Feeds:
Posts
Comments

Posts Tagged ‘કોંગ્રેસ’

મોદી-ફોબિયા પીડિત સમાચાર પત્રો મરણીયા બન્યા છે… – ૧

મોદી-ફોબિયા પીડિત સમાચાર પત્રો મરણીયા બન્યા છે… – ૧

અમારે ભાવનગરમાં પચાસના દાયકામાં અમદાવાદના છાપાંઓ સાંજે આવતા. રાજકોટના છાપાં બપોરે આવતા. અને ભાવનગરમાંથી કોઈ દૈનિક છાપાં પ્રકાશિત થતા જ હતા નહીં. પગદંડી અને ભાવનગર સમાચાર જેવાં મેગેઝીનો બહાર પડતાં પણ તેનો ફેલાવો બહુ નહીં. મુંબઈના છાપાં સૌથી પહેલાં આવતાં પણ મોટે ભાગે વેપારી વર્ગ સિવાય મુંબઈ સમાચાર ખાસ વંચાતું નહીં. તે વખતે છાપાંઓ ઉપર છાપાંના કાગળનો ક્વોટા સરકાર હસ્તક રહેતો. તેથી છાપાવાળાં સરકારની વિરુદ્ધ આદુ ખાઈને પડી શકે તેવો જમાનો ન હતો. “શબ્દવ્યુહ રચના” અને “ફિલમ” ની જાહેરાતો ઉપર પણ સરકારે ક્વૉટાના હિસાબે નિયંત્રણ મુકેલું. તે વખતે મહાગુજરાતની ચળવળ ચાલતી. તેમાં સરકારી કોંગ્રેસ પ્રતિનું વલણ રહેતું. કમસે કમ ચૂંટણી વખતે તો “કોંગ્રેસ આપણો જાણીતો પક્ષ છે તેમની પાસે આપણે આપણા મનની વાત અને ફરિયાદ કરવાની સગવડ છે …” આવી મતલબના તંત્રી લેખો આવતા. એટલે સરવાળે જે કંઈ થોડા સમાચારો કોંગ્રેસની વિરુદ્ધ આવતા તેની ઉપર સરવાળે પાણી ફરી વળતું. જનસત્તાએ કોંગ્રેસ વિરુદ્ધ કાઠું કાઢેલ પણ તેને ચૂંટણી પછી કોંગ્રેસ સાથે સંધી કરી લેવી પડેલી.

ઈન્દિરા ગાંધીનો  નહેરુવીયન હોવાની લાયકાતના આધાર હેઠળ રાજ્યાભિષેક થયા પછી છાપાંઓમાં વિભાજન થવાના શ્રીગણેશની શરુઆત થયેલ. ઇન્દિરા ગાંધીના અને તેમના ભક્તોના જૂઠાણાઓએ  અને લાંચ રુશ્વતોએ માઝા મૂકતાં પ્રજામત આગળ છાપાંઓને ઝૂકવું પડેલ.

ઇન્દિરાએ જોયું કે વર્તમાન પત્રોની વિશ્વસનીયતા ઘણી છે એટલે ૧૯૭૫માં તેણીએ વર્તમાન પત્રોને પોતાની રીત પ્રમાણે “કટોકટી” દરમ્યાન સીધાં કરેલ.

૧૯૭૭માં જનતાપાર્ટીની સરકાર આવી એટલે શરુઆતમાં છાપાંઓ સ્પ્રીંગની જેમ ઉછળેલ પણ ચરણસીંગે જનતા પાર્ટી સામે બળવો કર્યો અને ઇન્દિરાની મદદ લીધી.

છાપાંઓને લાગ્યું કે;

“ઇન્દિરાઈ કોંગ્રેસ સિવાય આપણો ઉદ્ધાર નથી. ઈન્દિરા પોતે જ ભ્રષ્ટ છે માટે નફા માટે વાચકવર્ગ ઉપર આધાર રાખવાની ખાસ જરુર નથી. ઇન્દિરાઈ કોંગ્રેસે હાલસુધી (૧૯૮૦ સુધી) ગરીબાઈ અને નિરક્ષરતા કાયમ રાખી હોવાથી, આપણે હવે ઇમોશનલ શિર્ષરેખાઓ (સમાચારની હેડ લાઈનો) અને લખાણો યુક્ત શબ્દોની ગોઠવણી દ્વારા વાચક વર્ગ વધારી શકીશું. સરકારી જાહેરાતો પણ મળશે. “ફલાણો કાયદો પ્રજાને અર્પણ… ફલાણો પ્રોજેક્ટ પ્રજાણે અર્પણ… “ આ બધું ચાલુ કરનાર તો ઇન્દિરા માઈ જ છે ને… ઇન્દિરા કોંગ્રેસનું કલ્ચર આપણે જાણીએ છીએ એટલે તેની સામે આદુખાઈને પડવાની જરુર નથી. એટલે ૧૯૭૯માં “જનતા પાર્ટીનો વાગેલો મૃત્યુ ઘંટ”, “કામ કરતી (ઈન્દિરાની) સરકાર”, “ગરીબોની કસ્તૂરી (ડુંગળી)ના ભાવ આસમાને”, “સૌભાગ્યકાંક્ષિણી થવા થનગનતી કન્યાઓ સોનાના આસમાની ભાવોથી ચિતાંતુર”, “કન્યાના માંબાપમાટે મંગળસૂત્ર એક સમસ્યા”,

આ દરમ્યાન રંગા-બીલ્લાની જોડીએ યુવાન ભાઈબેનનું અપહરણ કર્યું અને બળાત્કાર કર્યો. એટલે સમાચાર પત્રોને તો દોડવું હતું અને ઢાળ મળ્યો. જોકે આવા બનાવો તો કોંગીના શાસનમાં ઉત્તરભારતમાં તો રોજ બનતા અને તેની નોંધ પણ લેવાતી ન હતી. પણ ભાઈ આપણે તો ઇન્દિરામાઈની સેવા કરવાની છે અને તમે ઇન્દિરામાઈનો સ્વભાવ તો જાણો છો જ ને કે. કટોકટીમાં કેટલાક શૂરવીરતા બતાવવા ગયેલાઓને ઇન્દિરા માઈએ કેવા મરણાસન્ન કરેલા. બાજપેયીના મણકાને શું થયું હયું હતું?  જો જય પ્રકાશ નારાયણને પણ ન છોડ્યા તો આપણે તે વળી કઈ વાડીના મૂળા? બહુ સિદ્ધની પૂંછડી થવાની જરુર નથી. એટલે તો આપણે કશ્મિરના હિન્દુઓની ઉપર થયેલા ખુલ્લેઆમ અત્યાચારો, હિજરત અને નર સંહારને છૂપાવવો પડેલો.

આમાં વળી નરસિંહરાવ વડાપ્રધાન થયા. તેમણે બધા નિયંત્રણો દૂર કર્યા. એટલે આપણી માટે જાહેરાતોનું મેદાન મોકળું થયું. પણ આપણે નહેરુવીયન કોંગ્રેસની અડફેટમાં ન આવવું, અને ખાસ કરીને નહેરુવંશના ફરજંદોની અડફેટમાં ન આવવું હોં!!”

અમારે ૧૯૫૨થી ગુજરાત સમાચાર આવતું હતું. પણ ૧૯૮૧માં ગુજરાત છોડ્યું. મુંબઈમાં મુંબઈ સમાચાર આવતું હતું. મુંબઈસમાચારના સંચાલકો મહાત્માગાંધીવાદી અને વળી મુંબઈ સમાચાર ફક્ત સમાચાર આપવામાં માને. જોકે ઇન્દિરાઈ અસર ખરી. પણ ન મામા કરતાં કહેણાં મામા શું ખોટા. આ પ્રમાણે મુંબઈ સમાચાર રહ્યું. ૧૯૯૬માં દેશાટન કરીને ગુજરાત આવ્યા. ૨૦૦૧માં મોદી આવ્યા. અને અમે ગુ.સ. ના (ગુજરાત સમાચારના) વલણોથી ત્રસ્ત થયા અને ગુ.સ. બંધ કર્યું.

ડી.બી. ચાલુ કર્યું. ડી.બી. ભાઈ (દિવ્ય ભાસ્કર-ભાઈ) નવા સવા હતા.

૨૦૦૧માં મોદીએ મુખ્ય મંત્રી થતાંની સાથે જ  બઘેડાટી બોલાવી. “વાંચે ગુજરાત”, “ચલો નિશાળ” જેવા અનેક કાર્યક્રમો થયા. વળી ઈન્ટરનેટનો જમાનો શરુ થયો. કેશુભાઈના જમાનામાં બધા પત્રકારોને અમદાવાદથી ગાંધીનગર રોજ ફ્રીમાં લઈ જવામાં આવતા, અને ચીકન બિર્યાની અને વ્હિસ્કી પણ ફ્રી. મોદીકાકાએ આ બધું બંધ કર્યું.

છાપાવાળાંઓની તો ઘાણી થઈ.

 

“આ તો ભારે થઈ. જે સગવડ મળતી હોય અને તે પણ મફત, એટલે અમને લગરિક અકારુ તો લાગે જ. પણ મુસલમાનો મદદે આવ્યા. તેમણે સાબરમતી એક્સપ્રેસનો કોચ ગોધરામાં બાળ્યો. ૫૯ હિન્દુઓને જીવતા બાળ્યા અને તેથી પ્રત્યાઘાત રુપે હિન્દુ-મુસ્લિમ રમખાણો થયાં એટલે આપણને તો હિન્દુઓની અસહિષ્ણુતાને ઉછાળવાનો જબ્બરજસ્ત મોકો મળી ગયો. ભલે હિન્દુઓ પણ મર્યા, અને મહિનાઓ સુધી હિન્દુઓ, સ્ટેબીંગના (મુસ્લિમો દ્વારા ચપ્પુઓ ખોસવાના બનાવોના ભોગ બન્યા) પણ અમે તો  ભરપેટ હિન્દુઓને ગાલી પ્રદાન કર્યું. સોનિયા માઈએ અને તેમના સાથીઓએ પણ ગાલીપ્રદાનો કરવામાં કંઈ બાકી રાખ્યું નહીં.

“મારા વાલીડા મોદીએ તો ભારે કરી.

સો દેડકાં અને એક સિંહ

“આ મોદીએ તો એવા દાવ ખેલ્યા કે આપણા સોનિયામાઈને અને તેમના ભક્ત મંડળને પણ લેવાના દેવા પડ્યા. આપણું શસ્ત્ર આપણને જ વાગ્યું.

“આ મોદી કાકો આટલેથી અટક્યો નહીં. પણ એણે ગુજરાતનો પાયાનો વિકાસ પણ કર્યો. પરપ્રાંતીઓ વધુને વધુ આવવામાંડ્યા. મોદી કાકાએ તેમને આવકાર્યા. તેમને નવાજ્યા. એટલે મોદીકાકાએ તો લાગલગાટ ૧૩+ વર્ષ એકચક્રી રાજ કર્યું. અને કારણ કે, પરપ્રાંતીઓને આવકારેલા એટલે તેઓ પણ મોદીકાકાના પ્રચ્છન્ન  પ્રચારકો બન્યા. એટલે આપણા નરેન્દ્ર ભાઈ મોદી તો વડાપ્રધાન થઈ ગયા. .. બોલો..

“બોલો હવે શું કરીશું? આ મોદીને પાડવો કેમ કરીને? એણે તો આપણી દુકાન બંધ કરી દીધી છે. હરાયા ઢોર થઈ જઈએ તે પહેલાં આપણે કંઈક કરવું પડશે. આપણી માઈના સહયોગીઓ ઉપર બધું જ છોડી દેવું બરાબર નથી.

સમાચાર પત્રો થયા ઘાંઘાં

“ચાલો મળીએ મેનેજમેન્ટના ખેરખાંઓને.

ચાલો “મને બધું આવડે (એમ.બી.એ. ને મળીએ) હવાઓના કહેવા પ્રમાણે આવા લોકોએ બીલ ક્લીન્ટનને જીતાડ્યા છે, ઓબામાને જીતાડ્યા છે … અરે એટલું જ નહીં આ મોદીને પણ સી.એમ. તરીકે અને પીએમ તરીકે જીતાડ્યો છે.

“ભો ભો અભિયંતઃ ગુરો, શિષ્યઃ તેઽહં, શાધી માં ત્વાં પ્રપન્નઃ

( હે મેનેજમેન્ટ ગુરુ, હું તારો શિષ્ય છું. તારે શરણે આવેલા એવા મને બોધ આપ)

“આવો આવો. મારું તો કામ જ આ છે. પણ પૈસા થશે. ઉધાર બુધાર નહીં ચાલે.

“અરે સાહેબ તમે પૈસાની ચિંતા ન કરો. અમારે તો અમારું છાપું ચલાવવું છે. તમે કંઇક ટૂચકો બતાવો કે અમે બે પાંદડે થયા છીએ તે ચાલુ રહી શકીએ.

“ઓકે. તમે બે પાંદડે થયા કેવી રીતે?

“સાહેબ, અમારા દરેક સમાચાર જે છાપવાના હોય કે ન છાપવાના હોય તે અમારી શ્યામા લક્ષ્મી છે. બાકી તો સાહેબ, આ ફિલમી હસ્તિઓની સાચી ખોટી વાતો તેમના કહેવા પ્રમાણે છાપી એમાંથી થોડી ઘણી શ્યામા લક્ષ્મી પેદા કરતા હોઈએ છીએ. આ લોકોના અને બીજા કેટલાકના વિજ્ઞાપનો દ્વારા અમને શ્વેત લક્ષ્મી મળે છે.

“ તો પછી મુશ્કેલી શું છે?

“સાહેબ, અમારે તો લીલા લહેર હતી. અમારામાંના કેટલાકે તો બીલ્ડર નો ધંધો શરુ ક્લરેલો. પણ હવે જવા દો એ વાત. જો એ વાત કરીશું તો છાણે વીંછીં ચડશે…. અમારી તો પથારી ફરી ગઈ છે.

“કેમ શું થયું?

“સાહેબ, આ સોશીયલ મીડીયાએ અમારી ઘાણી કરી નાખી છે. એ લોકો સમાચારો જનતાને વહેલા પહોંચાડી દે છે. એટલું જ નહીં તેઓ જ ચર્ચાઓ કર્યા કરે છે… એટલે અમારો મોદી વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરવાનો હેતુ બરાબર પાર પડતો નથી.

“અચ્છા તો વાત એમ છે કે તમારે સોશીયલ મીડીયાને નબળું પાડવું છે. પણ તમે સમજી લો કે એ માટે તમારે કોંગીની અને તેના સાથીઓની મદદ લેવી પડશે.

“કોંગીઓ અને તેના સાથીઓ તો મદદ કરવા તૈયાર જ છે.

“તો તેમને કહો કે સોશીયલ મીડીયાનો મોરચો એ લોકો તેમની રીતે સંભાળી લે.

“હા, પણ અમે શું કરીએ?

“તમે શબ્દોની રમતો તો રમો જ છો ને? જેમકે ત્રણ જવાનો કશ્મિરની સરહદે ફૂંકાયા, નાગરિક યુવકો ઘવાયા. અંદર ક્યાંક લખો કે તેઓ પત્થરો ફેંકતા હતા…. સૂત્રો પોકારવાથી દેશ દ્રોહ થતો નથી…. મોદીની હાર , રાહુલને હાર … અમિત શાહ પક્ષ પ્રમુખપદેથી હટી શકે છે,… મોદી ઈફેક્ટ ધરાશાઈ, …. મોદીને બદલે કોણ ચર્ચા શરુ …. વિગેરે વિગેરે વિષયો ઉભા કરી તેની ઉપર ચર્ચા ફેલાવી શકાય છે. આવું બધું તો તમને કહેવું પડે એવું નથી… આવું તો તમે કરો જ છો.

“હાજી …  પણ આ પુરતું નથી. એવું અમને અને અમારા અન્નદાતા એવા માઈભક્તોને લાગે છે.

“તમે જુઓ અને સમજો… સોશીયલ મીડીયાનો એક વર્ગ છે. તે આમ તો બહોળો લાગે છે પણ તે મર્યાદિત છે. મોટાભાગના વયસ્ક અને વાર્ધક્યે પહોંચેલાઓને આ બધા ગેજેટોના સંચાલનની  તકનીકીઓ શિખવાની ઇચ્છાઓ નથી. એટલે આવા લોકો હજી તમારા ચીલાચાલુ સમાચાર માધ્યમ એવા વર્તમાન પત્રો ઉપર જ આધાર રાખે છે.  વળી આ મોદીકાકાએ ભણેલાઓમાં વૃદ્ધિ કરીને સાક્ષરતા ૮૦% પહોંચાડેલ છે તેમાંના યુવાનોની મગજની પાટીઓ કોરી છે. એટલે તમારા માઈમંડળને કહો કે આ લોકોનું ધ્યાન રાખે. અને તમે વાર્ધક્યમાં (ગલઢા લોકોનો, વૃદ્ધ લોકોનો) વિસામો લેનારાઓનો કબજો લો … એટલે કે તે બધા વાચકોની ઉપર,  અને તે ઉમરના કટારીયાઓ ઉપર કબજો લો… અને વયસ્ક કટારીયાઓને સાધો …

“હા… પણ એ કેવી રીતે … ?

 “ જુઓ… તમારી પાસે અમુક કટાર લેખકો તો હશે જ. તેમાંના કેટલાક ઓગણીશો સીત્તેરના દાયકામાં પ્રસિદ્ધિમાં આવ્યા હશે તેઓ હવે વયસ્ક થઈ ગયા હશે… કેટલાક તેથી પણ જુના હશે…. જે વાર્ધકયમાં વિસામો લેતા હશે…!!

“ હા… તો…?

“તો … શું? આ બધાને લપટાવો… તેમાંના ઘણા બધા લપટાઈ જવા આતુર જ હશે. કેટલાક એવોર્ડ પરત કરનારા પણ તમને મદદ કરવા આતુર હશે. ધર્મ કરતાં રિશ્વત મોટી છે એટલે કે પૈસા મોટા છે. અને પૈસા કરતાં કીર્તિ મોટી છે. કીર્તિ માટે તટસ્થતાનું મહોરું જરુરી છે. એટલે કે તમે “માલી પા…  પેલી પા … વિકાસના ફુગ્ગામાં કાણું પડ્યું… ઑણ … હમણેં , “  વળી જે યુવાનોને કોંગીએ જાતિવાદના નામે ઉશ્કેરવા માટે ઉત્પન્ન કર્યા તેમને વિષે ‘સત્તા પ્રતિષ્ઠાન સામે પડકારના પ્રતિક’ તરીકે ખપાવનારા તમને તમારે ભાણે ખપશે. વળી “ગાંધી પોતે જ ‘પૂર્ણ ગાંધીવાદી’ ન હતા એમ કહીને પોતાના સુક્ષ્મ અવલોકનને ઉજાગર કર્યા વગર જ આ લોકો અગડમ બગડમ લખશે અને પોતાને તટસ્થ ગણશે. ટૂંકમાં તેઓ કોરી પાટી વાળાઓને, “થાઉં થાઉં થતા કટારીયાઓને અને નબળી પડેલી યાદ શક્તિ વાળા ગલઢાઓને અસંમજસ માં મુકી દેશે. “પોલીટીશ્યનો બધા સરખા” એવા વૈશ્વિક કથનને તે સૌ પ્રમાણભાનને અવગણી “નોટા” નું બટન દબાવ’વા તત્પર થશે કે મત આપવા જ નહીં જાય.

“પણ સાહેબ, આ બીજેપી વાળા તો અમને ગદ્દારમાં ખપાવે છે તેનું શું?

“જુઓ … મેં તમને પહેલાં પણ કહ્યું જ છે કે તમે સીત્તેરના દશકામાં આગળ આવ્યા હતા તેવા વયસ્ક લેખકોને, મૂર્ધન્યોને, સેલીબ્રીટીઓને પકડો. તેમાંના ઘણાં ખૂરશી થી વંચિત રહ્યા હશે. તેમને પકડો. જેમકે જશવંત સિંઘ, યશવંત સિંહા, અરુણ શૌરી, પ્રીતીશ નાંદી, જેવા અનેક છે. જેમકે બીજેપી-ગાય = કોંગ્રેસ. જેવું બોલવાવાળા તમને મળી રહેશે. ફિલમી મહાનુભાવો તો બોલવા માટે આતુર છે. જો તમે પ્રીતીશ નંદી જેવાને પકડશો તો તમને ફિલમી જગતામાં નવી ઓળખાણો થશે. આવા ખ્યાતનામ માહાનુભાવો જે કંઈ “હંગ્યું પાદ્યું” બોલે તેને હાલના કોરી પાટી વાળા બ્રહ્મવાક્ય જ માને છે.

“પણ સાહેબ, આ બધા મહાનુભાવો અમારા માટે લખવા માટેનો સમય ન કાઢી શકે તો.

“અરે ભાઈ…  તેઓ ક્યાંક તો લખતા જ હોય છે. તેનું ભાષાંતર કરી છાપી નાખો તમારા છાપાંમાં. તમારા છાપાંની પણ કીર્તિ વધશે કે “જોયું હવે તો આ મહાનુભાવો પણ મોદી રાજની વિરુદ્ધ થઈ ગયા છે. કંઈક તો ખોટું હશે જ.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે   

ચમત્કૃતિઃ

મિયાંઃ “અરે ભટ્ટજી મૈંને વો ઝાડકે નીચે સેંકડો સાંપ દિખે…

ભટ્ટજીઃ “ અરે મિયાં ! હમારે યહાં કોઈ સાંપ હૈ હી નહીં …

મિયાં; “સચ માનો, કમસે કમ પચાસ સાંપ તો થે હી…

ભટ્ટજીઃ “વહાં સાંપ હો હી નહીં સકતા. ક્યોં કિ વહાં ટ્રાફિક ઇતના હૈ કિ સાંપ આનેકા નામ હી નહીં લે સકતા;

મિયાંઃ “દશ સાંપ તો થે હી થે …

ભટ્ટજી; “ચલો દેખકે આતે હૈ…

મિયાં; “ સાંપ જૈસા કુછ તો થા હી …

 ———————–

તમે કહેશો; “આ વાત તો મૂળ વાત જેવી નથી. તભા ભટ્ટ અને મિયાં ફુસકી ની વાતોમાં આવું કશું આવતું નથી.

અમેઃ અરે ભાઈ, સંત રજનીશમલ પણ તેનાલી રામની આવી જ વાતો કરે જ છે ને …

તમે કહેશો; “પણ આ પ્રીતીશ નંદીનું શું છે?   

Read Full Post »

વાલ્મિકીમાં થી વાલિયો લૂંટારો બને ખરો?

આપણે વાલિયા લૂંટારાની વાત તો સાંભળી છે. તો થોડી તેની વાત સમજી લઈએ.

એક હતો લૂંટારો. તેનું નામ વાલિયો લૂંટારો.

પાપી પેટ માટે તે જંગલમાં જતા આવતા માણસોને લૂંટતો. ખૂન કરતો હતો કે કેમ તેની ખબર નથી.

 

એક વખત નારદ મૂની આવ્યા અને તેને પૂચ્છ્યું કે બધું પાપ તું શા માટે કરે છે?

વાલિયાભાઈએ કહ્યું કે હું બધું પાપી પેટો (પેટનું બહુવચન) માટે કરું છું.

નારદે કહ્યુંપેટોએટલે શું?”

વાલિયાએ કહ્યું એક તો મારુ પેટ, મારી પત્નીનું પેટ, મારી માતાનું પેટ, મારા પિતાનું પેટ, મારા પુત્રનું પેટ અને આવનારા સંતાનોનું પેટ. બધા પેટોના માટે હું લૂંટ કરું છું.

નારદે પૂછ્યું કે પણ આ બધું તો પાપ છે અને તારે તેના ફળ ભોગવા પડશે. તારા માતા પિતા, પત્ની કે સંતાનો, તારા આ પાપનું ફળ શૅર કરી શકીશે નહીં.

લૂંટનો માલ વાપરવો એ પણ ગુનો બને છે

વાલિયાએ કહ્યું “એવું તે કંઈ હોય ખરું? લૂટનો માલ વાપરવો એ પણ ગુનો બને છે”

નારદે કહ્યું “હે વાલિયા, આવી કાયદાની જોગવાઈ હાલ તો નથી. તારો જન્મ અતિશય વહેલો છે. કળીયુગમાં આવો કાયદો તારા જ્ઞાતિબંધુ જ્યારે ભારતનું સંવિધાન લખશે ત્યારે કરવાના છે. હાલ તો કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી. ખાતરી ન થતી હોય તો એક્સ્પર્ટ ઓપીનીયન તરીકે તારા માતા પિતાને પૂછી જો.

વાલિયા ભાઈએ માતાપિતાને પૂછ્યું. તેમણે કહ્યું “જે કરે તે ભોગવે. અમે કેવીરીતે તારું પાપ શેર કરી શકીએ?” વાલિયા ભાઈને થયું કે “આમની તો હવે ઉંમર થઈ. લેટેસ્ટ માહિતિ પત્ની પાસે હશે. વાલિયા ભાઈએ પત્નીને પૂછ્યું. તેણે પણ તેવો જ જવાબ દીધો. વાલિયા ભાઈને થયું કે “આ તો રાંધવામાંથી અને ખાવામાંથી જ ઉંચી આવતી નથી. માટે હવે મને પુત્રને જ પૂછવા દે”. આ વાલિયા ભાઈએ પુત્રને પૂછ્યું. પુત્રે પણ એવો જ જવાબ આપો.

વાલિયાભાઈએ વિચાર્યું કે “આતો ભારે કરી … બધાને લૂંટનો માલ ખાવો છે અને પાપ શૅર કરવું નથી. કાયદો જ અન્યાય કર્તા છે. આવો કાયદો ઑટોમેટિક જ રદ થવો જોઇએ.

વાલિયાભાઈ બહુ વહેલા જન્મેલા હોવાથી તેમના સમયમાં લૂંટનો માલ ખાવામાં ગુનો બનતો ન હતો. તેમણે નારદજીને પૂછ્યું કે “હે નારદજી, મારે હવે શું કરવું જોઇએ?”.

નારદે કહ્યું “ તું હવે તારા આ ધંધાને રામ રામ કર. અને ખૂબ ચિંતન કર. કવિ બની જા. તું બહુશ્રુત થઈ જઈશ. તારી ઈચ્છાઓ પુરી થશે. આ ભવમાં નહીં તો બીજા કોઈ ભવમાં”

“પણ હે નારદજી જેઓ મારા ઉપર જેઓ આધાર રાખે છે તેમનું શું થશે? તેમના રોટલા કેવીરીતે નિકળશે?”

“હે વાલિયા, તું તારો વિચાર કર. હું કરું  … હું કરુ … એવા વિચારો છોડી દે…. તું કશું જ કરતો નથી. બધું ઈશ્વર જ કરે છે. રોટલો પણ એ જ છે, ખાનાર પણ એ જ છે અને ખાવાની ક્રિયા પણ એ જ છે.”

વાલિયાભાઈને નારદ મુનિના ઉપદેશમાં કંઈ ગતાગમ ન પડી. ધંધો કેવી રીતે કરવો, ચિંતન એટલે શું, બહુશ્રુત એટલે શું એ બધું સમજ્યા નહીં. પણ વાલિયા ભાઈને “રામ રામ” કર એ યાદ રહી ગયું. એટલે વાલિયાભાઈ રામ રામ બોલવા લાગ્યા.

ૐ શાંતિ, રાધે રાધે, જે શ્રી કૃષ્ણ

હવે તમે કોઈ પણ જપ કરો એટલે વિચારવું તો પડે . જો વિચાર ન કરો તો ઉંઘ આવી જાય. એટલે વાલિયાભાઈએ વિચારવું શરુ કર્યું. વિચારવા માટે કંઈ ભણેલા હોવું જરુરી મનાતું નથી. જેમકે મોહમ્મદ સાહેબ પણ ભણેલા હતા. તો પણ તેમણે કુરાન આપ્યું જેને દૈવી અવતરણ માનવામાં આવે છે.

એક વખત વિચારવાની ટેવ પડી પછી છૂટતી નથી. એક એવી માન્યતા છે કે તમે યોગ કરો તો તમારી બધી ઈન્દ્રીયો શુદ્ધ થાય. બુદ્ધિ સહિતની બધી ઈન્દ્રીયો શુદ્ધ થાય અને બધી રીતે શુદ્ધિ થાય. આપણે એની ચર્ચા નહીં કરીએ. પણ રામ નામે એક રાજા થયો અને વાલ્મિકી નામે એક ઋષિ થયા. આ વાલ્મિકી ઋષિએ રામની જીવન કથા લખી.

હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી મારી, પૂણ્યશાળી બને છે.”

હવે વાત પૂરી. ઋષિપદની માન્યતા મળવાનું કારણ તેમનું ચિંતન અને રામાયણની રચના હતી.

વાલિયામાંથી વાલ્મિકી ઋષિમાં પરિવર્તન થવું એવા બનાવો તો અવાર નવાર થયા કરે છે. જો કે ક્યારેક વિવાદો પણ ચાલે છે. જેમ કે કહેવાય છે કે આસુમલ પહેલાં દારુની હેરફેર કરતા હતા. તેમણે તપ કર્યું કે નહીં તે આપણે જાણતા નથી. પણ તેઓશ્રી સંત આશારામ બાપુ તરીકે પ્રખ્યાત થયા. તેમને મારા જેવા ઓશો આસારામ કહે છે. જો કે વાત જુદી છે કે તેઓશ્રી અત્યારે રોજમરોજ જેલના સળીયા ગણે છે. વાત જવા દો.

વાલિયા લૂંટારામાંથી વાલ્મિકી ઋષિ બન્યા તે તો આપણે જાણ્યું.

તેનાથી ઉંધું બને ખરુ?

આનાથી ઉંધું એટલે શું?

વાલ્મિકી ઋષિમાંથી વાલિયો લૂંટારો બને ખરો?

હાજી. આવું બને ખરું અને બને પણ છે.

જે વ્યક્તિ, કસોટીમાંથી પસાર થયા વગર, મોટા પદને પ્રાપ્ત કરે છે ત્યારે તેને લાગતા વળગતા સુજ્ઞ લોકો  વાલ્મિકી ઋષિ તરીકે ઓળખાવતા હોય,  તેવી વ્યક્તિ વાલિયો લૂંટારો બની જાય છે. આવા વાલિયા લૂંટારા અનેક વાલિયા લૂંટારા જેવા માનસિક સંતાનોને જન્મ આપે છે.

હાજી. જે ૨૫/૨૬ જુન છે.

નહેરુવીયન કોંગ્રેસીઓએ આજના દિવસની ઉજવણી કરવી જોઇએ. એટલું નહીં પણ જેમણે કટોકટીને આવકારી હતી તે સૌએ આજે કટોકટીના જન્મદિવસની ઉજવણી કરવી જોઇએ. જેઓ પોતાને નિડર માનતા હતા તેઓએ પણ જો કટોકટીને આવકારી હોય તેવા સૌ લોકોએ જેમકે સામ્યવાદીઓ, હરિવંશરાય બચ્ચન, શિવસેનાના સ્થાપક બાલ ઠાકરે, શિવસૈનિકો, સમાચાર માધ્યમોના તંત્રીઓ અને સમાચાર માધ્યમોના માલિકો સૌએ આજે ઉજવણી કરવી જોઇએ. જો કે સામ્યવાદીઓ તો લોકશાહીમાં માનતા નથી એટલે તેમણે તો આજના દિવસને વિજય દિવસ મનાવવો જોઇએ.

તમે કહેશો કે આમાં વાલ્મિકી કોણ અને વાલિયો લૂંટારો કોણ?

હા જી મુદ્દાની વાત તો છે.

મહાત્મા ગાંધીની કોંગ્રેસ એટલે વાલ્મિકી ઋષિ, નહેરુવીયન કોંગ્રેસ એટલે વાલિયો લૂંટારો

ઓગણીસમી સદીમાં કોંગ્રેસ નામની એક ક્લબ હતી. આમ જનતા સાથે તેનો કેટલો સંબંધ હતો તે આપણે જાણતા નથી. આમ જનતા અને બ્રીટીશ સરકાર વચ્ચે એક સેતુનું કામ કરે અને ગેરસમજુતીઓ સંવાદ દ્વારા દૂર કરે તે ક્લબનું ધ્યેય હતું.

૧૯૧૬માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા. તેમણે કોંગ્રેસને આમ જનતા માટે ખૂલ્લી મૂકી. કોંગ્રેસ સંગઠનને ગ્રામ્ય સ્તર સુધી વિકસાવ્યું. તેઓશ્રી સત્ય, અહિંસા, પ્રેમ, માનવીય હક્કો અને સમાનતાના ગુણોને અંતિમ કક્ષાના વિચારશીલ મનુષ્યો સુધી લઈ ગયા. ગાંધીજીએ માનવીય હક્ક માટે કેવીરીતે લડવું, અન્યાયકારી કાયદાઓ સામે કેવીરીતે લડવું તેના નિયમો અને પ્રક્રિયાઓ નક્કી કરી. આમ ખરા અર્થમાં કોંગ્રેસ સંસ્થાવાલ્મિકીઋષિ બની હતી.

જો કે સંસ્થા અને વ્યક્તિમાં ફેર તો હોય છે . કારણ કે સંસ્થાનું હૃદય અને મગજ તેની કારોબારી હોય છે. સૌ સભ્યોનું આચારણ સંસ્થાના સંવિધાનમાંના પ્રાવધાનો અનુસાર હોવું જોઇએ. પણ વ્યક્તિનું હૃદય અને મગજ તો તેનું પોતાનું હોય છે તેથી માનસિક રીતે તે કેવો છે તે જ્યાં સુધી તે મનના નિર્ણયોને અમલમાં મૂકે ત્યાં સુધી તેને જાણી શકાય.

ટૂંકમાં, કોંગ્રેસ એક એવી સંસ્થા હતી કે જેને તમે ઋષિ સાથે સરખાવી શકો. કેટલાક વિવાદાસ્પદ બનાવોને અને વ્યક્તિઓને બાદ કરતાં કોંગ્રેસની આવી સ્થિતિ ઓછામાં ઓછી ૧૯૪૪ સુધી તો ચાલુ રહી હતી.

આવી કોંગ્રેસ સંસ્થા, વાલ્મિકી ઋષિમાંથી વાલિયો લૂંટારો ક્યારે થઈ?

કોઈ પણ વ્યક્તિનું હૃદય પરિવર્તન રાતોરાત થઈ જતું નથી. માન્યતાઓની નિરર્થકતા કદાચ રાતોરાત સમજાઈ જાય. પણ તે નિરર્થકતાને અને સત્યને આત્મસાત્થવા માટે વર્ષો વીતી જાયવાલિયા લૂંટારાને લૂંટના ધંધાની નિરર્થકતા તો રાતોરાત થઈ ગઈ હશે પણ સત્ય અને શ્રેય ને આત્મસાત કરવામાં વાલિયાભાઈને ઘણું ચિંતન કરવું પડ્યું હતું. કહેવાય છે કે વાલિયા ભાઈ સુધબુધ ખોઈ બેઠેલા. તેમના ઉપર ઉધાઈનો રાફડો જામી ગયો હતો. જે હોય તે, પણ વાલિયા લૂંટારામાંથી વાલ્મિકી ઋષિ બનવામાં દશકાઓ વીતી ગયા હતા.

તો શું કોંગ્રેસ સંસ્થાને વાલ્મિકી ઋષિમાં થી વાલિયો લૂંટારો થવામાં વર્ષો વીતી ગયા હતા?

નાજી અને હાજી.

સંસ્થાના બગડવામાં અને વ્યક્તિના બગડવામાં ફેર હોય છે. જનતંત્રમાં ખાસ ફેર પડે છે.

વ્યક્તિ તો જ્યાં સુધી કસોટીમાંથી પસાર થયો હોય ત્યાં સુધી ભરેલા નાળીયેર જેવો હોય છે. પણ જે વ્યક્તિ સમાજસેવામાં સક્રિય રહી હોય, સંસ્થાના નિયમોનું પાલન કરતી રહી હોય, મોવડી મંડળના આદેશોને આધિન રહી હોય તો તે વ્યક્તિ સામાન્ય રીતે બગડતી નથી. બહુ બહુ તો તે પોતાનો પ્રભાવ વધારવા પક્ષની અંદર એક જુથ રચે છે. જ્યારે જુથ મજબુત થઈ જાય ત્યારે તે વ્યક્તિની આદતો બગડી શકે છે. સમય જતાં વ્યક્તિમાં જો રોગિષ્ઠ માનસિકતા વાળું ડી.એન.એ. હોય તો તે સંસ્થાને બગાડવાની વ્યુહ રચનાઓ કરે છે. વાલ્મિકી ઋષિ જેવા વ્યક્તિત્વ વાળી સંસ્થા, વાલિયા લૂંટારા  પેદા કરનારી સંસ્થા બની જાય છે.

વાલ્મિકી જેવી ઋષિસંસ્થામાંથી વાલિયા લૂંટારા પેદા કરનારી સંસ્થા બનવાના પગથીયા કેટલા છે?

પહેલું પગથીયુઃ પોતાનું એક જુથ બનાવો  તેને એક વૈચારિક નામ આપો. નહેરુએ કોંગ્રેસની અંદર એક જુથ બનાવ્યું અને તેને નામ આપ્યુંસમાજવાદી જુથ”.

બીજું પગથીયુઃ જ્યાં સુધી બળવત્તર બનો ત્યાં સુધી સંઘર્ષમાં ઉતરો. નહેરુએ, ગાંધીજીની વૈચારિક રીતે સંપુર્ણ શરણાગતી સ્વિકારેલી. તેઓશ્રી ગાંધીજીથી પોતાના વિચારો અલગ અથવા અસ્પષ્ટ હોવા છતાં પણ ગાંધીજી સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા. તેમ તેઓશ્રીએ પક્ષના પ્રમુખની ચૂંટણીમાં સુભાષબાબુની સામે ઉમેદવારી નોંધાવવાનો સંઘર્ષ પણ ટાળ્યો હતો.

ત્રીજું પગથીયુઃ આવી પડેલી તકને ઓળખો અને ત્રાગુ કરવાથી ધાર્યું કામ થતું હોય તો તે તકનો લાભ લો. એટલે કેગ્રહણ ટણે સાપ કાઢવો”. જેમકે કોઈ પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નહેરુના નામની ભલામણ, વડા પ્રધાનના પદ માટે કરી ન હતી. ગાંધીજીએ જ્યારે હકીકત પર જવાહરલાલનું ધ્યાન દોર્યું ત્યારે અને તેમ છતાં પણ નહેરુએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી નહીં અને ખીન્ન મુખમુદ્રા બનાવીને ગાંધીજીના ખંડમાંથી વિદાય લીધી. નહેરુનો આ અકથિત સંદેશ ગાંધીજી સમજી ગયા. તેમને લાગ્યું કે, જોકે સંસ્થાની કારોબારીમાં નહેરુનું વર્ચસ્વ નથી, પણ નહેરુ કોંગ્રેસને તોડવા કટીબદ્ધ થઈ શકે એમ છે. જ્યારે દેશના વિભાજનની વાતો ચાલતી હોય તેવે સમયે કોંગ્રેસનું વિભાજન દેશ માટે અનેક આફતો નોતરી શકે છે. એટલે ગાંધીજીએ સરદાર પટેલ પાસેથી વચન લઈ લીધું કે તેઓ કોંગ્રેસને તૂટતી બચાવવા પોતાની ઉમેદવારીનો ભોગ આપશે. આમ નહેરુએ ત્રાગુ કર્યાવગર ત્રાગાનો સંદેશ આપી પોતાનું ધાર્યું કર્યું.

ચોથું પગથીયુઃ દેશના વાજીંત્રો (સમાચાર માધ્યમો) ઉપર પરોક્ષ કે પ્રત્યક્ષ નિયમન રાખો. તે માટે લાયસન્સ, પરમિટ, ક્વોટા જેવા શસ્ત્રોનો ઉપયોગ કરો. પ્રતિસ્પર્ધીઓની મજાક ઉડાવો અને તેમને બદનામ કરો. એક સમાચાર પત્ર, રાજાજીને ગોરીલાના શરીર તરીકે બતાવતું હતું. જયપ્રકાશ નારાયણની મજાક ઉડાવાતી હતી. મોરારજી દેસાઈએ અર્થતંત્રને શિર્ષાસન કરાવ્યું છે તેવો પ્રચાર થતો હતો. કામરાજ પ્લાન હેઠળ ફક્ત મોરારજી દેસાઈને દૂર કરેલ. સમાચાર માધ્યમોએ નહેરુની ચાલાકી ઉપર તાલીયો પાડેલી.

પાંચમું પગથીયુઃ જનતંત્રમાં અવાર નવાર ચૂંટણીઓ થતી રહે છે, તમે સર્વિચ્ચ હોદ્દા ઉપર છો. તે તમારે વંશ પરંપરાગત રીતે જાળવી રાખવો પડશે, એટલે સંસ્થાની કારોબારીમાં તમારું વર્ચસ્વ રહે તે માટે ચાર આંખો રાખો. એટલા માટે જરુરી છે કે તમે સત્તા માટે બધું કરી શકો છો એટલે કેટલીક ભૂલો તમે જાણી જોઇને કરેલી તે બધું બહાર આવશે તો બધું બહાર આવતું અટકાવવા માટે તમારી જેમ તમારા ફરજંદે પણ જીવન સર્વોચ્ચ પદ ઉપર આવવું અનિવાર્ય છે. નહેરુએ માટે સીન્ડીકેટ બનાવી હતી.

નહેરુ, પચાસના દાયકામાં પ્રચ્છન્ન રીતે રાજકીય રીતે વાલિયો બની ચૂક્યા હતા. જો કે તેમના સાથીઓ હજી વાલિયો બનેલા નહીં. એટલે નહેરુના ક્ષેત્રમાં આવતા પોર્ટફોલીયો (મંત્રીના ખાતાં) અને તેમના ખાસમ ખાસ મંત્રી મેનન સિવાયના બધા મંત્રીઓએ સારું કામ કરેલ. ચીન કરતાં ભારતનો વિકાસ સારો હતો એમ તત્કાલિન આયોજન પંચના પ્રમુખ અશોક મહેતાનું કહેવું હતું.

અનેક ભૂલો છતાં નહેરુ હેમ ખેમ રીતે આજીવન વડાપ્રધાન પદ ઉપર રહી શક્યા હતા. એક કારણ પણ હતું કે તેમનું સ્વાતંત્ર્ય ની ચળવળમાં ઠીક ઠીક યોગદાન હતું. યોગદાનને લીધે તેઓશ્રી પ્રત્યક્ષ રીતે સરમુખત્યાર થવા માટે તેના કોલસા ચાવવાનું પસંદ કરી શકે તેમ હતા.

ઉપરોક્ત પગથીયાં શું વાલિયો લૂંટારો થવા માટે પૂરતાં છે?

ના જી. જનતંત્રમાં પ્રત્યક્ષ રીતેવાલિયોબનવામાં થોડું ખૂટે છે.

છઠ્ઠું પગથીયુઃ પૈસાનો વહીવટ તમે તમારા હસ્તક લઈ લો.

સાતમું પગથીયુઃ માણસ માત્ર ભ્રષ્ટ થવાને પાત્ર છે. સત્યને સમજો. તમારા સાથીઓને પૈસા લૂંટવા દો. તેમની લૂંટની નોંધ રાખો. તેઓ તમારા જુથમાં રહે તે માટે તેમની ભ્રષ્ટતાનો ઉપયોગ કરો. પક્ષના સામાન્ય સ્તરના માણસો પણ ભ્રષ્ટ થઈ શકે તે માટે મોટી બેંકોનું રાષ્ટ્રીય કરણ કરો અને તમારા પક્ષના નાના હોદ્દેદારોની ભલામણથી ગરીબને લોન મળી શકે તેમ કરો. તમારા પક્ષના નાના હોદ્દેદારોમાંના મોટાભાગના પોતાનું  કમીશન રાખશે . તેઓ તમારા થઈને રહેશે અને તેથી તમારું વર્ચસ્વ નીચલા સ્તર સુધી પહોંચી જશે.

આઠમું પગથીયુઃ કોઈ પણ તથા કથિત સારા કામનું શ્રેય તમે અને માત્ર તમે લો. જે કંઈ ખરાબ બને તે માટે બીજા કોઈને બલિનો બકરો બનાવો. વિરોધીઓ તમને જે ખરાબ વિશેષણથી તમારી ટીકા કરવાના હોય તે વિશેષણ, વિરોધીઓ તમારા માટે ઉપયોગ કરે તે પહેલાં તમે તેનો ઉપયોગ વિરોધીઓ માટે કરી દો. “કોઈ તમને કાણો કહે તે પહેલાં તમે તેને કાણો કહી દો”.

નવમું પગથીયુઃ જો સાચા મહાત્મા ગાંધીવાદી લોકો કે સતવાદીઓ હજી જીવતા રહી ગયા હોય અને તેઓ ગરબડ કરતા હોય તો કટોકટી લાદો. દેશ ઉપર કટોકટી લાદો. માનવીય હક્કોનું હનન કરો. અફવાઓ ફેલાવો. અને સમાચાર માધ્યમો ઉપર સંપૂર્ણ અંકૂશ લાદો. જે સામે થાય તેને અને જે પણ કોઈ શંકાસ્પદ લાગતું હોય તેને જેલમાં પૂરો. યાદ રાખો જનતાને આપણે માટે અભણ રાખી છે એટલે અફવાઓ સારું કામ કરશે. જેઓ ભ્રષ્ટ છે તેઓ કાકા કહીને તમનેમદદ કરશે.

 

દશમું પગથીયુઃ દેશ હિતની ચિંતા કર્યા વગર, જેટલી બને તેટલી મિલ્કત વસાવી લો. ખરે સમયે તમને બચાવશે. જરુર પડે કાળા ચોર અને દેશદ્રોહીઓનો પણ સહારો લો. ધારો કે કરે નારાયણઅને તમે , ચૂંટણીમાં હારી જાઓ, ત્યારે પણ જૈસે થેવાદીઓ, વિતંડાવાદ કરવામાં તમારા ભ્રષ્ટ સમાચાર માધ્યમોના ખેરખાંઓ તમને મદદ કરવા આતૂર રહેવાના છે તે સમજી લો. તેઓ અફવાઓ ઓછી પડશે તો કપોળ કલ્પિત પ્રસંગોનું આલેખન કરી મજાક દ્વારા તમારા વિરોધીઓની બદનામી કરતા લેખો લખશે. તેમને માટે ફક્ત શસ્ત્ર બચ્યું હોય છે.

ચેતન ભગત

દા.. ચેતન ભગત કે જેમની ઓળખ આપવા માટે ડીબીભાઈને (દિવ્ય ભાસ્કરના તંત્રીશ્રીને) ચેતન ભગતના નામ નીચે લખવું પડે છે કે અંગ્રેજીના યુવા નવલકથાકાર”. ડીબીભાઈએ ઓળખ આપવી એટલા માટે જરુરી હશે કે ભાઈ કંઈ જેવા તેવા નથી. અંગ્રેજી ભાષામાં લખતા નવલકથાકાર પણ છે.

મને લાગે છે કે ડીબીભાઈએ એવી જોગવાઈ કરી છે કે જો તમારે કોઈપણ લખાણ ઉપર કોમેંટ કરવી હોય તો તમારે અનિવાર્ય રીતે સોસીયલ મીડીયામાં શૅર કરવી પડે.

તથ્ય વગરના લેખોને અને અફવાઓને શૅર કરવા દેશના હિતમાં નથી.     

ચાલો બધું જે હોય તે. ટૂંકમાં વાલ્મિકી ઋષિમાંથી વાલિયા લૂંટારા બની શકે છે.

એટલે કોઈએ વાલિયા લૂંટારા જેવી સંસ્થા મરે તેનો વસવસો કરવો નહીં. “નહેરુવીયન કોંગ્રેસભગતબનવું જરુરી નથી.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝ વાલ્મિકી, ઋષિ, વાલિયો, લૂંટારો, નહેરુ, નહેરુવીયન, કોંગ્રેસ, પાપી પેટ, નારદ મૂની, પાપ, શૅર, ફરજંદ, લૂંટનો માલ, સંવિધાન, રામ રામ, વાલિયાભાઈ, ડીબીભાઈ, ચેતન ભગત, કોંગ્રેસ ભગત, રામની જીવન કથા, કટોકટી, ૨૫ જુન, ઉજવણી, વિજય દિવસ, જન્મદિવસ, શિવ સૈનિક, બાલ થાકરે, સામ્યવાદીઓ, મહાત્મા ગાંધી, ગાંધીજી, સંસ્થા, સમાજવાદી જુથ, સરદાર પટેલ, ત્રાગુ, સર્વોચ્ચ હોદ્દો, કામરાજ પ્લાન, અશોક મહેતા

Read Full Post »

કૂતરાઓ કેમ ભસે છે?

આપણે કૂતરાઓનું અપમાન કરવા માગતા નથી. કૂતરાઓ વફાદાર હોય છે. કૂતરાઓ ત્યાગી હોય છે. કૂતરાઓ થેંકફુલ હોય છે. કૂતરાઓ થેંકલેસ હોતા નથી, એટલે કે કૃતઘ્ન હોતા નથી. કૃતઘ્ન એટલે કે કોઇએ તેમના ઉપર ઉપકાર કર્યો હોય તો તે તેને ભૂલી જાય અને સ્વાર્થ માટે તેના ઉપર અપકાર કરે.

નહેરુવીયન કોંગ્રેસને અને તેમના સંસ્કારને આધારે મળતીયાઓને ઘણા લોકો કૂતરાની પ્રજાતિ સાથે સરખાવે છે. ત્યારે આપણે સમજવુ આ સરખામણી કૂતરાના બધા ગુણો માટે લાગુ પડતી નથી. પણ દુર્ગોણો માટે જ લાગુ પડે છે. ઉપમા અને ઉપમેય ફક્ત ઉપમાના તથા કથિત સંદર્ભમાં રહેલા ભાવ પુરતાં જ લાગુ પડે છે.

આર કે ધવન અને ઇન્દિરા ગાંધીનો કૂતરો

આર કે ધવન ઇન્દિરા ગાંધીના રહસ્યમંત્રી હતા. તેઓશ્રીને ઇન્દિરા ગાંધીના નિવાસ સ્થાને  ક્યારેક જવાનું પણ થતું. એટલે ઇન્દિરા ગાંધીનો પાળેલો કુતરો તેમને ભસતો નહીં. આર કે ધવનને કૂતરા ખાસ ગમતા નહીં. એટલે એમણે ઇન્દિરા ગાંધીના કૂતરાને ક્યારેય પંપાળેલો નહીં. એટલે ઇન્દિરા ગાંધીનો કુતરો, આર કે ધવનની પાસે પંપાળવાની અપેક્ષા રાખતો ન હતો અને તેમનો હેવાયો થાય તે પણ સંભવ ન હતું.

એક વખત આર. કે. ધવન, ઇન્દિરા ગાંધીના નિવાસસ્થાને ગયા. તે વખતે ઇન્દિરા ગાંધીના ઘરે ગૃહયુદ્ધ ચાલતું હતું. કોની વચ્ચે આ ગૃહયુદ્ધ ચાલતું હશે તેઓ તમે સમજી જ ગયા હશો. હાજી. મેનકા ગાંધી અને ઇન્દિરા ગાંધી વચ્ચે વાગ્‌યુદ્ધ ચાલતું હતું. આર કે ધવન શરુઆતમાં તો આ ઈન્દિરા અને મેનકા વચ્ચે સામ સામે ફેંકાતા વાગ્‍બાણોને શ્રવણ કરતા રહ્યા. તે વખતે ઇન્દિરા ગાંધીનો કુતરો પણ હાજર હતો. આ કુતરો આ વાગ્‌યુદ્ધની ભાષા ન સમજનારો શ્રોતા હતો. ઇન્દિરા ગાંધી બોલે એટલે આ કુતરો ઇન્દિરા ગાંધી સામે પોતાનું ડોકું ફેરવે અને મેનકા ગાંધી બોલે એટલે તે મેનકા ગાંધી તરફ જુએ. આમ તે પોતાના ડોકાને ફેરવ્યા કરે. ઇન્દિરા ગાંધી અને મેનકા ગાંધી તો ઘરના સદસ્ય હતા. અને બંને કૂતરા માટે તો આપ્તજન જ હતા. એટલે કુતરો કોઈનો પક્ષ લઈ શકે તેમ ન હતો. તે નિરુપાય થઈને પોતાનું ડોકું જે દિશામાંથી અવાજ આવે તે દિશામાં ફેરવ્યા કરતો. હવે થયું એવું કે મેનકા ગાંધી અને ઇન્દિરા ગાંધી વચ્ચેના વાગ્‌યુદ્ધમાં આર. કે. ધવન કંઇક બોલ્યા. કૂતરાને થયું આ માણસ શેનો વચ્ચે બોલે છે એમ વિચારીને કૂતરાએ “હાઉ” કરીને આર કે ધવનને કુલે બચકું ભરી લીધું.

ઇન્દિરા ગાંધીના ઘરમાં કેટલા પાળેલા કૂતરા હતા તે આપણે જાણતા નથી. પણ ઘરની બહાર નહેરુવંશીઓએ અનેક પ્રાણીઓ પાળ્યા છે તે વાત સૌ કોઈ જાણે છે. પણ આપણે કૂતરાઓની જ વાત કરીશું અને તે પણ ભસતા કૂતરાઓની વાત જ કરીશું. હવે આ કૂતરાઓ કરડી શકે તેમ નથી કારણ કે તેમની પાસે કેન્દ્રમાં સત્તા નથી પણ તેઓ ભસી તો શકે જ છે. એટલે તેઓ પ્રસંગોત્પાત્‌ ભસવાનું ચૂકતા નથી.

તમે પૂછશો પણ આ ભસનારા કોણ છે અને ક્યાં છે? 

તમે જાણતા હશો કે એલન ઓક્ટેવીયન હ્યુમ દ્વારા સ્થાપાયેલી કોંગ્રેસ આમ તો મહાનુભાવો માટે વાતોના તાડાકા મારવાની અને બ્રીટીશ સરકાર સાથે ભારતીય પ્રજાની વચ્ચે સંવાદના સેતુ તરીકે કામ કરવાના હેતુ સાથે સ્થપાયેલી ક્લબ જેવી સંસ્થા હતી. સુચારુ રીતે સંવાદ થાય તે માટે મહાત્મા ગાંધીએ કોંગ્રેસના દ્વાર આમજનતા માટે ખોલી નાખ્યા ને તેનું સંગઠન દેશવ્યાપી કર્યું.

આ કોંગ્રેસમાં ઘોડા, ગધેડા, ગાય, આખલા, ભેંસ, કૂતરા, સિંહ, વાઘ, વરુ, શિયાળ, ઉંદર એમ બધા જ હતા.

કાળક્રમે મહાત્મા ગાંધીએ જોયું કે બ્રીટીશ રાજકર્તાઓ દંભી છે અને ઠગ પણ છે. તેમણે દેશને માનસિક રીતે અને ભૌતિક રીતે પાયમાલ કરી દીધો છે. તેમણે વૈવિધ્યતાવાળા દેશને, વૈવિધ્યતાને  આધાર બનાવી જનતાને અનેક જુથોમાં વિભાજિત કરીને એકબીજા સામે બાખડતો કરી દીધો છે. એટલે તેમણે સંપૂર્ણ સ્વાતંત્ર્યની લડત ચલાવી.

ચર્ચા દ્વારા ગળાયેલો શુદ્ધ નિર્ણય

જો કોઈ પ્રજાને જાગૃત કરવી હોય અને તેનું ગૌરવ પાછું અપાવવું  હોય તો માનસિક સુધારાઓ લાવવા પડે. માનસિક જાગૃતિ લાવવી પડે. વૈચારિક અને ભૌતિક સ્વાવલંબન લાવવું પડે. પ્રજ્ઞાવાન બનાવવી પડે. સારા ખોટા વચ્ચેનો  ભેદ સમજાવવો હોય તો તે સમજાવવા માટે જનતા ઉપર દબાણ ન લાવી શકાય. ટૂંકમાં સુધારાઓ લાવવા માટે જે વ્યક્તિઓ પોતાને સુધારાવાદી માનતી હોય તેમણે પરોક્ષ અને પ્રત્યક્ષ હોદ્દાઓ સ્વિકારવા ન જોઇએ.

જો તમે કોઈને સલાહ આપવા માગતા હો તો તે સલાહનો અમલ તમારાથી કરવો જોઇએ. એટલે ગાંધીજીએ પોતે ૧૯૩૩થી પોતાના બધા જ હોદ્દાઓનો ત્યાગ કર્યો. તે એટલે સુધી કે તેઓશ્રી કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી પણ દૂર થયા. જોકે તેમણે કોંગ્રેસને સલાહ આપવાનું અને ચર્ચા કરવાનું, એક સામાન્ય નાગરિકની રુએ ચાલુ રાખ્યું જેથી તેમની સલાહ ઉપર દબાણ વગરની વ્યાપક ચર્ચા થાય અને જે નિર્ણય નીપજે તે વ્યાપક ચર્ચાની ગળણી દ્વારા ગળાયેલો શુદ્ધ હોય.

ગાંધીજીએ, સરકારની સાથે જનતા માટે પરસ્પર ચર્ચાના,  સરકારની સામે અહિંસક આંદોલનના, સત્યાગ્રહના અને સવિનય કાનૂન ભંગના નિયમો બનાવેલા જેથી સરકારનો અને જનતાનો પણ વૈચારિક વિકાસ થાય.

કાળક્રમે જનતાના આંદોલન દ્વારા ભારતને સ્વતંત્રતા મળી. પણ આ સ્વતંત્રતાના અંતિમ આંદોલન દરમ્યાન ગાંધીજીને અનુભૂતિ થઈ કે કોંગ્રેસના હોદ્દેદારોમાં અનેક જાતના પ્રાણીઓ છે અને સૌનો એજન્ડા ભીન્ન ભીન્ન છે. જો સમાજમાં પ્રગતિશીલ સુધારા લાવવા હોય તો સુજ્ઞ નેતાઓ મનમાની કરે એવા છે અને પોતાના હોદ્દાઓનો દુરુપયોગ કરે એવા છે. “વૈચારિક રીતે ધનિક હોય”, તેવા  નેતાઓ જ સાધન શુદ્ધિ દ્વારા સામાજીક પરિવર્તન લાવી શકશે. શું આ બધી અદ્ધર અદ્ધર વાતો છે? ના જી. આ બધી અદ્ધર અદ્ધર વાતો નથી.

૧૯૪૭માં કોંગ્રેસનું અસ્તિત્વ ફક્ત વિભાજીત ભારતમાં જ હતું એમ ન હતું પાકિસ્તાન હસ્તક પ્રદેશમાં પણ કોંગ્રેસનું અસ્તિત્ત્વ હતું. ગાંધીજીએ  હિંસાની વ્યાપકતાના આધારે જોયું કે ભાગલા અનિવાર્ય છે મુસ્લિમ લીગ પાસે તો આશા રખાય એમ નથી પણ કોંગ્રેસી નેતાઓ જો પાકિસ્તાની પ્રદેશોમાં કોંગ્રેસને જીવતી રાખશે તો ભવિષ્યમાં જનતાને ભારતના ભાગલાની નિરર્થકતા સમજાવી શકાશે. એટલે જ્યારે પાકિસ્તાનમાંથી કોંગ્રેસી નેતાઓ ભાગીને ભારતમાં આવી ગયા. ગાંધીજીએ તેમને અતિ કડક શબ્દોમાં ઠપકો આપ્યો. આ શબ્દોનો તત્કાલિન કોંગ્રેસ વિરોધી વ્યક્તિઓએ અને નેતાઓએ જાણે કે આ શબ્દો પાકિસ્તાનથી આવેલા નિરાશ્રિતઓને કહ્યા હતા તેવો પ્રચાર કર્યો અને આજે પણ અમુક લોકો મહાત્મા ગાધી-ફોબિયાથી પીડિત છે.  મહાત્મા ગાધી-ફોબિયાથી પીડિત લોકો “ગૉન કેસ” છે. તેની ચર્ચા અહીં આવશ્યક નથી.

હોદ્દા પ્રાપ્ત કરવા માટે ભલામણનું દબાણ

ગાંઘીજીએ જોયું કે સ્વતંત્ર ભારતની કોંગ્રેસી સરકારમાં સામેલ થવા માટે ઘણા નેતાઓ ગાંધીજી પાસે સરકાર ઉપર દબાણ લાવવાની ભલામણ કરતા હતા.

આ બધું જોઈ અનુભવી ગાંધીજીએ કોંગ્રેસને ચેતવણી આપી હતી કે “જનતા તમને વીણી વીણીને મારશે”.

સ્વતંત્રતા મેળવ્યા પછી કોંગ્રેસે ભલે પોતાનું નામ ન બદલ્યું પણ આ ટોળાનું નામ આપણે નહેરુવીયન કોંગ્રેસ આપીશું. કારણ કે નહેરુએ સ્વતંત્રતા મેળવ્યા પછી તેનું ધ્યેય, સિદ્ધાંત અને આચાર બદલી નાખ્યા છે. પક્ષ તેના ધર્મથી ઓળખાય અને ધર્મ તેના આચારથી ઓળખાય છે.

નહેરુવીયન કોંગ્રેસના સમર્થકો જનતાને ઉઠાં ભણાવે છે.

 કોંગ્રેસમાં અને કોંગ્રેસ બહાર રહેલા કોંગ્રેસના સંસ્કારના સમર્થકો જનતાને કેવીરીતે ઉઠાં ભણાવે છે તેની આપણે ચર્ચા કરીશું.

આપણા એક કટારીયા ભાઈએ “અમિત શાહે કોંગ્રેસને વિખેરી નાખવાની વાત ગાંધીજીએ કરી હતી” તે ઉપર પ્રશ્ન ચિન્હ લગાવ્યું છે. હાજી. તેઓશ્રી એ ગાંધીજીના ઉચ્ચારણોનો સંદર્ભ વગર ઉપયોગ કરી મગજની કસરત કરી છે. [રેફરન્સ “ડી.બી.”ભાઈનું (દિવ્યભાસ્કરભાઈ) અંક તારીખ ૧૪ જુન ૨૦૧૭, કટારીયા ભાઈ ડૉ. હરિ દેસાઈ].

ગાંધીજી એમ માનતા હતા કે કોંગ્રેસનું કામ સામાજિક પરિવર્તનનું છે અને તે પણ મુક્ત સંવાદ દ્વારા. એટલે કે નેતાઓએ જનતા વચ્ચે જઈને સામાજીક સુધારાની વાતો કરવી જોઇએ. સત્તાના હોદ્દેદારો મુક્ત સમાજીક પરિવર્તન ન કરી શકે. આપદ્‌ધર્મ તરીકે ભલે કોંગ્રેસે સ્વાતંત્ર્યનું આંદોલન કર્યું. પણ હવે કોંગ્રેસના નેતાઓએ સામાજીક પરિવર્તનમાં લાગી જવું જોઇએ. એટલે કે કોંગ્રેસને હવે વિખેરી નાખો.

“સર્વ સેવા સંઘ”ને તમે કોઈ પણ નામ આપો. કોંગ્રેસે હવે સેવા સંઘ તરીકે કામ કરવું જોઇએ. રાજકીય પક્ષ તરીકે હવે કોંગ્રેસે હવે કામ કરવાની જરુર નથી. સ્વાતંત્ર્ય મેળવ્યા પછી જો ગાંધીજીએ કોંગ્રેસને જીવતી રાખવાની વાત કરી હોય તો તે આ અર્થમાં કરી હતી.

ગાંધીજીના છેલ્લા ત્રણ મહિનાની રોજેરોજના અક્ષરસઃ બોલાયેલા શબ્દોની રોજનિશી ઉપલબ્ધ છે. તેમાં કોંગ્રેસને રાજકીય પક્ષ તરીકે જીવતી રાખવાની કોઈ વાત નથી.

બીજેપી ઉપર તૂટી પડો.

બીજેપીના પક્ષ પ્રમુખ શ્રી અમિત શાહે વાત કરી કે “ગાંધીજી ચતુર વાણિયા હતા…. તેમણે કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) વિખેરી નાખવાની વાત કરી હતી.”

હવે આપણે આ કટારીયાભાઈના શબ્દ પ્રયોગો જોઇએ.

“કોંગ્રેસી ગોત્ર સામે ભાજપી આક્રોશ” આ લેખનું શિર્ષક કે શિર્ષ રેખા છે.

આ શિર્ષ રેખા કોણ નક્કી કરે છે? કટારીયા ભાઈ કે બીજું કોઈક તે આપણે જાણતા નથી. પણ એવું લાગે છે કોઈએ કહેવું જોઇએ કે “સહી શબ્દોંકા પ્રયોગ કરેં”. “આક્રોશ કરનારા” આમ તો હતાશ કે લાચાર માણસો હોય છે. અહીં બીજેપી માટે આ શબ્દ બંધબેસતો નથી. વાસ્તવમાં બીજેપીએ કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) ક્ષીણ કરી છે અને કોંગ્રેસ વધુને વધુ ક્ષીણ થતી જાય છે. એટલે નહેરુવીયન કોંગ્રેસના સમર્થકો આક્રમક થયા છે. તેથી તેમના ઉચ્ચારણોમાં શબ્દ અને અર્થનો મેળ પડતો નથી. ચાલો આ વાત જવા દો.

બીજેપીના પ્રમુખે શબ્દ પ્રયોગ કર્યો કે “ગાંધીજી ચતુર વાણિયા હતા …” જો કે જ્યારે આપણા કટારીયા ભાઈ, હરિભાઈ દેસાઈનો લેખ પ્રગટ થયો ન હતો ત્યારે ઘણા લોકોને (મારા સહિત) સમાચાર માધ્યમો દ્વારા ખબર જ પડી ન હતી કે “ગાંધીજી ચતુર વાણિયા હતા …” એવા શબ્દ પ્રયોગમાં સમાચાર માધ્યમોને વાંધો પડ્યો છે.

અમિતભાઈ શાહે શું એવું તે શું કહી નાખ્યું કે જાણે ધરતીકંપ થયો. ગાંધીજી ચતુર હતા તેમાં તો વાંધો ન જ પડે. ગાંધીજી ચતુર વાણિયા હતા એવું કહેવામાં પણ વાંધો તો ન જ પડવો જોઇએ કારણ કે ગાંધીજી પોતે જ પોતાને, ઘણીવાર વાણિયા તરીકે ઓળખાવતા હતા જેમ નરેન્દ્ર મોદી પોતાને ક્યારેક ક્યારેક ગુજરાતી તરીકે ઓળખાણ આપે છે. જો પાટીદારો સરદાર પટેલને કે જેમણે ભારતની એકતા માટે જીવન ખર્ચી નાખ્યું તે સરદાર પટેલને સરદાર પાટીદાર તરીકે ઓળખાવવા માગતા હોય તેમાં સમાચાર માધ્યમો વાંધો પાડતા નથી તો ગાંધીજી ચતુર હોય અથવા વાણિયા હોય અથવા બંને હોય તેમાં શા માટે વાંધો પાડવો જોઇએ?

અમિત શાહે ગાંધીજી માટે ઉપરોક્ત ઉચારણ કર્યું તેનો બીજો હિસ્સો છૂપાવીને સમાચાર માધ્યમોએ, ઘણી કાગારોળ મચાવી દીધી હતી. સમાચાર માધ્યમોએ અમિત શાહને માટે મન ફાવે તે રીતે બુરાઈ કરી.

કેટલાક ટીવી ચેનલ વાળા તો અમિત શાહના ઉચ્ચારણને અધ્યાહાર રાખીને જ બદબોઈ કરતા હતા. “ગાંધીજી ચતુર વાણિયા હતા…. તેમણે કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) વિખેરી નાખવાની વાત કરી હતી.” ગઈ કાલે જ આ આખું ઉચ્ચારણ મારા જેવાને જાણવા મળ્યું. ચાલો જાવા દઈએ એ વાત. આપણા કટારીયાભાઈએ શું લખ્યું છે?

તમારે જે કંઈ કહેવું છે તે સત્ય છે તેમ સિદ્ધ કરવાના ઘણા રસ્તાઓ છે.

એક તો છે કાન્તિભાઈ ભટ્ટનો રસ્તો.

જો તમારે એમ કહેવું છે કે દા.ત. નરેન્દ્ર મોદીમાં “ફલાણો ગુણ નથી …” તો તમે એમ કરો કે કેટલીક એવી વ્યક્તિઓના નામ સાથે વર્ણન કરો કે જેમની પાસે તમારા માનવા પ્રમાણે તે ગુણ હોય. આ વર્ણનને અંતે તમે આપોઆપ એવા નિષ્કર્ષ ઉપર આવી જાઓ અને કહો કે નરેન્દ્ર મોદીમાં આવા ગુણો ક્યાં છે? આવા પ્રકારના તર્કની ચર્ચા આપણે અગાઉ કરેલી છે. જો કે કાન્તિભાઈ પ્રત્યે મને માન છે પણ જ્યારે જે વાતમાં તેમનો બીજેપી-ફોબિયા પ્રકટ થાય છે ત્યારે ન્યાય ખાતર કડવું બોલવું પડે છે.

બીજો રસ્તો

વ્યક્તિ કે વ્યક્તિ સમુહની ટીકા કરવાની બીજી રીત એ છે કે તમે વ્યક્તિનું કે સમુહનું નામ લીધા વગર બદબોઈયુક્ત ઘણું બધું લખી નાખો. જેમકે;

“આ વામણાઓનો યુગ છે… તેની અનુભૂતિ છાસવારે થઈ રહી છે. નિતનવી ઘોષણાઓ … , પ્રજાને આંજવી … , ધર્મના અફિણના ઘૂંટડા પીવડાવવા … , ખુલ્લે આમ ગાંધીજીની ઠેકડી ઉડાડવી … , પ્રજાને ગેર માર્ગે દોરવા અધ્યાયો ચલાવવા …. “ તમારે તો ફક્ત બદબોઈ જ કરવાની છે અને તે પણ વ્યક્તિનું કે વ્યક્તિ સમુહનું નામ લીધા વગર બદબોઈ કરવાની છે એટલે તમે બેફામ રીતે જે શબ્દ પ્રયોગ હાથ વગો થયો તેનો ઉપયોગ કરી નાખો.

તે પછી વ્યક્તિની તમે બદબોઈ કરવાનું ધ્યેય રાખો છો તેનું એકાદ અર્ધુપર્ધું વાક્ય ઉદ્‍ધૃત કરી દો. અને પછી વ્યક્તિને તેની સાથે જોડી દો. વિરોધાભાસ દેખાડવા માટે કોંગ્રેસના સ્વાતંત્ર્ય પહેલાંની પ્રોફાઈલને વર્ણવી દો. એટલે કે હાલના બીજેપીના નેતાનું હાલનું ઉચ્ચારણ અને કોંગ્રેસીઓની (૭૦ વર્ષ પહેલાંની પ્રોફાઈલ) ને સાંકળો. સાધ્યમ્‌ ઇતિ સિદ્ધમ્‌.

જનતા તો બેવકુફ છે તે તમારી આ રમત સમજી શકતી નથી કે કોંગ્રેસ અને નહેરુવીયન કોંગ્રેસને સ્નાનસૂતકનો પણ સંબંધ પણ નથી. ૨૫મી જુને (નહેરુવીયન કોંગ્રેસ દ્વારા લોકશાહીના ખૂનના  વાર્ષિક દિવસે) આપણે આ ભેદને વધુ એકવાર સમજીશું.

આપણે અમિત શાહની બદબોઈ કરવી છે. આટલી વાત થી અમિતભાઈના ઉચ્ચારણ . “ગાંધીજી ચતુર વાણિયા હતા…. તેમણે કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) વિખેરી નાખવાની વાત કરી હતી. કોંગ્રેસને વિચારધારા જ ન હતી.” ને વગોવીને અમિત શાહને વગોવીશું તો તે પુરતું નથી.

તો શું કરીશું?

અમિતભાઈની આસપાસના લોકોને પકડો. કોંગ્રેસને વિચારધારા જ ન હતી તેની ઉપર શૈક્ષણિક ચર્ચા કરવા જઈશું તો જનતાને ઉઠાં ભણાવવાની આપણી દાળ ગળશે નહીં. તેથી તેને તો સ્પર્ષ જ ન કરવો.

આર.એસ.એસને પકડો. તેના કેટલાક નેતાઓના સંવાદોને પકડો. અગડંબગડં લખો અને રાષ્ટ્રકારણ અને રાજકારણ એવા શબ્દ પ્રયોગો કરો. મહાત્મા ગાંધીએ આર એસ એસ માટે વાપરેલા શબ્દોને ફક્ત ઉદ્‌ધ્રુત જ કરો. તેની શૈક્ષણિક ચર્ચા ન કરો. કારણ કે તે અઘરું પડશે અને નાહકના “લેનેકા દેના પડ જાયેગા ..”.

જો કે આ બધું વ્યર્થ છે. કોંગ્રેસના જે નેતાઓએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપ્યું તે બધા ક્યારનાય ઈશ્વરને પ્યારા થઈ ગયા છે. જેઓ જીવ્યા તેમાંના મોટાભાગનાઓએ ડબલ વસુલી લીધું. તેમના ફરજંદો ખાસ કરીને નહેરુવીયન ફરજંદોએ બીજા તેમના જેવા હજારો ફરજંદો ઉભાકરી ઉઘાડે છોગ લૂંટ જ કરી છે.

જે આર.એસ.એસ. ના લોકોએ કહેવાતી હિંસા આચરી તેઓ પણ ઉપર પહોંચી ગયા. કટારીયા ભાઈએ સમજવું જોઇએ કે ફક્ત હિન્દુઓ સંત થઈને રહે તે વાત ત્યારે પણ શક્ય ન હતી અને આજે પણ ૬૦વર્ષના નહેરુવીયન કોંગ્રેસના શાસનના નિષ્કર્ષને અંતે પણ શક્ય બની નથી. નિંદા કરવી જ હોય તો બંને કત્લેઆમની પ્રમાણ પ્રમાણે નિંદા કરવી જોઇએ. એક તરફી નિંદા વ્યંઢ જ હોય છે.

વિચારધારાની બાબતમાં આપણા કટારીયા ભાઈ, કોંગ્રેસના સ્થાપક સભ્યોથી શરુ કરી ૧૯૪૭ સુધીનાના નામોની યાદી આપે છે અને પ્રશ્ન ઉઠાવે છે કે “શું આ લોકોને વિચારધારા ન હતી?”

અરે ભાઈ તમને એકવાર તો કહ્યું કે ૧૯૪૭ પહેલાંની કોંગ્રેસમાં ઘોડા, ગધેડાં, ગાયો …. શિયાળ, વરુ … બધા જ પ્રાણીઓ હતા તે વાત મહાત્મા ગાંધીએ પોતાના શબ્દોમાં કહી જ હતી. પણ ૧૯૪૭ પછીનો અને ખાસ કરીને નહેરુ સર્વેસર્વા થયા પછીનો નહેરુનો, નહેરુવીયનોનો અને નહેરુવીયન કોંગ્રેસનો વર્કચાર્ટ જુઓ. આ વર્કચાર્ટની આગાહી મહાત્મા ગાંધી કરી શકતા હતા. એટલે જ તેમણે કહેલ કે “હે કોંગ્રેસીઓ …. તમને ભવિષ્યમાં જનતા વીણી વીણીને મારશે …”

કટારીયા ભાઈ પોતાને તટસ્થ માને છે એટલે તેમણે થોડા “ગોદા” (નહેરુવીયન) કોંગ્રેસને પણ મારી દીધા છે. “યાર … તટસ્થતા ભી કોઈ ચીજ઼ હૈ”

કોણ રાજકારણી અને કોણ રાષ્ટ્રકારણી?

સૌથી સહેલો જવાબ એ છે કે જે રાજકારણમાં છે પણ હોદ્દો ભોગવાની ખ્વાહેશ રાખતો નથી પણ હોદ્દાને ફરજના ભાગરુપે સ્વિકારે છે તે રાષ્ટ્રવાદી. રાજા જનક, રાજા રામ …

જે હોદ્દો ભોગવાની ખ્વાહેશ રાખે છે અને હોદ્દો ભોગવે છે તે રાજકારણી. રાવણ, દુર્યોધન,

વર્તમાનના દાખલા જોઇએ છે?

મોરારજી દેસાઈ રાષ્ટ્રવાદી.

ઈન્દિરા ગાંધી રાજકારણી.

જો કે જ્યાં સુધી બુરાઈઓની વાત છે તો નહેરુવીયન કોંગ્રેસે તો “બાણોચ્છિષ્ઠં જગત સર્વં” જેવું કર્યું છે એટલે કે દુરાચારોના પ્રમાણની બાબતમાં નહેરુવીયન કોંગ્રેસને કોઈ પહોંચી ન શકે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

ગુજરાતીભાષા ક્યાં સુધી જીવશે?

ગુજરાતીભાષા ક્યાં સુધી જીવશે?

ગુજરાતી ભાષા ક્યાં સુધી જીવશે તે પ્રશ્ન ઘણાને આશ્ચર્યમાં મુકશે. તો કેટલાકને આ પ્રશ્ન સ્વાભાવિક લાગશે.

માણસની જેમ ભાષા પણ જન્મે છે, વિકાસ પામે છે માંદી પડે છે અને મરે છે. પણ આપણે ભાષાશાસ્ત્રની શુષ્ક વાતો નહીં કરીએ.

गुर्जरी वीणा वादिनी

ભાષા કેવી રીતે જન્મી તે ટૂંકમાં જોઇએ તો એમ કહેવાય કે માણસ દેકારા પડકારાના જુદા જુદા અવાજ કરી સંદેશાઓની આપ લે કરતો હતો. તે પોત પોતાના ટોળામાં રહેતો હતો એટલે દરેક ટોળાની ભાષા જુદી હોય. થોડીક સમાનતા પણ હોય. પણ જે ટોળી બીજી ઉપર હામી થઈ જાય તેના દેકારા પડકારા સ્વિકૃત થઈ જાય. માણસનું શારીરિક બંધારણ સરખું હોવાથી દેકારા પડકારામાં અમુક સમાનતા પણ આવે. જેમ કે અમદાવાદના કુતરાઓ અને સૂરતના કુતરાઓ કદી એક બીજાને મળ્યા ન હોય તો પણ ગુસ્સે થાય ત્યારે એક સરખો જ અવાજ કરે. આક્રમણ અને રુદન પણ એક સરખા અવાજોમાં કરે છે.

માણસના પણ ટોળાં મોટાં થતાં ગયા હશે એક બીજા સાથે લડતાં લડતાં વસાહતો બનાવતા હશે. સંવાદોમાં ગેર સમજુતીઓ ન થાય તે માટે સ્પષ્ટતાઓ ઉમેરાતી ગઈ હશે.

સંવાદની સ્પષ્ટતાએ ભાષાને જન્મ આપ્યો

જ્યારે માનવ સંસ્કૃતિ વિકાસ પામે ત્યારે તેને સંવાદોમાં વધુ ને વધુ સચોટતા જોઇએ. એટલે કાળાંતરે ભાષાનો ઉદ્ભવ થયો હશે. માણસે જ્યારે આનંદ માટે કળાનો આવિષ્કાર કર્યો હશે ત્યારે લેખનનો પણ આવિષ્કાર થયો હશે. શરુઆતમાં સંભવ છે કે ચિત્રલિપિ રહી હોય પણ પછી શબ્દલિપિ અને અક્ષરલિપિનો આવિષ્કાર થયો હશે.

કેટલાક એવું માને છે કે સેંકડો હજારો વર્ષ સુધી મનુષ્યે બધું મોઢે જ રાખ્યું અને પછી લેખિત ભાષાનો જન્મ થયો. જો કે આ વાત શક્ય નથી. જેમ કે વેદોની બાબતમાં આપણને પાશ્ચાત્ય ઇતિહાસકારો દ્વારા કહેવામાં આવ્યું કે વેદોને શ્રુતિ કહેવામાં આવે છે એટલે કે વેદો સાંભળીને યાદ રાખી લેવામાં આવતા હતા. ઋગવેદના જ એકલાખ શ્લોક છે. યજુર્વેદ અને સામવેદના જુદા. આ બધા શ્લોકો યાદ રાખી શકાય નહીં. કાશ્મિર થી કન્યાકુમારી અને સૌરાષ્ટ્રથી આસામ સુધી વેદ એક જેવા જ મળે છે. કશ્યપ ઋષિ કાશ્મિરમાં હતા, રાવણ લંકામાં હતો, કુબેર આસામમાં હતો, ભૃગુઋષિ ભરુચમાં હતા અને કૈકેયીના બાપા અફઘાનીસ્તાનમાં હતા.  રામાયણનો સમય આકાશીય ગ્રહોના નક્ષત્રોમાંના સ્થાનના વર્ણનને હિસાબે સાડા પાંચ હજાર વર્ષનો ગણી શકાય. પણ પાશ્ચાત્ય ઇતિહાસકારોને હિસાબે વેદો ગ્રંથબદ્ધ (લેખન બદ્ધ) માંડ અઢી હજાર વર્ષ પહેલાં થયા. તો આવા વ્યાપક હિન્દુસ્તાનમાં વેદ, ઉપનિષદ, દર્શનશાસ્ત્રો જેવા સેંકડો ગ્રંથો મોઢે રાખી ન જ શકાય. જો રાખવામાં આવે તો તે એકસરખા રહી જ ન શકે. લેખિત અક્ષરો વગરના ઉચ્ચારો એક સરખા રહી જ ન શકે. આત્યારે અંગ્રેજી ભાષા લેખિત સ્વરુપમાં જોવા મળે છે તો પણ તે શબ્દ લિપિ હોવાના કારણે “સી.એચ.એ.આઈ.આર. (ચેર)” નો ઉચ્ચાર ભારતમાં જુદી જુદી ૧૪ રીતે જોવા મળે છે. જો શબ્દ લિપિની જ આવી દશા હોય તો જેને ફક્ત સાંભળીને જ યાદ રાખવાનું છે તેની તો કેવીય દશા થાય.

લિપિ અને વ્યાકરણ ભાષાને શુદ્ધ રાખે છે

અક્ષરલિપિ દ્વારા જળવાયેલી ભાષામાં પણ કાળક્રમે વેપારધંધાના વિકાસને હિસાબે ફેરફાર થયા કરે છે. પણ વ્યાકરણને હિસાબે મૂળભાષા પણ જળવાઈ રહે છે. આપણી ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી ઉતરી આવેલી એક ભારતીય ભાષા છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં એનું વ્યાકરણ લખાયું અને પ્રેમાનંદે તેનો વિકાસ કરી તેની પ્રતિષ્ઠા સ્થાપી.

શુદ્ધ અને સ્પષ્ટ ગુજરાતી લખવા માટે સંસ્કૃતભાષાનો સામાન્ય અભ્યાસ જરુરી છે. ગુજરાતી ભાષાને પોતાની આગવી વિશિષ્ઠતા પણ છે. ઓગણીસમી સદીમાં અને વીસમી સદીના ઉત્તરાર્ધમાં જન્મેલા ગુજરાતી ભાષાના મૂર્ધન્યોએ ગુજરાતી ભાષાનો અભૂતપૂર્વ વિકાસ કર્યો છે.

તો શું સ્વાતંત્ર્ય મેળવ્યા પછીના કાળમાં ગુજરાતી ભાષાની અવનતિના મંડાણ થયાં?

 ગુજરાતીભાષાનું આયુષ્ય લંબાવવામાં ગાંધીજીનો અને ગાંધીયુગના ગુજરાતી લેખકોનો મહદ્‌ અંશે હિસ્સો રહ્યો. ગાંધી યુગના મૂર્ધન્યો કે જેઓએ પોતે અંગ્રેજી ભાષામાં શિક્ષણ લીધેલ પણ લોલં લોલ કે માતૃભાષાની મહત્તાની અનુભૂતિને કારણે ગુજરાતી સાહિત્યમાં પોતાનો ફાળો આપ્યો તે પ્રશંસનીય છે.

ભાષાવાર પ્રાંત (રાજ્ય) રચનાને કારણે પણ ગુજરાતી ભાષાનો વિકાસ થયો. કારણ કે સ્થાનિક સ્તરે ગુજરાતી ભાષા વહીવટી ભાષા બની. તેથી ગુજરાતી ભાષા માંદી પડતી અટકી છે.

ઓગણીસો પચાસના દાયકામાં ગુજરાતી ભાષાનો અભૂતપૂર્વ વિકાસ થયો. આનું શ્રેય જો કોઈને આપવું હોય તો માત્ર અને માત્ર ગુજરાત કોંગ્રેસને આપી શકાય. અને તે પણ મોરારજી દેસાઈ, મગનભાઈ દેસાઈ અને ઠાકોરભાઈ દેસાઈને આપી શકાય.

ગ્રામ્ય અને શહેરી શિક્ષણના ભેદ દૂર થયા.

શું વાત છે?

બનતા સુધી ૧૯૩૫થી સ્થાનિક સ્વરાજને (હોમ રુલને) કારણે, મુંબઈ ઇલાકામાં ધોરણ એક થી ચાર પ્રાથમિક શિક્ષણ ગણાતું હતું. આ પ્રાથમિક શિક્ષણનું માધ્યમ સંપૂર્ણ રીતે ગુજરાતી (સ્થાનિક) ભાષા હતી.

ગામડાઓમાં એકથી સાત ધોરણની પ્રાથમિક શાળાઓ ઘણા લાંબા સમયથી ચાલતી હતી.

આ શાળાઓ સંપૂર્ણ રીતે ગુજરાતી માધ્યમવાળી શાળાઓ હતી.

પણ શહેરોમાં એકથી ચાર પ્રાથમિક, અને તે પછી ફર્સ્ટ થી સેવન્થ(મેટ્રીક) એટલે કે પાંચથી અગીયાર એટલે એસએસસીવાળી માધ્યમિક શાળાઓ હતી. અહીં આ ફર્સ્ટથી અંગ્રેજી શિખવવામાં આવતું હતું. પણ બાકીના વિષયો ગુજરાતીમાં શિખવવામાં આવતા હતા. આ અગાઉ એટલે કે ૧૯૩૫ પહેલાં, શહેરોની એટલે કે ફર્સ્ટથી સેવન્થ (મેટ્રીક)ની શાળાઓમાં બધા જ વિષયો અંગ્રેજીમાં શિખવવામાં આવતા હતા. ગુજ્રાતી પણ અંગ્રેજીમાં શિખવવામાં આવતું હતું અને સંસ્કૃત પણ અંગ્રેજીમાં જ શિખવવામાં આવતું હતું.

હવે જો કોઈ ગામડામાંથી એક થી સાત કરીને આવે તો તેને શહેરની ફર્સ્ટથી થર્ડ સુધીનું અંગ્રેજી તો તે ન ભણ્યો હોવાથી તેને માટે આગળ ભણવું અઘરું પડે. ટૂંકમાં તે આગળ ભણી જ ન શકે.

એટલે સરકારે ૧૯૫૩માં, ગ્રામ્ય અને શહેરી શાળાઓમાં એક સૂત્રતા લાવવા માટે શહેરોમાં ચાલતી માધ્યમિક શાળાઓમાં ચાલતા ધોરણો એટલે કે ફર્સ્ટથી સેવન્થનું નવ નામાંકરણ કર્યું. આ નવ નામાંકરણ “પાંચ થી અગીયાર” એમ કર્યું. અંગ્રેજી ભાષાને આઠમા ધોરણથી ભણાવવી એમ નક્કી કર્યું. શહેરોમાં આ અગાઉ પાંચમા ધોરણથી અંગ્રેજીભાષા ભણાવવામાં આવતી હતી.

ઠાકોરભાઈ પાંચમા અને ઠાકોરભાઈ આઠમા

પચાસના દાયકાના ઉત્તરાર્ધમાં “અંગ્રેજી પાંચમા ધોરણથી ભણાવવું કે આઠમા ધોરણથી ભણાવવું” એ એક મોટો ચર્ચાનો વિષય બનેલો. જ્ઞાનીજનોમાં પણ બે વિભાગ પડી ગયેલા.

ખાસ રમૂજની વાત એ હતી કે અમદાવાદની કોઈ એક શાળાના આચાર્ય, ઠાકોરભાઈ ઠાકોર હતા. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ઠાકોરભાઈ દેસાઈ હતા. ઠાકોરભાઈ ઠાકોર પાંચમા ધોરણથી અંગ્રેજી શિખવવાના હિમાયતી હતા. ઠાકોરભાઈ દેસાઈ, આઠમા ધોરણથી અંગ્રેજી શિખવવાના હિમાયતી હતા. આ બંને ઠાકોરોને અનુક્રમે “ઠાકોરભાઈ પાંચમા” અને “ઠાકોરભાઈ આઠમા” તરીકે ઓળખવાની પ્રણાલી પડેલી.

શિક્ષણનું વર્ગીકરણ કંઈક આવું હતુંઃ

ધોરણ એક થી સાતઃ પ્રાથમિક શાળા

ધોરણ આઠ થી અગીયાર (મેટ્રીક) માધ્યમિક શાળા

કોલેજ ફર્સ્ટ ઈયરઃ પ્રી-યુનીવર્સીટી,

કોલેજ સેકંડ ઈયરઃ ઈન્ટર,

કોલેજ થર્ડ ઈયરઃ જુનીયર

કોલેજ ફોર્થ ઈયરઃ ગ્રેજ્યુએશન

એન્જીનીયરીંગ અને મેડીકલમાં ઈન્ટર સાયન્સ પછી જવાતું હતું.  

ગુજરાતમાં એવું નક્કી કરવામાં આવેલું કે ૧૯૫૬થી કોલેજોમાં પણ બધું માતૃભાષા એટલે કે ગુજરાતીમાં ભણાવવું. એટલે ગુજરાતીમાં વિજ્ઞાન અને વાણીજ્ય વિષયક ઘણા પુસ્તકો લખાયા. જેઓ ૧૯૩૫ પહેલાં બધા જ વિષયો અંગ્રેજીમાં ભણેલા તેમણે તેમનો અનન્ય ફાળો ગુજરાતીભાષાના સર્વાંગી વિકાસમાં આપ્યો.

પણ આ વિકાસની કક્ષા ફક્ત કોલેજના સેકંડ ઇયર (ઈન્ટર) સુધીની જ રહી હતી. કોલેજ થર્ડ ઈયર (જુનીયર) થી વિજ્ઞાન અને કદાચ વાણીજ્યમાં પણ બધું અંગ્રેજી માધ્યમમાં જ ભણવું પડતું હતું.

ગુજરાતી ભાષાના મૂર્ધન્યોના પેટમાં શું પાપ હતું?

આપણે અગાઉ જોયું કે અંગ્રેજી ક્યા ધોરણથી ભણાવવું તે એક વિવાદાસ્પદ પ્રશ્ન હતો. ગામડાની લાખો શાળામાં અંગ્રેજી શિક્ષકોને કેવી રીતે પહોંચતા કરવા તે યક્ષ પ્રશ્ન હતો. ગામડાનો અર્થ પાંચેક હજારની અંદરની વસ્તીવાળા ગામડા એમ કરવો. એથી મોટા ગામડાઓમાં અંગ્રેજી, ફર્સ્ટ થી મેટ્રીકની શાળાઓ સરકાર કે ખાનગી સંસ્થાઓ ચલાવતી હતી. જો કે હાલની પરિસ્થિતિથી ઉલટું સરકારી શાળાઓ તે વખતે સામાન્ય રીતે સારી ગણાતી હતી. અમદાવાદની ખબર નથી. ઉપરોક્ત તથ્યથી કોઈ મૂર્ધન્ય અજાણ ન હતા. પણ તેમને કશી કબુલાત કરવી ન હતી.

શા માટે મૂર્ધન્યોને કબુલાત કરવી ન હતી.?

તે વખતના મૂર્ધન્યો પોતાને મહાત્મા ગાંધીવાદી સમજતા હતા. મહાત્મા ગાંધીની વિચારધારા પ્રમાણે શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવું જોઇએ. પણ આ કબુલાત ગુજરાતી ભાષાના મૂર્ધન્યોને કરવી ન હતી. પણ પોતે માતૃભાષાના પ્રેમી અને હિમાયતી છે તે બતાવવું પણ હતું. હવે આ બન્ને વાતનો મેળ કેમ કરીને પાડવો?

સમાચાર પત્રોમાં ચર્ચાઓ ઘણી આવતી. અને આ મૂર્ધન્યોએ પોતાની અનુકુળતા માટે નેતાઓના જે બે પક્ષ પડી ગયેલા તેમને આ રીતે ઓળખાતા કરી દીધેલા.

સરકારી પાંખ અને શૈક્ષણિક પાંખ

જેઓ સરકારમાં હતા અને મહાત્માગાંધીની માતૃભાષાને લગતી વિચારધારામાં માનતા હતા, તેમને “સરકારી પાંખવાળા” છે એ રીતે ઓળખવામાં આવતા. આમાં કોણ આવતા હતા અને કોણ આવતા ન હતા તે આપણે પછી ક્યારેક જોઇશું. પણ માતૃભાષાની બાબતમાં, ગાંધીવિચાર ધારા સાથે સંમત થનારાઓને “સરકારી પાંખવાળા તરીકે ઓળખવામાં આવતા હતા જેથી ગાંધીજીને ગોદો ન વાગી જાય.

અમદાવાદ એજ્યુકેશન સોસાઈટી સાથે જોડાયેલી સંસ્થાઓમાંના વિદ્વાનોને સાથે સાથે જે બાકી રહી ગયેલા અંગ્રેજીપ્રેમીઓ હતા તેમને “શૈક્ષણિક પાંખવાળા” એ રીતે ઓળખવામાં આવતા હતા.

આપણા કેટલાક મહામૂર્ધન્ય સાહિત્યકારોનો “શૈક્ષણિક પાંખવાળા”માં સમાવેશ થતો હતો.

મહામૂર્ધન્યનું બભમ્‌ બભમ્‌

આપણી ગુજરાતી ભાષાના મહામહિમ ગણાતા (તેમના પ્રશંસકો દ્વારા ગણાતા) એક મૂર્ધન્ય કે જેમનું નામ આપણે નહીં લઈએ, કારણકે સુજ્ઞજનોને તેમના નામની ખબર જ છે. અને જો નહીં હોય તો આ મહામહિમ મૂર્ધન્યનું એક કથન પ્રગટ કરીશું એટલે નહીં સમજેલા સુજ્ઞજનો સમજી જશે. આ મહામહિમ મૂર્ધન્યે એમ કહેલ કે “આપણે સ્વતંત્ર થયા છીએ. રાષ્ટ્રભાષા (દેશની વહીવટી ભાષા) હિન્દી થશે. એટલે કે અંગ્રેજીનું સ્થાન હિન્દી લેશે. તે વાત ખરી. પણ રાજ્યોમાં અને ખાસ કરીને ગુજરાતમાં બધી જ જગ્યાએ અંગ્રેજીનું સ્થાન, હિન્દી ભાષા નહીં લે”. પૂર્ણ વિરામ ….. પૂર્ણ વિરામ ….. પૂર્ણ વિરામ ….. .

આ મહા મૂર્ધન્ય જ્યારે પણ ભાષાની વાત આવે ત્યારે આ જ વાક્ય બોલ્યા કરે. તેમણે કદીય તેમના આ કથનનું સ્પષ્ટીકરણ કર્યું નથી. એટલે કે ક્યાં ક્યાં અને કયા કયા ક્ષેત્રોમાં અંગ્રેજીભાષાનું સ્થાન ગુજરાતીભાષા લેશે તે વાત તેમણે કરી જ નથી. જાણી જોઇએ તેમણે આ વાત કરી ન હતી. શિક્ષણનું માધ્યમ દરેક ક્ષેત્રમાં ગુજરાતી જ રહેશે તેવું આ મહા મૂર્ધન્યે કદીય ચીપિયો પછાડીને કે ચીપિયો પછાડ્યા વગર પણ કહ્યું નથી.

વાસ્તવમાં પોતાના ચાહકો દ્વારા પ્રતિષ્ઠિત ગુજરાતી ભાષાના આ મહામૂર્ધન્ય તરફથી આવા અસ્પષ્ટ ઉચ્ચારણ અને તે પણ અવારનવાર કરવામાં આવે ત્યારે તેમના મનમાં રહેલા ભાવ  વિષે અમારા જેવા અલ્પજ્ઞને શંકા જતી હતી. બીજા અનેક બની બેઠેલા મહાત્મા ગાંધીવાદીઓની જેમ આ મહામહિમ મૂર્ધન્ય પણ દંભી ગાંધીવાદી હતા, તે આપણા જેવા ચીપિયો ઠોકીને પણ કહી શકે. પણ આપણા ચીપિયા પાસે માઈક ન હોય તે સૌ કોઈ જાણે છે.

આવા સમયના તકાજા, ભારતમાં અને ગુજરાતમાં ઘણી વખત આવ્યા છે. અને ઘણાએ જોયું છે કે આવા મૂર્ધન્યોનું ઘોડું જરુર પડ્યે દોડ્યું નથી.

આ બધું કહેવાનો અર્થ શો છે?

મૂર્ધન્યોના આવા વર્તાવથી જ ગુજરાતી ભાષાનો બહુ ક્ષેત્રીય વિકાસ થતો અટકી ગયો.

તો મહાત્મા ગાંધીવાદીઓએ શું કર્યું?

મહાત્મા ગાંધીવાદીઓએ તેમની આદત પ્રમાણે કર્યું. એટલે કે એક વખત તેમણે કહી દીધું કે શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવી જોઇએ. વાત પૂરી.

જો કે કાકા કાલેલકર જેવા કેટલાક સ્પષ્ટ વક્તા હતા. કાકા કાલેલકરે કહેલ કે અંગ્રેજી ભાષા તો વિદ્યાર્થી જ્યારે કોલેજમાં જાય ત્યારે જ, જો તેને શિખવી હોય તો, શિખવવી જોઇએ. વિદેશમાં પણ જો કોઈને ભારતીય ભાષા શિખવી હોય તો તે જ્યારે કોલેજના સ્તરે જાય ત્યારે જ તેને શિખવવામાં આવે છે. દાદા ધર્માધિકારીએ કહેલ કે ભારતીયોનું અંગ્રેજી કાચું જ રહે તે ઇચ્છવા યોગ્ય છે.

જેઓ સાચા ગાંધીવાદી ન હતા અને શિક્ષણસંસ્થાઓ ચલાવતા હતા તેઓએ તેમની કોલેજોમાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી જ રાખેલું.

શિક્ષણના વ્યાપારીકરણના બીજ અહીંથી વવાયાં

ગુજરાતમાં તે વખતે ત્રણ વિશ્વવિદ્યાલયો હતા. ગુજરાત યુનીવર્સીટી, સયાજીરાવ યુનીવર્સીટી અને વલ્લભ વિદ્યાપીઠ.

ગુજરાત યુનીવર્સીટીએ તો સરકારી હોવાથી ઇન્ટર સુધી ગુજરાતી માધ્યમ રાખ્યું. વડોદરાની સયાજીરાવ યુનીવર્સીટીએ અંગ્રેજી માધ્યમ જ ચાલુ રાખ્યું. વલ્લભ વિદ્યાપીઠે થોડો વખત કદાચ હિન્દી રાખેલ અને પછી અંગ્રેજી માધ્યમ કરી દીધેલ.

અમે ૧૯૫૪માં જ્યારે માધ્યમિકશાળામાં હતા ત્યારે સરકારશ્રી તરફથી એક સર્ક્યુલર આવેલ. સર્ક્યુલરની વિગતો શું હતી તેની જાણ નથી. પણ અમને કહેવામાં આવ્યું કે અંગ્રેજીનું અને સંસ્કૃતનું મહત્વ ઘટાડવામાં આવી રહ્યું છે. સંસ્કૃતનું મહત્ત્વ શા માટે ઘટાડવામાં આવી રહ્યું હતું તે વાત તે સમયે સમજાઈ ન હતી. આ વાત આપણે પછી સમજીશું. અંગ્રેજીનું મહત્ત્વ એટલા માટે ઘટાડવામાં આવી રહ્યું હતું કે હવે રાષ્ટ્રભાષા હિન્દી બનતી હતી. જો કે સંસ્કૃતના અને અંગ્રેજીના અભ્યાસક્રમમાં કશો ફેરફાર થયો ન હતો. પણ તેના પીરીયડો ઘટાડવામાં આવ્યા હતા.

આઘાતજનક સમાચાર

અમે ૧૯૫૭માં જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં પહોંચ્યા ત્યારે અમને એક સમાચાર એવા મળ્યા કે જે અમારે માટે આઘાત જનક હતા.

અમારો ફાલ “પાંચમાથી અંગ્રેજી” વાળો ન હતો કે ન તો અમારો ફાલ “આઠમાથી અંગ્રેજીવાળો” હતો. અમને અંગ્રેજી સાતમા ધોરણથી શિખવવાનું ચાલુ કરેલ. અમારા અંગ્રેજી પાઠ્યપુસ્તકનું નામ હતું “કુપર્સ ઇંગ્લીશ કોર્સ ભાગ – ૧” આ પુસ્તકના અમુક પ્રકરણો અમને સાતમા ધોરણમાં ભણાવવામાં આવ્યા અને બાકીના આઠમા ધોરણમાં ભણાવવામાં આવ્યા હતા.

અમે જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં હતા ત્યારે એક સમાચાર એવા આવ્યા કે હવે સરકાર પાંચમા ધોરણથી અંગ્રેજી ભણાવવાનું ચાલુ કરશે. એટલે કે અમારા પછીનો “ફાલ” અમારાથી અંગ્રેજીમાં આગળ નિકળી જશે. અમારા ઘરમાં અમારો નંબર ત્રીજો આવે અને અમારા બંને મોટા ભાઈઓ અંગ્રેજીમાં અમારાથી હજારો માઈલ આગળ હતા. એ લોકો અંગ્રેજીની અઘરી અઘરી અને મોટી મોટી ચોપડીઓ વાંચતા હતા. વળી તેમનું ગુજરાતી પણ સારું જ હતું. અમારા પિતાજી તો સંસ્કૃત અને ગુજરાતી પણ અંગ્રેજીમાં જ ભણેલા. એટલે તેમની તો વાત જ ન થાય. વળી તેઓશ્રી તો પિતાજી હતા.એટલે તેમની તો ઈર્ષા પણ ન થાય. આમેય અમારા મોટાભાઈઓની પણ ઈર્ષા ન થાય. કારણ કે તેઓ તો મોટા હતા.

પણ જેઓ સમાજમાં અમારાથી નાના હતા તેઓ અંગ્રેજીમાં અમારાથી ઘણા આગળ નિકળી જશે અને સરકારની નીતિના અમે નાહકના બલિ બની ગયા એવો વસવસો અમને થતો. પણ આ વસવસો અમારા હિન્દીના પ્રોફેસર જયેન્દ્ર ત્રીવેદીએ દૂર કરી દીધો. તેમણે અમને કહ્યું કે તમારે ડરવાની જરુર નથી. અંગ્રેજી ભાષા વધારે વર્ષ ભણાવવાથી કોઈને અંગ્રેજી આવડી જતું નથી. જે રીતે અંગ્રેજી ભણાવવામાં આવે છે તે રીતે તમારા પછીના ફાલને પહેલા ધોરણથી ભણાવવામાં આવશે તો પણ તેઓ તમારાથી આગળ તો નિકળી જઈ શકશે જ નહીં. અમને થયું હાંશ !! તો ઠીક …

અમારા “ફાલ”ને “મગન માધ્યમ”ના નામે વગોવવામાં આવતો હતો. જો કે ઈન્ટર પછી અમે બધું અંગ્રેજીમાં જ ભણેલ તો પણ. આમેય ગુજરાતીઓને ગુજરાત બહાર નોકરી મેળવવી અઘરી હોય છે. એમાં નોન-ગુજરાતીઓને તો “દોડવું હતું ને ઢાળ મળ્યો” એવું થયું.

માતૃભાષા માધ્યમ એટલે અંગ્રેજીનો ઇન્કાર

શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાની વાત કરીએ તો તેને અંગ્રેજીની અવગણના તરીકે ખપાવી દેવામાં આવે છે. પહેલાં પણ એવું જ હતું.

ભરુચના નર્મદા કિનારે એક સ્વામીજીનો આશ્રમ હતો. મારા મિત્રના એ કૌટૂંબિક ગુરુ હતા. વાતવાતમાં વાત નિકળી તો મેં કહ્યું કે ગુજરાતમાં શિક્ષણનું માધ્યમ ગુજરાતીભાષા જ હોવી જોઇએ. તેમણે અને તેમના ફોરીન રીટર્ન વયસ્ક બેને કહ્યું “પણ ગુજરાતીમાં વિજ્ઞાનના પુસ્તકો જ ક્યાં છે?” મેં કહ્યું કે “તરવું હોય તો પાણીમાં પડવું જોઇએ. એમ તો ન જ કહેવાય કે પહેલાં હવામાં હાથપગ હલાવવાની બરાબર પ્રેક્ટીસ કરી લો. પછી પાણીમાં પડવાની વાત. રશિયામાં એવી ઘણી ભાષાઓ હતી જેને પોતાની લિપિ પણ ન હતી. તો પણ તેમણે તે ભાષાને શિક્ષણનું માધ્યમ બનાવેલ.”  (આવું મેં તે વખતે વાંચેલ એટલે તેનું ઉચ્ચારણ કરેલ). તે વખતે હું માંડ વીસ વર્ષનો હોઈશ અને તેઓ સૌ પોતાને અતિવિદ્વાન માનતા એટલે નાના મોઢે મોટી વાત ન શોભે તેવો તેમનો પ્રત્યાઘાત રહેલ.

આવા પ્રત્યાઘાત સમાજમાં સામાન્ય હોય છે. સર્વોદયવાદી નેતાઓ પણ આમાંથી બકાત નથી.

દ્વારકા પ્રસાદ જોષી સમક્ષ મેં કહેલ કે “અનામતનો પ્રશ્ન” એ સમસ્યા જ નથી. તમે ઘણી બધી મેડિકલ કોલેજો ખોલી દો. જેને જોઇએ તેને પ્રવેશ આપો. પરીક્ષાનું ધોરણ તમે હળવું ન કરો. જે મહેનતુ, હોંશીયાર અને યોગ્ય હશે તે પાસ થતો જશે.  એટલે દ્વારકા પ્રસાદ જોષીએ પ્રત્યાઘાત આપેલ કે “તૂં મોટો થાય ત્યારે તેવું કરજે…” આ રીતે ઘણીવાર મોટા માણસમાં નાનો માણસ વસતો હોય છે. મોટે ભાગે તો આવું જ હોય છે.

 ૧૯૬૪માં જ્યારે હું જબલપુરમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી આવતા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યો અને જોયું કે તેઓ બધા જ અંગ્રેજીમાં અને જ્ઞાનમાં ગુજરાતીઓને સમકક્ષકે કે તેથી ઉતરતી કક્ષાના હતા ત્યારે “મગન માધ્યમ”ની લઘુતાગ્રંથી (જે મારામાં તો હતી જ નહીં પણ મારા ગુજરાતી સહાધ્યાયીઓમાં હતી) તે દૂર થઈ હતી.

સમગ્ર ભારતના બધાં જ રાજ્યોમાં શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવી જોઇએ. જેમને અંગ્રેજીભાષામાં ભણવું હોય તેમને ખાનગી શાળાઓ અને કોલેજો ભલે ભણાવે. સરકાર તેમનામાં દખલ કરશે નહીં. તેમને મદદ પણ કરશે નહીં. તેમને માન્યતા પણ આપશે નહીં.  કેન્દ્રીય સ્તરે કાં તો સંસ્કૃતને રાખો કે હિન્દી અને તમિલને રાખો. યાદ રાખો સંસ્કૃતભાષા રાષ્ટ્રભાષા બનવામાં અંગ્રેજી સામે માત્ર અને માત્ર એક મતથી પરાજિત થયેલ. આ એક મત જવાહરલાલ નહેરુનો હતો. એટલે નહેરુએ પરિપત્ર ઇસ્યુ કરાવેલ કે સંસ્કૃતનું મહત્વ ઓછું કરો. તેની સામે ગુજરાતે અંગ્રેજીને પણ જોડી દીધી. કારણકે અંગ્રેજીને ફક્ત દશવર્ષ સુધી ચાલુ રાખવાની જોગવાઈ હતી. ૧૯૬૨ના અરસામાં આ મુદત પુરી થતી હતી. કોઈનું ધ્યાન જ ન હતું કે આવતા મહિનાથી કે આવતી કાલથી અંગ્રેજીની મુદત પુરી થતી હતી. તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને આ વાત પર ધ્યાન દોર્યું. દક્ષિણ ભારતમાં ધમાલ થઈ. બંગાળીઓને થયું અમે પણ શું કામ પાછળ રહીએ. તેમણે પણ કોઈના ચડાવ્યે કે એમ જ ધમાલ કરી. નહેરુને તો ભાવતું હતું અને વૈદે કહ્યું. તેમણે વટ હુકમ દ્વારા અંગ્રેજીને અનિયતકાળ સુધી ચાલુ રાખાવ્યું.

 સદભાગ્યે ગુજરાતી ભાષા વહીવટી ભાષા છે એટલે ગુજરાતમાં ગુજરાતીભાષાનું મૃત્યુ દેખાતું નથી. પણ આ પુરતું નથી. ગુજરાતમાં નોકરી કરવી હોય તો ગુજરાતીની એચ.એસ.સી. (બારમાની)ની પરીક્ષા પાસ કરવી જ પડશે. ગુજરાતીભાષાનો સર્વાંગી વિકાસ કરવો પડશે. તે માટે વિજ્ઞાનના પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર કરી ઉપલબ્ધ કરાવવાં પડશે. પારિભાષી શબ્દો માટે સંસ્કૃતનો સહારો લેવો પડશે. પારિભાષી શબ્દો સમગ્ર ભારત માટે સમાન રાખવા પડશે. જો આવું કરવામાં આવશે તો ગુજરાતી ભાષા મરશે નહીં.

ઘણી ભાષાઓ મરી ગઈ છે.

કચ્છી ભાષા મરી જશે. પંજાબી ભાષા મરી જશે. કાશ્મિરીની ભાષા મરી જવાની ઘડીઓ ગણાય છે અથવા મરી ગઈ છે એમ સમજો તો પણ ચાલે, (આ કાશ્મિરીઓને હાસ્યાસ્પદ આધારે સ્વતંત્ર રાષ્ટ્ર જોઇએ છે. જે જીવતી જાગતી પોતાની ભાષા ન સંભાળી શક્યું તે શું સ્વતંત્રતા સંભાળી શકશે?) “રાઉઆ કા કરતની?” વાળી ભોજપુરી ભાષા મરી જશે. ભલુ થજો આદિત્યનાથ યોગીનું જેમણે સંસ્કૃતને અનિવાર્ય કરી છે.

વિશ્વની અનેક ભાષાઓ મરી ગઈ છે. જેમકે માયા સંસ્કૃતિવાળી જેને પ્રોટો-માયન ભાષા કહે છે તે કોઈ બોલતું નથી. તેની અનુગામી ભાષાઓ ક્યારે મરી જશે તે કહેવાય તેમ નથી કારણ કે વ્યવહાર બધો સ્પેનીશ ભાષામાં જ થાય.  ઈજીપ્તની પ્રાચીન ભાષાની પણ આ જ દશા છે. ભાષાને નિરુપયોગી કરી દો એટલે તે મરી જશે. જ્યારે એક સંસ્કૃતિ ઉપર બીજી સંસ્કૃતિ હામી થઈ જાય ત્યારે પહેલી સંસ્કૃતિના બધા જ અંગો ફક્ત ઇતિહાસના પૃષ્ઠોમાં સમાઈ જાય છે.

રામકૃષ્ણ મિશનવાળા વિદેશમાંભારતીય બાળકોને ભારતીય ભાષાઓ શિખડાવે છે. જોઈએ તેઓ કેટલું કરી શકે છે. તેઓ કદાચ હિન્દુ ધર્મને જીવતો રાખી શકશે પણ ભાષાઓ વિષે કશું કહી શકાય નહીં.

 ગુજરાતી ભાષા જ્યારે વહીવટમાંથી ગાયબ થશે થશે ત્યારે તેનું પણ મૃત્યુ થશે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

એકદા સુપ્રભાતે તે, વિશ્વયાત્રી નારદે,

કીધો નિશ્ચય પ્રવાસાર્થે તે ગુર્જર દેશનો,

વિવાદ વકર્યો છે બોધભાષાનો, જ્યાં સઘળે અત્ર તત્ર હા,

બોધભાષા શું થવી?,  ગુર્જરી હો કે આંગ્લ હો?

બ્ર્હમપુત્ર મુંઝાયા તો, કર્યો વિચાર કોને પૂછું?

ગયા તે તો પિતા પાસે, પ્રશ્ન કર્યો તે ઉત્તમ …

બોધભાષા કા કૂર્યાત્‍ બ્રુહી મામ્‍ હે શતધૃતિ,

સંતતિના નિયમન અર્થે મારે તો ઘણું કામ છે,

બોલ્યા બ્ર્હમા સ્વપુત્રને ને વળગ્યા વળી સ્વ કામને,

ગયા તેથી તે કને વિષ્ણુ કર્યો પ્રશ્ન ફરી ફરી,

બોધભાષા શું થવી તે ગહન પ્રશ્ન ગુજરાતનો,

બોલ્યા તે ઘનશ્યામ વિષ્ણુ, નારદે વિણાવાદકે,

મારે તો ઘણું કામ છે અન્નને અર્થ શાસ્ત્રનું,

મળો તમે ઈશને તેથી,

જો કે છે ચિંતા તેમને ઘણી, શાંતિને વળી નાશની,

તથાપિ તે મહાદેવા ઈશ્વરા પરમેશ્વરા,

જ્ઞાન વિજ્ઞાનને વિદ્યા કેરા દેવ ગણાય છે.

કૈલાસે તે ગયા નારદ, મહામૂની મહર્ષિં હા,

કીધો પ્રશ્ન પરમેશને કે બોધભાષા શું હવી?

ઉચર્યા તે મહાદેવા ઈશ્વરા પરમેશ્વરા,

બોધભાષા તે જ હો, જે ભાષા ઘરમાં વસે.

(૧૯૬૨માં લખાયેલ જેમાંનું જેટલું યાદ રહ્યું તેટલું)

ટેગ્ઝઃ ગુજરાતી ભાષા, ગુર્જરી, ભાષાશાસ્ત્ર, દેકારા પડકારા, સંવાદ, સ્પષ્ટતા, ચિત્રલિપિ, શબ્દલિપિ, અક્ષરલિપિ, શ્રુતિ, સ્મૃતિ, વેદ, ઋગ્વેદ, ઉપનિષદ, કાશ્મિર, કન્યાકુમારી, કશ્યપ, કુબેર, ભૃગુઋષિ, કૈકેયી, રામાયણ, વ્યાકરણ, મૂર્ધન્ય, મહામૂર્ધન્ય, કોંગ્રેસ, મોરારજી દેસાઈ, ઠાકોરભાઈ, પાંચમા, આઠમા, મગનભાઈ દેસાઈ, મગન માધ્યમ, ભાષાનો વિકાસ, પારિભાષી શબ્દ, મહાત્મા ગાંધીવાદી, ભાષાવાર પ્રાંત રચના, મોરારજી દેસાઈ, સંસ્કૃત ભાષા, સરકારી પાંખ, શૈક્ષણિક પાંખ, બભમ બભમ, કાકા કાલેલકર, દાદા ધર્માધિકારી, શિક્ષણનું વ્યાપારી કરણ, ગુજરાત યુનીવર્સીટી, સયાજીરાવ યુનીવર્સીટી, વલ્લભ વિદ્યાપીઠ, જયેન્દ્ર ત્રીવેદી, દ્વારકા પ્રસાદ જોષી, જબલપુર, લઘુતાગ્રંથી, નહેરુ

Read Full Post »

લાંબી ધારે દુગ્ધપાન

હાજી … નહેરુવીયન કોંગ્રેસ એટલે કે કોંગી, અનામતીયા

પાટીદારોને લાંબીધારે દુગ્ધપાન કરાવશે.

આ લેખ અનામતીયા પાટીદારોને અર્પણ છે.

breast feeding

હાજી આ લેખ અનામતીયા પાટીદારોને અર્પણ છે. કારણ કે મારે અગણિત પાટીદાર મિત્રો છે અને તેઓ અનામતમાં માનતા નથી. એટલે સામાન્યીકરણ કરી સમગ્ર પાટીદાર જાતિને અપમાનિત ન કરી શકાય.

જે પાટીદારો અનામત મેળવવા માટે બીજેપી ની સામે પડ્યા છે અને ચોર (નહેરુવીયન કોંગ્રેસ)ની વાદે ચણા ખાવાના અભરખા રાખે છે તેઓ બલુન છે. (“ચોરનીવાદે ચણાખાવા” એ એક કાઠીયાવાડી શબ્દપ્રયોગ છે).

બલુનમાં ભેજુ ન હોય. બલુનમાં હવા હોય. નહેરુવીયન કોંગીઓએ હવા ભરી એટલે આ બલુન ઉડ્યાં છે.

જો આ બલુનોમાં ભેજુ હોત તો નહેરુવીયન કોંગીને ચાળે ચડ્યાં ન હોત.

લાંબી ધારે દુગ્ધપાન એટલે શું?

જેઓ તળપદી ગુજરાતીથી અજ્ઞ નથી તેઓ “લાંબી ધારે દુગ્ધપાન” શબ્દ પ્રયોગનો અર્થ સુપેરે જાણે છે. જો કે “દુગ્ધપાન” શબ્દ “સુરુચિનો ભંગ” ન થાય એટલા માટે વાપર્યો છે.

કોંગી એટલે કોંગ્રેસ (આઈ) એટલે કે “ઈન્દિરા કોંગ્રેસ” માટે વપરાતો શબ્દ હતો અને હજી પણ તે માટે વપરાય છે. જો કે કોંગ્રેસના વંશવાદી લક્ષણ ૧૯૫૦ પછી નહેરુ દ્વારા પ્રદર્શિત થયા એટલે “નહેરુવીયન કોંગ્રેસ” શબ્દ વધુ યોગ્ય છે. પક્ષ એટલે પાર્ટી. પક્ષ પુલ્લિંગ છે. પાર્ટી સ્ત્રીલિંગ છે. એટલે દુગ્ધપાન સાથે કોંગી શબ્દનો વધુ મેળ ખાય છે.

બિચારા આ બલુનો ભૂલી ગયા કે કેશુભાઈને કોણે ગબડાવેલા? આ સંકરસિંહ વાઘેલાએ જ તો તેમને ગબડાવેલા. હવે જો શબ્દોની રમત રમવી હોય તો “વાઘેલા” ને બદલે “વા ઘેલા”, કે “વા” ને બદલે “અ” પણ વપરાય. કે “બા” (સોનિયાબા માં પણ બા શબ્દને ઉઠાવાય) પણ વપરાય. પણ જવા દો એવી શબ્દોના પ્રાસથી સત્ય સિદ્ધ થતું નથી. એટલે એ પ્રયોગો આપણા દેશના “રાહુ” કે “અ ધેલા” જેટલી કિમતવાળા લોકો માટે રાખીએ.

કેશુભાઈને કોણે ગબડાવ્યા?

આ સંકરશીંગ જ ઉતાવળ ને ઉતાવળમાં હાથ ધોયા વગર કેશુબાપાને ઉથલાવવામાં પડી ગયેલા. આ સંકરશીંગ જરા પૉરૉ ખાવા પણ ઉભા રહ્યા ન હતા. (ભાઈઓ અને બહેનો, ભૈયાજીભાઈઓ સિંહનો ઉચ્ચાર સીંગ કરે છે. અને આપણા કેટલાક ભાઈઓ “હ્રસ્વ દીર્ઘના ભેદમાં ન માનવું” એવી ચળવળ ચલાવે છે. “શ”, “ષ” અને “સ” ના ભેદમાં પણ ન માનવું, તે પણ, આમ તો તે જ વિચારધારામાં આવે છે. પણ આ વિષે આપણે ચર્ચા નહીં કરીએ. ક્યારેક આપણે તેમની મજાક પણ કરવી જોઇએ.) બિચારા બલુનો ભૂલી ગયા કે આ સંકરશીંગ વાઘેલાએ તેમને “હજુરીયા” કહેલ. આ સંકરશીંગભાઈએ ચિમનભાઈ પટેલ પાસે થી “ચેપ” લીધેલ.

આ “ચેપ” વળી શું છે?

ભાઈઓ અને બહેનો, રાજકારણમાં જેમ પેચ લડાવવાની પ્રણાલી કે ફેશન છે તેમ રાજકારણમાં “ચેપ” લેવાની ફેશન છે. ઘણી જાતના ચેપ હોય છે.

પહેલો ચેપ “પક્ષમાં જ જુથ”

પહેલો “ચેપ” એ હતો કે પક્ષની અંદર જ એક “વહાલું” જુથ બનાવવું જેથી જ્યારે જરુર પડે ત્યારે આપણા આ “વહાલા” જુથના સભ્યો સિવાયના સભ્યોને “દવલા” બનાવી શકાય અને આપણે નવો પક્ષ બનાવવો હોય તો લોકશાહીમાં સરળતા રહે છે. (સામ્યવાદમાં આ શક્ય નથી. ત્યાં તો કાં તો જીતો કાંતો ખતમ થાઓ.)
આ “ચેપ” વિષે જો રોયલ્ટી આપવાની થાય તો તેની રોયલ્ટી નહેરુને મળે. કોંગ્રેસમાં બે જુથો હતાં. જહાલ અને મવાળ. મવાળ જુથ આગળ ચાલ્યું. એ પછી આપણા સમાજવાદી જવાહરલાલ નહેરુએ એક “સમાજવાદી” ગ્રુપ બનાવ્યું. એના બે ભાગ પડ્યા અને એક ભાગ કોંગ્રેસથી જુદો થયો. આ ભાગ પ્રજાસમાજવાદી પક્ષ તરીકે જુદો પક્ષ બન્યો. વાત બહુ લાંબી છે. એટલે એની ચર્ચા નહીં કરીએ.

જવાહર લાલ પોતાને સમાજવાદી માનતા કારણ કે વીસમી સદીના પૂર્વાર્ધમાં સમાજવાદમાં માનવું એ પોતાને “તરવરીયા યુવાન”માં ખપાવવા માટેની એક માન્ય ફેશન હતી !!

જ્યારે સ્વતંત્રતા હાથવેંતમાં આવી ત્યારે પ્રણાલી પ્રમાણે કોંગ્રેસે તેની પ્રાંતોની સમિતિઓ પાસેથી વડાપ્રધાન પદ માટેની ભલામણો માગી. એક પણ પ્રાંતે નહેરુના નામની ભલામણ કરી ન હતી.
નહેરુ લોકપ્રિય હતા તેની ના ન પાડી શકાય. કોઈ એક વ્યક્તિ, પક્ષમાંના યુવાનોમાં લોકપ્રિય હોય અને જનતામાંના યુવાનોમાં લોકપ્રિય હોય એનો અર્થ એવો નથી કે પક્ષના સંગઠનમાં પણ તે વ્યક્તિ એક નંબરનો હોય.

પક્ષના સંગઠનમાં સામુહિક અને અનુભવી નેતાઓનું વર્ચસ્વ હોય છે. કારણ કે દેશ ફક્ત યુવાનોનો બનેલો હોતો નથી. તેવીજ રીતે પક્ષ પણ ફક્ત યુવાનોનો બનેલો હોતો નથી. યુવાનો ચંચળ મનોવૃત્તિના હોય છે અને તેમને જલ્દી ફસાવી અને ફોસલાવી શકાય છે. જેમકે “નવનિર્માણ” નું આંદોલન, યુવાનોએ ચલાવેલ. આ આંદોલન યુવાનોએ નહેરુવીયન કોંગ્રેસ સામે ચલાવેલ. તેમાંના તે વખતના કેટલાક, આગળ પડતા નેતાઓ, થોડા સમય પછી નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા હતા. અત્યારે પણ નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા છે.

નહેરુના સમાજવાદને કોંગ્રેસના મૂર્ધન્ય નેતાઓ સમજી શકતા ન હતા. પણ નહેરુની સમાજવાદની પપુડી વાગ્યા કરતી હતી. જવાહરલાલ નહેરુ ગાંધીજી પાસે ગયા. ગાંધીજીએ તેમને જણાવ્યું કે વડાપ્રધાનના પદ માટે, તેમના નામની ભલામણ એક પણ પ્રાંતીય સમિતિએ કરી નથી.

“તેજીને ટકોરો હોય” અને “શાણો માણસ સાનમાં સમજી જાય”. ગાંધીજીનું કહેવું એ હતું કે “હે જવાહર, તું હવે તારી ઉમેદવારી પાછી ખેંચી લે… કારણ કે દેશનો નેતા પ્રાંતીય સમિતિઓની સર્વસંમતિથી થાય એ યોગ્ય રહેશે”.

નહેરુ આ વાત સમજી ન શકે તેવા મૂઢ ન હતા. તેમણે વિચાર્યુ કે પક્ષની અંદરનું મારું સમાજવાદી જુથ તો મારી સાથે છે જ. પક્ષની બહારના અનેક બીજા જુથો મારા જુથમાં ભળી જશે અને મને સહકાર આપશે. જનતામાં પણ હું લોકપ્રિય તો છું જ. પક્ષની અસાધારણ સભા બોલાવવા જેટલા સભ્યો તો મારી પાસે છે જ. એટલે કોંગ્રેસના ભાગલા પાડી નવો પક્ષ સહેલાઈ થી બનાવી શકીશ. નહેરુ માટે ઉપરોક્ત વાત શક્ય હતી.

ગાંધીજીની વાત સાંભળી નહેરુ ખીન્ન તો થયા. નહેરું કશું બોલ્યા વગર ગાંધીજીનો ખંડ છોડીને જતા રહ્યા. ગાંધીજીને એ વાતની ગંધ આવી ગઈ કે નહેરુ કોઈ પરાક્ર્મ કરવા કૃતનિશ્ચયી છે. એટલે કે કોંગ્રેસના ભાગલા કરવા કૃતનિશ્ચયી છે.

સરદાર પટેલ, નહેરુથી એક મુઠ્ઠી ઉંચેરા માનવી હતા

કહેવાતા સમાજવાદી નહેરુના મુખ્ય હરિફ સરદાર પટેલ હતા. નહેરુના સાથીદારો સરદાર પટેલને “મૂડીવાદીઓના પીઠ્ઠુ”, “સ્થાપિત હિતોના પીઠ્ઠુ” “બુર્ઝવા” તરીકે ભાંડતા હતા. આ વાતથી દેશ અજાણ્યો ન હતો એટલે આ વાતની ગાંધીજીને ખબર ન હોય તે બનવા જોગ નથી. એટલે જ ગાંધીજીએ સરદાર પટેલને બોલાવ્યા. પોતાનો ભય બતાવ્યો કે હાલના સંજોગોમાં જો કોંગ્રેસ તૂટશે તો દેશના અનેક ટૂકડા થશે. નહેરુ પોતાને માટે કમસે કમ ઉત્તરાંચલિસ્તાન તો અલગ કરશે. ખાલિસ્તાન, દલિતીસ્તાન, દ્રવિડીસ્તાન અને કેટલાક સ્વતંત્ર રહેવા માગતા રાજાઓ, આ બધી માગણીઓને નહેરુ કે તૂટેલી કોંગ્રેસ નિવારી નહીં શકે. આ બધું નિવારવા માટે આર્ષદૃષ્ટા અને વહીવટી રીતે કુશળ સરદાર પટેલ જ યોગ્ય છે. સરદાર પટેલે ગાંધીજીને વિશ્વાસ આપ્યો કે તે કોંગ્રેસને તૂટવા દેશે નહીં. અને આપણે જોઇએ છીએ કે સરદાર પટેલે બાજી કેવી રીતે સંભાળી લીધી.

આ અનામતવાળા બિચારા બલુનો ભૂલી ગયા કે સરદાર પટેલને “કોમ્યુનલ” કહીને હૈદરાબાદમાં ધૂતકારેલ કોણે? ખુદ જવાહર લાલ નહેરુએ.

જે નહેરુવીયન કોંગ્રેસના પાયામાં જ સરદાર પટેલનો અનાદર અને અપમાન હતા, તે જ નહેરુવીયન કોંગ્રેસ જ્યારે (લાંબી ધારે) “દુગ્ધપાન” કરાવવાની લાલચ આપે છે ત્યારે આ અનામતીયા પાટીદારો તેના ખોળામાં બેસવા તૈયાર થઈ ગયા તેને તમે હૈયા ફુટ્યા નહીં કહો તો શું કહેશો?

આ કોઈ હાઈપોથીસીસ નથી. આ વાતની આ રહી સાબિતી. દેશમાં બધું ઠરીને ઠામ થયું. કોંગ્રેસમાં નહેરુ એકચક્રી રાજા થયા અને જ્યારે ચીન સામે ભારતનો કરુણ પરાજય થયો, ત્યારે નહેરુએ “કામરાજ પ્લાન હેઠળ, સરદાર પટેલના વારસદાર મોરારજી દેસાઈને કેવી રીતે બદનામ કર્યા અને મંત્રીમંડળમાં થી હટાવ્યા તે આપણે જાણીએ છીએ. એટલું જ નહીં તેમણે પ્રજાસમાજવાદી પક્ષને પણ પોતાની જોડે કેવો ભેળવી દીધો તે પણ આપણે જાણીએ છીએ.

“આયારામ ગયારામ” ના જનક નહેરુ હતા.

આ ચેપ સૌપ્રથમ ચરણસીંગે યુપીમાં “સંયુક્ત વિધાયક દલ” સ્થાપીને યુપીમાં નહેરુવીયન કોંગ્રેસની સરકારને ઉથલાવી. પછી તો આ ચેપ ઘણાને લાગ્યો. જેમકે બંસીલાલ, ભજનલાલ, સુખડીયા, ચિમનભાઈ, એનટી રામારાવ, તેના જમાઈ ચંદ્રબાબુ નાયડુ, જય લલિતા આદિ. આપણા સંકરશીંગે પણ તે ચેપને અપનાવ્યો.

બીજો ચેપઃ “ધરાર ખોટું બોલવું”

નહેરુએ તત્વજ્ઞાની શબ્દો વાપરી વિતંડાવાદ ઉત્પન્ન કરતા અને પોતાના જુઠાણાનો બચાવ કરતા. ગઈ સદીના પચાસના દશકામાં તેમણે ચીનની લશ્કરી ઘુસણ ખોરીનો બચાવ આ રીતે કરેલો, “ચીને કોઈ ઘુસણખોરી કરી નથી (મસ્જીદમાં ગર્યો તો જ કોણ?)…એ પ્રદેશ તો ઉજ્જડ છે. ત્યાં ઘાસનું તણખલું પણ ઉગતું નથી… લાઈન ઓફ કન્ટ્રોલની કોઈ વ્યાખ્યા નથી, યુદ્ધથી કોઈ પ્રશ્નો ઉકેલાતા નથી, યુનોદ્વારા કોઈ પ્રશ્નો ઉકેલાયા નથી…”

તત્વજ્ઞાની વિતંડાવાદ કરવો, ધરાર ખોટું બોલવું અને તારતમ્યોવાળા નિવેદનો કરવા એ વલણ ઈન્દિરા ગાંધીએ પૂરબહારમાં વિકસાવ્યું હતું. “આત્માનો અવાજ, કટોકટી અનુશાસન પર્વ છે, હમારા લક્ષ્ય સબસે નમ્ર વ્યવહાર, જેવા અનેક, સ્લોગનો વહેતા મુકેલા હતા.

નહેરુવીયન કોંગ્રેસનું બીજું ગુજરાતી ભક્ષ્ય “ચિમનભાઈ પટેલ”

ગુજરાતમાં નહેરુવીયન કોંગ્રેસને મજબુત કરવામાં ચિમનભાઈ પટેલનો સિંહફાળો હતો. ૧૯૭૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નહેરુવીયન કોંગ્રેસને ૧૬૨માંથી ૧૪૦ બેઠક અપાવનાર ચિમનભાઈ પટેલ હતા. તેથી ચિમનભાઈ પટેલ વિધાનસભાના નહેરુવીયન કોંગ્રેસમાં અસાધારણ બહુમતિ ધરાવતા હતા. પણ ચિમનભાઈ આજ્ઞાંકિત ન હતા. ઘનશ્યામભાઈ ઓઝાને હટાવીને ચિમનભાઈ પટેલ ધરાર મુખ્ય મંત્રી થયા.
પણ કોંગીને ખાટલે ખોડ હતી.

કોંગીનું મૂળ ભ્રષ્ટાચારમાં હતું. ભ્રષ્ટાચાર તો કોંગીની ગળથુથીમાં હતો. કોંગીની સામે નવનિર્માણનું આંદોલન થયું અને ચિમનભાઈને કોંગીએ પદભ્રષ્ટ કર્યા. ચિમનભાઈએ પુસ્તિકા લખી કે કોંગીના કુળદેવીએ કેવી રીતે ગુજરાતમાંથી પૈસા ઉઘરાવેલા. કોંગીએ ચિમનભાઈની પક્ષમાંથી હકાલપટ્ટી કરેલી. ચિમનભાઈએ કિસાન-મઝદુર-લોક-પક્ષ સ્થાપ્યો.

આ અનામતવાળા બિચારા બલુનો ભૂલી ગયા કે ચિમનભાઈ પટેલની રેવડી દેણેદાણ કોણે કરેલી? ઇન્દિરા ગાંધીએ જ તો તેમને જેલમાં પૂરેલ અને ટોર્ચર કરેલ. એટલે ચિમનભાઈએ તેમના પક્ષ કિમલોપ નો લોપ કરી નહેરુવીયન કોંગ્રેસમાં પોતાની જાતને ભેળવી દીધેલી. અને આ નહેરુવીયન કોંગ્રેસે તેમને તરણું મોઢામાં લેવડાવેલ.

આ બલુનોમાં અક્કલ કે આબરુ કે સ્વમાન જેવું છે જ ક્યાં?

કુતરા અને ગધેડાને તમે મારો તો તેઓ તેની વેદના બીજી ક્ષણે ભૂલી જાય છે. તમે ભક્ષ્ય ધરો એટલે પંછડી પટપટાવતા તમારી પાસે આવી જાય છે. યાદ કરો સંસ્કૃતનો શ્લોકઃ “સારમેય ચ અશ્વસ્ય, રાસભસ્ય વિશેષતઃ, મુહૂર્તાત્‌ પરતો નાસ્તિ પ્રહાર જનિતા વ્યથા.

ધિક્કાર છે આવા બલુનીયા પાટીદારોને જેઓ “ભારત સર્વ પ્રથમ” ને બદલે પોતાની જાતને પ્રાથમિકતા આપે છે અને તે માટે મુસલમાન થવા પણ તૈયાર છે.

કોંગીનું ત્રીજું ભક્ષ્ય હતું કેશુભાઈ પટેલ.

કોંગીએ સંકરશીંગને (લાંબી ધારે) દુગ્ધપાન નો વાયદો કરેલ. સંકરશીંગ વાઘેલાએ પહેલાં તો પોતાનું પપુડું વગાડેલ કેશુભાઈને ગબડાવેલ. પછી અસ્તિત્વ ટકાવવા તેઓ કોંગીમાં ભળ્યા. કોંગીએ સંકરશીંગને કેટલું દુગ્ધપાન કરાવ્યું તે આપણે જાણતા નથી.
બીજેપીના પ્રભારી નરેન્દ્ર મોદીએ બીજેપીને જીતાડી કેશુભાઈને પૂનર્ સ્થાપિત કરેલ.
પણ જણનારીમાં જોર ન હોય તો સુયાણી બિચારી શું કરે?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બીજેપી હારવા માંડી. હદ તો ત્યારે થઈ કે ૧૯૭૫માં ઈન્દિરાઈ કટોકટીમાં પણ અમદાવાદની મ્યુનીસીપાલીટીની ચૂંટણીમાં જનતાપાર્ટી જીતી હતી અને કોંગી હારી હતી, તે અમદાવાદની ચૂંટણી ૨૦૦૦માં કોંગી જીતી ગઈ અને બીજેપી હારી ગઈ.

કોંગીનું ચોથું ભક્ષ્ય છે આનંદીબેન પટેલઃ

કોંગી જ્યારે ક્યારેય પણ બહુમતિ ન આવે ત્યારે બીજા પક્ષોનો સાથ લે છે. કેરાલાની સામ્યવાદી સરકારને હરાવવા માટે કોંગીએ ઘોર કોમવાદી મુસ્લિમ લીગની સાથે ૧૯૫૮-૫૯માં જોડાણ કરેલ.
કોંગી માટે જો આવું શક્ય ન હોય તો તે “ચરણશીંગ” ની તલાશ કરે છે. ગુજરાતમાં તો ૧૯૭૬માં ચિમનભાઈ પટેલ હાથવગા હતા. લાંબી ધારે દુગ્ધપાનની લાલચ આપવાની જરુર ન હતી. કટોકટીમાં તો ડંડો જ પૂરતો હતો.

કોંગીએ ૧૯૭૯માં ચરણસીંગને લાંબી ધારે દુગ્ધપાનની લાલચ આપી. ચરણ સીંગે મોરારજી દેસાઈ ની સરકારને ગબડાવી. તે પછી તો ઇન્દિરાએ ભીંદરાનવાલે ને તેવીજ લાલચ આપીને પંજાબમાં મોટાભા બનાવેલ. પણ એમાં થોડી ચૂક થઈ ગઈ અને કોંગ-માઈએ જાન થી હાથ ધોયા.

લાંબી ધારે દુગ્ધપાનની લાલચના મૂળ ઉંડા છે. તે કંઈ ફક્ત સરકારો ઉથલાવવા માટે જ નથી. મત માટે પણ છે. કોંગી માઈએ તેનો ઉપયોગ અનામત માટે ઘણો જ કરેલ છે.

સૌ પ્રથમ તો અનામત ફક્ત અંત્યજો-અસ્પૃશ્યો માટે જ હતી. કારણ કે જેઓ સ્પર્શ માટે પણ લાયક ન હોય તે આર્થિક રીતે કેવી રીતે ઉંચે આવી શકે? એટલે તેમને માટે અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. પણ પછી કોંગીએ જમને પેધો પાડ્યો.

જેને જેને એમ લાગતું હોય કે પોતે પછાત છે તેઓ સૌ કોઈ આવેદન આપે. એમ કરતાં કરતાં બ્રાહ્મણ ક્ષત્રીય અને વૈશ્ય સિવાય બધા અનામતમાં આવવા લાગ્યા. છેલ્લે છેલ્લે વિશ્વકર્માના સંતાનો(જેઓ વાસ્તવમાં બ્રાહ્મણ હતા પણ ભણતા નહીં અને બાપિકો ધંધો ચલાવતા)નો નંબર પણ લાગી ગયો. જેઓ ખેતી કરતા તેઓ વૈશ્ય હતા પણ વેપારને બદલે ઉત્પાદન કરતા તેઓ પાટીદાર કહેવાય. તેઓ ભણવા પણ લાગ્યા અને વેપાર પણ કરવા લાગ્યા.

કોંગીની દાઢ સળકી

કોંગીને રાજસ્થાનના અનુભવે જ્ઞાન લાધ્યું કે તોફાનો કરીને, બસો સળગાવીને, રેલ્વે વ્યવહાર ખોરવીને, બસસ્ટેન્ડોને સળગાવીને, રેલ્વેના પાટા ઉખેડીને અને જાહેરજીવન અસ્તવ્યસ્ત કરીને, સરકારોને ઉથલાવી શકાય છે તો પછી ચરણશીંગને શોધવાની પ્રક્રિયા ચાલુ રાખીને પણ, કોઈ કોમ્યુનીટીને (લાંબી ધારે) દુગ્ધપાનની લાલચ કેમ ન આપવી. એવું પણ બને કે આમ કરતાં કરતાં પણ કોઈ ચરણશીંગ હાથ લાગી પણ જાય.

જો કે હજુ સુધી ગુજરાતમાં કે કેન્દ્રમાં કોંગીને કોઈ ચરણશીંગ હાથ લાગ્યા નથી. એ વાત પછી ક્યારેક કરીશું.

કોંગી માટે એક બીજી પણ મુશ્કેલી છે કે કોંગી અત્યારે બારાજા* છે. દુગ્ધ કન્ટેઈનર એટ્રેક્ટીવ નથી. શરીર સંપત્તિમાં શરીરની અંદર(ચરબી=કાળું લાલ નાણું)ની સંપત્તિની કોઈ ખોટ નથી. શરીરની અંદરની સંપત્તિ કંઈ થોડી અપાય છે? આપણે કંઈ શિબિરાજાના વંશજ નથી.

દુગ્ધપાન એ દુગ્ધપાન છે. લાંબી ધારનું હોય કે ટૂંકી ધારનું (ટૂંકી ધારનું ઔરસ માટે હોય છે) હોય. પણ કોંગી માને છે કે દુગ્ધપાન ની લાલચ તો આપી જ શકાય. આપણું દુગ્ધ કંટેનર કેટલું એટ્રેક્ટીવ છે અને દુગ્ધથી ફાટ ફાટ થાય છે કે નહીં તેની બીજાને ક્યાં ખબર છે? દુગ્ધપાન ભવિષ્યમાં કેવીરીતે કરાવશું, કરાવશું કે નહીં તે પણ આપણી મુનસફ્ફીની વાત છે. જીભ સાબદી તો ઉત્તર ઝાઝા. અને “ધરાર ખોટું બોલવું”નો આપણને ક્યાં આભડછેટ છે? (અનામતના) લોભીયા હોય ત્યાં ધૂતારા પણ હોય.

શિરીષ મોહનલાલ દવે

*  શુષ્ક પ્રલંબિતસ્તના. વસુકી (મોનો પોઝ) જવાની તૈયારી !!

ઝવેરચંદ મેઘાણીની કોઈ વાર્તામાંથી અધિગત થયેલો શબ્દ છે.

ટેગ્ઝઃ લાંબી ધારે, દુગ્ધપાન, નહેરુવીયન, નહેરુ, કોંગ્રેસ, કોંગી, ઇન્દિરા, અનામતીયા, પાટીદાર, બલુન, સુરુચિ ભંગ, કેશુભાઈ, સંકર, શીંગ, ઘેલા, બા, રાહુ, ચેપ, ભક્ષ્ય, નવનિર્માણ, સમાજવાદ, ફેશન, જુથ, સંગઠન, ગાંધીજી, તેજીને ટકોરો, મુઠ્ઠી ઉંચેરા માનવી, સરદાર પટેલ, આનંદીબેન પટેલ, ચિમનભાઈ

Read Full Post »

આંદોલનપ્રિયોના આંદોલનોની નિરર્થકતા

Untitled01

જ્યારે ગાંધીજીએ આંદોલન, હડતાલ, બંધ, સવિનય કાનૂનભંગ અને અસહકારના શસ્ત્રોને ઉપયોગમાં લીધા હશે ત્યારે તેમને ખબર તો હતી જ કે આ શસ્ત્રોનો દૂરુપયોગ થશે. એટલે જ ગાંધીજીએ તેના નિયમો નક્કી કરેલા.

આંદોલન એટલે શું?

આંદોલન એટલે વિરોધ.

પણ સ્વસ્થ સમાજનો વિરોધ પણ સ્વસ્થ હોવો જોઇએ.

પણ સ્વસ્થ એટલે શું?

સ્વસ્થ એટલે પ્રગતિશીલ અને અહિંસક,

પ્રગતિશીલ એટલે શું? પ્રગતિશીલ એટલે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંવેદનશીલતામાં વૃદ્ધિ,

અહિંસક આંદોલન એટલે શું? અન્યને વાચા અને કર્મણાથી નુકશાન ન કરવું અને તેને પ્રગતિશીલતાના કર્મમાં જોડવો.

આંદોલનનો હેતુ વ્યાપક હિત માટે હોવો જોઇએ એટલે કે તેમાં સ્વાર્થ હોવો ન જોઇએ.

ધારો કે એક સમુદાયને બીજા સમુદાયથી નુકશાન થાય છે તો?

જો આમ હોય તો એમ વિચારવું પડે કે શું આમાં કાયદાનો ભંગ થાય છે કે નહીં? ધારો કે કાયદો જ એવો છે કે એક સમુદાયને જે ફાયદો થાય છે તેનું કારણ બીજા સમુદાયને થતું નુકશાન છે. જો આમ હોય તો કાયદો બદલવો જોઇએ. પણ આ તારતમ્ય સિદ્ધ કરવું જોઇએ.

દલિતોના ઉદ્ધાર માટે તેમના અલગ મતદાર મંડળ બનાવવાની જોગવાઈ કરવાનો પ્રસ્તાવ આવેલ. મહાત્મા  ગાંધીએ તેનો વિરોધ કરેલ અને ઉપવાસ ઉપર પણ ઉતરેલ. કારણ કે આવો પ્રસ્તાવ સમાજને વિભાજિત કરે છે અને સમુદાયોની વચ્ચે ઘર્ષણ પેદા કરે છે.

છેલ્લા માણસને લક્ષમાં રાખો

ગાંધીજીએ કહેલ કે શાસન જે કંઈ નિર્ણય લે એનાથી સૌથી છેડેના માણસને કેટલો ફાયદો થશે તે પહેલાં વિચારે. નહેરુએ કરેલી અનામતની જોગવાઈનો પણ ગાંધીજીએ વિરોધ કર્યો હોત જો તે જીવતા હોત તો.

કોઈ એક વિસ્તાર લો. જો દલિતોનો સમુદાય વધુ ગરીબ હશે તો ગરીબોના જત્થામાં દલિતોની સંખ્યા વધુ હશે. બ્રાહ્મણ, ક્ષત્રીય અને વૈશ્યની જ્ઞાતિવાળા ની સંખ્યા ઓછી હશે. એટલે જે યોજના ગરીબો માટે કરશો તેમાં દલિત સમુદાયના સભ્યોને વધુ લાભ મળશે.

કુશળતા અકુશળતા અને ગરીબી

પણ સમસ્યા એ ઉભી થાય છે કે જે તે વ્યવસાય માટે યોગ્યતાના લઘુતમ ધોરણો નક્કી કર્યા છે તે યોગ્યતા વાળા દલિતો તો મળશે જ નહીં. કારણ કે તેઓ તો અભણ છે અથવા ઓછું ભણેલા છે.

એટલે સર્વ પ્રથમ તો દલિતોને અક્ષરજ્ઞાન વાળા ઉપરાંત વ્યવસાયને યોગ્ય બનાવવા પડે. એટલે જ્યાં સુધી દલિતો યોગ્ય રીતે શિક્ષિત ન થાય ત્યાં સુધી તેમની આર્થિક સ્થિતિ સુધરે નહીં અને જ્યાં સુધી આર્થિક સ્થિતિ ન સુધરે ત્યાં સુધી તેઓ સુશિક્ષિત ન થાય.

આ વાતનું નિરાકરણ એ જ કે શિક્ષણ બધી રીતે મફત કરી દો એટલે કે શિક્ષણના ઉપકરણો (પુસ્તકો, નોટો, પેનસીલ વિગેરે)  પણ શિક્ષણ સંસ્થા જ આપે. સૌને શિક્ષણ સુલભ થાય તે માટે વધુ શિક્ષણ સંસ્થાઓ ખોલો.

શિક્ષણ અને ઉદ્યોગ

શિક્ષણ મફત કરો તો પણ સમસ્યા ઉકેલાતી નથી. શિક્ષકોને આડેધડ નીમી શકતા નથી. તેમને વેતન પણ આપવું પડે છે. આનો ઉપાય શિક્ષણને ઉદ્યોગ સાથે જોડવો જ જોઇએ પછી તે યંત્ર ઉદ્યોગ હોય કે ગૃહ ઉદ્યોગ હોય. જો આવું ન કરીએ અને સીધી નોટો છાપીયે તો લોકશાહીમાં મોંઘવારી વધે.

શાસને એવું કર્યું કે શિક્ષણ સંસ્થા સાથે ઉદ્યોગોને જોડ્યા નહીં તેથી શિક્ષણ સંસ્થાઓમાં પૂરતી વૃદ્ધિ થઈ નહીં, એટલે દલિતો માટે અનામત દાખલ કરી. અને પૈસાદારોના સંતાનો માટે દાનધર્મ આપવાની જોગવાઈ રાખી. સરકારી નોકરોના વેતન સ્વાતંત્ર્યના ચાર દશકા સુધી માંડ માંડ પુરું થાય તેવા હતા. એટલે સરકારે થીગડાં મારવા ચાલુ કર્યાં. સરકાર આમાં થીગડાં મારે એ પહેલાં તો સરકારી નોકરો ભ્રષ્ટ થઈ ગયા. ઓછું કામ કરો, લાંચ રુશ્વત લો, અને સરકારી પૈસાને પણ લૂંટો. જો આ શક્ય ન હોય તો બીજા ધંધા પણ કરો. વધુલાભ મેળવવા માટે આંદોલનો કરો.

આંદોલન કરતાં પહેલાં તેની વ્યાપક જનચર્ચા કરવી જોઇએ.

શાસકની મુલાકાત માગવી જોઇએ

શાસક સાથે પણ ચર્ચા કરવી જોઇએ. શાસક સાથે થયેલી ચર્ચાને જાહેર કરવી જોઇએ,

ચર્ચા માટે હમેશા બારણાના ખુલ્લા રાખવા જોઇએ,

જો શાસકના બચાવના કારણો તર્કને અનુરૂપ ન હોય તો તે કેવીરીતે તર્કને અનુરૂપ નથી તેની જાહેર ચર્ચા થવી જોઇએ.

જો આંદોલન તર્કબદ્ધ રીતે અનિવાર્ય હોય એવું જનતાનું વલણ લાગે તો શાસકને એક આવેદન આપવું જોઇએ કે શાસક્ની આ વાત તર્કયુક્ત અને તેથી અમારા માટે આંદોલન અનિવાર્ય બન્યું છે તેથી અમે તમને ૧૫ દિવસનો સમય આપીએ છીએ. જો કે તે દરમ્યાન પણ અમે ચર્ચા માટે તૈયાર છીએ.

આંદોલન કર્તા/ઓને શાસક પ્રત્યે નિષ્ઠા હોવી જોઇએ.

આંદોલન કર્તાએ/કર્તાઓએ કડકમાં કડક સજા ભોગવા તૈયાર રહેવું જોઇએ. આ સજાનો તેને/તેઓને બળાપો હોવો ન જોઇએ અને બળાપો ન કરવો જોઇએ.

આંદોલન કરવા જરુરી છે?

અનામતના આંદોલનો, સંસદમાં ચાલતું આંદોલન અને વહીવટી અક્ષમતાને કારણે થતા આંદોલનો ની ભીતરમાં જઈશું તો જણાશે કે આ બધા આંદોલનો પ્રજા હિતને બદલે સ્વાર્થ અને અથવા રાજકીય લાભના થઈ ગયા છે.

એક તો એ કે બધાં આંદોલનો અહિંસક હોવા જોઇએ.

અનામતનું આંદોલન એટલા માટે છે કે અમુક સમુદાયો પોતાને શોષિત સમુદાય માને છે અને તેથી તેઓ દલિત-સમકક્ષ છે પણ તેઓ સામાજીક રીતે પછાત વર્ગના નથી ને પ્રવર્તમાન કાયદા હેઠળ તેમને અનામતનો લાભ મળતો નથી. તેઓ કાયદામાં ફેરફાર માગે છે.

કાયદાની સામે આમ તો સૌ સમાન છે. પણ અમુક વર્ગ ઈતિહાસની પાર્શ્વ ભૂમિકામાં સામાજીક રીતે દલિત, આર્થિક રીતે પ્રવર્તમાન કાયદા હેઠળ શોષિત અને ગરીબ છે અથવા તે વિષે વિવાદ છે. આ જ્ઞાતિ પરપ્રાંતમાં જાટ અને ગુજરાતમાં પટેલ એટલે પાટીદાર. આમ તો ખેડૂત પણ ખેડૂત એ કોઈ જ્ઞાતિ નથી. ખેડૂત એક વ્યવસાયી છે. પણ મોટેભાગે ખેડૂતોમાં મૂખ્ય જ્ઞાતિ સમુદાય પાટીદારોનો હોય છે એટલે આ પાટીદારો ને અનામતનો લાભ લેવો છે.

રાહત અને અનામત

ખેડૂતને જરુર પડે રાહત આપવી એ એક વાત છે. અને તેને અનામતનો લાભ આપવો એ બીજી વાત છે. અનામતનો લાભ એટલે નોકરીઓમાં તેમને માટે અમુક ટકા અનામત રાખવાની. શાળા મહાશાળાઓમાં  અમુક બેઠકો જે ગરીબો માટે અનામત રાખવામાં આવે છે તેમાં તેમનો પણ હિસ્સો રાખવાનો.

ઉચ્ચ ન્યાયાલયના બે આદેશ છે કે તમે ૪૯ ટકાથી વધુ અનામત રાખી ન શકો. અને કોઈ પણ અનામત અનિશ્ચિત કાળ માટે ન રાખી શકો. એટલે અનામતમાં તમે તમારા સમુદાયનો ઉમેરો કરો એટલે બીજા ચાલુ અનામતીઓમાં હિસ્સો પડાવો એવું થાય.

બંધારણ જ્ઞાતિ પ્રથામાં માનતું નથી. પણ સમાજમાં પરંપરાગત રીતે અમુક જ્ઞાતિઓને પછાત ગણવામાં આવે છે. અને તેવી માનસિકતા પણ ચાલુ છે. તેથી જ્યાં સુધી આ માનસિકતા ચાલુ રહે ત્યાં સુધી તેમને માટે અનામત રાખવી એવી માન્યતા છે. આવા સમુદાયો અપરંપાર છે એટલે સરાકર મા બાપે એક એવી જોગવાઈ રાખી કે જે સમુદાય પોતાને દલિત શોષિત પછાત માનતો હોય તેણે રજુઆત કરવી.

સરકાર સમક્ષ રજુઆત કરવી એ પૂરતું નથી. માગણી ન્યાયિક પણ હોવી જોઇએ. ન્યાયિક હોવા માટે પ્રમાણો હોવા જોઇએ. એટલે સમુદાયો લોકશાહીના ઓઠા હેઠળ આંદોલન કરે છે. આંદોલનના નિયમો પળાતા નથી.

શાસન જો સક્ષમ હોય તો સ્વતંત્રતાના ૬૦ વર્ષે કોઈ અભણ, બેકાર અને ગરીબ હોય જ નહીં. શાસન જો અક્ષમ હોય તો તે મોટા ભાગે બધા ક્ષેત્રોમાં અક્ષમ હોય કારણ કે શાસન એ એક વ્યક્તિ નથી પણ એક જુદી જાતનો સમુદાય છે. આ સમુદાય કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પણ અક્ષમ હોય છે. એટલે રસ્તા રોકો, રેલ રોકો, ગામ બંધ કરો જેવા આંદોલનો થયા કરે છે અને જનતાને બાનમાં લેવામાં આવે છે. આ હિંસા છે. એક સમુદાય પોતાનો સ્વાર્થ સાધવા માટે હિંસા ઉપર ઉતરી આવે છે.

સમુદાય અને જ્ઞાતિ જુદા જુદા છે. સમુદાય વ્યવસાય ને આધારે હોય અને ન પણ હોય. જ્ઞાતિ જન્મને આધારે છે. પણ એક સમુદાયમાં એક જ્ઞાતિ મોટી બહુમતીમાં હોય એટલે સમુદાયની લડત, જ્ઞાતિની લડત થઈ જાય છે. તે જ્ઞાતિની લડત તરીકે જ લડાય છે અને જ્ઞાતિનું જ હિત જોવાય છે. રજુઆત પણ જ્ઞાતિ માટે જ થાય છે.

તાર્કિક રીતે અને દેશના સમગ્રના લાંબાગાળના હિતમાં જોઇએ તો વ્યાવસાયિક, સામુદાયિક અને  જ્ઞાતિ આધારિત આંદોલન નૈતિક રીતે અયોગ્ય છે. તેને ગેરબંધારણીય પણ ઠેરવી શકાય.

જો કોઈ વ્યક્તિ કે સમુદાયને કાયદાના અમલથી અન્યાય થયો હોય તો ન્યાયના દરવાજા ખુલ્લા છે. કારણ કે અન્યાયકારી કાયદો ન્યાયાલય રદ કરી શકે છે.

જો કાયદાના અભાવથી અન્યાય થતો હોય તો પણ ન્યાયાલય પાસે જઈ શકાય અને ન્યાયાલય સરકારને આદેશ આપી શકે તે કાયદામાં સંશોધન કરે.

જો ન્યાયાલય આદેશ આપે તો પણ સરકાર ન્યાયાલયના આદેશનો અમલ ન કરે તો પછી જનતાએ તેને ચૂંટણી વખતે જવાબ આપવો જોઇએ. જેમકે ન્યાયાલયે નહેરુવીયન કોંગ્રેસની નેતાગીરીવાળી સરકારને આદેશ આપેલો કે “કાળાનાણાં” અને તેમાં સંડોવાયેલા ગુનેગારો ને શોધવા માટે સરકાર એક ખાસ તપાસ સમિતિ બનાવે. પણ  નહેરુવીયન કોંગ્રેસની નેતાગીરીવાળી સરકારે ન્યાયાલયની વાતને ગણકારી નહીં. વિરોધી નેતાઓ જનતા સમક્ષ ગયા અને ચૂંટણીમાં નહેરુવીયન કોંગ્રેસની નેતાગીરીનો ઘોર પરાજય થયો.

આ તો સમગ્ર દેશના હિતનો મુદ્દો હતો. પણ એક સમુદાયને જો અન્યાય થતો હોય તો તેણે શું કરવું? જનતામાં તો કોઈપણ એક સમુદાય, જ્ઞાતિ કે વ્યવસાયી લઘુમતિમાં જ હોય છે. એટલે સમગ્ર જનસમાજ તો તેને સમર્થન ન જ આપે. આ સમુદાય આંદોલન ન કરે તો શું કરે?

સમજી લો, સમુદાયને બંધારણ ઓળખતું નથી. જ્ઞાતિઓને બંધારણ કાયમ માટે ઓળખવા માગતું નથી. વ્યવસાયીઓના રક્ષણ માટે મજુર કાયદાઓ છે. એટલે સ્વતંત્ર અને જનતાંત્રિક દેશમાં આંદોલનને સ્થાન નથી. જો વહીવટ બરાબર ન થતો હોય તો માહિતિ અધિકાર છે અને ન્યાયાલયો છે. જો સમુદાયની માગણીઓમાં નિરપેક્ષ સત્ય હોય તો ચૂંટણી વખતે જનતા સમક્ષ જાઓ અમે સમગ્ર જનતાને સમજાવો. જો આંદોલનો દ્વારા રાજકીય લાભો મેળવવા હોય તો સજા માટે તૈયાર રહો.

નિસ્ફળતા છૂપાવવા અનામત અને અનામત એક વ્યૂહરચના

અનામતની જરુર ત્યારે જ પડે કે જ્યારે શિક્ષણ વાંચ્છુંઓની સખામણીમાં જેટલી શિક્ષણ સંસ્થાઓ હોવી જોઇએ તે કરતાં ઓછી પડતી હોય અને બેકારોની સંખ્યામાં નોકરીઓ ઓછી હોય.

પણ ભારતમાં નહેરુવીયન કોંગ્રેસે પોતાની વહીવટી, વૈચારિક અક્ષમતા અને સત્તાલાલસાને કારણે એવી સ્થિતિ ઉત્પન્ન કરી કે

એક બાજુ શિક્ષિત બેકારોની ફોજ અને બીજી બાજુ અશિક્ષિત બેકારોની ફોજ,

એક બાજુ ભૂખ મરો અને બીજી બાજુ અનાજનો સડો,

એક બાજુ નદીઓના પૂર અને બીજી બાજુ પાણી વિહીન નદીઓ અને તળાવો,

એક બાજુ લાંબો સમુદ્ર કિનારો અને બીજી બાજુ બંદરોની તંગી,

એક બાજુ દુધાળા જાનવરોનો ભૂખમરો અને તેમની કતલ અને બીજી બાજુ ઉજ્જડ જમીન,

એક બાજુ  વણવપરાયા કુદરતી ઉર્જા સ્રોતો બીજી બાજુ ઉર્જાની તંગી.

એક બાજુ વણવપરાયા ખનિજો અને બીજી બાજુ ધાતુની આયાતો,

એક બાજુ વેરાન રણભૂમિ અને વૃક્ષ હીન પહાડો અને ટેકરાઓ, બીજી બાજુ અનાજ અને ખાદ્યપદાર્થોની તંગી.

એક બાજુ  ઝોંપડ પટ્ટીઓ અને પડું પડું થતા મકાનો અને બીજી બાજુ ખાલી અને ન વેચાતા મકાનો,

એક બાજુ ફુટપાથ ઉપર, રસ્તાની જમીનો ઉપર, પાથરણાવાળા અને લારીગલ્લાવાળા, કબાડીઓ, ભોંયરાની પાર્કીંગની જગ્યા ઉપર દુકાનો, રહેણાંકના મકાનોમાં દુકાનો અને બીજી બાજુ મોલના સંકુલમાં વેચાયા વગરની દુકાનો,

એક બાજુ ટ્રાફિક જામ અને બીજી બાજુ રસ્તા ઉપર પેઈડ પાર્કીંગ,

આવી અવ્યવસ્થા ભર્યા વારસાને તમે કેવીરીતે સુધારશો?

જ્યાં સમસ્યા છે ત્યાં જ સમાધાન પણ છે. દૂધ પણ છે અને મેળવણ પણ છે. પણ દહીં કરવું નથી અને ઘીની અછતની બૂમો પાડવી છે. દેશને નહેરુવીયન કોંગ્રેસની નેતાગીરીએ આવી કક્ષાએ લાવી મૂક્યો છે.

બેકારી દૂર કરવાનો ત્વરિત ઉપાય ગૃહ ઉદ્યોગ છે. પણ લોકમાનસ તે માટે તૈયાર નથી. કોઈને ખરબચડી લાગતી ખાદી પહેરી શરીરને ઘસાવા દેવું નથી. માટીના વાસણ વાપરવા નથી. કાયદાને માન આપવું નથી અને બીજાની દરકાર કરવી નથી. તો ક્યાં સુધી રાહ જોઈશું? ૬૦ વર્ષ તો આમ જ ગયાં.

Untitled

નરેન્દ્ર મોદીમાં આર્ષદૃષ્ટિ છે. તેનામાં કુશળતા છે અને સમસ્યાઓની સમજણ છે. તે સમાજના દરેક કક્ષાના સ્તર ઉપરની જીંદગી જીવી ચૂક્યો છે. તેથી તેને ખબર છે કે દરેક સ્તરના માણસની માનસિકતા કેવી છે.

જો માળખાકીય સગવડો ઉભી કરશો તો ઉદ્યોગો આવશે. અને આ બંને નોકરીઓ ઉભી કરશે. પણ તે માટે તેને અનુરુપ કુશળતા વાળી વ્યક્તિઓ જોઇશે.

નરેન્દ્ર મોદીએ કુશળતા વિકસાવતી સંસ્થાઓ સ્થાપી.

નદીઓના જોડાણની, રેલમાર્ગ, જમીન માર્ગ અને જળમાર્ગ યોજનાઓ બનાવી. વાહનવ્યવહાર ઝડપી બને તેની પણ યોજનાઓ બનાવી.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદને ભોગવતો નથી. તેને તેની પ્રાથમિકતાઓની ખબર છે. તેણે વિદેશ પ્રવાસો કરી ભારત સરકારની વિશ્વસનીયતા વધારી, જેથી તેઓ ઉદ્યોગો સ્થાપે.

આજે જ્ઞાતિવાદના બંધનો કાળના પ્રવાહમાં નબળાં પડ્યા છે પણ નહેરુવીયન કોંગ્રેસે જ્ઞાતિવાદી રાજકારણ ને વકરાવ્યું છે. જે નહેરુવીયન કોંગ્રેસ કેન્દ્રમાં ૬૦ વર્ષ સત્તા પર હતી તેણે અનામતનું તૂત ઉભું કર્યું. જો આ તૂત ન હોત તો દલિતો દલિત રહ્યા જ ન હોત. નહેરુવીયન કોંગ્રેસે જ્ઞાતિવાદી રાજકારણ રમી જ્ઞાતિવાદને ઉશ્કેર્યો. ધર્મ અને પ્રાંતવાદને ઉશ્કેર્યો છે. તેથી સત્તાના લોભી બીજા પક્ષો અને વ્યક્તિઓ પણ એવી માનસિકતામાં આવી ગયા છે.

આ સૌની ભર્ત્સના કરો.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ આંદોલન, જ્ઞાતિ, વ્યવસાય, સમુદાય, સામાજિક વિભાજન, દલિત, શોષિત, બેકાર, શિક્ષિત, અશિક્ષિત, કુશળ, અકુશળ, નહેરુવીયન, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, સામાજિક સ્તર, માનસિકતા

Read Full Post »

“હું તમારાથી વધારે પવિત્ર છું” ની ગતિ

ઈશુ ખ્રીસ્તે બાયબલમાં કહ્યું કે તારો જમણો હાથ જે (સારું) કામ કરે તેની જમણા હાથને ખબર ન પડવી જોઇએ. આવું ક્યારે બને? જો તમારા જમણા હાથે કરેલું કામ મગજ દ્વારા મન સુધી ન પહોંચે તો. કારણ કે જો મન સુધી પહોંચે તો તે મનોવૃત્તિ ઉપર અસર કરે જ છે. અને જે મનોવૃત્તિ ઉત્પન્ન થઈ તે પણ સ્મૃતિમાં જમા થઈ, એટલે જ્યારે બીજી કોઈ જગ્યાએ વર્તન કરવાનું આવે ત્યારે આ વૃત્તિ મગજ ઉપર નિર્ણય લેવામાં અસર કરે.

કૃષ્ણ ભગવાને આ વાત ગીતામાં સારી રીતે સમજાવી છે. કે તમે જે કર્મ કરો તે અલિપ્ત ભાવે કરો. જો તમે સારા કામો કરો તો તેને અલિપ્ત ભાવે કરો. અને ખરાબ કામો (સમાજના હિત માટે ક્યારેક ક્યારેક વ્યક્તિઓને દંડિત કરવા પડે છે) પણ અલિપ્ત ભાવે કરો. જો કાર્યો અલિપ્ત ભાવે કરવામાં આવે તો તેના સારા અને ખરાબ કર્મો તમારી વૃત્તિઓ ઉપર અસર કરતા નથી.  

આ બાબતનું સચોટ ઉદાહરણ કયું?

જે વેપારી ભાઈઓ છે તેઓ આનું ઉદાહરણ છે. વેપારી ભાઈઓમાં ફક્ત વંશપરંપરાગત રીતે વેપાર કરે છે તેઓ જ આવે એમ નથી. પણ જેઓ સંપત્તિ વધારવાની અને તે વધેલી સંપત્તિ દ્વારા અંગત સુખ સગવડો બીન જરુરી રીતે વધારવાની એક માત્ર વૃત્તિ સાથે કાર્ય કરે છે તે બધા આમાં આવી જાય છે.

જૂના જમાનામાં વેપારીઓ હતા, પણ તેમનામાં આ વૃત્તિ બેફામ ન હતી. અને તેમના ઉપર જે તે જ્ઞાતિના મહાજનોનો થોડો ઘણો અંકૂશ હતો. સમાજરચના પણ એવી હતી કે સ્વાવલંબી એકમોના કદ નાના હતા. અત્યારે આપણે સ્વાવલંબી એકમ તરીકે પૃથ્વીને માનીએ છીએ. તેથી ઉત્પાદકો વેપારીઓ અને વપરાશ કર્તાઓ વચ્ચે સંવાદ જટીલ થયો અને ભાવનાનો લગભગ નાશ થયો. આના મૂળમાં વ્યક્તિ અને સમાન હિત ધરાવતી વ્યક્તિઓની સ્વકેન્દ્રીય વૃત્તિઓ છે.

અમારા મહુવામાં એક શેઠ ઠીક ઠીક પૈસાપાત્ર હતા અને અમુક બાબતોમાં અમુક રીતે પરગજુ હતા. જ્યારે કોઈ પણ મહાનુભાવ મહુવામાં આવે તો તેઓ આગળ પડતા રહેતા. આ શેઠ, તે મહેમાનોની આગતા સ્વાગતામાં જે કંઈપણ ખર્ચ થતો તેનો મોટો ભાગ વહોરવા તૈયાર રહેતા. તેઓ કહેતા પણ ખરા કે આપણે એવું કંઈ નથી કે વૈષ્ણવ સંત આવે તો જ આગતા સ્વાગતા કરવામાં આગળ રહીયે. અમે તો શંકરાચાર્ય આવે તો તેમાં પણ ખર્ચામાં પાછા ન પડીએ. બસ આપણું નામ રહેવું જોઇએ. એટલે કે જે કાર્ય થાય તેની પાછળ નામ જાહેર થવું જોઇએ.

આનો અર્થ એ થયો કે સારા કર્મો પાછળ કીર્તિ મેળવવાની વૃત્તિ હોય છે. તેથી સારું કામ કર્યું તો પણ મન સુધરતું નથી અને બીજા કામોમાં બીજાને નુકશાન થાય તેવી પ્રવૃત્તિઓ કરીએ છીએ. આવું હોય એટલે વ્યક્તિ પોતાના કામમાં અનીતિ આચરશે.

કર્મની લિપ્તતાનું બીજું સ્વરુપ

કર્મની લિપ્તતાનું બીજું એક ઉદાહરણ છે. સારું કામ કરો અને બીજાને કહેતા રહો કે મેં આ કર્યું અને મેં તે કર્યું. અલબત્ત તમે સારું કામ કર્યું પણ તેથી જો તમારું મોઢું ફુલી જાય તો સારા કામ નું ફળ ન મળે.  કારણ કે ઘણીવાર એવું પણ બને કે જ્યારે તમને અન્યાય થયો હોય તેવું લાગે. આવે સમયે તમારી કાર્ય કુશળતા ઉપર અસર થાય છે. અને તમે થોડા ઘણા નિસ્ક્રીય થઈ જાઓ છો. નિસ્ક્રીય થવાથી તમે જે કીર્તિ મેળવી હોય તે ઝાંખી પડીને નષ્ટ થાય. તમારી આસપાસ તમારી સાથે કામ કરતી વ્યક્તિઓ બદલાતી રહે છે. નવી વ્યક્તિઓ તો તમારું વર્તમાન કામ જ જુએ છે. તમારી સાથે કામ કરતી જે વ્યક્તિઓ બદલાઈ તે પણ તમારી વર્તમાન કાર્યશીલતાને જોશે અને તમારી જુની કાર્યશીલતાને  ભૂલી જશે. ટૂંકમાં સારું કાર્ય કર્યાનું અભિમાન તમારે માટે ખરાબ પરિણામો લાવશે.

શું પોતાના કરેલા સારા કર્મો કહેવા જ નહીં?

હાજી. તમારે તમારા સારા કર્મો કહેવા જ નહીં. તમારા સારા કર્મો બીજા લોકો કહેશે. ધારો કે બીજા લોકો કહી શકે તેવી સ્થિતિમાં ન હોય તો? તેવી સ્થિતિમાં જો તમને વાંકમાં લેવામાં આવે તો જે વ્યક્તિ/વ્યક્તિઓ તમને વાંકમાં લે છે તેની ગેરસમજણ દૂર કરવા તમે તેને અલિપ્ત ભાવે કહો, જેથી સામેની વ્યક્તિઓને સુધરવાની તક મળે

શું બીજી વ્યક્તિને સુધારવી એ આપણું કર્તવ્ય છે?

બીજી વ્યક્તિને સુધારવાનું આપણું કર્તવ્ય નથી. પણ આપણો બચાવ કરવો અને તે પણ માહિતિ અને દલીલ સાથે બચાવ કરવો એ સમાજના હિત માટે જરુરી છે. તેવીજ રીતે સામેની વ્યક્તિના દોષોને જરુર પડે ત્યારે માહિતિ અને દલીલ સાથે જણાવવા જોઇએ.

રાજકારણમાં શું થાય છે?

જો કે આ સવાલની પાછળના હેતુઓ વિવાદાસ્પદ હોઈ શકે. પણ તેના વિવાદાસ્પદપણાને લીધે અવગણી ન શકાય. રાજકારણીઓનો વ્યક્તિગત રીતે રાજકારણમાં રહેવાનો ગમે તે હેતુ હોય પણ રાજકારણ બધે જ હોય છે. ફક્ત જનપ્રતિનિધિઓના કર્તવ્યને રાજકારણ ગણવું તે બરાબર નથી. વ્યાપક ચર્ચાને વધુ લાયક કોઈ વિષય હોય તો તે આ જનપ્રતિનિધિઓને લગતું રાજકારણ જ છે.

હાલના જનપ્રતિનિધિઓ બધાજ વિષયોમાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે જનતાએ તો તેની ચર્ચામાં ભાગ ભજવવો જ જોઇએ. અને જરુરી ટીકાઓ કરવી જ જોઇએ. જનતા આવું કરે તો જ જે તે રાજકારણીઓ જેમને સુધરવાની ઈચ્છા છે તેઓ સુધરી શકે છે. રાજકારણીઓ પોતાનો પક્ષ બનાવીને જો કાર્ય કરતા હોય તો પક્ષને પણ વ્યક્તિ માનીને તેને સુધરવાની તકનો દીશા નિર્દેશ કરવો જોઇએ.

જનતામાં રહેલી ભિન્નતા

જનતા તો ભિન્ન ભિન્ન ક્ષેત્રોવાળી છે, ભિન્ન ભિન્ન હેતુઓ વાળી હોય છે, વિચારો પણ ભિન્ન ભિન્ન હોય છે અને અભિપ્રાયો પણ ભિન્ન ભિન્ન હોય છે, તો પ્રજામાં એક મતિ કેવીરીતે આવે અને સાચું કે ખોટું, યોગ્ય કે અયોગ્ય કેવી રીતે નક્કી કરી શકાય?

તર્ક શાસ્ત્ર એક જ છે. વિજ્ઞાનમાં પણ ઘણા ક્ષેત્રો છે. અને તેના હેતુઓ પણ જુદા જુદા છે. છતાં પણ વૈજ્ઞાનિકોનીવચ્ચે એવો સંઘર્ષ નથી કે વૈજ્ઞાનિકો હુલ્લડો કરવા ઉપર આવી જાય. કારણ કે તેમના તર્કના સિદ્ધાંતો એક સરખા છે. એટલે મૂળવાત તર્ક ઉપર છે. તર્ક પોતે, માહિતિઓ, પ્રયોગો અને તેના દ્વારા મળેલા પરિણામો ઉપર આધાર રાખે છે. અને તે પ્રમાણે તારણો કાઢવામાં આવે છે. આ તારણો દ્વારા વિદ્યાનો (ટેક્નોલોજી) અને જ્ઞાનનો વિકાસ થાય છે.

સમાજશાસ્ત્ર પણ એક શાસ્ત્ર અને તેનો વિકાસ તેજ રીતે જ થવો જોઇએ

જેઓ રાજકારણને અસ્પૃષ્ય માનતા નથી અને રાજકારણમાં હોદ્દાઓમાં ભાગબટાઈ કરતા નથી તેઓ જ સમાજશાસ્ત્રનો અને સમાજનો વિકાસ સાચી દિશામાં કરી શકે. આ લોકોને જ આપણે સમાજશાસ્ત્રી કહી શકીએ.

રાજકારણમાં હોદ્દાઓમાં ભાગબટાઈ કરનારા પણ સમાજશાસ્ત્રનો વિકાસ કરી શકે છે. પણ વાસ્તવમાં તેઓ પ્રયોગો કરનારા હોય છે. અને સમાજશાસ્ત્રમાં તેઓ એક ઉપકરણ પણ હોય છે. તેથી તેઓએ પોતે કરેલા પ્રયોગો ઉપર અને તારવેલા સિદ્ધાંતો ઉપર સ્વિકૃતિની મહોર તો સમાજશાસ્ત્રીઓએ જ મારવી જોઇએ.

જનતાની સ્થિતિ

સમાજ શાસ્ત્રનું એક પરિબળ સમાજની વ્યક્તિઓ પણ છે અને જે કંઈપણ નિર્ણયો લેવાય તે જનતા  ઉપર અસર કરે છે તેથી કોઈપણ વાત જનતાથી છાની રાખી શકાય નહીં. સમાજની વ્યક્તિઓ પણ માહિતિનો એક સ્રોત છે અને તેમના પ્રતિભાવો અને ભાવનાઓ  પણ એક જાતની માહિતિ છે.

આ પ્રમાણે જેઓ જનપ્રતિનિધિઓ છે તેમને જનતાએ કોરોચેક આપ્યો નથી કે ન તો કોરી ગીતા કે મનુસ્મૃતિ આપી. તેઓ ફાવે તેમ વર્તી ન શકે. આ જનપ્રતિનિધિઓને, સમાજશાસ્ત્રી કે સમાજસુધારક અન્ના હજારે જેવા પુછે તો આ પ્રતિનિધિઓ એમ ન કહી શકે કે “જનતાના પ્રતિનિધિઓ તો અમે છીએ. તમે કોણ છો અમને પૂછનારા?” વાસ્તવમાં જનપ્રતિનિધિઓ સમાજ શાસ્ત્રીઓ છે જ નહીં. તેઓ તો પ્રયોગો કરનારાઓ ઉપર નજર નાખનારા ચોકીદાર છે. પ્રયોગ કરનારા તો સરકારી નોકરો છે. અને પ્રયોગોમાં સુધારા સૂચવનારા સમાજશાસ્ત્રીઓ છે. આ સમાજશાસ્ત્રીઓ જાહેરમાં ચર્ચાઓ કરશે અને પ્રજાની સ્થિતિનો ક્યાસ કાઢશે, તેની અનુભૂતિઓને લક્ષ્યમાં લેશે. પદ્ધતિમાં જરુરી ફેરફારોની એક બ્લ્યુપ્રીંટ બનાવશે. અને પ્રજા સામે “ખરડાના સ્વરુપમાં” રજુ કરશે. જે પક્ષ પોતાને સમાજશાસ્ત્રીઓનો સમૂહ માનતો હોય, તે પોતાને યોગ્ય લાગે તે સુઝાવને “કાયદાકીય સ્વરુપની ભાષામાં બદ્ધ”  પ્રસ્તાવ (ખરડાના) ના સ્વરુપમાં પ્રજા સમક્ષ (મતદાર મંડળો સમક્ષ) રજુ કરશે અને જાહેર મંચ ઉપર ચર્ચા કરશે.. આ બધું ત્યારે જ બને જ્યારે મતદાર મંડળો બને અને તે પણ ક્યારે કે જ્યારે આ મતદાર મંડળોને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હોય તો.

સમાજસુધારો ફક્ત પ્રચાર નથી.

સમાજમાં સુધારાની વાત પ્રચારની નથી પણ ચર્ચાની છે. તેથી પ્રચાર વગરની ચર્ચા થવી જોઇએ.  આવી ચર્ચા એક મંચ પર થવી જોઇએ. આવા મંચ દરેક મતદાન મથકમાં હોવાં જોઇએ. અને તેનું સંચાલન અધિકૃત અધિકારી પાસે હોવું જોઇએ. જે દરેકને પોતાનો અભિપ્રાય મુકવાની છૂટ આપે. સમગ્ર કાર્યવાહીની સંપૂર્ણ નોંધ રાખે અને પછી સૂચિત ખરડા ઉપર મતદાન કરીને તેનો આલેખ ઉપરના સ્તર ઉપર મોકલી આપે. (આ વાત આપણે  “नरेन्द्र मोदी जब प्रधान मंत्री बन जाय, तब भारतीय जनता उनसे क्या अपेक्षा रखती है” ની લેખમાળામાં વિસ્તારથી કરી છે).

આવી જોગવાઈઓ બંધારણ દ્વારા ન થાય અને રાજકારણમાં વૈચારિક બળને બદલે પૈસાના અને પાશવિક બળો જો કામ કરતા હોય ત્યારે જો કોઈ એમ માને કે અમે તો પવિત્ર છીએ અને રાજકારણ તો અપવિત્ર છે તેથી તેનાથી અમે અલિપ્ત રહીશું તો તેઓ પોતાની ફરજ ચૂકે છે. હા એ જરુર મંજુર છે કે આ તમારો વિષય નથી અને તેથી જ તમે તેનાથી દૂર રહેવા માગો છો. પણ તો પછી તમે સમાજની સ્થિતિ વિષે બળાપો કરવાનો અધિકાર પણ ગુમાવો છો.

જેઓ સામાન્ય અથવા અસામાન્ય છે અને તેઓ ચર્ચા કરવા માગે છે અને અથવા સમાજશાસ્ત્રી પણ છે અને જનપ્રતિનિધિ પણ બનવા માગે છે તેમણે શું કરવું જોઇએ?

આવા લોકોની ચર્ચા હમેશા મુદ્દા અને માહિતિ સભર હોવી જોઇએ

જેમકે નહેરુવીઅન કોંગ્રેસી નેતાઓ ભારતીય જનતા પાર્ટીને કોમવાદી કહે છે. તેના સમર્થનમાં તેઓ તેનો આરએસએસ સાથેનો સંબંધ કહે છે. તો સવાલ એ થાય કે આર એસ એસ કેવી રીતે કોમવાદી છે? આરએસએસના કયા ઉચ્ચારણો અને કઈ માન્યતાઓ તેમને કઈ રીતે કોમવાદી ઠેરવે છે? ઉચ્ચારણો ઉપર ચર્ચા થવી જોઇએ. માન્યતાઓની ગુણવત્તા ઉપર ચર્ચા થવી જોઇએ.

નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો થાય તો તેની વિગતો અને આધારો ઉપર ચર્ચા થવી જોઇએ. નહેરુવીયન કોંગ્રેસીઓ સામેથી બીજેપીને ભ્રષ્ટાચારી કહે તો તેથી કોંગ્રેસીઓના ભ્રષ્ટાચારનો બચાવ થઈ જતો નથી. જો કોંગ્રેસીઓ, બીજેપીના કોઈ એક ભૂતપૂર્વ નેતાના ભ્રષ્ટાચારને સો વખત બોલે એટલે તેના સો ભ્રષ્ટાચાર થઈ જતા નથી.

આમઆદમી પક્ષ

બીજેપી જો એમ કહે કે આમઆદમી પક્ષે કહેલ કે અમે કોઈ ભ્રષ્ટાચારી પક્ષને સમર્થન કરીશું નહીં અને તેમનું સમર્થન લઈશું નહીં. નહેરુવીયન કોંગ્રેસે તેને શરતો વગરનું સમર્થન કર્યું. તે ખોટું કર્યું તો બીજેપીની આ વાત બરાબર નથી. કારણ કે જે સમર્થન આપ્યું છે તે શરતો વગરનું છે. જો આમઆદમી પક્ષને સારા હેતુ માટે શેતાન મદદ કરતો હોય તો તે મદદ જરુરી હોય અને તે મદદના અભાવમાં સારું કામ થઈ શકતું ન હોય તો સમર્થન લેવું અને શેતાનના ખાતામાં પણ આ સારા કામને જમા કરવું. જોકે એ વાત જુદી છે કે આ શેતાને ભૂતકાળમાં દરેક વખતે દગો કર્યો છે. પણ આ શેતાનની સાથે શું વ્યુહ રચના રાખવી તે આમઆદમી પક્ષની હોંશીયારી ઉપર છોડી દેવું.

આમઆદમી પક્ષ પોતાના સિવાય બધા પક્ષોને ભ્રષ્ટ કહે તે વાત પણ બરાબર નથી. જ્યાં સુધી એફ આઈ આર ન નોંધાય, કોર્ટને પ્રાથમિક માહિતિ વિશ્વસનીય ન લાગે, કોર્ટ અરોપનામું ન પાઠવે અને સજા ન કરે ત્યાં સુધી ત્યાં સુધી આરોપીને કાયદેસર રીતે ભ્રષ્ટ ન જ કહેવાય. પણ તેની ઉપરના આરોપોની ગુણવત્તા ઉપર ચર્ચા કરી શકાય.

દિલ્લીની વિધાનસભામાં ચૂટાઈને આવેલા બધાજ પ્રતિનિધિઓને એટલા જ કારણસર ભ્રષ્ટ ન કહી શકાય કે તેમના પક્ષને આપણે ભ્રષ્ટ કહ્યો છે. આ બધા બંધારણીય રીતે ચૂંટાઈ આવ્યા છે અને તેઓ જનતાના પ્રતિનિધિઓ છે. તેઓ પક્ષના પ્રતિનિધિઓ નથી. આનું કારણ એ છે કે જનતાએ તેમના નામ સામે મત આપ્યા છે. પક્ષે તો તેમને પ્રસ્તૂત કર્યા છે. આ પ્રતિનિધિઓનું ઉત્તરદાયિત્વ જનતા સાથે છે. પક્ષ સાથે નથી.

જનતાના બંધારણીય હક્કોનું જનહિતમાં અર્થઘટન

જોકે સંસદે એક ખરડો પાસ કરીને જનપ્રતિનિધિઓને પક્ષને વફાદાર રહેવાનું સૂચવ્યું છે. આ વાત વ્યક્તિના બંધારણીય હક્કની વિરુદ્ધ જાય છે. સંસદ, કોર્ટ, પક્ષ કે જનતાનો અમુક વર્ગ આ વાત ન સમજે પણ આમઆદમી ના કેજરીવાલે આ વાત સમજવી જોઇએ. ભારતીય બંધારણ આ પ્રતિનિધિને “જનપ્રતિનિધિ” કહે છે. પણ પક્ષ કહે છે કે અમે તેને પ્રસ્તૂત કર્યો છે તેથી અમે તેને પદભ્રષ્ટ કરી શકીએ. આ વાત તો એવી થઈ કે તમે એક એજન્સીને કહ્યું કે તમે અમને ચોકીદાર આપો. તેણે આપ્યો. તમે મંજુર કર્યો. તમે તેને પગાર અને સવલતો આપવાનું પણ શરુ કર્યું. પણ તમને લાગ્યું કે આ ચોકીદાર વિશ્વસનીય નથી. આ એજન્સીના ઘણા જ ચોકીદારો અવિશ્વસનીય નિકળ્યા. છતાં પણ એજન્સી કહે છે કે ના અમે તેમને નિલંબિત નહીં કરીએ. વાસ્તવમાં ચોકીદારને નોકરીએ રાખ્યો તેની સાથે જ તેને નિલંબિત કરવાનો જનતાનો અધિકાર આવી જાય છે. પક્ષ કહે છે બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી તેથી તમે એવું કરી ન શકો. જો કે આ માનવીય હક્કની વાત છે. જે ચૂંટે છે, જે તેને પગાર આપે છે તેની પાસે તેને દૂર કરવાનો અધિકાર આપોઆપ આવી જાય છે. જોકે તેને માટે કોઈ પ્રક્રિયા બંધારણમાં નથી. કોઈ ન્યાયાધીશ એવો થયો નથી કે આવું અર્થઘટન કરી બાંધી મુદતમાં પ્રક્રિયા ઘડવાનો આદેશ આપે. પણ જો મતદારો અધિકૃત અધિકારી કે ન્યાયધીશ પાસે જઈને એફીડૅવીટ કરીને આપે કે અમને અમારા આ પ્રતિનિધિમાં વિશ્વાસ નથી અને જો આ ટકાવારી કુલ મતદારોના ૫૦ટકા થી સહેજ વધુ હોય તો ન્યાયાલય તેને બરતરફના હુકમ કરી જ શકે.

બેફામ આક્ષેપો

પણ હાલ આવું કરવામાં આવતું નથી. આ પરિસ્થિતિમાં પક્ષના નેતાઓને બેફામ આક્ષેપો કરવાનો પરવાનો મળી ગયો એવું તેઓ માને છે.

મજાની વાત એ છે કે જેની પાસે કેન્દ્રમાં સત્તા છે અને જેની ફરજ છે કે સમાજમાં થતા વ્યવહારોમાં ક્યાં ચૂક થાય છે તેનું ધ્યાન રાખે. તેટલું જ નહીં જે અધિકારીએ ચૂક કરી તેની ઉપર કામ ચલાવે. પણ આ સત્તાધારી પક્ષના નેતાઓ પહેલાં આરોપ મુકવાનું કામ કરે છે અને તેને માધ્યમો દ્વારા જાહેરમાં બદનામ કરવાનું કામ કરે છે.

જેના ઉપર આરોપ મુકવામાં આવ્યો હોય અને તપાસ ચાલુ હોય તે માહિતિના અધિકારમાં આવતું નથી. જ્યારે અહીં તો આરોપોને આધાર માની વ્યક્તિ/પક્ષને બદનામ કરવામાં આવે છે. આમ જુઓ તો કેન્દ્ર સરકારે રાજ્યોની કાર્યવાહી ઉપર નજર રાખવાની ફરજ અદા કરવાની હોય છે. આ કેન્દ્ર સરકાર એક તો પોતે પોતાની ફરજમાં ચૂકે છે અને રાજ્ય સરકાર ઉપર આરોપ મુકે છે. બંધારણ તો આ નહેરુવીયન કોંગ્રેસ સરકારે જ ઘડ્યું છે. પણ સમાચાર માધ્યમો મુદ્દા ઉપરની ચર્ચાઓ ટાળે છે અને બદનામી અને ધારણાઓની વાતોને ચગાવે છે.

જો સરકાર ચલાવતા પક્ષો અને તેને વેચાયેલા સમાચાર માધ્યમો મુદ્દાની વાત બાજુપર રાખી લૂલીને લગામ ન રાખે તો તેનો પ્રતિભાવ પણ સામે પક્ષે એવો જ મળશે. જેઓ નરેન્દ્ર મોદીને મૌતકા સોદાગર, ગોડસે, ખૂની, હિટલર, વાંદરો, ફેંકુ, મકોડો, ઉંદર, કાકીડો, ગરોળી, દેડકો, ચાવાળો વિગેરે વિગેરે  પોતાની આત્મતુષ્ટિ માટે કહે છે તેઓને વાસ્તવમાં દુઃખે છે પેટમાં અને કૂટે છે માથું. આ લોકો નરેન્દ્રમોદીના દરેક પગલામાં રાજકારણ જુએ છે અને નરેન્દ્ર મોદીને નિમ્નસ્તરનો આલેખવાની કોશિસ કરે છે. તમે સમજી લો કે આ લોકોએ પોતાને સુધરાવાની લાયકાત ગુમાવી દીધી છે

શિરીષ મોહનલાલ દવે

smdave1940@yahoo.com

smdave1940@gmail.com

http://ww.treenetram.wordpress.com

ટેગ્ઝઃ મતદાર, મંડળ, જનપ્રતિનિધિ, અલિપ્ત, કર્મ, મનોવૃત્તિ, નહેરુવીયન, કોંગ્રેસ, બીજેપી, નરેન્દ્ર મોદી, આમઆદમી, પક્ષ, કેજરીવાલ, ભ્રષ્ટ, ભારતીય બંધારણ, હક્ક, ઉત્તરદાયિત્વ, મહેનતાણુ, વિશ્વસનીય, મુદ્દા, ગુણવત્તા, ચર્ચા, સમાન મંચ, પ્રસ્તાવ

Read Full Post »

%d bloggers like this: