Feeds:
Posts
Comments

Posts Tagged ‘ઈશ્વર’

ફતવાની પ્રણાલી સનાતન ધર્મમાં લાવો … !!! (૨)

હાજી … પણ સુનીતિ અને આદર્શને સમજવા માટે તુલસીદાસનું રામાયણ સમાજ માટે અમૂલ્ય છે. 

“અરે પણ … આમ ભક્તિ કરવામાં અલ્લા મોલાને ઉમેરતા જઈશું તો તેનો અંત ક્યારે આવશે?

“હા જી. એ વિચારવા જેવું ખરું.

એક આડ વાત કરી લઈએ.

આચાર્ય રજનીશનું, નવનામાંકરણ, તેમણે “ભગવાન રજનીશ” કરેલું?

કેમ એમ કરેલું?

કોઈ પત્રકારે કે કોઈ અદકપાંસળાએ રજનીશને પૂછ્યું કે તમે તમારા નામની આગળ “આચાર્ય” શબ્દ કેમ લગાડો છે, તમે શું કોઈ આચાર્યની ડીગ્રી (દેશી) લીધી છે?

રજનીશે ઉત્તર આપ્યો કે “ના … ના … હું ફલાણી ફલાણી કોલેજમાં પ્રોફેસર હતો ને એટલે?”

પ્રશ્ન કર્તા એ પૂછ્યું “પણ પ્રોફેસરને તો પ્રાધ્યાપક (હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ) કહેવાય. આચાર્ય તો પ્રીન્સીપાલને કહેવાય.

આમ આપણા ભાષણીયા અને પ્રાસાનુપ્રાસ ન હોય તો પણ સ્વરોના ઉમેરણ દ્વારા પ્રાસ લાવવાનુ જેમને ગોઠી ગયું છે તે રજનીશ ફસાઈ ગયા. અને ભગવાન થઈ ગયા. એટલે કે ભગવાન રજનીશ થઈ ગયા.

નવી પેઢીને ખબર ન પડે કે નવું શું અને જુનું શું?

ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, ભગવાન બુદ્ધ, ભગવાન શંકરાચાર્ય … આવા બધા ભગવાનોની જેમ એક છબી મળી. નીચે લખેલું કે ભગવાન રજનીશ. અને આ છબી નવી પેઢીના એક બાબલાએ પૂજામાં મુકી દીધી.

ભગવાન સ્વામીનારાયણ ની છબી પૂજાના પાલખામાં હોય છે. અરે કેટલાક તો સાંઈબાબા અને સત્ય સાંઈબાબાની પણ છબી પૂજામાં રાખે છે. તો બાબલાને થયું આ રજનીશ પણ કોઈ ભગવાન હશે.

લો બોલો. આવું કંઈ ચાલતું હશે?

કેટલાક ભગવાનો એવા હોય છે કે તેમના જીવનમાંથી ચમત્કારોને બાદ કરી નાખો તો “શૂન્ય” બાકી રહે. ઘનશ્યામ મહારાજ ઉર્ફે ભગવાન સ્વામીનારાયણ ની કથા ચમત્કારોથી ભરપુર છે. પણ આ ઘનશ્યામ મહારાજમાંથી, ચમાત્કારોને કાઢી નાખીએ તો શૂન્ય થઈ જતા નથી. તેમણે અગણિત સારા કામો કર્યાં છે. સૌથી શ્રેષ્ઠ તો તેમણે તેમના ભક્તોને વ્યસનમુક્ત કર્યા છે. પણ સાંઈબાબા કે તેમના અન્ય અવતારો વિષે આપણે જાણતા નથી કે ચમત્કારો બાદ કરતાં તેમના જીવનમાં “શૂન્ય” સિવાય શું બાકી રહે છે?

જેમ દરેક વ્યક્તિને અમુક ઉંમરે (ખાસ કરી ને ૩૦વર્ષ થી ૪૫ વર્ષ ની વચ્ચે) એવો આભાસ થાય છે કે તેને બ્રહ્મ જ્ઞાન લાધી ગયું છે. અને હવે તે પોતાની ચાંચ કોઈપણ વિષયમાં ડુબાડી શકે તેમ છે.

બાવાઓને (બાપુઓને પણ ગણવા હોય તો ગણી લેવા) આ વાત ખાસ લાગુ પડે છે. રજનીશ પણ આવા હતા. રજનીશે પોતાનું નામ ઓશો રાખી દીધું.

જ્યાં સુધી તમે વિજ્ઞાનની વાત ન કરો ત્યાં સુધી તમે મોડર્ન બાબા ન કહેવાઓ.

યોગગુરુ રજનીશને તેમના એક શિષ્યે પ્રશ્ન કર્યો કે “શ્રેષ્ઠ આસન” કયુ કહેવાય?

રજનીશે કહ્યું કે શ્રેષ્ઠ આસન “દુગ્ધ દોહનાસન”.

શિષ્યે પૂછ્યું ; “દુગ્ધ દોહનાસન શા માટે?”

રજનીશે કહ્યું; “તમે ગાયને દોહતી વખતે તમારા બે પગના અંગુઠા ઉપર હો છો. તેથી ધરતી ઉપર તમારો ભાર ઓછામાં ઓછો હોય છે.”

રજનીશ ભાઈને કે એના શિષ્યને કદાચ કુંભાર ની વાત ખબર નહીં હોય.

એક કુંભાર ભાઈ તેમના ગધેડા ઉપર બેઠેલા હતા. તેણે વાસણનું પોટલું પોતાના માથા ઉપર રાખ્યું. ગધેડાને ભાર ન લાગે ને એટલે.

bhUvibhaara nyunaM

સંત રજનીશમલ ને અનેક શિષ્યો હતા, જેમ ઓશો આસારામને અનેક શિષ્યો છે તેમ.

“તો હવે મોરારી બાપુનું શું કરવું? તેમણે જે અલ્લા મોલા ની ધૂન બોલાવી તેનું શું કરવું?

ઘણા લોકો કે જેઓને આ નથી ગમ્યું તેઓ કહે છે કે આમ તો મોરારી બાપુ પોતાને મોડર્ન કહેવાડે છે. મોરારી બાપુ વાસ્તુ શાસ્ત્રમાં માનતા નથી … જ્યોતિષમાં માનતા નથી … મરણોત્તર ક્રિયાઓમાં માનતા નથી … તેમણે તેમના પ્રાચીન સમયમાં લગ્નમાં લખલુટ ખર્ચો કર્યો હતો. ભલે તેઓ સાદા વસ્ત્રો પહેરતા હોય તેમની પાસે અઢળક સંપત્તિ છે. રામ કથા, ત્યાગ, લોકાપવાદ નો ભય … આ બધા ઉપદેશો એક દંભ છે. સાઉદીથી પણ તેમને પૈસા મળ્યા હશે/મળે છે/ મળે છે.

 —–

એક ડોંગરે મહારાજ હતા. તેઓ ભાગવત કથા કહેતા. તેઓશ્રી “મારો લાલો … મારો લાલો … એવા બાલકૃષ્ણની વાત કરતાં કરતાં ગળગળા થઈ જતા હતા. કદાચ રાધાના વિરહમાં રહેલા કૃષ્ણના દુઃખના દુઃખથી આંસુડા પણ પાડતા હશે.

કેટલાક રાધાકૃષ્ણના દૈવી પ્રેમની વાતો કરતાં કરતાં ભાવસૃષ્ટિમાં ખોવાઈ જાય છે.

આ બધા આપણને ધત્તીંગ લાગે કારણ કે કૃષ્ણ ભગવાન ઐતિહાસિક રીતે સાચા હતા તે વાત ખરી છે.  પણ રાધાનું પાત્ર એક કલ્પિત પાત્ર છે. બાલકૃષ્ણની વાતો પણ કલ્પિત છે. તેને સાચી માનીને ભાવોદ્રેક થઈ જવું દયાને પાત્ર કે રમૂજ જેવું લાગે છે. જો કે નાટકનું પાત્ર ભજવતા હોય તો અલગ વાત છે. એમાં અઢળક અશ્રુપાત્‌ કરી શકાય.

“પણ અલ્લા મોલાની ધૂનનું શું કરીશું?

“અલ્લા તો સાતમા આસમાનની પણ ઉપર છે. તે અલ્લાની સરખામણી આપણા ઈશ્વર સાથે કેમ કરી જ શકાય?

હા … એ વાત પણ ખરી.

પણ ઈશ્વર તો બધે જ છે. જે વ્યક્ત છે તે પણ ઈશ્વર છે. અને જે અવ્યક્ત છે તે પણ ઈશ્વર છે. સુક્ષ્માતિસુક્ષ્મ પણ ઈશ્વર છે અને ચૌદ કોટી બ્રહ્માણ્ડોનો સમુચ્ચય પણ ઈશ્વરમાં સમાયેલા છે.  સુર, અસુર, માનવ, પર્વત, નદી, સમુદ્ર, પ્રાણી વનસ્પતિ માત્ર ઈશ્વર છે. કર્મ ઈશ્વર છે. કાર્ય ઈશ્વર છે, કરનાર ઈશ્વર છે અને જોનાર પણ ઈશ્વર છે. તો હવે ભલેને અલ્લા પણ ઈશ્વરમાં આવતા.

આપણા હેલ્પેશભાઈએ ન તો ડોંગરે મહારાજની કથા સાંભાળી છે, ન તો તેમણે મોરારી બાપુની કથા સાંભળી છે. કે ન તો હકલાની કોઈ ફિલમ જોઈ છે.

જો કોઈને આ બધું ન ગમતું હોય તો તેઓશ્રી માનવજાતમાં પ્રકૃતિએ ભરેલી વિવિધતાનો આનંદ માણી લે. બીજું તો આપણે શું કહી શકીએ?

ભૂવો ધુણાવીએ? તેને પૂછીએ?

કશુંક જાણી જોઇને ખોટું થતું હોય તો પૂણ્ય પ્રકોપ આ બાપુ ઉપર કરી લેવો. પછી ભૂલી જવું. સજ્જનોનો કોપ પણ ક્ષણ ભંગુર હોય છે. અથવા તો…

कुपितोऽपि गुणायैव गुणवान् भवति ध्रुवम्।
स्वभावमधुरं क्षीरं क्वथितं हि रसोत्तरम्॥

સજ્જન ગુસ્સે (ગરમ) થાય તો પણ તે લાભપ્રદ હોય છે. જેમ ગળ્યું દૂધ ગરમ થવાથી દૂધપાક થાય અને વધુ સ્વાદિષ્ટ લાગે છે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

અકબર પાસે એક કુંભાર આવ્યો. તેણે કહ્યું મારી પાસે આ એક ચમત્કારિક ગધેડો છે. વરસાદ આવવાનો હોય તો તે આગલે દિવસે જ તેના કાન ઉંચા કરી દે છે.એટલે આપણને ખબર પડી જાય કે આવતી કાલે વરસાદ આવશે.

કુંભારે ઠીક ઠીક કિમત વસુલ કરી અકબરને એ ગધેડો વેચી દીધો.

અકબર અને બીરબલ ચોમાસાના દિવસોમાં ફરવા નિકળ્યા. કારણકે આગલે દિવસે આ ચમત્કારિક ગધેડાએ કાન ઉંચા કર્યા ન હતા. અકબર અને બીરબલ નગરની બહાર નિકળ્યાને વરસાદ તૂટી પડ્યો. અકબર અને બીરબલ પલળી ગયા.

બીજે દિવસે સૈનિકોને હૂકમ કર્યો કે પેલા કુંભારને પકડી લાવો. સૈનિકોએ કુંભારને હાજર કર્યો. અકબરે કહ્યું તારા ગધેડાએ પરમ દિવસે કાન ઉંચા કર્યા ન હતા. અને ગઈકાલે અમે બહાર નિકળ્યા અને વરસાદ પડ્યો.     

કુંભાર કહે ; “જહાંપનાહ, એ તો સાવ ગધેડો જ છે ને !”

 ————–

દુકાન ઉપર વાણીયાનો દિકરો બેઠેલો. એક બાપુ (દરબાર) આવ્યા. તેમણે વાણીયાના દિકરાને ડોલચુ આપ્યું અને બશેર તેલ માગ્યું. વાણીયાનો દિકરો ડોલચાનો ધડો કરવા લાગ્યો. ત્યાં વાણિયો આવ્યો. “અરે મૂર્ખ, ધડો કાઢી નાખ … કાઢી નાખ, બાપુનો કંઈ ધડો થતો હશે. સીધે સીધું તેલ આપી દે.

બાપુ ખુશ થયા. મનમાં મલક્યા. “જોયું વટ છે ને આપણો. આપણો ધડો ન હોય હો”. બાપુએ  મુછે તાવ દીધો.

     —————————

બાપુ … ગુરુ … કે ગધુભાઈના કુંભાર … કોઈએ ભળતી ટોપી પહેરવી નહીં

Read Full Post »

અહિંસક સમાજ  શું શક્ય છે? ભાગ (માંસાહાર અને શાકાહાર)

ગુજરાતના એક ક્રાંતિકારી વિચારક મનાતા સ્વામિ

ગુજરાતના એક ક્રાંતિકારી વિચારક મનાતા સ્વામિએ ગૌ-હત્યા બંધીને અહિંસાનો અતિરેક ગણાવ્યો છે. તેઓશ્રીએ એક પુસ્તક લખ્યું છે “ત્યાગ, અહિંસા અને આતંકવાદ”.

આપણે “અહિંસા” પુરતી આપણી ચર્ચાને મર્યાદિત રાખીશું. જ્યારે ગાંધીજીને અને અહિંસાને સાંકળીએ તો ગાંધીજીને અન્યાય ન થાય તે માટે ગાંધીજીની “અહિંસા” ની વ્યાખ્યાને સમજી લેવી જોઇએ. “સત્યાગ્રહ”ની વ્યાખ્યાને પણ સમજી લેવી જોઇએ.

“અહિંસા”, સાપેક્ષ હોય છે. ઓછામાં ઓછી હિંસા, એટલે અહિંસા. જબલપુરના એક ચાર રસ્તા ઉપર ગાંધીજીનું પુતળું છે. તેની નીચે લખ્યું છે કે “જો મારે કાયરતા અને હિંસા વચ્ચે પસંદગી કરવાની આવે તો હું હિંસા પસંદ કરું”.

જો કોઈ એક કામ એક લાકડી મારવાથી પતી જતું હોય તો બે લાકડી ન મારવી. અહિંસાનું શસ્ત્ર તેની સામે જ ઉઠાવી શકાય જે કાયદાના શાસનમાં માનતો હોય અને તેને તમારા ઉપર પ્રેમ હોય. જો કે તમે તેનું પારખું કરી શકો. કાઠીયાવાડના એક બાપુ પાસે ગાંધીજી સત્યાગ્રહ કરવા ગયા. સત્યાગ્રહ ઉપર (ઉપવાસ ઉપર) બેઠા પણ ખરા.  તે બાપુ તો વાટાઘાટો કરવા પણ તૈયાર ન હતા. વળી તે બાપુએ કહ્યું કે મારે તો સારું થશે કે જો ગાંધીજી ઉપવાસમાં મરી જશે તો મારું ગામ તો તીરથ થશે. ગાંધીજી ઉપવાસ બંધ કરીને ભાગી ગયા હતા.

greatness depends upon treatment of animal

અહિંસાનો અતિરેક છે?

ઉપરોક્ત સ્વામીજીને લાગે છે કે ગાય અને બળદ ની હત્યાની બંધી કરવી અને તેના માંસની બંધી કરવી તે અહિંસાનો અતિરેક છે. કોઈ પણ બાબતમાં અતિરેક યોગ્ય નથી. તે વાત સાચી છે.

અહિંસામાં અતિરેક કોને કહેવો તે નક્કી કરવું અઘરું છે અને તે વ્યક્તિગત પણ છે. વળી તે બીજા ઘણા પરિબળો ઉપર અવલંબે છે.

જોકે સ્વામીજી તે બાબતમાં આગળ વધુ લખે છે. ગાય અને બળદ (ખસી કરેલો સાંઢ), આર્થિક રીતે પોષાય તેમ નથી. સાંઢને ખસી કરવી તે પણ હિંસા છે પણ તે વગર છૂટકો નથી. કારણ કે સાંઢ આક્રમક હોય છે.  સો ગાયો વચ્ચે એક સાંઢ પૂરતો હોય છે. એટલે બાકીના સાંઢને ખસી કરી બળદ બનાવવા જ પડે. આજનો જમાનો ટ્રેક્ટરનો છે. બળદ હવે નિરુપયોગી થઈ ગયા છે. ગાય સતત દુઝણી હોતી નથી. ગૌશાળાઓમાં પણ હવે ગાય અને બળદ આર્થિક રીતે પોષાય તેમ રહ્યા નથી. આ બધા કારણસર તેમની કતલ કરવી જરુરી છે અને જેઓ માંસાહાર કરતા હોય તો તેમને માંસાહાર કરવા દેવો.  સ્વામીજીની પાસે પોતાની ગૌશાળા છે અને ગૌશાળાનો તેમને અનુભવ છે. તેના આધારે તેઓ માને છે કે ગૌશાળા આર્થિક રીતે પોષાય તેમ નથી.

શું ગૌશાળા આર્થિક રીતે પોષાય તેમ નથી?

આજ બ્લોગ સાઈટ ઉપર “ગૌ હત્યાબંધી વિષે દંભીઓનું દે ધનાધન” વિષે બે લેખ આપેલા છે, તેને વાંચી જવા વિનંતી છે. આમ કહેવા પાછળનો હેતુ, પુનરાવર્તન ન કરવાનો છે.

જ્યાં સુધી માનવસમાજ જમીન ઉપર ખેતી કરે છે ત્યાં સુધી પશુઓ અનિવાર્ય છે.

આપણે બધા પ્રાણીઓ માટે બળદ શબ્દ વાપરીશું. બળ એટલે ઉર્જા અને “દ” એટલે ઉર્જા આપનાર. બળદ દ્વારા થતી ખેતી કુદરતી છે. આ ખેતી શ્રેય છે. જો કે માણસ જે કંઈ વિચારે અને કરે તે બધું જ કુદરતી છે. પણ ઈશ્વરે માણસને બુદ્ધિ આપી છે એટલે માણસની જવાબદારી વધે છે. માણસ વિરોધાભાસી નિર્ણયો લઈ શકે છે. પણ પૃથ્વી ઉપર વાતાવરણનું સંતુલન જળવાઈ રહે તે જવાબદારી માણસની છે.

“ટ્રેક્ટરનો જમાનો છે એટલે બળદ નકામા થઈ ગયા છે”. જમાનો ટ્રેક્ટરનો છે તે પર્યાવરણવાદીઓને માન્ય નથી.

સર્વોદય કાર્યકર જુગતરામ કાકા પાસે ઝીણાભાઈ દરજી ગયા હતા અને તેમને મોટર કાર આપવાની ઈચ્છા વ્યક્ત કરી. જુગતરામ કાકાએ સપ્રેમ ના પાડી. તેથી તેમણે ટ્રેક્ટર આપવાની ઈચ્છા વ્યક્ત કરી. એટલે જુગતરામ કાકાએ પૂછ્યું કે “તમારું ટ્રેક્ટર પોદળો મૂકે છે?”

 “ગૌ સૃષ્ટિના પ્રાણીઓ આર્થિક રીતે પરવડે કે નહીં?”  તેનું અર્થ શાસ્ત્ર અને ગણિત તમે સરવાળા-બાદબાકીમાં ન કરી શકો. એક કિલોગ્રામ અનાજ અને એક કિલોગ્રામ સોનું એમાં મોઘું કોણ તે સામાજીક અર્થશાસ્ત્રના નિયમોને આધારે નક્કી કરાય છે. વાસ્તવમાં જમીન અને અન્ન અમૂલ્ય છે.  પહેલું પૂનર્પ્રાપ્ય નથી, બીજું પૂનર્પ્રાપ્ય છે. આપણે જમીનની માલિકીના, ગામડાની સંરચનાના અને શહેરોની સંરચનાના ખ્યાલો બદલવા પડશે. અને તે માટે મન ખુલ્લું રાખી કાયદાઓ અને નિયમો ઘડવા પડશે. ન્યાયાલયો ઉપર સૌથી મોટો બોજો સ્થાવર મિલ્કતની માલિકીને લગતા, અને અણઘડ સરકારી અમલદારોએ લીધેલા ચૂકાદાની સામે થયેલી અપીલોના કેસોનો જ છે.

ટ્રેક્ટર એક મશીન છે. ટ્રેક્ટર દ્વારા ખેતી કરવી એ એક રીત છે.

ટ્રેક્ટરનું આયુષ્ય કેટલું?

ટ્રેક્ટર દ્વારા ખેતી કરવી તે રીતનું પણ આયુષ્ય કેટલું?

ટ્રેક્ટર એક અવિદ્યા છે. બળદ કે પાડો, એ વિદ્યા છે. અવિદ્યા એ અધૃવ છે.

ટ્રેક્ટર એક અવિદ્યા છે. બળદ કે પાડો, એ વિદ્યા છે. અવિદ્યા એ અધૃવ છે. વિદ્યા એ ધૃવ છે. જે ધૃવ ને છોડીને અધૃવનું સેવન કરે છે તેનું ધૃવ પણ નાશ પામે છે અને અધૃવ તો નાશ પામેલું જ છે. તમે ટ્રેક્ટરને લાવ્યા એટલે બળદ નકામો થઈ ગયો. અને ટ્રેક્ટર તો નાશ પામવાનું જ છે. ભૂગર્ભતેલના ભંડાર અમાપ નથી. તે ૪૦ વર્ષ ચાલે એટલા છે. તે પછી શું?

ટ્રેક્ટર માણસે બનાવેલું મશીન છે. બળદ ઈશ્વરે (પ્રકૃતિએ) બનાવેલું મશીન છે. મનુષ્ય ઈશ્વરથી કુશળ ન હોઈ શકે.

પ્રકૃતિ રહી દુર્જેય પરાજિત હમ સબ ભૂલે થે મદમેં

હાં કિ, ગર્વરથમેં તુરંગસા જો ચાહે જિતના જુત લે (પ્રલય મહાકાવ્ય)

સરકાર ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ નક્કી કરી આપે. ખેડૂતોના દેવા માફ કરવા તે સાચો ઉપાય નથી. આવા ઉપાયોને અવારનવાર સ્વિકૃતિ આપી ન શકાય. આવા ઉપાયો કરવાથી ખેડૂતોની આદતો બગડે છે. ખેડૂતો દ્વારા થતી આત્મહત્યાઓ ઉપર સંશોધન થવું જોઇએ. સામાજીક રીતરિવાજોના ખર્ચાઓને કારણે પણ તેમને પૈસાની તંગી પડતી હોય છે. વિલાયતી ખાતર બનાવતા કારખાનાઓ સદંતર બંધ કરી દેવા જોઇએ. દેશી ખાતર જ શ્રેષ્ઠ ખાતર છે. ભલે ઓછું ઉત્પાદન થતું હોય પણ લાંબા ગાળે અને સરવાળે તે ખાતર જ જમીનને માટે અને ઉત્પાદનની વૃદ્ધિ માટે યોગ્ય છે. ટપક પદ્ધતિ, ખેત તલાવડી, અપાર વૃક્ષો, ગૌ મૂત્રનો વ્યાપક ઉપયોગ, કૃષિ આધારિત ઉદ્યોગો અને તેના વેપારનું ખેડૂતો દ્વારા જ સંચાલન, ખેડૂતોનો ઉદ્ધાર કરી શકશે.

ગૌસૃષ્ટિનો સભ્ય પર્યાવરણનો રક્ષક છે. ગૌસૃષ્ટિનો સભ્ય પોદળો મુકે છે. તેનું ખાતર બનાવી શકાય છે અને તેનું બળતણ પણ કરી શકાય છે. ટ્રેક્ટર પ્રદુષણ યુક્ત ધુમાડો છોડે છે. ટ્રેક્ટર બગડે તો કુશળ કારીગરની જરુર પડે છે. ગૌસૃષ્ટિનો સભ્ય અને ટ્રેક્ટરની સરખામણી થઈ ન શકે.

તમે હિસાબ માંડો. ગૌસૃષ્ટિનો સભ્ય કેટલું ખાતર આપે છે? ગૌસૃષ્ટિનો સભ્ય કેટલી જમીન સુધારે છે? ગૌસૃષ્ટિનો સભ્ય પોતાની દવા પોતે કરી શકે છે. ગૌસૃષ્ટિનો સભ્ય પોતાની મેળે ઘરે આવી શકે છે.  ગૌસૃષ્ટિનો સભ્ય પોતાનો બચાવ પોતે કરી શકે છે. ગૌસૃષ્ટિનો સભ્ય રીપ્રોડક્ટીવ છે. ટ્રેક્ટર આમાંનું કશું જ નથી. તમે એનો પણ હિસાબ લગાવો કે વિલાયતી ખાતરના કારખાના પાછળ કેટલો ખર્ચો થાય છે. તે કેટલી જમીન રોકે છે. આ ખાતરના કારખાના કેટલી જમીન બરબાદ કરે છે. ખાતરના ટ્રાન્સ્પોર્ટેશનમાં કેટલો ખર્ચો થાય છે. ખાતરના કારખાનાને જે કંઈ સવલતો સરકારે આપી છે તેનો પણ હિસાબ કરો. આ બધાની કિંમતનો સરવાળો કરો અને તેને દેશી ખાતરથી થતી ખેતીના ખર્ચામાંથી અને ગૌશાળાના ખર્ચામાંથી બાદ કરો.

એપ્રોપ્રીએટ ટેક્નોલોજી

જો તમે ટૂંકા ગાળાનો હિસાબ માંડતા હો તો …. આ બધી વાતો છોડો. આપણે હિસાબ જુદી રીતે લગાવીએ. ગૌસૃષ્ટિનું કોઈ પણ પ્રાણી નિરુપયોગી નથી. દરેક પ્રાણી ઉર્જાવાન છે. પણ આપણે તેની ઉર્જાના ઉપયોગની શક્યતાઓને વિચારી નથી. તેથી તેની ઉર્જાનો ઉપયોગ કરી શકાય તેવી તકનિકીઓ વિકસાવી નથી. આપણે ધારી લીધું છે કે આવી તકનિકીઓ વિકસી જ ન શકે.

દરેક પ્રાણીને કેળવી શકાય છે. તમે પ્રાણીઓની ઉર્જાથી વિજળી ઉત્પન્ન કરી શકો છો. તેના થી લીફ્ટ ચલાવી શકો (ગ્રામ્ય વિસ્તારોમાં). તમે તેલઘાણીમાં તે ઉર્જાનો ઉપયોગ કરી શકો છો. તેલઘાણીનો ખોળ પશુઓ માટે શ્રેષ્ઠ વિટામીન છે. તમે નાના અંતરમાં તેનો વાહન ચલાવવામાં ઉપયોગ કરી શકો છો. તેના ખાતરનો અને તેમાંથી નિકળતા ગેસનો ઉપયોગ ગેસના સીલીન્ડર ભરવાની ટેકનિક વિકસાવીને કરી શકો છો. તમે બીજી અનેક રીતે તેની ઉર્જાનો ઉપયોગ કરી શકો છો. આપણી ટેક્નોલોજી એપ્રોપ્રીએટ ટેક્નોલોજી હોવી જોઇએ. નફા તોટાનો હિસાબ, તમે હિસાબ કેવી રીતે કરો છો તેના ઉપર આધાર રાખે છે.

જો મનુષ્યજાતિએ સ્વકેન્દ્રી થવું ન હોય તો, પ્રાકૃતિક યંત્રો સાથે મનુષ્યના યંત્રો સ્પર્ધા જ ન કરી શકે. જો આમ ન હોત તો પશ્ચિમી સત્તાને ભારતમાં વણકરોના આંગળા કાપી નાખવાની જરુર પડી ન હોત. મહાત્મા ગાંધીએ ખાદીનો પ્રચાર શા માટે કરેલો? મહાત્મા ગાંધીનો પહેલો સવાલ એ હતો કે “તમે ભારતના ગરીબોને તાત્કાલિક રોજી, કેવી રીતે આપી શકશો?

આજ બ્લોગ સાઈટ ઉપર “નવ્ય સર્વોદયવાદ” ઉપલબ્ધ છે. વિસ્તૃત માહિતિ માટે તમને તે વાંચવાની વિનંતિ છે.

“ભારતીય સંસ્કૃતિમાં ગૌ-સૃષ્ટિ સાથે જે લાગણીશીલતાનું પરિબળ સંકળાયેલું છે તેની સદંતર અવગણના કરી ન શકાય. ભારતીયોને તમે કૃતઘ્ન (હરામખોર) થવાની ફરજ પાડી ન શકો. દરેક દેશને પોતાની માનસિકતા હોય છે.

ગૌ-હત્યા બંધીનો વિરોધ વાસ્તવમાં કોને છે?

મુસ્લિમોને ગૌ-હત્યા બંધી સામે વિરોધ નથી. જે કંઈ વાંધો છે તે સામ્યવાદીઓને અને ખ્રીસ્તીઓને છે. સામ્યવાદીઓને એટલા માટે છે કે તેઓ જ્યારે સત્તામાં ન હોય ત્યારે વિખવાદ અને અરાજકતા ફેલાવવામાં માને છે. પ્રણાલીઓને ધર્મ સાથે જોડી તેઓ વિખવાદ ઉત્પન્ન કરે છે. વિભાજન દ્વારા તેઓ અરાજકતા ફેલાવવા માગે છે.

સામાન્ય ખ્રીસ્તીઓ નિરુપદ્રવી છે. પણ તેમના શાસકો અને પાદરીઓ લાંબાગાળાનું વિચારે છે. જો તેમને સમજવા હોય તો તમારે રાજીવ મલહોત્રાએ લખેલ પુસ્તકો જેમકે “બ્રેકીંગ ઈન્ડિયા”, “વી આર ડીફરન્ટ”, “ઈન્દ્રાજ઼ નેટ” અને “બેટલ ફોર સંસ્કૃત” જરુર વાંચવા. યુ-ટ્યુબ ઉપર તેમના પ્રવચન અને સંવાદો ઉપલબ્ધ છે.  અમેરિકા ભલે પોતાને “માનવીય હક્કો”નો પુરસ્કર્તા માનતું હોય પણ તેની કાર્યશૈલી “મુસ્લિમ આતંક”વાદીઓ પ્રત્યે ભેદભાવ વાળી જ રહી છે. તેમને મન કેટલાક આતંકવાદીઓ ગ્રુપો સારા અને કેટલાક આતંકવાદી ગ્રુપો ખરાબ હોય છે. ખ્રીસ્તી આતંકવાદથી તો તે પોતાને સાવ અજ્ઞાની જ રાખે છે. ભારતમાં સામ્યવાદીઓનો, ખ્રીસ્તી પાદરીઓનો અને કટ્ટર મુસ્લિમોનો એક સમાન એજન્ડા છે. આપણામાંના કેટલાક સુજ્ઞ લોકો તેમના તર્કશાસ્ત્રથી ભોળવાઈ જાય છે. તેથી તેઓ તેમની પ્રત્યે કંઈક વધુ પડતા (તેને આપણે અતિરેક કહીશું), સહિષ્ણુ અને રીસ્પેક્ટફુલ બની ગયા છે.

ગાંધીજી જવાહરના માનસને સમજી શકતા હતા

ગાંધીજી જ્યારે જીવતા હતા ત્યારે તેમના વ્યક્તિત્વને કારણે કોંગ્રેસી નેતાઓ તેમના સિદ્ધાંતોને નકારી શકતા ન હતા. ગાંધીજીએ કહેલ કે તેઓ “જવાહરને સમજી શકે છે. પણ તેમના સમાજવાદને સમજી શકતા નથી”.

ગાંધીજી “જવાહર”ને સમજી શકે છે તેમાં  ઘણું સમાયેલું છે.  ગાંધીજી સમજતા હતા કે નહેરુ એક “નૉટી બૉય” છે. નહેરુનું તત્કાલિન કોંગ્રેસ સંગઠન ઉપર એટલું બળ ન હતું. પણ નહેરુ યુવાનોના પોસ્ટર બૉય હતા. એટલે તેઓ કોંગ્રેસને તોડવા માટે સક્ષમ હતા. જો તે વખતના નાજુક સમયમાં કોંગ્રેસ તૂટે તો દેશના બે કરતાં વધુ, એટલે કે કદાચ છ થી સાત ભાગલા પડી શકે તેમ હતા. એટલે મહાત્મા ગાંધીએ વ્યુહરચનાના ભાગરુપે, કોઈએ ભલામણ કરી ન હતી તે છતાં પણ, નહેરુને વડાપ્રધાન બનાવ્યા. આ એક હંગામી વ્યવસ્થા હતી. પણ તે પછી થોડા જ સમયમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ મરી ગયા. નહેરુએ એક પછી એક તેમના પ્રતિસ્પર્ધીઓને દૂર કર્યા. પરિણામ સ્વરુપે શું થયું તે આપણે જાણીએ છીએ. આપણે ત્યાં બહુમતિ ઉપર દમન થયું અને આપણા સુજ્ઞ લોકો મૂર્ખતા કે સ્વાર્થને કારણે તેના હાથા બન્યા.

આઝાદીની શરુઆતમાં ગાંધી-વિચારોનું પ્રબલ્ય રહ્યું હતું. તેથી જ ગૌ-હત્યા બંધી, દારુ-બંધી, અહિંસક સમાજ જેવા સિદ્ધાંતોને ભારતીય બંધારણમાં “આદેશાત્મક સિદ્ધાંતો તરીકે જગા મળી”. પણ નહેરુ ખંધા હતા એટલે તેમણે તેને લગતા કાયદા અને અમલનું કામ રાજ્યો ઉપર છોડ્યું. “જા બીલ્લી કુત્તેકો માર”

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ
હા તે જરુર શાકાહારી છે
કોણ કહે છે કે પેલો માંસાહારી છે?
પેલો પણ આમ તો શાકાહારી છે, પણ તે માંસાહારી વાનગીઓ ઉપર પણ હાથ મારે છે. શાકાહાર વગર તેને ચાલતું નથી. માંસાહાર સંપૂર્ણ ખોરાક છે જ નહીં.
જો પેલો એમ માનતો હોત કે તે માંસાહારી છે તો તે
હાડકાના ભૂકાના રોટલા ખાત,
કોથમીરને બદલે મચ્છર અને માખીઓ વાપરત,
તેલને બદલે ટેલો વાપરત,
મીઠાને બદલે મંકોડા નાખત,
મરચાને બદલે લાલ કીડીઓ નાખત,
દાડમને બદલે દાંત નાખત,
પાણી ને બદલે લોહી પીવત…

ટેગ્ઝઃ ગુજરાતના ક્રાંતિકારી વિચારક, અહિંસા, અતિરેક, ગાંધીજી, સત્યાગ્રહ, કાયરતા, કાઠીયાવાડી, ગૌ સૃષ્ટિ, ગાય, બળદ, સાંઢ, બકરી ઘેટાં, ઊંટ, ભેંસ, પાડા, માનવ સમાજ, ઈશ્વર, બુદ્ધિ, પૃથ્વી, વાતાવરણ, પર્યાવરણ, સંતુલન, કુદરતી, પ્રાકૃતિક, ટ્રેક્ટર, ખેતી, પોદળો, વિલાયતી ખાતર, ગૌમૂત્ર, સંરચના, ન્યાયાલય, વિદ્યા, અવિદ્યા, ધૃવ, અધૃવ, મશીન, જવાહર, સમાજવાદ, સામ્યવાદ, ખ્રીસ્તી પાદરીઓ, શાકાહારી, માંસાહારી

 

Read Full Post »

અહિંસક સમાજ  શું શક્ય છે? ભાગ – ૧ (માંસાહાર અને શાકાહાર)

જો તમારે તર્કનો આભાસ ઉત્પન્ન કરવો હોય તો તમે માંસાહારની તરફેણમાં ઘણું લખી શકો.

અનેક ટૂચકાઓ છે

જેમકેઃ
જીવો જીવસ્ય ભક્ષણં
દરેકમાં જીવ છે એટલે કોઇપણ ખોરાક અહિંસક નથી.
જ્યાં માનવસંસ્કૃતિ સૌથી જુની છે ત્યાંના લોકો માંસાહારી છે.
દુધ પણ માંસાહાર છે
રામ પણ માંસાહારી હતા
કૃષ્ણ પણ માંસાહારી હતા,
બુદ્ધ પણ માંસાહારી હતા,
ચિંપાન્ઝીઓ જે માણસોના પૂર્વજો છે તે એકબીજાને ખાઇ જાય છે,
માંસ ખાવાથી માણસ હિંસક બનતો નથી કારણકે દલાઇ લામા હિંસક નથી..
શાકાહારી લોકો પણ હુલ્લડ કરે છે શું કીધું? કળલા કાય?

અને આવા તો અનેક ટૂચકાઓ પ્રદર્શિત કરી શકાય,
સૌ પ્રથમ આપણે એ સમજવું જોઇએ કે આપણું શરીર કેવા ખોરાક માટે બનેલું છે!

આપણા નખ અને દાંત એવા નથી કે જે ચામડાને ચીરી શકે. માણસને ઈશ્વરે બુદ્ધિ આપી તેથી માણસ અગ્નિને પ્રજ્વલિત કરી શકે છે. માણસને ઈશ્વરે બુદ્ધિ આપી તેથી તે શસ્ત્રો બનાવી શકે છે અને શિકાર કરી શકે છે. અને આ કારણથી તે માંસને પોતાના શરીરને યોગ્ય બનાવી શકે છે.

તો શું આ વાતને કુદરતી સમજવી? જો આવું જ હોય તો માણસને અહિંસાની અને માંસાહાર ન કરવાની વાત પણ ન જ સુઝવી જોઇએ. પણ બે વાત એક સાથે ચાલે છે. તો ટકી રહેવા માટે કઇ વાત સારી?

માણસ પહેલાં કુદરતી અવસ્થામાં રહેતો હતો. તે સીધો ચિંપાન્ઝી, ઉરાંગઉટા કે ગોરીલામાંથી અવતરિત થયો નથી. વાનર એક ઉત્ક્રાંતિનું પગથીયું હતું. તે પછી ઘણા પગથીયાં આવ્યાં. અને જ્યારે છેલ્લા પગથીયે આવ્યો ત્યારે તે ઝાડ ઉપરથી ગુફામાં આવ્યો. તે ફળો અને પાંદડા જ ખાતો હતો અને ક્યારેક મૂળ પણ ખાતો હતો. તે સમુહમાં રહેતો હોવાથી પોતાનું રક્ષણ કરી શકતો હતો. જ્યારે અગ્નિ અને શસ્ત્રો શોધાયા ત્યારે તે વધુ નિશ્ચિંન્ત થયો. અને બીજા શાકાહારી પ્રાણીઓને લાગ્યું કે આ માણસના સાંનિધ્યમાં આપણે પણ આપણી જાતને સુરક્ષિત રાખી શકીએ છીએ. તેથી ગાય, ભેંસ, બકરાં, ઘેટાં, ઘોડા, વિગેરે તેની આસપાસ રહેવા માંડ્યા. તેથી માણસે તેનું દૂધ પીવાનું પણ ચાલુ કર્યું. અને ખોરાકની તંગીમાં તે તેમને ખાવા લાગ્યો હશે.

જેમ જેમ મનુષ્યનું માનસિકસ્તર અને બૌદ્ધિકસ્તર ઉંચુ થયું તેમ તેને અગમ્ય શક્તિ અને અહિંસાનો મહિમા સમજાયો. માનસિક સંઘર્ષનું બીજારોપણ હવે થયું હશે.

વેદકાળ અને માંસાહાર

ભારતની વાત કરીએ તો વેદોમાં પશુનું બલિદાન કરવું ત્યાજ્ય ગણાવાયું છે. અને તેથી ઘણા લોકો તેનો એવો અર્થ કરે છે કે વેદકાળમાં હિંસાયજ્ઞો થતા હતા. અમૂક અંશે આ વાત સાચી છે. કારણકે હુલ્લડ થતા હોય તો જ “હુલ્લડ કરવા ખરાબ છે” એ વાત ઉત્પન્ન થાય. અને તેનું એક એવું પણ તારણ નિકળે કે વેદકાળના સુજ્ઞજનો હિંસાયજ્ઞનોની વિરુદ્ધમાં હતા. તેથી વેદજ્ઞાતા શંકરાચાર્યે હિંસાયજ્ઞને વેદપ્રમાણ નથી તેમ દર્શાવેલું.

સૌથી જુના પુરાણ “વાયુપૂરાણ” કે જે પાણિનીની પહેલાં લખાયેલું તેમાં હિંસાયજ્ઞ અને માંસ ખાવું કે નહીં તેનો પ્રસંગ વર્ણવેલો છે. ઋષિમંડળ મનુ રાજા પાસે ગયું અને પૂછ્યું કે યજ્ઞમાં માંસ હોમાય કે નહીં અને માંસ ખવાય કે નહીં? ત્યારે મનુ એ કહ્યું કે યજ્ઞમાં માંસ હોમવું અને જો માંસ યજ્ઞમાં હોમાયેલું હોય તો તે માંસ ભોજ્ય છે. જ્યારે ઈશ્વરને શિવને આ વાતની ખબર પડી ત્યારે તેમણે ઋષિઓને અને મનુને ઠપકો આપ્યો. મનુને એટલા માટે કે તેનું તે કાર્યક્ષેત્ર ન હતું. ઋષિઓને એટલા માટે કે તેમણે યોગ્ય અધિકારી વ્યક્તિને ન પૂછતાં અયોગ્ય વ્યક્તિની સલાહ લીધી. પ્રણાલીઓમાં પરિવર્તન કરવાનો અધિકાર ફક્ત મહર્ષિઓને જ હોય છે. પછી તે પૂરાણમાં આગળ એમ લખાયું કે આ રીતે યજ્ઞમાં આહુતિ આપીને ઋષિઓ માંસ ખાતા થયા. પણ આવું જ્યારે લખાયું ત્યારે એવું તો સિદ્ધ થાય છે જ કે માંસાહારને યોગ્ય માનવામાં આવતો ન હતો.

હવે રામ અને કૃષ્ણની વાત કરીએ તો આ સૌથી જુના પૂરાણમાં રામને વિષે એક જ લાઈન લખવામાં આવી છે કે મહા પરાક્રમી દશરથના આ પૂત્રે લંકાના રાજા રાવણને યુદ્ધમાં હરાવ્યો. રામને વિષ્ણુના અવતારોમાં સ્થાન આપ્યું નથી. પરશુરામને આ સ્થાન આપવામાં આવ્યું છે. કૃષ્ણને અને બલરામને પણ વિષ્ણુના દશ અવતારોમાં સ્થાન આપવામાં આવ્યું છે. કૃષ્ણ વિષે એક જ પેરાગ્રાફ આપવામાં આવ્યો છે અને તેમાં સ્યંમંતક મણી ચોરાયાનું જે આળ કૃષ્ણ ભગવાન ઉપર આવેલું અને તે આળ તેમણે કેવીરીતે દૂર કર્યું તે વાત વર્ણવી છે. અને બીજી કેટલીક વાતો જેમાં કંસ વસુદેવના પૂત્રોને (તેમના  મોટા થયા પછી) યુદ્ધ કરીને મારી નાખતો હતો તેથી કૃષ્ણને વસુદેવ પોતાના મિત્ર નંદને ત્યાં મૂકી આવે છે એમ જણાવેલ છે. કોઈ ચમત્કારની વાત નથી.

ટૂંકમાં આ પૂરાણ પોતાની પ્રાચીનતા, તેની અનપાણીનીયન ભાષાના આધારે પણ સિદ્ધ કરે છે. પણ પછી જે કાળક્રમે લખાયું તેમાં ઘણા ઉમેરા થયા. અને આ બધું પ્રારંભિક મધ્યયુગ સુધી ચાલુ રહ્યું. રામ અને કૃષ્ણની વાતોનું ઉમેરણ ઈશુની પ્રારંભિક સદીઓથી ચાલુ કરી દશમી બારમી સદી સુધી ચાલુ રહ્યું. વાલ્મિકીનું રામાયણ અને વ્યાસનું મહાભારત જ્યારે લખાયું ત્યારે માંસાહાર જોરમાં હતો. એટલે રામ કૃષ્ણના જીવનની બધી જ વાતોને ઇતિહાસ કે ધર્મ સાથે કે તત્વજ્ઞાન સાથે જોડવી યોગ્ય નથી. એમતો મનુસ્મૃતિમાં પણ યજ્ઞનું માંસ ખાવાની બ્રાહ્મણને છૂટ આપવામાં આવી છે. પણ વેદજ્ઞાતા શંકરાચાર્યે, સાયણાચાર્યે, સાતવળેકરે કે દયાનંદ સરસ્વતીએ માંસને માન્યતા આપી નથી. જે ઉપનિદો તત્વજ્ઞાનની વાતો કરે છે તેઓ પણ માંસાહારની યોગ્યતાની વાત કરતા નથી.

માંસાહારી માણસ કઇ કક્ષામાં આવે?

જો કોઇ એક સમાજમાં બધા જ માંસાહારી હોય તો જે માણસ પોતાના વાચન અને વિચારો થકી શાકાહારી બને તો સ્વાભાવિક રીતે જ ઉંચી કક્ષામાં આવ્યો ગણાય કારણકે અહિંસા એ સહયોગ તરફના પ્રયાણનું એક કદમ છે. આદતો છોડવી એ એક અઘરું કામ છે. જ્યારે રુઢિચુસ્તતા હતી ત્યારે બ્રાહ્મણો લસણ ડુંગળી, ગાજર, બીટ ખાતા ન હતા. પણ રેસ્ટોરામાં જવાની પ્રક્રિયા ચાલુ થઇ એટલે હવે ઘણા બ્રાહ્મણો પણ લસણ, ડુંગળી, ગાજર, બીટ ખાતા ચાલુ થઇ ગયા.

હવે ઘણા બ્રાહ્મણો ફેશનમાં નોન-વેજ પણ ખાય છે. પણ તેઓ જાણે છે કે આ સારું નથી અને વડીલોને ગમશે નહીં. પહેલાં દારુ પીવો એ પતનની નિશાની ગણાતી હતી. હવે ફેશન ગણાય છે.

અહિંસા, સહકાર, શાકાહાર એકબીજા સાથે જોડાયેલા છે. માનવ સમાજ અહિંસા અને સહકાર તરફ પ્રગતિ કરતો હોય તો ખચિત સમજવું જોઇએ કે તે શાકાહાર તરફની ગતિ છે. પણ અનાજની તંગીનો કાલ્પનિક ભય અને તેથી કરીને માંસાહારનું સમર્થન એ સ્વાદતુષ્ટિનું સમર્થન છે.

You may start with donkey

જો માંસાહાર નહીં કરીએ તો પશુઓ વધી જશે

એક પશુના માંસ માટે તે પશુની માવજત અને જીવાડવા માટે છ ગણી જમીન જોઇએ. એટલે કે તમે છ ગણું અનાજ ઉત્પન્ન કરી શકો. પણ જો તમે તેનો ભોજન માટે ઉછેર ન કરો અને તમારી ખેતીની જરુરીયાત માટે રાખો તો તમને તે પર્યાવરણીય ખાતર પૂરું પાડે છે જે તમને વધુ ફળોનું ઉત્પાદન આપે છે. આ ઉપરાંત ઘેટાં બકરાંના વાળ તમને ગરમ કાપડનો કાચો માલ પુરો પાડે છે.

પશુઓ ઇશ્વરે બનાવેલા ઉર્જા મશીન છે. ઉપરાંત પશુઓ વનસ્પતિ સૃષ્ટિ માટેનો ખોરાક છે. આ બધા પશુઓ, મનુષ્ય ઝાડ ઉપરથી જમીન ઉપર આવ્યો તે પહેલાંના લાખો વર્ષથી અસ્તિત્વમાં છે. એટલે મનુષ્યે એવું વિચારવાની જરુર નથી કે મનુષ્ય જો તેમને ખાશે નહીં તો તેમની વસ્તી અમાપ વધી જશે.

મનુષ્યને અહિંસાનો વિચાર શા માટે આવ્યો?

મનુષ્યને પર્યાવરણના સંતુલનનો વિચાર શા માટે આવ્યો?

મનુષ્યને બ્રહ્માણ્ડને સમજવાનો વિચાર શા માટે આવ્યો?

અને મનુષ્યો વચ્ચે વિરોધાભાસ શા માટે ઉત્પન્ન થયો?

જો મનુષ્યો વચ્ચે વિરોધાભાસ ન હોત તો અને મનુષ્યના મનમાં પણ દ્વંદ્વ ન હોત.

જો મનુષ્યો વચ્ચે વિરોધાભાસ ન હોત અને   મનુષ્યના મનમાં પણ દ્વંદ્વ ન હોત  તો તેની બુદ્ધિનો વિકાસ ન થઈ શકત. વૈચારિક વિભીન્નતાના પરિણામ સ્વરુપે મનુષ્યની બુદ્ધિનો વિકાસ થયો.  મનુષ્યને બ્રહ્માણ્ડને સમજવાનો વિચાર આવ્યો. મનુષ્યને અહિંસાનો વિચાર આવ્યો. મનુષ્યને પર્યાવરણના સંતુલનનો વિચાર આવ્યો.

પર્યાવરણનું શ્રેષ્ઠ સંતુલન ક્યારે થઈ શકે?

વૃક્ષો કાપીને ધરતીને સપાટ કરીને તેની ઉપર ખેતીના પાક માટે હળ ચલાવવું એ પર્યાવરણના સંતુલન ઉપર પ્રહાર નથી શું?

શું સંવેદનશીલ મનુષ્યે પક્વ અને રસાદાર ફળોના આહાર તરફ ગતિ કરવી જોઇએ?

માનવસમાજને ગોવંશ અને વૃક્ષ બન્નેની પર્યાવરણના સંરક્ષણ માટે જરુર છે? ગોવંશ જમીનને ફળદ્રુપ બનાવે છે અને વધુ વૃક્ષોને વધુ ફળાઉ બનાવે છે?

વૃક્ષોની નીચેની જમીનમાં થતું ઘાસ ગોવંશીઓ આરોગે છે. મનુષ્ય તેમના રક્ષણના બદલામાં દુધ લે છે. ઇતિહાસમાં ગોરક્ષાકાજે માનવે પોતાના જાન આપ્યા છે. આને આપણે શું કહીશું?

શું આ બલીદાનો આપનારાઓને આપણે બેવકુફી કહીશું?

મનુષ્યની સંવેદનશીલતાની દીશા કૃતજ્ઞ થવા તરફની હોવી જોઇએ કે કૃતઘ્નતા તરફની હોવી જોઇએ?

ગોવંશમાં ગાય, ભેંસ, બળદ, પાડા, ઘોડા, બકરા, ઘેટાં, ઉંટ બધાં જ આવી જાય છે કારણકે તેઓ પોતે અહિંસક અને શાકાહારી છે અને મનુષ્યથી રક્ષણ પામે છે.

જીવદયા પ્રેમી અને પર્યાવરણના રક્ષકોએ આગળ આવવું જોઇએ અને એવી માગણી માગણી કરવી જોઇએ કે જે પ્રોડક્ટ બનાવવામાં જીવહિંસા થતી હોય તેવા સાધનો પણ વપરાતાં હોય તો તે પણ લખવું જોઇએ. ફક્ત પ્રોડક્ટના બંધારણીય તત્વોના લીસ્ટથી કામ નહીં ચાલે.

અન્ન અને ફળની અંદર રહેલું બીજ એ સુસુપ્તજીવ છે. તેને પણ પોતાનું જીવન પ્રફુલ્લિત કરવાનો હક્ક છે. તેથી અનાજ અને ફળના બીજ પણ ન ખાવાં જોઇએ. ખેતી કરવી એ પર્યાવરણથી વિરુદ્ધ દીશાની ગતિ છે. ખેતી વાસ્તવમાં વનસ્પતિ સૃષ્ટિને વિકસવામાં અવરોધરુપ છે. ઘાસ તેની રીતે ઉગી જશે અને અન્ન પણ તેમની રીતે પશુઓને જેટલી જરુર પડશે તેટલું ઉગી જશે.

હવે તમે જુઓ આપણે ખેતી કરવી બંધ કરીને જમીન ઉપર ફક્ત વૃક્ષો જ વાવીશું તો ઉત્પાદન અનેક ગણું વધી જશે. કારણ કે ફળોનું ઉત્પાદન મલ્ટી લેયર છે. જ્યારે અનાજના પાકનું ઉત્પાદન સીંગલ લેયર છે. એક ગુંઠામાં ફેલાયેલું વૃક્ષ એક ગુંઠામાં વાવેલા અનાજ કરતાં દશગણું કે તેથી વધુ ઉત્પાદન આપે છે અને ખાસ મહેનત વગર આપે છે. માનવ શક્તિનો પણ બચાવ થાય છે અને પર્યાવરણનો પણ બચાવ થાય છે. વૃક્ષ પાણીનો સંચય કરે છે, વૃક્ષ પાણીને વહેતું અટકાવે છે. વૃક્ષ ઉષ્ણતામાન ઘટાડે છે, વૃક્ષ છાંયો આપે છે, વૃક્ષ આશરો આપે છે, વૃક્ષ ભેજ આપે છે, વૃક્ષ વાદળાં ખેચી લાવે છે, વૃક્ષ બહુમાળી ઉત્પાદન કરે છે એટલે કે વૃક્ષ અનેક ઉંચાઈઓ ઉપર ફળ આપે છે. વૃક્ષ લાકડું આપે છે. આ બધું લક્ષ્યમાં લઈએ તો વૃક્ષની કિમત એક કરોડ રુપીયા થાય.

જો માનવ સમાજ અવકાશી સિદ્ધિઓ પ્રાપ્ત નહીં કરે અને જો માંસાહાર, અન્નાહાર ચાલુ રાખશે અને રહેવા માટે ઝુંપડા કે બંગલાઓમાં રહેશે તો તેણે જમીનનો વ્યય કર્યો ગણાશે. તેથી મનુષ્યે ઈશ્વરે આપેલી બુદ્ધિનો સદુપયોગ કરી મલ્ટીલેયર ઉત્પાદન અને મલ્ટીલેયર ઘરોમાં જ રહેવું પડશે.

જો માનવજાત આવું નહીં કરે અને અવકાશી સિદ્ધિમાં નવી જગ્યાઓ શોધવામાં પૂરતો સફળ નહીં થાય તો માનવજાતનો માંસાહાર પોતાનો રંગ બતાવી તેનો નાશ કરશે.

સમજણપૂર્વકના શાકાહારી અને પ્રણાલીગત શાકાહારી

માણસનો આહાર સામાન્યરીતે પ્રણાલીગત હોય છે. કેટલાક માણસો સમજણ પૂર્વકના શાકાહારી હોય છે. તેવીજ રીતે કેટલાક માણસો પ્રણાલી ગતરીતે માંસાહારી હોય છે.

સમજણપૂર્વકના શાકાહારી લોકો ઓછા હોય છે. જેઓ સમજણપૂર્વકના શાકાહારી હોય છે તેઓ માંસાહારી થઇ શકતા નથી.

જેઓ પ્રણાલીગત રીતે શાકાહારી હોય છે તેઓ યોગ્ય અથવા ભાવતા શાકાહારના અભાવમાં અથવા ફેશનમાં ક્યારેક અથવા અવારનવાર માંસાહાર કરે ત્યારે તેમાં એક વર્ગ એવો ઉભો થાય છે જે માંસાહારની યોગ્યતાનો અને અથવા શાકાહારની અપૂર્ણતાનો અને અથવા નિરપેક્ષ અહિસક ખોરાકના અનસ્તિત્વ નો એક વિસંવાદ જેવો સંવાદ ઉભો કરે છે.

વાસ્તવમાં આ વિતંડાવાદ છે. ભારતીય પૂર્વજો શાકાહારી હતા કે માંસાહારી હતા એના ઉપર આપણા ભોજનનો પ્રકાર નક્કી થાય તે જરુરી નથી. વેદકાળના ઋષિઓ શાકાહારી હતા તે વિષે શક નથી.

તેનું ઉદાહરણઃ
અગ્ને યં યજ્ઞં અધ્વરં, વિશ્વતઃ પરિભૂરસિં । સ ઇદ્‌ દેવેષુ ગચ્છતિ ॥
(ઋગવેદ મંડળ-૧, સુક્ત-૧, ઋચા-૪)

હે અગ્નિદેવ તમે આ હિંસારહિત યજ્ઞ દ્વારા બધી બાજુથી દેવત્વ તરફ લઈ જાઓ છો.

(અધ્વર યજ્ઞ એટલે અહિંસક યજ્ઞ)

રામ અને કૃષ્ણ શું ખાતા હતા તે નક્કી કરવું મુશ્કેલ છે. તેમને જેઓ ભગવાન માને છે તેઓને કદાચ દુઃખ થાય પણ વાલ્મિકીએ માંસાહારની વાત કરી છે. અને તેમને ભગવાન પણ માન્યા છે. તેનો અર્થ એજ થાય કે “રામાયણ”ના વાલ્મિકીના સમયમાં માંસાહાર નિષિદ્ધ ન હતો.

જે વ્યાસ વાયુપૂરાણ લખે છે તે વ્યાસ મહાભારત પણ લખે છે. વ્યાસ ભાગવત પૂરાણ લખે છે. આ વાત શક્ય નથી. કારણકે સમયનો ગાળો બહુ લાંબો છે. તે જ પ્રમાણે વાલ્મિકી વિષે પણ માનવું પડે. તુલસીદાસની તો વાત જ ન કરી શકાય. જે વાયુ પૂરાણ રામને વિષ્ણુના અવતાર માનવા પણ તૈયાર નથી, તે જ રામને, તુલસીદાસ “પરમ બ્રહ્મ” માને છે.

“અલ્યા રાવણ મારુ નામ… તેં દીઠા નથી મારા કામ… બન્દીવાન… કીધા મેં દેવ… તેમની પાસે વણાવું સેવ…” આવું મહાકવિ પ્રેમાનંદ, રાવણ થકી હનુમાન સામે બોલાવડાવે છે. તો આનો અર્થ એ તો ન જ થઇ શકે કે રાવણના સમયમાં “સેવ” એક વાનગી હતી. પણ એટલું જરુર કહી શકીએ પ્રેમાનંદના સમયમાં “સેવ” એક વાનગી હતી.

વેદનો અર્થ વેદના જ્ઞાતાઓ જ કરી શકે. તેથી ઉપનિષદોમાં જે લખ્યું હોય અને ઐતિહાસિક કાળમાં થયેલા શંકરાચાર્યે, સાયણાચાર્યે જે અર્થઘટન કર્યું હોય તે વધુ ગ્રાહ્ય માનવું જોઇએ. તે ઉપરાંત સાતવળેકરે અને દયાનંદ સરસ્વતીએ જે કંઇ કહ્યું હોય તેના ઉપર પણ વિચાર કરવો જોઇએ.

શું આપણે નિર્ણય કરવા સક્ષમ નથી?

માનવસમાજ માટે શું યોગ્ય છે તે નક્કી કરવાની ક્ષમતા આપણા આધુનિક માનવ પાસે છે જ. હાલમાં નહીં હોય તો વહેલી મોડી આવશે જરુર.

માણસો પોતાને પસંદ પડે તે જીવવા આનંદ અને ફેશન માટે ખાય છે.

માંસાહારને ક્યારેય શ્રેષ્ઠ ગણાવાયો નથી. બાઈબલમાં પહેલા કરારમાં ઈશ્વરે વેજ-આહાર જ ભોજ્ય ગણાવ્યો છે. બીજા કરારમાં નોન-વેજ ની છૂટ આપી છે.

કુરાનમાં પણ અન્ન અને ફળોની સુંદરતાનું અને પૌષ્ટિકતાના વખાણ કરવામાં આવ્યાં છે. અને જીવતા રહેવા માટે પ્રાણીઓને ભોજ્ય ગણ્યા છે. પણ પ્રાણીઓને સુંદર આહાર તરીકે વર્ણવ્યા નથી.

દેવળ કે મસ્જિદમાં પણ કદી પશુઓ ભોજન માટે કત્લ કરાતા નથી કે ખવાતા નથી. તમે દેવળ અને મસ્જીદમાં ફળ લઈ જઈ શકો છો અને ઇબાદત ન કરતા હો ત્યારે ખાઈ શકો છો.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝ ઃ

અહિંસક સમાજ, માંસાહાર, શાકાહાર, તર્ક, વિતંડવાદ, ટૂચકા, રામ, કૃષ્ણ, બુદ્ધ, ઋષિ, મહર્ષિ, ઈશ્વર, બુદ્ધિ, મનુષ્ય, માણસ, કુદરતી, ઉત્કાંતિ, સુરક્ષા, દૂધ, માનસિક સ્તર, વેદકાળ, હિંસાયજ્ઞ, વેદજ્ઞતા, શંકરાચાર્ય, વાયુ પુરાણ, શિવ, ઈશ્વર, અધિકારી, સાયણાચાર્યે, સાતવળેકર, દયાનંદ સરસ્વતી, સહયોગ, સંવેદનશીલતા, લસણ, ડુંગળી, ગાજર, બીટ, નોન-વેજ, પર્યાવરણ, ઉર્જા મશીન, બ્રહ્માણ્ડ, સંતુલન, કૃતજ્ઞ, કૃતઘ્ન, પ્રણાલીગત

Read Full Post »

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ ૯

રામને કોણ સમજી શક્યું?

એક માત્ર મહાત્મા ગાંધી હતા જેઓ રામને અને લોકતંત્રને સમજી શક્યા હતા. તેઓ રામ અને લોકતંત્ર એ બંનેને સાંકળી શક્યા હતા.

પ્રણાલીઓને બદલવી છે?

આદર્શ પ્રણાલી શું હોઈ શકે અને તે કેવી હોવી જોઇએ તે પહેલાં નક્કી કરો.

જો તમને લાગતું હોય કે તમે આદર્શ પ્રણાલી સમજી શક્યા છો તો તે પ્રણાલીને બુદ્ધિદ્વારા આત્મસાત્કરો. માનસિકતા પણ એવી બનાવો. પછી તે દિશામાં વિચારો અને આચારમાં પણ તેને મૂકો. આવું કર્યા પછી પ્રચાર કરી શકાય.

એક વાત ખાસ યાદ રાખવાની હોય છે કે પ્રચાર કરતી વખતે, તમારી પાસે સત્તા હોવી જોઇએ.

સત્તા શું કામ હોવી જોઇએ?

સત્તા એટલા માટે હોવી જોઇએ, કારણ કે તમે જે પ્રણાલીનો પ્રચાર કરવા માગો છો અને વિચાર વિમર્ષ કરાવવા માગો છો તેમાં દબાણ વર્જ્ય છે. સત્તા, શક્તિ, લાલચ, સ્વાર્થ બધાં દબાણ છે. દબાણ થી સત્ય દબાઈ શકે છે. દબાણ એક આવરણ છે. આવરણ સત્યને ઢાંકી દે છે. (હિરણ્મયેન પાત્રેણ, સત્યસ્યાપિહિતં મુખં).

ગાંધીજીને જ્યારે લાગ્યું કે હવે તેમણે સામાજીક ક્રાંતિ (સમાજસુધાર)માં પડવું જોઇએ, તો તેમણે કોંગ્રેસના હોદ્દાઓ ઉપરથી નહીં પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ ઉપરથી પણ રાજીનામું આપ્યું. તેનું કારણ હતું કે તેઓ કોઈ પણ સુધારા ઉપર પોતાનો જે અભિપ્રાય આપે તે બીજાઓ માટે દબાણ મૂક્ત હોય. તેથી જે પણ કોઈને ચર્ચા કરવી હોય કે શંકા પ્રદર્શિત કરવી હોય તે સામેની વ્યક્તિ મૂક્ત રીતે કરી શકે.

કોઈ કહેશે કે ઉપવાસ અને સવિનય કાનૂનભંગ, પ્રદર્શન, ધરણા વિગેરે પણ દબાણ કહેવાય ને? બધું દબાણ થી, તો બીજું શું છે?

આંદોલન બે પ્રકારના હોય છે. એક વહીવટી નિસ્ફળતા સામે હોય છે. બીજું અન્યાયકારી કાયદા સામે હોય છે. જનતા અને કેટલાક પક્ષોના નેતાઓ ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાથી પક્ષના નેતાઓ આંદોલનનું હાર્દ સમજતા નથી.

આંદોલન ફક્ત જનતા કરી શકે. રાજકીય પક્ષો આંદોલનો કરી શકે. રાજકીય પક્ષો લોકજાગૃતિના કામ કામ કરી શકે. જનતા પણ એવા આંદોલન કરી શકે કે જ્યાં તે સંપૂર્ણ પારદર્શિતા રાખી શકે તેમજ સંવાદ માટે હરપળ તૈયાર હોય. આંદોલન હમેશા દેશના વ્યાપક હિતમાં હોય. આંદોલન કદીપણ જાતિગત કે વ્યક્તિગત હોઈ શકે. વ્યક્તિગત હિતની રક્ષા માટે કાનૂનો હોય છે. કોઈ કાનૂન એવો હોઈ શકે કે જે અન્યાયકારી હોય. અન્યાયકારી કાયદા, ન્યાયાલય દ્વારા રદ કરી શકાય છે. નવો કાયદો કરવો હોય તો તેનો પૂર્વલેખ (ડ્રાફ્ટ) પ્રજાએ તૈયાર કરવો જોઇએ, તેની વ્યાપક ચર્ચા થવી જોઇએ. તે પછી વિદ્વાનો બધા સુધારાને આવરી લેતો અંતિમ પૂર્વલેખ લિપિબદ્ધ કરે અને પોતે ચૂંટેલા પ્રતિનિધિ મારફત સંસદમાં રજુ કરે. અને સંસદ તેને પસાર કરે.

મહાત્મા ગાંધીએ રામને કેમ આદર્શ માન્યા?

રામરાજ્યની કેમ વાત કરી?

 આમ તો ગાંધીજી કહેતા હતા કે મારો રામ કંઈ દશરથનો પુત્ર કે રાવણને મારનાર નથી. મારો રામ તો પરમબ્રહ્મ સ્વરુપ દરેકના દિલમાં વસતો રામ છે. એટલે કે ઈશ્વર છે.

આમ જુઓ તો રામ તો રાજા છે. અને મહાત્મા ગાંધી એક બાજુ રામરાજ્યની વાત કરેછે અને બીજી બાજુ તેઓ રામ દશરથનો પુત્ર નથી એમ કહે છે. તો રામ રાજ્ય કોનું?

ભારત, પ્રાચીન યુગમાં જગતગુરુ હતું. ભારતમાં ગુરુકુલ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતું હતું. શિક્ષણ મફત હતું. સૌ કોઈએ ગુરુ પાસે આશ્રમમાં ભણવા જવું પડતું. સામાન્ય રીતે સૌ કોઈ બાપિકો વ્યવસાય સંભાળતા. ગુરુઓને શસ્ત્ર વિદ્યા આવડતી તેમનું કામ વિદ્યા અને જ્ઞાનનો પ્રસાર કરવાનું રહેતું. તેઓ રાજાને સલાહ આપવાનું કામ પણ કરતા. જે શ્રેષ્ઠ બ્રાહ્મણો હતા અને વેદમંત્રના  લખનારાના વંશજો હતા કે આચાર્યો હતા તેઓ પ્રણાલીઓમાં પરિવર્તન કરવાનો અધિકાર ધરાવતા હતા. રાજા ઉપર દબાવ લાવવાનું કામ ઋષિની સલાહ અનુસાર જનતાનું રહેતું હતું.

વાયુ પુરાણમાં એક કથા છે.

બ્રાહ્મણોએ માંસભક્ષણ કરવું જોઇએ કે નહીં?

ઋષિગણ ભગવાન મનુ પાસે ગયું. ભગવાન મનુએ કહ્યું કે બ્રાહ્મણો યજ્ઞમાં આહુતિ માટે આપેલું માંસ, યજ્ઞના પ્રસાદ તરીકે એટલે કે હુતદ્રવ્ય હોવાથી ખાઈ શકે. ત્યારથી કેટલાક બ્રાહ્મણો હુતદ્રવ્ય રૂપે માંસ ખાવા માંડ્યા.

પછી જ્યારે ઈશ્વરને (શિવને) ખબર પડી ત્યારે તે ઋષિઓને વઢ્યા. અને તેમને કહ્યું કે તમે મનુ પાસે ગયા જ કેમ? મનુ આવી સલાહ આપવાનો અધિકારી નથી. પ્રણાલીઓ વિષે સલાહ આપનાર ફક્ત વેદ પારંગત મહર્ષિઓ અને આચાર્યોનો સમૂહ અધિકારી છે. તમે અનાધિકારી વ્યક્તિની સલાહ કેમ લીધી? હવે મનુ અને બ્રાહ્મણો પાપ ભોગવતા રહેશે. આમ અમુક બ્રાહ્મણો માંસાહારી રહ્યા અને અમુક બ્રાહ્મણો નિરામિષ રહ્યા.

આચાર્યનો અર્થ છે (વિચાર સહિતના) આચાર ઉપર સલાહ આપી શકે તે. એટલે કે આચાર ઉપર જે અધિકૃત રીતે અર્થઘટન કરી શકે અને આચારની પ્રણાલી ઉપર શાસન કરે તે. પણ શાસનનેશાસનશબ્દથી ઓળખવામાં આવતું નથી.

આચાર્યોનું શાસન અનુશાસન છે.

જનતાએ અને શાસકોએ શું કરવું જોઇએ તે આચાર્યો કહેશે. શાસકનું કામ વહીવટ કરવાનું છે. એટલે કે જેના હાથમાં વહીવટી સત્તા છે તે જે જનતા ઉપર કરે તેને શાસન કહેવાય.

આચાર્યો જે કરે તેને અનુશાસન કહેવાય.

આચાર્ય વિનોબા ભાવે એ ઇન્દિરાએ કટોકટી લાદી ત્યારે એવો પ્રતિભાવ આપેલ કે કટોકટી એ અનુશાસન પર્વ છે. પણ આનું ખોટું અર્થઘટન ઇન્દિરાએ ફેલાવેલું. વિનોબા ભાવેએ સ્પષ્ટીકરણ કરેલ. પણ એ સ્પષ્ટીકરણ ઉપર સેન્સરની કાતર ફરીવળી હતી.

હવે યાદ કરો. નહેરુવીયન કોંગ્રેસને જે કંઈપણ બંધારણીય સુધારા કર્યા અને તેના અમલમાં જે પ્રણાલીઓ સ્થાપી તેનો મુખ્ય હેતુ આત્મકેન્દ્રી એટલે કે સ્વકેન્દ્રી તો ખરો પણ સાથે સાથે પોતાનો પક્ષ સત્તાસ્થાને રહે પણ હતો. વાસ્તવમાં નિયમ બનાવવાના મુસદ્દા, જનતાની સમસ્યાઓના ઉકેલોને લગતી પ્રણાલીઓના સંશોધનો, ઋષિઓ એટલે કે જ્ઞાની લોકો તરફથી આવવા જોઇએ. જેમકે લોકપાલ વિધેયકનોપૂર્વ લેખ” (ડ્રાફ્ટ), અન્ના હજારેની ટીમ તરફથી આવે તેમાં કશું ખોટું હતું. નહેરુવીયન કોંગ્રેસે તે સ્વિકારવા જેવો હતો. તેને બદલે નહેરુવીયન કોંગ્રેસે કહ્યું અમારી ઉપર દબાણ કરનારા તમે કોણ છો? તમારી હેસીયત શું છે? હવે જે નહેરુવીયન કોંગ્રેસ, ગાંધીજીના નામ ઉપર ત્રણ દાયકા (૧૯૪૭ થી ૧૯૭૫) તરી ગઈ તેણે હેસીયતનો મુદ્દો ઉઠાવ્યો. રામને નામે પથરા તર્યા. ગાંધીજીને નામે ગઠીયા તર્યા.

“૧૯૪૭થી ૧૯૭૫ સુધીના સમય સુધી નહેરુવીયન કોંગ્રેસ ગાંધીજીના નામે તરી ગઈ” એમાં૧૯૭૫એટલા માટે સીમા ચિન્હ છે કે ઈન્દિરા ગાંધીએ ૧૯૭૫માં કટોકટી લાદીને ગાંધીવાદીઓને પણ વગર વાંકે જેલભેગા કર્યા એટલે મહાત્મા ગાંધીવાદીઓનો ભ્રમ પણ સદંતર ભાંગી ગયો.

પ્રથમ નામ મહાત્મા ગાંધીનું

અગણિત ગાંધીવાદીઓનો નહેરુવીયન કોંગ્રેસની નિષ્ઠા પરત્વેનો ભ્રમ ૧૯૫૨થી ભાંગી ગયેલો. નહેરુવીયન કોંગ્રેસની નિષ્ઠા પરત્વેનો ભ્રમ ભાંગી જવામાં મહાત્મા ગાંધીનું નામ પ્રથમ લેવું જોઇએ. જે કોંગ્રેસીઓ સિંધ પંજાબથી ભાગીને ભારતમાં આવ્યા તેમને મહાત્મા ગાંધીએ કહેલ કે તમે ત્યાં મરી કેમ ગયા? જો કોંગ્રેસીઓ ત્યાં નિષ્ઠા પૂર્વક રહ્યા હોત તો આજે પાકિસ્તાનની જનતા પાસે મહાત્માગાંધીયન (વાસ્તવિક રીતે ધર્મનિરપેક્ષ) પાકકોંગ્રેસ જોવા મળત. યાદ કરો ઘણા મુસ્લિમ નેતાઓ ભારતના ભાગલા પછી પણ ભારતમાં રહ્યા. તેથી અત્યારે આપણને ભારતમાં કોમવાદી ઈન્ડીયન મુસ્લિમ લીગ જોવા મળે છે. પણ પાકિસ્તાનમાં કોઈ કોંગ્રેસ જોવા મળતી નથી.

મહાત્મા ગાંધીએ જોયું કે કોંગ્રેસને લોકજાગૃતિમાં રસ નથી. કોંગ્રેસને ફક્ત સત્તામાં રસ છે. મહાત્મા ગાંધીએ કહેલું કે સમય એવો આવશે કે જનતા કોંગ્રેસીઓને શોધી શોધીને મારશે. તેમણે કોંગ્રેસને વિખેરી નાખવાનું કહેલ.  અને તે માટે તેમણે રાષ્ટ્રીય સેવાસંઘનું બંધારણ પણ લખેલ.

જનતાએ કોંગ્રેસીઓને વીણી વીણીને મારેલ

ગુજરાતનું ૧૯૭૩-૭૪ના નવનિર્માણ આંદોલન, “ભ્રષ્ટાચાર દૂર કરો” માટે હતું. જનતાએ નહેરુવીયન કોંગ્રેસ શાસિત વિધાનસભાનું વિસર્જન કરવાનું કહેલ. બધા જ સભ્યોએ રાજીનામું આપેલ પણ મોટાભાગના નહેરુવીયન કોંગ્રેસીઓએ રાજીનામું ન આપેલ. જનતાએ કોંગ્રેસીઓને વીણી વીણીને મારેલ. અંતે વિધાનસભાનું વિસર્જન કરવું પડેલ. નહેરુવીયન કોંગ્રેસે “અમે ગરીબી હટાવીશું” એ વચન આપી સત્તા ઉપર આવેલ. પણ ઇન્દિરા ગાંધી બધાજ ક્ષેત્રોમાં નિસ્ફળ નીવડેલ. ભ્રષ્ટાચારના આક્ષેપો તેની ખુદની ઉપર પણ હતા.

નહેરુવીયન કોંગ્રેસ એક શાસક પક્ષ હતો. તે જનતાનું પ્રતિનિધિત્વ કરતો હતો. તેણે પોતાની ૨૦૦૯ની ચૂંટણી જનલોકપાલ બીલનો મુસદ્દો જનતા પાસે રજુ કરીને ચૂંટણી લડી હતી. એટલું નહીં પણ તે પક્ષ પોતે સંપૂર્ણ બહુમતિ વાળો પક્ષ ન હતો. તે અન્ય પક્ષો સાથે ચૂંટણી પરિણામો પછીના જોડાણો કરી સત્તા ઉપર આવ્યો હતો. તેની પાસે સત્તા હોય તો પણ તે સત્તા, નિયમો બનાવવા માટેની સત્તા ન હતી.

ભારતીય બંધારણ પ્રમાણે પણ તેની પાસે નિયમો બનાવવાની સત્તા ન હતી.

આનો અર્થ પણા થયો કે શાસક પક્ષને બંધારણમાં ફેરફાર કરવાની પણ સત્તા નથી.

જે લોકો સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને માનવશાસ્ત્રમાં નિપૂણ છે તેઓ હેતુપૂર્ણ મુસદ્દો બનાવે અને ન્યાયશાસ્ત્રના વિદ્વાનો તે મુસદ્દાને વિધેયકનું સ્વરુપ આપે. પછી તેને જનતા સામે મુકે. અને જનતા તેના ઉપર પોતાના પ્રતિભાવો અને સૂચનો આપે. તે પછી તેને આખરી સ્વરુપ આપવામાં આવે.

જનપ્રતિનિધિઓની પાસે કઈ સત્તા છે?

જનપ્રતિનિધિઓ પાસે સત્તા છે કે તે વહીવટકારો (પબ્લિક સર્વન્ટ), નિયમોને અને નીતિઓને અમલમાં મુકે. જનપ્રતિનિધિઓ તેની ઉપર નિરક્ષણ કરે અને જો તેઓ તેમાં ચૂક કરે તો તેમને દંડિત કરે.

બાબતની વિસ્તૃત ચર્ચાબધી સમસ્યાનું સમાધાન એટલે નવ્ય ગાંધીવાદ લેખમાળામાં કરવામાં આવી છે.

રામ રાજ્યની ઉંડાઈ સમજવી મૂર્ધન્યો, સમાચાર માધ્યમના પંડિતો, મોટાભાગના કટારીયા લેખકો અને પાશ્ચાત્ય રાજ્યશાસ્ત્રના પંડિતોના મગજની ક્ષમતાની બહાર છે. ભારતના રાજકીય પક્ષો અને તેમાં પણ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ તો તે સમજી શકે.

હજારો વર્ષ જુના ભારતીય જનતંત્રમાનસ જેને મહાત્મા ગાંધીએ પુનર્‍ જાગૃત કે નવજાગૃત કરેલઇન્દિરા ગાંધીએ તેને ૧૯૬૮થી ક્ષતિ પહોંચાડવી શરુ કરેલ અને ૧૯૭૫માં જનતંત્રીય માનસિકતાને સંપૂર્ણ ધરાશાઈ કરેલ. એજ ઇન્દિરા ગાંધી જેને આજે પણ નહેરુવીયન કોંગ્રેસીઓ એક આદરણીય અને પૂજનીય નેતા માને છે. આવી માનસિકતાવાળો પક્ષ રામરાજ્યની ઊંડાઈ કેવી રીતે સમજી શકે?

નહેરુવીયન શાસકોએ ને તેમણે સર્જેલી માનસિકતાએ, રામને ફક્ત ધાર્મિક વ્યક્તિ બનાવીને ભારતીય જનતાંત્રિક પરંપરાને ચીંથરેહાલ કરી દીધી છે. નહેરુવીયન કોંગ્રેસની સરકારે ઉચ્ચ ન્યાયાલયમાં શપથ પૂર્વક કહ્યું કે રામ કોઈ ઐતિહાસિક વ્યક્તિ હતા નહીં.

રામની મહાનતા, ભારતીયો સમજ્યા અને તે મહાનતા અદ્વિતીય હોવાને કારણે તે રામને તેમણે ભગવાન બનાવી દીધા.

ભગવાન એટલે શું?

ભગઃ એટલે તેજ. આકાશમાં  સૌથી વધુ તેજસ્વી પદાર્થ હોય તો તે સૂર્ય છે. સૂર્ય, પૃથ્વીને ધારણ કરે છે. સૂર્ય માત્ર અગ્નિનો ગોળો નથી. ભારતીયો સાંસ્કૃતિક રીતે અને તાત્વિક રીતે કુદરતી શક્તિઓને ફક્ત સજીવ નહીં, પણ સજીવ ઉપરાંત તેમને દેવ પણ માને છે. સૂર્ય પણ એક મહાન દેવ છે. સૂર્યને લીધે પૃથ્વી ઉપર પ્રણાલીગત વ્યાખ્યા પ્રમાણે કહેવાતી સજીવ સૃષ્ટિ થઈ અને ટકી રહી છે. સૂર્યની પાછળ રહેલો દેવ, વિષ્ણુ છે. એવી માન્યતા છે કે જેમ સૂર્ય પૃથ્વીનું રક્ષણ કરે છે તેમ આજ વિષ્ણુ, અવારનવાર યુગપુરુષ રુપે જન્મી પૃથ્વીના સજીવસમાજનું રક્ષણ કરે છે.

માન્યતા, કંઈ ભારત એકલામાં ચાલી છે એવું નથી. મેક્સીકોથી શરુ કરી ઈજીપ્ત અને જાપાન સુધી માન્યતા પ્રવર્તે છે કે રાજા (કે અમુક રાજાઓ) સૂર્યના અવતાર છે.         

રામ મંદિર થવું જોઇએ કે નહીં?

કોનું પૂજન થાય છે?

જેનું અસ્તિત્વ હોય તેનું પૂજન થાય છે. પ્રાકૃતિક શક્તિઓનું અસ્તિત્વ છે તેથી તેનું પૂજન થાય છે. કેટલાક દેહધારીઓએ અભૂત પૂર્વ કાર્યો કરેલા, એવું જે સમાજને લાગ્યું, તે સમાજે તેમનું પૂજન શરુ કર્યું. તેમના મંદિરો બનાવવામાં આવ્યાં. આવી પ્રણાલી ફક્ત ભારતમાં છે તેવું નથી. આવી પ્રણાલી પૂરા વિશ્વમાં છે. અત્યારે મરેલા નહીં પણ જીવતા મનુષ્ય દેહધારી ભગવાનોની સંખ્યા ચાર આંકડામાં અસ્તિત્વ ધરાવે છે.

પણ વિશ્વમાં એવી પ્રણાલી ક્યાંય નથી કે જેનું ફક્ત સાહિત્યિક અસ્તિત્વ હોય, તેનું પણ પૂજન થાય અને તેના પણ મંદિરો બને.

કોઈ પણ એક મહામાનવને લો. તેમની  બાબતમાં એકથી વધુ લેખકો, તેમની જીવન કથા કે પ્રસંગોની કથાઓ લખશે. પોતાની રીતે મૂલવશે. મહાત્મા ગાંધી વિષે હજારો મૂર્ધન્યોએ લખ્યું છે અને લખ્યા કરશે. પોતાની રીતે તેમના જીવનને અને તેમના જીવનના અનેક પ્રસંગોને મૂલવશે. ગાંધીજી જ્યાં જ્યા ફર્યા ત્યાં ત્યાં તેમના સ્મૃતિઓ અને સ્મારકો પણ નિર્માણ પામશે. જ્યાં ગાંધીજી જન્મ્યા ત્યાં પણ તેમનું સ્મારક બનશે. જ્યાં રહ્યા ત્યાં પણ તેમનું સ્મારક બનશે. બધા મહાપુરુષો વિષે આવું કંઈક વત્તે ઓછે અંશે થાય છે અને થતું રહેશે.

સરસ્વતીચંદ્ર, જયા જયંત, ડૉન કિહોટે, ભદ્રંભદ્ર, મહેન્દ્રકુમારી, રા તાઈ, ટારઝન, સ્પાઈડરમેન, સુપરમેન, હેરી પોટર, કેપ્ટન મારવેલ વિગેરેને શું કોઈ પૂજશે? કે તેમના ધાર્મિક અને ક્રિયાસ્થળો પર સ્મારકો બનાવશે. હા એક વાત જરુર છે કે લોકો કંઈક વિચાર ગ્રહણ કરશે. ભદ્રંભદ્રએ માધવ બાગમાં ધર્મસભામાં ભાષણ આપેલ. ત્યાં શું તેમનું સ્મારક થશે? ભદ્રંભદ્રની જન્મ જયંતિ આપણે મનાવીશું? હા પણ વિવેકાનંદના સ્મૃતિ ચિન્હો આપણને ઠેર ઠેર મળશે.

માની લો કે ચાણક્યને આપણે ભગવાન માન્યા.

“ચાણક્ય”ના નામનો આપણે એક ધર્મ બનાવ્યોતે ધર્મને ફેલાવ્યો. કાળક્રમે કોઈ પણ રીતે તેનું જન્મ સ્થળ ધ્વસ્ત થઈ ગયું. નહેરુવીયનોએ પણ નહેરુના નામનો એક ધર્મ બનાવ્યો. અને જ્યાં જ્યાં ચાણક્યના સ્મૃતિ ચિન્હો હતા ત્યાં ત્યાં તેમણે ચર્ચ બનાવી દીધાં, અને જાહેર કરી દીધું કે ચાણક્ય જેવું કોઈ થયું નથી અને એવું કોઈ હોઈ શકે નહીં. એમ કંઈ એક બ્રાહ્મણ પોતાના અપમાનનો બદલો લેવા માટે, ૧૨ લાખના સૈન્યબળવાળા રાજાના સામ્રાજ્યને ઉથલાવી શકે? કદી નહીં. “કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના”. ચાણક્ય”ના ધર્મ વાળા તો ગાંડા છે. તેઓ એક કપોળકલ્પિત  વ્યક્તિની પૂજા કરે છે. આ એમનું એક ગાંડપણ છે. ચાણક્ય તો દંતકથાનું પાત્ર માત્ર છે.

જે એલ નહેરુનું મહત્વ વધારે છે કે ચાણક્યનું?

ચાણક્ય તો જે એલ નહેરુથી ૨૩૦૦+ વર્ષ સીનીયર છે. તેથી ચાણક્યનો અધિકાર પહેલો છે. હા પણ વાત ત્યારે બને જો આપણે ચાણક્યને ઐતિહાસિક વ્યક્તિ માનીએ તો.

હિન્દુ પ્રણાલી પ્રમાણે મૃતદેહ અગ્નિદેવને સમર્પિત કરવામાં આવે છે. મનુષ્યનો અંતિમ યજ્ઞ છે. ઈશ્વરે આપણને દેહ આપ્યો, આપણે તે દેહ, ઈશ્વરને સમર્પિત કર્યો. ઇશ્વરનું મુખ અગ્નિ છે. તેથી ઈશ્વરને આપણે અગ્નિ મારફત દેહ આપી દીધો. દેહવિસર્જનનો યજ્ઞ સ્મશાનમાં થાય છે. એટલે હિન્દુઓમાં કબર હોતી નથી.

મહામાનવોની યાદમાં જન્મભૂમિ અને કર્મભૂમિ (ભુમિઓ) હોય છે. એટકે ત્યાં સ્મૃતિચિન્હો બનાવવામાં આવે છે. કર્મભૂમિ અનેક હોય છે. જન્મભૂમિ અનેક હોતી નથી. જો વિદેશીઓ આવે અને તે ધર્મસ્થળને તોડીને નવું પોતાનું ધર્મસ્થળ બનાવી દે તો, અને સો ટકા ધર્મ પરિવર્તન થઈ જાય તો, આખી વાત ભૂલાઈ જાય છે. પણ જો વિદેશીઓ ૧૦૦ ટકા ધર્મ પરિવર્તનમાં નિસ્ફળ રહે તો લોકવાયામાં તે જન્મ સ્થળ જીવિત રહે છે.

ભારતમાં એવું થયું કે વિદેશી આક્રમણો થયાં ખરાં અને વિદેશીઓએ બળપ્રયોગ પણ કર્યો. પણ ભારતીય હિન્દુધર્મ અતિ પ્રાચીન, સુગ્રથિત, તર્ક અને સંવાદ આધારિત હોવાથી વિદેશીઓ મોટે ભાગે  અભણ અને ગરીબોનું ધર્મપરિવર્તન કરી શક્યા. અમેરિકા કે દક્ષિણ યુરોપ કે દક્ષિણ પશ્ચિમ એશિયા કે ઉત્તર આફ્રિકા જેવું ભારતમાં થયું. ત્યાં અમેરિકા કે દક્ષિણ યુરોપ કે દક્ષિણ પશ્ચિમ એશિયા કે ઉત્તર આફ્રિકામાં તો સ્થાપત્ય અને ખગોળશાસ્ત્રમાં વિકસિત સંસ્કૃતિ ફક્ત ઇતિહાસના પાનાઓ ઉપર રહી ગઈ.

અહીં ભારતમાં પણ ખ્રીસ્તીધર્મ ગુરુઓએ અને શાસકોએ ભરપૂર પ્રયત્નો કરેલ. પણ તેઓ એવું કરી શકે તે પહેલાં તો તેઓએ ઉચાળા ભરવાનો સમય આવી ગયો. કેટલાક વિદેશીઓ, બે વાત ભારતના હિન્દુઓ પાસેથી શિખીને ગયા. એક એ કે ધર્મ શ્રદ્ધાનો વિષય નથી પણ સંવાદ અને સહિષ્ણુતાનો વિષય છે. બીજી વાત શિખીને ગયા કે ભારતમાં તો ચક્રવર્તી રાજા અશોક પણ પોતાનો ધર્મ (બૌદ્ધ ધર્મ) ૧૦૦ ટકા સ્થાપવામાં નિસ્ફળ ગયેલ તો “અમે (ખ્રિસ્તીઓ) તે વળી કોણ?”

હા. તમે વિદ્વાનો સાથે ચર્ચા કરો અને શંકરાચાર્યની જેમ જીતો તો જુદી વાત છે. પણ તમારી તો પ્રણાલી હતી.

જનતંત્રમાં રામ મંદિર કેવી રીતે બની શકે?

હિન્દુઓ અને મુસ્લિમોના ધર્મગુરુઓ જો પરસ્પર સહમતી બનાવે તો રામ મંદિર બનવું શક્ય છે.

મુસ્લિમો પણ મનુષ્ય છે. માનવતા, કોઈ એક ધર્મનો ઈજારો નથી. મુસ્લિમ રાજાઓ પણ ધર્મથી ઉપર જઈને ન્યાય કરતા હતા. એટલે મુસ્લિમો પાસેથી સદભાવનાની અપેક્ષા રાખવી અસ્થાને નથી.

પણ નહેરુવીયન કોંગ્રેસ જેવા અનેક દંભી અને વંશવાદી પક્ષો છે જેઓનું કામ લોકોને વિભાજીત કરવાનું છે. જેઓ સરદાર પટેલના જ્ઞાતિ બંધુઓને જેઓ પૈસાપાત્ર જ્ઞાતિઓમાં બીજે નંબરે છે તેમને પણ બહેકાવીને અતિનિમ્ન કક્ષાએ લઈ જઈને તેમને માટે અનામતનું ભૂત ધૂણાવી શકે છે તેમને માટે તો મુસ્લિમોને મમત ઉપર ચડાવવા ડાબા હાથનો ખેલ છે.

વર્તમાન પત્રોના કટારીયા માંધાતા પણ અનામતના ગુણદોષની ચર્ચા કરવાને બદલે બીજેપી કેવો તકલીફમાં આવી ગયો અને પાટીદારો કેવું કેટલું વ્યાપક આંદોલન કરી રહ્યા છે તેમાં રચ્યા પચ્યા રહે છે. આવા સમાજમાં ફક્ત ન્યાયાલયનો ચૂકાદો રામમંદિરનો પ્રશ્ન ઉકેલી શકે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રામ, વચન, પ્રતિજ્ઞા, નહેરુવીયન, નહેરુ, ઇન્દિરા, મહાત્મા ગાંધી, રામરાજ્ય, રાજારામ, અર્થઘટન, નિયમ, પરિવર્તન, પ્રણાલી, શાસક, અધિકાર, ઈશ્વર, મનુ, અધિકારી, જનતંત્ર, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી, નિરીક્ષણ, સત્તા, ઋષિ,

      

 

  

 

 

Read Full Post »

તમારે રજનીશના ભક્ત થવું છે? મારે થવું છે.

બાવાઓ અત્ર તત્ર સર્વત્ર છે.

તમે રજનીશ, આશારામ, ધીરેન્દ્ર બ્રહ્મચારી, બાબા પરમસુખ, નિર્મલ બાબા અને લગભગ તેમના જેવાં રાધેમાં, એવાં “માં” ઓનો તૂટો નથી. જોકે આખી દુનિયામાં આવી સ્થિતિ પ્રવર્તે છે પણ ભારતમાં કંઈક વિશેષ હોય તેમ લાગે છે.

કટારીયાઓ પ્રત્યે કડવાશ નથી. દયા છે.

જેઓ પોતાને અસાધારણ નથી માનતા તેઓ આવા “બાબાઓ”ના અને “માં”ઓના ભક્ત બની જાય તો કદાચ ક્ષમ્ય ગણાય. પણ જેઓ પોતાને બુદ્ધિજીવી માનતા હોય અને સમાચાર પત્રોમાં કટારો લખતા હોય તેઓ જ્યારે આવા બાબાઓ અને માતાઓથી પ્રભાવિત થઈ જાય ત્યારે આશ્ચર્ય સહિત દુઃખ થાય છે. દુઃખ એ વાતનું કે દેશના સમાચાર માધ્યમો ઉપર કબજો ધરાવતા લોકોની જો બૌધિક કક્ષા આવા નિમ્ન સ્તરે હોય તો દેશમાટેના ઉચ્ચ સ્વપ્નો કોણ પુરા કરશે? જો કોઇ માઈનો લાલ નિકળશે તો પણ તે કેટલું પ્રદાન કરી શકશે?

આમ તો બાબા અને માતાઓ (“માં”ઓ) ના અનેક પ્રકારો છે. બધા જ બાબાઓ અને માતાઓ ઉપદ્રવી હોતા નથી.  જોકે મોટા ભાગના પોતાનું કાર્ય ક્ષેત્ર મર્યાદિત રાખે છે. કેટલાક પોતાનું ક્ષેત્ર દવા દારુ, યોગ અને આનંદ પુરતું મર્યાદિત રાખે છે. કેટલાક કૃષ્ણ, શિવ, સાંઈ, રામ, ઘનશ્યામ મહારાજની ભક્તિ કે વિદ્યા પ્રસાર સુધી સીમિત રાખે છે. અને કહે છે કે આ બુદ્ધિનો નહીં પણ શ્રદ્ધા અને પરંપરાનો વિષય છે.

કેટલાક બાવાઓ સુખીજીવન અને આનંદની વાતો કરે છે. કેટલાક બાવાઓ ચમત્કારની વાતો કરે છે તો કેટલાક વૈશ્વિક સત્યોની વાતો કરે છે.

બ્રહ્મજ્ઞાની બાવાઓ

મોટાભાગના બાવાઓ પોતાને બ્રહ્મસત્ય  એટલે કે યુનીવર્સલ ટ્રુથ ના જ્ઞાતાઓ માને છે. અને જેમ અગાઉ જે અવતારી પુરુષોના મુખેથી બોલાયેલા વાક્યો કે પછી તેમના શિષ્યોએ તેમના મુખમાં મુકેલા શબ્દો  જેવા કે તું મારે શરણે આવી જા હું તારો ઉદ્ધાર કરીશ અને તને આ લોક અને પરલોકમાં સુખી કરી દઈશ એવું કહી કહેવડાવી વસ્તાર વધારે છે.

કેટલાક પોતાના વિસ્તરિત વર્તુળ થકી અમુક જરુરીયાતવાળા લોકોની અમુક જરુરીયાતો પુરી પણ કરી અપે છે. કેટલાક બાવાઓના વાણીવિલાસથી અતિપ્રભાવિત થઈ જાય છે. તો કેટલાક આ બાવાઓએ પોતે ફેલાવેલી અફવાઓ કે તેમના શિષ્યોએ ફેલાવેલી અફવાઓથી અતિપ્રભાવિત થઈ જાય છે.

સંશોધનનો વિષય છે

આવા પ્રભાવિત થયેલા લોકોમાં છાપાંઓના કટાર ધારકો પણ હોય ત્યારે આ બાવાઓ સંશોધનનો વિષય લાગે છે. આવા પ્રભાવિત મહાનુભાવો કયા કારણથી પ્રભાવિત થાય છે તે બાબત પણ સંશોધનનો વિષય બને છે.

પણ હવે જો આરક્ષિત પ્રાણીઓનો શિકાર કરનારા હિરાભાઈઓ અને પંકાયેલા અસામાજીક તત્વો પાસેથી એકે ૫૬ જેવી બંદુક ખરીદનારા ની જાહેરાત ક્ષેત્રે અને બોલીવુડમાં બોલબાલા હોય અને જે દેશના  ન્યાયધીશો પણ તેનાથી પ્રભાવિત થતા હોય તો કટાર લેખકો વળી કઈ વાડીના મૂળા કે જેઓ આચાર્ય રજનીશના પ્રસંશક ચેલા ન બને!

પણ ધારો કે કોઈએ નક્કી કર્યું હોય કે મારે રજનીશના ચેલા બનવું છે, તો શું?

મને મારી વાત કરવી ગમતી નથી.

કારણ કે કદાચ મારી પોતાની વાત આત્મશ્લાઘામાં ગણાઈ જાય. અથવા જો કોઇ મારા વિષે જાણે તો, અને જો તેમનું ભણતર અને ઉલ્લેખિત જ્ઞાન મારા કરતાં ઓછું હોય તેવી તેમની સમજણ હોય તો, કદાચ મારી વાત અસ્પષ્ટ હોય અથવા તાર્કિક ન હોય અથવા અધુરી હોય તો, અને આવા સંજોગોમાં તેઓ જો મારી વાત સ્વિકારી લે તો એક ખોટો મેસેજ જાય.

*એવું પણ બને કે તેમની શૈક્ષણિક લાયકાત મારા કરતાં વધુ હોય, તેમનું વાચન અને લેખન પણ વધુ હોય અને ખ્યાતિ પણ વધુ હોય, પણ ફક્ત આ જ કારણોસર મારી વાત તેઓ સાચી ન માને અને આજ કારણસર ચર્ચાને નકારે, તો પણ જનતામાં એક ખોટો મેસેજ જાય.

“પ્રાણલાલ બાટલાવાળા”

આના બે દાખલા મારી પાસે છે. એક પ્રાણભાઈ જે “પ્રાણલાલ બાટલાવાળા” તરીકે ઓળખાતા હતા. તેમના વિષે મેં મારા મિત્રમંડળમાં એક ઈનામ બહાર પાડેલ. આ ઈનામ એ હતું કે જે કોઈ પ્રાણલાલભાઈને ખોટા સાબિત કરી દે તેને એક રુપીયો આપવો. જોકે એક રુપીયાને સો રુપીયા બરાબર ગણવાનો. કારણ કે આ ટોકન ઈનામ હતું.

પણ અમારા પ્રાણભાઈ એવા વક્તા કે તેમને વાત કરવામાં કોઈ પહોંચી ન શકે. એટલે અમારા મિત્રમંડળમાં બધા સમસમીને બેસી રહેતા અને મને કહેતા કે તમે એમને ચડાવો છો.

બીજું પણ એક ઈનામ જાહેર કરેલું તે ઈન્દીરા ગાંધી વિષે હતું. તે એમ હતું કે જો કોઈ એમ સાબિત કરી દે કે ઈન્દીરા ગાંધીએ કોઈપણ એક કામ સારું અને સાચું કર્યું હોય તો તેને એક રુપીયો ઈનામ આપવાનો. મારા આ બંને ઈનામ અકબંધ રહેલા. એક પ્રાણલાલભાઈને કારણે અને એક ઈન્દીરાને કારણે.

૧૯૭૧માં મારી કાળક્રમે અમદાવાદ બદલી થઈ. અહીં તો કોઈ પ્રાણલાલભાઈને ઓળખે નહીં એટલે એ ઈનામ સ્થગિત થયું.

મારે એક મારા ગાંધીવાદી અને સર્વોદય કાર્યકર મિત્ર હતા. તેઓ બહુમોટા વિચારક પણ છે. ઈશ્વરની ઈચ્છા થકી હું બહુ ઓછી વ્યક્તિઓથી તેમના તર્ક, સમજણ અને કાર્યથી પ્રભાવિત થાઉં છું. પણ આ ભાઈ શ્રી મહેન્દ્ર ભાઈ તેમાં અપવાદ છે. તેઓ મારાથી કદાચ એકાદ વર્ષે નાના હશે પણ તેમના ત્યાગ અને કર્તવ્ય નિષ્ઠા થી ચોક્કસ કોઈપણ પ્રભાવિત થાય. આ મિત્ર થકી હું  અમદાવાદમાં  કેટલાક ગાંધીવાદીઓના સંપર્કમાં આવેલ.

મને બધા ગાંધી વાદી પ્રત્યે અત્યંત માન છે. અને સદાકાળ આ માન રહેશે. તો પણ કેટલાક અગ્રગણ્ય ગાંધીવાદીઓ પણ મારા આશ્ચર્ય વચ્ચે મને પરોક્ષ રીતે અહંકારી લાગ્યા. એટલે કે વિચારમાં તર્ક શુદ્ધતા જોવાને બદલે વિચાર ક્યાંથી (કઈ વ્યક્તિ તરફ થી) આવ્યો છે તેને વધુ મહત્વ આપતા હતા. આ વાત ની પૂર્વ ભૂમિકા સમજવા માટે ઉપરનો * માર્કા વાળો પેરા ફરીથી વાંચવો. મેં અમદાવાદમાં મારા મિત્રમંડળમાં એક ઈનામ જાહેર કર્યું. જે કોઈ મહાત્મા ગાંધીની કોઈ એક વાતને ખોટી સાબિત દેશે તેને સો રુપીયાનું ઈનામ આપીશ.

હવે આમાં થયું એવું કે જેઓ મારા કરતાં વધુ જ્ઞાની હતા અને ગાંધીજીના વધુ અભ્યાસી હતા તેમનું સ્વમાન ઘવાયું હોય તેવું લાગ્યું. આ તો એવી વાત થઈ કે કોઈ વ્યક્તિ વર્ડ્ઝવર્થને તેની આગળ કોઈ કુદરતી દૃષ્યનું પદ્યમય ગદ્ય કાવ્ય બનાવીને સંભળાવે.

એક બુઝર્ગ પ્રખર ગાંધીવાદીએ અમારી મંડળીમાં આ ચેલેન્જ ઝીલી અને એક દાખલો આપ્યો.

“એક અપરિણિત યુગલ ગાંધીજી પાસે આવ્યું. તેમના ધર્મ જુદા હતા. એક વ્યક્તિ મુસ્લિમ અને બીજી હિન્દુ એમ હતું. તેઓ ગાંધીજીની સલાહ લેવા આવ્યા કે તેમણે આ આંત‌ર્‌ ધર્મી લગ્ન કરવા કે નહીં. હવે તમે જાણો છો કે ગાંધીજી કોઈ એવા ભેદભાવમાં માનતા ન હતા કે ધર્મને કારણે લોકો જુદા પડે. સર્વધર્મ સમભાવમાં ગાંધીજી માનતા હતા. છતાં તેમણે આ યુગલને સલાહ આપી કે તેમણે આ લગ્ન ન કરવા. એટલે કે ગાંધીજી પોતે જ, પોતે પ્રબોધેલા સિદ્ધાંતથી વિરુદ્ધ ગયા. એટલે કે ગાંધીજી પોતે જ એટલા સાચા ગાંધીવાદી ન હતા. સાધ્યમ ઈતિ સિદ્ધં. લાવો ૧૦૦ રુપીયા.”

મેં કહ્યું કે યુગલે ગાંધીજીની સલાહ લેવાનું શા માટે નક્કી કર્યું? શું તેમને પોતાના ઉપર અને એકબીજા ઉપર આત્મવિશ્વાસ ન હતો? ગાંધીજીની સલાહ લેવા આવ્યા એજ વસ્તુ બતાવે છે કે તેમનામાં પુરતા આત્મવિશ્વાસ અને પરસ્પર વિશ્વાસની ઉણપ હતી. આંતર્‍ધર્મી લગ્ન એ એક પડકાર છે. એ પડકાર ઝીલવામાં કચાસ હોય તો યુગલ અને સમાજ બંનેને હાનિ થઈ શકે છે. ગાંધીજી આ વાત સમજી શકેલ તેથી તેમણે આપેલી સલાહ યોગ્ય જ હતી. મનુષ્ય એક સામાજીક પ્રાણી છે અને સામાજિક પડકાર સહનકરવાનો આત્મવિશ્વાસ તેમનામાં હોવો જ જોઇએ.

મારી વાતનો એમની પાસે કે કોઇની પણ પાસે જવાબ ન હતો. અને હુડહુડ કરી મંડળી બરખાસ્ત થઈ.

હવે આપણા રજનીશભાઈના ભક્તોની વાત કરીએ.

એ પહેલાં એક આડવાત પણ કરી લઈએ. ગીતા વિષે કોઈ ગીતાના જ્ઞાનીને પૂછીએ કે તમે મને ગીતા વિષે કંઈ કહો. તો તે એમ કહેશે કે ભાઈ ગીતા તો એક મહાસાગર છે. તમે આ અઢાર અધ્યાય જેટલીવાર વાંચો એટલીવાર ઓછા. તમે જ્યારે જ્યારે વાંચો ત્યારે તમને નવું અને નવું વિચારવા મળે અને નવું ને નવું સત્ય લાધે.

ના છતાં પણ તમે મને કંઈક કહો. તો વિનોબા ભાવે કહે છે કે વેદોનો સાર ઉપનિષદો છે. ઉપનિષદોનો સાર ગીતા છે. ગીતાનો સાર, ગીતાના પહેલા ત્રણ અધ્યાય છે. ગીતાના પહેલા ત્રણ અધ્યાયનો સાર ગીતાનો બીજો અધ્યાય છે અને આ ગીતાનાબીજા અધ્યાય નો સાર, સ્થિતપ્રજ્ઞ લક્ષણના શ્લોકો છે અને આ શ્લોકોનો સાર શ્લોક નંબર ૬૨ અને ૬૩ છે.

આ શ્લોકો ध्यायतो विषयान्‌ पुंषः … થી શરુ કરી  बुद्धिनाशात्‍ प्रणष्यति સુધી છે. અને આ વાત ઉપર એક પ્રકરણ લખી શકાય. જોકે ગીતાના શ્રેષ્ઠ શ્લોકો આ જ છે કે બીજા તે વિષે અલગ અભિપ્રાય હોઈ શકે. મને તો “કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન …. મા તે સંગોસ્તુ અકર્મણિ” પણ એક શ્રેષ્ઠ શ્લોક કહી શકાય એમ લાગે છે. કોઈને શું વધુ બુદ્ધિગમ્ય લાગે છે અને ગમે છે તે તેની પ્રકૃતિ ઉપર આધારિત છે. પણ આ શ્લોકોમાં રહેલા સત્ય વિષે અલગ અભિપ્રાય ન હોઈ શકે. હોય તો તેની ઉપર ચર્ચા દ્વારા સમજી શકાય.

ગીતાનું બારદાનઃ અને રજનીશનું બારદાન

ગીતાની મહાનતાની વાત કરવા બેસીએ અને તેનું પુઠું કેવું સુંદર છે. તેની છપાઈ કેવી સરસ છે. તેના પ્રાસ કેવા સરસ છે. તે કયા પ્રેસમાં છપાયેલું અને કોના પ્રકાશનના સર્વહક્ક છે એવી વાતો કરીને ગીતાની ઉચ્ચતા સિદ્ધ ન થાય.

રજનીશના ભક્તો કંઈક આવું જ કરે છે. જ્યારે રજનીશજી વિષે કંઈક વાત કરવી હોય તો રજનીશની દાઢી કેવી છે, રજનીશ ક્યાં જન્મેલા, રજનીશ કયાં ભણેલા અને ક્યાં ભણાવતા, ક્યાં ફરેલા, કોને મળેલા, કોની વિષે બોલતા, કોની ટીકા કરતા, તેમના વિષયો શું હતા. તેઓ કેવા સરસ લયથી બોલતા, શ્રોતાઓની કેવી ભીડ રહેતી, ભાષા ઉપર જબરી પકડ રાખતા …વિગેરે.

ટૂંકમાં તમે રજનીશના વિચારો વિષે કે વિચારોના ઉંડાણ વિષે કે તેના વિચારોની સાર્વત્રિકતા વિષે કશું જાણી ન શકો.

ફલાણી ફિલમ બહુ સરસ હતી. તેના ગાણાં બહુ સરસ હતા. રજનીશની વાતો વિષે પણ આમ જ સમજવું.

વાસ્તવમાં ગાણાં કે સીનસીનેરી એ ફિલમની શ્રેષ્ઠતાનો માપદંડ નથી. ગાણાં, સીનસીનેરી, રંગો એ બધાં બાહ્ય જણશો છે.  ફિલમની બાબતમાં કથાવસ્તુમાં રહેલું ઉંડાણ અને તેની પ્રસ્તૂતિ એટલે કે નિર્દેશન મુખ્ય વસ્તુ છે.

રજનીશના ભક્ત

એક રજનીશના ભક્તે મને કહ્યું કે જુઓ મારી પાસે મારા પગથી શરુ કરી મારો હાથ પહોંચે એટલી રજનીશની ચોપડીઓ છે. તમે તેમની ટીકા કરો તે પહેલાં તમે એમની ચોપડીઓ વાંચો. જુઓ આ રહી ચોપડીઓ. અને તેમણે મને ચોપડીઓનો થપ્પો બતાવ્યો.

મેં તેમને કહ્યું હું તેમની જંગલમેં મોર નાચા અને બકરીની ત્રણ ટાંગ જેવી દલીલો વાળી ચોપડીઓ ન વાંચી શકું. પણ આપણા સાહિત્યમાં વિવેચનની એક પદ્ધતિ એ પણ છે જેનું નામ “શલાકા પરીક્ષા” છે.

જ્યારે કોઈ પુસ્તકનું વિવેચન કરવાનું હોય અને વિવેચક ને બહુ શ્રમ લેવો જાણ્યે અજાણે ગમતો ન હોય તો તે એક સળી પુસ્તકમાં ક્યાંક વચ્ચેના પાનાઓમાં ખોસે. જે પાનું ખુલે એ પાનું વાંચે અને તેની ઉપર ટીકા કરે. હવે જો તમારી ઈચ્છા હોય તો તમે જ એક પુસ્તક પસંદ કરો અને તમે જ તેમાં સળી ખોસો. હું એજ બે પાનાં વાંચીશ અને તમને બતાવીશ કે રજનીશની વાતો કેટલી તર્કહીન છે. તમે તમારી દલીલ કરજો હું મારી દલીલ કરીશ.  બોલો મંજુર છે. તે ભાઈએ ચેલેન્જ ન સ્વિકારી. બાંધી મુઠ્ઠી લાખની.

મારી માન્યતા છે કે દુનિયામાં કશું અલૌકિક નથી. ચમત્કારો થયા નથી, થતા નથી, અને થશે નહી. ઈશ્વર છે પણ તે તર્કથી છે. ઈશ્વર શ્રદ્ધાનો વિષય નથી. ઈશ્વર તેના ભક્તોને ઉપરવટ જઈ મદદ કરતો નથી. ઈશ્વરને પૂજો કે ન પૂજો તેથી ઈશ્વરને કોઈ ફેર પડતો નથી.

મનુષ્ય જાત, તેના સમાજની ઉન્નતિ માટે છે. માનવસમાજમાં વ્યક્તિની સુખસગવડ અને સંપત્તિ, તેને સમાજથી અળગો ન કરી દે, સંવાદ, અસંવાદ ન બને. માનવસમાજમાં અસમાનતા એટલી હદ સુધી જ હોય કે સંવાદ અને સહકાર જળવાઈ  રહે. હાથની પાંચ આંગળીઓ અસમાન હોવા છતાં અલગ અલગ અને સહયોગથી પણ કામ કરી શકે છે.  મનપસંદ જ્ઞાન માટેના દ્વારો સૌ માટે ખુલ્લાની સમાનતા પણ એટલી જ જરુરી છે.

રજનીશ ચર્ચામાં માનતા નથી. તેઓ તેમની કોઈ વાતની જવાબદારી લેવામાં પણ માનતા નથી. તેઓ કહે છે આજે હું જે કહું છું, આવતી કાલે તેથી ઉંધું પણ કહીશ. છતાં પણ તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે. અને ક્યારેય તેમણે તેમના વિચારોમાં પરિવર્તન આવ્યું કે નહીં, અને પરિવર્તન આવ્યું તો શું પરિવર્તન આવ્યું તેનો ફોડ તેમણે પાડ્યો નથી. તેમના ભક્તો પણ આ વિષે કશું કહેતા નથી. એક કાળે તેઓ અમેરિકા, તેના સંસ્કાર, તેની સરકાર, તેની જાહોજલાલી ના ચાર મોંઢે વખાણ કરતા હતા. અમેરિકાએ તેમની હકાલ પટ્ટી કરી એટલે પેટભરીને તેની બુરાઈ કરવા લાગ્યા. માંહ્યલી વાત શું હતી તેનો રજનીશે કે તેમના અનુયાયીઓએ કદી ફોડ પાડ્યો નથી. પારદર્શિતા બતાવવા માટે સિંહનું કાળજું જોઇએ. આચાર્ય રજનીશમાંથી ભગવાન રજનીશ થયા અને પછી ભગવાન રજનીશમાંથી ઑશો થયા. કારણ? રામ જાણે.

રજનીશને રામ કરતાં કૃષ્ણ, મહાવીર અને બુદ્ધ વધુ પ્રિય છે. કારણ કે કૃષ્ણ અને મહાવીરના ઉપાસકો માલેતુજાર છે. અને બુદ્ધ આંતરરાષ્ટ્રીય છે.   

આમ તો લોકશાહી એક વ્યભિચારશાહી છે. પણ તેજ સૌથી ઓછી ખરાબ છે. અને તે જ પરવડે. તે સિવાય તેનાથી ઓછો ખરાબ કોઈ બીજો વિકલ્પ નથી.

આમ છતાં રજનીશે રાજકારણીઓને સામાન્યીકરણ વડે પેટભરીને ગાળો આપી અને પોતાની પીઠ થાબડી છે (હોલીઅર ધેન થાઉ). વિકલ્પ આપવાની દરકાર કરી નથી. રજનીશ એ વાત સમજી શક્યા નથી કે વિકલ્પ વગરના સૂચનો દેશને લોકોને અકર્મણ્યતા તરફ અને આ અકર્મણ્યતા દેશને વધુને વધુ અરાજકતા તરફ લઈ જાય છે.

દરિદ્રતા તે સામાજીક રોગ છે

રજનીશ તાનમાં ને તાનમાં લોકોને આંચકો લાગે તેવું ઘણું બોલે છે.

ગાંધીજીની ટીકા કરવી એને કેટલાક માલેતુજાર લોકો ફેશન ગણે છે. એમાં આપણા રજનીશભાઈ સહર્ષ સામેલ થાય છે.

ગ્રામોદ્યોગ, અસહકાર, અહિંસા, સત્યાગ્રહ વિષેના ઉચ્ચારણો વિષે મેં અત્ર તત્ર લખ્યું છે. તેથી પુનરાવર્તન કરતો નથી.

ગાંધીજીએ ગરીબ લોકોને દરિદ્રનારાયણ કહેલ. નારાયણ એટલે ભગવાન. દરિદ્રને એટલે કે ગરીબને ભગવાન ગણો.

રજનીશ ગાંધીજીની કંઈક આવી રીતે ટીકા કરેછેઃ

ગાંધીજી કહે છે કે દરિદ્ર વ્યક્તિ નારાયણ છે. દરિદ્રનારાયણની સેવા કરો. વાસ્તવમાં દરિદ્રતા એક રોગ છે.   રોગને નારાયણ કેવી રીતે કહેવાય. રોગ છે. દરીદ્ગતાને જો નારાયણ ગણીએ તો તો પછી ટીબી, મેલેરીયા, ફ્લ્યુ બધા નારાયણ કહેવાય…. વિગેરે.

હવે રજનીશભાઈને ખબર નથી કે દરીદ્રનારાયણ પાછળ શું વિચાર અને ઉપચાર માટેની પ્રાથમિકતા પડેલી છે. ટીબી, મેલેરીયા, ફ્લ્યુ વિગેરે શારીરિક રોગ છે. દરીદ્રતા તે સામાજીક રોગ છે.

હવે જો રાજ્ય નો વહીવટ અને નીતિ એવી હોય કે તેમાં દશકા સુધી કોઈ અસરકારક સુધારો જોવા મળે તો સમજવું જોઇએ કે ખાટલે મોટી ખોડ છે.

ગરીબને અનુકુળ સરકારની નીતિઓ હોય અને સાક્ષરો જો વિતંડાવાદમાં રાચતા હોય તો ગરીબની સ્થિતિ એવી બને કે તમે એને એક રુમમાં બહારથી તાળુ મારીને પૂરી દીધો અને પછી તેને કહો છો કે તૂં બહાર કેમ નથી નિકળતો? તારો વાંક છે. તૂં રોગીષ્ઠ છે. રજનીશની આવી વાત થઈ. રજનીશે સમજવું જોઇએ (જો વાચન સાથે વિચાર અને મંથન હોય તો સમજાયને!) કે સમાજની માનસિકતા તમે વસ્તુઓનું ઉત્પાદન અને વહેંચણીની પ્રણાલી કેવી રાખો છો તેના ઉપર અવલંબે છે.

રાજ્યે પોતાની માનસિકતા કેવી રાખવી જોઇએ?

તેને માટે ગાંધીજી કહે છે કે સૌની પાસે ઈશાવાસ્ય વૃત્તિ હોવી જોઇએ. ઈશાવાસ્ય વૃત્તિ એટલે ઈશ્વરનો વાસ સર્વત્ર છે. તેથી તૂં તને જરુર હોય તેટલું લે. વધારાનું લેવું અણહક્કનું છે.

જો રાજ્ય  ગરીબ માણસમાં પણ ઈશ્વરને જુએ તો રાજ્યની માનસિકતા બદલાય.  અને જો રાજ્યની માનસિકતા બદલાય તો તે પોતાની પ્રણાલીઓની બદલે.

પણ લોકશાહીમાંરાજ્યકોના દ્વારા વહિવટ કરે છે?

રાજ્ય લોકો દ્વારા વહીવટ કરેછે. જો લોકો ઈશાવાસ્ય વૃત્તિ નહીં રાખે તો રાજ્ય કેવી રીતે રાખશે? લોકોને દોરનાર કોણ છે? લોકોને દોરનાર મૂર્ધન્યો છે. જો રજનીશભાઈ પોતાની જાતને મૂર્ધન્યોમાં એટલે કે વિચારક અને બહુશ્રુત માનતા હોય તો તેમણે ઈશાવાસ્ય વૃત્તિ એટલે શું તે સમજવું જોઇએ અને તેને આત્મસાત્કરવી જોઇએ. પણ આપણા રજનીશભાઈનામાં કોઈ ગહનતાથી વિચારવાની આદત નથી.

રજનીશ વિષે મેં છૂટક છૂટક લખ્યું છે. જે નીચેની લીંક ઉપર મળશે.

ઓશો તો અનોશો (ઋતં નો વિરુધ્ધાર્થ જેમ અનૃતં થાય છે તેમ ઓશો નું અનોશો સમજવું) જ લાગ્યા છે. visit treenetram.wordpress.com for “ચોક્ખું ઘી અને હાથી”, “સુજ્ઞજનોએ બળાપો કરવો કે નહીં”, “નિંદારસમાં રહેલો ઈશ્વર”

જો કોઈ રજનીશની કોઈ પરમ વાત કરશે તો ચર્ચામાં આનંદ મળશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રજનીશ, આચાર્ય, ભગવાન, ઑશો, બાવાઓ, બ્રહ્મજ્ઞાની, ભક્તો, તર્કહીન, બેજવાબદારી, ચમત્કાર, ઈશ્વર, વૈશ્વિક, માલેતુજાર,

Read Full Post »

શ્રી સામ પીત્રોડાજી એ કોમ્યુનીકેશનને લગતી જે વાત કરી તે અધુરી લાગે છે.

નહેરુવીયનોને અને ખાસ કરીને ઈન્દીરા ગાંધીને  ટેલીકોમ્યુનીકેશનમાં રસ નહતો. ટેલીકોમ્યુનીકેશનમાં કેવી રીતે નહેરૂવીયનોએ મારેલી બ્રેક દૂર થઈ તે માટે નીચેની લીંક ઉપર ક્લીક કરો. અને જરુર વાંચો.

http://theindians.co/profiles/blogs/3499594:BlogPost:294973

 

ધર્મ એટલે શું, એ સમજવામાં શ્રી પીત્રોડાજીએ ભૂલ કરી છે. જોકે આ નવાઈની વાત નથી. જેઓ માનતા હોય કે તેમનો અને તેમની વિચાર શૈલીનો ઉછેર પાશ્ચાત્ય સંસ્કૃતિમાં થયો છે તેઓ આવી ભૂલ કરે તો તે ક્ષમ્ય છે. પણ જેઓ પોતાને દેશી માનતા હોય તેઓ પણ આવી ભૂલ કરે છે. તેને ક્ષમ્ય ગણવું કે ન ગણવું તે વાત જવા દઈએ પણ તેને અપરિપક્વ કે અધુરી સમજણ કે ગેરસમજણ ગણવી જોઇએ. અને તેમાં પણ જો તેઓ ધર્મની કચાશ ગણે કે ધર્મ અને વિજ્ઞાન વચ્ચેનો વિઘટનવાદી ભેદ ગણે તો તેને અક્ષમ્ય જ ગણી જ શકાય.

હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હિન્દુધર્મ એક જીવનશૈલી છે. પોતાની જાતને સમજવી, સમાજને સમજવો,પોતાનું સમાજ પ્રત્યેનું કર્તવ્ય સમજવું, ઈશ્વર અને આત્માને સમજવા અને તે સૌના પરસ્પર સંબંધને સમજવા. હિંદુસાહિત્યમાં આ બધા વિષે સાર્વત્રિક અને મુક્ત આલેખન  છે. આમાં સંવાદ અને ચર્ચાને પૂરો અવકાશ છે અને આવકાર્ય ગણાયો છે. જેમ વિજ્ઞાનમાં છે તેવું જ આમાં છે.

ઈશ્વર અને પૂજાઃ

હિન્દુઓમાં શું છે?

શંકરાચાર્ય, તે અગાઉના આચાર્યો અને તે પછીના આચાર્યોએ આ બાબતમાં અનેક ચર્ચાઓ અને તે ચર્ચાઓ માટે યાત્રાઓ કરી છે.

વેદોના સમયમાં અગ્નિની ઉપાસના થતી, યજ્ઞો થતા. તે પછી રુદ્ર અને શિવલિંગની, શાલીગ્રામ લિંગ અને  મૂર્તિમાન પ્રતિકોની પૂજા થવા માંડી. અવતારો આવ્યા, અને અવતારી પુરુષોની મૂર્તિઓ બનવા માંડી અને પૂજા થવા માંડી. અગાઉની પૂજાઓ પણ ચાલતી અને નવું પણ ચાલતું. વિવાદો પણ થતા. સંઘર્ષ તો દૂર્ભાગ્યે  અને ક્વચિત જ થતો. સૂર્યની પૂજા થઈ. તો સૂર્યની પાછળ રહેલા અદૃશ્ય દેવ વિષ્ણુની પણ પૂજા થઈ. કૃષ્ણની થઈ અને રામની પણ થઈ. આ સૌની અને બધાની પૂજા ચાલુ રહી. જેને જે ગમ્યું તે કર્યું. ન થયો કોઈ વિરોધ કે કંકાશ. તે પછી પરમ બ્રહ્મ સહજાનંદ સ્વામી આવ્યા. અને સાંઈબાબા પણ આવ્યા. સત્યસાંઈ બાબા પણ આવ્યા. કોઈ વિસંવાદ કે વિખવાદ કે જુદાઈ નહીં.

તમે તમારી રુચિ પ્રમાણે ઈશ્વરના જે સ્વરુપને પૂજવું હોય તેને પૂજો. કારણકે ઈશ્વર તો “નેતિ નેતિ” છે. તે નિર્ગુણ નિરાકાર છે. એટલે કે તે કોઈની ઉપર ઉપકાર કરતો નથી. તેણે એવી ગોઠવણ કરી છે કે કર્મના ફળ મળે. કર્મ ફળ મનુષ્યયુક્ત સમાજને મળે અને સમાજયુક્ત મનુષ્યને મળે. માનવું હોય તો માનો. ન માનવું હોય તો ન માનો.

ઋણં કૃત્વા ઘતં પિબેત, (દેવું કરીને પઠ્ઠા થાઓ) કે ઘૃષ્ટં ઘૃષ્ટં પુનઃ અપિ પુનઃ ચંદનં ચારુ ગંધં. ચંદનની જેમ ઘસાઈ ઘસાઈને સુવાસિત બનો. રવિશંકર મહારાજના શબ્દોમાં કહી તો ઘસાઈને ઉજળા થાઓ. એટલે કે ભોગ આપીને બીજાને સુખી કરો.   

બીજા ધર્મોમાં શું છે?

જ્યારે બીજા ધર્મોમાં જુઓ. યહુદીઓ, ખ્રીસ્તીઓ અને મુસ્લિમોના ઈશ્વર તો એક જ છે.  યહોવાહને (ઈશ્વરને) સૌ કોઈ માને છે. પણ યહુદીઓ ઈશુને ઈશ્વરના પૂત્ર ન માને. અને આ બાબતનો મોટો ઝ્ગડો છે, અને પરિણામે યુદ્ધો અને કતલો પણ છે. મુસ્લિમો ઈશુને પયગંબર માને પણ ઈશ્વરના પૂત્ર ન માને. તે ઉપરાંત મુસ્લિમો, મોહમ્મ્દ સાહેબને છેલ્લા પયગંબર માને. ખ્રીસ્તીઓ મોહમ્મદ સાહેબને પયગંબર ન માને અને કુરાનને પણ ન માને. આ ત્રણ મુદ્દાઓ ઉપર વિખવાદ, યુદ્ધો અને કતલો થઈ. આ બધાનું કારણ શું? કારણકે તેમના ધર્મની વ્યાખ્યા ભારતીયોની વ્યાખ્યા કરતાં જુદી જ છે. પાશ્ચાત્યની ધર્મની વ્યાખ્યા ધર્મમાં ભેદ પાડે છે.

આ ધર્મોમાં ઈશ્વર “આવો અને આવો જ છે” આ માનશો તો જ ઈશ્વર ખુશ થશે. અને જો ઈશ્વરને ખુશમાં રાખશો તો તે તમારું બધું માફ કરી દેશે. કારણ કે તે નહેરુવીયન કોંગ્રેસી અને તેમના મળતીયા અને રાજકારણીઓની જેમ દયાળુ છે. તે તમારી સાત પેઢીને તારી દેશે. ઈશ્વર કંઈ કૌટિલ્યની જેવો જડ નથી કે પોરસરાજા જેવા રાષ્ટ્રભક્ત રાજાના દિકરાને દગો કરવા બદલતેના બાપની શેહ શરમ રાખ્યા વગર, હાથીના પગ નીચે કચડાવી નાખે. 

પૂજા પદ્ધતિઓ

હવે બીજી એકવાત. પૂજા પદ્ધતિઓ પણ બદલાતી રહી. પહેલાં કુદરતી તત્વો અને વિશ્વદેવના,વિશ્વ હિતના જ યજ્ઞો થતા. પછી જનહિત ના યજ્ઞો થવા લાગ્યા. પછી સ્વ હિતના યજ્ઞો થવા લાગ્યા. જનહિતના યજ્ઞોને, સ્વહિતના યજ્ઞો કરવાવાળાઓ જ્યારે ધ્વંશ કરવા માંડ્યા ત્યારે સંઘર્ષો થયા. પણ પછી સંધિ સમાધાન થયાં. અને અત્યારે કોઈ તે બાબતનો ઝગડો ઉભો કરતું નથી. એટલું જ નહીં, પણ આ વાત કોઈને યાદ પણ નથી.

જ્યોતિષીઓ જ કહે છે કે તમારી યોની રાક્ષસ છે અને તમારી યક્ષ છે. તમારી દેવ યોની છે અને તમારી ગાંધર્વ છે. અને તેમાં કોઈને ખોટું પણ લાગતું નથી. આમ તો મનુસ્મૃતિ માન્ય ગણાય છે. પણ કોઈ એ પ્રમાણે વર્તતું નથી. એક કાળે ઋષિઓ મનુને પૂછવા ગયા કે માંસ ખવાય કે નહીં?મનુએ કહ્યું કે યજ્ઞમાં માંસ હોમાય અને તે ઋષિઓથી ખવાય? પછી આ મનુને ઈશ્વરની વઢ ખાવી પડી. ઈશ્વરની વઢ ઋષિઓએ  પણ ખાધી કારણ કે તેમણે અયોગ્ય વ્યક્તિને પૂછ્યું. આ વઢની જેમને ખબર પડી તેમણે માંસ છોડ્યું અને બાકીનાએ ચાલુ રાખ્યું. વાત પૂરી. જોકે નોન વેજ ખાવું કે ન ખાવું તેની ચર્ચા આજે પણ ચાલે છે. પણ તલવારો ખેંચાતી નથી.

તોરાટ, બાયબલ અને કુરાન વિષે આમ નથી. કંઈક વાંકુ પડ્યું એટલે તમે કોણ અને અમે કોણ?તમે જુદા અને અમે જુદા. તલવારો હબોહબ ખેંચાણી હતી અને કતલો થઈ હતી. આજે પણ બોંબ ફુટે છે અને ફૂટશે.

ધર્મનો અર્થ

હવે જો તમે પાશ્ચાત્ય સંસ્કારોમાં ઉછર્યા હો એટલે ધર્મનો અર્થ તેઓના સંસ્કાર પ્રમાણે કરો અને તેને વળી  યુનીવર્સલ ગણો. યુનીવર્સલ (સર્વવ્યાપક) ગણો અને વળી હિન્દુધર્મને પણ ઉંડાણમાં ઉતર્યા વગર લપેટમાં લઈ લો તે અન્યાય જ નહીં, અનાચાર જ નહીં પણ દુરાચાર પણ ગણાવી શકાય.

હાલ જોકે હિન્દુઓમાં બાબાઓએ વાડાઓ કર્યા છે અને એકબીજાને જુદા પાડે છે પણ કોઈ ધર્મિક વૈચારિક સંઘર્ષ થતા નથી. સંપત્તિની બાબતમાં થાય છે. પણ તે કંઈ હિન્દુ ધર્મના સંસ્કારમાં ન આવે.

હિન્દુધર્મ  લયબદ્ધ કરે છે

હિન્દુધર્મ એ તત્વજ્ઞાન, જગતની પ્રકૃતિ અને ઈતિહાસનો સમન્વય છે. જેમ પદ્ય એ સંવાદને લયબદ્ધ કરેછે, તેમ હિન્દુ સંસ્કાર કહો તો સંસ્કાર અને ધર્મ કહો તો ધર્મ, સમાજને લયબદ્ધ કરે છે. હાલની બ્રીટીશ – નહેરુવીયન કોંગ્રેસે સર્જેલી ભારતની પરિસ્થિતિ પરોઠના પગલાં જેવી છે તે વાત જુદી છે. તેનું મૂખ્ય કારણ નિરક્ષરતા (ભણેલાઓની નિરક્ષરતા પણ આવી જાય), ગરીબી,અને પરિસ્થિતિજન્ય સ્વકેન્દ્રીપણું છે.

જ્યારે મોટા નામવાળા જાણે-અજાણે અધૂરપ રાખે કે અર્ધદગ્ધતા રાખે કે અપૂર્ણતા રાખે ત્યારે ખોટો સંદેશ જાય છે.

જોકે ધર્મ એ દરેક વ્યક્તિનો વિષય નથી. પણ ધર્મને નામે ઘણા અત્યાચારો થયા છે અને ધર્મ ઉપર પણ અત્યાચાર થયા છે.

વિદ્યા (ટેક્નોલોજી) અને વિજ્ઞાનશાસ્ત્ર (ક્લાસીક્લ સાયન્સ)) જુદા છે જરુર છે પણ વિદ્યા એ વિજ્ઞાનશાસ્ત્રથી સાવ સ્વતંત્ર નથી. વળી શાસ્ત્ર તો સર્વવ્યાપક છે. તે ઉપરાંત શાસ્ત્ર અને તત્વજ્ઞાનને ઘનિષ્ઠ સંબંધ છે. તેથી જ વિજ્ઞાનમાં જ્યારે કંઈપણ કહેવામાં આવે ત્યારે વિશિષ્ઠ શબ્દોની વ્યાખ્યા કરવામાં આવે છે જેથી અભ્યાસુઓને ગેરસમજુતી ન થાય. જોકે આવી પ્રણાલી દરેક ક્ષેત્રમાં રાખવી જોઇએ.

આવા પરિપેક્ષ્યમાં આ પ્રતિભાવ લખવામાં આવ્યો છે. શ્રી સામ પિત્રોડા એક માનનીય વ્યક્તિ છે. પણ માનનીયતા અલગ અલગ ક્ષેત્રોની મર્યાદામાં આવે છે. તેથી સુજ્ઞજનોએ કે અજ્ઞજનોએ પણ આવા પ્રતિભાવોથી ખોટું ન લગાડવું.

શિરીષ મોહનલાલ દવે

તા.ક. પોતાના ક્ષેત્રોમાં સુજ્ઞ, પણ બીજા અને ખાસ કરીને સામાજીકશાસ્ત્રમાંના ક્ષેત્રમાં  અલ્પજ્ઞ અને તેમાં પણ ભારતીય મૂળના સ્વદેશની સેવાના લક્ષ્ય સાથે ભારતમાં આગમન કરે ત્યારે તેમને અંગ્રેજોએ અને તે પછી નહેરુવીયન સરકારે ફટવેલા સરકારી અફસરોને ઝેલવા પડે છે. લાધેલી ઉંચી ખુરસીઓના ગર્વથી મોઢા ફુલાવીને વર્તતા અફસરો રુપી આ શખ્સો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તેમાં પણ પ્રધાનો અને વડાપ્રધાનો આગળ     ત..ત  …  પ..પ    થતા હોય છે. એટલે ખાસ કરીને જનતા સાથે મૃદુભાષી એવા વડાપ્રધાનના વ્યક્તિત્વથી તેઓ  અભિભાવુક થાય તે સામાન્ય વાત છે. કીડનીના રોગોના નિષ્ણાત શ્રી એચ કે ત્રીવેદીએ પણ સરકારી ખરી, પણ “સર્વરીતે સંપૂર્ણ સ્વતંત્ર” એવી કીડની હોસ્પીટલ માટેના પ્રસ્તાવ ની મંજુરી માટે ઈન્દીરા ગાંધીની મુલાકત લીધેલી. ઈન્દીરા ગાંધીએ તેમના અફસરોને સવાલ કરેલો કે શું સરકારે આવી સંપૂર્ણ સ્વતંત્રતા આપી હોય એવો દાખલો કોઈ દાખલો છે ખરો? અને આવી સ્વતંત્રતા આપી શકાય ખરી? જોકે સરકારી અફસરો પાસે દરેક પ્રશ્નોના ઉત્તર હોવા જ જોઇએ. પણ ઈન્દીરા ગાંધીના વહીવટી તંત્રે એવી પ્રણાલી પાડી જ નહતી. તેથી તેઓએ તપાસ કરી આપવાની વાત કરી અને પરોક્ષરીતે શ્રી ત્રીવેદીને ભગાડી દીધા એટલે કે મુલાકાત પૂરી થઈ. પછી એક આવા યુનીટને પ્રાયોગિક રીતે મંજુરી આપવી કે એવું કંઈક નક્કી થયું. અને પછી એ મંજુરી દક્ષિણ ભારતમાં આપવામાં આવી. ઈન્દીરા ગાંધીને કશી ખબર પણ ન પડી. છતાં શ્રી ત્રીવેદી, શ્રીમતી ઈન્દીરા ગાંધીથી અભિભાવુક થયા હતા. આવા વિશાળ દેશના વડા પ્રધાન સાથે એક મુલાકાત ગોઠવાય તે જ એક પૂણ્યશાળી પ્રસંગ સમજવો જોઇએ. એટલી વાતથી ઘણા સંતુષ્ટ થઈ જાય છે.

 

Tags: ઈશુઈશ્વરઋષિઓકર્મફળકુરાનખ્રીસ્તી,તોરાટદયાળુધર્મબાયબલMore…

Read Full Post »

ईशावास्यमीदं सर्वम्‌ यत्किन्चित्‌ जगत्यां जगत्‌
तेन त्यक्तेन भूंजिथा मा गृधः कस्यस्चित्‌ धनम्‌

નિંદારસમાં રહેલો ઈશ્વર

 

એવું લાગે છે કે આપણે ઈશાવાસ્ય વૃત્તિ કેળવવી જોઇએ. ગાંધીજીએ આ વાત કરી છે. જેને વિષે જે સાચુ લાગે તે કહીએ પણ તે વાતને કશી કડવાશ વગર કહીએ.

 

ઈશાવાસ્યં ઈદં સર્વં યત્‌ કિંચિત્‌ જગત્યાં જગત્‌,

તેન ત્યક્તેન ભૂંજિથાઃ

 

આ જગતમાં જે કંઈ પણ છે તે સર્વેમાં, “ઈશ્વર (શિવ)”,નો વાસ છે. એટલે કે દરેકમાં તે રહેલો છે. તેથી ત્યાગ પૂર્વક (આપણી પ્રાજ્ઞા રુપી સંપત્તિને) ભોગવીએ.

 

ઈશ્વરે મૂળભૂત તત્વ કે જેની આ દુનિયા બનેલી છે તેનો ગુણધર્મ નક્કી કરેલો છે. તેના અવનવા સમૂચ્ચયોના ગુણો તે મૂળભૂત ગુણના પરિણામી ગુણો છે. દરેક વ્યકિત  તે આવી પડેલા પોતાના ગુણો પ્રમાણે વર્તે છે.

 

આ ગુણોમાં વિચારવાની અને સમજવાની શક્તિ પણ એક ગુણ છે. જે કેટલેક અંશે આનુવંશિક, અવલોકનો અને વિચારોના પરિણામ સ્વરુપ હોય છે. માણસ નિર્ણયો લેવામાં કેટલો સ્વતંત્ર છે તે આપણે જાણતા નથી. અગાઉ મોરારજી દેસાઈએ કહેલું કે બધું નિશ્ચિત છે. પણ ભવિષ્યના ગર્ભમાં કોઇ જોઈ શકતું નથી. આ જ વાત હાલનો આધુનિક વૈજ્ઞાનિક સ્ટીફન હોકીંગ્સ પણ કહે છે.

 

હવે તમે કહેશો કે જો બધું ઈશ્વર જ કરતો હોય તો ગુસ્સો કેમ આવે છે?

તેનું કારણ એ હોઈ શકે કે ઈશ્વરે એવી વ્યવસ્થા ગોઠવી છે કે સમાજ ક્યારેક સરળ રીતે ક્યારેક ખોડંગાતો ખોડંગાતો અને ક્યારેક પાછળ ડગલાં ભરીને પણ ઉન્નતિ માટે જ્ઞાની   બને અને વ્યક્તિગત રીતે મનુષ્યના આનંદમાં વૃદ્ધિ થાય. કારણ કે અન્તે તો ઈશ્વરની ઈચ્છા આનંદ આપવાની છે.

 

 

જ્યારે કોઈની પણ ટીકા થાય ત્યારે તેની પાછળનો હેતુ જેની ટીકા થાય છે તેને સુધારવાની તક મળે  એ હોય છે. પોતાનામાં કેવીરીતનો સુધારો થયો તેનું તેને જ્ઞાન થાય. તે જ્ઞાન થકી તે આનંદ પામે. અને જેણે ટીકા કરી છે તે વ્યક્તિ પોતે પોતાની ફરજ બજાવ્યાનો આનંદ મેળવે, આવીરીતની ગોઠવણ ઈશ્વરે કરી છે.

    

પણ જેઓ પાસે શરીર છે તેઓ જ ટીકાકરનારને સમજીને પોતાના મગજને સુધારી શકે.

 

એટલે ટૂંકમાં જો ઈશાવાસ્ય વૃત્તિ કેળવીએ તો કમસે કમ જેઓ ઈશ્વર પાસે પહોંચી ગયા છે તેમની ટીકા ન કરીએ તો સારું.

 

સૌ કોઈ પોતાની રીતે યોગ્ય હોય છે. તેઓ વિચારોના આદાનપ્રદાન થકી પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે અથવા નથી પણ કરતા. પણ ઈશ્વર ની ગોઠવણ એવી છે કે સમાજ આગળ વધતો જાય. ક્યારેક બે ડગલા આગળ જવાના મૂળમાં એક ડગલું કે વધુ ડગલાં પાછળ પણ ગયો હોય છે. સંભવ છે કે આપણે ઘણી પીછે હઠ કરી હોય અને તે હાલ ચાલુ પણ હોય પણ ઈશ્વરની ગોઠવણ આપણને પતન વિષે વધુ સમજણ પાડવાની હોય એ વાત આપણે નકારી ન શકીએ.

 

આઠવલેજીના વિચારો અને કાર્યશૈલી વિષે વિચાર ભેદ હોય. પણ આઠવલેજીની પ્રવૃત્તિ નિસ્વાર્થ હતી. જો તેમને કિર્તિની અપેક્ષા હોય તો તે ક્ષમ્ય છે. તેમને દાન આપવું કે ન આપવું તે સ્વૈચ્છિક હતું. હવે તમે જો દાન આપ્યું હોય તો તમે તેમાં તમારી શરતો મુકી ન શકો. તમારે તેમની શુદ્ધબુદ્ધિ પર જ બધું છોડી દેવું જોઇએ. જો દાન ન આપ્યું હોય તો તો તમે તેમની કાર્ય પધ્ધતિની ટીકા કરી જ ન શકો. કારણ કે તેમણે ઉઘરાવેલા પૈસા કંઈ સરકારના લાગાઓની જેમ ફરજીયાત ઉઘરાણું ન હતું. જો આવું હોત તો તમને તેમની ટીકા કરવાનો હક્ક મળત કે જેથી તમે તેમની ટીકા કરી શકો.  

 

પણ એક  વાત સમજવા જેવી છે કે  જ્યારે મિલ્કત અને તેની ઉપર સત્તા ચલાવવાની વાત આવે ત્યારે ભલભલા મહાપુરુષો શિષ્યોને સમજવામાં ગોથાં ખાઈ જાય છે. અને પછી મહાપુરુષોની બદબોઈ કરવાની ઘણાને લાલચ થાય છે.

 

દાખલા તરીકે મહાત્મા ગાંધી. તેમણે કહેલ “જવારહર વડાપ્રધાન થાય.” આ વાત ૧૯૪૭ ની છે. અને ૧૯૪૭ થી ૧૯૫૨ સુધી લાગુ પડે. જવાહરલાલ નહેરુ સત્તાભૂખ્યા હોય તે કદાચ સમજી શકાય. પણ જો તેઓ બંધારણીય માર્ગે સત્તા હાંસલ કરે પછી ગાંધીજીને દોષ ન દઈ શકાય. પણ કેટલાક આરએસએસ બંધુઓ આ વાત ઉપર ગાંધીજી ઉપર પારાવાર માછલાં ધૂએ છે. જાણે કે ૧૯૫૨માં અને તે પછી પણ, આવા આરએસએસ બંધુઓ અને તેમના જેવા વિચારવાળાઓનું કોઈ કર્તવ્ય જ ન હતું. જાણે કે ૧૯૪૭ થી ૧૯૫૨ સુધીના સમયે અને તે પછીના સમય માટે તેમને વ્યંઢ કરી દીધા ન હોય!

 

ભારત જેવી ગરીબ પ્રજા હોય તે ભૂલ કરે તે સમજી શકાય પણ નહેરુવંશનું શાસન છ છ દશકા સુધી દેશ ઉપર ચાલુ રહે તેમાં આરએસએસ જ નહીં પણ જે જે બુદ્ધિજીવીઓએ નહેરુને આવકાર્યા તે સૌ ગુનેગાર છે. કારણ કે તીબેટ ઉપર ચીનનું સાર્વભૌમત્વ સ્વિકારવું, ચીન સાથેની સરહદ રેઢી મૂકવી, સંસદમાં શઠતા પૂર્વકના ઉચ્ચારણો કરવા અને ચીન સામે હારી ગયા પછી વ્યંઢ પ્રતિજ્ઞાઓ લેવી આમાંનું દરેક કાર્ય તેમને હરાવવા માટે વિદ્વાનોએ આમરણાંત પ્રયત્નો કરવા જરુરી હતા. પણ તેમણે તેવું ન કર્યું.

 

ખ્યાતિ અને સત્તા ઘણાને પ્રિય હોય છે. અને યથાયોગ્ય રીતે શુભ્ર રસ્તે મેળવેલી ખ્યાતિ અને સત્તા ક્ષમ્ય છે. પણ નહેરુએ શઠતા પૂર્વક એટલે કે વિરોધીઓને વગોવડાવીને અને કાવાદાવા (કામરાજ પ્લાન)દ્વારા વિરોધીઓને દૂર કરીને પક્ષમાં સર્વેસર્વા રહેલા તે યોગ્ય ન કહેવાય. અને તેમાં પણ પોતાની પુત્રીને તેની કોઈ યોગ્ય્તા વગર આગળ કરવી અને બધો કારભાર સોંપવો અને પોતાની અનુગામી સ્થાપવાની ભલામણ કરવી યોગ્ય ન જ કહેવાય. આ વાતની લાલબહાદુર શાસ્ત્રીએ પૂષ્ટી કરેલી છે.    

 

ઈન્દીરાગાંધીના કુકર્મો વિષે તો મહાભારત લખાય. પણ તેના અનુયાયીઓ જ્યારે તેના જ માર્ગે ચાલે ત્યારે તેમની સાત પેઢીને વગોવવામાં આનંદ મેળવવો તેના યોગ્ય સ્થાને છે.

કારણ કે આપણે તો કંઈ ખ્યાતિ મેળવવી નથી. કે નથી આપણે સત્તા મેળવવી. આપણને પૈસા તો મળે એમ છે જ નહીં. કદાચ સ્વીસબેંકના પૈસા ઉપર નજર બગાડીએ અને નહેરુવંશી કોંગ્રેસના વખાણ કરીએ તો જુદીવાત છે. હાલમાં કેટલાક ગુર્જરભાષાના ખ્યાતનામ મૂર્ધન્ય અને વિશ્લેષકોની જેમ તેના કુકર્મોની ચર્ચાને આડે માર્ગે લઈ જઈએ કે વિસંવાદ ઉભો કરીએ તો ધનપ્રાપ્તિના સંજોગો ઉભા થતા હશે.

 

 

આપણા ઘણા બાવાજીઓ આપાણા ધર્મ અને સાહિત્ય વિષે આપણે સંમત ન થઈએ તેવી વાતો કરે છે. વળી કેટલાક બાવાજીઓ તો પોતાને આધુનિક કહેવડાવવા માટે ભૂતકાલિન મહાપુર્ષોને વગોવીને સમાચાર પત્રોમાં એન્ટ્રી મારે છે.

 

આમાં રજનીશ પ્રથમ સ્થાને આવે છે.

 

મારી જાણ પ્રમાણે ૧૯૬૦ના અરસામાં રજનીશે મહાત્માગાંધીની ટીકાઓ કરીને જાહેર જીવનમાં એન્ટ્રી મારેલ (માથું મારીને પ્રવેશ કરેલ)

 

શું હતી આ વાતો?

 

ગાંધીજીની અહિંસા એ સાચી અહિંસા નથી. ગાંધીજીની અહિંસામાં પણ હિંસા રહેલી છે.

કેવીરીતે?

 

તમે તમારી વાત સમાજાવવા ચર્ચા કરો છો અને ચર્ચામાં દાખલા દલીલ કરો છો. હવે દાખલા અને દલીલ કરવામાં તો એવું છે કે જે વધારે ભણેલું હોય અને વધુ માહિતિ હોય તે દલીલો કરીને પોતાની ખોટી વાતને સાચી સિદ્ધ કરીને સામે વાળાને પરાસ્ત કરી દે.   

સામે વાળાને પરાસ્ત કરવો એ પણ એક હિંસા છે. ખોટી વાતને સાચી કરી બતાવવી એ પણ હિંસા છે. સાચી અહિંસા એ છે કે તમે સામી વ્યક્તિના દિલનું પરિવર્તન કરો.

દા.ત. ફલાણા ફલાણા એક પાદરીએ પોતે એક વ્યક્તિથી સેંકડો માઈલ દૂર હોવા છતાં પણ પોતાની ગુઢશક્તિથી તેના વિચારોનું પરિવર્તન કરી તેને સન્માર્ગે દોરેલ. તો આને સાચી અહિંસા કહેવાય.

 

(હવે આ વાતને ચકાસીએ તો પેલા પાદરી ભાઈને એટલે કે સાધક્ને, પેલા સેંકડો માઇલ દૂર રહેલાને (સાધ્યને) અને ગુઢ શક્તિને (સાધન) ગોતવા જવું પડે. અને તે આપણને હાથવગા ક્યારે થશે તે વિષે આપણે જાણતા નથી અને જાણી શકીશું કે કેમ તે વિષે આપણા રજનીશભાઈ કદીયે ફોડપાડ્યો નથી. તેમના શિષ્યો ફોડ પાડવાનું જરુરી માનશે પણ નહીં (સાહેબ કંઈ થોડું ખોટું બોલતા હોય? હેં?).

 

રજનીશની બીજી વાતઃ

ગાંધીજીનો સત્યાગ્રહ એ પણ એક દબાણ અને દુરાચાર છે અને તેથી એક હિંસા છે.

એક વેશ્યા હતી. તેણે એક ભાઈ પાસે લગ્નની માગણી કરી. પેલા ભાઇએ ના પાડી. ઍટલે પેલી વેશ્યાએ ઉપવાસની ધમકી આપી. અને ઉપવાસ ઉપર બેઠી અને કહ્યું તું જ્યાં સુધી લગ્ન માટે હા નહીં પાડે ત્યાં સુધી હું ઉપવાસ કરીશ.

 

જ્યારે રજનીશભાઈ આવી વાત કરે ત્યારે એમ જ લાગે કે તેમણે કદી ગાંધીજીને વાંચ્યા જ નથી. ગાંધીજીએ ઉપવાસ માટે ના નીતિ નિયમો અને લાયકાતો ઘડી છે. ઉપવાસનું શસ્ત્ર ઉગામીએ તેમાં પોતાનો અંગત સ્વાર્થ તો ત્યાજ્ય જ છે. તે મુખ્ય મુદ્દો જ રજનીશભાઈને ખબર ન હોય તો તેમના શિષ્યોએ તો નાહી નાખવું જ પડે. ગુરુને દાળમાં કોળું જાય તો પછી શિષ્યોની દશા શું થાય?

 

રજનીશભાઈ ની ખાદી વિષે અને સગવડોના ઉપભોગ ના ખ્યાલો વિષે પણ કંઈક આવું જ છે. તે વિષે તો ગાંધીજીને વાંચવા જ જોઇએ. માણસના મૂળભૂત અધિકારો અને માનવીય અધિકારો અને માનવીય મૂલ્યો વિષે રજનીશભાઇ ની સમજણ આત્મવંચના જેવી હતી. ઉપભોગની બાબતમાં ગાંધીજી અને ઔરંગઝેબ સમાન વિચારના હતા. અન્ના હજારે કહે છે તેમ સૌ સૌની મર્યાદામાં રહે અને દેશના ગરીબને હંમેશા નજરમાં રાખે. સૌ કોઇ આપણા ઋષિ-મૂનીઓ, ચાણક્ય, ઔરંગઝેબ, ગાંધીજી, જૈન મહરાજ સાહેબો અને વિનોબાભાવે જેવા  કદાચ ન બની શકે પણ દીશા તો એ જ હોવી જોઇએ.

 

ત્રીજી વાતઃ એક માણસ હતો. તેને કોયલનો ટહૂકો ગમતો એટલે કોયલ બહુ ગમતી હતી. તેણે કોયલના બચ્ચાં જોયાં એટલે તે પકડીને લઈ ગયો. આગળ જતાં તે બોલ્યાં કૉ કૉ કૉ કૉ. એટલે તેને ખબર પડી કે આ તો કાગડા છે. તેણે તેમને મુક્ત કર્યા. શું સમજ્યા તમે? “બોલવાથી મુક્તિ મળે છે.”

 

આત્મનઃ મુખદોષેણ બધ્યન્તે સુખસારિકા, બકાસ્તત્ર ન બધ્યન્તે મૌનં સર્વાર્થ સાધનં

 

પોતાના (સુરીલા) મુખના અપરાધથી પોપટ અને મેના બંધનમાં આવે છે. બગલાને કોઈ પાળતું નથી. માટે મૌન  બધા ફળનું સાધન છે. આ શ્લોકની રજનીશભાઇને ખબર નહીં હોય. શું થાય?

 

ચોથીવાતઃ

 

રજનીશજી બોલ્યાઃ “માણસ જીવતો હોય ત્યારે મરવાના વિચારો કરે છે અને મરતો હોય ત્યારે જીવવાના વિચારો કરે છે.”

 

રાજા શું કે કલમાડી શું? નરેન્દ્ર મોદી પણ જીવે છે અને મરવાના વિચારો કરતા નથી.

અગણિત લોકો છે જેઓ જિંદગીને જીવી જાણે છે. તે પછી ચાર્વકઋષિની જેમ કે ચાણક્ય ઋષિની જેમ. રજનીશભાઈએ કોને જોયા હશે તે આપણે જાણતા નથી.

 

પાંચમી વાતઃ

 

સંભોગથી સમાધિઃ

 

આ વિષય જરા એવો છે કે જે સુરુચિનો ભંગ કરે તેવો છે. પણ ઘણાને ગમે એવો છે. કારણ કે આમ તો આવા વિષયને પ્રણાલિગત રીતે જોઈએ તો તેઓ બિભત્સ ગણાય. પણ વર્તમાન કાળમાં શરીરના અંગોના નામને બિભત્સ માનવા આવે છે તેમ સંસ્કૃત સાહિત્યમાં તેવું ન હતું.

 

રજનીશભાઈની વાત કરતાં પહેલાં આપણે સંસ્કૃતભાષા જ્યારે પ્રચલિત હતી ત્યારે શું હતું? તે જોઇએ.

 

યોનીઃ જ્યાંથી નિકળ્યું તે. બ્રહ્મયોની. અગ્નિ એ બ્રહ્મમાંથી પ્રગટ થયો. તેથી બ્રહ્મ એ બ્ર્હ્મ યોની કહેવાય છે. અને અગ્નિને વેદોમાં બ્રાહ્મણ પણ કહેવાય છે.

 

અણ્ડઃ જેમાંથી સજીવ બને છે. બ્રહ્માણ્ડ. બ્રહ્મે ઈન્ડું મુક્યું અને તે ઈન્ડામાં બધું ઉત્પન્ન થયું. તે આ બ્રહ્માણ્ડ. બ્રહ્મનું અણ્ડ.

 

શિશ્નઃ જે રસ-પ્રવાહી-વિર્ય છોડે છે અને જ્યાં પડે છે ત્યાં ઉગી નિકળે છે. વ્યોમ એ ઈશ્વરનું શિશ્ન છે.

 

સ્તનઃ પર્વતો તે ધરતી માતાના સ્તન છે. તેમાંથી નદી રુપી ધારા થી મીઠું પાણી નિકળે છે અને વનસ્પતિઓ અને પ્રાણીઓ તુષ્ટિ પામે છે.

 

વીર્ય, તેના સ્ખલન વિષે અને સંગ્રહ વિષે સંસ્કૃતના પુરાણોમાં અને વૈદકમાં ઘણી વાતો કરી છે. પુરાણોની વાતો જવા દઈએ. કારણ કે પુરાણોને ભારતીય તત્વજ્ઞાનમાં આધાર માનવામાં આવતા નથી. પણ આયુર્વેદ કહે છે કે તેને વેડફવું ન જોઇએ.

શાસ્ત્ર એમ કહે છે “પરદાર પરદ્રવ્ય પરદ્રોહ પરાંગમુખઃ ગંગા બ્રુતે કદાગત્ય મામયં પાવયિષ્યતિ.

 

ગંગા એ કહ્યું; “પારકાની પત્નિ, પારકાના ધન અને પારકાના દ્રોહ થી મોઢું ફેરવાનાર મારી પાસે આવીને મને ક્યારે પવિત્ર કરશે.”

 

આ વાતને જો આત્મસાત કરવામાં આવે અને તેની શક્તિ જ્યારે અનુભવવામાં આવે ત્યારે જ તમે જાતીય આવેગ ઉપરના તમારા પ્રભૂત્વને સમજી શકો.

 

આ થઈ ભારતીય શાસ્ત્રની વાત. હવે રજનીશ શું કહે છે?

 

રજનીશ એમ કહે છે જેનો તમે ત્યાગ કરવા પ્રયત્ન કરો તેમ તમને તેનું આકર્ષણ વધશે. આવું કહીને તેઓ એક બે ટૂચકા કહી સંભળાવશે. અને વાતે વાતે પ્રાસ મેળવવા માટે શિશકારા બોલાવશે. અને તેમના શ્રોતાઓને સમજાવશે સાધ્યં ઈતિ સિદ્ધં.  

 

કદ્દચ ફ્રૉઈડના દાખલા આપશે.

પણ કૃષ્ણ અને ફ્રોઈડની કોઈ તુલના નથી. જેઓ ફ્રોઈડને વાંચે છે તે કૃષ્ણને વાંચતા નથી. અને જેણે કૃષ્ણને વાંચ્યા છે તેના ઉપર ફ્રોઈડ અસર કરતો નથી. રજનીશે કદાચ ફ્રોઈડને વાંચ્યો હશે. પણ કૃષ્ણને ધૌમ્ય ઋષિ એ કહેલા “વાંચવા”ના અર્થમાં વાંચ્યા નહીં હોય. જો આમ ન હોત તો રજનીશને દાળમાં કોળું ન જાત.

 

જાતીય વૃત્તિ ની બાબતમાં એક વસ્તુ સમજી લેવી જોઇએ કે આપણું શરીર અસંખ્ય અને અસંખ્ય જાતના કોષોનું બનેલું છે. આ કોષો આપણને જેનેટીકલી વારસામાં મળેલા હોય છે. કોષો બધા રસાયણોના બનેલા છે. એટલે આપણા શરીરને આપણે રસાયણોનું બનેલું કહીએ તો ખોટું નથી. આ રસાયણોને આધારે આપણો સ્વભાવ બને છે. આપણો ખોરાક, આપણી પ્રવૃત્તિ અને આપણા વિચારો આ રસાયણો ઉપર વત્તા ઓછા પ્રમાણમાં અસર કરે છે. કોણ કેટલું અસર કરે છે તે આપણે હજુ શોધી શક્યા નથી. સૌ કોઈ પોતાની વૃત્તિઓ ઉપર ખોરાકથી, ક્રિયાઓ થી અને વિચારોથી કેટલો વિજય મેળવશે તે કહી શકાય નહીં.

 

અર્જુને પૂચ્છ્યું કે ” માણસ પોતાની વૃત્તિઓ ઉપર કાબુ કેવી રીતે મેળવી શકે? ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું “અભ્યાસથી માણસ તેની વૃત્તિઓ ઉપર કાબુ મેળવી શકે.” અભ્યાસ એટલે શું? વારંવાર કરવું તે અભ્યાસ. યાદ નથી રહેતું? વારંવાર યાદ કરો એટલે એ વાત યાદ રહી જશે. નાનપણની વાતો શા માટે યાદ છે અને મોટપણની વાતો શામાટે ભૂલાઈ જાય છે? કારણ કે નાનપણની વાતો વારંવાર યાદ કરી હોય છે. અભ્યાસ થી ટેવ પડી શકે છે. બુદ્ધિવડે મનને જીતી શકાય છે. મનની આદતો ટેવ પાડવાથી બદલી શકાય છે. મન ઉપરના તમારા પ્રભૂત્વ ઉપર તમે શ્રદ્ધા રાખો. મન તો તમારું નોકર છે. નોકરે તો તમે કહો તેમ જ કરવું જોઇએ. શું તમે તમારા નોકરના કહેવા પ્રમાણે કરશો? વિનોબાએ કહ્યું.

 

ગાંધીજી વિલાયત ગયા ત્યારે તેમને બાફેલું અને મસાલા વગરનું જમવાનું ફાવતું ન હતું. પણ ધીમે ધીમે આદત પડી એટલે ફાવી ગયું. કોઈપણ બાબતમાં તમે બુદ્ધિથી અને મનથી પ્રયત્ન કરો તો તે સિદ્ધ થઈ શકે છે.       

 

હસ્તદોષ એ ફક્ત ભૌતિક ક્રિયા નથી. દરેક ક્રિયા મન ઉપર અસર કરે છે. હસ્ત દોષથી આત્મવિશ્વાસ ઘટે છે. હસ્તદોષ એ સંભોગનું એક દિવાસ્વપ્ન છે. અને દિવાસ્વપ્ન ખતમ થતાં તમે વાસ્તવિકતા ઉપર પછડાઓ છો. અને પછડાટ એક જાણ્યા અજાણ્યા આઘાતની અસર ઉભી કરે છે. એકથી વધુ સંગી સાથેનો સંભોગ એ પણ તેના જેવો જ બને છે અને તે તમારા નીતિમત્તાના મૂલ્યોને આઘાત પહોંચાડે છે.

 

પણ જાતીય વૃત્તિનું દમન કરવા ઉપર વ્યક્તિનું પોતાનુ પ્રભૂત્વ કેટલું? અને વિચારોનું પ્રભૂત્વ કેટલું? આ વાત તેના રસાયણિક બંધારણ ઉપર આધાર રાખે છે. વિચારો તેને ક્રમશઃ  આગળ કે પાછળ લઈ જાય છે. અને વિચારો તમારી પ્રવૃત્તિ અને અભ્યાસ ઉપર આધાર રાખે છે. જે વાત તમે બુદ્ધિ અને અભ્યાસ વડે આત્મસાત કરી તેની ઉપર ફ્રૉઈડભાઇની અને રજનીશભાઈની ફીલોસોફી અને તારણો કામ કરતા નથી.

 

શું સંભોગ એ યોગ છે?

 

સંભોગથી આનંદ મળે છે. શરીરમાં એક આનંદની લહેર પ્રસરે છે. અને આ આનંદથી કોઈને નુકશાન થતું નથી. તો તેને યોગ શા માટે ન કહેવો. તમારા જીવનસાથી સાથેનો સંભોગ શાસ્ત્રીઓએ બ્ર્હ્મચર્ય સમાન જ ગણ્યો છે. જો પરસ્પરના આનંદ માટે હોય તો કદાચ નુકશાન કારક ન પણ હોય. પણ આને યોગ ન કહેવાય. કારણ કે વ્યસન અને નિદ્રા પણ એમતો આનંદ આપે છે પણ તેનો અતિરેક તમને નુકશાન કરે છે. જો આ બધું યોગ હોય તો કશું નુકશાન થતું ન હોત.

 

જો આમ ન હોય તો?

ખંજ યોગ પણ એક યોગ છે. ખરજવું થાય અને જો તેને ખંજોળીએ તો તેના જેવો આનંદ

ભાગ્યે જ બીજો કોઈ હોય છે. જો આનંદ માત્ર યોગ હોય તો ખંજવાળને પણ યોગ જ ગણાય. ખંજ યોગ. કોઈ આ વાતને નકારશે નહીં.

 

જે સત્ય નથી તેને સત્ય ઠેરવવું અને તેનો પ્રચાર કરવો તેને માન્યતા અપાવવી આ પણ એક પ્રકારની અંધશ્રદ્ધા જ છે. અને ભલભલા મૂર્ધન્યો તેમાં ડૂબેલા છે. 

 

વાસ્તવમાં સૌનું ધ્યેય આનંદ પ્રાપ્ત કરવાનું હોય છે. માર્ગો અનેક છે પણ ધ્યેય તો એક જ છે. પણ સમગ્ર સમાજને આનંદ પ્રાપ્ત થાય તે ઈશ્વરની યોજના છે.

 

મૂર્ધન્યો ભૂલા પડે અને બીજા લોકો તેમાંથી કંઈક શિખે જેથી ભવિષ્યના મૂર્ધન્યો વધુસારું વિચારી શકે અને સમાજને આદર્શ અને સુખી સમાજ તરફ દોરી શકે.

 

ભણેલાઓ આપણે હિસાબે અંધશ્રદ્ધા ફેલાવે છે. પણ અંધશ્રદ્ધા ની વ્યાખ્યા અઘરી છે. ઘણા લોકોને મન રાષ્ટ્રપ્રમુખ અને બીજા મહાનુભાવોને મળતી અને માન્ય રખાતી સગવડો અને વિશેષ અધિકારો પણ એક જાતની અંધશ્રદ્ધા જ હોઈ શકે છે. અને વળી આવી અંધ શ્રદ્ધાનું પાલન તો આપણા ખર્ચે થાય છે.

 

જેઓ ઉપરવાસી (પરલોકવાસી નહીં કહું કારણ કે પરલોક જેવું કશું છે જ નહીં) થઈ ગયા તેમની નિંદા ન કરીએ. તે વાત પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ઋષિ-મુનીઓની છે. દા.ત.  આઠવલેજીની નિંદા ન કરીએ અને કાર્યશૈલીની ટીકા ન કરીએ. કાર્ય શૈલીની  જો ટીકા કરવી હોય તો આઠવલેજીને અલિપ્ત રાખીને ટીકા કરીએ તો તે ક્ષમ્ય છે. ઋષિ મુનીઓને જે તે સમયે જે યોગ્ય લાગ્યું તે કર્યું. હાલ તેઓ જવાબ આપી શકે તેમ નથી.

 

મોરારીબાપુની પણ નિંદા ન કરીએ. જોકે તેમણે કહ્યું કે મારો રામ વાલીને મારે નહીં. પણ રામ તો મોરારીબાપુ નો હતો જ નહીં. તુલસીદાસનો પણ ન હતો. અને રામ, વાલ્મિકી કે બીજા કોઈનો પણ ન હતો. રામ તો હાડમાંસ નો બનેલો અને દશરથ નો પુત્ર હતો. અને ઐતિહાસિક હતો. એટલે આજના સમયના મૂલ્યો માટે તે ભૂલો કરે તો તેમાં રામનો વાંક નથી. અને રામની ભૂલ પણ નથી. રામની પાસે ઈશ્વરને જે કરાવવું હતું તે કરાવ્યું. રામે કયા કારણસર વાલીને કેવી રીતે માર્યો તે રામ જાણે. હરિ હરિ કરો અને મંજીરા વગાડો. હરહર મહાદેવ કરીને તૂટી પડવાની જરુર નથી.

 

પ્રાચીન ઋષિ-મુનીઓની જે પૌરાણિક વાતોના વર્ણનોમાં અને સંવાદોમાં શું તથ્ય છે તે જાણવું અશક્ય છે. તેથી જે સારુ છે તે માટે તેમને બિરદાવવા અને ખોટું લાગે તે ભૂલી જવું. પણ જે ખોટું લાગે તેમાં તેમના અનુયાયીઓની જો તેઓ તેનો આધાર લઈ શૈક્ષણિક બચાવ કરે તો અનુયાયીની શૈક્ષણિક ટીકા કરવી. ઋષિ-મુનીઓની અને રાજાઓની ઘણી વાતો તો દંત કથાઓ પણ હોઈ શકે.

 

દા.ત. શંકરાચાર્ય મંડનમિશ્ર ના ઘરે ગયા ત્યારે નીચે પ્રમાણેની રમૂજ પ્રચલિત છે.

 

મંડનમિશ્ર ઉવાચઃ “કુતઃ મુણ્ડી”

[મંડનમિશ્ર બોલ્યાઃ આ મુંડ્યો (ટકલુ) ક્યાંથી (આવ્યો)?]

 

શંકરાચાર્યઃ ઉવાચઃ “આગલાત્‌ મુણ્ડી”

[શંકરાચર્ય બોલ્યાઃ ગળાથી શરુ કરીને (માથા ઉપરસુધી મુંડન કરાવ્યું છે)]

 

મંડનમિશ્ર ઉવાચઃ માર્ગં તે પૃચ્છતે મયા. [મંડનમિશ્ર બોલ્યાઃ હું તો તારા રસ્તાને (વિષે) પૂછું છું.

 

શંકરાચાર્ય ઉવાચઃ કિં આહ માર્ગં [શંકરાચાર્ય બોલ્યાઃ (જો તમે રસ્તાને પૂચ્છ્યું તો રસ્તાએ શું કહ્યું?]

 

મંડનમિશ્ર ઉવાચઃ માતા તે મુણ્ડી ઈતિ આહ માર્ગં. [મંડનમિશ્ર બોલ્યાઃ માર્ગે તો કહ્યું તારી (શંકરાચાર્યની) માતા મુંડી.

 

શંકરાચાર્ય ઉવાચઃ સત્યં બૃતે માર્ગં. ત્વયા માર્ગં પૃચ્છિતં, માર્ગં તુભ્યં અબ્રવિત્‌ યત્‌ તે માતા મૂણ્ડી. તસ્માત્ તે માતા મૂણ્ડી ઈતિ સિદ્ધં.

 

શંકરાચાર્ય બોલ્યાઃ તેં માર્ગને પૂચ્છ્યું અને માર્ગે તને કહ્યું કે તારી માતા મુણ્ડી. માર્ગ સાચું જ કહે છે કે તારી માતા મુણ્ડી.

 

…………

 

………….

 

સંવાદ તો આગળ ઘણો લાંબો છે. પણ આ કંઈ સાચી વાત નથી. રમૂજ ખાતર દંત કથાઓ જોડવાની આપણી પ્રણાલી ઘણી જુની છે. અને કટાક્ષ ચિત્રો ઘણી વખત એક પ્રકારની દંતકથા જેવા જ હોય છે.

 

દેવ દાનવ અને માનવ બ્રહ્માજી પાસે ગયા અને કહ્યું અમને બોધ આપો.

બ્રહ્માજીએ કહ્યું; દ દ દ

 

દેવ સમજ્યા આપણે ભોગવિલાસમાં છીએ એટલે આપણે “દ” એટલે કે દમન. આપણી વૃત્તિઓનું દમન કરવું જોઇએ.

 

દાનવો સમજ્યા કે “દ” એટલે દયા. આપણે ક્રૂર ન બનવું અને દયા કરવી.

 

માનવો સમજ્યા (તે વખતના) કે આપણે સંગ્રહ કરવાને બદલે “દ” એટલે દાન કરવું જોઇએ. 

 

સૌએ લાગુ પડતો શ્રેષ્ઠ અર્થ લીધો.

 

ટૂંકમાં એમ કહેવાય કે નિંદારસ આનંદ માટે છે. સારસારકો ગ્રહણ કરે થોથા દે ઉડા. જે

 

સારુ છે તે ગ્રહણ કરવું અને નકામુ છે તેને ભૂલી જવું.

 

પણ જો આપણે આવો નિયમ માન્ય રાખીએ તો દરેક નિયમને અપવાદ પણ હોય છે. તો આમાં અપવાદ શું. નહેરુવંશી કોંગ્રેસ એક અપવાદ છે. આપણે સ્વતંત્રતા મેળવી તે શા માટે? અંગ્રેજો શું ખોટા હતા! હાજી. તેમનો વાંક હતો.

 

૧   આપણો કાચોમાલ બહાર જતો હતો

 

૨   વિદેશથી તૈયાર માલ આપણા દેશમાં વેચાતો હતો.

 

૩   દેશનો પૈસો બહાર જતો હતો.

 

૪   કાયદાઓ અન્યાયકારી હતા અને સરકાર દંભી હતી.

 

૫   જનતા ગરીબ હતી.

 

૬   જનતા બેકાર હતી.

 

૭   ગરીબીથી અંધશ્રદ્ધા હતી.

 

૮   રાજાઓનું વંશપરંપરાગત શાસન હતું.

 

૯   અંગ્રેજો ભારતમાં વેપારી હતા. તેથી પ્રજા ભીખારી હતી.

 

આજે શું છે?

 

૧   આપણો કાચો માલ આજે પણ નિકાસ થાય છે. ખાણોમાં માફીયા રાજ છે.

 

૨   આપણી સરકાર વૈશ્વીકરણના નામે વિદેશથી આયાત કરે છે તેથી રુપીયો ગગડે છે. ડોલર તકલીફમાં હોવા છતાં પણ રુપીયો ગગડે છે.

 

૩   આપણા નહેરુવંશના શાસકો અને તેના મળતીયાના વિદેશી બેંકોમાં ખાતા છે. અને તે પૈસો દેશમાં ન આવે તે માટે આ નહેરુવંશની સરકાર તનતોડ પ્રયત્નો કરી રહી છે.

 

૪   કાયદાઓ અને પ્રણાલીઓ આજે પણ અન્યાય કારી છે. લોકપાલ ને લગતા કાયદાના શા હાલ કર્યા. અન્ના હજારે અને બાબા રામદેવ ના શા હાલ આ સરકારે કર્યા તે આપણે જાણીએ છીએ. અને છતાં પણ છાતી ઠોકીનેઆ સરકાર કહે છે કે “અમે ભ્રષ્ટાચાર સામે પ્રતિબદ્ધ છીએ.” આ સરકાર તો દંભી જ નહીં પણ નીંભર પણ છે. અને તેના શબ્દોના અર્થ શબ્દકોષના અર્થો સાથે મેળખાતા નથી.

 

૫   આજે ૬૦ વર્ષના શાસન બાદ પણ ૮૫ કરોડ જનતા ગરીબ છે. અને સરકારે જનતાને સરકારી ખેરાતોના મોહતાજ રાખ્યા છે.

 

૬   પાયાની સગવડોના અભાવે આજે પણ બેકારી છે. અને મોટાભાગનાનું ભવિષ્ય સુનિશ્ચિત નથી.

 

૭   ભણેલાઓ પણ અંધશ્રદ્ધાવાળા છે.

 

૮   નહેરુવંશનું શાસન ચાલે છે. તેના જેવા બીજા વંશપરંપરાગત શાસનવાળા પક્ષો ઉત્પન્ન થયા છે. અને મૂર્ધન્યો પણ તાટસ્થ્યના દંભ અને ઘેલછામાં જનતાને સચોટ માર્ગદર્શન આપવામાં પારાવાર ઉણા ઉતર્યા છે અને શાસકોના પાપના ભાગીદાર બન્યા છે.

 

૯   આપણી આ સરકાર પણ વેપારી છે અને તેથી પ્રજા ભીખારી છે. સંસદના સભ્યો પ્રજાના પ્રતિનીધિ છે પણ તેઓ જવાબદારી વગરના છે. કોઈ પણ સરકારી સંસદ લોકપાલ બીલની ઉપર ગુણદોષની ચર્ચા માટે તૈયાર નથી. એટલું જ નહીં સરકાર મતદાન કરાવવા પણ તૈયાર નથી. જો સરકારી સંસદો પોતાની જવાબદારી નીભાવતા નથી તો પણ પોતાની આવકો અને સગવડો વધારે જ જાય છે.

 

 

 

માટે ખુલ્લા દીલથી આ નહેરુવંશી સરકાર અને તેના ભૂતપૂર્વ અને વર્તમાન મળતીયાઓની ભરપેટ નિંદા કરો.

 

જય જગત જય હિંદ

 

 

 

શિરીષ મોહનલાલ દવે

 

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે ખબર છે એટલી કે માત ની હાકલ પડી છે

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે ખબર છે એટલી કે માત ની હાકલ પડી છે

ટેગ; ઋષિ મૂનિઓ, પ્ર્રચીન, ભારત, નહેરુવંશ, ચાણક્ય, મહાત્મા ગાંધી, અન્ના, રામદેવ, મોરારજી દેસાઈ, ઈન્દીરા ગાંધી, રજનીશ, આઠવલેજી, મોરારી બાપુ, અંધશ્રદ્ધા, ઈશ્વર

Read Full Post »

%d bloggers like this: