Posted in માનવીય સમસ્યાઓ, Social Issues, tagged અમદાવાદ, અસમંજસ, ઇન્દિરા નહેરુ-ગાંધી, ઉત્તર ભારત, કટોકટી, કાશ્મિર, કોંગ્રેસ, કોરી પાટી, ક્વૉટા, ગરીબોની કસ્તૂરી, ગાલી પ્રદાન, ગુ.સ., ગુજરાત સમાચાર, ઘાણી થઈ, ચીકન બિર્યાની, છાણે વીંછી ચડશે, છાપાં, જબ્બરજસ્ત મોકો, જયપ્રકાશ નારાયણ, જાહેરાતો, ડીબીભાઈ, તંત્રી, તટસ્થાનું મહોરું, દિવ્યભાસ્કર, પથારી ફરી ગઈ, પ્રમાણભાન, બઘેડાટી, બાજપાઈનો મણકો, બીન ગુજરાતીઓને આવકાર્યા, ભાવનગર, મંગળ સૂત્ર, માઈભક્ત, મોદી ફોબિયા, મોદીકાકા, રંગા-બીલ્લા, રાજ્યાભિષેક, વયસ્ક, વાર્ધક્ય, વિશ્વસનીયતા, વ્હિસ્કી, શરણે આવેલા મને, સાબરમતી એક્સપ્રેસ, સોનિયા માઈ, સોશીયલ મીડીયા, હિન્દુઓનો નરસંહાર on January 11, 2019|
4 Comments »
મોદી-ફોબિયા પીડિત સમાચાર પત્રો મરણીયા બન્યા છે… – ૧
અમારે ભાવનગરમાં પચાસના દાયકામાં અમદાવાદના છાપાંઓ સાંજે આવતા. રાજકોટના છાપાં બપોરે આવતા. અને ભાવનગરમાંથી કોઈ દૈનિક છાપાં પ્રકાશિત થતા જ હતા નહીં. પગદંડી અને ભાવનગર સમાચાર જેવાં મેગેઝીનો બહાર પડતાં પણ તેનો ફેલાવો બહુ નહીં. મુંબઈના છાપાં સૌથી પહેલાં આવતાં પણ મોટે ભાગે વેપારી વર્ગ સિવાય મુંબઈ સમાચાર ખાસ વંચાતું નહીં. તે વખતે છાપાંઓ ઉપર છાપાંના કાગળનો ક્વોટા સરકાર હસ્તક રહેતો. તેથી છાપાવાળાં સરકારની વિરુદ્ધ આદુ ખાઈને પડી શકે તેવો જમાનો ન હતો. “શબ્દવ્યુહ રચના” અને “ફિલમ” ની જાહેરાતો ઉપર પણ સરકારે ક્વૉટાના હિસાબે નિયંત્રણ મુકેલું. તે વખતે મહાગુજરાતની ચળવળ ચાલતી. તેમાં સરકારી કોંગ્રેસ પ્રતિનું વલણ રહેતું. કમસે કમ ચૂંટણી વખતે તો “કોંગ્રેસ આપણો જાણીતો પક્ષ છે તેમની પાસે આપણે આપણા મનની વાત અને ફરિયાદ કરવાની સગવડ છે …” આવી મતલબના તંત્રી લેખો આવતા. એટલે સરવાળે જે કંઈ થોડા સમાચારો કોંગ્રેસની વિરુદ્ધ આવતા તેની ઉપર સરવાળે પાણી ફરી વળતું. જનસત્તાએ કોંગ્રેસ વિરુદ્ધ કાઠું કાઢેલ પણ તેને ચૂંટણી પછી કોંગ્રેસ સાથે સંધી કરી લેવી પડેલી.
ઈન્દિરા ગાંધીનો નહેરુવીયન હોવાની લાયકાતના આધાર હેઠળ રાજ્યાભિષેક થયા પછી છાપાંઓમાં વિભાજન થવાના શ્રીગણેશની શરુઆત થયેલ. ઇન્દિરા ગાંધીના અને તેમના ભક્તોના જૂઠાણાઓએ અને લાંચ રુશ્વતોએ માઝા મૂકતાં પ્રજામત આગળ છાપાંઓને ઝૂકવું પડેલ.
ઇન્દિરાએ જોયું કે વર્તમાન પત્રોની વિશ્વસનીયતા ઘણી છે એટલે ૧૯૭૫માં તેણીએ વર્તમાન પત્રોને પોતાની રીત પ્રમાણે “કટોકટી” દરમ્યાન સીધાં કરેલ.
૧૯૭૭માં જનતાપાર્ટીની સરકાર આવી એટલે શરુઆતમાં છાપાંઓ સ્પ્રીંગની જેમ ઉછળેલ પણ ચરણસીંગે જનતા પાર્ટી સામે બળવો કર્યો અને ઇન્દિરાની મદદ લીધી.
છાપાંઓને લાગ્યું કે;
“ઇન્દિરાઈ કોંગ્રેસ સિવાય આપણો ઉદ્ધાર નથી. ઈન્દિરા પોતે જ ભ્રષ્ટ છે માટે નફા માટે વાચકવર્ગ ઉપર આધાર રાખવાની ખાસ જરુર નથી. ઇન્દિરાઈ કોંગ્રેસે હાલસુધી (૧૯૮૦ સુધી) ગરીબાઈ અને નિરક્ષરતા કાયમ રાખી હોવાથી, આપણે હવે ઇમોશનલ શિર્ષરેખાઓ (સમાચારની હેડ લાઈનો) અને લખાણો યુક્ત શબ્દોની ગોઠવણી દ્વારા વાચક વર્ગ વધારી શકીશું. સરકારી જાહેરાતો પણ મળશે. “ફલાણો કાયદો પ્રજાને અર્પણ… ફલાણો પ્રોજેક્ટ પ્રજાણે અર્પણ… “ આ બધું ચાલુ કરનાર તો ઇન્દિરા માઈ જ છે ને… ઇન્દિરા કોંગ્રેસનું કલ્ચર આપણે જાણીએ છીએ એટલે તેની સામે આદુખાઈને પડવાની જરુર નથી. એટલે ૧૯૭૯માં “જનતા પાર્ટીનો વાગેલો મૃત્યુ ઘંટ”, “કામ કરતી (ઈન્દિરાની) સરકાર”, “ગરીબોની કસ્તૂરી (ડુંગળી)ના ભાવ આસમાને”, “સૌભાગ્યકાંક્ષિણી થવા થનગનતી કન્યાઓ સોનાના આસમાની ભાવોથી ચિતાંતુર”, “કન્યાના માંબાપમાટે મંગળસૂત્ર એક સમસ્યા”,
આ દરમ્યાન રંગા-બીલ્લાની જોડીએ યુવાન ભાઈબેનનું અપહરણ કર્યું અને બળાત્કાર કર્યો. એટલે સમાચાર પત્રોને તો દોડવું હતું અને ઢાળ મળ્યો. જોકે આવા બનાવો તો કોંગીના શાસનમાં ઉત્તરભારતમાં તો રોજ બનતા અને તેની નોંધ પણ લેવાતી ન હતી. પણ ભાઈ આપણે તો ઇન્દિરામાઈની સેવા કરવાની છે અને તમે ઇન્દિરામાઈનો સ્વભાવ તો જાણો છો જ ને કે. કટોકટીમાં કેટલાક શૂરવીરતા બતાવવા ગયેલાઓને ઇન્દિરા માઈએ કેવા મરણાસન્ન કરેલા. બાજપેયીના મણકાને શું થયું હયું હતું? જો જય પ્રકાશ નારાયણને પણ ન છોડ્યા તો આપણે તે વળી કઈ વાડીના મૂળા? બહુ સિદ્ધની પૂંછડી થવાની જરુર નથી. એટલે તો આપણે કશ્મિરના હિન્દુઓની ઉપર થયેલા ખુલ્લેઆમ અત્યાચારો, હિજરત અને નર સંહારને છૂપાવવો પડેલો.
આમાં વળી નરસિંહરાવ વડાપ્રધાન થયા. તેમણે બધા નિયંત્રણો દૂર કર્યા. એટલે આપણી માટે જાહેરાતોનું મેદાન મોકળું થયું. પણ આપણે નહેરુવીયન કોંગ્રેસની અડફેટમાં ન આવવું, અને ખાસ કરીને નહેરુવંશના ફરજંદોની અડફેટમાં ન આવવું હોં!!”
અમારે ૧૯૫૨થી ગુજરાત સમાચાર આવતું હતું. પણ ૧૯૮૧માં ગુજરાત છોડ્યું. મુંબઈમાં મુંબઈ સમાચાર આવતું હતું. મુંબઈસમાચારના સંચાલકો મહાત્માગાંધીવાદી અને વળી મુંબઈ સમાચાર ફક્ત સમાચાર આપવામાં માને. જોકે ઇન્દિરાઈ અસર ખરી. પણ ન મામા કરતાં કહેણાં મામા શું ખોટા. આ પ્રમાણે મુંબઈ સમાચાર રહ્યું. ૧૯૯૬માં દેશાટન કરીને ગુજરાત આવ્યા. ૨૦૦૧માં મોદી આવ્યા. અને અમે ગુ.સ. ના (ગુજરાત સમાચારના) વલણોથી ત્રસ્ત થયા અને ગુ.સ. બંધ કર્યું.
ડી.બી. ચાલુ કર્યું. ડી.બી. ભાઈ (દિવ્ય ભાસ્કર-ભાઈ) નવા સવા હતા.
૨૦૦૧માં મોદીએ મુખ્ય મંત્રી થતાંની સાથે જ બઘેડાટી બોલાવી. “વાંચે ગુજરાત”, “ચલો નિશાળ” જેવા અનેક કાર્યક્રમો થયા. વળી ઈન્ટરનેટનો જમાનો શરુ થયો. કેશુભાઈના જમાનામાં બધા પત્રકારોને અમદાવાદથી ગાંધીનગર રોજ ફ્રીમાં લઈ જવામાં આવતા, અને ચીકન બિર્યાની અને વ્હિસ્કી પણ ફ્રી. મોદીકાકાએ આ બધું બંધ કર્યું.
છાપાવાળાંઓની તો ઘાણી થઈ.
“આ તો ભારે થઈ. જે સગવડ મળતી હોય અને તે પણ મફત, એટલે અમને લગરિક અકારુ તો લાગે જ. પણ મુસલમાનો મદદે આવ્યા. તેમણે સાબરમતી એક્સપ્રેસનો કોચ ગોધરામાં બાળ્યો. ૫૯ હિન્દુઓને જીવતા બાળ્યા અને તેથી પ્રત્યાઘાત રુપે હિન્દુ-મુસ્લિમ રમખાણો થયાં એટલે આપણને તો હિન્દુઓની અસહિષ્ણુતાને ઉછાળવાનો જબ્બરજસ્ત મોકો મળી ગયો. ભલે હિન્દુઓ પણ મર્યા, અને મહિનાઓ સુધી હિન્દુઓ, સ્ટેબીંગના (મુસ્લિમો દ્વારા ચપ્પુઓ ખોસવાના બનાવોના ભોગ બન્યા) પણ અમે તો ભરપેટ હિન્દુઓને ગાલી પ્રદાન કર્યું. સોનિયા માઈએ અને તેમના સાથીઓએ પણ ગાલીપ્રદાનો કરવામાં કંઈ બાકી રાખ્યું નહીં.
“મારા વાલીડા મોદીએ તો ભારે કરી.

“આ મોદીએ તો એવા દાવ ખેલ્યા કે આપણા સોનિયામાઈને અને તેમના ભક્ત મંડળને પણ લેવાના દેવા પડ્યા. આપણું શસ્ત્ર આપણને જ વાગ્યું.
“આ મોદી કાકો આટલેથી અટક્યો નહીં. પણ એણે ગુજરાતનો પાયાનો વિકાસ પણ કર્યો. પરપ્રાંતીઓ વધુને વધુ આવવામાંડ્યા. મોદી કાકાએ તેમને આવકાર્યા. તેમને નવાજ્યા. એટલે મોદીકાકાએ તો લાગલગાટ ૧૩+ વર્ષ એકચક્રી રાજ કર્યું. અને કારણ કે, પરપ્રાંતીઓને આવકારેલા એટલે તેઓ પણ મોદીકાકાના પ્રચ્છન્ન પ્રચારકો બન્યા. એટલે આપણા નરેન્દ્ર ભાઈ મોદી તો વડાપ્રધાન થઈ ગયા. .. બોલો..
“બોલો હવે શું કરીશું? આ મોદીને પાડવો કેમ કરીને? એણે તો આપણી દુકાન બંધ કરી દીધી છે. હરાયા ઢોર થઈ જઈએ તે પહેલાં આપણે કંઈક કરવું પડશે. આપણી માઈના સહયોગીઓ ઉપર બધું જ છોડી દેવું બરાબર નથી.

“ચાલો મળીએ મેનેજમેન્ટના ખેરખાંઓને.
ચાલો “મને બધું આવડે (એમ.બી.એ. ને મળીએ) હવાઓના કહેવા પ્રમાણે આવા લોકોએ બીલ ક્લીન્ટનને જીતાડ્યા છે, ઓબામાને જીતાડ્યા છે … અરે એટલું જ નહીં આ મોદીને પણ સી.એમ. તરીકે અને પીએમ તરીકે જીતાડ્યો છે.
“ભો ભો અભિયંતઃ ગુરો, શિષ્યઃ તેઽહં, શાધી માં ત્વાં પ્રપન્નઃ
( હે મેનેજમેન્ટ ગુરુ, હું તારો શિષ્ય છું. તારે શરણે આવેલા એવા મને બોધ આપ)
“આવો આવો. મારું તો કામ જ આ છે. પણ પૈસા થશે. ઉધાર બુધાર નહીં ચાલે.
“અરે સાહેબ તમે પૈસાની ચિંતા ન કરો. અમારે તો અમારું છાપું ચલાવવું છે. તમે કંઇક ટૂચકો બતાવો કે અમે બે પાંદડે થયા છીએ તે ચાલુ રહી શકીએ.
“ઓકે. તમે બે પાંદડે થયા કેવી રીતે?
“સાહેબ, અમારા દરેક સમાચાર જે છાપવાના હોય કે ન છાપવાના હોય તે અમારી શ્યામા લક્ષ્મી છે. બાકી તો સાહેબ, આ ફિલમી હસ્તિઓની સાચી ખોટી વાતો તેમના કહેવા પ્રમાણે છાપી એમાંથી થોડી ઘણી શ્યામા લક્ષ્મી પેદા કરતા હોઈએ છીએ. આ લોકોના અને બીજા કેટલાકના વિજ્ઞાપનો દ્વારા અમને શ્વેત લક્ષ્મી મળે છે.
“ તો પછી મુશ્કેલી શું છે?
“સાહેબ, અમારે તો લીલા લહેર હતી. અમારામાંના કેટલાકે તો બીલ્ડર નો ધંધો શરુ ક્લરેલો. પણ હવે જવા દો એ વાત. જો એ વાત કરીશું તો છાણે વીંછીં ચડશે…. અમારી તો પથારી ફરી ગઈ છે.
“કેમ શું થયું?
“સાહેબ, આ સોશીયલ મીડીયાએ અમારી ઘાણી કરી નાખી છે. એ લોકો સમાચારો જનતાને વહેલા પહોંચાડી દે છે. એટલું જ નહીં તેઓ જ ચર્ચાઓ કર્યા કરે છે… એટલે અમારો મોદી વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરવાનો હેતુ બરાબર પાર પડતો નથી.
“અચ્છા તો વાત એમ છે કે તમારે સોશીયલ મીડીયાને નબળું પાડવું છે. પણ તમે સમજી લો કે એ માટે તમારે કોંગીની અને તેના સાથીઓની મદદ લેવી પડશે.
“કોંગીઓ અને તેના સાથીઓ તો મદદ કરવા તૈયાર જ છે.
“તો તેમને કહો કે સોશીયલ મીડીયાનો મોરચો એ લોકો તેમની રીતે સંભાળી લે.
“હા, પણ અમે શું કરીએ?
“તમે શબ્દોની રમતો તો રમો જ છો ને? જેમકે ત્રણ જવાનો કશ્મિરની સરહદે ફૂંકાયા, નાગરિક યુવકો ઘવાયા. અંદર ક્યાંક લખો કે તેઓ પત્થરો ફેંકતા હતા…. સૂત્રો પોકારવાથી દેશ દ્રોહ થતો નથી…. મોદીની હાર , રાહુલને હાર … અમિત શાહ પક્ષ પ્રમુખપદેથી હટી શકે છે,… મોદી ઈફેક્ટ ધરાશાઈ, …. મોદીને બદલે કોણ ચર્ચા શરુ …. વિગેરે વિગેરે વિષયો ઉભા કરી તેની ઉપર ચર્ચા ફેલાવી શકાય છે. આવું બધું તો તમને કહેવું પડે એવું નથી… આવું તો તમે કરો જ છો.
“હાજી … પણ આ પુરતું નથી. એવું અમને અને અમારા અન્નદાતા એવા માઈભક્તોને લાગે છે.
“તમે જુઓ અને સમજો… સોશીયલ મીડીયાનો એક વર્ગ છે. તે આમ તો બહોળો લાગે છે પણ તે મર્યાદિત છે. મોટાભાગના વયસ્ક અને વાર્ધક્યે પહોંચેલાઓને આ બધા ગેજેટોના સંચાલનની તકનીકીઓ શિખવાની ઇચ્છાઓ નથી. એટલે આવા લોકો હજી તમારા ચીલાચાલુ સમાચાર માધ્યમ એવા વર્તમાન પત્રો ઉપર જ આધાર રાખે છે. વળી આ મોદીકાકાએ ભણેલાઓમાં વૃદ્ધિ કરીને સાક્ષરતા ૮૦% પહોંચાડેલ છે તેમાંના યુવાનોની મગજની પાટીઓ કોરી છે. એટલે તમારા માઈમંડળને કહો કે આ લોકોનું ધ્યાન રાખે. અને તમે વાર્ધક્યમાં (ગલઢા લોકોનો, વૃદ્ધ લોકોનો) વિસામો લેનારાઓનો કબજો લો … એટલે કે તે બધા વાચકોની ઉપર, અને તે ઉમરના કટારીયાઓ ઉપર કબજો લો… અને વયસ્ક કટારીયાઓને સાધો …
“હા… પણ એ કેવી રીતે … ?
“ જુઓ… તમારી પાસે અમુક કટાર લેખકો તો હશે જ. તેમાંના કેટલાક ઓગણીશો સીત્તેરના દાયકામાં પ્રસિદ્ધિમાં આવ્યા હશે તેઓ હવે વયસ્ક થઈ ગયા હશે… કેટલાક તેથી પણ જુના હશે…. જે વાર્ધકયમાં વિસામો લેતા હશે…!!
“ હા… તો…?
“તો … શું? આ બધાને લપટાવો… તેમાંના ઘણા બધા લપટાઈ જવા આતુર જ હશે. કેટલાક એવોર્ડ પરત કરનારા પણ તમને મદદ કરવા આતુર હશે. ધર્મ કરતાં રિશ્વત મોટી છે એટલે કે પૈસા મોટા છે. અને પૈસા કરતાં કીર્તિ મોટી છે. કીર્તિ માટે તટસ્થતાનું મહોરું જરુરી છે. એટલે કે તમે “માલી પા… પેલી પા … વિકાસના ફુગ્ગામાં કાણું પડ્યું… ઑણ … હમણેં , “ વળી જે યુવાનોને કોંગીએ જાતિવાદના નામે ઉશ્કેરવા માટે ઉત્પન્ન કર્યા તેમને વિષે ‘સત્તા પ્રતિષ્ઠાન સામે પડકારના પ્રતિક’ તરીકે ખપાવનારા તમને તમારે ભાણે ખપશે. વળી “ગાંધી પોતે જ ‘પૂર્ણ ગાંધીવાદી’ ન હતા એમ કહીને પોતાના સુક્ષ્મ અવલોકનને ઉજાગર કર્યા વગર જ આ લોકો અગડમ બગડમ લખશે અને પોતાને તટસ્થ ગણશે. ટૂંકમાં તેઓ કોરી પાટી વાળાઓને, “થાઉં થાઉં થતા કટારીયાઓને અને નબળી પડેલી યાદ શક્તિ વાળા ગલઢાઓને અસંમજસ માં મુકી દેશે. “પોલીટીશ્યનો બધા સરખા” એવા વૈશ્વિક કથનને તે સૌ પ્રમાણભાનને અવગણી “નોટા” નું બટન દબાવ’વા તત્પર થશે કે મત આપવા જ નહીં જાય.
“પણ સાહેબ, આ બીજેપી વાળા તો અમને ગદ્દારમાં ખપાવે છે તેનું શું?
“જુઓ … મેં તમને પહેલાં પણ કહ્યું જ છે કે તમે સીત્તેરના દશકામાં આગળ આવ્યા હતા તેવા વયસ્ક લેખકોને, મૂર્ધન્યોને, સેલીબ્રીટીઓને પકડો. તેમાંના ઘણાં ખૂરશી થી વંચિત રહ્યા હશે. તેમને પકડો. જેમકે જશવંત સિંઘ, યશવંત સિંહા, અરુણ શૌરી, પ્રીતીશ નાંદી, જેવા અનેક છે. જેમકે બીજેપી-ગાય = કોંગ્રેસ. જેવું બોલવાવાળા તમને મળી રહેશે. ફિલમી મહાનુભાવો તો બોલવા માટે આતુર છે. જો તમે પ્રીતીશ નંદી જેવાને પકડશો તો તમને ફિલમી જગતામાં નવી ઓળખાણો થશે. આવા ખ્યાતનામ માહાનુભાવો જે કંઈ “હંગ્યું પાદ્યું” બોલે તેને હાલના કોરી પાટી વાળા બ્રહ્મવાક્ય જ માને છે.
“પણ સાહેબ, આ બધા મહાનુભાવો અમારા માટે લખવા માટેનો સમય ન કાઢી શકે તો.
“અરે ભાઈ… તેઓ ક્યાંક તો લખતા જ હોય છે. તેનું ભાષાંતર કરી છાપી નાખો તમારા છાપાંમાં. તમારા છાપાંની પણ કીર્તિ વધશે કે “જોયું હવે તો આ મહાનુભાવો પણ મોદી રાજની વિરુદ્ધ થઈ ગયા છે. કંઈક તો ખોટું હશે જ.
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ
મિયાંઃ “અરે ભટ્ટજી મૈંને વો ઝાડકે નીચે સેંકડો સાંપ દિખે…
ભટ્ટજીઃ “ અરે મિયાં ! હમારે યહાં કોઈ સાંપ હૈ હી નહીં …
મિયાં; “સચ માનો, કમસે કમ પચાસ સાંપ તો થે હી…
ભટ્ટજીઃ “વહાં સાંપ હો હી નહીં સકતા. ક્યોં કિ વહાં ટ્રાફિક ઇતના હૈ કિ સાંપ આનેકા નામ હી નહીં લે સકતા;
મિયાંઃ “દશ સાંપ તો થે હી થે …
ભટ્ટજી; “ચલો દેખકે આતે હૈ…
મિયાં; “ સાંપ જૈસા કુછ તો થા હી …
———————–
તમે કહેશો; “આ વાત તો મૂળ વાત જેવી નથી. તભા ભટ્ટ અને મિયાં ફુસકી ની વાતોમાં આવું કશું આવતું નથી.
અમેઃ અરે ભાઈ, સંત રજનીશમલ પણ તેનાલી રામની આવી જ વાતો કરે જ છે ને …
તમે કહેશો; “પણ આ પ્રીતીશ નંદીનું શું છે?
Like this:
Like Loading...
Read Full Post »
Posted in માનવીય સમસ્યાઓ, tagged અખિલેશ, અદ્ભૂત, અસામાન્ય, આંતરિક પરિબળો, આગ સાથે રમત, ઉઠમણું, ઓમર અબ્દુલ્લા, કટાર લેખકો, કપિલ સીબ્બલ, કાળી દાઢી, ખટવ્યા છે, ખ્યાતિના ભૂખ્યા, ગુ.સ., ગૌ-બ્રાહ્મણ પ્રતિપાળ, ચિદંબરમ, જૈસે થે વાદીઓ, જ્વલંત વિરાસત, ડાબા હાથનો ખેલ, ડી.બી.ભાઈ, તક, દીગ્વીજય, દુકાનો બાળો, દેશનું હિત, પાકિસ્તાન, પાટીદારો, પ્રતિશોધ, પ્રદર્શન, પ્રિયંકા, ફઝલ ભટ, ફારુખ અબ્દુલ્લા, બક્ખે બક્ખા, બનાવટી આરોપો, બસો બાળો, બાહ્ય પરિબળો, બુર્ઝવા, બ્રેસ્ટ ફીડીંગ, ભ્રમમાં રહેનારા, મનીશ તીવારી, મનુ સિંઘવી, મમતા, મહાનુભાવો, માનસિકતાનો પરિચય, માયા અને મુલ્લાયમ, માલામાલ, મીરવાઈઝ ઓમર ફારુખ, મૂર્ધન્યો, યાસીન મલીક, રણવીર સુરજેવાલ, રા.ગા., રેલ્વેના પાટા, વાડ્રા, વિનીપાત, શાહ કમીશન, સંપર્કો, સઈદ અલી ગીલાની, સફેદ દાઢી, સમાચાર માધ્યમો, સર્વોદયવાદીઓ, સામાન્ય, સોનિયા, સ્વ કેન્દ્રી, હેમાવન હૉલ on September 7, 2018|
Leave a Comment »
આગ સાથે કોણ રમી રહ્યું છે?

દેશ માટે કોણ ખતરનાક છે?
સમાચાર માધ્યમો ક્યાં જઈને અટકશે?
મૂર્ધન્યો અને કટાર લેખકોને પોતાનું પથભ્રષ્ટપણું ક્યારે દેખાશે?
કોણ જૈસે થે વાદી છે?
દેશને વિનીપાત તરફ લઈ જવા માટે દેશ બહારના પરિબળો અને તત્ત્વો વધુ જવાબદાર છે કે દેશની અંદરના તત્ત્વો?
શું દેશને નુકશાન કરનારા દેશની અંદરના તત્ત્વો દેશનું હિત સમજતા નથી?
ખાટલે મોટી ખોડ કઈ છે?
હાજી, આગ સાથે કોણ રમી રહ્યું છે?
જો તમે જનતાના કોઈ એક ભાગને કોઈ સમાન આધાર લઈને તેને કહો કે;
“તમે આ રીતે તમે તે રીતે બીજા થી જુદા છો … તમને પુરતી તક આપવામાં આવતી નથી … તમને અન્યાય થઈ રહ્યો છે… તમારા માટે કંઈક વિશેષ કરવું જરુરી છે.
“આમ તો તમે કંઈ જેવા તેવા નથી.
“તમારા કુળમાં અનેક મહાનુભાવો થઈ ગયા. તેઓ સહુ અસામાન્ય હતા.
“આમ તો તમારામાં ઘણા અસામાન્ય હશે. પણ તેમને તક આપવામાં આવતી નથી.
“અથવા કહો કે તેમને એટલે કે તમને જાણી જોઇને તકથી વંચિત રાખવામાં આવ્યા છે.
હાજી આ બધું એક યોજના પૂર્વક કહેવાઈ રહ્યું છે.
“તમને તક આપવામાં આવતી નથી એટલું જ નહીં તમને મદદ પણ કરવામાં આવતી નથી જ્યારે તમારા જેવી જ પરિસ્થિતિ વાળા અન્યોને મદદ કરવામાં આવે છે અને તમને અન્યાય કરવામાં આવે છે.
“ હવે તો તમારા ઉપર થતા અન્યાયોએ હવે હદ વટાવી દીધી છે.
તમે કહેશો કેઃ “હા. તમારી વાત તો ખરી છે પણ તમે જ કહો અમારે શું કરવું જોઇએ?
તેઓ કહેશે કે;
“અરે તમને ખબર નથી? તમે તો અદ્ભૂત છો. તમારી શક્તિનું તમને ભાન નથી. તમે એકવાર તમારી શક્તિનો પરચો સરકારને આપશો એટલે તે સામે થી તમને નમતી આવશે.
તમે કહેશો કે “એ વાત તો ખરી છે. પણ અમારે અમારી શક્તિ કેવી રીતે પ્રદર્શિત કરવી?”
તેઓ કહેશે કે;
”તમારી શક્તિ તમારી એકતામાં છે. તમે એકતાનું પ્રદર્શન કરો … તમે સરઘસો કાઢો … રેલીઓ કરો … તમે રેલ્વેના પાટા ઉખાડો … વાહન વ્યવહાર સ્થગિત કરો … બસો બાળો … પોલીસના અને બીજાઓના વાહનો બાળો … દુકાનો બાળો … એટલે સરકારને તમારી શક્તિનો પરચો થશે અને તમને નમતી આવશે. સમજ્યા? શું સમજ્યા? તમે હવે જાગો … તમે બહુ ઉંઘ્યા … તમે બહુ સહન કર્યું … હવે તો હદ થઈ ગઈ છે. પાણી તમારા માથે આવી ગયું છે… જો તમે હવે જાગશો નહીં તો તમે કદી જાગી શકશો નહીં … અને તમે નષ્ટ પામી જશો … તમારી જ્વલંત વિરાસત ઇતિહાસના પાના ઉપર જ રહી જશે … કદાચ એ પણ ભૂંસી નાખવામાં આવશે.”
તમે કહેશો કે; “પણ અમે જો આવું કરીયે તો તો સરકારી સંપત્તિને નુકશાન કર્યું કહેવાય. અમારા ઉપર કેસ ચાલે અને અમારે કદાચ જેલમાં પણ જવું પડે તેનું શું?”
તેઓ કહેશે કે; “ અરે એ બધું તમે અમારા ઉપર છોડી દો. અમે બહુ હોશિયાર છીએ. અમે કંઈ મફતમાં દેશ ઉપર સાડા છ દાયકા સુધી રાજ ન હોતું કર્યું? અમારી પાસે ખૂટાડ્યા ખૂટે નહીં એટલા પૈસા છે. આ તો અમારા ગ્રહો વાંકા કે કેટલુંક અમારી વિરુદ્ધ આવ્યું, બાકી કોઈની તાકાત છે કે અમને શાસનમાંથી હટાવી શકે? તમે લખી લો … હાર્યા પછી અમારી જીત થતી જ આવી છે. અમારી પાસે ફક્ત પૈસા જ છે એમ નથી, અમારી પાસે ઘણા સંપર્કો પણ છે. અમે ઘણાને ગેરકાયદેસર માર્ગે ખટવ્યા છે, અસામાજિક તત્ત્વો સાથે તો અમારે ઘરેલુ સંબંધ છે… આ બધું ક્યારે કામ આવશે!! તમારા જુથની કેટલીક વ્યક્તિઓને અમે નેતા બનવા તૈયાર કરી દીધી છે. તમારે તો ફક્ત તેમને સહકાર જ આપવાનો છે. બીજું બધું તમે અમારા ઉપર છોડી દો. અમને જે લોકો સહકાર આપશે તેમને અમે માલામાલ કરી દઈશું.”
હે વાચકો… તમે જાણો જ છો કે દરેક જુથમાં થોડા ઘણા તો સ્વકેન્દ્રી, સ્વાર્થી, ખ્યાતિ ભૂખ્યા માણસો હોય જ છે. સામાન્ય બુદ્ધિ ન હોવી અને અધીરાઈ હોવી એ સામાન્ય કક્ષાની વ્યક્તિમાં સહજ હોય છે.
તમે કહેશો કે, “કોઈ ઉદાહરણ આપશો?”
અમે કહીશું, “હૉવ…અ.., રસ્તા ઉપરના વાહનવ્યવહારને જ જોઈ લો ને … બધાને આગળ જવાની કેવી ઉતાવળ હોય છે?… બે મીટર આગળ જવા માટે લોકો તમને જમણી બાજુથી પણ ઓવરટેક કરશે … પછી ભલે ને જ્યાં જવું છે ત્યાં થોડીક જ મીનીટ વહેલું પહોંચાય… આવું તો બધું ઘણું છે … જે તમને સામાન્ય કક્ષાની વ્યક્તિની માનસિકતાનો પરિચય આપે છે. …”
સામાન્ય કક્ષામાં મોટા નામો પણ આવી શકે છે જેમાં મૂર્ધન્યો, સમાચાર પત્રના ખેરખાંઓ, કટારીયાઓ અને પોતાની કહેવાતી તટસ્થતા જાળવી રાખવાના ભ્રમ રહેનારાઓનો પણ સમાવેશ થતો હોય છે.
જન્મના આધાર પર જ્ઞાતિઓ
વાસ્તવિક રીતે જોઇએ તો સમાજમાં ફક્ત વ્યવસાયોના આધાર પર જ વિભાગીકરણ હોય છે. ભારતમાં જન્મના આધાર પર ક્યારે જ્ઞાતિઓ દૃઢ બની તે એક સંશોધનનો વિષય છે. વિકેન્દ્રિત ઉત્પાદન, વિકેન્દ્રિત વહેંચણી અને ગ્રામ્ય સમાજમાં વ્યવસાયને પેઢી દર પેઢીએ લાંબા ગાળા સુધી ટકાવી રાખવાથી કદાચ જ્ઞાતિ વ્યવસ્થા દૃઢ થઈ હશે. એ જે કંઈ હોય તે … પણ જન્મજાત જ્ઞાતિ વ્યવસ્થાને ન તો વેદોનું પ્રમાણ છે ન તો ગીતાનું પ્રમાણ છે. એટલે કે ટૂંકમાં જ્ઞાતિપ્રથા અપ્રાકૃતિક છે અને તેથી આવી જન્મજાત જ્ઞાતિપ્રથા ટકાઉ ન જ બની શકે. તેને વહેલું મોડું મરવાનું જ છે. અને તેની શરુઆત તો ક્યારનીય શરુ થઈ ગઈ છે.
આ જન્મ ઉપર આધારિત જાતિવાદને ટકાવી રાખવો એ નહેરુવીયન કોંગ્રેસ માટે જીવન મરણનો સવાલ છે. અને આ જાતિવાદને ટકાવી રાખવા માટે નહેરુવીયન કોંગ્રેસે આરક્ષણનું તૂત ઉભું કર્યું છે. અગણિત મહાનુભાવો આ વાત જાણે છે પણ તેઓ તેની વિરુદ્ધ બોલવા તૈયાર નથી કારણ કે તેમનું ધ્યેય કંઈક બીજું જ છે. બીજેપી અને નરેન્દ્ર મોદી તેમના દાના દુશ્મનો છે. અને તેઓ કોઈ પણ ભોગે તેને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે વિભાજન વાદીઓને સહકાર આપે છે અને ઉત્તેજિત પણ કરે છે.
નહેરુવીયન કોંગ્રેસે પોતાના પક્ષે, આ જ્ઞાતિ વાદનો, લાભ દશકાઓ સુધી લીધો અને ચૂંટણીમાં વિજયો પ્રાપ્ત કર્યા. તેથી વી.પી. સિંગ, અને કાંશીરામ જેવાઓની દાઢ સળકી. અને પછી તો આ ચેપ બધાને જ લાગ્યો. મીડીયા મૂર્ધન્યોને પણ આનો ચેપ લાગ્યો ત્યારે તો હદ થઈ ગઈ એમ જ કહેવાય.
તમે આજે જુઓ છો કે ડી.બી. ભાઈ (દિવ્યભાસ્કર) લો, કે ગુ.સ. (ગુજરાત સમાચાર) લો દેશના કેટલાક બીજેપી-ફોબીયા પીડિત બીજા સમાચાર પત્રો કે ટીવી ચેનલો લો, દરેકને કઈ જ્ઞાતિએ કેટલા લોકો એકઠા કર્યા અને કેટલી શક્તિ બતાવી અને તેથી બીજેપીને કેટલું નુકશાન થશે તેની ચર્ચા કર્યા કરશે.
આ મહાનુભાવો કહો તો મહાનુભાવો, વિશ્લેષકો કહો તો વિશ્લેષકો, કટારીયા કહો તો કટારીયાઓ, મૂર્ધન્યો કહો તો મૂર્ધન્યો, પીળું પત્રકારિત્ત્વ કહો તો પીળું પત્રકારિત્ત્વ, આ સહુ કોઈ નહેરુવીયન કોંગ્રેસ અને નહેરુવીયન કોંગ્રેસના સાંસ્કૃતિક સહાયકોની જ બ્રીફ પકડીને દોડી રહ્યા છે.
નહેરુવીયન કોંગ્રેસનો એજન્ડા શું છે?
નહેરુવીયન કોંગ્રેસનો એજન્ડા કોઈપણ ભોગે સત્તા પ્રાપ્તિનો છે. જો એક વખત તેના હાથમાં સત્તા આવી જાય તો તેમને વળી પાછા બખ્ખે બખ્ખા થઈ જાય … તેમનો સુવર્ણ યુગ પાછો આવી જાય અને ખાસ તો નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ અને તેમના વહાલાઓ સામે જે કેસ ચાલે છે તે બધા કેસોનું ઉઠમણું કરી દેવાય.
તમે કહેશો, “અરે એમ કંઈ કોર્ટના કેસોને રફે દફે કરી શકાતા હશે?”
તેઓ કહેશે, “તમે અમને ઓળખતા નથી. પણ જેઓ અમારી વિરુદ્ધ જવા ગયા છે તેઓની અમે શી વલે કરી છે તે વાત તો તેઓ પરલોકમાં તેમની સાથે જ લઈ જાય છે. તમે પ્રણવ મુખર્જીને શું એમ બોલતાં સાંભળ્યા નથી, કે કટોકટીના કેટલાય રહસ્યો હું મરી જઈશ ત્યારે મારી સાથે જ લઈ જઈશ…” “અરે ભાઈ, શાહ કમીશન જેવા આખે આખા રીપોર્ટના શા હાલ થયા તે શું તમે જાણતા નથી …? તેને પુનર્જીવિત કરવાની કોઈ વાત કરી શકે છે ખરા…? અમે એન્ડરશનને અમારી સરકારી કારનો જ ઉપયોગ કરી દેશની બહાર મોકલી દીધો … કોઈ અમારું શું કરી શક્યું..? આવા તો અમારા અનેક પરાક્રમો છે… અને વળી પાછા અમે તો દાવો કરીએ છીએ કે અમારી કોંગ્રેસ તો દોઢસો વર્ષ ની છે અને અમે કેટકેટલા ભોગ આપ્યા છે… અને તમારા મૂર્ધન્યો અમારી આ વાત કબૂલ પણ રાખે છે…. શું સમજ્યા …? બધી ધરોહર ઉપર અમારો કબજો છે ભલે અમે મહાત્મા ગાંધીવાદીઓને ૧૯૭૫-૧૯૭૭ માં કેદમાં રાખ્યા… અને તો પણ આજે તેમાંના મોટા ભાગના અમારા જ ગીતો ગાય છે. … જેમના બાપાઓને અમે જેલમાં મોકલેલા તેમના સંતાનો પણ અમારા જ ગીતો ગાય છે…. અરે આ તો કંઈ નથી… અમે અમારા વિરોધીઓ ઉપર ખોટા કેસો પણ ઉભા કર્યા છે… તેમને જેલમાં મોકલ્યા છે… અને આવું તો અમે કરતા જ રહીશું… પૈસા અને સત્તા મળે તો અમે શું ન કરીએ …? લોકશાહી અમને નડતી નથી …. અમને તો સત્તાહીનતા જ નડે છે…. પણ તમે જુઓ છો કે અમે સત્તાવગર પણ કેવો કાળો કેર વર્તાવી શકીએ છે….?
“અમે ચારે બાજુથી બીજેપીને ઘેર્યું છે… મુસલમાનો તો ઠીક પણ હિન્દુઓ પણ તેમની સામે પડ્યા છે. ગૌ-બ્રાહ્મણ પ્રતિપાળ ગણાતા ક્ષત્રીયો પણ અમારે શરણે આવ્યા છે… અને મહાજ્ઞાની ગણાતા બ્રાહ્મણોને અમે ભ્રમિત કર્યા છે અને તેઓ પણ હવે તેમના બ્રહ્મ-તેજની શક્તિ, બીજેપીને બતાવવા અમારી શરણે આવ્યા છે. અમે આ પાટીદારોની જેમ આ ક્ષત્રીયોને અને બ્રાહ્મણોને લાંબી ધારે “બ્રેસ્ટ-ફીડીંગ” કરાવીશું…“
ગુજરાતના એક ભૂતપૂર્વ મુખ્ય મંત્રીશ્રી એ “હેમાવન હૉલ”માં કેટલાક કહેવાતા કે સ્વયં પ્રમાણિત, સર્વોદય વાદીઓએ “લોકશાહી બચાવ” કે એવા કોઈક ઓઠા હેઠળ સભા રાખેલ, તેમાં જણાવેલ કે “નાગાથી સૌ કોઈ ડરે… પણ આ નાગો પણ કોઈક થી તો ડરે જ”. આ જે “નાગા”ની વાત કરતા હતા તે આપણા નરેન્દ્ર ભાઈ મોદીને અનુલક્ષીને કરતા હતા.
હવે તમે જુઓ… “નરેન્દ્ર મોદી” જેમની નજરે “નાગો” છે તેનાથી લાખ ગણી, કે પળે પળે નાગાઈ કરનારી, નહેરુવીયન કોંગ્રેસ વિષે તો તેઓ વાત જ કરતા નથી કે કરશે નહીં.
કારણ શું હોઈ શકે?
“ન કરે નારાયણ, ને કદાચ નહેરુવીયન કોંગ્રેસ જો ગુજરાતમાં કે કેન્દ્રમાં ફરી સત્તા ઉપર આવે તો તો તેઓ આ ભૂત-પૂર્વ મુખ્ય મંત્રીના કપડા જ ઉતારી દે ને?
યાદ કરો … “કાળી દાઢી”એ આમ કહ્યું અને “સફેદ દાઢી”એ આમ કહ્યું એવી કોઈ ફોન ઉપરની વાતના આધારે તો, આ નહેરુવીયન કોંગ્રેસે, કેબીનેટની મીટીંગ બોલાવેલી અને નિર્ણય લીધો હતો કે એક સ્પેશીયલ કમીટી બનાવવામાં આવે અને “એક પૂખ્ત વયની યુવતી ઉપર જાસુસી કરવા’ બદલ “સફેદ દાઢી” એટલે નરેન્દ્ર મોદી અને “કાળી દાઢી” એટલે અમિત શાહ, એમ ગણી એક કેસ ચલાવી શકાય છે કે કેમ તેની તપાસ કરો.”
જો કે તે દિકરીના પિતાએ જ પોલીસ ખાતામાં ભલામણ કરેલી કે તેમની દિકરી ઉપર નજર રાખવામાં આવે. પણ દિકરી તો પુખ્ત વયની છે એટલે તે કન્યાનું જે થવાનું હોય તે થાય, પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપર તો કામ ચાલવું જ જોઇએ. આવી છે નહેરુવીયન કોંગ્રેસની પ્રતિશોધયુક્ત માનસિકતા.
સામ્યવાદીઓની એક પ્રસ્થાપિત કરેલી પ્રણાલી પ્રમાણે તમારે જો સત્તા ઉપર આવવું હોય તો પ્રવર્તમાન સરકાર વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરવું જોઇએ. આમ કરવા માટે બનાવટી આરોપો બનાવી તેનો ફેલાવો કરવો જોઇએ. સમાચાર માધ્યમો ઉપર કબજો રાખો અથવા તેઓને ખરીદી લો, કારણ કે સામાન્ય રીતે તેઓ ખરીદાવવા તૈયાર જ હોય છે. જનતાને વિભાજિત કરી આંદોલનો ચલાવો, હિંસા ફેલાવો, અરાજકતા ફેલાવો અને પરિણામે જનતા એમજ માનશે કે આ બધું પ્રવર્તમાન સરકારની નિસ્ફળતાને કારણે જ છે. લોકશાહીમાં તમે આવી રીતે વર્તી શકો છો.
નહેરુવીયન કોંગ્રેસે કોને કોને પડખે લીધા છે?

આવ ભાઈ હરખા આપણે સૌ હરખા (સરખા)
પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનની આતંકવાદી સંસ્થાઓ તો તાલમેલ સાથે જ કામ કરે છે તે વાત તો હિન્દુસ્તાનનું બચ્ચું પણ જાણે છે. ત્યાંની સરકાર મજબુર છે. આવા સંજોગોમાં નહેરુવીયન કોંગ્રેસના મણીશંકર અય્યર પાકિસ્તાની ટીવી ચેનલની પેનલ ચર્ચામાં મોદીને હટાવવા માટે એમ કહે છે કે “મોદીને તો તમારે જ હટાવવો પડશે.” એટલે કે પાકિસ્તાનના ભારત વિરોધી તત્ત્વો એટલે કે આતંકવાદી સંગઠનો, અસામાજિક તત્ત્વો અને પાકિસ્તાની સેનાનું જે ગઠબંધન છે તેણે જ કંઇક કરવું પડશે. પાકિસ્તાન આવા કામ કેવી રીતે કરે છે તે આપણે ભારતવાસીઓ સારી રીતે જાણીએ છીએ. જેમ “પંચ તંત્ર”માં કહેવાયું છે કે “બધા શિયાળવાં ભેગા થયા અને વિચાર કરવા લાગ્યાં કે આ કર્પુર તિલક નામનો હાથી કોઈ પણ હિસાબે મરે તો આપણે ચાર માસના ભોજનની નિરાંત થાય” (સર્વે શૃગાલાઃ ચિન્તયામાસઃ, યદિ કેનાપિ ઉપાયેન અયં મ્રિયેત્ તર્હી માસચતુષ્ટયં ભોજનં ભવેત્), તેમ આ નહેરુવીયન કોંગ્રેસી અને તેના સાંસ્કૃતિક સાથી પક્ષોરુપી શિયાળવાંઓ પણ વિચાર કરવા લાગ્યાં છે કે આ નરેન્દ્ર મોદી નામનો હાથી જો કોઈપણ હિસાબે મરે તો આપણને ચાર ટર્મ માટેનું સત્તારુપી ભોજન મળે.
અમેરિકામાં હેડલીએ શું કહ્યું? બિહારની એક દિકરી, માબાપથી છાનીમાની અજાણ્યા પરપ્રાંતીય યુવકો સાથે ભાગી ગયેલી. મા બાપે તેની ફરિયાદ પણ નહોતી નોંધાવેલી. અને આ ગેંગનો પ્લાન નરેન્દ્ર મોદીને મારી નાખવાનો હતો. જે નિસ્ફળ ગયેલો. એ વાતનો ઘટસ્ફોટ થયેલ. જોવાની વાત એ છે કે આ બાબતમાં નહેરુવીયન કોંગ્રેસીઓએ ગદ્દારીની ભૂમિકા ભજવેલ.
નક્ષલવાદીઓ અને માઓવાદીઓએ તેમના અંતરંગ પત્ર વ્યવહારમાં શું લખ્યું છે?
એ જ કે નહેરુવીયન કોંગ્રેસ પોતે, આ અરાજકતા વાદી જુથોને આર્થિક અને કાયદાકીય સહાય કરવા આતુર છે.
આ તો જુની વાત છે. નહેરુવીયન કોંગ્રેસનું તેના જેવા સાંસ્કૃતિક પક્ષો સાથે તો ગઠબંધન થશે ત્યારે થશે, પણ આ નહેરુવીયન કોંગ્રેસનું ભારતના અને પાકિસ્તાનના અસામાજિક તત્ત્વો સાથેનું ગઠબંધન હોવું એતો જુનીવાત છે. નહેરુવીયન કોંગ્રેસનું છેલ્લાં કેટલાક વર્ષથી માઓવાદીઓ અને નક્ષલવાદીઓ સાથે તો ગઠબંધન અને જોઈન્ટ વેન્ચર શરુ થઈ જ ગયું છે.
“કાળી દાઢી” અને “ધોળી દાઢી”, ની વાતોના આધારે નરેન્દ્ર મોદીને જેલમાં મુકવાની યોજનાઓ જો આ નહેરુવીયન કોંગ્રેસીઓ ઘડી શકતા હોય, તો હેડલીના નિવેદનના તારતમ્યના આધારે, “ઇસરત જહાંના એનકાઉન્ટર કેસ”માં નહેરુવીયન કોંગ્રેસના નેતાઓએ ભજવેલી ભૂમિકા બદલ, અને આવી અગણિત દેશવિરોધી ભૂમિકાઓ ભજવવા બદલ તેમને જેલમાં ખોસી દેવા એતો નરેન્દ્ર મોદી માટે ડાબા હાથનો ખેલ છે.
ભલે પછી કોર્ટ પોતાની ભૂમિકા કોઈ પણ રીતે ભજવે, પણ એક વખત તો આ નહેરુવીયન કોંગી નેતાઓ જેવા કે સોનિયા, રા.ગા., પ્રિયંકા, વાડ્રા, ચિદંબરમ, દીગ્વીજય, રણવીર સુરજેવાલ, મનુ સિંઘવી, મનીશ તીવારી, કપિલ સીબ્બલ, ફારુખ અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, મમતા, માયા અને મુલ્લાયમ, અખિલેશ, ફઝલ ભટ, સઈદ અલી ગીલાની, મીરવાઈઝ ઓમર ફારુખ, યાસીન મલીક બધાને દશકાઓ સુધી જેલની હવા ખવડાવી જ શકાય
૨૦૧૯ની લોકસભાની ચૂંટણી એટલે જનતાએ નક્કી કરવાનું છે કે તમારે “જૈસે થે” વાદીઓ જોઇએ છે કે “વિકાસલક્ષી પરિવર્તન”વાદીઓ? જૈસે થે વાદીઓને બુર્ઝવા કહેવાય છે. પણ અહીં તો સામ્યવાદીઓ પોતે જ તેમની વ્યુહરચના ભાગરુપે બુર્ઝવા બનેલા છે અને કોંગીઓ તો પહેલેથી જ બુર્ઝવા છે. જ્ઞાતિવાદને ઉત્તેજન આપવું અને ભ્રષ્ટાચાર ચાલુ રાખવો એ “જૈસે થે”વાદીઓની ઓળખાણ છે.
દલિતો અને સવર્ણો વચ્ચેનો આ મીથ્યા વિવાદનું પરિણામ શું આવશે?
{ક્રમશઃ}
શિરીષ મોહનલાલ દવે
Like this:
Like Loading...
Read Full Post »