Feeds:
Posts
Comments

Posts Tagged ‘જમીન’

ગૌ હત્યા બંધી વિષે દંભીઓનું દે ધનાધન – ૨

ગૌ એટલે આમ તો આખી વનસ્પત્યાહારી પશુ સૃષ્ટિ થાય. એટલે ગૌહત્યા બંધીને લગતો કાયદો આ સઘળાં પ્રાણીઓને આવરી લેવાય એવો થવો જોઇએ. ઊંટ થી શરુ કરી, કૂતરાં બિલાડાં સુધીના કોઇને પણ ન મરાય કારણ કે કૂતરાં બિલાડાં પણ માંસ ખાધા વગર જીવી શકે છે. આ બધા પ્રાણીઓને મનુષ્ય પાળે છે અને એક બીજાના આધારે જીવે છે. કૂતરાં પણ લાગ મળે તો માંસ ખાઈ લે છે. તેવું જ બિલાડાં વિષે છે તેથી તેને માંસાહારી ગણી મુસલમાનો અને ખ્રિસ્તીઓ ખાતા નથી. ચીના અને જાપાનીઓ બધું જ ખાય છે. પણ

આપણે ભારત પૂરતી ચર્ચા મર્યાદિત રાખીશું.

શું સરકાર માણસની ખાવાની પસંદગીની બાબતમાં દખલ કરી શકે? ગાયની કતલ વિષે મુસ્લિમો અને ખ્રિસ્તીઓનો આ સવાલ છે?
જેઓ પોતાને માનવ અધિકારના સંરક્ષકો માને છે તેઓ તેમજ જેઓ પોતાને ધર્મનિરપેક્ષ કે સેક્યુલર માને છે તેઓ એમ કહે છે કે મનુષ્યે શું ખાવું અને શું ન ખાવું, તે તેની અંગત પસંદગી છે એટલે સરકારે તેમાં દખલ ન કરવી જોઇએ. અને પસંદગીની વાનગી ખાવામાંથી કોઇને રોકી ન શકાય. આ હક્કનું હનન થાય તેવો કોઈ કાયદો બનાવી ન શકાય.

“ગાય” શું એક વાનગી છે?

“ગાય” વાનગી નથી. પણ ગાયનું માંસ અમુક વાનગીઓનું એક ઘટક છે. ગાયને કોઈ બટકા ભરતાં ભરતાં ખાતું નથી. એવું જ મરઘી અને મરઘીના બચ્ચાંઓ વિષે છે. મરઘીનાં બચ્ચાંની બનેલી મુખ્ય વાનગીને ચીકન કહેવાય છે. ચીકન, બીજી ઘણી બધી વાનગીઓમાં એક ઘટક પણ હોય છે. ગાયના માંસને બીફ કહેવાય છે. અને આ બીફ પણ ઘણી બધી વાનગીઓમાં એક ઘટક હોય છે. એટલે કે વાનગી જ નહીં પણ વાનગીઓમાં જે ઘટકો છે તે પસંદ કરવાનો પણ માનવનો હક્ક છે.

એટલે કે સરકાર, વાનગીના ઘટકોની પસંદગીમાં પણ દખલ ન કરી શકે. જો સરકાર કાયદા દ્વારા કોઈ ઘટક કે ઘટકોને પ્રતિબંધિત કરે તો તેને માનવ અધિકારના હનનના રુપમાં જોવું જોઇએ.
ચાલો આપણે આ વાત કબુલ રાખીએ. પણ શું સરકાર આ તર્કને માન્ય રાખી તે અનુસાર વર્તે છે? હા કે ના?

ના જી. સરકાર આમ કરતી નથી.

મીઠામાં આયોડીન ફરજીયાત છે.

આપણી ઘણી વાનગીઓમાં મીઠું એક ઘટક છે.

મીઠું વાનગીનું ઘટક ન કહેવાય?

મીઠું ઘટક કહેવાય જ. અને મીઠામાં આયોડીન નાખવું ફરજીયાત હોય તો આયોડીન પણ ઘટક કહેવાય જ.

મીઠામાં આયોડીનનો સ્વાદ ક્યાં હોય છે? મીઠું તો સ્વાદ માટે નખાતું હોય છે? આયોડીન તો તંદુરસ્તીની સુરક્ષા માટે નખાતું હોય છે. સરકારને મનુષ્યોની તંદુરસ્તીની સુરક્ષાનો ખ્યાલ કરવો જ પડે ને.
આરોગ્યની સુરક્ષા માટે સુક્ષ્મ સ્વાદવાળું કહો કે કહો કે સ્વાદ વગરનું કહો, પાણી પણ વાનગીઓની બનાવટમાં એક ઘટક તરીકે વપરાતું હોય છે. મીઠું પણ એક ઘટક છે. અને આયોડીનનો સ્વાદ આવતો હોય કે ન આવતો હોય, તે પણ વાનગીનું એક ઘટક બની જ જાય છે. જો આયોડીન આરોગ્યની સુરક્ષા માટે અનિવાર્ય કરી શકાતું હોય તો આ તર્ક બધે જ લાગુ પાડવો જોઇએ.

આયોડીન શું છે અને તે ક્યાંથી ઉપલબ્ધ થાય છે?

અમને એવું ભણાવવામાં આવેલ કે દરિયા કિનારે અમુક વનસ્પતીઓ આપમેળે ઉગે છે. તેમાંની એક કોઈ એકનું ઓક્સીજનની ગેરહાજરીમાં દહન કરી તે દહન ચેમ્બરની દિવાલો ઉપર આયોડીન, ચોંટેલા સ્વરુપમાં મળે છે. આનો અર્થ એમ થયો કે તે વનસ્પતી દરિયાના પાણીમાંથી જ આયોડીન ગ્રહણ કરે છે. એટલે મીઠામાં આયોડીન તો હોય જ. હવે પ્રશ્ન રહે છે આયોડીનના પ્રમાણનો. ક્લોરીન, બ્રોમીન અને આયોડીન એક જ ગ્રુપના તત્વો છે એટલે એક કાચામાલમાંથી ક્લોરીન મળે તો વધતા ઓછા પ્રમાણમાં બીજા બે તત્વો મળે ને મળે જ. આમ સોડીયમ ક્લોરાઈડ (મીઠું) આ વૈજ્ઞાનિક નિયમ પ્રમાણે એક ઘટક તરીકે આયોડીન ધરાવતું જ હોય છે. મીઠામાં આયોડીનના હાનિકારક રીતે ઓછા પ્રમાણની વાત, એક ધતીંગ અને પ્રપંચ છે. આયોડીનને ફરજીયાત રીતે મીઠામાં નાખવું એવો કાયદો થઈ જ ન શકે.

આયોડીનનો કાયદો સરકારે જનતાના કોઈપણ આંદોલન વગર કેવી રીતે ઘુસાડી દીધો તે સંશોધનનો નહીં પણ પ્રપંચની તપાસનો વિષય છે. બાજપાઈની સરકારે આ કાયદો રદ કરેલ. પણ નહેરુવીયન સરકારે તેને ફરીથી ઘુસાડી દીધેલ છે. આ કારણથી નહેરુવીયન કોંગ્રેસે ઘુસાડેલું આયોડીન, કાયદેસરની તપાસનો વિષય બને છે.

જે સરકાર નદીમાં છોડાતાં કારખાનાઓના ઝેરી રસાયણોને અટકાવતા કાયદાઓ ઘડવામાં અખાડા અને ગુગુ-છીછી કરે છે

(હાજી. જો તમે આ વાત ન જાણતા હો તો જાણી લો કે સરકારે હિન્દુસ્તાનની નદીઓમાં જ નહીં પણ જમીન ઉપર પણ કારખાનાઓને પોતાના ઝેરી રસાયણો કાયદેસર રીતે છોડવાની પરવાનગી આપેલી છે.) તે સરકાર આરોગ્યના ઓઠા હેઠળ મીઠામાં રહેલા આયોડીનની ફરેબી અછત માટે કાયદો બનાવે છે તે તપાસનો વિષય બનવો જ જોઈએ.

ટૂંકમાં જનસમુદાયના આરોગ્યની સુરક્ષાના કારણસર, સરકાર, ફક્ત વાનગીઓ માટે જ નહીં પણ વાનગીઓમાંના ઘટક રાખવા કે ન રાખવા અને રાખવા તો કેટલા પ્રમાણમાં રાખવા એ નક્કી કરી શકે છે અને તેને લગતા કાયદાઓ બનાવી શકે છે. તેમાં માનવ અધિકારોનું હનન થતું. ઇતિ સિદ્ધમ્.

તો પછી ગાયમાં શું વાંધો પડ્યો છે?

વનસ્પત્યાહારીઃ “ગાયનું દૂધ પણ આરોગ્યપ્રદ છે. ગાયનું છાણ ખેતી માટે અત્યંત ઉપયોગી ખાતર છે. ગાયનું મૂત્ર પણ અનેક રોગો મટાડે છે. ગૌ મૂત્રનો જંતુ નાશક તરીકે પાક ઉપર છંટકાવ કરી શકાય છે. તો પછી આરોગ્યની વૃદ્ધિ માટે આ આરોગ્યપ્રદ ગાયની હત્યા ઉપર પ્રતિબંધ કેમ ન લાવવો જોઇએ?

ગૌ માંસાહારીઃ “અરે ભાઈ, ગૌ મૂત્રની વાત જવા દો. તે વિષે એવો કોઈ વૈજ્ઞાનિક સંસ્થાનો રીપોર્ટ નથી. વાત રહી, છાણની. ગાય એકલીનું છાણ કંઈ થોડું ખાતર તરીકે વાપરી શકાય છે. દરેક પ્રાણીના છાણ ખાતર તરીકે વપરાય છે. એટલે છાણ ને જો ગૌહત્યાબંધીનો હેતુ બનાવીએ તો કોઈપણ પ્રાણી ન મારી શકાય.

વનસ્પત્યાહારીઃ “ઓકે. તો પછી પ્રાણી માત્ર ની હત્યા ઉપર પ્રતિબંધ મુકો.

ગૌ માંસાહારીઃ “એ શક્ય નથી. કારણ કે તો તો સમાજ અસ્તવ્યસ્ત થઈ જાય. ભારતની ૬૦ ટકા વસ્તી માંસાહારી છે. આમેય અનાજની તંગી છે. એમાં વળી જો માંસાહારી લોકો વનસ્પત્યાહારી થઈ જાય તો અનાજ ખૂટી પડે.

વનસ્પત્યાહારીઃ “ જુઓ. ભારતમાં જે પ્રાણીઓનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે તે બધાં દૂધાળાં અને વનસ્પત્યાહારી છે. ભારતના લોકો કીડી, મકોડા, કૂતરાં, બિલાડાં, ગરોળી, ઈયળો, કનડીઓ (કાઠીયાવાડીમાં ભરવાડ), કાકીડા, એરુ, નાગ, ઉંદર વિગેરે ખાતા નથી.

ગૌ માંસાહારીઃ “ જો અમે દુધાળાં ઢોર ન ખાઈએ તો તેમની સંખ્યા વધી જાય અને તેમને નભાવવા માટે તમારે વધુ જમીન જોઇએ. અમે દુધાળાં ઢોર ખાઈને તેને ઓછાં કરીએ છીએ તેનો તમે કેમ વિરોધ કરો છો? વળી તમારે એ સમજવું જોઇએ કે ખાવાની આદતો એમ બદલી શકાતી નથી. માણસ માત્ર આદતથી બંધાયેલો હોય છે. સરકાર માણસની આદત બદલવા ફરજ પાડી ન શકે.

વનસ્પત્યાહારીઃ એક વાત સમજો. જે દુધાળાં ઢોર છે તે પાકની આડપેદાશ ઉપર મોટે ભાગે નભે છે. દુધાળાં પ્રાણીઓને ખાણ ખોળ અને રજકો આપીએ છીએ. રજકા માટે જમીન જોઇએ. પણ બીજી બધી તો આડ પેદાશ છે. આ સૌની સામે ઢોર ખાતર આપે છે જે ખેતી માટે શ્રેષ્ઠ હોય છે. ખાવાની આદતો તો બદલી શકાય છે.

ગૌ માંસાહારીઃ આવું બધું થઈ ન શકે. સરકાર એમ કોઈને ફરજ પાડી ન શકે.

વનસ્પત્યાહારીઃ ફરજ પાડવાની વાત નથી. પણ વિચાર પ્રસારની વાત છે. ચર્ચાની વાત છે.

ગૌ માંસાહારીઃ કરો ને . વિચાર પ્રચાર કરો …. વિચાર પ્રચાર કરવાની કોણ ના પાડે છે… તમે તો માણસોની હત્યા કરો છો. ધર્મને નામે આ બધું કરો છો. તમે તો અસહિષ્ણુતા દાખવો છો.

વનસ્પત્યાહારીઃ એકાદ છૂટા છવાયા ગ્રામીણ બનાવથી તમે એક ધર્મની સમગ્ર જનતાને વગોવી ન શકો. જો આવા વલણોને યોગ્ય માનવામાં આવશે તો તમારા માટે જ તે ખતરનાક સિદ્ધ થશે.

ગૌ માંસાહારીઃ તમે કહેવા શું માગો છો?

વનસ્પત્યાહારીઃ ગૌ હત્યાબંધીના કોઈ ગ્રામીણ સમર્થક, એક અમાનવીય કૃત્ય કરે તો તેનું સમગ્રીકરણ ન થઈ શકે. જો તમે આવું કરવા જાઓ તો કોંગી જમાતના બધા જ નેતાઓ, મુસ્લિમ જમાતના નેતાઓ અને ખ્રિસ્તી નેતાઓ બધા જેલમાં જ જાય. અને તેને લીધે જનતામાં ભયાનક વિભાજન જ થાય એટલું જ નહીં વૈમનસ્ય પણ વધે. એટલે તમારે બેજવાબદારી ભર્યા નિવેદનો કરવા જોઇએ નહીં.

ગૌ માંસાહારીઃ ઓકે તમે ગૌ હત્યાબંધી નો વિચાર પ્રચાર કરો. અમે અમારી વાતનો પ્રચાર કરીશું.

વનસ્પત્યાહારીઃ પણ તમારો વિચાર પ્રચાર બંધારણીય આદેશથી વિપરિત ગણાશે અને અમારો વિચાર પ્રચાર બંધારણીય આદેશના પાલન માટેનો ગણાશે. માટે બહેતર છે તમે માનવીય અધિકારોથી વિપરીત જોગવાઈ વાળા બંધારણના આદેશાત્મક પ્રાવધાનોમાંથી ગૌવધબંધી અને અહિંસા ને દૂર કરો. સાથે સાથે માનવ અધિકારોમાં ડ્રગ્ઝ, અફીણ, ચરસ, ગાંજો, કોકેન, એલ એસ ડી, દારુ વિગેરે લેવાનો સમાવેશ કરવા આંદોલન કરો.

ગૌમાંસાહારીઃ ડ્રગ્ઝ, અફીણ, ચરસ, ગાંજો, કોકેન, એલ એસ ડી, વિગેરેનો માનવ અધિકારમાં સમાવેશ ન થઈ શકે. ડ્રગ્ઝ, અફીણ, ચરસ, ગાંજો, કોકેન, એલ એસ ડી, શરીરના આરોગ્યને હાનિકારક છે. દારુની વાત અલગ છે. તમારી ગૌહત્યાબંધી ધર્મ ઉપર આધારિત છે. લોકશાહીમાં એવી ધર્માંધતાને પોષી ન શકાય. વળી તમારા ઋષિઓ પણ ગાય ખાતા હતા એટલે તમારી ધર્મના આધાર વાળી વાત પણ બોગસ છે.

શું તર્કની વાત અહીં પૂરી થાય છે કે તર્કની વાત અહીંથી શારુ થાય છે?

જે વાત અતિમહત્વની છે તેને તો સ્પર્શવામાં જ આવતી નથી.
વેદોની ભાષાને બહુ ઓછા વિદ્વાનો સમજી શક્યા છે. વેદોના રહસ્યને સમજાવવા કેટલાક ઉપનિષદો રચાયાં. જે વિદ્વાનો વેદને વધુ સારી રીતે સમજ્યા તેઓ એ એ વાત માન્ય રાખી નથી કે ઋષિઓ માંસાહારી હતા કે ગાય ખાતા હતા. કોઈ એક આશ્રમમાં દશરથ અને તેના સૈન્યને જમાડવા માટે પશુઓની હત્યા કરવામાં આવે છે ત્યારે આશ્રમવાસીઓ દશરથની ભરપેટ નિંદા કરે છે.

જુદા જુદા સમયે એક જ શબ્દ જુદા જુદા અર્થમાં પ્રચલિત હોય છે. જેમકે “શિક્ષા” શબ્દ નો ગુજરાતી અર્થ દંડ થાય છે. હિન્દીમાં તેનો અર્થ શિક્ષણ થાય છે. “ઠીક” શબ્દનો અર્થ હિન્દીમાં યોગ્ય એવો થાય છે. ગુજરાતીમાં “સાધારણ” થાય છે. સંસ્કૃતમાં ઇન્દ્રના અનેક અર્થ થાય છે. અશ્વનો અર્થ “ચોખા” થાય છે. ચોખાના છોડમાંથી ડાંગરને છૂટી પાડવા માટે અંગ્રેજી કેપીટલ “વાય” આકારનો “યુપ” જમીન ઉપર ખોડવામાં આવે છે. આ “યુપ” ઉપર ચોખાના છોડને પ્રહારો કરી ડાંગર છૂટી પાડવામાં આવે છે. ડાંગરને અને ચોખાને યજ્ઞમાં હોમવામાં આવે છે. ક્યારેક અંધાકર યુગ આવી ગયો. અને આલાને બદલે માલો થઈ ગયો કે કેમ તે આપણે જાણતા નથી. પણ સાચા અશ્વનું બલિદાન ચાલુ થઈ ગયું કારણ કે લોકો માંસાહારી થઈ ગયા હતા. જે કંઈ કરો એ ભગવાનને નામે કરો તો બધું માફ એવું આજે પણ માનવામાં આવે છે.

આપણા પૂર્વજો જે કંઈ ખાતા હોય તે આપણા આહારનું કારણ ન બનવું જોઇએ.

આપણે આપણી પ્રજ્ઞાદ્વારા નિર્ણય કરવા માટે સક્ષમ હોવા જોઇએ.

બધા દેવોમાં અગ્નિ સૌથી આગળ છે તેથી વેદોમાં તેને પુરોહિત અને મહાદેવ કહેવામાં આવ્યો છે. બ્રહ્મ માંથી સર્વપ્રથમ પોતાની મેળે ઉત્પન્ન થનારો આ દેવ હતો. તેથી તે બ્રાહ્મણ કહેવાયો. આ અગ્નિ કેટલા છે. તે બે છે. તે ત્રણ છે. તે પાંચ છે. તે વિશ્વમાં વ્યાપ્ત છે અને તે વિશ્વદેવનું શરીર છે. આ વિશ્વદેવ ૧૧ નામ રુપે જુદા જુદા આઠ વસુઓમાં રહેલા છે. ટૂંકમાં ભારતીય તત્વજ્ઞાનીઓ વિશ્વને એક જીવતો જાગતો દેવ માને છે. તેના બધાં જ અંગો ઉર્જાવાન છે. તે સર્વવ્યાપી છે. ગીતામાં આ વિશ્વદેવનું વર્ણન કરવામાં આવ્યું છે જે આપણે સૌ માન્ય રાખીએ છીએ. તેથી ઇશ્વરે આપણનેઇશાવાસ્યવૃત્તિ રાખવાનું કહ્યું છે. મનુષ્ય જ એક માત્ર એવો અંશ છે જેમાં ઈશ્વરે વિચાર અને તર્કની પ્રજ્ઞા આપી છે.

સારા વિચારની સાથે ખરાબ વિચારોને પણ શક્યતાના સિદ્ધાંત પ્રમાણે રાખ્યા જેથી માણસની પ્રજ્ઞામાં તર્ક દ્વારા વૃદ્ધિ થાય અને કાળાંતરે તે સમાજ વધુને વધુ સારી રીતે વિશ્વના ઘટકોનાવર્તનને સમજતો થાય. આમ કરવાથી તે વધુ ને વધુ સંવેદનશીલ થતો જાય. અને તેના સમાજનો વ્યાપ વિશાળ અને વિશાળ થતો જાય.

પ્રાણી સૃષ્ટિમાં ગાય સૌથી વધુ પવિત્ર છે. એટલે બધાજ દેવો તેમાં રહેલા છે તેમ બતાવી તેનું મહત્વ સ્થાપવામાં આવ્યું અને તેની ઉપર કૃતજ્ઞતા દર્શાવવામાં આવી. પ્રાણીઓની આખી સૃષ્ટિમાં ગાયને પુરોહિત ગણવામાં આવી. પ્રાણીઓમાં શ્રેષ્ઠ. તેથી જ વૃષભ અગ્નિનું (રુદ્રનું વિશ્વદેવનું) વાહન છે.

cow consists all Gods.

ગૌવધબંધીમાં મુસ્લિમોને વાંધો નથી. કારણ કે મુસ્લિમ રાજાઓએ પણ ગૌવધબંધી રાખેલી. પણ નહેરુવીયન કોંગ ની વિભાજનવાદી નીતિની કોશિશ એ રહી કે મુસ્લિમો હિન્દુઓથી અળગા રહે અને તેઓ ટેશથી ગૌમાંસ ખાય જેથી પોતે હિન્દુઓથી તદન ભીન્ન સંસ્કૃતિ વાળા છે એવું સતત બતાવી શકાય. આ બધું હોવા છતાં પણ અનેક મુસ્લિમ ધર્મગુરુઓએ ગૌહત્યા બંધીની હિમાયત કરી છે. પણ જેઓ અંગ્રેજી શાસનથી માનસિક ગુલામ થઈ ગયા છે અને પોતાને સેક્યુલર હોવાની ઓળખ આપવા માગે છે તેવા હિન્દુઓ અને ખ્રિસ્તીઓ મુસ્લિમોને ફસાવવા તેમને ઉશ્કેરે છે. જે કામ પહેલાં બ્રીટીશ સરકાર કરતી હતી તે કામ કોંગીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ વિતંડાવાદ દ્વારા કરી રહ્યા છે.

જો કોઈપણ ફેરફાર કરવ હોય તો જનમતને તે ફેરફારને સ્વિકારવા માટે તૈયાર કરવો પડેલ. કોંગીનું મુખ્ય ધ્યેય સત્તા મેળવવાનું અને મેળવેલી સત્તા જાળવી રાખવાનું હતું. જો જનમત શાસકની વિરુદ્ધ જાય તો સરમુખત્યાર પણ ગબડી પડે. આવું ન બને તે માટે જો તમે સત્તામાં હો તો અમુક નાની ઘટના ઉપર મેળવેલા વિજયને ખૂબ મોટું સવ્રુપ આપો. તમે એક ઉંદર મારો તો ઉંદરને રાક્ષસ બનાવી દો. તે કેટલો શક્તિશાળી હતો તેનો પ્રચાર કરો. તેના ઉપર આક્ર્મણ કરવામાં તમે કેવી ચાતૂર્ય પૂર્ણ ચાલાકીઓ કરી અને તેને કેવો પરાસ્ત કર્યો તેને મીઠું મરચું ભભરાવીજે લખો. એટલે જનતા તમે આપેલા આંચકાઓ દ્વારા તમે ઘણું બધું કરી રહ્યા છો તેમ માની તે તમારાથી સંતુષ્ટ રહેશે.

જો તમે લોકશાહીમાં હો તો તમે વિરોધીઓ વિષે અદ્ધર અધ્ધર વાતો કરો અને અફવાઓ ફેલાવો. પણ આ માટે તમારી પાસે પૈસા હોવા જોઇએ. કોંગી પાસે પૈસાની કમી નથી.

આ જે અતિ મહત્વની વાત છે તે પર્યાવરણ, ગ્લોબલ વૉર્મીંગ અને તંદુરસ્તી ને લગતી છે.

જો આની ચર્ચા શરુ કરીએ તો એક પુસ્તક પણ ઓછું પડે.

જો તમે વિલાયતી ખાતર અને જંતુનાશક દવાઓના ઉત્પાદનને સ્વિકારો એટલે તે બનાવવા માટે તમારે તેના કારખાનાઓ માટે જમીન ફાળવવી પડે.

વિલાયતી ખાતર બનાવવાના કારખાના અને તેના ઘટકો બનાવવાના કારખાના રસાયણો છોડે અને તે વધુને વધુ જમીન બગાડ્યા કરે.

તેવું જ જંતુનાશક દવા બનાવવાના કારખાનાને લાગુ પડે. દુર્ઘટનાઓની શક્યતા રહે છે.

ખેતીમાં અને આવા કારખાનાઓમાં પાણીનો વપરાશ વધે છે.

જેનેટિક બીયારણની લાલચને પણ આપણે રોકતા નથી. જેનેટિક બીયારણની આડ અસરોનું પરીક્ષણ થતું નથી.

જેઓ માંસાહાર કરે છે તેઓ માટે અનાજ ત્યાજ્ય નથી. માંસાહાર તો એક વધારાની આઈટેમ છે.

આ બધાને પરિણામે માનસિક અને શારીરિક રોગો જેવા કે અસહિષ્ણુતા, અસુરક્ષાની ભાવના, ફ્રસ્ટ્રેશન, ઋણાત્મક માનસિકતા, કેન્સર, ડાયાબીટીસ અને હૃદય રોગનું પ્રમાણ વધે છે.

જો ગૌ સુરક્ષા થાય તો દેશી ખાતર મળે, જમીનની ફળદ્રુપતા વધે, જળસંચય થાય, જમીનનું આયુષ્ય વધે, લાંબા ગાળે ઉત્પાદનમાં ઘટ ન વર્તાય. સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક અનાજ અને ફળો મળે. મનુષ્યનું મગજ સ્વકેન્દ્રી ન બનતાં સાચી દિશામાં વળે. વૈશ્વિક બંધુતા જન્મે.

વધુ માટે આ જ બ્લોગ સાઈટ ઉપર વાંચો “નવ્ય ગાંધીવાદ ભાગ-૧ થી ૭.” અને ગાંધીજીને લગતા લેખો.

સમાજને સમજતાં પહેલાં વિશ્વના ઘટકો કેવીરીતે બનેલા છે અને તેના ગુણધર્મ કેવા છે તે માટે “અદ્વૈતની માયા જાળ” ને પણ સમજવી પડે. જો “ઈશાવાસ્ય વૃત્તિ” ન સમજીએ તો બધું દળી દળીને ઢાંકણીમાં જાય. “પ્રતિલિપિ” બ્લોગસાઈટ માં ઓન લાઈન પુસ્તક “સમસ્યા છે તો ઉપાયો પણ છે” પ્રકરણ- ૧ થી ૧૯. વાંચવાની પણ ભલામણ છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગૌ હત્યાબંધી, ગાય, દુધાળાં, સરકાર, ખ્રિસ્તી, મુસલમાન, માંસાહાર, વનસ્પત્યાહર, વાનગી, ઘટક, આયોડીન, મીઠું, પ્રતિબંધ, બંધારણ, બંધાણીય આદેશ, જમીન, કારખાના, રસાયણો, ગ્લોબલ વૉર્મીંગ, પર્યાવરણ, યુપ, અશ્વ, ચોખા, ડાંગર, માનવ અધિકાર, હનન, કાયદો, મૂત્ર, તંદુરસ્તી

 

 

 

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૬. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

ભારતમાં તેના ભવિષ્યની આવશ્યકતાનો ખ્યાલ રાખી તેમજ રહેણાંક, વ્યવસાય અને શિક્ષાને ખ્યાલમાં રાખી કેવા મકાન-સંકુલો બનાવવા જોઇએ, હાલના ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારના રહેઠાણોના અને વ્યવસાયોના મકાનોને કેવીરીતે નવસંચના કરી વધારાની જમીનને ઉપલબ્ધ કરી શકાય અને ઉપલબ્ધ જમીન ફાજલ થતેનો સદઉપયોગ કરી શકાય તે આપણે “સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૫” માં જોયું.

ઉત્પાદન અને રોજગાર ની વ્યવસ્થા કેવી હોવી જોઇએ

ખુલ્લી જમીનનો ઉપયોગ ફક્ત વૃક્ષો માટે થશે. અથવા તો તે આપણી દિશા હશે.

એક સંકુલની આસપાસની જગ્યા ફળાઉ અને ઉપજાઉ વૃક્ષો માટે થશે. તેથી તે ઉત્પાદન ઉપર નભતા નાના ઉદ્યોગો તે સંકુલમાં જ ગોઠવી શકાય.

જો શક્ય અને જરુરી હોય તો એક સંકુલની પાસે બીજું એક ઔદ્યોગિક સંકુલ પણ બનાવી શકાય. જો ગામ મોટું હોય તો અને નાના ઉદ્યોગો ભારે યંત્ર સામગ્રીવાળા અને અવાજનું પ્રદુષણ ફેલાવે તેવા હોય તો ઔદ્યોગિક સંકુલ અલગ રાખી શકાય. ગૃહ ઉદ્યોગો તો રહેઠાણના અને વ્યવસાયના સંકુલમાં હોવા જોઇએ.

કયા ઉદ્યોગોને સરકારે વધુ ઉત્તેજન આપવું જોઇએ?

ધરતીને આપણે વનસ્પતિ, હવા અને પાણી સિવાય કશું પાછું આપી શકતા નથી. એટલે કે જ્યારે આપણે ધરતીમાંથી ઉત્ખનન કરીને કાચોમાલ કાઢીએ ત્યારે ધરતીને આપણે તે માલ પાછો આપઈ શકતા નથી. જે કાચામાલનો આપણી પાસે અખૂટ ખજાનો છે તેને આપણે વાપરીએ તે એક વાત છે પણ તે પણ લાંબા ગાળે ખૂટી જશે. તેથી તે વાતને ધ્યાનમાં રાખીને વિકાસ કરવો જોઇએ. જ્યાં કાચો માલ છે ત્યાંજ તેના ઉદ્યોગો થાય તેમ હોવું જોઇએ. વપરાશી માલનું કદ અને દળ ઓછું હોવાથી હેરફેરનો ખર્ચ ઘટશે. કાચા માલની હેરફેરમાં થતો ખર્ચ ઘટશે.

ઉર્જા ઉત્પાદન

ખનિજ કોલસાનો આપણી પાસે અખૂટ ખજાનો છે. તો પણ કુદરતી ઉર્જાસ્રોતોના વિકાસ અને સંશોધન ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. આમાં સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, જળપ્રવાહ ઉર્જા, ભરતી ઓટ ની ઉર્જા નો બહોળો ઉપયોગ કરી શકાય તેમ છે. જોકે લાકડાને અને કોલસાને બાળીને પણ ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. તે બાબતમાં કેટલાક લોકોની માન્યતા છે કે પૃથ્વી ગરમ થઈ જશે. લાંબી તરંગલંબાઈ વાળા પ્રકાશના કિરણો આયનોસ્ફીયરને ભટકાઇને પાછા આવે છે. આ ગરમીના કિરણો ધરતીનું ઉષણતામાન વધારે છે. ધૂમ્રહીન બોઈલરો બનાવી શકાય છે. કોલસી અને મેશનો ઉપયોગ થઈ શકે છે. આ બધી તકનીકી સમસ્યાઓ છે અને તેનો ઉકેલ થઈ શકે.

૫૦૦ વૉટ ની અને ૫૦૦ કિલોવૉટની પવન ચક્કીઓ બને છે. ડૂંગરો ઉપર પવન વધુ હોય છે. જે મકાનો ડુંગર ઉપર હોય છે અથવા તો જ્યાં પવન વધુ હોય છે, ત્યાં ૫૦૦વૉટની એક થી વધુ પવનચક્કીઓના મોડ્યુલોના ઉપયોગ કરી, ચાલુ પ્રણાલીની ઉર્જામાં બચત કરી શકે છે. જ્યાં વધુ ઉર્જાની જરુર હોય ત્યાં ૫૦૦ કિલોવોટ પવનચક્કીનો ઉપયોગ થઈ શકે.

જ્યાં સૂર્યપ્રકાશ ખૂબ હોય છે તેવા રાજસ્થાન, કચ્છ સૌરાષ્ટ્ર, ગુજરાતમાં મકાનોની બહારની દિવાલો ઉપર સૂર્યઉર્જાકોષ રાખવા ફરજીયાત કરી શકાય છે. દરેક મોટી ઓફિસ અને ઉદ્યોગોના મકાનોની દિવાલો અને અગાશીઓ કે છાપરાઓ ઉપર સૂર્યઉર્જાકોષ રાખવા ફરજીયાત કરી શકાય છે.

ઉર્જા સંગ્રાહકો

નિકલ કેડમીયમ અને નિકલ આયર્નના વિદ્યુત સંગ્રાહકોમાં સંશોધન કરી ઉર્જાનો સંગ્રહ કરી શકાય છે. સીસું-સલ્ફ્યુરિક એસીડના વિદ્યુત કોષ વજનમાં ભારે હોય છે અને તેનું આયુષ્ય ઓછું હોય છે. તેથી લાબાં આયુષ્ય વાળા નિકલ કેડમીયમ અને નિકલ આયર્ન વિદ્યુત સંગ્રાહકકોષમાં સંશોધન કરી તેને આર્થિક રીતે પોષાય તેવા કરવા જોઇએ. જો કે આ બધી તકનિકી બાબતો છે અને તેના ઉપાયો પણ છે.  

ગ્રામ્ય સંકુલમાં કયા ઔદ્યોગિક ઉત્પાદનો કરવા જોઇએ?

સંકુલમાં જાતજાતના ઘાસ, અનાજ, શાકભાજી, કંદમૂળ છોડ, ફુલો,

માટીનો ઉદ્યોગ, ફળોના રસનો ઉદ્યોગ, પેકેજ ઉદ્યોગ, માલ પેક કરવાનો ઉદ્યોગ, મુદ્રણ ઉદ્યોગ, કાગળનો ઉદ્યોગ, વણાટકામ, ભરતકામ, છપાઈ કામ, દરજીકામ, મોચીકામ, તેલ ઘાણી, મધમાખી ઉછેર, ગોબર ગેસ, ખાતર, દૂધ અને તેની બનાવટો, બેકરી,

ઘાસ, દૂધ, શાકભાજી, કાંતણ, વણાટકામ અને માટીકામ (ગ્લેઝવાળા માટીના વાસણો) એ મહત્વના ઉદ્યોગ ગણવા જોઇએ. કારણકે આ સ્વાવલંબનમાં તે મહત્વનો ભાગ ભજવે છે. ઉત્પાદનનો વપરાશ સ્થાનિક કક્ષાએ પણ છે અને નિકાસ પણ થાય છે.

કાંતણ અને વણાટને પ્રાધાન્યઃ

જો ગામમાં ગરીબી હોય તો કાંતણ તાત્કાલિક રોજગારી પૂરી પાડે છે. જો પાંચ ત્રાકનો અંબર ચરખો વાપરવામાં આવે તો એક વ્યક્તિ રૂ. ૩૦૦૦ થી રૂ. ૫૦૦૦ ની માસિક આવક જરુર મેળવી શકે છે. આ ઉપરાંત તેની પોતાની કાપડની જરુરીયાત લગભગ મફતમાં પૂરી પડે છે. આ માટે ગાંધીજીએ ચરખાસંઘની રચનાની પ્રણાલી ગોઠવવાની વાત કરેલી. જો સ્થાનિક કક્ષાએ કાંતણ અને વણાટકામ થશે તો તો ખાદીને નામે ગોલમાલ થતી બંધ થશે.

ખાદીમાં હવે ઘણા સંશોધનો થયા છે. અને ખાદીનું કાપડ મીલના કાપડને લગભગ સમકક્ષ જ હોય છે.

જો દરેક કુટુંબ ગોદડા, ગાદલા, કવરો (ખોળો), હાથરુમાલ, ગમછા, પડદા, ટુવાલ, પગલુછણીયા જો ખાદીના વાપરે તો કાંતનારા અને વણનારાને ઘણી રોજી મળે.

ખાદીની ખપત કેવીરીતે વધારી શકાય?

કોણે કયા અને કેવા કપડાં પહેરવા તે વ્યક્તિની મુનસફ્ફીની વાત છે. પણ રોજગારી આપનાર સંસ્થા કે વ્યક્તિ પોતાના કર્મચારીઓને ડ્રેસકોડની ફરજ પાડી શકે છે. જેમકે પોલીસ ને અમુક જ ડ્રેસ પરિધાન કરવાની ફરજ પડાય છે. આવી જ રીતે કેટલીક ખાનગી કંપનીઓ પણ પોતાના કર્મચારીઓને માટે ડ્રેસ કોડ માટે ફરજ પાડે છે.

ડ્રેસકોડ

સરકારે ખાદીને પ્રોત્સાહન આપવું જોઇએ. અને તે માટે સરકારે દરેક સરકારી કર્મચારીનો એક યુનીફોર્મ કોડ એટલે કે વસ્ત્ર પરિધાનની આચાર સહિંતા નક્કી કરવી જોઇએ. જ્યારે સરકારી કર્મચારી જે કોઈપણ હોદ્દો ધરાવતો હોય તો પણ તેણે ડ્રેસ કોડનો અમલ કરવો જ પડશે. જ્યારે તેને નોકરીએ રાખવામાં આવે ત્યારે જ તેની પાસેથી તેની સંમતિ લઈ લેવી જોઇએ. સૌ કર્મચારીઓને સરકાર ત્રણ સેટ વસ્ત્રોનું કપડું સરકાર ખરીદીને આપશે. એક સેટમાં પાટલુન, ખમીશ, બનીયન, કોટ અને સ્વેટર આપશે. જેમને ધોતીયું, જભ્ભો, બંડી, લોંગકોટ જોઇતા હશે તેમને તે આપશે. બે જોડી બુટ અને બે જોડી ચપ્પલ આપશે. કશું મફત મળશે નહીં. જરુર હશે તો વર્ગ -૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓને ચાર ટકાના વ્યાજે લોન આપશે. ખાદીના કાપડની ગુણવત્ત સરકાર નક્કી કરશે.

દરેક શાળા અને કોલેજો પણ પોતાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ડ્રેસકોડ રાખશે.

આમ થવાથી ખાદીના કાંતણ કામ, વણાટકામ, અંબર ચરખા બનાવનાર અને તેને રખરખાવ અને સમારકામ કરવાવાળાઓને રોજી મળશે. દરજીઓને પણ વધુ રોજી મળશે. કારણ કે અત્યારે રેડીમેડ વસ્ત્રોને જે જત્થાબંધ ધોરણે સીવવામાં આવે છે તેમાં કારીગરોનું શોષણ થાય છે.

જ્યારે મોરારજી દેસાઈની જનતા પાર્ટીની સરકાર હતી, ત્યારે તે સરકારે, સરકારી કાપડની ખરીદીમાં ખાદીને ફરજીયાત કરેલી. પણ સરકારી ઉચ્ચ અધિકારીઓની મનોવૃત્તિ “સર્વ પ્રથમ ભારતનું હિત (ઈન્ડીયા ફર્સ્ટ)”ની ન હતી એટલે તેમાં બારીઓ ખોલીને સરક્યુલરનો અનાદર કરેલ.

તો પછી જત્થાબંધ રીતે ઉત્પન્ન થતા કાપડનું શું થશે? આપ્ણો દેશ, મીલના કાપડની વિદેશમાં નિકાસ કરશે.

જો ઘાસની ખેતી સંકુલોમાં થશે તો બળદોનું શું થશે?

સાંઢને બળદ કરવો એ આપણો હક્ક નથી. સાંઢ પાસેથી પણ કામ તો લઈ જ શકાય. તેલ ઘાણીના યંત્રમાં, લીફ્ટના યંત્રમાં, વિદ્યુત જનરેટર ના યંત્રમાં, સામાન્ય હેરફેરને લગતા માલવાહકોની રચનામાં યોગ્ય ફેરફારો કરી પશુઓનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત ગૌવંશના પ્રાણીઓ આપણને શ્રેષ્ઠ અને અમૂલ્ય ખાતર આપે છે.

પશુ સંચાલિત તેલઘાણીઓથી તેલનું ઉત્પાદન ઘટશે, પણ જો તમે સંકુલો બનાવશો તો જમીનની વૃદ્ધિની સીમા અમાપ છે. તમે કદાચ કહેશો કે વનસ્પતીને તો સૂર્ય પ્રકાશ જોઇએ અને સંકુલોમાંની અકુદરતી જમીનને સૂર્યપ્રકાશ તો મળશે નહીં તેથી સંકુલોમાં ઉત્પાદન નહીં થઈ શકે. જો કે આ એક તકનિકી સમસ્યા છે. અને તેનો ઉકેલ આવી શકે. જેમકે તમે દર્પણોને એવી રીતે ગોઠવો કે દરેક માળ ઉપર સૂર્ય પ્રકાશ આવે. આ ઉપરાંત, વિદ્યુત દ્વારા કૃત્રિમ સૂર્યપ્રકાશ ઉત્પન્ન કરી શકાય છે. આ વિદ્યુત કરવા માટે પ્રાણીઓનો ઉપયોગ કરી શકાય.

તેલઘાણીઓ શા માટે? પશુ દ્વારા ચાલતી તેલઘાણીઓ શા માટે?

તેલીબીયાંઓના છોડવાઓ ને સંકુલોમાં ઉગાડી શકાય છે. એટલે તેલીબીયાનું ઉત્પાદન વધારીને તેલનું ઉત્પાદન વધારી શકાય છે. પશુથી ચાલતી તેલઘાણીના તેલના ઉત્પાદનમાં આપણને “ખોળ” અને “સાની” મળે છે. તે પશુઓ અને મનુષ્ય માટે એક સારો અને પૌષ્ટિક ખોરાક છે. આ લાભને અવગણી શકાય નહીં.

તેલની મીલોનું શું થશે?

જો તેલીબીયાંનુ ઉત્પાદન વધુ હોય તો તેના તેલોની નિકાસ કરો.

જો માટીના વાસણોનો ઘરવપરાશના, પ્યાલાઓ, થાળીઓ, કટોરાઓ, ગરમાઓ, તપેલાઓ, માટલાઓ, વિગેરેમાં ઉપયોગ થશે તો, ધાતુના વાસણોની ખપત ઘટી જશે તો તેના કારીગરો અને કારખાનાઓનું શું થશે?

ધાતુ એ એક કિમતી વસ્તુ છે. તે ધરતીમાં નવી ઉત્પન્ન થતી નથી. ધાતુઓનો વિદ્યુત ઉર્જાના વિતરણમાં બહુ જરુરી ઉપયોગ હોય છે. તેથી ધાતુના ઉદ્યોગમાં જેમકે તાર, ખીલીઓ, સ્ક્રુ, પટીઓ, પતરાઓ, યંત્રોની બનાવટ, તેના પૂર્જાઓ, સુશોભનની કળાકૃતિઓ બનાવવામાં ધાતુનો ઉપયોગ કરી શકાય. વૈજ્ઞાનિક સંશોધનોના ઉપકરણોમાં ધાતુનો અમાપ ઉપયોગ હોય છે જ. તેથી કારીગરોએ કારીગરી બદલવી પડશે. કોઈ બેકાર થશે નહીં.

માટીના વાસણો તો અવારનવાર તૂટી જશે. માટીના વાસણો બરાબર સાફ થઈ શકતા નથી. આથી શું સરવાળે તે મોંઘાં નહીં પડે શું?

ના. તે સરવાળે ખાસ મોંઘા નહીં પડે. માટીના વાસણો ઉપર ગ્લેઝ (સીરામીકના વાસણોને હોય છે તેમ) હોવાથી તે સરળતાથી સાફ થઈ શકશે. સ્થાનિક ઉત્પાદન હોવાથી તે વ્યાજબી ભાવે મળશે.

દરેક વ્યક્તિની વૃત્તિઓ અલગ અલગ હોય છે.

વૈજ્ઞાનિક બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

તત્વજ્ઞાની બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

ચિકિત્સક બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

કર્મચારી બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

ઘણાને ફક્ત ચિલાચાલુ કામ કરવાની જ વૃત્તિ હોય છે. નવું કામ કે અવનવું કામ કરવાની વૃત્તિ હોતી નથી. જેઓ કચરો વાળે છે તેમને જમીન ખોદવાનું કામ કરવું ગમતું નથી. જો કે કેટલીક વૃત્તિઓ શિક્ષણ દ્વારા બદલી શકાય છે.

દરેક વ્યક્તિમાં આનંદ પામવાની વૃત્તિ અચૂક હોય છે.

આનંદની પ્રાપ્તિ એ દરેકનું મુખ્ય ધ્યેય હોય છે. એટલે સરકારે અને અન્ય સંસ્થાઓએ કર્મચારીઓનો અપ્ટીટ્યુડ ટેસ્ટ એટલે કે માનસિક વલણની ચકાસણી કરતા રહેવું જોઇએ. અનુસંધાન માટે ”… નવ્ય સર્વોદય વાદ ભાગ-૧” અને “શું સરકાર ગરીબીને કાયમ રાખવા માગે છે? જુઓ

આ ફક્ત રુપરેખા છે. શક્ય રીતે સ્વાવલંબન તરફ જવાની દિશા છે. સ્વાવલંબનનો હેતુ, ઉત્પાદન અને વહેંચણીમાં પારદર્શિતા અને રસ્તાઓ ઉપર ઉત્પાદન ની હેરફેરને શક્ય રીતે ઓછામાં ઓછી કરવાનો છે જેથી ઉર્જા ઓછામાં ઓછી વપરાય.

સ્થાનિક ઉત્પાદનને કારણે વપરાશની ચીજોની વૈવિધતા ઓછી થશે તેનું શું?

અવારનવાર થતા મેળાઓ આ સમસ્યાનો આંશિક ઉકેલ છે. વપરાશની ચીજોની વૈવિધતા એ ખરો આનંદ નથી. ખરો આનંદ પર્યટન, જ્ઞાન અને તંદુરસ્તી છે.

ચમત્કૃતિઃ

કિશોરીલાલ મશરુવાળા જ્યારે નાના હતા ત્યારની વાત છે.

અમદવાદથી મુંબઈ બે રેલ્વેગાડી જતી હતી.

એક વહેલી સવારે જાય. તે ગાડી બધા જ સ્ટેશનોએ ઉભી રહે. અને મોડી સાંજે મુંબઈ પહોંચે. આ ટ્રેનમાં ટિકિટભાડું ઓછું.

બીજી એક ટ્રેન રાત્રે ઉપડે. અમુક સ્ટેશનોએ જ ઉભી રહે. સવારે મુંબઈ પહોંચે. એટલે કે ઓછો સમય લે. આ ટ્રેનમાં ટિકિટભાડું વધારે.

બાળ કિશોરીલાલ મશરુવાળાને આ વિચિત્ર લાગ્યું.

જે ટ્રેન દિવસે ઉપડે છે તે બધા જ સ્ટેશનોએ ઉભી રહે છે. તમને સ્ટેશને સ્ટેશને ઉતરવા મળે છે. દરેક સ્ટેશનને જોવાનો આનંદ લઈ શકો છો. દિવસના સમયમાં ચાલુ ગાડીએ તમે બહાર બધું જોઇ શકો છો. તમને વધુ સમય ટ્રેનમાં બેસવા મળે છે. આ બધા ફાયદાઓ હોવા છતાં પણ તેનું ટિકિટભાડું ઓછું છે.

જે ટ્રેન રાત્રે ઉપડે છે. અમુક સ્ટેશનો ઉપર જ ઉભી રહે છે, સ્ટેશને સ્ટેશને ઉતરવા મળતું નથી, તમને રાત્રે ન તો સ્ટેશનો કે નતો ખેતરો કે જંગલ કે ગામના મકાનો કે માણસો કે કશું પણ જોવા મળતું નથી, રાત્રે કશો આનંદ મળતો નથી. ઓછો સમય ટ્રેનમાં બેસવા મળે છે, છતાં પણ આ ટ્રેનનું ટિકિટભાડું વધારે છે. આવું કેમ?

આનંદ માટેની મુસાફરી આવકાર્ય હોવી જોઇએ.

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ કાચો માલ, સ્રોત, મકાન, વ્યવસાય, સંકુલ, રહેઠાણ, ગ્રામ્ય, શહેરી, નવસંરચના, જમીન, ફાજલ, ઉત્પાદન, વૃક્ષ, બહુમાળી, ઔદ્યોગિક, ઉત્પાદન, ઉર્જા, પશુ, કોલસો, પવનચક્કીઓ, સૂર્યપ્રકાશ, ખાદી, કાંતણ, વણાટ, ડ્રેસકોડ, મોરારજી દેસાઈ, ઈન્ડીયા ફર્સ્ટ, તેલઘાણી, માટી, વાસણ, વૃત્તિ, આનંદ

Read Full Post »

એક સંકુલનો એક માળસમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૪. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

ખાદ્ય ચીજોના ઉત્પાદનને લગતી નીતિઓ એટલે કે અન્ન, ફળ, ઘાસ, ફુલ, મૂળ, પશુપાલન, દૂધ વિગેરે બાબતોમાં કેવી પ્રક્રિયાઓ અપનાવવી તે   “સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૩”માં જોયું.

ટૂંકમાં ઘાસ, અન્ન, ફુલ, મધ, મૂળ જેવા પદાર્થો ઉત્પન્ન કરવા માટે જમીનનો ઉપયોગ ન કરવો.

હા, તમે વૃક્ષની નીચે રહેલી જમીનનો ઉપયોગ જેતે ખાદ્ય પદાર્થો જેવા કે ઉગી શકે તેવા ઘાસચારા, ફુલ કે ખાદ્ય કંદમૂળ ઉગાડી શકો છો. વટવૃક્ષની નીચે કુટીર બનાવી શકો છો. જેનો તમે રહેઠાણ કે ગૃહ ઉદ્યોગ તરીકે ઉપયોગ કરી શકો છો.

ઘાસ, અન્ન, ફુલ, મધ, મૂળ જેવા પદાર્થો ઉત્પન્ન કરવા માટે બહુમાળી મકાનો બનાવવા પડશે. ગેલેરીઓમાં ફુલ અને શાકભાજી ઉગાડવા પડશે.

તો હવે શું ખેતરો નષ્ટ કરી દેવા પડશે?

તાત્કાલિક કશું થઈ શકતું નથી. પણ આ દિશામાં ગતિ કરવી પડશે. આનો પ્રારંભ શહેરની નજીકના ખેતરો થી કરવો પડશે.

ભારતમાં નગરોની નજીક રહેલી જમીનના ભાવો આકાશીય થઈ ગયા છે.

જમીન માફિયાઓ, જનપ્રતિનિધિઓ, સરકારી કર્મચારીઓ અને સરકારી અફસરોની મિલિભગતથી વ્યાપકરીતે અરાજકતા વ્યાપી રહી છે.

સામાન્ય ખેડૂત પણ એક જ જમીનનો ટૂકડો વેચવા માટે અનેક પાસેથી બાનાખતના પૈસા પડાવે છે.

જમીનની માલિકીને લગતા પારવિનાના કેસોનો ન્યાયાલયોમાં ભરાવો થયેલો છે.

જમીનનું રાષ્ટ્રીયકરણ કરી દેવું જોઇએ

નગરની નજીક રહેલી જમીનનો ભાવ અત્યારે એકચોરસવારના ૧૦૦૦૦ રુપીયા તો છે જ. આ ભાવ એક ચોરસવાર બાંધકામ કરતાં લગભગ ડબલ છે. ભ્રષ્ટચાર કરવા માટે જનપ્રતિનિધિઓ, સરકારી અફસરો, જમીન માફીયાઓ અને બીલ્ડરોની દાઢ સળકે છે.

“અમે જમીન નહીં આપીએ”,

“અમારે તો ખેતીજ કરવી છે,

ખેતી સિવાય અમારે કશું કરવું નથી,

ધરતી અમારી માતા છે,

અમે તો ધરતીના પૂત્રો છીએ,

“અમે પ્રાકૃતિક જીવનમાં માનીએ છીએ,

“સરકાર ગૌચરની જમીન વેચી રહી છે,

“ભારતીય સંસ્કૃતિનો નાશ થઈ રહ્યો છે”,

“ભારતીય પરંપરાનો નાશ થઈ રહ્યો છે,”

“જગતના તાતને આત્મહત્યાઓ કરવી પડે છે,”

આવી અનેક વાતો જનતાના બની બેઠેલા પ્રતિનિધિઓ, નેતાઓ અને સમાચાર માધ્યમના ખેરખાંઓ ચગાવે છે. વાસ્તવમાં તો ભરવાડો અને રબારીઓ ગૌચરની જમીનનો કબજો જમાવી લે છે અને જમીન માફીયાઓ પણ પોતાનો ભાગ ભજવે છે.

સંભવ છે ક્યાંક ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હશે અને ખોટું થઈ રહ્યું હશે. કેટલાક કિસ્સાઓમાં સામાજીક રીતિરિવાજો પણ કારણભૂત હોય છે. આ બધા ઉપર સંશોધન થવું જોઇએ. સરકારે કસુરવારોને જેલભેગા કરવા જોઇએ.

ટૂંકમાં જો જમીનને લગતી સમસ્યાને જડમૂળમાંથી નષ્ટ કરવી હોય તો વ્યક્તિના જમીનની માલિકીને લગતા હક્કો નષ્ટ કરવા પડશે. બીજી સ્થાવર મિલકતને લગતા હક્કોને પણ નિયંત્રિત કરવા પડશે.

મકાનના હક્કોઃ

મકાનો જમીન ઉપર થાય છે. એટલે કઈ જમીન નો ઉપયોગ કેવા મકાનો માટે કરવો તેના માટે શાસન નિયમો બનાવશે.

સમજી લો આપણે બહુમાળી મકાનોના સંકુલો તરફ જઈ રહ્યા છીએ.

જો ગામડાંઓને એટલે કે જમીનના એક હિસ્સામાં રહેતી વસાહતને સંકુલમાં ફેરવવી પડશે. સંકુલ એટલે એક એવું બહુમાળી મકાન જેમાં કુટુંબોને રહેવા મળતું હોય, દુકાનો હોય, સ્વકીય ગ્રામોદ્યોગ-ધંધાઓ હોય, શાળા હોય, જરુરી અને પરવડે તેમ હોય તો કોલેજ પણ હોય, સરકારી કાર્યાલયો હોય, વાહનો અને પશુઓને રાખવાની સગવડ હોય, ગોદામો હોય, બસસ્ટેન્ડ હોય, કસરત અને ખેલકુદની વ્યવસ્થા હોય.

સંકુલ કેવું હશે?

સંકુલ એક બહુમાળી મકાન હશે,

આ સંકુલની રચના જે જમીન ઉપલબ્ધ હશે તેને અનુરુપ હશે.

એક નમૂના રુપ સંકુલ અહીં દર્શાવેલ છે.

આ સંકુલ ના કોલાઓ પ્રબલિત કાંકરેટ એટલેકે અંદર લોઢાના સળીયા કે તાર નાખેલું કોંકરેટના ચણતરથી બનેલું હશે. આ આર.સી.સી. કોલાઓ છે.

આ એક કોલો પાંચ મીટર લાંબો, પાંચ મીટર પહોળો અને ત્રણ મીટર ઉંચો હશે.

એટલે કે કોલાઓની હરોળનો ઉપયોગ રહેઠાણ કે સામાન્ય ઉપયોગ એટલે કે પેસેજ, દાદરો કે લીફ્ટ તરીકે કરાશે. બાકીની હરોળોનો ઉપયોગ રહેઠાણો તરીકે થઈ શકશે. કોલાને ૨૫ ચોરસમીટરનો ખંડ બનાવી શકાશે. આ ખંડને દિવાલો નહીં હોય. પણ ૪ મીટર લાબી અને દોઢ મીટર પહોળી એવી બે ગેલેરીઓ સંલગ્ન હશે. આ ગેલેરીઓ લોખંડની જાળીઓથી જડેલી હશે જેથી કોઈ તે ગેલેરીમાંથી નીચે કચરો નાખી ન શકે કે પાણી ઢોળી ન શકે.

 

ઉપરોક્ત ચિત્રમાં બીજો માળ બતાવવામાં આવ્યો છે.

જમીન તળ દુકાનો અથવા અને કાર્યાલયો હશે. આ કોલાઓને ગેલેરી નહીં હોય અને કોલાઓ સળંગ હશે. તેથી પેસેજની બંને બાજુ સળંગ ૨૦+૨૦ એમ ૪૦ દુકાનો માટેના કોલાઓ હશે. જે તે દુકાનદારને તેને અનુરુપ દુકાનના કોલાઓ વેચવામાં આવશે. એક વેપારી કે કારીગર એક કરતા વધુ કોલાઓ ખરીદી શકશે.

રહેઠાણની સંપત્તિના નિયમોની રુપરેખાઃ

શાસન, કોલાઓનું જુદાજુદા ઉપયોગ માટે વર્ગી કરણ કરશે અને તે પ્રમાણે તેનું વેચાણ કરશે. જેમકે, વેપાર, સેવા, કાર્યાલય, ગૃહ ઉદ્યોગ, શાળા, કોલેજ, રહેણાંક વિગેરે

વેચાણ લેનાર તેની માગણી અનુસાર એક કરતા વધુ કોલાઓ ખરીદી શકશે. પોતાના કોલાઓમાં માલિક વિભાગો કરી શકશે. પણ તોડફોડ કરી શકશે નહીં.

જો આ કોલાઓ પ્રજાની સંપત્તિના વિનિયમયમાં થયા હશે એટલે કે જેણે જેટલી જમીન શાસનને પરત કરી હશે તેના કરતાં અઢી ગણા વિસ્તારની સીમા જેટલા કોલા-વિસ્તાર આપવામાં આવશે. આમાં ૨૦ ટકા ની બાંધછોડ કરી શકાશે.

જેઓએ જમીન વગરનું મકાન શાસનને આપ્યું હશે તેને તેના માલિકીના વિસ્તારના દોઢ ગણા જેટલા રહેણાકના કોલાવિસ્તાર આપવામાં આવશે. તેમાં પણ ૨૦ ટકાની બાંધછોડ કરી શકાશે.

આ કોલાઓ તેણે જે તે વ્યવસય માટે લીધા હોય તે વ્યવસાય જ કરી શકશે.

કોલાઓની માલિકી અને ભોગવટાના હક્ક, જે તે વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ, બીજી વ્યક્તિ કે બીજા વ્યક્તિ સમૂહને વેચી શકશે. પણ તેનું મૂલ્ય સરકારે નિશ્ચિત કર્યું હશે. શાસન તે મિલ્કતનો કબજો લઈ તે વેચાણ કે ભોગવટાના હક્ક લેનારને તે મિલ્કતનું હસ્તાંતરણ કરશે. મિલ્કતના વેચાણના કિસ્સામાં શાસન તે મિલ્કતની ૬ ટકા કિમત પોતાની પાસે રાખશે.

ભોગવટાના હસ્તાંતરણના કિસ્સમાં શાસન, મિલ્કતના વાર્ષિક ભાડાના દશ ટકા દર વર્ષે વસુલ કરશે. આ રકમ શાસન, આગોતરી વસુલ કરશે. મિલ્કતનો માલિક, ભોગવટાના હક્કનું આગામી વર્ષમાટેનું મૂલ્ય દર હિસાબી વર્ષના પ્રારંભે પોતાની મરજી પ્રમાણે નક્કી કરી શકશે.

એટલે કે જો મિલ્કતનો માલિક મિલ્કતના ભોગવટાનું (ભાડાનું) મૂલ્ય ભોગવટાનો હક્ક તારીખ ૧૫-૦૧-૨૦૧૪ ના રોજ આપે છે. તો તે તેજ સમયે ૦૧-૦૨-૨૦૧૫થી શરુ થતા વર્ષમાટે ભાડું નક્કી કરી જણાવશે. શાસન ભાડાખતનો એક નમૂનારુપ દસ્તાવેજ બનાવશે. તેમાં રહેલાં પ્રાવધાનો દરેક માલિકે અને ભાડવાતે માનવા પડશે. આ ઉપરાંતના પ્રાવધાનો માલિક ઇચ્છે તો ઉમેરી શકશે.

અનિવાર્યપણે વેબ સાઈટ

દરેક ધંધાદારી કે કારીગર જાહેર સેવા કરનારી વ્યક્તિએ સરકાર દ્વારા સૂચિત પ્રાવધાનો વાળી વેબ સાઈટ શાસનને આપવી પડશે. શાસન, તેને તે સંકુલની વેબસાઈટમાં એક લીંક તરીકે ગોઠ્વશે. આ વેબ પેજ ઉપર મિલ્કતની વિગત, ધંધાની વિગત, મિલ્કતનો માલિક, ભોગવનાર, પોસ્ટલ એડ્રેસ, સંપર્ક ઈમેલ એડ્રેસ વિગેરે વિગતો દર્શાવવી પડશે. આમાં થનારા ફેરફાર માટે મિલ્કત ના ભોગવાનારે ૧૫ દિવસ પહેલાં નોટીસ આપવી પડશે.     

કૌટૂંબિક હસ્તાંતરણના કિસ્સાઓમાં, શાસન, કશી વસુલી કરશે નહીં. વસિયતનામામાં જેનું નામ લખાયેલું હશે કે નોમીનેશન જેના નામે હશે તેને થતા હસ્તાંતરણમાં શાસન, કશી વસુલી કરશે નહીં. મિલ્કતને ગીરો રાખી શકાશે પણ તે માટેની નોંધણી શાસનમાં કરાવવી પડશે.

રહેણાંકના મકાનો કેવા હોવા જોઈએ તે વિષે વિગતો તપાસીએ.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગ્રામ્ય, શહેર, જમીન, ખેતર, મકાન, સંકુલ, કોલો, મિલ્કત, માલિક, ભોગવટો, ભાડવાત

 

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – 3. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?
જમીન વિષેની માનસિકતા બદલો.

ગોચરની જમીનની વાત ભૂલી જાઓ. ગોચરમાટે જમીન આરક્ષિત રાખવાના જમાના ગયા. ગોચરમાં ગાય ભેંસ બકરાં ઘેટાં ચરાવી, દૂધ મફત કોણ આપે છે?
પહેલાં એક વાત સમજી લો કે જમીનનું કોઈ મુલ્ય નથી. જમીન અમૂલ્ય છે.
જમીનને બચાવવા પાછળ થતા ખર્ચા અને જમીનને નવસાધ્ય કરવા પાછળ થતા ખર્ચને નફાતોટાના માપદંડથી માપી ન શકાય.

જમીન એટલે શું?

જમીન એટલે ધરતી. તે ફળદ્રુપ જમીન હોઈ શકે, તે ખરાબાની હોઈ શકે. તે પડતર જમીન હોઈ શકે, તે પહાડી જમીન હોઈ શકે. તે કોતરોની જમીન હોઈ શકે, તે રણની જમીન હોઈ શકે, તે ટાપુની જમીન હોઈ શકે, તે ખારાપાટની જમીન હોઈ શકે, તે ડૂબની જમીન હોઈ શકે,

જમીન એ ધરતી છે અને તે આપણી માતા છે અને તેથી તે સૌની છે તેથી તે દેશની છે. તેનો વહીવટ સરકાર કરશે.

જમીન એ ધરતી છે. તેથી તેનો ઉપયોગ અને ઉપયોગની ફેરબદલી કે ઉપયોગકર્તાની ફેરબદલી સરકાર નક્કી કરશે.

INDIA WITH FOREST AND LAKES

જમીનનો ઉપયોગ ફક્ત વૃક્ષો ઉગાડવા માટે થઈ શકશે.

જમીનનો ઉપયોગ ફક્ત વૃક્ષો વાવવા માટે છે તેમાં કેટલી છૂટ આપવામાં આવશે?

જમીનના કોઈ એક નાના (૧૦ ટકા) હિસ્સાનો ઉપયોગ કુવા માટે, બોર માટે, તલાવડી માટે, પવન ચાક્કી માટે, સોલર પેનલ અને ફાર્મ હાઉસ, ગોડાઉન, ગમાણ અને કે મશીનરી માટે સરકારની મંજુરી થી થઈ શકશે.

WE CAN DO THIS

આ પ્રમાણે ૯૦ ટકા જમીનનો ઉપયોગ વૃક્ષો માટે જ કરવો પડશે.

બે વૃક્ષો વચ્ચેનું અંતર વૃક્ષના પ્રકારને આધારે સરકાર દ્વારા જે તે સ્થળને અનુરુપ નક્કી કરવામાં આવશે. તેની સ્થાનિક માર્ગદર્શિકા સરકાર બનાવશે.

કોઈ કુટુંબને એક હેક્ટરથી ૧૦૦૦૦ ચોરસ મીટરથી વધુ ફળદ્રુપ જમીનનો ઉપયોગ કરવાનો હક્ક મળશે નહીં. અન્ય પ્રકારની જમીન માટેનો વિસ્તાર સરકાર નક્કી કરશે.

જમીન નવસાધ્ય કરવી

જે જમીન ફળદ્રુપ નથી તેને નવસાધ્ય કરવા માટે સરાકાર છૂટછાટ આપશે. અને તે જમીન ૫ વર્ષમાં નવસાધ્ય કરવી પડશે. ૫ વર્ષ પછી સરકાર તે વપરાશકારને ૨૦ વર્ષ સુધી તે જમીનને વપરાશનો હક્ક આપશે. જો વપરાશકારને એક હેક્ટર થી વધુ જમીન ન જોઇતી હોય તો વધારાની તે જમીન સરકારને પરત કરશે. સરકાર તે જમીનનો ઉપયોગનો હક્ક બીજાને આપશે અને સરકાર જે ભાવે તે જમીનના ઉપયોગનો હક્ક બીજાને આપશે તેની કિમતના ૮૦ ટકા મૂળ વપરાશકારને ચૂકવામાં આવશે. ૨૦ટકા સરકાર પોતાની પાસે રાખશે.

પાણી સરકારે મફત આપવું પડશે.

જમીનનો ઉપયોગનો હક્ક સરકાર આપશે. અને તેના ઉપયોગનું હસ્તાંતરણ ઉપયોગ કરનાર દ્વારા થઈ શકશે નહીં.

જે કૂટુંબને ઉપયોગનો હક્ક મળશે, તે કુટુંબના કર્તાને, જો તે જમીનના ઉપયોગનો હક્ક વારસામાં પોતાના નજીકના સગા એવા વારસદારને આપવો હોય તો તે આપી શકશે.

જો આ વારસદાર સગીર હશે તો તે વહીવટ કર્તા તે રાખી શકશે. પણ આ વારસદાર પુખ્ત થતાં તે જ તેનો વહીવટ કરશે.

જમીનનો ઉપયોગ કર્તા, મજુરનો ઉપયોગ કરી શકશે પણ તેને લઘુતમ પગાર ધોરણ એટલે કે આજની પ્રાઈસ ઈન્ડેક્સ પ્રમાણે એક કલાકના ૬૦ રુપીયા લેખે આપવા પડશે.

ખેતી ક્યાં થશે? શાક ભાજી ક્યાં વવાશે? ઘાસચારો ક્યાં ઉગાડાશે?

ખાસ પ્રકારના મકાનો બનાવવામાં આવશે જેમાં બહુમાળી ધાબાઓ હશે.

આવા ધાબાઓ ઉપર માટી પાથરીને ખેતી માટે જમીન બનાવવી પડશે.

આ જમીન શાકભાજી, અન્ન અને ઘાસ માટે તૈયાર કરવામાં આવશે. આવી જમીનના ટૂકડાઓના ઉપયોગના હક્કો સરકાર સામાન્ય જનતાને આપશે.

રેલ્વે અને રસ્તાઓની બંને બાજુએ નિયમ અનુસાર ખુલ્લી જગ્યા છોડી દેવામાં આવે છે, તે જમીનમાં પણ ઘાસ ચારો, શાકભાજી અને અનાજ ઉગાડવામાં આવશે.

આવી જમીનના ટૂકડાઓના ઉપયોગના હક્કો સરકાર નિવૃત્ત સુરક્ષાકર્મીઓ જેવા કે પોલીસ, સૈન્યના જવાનોને આપશે. આ જમીન વ્યંઢળોને પણ આપવામાં આવશે.

આ હક્કોનું હસ્તાંતરણ થઈ શકશે નહીં.આ જમીનને પણ વૃક્ષોવાળી જમીનના નિયમો લાગુ પડશે.

ઈંટ સીમેન્ટ ચૂનાના કાયમી મકાનના બાંધકામ થઈ શકશે નહીં.

રસ્તાના કિનારાઓ ઉપર નાના કદના ફળાઉ વૃક્ષો વાવી શકાશે.

રહેવા માટેનું મકાન સંપૂર્ણ રીતે (ફેબ્રીકેટેડ અને તેના ભાગો છૂટા પાડી સ્થળાંતર કરી ફરીથી જોડી શકાય તેવું હશે.

SAM_0948
ગૌશાળા

ગૌ એટલે ઘાસચારા ઉપર નભતી અને મનુષ્ય પાસે સુરક્ષા પામતી સંપૂર્ણ પશુ સૃષ્ટિ સમજવી. આ પશુસૃષ્ટિમાં, ગાય, ભેંસ, સાંઢ, પાડા, ઘોડા, ઘેટાં, બકરાં, ગધેડા વિગેરે પશુઓનો સમાવેશ થાય છે. આ સૌ પશુઓના સામૂહિક નિવાસ સ્થાનને ગૌશાળા કહેવામાં આવશે.

I PROTECT YOU AND YOUR SOIL

ગૌશાળા વિનામૂલ્યે ખાતર આપશે.

ગૌશાળા ગોબરગેસના પૈસા લેશે.

પુંગવોનો ઉપયોગ તેલ ઘાણી, સાદા મશીનો, પંપો, અને ઉર્જા માટે થશે. ટૂંકા અંતરના વાહન વ્યવહાર માટે પણ થશે.

અનાજની તંગી પડશે તેનો ઉકેલ શો?

FRUITS AND VEGETABLES

જમવાની આદતો કાળક્રમે બદલવી પડશે. શાકભાજી, ફળો ને દૂધની વાનગીઓ વધુ ખાવી પડશે.

વૃક્ષોના ઝુંડમાં વચ્ચેની જગ્યાઓમાં ઘાસ વાવી શકાય છે. ઘાસના વાવેતરમાં તકનિકી ક્રાંતિ લાવવી પડશે.

દૂધનું ઉત્પાદન વધારવું પડશે.

I AM NOT LESS THAN A GOD

પશુઓની હત્યા ઉપર સંપૂર્ણ બંધી લાવવાથી દેશી ખાતરનું ઉત્પાદન વધશે.

રસાયણિક ખાતર બનાવવા માટે જે કારખાનાઓ બંધાય છે, આ કારખાનાઓ જે પ્રદૂષણ હવામાં અને જમીન ઉપર ફેલાવે છે, અને તેના ઉપર જે વહીવટી અને વાહન વ્યવહારનો ખર્ચ થાય છે તેનો નફાનુકશાનનો હિસાબ કરવામાં આવે તો દેશી ખાતર જ ફાયદાકારક છે.

મનુષ્યનું ધ્યેય ટૂંકા સમયમાં ઉત્પાદનના વિક્રમો સર્જવા માટે નથી. પણ સુયોગ્ય અને બંધબેસતી તકનિકી (ટેક્નોલોજી) વાપરવી તે છે.

આની અસર શું પડશે?

જ્યાં મકાનો અને રસ્તાઓ નહીં હોય ત્યાં વૃક્ષો જ હશે. તેથી ધરતી સજીવ બનશે.

પર્યાવરણમાં અભૂત પૂર્વ સુધારો થશે.

હવા નિરોગી બનશે.

રોગચાળો ઘટશે,

જમીનની જળસંચયની શક્તિ વધશે.

પૂરની શક્યતાઓ ઘટશે.

જળસ્તર ઉંચું આવશે,

વરસાદ વધશે અને નિયમિત થશે.

અનાવૃષ્ટિ ની શક્યતા નહીંવત રહેશે અથવા નાબુદ થશે.

નવા બંધો બાંધવા નહીં પડે. તેથી નહેરોના ખર્ચમાં ઘટાડો થશે.

નદીઓમાં બારેમાસ પાણી રહેશે.

RIVER FRONTS TO ALL THE RIVERS

દરેક નદીના કિનારાનો વિકાસ કરવાથી અને તેના કિનારાઓની સમાંતર માર્ગ બનાવવાથી અને શક્ય હોય ત્યાં જળમાર્ગ બનાવવાથી માળખાકીય સગવડો વધશે.

કુદરતી આફતોની સામેની સુરક્ષા વધુ સરળ બનશે.

વૃક્ષો નાના બંધ, ઠંડક આપનારા અને હવા હુદ્ધ કરનારા યંત્રો છે.

એક વૃક્ષ જે ઉષ્ણતામાનમાં ઘટાડો કરે છે,

હવામાં ભેજ આપે છે,

ભૂગર્ભમાં જળ સંચય કરે છે,

લાકડું આપે છે,

બહુમાળી ઉત્પાદન (ફળોનું આરોગ્યપ્રદ ઉત્પાદન) આપે છે,

એક વૃક્ષ તેની ૧૫ વર્ષની કિમત ગણો તો તે ૧૯૮૦ની પ્રાઈસ ઈન્ડેક્ષ પ્રમાણે ૪૦ લાખ રુપીયાનું કામ કરે છે.

જો માનવવસ્તિના એકમોને સ્વાવલંબી બને તે રીતે આયોજન કરવામાં આવે તો ખાદ્યપદાર્થો અને તેને સંલગ્ન વસ્તુઓની હેરફેર માટે થતા વાહનવ્યવહારના ખર્ચની જે બચત થાય છે તે તો જુદી જ છે અને વધારાનો લાભ છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ વૃક્ષ, જમીન, ધરતી, ફળ, શાકભાજી, જંગલ, ઉપયોગ, હક્ક, આયોજન, ખેતી, પર્યાવરણ, હવા, ભૂગર્ભ, જળસંચય, સુયોગ્ય, તકનિકી

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૨. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

INDIA OF OUR DREAM

જ્યારે સ્વપ્નના ગામ વિષે વિચારીએ ત્યારે એ પણ જાણી લેવું જોઇએ કે ગામ માટે કોણે કેવા સ્વપ્નો જોયા છે! અને તેના બદલાતા સમાજ સાથે કદમ મિલાવી શકે અને એટલે કે સ્થાયીપણા માટેની તેની ક્ષમતા કેટલી હતી!
આ લેખને વાંચતા પહેલાં
“સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ – ૧” ના શિર્ષક વાળો લેખ વાંચવો.

ગાંધીજીના સમયે શું પરિસ્થિતિ હતી?

ગાંધીજી હિન્દુસ્તાનના સાત લાખ ગામડાઓની વાત કરતા હતા. તે અખંડ હિન્દુસ્તાન હતું. હવે કદાચ પાંચ લાખ ગામડાં હશે. એ જે હોય તે. આપણે તેની સમસ્યાઓ અને નિવારણની શક્યતાઓ ગાંધીવાદની રીતે વિચારીશું.

(૧) ગાંધીજીનું સ્વપ્ન એ હતું કે ગામડાં સ્વાવલંબી હોય,
(૨) રહેવાને માટે સૌને સુંદર અને સગવડવાળું ઘર હોવું જોઇએ.
(૩) સૌને સુખી અને તંદુરસ્ત રીતે જીવન જીવવા માટેની જરુરીયાતો સરળતાથી ઉપલબ્ધ હોવી જોઇએ. આ માટે પ્રાથમિક શિક્ષણ, સક્ષમ અને ફરજીયાત હોવું જોઇએ. સહયોગ અને મદદ કરવાની વૃત્તિ, સામાજીક વર્તનમાં સંસ્કારિતા અને નાગરિક ફરજો (સીવીક સેન્સ) એ પ્રાથમિક શિક્ષણનું અભિન્ન અંગ હોવું જોઇએ.
(૪) સમાજમાં શોષણ ન હોય, એટલે કે માલિક, મજુરનું શોષણ ન કરે.
મશીન મનુષ્યનું ગુલામ હોવું જોઇએ. મનુષ્ય મશીનનો ગુલામ ન હોવો જોઇએ.
(૫) ગામડાંમાં થતું ઉત્પાદન અને શહેરમાં થતું ઉત્પાદન એકબીજાને પૂરક હોય,
(૬) જ્ઞાનના દરવાજા સૌને માટે ખુલ્લા હોવા જોઇએ.
(૭) સરકારી દખલ ન્યૂનતમ હોવી જોઇએ. અને સરકારી વ્યવહારમાં પારદર્શિતા હોવી જોઇએ.
(૮) સમાજના વર્ગો વચ્ચે અને વ્યક્તિઓ વચ્ચે સંવાદ હોવો જોઇએ મનુષ્ય મનુષ્ય વચ્ચે સંવાદ હોવો જોઇએ.
(૯) બહ્માન્ડ ના વર્તનની અને નિયમોની સમજણને વિજ્ઞાન સમજવું અને તેના ઉપકરણોને યંત્ર સમજવા. આ યંત્રનો ઉપયોગ લાંબાગાળાના સુખ માટે કરીએ તેને ત્યાજ્ય ન ગણવું. પણ ધ્યાન એ રાખવું કે તેમાં સામાજીક અને પ્રાકૃતિક લય જળવાઈ રહે.
(૧૦) મનુષ્ય જીવનનું ધ્યેય આનંદ પ્રાપ્તિનું છે. આનંદ, નિરોગી શરીરથી મળે છે. આનંદ, જ્ઞાન અને “સ્વ”ની ઓળખ(આઈડેન્ટીફીકેશન અને વિશેષતાને મળતી સામાજીક માન્યતા) અને બીજાને મદદરુપ થવાને ને કારણે મળે છે. સ્વના આનંદ માટે સ્પર્ધા કે બીજાને પરાજય આપવો જરુરી હોતો નથી. કળા અને જ્ઞાનના વિકાસ દ્વારા પણ “સ્વ”ની ઓળખ મળે છે.

જ્યાં સુધી ઉપરોક્ત બાબતો સમજવામાં ન આવે અને તેનો સ્વપ્નના ગામાની સંરચના કે પૂનર્રચનામાં સમાવેશ ન કરવામાં આવે ત્યાં સુધી તે આદર્શ, સુખી અને સુઘડ ગામ બની ન શકે.

ગામડાનું સ્વવલંબનઃ

આ એક બહુ છેતરામણો શબ્દ છે. અને આ બાબત ઉપર ઘણું રાજકારણ ખેલાય છે અને અનીતિઓ આચરાય છે.

ગામડું એટલે શું?

(૧) ગામડું એટલે સૌ નજીક નજીક રહેતા હોય,

(૨) ગામડામાં સૌ એકબીજાને ઓળખતા હોય એટલે કે સંવાદ કરવાનીઅવસ્થામાં હોય,

(૩) સૌ કામ કરતા હોય, અને કૌટૂંબિક ભાવનાથી જીવતા હોય,

(૪) મોટાભાગની વસ્તુઓ ગામડામાં જ ઉપલબ્ધ હોય એટલે મનુષ્ય અને માલના પરિવહનનો ખર્ચ લઘુતમ હોય.

(૫) સૌને હવા ઉજાસ વાળું અને સગવડવાળું ઘર હોય,

(૬) રમવાને અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરવા માટે મોકળાશ હોય,

(૭) કુદરતી સૌંદર્ય એટલે કે ઝાડપાન સહજ હોય,

જો આ બધી બાબતોની સમગ્રતાને ધ્યાનમાં રાખીએ તો ગામડું, કસ્બો, મધ્યમ કક્ષાનું ગામ કે શહેરના વિસ્તારો જેવા કે પોળ, શેરી, સોસાઈટી, લત્તો, એ બધાને જ આપણે “ગામડું” એવી વ્યાખ્યામાં લઈ શકીએ અને તે પ્રમાણે તેની સંરચના/પૂનર્ રચના કરી શકીયે.

આમાં કયા એકમો અને પરિબળો અને નિયમો ભાગ લે છે તે પહેલાં સમજી લેવું જોઇએ. અને તે વિષેના આપણા ખ્યાલો સુધારવા જોઇએ.

આપણે શહેરોને તોડી શકવાના નથી. પણ હયાત શહેરોમાં સુધારા કરી શકીશું.

જમીન, મકાન, ઉત્પાદકો, કાચોમાલ, ઉત્પાદન, ઉત્પાદનની પ્રક્રિયાઓ, સુખસગવડના સાધનો, માલિકીના હક્કો અને મનુષ્યના વલણો વિષે ચર્ચા કરવી જોઇએ અને તેમાં ફેરફાર કરવા જોઇએ.

જમીન અને જમીનના ભોગવટાના હક્કોઃ

વિનોબા ભાવે અને મહાત્મા ગાંધીના કહેવા પ્રમાણે પણ જમીનની માલિકી કોઈ વ્યક્તિની ન હોઈ શકે. જમીન એ ધરતી છે. ધરતી એ સૌ સજીવોની સામુહિક માતા છે. તે સૌની છે. અને સૌ સૌનો જુદી જુદી રીતે ભોગવટાનો હક્ક છે. પણ મનુષ્ય સમાજ આ ભોગવટાનું નિયંત્રણ કરશે.

મહાત્મા ગાંધીનો સમય એ એવો સમય હતો કે જ્યારે અખંડ ભારત બહુ વિશાળ દેશ હતો. વસ્તિ વધારાની સમસ્યા ન હતી. ગામડાઓ મહદ અંશે સ્વાવલંબી હતા જો કે તેની ભાંગવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ હતી. પણ તે રોકી શકાય એમ છે તેમ માનવામાં આવતું હતું.

ગામડાંને સ્વાવલંબી કરવા માટેની કાર્યવાહી થઈ શકે તેવી ઈચ્છા શક્તિ ન હતી. મૂડીવાદ અને અતિ-મૂડીવાદ (સામ્યવાદ) ની વિચાર સરણીઓ અને તેની ચાહના પ્રત્યેની વૃત્તિઓ પ્રબળ અને વિકાસશીલ બનતી જતી હોવાથી, સ્વતંત્ર ભારતના રાજકર્તાઓ કોઈ દૂરદર્શિતા અપનાવી શક્યા નહીં. આ ઉપરાંત સર્ચોચ્ચ શાસક દ્વારા પોતાના સ્વકેન્દ્રી (જવાહરલાલ નહેરુ, ઈન્દીરા ગાંધી), વંશ કેન્દ્રી (સત્તાનું કેન્દ્ર નહેરુવંશી માટે જ આરક્ષિત) સત્તાલાલસાને કારણે નીતિમત્તાને જાણી જોઈને અવગણવામાં આવી. કાયદાના રાજનું પતન થયું અને સમાજ નો મોટોભાગ નીતિહીન બન્યો.

જે રીતે શહેરોનો વિકાસ કરવામાં આવ્યો તેમાં યોગ્ય આયોજન કરવામાં આવ્યું નહીં ને જે કંઈ આયોજન થયું તેનો અધિકારીઓની (ન્યાયાલય અને જનપ્રતિનિધિઓ સહિતની) અનીતિમત્તાએ અમલ ન કર્યો એટલે જમીનના વહીવટમાં અરાજકતા આવી. જમીન અને તેના ઉપયોગે દેશને દિશાહીન કર્યો.
વસ્તિવધારો અંકુશમાં રાખી શકાયો નથી. અને અથવા માનવ શક્તિનો તેના સુયોગ્ય શ્રોત તરીકે ઉપયોગમાં લેવામાં ન આવ્યો તેથી પણ જમીન અને તેના ઉપયોગમાં પાયમાલી આવી.

આવી પરિસ્થિતિનો સુયોગ્ય સામનો કઈ રીતે થઈ શકે?

જમીનની માલિકી દેશની ગણવી પડશે.

આનો અર્થ એ થયો કે જમીનની માલિકી રાજયની રહેશે. કેન્દ સરકાર તેના ઉપયોગના નિયમો બનાવશે. સ્થાનિક કક્ષાએ તેનો અમલ થશે. અને કેન્દ્ર સુધીના સત્તાધીશો તેની ઉપર નજર રાખશે.

સૌ પ્રથમ સમજી લો કે જમીન અને વનસ્પતિ અમૂલ્ય છે. વનસ્પતિમાં વૃદ્ધિ કરી શકાય છે. પણ જમીન વિષે શું છે?

જમીન વધી શકે છે?

હાજી જમીન વધી શકે છે.

જમીન કેવી રીતે વધી શકે?

ખરાબાની જમીનને નવસાધ્ય કરોઃ ખરાબાની જમીન એ એક કાચો માલ છે. તેને એક માનવશક્તિના ઉપયોગનો અવસર સમજો.

જે જમીન છે, તેનો વ્યય ન કરો.

(૧) ઝોંપડ પટ્ટી એ જમીનનો વ્યય છે,

(૨) એકમાળી કે ચાર-પાંચમાળી મકાનો એ પણ જમીનનો વ્યય છે.

(૩) ફળદ્રુપ જમીન ઉપરની ખેતી એ પણ જમીનનો વ્યય છે કારણ કે અનાજના ઉત્પાદન માટે આપણે બે ઈંચથી છ ઈંચના ઉંડાણ સુધીની જમીનનો જ ઉપયોગ કરીએ છીએ. અનાજનું ઉત્પાદન એક માળી ઉત્પાદન છે. વૃક્ષ ઉપર થતું ઉત્પાદન બહુમાળી ઉત્પાદન છે. બહુ માળી ઉત્પાદન ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને જમવાની આદતો બદલો.

(૪) ખારાશવાળી જમીનને નવસાધ્ય કરીને યોગ્ય માવજત દ્વારાઅનાજનું ઉત્પાદન કરી શકાય. ઉત્પાદન મકાનની અગાશીમાં, ગેલેરીઓમાં કે ખાસરીતે ખેતી માટે જ બનાવેલા બહુમાળી મકાનોમાં કે તેના હિસ્સાઓમાં અનાજનું ઉત્પાદન કરી શકાય છે.

(૫) ગોચરની માટે જમીન અલગ ફાળવવી એ પણ જમીનનો વ્યય છે. જમીન ઉપર ઘાસ ઉગાડવું એ જમીનનો વ્યય છે. ઘાસનું ઉત્પાદન પણ ઉપરોક્ત અનાજના ઉત્પાદનની જેમ કરી શકાય.

(૬) વાહનો ના પાર્કીગ માટે જમીન ફાળવવી એ જમીનનો વ્યય છે. વાહનોના પાર્કીંગં માટે ભોંય તળીયા અને અન્ય માળ ઉપર આયોજન સાથે જગ્યા ફાળવી શકાય.

(૭) વિમાનતળ ની જગ્યા એ જમીનનો વ્યય છેઃ આજના ઝડપી જમાનામાં કે તે સિવાય પણ આપણે વિમાનોને નષ્ટ કરી શકીશું નહીં. વિમાન ના ઉતરાણ માટે રનવે જોઇએ. જ્યાં સુધી નવી શોધ ન થાય ત્યાં સુધી આપણા વિમાની મથકો અસ્તિત્વમાં રહેશે અને તે ઉપરાંત નવા વિમાન મથકો પણ બનાવવા પડશે. વિમાનના રનવે માટે લાંબી જમીનની સખત પટ્ટી ઓ જોઇએ. વિમાનની મહત્તમ પહોળાઈ જેટલી તો જોઇએ જ. બાકીની જગ્યામાં તમે ઘાસ અને અનાજ ઉગાડી શકો. જો કે પક્ષીઓનો ઉપદ્રવ થાય. પણ પક્ષીઓને અને તીડોને ભગાડવા માટે અમૂક કંપનો વાળો અશ્રાવ્ય અવાજ આ સમસ્યાને ઉકેલી શકે છે.

(૮) શું તળાવ અને નદીઓ જમીનનો વ્યય છે?

નાજી. તળાવ અને નદીઓ જમીનનો વ્યય નથી. પણ નહેરોને તમે ભૂગર્ભ કરી ને કે તેના ઉપર સોલર પેનલો રાખીને બનાવી શકો.

(૯) શું રસ્તાઓ જમીનનો વ્યય છે?

હા અને ના.

જો આયોજન વગર રસ્તાઓ બનાવ્યા હોય તો તે ખર્ચાળ અને મુશ્કેલીઓ ઉભા કરનારા બને છે.
રસ્તાઓ માટે વપરાતી જમીનનો કરકસર ભર્યો ઉપયોગ કેવી રીતે કરવો?

(૧) રસ્તાઓ પણ ભૂગર્ભ અને બહુમાળી બનાવી શકાય છે.

(૨) જળમાર્ગો બનાવી શકાય, જેથી જળ વધુ જમીનમાં ઉતરે અને સંચય થાય.

(૩) ઉત્પાદનને અને ખાસ કરીને અન્ન, શાકભાજી અને ફળફળાદિના ઉત્પાદનને વધુને વધુ પ્રમાણમાં સ્થાનિક બનાવીને રસ્તાઓ ઉપરનું દબાણ ઓછું કરી શકો.

(૪) વાહનોની ગતિને અવરોધતા ઓછામાં ઓછી કરીને રસ્તાઓ ઉપરનું દબાણ ઓછું કરી શકો.

(૫) રસ્તાઓ બનાવવા માટે આસપાસનીની બંને બાજુએથી માટી લઈ રસ્તાની જમીનને ઉંચી કરવી પડે છે. રસ્તાઓ અને રેલ્વે માર્ગને સમાંતર રાખી તેની બંને બાજુએ નહેરોને બનાવી શકાય. તે ઉપરાંત ફ્ળોના વૃક્ષોની હરોળો રાખી ફળ અને ઘાસનું ઉત્પાદન કરી શકાય.

(૬) રસ્તાઓની બંનેબાજુ ટ્રાન્સમીશન ટાવરો અને તેની ઉપર પવન ચક્કીઓ રાખીને પ્રાકૃતિક ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે.

(૭) ટ્રાન્સમીશન ટાવરો ના ફ્રેમવર્ક ઉપર સોલરપેનલો ગોઠવી વિદ્યુત ઉર્જા બનાવી શકાય.

(૮) સંભવ છે કે વખત જતાં રસ્તા ઉપરના આ ઉર્જાશ્રોતો વાહનો માટે ઉર્જા આપનારા બની રહે.

(૯) હાલનો જમાનો ઈન્ટરનેટનો જમાનો છે. તેથી ઘણા જ કર્મચારીઓને તમે તેઓ ઘરે બેઠા બેઠા કામ કરે તેવી વ્યવસ્થા ઉત્પન કરી શકાય તેમ છે. આમ કરવાથી વાહન વ્યવહારનો રસ્તા ઉપરનો બોજો ઘટશે.

(૧૦) રસ્તાઓ અને ઝડપ ઘણા ઉપયોગી છે અને જ્ઞાન, સંવાદ, આદાનપ્રદાન, પ્રવાસન ઉદ્યોગને બહુ ઉપયોગી છે. તે ઉપરાંત વિપત્તિના સમયે તે બહુ ઉપકારક બને છે.

જમીનને નવસાધ્ય કેવી રીતે કરી શકાય?

 Saline land to be converted to furtile land

ખરાબાની જમીન જો તે સામાન્ય ક્ષારવાળી હોય તો તેને સેન્દ્રીય અને જૈવિક ખાતરોથી ફળદ્રુપ બનાવી શકાય છે. ખરાબાની જમીન પણ આવા પ્રકારમાં આવે છે. તેને ફળદ્રુપ કરવા માટેના હજાર રસ્તાઓ છે.

દરીયાઈ ક્ષારવાળી રણની જમીનઃ આ જમીનને ફળદ્રુપ કરી શકાય છે અને તકનિકી દ્વારા મીઠું (નમક), શુદ્ધ પાણી, ખેત તલાવડી, ખેતી, ઘાસ, ઉર્જા આપે તેવા પાક, વૃક્ષ, અને સૌર ઉર્જાનું ઉત્પાદન કરી શકાય છે. કાળક્રમે તેનું જંગલમાં રુપાંતર કરી શકાય છે.

તળાવ અને નદીના કિનારાઓને વિકસાવી ત્યાં ઉત્પાદન, પ્રવાસન અને રહેણાકના ક્ષેત્રો સુયોગ્ય આયોજન દ્વારા બનાવી શકાય છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ મહાત્મા ગાંધી, જમીન, ભૂમિ, ભોગવટા, હક્ક, માલિકી, સોલર સેલ, પવન ચક્કી, વસ્તિ, ગામડાં, સ્વાવલંબી, ઉત્પાદન, રસ્તા, ભારણ, આનંદ, સુખ સગવડ, પ્રાથમિક, શિક્ષણ, સહયોગ, શોષણ, જ્ઞાન, સરકાર, સંરચના, નાગરિક, નદી, તળાવ, વિકાસ

Read Full Post »

Mahatma Gandhi

ભૂમિ-પુત્ર

ઘણા વખતથી વિચાર કરતો હતો કે મારા નીચેના પત્ર ને જાહેર કરવો કે નહીં.
મને મહાત્મા ગાંધીવાદીઓ એટલે કે સર્વોદયવાદી અને ખાસ કરીને સર્વોદય કાર્યકરો પ્રત્યે ઘણું માન છે. તેમની ત્યાગ વૃત્તિ અને તેની સાથે સંકળાયેલો તેમનો આચાર પ્રશંસનીય છે અને અનુકરણીય છે. ઘણા સર્વોદય કાર્યકરોએ, અગર સર્વોદય કાર્યકર થવાનું ટાળીને, સામાન્ય માણસની જેમ જીંદગી જીવવાનું પસંદ કર્યું હોત તો તેઓ, સીધા રસ્તે પણ કરોડો રુપીયા કમાઈ શક્યા હોત.

આવા સર્વોદય કાર્યકરોની મારે ઋણાત્મક ટીકા કરવાનું હું ટાળું છુ. પણ “ન્યાયાર્થે નિજ બંધુકો ભી દંડ દેના યોગ્ય હૈ” એમ વિચારી મને લાગ્યું કે એકવાર તો ટીકા કરવી જોઇએ એમ મને લાગ્યું.

કોઈ વ્યક્તિ અણીશુદ્ધ, ક્ષતિહીન કે દુર્ગુણહીન કે અગુણી હોતો નથી. પણ જ્યારે આપણી આકાંક્ષાઓને તે વ્યક્તિનું વલણ આપણને અસંતોષજનક કે અન્યાય વાળું લાગે ત્યારે આપણે તેની ટીકા કરવા પ્રેરાઈએ છીએ.

મારે વિષે પણ આવું જ થયું.

“ભૂમિપૂત્ર”માં એક લેખ પ્રગટ થયેલ

તેના પ્રતિભાવ રુપે મેં, ભૂમિપુત્રના સંપાદક/તંત્રીશ્રીને પત્ર સ્વરુપે પ્રતિભાવ ગણો તો પ્રતિભાવ અથવા લેખ સ્વરુપે ગણો તો એક લેખ લખેલો. રજીસ્ટર્ડ કરીને મોકલેલો.

મેં બે ત્રણ મહિના રાહ જોયેલી કે મારા પત્રને પ્રતિભાવ તરીકે (વાચકોના પ્રતિભાવ તરીકે છાપે છે) કે લેખ તરીકે છાપે છે. મારા પત્રનો કોઈપણ જાતનો ઉલ્લેખ ન થયો એટલે મેં ભૂમિપુત્રની ઓફીસમાં ફોન કર્યો. ઓફિસમાં બેત્રણ વાર ફોન કર્યા પણ મારું રજીસ્ટર્ડ મળ્યું છે કે નહીં તે પણ કહી ન શક્યા. કારણ કે જે સંપાદક ભાઈઓ છે તે જ આ વાત કહી શકે. કર્મચારીઓ નહીં.

મેં મારા એક સર્વોદય મિત્ર જે અગાઉ ગુજરાત સર્વોદય મંડળના પ્રમુખ હતા તેમને વાત કરી. તેમણે મને એક નંબર આપ્યો.

મેં ત્યાં ફોન કર્યો. તેમને મેં બધી વિગત કહી. અને એ પણ કહ્યું કે તમારે મારા લેખને જે છે તે સ્વરુપે છાપવો કે સારના પ્રતિભાવ રુપે છાપવો કે ન છાપવો તે તમારી મુનસફ્ફી ઉપર છોડું છું. એમ તો ઈન્દીરા ગાંધી, પોતાની સરકારની વિરુદ્ધમાં આવેલા હાઈકોર્ટના જજમેન્ટ પણ સેન્સર કરતી હતી અને તેને છાપામાં પ્રકાશિત થવા દેતી ન હતી. ભૂમિપુત્ર તો તમારું છાપું છે એટલે તમે અબાધિત અધિકાર ભોગવો તો તમને મારાથી કંઈ કહી શકાય નહીં.

એટલે સંપાદકશ્રીએ (રામ ભરોસે) કહ્યું કે ના ના અમે કંઈ એવા નથી. પણ તમારા લેખમાં તમે જે આંકડાઓ આપ્યા છે તે ખોટા છે.

મેં કહ્યુ કે હું આંકડાઓમાં માનતો જ નથી. અને મેં મારા લેખમાં કોઈ આંકડા લખ્યા નથી. મારી ઈચ્છા છે કે તમે ન વાંચ્યો હોય તો વાંચી જાઓ, અને જો વાંચ્યો હોય તો ફરીથી વાંચી જાઓ તો મને આનંદ થશે. તેઓશ્રી કબુલ થયા. તે પછી મેં બે ત્રણ ફોન કર્યા. પણ મને લાગ્યું કે તેમણે તેવું કંઈ કર્યું હોય તેવું લાગ્યું નહીં. વાચકોના પ્રતિભાવોમાં પણ મારું કશું આવ્યું નહીં. આજે નવ માસ થયા.

દરેક મેગેઝીનને વાચકો જોઇએ. દરેકના વ્યક્તિના મનમાં વિચારો કુદકા મારતા હોય. તે શબ્દ સ્વરુપે અને ક્યારેક લેખ સ્વરુપે દૃષ્યમાન થાય. તેને માટે વ્યક્તિ સમય કાઢે છે અને મેગેઝીનને કે મિત્રોને મોકલે. મેગેઝીન વાળા છાપે. અને તેની નકલો અનેક જગ્યાએ પહોંચે. કોઈ વાચકને આ લેખ પસંદ પડે કે ન પડે તો તે લેખ વિષે પોતાનો પ્રતિભાવ આપવાનું નક્કી કરે. તે માટે તે સમય કાઢે અને વિચારોને શબ્દોમાં ગોઠવે અને પ્રતિભાવ રુપે ઉતારે.

પણ આપણે જોયું છે કે વિશાળવાચકવર્ગ ધરાવતા મેગેઝીનના તંત્રીઓ જો તમે જાણીતા ન હો તો તમારી દરકાર કરતા નથી અને ઉત્તર પણ ન પાઠતા નથી. કારણ કે તમારા જેવા તો તેમને માટે અનેક છે. આવા મેગેઝીના તંત્રીઓ વ્યવસ્થાહીન હોય છે.

પણ જો તમે ગાંધીવાદી હો તો ગાંધીને અનુરુપ તમારું વલણ પ્રદર્શિત થવું જોઇએ. મારા કિસ્સાની બાબતમાં લેખક અને તંત્રી/સંપાદકશ્રી એક જ વ્યક્તિ છે. અને પ્રતિભાવક હું છું.

મારા અનુભવ પ્રમાણે અને મારી માન્યતા પ્રમાણે જે અતિ-પ્રતિષ્ઠિત ગાંધીવાદીઓ છે તેઓ તમારા પત્રનો જવાબ આપવામાં માનતા નથી, સિવાય કે તમે પોતે પ્રતિષ્ઠિત હો. (જો કે ગાંધીજી આવા ન હતા. અને તે માટે મારી પાસે ઉદાહરણો છે). હા તમને જવાબ ન મળે જો તમે પત્રમાં ગાળો આપી હોય તો.
મારા માનવા પ્રમાણે ગાંધીવાદીઓએ એકાંગી ન બનવું જોઇએ. ટીકા આવકાર્ય હોવી જોઇએ. અને તેને પણ પ્રસિદ્ધ કરવી જોઇએ જેથી દરેકને પોતાની ભૂલ હોય તો ભૂલ અને સચ્ચાઈ હોય તો સચ્ચાઈ વધુ સારી રીતે સમજવાની તક મળે. પછી તે પોતે તંત્રી/સંપાદક પોતે જ શું કામ ન હોય?

તો આ કારણથી હું મારા પત્રને ખુલ્લો કરું છું.

શિરીષ દવે.

——————————

દિનાંકઃ ૨૬મી ઓગષ્ટ ૨૦૧૩.
પ્રતિ શ્રી સંપાદક,
ભૂમિપુત્ર, યજ્ઞ પ્રકાશન,
હુજરતપાગા, હિંગળાજ માતાની વાડી, વડોદરા-૧.

માનનીય શ્રી સંપાદકજી,

વિષયઃ “અમર્ત્યસેન અને જગદીશ ભગવતીના વિચારો અંગેનું વાક્યુદ્ધ” નો પ્રતિભાવક લેખ.

મેં ભૂમિપુત્ર વાંચવાનું શરુ કર્યું છે.

વચ્ચે ૧૯૮૬થી ૨૦૧૨ સુધી ભૂમિપુત્રનું વાચન બંધ કરેલ. હવે શરુ કર્યું છે. સંતોષ પણ થાય છે અને આઘાત પણ થાય છે. મહેન્દ્રભાઈનું સંકલન અને ગોવર્ધનભાઈનું સમાજ વિદ્યાનું વ્યુત્પત્તિ શાસ્ત્ર કે જે કહો તે વાંચવાની મઝા પડે. બીજા સમાજ સેવાને લગતા વ્યક્તિઓ અને કાર્યને લગતા લેખો વાંચીને કંઈક સંતોષ પણ થાય છે. આશા-વિરેન્દ્રની લઘુ કથાઓ પણ ભૂમિપુત્રને અનુરુપ હોય છે.

આમ તો ભૂમિપુત્રના પહેલા પાને જ લખેલું છે કે “ભૂદાન મૂલક ગ્રામોદ્યોગ પ્રધાન અહિંસક ક્રાંતિનું મુખ પત્રક” જો મારી ભૂલ ન થતી હોય તો મારી સમજ એવી છે કે ભૂમિપુત્રમાં પ્રગટ થતા વિચારો સર્વોદય વિચાર અથવા તો ગાંધીજીના સમાજશાસ્ત્રને અનુરુપ હોય છે અથવા તો હોવા જોઇએ. એ પણ વાત ખરી કે તેનાથી વિરોધી વિચારો પણ હોઇ શકે અને તે શૈક્ષણિક હેતુ માટે ચર્ચામાં સામેલ થઈ શકે. પણ ભૂમિપુત્ર ખુદ જો જાણ્યે અજાણ્યે એકાંગી અવલોકનો અને તારણો પ્રગટ કરવા માંડે અને એક માનનીય હોદ્દાવાળી વ્યક્તિ વિષે અસંબદ્ધ વાતો અને વિશેષણો વાપરવા માંડે ત્યારે ગાંધી વિચારમાં જેમને શ્રદ્ધા કે માન છે તેમને ભૂમિપુત્રના વલણમાં હિંસા દેખાય જ.

હાજી હું ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની જ વાત કરું છું.

ભૂમિપુત્રમાં પ્રગટ થતા કેટલાક લેખો અને સમાચારોની બાંધણીમાં એવું સ્પષ્ટ દેખાય છે કે નરેન્દ્ર મોદીના કાર્યો અને નીતિ, ભૂમિપુત્રને પસંદ નથી. આ માટે મુખ્યત્વે બે કારણો હોઈ શકે. એક છે તેમની કામ કરવાની રીત. બીજું છે તેમની વિકાસની નીતિ. એટલે કે તેમની રાજનીતિ. તેમની રાજનીતિમાં આપણે તેમની અર્થનીતિ અને વિકાસ માટેના તેમના અભિગમનો પણ સમાવેશ ગણી લઈશું.
આમ તો વિકાસ એટલે ફક્ત આર્થિક શક્તિનો વિકાસ, એકલો તો ન જ ગણાય, પણ સાથે સાથે તેમાં માનવીય મૂલ્યો, તંદુરસ્તી, શિક્ષણ અને સુખસગવડના વિકાસ પણ આવી જાય. આ વિકાસ અહિંસક રીતે થવો જોઇએ.

એટલે હવે મૂળ વાત પર આવીએ તો ભૂમિપુત્રમાં “અમર્ત્યસેન અને જગદીશ ભગવતીના વિચારો અંગેનું વાક્યુદ્ધ” નો લેખ વાંચીને પ્રતિભાવ આપવાની ઈચ્છા રોકી ન શકાઈ.

“બે વ્યક્તિઓ વચ્ચેનું વાક્યુદ્ધ” એવું જ્યારે ખબર પડે એટલે સહજ રીતે શું પ્રશ્નોત્તરી થઈ અને તે કેવા પ્રકારની થઈ તે વિષે માહિતિ મળશે તેવી અપેક્ષા રખાય. લગભગ ૧૭૦ લાઈનના (એક પાનાના બે કોલમમાં ૮૦ લાઈનો લેખે), આ લેખમાં લગભગ ૭૦ લીટીઓ સુધી તો કોઈ વાક્યુદ્ધ કે અર્થનીતિ વિષે કશી ચર્ચા નથી. અને બાકીની સો લાઈનોમાં અદ્ધર અદ્ધર વાતો અને રાજકારણ વધુ છે.
“રાજકારણીઓની ગોલા લડાઇઓ … બે અર્થશાસ્ત્રીઓ વચ્ચે કુસ્તી જેવું દંગલ. નોબેલ પ્રાઈઝ પરત …” વિગેરે.

આ ઉપરાંત જે વ્યક્તિ ચર્ચામાં ભાગ જ લેતી નથી તેની વાતો છે. એટલે કે નરેન્દ્ર મોદી વિષેની વાતો, તે પણ તથા કથિત, કે કથા કથિત વર્ણનવાળી. કારણ કે “આર્થિક નીતિના કે વિકાસની નીતિના વિવાદની જડ એટલે નરેન્દ્ર મોદી છે”, તેથી તેની વાતો છે.

હવે જો આપણે નરેદ્ન્ર મોદીનું નામ લઈએ એટલે હરિૐ.

આ હરિૐ શું છે?

તમને ખબર નથી? ૐ તો બ્રહ્મ છે. પણ હરિ તો ૐ કરતાં પણ વિશેષ છે. એટલે પહેલાં હરિ બોલો અને પછી ૐ બોલો. વૈષ્ણવોની આ એક પ્રણાલી છે. અદ્યતન ધર્મનિરપેક્ષ કટારીયા અને દૃષ્ય-શ્રાવ્ય સંચાર માધ્યમોમાંના મૂર્ધન્યોમાં પણ, એક પ્રણાલી કહો તો પ્રણાલી, અને વરણાગીયપણું (ફેશન) કહો તો વરણાગીયાપણું, અસ્તિત્વ ધરાવે છે. તે દાખવે જ છૂટકો.

આ ફેશન શું છે?

આ એ ફેશન છે કે જો તમે નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરો તો તમારે બીજી કોઈ પણ વાત કરતાં પહેલાં, કે પછી વચ્ચે વચ્ચે, કે ગમે ત્યારે ૨૦૦૨ના દંગાની વાત નો ઉલ્લેખ કરવાનો અને કરવાનો જ. અને તેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક ગોદો નરેન્દ્ર મોદીને મારી દેવાનો જ.

કારણ કે નરેન્દ્ર મોદી ભ્રમ છે. અને તેની પહેલાં, ૨૦૦૨ના દંગા એક માત્ર સત્ય છે.
આ લેખમાં આ ઉપરાંત નરેન્દ્ર મોદીના કાર્યક્રમોને કથા કથિત રીતે તેની બુરાઈના રુપમાં વર્ણવવામાં આવ્યા છે. શબ્દોની પસંદગી અને વાક્ય રચના એવો સંદેશ આપે છે કે નરેન્દ્ર મોદી, પ્રજા સાથે એક રમત અને નાટક કરી રહ્યા છે. એટલે કે તેઓ જે વાત કરે છે તે બધી અસ્તિત્વહીન અને ફરેબ છે.

આમ તો, આ લેખ અમર્ત્યસેન અને જગદીશ ભગવતીના વિચારો અંગેનું વાક્યુદ્ધ એ વિષયને લગતો છે. તો એમાં નરેન્દ્ર મોદી ની કથા કથિત બુરાઈઓને દોહરાવવાની શી જરુર છે? અનિવાર્ય રીતે આ ચર્ચા શૈક્ષણિક અને અર્થશાસ્ત્ર અને વિકાસ વિષે ના મુદ્દાઓથી સભર હોવી જોઈએ.

અપ્રાસ્તુત્ય

અમર્ત્યસેન કોણ હતા, ક્યાં જન્મ્યા, તેમના પિતાશ્રી કોણ હતા, તેમના પિતાશ્રી શું કરતા હતા, અમર્ત્યસેન કઈ જ્ઞાતિના હતા, શું ભણ્યા, શું શું વાંચ્યું, ક્યાં ક્યાં રહ્યા, શું કર્યું, કયા કયા પ્રમાણ પત્રો મેળવ્યા, કયા ચંદ્રકો મળ્યા, તેમની અત્યારની ઉંમર કેટલી, આવી વાતોને “અમર્ત્યસેન અને જગદીશ ભગવતીના વિચારો અંગેનું વાક્યુદ્ધ” ના વિષયમાં સ્થાન આપવું એ વિષયાંતર, તર્કહીન અને અપ્રસ્તુત્ય છે. એવું લાગે છે કે કદાચ લેખકભાઈ સંદેશો એ આપવા માગે છે, આવા ઉચ્ચ જ્ઞાતિમાં જન્મેલ, સુજ્ઞ પિતાશ્રીના સુજ્ઞ સુપુત્ર, વિદ્યાવિભૂષિત, ઈનામોથી નવાજીત માનનીય અર્થશાસ્ત્રી, જો નરેદ્ન્ર મોદીની કાર્ય શૈલી નો વિરોધ કરતું ઉચ્ચારણ કરે તો હે વાચકો તમે તેને બ્રહ્મ સત્ય છે એમ માનો.

વૈજ્ઞાનિક રીતે જોઇએ તો તર્કશુદ્ધતા નક્કી કરવામાં “તર્ક શું છે તે મહત્વનું છે. તર્ક ક્યાંથી આવ્યો તેના આધારે નિર્ણય કરી શકાતો નથી.
૭૦ લીટીઓ અહીં પૂરી થઈ.

ગોદા, નરેન્દ્રભાઈ મોદીને માર્યા પણ આંકડાઓ આપ્યા દેશના.

વાત થઈ જીડીપી ની. જીડીપી એટલે શું? જોકે જે વાચકો સુજ્ઞ છે તેઓ જાણે છે. પણ જો સર્વાંગી વિકાસની ચર્ચા હોય તો જીડીપી જેવી ઘણી ટર્મીનોલોજી છે જેને ઉલ્લેખ થવો જોઇએ અને આ બે મહાનુભાવોએ કર્યો પણ હશે. જેમકે જનરલ ડોમેસ્ટીક કંઝંપ્શન, જનરલ ડોમેસ્ટીક પ્રાઈસ ઈન્ડેક્સ, ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્સન વિગેરે. ચલો આ વાત પણ જવા દઈએ,

વાત કઈ કઠે છે? આંકડાઓમાં ગુજરાતની વાત ન થઈ. દેશની વાત થઈ. નરેન્દ્રભાઈ મોદીને ગોદા માર્યા છે તો દેશની વાત કરવાને બદલે ગુજરાતની અને બાકીના રાજ્યોની પ્રજા સ્થિતિની વાત પણ કરવી જોઇએ.

જો તમે આ લેખ એક સંકલિત લેખ તરીકે પ્રગટ કર્યો હોય તો, આ સંકલન, પ્રાસ્તુત્યના પ્રમાણભાન સાથે પ્રતિબિંબિત થતું નથી.

એક વાત સમજવા જેવી છે તે સમજી લો. તે એ છે કે સુજ્ઞ જનોમાં અને અસુજ્ઞ જનોમાં એક વર્ગ છે. અને તે એવો મોટો વર્ગ છે કે જે આંકડાઓને અને તારણોને ભ્રામક માને છે.

આંકડાઓ બ્રહ્મ નથી. મોટે ભાગે આંકડાઓ ભ્રમ જ પેદા કરે છે.

શંકરાચાર્યે આ વાત બીજી રીતે કરી છે. વેદ એ સત્ય છે. વેદ એ પ્રમાણ છે. પણ પ્રત્યક્ષ પ્રમાણનું શુ? શંકરાચાર્ય કહે છે. પ્રત્યક્ષ પ્રમાણ એ વેદથી પણ ઉપર છે. જો પ્રત્યક્ષ પ્રમાણ અને વેદપ્રમાણમાં વિરોધાભાસ હોય તો પ્રત્યક્ષ પ્રમાણ એ સત્ય છે. આપણે લાંબી વાત નહીં કરીએ, પણ શંકરાચાર્ય એક દાખલો આપે છે કે ધારો કે વેદ કહે કે અગ્નિ શીતલ છે. પણ પ્રત્યક્ષપણું એમ કહે છે કે અગ્નિ ઉષ્ણ છે. તો પ્રત્યક્ષ પ્રમાણ છે તેને સ્વિકારો.

જો વાક્યુદ્ધની વાત કરતા હોઈએ તો મુદ્દાની જ વાત કરવી જોઇએ. શ્રી જગદીશ મહેતાએ અમર્ત્યસેન સાથે ઝગડો કેમ કર્યો તે દર્શાવવું એ અપ્રસ્તુત ગણવું જોઇએ. ભૂમિપુત્રે આવા પૂર્વગ્રહો પેદા કરવામાંથી દૂર રહેવું જોઇએ.

જો નરેન્દ્ર મોદીને ગોદા મારવાની લાલચ ન રોકી શકાતી હોય અને બે મહાનુભાવોના ઝગડાનું કારણ નરેન્દ્ર મોદી છે, અને વાત, ગુજરાતના વિકાસના વિશ્લેષણની હોય, તો અમર્ત્યસેને ભલે દેશની વાત પણ કરી હોય, પણ તેનો ગુજરાતનો સંદર્ભ પણ બતાવવો જોઇએ.

અમર્ત્યસેનને હિસાબે, માળખાકીય વિકાસ એટલે જ વિકાસ છે એમ નથી. એટલે કે ભણતર, તંદુરસ્તીમાં પણ વિકાસ થવો જોઇએ એમ લેખમાં જણાવ્યું છે. સંદેશ એવો છે ગુજરાતમાં ભણતર અને તંદુરસ્તીનો વિકાસ બીજા રાજ્યો જેવો નરેન્દ્ર મોદીએ કર્યો નથી. ભણતર, તંદુરસ્તી, ની સાથે સાથે સ્વચ્છતા, સભ્યતા, સંસ્કાર, વિગેરે પણ ઉમેરી શકાય.

શિક્ષણ નો વ્યાપક અર્થ કરવો જોઇએ એટલે કે અક્ષરજ્ઞાન, વાચન, વિચાર, આચાર, સ્વભાવ, સંસ્કાર બધાનો સમાવેશ કરવો જોઇએ. બાકી જે વિકાસ રહ્યો, તે આર્થિક વિકાસ. આ આર્થિક વિકાસ, ઉત્પાદન અને નાણાની પ્રવાહિતા ઉપર આધાર રાખે છે.

હવે શંકરાચાર્યના પ્રત્યક્ષ પ્રમાણને યાદ કરો.

શું ગુજરાતમાં ગરીબો ને અવગણવામાં આવ્યા છે? અને તેઓ ગરીબ જ રહ્યા છે? જો આમ હોય તો ગરીબો વધી જવા જોઇએ અને મજુરીનો દર નીચે જવો જોઈએ. પણ અમારા મિત્ર બંસીભાઈ પટેલ કહે છે કે “અમે ૩૦૦ રૂપીયા આપવા તૈયાર છીએ પણ મજુરો મળતા નથી. મજુરો મેળવવા એક માથાનો દુખાવો છે.”
આ વાત જવા દો.

ગુજરાતમાં મજુરી કરવા માટે રાજસ્થાન, ઉત્તર ભારત, ઓરીસ્સા વિગેરે રાજ્યોમાંથી ઉત્તરોત્તર વધુને વધુ લોકો શા માટે આવે છે? મુંબઈ સિવાયના બીજા પ્રદેશોમાં ગુજરાતી મજુરો કેટલા? આ જ વાત નોકરીયાતોને લાગુ પડે છે.
સાથે સાથે સંસ્કારની પણ વાત કરી લઈએ. મેં મુંબઈ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આસામ અને શિલોંગમાં કે દેશના બધા જ રાજ્યોમાં ત્યાંના પરપ્રાંતીયો, પોતાની દુકાનમાં કે ધંધામાં પોતાના પ્રાંતના લોકોને જ રાખે છે એવું જોયું છે.

ગુજરાતીઓ જ્યારે પરપ્રાંતમાં હોય ત્યારે સ્થાનિકોને રાખે છે. એટલું જ નહીં તેઓ ત્યાંની સ્થાનિક ભાષા પણ શિખી જાય છે. આ એક સંસ્કાર છે અને તેના ઘણા સૂચિતાર્થો છે.

નહેરુએ સત્તાના લોભમાં મુંબઈમાં અભદ્ર ઉચ્ચારણો કરી મરાઠીઓને ગુજરાતી વિરુદ્ધ ભડકાવેલા અને દંગા કરાવેલા. એ બાદ કરતાં ગુજરાતીઓને પરપ્રાંતમાં ક્યારેય તકલીફ પડી નથી. તેમજ પરપ્રાંતીયોને ગુજરાતમાં ક્યારેય તકલીફ પડી નથી. આ ગુજરાતનું શિક્ષણ છે અને આ ગુજરાતના સંસ્કાર છે. નરેન્દ્ર મોદીએ તેને વિકસાવ્યા છે પણ બીજા રાજ્યોની જેમ ગુજરાતીઓને બહેકાવ્યા નથી.

નરેન્દ્ર મોદીએ શિક્ષણ ને ૬૦ ટકાના સ્તરેથી ૮૦ ટકાના સ્તરે લઈ ગયા છે. “વાંચે ગુજરાત”, શાળા પ્રવેશ, આશ્રમ શાળાઓ, ખેલ મહાકુંભ, વિગેરે પ્રવૃત્તિઓ અમલમાં મુકી છે. આ બાબતોનો ઉલ્લેખ અને ચર્ચા હોવી જોઇએ.
સખી માંડળો કરોડોનો રુપીયાનો ધંધો કરે છે. તે વિષે પણ ચર્ચા હોવી જોઈતી હતી. અમર્ત્યસેન આ બાબતમાં શું કહે છે તે આપણે જાણતા નથી. અને જો તેમણે આ બાબતો વિષે કંઈક કહ્યું હોય તો આ લેખમાં તેનો ઉલ્લેખ નથી. મારા ખ્યાલ પ્રમાણે ભૂમિપુત્રના કોઈપણ અંકમાં તેનો બીજાઓ દ્વારા પણ ઉલ્લેખ નથી.

ખેતીની જમીન અને તેનું સંપાદન

“ખેતીની જમીન અને તેનું સંપાદન” એમાં સમસ્યા કરતાં અનેક ગણું વધારે રાજકારણ છે. યાદ કરો, સાઠના દશકામાં ગાંધીનગર શહેર, અને તાલુકે તાલુકે બનેલી એવી ૧૮૨ ઔદ્યોગિક વસાહતો (જે મનુભાઈ શાહે ઉભી કરેલી) માં ખેતીની જમીન જ વપરાઈ છે. ગુજરાતમાં અસંખ્ય જંગલો કપાયાં છે. ૧૯૫૦ના દશકામાં પંચમહાલ જંગલોથી ભરચક હતું. ગોધરાથી લુણાવાડા ના રેલરોડ ઉપર ઘટાટોપ જંગલ હતું. બધા ડુંગરાઓ પણ વૃક્ષોથી ભરપૂર હતા. આ બધા જંગલો કપાઈ ગયા છે.

નરેન્દ્ર મોદીએ આવું કશું કર્યું નથી. તેની નોંધ લેવી જોઇએ. નરેન્દ્ર મોદીએ ખરાબાની જમીનોને નવસાધ્ય કરી છે. એટલે કે અમર્ત્યસેન સહિત જે લોકોએ આ બાબતને લક્ષ્યમાં લીધી નથી તેઓ નરેન્દ્ર મોદીને વગોવવાની યોગ્યતા ધરાવતા નથી.

પર્યાવરણ ઉપર પહેલો પ્રહાર

એક વસ્તુ પર્યાવરણવાદીઓએ સમજી લેવી જોઇએ કે પર્યાવરણની સમતુલા ઉપર પહેલો પ્રહાર એટલે ખેતી. ભલે આ પ્રહાર પાંચ દશ હજાર વર્ષ પહેલાં થયો હોય પણ જો સમજણ આવી હોય તો તેમાં સુધારાને અવકાશ છે.

બીજી એટલી જ મહત્વની વાત હોય તો ગામડા અને અલ્પમાળી મકાનોને લગતી છે. જો જમીનનું મૂલ્ય સમજાતું હોય તો ગ્રામ્ય સંસ્કૃતિની માનસિકતામાંથી અને જમીન ઉપર વ્યક્તિના માલિકીના હક્કોની માનસિકતામાંથી બહાર નિકળવું પડશે. માંસાહાર છોડવો પડશે. કારણ કે જેઓ માંસાહારી છે તેઓ શાકાહારી પ્રાણીઓને ખાય છે. શાકાહારી પ્રાણીઓનો ઉછેર કરવો પડે છે અને તેને માટે છ ગણી જમીન વપરાય છે.

ઘરે ઘરે ગાય બાંધવી અને મફતમાં ગૌચરનો ચારો મેળવવો એ માનસિકતામાંથી પણ બહાર નિકળવું પડશે. હવે તો ગાયો ગૌશાળામાં જ શોભશે.

બહુમાળી મકાનો બાંધી, જમીન ફાજલ કરવી પડશે. ગામડાઓને બહુમાળી સંકુલોમાં ફેરવવા પડશે. સ્વતંત્ર બંગલાઓ ટેનામેન્ટના મોહમાંથી દૂર થવું પડશે. જમીનનો ઉપયોગ મોટાભાગે વૃક્ષો માટે જ કરવો પડશે જેથી ફળો અને લાકડું મળી શકે. અનાજ અને શાક માટે અગાશીઓ, ગેલેરીઓ અને બહુમાળી બાંધકામનો ઉપયોગ કરવો પડશે.

મોઢું ફુઆવીને ફરવાની જરુર નથી

વાસ્તવમાં માળખાકીય વિકાસમાં દેશ શું કે ગુજરાત શું, પાશેરામાં પહેલી પૂણી પણ નથી. એટલે માળખાકીય સુવિધાઓમાં થતા વિકાસની બાબતમાં અત્યારથી જ મોઢું ફુલાવીને ફરવું તે ટૂંકી દૃષ્ટિ છે. (માળખાકીય બાંધકામમાં આપણે ૧૦૦ વર્ષ કરતાં પણ વધુ પાછળ છીએ)

મોરારજી દેસાઈએ જ્યારે ખાદીના વપરાશને સરકારી ઓફીસોમાં ફરજીયાત કર્યો, ત્યારે કેટલાક અર્થશાસ્ત્રીઓએ બળાપો વ્યક્ત કર્યો કે, જો બધા ખાદી પહેરશે તો મીલના કાપડનું શું કરીશું? જવાબ હતો, કે મીલના કાપડને નિકાસ કરીશું અને વિદેશી હુંડીયામણ રળીશું. તો સામો સવાલ હતો કે તો પછી વિદેશી હુંડીયામણ નો ભરાવો થઈ જશે. આ વિદેશી હુંડીયામણનું કરીશું?

વાત ગધુભાઈને તાવ આવે એવી હતી એટલે વાત જવા દો.

નરેન્દ્ર મોદીનું મગજ કેવું ચાલે છે તે જુઓ.

નરેન્દ્ર મોદી પાસે એક કંપની આવી. તેને ટાયરનું કારખાનું નાખવું હતું. નરેન્દ્ર મોદીએ પૂછ્યું રબર ક્યાંથી લાવશો? તેણે કહ્યું કેરાલામાંથી. નરેન્દ્ર મોદીએ કહ્યું ના તમે અહીં જ રબર વાવો. અને ટાયર પણ બનાવો. અને તેમ થયું.

નરેન્દ્ર મોદીએ પતંગના કારીગરોને પૂછ્યું પતંગમાં કોનો કોનો હિસ્સો હોય છે? ગણત્રી કરીને તેઓએ કહ્યું ૨૯ જાતના કામ હોય છે. કાગળ, વાંસ, દોરા, રીલ, ફીરકી, જુદા જુદા કટીંગ, જોડાણો, ગુંદર, કાતર, જુદા જુદા ટ્રાન્સપોર્ટ, વેપારી, એજન્ટો, વિગેરે.

નરેન્દ્ર મોદીએ પૂછ્યું વાંસ ક્યાંથી આવે છે?

“આસામથી.

નરેન્દ્ર મોદી; “આપણે ત્યાં પણ વાંસ ઉગે છે. આસામથી શા માટે લાવવો પડે છે?

“આસામના વાંસમાં બે ગાંઠો વચ્ચે વધુ અંતર હોય છે. તેથી સારા પતંગ બને છે.

નરેન્દ્ર મોદી; “આપણા કૃષિવૈજ્ઞાનિકોએ સંશોધન કરીને એવા વાંસ બનાવવા જોઇએ.
(ગુજરાતના કૃષિવૈજ્ઞાનિકોએ તે કામ કર્યું)

નરેન્દ્ર મોદીએ કહ્યું શેરડીમાં પણ બે ગાંઠો વચ્ચેનું અંતર વધારી શકાય. ગુજરાતના કૃષિ વૈજ્ઞાનિકોએ તે કામ પણ કર્યું. શેરડીના સાંઠાએ ૨૦ ટકા વધુ રસ આપ્યો.

આવી તો ઘણી વાતો છે જેમાં નરેન્દ્ર મોદીએ અંગત રસ લીધો. નરેન્દ્ર મોદીની આ માનસિકતા છે. આની તમે નોંધ લીધી? નરેન્દ્ર મોદી જેતે વિસ્તારના સ્વાવલંબનમાં માને છે અને જ્યાં શક્ય છે ત્યાં તે પ્રમાણે વર્તે છે, જેથી ટ્રાન્સ્પોર્ટના અનુત્પાદક ખર્ચાઓ ઘટાડી શકાય. આને આપણે ગાંધી વાદ કહી શકીએ. મને એવું લાગે છે કે કેટલાક ગાંધીવાદીઓ કરતાં નરેન્દ્ર મોદી ગાંધીની વધુ નજીક છે.

નરેન્દ્ર મોદીના સદ્ભાવના આંદોલનને પણ જ્યારે અવળ અને વક્ર દૃષ્ટિકોણથી જોવામાં આવે તો બીજી આશા તો રાખી જ કેમ શકાય? મને લાગે છે કે નરેન્દ્ર મોદીને સમજવામાં ગાંધીપ્રબોધિત દૃષ્ટિકોણ રાખવામાં આવતો નથી.

હવે તમે એક અચરજની વાત જુઓ. ખાદી ગ્રામોદ્યોગવાળી સંસ્થાની, ખાદી વિચાર પરત્વેની સમજણ કેવી છે?

ગુજરાતમાં ખાદી ભંડારની ખાદી

ખાદી ભંડારમાં ખાદી લેવા જઈએ તો પરપ્રાંતની ખાદી ખડકેલી હોય. ગુજરાતની ખાદી તો નામ માત્રની હોય. પરપ્રાંતની ખાદીને ગુજરાતમાં લાવીને વેચવી એ ગાંધી વિચારધારાથી વિપરીત છે. જે તે વિસ્તારની ખાદી તે જ વિસ્તારમાં વેચાવી જોઇએ. કારણ કે ખાદી જે તે વિસ્તારના વસ્ત્રમાટેના સ્વાવલંબન માટે છે.
પરપ્રાંતની ખાદી એ ખરેખર ખાદી છે કે કેમ? પરપ્રાંતની ખાદીનું પોત જોઈને તો પરપ્રાંતની ખાદી, ખાદી પરત્વે શંકા ઉભી કરે તેવી હોય છે. એટલું જ નહીં જો પરપ્રાંતના લોકો ખાદી ન પહેરતા હોય અથવા ઓછી ખાદી પહેરતા હોય તો પરપ્રાંતની ખાદી ગુજરાત માટે ખાદી કહેવાય જ નહીં. વાસ્તવમાં ખાદી તો જીલ્લા કક્ષાની, તાલુકા કક્ષાની અને ગ્રામ્ય કક્ષાની હોવી જોઇએ. ખરી ખાદી તો ગ્રામ્ય કક્ષાની જ કહેવાય.

ચાલો જોઇએ ભૂમિપુત્રનો પ્રતિભાવ કેવો છે.

શિરીષ મોહનલાલ દવે

એ-૮૪, જ્યુપીટર ટાવર, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૪.
ફોન નં. ૦૭૯- ૨૬૮૫૫૫૫૪,

Read Full Post »

શું સરકાર ગરીબીને કાયમ રાખવા માગે છે?

હાજી ઘણા મૂર્ધન્યો અને દંભી માનવ અધિકાર વાદીઓ આવું જ કરવા માગે છે જેથી તેમને ખરીદી શકાય અને પોતાની સંસ્થાનો કારભાર ચાલુ રાખી શકાય.

આમ તો માંદગી અને ગરીબી કોઈને ન ગમે. પણ ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે જેમને પોતાની માંદગીની વાતો કરીને અપાર આનંદ મળતો હોય છે. ઘણા પૈસાપાત્ર લોકોનો આ એક શોખ હોય છે કે તેઓ પોતાની માંદગી અને દવાઓની વાતો સંભળાવ્યા કરે. પણ આ બધી માંદગીની વાતોમાં માંદગી ની વાત મૂખ્ય નથી હોતી. તેમાં થતા ખર્ચા પ્રત્યે પોતે કેવા સદ્ધર છે તે બતાવવું મુખ્ય હોય છે. જ્યારે માંદગી અતિગંભીર હોય ત્યારે તેજ વ્યક્તિમાં માંદગીની ચર્ચા કરવાના હોંશ રહેતા નથી.

આવું જ ગરીબીનું છે. ખાધે પીધે બહુ તકલીફ ન હોય તેવા સરખે સરખા લોકો પણ મોંઘવારીની વાતો કરતા હોય છે. પણ જ્યારે પૈસાની અત્યંત તકલીફ હોય ત્યારે તેમને હર્ષપૂર્વક પૈસાની તંગીની વાતો કરવાના હોંશ હોતા નથી.

અંગ્રેજોના સમયમાં ગુજરાતમાં અને દેશમાં ગરીબી હતી તે સમજી શકાય છે.કારણ કે તેઓ આપણો કાચો માલ દેશમાંથી નિકાલ કરતા હતા અને બનાવેલો માલ દેશમાં લાવીને વેચતા હતા. દેશનો પૈસો બહાર ઢસડાઈ જતો હતો. એ વાત ઉપર ભાર દઈને મહાત્મા ગાંધીએ સ્વદેશીની ચળવળ ચલાવેલ. વિદેશી માલનો બહિસ્કાર કરવાની પણ ઝૂંબેશ ચલાવેલ. વિદેશી માલના બહિષ્કારની ચળવળ તે વખતના ઘણા મૂર્ધન્યોના અને મહાન નેતાઓના સમજમાં ન આવેલ. તેઓના નામ આપવા જરુરી નથી. પણ તેમને અંતે તો એ વાતનો ખ્યાલ આવેલ કે મહાત્મા ગાંધીમાં આજનું, કે કાલનું જ નહીં પણ આવનારા ભવિષ્યના અનેક દિવસોનું દેશનું હિત વિચારવાની દૃષ્ટિ હતી.

ગાંધીજીનું અર્થશાસ્ત્ર એક સાંકળ જેવું છે. તે સાંકળને તમારે સ્વિકારવી હોય તો તેને તમારે આખે આખી સ્વિકારવી જોઇએ. જો તમે આમ કરો તો જ તમને તેના ઉત્કૃષ્ટ ફળ મળે. જો તમે તેની અમુક કડીઓને ન સ્વિકારો તો તે સાંકળ તૂટી જાય અને તમને ઉપયોગી ન જ થાય. તમને ખરાબ પરિણામો મળે અને અંધાધુંધી પણ મળે.

ભૂતકાળની વાત કરવાનો કશો અર્થ નથી. પણ ભૂતકાળની ભૂલોને યાદ ન રાખીએ અને તેને દૂર ન કરીએ તો તેનું પુનરાવર્તન થાય. જો આર્ષ દૃષ્ટિ હોય તો નવી ભૂલો ન થાય.

કુદરતી અધિકાર શું છે?

જીવવાનો અધિકારઃ મારો, તમારો અને સૌનો. સૌનો એટલે વધુ વિશાળતાથી અને પરિપક્વ સંવેદનાથી વિચારીએ તો પશુ, પક્ષીઓ, જીવ, જંતુઓ  અને વનસ્પતીઓ પણ આવી જાય. જોકે પ્રાથમિકતા મનુષ્યના જીવવાના અધિકારની આવે છે. બને ત્યાં સુધી મનુષ્ય સમાજને આપત્તિ ન આવે ત્યાં સુધી બીજા સૌ પ્રાણીઓને પણ જીવવાનો અધિકાર છે. તેથી મનુષ્ય જાતિએ સજીવોના જીવવાના અધિકારને રક્ષવો જોઇએ.

આનંદનો અધિકારઃ મારો તમારો અને સૌનો. પણ મનુષ્ય સિવાયના પ્રાણીઓમાં આનંદ માટે ખોરાક છે અને ક્યાં ક્યાંક ખોરાક અને પ્રેમ છે. વસુધૈવ કુટુંબકમ્‌.

અયં નિજઃ (અયં) પરઃ વેત્તિ, ગણના લઘુચેતષામ્‌

ઉદારચરિતાનાં, તુ વસુધૈવ કુટુંબકમ્‌

(આ મારો છે, આ પારકો છે, આવું જે વિચારે છે તે સંકુચિત મન વાળો છે. જેનું મન વિશાળ છે તેને માટે તો આખી ધરતી ઉપરના સૌ કોઈ કુટુંબીજન છે.)

સુરક્ષા અને જ્ઞાનઃ

મનુષ્ય એક એવું પ્રાણી છે જે વિશ્વ અને તેમાં બનતા બનાવો વિષે વિચારે છે. અને તેને સમજવાની કોશિસ કરે છે.

એટલે મનુષ્યને માટે બીજી બે વસ્તુઓ છે જે તેને આનંદ આપે છે.

(૧)સગવડ અને સુરક્ષિતતા, (૨) જ્ઞાન.

સગવડ અને સુરક્ષિતતા માં અન્ન, વસ્ત્ર અને રહેઠાણ આવી જાય. અને જ્ઞાનમાં શિક્ષણ અને સંશોધન આવી જાય.

સગવડ અને સુરક્ષિતતા માટે માનવ સમાજે કાળક્રમે ઠેરવ્યું કે રાજ્ય આનું ધ્યાન રાખશે જેથી સમાજમાં સુલેહ શાંતિ જળવાઈ રહેશે. અને જ્ઞાન (શિક્ષણ) પણ જો સમાજ આપશે તો તેની વૃદ્ધિમાં વેગ આવશે. કારણ કે ફક્ત વિચારો કરવાથી વિશ્વને સમજવાનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી અને તેમાં વૃદ્ધિ થઈ શકતી નથી. તેને માટે બીજા જ્ઞાનીઓની મદદ લેવી પડે છે. ઉપકરણોની પણ જરુર પડે છે.

જ્ઞાન માટેના ઉપકરણોનો પણ વિકાસ

જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના ઉપકરણો આપણી સુખ સગવડો અને સુવિધાઓ વધારવા માટે પણ વાપરી શકીએ છીએ. થયું એવું કે આ ઉપકરણોનો મોટાભાગનો ઉપયોગ સુખસગવડો અને સુવિધાઓ વધારવા માટે થયો.

એવી જાતની સમાજ રચના મંજુર રાખી કે જેમાં વ્યક્તિ કેન્દ્ર સ્થાને રહ્યો અને કાયદાઓ પણ એવા થયા કે જે મનુષ્યેતર પ્રાણી સૃષ્ટિમાં અલિખિત રુપે ચાલે છે કે જે પ્રાણી સક્ષમ હશે તે જ ટકી શકશે એટલે કે સક્ષમ પ્રાણીની પ્રજાતિ જ જીવન રુપી આનંદ મેળવી શકશે.

મનુષ્ય સૃષ્ટિમાં પણ એવું થયું કે જે સક્ષમ હશે તે જ સુખસગવડ ભોગવી શકશે. કાયદાઓ પણ ક્ષતિયુક્ત એવા થયા કે સિદ્ધાંત એવો થયો કે મનુષ્યની સ્વતંત્રતાને હાની થશે નહીં, સિવાય કે તેની સ્વતંત્રતા ભોગવવાની પદ્ધતિથી બીજાના અધિકારને નુકશાન થતું હોય.

ક્ષતિયુક્ત અર્થઘટનો અને પ્રણાલીઓ

તમે જુઓ સેંકડો ઉદ્યોગો પર્યાવરણના સંતુલનને, જમીનને, જળને  અને હવાને નુકશાન પહોંચાડી આસપાસના લોકોના આરોગ્યને નુકશાન પહોંચાડી રહ્યા છે. તમારે ઉદ્યોગ કરવો હોય તો હજાર જાતની મંજુરીઓ લેવી પડે છે. અને આ મંજુરીઓ પણ હંગામી હોય છે. જે તમારે બે પાંચ વર્ષે ફરીથી મંજુર કરાવવી પડે છે. આવું હોવાં છતાં જમીન, પાણી અને હવા દુષિત કર્યા કરવામાં આવે છે.

દુષિત હવા, પાણી ઉપર જીવનારાઓના આરોગ્ય ઉપર જોખમાય છે. તેમના જીવવાના હક્કને હાની પહોંચે છે. પણ આરોગ્ય ખાતું ઉદ્યોગપતિની ધરપકડ કરીને જેલમાં પૂરીને સજા નક્કી કરાવવાને બદલે તેને નોટીસ આપે છે અને કાર્યવાહી પ્રલંબિત કરે છે. જ્યાં સુધી કોઈ મોટો કાંડ ન થાય ત્યાં સુધી કશું અસરકારક થતું નથી. આમાં આરોગ્ય ખાતાના સરકારી નોકરો, પોલીસ, લેબર કમીશ્નર, ન્યાયાલય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની મીલીભગત હોય છે.

ઉદ્યોગપતિ શામાટે માનવીય આચાર સંહિતાનો ભંગ કરે છે?

ઉદ્યોગપતિ સમજે છે કે સક્ષમ બનવું એટલે વધુ પૈસા કમાવા અને વધુ પૈસા વાપરવા. પૈસા હશે તો કાયદાના અર્થઘટનોમાં ગુંચવાડો ઉભો કરી શકાશે. પૈસા હશે તો સરકારી નોકરો પાસે કાયદાકીય પ્રણાલીઓમાં છીંડા ઘુસાવી, દંડમાંથી છટકી શકાશે. પૈસા હશે તો પ્રતિસ્પર્ધીઓની સામે ટકી શકાશે. એટલે જો પૈસા કમાવા હોય તો વધુ ને વધુ નફો કરો. વધુ નફો કરવાના અનેક અમાનવીય રસ્તાઓ છે.

પૈસાનું મહત્વ અને સમસ્યાની સ્થિતિ “જૈસે થે” જેવી

સુખસગવડ અને સુવિધાઓ અને પૈસા કેટલા વધારવા જોઇએ તેની કોઈ કાયદાકીય સીમા નથી. કારણ કે આવી સીમા વ્યક્તિની સ્વતંત્રતાને હાની પહોંચાડે છે. કાયદાનો જે ભંગ થાય છે તેને અટકાવવા તો પ્રજાએ જ જાગૃત થવું પડશે. કાયદો કાયદાનું કામ કરે તે પ્રજાએ જોવું પડશે. સરકારી નોકરો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ કામ નહીં કરે કારણ કે તેઓ પણ પ્રજામાંથી જ આવે છે. એટલે ઓળાઘોળ કરી સમગ્ર પ્રજા ઉપર દોષનો ટોપલો નાખી પ્રસાર માધ્યમના વિશ્લેષકો, મૂર્ધન્યો, વિવેચકો, રાજનીતિજ્ઞો પોતાની જાત પ્રત્યે ધન્યતા અનુભવે છે. એટલે મૂળવાત જ્યાં હતી ત્યાંની ત્યાં જ રહે છે.

જો સત્તાધારીઓ પાસે માનવીય અભિગમ હોય તો કોઈપણ પ્રણાલી કામ કરશે. પણ જો સત્તાધારીઓ પાસે માનવીય અભિગમ નહીં હોય તો કોઈ પણ પ્રણાલી કામ કરી શકશે નહીં. આનો જીવતો જાગતો દાખલો માહિતિ અધિકારને લગતો છે. કાયદો તો ભૂલભૂલમાં થઈ ગયો. પણ હવે તેને કેવી રીતે તદન નહોર વગરનો કરવો અને તે પણ રાજકીય પક્ષો માટે, એ આપણે જોઈ રહ્યા છીએ.

પણ આનો ઉપાય શું?

શ્રમનું મૂલ્ય અને ઉત્પાદનનું મૂલ્ય

આનો ઉપાય છે. બે ઉપક્રમ છે.

એક તો ઓછીને ઓછી દોષયુક્ત સરકાર લાવ્યા કરવી. અને શ્રમનું મહત્તમ અને લઘુતમ મૂલ્ય નક્કી કરવું.

નહેરુવીયન કોંગ્રેસ સરકારે ૫૬+ વર્ષના શાસન પછી પણ શ્રમનું લઘુતમ અને મહત્તમ મૂલ્ય કે કોઈપણ મૂલ્ય નક્કી કર્યું નથી. જો માનવીય શ્રમનું જ મૂલ્ય નક્કી થતું ન હોય તો બીજા ઉત્પાદનના મૂલ્યોની તો વાત જ શી થાય?

કોલસાના ક્ષેત્રો અપાયા અને શરતો નક્કી થઈ પણ તે ક્ષેત્રો એવી વ્યક્તિઓને અપાયા જેની કોઈ યોગ્યતા ન હતી. અને આ ક્ષેત્રો એ વ્યક્તિઓ દ્વારા બારોબાર વેચાઈ ગયા. કોલસો નિકળ્યો નહીં અને ૪૦૦ વર્ષ ચાલે એટલો કોલસો હોવા છતાં પણ કોલસાની આયાત કરવાની પરવાનગીઓ આપવામાં આવી. ૨-જી સ્પેક્ટ્રમ જે માટે વધુ તકનિકી જાણકારીની યોગ્યતા ખાસ જરુરી હતી પણ એવી પૂર્વ શરત રાખવામાં ન આવી અને ટોમ-હેરી-ડીકને વહેંચી દેવામાં આવી અને તેમણે બારોબાર ત્રીજાને વેચી દીધી.

 શું કાયદામાં આવી જોગવાઈ છે કે તમે મનફાવે તેમ ગમે તેને કોન્ટ્રાક્ટ આપી શકો? નાજી આવું કશું નથી. આમ તો મૂડીવાદી પ્રક્રિયામાં જો ટેન્ડર બહાર પાડો ત્યારે તેને ભરનારાની યોગ્યતા નક્કી કરવી પડે છે. તેનો અનુભવ લક્ષમાં લેવો પડે. તેની પાસેથી બાનાની રકમ લેવી પડે. અને આ બધું કર્યા પછી પણ આવેલા ભાવ જો બજારભાવ સાથે સરખામણી કરવા યોગ્ય ન હોય તો એને સ્વિકારી શકાતા નથી. વળી જો આવા જ કામ માટે એક વરસ પહેલાં ભાવ મગાવ્યા હોય અને તે ભાવનું ટેન્ડર અમલમાં હોય તો પણ સરકારી અધિકારી તે ભાવને મંજુર ન કરી શકે કારણ કે બજારભાવ જો ઓછા કે વધુ થઈ ગયા હોય તો જનતાનું હિત જળવાય તે પ્રમાણે ભાવ મંજુર કરવા જોઇએ. આ તો બહુ સામાન્ય સિદ્ધાંત છે. જો કોઈ સરકારી અધિકારી આ નિયમને અવગણો તો તે ગુનેગાર જ ગણાય. પણ આપણા મનમોહન સિંહ કે જેઓ દરેક ખાતા માટે ઉત્તરદેય અને જવાબદાર છે તેમણે સામાન્ય નિયમની પણ અવગણના કરી.

અધિકારીને પોતાના હોદ્દા અનુસાર કામ અને વસ્તુઓના સંપાદન-વહીવટ કરવા માટે આર્થિક સત્તા હોય છે પણ આ સત્ત્તા મનફાવે તેમ ઉપયોગ કરવાની હોતી નથી. આ સત્તા શુદ્ધ બુદ્ધિ અને વિવેકશીલતાના આધારે વાપરવાની હોય છે.

આખરે બધી સત્તા પ્રધાન અને વડાપ્રધાન સહિતના પ્રધાનમંડળ પાસે હોય છે. આ સત્તા થકીના નિર્ણયો પણ શુદ્ધ બુદ્ધિ અને વિવેકશીલતાના  આધારે કરવાના હોય છે. વડાપ્રધાન પાસે એવી સત્તા નથી કે તે તેના કોઈ પ્રધાનને મુનસફ્ફી પ્રમાણે નિર્ણયો કરવાની સત્તા આપી શકે. જો વડાપ્રધાન આવી સત્તા આપે તો ગેરબંધારણીય ગણાય. વડાપ્રધાન તેની બંધારણીય જવાબદારીમાંથી છટકી ન શકે. વળી જો તેના પ્રધાને શુદ્ધબુદ્ધિ અને વિવેકશીલતા વાપર્યા વગર નિર્ણય કર્યો હોય તો તેવા કિસ્સામાં વડાપ્રધાન પણ તે પ્રધાન જેટલો જ ગુનેગાર ગણી શકાય. જે કાર્યવાહી અને સજા પ્રધાનને થાય તેજ કાર્યવાહી અને સજા વડાપ્રધાનને થાય. આમાં કોઈ શક નથી. ૨-જીમાં અને કોલસા કૌભાંડમાં દિવા જેવી સ્પષ્ટ ગેરરીતિ થઈ તો પણ વડાપ્રધાનને આંચ ન આવી તે જ બાબત સિદ્ધ કરે છે કે અર્થઘટનમાં બેઈમાની આચરવામાં આવી. એટલે કે પ્રણાલી પોતે ક્ષતિહીન હોવા છતાં પણ પ્રણાલીને લાગુ કરવાની બાબતમાં રહેલી આચાર હીનતાને સમાચાર માધ્યમોએ અને સૌ કોઈએ વિવાદાસ્પદ બનાવી દીધી.

કામમાં રહેલા શારીરિક શ્રમના વપરાશ, જ્ઞાનરુપી શ્રમના વપરાશનું મૂલ્ય કેવી રીતે નક્કી કરશો?

પહેલાં તો આપણે એ નક્કી કરવું પડે કે માણસને સુખ સગવડ, આનંદ અને સુરક્ષા સહિત જીવવા માટે ઓછામાં ઓછા કેટલા પૈસા જોઇએ. આના આધારે મનુષ્યના આઠ કલાકના કામના શ્રમનું લઘુતમ મૂલ્ય નક્કી કરવું જોઇએ.

માણસને શું શું જોઇએઃ

રહેવાને ઘર જોઇએ. કેવડું ઘર જોઇએ? એક બેઠક રુપ, એક બેડરુમ, એક વાચન અને બાળકો માટેનો રુમ. એક મહેમાન માટેનો બેડ રુમ, રસોડું બાથરુમ અને સંડાસ. જો તમે સ્ટન્ડર્ડાઈઝ બાંધકામ કરો તો ૧૫’બાય૧૫’ ના ચાર રુમમાં બધો સમાવેશ થઈ જાય. એટલે કે ૧૦૦ ચોરસ મીટરનું મકાન (ફ્લેટ એટલે કે એપાર્ટમેન્ટ) જોઇએ. જો કોઈની પાસે આનાથી નાનું હોય તો તેના હાલના ઘરનો કબજો લઈ તેને સરકારે આવડું એપાર્ટમેન્ટ આપવું જોઇએ.

જો તમે ફેબ્રીકેટેડ ટાવર (બહુમાળી મકાન) બનાવો તો ઉપરોક્ત રહેઠાણ ઓછામાં ઓછું ૧૦ લાખ રુપીયામાં પડે. આમાં દિવાલો અને પેસેજ આવી જાય. સરકાર ફક્ત બહારની દિવાલો સાથે ૧૫’x૧૫’ ના ચાર ગાળાઓ જ આપશે.

એક કુટુંબમાં કોણ કોણ હોઈ શકે. પતિ પત્ની, બે બાળકો, અને માતા પિતા. પતિ-પત્ની બંને કમાતા હશે. અને માતા પિતાને પેન્શન આવતું હશે.

એક વ્યક્તિની આવક કેટલી હોવી જોઇએ? એક વ્યક્તિની માસિક આવક ઓછામાં ઓછી રૂ.૧૦,૦૦૦/- હોવી જોઇએ. એટલે એક કુટુંબની આવક રૂ.૩૦૦૦૦/- થઈ.

જોકે ઘણાને આ આવક વધારે પડતી લાગશે. પણ સુખપૂર્વક અને આનંદથી જીવવા માટે આ કંઈ વધારે ન જ કહેવાય. વળી આમાં પણ કામ પર જવા માટેના વાહનવ્યવહાર, માંદગીનો ખર્ચ અને ભણતરનો ખર્ચ સરકાર કે કામ આપનાર માલિક જ ભોગવશે.

પણ આટલા પૈસા લાવીશું ક્યાંથી?

ભારતમાં કુદરતી શ્રોતોની કમી નથી. માળખા કીય કામ તો ન બરાબર છે. આપણી પાસે વૃક્ષ વગરના પર્વતો છે. અફાટ સમુદ્ર છે. બાંધેલા કિનારા વગરની (રીવર ફ્રન્ટ વગરની) નદીઓ છે, કે જેમાંની ઘણી છીછરી છે, ઝોંપડ પટ્ટીઓ છે, પડું પડું થતા જુના મકાનો છે. સુકા, છીછરા બાંધ્યા વગરની કિનારી વાળા તળાવો છે, ન ખતમ થાય તેવી સૂર્ય અને પવન ઉર્જા છે, અફાટ રણ છે. રેલ્વે અને રસ્તાની બંને બાજુએ જોવા મળતા, વપરાયા વગરના જમીનના ટૂકડાઓ છે. વિકસાવ્યા વગરના અને વિકસાવી શકાય તેવા અગણિત પર્યટન સ્થળો છે. પોતાના પૂરથી લોકોને તબાહ કરતી નદીઓ અને સાથે સાથે મોટેભાગે કાયમ સૂકી રહેતી નદીઓ છે. પાણીની તંગી છે, જનતા ટ્રેનોમાં દબાઈને લટકીને મુસાફરીઓ કરેછે, ભણેલા બેકાર છે અને કામવગરના અભણ પણ છે. અનેક સમસ્યાઓ છે. પણ વાસ્તવમાં જોઇએ તો સમસ્યા એ પણ એક શ્રોત(કાચોમાલ)  અને કામ છે. વિજ્ઞાન ના વિકાસ માટે અસીમિત કામ છે. જ્યાં નજર દોડાવો ત્યાં કામ અને કામ છે.  એટલે જો કોઈ એમ કહે કે કામ નથી તો તે સૌથી મોટું જુઠાણું છે અથવા તો તે જૈસે થે ની સ્થિતિ ચાલુ રાખવામાં માને છે એટલે કે ભાગ લેતો કે ન લેતો જાણે અજાણે ઠગ છે.

તમે કહેશો કે કામ માટે પૈસા જોઇએ. પૈસા ક્યાં છે? પણ અર્થ શાસ્ત્રીઓ કહે છે કે કામની સામે તમે કરન્સી છાપી શકો છો. અને જેમ કરન્સીની પ્રવાહિતા વધે તેમ ઓછી કરન્સી જોઇએ. એક માણસની પાસે રહેલા ૧૦૦ રૂપીયા, જો ફરતા રહે તો કમસે કમ ૫૦૦૦ રૂપીયાનું કામ કરી શકે. વળી તમે જુઓ, વિદેશી બેંકોમાં ભારતીયોના ચારસો લાખ કરોડ રૂપીયા પડ્યા છે. આ બધા રૂપીયા આવ્યા ક્યાંથી?

શ્રમનું મહત્તમ મૂલ્ય કેટલું રાખવું જોઇએ?

આમ તો મારા સર્વોદયી મિત્ર બંસીભાઈ પટેલ ના કહેવા પ્રમાણે થોડી અસમાનતા તો રહેવાની જ. પણ આ અસમાનતા સંવાદહીન  બને તેટલી ન જ હોવી જોઇએ. એટલે કે હાથની આંગળીઓની જેમ અલગ અલગ તથા હળીમળીને પણ કામ કરી શકે તેટલી અસામનતામાં ખાસ વાંધો નથી. વ્યક્તિઓ સંવાદહીન કેવી રીતે બને છે. એકલતા (આઈસોલેશન) માણસને સંવેદનહીન પણ કરે છે. પહેલાંના સમયમાં જીવનની મોટાભાગની જરુરીયાતો માટે ગામ સ્વાવલંબી હતા એટલે ભાવો વધતા ન હતા. હવે માણસ આઈસોલેટેડ બન્યો હોવાથી સંવેદનહીન બન્યો છે. વસ્તુનું મૂલ્ય, લેનારની ગરજ અને વેચનારની ગરજના પરિણામી સ્વરુપ ઉપર આધાર રાખતું થયું છે. આનું એક શાસ્ત્ર તૈયાર થયું છે. વેચાણ વૃદ્ધિ પ્રબંધન શાસ્ત્ર. અને તેની સામે ઉપભોગતા હિત પ્રબંધન શાસ્ત્ર. અને આ બે બિલાડીઓને ન્યાય આપનાર સરકારી નોકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલ વાનર ન્યાય પ્રબંધન પ્રણાલી છે.

શ્રમનું મૂલ્ય અને ઉત્પાદનનું? મૂલ્ય કોની ગરજ વધારે છે?

ટૂંકમાં જો તમે મહત્તમ શ્રમ મૂલ્ય નક્કી કરો તો ગેરમાર્ગે જતી કરન્સીની સ્થગિતતાને કે ગેરમાર્ગે જતી કરન્સીની પ્રવાહિતાને નાથી શકો છો અને તેને યોગ્ય દીશામાં વાળી શકો છો.

એટલે કે સમસ્યાની મૂળ વાત એ છે કે શ્રમનું મહત્તમ મૂલ્ય શું હોવું જોઇએ?

આ નક્કી કરવા માટે કેટલાક પરિબળોને લક્ષ્યમાં લેવા પડે.

કોણ લૂંટ કરે છે? અને કોને અમાપ પૈસા જોઇએ છે?

ઉત્પાદન કરનારા માલિઓને વધુને વધુ નફો જોઇએ છે કે જેથી તેઓ ધંધાનો વિકાસ કરી શકે અને સુખ સગવડો પણ ભોગવી શકે અને તેમના સંતાનો પણ આમ જ કરી શકે. તેઓ સંતાનોને તેની આવતી પેઢીઓને પણ નિશ્ચિંતતા બક્ષી શકે એટલું કમાવા માગે છે.

માણસે કેટલો નફો કરવો જોઇએ?

જો તમે ધંધો કરતા હો તો, આયકર વિભાગવાળા તમારી આવક ઉપર ૮ ટકા નફો તો ગણી જ લે છે. તમે કહેશો કે જો પૈસા ઉપર વરસે ૧૦ ટકા વ્યાજ મળતું હોય તો ૮ ટકા વાળો ધંધો કરશે જ કોણ?

પણ વાસ્તવમાં જો તમારી પાસે રૂ. ૧૦૦ હોય અને તમે તેને ઉત્પાદનમાં પ્રવાહિત કરો તો તમને ૮ ટકા મળે છે. એટલે તમારી ધંધાકીય સીમાની અંદર ભલે તે પ્રવાહિતા સમગ્ર દેશના પૈસાની પ્રવાહિતા જેવી એટલે કે ૫૦ ગણી ન હોય. પણ તે ૪ ગણી તો હોય જ. એટલે કે રૂ.૧૦૦૦ ના ટર્નઓવર ઉપર ઉત્પાદકને ૮૦ રૂપીયા મળે.

કરન્સીની પ્રવાહિતતા ચાર ગણી કઈ રીતે?

આપણે કેટલા માનવ દિન વપરાય છે તે જોઇએ

૧      માનવ અને કાચામાલ નું પ્લાનીંગ અને હેરફેર       ૫

૨      કામનું પ્લાનીંગ અને કામની વહેંચણી                ૧

૩      કામ ચાલુ   ૧૨x૭                                  ૮૪

૪      કામની ચકાસણી                                       ૭

૫      કામનું બીલ અને તેની ચૂકવણી માટે રજુઆત        ૧

( ૬ દિવસ બીલની ચૂકવણીની રાહ જુઓ)

કુલ દિવસ મજુર દિવસ                                    ૯૬ દિવસ

આમાં ૧૨ દિવસ મુકાર્દમના છે, જેમાં ૫ દિવસ મજુરની ગોઠવણના છે. ૬ દિવસ કામની દેખરેખના છે. ૧ દિવસ રજાનો છે. બાર મજુરો એક અઠવાડીયા માટે અને એક દિવસ રજાનો એટલે ૧૨ મજુરો સાત દિવસ માટે એમ ચુકવણી માટે ૮૪ દિવસ થયા.

મેનેજરના બે દિવસ છે. અને ૧૨ માનવ ના અઠવાડીયાના લેબર ૮૪ દિવસ છે.

આ વધુમાં વધુ સમય છે. ૧૨+૨ =૧૪ દિવસ અનુત્પાદક અને વહીવટી કામમાં ગયા. જે બીજા કામોમાં વપરાઈ શકે છે. તો પણ ૧૪ એટલે કે ૧૭ ટકા માણસો નિરીક્ષણ અને નિપૂણતામાં રોક્યા. જે બુદ્ધિનો ઉપયોગ કરે છે તે ઓછામાં ઓછા ૧૨ કલાક કામ કરે છે. જે મેનેજર છે તે બુદ્ધિનો ઉપયોગ સુવાના સમયને બાદ કરતાં બધા સમય માટે કરે છે. છતાં આપણે સમજો કે તે ૧૫ કલાક કામ કરે છે.

એટલે જો લેબરને ૧૦ હજાર મળે તો નિરીક્ષકને ૨૦ હજાર સુધી આપી શકાય. મેનેજરને ૪૦ હજાર આપી શકાય. જનરલ મેનેજરને ૬૦ હજાર આપી શકાય. અને પ્રમુખ મેનેજરને ૮૦ હજાર સુધી આપી શકાય. જેમણે પૈસા અને સાહસ રોક્યાં છે તેમને એક લાખ રૂપીયા આપી શકાય અને તેની ઉપર નફો પૈસા રોકાણકર્તાઓમાં વહેંચી શકાય. 

ધારો કે સ્ટેજ હજી એક વધુ છે તો ૧૭ ટકાના ૧૭ ટકા એટલે કે ૧ ટકો જનરલ મેનેજરનો ઉમેરાય. એટલે કે ૧૮ ટકા માનવ શક્તિ થાય. એટલે કે ૨૦ ટકા સમય વહીવટી કામમાં ગયો. આ ગાળો સમયનું પ્રબંધન યોગ્ય રીતે કરીને ઘટાડી શકાય છે. જો કામ મોટું હોય તો પણ આ પ્રમાણ ઘટે. એટલે કે જેમ સંસ્થા મોટી તેમ વહીવટ ખર્ચ ઘટે અને પગાર સારો આપી શકાય.

જોકે સરકારના ધારાધોરણ અલગ છે. સરકાર જો પોતે કોઈ એક કામ કોન્ટ્રાક્ટ ઉપર લે અને બીજાને તે જ કામ સબકોન્ટ્રાક્ટ આપે તો તે વ્યક્તિગત કેસમાં સરકાર, ૪૦ ટકા ચૂકવણું પોતાની પાસે રાખે અને અને સબકોન્ટ્રાક્ટરને ૬૦ ટકા આપે. પણ જો તે કોઈ સંસ્થાને આ કામ આપે તો તેને ૮૦ ટકા આપે. અને ૨૦ ટકા ચૂકવણું પોતાની પાસે રાખે.

કોઈપણ વ્યક્તિ વધુમાં વધુ કેટલી કમાણી કરી શકે? કોઈપણ વ્યક્તિ વધુમાં વધુ કેટલા મોટા ઘરમાં રહી શકે?

જો કમાણીમાં નીચેની સીમા હોય તો ઉપરની સીમા પણ હોવી જોઇએ.

માણસની શ્રમ મૂલ્ય ઉપર આધારિત કમાણી માસિક એક લાખ કરતાં વધુ ન હોવી જોઇએ. જો કે આ એક લાખમાં ઘરનું ભાડું, કામ અર્થે કરાતો વાહનવ્યવહાર, દૂરસંચાર, વીજળી, પાણી, કુકીંગ ગેસ, ફર્નીચર અને રસોઈના ઉપકરણોનો સમાવેશ ન થવો જોઇએ. એટલે કે નોકરીની શરતોમાં આ સગવડ મફતમાં મળતી હોય તો તેને આવકમાં ન ગણવી જોઇએ. તેવીજ રીતે જેને આ સગવડો મફતમાં ન મળતી હોય તેની આવકમાં તેને કર ઉપર આવકના ૨૦ટકાની કર રાહત મળવી જોઇએ. પણ કરમાળખાની વાતો પછી કરીશું

એક માણસ મોટામાં મોટું કેવડું ઘર રાખી શકે અને વાપરી શકે?

એક માણસને બે એન્ટ્રી રુમ, એક બેઠક ખંડ, એક પ્રતિક્ષા ખંડ, એક ચર્ચા ખંડ, એક વાચન ખંડ, એક પુસ્તક ખંડ, એક લેખન ખંડ, એક શયન ખંડ, તેના બે બાળકો માટે એક એક ખંડ, ત્રણ મહેમાન ખંડ, તેના માતા પિતા માટે બે ખંડ, બે કિચન ખંડ, બે ભોજન ખંડ, બે પ્રસાધન ખંડ, એક વ્યાયામ ખંડ, એક ઉપાસના ખંડ, એક સફાઈ ખંડ – વોશરુમ (ત્રણ વોશીંગ મશીનો અને ત્રણ ડીશ વોશર મશીનો), એક એસી રુમ, ત્રણ ગેરેજ, ત્રણ ગેલેરી. આમ ૨૪ રુમ થયા. ત્રણ ગેરેજ અને ત્રણ ગેલેરી એ ત્રણ દીશા ખુલ્લી હોય એવા એપાર્ટમેન્ટની આ વાત છે. પાંચ માળથી કોઈ ઓછામાળ વાળું મકાન બાંધવાની છૂટ્ટી ન હોવી જોઇએ. અને પાર્કીંગ ની સગવડ ફ્રન્ટ યાર્ડ કે બેક યાર્ડમાં ન હોવી જોઇએ. પાર્કીંગ મકાનની અંદર જ હોવું જોઇએ.ગેસ્ટકાર પાર્કીંગ પણ મકાનની અંદર જ હોવું જોઇએ.

આ મહત્તમ વ્યક્તિગત મકાનની વાત થઈ.

કોઈ કંપની તેના કામદારને મોટામાં મોટું કેવડું મકાન ભાડે આપી શકે?

એક પ્રવેશ ખંડ, એક પ્રતિક્ષા ખંડ, એક બેઠક ખંડ, એક ચર્ચા ખંડ, એક શયન ખંડ, એક સંતાન શયન ખંડ, એક મહેમાન ખંડ, એક કીચન, એક સફાઈ ખંડ, એક પ્રસાધન ખંડ, એક ગેલેરી, બે કાર પાર્કીંગ. એટલે કે ૧૦ ખંડ ગેલેરી અને કાર પાર્કીંગ થયા. બધા ખંડ ફુલ્લી ફર્નીશ્ડ રહેશે. નવા આગંતુકને કિચન નવું ફર્નીશ્ડ મળશે. પણ બીજા બધા રુમ માં ફક્ત કવરો જ બદલાવીને અપાશે. કંપની કે સરકાર બે કાર આપશે અને બે શોફર આપશે.

ખંડનું કદ કેટલું  રહેશે?

કોઈ પણ ખંડ ૧૫’ બાય ૧૫’ થી મોટો એટલે કે ૨૫ ચોરસ મીટર થી મોટો નહીં હોય. ૧૫’x૧૫’ ના ગાળાઓ જ આપાશે. તેને તમે એક વખત માટે મરજી પ્રમાણે વિભાગો પાડો. આમાં ફેરફાર કરાવવો હશે તો તેનો ખર્ચ કંપની કે સરકાર આપશે નહીં.

આથી મોટું રહેઠાણ કોઈને પણ ન તો સરકાર કે ન તો કંપની ભાડે આપી શકશે. એટલે કે કોઈને સ્વતંત્ર બંગલો મળશે નહીં. સંકુલમાં જ એપાર્ટમેન્ટ આપી શકાશે. આ સંકુલો બધી રીતે સુરક્ષિત હશે. આ પ્રમાણે, મોટા સરકારી અફસરો, પ્રધાનો, પ્રમુખો, ગવર્નરો, વિગેરે સૌ કોઈ આથી મોટા મકાનોમાં રહી શકશે નહીં. 

હવે બીજી વાત ને જોઇએ.

એક નિપૂણ કારીગર છે.

તે ૩૩.૩૩ ટકા માલની કિમત ઉપર મજુરી લે છે. તે રૂપીયા ૧૦૦૦૦/- ના કાચામાલ ઉપર ૩૩૩૩ રૂપીયા મજુરી લે છે.

એટલે કે બની ગયેલી આઈટેમની કિમત ૧૩૩૩૩ ઉપર મજુરીની કિમત ૩૩૩૩/- થઈ.

આ કામ તેણે ત્રણ દિવસમાં કર્યું. આમાં તેને એક મદદનીશ રાખવો પડ્યો. નિપૂણ કારીગરનો રોજ રૂ. ૧૧૧૧ થયો.

તેણે તેના મદદનીશને ૧/૩ ભાગ આપ્યો. એટલે કે મદદનીશનો રોજ ૩૭૦.૩૩ થયો. ૨૫ દિવસની તેની આવક ૨૫ ગુણ્યા ૩૭૦.૩૩ થઈ. એટલે કે રૂ. ૯૨૫૮.૩૩ થઈ. આને ૧૦ હજાર કરવા માટે ૭૪૨ ઉમેરવા પડે.

રૂ. ૧૩૩૩૩ માં ૭૪૨ ઉમેરો એટલે કે ૧૪૦૭૫ પાકા માલની કિમત થઈ. આમ પાકામાલની કિમતમાં લઘુતમ વેતન લાગુ પાડવા માટે માલની કિમતમાં સાડા પાંચ ટકાનો વધારો કરવો પડે. આ એક ટેબલ કે શેટી બનાવવાની વાત છે. જે હાલના બજાર ભાવ પ્રમાણે છે.

નિપૂણ કારીગરને શું મળે છે?  નિપૂણ કારીગરને રૂ. ૨૨૨૨/- ત્રણ દિવસના મળે છે. પણ તેનો એક દિવસ ગણત્રી કરવામાં, પ્લાનીંગ કરવામાં, મજુર નક્કી કરવામાં, લાકડું લાવવામાં ગયો. એટલે કે તેના ચાર દિવસ ગયા. તેને જે ૨૨૨૨ મળ્યા તેને ૪થી ભાગવા પડશે. એટલે કે તેને રૂ. ૫૫૫.૫ નો રોજ મળ્યો. એટલે કે માસિક ૧૩૮૮૮ મળ્યા કહેવાય. આ નિપૂણ કારીગર સમયનો પ્રબંધ યોગ્ય રીતે કરીને રૂ. ૧૫૦૦૦ કમાઈ શકે. જો તે ત્રણ કારીગર રાખે તો એક દિવસમાં કામ પૂરું થાય. તે દરેક કારીગરને ૩૭૦ લેખે ૧૧૧૧ રૂપીયા આપે. તો તેને પોતાને ૨૨૨૨ મળે. અને તેનો એક દિવસ માલસામાનની ગણત્રી અને હેરફેરમાં ગયેલ. એટલે તેને રોજના ૧૧૧૧ મળ્યા કહેવાય. એટલે કે ૨૫ દિવસના એને ૨૭૭૭૫ રૂપીયા મળ્યા. એટલે કે મહિનાના ૨૭૭૭૫ રૂપીયા મળ્યા.

પણ આ દરેક માટે હમેશમાટે શક્ય નથી. કારણ કે એવા પણ દિવસો આવે કે મજુર કારીગરને કામ ન પણ મળે. જો સરકાર એક નિરીક્ષક અને કામની વહેંચણીની એજન્સી તરીકે વ્યવસ્થા ગોઠવે તો છૂટક કામોમાં મજુરોને અને નિપૂણ મજુરોને કારીગરોને ફાયદો થાય. સરકાર ગુણવત્તાના ધોરણો નક્કી કરે તો ઘરેલુ કામોમાં કારીગરોને આજના બજાર પ્રમાણે પણ ફાયદો થાય. કારણકે મજુરોના પડતર દિવસો ઘટે.

આળસુ અને હળવા કામ જ પસંદ કરવાવાળા માણસોનું શું કરવું?

પાથરણા વાળા, લારી વાળા, સાવરણાવાળા, કોથળાવાળા, પૉલીશવાળા, અર્ધ ભિક્ષુકો અને પૂર્ણ ભિક્ષુકો જેવા લોકોને કેવી રીતે ઉંચા લાવવા?

ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી આ લોકો મહેનત કરવા માગતા નથી. જેઓ સાવરણાવાળા/ળી કે કોથળાવાળા/ળી છે તેમને પાવડા-ત્રીકમ ઉઠાવવા ગમતા નથી. જેઓ વેચાણ વાળા પાથરણાવાળા અને લારીવાળા છે તેમને પણ પોતાનું મહેનત વગરનું કામ બહુ ગમે છે. તેમને કોઈ આકાંક્ષા નથી, સિવાય કે વગર મહેનતે જે કંઈ પાંચ દશ પચીસ રુપીયા મળે તે તેમને પુરતું લાગે છે.

આમાંના જેઓ પરપ્રાંતના હોય છે તેઓ પાર્ટટાઇમ આ ધંધો કરે છે. અથવા તો કોઈ દુકાનદાર કે ફેક્ટરીનો માલ વેચે છે. જેઓના માબાપ અભણ છે તેમના અભણ સંતાનો પણ આ કામ કરીને માબાપને મદદરૂપ થાય છે. આ લોકો દ્વારા મોટા ભાગે ફેક્ટરીઓનો રીજેક્ટેડ કે ચોરેલો માલ વેચાય છે. તેઓ ફેક્ટરીઓના કે વેપારીઓના અર્ધકામગાર હોય છે. તેમને આ મહેનત વગરની નોકરી પસંદ હોય છે. અમુક રોંજીન્દી આઈટેમો દુકાનવાળાઓ, ફેક્ટરીવાળાઓ કે કબાડીઓ પાસેથી રોકડે કે ઉધાર લેવી, અને પછી તેને ફેલાવીને બેસી જવું અને આરામથી ઘરાકની રાહ જોવી અને તેના માલિકે કહેલા ભાવે કે થોડા વધારે ભાવે વેચવી. આવી નોકરી કોને ન ગમે? પોલીસવાળાને રોડનો કે એરિયાનો ગુન્ડો સંભાળી લે અને ગુન્ડાને માલિક સંભાળી લે, અને છાપાંવાળાને ગરીબીના બેલી માનવહિત રક્ષકો સંભાળી લે. અને કહે કે “… ભાઈ … આ લોકો ચોરી તો નથી કરતાને … પછી શું છે? સરકાર એમને નોકરી તો આપતી નથી તેથી નાનો નાનો ધંધો કરીને પેટનો ખાડો પૂરે છે…  તેઓ લૂંટફાટ નથી કરતા માટે તેમનો આભાર માનો….” 

આ લોકોને કેવીરીતે થાળે પાડી શકાય?

આ લોકોને જો ભણાવવામાં આવે તો તેઓ દેખા દેખીમાં ચોક્કસ સન્માર્ગે વળે.

જ્યાં પણ નવા વ્યાપારી સંકુલો બને તેમાં ગ્રાઉન્ડ ફ્લોરની ઉપર અલગ રીતે તેમના લારી ગલ્લા અને પાથરણા માટે સંક્રાન્તિ સમયપૂરતી જગ્યા ફાળવવી જોઇએ. તેમજ તેમને ભણાવવાની અને સુઈ જવા પુરતી જગ્યા આપવી જોઇએ. (જુઓ લારી ગલ્લા વિષેનો લેખ …… )

જેઓ પરપ્રાંતમાંથી હરાયા ઢોરની જેમ આવે છે તેમની ઉપર લઘુતમ વેતન નો નિયમ લાગુ પડશે નહીં. તેઓ ઘર વગર (ખરીદીને કે ભાડે લીધા વગર) બેકાર તરીકે પરપ્રાંતમાં પ્રવેશી શકશે નહીં. તેઓ તેમના ઘરવાળા મિત્રની પાસે મહેમાન તરીકે જ આવી શકશે. જો કે એવો કોઈ કાયદો નથી કે તમે પરપ્રાંતના લોકોને રોકી શકો. પણ તમે તેમને અને કોઈને પણ ગેરકાયદેસર કબજો કરતા રોકી શકો છો. તમે તેમને રોજના રૂ. ૫ કે રૂ. ૧૦ લઈ સુવાની સગવડ આપી શકો.

જો તેઓ આ પૈસા પણ ન ભરી શકે તો તમે તેને ભિક્ષુક ગૃહમાં મોકલી શકો છો. અહીં તેમની પાસે મજુરીનું કામ કરાવાશે અને જમવાની અને સુવાની સગવડ મળશે. ભણવાની સગવડ મળશે નહીં. લઘુતમ વેતનની સગવડ પણ મળશે નહીં. કારણકે તે તેમના માતૃપ્રાંતના રાજ્યની જવાબદારી છે. જો તેઓ ગુજરાતી ભાષા ભણીને ૧૦મી શ્રેણી પાસ કરશે તો તેમને ગુજરાતના લઘુતમ રોજીના અને બીજા બધા જ હક્કો મળશે.

ઘરકામ કરનારા કામગારોનું શું કરવું?

ઘરકામ કરનારાઓ અને ચોકીદારો મોટેભાગે અભણ હોય છે.  આ લોકો કાંતો ડુંગરપુરીયા, કે અભણ રબારણ, વાઘરી, ભરવાડણ, ઠાકરણ, કોળી કે એવા સમકક્ષ હોય છે. તેમને આવી હળવી નોકરી જ કરવી હોય છે. ડુંગર પુરીયાઓ હોળીમાં અને વરસાદની ઋતુમાં  રાજસ્થાન કે પંચમહાલમાં પોતાના ખેતરમાં કામ કરવા પહોંચી જાયછે. હવે જોકે તેઓ ઓછા થઈ ગયા છે કારણ કે તેઓ નોકરીએ લાગી ગયા છે. પણ સ્થાનિક ઘરકામ કરનારા/રીઓ ને સારી સ્થિતિમાં લાવવાનો કોઈ ખાસ ઉપાય હોય તો તે એ છે કે તેમના સંતાનોને કોઈપણ રીતે શિક્ષણ આપો. ગામડામાં અને શહેરમાં રહેતા ગરીબો વહેમ અને લેવડ દેવડના ખોટા રીત રીવાજોમાં બહુ માને છે. તેઓ દેવું પણ કરે છે અને દારુ પણ પીવે છે. લોનના પૈસા પોતાના વ્યવસાયમાં વાપરવાને બદલે બીજા સામાજીક કામોમાં વાપરી નાખે છે. પછી દેવું ન ભરી શકતાં આત્મહત્યા કરે છે.

મધ્યમ વર્ગના અને ઉચ્ચ વર્ગની સ્ત્રીઓ માટે ઘરકામ કરનાર એક વ્યાપક અનિવાર્યતા બની ગયેલી છે. આ ઘરકામ કરવા વાળા સ્થાનિકોને વધુમાં વધુ ૫ થી ૬ હજાર મળે છે. તેઓ છકડામાં બેસીને આવે છે. એટલે ૫૦૦ રૂપીયા તો તેમના આમાં જ જતા. તેઓ તેમના સંતાનોને પણ આમાં જોતરે છે. આ લોકોને ગૃહ ઉદ્યોગશાળામાં દાખલ કરી દેવા જોઇએ જ્યાં તેઓ ભણી પણ શકે અને કમાઈ પણ શકે. ચાની લારીવાળાઓને ત્યાં પણ નાના બાબલાઓ કામ કરતા હોય છે. તેમને પણ ગૃહ ઉદ્યોગ શાળા દાખલ કરી દેવા જોઇએ. ગૃહ ઉદ્યોગની બનાવટ વાપરવી, સરકારી ઓફિસો અને કોર્પોરેશનની ઓફિસોમાં ફરજીયાત કરી દેવી જોઇએ.

જો આવું કરીશું તો ગૃહિણીઓ અને ચાની લારીવાળા કે ગલ્લાવળા શું કરશે?

લારીવાળા, ગલાવાળા, ખુમચાવાળા, પાથરણાવાળા એ દબાણ છે. અને તેમને જાહેર સ્થળો ઉપરથી દૂર કરી, સંકુલોમાં ખસેડી દેવા જોઇએ. તેઓને ભણાવીને નિકાલ કરી દેવો જોઇએ.

ગૃહિણીઓના પ્રશ્નો આળસના છે. તેમણે સફાઈના મશીનો વસાવી લેવા જોઇએ. રહેવાની આદતો બદલવી જોઇએ. ધૂળ કેમ ઓછી થાય.? શહેરની કે ગામડાની ધૂળ ૯૯ ટકા ઓછી કરી શકાય.છે અને ઉષ્ણતામાન ૧૦ ડીગ્રી ઓછું કરી શકાય. આ એક અલગ વિષય છે.   

સરકારી ઓફિસોમાં, સરકારી દવાખાનાઓમાં અને સંકુલોમાં જે સફાઈવાળા રાખવામાં આવે છે તેઓ કામ કરવામાં દગડા હોય છે. સંડાસ તીવ્ર વાસ મારતાં હોય. સાહેબો પોતાની કેબિનમાં અલગ સંડાસ રાખતા હોવાથી તેઓ આ ગંદકી પ્રત્યે બેધ્યાન રહે છે. તેથી કાંતો તેમના અલગ સંડાસ દૂર કરવા જોઇએ અથવા તેમનો ગંદકી બદલ દંડ થવો જોઇએ. ઘણી જગ્યાએ સરકાર કોઈ એજન્સીને સફાઈનો કોન્ટ્રાક્ટ આપે છે. તે કામદારોને પાર્ટ ટાઈમ રાખે છે અને પગાર ઓછો આપે છે. જે એજન્સીઓ લઘુતમ વેતન ન આપતી હોય કે સફાઈ બરાબર ન થતી હોય તો તેને અસરકારક પેનલ્ટી લાગુ પાડવી જોઇએ. અને ત્રીજી વખત ગેરરીતી થાય તો તેનું લાયસન્સ રદ થવું જોઇએ. એજન્સીઓ પોલીસ વેરીફીકેશન થયેલા કામદારોને જ રજીસ્ટર્ડ કરશે.

શિક્ષણ પદ્ધતિમાં ફેરફારઃ

કામનો તૂટો નથી. ઉદ્યોગોને શિક્ષણની જવાબદારી સોંપો. તેઓ તેમના કર્મચારીઓના બાળકોને અને આસપાસના વિસ્તારના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપે અને તેમને તેમની ફેક્ટરીને કામ લાગે તેવું કામ પણ શિખવે. ફેક્ટરી ઉદ્યોગોવાળા સ્થાનિકોને રોજગારમાં પ્રાથમિકતા આપે. તેઓનો શૈક્ષણિક ઉદ્ધાર પણ તેઓ જ કરે.

પ્રાથમિક શિક્ષણ ફરજીયાત છે. તેની સાથે ગૃહ ઉદ્યોગ શિખડાવવા જોઇએ. ખાદી પહેરવી ફરજીયાત કરી દે તો શાળાઓ કંઈક અંશે આત્મનિર્ભર બને. ગરીબ વિસ્તારોમાં સરકારી પ્રાથમિક શાળાઓ ખોલવી જોઇએ. તેથી ગરીબના સંતાનો સહેલાઈથી ભણવા આવી શકે. બાબલાંઓને અંગ્રેજી પણ ઘનિષ્ઠતા પૂર્વક શિખડાવવું જોઇએ. જેથી તેઓ પૈસાદારોના બાળકો પાસે નાનમ ન અનુભવે. પ્રાથમિક શિક્ષણ માં જ સફાઈ, સ્વચ્છતા, વ્યવસ્થિતપણું, સૌજન્યતા, નિયમિતતા, નીતિમત્તા, બચત અને શ્રમના મહિમાના પાઠ ભણાવવા જોઇએ. શ્રેષ્ઠ શિક્ષકો પ્રાથમિકશાળામાં જ હોવા જોઇએ. પ્રાથમિક શિક્ષણ દરમ્યાન તેમના અવારનવાર મનોવૃત્તિની ચકાસણી જુદી જુદી સંસ્થાઓ દ્વારા થતી રહેવી જોઇએ. જેથી તેઓ આગળ જતાં યોગ્ય વિષયની લાઈન પકડી શકે.

ગરીબી ચાલુ ન રાખવી હોય તો

ખેતી ઉપરનું ભારણ ઓછું કરવું જ પડશે. વનવાસીઓએ પણ ભણીગણીને નવા કામો શોધવા પડશે. જો આવું કરવામાં ન આવે તો ગરીબી હઠે નહીં. આપણી ગ્રામ્ય સંસ્કૃતિ, વનસંસ્કૃતિ, ગોપાલ, ગોચર, ગોધૂલી, પનિહારી, વિગેરેની કવિતાઓનો આનંદ લેવો સારો લાગે છે. પણ મૂર્ધન્યોનો આ આનંદ તો ગરીબોને ગરીબ રાખવાનું જ કાવતરું કહો તો કાવતરું, રાજકારણીય ખંધાઈ કહો તો ખંધાઈ અને ટૂંકી દૃષ્ટિ કહો તો ટૂંકી દૃષ્ટિ જ છે. જો ખેડૂ જગતનો તાત એવી વાતો કર્યા કરીશું તો આર્થિક અસમાનતાના પરિણામો થી દેશમાં અનેક સમસ્યાઓ ઉમેરાશે. એટલું જ નહીં અરાજકતા અને ખૂનામરકી ફેલાઈ જશે.

આ બધું રોકવા, મોટા મોટા બહુમાળી સંકુલો જ બનાવવા પડશે, ગ્રામ્યવિસ્તારોને સંકુલોમાં ફેરવી જમીન ખેતી કે ફસલ માટે ઉપલબ્ધ કરવી પડશે, પડું પડું થતા શહેર અને ગામના મકાનોને તોડીને સંકુલો બનાવવા પડશે, મકાનના બાંધકામમાં વપરાયેલી જમીન ઉપર જ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ ટેક્ષ લગાવવો પડશે. બહુમાળી મકાનો કરવાથી ટેક્ષ ઓછો થશે. સ્વતંત્ર બંગલાઓ અને ફાર્મ હાઉસો ઉપર અપાર ટેક્ષ નાખવો પડશે. જો આમ કરીશું તો જ જમીન ફાજલ પડશે. કોઈ પણ જમીનને બીનઉપયોગી ત્રણ માસથી વધુ રાખી શકાશે નહીં. તેના ઉપર ઉત્પાદન કરવું પડશે. પડતર જમીન સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ કબજો લેવો પડશે, આ જમીનનો ઉપયોગ શાકભાજી વાવવા કરવો પડશે.

ખેડૂતોએ ભેગા થઈ અનાજને પેક કરવા માટેના સહિયારા મશીનો વસાવવા પડશે અને શહેરમાં વેચવા માટેની સહીયારી દુકાનો ખોલવી પડશે. સ્વાવલંબી વિસ્તારો આંકવા પડશે, શાક ભાજીને ગેલેરીમાં અને અગાશીમાં ઉગાડવા પડશે. મલ્ટીલેયર ખેતી કરવી પડશે. જમવાની આદતો બદલવી પડશે. શાકભાજી અને ફળોનો વપરાશ વધે તેવી આદતો કેળવવી પડશે. કારણ કે આ મલ્ટીલેયર ઉત્પાદન છે. કારણ કે તે વૃક્ષ છે અથવા ઓછી ઉંચાઈના છોડ છે. જે ઓછી ઉંચાઈના છોડ છે તેને મોટા ઝાડ નીચે કે ગેલેરીમાં ઉગાડી શકાય છે. તેને મલ્ટીલેયર બનાવીને પણ ઉત્પાદન કરી શકાય છે. માંસાહાર બંધ કરવો પડશે. કારણ કે જેઓ માંસાહારી છે તેઓ વનસ્પત્યાહારી પ્રાણીઓને જ ખાય છે અને તેમને ઉછેરવા તેમના ખોરાક માટે મનુષ્ય કરતાં છ ગણી જમીન વપરાય છે.

આ બધું કરવા ઉપરાંત સુવિધાઓના ઉપકરણોના નાવિન્ય ઉપર અંકૂશ મુકવા પડશે. એટલે કે જે ઝડપે ટેક્નોલોજીનો વિકાસ થાય છે તે જુના મોડલોને રદબાતલ કરે છે. જુના મોડલો ભંગારમાં જાય છે. આ એક વ્યય છે. વિજ્ઞાન ના વિકાસ માટેના ઉપકરણો અને માનવની સુવિધા, સગવડ અને શોખ માટે ઉપકરણોમાટેના ફંડમાં ક્યાંક ભેદ કરવો પડશે. પ્રધાન્ય વિજ્ઞાન, માળખાકીય સગવડો અને આનંદ (પ્રવાસન અને કળા) ને આપવું પડશે.

આપણે સમજવું પડશે કે માણસ અંતે તો આનંદ માટે છે. આ આનંદ, જ્ઞાન, સુરક્ષા અને સુખસગવડ, સંવાદ, કલા પ્રદર્શન, રમતગમત અને પ્રવાસ દ્વારા મળે છે. સ્પર્ધા અને અસંવેદનશીલતાથી નહીં.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ શ્રમ, ઉત્પાદન, મૂલ્ય, મહત્તમ, લઘુતમ, એપાર્ટમેન્ટ, વધુમાં વધુ, સગવડ, સુખ, આનંદ, સ્પર્ધા, પડતર, જમીન, બહુમાળી, સંકુલ, મલ્ટીલેયર, ફળ, શાકભાઈ, માળખાકીય, કામ, ઉપકરણો, વિજ્ઞાન, પ્રણાલી, ક્ષતિયુક્ત, માનવીય

 

Read Full Post »

જમીનના હક્કો અને ગાંધીવાદની માયા જાળ

નરેન્દ્ર મોદીની સરકાર ઉદ્યોગો માટે જમીન સંપાદન કરે અને ઉદ્યોગોને આપે એટલે કેટલાકને ન ગમે તે સ્વાભાવિક છે. કોઈપણ કામ સારું હોય કે ખરાબ હોય તેનો અમુક જુથ તરફથી વિરોધ તો થવાનો જ. ઔદ્યોગિક ગૃહો કે વ્યક્તિગત ઉદ્યોગો સ્થાપવાની ઈચ્છા ધરાવનારાઓ પણ જ્યારે ઉદ્યોગ સ્થાપવા માટે અરજી કરે ત્યારે સરકાર પોતે પણ એટલે કે સરકારી અધિકારીઓ પણ વાંધા વચકા પાડે. ઉદ્યોગસ્થાપનારાઓ સરકારી અધિકારીઓના સંસ્કાર અને આદતોથી જાણકાર હોવાથી, તેમના લાગાઓને પણ એક પરિબળ માની તેને ખર્ચની ગણત્રીમાં લેતા હોય છે. આ ખર્ચને નાબુદ કરવા અનેક નરેન્દ્ર મોદીઓની સરકારને જરુર પડશે. જો કે આપનાર અને લેનાર સંપીને આ સમસ્યાનો નીવેડો લાવતા હોય છે તેથી આવી વાતો બહાર આવતી નથી. છૂટા છવાયા પકડાઈ જવાના બનાવો છાપામાં આવે છે. પણ તેની વિગતો બહાર આવતી નથી.

પણ જ્યારે સરકાર પોતે પોતાની આતુરતા ઉદ્યોગ સ્થાપવા માટે બતાવે ત્યારે તેનાથી જનતાને થતા લાંબા અને ટૂંકા ગાળાના લાભોને ધારોકે આપણે અવગણીએ અને જમીન સંપાદનની ક્રિયામાં જે વાડાઓ અને જુથો તરફથી અવરોધો ઉત્પન્ન થાય છે અને થવાના છે તેને સરકારી અધિકારીઓ લક્ષમાં લેતા હોય તેવું લાગતું નથી.

ગાંધીજીએ કહેલું કે તમે સારું કામ કરો તો પણ તેના અમુક ખરાબ પરિણામો પણ મળવાના જ. આનું કારણ લોકોની કે તેમના જુથોની કાર્ય કે સિદ્ધાંતોની અધૂરી સમજણ હોય છે. અને જો આમાં દૂન્યવી રાજકારણ કે જેમાં સ્વખ્યાતિ કે “ટકો લે પણ મને ગણ” એવી માનસિકતા ભળે એટલે કેટલીક ચર્ચાઓ, સંવાદો, અસંવાદો, વિસંવાદો અને વિતંડાવાદો પણ ઉજાગર થાય.આમાં ભલભલા ગોથાં ખાય તો સામાન્ય જનતાનું તો ગજું જ શું!

સત્યાગ્રહનો સીધો સાદો દાખલો

ગાંધીજીએ આપેલું હથીયાર એટલે કે સત્યાગ્રહ દ્વારા વિરોધ કરવો. એટલે કે આત્મપીડન (ઉપવાસ કે સજા સહિતની તૈયારી સાથે સવિનય કાનુન ભંગ) માટે તૈયાર રહી કોઈ બાબતનો વિરોધ કરવો. આ એક અહિંસક કાર્ય છે. ગાંધીજી અહિંસામાં માનતા હોવાથી તેમણે સત્યાગ્રહને સામુહિક હિતના આધારે પુરસ્કૃત કરેલ. જો કે સત્યાગ્રહ કરતાં પહેલાં તેની અમુક શરતો ગાંધીજીએ પ્રસ્તૂત કરી છે. પણ જો આ શરતો પ્રત્યે સત્યાગ્રહી અજ્ઞાન હોય, અથવા આત્મખ્યાતિ સહિતના બદઈરાદાવાળો હોય તો આપણને સત્યાગ્રહના પણ ખરાબ પરિણામો જોવા મળે.

જેમકે જેના અસંખ્ય ભક્તો છે તેવા રજનીશે પોતે કેવા જ્ઞાની છે અને મહાત્માગાંધીથી પણ કેટલા બધા આગળ વધેલા મહાન વિચારક છે તે દર્શાવવા તેમણે ગાંધીજીના સત્યાગ્રહની ટીકા ચાલુ કરીને સ્વખ્યાતિ માટે મેદાનમાં કૂદી પડેલ. તેમણે દાખલો આપેલ કે એક વેશ્યાએ કે જેનો પ્રેમ એક તરફી હતો તેણે પોતાને મનપસંદ વ્યક્તિને પોતાને પરણવા માટે સત્યાગ્રહ (ઉપવાસ)નો આશરો લીધો. “મને પરણ નહીં તો હું તારા ઘરની સામે ઉપવાસ કરીને મરી જઈશ”.

આ એક બળજબરી થઈ. બળ જબરી એક હિંસા છે. એટલે સત્યાગ્રહની એક આડ પેદાશ હિંસા હોય છે. એટલે સત્યાગ્રહમાં પણ હિંસાનું તત્વ છે. આમ રજનીશે ગાંધીજીના સત્યાગ્રહના નિયમોનો અભ્યાસ કર્યા વગર જ પોતાને અહિંસાના ગાંધી કરતાં વધુ જ્ઞાની સાબિત કરી દીધેલ. તેમણે નિરપેક્ષ અહિંસાની વાત કરેલ. કે જેમાં પોતાની પરાશક્તિ દ્વારા એક પાદરીએ બીજી વ્યક્તિનું દૂરદૂર રહ્યે વિચાર પરિવર્તન કરી દીધેલ. એવો એક કપોળકલ્પિત દાખલો પણ આપેલ. મૂળ વાત એમ છે કે જ્યારે તર્કશાસ્ત્રનું અધકચરું જ્ઞાન હોય, સમજણ પણ ઓછી હોય, વાચન પણ અધૂરું હોય અને તમારા શ્રોતાગણ કે વાચકગણ તમારી કક્ષાથી પણ ઉતરતી કક્ષાના હોય ત્યારે તમે તમારી ખ્યાતિ વાણી વિલાસ દ્વારા વધારી શકો છે.

જેમણે બકરી જોઇ નથી તેવા શ્રોતા ગણ આગળ તમે બકરીને ત્રણ ટાંગ હોય છે એટલું જ નહીં તેને ટાંગ વગરની પણ સાબિત કરી શકો છો. જો તમે સત્યાગ્રહના આધારરુપ સ્તંભોને ન જાણતા હો તો તમે સત્યાગ્રનો અયોગ્યરીતે ઉપયોગ કરી, ખરાબ પરિણામો ઉત્પન્ન કરી શકો છો.

સત્યાગ્રહની પૂર્વ શરતો છે.

અહિંસક આંદોલન આચરતાં પૂર્વે, તે દરમ્યાન અને તે પછી પણ, આ બાબતો તો અસ્તિત્વ ધરાવતી હોવી જ જોઇએ. સમાજનું ભલું (નિસ્વાર્થી પણું), તાર્કિક સંવાદ અને તેનું સાતત્ય, પરસ્પર પ્રેમ અને પરસ્પર વિશ્વાસ આ હોવાં જરુરી છે.

જો કે ગાંધીજીએ કહેલ કે તમે સારું અને શુદ્ધબુદ્ધિથી કામ કરો તો પણ અમુક દુસ્પરિણામ તો આવી શકે છે. પણ આવા દુસરિણામોનું પ્રમાણ ઓછું રહેશે અને સુપરિણામોનું પ્રમાણ ઘણું વધુ રહેશે. તેથી સરવાળે ઘણો લાભ જ થશે.

જેવું રજનીશનું હતું તેવું કેટલેક અંશે સરકાર દ્વારા ઔદ્યોગિક જગતમાટે જમીન સંપાદનની બાબતમાં તેનો વિરોધમાં આંદોલન કરનારા રાજકીય નેતાઓ, કહેવાતા કર્મશીલો, કેટલાક અખબારી મૂર્ધન્યો, ગાંધીવાદી અને ખુદ સરકારી અમલદારોના વલણ વિષે પણ આવું જ કહી શકાય.

જમીન સંપાદન ના દરેક કિસ્સાને એક એક કરીને જ જોઇ શકાય. જમીન સંપાદનમાં જમીનના દરેક કિસ્સાની કથા અલગ અલગ હોય છે. જો બંને પક્ષે સામાજીક હિતની સમજણ, અન્યાય ન થાય તેવી વૃત્તિ ધરાવતા હોય અને સંવાદમાં જો તર્ક શુદ્ધતા રાખતા હોય તો જમીન સંપાદન એ કોઈ અશક્ય કામ નથી અને આંદોલનનો વિષય પણ નથી.

તર્કની અશુદ્ધતાઃ

અમારે જમીન આપવી જ નથી.

અમારે ખેતી જ કરવી છે.

અમે જમીન નહીં આપીએ કારણ કે

જમીન ઉપર અમારો હક્ક છે.

જમીન આપી દઈએ તો અમે કરીશું શું?

તમે જે વળતર આપશો તે કંઈ અમારે જીંદગી ભર ચાલશે નહીં. એ પૈસા તો વપરાઈ જશે. તે પછી અમે શું કરીશું?

તમે અમારી પાસેથી સસ્તાભાવે જમીન લઈ ઉદ્યોગોને (પાણીના મુલે) જમીન આપો છો. અમને (જમીનના) માલિકમાંથી (કરખાનાના) મજુર બનાવી દો છો.

અમે શું કામ અમારું ગામ છોડીએ?

ગામની જમીન ઉપર ગામનો જ હક્ક છે.

જો ગ્રામ પંચાયત મંજુર ન કરે તો તમે ગૌચર કે ખરાબાની કે પડતર જમીન પણ ન લઈ શકો.

અમારા ઢોર ચરશે ક્યાં?

માલધારીઓનું શું થશે?

ગાંધીજીએ પ્રબોધેલા ગ્રામ સ્વરાજ ની ભાવનાનો અહીં ધ્વંશ થાય છે.

ઉદ્યોગો થી પર્યાવરણનો નાશ થશે,

ગ્રામ્ય જનતાનું શોષણ થશે.

અમારે તો ખેતી જ કરવી છે. જમીન આપવી જ નથી.

શું આ શાશ્વત નિર્ણય છે?

ધારો કે “હા” એમ છે.

આપણે અમદાવાદની જ વાત કરીએ. કારણ કે અમદાવાદને જે લાગુ પડે છે તે બધા શહેરો, કસ્બાઓ અને ગામને પણ લાગુ પડશે.

૧૯૪૨માં મોટાભાગની વસ્તી કોટ વિસ્તારમાં જ વસતી હતી. ચારે બાજુ નાના ગામડાઓ હતા. ૧૯૪૮ સુધી પણ લગભગ આજ સ્થિતિ હતી. ચારે બાજુ ખેતરો હતાં. રાયપુર દરવાજાથી કાંકરીયા જોઇ શકાતું હતું. કાંકરીયાથી મણીનગર જવાના રસ્તા ઉપરથી મણીનગર સ્ટેશન જોઈ શકાતું હતું. ૧૯૫૨માં પણ ગીતા મંદીરથી વેદ મંદીર જોઇ શકાતું હતું. શાહઆલમનો રોજો જોઇ શકાતો હતો. હજારો ખેડૂતો ખેતી કરતા હતા. આજે અમદાવાદ કોટની રાંગથી ચારે બાજુ ૧૦થી પણ વધુ કીલોમીટર સુધી બાંધકામો થઈ ગયાં છે. અહીં હજારો ખેતરો હતાં. આ હજારો ખેતરોમાંથી એક પણ ખેતર બચ્યું નથી. આ બધા ખેડૂત ભાઈઓમાંથી કેમ એવા કોઈ જ ન નિકળ્યા કે જેમણે કહ્યું અને કર્યું કે અમારે તો અમારી જમીન વેચવી જ નથી અને માત્રને માત્ર ખેતી જ કરવી છે. તે વખતે શું ખેડૂત ભાઈઓ વધુ ભણેલ હતા? તે વખતે શું ખેડૂતભાઇઓ બીજો ધંધો કરવાની વધુ આવડત ધરાવતા હતા?

નાજી આવું કશું જ ન હતું. તે વખતે તો ખેડૂતો વધુ ગરીબ હતા.

શું ૨૦૦૨ પછી જ ઉદ્યોગો ગુજરાતમાં સ્થપાયા? નાજી ઉદ્યોગો ગુજરાતમાં પહેલાં પણ સ્થપાતા હતા.

શું પહેલાંના સ્થપાયેલા ઉદ્યોગો પર્યાવરણને હાની કારક ન હતા? ચોક્કસ હતા. અને હજી પણ છે.

પહેલાંના ઉદ્યોગો ચોક્કસ પર્યાવરણને હાનીકારક હતા. અને તે વખતે તો પર્યાવરણને લગતા કાયદાઓ બહુ નબળા હતા. તો પણ મનુભાઈ શાહે દરેક તાલુકા સ્તરે ઔદ્યોગિક વસાહતો સ્થાપેલ અને આ બધી જમીનો ખેતરાઉ જમીનો જ હતી. આ બધી જ ઔદ્યોગિક વસાહતો ગામેગામ હતી અને તેનો વિસ્તાર ગામને સમકક્ષ હતો. આખું ગાંધીનગર શહેર ખેતરોને ઉખેડીને બનાવેલ.

આજે ડાહી ડાહી વાતો કરનારા તે વખતના કોંગ્રેસીઓ અને તે વખતના નૂતન કોંગ્રેસીઓ તે વખતે ક્યાં હતા? સનત મહેતા જેવા પ્રજાસમાજવાદીઓને મહુવામાં “નૂતન કોંગ્રેસીઓ” એ નામની ઓળખવામાં આવતા હતા, અને અત્યારે આજ સનત મહેતા એક સમાચાર પત્રમાં કટારીયા મૂર્ધન્ય બની ગયા છે અને ડાહી ડાહી વાતો લખે છે.

૧૯૪૮ થી ૧૯૯૫ સુધીમાંનો સમય લક્ષ્યમાં લઈએ તો બધાં શહેરો, સરવાળે હજારો ચોરસ કીલોમીટર વિકસ્યા અને ગામડાને ગળી ગયાં. તો તે હજારો ગામડાંઓની હજારો ગોચરની જમીનો ક્યાં ગઈ?

બગીચો કેવી રીતે ઉકરડો બન્યો?

૧૯૮૧ પછી ગુજરાતમાં નહેરુવીયન ઈન્દીરાઈ કોંગ્રેસ સોળે કળાએ વિકસી. ઉદ્યોગો અને સરકારી અફસરો વચ્ચેની ખાઈકી નો ધંધો પણ સોળેકળાએ વિકસ્યો. મનુભાઈ શાહે સ્થાએલી ઔદ્યોગિક વસાહતો (જી આઈ ડી સી), જે બગીચા જેવી લાગતી હતી તે બધી ગંદકીથી ખદબદવા લાગવાનું શરુ થયું. જો તમે દા.ત. વટવા જી. આઈ. ડી. સી.ના સરકારી કે ખાનગી ચિકીત્સકોને મળશો તો તેઓ તમને “ઑફ ધ રેકોર્ડ” આરોગ્ય ખાતાના અધિકારીઓની, પર્યાવરણના અધિકારીઓની અને ઔદ્યોગિક એકમના માલિકો વચ્ચેની મીલીભગતની ચોંકાવનારી વાતો કરશે. હાલ પર્યાવરણને લગતા કાયદા ઘણા કડક છે. ૧૯૮૧થી ચાલુ થયેલો ખાયકીના ધંધાનું ઉઠમણું થઈ શકે છે પણ તેને માટે નરેન્દ્ર મોદીએ ફુલ ટાઈમ અને તે પણ આ એક માત્ર પર્યાવરણનું જ કામ કરવું જોઇએ.

આરોગ્ય ખાતા પાસે અમર્યાદ સત્તા છે. પણ જેમ પોલીસ તંત્ર જેમ દારુબંધીનો અમલ કરવામાં ઠાગા ઠૈયા કરે છે, જેમ લેબર કમીશ્નર મજુરકાયદાના અમલમાં ઠાગા ઠૈયા કરે છે, જેમ મ્યુનીસીપલ કમીશ્નરો ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવવામાં ઠાગાઠૈયા કરે છે, અને નહેરુવીયન કોંગ્રેસ જેમ વિદેશી બેંકોમાં રહેલું કાળું-લાલ નાણું પકડવામાં અને ગરીબી હટાવવામાં ઠાગાઠૈયા કરે છે તેમ આરોગ્ય ખાતાવાળા (પર્યાવરણવાળા સહિત) પ્રદૂષણ અટકાવવામાં ઠાગા ઠૈયા કરે છે.

ગંગા મૈલી ક્યું? તમે ગંગામાં કચરો નાખવો બંધ કરો તો એક ચોમાસું ગયા પછી આપોઆપ ચોક્ખી થયેલી જોવા મળશે.

અહીં ગાંધીવાદ અને ગાંધી વાદીઓની વાત ક્યાં આવી?

જમીન બચાવોના આંદોલનમાં ઈન્દીરાઈ કોંગ્રેસીઓ, નૂતન કોંગ્રેસીઓ, કહેવાતા કર્મશીલો, અખબારી મૂર્ધન્યો, સાથે ગાંધીવાદીઓ પણ સામેલ છે. નહેરુવીયન કોંગ્રેસીઓના વલણમાં વિરોધાભાસ હોય તે સિદ્ધ કરવાની જરુર નથી. તે સ્વયં સિદ્ધ છે. ૧૯૭૫-૧૯૭૭ સુધી ઈન્દીરા ગાંધીએ ચલાવેલી કટોકટી સ્વયંસિદ્ધ દંભી અને વિરોધાભાષી અને ગુન્હાહિત વલણોવાળી આતંકવાદી રહી હતી. એ પહેલાંના અને તે પછીના નહેરુવીયન કોંગ્રેસના વલણો પણ દંભી અને વિરોધાભાષી રહ્યા છે પણ તે બધા વિતંડા વાદ કરીને વિવાદાસ્પદ બનાવી શકાય તેમ હતા અને તેમ છે. પણ ૧૯૭૫-૧૯૭૭ તો ન્યાયાલય સંસ્થાના દસ્તાવેજો ઉપર છે. તેથી તેને અવગણી શકાય નહીં.

કેટલાક ગાંધી વાદીઓ મૂંગા રહેલ પણ ઘણા ગાંધી વાદીઓએ લડત અને ભોગ આપેલા. તેઓ સલામને પાત્ર છે. પણ “ન્યાયાર્થે નિજ બંધુકો ભી દંડ દેના યોગ્ય હૈ” એ કૃષ્ણ ભગવાનની અને કૌટીલ્યની ફિલોસોફી પ્રમાણે અમુક ગાંધીવાદીઓની ટીકા કરવી જોઇએ.

ભૂમિપુત્ર એ સર્વોદય વાદીઓનું મુખ પત્ર છે. તે ગાંધીવાદી હોય તે અપેક્ષા આપણે રાખવી જોઇએ. જો સરકારની ટીકા ન કરીએ તો સરકારને સુધરવાનો ચાન્સ ન મળે તેવું નરેન્દ્ર મોદી પણ કહે છે. તેથી ભૂમિપુત્ર પણ ગાંધીવાદમાંથી ચલિત ન થાય તે આપણી અપેક્ષા હોવી જોઇએ. કમસે કમ ભૂમિપુત્ર એક તરફી વાતો ન કરે તે જરુરી છે. કારણ કે માત્ર એક પક્ષી વાતો રજુ કરવી તે ગાંધીવાદી પ્રણાલી નથી.

જમીન બચાવો એટલે શું?

ખેતી માટેની જમીન અને જંગલોની જમીન ઓછી ન થવી જોઇએ.

ધારોકે ખેતી માટેની જમીન બીજા હેતુ માટે વાપરી તો તેટલી જ જમીન ખેડાણને લાયક કરવી જોઇએ. એટલે કે જે જમીન પડતર છે અને ખરાબાની છે તેને નવસાધ્ય કરવી જોઇએ. જંગલો ન કપાવાં જોઇએ. નહેરુવીયન કોંગ્રેસના રાજમાં પુસ્કળ જંગલો કપાયાં અને હજુ પણ કપાય છે. ૧૯૯૩-૧૯૯૫ના અરસામાં શિલોંગથી ચેરાપૂંજીના રસ્તે આવતા પહાડો અને ટેકરીઓ વૃક્ષો વિહીન થઈ ગઈ હતી. શિલોંગથી ગુવાહટ્ટી જવાના રસ્તે જંગલો માં ઝાડને ગેરકાયદેસર રીતે આગ લગાડી ખેતર માટે કે બીજા હેતુ માટે જમીન નો ટૂકડો બનાવમાં આવતો હતો એ મેં નજરે જોયું છે. આવી જ ક્રિયા સહ્યાદ્રીના ડૂંગરોમાં ચાલે છે. ૯૫ ટકા પંચમહાલનું જંગલ ૧૯૬૫ સુધીમાં નષ્ટ કરીદેવામાં આવેલ. ગોધરાથી લુણાવાડા વચ્ચે ઘટાદાર જંગલ હતું તે વાત કોઈ આજે માને પણ નહીં. ૧૯૪૭ પહેલાં પંચ મહાલના જંગલોમાં ૯૦” વરસાદ પડતો હતો તે વાત પણ કોઈ માને નહીં. જો કે સર્વોદય વાદીઓનો જંગલો નષ્ટ કરવાની બાબતમાં ચણભણાટ ચાલુ હતો.

જમીન બચાવવી હોય તો જમીન ઉદ્યોગોને આપવી ન જોઇએ. કારણ કે ખેતીમાટે એટલી જમીન ની ઘટ પડે છે. અને જો ઉદ્યોગોને અપાતી જમીનો સામે આંદોલનો આપણે કરતા હોઈએ તો આપણે જ્યાં જ્યાં ખેતીની જમીનમાં બીજી કોઈપણ રીતે ઘટ પાડવામાં આવતી હોય ત્યાં ત્યાં વિરોધ પ્રદર્શિત કરી આંદોલન ચલાવવા જોઇએ.

જમીનની ઘટ કઈ કઈ રીતે પડે છે?

જમીનના ટૂકડાઓની ખેરાત કરવાથી જમીનની ઘટ પડે છે. આવી ખેરાતોનો ચીલો ઈન્દીરા ગાંધીએ પાડેલો છે. રહેણાંક માટે સરકારી નોકરોને, પત્રકારોને, ન્યાયધીશોને, જનપ્રતિનીધિઓને ગરીબોને, પછાત વર્ગોને જમીન ફાળવવી એ જમીનનો વ્યય છે. વ્યક્તિઓને જમીનના ટૂકડા ફાળવા એ જમીનનો વ્યય છે.

ઝોંપડ પટ્ટીઓ ઉભી થવાથી જમીનની ઘટ પડે છે,

લારી ગલ્લાઓ અને પાથરણાઓ જમીન રોકે છે, તેથી જમીનની ઘટ પડે છે,

રો-હાઉસ વાળી દુકાનો કરવાથી જમીનની ઘટ પડે છે,

સ્વતંત્ર બંગલાઓ અને રો-હાઉસો વાળી હાઉસીંગ સોસાઈટીઓ અને ફાર્મ હાઉસોવાળી હાઉસીંગ સોસાઈટીઓ અને સંકુલો થવાથી જમીનની ઘટ પડે છે,

ઓછામાળવાળી (બે, ત્રણ કે ચાર) બહુ માળી સોસાઈટીઓ કે સંકુલો કરવાથી જમીનની ઘટ પડે છે,

જુના ખખડધજ પડુ પડુ થતાં મકાનો પણ પરોક્ષ રીતે જમીનની ઘટ પાડે છે.

ખુલ્લી જગ્યામાં પાર્કીંગ માટે જમીન ફાળવવાથી જમીનની ઘટ પડે છે.

રસ્તાઓ ઉપર વાહન પાર્કીંગ ઉભા કરવાથી પણ જમીનની પરોક્ષ રીતે ઘટ પડે છે.

આમ તો પહોળા રસ્તાઓ અને રેલ્વે કરવાથી પણ જમીનની ઘટ પડે છે. નહેરો કરવાથી પણ જમીનની ઘટ પડે છે. ખેતરોના નાના ટૂકડાઓ કરવાથી પણ પરોક્ષ રીતે જમીનની ઘટ પડે છે, નદી ઉપર બંધ બાંધવાથી પણ જમીન ડૂબમાં જાય છે. આના પણ ઉપાયો છે. પણ તે લાંબા ગાળાના ઉપાયો છે. પણ તેની ચર્ચા પછી કરીશું.

આ બધી જે કોઈપણ રીતે જમીનની ઘટ પડે છે તેને દૂર કરી શકાય છે. એટલું જ નહીં પણ  પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે જમીન ઉત્પન્ન કરી શકાય છે.

જમીનની માલિકી

જમીનની માલિકી કોઈ એક વ્યક્તિની હોઈ જ ન શકે. જમીનની માલિકી ગામની પણ ન હોઈ શકે. એટલે કે ગામડાની પણ ન હોઈ શકે.  જો ભારતના દરેક નાગરિકને દેશમાં ગમે ત્યાં જવાનો અને સ્થાયી થવાનો હક્ક હોય તો જમીનનો વ્યવહાર રાષ્ટ્રીય રીતે જ થઈ શકે. જો જમીનમાંથી થતું ઉત્પાદન દેશમાં બધી જગ્યાએ વેચાઈ શકતું હોય તો કોઈ ગામડું, ગામ કે શહેર ઉપર સૌનો સરખો હક્ક હોવો જોઇએ. જો દેશની કેન્દ્રસ્થ સત્તા દેશ માટે એક વ્યાપક જમીનને લગતી નીતિ ન ઘડી શકતી હોય તો સક્ષમ રાજ્ય સત્તા પોતાના રાજ્ય પૂરતી નીતિ ઘડી શકે. કારણ કે જમીનને લગતી નીતિના વ્યાપક પરિમાણો હોય છે. એટલે જમીનને લગતી નીતિ ઘડવાના અધિકારો ગ્રામ પંચાયતને અબાધિત રીતે ન આપી શકાય. ગ્રામ પંચાયતના વાંધા વચકાનું જરુર નિરાકરણ લાવી શકાય. પણ હવે ગ્રામસ્વરાજ અને ખેડૂત જગતનો તાત કે જંગલ ની સંપત્તિ ઉપર વનવાસીઓનો અધિકાર તે બાબતો ઉપર પુનર્‌ વિચારણા થવી જોઇએ. હાલના ઈન્ટરનેટ યુગમાં વિશ્વ આખું એક ગામડું થઈ જવાની તૈયારીમાં છે. ત્યારે કમસે કમ આપણે આપણા રાજ્યને એક ગામડું સમજવાના અને બનાવવાના પ્રયત્નો કરીએ. આ ત્યારે જ બને જ્યારે આપણે આપણા રાજ્યમાં એક સૂત્રતા લાવીએ અને રાજ્યના હિતનો વિચાર કરીએ. જુના જમાનામાં એક ગામડું ૫૦ ખોરડાથી ૫૦૦ ખોરડાનું રહેતું. આજે એક સંકુલ એક હજાર કુટુંબોને સમાવતું હોય છે. એટલે ગામડાને આપણે એક સંકુલ સમજવું પડશે અને તેને એક વાસ્તવિક સંકુલ બનાવવું પડશે. જો આમ કરીશું તો જ જમીનનો યોગ્ય ઉપયોગ થઈ શકશે.

જો જમીન બચાવવાનો હેતુ રાજકીય કે સ્વખ્યાતિનો ન હોય અને ફક્ત ખેતીની અને જંગલની જમીન બચાવવાનો હોય તો જ્યાં જ્યાં જમીનનો દુરુપયોગ થાય છે ત્યાં ત્યાં આંદોલનો થવા જોઇએ અને કરવા જોઇએ. જેઓનું ધ્યેય રાજકીય નથી અને સ્વખ્યાતિનું નથી તેવા ગાંધીવાદીઓએ આ વાત સમજવી પડશે. નહીં તો જનતામાં તેમની વિશ્વસનીયતા નહીં રહે.

જ્યારે કેન્દ્રીય સરકારની નીતિઓની બુરાઈની અને ગેર વહીવટની વાત કરવી હોય ત્યારે “નહેરુવીયન કોંગ્રેસનું નામ લઈને કે જે એલ નહેરુ, ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધી કે મનમોહન સિંઘનું નામ લઈને ટીકા થતી નથી. પણ “સરકાર” અને “રાજકારણીઓ” એવો શબ્દ પ્રયોગ કરાય છે. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના અને નહેરુવંશીઓના નામ ન લઈને તેમના દુરાચારોને છૂપાવીને હળવા કરી દેવાય છે. જ્યારે ગુજરાતની બીજેપી સરકારની વાત આવે ત્યારે બીજેપી અને નરેન્દ્ર મોદીનું નામ લઈ નરેન્દ્ર મોદી ઉદ્યોગોને જમીનની લાણી કરે છે, નરેન્દ્ર મોદી ખેડૂતોને અન્યાય કરે છે, નરેન્દ્ર મોદી વનવાસીઓને અન્યાય કરે છે, નરેન્દ્ર મોદી વિકાસને નામે ગામડાંઓને ઉજાડી રહી છે, નરેન્દ્ર મોદી વિકાસની વાતોના જુઠાણાઓ ફેલાવે છે.  નરેન્દ્ર મોદી સરદાર પટેલનું બાવલું મુકી જનતાના ખર્ચે ખ્યાતિ મેળવવા માગે છે. ગાંધીવાદી નેતાઓએ નરેન્દ્ર મોદીના ગાંધીનગરના મહાત્મા મંદીર સામે પણ વિરોધ નોંધાવેલ. તમે ગાંધીજી ના સ્મારકને મંદીર નામ આપો કે આશ્રમ નામ આપો કે સ્મૃતિ નામ આપો તેથી શો ફેર પડે છે? નરેન્દ્ર મોદી ગાંધીજીના વિચારોના સ્મૃતિ ચિન્હ તરીકે કે સરદાર પટેલની સ્મૃતિ માટે કંઈ પણ કરે તેમાં જો પોતાને ગાંધીવાદી ગણાવતા મહાનુભાવો મોદીની ટીકા કરે તે ગાંધીજીના સિદ્ધાંતોને અનુરુપ તો નથી જ અને નથી જ.

આ પણ જાણે અધુરું હોય તેમ તેઓ નરેન્દ્ર મોદીના સદ્‍ભાવના પ્રસારના કાર્યક્રમોની પણ ટીકા કરે છે, નરેન્દ્ર મોદીની સરકારે કરેલા ઉર્જાના કુદરતી શ્રોતોના વિકાસ અને ખરાબાની જમીનને નવસાધ્ય કરી હોય તેને લક્ષમાં ન લે, પશુમેળા, કૃષિમેળા, સખી મંડળ, પાણી મંડળીઓની રચના જેવા અનેક કામોને લક્ષ્યમાં ન લે તો આ બધું પૂર્વગ્રહ યુક્ત જ ગણાય. જો આ બધું યોગ્ય ન હોય તો તેની મુદ્દા સર ટીકા કરે તો તે પણ આવકાર્ય ગણાય. જો સરકારની ક્ષતિઓ જો સરકારના ધ્યાનમાં લાવવામાં આવે તો સરકારને સુધરવાની તક મળે. નરેન્દ્ર મોદી વિષે જો ગાંધીવાદીઓ પણ ગુજરાતની આજની સરકાર વિષે નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ જેવા વિશેષણો વાપરશે તો તેમને ખુદને માટે યોગ્ય નહીં કહેવાય.

કાયદાકીય લડાઈઓ

જમીન સંપાદન ના મુદ્દે ગાંધીવાદીઓ જે કાયદાકીય લડાઈ લડી રહ્યા છે તે આવકાર્ય છે. કારણ કે કાયદાકીય લડાઈ તો સરકારી નોકરોની ખામી યુક્ત કાર્યવાહીને સુધારવા માટે છે. કેટલાક સરકારી અધિકારીઓમાં પ્રણાલીગત આપખુદી અને અહંકાર હોય છે. તેને ન્યાયાલય દ્વારા સુધારી શકાય છે.

જમીન, જંગલ, પાણી, ઉર્જા, શિક્ષણ, રોજગાર એવા કોઈ પ્રશ્નો હોઈ જ ન શકે. વિજ્ઞાન અને વિદ્યા (ટેક્નોલોજી) ના ક્ષેત્રમાં અસીમ તકો અને રોજગારીઓ પડેલી છે.

જમીન ઉપરની કૃષિ ઉપર કેટલું ભારણ મુકીશું? ઉદ્યોગો દ્વારા વધતી સુખસગવડો ને કેટલી હદ સુધી લઈ જઈશું?

ક્યાં કેટલો રોજગાર ઉભો કરીશું.

જ્ઞાન, શ્રમ અને વહીવટદારોને કેટલું વળતર આપીશું?

દરેક જગ્યાએ શ્રમ પડેલો છે તેને શ્રમને બદલે સેવામાં પરિવર્તિત કરવો પડશે. જો સેવાનું વળતર એવું હશે કે માનવીઓ એકબીજાથી વિમુખ નહીં બને પણ હળી મળીને રહેશે તો સૌને સુખ મળશે.

આ બધું જ થઈ શકે તેમ છે. કાયદાઓ છે. પણ તેનું માનવીય અને સામાજીક હિતને અનુરુપ અર્થઘટન નથી તેનો અમલ નથી. (ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગાંધીવાદીઓ, નરેન્દ્ર મોદી, વિશેષણ, અફસરો, અધિકારીઓ, આપખુદ, અહંકારી, સત્યાગ્રહ, આત્મપીડન, રજનીશ, દંભ, સ્વખ્યાતિ, કાયદાકીય, લડાઈ, જમીન, હક્ક, માલિકી, ગામડું, શહેર,

Read Full Post »

એક અગ્રગણ્ય ગુજરાતી દૈનિકમાં ચુનીભાઈ વૈદ્ય નો એક લેખ છપાયો છે. ચુનીભાઈ વૈદ્ય એક માનનીય વ્યક્તિ છે. તેઓ મહાત્મા ગાંધીના આદર્શોને મનસા વાચા અને કર્મને વરેલા એક માન્ય વ્યક્તિ છે. ઉપરોક્ત લેખ આ ચૂંટણીને સમયે છાપવામાં એમની સંમતિ લીધી હશે કે કેમ તે એક શંકાનો વિષય છે. કદાચ તેમણે સંમતિ આપી હોય અને ન પણ આપી હોય. કદાચ તેમને ખબર પણ ન હોય. આ પ્રશ્ન ઉઠવા માટેનું કારણ પણ છે. શ્રી ચૂનીભાઈ વૈદ્ય રાજકારણ થી અલિપ્ત છે. અને તેઓ એવું ન જ ઈચ્છતા હોય કે કોઇ એક બદતર પક્ષ  (નહેરુવીયન કોંગ્રેસ જ તો) તેમનો લાભ ઉઠાવે.

માર્કાવાળો માલ

ચૂનીભાઈ રાજકારણ થી અલિપ્ત છે એનો અર્થ એ છે કે પક્ષીય અને સત્તાના રાજકારણ થી તેઓશ્રી અલિપ્ત છે. ગાંધીજીના માર્ગે તેઓ પ્રજાકારણનું કામ તો કરી જ રહ્યા છે. પણ આ પ્રજાકારણના તેમના યજ્ઞમાં આપણા કોંગી જનો “ઘુસ” મારે છે. અને આ તો અમારું પ્રજાકારણ છે અને ચુનીભાઈ અમારી સાથે છે એવો આભાસ ઉભો કરે છે. આમેય નહેરુવીયન કોંગી જનો જ્યારે વિપક્ષે હોય ત્યારે વિરોધ, પ્રદર્શનો, ઘેરાવો, સરઘસો અને લાગ મળે ત્યારે ચુનીભાઈ જેવાના કાર્યક્રમોમાં પોતાના ફોટા પડાવી લે છે. માર્કા વાળા માલની કિંમત વધે તેમ આ નહેરુવીયન કોંગી જનો પોતાના ઉપર મહાત્મા ગાંધીવાળાનો માર્કો લાગે તો પોતાની કિમત વધે એ લાભ મેળવવા આતુર રહેતા હોય છે. ગાંધીવાદીમાંના કેટલાકને બાદ કરતા બાકીના કોઈને અછૂત માનતા નથી. કેટલાક આરએસએસને તેથી કરીને બીજેપીને પણ અછૂત માને છે તે વાત જુદી છે. જોકે આ વાત તેમનામાં (ગાંધીવાદીઓમાં) રહેલી ગાંધીવાદપણાની કચાશ છે.

ચૂનીભાઈ વૈદ્યનો લેખ શું હતો?

આ લેખમાં ચુનીભાઈએ ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ ખેતીની જમીન અને  ગૌચરની જમીન ઉદ્યોગ પતિઓને આપી દેવાની સરકારી તજવીજો સામે અવાજ ઉઠાવેલ અને આંદોલન ચલાવેલ અને વિજયો પણ મેળવેલ તેની ગાથાઓ હતી. કેટલીક જગ્યાએ ખેડૂતોના હિત ની રક્ષા માટે ગ્રામપંચાયતોની સામે પણ લડત આપવી પડતી તેવી વાતોનો પણ ઉલ્લેખ છે.

મારા આ લેખને તમે “ગૌચરની જમીન કોંગીનું દે ધનાધન” લીંક  https://treenetram.wordpress.com/2012/06/10/%E0%AA%97%E0%AB%8C%E0%AA%9A%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82/

અને “ચોક્ખું ઘી અને હાથી”ની લીંક

https://treenetram.wordpress.com/2010/10/22/%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%96%E0%AB%81%E0%AA%82-%E0%AA%98%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80/

ના સંદર્ભમાં અચૂક વાંચવા.

ગાંધીજીએ પ્રબોધેલું દેશનું મોડેલ શ્રેષ્ઠ છે

આ મોડેલ આજની તારીખમાં પણ પ્રસ્તુત છે. પણ તે એક દિશા છે. તેમાં રહેલા માનવીય મૂલ્યોને સિદ્ધાંતના સ્વરુપમાં સ્વિકારવા જોઇએ.

નહેરુવીયન કોંગીઓ દ્વારા અને પ્રતિ-મોદીઓ દ્વારા એવું માનવા મનાવવામાં આવે છે કે મોદી, ગરીબ, ગ્રામ્યપ્રજાના અને ખેડૂતોને ભોગે, ઉદ્યોગપતિઓને  વધુ પડતી મદદ કરે છે. આવું કરવામાં ખેતીની ફળદ્રુપ જમીન અને ગૌચરની જમીનનો પણ ભોગ લેવાય છે. જોકે આજ વલણ, અથવા તો આ જ દીશામાં અતિ વરવું એવું વલણ મહારાષ્ટ્રમાં અને અન્યત્ર, કોંગી બંધુઓ અને ત્યાંના સ્થાનિક મળતીયા નેતાઓ અપનાવે છે અને ધૂમ કમાણી, પોતાના ખિસ્સા ભેગી કરે છે. પણ આ વાત આપણે જવા દઈએ અને સૈધાંતિક અને શૈક્ષણિક ચર્ચા કરીએ.

જ્યારે તમે શહેરોને તોડવા તૈયાર નથી ત્યારેઃ  

પચાસ કે સો વર્ષ પહેલાં હિન્દુસ્તાનમાં જે વસ્તી હતી, જે ગામડા હતા તે હવે નથી તે આપણે સમજવું જોઇએ. આપણે કેવા ફેરફારો કરવા તૈયાર છીએ તેની આપણી પાસે બ્લ્યુ પ્રીંટ હોવી જોઇએ. આ જો ન હોય અને આપણે ફક્ત ખેડૂતો, ગ્રામ્ય પ્રજા અને ગૌચરને નામે દેકારો કર્યા કરીએ, રુકાવટ લાવ્યા કરીએ તેથી કોઈ મૂલ્યોનું રક્ષણ થતું નથી.

ભારતની વસ્તી સવા અબજ છે. તે કેટલા સમયમાં દોઢ બે અબજને પહોંચી જશે? આપણે તેને કેવી રીતે નહીં પહોંચવા દઈએ? આ માટે આપણી પાસે કોઈ ક્ષતિવગરનું અને અથવા ખાત્રી પૂર્વકનું કે ખાત્રી વગરનું પણ આયોજન નથી. આ વાત જવા દઈએ તો પણ હાલની વસ્તી પણ કોઈ નાની સૂની નથી. ભારત આઝાદ થયું ત્યારે આજની જ જમીન ઉપર ૩૫ કરોડ માનવ વસ્તી હતી. આજે એજ જમીન ઉપર અઢી ગણી વધારાની વસ્તીનો ઉમેરો થયો છે. એટલે કે લગભગ સાડાત્રણ ગણી વસ્તી થઈ ગઈ છે. જ્યારે વસ્તી ૩૫ કરોડની હતી ત્યારે પણ મોટાભાગની તો ગરીબ જ હતી. ૮૦ ટકા વસ્તી તો ખેતી ઉપર જ નભતી હતી. જે જંગલો સપાટ જમીન ઉપર હતા તે બધાં તો મોટે ભાગે કપાઈને ખેતરો થઈ ગયાં છે. પણ ખેતી લાયક જમીન કેટલી વધી તે સંશોધનનો વિષય છે. તમે જંગલ કાપીને ખેતર બનાવો એથી કંઈ જમીનની પેદાશ વધતી નથી. આ તો તમે આંબા કાપીને ઘઉં પેદા કરો એના જેવી કે તેનાથી પણ ખરાબ વાત છે. જ્યારે જંગલ હતું ત્યારે ઝાડ હતા અને તેના ઉપરનું ઉત્પાદન મલ્ટીલેયરનું હતું. (વનવાસીઓ નભતા હતા. જોકે ગરીબ હતા). ઘઉં કે તમાકુ વાવ્યું તો ઉત્પાદન એક લેયર નું થઈ ગયું. પર્યાવરણ ની વાત જવા દો તો પણ કુદરતી દ્રષ્ટિએ તો જમીન પાસેથી તમે ઓછું જ ઉત્પાદન લીધું.

ખરાબાની જમીન જો તમે નવ સાધ્ય કરો તો જમીન વધે. નરેન્દ્ર મોદીના શાસન દરમ્યાન ૩૩ લાખ હેક્ટર ખરાબાની જમીન નવ સાધ્ય થઈ તે વાતને જેઓ પોતાને તટસ્થ વિચારધારા વાળા માનતા હોય તેમણે અને ગાંધી વાદીઓએ પણ વધાવવી જોઇએ. જો તમે આવું ન કરો તો એવો જ અર્થ થાય કે તમે વરવું અને મૂલ્યહીન રાજકારણ ખેલવા માગો છો. તમારું ધ્યેય કાં તો સત્તાનું છે કે લાઈમલાઈટમાં રહેવાનું છે.

મૂળ વાત પર આવીએ.

આપણે ખેડૂતોને ક્યા લેવલ ઉપર લઈ જવા છે?

ખેતરની જમીન શું નરેન્દ્ર મોદીના સમયથી જ ઉદ્યોગોને આપવાનું શરુ થયું છે?

યાદ કરો. ૧૯૫૬ થી ૧૯૬૭ નો સમય. મનુભાઈ શાહે જીલ્લે જીલ્લે અને મોટાભાગના તાલુકે તાલુકે ગુજરાકેત ઔદ્યોગિક વિકાસ કોર્પોરેશન (જી.આ્ઈ.ડી.સી.). સૌરાષ્ટ્રના શહેરો સહિત, અમદાવદથી ઉમરગામ સુધીનો પટ્ટો ઉદ્યોગોથી ધમધમવા માંડેલ. ૧૯૫૫ના અરસામાં લુણેજમાંથી ઓએનજીસીએ તેલની શોધ કરેલ. આ બધી જમીનો શું ખેતીની ન હતી? આ ખેતીની જમીન જે ઉદ્યોગો માટે વપરાઈ તેનો હિસાબ માંડો. પછી નરેન્દ્ર મોદીની વાત કરો. નરેન્દ્ર મોદીની વાત કરો ત્યારે એ પણ જાણો કે નરેદ્ન્ર મોદીએ ખરાબાની કેટલી જમીન ખેતીમાટે નવ સાધ્ય કરી, અને કેટલો ખારો પાટ અને રણ પ્રદેશ ઉદ્યોગોને ફાળવ્યો.

મૂળવાત છે માનવ સંસાધનના ઉપયોગની. તમે ખેતીમાં ઉપજ કરવા માટે કેટલા માનવોનો ઉપયોગ કરવા માગો છો? જો તમે ખેતી ઉપર માનવોનું ભારણ વધારશો તો માનવો ગરીબ જ રહેશે. ભારતની વસ્તી સવા અબજની છે. શું તમારે તેને ખેતી ઉપર જ નભતી રાખવી છે?

આવી જ વાત ગૌચરની છેઃ

આમ તો સંસ્કૃતમાં ગૌ એટલે ગાય, બળદ, ભેંસ, ઘોડા, અને જમીન ખૂદ નો સમાવેશ થઈ જાય છે.

પણ આપણે ગૌનો ચીલાચાલુ અર્થ કરીશું. અલબત, ભેંસને તો ગાયમાં ગણીશું જ.

શું આપણે ગાયોને રામ ભરોસે, ગૌચરની જમીન ઉપર જ નભતી રાખવી છે?

ખરેખર ગાયો ગૌચર ઉપર નભે છે ખરી? નભે છે તો કેટલી નભે છે? ગૌચરની હાલત તમે જોઇ છે? ન જોઇ હોય તો બાવળા અને કાવિઠાની વચ્ચે આવેલા રાસમ ગામની ગૌચરની જમીન જુઓ. તેવા જ હાલ બધી ગૌચરની જમીનના છે. ગૌચરની જમીનની વરવી વાતો ઉપરોક્ત લેખમાં (“ગૌચરની જમીન કોંગીનું દે ધનાધન”) છે.

જેટલી ગાયો ગૌચર ઉપર નભે છે કદાચ તેટલી જ શહેર અને કસ્બા અને ગામડાની શેરીઓ માં ઘુમતી ઘુમતી આચરકુચર ખાતી નભે છે. ગૌચર કરતાં ગાયો માટે શેરીઓ વધુ મોટાં ખોરાકના સ્થળ છે. આ સ્થળોને ગાયો માટેના વૉકીંગ માટેના સ્થળો ગણવા વધુ યોગ્ય ગણાશે.

જુના જમાનામાં ભારતનો સમાજ ગ્રામ્ય સમાજ હતો. તે ખેતી અને ગૃહ ઉદ્યોગો ઉપર નભતો હતો. ઇસ્ટઈન્ડીયા કંપનીએ ભારતનો કબજો લીધો અને કાંતણ વણાટના ગૃહ ઉદ્યોગોને નષ્ટ કર્યા.. બીજા ગૃહ ઉદ્યોગો ચાલુ રહ્યા એટલે ગ્રામ્ય સંસ્કૃતી ચાલુ રહી પણ ગરીબી તો આવી જ હતી. લોકો ઘરે ગાય રાખતા. ખેડૂતો બળદ રાખતા. સૌના ઘર જમીન ઉપર હતા એટલે ગાય અને બળદને રાખવું પોષાઈ શકે તેમ હતું. હવે તો રસ્તા ઉપર પણ ગાય, બળદ, ભેંસ વિગેરે રાખી શકાય તેમ નથી. કારણ કે જમીનની તંગી છે.

સુયોગ્ય સમજ કેળવવી પડશે

જમીનની તંગીનો પ્રશ્ન હજી પણ વિકટ બનશે. જમીનને ઘાસ માટે, ગૌચર અને દેશની ધરોહર નામે ખુલ્લી રાખવી એ જમીનનો વ્યય છે. આ સમજ કેળવવી જ પડશે. ઘાસ ઉગાડવા માટેની મલ્ટીલેયર તરકીબો શોધવી પડશે. જો કે શોધ ખોળો તો ઘણી થઈ છે. પણ જો મફતમાં જમીન મળતી હોય અને ઢોરોને રખડતા મુકી શકાતા હોય, વળી આવી સ્થિતિ ચાલુ રાખવા માટે આંદોલનો સ્વિકારવા જનતા તૈયાર હોય, સમાચાર માધ્યમો પણ કવરેજ આપવા તૈયાર હોય તો આપણે ખ્યાતિ મેળવવી જ જોઇએ, એવું કોંગી જનો માને છે.

વિકલ્પ વગરનો વિચાર, વિકલ્પ વગરનો વિરોધ અને વિકલ્પ વગરનું આંદોલન ક્ષમ્ય ન ગણાવવા જોઇએ.

ગૌચરની જમીનનો વિકલ્પ શો?

ગૌશાળાઓનું આયોજન એ ગૌચરની જમીન નો વિકલ્પ છે. જેમ સીમેન્ટ ના કારખાન છે, જેમ ઈંટોની ફેક્ટરીઓ છે, જેમ નળીયાના કારખાના છે, જેમ પાણીના તળાવો છે તેમ ગૌસૃષ્ટિના સંસાધન માટે ગૌશાળાઓનું આયોજન કરવું પડશે. તેમાં મલ્ટી લેયર ઘાસ/રજકો ઉગાડવો પડશે. ખાતર, ગૌમૂત્ર અને ગેસ તેની આડ પેદાશ માટેનું આયોજન પણ કરીશું તો પશુ-સંસાધનનો નિપૂણતા પૂર્વકનો ઉપયોગ થઈ શકશે.

નરેન્દ્ર મોદીએ વૈકલ્પિક ઉર્જાનો પણ વિકાસ કર્યો છે. તેને બિરદાવવો જોઇએ. હજી મોટે પાયે આ ઉર્જાનો વિકાસ કરવો પડશે.

 ગામડાની રચના બદલવી પડશે. ચીને આવું કર્યું જ છે. આપણે વધુ સારી રીતે કરી શકીશું.

નહેરુવીયન કોંગ્રેસની તો દૃષ્ટિ જ ટૂંકી છે. તે મહિલાઓને ૧૦૦ વાર જમીન વિના મૂલ્યે આપવાની જાહેરાત કરે છે. આ જમીન નો ગુન્હાઈત વ્યય છે.

જો તમે ૫૬+ વર્ષ એક ચક્રી રાજ કર્યું હોય અને મોટા ભાગની જનતા ગરીબ રહી હોય અને તમારે તેમને મફત આપવાની અને તેમને મફત લેવાની મજબુરી થતી હોય તો તમારી એક પક્ષ તરીકેની ગેરલાયકાત  છે. તમે આટલા વર્ષોને અંતે પણ જનતાને પગભર ન કરી. તો તમારે ડૂબી મરવું જોઇએ.

કશું મફત મળવું ન જોઇએ

ન તો ઘાસ, ન તો અનાજ ન તો જમીન મફત મળવી જોઇએ અને ન તો ઘર મફત મળવું જોઇએ. સૌને રોજી આપો અને કિમત વસુલ કરો. બહુ બહુ તો ન નફો ન નુકશાન એવી પ્રણાલી સ્થાપો. મકાનો ન આપો પણ ફ્લેટ આપો અને મફત ન આપો પણ ભાડે કે ભાડા ખરીદ પદ્ધતિ થી આપો. દરેક સમસ્યાનું નિવારણ છે. ફક્ત શુદ્ધ બુદ્ધિ જોઇએ.

શિરીષ મોહન લાલ દવે

ટેગ્ઝઃ ચુનીભાઈ, ગાંધીવાદી, ગ્રામ, ખેતી, ઉત્પાદન, ઉપજ, વૃક્ષ, જમીન, વ્યય, આયોજન, વૈકલ્પિક ઉર્જા, રણ, ખરાબાની જમીન, ખારોપાટ, ખેતીની જમીન, ઉદ્યોગો, જીઆઈડીસી, મનુભાઈ શાહ, મફત

Read Full Post »

%d bloggers like this: