Posts Tagged ‘કચ્છ’
“પાયામાં તું પુરાઈ જાજે … કળશના ચમકારા”
Posted in માનવીય સમસ્યાઓ, tagged અધ્ધરતાલ, અનિર્ણકતાની કેદી, ઇન્દિરા ગાંધી, ઈશ્વર ચંન્દ્ર વિદ્યાસાગર, ઉપવાસ, કચ્છ, કર્નાટક, કળશના ચમકારા, કેશુભાઈ, કોંગી, ખોસલા કમીશન, ગાંધીજીના નિયમો અને પ્રણાલી, ગાંધીવાદી, ગુજરાત, ગેરસમજણ, ચિમનભાઈ પટેલ, જમ્મુ-કાશ્મિર, નર્મદા ટ્રીબ્યુનલ, નર્મદા યોજના, નર્મદા યોજના અને ભાકરા નાંગલ, નવી જનરેશન, નહેરુ, નહેરુના પીઠ્ઠુઓ, પાયામાં તુ પુરાઈ જાજે, બકરીની તીન ટાંગ, બાબુભાઈ જશભાઈ પટેલ, ભાઈકાકા, ભાઈલાલભાઈ પટેલ, ભારતની અધોગતિના મૂળ, મહારાષ્ટ્ર, મુંબઈ રાજ્ય, મૂર્ધન્ય, મેરી બી ડીચ, મોરારજી દેસાઈ, મ્હૈસુર, રાજ્યોને ઝગડાવવા, લોકપ્રિયતા, વાર્ધાક્ય, સંસ્થા કોંગ્રેસ, સત્યાગ્રહ, સમાચાર પત્ર, સરદાર વલ્લભભાઇ પટેલ, સુરુચિ ભંગ, સૌરાષ્ટ્ર, સ્મૃતિદોષ, સ્વતંત્રતા, હિતેન્દ્ર દેસાઈ, હૈદરાબાદ, ૧૯૪૬, ૧૯૫૭, ૧૯૬૧, ૧૯૬૪, ૧૯૬૭, ૧૯૬૯, ૫૫ કરોડ on September 29, 2019| Leave a Comment »
હા, અમે જુદા હૉ,
Posted in માનવીય સમસ્યાઓ, tagged અખબારી કટારીયા, અલગ, આધાર, ઈન્દીરા, કચ્છ, કળા, ખાનપાન, ગુજરાત, નહેરુવીયન, પૂનર્ રચના, ભાષા, મૂર્ધન્ય, રજનીશીયા, રાજ્ય, રિવાજ, વાગડ, વ્યવહાર, સંસ્કૃતિ, સોરઠ, સૌરાષ્ટ્ર on August 2, 2013| 2 Comments »
હા, અમે જુદા હૉ,
તેલંગણાનું જુદું રાજ થવાનું જાણી, સૌરાષ્ટ્ર-કચ્છ અથવા સૌરાષ્ટ્ર તથા કચ્છના અલગ રાજ્ય વિષે કેટલાકની દાઢ સળકી અને કદાચ વધુ સળકશે. કદાચ દાઢ ન પણ સળકે. એ જે હોય તે પણ આપણા રજનીશીયા તર્કવાળા કાન્તિભાઈ (ભટ્ટ) જેવા અખબારી મૂર્ધન્યો કે કટારીયા લેખકો ની તો દાઢ સળકવા માંડી છે (દિવ્યભાસ્કર ૧લી ઑગષ્ટ). હાજી, કેટલાક સ્થાનિક રાજકારણીયોની અને તેમાં પણ હોદ્દા વગરના રહી ગયેલા રાજકારણીઓની દાઢ ન સળકે તો જ આશ્ચર્ય કહેવાય.
તેલંગણનું થયું એટલે બીજા વિસ્તારો જેઓ અલગ રાજ્ય માગતા હતા તેમનો પણ હવે હક્ક બનશે એવી શક્યતાઓ ને આધારે નવા રાજ્યોની રચના ટીવી ચેનલો માટે હૉટ ટૉપિક બનશે, અને ન બને તો પણ બનાવવો જ જોઇએ કારણ કે આવી ચર્ચાઓથી નેતાઓ પણ ખુશ થશે અને આપણે પણ ખુશ.
અમુક કામો એવાં હોય છે જેને નીપટાવવા તમારે રાજ્યના પાટનગરમાં જવું પડે. જેમકે તમને અન્યાય થયો હોય અને જીલ્લા કક્ષાએ તમને ન્યાય મળ્યો નથી એવું લાગતું હોય તો તમારે સચિવાલયમાં જવું પડે અને જિલ્લાઅધિકારીથી પણ ઉંચા હોદ્દેદારને રૂબરૂ રજુઆત કરી શકાય. જોકે જીલ્લા કક્ષાએ ન્યાયાલયો હોય છે. પણ કૉર્ટના ચક્કરમાં ન પડવું હોય તો તમે અંદર અંદર પતાવટ કરવા માટે સચીવાલય જવાનું નક્કી કરી શકો. જો કે આ એક વહીવટી સમસ્યા છે અને તેને પ્રણાલીઓ સુધારીને નિવારી શકાય છે. હવે તો માહિતિ અધિકાર પણ મળ્યો છે અને ઈન્ટરનેટ પણ આવી ગયાં છે. એટલે તમે ઘરે બેઠાં બેઠાં પણ ઘણું બધું કરી શકો છો. જો આ બધી વિદ્યાઓનો ઉપયોગ કરવામાં આવે તો મોટાભાગની સમસ્યાઓ નિવારી શકાય છે.
તો પછી પાટનગર શા માટે જવું પડે?
તમારે નાના મોટા ઉદ્યોગો સ્થાપવા હોય તો તમારે પાટનગર જવું પડે. તમારે મોટી લાગવગ લગાડવી હોય અને છૂટ છાટ જોઇતી હોય તો પાટનગર જવું પડે. સ્થાનિક સરકારી અધિકારીને દબાવવા હોય તો તમારે પાટનગર જવું પડે. અને ખાસ તો તમારે જો મંત્રી, કે મુખ્ય મંત્રી સામે આંદોલન કરવું હોય તો તમારે જરુર પાટનગર જવું પડે. અને આ બાબત આપણી આંદોલનપ્રિય ખાસ કરીને ગુજ્જુ નહેરુવીયન કોંગ્રેસનાનેતાઓને ખાસ લાગુ પડે છે. તેઓ નવરા ધૂપ છે અને કેન્દ્રમાં તેમના માઈબાપ પાસે ઘણા પૈસા છે.
નવા રાજ્યોનો મુખ્ય ફાયદો તો રાજકારણીઓ માટેનો છે. ચીફ મીનીસ્ટ્રરની પોસ્ટ વધે એટલે બીજા પ્રધાનો અને ઉપપ્રધાનો વધે, સ્પીકરો વધે. ગવર્નરો વધે. પાટનગરો પણ નવા થાય અને તેના હોદ્દેદારો પણ વધે. સ્થાનિક સંસ્થાઓની ઉપર નિગરાની રાખવા માટેના જનપ્રતિનિધિઓ વધે. જેને હોદ્દાઓ ન આપી શકાયા હોય તેને હોદ્દાઓની (દાખલા તરીકે ચેરમેનો) લહાણી કરી શકાય. એટલે કે કામ તો એટલું ને એટલું જ. પણ જનપ્રતિનિધિઓ નો જનતા ઉપર ભાર વધે.
બીજો ફાયદો આઈએએસ અધિકારીઓને છે કારણ કે ચીફ સેક્રેટરીઓ વધે, જોઈન્ટ ચીફ સેક્રેટરીઓ વધે, સેક્રેટરીઓ વધે, રજીસ્ટ્રારો વધે, ચીફ રજીસ્ટ્રારો વધે. અને આ બધા અધિકારીઓ વધે એટલે પ્રમોશન પણ જલ્દી મળે.
નવું રાજ્ય થવાથી ઉચ્ચ ન્યાયાલયો વધે, ન્યાયાધીશો વધે. પણ આ બધાંનો તો વાંધો નહીં. નવાં રાજ્યો કર્યા વગર પણ તમે ઉચ્ચન્યાયાલયની બેન્ચ અલગ અલગ જગ્યાએ રાખી શકો છો.
અફસર સાહેબો કહે છે કે આ રાજકારણી લોકો અમે તેમના કહ્યામાં ન રહીએ તો અમારી બદલી કરી નાખે છે. વાપી થી તાપી કરે ત્યાં સુધી તો વાંધો નહીં પણ એ તો ઉમરગામથી ઉમરેઠ અને ગોધરાથી બગોધરા જ નહીં બગસરા પણ કરી નાખે છે. એટલે નાના રાજ્યો હોય તો કમસે કમ એ લોકો અમને નારાજ થાય તો પણ બહુ દૂર દૂર તો ન મુકી શકે.
જો કે આ વાત તદન બોગસ છે. સરકારી નોકરોના મોટાભાગના ચાલુ હોય છે. અને જો બચાવવા વાળો હોય તો લુંટ કરવામાં વાંધો શાનો એવી તેમની મનોવૃત્તિ હોય છે. જેઓ કાર્યકુશળ હોય છે તેમની હમેશા માંગ રહેતી હોય છે. જે મહેનતાણું અને માન મળે છે તેને માટે અને સત્ય માટે ભોગ આપવો જ પડે. નહિ કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિં તાત ગચ્છતિ. જે સારું કામ કરે છે તે કદી અપયશ ને પામતો નથી.
સ્વાતંત્ર્ય પહેલાંના સમયમાં એટલે કે અંગ્રેજોના સમયમાં અને સ્વાતંત્ર્યની ચળવળ દરમ્યાન, રાજ્યોની પૂનર્રચનાની વાત ગાંધીજીએ કરેલી. આ વાત શા માટે કરેલી?
ગાંધીજીએ રાજ્યોની પુનર્રચનાની વાત કરેલ. કારણ કે તે વખતે બધા ઢંગ ધડા વગરના રાજ્યો હતા. તેમાં મૂખ્યત્વે દેશી રજવાડાંના વિસ્તારો અને અંગ્રેજ રેસીડન્સીના વિસ્તારો હતા. જેમકે ગુજરાતમાં સો ઉપરના દેશી રજવાડાં હતાં. તે સૌ અલગ અલગ રાજ્યો હતા. અને બાકી જે વિસ્તારો બચ્યા તે મુંબઈ પ્રોવીન્સમાં આવતા. આમાં રાજસ્થાનના વિસ્તારો, સિંધના વિસ્તારો, ગુજરાતના વિસ્તારો, મહારાષ્ટ્ર, કોંકણ અને કર્ણાટક ના વિસ્તારો આવતા. ભાષાઓ પણ ઘણી હતી. પણ સરકારી ભાષા અંગ્રેજી હતી તેથી બધું ચાલ્યું જતું.
અંગ્રેજોએ પ્રજા સાથે સંવાદ થઈ શકે તે માટે કોંગ્રેસની સ્થાપના કરેલ
અંગ્રેજોએ પ્રજા સાથે સંવાદ થઈ શકે તે માટે કોંગ્રેસની સ્થાપના કરેલ જેમાં બધા વ્હાઈટ કોલરવાળા ખાધે પીધે સુખી નેતાઓ સભ્ય થઈ શકતા હતા.
ગાંધીજી આવ્યા અને તેમણે આમ જનતા માટે કોંગ્રેસના દ્વાર ખુલ્લા મુક્યા. એક સુતરની આંટી અથવા ચાર આના એમ સભ્ય પદની કિમત રાખી. પણ એ વાત જુદી છે. ઘણા રજવાડાંઓ તો સ્થાનિક ભાષામાં વહીવટ કરતા હતા. પણ અંગ્રેજ સરકાર સાથે તો અંગ્રેજીમાં વહીવટ કરવો પડતો હતો. ગાંધીજીને આ વાત કઠી હતી. જનતા ની ભાષામાં રાજ્ય સંવાદ કરી શકે તે માટે તેમણે ભાષાવાર પ્રાંત રચના ની વાત કરેલ અને કોંગ્રેસમાં આ પ્રમાણેનો ઠરાવ પણ પસાર કરાવેલ. આ ઉપરાંત ગાંધીજીએ ગ્રામ પંચાયતો બને અને આ પંચાયતોને પણ થોડી સ્વતંત્રતા મળે અને ગ્રામજનોની પણ વાત સંભળાય તેવા ઠરાવો પણ પાસ કરાવેલ.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તો તે વખતે પણ હતી. પણ સ્વતંત્રતા મળ્યા પછી આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વધારો થયો, ફેરફારો પણ થયા અને સત્તામાં વધારો પણ થયો. લોકપ્રતિનિધિત્વ પણ વધ્યું. જેમકે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગર પાલિકાઓ, મહાનગર પાલિકાઓ, રાજ્ય વિધાન સભાઓ, શહેરી વિકાસ પ્રાધિકરણો, રજીસ્ટ્રારો, સહયોગી સંસ્થાઓ, ગ્રામીણ બેંકો, વિગેરે વિગેરે.
ભાષાવાર રાજ્ય રચના સમજી શકાય તેમ છે.
કારણ કે જો બહુભાષી રાજ્ય હોય તો સંવાદ બરાબર ન થાય. સરકારમાં અરજી કરવા માટેના જાતજાતના અને અવનવી જાતના ફોર્મ હોય અને તેમાં સમયે સમયે વૃદ્ધિ કરવામાં આવતી હોય. આ બધા જ ફોર્મ બે કે ત્રણ ભાષામાં છાપવાં પડે. જો તમે અલગ અલગ ભાષાના અલગ અલગ ફોર્મ રાખો તો અમુક ભાષાના અમુક ફોર્મ અમુક જગ્યાએ ન પણ હોય અને તે જલ્દી ન પણ આવે અથવા તો નથી એવું બારોબાર કહી દેવામાં આવે તેવી પણ શક્યતા ન કારી ન શકાય. એટલે એક ફોર્મમાં બે કે ત્રણ ભાષામાં છપાવવાં પડે અને સ્ટેશનરી નો વ્યય થાય. અને જો આપણે પર્યાવરણવાદીઓની ભાષામાં કહીએ તો વધુ વૃક્ષો કપાય. ટૂંકમાં ભાષાવાર પ્રાંત રચના અનિવાર્ય ગણી શકાય.
પેટમાં દુખે છે પણ કૂટે છે માથું.
તો હવે નવા રાજ્યોની રચના માટે આધારો કયા કયા છે?
આપણા અમુક રાજકારણીઓ કહે છે કે અમે જુદા છીએ. અમારો પ્રદેશ અલગ છે. અમે અલગ જાતના છીએ. અમારો સ્વભાવ અલગ છે. અમારી સંસ્કૃતિ અલગ છે. અમારી બોલી (ભાષા નહીં હૉ!) અલગ છે. અમે કૈયે કે ન્યાં કણે ખાઈડ્યો સે અટલે લગીર ટપીને હાલ્યા આવજો. પણ ઈવડા ઈ, હઈમજ્યે તૈંયેં ને? માટે અમારે અલગ રાજ્ય જોઇએ.
આપણા એક કટારીયા ભાઈએ કેવાં કારણો આપ્યા છે?
ગુજરાતથી અલગ સંસ્કૃતિ, કળા, વ્યવહાર, રિવાજ, ખાનપાન ધરાવતું સૌરાષ્ટ્ર કેમ અલગ રાજ્ય નહીં? જો કે સંસ્કૃતિ, કળા, વ્યવહાર, રિવાજ વિગેરેમાં શું અલગતા છે તે વિષે કટારીયા ભાઈએ ફોડ પાડ્યો નથી. ખાનપાન તો જીલ્લે જીલ્લે પણ અલગ હોઈ શકે અને વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોઈ શકે. ભાવનગરીઓને સવારે ચા સાથે ગાંઠીયા જોઇએ. અને એ તો અમને અમદાવાદમાં પણ મળે છે. અને અમેરિકામાં પણ મળે છે. સુરેન્દ્ર નગર વાળાને પરાઠાં જોઇએ. અમરેલીવાળાને જમણમાં અચૂક રૉટલા જોઇએ. જ્યારે હળવદ ધ્રાંગધ્રા વાળાને સાંજે અચૂક મગનીદાળની ખીચડી જોઇએ. પોરબંદરવાળાને નાસ્તામાં ખાજાં જોઇએ.
હવે રીત રિવાજ તો જ્ઞાતિએ જ્ઞાતિએ અલગ હોય છે તેથી તેની વાત નહીં કરીએ. જો કે આ પણ રજણીશીયા તર્કના આધારે લક્ષ્યમાં લેવા જેવો મુદ્દો ખરો. એમ તો મહમદ અલી ઝીણા એ એમ જ કહ્યું હતું ને કે અમે મુસલમાનો અલગ સંસ્કૃતિ છીએ એટલે અમારે અલગ દેશ જોઇએ. જોકે તેમના પિતાજી અને દાદાશ્રી મજાના હળી મળીને રહેતા હતા.
વળી જો કાદુ મકરાણીને તેના વખતમાં ઝીણાભાઈ (મહમ્મદ અલી ઝીણા) જેવા કોઇએ જો કહ્યું હોત કે અલ્યા કાદુ, તું તો કંઈ કચ્છનો નથી. તું તો પાકિસ્તાની છે. આવી જા પકિસ્તાન ભેગો…. તો શું થાત? કાદુએ તો તેને ભડાકે દીધો હોત. આ વાત અવગણી શકાય તેમ નથી.
પણ આતો થઈ દેશ રાષ્ટ્રની વાત. સૌરાષ્ટ્ર માં રાષ્ટ્ર સમાયેલું છે. અને મહારાષ્ટ્રમાં એક રાજ્ય માત્ર સમાયેલું છે. મુંબઈ ઈલાકામાં રાષ્ટ્ર (સૌરાષ્ટ્ર), મહા(રાષ્ટ્ર), રાજ(સ્થાન), સિન્ધુ(દેશ) સમાયેલા હતા. બધું જે તે સમયની સગવડતા પ્રમાણે હતું.
અમે કાઠીયાવાડીઓના દિલ અને અમારા દિલની વાત
હવે બાકી રહ્યા કળા વ્યવહાર અને રિવાજ. કળાને કોઇ બંધન હોતું નથી. વ્યવહાર ની વાત કરીએ. એટલે કે સંસ્કાર. આ વાતમાં થોડું તથ્ય ખરું. પણ એ તથ્ય તો આપણા કટારીયા ભાઈએ જે છે તેનાથી ઉંધું કહ્યું? તેમણે કહ્યું કે “ અમે તો તડ અને ફડ કહી દઈએ. દિલમાં એક વાત અને જીભ ઉપર બીજીવાત એવી બનાવટ અમને સૌરાષ્ટના લોકોને સદતી નથી. (એટલે કે અમે સૌરાષ્ટ્રના લોકો દિલનીવાત તડ અને ફડની રીતે કહી જ દઈએ).”
કાંતિ ભાઈ, તમે અહીં ભારે ભૂલ કરી છે. અમે કાઠીયાવાડીઓ ડીપ્લોમસીમાં ઉસ્તાદ છીએ. અમે અમારા મનની વાત કહેતા જ નથી. અમારા મનમાં શું છે એ જો અમે કહીએ તો અમે કાઠીયાવાડી નહીં. જેટલા અમારી પાઘડીમાં વળ તેનાથી વધુ અમારા પેટમાં વળ. આના તો અમે હજાર દાખલા આપી શકીએ. આ બાબતમાં તો ઓબામા અને ચર્ચીલ પણ અમારી આગળ પાણી ભરે હૉ! કોઈ મોટો અંગ્રેજ જેવો કે વાઈસરોય, ક્રીપ્સ, કે માઉન્ટ બેટન જ્યારે ભારત આવવા નિકળતા ત્યારે તેમને ઈંગ્લેન્ડમાં એક ખાસ શિખામણ અપાતી, કે જ્યારે તેઓ ગાંધી બાપુને મળે ત્યારે બોલવામાં બહુ સાવધ રહે. તેમની આગળ બહુ લાંબી ન ફાડે. કારણ કે એ ગાંધી બહુ અષ્ટકૂટ છે, એ તમને એવા સકંજામાં લેશે કે તમે છટકી નહીં શકો.
એટલે હું હમજ્યા તમે? આ ગાંધી ભલે વાણીયો પણ કાઠીયાવાડી ભાયડો હતો. જે અમારી સાથે કૂડ કપટ કરવા આવશે તેની સાથે જ અમે કાઠીયાવાડીઓ કૂડાકપટ કરીશું. જે અમારી સાથે કૂડ કપટ કરવા આવ્યો હોય, તેની સાથે અમે એવું કુડ કપટ કરીએ કે તે ભૉં ભેગો થઈ જાય.
હે કાન્તિભાઈ કટારીયા, જો તમને આ વાતની ખબર ન હોય તો તમે ભાવનગરનું બંદર પ્રભાશંકર પટ્ટણીએ કેવી રીતે બચાવ્યું તે વાત જાણી લેજો. વળી હા, અમારા બોલવામાં જરા પણ ગુજરાતી (અમદાવાદી-સુરતી) જેવું બરછટપણું (એગ્રીકલ્ચર) નહીં.. આ તો તમે અમારા મોઢામાં આંગળા નાખી બોલાવો છો એટલે તમને કહીએ છીએ. અમે આપબડાશ મારીએ નહીં.
કાન્તિભાઈએ તો જે તડ અને ફડ વાળી અમારા માટે વાત કરી એ તો એમની દાળમાં કોળું ગયું. આ “તડ અને ફડ” ના લખવાવાળા તો ગુજરાતી અને પાકા ગુજરાતી છે. આ “તડ અને ફડ” વાળા કટારીયા તો કટોકટી વખતે કઈ તડમાં પેસી ગયા હતા તે રામ જાણે. “તડ અને ફડ” તમ ગુજરાતીઓ ખાસ કરીને ઉત્તર ગુજરાત મેહાણા અને ચરોતર સુધીમાં વ્યાપક છે. હુર્તીઓ ગાળો બોલે ખરા પણ એ તો બહુ ભાઈબંધી થઈ ગઈ હોય તો, અથવા દુશ્મનાવટ થઈ હોય તો જ.
અમારા આ કટારીયા ભાઈ કહે છે કે નરેન્દ્ર મોદીનું વડનગરી કલ્ચર એટલે હુક્કુ ભઠ્ઠ.
ભાઈ, કાન્તિ, આવું બધું તમે બોલો એ કાંતો મુંબઈ કે અમદાવાદની અસર છે. કાઠીયાવાડી કે કચ્છી આવી ભાષા ન વાપરે. અમે તો જેનું જે સારું હોય તે જ જોઇએ. અરે અમે તો કચ્છ વિષે પણ એમ જ કહીયે કે “કચ્છડો બારે માસ”( શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો કછડો બારે માસ). અમે મરતાને મર ન કહીયે.
અમે એવું માનતા નથી કે નરેન્દ્ર ભાઈ મોદી હુક્કા ભઠ્ઠ છે. અને જીવરાજ મહેતા કે જે સૌરાષ્ટ્ર હોવાના એક માત્ર કારણથી ભલા ભોળા અને પ્રેમાળ હતા એવું પણ અમે માનતા નથી.
જીવરાજ મહેતા ધારોકે કે ભલા કે અથવા ભોળા હતા, તેટલા માત્રથી તમે એમ સિદ્ધ થયેલું માની ન શકો કે નરેન્દ્ર ભાઈ તેનાથી ઉંધા છે. આ તમારું કેવી જાતનું લોજીક છે? અમારું કાઠીયાવાડી લોજીક આવું ન હોય. આ તો રજનીશીયા કે અંગ્રેજીયા લોજીક છે કે ભળતી વાત કરીને ભળતો આભાસ ઉભો કરવો અને પછી એ જ આભાસને અધાર માની મનફાવે તેવી તારવણી કરવી. જીવરાજ ભાઈ તો નહેરુના ખાસ માણસ હતા. મોરારજી દેસાઈએ નાણાપ્રધાન તરીકે ગુજરાતને નવું રાજ્ય થયા પછી સરકારી નોકરોના પગાર વધારવા માટે ગ્રાન્ટ આપેલી. આ ગ્રાન્ટ તેમણે કેન્દ્ર સરકારને પરત કરેલી. આવા તો તે ભલા હતા. વળી તેમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે (ઠાકોરભાઈ દેસાઈ) કહેલ કે તમે, જેઓ ઉપર આક્ષેપો છે તેવાઓને પ્રધાનમંડળમાં ન લેશો. પણ તેમણે તેમને ધરાર લીધેલા (રતુભાઈ અદાણી અને રસિકલાલ પરીખ), આવા તો એ ભોળા હતા. તમારી ભલા અને ભોળાની વ્યાખ્યા ઈન્દીરાઈ લાગે છે.
આમ પણ ગુજરાત રાજ્યે ઘણું ગુમાવ્યું છે. એ વાત ક્યારેક કરીશું.
નહેરુએ જીવરાજભાઈને પછી યુકે ના હાઈકમિશ્નર તરીકે મુકેલા. અને જ્યારે ઈન્દીરા ગાંધીએ બળવો કરીને પોતાની નહેરુવીયન કોંગ્રેસ રચી ત્યારે આ જ જીવરાજભાઈ અને રસિકભાઈ એન્ડ કું., તે કોંગ્રેસમાં કૂદી પડેલા. આને તમે શું કહેશો? ભોળપણ કે ભલાઈ?
કટારીયા ભાઈ, તમને ખબર નહીં હોય પણ નરેન્દ્રભાઈ બાળકોમાં અત્યંત પ્રિય છે. આ નરેન્દ્રભાઈ તો શાળાના બાળકો સાથે સીધી વાતો કરે છે. શાળા ઉત્સવો કરી તેઓ પોતે બાળકોને તેડીને લઈ જાય છે. આવું તો બાલદિનવાળા નહેરુએ પણ કર્યું ન હતું. જો કે ઓબામા બાળકો સાથે સીધી વાતો કરે છે. નહેરુ પણ કરી શક્યા હોત.
તો શું આ કટારીયા ભાઈ આ બધું નહીં જાણતા હોય?
જાણતા હોય પણ ખરા. પણ તેમનો પોતાનો જાત અનુભવ નથી ને, એટલે કદાચ એમ કહેતા હોય !!
પણ કટારીયા ભાઈ તો નરેન્દ્ર મોદીથી ઉંમરમાં ઘણા મોટા છે. એટલે જ્યારે કટારીયાભાઈ બાળક હતા ત્યારે નરેન્દ્ર મોદી તેમને કેવી રીતે આવો અનુભવ કરાવી શકે?
કટારીયાભાઈ શું કહે છેઃ “ એ હું કંઈ ન જાણું. મેં જે કહ્યું તે બ્રહ્મ સત્ય. અને સત્યને કાળનું બંધન હોતું નથી.” ઈતિ સિદ્ધમ્.
અરે ભાઈ તમારે જીવરાજ મહેતાને જે કહેવું હોય તે કહો. પણ જીવરાજ મહેતા અમુક હતા અને તેથી કરીને નરેન્દ્રભાઈ તે નથી એવું કહીને નરેન્દ્રભાઈ મોદીને ગોદા શા માટે મારી લો છો?
અત્યાર સુધીમાં ગુજરાતમાં કેટલા ચીફ મીનીસ્ટરો થયા? જીવરાજ મહેતા, ઘનશ્યામભાઈ ઓઝા, બળવંતરાય મહેતા, હિતેન્દ્ર દેસાઈ, બાબુભાઈ જશભાઈ પટેલ, ચિમનભાઈ પટેલ, માધવસિંહ, અમરસિંહ છબીલભાઈ મહેતા, સુરેશ મહેતા, દિલિપભાઈ પરિખ, કેશુભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદી. આ તેરમાંથી સાત ચીફ મીનીસ્ટરો તો સૌરાષ્ટ્ર-કચ્છના જ હતા. એટલે સૌરાષ્ટ્રને અન્યાય થાય તેવી કોઈ વાત કરીએ તો સૌરાષ્ટ્રની જ બુરાઈ કરી કહેવાય. અરે આખું ગાંધીનગર મંકોડી, મચ્છર, માંકડ, અન્જારીયા, અંધારીયા, સરવૈયા, ચૂડાસમા, દવે, રાવલ, બુચ, પરમાર, રાયજાદા, જાડેજા, ગોહેલ. વિગેરેથી ભરેલું છે. અને બધો વહીવટ તેઓ જ કરેછે. લ્યો હાઉં!
નરેદ્ન્ર મોદીએ કચ્છ અને સૌરાષ્ટ્રનો જે વિકાસ કર્યો છે તે ઉપરથી એમ તો ન જ કહેવાય કે નરેન્દ્ર ભાઈ ભેદભાવ રાખે છે. અમારે પડાણાના (જામનગર) ભાઈઓ તો ખુશખુશાલ છે. અમારો મજોકૉઠો (મચ્છુ કાંઠો) પણ ખુશખુશાલ છે. અમારે ધોલેરાથી ઘોઘા થઈને એય સોમનાથ દાદા, દ્વારકા અને માંડવી સુધી અમારે ઘણી પ્રગતિ થઈ છે અને પવન ચક્કીઓ વીંઝોણા કરેછે. આવું કરતાં જીવાભાઈને કે હિતુભાઈને કે ચિમણરાવને કોણે રોક્યા હતા?
પણ એ બધી વાત્યું જાવા દ્યો. અમે કાઠીયાવડીઓ અને કચ્છીઓ દિલના ઉદાર છીએ. ભલાઈનો બદલો ભલાઈ જ વાળીએ છીએ. અમે એવા ન ગુણા નથી. અરે અમે તો દુશ્મની પણ વાત જે તે વાત પુરતી મર્યાદિત રાખીએ છીએ. જોગીદાસ ખુમાણની વાત તો તમે જાણી જ હશે. વહેવાર એટલે વહેવાર. અને વટના કટકા એટલે વટના કટકા.
ભારતી ભોમની વંદુ તનયાવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી.
અમે મુંબઈ હોઈએ કે મોંબાસા, અમદાવાદ હોઈએ કે અમેરિકા, અમે અમારી ચાલ (ચરિત્ર) ન બદલીયે (રેલગાડીને ઉપડી જવું હોય તો ઉપડી જાય પણ અમે તેને પકડવા અમારી ચાલ ન બદલીયે). હા અમે વટના કટકા.
વસ્તીને અલગ રાજ્યનો શું આધાર બનાવી શકાય? નાજી. એક માત્ર વસ્તીને આધાર ન બનાવી શકાય. જો આવું કરીયે તો મુંબઈના જ અનેક ભાષા વાળા રાજ્યો થઈ જાય. વિસ્તાર અને વસ્તીના સુયોગ્ય માપદંડ વાપરીને એક ભાષા હોય તો પણ તેનું વિભાજન કરી શકાય. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ યુ.પી. છે. પૂર્વ યુ.પી. અને પશ્ચિમ યુ.પી.
ભૌગોલિક સ્રોતો અને આધારે અને ભૌગોલિક અસમાનતાના આધારે શું અલગ રાજ્ય કરી શકાય? એટલે કે એક રાજ્ય નો એક વિસ્તાર પહાડી હોય અને બીજો મૈદાની હોય, એક હિસ્સમાં ઘણા ખનિજ તત્વોની ખાણ હોય અને બીજામાં કૃષિ ઉત્પાદન થતું હોય તો શું તેને અલગ કરી શકાય? નાજી આ આધારો વાહિયાત છે. જો આવો અલગતાવાદ પોષવામાં આવે તો જેમ નિતીશકુમારે અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાને ગુજરાતની મદદ લેવાની ના પાડી, તેમ એક રાજ્ય રાજકીય મડાગાંઠ ઉભી થાય ત્યારે બીજા રાજ્યનો બહિસ્કાર કરે. નહેરુવીયન કોંગ્રેસ જેવી જો કેન્દ્ર સરકાર હોય તો તે તેમાં સુર પણ પુરાવે. ઈન્દીરા ગાંધીએ જેમ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પ્રોજેક્ટને ટલ્લે ચડાવેલ તે આપણે જાણીએ છીએ.
ટૂંકમાં સંસ્કૃતિ, વ્યવહાર, ટેવ, ખાણી પીણી, રિવાજ જુદા હોય પણ જો ભાષા એક હોય તો એક રાજ્યમાં કશો વાંધો ન આવે. કારણ કે મુખ્ય સમસ્યા ભાષાની હોય છે. કચ્છી ભાઈઓની બોલી અલગ છે. પણ કચ્છી ભાષામાં કોઈ કાયદાઓ લખાયા નથી. તમે શું કરશો? તમે કચ્છીમાં કાયદા લખાવશો? પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં આપશો? સૌરાષ્ટ્રની તો ગુજરાતી ભાષા જ, ગુજરાતીઓ માત્ર કરતાં વધુ શુદ્ધ અને સમૃદ્ધ છે. રાજ્યોનું અલગ પણું બોલીની રીત, કે રિવાજો વિગેરેથી અલગ ન પાડી શકાય. ગુજરાતના પૂર્વનો કિનારો આદિવાસી છે. દરિયા કિનારો માછીમારો નો છે. શું તમે તેમને પણ ગુજરાત, સૌરાષ્ટ્ર બનાવ્યા પછી અલગ રાજ્ય આપશો? તો તો તમારે જીલ્લે જીલ્લે અને જ્ઞાતિએ જ્ઞાતિએ અલગ અલગ રાજ્યો કરવા પડશે.
વધુ માટે વાંચો આની અગાઉની પોસ્ટ જે મેં “THE INDIANS” તારીખ ૧૪ ડીસેમ્બર ૨૦૦૯ના રો જ લખેલી તે અહીં શૅર કરી છે. “હમારી ભી સૂનો … “
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ
કચ્છમાં ડોંગરે મહારાજની કથા ચાલે છે.
ડોંગરે મહારાજઃ “અને મારા કાનાનું મુખારવિંદ જોઇને રાધાજી હસ્યાં.. “
“હેં! આ મુખારવિંદ એટલે શું?” એક બેને બીજા બેનને પૂછ્યું
“ઠાકોરજીજો ડાચો?” બીજા બેને જવાબ આપ્યો.
ટેગ્ઝઃ ભાષા, રાજ્ય, સૌરાષ્ટ્ર, કચ્છ, સોરઠ, ગુજરાત, વાગડ, અલગ, પૂનર્ રચના, આધાર, સંસ્કૃતિ, કળા, વ્યવહાર, રિવાજ, ખાનપાન, અખબારી કટારીયા, મૂર્ધન્ય, રજનીશીયા, ઈન્દીરા, નહેરુવીયન,
“હમારી ભી સૂનો” રાજ્ય પુનર્રચના અને મીડીયા
Posted in માનવીય સમસ્યાઓ, tagged કચ્છ, છૂટકારો, નરેન્દ્ર, મોદીથી, વિભાજનવાદી, સૌરાષ્ટ્ર on August 2, 2013| 1 Comment »
૧૯૫૭માં એક કૂવાના સારકામમાં ઓ.એન.જી.સી થકી લુણેજપાસે તેલ નીકળ્યું હતું. અને પછી તો ક્યાં ક્યાં તેલ હોઈ શકે તે બાબતમાં સમાચાર પત્રોંમાં સમાચારોનો મારો ચાલ્યો. એક કટાક્ષચિત્ર એવું આવ્યું કે છાપાંને નીચોવવાથી પણ તેલ નિકળે છે.
આપણી નહેરુવીયન કોંગ્રેસ આમતો વચન અપવામાં અને પોતાની પ્રતિબદ્ધતા પૂનઃ પૂનઃ જાહેર કરવામાં માહિર છે કે ત્યાં સુધી કે જનતા કંટાળી જાય. જેમકે ગરીબી હટાવો … વિગેરે.
મહાત્માગાંધીએ હિંદ સ્વરાજ્યમાં સ્વતંત્ર ભારત કેવું હશે… તેમાં શું શું હશે… પ્રાંત નવ રચના કેવીરીતે થશે એ બાબતમાં તેમણે ભાષાવાર પ્રાંત રચનાની વાત કરેલી. આમતો તેમણે ગવર્નર કેવીરીતે રહેશે, શું શું ખાશે, તેમના મહેમાનોને કેવી જાતનું જમવાનું મળશે… વિગેરે વિષે પણ સવિસ્તર કહ્યું હતું. તો પણ તેમણે એક જ ભાષાના મોટા રાજ્યોને નાના નાના રાજ્યો કરવાની વાત નહીં કરેલી. કદાચ તેઓ કરકસર ભરેલા વહીવટમાં માનતા હતા. સૌરાષ્ટ્ર અને કચ્છની રચના એ વચગાળાની વ્યવસ્થા હતી. ઢેબરભાઈ અને તેમના તે વખતના સાથીઓ ગાંધીવાદી હતા. અને સાવ જ સાદા મકાનમાં રહેતા હતા. બધાજ પ્રધાનો માસિક રૂ.૫૦૦ નો પગાર લેતા હતા. અને છતાં પણ કોઇ લાંચ લેતા નહતા.
હવે આ સ્થિતિ નથી.
ચરણસિંહના સુપુત્ર જણાવે છે કે યુપીનું પણ અનેક રાજ્યોમાં વિભાજન કરવુ જોઇએ. કારણકે સંસ્કૃતિ અલગ અલગ છે.
ચરણસિંહને જલ્દી જલ્દી વડાપ્રધાન બનવું હતું. એટલે તેમણે પોતાના જાની દુશ્મન ઇંદીરાઈ (નહેરુવીયન) કોંગ્રેસનો સાથ લઈ મોરારજી દેસાઈની કામકરતી સરકારને ઉથલાવી. ઇંદીરાકોંગ્રેસને શાધનઅશુદ્ધિનો છોછ ન હતો. કટોકટી-ફેમ કોંગ્રેસ તો સત્તામાટે કોઇપણ હદે જવા તૈયાર હતી. હવે કોંગ્રેસી “હમ્ટી ડમ્ટી” ટાઇપ પરિભાષા ચરણસિંહના પુત્ર અપનાવે તે આશ્ચર્યની વાત નથી. સંસ્કૃતિની પરિભાષા ચરણસિંહના સુપુત્રની શું છે તે આપણે જાણતા નથી. “ગાય જો ગધેડા સાથે રહે તો ભૂંકે તો નહીં, પણ લાત મારવાનું તો શિખી જ જાય.”
હવે ૮૦ વર્ષ પાછા જાઓ. અમે ભ્રામણ (બ્રાહ્મણ). અમારી સંસ્કૃતિ જુદી. અમે ખર્ચુ ગયા (સંડાસ ગયા) પછી સ્નાન કરીએ જ કરીએ જ. સ્નાનકર્યા વગર જમીએ નહીં. સ્ત્રીઓએ પણ કંતાન કે રેશમી વસ્ત્ર પહેરીને જ રસોઈ કરવી પડે.ગાય કુતરાનું જુદું કાઢીએ. જમતી વખતે અબોટીયું પહેરીને પલાંઠી વાળીને જ જમીએ. એક જ હાથે જમીએ. તે પણ જમણા હાથે જ જમીએ. જમતા પહેલાં વિશ્વદેવને જમાડીએ. જમતા પહેલાં હર હર મહાદેવ બોલીએ. ત્રીપુણ્ડથી અમે લલાટને શોભાવીએ. પીવાનું પાણી કુવામાંથી જાતે લાવીએ. પાણી ખેંચવાના પણ નિયમ. અમારો ઘડો કૂવામાં નાખીએ ત્યારે અને ભરેલો ઘડો ખેંચીએ ત્યારે સૌથી ઉપર જ રહેવો જોઇએ, જેથી કોઇના ઘડાનું પાણી અમારા ઘડા ઉપર પડે નહીં. અને તેથી અમારું પાણી અભડાય નહીં. આવું તો બધું ઘણું છે. ટૂંકમાં અમારી સંસ્કૃતિ જુદી. અમારે જુદું રાજ્ય જોઇએ.
અમે ક્ષત્રીય. અમારો પણ વટ. અને વાણીયા તેલ કે ઘી જોખવામાં અમારા વાસણનો ધડો ન કરે. અને જો નવો સવો દુકાનમાં આવેલો વણિક પૂત્ર ભુલથી પણ અમારા વાસણનો ધડો કરે તો વણિક પિતા તાડુકે “અલ્યા બેશરમ!! બાપુનો ધડો કરે છે? બાપુનો ધડો હોતો હશે? બાપુનો ધડો નો હોય. સીધુ ઘી તોલ.” અને અમે મુછે તાવ દઇએ. જોયું … અમારો ધડો ન થાય. વટ છે ને અમારો? ભાઇ ઇમ તો અમે હંધુય હમજીએ. વાણીયો બચાડો ભલે બે પૈસા રળી લે. અમે તો ગહઇને ઉજળા. હા ભાઈ. અમારી સંસ્કૃતિ પણ જુદી.
અને અમે વાણીયા. રાધે… રાધે… રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ… જય જીનેન્દ્ર, ભલે અમારી મુંછ નીચી પણ અમારી લીલા અપાર. અમને કોઇ ન પૂગે. અમે યુગે યુગે એક માણસ એવો પેદા કરીએ કે જેને સૌ લળી લળીને પ્રણામ કરે. ભામાશા, હેમચંદ્રાચાર્ય, શ્રીમદ્ રાજચંદ્ર, મહાત્મા ગાંધી અને ઝવેરચંદ મેઘાણીના બરનો છે કોઇ? હા ભાઈ અમારી સંસ્કૃતિ પણ જુદી. અમને પણ અલગ રાજ જોઇએ.
અને અમે દલિત લોકોએ તો દલિતસ્તાન માંગેલું જ છે.
હવે તમે કહેશો કે આ બધા તો એક જ ગામમાં રહેતા હોય છે. એમને કેવીરીતે અલગ અલગ રાજ આપી શકાય?
ભાઈ આ તો વહીવટી અને મેનેજરીયલ પ્રોબ્લેમ છે. મન હોય તો માળવે જવાય. મોટી મોટી અણવરસીટીમાં ભણેલા, મોટી મોટી હૉફીસુંમાં બેહતા, મોટા મોટા પગારો લેતા, મોટામોટા બંગલાઉંમાં રે’તા સાયેબો આનો ઉકેલ લાવસે.
અમારા રાજકોટના રૉટલા પૂરા થયા અને ભાવનગર આવ્યા. ભાવનગર તો ભાઇ સાવ જ અલગ. સ્ટેશન ઉપર ઉતરતાં જ ખબર પડે કે આ શહેર જ અવનવું છે. કુલીઓ બધી મહિલા. મીઠું મીઠું અને ચોક્ખું ચોક્ખું બોલે. આદરથી બોલે. રાજકોટ પણ કંઇ અસભ્ય તો નહીં જ. પણ ભાવનગર એ ભાવનગર. રાજકોટની ઘોડાગાડી ખુલ્લી. ત્રણ જણ બેસી શકે. ભાવનગરની ઘોડાગાડી બંધ. એમાં પાંચ જણા બેસી શકે. ભાવનગરના મકાનો એટલે મોંઘેરી ધરોહરવાળું સ્થાપત્ય. “પ્લૉટ”ના (કૃષ્ણનગર અને તખ્તેશ્વર વિસ્તાર) રસ્તાઓ કાચા પણ પહોળા અને સુવ્યવસ્થિત. દર ચાર રસ્તે શોપીંગ અને બગીચા.
એક પૈસાનું પાન, બે પૈસાની ચા, બે આનાના ગાંઠીયા. (પણ અમારાથી “ડહ્યા પુના”ની “લક્ષ્મીવિલાસ હિંદુ હૉટલની પણ ચા ન પીવાય. અભડાઇ જવાય ને એટલે), અને ચાર આનાની સીનેમાની ટીકીટ. સીનેમા નો શો ચાલુ થાય એટલે પડદા ઉપર પ્રથમ બતાવાય ભાવેણાના ભરથારની છબી. તાળીયોના ગડગડાટ થાય.
વળી અમારે એ લૉટ મહાદેવના મંદીરું. ઓવર ફ્લો થતું ગૌરીશંકર સરોવર. આખું ગામ (ઉંચી અગાસી હોય તો) જોઇ શકે એવા તખ્તેશ્વર મહદેવનું ઉંચી ટેકરી ઉપરનું અફલાતુન મંદીર. અને એ મંદીરના ઑટલાઓ ઉપરથી વૃક્ષાચ્છાદિત ભાવનગર દેખાય. સૌ કોઇ સભ્યતા પૂર્વક બોલે અને અર્થપૂર્ણ બોલે. પરોણો એટલે ભગવાન. અમારી વાત્યું ખૂટાડી ખૂટે નહી. પછી એ હોય તખુભા બાપુની (તખ્તસિંહજી મહારાજની) કે જોગીદાસ ખૂમાણની.
અમારા એક સહાધ્યાયી સુરેન્દ્ર નગરમાં મળ્યા અને કહે આ દેશ તો સાવજ જુદો છે.
હા ભાઇ અમારા ભાવનગરની સંસ્કૃતિ જુદી. અમારુ રાજ જુદું કરો.
અને અમે મહુવાના. અમારે ત્યાં સ્થાનિક ચૂંટણીઓ રાષ્ટ્રીય મુદ્દા ઉપર લડાય. સભામાં ચીઠ્ઠીઓના જવાબ આપવાની અફલાતુન રસમ. અમારે ઇબ્રાહિમભાઇ પોતાના ભાષણમાં નૂતન કોંગ્રેસીની (નૂતન કોંગ્રેસી એટલે પી.એસ.પી છોડીને કોંગ્રેસી બનેલા) રેવડી દાણાદાણ કરી નાખે. ભાવનગર વાળા કનુભાઇ ઠક્કર અને નીરુબેન પટેલ મદદ કરે. અને પ્રાણભાઈ બાટલાવાળા પોતે કદી પટમાં આવે નહીં. પણ એવા બાટલા ફોડે (તુક્કા ચલાવે)કે નૂતનકોંગ્રેસીઓના અમુક નેતાઓની ઉંઘ ઉડીજાય. એક વખત તો નગરપાલીકાની ચૂંટણીમાં નૂતનકોંગ્રેસીઓ સામે બધા જ સ્ત્રી ઉમેદવારો ઉભા રાખ્યા. તેની આગેવાની મનુબેન ગાંધીએ લીધી. એક નૂતન કોંગ્રેસી નેતા (જે પાછળ થી ચીફ મીનીસ્ટર પણ થયેલા) એ કહ્યું “શું આ બધી સ્ત્રીઓ મ્યુનીસીપાલીટીમાં ગરબા રમવાની છે?” અને પછી તો જો થૈ છે!! મનુબેન ગાંધીએ એમને એવા લીધા એવા લીધા કે એમણે માફી માગવી પડી.
હા ભાઇ. અમે પણ જુદા છીએ. અમારી સંસ્કૃતિ પણ અલગ છે.જો તમે ભાવનગરનું જુદું રાજ કરો તો અમારું મહુવાનું પણ એક રાજ કરજો.
અને અમે સોરઠના આરઝી હકુમત વાળા કંઈ જેવાતેવા નથી. સાચુકલા સિંહ જેવા છીએ. ભવનાથ દાદા અમારે હાજરા હજુર છે. અમારી સંસ્કૃતિ પણ અલગ છે. અમને પણ અલગ રાજ જોઇએ.
અને અમે પોરબંદર વાળા… તમે અમારો યુગાન્ડા રોડ જોયો છે? અમે ગાંધી બાપુ ન આપ્યા હોત તમારું શું થાત? તમારી જે દશા થાત તેનો વિચાર કરતાં તમારા દુશ્મનોને પણ કમકમાં આવે. શું અમે “પાણકાવાળી” કરીશું તો જ તમે અમને અલગ રાજ આપશો? તમને ખબર તો છે જ કે અમે કેવા છીએ. ઈટાલીના માફિયા પણ અમારી અગાડે પાણી ભરે.
અને અમે હાલારી. અમારા બાપુ જામ સાહેબની તંદુરસ્તી જોઇ છે તમે? તેના ગજાનો છે કોઇ તમારી કને? હા ધ્રોળ બાપુ ખરા. પણ એતો અમારામાં આવે છે ને? અરે અમે તો કીરકીટનો દુનિયામાં ડંકો વગાડેલો છે. અને આજે પણ અમારા નામની મેચું રમાય છે. અમારા રણજી બાપુ અને ઑઘડ ભાઇની તોલે કોઇ નો આવે.
અને અમારો મજોકોઠો (મચ્છુનદીનો કાંઠાળો પ્રદેશ)? અમે તો ઇજનેરી સાયેબો બનાવ્યા ત્યારે તમારી મોટરું મારામાર વિમાન ઘોડે ધોડે છે. અમારું શે’ર તો છે પેરીસ. ભલે મચ્છુંમાં પૂર આવ્યું અને “પેરીસનું પતન થયું” પણ અમે પેરીસને પે’લા કરતાં પણ મોટું અને આગળ કરી દીધું. અત્યારે તો રાજકોટનું પણ બાપ બની ગયું છે. અમારી સંસ્કૃતિ જુદી. અમને પણ જુદું રાજ જોઇએ.
અને અમારો ઠાંગો. તેને ભૂલો તો ખેર નથી. અમે તો સૂરજદાદા ના છોરું. અમારા બળધીયા અને અમારા ઘૉડા, ઘી પીવે ઘી. અમારા પેંન્ડા તમારી હથેળીમાં માય નહીં. અમારી સંસ્કૃતિ જુદી. અમને પણ જુદું રાજ જોઇએ.
અને અમારું ઝાલાવાડ. ગુજરાતમાંથી આવો અને અમે તમને જુદા ન લાગીએ તો એવું બને જ નહીં.
અને અમે ધરાંગધરા વાળા. અમારી તો તમે વાત જ ન કરી શકો. ચોર અમારા રાજમાં ઘુસીજ ન શકે. જો ઘુસ્યો તો મર્યો. હા… એવી અમારા મયુર ધ્વજ મહારાજની ધાક. અરે અમારા ધરાંગધરાના તળાવના ગણપતિ દાદા તમને બીવરાવે.
અમને પણ અલગ રાજ જોવે.
અને અમારા હળવદીયા લાડુ તમે ખાધાછે? લાડુ તો ઇનેજ કે’વાય. તમારી બધાનીની તો લખોટીઓ. અમે તો પ્રેક્ટીશમાં ૬૦ લાડુ ખાઇએ અને શરતમાં ૫૫. અમારા એક ઢીંકે બનારસી પહેલવાન ચોબાનું માથું ધડમાં ધરબી જાય. ભલે ઇ બધેથી ચંદ્રક લાઈવ્યો હોય.
અને અમે રાજકોટના. અમારા ધર્મેન્દ્રસિંહજીબાપુની વાત થાય નહીં. એ બેટીંગમાં ઉતરે તો યુરોપીયન એવા રીઝવેએ (કોમનવેલ્થટીમનો ઓપનીગ અને ફાસ્ટ બૉલર)પણ એમનું માન રાખવું પડે. એણે પણ અમારા બાપુને પહેલો દડો તો ધીરો અને હોલ નાખવો પડે જેથી બાપુ ચોકો મારી શકે. અને અમારા બધા બાપુઓ રૈયતનું ધ્યાન રાખનારા. મરકીમાં ઘરે ઘરે જાય. અને પોતાના પલંગની મચ્છરદાની પણ ઉતારીને રૈયતને આપી દે. અમે પણ અલગ. અમારી સંસ્કૃતિ પણ જુદી. અમને પણ જુદું રાજ જોઇએ.
આ બધા તો મોટા મોટા. અમે વિઠ્ઠલગઢવાળા ખસગીવાલે બાપુ. અમે ભલે નાના. પણ અમારા દિલ મોટા. અમારા બાપુ ભલે અપંગ પણ ડાકુ ચોર લુંટારાની વાંહે ભરી બંદુકે બઘેડાટી બોલાવે. અને એકાદાનું ઢીમ ઢાળી દે. અને અમારા દિવાન સાહેબ ભલે બંદુક ચલાવતા ન આવડે પણ જો બંદુક હાથવગી હોય તો અને ન હોય તો પણ ડાકુની વાંહે ધોડે. (વિષં અસ્તુ ન ચાપ્યસ્તુ સ્ફટાટોપો ભયંકરઃ = ઝેર હોય કે નહોય વિસ્તરેલી ફેણ જ ભય ઉપજાવવા માટે પૂરતી છે.) વળી અમારા બાપુ લંગડાતા લંગડાતા રૈયતના દરેક જણની દવાદારુ જાતે કરે. જાતે મલમ પટ્ટા કરે. અમે પણ ભાઈ જુદા. અમારી સંસ્કૃતિ પણ જુદી.
તમારી ગાયકવાડીના (લાલીયાવાડીના) લીસ્ટમાં અમારું નામ પણ લખજો.
માયાવતી, મુલાયમ, ચરણસિંહના પૂત્ર વિગેરે અનેકની દાઢ સળકે તો કેશુભાઇ, સુરેશભાઇની દાઢ પણ સળકે જ. પણ હમણાં જ્યાંસુધી ગુજરાતની વાત છે ત્યાં સુધી તેઓ નાના નેતાઓને આગળ કરશે અને થોડું “જામ્યા” પછી તેઓ “પટ”માં આવશે.
રાજ્યોના વિભાજનની વાતમાં રહસ્ય કશું નથી. આમ તો કોના બાપની દિવાળી એવી જ વાત છે. વધુ રાજ્યો એટલે વધુ મકાનો, વધુ પ્રધાનો, વધુ મુખ્ય પ્રધાનો, વધુ સચિવો, વધુ મુખ્ય સચિવો, વધુ ઉપ સચીવો, વધુ બાબુઓ, વધુ સચીવાલયો વિગેરે વિગેરે. કેટલીક જગ્યાએ પાટનગરો પણ ઉમેરાશે. સરકારી અધિકારીઓને પ્રમોશનો મળી જશે. એટલે તેમને વાંધો હોય જ નહીં.
વળી તમારે બહુમતિ ન આવી તો તમારે થોડાક જ ધારાસભ્યોને ફોડવા પડશે. એટલે તમારું કામ સહેલું અને સસ્તું બનશે. તમે તમારી જાગીર સંભાળી શકશો. અને તમારા પૂત્ર-પૂત્રીઓને અને તમારી અગામી કેટલીક પેઢીઓને તારી શકશો.
રાજ્યોના વિભાજનના પુરસ્કર્તાઓની એવી પણ દલીલ છે કે અમારા વિસ્તારનો વિકાસ થતો નથી. મોટું રાજ્ય હોય તો જનતા સાથે સંવાદ થઇ શકતો નથી. આ બધી દલીલોમાં કંઇ વજુદ નથી. કારણ કે જનતાએ અધિકારીઓની થકી કામ પાર પાડવાનું હોય છે. માહિતિ અધિકાર થકી તમે તમારી સમસ્યાઓની જડમાં જઇ શકો છો. વિજાણુ ક્રાંતિથી આખું વિશ્વ એક ગામડું થઇ ગયું છે. મંત્રીઓ અને ધારાસભ્યોનું કામ સરકારી અધિકારીઓની કાર્યવાહી અને વહીવટ ઉપર નજર રાખવાનું હોય છે. અને આ વાત અત્યારના ઇંટરનેટયુગમાં અતિ સરળ છે. પણ જે રાજકીય નેતાઓની ખાસ કરીને સિદ્ધ થયેલી નહેરુવીયન કોંગ્રેસની શૈલી અને વલણ જ જનતાને ગરીબ, અર્ધબેકાર-બેકાર અને અભણ રાખવાનું હોય ત્યારે તેઓ પ્રજાના પૈસે વધુ તાગડ ધિન્ના કરી શકે તે સ્વાભાવિક છે.
કોંગ્રેસે આમ પણ સત્તા ખાતર દેશમાં ભાગલાવાદી આતંક ફેલાવવામાં કશું બાકી રાખ્યું નથી. મહાત્મા ગાંધીની કોંગ્રેસની નીતિ હતી હતી કે ભાષા વાર પ્રાંત રચના કરવી. અને મુંબઈ પ્રાંતનું (જે રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, મુંબઇ કોંગ્રેસ સમિતિ અને મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ છે તે રીતે) ગુજરાત, મુંબઇ અને મહારાષ્ટ્ર એમ ત્રણ રાજ્યોમાં વિભાજન કરવું. કોંગ્રેસ સહિત મોરારજી દેસાઇ આનીતિને વળગી રહ્યા હતા. પણ મહારાષ્ટ્રે હિંસક આંદોલન કર્યું અને મુંબઇમાં ગુજરાતીઓ ઉપર આતંક ફેલાવ્યો. કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવશે એમ લાગ્યું એટલે નહેરુએ એવું ઉચ્ચારણ કર્યું કે મહારષ્ટ્રને જો મુંબઇ મળશે તો તેઓ ખુશ થશે. આવું ઉચ્ચારણ એક વડાપ્રધાન કક્ષાના નેતા માટે લાંછનરુપ હતું. અને નહેરુ તેમની લાયકાત ગુમાવતા હતા. મુંબઇને બનાવનાર ગુજરાતીઓ હતા. પણ તેમણે કદી મુંબઇની માગણી કરી નહતી. ગુજરાતે આબુ અને ડાંગ પણ ગુમાવ્યું. તે પછી તેને ડાંગ લેવામાં જ શક્તિ ખરચવી પડી.
૧૯૭૨સુધીમાં આસામ બાંગ્લાદેશી ઘુસણખોરોથી પાયમાલ થયું. ચૂંટણીનો બહિસ્કાર થયો. ૪% મતદાન થયું. ઈંદીરા ગાંધીએ તો પણ તે ચૂટણીને કાયદેસર ગણી. અને નોર્થ ઈસ્ટની અને આસામી પ્રજાના જોરને તોડવા તેના ૬ ભાગ કરી નાખ્યા.
સૌરાષ્ટ્ર અને કચ્છને અન્યાય થાય છે તે વાત જ બેહુદી છે. જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, ઘનશ્યામભાઇ ઓઝ,છબીલદાસ મહેતા, કેશુભાઇ પટેલ વિગેરે સૌરાષ્ટ્રના જ હતા. તે છતાં પણ આવી વાત થાય તો તેનો અર્થ એમજ કે તેઓને સમતોલ વિકાસ કરતાં આવડતો ન હતો.
હાલના નરેન્દ્રભાઇ મોદીએ સૌરાષ્ટ્ર અને કચ્છ જ નહીં પણ આખા ગુજરાતની કાયા પલટ કરી નાખી છે.
પણ વિભાજનવાદી નેતાઓને પેટમાં દુખે છે અને કૂટે છે માથું. તેમને નરેન્દ્ર મોદીથી છૂટકારો જોઇએ છે.
(I have reproduced here from my post from THE INDIANS dated 14 December 2009)
shirish dave
Views: 7
નરેન્દ્ર મોદી મુદ્દાની જ વાત કરે છે. સરક્રીક એક રાષ્ટ્રીય હિતનો મુદ્દો છે
Posted in માનવીય સમસ્યાઓ, tagged એજન્સી સરકાર, કચ્છ, ક્રીક, છાડબેટ, ટ્રીબ્યુનલ, પાકિસ્તાન, બ્રીટીશ, ભારત, રણ, લવાદ, સરકાર, સિંધ, ૧૯૬૨, ૧૯૬૫, ૧૯૬૮ on December 15, 2012| 1 Comment »
નરેન્દ્ર મોદી મુદ્દાની જ વાત કરે છે. સરક્રીક એક રાષ્ટ્રીય હિતનો મુદ્દો છે.
નહેરુવીયન કોંગ્રેસે સ્પષ્ટ જવાબ આપવો જોઇએ.
છાડ બેટ અને સરક્રીક ના મુદ્દાઓ અને સમસ્યાઓ એક જ છે કે જુદા?
એક જાણીતા અખબારી તંત્રીશ્રી એવું જણાવવા માગે છે કે સરક્રીક અને છાડબેટ એક જ છે.
તેઓશ્રી એમ પણ કહે છે કે ૧૯૬૮માં લવાદે ચુકાદો આપેલ; કે ૯૦ ટકા છાડબેટ નો હિસ્સો ભારતને મળે અને ૧૦ ટકા પાકિસ્તાન ને મળે. પાકિસ્તાને આ ચૂકાદો મંજુર રાખેલ નહીં..
તંત્રીશ્રી કદાચ માહિતિ ધરાવતા નથી.
તાસ્કંદ કરાર હેઠળ એવું નક્કી થયેલ કે વાટા ઘાટો દ્વારા સીમારેખાના પ્રશ્નો ઉકેલવા. છાડ બેટ કે જે એક વિસ્તાર છે અને તે કચ્છના રણ થી ઘેરાયેલો છે. ૧૯૪૭ પહેલાં અને તે પછી પણ રણ અને બેટ ની કોઈ નિર્ધારિત વ્યાખ્યા ન હતી. બેટ પણ રણમાં જ આવી જતા હતા. અને જો અખાતની બંને બાજુ રણ હોય તો તે અખાત પણ રણ નો જ હિસ્સો ગણાય અને તેને પણ રણ વિસ્તારમાં જ ગણી લેવાનું. આમાં કશું ખોટું પણ ન હતું.
કચ્છ અને સિંધ વચ્ચે સરહદી સમસ્યા પરાપૂર્વ થી હતી. પણ બ્રીટીશ ઈન્ડીયામાં સિંધ બ્રીટીશ એજ્ન્સીમાં આવતો અને કચ્છ તેના રાજાની હકુમતમાં આવતું હતુ. કચ્છનું રણ પણ કચ્છના રાજાની હકુમતમાં આવતું હતું. છાડબેટ વાળા રણપ્રદેશ ઉપર પણ કચ્છના રાજાનો કબજો હતો. જોકે પાકિસ્તાનના કહેવા પ્રમાણે તે વિવાદી વાત હતી. પણ ૧૯૫૬ અને જ્યાં સુધી ટ્રીબ્યુનલનો ચૂકાદો અમલમાં ન આવ્યો ત્યાં સુધી સમગ્ર રણ ઉપર સંપૂર્ણ કબજો ભારત સરકારને હસ્તક હતો.
જેમ આગેસે ચલી આતી હૈ અને બધું રામ કરશે એ આશ્રયે ચાલતી નહેરુવીયન કોંગ્રેસ સરકારે ટ્રીબ્યુનલ માન્ય રાખી અને પુરતા દસ્તાવેજો રજુ ન કરી શકી.
બીજી બાજુ પાકિસ્તાનની સરકાર નબળા તો નબળા પણ દસ્તાવેજો છાડ બેટની સિંધની માલિકીને લગતા રજુ કરી શકી.
પાકિસ્તાનની સરકાર, રણની માલિકીને લગતા સિંધના દસ્તાવેજો ટ્રીબ્યુનલને સંતોષ થાય તેવા ન આપી શકી તેથી ટ્રીબ્યુનલે ભારતને શંકાનો લાભ કરી રણ આપ્યું અને પાકિસ્તાનને છાડ બેટ આપ્યો.
સરક્રીક નો મુદ્દો સીમાંકનમાં ટ્રીબ્યુનલ પાસે હતો જ નહીં. તેથી સરક્રીક અને છાડબેટ એ એક જ સમસ્યાના બે નામો છે એ વાત બરાબર લાગતી નથી. તંત્રીશ્રી જે સરક્રીક અને છાડબેટ ને એક ફલિત કરાવવા માગે છે તેનાથી જનતા સમજવામાં ગુમરાહ થઈ શકે છે.
છાડ બેટ શું છે? અને તેને ઘેરેલું રણ શું છે? ચોમાસામાં છાડ બેટ જમીન તરીકે રહે છે. અને રણ પ્રદેશ પાણીમાં ડૂબી જાય છે. રણ પ્રદેશ ને વિકસિત કરી ઉપજાઉ બનાવી શકાય તેમ છે. છાડ બેટનો ૧૦ટકા વિસ્તાર છે અને તેના રણ વિભાગનો ૯૦ ટકા હિસ્સો છે. આ વાત ફક્ત છાડબેટના પાકિસ્તાનની દષ્ટિએ રહેલા વિવાદિત સીમા પ્રદેશની વાત છે.
છાડ બેટ એટલે કે માત્ર બેટ એ એવો વ્યુહાત્મક સ્થળે આવેલો છે કે જો ઈન્દ્ર રાજા ન રુઠ્યા હોત તો ૧૯૬૫માં ભારત પશ્ચિમની કચ્છ-સિંધ સરહદ ઉપર પાકિસ્તાનનો ઘણો પ્રદેશ જીતી શક્યું હોત. વરસાદ અને પાણીના પ્રવાહને લીધે પાકિસ્તાન અને ભારત વધુ આગળ વધી શક્યા ન હતા. પણ પાકિસ્તાનને એ વાતનું મનથી પાક્કું કરી લીધું કે જો છાડ બેટ મળી જાય તો વ્યુહાત્મક રીતે કચ્છની તે સીમા રેખા ઉપર સબળ થઈ જવાય તેમ છે. આમેય તેનો દાવો તો હતો જ.
આ કારણ થી પાકિસ્તાને તાસ્કંદ કરાર અંતર્ગત, વાટોઘાટો માટે ભારત સરકારને તૈયાર કરી.
વાટાઘાટો નિસ્ફળ જાય જ. એટલે ટ્રીબ્યુનલની આવશ્યકતા બને અને ટ્રીબ્યુનલમાં કેસ રજુ કરી શકાય.
પાકિસ્તાન માટે તો આ “લાગે તો તીર નહીં તો તુક્કો” એવી વાત હતી. કબજો અને હક્ક બંને ભારતના હતા. હક્ક એટલા માટે કે ભારતના વિભાજનમાં બ્રીટીશ ભારતમાંથી પાકિસ્તાનને એક હિસ્સો કે જ્યાં ત્યાંની જનતાની બહુમતિએ પાકિસ્તાન સાથે જોડાણમાં સંમતિ આપી હતી, તે હિસ્સો જુદો કરીને આપવામાં આવ્યો હતો.
ભારતના વિભાજનની વાત એવી ન હતી કે બ્રીટીશ ભારતને, હિંદુ મુસ્લિમ વસ્તીને ધોરણે બે ભાગ કરી દો.
એટલે જો કોઈ કે જે તે સીમા ઉપરના ગામના લોકોના જો મત જ ન માગવામાં આવ્યા હોય તો તે ગામ પ્રદેશ તો ભારતમાં જ રહે. અને કબજો પણ ભારતનો જ રહે. વળી આ પ્રદેશમાં કચ્છના રાણાનું જ શાસન ગણાતું અને તે ટેક્ષ પણ પોતાની હોતી હૈ ચલતી હૈ એ રાહે વસુલ કરતો. જો કે બ્રીટીશ એજન્સીએ એક વાર તેને રદબાતલ કરેલ. પણ રાજા ને તે વાત માન્ય ન હતી અને તે પોતાના હક્ક ઉપર કાયમ હતો. તે હક્ક ભોગવે કે ન ભોગવે કે બ્રીટીશ સરકાર ન ભોગવવા દે તે વાત અલગ હતી. એમ તો આ હિસ્સો બ્રીટીશ રાજના કયા પોલીસ સ્ટેશન ની હદમાં આવતો તે પણ બ્રીટીશ સરકાર કે પાકિસ્તાનની સિંધ સરકારને ખબર ન હતી.
છાડબેટના ઉપરના ચૂકાદાને પાકિસ્તાને માન્ય નથી રાખ્યો તે તો આ અખબારી તંત્રીશ્રી તરફથી જ આવ્યું છે. મનમોહનશ્રીએ આવી કોઈ પૂષ્ટિ કરી નથી, કે છાડ બેટ અને સરક્રીક બંને એક જ સમસ્યા હતી અને છે અને પાકિસ્તાને છાડબેટનો ટ્રીબ્યુનલનો ચૂકાદો માન્ય રાખ્યો ન હતો. ન તો આવા કોઈ સમાચાર ૧૯૬૮માં કે ન તો તે પછી ક્યારેય આવ્યા છે.
એથી ઉલ્ટું, લવાદના આ ચૂકાદાના અમલ સામે એક પીટીશન થઈ હતી કે ભારત સરકાર આ ચૂકાદાનો અમલ ન કરાવી શકે કારણ કે રાષ્ટ્રની સીમા ઉપરનો કબજો અને તેની સુરક્ષા એક ભારતીય નાગરિકનો બંધારણીય હક્ક છે. પાર્લામેન્ટની ૨/૩ બહુમતિ બંધારણીય ફેરફાર કરાવ્યા વગર ભારત સરકાર ટ્રીબ્યુનલના ચૂકાદાનો અમલ ન કરી શકે. પણ ભારત સરકાર અમલ કરવા પ્રતિબદ્ધ હતી અને તેણે પોતાની દલીલો કરેલી અને ટેક્નીકલ ગ્રાઉન્ડ એટલે કે અરજદાર દ્વારા રજુ કરાયેલા (એટલે કે ન રજુકરાયેલા) દસ્તાવેજોના આધારે પીટીશન કાઢીનાખેલ. (Shiv Kumar Sharma vs Union Of India And Ors. on 14 May, 1968)
પણ સરક્રીક એ જુદી જ વાત છે. નરેન્દ્ર મોદી મુદ્દાની જ વાત કરે છે. નહેરુવીયન કોંગ્રેસે સ્પષ્ટ જવાબ આપવો જોઇએ.
૧૯૬૩ માં જેમ નહેરુવીયન સરકારે સંસદ સમક્ષ પ્રતિજ્ઞા લીધેલી કે ચીને ૬૦ હજાર ચોરસ માઈલ કબજે કરેલો ભારતીય પ્રદેશ જ્યાં સુધી અમે પાછો મેળવીશું નહીં ત્યાં સુધી જંપીને બેસીશું નહીં. તે પછી નહેરુવીયન કોંગ્રેસે ૪૦ વરસ કે તેથી વધુ સ્મય રાજ કર્યું અને કરે છે. અને હવે વર્તન તો એવું છે કે “મસ્જીદમાં ગર્યો તો જ કોણ?” યા તો “કહેતા બી દિવાના ઔર સૂનતા બી દિવાના”.
અનેકાનેક મુંબઈ બ્લાસ્ટ થયા પછી પણ દર બ્લાસ્ટ વખતે, નહેરુવીયન કોંગ્રેસ સરકારે, પાકિસ્તાન વિષે એવી જ વાત કરેલ કે જ્યાં સુધી પાકિસ્તાન, આતંકવાદી કેંપ બંધ નહીં કરે અને ભારતમાંથી ભાગીને પાકિસ્તાનમાં આશરો લઈ રહેલ આતંકવાદીઓને પાકિસ્તાન, ભારત સરકારને સોંપશે નહીં ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ વાટાઘાટો કરવામાં આવશે નહીં.
પાકિસ્તાન સરકાર તો એજ ગાણું ગાય છે કે અમને સંતોષ થાય તેવી સાબિતીઓ આપો તો અમે બધા જ આતંકવાદીઓ તમને સોંપી દેશું. અમને કંઈ આતંકવાદીઓ પ્રત્યે પ્રેમ નથી.
આપણી નહેરુવીયન સરકાર વિષે તો એવું જ લાગે છે કે આપણી આ સરકારની આતંકવાદીઓને લેવાની દાનત જ નથી દાઉદ વિષે શું એવું જ છે? શું તેના વિષે પણ સાબિતીઓ નથી? તો પછી ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો.
કોઈ પાકો નિર્ણય ન કરો,
ફાવે એમ બોલો.,
ફાવે એવા નિર્ણયો ઘોષિત કરો,
નિર્ણયો કે ઘોષણાઓના પાલનની ઐસી તૈસી,
સમય પાસ કરો,
નવા ઈસ્યુ ઉભા કરો,
બધા જ ઈસ્યુ જુના કરો,
એવા માઈના લાલોનો તૂટો નથી કે જે એમ ન કહે કે “જુની વાતો ક્યાં લગી વાગોળશો”,
નહેરુવીયન કોંગ્રેસીઓ તમે તમારા સાથીઓ સહિત લીલા લહેર કરો,
તમને બચાવવા અમે સમાચાર માધ્યમો તૈયાર છીએ,
વિતંડાવાદમાં અમે પણ તમારાથી કમ નથી.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ છાડબેટ, કચ્છ, રણ, ક્રીક, સિંધ, બ્રીટીશ, એજન્સી સરકાર, ટ્રીબ્યુનલ, લવાદ, ૧૯૬૫, ૧૯૬૮, ૧૯૬૨, પાકિસ્તાન, ભારત, સરકાર