તિ બેસુમાર મુદતો માગ્યા જ કરે તો તેણે મીથ્યા રાજકારણ ખેલ્યું કહેવાય. (આવું રાજકારણ નહેરુવીયન કોંગ્રેસે સર્વોદય વાદીઓ સામે ખેલેલું).

જેઓ હિંસામાં માને છે તેઓ પણ અહિંસામાં તો પરોક્ષ રીતે માનતા જ હોય છે. જેમ કે જેઓ માંસાહારી હોય છે તેઓ વનસ્પત્યાહારી તો હોય છે જ. કારણ કે માંસાહાર એ માણસ જાત માટે  સંપૂણ અને સ્વતંત્ર આહાર નથી. માંસાહારીઓને પણ મરચું, મીઠું, મરી, મસાલા, થાળી, વાટકા, ચમચી વિગેરે વાપરવા જ પડે છે. તેઓ તેને બદલે કંઈ, લાલ કાળી કીડીઓ, મંકોડા, વરસાદી જીવડાં, ખોપરી, હાડકાં, છીપલાં …. વાપરતાં નથી.

તેવી જ રીતે હિંસામાં માનનારાને પણ કાયદા તો બનાવવા જ પડે છે જેથી સમાજમાં હિંસા ઉપર નિયમન આવે.

બ્રીટનમાં અહિંસક માર્ગે  જનતંત્ર સ્થાપેયેલું. તેથી અહિંસક માર્ગે આઝાદી પણ મળી શકશે તેવો ગાંધીજીને વિશ્વાસ હતો. આમ કરવામાં તેમને જે અનુભવો થયા, તેને લીધે, તેમની અહિંસા ઉપરની શ્રદ્ધા ઉત્તરોત્તર વધતી ગયેલી.

ગાંધીજી એક બહુમુખી પ્રતિભા

ગાંધીજી, એકલી સ્વતાંત્રતાની વાતને જ નહીં, પણ સ્વાવવલંબનની વાતને, અને સમાજ સુધારણાની વાતને પણ દેશના અંતરાલ અને અંતિમ છોર સુધી લઈ ગયેલ. ગાંધીજીએ કોંગ્રેસના સંગઠનને નાનામાં નાના ગામડા સુધી પહોંચાડેલું. આનો લાભ નહેરુવીયન કોંગ્રેસને ૧૯૬૭ સુધી મળતો રહેલો..

તમને પાંચશો ખોરાડાના ગામમાં પણ એક ગાંધીવાદી જોવા મળતો હતો. ભાવનગર શહેરમાં તમને નાનાભાઈ ભટ્ટ કે આત્મારામ ભાઈ ભટ્ટ જેવા અનેક મળે અને શહેર હોવાને કારણે નવાઈ ન લાગે પણ ગારિયાધર જેવા એક નાનકડા ગામમાં પણ તમને શંભુભાઈ ત્રીવેદીનો સોટો ચાલતો જોવા મળે તો એ કેવું લાગે? હાજી સોટો એટલે સોટો. આ સોટો એટલે આચાર્યના અનુશાસન જેવો સોટો. ઇન્દિરાના કટોકટીના શાસનના સોટા જેવો નહીં.

આજે પણ તમને મેઘાલયમાંના અંતરાલ ગામ એવા મૉકડૉકમાં પણ એમીલીબહેન જેવા સર્વોદય કાર્યકર જોવા મળશે જેઓ બાળકોને ભણાવે છે અને બીજી બહેનો સાથે નાની ખેતી પણ કરે છે.   ગાંધીજીનું આંદોલન ફક્ત સ્વતંત્રતા માટે ન રહેતાં અનેક રીતે બહુમુખી હતું.

કેટલાક લોકો બરાડીને મોટા અવાજે કહે છે કે ગાંધીજીને કારણે સ્વતંત્રતા મળી એ એક જૂઠ છે. આપણે તેમને કહીશું; ભલે ભાઈ ભલે. તમે ખુશ થાઓ.

ગાંધીજીની આઝાદીની લડત તો તેમની સમગ્ર લડતોની હિમશીલાની ટોચ માત્ર હતી. જો તમે ગાંધીના યોગદાનને ફક્ત આઝાદીના પરિપેક્ષ્યમાં જ જોતા હો તો તે તમારું અજ્ઞાન છે.

ભારત દેશ એટલે એક ગરીબ દેશઃ

અંગ્રેજોએ આપણા દેશને ગરીબ બનાવીને છોડી દીધો હતો. હવે આગળ કેમ વધવું, તે સ્વતંત્રતા પછીનો  મોટો કોયડો હતો.

ગરીબ દેશ, એટલે નહીં મકાન, નહીં પાણી, નહીં અન્ન, નહીં વસ્ત્ર, નહીં વ્યવસાય, નહીં ઉત્પાદન, નહીં ધન, નહીં આવાસ … અને તેની સાથે સાથે શિક્ષણનો અભાવ, ફરેબી શિક્ષણ, અંધશ્રદ્ધા, કોમવાદ, જાતિવાદ, અસ્વચ્છતા, રોગચાળો, કુરિવાજો,  …. આવી પરિસ્થિતિમાં દેશને આગળ કેમ લઈ જવો? ….

આ બધું હોવા છતાં ભારત પાસે વારસામાં હતું; મહાન સંસ્કૃતિ, સંસ્કૃતભાષા, સંસ્કૃત સાહિત્ય, ઉચ્ચ તત્ત્વજ્ઞાન, સહિષ્ણુ ધર્મ, અને અનેક ક્રાંતિકારી મહાત્માઓ અને સંતો ….

ગાંધીજીએ રામને અને ગીતાને જ શા માટે પસંદ કર્યાં?

(૧) જેને તમે નકારી શકતા નથી તેનો આદર કરો, ભલે તે કોઈ પણ કક્ષાએ થી ઉચરાયું હોય,

(૨) સત્યનો આદર કરો અને તેની સ્થાપના કરો,

(૩) શાસક માટે કશું અંગત નથી. તેનું જીવન ખુલ્લી કિતાબ જેવું હોવું જોઇએ,

(૪) સામાજીક બદલાવ, શાસક ન લાવી શકે, કારણ કે શાસક તો બળ વાપરશે. અને બળથી સત્ય સિદ્ધ થતું નથી.

(૫) સામાજીક બદલાવ લાવવા માટેના અધિકારીઓ ઋષિઓ છે,

(૬) ઋષિઓ પાસે નૈતિક બળ છે અને શાસક પાસે “દંડ” નું બળ છે.

(૭) ઋષિઓનું શાસન એ અનુશાસન છે, શાસક જે કંઈ કરે તેને શાસન કહેવાય.

(૮) ધર્મ એટલે સમાજ પ્રત્યેનું કર્તવ્યઃ

એટલે કે જેણે જે ક્ષેત્રને પસંદ કર્યું અને જેમાં કુશળતા મેળવવી. તે દ્વારા સમાજની સેવા કરવી તે તેનો ધર્મ છે.

જેમકે તમે સર્જન થયા અને ઘણા પૈસા અને કિર્તી કમાયા. કોઈ એક વખત તમે ઓપરેશન ટેબલ ઉપર ઓપરેશન કરવાની તૈયારીમાં હતા અને તમને લાધ્યું કે આ કામ તો ખરાબ છે. હું આ ઓપરેશન નહીં કરું અને તમે તે ઓપરેશન છોડી દો તો તે યોગ્ય નથી. તમે સર્જનનું ભણ્યા છો અને તેમાં કુશળ છો તો તમે બીલ્ડરના ધંધામાં રાતો રાત ન પડી શકો. તેનો પહેલાં અભ્યાસ કરો અને તેમાં કુશળતા મેળવો. ધીમે ધીમે ચેન્જ ઓવર કરો.

(૯) શાસકત્વ (ક્ષાત્રત્વ) જેણે પસંદ કર્યું તેણે તેને વળગી રહેવું જોઇએ, તેનો તે ધર્મ  (કર્તવ્ય) છે,

(૧૦) સ્વધર્મે નિધનં શ્રેયઃ, પરધર્મઃ ભયાવહ

આ બધા ગુણો ગાંધીજીએ રાજા રામમાં અને ગીતામાં જોયા.

શિક્ષણ વિષે તો ગાંધીજીએ ઘણું લખ્યું છે.

શિક્ષણ અને ઉદ્યોગ અને શ્રમને તેમણે કદી અલગ પાડ્યા નથી. હાલના કેટલાંક વર્તમાનપત્રો, જો વિદ્યાર્થી પાસે ક્યાંક શ્રમ કરાવાતો જુએ તો “અય્યો …. અય્યો … અય્યો… વિદ્યાર્થીઓ પાસે તમુક સકુલવાળા કામ કરાવે છે….”

અમારે ડેરોલ (ગોધરા પાસેનું ગામડું)ની સ્કુલમાં તો કોઈ પટાવાળો જ ન હતો. અને સફાઈ અમારે જાતે જ કરવી પડતી હતી. ઘંટ પણ અમારે જ વગાડવો પડતો હતો. આ સરકારી પ્રાથમિક શાળા જ હતી. કાલાં ફોલવાનાં, રૂ કાઢવાના, રૂ પીજવાનાં, પૂણી બનાવવાના, કાંતવાના, વણવાના કામ પણ અમને શિખડાવવામાં આવતા હતાં. ખાતર બનાવવાનું પણ શિખવાડવામાં આવતું હતું. ફક્ત કાંતવાની પરીક્ષા રહેતી.

ગાંધીજી અને સ્વચ્છતા વિષે તો મોદીજી ઘણું જ લખે છે અને બોલે છે. એટલે એ વાત જવા દઈએ.

હા. શારીરિક સ્વચ્છતા વિષે એમના વિચારો જાણવા જોઇએ. તેમણે શરીરના અંગોને કેવી રીતે સાફ રાખવા તે વિષે ઠીક ઠીક લખ્યું છે. દાઢી કેવી રીતે કરવી, વાળ કેવી રીતે કાપવા, ગુપ્તભાગોના વાળ કેટલા સમયે કાપવા, કેવી રીતે સ્નાન કરવું, કેટલું ચાલવું એ બધું પણ તેમણે સમજાવ્યું છે.

આરોગ્યઃ

ગાંધીજીના આરોગ્યના વિચારો સૌએ અપનાવવા જેવા છે.

માટીના પ્રયોગો, પાણીના પ્રયોગો, શાકભાજી દ્વારા રોગનિવારણ, ફળાહાર દ્વારા લાંબુ આયુષ્ય, બકરીનું દૂધ, ગાયનું દૂધ, જડી બુટ્ટીઓ … આ બાધાના ઔષધીય ગુણો છે.

ઉપવાસ અને કુદરતી ઉપચારઃ

૯૦ ટકા રોગ ચાર દિવસના નકોરડા ઉપવાસ કરવાથી મટી જાય છે. જો કે આને માટે વૈદકીય સલાહ અને નિગરાની આવશ્યક છે. જો તમને ડાયાબીટીસ હોય, ટીબી હોય, હૃદય રોગ હોય તો નકોરડા ઉપવાસ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી.

આહારના નિયમન દ્વારા રોગમૂક્તિ થઈ શકે છે. આહારના નિયમન થી તંદુરસ્તી જાળવી શકાય છે તે ગાંધીજીએ પ્રયોગો દ્વારા પણ સિદ્ધ કરી બતાવ્યું છે.

“સમસ્યાઓ છે તો ઉપાયો પણ છે” એ લેખમાળા પ્રતિલિપિની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

ગાંધીજીએ ક્યાંય ભૂલ કરેલી?

એમણે કબુલ કરી ન હોય તેવી ભૂલો તો મળતી નથી.

ગાંધીજીના સિદ્ધાંતો એ એક દિશા સૂચન છે. ભલે ગાંધીજીએ ન કહ્યું હોય તો પણ તેમના વિચારોને અનુરુપ આજના સંજોગામાં મૂલવીને આપણે નિર્ણયો લઈ શકીએ.

આપણે ગાંધીજીના અમુક સિદ્ધાંતો માનીએ અને અમુક ન માનીએ એવું ન ચાલે. છતાં પણ તેના ઉપર વિચાર વિમર્શ થઈ શકે.

“ગામડાંને સ્વાવલંબી બનાવવા” એ મુદ્દા ઉપર ગામડાંની વ્યાખ્યા બદલવા વિષે વિમર્શ થઈ શકે,

“ઘરે ઘરે ગાય રાખવી” એ વાતને બદલે ગૌશાળા સિવાય ગાય (ગાય એટલે ભેંસ, બળદ, પાડા, ઉંટ, બકરી ઘેટાં, કુતરાં બધાં ગાયમાં આવી જાય) ન રાખવી એ વિષે  વિચાર વિમર્શ થઈ શકે,

સોલર વિદ્યુતની વ્યાપકતા, ખેતીમાં ક્રાંતિ, કયા ક્ષેત્રમાં ગ્રામોદ્યોગ, અને કયા ક્ષેત્રોમાં યાંત્રિકીકરણ કરવું જોઇએ એ વિષે વિમર્શ થઈ શકે. પશુને ઇશ્વરીય યંત્ર સમજો. બળદને તમે પોદળો મુકતું ઈશ્વરીય ટ્રેક્ટર કેમ સમજતા નથી?

સર્વ ગ્રાહી અને સુરક્ષિત સંરચનાઓ …  

બેકારી નિવારણ માટે વ્યાપક રીતે ખાદીનો વપરાશ અને ગૃહ ઉદ્યોગને ઉત્તેજન એ તત્કાલિક ઉપાય છે.

સામાજિક અને ધાર્મિક રિવાજોમાં તેની ઉપયોગિતા જોવી. આમાં ચડસા-ચડસી ન કરવી, વેપારી વૃત્તિ ન રાખવી, સાદાઈ રાખવી. સ્ત્રી-પુરુષના સમાન હક્ક આ બધી વાતો તેમણે કરી જ છે. ગાંધી ચીંધ્યા માર્ગે લગ્ન કરવાથી કશો જ ખર્ચ થતો નથી. દહેજ માં રેંટિયો પણ શું કામ લેવો? દિકરીને એના પિતાને ઘરેથી રેંટીયો લાવવો હોય તો લાવે. વર તો પોતાનો રેંટીયો પોતાની પરસેવાની કમાણીમાંથી લાવશે.

જોકે સ્વતંત્રતા આવ્યા પછી તો જેઓ પોતાને મૂળ કોંગ્રેસી માને છે તેના નેતાઓ અને તેમના સાંસ્કૃતિક સહાયક પક્ષના નેતાઓ બેસુમાર ખર્ચ કરે છે. એક નેતાએ પૂત્રના લગ્નમાં સરકારી ખર્ચે પુરા શહેરને શોભાયમાન કરી દીધેલું. એક નેતાએ કુવામાં બરફની પાટો નાખી આખા કૂવાના પાણીને ઠંડું કરી દીધેલું. એક એકથી ચડે એવા નેતાઓ છે જેમને તેઓ આવું કરે ત્યારે ગાંધીજી યાદ આવતા જ નથી અને પોતાના પક્ષને મહાત્મા ગાંધી વાળો મૂળ કોંગ્રેસ પક્ષ માને છે અને પોતાના પક્ષને એક વિચાર તરીકે ઓળખાવાની ગુસ્તાખી કરે છે. વળી તેઓ જાતિવાદને અને ધર્માંધતાને ઉશ્કેરે છે તે તો આપણે ગણ્યું પણ નથી. આવા નેતાઓ અને પક્ષો કેવીરીતે વિશ્વસનીય બની શકે?

આવી તો બધી ઘણી વાતો છે… આજ બ્લોગ સાઈટ ઉપર “સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ -૧ થી ૯ વાંચશો.

જો તમે wordpress.com એકાઉન્ટ રાખ્યું હશે તો તમે બધું સીધે સીધું વાંચી શકશો. જો તમારે વર્ડપ્રેસમાં એકાઉન્ટ રાખવું હોય તો નીચેની લીંક ઉપર ક્લીક કરશો.

https://wordpress.com/start/account

શું હાલના ગાંધીવાદીઓ ગાંધીવાદને જીવાડી શકશે?

ના જી.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

અમંત્રઃ હિ અક્ષરઃ ન અસ્તિ, ન અસ્તિ મૂલં અનૌષધમ્‌

અયોગ્યઃ પુરુષઃ ન અસ્તિ, યોજકઃ તત્ર દુર્લભઃ

અર્થ વગરનો કોઈ અક્ષર નથી, એવું કોઈ મૂળ નથી જે  (કોઈ એક રોગનું) ઔષધ

ન હોય, કોઈપણ વ્યક્તિ અયોગ્ય નથી. પણ શેમાં શું શક્તિ છે તે જાણનારો એટલે કે યોજક દુર્લભ છે.

ગાંધીજી આવા યોજક હતા.

તે વખતના ઘણા નેતાઓ જાતિવાદ, ધર્મવાદ, ઉચ-નીચમાં માનનારા હતા. અંગ્રેજોના શાસનને યોગ્ય માનનારા અને તેનો હરખ કરનારા પણ હતા. આવા એક સુસ્થાપિત શાસન અને સામ્રાજ્ય સામે સ્વાતંત્ર્યની વ્યાપક રીતે ભાવના ઉત્પન્ન કરવી અને જનતાને અહિંસક લડત માટે તૈયાર કરવી એ જેવી તેવી વાત તો ન જ હતી. યુદ્ધ કર્યા વગર અહિંસક લડત ચલાવી ત્રીસવર્ષના ગાળામાં અંગ્રેજોને હાંકી કાઢવા, એ માણસને તમે મહાત્મા નહીં કહો તો શું કહેશો?

નહેરુવીયન  કોંગ્રેસે હિમાલયન બ્લન્ડરો કર્યા છતાં,  નહેરુવંશના શાસનને કાઢતાં એ જ દેશને ૩૦ વર્ષ લાગ્યા હતાં (૧૯૪૭-૧૯૭૭). આ પણ ત્યારે જ શક્ય બન્યું જ્યારે કોંગ્રેસ પોતે તૂટી અને રાજકીય રીતે નિસ્ક્રીય ગાંધીવાદીઓ સક્રિય બન્યા.

અને પછી જુઓ. એજ કોંગ્રેસે વળી પાછું ૨૫ વર્ષ રાજ કર્યું.

Read Full Post »

જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?

જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?

સમાજશાસ્ત્રમાં ઇતિહાસ, રાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો સમાવેશ થઈ જાય. જી.એસ.ટી. આમ તો અર્થશાસ્ત્રમાં આવે. જો તમે અર્થશાસ્ત્રી હો તો અર્થશાસ્ત્રના પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. જો તમે રાજશાસ્ત્રી હો તો તેની રાજકીય પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. ઇતિહાસકાર હો તો કદાચ તમે તેના અતિ લાંબાગાળાની અસરો વિષે ચર્ચા કરો. જો તમે સમાજશાસ્ત્રી હો તો તમે બધી જ ચર્ચા કરો અને એક પુસ્તક પણ કદાચ લખો. જો કે આ બધી ભેદરેખાઓ બહુ સુક્ષ્મ નથી એટલે તમે કદાચ તેનો લાભ લઈ શકો અને જેમ રાજશાસ્ત્રમાં ડૂબેલા કેટલાક લોકો પોતાની લુલીને (જીવ્હાને) બેફામ રીતે મૂક્ત વિહાર કરવા દે છે તેમ આપણા કેટલાક તંત્રીશ્રી દ્વારા જે તે ક્ષેત્રમાટે પ્રમાણિત કટારીયા (કોલમીસ્ટ), મૂર્ધન્યો પોતાની જીવ્હાને તેમની લેખિની દ્વારા વાચા આપે છે એટલે કે લખે છે.

વાચકોને શું વાંધો પડી શકે?

વાચકોને કોણ પૂછે છે? આપણા ભારતમાં તો જનતંત્ર છે એટલે બધા ભારતીયોને વાણીવિલાસનો જન્મસિદ્ધ અધિકાર છે. સમાચાર માધ્યમોના વિશ્લેષકો એટલે કે કટારીયા ભાઈ-બેનો પણ પોતાનો જન્મસિદ્ધ અધિકાર ભોગવી જ શકે છે. જો કોઈને વાંધો પડતો હોય તો તે, એક રૉટલો વધુ ખાય.

પણ વાત શી છે?

વાત જાણે એમ છે કે આપણે તો સામાન્ય માણસ છીએ, એટલે આપણે કોઈ વિષયમાં નિપૂણ થવું નથી. પણ જે તે વિષયના નિપૂણો જે કંઈ કહે (કે લખે) તે વાંચવું. જેથી આપણા સામાન્ય જ્ઞાનમાં વૃદ્ધિ થાય.

હમણાં હમણાં છાપાઓમાં જી.એસ.ટી.ને લગતું ઘણું બધું  આવે છે. સામાન્ય માણસ જો ધંધો ન કરતો હોય તો, તેને એટલો જ રસ તો હોય જ, કે કઈ વસ્તુ કેટલી મોંઘી થશે કે કેટલી સસ્તી થશે!

જો કે આમ તો અર્થશાસ્ત્રના માન્ય સિદ્ધાંત પ્રમાણે વિકસતા અર્થતંત્રમાં મોંઘવારી વધતી જ જાય છે એટલે જો આપણો દેશ વિકાસશીલ હોય તો આપણા દેશમાં મોંઘવારી તો વધશે. પણ આ મોંઘવારી કોઈ બીજું વધારાનું બહાનું ન શોધે તે જાણી લેવું સારું.

આપણા ડી.બી.ભાઈ (દિવ્યભાસ્કર સમાચાર પત્રવાળા) એક અગ્રગણ્ય છાપું છે. તેમાંના એક કટારીયાભાઈ ડૉ. હરિભાઈ (હરિભાઈ દેસાઈ) કે જેઓશ્રીને ડૉક્ટર હોવાના નાતે સંશોધક તો વાચકોએ ગણવા જ પડે અને તેથી ડી.બી.ભાઈ તેમના નામ નીચે સંશોધક ન લખે તો પણ ચાલે. પણ લખવું સારું કે જેથી કોઈ તેમને “જેવા તેવા” ન સમજે. આ ઉપરાંત હરિભાઈ વિશ્લેષક પણ છે. જો કે સંશોધનનો એક હિસ્સો વિશ્લેષણ પણ હોય છે. વિશ્લેષણનું કામ વિભાગીકરણ અને નામકરણ હોય છે. આ માટે જે તે ક્ષેત્રની નિપૂણતા હોય તો “આઈટેમ”ના ગુણધર્મો સમજી શકાય, અને તેને આધારે વિશ્લેષણ થઈ શકે. હવે આમાં ત્રીજું એક પ્રમાણ પત્ર ઉમેરો એટલે જો કશું આડું અવળું લખાઈ જાય તો ક્ષમ્ય ગણાય. આ પ્રમાણપત્ર છે પત્રકારિત્વનું પ્રમાણપત્ર “પત્રકાર”. એટલે કે “સબ બંદરકા બ્યાપારી”. બંદર એટલે “પૉર્ટ”. વાંદરો નહીં, પણ કૂદાકૂદ કરવાની છૂટ્ટી. એટલે કે “એક વિષય ઉપરથી તે વિષયની વાતને અધૂરી રાખી, બીજા વિષય ઉપર કૂદવું” તેમ સમજવું.

આપણે મુખ્ય વિષય પર આવીએ.

વિષય છે “જી.એસ.ટી.”. કાટારીયા ભાઈ છે ડૉક્ટર, એટલે કે સંશોધક. એટલે વાચકોની સામાન્ય ધારણા હોય કે “જી.એસ.ટી.” ની “ભારતીય અર્થતંત્ર ઉપર કઈ કઈ રીતે કેવી કેવી અસરો પડશે” તે વિષે જાણવા મળશે.

આ જી.એસ.ટી. શું છે?

જી.એસ.ટી. એટલે ગુડઝ(માલ) અને સેવા (સર્વીસ) ઉપર ટેક્સ(કર).  આ ટેક્સને ટૂંકમાં “યુનીફાઈડ ટેક્સ થીએરી(થીએરીને બદલે સીસ્ટમ કહેવું ઠીક રહેશે. સીસ્ટમ=પ્રણાલી)” એમ કહી શકાય. ભૌતિકશાસ્ત્રમાં જેમ “યુનીફાઈડ ફીલ્ડ થીએરી છે અને આ ફીલ્ડ થીએરી બધાં જ ફિલ્ડ પરિબળોની અસરને એક જ સમીકરણમાં કેવીરીતે દર્શાવી શકાય તેની ચર્ચા કરતી અને પ્રતિપાદન કરતી થીએરી છે. તેમ સરકારના બધા ટેક્સ ને એક જ નામ રુપી ટેક્સમાં સાંકળી લેવા તે ટેક્સને જી.એસ.ટી. નામ આપવામાં આવ્યું છે. જો કે આયકર (ઈન્કમટેક્સ)ને આમાં આવરી લેવામાં આવ્યો નથી. એમ તો યુનીફાઈડ ફીલ્ડ થીએરીમાં ગુરુત્વાકર્ષણને આવરી લેવાયું ન હતું. પણ પછી રામનુજમના સમીકરણની ખૂબી સમજાતાં ગુરુત્વાકર્ષણને આવરી લેવામાં આવ્યું હતું. રામાનુજમના સમીકરણને માન્યતા મળી. ભવિષ્યમાં આયકરને નાબુદ કરવામાં આવશે તે શક્યતા નકારી ન શકાય. પણ એ વાત જવા દો.

વાચક એમ માનતો હોઈ શકે કે આ લેખમાં જી.એસ.ટી.ની અસરો વિષેનું લગતું કંઈક હશે.

“હરિ ૐ”

“હરિ ૐ”નું રહસ્ય તમે સમજતા હશો. ન સમજતા હો તો સમજો. હરિ એટલે વિષ્ણુ ભગવાન. ૐ એટલે “પ્રથમ તત્ત્વ” એટલે કે મૂળભૂત તત્વ, પરમતત્ત્વ, બ્રહ્મ કે પરમબ્રહ્મ. હવે જે હરિ છે એમને તો સર્વપ્રથમ માનવાના છે. હરિની પહેલાં કશું હોઈ ન શકે. એટલે ૐથી પણ પહેલાં હરિ ને માનવાના. માટે ૐ ને પહેલાં નહીં બોલવાનો. એટલે કે “ૐ હરિ” ન બોલાય. હરિ ૐ” બોલાય.

તેવી જ રીતે આપણા કટારીયા “હરિભાઈ દેસાઈ” નો પૂર્વગ છે ડૉક્ટર. એટલે કે હરિભાઈ સંશોધક પહેલાં છે અને પછી પત્રકાર છે એમ વાચક ધારણા રાખી શકે. પણ વાચક આમાં “ખાંડ ખાય છે”.

ઘણા પત્રકારોનો એજંડા અલગ હોય છે. આપણા કટારીયા ભાઈનો એજંડા પણ અલગ હોઈ શકે છે. એજંડા કંઈક આવો છે.

CONVERT OBSTRUCTIONS INTO OPPORTUNITY

સાલુ ….. આ મોદીએ તો ભારે … ઘાણી કરી ….

જી.એસ.ટી. લાગુ કર્યું અને તે પણ અડધી રાત્રે અને વળી પાછા આઝાદી એટલે કે “અડધી રાત્રે આઝાદી” સાથે તેને સરખાવે છે.

મુખ્ય વાંધો તો એ છે કે જી.એસ.ટી.ના અમલની અડધી રાત્રે ઉજવણી ગોઠવવામાં આવી. વળી આ ઉજવણીને આર્થિક આઝાદીના દિવસ તરીકે સંસદના સેન્ટ્રલ હોલમાં ઉજવવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. તો હવે આનો વિરોધ કેવી રીતે કરવો?

“જીભ હાબદી તો ઉત્તર ઝાઝા”

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની જીભ તો હાબદી (હાબદી=સાબદી, સજ્જ, તૈયાર) જ હોય છે. નવરા ધૂપ હોવું એ પણ એક “હાબદાઈ”નું પરિબળ બને છે. નહેરુવીયન કોંગ્રેસના સાંસ્કૃતિક સાથીઓ પણ નહેરુવીયન કોંગ્રેસીઓથી ઉણા ઉતરે એવા નથી, કારણ કે તેમનો એજંડા પણ એ જ છે કે “મોદી”ને કોઈ ખ્યાતિ ન મળવી જોઇએ. એટલે જે કોઈ બનાવ હોય તેનો જો મોદી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખ્યાતિ માટે ઉપયોગ કરતો હોય અથવા આપોઆપ થઈ જતો હોય તો તે બનાવને વિવાદાસ્પદ બનાવી દો અને ચર્ચા “વિશ્લેષણાત્મક” બનાવવાને બદલે આડે પાટે ચડાવી દો.

કોઈ એક બનાવને ચર્ચા તરીકે જોવો હોય તો ચર્ચાના મુદ્દાની સકારાત્મ અને નકારાત્મક એમ બંને અસરો વિષે લખવું જોઇએ અને ગુણદોષ જોવા જોઇએ. જે પરિબળ/પરિબળોનો મહત્તમ સરવાળો વધુ પ્રભાવકારી હોય તેના આધારે નિષ્ક્રર્ષ ઉપર પહોંચવું જોઇએ. પણ કટારીયાભાઈનો આવો શૈક્ષણિક એજંડા નથી તે આપણે જાણીએ છીએ. એટલે તેમણે જી.એસ.ટી. ને રાજકીય આઝાદીની સાથેની સરખામણીને ખોટી ઠેરવી.

ચંદ્રમુખી નારાજ થઈ

એક કવિએ એક સ્ત્રીને ચંદ્રમુખીની ઉપમા આપી એટલે તે સ્ત્રી નારાજ થઈ ગઈ.

તે સ્ત્રી શા માટે નારાજ થઈ ગઈ?

ચંદ્રની સપાટી તો ખાડાખડિયા વાળી છે. તે સ્ત્રીને પોતાના મુખારવિંદને ખાડાખડિયાવાળું કહેવાય તે ગમ્યું નહીં.

હવે જો આપણે સરખામણી વિષે આવી રીતે વિચારીએ તો કોઈ પણ સરખામણી થઈ જ ન શકે. ઉપમા નામનો અલંકાર જ નષ્ટ કરી દેવો પડે. જે કવિએ સરખામણી કરી હતી તેમાં સૌદર્ય ની સરખામણી હતી. નહીં કે ચંદ્રની વાસ્તવિક સપાટીની સરખામણી. ધારો કે કોઈ કહે કે અમિત શાહ  તો ચાણક્ય  છે. તો બીજો કહેશે કે પણ અમિત શાહને ચોટલી ક્યાં છે? ચાણક્યને તો ચોટલી હતી. જો આપણે ઉપમા અને ઉપમેયના ભેદ જોવા માંડીએ તો ભેદની સંખ્યા જ વધી જાય. બધી વસ્તુઓ તો મળતી આવે જ નહીં.

આર્થિક ક્રાંતિ

જી.એસ.ટી. ને આર્થિક ક્રાંતિ તરીકે ઓળખવવામાં આવી. ૧૫મી ઓગષ્ટ એ એક રાજકીય ક્રાંતિ હતી. રાજકીય ક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ આવી શકે ખરી પણ આર્થિક ક્રાંતિ આપોઆપ ઉત્પન્ન થઈને રાજકીય ક્રાંતિની પાછળ પાછળ આવતી નથી. આર્થિક ક્રાંતિને લાવવી પડે છે. આર્થિક પ્રણાલીઓ બદલવી પડે છે. આર્થિકક્રાંતિનું એક મહત્વનું પરિબળ કર માળખું પણ છે. તેને બદલવામાં આવ્યું. કર (ટેક્સ)ને ભાવ સાથે સંબંધ છે. કર બદલાય એટલે ભાવ પણ બદલાય. અને આ કામ તો શૂન્યકાળથી અમલમાં આવે તેમ કરી શકાય. જેમ પેટ્રોલના ભાવ રાત્રે શૂન્યકાળે જ બદલવામાં આવે છે.

ટૂંકમાં આ આર્થિક કર-પ્રણાલી જુલાઈમાસના પ્રારંભથી (પહેલી તારીખ શૂન્યકાળથી) અમલમાં મૂકવામાં આવી અને તેને માટે મોટા દેકારા પડકારા કરવામાં આવ્યા તે બરાબર નથી એમ આપણા કટારીયાભાઈ માને છે. તેમને હિસાબે આ બધું ચૂપચાપ થવું જોઇએ.

જો કે નહેરુવીયન કોંગ્રેસના એક ફરજંદે તો કટોકટી ૨૬મીના શૂન્યકાળથી અમલમાં મૂકી હતી. તેમાં એવી જોગવાઈ હતી કે શાસકની સામેના વિરોધને શાસનનો વિરોધ ગણવામાં આવશે અને શાસનનો વિરોધ દેશની સામે બળવાના રુપમાં જોવામાં આવશે. અને આવી શંકા પણ દંડને (કારાવાસને) પાત્ર થશે. અને નિયમ પાછલી તારીખથી ગણવામાં આવશે. એટલે કે વિદ્યમાન વ્યક્તિએ (જીવતી વ્યક્તિએ) ૨૬મી જુન ૧૯૭૫, ની પહેલાં કરેલા આવા કામોને પણ ગુનાઈત ગણવામાં આવશે. એટલે જ તો જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, અટલબિહારી બાજપાઈ, મધુ લીમયે વિગેરે હજારોને તેમના તથા કથિત ૨૬મી જુન ૧૯૭૫ની પહેલાં કરેલા નિવેદનોને દેશની સામે બળવો કરવા માટે ઉશ્કેરણીવાળા છે તેમ અર્થઘટિત કરવામાં આવેલ. અને આ બધા લોકોને અનિયતકાલ માટે જેલમાં પૂરવામાં આવેલ.

જો કે બધા શાસકો ગાંડું ન કાઢે. પણ ઈન્દિરા ગાંધી નામના નહેરુવીયન ફરજંદને આવી, પૂર્વ-પ્રભાવી (પૂર્વેના દિવસોથી અમલમાં આવે) કાયદાઓ બનાવવાની આદત હતી. જો કે અત્યારે આ ચર્ચાનો વિષય નથી તેથી  તે વાત આપણે હાલ નહીં કરીએ. પણ તે શાસકના જ અનુગામીઓ, જ્યારે શાસક કાયદેસરની માન્ય પ્રણાલીઓને આગામી નિશ્ચિત તારીખથી અમલમાં મૂકે, તેમાં શો વાંધો હોય તે સમજી શકાતું નથી.

નવી પ્રણાલીને શા માટે ઉજવવી?

આપણા કટારીયા ભાઈ કહે છે કે “ … નવી પ્રણાલીને ઉજવવી અને તેને માટે ખાસ સંસદ-સત્ર બોલાવવું અને રાષ્ટ્રપ્રમુખ પાસે રાત્રે શૂન્ય કલાકે ડંકો વગાડાવવો એ બધું પ્રસિદ્ધિ કાજેનું અંધાનુકરણ છે”.

“અંધાનુકરણ” એ શબ્દ પ્રયોગ સમજાય એવો નથી. જો આનો અર્થ “આંધળું અનુકરણ” ગણીએ તો “કોનું અનુકરણ” પ્રશ્ન ઉભો થાય. તે ઉપરાંત જેનું અનુકરણ કરવામાં આવ્યું તે કર્તાએ જે હેતુને બર લાવ્યો હતો એટલે કે સાધ્યો હતો, તે હેતુ અહીં બર આવ્યો નથી. પણ લોલં લોલ કરીને વ્યંઢ અનુકરણ કરવામાં આવ્યુ છે.

“અંધાનુકરણ”નો સચોટ દાખલો જોઈતો હોય તો તે આ છે.

નરેન્દ્ર મોદીએ ”ચાય પે ચર્ચા” એવું આયોજન કર્યું. એટલે આપણા નહેરુવીયન ફરજંદે “ખાટપે ચર્ચા”નું આયોજન કર્યું. આ અનુકરણને અંધાનુકરણ કહી શકાય કારણ કે “ખાટપે ચર્ચા”નું શું થયું તે આપણે સૌ જાણીએ છીએ.

“સંસદ”નો ઉપયોગ રાજકારણ માટે ન થવો જોઇએ તેવું પણ આપણા કટારીયાભાઈનું કહેવું છે. જો કે આ વાત આમ તો હાસ્યાસ્પદ લાગે છે. નહેરુવીયન ફરજંદે તો “અમે તો સંસદ ચાલવા જ નહીં દઈએ” એમ કહ્યું હતું. ગયે વરસે રાજસભા ઠપ જ થઈ ગયેલી. લોકસભા પણ નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ અવારનવાર ખોરવી દીધેલી. એ પણ એટલી હદ સુધી કે તેઓ ખુદ જનતામાં બદનામ થઈ ગયેલ.

બીજેપીવાળા પણ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે તેઓએ પણ આવું  કરેલ તેમ હાલના વિપક્ષોનું કહેવું છે પણ જો તમે વિગતો જોશો તો ખ્યાલ આવશે કે પૂર્વનો વિપક્ષ, પ્રશ્નોના ઉત્તર માગતો હતો અને પૂર્વનો શાસક પક્ષ ઉત્તરો આપતો નહતો. જ્યારે હાલનો વિપક્ષ, શાસક પક્ષના ઉત્તરોને સાંભળવાની વાત તો બાજુ પર મૂકો પણ તે તો શાસક પક્ષને સાંભળવા માગતો જ ન હતો. હાલનો વિપક્ષ તો પોતે પ્રશ્ન પૂછવા કે ચર્ચા કરવા તૈયાર જ ન હતો. હાલના વિપક્ષનું ધ્યેય તો તેના નહેરુવીયન કોંગ્રેસના ફરજંદે કહ્યા પ્રમાણે સંસદ જ ન ચાલે તે જ હતું. તો હે કટારીયાભાઈ, “અમે સંસદ ચાલવા જ નહીં દઈએ” એ વાતને “રાજકારણ” નહીં કહો તો શું કહેશો?

નહેરુવીયન કોંગ્રેસ અને તેના અમુક સાંસ્કૃતિક સાથીઓએ તો સંસદને રાજકારણનો અખાડો બનાવ્યો છે. ઈન્દિરા ગાંધી જ્યારે એક વખત વિપક્ષમાં હતી ત્યારે કહ્યું હતું કે શાસકનો વિરોધ કરવો એ અમારો ધર્મ છે અને અમે એમ જ કરીશું. તે વખતના સમાચાર માધ્યમોએ તાલીઓ પાડી હતી. ટૂંકમાં કટારીયાભાઈની માનસિકતા એમ છે કે “જો શાસક, સંસદમાં સારું કામ કરે તો તેને રાજકારણ કર્યું એમ કહેવાય અને ખરાબ કામ કરે તો શાસન કર્યું કહેવાય. અને બીજેપીએ સારા કામોનું રાજકારણ ન ખેલવું જોઇએ.” કટારીયાભાઈનું આવું અવલોકન “અહો ! વૈચિત્ર્યમ્‌ !!” લાગતું નથી શું?

નો ક્રેડીટ ટુ નરેન્દ્ર મોદી

આપણા કટારીયાભાઈને “જી.એસ.ટી.” ના અમલના મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર “ક્રેડીટ” લઈ જાય તે પસંદ નથી. કારણ કે નરેન્દ્ર મોદી તે માટે હક્કદાર નથી. હક્કદાર એટલા માટે નથી કે નરેન્દ્ર મોદીએ જ જી.એસ.ટી. વિધેયકનો વિરોધ કરેલો અને તે પણ ત્યારે કે જ્યારે અટલ બિહારી બાજપાઈની સરકાર હતી અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. જો પોતાના પક્ષની જ સરકાર હોય અને જો કોઈ મુખ્ય મંત્રી તેનો વિરોધ કરે ત્યારે સમજવું જ જોઇએ કે વિરોધમાં કંઈક તથ્ય સમાયેલું છે અને તે એ કે જી.એસ.ટી.નું વિધેયક ક્ષતિપૂર્ણ રહ્યું હોઈ શકે. કટારીયા ભાઈએ સમજવું જોઇએ કે હાલનું જી.એસ.ટી. વિધેયક, બાજપાઈની સરકારે રજુ કરેલા જી.એસ.ટી.  વિધેયકની “કાર્બન કોપી” નથી. એટલું જ નહીં, હાલનું જી.એસ.ટી. વિધેયક, નહેરુવીયન કોંગ્રેસની સરકારે રજુ કરેલા જી.એસ.ટી. વિધેયકની પણ કાર્બન કોપી નથી. ત્રણે બીલના પ્રાવધાનો ભીન્ન ભીન્ન છે.

હાલનું વિધેયક  સર્વે પક્ષોના વિચાર વિમર્શના “સમૂદ્ર મંથન”ની નીપજ છે. નહેરુવીયન કોંગ્રેસની સરકારે આવું કશું કર્યું ન હતું. “જી.એસ.ટી. સંકલન સમિતિ” જેવું કશું રચ્યું ન હતું. નહેરુવીયન કોંગ્રેસે તો “ગર્ભ ધારણ” વગરની પ્રસૂતિની પીડા જ જન્માવી હતી. જે કામ નરેન્દ્ર મોદીની સરકાર ત્રણ વર્ષમાં કરી શકી હતી તે કામ લાબાંગાળાનો શાસનનો અનુભવ ધરાવતી નહેરુવીયન કોંગ્રેસ દશવર્ષેય કરી શકી ન હતી. કારણ કે તેની દાનત જ ન હતી. નહેરુવીયન કોંગ્રેસની અંદર જ “બાર પુરબીયા અને તેર ચોકા” જેવી સ્થિતિ હતી. એટલે કટારીયાભાઈએ સમજવું જોઇએ કે નરેન્દ્ર મોદીનો બાજપાઈ સરકારના જી.એસ.ટી. વિધેયકનો વિરોધ નિરર્થક ન હતો. નહેરુવીયન ફરજંદ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીમાં જમીન આસમાનનો ફેર ઉડીને આંખે વળગે તેવો છે.

જો આપણા કટારીયાભાઈ ધાર્યું હોત તો બાજપાઈની સરકારની જી.એસ.ટી. વિધેયક પસાર કરવાની નિસ્ફળતાને ઉજાગર કરી શક્યા હોત. પણ તેમણે તે કર્યું નથી તે સુષ્ઠુ જ છે. બાજપાઈને ભારતની ત્રણ સ્ત્રીઓ(માયા, મમતા, જયા)એ બહુ કનડ્યા હતા અને તે ત્રણેય સ્ત્રીઓ પોતાનો સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાની ધમકીઓ, નાના નાના મુદ્દાઓ ઉપર પણ આપ્યા જ કરતી હતી.

નરેન્દ્ર મોદી એ બાજપાઈ નથી. નરેન્દ્ર મોદી એ મનમોહન નથી. નરેન્દ્ર મોદી એ રાહુલ ગાંધી તો હોઈ જ ન શકે. રાજસભામાં બહુમતિ ન હોવા છતાં પણ જી.એસ.ટી. વિધેયક પસાર કેવી રીતે કરાવવું તે નરેન્દ્ર મોદી જાણે છે. અને આ જી.એસ.ટી. વિધેયકને લાગુ કરવાની ઘટનાને ઉજવવી તેમાં પણ નરેન્દ્ર મોદીની ગણત્રીઓ છે. જો કેટલાક સુજ્ઞ જનોને આ વાત ન સમજાય તો તે સંશોધનનો વિષય છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ   જી.એસ.ટી., વિધેયક, રાજસભા, લોકસભા, સંસદ, સેન્ટ્રલ હૉલ, અર્થશાત્રી, રાજકીય, શાસન, શાસક, ઇતિહાસકાર, સમાજશાસ્ત્રી, તંત્રીશ્રી, મૂર્ધન્ય, રાજ્યશાસ્ત્ર, કટારીયા, ડૉક્ટર, વાણીવિલાસ, જન્મસિદ્ધ, હક્ક, અધિકાર, સમાચાર માધ્યમ, વિશ્લેષક, સંશોધક, ડી.બી.ભાઈ, દિવ્યભાસ્કર, ૐ, હરિ ૐ, હરિભાઈ દેસાઈ, જનતંત્ર, નિપૂણ, જેવા તેવા, નહેરુવીયન કોંગ્રેસ, ફરજંદ, ઈન્દિરા ગાંધી, સમીકરણ, યુનીફાઈડ ટેક્સ થીએરી, સાંસ્કૃતિક સાથી, વિવાદાસ્પદ, ચંદ્રમુખી, મુખારવિંદ, અમિત શાહ, ચાણક્ય, ચોટલી, ઉપમા, ઉપમેય, ક્રાંતિ, આર્થિક, નરેન્દ્ર મોદી, શૂન્યકાળ, પ્રણાલી, અંધાનુકરણ, હાસ્યાસ્પદ

 

Read Full Post »

નહેરુવીયન કોંગ્રેસના જુઠાણા ભાગ – ૧

જુઠાણાઓ ઉપર કરો આક્રમણ
આક્રમણ એજ કલ્યાણ

હાજી કોંગ્રેસના જુઠાણાઓ ઉપર કરો શાબ્દિક અને પ્રદર્શનીય આક્ર્મણ

પહેલાં સમજી લો કોંગ્રેસ એટલે કોણ?

કોંગ્રેસ એટલે ફક્ત નહેરુવીયન કોંગ્રેસ એકલી જ નહી.

કોંગ્રેસ એટલે જે પક્ષો, જે સંસ્થાઓ, જે સમાચાર માધ્યમો અને જે વ્યક્તિઓ દેશના હિતને નુકશાન થાય તે રીતે નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં, તેના પક્ષની વિરુદ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિવેદનો આપે છે તેમને કોંગ્રેસીઓ ગણો.

દાખલા તરીકેઃ

(૧) નહેરુવીયન કોંગ્રેસ (૨) જે પક્ષોએ નહેરુવીયન કોંગ્રેસને ભૂતકાળમાં એટલે કે સરદાર પટેલે નહેરુને શિખામણો આપી અને નહેરુએ ન માનવાની શરુઆત કરી ત્યારથી, વૈચારિક રીતે કે ચૂંટણી પહેલાં કે ચૂંટણી પછી નહેરુની, તેના ફરજંદોની અને તેના પક્ષની સાથે જોડાણો કર્યા તે સઘળા પક્ષો. (૩) સમાચાર માધ્યમો એટલે કે ટીવી ચેનલોના અને સમાચાર પત્રો ના માલિકો, તંત્રીઓ, સંપાદકો, એંકરો, કોલમીસ્ટો (કટારીયાઓ) જેઓ પરોક્ષ અને પ્રત્યક્ષરીતે પ્રમાણ ભાન અને સંદર્ભ નું ભાન રાખ્યા વગર મુદ્દાઓને ચગાવ્યા કરે છે (૪) મહાનુભાવો (સેલીબ્રીટીઓ), હોદ્દેદારો, સાહિત્યકારો, જેઓ પરોક્ષ અને પ્રત્યક્ષરીતે પ્રમાણ ભાન અને સંદર્ભ નું ભાન રાખ્યા વગર નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં, તેના પક્ષની વિરુદ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મુદ્દાઓને ચગાવ્યા કરે છે. આ સૌને કોંગ્રેસી ગણો

આ સમજવા માટે તાજેતરમાં ચગાવેલા અને ચગાવાઈ રહેલા મુદાઓ જુઓ.

“બાહ્ય અને બિહારી”

(૧) બિહારમાં ચૂંટણી વખતે બીજેપીના નેતાઓના પ્રચારની અસરને નાબુદ કરવાના પ્રયાસ રુપે બીજેપીના જે નેતાઓ બિહારના ન હતા તેમને પ્રચાર કરતા રોકવા માટે નીતીશકુમારે તેમને “બાહરી” તરીકે ઓળખાવ્યા હતા. આ એક ઘૃણાસ્પદ, દેશ માટે વિભાજનવાદી અને નિંદનીય પ્રચાર હતો.
દેશના એક રાજ્યનો નાગરિક બીજા પ્રાંતમાં જાય તો તેનો વિરોધ કરવો અને તેવો પ્રચાર કરવો તે, દેશની એકતા માટે ઘાતક છે.

દેશની એકતા ઉપર આઘાત પહોચાડનારનું બહુમાન કરવું કે તેની ટીકા ન કરવી તે કૃત્ય પણ દેશ દ્રોહની કક્ષામાં જ આવે. સમાચાર માધ્યમો પણ આ જ કક્ષામાં આવ્યા છે.

જો એક રાજ્યના નાગરિકના વાણી સ્વાતંત્ર્ય હક્કને બીજા રાજ્યમાં નકારવામાં આવે કે તે માટે જનતાને ઉશ્કેરવામાં અને એવો પ્રચાર કરવામાં આવે તો તેમાંથી ઘણું અભિપ્રેત થાય છે.

એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યના હિતનો વિરોધી છે.

એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યમાં કોઈ અધિકાર ધરાવતો નથી.

એક રાજ્યના નાગરિકનું જો બીજા રાજ્યમાં બોલવાનું પણ જો આવકાર્ય ન હોય એવો પ્રચાર કરવામાં આવે તો તેનો અર્થ એમજ થાય કે તે બીજા રાજ્યનો હિતૈષી નથી.

એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યમાં જો બોલવાનો અધિકાર ગુમાવે તો તે આપોઆપ તે બીજા રાજ્યમાં નોકરી અને વ્યવસાયનો અધિકાર પણ ગુમાવે છે. સંદેશો આને બોધ તો આજ જાય છે.

આ જાતનો પ્રચાર, ભારતીય બંધારણને બદલાવવાનું સૂચન કર્યા વગર, કરવો તે બંધારણનું અપમાન છે. એટલું જ નહીં પણ આને અરાજકતા ફેલાવવાનો દુરાચાર જ કહેવાય.

અરાજકતા ફેલાવવી એ દેશદ્રોહ જ કહેવાય. જ્યારે કોઈ એક નેતા અને સત્તાના હોદ્દેદાર દ્વારા જો આવો અરાજકતાને ઉશ્કેરવાનો આચાર પ્રચાર કરવામાં આવે તો તેને પદચ્યૂત કરી તેની નાગરિકતા રદ કરવી જોઇએ.

એક નાગરિકને, બીજા રાજ્યમાં “બાહરી” રાજ્યનો જો ગણવામાં આવે તો તે બીજા રાજ્યમાં મિલ્કત ધરાવવાનો અધિકાર પણ ગુમાવે જ છે. એટલે કાંતો તેણે ભાડે રહેવું પડે કે તેણે હોટેલમાં રહેવું પડે. જો બોલવાનો અધિકાર પણ ન હોય તો તેને નોકરી કરવાનો અધિકાર તો હોય જ નહીં તેથી ક્વાર્ટર્સ ફાળવવાનો પ્રશ્ન ઉભો થતો જ નથી.

એક રાજ્યના નાગરિકને બીજા રાજ્યમા ગુનો કરવાનો અધિકાર તો હોઈ જ ન શકે. તેથી તે બીજા રાજ્યમાં જઈ જાહેર કે ખાનગી મિલ્કત એટલે ફુટપાથ, રસ્તા, જાહેર જમીન વિગેરે ઉપર લારી, ગલ્લા, કે પાથરણા પાથરી દબાણ પણ ન કરી શકે. તેટલું જ નહીં તે એવી માગણી કે હક્ક પણ ન જ કરી શકે. કારણે કે તેનું બોલવું આવકાર્ય જ નથી

હવે નીતીશકુમાર જેવા નેતાઓએ મુંબઈ મહારાષ્ટ્રમાંથી ઉચાળા ભરવા જોઇએ. નીતીશ કુમારે નૈતિકરીતે બિહારની બહાર નોકરી ધંધા અને દબાણ કરતા બધા જ બિહારીઓને બિહારમાં પાછા બોલાવી લેવા જોઇએ. નીતીશકુમાર પોતે સત્તાનો હોદ્દો ધરાવે છે. તેથી કાંતો બિહારની બહાર “બાહરી ગણાતા” બિહારીઓને બિહારમાં જ રાખવા જોઇએ અથવા તો નીતીશકુમારે પોતે દેશ છોડીને જતા રહેવું જોઇએ. જો તેઓ આમ ન કરે તો તેમની ઉપર કામ ચલાવી તેમને કાળાપાણીની સજા કરવી જોઇએ.

આતંકવાદને પ્રોત્સાહન આપવાના ગુનાઇત કૃત્ય પછીનું દેશદ્રોહનું કૃત્ય, નાગરિકોમાં “બાહ્ય અને બિહારી”ના આધાર પર ત્યાજ્ય ગણવા, તે જ છે.

તમે વિચારો, જો બધા જ રાજ્યના લોકો નીતીશકુમારના આ વિઘાતકવાદી મન્તવ્યને આચરે તો દેશની શી દશા થાય? દેશ આખો જીલ્લા અને તાલુકા સુધી વિભાજિત થઈ જાય. કારણ કે એક વખત જો રાજ્ય કક્ષાએ વિભાજનવાદી મનોવૃત્તિને પ્રોત્સાહન મળે તો તે વૃત્તિને જીલ્લાસ્તરે અને તેને તે પછી તાલુકા કક્ષાએ પહોંચતા વાર ન લાગે. જો આવી રીતે ભારતીય નાગરિકોને વિભાજિત કરવાની વૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવે તો ધર્માંધતામાં રાચતા પક્ષો અને જુથો બળવત્તર બને અંતે ધર્માંધતા અને પોતાના ધર્મને પ્રસારવાની મનોવૃત્તિ વાળા જુથો આતંકતા વાદ તરફ વળે

(૨) મુસ્લિમ લીગ એક હળાહળ અને હાડોહાડ કોમવાદી સંસ્થા છે. કોઈ પણ બીન મુસ્લિમ વ્યક્તિ મુસ્લિમ લીગનો સદસ્ય બની શકતો નથી. મુસ્લિમ લીગનો એજન્ડા એ જ છે જે સ્વતંત્રતા પૂર્વે હતો. મુસ્લિમ લીગ ભારતીય બંધારણ પ્રમાણે પણ એક કોમવાદી સંસ્થા છે. આ મુસ્લિમ લીગ નહેરુવીયન કોંગ્રેસનો સહભાગી સહયોગી પક્ષ છે. આ બધું હોવા છતાં પણ નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પોતાને ધર્મનિરપેક્ષ માને છે એટલું જ નહીં પણ તેઓ બીજેપીને કોમવાદી પક્ષ માને છે. જ્યારે જ્યારે જરુર પડે અને લાગ આવે ત્યારે તેઓ કોમવાદ અને બીજેપીને એકબીજા સાથે સાંકળી બીજેપીની ભર્ત્સના કરે છે. આમ જુઓ તો બીજેપીના દ્વાર બધા જ ધર્મીઓ માટે ખૂલ્લા છે.

બીજેપીના દ્વાર બધા માટે ખૂલ્લા હોવા છતાં પણ,

બીજેપીમાં અહિન્દુઓ હોવા છતાં પણ,

તેમજ અહિન્દુઓ બીજેપી સરકારમાં હોદ્દાઓ ભોગવતા હોવા છતાં પણ,

અહિન્દુઓને જે વિશેષ લાભો મળતા ચાલુ રહ્યા હોવા છતાં પણ,

બીજેપીને જે મોટા ઉપાડે કોમવાદી પક્ષ કહેવાનું વરણાગીયાપણું કેટલાક દંભી ધર્મનિરપેક્ષીયોએ રાખ્યું છે તે “વદતઃ વ્યાઘાત” જેવું છે.

બીજેપીને કોમવાદી કહેવાનો આધાર આ વરણાગીયા દંભીઓ માટે કયો છે?
આરએસએસ અને વીએચપીવાળા બીજેપીનો પ્રચાર કરે છે એ કારણસર બીજેપીને કોમવાદી કહી શકાય? ના જી. એવું તો ન જ તારવી શકાય. કારણ કે જો આ રીતે તારવણીઓ કરીએ તો નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાથી પક્ષો તો આતંકવાદી અને અસામાજિક તત્વો જ કહેવાય.

યાદ કરો:
૨૦૦૧ના અરસામાં નરેન્દ્ર મોદીએ એક જગ્યાએ ભાષણમાં કહેલ કે ગુજરાતમાં બીજેપીનું શાસન આવ્યા પછી કોમી દંગાઓ થતા બંધ થઈ ગયા છે. કારણકે બીજેપી કોમી દંગાઓને પ્રોત્સાહન આપતો નથી.

આ સમાચાર જાહેર થયા પછી સાબરમતી એક્સપ્રેસનો હિન્દુઓથી ભરેલો ડબ્બો ૨૦૦૨માં ફેબ્રુઆરીમાં ગોધરામાં મુસ્લિમો દ્વારા પૂર્વ આયોજન પૂર્વક સળગાવી દેવામાં આવ્યો અને ૫૯ મુસાફરોને જીવતા સળગાવી દેવામાં આવ્યા. આ બનાવની વિષે નહેરુવીયન કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ “ગુજરાતમાં બીજેપીનું શાસન આવ્યા પછી કોમી દંગાઓ થતા બંધ થઈ ગયા છે” એવું કહીને મુસ્લિમોને દંગા કરવા ઉશ્કેર્યા હતા.

હવે સમજી લો કે આ પ્રમાણેનું મુસ્લિમોનું માનસ ઘડવા માટે કોણ જવાબદાર ગણાય? ખચિત રીતે જ નહેરુવીયન કોંગ્રેસના શાસકો જ ગણાય. અને તેથી જ્યારે નહેરુવીયન કોંગ્રેસના નેતા આવી રીતે મુસ્લિમો દ્વારા પ્રાયોજિત હિન્દુ સંહારનો બચાવ કરે ત્યારે તો તેમની બેજવાબદારી સિદ્ધ થઈ જાય છે. એટલું જ નહીં નહેરુવીયન કોંગ્રેસના નેતાગણ ખુદ નરાતર કોમવાદી છે તે પણ આપોઆપ સિદ્ધ થઈ જાય છે.

નહેરુવીયન કોંગ્રેસી સરકારના એક વખતના મંત્રી શશી થરુર શું બોલેલા ખબર છે?

હાજી આ શશી થરુર પાકિસ્તાની ચેનલના વાર્તા-ચર્ચા આલાપમાં જે બોલેલા તે ચોંકાવનારું છે. કાશ્મિરના હિન્દુઓની જે કત્લેઆમ થયેલી અને કાશ્મિરના હિન્દુઓની તેમના ઘરમાંથી હકાલ પટ્ટી કરવામાં આવેલી તે વિષે આ શશી થરુરે કહેલ કે “આ પ્રક્રિયા આરએસએસના પ્લાન પ્રમાણે થયેલી.”

હાલમાં જ નહેરુવીયન કોંગ્રેસના એક પૂર્વ મંત્રીએ પાકિસ્તાની એક ચેનલના ચર્ચા-વાર્તાલાપમાં પાકિસ્તાનીઓને કહેલ કે “પાકિસ્તાન અને ભારત વચ્ચે ના સંબંધો સુધારવા હોય તો તમારે નરેન્દ્ર મોદીને હટાવવા પડશે”.

આ નહેરુવીયન કોંગ્રેસની માનસિકતા કેવી છે? પાકિસ્તાનની સરકારની પાસે આ નહેરુવીયન કોંગ્રેસના સરકારી મંત્રી, નરેન્દ્ર મોદીની સરકારને હટાવવા પાકિસ્તાનની મદદ માગે છે.

પાકિસ્તાનની આઇએસઆઈ, પાકિસ્તાનનું લશ્કર એ બંને પાકિસ્તાનની સરકારનો હિસ્સો છે. આઈએસઆઈ, પાકિસ્તાનનું લશ્કર અને પાકિસ્તાની આતંકવાદી સંગઠનો ભારતમાં ત્રાસવાદ દ્વારા ખૂના મરકી કરે છે.

નહેરુવીયન કોંગ્રેસ આ હકિકતથી અજાણ નથી અને નથી જ. હવે જ્યારે આ કોંગ્રેસ પાકિસ્તાનને એમ કહે કે “નરેન્દ્ર મોદીને તમે હટાવો” તો તેનો અર્થ એમ જ થાય કે તમે ભારતમાં આતંકવાદ એ હદે ફેલાવો કે ભારતની જનતા ત્રાહીમામ ત્રાહીમામ થઈ જાય અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક વાતાવરણ તૈયાર થાય જેથી નરેન્દ્ર મોદીની સરકારનું પતન થાય.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની આ માનસિકતા છે. આને તમે કોમવાદી નહીં કહો તો શું કહેશો? નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના કોમવાદી માનસનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ભારતમાં મુસ્લિમ કોમવાદ અને પ્રત્યેક પ્રકારના આતંકવાદના મૂળ નહેરુવીયન કોંગ્રેસમાં છે. આ વિષે મોટાં પુસ્તકો લખી શકાય તેમ છે અને લખાયાં પણ છે.

૧૦૬૨માં જ્યારે ભારત ઉપર ચીને આક્રમણ કરેલ ત્યારે પશ્ચિમ બંગાળના સામ્યવાદીઓએ ચીનની સેનાને “મૂક્તિ-સેના” તરીકે ઓળખાવી હતી. તેના સ્વાગત માટે તેઓ બેનરો સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. આ સામ્યવાદીઓની સાથે રાજકીય ગઠબંધન નહેરુવીયન કોંગ્રેસે અનેક વાર કર્યું છે. શું આપણા દેશ ઉપર આક્રમણ કરનારી દુશ્મનની સેનાને આવકારવી એ દેશદ્રોહી કામ નથી? દુશ્મનની સેનાને આવકારનાર પક્ષની સાથે ગઠબંધન કરવું એ પણ દેશદ્રોહી કામ જ છે.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ એ હદ સુધી અને એટલા બધા પ્રમાણમાં સામાજિક અને બંધારણીય રીતે ભ્રષ્ટ છે કે તમે જ્યાં હાથ નાખો ત્યાં તમને તેમની ભ્રષ્ટતા નજરે પડશે. આ કારણથી તેમના ઉપર આક્રમણ કરવું સાવ જ સરળ છે.

(3) વ્યર્થ વિવાદોના જનક એટલે નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સહયોગીઓ.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓએ બિહારની ચૂંટણીને લક્ષમાં રાખીને અનામત અને અસહિષ્ણુતાનો મીથ્યા વિવાદ ચગાવેલો.

બિહારની ચૂંટણીમાં આ ઠગ ગઠબંધાનને સફળતા મળી છે.

06 COME ON - IT CANNOT GO WRONG EVERY TIME

અનામતના મુદ્દાને ગુજરાતના પટેલો માટે ચગાવીને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તેમને આંશિક સફળતા મળી છે. તેથી તેઓ તેને હજુ ચગાવી રહ્યા છે. હવે તેઓ રામ મંદિરનો વિવાદ પણ ચગાવવા માટે સજ્જ થયા છે.

આ બધા જ મુદ્દાઓ ઉપર આ ઠગ મંડળ ઉપર વૈચારિક આક્રમણ કરી શકાય તેમ છે.

બીજેપી નેતાઓએ અને દેશના હિતેચ્છુઓએ આને એક ચેલેન્જ તરીકે અને દેશ પ્રત્યેની ફરજ તરીકે સમજીને પ્રત્યાઘાતો આપવા બેહદ જરુરી છે. નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ ઉપર પ્રહાર કરવા માટેના શસ્ત્રો માટે તમારે એતતકાલિન સમયના બનાવોને જ મદદમાં લેવા જરુરી નથી. કારણ કે નહેરુવીયન કોંગ્રેસનો જન્મ નહેરુએ વડાપ્રધાન થવા માટે મમત રાખી ત્યારથી થયો છે. તમે નહેરુવીયનોના કુકર્મોનો આધાર તે સમયથી લઈ શકો.

શિરીષ મોહનલાલ દવે.
ટેગ્ઝઃ નહેરુવીયન કોંગ્રેસ, જુઠાણા, આક્ર્મણ, કટારીયા, સમાચાર માધ્યમ, કોલમીસ્ટ, સંદર્ભ, મુદ્દા, પ્રત્યક્ષ, પરોક્ષ, બિહાર, ચૂંટણી, નાગરિક, અધિકાર, ઘૃણાસ્પદ, દેશદ્રોહ, વિભાજનવાદી, વિઘાતક, પ્રાંત, રાજ્ય, સ્વાતંત્ર્ય, નોકરી, વ્યવસાય, અરાજકતા, આતંક, હિન્દુ સંહાર, બાહરી, નીતીશકુમાર, મુસ્લિમ લીગ, કોમવાદ, દંગા, નરેન્દ્ર મોદી, મૂક્તિસેના, સ્વાગત, બીજેપી

Read Full Post »

નહેરુવીયન કોંગ ઊંટ કહે આ સમામાં …. ભાગ – ૨

આમ તો નહેરુવીયન કોંગ્રેસનો એકડો ભૂંસાઈ જવાની અણી ઉપર છે. પણ આ કોંગ્રેસે લગભગ છ દાયકા ભારત ઉપર રાજ કર્યું અને તેમાં પણ ૩૦ વર્ષ નિરપેક્ષ બહુમતિથી તથા બે વર્ષ સરમુખત્યારીથી અને બાકીના વર્ષ બહુમતિથી રાજ કર્યું. એટલે તેને હુકમ કર્યા વગર નવરા બેસવું ગમે નહીં. આમ તો તેની પાસે સાતપેઢી તો શું સીત્તેર પેઢી સુધી ચાલે તેટલા પૈસા છે. સત્તામાં રહેવાથી જે ધન સંચયમાં વૃદ્ધિ થયા કરતી હતી તે અટકી ગઈ તેનું તેને દુઃખ ખરું. તે દુઃખને ભૂલવા માટે તેણે કંઈક તો કરવું જ જોઇએ.

પૈસા હાથવગા હોય તો શું અશક્ય છે?

૭૦ પેઢી કોણે જોઇ છે? નહેરુ, જોકે આમ તો પોતાને બ્રાહ્મણ તરીકે પરોક્ષ રીતે પોતાની ઓળખ આપતા હતા પણ બ્રાહ્મણીય પ્રણાલીથી ઉંધું તેમને બાર પેઢી તો શું પાંચ પેઢીના નામ પણ ગોત્યા જડતા ન હતાં (બ્રાહ્મણોમાં દશથી બાર પેઢી સુધી યાદ રાખવું જરુરી મનાય છે. જુઓ મારી પેઢીઓ). એટલે ૭૦ પેઢીની ચિંતા કરવાની જરુર નથી એમ વિચારી સમાચાર માધ્યમોને સાધ્યા હતા. અને આ પ્રમાણે કદાચ પાયો બનાવ્યો.

સમાજવાદી (સામ્યવાદી) વિચારધારાવાળાઓ માટે પ્રચાર લીલા એ મહત્વનું શસ્ત્ર છે. ક્રુશ્ચોવે નહેરુને આ બાબતનો એકડો ઘુંટાવેલો. સમાજવાદી વિચારધારા રાખવી, તે જમાનાની ફેશન હતી. નહેરુએ તો નિરપેક્ષ બહુમતિથી રાજ કરેલ કારણ કે તેમના કરતાં તેમની ટીમ વધુ જોરદાર હતી. જે ખાતાં નહેરુએ પોતાના હસ્તક રાખેલા તેમાં તો તેમણે ભાંગરો જ વાટેલો જેના પરિણામો આપણે આજે પણ ભોગવીએ છીએ.

પ્રચારલીલા કરવાની જરુર ઇન્દિરા ગાંધીને પડેલી.

લોકશાહી એ કોઈ નિરપેક્ષ વ્યવસ્થા નથી. લોકોનો શાસક ઉપરનો કાબુ જેટલો વધુ તેટલી લોકોની શક્તિ વધુ કહેવાય. પણ શાસકો ઉપર કાબુ ધરાવતા લોકોમાં “તૂંડે તૂંડે મતિર્ભીન્ના” એવું હોય છે. એટલે બધાના અભિપ્રાયો જુદા જુદા હોય છે.

જનતામાંના મોટા ભાગનાઓને એકમત કરવા માટે તેના પરિબળોને સમજવા જરુરી હોય છે.

જો શાસક, લોકોમાં વિશ્વસનીય થાય તો શાસક જે અભિપ્રાય ધરાવે તે મોટે ભાગે જનતામાં સ્વિકાર્ય બને. આ વિશ્વસનીયતા ત્યારે જ આવે જ્યારે શાસક અન્ન, વસ્ત્ર અને રહેઠાણની વ્યવસ્થામાં સુધાર લાવે. આ માટે શિક્ષણનો પ્રસાર, કામની તકો અને માળખાકીય સુવિધાઓ વધવી જોઇએ. આ માટે શાસકે દૃઢ સંકલ્પવાળા, કુશળ અને નીતિમાન બનવું પડે. પણ જો વ્યક્તિ કે તેનો એક નાનો સમૂહ કોઈ ખાસ મહેનત વગર જ સત્તા ઉપર આવી જાય ત્યારે તેને મુશ્કેલીઓ પડે. આ મુશ્કેલીઓ ચૂંટણી સ્વરુપે આવે છે.

મુડીવાદી લોકશાહી અને સમાજવાદી (સામ્યવાદી) લોકશાહી

મુડીવાદી લોકશાહી અને સમાજવાદી લોકશાહી એ બંને વિષે સામાન્ય વ્યક્તિને ખાસ ફેર પડતો નથી સિવાયકે તે પોતે શાસનનો હિસ્સો બને.

મૂડીવાદી લોકશાહી એ સરખામણીમાં પારદર્શી છે. તે ઉપરાંત અભિવ્યક્તિની પૂરી છૂટ છે સિવાય કે કોઈની અંગત સ્વતંત્રતા જોખમાતી હોય.

સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં મોટેભાગે બધું અપારદર્શી હોય છે.

મુડીવાદી લોકશાહીમાં પક્ષો ખુલ્લી રીતે જોઈ શકાય છે. આ પક્ષો ખૂલ્લી રીતે એકબીજા સામે અથડાય છે. સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં પણ પક્ષો હોય છે પણ તે અપારદર્શી હોય છે. તેઓ પક્ષની અંદર જુથ તરીકે ઓળખાય છે.  એટલે જેઓ માં’ય પડ્યા છે તેઓ જ આ જુથોને જોઈ શકે છે. અને નથી પણ જોઈ શકતા એવું પણ બને છે.

મુડીવાદી લોકશાહીમાં નેતાઓ કાયદેસર સુખ માણે છે, અને ગેરકાયદેસર રીતે મહાસુખ માણે છે. તેથી જ્યારે તેમની ગેરકાયદેસરતા પકડાઈ જાય ત્યારે તેઓ શાસનમાંથી ફારેગ થાય છે. સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં નેતાઓ જેઓ “માં’ય” પડ્યા છે તેઓ જ મહાસુખ માણે છે.  સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં શાસન સત્તામાંથી ફારેગ થવા માટેનો કોઈ માપદંડ નથી.

એટલે આ બંને કહેવાતા વાદમાં સામાન્ય માણસ માટે ખાસ ભેદ હોતો નથી. જે લોકશાહીમાં સત્યનો આદર થાય એવી પ્રણાલી સ્થપાય તેને વાસ્તવમાં લોકશાહી કહેવાય.

સત્યનો આદર ક્યારે થાય?

જો માહિતિ ઉપલબ્ધ હોય તો, સંવાદ થાય. સંવાદ થાય તો ચર્ચા શક્ય બને. ચર્ચા શક્ય બને તો સત્ય પરખાય.

પણ માહિતિ ઉપલબ્ધ કેવી રીતે થાય?

જો વહીવટમાં પારદર્શિતા હોય તો માહિતિ ઉપલબ્ધ થાય.

આ પ્રમાણે માહિતિનો અધિકાર લોકશાહી સાથે એકરુપ થયેલો અને સહજ (સાથે જન્મેલો) અધિકાર છે. જો તમે કોઈને એક કામ માટે નિયુક્ત કર્યો હોય અને તેનું મહેનતાણું પણ નક્કી કર્યું, તો તમારો એ જાણવાનો કુદરતી હક્ક છે કે તમે સોંપેલું કામ તે કેવી રીતે કરશે અને કેવી રીતે કર્યું. તમે એક નોકર રાખ્યો અને તેને શાક લાવવા માટે મોકલ્યો, તો તમારો એ પૂછવાનો હક્ક છે કે તે શાક લેવા કેવી રીતે ગયો, ક્યાં ગયો, કેટલું શાક કયા ભાવે લીધું અને કેવું લીધું? આને માટે કોઈ કાયદાની જરુર નથી. તેવી રીતે માહિતિ અધિકાર માટે જુદા કાયદાની જરુર નથી.

શાસક ઉપર નજર કોણ રાખી શકે?

શાસક ઉપર જનતા નજર રાખી શકે. આ માટે સરકારે કેટલીક માહિતિ “ઓન લાઈન” રાખેલી છે. બીજેપી શાસિત રાજ્યોમાં આ દિશામાં ઘણી પ્રગતિ થઈ છે. જનતાભિમુખ લોકશાહીની દિશામાંનું આ એક મહત્વનું પગથીયું છે. દિશા સાચી છે, પણ આ બાબતમાં મજલ બહુ લાંબી છે. સમયનો સવાલ છે.

આ સમય દરમ્યાન શું થઈ શકે?

આ જવાબદારી  નિભાવવાની જવાબદારી વિરોધ પક્ષની છે. કારણ કે તે પણ વેતન તો લે જ છે.

ધારો કે એક શેઠે એક નોકર રાખ્યો. શેઠે તેને કહ્યું “જા લઈ આવ”

નોકરે કહ્યું “શું લાવું?”

શેઠે કહ્યુઃ “સામા સવાલો કરે છે? કહ્યું ને કે જા લઈ આવ.”

નોકરે કહ્યું; “અરે પણ એ તો કહો કે શું લાવું?”

શેઠે કહ્યું; “જા તને નોકરીમાંથી છૂટો કરીએ છીએ”

નોકરે કહ્યુઃ “અરે પણ મારો કોઈ ગુનો?”

શેઠે કહ્યુઃ “તું કામ નથી કરતો …. માટે તને દંડ રુપે ફારેગ કરવામાં આવે છે”

લોકશાહીમાં તમે શેઠ છો. તમે બે નોકર રાખ્યા. એક નોકર જે વધુ હોશિયાર અને કુશળ લાગ્યો તેને તમે બધું કામ કરવાનું સોંપ્યું (જેમકે બીજેપી). અને બીજા નોકરને એ કામ સોંપ્યું કે તે બધું જુએ અને તમને જણાવે (જેમકે નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓને જનતાએ બીજા નોકર તરીકે રાખ્યા છે).

શરુઆતમાં તમે આ બીજા નોકરને “કામ કરવાનું” કામ સોંપેલ. પણ તે નપાવટ નિકળ્યો. તે પૈસા ચાઉં કરી જતો હતો. તમારા પૈસે તમારા કરતાં લાખ ગણો પૈસાદાર થઈ ગયો. તે હમેશા સિફત પૂર્વક ખોટું બોલતો હતો. મોટે ભાગે તો કામ જ ન કરે. પાડોશીઓ સાથે અને પાડોશી નોકરો સાથે ઝગડા કરે અને ચોરટા નોકરો સાથે મળીને તમને ખાલી કરવાના પ્લાન કરતો હતો, અને તમને પારાવાર નુકશાન પણ પહોંચાડતો હતો. જ્યારે તેની નોકરીને રીન્યુ કરવાનો સમય આવે ત્યારે પ્રપંચ કરીને આ નોકર, જે નોકર “કામ કરવાનું “ પદ લેવા ઉત્સુક હોય તેની વિષે અફવાઓ એવી સિફત પૂર્વક તમારી આગળ ફેલાવતો કે તમારી પાસે ઓછી માહિતિ હોવાથી તમે, “મેલ કરવત મોચીના મોચી” જેવું કરતા. તમે ઘણું દરગુજર કરેલું. સુદૂરના વિદેશીઓ તમારી મૂર્ખતાથી અને અજ્ઞાનતાથી આશ્ચર્ય પામતા. તમારી આબરુના અને તમારા ઘરની આબરુના કાંકરા થઈ ગયેલા.  એક વખત તો આ નોકરે તમને ૧૮ માસ સુધી એક કમરામાં પૂરી દીધેલ કે તમે સૂર્યનો પ્રકાશ પણ ન જોઇ શકો. ૬૦ વર્ષેને અંતે તમે ત્રસ્ત થઈને આ નોકરને કામ કરવામાંથી ફારેગ કર્યો.

લોકશાહીમાં તમે એક વ્યક્તિ નથી. તમે તો અનેક છો. એટલે પરિસ્થિતિ એવી થઈ કે પેલા નપાવટ નોકરને તમારે પેલા કુશળ નોકર ઉપર નજર રાખવાનું કામ સોંપવું પડ્યું. હવે તો તેને પેલા કામગરા નોકરને વગોવવા સિવાય કશું કામ જ ન રહ્યું. હા એક વાત ખરી કે તે ગેરકાયદેસર પૈસા બનાવતો અટકી ગયો. મહાત્મા ગાંધીએ તો તમને ચેતવ્યા જ હતા. પણ તમે ક્યાં સમજી શકો તેમ હતા !! તમે તો વિભાજિત હતા અને આ નોકરે તમને વધુ વિભાજિત કરેલ.

હવે તમે જુઓ કે શું થાય છે !!

ન્યાયાલયમાં એક કેસ આવ્યો.

હજી દાખલ થયો નથી.

વકિલાત નામુ રજુ કર્યું છે કે નહીં તેની ખબર નથી.

ફરીયાદી કહે છે કે “અ” સામે મારો આરોપ છે કે તે ચોર છે અને નીતિભ્રષ્ટ છે.

ન્યાયધીશ કહે છે. ઓકે. લાવો તમારી ફરીયાદ.

ફરીયાદી કહે છે “ફરીયાદ હું પછી આપીશ. તમે પહેલાં આ આરોપીને દંડિત કરો”

ન્યાયાધીશ કહે છે; “ અરે ભાઈ, આરોપીને દંડવા માટે તમારે પહેલાં ફરીયાદ તૈયાર કરવી પડે. તેમાં તમારે વિગતો લખવી પડે. તમારી વિગતો મારે જોવી પડે. મને પ્રાથમિક રીતે લાગવું જોઈએ કે આ ચલાવવા જેવો કેસ છે. પછી મારે આરોપીને નોટીસ આપવી પડે. એનો જવાબ લેવો પડે. પછી કેસ ચલાવવો પડે. સામસામી દલીલો થાય. એ પછી જ મારાથી ન્યાય કરી શકાય.

ફરીયાદી કહે છે. “ ના સાહેબ. એ બધું પછી કરજો. પહેલાં તમે આરોપીને સજા કરો. આવું નહીં કરો તો હું તમારી કોર્ટ ચાલવા નહીં દઉં.”

ન્યાયાલયમાં જજ શું એમ કહેશે કે હા ચાલો, હું તેને જેલમાં પૂરી દઉં છું. પછી નિરાંતે આપણે કેસ ચલાવીશું?

નાજી ન્યાયધીશ એવું નહીં કહે.

પણ આ આપણા નહેરુવીયન કોંગી નેતાઓ એવું કહેશે.

તેમણે કહ્યું

“પહેલાં વસુંધરા રાજે મુખ્ય પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં સ્મૃતિ ઇરાની પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં શિવરાજ પાટીલ મુખ્ય પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં સુષ્મા સ્વરાજ પ્રધાન પદેથી દૂર થાય,

પછી જ અમે લોકસભા અને રાજસભા ચાલવા દઈશું. લોકસભામાં તો તેઓ લઘુમતિમાં હતા અને તેમણે અસભ્ય વર્તણુંક કરી એટલે સ્પીકરે તેમને સસ્પેન્ડ કર્યા.

પણ આ નહેરુવીયન કોંગીઓએ રાજ સભા તો ચાલવા જ ન દીધી કારણ કે ત્યાં બીજેપીની બહુમતિ નથી. નહેરુવીયન કોંગી નેતાઓએ કહ્યું કે પહેલાં અમે જેની ઉપર આરોપ મુકીએ છીએ તેને દંડિત કરો (પ્રધાનપદે થી દૂર કરો).

સંસદ શા માટે છે?

સંસદ ચર્ચા માટે છે. માહિતિ સભર ચર્ચા અને તાર્કિક ચર્ચા એ સંસદની ગરિમા છે. પણ જો નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ સંસદની આ ગરિમા સાચવવા જ તૈયાર ન થાય તો તેમને માટે કયા શબ્દો વાપરી શકાય?

આ એજ નહેરુવીયન કોંગ્રેસીઓ છે જેમણે સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ છતાં કાળાનાણાની તપાસ માટે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવી ન હતી.

તમે કહેશો કે ઘણા પ્રધાનો પોતાની ઉપર આરોપો થતાં પ્રધાન પદેથી પોતાને દૂર કર્યા હતા. તો પછી બીજેપીના પ્રધાનોએ આ પ્રમાણે શા માટે ન કરવું?

વાસ્તવમાં આ તર્ક અહીં લાગુ પડતો નથી. હા એક વાત ખરી કે એક હાથની આંગળીઓથી ગણી શકાય તેટલી સંખ્યામાં નહેરુવીયન સરકારોના પ્રધાનોએ રાજીનામા આપ્યાં છે. પણ એ બધાં રાજીનામા સરકારે જ નીમેલી સંસ્થાઓએ આપેલ રીપોર્ટમાં તેમને દોષી દર્શાવાયેલા એટલે તેમને રાજીનામાં આપવા પડેલ.

એવા પારાવાર કિસ્સાઓ છે કે જેમાં તપાસ સમિતિના રીપોર્ટ પ્રમાણે દોષી હોય તો પણ અને અથવા ન્યાયાલયે દંડિત કર્યા હોય તો પણ  નહેરુવીયન કોંગ્રેસના પ્રધાનોએ રાજીનામાં આપ્યા ન હતા. આના સૌ પ્રથમ દોષી નહેરુ પોતે હતા. જેમાં મિત્ર પ્રધાન વીકે મેનન અને જીપ કૌભાંડ એમ હતું. તે વખતે વિપક્ષે “તપાસ સમિતિ” નિમવાની વાત કરેલી. તો નહેરુએ કહેલ કે તમે આ મુદ્દા ઉપર આગામી ચૂંટણી લડજો.

લાંબી વાત ન કરીએ તો ઇન્દિરા ગાંધીને ઉચ્ચન્યાયાલયે દોષી ઠેરવેલ અને તેમને સંસદ સદસ્ય માટે છ વર્ષ માટે અયોગ્ય ઠેરવેલ. તેમણે ધરાર રાજીનામુ ન આપેલ અને બીજા હજારોને કેસ ચલાવ્યા વગર જેલમાં ગોંધેલ.

નહેરુવીયનો ગળથુથીમાંથી શિખ્યા છે

ગુનો થયા વગર, કેસ દાખલ થયા વગર, આરોપનામુ દાખલ થયા વગર, કેસ ચલાવ્યા વગર, આરોપીને જેલની સજા કરી દેવી એ આચાર, નહેરુવીયન કોંગી નેતાઓ ગળથુથીમાંથી શિખ્યા છે. આ પ્રણાલી તેમણે પોતાના વિરોધીઓ ઉપર હમેશા લાગુ કરી છે. એટલે જો તેઓ વિપક્ષમાં હોય તો પણ તેઓ કેસ સાંભળ્યા વગર વ્યક્તિને સજા કરવા ઉપર આંદોલન કરે તો તેનાથી જનતાને આશ્ચર્ય થવું ન જોઇએ. નહેરુવીયન કોંગ્રેસીઓ તેમના વિરોધીઓના માનવ-અધિકારોમાં કે કુદરતી અધિકારોમાં માનતા નથી.

નહેરુવીયન કોંગ્રેસીઓએ જોયું કે આપણે જે કંઈ મુદ્દઓ ઉઠાવીએ છીએ તેમાં કશો દમ હોતો નથી. એટલે તેની ચર્ચા તો ન જ થઈ શકે. કારણ કે જો ચર્ચા કરવા જઈશું તો આપણા મુદ્દાથી સો ગણા મોટા મુદ્દા આપણી સામે ઉભા થાય છે અને એક આંગળી આપણે ચીંધવા જઈએ છીએ તો સો આંગળી આપણી સામે ચીંધાય છે. એટલે ચર્ચા થી તો બાર ગાઉ છેટા જ રહેવું સારું.

જીન્ના સાહેબની જેમ ડાયરેક્ટ એક્સન ન જ કરો.

જીન્નાનું “ડાયરેક્ટ એક્સન” તો જ્યાં મુસ્લિમો માટે શક્ય હોય ત્યાં તેઓએ “હિન્દુઓની કતલ કરવી” એમ હતું. જો નહેરુવીયન કોંગ્રેસીઓ આવું કરવા જાય તો તો “કાયદો એનું કામ કરે” અને આ જાતનું આંદોલન તો “આ બૈલ મુઝે માર” એના જેવું થાય.

આંદોલનનો હેતુ જનતામાં જાગૃતિ આવે અને જનતા સમસ્યાને સમજવા માંડે, એ હોય છે. જ્યારે આંદોલનકારી પ્રદર્શન કરે ત્યારે તેના હાથમાં પ્લે-કાર્ડ હોય તેના ઉપર કંઈક લખ્યું હોય. જનતા તે વાંચે. વળી તમે ભાષણ દ્વારા જનતાને વધુ માહિતિ આપો. એટલે જનતાને શાસકની ક્ષતિઓ દેખાય. જનતાને અસંતોષ થાય. જનતાને શાસક પક્ષ પ્રત્યે અસંતોષ થાય એટલે ઘૃણા પણ થાય. આ ઘૃણાને લીધે તે ચૂંટણીમાં જનતા શાસક પક્ષને મત ન આપે. ટૂંકમાં આંદોલનનો હેતુ જનતામાં શાસક પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરવાનો છે.

આંદોલન એટલે શું અને તે કેવું હોવું જોઇએ તે વિષે જનતાને જ્ઞાન નથી. બધાએ ગાંધીજીને વાંચ્યા હોતા નથી. જેઓએ વાંચ્યા છે તેમના મોટા ભાગનાઓ તેમને સમજ્યા નથી કે સમજવા માગતા નથી. એટલે જે સામુહિક આચારો, ધમાલ અને સામાન્ય જીવનમાં અરાજકતા ઉભી કરે તેને આંદોલન માની લેવામાં આવે છે. અને તેને લોકશાહીનો ગુણ અને હક્ક માની લેવામાં આવે છે.

બીજેપી વિરોધીઓ માટે “ચર્ચા” એ આત્મહત્યા નો રસ્તો છેઃ

નહેરુવીયન કોંગ્રેસીઓએ રાજસ્થાનમાં દશકા અગાઉ એક જ્ઞાતિને અનામત અપાવવા માટે ધમાલો કરીને સામાન્ય જનજીવનમાં અરાજકતા ઉભી કરી દીધેલી. બીજેપીએ સત્તા ગુમાવેલી.

આને પરિણામે ગુજરાતમાં પણ નહેરુવીયન કોંગી નેતાઓની દાઢ સળકી. નહેરુવીયન કોંગીઓને લાગ્યું કે મુદ્દાઓ વિષે ગુણવત્તાના આધારે ચર્ચા કરવી એ આત્મહત્યા નો રસ્તો છે. હેતુ સિદ્ધિ માટે મટીરીયલની જરુર નથી. મટીરીયલ વગર પણ અરાજકતા અને ઘૃણા ફેલાવી શકાય છે.

પ્રમેયઃ મટીરીયલ વગર અને ચર્ચા વગર પણ શાસક પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરી શકાય છે

સાધ્યઃ સામાજીક વાતાવરણ દુષિત કરવું.

સાધનોઃ નાણાં, સમાચાર માધ્યમો, અફવાઓ, આક્ષેપો, આપણા મળતીયા મૂર્ધન્યો, રબરના માપદંડો અને અસમાન ત્રાજવાંઓ, દેડકાના કાટલાઓ, સ્વકેન્દ્રી ખ્યાતિપ્રિય વ્ય્ક્તિઓ

રીતઃ

આટલું નકારાત્મક કરોઃ

કદી મટીરીયલ ન આપો.

કદી ચર્ચા ન કરો,

કદી મુદ્દા પ્રમાણે વાત ન કરો,

જો ભૂલથી પણ ચર્ચામાં સામેલ થઈ જવાય તો સામેવાળા કરતાં આપણા અવાજો મોટા રાખો અને સતત અવાજો કર્યા કરો. એંકરને સાધી લો કે તે આપણને બોલતાં ન રોકે પણ સામે વાળાને જો તે મુદ્દની વાત કરતો હોય તો તેને બીજ પ્રશ્નો પૂછી રોકે અને ચર્ચાને આડે માર્ગે દોરે. એમ કરીને તે આપણને બચાવે.

સ્વકેન્દ્રી વ્યક્તિઓને પટાવો તેમને ખ્યાતિની લાલચ પણ આપો કારણકે સમાચાર માધ્યમ તમારા પૈસા થકી તમારે માટે તે હાથવગુ હથીયાર છે.

જે વ્યક્તિઓના જાતિવાદની અને કે ખ્યાતિની ભૂખને ઉત્તેજી શકાય છે તેમને ઉત્તેજો અને તેમની પાસે પ્રતિકારાત્મક અને તારતમ્યાત્મક (કનક્લ્યુઝિવ) ઉચારણો કરાવો. ગાળો પણ બોલાવડાવો. જેમકે “ગાંધીનગરમાં એક ઢુંઢીયો રાક્ષસ બેઠો છે. (કેશુબાપા, નરેન્દ્ર મોદીને અનુલક્ષીને બોલેલા). આપણા સમાચાર માધ્યમ વાળા કેશુભાઈની જબાનની વિરુદ્ધ નહીં બોલે. તે તો એમ જ કહેશે કે કેશુભાઈએ નરેન્દ્ર મોદીને આડે હાથ લીધો. બહુ બહુ તો એમ કહેશે કે હે ભાઈઓ, પટેલો તો આખા બોલા હોય જ ને !!

કેશુભાઈ (ઢુંઢિયા રાક્ષસવાળા) કે સોનીયા (મૌતકા સોદાગરવાળ), કે લાલુ યાદવ (નરભક્ષીવાળા), વિગેરે કરતાં સો ગણા નબળાં વિશેષણો જો સામેવાળો (કોઈ બીજેપીનો નેતા) બોલે તો આપણા પીળા અખબારો સામેવાળાની અસભ્યતાને ઉછાળવા તૈયાર જ હોય છે. ટૂંકમાં આપણે (બીજેપી વિરોધીઓએ) આપણી લૂલીને આપણે લગામ રાખવાની જરુર નથી. આપણને સમાચાર માધ્યમોનો સાથ છે. મોટા ભાગના કટારીયા લેખકો ખ્યાતિ ભૂખ્યા છે તેથી તેઓ હવાઈ તુક્કાવાળી અને તારતમ્યોવાળી વાતો કરશે તો પણ આપણા સમાચાર માધ્યમોવાળા છાપશે. આપણા સાધ્ય માટે દલીલ અને તર્કની જરુર નથી. કારણ કે જો આપણે આની ચર્ચા કરવા જઈશું તો આપણા વાક્યો જ આપણા માટે બુમરેંગ થશે.

થાળીઓ વગાડો, જો કે વગાડવા લાયક વસ્તુ તો ઢોલ છે. પણ ઢોલ તો કેમ વગાડાય.!!  તો તો આપણે ઢોલ બજાણીયામાં ખપી જઈએ. જો કે આપણી માગણીઓ પછાત જ્ઞાતિઓ ભોગવે છે તેવી જ છે. પણ તેથી શું? આપણે ક્યાં મગજ ચલાવવાનું છે !! તર્ક અને ચર્ચાનું તો નામ જ નહીં લેવાનું. રસ્તા રોકો, રેલ રોકો, એસટી બસોને રોકો. એસટી બસોને બાળો, એસટી સ્ટેન્ડો બાળો, લોકલ બસોને બાળો, રેલ્વેના પાટા ઉખેડી નાખો. દુકાનો બંધ કરાવો. શાળા કોલેજ બંધ કરાવો, યાતાયાત અને જનવ્યવહાર ખોરવી દો.. આમ જનતાને ત્રાહી ત્રાહી પોકારી દો.

આ ઉપરાંત, સરઘસો કાઢો, પુતળાં બાળો,  પોલીસો ઉપર પથરા ફેંકો. પોલીસ વાળા તો બધા સંત પુરુષો છે. તેઓ સંત પુરુષો ન હોય તો તેમણે સંત જેવા બનવું જ જોઇએ. આ લોક શાહી છે. તે તેમણે સમજવું જોઇએ અને અમને અમારા પ્રતિભાવો કે ભાવો પ્રગટ કરવાની છૂટ હોય છે તે તેમણે સમજવું જોઇએ અને અમને હાથ પણ અડાડવો ન જોઇએ. જો તેઓ અમને અટકાવશે તો તે તેમની હિંસા કહેવાશે. અને અમે તે માટે તપાસ સમિતિની માગણી કરીશું.

થોડા તકિયા કલમી શબ્દો અને વાક્યો શોધી કાઢો.

૨૦૦૨, રાજધર્મ, અદાણી, રીલાયન્સ, ઈન્ડસ્ટ્રીયાલીસ્ટોને ફાયદો, લાલ જાજમ, ખેડૂતોના આપઘાત, તાનાશાહી, અસુરક્ષિત મુસ્લિમો, આરએસએસ નો રીમોટ કન્ટ્રોલ, સીનીયર લીડરોની અવજ્ઞા, સીનીયર લીડરોને હાંસીયામાં મુક્યા, પાટીદારોની (કે એવી કોઈ બીજી જાતિ કે વર્ગની) ઉપેક્ષા, સરકારનો યુ ટર્ન, સરકારને ન છૂટકે કરવું પડ્યું, સરકારને કોર્ટ દ્વારા ઝટકો, બીજેપી ઉપર પ્રહાર, આડે હાથ લીધા, નરેન્દ્ર મોદીની બોલતી બંધ, નરેન્દ્ર મોદી જવાબ આપે,

અને હવે એક એવું બનાવટી અને ઢંગધડા વગરનું તારણ કાઢો કે માનવ હક્કો અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનું હનન થઈ રહ્યું છે. આપણા પાળીતા  મૂર્ધન્યો દ્વારા સરકારી “ચાંદ્રકો” અને “માનપત્રો” પાછા આપી રહ્યા છે એ વાતને ચગાવો.

આનાથી એવું વાતાવરણ સર્જાશે કે આ બધું નરેન્દ્ર મોદીના આવ્યા પછી થયું છે એટલે જનસમુદાયમાં મોદી શૂન્ય તરફ જઈ રહ્યા છે એવી હવા ઉત્પન્ન કરો. આ બધું કરવું જરુરી છે અને જો આવું નહીં કરીએ તો તેમણે વિદેશોમાં ભારતની પ્રતિભાને જે ઉંચી લાવ્યા છે તેની ચર્ચાઓ થશે અને નરેન્દ્ર મોદી તેમજ મોદીની પ્રતિભા સાતમા આસમાને પહોંચી જશે. આ પરિસ્થિતિ અટકાવવા સમાચાર પ્રસારણનો સમય આપણે વાપરવો જ રહ્યો.

જો બિહારની ચૂંટણીમાં આપણું આ શસ્ત્ર (નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાંસ્કૃતિક સાથીઓનો આ દાવ) સફળ થશે તો બીજેપી ના હવે વળતા પાણી છે એવું અચૂક સિદ્ધ થઈ જશે. આપણી સત્તાની પુનઃપ્રાપ્તિનો દરવાજો ખૂલી જશે. પછી આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે ન્યાયાલયમાં ચાલતા આપણા કુકર્મોના કેસો અને ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા થતી તપાસોને નિરર્થક બનાવી દઈશું. ખુલ્લે આમ આપણે કટોકટીમાં માનવ અધિકારોનું હનન કરેલ અને હજારો નિર્દોષ લોકોને,  અઢાર અઢાર મહિના સુધી જેલમાં ખોસી દીધેલ તો પણ કોઈ આપણો વાળ વાંકો કરી શક્યા નથી તો “કાળા નાણા અને અસામાજીક તત્વો સાથેની આપણી સાંઠ ગાંઠ” એ વળી કઈ ચીજ છે?

(ક્રમશઃ)

શિરીષ-મોહનલાલ-મહાશંકર-હરિશંકર-લીંબેશ્વર-ત્ર્યંબકેશ્વર-વૈજનાથ-ભવાનીદત્ત-રદેરામ-દવેશ્વર-ગોવર્ધન દવે (દ્વિવેદી)

Date 2015 11 07

ટેગ્ઝઃ નહેરુવીયન કોંગ્રેસ, બહુમતિ, નિરપેક્ષ, સરમુખત્યારી, સીત્તેર પેઢી, સાત પેઢી, પૈસા, બાર પેઢી, સામ્યવાદ, સમાજવાદ, મૂડીવાદ, લોકશાહી, નહેરુ, ઈન્દિરા, વિશ્વસનીયતા, માહિતિ, અધિકાર, પારદર્શિતા, ચર્ચા, વિરોધ પક્ષ, પ્રપંચ, સ્વકેન્દ્રી, ખ્યાતિભૂખ્યા, આંદોલન, અરાજકતા, ધમાલ, હક્ક, અનામત

Read Full Post »

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ ૯

રામને કોણ સમજી શક્યું?

એક માત્ર મહાત્મા ગાંધી હતા જેઓ રામને અને લોકતંત્રને સમજી શક્યા હતા. તેઓ રામ અને લોકતંત્ર એ બંનેને સાંકળી શક્યા હતા.

પ્રણાલીઓને બદલવી છે?

આદર્શ પ્રણાલી શું હોઈ શકે અને તે કેવી હોવી જોઇએ તે પહેલાં નક્કી કરો.

જો તમને લાગતું હોય કે તમે આદર્શ પ્રણાલી સમજી શક્યા છો તો તે પ્રણાલીને બુદ્ધિદ્વારા આત્મસાત્કરો. માનસિકતા પણ એવી બનાવો. પછી તે દિશામાં વિચારો અને આચારમાં પણ તેને મૂકો. આવું કર્યા પછી પ્રચાર કરી શકાય.

એક વાત ખાસ યાદ રાખવાની હોય છે કે પ્રચાર કરતી વખતે, તમારી પાસે સત્તા હોવી જોઇએ.

સત્તા શું કામ હોવી જોઇએ?

સત્તા એટલા માટે હોવી જોઇએ, કારણ કે તમે જે પ્રણાલીનો પ્રચાર કરવા માગો છો અને વિચાર વિમર્ષ કરાવવા માગો છો તેમાં દબાણ વર્જ્ય છે. સત્તા, શક્તિ, લાલચ, સ્વાર્થ બધાં દબાણ છે. દબાણ થી સત્ય દબાઈ શકે છે. દબાણ એક આવરણ છે. આવરણ સત્યને ઢાંકી દે છે. (હિરણ્મયેન પાત્રેણ, સત્યસ્યાપિહિતં મુખં).

ગાંધીજીને જ્યારે લાગ્યું કે હવે તેમણે સામાજીક ક્રાંતિ (સમાજસુધાર)માં પડવું જોઇએ, તો તેમણે કોંગ્રેસના હોદ્દાઓ ઉપરથી નહીં પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ ઉપરથી પણ રાજીનામું આપ્યું. તેનું કારણ હતું કે તેઓ કોઈ પણ સુધારા ઉપર પોતાનો જે અભિપ્રાય આપે તે બીજાઓ માટે દબાણ મૂક્ત હોય. તેથી જે પણ કોઈને ચર્ચા કરવી હોય કે શંકા પ્રદર્શિત કરવી હોય તે સામેની વ્યક્તિ મૂક્ત રીતે કરી શકે.

કોઈ કહેશે કે ઉપવાસ અને સવિનય કાનૂનભંગ, પ્રદર્શન, ધરણા વિગેરે પણ દબાણ કહેવાય ને? બધું દબાણ થી, તો બીજું શું છે?

આંદોલન બે પ્રકારના હોય છે. એક વહીવટી નિસ્ફળતા સામે હોય છે. બીજું અન્યાયકારી કાયદા સામે હોય છે. જનતા અને કેટલાક પક્ષોના નેતાઓ ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાથી પક્ષના નેતાઓ આંદોલનનું હાર્દ સમજતા નથી.

આંદોલન ફક્ત જનતા કરી શકે. રાજકીય પક્ષો આંદોલનો કરી શકે. રાજકીય પક્ષો લોકજાગૃતિના કામ કામ કરી શકે. જનતા પણ એવા આંદોલન કરી શકે કે જ્યાં તે સંપૂર્ણ પારદર્શિતા રાખી શકે તેમજ સંવાદ માટે હરપળ તૈયાર હોય. આંદોલન હમેશા દેશના વ્યાપક હિતમાં હોય. આંદોલન કદીપણ જાતિગત કે વ્યક્તિગત હોઈ શકે. વ્યક્તિગત હિતની રક્ષા માટે કાનૂનો હોય છે. કોઈ કાનૂન એવો હોઈ શકે કે જે અન્યાયકારી હોય. અન્યાયકારી કાયદા, ન્યાયાલય દ્વારા રદ કરી શકાય છે. નવો કાયદો કરવો હોય તો તેનો પૂર્વલેખ (ડ્રાફ્ટ) પ્રજાએ તૈયાર કરવો જોઇએ, તેની વ્યાપક ચર્ચા થવી જોઇએ. તે પછી વિદ્વાનો બધા સુધારાને આવરી લેતો અંતિમ પૂર્વલેખ લિપિબદ્ધ કરે અને પોતે ચૂંટેલા પ્રતિનિધિ મારફત સંસદમાં રજુ કરે. અને સંસદ તેને પસાર કરે.

મહાત્મા ગાંધીએ રામને કેમ આદર્શ માન્યા?

રામરાજ્યની કેમ વાત કરી?

 આમ તો ગાંધીજી કહેતા હતા કે મારો રામ કંઈ દશરથનો પુત્ર કે રાવણને મારનાર નથી. મારો રામ તો પરમબ્રહ્મ સ્વરુપ દરેકના દિલમાં વસતો રામ છે. એટલે કે ઈશ્વર છે.

આમ જુઓ તો રામ તો રાજા છે. અને મહાત્મા ગાંધી એક બાજુ રામરાજ્યની વાત કરેછે અને બીજી બાજુ તેઓ રામ દશરથનો પુત્ર નથી એમ કહે છે. તો રામ રાજ્ય કોનું?

ભારત, પ્રાચીન યુગમાં જગતગુરુ હતું. ભારતમાં ગુરુકુલ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતું હતું. શિક્ષણ મફત હતું. સૌ કોઈએ ગુરુ પાસે આશ્રમમાં ભણવા જવું પડતું. સામાન્ય રીતે સૌ કોઈ બાપિકો વ્યવસાય સંભાળતા. ગુરુઓને શસ્ત્ર વિદ્યા આવડતી તેમનું કામ વિદ્યા અને જ્ઞાનનો પ્રસાર કરવાનું રહેતું. તેઓ રાજાને સલાહ આપવાનું કામ પણ કરતા. જે શ્રેષ્ઠ બ્રાહ્મણો હતા અને વેદમંત્રના  લખનારાના વંશજો હતા કે આચાર્યો હતા તેઓ પ્રણાલીઓમાં પરિવર્તન કરવાનો અધિકાર ધરાવતા હતા. રાજા ઉપર દબાવ લાવવાનું કામ ઋષિની સલાહ અનુસાર જનતાનું રહેતું હતું.

વાયુ પુરાણમાં એક કથા છે.

બ્રાહ્મણોએ માંસભક્ષણ કરવું જોઇએ કે નહીં?

ઋષિગણ ભગવાન મનુ પાસે ગયું. ભગવાન મનુએ કહ્યું કે બ્રાહ્મણો યજ્ઞમાં આહુતિ માટે આપેલું માંસ, યજ્ઞના પ્રસાદ તરીકે એટલે કે હુતદ્રવ્ય હોવાથી ખાઈ શકે. ત્યારથી કેટલાક બ્રાહ્મણો હુતદ્રવ્ય રૂપે માંસ ખાવા માંડ્યા.

પછી જ્યારે ઈશ્વરને (શિવને) ખબર પડી ત્યારે તે ઋષિઓને વઢ્યા. અને તેમને કહ્યું કે તમે મનુ પાસે ગયા જ કેમ? મનુ આવી સલાહ આપવાનો અધિકારી નથી. પ્રણાલીઓ વિષે સલાહ આપનાર ફક્ત વેદ પારંગત મહર્ષિઓ અને આચાર્યોનો સમૂહ અધિકારી છે. તમે અનાધિકારી વ્યક્તિની સલાહ કેમ લીધી? હવે મનુ અને બ્રાહ્મણો પાપ ભોગવતા રહેશે. આમ અમુક બ્રાહ્મણો માંસાહારી રહ્યા અને અમુક બ્રાહ્મણો નિરામિષ રહ્યા.

આચાર્યનો અર્થ છે (વિચાર સહિતના) આચાર ઉપર સલાહ આપી શકે તે. એટલે કે આચાર ઉપર જે અધિકૃત રીતે અર્થઘટન કરી શકે અને આચારની પ્રણાલી ઉપર શાસન કરે તે. પણ શાસનનેશાસનશબ્દથી ઓળખવામાં આવતું નથી.

આચાર્યોનું શાસન અનુશાસન છે.

જનતાએ અને શાસકોએ શું કરવું જોઇએ તે આચાર્યો કહેશે. શાસકનું કામ વહીવટ કરવાનું છે. એટલે કે જેના હાથમાં વહીવટી સત્તા છે તે જે જનતા ઉપર કરે તેને શાસન કહેવાય.

આચાર્યો જે કરે તેને અનુશાસન કહેવાય.

આચાર્ય વિનોબા ભાવે એ ઇન્દિરાએ કટોકટી લાદી ત્યારે એવો પ્રતિભાવ આપેલ કે કટોકટી એ અનુશાસન પર્વ છે. પણ આનું ખોટું અર્થઘટન ઇન્દિરાએ ફેલાવેલું. વિનોબા ભાવેએ સ્પષ્ટીકરણ કરેલ. પણ એ સ્પષ્ટીકરણ ઉપર સેન્સરની કાતર ફરીવળી હતી.

હવે યાદ કરો. નહેરુવીયન કોંગ્રેસને જે કંઈપણ બંધારણીય સુધારા કર્યા અને તેના અમલમાં જે પ્રણાલીઓ સ્થાપી તેનો મુખ્ય હેતુ આત્મકેન્દ્રી એટલે કે સ્વકેન્દ્રી તો ખરો પણ સાથે સાથે પોતાનો પક્ષ સત્તાસ્થાને રહે પણ હતો. વાસ્તવમાં નિયમ બનાવવાના મુસદ્દા, જનતાની સમસ્યાઓના ઉકેલોને લગતી પ્રણાલીઓના સંશોધનો, ઋષિઓ એટલે કે જ્ઞાની લોકો તરફથી આવવા જોઇએ. જેમકે લોકપાલ વિધેયકનોપૂર્વ લેખ” (ડ્રાફ્ટ), અન્ના હજારેની ટીમ તરફથી આવે તેમાં કશું ખોટું હતું. નહેરુવીયન કોંગ્રેસે તે સ્વિકારવા જેવો હતો. તેને બદલે નહેરુવીયન કોંગ્રેસે કહ્યું અમારી ઉપર દબાણ કરનારા તમે કોણ છો? તમારી હેસીયત શું છે? હવે જે નહેરુવીયન કોંગ્રેસ, ગાંધીજીના નામ ઉપર ત્રણ દાયકા (૧૯૪૭ થી ૧૯૭૫) તરી ગઈ તેણે હેસીયતનો મુદ્દો ઉઠાવ્યો. રામને નામે પથરા તર્યા. ગાંધીજીને નામે ગઠીયા તર્યા.

“૧૯૪૭થી ૧૯૭૫ સુધીના સમય સુધી નહેરુવીયન કોંગ્રેસ ગાંધીજીના નામે તરી ગઈ” એમાં૧૯૭૫એટલા માટે સીમા ચિન્હ છે કે ઈન્દિરા ગાંધીએ ૧૯૭૫માં કટોકટી લાદીને ગાંધીવાદીઓને પણ વગર વાંકે જેલભેગા કર્યા એટલે મહાત્મા ગાંધીવાદીઓનો ભ્રમ પણ સદંતર ભાંગી ગયો.

પ્રથમ નામ મહાત્મા ગાંધીનું

અગણિત ગાંધીવાદીઓનો નહેરુવીયન કોંગ્રેસની નિષ્ઠા પરત્વેનો ભ્રમ ૧૯૫૨થી ભાંગી ગયેલો. નહેરુવીયન કોંગ્રેસની નિષ્ઠા પરત્વેનો ભ્રમ ભાંગી જવામાં મહાત્મા ગાંધીનું નામ પ્રથમ લેવું જોઇએ. જે કોંગ્રેસીઓ સિંધ પંજાબથી ભાગીને ભારતમાં આવ્યા તેમને મહાત્મા ગાંધીએ કહેલ કે તમે ત્યાં મરી કેમ ગયા? જો કોંગ્રેસીઓ ત્યાં નિષ્ઠા પૂર્વક રહ્યા હોત તો આજે પાકિસ્તાનની જનતા પાસે મહાત્માગાંધીયન (વાસ્તવિક રીતે ધર્મનિરપેક્ષ) પાકકોંગ્રેસ જોવા મળત. યાદ કરો ઘણા મુસ્લિમ નેતાઓ ભારતના ભાગલા પછી પણ ભારતમાં રહ્યા. તેથી અત્યારે આપણને ભારતમાં કોમવાદી ઈન્ડીયન મુસ્લિમ લીગ જોવા મળે છે. પણ પાકિસ્તાનમાં કોઈ કોંગ્રેસ જોવા મળતી નથી.

મહાત્મા ગાંધીએ જોયું કે કોંગ્રેસને લોકજાગૃતિમાં રસ નથી. કોંગ્રેસને ફક્ત સત્તામાં રસ છે. મહાત્મા ગાંધીએ કહેલું કે સમય એવો આવશે કે જનતા કોંગ્રેસીઓને શોધી શોધીને મારશે. તેમણે કોંગ્રેસને વિખેરી નાખવાનું કહેલ.  અને તે માટે તેમણે રાષ્ટ્રીય સેવાસંઘનું બંધારણ પણ લખેલ.

જનતાએ કોંગ્રેસીઓને વીણી વીણીને મારેલ

ગુજરાતનું ૧૯૭૩-૭૪ના નવનિર્માણ આંદોલન, “ભ્રષ્ટાચાર દૂર કરો” માટે હતું. જનતાએ નહેરુવીયન કોંગ્રેસ શાસિત વિધાનસભાનું વિસર્જન કરવાનું કહેલ. બધા જ સભ્યોએ રાજીનામું આપેલ પણ મોટાભાગના નહેરુવીયન કોંગ્રેસીઓએ રાજીનામું ન આપેલ. જનતાએ કોંગ્રેસીઓને વીણી વીણીને મારેલ. અંતે વિધાનસભાનું વિસર્જન કરવું પડેલ. નહેરુવીયન કોંગ્રેસે “અમે ગરીબી હટાવીશું” એ વચન આપી સત્તા ઉપર આવેલ. પણ ઇન્દિરા ગાંધી બધાજ ક્ષેત્રોમાં નિસ્ફળ નીવડેલ. ભ્રષ્ટાચારના આક્ષેપો તેની ખુદની ઉપર પણ હતા.

નહેરુવીયન કોંગ્રેસ એક શાસક પક્ષ હતો. તે જનતાનું પ્રતિનિધિત્વ કરતો હતો. તેણે પોતાની ૨૦૦૯ની ચૂંટણી જનલોકપાલ બીલનો મુસદ્દો જનતા પાસે રજુ કરીને ચૂંટણી લડી હતી. એટલું નહીં પણ તે પક્ષ પોતે સંપૂર્ણ બહુમતિ વાળો પક્ષ ન હતો. તે અન્ય પક્ષો સાથે ચૂંટણી પરિણામો પછીના જોડાણો કરી સત્તા ઉપર આવ્યો હતો. તેની પાસે સત્તા હોય તો પણ તે સત્તા, નિયમો બનાવવા માટેની સત્તા ન હતી.

ભારતીય બંધારણ પ્રમાણે પણ તેની પાસે નિયમો બનાવવાની સત્તા ન હતી.

આનો અર્થ પણા થયો કે શાસક પક્ષને બંધારણમાં ફેરફાર કરવાની પણ સત્તા નથી.

જે લોકો સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને માનવશાસ્ત્રમાં નિપૂણ છે તેઓ હેતુપૂર્ણ મુસદ્દો બનાવે અને ન્યાયશાસ્ત્રના વિદ્વાનો તે મુસદ્દાને વિધેયકનું સ્વરુપ આપે. પછી તેને જનતા સામે મુકે. અને જનતા તેના ઉપર પોતાના પ્રતિભાવો અને સૂચનો આપે. તે પછી તેને આખરી સ્વરુપ આપવામાં આવે.

જનપ્રતિનિધિઓની પાસે કઈ સત્તા છે?

જનપ્રતિનિધિઓ પાસે સત્તા છે કે તે વહીવટકારો (પબ્લિક સર્વન્ટ), નિયમોને અને નીતિઓને અમલમાં મુકે. જનપ્રતિનિધિઓ તેની ઉપર નિરક્ષણ કરે અને જો તેઓ તેમાં ચૂક કરે તો તેમને દંડિત કરે.

બાબતની વિસ્તૃત ચર્ચાબધી સમસ્યાનું સમાધાન એટલે નવ્ય ગાંધીવાદ લેખમાળામાં કરવામાં આવી છે.

રામ રાજ્યની ઉંડાઈ સમજવી મૂર્ધન્યો, સમાચાર માધ્યમના પંડિતો, મોટાભાગના કટારીયા લેખકો અને પાશ્ચાત્ય રાજ્યશાસ્ત્રના પંડિતોના મગજની ક્ષમતાની બહાર છે. ભારતના રાજકીય પક્ષો અને તેમાં પણ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ તો તે સમજી શકે.

હજારો વર્ષ જુના ભારતીય જનતંત્રમાનસ જેને મહાત્મા ગાંધીએ પુનર્‍ જાગૃત કે નવજાગૃત કરેલઇન્દિરા ગાંધીએ તેને ૧૯૬૮થી ક્ષતિ પહોંચાડવી શરુ કરેલ અને ૧૯૭૫માં જનતંત્રીય માનસિકતાને સંપૂર્ણ ધરાશાઈ કરેલ. એજ ઇન્દિરા ગાંધી જેને આજે પણ નહેરુવીયન કોંગ્રેસીઓ એક આદરણીય અને પૂજનીય નેતા માને છે. આવી માનસિકતાવાળો પક્ષ રામરાજ્યની ઊંડાઈ કેવી રીતે સમજી શકે?

નહેરુવીયન શાસકોએ ને તેમણે સર્જેલી માનસિકતાએ, રામને ફક્ત ધાર્મિક વ્યક્તિ બનાવીને ભારતીય જનતાંત્રિક પરંપરાને ચીંથરેહાલ કરી દીધી છે. નહેરુવીયન કોંગ્રેસની સરકારે ઉચ્ચ ન્યાયાલયમાં શપથ પૂર્વક કહ્યું કે રામ કોઈ ઐતિહાસિક વ્યક્તિ હતા નહીં.

રામની મહાનતા, ભારતીયો સમજ્યા અને તે મહાનતા અદ્વિતીય હોવાને કારણે તે રામને તેમણે ભગવાન બનાવી દીધા.

ભગવાન એટલે શું?

ભગઃ એટલે તેજ. આકાશમાં  સૌથી વધુ તેજસ્વી પદાર્થ હોય તો તે સૂર્ય છે. સૂર્ય, પૃથ્વીને ધારણ કરે છે. સૂર્ય માત્ર અગ્નિનો ગોળો નથી. ભારતીયો સાંસ્કૃતિક રીતે અને તાત્વિક રીતે કુદરતી શક્તિઓને ફક્ત સજીવ નહીં, પણ સજીવ ઉપરાંત તેમને દેવ પણ માને છે. સૂર્ય પણ એક મહાન દેવ છે. સૂર્યને લીધે પૃથ્વી ઉપર પ્રણાલીગત વ્યાખ્યા પ્રમાણે કહેવાતી સજીવ સૃષ્ટિ થઈ અને ટકી રહી છે. સૂર્યની પાછળ રહેલો દેવ, વિષ્ણુ છે. એવી માન્યતા છે કે જેમ સૂર્ય પૃથ્વીનું રક્ષણ કરે છે તેમ આજ વિષ્ણુ, અવારનવાર યુગપુરુષ રુપે જન્મી પૃથ્વીના સજીવસમાજનું રક્ષણ કરે છે.

માન્યતા, કંઈ ભારત એકલામાં ચાલી છે એવું નથી. મેક્સીકોથી શરુ કરી ઈજીપ્ત અને જાપાન સુધી માન્યતા પ્રવર્તે છે કે રાજા (કે અમુક રાજાઓ) સૂર્યના અવતાર છે.         

રામ મંદિર થવું જોઇએ કે નહીં?

કોનું પૂજન થાય છે?

જેનું અસ્તિત્વ હોય તેનું પૂજન થાય છે. પ્રાકૃતિક શક્તિઓનું અસ્તિત્વ છે તેથી તેનું પૂજન થાય છે. કેટલાક દેહધારીઓએ અભૂત પૂર્વ કાર્યો કરેલા, એવું જે સમાજને લાગ્યું, તે સમાજે તેમનું પૂજન શરુ કર્યું. તેમના મંદિરો બનાવવામાં આવ્યાં. આવી પ્રણાલી ફક્ત ભારતમાં છે તેવું નથી. આવી પ્રણાલી પૂરા વિશ્વમાં છે. અત્યારે મરેલા નહીં પણ જીવતા મનુષ્ય દેહધારી ભગવાનોની સંખ્યા ચાર આંકડામાં અસ્તિત્વ ધરાવે છે.

પણ વિશ્વમાં એવી પ્રણાલી ક્યાંય નથી કે જેનું ફક્ત સાહિત્યિક અસ્તિત્વ હોય, તેનું પણ પૂજન થાય અને તેના પણ મંદિરો બને.

કોઈ પણ એક મહામાનવને લો. તેમની  બાબતમાં એકથી વધુ લેખકો, તેમની જીવન કથા કે પ્રસંગોની કથાઓ લખશે. પોતાની રીતે મૂલવશે. મહાત્મા ગાંધી વિષે હજારો મૂર્ધન્યોએ લખ્યું છે અને લખ્યા કરશે. પોતાની રીતે તેમના જીવનને અને તેમના જીવનના અનેક પ્રસંગોને મૂલવશે. ગાંધીજી જ્યાં જ્યા ફર્યા ત્યાં ત્યાં તેમના સ્મૃતિઓ અને સ્મારકો પણ નિર્માણ પામશે. જ્યાં ગાંધીજી જન્મ્યા ત્યાં પણ તેમનું સ્મારક બનશે. જ્યાં રહ્યા ત્યાં પણ તેમનું સ્મારક બનશે. બધા મહાપુરુષો વિષે આવું કંઈક વત્તે ઓછે અંશે થાય છે અને થતું રહેશે.

સરસ્વતીચંદ્ર, જયા જયંત, ડૉન કિહોટે, ભદ્રંભદ્ર, મહેન્દ્રકુમારી, રા તાઈ, ટારઝન, સ્પાઈડરમેન, સુપરમેન, હેરી પોટર, કેપ્ટન મારવેલ વિગેરેને શું કોઈ પૂજશે? કે તેમના ધાર્મિક અને ક્રિયાસ્થળો પર સ્મારકો બનાવશે. હા એક વાત જરુર છે કે લોકો કંઈક વિચાર ગ્રહણ કરશે. ભદ્રંભદ્રએ માધવ બાગમાં ધર્મસભામાં ભાષણ આપેલ. ત્યાં શું તેમનું સ્મારક થશે? ભદ્રંભદ્રની જન્મ જયંતિ આપણે મનાવીશું? હા પણ વિવેકાનંદના સ્મૃતિ ચિન્હો આપણને ઠેર ઠેર મળશે.

માની લો કે ચાણક્યને આપણે ભગવાન માન્યા.

“ચાણક્ય”ના નામનો આપણે એક ધર્મ બનાવ્યોતે ધર્મને ફેલાવ્યો. કાળક્રમે કોઈ પણ રીતે તેનું જન્મ સ્થળ ધ્વસ્ત થઈ ગયું. નહેરુવીયનોએ પણ નહેરુના નામનો એક ધર્મ બનાવ્યો. અને જ્યાં જ્યાં ચાણક્યના સ્મૃતિ ચિન્હો હતા ત્યાં ત્યાં તેમણે ચર્ચ બનાવી દીધાં, અને જાહેર કરી દીધું કે ચાણક્ય જેવું કોઈ થયું નથી અને એવું કોઈ હોઈ શકે નહીં. એમ કંઈ એક બ્રાહ્મણ પોતાના અપમાનનો બદલો લેવા માટે, ૧૨ લાખના સૈન્યબળવાળા રાજાના સામ્રાજ્યને ઉથલાવી શકે? કદી નહીં. “કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના”. ચાણક્ય”ના ધર્મ વાળા તો ગાંડા છે. તેઓ એક કપોળકલ્પિત  વ્યક્તિની પૂજા કરે છે. આ એમનું એક ગાંડપણ છે. ચાણક્ય તો દંતકથાનું પાત્ર માત્ર છે.

જે એલ નહેરુનું મહત્વ વધારે છે કે ચાણક્યનું?

ચાણક્ય તો જે એલ નહેરુથી ૨૩૦૦+ વર્ષ સીનીયર છે. તેથી ચાણક્યનો અધિકાર પહેલો છે. હા પણ વાત ત્યારે બને જો આપણે ચાણક્યને ઐતિહાસિક વ્યક્તિ માનીએ તો.

હિન્દુ પ્રણાલી પ્રમાણે મૃતદેહ અગ્નિદેવને સમર્પિત કરવામાં આવે છે. મનુષ્યનો અંતિમ યજ્ઞ છે. ઈશ્વરે આપણને દેહ આપ્યો, આપણે તે દેહ, ઈશ્વરને સમર્પિત કર્યો. ઇશ્વરનું મુખ અગ્નિ છે. તેથી ઈશ્વરને આપણે અગ્નિ મારફત દેહ આપી દીધો. દેહવિસર્જનનો યજ્ઞ સ્મશાનમાં થાય છે. એટલે હિન્દુઓમાં કબર હોતી નથી.

મહામાનવોની યાદમાં જન્મભૂમિ અને કર્મભૂમિ (ભુમિઓ) હોય છે. એટકે ત્યાં સ્મૃતિચિન્હો બનાવવામાં આવે છે. કર્મભૂમિ અનેક હોય છે. જન્મભૂમિ અનેક હોતી નથી. જો વિદેશીઓ આવે અને તે ધર્મસ્થળને તોડીને નવું પોતાનું ધર્મસ્થળ બનાવી દે તો, અને સો ટકા ધર્મ પરિવર્તન થઈ જાય તો, આખી વાત ભૂલાઈ જાય છે. પણ જો વિદેશીઓ ૧૦૦ ટકા ધર્મ પરિવર્તનમાં નિસ્ફળ રહે તો લોકવાયામાં તે જન્મ સ્થળ જીવિત રહે છે.

ભારતમાં એવું થયું કે વિદેશી આક્રમણો થયાં ખરાં અને વિદેશીઓએ બળપ્રયોગ પણ કર્યો. પણ ભારતીય હિન્દુધર્મ અતિ પ્રાચીન, સુગ્રથિત, તર્ક અને સંવાદ આધારિત હોવાથી વિદેશીઓ મોટે ભાગે  અભણ અને ગરીબોનું ધર્મપરિવર્તન કરી શક્યા. અમેરિકા કે દક્ષિણ યુરોપ કે દક્ષિણ પશ્ચિમ એશિયા કે ઉત્તર આફ્રિકા જેવું ભારતમાં થયું. ત્યાં અમેરિકા કે દક્ષિણ યુરોપ કે દક્ષિણ પશ્ચિમ એશિયા કે ઉત્તર આફ્રિકામાં તો સ્થાપત્ય અને ખગોળશાસ્ત્રમાં વિકસિત સંસ્કૃતિ ફક્ત ઇતિહાસના પાનાઓ ઉપર રહી ગઈ.

અહીં ભારતમાં પણ ખ્રીસ્તીધર્મ ગુરુઓએ અને શાસકોએ ભરપૂર પ્રયત્નો કરેલ. પણ તેઓ એવું કરી શકે તે પહેલાં તો તેઓએ ઉચાળા ભરવાનો સમય આવી ગયો. કેટલાક વિદેશીઓ, બે વાત ભારતના હિન્દુઓ પાસેથી શિખીને ગયા. એક એ કે ધર્મ શ્રદ્ધાનો વિષય નથી પણ સંવાદ અને સહિષ્ણુતાનો વિષય છે. બીજી વાત શિખીને ગયા કે ભારતમાં તો ચક્રવર્તી રાજા અશોક પણ પોતાનો ધર્મ (બૌદ્ધ ધર્મ) ૧૦૦ ટકા સ્થાપવામાં નિસ્ફળ ગયેલ તો “અમે (ખ્રિસ્તીઓ) તે વળી કોણ?”

હા. તમે વિદ્વાનો સાથે ચર્ચા કરો અને શંકરાચાર્યની જેમ જીતો તો જુદી વાત છે. પણ તમારી તો પ્રણાલી હતી.

જનતંત્રમાં રામ મંદિર કેવી રીતે બની શકે?

હિન્દુઓ અને મુસ્લિમોના ધર્મગુરુઓ જો પરસ્પર સહમતી બનાવે તો રામ મંદિર બનવું શક્ય છે.

મુસ્લિમો પણ મનુષ્ય છે. માનવતા, કોઈ એક ધર્મનો ઈજારો નથી. મુસ્લિમ રાજાઓ પણ ધર્મથી ઉપર જઈને ન્યાય કરતા હતા. એટલે મુસ્લિમો પાસેથી સદભાવનાની અપેક્ષા રાખવી અસ્થાને નથી.

પણ નહેરુવીયન કોંગ્રેસ જેવા અનેક દંભી અને વંશવાદી પક્ષો છે જેઓનું કામ લોકોને વિભાજીત કરવાનું છે. જેઓ સરદાર પટેલના જ્ઞાતિ બંધુઓને જેઓ પૈસાપાત્ર જ્ઞાતિઓમાં બીજે નંબરે છે તેમને પણ બહેકાવીને અતિનિમ્ન કક્ષાએ લઈ જઈને તેમને માટે અનામતનું ભૂત ધૂણાવી શકે છે તેમને માટે તો મુસ્લિમોને મમત ઉપર ચડાવવા ડાબા હાથનો ખેલ છે.

વર્તમાન પત્રોના કટારીયા માંધાતા પણ અનામતના ગુણદોષની ચર્ચા કરવાને બદલે બીજેપી કેવો તકલીફમાં આવી ગયો અને પાટીદારો કેવું કેટલું વ્યાપક આંદોલન કરી રહ્યા છે તેમાં રચ્યા પચ્યા રહે છે. આવા સમાજમાં ફક્ત ન્યાયાલયનો ચૂકાદો રામમંદિરનો પ્રશ્ન ઉકેલી શકે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રામ, વચન, પ્રતિજ્ઞા, નહેરુવીયન, નહેરુ, ઇન્દિરા, મહાત્મા ગાંધી, રામરાજ્ય, રાજારામ, અર્થઘટન, નિયમ, પરિવર્તન, પ્રણાલી, શાસક, અધિકાર, ઈશ્વર, મનુ, અધિકારી, જનતંત્ર, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી, નિરીક્ષણ, સત્તા, ઋષિ,

      

 

  

 

 

Read Full Post »

Where has he been lost who walked on this earth in flesh and blood.

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ /

એક વાત આપણે ફરીથી યાદ રાખી લેવી જોઇએ કે વ્યક્તિ અને સમાજ પ્રણાલીઓને આધારે ચાલે છે. સમાજમાં વ્યક્તિઓનો વ્યવહાર પણ પ્રણાલીઓના આધારે ચાલે છે.

નિયમોનું પાલન પ્રણાલીઓની અંતર્ગત આવે છે. ભીન્ન ભીન્ન જુથોની વ્યક્તિઓ વચ્ચેનો વ્યવહાર અને જુથો વચ્ચેનો વ્યવહાર પણ પ્રણાલીઓની અંતર્ગત આવે છેનિયમો, કર્મકાંડ, પૂજા, અર્ચના પણ પ્રણાલીઓની અંતર્ગત આવે છે.

માનવ સમાજ પ્રણાલીઓના આધાર ઉપર ચાલે છે. પ્રણાલીઓના પાલન કરતાં કરતાં માનવ સમાજ ઉંચો આવે છે.

સમાજ ઉંચો આવે છે એટલે શું?

સમાજની સુખાકારી આને જ્ઞાનમાં વધારો થાય તો તેને સમાજ ઉંચો આવ્યો એમ કહેવાય. સમાજના જ્ઞાનમાં વૃદ્ધિ થાય એટલે સમાજને ખબર પડે કે સમાજમાં ચાલતી પ્રણાલીઓમાં કેવા ફેરફારની જરુર છે. જો નવી પ્રણાલીઓ લાવવી હોય તો કેવી સુવ્યવસ્થિત રીતે લાવવી પડશે.

શાસકનું કર્તવ્ય છે કે તે સ્થાપિત પ્રણાલીઓનું જનતા પાસે પાલન કરાવે અને ખુદ પણ પાલન કરે.

કેટલીક પ્રણાલીઓ કોઈ સમાજમાં વિકલ્પ વાળી હોય છે.

જેમકે પુરુષે એક સ્ત્રી સાથે લગ્ન કરવું કે એક થી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરવું કે કરવું કે જો એકથી વધુ સ્ત્રી સાથે લગ્ન કરવું એમ હોય તો વધુમાં વધુ કેટલી સ્ત્રીઓ સાથે લગ્ન કરવું. જીવન પર્યંત એક સ્ત્રી સાથે પરિણિત જીવન વિતાવવું કે તે સ્ત્રી હોય તો કે બીજા કોઈ કારણસર કે અમુક સંજોગોમાં બીજી સ્ત્રી સાથે લગ્ન કરવું.

આવા અને બીજા અનેક વિકલ્પ વાળા બીજાં બંધનો પણ હોય છે. આવા બધા વિકલ્પોમાં જે આદર્શ વિકલ્પ માનવામાં આવતો હોય તો તે વૈકલ્પિક પ્રણાલીનું સૌ પાલન કરે તે ઇચ્છનીય છે.

આવા આદર્શ વિકલ્પનું પાલન કરવું આદર્શ શાસક માટે આવશ્યક છે. આદર્શ શાસકે નિષ્ઠાપૂર્વક આદર્શ પ્રણાલીઓનું પાલન કરવું આવશ્યક છે .

શાસક એટલે શું?

રાજા કે કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ કે જેના ઉપર પ્રણાલીઓનું પાલન કરવવાની જવાબદારી છે અને તેણે/તેમણે તે સ્વિકારેલી છે તેને/તેમને શાસક કહી શકાય.

કામ સેવા ભાવે કરવા માટે સ્વિકારવામાં આવ્યું હોય

કે કોઈ નિશ્ચિત/અનિશ્ચિત, પ્રત્યક્ષ કે પરોક્ષ સગવડોના બદલામાં સ્વિકારવામાં આવ્યું હોય,

કે માન અકરામ ના બદલામાં સ્વિકારવામાં આવ્યું હોય,

કે કોઈપણ પ્રણાલી અંતર્ગત જો સ્વિકારવામાં આવ્યું હોય,

તો તે સ્વિકારવા માત્રથી તે વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ શાસક તરીકે મનાશે.

રામે શું કર્યું?

રામે એક આદર્શ રાજાનું પાત્ર નિભાવ્યું.

રામે ફક્ત એક સ્ત્રી સાથે એટલે કે સીતા સાથે લગ્ન કર્યું. અને એક પત્નીવ્રત નિભાવ્યું.

વનવાસ દરમ્યાન તેમણે બ્રહ્મચર્યનું પાલન કર્યું.

રાવણને હરાવ્યા પછી સીતાની પવિત્રતાની પરીક્ષા કરી.

આમ તો સીતા પવિત્ર હતી કારણ કે અશોકવાટિકા અંતર્ગતના નિવાસ દરમ્યાન તે ગર્ભવતી થઈ હતી. જો રાવણે કે બીજા કોઈએ સીતા સાથે શારીરિક સંબંધ રાખ્યો હોત તો સીતા જરુર ગર્ભવતી થઈ હોત.

રામે જનતાની કે કોઈ એક વ્યક્તિની કે વ્યક્તિઓની શંકાને કારણે, તે શંકા ઉપરથી બોધ લીધો અને સીતાનો ત્યાગ કર્યો. સીતાને ત્યાગતી વખતે સીતા ગર્ભવતી હતી. રામે સીતાને વાલ્મિકીના આશ્રમમાં રાખવાની ગોઠવણ કરી. આમ રામે સીતાની અને તેને થનાર સંતાનની સુરક્ષાની પણ વ્યવસ્થા કરી.      

રામે સીતાના ત્યાગ કર્યા પછી કોઈ બીજા લગ્ન કર્યા નહીં. એટલું નહીં પણ જ્યારે યજ્ઞના ક્રિયાકાંડમાં પત્નીની જરુર પડી તો પણ રામે બીજા લગ્ન કર્યાં નહીં. આવે સમયે શાસ્ત્રો દ્વારા માન્ય વિકલ્પ તરીકે, સીતાના પ્રતિકને સ્થાપી ધાર્મિક પ્રણાલી સંપન્ન કરી.

બધી વાતોથી સિદ્ધ થાય છે કે રામ ફક્ત સીતાને પ્રેમ કરતા હતા અને સીતાને પત્ની માનતા હતા. સીતા સિવાય તેમને કોઈને પણ તેઓ પોતાની પત્નીનું સ્થાન આપવા માગતા હતા.

રામે તો કોઈ ઢંઢેરો પીટ્યો કે પોતે કેવા ત્યાગી છે, પોતે કેવા આદર્શ છે કે તેમણે પોતાની પત્નીને દુઃખની ખીણમાં નાખીને પણ રાજધર્મ નિભાવ્યો.

રામે તો એવો કોઈ ઢંઢેરો પીટાવ્યો કે પોતે પોતાના કૌટૂંબિક જીવન ઉપર પણ, રાજધર્મને ખાતર કેવો અન્યાય કર્યો,

રામે તો પોતાના ફાયદા માટે એવો પ્રચાર કરાવડાવ્યો કે પ્રણાલીમાં બદલાવની જરુર છે,

રામે રાજા હોવા છતાં પણ અને મહેલમાં રહેતા હોવા છતાં પણ કોઈ શારીરિક સગવડો ભોગવી પણ સીતાની જેમ વનવાસીના જેવી જીંદગી જીવી. અને છતાં પણ રાજધર્મ શ્રેષ્ઠ રીતે નિભાવ્યો.

શું રામે બધું સત્તામાં ચાલુ રહેવા માટે કર્યું હતું?

ના જી. રામને તો સત્તાનો મોહ હતો તો તેમને સુવિધાઓનો મોહ હતો. જો રામે ઈચ્છ્યું હોત તો તેમણે ૧૪ વર્ષનો વનવાસ સ્વિકાર્યો હોત. તેમના હિતેચ્છુઓ દ્વારા આંદોલન કરાવી શક્યા હોત. અને કૈકેયીને બદનામ કરાવી શક્યા હોત.

આવું કરત તો પણ પિતાની આજ્ઞાને, તે આજ્ઞાને થોડી સ્થગિત કરાવડાવીને ભરત આવે ત્યાં સુધીનો સમય પસાર કરાવી શક્યા હોત. ભરત દ્વારા જનાઅંદોલન કરાવી શક્યા હોત.

આવું કર્યા વગર પણ, જ્યારે ભરત મોસાળથી અયોધ્યા પાછો આવ્યો અને ભરત તેમને શોધીને મળવા આવ્યો ત્યારે ભરતે પોતાના રાજાપણાના હોદ્દાની રુએ રામને અયોધ્યાની રાજગાદી સ્વિકારવાનું કહેલ. ત્યારે રામ ખુશી ખુશી તે વખતે અયોધ્યાની રાજગાદી સ્વિકારી શક્યા હોત. આમ કરવાથી પ્રણાલીનો ભંગ થાત અને ઘીના ઠામમાં ઘી ઢોળાયેલું રહેત. પણ આમ કરવાથી વરિષ્ઠ રાજા દશરથની આજ્ઞાનો આત્મા હણાઈ જાત. રાજાની આજ્ઞાનું પાલન થયું ગણાત પણ તેમાં તો રાજાની આજ્ઞાના પાલનની નિષ્ઠા હોત તો તેનો આત્મા હોત. આવી સમજણ ભારતમાં દશ હજાર વર્ષ પહેલાં પ્રવર્તતી હતી અને માન પામતી હતી.

પણ એજ ભારતમાં નહેરુવીયનોએ શું કર્યું?

નહેરુએ ભારતની સંસદમાં પ્રતિજ્ઞા લીધી કે તે અને તેમનો પક્ષ, ચીનની સાથેના ભારતના યુદ્ધમાં ભારતે ગુમાવેલી ભારતીય ભૂમિને પાછી મેળવ્યા સિવાય આરામથી બેસશે નહીં. નહેરુતો પછી પોતાની જીંદગી જીવી ગયા. અને દેહરાદુનમાં આરામ ફરમાવતા ફરમાવતા એક સવારે ગુજરી ગયા. પણ તેમની પ્રાથમિકતા કદીય પોતે લીધેલી પ્રતિજ્ઞાના પાલનની રહી નહીં. તેમની પ્રાથમિકતા તેમની ઉતરાધિકારિણી તેમની પુત્રી કેવી રીતે બને તે રહી. આવી કોઈ પ્રણાલી આપણી લોકશાહીમાં નથી કે શાસકવ્યક્તિનું સંતાન તે શાસકનું અનુગામી બની તે પદભાર સંભાળે. પણ નહેરુએ પોતાના વડપણના પરિબળની રુએ પોતાની ગેંગદ્વારા નવી પ્રણાલી સ્થાપવાની ભરપૂર કોશિસ કરી.

નહેરુના સંતાન ઇન્દિરા ગાંધીએ વારસાગત પદભાર સંભાળવાનો લાભ લેવાનો અને ભોગવવાનો લાભ લીધો, પોતાની વારસામાં મળેલી પ્રતિજ્ઞાને સ્પર્શ પણ કર્યોતેણે નવી સમસ્યાઓ અને પ્રણાલીઓ પોતાના લાભ માટે બનાવી. જેમકે રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીમાં પોતાના પક્ષના એક ઉમેદવારનું આવેદન પત્ર ભર્યું પણ તે તેમને પસંદ હોવાથી, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાંઆત્માના અવાજ અનુસારમત આપવાની જાહેરાત કરી. આવી જાહેરાત કરવાની પ્રણાલી હતી. છતાં પણ પોતાના સંસાધનો દ્વારા ભરપૂર પ્રચાર કર્યો. પણ એજ ઈન્દીરા ગાંધીએ પછીના સત્રના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાંઆત્માના અવાજ અનુસારમત આપવાની પોતે પ્રસ્તૂત કરેલી પ્રણાલીને નકારી કાઢી.

ઇન્દિરા ગાંધીએ જાહેરમાં વચન આપેલ કે તે જે બંગ્લાદેશી બિહારી મુસ્લિમો (બીન બાંગાભાષી) એક કરોડની સંખ્યામાં ભારતમાં ઘુસી ગયા છે તેમને પાછા મોકલી દેશે. પણ વચન પોતે તે પછી ૧૪ વર્ષ રાજ કર્યું તો પણ તે વચનનું પાલન કર્યું નહીં. અને નવી આતંકવાદી સમસ્યાઓ ઉભી કરી તે જુદી. ભારતપાકિસ્તાનના યુદ્ધના નગારા ૧૯૬૯થી વાગતાં હતાં. અને ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીના સંરક્ષણ મંત્રી જગજીવનરામે ઇન્દિરાની સરકાર તરફથી જાહેર કરેલ કે વખતે ૧૯૬૬ની પાકિસ્તાન સાથેની સંધિમાં થયેલી ભૂલનું પુનરાવર્તન કરવામાં આવશે નહીં. એટલે કે જે કંઈ પાકિસ્તાનની ભૂમિના હિસાઓ જીતીશું તેને પાછા આપીશું નહીં. પણ સિમલા કરાર હેઠળ જીતેલી ભૂમિ નહીં પણ પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મિરનો જે ભૂભાગ ભારતીય લશ્કરે જીતેલો તે પણ પાછો આપી દીધેલ. વાત તો ભરતીય બંધારણ થી સ્થપાયેલ સિદ્ધાંતોથી વિપરિત વાત હતી. પેકેજ ડીલ દ્વારા પાકિસ્તાનને સીધું કરવાની વાત તો યાદ કરવામાં આવી. આવા વચનભંગોની તો પરંપરા સ્થપાઈ.

જ્યારે શાસકના હાથમાં પ્રણાલીઓ રદ કરવાની, નવી પ્રણાલીઓ  સ્થાપવાની અને પ્રણાલીઓમાં ફેરફાર કરવાની સત્તા આપવામાં આવે ત્યારે દેશની આબરુ કેવી રસાતાળ થાય અને શાસક/શાસક જુથની નીતિમત્તા કેટલી હદે પતનને પામે છે તે જોઇએ.

 ઈન્દિરા ગાંધીએ ગરીબી હટાવવાનું વચન આપેલઆવા ખોટા વચન ઉપરાંત તેઓશ્રીએ ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરી જીત્યાં હતાં. એટલે તેમના પ્રતિસ્પર્ધીએ તેમની સામે ઉચ્ચન્યાયાલયમાં કેસ કર્યો. ન્યાયાલયે નોંધ્યું કે ઇન્દિરા ગાંધી ન્યાયાલયની સામે જે કંઈ પ્રતિજ્ઞા પૂર્વક બોલ્યાં તેમાં ૧૬ ઉચ્ચારણો જૂઠાં હતાં. તેમની ચૂંટણી રદ થઈ. અને ઇન્દિરાને વર્ષ માટે ચૂંટણી માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યાં. બધું ભારતીય બંધારણમાં સ્થપાયેલા નીતિનિયમો અને પ્રણાલીઓને આધારે થયું હતું. હવે જો શાસકના હાથમાં પ્રણાલીઓ રદ કરવાની, નવી પ્રણાલિઓ સ્થાપવાની અને પ્રણાલીમાં ફેરફાર કરવાની સત્તા આપવામાં આવે તો શું થઈ શકે તે જોઇએ.

ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા લાલસા પોષવા શું શું કર્યું?

માનવ અધિકારો, બંધારણીય અધિકારો અને કુદરતી અધિકારો પણ સ્થગિત કર્યા. શા માટે?

પોતાની સામે ઉભા થયેલાખતરાનેદેશની સામે ઉભા થયેલા ખતરાતરીકે ખપાવ્યો. રાતો રાત પોતાના મહાકાય ચિત્રો વાળા પોષ્ટરો છપાયા અને દિવાલો ઉપર ચીપકાવ્યા. તેની ઉપર લખાણ હતું જ્યારેદેશને વિભાજીત કરવા વાળા તત્વોદેશની ઉપર ત્રાટક્યા ત્યારે તે ચટ્ટાનની જેમ ઉભી રહી અને બધા પ્રહારો ઝીલી દેશને બચાવ્યો.” ઇન્દિરાએ બધા વિરોધીઓને જેલભેગા કર્યા. સમાચાર પત્રો લાંબા લહ થઈને ઇન્દિરાના પગમાં આળોટ્યા. ન્યાયાલયના ચૂકાદાઓ પણ જો શાસનની વિરુદ્ધ હોય તો દબાવવામાં આવ્યા. આવું બધું તો ઘણું થયું. જ્યારે તમે શાસકને પ્રણાલીઓમાં ફેરફાર કરવાની સત્તા આપો એટલે દેશ પતન પામે. તમે આને જનતંત્ર કહી શકો.

પ્રણાલીઓ બદલવાની આદર્શ પ્રક્રિયા શું હોવી જોઈએ?

પ્રણાલીઓમાં ફેરફાર કરવાની સત્તા પ્રજા પાસે હોવી જોઇએ. પ્રજા તેના ઉપર ચર્ચા કરે અને પ્રજા તેનો મુસદ્દો ઘડે. વિદ્વાનો જેઓ શાસક દ્વારા લાભાન્વિત નથી તેઓ તેને સુઘટિત શબ્દોમાં પ્રસ્તૂત કરે અને રાજાને કહે કે હવે તમે પ્રણાલીનું પાલન કરાવો અને કરો.

અહી રમાયણમાં શું થાય છે.

રામ તો સીતાને પાછી લાવવા માટે કશું કરતા નથી. રાજા પોતાના અંગત લાભ માટે કશું કરે તેવી પ્રણાલી રાજા તરફથી સૂચિત થાય તેવી પ્રણાલી હતી નહીં. રાજા પોતે તો નવી પ્રણાલી સૂચવી શકે નહીં. રામે પોતાની નિંદા કરનારાઓને જેલમાં પણ મોકલ્યા.

તો રામે શું કર્યું?

સીતા વાલ્મિકીના આશ્રમમાં હતી. વાલ્મિકીએ સીતાની બધી વાત સાંભળી. વાલ્મિકીને થયું કે બીજી બધી વાત તો ઠીક છે મારા ભાઈ, પણ સીતાને અન્યાય થયો છે. એટલે વાલ્મિકીએ એક મહાકાવ્ય લખ્યું. અને રામ કથાનો લવ અને કુશદ્વારા જનતામાં પ્રચાર કરાવડાવ્યો. જનતાને વસ્તુસ્થિતિનો ખ્યાલ આવવા માંડ્યો. જનતાએ રામ ઉપર દબાણ કર્યું.

પણ જે અધાર પર એટલે કે જે તર્ક ઉપર પ્રણાલીનો આધાર હતો, તે તર્કને કેવી રીતે નકારી શકાય? નવી કઈ પ્રણાલી સ્થાપાય કે સીતાની પવિત્રતા સિદ્ધ થાય. જે આધાર પર રામ શુદ્ધ હતા તે આધાર પર શું સિતા શુદ્ધ હતી? વાલ્મિકી અને તેમનો પૂરો આશ્રમ સીતાના ચાલચલન ઉપરથી સ્પષ્ટ હતો કે સીતા શુદ્ધ હતી. એટલે એવી પ્રક્રિયા સ્થપાય કે વાલ્મિકી અને વશિષ્ઠ બંને પ્રમાણ પત્ર આપે કે સીતા શુદ્ધ છે. આપણે જોઇએ શકીએ છીએ કે પૂરી પ્રક્રિયામાં રામનું કોઈ દબાણ આવતું નથી. રામનો કોઈ આગ્રહ પણ નથી. રામનો આદર્શ અભૂતપૂર્વ અને અનુપમ છે.

સીતા રામની પત્ની હતી. રામે શું પત્ની સાથે અન્યાય કર્યો કહેવાય?

રામે સીતાનો ત્યાગ કર્યો તો શું વાત સીતા ઉપર અન્યાય થયો કહેવાય?

સીતા તો રામની પત્ની હતી. સીતાના પત્ની તરીકેના અધિકારો હણાયા તેનું શું?

વાત માટે કોણ દોષિત છે?

રામ પોતે તો છે, એનું શું?

રામે પતિધર્મ કેમ બજાવ્યો? રામે સીતાના લગ્ન સમયે શું સીતાનો સાથ નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી? અગ્નિ સામે લીધેલી પ્રતિજ્ઞાનું શું?

રામે રાજગાદી છોડી દેવી જોઈતી હતી. રામે રાજગાદીનો સ્વિકાર કર્યો અને પોતાના પતિધર્મનું પાલન કર્યું તેનું શું?

રામનો રાજધર્મ અને રામનો પતિધર્મ

રામની પ્રાથમિકતા રાજ ધર્મનું પાલન કરવાની હતી. રામ પોતે જન્મ્યા તેની સાથે તે દશરથ રાજાના જ્યેષ્ઠ પૂત્ર હોવાના કારણે રાજધર્મ તેમને માટે પ્રાથમિકતા બની ગયો હતો. એક પ્રણાલીગત પ્રાથમિકતા હતી.

સીતા રામની પત્ની નહીં પણ પ્રણાલી પ્રમાણે રામની રાણી પણ હતી. સીતાને રાણી હોવાથી રાજની સુવિધાઓનો અને માન અકરામનો ઉપભોગ કરવાનો  અધિકાર મળતો હતો. જ્યારે આવું હોય ત્યારે રાણીનો ધર્મ બને છે કે રાજાની આપત્તિની પણ તે સહભાગી બને. રાજાની રાણી જ્યારે પ્રતિકુળ પ્રણાલીઓના પાલન કરવાની વાત આવે ત્યારે તે પલાયન વૃત્તિ રાખી શકે. જો રાજાને પ્રણાલીના પાલન કરવામાં રાણીનો ત્યાગ કરવો પડે તો રાણીએ તે માન્ય રાખવું પડે.

રામાયણની કથા, હાડમાંસના બનેલા માનવીય સમાજની એક મહા કથા છે. સીતા પણ હાડમાંસની બનેલી હતી. સીતાએ પોતાના હાડમાંસના બનેલા શરીરથી વિચાર્યું કે શુદ્ધતા ની વાત તો બહુ લાંબી ચાલી. જો આવું ચાલ્યા કરશે તો મારે કોણ જાણે કેટલીય વાર મારી શુદ્ધતા સિદ્ધ કરતા રહેવું પડશે.

સીતા ખીણમાં પડી આત્મહત્યા કરી લે છે.

જનક રાજાને સીતા કોઈ ખેતરની ધરતી ઉપરથી મળેલી. તે સીતા ધરતીની પૂત્રી હતી અને તે ધરતીમાં સમાઈ ગઈ. લેખકે તેને રસાત્મક બનાવવા માટે લખ્યું કે ધરતી ફાટી અને ધરતીમાતા સિંહાસન લઈને આવ્યાં ને તે પોતાની પૂત્રી સીતાને સિંહાસન ઉપર બેસાડી માન સાથે લઈ ગયાં. રામે ધૂમધડાકા કર્યા વગર પોતાની મહાનતા બતાવી, સીતાએ પણ તેજ રીતે ચૂં ચાં કર્યા વગર પોતાની મહાનતા બતાવી.

શું રામ માટે અંતિમ અગ્નિ પરીક્ષા હતી?

ના જી. રામે તો હજી અનેક પડાવ પસાર કરવાના હતા.

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝ્ સીતા, રામ, શાસક, રાજા, રાણી, વચન, પ્રણાલી, પરિવર્તન, ઇન્દિરા, નહેરુ, કટોકટી, અધિકાર, યોગ્યતા, અયોગ્ય, સત્તા, લાલસા, પતન, રાજ ધર્મ, પ્રાથમિકતા 

   

 

 

     

    

 

 

    

 

 

 

 

Read Full Post »

શિલા લિખિત નહેરુવીયન આતંકવાદ

ઈતિહાસના કેટલાક પ્રકરણો એવા હોય છે જે હજારો વર્ષસુધીમાં પણ ન ભૂંસી શકાય. અલબત્ત જો તે વંશીય શાસકોનું શાસન ચાલુ રહે તો તે શાસકો જરુર તે પ્રકરણોને ભૂંસી નાખવાની કોશિસ કરે.   પ્રજા જો મૂર્ખ હોય તો હોય તો તે વંશીય શાસકોને આ પ્રકરણો ભૂંસી નાખવામાં સરળતા પણ રહે. હાજી લોકશાહીમાં પણ આવું થઈ શકે.

જેઓ સુજ્ઞ છે અને જેઓને સત્તાની ઝંખના નથી અને જેઓને ખ્યાતિની ભૂખ નથી અને જેઓને પોતાના અસ્તિત્વની પડી નથી તેઓ જો જાતના ગુણધર્મો પ્રતિ આદર ધરાવતા હોય અને તેવી તેમની દીશા હોય, તો તેઓએ કદી આ નહેરુવીયન આતંકવાદ ભૂલવો ન જોઇએ.

હાજી. નહેરુવંશીય એક ફરજંદે પોતાની ગેરકાયદેસર સત્તા ચાલુ રાખવા દેશ ઉપર કટોકટી લાદેલી. તેની આ વાત છે.

કટોકટીમાં શું હતું?

આ કટોકટીમાં આ નહેરુવીયન ફરજંદે પોતાની વિરુદ્ધ જે કંઈ હોય, પછી તે વિરોધ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ રીતે હોય કે તે વિરોધ મનમાની શંકા માત્રના આધારે  હોય તેવા વિરોધી સમાચારો માત્રને પ્રગટ થતા અટકાવી શકાતા હતા. જો કોઈ છાપાં આવા વિરોધી લાગે તેવા સમાચાર છાપે તો તેના પ્રેસને તાળા મારી શકાતા હતા અને તે વ્યક્તિઓને અનિયતકાળ માટે જેલમાં રાખવામાં આવતી હતી.

જેઓ કટોકટીમાં ટટાર ઉભા રહ્યા અને માથું ઉંચું રાખ્યું તેમની પ્રત્યે આ નહેરુવીયન ફરજંદના સેવકોએ આ નહેરુવીયન ફરજંદના પુરસ્કૃત આજ્ઞાઓને આધારે આતંકીઓને શોભે તેવા વર્તનો કરેલાં.

સર્વોદયનું મુખપત્ર “ભૂમિ પૂત્ર”ના પ્રેસને તાળાં લાગી ગયાં હતાં અને તેના સંપાદક તંત્રી શ્રી કાન્તિભાઈ શાહ જેલમાં શોભતા હતા.

“ઓપીનીયન” ના તંત્રી સંપાદક ગોરવાલાના પણ ક્રમે ક્રમે એવા જ હાલ કરેલા.

રોજીંદા છાપાંના તંત્રી, માલિકો અને કટારીયાઓએ (કટાર લેખકોએ) શું કર્યું?

 

“સેન્સર થયેલા સમાચારોની જગ્યા કોરી રાખો” એક સૂચન

જૂજ માલિકો અને કેટલાક તેમની સાથે સંકળાયેલા હતા તેમણે સૂચવ્યું કે સમાચારો જે કંઈ છપાવવા માટે આવે છે તે સૌપ્રથમ તો આ નહેરુવીયન ફરજંદે નિમેલા સેવકોની ચકાસણી અને મંજુરી પછી જ છપાય છે માટે આપણે ટકી રહેવા માટે એવું કરીએ કે જે સમાચારોને મંજુર ન કરવામાં આવ્યા, તે સમાચારો છાપાંમાં જે જગ્યા રોકવાના હતા, તે જગ્યા આપણે કોરી રાખવી. આવું કરવાથી કમસે કમ જનતાને ખબર પડશે કે કેટલા સમાચારોનો અને કેટલા લખાણોનો જત્થો રોકવામાં આવ્યો છે.

પણ આવી વર્તણુંકનો અર્થ એવો કરવામાં આવ્યો કે આ તો નહેરુવીયન ફરજંદની પરોક્ષ નિંદા થઈ કહેવાય. એટલે દેશની પણ નિંદા થઈ કહેવાય, એટલે દેશદ્રોહ પણ થયો કહેવાય. એટલે આવું કરનારા તો જેલમાં જ શોભે. અમે તો દેશની ભલાઈ માટે જ કામ કરીએ છીએ. એટલે અમારી સેન્સર શીપ સમાચાર અટકાવે છે એવો સંદેશ પણ જનતામાં જવો જ ન જોઇએ. સરકારની કોઈપણ વાત નકારાત્મક છે તે ઈન્દીરામાઈનું અપમાન છે. અને ઈન્દીરામાઈનું અપમાન એટલે દેશનું અપમાન. ઈતિ સિદ્ધમ્‌.

નમવાનું કહો છો? અમે તો તમારા પગમાં આળોટવા માંડ્યા છીએ.

મોટાભાગના સમાચાર પત્રોના માલિકો, તંત્રીઓ, સંપાદકો અને કટાર લેખકોને ખબર પડી ગઈ કે સરકાર માબાપ નમવાનું કહે છે. એટલે તેઓ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા થઈ ગયા એટલું જ નહીં સરકારની ભાટાઈ અને વિપક્ષી નેતાઓની નિંદા કરતા થઈ ગયા. અરે આ બાબતમાં સ્પર્ધા કરતા પણ થઈ ગયા. 

અફવાઓ ફેલાવવાનો સરકારનો અબાધિત હક્કઃ

દેશદ્રોહીઓને અમે પકડ્યા છે. કાળાબજારીયાઓને અમે પકડ્યા છે, ચોરોને અમે પકડ્યા છે, જનતાને ગેરમાર્ગે દોરનારાઓને અમે પકડ્યા છે. ગરીબોને અમે પાકા રહેઠાણો આપી દીધા છે, રેલગાડીઓ નિયમિત દોડતી કરી દીધી છે, મોંઘવારીનું નામ નિશાન નથી, જનતા ખુશહાલ છે. બધે આનંદ મંગળ છે. જે કોઈ કર્મચારીની સામે ફરિયાદ આવે તેને અમે સસ્પેન્ડ કરી દઈએ છીએ, અને કાર્યવાહી ચાલુ કરી દઈએ છીએ. એટલે સરકારી કર્મચારીઓમાં લાંચરુશ્વત નાબુદ થઈ ગઈ છે. સૌ કોઈ નિષ્ઠાવાન અને પ્રજાપ્રેમી થઈ ગયા છે. બધે કાયદાનું શાસન છે.

એક વયોવૃદ્ધ નેતા (મોરારજી દેસાઈ)ની પાછળ તેની (આદતને પોષવા માટે) રોજ વીસ કીલોગ્રામ ફળો આપાય છે.

એક પોતાને સર્વોદયવાદી ગણાવતો નેતા (જયપ્રકાશ નારાયણ) લશ્કરને બળવો કરવા ઉશ્કેરતો હતો.

એક વયોવૃદ્ધ સર્વોદયવાદી નેતાના (રવિશંકર મહારાજના) ઘરમાં સ્ફોટક પદાર્થોનો જત્થો રખાયો હતો. જોકે અમે તેને તેની ઉંમરને લક્ષ્યમાં લઈ પકડ્યો નથી (ઘરકેદમાં રાખ્યો છે).

અમારું ધ્યેય (ઈન્દીરાઈ સરકારનું ધ્યેય) “સબસે નમ્ર વ્યવહાર” (કામ જેલમાં પુરવાનું).

વિનોબા ભાવે કામકરતી સરકાર ઉપર ગૌવધબંધીને લગતો કાયદો ઘડવાની ભલામણ કરી રહ્યા છે અને આ માટે આમરણાંત ઉપવાસની ધમકી આપી રહ્યા છે. વિનોબાભાવેએ સુધબુધ ગુમાવી દીધી છે. શું આ “અનુશાસન પર્વ” રુપી દેશની કટોકટીના સમયે આવી ક્ષુલ્લક વાતો કરવી તેમને શોભે છે? જોકે કોઈ પણ સમાચારપત્રમાં વિનોબા ભાવેએ કરેલી ઉપરોક્ત વાત આવી ન હતી. પણ નહેરુવીયન કોંગ્રેસના કોઈ એક નેતાએ વિનોબા ભાવેની ટીકા કરી એને તો સેન્સર કરી ન જ શકાય એ આધારે સરકારી સેવકે સમાચાર છપાવા દીધા.

સૌથી મોટું કૌભાણ્ડ અને ફ્રૉડ એટલે કટોકટી

૧૯૭૫ની ૨૫મી જુને, ઈન્દીરા ગાંધીએ શામાટે કટોકટી લાદી અને તે માટે કયા કારણો હતા અને કયા કારણો પ્રસારિત કરવામાં આવ્યા તે ઉપર પુસ્તકો લખાયા છે કે નહીં તે વિષે બહુ ચર્ચા થતી નથી.

કટોકટી લાદવાની આખી પ્રક્રિયા, તેની જાહેરાત, તેના કારણો, તેના આચારો અને અત્યાચારો, માન્યતાઓ એક શિલા લિખિત આતંકવાદ જ નહીં પણ જનતા ઉપર સતત લટકતી આતંકવાદી સરકારી ધમકી હતી.

ઈન્દીરા ગાંધીની સરકાર એક સુસ્થાપિત લગભગ સાર્વત્રિક રીતે વ્યાપક (એક બે અપવાદિત રાજ્યોને બાદ કરતાં) સરકાર હતી, ઈન્દીરા ગાંધીએ ખુદ એવા મંત્રી, મુખ્યમંત્રીઓ નિયુક્ત કરેલા કે જે હાજી હા કરવા વાળા હોય. કેન્દ્રમાં, રાજસભા તથા લોકસભામાં ઈન્દીરાઈ નહેરુવીયન કોંગ્રેસને માત્ર બહુમતી નહીં પણ સંપૂર્ણ બહુમતિ (બે તૃતીયાંશ બહુમતિથી પણ વિશેષ) હતી.

ઈન્દીરા ગાંધીનો કારભાર જ અરાજકતા ભર્યો હતો એટલે તેનો અસલ ચહેરો ૧૯૭૩થી જ ખુલવા માંડ્યો હતો. ગુજરાતમાં ૧૯૭૨ની વિધાનસભાની ચૂંટણીમાં નહેરુ-ઈન્દીરાઈ કોંગ્રેસને ૧૬૨ બેઠકોમાંથી ૧૪૦ બેઠકો મળી. ચિમનભાઈ પટેલને બહુમતિ સભ્યોનો સપોર્ટ હતો. પણ ઈન્દીરા ગાંધીને તો હાજી હા કરનારા જ મુખ્ય મંત્રી જોઇએ. એટલે ચિમનભાઈને બદલે ઘનશ્યામભાઈ ઓઝાને મુખ્ય મંત્રી બનાવ્યા. ચિમન ભાઈએ તેમની રીતે લડત આપી અને ધરાર ઈન્દીરાગાંધીની ઈચ્છાની ઉપરવટ જઈ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા.

બે રાક્ષસો એક બીજા સામે લડે તો બંને નબળા પડે. અરાજકતા હોય એટલે કારણો શોધવા ન પડે. એટલે નવનિર્માણ આંદોલન થયું અને વિધાનસભાનું વિસર્જન થયું. ૧૯૭૫માં બાબુભાઈ જશભાઈએ પાતળી બહુમતિ વાળી જનતા મોરચાની સરકાર બનાવી. બીજીબાજુ ઈન્દીરા ગાંધી જે કશા નીતિ નિયમો વ્યવહારમાં માનતી ન હોવાથી, તેની ચૂંટણી અલ્હાબાદ ઉચ્ચાદાલતે રદબાતલ કરી. અને ઈન્દીરા ગાંધીને ૬ વર્ષમાટે ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવી.

જોકે ઈન્દીરા ગાંધીમાં યોગ્યતા, કાબેલીયત અને નિષ્ઠા હોત તો તે દેશની ભલાઈ માટે ચમત્કાર સર્જી શક્યાં હોત. પણ તેમને સંસદમાં અને રાજ્યોમાં સંપૂર્ણ બહુમતિ, નિર્વિરોધ નેતાગીરી ઓછાં પડ્યાં. એટલે લોકશાહીનું ખુન કર્યું અને આપખુદ શાહી લાદી અને સૌ વિરોધીઓને જ નહીં પણ તેમના લાગતા વળગતાનેય વિના વાંકે જેલ ભેગા કર્યા અને સમાચાર પત્રો ઉપર સંપૂર્ણ અંકુશ મુક્યો અને રેડીયો ઉપર સરકારી વાહવાહ, વાહ ભાઈ વાહ અને વિરોધીઓ ઉપર થૂથૂ ચાલુ કર્યું.

અત્યારે ઢ’વાળીયા જેવા, તેમના મળતીયાઓ, કોંગી જનો અને જેમને નરેન્દ્ર મોદી પોતાના આગવા કારણોસર પસંદ નથી, તેઓ નરેન્દ્ર મોદીને આપખુદ, સરમુખત્યાર અને સત્તા લાલચુ કહે છે આ લોકોમાંના કોઈપણ કટોકટી વખતે ભાંખોડીયા ભરતા ન હતા અને અથવા કટોકટીના ઇતિહાસથી અજ્ઞાન નથી, છતાં પણ કટોકટીના આતંકવાદની નિંદા કરવાનું ટાળે છે.

કટોકટી એ સરકારી આતંકવાદ હતોઃ

આતંકવાદ એટલે શું?

તમે મનુષ્યને તેના બંધારણીય હક્કો ન ભોગવવા દો તેને શું આતંકવાદ ન કહેવાય? જો કાશ્મિરના હિંદુઓને તેમના ખુદના કોઈ ગુના વગર, તેમના ઘરમાંથી બળજબરીથી બહાર કાઢી નાખો તો આ કૃત્ય ને આતંક વાદી કૃત્ય કહેવાય કે ન કહેવાય?

તમે કોઈ મનુષ્યને તેના કોઈ ગુનાના અસ્તિત્વ વગર જેલમાં પુરી દો તો તે આતંકવાદી કૃત્ય  કહેવાય કે નહીં?

જો તમે કોઈ બિમાર વ્યક્તિ કે જેનો ઉપચાર ચાલતો હોય તેને જેલમાં પુરી દો તો તે આતંકવાદી કૃત્ય કહેવાય કે નહીં?

જો કોઈ બિમાર વ્યક્તિની બિમારીને અવગણીને તમે તેને મરણતોલ કક્ષાએ પહોંચાડો તો તે આતંકવાદી કૃત્ય કહેવાય કે નહીં?

જે વ્યક્તિનું આતંકવાદીઓ અપહરણ કરે છે તેને તેઓ વાણીસ્વાતંત્ર્ય આપે છે? શું આતંકવાદીઓ અપહૃત વ્યક્તિને પોતાની માન્યતા રજુ કરવાની સ્વતંત્રતા આપે છે?

જો સરકાર જ આવું બધું કરે તો તેને શા માટે આતંકવાદી ન કહી શકાય?

મનુષ્યના કુદરતી અને બંધારણીય અધિકારોનું હનન જો આતંકવાદીઓ કરતા હોય અને તેને તમે આ કારણસર આતંકવાદી ઘોષિત કરતા હો તો, જો સરકાર જ આવાં કામો કરે તો તેને શામાટે આતંકવાદી ન કહેવાય?

શું ધર્મને નામે જ અત્યાચાર કરીએ તેને જ આતંકવાદ કહેવાય?

નહેરુવીયન કોંગ્રેસનું અર્થઘટન એવું જ રહ્યું છે કે જો કોમી દંગાઓ થાય તો ભારતમાં તેને ભગવા આતંકવાદમાં ખપાવી દેવામાં પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરવો. તેવી જ રીતે જ્ઞાતિવાદી સંઘર્ષો પણ કરાવવા. જ્ઞાતિવાદ, ધંધા, ધર્મ, પ્રદેશ, ભાષા વિગેરે દ્વારા માનવસમાજ વિભાજીત છે અને આ વિભાજીત લોકોને એક બીજા સામે તિરસ્કાર ઉત્પન્ન કરાવવો અને નબળાને નબળો રાખવા માટે પ્રયુક્તિઓ કરવી અને અંદરખાને થી સબળાને સબળો બનાવવો. આવી જ વ્યુહરચના નહેરુવીયન કોંગ્રેસની રહી છે. ઉપરોક્ત બધા જ જુથો પછી ભલે તે જ્ઞાતિને અધારે બનેલા હોય કે, ધંધાને આધારે બનેલા હોય, ધર્મને અધારે બનેલા હોય, પ્રદેશને આધારે બનેલા હોય, ભાષાને આધારે બનેલા હોય કે રાજકીય પક્ષને આધારે બનેલા હોય. આમ તો માનવના જ બનેલા છે. અને તેઓમાંના કોઈપણ જુથમાં રહેલા માનવોના કુદરતી કે બંધારણીય હક્કોનું જો કોઈપણ બીજા જુથદ્વારા હનન કરવામાં આવે તો તે આતંકવાદ જ કહેવાય. અને આ પ્રમાણે નહેરુવીયન કોંગ્રેસે તેમના વિરોધીઓના કુદરતી અને બંધારણીય માનવ અધિકારોનું હનન કરી ૧૯૭૫થી ૧૯૭૮સુધી આતંકવાદ આચરેલો. આતંકવાદ અક્ષમ્ય જ ગણાય.

આપણા અખબારી મૂર્ધન્યો શું કરે છે?

પોતાને વિષે પોતાને “તડ અને ફડ” કહેનારા માનતા એક અખબારી મૂર્ધન્ય શું કહેછે?  કટોકટી ના સમયમાં ઈન્કમટેક્ષ ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસો દોરડાના છેડાઓ પકડી લાલ-લીલી લાઈટ અનુસાર ટ્રાફિકનું સંચાલન કરતા જોઇ, આ મૂર્ધન્યભાઈ ગદગદ થઈ ગયેલ. અને કટોકટીને બિરદાવેલ.

એક કટારીયા મૂર્ધન્ય એવું લખતા કે તમે તેમના વાક્યોનું વિભાજન કરીને પણ કશો અર્થ ન તારવી શકો.

કેટલાક કટારીયા મૂર્ધન્યોએ રાજકારણને છોડીને કાંદા બટેકાને લગતા લેખો લખવા માંડેલ. સાલુ કટાર પણ એક જાગીર જ છે ને. તેનો કબજો હોવો જ મુખ્ય વસ્તુ છે.

મોટાભાગના કટારીયા મૂર્ધન્યોને બ્રહ્મજ્ઞાન લાધ્યું કે સાલુ આપણે અત્યાર સુધી શિર્ષાસન કરતા હતા. આપણે હવે સીધા થઈએ. ઈન્દીરા માઈ જ ખરી દેવી છે. તેના ગુણગાન જ કરો.

૧૯૭૬-૭૭ સમયે કરવટ બદલી.

સંપૂર્ણ બહુમતી, નિર્વિરોધ નેતાગીરી, અંતે આપખુદશાહી અને સરકારી આતંકવાદ પણ (જે દેશના ભલા માટે ઘોષિત રીતે પ્રયોજાયેલા), તે કશું કામમાં ન આવ્યું. સમાચાર માધ્યમોએ કરેલી માત્ર અને માત્ર એક તરફી, ઈન્દીરાઈ પ્રગતિ વિષેની ભાટાઈ પણ કામમાં ન આવી. જનતાએ જે પ્રત્યક્ષ જોયું તેને જ પ્રમાણભૂત માન્યું અને સ્વિકાર્યું. કટોકટીનો આતંકવાદ તેના ભારથી જ તૂટી ગયો.

૧૯૭૭માં ચૂંટણી આપવી પડી. નહેરુવીયન ઈન્દીરાઈ કોંગ્રેસનો ઘોર પરાજય થયો. દહીંદૂધીયા, “જિસકે તડમેં લડ્ડુ ઉસમેં હમ” જેવા, અને ડરપોક એવા યશવંતરાવ જેવા નેતાઓ ઈન્દીરાને છોડી ગયા.

“લોકશાહી હોય તો બધા દુરાચારો અમને ખપે” મૂર્ધન્યો બોલ્યા

મોરારજી દેસાઈના નેતૃત્વ વાળી જનતા પાર્ટીની સુચારુ રુપે કામકરતી સરકાર ટકી નહીં. ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં રાજકીય અનીતિમત્તા, નાણાંકીય અનીતિમત્તા, વફાદારી અને જ્ઞાતિવાદી વિભાજન અધમ કક્ષા હતું અને હજી છે.

એટલે નહેરુવીયન કોંગ્રેસ આ અનીતિવાદી સમીકરણો થી હજુ પણ શાસન કરે છે. જ્યાં સુધી મૂર્ધન્યો શિક્ષિત બનશે નહીં ત્યાં સુધી આપણા દેશ ઉપર આ એક સમયે અપ્રચ્છન્ન રીતે આતંકવાદી બનેલી નહેરુવીયન કોંગ્રેસ અને અત્યારની પ્રચ્છન્ન આતંકવાદી સરકાર તરીકે શાસન કરશે.

નહેરુવંશીઓ કોઈને છોડતા નથી

આ નહેરુવીયન કોંગી નેતાઓ કોઈ એક બાજપાઈ નામના વ્યક્તિએ ૧૯૪૨ની ચળવળ વખતે સરકારની માફી માગીને જેલ માંથી છૂટકારો મેળવેલ, તેને અટલ બિહારી બાજપાઈ તરીકે ખપાવી ૧૯૯૯ની લોકસભાની ચૂંટણીસુધી અને તે પછી પણ યાદ કરીને બાજપાઈ અને બીજેપીની બદબોઈ કરતા હતા.

૨૦૦૨માં નહેરુવીયન કોંગ્રેસના ગોધરાના એક સ્થાનિક મુસ્લિમ નેતાની આગેવાની હેઠળ સાબરમતી એક્સપ્રેસના હિન્દુયાત્રીઓને ડબા સહિત જીવતા બાળી દીધેલ. આના બચાવમાં નહેરુવીયન કોંગી આગેવાનોએ કહેલ કે “એ તો નરેન્દ્ર મોદીએ એમ કહીને મુસ્લિમભાઈઓને ઉશ્કેરેલ કે “અમારા બીજેપીના રાજમાં હિન્દુ મુસ્લિમ દંગાઓ થતા બંધ થઈ ગયા છે. આવું  કહેવાતું હશે?”

તેમજ આજ નહેરુવીયન કોંગીના નેતાઓ, તેમના મળતીયાઓ અને સમાચાર માધ્યમના ખેરખાંઓ ઉપરોક્ત બનાવની પ્રતિક્રિયાના ભાગ રુપે ફાટી નિકળેલ તોફાનો પર રાજકીય રોટલો શેકવા માટે નરેન્દ્ર મોદીને આજની તારીખ સુધી વગોવ્યા કરે છે અને કોમવાદને સક્રીય રાખવાની કોશિસ કર્યા કરે છે.

બીજેપીના નેતાઓ અને અખબારી મૂર્ધન્યો શામાટે નહેરુવંશીય ઈન્દીરાઈ કટોકટીને યાદ કરતા નથી? આ કટોકટી તો ભારતના ઈતિહાસનું અને ભારતના ગૌરવને લાંછન અપાવે તેવું એક સૌથી કાળું પ્રકરણ હતું. શાસકે આચરેલો નગ્ન આતંકવાદ હતો. તો પણ તેને કેમ ભૂલી જવાય છે?

દંભીઓ શું કહે છે?

નહેરુવીયન કોંગી નેતાઓ, મહાનુભાવો, અખબારી મૂર્ધન્યો જેઓ વાસ્તવમાં પ્રચ્છન્ન રીતે નહેરુવીયન કોંગ્રેસના હિતેચ્છુઓ છે અથવા તો તટસ્થતાનો ઘમંડ ધરાવે છે તેમની દલીલો કંઈક આવી છે.

નહેરુવીયન કોંગીના નેતાઓઃ “ભૂતકાળ ભૂલી જાઓ. ભવિષ્ય તરફ જુઓ.” (ડાકુઓ આવું કહેતો તેને દેશની ધૂરા આપી દેશો શું? કાયદામાં આવી જોગવાઈ છે?)

યશવંતરાવ ચવાણ અને તેમના ચેલકાઓ જેઓ અત્યારે એનસીપીને શોભાવી રહ્યા છે તેઓ આમ કહે છે. કટોકટીને ભૂલી જાવ. અમે ભૂલ કરી હતી અને તેના ફળ પણ મેળવી લીધા છે. બસ વાત પુરી. (ડાકુ ચૂંટણી હારી ગયો એટલે તેને સજા મળી ગઈ. વાત પુરી.)

હુસેન ચિત્રકારઃ કટોકટી એક છીંક હતી. હવે બધું સામાન્ય છે. કટોકટીની વાતને એક છીંકની જેમ ભૂલી જાઓ. (જે રાક્ષસી છીંકે હજારો લોકોના કુટુંબીઓને યાતના ગ્રસ્ત કર્યા તેને ભૂલી જાઓ એમ જ ને?)

બચ્ચન (હિન્દીના ખ્યાતનામ કવિ); “ અમારે તો નહેરુ સાથે કૌટુંબિક સંબંધ છે” (ન્યાયાર્થે નિજ બંધુકો ભી દંડ દેના યોગ્ય હૈ એતો એમના માટે પોથીમાંના રીંગણા છે)

કેટલાક સર્વોદય બંધુઓઃ સારું સારું યાદ કરો અને ખરાબ વાતો ભૂલી જાવ. (શેતાન એના પાપો ચાલુ રાખે તો તમે શું કરશો? નરેન્દ્ર મોદીનું પણ સારું સારું જુઓને તો પછી…)

કેટલાક સર્વોદય નેતાઓઃ (મનમાં) આ બીજેપી વાળા તો અમારો ભાવ પણ નથી પૂછતા તો લોકોની નજરમાં ટકી રહેવા માટે અને કંઈક કરી રહ્યા છીએ એવું બતાવવા માટે અમારે નહેરુવીયન કોંગ્રેસને સાથ આપ્યા વગર છૂટકો નથી. હવે ક્યાં કટોકટી છે?

તડફડવાળા મૂર્ધન્યઃ બાઈ જોરદાર હતી.

જો બાઈ જોરદાર હતી તો તે પક્ષ માટે જોરદાર હતી. વહીવટમાં અને દેશ હિત માટે નહીં. એમ તો નરેન્દ્ર ભાઈ પણ જોરદાર છે જ ને. અને નરેન્દ્રભાઈનો તો કોઈ રેકોર્ડેડ ગુનો પણ નથી. તેમને વિષે તો બધું ધારણાઓના આધારે (હાઇપોથેટીકલ) છે. હાઈપોથેટીકલી તમે કોઈને ગુનેગાર ઠેરવી ન શકો અને તેની બુરાઈ પણ ન કરી શકો.

“આસપાસ”વાળા કટારીયાઃ ઈન્દીરા ગાંધીએ તો કટોકટી બદલ ઘરે ઘરે જઈને માફી માગેલી.

આસપાસ વાળા ભાઈ, તમે રામ ભરોસે બોલ્યા કરો છો. બકરીની ત્રણ ટાંગ જેવી વાત છે. કોણ જોવા ગયું છે? છાપામાં અને ઈન્દીયન ન્યુઝમાં તો એવી કોઈ વીડીયો જેવા મળી ન હતી, કે છાપામાં પણ એવા કોઈ ફોટા આવ્યા ન હતા. “જંગલમેં મોર નાચા કિસીને ના દેખા”.

મૂર્ધન્યોએ સમજવું જોઇએ કે જે સરકારી તપાસપંચ પ્રમાણે ફોજદારી ગુનેગાર છે તેની સજા માફી માગવાથી માફ થઈ જઈ શકતી નથી. કેસ તો ચલાવવો જ પડે.

માફી માગવાથી કયા કયા ગુનાઓ માફ થઈ શકે?

જે તમારા દૂરના પૂર્વજો કે જેને તમે જાણતા નથી તેમણે કરેલા ગુના તમે માફી માગીને કહી શકો કે અમે તેમના કૃત્યોથી શરમ અનુભવીએ છીએ . અમને માફ કરી દો.

પણ જે પૂર્વજોની તમને શરમ ન હોય, પણ ગર્વ હોય, તો તેના ગુનાઓ માફી માગવાથી પણ માફ ન થઈ શકે.

દા.ત. યુરોપીય પ્રજાએ અમેરિકાની રેડ ઈન્ડીયન પ્રજાની કત્લેઆમ કરેલી. તેમને આ કત્લેઆમની શરમ છે અને હાલની પ્રજાએ પ્રાયશ્ચિત રુપે રેડ ઈન્ડીયન પ્રજાને વિશેષ સવલતો આપી અને માફી પણ માગી.

બ્રીટીશ શાસકોએ જલીયાનવાલા બાગની ઘટના બાબતે હાલ શરમ અનુભવી અને માફી માગી. જોકે ભારતીય પ્રજાએ માફી આપી નથી.

કોને વિશ્વાસ પાત્ર માનેલા?

મમતા બેનર્જી જેણે પશ્ચિમ બંગાળમાં જયપ્રકાશનારાયણની લડતમાં પોતાનું યોગદાન આપેલું. અને જયપ્રકાશનારાયણની જીપ ના હુડ ઉપર નાચ કરેલો. લાલુ યાદવ, મુલાયમ, ચરણસીંગ,  નીતીશકુમાર, શરદ યાદવ, જનસંઘી નેતાઓ અને ગુજરાતના નવનિર્માણ સમિતિ, લોકસ્વરાજ્યા આંદોલન, લોકસમિતિ, શાંતિસેના,  વિગેરેના નેતાઓ પણ પૂરજોશથી સામેલ હતા.

ગાંધીજી અને જયપ્રકાશ નારાયણનું ધોતીયું

ગુજરાતના નવનિર્માણ સમિતિ, લોકસ્વરાજ્યા આંદોલન, લોકસમિતિ, શાંતિસેના કેટલાક પરોક્ષ રીતે તો કેટલાક પ્રત્યક્ષરીતે નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા છે.

મમતા પોતાની સત્તા ખાતર નહેરુવીયન કોંગ્રેસને મદદ કરવા આતુર છે.

માયાવતી, લાલુપ્રસાદ, મુલાયમ, ચરણસીંગના સુપુત્ર પણ જરુર પડે નહેરુવીયન કોંગ્રેસને મદદ કરવા આતુર છે. કારણ કે તેઓ નહેરુવીયન કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટથવાને કાબેલ છે.

નીતીશકુમાર પણ સત્તાનો સ્વાદ ચાખ્યા વિતંડાવાદ દ્વારા પોતે પોતાનો દંભ છૂપાવી શકે છે તેવું માનતા થઈ ગયા છે. નીતીશ કુમાર એવું માને છે કે દસ્તાવેજોદ્વારા સિદ્ધ થયેલો નહેરુવીયન પક્ષનો આતંકવાદ ને અસ્પૃષ્ય ન માનવો પણ નરેન્દ્ર મોદીને અસ્પૃષ્ય માનવો.

નીતીશકુમાર માને છે કે જો અડવાણી પોતેજ નરેન્દ્ર મોદીને અસ્પૃષ્ય માને છે તેવી હવા ચલાવાતી હોય તો રાજકીય નીતિમત્તા જાય ચૂલામાં. નીતીશકુમાર માને છે કે નરેન્દ્ર મોદી જેવો લોખંડી નેતા જો વડાપ્રધાન તરીકે આવી જશે તો આપણા જાતિવાદી વોટબેંકનું જે રાજકારણ આપણે છ દાયકાથી ચલાવીને જે કંઈ સુખડી ખાઈએ છીએ તેનો અંત આવી જશે. તેથી કરીને ટકી રહેવા માટે નરેન્દ્ર મોદી વિષે ફાવે તેમ ધારણાઓ વહેતી મુકો અને મોદીની બુરાઈ કરો.

જો સમાચાર માધ્યમોના ખેરખાંઓ જ નહેરુવંશીય રાજકીય આતંકવાદને ન સમજી શકતા હોય અને નરેન્દ્રમોદી-બીજેપીની ધારણાઓ ઉપર આધારિત અને કપોળ કલ્પિત બુરાઈઓ ફેલાવતા હોય તો આપણે પણ એ જ ફેશન અપનાવવી જોઇએ. આપણા ઉચ્ચારણોને પણ ચાર ચાંદ લાગશે.

જો જેએલ નહેરુ જેવા લીડરો સત્તા માટે ગાંધીજીનું ધોતીયું પકડીને આગળ આવ્યા હતા. તેમને સત્તા મળ્યા પછી, તેમણે ગાંધીજીના (સિંદ્ધાંતો રૂપી) ધોતીયાના લીરે લીરા ઉડાડી દીધા.

મમતા, મુલાયમ, લાલુ, નીતીશ, ચરણના સપુત વિગેરે પણ જયપ્રકાશ નારાયણનું ધોતીયું પકડીને આગળ આવેલા. અને હવે તેઓ પણ જયપ્રકાશ નારાયણના (રાજકીય નીતિમત્તાના સિદ્ધાંતો રુપી) ધોતીયાના લીરેલીરા ઉડાડી રહ્યા છે.

સિદ્ધાંત વિહોણાઓને ઓળખી લો.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ

નહેરુવંશી, ઈન્દીરા, કટોકટી, દંભ, ફ્રૉડ, વિરોધ, જેલ, સરકારી, અફવા, આતંકવાદ, અધિકાર, કટારીયા, મૂર્ધન્યો, જાગીર, સાષ્ટાંગ, દંડવત, નમન, શિર્ષાસન, ગાંધીજી, જયપ્રકાશ, ધોતીયું, લીરે લીરા

Read Full Post »

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ અને કોન્ટ્રાક્ટ સીસ્ટમ

તમે કહેશો કે સરકાર પોતાના કામના ટેન્ડરો બહાર પાડે અને જેણે ઓછામાં ઓછો ભાવ ભર્યો હોય તેને કામ આપે તો એમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કેવી રીતે થાય?

સર્વોચ્ચ ન્યાયાલયનો ચૂકાદો

સર્વોચ્ચ ન્યાયાલયનો એક ચૂકાદો હતો. સરકાર જે કામ પોતે પોતાના માણસો દ્વારા કરતી હોય અને તે કામ તે કોન્ટ્રાક્ટ દ્વારા કરાવે તો તેથી મજુરોના હિતને નુકશાન થાય છે. તેથી તે એવા કામો કોન્ટ્રાક્ટ મારફત ન કરાવી શકે. પણ જો કામ સાતત્ય વાળું ન હોય એટલે કે કામચલાઉ હોય તો તે એવાં કામ કોન્ટ્રાક્ટ મારફત કરાવી શકે.

દા.ત. કે સરકારના એક વિભાગ પાસે કોઈ એક ગામમાં એક મકાન છે અને તેનું મોટું સમારકામ કરાવવાનું છે. સરકાર પાસે કડીયો છે, સુતાર છે, મજુરો છે, સરંજામ તે ખરીદી શકે છે, પણ તે આ કામ કરી શકશે નહીં. કારણ કે સરકાર પોતાના સ્ટાફ પાસે જો કામ કરવે તો તે સ્ટાફ પોતાનું રોજ બરોજનું કામ કરી શકશે નહીં. જો તે નવી નિમણુંકો કરશે તો તે કામ પૂર્ણ થયા પછી આ નવો સ્ટાફ ફાજલ પડશે. પણ જો તે કારીગરો ખાનગી કોન્ટ્રાક્ટરો પાસે હશે તો કોન્ટ્રાક્ટર તેઓને તેના બીજા કામોમાં ગોઠવી શકશે. એટલે આ તર્ક ઉપર સરકાર નવી નિમણુંકો ન કરે અને કોન્ટ્રાક્ટરો પાસે આવા કામ કરાવે. આવું તારણ સામાન્ય રીતે વ્યાજબી લાગે.

છીડાં શોધી શકાય

ધારો કે એક મોટું શહેર છે. એક સરકારી ખાતાને આ શહેરમાં ઘણી બધી ઓફિસો છે એટલે કે ઘણા બધા મકાનો છે. ધારોકે કોઈ એક સમયે તે ખાતા પાસે ઓછી ઓફીસો હતી. આ ઓફિસોમાં સફાઈ માટે મજુરો રાખેલ. એક કડીયો પણ હતો. એક સુતાર પણ હતો. એક ઈલેક્ટ્રીસીયન  પણ હતો. તેઓ રોજબરોજની સફાઈ અને રોજબરોજનું સમારકામ કરતા હતા. હવે ધારોકે એક નવી ઓફિસ શરુ થઈ. એક ઓફીસ માટે ફુલટાઈમ લેબર સ્ટાફ પરવડે નહીં. તેથી  આ કામ માટે પાર્ટ ટાઈમ સ્ટાફ રાખ્યો. હવે પાર્ટ ટાઈમ સ્ટાફમાં સફાઈવાળા સિવાય કોઈને કંઈ રોજ રોજ બોલાવાય નહીં. એટલે જ્યારે કામ હોય ત્યારે જ બોલાવાય. સફાઈવાળાની કલાકોના કામ લેખે હિસાબ થવો જોઇએ. તેની કામની વિગતો સાથે નોંધ રાખવી પડે. તેવી જ રીતે બીજા પાર્ટટાઈમ કારીગરોની પણ વર્ક ડાયરી રાખવી પડે. વળી આ બધાને એક દિવસના રોજ પ્રમાણે ચૂકવણું થઈ ન શકે અને કલાકના હિસાબે ત્રીરાશી માંડીને પણ ચૂકવણું થઈ ન શકે. એટલે જો અડધા રોજ થી ઓછૂં કામ હોય તો પણ અડધા રોજનું ચુકવણું કરવું જ પડે. અને અડધા રોજથી થોડું વધારે હોય તો આખા રોજનું ચુકવણું કરવું પડે. વળી ધારો કે બીજી એક બે પાર્ટ ટાઈમ કામવાળી ઓફીસ ચાલુ થઈ. તો જો આજ મજુરોને તેમની ફાજલ મજુરીનો લાભ લેવા માટે નવી જગ્યાએ મોકલીએ તો રોજ રોજ તેમને જવા આવવાનું ભાડું આપવું પડે. એટલે કે ટ્રાવેલીંગ આલાઉન્સ અને ડેઈલી આલાઉન્સ આપવું પડે.  આ બધું તો સરકાર માઈબાપને મોંઘું પડે. વળી ૨૫૦ દિવસ જો કોઈ મજુરને રાખ્યો હોય તો જ્યારે ક્યારેય ક્યાંય પણ જગ્યા પડે ત્યારે તેનો કાયમી થવાનો હક્ક બને.

રોજમદાર નોકરને કાયમી કરો એટલે ઉપાધીને આમંત્રણ

તમે રોજ ઉપરના મજુરને કાયમી કરો એટલે ઘણી રોજીંદી ક્રિયાઓ કરવી પડે. તેને કાયમી કરો તો તે એકલો તો હોય નહીં. અને આવા બીજા પણ કેસ હોય જે બીજા ગામમાંના પણ હોઈ શકે તો સીનીયોરીટીના સવાલો પણ ઉત્પન્ન થાય. અત્યાર સુધી તો તે ફક્ત મસ્ટર રોલના ચોપાનીયા ઉપર દેખાતો હતો. હવે તે હાજરી પત્રકના રજીસ્ટરમાં દેખાશે. તેનો હાજરી/ગેરહાજરીનો રીપોર્ટ લેખાધિકારીને દર મહિને મોકલવો પડશે. જાત જાતની રજાઓ અને વર્તણુંકની નોંધો, સરકારે નક્કી કરેલી પ્રણાલિગત ફોર્મોમાં નોંધવી પડશે. જો નોકરે કામમાં કે વર્તનમાં ક્ષતિ કરી હોય તો તેની ઉપર નિયમપ્રમાણે કાર્યવહી કરવી પડે. તેમ કરવામાં તેને એક લેખિત જાણ કરવા માટે અને જવાબ માટે યોગ્ય અધિકારી તરફથી એક પત્ર આપવો પડશે. તેનો જવાબ આપવા માટે તેને પૂરતો સમય આપવો પડે. અને તેનો જવાબ મળ્યા પછી તેના ઉપર ગુણવત્તાના આધારે વિવેક બુદ્ધિ વાપરીને નિર્ણય લેવાવો જોઇએ. આમાં તેના ઉપર જે આરોપ મુકવામાં આવ્યા હોય તેની સાબિતીઓ પણ આપવી પડે.

નોકરીઓમાં બઢતીના પણ કેસો ઉભા થાય. સીનીયોરીટીના કેસો ઉભા થાય. તે વિષે નોકર દ્વારા મુદ્દાઓ ઉભા કરવામાં આવે. આ બધાનો અભ્યાસ કરવો પડે. જ્યાં સુધી કેસ ન્યાયાલયમાં ન જાય ત્યાં સુધી અધિકારી સાહેબે પોતે જ પોતાનું મગજ ચલાવવું પડે. જો કેસ ન્યાયાલયમાં જાય તો તો અધિકારી સાહેબને ટાઢા પાણી એ ખસ જાય એવું પણ સાવ નથી હોતું પણ તેમને વકીલ સાહેબને આપવાના પેપર તો તૈયાર કરવા પડે. ખાસ કરીને વર્તણુંકને લગતા કેસોમાં તો અધિકારી સાહેબ જ વાંકમાં આવતા હોય છે.

અધિકારીને મફતમાં મગજ ચલાવવું ગમતું નથી

તમે જાણો છો કે સરકારી અધિકારીઓને લખા પટ્ટી ગમતી નથી. તેમાં પણ નિયમિત પણે પત્રવ્યવહાર તો તેમણે કર્યો જ ન હોય. ટૂંકમાં અધિકારી સાહેબોને તસ્દી લેવી કે મગજ ચલાવવું ગમતું નથી. એટલે અધિકારી સાહેબને પોતાનો સ્ટાફ વધે તે તેમને ગમતું નથી.

તો આનો ઉપાય શું?

નીચલા અધિકારીનો સ્ટાફ વધારવો?

નીચલી પાયરીના અધિકારીનો? જો આવું કરવામાં આવે તો શું થાય? એટલે કે કે વર્તણુંકની બાબતમાં કે કામમાંની બાબતમાં જે અશિસ્ત ના કેસો ઉભા થયા હોય તો, તેની અપીલો બધી આ અધિકારી પાસે આવે. વળી આ એટલું સહેલું નથી. અમુક પ્રકારના કેસો તો તેમણે જ ચલાવવા પડે.

કારણકે ભારતીય બંધારણ દ્વારા સૂચિત સર્વીસરુલ પ્રમાણે જે અધિકારો રાષ્ટ્રપતિએ જે કક્ષાના અધિકારીને અધિકૃત કર્યો હોય તે અધિકારો તે અધિકારી પોતાની નીચલી પાયરીના અધિકારીને સોંપી ન શકે. (ડેલીગેટેડ પાવર કેન નોટ બી ડેલીગેટેડ ફરધર).

વર્તણુંક અને સીનીરીટીના (અગ્રતાક્રમના)ના કિસ્સાઓ નીચલા ક્રમના ક્લાસ-૨ અને ક્લાસ-૩ના સૌથી વધુ હોય છે. ક્લાસ-૪ના પણ થોડા હોય છે.

મગજમારીને ઓછી કરવા માટે આ કોન્ટ્રાક્ટ સીસ્ટમ દાખલ કરવામાં આવી છે?

જોકે આ કારણ જ એક માત્ર કારણ હોતું નથી. કોન્ટ્રાક્ટ સીસ્ટમ લાગુ પડવાથી અનેકને માટે કમાણી નો એક વધુ સ્રોત બને છે.

ધારો કે કોઈપણ એક કામ છે. જેના તમારી પાસે માણસો છે પણ તમારે તેમની પાસે કરાવવું નથી.

અધિકારી સાહેબ ટેન્ડર કોન્ટ્રાક્ટ બનાવે છે

જોકે જે તે જાણીતા કામના ટેન્ડર કોન્ટ્રાક્ટની ફોર્મેટ તૈયાર હોય છે. વધારાની શરતો માટે અધિકારી સાહેબોએ મગજ ચલાવવું પડે છે, જે બનતા સુધી તેઓ ઓછામાં ઓછું ચલાવે છે.

ટેન્ડર ભરનારની લાયકાત અને ગુણવતાના ધોરણ નક્કી કરાય છે. આમાં અધિકારી સાહેબ થોડી ઘણી ઘાલમેલ કરી શકે, કારણ કે લાયકાતનું ધોરણ એવું રખાય કે જેમાં તમારા વહાલા આવી શકે અને દવલા ન આવી શકે.

વર્તમાન પત્રોમાં નોટીસ અપાય છે.

ટેન્ડર ફી લઈ ટેન્ડર ફોર્મ વહેંચાય છે,

અર્નેસ્ટ મની ભરાવવામાં આવે છે,

અમુક તારીખ સુધીમાં વૈકલ્પિક સૂચનો મગાય છે,

સૂચનો ગ્રાહ્ય લાગે તો તેને સામેલ કરાય છે. સામાન્ય રીતે જ્યારે આમાં અંગત લાભ મેળવવાના હોય, એટલે કે અણગમતા કોન્ટ્રાક્ટરને હેરાન કરવાનો હોય તો, આવા સૂચિત ફેરફારને અવગણવામાં આવે છે. એટલે કે કોઈ એક કોન્ટ્રાક્ટર દ્વારા જે ફેરફાર સૂચિત થયા હોય તેને અવગણવામાં આવે છે. આંખ આડાકાન કરવામાં અવે છે. આમાં અધિકારી સાહેબને કોન્ટ્રાક્ટરને હેરાન કરી કમાણીનો કરવાનો ઈરાદો હોય છે.

સામાન્ય રીતે તો આવા સૂચનોનો અભ્યાસ કરવો જોઇએ ચર્ચા કરવી જોઇએ અને તેની ઉપર નિર્ણય કરી તે નિર્ણય બધાને જણાવવો જોઇએ,

કેટલીક પાર્ટીઓ એક કરતાં વધુ પેઢીઓ પોતાના સગાઓનાં નામે ચલાવતી હોય છે. તેઓ અનેક ટેન્ડરો ભરે છે.

ટેન્ડરોને ખોલો,

ભાવોનું મૂલ્યાંકન થાય છે, આ મુલ્યાંકનમાં રમતો રમી શકાય છે.

પાર્ટીઓના ભાવો પ્રમાણે અનુક્રમમાં ગોઠવાય છે. તેમની પાસેથી સીક્યોરીટી ડીપોઝીટ લેવાય છે.

જો એક જ કામ હોય તો સામાન્યરીતે પ્રથમક્રમની માન્ય પાર્ટીને કામ સોંપવામાં આવે છે.

જો રેટરનીંગ (નાના નાના કામો કે જે હમેશા ચાલુ જ રહેતા હોય છે તેનો આખા વર્ષ માટેનો કે સીવીલ, ઈલેક્ટ્રીક સમારકામનો એક વર્ષ માટેનો હોઈ શકે છે. નાના નાના કામો પણ મોટા સાહેબના અધિકૃત વિસ્તારમાં ફેલાયેલા હોય, તો આવા કામોને ૫૦.૩૦.૨૦ કે એવા જ પ્રમાણમાં ત્રણે પાર્ટીઓને એરિયા પ્રમાણે વહેંચી દેવાય અથવા તો ક્ષેત્રીય અધિકારીઓને કહી દેવાય કે તમે આ પ્રમાણે તમારા કામ વહેંચજો. ક્ષેત્રીય ધિકારીઓ પોતાની મનપસંદરીતે વર્તે. કોન્ટ્રાક્ટર કશો ઝગડો ન કરે. કારણ કે તેમને કામ કરવું હોય છે.

વહીવટ ક્યાં ક્યાં થાય

ટેન્ડર મંજુરીનો લેટર આપવામાં ટેન્ડર અધિકારી વહીવટ કરે.

ટેન્ડર ઉપર પોતાને કામ વહેંચાય તે માટે કોન્ટ્રાક્ટર ક્ષેત્રીય અધિકારી સાથે વહીવટ કરે,

કામની ચકાસણી માટેની બાબતમાં કોન્ટ્રાક્ટરે અધિકારીઓ સાઈટ ઉપર આવે ત્યારે તેમની સાથે વહીવટ કરે,

જો જ્યારે ક્યારેય અગર કોંટ્રાક્ટર સાથે કોઈ અધિકારીને વાંધો પડ્યો તો બીલ વીજીલન્સને જાય. એટલે વીજીલન્સનો પણ લાગો ઉમેરાય. એક ટેલીકોમ જીલ્લામાં તો એવી પ્રેક્ટીસ હતી કે બધા જ બીલ વીજીલન્સને મોકલવામાં આવે. એટલે વીજીલન્સનો લાગો પૂરો થયા પછી બીલ લેખા અધિકારી પાસે જાય.

કામના બીલને ધક્કો મારવામાં અધિકારીઓ અને તેમના  સ્ટાફ સાથે વહીવટ કરવો પડે,

કામના ફંડની ફાળવણી માટે કોન્ટ્રાક્ટરને જે ફાળવણી મહા લેખા અધિકારી હોય તેથી તેની સાથે વહીવટ કરવો પડે,

ફંડ ફાળવાયા પછી એકાઉન્ટ ઓફીસરો વળી તેને ઈન્ટર્નલ ઓડીટમાં મોકલે, ક્યારેક ત્યાં પણ લાગો લાગુ પડે. લેખાધિકારી બીલ ઉપર ચૂકવણીનો સીક્કો મારે તે માટે કોન્ટ્રાક્ટરને તેમની સાથે વહીવટ કરવો પડે,

ચેક લેવા માટે કોન્ટ્રાક્ટરને જે તે લેખા અધિકારી નકદ(કેશ) અને તેનો કનિષ્ઠ લેખા અધિકારી નકદ સાથે પણ વહીવટ કરવો પડે,

કામ પુરું થયા પછી અને કોન્ટ્રાક્ટનો સમય પુરો થયા પછી સીક્યોરીટી ડીપોઝીટ છોડાવવા માટે વળી પાછો વહીવટ કરવો પડે.

હવે તમે કહેશો કે જો કોન્ટ્રાક્ટરને આટલા બધા સાથે વહીવટ કરવો પડતો હોય તો કોન્ટ્રાક્ટરને નફો કેવીરીતે રહે?

નફો રહે. કારણ કે કોન્ટ્રાક્ટરના કામમાં ગુણવત્તા જ ન જળવાઈ હોય. કામ સમયસર પુરું ન થાય અને કદાચ કાયમ માટે અધુરું રહે તો પણ તેને કશું ન થાય.

એક દાખલો જુઓ?

એક જગ્યાએ એક પ્લેટફોર્મ જે ચાર ફુટ ઉંચું, અને દશ બાય દશ ફુટ લાંબુ પહોળું કરવાનું હતું. સીવીલ વીંગને એસ્ટીમેટ બનાવવા અને કામ કરવા કહેવામાં આવ્યું. સીવીલ વીંગે રૂ. ૨૦,૦૦૦/- જેવો એસ્ટીમેટ બનાવ્યો. સ્પેસીફીકેશન બહુ ઉંચા બનાવ્યા. આ એવો સમય હતો કે જ્યારે રૂ.૨૦,૦૦૦/- માં એક નાનું મકાન બની શકે. (ધારોકે આ કામ સીવીલ વીંગને કરવાનું કહેવામાં આવ્યું હોત તો શું થાત?

ટેન્ડરમાં ભાવ કેવી રીતે માગવામાં આવે છે? ટેન્ડરમાં કામની કિમતના કેટલા ટકા વધારે કે કેટલા ટકા ઓછાએ કામ કરી દેવામાં આવશે એ જ લખવાનું હોય છે. ધારો કે કોઈ કોન્ટ્રાક્ટરે ૨૫ ટકા ઓછા ભાવે કામ કરી દેવાનું લખ્યું અને તેનું ટેન્ડર મંજુર થયું. તો શું થશે?

વાસ્તવમાં સ્પેસીફીકેશન (ગુણવત્તાનું ધોરણ) એટલું મજબુત કરવાની જરુર ન હતી. પણ મજબુત કર્યું.

કામ જ્યારે થાત ત્યારે ગુણવતાના ધોરણ જાણી જોઇને ન જળવાત. કામ કોન્ટ્રાક્ટરના ૮ ટકાના નફા સાથે આ આશરે ૪૦૦૦ થી ૫૦૦૦ પતી જાત. અને ઉપરના પૈસા સાહેબો અને કોન્ટ્રાક્ટર વહેંચી લેત.

તમે જુઓ, જ્યારે પણ નવા રસ્તાના ડાઈવર્ઝન રોડ બને છે તેમાં અડધા ઉપર પૈસા ખવાઈ જતા હોય તો આશ્ચર્ય ન જ પામશો.

મજુર કાયદો? એને કોણ ગણે છે?

કોન્ટ્રાક્ટર મજુર કાયદાનું કદી પાલન ન કરે.

કોન્ટ્રાક્ટર પોતાનું કામ બીજાને આપી દે,

અગર લેબર કમીશ્નરનો કોઈ ઈંસ્પેક્ટર કોન્ટ્રાક્ટરના કામના સાઈટ ઉપર આવે તો તેને કોઈ જવાબદાર વ્યક્તિ ન મળે. અને કોન્ટ્રાક્ટરના નામની પણ તેને ખબર ન પડે. પણ તેણે ખફા થવું ન પડે. કારણ કે મુકાદમને સૂચના આપી દે કે કામનો માલિક તેને ઓફિસમાં મળી આવે.  માલિક મળી આવે એટલે કેસ જો રેકોર્ડ કર્યો હોય તો જરુરી રીમાર્કો લાગી જાય અને વાત પુરી થાય.

કોન્ટ્રાક્ટ પ્રણાલીમાં બધાને ફાયદો ને ફાયદો જ છે. સિવાય કે પ્રજાના પૈસા ચવાઈ જાય.

પણ આનો શું ઉપાય નથી?

ઉપાય તો છે જ

બીગ ઈઝ બ્યુટીફુલ એટલે મજુર કાયદાનું પાલન સહેલુ

મજુર કાયદાનું પાલન ત્યારે વધુ   સરળ બને જ્યારે કામ ઘણું મોટું હોય, કોન્ટ્રાક્ટર પણ ઘણો મોટો હોય અને મોટો કોન્ટ્રાક્ટર તેના કાયમી સ્ટાફ દ્વારા જ કામ કરે.

મોટો કોન્ટ્રાક્ટર એક રજીસ્ટર્ડ થયેલી કંપની હોવી જોઇએ. કંપનીએ તેના નોકરોને મજુરકાયદા પ્રમાણે સગવડ આપવી જ જોઇએ.

જાહેર જનતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આમાં ચકાસણી કરી શકે તે માટે કોઈપણ કામ થતું હોય ત્યાં, વર્ક ઓર્ડર નંબર, કામ આપનાર સંસ્થાનું નામ, તેની વેબસાઈટ, ટેન્ડરની યુઆરએલ, કામ ચાલુ થાયાની તારીખ અને કામ પુરું કરવાની મુદત લખેલું બોર્ડ કામની દરેક જગ્યાના છેડે અને અથવા ગેટ પાસે લગાવવાં જોઇએ. આમ કરવાથી જનતાના હિતમાં વિચારતી સંસ્થાઓ કે વ્યક્તિઓ વેબ સાઈટ ઉપર જઈ કામ વિષેની માહિતિ અને ગુણવત્તા ના ધોરણો વિષે ચકાસણી કરી શકે.

વિદેશોમાં કેટલીક જગ્યાએ કામ ના બીલ સાથે કોન્ટ્રાક્ટરે પોતાના સંપૂર્ણ કામની સૂચિત ફોર્મેટમાં સીડી બનાવીને આપવી પડે છે. આ પ્રણાલી ભારતમાં પણ રાખી શકાય.

કોન્ટ્રાક્ટ સીસ્ટમમાં સરકાર પ્રારંભમાં પૈસા બચાવે છે. કારણ કે કામ કે તેનો એક હિસ્સો પુરો ન થાય ત્યાં સુધી સરકાર પાસે કામના પૈસા બચે છે. પણ જ્યારે ચુકવણું થાય ત્યારે વ્યાજ અને કોન્ટ્રાક્ટરના નફા સાથે (લાગાઓ સહિત), વપરાય છે.

पैसे पेडो पर नहीं उगते है ईसलिये घोटाले करने पडते हैं हमें

કાર્ટુનીસ્ટનો આભાર

પબ્લીક, પ્રાઈવેટ પાર્ટનરશીપ

નરેન્દ્ર મોદીએ પબ્લીક, પ્રાઈવેટ પાર્ટનરશીપ ની વાત કરી છે. આ એક સારી વાત છે. કારણ કે તેમાં સરકારી પૈસા બચે છે અને કોન્ટ્રાક્ટર ટોલ દ્વારા પૈસા દશ વર્ષે વસુલ કરે છે. પણ આ બાબતમાં પણ ઘણી બાબતો જેવી કે કામની ગુણવતા, નિભાવ (મેન્ટેનન્સ)ની ગુણવત્તા, શ્રમ નું મૂલ્ય, કંપનીની વિશ્વસનીયતા અને સરકારની પોતાની સક્રીયતા ઉપર પણ ઘણો આધાર રાખે છે. દા.ત. “વિશાલા” પાસે બંધાયેલ સાબરમતી નદીના બ્રીજ ઉપરનો ટોલ ટેક્ષ બે પેઢી (૩૦ વર્ષ) સુધી ચાલ્યો છે. આ એક સંશોધનનો વિષય છે.

જો સરકારનો જે તે ખાતાનો ઉચ્ચ અધિકારી કે મંત્રી કૃતનિશ્ચયી હોય તો પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપમાં ઘણાં કામો સરકાર પોતાના પૈસા જોડ્યાવગર કરી શકે. જો કે પ્રોજેક્ટના પ્લાનીંગ અને પ્રોજેક્ટના અમલમાં સરકારે સાચા અર્થમાં એક પાર્ટનર તરીકે અને પ્રજાના વાસ્તવિક પ્રતિનિધિ તરીકે ફરજ બજાવવી પડે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ કોન્ટ્રાક્ટર, કામ, ગુણવત્તા, માહિતિ, અધિકાર, અધિકારી, ખાતું, લાગો, લેખા અધિકારી, ટેન્ડર, મૂલ્યાંકન, અર્નેસ્ટ મની, સીક્યોરીટી ડીપોઝીટ, પ્રોજેક્ટ, પ્રાઈવેટ, પબ્લીક, પાર્ટનર, મજુર, કાયદો

Read Full Post »

%d bloggers like this: