Posts Tagged ‘ઇન્દિરા ગાંધી’
“પાયામાં તું પુરાઈ જાજે … કળશના ચમકારા”
Posted in માનવીય સમસ્યાઓ, tagged અધ્ધરતાલ, અનિર્ણકતાની કેદી, ઇન્દિરા ગાંધી, ઈશ્વર ચંન્દ્ર વિદ્યાસાગર, ઉપવાસ, કચ્છ, કર્નાટક, કળશના ચમકારા, કેશુભાઈ, કોંગી, ખોસલા કમીશન, ગાંધીજીના નિયમો અને પ્રણાલી, ગાંધીવાદી, ગુજરાત, ગેરસમજણ, ચિમનભાઈ પટેલ, જમ્મુ-કાશ્મિર, નર્મદા ટ્રીબ્યુનલ, નર્મદા યોજના, નર્મદા યોજના અને ભાકરા નાંગલ, નવી જનરેશન, નહેરુ, નહેરુના પીઠ્ઠુઓ, પાયામાં તુ પુરાઈ જાજે, બકરીની તીન ટાંગ, બાબુભાઈ જશભાઈ પટેલ, ભાઈકાકા, ભાઈલાલભાઈ પટેલ, ભારતની અધોગતિના મૂળ, મહારાષ્ટ્ર, મુંબઈ રાજ્ય, મૂર્ધન્ય, મેરી બી ડીચ, મોરારજી દેસાઈ, મ્હૈસુર, રાજ્યોને ઝગડાવવા, લોકપ્રિયતા, વાર્ધાક્ય, સંસ્થા કોંગ્રેસ, સત્યાગ્રહ, સમાચાર પત્ર, સરદાર વલ્લભભાઇ પટેલ, સુરુચિ ભંગ, સૌરાષ્ટ્ર, સ્મૃતિદોષ, સ્વતંત્રતા, હિતેન્દ્ર દેસાઈ, હૈદરાબાદ, ૧૯૪૬, ૧૯૫૭, ૧૯૬૧, ૧૯૬૪, ૧૯૬૭, ૧૯૬૯, ૫૫ કરોડ on September 29, 2019| Leave a Comment »
મોદી-ફોબિયા પીડિત સમાચાર પત્રો મરણીયા બન્યા છે… ૨
Posted in માનવીય સમસ્યાઓ, Social Issues, tagged અર્થશાસ્ત્રી, અષ્ટમ્ પષ્ટમ્, અસંતોષી, આતૂર, આપણો એજન્ડા, આર્થિક કૃપા, આર્ષદૃષ્ટા, ઇન્દિરા ગાંધી, ઇમીગ્રેશન, કટારીયા, કટ્ટર મુસ્લિમ, કાજલબેન ઓઝા, કાન્તિભાઈ ભટ્ટ, કુલા ખંખેરીને ઉભા થઈ જવું, કોંગીનેતાઓ, ગાંઠતા નથી, ગુજરાતી મૂર્ધન્ય, ગુણવંતભાઈ શાહ, જયપ્રકાશ, જશવંત સિંઘ, ડી.બી.ભાઈ, તાર્કિક, દાઢી ચશ્મા, દુકાન ચાલશે, નવરાધૂપ, ન્યાયિક, પાષાણયુગ, પુનરાગંતુક, પૂર્વગ્રહ, ફારગતી, બાવી નાચી, બાવો નાચ્યો, બાહ્યગોળ દૃગ કાચ, બેફામ, ભયાવહ, મહાનુભાવ, મોદી વિરુદ્ધ, યશવંત સિંહા, રાક્ષસ, વિકલ્પ, વિનોદભટ્ટ, વિશ્લેષણ, વિષ્ણુભાઈ પંડ્યા, શરદ ઠાકર, શશી થરુર, સમાચાર પત્રોની ધૂન, સરકારી પૈસે ખેરાત, સેલીબ્રીટી, હડી કાઢતા આવશે on January 22, 2019| Leave a Comment »
મોદી-ફોબિયા પીડિત સમાચાર પત્રો મરણીયા બન્યા છે… ૨
સમાચાર પત્રોને પણ એક ધૂન પણ હોય છે કે ભલે અમે બેફામ અને પૂર્વગ્રહ સાથે લખીએ પણ અમે છીએ તો તટસ્થ જ. હા અમે કંઈ જેવા તેવા નથી.
ખોટું બોલવું એ કોંગીઓની આદત છે. ઇન્દિરાએ કોંગીના આ સંસ્કારને સંપૂર્ણ રીતે સાક્ષાત્કાર કરેલ. આના અનેક વિશ્વસનીય ઉદાહરણો છે. જો કોઈને શંકા હોય તો પૂછે.
હાલ આપણે વર્તમાન પત્રોના વલણ વિષે ચર્ચા કરીશું.
આપણા ડીબીભાઈએ શું કર્યું?
અગાઉના પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે ડી.બી.ભાઈને લાગ્યું કે આ આપણા ગુજરાતી મૂર્ધન્યો આપણા એજન્ડાને સંપૂર્ણ રીતે ગાંઠતા નથી. કેટલાકને તો આપણે ફારગતી આપી શકીએ. પણ કેટલાક તો મોટાનામવાળા છે. અને તેમને જો ફારગતી આપીશું તો આપણા વર્તમાનપત્રના ફેલાવા ઉપર અસર પડશે. જેમકે ગુણવંતભાઈ શાહ, વિનોદભટ્ટ, વિષ્ણુભાઈ પંડ્યા, કાજલબેન ઓઝા, શરદ ઠાકર, કંઇક અંશે કાન્તિભાઈ ભટ્ટ (જો કે આમાંના કેટલાક રાજકારણ ઉપર લખવું પસંદ કરતા નથી તે વાત જુદી છે. વિનોદભાઈએ ઈશ્વર ઈચ્છાએ જગા ખાલી કરી છે)
મોટો વાચકવર્ગ એવો હોય છે કે તેને ફક્ત આદતના જોરે સવારે છાપું વાચ્યા વગર ચાલતું નથી. સવારની ચા પીને વાંચે કે નાહી ધોઈને વાંચે, પણ તેને છાપું વાંચવા જોઇએ. સમાચાર જાણવા માટે વાંચે કે કટાર લેખકો શું વિચારે છે તે જાણવા માટે અને કે વાર્તા વાંચવા અને કે ધારાવાહિક વાર્તા વાંચવા માટે છાપું વાંચતા જ હોય છે.
સમાચાર માધ્યમ એમ વિચારે છે કે;
“છાપાં વાંચવાવાળો એક વર્ગ હોય છે અને તેને અવગણવો પાલવે નહીં. માટે આપણે તે વર્ગને બીજેપી/મોદી વિરુદ્ધ કેવી કરવા માટે ૠણાત્મક વાતાવરણ કેવી રીતે કરવું તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો આવું કરીશું, તો જ, આપણા અન્નદાતા એવા કોંગીજનો અને તેથી કરીને તેના સહયોગીઓ આપણા ઉપર આર્થિક કૃપા વરસાવશે. અને આપણી દુકાન ચાલશે.
“માટે કટારીયા લેખકો શોધો
ડીબીભાઈને લાગ્યું, કટારીયા લેખકો શોધવા પડશે;
“કે જેઓ જાણીતા પણ હોય અને વંચાતા પણ હોય. સ્થાનિક લેખકો તો છે. પણ તે બધા જ આપણા કહ્યામાં નથી. એટલે રાષ્ટ્રીય કક્ષાના લેખકોને/કટારીયાઓને શોધવા પડશે.
“જુઓ સદભાગ્યે આપણું છાપું તો અનેક ભાષામાં પગટ થાય છે. એટલે આપણી પાસે તો ક્ષેત્ર તો વિશાળ છે જ. આવા લેખકો હાથવગા પણ છે. તે ઉપરાંત લખી શકે એવા અસંતોષી પક્ષીય નેતાઓ પણ હશે. તો તેમ ને પકડો. નવરાધૂપ થયેલા અસંતોષીઓને પણ પકડો. લખવાને આતૂર નેતાઓને પકડો. જેમકે શશીથરુર, જશવંતસિંઘ, યશવંતસિંઘ, જેવા તો હડી કાઢતા આવશે.
“તો ચાલો આપણે એક મહાનુભાવ કે મૂર્ધન્ય કે કટારીયા (કટારીયાઓમાં કોઈ પણ છાપાંના તંત્રીમંડળના સદસ્યોનો પણ સમાવેશ થાય છે) કે નેતા કે વિશ્લેષકનું વિશ્લેષણ કરીએ.
“વિદ્વાન હોવું જરુરી નથી.
“વિષયની જાણકારી હોવી જરુરી નથી,
“અર્થશાસ્ત્રી હોવું જરુરી નથી,
“તટસ્થ હોવું જરુરી નથી,
“તાર્કિક હોવું જરુરી નથી,
“ન્યાયિક હોવું જરુરી નથી,
“આર્ષદૃષ્ટા હોવું જરુરી નથી,
“વિરોધાભાષી ન હોવું જરુરી નથી,
“આપણા કટારીયાએ જે કંઈ કહ્યું તે સત્ય હોવું જરુરી નથી,
“આપણો કટારીયો જે વિકલ્પને, પ્રચ્છાન્ન રીતે સૂચવે છે અને આપણે કટારીયાને પ્લેટફોર્મ આપીએ છીએ તે જ આમ તો પુરતું છે. કટારીયો જે વિકલ્પ આડકતરી રીતે સૂચવે તે વિકલ્પ કેટલો ભયાવહ છે તે વિષે આપણે ચિંતા કરવી જરુરી નથી,
“જે વિકલ્પ ભયાવહ છે તે ભયાવહ વિકલ્પના આપણે જવાબદાર નથી, આપણે તો બેજવાબદાર છીએ આપણે તો કુલા ખંખેરીને ઉભા થઈ જવાનું છે,
“આપણું ધ્યેય કોંગીનેતાઓની જેમ અક્ષય સંપત્તિ એકઠી કરવાનું છે અને આપાણે જાણીએ છીએ કે આપણા સહયોગી કટારીયાનુ ધ્યેય ખ્યાતિનું છે.
“આપણા કટારીયાભાઈ જાણીતા છે અને આપણા ‘વળ’ના છે? એટલે કે;
“આપણે જાણીતા નામ વાળાને લેવાના છે એટલું પુરતું છે.
“આપણા પસંદ થયેલા મહાનુભાવ પણ જાણે છે કે તેઓ ખુદ કેવીરીતે આગળ આવ્યા છે. એટલે તેઓ તો અષ્ટમ્ પષ્ટમ્ લખશે જ અને આપણા એજન્ડા પ્રમાણે બધું આગળ ચાલશે.
દાઢી અને ચશ્મા
આપણા પ્રીતીશભાઈ નાન્દી;
આપણે તેમની બલ્ગાનીન કટ, કે ફ્રેન્ચકટ દાઢીની વાત નહીં કરીએ. જુના જમાનામાં જ્યારે પાષાણયુગ ચાલતો હતો ત્યારે માણસ દાઢી રાખતો હતો અથવા તો તેની પાસે હાથવગું કોઇ અસ્ત્ર ન હતું. પણ જવા દો. એ પછી તો ઘણા ધરતીકંપો થઈ ગયા.
હવે ૨૧મી સદીમાં તો મુસ્લિમ સ્ત્રીની ઓળખ બુરખો થઈ ગઈ અને મુસ્લિમ પુરુષની ઓળખ દાઢી અનિવાર્ય થઈ છે. આતંકવાદીઓ તો કટ્ટરમુસ્લિમ એટલે તેઓ તો દાઢી રાખે જ રાખે જ. અમેરિકા ઉપર અને યુરોપ ઉપર થયેલા આતંકી હુમલાઓને કારણે ત્યાંના ઇમીગ્રેશનવાળા દાઢીવાળાને ચાર આંખે જોવા લાગ્યા. તો કેટલાક હોલીવુડી ફીલ્મી હિરો, મુસ્લિમોની વહારે આવ્યા, અને તેમણે દાઢી રાખવા માંડી. તો આપણા બોલીવુડી હિરો પણ “બાવો નાચ્યો એટલે બાવી નાચી” એવા હિસાબે દાઢી રાખવા માંડ્યા. તો પછી આવી મહાન સેલીબ્રીટીઓ દાઢી રાખે તો ભારતીય યુવકને ક્યાં પોતાની ઓળખની પડી છે? ભારતના ૧૦૦% યુવાનો પણ દાઢી રાખવા માંડ્યા છે. પોતાની ઓળખની તેમને પડી નથી. તેમને કોઈ “ગાડર”(ઘૅંટું), કહે તો વાંધો નથી. તેમણે તેમની ઓળખ ગુમાવી દીધી છે.આવું વાદીલાપણું ભારતીય યુવાનોમાં ક્યારેય ન હતું.
જો કે આપણા પ્રીતીશ નાંદીભાઈ હવે યુવાન નથી. અને તેમનો આ સ્થાનાંતરિત લેખ વાંચીને તો એમ લાગે છે કે તે બાલ્યાવસ્થા કે શિશુ અવસ્થામાં હશે.
શિર્ષ રેખા શી છે?
રાહુલના પુનરાગમન સાથે (આપણા પ્રીતીશ નાંદી ભાઈને) આશા દેખાય છે.
રાહુલ એટલે રાહુલ ગાંધી. એટલે કે રાહુલ સન ઓફ રાજિવ ઉર્ફે સન ઓફ ફિરોજ઼ ઘાંડી ઉર્ફે ગાંધી. આપણા એક વયોવૃદ્ધ અને પાકટ લેખકે લખેલ કે દરેક મહાપુરુષની ત્રીજી પેઢી મૂર્ખ પાકે છે. એ હિસાબે ફિરોજ઼ કે જે ઓગણીશો પચાસના દાયકામાં ભારતના એક ઉત્કૃષ્ટ પાર્લામેન્ટરીયન હતા અને તેઓશ્રીના પ્રયાસોથી મુંદ્રા પ્રકરણ બહાર આવેલ. તેમની ત્રીજી પેઢીએ છે રાહુલ ગાંધી. જો કે આપણી ગણવામાં ભૂલ થતી હોય તેમ લાગે છે. મૂર્ખતાની શરુઆત તો રાજિવ ગાંધી જ થઈ ગઈ હતી. આ હિસાબે ફિરોજ ગાંધીના પિતાજી તેમના જમાનાના વિશિષ્ઠ વ્યક્તિ હોવા જોઇએ. તો જ રાજિવ ગાંધી ત્રીજી પેઢીએ આવે.
“રાહુલ ગાંધીમાં આશા દેખનાર” એવા મૂર્ધન્યો જો ભારતમાં પાકતા હોય… તો ભારતનો વિનીપાત સુનિશ્ચિત છે.
જવા દો એ વાત. પણ આવી વ્યક્તિઓ ભારતમાં “મૂર્ધન્ય” તરીકે અસ્તિત્વ ધરાવતી હોય કે ઑળ્ખાતી હોય, અને તે મહાનુભાવ તરીકે ઓળખાતી હોય તો ભારતે ભવિષ્ય માટે નાહી નાખવું જોઇએ. જો આમ ન હોય તો પ્રીતીશભાઈને તેમનું કદ જણાવી દેવું જોઇએ.
હા જી. કેટલીક વ્યક્તિઓ જો સતત બાહ્યગોળ દૃગકાચ (કોન્વેક્સ લેન્સ) પાછળ જ રહેતી હોય તો તેવી વ્યક્તિઓ મોટી જ દેખાય છે.
જયપ્રકાશ નારાયણે ૧૯૭૪થી ઇન્દિરા સરકાર સામે આંદોલન છેડ્યું હતું. જયપ્રકાશ નારાયણ રુપી બાહ્યગોળ દૃગકાચ હેઠળ ઘણી વામણી વ્યક્તિઓ જેવીકે લાલુ યાદવ, મુલાયમ યાદવ, મમતા બેનર્જી (એ જમાનામાં આ મમતા બેનર્જી, જયપ્રકાશનારાયણની જીપના અગ્રભાગ ઉપર અશાસ્ત્રીય નૃત્ય કરનારાં હતાં), જેવાં અનેક અને હાલના ચર્ચનશીલ મૂર્ધન્ય પોત પોતાના ક્ષેત્રમાં મોટા દેખાયા.
નાટકીય રીતે આગળ આવી જવું એ રાજકારણની તાસીર છે. નહેરુએ પણ આવાં નાટકો કરેલ. પણ નહેરુ ની વાત અલગ છે.
રાહુલ ગાંધી, ઈન્ડિયન નહેરુવીયન કોંગ્રેસ (આઈ.એન.સી.) પક્ષના શિર્ષ હોદ્દેદારના બાહ્યગોળદૃગકાચ માંથી જ જોઇ શકાય. એ સિવાય તેઓશ્રી દૃષ્ટિગોચર થઈ શકે તેમ નથી.
“લઘુતા ગુરુતા પુરુષકી આશ્રયવશ તે હોય, વૃંદમેં કરિ વિંધ્ય શો, દર્પનમેં લઘુ હોય”
કોઈ વ્યક્તિ મોટો છે કે નાનો, તે તેના આશ્રયસ્થાનને આધારિત છે. હાથી ટોળામાં વિંધ્યપર્વત સમાન લાગે પણ (નાના) દર્પણમાં તે નાનો લાગે છે.
પ્રીતીશભાઈ, આ રા.ગા. ભાઈને “પુનરાગમિત કે પુનરાગંતુક” તરીકે કેમ ઉલ્લેખે છે તે સમજાતું નથી. આની પાછળ પ્રીતીશભાઈના કે રા.ગા. ભાઈના માનસિક કારણો જવાબદાર હોય તેમ લાગે છે.
એક રાક્ષસ હતો. તે પોતાના દુશ્મન સાથે લડે અને થાકી જાય એટલે ભાગી જાય અને પછી અમુક વનસ્પતિ સુંઘી આવે અને તાજો માજો થઈ વળી પાછો દેકારા પડકારા કરતો આવે. ફરી પાછો થાકી જાય અને ફરી પાછો અમુક વનસ્પતિ સુંઘી આવે અને તાજો માજો થઈ, વળી પાછો દેકારા પડકારા કરતો લડવા આવે.
આપણા રા.ગા. ભાઈ વિષે પણ આવું જ છે. “કોંગી-પક્ષીય બાહ્યગોળ દૃગકાચ” પહેલાં મહામંત્રીનો હતો, પછી પક્ષીય ઉપપ્રમુખનો હતો એમ એમના બાહ્ય ગોળ દૃગકાચો બદલાતા રહેતા. અને દર વખતે તેમને મોટા ને મોટા “ભા” તરીકે દર્શાવાતા.
ઇન્દિરા ગાંધીએ ચાલુ કરેલ ચીલા પ્રમાણે હર હમેશ કોઈને કોઈ રાજ્યમાં વિધાન સભાની ચૂંટણીના નગારા વાગતાં જ હોય એટલે રા.ગા. ભાઈને માટે, યુદ્ધ તો, તૈયાર જ હોય. જેવું યુદ્ધ પુરું થાય કે બાહ્ય ગોળ દૃગકાચ હટી જાય અને રા.ગા.ભાઈ અદૃશ્ય થઈ જાય. અને કશુંક સુંઘવા જતા રહે. શું સુંઘવા જતા રહેતા હતા તે સંશોધનનો વિષય છે. સુબ્રહ્મનીયન સ્વામીને પૂછો.
આવા પુનરાગંતુક રા.ગા.ભાઈ માટે આપણા પ્રીતીશભાઈએ “પુનરાગમન” શબ્દ પ્રયોજ્યો હશે. બાઈબલ વર્ણિત “પ્રોડિગલ સન” ના “પુનરાગમન” સાથે આનો સંદર્ભ કેટલો છે તે આપણે જાણતા નથી.
આશ્ચર્ય આ પુનરાગમન વિષે નથી. પણ આપણા આ સ્થાનાંતરિત લેખના લેખક પ્રીતીશભાઈને આ “પુનરાગમન” માં આશા શામાટે દેખાઈ?
શું તેઓ નિરાશ હતા?
શું તેઓ રા.ગા. ના ભવિષ્ય વિષે નિરાશ હતા? તો તેમાં તેમના કેટલા?
શું તેઓ દેશના ભવિષ્ય માટે નિરાશ હતા? જો આમ હોય તો તેઓ એવો સંદેશો આપવા માગે છે કે મોદીના હાથમાં ભારતનું ભાવી નિરાશાત્મક છે.
હા જી. આવો પ્રચ્છન્ન નહીં પણ અપ્રચ્છાન્ન ચેતવણી જ તેઓ આપવા માગે છે.
“સુંઠને ગાંગડે ગાંધી” થનારાની માનસિકતા આવી જ હોય છે.
હા જી, બાહ્યગોળ દૃગકાચ રુપી આંદોલન થકી નીપજેલ નેતાઓ આંદોલન થકી પ્રસિદ્ધિ પામે છે, અને આ નીપજ, પછી એ બ્રહ્મકુમાર ભટ્ટ હોય, અશોક પંજાબી હોય, માંકડ હોય, જાની, પ્રકાશ હોય, લાલુ હોય, મુલાયમ હોય, શરદ યાદવ હોય, શરદ પવાર હોય, કેજ્રીવાલ હોય કે હાલની ઉપજ આર્દિક પટલ … અંતે તો આવા નેતાઓ કોંગી પેણે જ શોભે છે અને કોંગીમાં જ શોભી શકે.
પ્રીતીશભાઈ એ ધારી જ લીધું છે કે “જનતા”નો નરેન્દ્ર મોદી તરફનો જનતાનો ઉત્સાહ સ્પષ્ટ રીતે ગાયબ છે. પ્રીતીશભાઈ આવી અનેક નકારાત્મક ધારણાઓને અને આધાર હીન પ્રતિભાવોને જનતાના પ્રતિભાવરુપી વાઘા પહેરાવી પ્રસ્તૂત કર્યા કરે છે.
મોદીની ખુલ્લી કિતાબ
મોદીની કિતાબ એ એક ખુલ્લી કિતાબ છે. કશું જ ખાનગી નથી. જે કામો દાયકાઓ સુધી કોંગ્રેસે લબડાવ્યાં હતાં … ભૂલાવ્યાં હતાં … તે નરેન્દ્ર મોદીએ ઝડપથી આગળ ધપાવ્યાં છે અને મોટા ભાગનાં પૂરાં કર્યાં છે. નરેન્દ્ર મોદીએ પોતે શરુ કરેલાં કામો પણ લબડાવ્યાં વગર ઝડપથી આગળ ધપાવ્યાં છે અને પૂરાં કર્યા છે. કારણ કે મોદીને “માલી પા” લેવડ દેવડના કામો કરવાના નથી.
કામોનો હિસાબ કિતાબ નરેન્દ્ર મોદી પોતે પણ આપે છે અને ઓન લાઈન ઉપર ઉપલબ્ધ છે. જેને જોવું નથી તેને કોઈ બતાવી ન શકે તે વાત જુદી છે.
રા.ગા. ભાઈની ઉપર કેવા અત્યાચારો થયા તેની આ કટારીયા ભાઈએ ઈમોશન શબ્દોમાં વાતો કરી છે. દેખીતી રીતે જ તેમાં તેઓ સહભાગી ન હતા તેવો આડકતરો ઈશારો પણ કર્યો છે.
ચૂંટણીઓમાં હાર અને જીત થતી રહે છે. ચૂંટણીની હાર અને જીત ના કારણો દરેક બેઠક માટે અલગ અલગ હોય છે. સમગ્ર ચૂંટણીના પરિણામો માટે સજ્જડ પ્રભાવશાળી કારણ જવલ્લે જ હોય છે. ક્યારેક જાતિવાદ અને “વ્યાપક સરકારી પૈસે ખેરાત” ભાગ ભજવે છે. સમાચાર પત્રોએ ઉત્પન્ન કરેલ નકારાત્મક વાતાવરણ પણ થોડોઘણો ભાગ ભજવે છે. વાસ્તવમાં જોઇએ તો રાજસ્થાન અને મધ્યપ્રદેશના ચૂંટણી પરિણામોમાં સ્થાનિક પરિબળોએ પોતાનો ભાગ ભજવ્યો છે. આ પરિણામો દ્વારા જનતાનો સ્પષ્ટ પ્રતિભાવ શો છે તે જાણવું અશક્ય છે. વર્તમાન પત્રોના ઋણાત્મક વાતાવરણે કેટલાક મતદાતાઓને “નોટા” બટન દબાવવા પ્રેર્યા છે. કોંગીની આ જીત કોઈ અસાધારણ જીત નથી.
પણ જીત એટલે જીત. જો જીતા વહ સિકંદર. એવું ખપાવવામાં કેટલાક મચી પડ્યા છે. બીજેપી આગામી ચૂંટણીના પરિણામોને આસાનીથી બદલી શકે છે. યાદ કરો. ૧૯૫૮માં નહેરુએ કેરાલાની નામ્બુદ્રીપાદની સરકારને પદભ્રષ્ટ કરેલી. પણ તે પછીની ચૂંટણીમાં સામ્યવાદી પક્ષને વધુ મત મળેલ. પણ જીત તેની થઈ ન હતી. કોંગ્રેસે કોમવાદી મુસ્લિમ લીગસાથે સમજુતી કરી હતી અને સામ્યવાદીઓને લડત આપેલી હતી. કોંગીએ કોમવાદના નામે જીત મેળવી હતી. આવી જીત ઉપર તમે આશાના મહેલો અને મિનારાઓ ન ચણી શકો.
આપણા જે.એન.યુ.માં થયેલા ભાગલાવાદી અને દેશ દ્રોહી નારાઓને આ કટારીયાભાઈ બિરદાવે છે. “ભારત તેરે ટૂકડે હોંગે … કિતને અફજ઼લ મારોગે …? … ઘર ઘરસે અફજ઼લ નિકલેગા … છીનકે લેંગે આઝાદી … ગોલીસે લેંગે આઝાદી … પાકિસ્તાન જીંદાબાદ …” આ બધા નારાઓ વિષે કટારીયા ભાઈને કશો વાંધો નથી. પણ આ કટારીયા ભાઈને આવા દેશદ્રોહી તત્વો ઉપર ન્યાયાલય દ્વારા કામ ચલાવવામાં આવે તેનો વાંધો છે. વાહ … પ્રીતીશભાઈ તમારી પ્રીતિ.
ઓળઘોળ કરીને આ કટારીયા ભાઈ એમ ઠસાવવા માગે છે કે “હમ્ટી ડમ્ટી”ના શબ્દકોષ હેઠળ અમે કરેલા શબ્દોની અમે કરેલી પરિભાષાઓ સત્ય છે.
નરેન્દ્ર મોદી દ્વારા “જરુર કરતાં વધુ ટેક્ષ”, લાખોની સંખ્યામાં બેરોજગારોને અર્બન નક્ષલવાદી ગણાવવા”, “જીએસટી ને પેનીસીલીન ની શોધ સાથે ગણાવવી”, “વિરોધીઓ સામે સેના તૈયાર કરવી”, “નોટ બંધીને સિદ્ધિ ગણાવવી” … આવી ઘણી મનગઢંત વાતો આપણા આ કટારીયા ભાઈએ “બ્રહ્મ સત્ય પેરે” ધારી લીધી છે. અને વળી પાછા કહે છે કે આવા મોદી સામે રાહુલે બીડું ઝડપ્યું છે. (ધન્ય છે ધન્ય… ધૃવની “ટેક”ને)
આપણે જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધમાં દુર્યોધનને પડખે દ્રોણાચાર્ય, ભીષ્મ, કર્ણ, બલરામ અને કૃષ્ણની સેના હતી. એ યુદ્ધના પાત્રોનું ચરિત્ર ચિત્રણ અને કથા જીતેલાઓએ લખેલી. આપણને ખબર નથી કે દુર્યોધન કેટલો ખરાબ હતો. ભરી સભામાં દ્રૌપદીના ચીરહરણની એક માત્ર કથા આપણને દુર્યોધનને નિમ્નસ્તરે મુકવા પ્રેરે છે. પણ આ કથામાં સત્ય કેટલું તેની ઉપર મોટું પ્રશ્નચિન્હ મુકી શકાય તેમ છે. કારણકે આ કથામાં આવે છે કે દ્રૌપદીએ શ્રી કૃષ્ણને યાદ કર્યા ને તે તેની વહારે ચમત્કારિક રીતે આવ્યા અને ચમત્કાર કર્યો. દ્રૌપદીના શરીર પરથી દુઃશાસને એક સાડી ઉતારી તો તેની નીચે બીજી સાડી નિકળી. આમ ૧૦૧ સાડીઓ સુધી આ કાર્યક્રમ ચાલ્યો. અને ૧૦૦ સાડી ઉતારતાં ઉતારતાં યોદ્ધો દુઃશાસન પરસેવે રેબઝેબ થઈ ગયો અને થાકી ગયો. વાર્તા પુરી. આપણે સૌ જાણીએ છીએ કે ચમત્કાર થતા નથી. ભગવાન પણ ચમત્કાર ન કરી શકે. ભગવાન સહિત સૌએ ભૌતિકશાસ્ત્રના નિયમો પાળવા જ પડે. પણ ઐતિહાસિક કથાને રસપ્રદ કરવા આવા પ્રકારના વર્ણનોના પ્રક્ષેપ આપણા સાહિત્યોમાં જાણી જોઇને કરવામાં આવ્યા છે. પ્રતિકાત્મક રીતે આપણે મહાભારતના આવા પ્રક્ષેપોને નિભાવ્યા છે.
પણ અત્યારે ભારતમાં કોંગીને અને તેના સાંસ્કૃતિક સાથીઓને જો કૌરવો સાથે સરખાવીશું તો તે આતતાયીઓના પ્રતિક સ્વરુપ કૌરવોનું પણ અપમાન થશે. કોંગી અને તેના જેવી પ્રકૃતિવાળી ગેંગો તો આવા પ્રતિકાત્મક કૌરવોથી પણ બદતર છે. આ ગેંગો તો અલીબાબાની સામે પડેલા ચાળીશ ચોર કે એથી પણ ચાર ચાસણી વધુ ચડે તેવી છે. આવા ચોરોના સહયોગીઓ અને સમર્થકો કેવા છે? તેઓ એવા નેતાઓના સંતાનો છે કે જેઓ ગાંધીજીની અંગ્રેજો સામેની સ્વરાજ્યની લડતમાં સામેલ હતા. તેઓએ પોતાના પૂર્વજોના ઉજળા નામને કલંકિત કર્યું છે.
ઈન્દિરાએ જ્યારે પોતાની સ્વકેન્દ્રી સત્તાલાલસાને કારણે બંધારણના લીરે લીરા ઉડાવેલા ત્યારે જયપ્રકાશ નારાયણ અને મોરારજી દેસાઈને આ નેતાઓએ સંપૂર્ણ સાથ આપેલો. અને અત્યારે ખુલ્લેઆમ દેશના વિઘાતક બળોની તરફદારી કરી રહ્યા છે.
જેએનયુના વિદ્યાર્થીઓ લો કે દિલ્લી યુનીવર્સીટીના વિદ્યાર્થીઓ લો. દેશવિરોધી નારાઓનો અને તે નારાઓ લગાવનારાઓનો બચાવ ન જ કરી શકાય. પણ આ જ લોકો તેનો મનગઢંત દલીલો જેવી કે “ગડબડ, આક્રોષ, ભાંજગડ, યુવાનોને દબાવવા, વાણીસ્વાતંત્ર્ય, ફર્જી વીડીયો, માસુમ, જેવા શબ્દ પ્રયોગો દ્વારા તેમનો બચાવ કરતા રહીને આમ જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સ્વાર્થ અને ખ્યાતિ મેળવવાની કોઈ સીમા તો હોવી જ જોઇએ. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે એટલી નફરત તો ન હોવી જોઇએ કે તમે ભારત દેશને વિનીપાતમાં ધકેલી દો તેનું તમને ભાન પણ ન રહે.
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ
મોદી હારી જાય તો મોદીને શું નુકશાન છે? તેને આપણે હરાવ્યો અને તેથી તે હાર્યો. અથવા તો આપણે નિસ્ક્રીય રહ્યા અને તે હાર્યો. તે એક બોક્સ લઈને આવ્યો હતો. તે એક બોક્સ લઈને પાછો જશે.
નુકશાન તો આપણને છે અને દેશના માણસોએ જીવવાનું છે.
મોદી જશે એટલે કોંગીઓ અને તેના સાથીઓ ફરીથી લૂંટ ચાલુ કરી દેશે. દેશને ૧૦૦ વર્ષ સુધી બીજા મોદીની રાહ જોવી પડશે. આપણે માટે તો તે ઘણું મોડું થઈ ગયું હશે. પણ આપણા સંતાનો આપણી પેઢીને કોસશે.
એક કોગી પ્રેરિત રાષ્ટ્રપ્રમુખ જ્યારે રાષ્ટ્રપ્રમુખના પદથી મૂક્ત થયા (પ્રતિભા પાટીલ) ત્યારે તે ૧૪ ટ્ર્ક ભરીને ઘરવખરી લઈ ગયા હતા. આપણા અખિલેશ યાદવ તો ફર્નીચર, પડદા અને બાથરુમ ફીટીંગ ઉખાડીને સાથે લઈ ગયેલા.
આ બધા વંશવાદી ફરજંદો છે અને જનતાની સંપત્તિને પોતાની સંપત્તિ જ સમજ્યા હતા અને સમજે છે. તે સૌએ પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને માલામાલ કરેલા.
જ્યારે આપણા મોદીજી કેવા છે?
તમે સમજો. તમને મોદી જેવા પ્રધાનમંત્રી ભવિષ્યમાં ક્યારેય મળશે નહીં. તેમણે તેમના કોઈ સગાંને પોતાની પાસે ફરકવા પણ દીધા નથી.
“દંભી પક્ષના નેતાઓને હરાવો” રાષ્ટ્રવાદીઓના નવા વર્ષના સંકલ્પો
Posted in માનવીય સમસ્યાઓ, Social Issues, tagged અંગ્રેજો, અસહિષ્ણુતા, ઇન્દિરા ગાંધી, ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષ આઇ.એન.સી., કોંગ્રેસ પક્ષે આચરેલા કત્લેઆમ, ગાંધી-ફોબિયા, ચૂંગાલ, તપાસ પંચ, દંભી, દુનિયાના ઇતિહાસ જોટો નથી, ધર્મ નિરપેક્ષતા, નહેરુ, ન્યાયાધીશને પાણીચૂ, પોતાના જ દેશમાં પોતાના જ રાજ્યમાં, પ્રદેશવાદ, ફરજંદ, બાપા દાદા પરદાદા, બિમારુ, ભગવા કરણ, ભયસ્થાન, મનગઢંત, માન્યતાઓના ગુલામ, મુસ્લિમ ફોબિયા, મુસ્લિમો દ્વારા આતંકિત હિન્દુઓના માનવ હક્ક, મુસ્લિમો દ્વારા દુષ્કર્મ, મૌલિક અને નૈતિક હક્ક, રબરના માપદંડ, રામ તારી માયા, લાજવાને બદલે ગાજે, લિપિ એક ફૉન્ટ અલગ, વંશવાદી, વાણિયાઓના પ્રતિસ્પર્ધી, વિજયની આગાહીઓ, વિશિષ્ઠ દરજ્જો, શપથ ભંગ, સ્થાનિક મુસ્લિમો, હજારોની સંખ્યામાં, હિન્દુ પાકિસ્તાન, હિન્દુ મુસ્લિમ સમસ્યા, હિન્દુઓની હિજરત, હૈયા ફૂટ્યા, ૩૦૦૦+ કાશ્મિરી હિન્દુઓની કતલ on November 10, 2018| Leave a Comment »
“દંભી પક્ષના નેતાઓને હરાવો” રાષ્ટ્રવાદીઓના નવા વર્ષના સંકલ્પો
(૧) પહેલાં એ સમજી લો કે ઈન્દિરા નહેરૂવીયન કોંગ્રેસ (આઈ.એન.સી.) ના પ્રવર્તમાન એક પણ નેતાઓએ, તેમના બાપાઓએ, દાદાઓએ કે પરદાદાઓએ સ્વાતંત્ર્યની લડાઈમાં કશું ખાસ જ યોગદાન આપેલું નથી. જે પણ કોઈ ગણ્યા ગાંઠ્યા નેતાઓએ થોડો ઘણો ભાગ ભજવેલ તેઓએ તેનું વ્યાજ સાથે જ નહીં પણ યોગદાન કરતાં હજાર ગણું કે લાખ ગણું વટાવી લીધું છે.
એવા જૂજ લોકો બચ્યા છે કે જેમણે સ્વાતંત્ર્યની લડત જોઇ હોય કે તેને વિષે સાચી માહિતિ હોય. હાલની જે કંઈ સમસ્યાઓ છે તેમાંની કેટલીક અંગ્રેજી શાસકોએ ઉત્પન્ન કરી છે અને બાકીની નહેરુ અને તેના ફરજંદોએ ઉત્પન્ન કરી છે અને બધી જ સમસ્યાઓને વિકસાવી છે.
(૧.૦૧) હિન્દુ મુસ્લિમ સમસ્યાઃ
અંગ્રેજોએ ઉભી કરી હતી. નહેરુએ તેને જીવતી રાખી હતી. ઈન્દિરા ગાંધીએ તેને વિકસાવી હતી અને તેના ફરજંદોએ તેને બહેકાવી છે. અને આ બધું તેઓ ધર્મનિરપેક્ષતા, ભગવા કરણ, હિન્દુ આતંકવાદ, હિન્દુ પાકિસ્તાન, અસહિષ્ણુતા અને અસામાજીક તત્વોના ટોળાદ્વારા થતી હિંસાને હિન્દુઓ ઉપર ઢોળીને, હિન્દુઓમાં આવી હિંસા વ્યાપક છે તેવો પ્રચાર કરે છે. વાસ્તવમાં આ વહીવટી સમસ્યા છે જે સામાન્ય રીતે ઈન્દિરા નહેરુવીયન કોંગ્રેસ (આઇ.એન.સી.) શાસિત રાજ્યોમાં બનેલી છે.
ભારતમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા પચાસના દશકામાં મૃતપ્રાય અવસ્થામાં હતી. પણ પાકિસ્તાનના સરમુખત્યારી શાસકોએ લંબાવેલા દોસ્તીના હાથને નહેરુએ તરછોડીને પાકિસ્તનની અંદર હિન્દુઓ માટે સમસ્યાઓ ઉભી કરેલ અને પાકિસ્તાનમાંથી ફરી એક વખત હિન્દુઓની હિજરત ચાલુ થયેલ. તે પછી ઇન્દિરા ગાંધીએ ભારતમાં ૧૯૬૯માં અમદાવાદમાં ૧૯૬૯માં હિન્દુ-મુસ્લિમ હુલ્લડ કરાવીને ભારતમાં હિન્દુ મુસ્લિમ અલગ છે તેવી ભાવના ઉભી કરેલ.
ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસના શાસન દરમ્યાન જે બે કરોડ બાંગ્લાદેશી હિન્દી ભાષી બિહારી મુસ્લિમ ઘુસણખોરોને ઘુસવા દેવામાં આવ્યા છે. હવે તેઓને નાગરિકતા આપવા માટે, આ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષ અને તેણે ઉત્પન્ન કરેલા પક્ષો ચળવળ ચલાવે છે. તે ઉપરાંત રોહિંગ્યા ઘુસણખોરો જેમાં મુસ્લિમ આતંકવાદીઓ પણ સામેલ છે તેમને માનવતાવાદના નામે આશરો આપવો તેવી પણ ચળવળ ચલાવે છે. આજ મુસ્લિમોએ રોહિંગ્યાઓને કાશ્મિરમાં વસાવ્યા. કારણ ફક્ત એટલું કે તેઓ પણ મુસ્લિમ છે.
અને તમે જુઓ પોતાના જ દેશમાં પોતાના જ રાજ્યમાં (કાશ્મિરમાં) અને પોતાના જ ઘરમાંથી હિન્દુઓને, મુસ્લિમ આતંકવાદીઓ, સ્થાનિક મુસ્લિમો, નેતાઓ, સ્થાનિક અને કેન્દ્રસ્થ સરકારના સહયોગ દ્વારા ભગાડ્યા અને નિર્વાસિત બનાવ્યા. તેમને પુનર્સ્થાપિત કરવામાં અખાડા કરવા એ આ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષનું એવું લક્ષણ છે. દુનિયાના ઇતિહાસમાં આનો જોટો નથી. એટલું જ નહીં પણ ૩૦૦૦+ કાશ્મિરી હિન્દુઓની કતલ અને હજારોની સંખ્યામાં હિન્દુ સ્ત્રીઓની ઉપર મુસ્લિમો દ્વારા દુષ્કર્મો કરવા દેવા તે પણ તમને ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષ અને તેના સાંસ્કૃતિક સહયોગી પક્ષના શાસન સિવાય, ક્યાંય દુનિયામાં જોવા મળશે નહીં. અને તમે જુઓ, મુસ્લિમો દ્વારા થયેલા આવા અત્યાચારો થયા છતાં ન ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ (આઇ.એન.સી.) પક્ષ અને તેના સહયોગી પક્ષો જેવા કે નેશનલ કોન્ફરન્સની સરકાર દ્વારા એક પણ નેતાની ઉપર કે વ્યક્તિ ઉપર આરોપનામું થયું નથી, એક પણ ધરપકડ થઈ નથી, એક પણ નેતાને જવાબદાર ઠેરવ્યો નથી અને એક પણ તપાસપંચ રચાયું નથી.
ઉચ્ચન્યાયાલયની બેહુદી દલીલઃ
સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે બીજેપીએ આ બાબતમાં ઉચ્ચ ન્યાયાલયમાં ફરિયાદ કરી તો ઉચ્ચ ન્યાયાલયે એમ કહીને ફરિયાદ કાઢી નાખી કે “બહુ મોડું થયું છે અને પૂરાવાઓ મળશે નહીં”. જો કે ૧૯૮૪ના ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે આચરેલા કત્લેઆમને વિષે તપાસ પંચ ની વાત જુદી છે કારણ કે શિખ નેતાઓ તો “હૈયા ફૂટ્યા” છે અને તેમને ખરીદી શકાય છે.
વાસ્તવમાં જોઇએ તો આ એક ગેરબંધારણીય વાત છે કે ઉચ્ચન્યાયાલય પોતાની ધારણાના આધારે, ફરિયાદને અવગણે છે. વાસ્તવમાં ઉચ્ચ ન્યાયાલયે જ આદેશ આપવો જોઇએ કે ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસના, નેશનલ કોંસ્ફરન્સના જવાબદાર નેતાઓને સીધા જેલમાં જ પૂરો અને આ બંને પક્ષોની માન્યતા રદ કરો.
આવું ન કરવા બદલ ન્યાયાધીશને પાણીચૂ આપવું જોઇએ.
તમે જુઓ, બીજેપીના અમિત શાહને એક સિદ્ધ અતંકવાદી અને સિદ્ધ ગુંડાના ખૂન કેસમાં સંડોવ્યા હતા. ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ, આ સિદ્ધ આતંકવાદી અને સિદ્ધ ગુંડાના માનવતાવાદની વાતો કરે છે અને તપાસપંચ નિમાવી ન્યાયાલયમાં કેસ ચલાવે છે. ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષના આ સંસ્કાર છે.
અને આવા વલણની ઉપર તાલીઓ પાડનારા મૂર્ધન્યો, કટારીયાઓ (વર્તમાન પત્રોમાં કોલમો લખનારા) અને ટીવી એન્કરો પણ છે.
તમે જુઓ છો કે મુસ્લિમો દ્વારા આતંકિત હિન્દુઓના માનવ હક્ક ની વાત કરવાથી તમને આ લોકો કોમવાદીમાં ખપાવે છે. કારણ કે હિન્દુઓ તો બહુમતિમાં છે ભલે તેઓ અમુક રાજ્યમાં અને અમુક વિસ્તારોમાં અને અમુક ગામોમાં લઘુમતિમાં હોય અને તેમના ઉપર અત્યાચારો થતા હોય અને તેમને ભગાડી મુકવામાં આવતા હોય.
આવું વલણ રાખનારા નેતાઓ જ મુસ્લિમોના કોમવાદને ઉશ્કેરે છે. આની નેતાગીરી ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસે લીધી છે.
દુઃખની વાત એ છે કે પ્રગતિશીલ મુસ્લિમ વ્યક્તિઓ નિસ્ક્રિય રહે છે.
જેઓનો દંભ અને કાર્યસૂચિ આટલી હદ સુધી વિકસિત હોય તેમની ઉપર જનતાએ વિશ્વાસ કરવો જ ન જોઇએ. રાષ્ટ્રવાદીઓનું કર્તવ્ય છે કે તેઓ આ પડકારને ઝીલી લે અને આવી વ્યક્તિઓને ઉઘાડી પાડે.
(૧.૦૨) આરક્ષણવાદ જન્મને આધારેઃ
જો કે મહાત્મા ગાંધીએ કોઈપણ જાતના આરક્ષણની મનાઈ કરેલ અને તેને માટે તેઓ ઉપવાસ ઉપર પણ ઉતરેલ. નહેરુએ જોયું કે જો આમ્બેડકરના અછૂતોમાટેના આરક્ષણને સ્વિકારી લઈશું તો ભવિષ્યમાં આનો લાભ મળી શકે તેમ છે. જો કે આમ્બેડકરે આ આરક્ષણ ફક્ત દશવર્ષ માટે જ માગેલું હતું અને તે પ્રમાણે બંધારણમાં જોગવાઈ કરેલ હતી. કારણ કે જનતંત્રમાં જે પક્ષની સરકાર દશ વર્ષ રાજ કરે તેણે આવી જાતીય અસમાનતાઓ દશ વર્ષમાં તો દૂર કરી દેવી જ જોઇએ. અને જો તે દૂર નકરી શકે તેની માન્યતા રદ કરવી જોઇએ. એમ પણ કહી શકાય કે તેવા પક્ષનો અસ્તિત્વમાં રહેવાનો મૌલિક અને નૈતિક હક્ક બનતો નથી.
હવે તમે જુઓ, આવા આરક્ષણના હક્કને નહેરુએ અને તેના ફરજંદોએ એવો ફટવ્યો કે ક્ષત્રીયો કે જેઓએ દેશ ઉપર હજારો વર્ષ શાસન કર્યું, અને પાટીદારો, કે જેઓ, વેપાર ધંધામાં ઝંપલાવી વાણિયાઓના પ્રતિસ્પર્ધી બન્યા છે, તેઓમાંના કેટલાક, જાતિને નામે પણ આરક્ષણ માગતા થયા છે અને આંદોલન કરતા થયા છે. અને તે પણ ક્યારે કે જ્યારે ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષના નેતાઓએ ૬૫વર્ષ દેશ ઉપર શાસન કર્યું. અને પછી તેઓ હાર્યા. એટલે આવા હારેલા પક્ષના નેતાઓએ જાતિગત ભેદભાવના આંદોલનોને પેટ્રોલ અને હવા આપવા માંડ્યા, તે એટલી હદ સુધી કે તેઓ રાષ્ટ્રની સંપત્તિને બાળવા માંડ્યા. કારણકે તેઓ ઇચ્છતા નથી કે દેશમાં સામાજિક પરિવર્તન આવે. એચ. પાટીદાર, મેવાણી, ઠાકોર …. આ બધા દેડકાઓ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષની પેદાશ છે.
(૧.૦૩) જાતિવાદ (જ્ઞાતિવાદ);
જેમ મુસ્લિમો વધુને વધુ રેડીકલ થતા જાય છે તેમ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષના નેતાઓ જ્યારથી ચૂંટણીઓ થઈ ત્યારથી જાતિના આધારે ઉમેદવારો પસંદ કરતા થયા છે અને તેઓ તેને ઉત્તેજન પણ આપે છે. સમાચાર માધ્યમના મૂર્ધન્યો પણ જાતિવાદના ભયસ્થાનો સમજાવવાને બદલે અને ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસના વલણને વખોડવાને બદલે જાતિવાદના આંકડાઓનું વિશ્લેષણ કરીને જે તે ઉમેદવારના વિજય ની આગાહીઓ કરે છે. વાસ્તવમાં સમાચાર માધ્યમોએ તો જનહિત અને દેશહિતને ખાતર આવા વિશ્લેષણોથી દૂર રહેવું જોઇએ. આવા વિશ્લેષણો પ્રકાશમાં આવવાથી જાતિવાદને પ્રોત્સાહન મળે છે અને જો વિજયના પરિણામો તે પ્રમાણે આવ્યા હોય તો જાતિવાદ રાજકીય હેતુ માટેનું એક મોટું પરિબળ બન્યું છે.
(૧.૦૪) પ્રદેશવાદઃ
ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે ભારત ઉપર ૬૫ વર્ષ રાજ કર્યું હોવા છતાં મોટાભાગના રાજ્યો બિમારુ રાજ્ય રહી ગયા છે. આમાં પશ્ચિમના રાજ્યોને બાદ કરતાં બધાં જ રાજ્યો આવે છે. નહેરુવીયન કોંગ્રેસે પોતાની રાજકીય ચાલને અનુરુપ બિમારુ રાજ્યને “વિશિષ્ઠ દરજ્જો” આપવાની જોગવાઈ કરી છે. આને માટે મનગઢંત અને રબરના માપદંડો બનાવ્યા છે. અને જે રાજ્યને વ્હાલું કરવું હોય તેને આ વંશવાદી કોંગ્રેસ, વિશિષ્ઠ દરજ્જો આપવાની વાતો કરે છે. જો આ વંશવાદી કોંગ્રેસ પક્ષ તે રાજ્યમાં હારી જાય તો “રામ તારી માયા” કરીને વાત વિસ્મૃતિમાં નાખી દે. જો તે રાજ્યમાં તે જીતી જાય તો કહે કે કાર્યવાહી ચાલુ કરી છે.
વાસ્તવમાં તો જે રાજ્ય પોતાને બુમારુ રાજ્ય ગણાવવા માગતું હોય તેણે લાજવું જોઇએ કે જેણે એવા પક્ષને ચૂંટ્યો કે તેણે ૬૫ વર્ષો સુધી રાજ કર્યું તો પણ તે રાજ્ય બિમાર જ રહ્યું. આવા રાજ્યના નેતાઓ લાજવાને બદલે ગાજે છે. જનતાને સ્વકેન્દ્રી અને અભણ રાખી છે. તેથી તે આવા મુદ્દાઓ ઉપર વિભાજિત થાય છે.
આવા વિભાજનથી સાવધાન રહેવાનો સંકલ્પ કરો.
(૧.૦૫) ભાષાવાદઃ
મૂળ કોંગ્રેસ કે જેણે ભારતની સ્વાતંત્ર્યની લડતમાં પોતાનું મહત્તમ યોગદાન આપેલ તેની નીતિ એવી હતી કે આમ જનતા અને સરકાર વચ્ચે સુચારુ સંવાદ થાય એટલે ભાષાવાર રાજ્ય રચના કરવી. પણ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે એટલે કે નહેરુએ રાજ્યોની રચના એવી રીતે કરી કે ભાષા-ભાષીઓ વચ્ચે વિખવાદ થાય. સિવસેના (આ પક્ષ માટે શિવ સેના શબ્દ વાપરવો એ શિવાજીનું અપમાન છે), એમ.એન.એસ., ડીએમકે, ટીએમસી, જેવા પક્ષો આવા બેહુદા ભાષાવાદની નીપજ છે.
મુંબઈ રાજ્યનું વિભાજન થયું ત્યારે એ શરત નક્કી થઈ હતી કે મહારાષ્ટ્રમાં મુંબઈનું પચરંગી પણું જાળવી રખાશે. પણ આજે “મરાઠી મુંબઈ”ના બોર્ડ ઠેર ઠેર જોવા મળે છે. પહેલાં મુંબઈના રેલ્વેના સ્ટેશનો ના બોર્ડ ત્રણ લિપિમાં લખેલા જોવા મળતા હતા. દેવનાગરી (હિન્દી-મરાઠી), ગુજરાતી અને અંગ્રેજી. પણ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે તે બોર્ડોને દેવનાગરીમાં બે વાર લખે છે. અને એકવાર અંગ્રેજી લિપિમાં લખે છે.
ફૉન્ટ જુદા જુદા વાપરીને હિન્દી અને મરાઠીને અલગ દર્શાવે છે. હવે જો સ્થાનિક ભાષાના લોકો વાંદ્રે કહેતા હોય તો બાંદરા કે BANDARA લખવાનો અર્થ નથી. કારણ કે કાયદો એમ છે કે સ્થાનિક ભાષામાં જે રીતે બોલાતું હોય તે જ રીતે લખવું. જેમકે અમદાવાદ, વડોદરા, ભરુચ હવે અમદાવાદ, એહમેડાબાડ, અહમદાબાદ એવા ઉચ્ચારોમાં લખાતું નથી. તેવીજ રીતે વડોદરા, બડૌદા, બરોડા, તેમજ ભરુચ ભડોચ અને બ્રોચ પણ લખાતા નથી. વળી રેલ્વે વાળાને એમ પણ છે કે મરાઠી લોકો માને છે કે મરાઠી લિપિ અલગ છે. પણ વાસ્તવમાં એવું નથી ફક્ત થોડા મૂળાક્ષરો વધુ છે જેમકે બે જાતના “ચ”. “ળ” અને વ કે વ્હ તેમાં કશું નવું નથી. અને કોઈ મરાઠી લોકોને પણ ખબર નથી કે મરાઠી લિપિ અને દેવનાગરી લિપિમાં શો ફેર છે.
આ, જે પણ હોય તે, પણ અહીં મુંબઈના પચરંગીપણાને જાળવી રાખવાના શપથનો ભંગ થાય છે. આ શઠ શપથ લેનારાઓએ જાણી જોઇને આ ભંગ થવા કર્યો છે. ગુજરાતીઓ શાંતિ પ્રિય છે અને તેઓ જ્યાં જાય ત્યાં જે તે ભાષા શિખી જાય છે અને ત્યાંના સ્થાનિક લોકોને પ્રાધાન્ય આપે છે તેથી શાંતિ જળવાય છે. સુશિક્ષિત મરાઠી લોકો પણ સરસ્વતીના પુત્રો છે. પણ મરાઠાઓએ સમજવું જોઇએ કે જો આવું બીજા રાજ્યોમાં થયું હોય તો બ્લડ શેડ થઈ જાય.
(૧.૦૬) ફોબીયા વાદ; ગાંધી ફોબીયા, મુસ્લિમ ફોબીયા
તમને એમ થશે કે આ વળી શું છે? આમાં વળી હિન્દુઓ કેવી રીતે વિભાજિત થાય?
હાજી. આમાં પણ હિન્દુઓ વિભાજિત થાય.
કેટલાક હિન્દુઓ એવા હોય છે કે “હું મરું પણ તને રાંડ કરું.
આવા હિન્દુઓ એવું દૃઢ રીતે માનતા હોય છે કે મહાત્મા ગાંધી હિન્દુ દ્વેષી અને મુસ્લિમોને આળપંપાળ કરતા હતા. જો કે આ એક જૂઠ છે. પણ જેમણે ગાંધીજીને વાંચ્યા નથી અને વાંચવામાં માનતા નથી તેઓ ગાંધીજી વિષે આવું માને છે અને માને રાખશે. પણ તેથી કરીને બીજા કેટલાક લોકો, બીજેપીને અવિશ્વસનીય માનશે, તેની આ ફોબિયાગ્રસ્ત લોકોને ખબર નથી કે અક્કલ પહોંચતી નથી. જેઓ બીજેપીને અવિશ્વસનીય માનશે, તેઓ મતદાન થી દૂર રહેશે.
કેટલાકને એવું લાગે છે કે “બીજેપીને વખાણવામાં આપણું અસ્તિત્વ જોખમાય એવું છે. એટલે આપણે તો ઉપરોક્ત વંશવાદી કોંગ્રેસને જ સહાય કરવી પડશે પછી ભલે વંશવાદી કોંગ્રેસે અવારનવાર ગાંધી વિચારોનું ખૂન કર્યું હોય. ગાંધી તો આખરે એક શરીર ધારી હતા અને વિચાર પણ શરીરમાંથી ઉદ્ભવે છે તેથી વિચાર માત્ર, શરીરનો એક ભાગ જ છે ને! આર.એસ.એસ. વાળાએ ગાંધીજીના શરીરનું ખૂન કર્યું છે તે વાત ભલે ઉક્ત વંશવાદી કોંગ્રેસે આધારહીન રીતે ફેલાવી હોય, પણ તેને જનતાની સ્વિકૃતિ મળી છે એવું જ્યારે રાહુલ ગાંધી જેવા પણ સ્વિકારે છે તો આપણે વળી કઈ વાડીના મૂળા? માટે જ્યાં સુધી વર્તમાન પત્રોમાં વર્તમાન પત્રોના માલિકોના એજન્ડા પ્રમાણે આપણું અસ્તિત્વ ચાલુ રાખવાની જોગવાઈ છે તો આપણે બીજેપીની કુથલી, ચાલુ જ રાખો ને… બીજું કારણ એ છે કે …
“હવે આપણે ગઢ્ઢા (વૃદ્ધ) થયા છીએ તો આપણે જીવવામાં હવે કેટલા દિવસ બાકી રહ્યા? શા માટે આપણે ઉપરોક્ત વંશવાદી કોંગ્રેસની ફેવર ન કરવી? ભલે એમની આરાધ્ય દેવીએ આપણને વિના વાંકે અનિયત કાળ માટે જેલમાં પૂર્યા હોય. ભલે આપણા ગુરુઓને એટલે કે જયપ્રકાશ નારાયણ અને મોરારજી દેસાઈ જેવાને પણ છોડ્યા ન હોય. પણ પોલીટીક્સમાં તો એવું ચાલ્યા કરે જ છે ને. “ક્ષમા વિરસ્ય ભૂષણમ્”. તો હવે આપણે પણ આપણી વીરતા સિદ્ધ કરવા માટે ઉપરોક્ત વંશવાદી કોંગ્રેસને સહાય કરો. આ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષના દુર્ગુણો ભલે હિમાલય જેવડા હોય, તે વિષે આપણે મૌન રહેવું અને બીજેપીનો ફોબીયા ચાલુ રાખવો. બોલવા લખવામાં રા.ગા.ને આપણે ગુરુ માનવા. ઇતિ.
આવા ફોબિયા ગ્રસ્તની ચૂંગાલમાં પડવું નહીં એવો સંકલ્પ કરો.
(૧.૦૭) અંગ્રેજોએ ચાલુ કરેલા ગતકડાંવાદને પ્રોત્સાહનઃ
તમને એમ થશે કે આ વળી શું?
અંગ્રેજ સરકારે ભારતનો ઈતિહાસ લખ્યો. અંગ્રેજી ભાષાને વહીવટી ભાષા રાખી જેથી મોટી પોસ્ટ ઉપર અંગ્રેજોને ગોઠવી શકાય. અને અંગ્રેજોની શ્રેષ્ઠતાને સ્વિકારનારાઓની એક ભારતીય ફોજ તૈયાર કરી શકાય. આ ઈતિહાસે ભારતને ઉત્તર, દક્ષિણ, અને પૂર્વમાં વિભાજિત કર્યું. જેની અસર એ થઈ કે ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ના લોકો પોતાને ભિન્ન માનતા થઈ ગયા. અને સૌ વિદ્વાનો, જે કોઈ, આનાથી ઉંધી વાત કરે તો તેને, કટ્ટર હિન્દુ માનતા થઈ ગયા.
બીજેપીને કટ્ટર હિન્દુઓનો પક્ષ માનવાનું અને મનાવવાનું કામ આ રીતે સરળ બન્યું. ઈન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે આ સિદ્ધાંત અપનાવી લીધો અને બીજા ક્ષેત્રોમાં પણ લાગુ કર્યો.
એ કેવી રીતે?
(૧.૦૮) ગતકડાં વાદના બીજા ક્ષેત્રો
કેટલાક માણસો પોતાની માન્યતાઓના ગુલામ છે. માન્યતાઓના ગુલામ એટલે શું?
કેટલાક લોકો ધર્મને રાજકારણથી પર માને છે.
કેટલાક લોકો શ્રદ્ધાને વિજ્ઞાનથી ભીન્ન માને છે.
કેટલાક લોકો આવું નથી માનતા.
કેટલાક લોકો અદ્વૈત વાદમાં માને છે.
કેટલાક લોકો અદ્વૈતવાદમાં માનતા નથી.
કેટલાક લોકો “સર્વહક્ક સમાન” માં માને છે. કેટલાક લોકો “સ્ત્રી અને પુરુષો”ના હક્કની સમાનતામાં માનતા નથી. તો કેટલાક લોકો વળી તેના ઉપર નિયમનમાં માને છે.
મી ટુ, સબરીમાલા, બુરખા, દાઢી, ટોપી, અમુક દિવસે માંસ બંધી, ફટાકડા, ફુલઝર, લાઉડ સ્પીકર, સજાતીય સંબંધ, દુષ્કર્મ, જનોઈ ધારી બ્રાહ્મણ, મંદિર પ્રવેશ, મહિલાઓનો મસ્જિદ પ્રવેશ …. આ બધું ચગાવો. અમુક નેતાઓ પોતાનો અભિપ્રાય આપવાની લાલચ રોકી શકશે નહીં. તેમાંથી કોઈક અભિપ્રાય આપવામાં ગોથું ખાશે.
બસ. જેવું કોઈ નેતાએ ગોથું ખાધું કે તમે આ તક ઝડપી લો. અને તેને તે નેતા જે પક્ષનો હોય તે પક્ષ સાથે જોડી દો. ભલભલા વિદ્વાનો તૂટી પડશે. આ ને ખૂબ ચગાવો. આદુ ખાઈને આવા મુદ્દાઓને ચગાવો. સમાચાર પત્રોમાં અને ટીવી ચેનલોમાં પ્રમાણભાન રાખ્યા વગર, સાચા ખોટાની ચકાસણી કર્યા વગર, જાહેરાતોની જેમ છાપ્યા કરો. કેટલાક તો માઈના લાલ નિકળશે જે બીજેપીને અથવા રાજકારણ માત્રને નિરર્થક માનશે અને મતદાનથી દૂર રહેશે.
મતદાનથી દૂર રહેવું એ પણ વંશવાદી કોંગ્રેસને/તેના સાંસ્કૃતિક સાથી પક્ષોને મત આપ્યા બરાબર છે.
સર્વોચ્ચ અદાલતોના ન્યાયધીશોએ વિશ્વસનીયતા ગુમાવી છે. પક્ષ સર્વોચ્ચ કે પક્ષના સદસ્યો સર્વોચ્ચ એ નક્કી કરવામાં તેઓએ ગોથાં ખાધા છે. સર્વોચ્ચ અદાલતના માપદંડ સમાન નથી. હિન્દુઓ અને મુસ્લિમો માટે તે ભીન્ન ભીન્ન માપદંડ રાખે છે. મસ્જીદોમાં સ્ત્રીઓને નમાજ઼ પઢવાની અનુમતિ નથી. હિન્દુઓના એકમાત્ર એવા સબરીમાલાના મંદિરમાં ૫૦ વર્ષની અંદરની સ્ત્રીઓનો પ્રવેશ નિસિદ્ધ છે. અદાલત માટે એક છૂટો છવાયો મુદ્દો, મહત્વનો કેસ બને છે કારણ કે તે હિન્દુઓને લગતો છે. જ્યારે મુસ્લિમ સ્ત્રીઓનો મસ્જિદ પ્રવેશ નિષેધ સર્વ વ્યાપક છે. પણ સર્વોચ્ચ ન્યાયધીશો તે વાતથી પોતે અજ્ઞાત છે તેવું બતાવે છે. એટલે સર્વોચ્ચ અદાલત સર્વજ્ઞ અને વિશ્વસનીય નથી તેવું આપણે સહજ રીતે જ માની શકીએ.
તો હવે આનો ઉપાય શો?
સંકલ્પ કરો કે આવા ગતકડાંઓથી ભરમાઈ જવું નહીં. અને તેનાથી દૂર રહેવું.
(૨) સ્વકેન્દ્રી અપેક્ષાઓ
અસંતોષી નર દરેક પક્ષમાં હોય છે. જેની સ્વકેન્દ્રી અપેક્ષાઓ ન સંતોષાઈ હોય તે પોતાનું મહત્વ અને યોગ્યતા પ્રદર્શિત કરવા જો તે બીજેપીનો હશે તો તે બીજેપીના કાર્યોની ટીકા કરશે. જેમકે યશવન્ત સિંહા, જશવંત સિંહ, સુબ્રહ્મનીયન સ્વામી, રામ જેઠમલાની … વંશવાદી કોંગ્રેસીઓમાં તો બીજેપી વિરોધીઓ તો હોય જ તે આપણે જાણીએ છીએ.
કાળું નાણું તો ઘણા પાસે હોય. કોઈક પાસે થોડું હોય તો કોઈ પાસે વધુ પણ હોય. જેમની પાસે વધુ કાળું નાણું હોય તેમને વિમુદ્રીકરણથી અપાર નુકશાન થયું હોય. પણ ચોરની મા કોઠીમાં મોઢું નાખીને રુવે. એટલે પોતાને થયેલા નુકશાનની વાત તે ન કરે. પણ બહાર તો તે (પોતાનો દિકરો નિર્દોષ છે) અને સરકાર નિર્દોષોને કેવી સતાવે છે તેવો પ્રચાર કરે. મમતા, માયા, સોનિયા, લાલુ, મુલ્લાયમ, જેઠમલાણી …. વિમુદ્રીકરણનો રાતાપીળા થઈને શા માટે વિરોધ કરે છે તે આપણે સમજવું જોઇએ. જેમને થોડું ઘણું એટલે કે સહ્ય નુકશાન થયું હોય તે પણ વિરોધ તો કરે જ. યશવંત સિંહા, જશવંત સિંઘ, સુબ્રહ્મનીયન સ્વામી, મનમોહન …. નો વિરોધ આપણે સમજી શકીએ છીએ.
જો આ ન સમજાતું હોય તો આમાંના કોઈએ દેશમાં ફરતા કાળાનાણાંને સરકારી રેકર્ડ ઉપર કેવી રીતે લાવવું તેનો ઉપાય સૂચવ્યો નથી. જે નાણું દેશમાં અને વિદેશમાં સ્થાવર સંપત્તિમાં રોકાયેલું છે, તે માટે નરેન્દ્ર મોદી જુદા જુદા દેશોમાં પ્રવાસો કરી રહ્યા છે અને કરારો કરી રહ્યા છે તે આપણે જાણીએ છીએ. અને આ પ્રવાસોનો વિરોધ કોણ કરી રહ્યું છે તેની ઉપર તમે ધ્યાન રાખો.
(૩) ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ
આઈ.એન.સી.એ ૧૯૪૮થી જે મૂર્ખતાઓ કરી, જે કૌભાન્ડોની હારમાળાઓ કરી, અને જે જૂઠાણાઓ ફેલાવ્યા તે આપણે જાણીએ છીએ. તેમના સહયોગીઓ કોણ છે તે પણ આપણે જાણીએ છીએ. કોના ઉપર કેસ ચાલે છે અને કોણ કોણ જમાનત ઉપર છે તે પણ આપણે જાણીએ છીએ. આવા લોકો ભેગા થઈ જાય તો શુદ્ધ થઈ જાય એવી વાત મગજ માં ઉતરે તેવી નથી. કારણ કે ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસની નેતાગીરી વાળું યુ.પી.એ.ના દશ વર્ષના સંગઠને તેમના શાસન દરમ્યાન કેટલાં બધાં ખૂલ્લે આમ કૌભાણ્ડો કર્યા તે આપણે જાણીએ છીએ.
પંચતંત્રની એક વાર્તામાં આવે છે ચાર મૂર્ખ પંડિતો જતા હતા. રસ્તામાં નદી આવી. તેમને સમસ્યા થઈ કે હવે નદી પાર કેવી રીતે કરવી? એક મૂર્ખ પંડિતે કહ્યું
“આ ગમિષ્યતિ યત્પત્રં તત્ તારિષ્યતિ અસ્માન”
એટલે કે જે પાંદડું તરતું તરતું આવી રહ્યું છે તે આપણને તારશે. એમ કહીને તે પંડિત, તે પાંદડા ઉપર કૂદી પડ્યો.
આવી માન્યતાઓ આપણા કેટલાક મૂર્ધન્યો, પ્રછન્ન અને પ્રત્યક્ષ રીતે ધરાવે છે.
આવી માન્યતાઓથી આપણે દૂર રહેવું.
(૪) લોકશાહીની સુરક્ષાઃ
કેટલાક વિદ્વાનો માને કે લોકશાહીની સુરક્ષા માટે સબળ વિરોધ પક્ષ અનિવાર્ય છે. કેટલાકને આ દલીલ શીરાની જેમ ઉતરી જાય છે. હાલના તબક્કે ઉપરોક્ત માન્યતાને મઠારવા જેવી છે કે સબળ વિરોધ પક્ષ નહીં પણ સબળ વિરોધની જરુર છે. આજના સબળ સોસીયલ મીડીયાના જમાનામાં દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય સરકારને પહોંચતો કરી શકે છે. અને વિરોધનું કામ તર્ક સંગત હોવું જોઇએ. હાલ તો એવી સ્થિતિ છે કે વિરોધ પક્ષમાં બેઠેલી વંશવાદી કોંગ્રેસ એમ કહે છે કે વિરોધ પક્ષમાં છીએ એટલે વાણી વિલાસ દ્વારા વિરોધ વ્યક્ત કરવાની પ્રવૃત્તિ જ અમે તો કરીશું અને તમે થાય તે કરી લો, અમે સંસદ ચાલવા જ નહીં દઈએ.
વિરોધ કરવામાં સારા નરસાની સમજ ન ધરાવતો અને ભાષા ઉપર બળાત્કાર કરનાર વિરોધ પક્ષ ચૂંટાવાને પણ લાયક નથી. જ્યાં સુધી પચાસના દશકામાં હતો તેવો નીતિમાન નેતાઓનો પક્ષ અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી હાલના વિપક્ષ ઉપર ભરોસો કરવો અને તેને ચૂંટવો તે લોકશાહી ઉપર બળાત્કાર ગણાશે અને ખોટી પ્રણાલીઓ પડશે.
વિરોધ પક્ષ આપોઆપ જ પેદા થશે. આપણે રાહ જોવાનો સંકલ્પ કરીએ.
(૫) નરેન્દ્ર મોદીનો તેના જેવો વિકલ્પ નથી.
જો સદંતર ભ્રષ્ટ એવા ઇન્દિરા-નહેરુવીયન કોંગ્રેસ (આઈ.એન.સી.)ને ૩૫+ વર્ષ નિરપેક્ષ બહુમતિ શાસનના આપ્યા હતા અને ૩૦ વર્ષ બહુમતિ શાસનના આપ્યા હતા તો અણિશુદ્ધ એવા નરેન્દ્ર મોદીને/બીજેપીને ૨૦ વર્ષ તો આપીએ જ તેવો સંકલ્પ કરો.
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ
કાકસ્ય ગાત્રં યદિ કાંચનસ્ય, માણિક્ય-રત્નં યદિ ચંચુદેશે,
એકૈક-પક્ષં ગ્રથિતં મણીનાં, તથાપિ કાકો નહિ રાજહંસઃ
કાગડાનું શરીર સોનાનું હોય, તેની ચાંચમાં માણેક અને રત્ન હોય,
તેની એક એક પાંખમાં મણી જડેલા હોય, તો પણ કાગડો, કાગડો જ રહે છે. કાગડો રાજહંસ બની જતો નથી. ભ્રષ્ટ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ (આઇ.એન.સી.) પક્ષ સુધરી જશે તે માનવું ભૂલ ભરેલું છે.
આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૩
Posted in માનવીય સમસ્યાઓ, Social Issues, tagged અર્થઘટન, અસામાજિક તત્ત્વો, આયારામ ગયારામ રામ, ઇન્દિરા ગાંધી, કોંગ્રેસ (આઈ), કોંગ્રેસ (સંસ્થા), કોંગ્રેસનું વિભાજન, કોમવાદ, ખૂલ્લું આમંત્રણ, છોછ, જાતિવાદ, જૈસે થે વાદી, નરેન્દ્ર મોદી, ન્યાય, ન્યાયાલય, પક્ષ, પ્રદેશવાદ, બુર્ઝવા, બ્રહ્માસ્ત્ર, ભાષાવાદ, મિલ્કતોનો કબજો, મૂળ કોંગ્રેસ, વિભાજનવાદ, વિશેષણ, શસ્ત્ર, સરમુખત્યારી, સર્વાંગી વિકાસ, સર્વોચ્ચ ન્યાયાલય, સામાજિક પરિવર્તન, સામ્યવાદીઓ, સિદ્ધાંત on September 23, 2018| 2 Comments »
આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૩
જેને સુજ્ઞ લેખકો માનવામાં આવે છે તેવા લેખકો જ્યારે આવા અસત્યને સત્ય માની લે ત્યારે આપણને દુઃખ નહીં આઘાત પણ લાગે છે.
કેટલાક સુજ્ઞ જનોના જુઠાણાની સૂચિ આપણે જોઇએઃ
(૧) ગાંધીજીને મુસ્લિમો પ્રત્યે પક્ષપાત હતો અને તેઓ મુસ્લિમોને પડખે રહેતા હતા, (જીન્ના અને તેના પક્ષના લોકો આનાથી ઉંધું જ માનતા હતા પણ આરએસએસના કેટલાક લોકો અને ગાંધી-ફોબિયા પીડિત લોકો આવું માને છે)
(૨) ગાંધીજીએ દેશના ભાગલા પડાવ્યા, ગાંધીજી દેશના ભાગલાને અટકાવી શક્યા હોત. (આરએસએસના કેટલાક લોકો અને ગાંધી-ફોબિયા પીડિત લોકો આમ માનવું વધુ પસંદ કરે છે. જો કે તેઓ ભૂલી જાય છે કે મોટા ભાગના નેતાઓ ભાગલા પસંદ કરતા હતા)
(૩) ૫૫ કરોડ રુપીયા પાકિસ્તાનને આપવા માટે ગાંધીજી આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા હતા, (જો કે આ વાત તો ગોડસેએ પોતાના બચાવમાં ઉપજાવી કાઢેલી. ગાંધીજીએ ઉપવાસ ઉપર ઉતરતાં પહેલાં, સરકારને આપેલી નોટીસમાં આવું કશું લખ્યું નથી. તો પણ આરએસએસના અને ગાંધી-ફોબિયા પીડિત લોકો માને છે)
(૪) ગાંધીજીએ નહેરુને બધા નેતાઓની ઉપરવટ જઈ (યાવત ચંદ્ર દિવાકરૌ માટે, કે, નહેરુ જીવે ત્યાં સુધી, અથવા તો જે પહેલું બને ત્યાં સુધીના સમય માટે) વડાપ્રધાન બનાવેલા. (પોતાની નિસ્ફળતા છૂપાવવા કેટલાક, આરએસએસના ગાંધી-ફોબિયા પીડિત લોકો આવું માને છે. ૧૯૫૨ની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવતાં તેમને કોણે રોકેલા? જો કે એ સમજવી જોઇએ કે ભારત એ એક લોકશાહી વાળો દેશ છે. લોકશાહીમાં તો વડાપ્રધાન જ નહીં, સરકારો પણ આવે છે અને જાય છે)
(૫) હાલની કોંગ્રેસ સાચી કોંગ્રેસ છે, અને તેની પાસે બધી ધરોહર છે. આ એક ન્યાયાલયે ઠરાવેલું કાયદેસરનું જૂઠ છે. કદાચ નહેરુ કોંગ્રેસ પ્રમુખ હતા એટલે આ માન્યતા મૂર્ધન્યોને ગ્રાહ્ય બનતી હશે.
(૬) ઇન્દિરા ગાંધીએ કટોકટી ઉઠાવી લીધી અને પછી ચૂંટણી જાહેર કરી હતી. (મૂર્ધન્યોનું અજ્ઞાન છે.)
(૭) રાજિવ ગાંધી અને સામ પિત્રોડા દેશમાં ટેલીફોનની ક્રાંતિ લાવ્યા હતા. (મૂર્ધન્યોનું અજ્ઞાન છે)
આવી તો અનેક વાતો અનેક ક્ષેત્રોમાં પ્રવર્તે છે. અને રાજકારણમાં તો અનેક જુઠાણા ચાલ્યા જ કરે છે.
આ જૂઠાણાંની વિરુદ્ધ માં સાહિત્ય હોવા છતા કેટલાક લોકો કાં તો પોતાની અજ્ઞાનતાથી અથવા તો પોતાની આત્મતૂષ્ટિ માટે વધુ વાંચતા નથી
તો હવે મૂળ વાત ઉપર આવીએ કે શું લેખકો આ વાત સમજતા નથી કે પ્રમાણભાનને અવગણી ને જો આપણે બંને બાજુ ઢોલકી વગાડીશું તો દેશને બહુ મોટું નુકશાન થશે?
વિપક્ષ એટલે કે નહેરુવીયન કોંગ્રેસ, કે જે હવે તેના કોમવાદી, જાતિવાદી, પ્રદેશવાદી, સામ્યવાદી, નક્ષલવાદી, માઓવાદી, આતંકવાદી, સીમાપારના આતંકવાદી તત્ત્વો, અસામાજિક તત્ત્વો સાથેના ગઠબંધનથી ખૂલ્લો પડ્યો છે, તેની તરફમાં ઢોલકી વગાડીશું તો દેશની ભાવી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે.
સબળ વિરોધ પક્ષ હોવો જરુરી છે
કેટલાક લોકો કહે છે કે લોકશાહીમાં સબળ વિપક્ષ હોવો જરુરી છે.
તમે જુઓ. જે વિપક્ષ નહેરુ અને ઈન્દિરા ગાંધીના સમયમાં હતો તે કેટલો બધો વિદ્વાન, અભ્યાસી, નીતિમાન અને ત્યાગી હતો. હાલના એક પણ વિપક્ષમાં એક પણ સદ્ગુણ દેખાય છે?
જ્યારે ડૉ. લોહિયાને પચાસના દશકામાં સવાલ પૂછવામાં આવે લો કે મુંબઈ, મહારાષ્ટ્રમાં જવું જોઇએ કે નહીં. ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે અમે એવી ક્ષુલ્લક વાતોમાં પડતા નથી. જ્યારે હાલનો વિપક્ષ તો કોમવાદનો અને જાતિવાદનો ખુલ્લે આમ પ્રચાર કરે છે.
તમે જુઓ. શિવસેનાએ કોંગીની પ્રતિભા પાટીલની એટલા માટે તરફદારી કરી હતી કે તે મરાઠી હતી. તેવી જ રીતે કોંગીના પ્રણવ મુખરજીની મમતાએ એટલા માટે તરફદારી કરી હતી કે તે બંગાળી છે. આમ તો પ્રણવ મુખર્જી પોતે ઇન્દિરાના કટોકટી ના સહયોગી હતા.
“નરેન્દ્ર મોદી જે કોંગ્રેસમુક્ત ભારતની વાત કરે છે તે યોગ્ય નથી” મૂર્ધન્યો આમ કહે છે.
વળી તેઓ તેના સમર્થનમાં જણાવે છે કે;
“કોંગ્રેસ તો ભાંગ્યુ ભાંગ્યુ તો પણ ભરુચ છે. તે ૧૩૩ વર્ષ જુનો પક્ષ છે.
“આ પક્ષે અનેક ભોગ અને બલિદાન આપ્યા છે.
“આ પક્ષે સામાજીક આંદોલનો કર્યા છે,
“આ પક્ષે સ્વતંત્રતા માટે આગેવાની લીધી હતી અને જનતાને લોકશાહી માટે સુશિક્ષિત કરી છે
“આ પક્ષે સ્વતંત્રતા અપાવી છે,,
“આ પક્ષે લોકશાહીને હજી સુધી જીવતી રાખી છે,
“માટે આ પક્ષ મરવો ન જોઇએ.
શું આ બધી વાતો સાચી છે?
હાલની કોંગ્રેસને જીવતી રાખવાનો આ પ્રશ્ન ત્યારે જ અસ્તિત્ત્વ ધરાવે જ્યારે તમે હાલની નહેરુવીયન કોંગ્રેસને, “મૂળ કોંગ્રેસ” માનો. જે કોંગ્રેસે સ્વાતંત્ર્ય ની લડત ચલાવેલી અને પોતાનો સિંહફાળો આપેલ તે કોંગ્રેસ આ જ છે.
હા એક વાત ચોક્કસ કે કોંગ્રેસ નામનો એક પક્ષ હતો. તેણે સામાજિક અને રાજકીય આંદોલનો કર્યા હતા. તેણે ભારતને એક રાખવા માટે અને ભારતને સ્વતંત્રતા અપાવવા માટે સિંહફાળો આપ્યો હતો. તેના અનેક નેતાઓએ ત્યાગ અને બલિદાન આપ્યા હતા.
પણ હાલની કોંગ્રેસ પાસે શું છે?
હાલની કોંગ્રેસ પાસે એક “શબ્દ” માત્ર છે… “કોંગ્રેસ”.
ફક્ત “કોંગ્રેસ” શબ્દ હોવાથી તેને મૂળ કોંગ્રેસ કહી શકાય ખરી?
મહાત્મા ગાંધીની કોંગ્રેસની એક ઓળખ “સાદગી” હતી.
જો આ ગુણ જોઇએ તો તે તૄણમૂલ કોંગ્રેસ પાસે છે. તો શું તેને “મૂળ કોંગ્રેસ” કહી શકાશે?
કોંગ્રેસો તો ઘણી જન્મી અને મરી.
બાબુ જગજીવન રામે એક કોંગ્રેસ બનાવેલી તેનું નામ હતું, કોંગ્રેસ રીયલ.
યશવંત રાવ ચવાણે કોંગ્રેસ (યુ) બનાવેલી,
શરદ પવારે કોંગ્રેસ (રાષ્ટ્રવાદી) બનાવેલી છે,
એ.કે એન્ટોનીએ કોંગ્રેસ (એ) બનાવેલી,
રાજગોપાલાચારીએ કોંગ્રેસ (ડેમોક્રેટીક) બનાવેલી,
કે એમ જોર્જ એ કોંગ્રેસ (કેરાલા) બનાવેલી છે,
હરેકૃષ્ણ મહેતાબે કોંગ્રેસ (ઉત્કલ જનતા), બનાવેલી,
અજય મુખર્જીએ કોંગ્રેસ (બંગાળ) બનાવેલી,
બીજુ પટનાયકે કોંગ્રેસ (ઉત્કલ) બનાવેલી,
દેવરાજ ઉર્સ એ કોંગ્રેસ (ઉર્સ) બનાવેલી,
કેટલીક કોંગ્રેસના સ્થાપકો તો નહેરુથી પણ વરિષ્ઠ હતા. તેમણે પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઘણું યોગદાન આપેલું હતું.
આવી તો અગણિત કોંગ્રેસો ભારતમાં બની છે. જેમ ઘણા ભગવાનો થઈ ગયા અને ઘણા ભગવાનો હાલ પણ વિદ્યમાન છે.
કોંગ્રેસનું બનવું અને બગડવું એક શાશ્વત ચાલતી પ્રક્રિયા છે. જેમ ભગવાન રજનીશ અને પછી ઓશો રજનીશ. સૌ પ્રથમ વળી તેઓશ્રી હતા આચાર્ય રજનીશ. ન તો તેમણે કોઈભાષ્ય લખેલું, કે ન તો તેઓશ્રી કોઈ શાળા/મહાશાળાના પ્રિન્સીપાલ હતા. તો પણ દે ધના ધન તેમણે આચાર્ય પૂર્વગ લગાડી દીધેલો.
“પક્ષ” વાસ્તવમાં છે શું?
પક્ષ તો સિદ્ધાંત છે અને તેને અમલમાં મુકવાની પક્ષની રીતિ છે. સિદ્ધાંત અને રીતિ પક્ષની ઓળખ હોય છે.
“મૂળ કોંગ્રેસ”નો સિદ્ધાંત હતો અહિંસક માર્ગે દેશને વિદેશી શાસનથી મૂક્ત કરવો.
ગાંધીજીએ તેમાં ઉમેર્યો કર્યો કે અહિંસક ઉપરાંત તેમાં આમ જનતાને પણ દાખલ કરવી, અને જનજાગૃતિ દ્વારા લડત ચલાવવી.
જનજાગૃતિ એટલે શિક્ષિત સમાજ. શિક્ષિત સમાજ એટલે સમસ્યાઓને સમજી શકે તેવો સમાજ. સામાજિક સમસ્યાઓમાં રાજકીય સમસ્યાઓ નીહિત છે. એટલે ગાંધીજીએ જનતાને સામાજિક સમસ્યાઓ પ્રત્યે પણ જાગૃત કરી.
લોકશાહી અને અહિંસા જોડાયેલા છે. વ્યસનમૂક્તિ અને અહિંસા પણ જોડાયેલા છે. બેરોજગારી અને હિંસા જોડાયેલા છે. ઉત્પાદન અને હિંસા જોડાયેલા છે. ઉત્પાદનની ક્રિયા, રોજગારી અને બેરોજગારી સાથે જોડાયેલી છે. ગાંધીજીએ આ વિષે ઘણું લખ્યું છે.
ગાંધીજીએ વ્યસનમૂક્તિ અને ગૌવધબંધી ઉપર સૌથી વધુ ભાર મુકેલો. સંપૂર્ણ વ્યસનમૂક્તિ અને સંપૂર્ણ ગૌવધ બંધી તરફ જવાનું તેમનું સૂચન હતું. આ વિષે તેમનું વલણ એટલું તીવ્ર હતું, કે તેઓ જો સરમૂખત્યાર બને તો આ કામ સૌ પ્રથમ કરે.
ગાંધીજીની અહિંસા અને ગૌવધ પ્રત્યેની તીવ્ર માન્યતાને લીધે, અહિંસક સમાજની રચના તરફ જવાનો ભારતના બંધારણમાં આદેશ છે. આદેશાત્મક સિંદ્ધાંતથી વિરુદ્ધ જવાનું તો કોંગ્રેસ વિચારી જ ન શકે. જો કોંગ્રેસ આથી વિરુદ્ધ વર્તન કરે તો તે કોંગ્રેસ કહેવાય જ નહીં.
દારુબંધી લાગુ કરવા પ્રત્યે અસરકાર પગલાં લેવાં તેમજ, ગૌવધબંધી તરફ અર્થપૂર્ણ પગલાં લેવાં એ કોંગ્રેસની ઓળખ હતી. આ ઉપરાંત, ખાદીનો વિસ્તાર કરવો અને નિરક્ષરતા નિવારણ પણ કોંગ્રેસના અંગ હતા.
હવે તમે જુઓ;
કોંગ્રેસ જ, દારુબંધીને હળવી કરવામાં સર્વ પ્રથમ નંબર પર હતી. મહારાષ્ટ્રના કોંગ્રેસી મુખ્ય મંત્રીએ સાઠના દશકામાં સૌ પ્રથમ દારુબંધી હળવી કરી હતી. કોંગ્રેસીઓ કમસે કમ ૧૯૬૮થી જ્યાં દારુબંધી નથી ત્યાં જાહેરમાં દારુપાર્ટી કરતા થઈ ગયા છે.
નહેરુ એવી ચિકન પસંદ કરતા હતા, એટલે કે ખાતા હતા કે જે મરઘી ફક્ત બદામ ખાઈને ઉછેરાઈ હોય અને પાણીને બદલે દારુ (બ્રાન્ડી) પીતી હોય. આ પછી તે જે ઈન્ડા આપે અને તેમાંથી જે બચ્ચાંની ચિકન બને તે સ્વાદમાં તેમને બેનમૂન લાગતી હતી.
કોંગ્રેસે ગૌવધ બંધી તરફ કોઈ જાતના શિક્ષણાત્મક પગલાં લીધાં નથી. દુનિયાનો સૌથી લાંબો સત્યાગ્રહ, સર્વોદય કાર્યકરોએ મુંબઈના દેવનારના કતલ ખાના સામે કરેલો. તે ગીનીસ બુકમાં વિશ્વમાં લાંબામાં લાંબા ચાલેલા સત્યાગ્રહ તરીકે નોંધાયેલો છે. તેમાં નહેરુવીયન કોંગ્રેસની સરકારે જે સમજુતીઓ થઈ હતી તેનો તેમણે જ સરેઆમ ભંગ કરેલો છે. સર્વોદય કાર્યકરો જ આ વાત કરે છે.
ખાદી કરડે છે?
કોંગ્રેસના સભ્યો ખાદી પહેરવામાં જ માનતા નથી, તો પછી કાંતવાની તો વાત જ ક્યાં રહી? ૧૯૬૯ પછી ઇન્દિરા ગાંધી દ્વારા કોંગ્રેસનું જે વિભાજન થયું તેમાં કોંગ્રેસ (આઈ) માટે કશા જ બંધન રહ્યા નથી.
ટૂંકમાં, સૈદ્ધાંતિક રીતે આજ ની નહેરુવીયન કોંગ્રેસ પાસે મૂળ કોંગ્રેસના એકપણ સિદ્ધાંત કે ગુણધર્મ છે જ નહીં. તો તેને મૂળ કોંગ્રેસની ધરોહર કેવી રીતે માની શકાય?
હવે જો પક્ષો, સિદ્ધાંત થકી ન ઓળખાતા હોય તો તે “પક્ષ” જ ન કહેવાય. તેને “ધણ” કે “ટોળું” કહેવાય. જો ન્યાયાલય આમ ન માનતું હોય તો તે ન્યાયાલય જ ન કહેવાય.
ચાલો હવે જોઇએ ન્યાયાલયે શું કર્યું?
૧૯૬૯માં ન્યાયાલયમાં કેસ દાખલ થયેલ. ન્યાયાલયે તેની ઉપર ૧૯૭૧માં ઉપસ્થિત થયેલી પરિસ્થિતિના આધારે ન્યાય આપ્યો અને કહ્યું કે સાચી કોંગ્રેસ ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ છે. પણ પક્ષની સંપત્તિ ઉપર કશો ન્યાય ન આપ્યો. જેનો તેનો કબજો હતો તેની પાસે રહી.
૧૯૭૧માં ઉપસ્થિત થયેલી પરિસ્થિતિ શું હતી? એ જ કે ઇન્દિરા ગાંધીને લોકસભામાં બહુમતિ મળી હતી. અને લોકશાહીમાં જનતા સર્વોપરી છે એટલે જનતાએ આપેલી બહુમતિને જનતાનો ન્યાય સમજવો.
સર્વોચ્ચ ન્યાયાલયનું આવું અર્થઘટન હાસ્યાસ્પદ છે એટલું જ નહીં પણ તે ઘણા વિરોધાભાષો ઉત્પન્ન કરે છે.
(૧) શું જનતા પાસે એવો મુદ્દો લઈ જવામાં આવેલો કે તે નક્કી કરે કે મૂળ કોંગ્રેસ કઈ છે? જો જનતા પાસે આવો મુદ્દો હોય જ નહીં તો પછી તે જનતાનો ન્યાય ગણાય? ચૂટણીમાં તો બીજા પક્ષો પણ હતા. તેમને તો આવા કોઈ મુદ્દા સાથે સંબંધ ન હતો.
(૨) ૧૯૬૯માં કેસ દાખલ થયો હોય તો તે વખતની પક્ષની આંતરિક પરિસ્થિતિ જોવાને બદલે ૧૯૭૧માં ઉત્પન્ન થયેલી સ્થિતિને આધાર માનવી તે ઉચિત છે?
(૩) ધારો કે ૧૯૭૧ પછીની આવતી ચૂંટણીઓમાં જનતાના ચૂકાદાઓ બદલાતા રહે, તો આવા ન્યાય, જે આધારે આપ્યા તે પણ, તે જ આધારે બદલાવા જોઇએ જ. તો આવા ન્યાય ઉચિત ગણાય?
(૪) જ્યારે ન્યાયાલય અસ્તિત્વમાં હોય ત્યારે વર્ષો પછી, ન્યાયાલયની બહાર ઉત્પન્ન થયેલી પરિસ્થિતિને આધારે, ન્યાય આપી શકાય? જેમણે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી તેમજ જેમની સામે આવો મુદ્દો ધરવામાં આવ્યો નથી તેવા કિસ્સાઓમાં, તેવા સંજોગોમાં તેમણે જે બહુમતિથી ચૂકાદો આપ્યો હોય, તેને તે મુદ્દા ઉપરનો ચૂકાદો માની શકાય?
(૫) વળી એક જગ્યાની બહુમતિને બીજી જગ્યાએ કેવી રીતે લાગુ કરી શકાય?
(૬) બહુમતિથી ન્યાય કરવો ઉચિત છે?
(૭) બહુમતિથી સચ્ચાઈ સિદ્ધ થઈ શકે?
(૮) જો હા, તો પછી ન્યાયાલયની જરુર છે ખરી?
(૯) ન્યાય આપવામાં પક્ષના બંધારણની જોગવાઈઓને લક્ષમાં લેવામાં આવી છે?
આ બધા જ પ્રશ્નોના ઉત્તરો નકારમાં આવે છે. સર્વોચ્ચ ન્યાયાલયનો ચૂકાદો ભારતમાં વિચરતા બાવાઓ જેવો છે.
શું સર્ચોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો નિર્મલ બાબા છે?
નિર્મલબાબા પાસે વ્યક્તિઓ પોતાની સમાસ્યાનું સમાધાન કેવી રીતે કરવું તે સમજવા જાય છે. નિર્મલબાબા જ્યારે તેમને એમ કહે કે પાડા ઉપર બેસીને રોજ સો ગ્રામ ગાંઠીયા ખાઓ તો સમસ્યા હલ થઈ જશે.
શું નિર્મલ બાબા અને સર્વોચ્ચ ન્યાયલયના ન્યાયધીશો પણ આવ ભાઈ હરખા, આપણે સૌ સરખા. એવું છે?
આજ બ્લોગ સાઈટ ઉપર લખાયેલા “https://wordpressDOTcom/post/treenetramDOTwordpressDOTcom/218
“ખૂની કોણ? આયારામ ગયારામ કહે છે કે અમે દશરથ પૂત્ર રામ છીએ.” લેખને, મુદ્દા (૯)ની વિશેષ જાણકારી માટે વાંચવો.
ગાંધીજીના ત્રણ વાંદરા અને નહેરુવીયન કોંગ્રેસના ત્રણ વાંદરા
ગાંધીજીના ત્રણ વાંદરા એમ કહેતા હતા કે; ”કોઈનું બુરું ન જુઓ, કોઈનું બુરું ન સાંભળો, કોઈનું બુરું ન બોલો.”
ગાંધીજી આ વાત કોને અનુલક્ષીને કહેતા હશે તે સંશોધનનો વિષય છે. ધારો કે આને વૈશ્વિક સત્ય માનીએ તો, અને ગાંધીજીને હાલની નહેરુવીયન કોંગ્રેસની ધરોહર માનીએ તો, આ જ કોંગ્રેસના નંબર વન, ગાંધીજીના વાંદરાનો આ ગુણધર્મ રાખે છે ખરા? નાજી.
નહેરુવીયન કોંગ્રેસના નેતા નંબર વન તો બીજેપીના દરેક પગલામાં બુરુ જુએ છે, બુરુ સાંભળે છે અને બુરું બોલે છે. શું વાંદરાઓનો આ મૂળભૂત ગુણધર્મ છે એટલે?
શિરીષ મોહનલાલ દવે
આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૨
Posted in માનવીય સમસ્યાઓ, Social Issues, tagged અર્થઘટન, અસામાજિક તત્ત્વો, આપદ્ધર્મ, આબરુની લૂંટ, ઇન્દિરા ગાંધી, કોંગ્રેસ (આઈ), કોંગ્રેસ (સંસ્થા), કોંગ્રેસનું વિભાજન, કોમવાદ, ખાનગી, ખૂલ્લું આમંત્રણ, ગોબેલ્સ, છોછ, જાતિવાદ, જૈસે થે વાદી, ત્રણ કરોડના એક કરોડ, નરેન્દ્ર મોદી, નીતિમત્તા, પ્રદેશવાદ, બુર્ઝવા, બ્રહ્માસ્ત્ર, ભાષાવાદ, ભ્રષ્ટાચાર, મિલ્કતોનો કબજો, લાંચની હદ, વંશવાદી પક્ષીય વારસો, વિભાજનવાદ, વિશેષણ, શક્યતાનો સિદ્ધાંત, શસ્ત્ર, સમાચાર માધ્યમો, સરમુખત્યારી, સર્વાંગી વિકાસ, સામાજિક પરિવર્તન, સામ્યવાદીઓ, સોસીયલ મીડીયા, હિન્દુઓની કત્લેઆમ, હિન્દુઓની હિજરત on September 19, 2018| Leave a Comment »
આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૨
WE SUPPORT “BREAK INDIA”
બુર્ઝવાઓ બધા સમાચાર માધ્યમોમાં ફાટ ફાટ થાય છે.
સામ્યવાદીઓનો સૌથી મોટો દુશ્મન “બુર્ઝવા” લોકો છે. એમ તેઓ કહે છે.
તમે કહેશો કે તો તો પછી સામ્યવાદી લોકો સખત રીતે પરિવર્તનશીલ હોવા જોઇએ.
નાજી. એવું નથી. “બુર્ઝવા”ઓ વિષેનો સામ્યવાદીઓનો આ ખ્યાલ કોઈ વૈશ્વિક સત્ય નથી. સામ્યવાદીઓ માટે “બુર્ઝવા” શબ્દ એક એવું વિશેષણ છે જે વિશેષણનો તેઓ, જેઓ તેમની સામે પ્રતિકાર કરે તેમને માટે કરે છે. ખાસ કરીને સામ્યવાદીઓ “પોતે માની લીધેલા સ્વસ્થ સમાજ”ની સ્થાપના માટે જે કામ કરી રહ્યા છે અથવા તો કરવાના છે તેનો વિરોધ કરનારાઓ માટે બુર્ઝવા શબ્દ વાપરે છે.
નરેન્દ્ર મોદીની બાબતમાં તેમનો દાવ ઉંધો પડે છે.
કારણ કે મોદી તો મહાત્મા ગાંધીની જેમ સામાજિક પરિવર્તન લાવવા માગે છે અને દેશનો સર્વાંગી વિકાસ પણ કરવા માગે છે. એટલે વૈચારિક રીતે તો સામ્યવાદીઓના દાવ ઉંધા જ પડે અને પડવા જ જોઇએ.
નરેન્દ્ર મોદી તો પોતે જ સામાજિક પરિવર્તનનો પુરસ્કર્તા છે. અને અહીં તો સામ્યવાદીઓ પોતે જ સામાજિક પરિવર્તનનો વિરોધ કરનારા છે. સામ્યવાદીઓએ જે બુર્ઝવા શબ્દ તેમના વિરોધીઓ માટે પ્રયોજેલો તે બુર્ઝવા શબ્દ તો તેમને જ લાગુ પડે છે.
“વિભાજન વાદ”નું શસ્ત્ર બ્રહ્માસ્ત્ર ન બને તો બુમરેંગ બને છે.
નરેન્દ્ર મોદીની સામે નહેરુવીયન કોંગ્રેસીઓએ જાતિવાદ અને કોમવાદનું શસ્ત્ર ઉગામ્યું છે તેને આ સામ્યવાદીઓ પૂરો સહકાર આપે છે. એટલે કે આ સામ્યવાદીઓએ બુર્ઝવા વિશેષણને, વિશેષણને બદલે શસ્ત્ર બનાવી દીધું છે. નહેરુવીયન કોંગ્રેસની પાસે તો પહેલેથી જ એટલે કે જ્યારથી કોંગ્રેસનું કોંગ્રેસ (સંસ્થા) અને કોંગ્રેસ (આઈ)માં ૧૯૬૯માં વિભાજન થયું ત્યારથી આ નહેરુવીયન કોંગ્રેસને [કોંગ્રેસ (આઈ)]ને અસામાજિક તત્ત્વોનો છોછ રહ્યો નથી. નહેરુની ફરજ્જંદ ઈન્દિરા ગાંધીએ બધા જ અસામાજિક તત્ત્વોને ખૂલ્લું આમંત્રણ આપેલું. અને આ તત્ત્વોએ બળ જબરી પૂર્વક કોંગ્રેસ (સંસ્થા)ના કબજામાં રહેલી મિલ્કતનો કબજો લીધેલો. જ્યાં કોંગ્રેસ (સંસ્થા) મજબુત સ્થિતિમાં હતી તેવા ગુજરાતમાં કોંગ્રેસ (આઈ) ફાવી ન હતી.
સામ્યવાદીઓ ઇન્દિરા ગાંધી પાસેથી શિખ્યા નથી
સામ્યવાદીઓ જ્યારે સત્તામાં ન હોય ત્યારે તેઓ કોઈ સંવિધાનમાં કે કાયદાઓના પાલનમાં માનતા નથી. તેઓ જે તે પરિસ્થિતિને અનુરુપ વર્તે છે. એટલે કે જો કાયદો તરફમાં લાગે, અથવા તો તેનું અર્થઘટન, જાહેર જનતા કે અભણ જનતા માટે વિવાદાસ્પદ કરી શકાય તેમ હોય તો, તેઓ તે કાયદા અને તે ન્યાયાલયને માનીને તેનો સહારો લે છે. જો આમ ન હોય તો “સત્તાધારી પક્ષની અસહિષ્ણુતા, પૂર્વગ્રહ, કોમવાદીપણું, ભ્રષ્ટતા, સરમુખત્યારી વિગેરે” જે કંઈ વિશેષણો હાથવગાં હોય તે, લાગુ પડતાં હોય કે લાગુ પડતા ન હોય તો પણ વાપર્યાં કરવા એવી તેમની કાર્યશૈલી છે. આ બધું તેઓ કંઈ ઇન્દિરા ગાંધી પાસેથી શિખ્યા નથી. નહેરુવીયન કોંગ્રેસને આ બધું સામ્યવાદીઓ પાસેથી શિખવા મળ્યું તેમ નથી. આ બધું તેમને તેમની વંશવાદી પક્ષીય વારસાગત શૈલીમાંથી મળ્યું છે.
હિટલરને તો એક જ ગોબેલ્સ હતો. સામ્યવાદી વૃક્ષ ઉપર તો ડાળે ડાળે ગોબેલ્સ હોય છે.
હાલ તો ભારતમાં સામ્યવાદીઓ અને નહેરુવીયન કોંગ્રેસીઓ એક ફેજ઼ અને એક ફ્રીક્વન્સી પર કામ કરે છે. તેઓ સૌ, “બુર્ઝવા” એટલે કે “જૈસે થે વાદી”ઓની ભૂમિકા ભજવે છે. “જૈસે થે વાદી થવું” એ ગુણધર્મને તેમણે આપદ્ધર્મ તરીકે સ્વિકાર્યો છે. જો કે તેઓ આ વાત કબૂલ કરશે નહીં.
જ્યારે સામ્યવાદીઓ સત્તામાં ન હોય ત્યારે આ સામ્યવાદીઓ અરાજકતા ફેલાવવામાં માને છે. અને લોકશાહીમાં તેઓ સમાચાર માધ્યમો દ્વારા અરાજકતા અસ્તિત્વ ધરાવે છે તેવું વાતાવરણ ઉત્પન્ન કરવામાં માને છે.
શું સમાચાર માધ્યમો આવી અરાજકતા ફેલાવવાની ઈચ્છા રાખવાવાળાઓને સહયોગ કરશે?
શું સમાચાર માધ્યમોના માલિકો, કટાર લેખકો, વિવેચકો, વિશ્લેષકો ખરીદી શકાય તેવી જણસો છે?
સમાચાર પત્રોના ઘટકો શું છે?
રાજકીય સમાચાર અને દેશમાં બનતી ઘટનાઓના સમાચાર
(૧) સમાચારની પસંદગી અને પસંદ કરેલા સમાચારને કેટલી પ્રાથમિકતા આપવી તે,
(૨) સમાચાર ને કેવીરીતે પ્રગટ કરવા એટલે કે તેના શબ્દોની કેવી રચના કરવી, એટલે કે શું છૂપાવવું અને શું પ્રગટ કરવું છે. જે પ્રગટ કરવું છે તેને લાગણીશીલ (ઈમોશનલ) કેવીરીતે બનાવવું.
(૩) સમાચાર તો બે જાતના હોય છે. એક જે એવા સમાચાર છે કે જે રાજકીય સમાચાર છે. અને બીજા છે તે એવા સમાચાર છે જે સમાજમાં બનતી અસામાન્ય ઘટનાઓ છે.
આ સામાન્ય ઘટનાઓ ને કેટલી પ્રગટ કરવી, કેટલી પ્રગટ ન કરવી, કે તદ્દન જ ન પ્રગટ કરવી તે અલગ વેપાર છે.
જો આવી ઘટનાઓમાં કોઈ પક્ષના નેતાની કે કોઈ પક્ષના નેતાના સગાની સંડોવણી હોય કે સંડોવણી વિવાદાસ્પદ રીતે ઉભી કરી શકાય તેમ હોય તો આ સમાચારને રાજકીય સમાચાર બનાવી શકાય છે. અને તેનો વેપાર પણ વળી પાછો અલગ હોય છે.
શું આવું બધું વાસ્તવમાં હોય છે ખરું?
કેટલીક વાતોની અપ્રત્યક્ષ સાબિતીઓ હોય છે. સમાચારને સીધે સીધા પ્રસિદ્ધ કરવાને બદલે માધ્યમોના માલિકો તે સમાચારોને, પોતાના એજન્ડાને અનુરુપ માન્યતાની રીતે પ્રગટ કરે છે. આવું અવારનવાર થાય એટલે આપણને તેના માલિકના મનોરહસ્યોની જાણ થઈ જાય છે.
“કોઈ એક” કૌભાંડમાં સંબંધિત વિદેશી પાર્ટીએ ૪૦ કરોડ રુપીયા આપ્યા. કારણ? સમાચાર માધ્યમો આ સોદાને બહુ પ્રાધાન્ય ન આપે તે માટે.
આ સમાચાર આપણને જાણવા મળેલા. કોઈ એક સોદો, સમાચાર મધ્યમોંમાં ચગે નહીં તે માટે પૈસા આપવા પડે, એ કંઈ, સમાચાર માધ્યમો માટે નીતિમત્તાનું પ્રમાણ પત્ર નથી.
લાંચની હદ ક્યાં સુધી?
ડૉ.ત્રીવેદી જેઓ કેનેડાથી ભારતમાં સેવા કરવા માટે ખાસ આવેલા અને વહીવટી રીતે ઑટોનોમસ હોસ્પિટલ બનાવવા માગતા હતા. તેઓએ જ્યારે એક મશીન માટે ટેન્ડર મંગાવ્યું અને નેગોશીએશનમાં એક પાર્ટીને ખાનગીમાં પૂછ્યું કે “જુઓ અમે કોઈ કમીશન લેવાના નથી…” તો સામેની પાર્ટીએ પૂછ્યું કે પણ અમારે સરકારમાં તો પૈસા ખવડાવવા જ પડશેને”. ડૉ. ત્રીવેદીએ કહ્યું કે “તમારે સરકારમાં પણ પૈસા ખવડાવવા નહીં પડે. તો તમે તમારો આ મશીન નો ભાવ કેટલો ઘટાડશો?.” આ પછી તે પાર્ટીએ ત્રણ કરોડનો ભાવ, એક કરોડ રુપીયા કરી દીધો. આ તો ઓગણીશોને એંશીના દશકાના પૂર્વાર્ધની વાત છે જ્યારે ઇન્દિરાઈ નહેરુવીયન કોંગ્રેસનો સૂર્ય સોળે કળાએ તપતો હતો. અને પછી તો ગઠબંધનની સરકાર હોય તો પણ લૂંટમાં કશો વાંધો આવતો નહીં. અને આપણે જોયું જ છે કે કૉમનવેલ્થ ગેમમાં કેવા પૈસા ખવાયા. આવી વાતો ખાનગી તો રહે જ નહીં.
પણ ખાનગી એટલે શું? તમે છાપે ન ચડો એટલે ખાનગી.
નેવુના દશકાના અંતમાંથી શરુ કરી હવે સોશ્યલ મીડીયા એટલું વિકસિત થયું છે કે સમાચાર પત્રોએ તેની સાથે સ્પર્ધા કરવી પડે છે. ૧૯૮૯-૯૦માં કાશ્મિરી હિન્દુઓની કતલેઆમને, હજારો હિન્દુ સ્ત્રીઓની આબરુની લૂંટને અને લાખો હિન્દુઓની હિજરતને, અખબારો અને ટીવી ચેનલો છૂપાવી શક્યા હતા, અથવા તો કહી શકાય કે ન ચગાવી શક્યા ન હતા.
આવું હવે થઈ ન શકે. આજે તો જે વાત, જે તે વિસ્તારના પાંચ દશ માણસો જાણે છે તે વાત તેમાંનો એક ફૂટે તો તે અઠવાડીયામાં આખા દેશને જાણતો કરી દે.
ઘટનાઓ, પછી ભલે તે ઘટનાઓ ફરેબી કે બનાવટી કેમ ન હોય, તેનો પ્રસાર એક મોટું પરિબળ છે. સામ્યવાદીઓ અને નહેરુવીયન કોંગ્રેસીઓ આ વાત સૌથી પહેલાં જાણી ચૂક્યા છે. જ્યારે નહેરુવીયન કોંગ્રેસનું શાસન હતું ત્યારે તેઓએ અનેક બ્લોગપોસ્ટને સ્થગિત કરેલી. સૂકા સાથે લીલું પણ બળે છે તેની દરકાર કરી ન હતી. સુલેખા ડૉટ કૉમ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું.
પણ આપણી મૂળ વાત છે કે શું આપણા બધા જ કટાર લેખકો, મૂર્ધન્યો, વિશ્લેષકો અને એંકરો વેચાણની જણસો છે?
જેમ ૧૦૦ કે ૧૦૦૦ સરકારી અધિકારીઓમાં એકાદો તો માઈનો પૂત નિકળે, કે જે કોઈની દરકાર ન કરે. જેમ કે સુરતના મ્યુનીસીપલ કમીશ્નર એસ આર રાવ, કે ઝોનલ ઓફીસર ખેરનાર, કે ઈલેક્સન કમીશ્નર ટીઆર શેષન. આ શક્યતાનો સિદ્ધાંત બધી જ જગ્યાએ લાગુ પડે છે. લેખકો પણ એવા નિકળે કે જેઓ કોઈની દરકાર ન કરે. પણ આવા લેખકો જે કંઈ લખે તેનાથી તાત્કાલિક ખાસ ફેર ન પડે. જેમ કે રાજીવ મલહોત્રા, નિસ્સાર હસન, તારેક ફતહ, સલમાન રશદી, તસ્લિમા નસરીન, … વિગેરેના વિચારો આનાથી તદ્ન વિરુદ્ધ વિચાર સરણી વાળાઓના સાગરમાં ડૂબી જાય છે.
લેખકોને નડે છે શું?
અમુક માન્યતાઓ તેમને નડે છે.
(૧) ટકી રહેવુંઃ બીજા અર્થમાં જીવતો નર ભદ્રા પામે. જો આપણી આ કોલમ રુપી જાગીર ટકી રહેશે તો આપણે ભદ્રા પામીશું. કટોકટીના સમયમાં ઘણા લેખકોએ આદેશ વગરની, સરકારી શરણાગતી, સ્વિકારી લીધેલી. જો કોલમરુપી જાગીરની દરકાર નહીં કરીએ તો તે બીજો લઈ જશે. માટે આપણી કોલમ બચાવો.
(૨) કિર્તીની ઘેલછા એટલે કે “હુ તો બધાથી જુદો છું”
(૩) હું તટસ્થ છું. હું તો બધાનું જ સારું અને નરસું બધું જ જોઉં છું. આનો બીજો અર્થ એમ થાય કે “ડબલ ઢોલકી”. સારું અને નરસું આમ તો, આ બધું સાપેક્ષ છે. આપણે એ ભૂલી જવું. એટલે કે આપણે પ્રમાણ ભાન રાખ્યા વગર બંને બાજુ ઢોલકી વગાડવી. મોટા ભાગના લેખકો “ઉંધા ચંબુના (છાલીયાના) શક્યતાના નિયમ પ્રમાણે) કેન્દ્રીય બિન્દુની ડાબી કે જમણી બાજુ પર ગોઠવાઈ જાય છે.
(૪) અમે તો ભાઈ ફોબીયાવાળા. જો કે અમે કબુલ નહીં કરીએ પણ અમે જે કહીએ તે સાચું જ છે.
(૫) વાસ્તવિકતાની નજીકઃ આવા લેખકો પણ છે જ. કે જેઓ વાસ્તવિકતાને સમજે છે. ક્યારેક તેઓ આ વાત પ્રદર્શિત કરે છે પણ તે વાચકોની અપેક્ષાને સંતોષી શકતા નથી. આનો સચોટ દાખલો વિનોબા ભાવે હતા. કટોકટી હતી ત્યારે ઘણા સુજ્ઞ લોકો માનતા હતા કે વિનોબા ભાવે કેમ મૌન છે. કારણકે વિનોબા ભાવેને કેટલાક લોકો ગાંધીજીનો વૈચારિક અવતાર માનતા હતા. તેમણે કહેલું કે કટોકટી એ અનુશાસન પર્વ છે. આનો અર્થ વિનોબા ભાવેના હિસાબે કંઈક હતો અને સરકારે તેનો અર્થ કંઈક જુદો એવો પોતાને સગવડ રુપ કરેલો, જે તદ્દ્ન ઉંધો હતો. સરકારનો તો તે વખતે તદ્દન જૂઠું બોલવું એ જ ધર્મ હતો. અને જનતા આ વાત પણ જાણતી હતી. પણ જેમ જૂઠી વાત સતત કહેવામાં આવે તો અંતે તેને બધા સાચી માની લે છે. તેમ વિનોબા ભાવે વિષે પણ માનવામાં આવ્યું. વિનોબા ભાવે એ બોલાવેલા “આચાર્ય સંમેલનમાં”, તેમણે સ્પષ્ટીકરણ પણ કર્યું. પણ કટોકટીમાં તો આવું બધું છાપામાં આવે નહીં. તેથી સુજ્ઞ લોકોએ પોતાની માન્યતા કાયમ રાખી. વિનોબા ભાવે કહ્યું, કે ભાઈ, હું તો મારી રીતે પ્રતિભાવ આપું. તમે તમારા શબ્દો મારા મોઢામાં, મારા શબ્દો તરીકે મુકાવો એ કેમ ચાલે!!
પણ જ્યારે જેને સુજ્ઞ લેખકો માનવામાં આવે છે તેવા લેખકો જ્યારે આવા અસત્યને સત્ય માની લે ત્યારે આપણને દુઃખ નહીં આઘાત પણ લાગે છે.
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
“બાર પુરબિયા અને તેર ચૉકા” તેરમો ચૉકો કોનો?
Posted in માનવીય સમસ્યાઓ, Social Issues, tagged અમરનાથ શ્રાઈન બોર્ડ, ઇન્દિરા ગાંધી, ઇન્સાનીયત, ઓમર, કલમ ૩૫એ, કલમ ૩૭૦, કહેવત, કાશ્મિર, કાશ્મિરીયત, ગુજરાતી ભાષા સમૃદ્ધ, ગુન્હાઈત, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, જંબુરીયત, જનમત, જનસેવક, જમ્મુ-કાશ્મિર રાજ્ય, નરેન્દ્ર મોદીની નીતિ, નહેરુવીયન કોંગ્રેસ, પાકિસ્તાન, પુનર્વસન, પ્રોષિત ભર્તૃકા, ફારુખ, બાર પુરબિયા અને તેર ચૉકા, ભૈયાજી, ભ્રષ્ટ, મિયાંની દોડ, મુસ્લિમ, મૌન, યુનોનો ઠરાવ, લશ્કરી કાર્યવાહી, લાંબી બુદ્ધિ, વહાબી, વાક્ય પ્રયોગ, શાંતિ, શિયા, સમસ્યા, સાંસ્કૃતિક સાથીઓ, સિમલા સમજુતિ, સુન્ની, સુફી, સુરક્ષા, હિન્દીભાષી, હિમાલય જેવડી ભૂલ on August 25, 2017| 2 Comments »
“બાર પુરબિયા અને તેર ચૉકા” તેરમો ચૉકો કોનો?
ગુજરાતીમાં કહેવત છે “બાર પુરબિયા અને તેર ચૉકા”.
કેટલાક લોકોને ખબર ન પણ હોય કે આનો અર્થ શું?
પુરબિયા એટલે ભૈયાજી. ભૈયાજી એટલે હિન્દીભાષી અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો જેઓ કામ ધંધા માટે ગુજરાતમાં આવે છે. તેમની પત્નીઓ યુપી-બિહારમાં પ્રોષિત ભર્તૃકા તરીકે રહેતી હોય છે. આ ભૈયાજીઓ આ કારણથી છડે છડા હોય છે (છડે છડા એટલે કે પત્ની સાથે ન હોય તેવા એકલા પુરુષો).
ગુજરાતી પુરુષો પણ કામધંધા માટે (મિયાંની દોડ મસ્જીદ સુધી એ નાતે) મુંબઈ જતા. તેઓ પણ છડે છડા જતા. એક ઓરડી ભાડે રાખીને રહેતા. મુંબઈમાં તેઓ પોતાની જ્ઞાતિની હોટલોમાં જમતા.
ગુજરાતમાં આવતા છડે છડા ભૈયાજીઓ જો સાથે રહેતા હોય તો તેઓ પોતે જ રાંધીને ખાય. હવે ધારો કે એક રુમમાં બાર ભૈયાજીઓ રહેતા હોય તો તેમના ચૉકા (ચૂલા) અલગ અલગ હોય. શા માટે અલગ અલગ હોય તે જાણવા મળ્યું નથી. કદાચ એમ હોય કે પેટા જ્ઞાતિઓ વચ્ચે પણ ભેદભાવ હોય અને આ પેટા જ્ઞાતિઓ વચ્ચે એક બીજાનું રાંધેલું જમવાની બંધી હોય.
એ જે હોય તે. એક વાત તો સમજી શકાય તેમ છે કે બાર ભૈયાજીઓ જો એક રુમમાં પોત પોતાનું જુદા જુદા ચૂલા ઉપર રાંધીને ખાતા હોય તો બાર પુરબિયાના બાર ચૂલા હોય. પણ બાર પુરબિયાના તેર ચૉકા કેવી રીતે થાય? આ તેરમો ચૉકો ક્યાંથી આવ્યો? આ તેરમો ચૉકો કોનો?
મારા માતુશ્રીને મેં આ સવાલ કરેલો. મારા માતુશ્રી પાસે કહેવતોનો અને વાક્ય પ્રયોગોનો ભંડાર હતો. જો કે તે સમયની બધી સ્ત્રીઓ અને અને બધા જ પુરુષો પાસે કહેવતો અને વાક્ય પ્રયોગોનો ભંડાર રહેતો હતો. અને હમેશા કહેવતો અને વાક્ય પ્રયોગોનો ઉપયોગ થતો રહેતો હતો. તેથી નવી જનરેશન પણ આ વારસો જાળવી શકતી હતી. ગુજરાતી ભાષા ઘણી સમૃદ્ધ હતી. પણ એ વાત અહીં નહીં કરીએ. મારાં માતુશ્રી પાસેથી મારા પ્રશ્નનો જવાબ મળી શકેલ નહીં પણ સમય જતાં હું અનેક ભૈયાજીઓના ઠીક ઠીક સંપર્કમાં આવ્યો. અને મને મારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો. તે કદાચ ખોટો પણ હોઈ શકે. જેમને સાચા ઉત્તરની ખબર હોય તો તેઓ જણાવે.
ગુજરાતીભાઈઓમાં રાંધતા આવડતું હોય તેવા ગુજરાતીઓ બહુ ઓછા હોય. તેનાથી ઉલટું ભૈયાજીઓમાં જેમને રાંધતા ન આવડતું હોય તેવા ભૈયાજીઓ તદ્દન ઓછા હોય. ભૈયાજીઓ પણ રૂઢીચૂસ્ત હોય છે. હવે આપણે જે બાર પુરબિયા અને તેર ચૉકાની વાત કરતા હતા અને તેમાં જે તેરમો ચૉકો કોનો એ જે પ્રશ્ન હતો તેનો ઉત્તર એ છે કે આ બાર પુરબિયામાં એક એવો માઈનો લાલ નિકળે જેમની કોમ્યુનીટીમાં સવારે જે ચૂલા ઉપર રાંધ્યુ હોય તે ચૂલા ઉપર સાંજે ન રંધાય. આ પ્રમાણે બાર ભૈયાજીઓમાંથી એક ભૈયાજી એવા નિકળે જેમને બે ચૂલાની જરુર પડે.
બાર પુરબીયાના તેર ચૉકા ભલે હોય પણ તેથી કંઈ કોઈ ભૈયાજી ભૂખ્યા ન રહે. પણ જ્યારે સમસ્યા એક હોય અને પુરબિયા જેવા બાર વિદ્વાનો તેના તેર ઉપાયો સૂચવે અને વળી દરેક વિદ્વાન પણ બારમા ભૈયાજી જેવા હોય ત્યારે સમસ્યા વધુ જ ગૂંચવાય.
કાશ્મિરની સમસ્યા વિષે પણ કંઈક આવું જ છે.
જો આપણે કાશ્મિરની સમસ્યાનું સમાધાન જોઇતું હોય તો તેના અનેક પાસાંઓ છે. સમસ્યા કાશ્મિરની છે કે જમ્મુ – કાશ્મિરની છે? ભારતની છે કે પાકિસ્તાનની છે કે બંનેની છે કે વિશ્વની છે? કશ્મિર સમસ્યા એ રાજકીય સમસ્યા છે કે સામાજીક સમસ્યા છે. સામાજીક સમસ્યા એટલે કે કાશ્મિરના લોકોની સમસ્યા એમ સમજવું.
વાસ્તવિક પરિસ્થિતિ શું છે?
જમ્મુ – કાશ્મિર ના રાજાએ પોતાના રાજ્યનું ભારત સાથે જોડાણ કરેલ,
(૧) યુનોનો ઠરાવ છે કે પાકિસ્તાને પોતાના સુરક્ષા દળો પીઓકેમાંથી હટાવી લેવા.
(૨) જ્યાં સુધી જમ્મુ-કાશ્મિર નો જનમત ન લેવાય ત્યાં સુધી આ રાજ્યને જીવન જરુરીયાતોની ચિજવસ્તુઓનો પુરવઠો પુરો પાડતા રહેવું.
(૩) પૂરા જમ્મુ-કાશ્મિર રાજ્યમાં (પીઓકે સહિતના રાજ્યમાં) ભારત પોતાના સુરક્ષા દળો રાખી શકશે જેથી કરીને ત્યાં જનમત લઈ શકાય.
(૪) પાકિસ્તાને કોઈપણ લશ્કરી કાર્યવાહી આ વિસ્તારમાં ન કરવી.
ભારતે પોતાના કબજા હેઠળના જમ્મુ-કાશ્મિરમાં લોકશાહી ઢબે લોકમત લઈ લીધો છે અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ સર્વાનુમતે જમ્મુ-કાશ્મિરના રાજાએ કરેલ ભારત સાથેના જોડાણને માન્ય રાખ્યું છે. પીઓકેમાં આવું કશું થઈ શક્યું નથી.
પાકિસ્તાને યુનાના ઠરાવના બધા જ પ્ર્રાવધાનોનો છડે ચોક ભંગ જ કર્યો છે. આ બધું જ રેકોર્ડ ઉપર છે. પાકિસ્તાનને હવે જનમત માગવાનો કે કોઈપણ માગણી મુકવાનો હક્ક નથી અને આધાર નથી.
એક નહીં અનેક
નહેરુવીયન કોંગ્રેસે એક નહીં હજાર હિમાલય જેવડી ભૂલો કરી છે. “સિમલા કરાર” એક હિમાલય જેવડી ભૂલ છે. ઇન્દિરા ગાંધીમાં લાંબી બુદ્ધિ હતી નહીં. ૧૯૭૧નું યુદ્ધ આપણું સૈન્ય જીત્યું. પાકિસ્તાનની બેવકુફી અને તેની તે વખતના યુદ્ધમાં ભૌગોલિક પરિસ્થિતિઓ જોતાં આ યુદ્ધ, ભારતે જીત્યા સિવાય છૂટકો પણ ન હતો.
ભારત માટે પાકિસ્તાન-ભારત વચ્ચેની બધી જ સમસ્યાઓના ભારત તરફી ઉકેલો માટે આ સમય એક શ્રેષ્ઠ સમય હતો. પણ ઇન્દિરા ગાંધીમાં લાંબી બુદ્ધિ ન હોવાથી તેણે બધું જ ગુમાવ્યું. કાશ્મિરનો મુદ્દો તો ઉકેલાઈ જ ગયો હોત. તે વખતે કલમ ૩૫એ, કે કલમ ૩૭૦ કે તેથી પણ કંઈક વધુ મેળવી શકાયું હોત. ટૂંકમાં આપણે વંશવાદના અને એક હથ્થુ શાસનના બધા જ ગેરફાયદાઓ મેળવ્યા.
ભારત – પાકિસ્તાન વચ્ચે સિમલાની સમજૂતી કે જે પરસ્પર વાટાઘાટોની છે, તે કેટલી કારગત નિવડશે કે વ્યંઢ અને નિસ્ફળ જશે તેની સમજ એક રાજકીય વ્યક્તિ તરીકે ઇન્દિરા ગાંધીમાં હોવી જોઇએ તે ન હતી. પાકિસ્તાનની રચના જૂઠ અને હિંસાના સહારે થઈ છે તે વાત જે ન જાણતા હોય તે લોકોએ રાજકારણમાં રહેવું ન જોઇએ કે તેની વાત પણ ન કરવી જોઇએ.
ભારતની દૃષ્ટિએ ભારત-પાકિસ્તાન વચ્ચેની કાશ્મિર સમસ્યા ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મિર છે અને એમ જ હોવું જોઇએ.
એક વાત સમજવી જોઇએ કે અખંડ ભારતના બે ભાગ પડ્યા નથી. પણ કાયદેસર રીતે બ્રીટીશ ઈન્ડીયામાંથી બ્રીટીશે સૌ પ્રથમ પાકિસ્તાનનો પ્રદેશ સ્વતંત્રતા આપવા માટે છૂટો કર્યો. અને તેને સ્વતંત્રતા આપી. તે પછી ભારતને સ્વતંત્રતા આપી. જમ્મુ-કાશ્મિર રાજ્ય ભારતનો હિસ્સો છે. અને આ નિર્ણયને જમ્મુ-કાશ્મિર રાજ્યની જનતાની મંજૂરી છે. આ હકિકતને ઉવેખી ન શકાય. કાશ્મિર સાંસ્કૃતિક રીતે કે સામાજીક રીતે કે રાજકીય રીતે ભારતથી અલગ નથી. આ બાબતની પુષ્ટિ આપતા અનેક પુરાવાઓ છે.
ભારતના ભાગલા ધર્મને આધારે થયા હતા તેનો કોઈ કાયદાનો આધાર નથી. સુફી, શિયા, સુન્ની અને વહાબી … આ બધામાં આભ જમીનનો ફેર છે અને તેમને ઉભા રહ્યે ન બને જો તેમને એક જ પ્રદેશમાં રાખ્યા હોય તો.
કાશ્મિર સમસ્યા વિષે આપણા અમુક કટારીયા લેખકો તટસ્થના “ક્રેઝ”માં કશ્મિરમાં જે અશાંતિ છે તેને સામાજીક એટલે કે કાશ્મિરની જનતાની ભારત વિરોધી ભાવના તરીકે ઓળખાવે છે. આ બાબતની ચર્ચા આપણે “સુજ્ઞ લોકોની કાશ્મિર વિષેની ભ્રમણાઓ” ના બ્લોગમાં આજ બ્લોગ સાઈટ ઉપર જોયું છે. તેથી જેમને શંકા હોય તેઓ તે બ્લોગ વાંચી જાય.
આ બધું તો ઠીક પણ કાશ્મિરની એટલે કે જમ્મુ અને કાશ્મિર રાજ્યમાં જે અશાંતિ છે તે સમસ્યાનું નિવારણ શું?
નહેરુવીયન કોંગ્રેસ કહે છે કે કાશ્મિરની અશાંતિ બીજેપી સરકારે અપનાવેલી નીતિ છે.
નહેરુવીયન કોંગ્રેસના કહેવા પ્રમાણે વાટાઘાટો દ્વારા કાશ્મિર સમસ્યાનું નિવારણ થઈ શકે.
નહેરુવીયન કોંગ્રેસ આતંકવાદી હુમલાઓ બાબતમાં મૌન છે.
નહેરુવીયન કોંગ્રેસ, આતંકવાદીઓને પાકિસ્તાનમાંથી મળતા ફંડ વિષે મૌન છે.
નહેરુવીયન કોંગ્રેસના નેતા કાશ્મિરમાં રહેલા અલગતાવાદીઓ કાશ્મિરના યુવાનોને ઉશ્કેરે છે તે પ્રત્યે મૌન છે.
નહેરુવીયન કોંગ્રેસ, જે કાશ્મિરીનેતાઓ હિંસાને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઉત્તેજે છે તે વિષે મૌન છે.
નહેરુવીયન કોંગ્રેસનું એક માત્ર રટણ એ છે કે નરેન્દ્ર મોદીની નીતિઓએ કાશ્મિરની અશાંતિ ઉત્પન્ન કરી છે. નરેન્દ્ર મોદીએ કાશ્મિરના અલગતાવાદીઓ અને પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવી જોઇએ.
નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ કાશ્મિરના અલગતાવાદી નેતાઓ સાથે “ઠહાકા મારીને” શી ચર્ચાઓ કરી હશે તે વિષે તેમણે ફોડ પાડ્યો નથી.
નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાનની ટીવી ચેનલ ઉપર “અમારી જ્યારે સરકાર હતી ત્યારે અમે વાટાઘાટો કરતા હતા. તે વખતે કાશ્મિરમાં શાંતિ હતી. (જો શાંતિ લાવવી હોય તો) તમારે નરેન્દ્ર મોદીને હટાવવા પડશે..” એવું કહે છે.
ચાલો. આ બધું જવા દો. પણ શું નહેરુવીયન કોંગ્રેસના શાસનમાં શાંતિ હતી ખરી?
ધારો કે માની લઈએ કે કાશ્મિરમાં શાંતિ હતી તો નહેરુવીયન કોંગ્રેસે કાશ્મિરી હિન્દુઓનું પુનર્વસન કેમ ન કર્યું?
વાસ્તવમાં નહેરુવીયન કોંગ્રેસ માટે કાશ્મિરની સમસ્યાનું કશું નિવારણ છે જ નહીં. તેને તેમાં રસ જ નથી. તેમાં તેનો અને કાશ્મિરના સહયોગીઓનો સ્વાર્થ છે. પણ આવી સ્થિતિ સ્વપ્રમાણિત તટસ્થ મીડીયા મૂર્ધન્યોની ન હોવી જોઇએ જો તેમના મનમાં દેશનું હિત હોય તો..
પણ આમાં “બાર પુરબિયા અને તેર ચૉકા” ક્યાં આવ્યા?
અરે ભાઈ પ્રશ્ન એ છે કે “બાર પુરબિયા ને તેર ચૉકા”માં તેરમો ચૉકો કોનો?
નહેરુવીયન કોંગ્રેસ અત્યારે બાજપાઈની નીતિને અનુમોદન આપે છે. પણ જ્યારે બાજપાઈનું રાજ હતું ત્યારે બાજપાઈને સમર્થન આપ્યું ન હતું.
બાજપાઈની નીતિ હતી “ઇન્સાનિયત, કાશ્મિરીયત અને જંબુરીયત”
પ્રાસ સારો છે. વિચાર પણ સારો છે. પાડો તાલીઓ.
પણ શું કાશ્મિરમાં પ્રત્યક્ષ કે અને પરોક્ષરીતે અશાંતિ ફેલાવનારાઓને આ લાગુ પડે છે? તેમણે આ બાબતમાં કોઈ કદમ ઉઠાવ્યાં ખરા?
ઈન્સાનિયતઃ
સુરક્ષા દળો કે જેઓ આતંકવાદીઓ સાથે લડતા હોય તેમના કામમાં રુકાવટ કરવા અને તેમને ઈજા કરવા પત્થર મારો કરવો અને પેટ્રોલ બોંબ ફેંકવા, તે શું ઇન્સાનીયત છે?
કાશ્મિરી મુસ્લિમોએ ઉઘાડે છોગ, લાઉડસ્પીકરવાળા વાહનો ફેરવી ઘોષણાઓ દ્વારા, મસ્જીદોના લાઉડસ્પીકરોમાંથી ઘોષણાઓ દ્વારા, સમાચાર પત્રોમાં આવી જાહેરાતો દ્વારા, દિવાલો ઉપર અને દરેક હિન્દુ ઘરો ઉપર આવા પોસ્ટરો દ્વારા. હિન્દુઓને ધમકીઓ આપી કે સુનિશ્ચિત તારીખ સુધીમાં કાં તો મુસલમાન બનો અથવા તો ઘર છોડી ચાલ્યા જાવ. જો આવું નહીં કરો તો તમારી કતલ થશે. પછી આ કાશ્મિરી મુસ્લિમોએ ૩૦૦૦+ હિન્દુઓને શોધી શોધીને. સીમાપારના આતંકીઓને ભરપૂર સાથ આપ્યો. આ બધા કુકર્મો શું ઈન્સાનિયત છે?
કાશ્મિરીયતઃ
કાશ્મિર શેના માટે પ્રખ્યાત હતું? કાશ્મિર તેની હિન્દુ સંસ્કૃતિ, સંસ્કૃત સાહિત્ય અને સુફી મત માટે પ્રખ્યાત હતું. હિન્દુઓને તો બેઘર કર્યા. જે ન ગયા તેમની કતલ કરી. એટલે હિન્દુઓ તો રહ્યા નહીં. તેમના અવશેષોને ધરાશાયી કર્યા. આ કંઈ સુફીવાદનું આવું લક્ષણ તો છે જ નહીં. એટલે સુફીવાદ તો રહ્યો જ નથી. અમરનાથ યાત્રીઓ ઉપર આતંકી હુમલાઓ કરવા એ શું કાશ્મિરીયત છે?
શું હિન્દુઓ ભારતમાં હજ ઉપર જતા યાત્રીઓ ઉપર હુમલાઓ કરે છે? હિન્દુઓ તો ઇન્સાનીયત અને દીનદારીયત જાળવતા રહ્યા. પણ કાશ્મિરી મુસ્લિમોની ઇન્સાનીયત અને દીનદારીયત ક્યાં રહી? તેમનામાં કાશ્મિરીયત રહી જ ક્યાં છે? પોતાના ગુન્હાઓની અને ભૂલોની સજાઓ ભોગવાની વાત તો જવા દો, પણ પોતાના ગુનાઈત કુકર્મો ઉપર પસ્તાવો પણ કરતા નથી. કાશ્મિરી હિન્દુઓના પુનર્વાસની તો વાત કરતા નથી.
જંબુરીયતઃ
જંબુરીયત એટલે સુશાસન.
કાશ્મિરમાં અબજો રુપીયા ભારત સરકારે હોમ્યા. પૈસાદાર કોણ થયું? ફારુખ અબ્દુલા અને ઓમર અબ્દુલ્લા પૈસાદાર થયા. આજ ફારુખ અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાના શાસનમાં આતંકવાદ અને અલગતાવાદ ફુલ્યો ફાલ્યો. ફારુખ અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ, એ નહેરુવીયન કોંગ્રેસનું ઔરસ/અનૌરસ અને વૈચારિક ફરજંદ છે. એટલે જ્યારે ફારુખ અબ્દુલ્લાની વાત કરીએ ત્યારે નહેરુવીયન કોંગ્રેસને સંલગ્ન ગણી લેવી.
આ ફારુખ અબ્દુલ્લા પોતાને નેતા (અહિંસક વ્યાખ્યા પ્રમાણે નેતા એટલે જનસેવક) માને છે. જનસેવક જો સત્તા ઉપર હોય તો તેનું કામ જનતાની મુશ્કેલીઓ દૂર કરવાનું અને તેની સુરક્ષા કરવાનું હોય છે. જનસેવક જો સત્તા ઉપર ન હોય તો તેનું કામ જનતાની સમસ્યાઓને વાચા આપવાનું હોય છે.
પણ આ ફારુખ અબ્દુલ્લાએ શું કર્યું?
૧૯૮૯ સુધી અલગતાવાદી બળોને નાથ્યા નહીં. તેઓ બળવત્તર બન્યા અને અસીમ રીતે હિંસક બન્યા ત્યારે આ ફારુખ અબ્દુલ્લાએ ગડગડતી મુકી અને “યુ.કે.” જતા રહ્યા. જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે પાછા આવ્યા અને સત્તા સંભાળી. આ ફારુખ અબ્દુલ્લાએ હિન્દુઓના પુનર્વસન વિષે કશું જ ન કર્યું. ન કોઈ ગુનેગારની ઉપર કાયદેસર કામ ચલાવ્યું.
આ ફારુખ અબ્દુલ્લાએ શું કર્યું? અમરનાથ શ્રાઈન બોર્ડને જમીન ફાળવવાની બાબત કે જેમાં અમરનાથ યાત્રીઓની યાત્રા સુવિધાજનક કરવાની હતી. હેડ ઓફ ધ સ્ટેશની રુએ જમીનની માલિકી કાશ્મિરના ગવર્નરની રહે તે સહજ હતું. “હેડ ઓફ ધ સ્ટેટ” હિન્દુ કે કાશ્મિરી ન પણ હોઈ શકે. કારણ કે ગવર્નર તો બદલાતા રહે. આ આખી વાત ક્ષુલ્લક હતી. પણ આ ફારુખ અબ્દુલ્લાએ આ ક્ષુલ્લક બાબત ઉપર જંગ છેડ્યો હતો. કૂદી કૂદીને તેની વિરુદ્ધ બોલતો હતો.
કાશ્મિરની સુરક્ષાની જેના માથે જવાબદારી છે તે સુરક્ષા દળ જો એક પત્થરબાજને જીપ સાથે બાંધે તો કાશ્મિરના મુસ્લિમોને ધરતી રસાતાળ થતી લાગે છે. તેઓ હિન્દુઓના માનવીય હક્કો ની સદંતર અવગણના કરે છે. તેમને મન કાશ્મિરના હિન્દુઓની કતલેઆમ, હિન્દુઓને નિરાશ્રિત કરી પાયમાલ કરી, તેમના પુનર્વસનની સમસ્યા ઉપર ગુન્હાઈત અવગણના પચીસ પચીસ વર્ષ સુધી પણ કર્યા કર્યા કરવી એવી રાજપ્રેરિત અમાનવીયતા કરતાં એક મુસ્લિમ પત્થરબાજને જીપ સાથે બાંધ્યો તે વધુ અમાનવીય લાગે છે. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની માનસિકતા અને વલણને ફારુખ અને ઓમરની માનસિકતા સાથે ગણી લેવી.
કાશ્મિરમાં સીમાપારના આતંકવાદી મૂળીયાં નાખનાર નહેરુવીયન કોંગ્રેસની ફરજંદ ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી સહિતની ઉચ્ચ નેતાગીરી અને તેમની ટૂંકી દૃષ્ટિ જવાબદાર છે. આ જવાબદારીમાંથી તેઓ કદી છટકી ન શકે.
તેરમો ચૉકો નહેરુવીયન કોંગ્રેસનો છે. નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓ નવરા ધૂપ છે. લૂલીને છૂટ્ટી મુકી દો. “નાગે કુલે ફત્તેહખાં.”
આ બધું તો ખરું પણ કાશ્મિર સમસ્યાનો ઉકેલ શો?
જેઓ પોતાને રાષ્ટ્રવાદી માને છે તેમણે અલગતાવાદી નેતાઓને કાશ્મિરની સમસ્યા ઉપર હાથ જ મુકવા ન દેવો. જ્યારે તેઓ કંઈપણ ઉચ્ચારણ કરે, કે ન કરે ત્યારે પણ, તેમના ઉપર તેમના ઉપરોક્ત વર્ણિત ગુન્હાઈત કાર્યોને ઉજાગર કરતા રહેવું. આજ આપણો ધર્મ છે.
કાશ્મિરની સમસ્યા નરેન્દ્ર મોદી પોતાની રીતે ઉકેલશે.
પણ આ નહેરુવીયન કોંગી અને તેમના સાંસ્કૃતિક સાથીઓ જેમાં કેટલાક મીડીયા મૂર્ધન્યો પણ સમાવિષ્ઠ થઈ જાય છે તેમની ઉપર હમેશા વૈચારિક પ્રહારો કરતા રહેવું એ સુજ્ઞ લોકોનો ધર્મ છ
કાશ્મિર સમસ્યા વાસ્તવમાં કાશ્મિરના હિન્દુઓને પુનર્ સ્થાપિત કરી તેમના ઉપર અત્યાચાર કરનારાઓને જેલમાં પુરી કાયદેસર કામ ચલાવવું એ છે. જેઓએ આ કામ ન કર્યું તેમનો જવાબ માગતા રહેવું પડશે.
બાજપાઈ
બાજપાઈએ એવું માન્યું હતું કે ગુનેગારને ફુલ લઈને વધાવીશું તો તેનામાં સારપ ઉગી નિકળશે.
મહાત્મા ગાંધી
મહાત્મા ગાંધી અગમ્ય હતા. તેઓ પોતાની રમતના પાના (પત્તાં) ખુલ્લા રાખતા હતા. પણ તેમના પાનાને કોઈ ઓળખી શકતું ન હતું. ગાધીજીનું દરેક પાનુ હુકમનો એક્કો બનતું હતું. કોંગ્રેસને આમજનતા માટે ખુલ્લી કરવાના પ્રસ્તાવને તે વખતના શિર્ષ નેતાઓ સમજી શક્યા ન હતા. સ્વદેશી અને સવિનય કાનૂનભંગને રવિન્દ્ર ટાગોર સહિતના મોટા નેતાઓ સમજી શક્યા ન હતા. અહિંસક માર્ગે આંદોલનને હજી સુધી નહેરુવીયન કોંગ્રેસ સહિત કોઈ સમજી શક્યું નથી.
નરેન્દ્ર મોદીઃ
જે સમસ્યા છે તેના અનેક પાસાં છે. આતંકવાદીઓ, ઘરના દુશ્મનો, કાશ્મિરની આર્થિક સમસ્યાઓ અને લઘુમતિ કે સ્થાનિક કક્ષાએ બહુમતિમાં હોય ત્યારે તેનામાં રહેતી માનસિક વૃત્તિની સામે કેવું વલણ અપનાવવું આવી અનેક મોરચાની આ લડાઇઓ છે.
નરેન્દ્ર મોદીમાં ગાંધીજી અને કૌટીલ્યનું મિશ્રણ છે. નરેન્દ્ર મોદીના પાનાંને સમજવા ભારતીય મુર્ધન્યો સક્ષમ નથી. જેણે સ્વકેન્દ્રી કેશુભાઈ અને રાજનીતિના ભિષ્મ ગણાતા અડવાણીને લડ્યાવગર જ પરાસ્ત કર્યા તેના શાસનના છૂટક છૂટક બનાવોને આઈસોલેશનમાં લઈ ટીકા કરવી અને તારવણીઓ કરવી સહેલી છે. પણ આવી તારવણી કરવાવાળા ઉંધા માથે પટકાયા છે.
સુજ્ઞજનો માટે શ્રેય શું છે?
શ્રેય એ જ છે કે જેઓ કોમવાદી, જ્ઞાતિવાદી અને સ્વકેન્દ્રી છે તેમને ઉઘાડા પાડતા રહીએ.
હવે વિરોધપક્ષ રહ્યો નથી અને વિરોધ પક્ષ વગરનો શાસક પક્ષ સરમુખત્યાર થઈ જશે અથવા થઈ રહ્યો છે એવી ધારણાઓ કે એવા ફંફોળા કરી, જે કોઈ હાથવગો હોય તેને બિરદાવો એવા તારણ ઉપર આવવું એ આત્મઘાતી નિવડશે. મનમાંને મનમાં પરણવું અને મનમાં ને મનમાં રાંડવાનું બંધ કરવું પડશે.
નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક પક્ષો, તેના શિર્ષનેતાઓ સહિત, સિદ્ધ થયેલા ભ્રષ્ટ પક્ષો છે. નહેરુવીયન કોંગ્રેસે છ દાયકા રાજ્ય કર્યું. તો હાલના પક્ષને બે ટર્મ તો રાજ કરવા દો.
વડા પ્રધાનના સંતાન થયા એટલે વડા પ્રધાન તરીકેની આવડત આવી ગઈ, ખ્યાતિ મળી એટલે પક્ષ ચલાવવાની આવડત આવી ગઈ, આ રીતે સુંઠના ગાંગડે ગાંધી થવાતું નથી. વિરોધ પક્ષ કાળાંતરે આપોઆપ પેદા થશે.
પૉરો ખાવ.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ બાર પુરબિયા અને તેર ચૉકા, હિન્દીભાષી, ભૈયાજી, પ્રોષિત ભર્તૃકા, મિયાંની દોડ, કહેવત, વાક્ય પ્રયોગ, ગુજરાતી ભાષા સમૃદ્ધ, કાશ્મિર, સમસ્યા, મુસ્લિમ, પાકિસ્તાન, યુનોનો ઠરાવ, સિમલા સમજુતિ, જનમત, લશ્કરી કાર્યવાહી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, હિમાલય જેવડી ભૂલ, ઇન્દિરા ગાંધી, લાંબી બુદ્ધિ, કલમ ૩૫એ, કલમ ૩૭૦, જમ્મુ-કાશ્મિર રાજ્ય, નહેરુવીયન કોંગ્રેસ, મૌન, ગુન્હાઈત, નરેન્દ્ર મોદીની નીતિ, શાંતિ, પુનર્વસન, ઇન્સાનીયત, કાશ્મિરીયત, જંબુરીયત, સુફી, વહાબી, સુન્ની, શિયા, ભ્રષ્ટ, જનસેવક, ફારુખ, ઓમર, સુરક્ષા, અમરનાથ શ્રાઈન બોર્ડ, સાંસ્કૃતિક સાથીઓ
મૂર્ધન્યોનો અર્ધફોબીયા અને ધારણાઓ ભાગ-૨
Posted in માનવીય સમસ્યાઓ, tagged અંગ્રેજીયતના ચાહક, અર્ધ ફોબિયા, આપખુદી, ઇન્દિરા ગાંધી, ઇસ્લામિક ફોબિયા, કટારીયા, ગર્વસે કહો હમ હિન્દુ હૈ, ગાંધીજી ચતુર વાણિયા, ગૉન-કેસ, ડીબીભાઈ, દિવ્યભાસ્કર, નહેરુ, પૂર્ણ ફોબિયા, પૂર્વ પક્ષ, પ્રાથમિકતા, બેટલ ફોર સંસ્કૃત, ભારતીય સંસ્કૃતિના ચાહક, ભ્રમ, મુસલમાનો, મૂર્ધન્યો, મેરા ભારત મહાન, રાજિવ મલહોત્રા, વૈદિક શિક્ષણ પ્રણાલી, સાંપ્રત સમસ્યા, સેક્યુલર, સોસીયલ મીડીયા, હિન્દુ ફોબિયા, હિન્દુરાષ્ટ્ર on June 13, 2017| Leave a Comment »
મૂર્ધન્યોનો અર્ધફોબીયા અને ધારણાઓ ભાગ-૨
આતંકવાદીઓ ધર્માંધ મુસ્લિમના વર્ગીકરણ હેઠળ આવે. જો કે આતંકવાદીઓ માટે તો ધર્માંધ શબ્દ પણ નાનો પડે. પણ ધર્મને જ્યારથી રાજ્યે મહત્ત્વ આપવું શરુ કર્યું અને ચૂટણીઓની રમતોમાં ધર્મ અને જાતિના સમીકરણો નહેરુવીયન કોંગ્રેસે વિકસાવ્યા ત્યારથી ભારતમાં ધર્મ અને જાતિ (જ્ઞાતિ)નો ફોબીયા ઉત્પન્ન થયો. હિન્દુઓમાં પણ પૂર્ણ કે અર્ધ મુસ્લિમ-ફોબીયા અને અર્ધ-ખ્રીસ્તી ફોબીયા હોય છે. ફલાણો માણસ મુસ્લિમ કે ખ્રીસ્તી છે તેથી તે સારો હોય તો પણ ગમે તે પ્રકારે તે ખરાબ જ છે. આમાં એ.પી.જે. કલામને પણ ન છોડાય, ફિરોઝ ગાંધીને પણ ન છોડાય અને મધર ટેરેસાને પણ ન છોડાય. તેવી જ રીતે આંબેડકરને પણ ન છોડાય.
ટેલ સ્પેડ એ સ્પેડ (ચીપિયો પછાડીને કહો … સાચી વાત કહો)
આતંકવાદીઓને કોઈ ધર્મ હોતો નથી.
જો તમારે મુસલમાનની સુજ્ઞતા જાણવી હોય તો તમે એ વિચાર વહેતો મુકો કે આતંકવાદીઓને ધર્મ હોતો નથી. માટે આતંકવાદીના શબને ન તો તેમના સંબંધીઓને હવાલે કરવું, ન તો આતંકવાદીના શબને દાટીને ઉત્તરક્રિયા કરવી. આતંકવાદીના શબને ઉકરડા સાથે બાળી દેવું અથવા મધ દરિયે વહેતું કરી દેવું.
આ વાત જે મુસલમાન કબુલ રાખે તેને સાચો મુસલમાન માનવો. દેખીતી રીતે જ આ તર્ક બધાએ માન્ય રાખવો જોઇએ. પણ આપણા મૂર્ધન્યો આ વિચાર વહેતો મુકી શકવાની હિમત ધરાવે છે ખરા?
બીજેપીના તરફદારો કે મોદી-યોગી ભક્તો તો આ વાત કબુલ રાખશે. પણ આપણે તેમને અવગણીશું.
જ્યારે પણ “આતંકવાદીઓ હુમલો કરે અને માનવ હત્યાઓ કરે ત્યારે તેમને આતંકવાદી તરીકે જ ઓળખવા જોઇએ. તેમને મુસલમાન તરીકે ઓળખવા જ ન જોઇએ” આ રીતની વાત તો નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ કૂદકા મારી મારીને કહેશે. પણ આતંકવાદીના શબને ઉકરડા સાથે બાળી દેવું કે મધદરિયે વહાવી દેવું એ વાત નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેના સાંસ્કૃતિક સાથીઓ કબુલ રાખે તે વાત અશક્યમાં પણ અશક્ય છે.
ઉપરોક્ત ચાર પ્રકારના મુસ્લિમોમાંથી એક અને બે પ્રકારના મુસ્લિમો વિતંડાવાદ કરશે જ કરશે. તેઓ આંદોલન પણ કરશે. તેઓ કહેશે “આતંકવાદીઓ મુસ્લિમ નથી પણ તેઓ કોઈના બેટા તો છે જ ને! તો તેમના શબ તેમના સગાંઓને આપી દેવા જોઇએ. આતંકવાદીઓના સગાઓ ઉપર શબનો નિકાલ કેવી રીતે કરવો તે નિર્ણય છોડી દો”. જો કે આ એક અને બે પ્રકારના લોકો તો ઘણા જ આગળ વધી વર્ગ વિગ્રહ કરવા સુધી પહોંચી જશે. નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ તો આવી ચર્ચાના કરણે કોઈ વિગ્રહ ફાટી નિકળે તેની રાહ જોઇને જ બેઠા છે. તેમને મદદ કરવા તલપાપડ છે.
ત્રીજા પ્રકારના મુસ્લિમો મૌન રહેવું પસંદ કરશે. અને ચોથા પ્રકારના મુસ્લિમો આતંકવાદીઓના શબના નિકાલની આપણી વાતને આવકારશે.
હિન્દુ-ફોબીયા
મુસ્લિમોની ઠીક ઠીક સંખ્યા હિન્દુ-ફોબિયાથી પીડિત હોય છે. આનું મુખ્ય કારણ સંવાદનો અભાવ હોય છે. વળી હિન્દુઓ પોતાના વિસ્તારમાં મુસ્લિમોને ઘર ભાડે આપતા નથી.કારણ કે મુસ્લિમોમાં કોણ આતંકવાદી સાથે હોઈ શકે અને કોણ ન હોઈ શકે તે તેઓ જાણી શકે તેમ હોતા નથી. વળી મુસ્લિમ વિસ્તારની નજીક રહેતા હિન્દુઓનો અનુભવ મુસ્લિમો વિષે સારો હોતો નથી. હિન્દુ અને મુસ્લિમો વચ્ચે સંવાદ કેવી રીતે સ્થાપી શકાય તે મહ્ત્ત્વનો પ્રશ્ન છે.
બાવા-યોગી-ફોબિયાઃ
બાવાઓની વિરુદ્ધ અધ્ધર અધ્ધર બોલવું તે એક ફેશન છે. વાસ્તવમાં બધા બાવાઓને એક લાકડીએ હાંકી ન શકાય. ઓશો આસારામ, સંત રજનીશમલ, રાધે મા, જેવા બાવાઓ એક વહાણના પ્રવાસીઓ છે. ધીરેન્દ્ર બ્રહ્મચારી, ચંદ્રાસ્વામી, મહેશ યોગી, બાબા રમદેવ, સદ્ગુરુ, શ્રી શ્રી રવિશંકર આ બધા એક પ્રકારમાં અવતા નથી. ધીરેન્દ્ર બ્રહ્મચારી અને ચંદ્રાસ્વામી નો એજંડા મહેશ યોગી, બાબા રામદેવ, સદ્ગુરુ, શ્રીશ્રી રવિશંકરથી ભીન્ન હતો. ધીરેન્દ્ર બ્રહ્મચારી અને ચંદ્રાસ્વામીની ઈન્દિરા ગાંધીની સાથેની નિકટતા ઉડીને આંખમાં ખૂંચે તેવી હતી. મહેશ યોગી, યોગના પુરસ્કરતા હતા પણ તેમનું કાર્યક્ષેત્ર પોતાની સંસ્થાઓ પુરતું સીમિત હતું. બાબા રામદેવ, સદ્ગુરુ અને શ્રી શ્રી રવિશંકર, યોગના પ્રચારની સાથે સાથે ઉત્પાદન અને વેપાર પણ કરે છે.
આપણા “તડ અને ફડ” વાળા એક મૂર્ધન્યભાઈને કદાચ આંશિક ફોબિયા હશે. જો કે મને આ “તડ અને ફડ” વાળા મૂર્ધન્ય વિષે આમ તો ઘણું માન છે. પણ ક્યારેક તો વિચાર વિભીન્નતા રહેવાની જ. બાબા રામ દેવે બીજેપી સરકારને સૂચન કર્યું કે વૈદિક અભ્યાસના પ્રચારમાં સરકાર સામેલ થાય. સરકારે તે વાત હાલ પુરતી નકારી કાઢી છે. આ સૂચન એક બાવાજી તરફથી આવ્યું હોવાથી ઘણાને ન પસંદ પડે તે સમજી શકાય છે. પણ દરેક સૂચનને તેના સંદર્ભમાં અને તેના ગુણદોષના આધારે જોવું જોઇએ. આપણા મૂર્ધન્ય ભાઈને આ સૂચન નહીં ગમ્યું હોવાથી તેમણે “માંડીને વાત કરી” (કે જેથી પોતાના આવનારા અભિપ્રાયની પૂર્વભૂમિકા સર્જાય). તેમણે “ઈન્દિરાઈ સમર્થનવાળા ચન્દ્રા સ્વામી અને ધીરેન્દ્ર બ્રહ્મચારીના કરતૂતોનો અને ઈન્દિરા ઉપર તેમના વર્ચસ્વનો ઉલ્લેખ કર્યો. આ વર્ચસ્વને બાબા રામદેવના બીજેપીના સમર્થન સાથે સાંકળ્યો. બાબાને વેપાર સાથે સાંકળ્યા અને બાબાના વેપાર વિસ્તારને નરેન્દ્ર મોદીના સમર્થન સાથે સાંકળ્યો.”
વાસ્તવમાં ઇન્દિરાને લીધે ઇન્દિરા ગાંધીના બાવાઓને જે મહત્ત્વ મળ્યું તે મહત્ત્વને બાબા રામદેવના મહત્ત્વ સાથે સરખાવી ન શકાય.
આ મૂર્ધન્ય શ્રીએ વર્ણવ્યુ …. “… બાબા રામદેવ તકનો લાભ લેતા રહ્યા જેમ કે પહેલાં અન્ના હજારે સાથે રહ્યા અને ખ્યાતિ મેળવી લીધી. નહેરુવીયન કોંગ્રેસના શાસન દરમ્યાન બાબા રામદેવે પોતાનું આંદોલન પણ કર્યું અને પછી સ્ત્રીનો વેશ પહેરી મધ્યરાત્રીએ ભાગી ગયા. કોંગ્રેસના પરાજય પછી નરેન્દ્ર મોદીના સહકારથી તેમણે પોતાનો વેપાર વિકસાવ્યો. …”
નહેરુવીયન કોંગ્રેસનું શાસન હતું ત્યારે બાબા રામદેવને અને તેમના સાથીને ખોટી રીતે હેરાન કરવામાં આવેલા. મધ્યરાત્રીએ પાડવામાં આવેલો પોલીસનો દરોડો વીન્ડીક્ટિવ હતો. રામદેવ અને તેમના સાથીને, નહેરુવીયન કોંગ્રેસનું શાસન લાખ પ્રયત્ન કરવા છતાં કોઈ સજા કરી શક્યું ન હતું. એ વાત જ સિદ્ધ કરે છે કે નહેરુવીયન કોંગ્રેસનું શાસન કેટલું વેરવૃત્તિવાળું હતું. જોકે નહેરુવીયન કોંગ્રેસના નામે આવા અગણિત કાળા કર્મો ઇતિહાસને ચોપડે નોંધાયેલા છે. બાબા રામદેવ સ્ત્રીનો વેશ પહેરી ભાગી ગયા હોય તો તે વાત ઉલ્લેખવાને લાયક છે કે કેમ તે ચર્ચાનો વિષય છે. પણ આ વાત ઉપર તેમની બુરાઈ કર્યા કરવી તે બરાબર નથી.
ભૌતિક હિંમત અને નૈતિક હિમતનો ભેદ સમજો
હિમત (કરેજ) બે જાતની હોય છે. ભૌતિક હિંમત (ફીઝીકલ કરેજ), અને નૈતિક હિમત (મોરલ કરેજ). ભૌતિક હિંમતના અભાવને, અણધારી આફતમાં શારીરિક પીડાના ડરથી નાહિમત થઈ જવાની ક્રિયા સાથે સાંકળી શકાય. નૈતિક હિમત આવનારી આફતની જાણ હોય અને તેનો મુકાબલો કરવા માટે મન અને શરીરને તૈયાર કરવું તે છે.
ગાંધીજીના જીવનમાં પણ દક્ષિણ આફ્રિકામાં એક વખત એવો બનાવ બનેલો કે જેના કારણે તેમને પાછલા દરવાજેથી ભાગી જવું પડેલું. પણ જ્યારે ફરીથી એવો બનાવ બન્યો ત્યારે તેઓ સામે ચાલીને એ હિંસક માણસ પાસે ગયેલા. જો રામદેવના જીવનમાં ન કરે ને નારાયણ, ફરીથી આફત આવે અને તેઓ ફરીથી સ્ત્રીનોવેશ પહેરી ભાગી જાય તો તેમની બુરાઈ કરી શકાય. બાબા રામદેવની ઉપર આજે પણ નહેરુવીયન કોંગ્રેસની ચાર આંખ છે. તેઓશ્રીની સામે ખોટા આક્ષેપોવાળી તપાસ પણ થઈ છે. બાબા રામદેવ મલ્ટીનેશનલ કંપનીઓ માટે પડકાર રુપ તો બન્યા જ છે.
બધા બાવાઓ વેપાર કરતા હોય છે.
બાવાઓ બધા વેપાર તો કરતા જ હોય છે. મૂળવાત તો એ છે કે તેઓ જનતાને તેમના વેપારમાં છેતરે છે કે કેમ? જ્યારે નહેરુવીયન કોંગ્રેસ બાબા રામદેવને કટ્ટર શત્રુ માનતી હોય ત્યારે બાબા રામદેવે સાવધ તો રહેવું જ પડે. બીજેપીની સરકારમાં ઉપરથી ખોટા દબાણ આવતા નથી. એટલે બાબા રામદેવ જેઓ પેક્ડ ઉત્પાદન વેચતા હોય તેમાં ગોલમાલ ન જ કરી શકે.
બધા જ બાવાઓ દવાઓનો વેપાર કરતા હોય છે, પછી ભલે તે અમદાવાદના ગીતા મંદિરના કે જગન્નાથ મંદિરના મહંત હોય, ઇશ્કોનના સાધુ હોય કે ઓશો આસારામ હોય, શ્રીશ્રી રવિશંકર હોય કે સ્વામી ચિન્મયાનન્દ હોય. પૈસાની જરુર બધાને જ પડે છે. માત્ર અને માત્ર દાન ઉપર કોઈ સંસ્થા ચાલી ન શકે. હરિજન આશ્રમ પણ પુસ્તકો અને ફોટાઓ વેચે છે. બાબા રામદેવે પોતાના વ્યાપક પણાને લીધે ધંધાનો વિકાસ કર્યો તે સ્વદેશી હિત માટે છે એમ માનવું જોઇએ. તેને બુરાઈના લક્ષણ તરીકે ન જોવી જોઇએ. બાબા રામદેવ, કારણ કે તેઓ વેપાર કરે છે એટલે કંઈક ગોટા તો કરતા હોવા જ જોઇએ એવી ધારણા હેઠળ તેમને ગુનેગાર ઠેરવી ન શકાય. તેમજ ઉટાંગપટાંગ વાતો કરીને એવો મેસેજ પણ ન આપી શકાય તે વેપારી છે ખરાબ હોવા જ જોઇએ.
વૈદિક અભ્યાસની વાત અને તેમાં સરકાર ભાગ લે તે મુદ્દો અલબત્ વિશાળ ચર્ચા માગી લે તેવો છે. આ ચર્ચા અનેક મુદ્દાઓ આવરી લે તેવી છે. માત્ર બાબા રામદેવની ઈચ્છાને આ ચર્ચા સાથે જોડવી તે અયોગ્ય છે. સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ જર્મનીમાં અને અમેરિકામાં (હાર્વર્ડ)માં ભારત કરતાં ઉચ્ચ કક્ષાનો હોય છે તે વાત અંગ્રેજી અને આપણી અંગ્રેજીયતની નીપજ છે. આને વિષે ઘણું સાહિત્ય “ઓન લાઈન” ઉપલબ્ધ છે. ભારતીય સંસ્કૃતિના ચાહકોએ તેને અચૂક જાણવું જોઇએ. જેમને સુતાં સુતાં વાંચવાની ટેવ હોય અને અંગ્રેજીયતના ચાહક હોય કે ન હોય તેમણે પણ રાજિવ મલહોત્રાએ લખેલી “બેટલ ફોર સંસ્કૃત” અચૂક વાંચવી જોઇએ કે જેથી તેમનામાં રહેલા અનેક ભ્રમનું નિરસન થાય.
શિરીષ મોહનલાલ દવે
તા.ક. અમારા ડીબી ભાઈ (દિવ્ય ભાસ્કરના તંત્રીશ્રી) એ તેમના બીજેપી-ફોબિયાનું પ્રદર્શન કર્યું
હમણાં ક્યાંક અમિત શાહે “વાતવાતમાં કહ્યું કે ગાંધીજી ચતુર વાણીયા હતા”. વાચકોને આ વાક્યથી વિશેષ કશું અમિત શાહના ઉચ્ચારણ અંતર્ગત વાંચવા કે સાંભળવા મળ્યું નથી. ફોબિયા પીડિત વ્યક્તિઓની આ ખુબીલીટી છે કે તેઓ ઉચ્ચારણને ગુપાવી દે છે, અને તે ઉચ્ચારણ ઉચરનાર વ્યક્તિની બદબોઈ કરવા મંડી પડે છે. “શું ગાંધીજીને ચતુર વાણીયા” કહેવા એ ગુનો બને છે? શું ગાંધીજીને ચતુર વાણીયા કહેવાથી ગાંધીજીની નિંદા થાય છે? શું ગાંધીજીને આ “ચતુર વાણિયા” શબ્દ થી નફરત હતી? શું ગાંધીજીને “વાણિયા” શબ્દથી નફરત હતી? શું વાણિયાઓ માણસ નથી? ગાંધીજીએ તો પોતે જ વાતવાતમાં અનેક વખત પોતાને વાણિયા તરીકે ઓળખાવ્યા છે. ડીબીભાઈ ભલે પોતાને સુજ્ઞ માનતા હોય પણ તેમની અજ્ઞતાને નકારી ન શકાય. નહેરુવીયન કોંગ્રેસીઓ તો અજ્ઞ છે તેથી તેઓ તો લવારી કરે તે સમજી શકાય છે.
વળી ડીબીભાઈ અમિત શાહની બુરાઈ કરીને અટક્યા નથી. તેમણે તો પોતાના ફોબીયાનું પ્રદર્શન કરવા નરેન્દ્ર મોદી અને બીજેપીને પણ બુરાઈ કરવા લપેટમાં લઈ લીધા છે. જ્યારે ભારતમાંના સમાચાર માધ્યમોના ખેરખાંઓ આવું “આળાપણું“ દર્શાવતા હોય ત્યારે ભારતને મૂર્ધન્યોના ફોબિયાથી થતા નુકશાનથી કોણ બચાવશે?
ટેગ્ઝઃ મૂર્ધન્યો, અર્ધ ફોબિયા, પૂર્ણ ફોબિયા, સાંપ્રત સમસ્યા, કટારીયા, પ્રાથમિકતા, સોસીયલ મીડીયા, સેક્યુલર, હિન્દુરાષ્ટ્ર, વૈદિક શિક્ષણ પ્રણાલી, ઇસ્લામિક ફોબિયા, હિન્દુ ફોબિયા, પૂર્વ પક્ષ, ગૉન-કેસ, મુસલમાનો, મેરા ભારત મહાન, ગર્વસે કહો હમ હિન્દુ હૈ, નહેરુ, ઇન્દિરા ગાંધી, આપખુદી, ભારતીય સંસ્કૃતિના ચાહક, અંગ્રેજીયતના ચાહક, રાજિવ મલહોત્રા, બેટલ ફોર સંસ્કૃત, ભ્રમ, ડીબીભાઈ, દિવ્યભાસ્કર, ગાંધીજી ચતુર વાણિયા
-
Archives
- March 2023 (1)
- November 2022 (3)
- October 2022 (4)
- September 2022 (2)
- August 2022 (4)
- July 2022 (2)
- June 2022 (4)
- May 2022 (2)
- April 2022 (1)
- March 2022 (4)
- February 2022 (3)
- January 2022 (4)
- December 2021 (6)
- November 2021 (5)
- October 2021 (7)
- September 2021 (1)
- July 2021 (1)
- June 2021 (3)
- May 2021 (4)
- April 2021 (2)
- March 2021 (1)
- February 2021 (3)
- January 2021 (3)
- December 2020 (4)
- November 2020 (3)
- October 2020 (2)
- September 2020 (5)
- August 2020 (4)
- July 2020 (3)
- June 2020 (5)
- May 2020 (3)
- April 2020 (5)
- March 2020 (6)
- February 2020 (4)
- January 2020 (1)
- December 2019 (2)
- November 2019 (4)
- October 2019 (2)
- September 2019 (4)
- August 2019 (1)
- July 2019 (1)
- June 2019 (1)
- May 2019 (4)
- April 2019 (3)
- March 2019 (2)
- February 2019 (6)
- January 2019 (2)
- December 2018 (3)
- November 2018 (4)
- October 2018 (3)
- September 2018 (3)
- August 2018 (1)
- July 2018 (2)
- June 2018 (3)
- May 2018 (3)
- April 2018 (1)
- March 2018 (2)
- February 2018 (2)
- December 2017 (2)
- November 2017 (2)
- September 2017 (6)
- August 2017 (6)
- July 2017 (2)
- June 2017 (7)
- May 2017 (2)
- April 2017 (5)
- March 2017 (2)
- February 2017 (4)
- January 2017 (6)
- November 2016 (1)
- October 2016 (3)
- September 2016 (1)
- July 2016 (8)
- June 2016 (4)
- May 2016 (4)
- April 2016 (4)
- March 2016 (5)
- February 2016 (6)
- January 2016 (1)
- December 2015 (3)
- November 2015 (10)
- October 2015 (9)
- September 2015 (4)
- July 2015 (5)
- June 2015 (6)
- May 2015 (1)
- April 2015 (3)
- March 2015 (1)
- February 2015 (3)
- January 2015 (6)
- December 2014 (5)
- November 2014 (6)
- October 2014 (7)
- September 2014 (5)
- August 2014 (2)
- June 2014 (2)
- May 2014 (8)
- April 2014 (4)
- March 2014 (5)
- January 2014 (3)
- December 2013 (9)
- November 2013 (4)
- October 2013 (1)
- September 2013 (9)
- August 2013 (2)
- July 2013 (2)
- June 2013 (3)
- May 2013 (5)
- April 2013 (6)
- February 2013 (3)
- January 2013 (2)
- December 2012 (5)
- November 2012 (1)
- October 2012 (6)
- September 2012 (3)
- August 2012 (3)
- July 2012 (2)
- June 2012 (3)
- May 2012 (3)
- April 2012 (4)
- March 2012 (3)
- February 2012 (2)
- January 2012 (5)
- December 2011 (3)
- November 2011 (1)
- September 2011 (3)
- August 2011 (2)
- July 2011 (2)
- June 2011 (4)
- May 2011 (7)
- April 2011 (2)
- March 2011 (2)
- February 2011 (1)
- January 2011 (3)
- December 2010 (3)
- November 2010 (5)
- October 2010 (7)
- September 2010 (6)
- August 2010 (2)
- July 2010 (3)
- June 2010 (3)
- May 2010 (1)
- April 2010 (1)
- March 2010 (3)
- February 2010 (5)
-
Categories
- માનવીય સમસ્યાઓ (348)
- Social Issues (116)
- Uncategorized (104)
-
Pages