Feeds:
Posts
Comments

Posts Tagged ‘ગાંધીજી’

લોકશાહીના “નામ” પર જનતાને ત્રાસ આપવો બંધ કરો

લોકશાહીના “નામ” પર જનતાને ત્રાસ આપવો બંધ કરો./તટસ્થતાની ધૂનમાં હવે કેટલાક મૂર્ધન્યોએ બધી સીમા પાર કરી દીધી છે.

વંશવાદી કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સહયોગી વિપક્ષો બેફામ ઉચ્ચારણો કરે તેનાથી સુજ્ઞ લોકોની વિચારધારાને અસર થતી નથી. પણ જ્યારે સત્તાની લાલસા વગરના, અને જેમના પ્રત્યે જનતા નો સામાન્ય જણ, માન ધરાવે છે, તેઓ જ્યારે તટસ્થતાની ધૂનમાં બે બાજુ ઢોલકી વગાડે છે ત્યારે, આ સામાન્ય જણ, કાં તો ભ્રમમાં પડે છે, કે કાં તો મુંઝવણમાં પડે છે./દંભી સેક્યુલરોની ગેંગો, એમ જ ઇચ્છે છે કે, સામાન્ય માણસ તેમને સાથ ન આપે તો કંઈ નહીં, પણ તે મૂંગો રહે તો પણ ઘણું. આ સામાન્ય જણ “કંઈક ખોટું તો થયું છે” એટલું વિચારતો થાય તો આપણે “ગંગા નાહ્યા”.

બીજેપી એટલે એક માત્ર હિન્દુધર્મીઓના હિત માટેનો પક્ષ.

બીજેપી હિન્દુઓનો કોમવાદી પક્ષ છે. એવું માનવાની અને મનાવવા માટેની નહેરુવીયન કોંગ્રેસની જ નહીં પણ મોટાભાગના મૂર્ધન્યોની પણ ફેશન છે. આ વરણાગીપણાથી સુજ્ઞ મૂર્ધન્યો મુક્ત થાય તે દેશના હિત માટે અત્યંત જરુરી છે. નહેરુ જીવતા હતા ત્યારથી નહેરુ સ્વયં, કોમવાદી હતા. કેરલની નાંબુદ્રીપાદની સરકારને ઉથલાવવામાં તેમનો સહયોગ હતો. અને સૌ પ્રથમ હળાહળ કોમવાદી પક્ષ સાથે ગઠબંધન કરનાર પક્ષ પણ, નહેરુવીયન કોંગ્રેસ જ હતી. જે નેહરુવીયન કોંગ્રેસ, ગઈ કાલ સુધી શિવ સેનાને હળાહળ કોમવાદી પક્ષ માનતી હતી તે નહેરુવીયન કોંગ્રેસ, સત્તા માટે તેની સાથે જોડાણ કરે છે.

યહ તો હોના હી થા

શિવસેનાને જન્મ આપનાર તો કોંગ્રેસ જ હતી. મજદુર યુનીયનો ઉપરની સામ્યવાદીઓની પકડને તોડવા, નહેરુવીયન કોંગ્રેસે જ ક્ષેત્રવાદ અને ભાષાવાદને ઉત્તેજન આપવા શિવસેનાને જન્મ આપ્યો હતો. જ્યારે જ્યારે નહેરુવીયન કોંગ્રેસને જરુર પડી ત્યારે શિવસેનારુપી ગર્દભે તેને દોડીને મદદ કરી જ છે. એટલે ટૂંકમાં નહેરુવીયન કોંગ્રેસ દૂધથી ધોયેલી તો શું, ગંદા પાણીથી ય નહી, પણ ગટરના ઘટ્ટ પાણીથી ખરડાયેલી છે.

નહેરુવીયન કોંગ્રેસને, તેના સાંસ્કૃતિક સહયોગી પક્ષ, અને મોટા ભાગના મૂર્ધન્યો સહિત, કોઈને ખબર નથી કે લોકશાહી માર્ગ એટલે શું? ગાંધીવાદી માર્ગ એટલે શું?

રાજમોહન ગાંધી શું કહે છે?

રાજમોહન ગાંધી કોણ છે?

રાજમોહન ગાંધી, મહાત્મા ગાંધીના પૌત્ર છે. હવે તેઓશ્રી એક મહાનુભાવના પૌત્ર થયા એટલે તેઓશ્રી બોલે તો વજન તો પડે જ. તેઓશ્રીએ કહ્યું કે ગાંધીજી “હેટ નોટ” નું મહત્વ સમજાવવામાં નિસ્ફળ ગયા હતા. “ફિયર નોટ” સમજાવવામાં સફળ થયા હતા.

કોઈ વ્યક્તિ, જો કોઈ મહાપુરુષ વિષે કોઈક બાબતમાં બોલે તો તે કંઈક અંશે સાપેક્ષે વધુ અસરકારક બને. તેમાં પણ જો તે વ્યક્તિ, જે તે મહાપુરુષનો નજદીકી સંબંધ ધરાવતો હોય તો તો તેના બોલનું વજન પડે જ પડે. વળી તે વ્યક્તિ જો નકારાત્મક બોલે, તો તે, ખાસ સમાચારનું હેડીંગ બને.

હેટ નોટ અને ફિયર નોટમાં વધુ ઉચ્ચ સ્તરે શું છે?

બેશક “હેટ નોટ”નું સ્તર વધુ ઉચ્ચ છે. અને આ સ્તરે તો સ્થિતપ્રજ્ઞ જ જઈ શકે. આ સ્તરે સમજાવવામાં તો રામથી શરુ કરી કૃષ્ણ સહિતના, બુદ્ધ અને મહાવીર પણ નિસ્ફળ ગયેલ એટલે ગાંધીને જ નિસ્ફળ માનવા તે અપ્રસ્તુત છે.

“ફિયર નોટ” એ બે વ્યક્તિ, કે એક જુથ અને એક વ્યક્તિ, કે બે જુથ વચ્ચેની, માનસિકતાના સ્તર ઉપર અવલંબે છે. “ફીયર-લેસ વ્યક્તિની વ્યાખ્યા નારાયણભાઈ દેસાઈએ આમ કરી છે. “જે વ્યક્તિ કોઈથી ડરે નહીં, અને કોઈ આ વ્યક્તિથી ડરે નહીં”.

કોઈ વ્યક્તિ ગાંધીજીને પ્રશ્ન કરવાથી ડરતું ન હતું. પણ અઘટિત કામ કરવામાં, વ્યક્તિને, ગાંધીજી નો ડર લાગતો હતો. આ એક નૈતિક ડર હતો. તે આવશ્યક છે. આચાર્યનું (ઋષિઓનું) શાસન એ અનુશાસન છે.

“ફિયર નોટ” એ ગાંધીજીના અંતેવાસીઓ માટે અને  વિચારકો માટે લાગુ પડતું હતું. પણ જીન્ના જેવા, ગાંધી વિરોધીઓને લાગુ પડતું ન હતું. કારણ કે તેઓ ગાંધીજીને ઓળઘોળ કરીને હિન્દુઓના નેતા જ માનતા હતા./હાજી જેમ અત્યારે નરેન્દ્ર મોદીને, કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ હિન્દુવાદી ખપાવે છે તેમ જ. જીન્ના અને મોદી વિરોધીઓની ભાષા એક જ છે.

નરેન્દ્ર મોદી વિષે શું છે?

મોદીના વિરોધીઓ મોદીથી “ફિયર નોટ” છે. તેમને, મોદીને પણ હિન્દુઓના નેતા જ માનવામાં અને મનાવવામાં, ડર લાગતો નથી. હાજી કેટલાક પ્રચ્છન્ન વિરોધીઓ પણ છે કે જેમને મોદીને હિન્દુઓના નેતા માનવામાં અને મનાવવામાં ડર લાગતો નથી. મોદી તો સત્તા ઉપર છે અને આવા જુથના હિટલર પણ છે છતાં પણ તેમને ડર લાગતો નથી. શું આ વિરોધાભાસ નથી?

“ભારત પ્રથમ હિન્દુઓનો દેશ છે, અને રાષ્ટ્રીય ઓળખ કોઈ ખાસ ધર્મ અને વંશ ઉપર આધારિત હોવી જોઇએ. એમ ‘કેટલાક’ માને છે.” એમ શ્રી રાજ મોહન ગાંધી માને છે. અને એને નકારે છે.

આવી માન્યતા જ્યારે પ્રગટ કરવામાં આવે ત્યારે જનતા એવો જ સંદેશ ગ્રહે છે કે આ વાત આરએસએસ અને બીજેપીને લાગુ પડે છે અને તેમણે આમાંથી શિખ લેવાની છે, એવી રાજમોહન ગાંધીની મંછા છે.

એક સમય હતો કે જ્યારે આર.એસ.એસ./બીજેપી (જનસંઘ) તેઓ હિંદુ(ધર્મ)વાદી હતા. કારણકે તેમનો જન્મ, હિન્દુઓ ઉપર થતા હિંસક પ્રહારના આઘાતના,  પ્રત્યાઘાતના રુપમાં થયો હતો. પણ તે પછી તો ગંગા-જમનામાં ઘણા પાણી વહી ગયાં. ગાંધીવાદી નેતા મોરારજી દેસાઈ અને જયપ્રકાશ નારાયણે પણ આર.એસ.એસ./જનસંઘને પોંખ્યા હતા.

ઘણા જુથો છે કે જેઓ અ-ગાંધીવાદી હોવા છતાં અને આચારે તદ્‌ન અ-ગાંધીવાદી હોવા છતાં, તેમણે પોતાનું આર.એસ.એસ./બીજેપી પરત્વેના વિરોધનું સહગાન પૂર્વવત ચાલુ રાખ્યું છે.

ઉપરોક્ત સહગાન/વિચારોનું વરણાગીપણું દશકાઓથી ચાલ્યું આવે છે. પણ આ વરણાગીપણાને પુરસ્કૃત કરનારાઓ, ગાંધી વિચારધારાથી ઉંધી દીશામાં જનારાઓ વિષે લગભગ મૌન જ રહે છે. ખચીત રીતે જ આમાં લઘુમતિ એટલે કે મુસ્લિમ પણ છે. આ મુસ્લિમ લઘુમતિએ પોતાનો ઇન્ડિયન મુસ્લિમ લીગ પક્ષ ચાલુ રાખ્યો, પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહાન નેતાઓએ પાકિસ્તાનમાં પાકિસ્તાની રાષ્ટ્રીય કોંગ્રેસ ચાલુ રાખી નહીં કારણકે આ નેતાઓ તેમના કહેવા પ્રમાણે પોતાના પ્રાણોની રક્ષા કાજે ભારતમાં નાશી આવ્યા. ગાંધીજીએ આ કોંગ્રેસીઓને ઠીક ઠીક ઠપકો આપેલ … “તમે ત્યાં મરી કેમ ન ગયા? મેં તો તમને મરતાં શિખવ્યું હતું. જરુર પડી ત્યારે તમને મરતાં ન આવડ્યું. તમે તો ડરપોકની જેમ અહીં જીવ બચાવવા ભાગી આવ્યા. જો તમે મરી ગયા હોત તો હું ખૂબ ખુશ થાત. એટલો ખુશ થાત કે હું ખુશીમાં નાચત. ખૂબ નાચત … ખુબ નાચત … ખુબ નાચત.”

ગાંધીજીએ પોતે કબુલ કરેલી કોંગીઓની નિસ્ફળતા આ હતી. પણ આ ગાંધીજીની નિસ્ફળતા ન હતી. ગાંધીજી તો દિલ્લી શાંત થાય એટલે પાકિસ્તાન જવાના જ હતા. વાસ્તવમાં તો કોંગ્રેસના શિર્ષ નેતાઓની “ફિયર નોટ”ની નિસ્ફળતા હતી. મોટા નામ હેઠળ છુપાયેલું આ તેમનું વામનપણું હતું. આવું અને આથી પણ વિશેષ કોંગીનેતાઓનું વામનપણું આપણને સ્વતાંત્ર્ય પ્રાપ્તિ પછી અવારનવાર જોવા મળ્યું છે. પોતાના વ્યક્તિગત કે પક્ષીય સ્વાર્થ માટે કોંગી નેતાઓ દેશને ધરાશાયી કરવા હમેશા તૈયાર જ હોય છે./મહાત્મા ગાંધીએ મુસ્લિમોની કે એમના નેતાઓની ક્યારેય તરફદારી કરી નથી. જો કોઈને ખબર ન હોય તો તેના હજાર દાખલા છે. “દિલ્લીમેં ગાંધીજી ભાગ-૧ અને ભાગ-૨” વાંચો. પણ કોંગીનેતાગણનો એક પણ માઈનો લાલ નિકળશે નહીં કે જે આ પુસ્તક વાંચે. કારણકે તેને દેશહિતની ક્યાં પડી છે!

નાગરિકતા સુધારણા કાયદોઃ

cartoonists’ curtsy

હાલમાં જે હિંસાત્મક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેને માટે જવાબદાર કોંગીનેતાઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ છે. આ વાત દિવા જેવી સ્પષ્ટ છે. કારણ કે આ કાયદામાં વિરોધને કોઈ અવકાશ નથી.

જે કર્તવ્ય પ્રત્યે કોંગી-સરકારે ૧૯૫૪ થી ૨૦૧૪ સુધી પ્રમાદ કર્યો હતો તે અધુરું કામ બીજેપી સરકારે પુરું કર્યું. બીજેપીને બંને ગૃહોમાં સ્પષ્ટ બહુમતિ મળી ત્યારે તેણે પોતાની ફરજ બજાવી. કોંગીનેતાઓ પોતે કરેલા પ્રમાદને ધર્મનિરપેક્ષતાના વાઘા પહેરાવી, ભારતીય મુસ્લિમોને ઉશ્કેરે છે. મુસ્લિમો અને તેમના કેટલાક નેતાઓ પણ અભણ અથવા/અને અસામાજિક તત્ત્વોનો સાથ લઈ હિંસા ઉપર ઉતરી આવે છે.

નહેરુ-લિયાકત અલી કરાર

કોંગીનેતાઓ પોતે જ અભણ અને અસંસ્કારી જેવું વર્તન કરે છે. કોંગીનેતાઓએ નહેરુ લિયાકત અલી સમજુતી વાંચવી જોઇએ. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે પાકિસ્તાન પોતાની લઘુમતિ કોમોને સુરક્ષા પ્રદાન કરશે. અને તેમાં જો પાકિસ્તાનની સરકાર કોઈ પણ કારણસર નિસ્ફળ જશે તો ભારત સરકાર તે લઘુમતિને આશ્રય અને નાગરિકતા આપશે. આ જોગવાઈ ભારતને પણ લાગુ પડે છે. પણ ભારતમાં મુસ્લિમો અતિસુરક્ષિત છે.

તમે જુઓ છો કે ભારતની જનતાએ મુસ્લિમોને સુરક્ષિત રાખ્યા છે. આને સિદ્ધ કરવાની જરુર નથી. આ સત્ય ૧૯૫૧ની જનગણના અને ૨૦૧૧ની જનગણના જ સિદ્ધ કરે છે. આનાથી ઉલ્ટું પાકિસ્તાન અને બંગ્લાદેશ પોતાને ત્યાં રહેલી લઘુમતિને સુરક્ષા આપી શક્યા નથી.

કોંગીનેતાગણ, તેમના સાંસ્કૃતિક સાથીઓ સહિત, અને મુસ્લિમો નેતાઓ સહિત, જાણીજોઈને મુસ્લિમોને અને પોતે પણ ભ્રમમાં રહેવા માગે છે, અથવા એવો ઢોંગ કરે છે. કોંગી નેતાગણ ઉપર તો ન્યાયિક કાર્યવાહી કરવી જોઇએ. અફવા ફેલાવવી અને હિંસા માટે મુસ્લિમોને ઉશ્કેરવા તે ગેર બંધારણીય છે, અને ગુનો પણ બને છે.

કોંગીનેતાઓના પેટમાં શું છે?

કોંગી સરકારોએ ખંધાઇપૂર્વક દશકાઓ સુધી સમસ્યાઓને અનિર્ણિત રાખેલી, તે સમસ્યાઓને બીજેપીએ ઉકેલી છે. કોંગી સરકારનું વલણ અનૈતિક અને જનતંત્રની વિરુદ્ધ હતું. પણ નહેરુથી શરુ કરી ઇન્દિરા સહિતની, અને સોનિયા-મનમોહન સરકારોને આવી અનિર્ણાયકતાનો છોછ નથી. પછી તે, પાકિસ્તાન હસ્તક રહેલો જમ્મુ-કાશ્મિરના હિસ્સા ઉપર  યુનોના ઠરાવનો અમલ હોય, કે અલોકતાંત્રિક કલમ ૩૭૦/કલમ ૩૫એ હોય, કે નહેરુ-લિયાકત અલી સમજુતીનો અમલ હોય, કે સંસદ સામે ચીનસાથેના યુદ્ધમાં ૭૧૦૦૦ ચોરસ માઈલ ભારતીય ભૂમિ પાછી લેવાની હોય, કે ઇન્દિરાએ લીધેલી એક કરોડ બાંગ્લાદેશી ઘુસણખોરોને પાછા મોકલવાની પ્રતિજ્ઞા હોય કે, ભારતીય બંધારણને સુરક્ષા આપવાની વાત હોય કે, મુસ્લિમ સ્ત્રીઓને માનવીય અધિકાર આપવાનો મુદ્દો હોય, કે આતંકવાદી આક્રમણ નો ઉત્તર આપવાની વાત હોય કે જનતાની ગરીબી હટાવવાની વાત હોય, કે ભ્રષ્ટાચાર હઠાવવા માટે ફુલપ્રુફ સીસ્ટમ બનાવવાની વાત હોય … આ બધું જ અવગણી શકાય છે. કારણ કે કોંગીનેતાઓનું એકમાત્ર ધ્યેય, દેશના કોઈપણ ભોગે, સત્તા પ્રાપ્ત કરો અને લૂટ ચલાવો. અને આમ કરવા માટે વોટબેંક બનાવો./કરમની કઠણાઈ અને કોંગીની વિચારધારા/

કોંગીનેતાઓ માટે કરમની કઠણાઈ એ થઈ કે ૨૦૧૪માં અને ૨૦૧૯માં તે કેન્દ્રમાં ચૂંટણી હારી ગઈ. હવે સત્તા પાછી કેવી રીતે મેળવવી?/અરે ભાઈ, આપણે કોંગી છીએ. માન ન માન આપણી પાસે સ્વાતંત્ર્યની લડતની ધરોહર છે, ભલે આપણા આચાર તદ્‌ન ભીન્ન હોય. આપણને સાધન-અશુદ્ધીનો કશો છોછ નથી. આપણા વિરોધીઓને કોઈપણ ગાળ આપવી અને તેમની ઉપર કોઈ પણ આરોપ મુકવો એ આપણી ગળથુથીમાં છે. માટે આપણે આપણા એજન્ડા ને આગળ ચલાવો.

“આ મોદી સરકાર, પાકિસ્તાનમાંથી આવેલા હિન્દુઓની જ ચિંતા કરે તે ન ચાલે. ભલે તેઓ પાકિસ્તાનમાં ધર્મના આધાર પર પ્રતાડિત થયેલા હોય અને ઘરબાર છોડી અહીં શરણાર્થી થયેલા હોય. તમે તેમને નાગરિકતા બક્ષો એ ન ચાલે.

“પાકિસ્તાનમાં તો આતંકવાદી મુસ્લિમો પણ લઘુમતિમાં છે. ભલે મુસ્લિમ લોકો પાકિસ્તાનમાં બહુમતિમાં હોય. આ બહુમતિ આતંકવાદમાં સક્રિય નથી એટલે સક્રિય આતંકવાદીઓ પણ લઘુમતિમાં જ ગણાવા જોઇએ. જુઓને હાફિજ઼ મહમ્મદ સઈદનો પક્ષ પાકિસ્તાનની ચૂંટણીમાં હારી ગયો એટલે તેનો પક્ષ બહુમતિમાં તો કહેવાય જ નહીં. આવા તો અનેક પક્ષો છે, જે બધા જ લઘુમતિમાં છે. જો આ બધા બહુમતિમાં હોત તો તેઓ પોતેજ સરકાર ચલાવતા ન હોત શું? તેઓ પોતે સરકાર ચલાવતા નથી એટલે સિદ્ધ થાય છે કે તેઓ લઘુમતિમાં જ છે.

“બીજેપી વાળા અક્કલ માં ઝીરો છે. તેઓ લઘુમતિ એટલે શું, એ સમજ઼તા જ નથી. ધર્મના આધારે તેઓ પાકિસ્તાનને પણ છોડતા નથી.

આ બીજેપી વાળા તો પાકિસ્તાનની પ્રજાની અંદર પણ તેઓને ધાર્મિક આધાર પર ભેદભાવ ઉત્પન્ન કરવા માગે છે. આ રીતે પાકિસ્તાનના નાગરિકોને ધર્મના આધાર પર ઓળખવા તે શું આપણા જનતંત્રને શોભે ખરું?

“માટે ભારતના અને પાકિસ્તાનના હે મુસ્લિમો, અમે તમારી સાથે છીએ. એક વખત તો તમારી શક્તિ, બીજેપી સરકારને બતાવી દો. અમે તમને માર્ગદર્શન આપીશું કે તમારે (દેશમાં આગ લગાવવાની) તમારી શક્તિ ક્યારે ક્યારે બતાવવાની છે. અમે તમારી કોમવાદી અને અસામાજિક શક્તિઓને ખીલવતા આવ્યા છીએ, અને હિન્દુઓને તેમના માનવ અધિકારોથી તમારા થકી વંચિત રાખતા આવ્યા છીએ તે તમે સુપેરે જાણો જ છો.

“હિન્દુઓ તમારી એક મસ્જીદ તોડે અને તેના પ્રત્યાઘાતમાં કે પ્રત્યાઘાત વગર પણ તમે હજાર મંદિર તોડો તો કોઈની મજાલ છે કે તમને કોઈ નોન-સેક્યુલર કહી શકે? હિન્દુઓએ તોડી પાડેલી એક મસ્જિદના વિરોધમાં તો અમે તેમને બતાવી દઈએ કે કેટલી વિશે સો થાય છે.

“હે મુસ્લિમ ભાઈઓ, અમે તો તમારા ગુન્ડાઓની પણ વહારે આવીએ. ગુન્ડાઓ જ નહીં આતંકવાદીઓની વહારે પણ આવીએ છીએ, અને તેમના માનવ અધિકારની સુરક્ષા માટે અમે તત્પર હોઇએ છીએ. તમારા આતંકવાદીઓને ભૂલે ચૂકે ભારત સરકારે પકડ્યા હોય તો અમે અમારા ગૃહમંત્રીના લોહીના સગાંઓનું અપહરણનું નાટક કરાવી, બદલામાં તમારા રકમબંધ આતંકવાદીઓને છોડાવીએ. મુફ્તિ મહંમદ સઈદનો જ દાખલો લો ને!

“આ બધી વાતો તો તમે જાણો જ છો. હા પણ, અમે આ બધું ત્યારે જ કરી શકીએ જ્યારે તમે અમને સત્તા પર રાખો.

“હે મુસ્લિમ ભાઈઓ, કેટલાક સુજ્ઞ મુસ્લિમ ભાઈઓ, તમારા વિરોધનો વિરોધ કરશે. પણ તમારે તેમને ગણકારવાના નથી. અમે તમારી સાથે છીએ. તમારે દશ હિંસક વિરોધ કરવાની સાથે એક શાંત વિરોધ પણ કરવો. જો કે નહીં કરો તો પણ ચાલશે. અમે કહીશું કે સરકારની પોલીસે શાંત વિરોધકર્તાઓ પર દમનનો કોરડો વીંઝ્યો છે. લઘુમતિઓના અવાજને રુંધ્યો છે. લઘુમતિઓના બંધારણીય અધિકારોને સરકારે નકાર્યા છે. બીજેપી સરકારે બંધારણનું ખૂન કર્યું છે. આ સરકાર નાઝીવાદી છે. અમે યુનોમાં આ સરકારને પડકારીશું.

“હે મુસ્લિમ બંધુઓ, તમે યાદ રાખો કે તમે પણ જેવા તેવા નથી. ચંગીજ઼ખાન, તૈમૂર, મોહમ્મદ ઘોરી, મોહમ્મદ ગજ઼નવી … વિગેરે અનેક મહાનુભાવોના સંતાન છો. વારસદાર છો.

મુસ્લિમોને કશું મોળું ખપે

“હે મુસ્લિમ બંધુઓ, અમે જાણીએ છીએ કે તમને કશું મોળું ન ખપે. તમે નાના પાયે કશું કરવામાં માનતા નથી. અમે તમને આ વાત જ શિખવી છે. તમારે તો આખા રેલ્વેના ડબાને બાળવાનો હોય છે.  તમે હજારો કાશ્મિરી હિન્દુઓની કત્લ કરો, હાજારો કશ્મિરી હિન્દુ સ્ત્રીઓની લાજ લૂંટો, અને પાંચ લાખ કાશ્મિરી હિન્દુઓને ખૂલ્લંખૂલ્લી બિન્ધાસ્ત ધમકીઓ આપી તેમના ઘરોમાંથી તગેડી મુકો, અને દશકાઓ સુધી તેમને નિરાશ્રિત રાખો, તો પણ તેમાંના એક પણ હિન્દુની મજાલ છે કે તે આતંકવાદી બને? એટલું જ નહીં દેશના એક અબજ હિન્દુઓમાં પણ એક પણ આતંકવાદી ન પાકે એવો અમારો કડપ છે. અરે! એટલું જ નહીં, હિન્દુઓ આતંકવાદી ન હોય તો પણ અમે આ હિન્દુઓ વિષે “હિન્દુ આતંકવાદ”થી ભારતને બચાવો એવી કાગારોળ અને ઘોષણાઓ દેશ વિદેશમાં કર્યા કરીએ છીએ. હે મુસ્લિમ બંધુઓ, તમને અમારા જેવા (ખાવિંદ, હમસફર) મળવા અશક્ય છે. આ વાત તમે મહેસુસ કરો.

“હે મુસ્લિમ બંધુઓ, તમે એક કશ્મિરમાં જ હિન્દુઓને હતા ન હતા કરી શકો એટલું પુરતું છે એમ ન માનતા. અમે તમને ભારતમાં છૂટક છૂટક અનેક છોટે કાશ્મિર બનાવવાની છૂટ આપી છે અને તમને એનો લાભ લેવા સશક્ત કર્યા છે. એટલે તમે બેફામ બનો. તમે રેલ્વેના પાટા ઉખેડો, બસો બાળો, વાહનો બાળો, પોલીસ ચોકીઓ બાળો, પોલીસો અને સુરક્ષા દળો ઉપર પત્થર મારો કરો … આખા દેશમાં હા હા કાર મચાવી દો. એટલે દુનિયાને પણ ખબર પડશે કે આ બીજેપી સરકારે કંઇક તો એવું કર્યું છે કે જે આ શાંત, અમન પ્રિય, સાચાબોલી અને ઇમાનદાર ધર્મ પાલન કરનારી મુસ્લિમ પ્રજા વિરુદ્ધ છે. અને તેથી જ તો તે ન્યાયની યાચના માટે રસ્તા ઉપર આવી ગઈ છે.”

તડ અને ફડ વાળા

કેટલાક તડ અને ફડ વાળા મૂર્ધન્યો પોતે તટસ્થ છે, તે બતાવવાની ઘેલછામાં નાગરિકતા સંશોધન કાયદાને (સી.એ.એ.)ને અ-જનતાંત્રિક અને ભારતીય સંવિધાનની બિનસાંપ્રદાયિક જોગવાઈના હનન તરીકે ઠેરવે છે. જો સાચેસાચ આમ જ હોય તો તેમણે “નહેરુ-લિયાકત અલી સમજુતી”ને પણ સાંપ્રદાયિક ગણાવવી જોઇએ. એટલે કે નહેરુની ઉપર આ સમજુતીનો આધાર લઈ માછલાં ધોવા જોઇએ. પણ આ ઘેલા લોકોમાં આ હિમત નથી. અથવા તો તેમની સ્મૃતિમાંથી આ ઘટનાનો લોપ થયો છે. જો આવું ન હોય તો તેમની દૃષ્ટિએ કરાર કરવો અને પછી ભૂલી જવો તે સેક્યુલર છે. પણ તે કરારનો અમલ કરવો તે એક દુષ્કૃત્ય છે અને અક્ષમ્ય છૅ. એટલે કે નહેરુ અને લિયાકત અલી વચ્ચે કરાર થયો તે વાત તો ઠીક છે મારા ભાઈ. નહેરુ/ઇન્દિરાએ તે કરારની રુએ પ્રતાડિત હિન્દુઓની તરફમાં પગલાં લેવામાં પ્રમાદ કર્યો તે માટે તેમને ધન્ય છે. અને લિયાકત અલીએ કે તેમના અનુગામીઓએ તો હિન્દુઓની સુરક્ષા પણ ન કરી. તેથી તે સૌ નેતાઓને સલામ છે. આ મૂર્ધન્યોની વક્રતા જુઓ. મોદીને કોઈ પણ તાર્કિક આધાર વગર કોમવાદી, નાઝીવાદી કહેશે, પણ જે નહેરુએ કાશ્મિરમાં બિનલોકશાહીયુક્ત કલમ ૩૭૦/૩૫એ, દાખલ કરી તે વિષે મૌન રહેશે. વળી તેઓ, કાશ્મિરની સ્વાયત્તતા નરેન્દ્ર મોદીએ નષ્ટ કરી તેમ કુદી કુદીને કહેશે. ૧૯૪૮માં જમ્મુ કાશ્મિર ઉપર યુનોએ ઠરાવ પાસ કર્યો, પણ તેના અમલ માટે નહેરુએ પાકિસ્તાન ઉપર દબાણ ન કર્યું. નહેરુવંશવાદીઓના આવા તો અગણિત પ્રમાદો ઇતિહાસના પર્ણો ઉપર લખાયેલા છે.

દરેક દેશનું કર્તવ્ય છે અને તે પણ જનતાંત્રિક રાષ્ટ્રો માટે તો ખાસ, કે પોતાના નગરિકોની નોંધ રાખે. જો આવું તે ન કરે તો લાંબે ગાળે દેશ ઘુસણખોરોથી ખદબદવા લાગે. દરેક રાષ્ટ્ર આવી નોંધણી રાખે છે. વળી ભારતમાં તો સર્વોચ્ચ ન્યાયાલયે આદેશ કર્યો છે. નહેરુવંશવાદી સરકારોએ કદી ન્યાયિક આદેશોને ગંભીરતાથી લીધા જ નથી. તેના અનેક ઉદાહરનો નોંધાયેલા છે. આ પણ એક પ્રમાદમાં ભૂલાયેલો આદેશ છે./આપણા મૂર્ધન્યોને બીજેપી જેવી પ્રતિબદ્ધ સરકાર પસંદ નથી. આપણા મૂર્ધન્યોને તો કોંગી જેવી એદી સરકાર જ પસંદ પડે છે. વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર કૌભાંડમાં ૪૦ કરોડ રુપીયા, મીડીયાનું મોં બંધ રાખવા આપ્યા હતા. આ શું દર્શાવે છે? જોકે કેટલાક મૂર્ધન્યોને પાઈ પણ નહીં મળી હોય પણ આવા મૂર્ધન્યોને તો આ કૌભાંડોની ખબર પણ નહીં હોય.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

“કંઈક તો ખોટું થયું છે … !!!” શોધવાની ઘેલછા

કંઈક તો ખોટું થયું છે … !!!” શોધવાની ઘેલછા

હાજીવાત તોઅનુચ્છેદ ૩૭૦ અને અને ૩૫એને મોદી સરકાર દ્વારા રદ કરવાની વાત છે.

જો કે આમાં કંઈ નવું નથી. દેશનો વાચાળ વર્ગ ત્રણ ચાર ભાગમાં વહેંચાઈ ગયો છે. દેશની જનતા ખુશ છે. સરકારી તંત્ર દ્વારા પ્રકાશિત થતી માહિતિઓને બનાવટી કહેવું શક્ય નથી. કાશ્મિરમાં શાંતિ તો દેખાય છે તે એક તથ્ય છે.

OTHER SIDE OF THECOIN

“(આમને પૂછો કે આમના જેવાને પૂછો કે આર્ટીકલ ૩૭૦/૩૫એ રાખવા કે નહીં.)” મૂર્ધન્યાઃ ઉચુઃ

હવે શાંતિને કેવી રીતે જોવી તે ઉપર રાજકીય નેતાગણ અને તેમના પળીતા સમાચાર માધ્યમો પોતાના એજન્ડાને અનુરુપ વિશ્લેષણ કરવા માથાફોડ કરી રહ્યા છે. તેમનો અધિકાર છે. પણ તે કેટલો શ્રેય છે તેની ચર્ચા કરવી પણ આવશ્યક છે.

હકીકત (ખરાઈ, ખરું), સત્ય અને શ્રેયઃ

હકીકત, સત્ય અને શ્રેય ત્રણેયના અર્થમાં ફેર છે. તેની સીમારેખા ધુંધળી હોઈ શકે છે. પણ તે સીમા રેખા ધુંધળી પણ હોઇ શકે છે. હકીકતને અવગણી શકાય છે. જો સત્યમાં શ્રેય હોય તો તેને પણ અવગણી શકાય છે, પણ તેમાં તમે કેવો માર્ગ અપનાવો છો તેની ઉપર નિર્ભર છે.

 કાશ્મિરમાં હકીકત શું છે?

કાશ્મિરમાં હકીકતમાં શાંતિ છે. શાંતિ શા માટે છે? કારણ કે સીમાપારથી ઘુસેલા આતંકવાદીઓ અને તેમના અહીંના પેઈડ મળતીયાઓ, દુકાનદારોને ધમકી આપી રહ્યા છે કે જો તમે દુકાનો ખોલશો તો મોતને ઘાટ ઉતરશો. આતંકવાદીઓનુ જોર ઓછું થયું છે. પણ તેમનું જોર નષ્ટ થયું નથી. સુરક્ષા દળોનુંઓલ આઉટઅભિયાન ચાલુ છે. અભિયાન આવતા પાંચ વર્ષોમાં પુરું થશે તેમાં શક નથી. હવે જમ્મુકાશ્મિર રાજ્યમાં ભારતીય બંધારણના ફોજદારી કાયદાઓ લાગુ પડશે, એટલે દેખીતી રીતે કાશ્મિરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરશે.

પણ સુધરતી પરિસ્થિતિ, કાશ્મિરની અંદર અને કાશ્મિર બહારની અમુક ટોળકીઓને પસંદ નથી. કારણકે કાશ્મિરમાં જો શાંતિ સ્થપાઈ જાય તો તેમની રાજકીય અને આર્થિક સ્થિતિને પારાવાર નુકશાન થાય છે.

કાશ્મિરની પરિસ્થિતિ એક શસ્ત્રઃ

કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ વાત સુપેરે જાણે છે કે પરિસ્થિતિ સુધરી રહી છે. તેથી તેઓ આંધળા થઈને નરેન્દ્ર મોદીની સરકારનો દરેક મુદ્દે વિરોધ કરે છે. અને તેમાં કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ પાસેકાશ્મિરની સ્થિતિભારતીય જનતાને અસમંજસમાં મુકવા માટેનું સૌથી મોટું અસરકારક શસ્ત્ર હતું. કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓની ટોળકીના શસ્ત્ર ઉપર નરેન્દ્ર મોદીની સરકારે મોટો મિસાઈલ પ્રહાર કર્યો છે.

કોંગીઓનો અનુભવઃ

કોંગીઓને અને તેમની સહાયક ટોળકીઓને આમ જનતાને ગુમરાહ કરવાનો કમસે કમ દાયકાઓનો અનુભવ છે. સરકારી શસ્ત્રોથી ટોળકીઓ હવે અફવાઓ ફેલાવી શકે તેમ નથી. પણ મોટા ભાગના સમાચાર માધ્યમો ઉપર તેમનો કબજો છે, તેથી અને તેમજ વળી કેટલાક મૂર્ધન્યો, કટારીયાઓ અને વિશ્વવિદ્યાલયોના પ્રમાણપત્ર ધારકોએ તેમનું લુણ ખાધું છે. તટસ્થતાની ધૂન પણ ઘણા કટારીયાઓને માથે સવાર થઈ હોય છે. એટલે ભલે નરેન્દ્ર મોદીને સમર્થન કરીએ તો પણઅમે કંઈ નરેન્દ્ર મોદીના ભક્ત નથી પ્રદર્શિત કરવા એક ગોદો તો મોદીને પણ મારો. વિવાદાસ્પદ મુદ્દા ઉપર નરેન્દ્ર મોદીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક કે વધુ ગોદા મારી લેવા જોઇએ.

દા..

નોટ બંધીઆમ તો બરાબર હતી, પણ તેને પૂરી તૈયારી કર્યા વગર લાગુ કરવા જેવી હતી.

  “જીએસટીસૈધાંતિક રીતે બરાબર છે, પણ તેનાથી લોકોને હાડમારી પડે તેનું ધ્યાન રાખવા જેવું હતું.

અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એનાબુદ કર્યા સારી વાત છે. પણ કાશ્મિરની જનતાને વિશ્વાસમાં લેવા જેવી હતી. કાશ્મિરમાં અત્યારે જે શાંતિ દેખાય છે તે તો ફરેબી છે. સુરક્ષાબળોની ઉપસ્થિતિને કારણે શાંતિ છે. એટલે સાચી શાંતિ નથી. લોકશાહીને અનુરુપ શાંતિ નથી વિગેરે વિગેરે

જો કે કોંગી અને તેની સાંસ્કૃતિક ટોળકીએ તો પાકિસ્તાનનો અનેઅમુક પાશ્ચાત્ય પંડિતોના બ્રેકીંગ ઈન્ડિયાએજન્ડા વાળા સમાચાર માધ્યમોનો સહયોગ લઈદેશદ્રોહની હદ સુધી જવાનું વલણ અપનાવ્યું છે. સ્થિતિ અક્ષમ્ય છે.

તમે યાદ કરો. નરેન્દ્ર મોદી તો વર્ષથી કહેતા આવ્યા છે કે રાજકીય પક્ષોએ અને સમાચાર માધ્યમોએઅનુચ્છેદ ૩૭૦/૩૫એથી કશ્મિરને શું ફાયદો થયો તેની ચર્ચા કરવી જોઇએ. મોદીનું કહેવું તો સ્પષ્ટ છે કે અનુચ્છેદો ૩૭૦/૩૫એલોકશાહી મૂલ્યોને અનુરુપ નથી. અનિયત કાલ સુધી તેને ચાલુ રાખી શકાય નહી.

અનુચ્છેદ ૩૭૦/૩૫એ નો વિરોધ થતો આવ્યો છે.

કાશ્મિરના મહારાજાના દેશી રાજ્યનું ભારત સાથેનું જોડાણ અન્ય 565 દેશી રાજ્યો જેવું હતું. બધાં રાજ્યોને પોતાના કાયદાઓ હતા. ભારતનું પ્રભૂત્વ સ્વિકાર્યા પછી તેમની બંધારણ સભા હોય કે હોય તેનું મહત્વ રહેતું નથી. તેનું મહત્વ રહેવું પણ જોઇએ. ઉપરાંત આપણે પણ સમજવું જોઇએ કે અનુચ્છેદોનો ઉમેરો કરવામાં લોકશાહી પ્રક્રિયાને અનુસરવામાં આવી નથી. તેમજ તે લોકશાહી મૂલ્યોને અનુરુપ નથી. તેનો ઉમેરોહંગામીશબ્દ સાથે કરવામાં આવ્યો છે, તે શું સૂચવે છે તેનું હાર્દ પણ સમજવું જોઇએ.

અનુચ્છેદોનો શો પ્રભાવ છે.

() ૧૯૪૪ થી ૧૯૫૦ સુધી પાકિસ્તાનથી જમ્મુ અને કાશ્મિર રાજ્યમાં આવેલા નિરાશ્રિતોને રાજ્યમાં મતાધિકાર નથી.

() નિરાશ્રિતોને કાશ્મિરમાં વ્યવસાય કરવાનો કે નોકરી કરવાનો કે શિક્ષણ લેવાનો હક્ક નથી,

() નિરાશ્રિતોમાં જેઓ દલિત હિન્દુ છે તેમને ફક્ત ઝાડુવાળાની નોકરી કરવાની છૂટ્ટી છે. એટલે કે તેઓ ગમે તેટલી યોગ્યતા અને માન્ય સંસ્થાઓના પ્રમાણ પત્રો ધરાવતા હોય તો પણ તેઓ વ્યવસાય કે નોકરી કરી શકતા નથી. એટલે કે તેમની ઓળખ તેમના ધર્મ અને જ્ઞાતિને આધારે કરવી ફરજીયાત છે.

() નિરાશ્રિતો ૧૯૪૪થી રહેતા હોય તો પણ તેમને અને તેમના સંતાનોને લોકશાહીના અધિકાર નથી. તેઓ કોઈ સ્થાવર મિલ્કત પણ ખરીદી શકતા નથી.

() જો નિરાશ્રિત મુસ્લિમ હોય તો તેને કાશ્મિરી નાગરિકતાના બધા અધિકાર મળે છે.

() જો કાશ્મિરી સ્ત્રી, બિનકાશ્મિરી પાકિસ્તાની મુસ્લિમ પુરુષ સાથે પણ લગ્ન કરે તો તેના બધા નાગરિક હક્ક ચાલુ રહે છે પણ જો તે બિનકાશ્મિરી હિન્દુ સાથે લગ્ન કરે તો તે પોતાના કાશ્મીરી નાગરિક હક્કો ગુમાવે છે.

Image may contain: text

ગાંધીજીએ શું કહેલ?

જમ્મુ અને કાશ્મિરનું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાઈ શકે. કારણ કે પાકિસ્તાનની પોલીસી ખૂબ ખરાબ છે. દેશી રાજ્ય સ્વતંત્ર રહે તે શક્ય નથી. આવા સંજોગોમાં તે ભારત સાથે જોડાઈ શકે.”

(ગાંધીજીના અંતિમ ત્રણ માસની રોજનીશી તા. ૧૦૧૯૪૭દિલ્હીમાં ગાંધીજીપૃષ્ઠ ૯૪. લેખિકા મનુબેન ગાંધી. નવજીવન પ્રકાશન મંદિર. અમદાવાદ૧૪)

ગાંધીજીને તે વખતે શેખ અબ્દુલ્લા અને નહેરુ ઉપર વિશ્વાસ હતો. ગાંધીજીને વાતની પણ ખબર હતી કે સરદાર પટેલને શેખ અબ્દુલ્લા ઉપર જરાપણ વિશ્વાસ હતો. ગાંધીના વિશ્વાસનો નહેરુએ અને શેખ અબ્દુલ્લાએ બંનેએ ગાંધીજીના મૃત્યુ પછી ભંગ કરેલો. લિયાકત અલી પર ગાંધીજીને જરાપણ વિશ્વાસ હતો. કારણ કે લિયાકત અલી, કાશ્મિરના મહારાજાને સ્વતંત્ર રહેવા દબાણ કરતા હતા. એટલે ગાંધીજીએ ઉપરોક્ત વાત કરી હતી.

અત્યારે આપણે જોઇએ છીએ કે પાકિસ્તાન પણ સ્વતંત્ર રહી શકે તેમ નથી. ભલે જીન્નાએ ધર્મનિરપેક્ષ દેશ સ્થાપવાના સ્વપ્ન જોયાં હોય પણ જે દેશ ધર્મના નામ પર રચાયો હોય તે દેશ અનેક રીતે પાયમાલ થઈ શકે છે.  પાકિસ્તાનની લોકશાહી ખોડંગાતી ચાલે છે. આતંકવાદીઓ અને સૈન્ય ઉપર સરકારનો જરાપણ કાબુ નથી. તેની ગુપ્તચર સંસ્થા પણ સેનાના કબજામાં છે. જે મુસ્લિમોએ પાકિસ્તાનના સ્વપ્નાઓ જોયાં હતા, તેમણે સ્વાતંત્ર્યની લડતમાં કશો ભોગ આપ્યો નથી. તેઓ પોતે જ કહે છે કે “રો કે લિયા થા પાકિસ્તાન … લડકે લેંગે હિન્દુસ્તાન. પાકિસ્તાને ભારત સાથે ચાર યુદ્ધ કર્યા. ચારેય યુદ્ધમાં તે હાર્યું. છેલ્લાં ૩૫ વર્ષથી પાકિસ્તાન ભારત સામે અપ્રત્યક્ષ  યુદ્ધ  કરી રહ્યું છે. અને ભારતમાં બીજેપીનું મજબુત  શાસન આવવાથી તે હારવા ની અણી ઉપર છે.

નરેન્દ્ર મોદીએ તો ચર્ચા માટે આહવાહન આપેલ અને પણ ૨૦૧૪ની ચૂંટણીઓ પહેલાંથી.

શેખ અબ્દુલ્લાના ફરજંદ એવા ફારુખ અબ્દુલ્લાએ શું વાત કરેલ?

જો તમે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ને કાઢશો તો સમજી લો કે અમે પાકિસ્તાન સાથે જોડાઈ જઈશું. પૂરો સંભવ છે કે ફારુખે, શેખ અબ્દુલ્લાની મનની વાત દોહરાવી. કારણ કે આવા કારણસર શેખ અબ્દુલ્લાને જેલમાં પૂરવામાં આવેલ.

મહેબુબા મુફ્તીએ શું કહેલ કે જો તમે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ને નાબુદ કરશો તો કાશ્મિરમાં બળવો થઈ જશે, તમે કાશ્મિરને ભૂલી જજો. તમને શબની ઉપર ભારતનો ત્રીરંગો પણ ઢાંકવા મળશે નહીં. આવા નેતાઓ સાથે શી મસલત થઈ શકે?

નરેન્દ્ર મોદી પૂછે છે કે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ થી કાશ્મિરને શું ફાયદો થયો? તો ઉપરોક્ત બંને નેતાઓ કાશ્મિરમાં હિન્દુઓને થનારા અને ભારતની ભૂગોળનેકપોળ કલ્પિતથનારા નુકશાનની વાત કરે છે.

જો કે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ હોવા છતાં પણ કાશ્મિરના બંને નેતાઓએ અને તેમના સહયોગીઓએ કશ્મિરના નાગરિક એવા હિન્દુઓને નુકશાન કરવામાં કશું બાકી રાખ્યું નથી. ખૂલ્લેઆમ ૩૦૦૦+ હિન્દુઓની કતલ કરી છે. ૧૦૦૦૦+ હિન્દુ સ્ત્રીઓની લાજ લૂંટી છે. અને ૫૦૦૦૦૦+ કશ્મિરી હિન્દુઓને ઘરમાંથી હિજરત કરાવી છે. મુસ્લિમોની બહુમતિ ધરાવતા પ્રદેશમાં હિન્દુઓની કત્લેઆમ કરવામાં આવી છે અને તેમને પીડવામાં કશું બાકી રાખ્યું નથી. આવા અત્યાચારો તેમની હાજરીમાં અને તેમના સત્તાના સમયમાં થયા હોવા છતાં તેમને તેનો અફસોસ નથી અને જવાબદારી નથી. આવા અતિ નિમ્ન કક્ષાના નેતાઓ પાસેથી તમે તર્ક્યુક્ત ચર્ચાની અપેક્ષા કેવી રીતે રાખી શકો? હિન્દુઓ ઉપર થયેલા કત્લેઆમ વિષે જેટલા મુસ્લિમ નેતાઓ જવાબદાર છે તેટલા કોંગીના નેતાઓ પણ જવાબદાર છે.

સરવાળે ફલિત થાય છે કે

અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ને કારણેઃ

અમારા રાજ્યમાં આવેલા નિરાશ્રિતોને અમે ધર્મથી ઓળખીએ છીએ, અને અમે બિનમુસ્લિમોને સમાન નાગરિક અધિકાર આપતા નથી અને મતાધિકાર પણ આપતા નથી,

બિનમુસ્લિમ નિરાશ્રીતોને અમે નોકરી અને વ્યવસાય ના હક્ક આપતા નથી,

અમે જ્ઞાતિવાદમાં માનતા નથી. હિન્દુઓના જ્ઞાતિવાદની અમે ભર્ત્સના કરીએ છીએ. તો પણ અમે તો તેમને તેમના દલિતોને જ્ઞાતિને આધારે ઓળખીશું.

બિનમુસ્લિમ નિરાશ્રિતોને અમે સ્થાવર સંપત્તિનો હક્ક આપતા નથી,

કશ્મિરી મહિલાઓને અમે સમાન નાગરિક અધિકાર આપતા નથી,

હાઅમે કંઈ જેવા તેવા નથી. અમે કશ્મિરીયતમા માનીએ છીએ, અમે લોકશાહીમાં માનીએ છીએ અમે માનવાતામાં માનીએ છીએ. કારણ કે અમે ધર્મનિરપેક્ષ અને જનતંત્ર વાદી છીએ.

આવો વદતઃ વ્યાઘાત તમને ક્યાં જોવા મળશે?

આજ નેતાઓ તેમની કોંગીઓ સાથેની મિલી ભગતથી, કશ્મિરના વિભાજનવાદી નેતાઓને ભારતની જનતાએ ભરેલા કરવેરા દ્વારા સરકારે કરેલી કમાણીમાંથી બાદશાહી સગવડો અને સુરક્ષા આપે છે. તેઓ સૌ તાગડધિન્ના કરે છે. (જોકે મોદીકાકાએ કેટલીક સગવડો બંધ કરી છે).  મુસ્લિમ નેતાઓને આવી મફતની અને દેશને નુકશાન કરવાની સગવડો ભોગવામાં છોછ હોય. પણ કોંગીઓને પણ જરાપણ લજ્જા કે શરમ નથી.

 સુરક્ષાદળ જો પત્થરબાજને જીપ ઉપર બાંધી પોતાની સુરક્ષા કરે તો મુફ્તી, ફારુખ, ઓમર, અને કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓની આંખમાંથી દડ દડ આંસુ વહેવા માંડે છે. પણ કાશ્મિરમાં ૧૯૭૯૮૦માં આતંકવાદીઓએ ત્યાંના સ્થાનિક મુસ્લિમો અને નેતાઓના સહયોગથી હજારો હિન્દુઓની કત્લેઆમ કરેલી. બાકીનાઓને બેઘર કરી દશકાઓ સુધી નિરાશ્રિત બનાવ્યા.  તેમના પેટનું પાણી પણ હાલતું નથી.

કોંગી અને તેના સાંસ્કૃતિક સહયોગીઓની લોકશાહીની પરિભાષાઃ

આજ કોંગ્રેસીઓ જ્યારે કાશ્મિરમાં સાચા અર્થમાં લોકશાહી મૂલ્યોની સ્થાપના થાય છે ત્યારે દેકારા પડકારા સાથે કૂદંકૂદા કરે છે.   કોંગીઓનું વલણ તેમના સાથીઓની જેમ દંભી, કોમવાદી અને લોકશાહી મૂલ્યોથી વિરોધી દિશામાં છે. કોંગીને ૧૦૦+ વર્ષ જુનો પક્ષ કહેવો તે મૂળ કોંગ્રેસીઓએ આપેલ ત્યાગ અને બલિદાનોનું અપમાન છે. જો મૂર્ધન્યો બીજું કશું ન કરે પણ જો તેઓ આ કોંગીઓના પક્ષને મૂળ કોંગ્રેસ પક્ષ ન માને અને ન મનાવે તો તેમનું વાર્ધક્ય ઉજળું રહેશે. નહીં તો તેમના ધોળામાં ધૂળ જ પડશે.

મૂર્ધન્યો સમજવા માગતા હોય તો સમજેઃ

જો કોઈ એક પ્રદેશ, દેશનો એક હિસ્સો હોય, અને ત્યાં કોઈ પણ કારણસર લોકશાહી મૂલ્યોની રક્ષા થતી હોય, તો કેન્દ્ર સરકારની ફરજ છે કે ત્યાં લોકશાહીની સ્થાપના થાય. બાબતમાં જેઓ સ્થાનિક લોકોને કેમ પૂછ્યું એવો જે મુદ્દો ઉઠાવે છે તે અસ્થાને છે. સ્થાનિક લોકોને શું પૂછવાનું છે?

જે વખતે દેશી રાજ્યનું જોડણ થયું હતું, તે વખતે જે કંઈ પ્રક્રિયા બીજા દેશી રાજ્યો સાથે અપનાવેલી તેવી પ્રક્રિયા દેશી રાજ્ય પરત્વે અપનાવેલી. જે કંઈ ખોટું થયું તે શેખ અબ્દુલ્લા અને નહેરુને કારણે થયું, અને તે પણ લોકશાહી પ્રક્રિયા અપનાવ્યા વગર થયું, ગાંધીજી અને વલ્લભભાઈના મૃત્યુ પછી થયું.

તમે યાદ કરો. શું રાજાના સાલિયાણાં અને વિશેષ અધિકારો રાજાઓ સાથે ચર્ચા કરી નાબુદ થયેલા? રાજાઓ સાથે તો સહમતિ-કરારનામું પણ થયેલ. તો પણ તે રાષ્ટ્રપતિના અધ્યાદેશ દ્વારા તાત્કાલિક અસરથી લાગુ પાડેલ. અહીં તો આવું કશું કરારનામું અસ્તિત્વ ધરાવતું પણ નથી. ભારતની સંસદ, લોકશાહીમાં સર્વોચ્ચ છે. સંસદને પણ માનવ અધિકારોનું હનન કરવાની સત્તા નથી. વાતની, કટોકટીફેમ અને શાહબાનોફેમ કોંગીને ખબર હોય કે તેના સંસ્કારમાં ન હોય તે સમજી શકાય તેમ છે. પણ સમાચાર માધ્યમોના મૂર્ધન્યો તેને સમજી શકે તે વિધિની વક્રતા છે, કે ભારતીય સમાચાર માધ્યમોના અમુક મૂર્ધન્યો સાંસ્કૃતિક ગુલામી થી મૂક્ત થયા નથી. તેથી તેઓ બીબીસી, ન્યુ યોર્ક ટાઇમ્સમાં જે સમાચારો કે લેખો આવે તેને બ્રહ્મ સત્ય માને છે. આને પણ વિધિની વક્રતા કહેવાયને.

હા જી, કોંગીઓ અને તેના પ્રચ્છન્નઅપ્રચ્છન્ન સહયોગીઓ ઘણા ગતકડાં ઉત્પન્ન કરશે અને તેને ટ્રોલ (ચગાવશે) કરશે.

“જીડીપી વર્ષને તળીયે છે, અર્થતંત્ર પાયમાલ થયું છે”વદ્યા મૌની બાબા એમએમએસ. તેમને તો એ રાજા ઓ પેદા કરવા છે,

સુખાકારી ઈન્ડેક્સમાં ભારત ૧૦૫ થી ૧૫૫ના નંબરે, ફીટનેસમાં ભારત પંદર અંક ડાઉન, કુપોષણમાં ભારત ૧૨૫માં નંબરે ગબડ્યું, બેરોજગારી ઉચ્ચસ્તર પર, આનંદ પ્રાપ્તિમાં વિશ્વમાં ભારત ૧૨૪મા નંબરે, જલવાયુ માં ભારત ૨૪મે નંબરે ગબડ્યું, ૨૪ લાખ કંપનીઓ બંધ થઈ, ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર. ફક્ત ૨૪ લાખ ઘુસણખોરો પકડાયા તે પણ શંકાસ્પદ, ચિદંબરસામેના કેસમાં બીજેપી સરકારનો ફિયાસ્કો દિવસને બદલે ચાર દિવસ સીબીઆઈને પૂછપરછ કરવા માટે આપ્યા. સરકારને ૩૩ ટકા ઘાટો.

ઉપરોક્ત આંકડાઓ સાચા નથી. રમૂજ માટે લખ્યા છે. કારણ કે જનતાને આવા આંકડાઓથી કશો ફેર પડતો નથી. જનતા તો પોતાને શું થાય છે અને પોતાને શું પ્રત્યક્ષ દેખાય છે તેની સમજણ પડે છે.

શિરીષ મોહનલાલ દવે

https://www.treenetram.wordpress.com

Read Full Post »

કોંગી (ઇન્દિરા નહેરુ કોંગ્રેસ = આઈ.એન.સી. I.N.C.) જીવશે કે નહીં?

કોંગી (ઇન્દિરા નહેરુ કોંગ્રેસ = આઈ.એન.સી. I.N.C.) જીવશે કે નહીં?

કેટલાક મૂર્ધન્યો જેમાં કેટલાક તાજા જન્મેલા છે, કેટલાક કોંગી કટોકટીની આસપાસ જન્મેલા છે અને કેટલાક વાર્ધક્યથી પીડિત છે તેમને આ લેખ ગમશે નહીં. પણ સમયની માંગ છે કે આવું લખવું.

કોંગી (ઇન્દીરાઈ કોંગ્રેસ) એ કોંગ્રેસ નથી.

આ કોંગી ૧૩૩ વર્ષ જુની છે જ નહીં. અને જે કોંગ્રેસે સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લીધો હતો તે કોંગ્રેસને હાલની કોંગ્રેસ સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. આ વાત અગાઉ પણ કહેવાઈ ગઈ છે. દુઃખ એ વાતનું છે કે આપણા કેટલાક મૂર્ધન્યો આ સમજતા નથી. સૌથી વધુ દુઃખ તો એ વાતનું છે કે જેઓએ સિદ્ધાંત અને પક્ષની પરિભાષા અને ઐતિકાસિક ઘટનાઓને જાણતાં જાણતાં વાર્ધક્ય (વૃદ્ધાવસ્થા)ને ભેટ્યા છે તેઓ પણ  કોંગીને ૧૩૩ વર્ષ જુના પક્ષ તરીકે ઓળખાવે છે.

CONGRESS WHO FOUGHT FOR FREEDOM

પક્ષ એટલે શું?

આ કોઈ અઘરો પ્રશ્ન નથી કે મૂર્ધન્યો તેનાથી અજાણ હોય. પક્ષ હમેશા તેના વિચારો (સિદ્ધાંતો) થકી ઓળખાય છે. પણ આ પૂરતું નથી. પક્ષ પોતાના વિચારો પ્રમાણેના આચારો ધરાવતો હોય તો વિચારોનું મહત્વ રહે છે. શક્ય છે કે ૧૦૦ પ્રતિશત આચારો તે પક્ષમાટે શક્ય ન હોય પણ તેના આચારોની દિશા તો તે જ હોવી જોઇએ. અને ક્રમશઃ તે દિશામાં તે આગળ જવો જોઇએ. પોતાના સ્થાપિત સિદ્ધાંતોથી તે ઉંધી દિશામાં તો જવો જ ન જોઇએ.

૧૮૮૫ વાળી કોંગ્રેસ ૧૯૧૮માં બદલાઈ ગઈ.

ગાંધીજી ૧૯૧૬-૧૭માં ભારતમાં આવ્યા. કોંગ્રેસ પક્ષમાં પરિવર્તન લાવ્યા. તેમણે કોંગ્રેસમાં કયા સિદ્ધાંતો અપનાવ્યા?

કોંગ્રેસ હિંદ સ્વાતંત્ર્યની લડત ચલાવશે.

કોંગ્રેસ આ લડત અહિંસાના માર્ગે ચલાવશે.

લડતમાં પારદર્શિતા રાખશે,

પક્ષનો સદસ્ય સરકાર અને તેના હોદ્દેદારો કે કોઈના પણ પ્રતિ કટૂતા નહીં રાખે,

લડતના અંગ તરીકે સત્યનો આગ્રહ રાખશે, ચર્ચા માટે ખુલ્લાપણું રાખશે,

પક્ષ દ્વારા સ્થાપિત નિયમોની આચાર સંહિતા પ્રમાણે જ લડત ચલાવશે. જેમકે ઉપવાસ, કાનૂનભંગ, સભા સરઘસ જેવા લડતના શસ્ત્રોનો ઉપયોગ કરતાં પહેલાં તે સરકાર સાથે સંવાદ કરશે, પોતાનો પક્ષ અને હેતુ સમજાવશે, અને જો સરકારનું વલણ સહયોગવાળું હશે, અને સરકાર જો મુદત માગશે તો મુદત આપશે. જો સરકાર જનહિતની માગણીઓ ઉપર સંમત ન થાય તો તે પછી તે લડત માટેની નોટીસ આપશે.

પક્ષના સદસ્ય સજા માટે તૈયાર રહેશે, સજા ભોગવશે અને તે દરમ્યાન પણ કોઈના પ્રત્યે કટૂતા રાખશે નહીં.

પક્ષનો સદસ્ય સ્વાર્થના કામો માટે કદી લડત ચલાવશે નહી. લડતના કેન્દ્રમાં હમેશા સામાન્ય જનહિત જ રહેશે.

સદસ્ય નૈતિકતાના બધા જ નિયમો પાળશે અને જામિન ઉપર જવાની માગણી કરશે નહીં અને સત્યને ખાતર જામિન ઉપર જશે પણ નહીં.

ખાદી અપનાવશે. અને સ્વદેશીનો આગ્રહ રાખશે.

આ ઉપરાંત સામાજિક સુધારના પણ કેટલાક લક્ષ્યો ગાંધીજીએ કોંગ્રેસમાં સામેલ કરેલા,

જ્ઞાતિઓની ઉચ્ચ નીચ પ્રથામાં માનશે નહીં.

સામાજિક વ્યવહારોમાં ઉપયોગીતાને નજર સમક્ષ રખાશે.

દારુ અને વ્યસનોને ત્યાજ્ય ગણશે,

ગૌવંશ હત્યા બંધીનો સમર્થક રહેશે,

અહિંસક સમાજની સ્થાપના માટે પ્રયત્નશીલ રહેશે.

સર્વધર્મ સમભાવ રાખશે.

ગાંધીજીની કોંગ્રેસ માટે આ બધું જ લખેલું છે. જનસેવક માટે તો આનાથી પણ કઠોર નિયમો છે.    

હવે તમે એક પછી એક નિયમોનો ચકાશો.

૧૯૪૭માંના કોંગ્રેસી સદસ્યોને લો અને તેમને અત્યારના કોંગી સદસ્યને તેની સાથે સરખાવો.

ધારો કે ૧૯૪૭માં ૭૦ ટકા કોંગ્રેસીઓ ઉપરના બધા જ નિયમો પાળતા હતા. જો કે આનાથી ઘણા વધારે કોંગ્રેસીઓ ઉપરના નિયમોને પાળતા હતા. નેતાઓમાં તો ઓછામાં ઓછા ૯૫ % નેતાઓ અતિ શુદ્ધ હતા.

હાલના કોંગીઓને જુઓ. તેઓ કઈ દિશામાં જઈ રહ્યા છે? સામાન્ય કોંગીઓની વાત જવા દો. કોંગીના ટોચના નેતાઓની જ વાત કરો. તેઓ કઈ દિશામાં જઈ રહ્યા છે?

હવે જે પક્ષમાં સિદ્ધાંતો જેવું કશું રહ્યું જ ન હોય. સિદ્ધાંતો ફક્ત પોથીના રીંગણા જ રહ્યા હોય. સિદ્ધાંતોનો ખૂલ્લે આમ ભંગ કરતા હોય અને છતાં પણ પોતાને કોંગ્રેસી માનતા હોય. અને વાર્ધ્યક્ય પીડિત મૂર્ધન્યો પણ આ કોંગ્રેસ ને ૧૩૩ વર્ષ જુની કોંગ્રેસ માનવાનો આગ્રહ રાખતા હોય તો આપણે “પક્ષ”ની અધિકૃત પરિભાષાને અવગણી તેને “ધણ” એવું નામ આપવું જોઇએ.

જો આવું કરીએ તો કોંગી પક્ષને ૧૩૩ વર્ષ જુનો પક્ષ કહી ન શકાય, અને જો કહીએ તો તેને ભાષા ઉપર બળાત્કાર જ કહેવાય.

ગાંધીજીની કોંગ્રેસનો એક પણ ગુણ હાલની કોંગીમાં નથી.

ક્યાર થી આવું છે?

જ્યારથી નહેરુએ સરદાર વલ્લભ ભાઈ પટેલને કોમવાદી કહ્યા અને હૈદરાબાદના તેમના આચારને વખોડ્યો ત્યારથી કોંગ્રેસ મરી ગઈ. અને કોંગી જન્મી.

(૧) નહેરુએ સ્વાતંત્ર્યની લડતમા ઠીક ઠીક યોગદાન આપ્યું છે. પણ તેમનું તે યોગદાન પ્રચ્છન્ન રીતે સ્વકેન્દ્રી હતું, જે તે વખતે દૃશ્યમાન ન હતું. શેતાન પણ જો સારું કામ કરે તો તેને તમે વધાવો. એટલે ભલે નહેરુએ સ્વ ને કેન્દ્રમાં રાખી યોગદાન આપ્યું હોય તો પણ તેમને ક્રેડિટ આપો.

(૨) પણ ગાંધીજીએ જોયું કે ઉપરોક્ત કારણથી ઘણા જ નેતાઓ ગાંધીજી ઉપર પોતાની વગ વાપરી સરકારમાં યોગ્ય હોદ્દો આપવા ભલામણ કરવા લાગ્યા હતા. એટલે ગાંધીજીએ કોંગ્રેસનો વિલય કરી દેવાની વાત કરેલી.

કોંગ્રેસનો વિલય કરવો કે નહીં તે એક ચર્ચાને યોગ્ય વિષય છે. સામાજિક ક્રાંતિના સિદ્ધાંતો શાસન કરતા રાજકીય નેતા (પક્ષ) તરફથી આવે તે ગાંધીજીને મંજુર ન હતું. ગાંધીજીની આ વાતને સમજવામાં મૂર્ધન્યોમાં પણ જેઓ મૂર્ધન્યો ગણાય તેમણે પણ ગોથાં ખાધા છે તો સમાચાર માધ્યમોના પીળા પત્રકારોની તો વાત જ શી કરવી?

(૩) નહેરુના ભારતની સંસ્કૃતિ વિષે કયા ખ્યાલો હતા? ગાંધીજીએ કહેલ કે જે ઋષિઓ વેદ અને ઉપનિષદો લખી શક્યા તેઓ યંત્રો પણ બનાવી શક્યા હોત તેની મને શંકા નથી. પણ તેઓ માનવ જાત ઉપર યંત્રો હામી થઈ જાય તેમાં માનતા ન હતા. તેથી તેઓએ પ્રકૃતિ સાથે જીવવાવાળી જીવન પદ્ધતિ અપનાવી. જો કે આ વાત ચર્ચાસ્પદ છે પણ તેને નકારી ન શકાય. નહેરુનું “ડિસ્કવરી ઓફ ઈન્ડિયા” એ ફક્ત પશ્ચિમી ઇતિહાસકારોએ લખેલા ફરેબી ઇતિહાસની નકલ જ છે. જો નહેરુએ શંકરાચાર્યના અદ્વૈતવાદ અને આઈનસ્ટાઈનની યુનીફાઈડ ફીલ્ડ થીએરી વિષે એક પ્રકરણ પાઠવ્યું હોત અને દક્ષિણભારતના સામ્રાજ્યો વિષે વિસ્તૃત વાતો કરી હોત તો એમ કહી શકાત કે તેમણે કશુંક જે અજાણ્યું હતું તે જાણીતું કર્યુ. ફરેબી ઇતિહાસને ધ્વસ્ત કરનારું પુસ્કળ સાહિત્ય અત્યારે “ઓન લાઈન” ઉપલબ્ધ છે. જેમને પોતાના કોશેટામાંથી બહાર આવવું હોય તેમને માટૅ સરળતા થી આવી શકાય એવું છે. નહેરુએ તો એમ કહેલું કે હું આચારે મુસ્લિમ છું, વિચારોમાં ઈસાઈ છું અને જન્મે હિન્દુ છું. વાસ્તવમાં તેઓ આવા હતા કે કેમ તે વિવાદાસ્પદ છે પણ તેમના આવા ઉચ્ચારણો ઘણું બધું કહી જાય છે.

(૪) નહેરુએ ઘણી બધી હિમાલય જેવડી ભૂલો કરેલી. નહેરુએ તેની કબુલાત પણ કરેલી. પણ નહેરુ તેમની ભૂલોના ફળ ભોગવવા તૈયાર ન હતા. તેમના નામને બટ્ટો ન લાગે તે માટે તેઓ “સીન્ડીકેટ” બનાવીને ગયા હતા કે જેથી તેમની અનુગામી તેમની ફરજંદ બને. એક ફરેબી જનતંત્રવાદી, વાસ્તવમાં સરમુખત્યાર અને વંશવાદી હતો. મોદી આ વંશવાદનો વિરોધ કરે તેમાં કશું ખોટું નથી. લોકશાહીમાં વંશવાદ એક રાક્ષસનું કામ કરે છે. એક રાક્ષક મરે તો તેના લોહીના ટીપાંમાંથી અનેક રાક્ષસો ઉત્પન્ન થાય તેમ આ રાક્ષસે (કોંગી પક્ષે) તો તેનાથી પણ ઉપરવટ જઈ પોતાના જીવતાં જ અનેક વંશવાદી પક્ષો ઉત્પન્ન કર્યા છે. આપણા મૂર્ધન્યો આ વંશવાદી ફરજંદોની ભાટાઈ કરે છે.

(૫) વાસ્તવમાં જોઇએ તો મોરારજી દેસાઈવાળી કોંગ્રેસ (સંસ્થા), મૂળ કોંગ્રેસની વધુ નજીક હતી. પણ મોરારજી દેસાઈએ ૧૯૮૦માં સક્રીય રાજકારણમાંથી વિદાઈ લીધી એટલે તે કોંગ્રેસના સદસ્યો સાગમટે કોંગીમાં ભળી ગયા. અમદાવાદના મેયર કૃષ્ણવદન જોષી જેવા પણ કોંગીમાં ભળી ગયા તે વિધીની વક્રતા છે. આથી વધુ કમનસીબી બીજી કઈ હોઈ શકે? ન્યાયપાલિકાએ ૧૯૬૯ના કેસનો ચૂકાદો ૧૯૮૧માં આપ્યો, જે અર્થ હીન હતો.

(૬) દારુ બંધી કે ગૌવંશ હત્યા બંધી કે અહિંસક સમાજની દિશામાં જવા માટે કોંગીએ કોઈ સકારાત્મક પગલાં લીધાં છે ખરા? ના જી. એક વાત તો ચોક્કસ જ છે કે તેનાથી વિરુદ્ધ દિશાના અને તેને વિરુદ્ધની વાતને પ્રોત્સાહન આપવાના અનેક પગલાં લીધાં છે. જો તમે આ વાત ન જાણતા હો તો કહો.

(૭) સમાજ સેવા માટે સત્તા પ્રાપ્ત કરવી કે નહીં તે ચર્ચાસ્પદ વિષય છે. પણ ધારો કે તમારે સત્તા પ્રાપ્ત કરવી છે તો તમારે તે માટે બંધારણીય માર્ગે જવું જોઇએ. સત્તા માટે ગેરબંધારણીય માર્ગે જવું અને પછી કોર્ટ તમને ગેરલાયક ઠેરવે એટલે તમારા વિરોધી નેતાઓને અને લોકોને જેલમાં ઠોકી દેવા એ ક્યાંનો ન્યાય છે? એક બાજુ એમ કહે છે કે “હમારા ધ્યેય સબસે નમ્ર વ્યવહાર” (કટોકટીનું પોસ્ટર) અને વાસ્તવમાં અનેક નિર્દોષ લોકો જેલમાં હોય. તે જ વંશના ફરજંદો વળી એમ બોલે કે “હમ દેંગે ન્યાય” …  જુઠ્ઠું બોલવુ જેની ઓળખ છે અને અવારનવાર જુઠ્ઠું બોલીને તેને કોંગીઓ સિદ્ધ થયેલું ઠેરવવામાં માને છે.  “તેઓ ધિક્કાર ફેલાવે છે, અમે પ્રેમ કરીએ છીએ” એમ રાહુલ અને સોનિયા બોલે છે. અને બીજી બાજુ “મોદીને બેગમેં કરોડોં રુપયે લેકર અનિલ અંબાણીકો દે દીયે. મોદીજીને ૫૦૦૦ કરોડ એકડ જમીન અંબાણીકો દાનમેં દે દી…. અબ તો નરેન્દ્ર મોદીકી ચોરીકા સમર્થન કોર્ટને ભી કિયા હૈ …” અને આ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા (જેની અદાઓ ઉપર આપણા કાન્તિભાઈ ફીદા છે અને તેના જેવી માસુમ વડા પ્રાધાન ની જનતા રાહ જુએ છે) પોતે બોલે છે “ચોકીદાર” અને સામે રહેલા બાળકો પાસે બોલાવે છે  કે બોલો  “ચોર હૈ” અને કુદરતે બનાવેલા આ માસુમ બાળકો  બોલે છે “ચોર હૈ” … આમ “ચોકિદાર … ચોર હૈ” ના નારાઓ ચગાવે છે. આપણા કાન્તિભાઈને આ પ્રિયંકાના નારાઓ સંભળાયા નહી એટલે તેમણે બેધડક કહ્યું “પ્રિયંકા હમેશા સુષ્ઠુ સુષ્ઠુ જ બોલે છે.” ક્યા બાત હૈ!!

KONGI FOR FAMILY

(Thanks to Cartoonist)

(૮) જો રાહુલ-સોનિયા ગેંગે જામિન ન માગ્યા હોત તો શું થાત? તો ચોક્કસ મૂળ કોંગ્રેસનો એક ગુણ તો તેમનામાં ગણાત જ. તેઓ જેલમાં રહીને પણ તેમની હાર ને નાની કરી શક્યા હોત.

(૯) ભારતના મૂર્ધન્યોએ જો કોંગ્રેસ ઉર્ફે કોંગીને જીવાડવી હોય તો તેમણે શું કરવું જોઇએ?

“નરેન્દ્ર મોદી આર્થિક અને સમાજિક ક્ષેત્રે નિસ્ફળ ગયા છે” એ મુદ્દાની ઉપર માથું પછાડવાને બદલે રાહુલ ગેંગને જામિન ન માગવાની અને જેલમાં જવાની સલાહ આપવા જેવી હતી.

(૧૦) ભારતના મૂર્ધન્યોએ પોતાની શક્તિઓ ક્યાં ખર્ચી?

(૧૦.૧) ભારતને સબળ વિરોધપક્ષની જરુર છે.

(૧૦.૨) પ્રચંડ બહુમતિ પક્ષને બે લગામ બનાવે છે,

(૧૦.૩) પ્રચંડ બહુમતિ વાળો નેતા આપખુદ બને છે,

(૧૦.૪) ગઠબંધન વાળી સરકારો પ્રચંડ બહુમત વાળી સરકારો કરતાં સારું કામ કરે છે,

(૧૦.૫) આજના મહા ગઠબંધન અને ૧૯૭૭નું ઇન્દિરા સામેનું ગઠબંધન એક સમાન છે.

(૧૦.૬) નરેન્દ્ર મોદી માટે શબ્દકોષના જે કોઈ ખરાબ વિશેષણના શબ્દો હોય તે નરેન્દ્ર મોદી માટે વાપરો.

અને આ નરબંકા રાહુલભાઈ કે જેનાથી અધધ ફરેબી મૂર્ધન્યો સહેતુક આફ્રિન છે તે રાહુલભાઈ કહે છે કે કોંગ્રેસ એક વિચાર છે. આ તે કેવી અર્થહીન ફિલોસોફીકલ ઉક્તિ છે જે ફક્ત વાણીવિલાસની જ ગરજ સારે છે. જો વિચાર નો અર્થ સિદ્ધાંત કહીએ અને સિદ્ધાંત જે આચારમાં મૂકાયો હોય તો તે આચાર કેવો છે તે નીચે જુઓ. જ્યાં રાહુલભાઈ ધન્ય ધન્ય છે.

MOTILAL VOHRA

એવું બની શકે કે, કાલે જો ભારતની આર્થિક અને સમાજિક સ્થિતિ નરેન્દ્ર મોદી ઉજ્જ્વળ કરવામાં સફળ બને તો આ જ મુર્ધન્યો એમ કહીને પોતાનો બચાવ કરશે કે અમે મોદીને સરમુખત્યાર બનતા રોક્યો હતો. કોંગ્રેસને જીવતી રાખવામાં અમારો હેતુ તો સબળ વિરોધ પક્ષ બનાવવાનો જ હતો જેથી ભારતનું જનતંત્ર જીવિત રહી શકે.

હાજી. આવો દંભ કરવો આપણા મૂર્ધન્યો માટે અજાણ્યો અને અસંભવ નથી. આવો દંભ કરવામાં તો તેઓ કોંગીના મોટા ભાઈની ગરજ સારે છે. કોંગી નેતાઓ કહે છે જ ને અમે ભારતમાં લોકશાહી જીવતી રાખી છે. તેઓ ભૂલી જાય છે કે ભારતની લોકશાહી ના મૂળમાં મહાત્મા ગાધીએ વ્યાપક રીતે બનાવેલ કોંગ્રેસનું વ્યાપક સંગઠન હતું, જેનો લાભ નહેરુ એ લીધો છે. ઇન્દિરાએ તેને તહસ નહસ કરી નાખ્યું. ત્યારથી કોંગીનું નામુ નંખાઈ ગયું છે.

 હરિ અનંતો હરિ લીલા અનંતા

 હાજી. હરિ અનંતો હરિ લીલા અનંતા. તેજ રીતે રાક્ષસો પણ અનંત છે અને તેમની માયા પણ અનંત છે. પણ આ રાક્ષસોની લીલા પણ હરિ લીલામાં જ આવી જાય. માટે સુજ્ઞ જનોએ બોલીને બફાટ ન કરવો. જો ટકલો કામ ન કરતો હોય તો પ્રેક્ષક બની જોયા કરવું.

મૂર્ધન્યોએ વિપક્ષની ચિંતા કરવી નહીં. સબળ વિપક્ષ આપ મેળે જ ઉત્પન્ન થશે. રામનો વિકલ્પ રાવણ ન હોઈ શકે. રાવણ તો એક પ્રતિક છે. વાસ્તવમાં તો  પૃથ્વિરાજ ચૌહાણનો વિકલ્પ મહમ્મદ ઘોરી ન હોઈ શકે.

શિરીષ મોહનલાલ મહાશંકર દવે

 

Read Full Post »

અમદાવાદનું નામ બદલવું જોઈએ કે નહીં?

અમદાવાદનું નામ બદલવાની ચર્ચા ચાલે છે.

કોઈ પણ કાર્યની પાછળ કારણ હોય છે. એટલે કે કોઈ પણ કારણ તો બતાવવું જ પડે.

અમદાવાદના નામ બદલવાનો વિરોધ પણ થતો હોય તો પછી નામ બદલવા પાછળનું ઔચિત્ય સિદ્ધ કરવું પડે.

નામ ક્યારે બદલી શકાય?

Untitled02

(૧) નામ અપભ્રંશવાળું હોય અને ક્લિષ્ટ હોય.

(૨) નામનો ઉચ્ચાર સ્થાનિક લોકો અમુકરીતે કરતા હોય પણ બહારના લોકો તેનો ઉચ્ચાર ભીન્ન રીતે કરતા હોય અને લખતા પણ ભીન્ન રીતે હોય.

(૩) જ્યાં સુધી ગામનું નામ બદલવાની વાતને લાગે વળગે છે ત્યાં સુધી એમ કહી શકાય કે ગામની સ્થાપના જે વ્યક્તિએ કરી હોય તે અને અથવા તે વ્યક્તિના નામને અમર રાખવા અને અથવા તે વ્યક્તિનું બહુમાન કરવા, તે વ્યક્તિના નામ ઉપરથી ગામનું નામ રાખવામાં આવ્યું હોય પણ પછી કાળાંતરે એમ લાગે કે એ વ્યક્તિનું આવું બહુમાન કરવું આવશ્યક નથી, માટે નામ બદલવામાં આવે.

(૪) ઉપર (૩)માં દર્શાવેલ વ્યક્તિ કરતાં “બીજી વ્યક્તિ કે જે તે સ્થળ ઉપર વસેલા ગામ માટે વધુ યોગ્ય છે,” તો તે આધારે નામ બદલવામાં આવે.

(૫) આપણા હાથમાં સત્તા છે અને (૩)માં નિર્દેશિત વ્યક્તિ આપણને પસંદ નથી માટે તે નામ બદલીને બીજું નામ રાખો.

(૬) ફલાણા લોકોએ નામ બદલ્યાં છે માટે આપણે પણ ગામનું નામ બદલો.

(૭) ફલાણો દેશ આપણો દુશ્મન છે અને તેણે આપણી સંસ્કૃતિના મહાનુભાવોના નામ ઉપરથી તેમના દેશમાં જે ગામોના નામો હતા તેને બદલ્યા છે એટલે તેની પ્રતિક્રિયા આપવા માટે આપણે પણ આપણા ગામના જે તે લાગુ પડતા નામો બદલો.

(૮) આપણે કશુંક કરી રહ્યા છીએ તે પ્રદર્શિત કરવા નામ બદલો.

આટલા કારણો ગામનું નામ બદલવા માટે હોઈ શકે. એક કરતાં વધુ કારણ પણ હોઈ શકે.

અમદાવાદ વિષે શું પરિસ્થિતિ છે?

અમદાવાદના નામ પરિવર્તન માટેની પાર્શ્વ ભૂમિકાઃ

૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા. કેટલાક મુસ્લિમો અને તેમના નેતાઓએ કહ્યું કે અમે હિન્દુ બહુમતિવાળા દેશમાં સુખી થઈ શકીશું નહીં અને હિન્દુ બહુમતિ અમને અન્યાય કરશે એટલે અમારે જુદો દેશ જોઇએ છીએ. અંગ્રેજોએ કહ્યું અમે મુસ્લિમોના હિતનો ઈજારો લીધો છે એટલે અમારે તેમની સુખાકારી જોવી જોઇએ. એટલે અમે દેશના ભાગલા પાડીશું. જો તમે આ સ્વિકારશો નહીં તો અમે તમને સ્વતંત્ર નહીં કરીએ. આ દરમ્યાન મુસ્લિમો હિંસક બન્યા. ગાંધીજીએ કહ્યું કે “હું તો આ હિંસા અટકાવવા માટે સમર્થ નથી.” …. સૌએ દેશના ભગાલાના પ્રસ્તાવનો સ્વિકાર કર્યો.

 અંગ્રેજોએ મતદાન કરાવ્યું અને મુસ્લિમ બહુમતિ વાળા વિસ્તારો પાકિસ્તાન બન્યા. બાકી રહ્યું તે ભારત બન્યું. આ આખી પ્રક્રિયા દરમ્યાન હિન્દુ અને મુસ્લિમો એકબીજાના દુશ્મનો બની ગયા. આમાં અંગ્રેજોએ અને તેમણે રચિત ઇતિહાસે ઠીક ઠીક ભાગ ભજવ્યો.

મુસ્લિમો તો ભારતમાં ઠેર ઠેર પથારાયેલા હતા. પાકિસ્તાન ગયેલા મુસ્લિમો કરતાં ભારતમાં મુસ્લિમો વધુ હતા અને રહ્યા. અને કારણ કે કોંગ્રેસના નેતા નહેરુ અંગ્રેજ સંસ્કૃતિના ચાહક હતા તેમણે અંગ્રેજો દ્વારા સ્થપાયેલ શિક્ષણ પ્રણાલી ચાલુ રાખી અને તેને જ માન્યતા આપી. અને કેટલાક એવા પગલાં લીધાં કે જેથી ભારતમાં રહેલા મુસ્લિમોને લાગ્યું કે આપણે હિન્દુઓથી સાચે જ જુદા છીએ. અને પાકિસ્તાનને એમ લાગ્યું કે ભારત આપણું દુશ્મન નંબર એક છે.

 પાકિસ્તાને ભારત ઉપર અવાર નવાર જુદી જુદી રીતે અને કારણ/ણોસર ૧૯૪૭, ૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૯ આક્રમણ કર્યાં. આ બધા આક્રમણોથી ભારતમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય વધતું ગયું. ભારતમાં કેટલાક મુસ્લિમ નેતાઓ એવા પાક્યા કે તેઓ ધર્મના આધારે વધુને વધુ માગણીઓ કરવા માંડ્યા. જે વિસ્તારોમાં હિન્દુઓ લઘુમતિમાં હતા તેમની ઉપર તેઓ અત્યાચાર પણ કરવા માંડ્યા અને તેમને બીજે ખદેડવા માંડ્યા. કોંગ્રેસે મુસ્લિમોને મતબેંક બનાવીને તેમના અત્યાચારો પ્રત્યે હમેશા  આંખ આડા કાન કર્યા. આવું બધું ૧૯૪૭ પહેલાંથી ચાલ્યું આવતું હતું પણ ૧૯૪૭ પછી તેમાં વેગ આવ્યો.

મુસ્લિમો જ્યાં બહુમતિમાં હતા ત્યાં તો તેઓએ આડેધડ, ગામ અને સ્થળોના હિન્દુ નામોને બદલે મુસ્લિમ નામો રાખી લીધા. એટલું જ નહીં પણ ભારતમાં પણ જ્યાં તેઓ બહુમતિમાં હતા ત્યાં પણ તેઓએ ઐતિહાસિક સ્થળોના પણ હિન્દુ નામોનું ઇસ્લામીકરણ કરવા માંડ્યું.  હિન્દુઓએ મુસ્લિમો ઉપર અત્યાચાર કર્યો હોય તેવા ઉલ્લેખો ઇતિહાસમાં નથી તો પણ મુસ્લિમોએ સ્થળોનું અને ગામોનું ઇસ્લામીકરણ કરવા માંડ્યું.

દરેક પ્રજાની સહનશીલતાની એક સીમા હોય છે. આ કારણથી અને નહેરુવીયન કોંગ્રેસી સરકારોએ મુસ્લિમતૂષ્ટીકરણનું રાજકારણ અપનાવ્યું હોવાથી હિન્દુઓમાં પ્રતિકાર વૃત્તિ જન્મી છે.

આવા સંજોગામાં સ્થળોનું અને ગામોનું નામ પરિવર્તન યોગ્ય ખરું?

અંગ્રેજોએ ભારતનો ઇતિહાસ લખ્યો. ભારતની સંસ્કૃતિ એક પ્રાચીન અને ઉત્કૃષ્ટ સંસ્કૃતિ છે. એટલે તે પોતાનો ઇતિહાસ ન રાખે તે ગધેડાને તાવ આવવા જેવી વાત છે. પણ માનસિક રીતે ગુલામ બની જાય એવો એક વર્ગ તમે ઉત્પન્ન કરો અને તેના હાથમાં બધી સત્તા આપો ત્યારે તે તમે જે પઢાવો તે પઢે. અને જો તમે સમાચાર માધ્યમો તમારે હસ્તક રાખ્યા હોય અથવા આવા પઢાવેલા પોપટોને હસ્તક રાખ્યા હોય, અને જો કોઈ તમારા પઢાવ્યાથી વિરુદ્ધ બોલે તો તમે એને મજાક પાત્ર બનાવો અને તેને કૉડીનો કરી દો. આમ કરવાથી આવો વ્યક્તિ અવરોધાય તો ખરો જ.

આ ઉપરાંત એક બીજી વાત પણ છે.

અંગ્રેજોએ ઇતિહાસ લખ્યો તે ખરું. પણ તેમણે તે તદન ખોટો પણ લખ્યો નથી. અમુક વાતો મહત્ત્વની હતી અને અમુક વાતો મહત્ત્વ ન હતી. તેમણે ઇતિહાસ લખવામાં પ્રમાણ ભાન ન રાખ્યું. અને તેમણે તેમના લાંબા ગાળાના હેતુઓ બર આવે તે રીતે ઇતિહાસ લખ્યો.

ભારતની સંસ્કૃતિ દરેક ક્ષેત્રે ઉચ્ચ કક્ષાની હતી.

Untitled01

મુસ્લિમ રાજાઓ ભારત ઉપર આક્રમણ કરતા રહ્યા અને ક્યારેક હારતા પણ રહ્યા અને ક્યારેક જીતતા પણ રહ્યા. ૬૦૦ વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલી. આ દરમ્યાન તેમના ઉપર ભારતીય સંસ્કૃતિની ગાઢ અસર થઈ. મોગલ સામ્રાજ્ય એક એવું મુસ્લિમ સામ્રાજ્ય થયું કે જેણે એક ટૂંકા ગાળા પૂરતો,, પણ મોટા ભાગના ભારતના હિસ્સા ઉપર કબજો મેળવ્યો. અકબરે જોયું કે ભારત ઉપર રાજ કરવું હશે તો હિન્દુઓ સાથે તાલમેલ રાખીને જ આ કામ થઈ શકશે. શાહજહાં અને  ઔરંગઝેબ જરા જુદા નિકળ્યા અને તેઓ હિન્દુઓ ઉપર અત્યાચાર કરવા માંડ્યા તો ઔરંગઝેબનું સામ્રાજ્ય તેના અંત સમયે ભંગાણને આરે આવી પડ્યું. મરાઠાઓએ કબજો લીધો. પણ તેમાંના કેટલાક લૂંટવામાં માનતા હતા અને તેથી બીજા કેટલાક ખંડિયા રાજાઓ અંગ્રેજોની મદદમાં આવ્યા. અને અંગ્રેજોનું સામ્રાજ્ય સ્થપાયું. કાળાંતરે ભારતના ખંડિયા રાજાઓને અને ભારતની જનતાને અંગ્રેજોની વટાળ પ્રવૃત્તિઓથી એવું  લાગ્યું કે મોગલો સારા હતા. એટલે ૧૮૫૭માં અંગ્રેજ સરકાર સામે બળવો  થયો. એવું નક્કી થયું કે મોગલ સામ્રાટ બહાદુર શાહ જફર કે જેના રાજ્યની સીમા ફક્ત લાલ કિલ્લા પૂરતી હતી, તો પણ તેને સામ્રાટ પદે સ્થાપવો.

ટૂંકમાં તે સમયના જનમાનસ ઉપરથી એવું ફલિત થતું હતું કે સરવાળો કરીને જોઇએ તો, ટીપુ સુલતાન, મહમ્મદ તઘલખ, ઘોરી, શાહ જહાં, ઔરંગઝેબ ના અત્યાચારો ને લક્ષમાં લઈએ તો પણ મુસલમાનોમાં શેરશાહ સુરી, અહમદશાહ, મહમદ બેઘડો, હૈદર અલી, અકબર, જહાંગીર વિગેરેની સારપને લક્ષમાં લઈએ તો મુસ્લિમો એટલે કે મુગલો સારા હતા.

અંગ્રેજોએ આ માનસિકતા જાણી અને તેથી કરીને ૧૮૫૭ના ભારતીયોના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જીત મેળવ્યા પછી, ભારતીયોમાં મુસ્લિમ અને બીન-મુસ્લિમ એવા ભાગલા પડાવવાની પ્રક્રિયા ચાલુ કરી. અને તેમાં તે સફળ રહ્યા.   

 જો અંગ્રેજો ૧૮૫૭માં હારી ગયા હોત તો ભારતમાં એક ભારતીય સમવાય તંત્ર હોત અને સમગ્ર મુસ્લિમ સમાજ, શક, પહલવ, હૂણ, પારસીઓની જેમ ભારતીયોમાં અને ભારતીય સંસ્કૃતિમાં ભળી ગયા હોત.

પણ અંગ્રેજોએ જે વિભાજનવાદી નીતિ પ્રયોજી હતી તેને કોંગ્રેસે ચાલુ રાખી. જેમકે નવી દિલ્હીમાં ઔરંગઝેબ માર્ગ, બાબર માર્ગ, હુમાયુ માર્ગ, જેવા નામો આપ્યા મુસ્લિમ તૂષ્ટિકરણ ચાલુ રાખ્યું.

હવે અમદાવાદના નામ પરિવર્તન વિષે વિચારીએ;

(૧) અમદાવાદ એ અહમદાબાદનું અપભ્રંશ છે પણ ક્લીષ્ટ નથી.

(૨) બીજા બધા અમદાવાદને ભલે બીજા શુદ્ધ કે અશુદ્ધ નામથી ઓળખતા હોય પણ સરકારે “અમદાવાદ” જે સ્થાનિક લોકો બોલે છે તેને જ માન્ય રાખ્યું છે. કોલકતા અને મુંબઈ વિષે પણ આમ જ છે.

(૩) અમદાવાદ કે જે પહેલાં કોટના વિસ્તાર પુરતું મર્યાદિત હતું તે અહમદશાહ બાદશાહના નામ ઉપરથી પડ્યું છે. હવે કેટલાક લોકોને લાગે છે કે અમદાવાદના અહમદશાહ બાદશાહને માન આપવું જરુરી નથી, તેથી મૂળ અમદાવાદ કે જે કોટની અંદર વસેલું હતું અને હવે ચારે દિશામાં ૨૫ ગણું વધી ગયું છે તેનું નામ બદલવું જોઇએ.

અહમદશાહ બાદશાહે વસાવેલા ગામનું નામ શા માટે બદલવું તે બાબતનો ફોડ કોઈએ પાડ્યો નથી. અહમદશાહ બાદશાહ ક્રૂર હતો કે નહીં અને જો તે ક્રૂર હતો તો તે કેટલો ક્રૂર હતો તેની વિગતો કોઈએ ખૂલ્લી કરી નથી.

(૪) આશાવલ નામના ભીલે આશાવલ વસાવેલું. રાજા કરણદેવે કર્ણાવતી / કર્ણપુર વસાવેલું. પણ સવાલ એ છે કે જે ગામ કોટની અંદર વસેલું હતું તે શું આશાવલ ભીલે કે રાજા કર્ણદેવે વસાવેલું હતું? “આશાવલ”ની સાથે સામ્ય ધરાવતું “અસારવા” સ્થળ મળે છે ખરું. પણ કર્ણપુર કે કર્ણાવતીની સાથે સામ્યતા ધરાવતું કોઈ સ્થળ હોય તો તેની કોઈએ માહિતિ આપી નથી.

(૫), (૬) “આપણા હાથમાં સત્તા છે માટે આ શહેરનું નામ બદલી નાખો”. ફાલાણાએ નામ બદલ્યું એટલે આપણે પણ આ શહેરનું નામ બદલી નાખો તેવા તર્ક માત્રને આધારે નામ બદલવું એ સંસ્કારી પ્રજાને શોભે નહીં.

(૭) આપણો દુશ્મન કે જે મુસ્લિમ દેશ છે, અને તે તેના હિન્દુ શહેરોના નામો બદલી નાખે છે, એટલે તેના વાદે ચડીને આપણે આપણા જે બાદશાહની ક્રૂરતાને જાણતા નથી પણ જેની સારી વાતો આપણા જાણવામાં છે, તેને અવગણીને “કારણ કે તે રાજા મુસલમાન હતો” તે કારણસર આપણે આ શહેરનું નામ બદલી નાખો. આ વાત બરાબર નથી. આવું જો આપણે કરવું જ હોય તો આપણે બધા મુસલમાનોને પાકિસ્તાનમાં મોકલી દેવા જોઇએ. કારણ કે આપણા પાડોશી મુસલમાન દેશે પણ ત્યાંના હિન્દુઓને બળજબરીથી ભારતમાં ધકેલી દીધા હતા અને પછી ગામોના નામો બદલ્યાં હતાં. જેમ પાકિસ્તાનમાં નામ બદલવાની બાબતમાં હિન્દુઓને નાહવા નીચોવવાનું રહ્યું નહીં, તેમ ભારતમાં પણ મુસલમાનોને નાહવા નીચોવવાનું ન રહે.

(૮) આપણે કંઈ ઈન્દિરા  નહેરુગાંધી કોંગ્રેસ પાર્ટી વાળા નથી કે કંઈક કરી રહ્યા છીએ એ બતાવવા બેંકોંનું રાષ્ટ્રીયકરણ કરીએ, રાજાઓના સાલીયાણા બંધ કરીએ, તેનાથી સો ગણા નાણાં આપણા ચૂંટાયેલા સભ્યોને આપીએ, અને તેમને પેન્શન રુપી સાલીયાણા અને ઘર પણ આપીએ, પારકા પૈસે ખેરાતો કરતા રહીએ અને પોતાની પીઠ થાબડતા રહીએ.

આપણને આવું શોભે નહીં.

Untitled

અરે ભાઈ, અમે એક વાર જીભ કચરી છે, કે અમદાવાદનું અમે નામ બદલીને કર્ણાવતી નામ રાખીશું  તો હવે અમારી આબરુનું શું? અમારા શબ્દોની કંઈ કિમત ખરી કે નહીં?

તો હવે આનો કંઈ રસ્તો ખરો?

આનો ઉપાય તો છે.

તમે નવું પાટનગર વસાવ્યું. તેનું નામ તમે ગાંધીનગર રાખ્યું. વળી તેમાં એક રસ્તાનું નામ ઇન્દિરા ગાંધી રોડ રાખ્યું છે. કોંગીઓ આથી ખુશ છે. કારણ કે તેઓ તો આને ઇન્દિરા ગાંધીનગર જ સમજે છે.

શિવસેના વાળાએ “છત્રપતિ શિવાજી ટર્મીનસ”નું નામ બદલીને “છત્રપતિ શિવાજી મહારાજ ટર્મીનસ” નામ રાખ્યું, તેમ તમે “ગાંધીનગર”નું નામ બદલીને “મહાત્મા ગાંધીનગર” નામ કરો. ભલે કોંગીઓના પેટમાં ઉકળતું તેલ રેડાય.

આમ કર્યા પછી તમે મહાત્મા ગાંધીનગર અને અમદાવાદને જોડીને એક મહાનગર કરી દો. સાબરમતી રેલ્વે સ્ટેશન પાસે એક નવું સ્ટેશન બનાવો અને તેનું નામ “કર્ણાવતી મહાનગર” રાખો. જેમ લોકો મુંબઈમાં બોલચાલમાં તો શિવાજી ટર્મીનશ જ કહે છે તેમ કર્ણાવતી મહાનગરને પણ લોકો બોલવામાં કર્ણાવતી જ બોલશે. એટલે તમારું કામ થઈ ગયું.

તો પછી “આશાવલ”નું શું?

રેલવે લાઈનના પૂર્વ અમદાવાદના નારોલ જંક્શનને આશાવલ નગર નામ આપી દો. આ પૂર્વ અમદાવાદને “આશાવલ નગર” તરીકે ઓળખવું.  ઘી ના ઠામમાં ઘી પડી રહેશે. અને બધા બહુ મજામાં આવી જશે.

એક મહાનગર “કર્ણાવતી મહાનગર”

એક નગર વિસ્તાર આશાવલ નગર

એક  નગર વિસ્તાર અમદાવાદ

એક નગર વિસ્તાર મહાત્મા ગાંધી નગર

સાધ્યં ઈતિ સિદ્ધમ્‌

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

મોટાભાગના બાવાઓ એક વહાણના મુસાફરો છે પણ ….  ()

એક વહાણના મુસાફરો એક શબ્દ પ્રયોગ છે. આપણે એવું માનીએ છીએ કે એક વહાણના મુસાફરોનું ધ્યેય એક નિશ્ચિત સ્થળે પહોંચવાનું હોય છે. સ્થળને તમે હેતુ કહી શકો.

બાવાઓ બધા ધર્મોમાં હોય છે અને એક એકથી ચડે એવા હોય છે.

પણ બાવાઓ કહેવા કોને?

priests 01

બાવાની વ્યાખ્યા શું?

() જે વ્યક્તિ બીજાના ફાયદા માટે (એટલે કે સમાજના કે સમાજના અમુક વર્ગના હિત માટે) કાર્યરત હોય છે તેને શું આપણે બાવો કહીશું?

ના જી.

વાખ્યા નહીં ચાલે.

() તો પછી જે વ્યક્તિ સમાજના હિત માટે કાર્યરત રહે અને તે માટે અપરિણિત રહે તેને શું આપણે બાવો કહીશું.

ના જી. વ્યાખ્યા તો દુનિયામાં પ્રવર્તમાન પ્રણાલીને અનુરુપ નથી.

જેમકે કેટલાક વર્ગ (સંપ્રદાયો) માં ગાદીઓ હોય છે. અને તેના ઉપર બેસનારાને ગાદીપતિ કહેવાય છે. તેઓશ્રી ગાદીના પતિ હોવા ઉપરાંત એક સ્ત્રીના પણ પતિ હોય છે. તેમને ઔરસ સંતાનો પણ હોય છે. ગાદી વંશ પરંપરાગત હોય છે. બધાઓને પણ બાવાઓ કહેવા પડે કારણ કે સામાન્ય રીતે આપણે ગુરુ અને બાવાને સમાનાર્થી શબ્દો માનીએ છીએ, અને તેમનું કામ પણ   મુખ્યત્વે લોકોને બોધપાઠ આપવાનું હોય છે.

() તો પછી જે  બોધપાઠ આપે છે તેમને બાવો કહીશું?

ના જી. બોધ પાઠનો એક સમાનાર્થી શબ્દ છે શિખામણ. જો કે સુક્ષ્મ ભેદ છે. શિખામણ તો સૌને કોઈને આપવી ગમે. એટલે કંઈ આપણે બધાને બાવા બનાવી શકીએ.

() શિખામણ એવી વસ્તુ છે કે જે સૌને આપવી ગમે પણ લેવી ગમે. તો પછી આપણે બાવા માટે એવી વ્યાખ્યા કરીએ કે જે વ્યક્તિ સૌને શિખામણ આપે પણ કોઈની શિખામણ લે નહીં એવી વ્યક્તિને બાવો કહી શકાય?

જો કે વ્યાખ્યા બરાબર છે કે નહીં તે સંશોધનનો વિષય છે. કારણ કે અહીં આપણને શિખામણ અને બોધપાઠ વચ્ચેનો ભેદ દેખાય છે.

આમાં શિખામણની વ્યાખ્યા કરવી પડશે. શિખામણ સામાન્ય રીતે કોઈ એક નિશ્ચિત વ્યક્તિને આપવાની હોય છે. અને તે સામાન્ય રીતે પ્રસંગને અનુલક્ષીને કેમ વર્તવું કે કેમ વર્તવું બાબતનું દીશા સૂચન હોય છે. એટલે કે ન્યુટનના નિયમ પ્રમાણેફોર્સ ટુ પોઈન્ટ” (બિન્દુગામી બળહોય છે. જ્યારે બોધપાઠ સમગ્ર શ્રોતાઓ માટે હોય છે અને બોધપાઠ આઈન્સ્ટાઈન ની ફીલ્ડ થીએરી (એક ક્ષેત્ર જે તેની અંદર રહેલા પદાર્થના દરેક બિન્દુ ઉપર બળ ઉત્પન્ન કરે છે. જેમ કે સમાજને સુધારવો હોય તો એક એક વ્યક્તિને પકડીને તમારી વાત મનાવો. તો તે ન્યુટનનો સિદ્ધાંત થયો. શાસકને પકડી એક એવું વાતાવરણ તૈયાર કરો કે તે વાતાવરણના ક્ષેત્રમાં આવતી બધી વ્યક્તિઓ તમારી વાત માનવા માંડે. આઈનસ્ટાઈનનો સિદ્ધાંત થયો. જો કેફોર્સ ટુ પોઈન્ટઅનેફોર્સ ડ્યુ ટુ ફીલ્ડ તદ્દન આવી વાત નથી. પણ હાલ્યું જાશે.

સમાજમાં સુધારા લાવવા છે તો એક એક વ્યક્તિને પકડતા જાઓ અને વ્યક્તિઓ વધી જશે એટલે એક વાતાવરણ પણ તૈયાર થશે અને તે પણ કામ કરવા માંડશે.

ગાંધીજીએ વિચાર આપ્યો અને તે વિચારની સાથે (ગુલામી સામે) એક પ્રતિકારાત્મક આંદોલન આપ્યું અને તેમાં લોકોને વિચારની અનુભૂતિ સાથે સામેલ કર્યા. પ્રમાણે ગાંધીજી સમાજ શાસ્ત્રના ક્ષેત્રમાં આઈન સ્ટાઈનને સમકક્ષ હતા.

હા પણ …  બાવાઓ કોણ?

જો ઉપરોક્ત રીતે બાવાઓને પરિભાષિત કરીશું, તો તો આખું જગત બાવાઓથી બનેલું જણાશે.

અત્ર તત્ર સર્વત્ર બાવાઓ અને બાવાઓ છે. દરેક વ્યક્તિમાં એક નાનો કે મોટો બાવો પડેલો હોય છે. એટલે રીતે જો બધાને બાવાઓ બનાવીશું તો પ્રણાલીગત બાવાઓ વિષે આપણે જે લખવું છે તે મોળું પડી જશે. જેમ કે શાસકપક્ષના નેતાઓ કહે છે કે “ ‘સ્વચ્છતા અભિયાન’ માં તો જનતાએ સહકાર આપવો પડશે.”

શાસક નેતાઓ આમ કહીને, જે સરકારી નોકરોને શહેરને સ્વચ્છ રાખવા માટે પગાર આપવામાં આવે છે, તેમનો ગુનો મોળો પાડી દે છે. કારણ કે મ્યુનીસીપલ કમીશ્નર સહિતના ગુનેગારોને સજા કરવા તેઓ અશક્ત અને દાનતહીન છે અને તેઓ પોતાના આ દંભને છૂપાવવા માગે છે.

() જે વ્યક્તિએ સમાજને માટે પરમાર્થનું કામ હાથમાં લીધું છે તે બાવો.

પણ પરમાર્થ એટલે શું?

જેમ કે બાબા રામદેવ. તેઓશ્રી યોગનો પ્રચાર પ્રસાર કરે છે. તે સમાજના હિતમાં છે અને તેથી દેશના હિતમાં પણ છે. વળી તેઓશ્રી આયુર્વેદિક દવાઓ  પણ બનાવે છે અને વેચે છે. તેમનું ક્ષેત્ર વધારતા પણ જાય છે. કારણ કે તેઓ સમજે છે અને તે સાચું પણ છે.

દવા એટલે શું? દરેક વનસ્પતિ કોઈકની કોઈક રોગ હઠાવવા માટેની કે તંદુરસ્તી માટેની દવા છે. એટલે કે વનસ્પતિમાંથી બનાવેલ ખાદ્ય વાનગી સ્વયં માત્ર દવા છે. વળી બધા સાદા અને માન્યતાપ્રાપ્ત બાવાઓ પણ થોડી ઘણી દવાઓ તો વેચતા હોય છે.

હવે જો આમ હોય તો પોલીટીશ્યનો પણ બાવા ગણાય. સાદા બાવાઓ તો પારકાના સંતાનોને બાવા (જતિ) બનાવતા હોય છે જ્યારે પોલીટીશ્યનો તો પોતાના સંતાનોને (બાવાજતિ) પોતાનો વારસો આપતા હોય છે. એટલે પોલીટીશ્યનો તો મોટા બાવા કહેવાય. અને ખાસ કરીને જે હાલ સત્તાથી વિમુખ થયા છે તેમનું કામ તો ફક્ત અને ફક્ત પરમાર્થ માટેના બોધપાઠ આપવાનું છે. રાહુલ બાબા નરેન્દ્ર મોદીને સલાહ આપ્યા કરવાની ફરજ બજાવ્યા જ કરે છે. તેઓશ્રી મોદીના “કાઉન્ટર પાર્ટ” છે.

એક બાવાજી હતા. તેમણે એક દુકાને જઈને તે દુકાનના માલિકને કહ્યું

ચ્ચા, મૈં ભૂખા હૂઁ, કુછ ખાનાવાના મિલેગા ક્યા?”

શેઠને દયા આવી. શેઠ તે બાવાજીને પોતાને ઘરે લઈ ગયા. તેમને જમાડ્યા. પછી બે હાથ જોડી પૂછ્યુંબાવાજી !! કોઈ ઉપદેશ ….!!”

બાવાજી બોલ્યાઉપદેશબુપદેશ દેના હમારા કોઈ કામ નહીંહમારા કામ હૈ સિર્ફ ખાના પીના ઔર ઘુમના

મૌન રહેતા પોલીટીશ્યનો વિષે પણ આવું કહી શકાય.

પણ ઉપરોક્ત બાવાઓને તો આપણે સ્વેચ્છાએ ખવડાવીએ પીવડાવીએ છીએ. અને પોલિટીશ્યન બાવાઓ તો પેધા પડેલા અને માથા ભારે બાવાઓ છે તેઓ તો, પરાણે આપણી પાસેથી ટેક્ષના પૈસા ચરકાવે છે.

પરિભાષાની મુસીબત તો ઉભી છે. એટલે કે પ્રણાલીગત બાવાની વ્યાખ્યા શી હોઈ શકે, કે જેથી આપણે તેમને અલગ તારવી શકીએ અને તે પણ કાયદેસર રીતે.?

() વિનોબા ભાવે કહે છે કે જે બ્રહ્મવિદ્યાનું અધ્યયન કરે છે અને કરાવે છે તે (સાચો બાવો). જો કે કૌંસમાં જે શબ્દ છે તે આપણે જોડ્યો છે.

પણ બ્રહ્મ વિદ્યા એટલે શું?

આપણે ગીતા દ્વારા જાણ્યું છે કે જ્ઞાન છે, વિજ્ઞાન છે, વિદ્યા છે, અવિદ્યા છે, કર્મ છે, અકર્મ છે, વિકર્મ છે, યોગ છે ધ્યાન છે … પણ બ્રહ્મ વિદ્યા એટલે શું?

વિનોબા ભાવેના માનવા પ્રમાણે, જે જ્ઞાનના જે વિભાગ દ્વારા, જડ વસ્તુનો (ગુણધર્મોનો) અભ્યાસ થાય છે તે વિજ્ઞાન છે. જ્ઞાનના જે વિભાગ દ્વારા ચૈતન્યના (ગુણધર્મોનો) અભ્યાસ થાય છે તે બ્રહ્મ વિદ્યા છે.

જો કે આપણે વિભાગીકરણ વિષે ચર્ચા નહીં કરીએ. કારણ કે આપણે બ્લોગને શુષ્ક બનાવવા માગતા નથી.

વિનોબા ભાવેના સદભાગ્યે, વિનોબા  ભાવે કબુલ રાખે છે કે જડ અને ચેતન એવા કોઈ ભેદ નથી. આખું બ્રહ્માણ્ડ ચેતનમય છે. પણ જેઓ આત્મા, પરમાત્મા વિષે અભ્યાસ કરે છે તેઓને બ્રહ્મવિદ્યાધર માનવા.

મોદીકાકા હિન્દુ ધર્મની ચાવી રુપ વિધાન અવારનવાર બોલે છે કેએકમ્હિ સત્‌ , વિપ્રા બહુધા વદન્તિ.” એટલે કે સત્ય એક છે પણ જ્ઞાનીઓ તેને જુદી જુદી (ગ્રાહ્ય થાય તે માટે) રીતે દર્શાવે છે. તમે તેને અગ્નિ કહો કે યમ કહો કે માતરિશ્વા કહો.

તો શું આપણે બાવાઓની વ્યાખ્યા રીતે કરી શું કે જેઓ બ્રહ્મવિદ્યાને જાણે છે અથવા તો જેઓ બ્રહ્મવિદ્યા જાણતા હોવાનો દાવો રે છે અથવા તો જેઓ બ્રહ્મવિદ્યાનો અભ્યાસ કરે છે અને જેઓએ, કંઈક અંશે  જે કંઈ જાણ્યું, તે જ્ઞાન, પોતાના શિષ્યોને શિખડાવે છે તેને આપણે બાવા કહીશું?

અરે ભાઈ આવી માથાકૂટ કરવાની શી જરુર છે? જે દાઢી રાખે એ બાવો … 

અરે ભાઈ, હાલ તો દાઢીની ફેશન એક મહામારીની જેમ, ભાઈઓમાં ફેલાઈ ગઈ છે. આટલા બધાને કેવીરીતે બાવા બનાવાય? 

બાવાની વ્યાખ્યા કરવાની સરળ અને સહેલી રીત છે કે

જે વ્યક્તિ પોતાને ગુરુ (બાવો) માને અને સતત શિષ્યોની ભરતી માટ પ્રયત્ન શીલ રહે અને સમયના એક  અંતરાલમાં સફળ પણ રહે તેને બાવો કહેવો

યસ. વાખ્યા બરાબર છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ

વહાણના મુસાફરો, ધ્યેય નિશ્ચિત, બાવાઓ, ધર્મ, સામાજિક હિત, પ્રણાલી, સંપ્રદાય, ગાદીપતિ, વંશ પરંપરાગત, બોધપાઠ, ન્યુટન, આઈનસ્ટાઈન, ફોર્સ ટુ પોઈન્ટ, આઈનસ્ટાઈનનો સિદ્ધાંત, ફોર્સ ડ્યુ ટુ ફીલ્ડ, ગાંધીજી, આંદોલન, બ્રહ્મવિદ્યા, વિનોબા ભાવે, જ્ઞાન, વિજ્ઞાન, વિદ્યા, અવિદ્યા, મોદીકાકા

Read Full Post »

ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ – ૩

ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ

જો કે ૯૯.૯૯૯૯૯૯ટકા લોકો એવું માને છે કે આત્મા અસ્તિત્વ ધરાવે છે અને તે શરીરથી ભીન્ન છે.

ગાંધીજી જેવા પ્રખર તર્કવાદી મનુષ્ય પણ આત્માને શરીરથી ભીન્ન માનતા હતા.

તેનું મુખ્ય કારણ આપણું મગજ છે જે આપણને આપણા ઐક્યની અને અસ્તિત્વની અનુભૂતિ કરાવે છે. ગાંધીજીએ કહ્યું હતું કે આપણે શરીરથી ભીન્ન છે તેની સાબિતી આપણે સ્વયં છીએ.

શંકરાચાર્ય સમજાવે છે

શંકરાચાર્ય કંઈક આવું સમજાવે છે કે શરીરને બાળીએ એટલે પ્રાણતત્વ આકાશમાં જાય. વર્ષાઋતુમાં વાદળાંના પાણીસાથે તે જમીન ઉપર આવે અને તે અન્નના બીજમાં જાય. અન્નને મનુષ્ય ખાય એટલે તે વિર્યમાં જાય અને મનુષ્યનો પુનર્જન્મ થાય. પણ એવું લાગે છે કે શંકરાચાર્યની થીયેરી તેમની ઈચ્છાદ્વારા મંડિત વિચારધારા હતી. આપણા વિષયનો હેતુ પુનર્જન્મ ને લગતો નથી. શંકરાચાર્યની વાત શક્યતાના સિદ્ધાંતની સાથે બંધ બેસતી નથી. આની ચર્ચા આપણેઅદ્વૈત વાદની માયાજાળ અને આઈન્સ્ટાઈનની લેખમાળામાં બ્લોગ સાઈટ ઉપર કરેલી છે.

સજીવ એટલે શું, નિર્જીવ એટલે શું, સજીવનો ગુણધર્મ શું, સુખ એટલે શું, દુઃખ એટલે શું, આનંદ એટલે શું, સ્મૃતિ એટલે શું, અનુભૂતિ એટલે શુ, આત્મા એટલે શું, કર્મ એટલે શું, કર્મફળ એટલે શું, વિશ્વ એટલે શું, વિશ્વ કેવીરીતે વર્તે છે …  વિગેરે બાબતોની વ્યાખ્યા અને સમજણ આપણેઅદ્વૈત વાદની માયાજાળ અને આઈન્સ્ટાઈનની લેખમાળામાં બ્લોગ સાઈટ ઉપર કરેલી છે.

બધામાં આપણે તર્કથી સ્વિકાર્યું છે કે આત્મા અને શરીર જુદા હોઈ શકે.

પૂનર્જન્મ સ્વિકારીએ એટલે પૂર્વજન્મ સ્વિકારવો પડે. સ્વિકારીએ એટલે સ્મૃતિ અને શરીર જુદા છે એમ સ્વિકારવું પડે. કારણ કે જેઓએ પુનર્જન્મ ધારણ કર્યો હોય છે તેમાંના કેટલાક પોતાના પૂર્વ જન્મની વાતો યાદ કરીને પોતાના પૂર્વજન્મની ખાત્રી કરાવે છે. ઘટનાને પ્રત્યક્ષ પ્રમાણ કહી શકાય. પણ જો હકિકત હોય તો આયુર્વેદ ચિકિત્સા પ્રમાણે અમુક જડી બુટ્ટીઓ સ્મૃતિને અને મગજ શક્તિને વિકસાવે છે. એટલે આયુર્વેદ પ્રમાણે તો સ્મૃતિ અને મગજ, શરીર સાથે જોડાયેલા છે. શરીર ભસ્મ થઈ જાય છે, એટલે મગજ ભસ્મ થઈ જાય અને સ્મૃતિ તો મગજનો ભાગ છે એટલે સ્મૃતિ પણ નષ્ટ પામે. એટલે ધારો કે પુનર્જન્મ હોય તો પણ તેને કોઈ યાદ કરી શકે નહીં. કારણ કે આત્મા જો શરીરથી જુદો હોય તો પણ, સ્મૃતિ આત્માનો હિસ્સો નથી. એટલે જો પુનર્જન્મને સ્વિકારીએ તો, આયુર્વેદનો નહીં પણ એલોપથીનો પણ ઈન્કાર કરવો પડે. કારણ કે એલોપથીમાં પણ આવી દવાઓ છે.

હવે આપણે અન્વેષક ભાઈએ ન કરેલી દલીલો પણ કરીશું. ભલે તે આપણી માન્યતાથી વિરુદ્ધ જાય.

એક એવી દલીલ કરવામાં આવે છે કેઃ

દરેક કણને એક પ્રતિ-કણ હોય છે. તેમ શરીરને એક પ્રતિ-શરીર હોય છે.

શરીર સંખ્ય એવા, એક મૂળભૂત કણોનું બનેલું છે. દરેક મૂળભૂત કણને તેનું પ્રતિકણ એટલે કે એન્ટીકણ હોય છે. એટલે કે મેટરની સાથે એન્ટી મેટર પણ હોય છે. એટલે કે દરેક શરીરની સાથે એક એન્ટી-શરીર હોય છે. આપણા મગજ અને સ્મૃતિની સાથે એન્ટી-મેટરના બનેલા મગજ અને સ્મૃતિ હોય છે. આપણું શરીર ભસ્મ થાય છે પણ એન્ટીમેટરના બનેલા મગજ અને સ્મૃતિ અકબંધ રહે છે. અને તે આત્મા સાથે રહે છે. એટલે આત્મા એવા શરીર સાથે જોડાય છે કે જેને યોગ્ય પ્રકારનું મગજ હોય.

એ વાત સાચી કે દરેક મૂળભૂત તત્વ સાથે એક પ્રતિતત્વ હોય છે. જેમ કે ઈલેક્ટ્રોન સાથે પોઝીટ્રોન, ક્વાર્ક સાથે એન્ટીક્વાર્ક હોય છે. ફોટોનનું (પ્રકાશનો કણ) પ્રતિકણ ફોટોન પોતે છે.

કણ અને પ્રતિ-કણ અથવા મેટર અને એન્ટી-મેટર

એક ફોટોનનું કંપન  એક્સએક્સીસમાં હોય તો તેના પ્રતિકણનું કંપન તેને લંબ એવી વ્હાયએક્સીસમાં હોય. એટલે જો કોઈ બાહ્ય ચૂમ્બકત્વથી તે ફોટોનનું કંપન બદલીને  વ્હાય એક્સીસમાં કરી દઈએ તો તત્ક્ષણે તેના પ્રતિકણ ફોટોનનું કંપન વ્હાય એક્સીસમાંથી એક્સ એક્સીસમાં આપમેળે આવી જાય છે પછી ભલે તે કોઈ પણ જગ્યાએ હોય. આ એક અવલોકન છે અને તેથી તેને નકારી ન શકાય.

બ્ર્હમાણ્ડમાં તત્ક્ષણ છે

“જે ઘરના સૌનું થાય તે વહુનું થાય”

જો પ્રકાશ નો પ્રતિ-કણ પોતાના કંપનની દિશા આપો આપ બદલતું હોય તો શરીર ભસ્મ થાય તેમ એન્ટી-શરીર પણ આપોઆપ ભસ્મ થાય.

જો આવું ન થતું હોય તો જ્યારે આપણને લોકલ એનેસ્થેશીયા આપવામાં આવે છે ત્યારે જ્યાં વાઢકાપ કરવામાં આવે છે તે જ્ઞાન તંતૂઓનો મગજ  સાથેનો સંપર્ક તોડી નાખે છે. એટલે કે જે હિસ્સામાં વાઢકાપ થતી હોય ત્યાં રહેલા શરીરના કોષોને જે દુઃખ થાય તે આપણા મગજ સુધી પહોંચતું નથી.

હવે જો શરીર અને પ્રતિ-શરીર એટલે કે મગજ અને પ્રતિ-મગજ એકબીજાના સ્ટેન્ડ-બાય (હૉટ સ્ટેન્ડ-બાય)  હોય છે એટલે જેવી એનેસ્થેશીયાની અસરનો સમય પૂરો થાય કે તરત જ આપણને નવેસરથી બધી પીડાનો અનુભવ થવો જોઇએ. કારણ કે પ્રતિ-મગજ તેની બધી જ માહિતી (દુઃખાવા સહિતની) આપણા મગજને  અપડેટ કરવા થવા માટે આપે. અને જો આવું ન હોય તો જે શરીરનું થાય તે મગજનું થાય.

હવે આપણે મૂળ વાત ઉપર આવીએ.

અન્વેષક ભાઈના ભૂત સાથેના વાર્તાલાપમાં એ ભાઈએ પોતાનું મગજ ચલાવ્યું લાગે છે.

અન્વેષક ભાઈએ ન કરેલી દલીલ પણ આપણે કરીશું ભલે તે આપણી માન્યતાથી વિરુદ્ધ જાય. જેમ કે અદૃશ્ય થવું.

એક એવું જળચર શોધાયું છે કે જે અદૃશ્ય થાય છે. જો કે વાત એમ છે કે તે જળચર પારદર્શક બની જાય છે.

આ વાત સાચી પણ છે. પારદર્શક થવું એ અલગ ઘટના છે અને અદૃષ્ય થવું તે અલગ ઘટના છે. જેમણે ઈનવિઝીબલ મેન જોયું હશે તેમને ખબર હશે કે અદૃષ્ય માણસમાંથી કોઈ પસાર થઈ શકતું નથી. જ્યારે ભૂતભાઈની વાત એવી છે કે તેઓશ્રી ત્યાં હોતા નથી અથવા તો, જો તેઓશ્રી, હોય તો તેમનામાંથી પસાર થઈ શકાય છે.

ભૂતભાઈ પોતાનો આકાર બદલે છે તો તેને સિદ્ધ કરવા તેમના શરીરને વાદળના ગોટા જેવું બનાવી દો. એટલે કે આત્માને શક્તિનો વાદળ જેવો પૂંજ બનાવી દો. વાદળ જેમ પોતાના આકારો બદલે છે તેમ આ આત્મારૂપી વાદળ, પૂંજની જેમ સ્વેચ્છાએ પોતાનો આકાર બદલશે. વળી આમાં અદૃશ્યપણું જોડાશે કારણ કે વાદળમાંથી આપણે પસાર થઈ શકીએ છીએ.

ભૂતભાઈના ખોરાક વિષે કે ભૂતભાઈ દ્વારા લેવાતા મનુષ્યના ભોગ વિષે આપણે ચર્ચા નહીં કરીએ.

ભૂતભાઈ શૂન્યમાંથી સર્જન કરે છે અને સર્જનને શૂન્ય કરી દઈ શકે છે.

આપણે જાણીએ છીએ કે ઉર્જા અને પદાર્થ એ બંનેની એક સમીકરણથી તુલના કરી શકાય છે. જે સમીકરણ આમ છે. ઉર્જા = પદાર્થનું દળ ગુણ્યા પ્રકાશની ગતિના વેગનો બે વખત તેની સાથે ગુણાકાર એટલે કે બે વખત ત્રણલાખ થી ગુણો.

પણ ઉર્જા શક્તિને ગણવી કેવી રીતે?

ઉર્જા=(એક અચળ અંક જેને પ્લેંકનો અચળ અંક કહેવાય છે) ગુણ્યા કંપનની આવૃત્તિ.

ભૂતભાઈ શું બગીચામાંથી ફૂલો ચૂટે છે?

અન્વેષક ભાઈએ વિચાર્યું હશે કે મૂળવાત વાનગી બનાવવાની છે. એટલે કે તેનું સર્જન કરવાનું છે એ વાનગી એક પદાર્થ છે. પદાર્થ આમ તો ઉર્જાનો બનેલો છે. અને ઉર્જા તો બધે જ હોય છે. એટલે ભૂતભાઈ પોતાની આસપાસ રહેલી ઉર્જાને એકઠી કરીને તેનો પદાર્થ બનાવે છે. એકવાર પદાર્થ બની જાય એટલે “વાનગી ક્યા ચીજ઼ હૈ?”. એટલે કે પદાર્થમાંથી વાનગી બનવવી કંઈ અઘરી વાત નથી.

તો હવે પદાર્થ બનાવવા માટે આસપાસ રહેલી ઉર્જાને પકડો. કારણ કે ઉર્જામાંથી પદાર્થ બનાવી શકાય છે. અન્વેષક કદાચ સમજતા હશે કે ઉર્જામાંથી પદાર્થ લેવો એટલે બગીચામાંથી ફૂલો ચૂંટવા જેટલું સહેલું છે. ફૂલો ચૂંટાઈ જાય પછી હાર બનાવવો જેમ સરળ છે તેમ પદાર્થમાંથી વાનગી બનાવવી પણ સરળ છે.

કેટલી મેટર (દળ) બરાબર કેટલી ઉર્જા?

હવે જાણી લો કે હિરોશીમા ઉપર જે બોંબ ઝીંકાયો હતો તેમાં જે ઉર્જા ઉત્પન્ન થઈ હતી તેમાં કેટલા પદાર્થનું ઉર્જામાં રૂપાંતર થયું હતું?

જે પદાર્થનું ઉર્જામાં રૂપાંતર થયું હતું તે પદાર્થનું દળ ૦.૭૦૦ ગ્રામ હતું. એટલે કે લગભગ પોણો ગ્રામ.

પોણો ગ્રામ દળ જ્યારે એક મોટા શહેરને નષ્ટ કરી શકે તો એ પણ સમજી શકાય કે એક શહેરને નષ્ટ કરવા માટેની જે ઉર્જા હોય તે કેટલા દળવાળો પદાર્થ બનાવી શકે!!

એક ૫૦૦ ગ્રામ વજનની વાનગીયુક્ત થાળી જેટલું દળ (મેટર) બનાવવા માટે કદાચ પુરા વાયુમંડળ સહિતના ગુજરાતને થીજવી નાખે તેટલી ગરમી શોષવી પડે કે તેથી પણ અનેક ગણી વધારે.

વિજ્ઞાન (સાયન્સ) અને વિદ્યા (ટેક્નોલોજી)માં નિરંતર નવી નવી શોધખોળો થતી હોય છે. હવે જો ભૂતભાઈ પરકાયા પ્રવેશ કરી શકતા હોય, અને પરકાયાના મગજ નો કબજો લઈ શકતા હોય, જાદુગરને મદદ કરી શકતા હોય અને વળી ભૂવાના મંત્ર તંત્ર થકી ભૂવાને વશ થતા હોય અને આ બધી હકીકત હોય તો આમાં પણ શોધખોળો થવી જોઇએ. તેનું પણ એક સાયન્સ હોવું જોઇએ. કોઈ સાયન્સ પ્રેમી ભૂવાભાઈએ આવું કામ કરવું જોઇએ. ડૉ. કુવુરનું ઈનામ કોઈ ભૂવાભાઈએ સત્યની પ્રતિષ્ઠા માટે આગળ આવવા જેવું હતું. પણ કોઈ માયના લાલ ભૂવાભાઈ કે જાદુગર, આ ઇનામ લેવા પધાર્યા ન હતા.

મૃત-આત્માના અસ્તિત્વની  શોધ માટે

જો કે કેટલાક બનાવટી મંડળીવાળા લોકો મૃત-આત્માના અસ્તિત્વની  શોધ માટે ભૂતભાઈની વાતો વાળા નિર્જન સ્થળે કે ખંડેરોમાં વિદ્યુત-ચૂમ્બકીય ઉપકરણો સાથે નિકળી પડે છે અને ખંડેરમાં જઈ અર્ધ રાત્રીએ ભૂતભાઈને નમ્રતા પૂર્વક વિનંતી કરતા નજરે પડતા હોય છે “હે ભૂતભાઈ … અમે તમને પરેશાન કરવા નથી આવ્યા. અમે ફક્ત તમારા અસ્તિત્વને સિદ્ધ કરવા આવ્યા છીએ… માટે હે ભૂતભાઈ તમે નારાજ ન થશો. તમે જો હો તો, આ મીટરના કાંટાને  આંચકો આપશો.” અને ભૂતભાઈ એ વિદ્યુત-ચૂંબકીય મીટરના કાંટાને હલાવી નાખે છે.

આ ભાઈઓ એમ સમજતા હોય છે કે ભૂતાત્માભાઈ, પારદર્શી વાદળ જેવી ઉર્જા છે. તેને બધી ભાષાઓ સમજાય છે. તેને કાન, આંખ, મગજ અને સ્પર્શ કરવાનું અંગ પણ છે એટલે તે મીટરમાં ઘુસી તેના કાંટાને ધક્કો મારી હલાવે છે.

બાવાઓ અને આવી મંડળીઓને કઈ બૌધિક કક્ષામાં ગણવી?

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

મારા એક ખાસમખાસ મિત્ર અરવિન્દભાઈ કે. રાવળે એક જોક કરેલીઃ

એક ભૂતબેન બીજી ભૂતબેનને કહેતા સંભળાયા, “અલી, ફલાણી જગ્યાએ ન જઈશ…. ત્યાં તો માણસ થાય છે …”

Read Full Post »

વાલ્મિકીમાં થી વાલિયો લૂંટારો બને ખરો?

આપણે વાલિયા લૂંટારાની વાત તો સાંભળી છે. તો થોડી તેની વાત સમજી લઈએ.

એક હતો લૂંટારો. તેનું નામ વાલિયો લૂંટારો.

પાપી પેટ માટે તે જંગલમાં જતા આવતા માણસોને લૂંટતો. ખૂન કરતો હતો કે કેમ તેની ખબર નથી.

 

એક વખત નારદ મૂની આવ્યા અને તેને પૂચ્છ્યું કે બધું પાપ તું શા માટે કરે છે?

વાલિયાભાઈએ કહ્યું કે હું બધું પાપી પેટો (પેટનું બહુવચન) માટે કરું છું.

નારદે કહ્યુંપેટોએટલે શું?”

વાલિયાએ કહ્યું એક તો મારુ પેટ, મારી પત્નીનું પેટ, મારી માતાનું પેટ, મારા પિતાનું પેટ, મારા પુત્રનું પેટ અને આવનારા સંતાનોનું પેટ. બધા પેટોના માટે હું લૂંટ કરું છું.

નારદે પૂછ્યું કે પણ આ બધું તો પાપ છે અને તારે તેના ફળ ભોગવા પડશે. તારા માતા પિતા, પત્ની કે સંતાનો, તારા આ પાપનું ફળ શૅર કરી શકીશે નહીં.

લૂંટનો માલ વાપરવો એ પણ ગુનો બને છે

વાલિયાએ કહ્યું “એવું તે કંઈ હોય ખરું? લૂટનો માલ વાપરવો એ પણ ગુનો બને છે”

નારદે કહ્યું “હે વાલિયા, આવી કાયદાની જોગવાઈ હાલ તો નથી. તારો જન્મ અતિશય વહેલો છે. કળીયુગમાં આવો કાયદો તારા જ્ઞાતિબંધુ જ્યારે ભારતનું સંવિધાન લખશે ત્યારે કરવાના છે. હાલ તો કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી. ખાતરી ન થતી હોય તો એક્સ્પર્ટ ઓપીનીયન તરીકે તારા માતા પિતાને પૂછી જો.

વાલિયા ભાઈએ માતાપિતાને પૂછ્યું. તેમણે કહ્યું “જે કરે તે ભોગવે. અમે કેવીરીતે તારું પાપ શેર કરી શકીએ?” વાલિયા ભાઈને થયું કે “આમની તો હવે ઉંમર થઈ. લેટેસ્ટ માહિતિ પત્ની પાસે હશે. વાલિયા ભાઈએ પત્નીને પૂછ્યું. તેણે પણ તેવો જ જવાબ દીધો. વાલિયા ભાઈને થયું કે “આ તો રાંધવામાંથી અને ખાવામાંથી જ ઉંચી આવતી નથી. માટે હવે મને પુત્રને જ પૂછવા દે”. આ વાલિયા ભાઈએ પુત્રને પૂછ્યું. પુત્રે પણ એવો જ જવાબ આપો.

વાલિયાભાઈએ વિચાર્યું કે “આતો ભારે કરી … બધાને લૂંટનો માલ ખાવો છે અને પાપ શૅર કરવું નથી. કાયદો જ અન્યાય કર્તા છે. આવો કાયદો ઑટોમેટિક જ રદ થવો જોઇએ.

વાલિયાભાઈ બહુ વહેલા જન્મેલા હોવાથી તેમના સમયમાં લૂંટનો માલ ખાવામાં ગુનો બનતો ન હતો. તેમણે નારદજીને પૂછ્યું કે “હે નારદજી, મારે હવે શું કરવું જોઇએ?”.

નારદે કહ્યું “ તું હવે તારા આ ધંધાને રામ રામ કર. અને ખૂબ ચિંતન કર. કવિ બની જા. તું બહુશ્રુત થઈ જઈશ. તારી ઈચ્છાઓ પુરી થશે. આ ભવમાં નહીં તો બીજા કોઈ ભવમાં”

“પણ હે નારદજી જેઓ મારા ઉપર જેઓ આધાર રાખે છે તેમનું શું થશે? તેમના રોટલા કેવીરીતે નિકળશે?”

“હે વાલિયા, તું તારો વિચાર કર. હું કરું  … હું કરુ … એવા વિચારો છોડી દે…. તું કશું જ કરતો નથી. બધું ઈશ્વર જ કરે છે. રોટલો પણ એ જ છે, ખાનાર પણ એ જ છે અને ખાવાની ક્રિયા પણ એ જ છે.”

વાલિયાભાઈને નારદ મુનિના ઉપદેશમાં કંઈ ગતાગમ ન પડી. ધંધો કેવી રીતે કરવો, ચિંતન એટલે શું, બહુશ્રુત એટલે શું એ બધું સમજ્યા નહીં. પણ વાલિયા ભાઈને “રામ રામ” કર એ યાદ રહી ગયું. એટલે વાલિયાભાઈ રામ રામ બોલવા લાગ્યા.

ૐ શાંતિ, રાધે રાધે, જે શ્રી કૃષ્ણ

હવે તમે કોઈ પણ જપ કરો એટલે વિચારવું તો પડે . જો વિચાર ન કરો તો ઉંઘ આવી જાય. એટલે વાલિયાભાઈએ વિચારવું શરુ કર્યું. વિચારવા માટે કંઈ ભણેલા હોવું જરુરી મનાતું નથી. જેમકે મોહમ્મદ સાહેબ પણ ભણેલા હતા. તો પણ તેમણે કુરાન આપ્યું જેને દૈવી અવતરણ માનવામાં આવે છે.

એક વખત વિચારવાની ટેવ પડી પછી છૂટતી નથી. એક એવી માન્યતા છે કે તમે યોગ કરો તો તમારી બધી ઈન્દ્રીયો શુદ્ધ થાય. બુદ્ધિ સહિતની બધી ઈન્દ્રીયો શુદ્ધ થાય અને બધી રીતે શુદ્ધિ થાય. આપણે એની ચર્ચા નહીં કરીએ. પણ રામ નામે એક રાજા થયો અને વાલ્મિકી નામે એક ઋષિ થયા. આ વાલ્મિકી ઋષિએ રામની જીવન કથા લખી.

હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી મારી, પૂણ્યશાળી બને છે.”

હવે વાત પૂરી. ઋષિપદની માન્યતા મળવાનું કારણ તેમનું ચિંતન અને રામાયણની રચના હતી.

વાલિયામાંથી વાલ્મિકી ઋષિમાં પરિવર્તન થવું એવા બનાવો તો અવાર નવાર થયા કરે છે. જો કે ક્યારેક વિવાદો પણ ચાલે છે. જેમ કે કહેવાય છે કે આસુમલ પહેલાં દારુની હેરફેર કરતા હતા. તેમણે તપ કર્યું કે નહીં તે આપણે જાણતા નથી. પણ તેઓશ્રી સંત આશારામ બાપુ તરીકે પ્રખ્યાત થયા. તેમને મારા જેવા ઓશો આસારામ કહે છે. જો કે વાત જુદી છે કે તેઓશ્રી અત્યારે રોજમરોજ જેલના સળીયા ગણે છે. વાત જવા દો.

વાલિયા લૂંટારામાંથી વાલ્મિકી ઋષિ બન્યા તે તો આપણે જાણ્યું.

તેનાથી ઉંધું બને ખરુ?

આનાથી ઉંધું એટલે શું?

વાલ્મિકી ઋષિમાંથી વાલિયો લૂંટારો બને ખરો?

હાજી. આવું બને ખરું અને બને પણ છે.

જે વ્યક્તિ, કસોટીમાંથી પસાર થયા વગર, મોટા પદને પ્રાપ્ત કરે છે ત્યારે તેને લાગતા વળગતા સુજ્ઞ લોકો  વાલ્મિકી ઋષિ તરીકે ઓળખાવતા હોય,  તેવી વ્યક્તિ વાલિયો લૂંટારો બની જાય છે. આવા વાલિયા લૂંટારા અનેક વાલિયા લૂંટારા જેવા માનસિક સંતાનોને જન્મ આપે છે.

હાજી. જે ૨૫/૨૬ જુન છે.

નહેરુવીયન કોંગ્રેસીઓએ આજના દિવસની ઉજવણી કરવી જોઇએ. એટલું નહીં પણ જેમણે કટોકટીને આવકારી હતી તે સૌએ આજે કટોકટીના જન્મદિવસની ઉજવણી કરવી જોઇએ. જેઓ પોતાને નિડર માનતા હતા તેઓએ પણ જો કટોકટીને આવકારી હોય તેવા સૌ લોકોએ જેમકે સામ્યવાદીઓ, હરિવંશરાય બચ્ચન, શિવસેનાના સ્થાપક બાલ ઠાકરે, શિવસૈનિકો, સમાચાર માધ્યમોના તંત્રીઓ અને સમાચાર માધ્યમોના માલિકો સૌએ આજે ઉજવણી કરવી જોઇએ. જો કે સામ્યવાદીઓ તો લોકશાહીમાં માનતા નથી એટલે તેમણે તો આજના દિવસને વિજય દિવસ મનાવવો જોઇએ.

તમે કહેશો કે આમાં વાલ્મિકી કોણ અને વાલિયો લૂંટારો કોણ?

હા જી મુદ્દાની વાત તો છે.

મહાત્મા ગાંધીની કોંગ્રેસ એટલે વાલ્મિકી ઋષિ, નહેરુવીયન કોંગ્રેસ એટલે વાલિયો લૂંટારો

ઓગણીસમી સદીમાં કોંગ્રેસ નામની એક ક્લબ હતી. આમ જનતા સાથે તેનો કેટલો સંબંધ હતો તે આપણે જાણતા નથી. આમ જનતા અને બ્રીટીશ સરકાર વચ્ચે એક સેતુનું કામ કરે અને ગેરસમજુતીઓ સંવાદ દ્વારા દૂર કરે તે ક્લબનું ધ્યેય હતું.

૧૯૧૬માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા. તેમણે કોંગ્રેસને આમ જનતા માટે ખૂલ્લી મૂકી. કોંગ્રેસ સંગઠનને ગ્રામ્ય સ્તર સુધી વિકસાવ્યું. તેઓશ્રી સત્ય, અહિંસા, પ્રેમ, માનવીય હક્કો અને સમાનતાના ગુણોને અંતિમ કક્ષાના વિચારશીલ મનુષ્યો સુધી લઈ ગયા. ગાંધીજીએ માનવીય હક્ક માટે કેવીરીતે લડવું, અન્યાયકારી કાયદાઓ સામે કેવીરીતે લડવું તેના નિયમો અને પ્રક્રિયાઓ નક્કી કરી. આમ ખરા અર્થમાં કોંગ્રેસ સંસ્થાવાલ્મિકીઋષિ બની હતી.

જો કે સંસ્થા અને વ્યક્તિમાં ફેર તો હોય છે . કારણ કે સંસ્થાનું હૃદય અને મગજ તેની કારોબારી હોય છે. સૌ સભ્યોનું આચારણ સંસ્થાના સંવિધાનમાંના પ્રાવધાનો અનુસાર હોવું જોઇએ. પણ વ્યક્તિનું હૃદય અને મગજ તો તેનું પોતાનું હોય છે તેથી માનસિક રીતે તે કેવો છે તે જ્યાં સુધી તે મનના નિર્ણયોને અમલમાં મૂકે ત્યાં સુધી તેને જાણી શકાય.

ટૂંકમાં, કોંગ્રેસ એક એવી સંસ્થા હતી કે જેને તમે ઋષિ સાથે સરખાવી શકો. કેટલાક વિવાદાસ્પદ બનાવોને અને વ્યક્તિઓને બાદ કરતાં કોંગ્રેસની આવી સ્થિતિ ઓછામાં ઓછી ૧૯૪૪ સુધી તો ચાલુ રહી હતી.

આવી કોંગ્રેસ સંસ્થા, વાલ્મિકી ઋષિમાંથી વાલિયો લૂંટારો ક્યારે થઈ?

કોઈ પણ વ્યક્તિનું હૃદય પરિવર્તન રાતોરાત થઈ જતું નથી. માન્યતાઓની નિરર્થકતા કદાચ રાતોરાત સમજાઈ જાય. પણ તે નિરર્થકતાને અને સત્યને આત્મસાત્થવા માટે વર્ષો વીતી જાયવાલિયા લૂંટારાને લૂંટના ધંધાની નિરર્થકતા તો રાતોરાત થઈ ગઈ હશે પણ સત્ય અને શ્રેય ને આત્મસાત કરવામાં વાલિયાભાઈને ઘણું ચિંતન કરવું પડ્યું હતું. કહેવાય છે કે વાલિયા ભાઈ સુધબુધ ખોઈ બેઠેલા. તેમના ઉપર ઉધાઈનો રાફડો જામી ગયો હતો. જે હોય તે, પણ વાલિયા લૂંટારામાંથી વાલ્મિકી ઋષિ બનવામાં દશકાઓ વીતી ગયા હતા.

તો શું કોંગ્રેસ સંસ્થાને વાલ્મિકી ઋષિમાં થી વાલિયો લૂંટારો થવામાં વર્ષો વીતી ગયા હતા?

નાજી અને હાજી.

સંસ્થાના બગડવામાં અને વ્યક્તિના બગડવામાં ફેર હોય છે. જનતંત્રમાં ખાસ ફેર પડે છે.

વ્યક્તિ તો જ્યાં સુધી કસોટીમાંથી પસાર થયો હોય ત્યાં સુધી ભરેલા નાળીયેર જેવો હોય છે. પણ જે વ્યક્તિ સમાજસેવામાં સક્રિય રહી હોય, સંસ્થાના નિયમોનું પાલન કરતી રહી હોય, મોવડી મંડળના આદેશોને આધિન રહી હોય તો તે વ્યક્તિ સામાન્ય રીતે બગડતી નથી. બહુ બહુ તો તે પોતાનો પ્રભાવ વધારવા પક્ષની અંદર એક જુથ રચે છે. જ્યારે જુથ મજબુત થઈ જાય ત્યારે તે વ્યક્તિની આદતો બગડી શકે છે. સમય જતાં વ્યક્તિમાં જો રોગિષ્ઠ માનસિકતા વાળું ડી.એન.એ. હોય તો તે સંસ્થાને બગાડવાની વ્યુહ રચનાઓ કરે છે. વાલ્મિકી ઋષિ જેવા વ્યક્તિત્વ વાળી સંસ્થા, વાલિયા લૂંટારા  પેદા કરનારી સંસ્થા બની જાય છે.

વાલ્મિકી જેવી ઋષિસંસ્થામાંથી વાલિયા લૂંટારા પેદા કરનારી સંસ્થા બનવાના પગથીયા કેટલા છે?

પહેલું પગથીયુઃ પોતાનું એક જુથ બનાવો  તેને એક વૈચારિક નામ આપો. નહેરુએ કોંગ્રેસની અંદર એક જુથ બનાવ્યું અને તેને નામ આપ્યુંસમાજવાદી જુથ”.

બીજું પગથીયુઃ જ્યાં સુધી બળવત્તર બનો ત્યાં સુધી સંઘર્ષમાં ઉતરો. નહેરુએ, ગાંધીજીની વૈચારિક રીતે સંપુર્ણ શરણાગતી સ્વિકારેલી. તેઓશ્રી ગાંધીજીથી પોતાના વિચારો અલગ અથવા અસ્પષ્ટ હોવા છતાં પણ ગાંધીજી સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા. તેમ તેઓશ્રીએ પક્ષના પ્રમુખની ચૂંટણીમાં સુભાષબાબુની સામે ઉમેદવારી નોંધાવવાનો સંઘર્ષ પણ ટાળ્યો હતો.

ત્રીજું પગથીયુઃ આવી પડેલી તકને ઓળખો અને ત્રાગુ કરવાથી ધાર્યું કામ થતું હોય તો તે તકનો લાભ લો. એટલે કેગ્રહણ ટણે સાપ કાઢવો”. જેમકે કોઈ પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નહેરુના નામની ભલામણ, વડા પ્રધાનના પદ માટે કરી ન હતી. ગાંધીજીએ જ્યારે હકીકત પર જવાહરલાલનું ધ્યાન દોર્યું ત્યારે અને તેમ છતાં પણ નહેરુએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી નહીં અને ખીન્ન મુખમુદ્રા બનાવીને ગાંધીજીના ખંડમાંથી વિદાય લીધી. નહેરુનો આ અકથિત સંદેશ ગાંધીજી સમજી ગયા. તેમને લાગ્યું કે, જોકે સંસ્થાની કારોબારીમાં નહેરુનું વર્ચસ્વ નથી, પણ નહેરુ કોંગ્રેસને તોડવા કટીબદ્ધ થઈ શકે એમ છે. જ્યારે દેશના વિભાજનની વાતો ચાલતી હોય તેવે સમયે કોંગ્રેસનું વિભાજન દેશ માટે અનેક આફતો નોતરી શકે છે. એટલે ગાંધીજીએ સરદાર પટેલ પાસેથી વચન લઈ લીધું કે તેઓ કોંગ્રેસને તૂટતી બચાવવા પોતાની ઉમેદવારીનો ભોગ આપશે. આમ નહેરુએ ત્રાગુ કર્યાવગર ત્રાગાનો સંદેશ આપી પોતાનું ધાર્યું કર્યું.

ચોથું પગથીયુઃ દેશના વાજીંત્રો (સમાચાર માધ્યમો) ઉપર પરોક્ષ કે પ્રત્યક્ષ નિયમન રાખો. તે માટે લાયસન્સ, પરમિટ, ક્વોટા જેવા શસ્ત્રોનો ઉપયોગ કરો. પ્રતિસ્પર્ધીઓની મજાક ઉડાવો અને તેમને બદનામ કરો. એક સમાચાર પત્ર, રાજાજીને ગોરીલાના શરીર તરીકે બતાવતું હતું. જયપ્રકાશ નારાયણની મજાક ઉડાવાતી હતી. મોરારજી દેસાઈએ અર્થતંત્રને શિર્ષાસન કરાવ્યું છે તેવો પ્રચાર થતો હતો. કામરાજ પ્લાન હેઠળ ફક્ત મોરારજી દેસાઈને દૂર કરેલ. સમાચાર માધ્યમોએ નહેરુની ચાલાકી ઉપર તાલીયો પાડેલી.

પાંચમું પગથીયુઃ જનતંત્રમાં અવાર નવાર ચૂંટણીઓ થતી રહે છે, તમે સર્વિચ્ચ હોદ્દા ઉપર છો. તે તમારે વંશ પરંપરાગત રીતે જાળવી રાખવો પડશે, એટલે સંસ્થાની કારોબારીમાં તમારું વર્ચસ્વ રહે તે માટે ચાર આંખો રાખો. એટલા માટે જરુરી છે કે તમે સત્તા માટે બધું કરી શકો છો એટલે કેટલીક ભૂલો તમે જાણી જોઇને કરેલી તે બધું બહાર આવશે તો બધું બહાર આવતું અટકાવવા માટે તમારી જેમ તમારા ફરજંદે પણ જીવન સર્વોચ્ચ પદ ઉપર આવવું અનિવાર્ય છે. નહેરુએ માટે સીન્ડીકેટ બનાવી હતી.

નહેરુ, પચાસના દાયકામાં પ્રચ્છન્ન રીતે રાજકીય રીતે વાલિયો બની ચૂક્યા હતા. જો કે તેમના સાથીઓ હજી વાલિયો બનેલા નહીં. એટલે નહેરુના ક્ષેત્રમાં આવતા પોર્ટફોલીયો (મંત્રીના ખાતાં) અને તેમના ખાસમ ખાસ મંત્રી મેનન સિવાયના બધા મંત્રીઓએ સારું કામ કરેલ. ચીન કરતાં ભારતનો વિકાસ સારો હતો એમ તત્કાલિન આયોજન પંચના પ્રમુખ અશોક મહેતાનું કહેવું હતું.

અનેક ભૂલો છતાં નહેરુ હેમ ખેમ રીતે આજીવન વડાપ્રધાન પદ ઉપર રહી શક્યા હતા. એક કારણ પણ હતું કે તેમનું સ્વાતંત્ર્ય ની ચળવળમાં ઠીક ઠીક યોગદાન હતું. યોગદાનને લીધે તેઓશ્રી પ્રત્યક્ષ રીતે સરમુખત્યાર થવા માટે તેના કોલસા ચાવવાનું પસંદ કરી શકે તેમ હતા.

ઉપરોક્ત પગથીયાં શું વાલિયો લૂંટારો થવા માટે પૂરતાં છે?

ના જી. જનતંત્રમાં પ્રત્યક્ષ રીતેવાલિયોબનવામાં થોડું ખૂટે છે.

છઠ્ઠું પગથીયુઃ પૈસાનો વહીવટ તમે તમારા હસ્તક લઈ લો.

સાતમું પગથીયુઃ માણસ માત્ર ભ્રષ્ટ થવાને પાત્ર છે. સત્યને સમજો. તમારા સાથીઓને પૈસા લૂંટવા દો. તેમની લૂંટની નોંધ રાખો. તેઓ તમારા જુથમાં રહે તે માટે તેમની ભ્રષ્ટતાનો ઉપયોગ કરો. પક્ષના સામાન્ય સ્તરના માણસો પણ ભ્રષ્ટ થઈ શકે તે માટે મોટી બેંકોનું રાષ્ટ્રીય કરણ કરો અને તમારા પક્ષના નાના હોદ્દેદારોની ભલામણથી ગરીબને લોન મળી શકે તેમ કરો. તમારા પક્ષના નાના હોદ્દેદારોમાંના મોટાભાગના પોતાનું  કમીશન રાખશે . તેઓ તમારા થઈને રહેશે અને તેથી તમારું વર્ચસ્વ નીચલા સ્તર સુધી પહોંચી જશે.

આઠમું પગથીયુઃ કોઈ પણ તથા કથિત સારા કામનું શ્રેય તમે અને માત્ર તમે લો. જે કંઈ ખરાબ બને તે માટે બીજા કોઈને બલિનો બકરો બનાવો. વિરોધીઓ તમને જે ખરાબ વિશેષણથી તમારી ટીકા કરવાના હોય તે વિશેષણ, વિરોધીઓ તમારા માટે ઉપયોગ કરે તે પહેલાં તમે તેનો ઉપયોગ વિરોધીઓ માટે કરી દો. “કોઈ તમને કાણો કહે તે પહેલાં તમે તેને કાણો કહી દો”.

નવમું પગથીયુઃ જો સાચા મહાત્મા ગાંધીવાદી લોકો કે સતવાદીઓ હજી જીવતા રહી ગયા હોય અને તેઓ ગરબડ કરતા હોય તો કટોકટી લાદો. દેશ ઉપર કટોકટી લાદો. માનવીય હક્કોનું હનન કરો. અફવાઓ ફેલાવો. અને સમાચાર માધ્યમો ઉપર સંપૂર્ણ અંકૂશ લાદો. જે સામે થાય તેને અને જે પણ કોઈ શંકાસ્પદ લાગતું હોય તેને જેલમાં પૂરો. યાદ રાખો જનતાને આપણે માટે અભણ રાખી છે એટલે અફવાઓ સારું કામ કરશે. જેઓ ભ્રષ્ટ છે તેઓ કાકા કહીને તમનેમદદ કરશે.

 

દશમું પગથીયુઃ દેશ હિતની ચિંતા કર્યા વગર, જેટલી બને તેટલી મિલ્કત વસાવી લો. ખરે સમયે તમને બચાવશે. જરુર પડે કાળા ચોર અને દેશદ્રોહીઓનો પણ સહારો લો. ધારો કે કરે નારાયણઅને તમે , ચૂંટણીમાં હારી જાઓ, ત્યારે પણ જૈસે થેવાદીઓ, વિતંડાવાદ કરવામાં તમારા ભ્રષ્ટ સમાચાર માધ્યમોના ખેરખાંઓ તમને મદદ કરવા આતૂર રહેવાના છે તે સમજી લો. તેઓ અફવાઓ ઓછી પડશે તો કપોળ કલ્પિત પ્રસંગોનું આલેખન કરી મજાક દ્વારા તમારા વિરોધીઓની બદનામી કરતા લેખો લખશે. તેમને માટે ફક્ત શસ્ત્ર બચ્યું હોય છે.

ચેતન ભગત

દા.. ચેતન ભગત કે જેમની ઓળખ આપવા માટે ડીબીભાઈને (દિવ્ય ભાસ્કરના તંત્રીશ્રીને) ચેતન ભગતના નામ નીચે લખવું પડે છે કે અંગ્રેજીના યુવા નવલકથાકાર”. ડીબીભાઈએ ઓળખ આપવી એટલા માટે જરુરી હશે કે ભાઈ કંઈ જેવા તેવા નથી. અંગ્રેજી ભાષામાં લખતા નવલકથાકાર પણ છે.

મને લાગે છે કે ડીબીભાઈએ એવી જોગવાઈ કરી છે કે જો તમારે કોઈપણ લખાણ ઉપર કોમેંટ કરવી હોય તો તમારે અનિવાર્ય રીતે સોસીયલ મીડીયામાં શૅર કરવી પડે.

તથ્ય વગરના લેખોને અને અફવાઓને શૅર કરવા દેશના હિતમાં નથી.     

ચાલો બધું જે હોય તે. ટૂંકમાં વાલ્મિકી ઋષિમાંથી વાલિયા લૂંટારા બની શકે છે.

એટલે કોઈએ વાલિયા લૂંટારા જેવી સંસ્થા મરે તેનો વસવસો કરવો નહીં. “નહેરુવીયન કોંગ્રેસભગતબનવું જરુરી નથી.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝ વાલ્મિકી, ઋષિ, વાલિયો, લૂંટારો, નહેરુ, નહેરુવીયન, કોંગ્રેસ, પાપી પેટ, નારદ મૂની, પાપ, શૅર, ફરજંદ, લૂંટનો માલ, સંવિધાન, રામ રામ, વાલિયાભાઈ, ડીબીભાઈ, ચેતન ભગત, કોંગ્રેસ ભગત, રામની જીવન કથા, કટોકટી, ૨૫ જુન, ઉજવણી, વિજય દિવસ, જન્મદિવસ, શિવ સૈનિક, બાલ થાકરે, સામ્યવાદીઓ, મહાત્મા ગાંધી, ગાંધીજી, સંસ્થા, સમાજવાદી જુથ, સરદાર પટેલ, ત્રાગુ, સર્વોચ્ચ હોદ્દો, કામરાજ પ્લાન, અશોક મહેતા

Read Full Post »

કૂતરાઓ કેમ ભસે છે?

આપણે કૂતરાઓનું અપમાન કરવા માગતા નથી. કૂતરાઓ વફાદાર હોય છે. કૂતરાઓ ત્યાગી હોય છે. કૂતરાઓ થેંકફુલ હોય છે. કૂતરાઓ થેંકલેસ હોતા નથી, એટલે કે કૃતઘ્ન હોતા નથી. કૃતઘ્ન એટલે કે કોઇએ તેમના ઉપર ઉપકાર કર્યો હોય તો તે તેને ભૂલી જાય અને સ્વાર્થ માટે તેના ઉપર અપકાર કરે.

નહેરુવીયન કોંગ્રેસને અને તેમના સંસ્કારને આધારે મળતીયાઓને ઘણા લોકો કૂતરાની પ્રજાતિ સાથે સરખાવે છે. ત્યારે આપણે સમજવુ આ સરખામણી કૂતરાના બધા ગુણો માટે લાગુ પડતી નથી. પણ દુર્ગોણો માટે જ લાગુ પડે છે. ઉપમા અને ઉપમેય ફક્ત ઉપમાના તથા કથિત સંદર્ભમાં રહેલા ભાવ પુરતાં જ લાગુ પડે છે.

આર કે ધવન અને ઇન્દિરા ગાંધીનો કૂતરો

આર કે ધવન ઇન્દિરા ગાંધીના રહસ્યમંત્રી હતા. તેઓશ્રીને ઇન્દિરા ગાંધીના નિવાસ સ્થાને  ક્યારેક જવાનું પણ થતું. એટલે ઇન્દિરા ગાંધીનો પાળેલો કુતરો તેમને ભસતો નહીં. આર કે ધવનને કૂતરા ખાસ ગમતા નહીં. એટલે એમણે ઇન્દિરા ગાંધીના કૂતરાને ક્યારેય પંપાળેલો નહીં. એટલે ઇન્દિરા ગાંધીનો કુતરો, આર કે ધવનની પાસે પંપાળવાની અપેક્ષા રાખતો ન હતો અને તેમનો હેવાયો થાય તે પણ સંભવ ન હતું.

એક વખત આર. કે. ધવન, ઇન્દિરા ગાંધીના નિવાસસ્થાને ગયા. તે વખતે ઇન્દિરા ગાંધીના ઘરે ગૃહયુદ્ધ ચાલતું હતું. કોની વચ્ચે આ ગૃહયુદ્ધ ચાલતું હશે તેઓ તમે સમજી જ ગયા હશો. હાજી. મેનકા ગાંધી અને ઇન્દિરા ગાંધી વચ્ચે વાગ્‌યુદ્ધ ચાલતું હતું. આર કે ધવન શરુઆતમાં તો આ ઈન્દિરા અને મેનકા વચ્ચે સામ સામે ફેંકાતા વાગ્‍બાણોને શ્રવણ કરતા રહ્યા. તે વખતે ઇન્દિરા ગાંધીનો કુતરો પણ હાજર હતો. આ કુતરો આ વાગ્‌યુદ્ધની ભાષા ન સમજનારો શ્રોતા હતો. ઇન્દિરા ગાંધી બોલે એટલે આ કુતરો ઇન્દિરા ગાંધી સામે પોતાનું ડોકું ફેરવે અને મેનકા ગાંધી બોલે એટલે તે મેનકા ગાંધી તરફ જુએ. આમ તે પોતાના ડોકાને ફેરવ્યા કરે. ઇન્દિરા ગાંધી અને મેનકા ગાંધી તો ઘરના સદસ્ય હતા. અને બંને કૂતરા માટે તો આપ્તજન જ હતા. એટલે કુતરો કોઈનો પક્ષ લઈ શકે તેમ ન હતો. તે નિરુપાય થઈને પોતાનું ડોકું જે દિશામાંથી અવાજ આવે તે દિશામાં ફેરવ્યા કરતો. હવે થયું એવું કે મેનકા ગાંધી અને ઇન્દિરા ગાંધી વચ્ચેના વાગ્‌યુદ્ધમાં આર. કે. ધવન કંઇક બોલ્યા. કૂતરાને થયું આ માણસ શેનો વચ્ચે બોલે છે એમ વિચારીને કૂતરાએ “હાઉ” કરીને આર કે ધવનને કુલે બચકું ભરી લીધું.

ઇન્દિરા ગાંધીના ઘરમાં કેટલા પાળેલા કૂતરા હતા તે આપણે જાણતા નથી. પણ ઘરની બહાર નહેરુવંશીઓએ અનેક પ્રાણીઓ પાળ્યા છે તે વાત સૌ કોઈ જાણે છે. પણ આપણે કૂતરાઓની જ વાત કરીશું અને તે પણ ભસતા કૂતરાઓની વાત જ કરીશું. હવે આ કૂતરાઓ કરડી શકે તેમ નથી કારણ કે તેમની પાસે કેન્દ્રમાં સત્તા નથી પણ તેઓ ભસી તો શકે જ છે. એટલે તેઓ પ્રસંગોત્પાત્‌ ભસવાનું ચૂકતા નથી.

તમે પૂછશો પણ આ ભસનારા કોણ છે અને ક્યાં છે? 

તમે જાણતા હશો કે એલન ઓક્ટેવીયન હ્યુમ દ્વારા સ્થાપાયેલી કોંગ્રેસ આમ તો મહાનુભાવો માટે વાતોના તાડાકા મારવાની અને બ્રીટીશ સરકાર સાથે ભારતીય પ્રજાની વચ્ચે સંવાદના સેતુ તરીકે કામ કરવાના હેતુ સાથે સ્થપાયેલી ક્લબ જેવી સંસ્થા હતી. સુચારુ રીતે સંવાદ થાય તે માટે મહાત્મા ગાંધીએ કોંગ્રેસના દ્વાર આમજનતા માટે ખોલી નાખ્યા ને તેનું સંગઠન દેશવ્યાપી કર્યું.

આ કોંગ્રેસમાં ઘોડા, ગધેડા, ગાય, આખલા, ભેંસ, કૂતરા, સિંહ, વાઘ, વરુ, શિયાળ, ઉંદર એમ બધા જ હતા.

કાળક્રમે મહાત્મા ગાંધીએ જોયું કે બ્રીટીશ રાજકર્તાઓ દંભી છે અને ઠગ પણ છે. તેમણે દેશને માનસિક રીતે અને ભૌતિક રીતે પાયમાલ કરી દીધો છે. તેમણે વૈવિધ્યતાવાળા દેશને, વૈવિધ્યતાને  આધાર બનાવી જનતાને અનેક જુથોમાં વિભાજિત કરીને એકબીજા સામે બાખડતો કરી દીધો છે. એટલે તેમણે સંપૂર્ણ સ્વાતંત્ર્યની લડત ચલાવી.

ચર્ચા દ્વારા ગળાયેલો શુદ્ધ નિર્ણય

જો કોઈ પ્રજાને જાગૃત કરવી હોય અને તેનું ગૌરવ પાછું અપાવવું  હોય તો માનસિક સુધારાઓ લાવવા પડે. માનસિક જાગૃતિ લાવવી પડે. વૈચારિક અને ભૌતિક સ્વાવલંબન લાવવું પડે. પ્રજ્ઞાવાન બનાવવી પડે. સારા ખોટા વચ્ચેનો  ભેદ સમજાવવો હોય તો તે સમજાવવા માટે જનતા ઉપર દબાણ ન લાવી શકાય. ટૂંકમાં સુધારાઓ લાવવા માટે જે વ્યક્તિઓ પોતાને સુધારાવાદી માનતી હોય તેમણે પરોક્ષ અને પ્રત્યક્ષ હોદ્દાઓ સ્વિકારવા ન જોઇએ.

જો તમે કોઈને સલાહ આપવા માગતા હો તો તે સલાહનો અમલ તમારાથી કરવો જોઇએ. એટલે ગાંધીજીએ પોતે ૧૯૩૩થી પોતાના બધા જ હોદ્દાઓનો ત્યાગ કર્યો. તે એટલે સુધી કે તેઓશ્રી કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી પણ દૂર થયા. જોકે તેમણે કોંગ્રેસને સલાહ આપવાનું અને ચર્ચા કરવાનું, એક સામાન્ય નાગરિકની રુએ ચાલુ રાખ્યું જેથી તેમની સલાહ ઉપર દબાણ વગરની વ્યાપક ચર્ચા થાય અને જે નિર્ણય નીપજે તે વ્યાપક ચર્ચાની ગળણી દ્વારા ગળાયેલો શુદ્ધ હોય.

ગાંધીજીએ, સરકારની સાથે જનતા માટે પરસ્પર ચર્ચાના,  સરકારની સામે અહિંસક આંદોલનના, સત્યાગ્રહના અને સવિનય કાનૂન ભંગના નિયમો બનાવેલા જેથી સરકારનો અને જનતાનો પણ વૈચારિક વિકાસ થાય.

કાળક્રમે જનતાના આંદોલન દ્વારા ભારતને સ્વતંત્રતા મળી. પણ આ સ્વતંત્રતાના અંતિમ આંદોલન દરમ્યાન ગાંધીજીને અનુભૂતિ થઈ કે કોંગ્રેસના હોદ્દેદારોમાં અનેક જાતના પ્રાણીઓ છે અને સૌનો એજન્ડા ભીન્ન ભીન્ન છે. જો સમાજમાં પ્રગતિશીલ સુધારા લાવવા હોય તો સુજ્ઞ નેતાઓ મનમાની કરે એવા છે અને પોતાના હોદ્દાઓનો દુરુપયોગ કરે એવા છે. “વૈચારિક રીતે ધનિક હોય”, તેવા  નેતાઓ જ સાધન શુદ્ધિ દ્વારા સામાજીક પરિવર્તન લાવી શકશે. શું આ બધી અદ્ધર અદ્ધર વાતો છે? ના જી. આ બધી અદ્ધર અદ્ધર વાતો નથી.

૧૯૪૭માં કોંગ્રેસનું અસ્તિત્વ ફક્ત વિભાજીત ભારતમાં જ હતું એમ ન હતું પાકિસ્તાન હસ્તક પ્રદેશમાં પણ કોંગ્રેસનું અસ્તિત્ત્વ હતું. ગાંધીજીએ  હિંસાની વ્યાપકતાના આધારે જોયું કે ભાગલા અનિવાર્ય છે મુસ્લિમ લીગ પાસે તો આશા રખાય એમ નથી પણ કોંગ્રેસી નેતાઓ જો પાકિસ્તાની પ્રદેશોમાં કોંગ્રેસને જીવતી રાખશે તો ભવિષ્યમાં જનતાને ભારતના ભાગલાની નિરર્થકતા સમજાવી શકાશે. એટલે જ્યારે પાકિસ્તાનમાંથી કોંગ્રેસી નેતાઓ ભાગીને ભારતમાં આવી ગયા. ગાંધીજીએ તેમને અતિ કડક શબ્દોમાં ઠપકો આપ્યો. આ શબ્દોનો તત્કાલિન કોંગ્રેસ વિરોધી વ્યક્તિઓએ અને નેતાઓએ જાણે કે આ શબ્દો પાકિસ્તાનથી આવેલા નિરાશ્રિતઓને કહ્યા હતા તેવો પ્રચાર કર્યો અને આજે પણ અમુક લોકો મહાત્મા ગાધી-ફોબિયાથી પીડિત છે.  મહાત્મા ગાધી-ફોબિયાથી પીડિત લોકો “ગૉન કેસ” છે. તેની ચર્ચા અહીં આવશ્યક નથી.

હોદ્દા પ્રાપ્ત કરવા માટે ભલામણનું દબાણ

ગાંઘીજીએ જોયું કે સ્વતંત્ર ભારતની કોંગ્રેસી સરકારમાં સામેલ થવા માટે ઘણા નેતાઓ ગાંધીજી પાસે સરકાર ઉપર દબાણ લાવવાની ભલામણ કરતા હતા.

આ બધું જોઈ અનુભવી ગાંધીજીએ કોંગ્રેસને ચેતવણી આપી હતી કે “જનતા તમને વીણી વીણીને મારશે”.

સ્વતંત્રતા મેળવ્યા પછી કોંગ્રેસે ભલે પોતાનું નામ ન બદલ્યું પણ આ ટોળાનું નામ આપણે નહેરુવીયન કોંગ્રેસ આપીશું. કારણ કે નહેરુએ સ્વતંત્રતા મેળવ્યા પછી તેનું ધ્યેય, સિદ્ધાંત અને આચાર બદલી નાખ્યા છે. પક્ષ તેના ધર્મથી ઓળખાય અને ધર્મ તેના આચારથી ઓળખાય છે.

નહેરુવીયન કોંગ્રેસના સમર્થકો જનતાને ઉઠાં ભણાવે છે.

 કોંગ્રેસમાં અને કોંગ્રેસ બહાર રહેલા કોંગ્રેસના સંસ્કારના સમર્થકો જનતાને કેવીરીતે ઉઠાં ભણાવે છે તેની આપણે ચર્ચા કરીશું.

આપણા એક કટારીયા ભાઈએ “અમિત શાહે કોંગ્રેસને વિખેરી નાખવાની વાત ગાંધીજીએ કરી હતી” તે ઉપર પ્રશ્ન ચિન્હ લગાવ્યું છે. હાજી. તેઓશ્રી એ ગાંધીજીના ઉચ્ચારણોનો સંદર્ભ વગર ઉપયોગ કરી મગજની કસરત કરી છે. [રેફરન્સ “ડી.બી.”ભાઈનું (દિવ્યભાસ્કરભાઈ) અંક તારીખ ૧૪ જુન ૨૦૧૭, કટારીયા ભાઈ ડૉ. હરિ દેસાઈ].

ગાંધીજી એમ માનતા હતા કે કોંગ્રેસનું કામ સામાજિક પરિવર્તનનું છે અને તે પણ મુક્ત સંવાદ દ્વારા. એટલે કે નેતાઓએ જનતા વચ્ચે જઈને સામાજીક સુધારાની વાતો કરવી જોઇએ. સત્તાના હોદ્દેદારો મુક્ત સમાજીક પરિવર્તન ન કરી શકે. આપદ્‌ધર્મ તરીકે ભલે કોંગ્રેસે સ્વાતંત્ર્યનું આંદોલન કર્યું. પણ હવે કોંગ્રેસના નેતાઓએ સામાજીક પરિવર્તનમાં લાગી જવું જોઇએ. એટલે કે કોંગ્રેસને હવે વિખેરી નાખો.

“સર્વ સેવા સંઘ”ને તમે કોઈ પણ નામ આપો. કોંગ્રેસે હવે સેવા સંઘ તરીકે કામ કરવું જોઇએ. રાજકીય પક્ષ તરીકે હવે કોંગ્રેસે હવે કામ કરવાની જરુર નથી. સ્વાતંત્ર્ય મેળવ્યા પછી જો ગાંધીજીએ કોંગ્રેસને જીવતી રાખવાની વાત કરી હોય તો તે આ અર્થમાં કરી હતી.

ગાંધીજીના છેલ્લા ત્રણ મહિનાની રોજેરોજના અક્ષરસઃ બોલાયેલા શબ્દોની રોજનિશી ઉપલબ્ધ છે. તેમાં કોંગ્રેસને રાજકીય પક્ષ તરીકે જીવતી રાખવાની કોઈ વાત નથી.

બીજેપી ઉપર તૂટી પડો.

બીજેપીના પક્ષ પ્રમુખ શ્રી અમિત શાહે વાત કરી કે “ગાંધીજી ચતુર વાણિયા હતા…. તેમણે કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) વિખેરી નાખવાની વાત કરી હતી.”

હવે આપણે આ કટારીયાભાઈના શબ્દ પ્રયોગો જોઇએ.

“કોંગ્રેસી ગોત્ર સામે ભાજપી આક્રોશ” આ લેખનું શિર્ષક કે શિર્ષ રેખા છે.

આ શિર્ષ રેખા કોણ નક્કી કરે છે? કટારીયા ભાઈ કે બીજું કોઈક તે આપણે જાણતા નથી. પણ એવું લાગે છે કોઈએ કહેવું જોઇએ કે “સહી શબ્દોંકા પ્રયોગ કરેં”. “આક્રોશ કરનારા” આમ તો હતાશ કે લાચાર માણસો હોય છે. અહીં બીજેપી માટે આ શબ્દ બંધબેસતો નથી. વાસ્તવમાં બીજેપીએ કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) ક્ષીણ કરી છે અને કોંગ્રેસ વધુને વધુ ક્ષીણ થતી જાય છે. એટલે નહેરુવીયન કોંગ્રેસના સમર્થકો આક્રમક થયા છે. તેથી તેમના ઉચ્ચારણોમાં શબ્દ અને અર્થનો મેળ પડતો નથી. ચાલો આ વાત જવા દો.

બીજેપીના પ્રમુખે શબ્દ પ્રયોગ કર્યો કે “ગાંધીજી ચતુર વાણિયા હતા …” જો કે જ્યારે આપણા કટારીયા ભાઈ, હરિભાઈ દેસાઈનો લેખ પ્રગટ થયો ન હતો ત્યારે ઘણા લોકોને (મારા સહિત) સમાચાર માધ્યમો દ્વારા ખબર જ પડી ન હતી કે “ગાંધીજી ચતુર વાણિયા હતા …” એવા શબ્દ પ્રયોગમાં સમાચાર માધ્યમોને વાંધો પડ્યો છે.

અમિતભાઈ શાહે શું એવું તે શું કહી નાખ્યું કે જાણે ધરતીકંપ થયો. ગાંધીજી ચતુર હતા તેમાં તો વાંધો ન જ પડે. ગાંધીજી ચતુર વાણિયા હતા એવું કહેવામાં પણ વાંધો તો ન જ પડવો જોઇએ કારણ કે ગાંધીજી પોતે જ પોતાને, ઘણીવાર વાણિયા તરીકે ઓળખાવતા હતા જેમ નરેન્દ્ર મોદી પોતાને ક્યારેક ક્યારેક ગુજરાતી તરીકે ઓળખાણ આપે છે. જો પાટીદારો સરદાર પટેલને કે જેમણે ભારતની એકતા માટે જીવન ખર્ચી નાખ્યું તે સરદાર પટેલને સરદાર પાટીદાર તરીકે ઓળખાવવા માગતા હોય તેમાં સમાચાર માધ્યમો વાંધો પાડતા નથી તો ગાંધીજી ચતુર હોય અથવા વાણિયા હોય અથવા બંને હોય તેમાં શા માટે વાંધો પાડવો જોઇએ?

અમિત શાહે ગાંધીજી માટે ઉપરોક્ત ઉચારણ કર્યું તેનો બીજો હિસ્સો છૂપાવીને સમાચાર માધ્યમોએ, ઘણી કાગારોળ મચાવી દીધી હતી. સમાચાર માધ્યમોએ અમિત શાહને માટે મન ફાવે તે રીતે બુરાઈ કરી.

કેટલાક ટીવી ચેનલ વાળા તો અમિત શાહના ઉચ્ચારણને અધ્યાહાર રાખીને જ બદબોઈ કરતા હતા. “ગાંધીજી ચતુર વાણિયા હતા…. તેમણે કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) વિખેરી નાખવાની વાત કરી હતી.” ગઈ કાલે જ આ આખું ઉચ્ચારણ મારા જેવાને જાણવા મળ્યું. ચાલો જાવા દઈએ એ વાત. આપણા કટારીયાભાઈએ શું લખ્યું છે?

તમારે જે કંઈ કહેવું છે તે સત્ય છે તેમ સિદ્ધ કરવાના ઘણા રસ્તાઓ છે.

એક તો છે કાન્તિભાઈ ભટ્ટનો રસ્તો.

જો તમારે એમ કહેવું છે કે દા.ત. નરેન્દ્ર મોદીમાં “ફલાણો ગુણ નથી …” તો તમે એમ કરો કે કેટલીક એવી વ્યક્તિઓના નામ સાથે વર્ણન કરો કે જેમની પાસે તમારા માનવા પ્રમાણે તે ગુણ હોય. આ વર્ણનને અંતે તમે આપોઆપ એવા નિષ્કર્ષ ઉપર આવી જાઓ અને કહો કે નરેન્દ્ર મોદીમાં આવા ગુણો ક્યાં છે? આવા પ્રકારના તર્કની ચર્ચા આપણે અગાઉ કરેલી છે. જો કે કાન્તિભાઈ પ્રત્યે મને માન છે પણ જ્યારે જે વાતમાં તેમનો બીજેપી-ફોબિયા પ્રકટ થાય છે ત્યારે ન્યાય ખાતર કડવું બોલવું પડે છે.

બીજો રસ્તો

વ્યક્તિ કે વ્યક્તિ સમુહની ટીકા કરવાની બીજી રીત એ છે કે તમે વ્યક્તિનું કે સમુહનું નામ લીધા વગર બદબોઈયુક્ત ઘણું બધું લખી નાખો. જેમકે;

“આ વામણાઓનો યુગ છે… તેની અનુભૂતિ છાસવારે થઈ રહી છે. નિતનવી ઘોષણાઓ … , પ્રજાને આંજવી … , ધર્મના અફિણના ઘૂંટડા પીવડાવવા … , ખુલ્લે આમ ગાંધીજીની ઠેકડી ઉડાડવી … , પ્રજાને ગેર માર્ગે દોરવા અધ્યાયો ચલાવવા …. “ તમારે તો ફક્ત બદબોઈ જ કરવાની છે અને તે પણ વ્યક્તિનું કે વ્યક્તિ સમુહનું નામ લીધા વગર બદબોઈ કરવાની છે એટલે તમે બેફામ રીતે જે શબ્દ પ્રયોગ હાથ વગો થયો તેનો ઉપયોગ કરી નાખો.

તે પછી વ્યક્તિની તમે બદબોઈ કરવાનું ધ્યેય રાખો છો તેનું એકાદ અર્ધુપર્ધું વાક્ય ઉદ્‍ધૃત કરી દો. અને પછી વ્યક્તિને તેની સાથે જોડી દો. વિરોધાભાસ દેખાડવા માટે કોંગ્રેસના સ્વાતંત્ર્ય પહેલાંની પ્રોફાઈલને વર્ણવી દો. એટલે કે હાલના બીજેપીના નેતાનું હાલનું ઉચ્ચારણ અને કોંગ્રેસીઓની (૭૦ વર્ષ પહેલાંની પ્રોફાઈલ) ને સાંકળો. સાધ્યમ્‌ ઇતિ સિદ્ધમ્‌.

જનતા તો બેવકુફ છે તે તમારી આ રમત સમજી શકતી નથી કે કોંગ્રેસ અને નહેરુવીયન કોંગ્રેસને સ્નાનસૂતકનો પણ સંબંધ પણ નથી. ૨૫મી જુને (નહેરુવીયન કોંગ્રેસ દ્વારા લોકશાહીના ખૂનના  વાર્ષિક દિવસે) આપણે આ ભેદને વધુ એકવાર સમજીશું.

આપણે અમિત શાહની બદબોઈ કરવી છે. આટલી વાત થી અમિતભાઈના ઉચ્ચારણ . “ગાંધીજી ચતુર વાણિયા હતા…. તેમણે કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) વિખેરી નાખવાની વાત કરી હતી. કોંગ્રેસને વિચારધારા જ ન હતી.” ને વગોવીને અમિત શાહને વગોવીશું તો તે પુરતું નથી.

તો શું કરીશું?

અમિતભાઈની આસપાસના લોકોને પકડો. કોંગ્રેસને વિચારધારા જ ન હતી તેની ઉપર શૈક્ષણિક ચર્ચા કરવા જઈશું તો જનતાને ઉઠાં ભણાવવાની આપણી દાળ ગળશે નહીં. તેથી તેને તો સ્પર્ષ જ ન કરવો.

આર.એસ.એસને પકડો. તેના કેટલાક નેતાઓના સંવાદોને પકડો. અગડંબગડં લખો અને રાષ્ટ્રકારણ અને રાજકારણ એવા શબ્દ પ્રયોગો કરો. મહાત્મા ગાંધીએ આર એસ એસ માટે વાપરેલા શબ્દોને ફક્ત ઉદ્‌ધ્રુત જ કરો. તેની શૈક્ષણિક ચર્ચા ન કરો. કારણ કે તે અઘરું પડશે અને નાહકના “લેનેકા દેના પડ જાયેગા ..”.

જો કે આ બધું વ્યર્થ છે. કોંગ્રેસના જે નેતાઓએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપ્યું તે બધા ક્યારનાય ઈશ્વરને પ્યારા થઈ ગયા છે. જેઓ જીવ્યા તેમાંના મોટાભાગનાઓએ ડબલ વસુલી લીધું. તેમના ફરજંદો ખાસ કરીને નહેરુવીયન ફરજંદોએ બીજા તેમના જેવા હજારો ફરજંદો ઉભાકરી ઉઘાડે છોગ લૂંટ જ કરી છે.

જે આર.એસ.એસ. ના લોકોએ કહેવાતી હિંસા આચરી તેઓ પણ ઉપર પહોંચી ગયા. કટારીયા ભાઈએ સમજવું જોઇએ કે ફક્ત હિન્દુઓ સંત થઈને રહે તે વાત ત્યારે પણ શક્ય ન હતી અને આજે પણ ૬૦વર્ષના નહેરુવીયન કોંગ્રેસના શાસનના નિષ્કર્ષને અંતે પણ શક્ય બની નથી. નિંદા કરવી જ હોય તો બંને કત્લેઆમની પ્રમાણ પ્રમાણે નિંદા કરવી જોઇએ. એક તરફી નિંદા વ્યંઢ જ હોય છે.

વિચારધારાની બાબતમાં આપણા કટારીયા ભાઈ, કોંગ્રેસના સ્થાપક સભ્યોથી શરુ કરી ૧૯૪૭ સુધીનાના નામોની યાદી આપે છે અને પ્રશ્ન ઉઠાવે છે કે “શું આ લોકોને વિચારધારા ન હતી?”

અરે ભાઈ તમને એકવાર તો કહ્યું કે ૧૯૪૭ પહેલાંની કોંગ્રેસમાં ઘોડા, ગધેડાં, ગાયો …. શિયાળ, વરુ … બધા જ પ્રાણીઓ હતા તે વાત મહાત્મા ગાંધીએ પોતાના શબ્દોમાં કહી જ હતી. પણ ૧૯૪૭ પછીનો અને ખાસ કરીને નહેરુ સર્વેસર્વા થયા પછીનો નહેરુનો, નહેરુવીયનોનો અને નહેરુવીયન કોંગ્રેસનો વર્કચાર્ટ જુઓ. આ વર્કચાર્ટની આગાહી મહાત્મા ગાંધી કરી શકતા હતા. એટલે જ તેમણે કહેલ કે “હે કોંગ્રેસીઓ …. તમને ભવિષ્યમાં જનતા વીણી વીણીને મારશે …”

કટારીયા ભાઈ પોતાને તટસ્થ માને છે એટલે તેમણે થોડા “ગોદા” (નહેરુવીયન) કોંગ્રેસને પણ મારી દીધા છે. “યાર … તટસ્થતા ભી કોઈ ચીજ઼ હૈ”

કોણ રાજકારણી અને કોણ રાષ્ટ્રકારણી?

સૌથી સહેલો જવાબ એ છે કે જે રાજકારણમાં છે પણ હોદ્દો ભોગવાની ખ્વાહેશ રાખતો નથી પણ હોદ્દાને ફરજના ભાગરુપે સ્વિકારે છે તે રાષ્ટ્રવાદી. રાજા જનક, રાજા રામ …

જે હોદ્દો ભોગવાની ખ્વાહેશ રાખે છે અને હોદ્દો ભોગવે છે તે રાજકારણી. રાવણ, દુર્યોધન,

વર્તમાનના દાખલા જોઇએ છે?

મોરારજી દેસાઈ રાષ્ટ્રવાદી.

ઈન્દિરા ગાંધી રાજકારણી.

જો કે જ્યાં સુધી બુરાઈઓની વાત છે તો નહેરુવીયન કોંગ્રેસે તો “બાણોચ્છિષ્ઠં જગત સર્વં” જેવું કર્યું છે એટલે કે દુરાચારોના પ્રમાણની બાબતમાં નહેરુવીયન કોંગ્રેસને કોઈ પહોંચી ન શકે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

અહિંસક સમાજ  શું શક્ય છે? ભાગ (માંસાહાર અને શાકાહાર)

ગુજરાતના એક ક્રાંતિકારી વિચારક મનાતા સ્વામિ

ગુજરાતના એક ક્રાંતિકારી વિચારક મનાતા સ્વામિએ ગૌ-હત્યા બંધીને અહિંસાનો અતિરેક ગણાવ્યો છે. તેઓશ્રીએ એક પુસ્તક લખ્યું છે “ત્યાગ, અહિંસા અને આતંકવાદ”.

આપણે “અહિંસા” પુરતી આપણી ચર્ચાને મર્યાદિત રાખીશું. જ્યારે ગાંધીજીને અને અહિંસાને સાંકળીએ તો ગાંધીજીને અન્યાય ન થાય તે માટે ગાંધીજીની “અહિંસા” ની વ્યાખ્યાને સમજી લેવી જોઇએ. “સત્યાગ્રહ”ની વ્યાખ્યાને પણ સમજી લેવી જોઇએ.

“અહિંસા”, સાપેક્ષ હોય છે. ઓછામાં ઓછી હિંસા, એટલે અહિંસા. જબલપુરના એક ચાર રસ્તા ઉપર ગાંધીજીનું પુતળું છે. તેની નીચે લખ્યું છે કે “જો મારે કાયરતા અને હિંસા વચ્ચે પસંદગી કરવાની આવે તો હું હિંસા પસંદ કરું”.

જો કોઈ એક કામ એક લાકડી મારવાથી પતી જતું હોય તો બે લાકડી ન મારવી. અહિંસાનું શસ્ત્ર તેની સામે જ ઉઠાવી શકાય જે કાયદાના શાસનમાં માનતો હોય અને તેને તમારા ઉપર પ્રેમ હોય. જો કે તમે તેનું પારખું કરી શકો. કાઠીયાવાડના એક બાપુ પાસે ગાંધીજી સત્યાગ્રહ કરવા ગયા. સત્યાગ્રહ ઉપર (ઉપવાસ ઉપર) બેઠા પણ ખરા.  તે બાપુ તો વાટાઘાટો કરવા પણ તૈયાર ન હતા. વળી તે બાપુએ કહ્યું કે મારે તો સારું થશે કે જો ગાંધીજી ઉપવાસમાં મરી જશે તો મારું ગામ તો તીરથ થશે. ગાંધીજી ઉપવાસ બંધ કરીને ભાગી ગયા હતા.

greatness depends upon treatment of animal

અહિંસાનો અતિરેક છે?

ઉપરોક્ત સ્વામીજીને લાગે છે કે ગાય અને બળદ ની હત્યાની બંધી કરવી અને તેના માંસની બંધી કરવી તે અહિંસાનો અતિરેક છે. કોઈ પણ બાબતમાં અતિરેક યોગ્ય નથી. તે વાત સાચી છે.

અહિંસામાં અતિરેક કોને કહેવો તે નક્કી કરવું અઘરું છે અને તે વ્યક્તિગત પણ છે. વળી તે બીજા ઘણા પરિબળો ઉપર અવલંબે છે.

જોકે સ્વામીજી તે બાબતમાં આગળ વધુ લખે છે. ગાય અને બળદ (ખસી કરેલો સાંઢ), આર્થિક રીતે પોષાય તેમ નથી. સાંઢને ખસી કરવી તે પણ હિંસા છે પણ તે વગર છૂટકો નથી. કારણ કે સાંઢ આક્રમક હોય છે.  સો ગાયો વચ્ચે એક સાંઢ પૂરતો હોય છે. એટલે બાકીના સાંઢને ખસી કરી બળદ બનાવવા જ પડે. આજનો જમાનો ટ્રેક્ટરનો છે. બળદ હવે નિરુપયોગી થઈ ગયા છે. ગાય સતત દુઝણી હોતી નથી. ગૌશાળાઓમાં પણ હવે ગાય અને બળદ આર્થિક રીતે પોષાય તેમ રહ્યા નથી. આ બધા કારણસર તેમની કતલ કરવી જરુરી છે અને જેઓ માંસાહાર કરતા હોય તો તેમને માંસાહાર કરવા દેવો.  સ્વામીજીની પાસે પોતાની ગૌશાળા છે અને ગૌશાળાનો તેમને અનુભવ છે. તેના આધારે તેઓ માને છે કે ગૌશાળા આર્થિક રીતે પોષાય તેમ નથી.

શું ગૌશાળા આર્થિક રીતે પોષાય તેમ નથી?

આજ બ્લોગ સાઈટ ઉપર “ગૌ હત્યાબંધી વિષે દંભીઓનું દે ધનાધન” વિષે બે લેખ આપેલા છે, તેને વાંચી જવા વિનંતી છે. આમ કહેવા પાછળનો હેતુ, પુનરાવર્તન ન કરવાનો છે.

જ્યાં સુધી માનવસમાજ જમીન ઉપર ખેતી કરે છે ત્યાં સુધી પશુઓ અનિવાર્ય છે.

આપણે બધા પ્રાણીઓ માટે બળદ શબ્દ વાપરીશું. બળ એટલે ઉર્જા અને “દ” એટલે ઉર્જા આપનાર. બળદ દ્વારા થતી ખેતી કુદરતી છે. આ ખેતી શ્રેય છે. જો કે માણસ જે કંઈ વિચારે અને કરે તે બધું જ કુદરતી છે. પણ ઈશ્વરે માણસને બુદ્ધિ આપી છે એટલે માણસની જવાબદારી વધે છે. માણસ વિરોધાભાસી નિર્ણયો લઈ શકે છે. પણ પૃથ્વી ઉપર વાતાવરણનું સંતુલન જળવાઈ રહે તે જવાબદારી માણસની છે.

“ટ્રેક્ટરનો જમાનો છે એટલે બળદ નકામા થઈ ગયા છે”. જમાનો ટ્રેક્ટરનો છે તે પર્યાવરણવાદીઓને માન્ય નથી.

સર્વોદય કાર્યકર જુગતરામ કાકા પાસે ઝીણાભાઈ દરજી ગયા હતા અને તેમને મોટર કાર આપવાની ઈચ્છા વ્યક્ત કરી. જુગતરામ કાકાએ સપ્રેમ ના પાડી. તેથી તેમણે ટ્રેક્ટર આપવાની ઈચ્છા વ્યક્ત કરી. એટલે જુગતરામ કાકાએ પૂછ્યું કે “તમારું ટ્રેક્ટર પોદળો મૂકે છે?”

 “ગૌ સૃષ્ટિના પ્રાણીઓ આર્થિક રીતે પરવડે કે નહીં?”  તેનું અર્થ શાસ્ત્ર અને ગણિત તમે સરવાળા-બાદબાકીમાં ન કરી શકો. એક કિલોગ્રામ અનાજ અને એક કિલોગ્રામ સોનું એમાં મોઘું કોણ તે સામાજીક અર્થશાસ્ત્રના નિયમોને આધારે નક્કી કરાય છે. વાસ્તવમાં જમીન અને અન્ન અમૂલ્ય છે.  પહેલું પૂનર્પ્રાપ્ય નથી, બીજું પૂનર્પ્રાપ્ય છે. આપણે જમીનની માલિકીના, ગામડાની સંરચનાના અને શહેરોની સંરચનાના ખ્યાલો બદલવા પડશે. અને તે માટે મન ખુલ્લું રાખી કાયદાઓ અને નિયમો ઘડવા પડશે. ન્યાયાલયો ઉપર સૌથી મોટો બોજો સ્થાવર મિલ્કતની માલિકીને લગતા, અને અણઘડ સરકારી અમલદારોએ લીધેલા ચૂકાદાની સામે થયેલી અપીલોના કેસોનો જ છે.

ટ્રેક્ટર એક મશીન છે. ટ્રેક્ટર દ્વારા ખેતી કરવી એ એક રીત છે.

ટ્રેક્ટરનું આયુષ્ય કેટલું?

ટ્રેક્ટર દ્વારા ખેતી કરવી તે રીતનું પણ આયુષ્ય કેટલું?

ટ્રેક્ટર એક અવિદ્યા છે. બળદ કે પાડો, એ વિદ્યા છે. અવિદ્યા એ અધૃવ છે.

ટ્રેક્ટર એક અવિદ્યા છે. બળદ કે પાડો, એ વિદ્યા છે. અવિદ્યા એ અધૃવ છે. વિદ્યા એ ધૃવ છે. જે ધૃવ ને છોડીને અધૃવનું સેવન કરે છે તેનું ધૃવ પણ નાશ પામે છે અને અધૃવ તો નાશ પામેલું જ છે. તમે ટ્રેક્ટરને લાવ્યા એટલે બળદ નકામો થઈ ગયો. અને ટ્રેક્ટર તો નાશ પામવાનું જ છે. ભૂગર્ભતેલના ભંડાર અમાપ નથી. તે ૪૦ વર્ષ ચાલે એટલા છે. તે પછી શું?

ટ્રેક્ટર માણસે બનાવેલું મશીન છે. બળદ ઈશ્વરે (પ્રકૃતિએ) બનાવેલું મશીન છે. મનુષ્ય ઈશ્વરથી કુશળ ન હોઈ શકે.

પ્રકૃતિ રહી દુર્જેય પરાજિત હમ સબ ભૂલે થે મદમેં

હાં કિ, ગર્વરથમેં તુરંગસા જો ચાહે જિતના જુત લે (પ્રલય મહાકાવ્ય)

સરકાર ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ નક્કી કરી આપે. ખેડૂતોના દેવા માફ કરવા તે સાચો ઉપાય નથી. આવા ઉપાયોને અવારનવાર સ્વિકૃતિ આપી ન શકાય. આવા ઉપાયો કરવાથી ખેડૂતોની આદતો બગડે છે. ખેડૂતો દ્વારા થતી આત્મહત્યાઓ ઉપર સંશોધન થવું જોઇએ. સામાજીક રીતરિવાજોના ખર્ચાઓને કારણે પણ તેમને પૈસાની તંગી પડતી હોય છે. વિલાયતી ખાતર બનાવતા કારખાનાઓ સદંતર બંધ કરી દેવા જોઇએ. દેશી ખાતર જ શ્રેષ્ઠ ખાતર છે. ભલે ઓછું ઉત્પાદન થતું હોય પણ લાંબા ગાળે અને સરવાળે તે ખાતર જ જમીનને માટે અને ઉત્પાદનની વૃદ્ધિ માટે યોગ્ય છે. ટપક પદ્ધતિ, ખેત તલાવડી, અપાર વૃક્ષો, ગૌ મૂત્રનો વ્યાપક ઉપયોગ, કૃષિ આધારિત ઉદ્યોગો અને તેના વેપારનું ખેડૂતો દ્વારા જ સંચાલન, ખેડૂતોનો ઉદ્ધાર કરી શકશે.

ગૌસૃષ્ટિનો સભ્ય પર્યાવરણનો રક્ષક છે. ગૌસૃષ્ટિનો સભ્ય પોદળો મુકે છે. તેનું ખાતર બનાવી શકાય છે અને તેનું બળતણ પણ કરી શકાય છે. ટ્રેક્ટર પ્રદુષણ યુક્ત ધુમાડો છોડે છે. ટ્રેક્ટર બગડે તો કુશળ કારીગરની જરુર પડે છે. ગૌસૃષ્ટિનો સભ્ય અને ટ્રેક્ટરની સરખામણી થઈ ન શકે.

તમે હિસાબ માંડો. ગૌસૃષ્ટિનો સભ્ય કેટલું ખાતર આપે છે? ગૌસૃષ્ટિનો સભ્ય કેટલી જમીન સુધારે છે? ગૌસૃષ્ટિનો સભ્ય પોતાની દવા પોતે કરી શકે છે. ગૌસૃષ્ટિનો સભ્ય પોતાની મેળે ઘરે આવી શકે છે.  ગૌસૃષ્ટિનો સભ્ય પોતાનો બચાવ પોતે કરી શકે છે. ગૌસૃષ્ટિનો સભ્ય રીપ્રોડક્ટીવ છે. ટ્રેક્ટર આમાંનું કશું જ નથી. તમે એનો પણ હિસાબ લગાવો કે વિલાયતી ખાતરના કારખાના પાછળ કેટલો ખર્ચો થાય છે. તે કેટલી જમીન રોકે છે. આ ખાતરના કારખાના કેટલી જમીન બરબાદ કરે છે. ખાતરના ટ્રાન્સ્પોર્ટેશનમાં કેટલો ખર્ચો થાય છે. ખાતરના કારખાનાને જે કંઈ સવલતો સરકારે આપી છે તેનો પણ હિસાબ કરો. આ બધાની કિંમતનો સરવાળો કરો અને તેને દેશી ખાતરથી થતી ખેતીના ખર્ચામાંથી અને ગૌશાળાના ખર્ચામાંથી બાદ કરો.

એપ્રોપ્રીએટ ટેક્નોલોજી

જો તમે ટૂંકા ગાળાનો હિસાબ માંડતા હો તો …. આ બધી વાતો છોડો. આપણે હિસાબ જુદી રીતે લગાવીએ. ગૌસૃષ્ટિનું કોઈ પણ પ્રાણી નિરુપયોગી નથી. દરેક પ્રાણી ઉર્જાવાન છે. પણ આપણે તેની ઉર્જાના ઉપયોગની શક્યતાઓને વિચારી નથી. તેથી તેની ઉર્જાનો ઉપયોગ કરી શકાય તેવી તકનિકીઓ વિકસાવી નથી. આપણે ધારી લીધું છે કે આવી તકનિકીઓ વિકસી જ ન શકે.

દરેક પ્રાણીને કેળવી શકાય છે. તમે પ્રાણીઓની ઉર્જાથી વિજળી ઉત્પન્ન કરી શકો છો. તેના થી લીફ્ટ ચલાવી શકો (ગ્રામ્ય વિસ્તારોમાં). તમે તેલઘાણીમાં તે ઉર્જાનો ઉપયોગ કરી શકો છો. તેલઘાણીનો ખોળ પશુઓ માટે શ્રેષ્ઠ વિટામીન છે. તમે નાના અંતરમાં તેનો વાહન ચલાવવામાં ઉપયોગ કરી શકો છો. તેના ખાતરનો અને તેમાંથી નિકળતા ગેસનો ઉપયોગ ગેસના સીલીન્ડર ભરવાની ટેકનિક વિકસાવીને કરી શકો છો. તમે બીજી અનેક રીતે તેની ઉર્જાનો ઉપયોગ કરી શકો છો. આપણી ટેક્નોલોજી એપ્રોપ્રીએટ ટેક્નોલોજી હોવી જોઇએ. નફા તોટાનો હિસાબ, તમે હિસાબ કેવી રીતે કરો છો તેના ઉપર આધાર રાખે છે.

જો મનુષ્યજાતિએ સ્વકેન્દ્રી થવું ન હોય તો, પ્રાકૃતિક યંત્રો સાથે મનુષ્યના યંત્રો સ્પર્ધા જ ન કરી શકે. જો આમ ન હોત તો પશ્ચિમી સત્તાને ભારતમાં વણકરોના આંગળા કાપી નાખવાની જરુર પડી ન હોત. મહાત્મા ગાંધીએ ખાદીનો પ્રચાર શા માટે કરેલો? મહાત્મા ગાંધીનો પહેલો સવાલ એ હતો કે “તમે ભારતના ગરીબોને તાત્કાલિક રોજી, કેવી રીતે આપી શકશો?

આજ બ્લોગ સાઈટ ઉપર “નવ્ય સર્વોદયવાદ” ઉપલબ્ધ છે. વિસ્તૃત માહિતિ માટે તમને તે વાંચવાની વિનંતિ છે.

“ભારતીય સંસ્કૃતિમાં ગૌ-સૃષ્ટિ સાથે જે લાગણીશીલતાનું પરિબળ સંકળાયેલું છે તેની સદંતર અવગણના કરી ન શકાય. ભારતીયોને તમે કૃતઘ્ન (હરામખોર) થવાની ફરજ પાડી ન શકો. દરેક દેશને પોતાની માનસિકતા હોય છે.

ગૌ-હત્યા બંધીનો વિરોધ વાસ્તવમાં કોને છે?

મુસ્લિમોને ગૌ-હત્યા બંધી સામે વિરોધ નથી. જે કંઈ વાંધો છે તે સામ્યવાદીઓને અને ખ્રીસ્તીઓને છે. સામ્યવાદીઓને એટલા માટે છે કે તેઓ જ્યારે સત્તામાં ન હોય ત્યારે વિખવાદ અને અરાજકતા ફેલાવવામાં માને છે. પ્રણાલીઓને ધર્મ સાથે જોડી તેઓ વિખવાદ ઉત્પન્ન કરે છે. વિભાજન દ્વારા તેઓ અરાજકતા ફેલાવવા માગે છે.

સામાન્ય ખ્રીસ્તીઓ નિરુપદ્રવી છે. પણ તેમના શાસકો અને પાદરીઓ લાંબાગાળાનું વિચારે છે. જો તેમને સમજવા હોય તો તમારે રાજીવ મલહોત્રાએ લખેલ પુસ્તકો જેમકે “બ્રેકીંગ ઈન્ડિયા”, “વી આર ડીફરન્ટ”, “ઈન્દ્રાજ઼ નેટ” અને “બેટલ ફોર સંસ્કૃત” જરુર વાંચવા. યુ-ટ્યુબ ઉપર તેમના પ્રવચન અને સંવાદો ઉપલબ્ધ છે.  અમેરિકા ભલે પોતાને “માનવીય હક્કો”નો પુરસ્કર્તા માનતું હોય પણ તેની કાર્યશૈલી “મુસ્લિમ આતંક”વાદીઓ પ્રત્યે ભેદભાવ વાળી જ રહી છે. તેમને મન કેટલાક આતંકવાદીઓ ગ્રુપો સારા અને કેટલાક આતંકવાદી ગ્રુપો ખરાબ હોય છે. ખ્રીસ્તી આતંકવાદથી તો તે પોતાને સાવ અજ્ઞાની જ રાખે છે. ભારતમાં સામ્યવાદીઓનો, ખ્રીસ્તી પાદરીઓનો અને કટ્ટર મુસ્લિમોનો એક સમાન એજન્ડા છે. આપણામાંના કેટલાક સુજ્ઞ લોકો તેમના તર્કશાસ્ત્રથી ભોળવાઈ જાય છે. તેથી તેઓ તેમની પ્રત્યે કંઈક વધુ પડતા (તેને આપણે અતિરેક કહીશું), સહિષ્ણુ અને રીસ્પેક્ટફુલ બની ગયા છે.

ગાંધીજી જવાહરના માનસને સમજી શકતા હતા

ગાંધીજી જ્યારે જીવતા હતા ત્યારે તેમના વ્યક્તિત્વને કારણે કોંગ્રેસી નેતાઓ તેમના સિદ્ધાંતોને નકારી શકતા ન હતા. ગાંધીજીએ કહેલ કે તેઓ “જવાહરને સમજી શકે છે. પણ તેમના સમાજવાદને સમજી શકતા નથી”.

ગાંધીજી “જવાહર”ને સમજી શકે છે તેમાં  ઘણું સમાયેલું છે.  ગાંધીજી સમજતા હતા કે નહેરુ એક “નૉટી બૉય” છે. નહેરુનું તત્કાલિન કોંગ્રેસ સંગઠન ઉપર એટલું બળ ન હતું. પણ નહેરુ યુવાનોના પોસ્ટર બૉય હતા. એટલે તેઓ કોંગ્રેસને તોડવા માટે સક્ષમ હતા. જો તે વખતના નાજુક સમયમાં કોંગ્રેસ તૂટે તો દેશના બે કરતાં વધુ, એટલે કે કદાચ છ થી સાત ભાગલા પડી શકે તેમ હતા. એટલે મહાત્મા ગાંધીએ વ્યુહરચનાના ભાગરુપે, કોઈએ ભલામણ કરી ન હતી તે છતાં પણ, નહેરુને વડાપ્રધાન બનાવ્યા. આ એક હંગામી વ્યવસ્થા હતી. પણ તે પછી થોડા જ સમયમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ મરી ગયા. નહેરુએ એક પછી એક તેમના પ્રતિસ્પર્ધીઓને દૂર કર્યા. પરિણામ સ્વરુપે શું થયું તે આપણે જાણીએ છીએ. આપણે ત્યાં બહુમતિ ઉપર દમન થયું અને આપણા સુજ્ઞ લોકો મૂર્ખતા કે સ્વાર્થને કારણે તેના હાથા બન્યા.

આઝાદીની શરુઆતમાં ગાંધી-વિચારોનું પ્રબલ્ય રહ્યું હતું. તેથી જ ગૌ-હત્યા બંધી, દારુ-બંધી, અહિંસક સમાજ જેવા સિદ્ધાંતોને ભારતીય બંધારણમાં “આદેશાત્મક સિદ્ધાંતો તરીકે જગા મળી”. પણ નહેરુ ખંધા હતા એટલે તેમણે તેને લગતા કાયદા અને અમલનું કામ રાજ્યો ઉપર છોડ્યું. “જા બીલ્લી કુત્તેકો માર”

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ
હા તે જરુર શાકાહારી છે
કોણ કહે છે કે પેલો માંસાહારી છે?
પેલો પણ આમ તો શાકાહારી છે, પણ તે માંસાહારી વાનગીઓ ઉપર પણ હાથ મારે છે. શાકાહાર વગર તેને ચાલતું નથી. માંસાહાર સંપૂર્ણ ખોરાક છે જ નહીં.
જો પેલો એમ માનતો હોત કે તે માંસાહારી છે તો તે
હાડકાના ભૂકાના રોટલા ખાત,
કોથમીરને બદલે મચ્છર અને માખીઓ વાપરત,
તેલને બદલે ટેલો વાપરત,
મીઠાને બદલે મંકોડા નાખત,
મરચાને બદલે લાલ કીડીઓ નાખત,
દાડમને બદલે દાંત નાખત,
પાણી ને બદલે લોહી પીવત…

ટેગ્ઝઃ ગુજરાતના ક્રાંતિકારી વિચારક, અહિંસા, અતિરેક, ગાંધીજી, સત્યાગ્રહ, કાયરતા, કાઠીયાવાડી, ગૌ સૃષ્ટિ, ગાય, બળદ, સાંઢ, બકરી ઘેટાં, ઊંટ, ભેંસ, પાડા, માનવ સમાજ, ઈશ્વર, બુદ્ધિ, પૃથ્વી, વાતાવરણ, પર્યાવરણ, સંતુલન, કુદરતી, પ્રાકૃતિક, ટ્રેક્ટર, ખેતી, પોદળો, વિલાયતી ખાતર, ગૌમૂત્ર, સંરચના, ન્યાયાલય, વિદ્યા, અવિદ્યા, ધૃવ, અધૃવ, મશીન, જવાહર, સમાજવાદ, સામ્યવાદ, ખ્રીસ્તી પાદરીઓ, શાકાહારી, માંસાહારી

 

Read Full Post »

ગૌ હત્યા બંધી વિષે દંભીઓનું દે ધનાધન

નહેરુવીયન કોંગ્રેસના સાથીદાર એવા સમાજવાદી પક્ષનું જ્યાં શાસન છે તેવા ઉત્તર પ્રદેશ જેવા બિમારુ રાજમાં કોઈ એક ગામડામાં હિન્દુઓના એક ટોળાએ એક ગરીબ મુસ્લિમના ઘરમાં જઈ ગૌ-માંસ ને સંબંધિત આરોપસર આક્ર્મણ કરી, તે કુટૂંબના વડાની હત્યા કરી. તેનો દિકરો ઘાયલ થયો. જો કે સારવારથી તે બચી ગયો.
આ એક સમાજવાદી પક્ષ શાસિત યુપીના ગ્રામ્યવિસ્તારમાં પ્રવર્તતી કાયદાની પરિસ્થિતિની અને કંઈક અંશે માનસિકતાની સમસ્યા છે. આ ઘટનાને આના પરિપેક્ષ્યમાં મુલવવી જોઇએ. બિમારુ રાજ્ય એટલે શિક્ષણમાં પછાત, ભૌતિક વિકાસમાં પછાત, આર્થિક અવસ્થામાં પછાત, સગવડોમાં પછાત અને પરિણામે, આ બધા પછાતપણાથી માનસિકતાની કક્ષામાં પણ નિમ્નસ્તરે હોય તે સમજી શકાય તેવી વાત છે.

કાયદાએ કાયદાનું કામ કરવું જોઇએ. કાયદાની પાસે સૌ કોઈ સમાન છે. આ બંધારણીય જોગવાઈ છે, વ્યવસ્થા છે અને આદેશ છે. જો આની અવગણના કરીએ તો લોકશાહીનો અનાદર કર્યો કહેવાય અને બંધારણનો પણ અનાદર કર્યો કહેવાય. જો આપણે તાર્કિક ચર્ચામાં માનતા હોઇએ અને સમાજને એક ડગલું આગળ લઈ જવામાં માનતા હોઇએ તો આપણી ચર્ચામાં સંદર્ભ અને પ્રમાણતાની પ્રજ્ઞાનો ઉપયોગ થવો જોઇએ અને એ રીતે પ્રાસ્તુત્ય થવું જોઇએ.

મત મેળવવાના ઓજારોનું અને શસ્ત્રોનું નિર્માણ

શું ચર્ચા કે અને તારવણીઓ તાર્કિક રહે એવું થયું ખરું? નાજી. આ ઘટનાની મુલવણી કરવામાં, ફક્ત તારતમ્યો જ પ્રસારિત કરવામાં આવ્યા. તે પણ એવા પ્રસારિત કરવામાં આવ્યા કે તે “મત મેળવાના ઓજારો બની શકે અને બનાવવામાં આવ્યા પણ ખરા.
કાયદાને હાથમાં લેનારા ગૌ-પ્રેમી હિન્દુઓ હતા. જેના ઉપર કાયદાનું શાસન કરવાની ફરજ છે તેઓ પણ મોટે ભાગે હિન્દુ હતા ખરા પણ આ હિન્દુઓની પ્રાથમિકતા ગૌ-પ્રેમ ન હતી. તેઓના નામની ઓળખમાં સમાજવાદ શબ્દ આવતો હતો. અલબત્ત સમાજવાદ પણ તેમની પ્રાથમિકતા ન હતી. તેમની પ્રાથમિકતા આ ઘટના અને ચર્ચાની મુલવણીમાં શું હતી તે સમજવું થોડું લાંબુ છે. આ પક્ષના સાંસ્કૃતિક સાથીઓ અથવા તો તેઓ જેમના સાંસ્કૃતિક સાથીઓ છે એવા નહેરુવીયન કોંગ્રેસીઓ અને નહેરુવીયન કોંગ્રેસીઓના બિહારના અને દેશના સાંસ્કૃતિક સાથીઓ કેવી રીતે વર્ત્યા તે જોવું પડશે. શું આ એક બિહારની ચૂંટણી જીતવાનો પ્રપંચ હતો?

પક્ષ એટલે આમ તો એક વિચાર છે. એ વિચાર પ્રમાણે આચાર હોય તે જરુરી નથી. ઉંધો આચાર હોય તો પણ સામાન્ય કક્ષાના માણસોને જ નહીં પણ લાલચુ લોકોને પણ પોતાના તરફે કરી શકાય છે. પક્ષનુ કથિત ધ્યેય સમાજને વિકસિત કરવાનું હોય છે, આ ધ્યેય એ પક્ષની પ્રાથમિકતા હોતી નથી. આચારના એજન્ડામાં પણ હોતું નથી. પક્ષની પ્રાથમિકતા, સત્તા મેળવવી અને જો સત્તા પ્રાપ્ત થયેલી હોય તો તેને કેવી રીતે જાળવી રાખવી એ હોય છે. ટૂંકમાં પક્ષનું કે બનાવેલા પક્ષ-સમૂહનું ધ્યેય જનમત, સાપેક્ષરીતે પોતાની તરફમાં કેવીરીતે છે તે માન્ય રીતે સિદ્ધ કરી દેવું એ હોય છે. આ માટે ચૂંટણી પ્રક્રિયા હોય છે.

આ ચૂંટણીઓ જીતવા માટેના ઓજારો, પ્યાદાઓ અને શસ્ત્રો હોય છે. પણ આપ્ણે એ બધી ચર્ચા નહીં કરીએ. આપણે ફક્ત ગૌ અને ગૌહત્યા પૂરતી આપણી ચર્ચા મર્યાદિત રાખીશું.

પ્રલંબિત શાસનની નીપજ

દાદ્રી ગામની ઘટના એ નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ કરેલા તેમના શાસનની અને આચારોની નીપજ હતી. વળી તેમનું શાસન ત્યાં ચાલુ પણ હતું. એટલે દાદ્રી જેવી ઘટના પૂર્વ નિયોજિત હોય તે નકારી ન પણ શકાય. આવી ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે. આવી શંકા એટલા માટે ઉત્પન્ન થાય છે કે તેના પછી પૂર્વનિયોજિત રીતે સુનિશ્ચિત લાગતા એવા મૂર્ધન્યોના, મહાનુભાવોના, નેતાઓના, લેખકોના, સમાચાર માધ્યમોના સહકારથી જે પ્રતિભાવો પ્રસારિત થયા તેના ઉપરથી એવું ચોક્કસ જ લાગે કે આ બધું પૂર્વ નિયજિત હતું અને આ બધા તેમના પ્યાદાઓ હતા.

દંભની પરાકાષ્ટ

૧૯૮૧ થી જે ખૂન, ખરાબા અને આતંકો મોટા પાયા શરુ થયેલ અને ૧૯૯૦માં તે એટલી ચરમ સીમા પર પહોંચી ગયેલ કે ૧૯૯૦માં હજારોની સંખ્યામાં કાશ્મિરી હિન્દુઓની ખૂલ્લે આમ હત્યાઓ કરવામાં આવી, પાંચલાખ હિન્દુઓને તેમના ઘરમાંથી અને રાજ્યમાંથી હાંકી કાઢેલ. આમ કરવામાં નહેરુવીયન કોંગ્રેસ, તેમના કશ્મિરના સાંસ્કૃતિક સાથીઓ, ત્યાંના ધર્માંધ અસહિષ્ણુ નેતાઓ, તેવી જ જનતા અને કહેવાતા આતંકવાદીઓ સાથે હતા. કોઈ પ્રતાડિત મરણાસન્ન હિન્દુને દવાખાનામાં લઈ જવાયેલ નહીં. કોઈ આતંકીની સામે કેસ થયેલ નહીં. કોઈની ધરપકડ થયેલ નહીં. કોઈ તપાસ પંચ નિમાયેલ નહીં. કોઈ કાયદાના રખેવાળને સસ્પેન્ડ કરેલ નહીં. ત્યારે આ જ મૂર્ધન્યોના, મહાનુભાવોના, નેતાઓના, લેખકોના સમાચાર માધ્યમોના ખેરખાંઓના પેટનું પાણી પણ હાલેલ નહીં.

આ જ મૂર્ધન્યોના, મહાનુભાવોના, નેતાઓના, લેખકોના સમાચાર માધ્યમોના ખેરખાંઓ પોતાના સાંસ્કૃતિક સાથીના રાજમાં બનેલ એક છૂટપૂટ ઘટનાથી દ્રવી ઉઠ્યા અને વારાપ્રમાણે પોતાના, પોતાની જ સાંસ્કૃતિક સાથી સરકારે આપેલ ચંદ્રકો પાછા આપવા માંડ્યાં હતા. કારણ કે કેન્દ્રમાં દોઢેક વર્ષથી તેમની સરકાર ન હતી અને જે બીજેપીની સરકાર હતી તેને વાંકમાં લેવી હતી. કારણકે બિહારની ચૂંટણી જીતવા માટે મુસલમાનોને અલગ તારવવાના ઓજારની જરુર હતી. શિયાળવાં વિચારતા હતા કે જો વૃષભને ઘુસતો અટકાવી શકીશું તો હાથીને મારવો સહેલો પડશે. બિહારમાં બીજેપીને હરાવીશું તો કેન્દ્રમાં બીજેપીને હરાવવું સહેલું પડશે.

ગૌ એટલે શું?

જો આપણે ગૌ, અહિંસા, કાયદો અને તંદુરસ્ત સમાજની ચર્ચા કરવી હોય તો ગાંધીજીની વિચાર-વ્યાખ્યાની મદદ લેવી પડશે.

ગાંધીજીની વ્યાખ્યા પ્રમાણે ગૌ એટલે ગાય, વૃષભ, બળદ, ભેંસ, પાડા, ઘોડા, ગધેડાં, બકરાં, ઘેટાં, ઊંટ, વિગેરે બધાં જ વનસ્પત્યાહારી પ્રાણીઓ ગૌ સૃષ્ટિમાં આવી જાય. મનુષ્ય શારીરિક બંધારણીય રીતે વનસ્પત્યાહારી છે. આ સિદ્ધ કરી શકાય છે. પણ આપણે તેની ચર્ચા નહીં કરીએ. ગૌ-સૃષ્ટિ મનુષ્ય સમાજનું રોજીંદુ એક અભિન્ન અંગ છે. આ બંને એકબીજા ઉપર આધાર રાખે છે. ભારતીયો સાંસ્કૃતિક રીતે માને છે કે આ પ્રાણીઓની સુરક્ષા એ મનુષ્યની ફરજ છે. ગાંધીજી પણ આમ જ માનતા હતા. આ એક મૂંગી સૃષ્ટિ છે તે પોતાના મોઢેથી આપણી પાસે સુરક્ષા માગી શકતી નથી પણ આપણે તેનાથી ઉપકૃત છીએ તેથી જેમ એક માનવશિશુને આપણે સુરક્ષા આપીએ છીએ અને જેમ વૃદ્ધોને સુરક્ષા આપીએ છીએ તેમ આ સૃષ્ટિને પણ આપણે ઉપકારવશ થઈ, તેને સુરક્ષા આપવી જોઇએ. મનુષ્યના મગજમાં પ્રસ્ફુરિત કૃતજ્ઞતાની આ ભાવનાને ઈશ્વરની કૃપા સમજવી જોઇએ. આ ભારતીય સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિમાં આવું ઘણું છે.

ગાંધીજીએ ત્રણ વાત કરી હતી. દારુબંધી, ગૌહત્યા બંધી અને અહિંસક સમાજ.

અહિંસક સમાજ એ બહુ વ્યાપક સમજણનો વિષય છે. જેમને રસ હોય તેઓ આ જ બ્લોગસાઈટ ઉપર આવેલ “અદ્વૈતવાદની માયાજાળ અને નવ્ય સર્વોદયવાદની બ્લોગ શ્રેણીઓ ની મુલાકાત લે તે જરુરી છે.

ગાંધીજીની તીવ્રતા

દારુબંધી વિષે ગાંધીજી એટલા તીવ્ર હતા કે તેમણે કહેલ કે જો મને સિક્કો ઉછાળ જેટલા સમય પૂરતી સરમુખત્યારી મળે તો હું દારુબંધી કરી દઉં.

શું કામ તેમણે આવું કહેવું જોઇએ અને કરવાની ઈચ્છા પગટ કરવી જોઇએ? કોણે શું પીવું અને શું ન પીવું તે શું સરકાર નક્કી કરશે? એવી દલીલ કોઇએ તેમની સામે કેમ ન કરી?

દુનિયામાં અને ભારતમાં પણ પરાપૂર્વથી દારુ પિવાય છે. તો પછી ભારતે પણ કાયદેસર દારુ પીવો. જો કે આ દલીલને આગળ લંબાવી શકાય કે ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન એ બધું પણ મનુષ્યના અંગત સ્વાતંત્ર્યની અંતર્ગત ગણવું જોઇએ.

પણ એવું નથી થતું. આ બધું મોંઘું હોય છે. દારુ સસ્તો હોય છે. દારુથી ગરીબ કુટૂંબો પાયમાલ થાય છે. ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન એ બધું તો મોંઘુ હોવાથી, તે પૈસાપાત્રના ફરજંદોને જ પોષાય છે. પૈસાપાત્ર કુટૂંબોની પાયમાલી ન થવી જોઇએ. માટે દારુની સાથે ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેની સરખામણી નહીં કરવાની. એવી ચર્ચા જ ત્યાજ્ય ગણવાની. દારુથી ગરીબ કુટૂંબો ભલે પાયમાલ થાય. પૈસાપાત્રોની સુરક્ષા માટે વ્યાખ્યા, અર્થઘટનો અને વ્યવહારો ભીન્ન જ હોવા જોઇએ. અને જુઓ તેથી જ “ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેને કોઈ સરકાર, પક્ષ કે મૂર્ધન્યો અંગત સ્વાતંત્ર્ય સાથે જોડતા નથી. દવા તરીકે તો દારુ પણ વપરાય છે અને ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરે પણ વપરાય છે. પણ ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેની છૂટ્ટી માટે તમને કોઈ હાથ પણ નહીં મુકવા દે.

“જા બીલ્લી કુત્તેકો માર”

ભારતીય બંધારણના આદેશાત્મક પ્રબંધોમાં દારુ બંધી, ગૌહત્યા બંધી અને ગાંધીજીના રસ્તે અહિંસક સમાજ છે. ભારતીય જનતંત્ર સમવાય તંત્ર છે. કેન્દ્રની ફરજો જુદી અને રાજ્યની ફરજો જુદી. પણ બંધારણ સમાન છે. બંધારણે દારુબંધી અને ગૌહત્યા બંધી માટે રાજ્યોને આદેશ આપ્યો છે કે તેઓ કાયદો બનાવે.

ગાંધીજીની વૈચારિક ધરોહરનો દાવો કરનારી નહેરુવીયન કોંગ્રેસે સૌ પ્રથમ ગાંધીજીની વૈચારિક હત્યા કરી.

ભારતીય બંધારણના આદેશ પ્રમાણે દારુબંધીનો કડક કાયદો અને આચરણ કરવાનું બંધારણનું દિશા સૂચન હતું, તો નહેરુવીયન કોંગ્રેસે ઓગણીસો સાઠના દાયકાના પૂર્વાર્ધમાં મહારાષ્ટમાં આ બાબતમાં ઉંધી દિશા પકડી. દારુબંધીને લગતો કડક કાયદો કરવાનો હતો, તેને બદલે જે હતો તેમાં ફેરફાર કરી તેને હળવો કર્યો. નહેરુવીયન કોંગ્રેસનો દંભ તમે જુઓ કે તેની સરકાર, દારુબંધીને લગતો કાયદો વધુ ને વધુ હળવો કરતી ગઈ.

ગૌહત્યા બંધીમાં શું વાત છે?

મદનમોહન માલવિયા એ નહેરુને ગાય ની હત્યાની બંધી કરવા માટે તાત્કાલિક કશું કરવાની વાત કરી.

નહેરુએ કહ્યું કે મારે મન ગાય, ઘોડો, ગધેડો બધા સરખા છે.
માલવિયાએ કહ્યું. ઓકે હું ગાય થી શરુઆત કરવાની માગણી કરું છું. તમે ગધેડાથી શરુઆત કરજો.

ભારતીય બંધારણમાં ગૌહત્યા બંધ કરવાનો આદેશ છે. પ્રાણીઓ ઉપર ક્રુર આચારણ કરવા ઉપર પણ બંધી છે. ગૌહત્યા બંધી કેટલાક રાજ્યોમાં છે, કેટલાક રાજ્યોમાં આંશિક છે અને કેટલાક રાજ્યોમાં નથી.

સર્વોદય કાર્યકરો યાદ કરેઃ

ઓગણીસો સાઠના ઉત્તરાર્ધમાં અને ઓગણીસો સીત્તેરના દશકામાં ગૌહત્યા બંધીના અમલ માટે મુંબઈમાં દેવનારના કતલખાના સામે આંદોલન ચાલતું હતું. સર્વોદયવાદીઓ એમ તો નહીં જ કહે કે અમે તો આ આંદોલન “ગીનીસ વર્લ્ડ બુકમાં આંદોલનની લંબાઈનો” એક રેકૉર્ડ સ્થાપિત થાય તે માટે કરતા હતા. કટોકટીના કપરા કાળમાં વિનોબા ભાવેએ ગૌહત્યા બંધી માટે આમરણાંત ઉપવાસ ઉપર જવાની નોટીસ કોંગી સરકારને આપેલ. પણ ઇન્દિરા ગાંધીએ તેમને આશ્વાસન આપેલ કે તે જરુર ગૌહત્યા બંધી લાવશે. પછી સચોટ રીતે શું થયું તે ખબર નથી.

આ વાત જાણી લો કે તંદુરસ્ત અને દુધાળી ગાય બળદ વાછરડા ની હત્યા ઉપરની બંધી તો પહેલે થી જ હતી. પણ તે પછી વધુમાં આટલું તો નક્કી થયેલ જ કે (૧) કતલખાનાને વિકસાવાશે નહીં. (૨) નવા કતલખાનાની મંજુરી આપવામાં આવશે નહીં (૩) સરકાર કતલખાનાને પબ્લીક ફંડમાંથી કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રાહત આપશે નહીં.

કાયદો અને અમલ એ બંને જુદા છે.

જેમણે “કિસ્સા કુર્સિકા” જોયું હશે તેમને ખબર હશે કે વડાપ્રધાનને અર્ધી રાતે અધિગત થયું કે અનાજની તંગીનું મૂખ્ય કારણ ઉંદરો દ્વારા થતું આનાજનું ભક્ષણ છે. સરકાર ઉંદર મારવા માટે ઈનામની જાહેરાત કરે છે. “એક ઉંદર મારવા માટે” ૨૫૦ રૂપીયાનું ઇનામ હોય છે. ઈનામના પૈસા આપવાવાળો મરેલા ઉંદરને ક્યાંથી રાખી શકે? કારણ કે એનું ડીપાર્ટમેન્ટ તો જુદું છે. માટે બીજા ડીપાર્ટમેન્ટમાં ઉંદર જમા કરવવાના. પણ ઉંદર તો જગ્યા રોકે એટલે ફક્ત પૂંછડી જ જમા કરાવવાની. અને ઉંદર માર્યાનું સર્ટીફીકેટ લેવાનું. સર્ટીફીકેટ આપવા વાળો ૧૦૦ રુપીયાની લાંચ લે અને સર્ટીફીકેટ આપે. આ સર્ટીફીકેટ લઈને ઈનામ લેવા જવાનું એટલે તે ૨૫૦ રુપીયા ઇનામના આપે. તમારે ઉંદર મારવાની કે પૂંછડી આપવાની જરુર નથી. તમારે તો ઉંદરને માર્યાનું સર્ટીફીકેટ રજુ કરવાનું છે. ઈનામ તમને સર્ટીફીકેટ ઉપર મળે છે. સર્ટીફીકેટ ૧૦૦ રુપીયામાં મળે છે. ૧૦૦ રુપીયા આપો. સર્ટીફીકેટ લો અને ઈનામના ૨૫૦ રુપીયા લો. વાત પૂરી.

એક માણસ, સર્ટીફીકેટ આપવાવાળાને કહે છે કે “હું તમને ૩૦૦ રુપીયા આપું તો તમે મને ત્રણ ઉંદર માર્યાનું સર્ટીફીકેટ આપશો?”
સર્ટ્ફીકેટ આપવાવાળો કહે છે;” એક ચૂહા મારા હૈ ઉસ સર્ટીફીકેટકા ૧૦૦ રુપીયા હૈ તો, તીન ચૂહે મારે હૈ ઉસ સર્ટીફીકેટકા ૩૦૦ રુપીયા હોતા હૈ. સીધી બાત હૈ. ૩૦૦ રુપયા દો ઔર તીન ચૂહે મારે હૈ ઐસા સર્ટીફીકેટ લે જાઓ. હમ બેઈમાન થોડે હૈં?

આવું જ દેવનારમાં ગૌ હત્યા માટેના તંદુરસ્તીના સર્ટીફીકેટમાં થતું હતું. આ ઉપરાંત ગૌ હત્યા બંધી બાબતમાં, ઓછામાં ઓછાં જે ત્રણ ખાત્રીવચનો આપેલ તેનો જરાપણ અમલ ન થયો. નહેરુવીયન કોંગ્રેસ ખાત્રી આપે, કે વચન આપે કે પ્રતિજ્ઞાઓ લે તે બધું પાણી ઉપર લખેલા અક્ષરો જેવું છે.

યાદ કરો “સજ્જનેન લીલયા પ્રોક્તં શિલાલિખિતં અક્ષરં, દુર્જનેન શપથેન પ્રોક્તં જલે લિખિતં અક્ષરમ્.

સજ્જન માણસ જો રમત રમતમાં વચન આપી દે તો પણ તે શિલાલેખની જેમ અફર રહે છે એટલે કે તે તેનું પાલન કરે છે. દુર્જન તો પ્રતિજ્ઞા પૂર્વક વચન આપે તો પણ તેનું વચન પાણી ઉપર લખેલા અક્ષર જેવું હોય છે.

ગૌહત્યાની બંધી છે. પણ ગૌમાંસ ખાવાની છૂટ્ટી છે. એટલે કે ગૌમાંસ આયાત કરવાની છૂટ્ટી છે. એટલે કે દારુની બંધી છે પણ દારુની આયાત કરવાની છૂટ્ટી છે. હોઠપાસે આવેલો પ્યાલો હોઠથી દૂર જ કહેવાય. અરે તમે એક ઘૂંટાડો દારુ મોંઢામાં નાખ્યો તો પણ તે દારુ પીધો ન કહેવાય. કારણ કે તમે તેનો કોગળો કરી નાખો તે શક્યતા પણ નકારી ન શકાય. જ્યાં સુધી તમારા લોહીમાં દારુના ચિન્હો દેખા ન દે ત્યાં સુધી તમે દારુ પીધો ન કહેવાય. તો પછી આ વાત “ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેને પણ લાગુ પાડવી જોઇએ. “ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરે કોઈને ત્યાંથી પકડાય તો તે ગુનેગાર કહેવાય તેવો કાયદો ન હોવો જોઇએ.

ભારતીય બંધારણના આદેશાત્મક પ્રાવધાનો શું બંધારણની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે છે?

હા જી. બંધારણના આદેશાત્મક પ્રાવધાનો શું બંધારણની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે છે એવું કોંગીનું વલણ રહ્યું છે.

બંધારણમાં પ્રાવધાન હતું કે અંગ્રેજીભાષા કેન્દ્રની વહીવટી ભાષા તરીકે ૧૦ વર્ષ સુધી ચાલુ રહેશે. પછી હિન્દીભાષા તેનું સ્થાન લેશે. આપણી નહેરુવીયન સરકાર દશવર્ષ સુધી હિન્દીભાષાના અમલના પ્રાવધાન પર કુંભકર્ણ કરતાં ૨૦ ગણા સમય વધુ નિદ્રાધિન રહી હતી. બંધારણનું પાલન થાય તે જોવાની રાષ્ટ્રપતિની ફરજ છે. તત્કાલિન ભારતના રાષ્ટ્રપ્રમુખ ડૉ. રાધાકૃષ્ણને કહ્યું આવતી પહેલી એપ્રીલથી અંગ્રેજીનો ઉપયોગ બંધ થશે. એટલે નહેરુજી સફાળા જાગ્યા અને એક અધ્યાદેશ જારી કર્યો. અને પછી એવું પ્રાવધાનનું વિધેયક લાવ્યા કે અનિશ્ચિત કાળ સુધી અંગ્રેજી ચાલુ રહેશે.

જો આવું જ કરવું હતું તો જ્યારે બંધારણ ઘડાયું ત્યારે જ તેમાં એવી જોગવાઈ કેમ ન કરી? અંગ્રેજીને દશવર્ષ ચાલુ રાખવા માટે એક જ વધારાનો મત મળ્યો હતો. કારણ કે તે વખતે ગંગા ચોક્ખી હતી. અને નહેરુના રાજના દશવર્ષમાં ગંગા અને જમનામાં ઘણા પાણી વહી ગયાં અને તે ગંગા જમના ઘણી ગંદી થઈ ગઈ હતી. બીજી નદીઓ પણ ગંદી થઈ હતી. નહેરુએ નવા વિધેયકમાં અંગ્રેજીને ચાલુ રાખવા માટે નવી મુદત ન બાંધી પણ અંગ્રેજીને અનિયત કાળ માટે ચાલુ રાખી. જેમ ઈશ્વરને કાળનું બંધન હોતું નથી તેમ

નહેરુવીયન કોંગ્રેસને પણ કાળનું બંધન હોતું નથી.

જયપ્રકાશ નારાયણને, જવાહરલાલ નહેરુ કેબીનેટમાં લેવા માગતા હતા. જયપ્રકાશ નારાયણ એક સીમાબદ્ધ કાર્યક્રમનું લીસ્ટ લઈને ગયા અને કહ્યું આ માન્ય રાખો. પણ નહેરુને કાળનું બંધન પસંદ ન હતું. પદ ભોગવો, ખાવ પીવો અને મોજ કરો. કોંગીનો આ મુદ્રાલેખ છે.

ગૌ હત્યાબંધીના બંધારણીય આદેશનું શું કરવું જોઇએ?

શું સૌને પોતે શું ખાવું તે નક્કી કરવાનો અધિકાર નથી?

આ અધિકાર જો ખાવાને લાગુ પડતો હોય તો પીવાને પણ લાગુ પડે છે. જો તમે તર્કમાં માનતા હો તો આ વાત પણ સમજવી જોઇએ.
પસંદગીના અધિકારની વાત “પીણાઓને લાગુ ન પાડવી પણ ફક્ત “ખાવા”ને જ લાગુ પાડવી જોઇએ એમાં કોઈ તર્ક છે ખરો? એટલે કે ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેની બંધી કરવી પણ દારુ અને ગૌમાંસની બંધી ન કરવી.

બંધારણની જોગવાઈઓને રદ શા માટે ન કરવી?

જો સરકારી વલણ અને આચરણ આવું જ હોય તો પછી બંધારણની જોગવાઈઓને રદ શા માટે ન કરવી? જો તમે તમારી ફરેબી સંવેદના અને કરુણાના વ્યાપક પ્રદર્શન દ્વારા આંદોલન કરી શકતા હો તો બંધારણની જોગવાઈઓ રદ કરવા આંદોલન કેમ કરતા નથી? ગૌવધબંધી ની માન્યતાનું થડ, ભારતીય બંધારણ છે. કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ માટે શ્રેષ્ઠ એ જ છે કે તેઓ તેમના ગૌવધ અને અહિંસક સમાજને લગતી બંધારણીય જોગવાઈઓ રદ કરવા બીજેપીની કેન્દ્ર સરકાર સામે આંદોલન કરે. આમેય ફરેબી કારણસર પણ આંદોલન કરવા તે કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓની ગળથુથીમાં છે.

કોંગીઓને દંભ સદી ગયો છે.

શું કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ બંધારણીય જોગવાઈઓ રદ કરવા માટે આંદોલન કરશે?

નાજી.

આ લોકોને દંભ સદી ગયો છે અને તેમને તેમાં ફાવટ છે. એટલા માટે તો તેમણે જનતાને અભણ, ગરીબ રાખી છે. સરકારે તેમને ફેંકેલા ટૂકડાઓ ઉપર નભતી કરી દીધી છે.

૬૦ વર્ષના શાસન પછી પણ બંધારણીય જોગવાઈને રદ પણ કરી નથી, તેમજ બંધારણીય જોગવાઈની દિશામાં એક કદમ ભર્યું નથી.
હા એક વાત ચોક્કસ છે કે કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓએ બંધારણે નિર્દેશેલી દીશાથી ઉંધી દિશામાં જરુર પ્રગતિ કરી છે.

જો આમ હોય તો પછી સાચી દિશાના કદમ માટે કેટલા વર્ષ જનતાએ રાહ જોવાની?

કોંગીએ અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ તેમના આચારો દ્વારા સિદ્ધ કર્યું છે કે “દંભ એટલે શું તે અમે જાણીએ છીએ, પણ તેમાંથી અમે નિવૃત નહીં થઈએ. નિષ્ઠા એટલે શું તે પણ અમે જાણીએ છીએ પણ અમે તેમાં પ્રવૃત્ત નહીં થઈએ.” આવા વલણને કારણે ઉદભવતા પરિણામોને સમજવા માટે મહાભારત વાંચો.

ખાવાની સ્વતંત્રતા, ધર્મ, તર્ક અને તંદુરસ્તી વચ્ચે કંઈ સંબંધ છે?

બધા દેવો

SHIVA04

ગાયની અંદર છે તેનો અર્થ શો?

(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ ગૌ હત્યા, દંભ, કોંગી, નહેરુ, વચન, બંધારણીય પ્રાવધાન, બંધારણીય આદેશ, મત માટેના ઓજાર, પ્યાદા, બિમારુ, તાર્કિક ચર્ચા, હિન્દુ, અહિંસક સમાજ, પ્રલંબિત શાસન, નિપજ, પૂર્વનિયોજિત, કાશ્મિરી હિન્દુઓ, હત્યા, તપાસ પંચ, ગાંધીજી, દારુબંધી, ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન

Read Full Post »

Older Posts »

%d bloggers like this: