કૂતરાઓ કેમ ભસે છે?
આપણે કૂતરાઓનું અપમાન કરવા માગતા નથી. કૂતરાઓ વફાદાર હોય છે. કૂતરાઓ ત્યાગી હોય છે. કૂતરાઓ થેંકફુલ હોય છે. કૂતરાઓ થેંકલેસ હોતા નથી, એટલે કે કૃતઘ્ન હોતા નથી. કૃતઘ્ન એટલે કે કોઇએ તેમના ઉપર ઉપકાર કર્યો હોય તો તે તેને ભૂલી જાય અને સ્વાર્થ માટે તેના ઉપર અપકાર કરે.
નહેરુવીયન કોંગ્રેસને અને તેમના સંસ્કારને આધારે મળતીયાઓને ઘણા લોકો કૂતરાની પ્રજાતિ સાથે સરખાવે છે. ત્યારે આપણે સમજવુ આ સરખામણી કૂતરાના બધા ગુણો માટે લાગુ પડતી નથી. પણ દુર્ગોણો માટે જ લાગુ પડે છે. ઉપમા અને ઉપમેય ફક્ત ઉપમાના તથા કથિત સંદર્ભમાં રહેલા ભાવ પુરતાં જ લાગુ પડે છે.
આર કે ધવન અને ઇન્દિરા ગાંધીનો કૂતરો
આર કે ધવન ઇન્દિરા ગાંધીના રહસ્યમંત્રી હતા. તેઓશ્રીને ઇન્દિરા ગાંધીના નિવાસ સ્થાને ક્યારેક જવાનું પણ થતું. એટલે ઇન્દિરા ગાંધીનો પાળેલો કુતરો તેમને ભસતો નહીં. આર કે ધવનને કૂતરા ખાસ ગમતા નહીં. એટલે એમણે ઇન્દિરા ગાંધીના કૂતરાને ક્યારેય પંપાળેલો નહીં. એટલે ઇન્દિરા ગાંધીનો કુતરો, આર કે ધવનની પાસે પંપાળવાની અપેક્ષા રાખતો ન હતો અને તેમનો હેવાયો થાય તે પણ સંભવ ન હતું.
એક વખત આર. કે. ધવન, ઇન્દિરા ગાંધીના નિવાસસ્થાને ગયા. તે વખતે ઇન્દિરા ગાંધીના ઘરે ગૃહયુદ્ધ ચાલતું હતું. કોની વચ્ચે આ ગૃહયુદ્ધ ચાલતું હશે તેઓ તમે સમજી જ ગયા હશો. હાજી. મેનકા ગાંધી અને ઇન્દિરા ગાંધી વચ્ચે વાગ્યુદ્ધ ચાલતું હતું. આર કે ધવન શરુઆતમાં તો આ ઈન્દિરા અને મેનકા વચ્ચે સામ સામે ફેંકાતા વાગ્બાણોને શ્રવણ કરતા રહ્યા. તે વખતે ઇન્દિરા ગાંધીનો કુતરો પણ હાજર હતો. આ કુતરો આ વાગ્યુદ્ધની ભાષા ન સમજનારો શ્રોતા હતો. ઇન્દિરા ગાંધી બોલે એટલે આ કુતરો ઇન્દિરા ગાંધી સામે પોતાનું ડોકું ફેરવે અને મેનકા ગાંધી બોલે એટલે તે મેનકા ગાંધી તરફ જુએ. આમ તે પોતાના ડોકાને ફેરવ્યા કરે. ઇન્દિરા ગાંધી અને મેનકા ગાંધી તો ઘરના સદસ્ય હતા. અને બંને કૂતરા માટે તો આપ્તજન જ હતા. એટલે કુતરો કોઈનો પક્ષ લઈ શકે તેમ ન હતો. તે નિરુપાય થઈને પોતાનું ડોકું જે દિશામાંથી અવાજ આવે તે દિશામાં ફેરવ્યા કરતો. હવે થયું એવું કે મેનકા ગાંધી અને ઇન્દિરા ગાંધી વચ્ચેના વાગ્યુદ્ધમાં આર. કે. ધવન કંઇક બોલ્યા. કૂતરાને થયું આ માણસ શેનો વચ્ચે બોલે છે એમ વિચારીને કૂતરાએ “હાઉ” કરીને આર કે ધવનને કુલે બચકું ભરી લીધું.
ઇન્દિરા ગાંધીના ઘરમાં કેટલા પાળેલા કૂતરા હતા તે આપણે જાણતા નથી. પણ ઘરની બહાર નહેરુવંશીઓએ અનેક પ્રાણીઓ પાળ્યા છે તે વાત સૌ કોઈ જાણે છે. પણ આપણે કૂતરાઓની જ વાત કરીશું અને તે પણ ભસતા કૂતરાઓની વાત જ કરીશું. હવે આ કૂતરાઓ કરડી શકે તેમ નથી કારણ કે તેમની પાસે કેન્દ્રમાં સત્તા નથી પણ તેઓ ભસી તો શકે જ છે. એટલે તેઓ પ્રસંગોત્પાત્ ભસવાનું ચૂકતા નથી.
તમે પૂછશો પણ આ ભસનારા કોણ છે અને ક્યાં છે?
તમે જાણતા હશો કે એલન ઓક્ટેવીયન હ્યુમ દ્વારા સ્થાપાયેલી કોંગ્રેસ આમ તો મહાનુભાવો માટે વાતોના તાડાકા મારવાની અને બ્રીટીશ સરકાર સાથે ભારતીય પ્રજાની વચ્ચે સંવાદના સેતુ તરીકે કામ કરવાના હેતુ સાથે સ્થપાયેલી ક્લબ જેવી સંસ્થા હતી. સુચારુ રીતે સંવાદ થાય તે માટે મહાત્મા ગાંધીએ કોંગ્રેસના દ્વાર આમજનતા માટે ખોલી નાખ્યા ને તેનું સંગઠન દેશવ્યાપી કર્યું.
આ કોંગ્રેસમાં ઘોડા, ગધેડા, ગાય, આખલા, ભેંસ, કૂતરા, સિંહ, વાઘ, વરુ, શિયાળ, ઉંદર એમ બધા જ હતા.
કાળક્રમે મહાત્મા ગાંધીએ જોયું કે બ્રીટીશ રાજકર્તાઓ દંભી છે અને ઠગ પણ છે. તેમણે દેશને માનસિક રીતે અને ભૌતિક રીતે પાયમાલ કરી દીધો છે. તેમણે વૈવિધ્યતાવાળા દેશને, વૈવિધ્યતાને આધાર બનાવી જનતાને અનેક જુથોમાં વિભાજિત કરીને એકબીજા સામે બાખડતો કરી દીધો છે. એટલે તેમણે સંપૂર્ણ સ્વાતંત્ર્યની લડત ચલાવી.
ચર્ચા દ્વારા ગળાયેલો શુદ્ધ નિર્ણય
જો કોઈ પ્રજાને જાગૃત કરવી હોય અને તેનું ગૌરવ પાછું અપાવવું હોય તો માનસિક સુધારાઓ લાવવા પડે. માનસિક જાગૃતિ લાવવી પડે. વૈચારિક અને ભૌતિક સ્વાવલંબન લાવવું પડે. પ્રજ્ઞાવાન બનાવવી પડે. સારા ખોટા વચ્ચેનો ભેદ સમજાવવો હોય તો તે સમજાવવા માટે જનતા ઉપર દબાણ ન લાવી શકાય. ટૂંકમાં સુધારાઓ લાવવા માટે જે વ્યક્તિઓ પોતાને સુધારાવાદી માનતી હોય તેમણે પરોક્ષ અને પ્રત્યક્ષ હોદ્દાઓ સ્વિકારવા ન જોઇએ.
જો તમે કોઈને સલાહ આપવા માગતા હો તો તે સલાહનો અમલ તમારાથી કરવો જોઇએ. એટલે ગાંધીજીએ પોતે ૧૯૩૩થી પોતાના બધા જ હોદ્દાઓનો ત્યાગ કર્યો. તે એટલે સુધી કે તેઓશ્રી કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી પણ દૂર થયા. જોકે તેમણે કોંગ્રેસને સલાહ આપવાનું અને ચર્ચા કરવાનું, એક સામાન્ય નાગરિકની રુએ ચાલુ રાખ્યું જેથી તેમની સલાહ ઉપર દબાણ વગરની વ્યાપક ચર્ચા થાય અને જે નિર્ણય નીપજે તે વ્યાપક ચર્ચાની ગળણી દ્વારા ગળાયેલો શુદ્ધ હોય.
ગાંધીજીએ, સરકારની સાથે જનતા માટે પરસ્પર ચર્ચાના, સરકારની સામે અહિંસક આંદોલનના, સત્યાગ્રહના અને સવિનય કાનૂન ભંગના નિયમો બનાવેલા જેથી સરકારનો અને જનતાનો પણ વૈચારિક વિકાસ થાય.
કાળક્રમે જનતાના આંદોલન દ્વારા ભારતને સ્વતંત્રતા મળી. પણ આ સ્વતંત્રતાના અંતિમ આંદોલન દરમ્યાન ગાંધીજીને અનુભૂતિ થઈ કે કોંગ્રેસના હોદ્દેદારોમાં અનેક જાતના પ્રાણીઓ છે અને સૌનો એજન્ડા ભીન્ન ભીન્ન છે. જો સમાજમાં પ્રગતિશીલ સુધારા લાવવા હોય તો સુજ્ઞ નેતાઓ મનમાની કરે એવા છે અને પોતાના હોદ્દાઓનો દુરુપયોગ કરે એવા છે. “વૈચારિક રીતે ધનિક હોય”, તેવા નેતાઓ જ સાધન શુદ્ધિ દ્વારા સામાજીક પરિવર્તન લાવી શકશે. શું આ બધી અદ્ધર અદ્ધર વાતો છે? ના જી. આ બધી અદ્ધર અદ્ધર વાતો નથી.
૧૯૪૭માં કોંગ્રેસનું અસ્તિત્વ ફક્ત વિભાજીત ભારતમાં જ હતું એમ ન હતું પાકિસ્તાન હસ્તક પ્રદેશમાં પણ કોંગ્રેસનું અસ્તિત્ત્વ હતું. ગાંધીજીએ હિંસાની વ્યાપકતાના આધારે જોયું કે ભાગલા અનિવાર્ય છે મુસ્લિમ લીગ પાસે તો આશા રખાય એમ નથી પણ કોંગ્રેસી નેતાઓ જો પાકિસ્તાની પ્રદેશોમાં કોંગ્રેસને જીવતી રાખશે તો ભવિષ્યમાં જનતાને ભારતના ભાગલાની નિરર્થકતા સમજાવી શકાશે. એટલે જ્યારે પાકિસ્તાનમાંથી કોંગ્રેસી નેતાઓ ભાગીને ભારતમાં આવી ગયા. ગાંધીજીએ તેમને અતિ કડક શબ્દોમાં ઠપકો આપ્યો. આ શબ્દોનો તત્કાલિન કોંગ્રેસ વિરોધી વ્યક્તિઓએ અને નેતાઓએ જાણે કે આ શબ્દો પાકિસ્તાનથી આવેલા નિરાશ્રિતઓને કહ્યા હતા તેવો પ્રચાર કર્યો અને આજે પણ અમુક લોકો મહાત્મા ગાધી-ફોબિયાથી પીડિત છે. મહાત્મા ગાધી-ફોબિયાથી પીડિત લોકો “ગૉન કેસ” છે. તેની ચર્ચા અહીં આવશ્યક નથી.
હોદ્દા પ્રાપ્ત કરવા માટે ભલામણનું દબાણ
ગાંઘીજીએ જોયું કે સ્વતંત્ર ભારતની કોંગ્રેસી સરકારમાં સામેલ થવા માટે ઘણા નેતાઓ ગાંધીજી પાસે સરકાર ઉપર દબાણ લાવવાની ભલામણ કરતા હતા.
આ બધું જોઈ અનુભવી ગાંધીજીએ કોંગ્રેસને ચેતવણી આપી હતી કે “જનતા તમને વીણી વીણીને મારશે”.
સ્વતંત્રતા મેળવ્યા પછી કોંગ્રેસે ભલે પોતાનું નામ ન બદલ્યું પણ આ ટોળાનું નામ આપણે નહેરુવીયન કોંગ્રેસ આપીશું. કારણ કે નહેરુએ સ્વતંત્રતા મેળવ્યા પછી તેનું ધ્યેય, સિદ્ધાંત અને આચાર બદલી નાખ્યા છે. પક્ષ તેના ધર્મથી ઓળખાય અને ધર્મ તેના આચારથી ઓળખાય છે.
નહેરુવીયન કોંગ્રેસના સમર્થકો જનતાને ઉઠાં ભણાવે છે.
કોંગ્રેસમાં અને કોંગ્રેસ બહાર રહેલા કોંગ્રેસના સંસ્કારના સમર્થકો જનતાને કેવીરીતે ઉઠાં ભણાવે છે તેની આપણે ચર્ચા કરીશું.
આપણા એક કટારીયા ભાઈએ “અમિત શાહે કોંગ્રેસને વિખેરી નાખવાની વાત ગાંધીજીએ કરી હતી” તે ઉપર પ્રશ્ન ચિન્હ લગાવ્યું છે. હાજી. તેઓશ્રી એ ગાંધીજીના ઉચ્ચારણોનો સંદર્ભ વગર ઉપયોગ કરી મગજની કસરત કરી છે. [રેફરન્સ “ડી.બી.”ભાઈનું (દિવ્યભાસ્કરભાઈ) અંક તારીખ ૧૪ જુન ૨૦૧૭, કટારીયા ભાઈ ડૉ. હરિ દેસાઈ].
ગાંધીજી એમ માનતા હતા કે કોંગ્રેસનું કામ સામાજિક પરિવર્તનનું છે અને તે પણ મુક્ત સંવાદ દ્વારા. એટલે કે નેતાઓએ જનતા વચ્ચે જઈને સામાજીક સુધારાની વાતો કરવી જોઇએ. સત્તાના હોદ્દેદારો મુક્ત સમાજીક પરિવર્તન ન કરી શકે. આપદ્ધર્મ તરીકે ભલે કોંગ્રેસે સ્વાતંત્ર્યનું આંદોલન કર્યું. પણ હવે કોંગ્રેસના નેતાઓએ સામાજીક પરિવર્તનમાં લાગી જવું જોઇએ. એટલે કે કોંગ્રેસને હવે વિખેરી નાખો.
“સર્વ સેવા સંઘ”ને તમે કોઈ પણ નામ આપો. કોંગ્રેસે હવે સેવા સંઘ તરીકે કામ કરવું જોઇએ. રાજકીય પક્ષ તરીકે હવે કોંગ્રેસે હવે કામ કરવાની જરુર નથી. સ્વાતંત્ર્ય મેળવ્યા પછી જો ગાંધીજીએ કોંગ્રેસને જીવતી રાખવાની વાત કરી હોય તો તે આ અર્થમાં કરી હતી.
ગાંધીજીના છેલ્લા ત્રણ મહિનાની રોજેરોજના અક્ષરસઃ બોલાયેલા શબ્દોની રોજનિશી ઉપલબ્ધ છે. તેમાં કોંગ્રેસને રાજકીય પક્ષ તરીકે જીવતી રાખવાની કોઈ વાત નથી.
બીજેપી ઉપર તૂટી પડો.
બીજેપીના પક્ષ પ્રમુખ શ્રી અમિત શાહે વાત કરી કે “ગાંધીજી ચતુર વાણિયા હતા…. તેમણે કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) વિખેરી નાખવાની વાત કરી હતી.”
હવે આપણે આ કટારીયાભાઈના શબ્દ પ્રયોગો જોઇએ.
“કોંગ્રેસી ગોત્ર સામે ભાજપી આક્રોશ” આ લેખનું શિર્ષક કે શિર્ષ રેખા છે.
આ શિર્ષ રેખા કોણ નક્કી કરે છે? કટારીયા ભાઈ કે બીજું કોઈક તે આપણે જાણતા નથી. પણ એવું લાગે છે કોઈએ કહેવું જોઇએ કે “સહી શબ્દોંકા પ્રયોગ કરેં”. “આક્રોશ કરનારા” આમ તો હતાશ કે લાચાર માણસો હોય છે. અહીં બીજેપી માટે આ શબ્દ બંધબેસતો નથી. વાસ્તવમાં બીજેપીએ કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) ક્ષીણ કરી છે અને કોંગ્રેસ વધુને વધુ ક્ષીણ થતી જાય છે. એટલે નહેરુવીયન કોંગ્રેસના સમર્થકો આક્રમક થયા છે. તેથી તેમના ઉચ્ચારણોમાં શબ્દ અને અર્થનો મેળ પડતો નથી. ચાલો આ વાત જવા દો.
બીજેપીના પ્રમુખે શબ્દ પ્રયોગ કર્યો કે “ગાંધીજી ચતુર વાણિયા હતા …” જો કે જ્યારે આપણા કટારીયા ભાઈ, હરિભાઈ દેસાઈનો લેખ પ્રગટ થયો ન હતો ત્યારે ઘણા લોકોને (મારા સહિત) સમાચાર માધ્યમો દ્વારા ખબર જ પડી ન હતી કે “ગાંધીજી ચતુર વાણિયા હતા …” એવા શબ્દ પ્રયોગમાં સમાચાર માધ્યમોને વાંધો પડ્યો છે.
અમિતભાઈ શાહે શું એવું તે શું કહી નાખ્યું કે જાણે ધરતીકંપ થયો. ગાંધીજી ચતુર હતા તેમાં તો વાંધો ન જ પડે. ગાંધીજી ચતુર વાણિયા હતા એવું કહેવામાં પણ વાંધો તો ન જ પડવો જોઇએ કારણ કે ગાંધીજી પોતે જ પોતાને, ઘણીવાર વાણિયા તરીકે ઓળખાવતા હતા જેમ નરેન્દ્ર મોદી પોતાને ક્યારેક ક્યારેક ગુજરાતી તરીકે ઓળખાણ આપે છે. જો પાટીદારો સરદાર પટેલને કે જેમણે ભારતની એકતા માટે જીવન ખર્ચી નાખ્યું તે સરદાર પટેલને સરદાર પાટીદાર તરીકે ઓળખાવવા માગતા હોય તેમાં સમાચાર માધ્યમો વાંધો પાડતા નથી તો ગાંધીજી ચતુર હોય અથવા વાણિયા હોય અથવા બંને હોય તેમાં શા માટે વાંધો પાડવો જોઇએ?
અમિત શાહે ગાંધીજી માટે ઉપરોક્ત ઉચારણ કર્યું તેનો બીજો હિસ્સો છૂપાવીને સમાચાર માધ્યમોએ, ઘણી કાગારોળ મચાવી દીધી હતી. સમાચાર માધ્યમોએ અમિત શાહને માટે મન ફાવે તે રીતે બુરાઈ કરી.
કેટલાક ટીવી ચેનલ વાળા તો અમિત શાહના ઉચ્ચારણને અધ્યાહાર રાખીને જ બદબોઈ કરતા હતા. “ગાંધીજી ચતુર વાણિયા હતા…. તેમણે કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) વિખેરી નાખવાની વાત કરી હતી.” ગઈ કાલે જ આ આખું ઉચ્ચારણ મારા જેવાને જાણવા મળ્યું. ચાલો જાવા દઈએ એ વાત. આપણા કટારીયાભાઈએ શું લખ્યું છે?
તમારે જે કંઈ કહેવું છે તે સત્ય છે તેમ સિદ્ધ કરવાના ઘણા રસ્તાઓ છે.
એક તો છે કાન્તિભાઈ ભટ્ટનો રસ્તો.
જો તમારે એમ કહેવું છે કે દા.ત. નરેન્દ્ર મોદીમાં “ફલાણો ગુણ નથી …” તો તમે એમ કરો કે કેટલીક એવી વ્યક્તિઓના નામ સાથે વર્ણન કરો કે જેમની પાસે તમારા માનવા પ્રમાણે તે ગુણ હોય. આ વર્ણનને અંતે તમે આપોઆપ એવા નિષ્કર્ષ ઉપર આવી જાઓ અને કહો કે નરેન્દ્ર મોદીમાં આવા ગુણો ક્યાં છે? આવા પ્રકારના તર્કની ચર્ચા આપણે અગાઉ કરેલી છે. જો કે કાન્તિભાઈ પ્રત્યે મને માન છે પણ જ્યારે જે વાતમાં તેમનો બીજેપી-ફોબિયા પ્રકટ થાય છે ત્યારે ન્યાય ખાતર કડવું બોલવું પડે છે.
બીજો રસ્તો
વ્યક્તિ કે વ્યક્તિ સમુહની ટીકા કરવાની બીજી રીત એ છે કે તમે વ્યક્તિનું કે સમુહનું નામ લીધા વગર બદબોઈયુક્ત ઘણું બધું લખી નાખો. જેમકે;
“આ વામણાઓનો યુગ છે… તેની અનુભૂતિ છાસવારે થઈ રહી છે. નિતનવી ઘોષણાઓ … , પ્રજાને આંજવી … , ધર્મના અફિણના ઘૂંટડા પીવડાવવા … , ખુલ્લે આમ ગાંધીજીની ઠેકડી ઉડાડવી … , પ્રજાને ગેર માર્ગે દોરવા અધ્યાયો ચલાવવા …. “ તમારે તો ફક્ત બદબોઈ જ કરવાની છે અને તે પણ વ્યક્તિનું કે વ્યક્તિ સમુહનું નામ લીધા વગર બદબોઈ કરવાની છે એટલે તમે બેફામ રીતે જે શબ્દ પ્રયોગ હાથ વગો થયો તેનો ઉપયોગ કરી નાખો.
તે પછી વ્યક્તિની તમે બદબોઈ કરવાનું ધ્યેય રાખો છો તેનું એકાદ અર્ધુપર્ધું વાક્ય ઉદ્ધૃત કરી દો. અને પછી વ્યક્તિને તેની સાથે જોડી દો. વિરોધાભાસ દેખાડવા માટે કોંગ્રેસના સ્વાતંત્ર્ય પહેલાંની પ્રોફાઈલને વર્ણવી દો. એટલે કે હાલના બીજેપીના નેતાનું હાલનું ઉચ્ચારણ અને કોંગ્રેસીઓની (૭૦ વર્ષ પહેલાંની પ્રોફાઈલ) ને સાંકળો. સાધ્યમ્ ઇતિ સિદ્ધમ્.
જનતા તો બેવકુફ છે તે તમારી આ રમત સમજી શકતી નથી કે કોંગ્રેસ અને નહેરુવીયન કોંગ્રેસને સ્નાનસૂતકનો પણ સંબંધ પણ નથી. ૨૫મી જુને (નહેરુવીયન કોંગ્રેસ દ્વારા લોકશાહીના ખૂનના વાર્ષિક દિવસે) આપણે આ ભેદને વધુ એકવાર સમજીશું.
આપણે અમિત શાહની બદબોઈ કરવી છે. આટલી વાત થી અમિતભાઈના ઉચ્ચારણ . “ગાંધીજી ચતુર વાણિયા હતા…. તેમણે કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) વિખેરી નાખવાની વાત કરી હતી. કોંગ્રેસને વિચારધારા જ ન હતી.” ને વગોવીને અમિત શાહને વગોવીશું તો તે પુરતું નથી.
તો શું કરીશું?
અમિતભાઈની આસપાસના લોકોને પકડો. કોંગ્રેસને વિચારધારા જ ન હતી તેની ઉપર શૈક્ષણિક ચર્ચા કરવા જઈશું તો જનતાને ઉઠાં ભણાવવાની આપણી દાળ ગળશે નહીં. તેથી તેને તો સ્પર્ષ જ ન કરવો.
આર.એસ.એસને પકડો. તેના કેટલાક નેતાઓના સંવાદોને પકડો. અગડંબગડં લખો અને રાષ્ટ્રકારણ અને રાજકારણ એવા શબ્દ પ્રયોગો કરો. મહાત્મા ગાંધીએ આર એસ એસ માટે વાપરેલા શબ્દોને ફક્ત ઉદ્ધ્રુત જ કરો. તેની શૈક્ષણિક ચર્ચા ન કરો. કારણ કે તે અઘરું પડશે અને નાહકના “લેનેકા દેના પડ જાયેગા ..”.
જો કે આ બધું વ્યર્થ છે. કોંગ્રેસના જે નેતાઓએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપ્યું તે બધા ક્યારનાય ઈશ્વરને પ્યારા થઈ ગયા છે. જેઓ જીવ્યા તેમાંના મોટાભાગનાઓએ ડબલ વસુલી લીધું. તેમના ફરજંદો ખાસ કરીને નહેરુવીયન ફરજંદોએ બીજા તેમના જેવા હજારો ફરજંદો ઉભાકરી ઉઘાડે છોગ લૂંટ જ કરી છે.
જે આર.એસ.એસ. ના લોકોએ કહેવાતી હિંસા આચરી તેઓ પણ ઉપર પહોંચી ગયા. કટારીયા ભાઈએ સમજવું જોઇએ કે ફક્ત હિન્દુઓ સંત થઈને રહે તે વાત ત્યારે પણ શક્ય ન હતી અને આજે પણ ૬૦વર્ષના નહેરુવીયન કોંગ્રેસના શાસનના નિષ્કર્ષને અંતે પણ શક્ય બની નથી. નિંદા કરવી જ હોય તો બંને કત્લેઆમની પ્રમાણ પ્રમાણે નિંદા કરવી જોઇએ. એક તરફી નિંદા વ્યંઢ જ હોય છે.
વિચારધારાની બાબતમાં આપણા કટારીયા ભાઈ, કોંગ્રેસના સ્થાપક સભ્યોથી શરુ કરી ૧૯૪૭ સુધીનાના નામોની યાદી આપે છે અને પ્રશ્ન ઉઠાવે છે કે “શું આ લોકોને વિચારધારા ન હતી?”
અરે ભાઈ તમને એકવાર તો કહ્યું કે ૧૯૪૭ પહેલાંની કોંગ્રેસમાં ઘોડા, ગધેડાં, ગાયો …. શિયાળ, વરુ … બધા જ પ્રાણીઓ હતા તે વાત મહાત્મા ગાંધીએ પોતાના શબ્દોમાં કહી જ હતી. પણ ૧૯૪૭ પછીનો અને ખાસ કરીને નહેરુ સર્વેસર્વા થયા પછીનો નહેરુનો, નહેરુવીયનોનો અને નહેરુવીયન કોંગ્રેસનો વર્કચાર્ટ જુઓ. આ વર્કચાર્ટની આગાહી મહાત્મા ગાંધી કરી શકતા હતા. એટલે જ તેમણે કહેલ કે “હે કોંગ્રેસીઓ …. તમને ભવિષ્યમાં જનતા વીણી વીણીને મારશે …”
કટારીયા ભાઈ પોતાને તટસ્થ માને છે એટલે તેમણે થોડા “ગોદા” (નહેરુવીયન) કોંગ્રેસને પણ મારી દીધા છે. “યાર … તટસ્થતા ભી કોઈ ચીજ઼ હૈ”
કોણ રાજકારણી અને કોણ રાષ્ટ્રકારણી?
સૌથી સહેલો જવાબ એ છે કે જે રાજકારણમાં છે પણ હોદ્દો ભોગવાની ખ્વાહેશ રાખતો નથી પણ હોદ્દાને ફરજના ભાગરુપે સ્વિકારે છે તે રાષ્ટ્રવાદી. રાજા જનક, રાજા રામ …
જે હોદ્દો ભોગવાની ખ્વાહેશ રાખે છે અને હોદ્દો ભોગવે છે તે રાજકારણી. રાવણ, દુર્યોધન,
વર્તમાનના દાખલા જોઇએ છે?
મોરારજી દેસાઈ રાષ્ટ્રવાદી.
ઈન્દિરા ગાંધી રાજકારણી.
જો કે જ્યાં સુધી બુરાઈઓની વાત છે તો નહેરુવીયન કોંગ્રેસે તો “બાણોચ્છિષ્ઠં જગત સર્વં” જેવું કર્યું છે એટલે કે દુરાચારોના પ્રમાણની બાબતમાં નહેરુવીયન કોંગ્રેસને કોઈ પહોંચી ન શકે.
શિરીષ મોહનલાલ દવે