Feeds:
Posts
Comments

Posts Tagged ‘ખાનગી’

આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૨

આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૨

WE SUPPORT “BREAK INDIA”

Paint02

બુર્ઝવાઓ બધા સમાચાર માધ્યમોમાં ફાટ ફાટ થાય છે.

સામ્યવાદીઓનો સૌથી મોટો દુશ્મન “બુર્ઝવા” લોકો છે. એમ તેઓ કહે છે.

તમે કહેશો કે તો તો પછી સામ્યવાદી લોકો સખત રીતે પરિવર્તનશીલ હોવા જોઇએ.

નાજી. એવું નથી. “બુર્ઝવા”ઓ  વિષેનો સામ્યવાદીઓનો આ ખ્યાલ કોઈ વૈશ્વિક સત્ય નથી. સામ્યવાદીઓ માટે “બુર્ઝવા” શબ્દ એક એવું વિશેષણ છે જે વિશેષણનો તેઓ, જેઓ તેમની સામે પ્રતિકાર કરે તેમને માટે કરે છે. ખાસ કરીને સામ્યવાદીઓ “પોતે માની લીધેલા સ્વસ્થ સમાજ”ની સ્થાપના માટે જે કામ કરી રહ્યા છે અથવા તો કરવાના છે તેનો વિરોધ કરનારાઓ માટે બુર્ઝવા શબ્દ વાપરે છે.

નરેન્દ્ર મોદીની બાબતમાં તેમનો દાવ ઉંધો પડે છે.

કારણ કે મોદી તો મહાત્મા ગાંધીની જેમ સામાજિક પરિવર્તન લાવવા માગે છે અને દેશનો સર્વાંગી વિકાસ પણ કરવા માગે છે. એટલે વૈચારિક રીતે તો સામ્યવાદીઓના દાવ ઉંધા જ પડે અને પડવા જ જોઇએ.

નરેન્દ્ર મોદી તો પોતે જ સામાજિક પરિવર્તનનો પુરસ્કર્તા છે. અને અહીં તો સામ્યવાદીઓ પોતે જ  સામાજિક પરિવર્તનનો વિરોધ કરનારા છે. સામ્યવાદીઓએ જે બુર્ઝવા શબ્દ તેમના વિરોધીઓ માટે પ્રયોજેલો તે બુર્ઝવા શબ્દ તો તેમને જ લાગુ પડે છે.

“વિભાજન વાદ”નું શસ્ત્ર બ્રહ્માસ્ત્ર ન બને તો બુમરેંગ બને છે.

નરેન્દ્ર મોદીની સામે નહેરુવીયન કોંગ્રેસીઓએ જાતિવાદ અને કોમવાદનું શસ્ત્ર ઉગામ્યું છે તેને આ સામ્યવાદીઓ પૂરો સહકાર આપે છે. એટલે કે આ સામ્યવાદીઓએ બુર્ઝવા વિશેષણને, વિશેષણને બદલે શસ્ત્ર બનાવી દીધું છે. નહેરુવીયન કોંગ્રેસની પાસે તો પહેલેથી જ એટલે કે જ્યારથી કોંગ્રેસનું કોંગ્રેસ (સંસ્થા) અને કોંગ્રેસ (આઈ)માં ૧૯૬૯માં વિભાજન થયું ત્યારથી આ નહેરુવીયન કોંગ્રેસને [કોંગ્રેસ (આઈ)]ને અસામાજિક તત્ત્વોનો છોછ રહ્યો નથી. નહેરુની ફરજ્જંદ ઈન્દિરા ગાંધીએ બધા જ અસામાજિક તત્ત્વોને ખૂલ્લું આમંત્રણ આપેલું. અને આ તત્ત્વોએ બળ જબરી પૂર્વક કોંગ્રેસ (સંસ્થા)ના કબજામાં રહેલી મિલ્કતનો કબજો લીધેલો. જ્યાં કોંગ્રેસ (સંસ્થા) મજબુત સ્થિતિમાં હતી તેવા ગુજરાતમાં કોંગ્રેસ (આઈ) ફાવી ન હતી.

સામ્યવાદીઓ ઇન્દિરા ગાંધી પાસેથી શિખ્યા નથી

સામ્યવાદીઓ જ્યારે સત્તામાં ન હોય ત્યારે તેઓ કોઈ સંવિધાનમાં કે કાયદાઓના પાલનમાં માનતા નથી. તેઓ જે તે પરિસ્થિતિને અનુરુપ વર્તે છે. એટલે કે જો કાયદો તરફમાં લાગે, અથવા તો તેનું અર્થઘટન, જાહેર જનતા કે અભણ જનતા માટે વિવાદાસ્પદ કરી શકાય તેમ હોય તો, તેઓ તે કાયદા અને તે ન્યાયાલયને માનીને તેનો સહારો લે છે. જો આમ ન હોય તો “સત્તાધારી પક્ષની અસહિષ્ણુતા, પૂર્વગ્રહ, કોમવાદીપણું, ભ્રષ્ટતા, સરમુખત્યારી વિગેરે” જે કંઈ વિશેષણો હાથવગાં હોય  તે, લાગુ પડતાં હોય કે લાગુ પડતા ન હોય તો પણ વાપર્યાં કરવા એવી તેમની કાર્યશૈલી છે. આ બધું તેઓ કંઈ ઇન્દિરા ગાંધી પાસેથી શિખ્યા નથી. નહેરુવીયન કોંગ્રેસને આ બધું સામ્યવાદીઓ પાસેથી શિખવા મળ્યું તેમ નથી. આ બધું તેમને તેમની વંશવાદી પક્ષીય વારસાગત શૈલીમાંથી મળ્યું છે.

હિટલરને તો એક જ ગોબેલ્સ હતો. સામ્યવાદી વૃક્ષ ઉપર તો ડાળે ડાળે ગોબેલ્સ હોય છે.

હાલ તો ભારતમાં સામ્યવાદીઓ અને નહેરુવીયન કોંગ્રેસીઓ એક ફેજ઼ અને એક ફ્રીક્વન્સી પર કામ કરે છે. તેઓ સૌ, “બુર્ઝવા” એટલે કે “જૈસે થે વાદી”ઓની ભૂમિકા ભજવે છે. “જૈસે થે વાદી થવું” એ ગુણધર્મને તેમણે આપદ્‍ધર્મ તરીકે સ્વિકાર્યો છે. જો કે તેઓ આ વાત કબૂલ કરશે નહીં.

જ્યારે સામ્યવાદીઓ સત્તામાં ન હોય ત્યારે આ સામ્યવાદીઓ અરાજકતા ફેલાવવામાં માને છે. અને   લોકશાહીમાં તેઓ સમાચાર માધ્યમો દ્વારા અરાજકતા અસ્તિત્વ ધરાવે છે તેવું વાતાવરણ ઉત્પન્ન કરવામાં માને છે.

શું સમાચાર માધ્યમો  આવી અરાજકતા ફેલાવવાની ઈચ્છા રાખવાવાળાઓને સહયોગ કરશે?

શું સમાચાર માધ્યમોના માલિકો, કટાર લેખકો, વિવેચકો, વિશ્લેષકો ખરીદી શકાય તેવી જણસો છે?

સમાચાર પત્રોના ઘટકો શું છે?

રાજકીય સમાચાર અને દેશમાં બનતી ઘટનાઓના સમાચાર

(૧) સમાચારની પસંદગી અને પસંદ કરેલા સમાચારને કેટલી પ્રાથમિકતા આપવી તે,

(૨) સમાચાર ને કેવીરીતે પ્રગટ કરવા એટલે કે તેના શબ્દોની કેવી રચના કરવી, એટલે કે શું છૂપાવવું અને શું પ્રગટ કરવું છે. જે પ્રગટ કરવું છે તેને લાગણીશીલ (ઈમોશનલ) કેવીરીતે બનાવવું.

(૩) સમાચાર તો બે જાતના હોય છે. એક જે એવા સમાચાર છે કે જે રાજકીય સમાચાર છે. અને બીજા છે તે એવા સમાચાર છે જે સમાજમાં બનતી  અસામાન્ય ઘટનાઓ છે.

આ સામાન્ય ઘટનાઓ ને કેટલી  પ્રગટ કરવી, કેટલી પ્રગટ ન કરવી, કે તદ્દન જ ન પ્રગટ કરવી તે અલગ વેપાર છે.

જો આવી ઘટનાઓમાં કોઈ પક્ષના નેતાની કે કોઈ પક્ષના નેતાના સગાની સંડોવણી હોય કે સંડોવણી વિવાદાસ્પદ રીતે ઉભી કરી શકાય તેમ હોય તો આ સમાચારને રાજકીય  સમાચાર બનાવી શકાય છે. અને તેનો વેપાર પણ વળી પાછો અલગ હોય છે.

શું આવું બધું વાસ્તવમાં હોય છે ખરું?

કેટલીક વાતોની અપ્રત્યક્ષ સાબિતીઓ હોય છે. સમાચારને સીધે સીધા પ્રસિદ્ધ કરવાને બદલે માધ્યમોના માલિકો તે સમાચારોને, પોતાના એજન્ડાને અનુરુપ માન્યતાની રીતે પ્રગટ કરે છે. આવું અવારનવાર થાય એટલે આપણને તેના માલિકના મનોરહસ્યોની જાણ થઈ જાય છે.

“કોઈ એક” કૌભાંડમાં સંબંધિત વિદેશી પાર્ટીએ ૪૦ કરોડ રુપીયા આપ્યા. કારણ? સમાચાર માધ્યમો આ સોદાને બહુ પ્રાધાન્ય ન આપે તે માટે.

આ સમાચાર આપણને જાણવા મળેલા. કોઈ એક સોદો, સમાચાર મધ્યમોંમાં ચગે નહીં તે માટે પૈસા આપવા પડે, એ કંઈ, સમાચાર માધ્યમો માટે નીતિમત્તાનું પ્રમાણ પત્ર નથી.

લાંચની હદ ક્યાં સુધી?

ડૉ.ત્રીવેદી જેઓ કેનેડાથી ભારતમાં સેવા કરવા માટે ખાસ આવેલા અને વહીવટી રીતે ઑટોનોમસ હોસ્પિટલ બનાવવા માગતા હતા. તેઓએ જ્યારે એક મશીન માટે ટેન્ડર મંગાવ્યું અને નેગોશીએશનમાં એક પાર્ટીને ખાનગીમાં પૂછ્યું કે “જુઓ અમે કોઈ કમીશન લેવાના નથી…” તો સામેની પાર્ટીએ પૂછ્યું કે પણ અમારે સરકારમાં તો પૈસા ખવડાવવા જ પડશેને”. ડૉ. ત્રીવેદીએ કહ્યું કે “તમારે સરકારમાં પણ પૈસા ખવડાવવા નહીં પડે. તો તમે તમારો આ મશીન નો ભાવ કેટલો ઘટાડશો?.” આ પછી તે પાર્ટીએ ત્રણ કરોડનો ભાવ, એક કરોડ રુપીયા કરી દીધો. આ તો ઓગણીશોને એંશીના દશકાના પૂર્વાર્ધની વાત છે જ્યારે ઇન્દિરાઈ નહેરુવીયન કોંગ્રેસનો સૂર્ય સોળે કળાએ તપતો હતો. અને પછી તો ગઠબંધનની સરકાર હોય તો પણ લૂંટમાં કશો વાંધો આવતો નહીં. અને આપણે જોયું જ છે કે કૉમનવેલ્થ  ગેમમાં કેવા પૈસા ખવાયા. આવી વાતો ખાનગી તો રહે જ નહીં.

પણ ખાનગી એટલે શું? તમે છાપે ન ચડો એટલે ખાનગી.

નેવુના દશકાના અંતમાંથી શરુ કરી હવે સોશ્યલ મીડીયા એટલું વિકસિત થયું છે કે સમાચાર પત્રોએ તેની સાથે સ્પર્ધા કરવી પડે છે. ૧૯૮૯-૯૦માં કાશ્મિરી હિન્દુઓની કતલેઆમને, હજારો  હિન્દુ સ્ત્રીઓની આબરુની લૂંટને અને લાખો હિન્દુઓની હિજરતને, અખબારો અને ટીવી ચેનલો છૂપાવી શક્યા હતા, અથવા તો કહી શકાય કે ન ચગાવી શક્યા ન હતા.

આવું હવે થઈ ન શકે. આજે તો જે વાત, જે તે વિસ્તારના પાંચ દશ માણસો જાણે છે તે વાત તેમાંનો એક ફૂટે તો તે અઠવાડીયામાં આખા દેશને  જાણતો કરી દે.

ઘટનાઓ, પછી ભલે તે ઘટનાઓ ફરેબી કે બનાવટી કેમ ન હોય, તેનો પ્રસાર એક મોટું પરિબળ છે. સામ્યવાદીઓ અને નહેરુવીયન કોંગ્રેસીઓ આ વાત સૌથી પહેલાં જાણી ચૂક્યા છે.  જ્યારે નહેરુવીયન કોંગ્રેસનું શાસન હતું ત્યારે તેઓએ અનેક બ્લોગપોસ્ટને સ્થગિત કરેલી. સૂકા સાથે લીલું પણ બળે છે તેની દરકાર કરી ન હતી. સુલેખા ડૉટ કૉમ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું.

પણ આપણી મૂળ વાત છે કે શું આપણા બધા જ કટાર લેખકો, મૂર્ધન્યો, વિશ્લેષકો અને એંકરો વેચાણની જણસો છે?

જેમ ૧૦૦ કે ૧૦૦૦ સરકારી અધિકારીઓમાં એકાદો તો માઈનો પૂત નિકળે, કે જે કોઈની દરકાર ન કરે. જેમ કે સુરતના મ્યુનીસીપલ કમીશ્નર એસ આર રાવ, કે ઝોનલ ઓફીસર ખેરનાર, કે ઈલેક્સન કમીશ્નર ટીઆર શેષન. આ શક્યતાનો સિદ્ધાંત બધી જ જગ્યાએ લાગુ પડે છે. લેખકો પણ એવા નિકળે કે જેઓ કોઈની દરકાર ન કરે. પણ આવા લેખકો જે કંઈ લખે તેનાથી તાત્કાલિક  ખાસ ફેર ન પડે. જેમ કે રાજીવ મલહોત્રા, નિસ્સાર હસન, તારેક ફતહ, સલમાન રશદી, તસ્લિમા નસરીન, … વિગેરેના વિચારો આનાથી તદ્‍ન વિરુદ્ધ વિચાર સરણી વાળાઓના સાગરમાં ડૂબી જાય છે.

લેખકોને નડે છે શું?

અમુક માન્યતાઓ તેમને નડે છે.

(૧) ટકી રહેવુંઃ બીજા અર્થમાં જીવતો નર ભદ્રા પામે. જો આપણી આ કોલમ રુપી જાગીર ટકી રહેશે તો આપણે ભદ્રા પામીશું. કટોકટીના સમયમાં ઘણા લેખકોએ આદેશ વગરની, સરકારી શરણાગતી, સ્વિકારી લીધેલી. જો કોલમરુપી જાગીરની દરકાર નહીં કરીએ તો તે બીજો લઈ જશે. માટે આપણી કોલમ બચાવો.

(૨) કિર્તીની ઘેલછા એટલે કે “હુ તો બધાથી જુદો છું”

(૩) હું તટસ્થ છું. હું તો બધાનું જ સારું અને નરસું બધું જ જોઉં છું. આનો બીજો અર્થ એમ થાય કે “ડબલ ઢોલકી”. સારું અને નરસું આમ તો, આ બધું સાપેક્ષ છે. આપણે એ ભૂલી જવું. એટલે કે આપણે પ્રમાણ ભાન રાખ્યા વગર  બંને બાજુ ઢોલકી વગાડવી. મોટા ભાગના લેખકો “ઉંધા ચંબુના (છાલીયાના) શક્યતાના નિયમ પ્રમાણે) કેન્દ્રીય બિન્દુની ડાબી કે જમણી બાજુ પર ગોઠવાઈ જાય છે.

(૪) અમે તો ભાઈ ફોબીયાવાળા. જો કે અમે કબુલ નહીં કરીએ પણ અમે જે કહીએ તે સાચું જ છે.

(૫) વાસ્તવિકતાની નજીકઃ આવા લેખકો પણ છે જ. કે જેઓ વાસ્તવિકતાને સમજે છે. ક્યારેક તેઓ આ વાત પ્રદર્શિત કરે છે પણ તે વાચકોની અપેક્ષાને સંતોષી શકતા નથી. આનો સચોટ  દાખલો  વિનોબા ભાવે હતા. કટોકટી હતી ત્યારે  ઘણા સુજ્ઞ લોકો માનતા હતા કે વિનોબા ભાવે કેમ મૌન છે. કારણકે વિનોબા ભાવેને કેટલાક લોકો ગાંધીજીનો વૈચારિક અવતાર માનતા હતા. તેમણે કહેલું કે કટોકટી એ અનુશાસન પર્વ છે. આનો અર્થ વિનોબા ભાવેના હિસાબે કંઈક હતો અને સરકારે તેનો અર્થ કંઈક જુદો એવો પોતાને સગવડ રુપ કરેલો, જે તદ્દ્‌ન ઉંધો હતો. સરકારનો તો તે વખતે તદ્દન જૂઠું બોલવું એ જ ધર્મ હતો. અને જનતા આ વાત પણ જાણતી હતી. પણ જેમ જૂઠી વાત સતત કહેવામાં આવે તો અંતે તેને બધા સાચી માની લે છે. તેમ વિનોબા ભાવે વિષે પણ માનવામાં આવ્યું. વિનોબા ભાવે એ બોલાવેલા “આચાર્ય સંમેલનમાં”, તેમણે સ્પષ્ટીકરણ પણ કર્યું. પણ કટોકટીમાં તો આવું બધું છાપામાં આવે નહીં. તેથી સુજ્ઞ લોકોએ પોતાની માન્યતા કાયમ રાખી. વિનોબા ભાવે કહ્યું, કે ભાઈ, હું તો મારી રીતે પ્રતિભાવ આપું. તમે તમારા શબ્દો મારા મોઢામાં, મારા શબ્દો તરીકે મુકાવો એ કેમ ચાલે!!  

પણ જ્યારે જેને સુજ્ઞ લેખકો માનવામાં આવે છે તેવા લેખકો જ્યારે આવા અસત્યને સત્ય માની લે ત્યારે આપણને દુઃખ નહીં આઘાત પણ લાગે છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

વ્યાપમ કઈ હિમશિલાની ટોચ?

વ્યાપમછાપાં અને ટીવી ચેનલો માટેનો ગરમા ગરમ ટોપિક છે.

નહેરુવીયન કોંગ્રેસ સ્થાપિત ગવર્નર પણ એક આરોપી છે. ૨૦૧૪ ના મે માસ માં ભાજપ સત્તા સ્થાને આવ્યું ત્યારે ઘણા રાજ્યોમાં નહેરુવીયન કોંગ્રેસ સ્થાપિત ગવર્નરો હતા. કેટલાકનો કાર્યકાળ પુરો થયો અને કેટલાકે ભલામણથી રાજીનામું આપ્યું. પણ આપણા મધ્યપ્રદેશના ગવર્નરે રાજીનામું આપ્યું. મધ્યપ્રદેશના મુખ્ય મંત્રીએ પણ વિચાર્યું હશે કેજવા દો નેરાજીનામાનો વિવાદ ક્યાં ઉભો કરવો !!”

વ્યાપમ

વ્યાપમની રોપણી નહેરુવીયન કોંગ્રેસે કરી હતી.

વ્યાપમ કૌભાંડ બહાર આવ્યું. એમાં ઘણાના નામ સંડોવણીમાં આવ્યાં. ૨૫૦૦ જેટલા નામ આવ્યાં. અને એમાંના કેટલાક શક્યતાના સિદ્ધાંતને હિસાબે મરવા લાગ્યા કેટલાક આત્મઘાત કરીને મરવા લાગ્યા અને કેટલાક હત્યા થી મરવા લાગ્યા. આવા મૃત્યુઓમાં ગવર્નર સાહેબનો પુત્ર પણ સામેલ છે. કોણ કયા કારણથી મર્યું તેના ઉપર અપાર સંવાદ, વિવાદ અને વિખવાદ પણ છે.

નહેરુવીયન કોંગ્રેસીઓને તો ગોળનું ગાડું મળી ગયું છે. શિક્ષણ મંત્રી શું કામ, મુખ્ય મંત્રી પણ રાજીનામું આપે. અરે મુદ્દા ઉપર તો નરેન્દ્ર મોદી પાસે પણ રાજીનામું માગી શકાય. નહેરુવીયન કોંગ્રેસ તો આમેય પ્રદર્શન પ્રિય છે. તેને તો દોડવું હતું અને ઢાળ મળ્યો.

ટીવી ચેનલનો ખોરાક

ટીવી ચેનલોને હવે વિષય શોધવા માટે મહેનત કરવાની જરુર રહી નહીં. “મનોરંજનની સીરીયલોમાં કોઈ પાત્ર એક વાક્ય બોલે એટલે એક પછી એક દરેક પાત્રોનાડાચાઉપર બબ્બે ત્રણ ત્રણ વાર કેમેરો ફરે છે. આમ કરવાથી ઓછા સંવાદો થી વધુ એપીસોડ બને છે. દર્શકોને વધુ લહેજ્જત આવે છે કે કેમ તે તો ખબર નથી પણ પાત્રોને અને તે પણ શૃંગારપ્રિય સ્ત્રી પાત્રોને અને પ્રેક્ષિકાઓને વધુ લહેજત આવે છે.

તાજ સીગરેટની જાહેરાતમાં એક વાક્ય આવતું હતું. “ધીમી બળે છે અને વધુ લહેજ્જત આપે છે.” તેમ સીરીયલો ધીમે ચાલે છે અને પાત્રોને લેખકોને, દિગદર્શકોને, કેમેરામેનને, ચેનલવાળાને વધુ લહેજ્જત આવે છે. ઓછા માલે વધુ વેપાર. પણ બધી વાતો જવા દો. આપણી વાતવ્યાપમની છે.

બહુ આયામી બહુ પરિમાણી મસાલો

ટીવી ચેનલો વાળાને બહુ વખતે એક એવું કૌભાંડ મળ્યું કે જેને ઘણા પરિમાણો છે. આમ તો કોલગેટ, જી, કોમનવેલ્થ વિગેરે જેવા અનેક બહુઆયામી કૌભાંડો  હતા. પણ યાર એમાં એવું હતું ને કે બધાંમાં આપણી નહેરુવીયન કોંગ્રેસનીબટનીચે રેલો આવતો હતો. રેલો ઠેઠ આપણી વિદેશી અને તે પણ મહાન દેશ ઈટાલી સુપુત્રી અને આપણા મીસ્ટર કલીન રાજીવ ગાંધીની વહુની નીચે રેલો આવતો હતો. હવે જો આપણે પ્રગતિશીલ વિચારધારામાં માનતા હોઈએ અને સુસંસ્કૃત હોઈએ તો કોઈ પાશ્ચાત્ય મૂળની વ્યક્તિની બુરાઈ તો કરી શકીએ. એટલે આપણે કોલગેટ, જી, કોમનવેલ્થ વિગેરે જેવા કૌભાંડો ચગાવવામાં બહુ ચાર્મફુલ બની શકીએ. હા છૂટકે જે કરવું પડે તે તો કરવું પડે. પણ એમાં બહુ મજા નહીં. વળી જે કોંગ્રેસ જ્યારે સત્તા ઉપર હતી ત્યારે કોને કયો મંત્રી કરવો તેને લગતી ભલામણો અપણે ટીવીવાળા કરી શકતા હતા અને કોંગ્રેસ આપણને દાદ પણ આપતી હતી એટલે કોલગેટ, જી, કોમનવેલ્થ વિગેરે જેવા કૌભાંડો ચગાવવામાં આપણાથી નગુણા થવાય. કમસે કમ નહેરુવીયન વંશની તો આમન્યા રાખવી જોઇએ.

પણ હવે જ્યારે વ્યાપમ જેવું બહુ આયામી બહુ પરિમાણી કૌભાંડ અને તે પણ, બીજેપી શાસિત મધ્યપ્રદેશમાં કે જ્યાં છેલ્લા ૧૦ વર્ષથી સાતત્યપૂર્ણ બીજેપીના શિવરાજ સિંહ ચૌહાણનું શાસન છે એવા રાજ્યમાં ખૂલે છે. આમાં તો આપણા માટે આકાશ સીમા છે. ભલે કૌભાંડમાં નહેરુવીયન કોંગ્રેસ સ્થાપિત ગવર્નરની સંડોવણી હોય અને કદાચ તેના મૂળીયામાં આપણા નહેરુવીયન કોંગ્રેસના અમુક નેતા સુધી પહોંચતા હોય તો પણ વાંધો નથી. આપણે એટલા કુશળ તો છીએ કે બધું લોપ્રોફાઈલમાં રાખી શકીએ.

અડવાણી જેમને પ્યાદુ બનાવવા માગતા હતા તે

એજ શિવરાજ સિંહ છે જેમને વડાપ્રધાન તરીકે પ્રસ્તૂત કરવા માટે એલ કે અડાવણીએ દાણો ચાંપેલો. પણ શિવરાજ સિંહ જાણતા હતા કે લોકપ્રિયતામાં નરેન્દ્ર મોદીની સમકક્ષ તેઓ નથી. આરએસએસે મોદી માટે દબાણ કર્યું હશે તેના મૂળમાં જનતામાં રહેલી નરેન્દ્ર મોદીની લોક પ્રિયતા હતી. વાતને અડવાણી કદાચ પોતાની ઉંમરને કારણે કે અન્ય કોઈ કારણે સમજી શકતા હોય તે અલગ વાત છે પણ શિવરાજ પાટિલ તો સમજી શક્યા હતા. જો શિવરાજ પાટિલ વડા પ્રધાન થયા હોત અને કદાચ બીજેપી પૂર્ણ બહુમત તો નહીં પણ એનડીએ તરીકે સંયુક્ત રીતે બહમતિમાં આવ્યું હોત અને કૌભાંડ બહાર આવ્યું હોત તો ટીવી ચેનલો અને બીજેપી વિરોધીઓએ ભેગા થઈને બીજેપી સરકારને પદભ્રષ્ટ કરી નાખી હોત.

હવે અત્યારે સમાચાર માધ્યમો વાતને લઈને અડવાણીને લપેટમાં લેવાના મુડમાં હોય. કારણકે તેમનાં ફક્ત ચાર લક્ષ્ય હોઈ શકે.

પ્રથમ લક્ષ્ય નરેન્દ્ર મોદી

બીજું લક્ષ્ય નરેન્દ્ર મોદી  

ત્રીજું લક્ષ્ય નરેન્દ્ર મોદી.

ચોથું લક્ષ્ય બીજેપી

પાંચમું લક્ષ્ય હિન્દુઓ.

તમે કહેશોઅરે શું !! નરેન્દ્ર મોદી ત્રણ વાર અને તે પણ પહેલા, બીજા અને ત્રીજા લક્ષ્ય તરીકે?

અહો !! ચાલો એને જુદી રીતે લખીએ.

પ્રથમ લક્ષ્ય નરેન્દ્ર મોદી

બીજું લક્ષ્ય બીજેપી સરકાર, જેના નેતા નરેન્દ્ર મોદી વિષે નકારાત્મક વલણ  એટલે કે ગમે તેમ કરીને કોઈ પણ શંકાસ્પદ બનાવને મોદી સાથે સાંકળી દેવો.

ત્રીજું લક્ષ્ય નહેરુવીયન કોંગ્રેસની હૈયાવરાળને સકારાત્મક રીતે રજુ કરવી. જેમકે રાહુલ ગાંધી (કે બીજું કોઈ પણ જે હાથવગું હોય તે)… તેને સકારાત્મક રીતે આવી રીતે રજુ કરવાના. “ઘોડો જો ઘોડો …. ઘોડાની ડોક જોઘોડાની કેશવાળી જો, ઘોડો કેવો દોડે છેઘોડો કેવો હણ હણે છેઘોડો જો ઘોડો જો… “ રાહુલ ગાંધી આવા છે. આવું કહેવાથી, કાન્તિભાઈ ભટ્ટ (સબ બંદરના વેપારી એવા કટાર લેખક) ના લોજીક પ્રમાણે નરેન્દ્ર મોદી ઘોડો નથી પણ શિયાળ છે. નરેન્દ્રમાં કશું વખાણવા લાયક નથી. તેમને દોડતાં પણ નથી આવડતું અને હણહણતાં પણ નથી આવડતું.

તમે કહેશોઅરે ભાઈ આમાં તમે કાન્તિભાઈ ભટ્ટને શેના ગોદા મારો છો? કાન્તિભાઈ ભટ્ટે, વ્યાપમમાં એમ દલીલ કરી કે જો પૈસા વેરીને વડાપ્રધાન થઈ શકાતું હોય તો પૈસા વેરીને (વ્યાપમ મારફત), ડોક્ટર કે અફસર કેમ થવાય?”  બોલોઆમાંથી તમને શો સંદેશો મળે છે?

લક્ષ્ય ભેદવાની વ્યૂહરચના !!

એક વખત જો ત્રણ લક્ષ્ય સિદ્ધ થઈ જાય તો બાકીના લક્ષ્યો સિદ્ધ કરવા સરળ છે. ૧૯૬૯માં એમ થયેલું. ૧૯૬૭માં વિપક્ષ ને મજબુત થયો જોયો એટલે સમાચાર માધ્યમોએ ચગાવ્યું. ઇન્દિરા ગાંધીએ મોરારજીને કેવા બટેકા, રીંગણાની જેમ હાંકી કાઢ્યા, બેંકોનું કેવું જોરદાર રાષ્ટ્રીયકરણ થયું, રાજાઓના પ્રીવી પર્સ કેવા ખતમ કર્યા. આવી ઘણી બીન ઉપજાઉ વાતો એટલી બધી ચગાવીકે વિરોધપક્ષ અને જનતા પણ હતઃપ્રભ થઈ ગઈ. ૧૯૬૯-૭૦માં ઇન્દિરા કોંગ્રેસને જ્વલંત વિજય મળ્યો. એમાં વળી ૧૯૭૧માં પોતાના ગૃહયુદ્ધોથી ત્રસ્ત એવા બેવકુફ પાકિસ્તાનને હરાવ્યું એટલે વિપક્ષ રાજ્યોમાંથી પણ નેસ્ત નાબુદ થઈ ગયો.

પણ પારકાના જોરે તમે સુશાસન ચલાવી શકો. ભલે તમે ઘુસણખોર મુસ્લિમો મારફત વોટબેંક બનાવો, દલિતોને ઉશ્કેરો, જાતિવાદને ઉશ્કેરો, પણ તેથી બેકારી દૂર થાય કે ઉત્પાદન પણ વધે. હા લઘુમતિઓની સંખ્યા વધે. તમે જુઓ ઉત્તરપૂર્વી રાજ્યો, પશ્ચિમ બંગાળ, દક્ષિણ ભારત પશ્ચિમી રાજસ્થાન કાંતો તેઓ જાતિવાદથી ત્રસ્ત છે અથવા તો ધર્મવાદથી ત્રસ્ત છે. વાત સ્વયંબળને બદલે, બીજાના ખભા અને બીજાની બુદ્ધિ (કેજીબી)થી વડાપ્રધાન  થયેલી ઇન્દિરા ગાંધી સમજી શકે. એટલે તેનો ૧૯૭૭માં કારમો પરાજય થયો. પણ પરાજયથી તે એટલું શીખી ગઈ કે ચૂંટણીઓ કેવી રીતે જીતાય છે.

ગરીબોની કસ્તૂરી અને મંગળસૂત્ર

એટલે ૧૯૭૭માં જનતા પક્ષની સરકાર વખતે આ સરકારે તો ગરીબોની કસ્તૂરી એવી ડૂંગળીનો ભાવ વધારી દીધો … બહેનોના મંગળસુત્રો મોંઘા કરી દીધા, લૉ અને ઓર્ડર ખાડે ગયા છે …  રંગાબીલ્લાઓ પેદા થયા છે. બાળકો સુરક્ષિત નથી. રંગા બીલ્લાએ કરેલા દુસ્કર્મનો કેસ સમાચાર પત્રોએ બહુ ચગાવ્યો.  સોનાનો ભાવ દાણ ચોરી ની સાથે પણ સંબંધ ધરાવે છે. મૂળ તો દાણ ચોરીને ઇન્દિરાએ બહુ ફાલવા દીધી હતી. જનતા પાર્ટીએ દાણચોરી ઘટાડી દીધી. દાણચોરી ઘટી ગયી હતી તેથી સોનાના ભાવ વધ્યા હતા. એમાં વળી ચરણ સીંગ જેવાને વડા પ્રધાનપદની લાલચ આપીને ફોડ્યા એટલે ૧૯૮૦માં જનતાપાર્ટી હારી ગઈ. આમ ઇન્દિરા ગાંધી એટલું શીખી ગઈ કે સમાચાર માધ્યમોને અને લઘુમતિઓને યેનકેન પ્રકારેણ હાથમાં રાખવા. તેમને હાથમાં રાખવા હોય તો સમાચાર માધ્યમોની માલિકી કરી લેવી. અત્યારે સમાચાર માધ્યમો લઘુમતિના હાથમાં છે. અને તેઓ કદી બીજેપીના થાય નહીં. કારણ કે નહેરુના જમાનાથી કે જ્યારે જનસંઘની કશી રાજકીય સત્તા હતી કે ન તો કશો જનાધાર હતો, તે વખતે પણ નહેરુ જનસંઘને ભાંડતા રહેતા હતા. તેમનો હેતુ પોતે બહુ પ્રગતિશીલ માનસવાળા છે તે પ્રદર્શિત કરવાનો હતો. આવી માનસિકતા ઘણા હિન્દુ મૂર્ધન્યોમાં પણ છે. એટલે હિન્દુઓને તો સહેલાઈ થી ભેદી શકાય છે. પણ આપણી વાત વ્યાપમ ની છે.

વ્યાપમની વ્યાપકતા કેટલી?

જો ૨૫૦૦ ઉપરાંત વ્યક્તિઓની ધરપકડ થઈ હોય તો સમજી શકાય એમ છે કે તે મધ્યપ્રદેશમાં ઠીક ઠીક પ્રમાણમાં વ્યાપક હોઈ શકે.

સરકારી નોકરીઓ માટે પરીક્ષા લેવી વાત અનીતિની છે.

કૌભાંડનો પાયો પરીક્ષાઓ છે.

જનતા માટે સરકાર એ એક વ્યક્તિ છે. પછી તે ભલે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય.

ધારો કે તમે વ્યક્તિ ને કંઈક વાત કરી. તે વ્યક્તિ તેમાં સંમત થાય. પણ પછી તે ફરી જાય. અને તે કહે કે તમે જે વાત વાત કરી હતી તે તો તમે મારા ડાબા કાનને કહી હતી. મારા જમણા કાનને નહીં. તમે કહેલી વાત વિષે નિર્ણય તો જમણા કાન દ્વારા સાંભળવામાં આવી હોય તો જ થઈ શકે છે.

તમે મહેનત કરી એક સુંદર ચિત્ર બનાવ્યું. સામેની વ્યક્તિને ગમ્યું. તેણે લીધું પણ પૈસા ન આપ્યા. તમે તેને પૂછ્યું તો તેણે કહ્યું કે એતો મેં ડાબી આંખે જ જોયું હતું. જમણી આંખે જોયું નહતું. પૈસા કેવા ને વાત કેવી.

યુનીવર્સીટીઓ ને માન્ય કોણે ગણી?

સરકારે.

સરકારે આ યુનીવર્સીટીઓને કયા અધારે માન્ય કરી?

સરકારે યુનીવર્સીટી માટે ધારાધોરણો ના માપદંડ બનાવેલા. આ માપદંડોના આધારે સરકારે યુનીવર્સીટીઓને માન્ય કરી.

શું યુનિવર્સીટીઓ દ્વારા અપાતું શિક્ષણ સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત નથી?

શું આ યુનીવર્સીટીઓ દ્વારા લેવાતી પરીક્ષાઓ સરકારને માન્ય નથી?

જો યુનીવર્સીટીઓ સરકાર માન્ય હોય અને તેના દ્વારા યોગ્ય અભ્યાસક્રમો ચાલતા હોય તો પછી બીજી પરીક્ષાઓ લેવાની જરુર શી રીતે હોઈ શકે. તો સરકાર પોતે પોતાને અમાન્ય કરે છે એવું  ફલિત થાય છે. કાં તો સરકાર દંભી છે કાં તો સરકાર ઠગ છે.

પરીક્ષાઓની ઠગાઈ કોણે ચાલુ કરી?

આમ તો અંગ્રેજોએ આઈ સી એસ ની પરીક્ષા ચાલુ કરેલી. કારણ કે તેમને એવા અફસરો જોઇતા હતા કે જેઓ અંગ્રેજીથી અભિભૂત હોય અને દેશી લોકો સાથે સંવાદ કરી શકે. ખાસ પ્રકારની ટોળકી ઉભી કરવા માટે આઈસીએસ પરીક્ષા રાખેલી. પણ ગાંધીજીએ જે લડત ચલાવી અને અંગ્રેજસરકારના દંભનો પર્દાફાસ કર્યો તેનાથી ઘણા સ્કુલી અને કોલેજી ભણેલા ઉપરાંત આઈસીએસ અધિકારીઓનો ભ્રમ પણ ભાંગ્યો. જો કે નહેરુ જેવાઓનો અંગ્રેજીયત તરફનો ભ્રમ ભાંગ્યો હતો. સરદાર પટેલને લાગેલ કે વહીવટમાં આઈસીએસ જેવા પણ સંસ્કારે ભારતીય (પોતાના જેવા ) અધિકારીઓ ભારતમાં પકવી શકીશું. પણ નહેરુના દંભની પ્રાકૃતિક અસર ભારતીય નેતાઓની ઉપર વ્યાપક રીતે પડશે તે વાતનો તેમને ખ્યાલ નહીં.

વાસ્તવમાં યોગ્ય રહેશે કે સરકાર આવી ફાલતુ પરીક્ષાઓ નાબુદ કરે. યુનીવર્સીટીઓ આવા અભ્યાસક્રમો ચલાવે. અને પછી વિદ્યાર્થીના ક્ર્માંક પ્રમાણે તેને નોકરીમાં રાખે.

અમારા એક સાહેબ ૧૯૭૩માં એક વાત કહેતા હતા કે ભારત એક એવો દેશ છે કે જો તમે ઢીલું મુકો તો કૌભાંડ જન્મે અને અક્કડ રહો તો ફરીયાદ થાય. પાણીમાં રહેતી માછલી બહુ પાણી પી જાય છે. માછલી પાણી પી ગઈમાછલી પાણી પી ગઈએવી બુમો શરુ થઈ જાય.

આપણી શાળાઓ, કોલેજો અને યુનીવર્સીટીઓ કેવી છે?

સ્વતંત્રતા પછી જો સૌથી વધુ દુર્લક્ષ્ય સેવાયું હોયા તો તે શિક્ષણ છે. સરકારે પુરતી શાળાઓ ખોલી નહીં. પીટીસી અને બીટી (હવે બીએડ) ની શાળાઓ પણ નહીંવત. કોઈપણ સરકારી શાળામાં પ્રવેશ મુશ્કેલ હતો. જે ખાનગી શાળાઓ હતી તેમાં જે ગાંધીવાદી પ્રવાહવાળા હતા તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમની શાળાઓ સારી ચાલી. જેમકે ભાવનગર ની ઘરશાળા, સનાતન, રાજકોટની સૌરાષ્ટ્ર (બહાદુરભાઈ ધોળકીયા) હાઈસ્કુલ, ચૌધરી હાઈ સ્કુલ. પણ પછી બધી શાળાઓએ શિક્ષણને ઉદ્યોગ કરી દીધો.

શાળાઓ મેદાન વગરની થઈ ગઈ, કેટલીક શાળાઓ ભાડાના મકાનમાં બીજે માળ કે ભોંયરામાં ચાલતા ઉદ્યોગો જેવી થઈ ગઈ. અમદાવાદમાં તો કોલેજો પણ ભોંયરામાં ચાલે છે. ચિમનભાઈની એક કોલેજ ભર બજારે દુકાનોની ઉપરના બીજા માળે ચાલે છે. યુપી બિહારમાં યુનીવર્સીટીઓ ભાડેના મકાનના બીજે માળ ચાલે.

દશમું ધોરણ અને બારમું ધોરણ. પરસન્ટેજ અને પરસન્ટાઈલ ના તૂત નિકળ્યા. વળી પાછા કોમન એન્ટરન્સ ટેસ્ટ નિકળ્યા.

આ બધું શું કામ છે. ઘણાને પરસન્ટેજ અને પર્સન્ટાઈલના ભેદની ખબર નથી. પરસન્ટાઈલ એટલે બધા ધોરણોમાં થયેલ સમગ્ર રીતનું મૂલ્યાંકન. આ પણ એક વ્યાપમ છે. જો મૂલ્યાંકન અલગ અલગ સંસ્થાઓ કે વ્યક્તિઓ કરતી હોય અને સર્વથા ભીન્ન ભીન્ન હોય, પરીક્ષાર્થી માટે પૂનઃ મૂલ્યાંકનનો વિકલ્પ ન હોય તો આ પદ્ધતિ અન્યાયકારી છે. આ એક લાંબી ચર્ચાની વાત છે.

મૂળ વાત એ જ છે કે જેમ કાર્ય ની પસંદગી એ વ્યક્તિની સ્વતંત્રતા અને હક્ક છે. તેમ જેને તમે એક ધોરણમાં પાસ કર્યો અને તે વાત તેણે કબુલ રાખી તો તેનો ક્રમ તેણે પ્રાપ્ત કરેલા ગ્રેડ ઉપર જ નિશ્ચિત કરી શકાય. જો તે વિદ્યાર્થી પાસ થયો હોય પણ તેને તેનો ગ્રેડ કબુલ ન હોય તો તે ફરીથી પરીક્ષા આપી શકે.

એક માત્ર પરીક્ષાના ગ્રેડના આધારે વિદ્યાર્થીનું મૂલ્યાંકન અને યોગ્યતા નક્કી ન કરી શકાય. વાસ્તવમાં તેનું રોજબરોજનું મૂલ્યાંકન થવું જોઇએ.

પણ શિક્ષકો, આચાર્યો અને સચિવો અને મંત્રીઓ કહેશે કે એક વર્ગમાં ૪૦ વિદ્યાર્થીઓ હોય એટલે દરેકનું રોજ બરોજનું મૂલ્યાંકન ન કરી શકાય. પ્રશ્ન એ છે કે આ પરિસ્થિતિ કોણે સ્થાપી?  તમે તો સ્થાપી છે. કારણ કે શાળાને ઉદ્યોગવાળી બનાવવાને બદલે શિક્ષણને તમે ઉદ્યોગ બનાવ્યો છે. ઓછા શિક્ષકો અને ભૂતિયા શિક્ષકો રાખી તમારે નફો કરવો છે. ઉદ્યોગશાળા ને બદલે શાળાઉદ્યોગ ચાલુ થયો.

વ્યાપના સ્વરુપો

Vyam is everywhere

બિહારમાં એક પરીક્ષા ના સ્થળે ચોથામાળની બારીના છજા સુધી માણસો ચડી પરીક્ષાર્થીઓને નકલ કરાવતા હતા. પોલીસ કહે અમારું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું છે. પરીક્ષામાં થતી ચોરી અટકાવવાનું કામ સંચાલકોનું છે. એટલે કે પરીક્ષામાં ચોરી કરવી એ કાયદાની વિરુદ્ધ નથી. ટીવી ચેલનવાળા પહોંચી શકતા હોય અને આખો દેશ જોતો હોય પણ સરકારનું શિક્ષણ ખાતું અજાણ હોય તે આપણા દેશને ગોઠી ગયું છે. આ એકલ દોકલ દાખલો નથી. આ વ્યાપમથી પણ વ્યાપક છે.

પંજાબના સર્વીસ કમીશનના ચેરમેનના ઘરે દરોડો પડ્યો તો એક કરોડની ચલણી નોટો મળી. શું પંજાબમાં વ્યાપમમાં નથી? ઠેર ઠેર વ્યાપમ છે. જ્યાં જ્યાં પ્રવેશ પરીક્ષાઓ છે ત્યાં ત્યાં વ્યાપમ છે. પ્રવેશ પરીક્ષા નું ધ્યેય જ વ્યાપમ પ્રવેશી શકે તે માટેનું છે.

આપણે એવું ઈચ્છીએ કે નરેન્દ્ર મોદી બધી પ્રવેશ પરીક્ષાઓ નાબુદ કરે. યુનીવર્સીટીઓ બધી જાતના અભ્યાસક્રમો રાખે. તબક્કે તબક્કે એપ્ટીટ્યુડ ટેસ્ટ પણ લેવાતા રહે. પરીક્ષાર્થીને એપ્ટીટ્યુડ બદલવો હોય તો ગીતા વાંચે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ વ્યાપમ, વ્યાપક, આઈસીએસ, પ્રવેશ પરીક્ષા, અધિકારીઓ, નહેરુ, નહેરુવીયન, સરકાર, યુનીવર્સીટી, શાળા, શિક્ષક, આચાર્ય, વિદ્યાર્થી, પરીક્ષાર્થી, ગ્રેડ, મૂલ્યાંકન, ક્રમાંક,  કૌભાંડ, ખાનગી, બહાદુરભાઈ ધોળકીયા, રાજકોટ, ઘરશાળા, ભાવનગર, સૌરાષ્ટ્ર હાઈ સ્કુલ, સરકારી શાળા, પીટીસી, બીએડ, બીટી, ઉદ્યોગશાળા, શાળાઉદ્યોગ

Read Full Post »

%d bloggers like this: