Feeds:
Posts
Comments

Posts Tagged ‘કટારીયા’

મોદી-ફોબિયા પીડિત સમાચાર પત્રો મરણીયા બન્યા છે… ૨

મોદી-ફોબિયા પીડિત સમાચાર પત્રો મરણીયા બન્યા છે… ૨

સમાચાર પત્રોને પણ એક ધૂન પણ હોય છે કે ભલે અમે બેફામ અને પૂર્વગ્રહ સાથે લખીએ પણ અમે છીએ તો તટસ્થ જ. હા અમે કંઈ જેવા તેવા નથી.

ખોટું બોલવું એ કોંગીઓની આદત છે. ઇન્દિરાએ કોંગીના આ સંસ્કારને સંપૂર્ણ રીતે સાક્ષાત્કાર કરેલ. આના અનેક વિશ્વસનીય ઉદાહરણો છે. જો કોઈને શંકા હોય તો પૂછે.

હાલ આપણે વર્તમાન પત્રોના વલણ વિષે ચર્ચા કરીશું.

આપણા ડીબીભાઈએ શું કર્યું?

અગાઉના પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે ડી.બી.ભાઈને લાગ્યું કે આ આપણા ગુજરાતી મૂર્ધન્યો આપણા એજન્ડાને સંપૂર્ણ રીતે ગાંઠતા નથી. કેટલાકને તો આપણે ફારગતી આપી શકીએ. પણ કેટલાક તો મોટાનામવાળા છે. અને તેમને જો ફારગતી આપીશું તો આપણા વર્તમાનપત્રના ફેલાવા ઉપર અસર પડશે. જેમકે ગુણવંતભાઈ શાહ, વિનોદભટ્ટ, વિષ્ણુભાઈ પંડ્યા, કાજલબેન ઓઝા, શરદ ઠાકર, કંઇક અંશે કાન્તિભાઈ ભટ્ટ (જો કે આમાંના કેટલાક રાજકારણ ઉપર લખવું પસંદ કરતા નથી તે વાત જુદી છે. વિનોદભાઈએ ઈશ્વર ઈચ્છાએ જગા ખાલી કરી છે)  

મોટો વાચકવર્ગ એવો હોય છે કે તેને ફક્ત આદતના જોરે સવારે છાપું વાચ્યા વગર ચાલતું નથી. સવારની ચા પીને વાંચે કે નાહી ધોઈને વાંચે, પણ તેને છાપું વાંચવા જોઇએ. સમાચાર જાણવા માટે વાંચે કે કટાર લેખકો શું વિચારે છે તે જાણવા માટે અને કે વાર્તા વાંચવા અને કે ધારાવાહિક વાર્તા વાંચવા માટે છાપું વાંચતા જ હોય છે.

સમાચાર માધ્યમ એમ વિચારે છે કે;

“છાપાં વાંચવાવાળો એક વર્ગ હોય છે અને તેને અવગણવો પાલવે નહીં. માટે આપણે તે વર્ગને બીજેપી/મોદી વિરુદ્ધ કેવી કરવા માટે ૠણાત્મક વાતાવરણ કેવી રીતે કરવું તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો આવું કરીશું, તો જ, આપણા અન્નદાતા એવા કોંગીજનો અને તેથી કરીને તેના સહયોગીઓ આપણા ઉપર આર્થિક કૃપા વરસાવશે. અને આપણી દુકાન ચાલશે.

“માટે કટારીયા લેખકો શોધો

ડીબીભાઈને લાગ્યું, કટારીયા લેખકો શોધવા પડશે;

“કે જેઓ જાણીતા પણ હોય અને વંચાતા પણ હોય. સ્થાનિક લેખકો તો છે. પણ તે બધા જ આપણા કહ્યામાં નથી. એટલે રાષ્ટ્રીય કક્ષાના લેખકોને/કટારીયાઓને શોધવા પડશે.

“જુઓ સદભાગ્યે આપણું છાપું તો અનેક ભાષામાં પગટ થાય છે. એટલે આપણી પાસે તો ક્ષેત્ર તો વિશાળ છે જ. આવા લેખકો હાથવગા પણ છે. તે ઉપરાંત લખી શકે એવા અસંતોષી પક્ષીય નેતાઓ પણ હશે. તો તેમ ને પકડો. નવરાધૂપ થયેલા અસંતોષીઓને પણ પકડો. લખવાને આતૂર નેતાઓને પકડો. જેમકે શશીથરુર, જશવંતસિંઘ, યશવંતસિંઘ, જેવા તો હડી કાઢતા આવશે.

“તો ચાલો આપણે એક મહાનુભાવ કે મૂર્ધન્ય કે કટારીયા (કટારીયાઓમાં કોઈ પણ છાપાંના તંત્રીમંડળના સદસ્યોનો પણ સમાવેશ થાય છે) કે નેતા કે વિશ્લેષકનું વિશ્લેષણ કરીએ.

“વિદ્વાન હોવું જરુરી નથી.

“વિષયની જાણકારી હોવી જરુરી નથી,

“અર્થશાસ્ત્રી હોવું જરુરી નથી,

“તટસ્થ હોવું જરુરી નથી,

“તાર્કિક હોવું જરુરી નથી,

“ન્યાયિક હોવું જરુરી નથી,

“આર્ષદૃષ્ટા હોવું જરુરી નથી,

“વિરોધાભાષી ન હોવું જરુરી નથી,

“આપણા કટારીયાએ જે કંઈ કહ્યું તે સત્ય હોવું જરુરી નથી,

“આપણો કટારીયો જે વિકલ્પને, પ્રચ્છાન્ન રીતે સૂચવે છે અને આપણે કટારીયાને પ્લેટફોર્મ આપીએ છીએ તે જ આમ તો પુરતું છે. કટારીયો જે વિકલ્પ આડકતરી રીતે સૂચવે તે વિકલ્પ કેટલો ભયાવહ છે તે વિષે આપણે ચિંતા કરવી જરુરી નથી,

“જે વિકલ્પ ભયાવહ છે તે ભયાવહ વિકલ્પના આપણે જવાબદાર નથી, આપણે તો બેજવાબદાર છીએ આપણે તો કુલા ખંખેરીને ઉભા થઈ જવાનું છે,

“આપણું ધ્યેય કોંગીનેતાઓની જેમ અક્ષય સંપત્તિ એકઠી કરવાનું છે અને આપાણે જાણીએ છીએ કે આપણા સહયોગી કટારીયાનુ ધ્યેય ખ્યાતિનું છે.

“આપણા કટારીયાભાઈ જાણીતા છે અને આપણા ‘વળ’ના છે? એટલે કે;

“આપણે જાણીતા નામ વાળાને લેવાના છે એટલું પુરતું છે.

“આપણા પસંદ થયેલા મહાનુભાવ પણ જાણે છે કે તેઓ ખુદ કેવીરીતે આગળ આવ્યા છે. એટલે તેઓ તો અષ્ટમ્‌ પષ્ટમ્‌ લખશે જ અને આપણા એજન્ડા પ્રમાણે બધું આગળ ચાલશે.

દાઢી અને ચશ્મા

આપણા પ્રીતીશભાઈ નાન્દી;

આપણે તેમની બલ્ગાનીન કટ, કે ફ્રેન્ચકટ દાઢીની વાત નહીં કરીએ. જુના જમાનામાં જ્યારે પાષાણયુગ ચાલતો હતો ત્યારે માણસ દાઢી રાખતો હતો અથવા તો તેની પાસે હાથવગું કોઇ અસ્ત્ર ન હતું. પણ જવા દો. એ પછી તો ઘણા ધરતીકંપો થઈ ગયા.

હવે ૨૧મી સદીમાં તો મુસ્લિમ સ્ત્રીની ઓળખ બુરખો થઈ ગઈ અને મુસ્લિમ પુરુષની ઓળખ દાઢી અનિવાર્ય થઈ છે. આતંકવાદીઓ તો કટ્ટરમુસ્લિમ એટલે તેઓ તો દાઢી રાખે જ રાખે જ. અમેરિકા ઉપર અને યુરોપ ઉપર થયેલા આતંકી હુમલાઓને કારણે ત્યાંના ઇમીગ્રેશનવાળા દાઢીવાળાને ચાર આંખે જોવા લાગ્યા. તો કેટલાક હોલીવુડી ફીલ્મી હિરો, મુસ્લિમોની વહારે આવ્યા, અને તેમણે દાઢી રાખવા માંડી. તો આપણા બોલીવુડી હિરો પણ “બાવો નાચ્યો એટલે બાવી નાચી” એવા હિસાબે દાઢી રાખવા માંડ્યા. તો પછી આવી મહાન સેલીબ્રીટીઓ દાઢી રાખે તો ભારતીય યુવકને ક્યાં પોતાની ઓળખની પડી છે? ભારતના ૧૦૦% યુવાનો પણ દાઢી રાખવા માંડ્યા છે. પોતાની ઓળખની તેમને પડી નથી. તેમને કોઈ “ગાડર”(ઘૅંટું),  કહે તો વાંધો નથી. તેમણે તેમની ઓળખ ગુમાવી દીધી છે.આવું વાદીલાપણું ભારતીય યુવાનોમાં ક્યારેય ન હતું.

જો કે આપણા પ્રીતીશ નાંદીભાઈ હવે યુવાન નથી. અને તેમનો આ સ્થાનાંતરિત લેખ વાંચીને તો એમ લાગે છે કે તે બાલ્યાવસ્થા કે શિશુ અવસ્થામાં હશે.

શિર્ષ રેખા શી છે?

રાહુલના પુનરાગમન સાથે (આપણા પ્રીતીશ નાંદી ભાઈને) આશા દેખાય છે.

રાહુલ એટલે રાહુલ ગાંધી. એટલે કે રાહુલ સન ઓફ રાજિવ ઉર્ફે સન ઓફ ફિરોજ઼ ઘાંડી ઉર્ફે ગાંધી. આપણા એક વયોવૃદ્ધ અને પાકટ લેખકે લખેલ કે દરેક મહાપુરુષની ત્રીજી પેઢી મૂર્ખ પાકે છે. એ હિસાબે ફિરોજ઼ કે જે ઓગણીશો પચાસના દાયકામાં ભારતના એક ઉત્કૃષ્ટ પાર્લામેન્ટરીયન હતા અને તેઓશ્રીના પ્રયાસોથી મુંદ્રા પ્રકરણ બહાર આવેલ. તેમની ત્રીજી પેઢીએ છે રાહુલ ગાંધી. જો કે આપણી ગણવામાં ભૂલ થતી હોય તેમ લાગે છે. મૂર્ખતાની શરુઆત તો રાજિવ ગાંધી જ થઈ ગઈ હતી. આ હિસાબે ફિરોજ ગાંધીના પિતાજી તેમના જમાનાના વિશિષ્ઠ વ્યક્તિ હોવા જોઇએ. તો જ રાજિવ ગાંધી ત્રીજી પેઢીએ આવે.

“રાહુલ ગાંધીમાં આશા દેખનાર” એવા મૂર્ધન્યો જો ભારતમાં પાકતા હોય… તો ભારતનો વિનીપાત સુનિશ્ચિત છે.

જવા દો એ વાત. પણ આવી વ્યક્તિઓ ભારતમાં “મૂર્ધન્ય” તરીકે અસ્તિત્વ ધરાવતી હોય કે ઑળ્ખાતી હોય, અને તે મહાનુભાવ તરીકે ઓળખાતી હોય તો ભારતે ભવિષ્ય માટે નાહી નાખવું જોઇએ. જો આમ ન હોય તો પ્રીતીશભાઈને તેમનું કદ જણાવી દેવું જોઇએ.

હા જી. કેટલીક વ્યક્તિઓ જો સતત બાહ્યગોળ દૃગકાચ (કોન્વેક્સ લેન્સ) પાછળ જ રહેતી હોય તો તેવી વ્યક્તિઓ મોટી જ દેખાય છે.

જયપ્રકાશ નારાયણે ૧૯૭૪થી ઇન્દિરા સરકાર સામે આંદોલન છેડ્યું હતું. જયપ્રકાશ નારાયણ રુપી બાહ્યગોળ દૃગકાચ હેઠળ ઘણી વામણી વ્યક્તિઓ જેવીકે લાલુ યાદવ, મુલાયમ યાદવ, મમતા બેનર્જી (એ જમાનામાં આ મમતા બેનર્જી, જયપ્રકાશનારાયણની જીપના અગ્રભાગ ઉપર અશાસ્ત્રીય નૃત્ય કરનારાં હતાં), જેવાં અનેક અને હાલના ચર્ચનશીલ મૂર્ધન્ય પોત પોતાના ક્ષેત્રમાં મોટા દેખાયા.

નાટકીય રીતે આગળ આવી જવું એ રાજકારણની તાસીર છે. નહેરુએ પણ આવાં નાટકો કરેલ. પણ નહેરુ ની વાત અલગ છે.

રાહુલ ગાંધી, ઈન્ડિયન નહેરુવીયન કોંગ્રેસ (આઈ.એન.સી.) પક્ષના શિર્ષ હોદ્દેદારના બાહ્યગોળદૃગકાચ માંથી જ જોઇ શકાય. એ સિવાય તેઓશ્રી દૃષ્ટિગોચર થઈ શકે તેમ નથી.

“લઘુતા ગુરુતા પુરુષકી આશ્રયવશ તે હોય, વૃંદમેં કરિ વિંધ્ય શો, દર્પનમેં લઘુ હોય”

કોઈ વ્યક્તિ મોટો છે કે નાનો, તે તેના આશ્રયસ્થાનને આધારિત છે. હાથી ટોળામાં વિંધ્યપર્વત સમાન લાગે પણ (નાના) દર્પણમાં તે નાનો લાગે છે.

પ્રીતીશભાઈ, આ રા.ગા. ભાઈને “પુનરાગમિત કે પુનરાગંતુક” તરીકે કેમ ઉલ્લેખે છે તે સમજાતું નથી. આની પાછળ પ્રીતીશભાઈના કે રા.ગા. ભાઈના માનસિક કારણો જવાબદાર હોય તેમ લાગે છે.

એક રાક્ષસ હતો. તે પોતાના દુશ્મન સાથે લડે અને થાકી જાય એટલે ભાગી જાય અને પછી અમુક વનસ્પતિ સુંઘી આવે અને તાજો માજો થઈ વળી પાછો દેકારા પડકારા કરતો આવે. ફરી પાછો થાકી જાય અને ફરી પાછો અમુક વનસ્પતિ સુંઘી આવે અને તાજો માજો થઈ, વળી પાછો દેકારા પડકારા કરતો લડવા આવે.

આપણા રા.ગા. ભાઈ વિષે પણ આવું જ છે. “કોંગી-પક્ષીય બાહ્યગોળ દૃગકાચ” પહેલાં મહામંત્રીનો હતો, પછી પક્ષીય ઉપપ્રમુખનો હતો એમ એમના બાહ્ય ગોળ દૃગકાચો બદલાતા રહેતા. અને દર વખતે તેમને મોટા ને મોટા “ભા” તરીકે દર્શાવાતા.

ઇન્દિરા ગાંધીએ ચાલુ કરેલ ચીલા પ્રમાણે હર હમેશ કોઈને કોઈ રાજ્યમાં વિધાન સભાની ચૂંટણીના નગારા વાગતાં જ હોય એટલે રા.ગા. ભાઈને માટે, યુદ્ધ તો, તૈયાર જ હોય. જેવું યુદ્ધ પુરું થાય કે બાહ્ય ગોળ દૃગકાચ હટી જાય અને રા.ગા.ભાઈ અદૃશ્ય થઈ જાય. અને કશુંક સુંઘવા જતા રહે. શું સુંઘવા જતા રહેતા હતા તે સંશોધનનો વિષય છે. સુબ્રહ્મનીયન સ્વામીને પૂછો.

આવા પુનરાગંતુક રા.ગા.ભાઈ માટે આપણા પ્રીતીશભાઈએ “પુનરાગમન” શબ્દ પ્રયોજ્યો હશે. બાઈબલ વર્ણિત “પ્રોડિગલ સન” ના “પુનરાગમન” સાથે આનો સંદર્ભ કેટલો છે તે આપણે જાણતા નથી.

આશ્ચર્ય આ પુનરાગમન વિષે નથી.  પણ આપણા આ સ્થાનાંતરિત લેખના લેખક પ્રીતીશભાઈને આ “પુનરાગમન” માં આશા શામાટે દેખાઈ?

શું તેઓ નિરાશ હતા?

શું તેઓ રા.ગા. ના ભવિષ્ય વિષે નિરાશ હતા? તો તેમાં તેમના કેટલા?

શું તેઓ દેશના ભવિષ્ય માટે નિરાશ હતા? જો આમ હોય તો તેઓ એવો સંદેશો આપવા માગે છે કે મોદીના હાથમાં ભારતનું ભાવી નિરાશાત્મક છે.

હા જી. આવો પ્રચ્છન્ન નહીં પણ અપ્રચ્છાન્ન ચેતવણી જ તેઓ આપવા માગે છે.

“સુંઠને ગાંગડે ગાંધી” થનારાની માનસિકતા આવી જ હોય છે.

હા જી, બાહ્યગોળ દૃગકાચ રુપી આંદોલન થકી નીપજેલ નેતાઓ આંદોલન થકી પ્રસિદ્ધિ પામે છે, અને આ નીપજ, પછી એ બ્રહ્મકુમાર ભટ્ટ હોય, અશોક પંજાબી હોય, માંકડ હોય, જાની, પ્રકાશ હોય, લાલુ હોય, મુલાયમ હોય, શરદ યાદવ હોય, શરદ પવાર હોય, કેજ્રીવાલ હોય કે હાલની ઉપજ આર્દિક પટલ … અંતે તો આવા નેતાઓ કોંગી પેણે જ શોભે છે અને કોંગીમાં જ શોભી શકે.

પ્રીતીશભાઈ એ ધારી જ લીધું છે કે “જનતા”નો નરેન્દ્ર મોદી તરફનો જનતાનો ઉત્સાહ સ્પષ્ટ રીતે ગાયબ છે. પ્રીતીશભાઈ આવી અનેક નકારાત્મક ધારણાઓને અને આધાર હીન પ્રતિભાવોને જનતાના પ્રતિભાવરુપી વાઘા પહેરાવી પ્રસ્તૂત કર્યા કરે છે.

મોદીની ખુલ્લી કિતાબ

મોદીની કિતાબ એ એક ખુલ્લી કિતાબ છે. કશું જ ખાનગી નથી. જે કામો દાયકાઓ સુધી કોંગ્રેસે લબડાવ્યાં હતાં … ભૂલાવ્યાં હતાં … તે નરેન્દ્ર મોદીએ ઝડપથી આગળ ધપાવ્યાં છે અને મોટા ભાગનાં પૂરાં કર્યાં છે. નરેન્દ્ર મોદીએ પોતે શરુ કરેલાં કામો પણ લબડાવ્યાં વગર ઝડપથી આગળ ધપાવ્યાં છે અને પૂરાં કર્યા છે. કારણ કે મોદીને “માલી પા” લેવડ દેવડના કામો કરવાના નથી.

કામોનો હિસાબ કિતાબ નરેન્દ્ર મોદી પોતે પણ આપે છે અને ઓન લાઈન ઉપર ઉપલબ્ધ છે. જેને જોવું નથી તેને કોઈ બતાવી ન શકે તે વાત જુદી છે.

રા.ગા. ભાઈની ઉપર કેવા અત્યાચારો થયા તેની આ કટારીયા ભાઈએ ઈમોશન શબ્દોમાં વાતો કરી છે. દેખીતી રીતે જ તેમાં તેઓ સહભાગી ન હતા તેવો આડકતરો ઈશારો પણ કર્યો છે.

ચૂંટણીઓમાં હાર અને જીત થતી રહે છે. ચૂંટણીની હાર અને જીત ના કારણો દરેક બેઠક માટે અલગ અલગ હોય છે. સમગ્ર ચૂંટણીના પરિણામો માટે સજ્જડ પ્રભાવશાળી કારણ જવલ્લે જ હોય છે. ક્યારેક જાતિવાદ અને “વ્યાપક સરકારી પૈસે ખેરાત” ભાગ ભજવે છે. સમાચાર પત્રોએ ઉત્પન્ન કરેલ નકારાત્મક વાતાવરણ પણ થોડોઘણો ભાગ ભજવે છે. વાસ્તવમાં જોઇએ તો રાજસ્થાન અને મધ્યપ્રદેશના ચૂંટણી પરિણામોમાં સ્થાનિક પરિબળોએ પોતાનો ભાગ ભજવ્યો છે. આ પરિણામો દ્વારા જનતાનો સ્પષ્ટ પ્રતિભાવ શો છે તે જાણવું અશક્ય છે. વર્તમાન પત્રોના ઋણાત્મક વાતાવરણે કેટલાક મતદાતાઓને “નોટા” બટન દબાવવા પ્રેર્યા છે. કોંગીની આ જીત   કોઈ અસાધારણ જીત નથી.

પણ જીત એટલે જીત. જો જીતા વહ સિકંદર. એવું ખપાવવામાં કેટલાક મચી પડ્યા છે. બીજેપી આગામી ચૂંટણીના પરિણામોને આસાનીથી બદલી શકે છે. યાદ કરો. ૧૯૫૮માં નહેરુએ કેરાલાની નામ્બુદ્રીપાદની સરકારને પદભ્રષ્ટ કરેલી. પણ તે પછીની ચૂંટણીમાં સામ્યવાદી પક્ષને વધુ મત મળેલ. પણ જીત તેની થઈ ન હતી. કોંગ્રેસે કોમવાદી મુસ્લિમ લીગસાથે સમજુતી કરી હતી અને સામ્યવાદીઓને લડત આપેલી હતી. કોંગીએ કોમવાદના નામે જીત મેળવી હતી. આવી જીત ઉપર તમે આશાના મહેલો અને મિનારાઓ ન ચણી શકો.

આપણા જે.એન.યુ.માં થયેલા ભાગલાવાદી અને દેશ દ્રોહી નારાઓને આ કટારીયાભાઈ બિરદાવે છે. “ભારત તેરે ટૂકડે હોંગે … કિતને અફજ઼લ મારોગે …? … ઘર ઘરસે અફજ઼લ નિકલેગા … છીનકે લેંગે આઝાદી … ગોલીસે લેંગે આઝાદી … પાકિસ્તાન જીંદાબાદ …” આ બધા નારાઓ વિષે કટારીયા ભાઈને કશો વાંધો નથી. પણ આ કટારીયા ભાઈને આવા દેશદ્રોહી તત્વો ઉપર ન્યાયાલય દ્વારા કામ ચલાવવામાં આવે તેનો વાંધો છે. વાહ … પ્રીતીશભાઈ તમારી પ્રીતિ.

ઓળઘોળ કરીને આ કટારીયા ભાઈ એમ ઠસાવવા માગે છે કે “હમ્ટી ડમ્ટી”ના શબ્દકોષ હેઠળ અમે કરેલા શબ્દોની અમે કરેલી પરિભાષાઓ સત્ય છે.

નરેન્દ્ર મોદી દ્વારા “જરુર કરતાં વધુ ટેક્ષ”, લાખોની સંખ્યામાં બેરોજગારોને અર્બન નક્ષલવાદી ગણાવવા”, “જીએસટી ને પેનીસીલીન ની શોધ સાથે ગણાવવી”, “વિરોધીઓ સામે સેના તૈયાર કરવી”, “નોટ બંધીને સિદ્ધિ ગણાવવી” … આવી ઘણી મનગઢંત વાતો આપણા આ કટારીયા ભાઈએ “બ્રહ્મ સત્ય પેરે” ધારી લીધી છે. અને વળી પાછા કહે છે કે આવા મોદી સામે રાહુલે બીડું ઝડપ્યું છે. (ધન્ય છે ધન્ય… ધૃવની “ટેક”ને)

આપણે જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધમાં દુર્યોધનને પડખે દ્રોણાચાર્ય, ભીષ્મ, કર્ણ, બલરામ અને કૃષ્ણની સેના હતી. એ યુદ્ધના પાત્રોનું ચરિત્ર ચિત્રણ અને કથા જીતેલાઓએ લખેલી. આપણને ખબર નથી કે દુર્યોધન કેટલો ખરાબ હતો. ભરી સભામાં દ્રૌપદીના ચીરહરણની એક માત્ર કથા આપણને દુર્યોધનને નિમ્નસ્તરે મુકવા પ્રેરે છે. પણ આ કથામાં સત્ય કેટલું તેની ઉપર મોટું પ્રશ્નચિન્હ મુકી શકાય તેમ છે. કારણકે આ કથામાં આવે છે કે દ્રૌપદીએ શ્રી કૃષ્ણને યાદ કર્યા ને તે તેની વહારે ચમત્કારિક રીતે આવ્યા અને ચમત્કાર કર્યો. દ્રૌપદીના શરીર પરથી દુઃશાસને એક સાડી ઉતારી તો તેની નીચે બીજી સાડી નિકળી. આમ ૧૦૧ સાડીઓ સુધી આ કાર્યક્રમ ચાલ્યો. અને ૧૦૦ સાડી ઉતારતાં ઉતારતાં યોદ્ધો દુઃશાસન પરસેવે રેબઝેબ થઈ ગયો અને થાકી ગયો. વાર્તા પુરી. આપણે સૌ જાણીએ છીએ કે ચમત્કાર થતા નથી. ભગવાન પણ ચમત્કાર ન કરી શકે. ભગવાન સહિત સૌએ ભૌતિકશાસ્ત્રના નિયમો પાળવા જ પડે. પણ ઐતિહાસિક કથાને રસપ્રદ કરવા આવા પ્રકારના વર્ણનોના પ્રક્ષેપ આપણા સાહિત્યોમાં જાણી જોઇને કરવામાં આવ્યા છે. પ્રતિકાત્મક રીતે આપણે મહાભારતના આવા પ્રક્ષેપોને નિભાવ્યા છે.

પણ અત્યારે ભારતમાં કોંગીને અને તેના સાંસ્કૃતિક સાથીઓને જો કૌરવો સાથે સરખાવીશું તો તે આતતાયીઓના પ્રતિક સ્વરુપ કૌરવોનું પણ અપમાન થશે. કોંગી અને તેના જેવી પ્રકૃતિવાળી ગેંગો તો આવા પ્રતિકાત્મક કૌરવોથી પણ બદતર છે. આ ગેંગો તો અલીબાબાની સામે પડેલા ચાળીશ ચોર કે એથી પણ ચાર ચાસણી વધુ ચડે તેવી છે. આવા ચોરોના સહયોગીઓ અને સમર્થકો કેવા છે? તેઓ એવા નેતાઓના સંતાનો છે કે જેઓ ગાંધીજીની અંગ્રેજો સામેની સ્વરાજ્યની લડતમાં સામેલ હતા. તેઓએ પોતાના પૂર્વજોના ઉજળા નામને કલંકિત કર્યું છે.

ઈન્દિરાએ જ્યારે પોતાની સ્વકેન્દ્રી સત્તાલાલસાને કારણે બંધારણના લીરે લીરા ઉડાવેલા ત્યારે જયપ્રકાશ નારાયણ અને મોરારજી દેસાઈને આ નેતાઓએ સંપૂર્ણ સાથ આપેલો. અને અત્યારે ખુલ્લેઆમ દેશના વિઘાતક બળોની તરફદારી કરી રહ્યા છે.

જેએનયુના વિદ્યાર્થીઓ લો કે દિલ્લી યુનીવર્સીટીના વિદ્યાર્થીઓ લો. દેશવિરોધી નારાઓનો અને તે નારાઓ લગાવનારાઓનો બચાવ ન જ કરી શકાય. પણ આ જ લોકો તેનો મનગઢંત દલીલો જેવી કે “ગડબડ, આક્રોષ, ભાંજગડ, યુવાનોને દબાવવા, વાણીસ્વાતંત્ર્ય, ફર્જી વીડીયો, માસુમ,   જેવા શબ્દ પ્રયોગો દ્વારા તેમનો બચાવ કરતા રહીને આમ જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સ્વાર્થ અને ખ્યાતિ મેળવવાની કોઈ સીમા તો હોવી જ જોઇએ. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે એટલી નફરત તો ન હોવી જોઇએ કે તમે ભારત દેશને વિનીપાતમાં ધકેલી દો તેનું તમને ભાન પણ ન રહે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

મોદી હારી જાય તો મોદીને શું નુકશાન છે? તેને આપણે હરાવ્યો અને તેથી તે હાર્યો. અથવા તો આપણે નિસ્ક્રીય રહ્યા અને તે હાર્યો. તે એક બોક્સ લઈને આવ્યો હતો. તે એક બોક્સ લઈને પાછો જશે.

Image may contain: text and outdoor

નુકશાન તો  આપણને છે અને દેશના માણસોએ જીવવાનું છે.

મોદી જશે એટલે કોંગીઓ અને તેના સાથીઓ  ફરીથી લૂંટ ચાલુ કરી દેશે. દેશને ૧૦૦ વર્ષ સુધી બીજા મોદીની રાહ જોવી પડશે. આપણે માટે તો તે ઘણું મોડું થઈ ગયું હશે. પણ આપણા સંતાનો આપણી પેઢીને કોસશે.

એક કોગી પ્રેરિત રાષ્ટ્રપ્રમુખ જ્યારે રાષ્ટ્રપ્રમુખના પદથી મૂક્ત થયા (પ્રતિભા પાટીલ) ત્યારે તે ૧૪ ટ્ર્ક ભરીને ઘરવખરી લઈ ગયા હતા. આપણા અખિલેશ યાદવ તો ફર્નીચર, પડદા અને બાથરુમ ફીટીંગ ઉખાડીને સાથે લઈ ગયેલા.

આ બધા વંશવાદી ફરજંદો છે અને જનતાની સંપત્તિને પોતાની સંપત્તિ જ સમજ્યા હતા અને સમજે છે. તે સૌએ પોતાના સગા સંબંધીઓ  અને મિત્રોને માલામાલ કરેલા.

જ્યારે આપણા મોદીજી કેવા છે?

તમે સમજો. તમને મોદી જેવા પ્રધાનમંત્રી ભવિષ્યમાં ક્યારેય મળશે નહીં. તેમણે તેમના કોઈ સગાંને પોતાની પાસે ફરકવા પણ દીધા નથી. 

Read Full Post »

પપ્પુભાઈની રામાયણ

 વિકાસ ગાંડો થયો છે. એ પતંગીયું કેવું ઉડ્યું તે આપણે જાણીએ છીએ. બીજેપી વિરોધીઓ અને તેથી કરીને સાથે સાથે આવા લોકો મોદી વિરોધી પણ હોય છે. જ્યારે તેમનો ટકલો કામ ન કરે ત્યારે પતંગીયા ઉડાડે અને બીજું કંઈક લખતા હોય તો પણ વચ્ચે વચ્ચે મોદી-બીજેપીને ગોદા પણ મારી લે.

મૂર્ખ અને ડાહ્યો

“ફેંકુ” પતંગીયુ બહુ જીવી શક્યું નહીં. પણ બીજેપી સમર્થકોએ ઉડાડેલું “પપ્પુ” હજી ઉડે છે. તે એટલી હદ સુધી કે ચૂંટણી આયુક્તે તેને બાન કરવું પડ્યું. આમ તો પપ્પુ એ કંઈ ખરાબ શબ્દ નથી. સિંધી મારવાડીઓમાં “પપન”, પરમાનન્દ, પુરુષોત્તમ વિગેરે નામ વાળાને “પપ્પુ” એવા ટૂંકા નામથી બોલાવે છે, જેમ સરોજ, સરયુ, સરસ્વતીને “સરુ” એવા ટૂંકા નામથી બોલાવવામાં આવે છે. પણ જેનું નામ પપન, પુરુષોત્તમ, પરમાનન્દ ન હોય ત્યારે અને તે પણ ગુજરાતમાં પપ્પુ શબ્દ રાહુલ ગાંધી માટે પ્રયોજાયા પછી તે શબ્દનો  અર્થ બદલાઈ ગયો છે. પપ્પુ શબ્દને ઢબ્બુનો અને બુદ્ધુનો સમાનાર્થી શબ્દ ગણવાનું ચાલુ થયું. કદાચ સુબ્રહ્મનીયમ સ્વામીએ બુદ્ધુ શબ્દને રાહુલ ગાંધી માટે પ્રયોજેલો તે પછી આવું થયું છે. પણ બુદ્ધુ શબ્દ સુચારુતા અન્વયે અપ્રમાણિત હોવાથી, રાહુલ ગાંધી માટે કદાચ પપ્પુ શબ્દ વપરાશમાં આવ્યો હોય. પપ્પુ, ઢબ્બુ અને બુદ્ધુ આમ તો ગુજરાતમાં સમાનાર્થી ગણવામાં આવે છે. આ “પપ્પુ” શબ્દને જ્યા સુધી સુચારુતા માટે અપ્રમાણિત ઘોષિત કરવામાં ન આવે ત્યાં સુધી આ પપ્પુ શબ્દ ગુજરાતની બહાર પણ એટલો જ અસુચારુ થઈ ગયો. ચૂંટણી આયુક્તે “પપ્પુ” શબ્દનો અર્થ જે ગુજરાતીમાં છે તે અર્થને માન્ય રાખ્યો અને તેને અપ્રમાણિત ઘોષિત કર્યો.

ટુથપેસ્ટ છે તો ટુથપાવડર શા માટે?

જુના વખતમાં રેડિયો ઉપર કોલગેટ ટુથપાવડરની એક જાહેરાત આવતી હતી. જો કોલગેટની ટુથપેસ્ટ આવે છે તો પછી ટુથપાવડર શા માટે? જવાબ એ હતો કે “જેમને ટુથપાવડર પસંદ છે ખાસ તેમને માટૅ…”

પપ્પુ શબ્દ વિષે પણ આમ જ સમજવું જોઈએ. પણ હવે આ શબ્દ બાન થઈ ગયો છે.

પપ્પુ શબ્દ વધુ શા માટે ચાલ્યો?

કેટલાક શબ્દો એવા હોય છે કે તેમાં આવતા પ્રાસાનુપ્રાસને લીધે સમાનાર્થી ગણી લેવામાં આવે છે. જો કે ક્યારે તેઓ વિરુદ્ધ અર્થવાળા કે વિશિષ્ઠ અર્થવાળા પણ હોય છે.  જેમકે નીતિ અને નિયત. નીતિ જાહેર કરેલી પણ તે નીતિને લાગુ કરવાની નિયત નહેરુવીયન કોંગ્રેસમાં ન હતી. આવું કહેતા આપણે નરેન્દ્ર મોદીને સાંભળીએ છીએ.  પણ આપણે વિરોધાભાષી અર્થવાળા પ્રાસાનુપ્રાસ શબ્દોની વાતો નહીં કરીએ. પપ્પુ, ઢબ્બુ, બુદ્ધુ આ શબ્દો ગુજરાતીમાં સમાનાર્થી બની ગયા છે.

શું ભારતમાં એક જ પપ્પુ છે?

ના ભાઈ ના. અનેકાનેક પપ્પુઓ છે.

અનેકાનેક પપ્પુઓ કેવીરીતે છે?

પણ પપ્પુની વ્યાખ્યા શી?

જે પપ્પુભાઈઓ અસંબદ્ધ ઉપમાઓ આપે (સરખામણીઓ કરે) કે હાસ્યાસ્પદ સરખામણી કરે તો તેવી સરખામણી કરવા વાળાઓને પપ્પુ કહી શકાય. અથવા તો હાસ્ય (રમૂજ) ઉત્પન્ન કરવા માટે તમે સરખામણી કરો પણ તેનો કોઈ આધાર ન હોય તો પણ સરખામણી કરવાવાળાની બુદ્ધિને પપ્પુભાઈની બુદ્ધિની સમકક્ષ ગણી શકાય. કારણ કે સામેવાળો તેને બુમરેંગ બનાવી શકે.

મૌતકા સોદાગર, ફેંકુ, સફ્રોન આતંકવાદ, વિકાસ ગાંડો થયો, સુવ્યવસ્થિત લૂંટ (ઓર્ગેનાઈઝ્ડ લૂટ) વિગેરેની જો તાર્કિક ચર્ચા કરીએ તો તે “અંધારા ઓરડામાં અસ્તિત્વ ન ધરાવતી બિલાડી”ને શોધવા જેવું થાય.

વિવાદાસ્પદ બાબતો વિષે તમે, તમને પસંદ ધારણાઓને આધારે નિષ્કર્ષો તારવી ન શકો. તમે તમારે માટે અલગ અને તમારા વિરોધીઓ માટે અલગ માપદંડ રાખી ન શકો. જો તમે આવું કરો તો કાંતો તમે કાવત્રાખોર છો એટલે તમારો હેતુ જન જાગૃતિનો કે શૈક્ષણિક નથી પણ સ્વહિત નો છે. સ્વહિત એટલે કમસે કમ આત્મ ખ્યાતિનો કે ગુંચવાડો ઉભો કરવાનો હોઈ શકે. જો કે તેના પરિણામ સ્વરુપ તમે અવિશ્વસનીય બનો છો. અને તેથી કરીને તમે એવી સ્થિતિ પર પણ પહોંચી જાઓ કે “હું મરું પણ તને રાંડ કરું” અથવા તો “ભલે મારું નાક કપાય પણ તને તો અપશુકન કરાવું જ.”

અંતે તો ઉપરોક્ત વલણવાળા બધા પપ્પ્પુ ભાઈઓ જ ગણાય પછી ભલે તે તમે હો કે પપ્પુભાઈ પોતે હોય, કે પપ્પુભાઈના મળતીયા હોય કે બીજેપી-મોદીને યેનકેન પ્રકારેણ પછાડવાના હેતુવાળા કટારીયા લેખકો હોય બધા પપ્પુભાઈ જ કહેવાય.

તમને ક્યારે દુઃખ થાય?

જે વ્યક્તિ વિષે તમારો સારો અભિપ્રાય હોય તે જ્યારે આવા પપ્પુભાઈની નજીક પહોંચે તો તમને દુઃખ થાય.

આ “પપ્પુભાઈની નજીક” એટલે શું?

એક પાદરી એ કહ્યુઃ “હું સ્વર્ગમાં ગયો. ત્યાં મેં જીસસ જોયા. જીસસની આસપાસ ઘણા માણસો બેઠા હતા. પણ એક માણસ જીસસની ખૂબક નજીક હતો. મેં તેને ધારીને જોયો. અરે આ માણસ તો નોન-ખ્રીસ્તી હતો. અને તે તો જીસસની સાવ જ નજીક હતો. હા જી. આ માણસ નોન-ક્રીશ્ચીયન હતો અને તે જીસસની ખૂબ જ નજીક બેઠો હતો. જીસસ અને તે “નજીકનો માણસ” એ બંને લળી લળીને વાતો કરતા હતા. તે માણસ કોણ હતો? તે માણસ ગાંધી હતો. મહાત્મા ગાંધી. માણસની મહાનતાને ધર્મ સાથે લેવા દેવા નથી. માણસની મહાનતાને માનસિકતાની સાથે સંબંધ છે.

જો કોઈ જીસસની નજીક હોઈ શકે તો કોઈ પપ્પુભાઈની નજીક પણ હોઈ શકે.

નીતિ, નિયત અને નિષ્ઠાઃ

નરેન્દ્ર મોદી આવા શબ્દ પ્રયોગ કરે છે. દાખલાઓ છે; આતંકવાદ સામેની લડત, બનાવટી ચલણી નાણું, કાળાનાણાં અને બેનામી સંપત્તિ ઉપર અંકૂશ, કરચોરી ઉપર અંકૂશ, કરવેરાનું સરળીકરણ વિગેરે જેવા અનેક દાખલાઓ આપી શકાય. નહેરુવીયન કોંગ્રેસ પણ કહેતી હતી કે અમારી આ નીતિ છે. પણ તેની નિયત ન હતી. તો જનતાને ચોક્કસ નહેરુવીયન કોંગ્રેસની નિષ્ઠા ઉપર શંકા જાય જ.

આતંકવાદસામેની લડતઃ

 હમાણાં આવેલ સમાચાર પ્રમાણે ભારતીય સેનાના એક ઉચ્ચ અધિકારીએ જણાવેલ કે તેઓ નહેરુવીયન કોંગ્રેસના શાસન કાળમાં એક સમયે સર્જીકલ સ્ટ્રાઈક માટે સજ્જ હતા પણ તે સમયના વડા પ્રધાન મનમોહન સિંહે તેમને રોક્યા હતા. નહેરુવીયન કોંગ્રેસના આવા વલણના નિયત અને નિષ્ઠા ઉપરાંતના અનેક સૂચિતાર્થો નિકળી શકે છે.

બનાવટી નોટો સરકારી બેંકોં દ્વારા સંચાલિત એટીએમ મશીનમાંથી પણ નિકળતી હતી. આ બાબત બનાવટી નોટોની વ્યપકતા દર્શાવે છે. રીઝર્વબેંકે કેટલી નોટો છાપી અને દેશમાં કેટલી નોટો ફરે છે તે રીઝર્વબેંકના ગવર્નરને ખબર હોય જ. બનાવટી નોટો કંઈ ભૂતિયા નોટો નથી કે તે અદૃશ્ય રહીને ફરતી હોય. બનાવટી નોટો ક્યાંથી આવે છે તે બાબતથી ભારતનું જાસુસી તંત્ર અજાણ હોય તેવું ન બની શકે.

“બનાવટી નોટોનું અસ્તિત્વ” અને “વિમુદ્રીકરણ” શબ્દ પ્રયોગો, નહેરુવીયન કોંગ્રેસ માટે અજાણ્યા ન હતા. પણ નહેરુવીયન કોંગ્રેસમાં નિયતની અને નિષ્ઠાની ખોટ હતી.

બજારમાં ફરતી નોટોને હિસાબ કિતાબમાં લાવવા માટે વિમુદ્રીકરણ જરુરી હતું. આ કામ નરેન્દ્ર મોદીની સરકારે કરી બતાવ્યું. કારણ કે તેમની નીતિ વિષે તેમની નિયત હતી અને તેમની નિષ્ઠા પણ હતી. તેમને ભારતની જનતામાં પણ નિષ્ઠા હતી કે જનતા તેમને સાથ આપશે જ. અને તેમજ થયું.

સરકારી કાર્યવાહી ચાલુ થઈઃ

ભારતમાં કેટલાક ધંધા ૬૦ ટકા થી લઈને ૯૫ ટકા બીલ વગર જ થતા હતા. આ વાત ઓછામાં ઓછી ૬૦ વર્ષ જુની છે. બીલ વગરના ધંધા થાય એટલે સરકારને કર (ટેક્ષ) તો ન જ મળે. સ્થાવર મિલ્કતના હસ્તાંતરણમાં કાળું નાણું ૪૦ ટકાથી ૬૦ ટકા હોય છે. કાળા નાણાંની આ હેરફેર એક સામાન્ય વાત છે. આ નાણાંની હેરફેર સરકારી ચોપડે નોંધાતી નથી. એટલે તે દ્વારા થતી આવક પણ ન જ નોંધાય. નોટબંધી દ્વારા સરકારને ખબર તો પડી જ કે ક્યાં અને કેટલું આવું નાણું કોઈ એક ક્ષણે કોની પાસે કેટલું હતું. એટલે લાખો માણસો ચોપડે નોંધાયા. એટલે સરકારી કાર્યવાહી ચાલુ થઈ.

આ નોટબંધીને વિશ્વવિદ્યાલયોના પ્રમાણપત્રો દ્વારા પ્રમાણિત અર્થશાસ્ત્રી એવા આપણા ભૂતપૂર્વ  વડાપ્રધાને “આયોજન પૂર્વકની લૂંટ” તરીકે ઓળખાવી. આવી વ્યક્તિ અવિશ્વસનીય બને તો શું બને? કાં તો આવી વ્યક્તિ પોતાની જાતને ધૂર્ત સિદ્ધ કરે છે કાંતો પોતાને પપ્પુ સિદ્ધ કરે છે. આપણા પપ્પુ ભાઈ ગુડ્ઝ સર્વીસ ટેક્ષને ગબ્બર સિંહ ટેક્ષ તરીકે ઓળખાવે છે. કારણ કે તેમાં જી.એસ.ટી.નો પ્રાસ છે. પ્રાસ મળતો હોય તો અર્થ પણ સમાનાર્થી જ ગણી લેવાનો. સાધ્યં ઈતિ સિદ્ધં . આપો આપ સિદ્ધ થઈ જાય છે એટલે સિદ્ધ કરવાની ભાંજગડ નહીં. એવો તર્ક અમુક સુજ્ઞ જનોમાં પ્રવર્તે છે.

આ રીતના સાધ્યં ઈતિ સિદ્ધમાં માનવાવાળા બીજા સુજ્ઞ લોકો કોણ છે?

રજ્જુ અને સર્પ

અદ્વૈતની માન્યતાનું પ્રતિપાદન કરનારા શંકરાચાર્યે એક “રજ્જુ સર્પ” નો દાખલો આપતા હતા.

“રજ્જુ અને સર્પ” એ વળી શું છે?

જો કોઈ એક જગ્યાએ દૂર એક દોરડું પડ્યું હોય તો કોઈ દોરડાને સાપ માની લે અને તેનાથી ભય પામે. પણ જ્યારે એને ખબર પડે કે આ તો દોરડું છે ત્યારે તેનો તે ભય દૂર થઈ જાય. એટલે કે ફક્ત બાહ્ય અને તેપણ દૂરના દેખાવ ઉપરથી ધારણા બાંધી લેવી તે અતાર્કિક અને અજ્ઞાન છે. જ્યારે આ અજ્ઞાન દૂર થાય ત્યારે હકિકતનું ભાન થાય છે અને ભય દૂર થાય છે.

આ તો શંકરાચાર્યના વખતની ચર્ચા છે. તે વખતે પણ હાલના કટારીયા મૂર્ધન્યોની જેમ વિતંડાવાદીઓ હતા. તેમાંના એકે એવી દલીલ કરી કે જો દોરડા ઉપરથી સર્પની કલ્પના થઈ કે જે સર્પ અસ્તિત્વ ધરાવતો ન હતો. પણ ક્યાંક બીજે તો સર્પ અસ્તિત્વ ધરાવતો હતો જ. એટલે દોરડું અને સર્પ બંને અસ્તિત્વ તો ધરાવે જ છે. તેથી જો “બે વસ્તુ અસ્તિત્વ ધરાવતી હોય” તો અદ્વૈત-વાદનો ધ્વંસ થાય છે. શંકરાચાર્યે કહ્યું કે ઉપરોક્ત સરખામણીમાં ઉપમાને સરખાવી છે. ઉપમા જે છે તે અજ્ઞાનની છે. ભયનું કારણ અજ્ઞાન છે. અભયનું કારણ જ્ઞાન છે.

પણ જો કોઈ લોકો દોરડાને, સર્પ જ સમજાવવામાં માનતા હોય તો?

જો કે એવા વિદ્વાનો શંકરાચાર્યના યુગમાં હતા કે નહીં તે આપણે સચોટ રીતે જાણતા નથી. કારણ કે જેમણે જેમણે શંકરાચાર્યે ચર્ચા કરી તેમણે પોતાનો પરાજય સ્વિકારી લીધેલ. પણ હાલના જમાનામાં વિદ્વાનોમાં આવી માનસિકતા નથી. હાલના વિદ્વાનો તો કદાચ પોતે તો સમજતા પણ હોય, પણ તેઓ એવું ઈચ્છતા નથી કે જનતા આ સમજે. તેઓ એવું ઈચ્છતા નથી કે જનતા સમજે કે વિમુદ્રીકરણ અને જી.એસ.ટી. રુપી દોરડાને દોરડું માને અને સમજે કે આ દોરડાથી પાણીની સગવડ થશે અને ચોરોને બાંધી શકાશે. આજના વિદ્વાનો તો જનતાને એમ જ સમજાવવા માગે છે કે આ વિમુદ્રીકરણ અને જી.એસ.ટી. તો કાળોતરો વિષધર નાગ છે અને તે સમાજને ભરખી જશે.

એક કટારીયા લેખકની માનસિકતા જુઓ

વિમુદ્રી કરણ વિષે એક કટારીયા વિદ્વાનની નિમ્નલિખિત સમજણ વાંચો કે તેઓશ્રી જનતાને કેવો સંદેશ આપે છે.

એક તળાવ હતું. તેમાં મોટી સંખ્યામાં માછલીઓ રહેતી હતી. આ તળાવમાં મગરમચ્છ પણ હતા. મગરમચ્છને મારવાના હતા. એટલે તળાવનું પાણી કાઢી નાખ્યું. તો હવે શું થયું? પાણીના અભાવે માછલીઓ મરી ગઈ. મગરમચ્છો તો બીજે ચાલ્યા ગયા.

આને જો તાર્કિક ભાષામાં લખીએ તો એમ લખાય કે એક તળાવમાં રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/-ના ચલણરૂપી પાણીમાં ગરીબો રૂપી માછલીઓ અને કાળાનાણાંધારી મગરમચ્છો રહેતા હતા.

હેતુ પાણીને શુદ્ધ કરવાનો અને મગરમચ્છોને પકડવાનો હતો. પાણીને શુદ્ધ કરવા માટે દુષિત પાણીને કાઢી નાખ્યું. એટલે ગરીબો મરી ગયા. અને મગરમચ્છોએ પોતાનો રસ્તો કરી લીધો.

પાણી=૫૦૦ અને ૧૦૦૦ ચલણી નોટો.

માછલીઓ=ગરીબ માણસો

મગરમચ્છો=કાળાનાણાંવાળાઓ

નહેરુવીયન કોંગ્રેસીઓની સરકારે આપેલા આંકડા પ્રમાણે ભારતના ૯૫% માણસોની માસિક આવક રૂ.૫૦૦૦થી ઓછી છે. અને શૂન્ય પછીના આવતા દશાંશ બિન્દુ પછી એક થી વધુ શૂન્ય લખીને (૦.૦૦… ટકા )આંકડો પાડીએ તેટલા લોકો આવકવેરાના ફોર્મ ભરે છે. આવકવેરો તો તેથી પણ ઓછા લોકો ભરે છે. એટલે વાસ્તવમાં જે લોકો નોટો બદલાવવા ઉભા હતા તેઓમાંના મોટાભાગના તો કોઈકની સેવા કરતા હતા.

ગળાડૂબ કાદવમાં રહેલા પાડાઓ

એટલે આમ જુઓ તો તળાવના ચારે તરફના કિનારાઓ ના કાદવમાં જે પાડાઓ હતા તે કાદવને કાઢી નાખ્યો એટલે કે જે પાડાઓ બધા કાદવમાં પડ્યા પાથર્યા ગળાડૂબ રહેતા હતા અને મસ્તી કરતા હતા તે બધા દેખાતા થઈ ગયા. કાદવ કરતાં પાતળું પાણી (રૂ.૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ચલણી નોટો) હતું તેમાં રહેલી માછલીઓને તો કશો વાંધો ન આવ્યો.  

હવે તમે જુઓ. પાણી એટલે  ૫૦૦ અને ૧૦૦૦ ની ચલણી નોટો નથી. પાણીમાં રૂ. ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦ ની નોટો પણ આવે. ગરીબ માણસોની પાસે તો આવી જ નોટો હોય. તેમની પાસે કદીય ૨૫૦૦૦ રૂપીયા અને તેપણ ૫૦૦ની કે ૧૦૦૦ની ચલણી નોટોમાં અને તે પણ મહિનાની આખર તારીખના દિવસોમાં હોય જ નહીં. અમારા જેવા ગ્રુપ-એમાં આવતા કેન્દ્રીય કર્મચારી નિવૃત્ત થયા ત્યાં સુધી રૂ.૫૦૦ કે રૂ. ૧૦૦૦ની  ચલણી નોટોમાં પગાર મેળવવા ભાગ્યશાળી થયા નથી. તેમજ નિવૃત્ત થયા પછી પણ દશ પંદર વર્ષ સુધી (૨૦૧૨સુધી) નોકરી કરી તો પણ રૂ.૫૦૦ કે રૂ. ૧૦૦૦ની  ચલણી નોટોમાં પગાર મેળવવા ભાગ્યશાળી થયા નથી. હવે જો હાલના ગરીબો મહિનાના આખરના દિવસોમાં પણ ૨૫૦૦૦થી વધુ મૂલ્યની  રૂ.૫૦૦ કે રૂ. ૧૦૦૦ની  ચલણી નોટો રાખી શકતા હોય તો નહેરુવીયન કોંગ્રેસના નેતાગણે અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ નરેન્દ્ર મોદીને સલામ ભરવી જોઇએ કે જે નરેન્દ્ર મોદીએ ભારતના ગરીબોની હાલત આટલી બધી સારી અને તેપણ ફક્ત ત્રણ વર્ષમાં જ કરી દીધી.

કટારીયા વિદ્વાનો કે જેઓ તળાવ, માછલાં અને મગરમચ્છના ઉદાહરણ કે તેને સમકક્ષ ઉદાહરણો આપતા હોય તેઓ કાંતો ઠગ છે કે કાં તો તેઓ પપ્પુભાઈ છે. આ બે માંથી એક વાત તો તેમણે કબુલ કરવી જ પડશે.

નહેરુને જનોઈ આપ્યું

મૂંગા રહ્યા હોત તો પણ ચાલત. પણ પપ્પ્પ્પુ ભાઈઓ થોડા મૂંગા રહી શકે?

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

એક ભાઈ વિદેશથી આવેલા. તેમની સાથે તેમના મિત્ર પણ હતા. મિત્રભાઈએ કહ્યું “હું તારી સાથે નહીં આવું. કારણ કે તું ગપ્પાં બહુ મારે છે. એટલે વિદેશથી આવેલ ભાઈએ કહ્યું, કે જ્યારે તને એવું લાગે કે હું ગપ્પું મારું છું ત્યારે તારે મને ચેતવવા “છીસ…” એમ સિસકારો કરવો એટલે હું મારું મારું ગપ્પું સુધારી દઈશ.

વિદેશથી આવેલા આ ભાઈ અને તેમના મિત્ર, એક મંડળીમાં બેઠા હતા. વિદેશથી આવેલા ભાઈ બોલ્યા કે “અમારે ત્યાં તો સો સો માઈલ લાંબા સાપ હોય છે.”

મિત્રે “છીસ … “ કરીને સિસકારો બોલાવી સંકેત આપ્યો.

એટલે આ ભાઈ બોલ્યાઃ” પણ આવા લાંબા સાપ તો અમે જોયેલા નથી. પણ અમારા વિસ્તારમાં તો એકાદ માઈલ લાંબા જ સાપ હોય”.

મિત્રે “છીસ … “ કરીને સિસકારો બોલાવી ફરીથી સંકેત આપ્યો.

એટલે આ ભાઈ બોલ્યાઃ જો કે આવા સાપ પણ આમ તો દૂર દૂર. પણ અમારા પોતાના વિસ્તારમાં તો એકાદ ફર્લાંગ જેટલા લાંબા જ સાપ થતા હતા.

મિત્રે “છીસ … “ કરીને સિસકારો બોલાવી ફરીથી સંકેત આપ્યો.

એટલે આ ભાઈ બોલ્યા “છીસ.. ને બીસ…, હવે તો હું એક તસુ પણ ઓછું નહીં કરું”

આપાણા પપ્પુભાઈ બોલ્યાઃ “નરેન્દ્ર મોદીએ ૪૫૦૦૦ કરોડ એકર ભૂમિ ઉદ્યોગપતિને દાનમાં આપી દીધી.” આ “જીભ લપસી ગઈ” એમ નથી. તેઓશ્રી બે સભામાં આવું બોલ્યા હતા. હવે આપણા પપ્પુભાઈને “છીસ … કારો” કરવા વાળા તો હોવા જોઇએ કે નહીં? પણ નથી. કારણ કે બધા પપ્પુભાઈઓ જ છે.

Read Full Post »

ભેંસ ભાગોળે પણ નથી, પણ કેટલાક કરે છે ધમા ધમ

buffelow

આ એક ગુજરાતી કહેવત છે. નાનપણમાં કોઈ એક સામાયિકમાં આ કહેવતને અનુલક્ષીને એક વાર્તા વાંચવામાં આવેલી હતી. એક વડિલને ભેંસ ખરીદવાને વિચાર આવ્યો. ભાગોળે ભેંસ ખરીદવા ગયા કે બીજે ક્યાંક તે હવે બરાબર યાદ નથી. ઘરના બધા સભ્યો ભેંસને લગતા આનુસંગિક કર્મો,  ઉત્પાદનો, ઉત્પાદનોને લગતા કર્મોની વહેંચણી વિષે અને તે સૌના આયોજન વિષે ઘરમાં જોરદાર ચર્ચાઓ કરવા માંડ્યા, જેમકે દાખલા તરીકે વધારાની છાસનું શું કરવું? ઘેંસ કરવી તો કઈ ઘેંસ કરવી. ચર્ચાએ બહુ ઉગ્ર સ્વરુપ લીધું અને ચર્ચા હિંસક થવાની અણી પર આવી ગઈ.

પાડોશીઓને થયું કે આ શેનો કોલાહલ છે? તેઓએ જ્યારે જાણ્યું કે આ તો ન ખરીદાયેલી ભેંસ વિષે ઘરમાં ધમાધમ થાય છે. અને આ પ્રમાણે પાડોશીઓના મુખેથી ઉપરોક્ત શબ્દો નિકળી પડ્યા. ભેંસ ભાગોળે, ઘેંસ છાગોળે અને ઘેર ધમાધમ.

કોંગ્રેસ આવે છે

કોંગ્રેસ આવે છે…. એટલે કે નહેરુવીયન કોંગ્રેસ. આ કોંગ્રેસે ઠેર ઠેર પોસ્ટરો લગાવી દીધા છે. સ્મશાનમાં પણ પોસ્ટર લગાવી દીધું. કોઈ જગ્યા બચી શેની જાય?

સમાચાર માધ્યમોનું કામ લોકોમાં જાગૃતિ લાવવાનું છે. પણ જો સમાચારના સંચાલકને લાગે કે તે જનતાને શિક્ષિત કરવા સક્ષમ નથી અને જો લોકોને શિક્ષિત કરવાનો હેતુ નભાવવો હોય તો તેણે ફક્ત એટલો ખ્યાલ રાખવો જોઇએ કે સમાજને જેઓ વિભાજિત કરે છે તેમના સમાચાર આપે ત્યારે તેની સાથે સાથે તેમના અનુસંધાન (રેફરન્સ) પણ  આપે. જો તેમાં પણ સમાચાર માધ્યમનો “ટકલો કામ ન કરતો હોય” તો સમાચાર માધ્યમના સંચાલકે સમાચારને કેવળ અને કેવળ “સીધા સમાચાર” તરીકે છપવા જોઇએ. આવા સમાચારોને ઉન્મેશમાં આવીને ચિત્ર વિચિત્ર શબ્દોમાં ગોઠવીને છાપવાની જરુર નથી. કટારીયા ભાઈઓમાં મોટા ભાગના હવે કોઈને કોઈ વિચાર ધારાને વળગી પડ્યા છે. જો કે વિચારધારા શબ્દ, યોગ્ય શબ્દ છે જ નહીં. કારણ કે કોઈ એક “વિચાર ધારા”ના નામનો શબ્દ કોઈ એક “વાદ”ને સૂચિત કરે છે. વાદ શબ્દ જ નિરર્થક છે. આજના વૈજ્ઞાનિક અને તર્કના યુગમાં, રાજકારણમાં વાદનું સૂચન કરવું તે માનવબુદ્ધિની કચાશ છે.

રાજકીય સત્તાનો હેતુ, સમાજના બૌદ્ધિક, આર્થિક અને માનસિક સ્તરની ઉન્નતિ માટે હોય છે. બૌદ્ધિક ઉન્નતિ માટે શિક્ષણ છે, આર્થિક ઉન્નતિ માટે ઉત્પાદન અને વહેંચણીની પ્રક્રિયાઓ છે. શિક્ષણ, ઉત્પાદન અને વહેંચણીની પ્રક્રિયાઓ, સમાજના સામાન્ય માણસની માનસિકતાને  પ્રક્રિયાઓને અનુરુપ સ્તર ઉપર લઈ જાય છે.

વિનોબા ભાવેએ અને જયપ્રકાશ નારાયણે આ વાત સીત્તેરના દાયકાના પૂર્વાર્ધમાં કરી હતી જ્યારે ઇન્દિરા નહેરુ-ગાંધી “સમાજવાદ”ના નામનો શોર બકોર કરી રહ્યા હતા.

MK GANDHI & VINOBA & JP

સીત્તેરના દાયકામાં પક્ષવિહીન રાજકારણની પણ વાત હતી. કારણ કે પક્ષ એ માત્ર “વાડો” જ છે.

જો આપણે બધી જ બારીઓ અને બારણા ખૂલ્લા રાખીએ તો આપણને ચારે દિશામાંથી વિચારો અને માહિતિઓ મળી શકે. આપણા નિર્ણયો તર્ક શુદ્ધ બની શકે. આ વાત ઋગ્વેદના કાળથી કહેવાયેલી છે.

પણ જો આપણને અમુક વાડામાં રહેલા પ્રાણીઓની પ્રત્યે જ લગાવ હોય તો આપણે તે લગાવને યોગ્ય ઠેરવવા માટે આકર્ષક અને પ્રાસ અનુપ્રાસ વાળા વ્યંઢ અને અર્થહીન શબ્દોના પતંગીયા ઉડાડીએ અને અથવા “ટ્રોલ”-કલ્ચરને શરણે જઈએ.

આપણા આ બ્લોગનું શિર્ષક છે ભેંસ ભાગોળે, ઘેંસ છાગોળે અને ઘેર ધમાધમ. એટલે હવે તેને વિષે ચર્ચા કરીશું.

નહેરુએ એક સૂત્ર આપેલ કે “આરામ હરામ હૈ”. આપણે કહેવું પડશે કે નરેન્દ્ર મોદીમાં અને નહેરુમાં કોઈ એક વાતમાં જો સમાનતા હોય તો તે છે કે સતત કામ કરતા રહેવું. નહેરુ પાસે સ્વાતંત્ર્યની લડતમાં મેળવેલી જમા પૂંજી હતી. આ કારણથી તેમને ૧૫ વર્ષ સુધી વાંધો ન આવ્યો. પણ ૧૯૬૨માં ભારત, ચીન સાથે યુદ્ધમાં બહુ સહેલાઈથી હારી ગયું એટલે તેમનું સિંહાસન હચમચી ગયું. પણ નહેરુ રાજકીય રમતો રમવામાં નિષ્ણાત હતા. તેમને બદનામીનો ડર હતો. એટલે તેઓ પોતાની પૂત્રી અનુગામી બને તેવી ગોઠવણ કરતા ગયા. નાના ઐતિહાસિક સત્યોની આવરદા એક કે બે પેઢીની હોય છે. એટલે જો ઇન્દિરા અનુગામી બને તો એક પેઢી સુધી કશો વાંધો ન આવે. આવો કંઈક ખ્યાલ નહેરુનો હોઈ શકે. નહેરુ આમ તો અચાનક ગુજરી ગયેલા. એટલે લોકશાહીમાં શોકના દિવસોમાં સંતાનનો રાજ્યાભિષેક ન થઈ શકે. એટલે ગૃહપ્રધાન એવા ગુલઝારીલાલ નંદા ને કામ ચલાઉ વડાપ્રધાન બનાવી લાલ બહાદુર શાસ્ત્રીને વડાપ્રધાન બનાવ્યા. એ વાત પણ નોંધાયેલી છે કે  લાલબહાદુર શાસ્ત્રી અગાઉથી જ ચાર આંખે નહેરુનું હલનચલન જોતા હતા. આ ઓછું હોય તેમ મોરારજી દેસાઈ પણ વડાપ્રધાન થવા તૈયાર જ હતા. એટલે નહેરુએ બનાવેલી સીન્ડીકેટનું કામ તાત્કાલિક થાય તેમ ન હતું. લોકશાહીને અનુરુપ પ્રણાલી પાળવી પડે તેમ હતું. પણ જ્યારે શાસ્ત્રીજી અચાનક ગુજરી ગયા ત્યારે તેમણે શોક સમય પુરતા ગુલઝારી લાલ નંદાને વડાપ્રધાન બનાવી, લોકશાહી પ્રક્રિયા હાથ ધરી ઇન્દિરા ગાંધીને બધા વરિષ્ઠ નેતાઓ પાસેથી સહયોગ અને અનુમોદન અપાવી સંસદના નેતા તરીકે જીતાડી વડાપ્રધાન બનાવ્યાં. 

એક માન્યતા એવી છે કે ત્રીજી પેઢીનો વ્યક્તિ બેવકૂફ જન્મે. આમ ઇન્દિરા ગાંધીએ નહેરુવંશની ત્રીજી પેઢી હતી. તેમનું વાચન ઓછું હતું. દેશ વિષે પૂરતી માહિતિ ન હતી. બુદ્ધિ હતી પણ એકાંગી હતી. તેમનામાં આર્ષદૃષ્ટિનો તેના પિતાજીની જેમ જ અભાવ હતો. માહિતિવગરની બુદ્ધિ લાંબા ગાળા માટે કારગર નિકળતી નથી. પક્ષના માણસોને કેવી રીતે અંકૂશમાં રાખવા તે પોતાના પિતાજીની પાસેથી શિખ્યાં હતાં. તેમજ તેના પિતાજીએ જે બીન રાજકીય સંબંધો બનાવેલા તેને તે જાળવી શક્યાં હતાં. પણ ઇન્દિરા ગાંધીના ખોટા નિર્ણયો દ્વારા જેવા કે હિન્દીભાષી બાંગ્લાદેશીઓની ઘૂષણ ખોરી, રાજકારણમાં સ્વકેન્દ્રીપણું, સિમલા કરાર, આતંકવાદીનેતાને ઉત્તેજન અને ટૂંકાગાળાના લાભ માટેની અનીતિમત્તાએ નહેરુવીયન કોંગ્રેસની ઘોર ખોદી.

વિરોધ પક્ષોની વાતોમાં તથ્ય હતું અને વિરોધપક્ષોના નેતાઓ સ્વચ્છ પણ હતા. પણ મોટા ભાગના  નેતાઓ સત્તાના ભોગવટા દ્વારા નણાયા ન હતા. આમ તો જોકે નહેરુવીયન કોંગ્રેસ કદીય ૫૦ ટકા કે તેથી વધુ મત મેળવી શકી નથી. એટલે જો બધા વિરોધ પક્ષો ભેગા થઈને નહેરુવીયન કોંગ્રેસ સામે લડે તો નહેરુવીયન કોંગ્રેસનો પરાજય નિશ્ચિત હતો. ડૉ. લોહિયાએ કહેલ કે વિરોધ પક્ષ ઈચ્છશે ત્યાં સુધી (નહેરુવીયન) કોંગ્રેસ રાજ કરી શકશે.

ઈન્દિરા ગાંધી સત્તા માટે આપખુદ હતાં અને સુરાજનીતિમાં એટલે કે સમાજશાસ્ત્રમાં ઢબુ પૈસાનો ઢ હતાં. પણ પક્ષમાં એક હત્થુ શાસન કેવી રીતે કરવું તે બાબતમાં તે તેના પિતાજીની જેમ નિપૂણ હતાં. આવો પક્ષ શિક્ષિત સમાજમાં લાંબો ટકી ન શકે.

પણ હવે કેટલાક મૂર્ધન્યોને અને લોકશાહીના હિત રક્ષકોને લાગે છે કે નહેરુવીયન કોંગ્રેસને બચાવવી જોઇએ. જ્યારે બીજેપીને ૧૯૮૦ની ચૂંટણીમાં ફક્ત બે બેઠક જ મળી ત્યારે તેમને બીજેપીને (જનસંઘને) બચાવવો જોઇએ એવો વિચાર ન આવેલ. તેમજ ૧૯૫૨ની વાત જવા દો, પણ ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૭૦ની ચૂંટણી વખતે પણ પ્રજાસમાજવાદી પક્ષ કે સંયુક્ત સમાજવાદી પક્ષને બચાવવો જોઇએ તેવો વિચાર ન આવેલ. 

કોંગ્રેસ અને નહેરુવીયન કોંગ્રેસમાં ફેર શો છે?

COW

(૧) કોંગ્રેસ પાસે સ્વાતંત્ર્ય પહેલાં (સ્થાનિક સ્વરાજ્યની) સત્તા હતી. નહેરુવીયન કોંગ્રેસ પાસે સ્વાતંત્ર્ય મેળવ્યા પછીના કાળમાં સત્તા રહી હતી.

(૨) કોંગ્રેસ પાસે ગાંધીજીનું માર્ગદર્શન અને નિરીક્ષણ હતું. નહેરુવીયન કોંગ્રેસ પાસે શરુઆતમાં વરિષ્ઠ નેતાઓનુ સામૂહિક માર્ગદર્શન હતું પણ બીજા દાયકા પછી કેવળ નહેરુનો શબ્દ આખરી ગણાવા માંડ્યો.

(૩) કોંગ્રેસ સ્વદેશી, દારુબંધી, સાદગી અને નીતિના પાયા ઉપર રચાયેલી સંસ્થા હતી. નહેરુવીયન કોંગ્રેસ સત્તા ના પાયા ઉપર રચાયેલી સંસ્થા બની. અને તે સત્તા મેળવવા માટે અને ટકાવી રાખવા માટે મુસ્લિમ લીગ અને સામ્યવાદીઓ જેવી હળાહળ કોમવાદી અને આપખુદ પક્ષો સાથે પણ બેસી શકે છે.

(૪) કોંગ્રેસમાં, વિરોધીઓ પ્રત્યે કડવાશની ભાવના ન હતી. નહેરુવીયન કોંગ્રેસમાં પહેલા દશકામાં વિરોધીઓને શક્તિહીન કરી દેવાના પ્રપંચો થયા હતા અને પછી તો નહેરુવીયન કોંગ્રેસમાં સમાજને અલગ અલગ જુથોમાં વિભાજીત કરવાની સંસ્કૃતિ વિકસિત થઈ.

(૫) કોંગ્રેસમાં કાયદાને માન હતું. જો કે આ ગુણ બ્રીટીશ સરકારના સંસ્કાર હોઈ શકે. પણ કોંગ્રેસના ખાતામાં પણ આ ક્રેડિટ જમા થાય છે. નહેરુવીયન કોંગ્રેસમાં આ સંસ્કાર ક્રમશઃ ઘટતા ગયા. અને ઇન્દિરાના સમયમાં તો તેની “ધજ્જીયાં” ઉડાડવાની શરુ થઈ.

(૬) કોંગ્રેસ દારુબંધીને માનતી હતી. અને દારુની દુકાનો ઉપર વિરોધ પ્રદર્શન કરતી હતી. નહેરુવીયન કોંગ્રેસની દારુની નીતિ કેવી ઉંધી છે તે આપણે સૌ જાણીએ છીએ.

(૭) કોંગ્રેસ અહિંસક સમાજ રચનામાં એટલે કે ગૌવંશ હત્યા નિષેધમાં માનતી હતી. અને આ વાતનો બંધારણમાં સમાવેશ કરાવ્યો હતો. નહેરુવીયન કોંગ્રેસ દંભી છે અને તેણે આ સમાવેશને “આદેશાત્મક વિભાગમાં” સામેલ કર્યો છે અને રાજ્યો ઉપર છોડી દીધો છે. “જા બીલ્લી કુત્તેકો માર”. દારુબંધીના અમલ વિષે રાજ્યોનું અને ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસ શાસિત રાજ્યોનું વલણ તદ્દન વિરોધી રહ્વયું. કેન્દ્ર દ્વારા આ મુદ્દે રાજ્યો ઉપર કશું દબાણ કે દંડનીય પ્રાવધાન નથી.

આવા તો અનેક ભેદ જોઈ શકાય છે. પણ એક દાખલો જ બસ થઈ પડશે કે પહેલાંનો કોંગ્રેસી વિશ્વસનીય હતો. અને નહેરુવીયન કોંગ્રેસી જો તે પ્રતિજ્ઞા પૂર્વક કહે તો પણ જરાપણ વિશ્વસનીય નથી.

તો પછી આવી કોંગ્રેસને મરતી હોય તો મરવા દેવામાં વાંધો શો છે?

વાંધાના કારણ નિમ્ન લિખિત છે.

(૧) નહેરુવીયન કોંગ્રેસનું ચૂંટણી આયોગના દસ્તાવેજોમાં કોંગ્રેસ તરીકે ઓળખ છેઃ

છેદ ઉડે છેઃ આ એક આકસ્મિક ઘટના છે. ૧૯૬૯માં શરુઆતમાં આ જ કોંગ્રેસ, કોંગ્રેસ (આર), કોંગ્રેસ (આઈ), કોંગ્રેસ (જે) તરીકે ઓળખાતી હતી. જ્યારે બીજી કોંગ્રેસ, કોંગ્રેસ (સંસ્થા), કોંગ્રેસ (ઓ), કોંગ્રેસ (એન) તરીકે ઓળખાતી હતી. સંસ્થાનો અર્થ સંગઠન થાય છે. સંગઠન ઉપર કારોબારીનું વર્ચસ્વ એક સર્વ સ્વિકાર્ય બાબત છે. એટલે નૈતિક રીતે તો કોંગ્રેસ (સંસ્થા) જ મૂળ કોંગ્રેસ કહેવાય. ચૂંટણીના પરિણામોથી કયો પક્ષ મૂળ પક્ષ એ નક્કી ન થઈ શકે. ચૂંટણીમાં તો હારજીત થતી રહે છે. અને કાયદેસર રીતે જોઇએ તો જનતા વ્યક્તિને ચૂંટે છે. પક્ષને નહીં.

૧૯૭૭માં કોંગ્રેસ સંસ્થાનો વિલય થયો. એટલે બીજી કોંગ્રેસ કે જે કોંગ્રેસ (આઈ, આર કે જે) બચી,  તે જ બાકી રહી. એટલે તે કોંગ્રેસ તરીકે ઓળખાઈ. આ કોંગ્રેસને મૂળ કોંગ્રેસ સાથે સૈદ્ધાંતિક રીતે કશી લેવા દેવા નથી.

(૨) એ જે હોય તે. પણ આ કોંગ્રેસમાં હવે એક કોંગ્રેસ શબ્દ છે એટલે તેને મૂળ કોંગ્રેસ માનવી જોઇએ.

છેદ ઉડે છેઃ ૧૯૭૭માં કોંગ્રેસ (આઈ) વિભાજિત થઈ. અને યશવંત રાવ ચવાણે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ બનાવ્યો. ૧૯૮૦ માં જનતા પાર્ટી હારી ગઈ, તો જગજીવન રામે “કોંગ્રેસ રીયલ”, પક્ષ બનાવ્યો. મમતાએ તૃણમૂલ કોંગ્રેસ બનાવ્યો. ઉડીયા કોંગ્રેસ પક્ષ પણ બન્યો. કોંગ્રેસ શબ્દ તો આ બધા પક્ષોમાં છે. તો તેમનો પણ મૂળ કોંગ્રેસ હોવાનો હક્ક છે.

નાશ નિશ્ચિત છે

(૩) નહેરુવીયન કોંગ્રેસમાં તો સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા માટે તેને મૂળ કોંગ્રેસ માનવી જોઇએ.

છેદ ઉડે છેઃ સ્વાંત્ર્ય સેનાનીઓ હોવા એ કંઈ કોંગ્રેસનો ઈજારો નથી. સમાજવાદી પક્ષમાં, પ્રજા સમાજવાદી પક્ષમાં, સંયુક્ત સમાજવાદી પક્ષમાં, જનસંઘમાં અને તૂટેલી કોંગ્રેસના બીજા હિસ્સાઓમાં પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા. જો સંખ્યાને હિસાબે જોઇએ તો સર્વોદય સંગઠનમાં સૌથી વધુ સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા. અને હવે તો કોઈપણ પક્ષમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ બચ્યા નથી. પૈતૃક વારસો લોકશાહીમાં મળતો નથી.

(૪) નહેરુવીયન કોંગ્રેસમાં સ્વાતંત્ર્ય સેનાની નહેરુ પોતે હતા. તેઓશ્રી પ્રધાન મંત્રી હતા. વચ્ચે લાલબહાદુર શાસ્ત્રી પ્રધાન મંત્રી થયા, પછી ઈન્દિરા ગાંધી પ્રધાન મંત્રી થયાં. પછી રાજીવ ગાંધી પ્રધાન મંત્રી થયા. પછી રાજીવ ગાંધીના પત્ની સોનીયા ગાંધી પક્ષ પ્રમુખ થયાં. એટલે એક મહાન કુટૂંબ કે જેના એક આદ્ય વડિલે પોતાની સંપત્તિ દેશને દાનમાં આપી દીધી. અને વંશ પરંપરાગત રીતે પ્રધાન મંત્રી થતા રહ્યા કે પક્ષીય પ્રમુખ થતા રહ્યા તેને જ મૂળ કોંગ્રેસ કહી શકાય.

છેદ ઉડે છેઃ દાનમાં પોતાની સંપત્તિ આપી દેવાથી તે વ્યક્તિના વંશજો સંસ્થાનો કબજો ન લઈ શકે. લોકશાહીમાં આવી જોગવાઈ નથી. એક જ કુટૂંબના સંતાનો, વંશીય અનુક્રમે વડાપ્રધાન પદ કે પક્ષીય પ્રમુખ પદ ભોગવે તે કારણથી તે પક્ષને મૂળ કોંગ્રેસ પક્ષ ગણી ન શકાય. લોકશાહીમાં આવો વારસો આપવાની જોગવાઈ નથી.

તો પછી નહેરુવીયન કોંગ્રેસને મરવા દેવી જોઇએ કે નહીં?

કેટલાક સુજ્ઞ લોકો માને છે કે કોંગ્રેસને એટલે કે નહેરુવીયન કોંગ્રેસને મરવા દેવી ન જોઇએ. તેને કોઈપણ ભોગે જીવાડવી જોઇએ.

કારણ કેઃ

(૧) લોકશાહી માટે એક જ પક્ષ હોવો હિતાવહ નથી.

(૨) બીજા વિકસિત અને લોકશાહી દેશોમાં સક્ષમ વિરોધ પક્ષ હોય છે.

(૩) વિરોધ પક્ષ મજબુત હોવો જોઇએ.

(૪) જો વિરોધ પક્ષ મજબુત હોય તો જ શાસક પક્ષ સીધો રહેશે.

(૫) જો વિરોધ પક્ષ મજબુત ન હોય તો શાસક પક્ષ આપખુદ થઈ જાય.

(૬) શાસક પક્ષને આપખુદ થતો ઘણા લોકશાહી દેશોએ જોયો છે. આપણા દેશે પણ શાસક પક્ષને આપખુદ થતાં જોયો છે.

છેદ ઉડે છેઃ ઉપરોક્ત માન્યતાવાળા મૂર્ધન્યો ઓગણીસો પચાસના દાયકામાં બાબાગાડી ચલાવતા ન હતા. અને ધારો કે તેઓ તે વખતે બાબાગાડી ચલાવતા પણ હોય તો પણ જ્યારે તમે રાજકારણની જે તે પરિસ્થિતિની વાત કરતા હો તે વખતનું જ્ઞાન તમને હોવું જોઇએ.

જો આપણે ભારતની વાત કરીએ તો ૧૯૫૨માં જવાહરલાલ નહેરુએ વડા પ્રધાન પદ ઉપર ૫ વર્ષ તો પૂરા કરેલા જ. તે વખતે ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મૂર્ધન્યો જીવતા હતા. તે વખતે વિરોધ પક્ષ નહીં જેવો હતો. વિરોધપક્ષના નેતાઓ નીતિમત્તાવાળા હતા. પણ કોઈ ફલાણા પક્ષને જીવતો રાખો, અથવા લોકશાહીને મજબુત રાખવા માટે ફલાણા પક્ષને મજબુત કરો તેવી વાતો કોઈ કરતા ન હતા. વિરોધ પક્ષોને તેમણે તેમના હાલ ઉપર છોડી દીધેલા. ૧૯૫૭, ૧૯૬૨માં પણ આમ જ થયેલ. નહેરુ માનસિક રીતે આપખુદ હતા. વિરોધીઓની સાચી વાતોને પણ નકારતા હતા અથવા ઉડાવી દેતા હતા. આ બાબતમાં જેમને શંકા હોય તેમણે આચાર્ય ક્રિપલાણીની આત્મકથા અને મોરારજી દેસાઈની આત્મકથાના અમુક પ્રકરણો વાંચી લેવા.

સરદાર પટેલે નહેરુને અંગત પત્ર (ડૅમી ઓફીસીયલ) દ્વારા ચીનના ઇરાદાઓ વિષે ચેતવેલા. ધારો  કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, એવું માની ને આપણે નહેરુને માફ કરીએ. પણ  તિબેટ ઉપર ચીનનું આધિપત્ય સ્વિકારવું તે અક્ષમ્ય હતું, ધારો કે આ બીજી ભૂલ પણ માફ કરી દઈએ તો, વિરોધ પક્ષો દ્વારા ચીની સૈન્યની ઘુસણખોરીનો મુદ્દો જ્યારે જ્યારે પણ સંસદમાં ઉઠાવાતો ત્યારે ત્યારે નહેરુ, તે ઘુસણખોરીને ધરાર તેને નકારી કાઢતા હતા. વાસ્તવમાં જોઇએ તો ચીની સૈન્યની ભારતીય સીમામાં અવાર નવાર થતી ઘુસણખોરી તે જુઠાણાં ન હતાં. આ ઉપરાંત, ઈન્ડો-ચાઈના સરહદ ઉપર સૈન્ય તૈનાત જ ન હતું. સરહદી સૈન્ય પાસે ઠંડીથી બચવા માટેના વસ્ત્રો ન હતા. મોજા ન હતા, બુટ ન હતા, શસ્ત્રો ન હતા એટલે જ્યારે ચીને ૧૯૬૨માં આક્રમણ કર્યું ત્યારે જનતા પાસે ઉઘરાણું કરવું પડ્યું.

યાદ રાખો, ભારતીય સૈન્ય કદી હાર્યું નથી. ચીન તે વખતે એવું સબળ ન હતું. આપણું સૈન્ય અનુભવી અને સક્ષમ હતું. પણ આપણું સૈન્ય તૈનાત જ ન હતું. આપણી સરહદ અસુરક્ષિત હતી.  ઈન્ડો-ચાઈના સરહદ ઉપર સક્ષમ સુરક્ષા પુરી પાડવા માટે ઓછામાં ઓછો છ માસનો સમય જોઇએ.

નહેરુને સ્વપ્નીલ વ્યક્તિ ને બદલે કમસે કમ ધૂની વ્યક્તિ કહી શકાય. એવી ધૂની વ્યક્તિ કે જે બધી બારીઓ બંધ રાખે છે. ફક્ત સમાજવાદની બારી ઉઘાડી રાખે છે. જ્યારે ચીન, નહેરુની એક બંધ બારી તોડીને અંદર આવ્યું ત્યારે નહેરુનો ભ્રમ ભાંગ્યો. નહેરુએ ઇતિહાસ અને મિત્રોની ચેતવણીઓની ધરાર અવગણના કરેલી.

ચીનના સમાજવાદમાં ચીનના શાસકનું આપખુદી પણું નહેરુને કઠતું ન હતું. પણ પાકિસ્તાનમાં જ્યારે ઇસ્કંદર મીરઝાએ માર્શલ લૉ જાહેર કર્યો તે નહેરુને લગાતાર કઠવા લાગ્યો હતો. નહેરુ ઉછળી ઉછળીને પાકિસ્તાનના  લશ્કરી શાસનની વિરુદ્ધ બોલતા હતા. પાકિસ્તાન સાથેના સંબંધો બગડવાનું બીજ ૧૯૫૪માં નહેરુએ અતિ ઉત્સાહિત થઈને વાવ્યું હતું.

ગાંધીજી હતા ત્યારે સર્વોદયી સમાજ સ્થાપવાની વાતો થતી હતી. આ વાતો ત્યાં સુધી ચાલુ રહી જ્યાં સુધી ૧૯૫૬ના અરસામાં લોકશાહીવાદી સમાજવાદી સમાજ રચનાનો ખરડો કોંગ્રેસ કારોબારીએ પાસ ન કર્યો.

કેટલાકને મન “સમાજવાદ ખરો પણ તેમાં લોકશાહી ન પણ હોય” એમ લાગતું હોય. જો કે ગાંધીજીએ કહેલું કે હું જવાહરને સમજી શકું છું પણ તેમના સમાજવાદને સમજી શકતો નથી.

આ સમાજવાદ એ વળી કયું ભૂત છે?

સમાજવાદ એ ભૂત પણ નથી અને વાદ પણ નથી. સમાજવાદ એક તૂત છે. જો તમે માનવીય મૂલ્યોનું હનન ન થવા તો સ્વસ્થ સમાજ હાથવેંતમાં છે. ગાંધીજીએ પ્રચ્છન્ન રીતે બધા વાદોને નકાર્યા હતા. ગાંધીજીએ કહેલ કે “તમે જ્યારે કંઈપણ કરો ત્યારે સૌથી અંતીમ માણસને તેનાથી શું ફાયદો થશે તે વિચારો. અને તે પ્રમાણે કાર્ય કરતા રહો એટલે બસ.

વિનોબા ભાવે એ ઈન્દિરાની સમાજવાદની મીથ્યા બાંગો વચ્ચે કહેલ કે

કુદરતી સંપત્તિ+માનવીય મૂલ્યો+ટેક્નોલોજી=વિકાસ. આ સમીકરણમાં ક્યાંય સમાજવાદનું પદ આવતું નથી.

सबका साथ

પક્ષ અને વાદ એ બંનેને ઉપરોક્ત વિકાસ સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. આ વાત ૧૯૭૩ના અરસામાં પ્રચલિત કરવામાં આવી હતી. મોદીએ નવનિર્માણ આંદોલનમાં ભાગ લીધો હતો. એટલે તો મોદી “સૌનો સાથ સૌનો વિકાસ” એવો શબ્દ પ્રયોગ કરે છે. પણ જેઓ વિકાસને ગાળો આપે છે તેમની માનસિકતાની ચિકિત્સા થવી જોઇએ.

જગત મીથ્યા છે પણ વિશ્વ અનિર્વચનીય છે. જગત એટલે કે જગતની અંદર ચાલતા વ્યવહારો મીથ્યા છે. પણ વિશ્વ તો ઈશ્વરનું શરીર છે. વિશ્વ મીથ્યા નથી. વિશ્વ અનિર્વચનીય છે. વિશ્વને સમજ્યા વગર, જો મૂર્ધન્યો, જે પરિબળો સમાજને વિભાજિત કરે છે તેવા પરિબળોને પ્રત્યક્ષ કે પરોક્ષ ઉત્તેજન આપશે તો તે સમાજ માટે ઘાતક બનશે.

સમજી લો. જ્યારે મહાત્મા ગાંધીના વિરોધીઓ હોઈ શકે છે તો મોદીના પણ વિરોધીઓ હોઈ શકે. જેમ ગાંધીજીને વાંચ્યા વગર, પોતાના મનગઢંત માન્યતાઓ અનુસાર ગાંધીજીને ગાળો આપ્યા કરનારાઓ આજની તારીખમાં અસ્તિત્વ ધરાવી શકે છે અને ખૂદને અવિશ્વસનીય સિદ્ધ કરી ખૂદને બદનામ કરે છે, તેવી જ રીતે નરેન્દ્ર મોદીને બદનામ કરવા અમુક મૂર્ધન્યો, અસરકારક તથ્યો સંતાડી “સંત રજનીશમલ” અને “ઓશો આસારામ” જેવા બાવાઓને શોભે તેવા ટૂચકાઓ કહેતા હોય છે. પોતાની પીઠ થાબડતા હોય છે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

કકળાટ, વૃત્તિ કે એજન્ડા

ઘસાયેલો વિષય છે. ખબર નથી આપણા કાંતિભાઈ કટારીયા (ભટ્ટ)ભાઈએ જ્યારે ડીમોનીટાઈઝેશન કર્યું ત્યારે કંઈ લખેલું કે નહીં !!

આમ તો આપણા આ કટારીયાભાઈ “સબબંદરકા વ્યાપારી” છે એટલે લખ્યું તો કદાચ હોય પણ ખરું. પણ અમે તે વખતે ઇન્ડિયામાં ન હતા એટલે આપણા ડીબીભાઈના (દિવ્યભાસ્કરના) નિયમિત સંપર્કમાં રહેતા ન હતા. યુ-ટ્યુબ ઉપર ભારતની ઝી-ન્યુઝ, દૂરદર્શન, ટાઈમ્સ નાઉ (?) સુદર્શન ચેનલ છૂટક છૂટક જોતા હતા.

કકળાટ

જ્યારે આપણે કંઈ પણ લખીએ ત્યારે અમુક શબ્દોની આપણી વ્યાખ્યા લખી દેવી જોઇએ. કકળાટ એટલે જે વસ્તુ તમને તકલીફ આપતી હોય અને જો તમે પત્રકાર હો (કટારીયા) હો તો જો તમને એવું લાગતું હોય કે જાહેર જનતાને અસાધરણ તકલીફ પડે છે તો આ તકલીફને સતત વાચા (પુનરાવર્તનની છૂટ છે) આપ્યા કરવી તેને કકળાટ કહેવાય છે.

વૃત્તિઃ

તમારું જે વલણ હોય છે તે. આ વલણ તમારા અવલોકન, શ્રવણ અને વિચારો ઉપર આધારિત હોય અને તેના પરિણામે તે તમને કાર્યવાહી કરવા પ્રેરે છે તેને વલણ કહેવાય છે.

એજન્ડાઃ

તમારા અન્નદાતા (અહીં આપણે ડીબીભાઈને કટારીયા ભાઈઓના અન્નદાતા કહીશું) કે જેઓની વૃત્તિ તદ્દન પોતાની બુદ્ધિ (તર્ક) ઉપર અધારિત ન હોય પણ પરોક્ષ કે પ્રત્યક્ષ “લડ્ડુ” આપવાની શક્યતા કોની પાસેથી વધુ છે તેના ઉપર ઘડયેલી હોય છે. તેઓ તે પ્રમાણે વર્તતા હોય છે. તેમના વલણને આપણે એજન્ડા કહીશું. કારણ કે સમાચાર માધ્યમનું કામ આમ તો જનતાને કેવળ માહિતિ આપવાનું છે પણ સાથે સાથે માહિતિ છૂપાવવાનું પણ હોય છે. કારણ કે આપણી વૃત્તિ આપણા અન્નદાતાની વૃત્તિ ઉપર આધારિત છે.

જો કે બધા કટારીયા ભાઈઓ કુતર્કમાં માનતા હોય તે જરુરી નથી. કારણ કે સમાચાર માધ્યમોએ પોતે તટસ્થ છે તેવો પણ દેખાવ કરવો જરુરી છે જેથી ભારતના વિશાળ અજ્ઞજનોને અને અલ્પજ્ઞ જનોને  આપણા એજન્ડા પ્રમાણે દોરી શકાય.

આપણા કટારીયા ભાઈએ કદાચ જ્યારે ડીમોનીટાઈઝેશન (વિમુદ્રીકરણ) થયું તે સમયના ગાળામાં તે વિષે અભિપ્રાય ન આપવાનું વલણ લીધું હશે. અને તે યોગ્ય પણ ગણી શકાય કારણ કે, તે સમય, સમગ્ર રીતે વિમુદ્રીકરણને મુલવવા માટે અપરિપક્વ સમય હતો. અને હવે કદાચ વિમુદ્રીકરણને મુલવવાનો સમય પાકી ગયો છે એમ તેઓશ્રી માનતા હોય.

વિમુદ્રીકરણ ના સરકારે ગણાવેલા ફાયદાઓ

10 long term goals of demonetization

કાળાનાણાની ઉપર ઋણાત્મક અસરઃ

જો કે આપણો એજન્ડા કંઈક જુદો હોય તો આપણે આ “ઋણાત્મક” શબ્દનો અર્થ નાબૂદી એવો પ્રચાર કરી શકીએ.

કાળાં નાણાં કોની પાસે છે?

નહેરુવીયન કોંગ્રેસના આંકડાઓ પ્રમાણે ભારતના ૯૫ ટકા માણસોની આવક માસિક આવક રૂ. ૫૦૦૦/- થી ઓછી છે. એટલે એમની પાસે રૂ.૫૦૦/- અને રૂ. ૧૦૦૦/- ની નોટો કેટલી હોય તે કોઈ સંશોધનનો વિષય નથી. કારણ કે ઈન્કમ ટેક્ષ ભરનારાઓની સંખ્યા અર્ધો ટકો પણ નથી. વળી જ્યાં મોંઘવારીની બુમો પડતી હોય તેમાં લોકો પાસે આખરી તારીખે કે અઠવાડીયા પછી કેટલી નોટો બચે તે વિષે સુજ્ઞ જનોએ વિચારવું જોઇએ.

આપણો એજન્ડા અલગ છે તો?

જો આપણો એજન્ડા અલગ હોય અને આપણી વાતને સામાન્ય જનતા માટે અસરકાર રીતે રજુ કરવી હોય તો વિમુદ્રીકરણની અસરોની ચર્ચાને આપણે ભાવનાત્મક બનાવવી અનિવાર્ય છે. આમેય જો ક્ષુલ્લક વાતોને પણ જો આપણે ભાવનાત્મક શબ્દોનો ઉપયોગ કરી રજુ કરતા હોઈએ તો વિમુદ્રીકરણ જેવી ઘટનાની અસરોને તો ભાવનાત્મક શબ્દોમાં રજુ કરવી આપણો ધર્મ બને છે.

ભારતની વાસ્તવિકતા શું છે?

ભારતમાં ૧૫૦૦૦ માણસ દીઠ એક બેંક બ્રાન્ચ આવે. ઘણાને એક કરતાં વધુ બેંક માં પોતાના ખાતાં હોય તેને આપણે અહીં અવગણીએ છીએ. હવે જો એક ટકો માણસ ઈન્કમ ટેક્ષ ભરતો હોય તો તેની પાસે રૂ.૫૦૦/-ની અને રૂ.૧૦૦૦/- નોટો હોય તેમ માની લઈએ તો ૧૫૦ માણસની એવરેજ એક બેંક દીઠ આવે. આપણે આમાં ૧૦૦ ટકાની ક્ષતિ ગણીએ તો પણ ૩૦૦ માણસની એક બેંક દીઠ એવરેજ આવે. હવે જો આઠમી નવેમ્બરથી ડી-મોનીટાઇઝેશન લાગુ કરવામાં આવ્યું હોય એટલે જેઓ પાસે કાળા નાણાં નથી તેમનો ૩૩ ટકા પગાર તો વપરાઈ જ ગયો હોય. આ વાત પણ આપણે અવગણીએ છીએ. આ ઉપરાંત એટીએમ, ક્રેડીટ કાર્ડ ડેબીટ કાર્ડ વિગેરેનો  ઈન્કમ ટેક્ષ ભરનારાઓની દ્વારા થતા ઉપયોગકારોની સંખ્યા પણ આપણે અવગણીએ છીએ. એટલે કોઈ પણ બેંક દીઠ ૩૦૦ માણસની સંખ્યાથી વધે નહીં.

નોટો બદલવા માટે ૫૦ દિવસો આપેલા. એટલે રોજના એવરેજ વધુમાં વધુ ૧૦ માણસ થાય. એટલે લાઈનમાં એવરેજ ૧૦ માણસ થાય. આમાં આપણે વેપારીઓની સંખ્યા ઉમેરીએ.

જો બેંકો ૧૫૦૦૦ વ્યક્તિએ એક હોય તો વેપારીઓની સંખ્યા તેનાથી સોગણી ગણીએ. એટલે કે ૧૫૦ વ્યક્તિએ એક વેપારી એવરેજ થાય. પણ એક ટકા પાસે રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/- ની નોટો હોવાને કારણે, એક દુકાન દીઠ એક બેંકમાં એક દિવસની એવરેજે ૧.૫ વ્યક્તિ લાઈનમાં વધે. હવે જો વેપારી દશ દિવસે એક વાર બેંકમાં પૈસા જમા કરાવતો હોય તો એક બેંક દીઠ રોજની લાઈનમાં ૧૫ વ્યક્તિ વધે. એટલે કે ૨૫ માણસની લાઈન બેંકમાં થાય તે પણ ક્યારે કે બધા જ માણસો ૧૦ વાગે બેંકમાં આવી જાય તો.

પણ આપણને બેંક દીઠ ૨૫થી વધુ વ્યક્તિઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી. તેનો અર્થ એમ થયો કે મોટા ભાગના લોકો, બીજા માટે લાઈનમાં ઉભારહ્યા હતા એટલે કે બીજાની રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/-  નોટો બદલાવવા ઉભા હતા.

જેઓ પોતાના કાળાંનાણાંની રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/- ની નોટો બદલાવી પડે તેમાં કોણ કોણ આવી શકે.

બીલ્ડરો, જેમણે પોતાની સ્થાવર મિલ્કત કાળાં નાણાંમાં આંશિક રીતે વેચી હોય તેવી વ્યક્તિઓ, અમુક વેપારીઓ, અમુક હોટલના માલિકો, સરકારી અધિકારીઓ, ડોક્ટરો, ખાનગી ચિકિત્સાલયો, કંપનીના અધિકારીઓ, ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ અને મોટાપાયે ટ્યુશન ચલાવનારી સંસ્થાઓ, અને રાજકીય પક્ષોના હોદ્દેદારો અને ચૂંટાએલા જનપ્રતિનિધિઓ.

નોટો બદલવા માટે જે લાંબી લાઈનો લાગેલી તેમાં ઉપરોક્ત પ્રકારની વ્યક્તિઓના માણસો લાઈનમાં ઉભા હતા.

એમ કહી શકાય કે ટકાવારી પ્રમાણે દોઢ થી બે ટકા ઓછી નોટો આવી. એટલે કે રીઝર્વ બેંકે ચલણમાં જેટલી રૂ.૫૦૦/-ની અને રૂ. ૧૦૦૦/-ની જે ચલણી નોટો બજારમાં મૂકી હતી તેની મોટાભાગની નોટો બેંક પાસે પાછી આવી ગઈ. એટલે આપણા કટારીયાભાઈ નું માનવુ/મનાવવું છે કે કાળું નાણું નજીવું જ ચલણમાંથી બહાર થઈ ગયું. માટે આ તો ખોદ્યો પહાડ અને કાઢ્યો ઉંદર એમ જ થયું.

જો કે એક વાત આપણા સમાચાર માધ્યમોના સુજ્ઞ જનો ભૂલી જાય છે.

કઈ વાત આપણા સુજ્ઞજનો ભૂલી જાય છે?

ધારો કે ૪૮ લાખ કરોડની નોટો સરકારે છાપી હતી. અને ૪૮ લાખ કરોડથી ઓછી નોટો આવે તો તો એમ કહી શકાય કે કમસે કમ જેટલી કિમતની નોટો ઓછી પાછી આવી તેટલું કાળું નાણું નષ્ટ થયું.  પણ ધારોકે ૪૮ લાખ કરોડની રૂ. ૫૦૦/- ની ચલણી નોટોને બદલે ૫૦ લાખ કરોડની કિમતની રૂ. ૫૦૦/- નોટો પાછી આવી હોત તો?

જો આવું થયું હોત તો?

કેટલાક વિદ્વાનો કૂદીકૂદીને કહેત કે આ તો બનાવટી નોટો સરકારે બદલી દીધી.

આ તો થઈ કાળાંનાણાં બદલાવવા માટેની લાઈનો વિષે. પણ બનાવટી નોટોનું શું? શું બનાવટી નોટો બદલાવવામાં આવી નથી?

બનાવટી નોટોની કથા (કથા એટલે હકિકત)

૨૦૦૪માં નવી આવેલી નહેરુવીયન કોંગ્રેસે રૂ.૫૦૦/- ની ચલણી નોટો છાપવાનું ગ્લોબલ ટેન્ડર ફ્લોટ કરેલ. ટેન્ડર એ કંપનીનું માન્ય રાખવામાં આવેલ જે કંપની બીજા કેટલાક દેશોમાં બ્લેક લીસ્ટ થયેલી કારણ કે તેના સંબંધો આતંકવાદી સંસ્થાઓ સાથે હતા. વળી આ ચલણી નોટોની ખરાઈ કરવાના મશીનોનો કોન્ટ્રાક્ટ પણ એ જ કંપનીને આપવામાં આવેલો.

એટલે આ તો એવું થયું કે ઈન્દિરા ગાંધીને સંજયગાંધીની મારુતિ ગાડીનું કૌભાન્ડ તપાસવાનું કામ પોતાને હસ્તક લીધું. પછી ઇન્દિરા ગાંધી કહે કે “સંજય તો નિર્દોષ છે. જો સંજય ગાંધીનો દોષ હોત તો મેં એને સજા કરી હોત!! મેં તેને કશી સજા કરી નથી તેથી જ સિદ્ધ થાય છે કે સંજય ગાંધી નિર્દોષ.” વળી તેણી ઉમેરત કે “શું હું જુઠું બોલું છું? એક મહાન દેશના વડાપ્રધાન ઉપર આક્ષેપો કરતાં તમને શરમ નથી આવતી?”

એટલે કે કોઈ આપણને બેશર્મ કહે તે પહેલાં જ આપણે તેને બેશરમ કહી દેવો. આ ઈન્દિરાઈ કોંગ્રેસની પ્રણાલી છે.

બનાવટી નોટોની વ્યાપકતા

રૂ. ૫૦૦/-ની બનાવટી નોટોની  વ્યાપકતા એટલી બધી હતી કે રાષ્ટ્રીયકૃત બેંકોના એટીએમમાંથી પણ બનાવટી નોટો નિકળેલી. ઉપરોક્ત નોટોના ખરાઈ કરનારા મશીનો નોટોની “૧૬” જાતની ખરાઈ ચેક કરતા. જ્યારે વાસ્તવમાં ૧૮ થી ઉપર ખરાઈ ચેક કરવાની ક્ષમતા મશીનમાં હોવી જોઇએ. આ બાબત અમેરિકાની એક કંપનીને જ્યારે ખરાઈ ચેક કરવા આપી ત્યારે બહાર આવેલી.

આપણે સુપેરે જાણીએ છીએ કે નહેરુવીયન કોંગ્રેસ સરકારે ઓગણીશો નેવુંમાં નિમેલી એક કમીટીના રીપોર્ટ પ્રમાણે પોલીસ, રાજકીય પક્ષના નેતાઓ, અને અસામાજીક તત્વો વચ્ચે સાંઠગાંઠ છે. આપણે જાણીએ છીએ કે એન્ડરસન અને કવૉટ્રોચી કેવી રીતે સરળતા પૂર્વક ભાગી ગયા હતા.

સુજ્ઞજનો જ નહીં પણ સામાન્ય કક્ષાનો વ્યક્તિ પણ આવી ઘટનાઓ સમજે છે. એટલે સરકારી બેંકોના એટીએમમાંથી બનાવટી નોટો નિકળે તેમાં બનાવટી નોટો ઘુસાડ્યાની બાબતમાં કયા પક્ષની સંડોવણી હોઈ શકે તેનું આનુમાન કરી શકાય છે. અલબત્ત નહેરુવીયન કોંગ્રેસ આવી જવાબદારીમાંથી છટકી ન જ શકે. તેણે કેટલા પૈસા બનાવ્યા તે સંશોધનનો વિષય છે.

ટૂંકમાં બનાવટી નોટો પણ બેંકોએ બદલી આપી હશે જ તેમાં શક ન કરવાનું કોઈ કારણ નથી. પણ જે બનાવટી નોટો કાળાંનાણાંવાળા બદલાવી ન શક્યા તેને નફો ગણવો જોઇએ. આતંકવાદીઓ ખાસ કરીને કાશ્મિરના આતંકવાદને પોષકનારા દેશી વિદેશી તત્વો અને નક્ષલવાદી માર્ક્સવાદીઓને સહાય કરનારા તત્વો ને બહુ મોટો ફટકો પડ્યો છે.  

બે લાખ બોગસ કંપનીઓઃ

એન.જી.ઓ. ઉપર તવાઈ આવી એ ઉપરાંત આશરે બે લાખ કંપનીઓ બનાવટી માલુમ પડી છે અને તેમનું રજીસ્ટ્રેશન રદ થયું. હવે આ બધાની તપાસ ચાલુ છે. એ ઉપરાંત આટલા જ કે તેથી વધુ લેવડ દેવડ કરનારા શંકામાં આવ્યા છે અને તેમની ઉપર તપાસ ચાલુછે. હવાલા કાંડોની તપાસ પણ ચાલુ છે.

બોગસ કંપનીઓ વિષે સરકારને પહેલાં કેમ ખબર ન પડી?

(જો કે આ મુદ્દો કટારીયા ભાઈએ ઉઠાવ્યો નથી.)

બેનામી પાસપોર્ટ, બેનામી પાનકાર્ડ  અને બેનામી વ્યક્તિને નામે સ્થાવર મિલ્કત હોવી એ આપણા દેશમાં એક સામાન્ય વાત છે. નહેરુવીયન કોંગ્રેસે સ્થાપેલી સીસ્ટમ અને અધિકારીઓના સંસ્કાર જ એવા છે કે “ગાંધી-વૈદ્યનું” સહીયારું અને “ચોર-કોટવાલ”નું સહિયારું એવો ઘાટ છે. જો આ બાબત માટે તપાસ કરવાનું કામ પહેલાં કરવામાં આવ્યું હોત તો તે કામ સરકારી ગધેડાઓને ઉપર હાથીનો બોજ ઉપાડવાનું કહ્યા બરાબર હતો. જ્યારે ૯૫ ટકા તંત્ર બગડેલું હોય ત્યારે તેની ખરાઈ કરવી કરવી પણ મુશ્કેલ બને છે. પણ હવે જે કિસ્સાઓ સામે આવ્યા તે બેંકો દ્વારા ગળાઈને આવ્યા છે. એટલે હવે તપાસ સરળ રહેશે.

તો હવે જેઓ નોટો બદલાવવાની લાઈનોમાં મરી ગયા તેમનું શું?

તેમજ

નરેન્દ્ર મોદીએ કહેલ કે “અમે કાળું નાણું લાવીશું અને દરેકના ખિસ્સામાં પંદર લાખ મૂકીશું તેનું શું?

જો કે નરેન્દ્રભાઈએ આ શબ્દો વાપર્યા નથી. પણ તેમણે એક ધારણા પ્રમાણે કાળાંનણાંના જત્થાનો અંદાજ આપેલો કે એક વ્યક્તિને ભાગે ૧૫ લાખ રૂપીયા આવે. પણ આ બધાં નાણાં ચલણી નોટોમાં છે તે તો વિપક્ષીનેતાઓનું ખાસ કરીને રાહુલ ગાંધીનું અર્થઘટન છે.

જો ઉપરોક્ત કથનને મહત્વ ન આપીએ તો આપણે જોયું કે કાળાંનાંણાંવાળાઓએ ૫% કે જે કંઈ હોય તે, કમીશનને આધારે પોતાના માણસોને નોટો જમા કરાવવા/બદલાવવા મોકલેલ. આ માણસોએ પોતાના ખાતાં ન હોય તો ખોલાવીને તેમાં જમા કરેલ ને પછી તેમના અન્નદાતાઓને પરત કરેલ.

આ બધા આમ તો વફાદાર હતા એટલે તેમણે નાણાં પરત કર્યાં. પણ એક વખતતો તેમના ખિસ્સામાં બે/ત્રણ લાખતો આવી ગયા જ કહેવાય. હવે તેઓ જો આવા આવી ગયેલા પૈસાને પરત કરે તો “બિચારા મોદીકાકા શું કરે?”   

આપણા કટારીયા ભાઈએ, કેટલા માણસો લાઈનમાં લાગવાને કારણે મરી ગયા તેના કોઈ આંકડા આપ્યા નથી. આપણી પાસે બોગસ આંકડા પણ નથી. તેમજ કેજ્રીવાલે કે કોઈ કોંગી નેતાએ કે પોતાને લોકાભિમુખ માનનારા બીજા કોઈપણ નેતાએ કૉર્ટમાં પીઆઈએલ (જનહિતની અરજી) ફાઈલ કરી નથી. એક વૃદ્ધભાઈ મરી ગયેલ પણ તેમના જ સુપુત્રે કહેલ કે તેમનું મૃત્યુ લાઈનમાં ઉભા રહેવાને કારણે થયું ન હતું.   

તમે તટસ્થ ક્યારે કહેવાઓ?

તમે જો ગટરના કીડા હો તો ફક્ત ગટરની જ વાત કરો. જો તમે તટસ્થ હો તો, અને જો તમે સુજ્ઞ હો તો તમારે “બનાવટી ચલણી” નોટોની વાત પણ કરવી જોઇએ. જે બોગસ કંપનીઓ પકડાઈ હોય તેની પણ વાત કરવી જોઇએ. હવાલા મારફત આતંકવાદીઓના સબંધીઓ ઉપર તવાઈ આવી છે તેની વાત પણ કરવી જોઇએ. આ બધા કંઈ તમારી માટે અજાણી વાતો નથી. જો તમે આ બધી વાતોને છૂપાવો એટલું જ નહીં પણ ઉપરોક્ત દુષણોનું નિર્મૂલન કરવાના ઉપાયો પણ ન સૂચવો તો તમારામાં અને નેશનલ કોન્ફરન્સ અને માંદી ધર્મ નિરપેક્ષવાદી નેતાઓમાં ફેર શો? આ નેતાઓ કે જેઓ એક પત્થરબાજને સુરક્ષાદળોએ જીપ ઉપર બાંધ્યો તે ઘટના ઉપર કૂદી કૂદીને બોલે, પણ હજારોની સંખ્યામાં કતલ થયેલા કાશ્મિરી હિન્દુઓ અને લાખોની સંખ્યામાં બેઘર કરવામાં આવેલા કાશ્મિરી હિન્દુઓ વિષે મૌન ધારણ કરે. એટલું જ નહીં પણ દશકાઓ સુધી રાજ કર્યા પછી પણ તેમને એવી નિરાધાર સ્થિતિમાં જ રાખે અને નિસ્ક્રીય રહે. જો તમે આવા હો તો તમારા માટે દુનિયાની બધી જ ગાળો યોગ્ય છે.

આ કટારીયા ભાઈએ કરેલો “ગરીબની હાય” શબ્દ પ્રયોગ ભ્રામક અને હાસ્યાસ્પદ છે.

જો અમારા જેવા ખાધે પીધે સુખી એવા નિવૃત્ત ઉંમર લાયક ની વાત કરીએ કે અમારા જેવાના કમાતા ધમાતા સંતાન અને સન્માર્ગે જ ચાલનારાની વાત કરીએ તો મને કદી પગારમાં ૫૦૦ની નોટ મળી નથી. પેન્શન ખાતામાં જમા થાય છે. જ્યારે નોટબંધી થઈ ત્યારે અમે ઈન્ડિયામાં ન હતા. ઉંમરને કારણે જે કંઈ રોકડા રાખેલા તે પંદરેક નોટો અમે બેંકમાં ડીસેમ્બરના પહેલા અઠવાડીયામાં જમા કરાવેલી. યુબીઆઈમાં કશી જ ભીડ ન હતી. અમે તો એક ટકામાં આવીએ. અમારા કોઈ સગાંઓને પણ તકલીફ પડી ન હતી. તેમાં ઘણા લોકો ધંધાદારી પણ છે.

તમને તકલીફ પડી? તો તમે ખેડૂતોનું નામ લો, જાટનું નામ લો, પાટીદારોનું નામ લો, ગરીબોનું નામ લો, રોજે રોજનું ખાનારાઓનું નામ લો ….  આવા બધાનું નામ લેવાની ફેશન છે. ફક્ત તમે તમારું નામ ન લો.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

આત્મવત્‌ સર્વભૂતેષુ યઃ પશ્યતિ સઃ પંડિતઃ

(જે બધાને પોતાના જેવા જુએ છે તે પંડિત છે)

Read Full Post »

દેશપ્રેમ, ભ્રમણાઓ અને ઝનૂનો

પોતાને (મૂર્ધન્યોને અને કટારીયાઓને) બકાત રાખી બાકીની સમગ્ર જનતાની નિંદા કરવી તેને આપણે આત્મનિંદા કહીશું. આત્મનિંદા એ એક ફેશન છે અને આ ફેશન મૂર્ધન્યોની અને કટારીયાઓની વૈચારિક સ્વયંપ્રમાણિત પ્રગતિશીલતાની નિશાની છે.

સમાજની માનસિકતાને મૂલવવી એ અજ્ઞ આંધળાઓ દ્વારા હાથીને સમજવા જેવી છે. જ્યારે સુજ્ઞ (કેટલાક મૂર્ધન્યો અને કટારીયા લોકો) લોકો સમાજને મુલવવાનો પ્રયત્ન કરે છે ત્યારે પ્રમાણભાન અને પ્રાથમિકતા અને સંદર્ભને સમજવાનો પ્રયત્ન કરતા નથી.

કેટલાક મૂર્ધન્યો અને કટારીયાઓ દ્વારા કહેવામાં આવે છે કે “ભારતવાસીઓ દંભી છે, ઝનુની છે, અપ્રામણિક છે, વાસ્તવમાં દેશપ્રેમી નથી, પ્રાંતવાદી છે, ભાષાવાદી છે, વિરોધી વિચાર પ્રત્યે અસહિષ્ણુ છે, જ્ઞાતિવાદી છે … .”

જો કે આ બધાં જે વિશેષણો વપરાયા તે ખાસ કરીને હિન્દુઓના સંદર્ભમાં જ છે એવો સંદેશ છે. ભારતની અને તે પણ ખાસ ભારતની હિન્દુ જનતા જે ૮૦ ટકા વસ્તી ધરાવે છે તેનું સમાજમાં પ્રતિબિંબ પડતું હોય તેને સહજ માનવું જોઇએ, અને તેને વસ્તીના પ્રમાણમાં મૂલવવી જોઇએ.

કોણ કોને બહેકાવી રહ્યું છે?

ભારતીય હિન્દુઓ કઈ દિશામાં જઈ રહ્યા છે? ભીન્ન ભીન્ન પક્ષના રાજકારણીઓ તેમને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે? જે તે દિશામાં સમાજને લઈ જવામાં ભીન્ન ભીન્ન રાજકીય પક્ષોનું કેટલું યોગદાન છે? આ રાજકીય પક્ષોની પ્રાથમિકતા કઈ છે તેમજ સમાજની સંરચનામાં કયા પરિબળો ભાગ ભજવી શકે છે અને ભજવે છે? આ સઘળી વાતોના ઉત્તરોને આપણે અવગણી ન શકીએ.

સમાજનું ચારિત્ર્ય કોણ ઘડે છે?

ગાંધીજીએ તેમને મરતા શિખવ્યું હતું

ઉત્પાદન અને વહેંચણીના તંત્ર દ્વારા સમાજનું ચારિત્ર્ય ઘડાય છે. ઉત્પાદન અને વહેંચણીનું તંત્ર કોણ બનાવે છે? ઉત્પાદન અને વહેંચણીનું તંત્ર કેન્દ્ર સરકાર ઘડે છે. કેન્દ્રમાં નહેરુવીયન કોંગ્રેસે ૨૫ વર્ષ સંપૂર્ણ ૨/૩ બહુમતી થી રાજ કર્યું. તેમાં પણ ૧૮ માસ તો મનમાની રીતે રાજ કર્યું. ૧૫ વર્ષ સૌથી મોટા પક્ષ તરીકે રાજ કર્યું. આ પક્ષે ભારતીય જનતાનું ચારિત્ર્ય ઘડવામાં સિંહ ફાળો આપ્યો છે તેને આપણે અવગણી ન શકીએ.

ભારતીયો દંભી છે?

જ્યારે જનતાનો મોટો ભાગ અભણ હોય, બેકાર હોય  અને ગરીબ હોય ત્યારે તેમના માર્ગદર્શક કોણ હોય છે? સુજ્ઞ જનો, મૂર્ધન્યો અને સમાચાર માધ્યમો અને રાજકારણીઓ તે પણ ખાસ કરીને સત્તાધારી પક્ષના નેતાઓ તેમના માર્ગદર્શક હોય છે. જો તમે દંભી વ્યક્તિઓની સૂચી બનાવો તો આ વાત તમને આપો આપ સમજાઈ જશે. એટલે આપણે તેનું પુનરાવર્તન નહીં કરીએ. જનતામાં રહેલા દેશપ્રેમી તત્વને આપણે અલગ રીતે ચર્ચીશું.

ભારતવાસીઓ ઝનૂની છે?

ઝનૂન ઘણી જાતના હોય છે. એક ઝનૂન સ્વયંભૂ હોય છે. એક ઝનૂન ગેરસમજૂતી થી ઉત્પન્ન થયું હોય છે એટલે કે અફવાઓથી પેદા થયેલું હોય છે. એક ઝનૂન પ્રતિક્રિયાના રુપમાં હોય છે. પશ્ચિમ પાકિસ્તાનમાંથી હિન્દુઓની જે હકાલપટ્ટી થઈ તેને આપણે મુસ્લિમોના ધાર્મિક ઝનૂન સાથે સરખાવી શકીએ. આ ઝનૂન મુસ્લિમોએ કરેલું સ્વયંભૂ ઝનૂન હતું. ૧૯૪૭ થી ૧૯૪૮ સુધીના સમયગાળામાં અફવાઓ દ્વારા પ્રતિક્રિયાત્મક ઝનૂને ભાગ ભજવ્યો હશે. પણ તે પછી ત્યાંની સરકારના આ ઝનૂનને આશિર્વાદ મળ્યા હતા અને મળ્યા છે. અને તેનું કારણ આજ સુધી ચાલી રહેલી પાકિસ્તાનમાંથી હિન્દુઓની હિજરત છે, આ ઝનૂનને આપણે પ્રતિકારાત્મક ઝનૂન ન કહી શકીએ. પૂર્વપાકિસ્તાન અને બંગલાદેશમાંથી હિન્દુઓની હિજરત પણ આવી જ છે. મુસ્લિમોના ઝનૂનની સામે હિન્દુઓનું ઝનૂન શૂન્ય બરાબર કહેવાય.

કાશ્મિરમાં હિન્દુઓની કત્લેઆમ કરી અને લાખોની સંખ્યામાં હિજરત કરાવવી, એ કાશ્મિરી મુસ્લિમોના ઝનૂનને, ભારતભરના મુસ્લિમોએ મૂક સંમતિ આપી છે. આ ઘટનાઓને તેના પ્રમાણના સંદર્ભમાં જોતાં સમાચાર માધ્યમોના કટારીયાઓએ, નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ મૌન ધારણ કરી મૂક સંમતિ આપી એમ જ કહી શકાય. આવા વલણની પાછળ તેમની મુસ્લિમોને થાબડભાણા કરવાની નીતિ જવાબદાર છે.

ગૌહત્યા વિરુદ્ધના હિન્દુઓના ઝનૂન વિષે શું કહીંશું?

શું એકના ઝનૂનની પ્રતિક્રિયાના રુપે ઉત્પન્ન થયેલા બીજા ઝનૂનને વ્યાજબી ઠેરવી શકાય?

ના જી.

અસામાજીક તત્વો અને ઝનૂની લોકો બધા જ ધર્મોમાં હોય છે. સવાલ ફક્ત પ્રમાણનો છે. સદભાગ્યે બીજેપી શાસિત સરકારોએ કાયદો અને વ્યવસ્થાને લગતા પગલાં લીધા છે અને પોતાની નીતિ-રીતિ સ્પષ્ટ કરી છે. સરકારે લીધેલા પગલાઓનું સમાચાર પત્રોએ વિવરણ કરવું જોઇએ અને તેના ઉપર નિરીક્ષણ કરી તેનો અહેવાલ સતત આપતા રહેવું જોઇએ. જનતંત્રમાં સરકારને સુધારવાનું આ એક પરિબળ છે. ભૌગોલિક વિસ્તારોમાં જ્યાં હિન્દુઓ લઘુમતિમાં હોય અને તેમને બહુમતિમાં રહેલી લઘુમતિ તરફથી જો કનડગત થતી હોય તો તેના વિવરણ પણ સમાચાર પત્રોમાં આવવા જોઇએ. સમાચાર માધ્યમોના માપદંડ સમાન હોવા જોઇએ. પણ આવું નથી. કેરેનામાં, કેરાલાના, મદ્રાસના, આંધ્રના, કર્નાટકના અને પશ્ચિમ બંગાળના અમુક વિસ્તારોમાં અને પૂર્વોત્તર રાજ્યોમાં જ્યાં લઘુમતિ પોતે બહુમતિમાં હોય છે અથવા તો તે અસામાજિક રીતે બહુમતિમાં હોય છે અને જો તે હિન્દુઓને કનડતી હોય છે તો તેના વિવરણો તો શું સમાચારો પણ આવતા નથી સિવાયકે કોઈ સંસદ તે અંગે પ્રશ્ન કરે ત્યારે જનતાને ખબર પડે છે કે આવું કશુંક થયું છે. વાસ્તવમાં આ સમસ્યાને કાયદો અને વ્યવસ્થાની ગણવી જોઇએ.

મૂર્ખ કે બેવકુફ નેતાઓ કે આત્મકેન્દ્રીઓ ફક્ત નહેરુવીયન કોંગી સમાજમાં જ હોય છે તેવું નથી. મોટાભાગની સંસ્થાઓમાં આવા નેતાઓ હોય છે. તેઓ જાણે અજાણે એવા ઉચ્ચારણો કરતા હોય છે કે સમાચાર માધ્યમો અને આ નેતાઓના  વિરોધીઓ ચગાવી શકે છે. મોહન ભાગવત ક્યારેક ક્યારેક એવા ઉચ્ચારણો કરે છે કે તેને બીજેપી વિરોધીઓ ચગાવી શકે છે. બીજેપીના જન્મજાત વિરોધીઓ કોણ છે તે આપણે જાણીએ છીએ. એવું પણ બને કે કે મોહન ભાગવતના નિવેદનનો અર્થ કોઈ જાતિવિશેષ માટે ન હોય પણ મારી મચડીને  તેમના ઉચ્ચારણનું લાગતા વળગતા નેતાઓ જાતિ વિશેષને સાંકળીને અર્થઘટન કરે છે. જેમ કે “જ્ઞાતિ આધારિત અનામતની અસરોની ફેરવિચારણા કરવી જોઇએ”, “ભારત માતાની જય બોલવાનું પણ હવે શિખવાડવું પડે છે”, આ બધા આમ તો સામાન્ય પ્રકારના “બાવાઓ બોલે” એવા ઉચ્ચારણો છે. પણ કારણ કે, તેમની સંસ્થા હિન્દુધર્મ સાથે સંકળાયેલી છે અને બીજેપીની તથા કથિત મત બેંક છે તેટલે તેને હદબહાર ચગાવી “પ્રધાનમંત્રી સ્પષ્ટીકરણ કરે” એવી માગણી પણ ચગાવવામાં આવે છે. કેટલાક જાતિગત નેતાઓ તો આવા કોઈ ઉચ્ચારણોની રાહ જ જોતા હોય છે. કારણકે તેમને સમાચાર માધ્યમો દ્વારા પ્રસિદ્ધિ મેળવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થતો હોય છે. સમાચાર માધ્યમો પણ આ માટે ટાંપીને બેઠા હોય છે. “મેરા ગલા કાટોગે તો ભી મૈં ભારતમાતાકી જય બોલુંગા નહીં”….. “મૈં કોઈ ભી હાલતમેં જયશ્રી રામ બોલુંગા નહીં….” વાસ્તવમાં જુઓ તો આવા કોઈ મુદ્દા જ હોવા ન જોઇએ. આવા મુદ્દાઓ જો ચર્ચવા હોય તો શૈક્ષણિક હેતુ માટે અનામત રાખવા જોઇએ. પણ મુસ્લિમ નેતાઓ પોતે હિન્દુઓથી અલગ છે અને પોતે આળા પણ છે તે લક્ષણ પ્રદર્શિત કરવા આતુર હોય છે. રામને ઈશ્વર માનવા તે હિન્દુઓ માટે પણ અનિવાર્ય નથી. પણ જયશ્રી રામ કહેવાથી રામ ને ઈશ્વર માન્યા તેવું સિદ્ધ થતું નથી. રામ એ ભારતનું એક મહાન ઐતિહાસિક પાત્ર છે. જેમ શિવાજી છે, જેમ મહાત્મા ગાંધી છે તેમ રામ છે. “રામના વિચારોનો જય હો, કે રામનો જય હો, કે રામદ્વારા કે રામના સિદ્ધાંતો દ્વારા અમારો જય હો…” આમાં કશું વિરોધ કરવા જેવું નથી, કે કમસે કમ પ્રસિદ્ધિ આપી ચગાવવા જેવું નથી. પણ એક મુસ્લિમ નેતાએ જયશ્રી રામ કહ્યું એટલે મુસ્લિમ ધર્મ ગુરુએ ફતવો જારી કરી પોતાના ધર્મના લોકો કેટલા આળા છે તેનું પ્રદર્શન કર્યું.

તમે કોઈની નજીવી તથા કથિત ભૂલોને દરગુજર ન કરો અને તેને ચગાવો તે શું દેશપ્રેમ છે? સમાચાર માધ્યમોએ સમાચારોને સંવેદનશીલ શબ્દોમાં ગોઠવવામાંથી બચવું જોઇએ. ભાષા ઉપર બળાત્કાર ન થવો જોઇએ. દેશને વિભાજિત કરવો એ દેશપ્રેમ નથી.

પ્રદેશ દ્વારા અને ભાષા દ્વારા વિભાજન

ભાષાવાર પ્રાંત-રચના (રાજ્ય રચના) કરવાનો ગાંધીજીનો હેતુ એ હતો કે જે તે પ્રદેશનો વહીવટ, તે પ્રદેશની આમજનતાની ભાષામાં થાય અને આમ જનતા વહીવટમાં હિસ્સો બની શકે. શિક્ષણનું માધ્યમ પણ આમ જનતાની જ ભાષા હોય. ગાંધીજીને એ ખ્યાલ પણ હતો કે બીજા પ્રદેશોના લોકો કોઈ એક પ્રદેશમાં પોતાનું પ્રભૂત્ત્વ સ્થાપી શકે છે. જો આવું થાય તો જે તે પ્રદેશની આગવી ઓળખ જાળવી ન શકાય. દરેક રાજ્યની પોતાની સંસ્કૃતિ અને પ્રણાલીઓ હોય છે. એટલે તેને જાળવવી જોઇએ. ગુજરાતમાં ગુજરાતી સંસ્કૃતિ અને મહારાષ્ટ્રમાં મરાઠી સંસ્કૃતિનું રક્ષણ થવું જોઇએ. એટલે કે ભૂમિપૂત્રોને માટે આરક્ષણ હોવું જોઇએ. આવા આરક્ષણનું પ્રમાણ યથા યોગ્ય રીતે નક્કી કરવું જોઇએ. જો તમે કોઈ એક પ્રદેશમાં કાયમી વ્યવસાય કે રાજ્યની નોકરી કરવા જાઓ તો તમને તે પ્રદેશની ભાષા આવડવી જોઇએ. આ ભાષાની કક્ષા બારમા ધોરણ જેટલી હોવી જોઇએ.

જ્યારે કોઈ એક નગર અમુક હદથી વધુ વિકસી જાય ત્યારે સ્થાનિક લોકો જોઈતા પ્રમાણમાં મળતા નથી. ક્યારેક એવું પણ હોય કે કોઈએક પ્રદેશમાં બહારના લોકોએ જ તે શહેરને વસાવ્યું હોય અને પહેલેથી જ સ્થાનિક લોકો લઘુમતિમાં હોય. ભાષાવાર પ્રાંતરચના  ગ્રામ્યવિસ્તારોને આધાર લઈને નક્કી કરવામાં આવેલી. આ કારણથી મુંબઈ મહારાષ્ટ્રને મળેલું. જ્યારે મુંબઈના દ્વિભાષી રાજ્યનું વિભાજન થયેલ ત્યારે એવું નક્કી થયેલ કે “મુંબઈનું પચરંગીપણું” જાળવી રાખવામાં આવશે. પણ નહેરુવીયન કોંગ્રેસે આ વચન નિભાવ્યું નથી. જ્યારે આમ જ હોય, તો શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના કે જેની રચના, ભાષાકીય ભેદભાવ ઉત્પન્ન કરી મતબેંક માટે જ થઈ હોય, તે તો આવું વચન નિભવવામાં માને જ ક્યાંથી.

૧૦૦ વર્ષ પહેલાં મુંબઈમાં દુકાનોના અને રસ્તાઓના નામ ગુજરાતીમાં હતા. રેલ્વે સ્ટેશનના બોર્ડ પણ અંગ્રેજી ઉપરાંત ગુજરાતીમાં લખેલા જોવા મળતાં હતાં.

પણ હવે?

મરાઠીભાષાની લિપિ દેવનાગરી છે તેમ છતાં પણ રેલ્વે સ્ટેશનના નામ દેવનાગરીના જુદા ફોન્ટ વાપરી, તેને મરાઠીમાં ખપાવી, ગુજરાતી ભાષાને લુપ્ત કરી દીધી છે. દુકાનોના બોર્ડ જે ક્યાંક ક્યાંક ગુજરાતી લિપિમાં જોવા મળતા હતા તેમાં પણ હવે આ મરાઠી નેતાઓને વાંધો પડવા માંડ્યો છે.

જો વાસ્તવમાં જોઇએ તો મહારાષ્ટ્રની મરાઠીભાષી આમજનતા અને ખાસ કરીને ભણેલી જનતા આવી નથી. પણ તેની જે નેતાગીરી છે તે આવી સંકૂચિત છે. સંકૂચિત હોવું એ નબળા મનની નિશાની છે અને સંકૂચિત મનવાળી વ્યક્તિ સૌ પ્રથમ ભ્રષ્ટ થાય છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે શિવસેનાએ અને એમએનએસે પોતે દેશપ્રેમી થવાની જરુર છે. “નરેન્દ્ર મોદીએ આમ કરવું જોઇએ અને નરેન્દ્ર મોદીએ તેમ કરવું જોઇએ” એવા દેકારા પડકારા કરવાથી દેશપ્રેમ સિદ્ધ થતો નથી.  જેમ દેશમાં અનેક ધર્મ હોય છે તેમ દેશમાં અનેક ભાષા હોય છે. જેમ બીજા ધર્મો પ્રત્યે આદાર હોવો જોઇએ તેમ બીજી ભાષા પ્રત્યે પણ આદર હોવો જોઇએ. જો તમે બીજી ભાષાનો અનાદર કરો તો તમારી દેશભક્તિમાં સાચે જ કચાસ છે.

જો કે આ બંને ભાષાના ઝનૂનપક્ષો કોંગ્રેસની પહેલાં નષ્ટ પામી જશે.

નબળા મનની ગુજરાત નહેરુવીયન કોંગ્રેસ

૧૯૭૨માં ચિમનભાઈ પટેલનો “પંચવટી”વાળો કિસ્સો પ્રપંચવટી તરીકે ઓળખાયો હતો. આ સમયમાં ઇન્દિરા ગાંધીનો ચડતો સિતારો હતો. જેમ પાકિસ્તાનની રચના જુઠાણા ઉપર થઈ છે તેમ ઇન્દિરાગાંધીના કોંગ્રેસ (આઈ) એટલે કે કોંગીની રચના જુઠાણા ઉપર થઈ હતી. રાષ્ટ્રપતિ પદના કોંગ્રેસના ઉમેદવાર સંજીવરેડ્ડી હતા. પણ ઇન્દિરા ગાંધીને તે પસંદ ન હતા. એટલે તેમણે વીવી ગિરીને ઉભા કરેલ અને પક્ષમાં “અંતરાત્માના અવાજ પ્રમાણે” મત આપવો એ શબ્દ પ્રયોગ કરી વીવી ગિરીનો પ્રચાર કરેલ. વીવી ગિરી જીતી પણ ગયા હતા. આવા અંતરાત્માઓથી નહેરુવીયન કોંગ્રેસ ફાટ ફાટ થાય છે. ૧૯૪૬માં નહેરુએ પોતે ખૂદ પોતાના અંતરાત્માના અવાજને માન આપીને વડાપ્રધાન પદની દાવેદારી કરી હશે. ઇન્દિરા ગાંધીના સમયમાં આ રોગે બધી સીમાઓ પાર કરી દીધી. ચિમનભાઈ પટેલે પોતાના વિધાનસભ્યોને પંચવટી ફાર્મમાં હરણ કરી રાખ્યા હતા. એ પછી આપણા શંકરસિંહે ધારાસભ્યોના હરણ કરી ખજુરાહોમાં રાખ્યા હતા. હાલમાં ગુજરાતના નહેરુવીયન કોંગ્રેસના વિધાનસભાના સદસ્યોને શક્તિસિંહ ગોહેલે બેંગલોર નજીકના કોઈ રીસોર્ટમાં હરણ કરી રાખ્યા છે. “અપહરણ” શબ્દ આપણે નથી વાપરતા. કારણ કે સીતાનું હરણ થાય તો તેને સીતાનું અપહરણ થયું એમ કહેવાય. પણ સુભદ્રાનું હરણ થાય તો તેને સુભદ્રાનું અપહરણ થયું એમ ન કહેવાય.  અપહરણમાં પરસ્પર પ્રેમની ભાવના હોતી નથી. હરણમાં પરસ્પર પ્રેમની ભાવના હોય છે.  પણ ઉપરોક્ત નહેરુવીયન કોંગ્રેસી હરણોમાં પરસ્પર પ્રેમની ભાવના તો નથી પણ હરણ પામેલા આત્માઓ તેમના “અંતરાઅત્માના અવાજ પ્રમાણે” રાજસભાની ચૂંટણીમાં મતદાન કરશે તો …? આ ભય છે.

આમ તો આમાં બે બાપુઓ આમને સામને છે. જો કે પ્રોક્સી યુદ્ધમાં બીજેપી સામેલ છે. વિધાન સભાના છ સભ્યો ઑલરેડી બીજેપીમાં ભળી ગયા. નહેરુવીયન કોંગ્રેસને પોતાના પક્ષના વિધાન સભ્યો ઉપર વિશ્વાસ નથી. પણ આવું જાહેરમાં તો કહેવાય કેમ?

જે પક્ષ પોતાને (લેવા દેવા વગર) દેશની સ્વાતંત્ર્યની લડતને પોતાની ધરોહર માને છે તે પક્ષના પ્રમુખને પોતાના સાદા સદસ્ય ઉપર નહીં પણ વિધાનસભાના સદસ્યની નીતિમત્તા ઉપર અને નિડરતા ઉપર એટલી બધી શંકા છે કે ….

ઇન્દિરા ગાંધીનો જમાનામાં વિજાણું ઉપકરણો એવા ન હતા કે તમે ધમકી આપનારને કે લલચાવનારના ઉચ્ચારણોને અને મુલાકાતોને વિજાણું ઉપકરણોની મદદથી દ્ર્ષ્ય શ્રાવ્યમાં રેકૉર્ડ કરી શકો. જો કે ઇન્દિરા ગાંધી, પોતાના વિરોધીઓના શ્રાવ્ય સંવાદો ગેરકાયદેસર રેકૉર્ડ કરવતી હતી. “મોઈલી પ્રકરણ” પ્રકાશમાં આવેલ.

હાલના સમયમાં હવે તો તમે તમારી ઉપર આવતા ફોનકૉલ અને તમને રુબરુમાં મળતા માણસોની વાતો અને પ્રસંગોને રેકૉર્ડ કરી શકો છો. ધારો તો તેમને બહુ સહેલાઈથી ઉઘાડા પાડીને યુ-ટ્યુબ, ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર ઉપર અને તમારી માનીતી ટીવી ચેનલો ઉપર પણ ફેલાવી શકો છો. આ બધું એક દમ સરળ છે. તમે બીજેપીવાળાઓની અને તેમના સહાયકોની રેવડી દાણાદાણ કરી શકો છો. જો કોઈ પોલીસ અધિકારી સંડાવાયેલો હોય તો તેને ઉઘાડો પાડીને બરતરફ કરાવી શકો છો. ન્યાયતંત્ર એટલું બધું તો ખાડે ગયું જ નથી કે તમે આવું કશું ન કરી શકો.

પણ આ નહેરુવીયન કોંગ્રેસીઓ આ વાત ઉપર મૌન છે.  એ લોકો તો માને છે કે કે જો તેમના વિધાન સભાના સદસ્યો ગુજરાતમાં ક્યાંય પણ હશે તો તે ફૂટી જશે. તેથી આવા એક કે બે નહીં પણ … પૂરા ૪૨ સદસ્યોને બેંગલોર ભેગા કરવા પડ્યા કે જ્યાં નહેરુવીયન કોંગ્રેસનું રાજ ચાલે છે. વળી આ સદસ્યોના  મોબાઈલ ફોન પણ લઈ લેવામાં આવ્યા જેથી કોઈ (બીજેપીવાળા) તેઓને ફોન ઉપર ધમકી કે લાલચ આપી ગભરાવી કે લલચાવી ન શકે. અમારા નહેરુવીયન કોંગ્રેસના સદસ્યો તો બિચારા ગભરુ હરણ જેવા છે. હા જી, અમે ગુજરાત વિધાનસભા માટે એવા જ ઉમેદવારો પસંદ કરીએ છીએ.

આવા ડરપોક અને દહીં-દુધીયા નહેરુવીયન કોંગ્રેસના વિધાનસભાના સભ્યો પાસેથી તમે દેશપ્રેમની શી આશા રાખી શકો છો?

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?

જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?

સમાજશાસ્ત્રમાં ઇતિહાસ, રાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો સમાવેશ થઈ જાય. જી.એસ.ટી. આમ તો અર્થશાસ્ત્રમાં આવે. જો તમે અર્થશાસ્ત્રી હો તો અર્થશાસ્ત્રના પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. જો તમે રાજશાસ્ત્રી હો તો તેની રાજકીય પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. ઇતિહાસકાર હો તો કદાચ તમે તેના અતિ લાંબાગાળાની અસરો વિષે ચર્ચા કરો. જો તમે સમાજશાસ્ત્રી હો તો તમે બધી જ ચર્ચા કરો અને એક પુસ્તક પણ કદાચ લખો. જો કે આ બધી ભેદરેખાઓ બહુ સુક્ષ્મ નથી એટલે તમે કદાચ તેનો લાભ લઈ શકો અને જેમ રાજશાસ્ત્રમાં ડૂબેલા કેટલાક લોકો પોતાની લુલીને (જીવ્હાને) બેફામ રીતે મૂક્ત વિહાર કરવા દે છે તેમ આપણા કેટલાક તંત્રીશ્રી દ્વારા જે તે ક્ષેત્રમાટે પ્રમાણિત કટારીયા (કોલમીસ્ટ), મૂર્ધન્યો પોતાની જીવ્હાને તેમની લેખિની દ્વારા વાચા આપે છે એટલે કે લખે છે.

વાચકોને શું વાંધો પડી શકે?

વાચકોને કોણ પૂછે છે? આપણા ભારતમાં તો જનતંત્ર છે એટલે બધા ભારતીયોને વાણીવિલાસનો જન્મસિદ્ધ અધિકાર છે. સમાચાર માધ્યમોના વિશ્લેષકો એટલે કે કટારીયા ભાઈ-બેનો પણ પોતાનો જન્મસિદ્ધ અધિકાર ભોગવી જ શકે છે. જો કોઈને વાંધો પડતો હોય તો તે, એક રૉટલો વધુ ખાય.

પણ વાત શી છે?

વાત જાણે એમ છે કે આપણે તો સામાન્ય માણસ છીએ, એટલે આપણે કોઈ વિષયમાં નિપૂણ થવું નથી. પણ જે તે વિષયના નિપૂણો જે કંઈ કહે (કે લખે) તે વાંચવું. જેથી આપણા સામાન્ય જ્ઞાનમાં વૃદ્ધિ થાય.

હમણાં હમણાં છાપાઓમાં જી.એસ.ટી.ને લગતું ઘણું બધું  આવે છે. સામાન્ય માણસ જો ધંધો ન કરતો હોય તો, તેને એટલો જ રસ તો હોય જ, કે કઈ વસ્તુ કેટલી મોંઘી થશે કે કેટલી સસ્તી થશે!

જો કે આમ તો અર્થશાસ્ત્રના માન્ય સિદ્ધાંત પ્રમાણે વિકસતા અર્થતંત્રમાં મોંઘવારી વધતી જ જાય છે એટલે જો આપણો દેશ વિકાસશીલ હોય તો આપણા દેશમાં મોંઘવારી તો વધશે. પણ આ મોંઘવારી કોઈ બીજું વધારાનું બહાનું ન શોધે તે જાણી લેવું સારું.

આપણા ડી.બી.ભાઈ (દિવ્યભાસ્કર સમાચાર પત્રવાળા) એક અગ્રગણ્ય છાપું છે. તેમાંના એક કટારીયાભાઈ ડૉ. હરિભાઈ (હરિભાઈ દેસાઈ) કે જેઓશ્રીને ડૉક્ટર હોવાના નાતે સંશોધક તો વાચકોએ ગણવા જ પડે અને તેથી ડી.બી.ભાઈ તેમના નામ નીચે સંશોધક ન લખે તો પણ ચાલે. પણ લખવું સારું કે જેથી કોઈ તેમને “જેવા તેવા” ન સમજે. આ ઉપરાંત હરિભાઈ વિશ્લેષક પણ છે. જો કે સંશોધનનો એક હિસ્સો વિશ્લેષણ પણ હોય છે. વિશ્લેષણનું કામ વિભાગીકરણ અને નામકરણ હોય છે. આ માટે જે તે ક્ષેત્રની નિપૂણતા હોય તો “આઈટેમ”ના ગુણધર્મો સમજી શકાય, અને તેને આધારે વિશ્લેષણ થઈ શકે. હવે આમાં ત્રીજું એક પ્રમાણ પત્ર ઉમેરો એટલે જો કશું આડું અવળું લખાઈ જાય તો ક્ષમ્ય ગણાય. આ પ્રમાણપત્ર છે પત્રકારિત્વનું પ્રમાણપત્ર “પત્રકાર”. એટલે કે “સબ બંદરકા બ્યાપારી”. બંદર એટલે “પૉર્ટ”. વાંદરો નહીં, પણ કૂદાકૂદ કરવાની છૂટ્ટી. એટલે કે “એક વિષય ઉપરથી તે વિષયની વાતને અધૂરી રાખી, બીજા વિષય ઉપર કૂદવું” તેમ સમજવું.

આપણે મુખ્ય વિષય પર આવીએ.

વિષય છે “જી.એસ.ટી.”. કાટારીયા ભાઈ છે ડૉક્ટર, એટલે કે સંશોધક. એટલે વાચકોની સામાન્ય ધારણા હોય કે “જી.એસ.ટી.” ની “ભારતીય અર્થતંત્ર ઉપર કઈ કઈ રીતે કેવી કેવી અસરો પડશે” તે વિષે જાણવા મળશે.

આ જી.એસ.ટી. શું છે?

જી.એસ.ટી. એટલે ગુડઝ(માલ) અને સેવા (સર્વીસ) ઉપર ટેક્સ(કર).  આ ટેક્સને ટૂંકમાં “યુનીફાઈડ ટેક્સ થીએરી(થીએરીને બદલે સીસ્ટમ કહેવું ઠીક રહેશે. સીસ્ટમ=પ્રણાલી)” એમ કહી શકાય. ભૌતિકશાસ્ત્રમાં જેમ “યુનીફાઈડ ફીલ્ડ થીએરી છે અને આ ફીલ્ડ થીએરી બધાં જ ફિલ્ડ પરિબળોની અસરને એક જ સમીકરણમાં કેવીરીતે દર્શાવી શકાય તેની ચર્ચા કરતી અને પ્રતિપાદન કરતી થીએરી છે. તેમ સરકારના બધા ટેક્સ ને એક જ નામ રુપી ટેક્સમાં સાંકળી લેવા તે ટેક્સને જી.એસ.ટી. નામ આપવામાં આવ્યું છે. જો કે આયકર (ઈન્કમટેક્સ)ને આમાં આવરી લેવામાં આવ્યો નથી. એમ તો યુનીફાઈડ ફીલ્ડ થીએરીમાં ગુરુત્વાકર્ષણને આવરી લેવાયું ન હતું. પણ પછી રામનુજમના સમીકરણની ખૂબી સમજાતાં ગુરુત્વાકર્ષણને આવરી લેવામાં આવ્યું હતું. રામાનુજમના સમીકરણને માન્યતા મળી. ભવિષ્યમાં આયકરને નાબુદ કરવામાં આવશે તે શક્યતા નકારી ન શકાય. પણ એ વાત જવા દો.

વાચક એમ માનતો હોઈ શકે કે આ લેખમાં જી.એસ.ટી.ની અસરો વિષેનું લગતું કંઈક હશે.

“હરિ ૐ”

“હરિ ૐ”નું રહસ્ય તમે સમજતા હશો. ન સમજતા હો તો સમજો. હરિ એટલે વિષ્ણુ ભગવાન. ૐ એટલે “પ્રથમ તત્ત્વ” એટલે કે મૂળભૂત તત્વ, પરમતત્ત્વ, બ્રહ્મ કે પરમબ્રહ્મ. હવે જે હરિ છે એમને તો સર્વપ્રથમ માનવાના છે. હરિની પહેલાં કશું હોઈ ન શકે. એટલે ૐથી પણ પહેલાં હરિ ને માનવાના. માટે ૐ ને પહેલાં નહીં બોલવાનો. એટલે કે “ૐ હરિ” ન બોલાય. હરિ ૐ” બોલાય.

તેવી જ રીતે આપણા કટારીયા “હરિભાઈ દેસાઈ” નો પૂર્વગ છે ડૉક્ટર. એટલે કે હરિભાઈ સંશોધક પહેલાં છે અને પછી પત્રકાર છે એમ વાચક ધારણા રાખી શકે. પણ વાચક આમાં “ખાંડ ખાય છે”.

ઘણા પત્રકારોનો એજંડા અલગ હોય છે. આપણા કટારીયા ભાઈનો એજંડા પણ અલગ હોઈ શકે છે. એજંડા કંઈક આવો છે.

CONVERT OBSTRUCTIONS INTO OPPORTUNITY

સાલુ ….. આ મોદીએ તો ભારે … ઘાણી કરી ….

જી.એસ.ટી. લાગુ કર્યું અને તે પણ અડધી રાત્રે અને વળી પાછા આઝાદી એટલે કે “અડધી રાત્રે આઝાદી” સાથે તેને સરખાવે છે.

મુખ્ય વાંધો તો એ છે કે જી.એસ.ટી.ના અમલની અડધી રાત્રે ઉજવણી ગોઠવવામાં આવી. વળી આ ઉજવણીને આર્થિક આઝાદીના દિવસ તરીકે સંસદના સેન્ટ્રલ હોલમાં ઉજવવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. તો હવે આનો વિરોધ કેવી રીતે કરવો?

“જીભ હાબદી તો ઉત્તર ઝાઝા”

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની જીભ તો હાબદી (હાબદી=સાબદી, સજ્જ, તૈયાર) જ હોય છે. નવરા ધૂપ હોવું એ પણ એક “હાબદાઈ”નું પરિબળ બને છે. નહેરુવીયન કોંગ્રેસના સાંસ્કૃતિક સાથીઓ પણ નહેરુવીયન કોંગ્રેસીઓથી ઉણા ઉતરે એવા નથી, કારણ કે તેમનો એજંડા પણ એ જ છે કે “મોદી”ને કોઈ ખ્યાતિ ન મળવી જોઇએ. એટલે જે કોઈ બનાવ હોય તેનો જો મોદી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખ્યાતિ માટે ઉપયોગ કરતો હોય અથવા આપોઆપ થઈ જતો હોય તો તે બનાવને વિવાદાસ્પદ બનાવી દો અને ચર્ચા “વિશ્લેષણાત્મક” બનાવવાને બદલે આડે પાટે ચડાવી દો.

કોઈ એક બનાવને ચર્ચા તરીકે જોવો હોય તો ચર્ચાના મુદ્દાની સકારાત્મ અને નકારાત્મક એમ બંને અસરો વિષે લખવું જોઇએ અને ગુણદોષ જોવા જોઇએ. જે પરિબળ/પરિબળોનો મહત્તમ સરવાળો વધુ પ્રભાવકારી હોય તેના આધારે નિષ્ક્રર્ષ ઉપર પહોંચવું જોઇએ. પણ કટારીયાભાઈનો આવો શૈક્ષણિક એજંડા નથી તે આપણે જાણીએ છીએ. એટલે તેમણે જી.એસ.ટી. ને રાજકીય આઝાદીની સાથેની સરખામણીને ખોટી ઠેરવી.

ચંદ્રમુખી નારાજ થઈ

એક કવિએ એક સ્ત્રીને ચંદ્રમુખીની ઉપમા આપી એટલે તે સ્ત્રી નારાજ થઈ ગઈ.

તે સ્ત્રી શા માટે નારાજ થઈ ગઈ?

ચંદ્રની સપાટી તો ખાડાખડિયા વાળી છે. તે સ્ત્રીને પોતાના મુખારવિંદને ખાડાખડિયાવાળું કહેવાય તે ગમ્યું નહીં.

હવે જો આપણે સરખામણી વિષે આવી રીતે વિચારીએ તો કોઈ પણ સરખામણી થઈ જ ન શકે. ઉપમા નામનો અલંકાર જ નષ્ટ કરી દેવો પડે. જે કવિએ સરખામણી કરી હતી તેમાં સૌદર્ય ની સરખામણી હતી. નહીં કે ચંદ્રની વાસ્તવિક સપાટીની સરખામણી. ધારો કે કોઈ કહે કે અમિત શાહ  તો ચાણક્ય  છે. તો બીજો કહેશે કે પણ અમિત શાહને ચોટલી ક્યાં છે? ચાણક્યને તો ચોટલી હતી. જો આપણે ઉપમા અને ઉપમેયના ભેદ જોવા માંડીએ તો ભેદની સંખ્યા જ વધી જાય. બધી વસ્તુઓ તો મળતી આવે જ નહીં.

આર્થિક ક્રાંતિ

જી.એસ.ટી. ને આર્થિક ક્રાંતિ તરીકે ઓળખવવામાં આવી. ૧૫મી ઓગષ્ટ એ એક રાજકીય ક્રાંતિ હતી. રાજકીય ક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ આવી શકે ખરી પણ આર્થિક ક્રાંતિ આપોઆપ ઉત્પન્ન થઈને રાજકીય ક્રાંતિની પાછળ પાછળ આવતી નથી. આર્થિક ક્રાંતિને લાવવી પડે છે. આર્થિક પ્રણાલીઓ બદલવી પડે છે. આર્થિકક્રાંતિનું એક મહત્વનું પરિબળ કર માળખું પણ છે. તેને બદલવામાં આવ્યું. કર (ટેક્સ)ને ભાવ સાથે સંબંધ છે. કર બદલાય એટલે ભાવ પણ બદલાય. અને આ કામ તો શૂન્યકાળથી અમલમાં આવે તેમ કરી શકાય. જેમ પેટ્રોલના ભાવ રાત્રે શૂન્યકાળે જ બદલવામાં આવે છે.

ટૂંકમાં આ આર્થિક કર-પ્રણાલી જુલાઈમાસના પ્રારંભથી (પહેલી તારીખ શૂન્યકાળથી) અમલમાં મૂકવામાં આવી અને તેને માટે મોટા દેકારા પડકારા કરવામાં આવ્યા તે બરાબર નથી એમ આપણા કટારીયાભાઈ માને છે. તેમને હિસાબે આ બધું ચૂપચાપ થવું જોઇએ.

જો કે નહેરુવીયન કોંગ્રેસના એક ફરજંદે તો કટોકટી ૨૬મીના શૂન્યકાળથી અમલમાં મૂકી હતી. તેમાં એવી જોગવાઈ હતી કે શાસકની સામેના વિરોધને શાસનનો વિરોધ ગણવામાં આવશે અને શાસનનો વિરોધ દેશની સામે બળવાના રુપમાં જોવામાં આવશે. અને આવી શંકા પણ દંડને (કારાવાસને) પાત્ર થશે. અને નિયમ પાછલી તારીખથી ગણવામાં આવશે. એટલે કે વિદ્યમાન વ્યક્તિએ (જીવતી વ્યક્તિએ) ૨૬મી જુન ૧૯૭૫, ની પહેલાં કરેલા આવા કામોને પણ ગુનાઈત ગણવામાં આવશે. એટલે જ તો જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, અટલબિહારી બાજપાઈ, મધુ લીમયે વિગેરે હજારોને તેમના તથા કથિત ૨૬મી જુન ૧૯૭૫ની પહેલાં કરેલા નિવેદનોને દેશની સામે બળવો કરવા માટે ઉશ્કેરણીવાળા છે તેમ અર્થઘટિત કરવામાં આવેલ. અને આ બધા લોકોને અનિયતકાલ માટે જેલમાં પૂરવામાં આવેલ.

જો કે બધા શાસકો ગાંડું ન કાઢે. પણ ઈન્દિરા ગાંધી નામના નહેરુવીયન ફરજંદને આવી, પૂર્વ-પ્રભાવી (પૂર્વેના દિવસોથી અમલમાં આવે) કાયદાઓ બનાવવાની આદત હતી. જો કે અત્યારે આ ચર્ચાનો વિષય નથી તેથી  તે વાત આપણે હાલ નહીં કરીએ. પણ તે શાસકના જ અનુગામીઓ, જ્યારે શાસક કાયદેસરની માન્ય પ્રણાલીઓને આગામી નિશ્ચિત તારીખથી અમલમાં મૂકે, તેમાં શો વાંધો હોય તે સમજી શકાતું નથી.

નવી પ્રણાલીને શા માટે ઉજવવી?

આપણા કટારીયા ભાઈ કહે છે કે “ … નવી પ્રણાલીને ઉજવવી અને તેને માટે ખાસ સંસદ-સત્ર બોલાવવું અને રાષ્ટ્રપ્રમુખ પાસે રાત્રે શૂન્ય કલાકે ડંકો વગાડાવવો એ બધું પ્રસિદ્ધિ કાજેનું અંધાનુકરણ છે”.

“અંધાનુકરણ” એ શબ્દ પ્રયોગ સમજાય એવો નથી. જો આનો અર્થ “આંધળું અનુકરણ” ગણીએ તો “કોનું અનુકરણ” પ્રશ્ન ઉભો થાય. તે ઉપરાંત જેનું અનુકરણ કરવામાં આવ્યું તે કર્તાએ જે હેતુને બર લાવ્યો હતો એટલે કે સાધ્યો હતો, તે હેતુ અહીં બર આવ્યો નથી. પણ લોલં લોલ કરીને વ્યંઢ અનુકરણ કરવામાં આવ્યુ છે.

“અંધાનુકરણ”નો સચોટ દાખલો જોઈતો હોય તો તે આ છે.

નરેન્દ્ર મોદીએ ”ચાય પે ચર્ચા” એવું આયોજન કર્યું. એટલે આપણા નહેરુવીયન ફરજંદે “ખાટપે ચર્ચા”નું આયોજન કર્યું. આ અનુકરણને અંધાનુકરણ કહી શકાય કારણ કે “ખાટપે ચર્ચા”નું શું થયું તે આપણે સૌ જાણીએ છીએ.

“સંસદ”નો ઉપયોગ રાજકારણ માટે ન થવો જોઇએ તેવું પણ આપણા કટારીયાભાઈનું કહેવું છે. જો કે આ વાત આમ તો હાસ્યાસ્પદ લાગે છે. નહેરુવીયન ફરજંદે તો “અમે તો સંસદ ચાલવા જ નહીં દઈએ” એમ કહ્યું હતું. ગયે વરસે રાજસભા ઠપ જ થઈ ગયેલી. લોકસભા પણ નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ અવારનવાર ખોરવી દીધેલી. એ પણ એટલી હદ સુધી કે તેઓ ખુદ જનતામાં બદનામ થઈ ગયેલ.

બીજેપીવાળા પણ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે તેઓએ પણ આવું  કરેલ તેમ હાલના વિપક્ષોનું કહેવું છે પણ જો તમે વિગતો જોશો તો ખ્યાલ આવશે કે પૂર્વનો વિપક્ષ, પ્રશ્નોના ઉત્તર માગતો હતો અને પૂર્વનો શાસક પક્ષ ઉત્તરો આપતો નહતો. જ્યારે હાલનો વિપક્ષ, શાસક પક્ષના ઉત્તરોને સાંભળવાની વાત તો બાજુ પર મૂકો પણ તે તો શાસક પક્ષને સાંભળવા માગતો જ ન હતો. હાલનો વિપક્ષ તો પોતે પ્રશ્ન પૂછવા કે ચર્ચા કરવા તૈયાર જ ન હતો. હાલના વિપક્ષનું ધ્યેય તો તેના નહેરુવીયન કોંગ્રેસના ફરજંદે કહ્યા પ્રમાણે સંસદ જ ન ચાલે તે જ હતું. તો હે કટારીયાભાઈ, “અમે સંસદ ચાલવા જ નહીં દઈએ” એ વાતને “રાજકારણ” નહીં કહો તો શું કહેશો?

નહેરુવીયન કોંગ્રેસ અને તેના અમુક સાંસ્કૃતિક સાથીઓએ તો સંસદને રાજકારણનો અખાડો બનાવ્યો છે. ઈન્દિરા ગાંધી જ્યારે એક વખત વિપક્ષમાં હતી ત્યારે કહ્યું હતું કે શાસકનો વિરોધ કરવો એ અમારો ધર્મ છે અને અમે એમ જ કરીશું. તે વખતના સમાચાર માધ્યમોએ તાલીઓ પાડી હતી. ટૂંકમાં કટારીયાભાઈની માનસિકતા એમ છે કે “જો શાસક, સંસદમાં સારું કામ કરે તો તેને રાજકારણ કર્યું એમ કહેવાય અને ખરાબ કામ કરે તો શાસન કર્યું કહેવાય. અને બીજેપીએ સારા કામોનું રાજકારણ ન ખેલવું જોઇએ.” કટારીયાભાઈનું આવું અવલોકન “અહો ! વૈચિત્ર્યમ્‌ !!” લાગતું નથી શું?

નો ક્રેડીટ ટુ નરેન્દ્ર મોદી

આપણા કટારીયાભાઈને “જી.એસ.ટી.” ના અમલના મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર “ક્રેડીટ” લઈ જાય તે પસંદ નથી. કારણ કે નરેન્દ્ર મોદી તે માટે હક્કદાર નથી. હક્કદાર એટલા માટે નથી કે નરેન્દ્ર મોદીએ જ જી.એસ.ટી. વિધેયકનો વિરોધ કરેલો અને તે પણ ત્યારે કે જ્યારે અટલ બિહારી બાજપાઈની સરકાર હતી અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. જો પોતાના પક્ષની જ સરકાર હોય અને જો કોઈ મુખ્ય મંત્રી તેનો વિરોધ કરે ત્યારે સમજવું જ જોઇએ કે વિરોધમાં કંઈક તથ્ય સમાયેલું છે અને તે એ કે જી.એસ.ટી.નું વિધેયક ક્ષતિપૂર્ણ રહ્યું હોઈ શકે. કટારીયા ભાઈએ સમજવું જોઇએ કે હાલનું જી.એસ.ટી. વિધેયક, બાજપાઈની સરકારે રજુ કરેલા જી.એસ.ટી.  વિધેયકની “કાર્બન કોપી” નથી. એટલું જ નહીં, હાલનું જી.એસ.ટી. વિધેયક, નહેરુવીયન કોંગ્રેસની સરકારે રજુ કરેલા જી.એસ.ટી. વિધેયકની પણ કાર્બન કોપી નથી. ત્રણે બીલના પ્રાવધાનો ભીન્ન ભીન્ન છે.

હાલનું વિધેયક  સર્વે પક્ષોના વિચાર વિમર્શના “સમૂદ્ર મંથન”ની નીપજ છે. નહેરુવીયન કોંગ્રેસની સરકારે આવું કશું કર્યું ન હતું. “જી.એસ.ટી. સંકલન સમિતિ” જેવું કશું રચ્યું ન હતું. નહેરુવીયન કોંગ્રેસે તો “ગર્ભ ધારણ” વગરની પ્રસૂતિની પીડા જ જન્માવી હતી. જે કામ નરેન્દ્ર મોદીની સરકાર ત્રણ વર્ષમાં કરી શકી હતી તે કામ લાબાંગાળાનો શાસનનો અનુભવ ધરાવતી નહેરુવીયન કોંગ્રેસ દશવર્ષેય કરી શકી ન હતી. કારણ કે તેની દાનત જ ન હતી. નહેરુવીયન કોંગ્રેસની અંદર જ “બાર પુરબીયા અને તેર ચોકા” જેવી સ્થિતિ હતી. એટલે કટારીયાભાઈએ સમજવું જોઇએ કે નરેન્દ્ર મોદીનો બાજપાઈ સરકારના જી.એસ.ટી. વિધેયકનો વિરોધ નિરર્થક ન હતો. નહેરુવીયન ફરજંદ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીમાં જમીન આસમાનનો ફેર ઉડીને આંખે વળગે તેવો છે.

જો આપણા કટારીયાભાઈ ધાર્યું હોત તો બાજપાઈની સરકારની જી.એસ.ટી. વિધેયક પસાર કરવાની નિસ્ફળતાને ઉજાગર કરી શક્યા હોત. પણ તેમણે તે કર્યું નથી તે સુષ્ઠુ જ છે. બાજપાઈને ભારતની ત્રણ સ્ત્રીઓ(માયા, મમતા, જયા)એ બહુ કનડ્યા હતા અને તે ત્રણેય સ્ત્રીઓ પોતાનો સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાની ધમકીઓ, નાના નાના મુદ્દાઓ ઉપર પણ આપ્યા જ કરતી હતી.

નરેન્દ્ર મોદી એ બાજપાઈ નથી. નરેન્દ્ર મોદી એ મનમોહન નથી. નરેન્દ્ર મોદી એ રાહુલ ગાંધી તો હોઈ જ ન શકે. રાજસભામાં બહુમતિ ન હોવા છતાં પણ જી.એસ.ટી. વિધેયક પસાર કેવી રીતે કરાવવું તે નરેન્દ્ર મોદી જાણે છે. અને આ જી.એસ.ટી. વિધેયકને લાગુ કરવાની ઘટનાને ઉજવવી તેમાં પણ નરેન્દ્ર મોદીની ગણત્રીઓ છે. જો કેટલાક સુજ્ઞ જનોને આ વાત ન સમજાય તો તે સંશોધનનો વિષય છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ   જી.એસ.ટી., વિધેયક, રાજસભા, લોકસભા, સંસદ, સેન્ટ્રલ હૉલ, અર્થશાત્રી, રાજકીય, શાસન, શાસક, ઇતિહાસકાર, સમાજશાસ્ત્રી, તંત્રીશ્રી, મૂર્ધન્ય, રાજ્યશાસ્ત્ર, કટારીયા, ડૉક્ટર, વાણીવિલાસ, જન્મસિદ્ધ, હક્ક, અધિકાર, સમાચાર માધ્યમ, વિશ્લેષક, સંશોધક, ડી.બી.ભાઈ, દિવ્યભાસ્કર, ૐ, હરિ ૐ, હરિભાઈ દેસાઈ, જનતંત્ર, નિપૂણ, જેવા તેવા, નહેરુવીયન કોંગ્રેસ, ફરજંદ, ઈન્દિરા ગાંધી, સમીકરણ, યુનીફાઈડ ટેક્સ થીએરી, સાંસ્કૃતિક સાથી, વિવાદાસ્પદ, ચંદ્રમુખી, મુખારવિંદ, અમિત શાહ, ચાણક્ય, ચોટલી, ઉપમા, ઉપમેય, ક્રાંતિ, આર્થિક, નરેન્દ્ર મોદી, શૂન્યકાળ, પ્રણાલી, અંધાનુકરણ, હાસ્યાસ્પદ

 

Read Full Post »

કૂતરાઓ કેમ ભસે છે?

આપણે કૂતરાઓનું અપમાન કરવા માગતા નથી. કૂતરાઓ વફાદાર હોય છે. કૂતરાઓ ત્યાગી હોય છે. કૂતરાઓ થેંકફુલ હોય છે. કૂતરાઓ થેંકલેસ હોતા નથી, એટલે કે કૃતઘ્ન હોતા નથી. કૃતઘ્ન એટલે કે કોઇએ તેમના ઉપર ઉપકાર કર્યો હોય તો તે તેને ભૂલી જાય અને સ્વાર્થ માટે તેના ઉપર અપકાર કરે.

નહેરુવીયન કોંગ્રેસને અને તેમના સંસ્કારને આધારે મળતીયાઓને ઘણા લોકો કૂતરાની પ્રજાતિ સાથે સરખાવે છે. ત્યારે આપણે સમજવુ આ સરખામણી કૂતરાના બધા ગુણો માટે લાગુ પડતી નથી. પણ દુર્ગોણો માટે જ લાગુ પડે છે. ઉપમા અને ઉપમેય ફક્ત ઉપમાના તથા કથિત સંદર્ભમાં રહેલા ભાવ પુરતાં જ લાગુ પડે છે.

આર કે ધવન અને ઇન્દિરા ગાંધીનો કૂતરો

આર કે ધવન ઇન્દિરા ગાંધીના રહસ્યમંત્રી હતા. તેઓશ્રીને ઇન્દિરા ગાંધીના નિવાસ સ્થાને  ક્યારેક જવાનું પણ થતું. એટલે ઇન્દિરા ગાંધીનો પાળેલો કુતરો તેમને ભસતો નહીં. આર કે ધવનને કૂતરા ખાસ ગમતા નહીં. એટલે એમણે ઇન્દિરા ગાંધીના કૂતરાને ક્યારેય પંપાળેલો નહીં. એટલે ઇન્દિરા ગાંધીનો કુતરો, આર કે ધવનની પાસે પંપાળવાની અપેક્ષા રાખતો ન હતો અને તેમનો હેવાયો થાય તે પણ સંભવ ન હતું.

એક વખત આર. કે. ધવન, ઇન્દિરા ગાંધીના નિવાસસ્થાને ગયા. તે વખતે ઇન્દિરા ગાંધીના ઘરે ગૃહયુદ્ધ ચાલતું હતું. કોની વચ્ચે આ ગૃહયુદ્ધ ચાલતું હશે તેઓ તમે સમજી જ ગયા હશો. હાજી. મેનકા ગાંધી અને ઇન્દિરા ગાંધી વચ્ચે વાગ્‌યુદ્ધ ચાલતું હતું. આર કે ધવન શરુઆતમાં તો આ ઈન્દિરા અને મેનકા વચ્ચે સામ સામે ફેંકાતા વાગ્‍બાણોને શ્રવણ કરતા રહ્યા. તે વખતે ઇન્દિરા ગાંધીનો કુતરો પણ હાજર હતો. આ કુતરો આ વાગ્‌યુદ્ધની ભાષા ન સમજનારો શ્રોતા હતો. ઇન્દિરા ગાંધી બોલે એટલે આ કુતરો ઇન્દિરા ગાંધી સામે પોતાનું ડોકું ફેરવે અને મેનકા ગાંધી બોલે એટલે તે મેનકા ગાંધી તરફ જુએ. આમ તે પોતાના ડોકાને ફેરવ્યા કરે. ઇન્દિરા ગાંધી અને મેનકા ગાંધી તો ઘરના સદસ્ય હતા. અને બંને કૂતરા માટે તો આપ્તજન જ હતા. એટલે કુતરો કોઈનો પક્ષ લઈ શકે તેમ ન હતો. તે નિરુપાય થઈને પોતાનું ડોકું જે દિશામાંથી અવાજ આવે તે દિશામાં ફેરવ્યા કરતો. હવે થયું એવું કે મેનકા ગાંધી અને ઇન્દિરા ગાંધી વચ્ચેના વાગ્‌યુદ્ધમાં આર. કે. ધવન કંઇક બોલ્યા. કૂતરાને થયું આ માણસ શેનો વચ્ચે બોલે છે એમ વિચારીને કૂતરાએ “હાઉ” કરીને આર કે ધવનને કુલે બચકું ભરી લીધું.

ઇન્દિરા ગાંધીના ઘરમાં કેટલા પાળેલા કૂતરા હતા તે આપણે જાણતા નથી. પણ ઘરની બહાર નહેરુવંશીઓએ અનેક પ્રાણીઓ પાળ્યા છે તે વાત સૌ કોઈ જાણે છે. પણ આપણે કૂતરાઓની જ વાત કરીશું અને તે પણ ભસતા કૂતરાઓની વાત જ કરીશું. હવે આ કૂતરાઓ કરડી શકે તેમ નથી કારણ કે તેમની પાસે કેન્દ્રમાં સત્તા નથી પણ તેઓ ભસી તો શકે જ છે. એટલે તેઓ પ્રસંગોત્પાત્‌ ભસવાનું ચૂકતા નથી.

તમે પૂછશો પણ આ ભસનારા કોણ છે અને ક્યાં છે? 

તમે જાણતા હશો કે એલન ઓક્ટેવીયન હ્યુમ દ્વારા સ્થાપાયેલી કોંગ્રેસ આમ તો મહાનુભાવો માટે વાતોના તાડાકા મારવાની અને બ્રીટીશ સરકાર સાથે ભારતીય પ્રજાની વચ્ચે સંવાદના સેતુ તરીકે કામ કરવાના હેતુ સાથે સ્થપાયેલી ક્લબ જેવી સંસ્થા હતી. સુચારુ રીતે સંવાદ થાય તે માટે મહાત્મા ગાંધીએ કોંગ્રેસના દ્વાર આમજનતા માટે ખોલી નાખ્યા ને તેનું સંગઠન દેશવ્યાપી કર્યું.

આ કોંગ્રેસમાં ઘોડા, ગધેડા, ગાય, આખલા, ભેંસ, કૂતરા, સિંહ, વાઘ, વરુ, શિયાળ, ઉંદર એમ બધા જ હતા.

કાળક્રમે મહાત્મા ગાંધીએ જોયું કે બ્રીટીશ રાજકર્તાઓ દંભી છે અને ઠગ પણ છે. તેમણે દેશને માનસિક રીતે અને ભૌતિક રીતે પાયમાલ કરી દીધો છે. તેમણે વૈવિધ્યતાવાળા દેશને, વૈવિધ્યતાને  આધાર બનાવી જનતાને અનેક જુથોમાં વિભાજિત કરીને એકબીજા સામે બાખડતો કરી દીધો છે. એટલે તેમણે સંપૂર્ણ સ્વાતંત્ર્યની લડત ચલાવી.

ચર્ચા દ્વારા ગળાયેલો શુદ્ધ નિર્ણય

જો કોઈ પ્રજાને જાગૃત કરવી હોય અને તેનું ગૌરવ પાછું અપાવવું  હોય તો માનસિક સુધારાઓ લાવવા પડે. માનસિક જાગૃતિ લાવવી પડે. વૈચારિક અને ભૌતિક સ્વાવલંબન લાવવું પડે. પ્રજ્ઞાવાન બનાવવી પડે. સારા ખોટા વચ્ચેનો  ભેદ સમજાવવો હોય તો તે સમજાવવા માટે જનતા ઉપર દબાણ ન લાવી શકાય. ટૂંકમાં સુધારાઓ લાવવા માટે જે વ્યક્તિઓ પોતાને સુધારાવાદી માનતી હોય તેમણે પરોક્ષ અને પ્રત્યક્ષ હોદ્દાઓ સ્વિકારવા ન જોઇએ.

જો તમે કોઈને સલાહ આપવા માગતા હો તો તે સલાહનો અમલ તમારાથી કરવો જોઇએ. એટલે ગાંધીજીએ પોતે ૧૯૩૩થી પોતાના બધા જ હોદ્દાઓનો ત્યાગ કર્યો. તે એટલે સુધી કે તેઓશ્રી કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી પણ દૂર થયા. જોકે તેમણે કોંગ્રેસને સલાહ આપવાનું અને ચર્ચા કરવાનું, એક સામાન્ય નાગરિકની રુએ ચાલુ રાખ્યું જેથી તેમની સલાહ ઉપર દબાણ વગરની વ્યાપક ચર્ચા થાય અને જે નિર્ણય નીપજે તે વ્યાપક ચર્ચાની ગળણી દ્વારા ગળાયેલો શુદ્ધ હોય.

ગાંધીજીએ, સરકારની સાથે જનતા માટે પરસ્પર ચર્ચાના,  સરકારની સામે અહિંસક આંદોલનના, સત્યાગ્રહના અને સવિનય કાનૂન ભંગના નિયમો બનાવેલા જેથી સરકારનો અને જનતાનો પણ વૈચારિક વિકાસ થાય.

કાળક્રમે જનતાના આંદોલન દ્વારા ભારતને સ્વતંત્રતા મળી. પણ આ સ્વતંત્રતાના અંતિમ આંદોલન દરમ્યાન ગાંધીજીને અનુભૂતિ થઈ કે કોંગ્રેસના હોદ્દેદારોમાં અનેક જાતના પ્રાણીઓ છે અને સૌનો એજન્ડા ભીન્ન ભીન્ન છે. જો સમાજમાં પ્રગતિશીલ સુધારા લાવવા હોય તો સુજ્ઞ નેતાઓ મનમાની કરે એવા છે અને પોતાના હોદ્દાઓનો દુરુપયોગ કરે એવા છે. “વૈચારિક રીતે ધનિક હોય”, તેવા  નેતાઓ જ સાધન શુદ્ધિ દ્વારા સામાજીક પરિવર્તન લાવી શકશે. શું આ બધી અદ્ધર અદ્ધર વાતો છે? ના જી. આ બધી અદ્ધર અદ્ધર વાતો નથી.

૧૯૪૭માં કોંગ્રેસનું અસ્તિત્વ ફક્ત વિભાજીત ભારતમાં જ હતું એમ ન હતું પાકિસ્તાન હસ્તક પ્રદેશમાં પણ કોંગ્રેસનું અસ્તિત્ત્વ હતું. ગાંધીજીએ  હિંસાની વ્યાપકતાના આધારે જોયું કે ભાગલા અનિવાર્ય છે મુસ્લિમ લીગ પાસે તો આશા રખાય એમ નથી પણ કોંગ્રેસી નેતાઓ જો પાકિસ્તાની પ્રદેશોમાં કોંગ્રેસને જીવતી રાખશે તો ભવિષ્યમાં જનતાને ભારતના ભાગલાની નિરર્થકતા સમજાવી શકાશે. એટલે જ્યારે પાકિસ્તાનમાંથી કોંગ્રેસી નેતાઓ ભાગીને ભારતમાં આવી ગયા. ગાંધીજીએ તેમને અતિ કડક શબ્દોમાં ઠપકો આપ્યો. આ શબ્દોનો તત્કાલિન કોંગ્રેસ વિરોધી વ્યક્તિઓએ અને નેતાઓએ જાણે કે આ શબ્દો પાકિસ્તાનથી આવેલા નિરાશ્રિતઓને કહ્યા હતા તેવો પ્રચાર કર્યો અને આજે પણ અમુક લોકો મહાત્મા ગાધી-ફોબિયાથી પીડિત છે.  મહાત્મા ગાધી-ફોબિયાથી પીડિત લોકો “ગૉન કેસ” છે. તેની ચર્ચા અહીં આવશ્યક નથી.

હોદ્દા પ્રાપ્ત કરવા માટે ભલામણનું દબાણ

ગાંઘીજીએ જોયું કે સ્વતંત્ર ભારતની કોંગ્રેસી સરકારમાં સામેલ થવા માટે ઘણા નેતાઓ ગાંધીજી પાસે સરકાર ઉપર દબાણ લાવવાની ભલામણ કરતા હતા.

આ બધું જોઈ અનુભવી ગાંધીજીએ કોંગ્રેસને ચેતવણી આપી હતી કે “જનતા તમને વીણી વીણીને મારશે”.

સ્વતંત્રતા મેળવ્યા પછી કોંગ્રેસે ભલે પોતાનું નામ ન બદલ્યું પણ આ ટોળાનું નામ આપણે નહેરુવીયન કોંગ્રેસ આપીશું. કારણ કે નહેરુએ સ્વતંત્રતા મેળવ્યા પછી તેનું ધ્યેય, સિદ્ધાંત અને આચાર બદલી નાખ્યા છે. પક્ષ તેના ધર્મથી ઓળખાય અને ધર્મ તેના આચારથી ઓળખાય છે.

નહેરુવીયન કોંગ્રેસના સમર્થકો જનતાને ઉઠાં ભણાવે છે.

 કોંગ્રેસમાં અને કોંગ્રેસ બહાર રહેલા કોંગ્રેસના સંસ્કારના સમર્થકો જનતાને કેવીરીતે ઉઠાં ભણાવે છે તેની આપણે ચર્ચા કરીશું.

આપણા એક કટારીયા ભાઈએ “અમિત શાહે કોંગ્રેસને વિખેરી નાખવાની વાત ગાંધીજીએ કરી હતી” તે ઉપર પ્રશ્ન ચિન્હ લગાવ્યું છે. હાજી. તેઓશ્રી એ ગાંધીજીના ઉચ્ચારણોનો સંદર્ભ વગર ઉપયોગ કરી મગજની કસરત કરી છે. [રેફરન્સ “ડી.બી.”ભાઈનું (દિવ્યભાસ્કરભાઈ) અંક તારીખ ૧૪ જુન ૨૦૧૭, કટારીયા ભાઈ ડૉ. હરિ દેસાઈ].

ગાંધીજી એમ માનતા હતા કે કોંગ્રેસનું કામ સામાજિક પરિવર્તનનું છે અને તે પણ મુક્ત સંવાદ દ્વારા. એટલે કે નેતાઓએ જનતા વચ્ચે જઈને સામાજીક સુધારાની વાતો કરવી જોઇએ. સત્તાના હોદ્દેદારો મુક્ત સમાજીક પરિવર્તન ન કરી શકે. આપદ્‌ધર્મ તરીકે ભલે કોંગ્રેસે સ્વાતંત્ર્યનું આંદોલન કર્યું. પણ હવે કોંગ્રેસના નેતાઓએ સામાજીક પરિવર્તનમાં લાગી જવું જોઇએ. એટલે કે કોંગ્રેસને હવે વિખેરી નાખો.

“સર્વ સેવા સંઘ”ને તમે કોઈ પણ નામ આપો. કોંગ્રેસે હવે સેવા સંઘ તરીકે કામ કરવું જોઇએ. રાજકીય પક્ષ તરીકે હવે કોંગ્રેસે હવે કામ કરવાની જરુર નથી. સ્વાતંત્ર્ય મેળવ્યા પછી જો ગાંધીજીએ કોંગ્રેસને જીવતી રાખવાની વાત કરી હોય તો તે આ અર્થમાં કરી હતી.

ગાંધીજીના છેલ્લા ત્રણ મહિનાની રોજેરોજના અક્ષરસઃ બોલાયેલા શબ્દોની રોજનિશી ઉપલબ્ધ છે. તેમાં કોંગ્રેસને રાજકીય પક્ષ તરીકે જીવતી રાખવાની કોઈ વાત નથી.

બીજેપી ઉપર તૂટી પડો.

બીજેપીના પક્ષ પ્રમુખ શ્રી અમિત શાહે વાત કરી કે “ગાંધીજી ચતુર વાણિયા હતા…. તેમણે કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) વિખેરી નાખવાની વાત કરી હતી.”

હવે આપણે આ કટારીયાભાઈના શબ્દ પ્રયોગો જોઇએ.

“કોંગ્રેસી ગોત્ર સામે ભાજપી આક્રોશ” આ લેખનું શિર્ષક કે શિર્ષ રેખા છે.

આ શિર્ષ રેખા કોણ નક્કી કરે છે? કટારીયા ભાઈ કે બીજું કોઈક તે આપણે જાણતા નથી. પણ એવું લાગે છે કોઈએ કહેવું જોઇએ કે “સહી શબ્દોંકા પ્રયોગ કરેં”. “આક્રોશ કરનારા” આમ તો હતાશ કે લાચાર માણસો હોય છે. અહીં બીજેપી માટે આ શબ્દ બંધબેસતો નથી. વાસ્તવમાં બીજેપીએ કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) ક્ષીણ કરી છે અને કોંગ્રેસ વધુને વધુ ક્ષીણ થતી જાય છે. એટલે નહેરુવીયન કોંગ્રેસના સમર્થકો આક્રમક થયા છે. તેથી તેમના ઉચ્ચારણોમાં શબ્દ અને અર્થનો મેળ પડતો નથી. ચાલો આ વાત જવા દો.

બીજેપીના પ્રમુખે શબ્દ પ્રયોગ કર્યો કે “ગાંધીજી ચતુર વાણિયા હતા …” જો કે જ્યારે આપણા કટારીયા ભાઈ, હરિભાઈ દેસાઈનો લેખ પ્રગટ થયો ન હતો ત્યારે ઘણા લોકોને (મારા સહિત) સમાચાર માધ્યમો દ્વારા ખબર જ પડી ન હતી કે “ગાંધીજી ચતુર વાણિયા હતા …” એવા શબ્દ પ્રયોગમાં સમાચાર માધ્યમોને વાંધો પડ્યો છે.

અમિતભાઈ શાહે શું એવું તે શું કહી નાખ્યું કે જાણે ધરતીકંપ થયો. ગાંધીજી ચતુર હતા તેમાં તો વાંધો ન જ પડે. ગાંધીજી ચતુર વાણિયા હતા એવું કહેવામાં પણ વાંધો તો ન જ પડવો જોઇએ કારણ કે ગાંધીજી પોતે જ પોતાને, ઘણીવાર વાણિયા તરીકે ઓળખાવતા હતા જેમ નરેન્દ્ર મોદી પોતાને ક્યારેક ક્યારેક ગુજરાતી તરીકે ઓળખાણ આપે છે. જો પાટીદારો સરદાર પટેલને કે જેમણે ભારતની એકતા માટે જીવન ખર્ચી નાખ્યું તે સરદાર પટેલને સરદાર પાટીદાર તરીકે ઓળખાવવા માગતા હોય તેમાં સમાચાર માધ્યમો વાંધો પાડતા નથી તો ગાંધીજી ચતુર હોય અથવા વાણિયા હોય અથવા બંને હોય તેમાં શા માટે વાંધો પાડવો જોઇએ?

અમિત શાહે ગાંધીજી માટે ઉપરોક્ત ઉચારણ કર્યું તેનો બીજો હિસ્સો છૂપાવીને સમાચાર માધ્યમોએ, ઘણી કાગારોળ મચાવી દીધી હતી. સમાચાર માધ્યમોએ અમિત શાહને માટે મન ફાવે તે રીતે બુરાઈ કરી.

કેટલાક ટીવી ચેનલ વાળા તો અમિત શાહના ઉચ્ચારણને અધ્યાહાર રાખીને જ બદબોઈ કરતા હતા. “ગાંધીજી ચતુર વાણિયા હતા…. તેમણે કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) વિખેરી નાખવાની વાત કરી હતી.” ગઈ કાલે જ આ આખું ઉચ્ચારણ મારા જેવાને જાણવા મળ્યું. ચાલો જાવા દઈએ એ વાત. આપણા કટારીયાભાઈએ શું લખ્યું છે?

તમારે જે કંઈ કહેવું છે તે સત્ય છે તેમ સિદ્ધ કરવાના ઘણા રસ્તાઓ છે.

એક તો છે કાન્તિભાઈ ભટ્ટનો રસ્તો.

જો તમારે એમ કહેવું છે કે દા.ત. નરેન્દ્ર મોદીમાં “ફલાણો ગુણ નથી …” તો તમે એમ કરો કે કેટલીક એવી વ્યક્તિઓના નામ સાથે વર્ણન કરો કે જેમની પાસે તમારા માનવા પ્રમાણે તે ગુણ હોય. આ વર્ણનને અંતે તમે આપોઆપ એવા નિષ્કર્ષ ઉપર આવી જાઓ અને કહો કે નરેન્દ્ર મોદીમાં આવા ગુણો ક્યાં છે? આવા પ્રકારના તર્કની ચર્ચા આપણે અગાઉ કરેલી છે. જો કે કાન્તિભાઈ પ્રત્યે મને માન છે પણ જ્યારે જે વાતમાં તેમનો બીજેપી-ફોબિયા પ્રકટ થાય છે ત્યારે ન્યાય ખાતર કડવું બોલવું પડે છે.

બીજો રસ્તો

વ્યક્તિ કે વ્યક્તિ સમુહની ટીકા કરવાની બીજી રીત એ છે કે તમે વ્યક્તિનું કે સમુહનું નામ લીધા વગર બદબોઈયુક્ત ઘણું બધું લખી નાખો. જેમકે;

“આ વામણાઓનો યુગ છે… તેની અનુભૂતિ છાસવારે થઈ રહી છે. નિતનવી ઘોષણાઓ … , પ્રજાને આંજવી … , ધર્મના અફિણના ઘૂંટડા પીવડાવવા … , ખુલ્લે આમ ગાંધીજીની ઠેકડી ઉડાડવી … , પ્રજાને ગેર માર્ગે દોરવા અધ્યાયો ચલાવવા …. “ તમારે તો ફક્ત બદબોઈ જ કરવાની છે અને તે પણ વ્યક્તિનું કે વ્યક્તિ સમુહનું નામ લીધા વગર બદબોઈ કરવાની છે એટલે તમે બેફામ રીતે જે શબ્દ પ્રયોગ હાથ વગો થયો તેનો ઉપયોગ કરી નાખો.

તે પછી વ્યક્તિની તમે બદબોઈ કરવાનું ધ્યેય રાખો છો તેનું એકાદ અર્ધુપર્ધું વાક્ય ઉદ્‍ધૃત કરી દો. અને પછી વ્યક્તિને તેની સાથે જોડી દો. વિરોધાભાસ દેખાડવા માટે કોંગ્રેસના સ્વાતંત્ર્ય પહેલાંની પ્રોફાઈલને વર્ણવી દો. એટલે કે હાલના બીજેપીના નેતાનું હાલનું ઉચ્ચારણ અને કોંગ્રેસીઓની (૭૦ વર્ષ પહેલાંની પ્રોફાઈલ) ને સાંકળો. સાધ્યમ્‌ ઇતિ સિદ્ધમ્‌.

જનતા તો બેવકુફ છે તે તમારી આ રમત સમજી શકતી નથી કે કોંગ્રેસ અને નહેરુવીયન કોંગ્રેસને સ્નાનસૂતકનો પણ સંબંધ પણ નથી. ૨૫મી જુને (નહેરુવીયન કોંગ્રેસ દ્વારા લોકશાહીના ખૂનના  વાર્ષિક દિવસે) આપણે આ ભેદને વધુ એકવાર સમજીશું.

આપણે અમિત શાહની બદબોઈ કરવી છે. આટલી વાત થી અમિતભાઈના ઉચ્ચારણ . “ગાંધીજી ચતુર વાણિયા હતા…. તેમણે કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) વિખેરી નાખવાની વાત કરી હતી. કોંગ્રેસને વિચારધારા જ ન હતી.” ને વગોવીને અમિત શાહને વગોવીશું તો તે પુરતું નથી.

તો શું કરીશું?

અમિતભાઈની આસપાસના લોકોને પકડો. કોંગ્રેસને વિચારધારા જ ન હતી તેની ઉપર શૈક્ષણિક ચર્ચા કરવા જઈશું તો જનતાને ઉઠાં ભણાવવાની આપણી દાળ ગળશે નહીં. તેથી તેને તો સ્પર્ષ જ ન કરવો.

આર.એસ.એસને પકડો. તેના કેટલાક નેતાઓના સંવાદોને પકડો. અગડંબગડં લખો અને રાષ્ટ્રકારણ અને રાજકારણ એવા શબ્દ પ્રયોગો કરો. મહાત્મા ગાંધીએ આર એસ એસ માટે વાપરેલા શબ્દોને ફક્ત ઉદ્‌ધ્રુત જ કરો. તેની શૈક્ષણિક ચર્ચા ન કરો. કારણ કે તે અઘરું પડશે અને નાહકના “લેનેકા દેના પડ જાયેગા ..”.

જો કે આ બધું વ્યર્થ છે. કોંગ્રેસના જે નેતાઓએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપ્યું તે બધા ક્યારનાય ઈશ્વરને પ્યારા થઈ ગયા છે. જેઓ જીવ્યા તેમાંના મોટાભાગનાઓએ ડબલ વસુલી લીધું. તેમના ફરજંદો ખાસ કરીને નહેરુવીયન ફરજંદોએ બીજા તેમના જેવા હજારો ફરજંદો ઉભાકરી ઉઘાડે છોગ લૂંટ જ કરી છે.

જે આર.એસ.એસ. ના લોકોએ કહેવાતી હિંસા આચરી તેઓ પણ ઉપર પહોંચી ગયા. કટારીયા ભાઈએ સમજવું જોઇએ કે ફક્ત હિન્દુઓ સંત થઈને રહે તે વાત ત્યારે પણ શક્ય ન હતી અને આજે પણ ૬૦વર્ષના નહેરુવીયન કોંગ્રેસના શાસનના નિષ્કર્ષને અંતે પણ શક્ય બની નથી. નિંદા કરવી જ હોય તો બંને કત્લેઆમની પ્રમાણ પ્રમાણે નિંદા કરવી જોઇએ. એક તરફી નિંદા વ્યંઢ જ હોય છે.

વિચારધારાની બાબતમાં આપણા કટારીયા ભાઈ, કોંગ્રેસના સ્થાપક સભ્યોથી શરુ કરી ૧૯૪૭ સુધીનાના નામોની યાદી આપે છે અને પ્રશ્ન ઉઠાવે છે કે “શું આ લોકોને વિચારધારા ન હતી?”

અરે ભાઈ તમને એકવાર તો કહ્યું કે ૧૯૪૭ પહેલાંની કોંગ્રેસમાં ઘોડા, ગધેડાં, ગાયો …. શિયાળ, વરુ … બધા જ પ્રાણીઓ હતા તે વાત મહાત્મા ગાંધીએ પોતાના શબ્દોમાં કહી જ હતી. પણ ૧૯૪૭ પછીનો અને ખાસ કરીને નહેરુ સર્વેસર્વા થયા પછીનો નહેરુનો, નહેરુવીયનોનો અને નહેરુવીયન કોંગ્રેસનો વર્કચાર્ટ જુઓ. આ વર્કચાર્ટની આગાહી મહાત્મા ગાંધી કરી શકતા હતા. એટલે જ તેમણે કહેલ કે “હે કોંગ્રેસીઓ …. તમને ભવિષ્યમાં જનતા વીણી વીણીને મારશે …”

કટારીયા ભાઈ પોતાને તટસ્થ માને છે એટલે તેમણે થોડા “ગોદા” (નહેરુવીયન) કોંગ્રેસને પણ મારી દીધા છે. “યાર … તટસ્થતા ભી કોઈ ચીજ઼ હૈ”

કોણ રાજકારણી અને કોણ રાષ્ટ્રકારણી?

સૌથી સહેલો જવાબ એ છે કે જે રાજકારણમાં છે પણ હોદ્દો ભોગવાની ખ્વાહેશ રાખતો નથી પણ હોદ્દાને ફરજના ભાગરુપે સ્વિકારે છે તે રાષ્ટ્રવાદી. રાજા જનક, રાજા રામ …

જે હોદ્દો ભોગવાની ખ્વાહેશ રાખે છે અને હોદ્દો ભોગવે છે તે રાજકારણી. રાવણ, દુર્યોધન,

વર્તમાનના દાખલા જોઇએ છે?

મોરારજી દેસાઈ રાષ્ટ્રવાદી.

ઈન્દિરા ગાંધી રાજકારણી.

જો કે જ્યાં સુધી બુરાઈઓની વાત છે તો નહેરુવીયન કોંગ્રેસે તો “બાણોચ્છિષ્ઠં જગત સર્વં” જેવું કર્યું છે એટલે કે દુરાચારોના પ્રમાણની બાબતમાં નહેરુવીયન કોંગ્રેસને કોઈ પહોંચી ન શકે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

મૂર્ધન્યોનો અર્ધફોબીયા અને ધારણાઓ ભાગ-૨

આતંકવાદીઓ ધર્માંધ મુસ્લિમના વર્ગીકરણ હેઠળ આવે. જો કે આતંકવાદીઓ માટે તો ધર્માંધ શબ્દ પણ નાનો પડે. પણ ધર્મને જ્યારથી રાજ્યે મહત્ત્વ આપવું શરુ કર્યું અને ચૂટણીઓની રમતોમાં ધર્મ અને જાતિના સમીકરણો નહેરુવીયન કોંગ્રેસે વિકસાવ્યા ત્યારથી ભારતમાં ધર્મ અને જાતિ (જ્ઞાતિ)નો ફોબીયા ઉત્પન્ન થયો. હિન્દુઓમાં પણ પૂર્ણ કે અર્ધ મુસ્લિમ-ફોબીયા અને અર્ધ-ખ્રીસ્તી ફોબીયા હોય છે. ફલાણો માણસ મુસ્લિમ કે ખ્રીસ્તી છે તેથી તે સારો હોય તો પણ ગમે તે પ્રકારે તે ખરાબ જ છે. આમાં એ.પી.જે. કલામને પણ ન છોડાય, ફિરોઝ ગાંધીને પણ ન છોડાય અને મધર ટેરેસાને પણ ન છોડાય. તેવી જ રીતે આંબેડકરને પણ ન છોડાય.

ટેલ સ્પેડ એ સ્પેડ (ચીપિયો પછાડીને કહો … સાચી વાત કહો)

આતંકવાદીઓને કોઈ ધર્મ હોતો નથી.

જો તમારે મુસલમાનની સુજ્ઞતા જાણવી હોય તો તમે એ વિચાર વહેતો મુકો કે આતંકવાદીઓને ધર્મ હોતો નથી. માટે આતંકવાદીના શબને ન તો તેમના સંબંધીઓને હવાલે કરવું, ન તો આતંકવાદીના શબને દાટીને ઉત્તરક્રિયા કરવી. આતંકવાદીના શબને ઉકરડા સાથે બાળી દેવું અથવા મધ દરિયે વહેતું કરી દેવું.

આ વાત જે મુસલમાન કબુલ રાખે તેને સાચો મુસલમાન માનવો. દેખીતી રીતે જ આ તર્ક બધાએ માન્ય રાખવો જોઇએ. પણ આપણા મૂર્ધન્યો આ વિચાર વહેતો મુકી શકવાની હિમત ધરાવે છે ખરા?

બીજેપીના તરફદારો કે મોદી-યોગી ભક્તો તો આ વાત કબુલ રાખશે. પણ આપણે તેમને અવગણીશું.

જ્યારે પણ “આતંકવાદીઓ હુમલો કરે અને માનવ હત્યાઓ કરે ત્યારે તેમને આતંકવાદી તરીકે જ ઓળખવા જોઇએ. તેમને મુસલમાન તરીકે ઓળખવા જ ન જોઇએ” આ રીતની વાત તો નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ કૂદકા મારી મારીને કહેશે. પણ આતંકવાદીના શબને ઉકરડા સાથે બાળી દેવું કે મધદરિયે વહાવી દેવું એ વાત નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેના સાંસ્કૃતિક સાથીઓ કબુલ રાખે તે વાત અશક્યમાં પણ અશક્ય છે.

ઉપરોક્ત ચાર પ્રકારના મુસ્લિમોમાંથી એક અને બે પ્રકારના મુસ્લિમો વિતંડાવાદ કરશે જ  કરશે. તેઓ આંદોલન પણ કરશે. તેઓ કહેશે “આતંકવાદીઓ મુસ્લિમ નથી પણ તેઓ કોઈના બેટા તો છે જ ને! તો તેમના શબ તેમના સગાંઓને આપી દેવા જોઇએ. આતંકવાદીઓના સગાઓ ઉપર શબનો નિકાલ કેવી રીતે કરવો તે નિર્ણય છોડી દો”. જો કે આ એક અને બે પ્રકારના લોકો તો  ઘણા જ આગળ વધી વર્ગ વિગ્રહ કરવા સુધી પહોંચી જશે. નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ તો આવી ચર્ચાના કરણે કોઈ વિગ્રહ ફાટી નિકળે તેની રાહ જોઇને જ બેઠા છે. તેમને મદદ કરવા તલપાપડ છે.

ત્રીજા પ્રકારના મુસ્લિમો મૌન રહેવું પસંદ કરશે. અને ચોથા પ્રકારના મુસ્લિમો આતંકવાદીઓના શબના નિકાલની આપણી વાતને આવકારશે.

હિન્દુ-ફોબીયા

મુસ્લિમોની ઠીક ઠીક સંખ્યા હિન્દુ-ફોબિયાથી પીડિત હોય છે. આનું મુખ્ય કારણ સંવાદનો અભાવ હોય છે. વળી હિન્દુઓ પોતાના વિસ્તારમાં મુસ્લિમોને ઘર ભાડે આપતા નથી.કારણ કે મુસ્લિમોમાં કોણ આતંકવાદી સાથે હોઈ શકે અને કોણ  ન હોઈ શકે તે તેઓ જાણી શકે તેમ હોતા નથી. વળી મુસ્લિમ વિસ્તારની નજીક રહેતા હિન્દુઓનો અનુભવ મુસ્લિમો વિષે સારો હોતો નથી. હિન્દુ અને મુસ્લિમો વચ્ચે સંવાદ કેવી રીતે સ્થાપી શકાય તે મહ્ત્ત્વનો પ્રશ્ન છે.

બાવા-યોગી-ફોબિયાઃ

બાવાઓની વિરુદ્ધ અધ્ધર અધ્ધર બોલવું તે એક ફેશન છે. વાસ્તવમાં બધા બાવાઓને એક લાકડીએ હાંકી ન શકાય. ઓશો આસારામ, સંત રજનીશમલ, રાધે મા, જેવા બાવાઓ એક વહાણના પ્રવાસીઓ છે. ધીરેન્દ્ર બ્રહ્મચારી, ચંદ્રાસ્વામી, મહેશ યોગી, બાબા રમદેવ, સદ્‍ગુરુ, શ્રી શ્રી રવિશંકર આ બધા એક પ્રકારમાં અવતા નથી. ધીરેન્દ્ર બ્રહ્મચારી અને ચંદ્રાસ્વામી નો એજંડા મહેશ યોગી, બાબા રામદેવ, સદ્‌ગુરુ, શ્રીશ્રી રવિશંકરથી ભીન્ન હતો. ધીરેન્દ્ર બ્રહ્મચારી અને ચંદ્રાસ્વામીની  ઈન્દિરા ગાંધીની સાથેની નિકટતા ઉડીને આંખમાં ખૂંચે તેવી હતી. મહેશ યોગી, યોગના પુરસ્કરતા હતા પણ તેમનું કાર્યક્ષેત્ર પોતાની સંસ્થાઓ પુરતું સીમિત હતું. બાબા રામદેવ, સદ્‍ગુરુ અને શ્રી શ્રી રવિશંકર, યોગના પ્રચારની સાથે સાથે ઉત્પાદન અને વેપાર પણ કરે છે.

આપણા “તડ અને ફડ” વાળા એક મૂર્ધન્યભાઈને કદાચ આંશિક ફોબિયા હશે. જો કે મને આ “તડ અને ફડ” વાળા મૂર્ધન્ય વિષે આમ તો ઘણું માન છે. પણ ક્યારેક તો વિચાર વિભીન્નતા રહેવાની જ. બાબા રામ દેવે બીજેપી સરકારને સૂચન કર્યું કે વૈદિક અભ્યાસના પ્રચારમાં સરકાર સામેલ થાય. સરકારે તે વાત હાલ પુરતી નકારી કાઢી છે. આ સૂચન એક બાવાજી તરફથી આવ્યું હોવાથી ઘણાને ન પસંદ પડે તે સમજી શકાય છે. પણ દરેક સૂચનને તેના સંદર્ભમાં અને તેના ગુણદોષના આધારે જોવું જોઇએ. આપણા મૂર્ધન્ય ભાઈને આ સૂચન નહીં ગમ્યું હોવાથી તેમણે “માંડીને વાત કરી” (કે જેથી પોતાના આવનારા અભિપ્રાયની પૂર્વભૂમિકા સર્જાય). તેમણે “ઈન્દિરાઈ સમર્થનવાળા ચન્દ્રા સ્વામી અને ધીરેન્દ્ર બ્રહ્મચારીના કરતૂતોનો અને ઈન્દિરા ઉપર તેમના વર્ચસ્વનો ઉલ્લેખ કર્યો. આ વર્ચસ્વને બાબા રામદેવના બીજેપીના સમર્થન સાથે સાંકળ્યો. બાબાને વેપાર સાથે સાંકળ્યા અને બાબાના વેપાર વિસ્તારને નરેન્દ્ર મોદીના સમર્થન સાથે સાંકળ્યો.”

વાસ્તવમાં ઇન્દિરાને લીધે ઇન્દિરા ગાંધીના બાવાઓને જે મહત્ત્વ મળ્યું તે મહત્ત્વને બાબા રામદેવના મહત્ત્વ સાથે સરખાવી ન શકાય.

આ મૂર્ધન્ય શ્રીએ વર્ણવ્યુ …. “… બાબા રામદેવ તકનો લાભ લેતા રહ્યા જેમ કે પહેલાં અન્ના હજારે સાથે રહ્યા અને ખ્યાતિ મેળવી લીધી. નહેરુવીયન કોંગ્રેસના શાસન દરમ્યાન બાબા રામદેવે પોતાનું આંદોલન પણ કર્યું અને પછી સ્ત્રીનો વેશ પહેરી મધ્યરાત્રીએ ભાગી ગયા. કોંગ્રેસના પરાજય પછી  નરેન્દ્ર મોદીના સહકારથી તેમણે પોતાનો વેપાર વિકસાવ્યો. …”

નહેરુવીયન કોંગ્રેસનું શાસન હતું ત્યારે બાબા રામદેવને અને તેમના સાથીને ખોટી રીતે હેરાન કરવામાં આવેલા. મધ્યરાત્રીએ પાડવામાં આવેલો પોલીસનો દરોડો વીન્ડીક્ટિવ હતો. રામદેવ અને તેમના સાથીને, નહેરુવીયન કોંગ્રેસનું શાસન લાખ પ્રયત્ન કરવા છતાં કોઈ સજા કરી શક્યું ન હતું. એ વાત જ સિદ્ધ કરે છે કે નહેરુવીયન કોંગ્રેસનું શાસન કેટલું વેરવૃત્તિવાળું હતું. જોકે નહેરુવીયન કોંગ્રેસના નામે આવા અગણિત કાળા કર્મો ઇતિહાસને ચોપડે નોંધાયેલા છે. બાબા રામદેવ સ્ત્રીનો વેશ પહેરી ભાગી ગયા હોય તો તે વાત ઉલ્લેખવાને લાયક છે કે કેમ તે ચર્ચાનો વિષય છે. પણ આ વાત ઉપર તેમની બુરાઈ કર્યા કરવી તે બરાબર નથી.

ભૌતિક હિંમત અને નૈતિક હિમતનો ભેદ સમજો

હિમત (કરેજ) બે જાતની હોય છે.  ભૌતિક હિંમત (ફીઝીકલ કરેજ), અને નૈતિક હિમત (મોરલ કરેજ). ભૌતિક હિંમતના અભાવને,  અણધારી આફતમાં શારીરિક પીડાના ડરથી નાહિમત થઈ જવાની ક્રિયા સાથે સાંકળી શકાય. નૈતિક હિમત આવનારી આફતની જાણ હોય અને તેનો મુકાબલો કરવા માટે મન અને શરીરને તૈયાર કરવું તે છે.

ગાંધીજીના જીવનમાં પણ દક્ષિણ આફ્રિકામાં એક વખત એવો બનાવ બનેલો કે જેના કારણે તેમને પાછલા દરવાજેથી ભાગી જવું પડેલું. પણ જ્યારે ફરીથી એવો બનાવ બન્યો ત્યારે તેઓ સામે ચાલીને એ હિંસક માણસ પાસે ગયેલા. જો રામદેવના જીવનમાં ન કરે ને નારાયણ, ફરીથી આફત આવે અને તેઓ ફરીથી સ્ત્રીનોવેશ પહેરી ભાગી જાય તો તેમની બુરાઈ કરી શકાય. બાબા રામદેવની ઉપર આજે પણ નહેરુવીયન કોંગ્રેસની ચાર આંખ છે. તેઓશ્રીની સામે ખોટા આક્ષેપોવાળી તપાસ પણ થઈ છે. બાબા રામદેવ મલ્ટીનેશનલ કંપનીઓ માટે પડકાર રુપ તો બન્યા જ છે.

બધા બાવાઓ વેપાર કરતા હોય છે.  

બાવાઓ બધા વેપાર તો કરતા જ હોય છે. મૂળવાત તો એ છે કે તેઓ જનતાને તેમના વેપારમાં છેતરે છે કે કેમ?  જ્યારે   નહેરુવીયન કોંગ્રેસ બાબા રામદેવને કટ્ટર શત્રુ માનતી હોય ત્યારે બાબા રામદેવે સાવધ તો રહેવું જ પડે. બીજેપીની સરકારમાં ઉપરથી ખોટા દબાણ આવતા નથી. એટલે બાબા રામદેવ જેઓ પેક્ડ ઉત્પાદન વેચતા હોય તેમાં ગોલમાલ ન જ કરી શકે.

બધા જ બાવાઓ દવાઓનો વેપાર કરતા હોય છે, પછી ભલે તે અમદાવાદના ગીતા મંદિરના કે જગન્નાથ મંદિરના મહંત હોય, ઇશ્કોનના સાધુ હોય કે ઓશો આસારામ હોય,  શ્રીશ્રી રવિશંકર હોય કે સ્વામી ચિન્મયાનન્દ હોય. પૈસાની જરુર બધાને જ પડે છે. માત્ર અને માત્ર  દાન ઉપર કોઈ સંસ્થા ચાલી ન શકે. હરિજન આશ્રમ પણ પુસ્તકો અને ફોટાઓ વેચે છે. બાબા રામદેવે પોતાના વ્યાપક પણાને લીધે ધંધાનો વિકાસ કર્યો તે સ્વદેશી હિત માટે છે એમ માનવું જોઇએ. તેને બુરાઈના લક્ષણ તરીકે ન જોવી જોઇએ. બાબા રામદેવ, કારણ કે તેઓ વેપાર કરે છે એટલે કંઈક ગોટા તો કરતા હોવા જ જોઇએ એવી ધારણા હેઠળ તેમને ગુનેગાર  ઠેરવી ન શકાય. તેમજ ઉટાંગપટાંગ વાતો કરીને એવો મેસેજ પણ ન આપી શકાય તે વેપારી છે ખરાબ હોવા જ જોઇએ.

વૈદિક અભ્યાસની વાત અને તેમાં સરકાર ભાગ લે તે મુદ્દો અલબત્‌ વિશાળ ચર્ચા માગી લે તેવો છે. આ ચર્ચા અનેક મુદ્દાઓ આવરી લે તેવી છે. માત્ર બાબા રામદેવની ઈચ્છાને આ ચર્ચા સાથે જોડવી તે અયોગ્ય છે. સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ જર્મનીમાં અને અમેરિકામાં (હાર્વર્ડ)માં ભારત કરતાં ઉચ્ચ કક્ષાનો હોય છે તે વાત અંગ્રેજી અને આપણી અંગ્રેજીયતની નીપજ છે. આને વિષે ઘણું સાહિત્ય “ઓન લાઈન” ઉપલબ્ધ છે. ભારતીય સંસ્કૃતિના ચાહકોએ તેને અચૂક જાણવું જોઇએ. જેમને સુતાં સુતાં  વાંચવાની ટેવ હોય અને અંગ્રેજીયતના ચાહક હોય કે ન હોય તેમણે પણ રાજિવ મલહોત્રાએ લખેલી  “બેટલ ફોર સંસ્કૃત” અચૂક વાંચવી જોઇએ કે જેથી તેમનામાં રહેલા અનેક ભ્રમનું નિરસન થાય. 

શિરીષ મોહનલાલ દવે

તા.ક. અમારા ડીબી ભાઈ (દિવ્ય ભાસ્કરના તંત્રીશ્રી) એ તેમના બીજેપી-ફોબિયાનું પ્રદર્શન કર્યું

હમણાં ક્યાંક અમિત શાહે “વાતવાતમાં કહ્યું કે ગાંધીજી ચતુર વાણીયા હતા”. વાચકોને આ વાક્યથી વિશેષ કશું અમિત શાહના ઉચ્ચારણ અંતર્ગત વાંચવા કે સાંભળવા મળ્યું નથી. ફોબિયા પીડિત વ્યક્તિઓની આ ખુબીલીટી છે કે તેઓ ઉચ્ચારણને ગુપાવી દે છે, અને તે ઉચ્ચારણ ઉચરનાર વ્યક્તિની બદબોઈ કરવા મંડી પડે છે. “શું ગાંધીજીને ચતુર વાણીયા” કહેવા એ ગુનો બને છે? શું ગાંધીજીને ચતુર વાણીયા કહેવાથી ગાંધીજીની નિંદા થાય છે? શું ગાંધીજીને આ “ચતુર વાણિયા” શબ્દ થી નફરત હતી? શું ગાંધીજીને “વાણિયા” શબ્દથી નફરત હતી? શું વાણિયાઓ માણસ નથી? ગાંધીજીએ તો પોતે જ વાતવાતમાં અનેક વખત પોતાને વાણિયા તરીકે ઓળખાવ્યા છે. ડીબીભાઈ ભલે પોતાને સુજ્ઞ માનતા હોય પણ તેમની અજ્ઞતાને નકારી ન શકાય. નહેરુવીયન કોંગ્રેસીઓ તો અજ્ઞ છે તેથી તેઓ તો લવારી કરે તે સમજી શકાય છે.

વળી ડીબીભાઈ અમિત શાહની બુરાઈ કરીને અટક્યા નથી. તેમણે તો પોતાના ફોબીયાનું પ્રદર્શન કરવા નરેન્દ્ર મોદી અને બીજેપીને પણ બુરાઈ કરવા લપેટમાં લઈ લીધા છે. જ્યારે ભારતમાંના સમાચાર માધ્યમોના ખેરખાંઓ આવું “આળાપણું“ દર્શાવતા હોય ત્યારે ભારતને મૂર્ધન્યોના ફોબિયાથી થતા નુકશાનથી કોણ બચાવશે?    

ટેગ્ઝઃ મૂર્ધન્યો, અર્ધ ફોબિયા, પૂર્ણ ફોબિયા, સાંપ્રત સમસ્યા, કટારીયા, પ્રાથમિકતા, સોસીયલ મીડીયા, સેક્યુલર, હિન્દુરાષ્ટ્ર, વૈદિક શિક્ષણ પ્રણાલી, ઇસ્લામિક ફોબિયા, હિન્દુ ફોબિયા, પૂર્વ પક્ષ, ગૉન-કેસ, મુસલમાનો, મેરા ભારત મહાન, ગર્વસે કહો હમ હિન્દુ હૈ, નહેરુ, ઇન્દિરા ગાંધી, આપખુદી, ભારતીય સંસ્કૃતિના ચાહક, અંગ્રેજીયતના ચાહક, રાજિવ મલહોત્રા, બેટલ ફોર સંસ્કૃત, ભ્રમ, ડીબીભાઈ, દિવ્યભાસ્કર, ગાંધીજી ચતુર વાણિયા

Read Full Post »

મૂર્ધન્યોનો અર્ધફોબીયા અને ધારણાઓ ભાગ-૧

મૂર્ધન્યો એટલે ભારતની સાંપ્રત સમસ્યાઓ અને બનાવો વિષે લખતા લેખકો જેમાં વર્તમાન પત્રોમાં લખતા કટારીયાઓનો પણ સમાવેશ થાય છે.

ભારતની સમસ્યાઓ કઈ છે? આ જો ગણવા બેસીએ તો પાર ન આવે. સોસીયલ મીડીયામાં સૌ પોતાની મુનસફ્ફી પ્રમાણે સમાસ્યાઓને પ્રાથમિકતા આપે છે. આવી પ્રાથમિકતાઓ ઘણાને હાસ્યાસ્પદ પણ લાગે. કેટલાક લોકો (સોસીયલ મીડીયાવાળા), બધી જ સમસ્યાનું મૂળ ભારતના વિભાજનને માને છે. અને વિભાજનને માટે ગાંધીજીને મનમાની રીતે જવાબદાર માને છે. કેટલાક લોકો બધી સમસ્યાનું મૂળ, ભારત સેક્યુલર રાષ્ટ્ર છે તેને માને છે. તેમનું પ્રાધાન્ય ભારતને શિઘ્રાતિશિઘ્ર હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાનું છે. કેટલાક ભારતમાં વૈદિક શિક્ષા પ્રણાલી ન હોવાથી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે તેથી શિઘ્રાત્તિશિઘ્ર વૈદિક શિક્ષણ પ્રણાલી લાગુ કરવાની વાતો કરે છે. આ બધી વાતો કરનારા કાંતો સંપૂર્ણ રીતે ધાર્મિક (ખાસ કરીને ઇસ્લામિક) ફોબીયાથી પૂર્ણ રીતે પીડિત છે અથવા તો આંશિક રીતે આ ફોબીયાથી પીડિત છે. આવા લોકો પૂર્વપક્ષને સાંભળવામાં માનતા નથી અને પૂર્વપક્ષમાં રહેલા સાહિત્યને પણ વાંચવા માગતા નથી. તમે જો વિસ્તારથી લખો અને સમજાવો તો પણ તેઓ સમજવા માગતા નથી. એક મુદ્દા ઉપરથી, પહેલાને અધુરો રાખી, બીજા મુદ્દા ઉપર કૂદકા મારે છે. આવા લોકોનો કોઈ ઉપાય નથી. ટૂંકમાં આ ફોબીયાનો કોઈ ઉપાય નથી. તેઓ “ગૉન-કેસ” છે. એટલે કે તેમની ઉંત્કાંતિ કુદરતી રીતે થવા દો.

આવા જ પ્રકારના ફોબીયાથી પીડાતા મુસલમાનો વધુ વ્યાપક રીતે છે. જે મુસલમાનો આવા ફોબીયાથી પીડિત નથી તેઓ મહદ્‌ અંશે નિસ્ક્રીય છે. આવા જ નિસ્ક્રીય રહેલા મુસલમાનોમાંના કેટલાક જ્યારે ઈસ્લામ ધર્મની વાત આવે ત્યારે એકદમ સક્રીય થઈ જાય છે.

 પહેલાં આપણે હિન્દુઓની વાત કરીશું.

મેરા ભારત મહાન

“મેરા ભારત મહાન” અને “ગર્વસે કહો હમ હિન્દુ હૈ” આ સૂત્રો આપણે અનેક જગ્યાએ વાંચીએ છીએ. આ સૂત્રો કેટલા ઉપયોગી છે? “મેરા ભારત મહાન”માં વાસ્તવિક રીતે જો જોઇએ તો સૂત્ર રચના કંઈક આવી હોવી જોઇએ. “મેરા ભારત મહાન થા”. અત્યારે તો આપણો દેશ “અણઘડ દેશો”માંનો એક દેશ છે. તેનું મુખ્ય કારણ ભ્રષ્ટ થી અતિભ્રષ્ટ નહેરુવીયનો અને તેના પક્ષના નેતાઓ છે. જો કે અંગ્રેજીયતને દોષ આપશે. પણ જો સુજ્ઞ જનોએ તેમની ફરજ બતાવી હોત ઈતિહાસના શિક્ષણમાં રહેલા વિરોધાભાષો દૂર કરવાના ફેરફાર કરી શકાયા હોત. આવું દોષારોપણ વ્યર્થ હૈ. આ તો એવી વાત થઈ કે આતંકવાદ માટે મુસલમાનો નહીં પણ અમેરિકા અને રશિયા જવાબદાર હૈ. શું મુસલમાનોનો ઉપલો માળ ખાલી છે?

૬૦ વર્ષના શાસનની નીપજ રુપે ભ્રષ્ટ નહેરુવીયન કોંગ્રેસને પાનો ચડ્યો હતો કે આપણા જેવી માનસિકતા રાખનારા અનેકાનેક પક્ષો છે. તેઓ આપણને “કાકા કહીને સપોર્ટ કરશે” માટે લૂટો અને લૂંટવા દો. આપણે શો ફેર પડે છે.

(સરખાવોઃ ફ્રેન્ચ દારુડીયાએ પોતાના દારુના વખાણ કરતાં કહ્યું કે “અમારો દારુ પીવો તો ચાર પૅગમાં કીક આવી જાય. તમારા વૉડકામાં ક્યારે કીક આવે?”  રશિયને કહ્યું “અમે તો પણ, વધારે પીએ ને “)

ભારતના સદ્‌ભાગ્યે ઈશ્વરે ભારતદેશ સામે જોયું અને ૧૯૭૭ પછી વધુ એક તક આપી. ભારતમાં ઇશ્વરે ૧૯૭૭ની ભૂલને સુધારી અને એક પક્ષને ચોક્ખી બહુમતિ આપી. નહેરુવીયન કોંગ્રેસને પરાજય આપ્યો. સ્વાભાવિક રીતે જ નહેરુવીયન કોંગ્રેસના શાસન દરમ્યાન નહેરુવીયન કોંગ્રેસે પોતાના જેવા સંસ્કારવાળા અનેક સંતાનો ઉત્પન્ન કરી દીધા હતા. આ વાતને કોઈપણ મૂર્ધન્ય નકારી શકે નહીં. સ્વતંત્રતા મળ્યા પછી, અને નહેરુ સર્વેસર્વા થયા પછી, ખાસ કરીને સરદાર પટેલ ગુજરી ગયા પછી નહેરુ અને નહેરુવીયનોમાં ભ્રષ્ટાચાર (સત્તાલાલસાકીય, આપખુદી અને આર્થિક) હામી રહ્યા છે. નહેરુમાં આ આપખુદીનો દોષ પ્રચ્છન્ન રુપે રહ્યો હતો પણ સત્તાલાલસા ઉડીને આંખે વળગે તેવી હતી. આ સત્તાલાલસા સ્વાતંત્ર્ય પહેલાં અપ્રચ્છન્ન રીતે પ્રચ્છન્ન રુપે હતી. અન્ય નહેરુવીયનો વિષે આપણે ૨૫મી જુને વાત કરીશું.

“મેરા ભારત મહાન” માટે ભારતના હિતૈષીઓએ, નેતાઓએ, ભારતના મૂર્ધન્યોએ અને ભારતના નિપૂણોએ ઘણી મહેનત કરવાની છે.

“ગર્વસે કહો હમ હિન્દુ હૈ”

આમ તો ભારતમાં રહેનારા બધા જ હિન્દુ ગણી શકાય છે. પણ જો હિન્દુનો અર્થ હિન્દુ ધર્મ કરીએ અને ધર્મનો અર્થ પાશ્ચાત્ય વિદ્વાનોએ કરેલી પરિભાષા પ્રમાણે કરીએ એટલે કે “ધર્મ એટલે રીલીજીયન” એવો અર્થ કરીએ તો આ સૂત્ર યોગ્ય નથી. કારણ કે આ અર્થ ભારતીય સંસ્કૃતિને અનુરુપ નથી. સર્વોચ્ચ ન્યાયાલયના અર્થઘટન પ્રમાણે “ હિન્દુધર્મ એ ધર્મ નથી પણ તે સ્ટાઈલ ઓફ લીવીંગ”. પણ આ અર્થઘટન અનુકુળ નથી. સર્વોચ્ચ અદાલતને થયું હશે કે આપણી મુંઝવણને દૂર કરવા આપણે કંઈક જુદું કહીએ. દરેક ધર્મવાળા પોતાના ધર્મને પરિપૂર્ણ માનતા હોય છે એટલે તેનો અર્થ પણ એજ થયો કહેવાય કે તેમનો ધર્મ પણ એક “સ્ટાઈલ ઓફ લીવીંગ” જ છે.

ભારતીય સંસ્કૃતિની પરિભાષા પ્રમાણે “ધર્મ” એટલે  જે કામ તમે સ્વેચ્છાએ સ્વિકાર્યું છે અને જેમાં તમારો અભ્યાસ અને વલણ છે. તે કામ તમારે સમાજની માટે સેવા ભાવે કરવું તે તમારો ધર્મ છે. તમે તમારો આ ધર્મ બદલી શકો ખરા, પણ અચાનક તમે તે બદલી ન શકો. જેમ કે, કોઈ ડૉક્ટર ઓપરેશન કરતાં કરતાં અચાનક કહે કે મારે તો ખેતી કરવી છે. આ ઓપરેશન હું પડતું મુકીશ. મારું  હૃદય પરિવર્તન થયું છે વિગેરે વિગેરે. ડોક્ટરનો ધર્મ છે કે તે ઑપરેશન પુરું કરે અને પછી ધર્મ પરિવર્તન કરે.

પાશ્ચાત્ય પ્રણાલી પ્રમાણે ઇશ્વરને કેવીરીતે પૂજવો અને સામાજીક સંબંધો કેવીરીતે નિભાવવા તેને પણ ધર્મ સાથે સાંકળવામાં આવે છે. ખ્રીસ્તીઓ અને ખાસ કરીને મુસલમાનોમાં આવી માન્યતા પ્રવર્તે છે. પણ બધા મુસલમાનોના સમાજોમાં એક સૂત્રતા નથી તેમજ સર્વવ્યાપકતા પણ નથી. ભારતમાં આનો વિવાદ સર્વોચ્ચ ન્યાયાલય સુધી પહોંચ્યો છે. આ બાબતમાં હિન્દુઓએ મૌન રાખવું, કોઈની માન્યતામાં દખલ ન દેવી, સિવાયકે કેટલાક તેમના ધર્મની રુઢીનો બચાવ કરતાં કરતાં હિન્દુઓને પણ તેઓ ગોદા મારવા માંડે.

તો હવે ગર્વસે કહો હમ હિન્દુ હૈ નો અર્થ શો કરવો? જો હિન્દુઓની પ્રણાલીઓ શ્રેષ્ઠ હશે તો “ન હિ “કસ્તુરી કામોદઃ શપથેન વિભાવ્યતે.” કસ્તુરી, શપથ પૂર્વક કહેવાથી ઓળખાતી નથી. એટલે કે “આ મારી પાસે જે છે તે કસ્તુરી છે. અને હું શપથ પૂર્વક કહું છું કે આ કસ્તુરી છે તેથી તમે તેને કસ્તુરી  માનો.” કસ્તુરી તો તેની સુગંધથી જ ઓળખી શકાય છે.

આપણને આપણા હિન્દુત્વ ઉપર ગર્વ હોય તો આપણું વર્તન જ એવું હોવું જોઇએ કે બીજાને એની અનુભૂતિ થાય. બીજા આપણી મૈત્રી કે પાડોશીના દાવે આપણા થકી ગર્વ અનુભવે તેવો જો આપણો આચાર હોય તો તે સુષ્ઠુ કહેવાય.

ધર્મને કેવીરીતે ઓળખવો?

એક ધર્મ એ છે જે તે ધર્મના માન્ય પુસ્તકમાં લખાયેલો હોય છે. બીજો ધર્મ એ હોય છે જે તે ધર્મના માણસો દ્વારા પળાતો હોય છે. જો કોઈ ધર્મંના માણસોનો આચાર જ એવો હોય કે જેનાથી વિધર્મીઓના અને અથવા તેમના જ ધર્મના અમુક વર્ગના માનવીય હક્કોને નુકશાન પહોંતુ હોય  તો આવા ધર્મને કઈ કક્ષાએ મુકવો? સંભવ છે કે તે ધર્મના ગ્રંથોમાં વિધર્મીઓને નુકશાન પહોંચાડવાનું ન લખ્યું હોય પણ આવું નુકશાન વ્યાપકપણે આચરાતું હોય તો શું કરવું જોઇએ? વાસ્તવમાં ધર્મનું મુલ્યાંકન તો તે ધર્મીઓના આચાર અનુસાર જ કરવું જોઇએ. કારણ કે જે અનુભવથી સિદ્ધ થાય છે તેને જ સત્ય માનવું જોઇએ.

હિન્દુઓ વિષે શું કહીશું?

હિન્દુઓમાં ઈશ્વરની પૂજા અનેક રીતે થાય છે. એક પ્રકારે પૂજા કરનારાઓ બીજા પ્રકારની પૂજા કરનારાઓ સાથે પૂજાના પ્રકારની બાબતમાં સહમત થતા નથી, પણ કોઈના હક્ક ડૂબતા ન હોવાથી તેનો વિરોધ કરવાનું માનતા નથી. આ વાત તેમણે સ્વભાવગત રીતે સ્વિકારી લીધી છે. સામાન્ય ખ્રીસ્તી સમુદાય પણ કંઈક અંશે આવું જ વલણ દાખવે છે. પણ ખ્રીસ્તી પાદરીઓ દુનિયા આખીને ખ્રીસ્તી બનાવવાનો ખ્રીસ્તી પાદરીઓને ધાર્મિક આદેશ મળ્યો છે તેવું તેઓ માને છે અને તેવો આચાર કરે છે. જે તે વિસ્તારમાં બહુમતિને ખ્રીસ્તી બનાવી દીધા પછી જે બચી ગયા હોય તેમને આ પાદરીઓ પીડા આપતા હોય છે.

મુસ્લિમો વિષે શું કહીશું?

મુસ્લિમોમાં ભાગ્યે જ કોઈ સુજ્ઞ મુસ્લિમ કબુલ કરશે કે ઇસ્લામ ધર્મ આતંકવાદને સમર્થન કરે છે. પણ સુજ્ઞ મુસ્લિમ કોને કહેવો તે મુશ્કેલ છે.

આતંકવાદીઓને તો આપણે મુસ્લિમ ગણીશું જ નહીં. બાકીનાને આપણે મુસ્લિમો ગણીશું.

આ કહેવાતા સુજ્ઞ મુસ્લિમોમાં પણ ચાર જાતના સુજ્ઞ મુસ્લિમો હોય છે.

(૧) એક પ્રકારના મુસ્લિમો જેઓ આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. અને તેઓ જરુર પડે મગજ ને કસરત આપીને પણ મુસ્લિમોના આતંકવાદનો વિતંડાવાદ દ્વારા બચાવ કરે છે.  આનું શ્રેષ્ઠ ઉદાહરણ ઓમર અને ફારુખ છે.

(૨) બીજી મોટી બહુમતિ એવી છે કે જે ફક્ત મૌન રહેવામાં માને છે. અને જ્યારે અજુગતો બનાવ બને ત્યારે “અમે તેનું સમર્થન કરતા નથી” … “આ બાબત ઇસ્લામિક નથી. તેઓ સાચા મુસલમાન નથી …” એવો બચાવ એકાદ વાર કરીને વળી પાછા મહા મૌન ધારણ કરે છે. પણ આ જ મહામૌનીઓ જો બીજા ધર્મના માણસો દ્વારા પ્રમાણમાં કશું નાનું અમથું અજુગતું થાય અથવા તો તેમના ધર્મનો કોઈ સુજ્ઞજણ સુધારણાની વાત કરે તો તેમની જીવ્હા ખળભળી ઉઠે છે. તમે જોયું હશે કે “તારેક ફતહકા ફતવા”ની ચર્ચામાં મુસ્લિમ જનતામાંથી જે પ્રતિભાવો આવતા હતા તે પ્રતિભાવો અતિ બહુસંખ્યક રીતે તારેક ફતહની માન્યતાથી વિરોધી હતા અને તર્કહીન હતા.

(૩) ત્રીજા પ્રકારના એવા મુસ્લિમો છે જેઓ સુધારાવાદી છે પણ તેમને ધર્માંધ મુસ્લિમોનો ડર લાગે છે. તારેક ફતહે પોતાને સુજ્ઞ માનતા મુસ્લિમોને આમંત્ર્યા હતા. મુસ્લિમ બહેનોને પણ આમંત્રી હતી. તેમાં આપણે વૈચારિક ભીન્નતા જોઇ હતી. તેથી મુસ્લિમોનો ન અવગણી શકાય તેવો હિસ્સો સુધારાવાદી છે.

(૪) ચોથા પ્રકારના મુસ્લિમો નિડર છે અને વાચાળ પણ છે. જેમાં તસ્લિમા નસરીન, સલમાન રશદી, તારિક ફતહ, નિસ્સાર હસન જેવા આંગળીને વેઢે ગણી શકાય તેવા પાકિસ્તાનના એક સમયના નાગરિક હતા અને કેટલાક છે તેવા લોકો આવે છે. એટલે પાકિસ્તાનના બધા જ મુસ્લિમો પછાત છે તેમ ન માની શકાય. ભારતમાં પણ એમ. જે. અકબર, સઈદ શાહનવાઝ હુસૈન, અબ્બાસ નક્વી, નજમા હેબતુલ્લા જેવા અનેક લીડર છે. પાકિસ્તાન અને બંગ્લાદેશ સિવાયના દેશોમાં તો અગણિત સુજ્ઞ મુસ્લિમ લોકો છે જેઓ વાચાળ પણ છે અને સુધારાવાદી પણ છે. ફક્ત ભારતના અને પાકિસ્તાનના મોટા ભાગના મુસ્લિમોને ભારતના વારસાને ગૌરવશાળી માનતા નથી. ઇજીપ્ત, ઇરાન, ઇન્ડોનેશિયા જેવા અનેક દેશના મુસ્લિમો એ વાત જાણતા હોય છે કે તેમના પૂર્વજો મુસ્લિમ ન હતા તો પણ તેઓને તેમના ઐતિહાસિક વારસા ઉપર ગર્વ હોય છે. આનું કારણ શું હોઈ શકે? આને તમે શું કહેશો? પૂર્ણ અથવા અર્ધ હિન્દુ-ફોબીયા.

શિરીષ મોહનલાલ દવે

મૂર્ધન્યો, અર્ધ ફોબિયા, પૂર્ણ ફોબિયા, સાંપ્રત સમસ્યા, કટારીયા, પ્રાથમિકતા, સોસીયલ મીડીયા, સેક્યુલર, હિન્દુરાષ્ટ્ર, વૈદિક શિક્ષણ પ્રણાલી, ઇસ્લામિક ફોબિયા, હિન્દુ ફોબિયા, પૂર્વ પક્ષ, ગૉન-કેસ, મુસલમાનો, મેરા ભારત મહાન, ગર્વસે કહો હમ હિન્દુ હૈ

Read Full Post »

રામ મંદિર અને મર્ધન્યોનો વિતંડાવાદ કે તટસ્થાની ધૂન

ઉત્તર પ્રદેશમાં આદિત્યનાથ યોગી મુખ્ય મંત્રી બન્યા એટલે નહેરુવીયન કોંગ્રેસના નેતાઓને અને તેમના સાંસ્કૃતિક સાથીઓને એક નહીં અનેક મુદ્દા મળી ગયા પણ સાથે સાથે દંભી ધર્મનિરપેક્ષતાવાદીઓ જેવા કટારીયા મૂર્ધન્યોને પણ ખોરાક મળી ગયો. તટસ્થની ધૂન જેમના ઉપર સવાર છે તેમણે પોતાનું મોઢું મચકોડ્યું.

ram temple and adityanath

રાજકારણ અને ઇતિહાસ કે ધર્મ

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની અને તેમના સાંસ્કૃતિક સાથીઓની માનસિકતાને સમજી શકાય છે. તેમની માન્યતા પ્રમાણે તો હિન્દુ નેતાઓના સારા કામને વખાણવું કે હિન્દુઓ સંકળાયેલા હોય તેવા તથ્યને પણ સ્વિકારવા એ ધર્મનિરપેક્ષતાનું ખૂન છે.

લઘુમતિઓની તર્કહીન તરફદારી કરવી તેને ધર્મનિરપેક્ષતા જ માનવામાં આવે છે. “હિન્દુઓ કરતાં મુસ્લિમોનો ભારત પર વધુ હક્ક છે કારણ કે મુસ્લિમો મરીને ભારતની ભૂમિમાં દટાઈને ભળી જાય છે” આવી મતલબનું જેમને નિપુણ અર્થશાસ્ત્રી તરીકે ખપાવવામાં આવે છે, એવા આપણા માજી પ્રધાનમંત્રી મનમોહન સિંઘે વડાપ્રધાન પદ ઉપર રહીને કહેલું. પણ આમાં કશું નવું નથી. “આ તો ધર્મનિરપેક્ષતાની આપણી વ્યાખ્યાને અનુરુપ છે. આ નહેરુવીયન કોંગ્રેસના સંસ્કાર છે”.

ઓગણીશોપચાસના દશકામાં નહેરુએ કહેલું કે “જો મહારાષ્ટ્રને મુંબઈ મળશે તો હું ખુશ થઈશ”. અત્રે એક યાદ રાખવા જેવી વાત એ  છે કે ગુજરાતીઓએ કદી મુંબઈની માગણી કરી જ ન હતી. કોંગ્રેસની  કેન્દ્રીય કરોબારીનો જ નિર્ણય હતો કે મુંબઈને એક કેન્દ્રીય રાજ્ય ગણવું.  આ વાતની વિગતવાર ચર્ચા અસ્થાને છે પણ નહેરુવીયન કોંગ્રેસના આવા સંસ્કાર રહ્યા છે કે ખાસ કરીને હિન્દુઓમાં ભાષા, જ્ઞાતિ અને વિસ્તાર (રીજીઅન)ના આધારે ભાગલા પડાવવા.

આ જ બ્લોગ સાઈટ ઉપર એક બ્લોગ શ્રેણી છે જેનું નામ છે “ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ?” તેમાં રામ, ઇતિહાસ, જનતંત્ર અને રામના મંદિર વિષે વિસ્તૃત ચર્ચા કરી છે. જેમને તથ્યો જાણવામાં રસ હોય તેઓ અચૂક વાંચે.

કહેવાતી રામ જન્મ ભૂમિ ઉપર રામ મંદિર બાંધવું એ હિન્દુઓની ઈચ્છા અને માગણી છે. અને સર્વોચ્ચ ન્યાયાલયનો ચૂકાદો માન્ય  રાખવો એ મૌલવીઓની અને મુસ્લિમ નેતાઓની માન્યતા છે.

સ્વાભાવિક રીતે જ ઇતિહાસના ખોળાં ખંખોળા થાય.

ઐતિહાસિક રીતે આખી ભારતભૂમિ હિન્દુઓની હતી

ઉચ્ચ ન્યાયાલયે કહેવાતી રામજન્મ ભૂમિ ઉપર સ્થિત, તોડેલી મસ્જીદની જગ્યાએ ખોદકામ કરાવ્યું.

તૂટેલી મસ્જીદની નીચેથી બે સ્તરો નિકળ્યાં (કે કદાચ વધુ પણ નિકળ્યાં હોય) અને તે હિન્દુ દેવતાઓના (શિવના) મંદિર હતાં. એટલે ઐતિહાસિક રીતે તો આ ભૂમિ હિન્દુઓની હતી. પણ એમ તો આખા ભારતવર્ષની ભૂમિ હિન્દુઓની હતી. એટલે કોનો હક્ક એ સંશોધનનો, કાયદાનો અને કાયદાના અર્થઘટનનો વિષય બને છે.

૧૯૪૯-૫૦ના અરસામાં ઉપરોક્ત મસ્જીદ જે બાબરી મસ્જીદ તરીકે ઓળખાય છે તેના તાળાં તોડાયાં તો તેમાં રામ લક્ષ્મણ જાનકીની મૂર્ત્તિઓ સ્થાપિત હતી. એટલે હિન્દુઓને ત્યાં પૂજા અર્ચનાની છૂટ આપવામાં આવી. પણ હિન્દુઓને તો ત્યાં રામનું મોટું મંદિર બાંધવું હતું, કારણ કે અયોધ્યા એ રામની જન્મભૂમિ ખરી પણ રામનું એક પણ મંદિર નથી. અને નજીકના ભૂતકાળના ઐતિહાસિક દસ્તાવેજોના આધારે અને હાલ પણ, તે જગ્યાને “રામજન્મ ભૂમિ” માનવામાં આવે છે.

વાત એમ છે કે;

એક જગ્યા છે.

તેના ઉપર કબજો હિન્દુઓનો છે.

પણ આ જગ્યા ઉપર મસ્જીદ છે.

આ મસ્જીદની અંદર રામની મૂર્ત્તિ છે.

આની બાજુની ભૂમિ ઉપર મુસ્લિમોનો કબજો છે.

હિન્દુઓએ પોતાના કબજાની ભૂમિ ઉપરની મસ્જીદને તોડી,

મુસ્લિમોએ આનો વાંધો લીધો, મસ્જીદ તો અમારી સંસ્કૃતિ છે. ભલે કબજો તમારો હોય અને ભલે તેમાં નમાજ પઢવાનું અમારા ધર્મની વિરુદ્ધ હોય (વિવાદાસ્પદ  ભૂમિ ઉપર મસ્જીદ બાંધી ન શકાય અને બાંધી હોય તો ત્યાં નમાજ પઢી ન શકાય). પણ જો તમે તે મસ્જીદને તોડો તો અમારી લાગણી ઘવાય.

આ ઘવાયેલી લાગણીના પ્રત્યાઘાત રુપે સેંકડો મસ્જીદો પાકિસ્તાનમાં, કાશ્મિરમાં અને બંગલાદેશમાં તોડવામાં આવી. પણ આને સરવાળા બાદબાકીમાં લેવાની નહીં. રામનું મંદિર પણ બાંધવા દેવાનું નહીં. મસ્જીદ એ જ જગ્યાએ ફરીથી બાંધો અને અમને કબજો આપો. તેની બાજુની ભૂમિ ઉપર અમારો કબજો કાયમ રાખો.

“મેરી ચૂપ, લેકિન તુમ ચૂપ ક્યોં”

નહેરુવીયન કોંગ્રેસ અને તેના સંસ્કૃતિક સાથીઓ હમેશા એ વાત કહેતા આવ્યા છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ બીજેપીને રામ મંદિર યાદ આવે છે. એ સિવાયના સમયમાં બીજેપી રામમંદિરના મુદ્દાને અભરાઈ ઉપર મુકી દે છે. બીજેપી તો ધર્મને હથિયાર બનાવે છે. અને જુઓ, ૧૯૯૯ થી ૨૦૦૪ સુધી બીજેપી સત્તામાં હતી તો પણ તેણે રામમંદિરનો મુદ્દો ઉકેલ્યો નહીં. વાસ્તવમાં બીજેપી રામમંદિરના મુદ્દાને ઉકેલવામાં માનતી જ નથી. બીજેપી રામ મંદિરના મુદ્દાને વણ ઉકલ્યો જ રાખવા માગે છે જેથી તે જ મુદ્દા ઉપર તે હિન્દુઓના મત મેળવી શકે.

જો કે નહેરુવીયન કોંગ્રેસ  અંદર ખાને એવો પ્રચાર પણ કરે છે કે જુઓ “રામ મંદિર”ની બાબતમાં કંઈપણ પ્રગતિ થઈ હોય તો તે કોંગ્રેસના શાસન દરમ્યાન જ થઈ છે. એટલે કે અમે કોંગ્રેસે જ  હિન્દુઓનું હિત જાળવ્યુ છે. ૧૯૪૯-૫૦માં નહેરુ પ્રધાનમંત્રી હતા અને બાબરી મસ્જીદના તાળા ખૂલ્યાં હતા. ૧૯૯૩માં બાબરી મસ્જીદ તૂટી ત્યારે પણ અમારા નરસિંહ રાવ જ પ્રધાન મંત્રી હતા. એટલે અમારો મેસેજ તો સ્પષ્ટ છે ફક્ત તમારે અમારા બે કથનોની વચ્ચે ન બોલાયેલું સાંભળવાનું છે.

આમ તો નહેરુવીયન કોંગ્રેસના સંસ્કાર છે કે “જમવામાં જગલો (નહેરુવીયન કોંગ્રેસ) અને કૂટાવામાં ભગલો (વિરોધીઓ)”. “દેશના બધાં જ સારા સારા કામની ક્રેડિટ યેન કેન પ્રકારેણ, ઇન્દિરાને જ, આપવી એવી કોંગીજનોમાં રહેલી માનસિકતાની મજાકના રુપે  એક જોક પ્રચલિત થયેલી કે “ઇન્દિરા ગાંધીએ જ દેશને સ્વરાજ્ય અપાવ્યું હતું”. પણ આ જોક થોડી બિભત્સ છે એટલે અહીં અસ્થાને છે.

શું નહેરુવીયન કોંગ્રેસ તેના કુલા ખંખેરી શકે?

જનતાની સમસ્યાઓ ઉકેલવી શાસકનું કામ છે. કોઈ એક સમસ્યાને કારણે જનતા વિભાજિત થઈ જાય અને બંને વચ્ચે વૈમનસ્ય વધતું જાય  તો, શાસકનું કર્તવ્ય છે કે તે સમસ્યાનો ઉકેલ લાવે. સમસ્યા ન્યાયાલયને આધિન હોય તો તેનો અર્થ એવો તો થતો જ નથી તે સમસ્યા ન્યાયાલયની બહાર ન ઉકેલી શકાય.

નહેરુવીયન કોંગ્રેસ પોતાને ધર્મ નિરપેક્ષ અને પોતાને પ્રચ્છન્ન રીતે લઘુમતિઓના ખાવિંદ માને છે.  તો તેનો અર્થ એમ થયો કે મુસ્લિમો સાથે તે વાણીવ્યવહાર અને  ગોષ્ટિ  કરી શકવાને સક્ષમ છે. વળી તે પોતાને હિન્દુઓની દુશ્મન તો માનતી નથી. જો નહેરુવીયન કોંગ્રેસ પોતાને દેશપ્રેમી અને ભારતની હિતૈષી માનતી હોય તો તેણે ભારતીય જનતાના બે જુથોને ભેગા લાવવાના પ્રયત્નો કરવા જોઇએ. પણ નહેરુવીયન કોંગ્રેસે આવા કોઈ પ્રયત્નો કર્યા નથી. તેણે તો આ બે જુથો વચ્ચેની ખીણ કેમ પહોળી અને ઉંડી થાય તેના જ પ્રયત્નો કર્યા છે. આ બાબતમાં એમ કહીએ તો ચાલે કે નહેરુવીયન કોંગ્રેસે મુસ્લિમ તુષ્ટીકરણને લગતાં જ પગલાં લીધાં છે.  જો એમ કહીએ તો ચાલે કે નહેરુવીયન કોંગ્રેસે મુસ્લિમો ઉપર ઘણા ઉપકાર  કર્યા છે. આ ઉપકારો જણાવવાની જનુરુર નથી.

તો શું નહેરુવીયન કોંગ્રેસ મુસ્લિમોને કૃતઘ્ન માને છે?

નહેરુવીયન કોંગ્રેસે દેશ ઉપર દશકાઓ સુધી એક ચક્રી શાસન કર્યું. તેનું કર્તવ્ય હતું કે તે મુસ્લિમોને કૃતઘ્ન ન માને (એટલે કે તેમને થેંકલેસ ન માને), અને પોતાની ગુડવીલનો (સદભાવનાનો) ઉપયોગ દેશના હિત માટે કરે. પણ નહેરુવીયન કોંગ્રેસે તો પોતાના કુલા જ ખંખેરી નાખ્યા. જાણે કે દેશનું હિત જળવાય તેમાં પોતાની તો કોઈ જવાબદારી જ નથી.

દેશને લૂટી લેનાર પક્ષ પોતાની જવાબદારી ન સમજે તે સમજી શકાય છે. પણ દેશના મૂર્ધન્યોએ આ વાત નહેરુવીયન કોંગ્રેસના ધ્યાન ઉપર લાવવાની જવાબદારી અદા કરવી જોઇએ. પણ તમે જુઓ છો કે દેશના મૂર્ધન્યો અને કટારીયાઓ આ રામમંદિરના  મુદ્દા ઉપર નહેરુવીયન કોંગ્રેસના ખોળે બેસી જાય છે.

વાસ્તવમાં નહેરુવીયન કોંગ્રેસની રામમંદિરના મુદ્દાના ઉકેલના વિષયમાં જવાબદારી ઘણી મોટી છે.

બીજેપી પક્ષને તો આ નહેરુવીયન કોંગ્રેસીઓએ અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ પોતાના વાજીંત્રો દ્વારા ઠીક ઠીક અળગો કરી દીધો છે. એટલે બીજેપીના નેતાઓ મુસ્લિમો સાથે સમાધાન ન કરી શકે તે સમજી શકાય તેમ છે. તેથી બીજેપીના નેતાઓ સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયની રાહ જુએ તે સ્વાભાવિક છે. પણ ઇન્દિરાઈ કલ્ચર એવું છે કે “કોઈ આપણને કાણો કહે તે પહેલાં આપણે તેને કાણો કહી દેવો”.

હવે નહેરુવીયન કોંગ્રેસ ઉપર સંકટ આવ્યું છે

આમ તેના બીજા સાથીઓ ઉપર પણ સંકટ આવ્યું છે. પણ નહેરુવીયન કોંગ્રેસે છ દશકા દેશ ઉપર શાસન કર્યું છે તેથી તેના ઉપર સંકટનો ભાર વધુ છે.

આદિત્યનાથ યોગી સ્થાનિક મુસ્લિમોમાં પણ પ્રિય છે અને એક શાસક તરીકે ધાર્મિક ભેદભાવ રાખે છે તેવું કશું કશું કર્યું નથી કે કરવાના પણ નથી. તેથી તેમના કર્મોદ્વારા તે કોમવાદી છે તે સિધ્ધ થવાની શક્યતા નથી.

નહેરુવીયન કોંગ્રેસ, તેના ફરેબી ધર્મનિરપેક્ષતાવાળા અને કેટલાક તટસ્થતાની ધૂનમાં ગ્રસ્ત કે અજાણતા પથભ્રષ્ટ થયેલા કટારીયા લોકો વાણીવિલાસ કર્યા કરશે. પણ આ લોકોને ડર છે કે જો આદિત્યનાથ યોગીના કાર્યકાળમાં રામમંદિરનો મુદ્દો ઉકલી જશે તો પોતાનું તો નામું નંખાઈ જશે. ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની તો “ખટીયા ખડી હો જાયેગી”.

મૂર્ધન્યો કઈ વાતમાં થાપ ખાઈ જાય છે?

રામ એ ઐતિહાસિક છે કે ધાર્મિક?

“રામ” એ એક હિન્દુધર્મ (રીલીજીનીયન) સાથે સંકળાયેલું પાત્ર છે. તે ઐતિહાસિક પાત્ર  નથી.

નહેરુવીયન કોંગ્રેસની સરકારે આ વાત ન્યાયાલય સમક્ષ પ્રતિજ્ઞાપૂર્વક કરેલી. નહેરુવીયન કોંગ્રેસની પ્રતિજ્ઞાઓ, ભારતના ઐતિહાસિક દસ્તાવેજોના આધારને લક્ષ્યમાં લેતાં ફરેબી હોઈ શકે છે. પણ ન્યાયાલય તેના બધાં જ પ્રતિજ્ઞાપૂર્વક કહેલા કથનોને જુઠા ન માની શકે. જો કે એ સંશોધનનો વિષય છે કે એ જ કોંગ્રેસ પક્ષ પોતે શપથ પૂર્વક કહેલા કથનને શપથપૂર્વક ઉલ્ટાવી, શપથ પૂર્વક તેનાથી ઉંધું જ કથન કરી શકે છે અને ન્યાયાલય તેને કેમ  દંડિત કરતું નથી?

નહેરુવીયન કોંગ્રેસને અને તેના સાંસ્કૃતિક પક્ષોને બાદ કરો તો પણ રામને “ફક્ત અને ફક્ત ધાર્મિક પાત્ર” માનનારા મુસ્લિમો અને ખ્રીસ્તીઓ તો છે જ પણ અગણિત હિન્દુઓ પણ છે. કારણ કે હિન્દુઓ તે જ ઇતિહાસ ભણે છે જે ઇતિહાસ પાશ્ચાત્ય ઇતિહાસકારોએ લખેલો છે. આ ઇતિહાસને ભારતના શિક્ષણશાસ્ત્રીઓએ સ્વિકારી લીધો છે. ભારતમાં તે જ ઇતિહાસ ભણાવવામાં આવે છે. રામાયણની અનેક રચનાઓ છે. તેમાં ચમત્કારો આવે છે. ચમત્કાર શક્ય નથી તેથી રામ ઐતિહાસિક પાત્ર નથી. આજ ભણેશરીઓ જીસસ અને મોહમ્મદ સાહેબને ઐતિહાસિક પાત્ર માને છે જો કે ચમત્કારો તો બાયબલ અને કુરાન બંનેમાં આવે છે.

ભારત એક એવો દેશ છે કે જે વિદેશીઓએ લખેલા ઇતિહાસને જ ઇતિહાસ માને છે. તે પણ ખાસ કરીને પ્રાચીન ભારતના ઇતિહાસને વધુ લાગુ પડે છે. કારણ કે તે ગૌરવશાળી છે. ભારત ગૌરવ શાળી હોઈ જ ન શકે. ગૌરવશાળી ફક્ત વિકસિત પશ્ચિમના લોકો જ હોઈ શકે. મુસ્લિમોએ ભારતને સુસંસ્કૃત કર્યો અને અંગ્રેજોએ ભારતને એકજુટ કર્યો. બાકી ભારતના લોકો તો અંદર અંદર લડવામાંથી ઉંચા જ ક્યાં આવતા હતા? ભારતના સુજ્ઞ જનોએ રાજીવ મલહોત્રા અને તેમના જેવા ઘણા લોકોએ લખેલા પુસ્તકોને કશો સંકોચ રાખ્યા વગર વાંચવા જોઇએ. આ વિદ્વાનોએ પાશ્ચાત્ય માનસિકતા વિષે અને તેમના એજન્ડા વિષે ઘણું મહેનતથી લખ્યું છે. 

“તડ અને ફડ”માં માનવાવાળા મૂર્ધન્યશ્રીએ પણ રામમંદિર વિષે લખવામાં ઘણી ભેળસેળ કરી નાખી છે. “અગણિત મંદિરો અને તેમાં એક વધુ મંદિર”, “બીજાઓ બાંધતા હોય તો આપણે શા માટે બાંધવા નહીં?”, “ભલે ખાવાને ધાન ન હોય, પીવાને પાણી ન હોય, રહેવાને મકાન ન હોય પણ રામનું મંદિર તો હોવું જ જોઇએ…” “મંદિર તોડાયાનો જે ઉલ્લેખ છે તે ઐતિહાસિક રીતે સ્વિકાર્ય નથી. મંદિર તોડાયાના ૫૦ વર્ષ પછી જે “ઓશો તુલસીદાસ” થઈ ગયા તેમણે આવા મંદિર તોડાયાનો ઉલ્લેખ કર્યો નથી. જે વ્યક્તિએ રામની વિષે દળદાર ગ્રંથ લખ્યો હોય તેવા “મહિષ્ઠ રામભક્ત ઓશો-તુલસીદાસ”, રામના મંદિરને તોડાવવાના વિષય ઉપર ન લખવા વિષે ઝાલ્યા રહે ખરા?….  વિગેરે વિગેરે”  કારણ કે આપણે કેટલા તટસ્થ છીએ અને તેથી કેટલા વિશ્વસનીય છીએ તે સિદ્ધ કરવા આપણે બધાને ગોદા મારવા જ પડે.

બાવા બના હૈ તો હિન્દી તો બોલના હી પડેગા. કટારીયા હુએ હૈ તો સબોંકો ગોદા તો મારના હી પડેગા. મોદીકો ભી ગોદા મારો, બીજેપીકે નેતાઓંકો ભી ગોદા મારો, સુબ્રહ્મનીયમ સ્વામીકો ભી ગોદા મારલો, અબ જો યુપીમેં એક યોગી આયા હૈ ઉસકો ભી ગોદા માર લો. સાધુ સંતોંકો ભી ઉનકે કરતૂતોંકો જનરલાઈઝ કર કે ઉનકો ભી ગોદા મારલો,  સેક્યુલર મોગાંબો ખુશ હોગા… ” …  “ઐસા કરને સે ક્યા હોતા હૈ … … !!! ઐસા હોતા હૈ ન… કિ, હાડમાંસકા ભી એક રામ થા વહ બાત દબ જાતી હૈ … ઔર હમ તો જો સેક્યુલર ઠહેરે …, હાડમાંસકે રામકી તો બાત હી નહીં કર સકતે …  સમજ઼ા કિ નહીં?”

હવે જો આપણા મૂર્ધન્યો “હાડમાંસવાળા રામ”ની વાત કરે તો તો “મહાત્માજીના મંદિરની વાત તો જવા દો…  એ તો સત્તાવગરના હતા … ” પણ “નહેરુવંશના મંદિરોનું શું થાય … પોતે ને પોતે, પોતાના માટે, પોતે પરિશિલ્પિત કરેલા ચંદ્રકને, પોતે કરેલી/કરાવેલી ભલામણ દ્વારા પોતાને અપાયેલા ચંદ્રકોનું શું થાય”? “ હે ભારતીય જનો, ચંદ્રકની પરિકલ્પના કરનાર પણ હું છું …  ચંદ્રક બનાવનાર પણ હું છું … ચંદ્રક પણ હું છું … ચંદ્રકની ભલામણ કરનાર પણ હું છું …  ચંદ્રક મેળવનાર પણ હું છું …”

મોરારજીદેસાઈની સરકારે બધા ચંદ્રકો રદ કરેલા પણ ઇન્દિરાઈ સરકારે તેને પુનર્‌ જીવિત અને પુનર્સ્થા‌પિત કર્યા.

આ બધા વિષે નવેસરથી વિચારવું પડે. સોસીયલ મીડીયા ઉપર આ બધા મંદિરોને તોડવાની વાતો ચાલે જ છે.

મુસ્લિમોએ તો જુના પ્રાણપ્રતિષ્ઠિત  મંદિરો તોડ્યાં પણ હિન્દુઓએ તો આવા સેંકડો નહીં પણ હજારો મંદિરો ગલીએ ગલીએ જ નહીં પણ હાઈવે ઉપર દર કિલોમીટરે સ્થપાયેલા પ્રોટોટાઈપ અવસ્થામાં રહેલા મંદિરો તોડવા પડશે. યાદ રાખો આમાંના મોટાભાગના મંદિરો પ્રોટો ટાઈપ અવસ્થામાં છે. કેટલાક મંદિરો અત્યારે વિશાળતાને પામી ભક્તોથી ફાટ ફાટ થાય છે. (અમદાવાદ મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટ પાસે એક મંદિર છે. થલતેજ ચાર રસ્તા દૂરદર્શન ટાવર પાસે પણ એક મંદિર છે. સન એન્ડ સ્ટેપ પાસે એક મંદિર છે. શાસ્ત્રીનગરમાં એક મંદિર છે.)

પણ આ બાધી વાતોને ટાંકીને આપણે શું રામની ઐતિહાસિકતાને અને તે કારણસર તેમના મંદિરની આવશ્યકતાને નકારી શકીશું?

નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓને લાગે છે કે જો આદિત્યનાથ રામમંદિરનો મુદ્દો ઉકેલી નાખશે તો આપણું શું થશે? વાસ્તવમાં આપણે આપણી સત્તા થકી રામ મંદિરનો મુદ્દો જીવતો રાખતા હતા. હવે જો આદિત્યનાથ યોગીના કાર્યકાળમાં આ મુદ્દો ઉકેલાઈ જાય તો તેની ક્રેડીટ આદિત્યનાથ, નરેન્દ્ર મોદી અને બીજેપીને મળે. આ ક્રેડીટ તેમને ન મળે તે માટે આપણે શું કરવું જોઇએ? કંઈક તો વ્યુહરચના અપનાવવી પડશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ વિતંડાવાદ, તટસ્થતાની ધૂન, મૂર્ધન્ય, રામ મંદિર, નહેરુવીયન, કોંગ્રેસી સંસ્કાર,  ધર્મનિરપેક્ષતાવદી, કટારીયા, રાજકારણ, ઇતિહાસ, રામજન્મ ભૂમિ, બાબરી મસ્જીદ, નમાજ, મુસ્લિમો કૃતઘ્ન, ગોદા મારો, ક્રેડીટ, આદિત્યનાથ યોગી, નરેન્દ્ર મોદી, બીજેપી

Read Full Post »

Older Posts »

%d bloggers like this: