Feeds:
Posts
Comments

Posts Tagged ‘આરએસએસ’

શું નરેન્દ્ર મોદી હજી ચાની કીટલી લઈને ફરે છે?

નરેન્દ્ર મોદી એક ભણેલો, વિચારવંત, કુશળ, દેશપ્રેમી અને ભેદભાવરહિત ગુજરાતી નેતા છે. ફક્ત ગુજરાતમાં જ નહીં, પુરા દેશમાં અને વિદેશમાં વસતા ભારતીયોમાં પણ તે એક માત્ર લોકપ્રિય નેતા છે. હવે જો કાયદેસરની વાત કરીએ તો તેણે ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ ના ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ પોતાની આગવી સુઝબુઝથી અને પરિશ્રમથી જીતીને બતાવી છે.

નરેન્દ્ર મોદીની રાજકીય કુશળતાને ગણનાહીન અને અપ્રસ્તુત્ય કરવામાટે નહેરુવીયન કોંગેસના સામાન્ય કાર્યકરો અશિષ્ટ શબ્દ પ્રયોગ કરે તે સમજી શકાય છે કારણ કે સામાન્ય જનતામાં  સામાન્ય બુદ્ધિનો, સામાન્ય રીતે  અભાવ હોય છે. તેથી તેઓ અશિષ્ટ શબ્દો વાપરે કે આધાર હીન વાતો કરે કે અદ્ધર અદ્ધર વાતો કરે તે સમજી શકાય. પણ જેઓ પોતાને નેતા ગણાવે અને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષના હોદ્દેદાર પણ હોય, તેઓ પણ જાહેરમાં અશિષ્ટ અને અપમાન જનક ભાષા એક મુખ્ય મંત્રીની માટે ટીકા કરવામાં વાપરે તે અક્ષમ્ય જ ગણાય.

સંચાર માધ્યમોનું કામ લોક જાગૃતિનું અને લોક શિક્ષણનું કામ છે. પૈસા કમાવવાના કાયદેસરના રસ્તાઓ છે. સંચાર માધ્યમાના સંચાલકો કે માલિકો જો એમ જ માનતા હોય કે અમારું કામ ફક્ત પૈસા કમાવાનું છે અને તે માટે લોકોને આંચકાઓવાળા સમાચારો અને અભિપ્રાયો પ્રગટ કરવાનું છે તો તેઓ આ વાત જાહેરમાં કબુલ કરે. જો આટલા સંસ્કાર તેમનામાં ન હોય તો પાળેલા શ્વાન અને તેમનામાં શું ફેર છે?

નહેરુવીયન વંશજોની વાત જવા તો ન જ દેવાય. પણ જે એલ નહેરુ કંઈક તો સભ્ય પુરુષ હતા. વાચન વિશાળ હતું પણ આવતી કાલને સમજવા માટેની સમજણ શક્તિ ઓછી હતી તેથી આવડત ઓછી હતી અને તેમણે હિમાલય જેવડી ભૂલો કરેલી જેનું ફળ અને તેમણે સ્થાપેલા પ્રણાલીગત વ્યવહારો આ જે પણ આપણે ભોગવી રહ્યા છીએ.

તેમની પુત્રીની પાસે કશીજ પાર્શ્વભૂમિ હતી જ નહીં અને બધીરીતે એક સામાન્ય કક્ષાની સ્ત્રી હતી સિવાય કે સત્તા કેવી રીતે મેળવવી, તેને કેવી રીતે  ટકાવી અને પોતાના પક્ષના સભ્યોને કેવીરીતે કાબુમાં રાખવા તે માટેની કળા તે જાનતી હતી. આ આવડત તેણે તેના પિતાજી પાસેથી અને રશિયા પાસેથી શિખી લીધેલી. સાધનશુદ્ધિનો રાજકીય મૂલ્યોનો સદંતર અભાવ હતો. તેણે પણ પોતાના પિતાજી કરતાં પણ બમણી ભૂલો કરેલી જેને સુધારવાની શક્યતા કોઈ એક વ્યક્તિ કરી શકે તે વાત જ અશક્ય બની ગઈ છે. પણ આ બાઈએ એક એવી પણ રાજકીય પ્રણાલી સ્થાપી કે વિરોધીઓને તો બધું જ કહી શકાય. તેઓ ગમે તેટલા મહાન હોય કે ગમે તેટલા શુદ્ધ હોય તો પણ તેમને વિવાદો ઉત્પન્ન કરીને અને આ વિવાદોને રટ રટાવીને તેમને  તેઓ સાચેસાચ એવા જ છે તેવું જનતાના મગજમાં ઠોકી બેસાડી શકાય છે.

ઇન્દીરા ગાંધીના પિતાજીએ, ઈન્દીરા ગાંધીને પોતાના વારસ બનાવવા માટે, સીન્ડીકેટની રચના કરેલી અને આ સિન્ડીકેટે ઈન્દીરા ગાંધીને વડાપ્રધાન પદ આપ્યું પણ ખરું. પણ ગરજ પતી એટલે ઈન્દીરા ગાંધીએ તેમને હરાવ્યા અને પ્રચાર એવો કર્યો કે તેઓ તેમને તો શું પણ તેમના પિતાજીને પણ કામ કરવા દેતા ન હતા. મોરારજી દેસાઈ ત્રાગાંઓ કરે છે, તેમના પુત્ર મોરારજી દેસાઈના પદનો ગેરલાભ લે છે, વિરોધ પક્ષ સત્તા લાલચી છે, બહુગુણા, એલ એન મિશ્રા, વીર બહાદુર સિંહ સ્વકેન્દ્રી છે,  વી.પી સિંગ વિદેશી બેંકમાં ખાતુ ધરાવે છે, આવાં તો અગણિત જુઠાણાઓ ફેલાવવાના સંસ્કારો નહેરુવીયન કોંગ્રેસમાં અને સંચાર માધ્યમોમાં ઘુસી ગયેલા. હવે આ સંસ્કારો નિકળવાનું નામ લઈ શકે તેમ નથી. કારણ કે આ નેતાઓ અને મૂર્ધન્યોને માટે શૈક્ષણિક અને વિવેકશીલ ચર્ચા કરવાની લાયકાત, એ તેમની હેસીયત રહી નથી.

રાહુલ ગાંધી અને સોનીયા ગાંધી અને તેના સુપુત્રની વાત જવા દો, કારણ કે તેઓ તો અતિ સામાન્ય કોટીના જણ જણી છે. તેમની નહેરુવંશના સંબંધી હોવાની અને અઢળક પૈસા વારસામાં મળ્યો એ સિવાયની બીજી કોઈ લાયકાત નથી. સામાન્ય કક્ષા હોવાને કારણે મૌતના સોદાગર અને ગોડસે કહે તે સમજી શકાય છે.

પણ આ નહેરુવીયન કોંગ્રેસના બીજા નેતાઓ વિષે શું છે? નહેરુવીયન કોંગ્રેસના નેતાઓને પણ શું મૂલ્ય હીન બનાવી દીધા છે?  તેમણે તેમના માલિકોને ખુશ કરવા ભાટાઈના એક ભાગ રુપે કે પોતાની સત્તા જાળવી રાખવા શા માટે જુઠાણા ચલાવવા પડે છે? તેઓને એ ખ્યાલ તો છે જ નહીં કે તેમનું પોતાનું અસ્તિત્વ છે અને સ્વયંની સજ્જનતા પણ હોઈ શકે છે.      

મોઢવાડીયા કહે છે,

૨૦મી ડીસેમ્બરે મોદી બીજી દિવાળી ઉજવવાના સપના જુએ છે પણ ૨૦મી ડીસેમ્બરે તો બીજેપીની હોળી હશે.

મોદી તો મુંગેરીલાલ છે. અને તે વડાપ્રધાન થવાના સપના જુએ છે.

દિવાળી કોની થઈ અને હોળી કોની થઈ એ વાત જવા દો, પણ શું નરેન્દ્ર મોદી, મુંગેરીલાલની કક્ષામાં આવે છે? એ વાત સાચી કે તેઓ એક વખત ચાની કીટલી લઈને રેલ્વે પ્લેટફોર્મ ઉપર ફરતા હતા. પણ અત્યારે તેમ નથી.

એમ તો જ્યારે ભારત સુસંસ્કૃત હતું ત્યારે યુરોપીયનો જંગલી અવસ્થામાં અને અસંસ્કૃત હતા. પણ હવે તેઓ તેમ નથી. અત્યારે તેઓ, આપણા આડેધડ બાઈકો અને બીજા વાહનો ચલાવતા તથા રસ્તેચાલતા ગંદકી કરતા ભારતીયો કરતાં હજાર ગણા સુસંસ્કૃત છે.

નરેન્દ્ર મોદીએ પણ ચાની કીટલી ફેરવતાં ફેરવાતાં અને તે પછી ઘણો અભ્યાસ કર્યો છે. ઘણું વાચન કર્યું છે. ઘણું ચિંતન કર્યું છે. અને ઘણો પરસેવો પણ પાડ્યો છે. આત્મબળ અને કાર્ય શક્તિથી આગળ આવ્યા છે. તેમણે કદી કોઈ દિવસ માગણી કરી હોય તેવું કશું રેકોર્ડ ઉપર નથી. રેકોર્ડ ઉપર તો એજ છે કે તેમને જે કામ સોંપવામાં આવ્યું તે તેમણે કર્યું.

તો હવે મુંગેરી લાલ કોણ ઠરે છે? નરેન્દ્ર મોદી કે મોઢવાડીયા પોતે?

જુઓ હજીપણ મોઢવાડીયા નરેન્દ્ર મોદીને અવારનવાર મુંગેરી લાલ કહે છે. આ શબ્દ તેમને તેમના પક્ષના એક કેન્દ્રીય નેતા પાસેથી અધિગત થયો છે. જે પક્ષના દિગ્ગજ નેતાઓને ભ્રષ્ટ થવાનું લખાયું હોય તેના વામણા નેતાઓનું આથી વિશેષ શું ગજું હોય?

શંકર સિંહ શું કહે છેઃ

નરેન્દ્ર મોદીએ જેનો સાથ લઈને તેઓ આગળ આવેલા તેમને તેણે અળગા કરી દીધા. આ શંકરસિંહ કોણ છે? આ એ શંકરસિંહ છે જેઓ એ બીજેપીમાંથી પોતાના સાથીઓને લઈ બળવો કરેલ. અને તેમને ખજુરાહો લઈ ગયેલ. એટલે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલે તેમને ખજુરીયા કહેલ. અને જેઓ કેશુભાઈ સાથે રહેલ તેમને આ શંકરસિંહે હજુરીયા કહેલ. એટલે કે બીજેપીમાં જેઓ હજુરીયા ન હતા તેઓ શંકરસિંહ સાથે હતા એવું શ્રી શંકરસિંહ માનતા હતા.  ચૂંટણી પ્રચાર દરમ્યાન જો કે કેશુભાઈ અને શંકરસિંહ સાથે હતા. સુરેશ મહેતાનો એક વખત નંબર લાગ્યો પણ બીજી વખત તેમનો નંબર ન લાગત, જો શંકર સિંહે ૨૦૦૨ સુધી ધિરજ રાખી હોત તો તેઓ અચૂક મુખ્ય મંત્રી બની શકત. કારણ કે વહીવટ ક્ષેત્રે કેશુભાઈ ખાસ અસરકારક કામગીરી બજાવી ન શકેલ.

કેશુભાઈ ની નિસ્ફળતાઓ સમાચાર માધ્યમો યાદ કરતા નથી.

આર એસએસના કેટલાક કાર્યકરો, સરકારી નોકરો પાસેથી લોકોના કામ કરાવવા માટેના એજન્ટો બની ગયેલ. બીજા પેટા ચૂંટણીના પરાજયો ઉપરાંત, અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન જેવી મહત્વની ચૂંટણીમાં પણ બીજેપીનો પરાજય થયેલ. તે ઉપરાંત ૨૦૦૧માં આવેલા ધરતીકંપ પછી જે રાહત કામગીરી હતી તે નિભવવામાં કેશુભાઈ સદંતર નિસ્ફળ ગયેલ. કેશુભાઈ એક મજાકનું પાત્ર બની ગયેલ. તે વખતે બીજેપીના મોવડી મંડળ પાસે મોટાગજાનો નેતા હતો નહીં. જો શંકરસિંહે પક્ષ પલ્ટો ન કર્યો હોત અને ધીરજ રાખી હોત તો મોવડી મંડળે તેમની મુખ્ય પ્રધાન પદ માટે જરુર વરણી કરી હોત.

કેશુભાઈને નરેન્દ્ર મોદીએ હટાવ્યા ન હતા.

જ્યારે કેશુભાઈને હટાવાયા અને નરેન્દ્ર મોદીને લવાયા ત્યારે કે તે પહેલાં કોઈ એવા સમાચારો કે વક્તવ્યો જાણવામાં આવ્યા ન હતા કે નરેન્દ્ર મોદીએ મોવડી મંડળમાં જઈને કેશુભાઈની વિરુદ્ધ કાન ભંભેરણી કરેલ અને પોતાનો દાવો રજુ કરેલ. આપણે જાણીએ છીએ કે બીજેપીની છાવણીમાં રહેલી રાઈ જેવડી વાતને પણ સમાચાર માધ્યમો પહાડ બનાવીને પ્રસિદ્ધિ આપે છે અને તે પણ મીઠું મરચું ભભરાવીને અશક્ય ધારણાઓ પણ વહેતી મુકે છે.

મોદીએ મોવડી મંડળનો સંપર્ક પણ કરેલો એવી પણ કોઈ વાત અફવા સ્વરુપે પણ અસ્તિત્વ ધરાવતી ન હતી.  પણ જ્યારે ૨૦૧૨માં કેશુભાઈ રઘવાયા થયા અને એક છેલ્લો ચાન્સ લઈ લેવાનું નક્કી કર્યું ત્યારે તેમણે આવી કાનભંભેરણીવાળી વાત વહેતી મુકી. ૨૦૦૧માં પણ કેશુભાઈએ બીજેપીમાં રહીને નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભિયાન ચલાવેલ. તે વખતે પણ તેમણે ઉપરોક્ત કાનભંભેરણી વાળી વાત કરી ન હતી. તે વખતે પણ જનતાની નજરે નરેન્દ્ર મોદી એક શ્રેષ્ઠ મુખ્ય મંત્રી હતા.

શ્રી ગુણવંતભાઈ શાહે સંદેશમાં એક અપીલ બહાર પાડેલી.

સંદેશે પણ એક ફોર્મ છાપેલ કે જનતા પોતાની પસંદગી આપે કે નરેન્દ્ર મોદીની કામગીરી કેવી છે અને તેમણે મુખ્ય મંત્રી તરીકે ચાલુ રહેવું જોઇએ કે નહીં.

આ ફોર્મ જનતાએ પોતાના ગાંઠના ખર્ચે પોસ્ટ કરવાનું હતું. ૮૭ ટકા જનતાએ તે વખતે પણ નરેન્દ્ર મોદીની ઉપર જ પસંદગી ઉતારેલ. ૨૦૦૨ની ચૂંટણી વખતે પણ કેશુભાઈએ કાનભંભેરણીની વાત કરી ન હતી. આ કેશુભાઈના નવા નવા તુક્કાઓ ઉપર વિશ્વસનીયતા કેવી રીતે રાખી શકાય?

શરદ પવાર શું કહે છે?

શરદ પવાર કહે છે કે મોદી તો ફુગ્ગો છે. ફુગ્ગો જેટલો જલદી ફુલે તેટલો તે જલ્દી ફુટી જાય છે. નરેન્દ્ર મોદીનો ફુગ્ગો પણ જલ્દી ફુટી જશે.

આ શરદ પવાર કોણ છે? માણસ પોતાના દેશ માટે પ્રપંચો કરે તે ક્યારેક ક્ષમ્ય ગણાય છે. પણ જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે પ્રપંચો કરે તે ક્ષમ્ય નથી. જોકે નહેરુવીયન કોંગ્રેસે અને તેના કલરફુલ (પીળા) મીડીયાએ આવા પ્રપંચોને પણ ક્ષમ્ય જ નહીં પણ વખાણવા યોગ્ય માની લીધા છે. શરદ પવારે કેટલા પક્ષ બદલ્યા એ ગણાવવા માટે તો તેમને ખુદને પણ આંખો બંધ કરીને ગણત્રી કરવી પડે. અસામાજીક તત્વો, ખાંડના કારખાનાની લોબી અને હાલમાં સિંચાઈના કામોમાં થયેલી ખાયકી ઓમાં થયેલી નહેરુવીયન કોંગ્રેસ સાથેની મીલીભગતની ભગતની અફવાઓ વિશ્વસનીય લાગે છે. શિવસેના વાળા ટકી રહેવા માટે મધ્યમ વર્ગના માણસોને ક્યારેક સ્વેચ્છા પૂર્વક વિનંતિ કરીને કે થોડી ધાકધમકીથી તેમની પાસેથી પૈસા ઉઘરાવે છે. શરદના માણસો તો મોટા પાયે જમીનના ઝગડાઓ કોર્ટ બહાર જમીન માફીયા રાહે દાઉદના નેટ વર્કના હિસ્સા રુપ બનીને ઉકેલે છે. આ વાત મુંબઈમાં નાનુ બાબલું પણ જાણે છે.

કપિલ સિબ્બલ શું કહે છે? “મોટો ખુલાસો”

કપિલ સિબ્બલે કહેલ કે થોડા વખતમાં અમે નરેન્દ્ર મોદી બાબતમાં મોટો ખુલાસો કરીશું. આ વાત તેમણે એક બે મહિના પહેલાં કરેલી. આ ખુલાશો શું છે? સમાચાર માધ્યમોએ કહેલું કે નરેન્દ્ર મોદીને ૨૦૦૨ ના દંગાઓના કેસમાં ફસાવી દેવામાટે ચોકઠું ગોઠવાઈ ગયું છે. સોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસમાં અથવા તો ઇસરત જહાં કેસમાં તેને ફસાવી દેવામાં આવશે.

ક્લીક કરોઃ

 https://www.youtube.com/watch?feature=player_embedded&v=YJudO8FjPj4 Madhu Keshvar on Narendra Modi.

લાલ કૃષ્ણ અડવાણી તેમની માંદગીઃ

અડવાણી મોદીની વિરુદ્ધમાં છે. કારણ કે તેમને હજુ વડાપ્રધાન થવાની ઈચ્છા છે. મોદીની લોકપ્રિયતા તેમને કઠે છે. સમાચાર માધ્યમોએ આ વાતને બહુ ચગાવી છે. એટલી ચગાવી છે કે આપણને જ નહીં પણ અડવાણીને ખુદને એવું લાગે કે તે મોદી લોકપ્રિય બને અને લોકો મોદીને  વડાપ્રધાનપદના દાવેદાર સમજે તે તેમને પસંદ નથી. દરેક વ્યક્તિને પોતાની મહેચ્છાઓ હોય. પણ તે માટે સુજ્ઞ જનો અંતે તો જનતાની ઈચ્છાને જ મહત્વ આપે છે.

નરેન્દ્ર મોદીએ કદી વડાપ્રધાન બનવાની ઈચ્છા પ્રદર્શિત કરી નથી.

જ્યારે વ્યક્તિ પોતે, ઈચ્છતો હોય પણ જાહેર કરવા માગતો ન હોય તો તે પોતાની ઈચ્છા તેના સાથીઓ દ્વારા જાહેર કરે છે. (મોરારજી દેસાઈ જેવા પુરુષો વિરલ હોય છે જેઓ પોતાનો હક્ક જાહેર રીતે વ્યક્ત કરે છે), પણ બીજેપીના કોઈ નેતાએ પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન થવા જોઇએ એવી કોઈ વાત કરી નથી. તો પછી નરેન્દ્ર મોદીને વડા પ્રધાન થવું છે તે વાત ઉગી કેવી રીતે?

અડવાણી જીન્ના ની કબર ઉપર માથું ટેકવી આવ્યા એટલે આરએસએસ વાળા કંઈક વધારે પડતા નારાજ થયા. જીન્નાની વાત ઉપર તો નહેરુવીયન કોંગ્રેસીઓએ પણ અડવાણી ઉપર માછલા ધોયાં. મીડીયાએ આ વાત ને અતિશય ચગાવી. બીજેપીના નેતા ઉપર કોઈ વિવાદ ઉભો થાય તો મીડીયા વાળા અને કોંગ્રેસી નેતાઓ ઝાલ્યા ન રહે. અને આતો હિન્દુત્વનો સવાલ એટલે આરએસએસવાળા ગાંડાતૂર થયા. ૧૯૫૪માં પાકિસ્તાનના પ્રમુખ ઈસ્કંદર મીર્ઝાએ ભારત અને પાકિસ્તાનનું સમવાય તંત્રની માગણી મુકેલ. જવાહરલાલ નહેરુએ તેમની આ માગણીને તૂચ્છતા પૂર્વક નકારી નાખેલ. અખંડ ભારતની વાતો કરીને મહાત્મા ગાંધીને જવાબદાર ઠેરવનાર અને તેથી કરીને પોતે કેવા પરમ દેશભક્ત છે, તેવા આ  આરએસએસવાળા મહાનુભાવોએ તે વખતે જવાહરલાલ નહેરુ ઉપર તૂટી પડવા જેવું હતું. પોતાનો પરમ દેશપ્રેમ વ્યક્ત કરવાનો આ સુંદર મોકો હતો. પણ તેમના નેતાઓને ખબર છે કે અખંડ ભારતની વાત એક બનાવટ છે વાસ્તવમાં જો આ વાત ચગત તો નહેરુના ચેલકાઓ આરએસએસના દિગ્ગજ નેતાઓ ભાગલાની તરફના હતા તે વાત બહાર લાવી દેત. તેથી બાંધી મુઠ્ઠી લાખની એમ વિચારીને આર એસ એસના નેતાઓ મૌન રહેલ. વિનોબા ભાવેએ ઈસ્કંદર મીર્ઝાની સમવાય તંત્રની વાતને આવકારી હતી. વિનોબા ભાવેએ જવાહરલાલ નહેરુના કારણોને ગેરવાજબી ઠેરવેલ. સમાચાર માધ્યમો તે વખતે પણ નહેરુના પ્રશંસક હતા તેથી તેમણે સમવાય તંત્રની વાતને ચર્ચાના ચગડોળે ચલાવી ન હતી.

આરએસએસ ના નેતાઓનું મુખ્ય ધ્યેય પક્ષ ઉપર પકડ રાખવાનું છે, બીજેપીના નેતાઓને વખતો વખત દબાવવાનું છે. પણ અડવાણીની સ્થિતિ છૂટેલા તીર જેવી હતી. અને આરએસએસવાળા હવે જો અડવાણી ઉપર વિશ્વાસ રાખે તો તેઓ ડબલ કાટલા વાળા થાય એવી વાત સમાચાર માધ્યમો વાળા ફેલાવે ને ફેલાવે જ. એટલે તેમની સ્થિતિ પણ છૂટેલા તીર જેવી હતી.

જશવંત સિંહ પણ જીન્નાની વાતમાં ફસાયેલા છે. જોકે જશવંત સિંઘ અને અડવાણી સાચે સાચ માંદા લાગે જ છે છતાં પણ મીડીયાને તેને પોલીટીકલ માંદગી ખપાવવામાં ખાસ રસ છે. જશવંત સિંઘ એક સારા વહીવટકર્તા છે અને તેઓ આવા પોલીટીક્સમાં પડતા નથી.

સુષ્મા સ્વરાજઃ

તે એવાં શક્તિશાળી નથી. તેઓ જો સોનીયા ગાંધીને ન જીતી શકે તો બીજાને તો જીતાડી જ કેવીરીતે શકે. વળી તેઓ પણ દુશ્મનો ઉપર દયા રાખનારા છે. એક વખત ૨૦૦૦-૨૦૦૪ના અરસામાં નહેરુવીયન કોંગ્રેસ કાર્યાલયનો ટેલીફોન પૈસા ન ભરવાથી કપાઈ ગયેલ. તે વખતે સુષ્મા સ્વરાજ ટેલીકોમ્યુનીકેશન મીનીસ્ટર હતા. તેમણે તે ટેલીફોન ચાલુ કરાવી દીધેલ. એટલું જ નહીં જે અધિકારીએ તે ટેલીફોન કાપી નાખેલ તેની સામે વળતા પગલાં લીધેલ.વાસ્તવમાં સુષ્માસ્વરાજે નહેરુવીયન કોંગ્રેસની બેદરકારીને ચગાવવા જેવી હતી. પણ સુષ્માસ્વરાજે બાજપેયીવાળી કરી, એટલે કે દયાના દેવી બન્યાં અને વિપક્ષ આગળ ભલાં બન્યાં. આરએસએસ વાળા આવી મહિલાને પસંદ ન જ કરે.

તોગડીયા અને આર એસ એસ

તોગડીયાએ કહ્યું કે વિકાસનો મુદ્દો તો બીજા પણ ઉઠાવી શકે છે અને તેમાં તો વિવાદો પણ ઉત્પન્ન કરી શકાય છે તેથી બીજેપીએ હિન્દુઓના મત લેવા માટે અને હિન્દુઓની એકતા સ્થાપિત કરવા માટે હિન્દુત્વનો જ મુદ્દો જ ઉઠાવવો જોઇએ. એટલે કે નરેન્દ્ર મોદી જે વિકાસનો મુદ્દો ઉઠાવે છે તે બરાબર નથી. જોકે તોગડીયા એ વાત ભૂલી જાય છે કે જનસંઘ હિન્દુત્વના મુદ્દા ઉપર જ ચૂંટણી લડતો હતો. અને ૧૯૮૪ની ચૂંટણીમાં બીજેપીની પાસે હિન્દુત્વ સિવાય મુદ્દો હતો જ નહીં. પણ આપણા આરએસએસના ભાઇઓએ રાજીવ ગાંધીમાં તારણહાર જોયેલો. વિશ્વબંધુ ગુપ્તાના કહેવા પ્રમાણે કેટલાક આરએસએસવાળાઓએ રાજીવ ગાંધીનો પ્રચાર કરેલ. ટૂંકમાં પડઘી વગરના લોટા જેવા આરએસએસવાળાઓનું કહેવું માની નરેન્દ્ર મોદી “આ બૈલ મુઝે માર જેવું તો નજ કરે.”

જો કે આરએસએસવાળા દેશભક્ત છે અને આપત્તિના સમયે સેવાનું સારું કામ કરે છે. તે માટે તેમને સલામ કરવી જોઇએ. પણ તેમણે જ્ઞાન અને માહિતિ માટે બધી દીશાની બારીઓ ખુલ્લી રાખવી જોઇએ. મુસ્લિમ જનતાએ અને મુસ્લિમ રાજાઓએ આપણા દેશને પોતાનો દેશ સમજેલ અને જેમ બીજા રાજાઓ વર્તેલ તેમ તેઓ પણ વર્તેલ. તેમનો સમય એ દેશની ગુલામીનો સમય હતો તે મનોદશામાંથી તેમણે બહાર આવવું જોઇએ. મુસ્લિમોમાં જે કંઈ દુર્ગુણો દેખાય છે તે બ્રીટીશ રાજ અને નહેરુવીયન કોંગ્રેસ રાજની પેદાશ છે.

આરએસએસને માટે નરેન્દ્ર મોદીને સપોર્ટ કર્યા વગર છૂટકો નથી. જેમ કેટલાક ગાંધીવાદીઓને માટે નહેરુવીયન કોંગ્રેસીઓનો સહારો લેવા સિવાય કે તેમને સહારો આપવા સિવાય છૂટકો નથી, તેમ જ સમજવું.

મીડીયાના ડબલ કાટલા

ઈન્દીરા ગાંધીએ કામકર્યાવગર તેના વિરોધીઓને ભૌતિક રીતે દૂર કરેલ. અને પક્ષ ઉપર બ્લેકમેલ દ્વારા મજબુત પકડ જમાવેલ તે બાઈને આ જ સમાચાર માધ્યમવાળા મજબુત બાઈ તરીકે ઓળખાવતા અને આજની તારીખમાં પણ તેની બુરાઈ કરતા નથી. આનાથી ઉંધું વલણ જુઓ. નરેન્દ્ર મોદીએ પોતાના વિરોધીઓને કેવા દૂર કર્યા તેમાં બધાના નામ આપવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીએ કામ કરીને નામના મેળવી છે. નરેન્દ્ર મોદીએ તો કદી તેમનું નામ પણ લીધું નથી. છતાં પણ નરેન્દ્ર મોદીની બુરાઈ કરવામાં આવી છે. તમે આજનું (૯મી જુન ૨૦૧૩નું) દિવ્ય ભાસ્કર જોશો તો તમને નરેન્દ્ર મોદીના વિષેની વાતો અને સમાચાર, નરેન્દ્ર મોદીની વિષે નકારાત્મક વાતાવરણ બને એ રીતે જ આપવામાં આવ્યા છે. કેશુભાઈને દૂર કર્યા, શંકરસિંહને દૂર કર્યા, સુરેશ મહેતાને દૂર કર્યા, દીલીપ પરિખને દૂર કર્યા, સંજય જોષીને દૂર કર્યા, નીતિન ગડકરીને દૂર કર્યા અને અડવાણીને દૂર કર્યા. આપણે જાણતા નથી કે નરેન્દ્ર મોદી ક્યારે માંદા પડ્યા અને કઈ મીટીંગમાં માંદગીને કારણે ગેરહાજર રહ્યા. પણ આપણા આ અખબારી આલોચક કહે છે કે મોદી વિરોધીઓએ માંદગીનું મોદીનું શસ્ત્ર મોદી સામે જ વાપર્યું. મોદી કેવા કૃતઘ્ન છે કે તેઓ પોતાને મદદ કરનારાઓનો જ કાંટો કાઢી નાખે છે.

પક્ષના પ્રમુખે નક્કી કરવાનું હતું કે ચૂંટણી માટેની સમિતિનો નેતા કેવો હોવો જોઇએ?

નેતાઓને ગમે એવો કે જનતાને ગમે તેવો?

મોટાભાગના નેતાઓ એવા મતના હતા કે જનતામાં જે લોક પ્રિય હોય તેનો નેતા હોવો જોઇએ. અને જનતા નરેન્દ્ર મોદીને પસંદ કરે છે તે જગ જાણીતી વાત છે. પણ કેટલાક નેતા નરેન્દ્ર મોદીમાં પોતાનું અહિત જોતા હતા કારણ કે અખબારી અફવાઓ પ્રમાણે નરેન્દ્ર મોદીએ કેશુભાઈ, સુરેશ મહેતા, દિલીપ પરિખ અને સંજય જોષી જેવાને રાજકીય રીતે ખતમ કરેલ. કેશુભાઈ વિષે તો ગુજરાતની જનતા જાણે છે કે તેમણે કેવા પરાક્રમો કરેલ. સુરેશ મહેતા, શંકર સિંહ, વિગેરેની અધિરાઈ અને પક્ષ પ્રત્યેની અનિષ્ઠા વિષે પણ જનતા જાણે છે. સંજય જોષી તો અખબારોએ  ઉપજાવેલી મહાન વિભૂતિ છે.

નેતાએ પક્ષને વફાદાર રહેવું જોઇએ અને પોતાના પક્ષના હોદ્દેદારની જાહેરમાં ટીકા ન કરવી જોઇએ. સત્તા માટે ધિરજ ધરવી જોઇએ. સત્તાવગર ઘાંઘાં થવું ન જોઇએ. મોદીએ કોઈને કાપ્યા નથી. પણ અખબારોએ પોતાના પત્રકારત્વના (પીળા) રંગને અનુરુપ આ વાત ચગાવી અને ચાલુ રાખી.     

હવે મોદીએ શું કર્યું અને કેવી રીતે ક્યારે કર્યું તે કશું ક્યારેય આ અખબારી ઉંદરો કાતરી શક્યા નથી. પણ એક અફવા વહેતી મુકી દેવી અને તેને અવાર નવાર કીધા કરવી એટલે તે સત્ય બની જશે.

મીડીયાની માનસિકતાઃ

મીડીયાની માનસિકતા ઉપર નહેરુવીયન કોંગ્રેસ સંસ્કારનો લગભગ ન ભૂંસી શકાય તેવો લાગે એવો પ્રભાવ છે. નહેરુવીયન કોંગ્રેસના સંસ્કાર એવા રહ્યા છે કે નંબર વન સત્તાકેન્દ્ર નહેરુવંશનો જ હોવો જોઇએ. આટલું સ્વિકારો તો જ તમે નહેરુવીયન કોંગ્રેસમાં રહી શકો. આવું જેમણે ન માન્યું તેઓ ને બદનામ કરવાના કવતરાં રચાયા અને દૂર કરાયા. એટલે જ્યારે નહેરુવીયન કોંગ્રેસની વાત કરીએ ત્યારે વિરોધી સૂર સંભળાતા નથી. પહેલા વડાપ્રધાનો પણ નહેરુવંશના આવતા અને તેઓને નંબર વન નો દરજ્જો મળતો. તે પછી વડાપ્રધાનનો દરજ્જો બીજો થઈ ગયો. હવે ત્રીજો થઈ ગયો છે. જેઓ હોદ્દેદારો છે તેઓ એવા છે કે તેમને બ્લેકમેલ કરી શકાય અને જનતામાં તેમના મૂળ નથી.

મીડીયાની એક વિશેષતા એ છે કે પાયાની વાતની ચર્ચા કરવી જ નહીં. જેમકે પ્લાનીંગ કમીશન જેના પ્રમુખ વડાપ્રધાન પોતે છે. તો પછી નેશનલ એડવાઈઝરી બોર્ડની રચના (કે જેના પ્રમુખ સોનીયા ગાંધી છે) શા માટે કરવામાં આવી? આ સવાલ પૂછાયો છે. નહેરુવંશનો કોઈ ફરજંદ આ પ્રશ્નનો ઉત્તર આપે તેવી અપેક્ષા રાખવી એ મીડીયાના સંસ્કારમાં નથી. પણ નહેરુવીયન કોંગ્રેસ ની સરકારના કોઈ હોદ્દેદારને આ પ્રશ્ન પૂછી શકાય તે પણ મીડીયા મૂર્ધન્યોના સંસ્કાર નથી. આવી તો અનેક વાતો છે.

ટૂંકમાં એમ કહી શકાય કે લોકશાહીમાં અનેક સૂર હોઈ શકે અને પછી જ ચર્ચા વિચારણાના અંતે પરિણામી એક સૂર નીકળે અથવા તો બહુમતિનો સૂર માન્ય થાય છે, આ વાત મીડીયા મૂર્ધન્યોના ગળે ઉતરતી નથી. આના ઘણા કારણો હોઈ શકે. અને સુજ્ઞ જનતા આ બધાં કારણો જાણે છે. અમેરિકામાં પણ ઓબામાને પોતાના પક્ષમાંના પ્રતિસ્પર્ધીનો સામનો કરવો પડ્યો હતો. પણ તેનો અર્થ “મહાભારત” એવો કરવામાં આવ્યો ન હતો. કારણ કે ત્યાં આ પ્રક્રીયા ને લોકશાહી પ્રણાલીનો એક ભાગ સમજવામાં આવે છે.

રાજનાથ સિંઘે શું કર્યું?

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ અને તેમના સાથી પક્ષો જેઓ સંસ્કારમાં નહેરુવીયન કોંગ્રેસ ની કાર્બન કોપી જેવા છે તેઓ લોકશાહી નું હાર્દ ન સમજી શકે તે વાત સમજી શકાય છે. પણ ભારતીય મીડીયાના મૂર્ધન્યો પણ લોકશાહીનું હાર્દ સમજી ન શકે તે દુઃખદ, લોકશાહીમાટે ઘાતક અને દેશ માટે હાની કારક છે.

પક્ષના બંધારણમાં કે દેશના બંધારણમાં જે કંઈ લખ્યું હોય તેને જ પવિત્ર માની શકાય એવું નથી હોતું. જનતા સર્વોપરી છે. લોકશાહીમાં જનતા સર્વોપરી છે. બંધારણ નહીં. જ્યાં જનતાનો અવાજ સંભળાય અને જનતાના અવાજનો આદર થાય તે લોકશાહીનું હાર્દ છે.

બીજેપી મોવડી મંડળ પાસે બે પસંદગી હતી. જેઓ મોદીને વડાપ્રધાન પદ માટે યોગ્ય ગણતા હતા તેઓની વાતને માન્ય રાખવી કે અડવાણીને વધુ એક વખત વડાપ્રધાન પદ માટે નંબર વન ગણવા. બંને જુથો લગભગ ૫૦ટકા પ્રમાણમાં વહેંચાઈ ગયેલ. ચર્ચા દરમ્યાન કેટલાક સભ્યોને મોદીનું મહત્વ સમજાયું. અને તેઓ મોદીની તરફેણમાં આવી ગયા. જે કારણસર મોદીની તરફમાં આવી ગયા તેનું પણ એક મહત્વનું કારણ હતું કે વિભીન્ન એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા સર્વે થી એજ પ્રતિપાદિત થતું હતું કે જો મોદી પ્રચારની ધૂરા સંભાળે અને તે જ વડાપ્રધાન પદનો બીજેપી દ્વારા પ્રસ્તૂત ઉમેદવાર હોય તો વધુ લોકસભાની બેઠકો આવે. સાથી પક્ષોમાં પણ એવા પ્રચ્છન્ન નેતાઓ છે (જેડીયુ સહિત) જેઓ મોદીને પસંદ કરે છે.

સર્વ સંમતિથી નિર્ણય લેવાયો. બે ત્રણ દિવસ લાગ્યા તેને મહાભારત ન કહેવાય. આ પ્રક્રીયાને એક લોકશાહી પ્રક્રીયા ગણવી જોઇએ.

જેઓ નહેરુવીયન કોંગ્રેસના વંશવાદના સંસ્કાર જે માનસિકતા જ્ઞાતિવાદી માનસિકતાથી પણ વધુ પછાત કક્ષાની છે તેઓને બીજેપીની ક્રીયાઓ પસંદ પડશે નહીં. તેઓ બીજેપીને વિભીન્ન મતો વાળી પાર્ટી, અને નરેન્દ્ર મોદીને ગંભીર આરોપોવાળા નેતા તરીકે ઉલ્લેખવાનું ચાલુ રાખશે. ૧૯૭૫માં ભારત દેશ ઉપર કટોકટી સ્થાપીને પોતાની સર્વ ક્ષેત્રીય નિસ્ફળતાનું પ્રદર્શન કરનાર અને તેને તાબે થનાર વ્યક્તિઓ, પક્ષો અને સંસ્થાઓ પાસેથી તમે લોકશાહીના આદરના સંસ્કારની અપેક્ષા ન રાખી શકો.    

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

અડવાણીનું ભવિષ્ય શું?

બીજેપી સત્તામાં આવે એટલે તે શાહ કમીશનના રીપોર્ટ ઉપર કાયદેસરની કાર્યવાહી ચાલુ કરે. કોંગીના જે કોઈ સભ્યો સંડોવાયેલા હોય અને જીવિત હોય તેમની ધરપકડ કરીને જેલમાં મોકલે. પ્રણવ મુખર્જી પણ સંદોવાયેલા છે એટલે તેઓ પદચ્યૂત થાય. અને તેમને સ્થાને અડવાણીની નિમણુંક થાય.

ટેગ્ઝઃ નરેન્દ્ર, મોદી, કેશુભાઈ, શંકર સિંહ, સુરેશ મહેતા, સંજય જોષી, સુષ્મા સ્વરાજ, જશવંત સિંઘ, અડવાણી, અખબારી, ઉંદરો, સમાચાર માધ્યમો, મીડીયા, અફવા, પીળો, જનતા, પસંદ, નેતા, નહેરુવીયન, અશિષ્ટ, બુરાઈ, આરએસએસ, હિન્દુત્વ, નહેરુ, ઈન્દીરા, કટોકટી,

 

 

Read Full Post »

“લગે રહો મુન્નાભાઈ (રાહુલબાબા)” એક મીડીયા એનાલીસ્ટ ઉવાચ

 

એક જુની જોક છે. એક વ્યક્તિ ઉપર ખૂન કરવાનો આ

 

રોપ આવ્યો. તેણે એક વકીલ રોક્યો. વકીલ સહેબે બહુ સુંદર દલીલો કરી અને ન્યાયધીશ સાહેબે તેને નિર્દોષ છોડી દીધો. પછી વકીલે પોતાના તે અસીલને પૂચ્છ્યું કે “તેં વાસ્તવમાં ખુન કરેલું કે નહીં?” ખુનીએ કહ્યું ” સાહેબ જ્યાં સુધી તમે દલીલો કરી ન હતી ત્યાં સુધી હું માનતો હતો કે મેં ખુન કર્યું છે. પણ તમારી દલીલો સાંભળ્યા પછી લાગ્યું કે મેં આ ખુન કર્યું જ ક્યાં છે?”

 

(જોકે આપણા ચર્ચિત કટાર લેખક ની વાત એવી પ્રસંશાને પાત્ર નથી, કારણ કે ન્યાયધીશ સાહેબ બેવકુફ હોય તે દર વખતે શક્ય નથી)

 

એક ગુજરાતી મીડીયા મેન (દિવ્યભાસ્કર દૈનિકના  પ્રખર કટાર લેખકશ્રી), નહેરુવંશના પાંચમી પેઢીના ફરજંદથી આકર્ષાયા અને નક્કી કર્યું “ઇદમ્ તૃતીયમ્”ઘણા વિશ્લેષકો કરે છે. તો આપણે “ઈદમ ચતુર્થમ્”કરીએ.

 

મૂળ વાત છે. ૪૦વર્ષના બાબાની. એક ગુજરાતી નાટકમાં બાવીશવર્ષના બાબાની વાત આવે છે. પણ આ વાત ૪૦વર્ષના બાબાની છે. ઘણા લોકો તેને “રાહુલબાબા” કહે છે. આમ તો પાંચમી પેઢીનું નહેરુવીયન ફરજંદ ૪૦ વર્ષનું છે. પણ તેની બાલીશ હરકતો અને બાલીશ ઉચ્ચારણોના કારણે કદાચ તેનો રાહુલબાબા તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે.

 

આમ તો તે રાહુલબાબા ઉલ્લેખવાને લાયક છે કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય છે.

 

પણ સમાચાર પત્રોને આંચકા મારે તેવા ઉચ્ચારણો પ્રસારિત કરવામાં “વાચકવર્ગની વૃદ્ધિની રુએ” રસ હોય છે.

 

નહેરુવંશની પાંચમી જનરેશના આ ફરજંદે એવું ઉચ્ચારણ કર્યું હતું કે ભારતનો હિન્દુ આંકવાદ મુસ્લિમ આતંકવાદ કરતાં વધુ ખતરનાક અને ચિંતાપ્રેરક છે. આવી વાત નહેરુવંશની પાંચમી જનરેશના આ ફરજંદે અમેરિકાના ડીપ્લોમેટને ગયા વર્ષે કરી તે વીકીલીકે જાહેર કરી.

 

જોકે નહેરુવંશજોના સંસ્કાર પ્રમાણે તેઓ આવા બેફામ ઉચ્ચારણો કરે એ કંઈ આશ્ચર્ય ની વાત નથી. કોંગીજનો માટે પણ “વચને કિમ્ દરિદ્રતા” એ મૂદ્રાલેખ છે.

 

બોલવામાં કશું મોળુ રાખવું નહીં. કાગનો વાઘ કરવો, રાઈનો પર્વત કરવો એવી વાત તો જવા જ દો, અસ્તિત્વ ન ધરાવતી વાતને પણ અસ્તિત્વમાં લાવવી અને ખરી વાતને છૂપાવવી એ કોંગી જનોની અને નહેરુવંશીય ફરજંદોની ખાસીયત છે.

 

આઝાદી પૂર્વેના કાળમાં નહેરુવંશના ફરજંદોએ દેશને ખાસ નડે તેવા વિવાદો ખડા કર્યા ન હતા. ગાંધી બાપુના સોટાથી બધા ડરતા પણ ખરા.

 

પણ ગાંધી બાપુ ગયા એટલે નહેરુવાંશના ફરજંદોએ દેશને અતિપાયમાલ કરતું પોત પ્રકાશ્યું, કારણ કે તેમની ઉપર લગામ ન રહી. તિબેટની વાત ન કરીએ તો પણ જવાહરલાલ નહેરુએ ચીન ના લશ્કરની સરહદ ઉપરની દશકા સુધીની ઘુસણખોરી ભારતની પાર્લામેન્ટથી ધરાર છૂપાવેલી.

 

“ખોટું બોલવું” અને “સાચી વાત છૂપાવવી” પર્યાયવાચી (સમાન અર્થ વાળા) બની શકે છે.

 

આ ચીની ઘુસણખોરી છૂપાવેલી, છૂપાવેલી એટલું જ નહીં પણ આવી ઘુસણખોરીને ધરાર નકારેલી.

 

સરહદના સૈન્યના ઉપરી અધિકારીઓ વચ્ચે રુટીન મીટીંગો થતી હોય છે. ભારતીય લશ્કરના અધિકારીઓ ચીની લશ્કરની ઘુસણખોરી વિષે વિરોધ દર્શાવતા. ત્યારે ચીની અધિકારીઓ નહેરુએ પાર્લામેન્ટમાં કરેલા નિવેદનોને ટાંકીને તેને ન કારતા અને રદીયો આપતા.

 

“લાઇન ઑફ કન્ટ્રોલ”, “લશ્કરી પગલાં” અને અથવા “યુનોને રજુઆત કરવી” એ વિષે નહેરુનું વલણ કેટલું બેવકુફી ભર્યું હતું એ વાત આચાર્ય કૃપલાણીએ તેમની આત્મકથામાં સચોટ રીતે સમજાવી છે. ચીનને આક્રમણ કરવામાં નહેરુએ ઠીક ઠીક સરળતા કરી આપેલી. આનું કારણ કદાચ દેશપ્રેમની ઉપરવટનું એવું સમાજવાદ પ્રત્યેની ભ્રામક ઘેલછા હોઇ શકે.

 

કહેવાતો સમાજવાદ એ એક તૂત છે એ વાત મહાત્માગાંધી સારી રીતે સમજી શકેલા. અને ગાંધીજીએ નહેરુને આ વાત જણાવેલી પણ ખરી. ગાંધીજીના સર્વોદયની વિચારધારાએ અને તાર્કિક રીતે જોઇએ તો સામ્યવાદ એ એક મહા-મૂડીવાદ છે. અને તેથી જ નહેરુના અને ઇન્દીરા ગાંધીના સમાજવાદ થકી આપણને મૂડીવાદ અને મહામૂડીવાદના (સામ્યવાદના) દુષણો જ મળ્યા છે.

 

પણ હવે એ વાત જવા દો.

 

ચીનની ઘુસણ ખોરી છૂપાવીને, સંસદ અને જનતાને ગેરમાર્ગે દોરીને, અને અસંબદ્ધ જવાબો આપીને જવાહરલાલ નહેરુએ રાજકારણમાં અને (કોંગ્રેસમાં પણ) “ખોટું બોલવા”ની નીતિના બીજ વાવેલાં છે. કોંગ્રેસે સંસદ સમક્ષ લીધેલા છેલ્લા શપથ એ હતા કે “જ્યાં સુધી ચીને કબજે કરેલો ભારતીય પ્રદેશ પાછો મેળવીશું નહીં ત્યા સુધી જંપીને બેસીશું નહીં.. (એ .. ય આજની ઘડી ને કાલનો દિ …)”

 

ઇન્દીરા ગાંધી ના જુઠાણાંઓઃ

કોર્ટમાં તમે કંઈપણ બોલો તે પહેલાં તમારે શપથ લેવાના હોય છે કે ” જે કંઈ પણ કહીશ તે સાચું કહીશ … અને સાચા શિવાય કશું કહીશ નહીં”.

 

“સમાજવાદ”, “ગરીબી હટાવો”, “અમારું ધ્યેય સૌ સાથે નમ્ર વ્યવહાર”, “કટોકટી એટલે અનુશાસન પર્વ”, “વિપક્ષો પ્રત્યાઘાતી, અરાજકતાવાદી અને સમાજના દુશ્મન છે”

ના ઈન્દીરાઈ અર્થઘટનો  બેનમુન અને હંપ્ટી ડંપ્ટી જેવાં છે.

 

૧૯૬૯-૧૯૭૧ના સમયગાળામાં,  પાકિસ્તાનીઓની કરોડોની સંખ્યામાં થયેલી ઘુસણ ખોરી, પશ્ચિમ બંગાળ અને નોર્થ ઈસ્ટ રાજ્યોમાં સામાન્ય જનજીવનમાં થયેલી અવ્યવસ્થા અને વ્યાપક પાયમાલી એ બધું લાંબાગાળા સુધી ચાલ્યું.

 

જયપ્રકાશ નારાયણે કરેલી વિદેશની ખેપો વિદેશી સરકારોને હસ્તક્ષેપ કરાવવા માટે નિસ્ફળ નિવડી. અતિવિલંબ પછી પણ લશ્કરી પગલાં ન લેવાયાં એટલે પાકીસ્તાને ભારતના હવાઈ મથકો ઉપર હુમલા કર્યા. ઈન્દીરા સરકાર માટે લશ્કરી હુમલા શિવાય કોઇ જવાબ બાકી ન રહ્યો. અને લશ્કરને જીત્યા શિવાય છૂટકો ન હતો. કારણકે પકિસ્તાન બંગાળી પૂર્વપાકિસ્તાની મુક્તિસેનાથી  અને ભારતીય લશ્કરથી ઘેરાઈ ગયેલું. પશ્ચિમ પાકિસ્તાન સ્થિત લશ્કરને શ્રીલંકા નું ચક્કર લગાવી પૂર્વપાકિસ્તાન આવવું પડે તેમ હતું. ટૂંકમાં સાનુકુળ પરિસ્થિતીને કારણે ભારતીય લશ્કરે જીત મેળવી. આમેય ભારતીય લશ્કર હમેશા જીતતું જ આવ્યું છે. શિવાયકે જવાહર જેવા રાજકારણીએ  તેને આવશ્યક સુવિધાઓથી વંચિત રાખ્યું હોય.

 

આ જીત થકી ઈન્દીરા ગાંધી પાસે “પેકેજ ડીલ” માટેનો શ્રેષ્ઠ સમય હતો. પણ એવું તે કેવું સીમલા કરારમાં ડીલ થયું કે ઈન્દીરા ગાંધીએ દેશને માટેના કોઇ પણ ફાયદા વગર બધો જ જીતેલો મુલ્ક પાછો આપી દીધો? ઈન્દીરા ગાંધીના ભૂટ્ટો સાથે ટેબલ નીચે થયેલા “ડીલ” ની શક્યતાને અવગણી ન શકો.

 

“અમે ગુન્ડાઓને પકડ્યા છે, અમે કાળાબજારીઓને પકડ્યા છે, અમે દેશદ્રોહીઓને પકડ્યા છે …”  એવી ભ્રામક જાહેરાતો થતી હતી. પણ વાસ્તવમાં  ઘણું બધું છૂપાવાયું. અને કટોકટીમાં તો કરતૂતો ને છૂપાવવા શિવાય કશું હતું જ નહીં. જુઠાણાની ભરમાર હતી.

INDIRA GANDHI SAID "JAIPRAKASH NARAYAN IS CREATING CHAOS"

INDIRA GANDHI SAID "JAIPRAKASH NARAYAN IS CREATING CHAOS"

ઇન્દીરા ગાંધી વિશે તો એવું અચૂક કહી શકાય કે તેમણે પ્રતિજ્ઞા લીધેલી કે ” જે કંઈ કહીશ તે ખોટું કહીશ અને ખોટા શિવાય કશું કહીશ નહીં.”

 

વધુ વાંચવા માટે ક્લીક કરો.

http://shirish-dave.sulekha.com/blog/post/2009/05/congress-and-its-allies-call-them-humpty-dumpty.htm

યુનીયન કાર્બાઈડ જોડે ડીફેક્ટીવ ડીલ કેવી રીતે થયું? કોણે કોણે હાથ સાફ કર્યા? ભોપાલ હોનારત થઇ એના બે વર્ષ પહેલાં તેની ચેતવણી આપવામાં આવેલી. છતાં પણ તેની સામે ઈન્દીરા સરકારે આંખમીંચામણા કેમ  કરેલા?

 

 

એન્ડરસન ને ભાગી જવા માટે અર્જુનસિંહ અને રાજીવ ગાંધીએ રસ્તો કેમ સાફ કરી આપ્યો હતો? સોનીયા ગાંધી પણ બધું જાણતા હોવાં જ જોઇએ. પણ બધું જ છૂપાવાય છે.

 

ટેલીકોમ ક્રાંતિને રાજીવગાંધીને નામે ચડાવવી એ એક બાલીશતા છે.

 

(તેની વિગતમાટે વાંચવા માટે ક્લીક કરો

 

http://shirish-dave.sulekha.com/blog/post/2009/03/nehruvians-had-prevented-development-on-the-name-of.htm

દાઉદને કેવીરીતે જવા દેવામાં આવ્યો? નહેરુવીયન ફરજંદોએ અને તેમની કોંગ્રેસે સ્થાપેલી સતર્કતા પ્રણાલી શું કરતી હતી? તેમણે સ્થાપેલી ઇન્ટેલીજન્સી શું કરતી હતી? આવું તો ઘણું બધું નહેરુ વંશના ફરજંદોએ છૂપાવ્યું છે.

 

નહેરુવંશીઓના રાજકારણીઓની બે મોંઢાની વાતો યેનકેન પ્રકારે સત્તામાં ચાલુ રહેવાની અને “મતો-થકી” ચૂંટણીઓ જીતવાની હોય છે.

 

નહેરુવીયન કોંગ્રેસે મીડીયા મૂર્ધન્યોના સહકારથી એક એવી હવા ફેલાવી છે કે બીજેપી હિન્દુત્વને પૂરસ્કૃત કરીને મતો મેળવે છે.

 

નહેરુવીયન કોંગ્રેસે મેળવેલી ચૂંટણીની જીતોને એક એક કરીને ચકાશો તો તે કોમવાદી અને જાતીય વિભાજન થકી મેળવેલી જ જણાય છે. બાકી જો હિન્દુઓ બીજેપીને હિન્દુ તરીકે મતો આપતા હોય તો કોંગ્રેસની તાકાત નથી કે તે એક પણ સીટ જીતી શકે. બીજેપી ને જે મત મળે છે તે એક વિકલ્પ તરીકે ના મત મળે છે. અને હવે વિકાસને નામે મત મળે છે.

 

નહેરુવીયન કોંગ્રેસ અને તેના સહયોગીઓ તેની વિરુદ્ધ લઘુમતિઓના મતો અંકે કરવા એડીચોટીનું જોર લગાવે છે.

 

 

નરેન્દ્ર મોદી આ વાત બરાબર સમજ્યા છે. તેથી નરેન્દ્ર મોદીએ “મતોના રાજકારણ”ની સામે “વિકાસના રાજકારણ”ને અમલમાં મૂક્યું છે.

 

આમેય કટોકટીના સમયમાં ઘણા અત્યાચારો થયેલા અને ઘણા સરકારી અને ગેરસરકારી (નહેરુના ફરજંદ એવા સંજય ગાંધી તરફથી) ફરમાનો અને વિપક્ષો વિષે ટીકાઓ પ્રસારીત થતી. કટોકટીના અંતિમ દિવસોમાં ચૂંટણી જાહેર થયા પછી મોટાભાગના નેતાઓને જેલમાંથી છોડવામાં આવેલા.

 

તે વખતે સંજય ગાંધીના એક ઉચ્ચારણ બાબતે શ્રી મોરારજી દેસાઈને પ્રતિક્રીયા આપવા વિષે પત્રકારો દ્વારા પ્રૂચ્છા કરવામાં આવી. ત્યારે મોરારજી દેસાઈએ તેમની લાક્ષણીક મૂદ્રામાં અને ટોનમાં જવાબ આપ્યો “તે (સંજય ગાંધી) જવાબ આપવાને લાયક નથી.” એટલે કે પ્રતિક્રીયા માટે મેળવવા માટે સંજયગાંધીની કોઈ હેસીયત ન હતી.

 

લગભગ આવો જ પ્રસંગ જયપ્રકાશ નારાયણની પત્રકાર પરિષદમાં ભાવનગર ખાતે કદાચ ૧૯૬૦ની આસપાસમાં થયેલો. તે હતો રજનીશ વિષે.

 

રજનીશે જાહેર જીવનમાં ગાંધીજીની ટીકાઓ કરીને એન્ટ્રી મારી હતી. ગુજરાતી છાપાઓએ તેમને ઠીક ઠીક પ્રસિદ્ધિ આપી હતી. રજનીશની ટીકાઓ ગાંધીવાદની અને ફિલોસોફી વિષે હતી. તત્કાલિન સમયમાં અને ખાસ કરીને પત્રકાર જગતમાં તત્વજ્ઞાન અને વાદમાં ભેળસેળ હતી. એટલે પત્રકારો રજનીશને તત્વજ્ઞાની માનતા. આજે પણ કદાચ માનતા હશે. તત્વજ્ઞાન અને તર્ક કોને કહેવાય તે બધા વિષે પત્રકારો સુજ્ઞ હોય તે જરુરી નથી.

 

જયપ્રકાશ નારાયણજીને સવાલ કરવામાં આવ્યો “આચાર્ય રજનીશના તત્વજ્ઞાન વિષે તમે શું માનો છો?”

જયપ્રકાશ નારાયણના શબ્દો હતા “કૌ … ન     આ..ચા..ર્ય … રજનીશ ..?”

 

કહેવાની જરુર નથી કે મોરારજી દેસાઈ અને જયપ્રકાશ નારાયણ ઉપરોક્ત શબ્દો ઉચ્ચારાયા પછી શ્રોતાજનાઓના હાસ્ય અને તાળીઓના ગડગડાટ થયેલા.

 

હવે આપણા એક બ્રહ્મજ્ઞ કટાર લેખકને થયું કે આપણે “બાબાનો” બચાવ કરીએ.

 

“બાબા”એ કહ્યું હતું “હિન્દુ આતંકવાદ મુસ્લિમ આતંકવાદ કરતાં  વધુ ખતરનાક છે. અને નરેન્દ્ર મોદી એમાં સામેલ છે”

 

ધ્યેયઃ બાબાનો બચાવ

 

સાધનઃ ભદ્રંભદ્રીય

 

રચનાઃ વાક્યનું વિભાજન કરો. હિન્દુ આતંકવાદ વધુ ખતરનાક છે. મુસ્લિમ આતંકવાદ. નરેન્દ્ર મોદી ની સામેલગીરી. છેલ્લા બે વાક્યોને બભમ બભમ કરી અપ્રત્યક્ષ કરો.

 

હિન્દુઆતંકવાદ ને બદલે હિન્દુ જ્ઞાતિવાદ કરો. દા. ત. ભદ્રંભદ્ર અને અંબારામની ગોઠવણને યાદ કરો. સુધારાવાળા ઘોડીયા લગ્નનો (બાળ લગ્નનો)  વિરોધ કરે છે. અને તેઓ કહે છે કે ઘોડીયા લગ્ન ને શાસ્ત્રોનું પ્રમાણ નથી. સંસ્કૃતમાં શ્લોક છે. અષ્ટાવર્ષે ભવેત્ ગૌરી. પણ આપણે તેને “અષ્ટવર્ષાંગે ભવેત્ ગૌરી” એમ ફેરફાર કરી દો. કોઈને ખબર પડશે નહીં. અને વર્ષાંગે એટલે વર્ષનુ અંગ. એટલે કે માસ. માસ એટલે મહિનો. એટલે કે અષ્ટવર્ષાંગે ભવેત્ ગૌરી એટલે કે કન્યા આઠમાસે ગૌરી થઈ ગઈ ગણાય અને એટલે ગૌરી થયે તેનું લગ્ન કરી નાખવું જોઇએ. સાધ્યમ્ ઈતિ સિદ્ધમ્.

 

સાબિતીઃ બાબાનું કહેવું એમ છે કે હિન્દુઓનો જ્ઞાતિવાદ ઘણો ભયાનક છે અને તે (ક્રોસબૉર્ડર) આતંકવાદ કરતાં પણ ઘણો ભયંકર છે. અને અમે (કોંગીજનો) ચિંતાશીલ પ્રકૃતિના છીએ તેથી હિન્દુઓના આ આતંકવાદરુપી (જ્ઞાતિવાદ) આતંકવાદથી ઘણા ચિંતિત છીએ. આ એક વર્ગનો બીજા વર્ગ સામેનો તિરસ્કાર છે અને આરએસએસ આવા તિરસ્કાર ફેલાવે છે. નરેન્દ્ર મોદી અને આરએસએસ સમાન છે એટલે નરેન્દ્ર મોદી તિરસ્કાર ફેલાવે છે. નરેન્દ્ર મોદી શક્તિ શાળી છે. અને અમે તેનાથી ડરીએ છીએ. ડરથી અમે ચિંતિત છીએ. એટલે કે અમે નરેન્દ્ર મોદીથી ચિંતિત છીએ. એટલે કે અમે હિન્દુઆતંકવાદથી ચિંતિત છીએ.આમ તો અમે નિડર છીએ. પણ ખતરનાક વસ્તુઓથી બધાએ ચિંતિત રહેવું પડે એટલે અમે આ હિન્દુઆતંકવાદને (ક્રોસબોર્ડર આતંકવાદથી)ખતરનાક માનીએ છીએ. અને અમને (નરેન્દ્ર મોદીતરફની બીકથી ઉત્પન્ન થતી પરિસ્થિતીની) તેની ચિંતા છે.

સાધ્યમ્ ઈતિ સિદ્ધમ્.

 

જુઓ સાહેબ આમ તો મારે જ્ઞાતિવાદ વિષે બળાપો કરવો હતો અને છે. અને બાબા નો બચાવ કરવો હતો. આ બાબો ધોળો છે અને રુપાળો છે. “હિન્દુઓનો જ્ઞાતિવાદ” એ અ-હિન્દુઓ માટે ટોણા મારવાનું હાથવગું હથિયાર છે. અને વળી પરમ-આનંદ મેળવવાનું પણ પણ સાધન છે. (હિન્દુ વર્ણવ્યવસ્થા ઉપર ગાંધી બાપુને વાંચીને જ ટીકા કરવી એ જરુરી નથી) . તો હું પણ આ હિન્દુઓના આ જ્ઞાતિવાદને સર્વ અનિષ્ઠોનું મૂળ સ્થાપિત કરી મારી વૈચારિક તાટસ્થ્યની ઘેલછા શા માટે ન સંતુષ્ટ કરુ?

 

હે સુજ્ઞ જનો, જ્ઞાતિવાદ એ એક વર્ગ વાદ છે. અને તે તેના ગુણધર્મોથી અત્રતત્ર સર્વત્ર વ્યાપ્ત છે. ક્યાંક તે ધર્મિક નેતાઓના સત્તાકલહથી ઉત્પન્ન થયો છે, ક્યાંક તે સમાજઉદ્ધારના તર્કશાસ્ત્રના વિખવાદોથી ઉત્પન્ન થયો છે, ક્યાંક તે હોદ્દાઓ થી ઉત્પન્ન થયેલો છે, ક્યાંક તે ધન અને સંપત્તિની અસમાનતાથી ઉત્પન્ન થયેલો છે. ક્યાંક તે ચામડીના રંગથી ઉત્પન્ન થયેલો છે.

 

વ્યવસાય: સમાજના સંચાલન માટે વ્યવસાય જરુરી છે. વ્યક્તિએ પોતાનો વ્યવસાય પસંદ કરવાનો છે. વ્યક્તિ પોતાનો વ્યવસાય પોતાની પ્રકૃતિને અનુરુપ કરે છે. આ રીતે સમાજના સંચાલનમાટે જરુરી વ્યવસાયો વ્યક્તિઓએ પોતપોતાની પ્રકૃતિ અનુસાર સ્વિકારેલા છે.

 

ચાતુર્વર્ણમ્ મયા સૃષ્ટમ્ ગુણકર્મવિભગસઃ (ગીતા)

તેમાં કશું ઊચ-નીચ ન ગણવું.

 

પણ વર્ગમાં ઉચ નીચના ખ્યાલો મૂર્ધન્યોએ નાખ્યા હોય એવું અર્વાચીન મીડીયા મૂર્ધન્યોના વર્તન ઉપરથી લાગે છે.

 

“બાબો” કોણ છે?

 

તેની લાયકાત શું છે?

 

તેનું વાચન શું છે?

 

તેની પાસે આર્ષદૃષ્ટિ જેવું કશું છે? તેણે કોઈ તપ કર્યું છે?

 

તમે તેનું વિવેચન શામાટે કરો છો?

 

શું તમે પણ તે નહેરુવંશી છે માટે મહત્વ આપીને જ્ઞાતિવાદની પુષ્ટિ કરો છો?

 

શું મીડીયા મૂર્ધન્યનો આ “વદતઃ વ્યાઘાત્ (વિરોધાભાષી વર્તન)નથી”?

 

જો કોઈ એક કુટુંબમાં જન્મેલી વ્યક્તિ જ પક્ષમાં નંબરવન બનવાને લાયક ગણાતી હોય અને તમે તેનું પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ અનુમોદન કે બચાવ કરવા કૂદી પડો એટલે તમે જ્ઞાતિપ્રથાને જ અનુમોદન આપ્યું કહેવાય. વળી આ જન્મજાત જ્ઞાતિવાદની ટીકા પણ સાથે સાથે કરો તો તમે કાં તો બેવકુફ છો (વદતઃ વ્યાઘાત થયું ગણાય) કે તમે “ક્રાઈસીસ ઑફ આઇડેન્ટીફીકેશન” થી પીડિત છો (રજનીશ ની જેમ).

શિરીષ મોહનલાલ દવે

ટેગઃ કટારલેખક, મૂર્ધન્ય, ૪૦વર્ષનો બાબો, નહેરુવંશી ફરજંદો, જુઠાણાની આદત, આરએસએસ, નરેન્દ્ર મોદી, વિકાસ, મુસ્લિમ, આતંકવાદ

 

Read Full Post »

%d bloggers like this: