Feeds:
Posts
Comments

Posts Tagged ‘કોંગ્રેસ (સંસ્થા)’

ભારતમાં લોકશાહીને સુરક્ષિત રાખવાનું દે ધનાધન

ભારતમાં લોકશાહીને સુરક્ષિત રાખવાનું દે ધનાધન

ભારતમાં લોકશાહીને સુરક્ષિત કોણે રાખી?

ભારતરત્ન

શું આ સળગતી સમસ્યા છે?

“ના જી. આ સળગતી સમસ્યા નથી. અરે સમસ્યા પણ નથી.

“હા પણ કોંગીઓ માટે, જો નહેરુને, આ માટે નહેરુના યોગદાનને, માન્યતા ન આપીએ તો કોંગીઓનો, એકમાત્ર હકારાત્મક મુદ્દો, (ભલે તો વિવાદાસ્પદ હોય) નષ્ટ પામી જાય.

પણ આપણને શો ફેર પડે?

“હા ભાઈ, અમને ફેર પડે કારણ કે અમે કોંગીને મૂળ કોંગ્રેસ માનીએ છીએ. મૂળ કોંગ્રેસ એટલે કે જે કોંગ્રેસે સ્વાતંત્ર્યની ચળવળમાં પોતાની જાતને હોમી દીધી હતી. જવાહર લાલ નહેરુએ પણ કોંગ્રેસની અંદર રહીને પોતાની જાતને હોમી દીધી હતી. ઇન્દિરા, રાજીવ, સોનિયા, રાહુલ, પ્રિયંકા … નહેરુ સાથે પ્રાણીશાસ્ત્ર પ્રમાણે સંબંધિત છે, તેથી કોંગ્રેસ પણ મૂળ કોંગ્રેસ છે. સાધ્યં ઇતિ સિદ્ધમ્‌.

“પણ મૂળ કોંગ્રેસમાં તો બીજા લોકો પણ હતા. અને આ બીજા લોકોએ પણ પોતાની જાતને સ્વાતંત્ર્યની ચળવળમાં હોમી દીધી હતી, તેનું શું? જેમ કે લોહિયા, જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, રાજ ગોપાલાચારી, વિનોબા ભાવે … આવા અસંખ્ય મહાનુભાવો છે.

“ અરે ભાઈ …, તેઓ કોંગ્રેસમાંથી નિકળી ગયેલા. તેઓ એ તો પોતાની કોંગ્રેસ સ્થાપેલી… જેમકે કોંગ્રેસ રીયલ, કોંગ્રેસ સંસ્થા … એટલે તેમને નહીં ગણવાના … પછી ભલે તેમણે નહેરુના દાવપેચને કારણે કે વંશવાદને કારણે કે સિદ્ધાંતોને કારણે કોંગ્રેસ છોડી હોય. તેમનું લોકશાહી માટેનું યોગદાન શૂન્ય ગણવાનું અને લોકશાહીને જીવતી રાખવાનું શ્રેય, નહેરુને જ આપવાનું. કારણ કે સત્તા તો તેમની પાસે હતી ને? જે સત્તાના શિર્ષ સ્થાન ઉપર હોય, તેને જ બધા શ્રેય આપવાના અને જે દુષણો/ક્ષતિઓ હોય તે જે તે ખાતાના મંત્રીઓને આપાવાના. હા ભાઈ હા, જમવામાં જગલો અને કૂટાવામાં ભગલો. ખબર નથી તમને? ઇતિ.

 “ભારતમાં લોકશાહી ક્યા કારણોસર સ્થપાઈ અને કયા કારણોસર ચાલુ રહી? શા માટે આપણા પડોશી દેશોમાં લોકશાહી ચાલુ ન રહી શકી? આપણા પાડોશી દેશોમાં ચાલુ ન રહી શકી, અને આપણા દેશમાં ચાલુ રહી, તે માટે આપણે કોને તો શ્રેય આપવું જોઇએ? નહેરુને શા માટે આ શ્રેય ન આપવું?

જો દેશના મૂર્ધન્યો અમુક બારીઓ ખુલ્લી ન રાખે તો ભલે તેઓ કોઈ પણ ઉંમરે પહોંચે તો પણ તેમની માન્યતા ન બદલી શકે.

પૂર્વગ્રહ વાસ્તવમાં છે શું?

ધારો કે આપણને એક કોટડીમાં રાખ્યા છે, કે આપણે જાતે તેમાં ગયા છીએ, અને તેમાં રહીએ છીએ… આપણે અંદર ગયા છીએ એટલે એક બારણું તો હોવું જ જોઇએ… એટલે ત્યાંથી તો પવન અને પ્રકાશ આવે … પવન એટલે બહારનું વાતાવરણ. અને પ્રકાશ એટલે અજવાળું.

આ “કોટાડી”ને તમે એક વૈચારિક કોટડી સમજી લો … આ કોટડીને ગોળાકાર કોટડી સમજી લો.

બારીઓ વિષે શું છે?

બધી બારીઓ વિષે તમે જાણતા નથી, અથવા

ક્યાં ક્યાં બારીઓ છે તે તમે જાણો છો પણ અમુક જ બારીઓ તમારે ખોલવી છે. અથવા,

બીજી બારીઓ તમારે બંધ રાખવી છે.

બારીઓમાંથી માહિતિઓ આવે છે.

દરેક ખૂલ્લી રાખલી બારીમાં તમે ડોકીયું કરી શકો છો અને જે તે બારીમાંથી તમને બહારની ભીન્ન ભીન્ન પરિસ્થિતિનો ક્યાસ તમને મળે છએ અથાવા તો તમે તે ક્યાસ મેળવવા સક્ષમ છો.

હા જી. લોકશાહી ચાલુ રહી તે તો આપણી માનસિક વિકાસની પારાશીશી છે. તો હવે તેનું શ્રેય કોને આપીશું? આ શ્રેય જો તમારે ઓળઘોર કરીને જ કોઈને આપવું હોય તો તમે ગમે તેને આપી શકો છો. રાજિવ ગાંધીને “ભારતરત્ન”નો ખિતાબ આપેલો જ છે ને!

કોંગ્રેસ અને કોંગી એ બેની વચ્ચેનો જે વૈચારિક અને કાર્યશૈલી વચ્ચેનો ભેદ છે તે જેઓ સમજ્યા નથી, કે સમજવા માગતા નથી કે સમજવા માટે તૈયાર નથી તેઓ કોઈપણ રીતે કે રીત વગર આ ચાલુ રહેલી લોકશાહીનો યશ નહેરુને આપવા માગે છે.

આ એક ફરેબી વાત છે.

દેશ, રાષ્ટ્ર, લોકશાહી, જનતંત્ર અને ગુલામી … આ બધી વ્યવસ્થા ભીન્ન ભીન્ન છે.

“દેશ” એ એક રાજકીય વિસ્તાર છે. રાષ્ટ્ર એ એક સાંસ્કૃતિક વિસ્તાર છે.

ભારત દેશ, બ્રીટીશ સામ્રાજ્યમાં હોવા છતાં પણ બ્રીટીશ હિન્દના તાબાના પ્રદેશોમાં ચૂંટણી થતી હતી. તેના જનપ્રતિનિધિઓ હતા. જ્યાં દેશી રાજ્યો હતા ત્યાં દેશી રાજાઓનું રાજ હતું. જોકે અંતિમ નિર્ણય બ્રીટીશ સામ્રાટનો ગણાતો. પણ કાયદાનું રાજ્ય હતું.

તે વખતે મૂર્ધન્યોની માનસિકતા કેવી હતી?

“દેખ બિચારી બકરીનો પણ કોઈ ન પકડે જાતાં કાન,

એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન” (કવિ દલપત રામ)

પણ આમાં કવિ દલપતરામનો વાંક ન હતો. તેમણે પેશ્વાના રાજને પણ જોએલું. તેમના સમયની અરાજકતા તેમણે અનુભવેલી કે સાંભળેલી. અને તે પછી કાયદાના રાજવાળું બ્રીટીશ શાસન તેમણે અનુભવેલું. ભારત દેશ ગુલામ હોવા છતાં પણ પેશ્વાના રાજ કરતાં વધુ સ્વતંત્ર હતો કારણ કે કાયદાનું રાજ હતું. અન્યાય ઓછો હતો.

વળી ભારત “વસુધૈવ કુટૂંબકમ્‌” ની ભાવના વાળો હતો એટલે પીંઢારા અને પેશ્વાના સુબેદારો ના શાસન કરતાં અંગ્રેજોને સારા ગણતો હતો. સામાન્ય રીતે અંગ્રેજો સારા હતા અને તેઓ કાયદાને માન આપતા હતા. ખામી ફક્ત એ હતી કે કાયદો બદલવાનો હક્ક ભારતીયોને ન હતો અને કાયદો ત્યારે જ બદલાતો જ્યારે બ્રીટીશ ક્રાઉન નો સીક્કો વાગતો. બ્રીટીશ ક્રાઉનનો સીક્કો ત્યારે જ વાગતઓ જ્યારે બ્રીટીશ સંસદ જે તે ઠરાવને મંજૂરી આપતી.

આ એક સુક્ષ્મ ભેદ હતો.

આવા બ્રીટીશ રાજ્ય સામે ભારતની નેતાગીરીને વિદ્રોહ માટે તૈયાર કરવી એ ઘણું અઘરું કામ હતું.

૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ નિસ્ફળ જવાના કારણો વિષે, ઘણા નેતાઓએ મનોમંથન અને આત્મ મંથન કર્યું હતું અને કરતા રહ્યા હતા. આ નેતાઓમાં બે પ્રકારના નેતાઓ હતા. એક દેશપ્રેમી અને બીજા રાષ્ટ્રપ્રેમી.

દેશપ્રેમી લોકોમાંના મોટા ભાગના બ્રીટીશ શિક્ષણનું ઉત્પાદન હતા. અને રાષ્ટ્રપ્રેમી નેતાઓ સામાન્ય રીતે સંસ્કૃતભાષાના પંડિતો હતા. રાજા રામમોહન રોય, બ્રીટીશ શિક્ષણનું ઉત્પાદન હતા. દયાનંદ સરસ્વતી સંસ્કૃત ભાષાનું ઉત્પાદન હતા.

ભારત રાષ્ટ્રની નેતાગીરી, શાસ્ત્રો ઉપર અને તેમના ગૌરવ ઉપર પ્રચ્છન્ન રીતે આધારિત હતી. ભારતદેશની નેતાગીરી બ્રીટીશ રાજના શિક્ષણ અને કાયદાઓ ઉપર આધારિત હતી. કેટલાક દેશપ્રેમીઓનો ભ્રમ વિવેકાનંદના આવ્યા પછી ભાંગવા માંડ્યો હતો. બાલ ગંગાધર ટીળકનો ભ્રમ તૂટ્યો. રૉલેટ એક્ટ આવ્યા પછી અને જલીયાવાલા બાગની ઘટના પછી ગાંધીજીનો પણ ભ્રમ તૂટી ગયો. આ બંને નેતાઓ ભારતદેશના નેતાઓ હતા. (ભારત રાષ્ટ્રના નહીં). ૧૯૧૬માં ગાંધીજી ભારતમાં આવ્યા અને કાલાંતરે ચંપારણનો સત્યાગ્રહ કર્યો, આ અંતરાલમાં ગાંધીજી “ભારતરાષ્ટ્ર”ના નેતા બની ગયા. ગાંધીજીને ખ્યાલ આવી ગયો કે ભારતદેશ કરતાં ભારતરાષ્ટ્ર વધુ સુસંસ્કૃત છે અને ઉચ્ચ છે. ભારતની સમાજવ્યવસ્થા અંગ્રેજ સરકારની સમાજ વ્યવસ્થા કરતાં વધુ ઉચ્ચ અને વધુ શ્રેય છે. ભારતની જનતા માટે ભારતરાષ્ટ્રની શાસ્ત્રીય વ્યવસ્થા ભારતની જનતા માટે વધુ ગ્રાહ્ય છે. ગાંધીજીને એ વાતની અનુભૂતિ થઈ કે ભારતમાં વ્યાપ્ત સનાતન ધર્મ વ્યવસ્થાને કારણે જ ભારતમાં સનાતન ધર્મ, સેંકડો આક્રમણો છતાં ટકી રહ્યો. ઈટાલી, ગ્રીસ, ઈજીપ્ત, અને મેક્સીકોની સંસ્કૃતિઓ પણ સુવિકસિત સંસ્કૃતિઓ હતી, પણ તે સંસ્કૃતિઓ આંગળીના વેઢે ગણી શકાય એટલા દશકાઓમાં વિદેશી આક્રમણોથી પરાજિત થઈ ગઈ હતી અને તેના ધર્મો, સો ટકા નષ્ટ પામી ગયા. બીજી બાજુ ભારતની સંસ્કૃતિ હજારો વર્ષ જુની હોવા છતાં, અને  સૈકાઓ લાંબા વિદેશી આક્રમણોથી પરાજિત થવાં છતાં, પોતાની રાષ્ટ્રીય સંસ્કૃતિ જાળવી રાખી શકી છે. શું આને તમે નહેરુનું યોગદાન ગણશો?

ભારત દેશ કદાચ શહેરોમાં થોડો ઘણો જીવતો હશે. પણ ભારતરાષ્ટ્ર, ગ્રામ્ય ભારતમાં જીવે છે. અંગ્રેજો આવ્યા ત્યારે ભારતરાષ્ટ્ર શહેરોમાં પણ જીવતું હતું. તે વખતે શહેરોમાં (તાલુકાઓ સહિત) ભારતીય પાઠશાળાઓ હતી. બંગાળમાં જ બ્રીટન કરતાં વધુ પાઠશાળાઓ હતી.

અંગ્રેજોના બે ધ્યેય હતા.

(૧) ભારતને ગરીબ બનાવી દેવો. (૨) જેઓ અંગ્રેજી શિક્ષણ વ્યવસ્થાને સ્વિકારે તેને જ નોકરી આપવી.

આ માટે અંગ્રેજોએ કેવા પગલાઓ લીધાં તે આપણે જાણીએ છીએ. એટલે તેને વિષે ચર્ચા નહીં કરીએ.

ગાંધીજી અંગ્રેજોની અમલમાં મુકેલી વ્યવસ્થાને સમજી ગયેલા.

ગાંધીજીએ “સ્વદેશી નો પ્રચાર અને વિદેશી માલનો બહિષ્કાર” ની ચળવળ ચલાવી. જો કે ભલભલા ખેરખાં એવા નેતાઓએ, આ બાબતમાં ગાંધીજીની ટીકા કરેલ. કેટલાકે તો સવિનય કાનૂનભંગની લડતનો પણ વિરોધ કરેલ. આ બધાના નામ આપી શકાય તેમ છે. પણ આપણું ધ્યેય કોઈની ટીકા કરવાનું નથી. તેથી આની ચર્ચા નહીં કરીએ.

ભારત રાષ્ટ્રનો સમાજ એક ખૂલ્લો સમાજ છે.

અંગ્રેજોના શાસનકાળમાં તે થોડોક બંધિયાર થઈ ગયેલ. તેનું કારણ ગરીબી હતી. લાચારી હતી. સાયણાચાર્યે મુસ્લિમ યુગમાં, સાતવળેકરે અને દયાનંદ સરસ્વતીએ બ્રીટીશ યુગમાં વેદોની અંદર રહેલા જ્ઞાનને ઉજાગર કર્યું. વિવેકાનન્દ પણ આ જ્ઞાન સામાન્ય કક્ષાની જનતા પાસે લઈ ગયા અને ભારત રાષ્ટ્રનો મહિમા સમજાવ્યો.

ગાંધીજી પણ સમજી ગયા હતા કે વેદોમાં રહેલું જ્ઞાન ઉત્કૃષ્ટ છે. રાષ્ટ્રપ્રેમ જાગૃત કર્યા વગર સ્વતંત્રતા મળશે નહીં.

ન્યુટન – આઈન્સ્ટાઈન અને પાદરી.મુલ્લાં.સંત – ગાંધીજી

પદાર્થની ગતિમાં ફેરફાર પદાર્થ ઉપર લાગતા બળના પ્રમાણ અને બળની દિશામાં હોય છે. આ ન્યુટનનો નિયમ હતો.

આઇન્સ્ટાઈન નો નિયમ હતો કે પદાર્થની આસપાસ ફીલ્ડ (ક્ષેત્ર) હોય છે. ફિલ્ડને દિશા અને શક્તિ હોય છે. એટલે પદાર્થની ગતિનો ફેરફાર ફીલ્ડ ની શક્તિ અને ફિલ્ડની દિશાને કારણે હોય છે.

આપણે બધા ભૌતિક વિશ્વમાં જ રહીએ છીએ. આપણો વિચાર એ એક ફીલ્ડ છે. આચાર એ ગતિ છે. પાદરી.મુલ્લા.સંતો વ્યક્તિને પકડે છે અને વ્યક્તિના વિચારમાં પરિવર્તન લાવવાનું કામ કરે છે. (જો કે બધા સંતોને આ વાત લાગુ પડતી નથી).

ગાંધીજી વિચારને ફિલ્ડ સમજ્યા અને તેને બળવત્તર કરવા અને અનુભૂતિ કરાવવા તેને અનુરુપ સામુહિક કાર્યક્રમો આપ્યા. એટલે સામુહિક ફિલ્ડની એક શક્તિ ઉત્પન્ન થઈ. દરેક વ્યક્તિને લાગ્યું કે તે સ્વાતંત્ર્યની ચળવળનો એક સૈનિક છે. આમ વ્યક્તિ એક વ્યક્તિ ન રહેતાં એક સમૂહ બની ગયો. આમ સામુહિકરીતે સ્વદેશી પ્રચાર અને સામુહિક રીતે વિદેશી માલનો બહિષ્કાર એ સરકારની સામે એક મોટું શસ્ત્ર બની ગયું.

પ્રાર્થના સભા, પ્રભાતફેરી, સ્વદેશીનો સામુહિક રીતે પ્રચાર, વિદેશી માલના બહિષ્કારના સામુહિક કાર્યક્રમો … આ બધાનો ફાયદો એ થયો કે આમ જનતામાં સંવાદ વધ્યો અને વૈચારિક જાગૃતિ માટેના માધ્યમો ટાંચા હોવા છતાં પણ વૈચારિક જાગૃતિ ઝડપથી આવી અને ઝડપથી પ્રસરી.

કાર્લ માર્ક્સે જો કશું સત્ય કહ્યું હોય તો તે એજ કે સમાજમાં માલનું ઉત્પાદન કેવીરીતે  થાય છે અને માલનું વિતરણ કેવીરીતે થાય છે, આ વ્યવસ્થાઓ  સમાજનું ચારિત્ર્ય ઘડે છે.

ગાંધીજીએ આ નિયમનો પૂરો લાભ લીધો.

રાજસત્તાનું વિકેન્દ્રીકરણ અને જનપ્રતિનિધિત્વની વ્યવસ્થા એ એક રીતે એકબીજાના પર્યાય છે.

લોકશાહીને કોણે જીવતી રાખી?

ભારતમાં લોકશાહીના મૂળ ઉંડા છે. ભારતમાં લોકશાહીના મૂળ ઉંડા છે તે ઉજાગર કરવાનું કરવાનું કામ ગાંધીજી કરતા હતા. જો કે આપણા દેશપ્રેમી બધા નેતાઓ અને કેટલાક રાષ્ટ્રપ્રેમી નેતાઓ આ વાત સમજી શકતા ન હતા. કારણ કે દેશપ્રેમીઓ માનસિક રીતે અંગ્રેજોના અથવા તો પાશ્ચાત્ય સભ્યતાના વૈચારિક ગુલામ હતા, જ્યારે કેટલાક રાષ્ટ્રપ્રેમી નેતાઓમાં માનસિક વિકાસનો અભાવ હતો, એટલે કે તેઓ પોતાની વિચાર શક્તિના અભાવમાં ગાંધીજીના વિરોધી હતા.

લોકશાહીની વ્યાખ્યા શી?

પાશ્ચાત્ય વિદ્વાનોએ કહ્યું લોકો થકી લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી. પણ લોકો એટલે શું?

આનો સીધો અર્થ બહુમતિ જ થાય.

આ બહુમતિને બદલવાના ઘણા શસ્ત્રો ઉપલબ્ધ હોય છે. બહુમતિના માનસિક સ્તર પર બહુમતિની કાર્યશૈલી અવલંબે છે.

પુરુષોત્તમ માવળંકરે એવી વ્યાખ્યા કરેલી

“જ્યાં સત્યનો આદર થાય તે લોકશાહી”

પણ સત્ય સમજવા માટે જનતાનું માનસ સક્ષમ હોવું જોઇએ.       

એટલે કે જો જનતા સાક્ષર હોય તો લોકશાહી યોગ્ય છે.

પણ સાક્ષર એટલે શું?

નારાયણભાઈ દેસાઈએ “સાક્ષર”ની વ્યાખ્યા “જે સમસ્યાને જાણે છે અને સમસ્યાને સમજે છે” તે સાક્ષર. એટલે કે જાગૃત નાગરિક.

તો પછી નાગરિકને જાગૃત કોણ કરે?

આ માટે ભારતમાં ઋષિમુનીઓ હતા અને તેમણે શાસ્ત્રો લખેલા. આ શાસ્ત્રોને સમજવાવાળા આચાર્યો હતા. આચાર્યો ઉત્પન્ન કરવા માટે વિદ્યાપીઠો હતી. આ આચાર્યો નિડર હતા.

નિડર એટલે શું?

નારાયણભાઈ દેસાઈએ નિડરની વ્યાખ્યા કરેલ

“ સત્ય (શ્રેય)ની સ્થાપના માટે જે કોઈથી ડરે નહી, અને જેનાથી કોઈ ડરે નહીં તે”.

કૌટીલ્ય, શંકરાચાર્ય, સાયણાચાર્ય, સાતવળેકર, દયાનંદ સરસ્વતી જેવા અનેક આચાર્યો ભારતમાં હતા અને છે. હાલમાં પણ એવા આચાર્યો છે જેઓ વિદ્વાન અને વિચારક છે અને નિષ્કામ રીતે કર્મ કરે છે. તેઓ કોઈ હોદ્દો ભોગવવામાં માનતા ન હતા. ધન અને સંપત્તિના તેઓ દાસ ન હતા.

૧૯૩૩ પછી ગાંધીજીએ ઋષિત્ત્વ ગુણ આત્મસાત કર્યો. તેમણે ધન સંપત્તિનો ત્યાગ તો ઘણા સમય પહેલાં કર્યો હતો. તેમણે પદનો પણ ત્યાગ કર્યો. જેથી તેમના અભિપ્રાય ઉપર મૂક્ત ચર્ચા થઈ શકે.

પણ જો સત્તા ઉપર બેઠેલો વ્યક્તિ ઋષિ કે આચાર્ય ન હોય અને પોતે ક્રાંતિકારી (એટલે કે સમાજ ઉપર પોતાના મનગઢંત વૈચારિક ફેરફારનું આરોપણ કરનારો ) થઈ જાય તો તે સમાજ માટે ભયજનક બની શકે છે. જેમકે નહેરુ અને ઇન્દિરા ગાંધી કે જેમણે તેમના આચારો દ્વારા દેશના જનમાનસને, નૈતિક રીતે પાયમાલ કર્યું.

નરેન્દ્ર મોદીની માનસિકતા શું છે?

નરેન્દ્ર મોદી હોદ્દો ધરાવે છે … ક્રાંતિકારી વિચારો ધરાવે છે … અને કેટલાક લોકો તેનાથી ડરે પણ છે …

સમાજ જે સ્તર ઉપર છે તેને કારણે નરેન્દ્ર મોદીને સુરક્ષા આપવી આવશ્યક છે.

નરેન્દ્ર મોદી સગાંવ્હાલાં અને મિત્રોને ફાયદો કરી દેવાની વૃત્તિ અને આચાર રાખતો નથી.

તમે સંસ્કૃત શ્લોકને યાદ કરો …

પરદાર પરદ્રવ્ય પરદ્રોહ પરાઙ્ગ મુખઃ

ગંગા બૃતે કદાગત્ય મામયં પાવયિષ્યતિ

 ગંગા કહે છે કે પરસ્ત્રી, બીજાનું ધન અને બીજાએ કરેલું અપમાન એ બધાથી વિરક્ત વ્યક્તિ ક્યારે આવીને મને પવિત્ર કરશે?

બીજાની સ્ત્રી પરત્વે વિરક્તિ રાખવી એ પ્રથમ પાદ છે.

તેનાથી અઘરું કામ બીજાના ધનથી વિરક્ત રહેવું એ દ્વિતીય પાદ છે.

બીજાએ કરેલા અપમાનથી (સ્વાર્થહીન) વિરક્તિ રાખવી તે તૃતીય પાદ છે.

નરેન્દ્ર મોદીએ આ ત્રણેય ગુણો કેળવ્યા છે.

નરેન્દ્ર મોદી તો પરસ્પરની સંમતિથી પોતાની પત્નીથી પણ દૂર રહ્યો છે.   

નરેન્દ્ર મોદીને તેના હોદ્દાની રુએ જે ભેટ સોગાદો મળે છે અને તેના જે વસ્ત્રો છે, તેની તે હરાજી કરી, સ્ત્રીઓના ઉત્કર્ષ માટે દાનમાં આપી દે છે. બીજાના ધન ઉપર પોતાના માટે  કુદૃષ્ટિ કરવાની તો વાત જ નથી.

અમેરિકાએ તેને વીસા ન આપ્યા. આ વિસા માટેની અરજી આમ તો સરકારી વિસા માટેની અરજી હતી અને ગવર્નમેંટ ઓફ ઈન્ડિયાએ અનુરોધ સાથે મોકલેલી. અને તેનો અનાદર કરવો એ ભારતનું અપમાન હતું. આનાથી પણ વિશેષ ભારતના અપમાનો ૧૯૬૯-૭૧ના અમેરિકાના તત્કાલિન પ્રમુખ નિક્સને કરેલ. પણ તત્કાલિન ભારતીય સરકારે અમેરિકા સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખેલ નહીં. આ બધાં એક લોકશાહી વ્યવસ્થાવાળી સરકારે કરેલાં આચારો હતા.

નરેન્દ્ર મોદી ભારતના હિતમાં આ બધાં અપમાનો ગળી જાય છે.

જો કે કેટલાક લોકો અફવા ફેલાવે છે કે મોદી નિક્સનને મળ્યો હતો. કેટલાક આવી વાતોમાં કેવી રીતે આવી જાય છે તે સ્મજાતું નથી.

રીચાર્ડ નિક્સન ૧૯૬૯ થી ૧૯૭૪ સુધી યુએસનો પ્રેસીડેન્ટ હતો. આ નિક્સન ૧૯૧૩માં જન્મ્યો હતો અને ૧૯૯૪માં મરી ગયો હતો. જો મોદી મળ્યો હોય તો તેને ક્યારે મળ્યો તેની ચોખવટ મોદી વિરોધીઓ કરતા નથી. આમ તો સુભાષબાબુ પણ હીટલરને મળ્યા હતા. ગાંધીજી પણ ભારતના ઘોર વિરોધી ચર્ચીલને મળવા માગતા હતા. પણ ચર્ચીલે મળવાની ના પાડી હતી. ગાંધીજી અને સુભાષબાબુ આ બંનેના હેતુ ભારતદેશને નુકશાન કરવાના ન હતા.

નરેન્દ્ર મોદીનો હેતુ પણ ભારતને નુકશાન કરવાનો ન હોઈ શકે. નરેન્દ્ર મોદી તેમને ૧૯૭૫ પછી મળ્યા હોય તો પણ. ૨૦૦૧ સુધી નરેન્દ્ર મોદી એવા કોઈ મહત્ત્વના વ્યક્તિ ન હતા કે યુએસ પ્રમુખ તેમને મળે. સંશોધનનો વિષય છે.

મોદી વિરોધીઓનું કહેવું છે કે બંગ્લાદેશની ચળવળમાં પાકિસ્તાની સેનાએ બંગ્લાદેશમાં ૪૦ લાખ લોકોને મારી નાખેલા અને તેમાં ૩૦ લાખ બંગ્લાભાષી હિન્દુઓ હતા અને ૧૦ લાખ બંગ્લાભાષી મુસલમાનો હતા. નિક્સને આ કતલના સમાચારો દુનિયાથી દબાવેલા.

ભારતમાં જ્યારે લાખોની સંખ્યામાં બંગ્લાદેશી નિર્વાસિતો ઘુસી આવ્યા હોય અને આપણી પ્રધાન મંત્રી કે એના મંત્રીમંડળને કે એની ઈન્ટેલીજન્સ એજન્સીને ખબર ન હોય એટલી હદ સુધી અમેરિકાના નિક્સનની પહોંચ હોય કે તે આવા લાખ્ખોની કતલના સમાચારોને દાયકાઓ નહીં તો વર્ષો સુધી દબાવી રાખી શકે એ વાત માન્યામાં આવી શકે તેવી નથી.

બંગ્લાદેશમાં મુજીબુર રહેમાનનુ શાસન આવ્યા પછી પણ આ નરસંહારની કોઈ તપાસ થઈ શકી નહીં. મુજીબુરને મારીને લશ્કરી શાસન આવી ગયું. ઈન્ટર્નેશનલ ક્રાઇમ ટ્રીબ્યુનલ એક્ટ ૧૯૭૩ બનાવ્યો હતો. પણ ૧૯૭૫માં વિવાદોની વચ્ચે રદ થયો. ૨૦૦૮માં અવામી લીગ સત્તા ઉપર ૨/૩ બહુમતિથી આવી. તેણે તપાસ શરુ કરી અને લગભગ દોઢ હજાર વ્યક્તિઓ ઓળખાઈ અને તેમની ઉપર કાર્યવાહી શરુ થઈ.

અમેરિકામાં કત્લેઆમ થઈ હોય અને તેનું શાસન તેને છૂપાવી શકે તે કદાચ માની લેવાય કારણ કે ૧૯૮૯-૯૦માં હિન્દુઓની કશ્મિરમાં થયેલી કત્લેઆમ અને આતંકને ભારતનીકોંગી અને તેના સમાચાર માધ્યમ સહિતના સાંસ્કૃતિક સાથીઓએ ઠીક ઠીક છૂપાવી હતી.

હવે જો આપણે ૧૯૬૯ થી ૧૯૭૩ સુધી નેશનલ સીક્યોરીટી એડ્વાઇઝર હોવાને નાતે હેન્રી કીસીંન્જરને વાંકમાં લેવો હોય તો પણ નીક્સન તેના વાંકમાંથી છટકી શકે નહીં. વળી હેન્રી કીસીન્જર ૧૯૭૩માં યુએસનો સેક્રેટરી ઓફ સ્ટેટ બન્યો. એના નામની “નોબેલ પ્રાઈસ ફોર પીસ” ભલામણ પણ થઈ. તો વાંક તો આખા યુએસનો જ કહેવાય. એટલું જ નહીં આને ઇન્દિરાની વિદેશનીતિની ભયંકર નિસ્ફળતા કહેવાય. ઇન્દિરા, નહેરુ કરતાં તો વધુ મૂર્ખ હતી જ તેને માટે આજ દાખલો પુરતો છે.

 પ્રમાણભાનની પ્રજ્ઞા, સંદર્ભની પ્રજ્ઞા અને પ્રાથમિકતાની પ્રજ્ઞાની આખી દુનિયામાં ખોટ હોય છે. જો મહાપુરુષોમાં આ સ્થિતિ દૃષ્ટિગોચર થાય તો તેને માટે કાંતો કહેવાતા મહાપુરુષોના “અમુક બારીઓ બંધ રાખવાના” પૂર્વગ્રહ જવાબદાર હોય છે અથવા તો તેના રાજકીય કારણો હોય છે. પાશ્ચાત્ય દેશો અને આપણો દેશ એમાં અપવાદ નથી. બીજાઓની વાત જવા દો. 

સૌથી અઘરી વાત પોતાનું અંગત અપમાન દેશ-હિત ખાતર ગળી જવું તે છે, કે જેની ગંગા રાહ જુએ છે.

શિરીષ મોહનલાલ મહાશંકર દવે

https://www.treenetram.wordpress.com

 

Read Full Post »

આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૩

જેને સુજ્ઞ લેખકો માનવામાં આવે છે તેવા લેખકો જ્યારે આવા અસત્યને સત્ય માની લે ત્યારે આપણને દુઃખ નહીં આઘાત પણ લાગે છે.

media says go ahead INC we are with you

કેટલાક સુજ્ઞ જનોના જુઠાણાની સૂચિ આપણે જોઇએઃ

(૧) ગાંધીજીને મુસ્લિમો પ્રત્યે પક્ષપાત હતો અને તેઓ મુસ્લિમોને પડખે રહેતા હતા, (જીન્ના અને તેના પક્ષના લોકો આનાથી ઉંધું જ માનતા હતા પણ આરએસએસના કેટલાક લોકો અને ગાંધી-ફોબિયા પીડિત લોકો આવું માને છે)

(૨) ગાંધીજીએ દેશના ભાગલા પડાવ્યા, ગાંધીજી દેશના ભાગલાને અટકાવી શક્યા હોત. (આરએસએસના કેટલાક લોકો અને ગાંધી-ફોબિયા પીડિત લોકો આમ માનવું વધુ પસંદ કરે છે. જો કે તેઓ ભૂલી જાય છે કે મોટા ભાગના નેતાઓ ભાગલા પસંદ કરતા હતા)

(૩) ૫૫ કરોડ રુપીયા પાકિસ્તાનને આપવા માટે ગાંધીજી આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા હતા, (જો કે આ વાત તો ગોડસેએ પોતાના બચાવમાં ઉપજાવી કાઢેલી. ગાંધીજીએ ઉપવાસ ઉપર ઉતરતાં પહેલાં, સરકારને આપેલી નોટીસમાં આવું કશું લખ્યું નથી. તો પણ આરએસએસના અને ગાંધી-ફોબિયા પીડિત લોકો માને છે)

(૪) ગાંધીજીએ નહેરુને બધા નેતાઓની ઉપરવટ જઈ (યાવત ચંદ્ર દિવાકરૌ માટે, કે, નહેરુ જીવે ત્યાં સુધી, અથવા તો જે પહેલું બને ત્યાં સુધીના સમય માટે) વડાપ્રધાન બનાવેલા. (પોતાની નિસ્ફળતા છૂપાવવા કેટલાક, આરએસએસના ગાંધી-ફોબિયા પીડિત લોકો આવું માને છે. ૧૯૫૨ની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવતાં  તેમને કોણે  રોકેલા? જો કે એ સમજવી જોઇએ કે ભારત એ એક લોકશાહી વાળો દેશ છે. લોકશાહીમાં તો વડાપ્રધાન જ નહીં, સરકારો પણ આવે છે અને જાય છે)

(૫) હાલની કોંગ્રેસ સાચી કોંગ્રેસ છે, અને તેની પાસે બધી ધરોહર છે. આ એક ન્યાયાલયે ઠરાવેલું કાયદેસરનું જૂઠ છે. કદાચ નહેરુ કોંગ્રેસ પ્રમુખ હતા એટલે આ માન્યતા મૂર્ધન્યોને ગ્રાહ્ય બનતી હશે.

(૬) ઇન્દિરા ગાંધીએ કટોકટી ઉઠાવી લીધી અને પછી ચૂંટણી જાહેર કરી હતી. (મૂર્ધન્યોનું અજ્ઞાન છે.)

(૭) રાજિવ ગાંધી અને સામ પિત્રોડા દેશમાં ટેલીફોનની ક્રાંતિ લાવ્યા હતા. (મૂર્ધન્યોનું અજ્ઞાન છે)

આવી તો અનેક વાતો અનેક ક્ષેત્રોમાં પ્રવર્તે છે. અને રાજકારણમાં તો અનેક જુઠાણા ચાલ્યા જ કરે છે.

આ જૂઠાણાંની વિરુદ્ધ માં સાહિત્ય હોવા છતા કેટલાક લોકો કાં તો પોતાની અજ્ઞાનતાથી અથવા તો પોતાની આત્મતૂષ્ટિ માટે વધુ વાંચતા નથી

તો હવે મૂળ વાત ઉપર આવીએ કે શું લેખકો આ વાત સમજતા નથી કે પ્રમાણભાનને અવગણી ને જો આપણે બંને બાજુ ઢોલકી વગાડીશું તો દેશને બહુ મોટું નુકશાન થશે?

વિપક્ષ એટલે કે નહેરુવીયન કોંગ્રેસ, કે જે હવે તેના કોમવાદી, જાતિવાદી, પ્રદેશવાદી,  સામ્યવાદી, નક્ષલવાદી, માઓવાદી, આતંકવાદી, સીમાપારના આતંકવાદી તત્ત્વો, અસામાજિક તત્ત્વો સાથેના ગઠબંધનથી ખૂલ્લો પડ્યો છે, તેની તરફમાં ઢોલકી વગાડીશું તો દેશની ભાવી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે.

સબળ વિરોધ પક્ષ હોવો જરુરી છે

કેટલાક લોકો કહે છે કે લોકશાહીમાં સબળ વિપક્ષ હોવો જરુરી છે.

તમે જુઓ. જે વિપક્ષ નહેરુ અને ઈન્દિરા ગાંધીના સમયમાં હતો તે કેટલો બધો વિદ્વાન, અભ્યાસી, નીતિમાન અને ત્યાગી હતો. હાલના એક પણ વિપક્ષમાં એક પણ સદ્‌ગુણ દેખાય છે?

જ્યારે ડૉ. લોહિયાને પચાસના દશકામાં સવાલ પૂછવામાં આવે લો કે મુંબઈ, મહારાષ્ટ્રમાં જવું જોઇએ કે નહીં. ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે અમે એવી ક્ષુલ્લક વાતોમાં પડતા નથી. જ્યારે હાલનો વિપક્ષ તો કોમવાદનો અને જાતિવાદનો ખુલ્લે આમ પ્રચાર કરે છે.

તમે જુઓ. શિવસેનાએ કોંગીની પ્રતિભા પાટીલની એટલા માટે તરફદારી કરી હતી કે તે મરાઠી હતી. તેવી જ રીતે કોંગીના પ્રણવ મુખરજીની મમતાએ એટલા માટે તરફદારી કરી હતી કે તે બંગાળી છે. આમ તો પ્રણવ મુખર્જી પોતે ઇન્દિરાના કટોકટી ના સહયોગી હતા. 

“નરેન્દ્ર મોદી જે કોંગ્રેસમુક્ત ભારતની વાત કરે છે તે યોગ્ય નથી” મૂર્ધન્યો આમ કહે છે.

વળી તેઓ તેના સમર્થનમાં જણાવે છે કે;

“કોંગ્રેસ તો ભાંગ્યુ ભાંગ્યુ તો પણ ભરુચ છે. તે ૧૩૩ વર્ષ જુનો પક્ષ છે.

“આ પક્ષે અનેક ભોગ અને બલિદાન આપ્યા છે.

“આ પક્ષે સામાજીક આંદોલનો કર્યા છે,

“આ પક્ષે સ્વતંત્રતા માટે આગેવાની લીધી હતી અને જનતાને લોકશાહી માટે સુશિક્ષિત કરી છે

“આ પક્ષે સ્વતંત્રતા અપાવી છે,,

“આ પક્ષે લોકશાહીને હજી સુધી જીવતી રાખી છે,

“માટે આ પક્ષ મરવો ન જોઇએ.

શું આ બધી વાતો સાચી છે?

હાલની કોંગ્રેસને જીવતી રાખવાનો આ પ્રશ્ન ત્યારે જ અસ્તિત્ત્વ ધરાવે જ્યારે તમે હાલની નહેરુવીયન કોંગ્રેસને, “મૂળ કોંગ્રેસ” માનો. જે કોંગ્રેસે સ્વાતંત્ર્ય ની લડત ચલાવેલી અને પોતાનો સિંહફાળો આપેલ તે કોંગ્રેસ આ જ છે.

હા એક વાત ચોક્કસ કે કોંગ્રેસ નામનો એક પક્ષ હતો. તેણે સામાજિક અને રાજકીય આંદોલનો કર્યા હતા. તેણે ભારતને એક રાખવા માટે અને ભારતને સ્વતંત્રતા અપાવવા માટે સિંહફાળો આપ્યો હતો. તેના અનેક નેતાઓએ ત્યાગ અને બલિદાન આપ્યા હતા.

we have lot of leaders

પણ હાલની કોંગ્રેસ પાસે શું છે?

હાલની કોંગ્રેસ પાસે એક “શબ્દ” માત્ર છે… “કોંગ્રેસ”.

ફક્ત “કોંગ્રેસ” શબ્દ હોવાથી તેને મૂળ કોંગ્રેસ કહી શકાય ખરી?

મહાત્મા ગાંધીની કોંગ્રેસની એક ઓળખ “સાદગી” હતી.

જો આ ગુણ જોઇએ તો તે તૄણમૂલ કોંગ્રેસ પાસે છે. તો શું તેને “મૂળ કોંગ્રેસ” કહી શકાશે?

કોંગ્રેસો તો ઘણી જન્મી અને મરી.

બાબુ જગજીવન રામે એક કોંગ્રેસ બનાવેલી તેનું નામ હતું, કોંગ્રેસ રીયલ.

યશવંત રાવ ચવાણે કોંગ્રેસ (યુ) બનાવેલી,

શરદ પવારે કોંગ્રેસ (રાષ્ટ્રવાદી) બનાવેલી છે,

એ.કે એન્ટોનીએ કોંગ્રેસ (એ) બનાવેલી,

રાજગોપાલાચારીએ કોંગ્રેસ (ડેમોક્રેટીક) બનાવેલી,

કે એમ જોર્જ એ કોંગ્રેસ (કેરાલા) બનાવેલી છે,

હરેકૃષ્ણ મહેતાબે કોંગ્રેસ (ઉત્કલ જનતા), બનાવેલી,

અજય મુખર્જીએ કોંગ્રેસ (બંગાળ) બનાવેલી,

બીજુ પટનાયકે કોંગ્રેસ (ઉત્કલ) બનાવેલી,

દેવરાજ ઉર્સ એ કોંગ્રેસ (ઉર્સ) બનાવેલી,

કેટલીક કોંગ્રેસના સ્થાપકો તો નહેરુથી પણ વરિષ્ઠ હતા. તેમણે પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઘણું યોગદાન આપેલું હતું.

આવી તો અગણિત કોંગ્રેસો ભારતમાં બની છે. જેમ ઘણા ભગવાનો થઈ ગયા અને ઘણા ભગવાનો હાલ પણ વિદ્યમાન છે.

કોંગ્રેસનું બનવું અને બગડવું એક શાશ્વત ચાલતી પ્રક્રિયા છે. જેમ ભગવાન રજનીશ અને પછી ઓશો રજનીશ. સૌ પ્રથમ વળી તેઓશ્રી હતા આચાર્ય રજનીશ. ન તો તેમણે કોઈભાષ્ય લખેલું, કે ન તો તેઓશ્રી કોઈ શાળા/મહાશાળાના પ્રિન્સીપાલ હતા. તો પણ દે ધના ધન તેમણે આચાર્ય પૂર્વગ લગાડી દીધેલો.  

“પક્ષ” વાસ્તવમાં છે શું?

પક્ષ તો સિદ્ધાંત છે અને તેને અમલમાં મુકવાની પક્ષની રીતિ છે. સિદ્ધાંત અને રીતિ પક્ષની ઓળખ હોય છે.

“મૂળ કોંગ્રેસ”નો સિદ્ધાંત હતો અહિંસક માર્ગે દેશને વિદેશી શાસનથી મૂક્ત કરવો.

ગાંધીજીએ તેમાં ઉમેર્યો કર્યો કે અહિંસક ઉપરાંત તેમાં આમ જનતાને પણ દાખલ કરવી, અને જનજાગૃતિ દ્વારા લડત ચલાવવી.

જનજાગૃતિ એટલે શિક્ષિત સમાજ. શિક્ષિત સમાજ એટલે સમસ્યાઓને સમજી શકે તેવો સમાજ. સામાજિક સમસ્યાઓમાં રાજકીય સમસ્યાઓ નીહિત છે. એટલે ગાંધીજીએ  જનતાને સામાજિક સમસ્યાઓ પ્રત્યે પણ જાગૃત કરી.

લોકશાહી અને અહિંસા જોડાયેલા છે. વ્યસનમૂક્તિ અને અહિંસા પણ જોડાયેલા છે. બેરોજગારી અને હિંસા જોડાયેલા છે. ઉત્પાદન અને હિંસા જોડાયેલા છે. ઉત્પાદનની ક્રિયા,  રોજગારી અને બેરોજગારી સાથે જોડાયેલી છે. ગાંધીજીએ આ વિષે ઘણું લખ્યું છે.

ગાંધીજીએ વ્યસનમૂક્તિ અને ગૌવધબંધી ઉપર સૌથી વધુ ભાર મુકેલો. સંપૂર્ણ વ્યસનમૂક્તિ અને સંપૂર્ણ ગૌવધ બંધી  તરફ જવાનું તેમનું સૂચન હતું. આ વિષે તેમનું વલણ એટલું તીવ્ર હતું,  કે તેઓ જો સરમૂખત્યાર બને તો આ કામ સૌ પ્રથમ કરે.

ગાંધીજીની અહિંસા અને ગૌવધ પ્રત્યેની તીવ્ર માન્યતાને લીધે, અહિંસક સમાજની રચના તરફ જવાનો ભારતના બંધારણમાં આદેશ છે. આદેશાત્મક સિંદ્ધાંતથી વિરુદ્ધ જવાનું તો કોંગ્રેસ વિચારી જ ન શકે. જો કોંગ્રેસ આથી વિરુદ્ધ વર્તન કરે તો તે કોંગ્રેસ કહેવાય જ નહીં.

દારુબંધી લાગુ કરવા પ્રત્યે અસરકાર પગલાં લેવાં તેમજ, ગૌવધબંધી તરફ અર્થપૂર્ણ પગલાં લેવાં એ કોંગ્રેસની ઓળખ હતી. આ ઉપરાંત, ખાદીનો વિસ્તાર કરવો અને નિરક્ષરતા નિવારણ પણ   કોંગ્રેસના અંગ હતા.

હવે તમે જુઓ;

કોંગ્રેસ જ, દારુબંધીને હળવી કરવામાં સર્વ  પ્રથમ નંબર પર હતી. મહારાષ્ટ્રના કોંગ્રેસી  મુખ્ય મંત્રીએ સાઠના દશકામાં સૌ પ્રથમ દારુબંધી હળવી કરી હતી. કોંગ્રેસીઓ કમસે કમ ૧૯૬૮થી જ્યાં દારુબંધી નથી ત્યાં જાહેરમાં દારુપાર્ટી કરતા થઈ ગયા છે.

નહેરુ એવી ચિકન પસંદ કરતા હતા, એટલે કે ખાતા હતા કે જે મરઘી ફક્ત બદામ ખાઈને ઉછેરાઈ હોય અને પાણીને બદલે દારુ (બ્રાન્ડી) પીતી હોય. આ પછી તે  જે ઈન્ડા આપે અને તેમાંથી જે બચ્ચાંની ચિકન બને તે સ્વાદમાં તેમને બેનમૂન લાગતી હતી.

કોંગ્રેસે ગૌવધ બંધી તરફ કોઈ જાતના શિક્ષણાત્મક પગલાં લીધાં નથી. દુનિયાનો સૌથી લાંબો સત્યાગ્રહ, સર્વોદય કાર્યકરોએ મુંબઈના દેવનારના કતલ ખાના સામે કરેલો. તે ગીનીસ બુકમાં વિશ્વમાં લાંબામાં લાંબા ચાલેલા સત્યાગ્રહ તરીકે નોંધાયેલો છે. તેમાં નહેરુવીયન કોંગ્રેસની સરકારે  જે સમજુતીઓ થઈ હતી તેનો તેમણે જ સરેઆમ ભંગ કરેલો છે. સર્વોદય કાર્યકરો જ આ વાત કરે છે.

ખાદી કરડે છે?

કોંગ્રેસના સભ્યો ખાદી પહેરવામાં જ માનતા નથી, તો પછી કાંતવાની તો વાત જ ક્યાં રહી? ૧૯૬૯ પછી ઇન્દિરા ગાંધી દ્વારા  કોંગ્રેસનું જે વિભાજન થયું તેમાં કોંગ્રેસ (આઈ) માટે કશા જ બંધન રહ્યા નથી.

ટૂંકમાં, સૈદ્ધાંતિક રીતે આજ ની નહેરુવીયન કોંગ્રેસ પાસે મૂળ કોંગ્રેસના એકપણ સિદ્ધાંત કે ગુણધર્મ છે જ નહીં. તો તેને મૂળ કોંગ્રેસની ધરોહર કેવી રીતે માની શકાય?

હવે જો પક્ષો, સિદ્ધાંત થકી ન ઓળખાતા હોય તો તે “પક્ષ” જ ન  કહેવાય. તેને “ધણ” કે “ટોળું” કહેવાય. જો ન્યાયાલય આમ ન માનતું હોય તો તે ન્યાયાલય જ ન કહેવાય.

ચાલો હવે જોઇએ ન્યાયાલયે શું કર્યું?

૧૯૬૯માં ન્યાયાલયમાં કેસ દાખલ થયેલ. ન્યાયાલયે તેની ઉપર ૧૯૭૧માં ઉપસ્થિત થયેલી પરિસ્થિતિના આધારે ન્યાય આપ્યો અને કહ્યું કે સાચી કોંગ્રેસ ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ છે. પણ પક્ષની સંપત્તિ ઉપર કશો ન્યાય ન આપ્યો. જેનો તેનો કબજો હતો તેની પાસે રહી.

૧૯૭૧માં ઉપસ્થિત થયેલી પરિસ્થિતિ શું હતી? એ જ કે ઇન્દિરા ગાંધીને લોકસભામાં બહુમતિ મળી હતી. અને લોકશાહીમાં જનતા સર્વોપરી છે એટલે જનતાએ આપેલી બહુમતિને જનતાનો ન્યાય સમજવો.

સર્વોચ્ચ ન્યાયાલયનું આવું અર્થઘટન હાસ્યાસ્પદ છે એટલું જ નહીં પણ તે ઘણા વિરોધાભાષો ઉત્પન્ન કરે છે.

(૧) શું જનતા પાસે એવો મુદ્દો લઈ જવામાં આવેલો કે તે નક્કી કરે કે મૂળ કોંગ્રેસ કઈ છે? જો જનતા પાસે આવો મુદ્દો હોય જ નહીં તો પછી તે જનતાનો ન્યાય ગણાય? ચૂટણીમાં તો બીજા પક્ષો પણ હતા. તેમને તો આવા કોઈ મુદ્દા સાથે સંબંધ ન હતો.

(૨) ૧૯૬૯માં કેસ દાખલ થયો હોય તો તે વખતની પક્ષની આંતરિક પરિસ્થિતિ જોવાને બદલે ૧૯૭૧માં ઉત્પન્ન થયેલી સ્થિતિને આધાર માનવી તે ઉચિત છે?

(૩) ધારો કે ૧૯૭૧ પછીની આવતી ચૂંટણીઓમાં જનતાના ચૂકાદાઓ બદલાતા રહે, તો આવા ન્યાય, જે આધારે આપ્યા તે પણ, તે જ આધારે બદલાવા જોઇએ જ. તો આવા ન્યાય ઉચિત ગણાય?

(૪) જ્યારે ન્યાયાલય અસ્તિત્વમાં હોય ત્યારે વર્ષો પછી, ન્યાયાલયની બહાર ઉત્પન્ન થયેલી પરિસ્થિતિને આધારે, ન્યાય આપી શકાય? જેમણે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી તેમજ જેમની સામે આવો મુદ્દો ધરવામાં આવ્યો નથી તેવા કિસ્સાઓમાં, તેવા સંજોગોમાં તેમણે જે બહુમતિથી ચૂકાદો આપ્યો હોય, તેને તે મુદ્દા ઉપરનો ચૂકાદો માની શકાય?

(૫) વળી એક જગ્યાની બહુમતિને બીજી જગ્યાએ કેવી રીતે લાગુ કરી શકાય?

(૬) બહુમતિથી ન્યાય કરવો ઉચિત છે?

(૭) બહુમતિથી સચ્ચાઈ સિદ્ધ થઈ શકે?

(૮) જો હા, તો પછી ન્યાયાલયની જરુર છે ખરી?

(૯) ન્યાય આપવામાં પક્ષના બંધારણની જોગવાઈઓને લક્ષમાં લેવામાં આવી છે?

આ બધા જ પ્રશ્નોના ઉત્તરો નકારમાં આવે છે. સર્વોચ્ચ ન્યાયાલયનો ચૂકાદો ભારતમાં વિચરતા બાવાઓ જેવો છે.

શું સર્ચોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો નિર્મલ બાબા છે?

નિર્મલબાબા પાસે વ્યક્તિઓ પોતાની સમાસ્યાનું સમાધાન કેવી રીતે કરવું તે સમજવા જાય છે. નિર્મલબાબા જ્યારે તેમને એમ કહે કે પાડા ઉપર બેસીને રોજ સો ગ્રામ ગાંઠીયા ખાઓ તો સમસ્યા હલ થઈ જશે.

શું નિર્મલ બાબા અને સર્વોચ્ચ ન્યાયલયના ન્યાયધીશો પણ આવ ભાઈ હરખા, આપણે સૌ સરખા. એવું છે?

આજ બ્લોગ સાઈટ ઉપર લખાયેલા “https://wordpressDOTcom/post/treenetramDOTwordpressDOTcom/218

“ખૂની કોણ? આયારામ ગયારામ કહે છે કે અમે દશરથ પૂત્ર રામ છીએ.” લેખને, મુદ્દા (૯)ની વિશેષ જાણકારી માટે વાંચવો.

ગાંધીજીના ત્રણ વાંદરા અને નહેરુવીયન કોંગ્રેસના ત્રણ વાંદરા

બંનેઉના

ગાંધીજીના ત્રણ વાંદરા એમ કહેતા હતા કે; ”કોઈનું બુરું ન જુઓ, કોઈનું બુરું ન સાંભળો, કોઈનું બુરું ન બોલો.”

ગાંધીજી આ વાત કોને અનુલક્ષીને કહેતા હશે તે સંશોધનનો વિષય છે. ધારો કે આને વૈશ્વિક સત્ય માનીએ તો, અને ગાંધીજીને હાલની નહેરુવીયન કોંગ્રેસની ધરોહર માનીએ તો, આ જ કોંગ્રેસના નંબર વન, ગાંધીજીના વાંદરાનો આ ગુણધર્મ રાખે છે ખરા? નાજી.

નહેરુવીયન કોંગ્રેસના નેતા નંબર વન તો બીજેપીના દરેક પગલામાં બુરુ જુએ છે, બુરુ સાંભળે છે અને બુરું બોલે છે. શું વાંદરાઓનો આ મૂળભૂત ગુણધર્મ છે એટલે?

 શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૨

આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૨

WE SUPPORT “BREAK INDIA”

Paint02

બુર્ઝવાઓ બધા સમાચાર માધ્યમોમાં ફાટ ફાટ થાય છે.

સામ્યવાદીઓનો સૌથી મોટો દુશ્મન “બુર્ઝવા” લોકો છે. એમ તેઓ કહે છે.

તમે કહેશો કે તો તો પછી સામ્યવાદી લોકો સખત રીતે પરિવર્તનશીલ હોવા જોઇએ.

નાજી. એવું નથી. “બુર્ઝવા”ઓ  વિષેનો સામ્યવાદીઓનો આ ખ્યાલ કોઈ વૈશ્વિક સત્ય નથી. સામ્યવાદીઓ માટે “બુર્ઝવા” શબ્દ એક એવું વિશેષણ છે જે વિશેષણનો તેઓ, જેઓ તેમની સામે પ્રતિકાર કરે તેમને માટે કરે છે. ખાસ કરીને સામ્યવાદીઓ “પોતે માની લીધેલા સ્વસ્થ સમાજ”ની સ્થાપના માટે જે કામ કરી રહ્યા છે અથવા તો કરવાના છે તેનો વિરોધ કરનારાઓ માટે બુર્ઝવા શબ્દ વાપરે છે.

નરેન્દ્ર મોદીની બાબતમાં તેમનો દાવ ઉંધો પડે છે.

કારણ કે મોદી તો મહાત્મા ગાંધીની જેમ સામાજિક પરિવર્તન લાવવા માગે છે અને દેશનો સર્વાંગી વિકાસ પણ કરવા માગે છે. એટલે વૈચારિક રીતે તો સામ્યવાદીઓના દાવ ઉંધા જ પડે અને પડવા જ જોઇએ.

નરેન્દ્ર મોદી તો પોતે જ સામાજિક પરિવર્તનનો પુરસ્કર્તા છે. અને અહીં તો સામ્યવાદીઓ પોતે જ  સામાજિક પરિવર્તનનો વિરોધ કરનારા છે. સામ્યવાદીઓએ જે બુર્ઝવા શબ્દ તેમના વિરોધીઓ માટે પ્રયોજેલો તે બુર્ઝવા શબ્દ તો તેમને જ લાગુ પડે છે.

“વિભાજન વાદ”નું શસ્ત્ર બ્રહ્માસ્ત્ર ન બને તો બુમરેંગ બને છે.

નરેન્દ્ર મોદીની સામે નહેરુવીયન કોંગ્રેસીઓએ જાતિવાદ અને કોમવાદનું શસ્ત્ર ઉગામ્યું છે તેને આ સામ્યવાદીઓ પૂરો સહકાર આપે છે. એટલે કે આ સામ્યવાદીઓએ બુર્ઝવા વિશેષણને, વિશેષણને બદલે શસ્ત્ર બનાવી દીધું છે. નહેરુવીયન કોંગ્રેસની પાસે તો પહેલેથી જ એટલે કે જ્યારથી કોંગ્રેસનું કોંગ્રેસ (સંસ્થા) અને કોંગ્રેસ (આઈ)માં ૧૯૬૯માં વિભાજન થયું ત્યારથી આ નહેરુવીયન કોંગ્રેસને [કોંગ્રેસ (આઈ)]ને અસામાજિક તત્ત્વોનો છોછ રહ્યો નથી. નહેરુની ફરજ્જંદ ઈન્દિરા ગાંધીએ બધા જ અસામાજિક તત્ત્વોને ખૂલ્લું આમંત્રણ આપેલું. અને આ તત્ત્વોએ બળ જબરી પૂર્વક કોંગ્રેસ (સંસ્થા)ના કબજામાં રહેલી મિલ્કતનો કબજો લીધેલો. જ્યાં કોંગ્રેસ (સંસ્થા) મજબુત સ્થિતિમાં હતી તેવા ગુજરાતમાં કોંગ્રેસ (આઈ) ફાવી ન હતી.

સામ્યવાદીઓ ઇન્દિરા ગાંધી પાસેથી શિખ્યા નથી

સામ્યવાદીઓ જ્યારે સત્તામાં ન હોય ત્યારે તેઓ કોઈ સંવિધાનમાં કે કાયદાઓના પાલનમાં માનતા નથી. તેઓ જે તે પરિસ્થિતિને અનુરુપ વર્તે છે. એટલે કે જો કાયદો તરફમાં લાગે, અથવા તો તેનું અર્થઘટન, જાહેર જનતા કે અભણ જનતા માટે વિવાદાસ્પદ કરી શકાય તેમ હોય તો, તેઓ તે કાયદા અને તે ન્યાયાલયને માનીને તેનો સહારો લે છે. જો આમ ન હોય તો “સત્તાધારી પક્ષની અસહિષ્ણુતા, પૂર્વગ્રહ, કોમવાદીપણું, ભ્રષ્ટતા, સરમુખત્યારી વિગેરે” જે કંઈ વિશેષણો હાથવગાં હોય  તે, લાગુ પડતાં હોય કે લાગુ પડતા ન હોય તો પણ વાપર્યાં કરવા એવી તેમની કાર્યશૈલી છે. આ બધું તેઓ કંઈ ઇન્દિરા ગાંધી પાસેથી શિખ્યા નથી. નહેરુવીયન કોંગ્રેસને આ બધું સામ્યવાદીઓ પાસેથી શિખવા મળ્યું તેમ નથી. આ બધું તેમને તેમની વંશવાદી પક્ષીય વારસાગત શૈલીમાંથી મળ્યું છે.

હિટલરને તો એક જ ગોબેલ્સ હતો. સામ્યવાદી વૃક્ષ ઉપર તો ડાળે ડાળે ગોબેલ્સ હોય છે.

હાલ તો ભારતમાં સામ્યવાદીઓ અને નહેરુવીયન કોંગ્રેસીઓ એક ફેજ઼ અને એક ફ્રીક્વન્સી પર કામ કરે છે. તેઓ સૌ, “બુર્ઝવા” એટલે કે “જૈસે થે વાદી”ઓની ભૂમિકા ભજવે છે. “જૈસે થે વાદી થવું” એ ગુણધર્મને તેમણે આપદ્‍ધર્મ તરીકે સ્વિકાર્યો છે. જો કે તેઓ આ વાત કબૂલ કરશે નહીં.

જ્યારે સામ્યવાદીઓ સત્તામાં ન હોય ત્યારે આ સામ્યવાદીઓ અરાજકતા ફેલાવવામાં માને છે. અને   લોકશાહીમાં તેઓ સમાચાર માધ્યમો દ્વારા અરાજકતા અસ્તિત્વ ધરાવે છે તેવું વાતાવરણ ઉત્પન્ન કરવામાં માને છે.

શું સમાચાર માધ્યમો  આવી અરાજકતા ફેલાવવાની ઈચ્છા રાખવાવાળાઓને સહયોગ કરશે?

શું સમાચાર માધ્યમોના માલિકો, કટાર લેખકો, વિવેચકો, વિશ્લેષકો ખરીદી શકાય તેવી જણસો છે?

સમાચાર પત્રોના ઘટકો શું છે?

રાજકીય સમાચાર અને દેશમાં બનતી ઘટનાઓના સમાચાર

(૧) સમાચારની પસંદગી અને પસંદ કરેલા સમાચારને કેટલી પ્રાથમિકતા આપવી તે,

(૨) સમાચાર ને કેવીરીતે પ્રગટ કરવા એટલે કે તેના શબ્દોની કેવી રચના કરવી, એટલે કે શું છૂપાવવું અને શું પ્રગટ કરવું છે. જે પ્રગટ કરવું છે તેને લાગણીશીલ (ઈમોશનલ) કેવીરીતે બનાવવું.

(૩) સમાચાર તો બે જાતના હોય છે. એક જે એવા સમાચાર છે કે જે રાજકીય સમાચાર છે. અને બીજા છે તે એવા સમાચાર છે જે સમાજમાં બનતી  અસામાન્ય ઘટનાઓ છે.

આ સામાન્ય ઘટનાઓ ને કેટલી  પ્રગટ કરવી, કેટલી પ્રગટ ન કરવી, કે તદ્દન જ ન પ્રગટ કરવી તે અલગ વેપાર છે.

જો આવી ઘટનાઓમાં કોઈ પક્ષના નેતાની કે કોઈ પક્ષના નેતાના સગાની સંડોવણી હોય કે સંડોવણી વિવાદાસ્પદ રીતે ઉભી કરી શકાય તેમ હોય તો આ સમાચારને રાજકીય  સમાચાર બનાવી શકાય છે. અને તેનો વેપાર પણ વળી પાછો અલગ હોય છે.

શું આવું બધું વાસ્તવમાં હોય છે ખરું?

કેટલીક વાતોની અપ્રત્યક્ષ સાબિતીઓ હોય છે. સમાચારને સીધે સીધા પ્રસિદ્ધ કરવાને બદલે માધ્યમોના માલિકો તે સમાચારોને, પોતાના એજન્ડાને અનુરુપ માન્યતાની રીતે પ્રગટ કરે છે. આવું અવારનવાર થાય એટલે આપણને તેના માલિકના મનોરહસ્યોની જાણ થઈ જાય છે.

“કોઈ એક” કૌભાંડમાં સંબંધિત વિદેશી પાર્ટીએ ૪૦ કરોડ રુપીયા આપ્યા. કારણ? સમાચાર માધ્યમો આ સોદાને બહુ પ્રાધાન્ય ન આપે તે માટે.

આ સમાચાર આપણને જાણવા મળેલા. કોઈ એક સોદો, સમાચાર મધ્યમોંમાં ચગે નહીં તે માટે પૈસા આપવા પડે, એ કંઈ, સમાચાર માધ્યમો માટે નીતિમત્તાનું પ્રમાણ પત્ર નથી.

લાંચની હદ ક્યાં સુધી?

ડૉ.ત્રીવેદી જેઓ કેનેડાથી ભારતમાં સેવા કરવા માટે ખાસ આવેલા અને વહીવટી રીતે ઑટોનોમસ હોસ્પિટલ બનાવવા માગતા હતા. તેઓએ જ્યારે એક મશીન માટે ટેન્ડર મંગાવ્યું અને નેગોશીએશનમાં એક પાર્ટીને ખાનગીમાં પૂછ્યું કે “જુઓ અમે કોઈ કમીશન લેવાના નથી…” તો સામેની પાર્ટીએ પૂછ્યું કે પણ અમારે સરકારમાં તો પૈસા ખવડાવવા જ પડશેને”. ડૉ. ત્રીવેદીએ કહ્યું કે “તમારે સરકારમાં પણ પૈસા ખવડાવવા નહીં પડે. તો તમે તમારો આ મશીન નો ભાવ કેટલો ઘટાડશો?.” આ પછી તે પાર્ટીએ ત્રણ કરોડનો ભાવ, એક કરોડ રુપીયા કરી દીધો. આ તો ઓગણીશોને એંશીના દશકાના પૂર્વાર્ધની વાત છે જ્યારે ઇન્દિરાઈ નહેરુવીયન કોંગ્રેસનો સૂર્ય સોળે કળાએ તપતો હતો. અને પછી તો ગઠબંધનની સરકાર હોય તો પણ લૂંટમાં કશો વાંધો આવતો નહીં. અને આપણે જોયું જ છે કે કૉમનવેલ્થ  ગેમમાં કેવા પૈસા ખવાયા. આવી વાતો ખાનગી તો રહે જ નહીં.

પણ ખાનગી એટલે શું? તમે છાપે ન ચડો એટલે ખાનગી.

નેવુના દશકાના અંતમાંથી શરુ કરી હવે સોશ્યલ મીડીયા એટલું વિકસિત થયું છે કે સમાચાર પત્રોએ તેની સાથે સ્પર્ધા કરવી પડે છે. ૧૯૮૯-૯૦માં કાશ્મિરી હિન્દુઓની કતલેઆમને, હજારો  હિન્દુ સ્ત્રીઓની આબરુની લૂંટને અને લાખો હિન્દુઓની હિજરતને, અખબારો અને ટીવી ચેનલો છૂપાવી શક્યા હતા, અથવા તો કહી શકાય કે ન ચગાવી શક્યા ન હતા.

આવું હવે થઈ ન શકે. આજે તો જે વાત, જે તે વિસ્તારના પાંચ દશ માણસો જાણે છે તે વાત તેમાંનો એક ફૂટે તો તે અઠવાડીયામાં આખા દેશને  જાણતો કરી દે.

ઘટનાઓ, પછી ભલે તે ઘટનાઓ ફરેબી કે બનાવટી કેમ ન હોય, તેનો પ્રસાર એક મોટું પરિબળ છે. સામ્યવાદીઓ અને નહેરુવીયન કોંગ્રેસીઓ આ વાત સૌથી પહેલાં જાણી ચૂક્યા છે.  જ્યારે નહેરુવીયન કોંગ્રેસનું શાસન હતું ત્યારે તેઓએ અનેક બ્લોગપોસ્ટને સ્થગિત કરેલી. સૂકા સાથે લીલું પણ બળે છે તેની દરકાર કરી ન હતી. સુલેખા ડૉટ કૉમ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું.

પણ આપણી મૂળ વાત છે કે શું આપણા બધા જ કટાર લેખકો, મૂર્ધન્યો, વિશ્લેષકો અને એંકરો વેચાણની જણસો છે?

જેમ ૧૦૦ કે ૧૦૦૦ સરકારી અધિકારીઓમાં એકાદો તો માઈનો પૂત નિકળે, કે જે કોઈની દરકાર ન કરે. જેમ કે સુરતના મ્યુનીસીપલ કમીશ્નર એસ આર રાવ, કે ઝોનલ ઓફીસર ખેરનાર, કે ઈલેક્સન કમીશ્નર ટીઆર શેષન. આ શક્યતાનો સિદ્ધાંત બધી જ જગ્યાએ લાગુ પડે છે. લેખકો પણ એવા નિકળે કે જેઓ કોઈની દરકાર ન કરે. પણ આવા લેખકો જે કંઈ લખે તેનાથી તાત્કાલિક  ખાસ ફેર ન પડે. જેમ કે રાજીવ મલહોત્રા, નિસ્સાર હસન, તારેક ફતહ, સલમાન રશદી, તસ્લિમા નસરીન, … વિગેરેના વિચારો આનાથી તદ્‍ન વિરુદ્ધ વિચાર સરણી વાળાઓના સાગરમાં ડૂબી જાય છે.

લેખકોને નડે છે શું?

અમુક માન્યતાઓ તેમને નડે છે.

(૧) ટકી રહેવુંઃ બીજા અર્થમાં જીવતો નર ભદ્રા પામે. જો આપણી આ કોલમ રુપી જાગીર ટકી રહેશે તો આપણે ભદ્રા પામીશું. કટોકટીના સમયમાં ઘણા લેખકોએ આદેશ વગરની, સરકારી શરણાગતી, સ્વિકારી લીધેલી. જો કોલમરુપી જાગીરની દરકાર નહીં કરીએ તો તે બીજો લઈ જશે. માટે આપણી કોલમ બચાવો.

(૨) કિર્તીની ઘેલછા એટલે કે “હુ તો બધાથી જુદો છું”

(૩) હું તટસ્થ છું. હું તો બધાનું જ સારું અને નરસું બધું જ જોઉં છું. આનો બીજો અર્થ એમ થાય કે “ડબલ ઢોલકી”. સારું અને નરસું આમ તો, આ બધું સાપેક્ષ છે. આપણે એ ભૂલી જવું. એટલે કે આપણે પ્રમાણ ભાન રાખ્યા વગર  બંને બાજુ ઢોલકી વગાડવી. મોટા ભાગના લેખકો “ઉંધા ચંબુના (છાલીયાના) શક્યતાના નિયમ પ્રમાણે) કેન્દ્રીય બિન્દુની ડાબી કે જમણી બાજુ પર ગોઠવાઈ જાય છે.

(૪) અમે તો ભાઈ ફોબીયાવાળા. જો કે અમે કબુલ નહીં કરીએ પણ અમે જે કહીએ તે સાચું જ છે.

(૫) વાસ્તવિકતાની નજીકઃ આવા લેખકો પણ છે જ. કે જેઓ વાસ્તવિકતાને સમજે છે. ક્યારેક તેઓ આ વાત પ્રદર્શિત કરે છે પણ તે વાચકોની અપેક્ષાને સંતોષી શકતા નથી. આનો સચોટ  દાખલો  વિનોબા ભાવે હતા. કટોકટી હતી ત્યારે  ઘણા સુજ્ઞ લોકો માનતા હતા કે વિનોબા ભાવે કેમ મૌન છે. કારણકે વિનોબા ભાવેને કેટલાક લોકો ગાંધીજીનો વૈચારિક અવતાર માનતા હતા. તેમણે કહેલું કે કટોકટી એ અનુશાસન પર્વ છે. આનો અર્થ વિનોબા ભાવેના હિસાબે કંઈક હતો અને સરકારે તેનો અર્થ કંઈક જુદો એવો પોતાને સગવડ રુપ કરેલો, જે તદ્દ્‌ન ઉંધો હતો. સરકારનો તો તે વખતે તદ્દન જૂઠું બોલવું એ જ ધર્મ હતો. અને જનતા આ વાત પણ જાણતી હતી. પણ જેમ જૂઠી વાત સતત કહેવામાં આવે તો અંતે તેને બધા સાચી માની લે છે. તેમ વિનોબા ભાવે વિષે પણ માનવામાં આવ્યું. વિનોબા ભાવે એ બોલાવેલા “આચાર્ય સંમેલનમાં”, તેમણે સ્પષ્ટીકરણ પણ કર્યું. પણ કટોકટીમાં તો આવું બધું છાપામાં આવે નહીં. તેથી સુજ્ઞ લોકોએ પોતાની માન્યતા કાયમ રાખી. વિનોબા ભાવે કહ્યું, કે ભાઈ, હું તો મારી રીતે પ્રતિભાવ આપું. તમે તમારા શબ્દો મારા મોઢામાં, મારા શબ્દો તરીકે મુકાવો એ કેમ ચાલે!!  

પણ જ્યારે જેને સુજ્ઞ લેખકો માનવામાં આવે છે તેવા લેખકો જ્યારે આવા અસત્યને સત્ય માની લે ત્યારે આપણને દુઃખ નહીં આઘાત પણ લાગે છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

પક્ષ એટલે શું?

પક્ષ આમતો સમાન વિચાર અને તે પ્રમાણે આચાર કરવાવાળાઓનો સમૂહ તેને પક્ષ કહેવાય. આ આચાર, સમાજની ઉર્ધ્વ ગતિ માટે હોય છે.

સમાજ સુરક્ષિત જીવન શૈલી અપનાવી સુખ શાંતિ થી જીવતાં જીવતાં શારીરિક, માનસિક અને બૌધિક રીતે પ્રગતિ કરતો થાય તે માટે  અનેક રસ્તાઓ હોય છે. રસ્તાઓની પસંદગી કે નિસ્પત્તિ વિચારોને આધિન હોય છે. એટલે જે લોકોના વિચારો મળતા આવતા હોય તેઓ એક પક્ષના કહેવાય. જો તેઓ ભેગા થઈને આયોજનબદ્ધ કામ કરવા તૈયાર થાય તો તેમને એક પક્ષ કહી શકાય. તેનું તેઓ નામકરણ કરે છે.

સરકારઃ ઉપરોક્ત હેતુ માટે આ પક્ષ એક પેટા જુથ રચે છે. તેનું કામ હેતુઓને સાધ્ય કરવા માટે પ્રણાલીઓ સ્થાપિત કરવાનું, પ્રણાલીઓને ચાલુ રાખવાનું અને જરુર પડે પ્રણાલીઓમાં ફેરફાર કરવાનું હોયછે.

માધ્યમો એટલે કે સમાચાર માધ્યમો અને મૂર્ધન્યો એટલે કે જે વર્ગ ઉપરોક્ત જુથમાં જોડાયો છે અથવા નથી, પણ જેનું કામ પરિસ્થિતિ ઉપર નજર રાખવાનું, તેમના કામોનું, તેમની પ્રણાલીઓનું અને પરિણામોનું વિશ્લેષણ કરવાનું, પ્રજાને માહિતગાર રાખવાનું અને પોતાની વિદ્વત્તા અનુસાર સૂચનો કરવાનું કરવાનું હોય છે તેઓ આકામ પોતાની કટારો દ્વારા કરેછે.ીટલે કે આ કામ તંત્રીમંડળ  અને કટાર લેખકો કરતા હોય છે. તે સૌને આપણે મૂર્ધન્યો કહીશું. જો કે પ્રણાલીગત રીતે સાહિત્યકારોને મૂર્ધન્ય કહેવાય છે. સમાચાર માધ્યમના લેખકો પણ આમ તો સાહિત્યનો એક ભાગ કહેવાય એટલે તેમને પણ મૂર્ધન્ય તો કહી  જ શકાય, પછી ભલે વિદ્વત્તા કે તર્ક ઓછા વત્તા પ્રમાણમાં હોય કે ન પણ હોય. પણ એક વખત કટાર રુપી જાગીર મળી ગઈ એટલે ગુણજ્ઞ થઈ ગયા.

પક્ષ માટે આચાર સહિતનો વિચાર મહત્વનો હોય છે. દરેક દેશને પોતાનું બંધારણ હોય તે પ્રમાણે પક્ષને પણ બંધારણ હોય છે. જો પક્ષ લોકશાહીમાં માનતો હોય તો તેનું બંધારણ લોકશાહીવાદી હોય છે.

પણ લોકશાહી એટલે શું?

વિચારોની મૂક્તતા, સત્યનો આદર અને પારદર્શિતા એ લોકશાહીના પાયા તો ગણાય પણ જન પ્રતિનિધિત્વ અને ભાગીદારી પણ તેનું એક અંગ હોવું જોઇએ એમ મનાય છે.

પક્ષની અંદર શું હોય છે?

પક્ષના સદસ્ય, ડેલીગેટસામાન્ય સભા, કારોબારીપક્ષીય ઉચ્ચસત્તા મંડળ કે મોવડી મંડળ અને પક્ષ પ્રમુખ આ બધાના સમન્વયથી એક પક્ષ બનેલો હોય છે. 

સમાન વિચારો વાળા લોકો ભેગા થાય. પણ આ બધા તો લાખોની સંખ્યામાં હોય. જુદી જુદી જગ્યાએ હોય. વિચારોના આદાન પ્રદાનમાં ભૌગોલિક મુશ્કેલીઓ પડે. સમય પણ ફાળવવો મુશ્કેલ પડે. એટલે આ સૌ છૂટક છૂટક ભૌગોલિક સ્થાનોમાં ભેગા થાય. સૂચિત મુદ્દાઓ વિષે ચર્ચા કરે અને પોતાના પ્રતિનિધિઓને મોકલી કેન્દ્રસ્થ જગ્યાએ મોકલી આપે છે. આ પ્રતિનિધિઓ “ડેલીગેટ” કહેવાય છે. આઆ ડૅલીગેટોની સભાને સામાન્ય સભા કહે છે. આ સભા પાસે નીતિ વિષયક સત્તા સહિતની પક્ષ ચલાવવા માટેની બધી સત્તા હોય છે. આ ડેલીગેટ પક્ષ પ્રમુખ ચૂંટે. અને કારોબારીના સભ્યોને પણ ચૂંટે છે. આ કારોબારીને પક્ષની વર્કીંગ કમીટી પણ કહેવાય છે. પક્ષ પ્રમુખ, પક્ષના સઘળા કારોબાર માટે જવાબદાર ગણાય. તેથી તે પોતાને મનપસંદ એવા અમુક સભ્યો પોતાની કારોબારીમાં નીમે. આ કારોબારીને અથવા તેણે નીમેલી એક ઉચ્ચ સ્તરીય મંડળીને હાઈ કમાન્ડ કહેવાય છે.

સામાન્ય ચૂંટણીઓ

પક્ષ પોતાના વિચારો જનતા સમક્ષ લઈ જાય. પક્ષ પોતે શું કરવા માગે છે અને કેવી રીતે કરશે તે વાતોના મુદ્દાઓ લઈને અને કઈ વ્યક્તિઓ આ વિચારોને અમલમાં મુકશે તે માહિતી જનતા સમક્ષ મુકીને ચૂંટણીમાં ઝંપલાવે છે.            

જનતાની વ્યક્તિઓમાં અમુક મત આપવા જાય અને અમુક મત આપવા ન જાય. જેઓ મત આપવા  જાય તેમના મતો જેઓએ જુદા જુદ પક્ષોને જે પ્રમાણમાં મત આપ્યા છે, તે પ્રમાણ અનુસાર ગણવામાં આવે છે.

એટલે કે ૧૦૦ મતદારો હોય. પણ ૬૦ વ્યક્તિઓ જ મત આપવા જાય.

ક”ને ૩૦ વ્યક્તિ મત આપે,

ખ”ને ૨૦ વ્યક્તિ મત આપે,

ગ”ને ૧૦ વ્યક્તિ મત આપે.

તો

ક” ને ૫૦ મત ગણ્યા કહેવાય,

ખ”ને  ૩૩ મત મળ્યા ગણાય,

ગ”ને ૧૭ મત મળ્યા ગણાય.

પછી ભલે જે ૪૦ વ્યક્તિ મત આપવા ન ગઈ હોય અને તેમની પસંદ ગીની વ્યક્તિ “ગ” હોય.

મરજીયાત મતદાનની  પ્રમાણસરના જનપ્રતિનિધિત્વની  ત્રૂટી છે.

મંત્રીમંડળ અને વહીવટી સરકારઃ

આ પ્રતિનિધિઓને જનતાએ તેમના વિચારો, યોગ્યતા અને આવડત પ્રમાણે ચૂંટ્યા હોય છે એવું માનવામાં આવે છે. એટલે જે પક્ષ ને વધુ બેઠકો મળે તે પક્ષને તેના વિચારોની  જનતાની પસંદગી ગણવામાં આવે છે. આ જન પ્રતિનિધિઓ પોતાનો નેતા ચૂંટે છે અને આ નેતા પોતાને મદદ કરવા પોતાના ચૂંટાયેલાઓમાંથી સાથીઓ પસંદ કરે છે. આ મંડળીને મંત્રી મંડળ કહેવાય છે.

જનપ્રતિનિધિઓએ પ્રજાના સંપર્કમાં રહેવાનું હોય છે અને તેનો અવાજ મંત્રી મંડળને પહોંચાડવાનો હોય છે. જનતાએ કર દ્વારા આપેલા પૈસાના ભંડોળ માંથી આ પ્રતિનિધિઓને મહેનતાણું ચૂકવવામાં આવે છેકારણ કે તેઓને જનતાએ ચૂંટ્યા છે. વળી તેમને વિશેષ સગવડો, સત્તાઓ અને અધિકારો આપવામાં આવે છે. આ બધું “વહીવટ” એમ ગણવામાં આવતું હોવાથી જનપ્રતિનિધિ મંડળ જ સત્તાઓ અને મહેનતાણા નક્કી કરી લે છે.

આ બધી વાતો તો પક્ષ અને દેશના બંધારણ પ્રમાણેની જોગવાઈઓને આધારે થઈ ગણાય.

કોણ મોટુંપક્ષ પ્રમૂખ કે સંસદનો નેતા?

 બાબતમાં ભલભલા મૂર્ધન્યોએ ગોથાં ખાધા છે અને ખાય છે.

જે એલ નહેરુ પક્ષ પ્રમુખ અને સંસદીય નેતા એ બંને પદો ભોગવતા હતા ત્યાં સુધી આ મુદ્દો કોઇ ખાસ સમસ્યા બન્યો ન હતો. સંસદીય નેતાએ પક્ષીય કારોબારીના નિર્ણયને માન્ય રાખવાનો હોય છે. રાજેન્દ્ર પ્રસાદ ને બીજી મુદત માટે રાષ્ટ્ર પતિ બનાવવાનો નિર્ણય પક્ષીય કારોબારી એ કર્યો હતો.  કારણ કે કોઈપણ નિર્ણય કરવા માટે પ્રણાલી હોય છે. પક્ષીય કારોબારી પાસે સત્તા હોય છે અને કારોબારીએ પ્રણાલીને અનુસરીને નિર્ણય કર્યો. એટલે સંસદના નેતાએ રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીને મંજુરીની મહોર મારવી જ પડે. નહેરુને આ નિર્ણય ખાસ પસંદ ન હતો તો પણ તેમણે માન્ય રાખેલો. 

ઈન્દીરા ગાંધીના સમયમાં  આવો બીજો પ્રસંગ બન્યો. કોંગ્રેસની પક્ષીય કારોબારીએ સંજીવ રેડ્ડીને રાષ્ટ્રપતિ બનાવવાની ભલામણ કરી. સંસદીય નેતા તરીકે ઈન્દીરા ગાંધીએ સંજીવ રેડ્ડીની અરજીમાં પ્રણાલી અનુસાર ભલામણની સહી કરી.

ઈન્દીરા ગાંધીને તો પોતાના પિતાશ્રીની જેમ બધા જ “હાજી હા” કરનારા જોઇએ. જે એલ નહેરુએ તો સ્વતંત્રતાની ચળવળમાં લોકશાહીની દુહાઈઓ ગાયેલી. એટલે જે મોઢે લોકશાહીના ફાયદાના રસગુલ્લા ખવડાવ્યા હોય તે મોઢેથી કોલસા કેવી રીતે ખવાય? પણ ઈન્દીરા ગાંધીને એવું કશું બંધન હતું નહીં. એમની એવી કોઈ પાર્શ્વ ભૂમિ પણ હતી નહીં. નાગાને નાહવું શું અને નીચોવવું શું?.

ઈન્દીરા ગાંધીને “હાજી હા” કરનારા મંત્રીઓ તો જોઇએ જ પણ રાષ્ટ્રપતિ પણ હાજી હા કરનારા જોઇએ. પણ જો પક્ષ પ્રમુખ હાજી હા કરનારા ન હોય તો રાષ્ટ્રપતિ હાજી હા કરનારા કેવી રીતે મળે? પક્ષ પ્રમુખ નિજલિંગપ્પા હતા. તેઓ સીન્ડીકેટના સભ્ય હતા. સીન્ડીકેટ એ એક નહેરુએ બનાવેલું જુથ હતું.  આ જુથના સભ્યો વગવાળા અને વર્કીંગ કમીટીમાંના સદસ્યો પણ હતા. ઈન્દીરાગાંધીને વડાપ્રધાન પદે આરુઢ કરનારા પણ આજ લોકો હતા. એટલે જ્યાં સુધી ગરજ હતી ત્યાં સુધી ઈન્દીરા ગાંધીએ “ગુંગી ગુડીયાનો રોલ ભજવ્યો. પછી તેમણે જોયું કે સામ્યવાદીઓની મદદથી સંસદમાં કામચલાઉ બહુમતિ તો લવાય પણ તે લાંબી ચલાવી ન લેવાય. તેવે વખતે રાષ્ટ્ર પ્રમુખ કહ્યાગરો હોય તો કામમાં આવે.

રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી સંસદના સભ્યો અને વિધાન સભાના સભ્યો કરે છે. તેમને પોતાના મતનું વજન હોય છે અને વજન પ્રમાણે મત ગણાય છે. રાજ્યની મતદારોની સંખ્યાને  રાજ્યના સંસદસભ્યોની સંખ્યાથી ભાગવામાં આવે અને જે સંખ્યા આવે તે તેનું વજન અથવા મત ગણાય. વળી તેમાં પહેલી અને બીજી પસંદગી હોય. એટલે જો પહેલી પસંદગીના મતો માં ૫૧ ટકા મત ન મળ્યા હોય તો બીજી પસંદગીના મતો પણ ઉમેરવામાં આવે. ઈન્દીરાગાંધીએ જોયું કે જો ક્રોસવોટીંગ થાય તો પોતાની પસંદગીનો ઉમેદવાર જીતે. એટલે તેમણે મજુરનેતા ગણાતા વીવી ગિરિ ને પોતાના અકથિત ઉમેરવાર તરીકે ઉભારાખ્યા. કોંગ્રેસના ઉમેદવાર તો સંજીવ રેડ્ડી હતા. અને વિપક્ષના સીડી દેશમુખ હતા.

રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પક્ષ ઉપર આધારિત હોવી જોઇએ કે નહીં? ઈન્દીરા ગાંધીએ આત્માના અવાજપૂર્વક મત આપવો એવો પ્રચાર વહેતો મુક્યો. મીડીયાએ આ પ્રચાર ચગાવ્યો. ગુજ્જુ કે અંગ્રેજી અખબારોએ આ ચર્ચા શાસ્ત્રીય માર્ગે ન ચલાવી પણ અત્યારે જેમ કેશુભાઈના ઉચ્ચારણોને વ્યાપક પ્રસિદ્ધિ આપીને એક પક્ષને વિભાજીત કરવાના કારસામાં અખબારો ફાળો આપે છે તેમ કોણ કોણ આત્માના અવાજપ્રમાણે મત આપશે તેને વધુ પ્રસિદ્ધિ અને કવરેજ આપવામાં આવતું. જોકે આત્માનો અવાજ એટલે શું, તે જાહેર કરવો એટલે શું,  તેના ધારા ધોરણો શું, તેના હેતુઓ શું, તેનો વ્યાપ શું … વિગેરે કોઈ શાસ્ત્રીય ચર્ચા કરવાનું બધાજ મૂર્ધન્યોએ ટાળ્યું.

મુદ્દાઓ તો ઘણા છે.

જો રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પક્ષના આધાર પર ન હોય તો એવી પ્રણાલી શા માટે કે તેનું નામાંકન પક્ષીય નેતા કે સભાના જનપ્રતિનિધિ તરફથી કરવું જોઇએ? જો ગુપ્ત મતદાન થતું હોય તો કોઈપણ પક્ષ “ફલાણો” અમારો ઉમેદવાર છે એવું જાહેર કેવી રીતે કરી શકે? રાષ્ટ્રપતિ પદના ઉમેદવારે પક્ષમાંથી રાજીનામું અને ઉમેદવારી પત્રક રજુ કરવા વચ્ચે કેટલો સમય હોવો જોઇએ? તેટલો જ સમય શા માટે? તેનો આધાર શો? વિગેરે વિષે ચર્ચા થવી જોઇએ.

સરકારી નિયમ પ્રમાણે એક નોટીસ પીરીયડ હોય છે. તે નોટીસ પીરીયડ શા માટે હોય છે? એ નોટીસ પીરીયડ અને તે પદ્ધતિ અહીં પણલાગુ પડવી જોઇએ. કારણ કે કોઈ હોદ્દાની રુએ મૂળભૂત જોગવાઈઓવાળી પ્રણાલી માં ફેરફાર કરી શકાય નહીં. જેમકે નોટીસ પીરીયડ ત્રણ માસનો હોય તો તે દરમ્યાન એ ચકાસવામાં આવે છે કે વ્યક્તિ કોઈ વિવાદોમાં સંડાવાયેલો છે કે નહીં? તેની આર્થિક સત્તાઓ વડે અગર તેની પાસેથી વસુલી કરવાના સંજોગો ઉત્પન્ન થાય તો તે માટે શું કરી શકાય?

રાજીનામુ સક્ષમ અધિકારી સમક્ષ રજુ કરવાનું હોય છે. સક્ષમ અધિકારી તેની ચકાસણી માટેના પગલાં ભરે છે. પછી સક્ષમ અધિકારી તેને જણાવે કે ફલાણી તારીખ સુધીમાં તમારે રાજીનામુ પાછું ખેંચવું હોય તો પાછું ખેંચી શકશો. તે પછી તમે તમારું રાજીનામું પાછું ખેંચી શકશો નહીં. સક્ષમ અધિકારી જ રાજીનામુ મંજુર કરી શકે છે. આ સક્ષમ અધિકારી રાજીનામુ મંજુર થયાનો પત્ર લખી શકે છે. આ પત્ર એક દસ્તાવેજ ગણાય છે. આ સક્ષમ અધિકારી કાયદામાં સૂચિત હોય છે. પ્રણાલી પણ સૂચિત હોય છે. જો કોઈ પ્રણાલી સૂચિત ન હોય તો સામાન્ય પ્રણાલી જે તે ડીપાર્ટમેન્ટમાં લાગુ પડતી હોય તે લાગુ પડાય છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં  માસની નોટીસ આપવી પડે છે. અને રીટાયર્ડ થયા પછી બે વર્ષ સુધી તમે ડીપાર્ટમેન્ટ સાથે કામ પડે તેવી નોકરી કરી શકતા નથી.   પ્રણાલી કેન્દ્રીય પ્રધાનોને લાગુ પડે. એટલે કે ૬માસની નોટીસ આપ્યા પછી અને રાજીનામુ મંજુર થઈ નિવૃત થયાને બે વર્ષ વીત્યા પછી જ રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ભાગ લઈ શકાય એવું અર્થઘટન કાયદા અને પ્રનાલીની રુએ થાય.  બધા મુદ્દાઓ ઉપર માધ્યમોએ ચર્ચા કરવી જોઇએ.

પક્ષની બાબતમાં પણ આવું  છે. પક્ષને અને બંધારણને પ્રણાલીઓ હોય છે. ધારોકે પક્ષને અમુક સિદ્ધાંતો છે અને તેમાં સમયને અનુરુપ ફેરફાર કરવા છે. પણ પક્ષનું મોવડી મંડળ દાદ દેતું નથી. એવું કોઇ સભ્યને લાગે છે. તો તે પોતાના સથીઓ સાથે મસલત કરી શકે છે. તેને લાગે કે મને હવે પૂરો સહયોગ મળે તેમ છે તો તે પક્ષપ્રમુખને સામાન્ય સભામાં મંજુઅર કરાવવા એજન્ડાના મુદ્દઓમાં સામેલ કરવા માટે આપી શકે છે. જો સભ્યનો મુદ્દો અર્જન્ટ હોય તો  આપાત્‌કાલિન સામાન્ય સભા બોલાવી શકે પણ તે માટે પ્રણાલી હોય છે. પક્ષપ્રમુખને પણ આ પ્રણાલીને અનુસરવું પડે છે. સૌ કોઇ એ પ્રણાલીને અનુસરવું પડે.

સત્તા ધારીઓએ પણ પ્રણાલીઓને અનુસરવું પડે. ન્યાયધીશપાસે ન્યાય આપવાની સત્તા હોય છે. પણ તે બે પક્ષને સાંભળ્યા વગર સીધો ન્યાય આપી ન શકે. એક પક્ષે અરજી આપવી પડે. કૉર્ટે બીજા પક્ષને નોટીસ આપવી પડે. તેને રજુઆત કરવામાટે ચોક્કસ સમય આપવો પડે. અને પછી ન્યાયધીશ દરેક મુદ્દાઓના ઔચિત્યને વિષે પોતાનો નિર્ણય કેવી રીતે યોગ્ય છે એ દર્શાવતો બોલતો નિર્ણય આપે છે.

આજ વસ્તુ દરેક કિસ્સઓને લાગુ પડે છે

ધારોકે પક્ષના કોઇ એક સભ્યને એમ લાગ્યું કે ફલાણી વાત બરાબર નથી. હવે આ વાત કાયદાને લગતી હોય કે વહીવટને લગતી હોય. વહીવટને લગતી હોય તો તેનો અર્થ એ થાય કે વહીવટમાં પ્રણાલીનું પાલન થતું નથી. અથવાતો પ્રણાલી ખામીવાળી છે. પ્રણાલી ખામીવાળી હોય તો સારી પ્રણાલીનુ સૂચન થવું જોઇએ. અને આ સૂચિત પ્રણાલી, ચાલુ પ્રણાલી થી કેવી રીતે ઉત્કૃષ્ટ છે તેની જાહેર ચર્ચા થવી જોઇએ. જો કાયદાના અભાવને લગતી હોય તો તેની પણ મુક્ત અને વિસ્તૃત ચર્ચા થવી જોઇએ.

ઈન્દીરા ગાંધીએ શું કર્યું હતું

ઈન્દીરા ગાંધીએ અસાધારણ સામાન્યસભા બોલાવી ત્યારે તેમણે આવી કોઈ ચર્ચા કરેલી? તેમણે પોતાના મુદ્દાઓ વિષે પક્ષ પ્રમુખ અને કારોબારીમાં મુદ્દાસર રજુઆત કરેલી? તેમણે પ્રદેશ કારોબારીઓમાં પત્રવ્યવહાર કરેલો? તેઓના અભિપ્રાયો મગાવેલ? આ બાબતની પક્ષના સભ્યો સાથે વ્યાપક ચર્ચા કરેલી? જનતા સાથે પણ સમાચાર પત્રો મારફત આવી ચર્ચા કરી હતી શું? નાજી જરા પણ નહીં.

તો પછી કોઈ વિસ્તૃત છણાવટ વગરના મુદ્દઓ વગર, અરે મુદ્દાઓના તદન અભાવમાં તમે પક્ષની આપાત્‌ કાલિન સામાન્ય સભા કેવી રીતે બોલાવી શકો? ડેલીગેટો પણ કેવી રીતે તૈયાર કરી શકો? જે કંઈ કરો તે સ્થાપિત પ્રણાલીથી વિરુદ્ધ જ જાય એટલે તે રદ જ ગણાય. જ્યાં સુધી કાયદેસર રીતે રચાયેલ કારોબારી અસ્તિત્વ ધરાવતી હોય ત્યાં સુધી તેને તમે રદ કરી ન શકો. ઈન્દીરા ગાંધીએ જે આપાત્‌કાલિન સામાન્યસભા બોલાવેલ તે જ ગેરકાયદેસર હતી. કારણ કે ટૂંકા ૬માસથી પણ ઓછા સમયમાં તે મળવાની જ હતી. વળી ડેલીગેટોની પસંદગી પ્રણાલી અનુસાર ન હતી. તેથી ગેરકાયદેસર અને રદ હતી.

ઈન્દીરાગાંધીને ખબર હતી કે કાયદેસર રીતે પક્ષ ઉપર કબજો મેળવી શકાય તેમ નથી. તેથી તેમણે કાયદેસરની પ્રણાલી બહારના માર્ગ અપનાવ્યા. દેશના વહીવટના તે વડા હતાં. એટલે પ્રસારમાધ્યમો તેમના કબજામાં હતા. આનો લાભ તેમણે પાટલી બદલુઓને અને પોતાના પક્ષમાં આવનારાઓને ચમકાવવામાં કર્યો. નવી ચૂંટણીમાં તેમના પક્ષને બહુમતિ મળી. એટલે ન્યાયાલયે તેમના પક્ષને કોંગ્રેસ પક્ષ તરીકે માન્ય રાખ્યો. પણ ચિન્હ માન્ય ન રાખ્યું. પીલુ મોદીએ ટકોર કરેલી કે જો હવે પછીની ચૂંટણી માં કોંગ્રેસ (સંસ્થા)ને જો બહુમતિ મળશે તો શું કૉર્ટનો નિર્ણય રદબાતલ થશે? વાસ્તવમાં પક્ષ એ એક સંસ્થા છે અને તેનું અસ્તિત્વ તેના સભ્યો અને બંધારણીય ઘટકોને આધારે હોય છે, નહીં કે લોકસભા કે વિધાન સભાની ચૂંટાયેલા સભ્યોની સંખ્યાને આધારે.

પક્ષ છે તો મુખ્ય મંત્રી છે, પ્રધાન મંત્રી છે. તેઓ પક્ષની રુએ અને પક્ષના સિદ્ધાંતો અનુસાર દેશના બંધારણની અંતર્ગત પોતાની ફરજો બજાવે છે. પક્ષને એમ લાગે કે તેમનો સંસદીયનેતા કે વિધાનસભાનો નેતા પક્ષના સિદ્ધાંતોને અનુરુપ કારભાર કરતો નથી તો પક્ષ તેને નોટીસ બજાવી શકે અને જવાબ માગી શકે. પક્ષનો વડો પક્ષ પ્રમુખ છે જે પક્ષીય કારોબારીની સલાહ પ્રમાણે કામ કરે છે. પક્ષનો પ્રમુખ, વડાપ્રધાનનો અને મુખ્ય મંત્રીનો પણ વડો છે.

આ વાત સમજવામાં “તડ ને ફડ”વાળા મૂર્ધન્યો જેવા મૂર્ધન્યો પણ ભટકી જાય છે. આ કહેવાની જરુર એ માટે પડી કે આ મૂર્ધન્ય મહાશયનો હેતુ યેનકેન પ્રકારે ઈન્દીરા ગાંધીનો બચાવ કરવાનો હતો. અને તેથી તેઓ પક્ષ પ્રમુખને બદલે વડાપ્રધાન ની ઈચ્છાને મહત્વની ગણાવવા માગતા હતા. ઈન્દીરા ગાંધી વડા પ્રધાન હતાં ત્યારે તે પક્ષ પ્રમુખની ઉપરવટ જતા હતાં. જેમકે બેંકોનું રાષ્ટ્રીયકરણ ન કરવું પણ સમાજીકરણ કરવું એ કોંગ્રેસની કારોબારીનું સૂચન હતું. આ બાબત ઉપર માધ્યમોએ મુદ્દાસરની શૈક્ષણિક ચર્ચા યોજવી જોઇએતી હતી. રાષ્ટ્રીયકરણના ભયસ્થાનો પારવિનાના હતા. આ વાત તો તે પછીના સમયે જ સિદ્ધ કરી. મોરારજી દેસાઈની વહીવટી આર્ષદૃષ્ટિ આ જોઇ શકેલ. ઈન્દીરા ગાંધીની દૃષ્ટિ મતના રાજકરણ અને પોતાની સત્તા તરફ હતી.  ઈન્દીરાગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. વળી તે પહેલાં નાણાંખાતું હસ્તગત કરવા નાણામંત્રીને (મોરારજી દેસાઈને) ફારેગ કર્યા. મોરારજી દેસાઈને નાણાં મંત્રી બનાવવાની વાત કારોબારી સાથે વિમર્શ બાદ નક્કી કરેલી. તેથી નાણાંમંત્રીને જો બદલવા હોય તો શાલીનતાની રુએ કારોબારી કે પક્ષપ્રમુખ સાથે મસલત કરવી જ જોઇએ. પણ જેઓ લોકશાહી મુલ્યોમાં નથી માનતા, તેઓ આપખુદીમાં માનતા હોય છે. તેઓ પારદર્શિતાને અને શાલીનતાને અવગણે છે.

આવા કારણોસર અને રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં જે વ્યક્તિના નામની પક્ષની રુએ ઈન્દીરા ગાંધીએ ભલામણ કરેલી તેની વિરુદ્ધમાં જ ઈન્દીરા ગાંધીએ પોતે જ પ્રચાર કર્યો અને પક્ષની ઉપરવટ જઈ અપ્રણાલીગત નિવેદનો કર્યા ત્યારે જ મોરરજી દેસાઈએ પક્ષના મોવડી મંડળને જણાવેલ કે ઈન્દીરા ગાંધીને બરતરફ કરો. પક્ષનું મોવડી મંડળ તાત્કાલિક નિર્ણય લઈ ન શક્યું. ચૂંટ્ણીને સમયે ઈન્દીરાગાંધીએ, સંજીવ રેડ્ડી વિરુદ્ધ બિભત્સ આક્ષેપો સાથેની પત્રિકાઓ વહેંચાવડાવી. પક્ષે સૂચવેલ ઉમેદવાર હાર્યો અને ઈન્દીરાગાંધીએ જે ઉમેદવાર ઉભોકરેલ તે જીતેલ. પક્ષે તે પછી ઈન્દીરાગાંધીને બરતરફ કરેલ.  સંસદમાં તેમની બહુમતિ ચાલુ રહે તે માટે તેમના દ્વારા પ્રયોજાયેલા રાષ્ટ્ર પ્રમુખે તેમને સત્તા ઉપર ચાલુ રાખ્યા અને સમય આપ્યો. પાર્ટીના કેટલાક સભ્યોએ ઈન્દીરા ગાંધીને ટેકો જાહેર કર્યો. તેમજ સામ્યવાદીઓએ અને કેટલાક ફુટકળીયાઓએ  પણ ઈન્દીરાગાંધીના પક્ષને ટેકો જાહેર કર્યો.

ટૂંકમાં ઈન્દીરા ગાંધીનું રાજ મુદ્દાઓવગરનું અને સિદ્ધાંતો વગરનું ટોળારાજ હતું.  સૂત્રો ઉપર નભતું હતું. મીડીયાનો તેમને પૂરતો ટેકો હ્તો. મીડીયા આજે પણ વિવેકહીન છે. મીડીયા તે વખતે પણ વિવેકહીન હતું.

  વાત કેશુભાઈને પણ લાગુ પડે છે

તેમના મુદ્દાઓ શું છે તે કોઈ જાણતું નથી. તેમને નેતાગીરીથી અસંતોષ છે. પણ કયા મુદ્દાઓ ઉપર અસંતોષ છે તે કોઈ જાણતું નથી. તેમને કાયદામાં ફેરફાર જોઇએ છે કે પ્રણાલીઓમાં ફેરફાર જોઇએ છે? તેમને કેવા ફેરફારો જોઇએ છે અને શામાટે જોઇએ છે તેકોઈ જાણતું નથી. તેમણે સ્થાનિક નેતાઓ સાથે કે મુખ્ય મંત્રી સાથે ક્યારેય મુલાકાતો માગી છે ખરી? તેમણે કદીય પ્રણાલીઓ બાબતમાં વહીવટી અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી છે ખરી? મુલાકાતોની માગણી જો કરી હોય તો તેની નીપજ શું આવી? જનતા તો મુદ્દાઓની વિગતોથી અજાણ જ છે. જો મુલાકત જ માગી ન હોય તો પક્ષમાં રહીને પક્ષની ટીકા કરવી અયોગ્ય છે અને આવી વર્તણૂંક નિંદનીય છે. લોકશાહી પ્રણાલીને અનુરુપ નથી.

ખેડૂતોને અન્યાય કે ગૌચરની જમીન કે ઉદ્યોગપતિઓને જમીનની લહાણી  વિગતો માગી લે તેવા વિષયો છે. સૌ કેસ અલગ અલગ હોય તેથી તેના કેસ પ્રમાણે ગુણદોષ તારવી શકાય. આવા કેસ ન્યાયિક અદાલતમાં લઈ જઈ શકાય. જો પ્રણાલી અંતરગત હોય તો વિકલ્પ સુચવવવા જોઇએ. પક્ષના સભ્યોને પણ માહિતગાર કરી શકાય. સામાન્ય સભામાં પ્રસ્તાવ રજુ કરી શકાય. શું આવું કશું કેશુભાઈ કર્યું છે. બંધબારણે મીટીંગો કરવી, જાતિવાદી મીટીંગો કરવી, જાતીને અન્યાય થાય છે એવી વાતો ચગાવવી આ બધું નીમ્ન કક્ષાનું રાજકારણ કહેવાય.

સમાચાર માધ્યમો પણ મુદ્દાઓને સદંતર અવગણી નિમ્ન કક્ષાના રાજકારણ પર ઉતરી આવે છે. સમાચારની હેડ લાઈનો પણ પૂર્વગ્રહ વાળી હોય છે. જે સમાચાર પત્રોને નરેન્દ્ર-મોદીનો “ફોબીયા” છે તેઓ દરેક વાતોમાં નરેન્દ્ર મોદીની અવમાનના કરે છે. નરેન્દ્ર મોદીના પ્રજાલક્ષી કામોને પણ વક્રદૃષ્ટિ થી જુએ છે. મુદ્દાઓ અને તેની ઉપરની શૈક્ષણિક ચર્ચાઓને તો સમાચારપત્રોમાં અવકાશ જ નથી.  આ જ વર્તમાનપત્રોના માંધાતાઓ, જ્યારે ઈન્દીરા ગાંધીએ કહ્યું “નીચા નમો …”, ત્યારે તેઓ ચત્તાપાટ પડીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા થઈ ગયેલા. ઈન્દીરા ગાંધીની આપખુદીનો જોટો ન હતો. તો પણ આ માધ્યમોના મૂર્ધન્યો આજનીતારીખમાં પણ તે વિષે ચૂં કે ચાં કરી શકતા નથી. કારણ કે તેમની નજર વિદેશી બેંકોમાં પડેલા ૪૦૦ લાખ કરોડ રુપીયા ઉપર પણ હોય. તો આવા માધ્યમોની વિશ્વસનીયતાની તો વાત જ ક્યાંથી થાય? સમાચાર માધ્યમો પ્રમાણે તો નરેન્દ્ર મોદી સામે વ્યાપક આક્રોષ છે. વળી તેઓ પોતે જ અંદરખાને કહે છે કે બહુમતિ તો નરેન્દ્ર મોદી લઈ જ જશે. હવે તેમને પોતે જ, પોતે જે છાપે છે તેમાં વિશ્વાસ નથી તો બીજાઓ તો તેમની ઉપર વિશ્વાસ ક્યાંથી રાખી શકે?

સુબ્રહ્મનીયન સ્વામી

સુબ્રહ્મનીયન સ્વામીને કોઈએ પૂચ્છ્યું કે તમે ભ્રષ્ટાચારના વિરોધી છો તો કોંગ્રેસ સિવાયના પક્ષના ભ્રષ્ટાચારીઓ સામે કેમ લડતા નથી. સુબ્રહ્મનીયન સ્વામીએ જવાબ આપ્યો કે વિરોધ પક્ષના નેતાઓ સામે કેસ કરવાની ફરજ કોંગ્રેસની છે કારણ કે તેને તે માટે પૈસા મળે છે. હું જે કંઈ કહું છું તે બધું જ કૉર્ટમાં કહી ચૂક્યો છું.

આ વાત ગુજ્જુ કોંગીઓએ સમજવા જેવી છે. તેમના પક્ષનું કેન્દ્રમાં રાજ છે. નરેદ્ન્ર મોદીએ જો ભ્રષ્ટાચાર કર્યો હોય કે કરાવ્યો હોય તો તેઓ કોર્ટમાં જઈ શકે છે. અથવા એઓ કેન્દ્રને રજુઆત કરી નરેન્દ્ર મોદી કે તેના સાથીઓ સામે બંધારણની જોગવાઈ અનુસાર પગલાં લઈ શકે છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે તેમના આક્ષેપો વજુદ વગરના છે. જો પ્રણાલીઓને ભાંડવા જાય તો તેઓ અને તેમનો પક્ષ જ પહેલાં ભક્ષ્ય બની જાય.  જમીન સંપાદનની ગુજરાત સરકારની નીતિની સુપ્રીમ કોર્ટે પણ પ્રસંશા કરી છે.

આપણા ગુજ્જુ કોંગી નેતાઓ, પહેલેથી જ આપણા ગુજરાતી નેતાઓના ટાંટીયા ખેંચી પાડી દેવાના તાનમાં રહેતા હોય છે. આ તેમનો જુનો રોગ. આપણા ગુજ્જુ મૂર્ધન્યો પણ મોરારજી દેસાઈની બદબોઈ કરવામાં ઉણા ઉતરતા ન હતા. અને હાલ માં જ જુઓ. આપણા કાન્તિભાઈએ મોરારજી દેસાઈના રાજકારભારને લાઈસન્સ, પરમીટ અને ક્વોટાનું રાજ્ય કહ્યું છે. વાસ્તવમાં મોરારજી દેસાઈએ તો 1977માં ઉત્પાદન ઉપરના અંકુશો સાવ દૂર કરી ને ક્વોટાઓ તો નાબુદ કરી દીધેલા. લાઈસન્સ પરમીટ અને ક્વોટાનું રાજ તો નહેરુનું હતું તે વાત આખો દેશ જાણે છે. આપણા કાંતિભાઈ કદાચ તે વખતે ભાંખોડીયા ભરતા હશે કે બાબાગાડી ચલાવતા હશે તેથી તેમને ખબર નહીં હોય. પણ મોટા થયા પછી તેમણે ઈતિહાસનું વાચન કરવું જોઇએ. સૌ કોઈ જાણે છે કે નહેરુવીયનોના પીઠ્ઠૂઓ મોરારજી દેસાઈને પણ મુડીવાદીઓના પીઠ્ઠુ તરીકે ઓળખાવતા હતા.

શિરીષ મોહનલાલ દવે

ટેગઃ પક્ષ, ઈન્દીરા કોંગ્રેસ, કોંગ્રેસ (સંસ્થા), પક્ષપ્રમુખ, કારોબારી, ડેલીગેટ, મોવડીમંડળ, સંજીવ રેડ્ડી, મોરારજી દેસાઈ, સીન્ડીકેટ, જે એલ નહેરુ, આપાત્‌કાલિન, સામાન્યસભા, સંસદ, વિધાનસભા, સદસ્ય, આપખુદ, મુદ્દા, મીડીયા, મૂર્ધન્ય

Read Full Post »

%d bloggers like this: