Feeds:
Posts
Comments

Posts Tagged ‘કટોકટી’

કોંગી (ઇન્દિરા નહેરુ કોંગ્રેસ = આઈ.એન.સી. I.N.C.) જીવશે કે નહીં?

કોંગી (ઇન્દિરા નહેરુ કોંગ્રેસ = આઈ.એન.સી. I.N.C.) જીવશે કે નહીં?

કેટલાક મૂર્ધન્યો જેમાં કેટલાક તાજા જન્મેલા છે, કેટલાક કોંગી કટોકટીની આસપાસ જન્મેલા છે અને કેટલાક વાર્ધક્યથી પીડિત છે તેમને આ લેખ ગમશે નહીં. પણ સમયની માંગ છે કે આવું લખવું.

કોંગી (ઇન્દીરાઈ કોંગ્રેસ) એ કોંગ્રેસ નથી.

આ કોંગી ૧૩૩ વર્ષ જુની છે જ નહીં. અને જે કોંગ્રેસે સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લીધો હતો તે કોંગ્રેસને હાલની કોંગ્રેસ સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. આ વાત અગાઉ પણ કહેવાઈ ગઈ છે. દુઃખ એ વાતનું છે કે આપણા કેટલાક મૂર્ધન્યો આ સમજતા નથી. સૌથી વધુ દુઃખ તો એ વાતનું છે કે જેઓએ સિદ્ધાંત અને પક્ષની પરિભાષા અને ઐતિકાસિક ઘટનાઓને જાણતાં જાણતાં વાર્ધક્ય (વૃદ્ધાવસ્થા)ને ભેટ્યા છે તેઓ પણ  કોંગીને ૧૩૩ વર્ષ જુના પક્ષ તરીકે ઓળખાવે છે.

CONGRESS WHO FOUGHT FOR FREEDOM

પક્ષ એટલે શું?

આ કોઈ અઘરો પ્રશ્ન નથી કે મૂર્ધન્યો તેનાથી અજાણ હોય. પક્ષ હમેશા તેના વિચારો (સિદ્ધાંતો) થકી ઓળખાય છે. પણ આ પૂરતું નથી. પક્ષ પોતાના વિચારો પ્રમાણેના આચારો ધરાવતો હોય તો વિચારોનું મહત્વ રહે છે. શક્ય છે કે ૧૦૦ પ્રતિશત આચારો તે પક્ષમાટે શક્ય ન હોય પણ તેના આચારોની દિશા તો તે જ હોવી જોઇએ. અને ક્રમશઃ તે દિશામાં તે આગળ જવો જોઇએ. પોતાના સ્થાપિત સિદ્ધાંતોથી તે ઉંધી દિશામાં તો જવો જ ન જોઇએ.

૧૮૮૫ વાળી કોંગ્રેસ ૧૯૧૮માં બદલાઈ ગઈ.

ગાંધીજી ૧૯૧૬-૧૭માં ભારતમાં આવ્યા. કોંગ્રેસ પક્ષમાં પરિવર્તન લાવ્યા. તેમણે કોંગ્રેસમાં કયા સિદ્ધાંતો અપનાવ્યા?

કોંગ્રેસ હિંદ સ્વાતંત્ર્યની લડત ચલાવશે.

કોંગ્રેસ આ લડત અહિંસાના માર્ગે ચલાવશે.

લડતમાં પારદર્શિતા રાખશે,

પક્ષનો સદસ્ય સરકાર અને તેના હોદ્દેદારો કે કોઈના પણ પ્રતિ કટૂતા નહીં રાખે,

લડતના અંગ તરીકે સત્યનો આગ્રહ રાખશે, ચર્ચા માટે ખુલ્લાપણું રાખશે,

પક્ષ દ્વારા સ્થાપિત નિયમોની આચાર સંહિતા પ્રમાણે જ લડત ચલાવશે. જેમકે ઉપવાસ, કાનૂનભંગ, સભા સરઘસ જેવા લડતના શસ્ત્રોનો ઉપયોગ કરતાં પહેલાં તે સરકાર સાથે સંવાદ કરશે, પોતાનો પક્ષ અને હેતુ સમજાવશે, અને જો સરકારનું વલણ સહયોગવાળું હશે, અને સરકાર જો મુદત માગશે તો મુદત આપશે. જો સરકાર જનહિતની માગણીઓ ઉપર સંમત ન થાય તો તે પછી તે લડત માટેની નોટીસ આપશે.

પક્ષના સદસ્ય સજા માટે તૈયાર રહેશે, સજા ભોગવશે અને તે દરમ્યાન પણ કોઈના પ્રત્યે કટૂતા રાખશે નહીં.

પક્ષનો સદસ્ય સ્વાર્થના કામો માટે કદી લડત ચલાવશે નહી. લડતના કેન્દ્રમાં હમેશા સામાન્ય જનહિત જ રહેશે.

સદસ્ય નૈતિકતાના બધા જ નિયમો પાળશે અને જામિન ઉપર જવાની માગણી કરશે નહીં અને સત્યને ખાતર જામિન ઉપર જશે પણ નહીં.

ખાદી અપનાવશે. અને સ્વદેશીનો આગ્રહ રાખશે.

આ ઉપરાંત સામાજિક સુધારના પણ કેટલાક લક્ષ્યો ગાંધીજીએ કોંગ્રેસમાં સામેલ કરેલા,

જ્ઞાતિઓની ઉચ્ચ નીચ પ્રથામાં માનશે નહીં.

સામાજિક વ્યવહારોમાં ઉપયોગીતાને નજર સમક્ષ રખાશે.

દારુ અને વ્યસનોને ત્યાજ્ય ગણશે,

ગૌવંશ હત્યા બંધીનો સમર્થક રહેશે,

અહિંસક સમાજની સ્થાપના માટે પ્રયત્નશીલ રહેશે.

સર્વધર્મ સમભાવ રાખશે.

ગાંધીજીની કોંગ્રેસ માટે આ બધું જ લખેલું છે. જનસેવક માટે તો આનાથી પણ કઠોર નિયમો છે.    

હવે તમે એક પછી એક નિયમોનો ચકાશો.

૧૯૪૭માંના કોંગ્રેસી સદસ્યોને લો અને તેમને અત્યારના કોંગી સદસ્યને તેની સાથે સરખાવો.

ધારો કે ૧૯૪૭માં ૭૦ ટકા કોંગ્રેસીઓ ઉપરના બધા જ નિયમો પાળતા હતા. જો કે આનાથી ઘણા વધારે કોંગ્રેસીઓ ઉપરના નિયમોને પાળતા હતા. નેતાઓમાં તો ઓછામાં ઓછા ૯૫ % નેતાઓ અતિ શુદ્ધ હતા.

હાલના કોંગીઓને જુઓ. તેઓ કઈ દિશામાં જઈ રહ્યા છે? સામાન્ય કોંગીઓની વાત જવા દો. કોંગીના ટોચના નેતાઓની જ વાત કરો. તેઓ કઈ દિશામાં જઈ રહ્યા છે?

હવે જે પક્ષમાં સિદ્ધાંતો જેવું કશું રહ્યું જ ન હોય. સિદ્ધાંતો ફક્ત પોથીના રીંગણા જ રહ્યા હોય. સિદ્ધાંતોનો ખૂલ્લે આમ ભંગ કરતા હોય અને છતાં પણ પોતાને કોંગ્રેસી માનતા હોય. અને વાર્ધ્યક્ય પીડિત મૂર્ધન્યો પણ આ કોંગ્રેસ ને ૧૩૩ વર્ષ જુની કોંગ્રેસ માનવાનો આગ્રહ રાખતા હોય તો આપણે “પક્ષ”ની અધિકૃત પરિભાષાને અવગણી તેને “ધણ” એવું નામ આપવું જોઇએ.

જો આવું કરીએ તો કોંગી પક્ષને ૧૩૩ વર્ષ જુનો પક્ષ કહી ન શકાય, અને જો કહીએ તો તેને ભાષા ઉપર બળાત્કાર જ કહેવાય.

ગાંધીજીની કોંગ્રેસનો એક પણ ગુણ હાલની કોંગીમાં નથી.

ક્યાર થી આવું છે?

જ્યારથી નહેરુએ સરદાર વલ્લભ ભાઈ પટેલને કોમવાદી કહ્યા અને હૈદરાબાદના તેમના આચારને વખોડ્યો ત્યારથી કોંગ્રેસ મરી ગઈ. અને કોંગી જન્મી.

(૧) નહેરુએ સ્વાતંત્ર્યની લડતમા ઠીક ઠીક યોગદાન આપ્યું છે. પણ તેમનું તે યોગદાન પ્રચ્છન્ન રીતે સ્વકેન્દ્રી હતું, જે તે વખતે દૃશ્યમાન ન હતું. શેતાન પણ જો સારું કામ કરે તો તેને તમે વધાવો. એટલે ભલે નહેરુએ સ્વ ને કેન્દ્રમાં રાખી યોગદાન આપ્યું હોય તો પણ તેમને ક્રેડિટ આપો.

(૨) પણ ગાંધીજીએ જોયું કે ઉપરોક્ત કારણથી ઘણા જ નેતાઓ ગાંધીજી ઉપર પોતાની વગ વાપરી સરકારમાં યોગ્ય હોદ્દો આપવા ભલામણ કરવા લાગ્યા હતા. એટલે ગાંધીજીએ કોંગ્રેસનો વિલય કરી દેવાની વાત કરેલી.

કોંગ્રેસનો વિલય કરવો કે નહીં તે એક ચર્ચાને યોગ્ય વિષય છે. સામાજિક ક્રાંતિના સિદ્ધાંતો શાસન કરતા રાજકીય નેતા (પક્ષ) તરફથી આવે તે ગાંધીજીને મંજુર ન હતું. ગાંધીજીની આ વાતને સમજવામાં મૂર્ધન્યોમાં પણ જેઓ મૂર્ધન્યો ગણાય તેમણે પણ ગોથાં ખાધા છે તો સમાચાર માધ્યમોના પીળા પત્રકારોની તો વાત જ શી કરવી?

(૩) નહેરુના ભારતની સંસ્કૃતિ વિષે કયા ખ્યાલો હતા? ગાંધીજીએ કહેલ કે જે ઋષિઓ વેદ અને ઉપનિષદો લખી શક્યા તેઓ યંત્રો પણ બનાવી શક્યા હોત તેની મને શંકા નથી. પણ તેઓ માનવ જાત ઉપર યંત્રો હામી થઈ જાય તેમાં માનતા ન હતા. તેથી તેઓએ પ્રકૃતિ સાથે જીવવાવાળી જીવન પદ્ધતિ અપનાવી. જો કે આ વાત ચર્ચાસ્પદ છે પણ તેને નકારી ન શકાય. નહેરુનું “ડિસ્કવરી ઓફ ઈન્ડિયા” એ ફક્ત પશ્ચિમી ઇતિહાસકારોએ લખેલા ફરેબી ઇતિહાસની નકલ જ છે. જો નહેરુએ શંકરાચાર્યના અદ્વૈતવાદ અને આઈનસ્ટાઈનની યુનીફાઈડ ફીલ્ડ થીએરી વિષે એક પ્રકરણ પાઠવ્યું હોત અને દક્ષિણભારતના સામ્રાજ્યો વિષે વિસ્તૃત વાતો કરી હોત તો એમ કહી શકાત કે તેમણે કશુંક જે અજાણ્યું હતું તે જાણીતું કર્યુ. ફરેબી ઇતિહાસને ધ્વસ્ત કરનારું પુસ્કળ સાહિત્ય અત્યારે “ઓન લાઈન” ઉપલબ્ધ છે. જેમને પોતાના કોશેટામાંથી બહાર આવવું હોય તેમને માટૅ સરળતા થી આવી શકાય એવું છે. નહેરુએ તો એમ કહેલું કે હું આચારે મુસ્લિમ છું, વિચારોમાં ઈસાઈ છું અને જન્મે હિન્દુ છું. વાસ્તવમાં તેઓ આવા હતા કે કેમ તે વિવાદાસ્પદ છે પણ તેમના આવા ઉચ્ચારણો ઘણું બધું કહી જાય છે.

(૪) નહેરુએ ઘણી બધી હિમાલય જેવડી ભૂલો કરેલી. નહેરુએ તેની કબુલાત પણ કરેલી. પણ નહેરુ તેમની ભૂલોના ફળ ભોગવવા તૈયાર ન હતા. તેમના નામને બટ્ટો ન લાગે તે માટે તેઓ “સીન્ડીકેટ” બનાવીને ગયા હતા કે જેથી તેમની અનુગામી તેમની ફરજંદ બને. એક ફરેબી જનતંત્રવાદી, વાસ્તવમાં સરમુખત્યાર અને વંશવાદી હતો. મોદી આ વંશવાદનો વિરોધ કરે તેમાં કશું ખોટું નથી. લોકશાહીમાં વંશવાદ એક રાક્ષસનું કામ કરે છે. એક રાક્ષક મરે તો તેના લોહીના ટીપાંમાંથી અનેક રાક્ષસો ઉત્પન્ન થાય તેમ આ રાક્ષસે (કોંગી પક્ષે) તો તેનાથી પણ ઉપરવટ જઈ પોતાના જીવતાં જ અનેક વંશવાદી પક્ષો ઉત્પન્ન કર્યા છે. આપણા મૂર્ધન્યો આ વંશવાદી ફરજંદોની ભાટાઈ કરે છે.

(૫) વાસ્તવમાં જોઇએ તો મોરારજી દેસાઈવાળી કોંગ્રેસ (સંસ્થા), મૂળ કોંગ્રેસની વધુ નજીક હતી. પણ મોરારજી દેસાઈએ ૧૯૮૦માં સક્રીય રાજકારણમાંથી વિદાઈ લીધી એટલે તે કોંગ્રેસના સદસ્યો સાગમટે કોંગીમાં ભળી ગયા. અમદાવાદના મેયર કૃષ્ણવદન જોષી જેવા પણ કોંગીમાં ભળી ગયા તે વિધીની વક્રતા છે. આથી વધુ કમનસીબી બીજી કઈ હોઈ શકે? ન્યાયપાલિકાએ ૧૯૬૯ના કેસનો ચૂકાદો ૧૯૮૧માં આપ્યો, જે અર્થ હીન હતો.

(૬) દારુ બંધી કે ગૌવંશ હત્યા બંધી કે અહિંસક સમાજની દિશામાં જવા માટે કોંગીએ કોઈ સકારાત્મક પગલાં લીધાં છે ખરા? ના જી. એક વાત તો ચોક્કસ જ છે કે તેનાથી વિરુદ્ધ દિશાના અને તેને વિરુદ્ધની વાતને પ્રોત્સાહન આપવાના અનેક પગલાં લીધાં છે. જો તમે આ વાત ન જાણતા હો તો કહો.

(૭) સમાજ સેવા માટે સત્તા પ્રાપ્ત કરવી કે નહીં તે ચર્ચાસ્પદ વિષય છે. પણ ધારો કે તમારે સત્તા પ્રાપ્ત કરવી છે તો તમારે તે માટે બંધારણીય માર્ગે જવું જોઇએ. સત્તા માટે ગેરબંધારણીય માર્ગે જવું અને પછી કોર્ટ તમને ગેરલાયક ઠેરવે એટલે તમારા વિરોધી નેતાઓને અને લોકોને જેલમાં ઠોકી દેવા એ ક્યાંનો ન્યાય છે? એક બાજુ એમ કહે છે કે “હમારા ધ્યેય સબસે નમ્ર વ્યવહાર” (કટોકટીનું પોસ્ટર) અને વાસ્તવમાં અનેક નિર્દોષ લોકો જેલમાં હોય. તે જ વંશના ફરજંદો વળી એમ બોલે કે “હમ દેંગે ન્યાય” …  જુઠ્ઠું બોલવુ જેની ઓળખ છે અને અવારનવાર જુઠ્ઠું બોલીને તેને કોંગીઓ સિદ્ધ થયેલું ઠેરવવામાં માને છે.  “તેઓ ધિક્કાર ફેલાવે છે, અમે પ્રેમ કરીએ છીએ” એમ રાહુલ અને સોનિયા બોલે છે. અને બીજી બાજુ “મોદીને બેગમેં કરોડોં રુપયે લેકર અનિલ અંબાણીકો દે દીયે. મોદીજીને ૫૦૦૦ કરોડ એકડ જમીન અંબાણીકો દાનમેં દે દી…. અબ તો નરેન્દ્ર મોદીકી ચોરીકા સમર્થન કોર્ટને ભી કિયા હૈ …” અને આ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા (જેની અદાઓ ઉપર આપણા કાન્તિભાઈ ફીદા છે અને તેના જેવી માસુમ વડા પ્રાધાન ની જનતા રાહ જુએ છે) પોતે બોલે છે “ચોકીદાર” અને સામે રહેલા બાળકો પાસે બોલાવે છે  કે બોલો  “ચોર હૈ” અને કુદરતે બનાવેલા આ માસુમ બાળકો  બોલે છે “ચોર હૈ” … આમ “ચોકિદાર … ચોર હૈ” ના નારાઓ ચગાવે છે. આપણા કાન્તિભાઈને આ પ્રિયંકાના નારાઓ સંભળાયા નહી એટલે તેમણે બેધડક કહ્યું “પ્રિયંકા હમેશા સુષ્ઠુ સુષ્ઠુ જ બોલે છે.” ક્યા બાત હૈ!!

KONGI FOR FAMILY

(Thanks to Cartoonist)

(૮) જો રાહુલ-સોનિયા ગેંગે જામિન ન માગ્યા હોત તો શું થાત? તો ચોક્કસ મૂળ કોંગ્રેસનો એક ગુણ તો તેમનામાં ગણાત જ. તેઓ જેલમાં રહીને પણ તેમની હાર ને નાની કરી શક્યા હોત.

(૯) ભારતના મૂર્ધન્યોએ જો કોંગ્રેસ ઉર્ફે કોંગીને જીવાડવી હોય તો તેમણે શું કરવું જોઇએ?

“નરેન્દ્ર મોદી આર્થિક અને સમાજિક ક્ષેત્રે નિસ્ફળ ગયા છે” એ મુદ્દાની ઉપર માથું પછાડવાને બદલે રાહુલ ગેંગને જામિન ન માગવાની અને જેલમાં જવાની સલાહ આપવા જેવી હતી.

(૧૦) ભારતના મૂર્ધન્યોએ પોતાની શક્તિઓ ક્યાં ખર્ચી?

(૧૦.૧) ભારતને સબળ વિરોધપક્ષની જરુર છે.

(૧૦.૨) પ્રચંડ બહુમતિ પક્ષને બે લગામ બનાવે છે,

(૧૦.૩) પ્રચંડ બહુમતિ વાળો નેતા આપખુદ બને છે,

(૧૦.૪) ગઠબંધન વાળી સરકારો પ્રચંડ બહુમત વાળી સરકારો કરતાં સારું કામ કરે છે,

(૧૦.૫) આજના મહા ગઠબંધન અને ૧૯૭૭નું ઇન્દિરા સામેનું ગઠબંધન એક સમાન છે.

(૧૦.૬) નરેન્દ્ર મોદી માટે શબ્દકોષના જે કોઈ ખરાબ વિશેષણના શબ્દો હોય તે નરેન્દ્ર મોદી માટે વાપરો.

અને આ નરબંકા રાહુલભાઈ કે જેનાથી અધધ ફરેબી મૂર્ધન્યો સહેતુક આફ્રિન છે તે રાહુલભાઈ કહે છે કે કોંગ્રેસ એક વિચાર છે. આ તે કેવી અર્થહીન ફિલોસોફીકલ ઉક્તિ છે જે ફક્ત વાણીવિલાસની જ ગરજ સારે છે. જો વિચાર નો અર્થ સિદ્ધાંત કહીએ અને સિદ્ધાંત જે આચારમાં મૂકાયો હોય તો તે આચાર કેવો છે તે નીચે જુઓ. જ્યાં રાહુલભાઈ ધન્ય ધન્ય છે.

MOTILAL VOHRA

એવું બની શકે કે, કાલે જો ભારતની આર્થિક અને સમાજિક સ્થિતિ નરેન્દ્ર મોદી ઉજ્જ્વળ કરવામાં સફળ બને તો આ જ મુર્ધન્યો એમ કહીને પોતાનો બચાવ કરશે કે અમે મોદીને સરમુખત્યાર બનતા રોક્યો હતો. કોંગ્રેસને જીવતી રાખવામાં અમારો હેતુ તો સબળ વિરોધ પક્ષ બનાવવાનો જ હતો જેથી ભારતનું જનતંત્ર જીવિત રહી શકે.

હાજી. આવો દંભ કરવો આપણા મૂર્ધન્યો માટે અજાણ્યો અને અસંભવ નથી. આવો દંભ કરવામાં તો તેઓ કોંગીના મોટા ભાઈની ગરજ સારે છે. કોંગી નેતાઓ કહે છે જ ને અમે ભારતમાં લોકશાહી જીવતી રાખી છે. તેઓ ભૂલી જાય છે કે ભારતની લોકશાહી ના મૂળમાં મહાત્મા ગાધીએ વ્યાપક રીતે બનાવેલ કોંગ્રેસનું વ્યાપક સંગઠન હતું, જેનો લાભ નહેરુ એ લીધો છે. ઇન્દિરાએ તેને તહસ નહસ કરી નાખ્યું. ત્યારથી કોંગીનું નામુ નંખાઈ ગયું છે.

 હરિ અનંતો હરિ લીલા અનંતા

 હાજી. હરિ અનંતો હરિ લીલા અનંતા. તેજ રીતે રાક્ષસો પણ અનંત છે અને તેમની માયા પણ અનંત છે. પણ આ રાક્ષસોની લીલા પણ હરિ લીલામાં જ આવી જાય. માટે સુજ્ઞ જનોએ બોલીને બફાટ ન કરવો. જો ટકલો કામ ન કરતો હોય તો પ્રેક્ષક બની જોયા કરવું.

મૂર્ધન્યોએ વિપક્ષની ચિંતા કરવી નહીં. સબળ વિપક્ષ આપ મેળે જ ઉત્પન્ન થશે. રામનો વિકલ્પ રાવણ ન હોઈ શકે. રાવણ તો એક પ્રતિક છે. વાસ્તવમાં તો  પૃથ્વિરાજ ચૌહાણનો વિકલ્પ મહમ્મદ ઘોરી ન હોઈ શકે.

શિરીષ મોહનલાલ મહાશંકર દવે

 

Read Full Post »

મોદી-ફોબિયા પીડિત સમાચાર પત્રો મરણીયા બન્યા છે… – ૧

મોદી-ફોબિયા પીડિત સમાચાર પત્રો મરણીયા બન્યા છે… – ૧

અમારે ભાવનગરમાં પચાસના દાયકામાં અમદાવાદના છાપાંઓ સાંજે આવતા. રાજકોટના છાપાં બપોરે આવતા. અને ભાવનગરમાંથી કોઈ દૈનિક છાપાં પ્રકાશિત થતા જ હતા નહીં. પગદંડી અને ભાવનગર સમાચાર જેવાં મેગેઝીનો બહાર પડતાં પણ તેનો ફેલાવો બહુ નહીં. મુંબઈના છાપાં સૌથી પહેલાં આવતાં પણ મોટે ભાગે વેપારી વર્ગ સિવાય મુંબઈ સમાચાર ખાસ વંચાતું નહીં. તે વખતે છાપાંઓ ઉપર છાપાંના કાગળનો ક્વોટા સરકાર હસ્તક રહેતો. તેથી છાપાવાળાં સરકારની વિરુદ્ધ આદુ ખાઈને પડી શકે તેવો જમાનો ન હતો. “શબ્દવ્યુહ રચના” અને “ફિલમ” ની જાહેરાતો ઉપર પણ સરકારે ક્વૉટાના હિસાબે નિયંત્રણ મુકેલું. તે વખતે મહાગુજરાતની ચળવળ ચાલતી. તેમાં સરકારી કોંગ્રેસ પ્રતિનું વલણ રહેતું. કમસે કમ ચૂંટણી વખતે તો “કોંગ્રેસ આપણો જાણીતો પક્ષ છે તેમની પાસે આપણે આપણા મનની વાત અને ફરિયાદ કરવાની સગવડ છે …” આવી મતલબના તંત્રી લેખો આવતા. એટલે સરવાળે જે કંઈ થોડા સમાચારો કોંગ્રેસની વિરુદ્ધ આવતા તેની ઉપર સરવાળે પાણી ફરી વળતું. જનસત્તાએ કોંગ્રેસ વિરુદ્ધ કાઠું કાઢેલ પણ તેને ચૂંટણી પછી કોંગ્રેસ સાથે સંધી કરી લેવી પડેલી.

ઈન્દિરા ગાંધીનો  નહેરુવીયન હોવાની લાયકાતના આધાર હેઠળ રાજ્યાભિષેક થયા પછી છાપાંઓમાં વિભાજન થવાના શ્રીગણેશની શરુઆત થયેલ. ઇન્દિરા ગાંધીના અને તેમના ભક્તોના જૂઠાણાઓએ  અને લાંચ રુશ્વતોએ માઝા મૂકતાં પ્રજામત આગળ છાપાંઓને ઝૂકવું પડેલ.

ઇન્દિરાએ જોયું કે વર્તમાન પત્રોની વિશ્વસનીયતા ઘણી છે એટલે ૧૯૭૫માં તેણીએ વર્તમાન પત્રોને પોતાની રીત પ્રમાણે “કટોકટી” દરમ્યાન સીધાં કરેલ.

૧૯૭૭માં જનતાપાર્ટીની સરકાર આવી એટલે શરુઆતમાં છાપાંઓ સ્પ્રીંગની જેમ ઉછળેલ પણ ચરણસીંગે જનતા પાર્ટી સામે બળવો કર્યો અને ઇન્દિરાની મદદ લીધી.

છાપાંઓને લાગ્યું કે;

“ઇન્દિરાઈ કોંગ્રેસ સિવાય આપણો ઉદ્ધાર નથી. ઈન્દિરા પોતે જ ભ્રષ્ટ છે માટે નફા માટે વાચકવર્ગ ઉપર આધાર રાખવાની ખાસ જરુર નથી. ઇન્દિરાઈ કોંગ્રેસે હાલસુધી (૧૯૮૦ સુધી) ગરીબાઈ અને નિરક્ષરતા કાયમ રાખી હોવાથી, આપણે હવે ઇમોશનલ શિર્ષરેખાઓ (સમાચારની હેડ લાઈનો) અને લખાણો યુક્ત શબ્દોની ગોઠવણી દ્વારા વાચક વર્ગ વધારી શકીશું. સરકારી જાહેરાતો પણ મળશે. “ફલાણો કાયદો પ્રજાને અર્પણ… ફલાણો પ્રોજેક્ટ પ્રજાણે અર્પણ… “ આ બધું ચાલુ કરનાર તો ઇન્દિરા માઈ જ છે ને… ઇન્દિરા કોંગ્રેસનું કલ્ચર આપણે જાણીએ છીએ એટલે તેની સામે આદુખાઈને પડવાની જરુર નથી. એટલે ૧૯૭૯માં “જનતા પાર્ટીનો વાગેલો મૃત્યુ ઘંટ”, “કામ કરતી (ઈન્દિરાની) સરકાર”, “ગરીબોની કસ્તૂરી (ડુંગળી)ના ભાવ આસમાને”, “સૌભાગ્યકાંક્ષિણી થવા થનગનતી કન્યાઓ સોનાના આસમાની ભાવોથી ચિતાંતુર”, “કન્યાના માંબાપમાટે મંગળસૂત્ર એક સમસ્યા”,

આ દરમ્યાન રંગા-બીલ્લાની જોડીએ યુવાન ભાઈબેનનું અપહરણ કર્યું અને બળાત્કાર કર્યો. એટલે સમાચાર પત્રોને તો દોડવું હતું અને ઢાળ મળ્યો. જોકે આવા બનાવો તો કોંગીના શાસનમાં ઉત્તરભારતમાં તો રોજ બનતા અને તેની નોંધ પણ લેવાતી ન હતી. પણ ભાઈ આપણે તો ઇન્દિરામાઈની સેવા કરવાની છે અને તમે ઇન્દિરામાઈનો સ્વભાવ તો જાણો છો જ ને કે. કટોકટીમાં કેટલાક શૂરવીરતા બતાવવા ગયેલાઓને ઇન્દિરા માઈએ કેવા મરણાસન્ન કરેલા. બાજપેયીના મણકાને શું થયું હયું હતું?  જો જય પ્રકાશ નારાયણને પણ ન છોડ્યા તો આપણે તે વળી કઈ વાડીના મૂળા? બહુ સિદ્ધની પૂંછડી થવાની જરુર નથી. એટલે તો આપણે કશ્મિરના હિન્દુઓની ઉપર થયેલા ખુલ્લેઆમ અત્યાચારો, હિજરત અને નર સંહારને છૂપાવવો પડેલો.

આમાં વળી નરસિંહરાવ વડાપ્રધાન થયા. તેમણે બધા નિયંત્રણો દૂર કર્યા. એટલે આપણી માટે જાહેરાતોનું મેદાન મોકળું થયું. પણ આપણે નહેરુવીયન કોંગ્રેસની અડફેટમાં ન આવવું, અને ખાસ કરીને નહેરુવંશના ફરજંદોની અડફેટમાં ન આવવું હોં!!”

અમારે ૧૯૫૨થી ગુજરાત સમાચાર આવતું હતું. પણ ૧૯૮૧માં ગુજરાત છોડ્યું. મુંબઈમાં મુંબઈ સમાચાર આવતું હતું. મુંબઈસમાચારના સંચાલકો મહાત્માગાંધીવાદી અને વળી મુંબઈ સમાચાર ફક્ત સમાચાર આપવામાં માને. જોકે ઇન્દિરાઈ અસર ખરી. પણ ન મામા કરતાં કહેણાં મામા શું ખોટા. આ પ્રમાણે મુંબઈ સમાચાર રહ્યું. ૧૯૯૬માં દેશાટન કરીને ગુજરાત આવ્યા. ૨૦૦૧માં મોદી આવ્યા. અને અમે ગુ.સ. ના (ગુજરાત સમાચારના) વલણોથી ત્રસ્ત થયા અને ગુ.સ. બંધ કર્યું.

ડી.બી. ચાલુ કર્યું. ડી.બી. ભાઈ (દિવ્ય ભાસ્કર-ભાઈ) નવા સવા હતા.

૨૦૦૧માં મોદીએ મુખ્ય મંત્રી થતાંની સાથે જ  બઘેડાટી બોલાવી. “વાંચે ગુજરાત”, “ચલો નિશાળ” જેવા અનેક કાર્યક્રમો થયા. વળી ઈન્ટરનેટનો જમાનો શરુ થયો. કેશુભાઈના જમાનામાં બધા પત્રકારોને અમદાવાદથી ગાંધીનગર રોજ ફ્રીમાં લઈ જવામાં આવતા, અને ચીકન બિર્યાની અને વ્હિસ્કી પણ ફ્રી. મોદીકાકાએ આ બધું બંધ કર્યું.

છાપાવાળાંઓની તો ઘાણી થઈ.

 

“આ તો ભારે થઈ. જે સગવડ મળતી હોય અને તે પણ મફત, એટલે અમને લગરિક અકારુ તો લાગે જ. પણ મુસલમાનો મદદે આવ્યા. તેમણે સાબરમતી એક્સપ્રેસનો કોચ ગોધરામાં બાળ્યો. ૫૯ હિન્દુઓને જીવતા બાળ્યા અને તેથી પ્રત્યાઘાત રુપે હિન્દુ-મુસ્લિમ રમખાણો થયાં એટલે આપણને તો હિન્દુઓની અસહિષ્ણુતાને ઉછાળવાનો જબ્બરજસ્ત મોકો મળી ગયો. ભલે હિન્દુઓ પણ મર્યા, અને મહિનાઓ સુધી હિન્દુઓ, સ્ટેબીંગના (મુસ્લિમો દ્વારા ચપ્પુઓ ખોસવાના બનાવોના ભોગ બન્યા) પણ અમે તો  ભરપેટ હિન્દુઓને ગાલી પ્રદાન કર્યું. સોનિયા માઈએ અને તેમના સાથીઓએ પણ ગાલીપ્રદાનો કરવામાં કંઈ બાકી રાખ્યું નહીં.

“મારા વાલીડા મોદીએ તો ભારે કરી.

સો દેડકાં અને એક સિંહ

“આ મોદીએ તો એવા દાવ ખેલ્યા કે આપણા સોનિયામાઈને અને તેમના ભક્ત મંડળને પણ લેવાના દેવા પડ્યા. આપણું શસ્ત્ર આપણને જ વાગ્યું.

“આ મોદી કાકો આટલેથી અટક્યો નહીં. પણ એણે ગુજરાતનો પાયાનો વિકાસ પણ કર્યો. પરપ્રાંતીઓ વધુને વધુ આવવામાંડ્યા. મોદી કાકાએ તેમને આવકાર્યા. તેમને નવાજ્યા. એટલે મોદીકાકાએ તો લાગલગાટ ૧૩+ વર્ષ એકચક્રી રાજ કર્યું. અને કારણ કે, પરપ્રાંતીઓને આવકારેલા એટલે તેઓ પણ મોદીકાકાના પ્રચ્છન્ન  પ્રચારકો બન્યા. એટલે આપણા નરેન્દ્ર ભાઈ મોદી તો વડાપ્રધાન થઈ ગયા. .. બોલો..

“બોલો હવે શું કરીશું? આ મોદીને પાડવો કેમ કરીને? એણે તો આપણી દુકાન બંધ કરી દીધી છે. હરાયા ઢોર થઈ જઈએ તે પહેલાં આપણે કંઈક કરવું પડશે. આપણી માઈના સહયોગીઓ ઉપર બધું જ છોડી દેવું બરાબર નથી.

સમાચાર પત્રો થયા ઘાંઘાં

“ચાલો મળીએ મેનેજમેન્ટના ખેરખાંઓને.

ચાલો “મને બધું આવડે (એમ.બી.એ. ને મળીએ) હવાઓના કહેવા પ્રમાણે આવા લોકોએ બીલ ક્લીન્ટનને જીતાડ્યા છે, ઓબામાને જીતાડ્યા છે … અરે એટલું જ નહીં આ મોદીને પણ સી.એમ. તરીકે અને પીએમ તરીકે જીતાડ્યો છે.

“ભો ભો અભિયંતઃ ગુરો, શિષ્યઃ તેઽહં, શાધી માં ત્વાં પ્રપન્નઃ

( હે મેનેજમેન્ટ ગુરુ, હું તારો શિષ્ય છું. તારે શરણે આવેલા એવા મને બોધ આપ)

“આવો આવો. મારું તો કામ જ આ છે. પણ પૈસા થશે. ઉધાર બુધાર નહીં ચાલે.

“અરે સાહેબ તમે પૈસાની ચિંતા ન કરો. અમારે તો અમારું છાપું ચલાવવું છે. તમે કંઇક ટૂચકો બતાવો કે અમે બે પાંદડે થયા છીએ તે ચાલુ રહી શકીએ.

“ઓકે. તમે બે પાંદડે થયા કેવી રીતે?

“સાહેબ, અમારા દરેક સમાચાર જે છાપવાના હોય કે ન છાપવાના હોય તે અમારી શ્યામા લક્ષ્મી છે. બાકી તો સાહેબ, આ ફિલમી હસ્તિઓની સાચી ખોટી વાતો તેમના કહેવા પ્રમાણે છાપી એમાંથી થોડી ઘણી શ્યામા લક્ષ્મી પેદા કરતા હોઈએ છીએ. આ લોકોના અને બીજા કેટલાકના વિજ્ઞાપનો દ્વારા અમને શ્વેત લક્ષ્મી મળે છે.

“ તો પછી મુશ્કેલી શું છે?

“સાહેબ, અમારે તો લીલા લહેર હતી. અમારામાંના કેટલાકે તો બીલ્ડર નો ધંધો શરુ ક્લરેલો. પણ હવે જવા દો એ વાત. જો એ વાત કરીશું તો છાણે વીંછીં ચડશે…. અમારી તો પથારી ફરી ગઈ છે.

“કેમ શું થયું?

“સાહેબ, આ સોશીયલ મીડીયાએ અમારી ઘાણી કરી નાખી છે. એ લોકો સમાચારો જનતાને વહેલા પહોંચાડી દે છે. એટલું જ નહીં તેઓ જ ચર્ચાઓ કર્યા કરે છે… એટલે અમારો મોદી વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરવાનો હેતુ બરાબર પાર પડતો નથી.

“અચ્છા તો વાત એમ છે કે તમારે સોશીયલ મીડીયાને નબળું પાડવું છે. પણ તમે સમજી લો કે એ માટે તમારે કોંગીની અને તેના સાથીઓની મદદ લેવી પડશે.

“કોંગીઓ અને તેના સાથીઓ તો મદદ કરવા તૈયાર જ છે.

“તો તેમને કહો કે સોશીયલ મીડીયાનો મોરચો એ લોકો તેમની રીતે સંભાળી લે.

“હા, પણ અમે શું કરીએ?

“તમે શબ્દોની રમતો તો રમો જ છો ને? જેમકે ત્રણ જવાનો કશ્મિરની સરહદે ફૂંકાયા, નાગરિક યુવકો ઘવાયા. અંદર ક્યાંક લખો કે તેઓ પત્થરો ફેંકતા હતા…. સૂત્રો પોકારવાથી દેશ દ્રોહ થતો નથી…. મોદીની હાર , રાહુલને હાર … અમિત શાહ પક્ષ પ્રમુખપદેથી હટી શકે છે,… મોદી ઈફેક્ટ ધરાશાઈ, …. મોદીને બદલે કોણ ચર્ચા શરુ …. વિગેરે વિગેરે વિષયો ઉભા કરી તેની ઉપર ચર્ચા ફેલાવી શકાય છે. આવું બધું તો તમને કહેવું પડે એવું નથી… આવું તો તમે કરો જ છો.

“હાજી …  પણ આ પુરતું નથી. એવું અમને અને અમારા અન્નદાતા એવા માઈભક્તોને લાગે છે.

“તમે જુઓ અને સમજો… સોશીયલ મીડીયાનો એક વર્ગ છે. તે આમ તો બહોળો લાગે છે પણ તે મર્યાદિત છે. મોટાભાગના વયસ્ક અને વાર્ધક્યે પહોંચેલાઓને આ બધા ગેજેટોના સંચાલનની  તકનીકીઓ શિખવાની ઇચ્છાઓ નથી. એટલે આવા લોકો હજી તમારા ચીલાચાલુ સમાચાર માધ્યમ એવા વર્તમાન પત્રો ઉપર જ આધાર રાખે છે.  વળી આ મોદીકાકાએ ભણેલાઓમાં વૃદ્ધિ કરીને સાક્ષરતા ૮૦% પહોંચાડેલ છે તેમાંના યુવાનોની મગજની પાટીઓ કોરી છે. એટલે તમારા માઈમંડળને કહો કે આ લોકોનું ધ્યાન રાખે. અને તમે વાર્ધક્યમાં (ગલઢા લોકોનો, વૃદ્ધ લોકોનો) વિસામો લેનારાઓનો કબજો લો … એટલે કે તે બધા વાચકોની ઉપર,  અને તે ઉમરના કટારીયાઓ ઉપર કબજો લો… અને વયસ્ક કટારીયાઓને સાધો …

“હા… પણ એ કેવી રીતે … ?

 “ જુઓ… તમારી પાસે અમુક કટાર લેખકો તો હશે જ. તેમાંના કેટલાક ઓગણીશો સીત્તેરના દાયકામાં પ્રસિદ્ધિમાં આવ્યા હશે તેઓ હવે વયસ્ક થઈ ગયા હશે… કેટલાક તેથી પણ જુના હશે…. જે વાર્ધકયમાં વિસામો લેતા હશે…!!

“ હા… તો…?

“તો … શું? આ બધાને લપટાવો… તેમાંના ઘણા બધા લપટાઈ જવા આતુર જ હશે. કેટલાક એવોર્ડ પરત કરનારા પણ તમને મદદ કરવા આતુર હશે. ધર્મ કરતાં રિશ્વત મોટી છે એટલે કે પૈસા મોટા છે. અને પૈસા કરતાં કીર્તિ મોટી છે. કીર્તિ માટે તટસ્થતાનું મહોરું જરુરી છે. એટલે કે તમે “માલી પા…  પેલી પા … વિકાસના ફુગ્ગામાં કાણું પડ્યું… ઑણ … હમણેં , “  વળી જે યુવાનોને કોંગીએ જાતિવાદના નામે ઉશ્કેરવા માટે ઉત્પન્ન કર્યા તેમને વિષે ‘સત્તા પ્રતિષ્ઠાન સામે પડકારના પ્રતિક’ તરીકે ખપાવનારા તમને તમારે ભાણે ખપશે. વળી “ગાંધી પોતે જ ‘પૂર્ણ ગાંધીવાદી’ ન હતા એમ કહીને પોતાના સુક્ષ્મ અવલોકનને ઉજાગર કર્યા વગર જ આ લોકો અગડમ બગડમ લખશે અને પોતાને તટસ્થ ગણશે. ટૂંકમાં તેઓ કોરી પાટી વાળાઓને, “થાઉં થાઉં થતા કટારીયાઓને અને નબળી પડેલી યાદ શક્તિ વાળા ગલઢાઓને અસંમજસ માં મુકી દેશે. “પોલીટીશ્યનો બધા સરખા” એવા વૈશ્વિક કથનને તે સૌ પ્રમાણભાનને અવગણી “નોટા” નું બટન દબાવ’વા તત્પર થશે કે મત આપવા જ નહીં જાય.

“પણ સાહેબ, આ બીજેપી વાળા તો અમને ગદ્દારમાં ખપાવે છે તેનું શું?

“જુઓ … મેં તમને પહેલાં પણ કહ્યું જ છે કે તમે સીત્તેરના દશકામાં આગળ આવ્યા હતા તેવા વયસ્ક લેખકોને, મૂર્ધન્યોને, સેલીબ્રીટીઓને પકડો. તેમાંના ઘણાં ખૂરશી થી વંચિત રહ્યા હશે. તેમને પકડો. જેમકે જશવંત સિંઘ, યશવંત સિંહા, અરુણ શૌરી, પ્રીતીશ નાંદી, જેવા અનેક છે. જેમકે બીજેપી-ગાય = કોંગ્રેસ. જેવું બોલવાવાળા તમને મળી રહેશે. ફિલમી મહાનુભાવો તો બોલવા માટે આતુર છે. જો તમે પ્રીતીશ નંદી જેવાને પકડશો તો તમને ફિલમી જગતામાં નવી ઓળખાણો થશે. આવા ખ્યાતનામ માહાનુભાવો જે કંઈ “હંગ્યું પાદ્યું” બોલે તેને હાલના કોરી પાટી વાળા બ્રહ્મવાક્ય જ માને છે.

“પણ સાહેબ, આ બધા મહાનુભાવો અમારા માટે લખવા માટેનો સમય ન કાઢી શકે તો.

“અરે ભાઈ…  તેઓ ક્યાંક તો લખતા જ હોય છે. તેનું ભાષાંતર કરી છાપી નાખો તમારા છાપાંમાં. તમારા છાપાંની પણ કીર્તિ વધશે કે “જોયું હવે તો આ મહાનુભાવો પણ મોદી રાજની વિરુદ્ધ થઈ ગયા છે. કંઈક તો ખોટું હશે જ.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે   

ચમત્કૃતિઃ

મિયાંઃ “અરે ભટ્ટજી મૈંને વો ઝાડકે નીચે સેંકડો સાંપ દિખે…

ભટ્ટજીઃ “ અરે મિયાં ! હમારે યહાં કોઈ સાંપ હૈ હી નહીં …

મિયાં; “સચ માનો, કમસે કમ પચાસ સાંપ તો થે હી…

ભટ્ટજીઃ “વહાં સાંપ હો હી નહીં સકતા. ક્યોં કિ વહાં ટ્રાફિક ઇતના હૈ કિ સાંપ આનેકા નામ હી નહીં લે સકતા;

મિયાંઃ “દશ સાંપ તો થે હી થે …

ભટ્ટજી; “ચલો દેખકે આતે હૈ…

મિયાં; “ સાંપ જૈસા કુછ તો થા હી …

 ———————–

તમે કહેશો; “આ વાત તો મૂળ વાત જેવી નથી. તભા ભટ્ટ અને મિયાં ફુસકી ની વાતોમાં આવું કશું આવતું નથી.

અમેઃ અરે ભાઈ, સંત રજનીશમલ પણ તેનાલી રામની આવી જ વાતો કરે જ છે ને …

તમે કહેશો; “પણ આ પ્રીતીશ નંદીનું શું છે?   

Read Full Post »

ગાંધીબાપુ ક્યાં સુધી જીવશે? – ૨

શું હાલના ગાંધીવાદીઓ ગાંધીવાદને જીવાડી શકશે?

ના જી.

જેમના તરફ થી આશા હતી, તેમાંના કેટલાકે નિરાશ કર્યા છે, તો કેટલાક માની લીધેલા અસ્તિત્વ માટે પથભ્રષ્ટ થયા હોય તેવું લાગે છે.

આ લોકો કોણ હતા.

ગાંધીબાપુ ક્યાં સુધી જીવશે - ૨

પહેલાં તો આપણે સમજવું જોઇએ કે ગાંધીવાદીઓ કોણ હતા અને કોની પાસે આશા રાખી શકાય.

જો પચાસના દશકાની વાત કરીએ તો ઘણા બધા ગાંધીવાદીઓ કોંગ્રેસમાં અને કોંગ્રેસની બહાર હતા.

મોટાભાગનાઓએ તો કોંગ્રેસ છોડી દીધી હતી, અને ગાંધી ચીંધ્યા માર્ગે ગામડાઓમાં અને શહેરોમાં સંસ્થા બનાવી કામ કરતા હતા.

ગાંધીવાદીઓ દેશને બચાવવા પટમાં આવ્યા

સંસ્થાઓ ચલાવતા મોટા ભાગના ગાંધીવાદીઓએ, જ્યારે દેશને નહેરુવીયન કોંગ્રેસની સરમુખત્યારીથી બચાવવાની જરુર પડી ત્યારે પટમાં આવ્યા હતા. તેઓ સૌ વિદ્વાન અને ભણેલા ગણેલા હતા. ગાંધીવાદ વિષે તેમના વિચારો મોટે ભાગે સ્પષ્ટ હતા. નહેરુવીયન કોંગ્રેસને ભાંડ્યા વગર કોઈને આડા આવ્યા વગર, તેઓ ગરીબોનું કામ કરતા હતા કે ગાંધી વિચારધારાને પ્રચારિત કરવાનું કામ કરતા હતા.

કેટલાક કોંગ્રેસમાં રહ્યા. પણ જ્યારે કોંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે તેઓ કોંગ્રેસ (ઓ=સંસ્થા) સાથે રહ્યા. મોરારજી દેસાઈ, કૃષ્ણવદન જોષી, હિતેન્દ્ર દેસાઈ, બાબુભાઈ જશભાઈ પટેલ, બાબુભાઈ વાસણવાળા ….

વીવી ગીરી જીતી ગયા

જ્યારે ૧૯૭૧માં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીના ઉમેદવાર વીવી ગીરી જીતી ગયા ત્યારે જશવંત મહેતા, મનુભાઈ શાહ જેવા ઘણા નેતાઓ ઈન્દિરા કોંગ્રેસમાં ભળી ગયા. ૧૯૭૧માં વળી ઇન્દિરા કોંગ્રેસ લોકસભાની ચૂંટણી જીતી ગઈ એટલે વધુ લોકો તેની કોંગ્રેસમાં ભળી ગયા. એટલે કોણ ક્યાં છે અને શા માટે છે તે ઇન્દિરા કોંગ્રેસે સ્પષ્ટ કરાવ્યું.

જ્યારે સૌરાષ્ટ્ર રાજ્ય હતું ત્યારે ઢેબરભાઈ અને તેમનું મંત્રીમંડળ ૫૦૦ રુપિયા માસિક વેતન લેતા હતા. કારણ કે આ ગાંધીજીનો આદેશ હતો. બધા જ પ્રધાનોના આવાસ સાદા હતા. તેમને કોઈને સુરક્ષાની જરુર ન હતી. કારણ કે તેઓના કોઈ દુશ્મન ન હતા. ગુંડાગર્દી જેવું કશું હતું નહીં.

૫૦૦ રુપીયાનો પગાર તે સમયે ઓછો ન ગણાય. પણ બીજા બધાનો પગાર એથી પણ ઓછો હતો.

સરકારી નોકરોનો પગાર ૭૦ રુપીયા હતો. હેડ ક્લાર્ક નો ૧૪૦ રુપીયા હતો. ગેઝેટેડ અધિકારી વર્ગ – ૨ નો પગાર ૨૫૦ હતો. વર્ગ -૧ નો ૩૫૦ રુપીયા હતો. જીવરાજ મહેતાએ સરકારી નોકરોના પગાર વધારા માટેની કેન્દ્રની ગ્રાન્ટ પરત કરેલી. જીવરાજ મહેતા નહેરુના માણસ હતા. અને તેમને તેમના કર્મચારીઓના ભોગે પોતાનો વટ પાડવો હતો. સરકારી નોકરોને, સરકારે  એટલો તો પગાર આપવો જ જોઇએ કે તેઓ સુખેથી જીવન જીવી શકે. તે વખતે નૈતિકતાથી જીવતા કર્મચારીઓ માટે મહિનાના છેલ્લા દિવસો મુશ્કેલી ભરેલા જતા હતા.

૬૦ના દશકાથી કે તે પહેલાંથી લાંચરુશ્વત ચાલુ થઈ ગઈ. એન્જીનીઅરીંગ ખાતાઓમાં અને પોલીસમાં તો પહેલેથી જ ભ્રષ્ટાચાર હતો.

ધીમે ધીમે અમુક જનપ્રતિનિધિઓ તેમની સાથે ભાગ રાખવા લાગ્યા. ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચાર ઓછો હતો. કોંગ્રેસ તૂટી એટલે આ ભ્રષ્ટાચાર પુરબહારમાં ચાલુ થયો. કેન્દ્રમાં ઇન્દિરા કોંગ્રેસની સરકાર આવી એટલે દાણચોરી અને ગુંડાગર્દી પણ પુરબહારમાં ચાલુ થઈ ગઈ.

ગુજરાતમાં ગાંધીવાદીઓ હતા. ધીમે ધીમે બધા ખસવા લાગ્યા.

આજીવન કોંગ્રેસની સામે લડનારા ઇન્દુલાલ યાજ્ઞિક, ઇન્દિરા કોંગ્રેસના વાવટામાં લપેટાઈ પરલોક ગયા. આવું જ હિતેન્દ્ર દેસાઈનું થયું.

કટોકટીમાં કેટલાકે ઇન્દિરા કોંગ્રેસ છોડી પણ જ્યારે કોંગ્રેસ (ઓ) નું વિસર્જન થયું એટલે ઢેબર ભાઈ જેવા પણ ઇન્દિરા કોંગ્રેસમાં જોડાઈ ગયા. રાજિવ ગાંધી સત્તા ઉપર આવ્યા એટલે કૃષ્ણવદન જોષી જેવા પણ ઈન્દિરા કોંગ્રેસમાં જોડાઈ ગયા.

સંસ્થા કોંગ્રેસને પુનર્જિવિત કરવાવાળું કોઈ હતું નહીં.

મોરારજી દેસાઈ પક્ષીય રાજકારણથી નિવૃત્ત થયા હતા.

સીત્તેરના દશકામાં સર્વોદય-પાત્ર, સર્વોદય-સાહિત્ય, લોકસ્વરાજ્ય, શાંતિસેના જેવી સંસ્થાઓ કાર્યરત હતી. આ સંસ્થાઓમાં એના એજ લોકો દેખાતા હતા પણ તેનું અસ્તિત્વ જરુર હતું. હાલ જોઇએ તો ગાંધીજી સાથે સંપર્કમાં રહેલી કે વિનોબા ભાવે સાથે સંપર્કમાં રહેલી અત્યંત જૂજ વ્યક્તિઓ જીવિત છે. તેમાંની કેટલીક વ્યક્તિઓ પથભ્રષ્ટ થઈ ગઈ હોય તેવું લાગે છે.

“પથભ્રષ્ટ” એટલે કે વૈચારિક રીતે સમજવું. આ વ્યક્તિઓ આર.એસ.એસ. પરત્વેના ફોબિયામાંથી મૂક્ત થઈ નથી કે થવામાં માનતી નથી, એવું લાગે છે. આ વ્યક્તિઓ નહેરુવીયન કોંગ્રેસની ભાષા પોતાના શબ્દોમાં બોલે છે. આર.એસ.એસ. ના સારાં કામો તેમને દેખાતાં જ નથી.

હવે તમે સરખાવો.

જ્યારે ઇન્દિરા ગાંધી ૧૯૭૭ની ચૂંટણી હારી ગયાં અને એક વર્ષ ચૂપ રહ્યાં. પણ તે પછી તેણી જ્યારે વિનોબા ભાવેના આશ્રમમાં રહેવા ગયાં ત્યારે આજ લોકોએ તેમને “કટોકટી”ના મહા-અપરાધી હોવાં છતાં બિરદાવ્યાં હતાં. ઇન્દિરા ગાંધીનું આ પ્રાસંગિક વર્તન કેવળ અને કેવળ રાજકીય સ્ટંટ જેવું જ હતું તો પણ તેમને બિરદાવ્યાં હતાં.

લાખો રુપિયામાં મળતા મીંકકોટને ઠાંગી લેનાર ઇન્દિરા ગાંધીને આ સર્વોદય વાદીઓ બિરદાવી શકે છે. હાજારો માણસોને કારણવગર કારાવાસમાં ગોંધી રાખાનાર ઇન્દિરા ગાંધીને આ સર્વોદય વાદીઓ બિરદાવી શકે છે. જયપ્રકાશ નારાયણને મરણતોલ ફટકો મારનાર ઇન્દિરા ગાંધીને આ સર્વોદય વાદીઓ બિરદાવી શકે છે.

આ સર્વોદયવાદીઓનું વલણ નરેન્દ્ર મોદી પ્રત્યે કેવું છે?

ઈન્દિરા પરત્વે જે હતું તેનાથી વિરુદ્ધ તેમનું વર્તન નરેન્દ્ર મોદી પરત્વે છે. તેમના કાટલાં નહેરુવીયન કોંગ્રેસ જેવાં છે.

શું નરેન્દ્ર મોદીએ કોઈને કારણ વગર જેલમાં પૂર્યા છે?

શું નરેન્દ્ર મોદીએ કોઈની ઉપર નગ્નતા પૂર્વકનો પ્રતિશોધ લીધો છે કે વિવાદાસ્પદ પણ પ્રતિશોધ લીધો છે?

શું નરેન્દ્ર મોદી ગેરકાયદેસર કાર્યશૈલી થકી વડાપ્રધાન બન્યા છે?

ના જી આવું તો તેમણે કશું કર્યું નથી.

ઓકે. ચાલો… નરેન્દ્ર મોદીએ વિમુદ્રીકરણ કર્યું હતું તો શું તેમણે સર્વોદયવાદીઓને કે દેશને નુકશાન કરવા માટે કરેલું અને અથવા દેશને એથી કરીને નુકશાન થયું છે?

તેવીજ રીતે જીએસટી કર પ્રણાલી (કે જે નહેરુવીયન કોંગ્રેસની પ્રોડક્ટ હતી) તેને મઠારી, સંવાદ કરી અમલમાં મુકી, તેની પાછળ શું નરેન્દ્ર મોદીનો હેતુ, સર્વોદયવાદીઓને કે ગરીબોને કે દેશને નુકશાન કરવાનો હતો અને અથવા દેશને તેથી નુકશાન થયું છે?

ના જી. આવું તો કશું થયું નથી.

ઓ કે. ચાલો.  નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જે સખી મંડળો ચાલુ કર્યાં, બહેનોને આર્થિક રીતે પગભર કરી, આશ્રમશાળાઓ સ્થાપી, કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું અને વિકાસ કર્યો તે શું ગરીબોના અહિતનું કામ હતું?

ના જી. આવું તો કેમ કહેવાય?

ઓ કે. ચાલો તો પછી નરેન્દ્ર મોદી, જે, ઘરે ઘરે સંડાસ આપવાની યોજના ચલાવે છે, ઉજ્જ્વલા યોજના ચલાવે છે,  અને દરેકને ૨૦૨૨ સુધીમાં ઘર આપવાની સમય બદ્ધ યોજના કરે છે તે શું ગરીબોને નુકશાન કરશે?

ના જી. આવું તો કેમ કહેવાય?

ઓ કે. તો પછી નરેન્દ્ર મોદી સરદાર પટેલને મહત્વ આપે છે તે તમને પસંદ નથી?

ના … ના … એવું તો કેમ કહેવાય?

ઓ કે. તો પછી, નરેન્દ્ર મોદી જેઓશ્રી, મહાત્મા ગાંધીને મહત્વ આપી સ્વચ્છતા અભિયાન ચલાવે છે તે તમને પસંદ નથી?

ના … ના … એવું તો કેમ કહેવાય?

તો તમે તેમના આ બધા કામોને બિરદાવતા કેમ નથી? શું તમે માખીની જેમ ગંદકી જ શોધો છો? આ બધા સારા કામો ગરીબો માટે મહત્વ ધરાવતા નથી?

તમે આ બધી બાબતોમાં નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની ભાષા કેમ બોલો છો?

સર્વોદય વાદીઓ આનો ઉત્તર આપતા નથી.

સમાચાર માધ્યમોની કક્ષાઃ

ગાંધીજીએ સમાચાર માધ્યમોની ઘણી ટીકા કરી છે. અને સમાચારો  વિષે લખ્યું પણ છે. પણ આજના સપરમે દિવસે, સમાચાર માધ્યમો, ગાંધીજીએ પ્રબોધેલી સમાચાર પત્રોની સ્વતંત્રતા વિષે વાચાળ બનશે, પણ ગાંધીજીએ કહેલ તેમના કર્તવ્યો વિષે મૌન રહેશે.

“સીધા સમાચાર” એટલે શું?

આ વાતથી શું હાલના સમાચાર માધ્ય્મઓ અજ્ઞાત છે?

કેટલાક સમયથી બાળકો ઉપરના દુઃષ્કર્મોને લગતા સમાચારોનો રાફડો ફાટ્યો છે. આમાંના મોટા ભાગના તો ખોટા જ હશે અને અથવા વિવાદાસ્પદ જ હશે. પણ સમાચાર પત્રોના ખેરખાંઓને અક્કલ નથી કે બાળમાનસ ઉપર તેની કેવી અસર પડે છે.

પહેલાં શુક્રવારના છાપાંમાં એક પાનું ફિલમને લગતું આવતું. આજે રોજ એક કે વધારે પાના ફિલમને લગતાં હોય છે. અને શુક્રવારે તો ચાર કે વધુ પાનાની પૂર્તિ આવે છે. હિરાભાઈ અને હિરીબેનના અઘ્યા-પાદ્યાના સમાચારોથી આ પાનાઓ ભરાય છે.

“ભૂમિ-પુત્ર” એ સર્વોદયવાદીઓનું મુખપત્ર છે. તે જ્યારથી મોદી રાજકારણમાં આવ્યા છે ત્યારથી એકાંગી પ્રતિભાવો આપતું થઈ ગયું છે. મેં તો તેને છેલ્લા એક વરસથી વાંચવું બંધ કરી દીધું છે. અમારા જેવાને લાગતું નથી કે તે ગાંધીવિચારને પચાવી શક્યું હોય. જો ભૂમિ-પુત્રે તેની વિશ્વસનીયતા ગુમાવી હોય તો ગુ.સ. કે ડીબી વિષે તો કહેવું જ શું?

કટારીયા લેખકોએ સમજવું જોઇએ કે તમારા અસ્તિત્વનો જનતાને અહેસાસ થાય તે મહત્વનું નથી. જનતાની પ્રમાણભાનની પ્રજ્ઞા, સંદર્ભની પ્રજ્ઞા અને પ્રાથમિકતાની પ્રજ્ઞા વિકશે તે મહત્વનું છે. જે લેખકોને લાગુ પડે છે તે જ રાજકીય નેતાઓને લાગુ પડે છે ખાસ કરીને રા.ગા. તેની મમ્મી, અને તેના ઉપાસકોને ખાસ લાગુ પડે છે.

તો પછી ગાંધી-વિચાર ધારાનું શું થશે?

ગાંધીજી એક ઐતિહાસિક પાત્ર માત્ર બની જશે. ગાંધી વિચારધારા, એક શૈક્ષણિક વિષય માત્ર બની રહેશે. સિવાય કે એક મહાયુદ્ધ થાય. બધું તહસ નહસ થઈ જાય. અને સમાજને નવેસરથી બનાવવો પડે, અને તે સમયે જો ગાંધી-સાહિત્ય ઉપલબ્ધ હશે તો કામ આવશે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

અતિ-રમણિયે કાવ્યે પિશુનોઽન્વેષયતિ દુષણાન્યેવ

અતિ-રમણીયે વપુષિ ક્ષણમેવ હિ મક્ષિકા નિકટે

અર્થઃ અતિ સુંદર શરીરમાં, માખી, ક્ષણમાં જ “ઘા”ને શોધી લે છે,

તેવી જ રીતે નિંદાખોર લોકો અત્યંત સુંદર કાવ્યમાં ભૂલો શોધે છે.

Read Full Post »

વાલ્મિકીમાં થી વાલિયો લૂંટારો બને ખરો?

આપણે વાલિયા લૂંટારાની વાત તો સાંભળી છે. તો થોડી તેની વાત સમજી લઈએ.

એક હતો લૂંટારો. તેનું નામ વાલિયો લૂંટારો.

પાપી પેટ માટે તે જંગલમાં જતા આવતા માણસોને લૂંટતો. ખૂન કરતો હતો કે કેમ તેની ખબર નથી.

 

એક વખત નારદ મૂની આવ્યા અને તેને પૂચ્છ્યું કે બધું પાપ તું શા માટે કરે છે?

વાલિયાભાઈએ કહ્યું કે હું બધું પાપી પેટો (પેટનું બહુવચન) માટે કરું છું.

નારદે કહ્યુંપેટોએટલે શું?”

વાલિયાએ કહ્યું એક તો મારુ પેટ, મારી પત્નીનું પેટ, મારી માતાનું પેટ, મારા પિતાનું પેટ, મારા પુત્રનું પેટ અને આવનારા સંતાનોનું પેટ. બધા પેટોના માટે હું લૂંટ કરું છું.

નારદે પૂછ્યું કે પણ આ બધું તો પાપ છે અને તારે તેના ફળ ભોગવા પડશે. તારા માતા પિતા, પત્ની કે સંતાનો, તારા આ પાપનું ફળ શૅર કરી શકીશે નહીં.

લૂંટનો માલ વાપરવો એ પણ ગુનો બને છે

વાલિયાએ કહ્યું “એવું તે કંઈ હોય ખરું? લૂટનો માલ વાપરવો એ પણ ગુનો બને છે”

નારદે કહ્યું “હે વાલિયા, આવી કાયદાની જોગવાઈ હાલ તો નથી. તારો જન્મ અતિશય વહેલો છે. કળીયુગમાં આવો કાયદો તારા જ્ઞાતિબંધુ જ્યારે ભારતનું સંવિધાન લખશે ત્યારે કરવાના છે. હાલ તો કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી. ખાતરી ન થતી હોય તો એક્સ્પર્ટ ઓપીનીયન તરીકે તારા માતા પિતાને પૂછી જો.

વાલિયા ભાઈએ માતાપિતાને પૂછ્યું. તેમણે કહ્યું “જે કરે તે ભોગવે. અમે કેવીરીતે તારું પાપ શેર કરી શકીએ?” વાલિયા ભાઈને થયું કે “આમની તો હવે ઉંમર થઈ. લેટેસ્ટ માહિતિ પત્ની પાસે હશે. વાલિયા ભાઈએ પત્નીને પૂછ્યું. તેણે પણ તેવો જ જવાબ દીધો. વાલિયા ભાઈને થયું કે “આ તો રાંધવામાંથી અને ખાવામાંથી જ ઉંચી આવતી નથી. માટે હવે મને પુત્રને જ પૂછવા દે”. આ વાલિયા ભાઈએ પુત્રને પૂછ્યું. પુત્રે પણ એવો જ જવાબ આપો.

વાલિયાભાઈએ વિચાર્યું કે “આતો ભારે કરી … બધાને લૂંટનો માલ ખાવો છે અને પાપ શૅર કરવું નથી. કાયદો જ અન્યાય કર્તા છે. આવો કાયદો ઑટોમેટિક જ રદ થવો જોઇએ.

વાલિયાભાઈ બહુ વહેલા જન્મેલા હોવાથી તેમના સમયમાં લૂંટનો માલ ખાવામાં ગુનો બનતો ન હતો. તેમણે નારદજીને પૂછ્યું કે “હે નારદજી, મારે હવે શું કરવું જોઇએ?”.

નારદે કહ્યું “ તું હવે તારા આ ધંધાને રામ રામ કર. અને ખૂબ ચિંતન કર. કવિ બની જા. તું બહુશ્રુત થઈ જઈશ. તારી ઈચ્છાઓ પુરી થશે. આ ભવમાં નહીં તો બીજા કોઈ ભવમાં”

“પણ હે નારદજી જેઓ મારા ઉપર જેઓ આધાર રાખે છે તેમનું શું થશે? તેમના રોટલા કેવીરીતે નિકળશે?”

“હે વાલિયા, તું તારો વિચાર કર. હું કરું  … હું કરુ … એવા વિચારો છોડી દે…. તું કશું જ કરતો નથી. બધું ઈશ્વર જ કરે છે. રોટલો પણ એ જ છે, ખાનાર પણ એ જ છે અને ખાવાની ક્રિયા પણ એ જ છે.”

વાલિયાભાઈને નારદ મુનિના ઉપદેશમાં કંઈ ગતાગમ ન પડી. ધંધો કેવી રીતે કરવો, ચિંતન એટલે શું, બહુશ્રુત એટલે શું એ બધું સમજ્યા નહીં. પણ વાલિયા ભાઈને “રામ રામ” કર એ યાદ રહી ગયું. એટલે વાલિયાભાઈ રામ રામ બોલવા લાગ્યા.

ૐ શાંતિ, રાધે રાધે, જે શ્રી કૃષ્ણ

હવે તમે કોઈ પણ જપ કરો એટલે વિચારવું તો પડે . જો વિચાર ન કરો તો ઉંઘ આવી જાય. એટલે વાલિયાભાઈએ વિચારવું શરુ કર્યું. વિચારવા માટે કંઈ ભણેલા હોવું જરુરી મનાતું નથી. જેમકે મોહમ્મદ સાહેબ પણ ભણેલા હતા. તો પણ તેમણે કુરાન આપ્યું જેને દૈવી અવતરણ માનવામાં આવે છે.

એક વખત વિચારવાની ટેવ પડી પછી છૂટતી નથી. એક એવી માન્યતા છે કે તમે યોગ કરો તો તમારી બધી ઈન્દ્રીયો શુદ્ધ થાય. બુદ્ધિ સહિતની બધી ઈન્દ્રીયો શુદ્ધ થાય અને બધી રીતે શુદ્ધિ થાય. આપણે એની ચર્ચા નહીં કરીએ. પણ રામ નામે એક રાજા થયો અને વાલ્મિકી નામે એક ઋષિ થયા. આ વાલ્મિકી ઋષિએ રામની જીવન કથા લખી.

હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી મારી, પૂણ્યશાળી બને છે.”

હવે વાત પૂરી. ઋષિપદની માન્યતા મળવાનું કારણ તેમનું ચિંતન અને રામાયણની રચના હતી.

વાલિયામાંથી વાલ્મિકી ઋષિમાં પરિવર્તન થવું એવા બનાવો તો અવાર નવાર થયા કરે છે. જો કે ક્યારેક વિવાદો પણ ચાલે છે. જેમ કે કહેવાય છે કે આસુમલ પહેલાં દારુની હેરફેર કરતા હતા. તેમણે તપ કર્યું કે નહીં તે આપણે જાણતા નથી. પણ તેઓશ્રી સંત આશારામ બાપુ તરીકે પ્રખ્યાત થયા. તેમને મારા જેવા ઓશો આસારામ કહે છે. જો કે વાત જુદી છે કે તેઓશ્રી અત્યારે રોજમરોજ જેલના સળીયા ગણે છે. વાત જવા દો.

વાલિયા લૂંટારામાંથી વાલ્મિકી ઋષિ બન્યા તે તો આપણે જાણ્યું.

તેનાથી ઉંધું બને ખરુ?

આનાથી ઉંધું એટલે શું?

વાલ્મિકી ઋષિમાંથી વાલિયો લૂંટારો બને ખરો?

હાજી. આવું બને ખરું અને બને પણ છે.

જે વ્યક્તિ, કસોટીમાંથી પસાર થયા વગર, મોટા પદને પ્રાપ્ત કરે છે ત્યારે તેને લાગતા વળગતા સુજ્ઞ લોકો  વાલ્મિકી ઋષિ તરીકે ઓળખાવતા હોય,  તેવી વ્યક્તિ વાલિયો લૂંટારો બની જાય છે. આવા વાલિયા લૂંટારા અનેક વાલિયા લૂંટારા જેવા માનસિક સંતાનોને જન્મ આપે છે.

હાજી. જે ૨૫/૨૬ જુન છે.

નહેરુવીયન કોંગ્રેસીઓએ આજના દિવસની ઉજવણી કરવી જોઇએ. એટલું નહીં પણ જેમણે કટોકટીને આવકારી હતી તે સૌએ આજે કટોકટીના જન્મદિવસની ઉજવણી કરવી જોઇએ. જેઓ પોતાને નિડર માનતા હતા તેઓએ પણ જો કટોકટીને આવકારી હોય તેવા સૌ લોકોએ જેમકે સામ્યવાદીઓ, હરિવંશરાય બચ્ચન, શિવસેનાના સ્થાપક બાલ ઠાકરે, શિવસૈનિકો, સમાચાર માધ્યમોના તંત્રીઓ અને સમાચાર માધ્યમોના માલિકો સૌએ આજે ઉજવણી કરવી જોઇએ. જો કે સામ્યવાદીઓ તો લોકશાહીમાં માનતા નથી એટલે તેમણે તો આજના દિવસને વિજય દિવસ મનાવવો જોઇએ.

તમે કહેશો કે આમાં વાલ્મિકી કોણ અને વાલિયો લૂંટારો કોણ?

હા જી મુદ્દાની વાત તો છે.

મહાત્મા ગાંધીની કોંગ્રેસ એટલે વાલ્મિકી ઋષિ, નહેરુવીયન કોંગ્રેસ એટલે વાલિયો લૂંટારો

ઓગણીસમી સદીમાં કોંગ્રેસ નામની એક ક્લબ હતી. આમ જનતા સાથે તેનો કેટલો સંબંધ હતો તે આપણે જાણતા નથી. આમ જનતા અને બ્રીટીશ સરકાર વચ્ચે એક સેતુનું કામ કરે અને ગેરસમજુતીઓ સંવાદ દ્વારા દૂર કરે તે ક્લબનું ધ્યેય હતું.

૧૯૧૬માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા. તેમણે કોંગ્રેસને આમ જનતા માટે ખૂલ્લી મૂકી. કોંગ્રેસ સંગઠનને ગ્રામ્ય સ્તર સુધી વિકસાવ્યું. તેઓશ્રી સત્ય, અહિંસા, પ્રેમ, માનવીય હક્કો અને સમાનતાના ગુણોને અંતિમ કક્ષાના વિચારશીલ મનુષ્યો સુધી લઈ ગયા. ગાંધીજીએ માનવીય હક્ક માટે કેવીરીતે લડવું, અન્યાયકારી કાયદાઓ સામે કેવીરીતે લડવું તેના નિયમો અને પ્રક્રિયાઓ નક્કી કરી. આમ ખરા અર્થમાં કોંગ્રેસ સંસ્થાવાલ્મિકીઋષિ બની હતી.

જો કે સંસ્થા અને વ્યક્તિમાં ફેર તો હોય છે . કારણ કે સંસ્થાનું હૃદય અને મગજ તેની કારોબારી હોય છે. સૌ સભ્યોનું આચારણ સંસ્થાના સંવિધાનમાંના પ્રાવધાનો અનુસાર હોવું જોઇએ. પણ વ્યક્તિનું હૃદય અને મગજ તો તેનું પોતાનું હોય છે તેથી માનસિક રીતે તે કેવો છે તે જ્યાં સુધી તે મનના નિર્ણયોને અમલમાં મૂકે ત્યાં સુધી તેને જાણી શકાય.

ટૂંકમાં, કોંગ્રેસ એક એવી સંસ્થા હતી કે જેને તમે ઋષિ સાથે સરખાવી શકો. કેટલાક વિવાદાસ્પદ બનાવોને અને વ્યક્તિઓને બાદ કરતાં કોંગ્રેસની આવી સ્થિતિ ઓછામાં ઓછી ૧૯૪૪ સુધી તો ચાલુ રહી હતી.

આવી કોંગ્રેસ સંસ્થા, વાલ્મિકી ઋષિમાંથી વાલિયો લૂંટારો ક્યારે થઈ?

કોઈ પણ વ્યક્તિનું હૃદય પરિવર્તન રાતોરાત થઈ જતું નથી. માન્યતાઓની નિરર્થકતા કદાચ રાતોરાત સમજાઈ જાય. પણ તે નિરર્થકતાને અને સત્યને આત્મસાત્થવા માટે વર્ષો વીતી જાયવાલિયા લૂંટારાને લૂંટના ધંધાની નિરર્થકતા તો રાતોરાત થઈ ગઈ હશે પણ સત્ય અને શ્રેય ને આત્મસાત કરવામાં વાલિયાભાઈને ઘણું ચિંતન કરવું પડ્યું હતું. કહેવાય છે કે વાલિયા ભાઈ સુધબુધ ખોઈ બેઠેલા. તેમના ઉપર ઉધાઈનો રાફડો જામી ગયો હતો. જે હોય તે, પણ વાલિયા લૂંટારામાંથી વાલ્મિકી ઋષિ બનવામાં દશકાઓ વીતી ગયા હતા.

તો શું કોંગ્રેસ સંસ્થાને વાલ્મિકી ઋષિમાં થી વાલિયો લૂંટારો થવામાં વર્ષો વીતી ગયા હતા?

નાજી અને હાજી.

સંસ્થાના બગડવામાં અને વ્યક્તિના બગડવામાં ફેર હોય છે. જનતંત્રમાં ખાસ ફેર પડે છે.

વ્યક્તિ તો જ્યાં સુધી કસોટીમાંથી પસાર થયો હોય ત્યાં સુધી ભરેલા નાળીયેર જેવો હોય છે. પણ જે વ્યક્તિ સમાજસેવામાં સક્રિય રહી હોય, સંસ્થાના નિયમોનું પાલન કરતી રહી હોય, મોવડી મંડળના આદેશોને આધિન રહી હોય તો તે વ્યક્તિ સામાન્ય રીતે બગડતી નથી. બહુ બહુ તો તે પોતાનો પ્રભાવ વધારવા પક્ષની અંદર એક જુથ રચે છે. જ્યારે જુથ મજબુત થઈ જાય ત્યારે તે વ્યક્તિની આદતો બગડી શકે છે. સમય જતાં વ્યક્તિમાં જો રોગિષ્ઠ માનસિકતા વાળું ડી.એન.એ. હોય તો તે સંસ્થાને બગાડવાની વ્યુહ રચનાઓ કરે છે. વાલ્મિકી ઋષિ જેવા વ્યક્તિત્વ વાળી સંસ્થા, વાલિયા લૂંટારા  પેદા કરનારી સંસ્થા બની જાય છે.

વાલ્મિકી જેવી ઋષિસંસ્થામાંથી વાલિયા લૂંટારા પેદા કરનારી સંસ્થા બનવાના પગથીયા કેટલા છે?

પહેલું પગથીયુઃ પોતાનું એક જુથ બનાવો  તેને એક વૈચારિક નામ આપો. નહેરુએ કોંગ્રેસની અંદર એક જુથ બનાવ્યું અને તેને નામ આપ્યુંસમાજવાદી જુથ”.

બીજું પગથીયુઃ જ્યાં સુધી બળવત્તર બનો ત્યાં સુધી સંઘર્ષમાં ઉતરો. નહેરુએ, ગાંધીજીની વૈચારિક રીતે સંપુર્ણ શરણાગતી સ્વિકારેલી. તેઓશ્રી ગાંધીજીથી પોતાના વિચારો અલગ અથવા અસ્પષ્ટ હોવા છતાં પણ ગાંધીજી સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા. તેમ તેઓશ્રીએ પક્ષના પ્રમુખની ચૂંટણીમાં સુભાષબાબુની સામે ઉમેદવારી નોંધાવવાનો સંઘર્ષ પણ ટાળ્યો હતો.

ત્રીજું પગથીયુઃ આવી પડેલી તકને ઓળખો અને ત્રાગુ કરવાથી ધાર્યું કામ થતું હોય તો તે તકનો લાભ લો. એટલે કેગ્રહણ ટણે સાપ કાઢવો”. જેમકે કોઈ પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નહેરુના નામની ભલામણ, વડા પ્રધાનના પદ માટે કરી ન હતી. ગાંધીજીએ જ્યારે હકીકત પર જવાહરલાલનું ધ્યાન દોર્યું ત્યારે અને તેમ છતાં પણ નહેરુએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી નહીં અને ખીન્ન મુખમુદ્રા બનાવીને ગાંધીજીના ખંડમાંથી વિદાય લીધી. નહેરુનો આ અકથિત સંદેશ ગાંધીજી સમજી ગયા. તેમને લાગ્યું કે, જોકે સંસ્થાની કારોબારીમાં નહેરુનું વર્ચસ્વ નથી, પણ નહેરુ કોંગ્રેસને તોડવા કટીબદ્ધ થઈ શકે એમ છે. જ્યારે દેશના વિભાજનની વાતો ચાલતી હોય તેવે સમયે કોંગ્રેસનું વિભાજન દેશ માટે અનેક આફતો નોતરી શકે છે. એટલે ગાંધીજીએ સરદાર પટેલ પાસેથી વચન લઈ લીધું કે તેઓ કોંગ્રેસને તૂટતી બચાવવા પોતાની ઉમેદવારીનો ભોગ આપશે. આમ નહેરુએ ત્રાગુ કર્યાવગર ત્રાગાનો સંદેશ આપી પોતાનું ધાર્યું કર્યું.

ચોથું પગથીયુઃ દેશના વાજીંત્રો (સમાચાર માધ્યમો) ઉપર પરોક્ષ કે પ્રત્યક્ષ નિયમન રાખો. તે માટે લાયસન્સ, પરમિટ, ક્વોટા જેવા શસ્ત્રોનો ઉપયોગ કરો. પ્રતિસ્પર્ધીઓની મજાક ઉડાવો અને તેમને બદનામ કરો. એક સમાચાર પત્ર, રાજાજીને ગોરીલાના શરીર તરીકે બતાવતું હતું. જયપ્રકાશ નારાયણની મજાક ઉડાવાતી હતી. મોરારજી દેસાઈએ અર્થતંત્રને શિર્ષાસન કરાવ્યું છે તેવો પ્રચાર થતો હતો. કામરાજ પ્લાન હેઠળ ફક્ત મોરારજી દેસાઈને દૂર કરેલ. સમાચાર માધ્યમોએ નહેરુની ચાલાકી ઉપર તાલીયો પાડેલી.

પાંચમું પગથીયુઃ જનતંત્રમાં અવાર નવાર ચૂંટણીઓ થતી રહે છે, તમે સર્વિચ્ચ હોદ્દા ઉપર છો. તે તમારે વંશ પરંપરાગત રીતે જાળવી રાખવો પડશે, એટલે સંસ્થાની કારોબારીમાં તમારું વર્ચસ્વ રહે તે માટે ચાર આંખો રાખો. એટલા માટે જરુરી છે કે તમે સત્તા માટે બધું કરી શકો છો એટલે કેટલીક ભૂલો તમે જાણી જોઇને કરેલી તે બધું બહાર આવશે તો બધું બહાર આવતું અટકાવવા માટે તમારી જેમ તમારા ફરજંદે પણ જીવન સર્વોચ્ચ પદ ઉપર આવવું અનિવાર્ય છે. નહેરુએ માટે સીન્ડીકેટ બનાવી હતી.

નહેરુ, પચાસના દાયકામાં પ્રચ્છન્ન રીતે રાજકીય રીતે વાલિયો બની ચૂક્યા હતા. જો કે તેમના સાથીઓ હજી વાલિયો બનેલા નહીં. એટલે નહેરુના ક્ષેત્રમાં આવતા પોર્ટફોલીયો (મંત્રીના ખાતાં) અને તેમના ખાસમ ખાસ મંત્રી મેનન સિવાયના બધા મંત્રીઓએ સારું કામ કરેલ. ચીન કરતાં ભારતનો વિકાસ સારો હતો એમ તત્કાલિન આયોજન પંચના પ્રમુખ અશોક મહેતાનું કહેવું હતું.

અનેક ભૂલો છતાં નહેરુ હેમ ખેમ રીતે આજીવન વડાપ્રધાન પદ ઉપર રહી શક્યા હતા. એક કારણ પણ હતું કે તેમનું સ્વાતંત્ર્ય ની ચળવળમાં ઠીક ઠીક યોગદાન હતું. યોગદાનને લીધે તેઓશ્રી પ્રત્યક્ષ રીતે સરમુખત્યાર થવા માટે તેના કોલસા ચાવવાનું પસંદ કરી શકે તેમ હતા.

ઉપરોક્ત પગથીયાં શું વાલિયો લૂંટારો થવા માટે પૂરતાં છે?

ના જી. જનતંત્રમાં પ્રત્યક્ષ રીતેવાલિયોબનવામાં થોડું ખૂટે છે.

છઠ્ઠું પગથીયુઃ પૈસાનો વહીવટ તમે તમારા હસ્તક લઈ લો.

સાતમું પગથીયુઃ માણસ માત્ર ભ્રષ્ટ થવાને પાત્ર છે. સત્યને સમજો. તમારા સાથીઓને પૈસા લૂંટવા દો. તેમની લૂંટની નોંધ રાખો. તેઓ તમારા જુથમાં રહે તે માટે તેમની ભ્રષ્ટતાનો ઉપયોગ કરો. પક્ષના સામાન્ય સ્તરના માણસો પણ ભ્રષ્ટ થઈ શકે તે માટે મોટી બેંકોનું રાષ્ટ્રીય કરણ કરો અને તમારા પક્ષના નાના હોદ્દેદારોની ભલામણથી ગરીબને લોન મળી શકે તેમ કરો. તમારા પક્ષના નાના હોદ્દેદારોમાંના મોટાભાગના પોતાનું  કમીશન રાખશે . તેઓ તમારા થઈને રહેશે અને તેથી તમારું વર્ચસ્વ નીચલા સ્તર સુધી પહોંચી જશે.

આઠમું પગથીયુઃ કોઈ પણ તથા કથિત સારા કામનું શ્રેય તમે અને માત્ર તમે લો. જે કંઈ ખરાબ બને તે માટે બીજા કોઈને બલિનો બકરો બનાવો. વિરોધીઓ તમને જે ખરાબ વિશેષણથી તમારી ટીકા કરવાના હોય તે વિશેષણ, વિરોધીઓ તમારા માટે ઉપયોગ કરે તે પહેલાં તમે તેનો ઉપયોગ વિરોધીઓ માટે કરી દો. “કોઈ તમને કાણો કહે તે પહેલાં તમે તેને કાણો કહી દો”.

નવમું પગથીયુઃ જો સાચા મહાત્મા ગાંધીવાદી લોકો કે સતવાદીઓ હજી જીવતા રહી ગયા હોય અને તેઓ ગરબડ કરતા હોય તો કટોકટી લાદો. દેશ ઉપર કટોકટી લાદો. માનવીય હક્કોનું હનન કરો. અફવાઓ ફેલાવો. અને સમાચાર માધ્યમો ઉપર સંપૂર્ણ અંકૂશ લાદો. જે સામે થાય તેને અને જે પણ કોઈ શંકાસ્પદ લાગતું હોય તેને જેલમાં પૂરો. યાદ રાખો જનતાને આપણે માટે અભણ રાખી છે એટલે અફવાઓ સારું કામ કરશે. જેઓ ભ્રષ્ટ છે તેઓ કાકા કહીને તમનેમદદ કરશે.

 

દશમું પગથીયુઃ દેશ હિતની ચિંતા કર્યા વગર, જેટલી બને તેટલી મિલ્કત વસાવી લો. ખરે સમયે તમને બચાવશે. જરુર પડે કાળા ચોર અને દેશદ્રોહીઓનો પણ સહારો લો. ધારો કે કરે નારાયણઅને તમે , ચૂંટણીમાં હારી જાઓ, ત્યારે પણ જૈસે થેવાદીઓ, વિતંડાવાદ કરવામાં તમારા ભ્રષ્ટ સમાચાર માધ્યમોના ખેરખાંઓ તમને મદદ કરવા આતૂર રહેવાના છે તે સમજી લો. તેઓ અફવાઓ ઓછી પડશે તો કપોળ કલ્પિત પ્રસંગોનું આલેખન કરી મજાક દ્વારા તમારા વિરોધીઓની બદનામી કરતા લેખો લખશે. તેમને માટે ફક્ત શસ્ત્ર બચ્યું હોય છે.

ચેતન ભગત

દા.. ચેતન ભગત કે જેમની ઓળખ આપવા માટે ડીબીભાઈને (દિવ્ય ભાસ્કરના તંત્રીશ્રીને) ચેતન ભગતના નામ નીચે લખવું પડે છે કે અંગ્રેજીના યુવા નવલકથાકાર”. ડીબીભાઈએ ઓળખ આપવી એટલા માટે જરુરી હશે કે ભાઈ કંઈ જેવા તેવા નથી. અંગ્રેજી ભાષામાં લખતા નવલકથાકાર પણ છે.

મને લાગે છે કે ડીબીભાઈએ એવી જોગવાઈ કરી છે કે જો તમારે કોઈપણ લખાણ ઉપર કોમેંટ કરવી હોય તો તમારે અનિવાર્ય રીતે સોસીયલ મીડીયામાં શૅર કરવી પડે.

તથ્ય વગરના લેખોને અને અફવાઓને શૅર કરવા દેશના હિતમાં નથી.     

ચાલો બધું જે હોય તે. ટૂંકમાં વાલ્મિકી ઋષિમાંથી વાલિયા લૂંટારા બની શકે છે.

એટલે કોઈએ વાલિયા લૂંટારા જેવી સંસ્થા મરે તેનો વસવસો કરવો નહીં. “નહેરુવીયન કોંગ્રેસભગતબનવું જરુરી નથી.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝ વાલ્મિકી, ઋષિ, વાલિયો, લૂંટારો, નહેરુ, નહેરુવીયન, કોંગ્રેસ, પાપી પેટ, નારદ મૂની, પાપ, શૅર, ફરજંદ, લૂંટનો માલ, સંવિધાન, રામ રામ, વાલિયાભાઈ, ડીબીભાઈ, ચેતન ભગત, કોંગ્રેસ ભગત, રામની જીવન કથા, કટોકટી, ૨૫ જુન, ઉજવણી, વિજય દિવસ, જન્મદિવસ, શિવ સૈનિક, બાલ થાકરે, સામ્યવાદીઓ, મહાત્મા ગાંધી, ગાંધીજી, સંસ્થા, સમાજવાદી જુથ, સરદાર પટેલ, ત્રાગુ, સર્વોચ્ચ હોદ્દો, કામરાજ પ્લાન, અશોક મહેતા

Read Full Post »

Where has he been lost who walked on this earth in flesh and blood.

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ /

એક વાત આપણે ફરીથી યાદ રાખી લેવી જોઇએ કે વ્યક્તિ અને સમાજ પ્રણાલીઓને આધારે ચાલે છે. સમાજમાં વ્યક્તિઓનો વ્યવહાર પણ પ્રણાલીઓના આધારે ચાલે છે.

નિયમોનું પાલન પ્રણાલીઓની અંતર્ગત આવે છે. ભીન્ન ભીન્ન જુથોની વ્યક્તિઓ વચ્ચેનો વ્યવહાર અને જુથો વચ્ચેનો વ્યવહાર પણ પ્રણાલીઓની અંતર્ગત આવે છેનિયમો, કર્મકાંડ, પૂજા, અર્ચના પણ પ્રણાલીઓની અંતર્ગત આવે છે.

માનવ સમાજ પ્રણાલીઓના આધાર ઉપર ચાલે છે. પ્રણાલીઓના પાલન કરતાં કરતાં માનવ સમાજ ઉંચો આવે છે.

સમાજ ઉંચો આવે છે એટલે શું?

સમાજની સુખાકારી આને જ્ઞાનમાં વધારો થાય તો તેને સમાજ ઉંચો આવ્યો એમ કહેવાય. સમાજના જ્ઞાનમાં વૃદ્ધિ થાય એટલે સમાજને ખબર પડે કે સમાજમાં ચાલતી પ્રણાલીઓમાં કેવા ફેરફારની જરુર છે. જો નવી પ્રણાલીઓ લાવવી હોય તો કેવી સુવ્યવસ્થિત રીતે લાવવી પડશે.

શાસકનું કર્તવ્ય છે કે તે સ્થાપિત પ્રણાલીઓનું જનતા પાસે પાલન કરાવે અને ખુદ પણ પાલન કરે.

કેટલીક પ્રણાલીઓ કોઈ સમાજમાં વિકલ્પ વાળી હોય છે.

જેમકે પુરુષે એક સ્ત્રી સાથે લગ્ન કરવું કે એક થી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરવું કે કરવું કે જો એકથી વધુ સ્ત્રી સાથે લગ્ન કરવું એમ હોય તો વધુમાં વધુ કેટલી સ્ત્રીઓ સાથે લગ્ન કરવું. જીવન પર્યંત એક સ્ત્રી સાથે પરિણિત જીવન વિતાવવું કે તે સ્ત્રી હોય તો કે બીજા કોઈ કારણસર કે અમુક સંજોગોમાં બીજી સ્ત્રી સાથે લગ્ન કરવું.

આવા અને બીજા અનેક વિકલ્પ વાળા બીજાં બંધનો પણ હોય છે. આવા બધા વિકલ્પોમાં જે આદર્શ વિકલ્પ માનવામાં આવતો હોય તો તે વૈકલ્પિક પ્રણાલીનું સૌ પાલન કરે તે ઇચ્છનીય છે.

આવા આદર્શ વિકલ્પનું પાલન કરવું આદર્શ શાસક માટે આવશ્યક છે. આદર્શ શાસકે નિષ્ઠાપૂર્વક આદર્શ પ્રણાલીઓનું પાલન કરવું આવશ્યક છે .

શાસક એટલે શું?

રાજા કે કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ કે જેના ઉપર પ્રણાલીઓનું પાલન કરવવાની જવાબદારી છે અને તેણે/તેમણે તે સ્વિકારેલી છે તેને/તેમને શાસક કહી શકાય.

કામ સેવા ભાવે કરવા માટે સ્વિકારવામાં આવ્યું હોય

કે કોઈ નિશ્ચિત/અનિશ્ચિત, પ્રત્યક્ષ કે પરોક્ષ સગવડોના બદલામાં સ્વિકારવામાં આવ્યું હોય,

કે માન અકરામ ના બદલામાં સ્વિકારવામાં આવ્યું હોય,

કે કોઈપણ પ્રણાલી અંતર્ગત જો સ્વિકારવામાં આવ્યું હોય,

તો તે સ્વિકારવા માત્રથી તે વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ શાસક તરીકે મનાશે.

રામે શું કર્યું?

રામે એક આદર્શ રાજાનું પાત્ર નિભાવ્યું.

રામે ફક્ત એક સ્ત્રી સાથે એટલે કે સીતા સાથે લગ્ન કર્યું. અને એક પત્નીવ્રત નિભાવ્યું.

વનવાસ દરમ્યાન તેમણે બ્રહ્મચર્યનું પાલન કર્યું.

રાવણને હરાવ્યા પછી સીતાની પવિત્રતાની પરીક્ષા કરી.

આમ તો સીતા પવિત્ર હતી કારણ કે અશોકવાટિકા અંતર્ગતના નિવાસ દરમ્યાન તે ગર્ભવતી થઈ હતી. જો રાવણે કે બીજા કોઈએ સીતા સાથે શારીરિક સંબંધ રાખ્યો હોત તો સીતા જરુર ગર્ભવતી થઈ હોત.

રામે જનતાની કે કોઈ એક વ્યક્તિની કે વ્યક્તિઓની શંકાને કારણે, તે શંકા ઉપરથી બોધ લીધો અને સીતાનો ત્યાગ કર્યો. સીતાને ત્યાગતી વખતે સીતા ગર્ભવતી હતી. રામે સીતાને વાલ્મિકીના આશ્રમમાં રાખવાની ગોઠવણ કરી. આમ રામે સીતાની અને તેને થનાર સંતાનની સુરક્ષાની પણ વ્યવસ્થા કરી.      

રામે સીતાના ત્યાગ કર્યા પછી કોઈ બીજા લગ્ન કર્યા નહીં. એટલું નહીં પણ જ્યારે યજ્ઞના ક્રિયાકાંડમાં પત્નીની જરુર પડી તો પણ રામે બીજા લગ્ન કર્યાં નહીં. આવે સમયે શાસ્ત્રો દ્વારા માન્ય વિકલ્પ તરીકે, સીતાના પ્રતિકને સ્થાપી ધાર્મિક પ્રણાલી સંપન્ન કરી.

બધી વાતોથી સિદ્ધ થાય છે કે રામ ફક્ત સીતાને પ્રેમ કરતા હતા અને સીતાને પત્ની માનતા હતા. સીતા સિવાય તેમને કોઈને પણ તેઓ પોતાની પત્નીનું સ્થાન આપવા માગતા હતા.

રામે તો કોઈ ઢંઢેરો પીટ્યો કે પોતે કેવા ત્યાગી છે, પોતે કેવા આદર્શ છે કે તેમણે પોતાની પત્નીને દુઃખની ખીણમાં નાખીને પણ રાજધર્મ નિભાવ્યો.

રામે તો એવો કોઈ ઢંઢેરો પીટાવ્યો કે પોતે પોતાના કૌટૂંબિક જીવન ઉપર પણ, રાજધર્મને ખાતર કેવો અન્યાય કર્યો,

રામે તો પોતાના ફાયદા માટે એવો પ્રચાર કરાવડાવ્યો કે પ્રણાલીમાં બદલાવની જરુર છે,

રામે રાજા હોવા છતાં પણ અને મહેલમાં રહેતા હોવા છતાં પણ કોઈ શારીરિક સગવડો ભોગવી પણ સીતાની જેમ વનવાસીના જેવી જીંદગી જીવી. અને છતાં પણ રાજધર્મ શ્રેષ્ઠ રીતે નિભાવ્યો.

શું રામે બધું સત્તામાં ચાલુ રહેવા માટે કર્યું હતું?

ના જી. રામને તો સત્તાનો મોહ હતો તો તેમને સુવિધાઓનો મોહ હતો. જો રામે ઈચ્છ્યું હોત તો તેમણે ૧૪ વર્ષનો વનવાસ સ્વિકાર્યો હોત. તેમના હિતેચ્છુઓ દ્વારા આંદોલન કરાવી શક્યા હોત. અને કૈકેયીને બદનામ કરાવી શક્યા હોત.

આવું કરત તો પણ પિતાની આજ્ઞાને, તે આજ્ઞાને થોડી સ્થગિત કરાવડાવીને ભરત આવે ત્યાં સુધીનો સમય પસાર કરાવી શક્યા હોત. ભરત દ્વારા જનાઅંદોલન કરાવી શક્યા હોત.

આવું કર્યા વગર પણ, જ્યારે ભરત મોસાળથી અયોધ્યા પાછો આવ્યો અને ભરત તેમને શોધીને મળવા આવ્યો ત્યારે ભરતે પોતાના રાજાપણાના હોદ્દાની રુએ રામને અયોધ્યાની રાજગાદી સ્વિકારવાનું કહેલ. ત્યારે રામ ખુશી ખુશી તે વખતે અયોધ્યાની રાજગાદી સ્વિકારી શક્યા હોત. આમ કરવાથી પ્રણાલીનો ભંગ થાત અને ઘીના ઠામમાં ઘી ઢોળાયેલું રહેત. પણ આમ કરવાથી વરિષ્ઠ રાજા દશરથની આજ્ઞાનો આત્મા હણાઈ જાત. રાજાની આજ્ઞાનું પાલન થયું ગણાત પણ તેમાં તો રાજાની આજ્ઞાના પાલનની નિષ્ઠા હોત તો તેનો આત્મા હોત. આવી સમજણ ભારતમાં દશ હજાર વર્ષ પહેલાં પ્રવર્તતી હતી અને માન પામતી હતી.

પણ એજ ભારતમાં નહેરુવીયનોએ શું કર્યું?

નહેરુએ ભારતની સંસદમાં પ્રતિજ્ઞા લીધી કે તે અને તેમનો પક્ષ, ચીનની સાથેના ભારતના યુદ્ધમાં ભારતે ગુમાવેલી ભારતીય ભૂમિને પાછી મેળવ્યા સિવાય આરામથી બેસશે નહીં. નહેરુતો પછી પોતાની જીંદગી જીવી ગયા. અને દેહરાદુનમાં આરામ ફરમાવતા ફરમાવતા એક સવારે ગુજરી ગયા. પણ તેમની પ્રાથમિકતા કદીય પોતે લીધેલી પ્રતિજ્ઞાના પાલનની રહી નહીં. તેમની પ્રાથમિકતા તેમની ઉતરાધિકારિણી તેમની પુત્રી કેવી રીતે બને તે રહી. આવી કોઈ પ્રણાલી આપણી લોકશાહીમાં નથી કે શાસકવ્યક્તિનું સંતાન તે શાસકનું અનુગામી બની તે પદભાર સંભાળે. પણ નહેરુએ પોતાના વડપણના પરિબળની રુએ પોતાની ગેંગદ્વારા નવી પ્રણાલી સ્થાપવાની ભરપૂર કોશિસ કરી.

નહેરુના સંતાન ઇન્દિરા ગાંધીએ વારસાગત પદભાર સંભાળવાનો લાભ લેવાનો અને ભોગવવાનો લાભ લીધો, પોતાની વારસામાં મળેલી પ્રતિજ્ઞાને સ્પર્શ પણ કર્યોતેણે નવી સમસ્યાઓ અને પ્રણાલીઓ પોતાના લાભ માટે બનાવી. જેમકે રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીમાં પોતાના પક્ષના એક ઉમેદવારનું આવેદન પત્ર ભર્યું પણ તે તેમને પસંદ હોવાથી, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાંઆત્માના અવાજ અનુસારમત આપવાની જાહેરાત કરી. આવી જાહેરાત કરવાની પ્રણાલી હતી. છતાં પણ પોતાના સંસાધનો દ્વારા ભરપૂર પ્રચાર કર્યો. પણ એજ ઈન્દીરા ગાંધીએ પછીના સત્રના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાંઆત્માના અવાજ અનુસારમત આપવાની પોતે પ્રસ્તૂત કરેલી પ્રણાલીને નકારી કાઢી.

ઇન્દિરા ગાંધીએ જાહેરમાં વચન આપેલ કે તે જે બંગ્લાદેશી બિહારી મુસ્લિમો (બીન બાંગાભાષી) એક કરોડની સંખ્યામાં ભારતમાં ઘુસી ગયા છે તેમને પાછા મોકલી દેશે. પણ વચન પોતે તે પછી ૧૪ વર્ષ રાજ કર્યું તો પણ તે વચનનું પાલન કર્યું નહીં. અને નવી આતંકવાદી સમસ્યાઓ ઉભી કરી તે જુદી. ભારતપાકિસ્તાનના યુદ્ધના નગારા ૧૯૬૯થી વાગતાં હતાં. અને ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીના સંરક્ષણ મંત્રી જગજીવનરામે ઇન્દિરાની સરકાર તરફથી જાહેર કરેલ કે વખતે ૧૯૬૬ની પાકિસ્તાન સાથેની સંધિમાં થયેલી ભૂલનું પુનરાવર્તન કરવામાં આવશે નહીં. એટલે કે જે કંઈ પાકિસ્તાનની ભૂમિના હિસાઓ જીતીશું તેને પાછા આપીશું નહીં. પણ સિમલા કરાર હેઠળ જીતેલી ભૂમિ નહીં પણ પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મિરનો જે ભૂભાગ ભારતીય લશ્કરે જીતેલો તે પણ પાછો આપી દીધેલ. વાત તો ભરતીય બંધારણ થી સ્થપાયેલ સિદ્ધાંતોથી વિપરિત વાત હતી. પેકેજ ડીલ દ્વારા પાકિસ્તાનને સીધું કરવાની વાત તો યાદ કરવામાં આવી. આવા વચનભંગોની તો પરંપરા સ્થપાઈ.

જ્યારે શાસકના હાથમાં પ્રણાલીઓ રદ કરવાની, નવી પ્રણાલીઓ  સ્થાપવાની અને પ્રણાલીઓમાં ફેરફાર કરવાની સત્તા આપવામાં આવે ત્યારે દેશની આબરુ કેવી રસાતાળ થાય અને શાસક/શાસક જુથની નીતિમત્તા કેટલી હદે પતનને પામે છે તે જોઇએ.

 ઈન્દિરા ગાંધીએ ગરીબી હટાવવાનું વચન આપેલઆવા ખોટા વચન ઉપરાંત તેઓશ્રીએ ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરી જીત્યાં હતાં. એટલે તેમના પ્રતિસ્પર્ધીએ તેમની સામે ઉચ્ચન્યાયાલયમાં કેસ કર્યો. ન્યાયાલયે નોંધ્યું કે ઇન્દિરા ગાંધી ન્યાયાલયની સામે જે કંઈ પ્રતિજ્ઞા પૂર્વક બોલ્યાં તેમાં ૧૬ ઉચ્ચારણો જૂઠાં હતાં. તેમની ચૂંટણી રદ થઈ. અને ઇન્દિરાને વર્ષ માટે ચૂંટણી માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યાં. બધું ભારતીય બંધારણમાં સ્થપાયેલા નીતિનિયમો અને પ્રણાલીઓને આધારે થયું હતું. હવે જો શાસકના હાથમાં પ્રણાલીઓ રદ કરવાની, નવી પ્રણાલિઓ સ્થાપવાની અને પ્રણાલીમાં ફેરફાર કરવાની સત્તા આપવામાં આવે તો શું થઈ શકે તે જોઇએ.

ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા લાલસા પોષવા શું શું કર્યું?

માનવ અધિકારો, બંધારણીય અધિકારો અને કુદરતી અધિકારો પણ સ્થગિત કર્યા. શા માટે?

પોતાની સામે ઉભા થયેલાખતરાનેદેશની સામે ઉભા થયેલા ખતરાતરીકે ખપાવ્યો. રાતો રાત પોતાના મહાકાય ચિત્રો વાળા પોષ્ટરો છપાયા અને દિવાલો ઉપર ચીપકાવ્યા. તેની ઉપર લખાણ હતું જ્યારેદેશને વિભાજીત કરવા વાળા તત્વોદેશની ઉપર ત્રાટક્યા ત્યારે તે ચટ્ટાનની જેમ ઉભી રહી અને બધા પ્રહારો ઝીલી દેશને બચાવ્યો.” ઇન્દિરાએ બધા વિરોધીઓને જેલભેગા કર્યા. સમાચાર પત્રો લાંબા લહ થઈને ઇન્દિરાના પગમાં આળોટ્યા. ન્યાયાલયના ચૂકાદાઓ પણ જો શાસનની વિરુદ્ધ હોય તો દબાવવામાં આવ્યા. આવું બધું તો ઘણું થયું. જ્યારે તમે શાસકને પ્રણાલીઓમાં ફેરફાર કરવાની સત્તા આપો એટલે દેશ પતન પામે. તમે આને જનતંત્ર કહી શકો.

પ્રણાલીઓ બદલવાની આદર્શ પ્રક્રિયા શું હોવી જોઈએ?

પ્રણાલીઓમાં ફેરફાર કરવાની સત્તા પ્રજા પાસે હોવી જોઇએ. પ્રજા તેના ઉપર ચર્ચા કરે અને પ્રજા તેનો મુસદ્દો ઘડે. વિદ્વાનો જેઓ શાસક દ્વારા લાભાન્વિત નથી તેઓ તેને સુઘટિત શબ્દોમાં પ્રસ્તૂત કરે અને રાજાને કહે કે હવે તમે પ્રણાલીનું પાલન કરાવો અને કરો.

અહી રમાયણમાં શું થાય છે.

રામ તો સીતાને પાછી લાવવા માટે કશું કરતા નથી. રાજા પોતાના અંગત લાભ માટે કશું કરે તેવી પ્રણાલી રાજા તરફથી સૂચિત થાય તેવી પ્રણાલી હતી નહીં. રાજા પોતે તો નવી પ્રણાલી સૂચવી શકે નહીં. રામે પોતાની નિંદા કરનારાઓને જેલમાં પણ મોકલ્યા.

તો રામે શું કર્યું?

સીતા વાલ્મિકીના આશ્રમમાં હતી. વાલ્મિકીએ સીતાની બધી વાત સાંભળી. વાલ્મિકીને થયું કે બીજી બધી વાત તો ઠીક છે મારા ભાઈ, પણ સીતાને અન્યાય થયો છે. એટલે વાલ્મિકીએ એક મહાકાવ્ય લખ્યું. અને રામ કથાનો લવ અને કુશદ્વારા જનતામાં પ્રચાર કરાવડાવ્યો. જનતાને વસ્તુસ્થિતિનો ખ્યાલ આવવા માંડ્યો. જનતાએ રામ ઉપર દબાણ કર્યું.

પણ જે અધાર પર એટલે કે જે તર્ક ઉપર પ્રણાલીનો આધાર હતો, તે તર્કને કેવી રીતે નકારી શકાય? નવી કઈ પ્રણાલી સ્થાપાય કે સીતાની પવિત્રતા સિદ્ધ થાય. જે આધાર પર રામ શુદ્ધ હતા તે આધાર પર શું સિતા શુદ્ધ હતી? વાલ્મિકી અને તેમનો પૂરો આશ્રમ સીતાના ચાલચલન ઉપરથી સ્પષ્ટ હતો કે સીતા શુદ્ધ હતી. એટલે એવી પ્રક્રિયા સ્થપાય કે વાલ્મિકી અને વશિષ્ઠ બંને પ્રમાણ પત્ર આપે કે સીતા શુદ્ધ છે. આપણે જોઇએ શકીએ છીએ કે પૂરી પ્રક્રિયામાં રામનું કોઈ દબાણ આવતું નથી. રામનો કોઈ આગ્રહ પણ નથી. રામનો આદર્શ અભૂતપૂર્વ અને અનુપમ છે.

સીતા રામની પત્ની હતી. રામે શું પત્ની સાથે અન્યાય કર્યો કહેવાય?

રામે સીતાનો ત્યાગ કર્યો તો શું વાત સીતા ઉપર અન્યાય થયો કહેવાય?

સીતા તો રામની પત્ની હતી. સીતાના પત્ની તરીકેના અધિકારો હણાયા તેનું શું?

વાત માટે કોણ દોષિત છે?

રામ પોતે તો છે, એનું શું?

રામે પતિધર્મ કેમ બજાવ્યો? રામે સીતાના લગ્ન સમયે શું સીતાનો સાથ નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી? અગ્નિ સામે લીધેલી પ્રતિજ્ઞાનું શું?

રામે રાજગાદી છોડી દેવી જોઈતી હતી. રામે રાજગાદીનો સ્વિકાર કર્યો અને પોતાના પતિધર્મનું પાલન કર્યું તેનું શું?

રામનો રાજધર્મ અને રામનો પતિધર્મ

રામની પ્રાથમિકતા રાજ ધર્મનું પાલન કરવાની હતી. રામ પોતે જન્મ્યા તેની સાથે તે દશરથ રાજાના જ્યેષ્ઠ પૂત્ર હોવાના કારણે રાજધર્મ તેમને માટે પ્રાથમિકતા બની ગયો હતો. એક પ્રણાલીગત પ્રાથમિકતા હતી.

સીતા રામની પત્ની નહીં પણ પ્રણાલી પ્રમાણે રામની રાણી પણ હતી. સીતાને રાણી હોવાથી રાજની સુવિધાઓનો અને માન અકરામનો ઉપભોગ કરવાનો  અધિકાર મળતો હતો. જ્યારે આવું હોય ત્યારે રાણીનો ધર્મ બને છે કે રાજાની આપત્તિની પણ તે સહભાગી બને. રાજાની રાણી જ્યારે પ્રતિકુળ પ્રણાલીઓના પાલન કરવાની વાત આવે ત્યારે તે પલાયન વૃત્તિ રાખી શકે. જો રાજાને પ્રણાલીના પાલન કરવામાં રાણીનો ત્યાગ કરવો પડે તો રાણીએ તે માન્ય રાખવું પડે.

રામાયણની કથા, હાડમાંસના બનેલા માનવીય સમાજની એક મહા કથા છે. સીતા પણ હાડમાંસની બનેલી હતી. સીતાએ પોતાના હાડમાંસના બનેલા શરીરથી વિચાર્યું કે શુદ્ધતા ની વાત તો બહુ લાંબી ચાલી. જો આવું ચાલ્યા કરશે તો મારે કોણ જાણે કેટલીય વાર મારી શુદ્ધતા સિદ્ધ કરતા રહેવું પડશે.

સીતા ખીણમાં પડી આત્મહત્યા કરી લે છે.

જનક રાજાને સીતા કોઈ ખેતરની ધરતી ઉપરથી મળેલી. તે સીતા ધરતીની પૂત્રી હતી અને તે ધરતીમાં સમાઈ ગઈ. લેખકે તેને રસાત્મક બનાવવા માટે લખ્યું કે ધરતી ફાટી અને ધરતીમાતા સિંહાસન લઈને આવ્યાં ને તે પોતાની પૂત્રી સીતાને સિંહાસન ઉપર બેસાડી માન સાથે લઈ ગયાં. રામે ધૂમધડાકા કર્યા વગર પોતાની મહાનતા બતાવી, સીતાએ પણ તેજ રીતે ચૂં ચાં કર્યા વગર પોતાની મહાનતા બતાવી.

શું રામ માટે અંતિમ અગ્નિ પરીક્ષા હતી?

ના જી. રામે તો હજી અનેક પડાવ પસાર કરવાના હતા.

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝ્ સીતા, રામ, શાસક, રાજા, રાણી, વચન, પ્રણાલી, પરિવર્તન, ઇન્દિરા, નહેરુ, કટોકટી, અધિકાર, યોગ્યતા, અયોગ્ય, સત્તા, લાલસા, પતન, રાજ ધર્મ, પ્રાથમિકતા 

   

 

 

     

    

 

 

    

 

 

 

 

Read Full Post »

Where is he lost, the man who walked on this earth with flesh and blood? Part-4 / 9 (GUJARATI)

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ – ૪ / ૯

રાજગાદી કોને મળવી જોઇએ? રામને કે ભરતને ?

દશરથ રાજાએ કૈકેયીના પિતાને વિશ્વાસ આપ્યો હતો કે જો પટ્ટરાણીને પણ પુત્ર થશે તો પણ કૈકેયીના પુત્રનો જ રાજ્યભિષેક થશે.

હવે થયું એવું કે પટ્ટરાણી સૌ પ્રથમ ગર્ભવતી થઈ. એટલે કે જ્યેષ્ઠપુત્ર કૌશલ્યાને થયો. કૈકેયી પછી ગર્ભવતી થઈ એટલે એનો પુત્ર જ્યેષ્ઠ પુત્ર ન બન્યો. પ્રણાલી એવી હતી કે જ્યેષ્ઠપુત્રને રાજગાદી મળે. અથવા તો જે સૌથી વધુ લોકપ્રિય રાજકુંવર હોય તેને રાજગાદી મળૅ. રામ લોકપ્રિય પણ હતા અને જ્યેષ્ઠ પુત્ર પણ હતા.

હવે શું કરવું?

બધી લડાઈ મીકી માઉસ જેવી બનાવી?

આ સમસ્યામાં જે દેવી તત્વોની રમત રમવાની જે વાતો કહી છે તેની આપણે ચર્ચા કરવી જરુરી નથી તેથી તે ચર્ચા નહીં કરીએ. જો કે ટૂંકમાંતે વાત આમ છે, કે દશરથ રાજાએ રામના યુવરાજ પદની ઘોષણા કરી એટલે ઈંદ્રાદિ દેવો મુંઝાયા. જો રામ અયોધ્યાના રાજા થઈ જશે તો તેઓ રાજકાજમાં વ્યસ્ત થઈ જશે. જો આમ થશે તો રાવણના ત્રાસમાંથી આપણને છોડાવશે કોણ? એટલે કંઈક તો કરવું પડશે.

કૈકેયી આમ તો સારી છે. એટલે તેને પૂર્ણ રીતે વાંકમાં લેવાની જરુર નથી. તો શું કરીશું? મંથરા જે કૈકેયીની દાસી છે તેને પટમાં લાવો. બલિનો બકરો (બલિની બકરી) તેને બનાવો. ભાઈઓ અને બહેનો, આ કૈકેયી તો બહુ જ સારી હતી. એટલે તો દશરથ રાજાને ગમતી હતી. પણ દૈવી શક્તિઓ સામે કૈકેયી બીચારી શું કરે?

આમ તો ઈન્દિરા ગાંધી સારી હતી કારણકે જવાહરલાલ નહેરુની પુત્રી હતી.

જવારહરલાલ તો કેટલા બધા સારા હતા. જુઓને જવાહર લાલે કેવા કેવા ભોગ આપેલા. સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમના ઘરમાં પડ્યા પાથર્યા રહેતા હતા. તેમની આગતા સ્વાગતા થતી હતી. ચા અને નાસ્તાપાણી થતા હતા. ભલે જે કંઈ ખર્ચ થતો હતો, એ પૈસા તેઓ કમાયા ન હતા પણ તેમના પિતાશ્રીના તો હતા જ ને ? જો પિતાના વારસા ઉપર તેમનો હક્ક હોય તો પોતે ( ભલે પછી તે, મહાત્મા ગાંધી આગળ ત્રાગું કરીને) મેળવેલા વડાપ્રધાનપદ હોય પણ આ પદનો વારસો ઇન્દિરા ગાંધીને મળે તેવી જોગવાઈ તો તેમણે કરવી જ પડે ને ! આવા સુંદર, ચપળ, પોતાનું વારસાગત ઘર ત્યાગી ને દેશને સમર્પણ કરનાર, દેશી વિદેશી નેતાઓના સંપર્કોવાળા એવા નહેરુની પુત્રી તો સારી જ હોયને.

હા આ કટોકટીમાં એણે તેના વિરોધીઓને જેલમાં પૂર્યા એ વાત ખરી. પણ એમાં બિચારી ઇન્દિરા ગાંધીનો કંઈ વાંક ન હતો. તે તો રાજીનામુ આપવા તૈયાર હતી. પણ સંજય ગાંધી એવો હતો કે જેણે ઇન્દિરાગાંધીની ઉપર ઇમોશનલ કે બ્લેકમેલની ધમકી રુપી દબાણ કર્યું. આમ તો સંજય ગાંધી પણ એવો ન હતો. પણ એ ચંડાળ ચોકડીની વાતોમાં ચડી ગયો. અને ઈન્દિરા ગાંધી દ્વારા કટોકટી લદાવી. ઇન્દિરા ગાંધી બિચારી કંઈ કટોકટી લાદીને ખુશ થઈ ન હતી.

આ મનમોહન સિંગ ની જ વાત કરોને. બિચારા સાબ ગરીબડા છે. સોનીયા પણ કંઈ એવી ખરાબ નથી. આ તો ડીએમકે અને સોનીયાના સાથી પક્ષો જ એવા છે. ભાઈ રાજકારણ છે જ એવું હોય છે. તેર સાંધો અને ત્રેપન તૂટે. બિચારા મન મોહન અને સોનીયા કરે પણ શું !!

જો આપણા હાલના સમાચાર માધ્યમોના ખેરખાંઓની અને મૂર્ધન્યોની આવી અવદશા હોય તો જેમને એક મહાપુરુષની કથાને રસમાય કરવાની હોય તેઓ તો કંકને કંઈક જોડે જ ને.

કૈકેયીનો કેસ ઇન્દિરાગાંધી જેવો નબળો નહતો. તેણે જે માગણી મુકી અને આચરણ કર્યું તે તેનો હક્ક હતો.

પુરાણકારોમાં એક વાત સામાન્ય હતી. અસુર, દૈત્ય, રાક્ષસ, દાનવ પોતાની ઉન્નતિ માટે બ્રહ્માજી, શિવજી આદિ કોઈનું તપ કરે અને તેમને પ્રસન્ન કરે. તેમની પાસેથી મનોવાંચ્છિત વરદાન મેળવે. પછી દેવોને ડરાવે, દેવોની હકાલ પટ્ટી કરે પરેશાન કરે. આવું બધું થાય, પછી વિષ્ણુ કે શિવ, કે ગણેશ કે કાર્તિકેય કે માતાજી ઓ આ રાક્ષસી શક્તિઓ સામે મહાયુદ્ધ કરે અને દેવોની રક્ષા કરે. જનતાને પણ આ રીત ગોઠી ગઈ હતી.

આ રીતમાં જેટલું ઉમેરવું હોય તેટલું ઉમેરાય અને જેટલું લંબાવવું હોય તેટલું લંબાવાય. જનતા ભાગી ન જાય. અત્યારની ટીવી સીરીયલોના ડીરેક્ટરો જેવું ન હતું કે એક પાત્ર એક વાક્ય બોલે અને કેમેરા ડક્ઝન બંધ પાત્રોના મોઢા ઉપર કેમેરા ડઝનેકવાર ફેરવવા માંડે. પાત્રોના વાક્યે વાક્યે આવું થાય. ડાયરેક્ટરને થાય કે આ તો “તાજ સીગરેટ જેવું થાય છે” ધીમી બળે છે અને વધુ લહેજત આપે છે. જો કે પુરાણ કારોનું સાવ આવું ન હતું. પુરાણ, એપીસોડ જેવું સાવ સ્લો થઈ જતું નહીં, કે અમુક દર્શકો સીરીયલો જોવી બંધ કરી દે.

દેવોએ મંથરાને પોતાની રીતે ઉશ્કેરી ઉકસાવી. મંથરાએ કૈકેયીને ઉશ્કેરી.

દશરથ રાજા માટે ધર્મ સંકટ ઉભું થયું. ત્રણ પ્રણાલીઓ સામસામે આવી. સંભવ છે કે દશરથ રાજા અને તેમના મંત્રીમંડળે એવો રસ્તો કાઢ્યો કે ત્રણે પ્રણાલીઓ ને સન્માન મળે. આ પ્રમાણે રામ ૧૪ વર્ષ વનમાં જાય. ભરત ૧૪ વર્ષ નિશ્ચિંત થઈને રાજ કરે. જો ભરત સુચારુ રુપે રાજ કરશે તો જનતા તેને જ રાજા તરીકે ચાલુ રાખશે.

રામને વનવાસ શા માટે?

રામને વનવાસ એ માટે કે રામ લોક પ્રિય હતા. જનતા રામના પક્ષમાં રસ્તા ઉપર ઉતરી આવે તો ભરતે રાજગાદી છોડવી પડે. રામની ગેરહાજરીમાં ભરત, જનતાનો પ્રેમ હાંસલ કરી લે.

રામ સાથે સેના પણ નહીં. વનવાસ એટલે વનવાસ. જો રામ સેના રાખે તો રામ એજ સેના થી બીજા મુલકો જીતીને રાજા થઈ જાય. પછી અયોધ્યા ઉપર પણ કબજો કરી લે તો !!

રઘુવંશના રાજાઓ કે એ વખતના રાજાઓ મનમાની કરી શકતા ન હતા. રાજાએ જો વચન આપ્યું હોય તો તે વચન પાળવું જ પડે. પ્રણાલીઓનું પાલન કરવું જ પડે. રામે દશરથ રાજાની વાત કબુલ રાખી.

લક્ષ્મણે તો રામની સાથે જ રહેવાનું હતું.

સીતાએ વિચાર્યું હોઈ શકે કે જે વ્યક્તિ જુના પ્રકારનું અટપટું ધનુષ વાપરવામાં પણ પાવરધી હોય તે વનવાસ દરમ્યાન ચૂપ બેસશે નહીં. માટે આ વ્યક્તિ ઉપર નજર તો રાખવી જ પડશે. કદાચ સીતા અને લક્ષ્મણની પત્ની ઉર્મલા બંન્નેએ મસલત કરી આ નિર્ણય લીધો હોય. સીતા, રામ અને લક્ષ્મણ પર નજર રાખે, અને ઉર્મિલા અયોધ્યામાં જે કંઈ થાય તેના ઉપર નજર રાખે.

આમ તો રામાયણ ચમત્કારોથી ભરપુર છે. તેમાં દંતકથાઓ અને બીજા ઉમેરણો પુષ્કળ છે. પહેલે થી જ રામ દ્વારા ઘણા રાક્ષસોની હત્યા થયેલી, આકાશમાંથી પુષ્પ વર્ષા થતી, અહલ્યાનો ઉદ્ધાર, રામ જન્મ થવાથી દેવતાઓ અયોધ્યામાં આવે અને રામના રુપમાં રહેલા વિષ્ણુ ભગવાનના દર્શન કરી ખુશ થાય. વિષ્ણુ અવતાર લે એટલે બીજા દેવો પણ અવતાર લે જેમકે કોઈ પ્રધાન બહારગામ જાય એટલે તેમની સાથે સુરક્ષાદળો, સચિવ, સ્ટેનો અને બીજો સ્ટાફ પણ મદદમાં જાય (અને શોપીંગ પણ કરી લે). યજમાન પ્રદેશના સુયોગ્ય લેવલના મહાનુભાવ પ્રોટોકોલ નિભાવે. આ બધી વાતો વ્યર્થ છે.

શુર્પણખા અને રામ-લક્ષ્મણ

રામ લક્ષ્મણ અને સીતા પંચવટીમાં રહે છે. રામ હમેશા પોતાને સમ્રાટ ભરતના પ્રતિનિધિ તરીકે પ્રસ્તૂત કરતા રહે છે. યથા યોગ્ય રીતે વનવાસીઓની સુરક્ષા કરતા રહે છે.

રાવણની બહેન શુર્પણખા

એક દિવસ શુર્પણખા ફરતાં ફરતાં પંચવટી આવે છે. રામના રુપથી એ મોહિત થાય છે. તે રામ પાસે લગ્નનો પ્રસ્તાવ મુકે છે. રામ તો આદર્શ પુરુષ છે. તેઓ એક પત્નીવ્રતમાં માનતા હોય છે. વળી સીતા પ્રત્યક્ષ નહીં તો પંચવટીમાં તો હતી જ. “આવ પથરા પગ ઉપર” એવું શું કામ કરવું? એટલે રામ શુર્પણખાને સૂચન કરે છે કે તે લક્ષ્મણને પ્રપોઝ કરે.

શુર્પણખા લક્ષ્મણને જુએ છે. એ પણ કંઈ ખોટો ન લાગ્યો. શુર્પણખા લક્ષ્મણને પ્રપોઝ કરે છે. પણ લક્ષ્મણ તેને ફરીથી રામ પાસે મોકલે છે. આમ આ બંને અવારનવાર એકબીજા પાસે શુર્પણખાને મોકલીને જુદી જાતના “ઈવ ટીઝીંગ” નો લાભ લે છે. શુર્પણખાને અંતે ટ્યુબલાઈટ થાય છે કે આ બંને મને ભઠાવે છે. આવા સંજોગોમાં સ્ત્રીનો અધિકાર છે કે તે ગુસ્સો કરે. અને શુર્પણખા તો મોટા ઘરની હતી તેથી આ બંને સાથે મારપીટ ઉપર ઉતરી આવે છે. આપણા દેશમાં મંત્રીનો છોકરો સ્વમાન ભંગ થતાં મારપીટ ઉપર ઉતરી આવે છે. આપણા રામ અને લક્ષ્મણ, બે પુરુષ તે શુર્પણખાને નાક અને કાન ઉપર ઈજા પહોંચાડે છે. જોકે યુપીના મુંહાવરા પ્રમાણે નાક કાન કટા એમ કહે છે. શુર્પણખા, પોતાના ભાઈ, રાવણ પાસે જઈને રામ અને લક્ષ્મણ વિરુદ્ધ ફરીયાદ કરેછે.

સીતા હરણ

સીતા હરણ શું થયું હશે? એક પાઠ પ્રમાણે સીતા પોતાની મેળે લંકા જતી રહી હતી. ક્યાંક વળી સીતાને રાવણની પુત્રી બતાવી છે. પણ મોટાભાગના પાઠ પ્રમાણે રાવણ સીતાનું અપહરણ કે હરણ કરી કરી ગયો હતો.

સુવર્ણ મૃગની વાત આવે છે. મરિચી જે રાવણનો મામા હતો તે પોતાની માયાવી શક્તિથી સુવર્ણ મૃગ બની જાય છે. સીતાને લોભાવે છે. આપણે બહુરુપીયાઓની કળાઓથી પરિચિત છીએ. પણ આ અતિશયોક્તિ કે ઉમેરણ હોઈ શકે.

સીતા, રામને આ સુવર્ણ મૃગને લઈ આવવાનું કહે છે. રામ જાય છે. મરિચી રામને દૂરદૂર લઈ જાય છે. રામ એને તીર મારે છે. મરિચી રામના જેવા અવાજમાં લક્ષ્મણ લક્ષ્મણ એમ બુમો પાડે છે.

સીતા લક્ષ્મણને તપાસ કરવાનું કહે છે. તે માટે લેખક સીતાના મોઢામાં કડવા શબ્દો પણ મુકે છે. પણ લક્ષ્મણ એક રેખા દોરીને સીતાને કહે છે કે આ રેખાનું ઉલ્લંઘન ન કરશો. કારણકે આ રેખાની અંદરની દિશામાં હશો ત્યાં સુધી હું તમને જોઈ શકીશ. આવું જ કંઈક હશે. કારણ કે જેવી વર્ણવવામાં આવી છે એવી ચમત્કારિક રેખા કોઈ દોરી ન શકે.

રાવણ સાધુના વેશમાં આવે છે અને ભિક્ષા માગે છે. આમાં પણ નાટ્યકરણ છે. સીતા એક પગ ઉંચો કરીને રેખાની બહાર લંબાવે છે. રાવણ તે પગને ખેંચીને સીતાને ઉઠાવી લે છે.

રામ તો વિષ્ણુ ભગવાન છે. સીતા સાક્ષાત લક્ષ્મી છે. સીતા તો વલ્કલ પહેરતી હતી. રાવણ આવી સીતાનો ઉંચો થયેલો પગ ખેંચીને પોતાના ખભા ઉપર ઉઠાવી લે છે.

સીતા આવી નિર્માલ્ય અને નિર્બળ કેવી રીતે હોઈ શકે? માતા લક્ષ્મીની આવી અવમાનના થઈ જ કેવી રીતે શકે !!

કોઈને જ્યારે ભગવાન બનાવી દઈએ અને કોઈ સ્ત્રીને દેવી બનાવી દઈએ ત્યારે સર્વશક્તિમાન ભગવાન અને માતાજી વિષે આવી મુસીબતો ઉભી થાય છે.

પણ ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કર્યા ટેકા.

અરે ભાઈ આ બધી તો ભગવાનની લીલા છે. ભગવાન તો સંકલ્પમાત્રથી બધું જ કરી શકે છે. ભગવાનોએ તો લીલા પણ કરવાની હોય છે. એટલે તો ભગવાન આવું બધું કરે છે.

કોઈ કહેશે અરે ભાઈ એવી કેવી લીલા કે લક્ષ્મીજીની ઈજ્જત જતી રહે. લક્ષ્મીજીની બેઈજ્જતી કેમ થવા દીધી?

આનો પણ ઉત્તર છે. જુઓ. ભાઈઓ અને બહેનો … જ્યારે રામ વનવાસ માટે નિકળ્યા ત્યારે લક્ષ્મીજી તો વૈંકુંઠ પાછા જતા રહ્યા. રામની સાથે જે સીતા ગઈ એ કંઈ સાક્ષાત લક્ષ્મીદેવી ન હતાં. એ તો લક્ષ્મીની છાયા હતી.લક્ષ્મીજી તો રામની પાસે પોતાની છાયાને રાખીને ગયાં હતાં. જે સીતા હતી તે છાયાલક્ષ્મી હતી. ઇતિ સિદ્ધમ્‌.

આ તો ચમત્કાર થયો. હા ભાઈ. પણ યાદ રાખો તમારો શ્રોતાગણ. એ તો ચમત્કાર વિષે પ્રશ્ન નહીં ઉઠાવે. માટે તમે નિશ્ચિંત રહો.

બસ એટલું જ સમજો કે સીતા લંકા પહોંચી ગઈ.

રાવણને સીતામાં કોઈ રસ હતો? શું રાવણને સીતા સાથે લગ્ન કરવું હતું? શું રાવણે સીતા ઉપર અત્યાચાર કરેલ?

આવું કશું હતું નહીં. રાવણને સીતામાં કોઈ રસ ન હતો. ન તો રાવણને સીતા સાથે લગ્ન કરવું હતું. ન તો રાવણ સીતાને પરેશાન કરવા માગતો હતો. જે રાવણે કૌશલ્યાને દશરથ સાથે છોડી દીધી અને પોતાની ઈચ્છા જતી કરી, એને સીતામાં કેવી રીતે રસ હોય? જે રાવણ દશરથ અને કૌશલ્યા એમ બંનેનું એક સાથે અપહરણ કરી શકતો હોય અને પછી છોડી પણ દેતો હોય, તેને સીતામાં કોઈ રસ ન હોઈ શકે. ઘણા પુરુષોની પ્રકૃતિ એવી હોય કે તેમને સ્ત્રી ઉપર દબાવ લાવવો પસંદ ન હોય. રાવણને તો ફક્ત રામનું અપમાન કરવું હતું. આ તેણે કરીને બતાવ્યું. રાવણે પોતાની બહેન પર કરવામાં આવેલ “ઈવ ટીઝીંગ” નો જવાબ આપી દીધો. રાવણે સીતાને અશોકવાટિકામાં છૉડી દીધી. મશ્કરીનો જવાબ બે ગણી મશ્કરી થી આપી દીધો.

રામનું અપમાન તો થઈ જ ગયું.

પણ રામ એમ કંઈ ગાંજ્યા જાય તેવા ન હતા.

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રામ, લક્ષ્મણ, સીતા, દશરથ, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી, મંથરા, ઈંદ્ર, ઈંદિરા, જવાહર લાલ, નહેરુ, કટોકટી, સંજય, ચંડાળ ચોકડી, શિવ, વિષ્ણુ, રાક્ષસ, તપ, વરદાન, અપહરણ, ઈવ ટીઝીંગ, રાવણ

Read Full Post »

નહેરુવીયન કોંગ્રેસનું કલ્ચર અને કટોકટીનો કાળોકેર – ૨

૨૫ જુન ૧૯૭૫

Encountered

૨૫ જુન ૧૯૭૫ એ ભારતના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે.

આ દિવસે નહેરુવીયન ફરજંદ શ્રીમતી ઇન્દીરા ગાંધીએ ભારતીય જનતાના બંધારણીય હક્કો સ્થગિત કર્યા. જોકે નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સરકારી ચમચાઓ એમ માનતા હતા કે ભારતીય જનતાના સર્વે અધિકાર નાબુદ થયા છે. અને આ મતલબનું ઈન્દીરામાઈના એડવોકેટ જનરલે ન્યાયાલય સમક્ષ નિવેદન આપેલું.

“કટોકટી દરમ્યાન ભારતીય જનતાના અધિકાર માત્ર એટલે કે સર્વ અધિકારો સમાપ્ત થયા છે. અને તેથી તેનો જીવવાનો અધિકાર પણ સમાપ્ત થાય છે. એટલે કટોકટીના સમય દરમ્યાન સરકાર કોઈપણ વ્યક્તિને મારી નાખી પણ શકે. તે વ્યક્તિના સગા સંબંધીઓ કશી પૂછતાછ ન કરી શકે કારણકે તેમણે આવા હક્કો કટોકટીમાં ગુમાવ્યા છે.

કુદરતી અધિકાર શું છે? કુદરતી અધિકાર એ જીવવાનો અધિકાર છે. કુદરતી અધિકાર એ સ્વરક્ષણનો અધિકાર છે. કુદરતી અધિકાર તમારા સંબંધીઓના રક્ષણનો છે.

માનવીય અધિકાર શું છે? માનવીય અધિકાર કુદરતી અધિકાર ઉપરાંતના અધિકાર છે. તમારી જગ્યામાં રહેવાનો છે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી. તમારા ઉપર આરોપ હોય તો તે જાણવાનો અધિકાર છે. ન્યાય માટે પોતાનો અને બીજાનો પક્ષ રજુકરવાનો અધિકાર છે.

બંધારણીય અધિકાર શું છે? બંધારણમાં દર્શાવેલ અધિકારો પ્રણાલીઓ દ્વારા સ્થાપિત થયેલા અધિકારો અન્યાયકારી કાયદાઓ, આદેશો અને પ્રક્રિયાઓ રદબાતલ અને અસરહીન કરવાનો અધિકાર જનહિત ધરાવતી તમામ જોગવાઈઓ અને કાર્યવાહીઓ, તેના કારણો અને આધારોમાં પારદર્શિતા જાણવાનો અધિકાર, જનહિત માટેનો વાણી સ્વાતંત્ર્યનો અધિકાર, પ્રતિનિધિત્વનો અધિકાર

કટોકટીનો ઉપયોગ ઈન્દીરાએ કેવી રીતે કર્યો?

ઈન્દીરાએ માન્યું કે કોઈપણ વ્યક્તિને કે જેણે અપરાધ કર્યો હોય કે અપરાધ કરવાનો હોય, કે અપરાધ કરશે તેવી શક્યતા હોય કે અપરાધ કરશે તેમ સરકારને લાગતું હોય તો સરકાર તેને કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએથી ધરપકડ કરી શકશે અને જેલમાં પુરી શકશે અને ન્યાયાલયમાં રજુ કરવો કે ન કરવો, કેસ ચલાવવો કે ન ચલાવવો તે સરકાર નક્કી કરી શકશે. ન્યાયાલયને પણ ગુના વિષે કે તેના પ્રકાર વિષે કે તેના અસ્તિત્વ વિષે જાણવાનો હક્ક રહેશે નહીં.

ઈન્દીરા ગાંધીએ હજારોની સંખ્યામાં નેતાઓની અને લોકોની ધરપકડ કરી. જેમાં સરકારની વિરુદ્ધમાં બોલનારા બધા જ નેતાઓ, કેટલાક પત્રકારો અને વકિલોનો પણ સમાવેશ થતો હતો. રૉ, એલ.આઈ.બી અને સેન્ટ્રલ ઈન્ટેઈજન્સ નું કામ જ દેશની અંદર જનતાની જાસુસી કરવાનું હતું.

નહેરુવીયન કોંગ્રેસી સરકારના નેતા કપિલ સીબ્બલે ગયે વર્ષે જાહેરાત કરેલી કે તે નરેન્દ્ર મોદી વિષે એક મોટો ખુલાસો કરવાના છે.

જોકે આ ખુલાસાનું તેમણે નામ દીધું ન હતું. આ ખુલાસો સંભવતઃ જાસુસીનો હતો. આ કોંગી નેતાઓએ વાત વહેતી મુકેલી કે નરેન્દ્ર મોદીએ (સફેદ દાઢીએ) તેના ગૃહ મંત્રીને (કાળી દાઢીને), કોઈ એક યુવતીની હિલચાલ ઉપર નજર રાખવાના મૌખિક આદેશ આપેલ. આ ગૃહમંત્રીએ કોઈ અધિકારીને ફોન ઉપર આ મતલબની વાત કરેલ. આ વાતની ટેપ પકડાયેલી. આ ટેપ કોંગીનેતા પાસે આવી અને કોંગીએ ઉપરોક્ત હવા ફેલાવી કે આ વ્યક્તિગત ખાનગીપણાના અધિકારનો ભંગ છે એટલે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને કાર્યવાહી કરનાર અધિકારીઓ સામે ગુનો નોંધવામાં આવશે. આ બનાવનું મટીરીયલ એકઠું કરવા માટે એક સ્પેશીયલ તપાસ પંચ બનાવવામાં આવ્યું. આ માટે મનમોહન સિંહના મંત્રીમંડળે એક સ્પેશીયલ બેઠક બોલાવી હતી અને ઠરાવ પાસ કરેલ.

ધારો કે આ જાસુસી પ્રકરણમાં થોડુંક પણ સત્ય હોય તો પણ શું?

કટોકટીમાંના સમયમાં તો શંકાસ્પદ વ્યક્તિની અને દરેક સંમેલનોમાં જાસુસી થતી હતી. જેમ કે દરેક કર્મચારી યુનીયનોને આદેશો હતા કે સૌ પ્રથમ કટોકટીને આવકારતો ઠરાવ પસાર કરવો. જો કોઈ કર્મચારી યુનીયનની મીટીંગમાં કટોકટીને બહાલી આપતો ઠરાવ પસાર ન કરે તો તેના હોદ્દેદારોને ધમકી મળતી અને ઠરાવ પસાર કરાવવો પડતો. કર્મચારી યુનીયન કે કોઈપણ યુનીયનના હોદ્દેદારો ધરપકડથી બચવા આવો કટોકટીને બહાલી આપતો ઠરાવ અચૂક પસાર કરતા અને તેની નકલ આઈબીને આપતા. કોઈપણ મીટીંગ કરવી હોય તો એલઆઈબીને જાણ કરવી પડતી.

ઈન્દીરાઈ જાસુસી

ઈન્દીરા ગાંધીના એક અનુયાયી નામે મોઈલી, તેના ટેપ પ્રકરણની વાત છોડો. સીન્ડીકેટના નેતાઓ કે જેમણે ઈન્દીરા ગાંધીને વડાપ્રધાનપદ ઉપર બેસાડેલ. સમય જતાં ઈન્દીરા ગાંધીના ખરાબ પરફોર્મન્સ અને એરોગન્સને કારણે આ સીન્ડીકેટના નેતાઓ તેણીની વિરુદ્ધ ગયેલ. તો આ જ કોંગીઓની દેવીએ આ બધાના જ ફોન ટેપ કરાવેલ. અને મોરારજી દેસાઈને સંભળાવેલ. આવી કોંગ્રેસ જ્યારે નરેન્દ્ર મોદી ઉપરની કથા કથિત જાસુસી માટે હોબાળો મચાવે ત્યારે વરવી જ લાગે છે.

વળી જુઓ, નરેન્દ્ર મોદીવાળા આ જાસુસી પ્રકરણમાં કોઈ ફરીયાદ આવી નથી. શક્ય છે કે એક પિતાએ તેની પૂત્રીને કોઈ ગુમરાહ ન કરે તે માટે પોતાની વગ ચલાવેલ હોય. યુવાન પુત્રીની બેઈજ્જતી ન થાય તે માટે કોઈ પણ પિતા પોતાથી બનતો પ્રયાસ કરે. પણ આપણી આ નહેરુવીયન કોંગ્રેસને સ્ત્રીઓ ભરમાય કે બે ઈજ્જતીને પામે તેનો છોછ નથી. કોઈ હિસાબે નરેન્દ્ર મોદી બદનામ થાય તેમાં જ તે રચીપચી રહે છે. સત્તા લેવા અને ટકાવી રાખવા બધી નીતિમત્તા અને સામાજીક સ્વસ્થતાને નેવે મુકો એવા આ કોંગી નેતાઓના સંસ્કાર છે.

અભિષેક સિંઘવીના એક વકીલ સ્ત્રીની સાથે દુસ્કર્મની ટેપ પકડાયા છતાં નહેરુવીયન કોંગ્રેસે તે ટેપ અને અભિષેક સિંઘવી મામલે કશી જ કાર્યવાહી કરવાનું યોગ્ય માન્યું નથી. પોતાની દ્વારા કરવામાં આવતો વ્યભીચાર કોંગીઓ માટે ગુનાઈત નથી. આવા તો અનેક સામાજીક વિનીપાતના નહેરુવીયન કોંગ્રેસના ઈતિહાસના પ્રકરણો છે.

આ બધા પ્રકરણોની વાત જવા દો. ઈન્દીરાઈ કટોકટીનો મહાગ્રંથ ભારતના ઈતિહાસમાં એક ન અવગણી શકાય તેવો કાળો ગ્રંથ છે.

શું ફોજદારી ગુનાઓ માફ થઈ શકે?

ના જી. કોઈને ગુના વગર પકડવા, તેમને ગોંધી રાખવા, તેમને તેમના કૂટુંબીઓથી વિખુટા પાડવા, તેમના કૂટુંબીઓને પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે યાતનાઓ આપવી, પકડેલા ઉપર કેસ ન ચલાવવા આ બધા ફોજદારી ગુના છે.

ધારોકે કટોકટી દરમ્યાન અમુક અધિકારો છીનવી લેવાયા. પણ તે રદ થયા ન હતા. તેથી કટોકટી રદ થતાં તે અધિકારો અમલમાં આવે છે. એટલે જે ગુનાઓ સરકારે કર્યા થયા અને જે અધિકારીઓએ અને જેના આદેશ થકી જે તે ગુનાઈત કાર્યવાહી કરી હતી, તે સૌને સર્વ પ્રથમ તો ગિરફતાર કરવા જોઇએ. અને જ્યાં સુધી તેમની સામેની કાયદેસરની કાર્યવાહીનો અંતીમ ન્યાયાલય સુધી નિકાલ ન આવે ત્યાં સુધી તેમને જેલમાં જ રાખવા જોઇએ.

આ ઉપરાંત ઈન્દીરા ગાંધી અને તેની સરકારના મંત્રી અને અધિકારીઓએ “શાહ કમીશન”ના તમામ દસ્તાવેજોનો અને કાર્યવાહીના કાગળોનો નાશ કરાવ્યો છે. આવો કોઈ સરકારને અધિકાર નથી. આ પણ એક ગુનાઈત કાર્ય છે. જે જે અધિકારીઓએ અને કોંગી નેતાઓએ આમાં ભાગ લીધો હોય તેમને ગિરફ્તાર કરી જેલમાં મોકલવા જોઇએ. જ્યાં સુધી તેમની સામેની કાયદેસરની કાર્યવાહીનો અંતીમ ન્યાયાલય સુધી નિકાલ ન આવે ત્યાં સુધી તેમને જેલમાં જ રાખવા જોઇએ.

સૌથી મોટી ગુનેગાર ઈન્દીરા ગાંધી છે.

શું સરકાર પોતાની યોજનાઓ અને સ્કીમોને દાઉદનું નામ આપશે? શું સરકાર પોતાના બંધ, પુલ, એરપોર્ટ, બસસ્ટેન્ડ, મકાન, વિગેરેને દાઉદ અને તેના સગાંઓના નામ આપશે?

ઈન્દીરા ગાંધી જ નહીં, જવાહર, રાજીવ અને સોનીયા પણ ગુનેગાર તો છે જ.

જવાહરે તીબેટની ઉપર ચીનનું સાર્વભૌમત્વ સ્વિકારીને, ચીનને ભારતની ઉપર આક્રમણ કરવાની તક પુરી પાડી હતી. જવાહારે ચીન સાથેની સરહદ રેઢી મુકીને આપણા દેશના હજારો જવાનોને મોતના મુખમાં ધકેલી મોતને ઘાટ ઉતારેલ.

ઈન્દીરાએ જે સિમલા કરાર કરેલ તે દેશ સાથેની એક છેતરપીંડી હતી.

ઈન્દીરા ગાંધીએ યુનીયન કાર્બાઈડ સાથે ક્ષતિયુક્ત કરાર કરી ભોપાલ ગેસ કાંડમાં હજારો લોકોને મોતને ઘાટ ઉતારેલ અને લાખો ઈજાગ્રસ્ત થયેલ.

ભારતમાં આતંકવાદના ફેલાવા માટે ઈન્દીરા ગાંધી જવાબદાર છે. કારણકે તેણે જ ભીંદરાણવાલેને મોટોભા અને સંત ઘોષિત કરેલ. આ સંત તેના લાવા લશ્કર અને શસ્ત્ર-અસ્ત્ર સાથે સતત સુવર્ણ મંદિરમાં અવરજવર કરતો હતો છતાં પણ કોઈને રોકવામાં આવ્યા ન હતા અને તે કારણે હજારો નિર્દોષ લોકોની હત્યા થયેલ. આ માટે ઈન્દીરા ગાંધી જવાબદાર છે.

રાજીવ ગાંધીએ યુનીયન કાર્બાઈડના એન્ડરસનને માટે ભાગી જવાનો માર્ગ મોકળો કરી આપેલ. આ પ્રમાણે એક ગંભીર આરોપીને ભાગી જવામાં મદદ કરેલ. ક્વાટ્રોચીની ઉપર પણ ફોજદારી ગુનાના આરોપ હતા. તેને ભાગાડી દેવામાં રાજીવ ગાંધી અને સોનીયા ગાંધીની સંડોવણી નકારી ન શકાય.

કોંગીએ ભલે જનતાની માફી માગી હોય પણ આવા ફોજદારી ગુનાઓ માફી માગવાથી રદ થતા નથી. સરકાર ફોજદારી ગુનાઓ માફ કરી શકતી નથી.

બનાવટી એનકાઉન્ટરઃ

નહેરુવીયન કોંગી નેતાઓ કહે છે નરેન્દ્ર મોદીની સરકારે એનકાઉન્ટર કરાવ્યા છે. અને આ બાબત ઉપર મોટો ઉહાપોહ કરવામાં આવે છે. વાત ખંડણીખોરોના કહેવાતા એનકાઉન્ટરની છે જેને માટે અમિત શાહ અને સાથે સાથે નરેન્દ્ર મોદીને ભીડવવાની કોશિસ કરવામાં આવે છે. તેવીજ રીતે ૨૦૦૨માં નરેન્દ્ર મોદીની કહેવાતી સંડોવણી બાબત પણ નરેન્દ્ર મોદીને ભીડવવાની ભરપુર કોશિસ થઈ છે. સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમે હજુ નરેન્દ્ર મોદીનું નિવેદન લેવાની નોટીસ મોકલી ન મોકલી ત્યાંતો સમાચાર માધ્યમો અને આપણા ગુજ્જુ નેતાઓ કહેવા માંડ્યા કે નરેન્દ્ર મોદી કેમ હાજર થતા નથી? જો નરેન્દ્ર મોદી પોતાને નિર્દોષ માનતા હોય તો તેમણે એસઆઈટી સમક્ષ હાજર થવું જ જોઇએ. તેઓ હાજર થતા નથી તે જ દર્શાવે છે કે નરેન્દ્ર મોદી ગુનેગાર છે. નિવેદન આપવા માટેની નોટીસને આ કોંગીઓએ એફઆઈઆર ની નોંધણી સમકક્ષ ગણી લીધેલ. સમાચાર માધ્યમો પણ આવા વહિયાત આક્ષેપોને બેસુમાર પ્રસિદ્ધિ આપતા હતા.

ઈન્દીરા ગાંધી ધરાર અને નિર્લજ પણે શાહ કમીશન સમક્ષ હાજર થઈ ન હતી. આ નહેરુવીયન કોંગીઓની દેવી ઈન્દીરા ગાંધીમાં શાહ કમીશન સામે નોટીસ મળ્યા છતાં અને અવાર નવાર બોલાવ્યા છતાં નિવેદન આપવાની હિમત ન હતી.

જયપ્રકાશ નારાયણનું એનકાઉન્ટર?

જો તમે કોઈને આત્મ હત્યા માટે મજબુર કરો તો તમે ખૂનીને સમકક્ષ ગુનેગાર ગણાવ. અને તમારી ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. જયપ્રકાશ નારાયણને જ્યારે પકડવામાં આવ્યા ત્યારે તેઓનો ઉપચાર ચાલતો હતો. તેમની કીડની ફેઈલ થઈ ન હતી પણ તેનો ઉપચાર ચાલુ હતો અને ડોક્ટરની દવા ચાલતી હતી. તેમના ખોરાકમાં મીઠું નાખવાની મનાઈ હતી. જયપ્રકાશ નારાયણની ધરપકડ કર્યા પછી તેમના મેડીકલ રીપોર્ટની અવગણના કરવામાં આવી હતી. તેમને આપવામાં આવતા ખોરાક બાબતમાં કોઈ સાવચેતી લેવાઈ ન હતી. જેલવાસ દરમ્યાન તેમની ચિકિત્સામાં ગુનાઈત બેદરકારી દાખવવામાં આવી હતી. જયપ્રકાશ નારાયણ મોટા ગજાના નેતા હતા. તેઓને જવાહરલાલ નહેરુ સમકક્ષ માનવામાં આવતા હતા.

ઈન્દીરા ગાંધીની ફરજ હતી કે તે પોતે અથવા તો કોઈ સક્ષમ નેતા કે અધિકારીને જયપ્રકાશ નારાયણના સ્વાસ્થ્ય બાબત તકેદારી રાખવાનું કહે અને પોતાને માહિતગાર રાખ્યા કરે. પણ એવી શંકા અસ્થાને નથી કે ઈન્દીરા ગાંધીની સરકારે અને ઈન્દીરા ગાંધીએ પોતે જયપ્રકાશ નારાયણને મોતના મુખમાં ધકેલ્યા હતા.

ખાસ વાત એ પણ છે કે જ્યારે જયપ્રકાશ નારાયણ મોતની નજીક આવી ગયા ત્યારે કોંગીના એક નેતાના હૃદયમાં રામ આવ્યો, અને તેણે વિનોબા ભાવે ને એક પત્ર લખ્યો કે તેઓ ઈન્દીરા ગાંધી ને કહે કે જયપ્રકાશ નારાયણને જેલમુક્ત કરે, કારણ કે તેમનું સ્વાસ્થ્ય અત્યંત નાજુક તબક્કામાં છે.

આ પત્ર વાંચીને વિનોબ્વા ભાવેએ “જયપ્રકાશ નારાયણને મુક્ત કરે” તે શબ્દો નીચે લીટી દોરી, અને તે જ પત્ર તેમણે, ઈન્દીરા ગાંધીને મોકલી આપ્યો.

કહેવાય છે કે આ પત્ર વાંચીને ઈન્દીરા ગાંધીએ તે કોંગી નેતાને પદચ્યુત કર્યા. પણ સમય જતાં ઈન્દીરા ગાંધીને લાગ્યું કે હવે જયપ્રકાશ નારાયણ બચે તેમ નથી. ત્યારે તેમણે સમાચાર માધ્યમોમાં એવા સમાચાર વહેતા મુક્યા કે એક નેતાની તબીયત ગંભીર છે. પણ સરકાર રાષ્ટ્રીય માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરશે. જોકે જનતાને ભાગ લેવા દેવામાં આવશે નહીં.

જેમજેમ સમય જતો ગયો તેમ તેમ બાજી બગડતી ગઈ. ઈન્દીરા ગાંધી ઉપર જયપ્રકાશ નારાયણને મુક્ત કરવા માટે આંતરિક દબાણ વધવા માંડ્યું હશે. જેલમાં જ જો જયપ્રકાશ નારાયણ ગુજરી જાય તો ઈન્દીરા ગાંધી ફસાઈ જાય તેમ બને તેમ હતું. તત્કાલ નહીં તો ભવિષ્યમાં આ વાત શક્ય હતી. કારણકે કોઈ જેલમાં મરી જાય તો સરકાર વાંકમાં આવે ને આવે જ. જય પ્રકાશ નારાયણ લગભગ બેભાન અવસ્થામાં પહોંચી ગયા હતા. ઈન્દીરા ગાંધીના મળતીયાઓએ તેમની પેરોલ પર છોડવાની અરજી બનાવી અને તેની ઉપર હસ્તાક્ષર લઈ લીધા. ઈન્દિરા ગાંધીએ જાહેર કર્યું કે જયપ્રકાશ નારાયણના પેરોલ મંજુર કરવામાં આવ્યા છે.

આ અર્ધબેભાન જયપ્રકાશ નારાયણનની તેમના એક અંગત ડોક્ટરે ચિકિત્સા શરુ કરી. તેમની બંને કીડનીઓ જેલના ખોરાકને કારણે સંપૂર્ણ ફેઈલ થઈ ગઈ હતી. જયપ્રકાશ નારાયણને ડાયાલીસીસ પર રાખવામાં આવ્યા. તેમને શરુઆતમાં દર અઠવાડીયે એકવાર ડાયાઈસીસ કરવું પડતું હતું. જયપ્રકાશ નારાયણ સંપૂર્ણ ભાનમાં આવી ગયા.

ઈન્દીરા ગાંધીને ગુનેગાર એટલા માટે પણ ઠેરવી શકાય કે જે ઉપચાર જેલની બહાર કરવામાં આવ્યો તે ઉપચાર તેઓ બંદીવાન હતા તે વખતે કેમ ન કરી શકાયો?

જો જય પ્રકાશ નારાયણના સ્વાસ્થ્યના મેડીકલ પેપર તેમને જેલમાં પુર્યા તે વખતે જ તપાસવામાં આવ્યા હોત, અને અથવા તેમના શરીરનું ચેક-અપ જેલવાસ દરમ્યાન તરત જ કરવામાં આવ્યું હોત અને જો, જે ચિકિત્સા ચાલતી હતી તે ચાલુ રાખવામાં આવી હોત, અથવા તો ચેક-અપ રીપોર્ટ પ્રમાણે જરુરી ચિકિત્સા કરવામાં આવી હોત તો જયપ્રકાશ નારાયણની બંને કિડનીઓ બચાવી શકાઈ હોત.

આ એક ઈન્દીરા ગાંધીએ કરેલું બનાવટી એનકાઉન્ટર જ કહેવાય.

નરેન્દ્ર મોદીની સરકારે શાહ કમીશનના અહેવાલને પુનર્જિવિત કરવો જોઇએ. જેઓ જીવિત છે તેમને ગિરફ્તાર કરી તેમને જેલ ભેગા કરવા જોઇએ. જ્યાં સુધી તેમની સામેની કાયદેસરની કાર્યવાહીનો અંતીમ ન્યાયાલય સુધી નિકાલ ન આવે ત્યાં સુધી તેમને જેલમાં જ રાખવા જોઇએ.

નરેન્દ્ર મોદીએ સમજવું જોઇએ કે આ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ ક્ષમાને પાત્ર નથી. તેમને અગર ક્ષમા આપવામાં આવે તો પણ તે કાયદેસર નથી. જો નરેન્દ્ર મોદી, કાયદાના રાજમાં માનતા હોય તો આ સૌ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ.

નરેન્દ્ર મોદીએ સમજવું જોઇએ કે દેશને અત્યારે કૌટીલ્યની જરુર છે જે દેશને પાયમાલ કરનારને માફી બક્ષે નહીં. જો પૃથ્વીરાજ ચૌહાણે મહમ્મદ ઘોરીને માફી ન આપી હોત તો ભારતનો ઈતિહાસ જુદો હોત.

યાદ કરો. પર્વતરાજ (પોરસ) જેણે સિકંદરને તોબા પોકરાવીને સંધિમાટે ફરજ પાડેલ અને તેને ભારતમાં ઘુસતા રોકેલ, તે પોરસ રાજાનો અનુગામી તેનો ભત્રીજો જ્યારે સેલ્યુકસ નીકેતર સાથે ભળી ગયો ત્યારે કૌટીલ્યએ પોરસની શરમ રાખ્યા વગર તેના ભત્રીજાને હાથીના પગ નીચે ચગદાવી માર્યો હતો.

નહેરુવીયન કોંગ્રેસ ભારતદેશનું કલંક છે. તેનો નાશ કર્યે જ છૂટકો છે. સ્વતંત્રતા અપાવનાર કોંગ્રેસ અને નહેરુવીયન કોંગ્રેસ વચ્ચે કોઈ સંબંધ નથી.

સ્વતંત્રતાની લડત ચલાવનાર કોંગ્રેસ, સાદગી, ત્યાગ, નીતિમત્તા અને દેશદાઝનું બીજું નામ હતી. આ નહેરુવીયન કોંગ્રેસ, નીતિમત્તાહીન, સત્તાલોલુપ, સ્વકેન્દ્રી, કૌભાન્ડી, ઠગાઈ આચરનાર, દુરાચારી, દારુ, હિંસા અને ગદ્દારીનું પ્રતિક છે. આ નહેરુવીયન કોંગ્રેસના મોતને ભારતીય જનતાએ સૌથીમોટા તહેવાર તરીકે ઉજવવો પડશે.

શિરીષ મોહનલાલ દવે ટેગ્ઝઃ ૨૫મી જુન, કટોકટી, ઈન્દીરાઈ, આતંકવાદ, સરકારી, કટોકટી, ધરપકડ, કુદરતી અધિકાર, માનવીય અધિકાર, બંધારણીય અધિકાર, વાણી સ્વાતંત્ર્ય, જયપ્રકાશ નારાયણ, કીડની, ચિકિત્સા, ડાયાલીસીસ, એનકાઉન્ટર

Read Full Post »

નહેરુવીયન કોંગ્રેસનુંકલ્ચર અને કટોકટીનો કાળોકેર-૧

જ્યારેતમેનહેરુવીયનકોંગ્રેસનાપ્રત્યક્ષ કે પ્રચ્છન્ન ચાહકની પાસે કટોકટીની  વાત કરો એટલે તે તૂર્તજ શું કહેશે?

તમે હિન્દુસ્તાનીઓ ભૂતકાળમાં જ જીવ્યા કરો છો.

અથવાતો

એમકહેશે કે આપણા દેશવાસીઓ ક્યાં સુધી ભૂતકાળને યાદ કર્યા કરશે. ભૂતકાળ ભૂલી જાઓ. હવે આગળનું વિચારો. હવે તમારે શું કરવું છે?

ભૂતકાળ ક્યારે ભૂલી જવાય?

બીજીક્ષણઆવેએટલેપહેલીક્ષણભૂતકાળહોયછે. પણઆપણેકદીપહેલીક્ષણભૂલીજતાનથી. શુંકામ?

કારણકે બીજી ક્ષણ ઉપર પહેલી ક્ષણનો પ્રભાવ હોય છેપહેલી ક્ષણ બીજી ક્ષણમાં અસ્તિત્વ ધરાવતી હોય છે. ગઈકાલનો પ્રભાવ આજ ઉપર હોય છે. અને આજની અંદર ગઈકાલ સમાએલી હોય છે.

તમે ગઈકાલે જે જમ્યાએ ભોજનનો અમુક ભાગજે તમારા શરીર માટે જરુરી ન હતોતે તમારા શરીરે મળદ્વારા આજે સવારે કાઢી નાખ્યો. જે જરુરી હતું તે શરીરે રાખી લીધું અને તમારું જીવન આગળ ચાલ્યું. જો તમે જે જરુરી ન હતું તે શરીરમાંથી બહાર ન કાઢી શકોતો તમારે તેનો ઉપચાર કરવો પડે. અને ન કરો તો તમારું શરીર રોગનું ઘર બની જાય.

કટોકટી લાદવાની માનસિકતા અને વૃત્તિ

ઈન્દીરા ગાંધીએ શામાટે કટોકટી લાદી? શું કટોકટી લાદવાની વૃત્તિ (આપખુદ બનવાની વૃત્તિકોંગ્રેસનો સ્વભાવ હતો, કે તે ઈન્દીરા ગાંધીના જીનમાં આ વૃત્તિ હતી કે આ વૃત્તિ તેની પોતાની ઊપજ હતી?

સત્તા ભોગવવી સામાન્ય રીતે સૌને ગમે.

જો તમે પૈસે ટકે સુખી હો તો તમને સત્તા ભોગવવી વધુ ગમે.

જો તમે સત્તાધારીના ફરજંદ હો તો તમે સત્તા વગર રહી ન શકો. હોદ્દા અને જવાબદારી વગરની સત્તા ભોગવવાથી પણ તમે તમારી જાતને દૂર રાખી ન શકો.

મોતીલાલ નહેરુ પૈસે ટકે ઠીક ઠીક સુખી હતા. અંગ્રેજ સરકારે સફેદ કોલરવાળાઓનું એક જુથ બનાવ્યું હતું જે ભારતની જનતા અને અંગ્રેજ સરકાર વચ્ચે ઈન્ટરફેસનું કામ કરે. આથી કરીને ભારતની અંગ્રેજ સરકારને અગર ભારતીય જનતાને સમજવા માટે એક મધ્યસ્થી સંસ્થા મળે. આપણા મોતીલાલ નહેરુ આ સફેદ કોલરવાળાની જમાતના એક અગ્રણી સદસ્ય હતા.

વિચારશીલ જનતાને અને ખાસ કરીને ભણેલા ગણેલાઓને અને તે સમયના વળી અંગ્રેજી ભણેલાઓને ચીલાચાલુ  જીંદગી માફક ન આવે તેથી આ કોંગ્રેસી સદસ્યો કંઈકને કંઈક મુદ્દાઓ ઉઠાવીને પોતાના ફલતુ સમયનો ઉપયોગ કર્યા કરતા હતા. તે વખતના અંગ્રેજી અને સ્થાનિક ભાષાના વર્તમાન પત્રોમાં આ ઓકો ચમક્યા કરતા, અને ખુશ થતા. જેઓ વકીલો હતા તેઓ વધુ ખુશ થતા.

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજોથી જુદો ચીલો ચાતર્યો.

હિન્દુસ્તાનીઓ ગધેડાઓની જેમ એક જ રંગવાળા હોતા નથી. તેઓ ઘોડા અને ગાયની જેમ, કાળા, રાતા, ભૂખરા, સફેદ એમ અનેક રંગવાળા હોય છે. અંગ્રેજો, દક્ષિણ આફ્રિકામાં કાળા કે સ્યામલ એવા ભારતીયોને મજુરી માટે લઈ ગયા. સાથે બીજા લોકો પણ ગયા. વેપારીઓ પણ હતા અને થોડા વધુ ગયા. દક્ષિણ આફિકામાં અંગ્રેજો, કાયદેસર રીતે આ ભારતીયોને કાળા આફ્રિકનોની જેમ અપમાનિત કરતા હતા. ગાંધીજીને આત્મસાત થયું કે ભારતીય મનુષ્યોનું અપમાન થાય છે. તેમણે લડત ચલાવી અને દક્ષિણ આફ્રિકા સ્થિત ભારતીયોના સાથથી ઘણે અંશે સફળ થયા અને ખ્યાતિ પણ પામ્યા. પોતાની આ પાર્શ્વભૂમિકા સાથે ગાંધીજી ભારત આવ્યા અને કોંગ્રેસમાં દાખલ થયા. તેમને અનુભવ હતો કે જો ભણેલા, અભણ, કાળા ધોળા, ગરીબ, તવંગર વિગેરેનો ભેદ રાખ્યા વગર, તેમનો સાથ લઈ સરકાર સામે લડત ચલાવીએ તો સફળ થવાય છે. ગાંધીજીએ કોંગ્રેસના દરવાજા બધા માટે ખોલી નાખ્યા.

ગાંધીજીને ચંપારણના સત્યાગ્રહમાં સફળતા મળી. કમસેકમ સ્થાનિક સ્વરાજ્યનું સ્વપ્ન તો જન્મી જ ચૂક્યું હતું. ગાંધીજીના “સાદું જીવન અને ઉચ્ચ વિચારો”એ ભારતના જનમાનસ ઉપર બેસુમાર અસર કરી.

મોતીલાલે નવરાધૂપ જવાહરને ગાંધીજી સાથે ભેળવ્યા કે જેથી કરીને જવાહરને કોઈ સારો હોદ્દો મળે. જલીયાનવાલા બાગમાં અંગ્રેજ સરકારે જે કતલ ચલાવેલી તે પણ યુવાન જવાહર માટે કોંગ્રેસમાં દાખલ થવાનું કારણ હતું. જનતાનો આક્રોષ મોટો હતો. ૧૯૨૧માં અંગ્રેજ સરકારે કેટલાક રાજ્યોમાં કોંગ્રેસ ઉપર “બાન” મુક્યો હતો. અને નહેરુ ને જેલવાસ થયેલ. આ જેલવાસમાં તેમણે કાર્લમાર્ક્સને વાંચેલ. જનતાના સહારે સત્તા કેમ મેળવાય તે તેઓ સમજેલ.

અંગ્રેજસરકારનું રાજ “કાયદાનું રાજ” હતું. સરકારી નોકરોને “રોકડી” કરવાની તક હતી નહીં. “લાંચ રુશ્વત” ન હતી પણ દાણાપાણી મફત મળી જતા. પણ જો “દાણા પાણી” વેચીને રોકડી કરવા જાઓ તો બદનામ થાઓ. ખાદ્ય વસ્તુઓ તમે કેટલી ખાઈ શકો?

જવાહરલાલ સરકારી નોકરી કરી શકે તેમ હતા નહીં કારણકે તે ઈન્ડીયન સીવીલ સર્વીસમાં નાપાસ થયેલ. બી.એસસી થયેલ. પણ તે વખતે બીએ ની બોલબાલા હતી. પિતાશ્રી પાસે પૈસા હતા. જન આંદોલનથી ખ્યાતિ મળતી હતી. ખ્યાતિથી સત્તા મળવાના ચાન્સ હતા. તે વખતે જીવન સાદું હતું. અનાજ પાણી મળે તે પૂરતું હતું. નહેરુ દિલના ઉદાર હતા. અને તેમણે પોતાના ઘરને મધ્યમ કક્ષાસુધીના આંદોલન કારીઓ માટે ધર્મશાળા બનાવેલ. તેઓ થોડા વરણાગીયા પણ હતા તેથી  તેઓ યુવાનોમાં લોકપ્રિય હતા. સુભાષબાબુ પણ યુવાનોમાં લોકપ્રિય હતા. સુભાષબાબુ દંભી ન હતા. પણ કોંગ્રેસના સિદ્ધાંતો સાથે સુભાષ બાબુની તીવ્રતાનો મેળ બેસતો ન હતો. જીન્નાને ગાંધીજીના સત્યાગ્રહ અને અસહકારમાં બીજા ઘણા લોકોની જેમ વિશ્વાસ ન હતો. તેથી તેઓ કોમવાદ ઉપર ગયા. અ બાબતને ઈન્દીરા ગાંધીના  જાતિવાદ, ગરીબી-અમીરીભેદ-વાદ અને કટોકટી સાથે સરખાવી શકાય.

ટૂંકમાં ઈન્દીરા ગાંધીની સત્તા લાલસા તેના કૌટૂંબિક જીનમાં હતી. ઈન્દીરા ગાંધીએ ૧૯૫૮માં પણ કેરાલાની સામ્યવાદી સરકારને પદભ્રષ્ટ કરવા અબંધારણીય માર્ગ અપનાવેલ. અને જે મુસ્લિમ લીગને તેના પિતાશ્રી  દુશ્મન નંબર વન માનતા હતા, તે મુસ્લિમ લીગ સાથે, પિતાજીની હયાતીમાં જ તેમની સંમતિ સાથે, ગઠબંધન કરી સીપીઆઈ ને મધ્યવર્તી ચૂંટણીમાં પરાસ્ત કરેલ. જોકે સીપીઆઈની મતની ટકાવારી વધી હતી.

શું ઈન્દીરા ગાંધી કાબેલ હતી?

નાજી. ઈન્દીરા ગાંધી, કાયદાકીય આંટીઘુંટીની સમજણ, કાયદાકીય વહીવટ અને  હાજર જવાબીમાં તે કાબેલ ન હતી. પણ રાજકીય કાવાદાવા અને રાજકીય આંટીઘુંટીમાં કાબેલ હતી. કહેવાય છે કે રશીયાની સામ્યવાદી સરકાર તેમની સલાહકાર હતી. રાજકારણમાં પૈસાની બોલબાલા હોય છે. સત્તા હોય, તમારી પાસે પૈસા હોય અને સંપર્ક હોય તો તમે મોટાભાગના નેતાઓને વશમાં રાખી શકો. અને રાજકારણ સાપેક્ષીય બહુમતિ ચાલે છે.

ઈન્દીરા ગાંધી, કાવાદાવા ગળથુથી માંથી શિખેલ. પક્ષના પૈસાનો વહીવટ તેણે પોતાને હસ્તક લઈ લીધેલ. ઈન્દીરા ગાંધીનું લક્ષ્ય સત્તા અને માત્ર સત્તા હતું. સાધન અશુદ્ધિનો છોછ ન હતો. તેના પિતાશ્રીને સાધન અશુદ્ધિનો છોછ રાખવો પડેલો. કારણ કે સત્તા મેળવા અને તેને ટકાવવા સાધનની અશુદ્ધિ રાખવી એટલે બીન લોકશાહી અને સરમુખત્યારી વલણ કહેવાય. જવાહરલાલ નહેરુએ સ્વરાજ્યના આંદોલન દરમ્યાન લોકશાહીની તરફેણમાં જીભ કચરેલી એટલે જવાહર લાલથી, જે મોઢે હિરા ચગળ્યા હોય તે મોઢે કોલસા કેવી રીતે ચવાય?

પણ ઈન્દીરા ગાંધીને માટે આવું કશું ન હતું. નાગાને નાહવું શું અને નીચોવવું શું?

સીન્ડીકેટને પરાજય આપ્યા પછી તે બેફામ બની. અને રાષ્ટ્રીયકૃત બેંકના પૈસાની લૂંટમ લૂંટ ચાલી. બેંકના કર્મચારીઓ પણ બેફામ બન્યા. તે વખતના સમયમાં રોજના એક કરોડ રુપીયાના ડીડી બોગસ બનતા હતા.

આર્થિક અરાજકતામાં પાકિસ્તાનમાં પણ પ્રશ્નો ઉભા થયા. પૂર્વપાકિસ્તાનનમાંથી એક કરોડ બીન બંગાળી ભાષી મુસ્લિમોએ મોટા પાયે હિજરત કરી.

પાકિસ્તાન અને અમેરિકા ભારતને સમજવામાં

હમેશાં ગોથા ખાય છે.

પાકિસ્તાન સમજ્યું કે ભારતમાં અરાજકતા છે. જનમત ઈન્દીરા સરકારની વિરુદ્ધમાં છે. ઈન્દીરા ગાંધી,  બિહારી (બીન-બંગાળી ભાષી)ઘુસણખોરીની બાબતમાં અનિર્ણાયકતાની કેદી છે. આપણા ઘુસણખોરોની બાબતમાં અમેરિકા આપણી મદદમાં છે. ભારતનું લશ્કર ઈન્દીરા ગાંધી ઉપર પાકિસ્તાન ઉપર આક્રમણ કરવા માટે દબાણ કરી રહ્યું છે. આવા સંજોગોમાં ભારતની હવાઈ પટ્ટીઓ ઉપર આક્રમણ કરી તેના હવાઈ દળની શક્તિને તોડી નાખીશું તો તેની માનસિક અસર બહુ મોટી પડશે. મુજીબુર રહેમાન જે બંગ્લાદેશ માટેની ચળવળ ચલાવતા હતા તેમને પણ રાજકીય રીતે ખતમ કરી શકાશે. આમ વિચારીને પાકિસ્તાને મુજીબુર રહેમાનને વાટોઘાટોમાં વ્યસ્ત રાખ્યા અને ભારતની લશ્કરી હવાઈ પટ્ટીઓને ખતમ કરવા આક્ર્મણ કર્યું.

વડાપ્રધાન મૂર્ખ હોય કે ન હોય. લશ્કર મૂર્ખ હોતું નથી. ભારતીય લશ્કરે તો પૂરી તૈયારી રાખેલ જ. અને લશ્કરી હવાઈ પટ્ટીઓને રંગથી અદૃષ્ય કરી દીધેલ. હવે ઈન્દીરા ગાંધીપાસે, યુદ્ધ સિવાયનો વિકલ્પ ન હતો.

શું આ વિજય ગૌરવ શાળી હતો?

હા અને ના.

“હા” એટલા માટે કે ભારતીય જનતા અને ભારતીય લશ્કર યુદ્ધમાટે થનગનતું હતું. ફક્ત ઈન્દીરા ગાંધીની અનિર્ણાયકતાએ તેને રોકી રાખ્યું હતું અને આ અનિર્ણાયકતાના ફલસ્વરુપ એક કરોડ બંગ્લાદેશી ઘુસણખોરોએ બંગાળ અને પૂર્વોત્તરરાજ્યોમાં સામજીક જીવન અસ્તવ્યસ્ત કરી નાખેલ. પૂર્વોત્તર રાજ્યોમાં અલગતા વાદના બીજ રોપાઈ ગયેલ. જોકે તેની કૂંપળો હજી ફૂટેલ નહીં.

“ના” એટલા માટે કે પાકિસ્તાન માટે કપરાં ચડાણ હતાં. પાકિસ્તાને ધારેલ કે હવાઈ આક્ર્મણ થી ભારતની હવાઈ ક્ષમતા નષ્ટ થશે. પણ તેવું થયું નહીં. ભારતે હવાઈ રસ્તો સીલ કર્યો.

પાકિસ્તાનને બંગ્લાદેશમાં શસ્ત્ર સરંજામ પહોંચાડવા માટે દક્ષિણનો શ્રીલંકાનો આંટો મારવો પડતો હતો. પૂર્વપાકિસ્તાનની બંગાળીભાષી જનતાનો ભારતીય લશ્કરને સપોર્ટ હતો. આજ જનતા પશ્ચિમ પાકિસ્તાનના લશ્કરને ધૂત્કારતી હતી. પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચેનો ઝગડો બંગાળી ભાષાને અને બંગાળીઓની અવમાનનાને લગતો લગતો હતો. પૂર્વપાકિસ્તાનની વસ્તી પશ્ચિમ પાકિસ્તાન કરતાં વધુ હતી અને મુજીબુર રહેમાનનો પક્ષ બહુમતિથી ચૂંટાઈ આવેલ છતાં પણ પશ્ચિમ પાકિસ્તાનના પ્રભૂત્વ વાળા લશ્કરી શાસકો મુજીબુર રહેમાનને શાસનનીધૂરા સોંપવામાં અખાડા કરતા હતા. બંગાળીભાષીઓને તેમનો હક્ક જનસંખ્યાના પ્રમાણમાં મળતો ન હતો. બંગાળી મુસ્લિમોના માનવ હક્કોનું હનન થતું હતું. પાકિસ્તાનનું લશ્કર અનેક મોરચે લડતું હતું.

અમેરિકાની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી હતી. ભારતને અન્યાય થાય  તે બાબતમાં અમેરિકાને કશો વાંધો ન હતો. પૂર્વપાકિસ્તાન આઝાદ થઈ બંગ્લાદેશ બને એમાં અમેરિકાને વાંધો ન હતો. પણ બંગ્લાદેશ બનવામાં ભારત જશ ખાટી જાય તે અમેરિકાને મંજુર ન હતું. આ જશ અમેરિકા પોતે લેવા માગતું હતું. પણ તે દરમ્યાન પાકિસ્તાને ભારત ઉપર આક્ર્મણકરી દીધું. હવે અમેરિકા માટે એજ જોવાનું હતું કે ભારત પશ્ચિમ પાકિસ્તાન ઉપર કબજો ન કરી લે. એટલે અમેરિકાએ તેનો સમૂદ્રી બેડો ભારત તરફ રવાના કર્યો. અમેરિકાને પશ્ચિમ પાકિસ્તાન ગુમાવવું પરવડે તેમ ન હતું.

આમ પ્રતિકુળ સંજોગોમાં, યુદ્ધને રવાડે ચડેલા પાકિસ્તાનના સૈન્યને ભારતે ભરપૂર રીતે હરાવ્યું.

સમજી લો. ભારતનું સૈન્ય કદી હાર્યું નથી.

જો જવાહરલાલે, સરદાર પટેલની ચીનની મનોવિષયક ચેતવણીને લક્ષમાં લીધી હોત અને હિમાલયની સરહદને રેઢી ન મુકી હોત તો ભારતે ૧૯૬૨માં ચીનને પણ હરાવ્યું હોત. આજ થી ૨૩૫૦ વર્ષ પહેલાં વિશ્વવિજેતા સિકંદરને પણ ભારતના એક નાના, પણ શૂરવીર રાજા પર્વતરાજે,  નાની યાદ કરાવી દીધેલ. તેના અનુગામી સેલ્યુકસને ચંદ્રગુપ્ત મૌર્યે ખરાબ રીતે હરાવેલ. વિક્રમાદિત્યે શક અને હુણ વિજેતાઓને હરાવ્યા હતા. વિક્રમાદિત્યનું સામ્રાજ્ય અરબસ્તાન અને ઈરાન સુધી હતું. હર્ષવર્ધન હતો ત્યાં સુધી ભારતનું લશ્કર અજેય હતું.   મુસ્લિમ આક્રમકોને ભારત ઉપર પ્રભૂત્વ જમાવતાં ૬૦૦ વર્ષ લાગેલ. તે દરમ્યાન તેઓ ભારતીય થઈ ગયેલ. હા. દરેક દેશને કાળો યુગ આવે છે. તેમ ભારતને પણ ૧૮૦૦ થી ૧૯૪૭ સુધીનો વિદેશી શાસકોવાળો કાળો યુગ આવ્યો. અને ૧૯૪૭ થી ૨૦૧૪ સુધીનો દેશી શાસકોવાળો કાળો યુગ આવ્યો. ચોક્કસ વચ્ચેના ૧૯૭૭-૧૯૮૦ અને ૧૯૯૯-૨૦૦૪માં સારા દિવસોની ક્ષણો આવેલ જે દરમ્યાન ભારતે લોકશાહીને લગતા પ્રાવધાનો મજબુત કરેલ અને એક સારી માળખાકીય પ્રગતિના શ્રી ગણેશ કરેલ.

જ્યાંસુધી પાકિસ્તાન અને ભારતના ૧૯૭૨ના યુદ્ધની વાત છે, ત્યાં સુધી એક વાત સમજી લો ભારતને સંપૂર્ણ રીતે અનુકુળ પરિસ્થિતિવાળું (અને પાકિસ્તાન માટે પ્રતિકુળ પરિસ્થિતિવાળું)  યુદ્ધ ભારતે જીત્યા સિવાય છૂટકો ન હતો.

ચીન સામે ભારત અત્યંત ખરાબરીતે હાર્યું તો બધો અપયશ વીકે મેનનની ઉપર ઢોળવામાં આવ્યો. જવાહરે ફેસ સેવીંગ ફોર્મ્યૂલા તરીકે સંરક્ષણ મંત્રાલયના બે ભાગ કરી નાખ્યા. અને કામરાજ પ્લાનનું ધત્તિંગ રજુ કરી જનતાનું ધ્યાન બીજે દોર્યું. સમાચાર માધ્યમો પણ કાંતો બેવકુફ હતા કે નહેરુની ઠગવિદ્યાના ભાગરુપ હતા.

આ જીતનો બધો યશ ઈન્દીરા ગાંધીએ લીધો.

જે યશના તમે હકદાર નથી તે યશ તમે લો તો તમે સમજી લો તમારું પતન નિશ્ચિત છે. ૧૯૭૧થી ભારત-પાકિસ્તાન યુદ્ધના ભણકારા વાગતા હતા. સંરક્ષણ મંત્રી જગજીવનરામ હતા. તેમણે સરકારની નીતિ જાહેર કરેલ કે જો આ વખતે યુદ્ધ થશે તો પાકિસ્તાનને એવો પાઠ ભણાવવામાં આવશે કે ભારતસામે આંખ ઉંચી ન કરી શકે. એક પેકેજ ડીલ થશે.

સિમલા કરાર

જે મુલક ભારત જીતશે તે પાકિસ્તાનને પાછો આપવામાં આવશે નહીં.

એક કરોડ મુસ્લિમ ઘુસણખોરો ને પરત લેવા પડશે

પાકિસ્તાનથી ભારત આવેલા નિર્વાસિતોની પાકિસ્તાનમાં રહેલી સંપત્તિનું વળતર આપવું પડશે,

પાકિસ્તાનમાં રહેલા હિન્દુઓની સુરક્ષાની ખાત્રી આપવી પડશે

ભારત યુદ્ધનો ખર્ચ વસુલ કરશે

ભારત દંડની રકમ વસુલ કરશે

ભારત તેને થયેલી નુકશાની વસુલ કરશે

પાકિસ્તાને પાકિસ્તાનમાં કેદ થયેલ બધા જ કેદીઓને મુક્ત કરવા પડશે

કાશ્મિરનો કાયમી ઉકેલ આવવો પડશે. (જેના કબજામાં જે હિસ્સો છે તે તેનો ગણાશે)

આ પેકેજ માટે જો પાકિસ્તાન કબુલ થશે તો જ ભારત વાટાઘાટો માટે તૈયાર થશે અને ભારત તેણે કબજે કરેલા ૯૦૦૦૦ પાકિસ્તાની યુદ્ધકેદીઓ મુક્ત કરશે.

પણ પછી શું થયું? ઈન્દીરા ગાંધીએ શું કર્યું?

કશું જ વસુલ થયું નહીં.

ભારતે બધા જ પાકિસ્તાની યુદ્ધ કેદીઓને મુક્ત કર્યા.

પાકિસ્તાને પશ્ચિમ પાકિસ્તાનમાં કબજે કરેલા કોઈ કેદીઓને મુક્ત ન કર્યા. આજની તારીખમાં પણ પાકિસ્તાન પાસે ૧૯૭૧ના ૪૦૦ ભારતીય યુદ્ધ કેદીઓ જેલમાં છે.

પાકિસ્તાનના કબજા હેઠળનો કાશ્મિરનો જે હિસ્સો છે તેનો અમુક ભાગ આપણા લશ્કરે કબજે કરેલ. તે પણ ઈન્દીરા ગાંધીએ પરત કરી દીધો.

ઈન્દીરા ગાંધીએ, પાકિસ્તાનના ઝુલ્ફીકાર ભૂટ્ટોને અને તેમની પૂત્રી બેનઝીર ભૂટ્ટો જે “ટીન એજ” માં હતી તેમને માલમલીદા ખવડાવ્યા પીવડાવ્યા, બેનઝીરને શોપીંગ કરાવ્યું અને પરત મોકલ્યા.

એક સ્ટેજ એવું આવ્યું કે ઈન્દીરાને કહેવું પડ્યું કે કમસે કમ કાશ્મિરની સમસ્યા નો હલ નિકળે તો સારું.

તો ઝુલ્ફીકાર ભૂટ્ટોએ કહ્યું. મેડમ તમારે મને પાકિસ્તાનમાં જીવતો રાખવો છે કે નહીં? ધારો કે હું તમારી સાથે આવી સમજુતી કરું અને પાકિસ્તાનમાં મારું ખૂન થઈ જાય તો આ સમજુતીનો શો અર્થ રહેશે?

હવે નહેરુવીયન ફરજંદની બેવકુફી તો જુઓ, કે ઈન્દીરા ગાંધીને આ વાત ગળામાં શીરાની જેમ ઉતરી ગઈ. અંતે એટલું જ નક્કી થયું કે ભારત અને પાકિસ્તાને કોઈની મધ્યસ્થી વગર વાટાઘાટો દ્વારા જ પ્રશ્નોના ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ રહેવું. વાત પુરી.

બાંગ્લાદેશી ઘુસણખોરોનો પ્રશ્ન તો ભારતની પાકિસ્તાન સાથેની સમસ્યા હતી નહીં. કારણકે તે સમસ્યા તો હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની થઈ ગઈ હતી. મુજીબુર રહેમાન કહે હજી મને તાજો માજો તો થવા દો.

પશ્ચિમ પાકિસ્તાને ગુમાવેલું બધું જ મેળવ્યું. પૂર્વપાકિસ્તાને બંગ્લાદેશ મેળવ્યો. ભૂટ્ટો અને મુજીબુર રહેમાન પોતપોતાના દેશમાં કમોતે મર્યા. ભારતે જીતમાંથી જે મેળવ્યું હતું તે બધું જ ગુમાવ્યું. નવી સમસ્યાઓ મેળવી. સીમાપારનો આતંકવાદ અને વધુ ઘુસણ ઘોરી. હિન્દુઓની હિજરત તે નફામાં.

આટલી નિસ્ફળતાઓ અને સમસ્યાઓ નોંતરનાર ઈન્દીરા ગાંધી સામે જન આંદોલન ફાટી ન નિકળે તો જ આશ્ચર્ય ગણાય

Read Full Post »

તેમને પણ સાંભળો અને તેઓ પણ સાંભળે. (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન) ભાગ-૨

તેમને પણ સાંભળો અને તેઓ પણ સાંભળે. (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન) ભાગ-૨

નરેન્દ્ર મોદી વિષે શું છે?

નરેન્દ્ર મોદી વિષે આવું કશું નથી. અને જે વિવાદસ્પદ વાતો છે તેને પણ જો લક્ષ્યમાં લેવામાં આવે તો તેની સંખ્યાત્મક સરખામણી થઈ શકે તેમ નથી. વળી જુઓ, નરેન્દ્ર મોદી એક એવી વ્યક્તિ છે જે ગરીબ કુટુંબમાંથી આગળ આવેલી છે. નરેન્દ્ર મોદીને તેની માતાએ લોકોના ઘરના કામ કરીને ભણાવેલ છે. નરેન્દ્ર મોદી ખાલી ખીસ્સે ઘરનો ત્યાગ કરીને નિકળી પડેલ. તે સમાજના દરેક નિમ્નાતિનિમ્ન કક્ષાના જીવનમાંથી પસાર થયેલ છે. ખાલી ખીસ્સે હિમાલયમાં વર્ષો સુધી ભટકેલ છે. નરેન્દ્ર મોદી જગતને અને તેના લોકોને વધુસારી રીતે જાણે છે. તે લેખક અને કવિ પણ છે. બહુશ્રુત છે અને વાચનનો શોખિન છે. “વાંચે ગુજરાત”ના કાર્યક્રમમાં તેણે ગાધીજીનું “મારા સ્વપ્નનું ભારત” એક વધુ વાર વાચ્યું છે. આવી એક વ્યક્તિ, જે વિકાસના મુદ્દા ઉપર મત માગીને બંધારણીય પ્રક્રિયા દ્વારા સતત ચૂંટાઈ આવે છે. નરેન્દ્ર મોદીનો કોઈ એવો સરમુખત્યારીનો ટ્રેક રેકોર્ડ નથી. આ અને આવા નરેન્દ્ર મોદીને તમે લોકસભાની ચૂંટણીમાં દેશને માટે ખતરનાક ગણો છો? આ તે કેવી તમારી વિડંબણા કે તર્કહીન, પ્રમાણભાન હીનતા અને આત્મવંચના છે?

તમે ૨૦૦૨ને ભૂલવા માગતા નથી.

તમે ૨૦૦૨ ના દંગાઓને એટલે કે મુસ્લિમોની થયેલી જાન હાનિને ભૂલવા માગતા નથી એવું બતાવીને તમે તમારી કહેવાતી અસંવેદનશીલતાનું પ્રદર્શન કરવામાં માનો છો. તમે એ પણ ચર્ચા કરી કે તમારા કહેવા પ્રમાણે સમાચાર માધ્યમો ૨૦૦૨ના દંગાને ભુલી જવાનું કહે છે.  આ દંગાઓમાં તો હિન્દુ અને મુસ્લિમ બંને મરાયેલા. પણ ૧૯૮૪ની કત્લેઆમમાં તો નિર્દોષ શિખ લોકો એકલા જ અને તે પણ હજારોની સંખ્યામાં કતલ કરાયેલા. ૧૯૯૦-૯૧ની કત્લેઆમમાં તો કાશ્મિરી હિન્દુ એકલા જ હજારોની સંખ્યામાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. અને પાંચ લાખને ખદેડી મુક્યા તે આજ પર્યંત નિરાધાર છે.

વદતો વ્યાઘાત

૧૯૬૯, ૧૯૮૩, ૧૦૮૪, ૧૯૯૦-૯૧, ૧૯૯૩, ૨૦૦૮ જેવા અનેક પ્રકરણો ભારતમાં બન્યા છે. આની તો તમે કોઈ વાત પણ કરતા નથી, અને રાષ્ટ્રીય કક્ષાએ નરેન્દ્ર મોદીને રોકવાની વાત કરો છો. આ તો વદતો વ્યાઘાત નું જ ઉત્તમ ઉદાહરણ તમે પુરું પાડો છો. તમારા ઉપર કોણ વિશ્વાસ કરશે?

શું નરેન્દ્ર મોદી તમારું એકમાત્ર ભક્ષ્ય છે?

આમ તો દેશમાં અનેક નેતાઓ છે અને તેઓ સઘળા પોતાની જાતે જ અને તેમના હિતેચ્છુઓ દ્વારા પોતે વડાપ્રધાન પદ માટે યોગ્ય છે, શક્યતા વાળા છે  અને તૈયાર છે એવું જાણવા મળતું રહ્યું છે. આમાં સમાચાર માધ્યમોએ નરેન્દ્ર મોદીનું નામ પણ ઉમેર્યું. નરેન્દ્ર મોદી જનતામાં સૌથી વધુ લોકપ્રિય છે તેવું હવે તેમના વિરોધીઓ અને દુશ્મનો પણ સ્વિકારતા થયા છે. નરેન્દ્ર મોદીનું નામ વડાપ્રધાન પદ માટે મંજુર કરાવવા માટે જે કંઈ થયું તે સૌ કોઈએ એટલે કે મોદી-વિરોધીઓએ પોત પોતાની આદતો અને માનસિકતા પ્રમાણે જોયું. નરેન્દ્ર મોદીના વિરોધીઓએ આ બાબતને નરેન્દ્ર મોદી વિષે વધુ નવા વિશેષણો બનાવવાનો મોકો બનાવ્યો છે. આમ તો મોટા ભાગના પક્ષ એક જ નેતાની જાગીર જેવા છે. લોકશાહી પક્ષ માટે આ અનુરુપ ન કહેવાય. બીજેપી આમાંથી બકાત છે.

વિદેશોમાં પક્ષના નેતાની સભ્યોદ્વારા ચૂંટણી થાય છે. ત્યાંના રાજકીય વિશ્લેષકો આ વાતને લોકશાહી પ્રક્રિયાનો એક ભાગ માને છે. પણ ભારતમાં એક વંશીય શાસન, આપણા કોંગીનેતાઓ, તેમના સહયોગીઓ અને રાજકારણીય વિશ્લેષકોને ફક્ત ગોઠી ગયું છે એટલું જ નહીં, પણ હૃદયમાં સોંસરવું ઉતરી ગયું છે, તેથી જો કોઇ બીજેપી જેવા પક્ષમાં નેતાની પસંદગી થાય તો આ બધા મહાનુભાવોના મગજ ક્ષુબ્ધ થઈ જાય છે. તેમને પોતાની આ મનોસ્થિતિમાટે શરમ પણ આવતી નથી.

ઘીના ઠામમાં ઘી પડ્યું. તમારા પેટમાં શાને ઉકળતું તેલ?

દરેક પક્ષને આમ તો પોતાનું બંધારણ હોય છે. પણ દરેક પક્ષને પોતાના બનવા માટે અલગ અલગ કારણ હોય છે. ભારતના કેટલાક નેતાઓમાં અહંકાર વૃત્તિ અને સ્વકેન્દીપણું કંઈક વધુ  હોવાના કારણે આવા કંઈક નેતાઓએ પોતાના પક્ષો બનાવ્યા છે. આવા પક્ષોમાં ઈન્દીરા ગાંધીનો કોંગી યાને કોંગ (ઈ), મુલાયમનો સ.પા., મમતાનો ટીએમસી, લાલુપ્રસાદનો આરજેડી, વિગેરે અનેક પક્ષો આવે છે. તે સૌનું પોત છે. આ બધા સૌ નેતાની ચૂંટણીનું નાટક કરે છે. નાટકેય કર્યા વગર અને ચર્ચા વાદવિવાદ કર્યા વગર નેતાનો ઠરાવ પાસ કરી દે છે. જો આપણે પક્ષીય રાજકારણમાં માનતા હોઈએ તો પક્ષની આંતરિક બાબતમાં વ્યક્તિગત બાબતોમાં આપણે આપણી ચાંચુડી ખોસવી જોઇએ નહીં. પક્ષને તેના પોત પ્રમાણે મૂલવવો જોઇએ. વ્યક્તિ મોટી છે કે પક્ષ તે તો પક્ષ પોતે જ તેની પ્રક્રિયાઓ દ્વારા કહેશે. અન્યોએ તેમાં આધારહીન ધારણાઓ કરવાની જરુર નથી. ધારણાઓથી કોઈને ગુનેગાર ઠેરવી ન શકાય.

દેશમાં વડાપ્રધાનનું પદ એક છે.

અનેક નેતાઓમાંથી એકની પસંદગી થાય છે. બાકીના અનેક બાકી રહી જાય છે. બીજેપીએ નરેન્દ્ર મોદીની પસંદગી કરી. આ જે વ્યક્તિ પસંદ થઈ તે તમને પસંદ નથી માટે તેને સરમુખત્યાર, અષ્ટકુટ, દુરાચારી, વિગેરે જે કોઈ વિશેષણો હાથવગા થાય તે બધા જ વિશેષણોથી તે વ્યક્તિને ભૂષિત કરી દો છો તેથી તમને કદાચ આત્મતુષ્ટિ મળતી હશે પણ તમારો આ વાણીવિલાસ જનતાને વરવો લાગે છે.

શેઠની શિખામણ ઝાંપા સુધી.

પક્ષના નેતાની પસંદગી એ પણ એક જાતની ચૂંટણી છે. “ચૂંટણી એક પર્વ છે”. આમ વિનોબા ભાવેએ કહ્યું છે. પણ આપણા આ વિનોબા ભાવેના અનુયાયીઓ “શેઠની શિખામણ ઝાંપા સુધી” એમ માને છે. બીજેપી તેના નેતાને પોતાની પ્રક્રિયા દ્વારા પસંદ કરે છે. તેમાં જનમત પણ એક પરિબળ છે. વાસ્તવમાં તો જનાધારને જ મુખ્ય પરિબળ ગણવું જોઈએ. પણ તમો જોકે પોતાને ગાંધીવાદી માનો છો, જનાધારની વાતને અગમ્ય કારણસર નજર અંદાજ કરે છો. તમે તો એવી તારવણીઓ કાઢો છો કે મોદીએ બીજાને પછાડી દીધા. મોદી સત્તા લાલચુ છે. મોદી પોતાને પક્ષ કરતાં મહાન માને છે. મોદી સરમુખત્યાર છે. પણ તમે જાણો છો કે આવી વાતો તો દરેક નેતા કે જે જીતતો હોય તેને માટે કરી શકાય.

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના વક્તાઓએ નરેન્દ્ર મોદીના ઉચ્ચારણોને કેવી રીતે જોયા?

ભારતનું સ્વપ્નઃ

મહાત્મા ગાંધીએ ભારત માટે એક સ્વપ્ન જોયેલું. આદર્શ સમાજ કેવો હોય તે માટે તેમની એક વિચાર ધારા હતી. તેના આધાર ઉપર તેમણે એક પુસ્તક લખેલું. તે પુસ્તકનું નામ હતું “મારા સ્વપ્નનું ભારત”. મોટા ભાગે દરેક દેશવાસીનું પોતાનો દેશ કેવો હોવો જોઇએ તે માટેનું એક સ્વપ્ન હોય છે. સ્વપ્ન સેવવું તે દરેકનો અધિકાર છે. નરેન્દ્ર મોદીનો પણ અધિકાર છે.

હવે તમને જો એમ લાગ્યું કે નરેન્દ્ર મોદીની ફલાણી વાત બરાબર નથી તો તમે તે વાત પુરતી ચર્ચા કરો. તમે તે ચર્ચા નરેન્દ્ર મોદી સાથે કરો કે જનતા સાથે કરો. પણ તમે એવું તો તારવી જ કેવી રીતે શકો કે “નરેન્દ્ર મોદી એટલે ઈન્ડીયા અને ઈન્ડીયા એટલે નરેન્દ્ર મોદી” એમ નરેન્દ્ર મોદી માને છે? નરેન્દ્ર મોદીની એક વેબસાઈટ છે. તે દ્વારા તમે તેની સાથે ચર્ચા કરી શકો છો. તમે તેની મુલાકાત પણ માગી શકો છો. મહાત્મા ગાંધી સંવાદમાં માનતા હતા. તમે કેમ વિસંવાદ કરો છો?

વોટ ફોર ઈન્ડીયાઃ

નરેન્દ્ર મોદીએ ભારતની સમસ્યાઓ વર્ણવી. આ સમસ્યાઓને નહેરુવીયન કોંગ્રેસ તેના નિરપેક્ષ અને  અબાધિત ૪૫ વર્ષના શાસન ૧૧ વર્ષના ગઠબંધન શાસન પછી પણ સુલઝાવી શક્યા નથી. જોકે આ નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ પોતે અરબોપતિ થઈ ગયા છે. પણ દેશની ૬૬ ટકા જનતા કે તેથી વધુ જનતા, ગરીબી રેખાની નીચે છે. ૬૦ વર્ષના શાસનને અંતે નહેરુવીયન કોંગ્રેસ “મનરેગા” લાવે અને પોતાની પીઠ થપથપાવે અને તમે તાલીઓ પાડો એ તમને શોભતું નથી.

નહેરુવીયન કોંગ્રેસીઓ દેશની આગવી પ્રાચીન વિશેષતા અને દેશનું ગૌરવ સ્થાપી શક્યા નથી. એટલું જ નહી પણ તેમણે બાહ્ય અને આંતરિક અનેક નવી સમસ્યાઓ જાણ્યે અને અજાણ્યે ઉત્પન્ન કરી છે. નરેન્દ્ર મોદીએ હાકલ કરી કે હવે ધીરજ ધરીને નહેરુવીયન કોંગ્રેસ ઉપર વિશ્વાસ રાખવો તે દેશના હિત માટે યોગ્ય નથી. નરેન્દ્ર મોદીએ લીસ્ટ બનાવ્યું અને કહ્યું કે આ સમસ્યાઓ રહિત દેશ કરવા માટે તમે મત આપો. “તમે નહેરુવીયન કોંગ્રેસને ૬૦ વર્ષ આપ્યા મને ૬૦ માસ આપો” આમાં ખોટું શું છે?

નરેન્દ્ર મોદી અજ્ઞાની છે.

તમે નરેન્દ્ર મોદીને ઈતિહાસનું જ્ઞાન પણ નથી એવું કહ્યું. નરેન્દ્ર મોદીએ એક યુવતિની જાસુસી કરાવી. આ કહ્યું ખરું પણ ફોડ ન પાડ્યો. જો ફોડ પાડ્યો હોત તો તમે જનતાની નજરમાં કમસે કમ યુવતીની બાબતમાં તો ફુસ થઈ જાત. કોઈએ કશું ટેપ કર્યું અને રેકોર્ડ કરીને બહાર પાડ્યું. પણ બધું બભમ બભમ છે. તમે જુઓ, ઉંડા ઉતરો, સમજો અને પછી બોલો તો તમને શોભે.

ચંદ્રગુપ્ત

 ચન્દ્ર ગુપ્ત

નરેન્દ્ર મોદીના ઇતિહાસના જ્ઞાનમાં કશી કચાશ નથી. કાંતો તમે તેના વિરોધીઓએ પોતાના ઇતિહાસના અર્ધદગ્ધ જ્ઞાન થી મોદીની વાતનો ખોટો અર્થ કર્યો છે, કાંતો તમે તેના સાથી છો અથવા તમે પણ ઇતિહાસનું તે વાત વિષેનું જ્ઞાન ધરાવતા નથી. નરેન્દ્ર મોદીએ કહેલ કે પટણા આવવાથી તેને ચંદ્રગુપ્ત યાદ આવે છે. તક્ષશીલા યાદ આવે છે. નાલંદા યાદ આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય અને ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય). એમ બે ચંદ્ર ગુપ્ત થઈ ગયા છે. ચંદ્રગુપ્ત મૌર્યે વિશ્વ વિજયી ગ્રીકોને હરાવેલ. ચંદ્રગુપ્ત બીજાએ વિશ્વ વિજયી હુણ અને શક આદિ લોકોને હરાવેલ. તે બંને ના વખતમાં તક્ષશીલાને પેલે પાર સુધી તેમનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું. આ બંને રાજાઓ ના સામ્રાજ્યમાં બિહાર હતું. એટલે જો નરેન્દ્ર મોદી કે કોઈ પણ પટણા જાય તો તેને મગધ સામ્રાજ્ય યાદ આવે અને કેળવણીના કેન્દ્રો તક્ષશીલા અને નાલંદા પણ યાદ આવે જ.

ગંગા

મુસ્લિમો ભારતના થઈને જ રહેલા. તેઓ ભારતને પોતાનો દેશ માનીને રહેલા. શેરશાહ, કુતબુદ્દીન અને મોગલરાજાઓએ ભારતને જ પોતાનો દેશ માન્યો હતો. તેઓએ સદીઓ સુધી ભારતની રક્ષા કરી છે. જેઓ ગંગા સુધી આવ્યા તેઓ ગંગાને ઓળંગી ન શક્યા પણ સાંસ્કૃતિક રીતે ગંગાના જ થઈને રહ્યા. એટલે કે ગંગામાં ડુબી ગયા. આ એક મુસ્લિમ કવિના કાવ્યનો લક્ષ્યાર્થ છે. જો તમે  સેક્યુલર હોવાનો દાવો કરતા હો છતાં પણ આ વાત સમજી ન શકો તો તેમાં નરેન્દ્ર મોદીનો શો વાંક?

નરેન્દ્ર મોદી કંઈ પણ કરે તેને વિકૃત રીતે જોવું

નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર કર્યું એટલે ઘણા નહેરુવીયન કોંગ્રેસીઓના પેટમાં તેલ રેડાયેલું, અને તે બાબતમાં તેમણે વિતંડાવાદ કરે લો. તેવું જ સરદાર પટેલના બાવલા બાબતમાં થયું છે.

ગુજરાતમાં મોરારજી દેસાઈએ ગાંધીજી અને સરદાર પટેલ માટે જે કર્યું તે થયું. તે પછી નહેરુવીયન કોંગ્રેસ દ્વારા કશું થયું નથી.  નહેરુવીયન કોંગ્રેસના કાર્યાલયના મકાનનું નામ “રાજીવ ભવન છે”. આ તો તમને ખબર જ હશે. નહેરુવીયન કોંગ્રેસ માટે તો ગુજરાતમાં કોઈ નેતા છે જ નહીં અને હતા પણ નહીં. નહેરુવીયન કોંગ્રેસે ગાંધીજી માટે કે સરદાર પટેલ માટે કશું કરેલ નથી.

જે નહેરુવીયન કોંગ્રેસે ગાંધીજીના સિદ્ધાંતો નેવે મુક્યા અને દારુની રેલમછેલ કરી તો તમે એટલે કે કેટલાક જેઓ પોતાને ગાંધીવાદી માને છે તેઓ મૌન રહ્યા. પણ નરેન્દ્ર મોદીએ ગાંધીમંદિર બનાવ્યું તો તેમને વાંધો પડ્યો.

અરે ભાઈ, ગાંધીજી ઉપર તો આખા વિશ્વનો અધિકાર છે. એટલે “મંદિર” શબ્દ ઉપર વાંધો ઉઠાવશો તો તે વિતંડાવાદ જ કહેવાશે. જો કે આ વાંધો ગુજરાત વિદ્યાપીઠના એક ગાંધીવાદી ભાઈશ્રીએ ઉઠાવેલ.

ગાંધીજી ઉપર કે સરદાર પટેલ ઉપર દેશ આખાનો હક્ક છે. નહેરુએ અને નહેરુવીયન કોંગ્રેસે, સરદાર પટેલને કેવી રીતે નવાજ્યા છે તે વિષે ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે.

ધારોકે નરેન્દ્ર મોદી કોમવાદી હોય તો પણ નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને વખાણ્યા એટલે તમે કેવીરીતે માની લીધું કે સરદાર પટેલ હિન્દુવાદી હતા. નહેરુ માંસાહારી હતા. નહેરુ જો ગાંધીજીના વખાણ કરે અને વારે વારે તેમનું નામ લે તો શું ગાંધીજી માંસાહારી થઈ જશે? માનસિક વિકૃતિની આ હદ લાગે છે. ગધુભાઈને પણ તાવ આવે તેવી વાત છે આ તો. 

નરેન્દ્ર મોદી બધી સીવીલ સોસાઈટીઓને બંધ પાડી રહ્યો છે.

એ બહુ જાણીતી વાત છે કે ઈન્દીરા ગાંધીએ ૧૯૮૦માં સત્તા ઉપર આવતાંની સાથે જ ગાંધીવાદી સંસ્થાઓ ઉપર ભંડોળના હિસાબની તપાસના આદેશો આપી દીધેલ. તમે જુઓ છો કે નહેરુવીયન કોંગ્રેસે અન્ના આંદોલન અને બાબારામદેવના આંદોલનના પ્રત્યાઘાત રુપે બંન્નેની સંસ્થાઓ ઉપર તપાસ જારી કરેલી છે. અત્યારે સાર્વત્રિક રુપે ઈન્કમટેક્ક્ષવાળા દરોડા પાડી રહ્યા છે. તમે આમાંનું કોઈ મુહૂર્ત કે એવું કંઈ જુઓ છો? નરેન્દ્ર મોદીની બાબતમાં તમે કશો ફોડ પાડ્યો નથી. બભમ બભમ આક્ષેપો કરવા એ જેઓ પોતાને ગાંધીવાદી માને છે તેમને શોભતું નથી.

ફોઈબાને મુછો હોય તો કાકા જ ન કહેવાય શું?

નરેન્દ્ર મોદીની બુરાઈ કરવામાં દૃષ્ય-શ્રાવ્ય અને મુદ્રિત સમાચાર માધ્યમો એક બીજાની સ્પર્ધા કરે છે. એટલે જો તમે એમ કહેશો કે નરેન્દ્ર મોદીને આ બધા સમાચાર માધ્યમો ગ્લોરીફાય કરે છે તો કોઈ તમારી વાત માનશે નહીં. નરેન્દ્ર મોદી તો મોતનો સોદાગર, ગોડસે, કાકીડો, દેડકો, આતંકી, કસાઈ, ગુનાખોર, નીચ, વિગેરે અવનવા વિશેષણોથી નહેરુવીયન કોંગી નેતાઓ અને સમાચાર માધ્યમોના વિશ્લેષકોથી નવાજાય છે. એમાં વળી તમારો ઉમેરો થયો છે. નરેન્દ્ર મોદીને ફોઈબાઓ ઘણી લાગે છે. ફોઈબાઓ તો પ્રેમથી નામ પાડે છે. પણ આ ફોઈબાઓ તો દ્વેષને કારણે તિરસ્કારથી નામ પાડે છે. ફોઈબાને મુછો હોય તો કાકા જ ન કહેવાય?

આશ્ચર્ય એ વાતનું છે કે સામ્યવાદી પક્ષ પણ તમારી સાથે સામેલ છે. હોય જ ને. નહેરુવીયન કોંગ્રેસીઓને તો કોમવાદી એવા મુસ્લિમલીગ સાથે બેસવામાં પણ નહેરુના જમાનાથી ક્યાં છોછ હતો? આ સામ્યવાદીઓ ૧૯૬૨ના ચીન સાથેના યુદ્ધમાં ચીની સેનાને મુક્તિ સેના તરીકે આવકારવા કલકત્તાની શેરીઓ ઉપર ઉતરી આવ્યા હતા. તમે એટલા તો અબુધ નથી કે તમે એ નથી જાણતા કે સામ્યવાદીઓ દેશના સીમાડાને માનતા નથી.

મને લાગે છે કે તમે મહાત્મા ગાંધીના અને વિનોબા ભાવેના આત્માને હણી નાખ્યો છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ નરેન્દ્ર મોદી, ગરીબ કુટુંબ, હિમાલય, ખાલીખીસ્સે, કવિ, લેખક, વાંચે ગુજરાત, સ્વપ્નનું ભારત, વિકાસ, મુદ્દો, સરમુખત્યાર, ટ્રેકરેકોર્ડ, લોકશાહી પ્રક્રિયા, વિડંબણા, ૨૦૦૨, ૧૯૬૯, ૧૯૮૩, ૧૯૯૦-૯૧, ૧૯૯૩, ૨૦૦૮, હિન્દુ, મુસ્લિમ, કત્લેઆમ, કટોકટી, સેન્સરશીપ, નેતા, ચૂંટણી, પસંદગી, સંવિધાનિક, જયપ્રકાશ નારાયણ, હમ્ટી ડમ્ટી, ટ્રેકરેકોર્ડ, બિનલોકશાહીયુક્ત, આપખુદ, વિનોબા ભાવે, શેઠની શિખામણ, જનાધાર, સરદાર પટેલ, ગાંધી, મંદિર, બાવલું, મનરેગા, વોટ ફોર ઈન્દીયા, ૬૦ વર્ષ, ૬૦ માસ, ચંદ્રગુપ્ત, ગ્રીક, શક, સામ્રાજ્ય, તક્ષશીલા, નાલંદા, બિહાર, પટણા, ગંગા, સેક્યુલર, વિકૃત, નહેરુ માંસાહારી, ફોઈબાઓ

“ચોક્ખું ઘી અને હાથી” પણ વાંચો

Read Full Post »

તેમને પણ સાંભળો અને તેઓ પણ સાંભળે. (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન) ભાગ-૧

શનિવાર તારીખ ૨૫ મી જાન્યુઆરીના રોજ મહેદીનવાબજંગ હોલમાં એક સભામાં જવાનું થયું. આમાં વક્તાઓ પૂર્વનિશ્ચિત હતા. તેઓ સઘળા નરેન્દ્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના વિરોધી હતા. તેથી તેમને માટે નરેન્દ્ર મોદીની અમુક ચૂંટી કાઢેલી બાબતોની ટીકા કરવી સ્વાભાવિક હતી. સભાના પ્રમુખશ્રી (પ્રકાશભાઈ શાહ) હતા. સ્ટેજની પાસે ત્રણ બોર્ડ હતા જેમાં જે મુદ્દાઓ અને માગણીઓ હતી તેને પ્રદર્શિત કરવામાં આવી હતી. મુદ્દાઓ કે માગણીઓની સંખ્યા ૨૭ જેટલી હતી. અને એક એવો ઠરાવ હતો કે ગુજરાતમાં પ્રવર્તતા ભય અને ગુજરાતની પ્રગતિના ભ્રમમાંથી ગુજરાતની અને ભારતની જનતાને મુક્ત કરવામાં આવે. માટે દેશવ્યાપી જાગૃતિ ફેલાવવામાં આવે.

વાત સ્વિકારી લેવામાં આવી હતી કે નરેન્દ્ર મોદી આપખુદ છે, નરેન્દ્ર મોદી કોઈનું સાંભળતા નથી, નરેન્દ્ર મોદી કોમવાદી છે, નરેન્દ્ર મોદી જુઠાણાનો પ્રચાર કરે છે. નરેન્દ્ર મોદીએ લોકશાહીને ભયમાં મુકી છે. એટલે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન થશે તો ભારતના સમવાય તંત્ર અને ધર્મનિરપેક્ષતાનો નાશ થશે. માટે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા અટકાવવા પડશે. નરેન્દ્ર મોદીએ ફેલાવેલા ભય અને ભ્રમની વિરુદ્ધ વ્યવસ્થિત પ્રચાર કરવો પડશે. આ માટે સીવીલ સોસાઈટીઓએ આગળ આવી લોકોના જુથોને સંગઠિત કરવા જોઇશે. નરેન્દ્ર મોદી ગુજરાતના છે તેથી ગુજરાતમાંથી જનતાએ બીજા રાજ્યોમાં જઈ નરેન્દ્ર મોદીએ ફેલાવેલા ભય અને ભ્રમની વાતોનો પ્રચાર કરી લોકોને સાચી(?) વાતો જણાવવી જેથી બીજા રાજ્યોમાં મોદીનો પ્રભાવ પડી શકે.

ક્યારે દલીલ અને તર્ક ની જરુર પડે

અને ક્યારે જરુર પડે?

આપણે સમાજશાસ્ત્ર પુરતી આપણી વાત મર્યાદિત રાખીશું. સમાજની સુખાકારી માટે અવનવા માર્ગોને વાદો તરીકે  માનવામાં આવે છે. ગઈ સદીના પ્રારંભમાં વાદો તેની પરાકાષ્ટાએ હતા. અમુક લોકો સામ્યવાદી રસ્તે સમાજની ઉન્નતિ અને કે સુખાકારી આવી શકે છે એમ માને છેબીજા અમુક લોકો મુડીવાદી રસ્તે ઉન્નતિ અને સુખાકારી આવી શકે છે તેમ માને છે. બંને વાદો આમ તો ભ્રામક છે. પણ બહુ લાબીં ચર્ચા છે.

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન” ના વક્તાઓની દૃષ્ટિ પ્રમાણે મોદીશૈલી, મોદી મોડેલ અને મોદીની આરએસએસ ની કડીને કારણે, મોદી ધાર્મિક રીતે અસહિષ્ણુ પણ છે.  આપણે આપણી વાત નરેન્દ્ર મોદીની આ છબી પુરતી મર્યાદિત રાખીશું.

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના નેતાગણ શું વિચારે છે?

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના નેતાઓના વક્તાઓના કહેવા પ્રમાણે;

મોદી એટલે એક સરમુખત્યાર, ગોબ્બેલ અને હિટલર ત્રણેના મિશ્રણ થી પણ ચડે એવો છે.

नरेन्द्र मोदी तो मुसोलीनी, गोबेल्स और हिटलरका मिश्रण है

સરમુખત્યાર એટલે શું?

સરમુખત્યાર એ હોય છે જે લોકશાહીમાં માનતો હોય અને વિરોધીઓને બોલવા દેતો હોય, અગર કોઈ બોલે તો તેને ગુમ કરાવી દેતો હોય, અથવા  ખોટા આરોપો લગાવી તેને યથેચ્છ જેલમાં પૂરી દેતો હોય.

હવે જુઓ તેની સામે ની દલીલો

મોદી તો ચૂંટાઈને આવે છે. કેન્દ્રમાં મોદીની વિરોધીની સરકાર હોય તો પણ મોદી લોકશાહી ઢબે ચૂંટાઈને આવે છે. એકવાર નહીં પણ ત્રણ ત્રણવાર ચૂંટાઈને આવે છે. પક્ષની અંદર અને પક્ષની બહાર, સમાચાર માધ્યમો ના સતત કલુષિત, વિકૃત અને વિરોધી પ્રચાર છતાં નરેન્દ્ર મોદી ચૂંટાઈને આવે છે. હવે જો પ્રક્રિયામાંથી પસાર થઈને આવનાર નરેન્દ્ર મોદીને તમે સરમુખત્યાર કહો તો તેનો અર્થ થયો કે તમે અત્યાર સુધી ચાલતી આવતી લોકશાહી પ્રક્રિયાને માનતા નથી. એટલે કે તમે પોતે ખુદ લોકશાહીમાં માનતા નથી, અને તમને નરેન્દ્ર મોદીને બદલે કોઈ બીજાને કે જે વિકલ્પની તમને પણ ખબર નથી તેને  શાસક તરીકે તમારી મુનસફ્ફી મુજબ લોકો ઉપર ઠોકી બેસાડાવામાં માનો છો. કારણ કે તમે વાતની નોંધ જ લેતા નથી કે ચૂંટણી એક સંવિધાનિક પ્રક્રીયા છે, તમે સંવિધાનની પ્રક્રીયાને આદર આપતા નથી. હવે એવું પણ નથી કે વિરોધીઓને પ્રચાર અને પ્રસારની છૂટ નથી. વાસ્તવમાં ૨૦૦૨થી હાલ સુધી મોદીને ગાલીપ્રદાન કરવું અને તેના ઉપર ખોટા આરોપો મુકવા તો ફેશન છે. વાસ્તવમાં તો મોદીને બદનામ કરવામાં મોદીના વિરોધીઓએ કશું બાકી રાખ્યું નથી. છતાં જનતા મોદીને ચૂંટે છે, એક વાર નહીં, બે વાર નહીં પણ ત્રણ ત્રણવાર ચૂંટે છે. અને જનતાના દબાણને વશ થઈ તેના પક્ષમાં તમે જ ફેલાવેલા આંતર વિરોધની અફવાઓ હોવા છતાં પણ પક્ષને મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ કરવા પડે છે. આમાં મોદીની સરમુખત્યારી ક્યાં આવી? એટલે તમારો સરમુખત્યારની શબ્દનો ઉપયોગ,  શબ્દકોષને બંધબેસતો નથી. જયપ્રકાશ નારાયણે કહેલું કે ઈન્દીરાના (સરમુખત્યારના) શબ્દોના અર્થ “હમ્ટી ડપ્ટી જેવા છે.

નરેન્દ્ર મોદીનો પ્રચાર ગોબેલ્સના પ્રચાર જેવો છેઃ

હવે તમે સમજી લો. ગોબેલ્સ નો પ્રચાર હતો તે હિટલરના રાજમાં હતો. તે યુદ્ધ વખતે હતો. તે પ્રચાર એક નિયત અને નાના સમય પૂરતો જ હતો. મુક્ત પ્રચારની તેના સમયમાં બંધી હતી. ગોબેલ્સ પ્રકારનો પ્રચાર ફક્ત સરમુખત્યારીમાં જ સંભવી શકે છે. નરેન્દ્ર મોદીના ચાલુ સમય કે ભૂતકાળના સમયને સરમુખત્યારી જેવો કોઈ રેકોર્ડ નથી.

ભારતીય જનતાએ અને તમે પણ, નહેરુવીયન કોંગ્રેસની ઈન્દીરાઈ સરમુખત્યારી અને તેણીની અને તેણીના પક્ષને લગતા પ્રત્યક્ષ, શંકાસ્પદ અને પરોક્ષ  વિરોધી  સમાચાર ઉપરની મનાઈ જોયેલી જ છે. તમારામાંના કેટલાક તેનો ભોગ પણ બનેલા છે. ઈન્દીરાગાંધીએ કટોકટી ચાલુ રાકઃઈને અને સેન્સરશીપ ચાલુરાખીને ચૂંટણીઓ કરાવેલી. ભારતની જનતાએ કટોકટીના સમયમાં જ ચૂંટણી  થયેલી તે છતાં પણ  અને સેન્સરશીપ હોવા છતાં પણ આ જ ઈન્દીરા ગાંધીને તેને હરાવેલી. એટલે તમારે ગુજરાતી જનતાને નપુંષક માનવાની જરુર નથી. વળી અત્યારે કટોકટી કે સેન્સરશીપ તો નથી જ નથી જ. કટોકટી અને ગોબેલ્સ પ્રકારનો પ્રચાર એટલે શું તે તમે સુપેરે જાણો છો જ. તમારે શબ્દો ઉપર બળાત્કાર કરવાની જરુર નથી.सही शब्दोंका प्रयोग करें”.

૧૯૮૦ની ચૂંટણી વખતે તમે કેમ ચૂપ રહ્યા?

ઈન્દીરાઈ સંસ્કારને ભૂલી જાઓ તેટલા બાલીશ તો તમે નથી જ. ઈન્દીરા ગાંધીની ૧૯૭૧ની ખુદની ચૂંટણીને ન્યાયાલયમાં પડકારવામાં આવેલી. તેમાં ન્યાયાલયે નોંધ લીધેલી કે ઈન્દીરા ગાંધી ૧૪ વખત ન્યાયાલય સમક્ષ (જે શપથ પૂર્વક બોલવામાં આવે છે કે “હું જે કંઈ કહીશ તે સત્ય જ કહીશ અને સત્ય સિવાય કશું કહીશ નહીં) ખોટું બોલેલાં. ન્યાયાલયે તેણીની ચૂંટણી ગેરરીતીઓને કારણે રદ કરેલી. ઈન્દીરા ગાંધીને ન્યાયાલયે છ વર્ષમાટે ગેરલાયક ગણેલાં.  આ હતો  ઈન્દીરા ગાંધીનો કટોકટીની પહેલાંનો, કટોકટી અંતર્ગતનો અને તે પછીનો, સરમુખત્યારશાહીનો અને તેને સંલગ્ન સેન્સર શીપનો ટ્રેક રેકોર્ડ.

આ ઈન્દીરા ગાંધીએ, પોતાને ગાંધીવાદી માનતા એવા ચરણસિંઘને ફોડીને ગાંધીવાદી મોરારજી દેસાઈની, સુપેરે કામ કરતી સરકારને, ઉથલાવેલી. અને ૧૯૮૦માં ચૂંટણી જાહેર થયેલી. ઈન્દીરા ગાંધીનો ટ્રેક રેકોર્ડ આટલો શર્મનાક અને આતંકિત હોવા છતાં પણ તમે ૧૯૮૦ની ચૂંટણી વખતે ચૂપ રહેલા. શા માટે? નહેરુવીયન વંશની જે વ્યક્તિનો ટ્રેકરેકોર્ડ બિનલોકશાહી યુક્ત, માનવીય અધિકારોથી વિમુખ, એટલું જ નહીં કુદરતી અધિકારોથી પણ વિમુખ અને આપખુદી અને સરમુખત્યારીથી ભરપૂર હતો તેવી ઈન્દીરા સામે કે ઈન્દીરાઈ કોંગ્રેસ ની સામે તમે લોકો ૧૯૮૦ની ચૂંટણીમાં પડેલ નહીં. જનતા નથી માનતી કે તે વખતે તમે લોકો બાબાગાડી ચલાવતા હતા. અને તમારામાંના કોઈપણ ધારોકે તે સમયે બાબાગાડી ચલાવતા હોય તો પણ તમારા સૌમાં ઈતિહાસનું જ્ઞાન હોવું જરુરી છે કારણકે તમે અત્યારે બાબાગાડીના સહારે ચાલતા નથી.

નરેન્દ્ર મોદી હિટલર છેઃ

આમ તો જો કે એક ભાઈએ એમ કહેલ કે નરેન્દ્ર મોદી હિટલર થી પણ વિશેષ છે. કારણ કે તે સરમુખત્યાર, ગોબેલ્સ અને હિટલર ત્રણેનું મિશ્રણ છે.  ચાલો જવા દો. આપણે પહેલી બે ઉપમાઓ વિષે તો જોયું કે તે કેવી છે. હિટલરે તેના વિરોધીઓ પાસે ચૂંટણી કરાવેલી? હિટલરે કેટલીવાર ચૂંટણીઓ કરાવેલી અને કેવી રીતે? હિટલર કોણ હતો? અને હિટલરની રાજકીય પાર્શ્વ ભૂમિ શું હતી?

હિટલરની સામેના ગુનાઓ સાબિત થયેલા. તેને જેલ પણ જવું પડેલું. હિટલર  ૧૯૧૯માં જર્મનીની વર્કર્સ પાર્ટી માં દાખલ થયેલો અને બે વર્ષમાં જ લીડર તરીકે જાણીતો થયેલ. તેને તે પહેલાં પોતે કરેલા કાવતરા બદલ જેલમાં જવું પડેલ. જર્મન સમાજવાદી વર્કર્સ પાર્ટીનો તે ૧૯૩૩માં ચાન્સેલર થયો અને તેણે ડીક્ટેટરશીપ વાળી પાર્ટી બનાવેલી.

હવે આ વાત નરેન્દ્ર મોદી સાથે જરાપણ બંધ બેસતી નથી. નરેન્દ્ર મોદી ના બાળપણની વાતો જવા દઈએ અને ભણ્યા પછી તેના હિમાલય પ્રયાણની વાત જવા દઈએ અને તે પછી એક સામાન્ય કાર્યકર થયાની વાત પણ જવા દઈએ તો ૧૯૭૫થી કટોકટીના સમયથી તેની રાજકીય લડત શરુ થઈ કહેવાય. નરેન્દ્ર મોદીએ એક સામાન્ય વર્કર તરીકે કામ કર્યું છે. તેણે ઓછામાં ઓછું બે દશકા સુધી કોઈ રાજકીય હોદ્દો ભોગવ્યો નથી. તે બાદ તેની કાર્ય કુશળતાને કારણે તેને પક્ષમાં પ્રવક્તા અને પ્રભારી તરીકે રાખેલ. તેણે કદી જનપ્રતિનિધિ બનવા માટે માગણી મુકી નથી, કે તેને કદી રાજસભાનો સભ્ય કે કોઈ કોર્પોરેશનનો પ્રમુખ બનાવાયો નથી. તેણે આવી કોઈ માગણી મુકી હોય કે તેણે કોઈ દાવ ખેલ્યો હોય એવી કોઈ અફવાઓ પણ જે તે સમયે સમાચાર માધ્યમો દ્વારા ફેલાયેલી હોય તેવું પણ જાણવા મળ્યું નથી. કેશુભાઈને હટાવવામાં કે બીજા કોઈને હટાવવામાં કે પોતાને પ્રધાન કરવામાં તેણે કોઈ દોરી સંચાર કે લોબીયીંગ કર્યું હોય તેવા કોઈ સમાચારો ૧૯૯૦ થી ૨૦૦૨ સુધીમાં, એટલે કે તે મુખ્યમંત્રી થયા ત્યાં સુધી, અને તે પછી પણ ૨૦૧૨ ના મધ્ય સુધી પણ, કોઈ પણ સમાચારપત્રોમાં અફવા રુપે પણ આવ્યા ન હતા. બીજેપીના સ્વકેન્દ્રી અને નરેન્દ્ર મોદીના વિકાસના કામોથી હતઃપ્રભ થયેલા નેતાઓએ અને અથવા નરેન્દ્ર મોદી-દ્વેષી સમાચાર માધ્યમોએ બધી જ જાતની અફવાઓ ફેલાવવાનું શરુ કર્યું છે.

હિટલરની ઉપમા કોને લાગુ પડે છે?

હિટલરની ઉપમા નહેરુવંશીઓને વધુ લાગુ પડે છે.

નહેરુ ભણવામાં (આઈસીએસ)માં નિસ્ફળ ગયા એટલે  મોતીલાલે મહાત્મા ગાંધી થકી જવાહરલાલને ઠેકાણે પાડ્યા. માલેતુજાર હોવાને કારણે તેમનો પક્ષમાં ઝડપથી ઉદય થયો. હિટલરની જેમ જવાહરને ગ્લોરીફાય કરવામાં આવ્યા. જવાહરની તે સમયની વાક્છટાને કારણે અને નાટકીયવેડાને કારણે તેઓ જનતામાં પ્રિય પણ થયા.

૧૯૪૭માં ગાંધીજીની અનિચ્છા હોવા છતાં પણ ગાંધીજી દ્વારા જ જવાહરલાલને  પક્ષના લીડર બનાવવા પડ્યા. ગાંધીજીને દેશના બેથી વધુ ભાગલા અટકાવવા માટે દેશના બે ભાગલા પણ સ્વિકારવા પડ્યા.

નહેરુએ પોતાની હિમાલય જેવડી બ્લન્ડરો છૂપાવવા સીન્ડીકેટની રચના કરી.

પોતાની પુત્રીને રાજગાદી મળે તેવી ગોઠવણ તેમણે સીન્ડીકેટ દ્વારા કરી. નહેરુવંશી સરમુખત્યારીના બીજ નહેરુએ વાવ્યા અને છોડ તૈયાર કર્યો. આ બાબત ઈતિહાસના પૃષ્ઠો ઉપર છે. ઈન્દીરા ગાંધીએ વંશ વેલાનું વૃક્ષ બનાવ્યું. રાજવંશમાં જેમ થાય તેમ ઈન્દીરાના અવસાન પછી પ્રધાનમંડળની અને સંસદની મંજુરી વગર જ કહ્યાગરા રાષ્ટ્રપ્રમુખે ઈન્દીરાના પુત્રને વડાપ્રધાન સ્થાપિત કર્યો અને તેની પાસે વડાપ્રધાનપદના શપથ લેવડાવ્યા. આ વંશીય રાજકારણની પ્રણાલી અંતર્ગત આજે તેના જમાઈને પણ ઝેડ સીક્યોરીટી મળે છે. આ કોઈ વાતનો તમે ઇન્કાર નહીં કરી શકો.       

નહેરુના સમયમાં અનેક લોકો વગર મોતે મર્યા

હિટલરે વિરોધીઓની કતલ કરેલી. ગેસ ચેમ્બરો બનાવેલી અને તેમાં નિર્દોષોને હોમી દીધેલ. નહેરુએ શું કરેલ.? દેશના ભાગલા થયા પછી દેશમાં કેવી પરિસ્થિતિ સર્જાશે તે સંજોગોને નહેરુ પોતાના “નંબરવન” પદની લાલસામાં સમજી શકેલ નહીં. હિન્દુ–મુસ્લિમ હુલ્લડો તે નવી વાત ન હતી. આ વાત નહેરુએ સમજવા જેવી હતી. વિભાજના કબુલાતનામામાં એક કોમ દ્વારા બીજી કોમને નુકશાન થાય તો તેના વળતરની જોગવાઈ કરવાની જરુર નહેરુએ સમજવા જેવી હતી. પણ નહેરુમાં આર્ષદૃષ્ટિનો સંપૂર્ણ અભાવ હતો. આમ દેશના ભાગલા પછીની કત્લેઆમ માટે નહેરુ જવાબદાર હતા.

ભારતીય સૈન્ય હમેશા અજેય રહ્યું છે. ચીન સાથેનું યુદ્ધ પણ ભારત જીતી શક્યું હોત જો નહેરુએ અગમ ચેતી વાપરીને ચીન સાથેની સરહદને રેઢી મુકી ન હોત તો. આ વાત મને એક એક બ્રીગેડીયરે કહેલી. નહેરુની ચીન સાથેની બેવકુફી ભરેલી નીતિ માટે અને ભારતના અજેય સૈન્યના જવાનોના મોત માટે પણ નહેરુ જવાબદાર હતા.

આવું જ ઈન્દીરા ગાંધી માટે હતું.

હિન્દીભાષી બંગ્લાદેશી (પૂર્વપાકિસ્તાની) ઘુસણખોરો કરોડોની સંખ્યામાં દેશમાં ઘુસી આવ્યા અને તેને ઈન્દીરા ગાંધી વચન બદ્ધ હોવા છતાં પણ ખદેડી શકેલ નહીં. પાકિસ્તાનને સમયસર લાલ આંખ બતાવેલ નહીં તેથી ભારતના હજારો સૈનિકો માર્યા ગયેલ. અને તાજેતરની માહિતિ પ્રમાણે હજુ આપણા સેંકડો સૈનિકો પાકિસ્તાની જેલોમાં સબડે છે, જ્યારે ઈન્દીરા ગાંધીએ ગાલાવેલી કરીને હૈયા ફુટ્યા થઈને ૯૨૦૦૦ પાકિસ્તાનના યુદ્ધ કેદીઓને મફતમાં મુક્ત કરી દીધેલ. સિમલા કરાર તો એક કૌભાન્ડ છે તેને નકારી ન શકાય.

ઈન્દીરા ગાંધીએ લાદેલી કટોકટી એક અક્ષમ્ય અપરાધ હતો. તેને માટે તો આખા પક્ષને દેશ નિકાલ કરી શકાય. તેને વિષે તો મહાભારત જેવડો ગ્રંથ લખાય.

ઈન્દીરા ગાંધીએ ભીંદરાનવાલેને પોતાના રાજકીય સ્વાર્થ માટે સંત ઘોષિત કરેલ. આ સંતે પાકિસ્તાનની મિલી ભગતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરેલ. પંજાબના સામાજીક જીવનને લકવાગ્રસ્ત કરી નાખેલ. હજારો નિર્દોષ લોકો આતંકવાદમાં કતલ થયેલ. આતંકવાદીઓએ સ્વર્ણમંદિરનો શસ્ત્ર સરંજામ અને રહેઠાણ તરીકે ઉપયોગ કરેલ. દેશમાં એવો કોઈ કાયદો નથી કે ખૂની કે ચોરને તમે ધાર્મિકસ્થાનમાં ઘુસીગયો હોય તો ત્યાંથી તેને પકડી ન શકો. પણ અનિર્ણાયકતાની કેદી ઈન્દીરા ગાંધીએ આ આતંકવાદીઓને વકરવા દીધા. આ દરમ્યાન અનેક નિર્દોષોની કતલ થઈ. ઈન્દીરા ગાંધી પોતાની સ્વાર્થ વૃત્તિ અને વહીવટી અણઆવડતનો શિકાર બની. અને તેના ખૂનથી તેના પક્ષના માણસોએ હજારો નિર્દોષ શિખોની કતલ કરી.  ઈન્દીરા ગાંધીએ યુનીયન કાર્બાઈડની સાથે ક્ષતિયુક્ત ડીલ કર્યું, હજારો માણસો ભોપાલ ગેસ દુર્ઘટનામાં માર્યા ગયા, અનેક ગણા કાયમી રીતે ક્ષતિગ્રસ્ત થયા અને  તેમને કશી અર્થપૂર્ણ નુકશાની પણ ન મળી. ઈન્દીરાના પુત્રે અર્જુનસિંઘની મીલી ભગતમાં એન્ડરસનને ભાગી જવા દીધો.

આ બધી જાન હાનિઓ માટે ઈન્દીરા ગાંધી અને તેના પુત્ર જવાબદાર છે.

તમે એ પણ જુઓ કે ઈન્દીરા ગાંધીએ વકરવા દીધેલા ખાલીસ્તાની આતંકવાદ થકી મુસ્લિમ આતંકવાદને ભારતમાં પાંગરવાની તક મળી. ૧૯૯૦ માં આ આતંકવાદે માઝા મુકી અને કાશ્મિરના છ લાખ હિન્દુઓને જાહેરમાં અને અખબારોમાં કાશ્મિર છોડી જવા માટે પોસ્ટરો દ્વારા ખૂલ્લે આમ ધમકીઓ આપી. ખૂનામરકી કરી અને ૧૦ હજારની સંખ્યામાં કતલ કરી. લાખો હિન્દુઓ ને તગેડી મુક્યા. તેમણે પોતાના રાજ્યની બહાર તંબુઓમાં આશરો લીધો. આજે ૨૩ વર્ષ ને અંતે પણ નહેરુવીયન કોંગ્રેસ અને ફારુખ ની કહેવાતી મીલીજુલી સેક્યુલર સરકાર આ હિન્દુઓને પુનર્‌સ્થાપિત કરી શકી નથી. નહેરુવીયન કોંગ્રેસીઓને, તેમના સાથીઓને અને દંભી સેક્યુલરોને આ હિન્દુઓની કશી પડી નથી. તેઓ ચર્ચા કરે છે ખરા પણ તે કાશ્મિરમાંથી સુરક્ષા દળોને હટાવવા માટે અને જે આતંકવાદીઓ સુરક્ષાદળો સાથે મુઠભેડમાં માર્યા ગયા તેમના કુટુંબી જનોને વધુ રાહતો આપવાની વાતો કરે છે. આતંકવાદીઓના કુટુંબી જનોને પેન્શન તો આપવા માંડ્યું જ છે! આ સેક્યુલરોને આપણે શું કહીશું?

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ નરેન્દ્ર મોદી, સરમુખત્યાર, ગોબેલ્સ, હિટલર, દંગા, હુલ્લડ, ૨૦૦૨, હિન્દુ, મુસ્લિમ, નહેરુ, ઈન્દીરા, કટોકટી, સેન્સરશીપ, નેતા, ચૂંટણી, પસંદગી, સંવિધાનિક, જયપ્રકાશ નારાયણ, હમ્ટી ડમ્ટી, ટ્રેકરેકોર્ડ, બિનલોકશાહીયુક્ત, આપખુદ, બાબાગાડી, મુખ્યમંત્રી, હતઃપ્રભ, રેઢી સરહદ, ઘુસણખોરી, અનિર્ણાયકતાની કેદી, સંત, ભિન્દરાનવાલે, સ્વર્ણમંદિર, સિમલાકરાર, કૌભાન્ડ, યુનીયન કાર્બાઈડ, એન્ડરસન, ભોપાલ ગેસ, કતલ, કાશ્મિર, પોસ્ટરો, ખૂનામરકી, સેક્યુલર

Read Full Post »

Older Posts »

%d bloggers like this: