Feeds:
Posts
Comments

Posts Tagged ‘કોંગીની ગુનાઇત બેદરકારી’

નહેરુવીયનોને અયોધ્યા ચૂકાદાની જરુર છે ખરી?
 
શું વાત છે? અને શું સમસ્યા છે અને વાસ્તવમાં શું છૂપાવાય છે?
 
વાત કંઈક આવી છે:
ટીમ્બા ઉપર એક મસ્જીદ હતી.
તે જમીનની માલિકી ઉપર બે દાવેદાર થયા.
ઝગડો કોર્ટમાં ગયો.
તે પછી અમુક લોકોએ તે મસ્જીદને તોડી પાડી.
તે પછી ધમાલ થઈ,
સરકારે તે જમીનનો કબજો લીધો,
સરકારે ખોદકામ કરાવ્યું.
 
અવશેષો મળ્યા
ખોદકામ કરવાથી તેની નીચે જુનું બાંધકામ એટલે કે ત્યાં અમુક પૂરાતત્વ અવશેષો મળ્યા.
આ અવશેષો પૂરાતત્વવેત્તાઓએ ચકાસ્યા હશે તેવું આપણે માનીએ,
 
હવે જો મસ્જીદ પોતે ૫૦૦ વર્ષ જુની હોય તો તેની નીચેના અવશેષો ૫૦૦ વર્ષથી વધુ જુના હોય જ.
 
પૂરાતત્વ અવશેષો અને તે જગ્યાની માલિકી કોની હોઈ શકે?
 
આ અવશેષો ક્યાં સુધી ફેલાએલા હોઈ શકે?
 
તમે મસ્જીદનો ફોટો જુઓ. મસ્જીદ એક મોટા ટીંબા ઉપર છે. તેટલું જ નહીં, ટીબાની આસપાસની જમીન પણ એક વિશાળ ઊંચાણવાળી જગ્યા ઉપર છે.
 
આ બધી જ જગ્યા જો ખોદવામાં આવે તો અતિ વિશાળ પ્રાચીન બાંધકામના અવશેષો મળી શકે છે.
 
પ્રાચીન અવશેષો વિષે વિચારવાની અને મેળવવાની જવાબદારી કોની છે?
 
અલબત્ત આ જવાબદારી સરકારની જ છે.
 
જો આ ઐતિહાસિક અન્વેષણની જવાબદારી સરકારની હોય તો સરકારે તે જમીન નો કબજો લઈ જ લેવો જોઇએ. અને તેનું પૂરાતત્વ વિભાગે સંપૂર્ણરીતે અને વિસ્તૃત ખોદકામ કરવું જોઇએ.
 
મહત્વનું શું છે?
 
ભારતીય ઇતિહાસ અને ભારતીય અવશેષો મહત્વના છે કે જમીનની માલીકી?
 
વાસ્તવમાં ન્યાયની અદાલતે આમાં માલિકી વિષે નિર્ણય લેવાની જરુર જ નથી.
 
ન્યાયાલયે આદેશ આપવાની જરુર છે. આદેશ આપ્યા વગર આ કોંગી સરકાર જે નીંભર છે તે પોતાની ફરજ બજાવવામાં માનતી જ નથી. આવા કોંગી કલ્ચરના બેસુમાર દ્રષ્ટાંતો છે.
 
પૂરાતત્વના અવશેષો જ્યાં ક્યાંય પણ હોઇ શકે તેની તપાસ કરવાની અને જ્યાં ક્યાંય પણ હોય તે જગ્યાઓને ખોદવાની અને તે અવશેષો ખૂલ્લા કરવાની કે મેળવવાની, પ્રદર્ષિત કરવાની અને સાચવવાની જવાબદારી સરકારની છે.
 
કહેવાતી બાબરી મસ્જીદની નીચે અવશેષો નોકળ્યા છે તે પૂરાતત્વના અવશેષો જ હોઈ શકે તેમાં શંકાને સ્થાન નથી. ત્યાં રહેલા જુના સ્ટ્રક્ચરને વધુ ખોદીને ખુલ્લું કરવું જોઇએ. લોકહિત અને સંસ્કૃતિની ઓળખ માટે આ જરુરી છે.
 
સરકાર પાર્ટી કેમ ન બની?
 
કોંગી સરકાર શામાટે મૌન સેવે છે તેના કારણોની જનતાને ખબર નથી. કોંગી દરેક વાતમાં વૉટ બેંકના પરિપેક્ષ્યમાં વિચારે છે અને તેથી દેશને પારાવાર આર્થિક સામાજીક અને સાંસ્કૃતિક નુકશાન થાય છે અને થયું છે.દેશમાં કોમી એકતા જોખમાય છે.
કોંગીએ દેશના હિતમાં વિચારવું જોઇએ.
 
અયોધ્યાનો કબજો સંપૂર્ણરીતે સરકારે લઈ લેવો જોઇએ. અયોધ્યામાં અનેક ટીંબાઓ છે અને તેની નીચે પૂરાતત્વના અવશેષો હોવાની પારવિનાની શક્યતાઓ છે. આ વાતને અવગણી ન શકાય. પૂરાતત્વના અવશેષોને ઢાંકવા એ  ઐતિહાસિક સત્યને ઢાંકવા બરાબર છે.
 
૩૦ફુટ બાય ૪૦ ફુટ ની જગ્યાને ખોદવાથી પૂર્ણ વિરામ આવી ગયું છે એમ જો સરકાર માનતી હોય તો તે એક જુઠાણું અને છેતરપીન્ડી છે.
 
આખા ટીંબાને દૂર સુદૂર સુધી ખોદી નાખવો જોઇએ. આમાં કોઇને વાંધો હોઈ ન શકે. મસ્જિદ તો તૂટી જ ગઈ છે. અને નીચે હિન્દુ સ્ટ્રક્ચર નીકળ્યું છે. એથી મસ્જીદ તે જ જગ્યાએ બાંધવાનો પ્રશ્ન ઉભો થતો નથી.
 
પૂરાતત્વખાતું વધુ ખોદકામ કરે તેમાં હિન્દુ સંસ્કૃતિના ગૌરવશાળી હિન્દુઓ વાંધો ઉઠાવી ન જ શકે. જે હિન્દુઓ વાંધો ઉઠાવશે તેઓ બદનામ થશે.
 
ભારતમાં ઠેર ઠેર ટીંબાઓ અને પ્રાચીન અવશેષો ફેલાએલા છે. કોંગી સરકારોઓ તેમાં ગુન્હાહિત બેદરકારીઓ પ્રદર્ષિત કરી છે. અયોધ્યાનો પ્રશ્ન સંશોધનાત્મક રીતે વધુ ઉત્ખનન કરી હલ કરવો એ એક સુલભ્ય અવસર છે.
 
નહેરુવીયનોને વિખવાદ પ્રિય છેઃ
 
પણ તમે લખી રાખો, કોંગી ને દેશના ગૌરવ કરતાં સત્તા, સંપત્તિ અને વિખવાદ જ પ્રિય છે.
 
તેને મન દેશ જાય ચુલામાં.
 
કોંગી કલ્ચર એટલે ગુનાઇત બેદરકારી
 
૧૯૪૮માં પાવાગઢના પર્વતની ઉપર આવેલા દુધીયા તળાવના કિનારે રસ્તાની જમણી બાજુએ એક પ્રાચીન અને કોતરણી વાળી મૂર્તિઓ (માતૃકાઓ, યક્ષો, કિન્નરો વિગેરે) અને કોતરણી વાળી સુશોભનો વાળી દિવાલ સહિતના અવશેષો વાળું મંદીર હતું.  ૧૯૫૮ સુધી તે ઠીક ઠીક અસ્તિત્વ ધરાવતું હતું. ૧૯૯૨ સુધીમાં આખા મંદીરના બધા જ અવશેષો ચોરાઈ ગયા. ત્યાં મદિરનું નામો નિશાન નથી. ઓટલાના કોતરીવાળા પત્થરો પણ ચોરાઈ ગયા છે. જે અવશેષો જમીનની ઉપર હતા તેની જ જાળવણી નકરી તે સરકારી ડીપાર્ટમેન્ટ ઉત્ખનન તો કરે જ ક્યાંથી? ભારતીય સંસ્કૃતિની વાત કરવી એ પણ ભગવાકરણી ગુન્હો છે.
 
 
 
શિરીષ દવે
 
ટેગઃ અયોધ્યા, રામ, જન્મભૂમિ, બાબરી મસ્જીદ, પૂરાતત્વ વિભાગ, ટીંબા, ઉત્ખનન, ઐતિહાસિક સમૃદ્ધિ, કોંગીની ગુનાઇત બેદરકારી
 
ચમત્કૃતિઃ (ગુસ્તાખી માફ)
 
પણ એમ એમ એસ વિષે શું છે?
ફોઈબાને મુછો હોય તો કાકા જ કહેવાય ને!!
પણ અહીં તો મૂંછો જ નહીં દાઢી પણ છે … તો પણ ફોઈબા જ … તેનું શું?

ARE WE WAITING FOR ANOTHER FIGHT FOR INDEPENDANCE?

ARE WE WAITING FOR ANOTHER FIGHT FOR INDEPENDANCE?

Advertisements

Read Full Post »

%d bloggers like this: