Feeds:
Posts
Comments

Posts Tagged ‘જયપ્રકાશ નારાયણ’

લોકશાહીના “નામ” પર જનતાને ત્રાસ આપવો બંધ કરો

લોકશાહીના “નામ” પર જનતાને ત્રાસ આપવો બંધ કરો./તટસ્થતાની ધૂનમાં હવે કેટલાક મૂર્ધન્યોએ બધી સીમા પાર કરી દીધી છે.

વંશવાદી કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સહયોગી વિપક્ષો બેફામ ઉચ્ચારણો કરે તેનાથી સુજ્ઞ લોકોની વિચારધારાને અસર થતી નથી. પણ જ્યારે સત્તાની લાલસા વગરના, અને જેમના પ્રત્યે જનતા નો સામાન્ય જણ, માન ધરાવે છે, તેઓ જ્યારે તટસ્થતાની ધૂનમાં બે બાજુ ઢોલકી વગાડે છે ત્યારે, આ સામાન્ય જણ, કાં તો ભ્રમમાં પડે છે, કે કાં તો મુંઝવણમાં પડે છે./દંભી સેક્યુલરોની ગેંગો, એમ જ ઇચ્છે છે કે, સામાન્ય માણસ તેમને સાથ ન આપે તો કંઈ નહીં, પણ તે મૂંગો રહે તો પણ ઘણું. આ સામાન્ય જણ “કંઈક ખોટું તો થયું છે” એટલું વિચારતો થાય તો આપણે “ગંગા નાહ્યા”.

બીજેપી એટલે એક માત્ર હિન્દુધર્મીઓના હિત માટેનો પક્ષ.

બીજેપી હિન્દુઓનો કોમવાદી પક્ષ છે. એવું માનવાની અને મનાવવા માટેની નહેરુવીયન કોંગ્રેસની જ નહીં પણ મોટાભાગના મૂર્ધન્યોની પણ ફેશન છે. આ વરણાગીપણાથી સુજ્ઞ મૂર્ધન્યો મુક્ત થાય તે દેશના હિત માટે અત્યંત જરુરી છે. નહેરુ જીવતા હતા ત્યારથી નહેરુ સ્વયં, કોમવાદી હતા. કેરલની નાંબુદ્રીપાદની સરકારને ઉથલાવવામાં તેમનો સહયોગ હતો. અને સૌ પ્રથમ હળાહળ કોમવાદી પક્ષ સાથે ગઠબંધન કરનાર પક્ષ પણ, નહેરુવીયન કોંગ્રેસ જ હતી. જે નેહરુવીયન કોંગ્રેસ, ગઈ કાલ સુધી શિવ સેનાને હળાહળ કોમવાદી પક્ષ માનતી હતી તે નહેરુવીયન કોંગ્રેસ, સત્તા માટે તેની સાથે જોડાણ કરે છે.

યહ તો હોના હી થા

શિવસેનાને જન્મ આપનાર તો કોંગ્રેસ જ હતી. મજદુર યુનીયનો ઉપરની સામ્યવાદીઓની પકડને તોડવા, નહેરુવીયન કોંગ્રેસે જ ક્ષેત્રવાદ અને ભાષાવાદને ઉત્તેજન આપવા શિવસેનાને જન્મ આપ્યો હતો. જ્યારે જ્યારે નહેરુવીયન કોંગ્રેસને જરુર પડી ત્યારે શિવસેનારુપી ગર્દભે તેને દોડીને મદદ કરી જ છે. એટલે ટૂંકમાં નહેરુવીયન કોંગ્રેસ દૂધથી ધોયેલી તો શું, ગંદા પાણીથી ય નહી, પણ ગટરના ઘટ્ટ પાણીથી ખરડાયેલી છે.

નહેરુવીયન કોંગ્રેસને, તેના સાંસ્કૃતિક સહયોગી પક્ષ, અને મોટા ભાગના મૂર્ધન્યો સહિત, કોઈને ખબર નથી કે લોકશાહી માર્ગ એટલે શું? ગાંધીવાદી માર્ગ એટલે શું?

રાજમોહન ગાંધી શું કહે છે?

રાજમોહન ગાંધી કોણ છે?

રાજમોહન ગાંધી, મહાત્મા ગાંધીના પૌત્ર છે. હવે તેઓશ્રી એક મહાનુભાવના પૌત્ર થયા એટલે તેઓશ્રી બોલે તો વજન તો પડે જ. તેઓશ્રીએ કહ્યું કે ગાંધીજી “હેટ નોટ” નું મહત્વ સમજાવવામાં નિસ્ફળ ગયા હતા. “ફિયર નોટ” સમજાવવામાં સફળ થયા હતા.

કોઈ વ્યક્તિ, જો કોઈ મહાપુરુષ વિષે કોઈક બાબતમાં બોલે તો તે કંઈક અંશે સાપેક્ષે વધુ અસરકારક બને. તેમાં પણ જો તે વ્યક્તિ, જે તે મહાપુરુષનો નજદીકી સંબંધ ધરાવતો હોય તો તો તેના બોલનું વજન પડે જ પડે. વળી તે વ્યક્તિ જો નકારાત્મક બોલે, તો તે, ખાસ સમાચારનું હેડીંગ બને.

હેટ નોટ અને ફિયર નોટમાં વધુ ઉચ્ચ સ્તરે શું છે?

બેશક “હેટ નોટ”નું સ્તર વધુ ઉચ્ચ છે. અને આ સ્તરે તો સ્થિતપ્રજ્ઞ જ જઈ શકે. આ સ્તરે સમજાવવામાં તો રામથી શરુ કરી કૃષ્ણ સહિતના, બુદ્ધ અને મહાવીર પણ નિસ્ફળ ગયેલ એટલે ગાંધીને જ નિસ્ફળ માનવા તે અપ્રસ્તુત છે.

“ફિયર નોટ” એ બે વ્યક્તિ, કે એક જુથ અને એક વ્યક્તિ, કે બે જુથ વચ્ચેની, માનસિકતાના સ્તર ઉપર અવલંબે છે. “ફીયર-લેસ વ્યક્તિની વ્યાખ્યા નારાયણભાઈ દેસાઈએ આમ કરી છે. “જે વ્યક્તિ કોઈથી ડરે નહીં, અને કોઈ આ વ્યક્તિથી ડરે નહીં”.

કોઈ વ્યક્તિ ગાંધીજીને પ્રશ્ન કરવાથી ડરતું ન હતું. પણ અઘટિત કામ કરવામાં, વ્યક્તિને, ગાંધીજી નો ડર લાગતો હતો. આ એક નૈતિક ડર હતો. તે આવશ્યક છે. આચાર્યનું (ઋષિઓનું) શાસન એ અનુશાસન છે.

“ફિયર નોટ” એ ગાંધીજીના અંતેવાસીઓ માટે અને  વિચારકો માટે લાગુ પડતું હતું. પણ જીન્ના જેવા, ગાંધી વિરોધીઓને લાગુ પડતું ન હતું. કારણ કે તેઓ ગાંધીજીને ઓળઘોળ કરીને હિન્દુઓના નેતા જ માનતા હતા./હાજી જેમ અત્યારે નરેન્દ્ર મોદીને, કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ હિન્દુવાદી ખપાવે છે તેમ જ. જીન્ના અને મોદી વિરોધીઓની ભાષા એક જ છે.

નરેન્દ્ર મોદી વિષે શું છે?

મોદીના વિરોધીઓ મોદીથી “ફિયર નોટ” છે. તેમને, મોદીને પણ હિન્દુઓના નેતા જ માનવામાં અને મનાવવામાં, ડર લાગતો નથી. હાજી કેટલાક પ્રચ્છન્ન વિરોધીઓ પણ છે કે જેમને મોદીને હિન્દુઓના નેતા માનવામાં અને મનાવવામાં ડર લાગતો નથી. મોદી તો સત્તા ઉપર છે અને આવા જુથના હિટલર પણ છે છતાં પણ તેમને ડર લાગતો નથી. શું આ વિરોધાભાસ નથી?

“ભારત પ્રથમ હિન્દુઓનો દેશ છે, અને રાષ્ટ્રીય ઓળખ કોઈ ખાસ ધર્મ અને વંશ ઉપર આધારિત હોવી જોઇએ. એમ ‘કેટલાક’ માને છે.” એમ શ્રી રાજ મોહન ગાંધી માને છે. અને એને નકારે છે.

આવી માન્યતા જ્યારે પ્રગટ કરવામાં આવે ત્યારે જનતા એવો જ સંદેશ ગ્રહે છે કે આ વાત આરએસએસ અને બીજેપીને લાગુ પડે છે અને તેમણે આમાંથી શિખ લેવાની છે, એવી રાજમોહન ગાંધીની મંછા છે.

એક સમય હતો કે જ્યારે આર.એસ.એસ./બીજેપી (જનસંઘ) તેઓ હિંદુ(ધર્મ)વાદી હતા. કારણકે તેમનો જન્મ, હિન્દુઓ ઉપર થતા હિંસક પ્રહારના આઘાતના,  પ્રત્યાઘાતના રુપમાં થયો હતો. પણ તે પછી તો ગંગા-જમનામાં ઘણા પાણી વહી ગયાં. ગાંધીવાદી નેતા મોરારજી દેસાઈ અને જયપ્રકાશ નારાયણે પણ આર.એસ.એસ./જનસંઘને પોંખ્યા હતા.

ઘણા જુથો છે કે જેઓ અ-ગાંધીવાદી હોવા છતાં અને આચારે તદ્‌ન અ-ગાંધીવાદી હોવા છતાં, તેમણે પોતાનું આર.એસ.એસ./બીજેપી પરત્વેના વિરોધનું સહગાન પૂર્વવત ચાલુ રાખ્યું છે.

ઉપરોક્ત સહગાન/વિચારોનું વરણાગીપણું દશકાઓથી ચાલ્યું આવે છે. પણ આ વરણાગીપણાને પુરસ્કૃત કરનારાઓ, ગાંધી વિચારધારાથી ઉંધી દીશામાં જનારાઓ વિષે લગભગ મૌન જ રહે છે. ખચીત રીતે જ આમાં લઘુમતિ એટલે કે મુસ્લિમ પણ છે. આ મુસ્લિમ લઘુમતિએ પોતાનો ઇન્ડિયન મુસ્લિમ લીગ પક્ષ ચાલુ રાખ્યો, પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહાન નેતાઓએ પાકિસ્તાનમાં પાકિસ્તાની રાષ્ટ્રીય કોંગ્રેસ ચાલુ રાખી નહીં કારણકે આ નેતાઓ તેમના કહેવા પ્રમાણે પોતાના પ્રાણોની રક્ષા કાજે ભારતમાં નાશી આવ્યા. ગાંધીજીએ આ કોંગ્રેસીઓને ઠીક ઠીક ઠપકો આપેલ … “તમે ત્યાં મરી કેમ ન ગયા? મેં તો તમને મરતાં શિખવ્યું હતું. જરુર પડી ત્યારે તમને મરતાં ન આવડ્યું. તમે તો ડરપોકની જેમ અહીં જીવ બચાવવા ભાગી આવ્યા. જો તમે મરી ગયા હોત તો હું ખૂબ ખુશ થાત. એટલો ખુશ થાત કે હું ખુશીમાં નાચત. ખૂબ નાચત … ખુબ નાચત … ખુબ નાચત.”

ગાંધીજીએ પોતે કબુલ કરેલી કોંગીઓની નિસ્ફળતા આ હતી. પણ આ ગાંધીજીની નિસ્ફળતા ન હતી. ગાંધીજી તો દિલ્લી શાંત થાય એટલે પાકિસ્તાન જવાના જ હતા. વાસ્તવમાં તો કોંગ્રેસના શિર્ષ નેતાઓની “ફિયર નોટ”ની નિસ્ફળતા હતી. મોટા નામ હેઠળ છુપાયેલું આ તેમનું વામનપણું હતું. આવું અને આથી પણ વિશેષ કોંગીનેતાઓનું વામનપણું આપણને સ્વતાંત્ર્ય પ્રાપ્તિ પછી અવારનવાર જોવા મળ્યું છે. પોતાના વ્યક્તિગત કે પક્ષીય સ્વાર્થ માટે કોંગી નેતાઓ દેશને ધરાશાયી કરવા હમેશા તૈયાર જ હોય છે./મહાત્મા ગાંધીએ મુસ્લિમોની કે એમના નેતાઓની ક્યારેય તરફદારી કરી નથી. જો કોઈને ખબર ન હોય તો તેના હજાર દાખલા છે. “દિલ્લીમેં ગાંધીજી ભાગ-૧ અને ભાગ-૨” વાંચો. પણ કોંગીનેતાગણનો એક પણ માઈનો લાલ નિકળશે નહીં કે જે આ પુસ્તક વાંચે. કારણકે તેને દેશહિતની ક્યાં પડી છે!

નાગરિકતા સુધારણા કાયદોઃ

cartoonists’ curtsy

હાલમાં જે હિંસાત્મક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેને માટે જવાબદાર કોંગીનેતાઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ છે. આ વાત દિવા જેવી સ્પષ્ટ છે. કારણ કે આ કાયદામાં વિરોધને કોઈ અવકાશ નથી.

જે કર્તવ્ય પ્રત્યે કોંગી-સરકારે ૧૯૫૪ થી ૨૦૧૪ સુધી પ્રમાદ કર્યો હતો તે અધુરું કામ બીજેપી સરકારે પુરું કર્યું. બીજેપીને બંને ગૃહોમાં સ્પષ્ટ બહુમતિ મળી ત્યારે તેણે પોતાની ફરજ બજાવી. કોંગીનેતાઓ પોતે કરેલા પ્રમાદને ધર્મનિરપેક્ષતાના વાઘા પહેરાવી, ભારતીય મુસ્લિમોને ઉશ્કેરે છે. મુસ્લિમો અને તેમના કેટલાક નેતાઓ પણ અભણ અથવા/અને અસામાજિક તત્ત્વોનો સાથ લઈ હિંસા ઉપર ઉતરી આવે છે.

નહેરુ-લિયાકત અલી કરાર

કોંગીનેતાઓ પોતે જ અભણ અને અસંસ્કારી જેવું વર્તન કરે છે. કોંગીનેતાઓએ નહેરુ લિયાકત અલી સમજુતી વાંચવી જોઇએ. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે પાકિસ્તાન પોતાની લઘુમતિ કોમોને સુરક્ષા પ્રદાન કરશે. અને તેમાં જો પાકિસ્તાનની સરકાર કોઈ પણ કારણસર નિસ્ફળ જશે તો ભારત સરકાર તે લઘુમતિને આશ્રય અને નાગરિકતા આપશે. આ જોગવાઈ ભારતને પણ લાગુ પડે છે. પણ ભારતમાં મુસ્લિમો અતિસુરક્ષિત છે.

તમે જુઓ છો કે ભારતની જનતાએ મુસ્લિમોને સુરક્ષિત રાખ્યા છે. આને સિદ્ધ કરવાની જરુર નથી. આ સત્ય ૧૯૫૧ની જનગણના અને ૨૦૧૧ની જનગણના જ સિદ્ધ કરે છે. આનાથી ઉલ્ટું પાકિસ્તાન અને બંગ્લાદેશ પોતાને ત્યાં રહેલી લઘુમતિને સુરક્ષા આપી શક્યા નથી.

કોંગીનેતાગણ, તેમના સાંસ્કૃતિક સાથીઓ સહિત, અને મુસ્લિમો નેતાઓ સહિત, જાણીજોઈને મુસ્લિમોને અને પોતે પણ ભ્રમમાં રહેવા માગે છે, અથવા એવો ઢોંગ કરે છે. કોંગી નેતાગણ ઉપર તો ન્યાયિક કાર્યવાહી કરવી જોઇએ. અફવા ફેલાવવી અને હિંસા માટે મુસ્લિમોને ઉશ્કેરવા તે ગેર બંધારણીય છે, અને ગુનો પણ બને છે.

કોંગીનેતાઓના પેટમાં શું છે?

કોંગી સરકારોએ ખંધાઇપૂર્વક દશકાઓ સુધી સમસ્યાઓને અનિર્ણિત રાખેલી, તે સમસ્યાઓને બીજેપીએ ઉકેલી છે. કોંગી સરકારનું વલણ અનૈતિક અને જનતંત્રની વિરુદ્ધ હતું. પણ નહેરુથી શરુ કરી ઇન્દિરા સહિતની, અને સોનિયા-મનમોહન સરકારોને આવી અનિર્ણાયકતાનો છોછ નથી. પછી તે, પાકિસ્તાન હસ્તક રહેલો જમ્મુ-કાશ્મિરના હિસ્સા ઉપર  યુનોના ઠરાવનો અમલ હોય, કે અલોકતાંત્રિક કલમ ૩૭૦/કલમ ૩૫એ હોય, કે નહેરુ-લિયાકત અલી સમજુતીનો અમલ હોય, કે સંસદ સામે ચીનસાથેના યુદ્ધમાં ૭૧૦૦૦ ચોરસ માઈલ ભારતીય ભૂમિ પાછી લેવાની હોય, કે ઇન્દિરાએ લીધેલી એક કરોડ બાંગ્લાદેશી ઘુસણખોરોને પાછા મોકલવાની પ્રતિજ્ઞા હોય કે, ભારતીય બંધારણને સુરક્ષા આપવાની વાત હોય કે, મુસ્લિમ સ્ત્રીઓને માનવીય અધિકાર આપવાનો મુદ્દો હોય, કે આતંકવાદી આક્રમણ નો ઉત્તર આપવાની વાત હોય કે જનતાની ગરીબી હટાવવાની વાત હોય, કે ભ્રષ્ટાચાર હઠાવવા માટે ફુલપ્રુફ સીસ્ટમ બનાવવાની વાત હોય … આ બધું જ અવગણી શકાય છે. કારણ કે કોંગીનેતાઓનું એકમાત્ર ધ્યેય, દેશના કોઈપણ ભોગે, સત્તા પ્રાપ્ત કરો અને લૂટ ચલાવો. અને આમ કરવા માટે વોટબેંક બનાવો./કરમની કઠણાઈ અને કોંગીની વિચારધારા/

કોંગીનેતાઓ માટે કરમની કઠણાઈ એ થઈ કે ૨૦૧૪માં અને ૨૦૧૯માં તે કેન્દ્રમાં ચૂંટણી હારી ગઈ. હવે સત્તા પાછી કેવી રીતે મેળવવી?/અરે ભાઈ, આપણે કોંગી છીએ. માન ન માન આપણી પાસે સ્વાતંત્ર્યની લડતની ધરોહર છે, ભલે આપણા આચાર તદ્‌ન ભીન્ન હોય. આપણને સાધન-અશુદ્ધીનો કશો છોછ નથી. આપણા વિરોધીઓને કોઈપણ ગાળ આપવી અને તેમની ઉપર કોઈ પણ આરોપ મુકવો એ આપણી ગળથુથીમાં છે. માટે આપણે આપણા એજન્ડા ને આગળ ચલાવો.

“આ મોદી સરકાર, પાકિસ્તાનમાંથી આવેલા હિન્દુઓની જ ચિંતા કરે તે ન ચાલે. ભલે તેઓ પાકિસ્તાનમાં ધર્મના આધાર પર પ્રતાડિત થયેલા હોય અને ઘરબાર છોડી અહીં શરણાર્થી થયેલા હોય. તમે તેમને નાગરિકતા બક્ષો એ ન ચાલે.

“પાકિસ્તાનમાં તો આતંકવાદી મુસ્લિમો પણ લઘુમતિમાં છે. ભલે મુસ્લિમ લોકો પાકિસ્તાનમાં બહુમતિમાં હોય. આ બહુમતિ આતંકવાદમાં સક્રિય નથી એટલે સક્રિય આતંકવાદીઓ પણ લઘુમતિમાં જ ગણાવા જોઇએ. જુઓને હાફિજ઼ મહમ્મદ સઈદનો પક્ષ પાકિસ્તાનની ચૂંટણીમાં હારી ગયો એટલે તેનો પક્ષ બહુમતિમાં તો કહેવાય જ નહીં. આવા તો અનેક પક્ષો છે, જે બધા જ લઘુમતિમાં છે. જો આ બધા બહુમતિમાં હોત તો તેઓ પોતેજ સરકાર ચલાવતા ન હોત શું? તેઓ પોતે સરકાર ચલાવતા નથી એટલે સિદ્ધ થાય છે કે તેઓ લઘુમતિમાં જ છે.

“બીજેપી વાળા અક્કલ માં ઝીરો છે. તેઓ લઘુમતિ એટલે શું, એ સમજ઼તા જ નથી. ધર્મના આધારે તેઓ પાકિસ્તાનને પણ છોડતા નથી.

આ બીજેપી વાળા તો પાકિસ્તાનની પ્રજાની અંદર પણ તેઓને ધાર્મિક આધાર પર ભેદભાવ ઉત્પન્ન કરવા માગે છે. આ રીતે પાકિસ્તાનના નાગરિકોને ધર્મના આધાર પર ઓળખવા તે શું આપણા જનતંત્રને શોભે ખરું?

“માટે ભારતના અને પાકિસ્તાનના હે મુસ્લિમો, અમે તમારી સાથે છીએ. એક વખત તો તમારી શક્તિ, બીજેપી સરકારને બતાવી દો. અમે તમને માર્ગદર્શન આપીશું કે તમારે (દેશમાં આગ લગાવવાની) તમારી શક્તિ ક્યારે ક્યારે બતાવવાની છે. અમે તમારી કોમવાદી અને અસામાજિક શક્તિઓને ખીલવતા આવ્યા છીએ, અને હિન્દુઓને તેમના માનવ અધિકારોથી તમારા થકી વંચિત રાખતા આવ્યા છીએ તે તમે સુપેરે જાણો જ છો.

“હિન્દુઓ તમારી એક મસ્જીદ તોડે અને તેના પ્રત્યાઘાતમાં કે પ્રત્યાઘાત વગર પણ તમે હજાર મંદિર તોડો તો કોઈની મજાલ છે કે તમને કોઈ નોન-સેક્યુલર કહી શકે? હિન્દુઓએ તોડી પાડેલી એક મસ્જિદના વિરોધમાં તો અમે તેમને બતાવી દઈએ કે કેટલી વિશે સો થાય છે.

“હે મુસ્લિમ ભાઈઓ, અમે તો તમારા ગુન્ડાઓની પણ વહારે આવીએ. ગુન્ડાઓ જ નહીં આતંકવાદીઓની વહારે પણ આવીએ છીએ, અને તેમના માનવ અધિકારની સુરક્ષા માટે અમે તત્પર હોઇએ છીએ. તમારા આતંકવાદીઓને ભૂલે ચૂકે ભારત સરકારે પકડ્યા હોય તો અમે અમારા ગૃહમંત્રીના લોહીના સગાંઓનું અપહરણનું નાટક કરાવી, બદલામાં તમારા રકમબંધ આતંકવાદીઓને છોડાવીએ. મુફ્તિ મહંમદ સઈદનો જ દાખલો લો ને!

“આ બધી વાતો તો તમે જાણો જ છો. હા પણ, અમે આ બધું ત્યારે જ કરી શકીએ જ્યારે તમે અમને સત્તા પર રાખો.

“હે મુસ્લિમ ભાઈઓ, કેટલાક સુજ્ઞ મુસ્લિમ ભાઈઓ, તમારા વિરોધનો વિરોધ કરશે. પણ તમારે તેમને ગણકારવાના નથી. અમે તમારી સાથે છીએ. તમારે દશ હિંસક વિરોધ કરવાની સાથે એક શાંત વિરોધ પણ કરવો. જો કે નહીં કરો તો પણ ચાલશે. અમે કહીશું કે સરકારની પોલીસે શાંત વિરોધકર્તાઓ પર દમનનો કોરડો વીંઝ્યો છે. લઘુમતિઓના અવાજને રુંધ્યો છે. લઘુમતિઓના બંધારણીય અધિકારોને સરકારે નકાર્યા છે. બીજેપી સરકારે બંધારણનું ખૂન કર્યું છે. આ સરકાર નાઝીવાદી છે. અમે યુનોમાં આ સરકારને પડકારીશું.

“હે મુસ્લિમ બંધુઓ, તમે યાદ રાખો કે તમે પણ જેવા તેવા નથી. ચંગીજ઼ખાન, તૈમૂર, મોહમ્મદ ઘોરી, મોહમ્મદ ગજ઼નવી … વિગેરે અનેક મહાનુભાવોના સંતાન છો. વારસદાર છો.

મુસ્લિમોને કશું મોળું ખપે

“હે મુસ્લિમ બંધુઓ, અમે જાણીએ છીએ કે તમને કશું મોળું ન ખપે. તમે નાના પાયે કશું કરવામાં માનતા નથી. અમે તમને આ વાત જ શિખવી છે. તમારે તો આખા રેલ્વેના ડબાને બાળવાનો હોય છે.  તમે હજારો કાશ્મિરી હિન્દુઓની કત્લ કરો, હાજારો કશ્મિરી હિન્દુ સ્ત્રીઓની લાજ લૂંટો, અને પાંચ લાખ કાશ્મિરી હિન્દુઓને ખૂલ્લંખૂલ્લી બિન્ધાસ્ત ધમકીઓ આપી તેમના ઘરોમાંથી તગેડી મુકો, અને દશકાઓ સુધી તેમને નિરાશ્રિત રાખો, તો પણ તેમાંના એક પણ હિન્દુની મજાલ છે કે તે આતંકવાદી બને? એટલું જ નહીં દેશના એક અબજ હિન્દુઓમાં પણ એક પણ આતંકવાદી ન પાકે એવો અમારો કડપ છે. અરે! એટલું જ નહીં, હિન્દુઓ આતંકવાદી ન હોય તો પણ અમે આ હિન્દુઓ વિષે “હિન્દુ આતંકવાદ”થી ભારતને બચાવો એવી કાગારોળ અને ઘોષણાઓ દેશ વિદેશમાં કર્યા કરીએ છીએ. હે મુસ્લિમ બંધુઓ, તમને અમારા જેવા (ખાવિંદ, હમસફર) મળવા અશક્ય છે. આ વાત તમે મહેસુસ કરો.

“હે મુસ્લિમ બંધુઓ, તમે એક કશ્મિરમાં જ હિન્દુઓને હતા ન હતા કરી શકો એટલું પુરતું છે એમ ન માનતા. અમે તમને ભારતમાં છૂટક છૂટક અનેક છોટે કાશ્મિર બનાવવાની છૂટ આપી છે અને તમને એનો લાભ લેવા સશક્ત કર્યા છે. એટલે તમે બેફામ બનો. તમે રેલ્વેના પાટા ઉખેડો, બસો બાળો, વાહનો બાળો, પોલીસ ચોકીઓ બાળો, પોલીસો અને સુરક્ષા દળો ઉપર પત્થર મારો કરો … આખા દેશમાં હા હા કાર મચાવી દો. એટલે દુનિયાને પણ ખબર પડશે કે આ બીજેપી સરકારે કંઇક તો એવું કર્યું છે કે જે આ શાંત, અમન પ્રિય, સાચાબોલી અને ઇમાનદાર ધર્મ પાલન કરનારી મુસ્લિમ પ્રજા વિરુદ્ધ છે. અને તેથી જ તો તે ન્યાયની યાચના માટે રસ્તા ઉપર આવી ગઈ છે.”

તડ અને ફડ વાળા

કેટલાક તડ અને ફડ વાળા મૂર્ધન્યો પોતે તટસ્થ છે, તે બતાવવાની ઘેલછામાં નાગરિકતા સંશોધન કાયદાને (સી.એ.એ.)ને અ-જનતાંત્રિક અને ભારતીય સંવિધાનની બિનસાંપ્રદાયિક જોગવાઈના હનન તરીકે ઠેરવે છે. જો સાચેસાચ આમ જ હોય તો તેમણે “નહેરુ-લિયાકત અલી સમજુતી”ને પણ સાંપ્રદાયિક ગણાવવી જોઇએ. એટલે કે નહેરુની ઉપર આ સમજુતીનો આધાર લઈ માછલાં ધોવા જોઇએ. પણ આ ઘેલા લોકોમાં આ હિમત નથી. અથવા તો તેમની સ્મૃતિમાંથી આ ઘટનાનો લોપ થયો છે. જો આવું ન હોય તો તેમની દૃષ્ટિએ કરાર કરવો અને પછી ભૂલી જવો તે સેક્યુલર છે. પણ તે કરારનો અમલ કરવો તે એક દુષ્કૃત્ય છે અને અક્ષમ્ય છૅ. એટલે કે નહેરુ અને લિયાકત અલી વચ્ચે કરાર થયો તે વાત તો ઠીક છે મારા ભાઈ. નહેરુ/ઇન્દિરાએ તે કરારની રુએ પ્રતાડિત હિન્દુઓની તરફમાં પગલાં લેવામાં પ્રમાદ કર્યો તે માટે તેમને ધન્ય છે. અને લિયાકત અલીએ કે તેમના અનુગામીઓએ તો હિન્દુઓની સુરક્ષા પણ ન કરી. તેથી તે સૌ નેતાઓને સલામ છે. આ મૂર્ધન્યોની વક્રતા જુઓ. મોદીને કોઈ પણ તાર્કિક આધાર વગર કોમવાદી, નાઝીવાદી કહેશે, પણ જે નહેરુએ કાશ્મિરમાં બિનલોકશાહીયુક્ત કલમ ૩૭૦/૩૫એ, દાખલ કરી તે વિષે મૌન રહેશે. વળી તેઓ, કાશ્મિરની સ્વાયત્તતા નરેન્દ્ર મોદીએ નષ્ટ કરી તેમ કુદી કુદીને કહેશે. ૧૯૪૮માં જમ્મુ કાશ્મિર ઉપર યુનોએ ઠરાવ પાસ કર્યો, પણ તેના અમલ માટે નહેરુએ પાકિસ્તાન ઉપર દબાણ ન કર્યું. નહેરુવંશવાદીઓના આવા તો અગણિત પ્રમાદો ઇતિહાસના પર્ણો ઉપર લખાયેલા છે.

દરેક દેશનું કર્તવ્ય છે અને તે પણ જનતાંત્રિક રાષ્ટ્રો માટે તો ખાસ, કે પોતાના નગરિકોની નોંધ રાખે. જો આવું તે ન કરે તો લાંબે ગાળે દેશ ઘુસણખોરોથી ખદબદવા લાગે. દરેક રાષ્ટ્ર આવી નોંધણી રાખે છે. વળી ભારતમાં તો સર્વોચ્ચ ન્યાયાલયે આદેશ કર્યો છે. નહેરુવંશવાદી સરકારોએ કદી ન્યાયિક આદેશોને ગંભીરતાથી લીધા જ નથી. તેના અનેક ઉદાહરનો નોંધાયેલા છે. આ પણ એક પ્રમાદમાં ભૂલાયેલો આદેશ છે./આપણા મૂર્ધન્યોને બીજેપી જેવી પ્રતિબદ્ધ સરકાર પસંદ નથી. આપણા મૂર્ધન્યોને તો કોંગી જેવી એદી સરકાર જ પસંદ પડે છે. વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર કૌભાંડમાં ૪૦ કરોડ રુપીયા, મીડીયાનું મોં બંધ રાખવા આપ્યા હતા. આ શું દર્શાવે છે? જોકે કેટલાક મૂર્ધન્યોને પાઈ પણ નહીં મળી હોય પણ આવા મૂર્ધન્યોને તો આ કૌભાંડોની ખબર પણ નહીં હોય.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

ભારતમાં લોકશાહીને સુરક્ષિત રાખવાનું દે ધનાધન

ભારતમાં લોકશાહીને સુરક્ષિત રાખવાનું દે ધનાધન

ભારતમાં લોકશાહીને સુરક્ષિત કોણે રાખી?

ભારતરત્ન

શું આ સળગતી સમસ્યા છે?

“ના જી. આ સળગતી સમસ્યા નથી. અરે સમસ્યા પણ નથી.

“હા પણ કોંગીઓ માટે, જો નહેરુને, આ માટે નહેરુના યોગદાનને, માન્યતા ન આપીએ તો કોંગીઓનો, એકમાત્ર હકારાત્મક મુદ્દો, (ભલે તો વિવાદાસ્પદ હોય) નષ્ટ પામી જાય.

પણ આપણને શો ફેર પડે?

“હા ભાઈ, અમને ફેર પડે કારણ કે અમે કોંગીને મૂળ કોંગ્રેસ માનીએ છીએ. મૂળ કોંગ્રેસ એટલે કે જે કોંગ્રેસે સ્વાતંત્ર્યની ચળવળમાં પોતાની જાતને હોમી દીધી હતી. જવાહર લાલ નહેરુએ પણ કોંગ્રેસની અંદર રહીને પોતાની જાતને હોમી દીધી હતી. ઇન્દિરા, રાજીવ, સોનિયા, રાહુલ, પ્રિયંકા … નહેરુ સાથે પ્રાણીશાસ્ત્ર પ્રમાણે સંબંધિત છે, તેથી કોંગ્રેસ પણ મૂળ કોંગ્રેસ છે. સાધ્યં ઇતિ સિદ્ધમ્‌.

“પણ મૂળ કોંગ્રેસમાં તો બીજા લોકો પણ હતા. અને આ બીજા લોકોએ પણ પોતાની જાતને સ્વાતંત્ર્યની ચળવળમાં હોમી દીધી હતી, તેનું શું? જેમ કે લોહિયા, જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, રાજ ગોપાલાચારી, વિનોબા ભાવે … આવા અસંખ્ય મહાનુભાવો છે.

“ અરે ભાઈ …, તેઓ કોંગ્રેસમાંથી નિકળી ગયેલા. તેઓ એ તો પોતાની કોંગ્રેસ સ્થાપેલી… જેમકે કોંગ્રેસ રીયલ, કોંગ્રેસ સંસ્થા … એટલે તેમને નહીં ગણવાના … પછી ભલે તેમણે નહેરુના દાવપેચને કારણે કે વંશવાદને કારણે કે સિદ્ધાંતોને કારણે કોંગ્રેસ છોડી હોય. તેમનું લોકશાહી માટેનું યોગદાન શૂન્ય ગણવાનું અને લોકશાહીને જીવતી રાખવાનું શ્રેય, નહેરુને જ આપવાનું. કારણ કે સત્તા તો તેમની પાસે હતી ને? જે સત્તાના શિર્ષ સ્થાન ઉપર હોય, તેને જ બધા શ્રેય આપવાના અને જે દુષણો/ક્ષતિઓ હોય તે જે તે ખાતાના મંત્રીઓને આપાવાના. હા ભાઈ હા, જમવામાં જગલો અને કૂટાવામાં ભગલો. ખબર નથી તમને? ઇતિ.

 “ભારતમાં લોકશાહી ક્યા કારણોસર સ્થપાઈ અને કયા કારણોસર ચાલુ રહી? શા માટે આપણા પડોશી દેશોમાં લોકશાહી ચાલુ ન રહી શકી? આપણા પાડોશી દેશોમાં ચાલુ ન રહી શકી, અને આપણા દેશમાં ચાલુ રહી, તે માટે આપણે કોને તો શ્રેય આપવું જોઇએ? નહેરુને શા માટે આ શ્રેય ન આપવું?

જો દેશના મૂર્ધન્યો અમુક બારીઓ ખુલ્લી ન રાખે તો ભલે તેઓ કોઈ પણ ઉંમરે પહોંચે તો પણ તેમની માન્યતા ન બદલી શકે.

પૂર્વગ્રહ વાસ્તવમાં છે શું?

ધારો કે આપણને એક કોટડીમાં રાખ્યા છે, કે આપણે જાતે તેમાં ગયા છીએ, અને તેમાં રહીએ છીએ… આપણે અંદર ગયા છીએ એટલે એક બારણું તો હોવું જ જોઇએ… એટલે ત્યાંથી તો પવન અને પ્રકાશ આવે … પવન એટલે બહારનું વાતાવરણ. અને પ્રકાશ એટલે અજવાળું.

આ “કોટાડી”ને તમે એક વૈચારિક કોટડી સમજી લો … આ કોટડીને ગોળાકાર કોટડી સમજી લો.

બારીઓ વિષે શું છે?

બધી બારીઓ વિષે તમે જાણતા નથી, અથવા

ક્યાં ક્યાં બારીઓ છે તે તમે જાણો છો પણ અમુક જ બારીઓ તમારે ખોલવી છે. અથવા,

બીજી બારીઓ તમારે બંધ રાખવી છે.

બારીઓમાંથી માહિતિઓ આવે છે.

દરેક ખૂલ્લી રાખલી બારીમાં તમે ડોકીયું કરી શકો છો અને જે તે બારીમાંથી તમને બહારની ભીન્ન ભીન્ન પરિસ્થિતિનો ક્યાસ તમને મળે છએ અથાવા તો તમે તે ક્યાસ મેળવવા સક્ષમ છો.

હા જી. લોકશાહી ચાલુ રહી તે તો આપણી માનસિક વિકાસની પારાશીશી છે. તો હવે તેનું શ્રેય કોને આપીશું? આ શ્રેય જો તમારે ઓળઘોર કરીને જ કોઈને આપવું હોય તો તમે ગમે તેને આપી શકો છો. રાજિવ ગાંધીને “ભારતરત્ન”નો ખિતાબ આપેલો જ છે ને!

કોંગ્રેસ અને કોંગી એ બેની વચ્ચેનો જે વૈચારિક અને કાર્યશૈલી વચ્ચેનો ભેદ છે તે જેઓ સમજ્યા નથી, કે સમજવા માગતા નથી કે સમજવા માટે તૈયાર નથી તેઓ કોઈપણ રીતે કે રીત વગર આ ચાલુ રહેલી લોકશાહીનો યશ નહેરુને આપવા માગે છે.

આ એક ફરેબી વાત છે.

દેશ, રાષ્ટ્ર, લોકશાહી, જનતંત્ર અને ગુલામી … આ બધી વ્યવસ્થા ભીન્ન ભીન્ન છે.

“દેશ” એ એક રાજકીય વિસ્તાર છે. રાષ્ટ્ર એ એક સાંસ્કૃતિક વિસ્તાર છે.

ભારત દેશ, બ્રીટીશ સામ્રાજ્યમાં હોવા છતાં પણ બ્રીટીશ હિન્દના તાબાના પ્રદેશોમાં ચૂંટણી થતી હતી. તેના જનપ્રતિનિધિઓ હતા. જ્યાં દેશી રાજ્યો હતા ત્યાં દેશી રાજાઓનું રાજ હતું. જોકે અંતિમ નિર્ણય બ્રીટીશ સામ્રાટનો ગણાતો. પણ કાયદાનું રાજ્ય હતું.

તે વખતે મૂર્ધન્યોની માનસિકતા કેવી હતી?

“દેખ બિચારી બકરીનો પણ કોઈ ન પકડે જાતાં કાન,

એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન” (કવિ દલપત રામ)

પણ આમાં કવિ દલપતરામનો વાંક ન હતો. તેમણે પેશ્વાના રાજને પણ જોએલું. તેમના સમયની અરાજકતા તેમણે અનુભવેલી કે સાંભળેલી. અને તે પછી કાયદાના રાજવાળું બ્રીટીશ શાસન તેમણે અનુભવેલું. ભારત દેશ ગુલામ હોવા છતાં પણ પેશ્વાના રાજ કરતાં વધુ સ્વતંત્ર હતો કારણ કે કાયદાનું રાજ હતું. અન્યાય ઓછો હતો.

વળી ભારત “વસુધૈવ કુટૂંબકમ્‌” ની ભાવના વાળો હતો એટલે પીંઢારા અને પેશ્વાના સુબેદારો ના શાસન કરતાં અંગ્રેજોને સારા ગણતો હતો. સામાન્ય રીતે અંગ્રેજો સારા હતા અને તેઓ કાયદાને માન આપતા હતા. ખામી ફક્ત એ હતી કે કાયદો બદલવાનો હક્ક ભારતીયોને ન હતો અને કાયદો ત્યારે જ બદલાતો જ્યારે બ્રીટીશ ક્રાઉન નો સીક્કો વાગતો. બ્રીટીશ ક્રાઉનનો સીક્કો ત્યારે જ વાગતઓ જ્યારે બ્રીટીશ સંસદ જે તે ઠરાવને મંજૂરી આપતી.

આ એક સુક્ષ્મ ભેદ હતો.

આવા બ્રીટીશ રાજ્ય સામે ભારતની નેતાગીરીને વિદ્રોહ માટે તૈયાર કરવી એ ઘણું અઘરું કામ હતું.

૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ નિસ્ફળ જવાના કારણો વિષે, ઘણા નેતાઓએ મનોમંથન અને આત્મ મંથન કર્યું હતું અને કરતા રહ્યા હતા. આ નેતાઓમાં બે પ્રકારના નેતાઓ હતા. એક દેશપ્રેમી અને બીજા રાષ્ટ્રપ્રેમી.

દેશપ્રેમી લોકોમાંના મોટા ભાગના બ્રીટીશ શિક્ષણનું ઉત્પાદન હતા. અને રાષ્ટ્રપ્રેમી નેતાઓ સામાન્ય રીતે સંસ્કૃતભાષાના પંડિતો હતા. રાજા રામમોહન રોય, બ્રીટીશ શિક્ષણનું ઉત્પાદન હતા. દયાનંદ સરસ્વતી સંસ્કૃત ભાષાનું ઉત્પાદન હતા.

ભારત રાષ્ટ્રની નેતાગીરી, શાસ્ત્રો ઉપર અને તેમના ગૌરવ ઉપર પ્રચ્છન્ન રીતે આધારિત હતી. ભારતદેશની નેતાગીરી બ્રીટીશ રાજના શિક્ષણ અને કાયદાઓ ઉપર આધારિત હતી. કેટલાક દેશપ્રેમીઓનો ભ્રમ વિવેકાનંદના આવ્યા પછી ભાંગવા માંડ્યો હતો. બાલ ગંગાધર ટીળકનો ભ્રમ તૂટ્યો. રૉલેટ એક્ટ આવ્યા પછી અને જલીયાવાલા બાગની ઘટના પછી ગાંધીજીનો પણ ભ્રમ તૂટી ગયો. આ બંને નેતાઓ ભારતદેશના નેતાઓ હતા. (ભારત રાષ્ટ્રના નહીં). ૧૯૧૬માં ગાંધીજી ભારતમાં આવ્યા અને કાલાંતરે ચંપારણનો સત્યાગ્રહ કર્યો, આ અંતરાલમાં ગાંધીજી “ભારતરાષ્ટ્ર”ના નેતા બની ગયા. ગાંધીજીને ખ્યાલ આવી ગયો કે ભારતદેશ કરતાં ભારતરાષ્ટ્ર વધુ સુસંસ્કૃત છે અને ઉચ્ચ છે. ભારતની સમાજવ્યવસ્થા અંગ્રેજ સરકારની સમાજ વ્યવસ્થા કરતાં વધુ ઉચ્ચ અને વધુ શ્રેય છે. ભારતની જનતા માટે ભારતરાષ્ટ્રની શાસ્ત્રીય વ્યવસ્થા ભારતની જનતા માટે વધુ ગ્રાહ્ય છે. ગાંધીજીને એ વાતની અનુભૂતિ થઈ કે ભારતમાં વ્યાપ્ત સનાતન ધર્મ વ્યવસ્થાને કારણે જ ભારતમાં સનાતન ધર્મ, સેંકડો આક્રમણો છતાં ટકી રહ્યો. ઈટાલી, ગ્રીસ, ઈજીપ્ત, અને મેક્સીકોની સંસ્કૃતિઓ પણ સુવિકસિત સંસ્કૃતિઓ હતી, પણ તે સંસ્કૃતિઓ આંગળીના વેઢે ગણી શકાય એટલા દશકાઓમાં વિદેશી આક્રમણોથી પરાજિત થઈ ગઈ હતી અને તેના ધર્મો, સો ટકા નષ્ટ પામી ગયા. બીજી બાજુ ભારતની સંસ્કૃતિ હજારો વર્ષ જુની હોવા છતાં, અને  સૈકાઓ લાંબા વિદેશી આક્રમણોથી પરાજિત થવાં છતાં, પોતાની રાષ્ટ્રીય સંસ્કૃતિ જાળવી રાખી શકી છે. શું આને તમે નહેરુનું યોગદાન ગણશો?

ભારત દેશ કદાચ શહેરોમાં થોડો ઘણો જીવતો હશે. પણ ભારતરાષ્ટ્ર, ગ્રામ્ય ભારતમાં જીવે છે. અંગ્રેજો આવ્યા ત્યારે ભારતરાષ્ટ્ર શહેરોમાં પણ જીવતું હતું. તે વખતે શહેરોમાં (તાલુકાઓ સહિત) ભારતીય પાઠશાળાઓ હતી. બંગાળમાં જ બ્રીટન કરતાં વધુ પાઠશાળાઓ હતી.

અંગ્રેજોના બે ધ્યેય હતા.

(૧) ભારતને ગરીબ બનાવી દેવો. (૨) જેઓ અંગ્રેજી શિક્ષણ વ્યવસ્થાને સ્વિકારે તેને જ નોકરી આપવી.

આ માટે અંગ્રેજોએ કેવા પગલાઓ લીધાં તે આપણે જાણીએ છીએ. એટલે તેને વિષે ચર્ચા નહીં કરીએ.

ગાંધીજી અંગ્રેજોની અમલમાં મુકેલી વ્યવસ્થાને સમજી ગયેલા.

ગાંધીજીએ “સ્વદેશી નો પ્રચાર અને વિદેશી માલનો બહિષ્કાર” ની ચળવળ ચલાવી. જો કે ભલભલા ખેરખાં એવા નેતાઓએ, આ બાબતમાં ગાંધીજીની ટીકા કરેલ. કેટલાકે તો સવિનય કાનૂનભંગની લડતનો પણ વિરોધ કરેલ. આ બધાના નામ આપી શકાય તેમ છે. પણ આપણું ધ્યેય કોઈની ટીકા કરવાનું નથી. તેથી આની ચર્ચા નહીં કરીએ.

ભારત રાષ્ટ્રનો સમાજ એક ખૂલ્લો સમાજ છે.

અંગ્રેજોના શાસનકાળમાં તે થોડોક બંધિયાર થઈ ગયેલ. તેનું કારણ ગરીબી હતી. લાચારી હતી. સાયણાચાર્યે મુસ્લિમ યુગમાં, સાતવળેકરે અને દયાનંદ સરસ્વતીએ બ્રીટીશ યુગમાં વેદોની અંદર રહેલા જ્ઞાનને ઉજાગર કર્યું. વિવેકાનન્દ પણ આ જ્ઞાન સામાન્ય કક્ષાની જનતા પાસે લઈ ગયા અને ભારત રાષ્ટ્રનો મહિમા સમજાવ્યો.

ગાંધીજી પણ સમજી ગયા હતા કે વેદોમાં રહેલું જ્ઞાન ઉત્કૃષ્ટ છે. રાષ્ટ્રપ્રેમ જાગૃત કર્યા વગર સ્વતંત્રતા મળશે નહીં.

ન્યુટન – આઈન્સ્ટાઈન અને પાદરી.મુલ્લાં.સંત – ગાંધીજી

પદાર્થની ગતિમાં ફેરફાર પદાર્થ ઉપર લાગતા બળના પ્રમાણ અને બળની દિશામાં હોય છે. આ ન્યુટનનો નિયમ હતો.

આઇન્સ્ટાઈન નો નિયમ હતો કે પદાર્થની આસપાસ ફીલ્ડ (ક્ષેત્ર) હોય છે. ફિલ્ડને દિશા અને શક્તિ હોય છે. એટલે પદાર્થની ગતિનો ફેરફાર ફીલ્ડ ની શક્તિ અને ફિલ્ડની દિશાને કારણે હોય છે.

આપણે બધા ભૌતિક વિશ્વમાં જ રહીએ છીએ. આપણો વિચાર એ એક ફીલ્ડ છે. આચાર એ ગતિ છે. પાદરી.મુલ્લા.સંતો વ્યક્તિને પકડે છે અને વ્યક્તિના વિચારમાં પરિવર્તન લાવવાનું કામ કરે છે. (જો કે બધા સંતોને આ વાત લાગુ પડતી નથી).

ગાંધીજી વિચારને ફિલ્ડ સમજ્યા અને તેને બળવત્તર કરવા અને અનુભૂતિ કરાવવા તેને અનુરુપ સામુહિક કાર્યક્રમો આપ્યા. એટલે સામુહિક ફિલ્ડની એક શક્તિ ઉત્પન્ન થઈ. દરેક વ્યક્તિને લાગ્યું કે તે સ્વાતંત્ર્યની ચળવળનો એક સૈનિક છે. આમ વ્યક્તિ એક વ્યક્તિ ન રહેતાં એક સમૂહ બની ગયો. આમ સામુહિકરીતે સ્વદેશી પ્રચાર અને સામુહિક રીતે વિદેશી માલનો બહિષ્કાર એ સરકારની સામે એક મોટું શસ્ત્ર બની ગયું.

પ્રાર્થના સભા, પ્રભાતફેરી, સ્વદેશીનો સામુહિક રીતે પ્રચાર, વિદેશી માલના બહિષ્કારના સામુહિક કાર્યક્રમો … આ બધાનો ફાયદો એ થયો કે આમ જનતામાં સંવાદ વધ્યો અને વૈચારિક જાગૃતિ માટેના માધ્યમો ટાંચા હોવા છતાં પણ વૈચારિક જાગૃતિ ઝડપથી આવી અને ઝડપથી પ્રસરી.

કાર્લ માર્ક્સે જો કશું સત્ય કહ્યું હોય તો તે એજ કે સમાજમાં માલનું ઉત્પાદન કેવીરીતે  થાય છે અને માલનું વિતરણ કેવીરીતે થાય છે, આ વ્યવસ્થાઓ  સમાજનું ચારિત્ર્ય ઘડે છે.

ગાંધીજીએ આ નિયમનો પૂરો લાભ લીધો.

રાજસત્તાનું વિકેન્દ્રીકરણ અને જનપ્રતિનિધિત્વની વ્યવસ્થા એ એક રીતે એકબીજાના પર્યાય છે.

લોકશાહીને કોણે જીવતી રાખી?

ભારતમાં લોકશાહીના મૂળ ઉંડા છે. ભારતમાં લોકશાહીના મૂળ ઉંડા છે તે ઉજાગર કરવાનું કરવાનું કામ ગાંધીજી કરતા હતા. જો કે આપણા દેશપ્રેમી બધા નેતાઓ અને કેટલાક રાષ્ટ્રપ્રેમી નેતાઓ આ વાત સમજી શકતા ન હતા. કારણ કે દેશપ્રેમીઓ માનસિક રીતે અંગ્રેજોના અથવા તો પાશ્ચાત્ય સભ્યતાના વૈચારિક ગુલામ હતા, જ્યારે કેટલાક રાષ્ટ્રપ્રેમી નેતાઓમાં માનસિક વિકાસનો અભાવ હતો, એટલે કે તેઓ પોતાની વિચાર શક્તિના અભાવમાં ગાંધીજીના વિરોધી હતા.

લોકશાહીની વ્યાખ્યા શી?

પાશ્ચાત્ય વિદ્વાનોએ કહ્યું લોકો થકી લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી. પણ લોકો એટલે શું?

આનો સીધો અર્થ બહુમતિ જ થાય.

આ બહુમતિને બદલવાના ઘણા શસ્ત્રો ઉપલબ્ધ હોય છે. બહુમતિના માનસિક સ્તર પર બહુમતિની કાર્યશૈલી અવલંબે છે.

પુરુષોત્તમ માવળંકરે એવી વ્યાખ્યા કરેલી

“જ્યાં સત્યનો આદર થાય તે લોકશાહી”

પણ સત્ય સમજવા માટે જનતાનું માનસ સક્ષમ હોવું જોઇએ.       

એટલે કે જો જનતા સાક્ષર હોય તો લોકશાહી યોગ્ય છે.

પણ સાક્ષર એટલે શું?

નારાયણભાઈ દેસાઈએ “સાક્ષર”ની વ્યાખ્યા “જે સમસ્યાને જાણે છે અને સમસ્યાને સમજે છે” તે સાક્ષર. એટલે કે જાગૃત નાગરિક.

તો પછી નાગરિકને જાગૃત કોણ કરે?

આ માટે ભારતમાં ઋષિમુનીઓ હતા અને તેમણે શાસ્ત્રો લખેલા. આ શાસ્ત્રોને સમજવાવાળા આચાર્યો હતા. આચાર્યો ઉત્પન્ન કરવા માટે વિદ્યાપીઠો હતી. આ આચાર્યો નિડર હતા.

નિડર એટલે શું?

નારાયણભાઈ દેસાઈએ નિડરની વ્યાખ્યા કરેલ

“ સત્ય (શ્રેય)ની સ્થાપના માટે જે કોઈથી ડરે નહી, અને જેનાથી કોઈ ડરે નહીં તે”.

કૌટીલ્ય, શંકરાચાર્ય, સાયણાચાર્ય, સાતવળેકર, દયાનંદ સરસ્વતી જેવા અનેક આચાર્યો ભારતમાં હતા અને છે. હાલમાં પણ એવા આચાર્યો છે જેઓ વિદ્વાન અને વિચારક છે અને નિષ્કામ રીતે કર્મ કરે છે. તેઓ કોઈ હોદ્દો ભોગવવામાં માનતા ન હતા. ધન અને સંપત્તિના તેઓ દાસ ન હતા.

૧૯૩૩ પછી ગાંધીજીએ ઋષિત્ત્વ ગુણ આત્મસાત કર્યો. તેમણે ધન સંપત્તિનો ત્યાગ તો ઘણા સમય પહેલાં કર્યો હતો. તેમણે પદનો પણ ત્યાગ કર્યો. જેથી તેમના અભિપ્રાય ઉપર મૂક્ત ચર્ચા થઈ શકે.

પણ જો સત્તા ઉપર બેઠેલો વ્યક્તિ ઋષિ કે આચાર્ય ન હોય અને પોતે ક્રાંતિકારી (એટલે કે સમાજ ઉપર પોતાના મનગઢંત વૈચારિક ફેરફારનું આરોપણ કરનારો ) થઈ જાય તો તે સમાજ માટે ભયજનક બની શકે છે. જેમકે નહેરુ અને ઇન્દિરા ગાંધી કે જેમણે તેમના આચારો દ્વારા દેશના જનમાનસને, નૈતિક રીતે પાયમાલ કર્યું.

નરેન્દ્ર મોદીની માનસિકતા શું છે?

નરેન્દ્ર મોદી હોદ્દો ધરાવે છે … ક્રાંતિકારી વિચારો ધરાવે છે … અને કેટલાક લોકો તેનાથી ડરે પણ છે …

સમાજ જે સ્તર ઉપર છે તેને કારણે નરેન્દ્ર મોદીને સુરક્ષા આપવી આવશ્યક છે.

નરેન્દ્ર મોદી સગાંવ્હાલાં અને મિત્રોને ફાયદો કરી દેવાની વૃત્તિ અને આચાર રાખતો નથી.

તમે સંસ્કૃત શ્લોકને યાદ કરો …

પરદાર પરદ્રવ્ય પરદ્રોહ પરાઙ્ગ મુખઃ

ગંગા બૃતે કદાગત્ય મામયં પાવયિષ્યતિ

 ગંગા કહે છે કે પરસ્ત્રી, બીજાનું ધન અને બીજાએ કરેલું અપમાન એ બધાથી વિરક્ત વ્યક્તિ ક્યારે આવીને મને પવિત્ર કરશે?

બીજાની સ્ત્રી પરત્વે વિરક્તિ રાખવી એ પ્રથમ પાદ છે.

તેનાથી અઘરું કામ બીજાના ધનથી વિરક્ત રહેવું એ દ્વિતીય પાદ છે.

બીજાએ કરેલા અપમાનથી (સ્વાર્થહીન) વિરક્તિ રાખવી તે તૃતીય પાદ છે.

નરેન્દ્ર મોદીએ આ ત્રણેય ગુણો કેળવ્યા છે.

નરેન્દ્ર મોદી તો પરસ્પરની સંમતિથી પોતાની પત્નીથી પણ દૂર રહ્યો છે.   

નરેન્દ્ર મોદીને તેના હોદ્દાની રુએ જે ભેટ સોગાદો મળે છે અને તેના જે વસ્ત્રો છે, તેની તે હરાજી કરી, સ્ત્રીઓના ઉત્કર્ષ માટે દાનમાં આપી દે છે. બીજાના ધન ઉપર પોતાના માટે  કુદૃષ્ટિ કરવાની તો વાત જ નથી.

અમેરિકાએ તેને વીસા ન આપ્યા. આ વિસા માટેની અરજી આમ તો સરકારી વિસા માટેની અરજી હતી અને ગવર્નમેંટ ઓફ ઈન્ડિયાએ અનુરોધ સાથે મોકલેલી. અને તેનો અનાદર કરવો એ ભારતનું અપમાન હતું. આનાથી પણ વિશેષ ભારતના અપમાનો ૧૯૬૯-૭૧ના અમેરિકાના તત્કાલિન પ્રમુખ નિક્સને કરેલ. પણ તત્કાલિન ભારતીય સરકારે અમેરિકા સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખેલ નહીં. આ બધાં એક લોકશાહી વ્યવસ્થાવાળી સરકારે કરેલાં આચારો હતા.

નરેન્દ્ર મોદી ભારતના હિતમાં આ બધાં અપમાનો ગળી જાય છે.

જો કે કેટલાક લોકો અફવા ફેલાવે છે કે મોદી નિક્સનને મળ્યો હતો. કેટલાક આવી વાતોમાં કેવી રીતે આવી જાય છે તે સ્મજાતું નથી.

રીચાર્ડ નિક્સન ૧૯૬૯ થી ૧૯૭૪ સુધી યુએસનો પ્રેસીડેન્ટ હતો. આ નિક્સન ૧૯૧૩માં જન્મ્યો હતો અને ૧૯૯૪માં મરી ગયો હતો. જો મોદી મળ્યો હોય તો તેને ક્યારે મળ્યો તેની ચોખવટ મોદી વિરોધીઓ કરતા નથી. આમ તો સુભાષબાબુ પણ હીટલરને મળ્યા હતા. ગાંધીજી પણ ભારતના ઘોર વિરોધી ચર્ચીલને મળવા માગતા હતા. પણ ચર્ચીલે મળવાની ના પાડી હતી. ગાંધીજી અને સુભાષબાબુ આ બંનેના હેતુ ભારતદેશને નુકશાન કરવાના ન હતા.

નરેન્દ્ર મોદીનો હેતુ પણ ભારતને નુકશાન કરવાનો ન હોઈ શકે. નરેન્દ્ર મોદી તેમને ૧૯૭૫ પછી મળ્યા હોય તો પણ. ૨૦૦૧ સુધી નરેન્દ્ર મોદી એવા કોઈ મહત્ત્વના વ્યક્તિ ન હતા કે યુએસ પ્રમુખ તેમને મળે. સંશોધનનો વિષય છે.

મોદી વિરોધીઓનું કહેવું છે કે બંગ્લાદેશની ચળવળમાં પાકિસ્તાની સેનાએ બંગ્લાદેશમાં ૪૦ લાખ લોકોને મારી નાખેલા અને તેમાં ૩૦ લાખ બંગ્લાભાષી હિન્દુઓ હતા અને ૧૦ લાખ બંગ્લાભાષી મુસલમાનો હતા. નિક્સને આ કતલના સમાચારો દુનિયાથી દબાવેલા.

ભારતમાં જ્યારે લાખોની સંખ્યામાં બંગ્લાદેશી નિર્વાસિતો ઘુસી આવ્યા હોય અને આપણી પ્રધાન મંત્રી કે એના મંત્રીમંડળને કે એની ઈન્ટેલીજન્સ એજન્સીને ખબર ન હોય એટલી હદ સુધી અમેરિકાના નિક્સનની પહોંચ હોય કે તે આવા લાખ્ખોની કતલના સમાચારોને દાયકાઓ નહીં તો વર્ષો સુધી દબાવી રાખી શકે એ વાત માન્યામાં આવી શકે તેવી નથી.

બંગ્લાદેશમાં મુજીબુર રહેમાનનુ શાસન આવ્યા પછી પણ આ નરસંહારની કોઈ તપાસ થઈ શકી નહીં. મુજીબુરને મારીને લશ્કરી શાસન આવી ગયું. ઈન્ટર્નેશનલ ક્રાઇમ ટ્રીબ્યુનલ એક્ટ ૧૯૭૩ બનાવ્યો હતો. પણ ૧૯૭૫માં વિવાદોની વચ્ચે રદ થયો. ૨૦૦૮માં અવામી લીગ સત્તા ઉપર ૨/૩ બહુમતિથી આવી. તેણે તપાસ શરુ કરી અને લગભગ દોઢ હજાર વ્યક્તિઓ ઓળખાઈ અને તેમની ઉપર કાર્યવાહી શરુ થઈ.

અમેરિકામાં કત્લેઆમ થઈ હોય અને તેનું શાસન તેને છૂપાવી શકે તે કદાચ માની લેવાય કારણ કે ૧૯૮૯-૯૦માં હિન્દુઓની કશ્મિરમાં થયેલી કત્લેઆમ અને આતંકને ભારતનીકોંગી અને તેના સમાચાર માધ્યમ સહિતના સાંસ્કૃતિક સાથીઓએ ઠીક ઠીક છૂપાવી હતી.

હવે જો આપણે ૧૯૬૯ થી ૧૯૭૩ સુધી નેશનલ સીક્યોરીટી એડ્વાઇઝર હોવાને નાતે હેન્રી કીસીંન્જરને વાંકમાં લેવો હોય તો પણ નીક્સન તેના વાંકમાંથી છટકી શકે નહીં. વળી હેન્રી કીસીન્જર ૧૯૭૩માં યુએસનો સેક્રેટરી ઓફ સ્ટેટ બન્યો. એના નામની “નોબેલ પ્રાઈસ ફોર પીસ” ભલામણ પણ થઈ. તો વાંક તો આખા યુએસનો જ કહેવાય. એટલું જ નહીં આને ઇન્દિરાની વિદેશનીતિની ભયંકર નિસ્ફળતા કહેવાય. ઇન્દિરા, નહેરુ કરતાં તો વધુ મૂર્ખ હતી જ તેને માટે આજ દાખલો પુરતો છે.

 પ્રમાણભાનની પ્રજ્ઞા, સંદર્ભની પ્રજ્ઞા અને પ્રાથમિકતાની પ્રજ્ઞાની આખી દુનિયામાં ખોટ હોય છે. જો મહાપુરુષોમાં આ સ્થિતિ દૃષ્ટિગોચર થાય તો તેને માટે કાંતો કહેવાતા મહાપુરુષોના “અમુક બારીઓ બંધ રાખવાના” પૂર્વગ્રહ જવાબદાર હોય છે અથવા તો તેના રાજકીય કારણો હોય છે. પાશ્ચાત્ય દેશો અને આપણો દેશ એમાં અપવાદ નથી. બીજાઓની વાત જવા દો. 

સૌથી અઘરી વાત પોતાનું અંગત અપમાન દેશ-હિત ખાતર ગળી જવું તે છે, કે જેની ગંગા રાહ જુએ છે.

શિરીષ મોહનલાલ મહાશંકર દવે

https://www.treenetram.wordpress.com

 

Read Full Post »

મોદી-ફોબિયા પીડિત સમાચાર પત્રો મરણીયા બન્યા છે… – ૧

મોદી-ફોબિયા પીડિત સમાચાર પત્રો મરણીયા બન્યા છે… – ૧

અમારે ભાવનગરમાં પચાસના દાયકામાં અમદાવાદના છાપાંઓ સાંજે આવતા. રાજકોટના છાપાં બપોરે આવતા. અને ભાવનગરમાંથી કોઈ દૈનિક છાપાં પ્રકાશિત થતા જ હતા નહીં. પગદંડી અને ભાવનગર સમાચાર જેવાં મેગેઝીનો બહાર પડતાં પણ તેનો ફેલાવો બહુ નહીં. મુંબઈના છાપાં સૌથી પહેલાં આવતાં પણ મોટે ભાગે વેપારી વર્ગ સિવાય મુંબઈ સમાચાર ખાસ વંચાતું નહીં. તે વખતે છાપાંઓ ઉપર છાપાંના કાગળનો ક્વોટા સરકાર હસ્તક રહેતો. તેથી છાપાવાળાં સરકારની વિરુદ્ધ આદુ ખાઈને પડી શકે તેવો જમાનો ન હતો. “શબ્દવ્યુહ રચના” અને “ફિલમ” ની જાહેરાતો ઉપર પણ સરકારે ક્વૉટાના હિસાબે નિયંત્રણ મુકેલું. તે વખતે મહાગુજરાતની ચળવળ ચાલતી. તેમાં સરકારી કોંગ્રેસ પ્રતિનું વલણ રહેતું. કમસે કમ ચૂંટણી વખતે તો “કોંગ્રેસ આપણો જાણીતો પક્ષ છે તેમની પાસે આપણે આપણા મનની વાત અને ફરિયાદ કરવાની સગવડ છે …” આવી મતલબના તંત્રી લેખો આવતા. એટલે સરવાળે જે કંઈ થોડા સમાચારો કોંગ્રેસની વિરુદ્ધ આવતા તેની ઉપર સરવાળે પાણી ફરી વળતું. જનસત્તાએ કોંગ્રેસ વિરુદ્ધ કાઠું કાઢેલ પણ તેને ચૂંટણી પછી કોંગ્રેસ સાથે સંધી કરી લેવી પડેલી.

ઈન્દિરા ગાંધીનો  નહેરુવીયન હોવાની લાયકાતના આધાર હેઠળ રાજ્યાભિષેક થયા પછી છાપાંઓમાં વિભાજન થવાના શ્રીગણેશની શરુઆત થયેલ. ઇન્દિરા ગાંધીના અને તેમના ભક્તોના જૂઠાણાઓએ  અને લાંચ રુશ્વતોએ માઝા મૂકતાં પ્રજામત આગળ છાપાંઓને ઝૂકવું પડેલ.

ઇન્દિરાએ જોયું કે વર્તમાન પત્રોની વિશ્વસનીયતા ઘણી છે એટલે ૧૯૭૫માં તેણીએ વર્તમાન પત્રોને પોતાની રીત પ્રમાણે “કટોકટી” દરમ્યાન સીધાં કરેલ.

૧૯૭૭માં જનતાપાર્ટીની સરકાર આવી એટલે શરુઆતમાં છાપાંઓ સ્પ્રીંગની જેમ ઉછળેલ પણ ચરણસીંગે જનતા પાર્ટી સામે બળવો કર્યો અને ઇન્દિરાની મદદ લીધી.

છાપાંઓને લાગ્યું કે;

“ઇન્દિરાઈ કોંગ્રેસ સિવાય આપણો ઉદ્ધાર નથી. ઈન્દિરા પોતે જ ભ્રષ્ટ છે માટે નફા માટે વાચકવર્ગ ઉપર આધાર રાખવાની ખાસ જરુર નથી. ઇન્દિરાઈ કોંગ્રેસે હાલસુધી (૧૯૮૦ સુધી) ગરીબાઈ અને નિરક્ષરતા કાયમ રાખી હોવાથી, આપણે હવે ઇમોશનલ શિર્ષરેખાઓ (સમાચારની હેડ લાઈનો) અને લખાણો યુક્ત શબ્દોની ગોઠવણી દ્વારા વાચક વર્ગ વધારી શકીશું. સરકારી જાહેરાતો પણ મળશે. “ફલાણો કાયદો પ્રજાને અર્પણ… ફલાણો પ્રોજેક્ટ પ્રજાણે અર્પણ… “ આ બધું ચાલુ કરનાર તો ઇન્દિરા માઈ જ છે ને… ઇન્દિરા કોંગ્રેસનું કલ્ચર આપણે જાણીએ છીએ એટલે તેની સામે આદુખાઈને પડવાની જરુર નથી. એટલે ૧૯૭૯માં “જનતા પાર્ટીનો વાગેલો મૃત્યુ ઘંટ”, “કામ કરતી (ઈન્દિરાની) સરકાર”, “ગરીબોની કસ્તૂરી (ડુંગળી)ના ભાવ આસમાને”, “સૌભાગ્યકાંક્ષિણી થવા થનગનતી કન્યાઓ સોનાના આસમાની ભાવોથી ચિતાંતુર”, “કન્યાના માંબાપમાટે મંગળસૂત્ર એક સમસ્યા”,

આ દરમ્યાન રંગા-બીલ્લાની જોડીએ યુવાન ભાઈબેનનું અપહરણ કર્યું અને બળાત્કાર કર્યો. એટલે સમાચાર પત્રોને તો દોડવું હતું અને ઢાળ મળ્યો. જોકે આવા બનાવો તો કોંગીના શાસનમાં ઉત્તરભારતમાં તો રોજ બનતા અને તેની નોંધ પણ લેવાતી ન હતી. પણ ભાઈ આપણે તો ઇન્દિરામાઈની સેવા કરવાની છે અને તમે ઇન્દિરામાઈનો સ્વભાવ તો જાણો છો જ ને કે. કટોકટીમાં કેટલાક શૂરવીરતા બતાવવા ગયેલાઓને ઇન્દિરા માઈએ કેવા મરણાસન્ન કરેલા. બાજપેયીના મણકાને શું થયું હયું હતું?  જો જય પ્રકાશ નારાયણને પણ ન છોડ્યા તો આપણે તે વળી કઈ વાડીના મૂળા? બહુ સિદ્ધની પૂંછડી થવાની જરુર નથી. એટલે તો આપણે કશ્મિરના હિન્દુઓની ઉપર થયેલા ખુલ્લેઆમ અત્યાચારો, હિજરત અને નર સંહારને છૂપાવવો પડેલો.

આમાં વળી નરસિંહરાવ વડાપ્રધાન થયા. તેમણે બધા નિયંત્રણો દૂર કર્યા. એટલે આપણી માટે જાહેરાતોનું મેદાન મોકળું થયું. પણ આપણે નહેરુવીયન કોંગ્રેસની અડફેટમાં ન આવવું, અને ખાસ કરીને નહેરુવંશના ફરજંદોની અડફેટમાં ન આવવું હોં!!”

અમારે ૧૯૫૨થી ગુજરાત સમાચાર આવતું હતું. પણ ૧૯૮૧માં ગુજરાત છોડ્યું. મુંબઈમાં મુંબઈ સમાચાર આવતું હતું. મુંબઈસમાચારના સંચાલકો મહાત્માગાંધીવાદી અને વળી મુંબઈ સમાચાર ફક્ત સમાચાર આપવામાં માને. જોકે ઇન્દિરાઈ અસર ખરી. પણ ન મામા કરતાં કહેણાં મામા શું ખોટા. આ પ્રમાણે મુંબઈ સમાચાર રહ્યું. ૧૯૯૬માં દેશાટન કરીને ગુજરાત આવ્યા. ૨૦૦૧માં મોદી આવ્યા. અને અમે ગુ.સ. ના (ગુજરાત સમાચારના) વલણોથી ત્રસ્ત થયા અને ગુ.સ. બંધ કર્યું.

ડી.બી. ચાલુ કર્યું. ડી.બી. ભાઈ (દિવ્ય ભાસ્કર-ભાઈ) નવા સવા હતા.

૨૦૦૧માં મોદીએ મુખ્ય મંત્રી થતાંની સાથે જ  બઘેડાટી બોલાવી. “વાંચે ગુજરાત”, “ચલો નિશાળ” જેવા અનેક કાર્યક્રમો થયા. વળી ઈન્ટરનેટનો જમાનો શરુ થયો. કેશુભાઈના જમાનામાં બધા પત્રકારોને અમદાવાદથી ગાંધીનગર રોજ ફ્રીમાં લઈ જવામાં આવતા, અને ચીકન બિર્યાની અને વ્હિસ્કી પણ ફ્રી. મોદીકાકાએ આ બધું બંધ કર્યું.

છાપાવાળાંઓની તો ઘાણી થઈ.

 

“આ તો ભારે થઈ. જે સગવડ મળતી હોય અને તે પણ મફત, એટલે અમને લગરિક અકારુ તો લાગે જ. પણ મુસલમાનો મદદે આવ્યા. તેમણે સાબરમતી એક્સપ્રેસનો કોચ ગોધરામાં બાળ્યો. ૫૯ હિન્દુઓને જીવતા બાળ્યા અને તેથી પ્રત્યાઘાત રુપે હિન્દુ-મુસ્લિમ રમખાણો થયાં એટલે આપણને તો હિન્દુઓની અસહિષ્ણુતાને ઉછાળવાનો જબ્બરજસ્ત મોકો મળી ગયો. ભલે હિન્દુઓ પણ મર્યા, અને મહિનાઓ સુધી હિન્દુઓ, સ્ટેબીંગના (મુસ્લિમો દ્વારા ચપ્પુઓ ખોસવાના બનાવોના ભોગ બન્યા) પણ અમે તો  ભરપેટ હિન્દુઓને ગાલી પ્રદાન કર્યું. સોનિયા માઈએ અને તેમના સાથીઓએ પણ ગાલીપ્રદાનો કરવામાં કંઈ બાકી રાખ્યું નહીં.

“મારા વાલીડા મોદીએ તો ભારે કરી.

સો દેડકાં અને એક સિંહ

“આ મોદીએ તો એવા દાવ ખેલ્યા કે આપણા સોનિયામાઈને અને તેમના ભક્ત મંડળને પણ લેવાના દેવા પડ્યા. આપણું શસ્ત્ર આપણને જ વાગ્યું.

“આ મોદી કાકો આટલેથી અટક્યો નહીં. પણ એણે ગુજરાતનો પાયાનો વિકાસ પણ કર્યો. પરપ્રાંતીઓ વધુને વધુ આવવામાંડ્યા. મોદી કાકાએ તેમને આવકાર્યા. તેમને નવાજ્યા. એટલે મોદીકાકાએ તો લાગલગાટ ૧૩+ વર્ષ એકચક્રી રાજ કર્યું. અને કારણ કે, પરપ્રાંતીઓને આવકારેલા એટલે તેઓ પણ મોદીકાકાના પ્રચ્છન્ન  પ્રચારકો બન્યા. એટલે આપણા નરેન્દ્ર ભાઈ મોદી તો વડાપ્રધાન થઈ ગયા. .. બોલો..

“બોલો હવે શું કરીશું? આ મોદીને પાડવો કેમ કરીને? એણે તો આપણી દુકાન બંધ કરી દીધી છે. હરાયા ઢોર થઈ જઈએ તે પહેલાં આપણે કંઈક કરવું પડશે. આપણી માઈના સહયોગીઓ ઉપર બધું જ છોડી દેવું બરાબર નથી.

સમાચાર પત્રો થયા ઘાંઘાં

“ચાલો મળીએ મેનેજમેન્ટના ખેરખાંઓને.

ચાલો “મને બધું આવડે (એમ.બી.એ. ને મળીએ) હવાઓના કહેવા પ્રમાણે આવા લોકોએ બીલ ક્લીન્ટનને જીતાડ્યા છે, ઓબામાને જીતાડ્યા છે … અરે એટલું જ નહીં આ મોદીને પણ સી.એમ. તરીકે અને પીએમ તરીકે જીતાડ્યો છે.

“ભો ભો અભિયંતઃ ગુરો, શિષ્યઃ તેઽહં, શાધી માં ત્વાં પ્રપન્નઃ

( હે મેનેજમેન્ટ ગુરુ, હું તારો શિષ્ય છું. તારે શરણે આવેલા એવા મને બોધ આપ)

“આવો આવો. મારું તો કામ જ આ છે. પણ પૈસા થશે. ઉધાર બુધાર નહીં ચાલે.

“અરે સાહેબ તમે પૈસાની ચિંતા ન કરો. અમારે તો અમારું છાપું ચલાવવું છે. તમે કંઇક ટૂચકો બતાવો કે અમે બે પાંદડે થયા છીએ તે ચાલુ રહી શકીએ.

“ઓકે. તમે બે પાંદડે થયા કેવી રીતે?

“સાહેબ, અમારા દરેક સમાચાર જે છાપવાના હોય કે ન છાપવાના હોય તે અમારી શ્યામા લક્ષ્મી છે. બાકી તો સાહેબ, આ ફિલમી હસ્તિઓની સાચી ખોટી વાતો તેમના કહેવા પ્રમાણે છાપી એમાંથી થોડી ઘણી શ્યામા લક્ષ્મી પેદા કરતા હોઈએ છીએ. આ લોકોના અને બીજા કેટલાકના વિજ્ઞાપનો દ્વારા અમને શ્વેત લક્ષ્મી મળે છે.

“ તો પછી મુશ્કેલી શું છે?

“સાહેબ, અમારે તો લીલા લહેર હતી. અમારામાંના કેટલાકે તો બીલ્ડર નો ધંધો શરુ ક્લરેલો. પણ હવે જવા દો એ વાત. જો એ વાત કરીશું તો છાણે વીંછીં ચડશે…. અમારી તો પથારી ફરી ગઈ છે.

“કેમ શું થયું?

“સાહેબ, આ સોશીયલ મીડીયાએ અમારી ઘાણી કરી નાખી છે. એ લોકો સમાચારો જનતાને વહેલા પહોંચાડી દે છે. એટલું જ નહીં તેઓ જ ચર્ચાઓ કર્યા કરે છે… એટલે અમારો મોદી વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરવાનો હેતુ બરાબર પાર પડતો નથી.

“અચ્છા તો વાત એમ છે કે તમારે સોશીયલ મીડીયાને નબળું પાડવું છે. પણ તમે સમજી લો કે એ માટે તમારે કોંગીની અને તેના સાથીઓની મદદ લેવી પડશે.

“કોંગીઓ અને તેના સાથીઓ તો મદદ કરવા તૈયાર જ છે.

“તો તેમને કહો કે સોશીયલ મીડીયાનો મોરચો એ લોકો તેમની રીતે સંભાળી લે.

“હા, પણ અમે શું કરીએ?

“તમે શબ્દોની રમતો તો રમો જ છો ને? જેમકે ત્રણ જવાનો કશ્મિરની સરહદે ફૂંકાયા, નાગરિક યુવકો ઘવાયા. અંદર ક્યાંક લખો કે તેઓ પત્થરો ફેંકતા હતા…. સૂત્રો પોકારવાથી દેશ દ્રોહ થતો નથી…. મોદીની હાર , રાહુલને હાર … અમિત શાહ પક્ષ પ્રમુખપદેથી હટી શકે છે,… મોદી ઈફેક્ટ ધરાશાઈ, …. મોદીને બદલે કોણ ચર્ચા શરુ …. વિગેરે વિગેરે વિષયો ઉભા કરી તેની ઉપર ચર્ચા ફેલાવી શકાય છે. આવું બધું તો તમને કહેવું પડે એવું નથી… આવું તો તમે કરો જ છો.

“હાજી …  પણ આ પુરતું નથી. એવું અમને અને અમારા અન્નદાતા એવા માઈભક્તોને લાગે છે.

“તમે જુઓ અને સમજો… સોશીયલ મીડીયાનો એક વર્ગ છે. તે આમ તો બહોળો લાગે છે પણ તે મર્યાદિત છે. મોટાભાગના વયસ્ક અને વાર્ધક્યે પહોંચેલાઓને આ બધા ગેજેટોના સંચાલનની  તકનીકીઓ શિખવાની ઇચ્છાઓ નથી. એટલે આવા લોકો હજી તમારા ચીલાચાલુ સમાચાર માધ્યમ એવા વર્તમાન પત્રો ઉપર જ આધાર રાખે છે.  વળી આ મોદીકાકાએ ભણેલાઓમાં વૃદ્ધિ કરીને સાક્ષરતા ૮૦% પહોંચાડેલ છે તેમાંના યુવાનોની મગજની પાટીઓ કોરી છે. એટલે તમારા માઈમંડળને કહો કે આ લોકોનું ધ્યાન રાખે. અને તમે વાર્ધક્યમાં (ગલઢા લોકોનો, વૃદ્ધ લોકોનો) વિસામો લેનારાઓનો કબજો લો … એટલે કે તે બધા વાચકોની ઉપર,  અને તે ઉમરના કટારીયાઓ ઉપર કબજો લો… અને વયસ્ક કટારીયાઓને સાધો …

“હા… પણ એ કેવી રીતે … ?

 “ જુઓ… તમારી પાસે અમુક કટાર લેખકો તો હશે જ. તેમાંના કેટલાક ઓગણીશો સીત્તેરના દાયકામાં પ્રસિદ્ધિમાં આવ્યા હશે તેઓ હવે વયસ્ક થઈ ગયા હશે… કેટલાક તેથી પણ જુના હશે…. જે વાર્ધકયમાં વિસામો લેતા હશે…!!

“ હા… તો…?

“તો … શું? આ બધાને લપટાવો… તેમાંના ઘણા બધા લપટાઈ જવા આતુર જ હશે. કેટલાક એવોર્ડ પરત કરનારા પણ તમને મદદ કરવા આતુર હશે. ધર્મ કરતાં રિશ્વત મોટી છે એટલે કે પૈસા મોટા છે. અને પૈસા કરતાં કીર્તિ મોટી છે. કીર્તિ માટે તટસ્થતાનું મહોરું જરુરી છે. એટલે કે તમે “માલી પા…  પેલી પા … વિકાસના ફુગ્ગામાં કાણું પડ્યું… ઑણ … હમણેં , “  વળી જે યુવાનોને કોંગીએ જાતિવાદના નામે ઉશ્કેરવા માટે ઉત્પન્ન કર્યા તેમને વિષે ‘સત્તા પ્રતિષ્ઠાન સામે પડકારના પ્રતિક’ તરીકે ખપાવનારા તમને તમારે ભાણે ખપશે. વળી “ગાંધી પોતે જ ‘પૂર્ણ ગાંધીવાદી’ ન હતા એમ કહીને પોતાના સુક્ષ્મ અવલોકનને ઉજાગર કર્યા વગર જ આ લોકો અગડમ બગડમ લખશે અને પોતાને તટસ્થ ગણશે. ટૂંકમાં તેઓ કોરી પાટી વાળાઓને, “થાઉં થાઉં થતા કટારીયાઓને અને નબળી પડેલી યાદ શક્તિ વાળા ગલઢાઓને અસંમજસ માં મુકી દેશે. “પોલીટીશ્યનો બધા સરખા” એવા વૈશ્વિક કથનને તે સૌ પ્રમાણભાનને અવગણી “નોટા” નું બટન દબાવ’વા તત્પર થશે કે મત આપવા જ નહીં જાય.

“પણ સાહેબ, આ બીજેપી વાળા તો અમને ગદ્દારમાં ખપાવે છે તેનું શું?

“જુઓ … મેં તમને પહેલાં પણ કહ્યું જ છે કે તમે સીત્તેરના દશકામાં આગળ આવ્યા હતા તેવા વયસ્ક લેખકોને, મૂર્ધન્યોને, સેલીબ્રીટીઓને પકડો. તેમાંના ઘણાં ખૂરશી થી વંચિત રહ્યા હશે. તેમને પકડો. જેમકે જશવંત સિંઘ, યશવંત સિંહા, અરુણ શૌરી, પ્રીતીશ નાંદી, જેવા અનેક છે. જેમકે બીજેપી-ગાય = કોંગ્રેસ. જેવું બોલવાવાળા તમને મળી રહેશે. ફિલમી મહાનુભાવો તો બોલવા માટે આતુર છે. જો તમે પ્રીતીશ નંદી જેવાને પકડશો તો તમને ફિલમી જગતામાં નવી ઓળખાણો થશે. આવા ખ્યાતનામ માહાનુભાવો જે કંઈ “હંગ્યું પાદ્યું” બોલે તેને હાલના કોરી પાટી વાળા બ્રહ્મવાક્ય જ માને છે.

“પણ સાહેબ, આ બધા મહાનુભાવો અમારા માટે લખવા માટેનો સમય ન કાઢી શકે તો.

“અરે ભાઈ…  તેઓ ક્યાંક તો લખતા જ હોય છે. તેનું ભાષાંતર કરી છાપી નાખો તમારા છાપાંમાં. તમારા છાપાંની પણ કીર્તિ વધશે કે “જોયું હવે તો આ મહાનુભાવો પણ મોદી રાજની વિરુદ્ધ થઈ ગયા છે. કંઈક તો ખોટું હશે જ.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે   

ચમત્કૃતિઃ

મિયાંઃ “અરે ભટ્ટજી મૈંને વો ઝાડકે નીચે સેંકડો સાંપ દિખે…

ભટ્ટજીઃ “ અરે મિયાં ! હમારે યહાં કોઈ સાંપ હૈ હી નહીં …

મિયાં; “સચ માનો, કમસે કમ પચાસ સાંપ તો થે હી…

ભટ્ટજીઃ “વહાં સાંપ હો હી નહીં સકતા. ક્યોં કિ વહાં ટ્રાફિક ઇતના હૈ કિ સાંપ આનેકા નામ હી નહીં લે સકતા;

મિયાંઃ “દશ સાંપ તો થે હી થે …

ભટ્ટજી; “ચલો દેખકે આતે હૈ…

મિયાં; “ સાંપ જૈસા કુછ તો થા હી …

 ———————–

તમે કહેશો; “આ વાત તો મૂળ વાત જેવી નથી. તભા ભટ્ટ અને મિયાં ફુસકી ની વાતોમાં આવું કશું આવતું નથી.

અમેઃ અરે ભાઈ, સંત રજનીશમલ પણ તેનાલી રામની આવી જ વાતો કરે જ છે ને …

તમે કહેશો; “પણ આ પ્રીતીશ નંદીનું શું છે?   

Read Full Post »

સુજ્ઞ લોકોની કાશ્મિર વિષેની ભ્રમણાઓ

સુજ્ઞ લોકોની કાશ્મિર વિષેની ભ્રમણાઓ

સુજ્ઞ લોકો એટલે જેઓ પોતાને જ્ઞાનવાન, વિશ્લેષક અને તર્કશુદ્ધ અભિપ્રાયો ધરવાન નારા સમજે છે તેવા ચેનલ ઉપર ચર્ચા કરનારા નેતાઓ, કે વર્તમાનપત્રોમાં કટારીયાઓ અને મૂર્ધન્યો છે.

આપણે ફક્ત આજે એક કટારીયાભાઈ/ભાઈઓ ની જ વાત કરીશું. અને તે પણ ડીબી (દિવ્ય ભાસ્કર) માં લખતા એક કટારીયા ભાઈની તેમણે યુટ્યુબ ઉપર આપેલા કાશ્મિર સમસ્યા ઉપર તેમણે દાખવેલા અભિપ્રાય વિષે વાત કરીશું. આ પ્રવચન જો તમારે સાંભળવું હોય તો નગીનભાઈ સંઘવી સાથેનો સંવાદ યુટ્યુબના “સર્ચ” ઉપર  તમે “‘Samvaad – The Talk Show’ with Nagindas Sanghvi, A Renowned Political Analyst “ આમ ટાઈપ કરી મેળવી શકશો.

નગીનભાઈ સંઘવી એક માનનીય વ્યક્તિ છે. આવા માનનીય મૂર્ધન્યોની સંખ્યા ગુજરાતી જ નહીં પણ અંગ્રેજીમાં પણ ઓછી છે અને ભારતમાં જ નહીં પણ અમેરિકામાં પણ ઓછી છે.

આવા ગણ્યા ગાંઠ્યા કટારીયા લેખક જ્યારે કોઈ લાંબા ગાળાથી ચાલી આવતી સમસ્યા વિષે લખે ત્યારે સામાન્ય રીતે દાળમાં કોળું ન જાય. પણ, ક્યારેક  જાય  પણ ખરું. આ “દાળમાંનું કોળું” એક વ્યક્તિગત અભિપ્રાય છે.

હિન્દુ-મુસ્લિમ વ્યવહારો અને સંબંધો વિષે લખવું એટલે આમ તો બહુ નાજુક વિષય છે. કારણ કે આ બંનેને ધર્મને કારણે જુદા પાડવામાં આવ્યા છે. મુસ્લિમો પ્રમાણમાં વધુ સંવેદનશીલ છે. પણ હિન્દુઓ વધુ સંખ્યામાં હોવાથી સંવેદનશીલ હિન્દુઓની સંખ્યાને અવગણી ન શકાય.

 આપણે માંડીને વાત નહીં કરીએ. પણ ક્યાંથી ક્યાં સુધી?

અમુક કાશ્મિરી નેતાઓ ચંદ્રગુપ્ત મૌર્ય થી શરુઆત કરી એમ સાબિત કરવા માગે છે કે અમે ક્યારેય ભારતમાં હતા જ નહીં.

અમુક કાશ્મિરી હિન્દુઓ ભારતીય સંસ્કૃતિના મૂળમાં જાય છે અને કહે છે કે મોટાભાગના ભારતીય સંસ્કૃતિક સાહિત્યના સ્રોત કાશ્મિરના છે. જો કે તેમાંના કેટલાક હિન્દુ નેતાઓ અગાઉ સ્વતંત્ર કાશ્મિરની વાત કરતા હતા પણ તેઓ બેઘર થયા એટલે તેઓ ભાનમાં આવ્યા કે મુસ્લિમો કઈ રીતે તેમની સામે વર્તી શકે છે.

તટસ્થ રીતે વિચારો તો કાશ્મિર ક્યાં હોવું જોઇએ?

दानं भोगः  नाशः अस्य, तीस्रः गतिः भवन्ति वित्तस्य,

यो ददाति न भूंक्ते, तस्य तृतीया गतिः भवति

ધનની (અહીં કાશ્મિરની) ત્રણ ગતિઓ છે. કાં તો પાકિસ્તાનને દાનમાં આપી દો (અને તેને શૂન્ય થવા દો).

કાંતો કાશ્મિરને ભારતમાં રાખો તેનો વિકાસ કરીને યાત્ર સ્થળ તરીકે ભોગવો ,

કાંતો કશ્મિરને સ્વતંત્ર રાખો કે જેથી તે તિબેટની જેમ નાશ પામી જાય.

એવું કહેવાય છે કે શેખ અબ્દુલ્લા એક સ્વાતંત્ર્ય સૈનિક હતા. તેઓશ્રી નહેરુના મિત્ર હતા. પણ જમ્મુ કાશ્મિરના રાજા સાથે તેમને ખાસ બનતું નહીં.

જેને આપણે “ભારત” અથવા “અખંડ ભારત” કહીએ છીએ તેનું રાજકીય અસ્તિત્ત્વ ૧૮૪૬માં આવ્યું કે જ્યારે જમ્મુના મહારાજા ગુલાબ સિંહે કાશ્મિરને સાઠલાખ રૌપ્ય મુદ્રામાં અંગ્રેજો પાસેથી લીધું, અંગ્રેજોને બે સુંદર કાશ્મિરી શાલ અને ત્રણ હાથ રુમાલ આપ્યા અને અંગ્રેજોની આણ માન્ય રાખી.

આથી વધુ જુની વાતને, દુનિયા માન્ય રાખશે નહીં અને હાસ્યાસ્પદ ગણાશે એ અલગ.

એમ તો આપણે આપણો દાવો પશ્ચિમમાં ઇરાન ઉપર અને અરબસ્તાન ઉપર, પૂર્વમાં વિએટનામ અને જાપાન સુધી અને દક્ષિણમાં જાવા સુમાત્રા સુધી કરી શકીએ. કારણ કે ક્યારેક હિન્દુ  રાજાઓ ત્યાં રાજ કરતા હતા. પણ તે દાવા માટે આપણી પાસે સગવડતા હોવી જોઇએ. જેમકે ચીનનું કહેવું હતું કે કોઈ એક કાળે તિબેટ ઉપર અમે રાજ કરતા હતા. અને નહેરુએ ચીનને તિબેટ ઉપર રાજ કરવાની સગવડ કરી આપેલ.

એ વાત જવા દો. એ વાતથી વિષયાંતર થઈ જશે.

અંગ્રેજોએ ગમે તેમ કરીને જીન્નાને પાકિસ્તાન કરી આપ્યું.

પણ દેશી રાજાઓ ના રાજ્યનું શું કરવું?

દેશી રાજાઓ માટે ત્રણ વિકલ્પ હતા. કાં તો પાકિસ્તાન સાથે જોડાય, કાંતો ભારત સાથે જોડાય અથવા તો સ્વતંત્ર રહે. પણ આ પસંદગી મનમાની રીતે થઈ શકે તેમ ન હતું. તેમના રાજ્યની જનતાની સંમતિ જરુરી હતી.

જુનાગઢના નવાબ મનમાની કરવા ગયા તો એમના રાજ્યમાં વિદ્રોહ થયો. તેમને પાકિસ્તાન ભાગી જવું પડ્યું. હૈદરાબાદના નવાબ પણ મનમાની કરવા ગયા તો તેમના લશ્કરે શરણાગતિ સ્વિકારવી પડી. જમ્મુ કાશ્મિરના રાજાએ કશો નિર્ણય ન લીધો. તેમની ઈચ્છા સ્વતંત્ર રહેવાની હતી. શેખ અબ્દુલ્લાની ઈચ્છા પણ એવી જ હતી. ખાટલે મોટી ખોડ એ હતી કે એ બંને વચ્ચે બનતું ન હતું.

આવા સંજોગોમાં પાકિસ્તાનની દાઢ સળકી.

૧૫-૦૮-૧૯૪૭ તારીખથી બ્રીટીશ શાસનનો અંત આવતો હતો. જમ્મુ-કાશ્મિર રાજ્ય અવરજવર માટે  પાકિસ્તાન સાથે જોડાયેલું હતું. જ્યાં સુધી બધું થાળે ન પડે ત્યાં સુધી ઇન્ડિયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ અંતર્ગત પાકિસ્તાનની ફરજ હતી કે તે રોજ વપરાશની ચીજો જમ્મુ-કાશ્મિરને પૂરી પાડે. પણ પાકિસ્તાને નાકા બંધી કરી અને જીવન જરુરી વપરાશની ચીજો મોકલવાની બંધ કરી દીધી. તે ઉપરાંત પાકિસ્તાને સ્વાતંત્ર્યવીરોને નામે સૈનિકોને શસ્ત્ર સરંજામ સાથે જમ્મુ-કાશ્મિરનો કબ્જો લેવા મોકલી આપ્યા. એટલે કે પાકિસ્તાને સૈનિક આક્રમણ કર્યું.

હવે એક વસ્તુ સમજી લો કે પાકિસ્તાનની જમ્મુ-કાશ્મિર ઉપર દાવો કરવાની ત્રણ ગેરલાયકાત હતી.

(૧) ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ અંતર્ગત જ્યાં સુધી (૧૯૫૦) બધું થાળે ન પડે ત્યાં સુધી “સપ્લાય લાઈન ચાલુ રાખવી. પણ પાકિસ્તાને આ શરતનો ભંગ કર્યો. પાકિસ્તાને જમ્મુ-કાશ્મિરની સપ્લાય લાઈન બંધ કરી દીધી,

(૨) દેશી રાજ્યને જનતાનો અભિપ્રાય નક્કી કરવાનો સમય આપવો. પણ પાકિસ્તાને જમ્મુ-કાશ્મિરમાં લોકમત થઈ જવાની રાહ ન જોઇ.

(૩) અનધિકૃત લશ્કરી કાર્યવાહી ન કરવી. પાકિસ્તાને જમ્મુ-કાશ્મિર ઉપર લશ્કરી આક્રમણ કર્યું. પાકિસ્તાની લશ્કરે મુસ્લિમ ઇતિહાસમાં જેમ થતું આવ્યું છે તેમ કાશ્મિરમાં આક્રમણ કરી કત્લેઆમ અને બેસુમાર લૂંટફાટ કરી. અસંખ્ય સ્ત્રીઓ ઉપર (મુસ્લિમ સ્ત્રીઓ સહિત), બળાત્કારો કર્યા. જો પાકિસ્તાની લશ્કરે આવું કશું કર્યું ન હોત તો તેઓ શ્રીનગર સુધી કબજો કરી લીધો હોત.  પણ પાકિસ્તાની લશ્કરના સૈનિકો આવું બધું કરવાની લાલચ રોકી શક્યા નહીં. તેથી શ્રીનગર પહોંચવામાં મોડા પડ્યા.

બીજી એક વધુ વાત સમજી લો

શેખ અબ્દુલ્લા કાશ્મિરમાં લોકપ્રિય હતા. અને તેમને પાકિસ્તાન સાથેનું જોડાણ ધોળા ધરમેય મંજુર ન હતું. કારણ કે શેખ અબ્દુલ્લાને ધર્માભિમુખ મુસ્લિમ રાષ્ટ્ર સાથે જોડાણ પસંદ ન હતું. એટલે જમ્મુ-કાશ્મિરનું રાજ્ય પાકિસ્તાનને મળે એ શક્ય જ ન હતું.

ધારો કે પાકિસ્તાને આક્રમણ ન કર્યું હોત અને જો જમ્મુ-કાશ્મિરમાં જનમત લેવાયો હોત તો પણ જમ્મુ-કાશ્મિર રાજ્ય પાકિસ્તાનને મળે તે શક્ય જ ન હતું.

ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટનો પાકિસ્તાને જમ્મુ-કાશ્મિર રાજ્ય અન્વયે ભંગ કર્યો છે એટલું જ નહીં પણ તેણે બલુચિસ્તાન ઉપર આક્રમણ કરીને પણ તે એક્ટની અંતર્ગત ભંગ કર્યો છે.

આ રીતે જોઇએ તો પાકિસ્તાન કાયદેસર રીતે પાકિસ્તાન, જમ્મુ-કાશ્મિર રાજ્ય ઉપર દાવો કરી જ ન શકે.

કારણ કે પાકિસ્તાન એક આક્રમણખોર રાષ્ટ્ર છે. તે ઉપરાંત પાકિસ્તાને યુનોના ઠરાવની શરતોનું પાલન કર્યું નથી. યુનોના ઠરાવની શરતો છે કે;

(૧) પાકિસ્તાને પોતાના કબજા હેઠળની કાશ્મિરની ધરતી ઉપરથી લશ્કર હઠાવી લેવું

(૨) પાકિસ્તાનનું લશ્કર હઠી ગયા પછી, ભારત ત્યાં મર્યાદિત સંખ્યામાં લશ્કર રાખી શકશે (કે જેથી ત્યાં  જનમત ગણના કરી શકાય.)

(૩) જ્યાં સુધી જનમત ગણના કાર્ય આ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મિરમાં પૂર્ણ ન થાય ત્યાં સુધી પાકિસ્તાન પોતાના કબજા હેઠળના કાશ્મિરમાં લશ્કરી કાર્યવાહી કરી શકશે નહીં.

પાકિસ્તાને યુનોના ઠરાવનો પણ ખુલ્લે આમ ભંગ કર્યો છે.

શું પાકિસ્તાનને કાશ્મિર ઉપર પ્રેમ છે ખરો?

ના જી. જરાપણ નહીં.

હવે તમે જુઓ.

jammu-and-kashmir

પાકિસ્તાને યુનોના ઠરાવનો અમલ ન કર્યો. તે વખતે “જમ્મુ અને કાશ્મિર નેશનલ કોન્ફરન્સ” કે જેના નેતા શેખ અબ્દુલ્લા હતા તે એક માત્ર પક્ષ અસ્તિત્ત્વ ધરાવતો હતો. તેના ચૂંટાયેલા ૭૫ સભ્યોએ વિધાનસભાનું ઓગષ્ટ-સપ્ટેમ્બર ૧૯૫૧માં ગઠન કર્યું અને   લોકતંત્રમાં માન્ય પ્રણાલી દ્વારા તે વિધાન સભાએ ભારત સાથેનું જોડાણ સર્વાનુમતે માન્ય કર્યું. એટલે ભારત તરફથી તો જનમત ગણનાના કાર્યની સમાપ્તિ થઈ ગઈ. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મિરમાંની ૨૫ બેઠકો આજની તારીખ સુધી ખાલી છે. કારણ કે પાકિસ્તાન તેના સંસ્કાર પ્રમાણે લોકશાહીમાં માન્ય હોય તેવું કશું કરી શક્યું નથી.

જમ્મુ-કાશ્મિરમાં પ્લેબીસાઈટ

કોઈ કહેશે કે જમ્મુ-કાશ્મિરમાં પ્લેબીસાઈટ એટલે જનમત ગણના (૧) ભારત સાથે જોડાવું છે? (૨) પાકિસ્તાન સાથે જોડાવું છે? (૩) સ્વતંત્ર રહેવું છે? એ પ્રમાણે કેમ ન કરી?

આનો જવાબ એ છે કે જે રીતે ભારતમાં પણ જનમત ગણના બીજા દેશી રાજ્યોમાં કરેલી, તે જ રીત જમ્મુ-કાશ્મિરમાં પણ અપનાવેલી.

બ્રીટીશ ઇન્ડીયામાં જે પ્રમાણે માન્ય પ્રદેશો હતા તે પ્રમાણે રાજ્યો રાખેલ. કચ્છ, સૌરાષ્ટ્ર, મૈસુર, વિગેરે વિષે પણ આમ જ હતું.

દેશી રાજ્યોમાં નાના મોટા ૭૦૦ ઉપર રાજ્યો હતા. દરેકમાં (૧) ભારત સાથે જોડાવું છે? (૨) પાકિસ્તાન સાથે જોડાવું છે? કે  (૩) સ્વતંત્ર રહેવું છે? એ પ્રમાણે જનમત ગણના થઈ ન શકે. વળી જનમતનું પ્રતિબિંબ તો વિધાનસભામાં પણ પડે જ છે. એટલે વિધાનસભાની મંજુરી પણ લોકશાહીને માન્ય જ કહેવાય.  

તો પછી આપણા કેટલાક અખબારી મૂર્ધન્યો અને કેટલાક સ્વયમેવ સિદ્ધ તર્કશાસ્ત્રીઓ કાશ્મિર ઉપરનો પાકિસ્તાનનો દાવો કેવી રીતે પુરસ્કૃત કરે છે?

હે ઇતિહાસકારો “તે વીરલાઓમાં” અમારું નામ પણ નોંધો

they-supported-mk-gandhi

જો આ સુજ્ઞ જનો સાચેસાચ મુંઝાયેલા હોય અને પોતાને તટસ્થ મનાવવાના કેફમાં હોય પણ તેમને ખબર ન હોય કે તેઓ કૅફમાં “હોંચી હોંચી” કરે છે. તો તેનું કારણ એ છે કે જમ્મુ-કશ્મિરમાં બહુમતિ મુસ્લિમો છે અને તેથી જ્યાં બહુ મતિ મુસ્લિમોની હોય તો તે પ્રદેશે પાકિસ્તાનમાં જવું જોઇએ.

આપણે જાણીએ છીએ અને એ વાતનો આપણને ગર્વ છે કે મહાત્મા ગાંધીની સાથે હિન્દ સ્વરાજ્યની લડતમાં કેટલાક તટસ્થ અંગ્રેજો અને યુરોપીયનો પણ સામેલ થયા હતા. રાજ તો અંગ્રેજોનું હતું તેમ છતાં પણ જનતંત્ર એવા બ્રીટનમાં રહેલા સત્યપ્રિય અંગ્રેજો આપણી લડતને સાથ આપતા હતા. જો આમ હોય તો પછી આપણામાં પણ કેટાલાક વીરલા નિકળવા જ જોઇએ કે જે જમ્મુ-કાશ્મિરના મુસ્લિમોની સ્વાતંત્ર્ય ની લડતમાં મુસ્લિમોને વૈચારિક સાથ આપે. એટલે આપણા કેટલાક સુજ્ઞ જનોએ વિચાર્યું કે તો પછી તે સત્ય પ્રિય વીરલાઓમાં આપણું નામ શા માટે નહીં?

samuel

આવા કંઈક ભાવ સાથે પણ કેટલાક મૂર્ધન્યો પોતાનો મત બાંધતા હોવા જોઇએ.

ખાટલે શી ખોડ છે?

ભારતની સ્વાતંત્ર્ય માટેની “હિંસક અને અહિંસક બંને લડત” અને કાશ્મિરના મુસ્લિમોની કહેવાતી “સ્વાતંત્ર્યની લડત”, આ બંનેમાં આભ જમીનનો ફેર છે.

ભારતની સ્વાતંત્ર્ય માટેની લડત એટલા માટે હતી કે ભારત અને બ્રીટનના કાયદા અલગ હતા.

બ્રીટનની પાર્લામેન્ટમાં ભારતનું તેની જનસંખ્યાના પ્રમાણમાં પ્રતિનિધિત્વ ન હતું.

ભારત બ્રીટનનું એક રાજ્ય ન હતું.

જે સ્વાયત્તતા બ્રીટનના નાગરિકો પાસે હતી તેવી સ્વાયત્તતા ભારતના નાગરિકોની પાસે ન હતી.

બ્રીટનની સરકાર, ભારત ઉપર દેખરેખ રાખવા એક ગવર્નર જનરલ (વાઈસરોય) અને અનેક ગવર્નરો મોકલતી.

આ બધા કારણસર ભારતની સ્વાતંત્ર્યની લડત વ્યાજબી હતી.

આ ઉપરાંત

ભારતની અહિંસક લડતના સૈનિકો વાટાઘાટો માટે તૈયાર રહેતા હતા.

ભારતની અહિંસક લડતના સૈનિકો સરકારના સક્ષમ અધિકારીને પોતાની આગામી આંદોલનની પૂરી રુપરેખા આપતા હતા, અને તે પ્રમાણે આંદોલનો કરતા હતા,

ભારતની અહિંસક લડતના સૈનિકો, ખૂલ્લા મોઢે આંદોલન કરતા. ભારતની અહિંસક લડતના સૈનિકો કદી બુકાની બાંધી મોઢું સંતાડીને આંદોલન કરતા નહીં.

ભારતની અહિંસક લડતના સૈનિકો પોતાનો ગુનો છૂપાવતા નહી, ભારતની અહિંસક લડતના સૈનિકો પોતાનો ગુનો કબુલ કરતા. ગુનો સાબિત કરવાની જવાબદારી સરકાર ઉપર છોડતા નહીં.

ભારતની અહિંસક લડતના સૈનિકો કદી પણ જામીન ઉપર છૂટવા માટે અરજી કરતા નહીં,

ભારતની અહિંસક લડતના સૈનિકો જેલમાં હોય ત્યારે પણ સરકાર સાથે વાટાઘાટો કરવા તૈયાર રહેતા,

ટૂંકમાં ભારતની અહિંસક લડતના સૈનિકોની લડત સંપૂર્ણ પારદર્શી અને નિયમ બદ્ધ હતી. તેઓ સ્વેચ્છાએ અને મફતમાં લડત ચલાવતા હતા.

ભારતની અહિંસક લડતના સૈનિકો અને નેતાઓ સાદગી થી રહેતા હતા.

ભારતની અહિંસક લડતના સૈનિકોને પૂરો ખ્યાલ હતો કે સ્વતંત્રતા મળ્યા પછી ભારતમાં રાજ્યવ્યવસ્થા કેવી હશે.

ભારતની અહિંસક લડત અને હિંસક લડત બંને ના સૈનિકો અને નેતાઓ ની દૃષ્ટિ સાફ હતી કે સ્વતંત્રભારત એક ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર હશે.

જો આપણે લોકશાહી દૃષ્ટિ એ જોઇએ તો કાશ્મિર તો સ્વતંત્ર જ છે.

 કાશ્મિરમાં કાશ્મિરની જનતા જ પોતાના પ્રતિનિધિ ચૂંટે છે.

કશ્મિરના પ્રધાનમંડળમાં કાશ્મિરીઓ જ હોય છે.

કાશ્મિરનું પ્રતિનિધિત્વ ભારતની પાર્લામેન્ટમાં તેની જનસંખ્યાના પ્રમાણમાં હોય છે.

ભારતના કેન્દ્રના પ્રધાનમંડળમાં કાશ્મિરી પ્રધાન હતા અને હજુ હોઈ શકે છે.

કાશ્મિરની લડતને વિષે એવું ન કહી શાકય કે તે સ્વતંત્રતા માટે છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો કાયર છે કે જેથી તેમને પોતાના મોંઢાં છૂપાવવા પડે છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો, પોલીસોને અને ભારતીય લશ્કરના સૈનિકોને નિશાન બનાવે છે જેઓ પોતાની ફરજ બજાવી રહ્યા હોય છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો કે નેતાઓ વાટાઘાટો માટે તૈયાર નથી.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો પોતાના ગુનાનો ઇન્કાર કરે છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો ધારોકે પકડાઈ જાય તો જામીન ઉપર છૂટવા સદા તૈયાર હોય છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો પોતાનો ગુનો છૂપાવે છે. તેમનો ગુનો સાબિત કરવાની જવાબદારી સરકાર ઉપર હોય છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકોની વાત જવા દો પણ તેના બની બેઠેલા નેતાઓ સુધ્ધાં ને ખબર નથી કે લોકશાહી એટલે શું અને તેમની લડત શા માટે છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકોની વાત જવા દો પણ તેના બની બેઠેલા નેતાઓ સુધ્ધાં ને ખબર નથી કે તેમને કઈ જાતની આઝાદી જોઇએ છે. તેમની હાલની આઝાદી તેમની માંગ વાળી આઝાદી થી કઈ રીતે અને કેટલી જુદી પડે છે તેની ચર્ચા પણ કરવા તેઓ તૈયાર નથી..

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકોની વાત જવા દો પણ તેના બની બેઠેલા નેતાઓ સુધ્ધાં પૈસાને આધારે કામ કરે છે. તેના નેતાઓ બીજાના સંતાનોને જતિ કરવા નિકળ્યા છે અને પોતાના સંતાનોને ઉચ્ચ વિદ્યાલયો અને ઉચ્ચ વિશ્વવિદ્યાલયોમાં ભણાવે છે.

કાશ્મિરની લડત ચલાવતા નેતાઓ જાહોજલાલીથી જીવે છે અને ગરીબોને ધર્મને નામે ઉશ્કેરી આંદોલન ચલાવે છે. કાશ્મિરના કહેવાતા સ્વાતંત્ર્યની લડત ચલાવતા નેતાઓ કાશ્મિરને અમાનવતા વાદી રાષ્ટ્ર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મૂર્ધન્યો પ્રશ્ન કરશે કે;

જો મુસ્લિમ બાહુલ્યવાળા પાકિસ્તાનને આપણે ખુદા ભરોસે છોડી દઈ શકીએ છીએ તો મુસ્લિમ બાહુલ્યવાળા જમ્મુ-કાશ્મિરને પણ ખુદા ભરોસે શા માટે છોડી ન દેવો?

જમ્મુ-કાશ્મિર કંઈ એકલું રાજ્ય ન હતું કે જે ભારત સાથે લોકશાહી માર્ગે જોડાયું. બીજા ૭૦૦ રાજ્યો હતા કે જેના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ભારત સાથે નું જોડાણ મંજુર રાખ્યું. જો પચાસના દશકામાં  જમ્મુ-કાશ્મિર રાજ્યનું ભારત સાથેનું જોડાણ બીજા રાજ્યોની જેમ જ થયું હોય તો કાશ્મિરમાં  ફરી જનમતની માગણી કેવી રીતે કરી શકાય?

વહાબી વિચાર ધારા

પાકિસ્તાનની વહાબી વિચાર ધારાવાળી સંસ્થાઓ કાશ્મિરીઓને પૈસા વેરી ઉશ્કેરે છે. આ વાત જેઓ ન જાણતા હોય તેમણે રાજકારણમાં પોતાની ચાંચ ખોસવી નહીં.

કાશ્મિરની અશાંતિ વહાબીઓને કારણે છે. વહાબીઓનું ધ્યેય અને કાર્યસૂચિ કટ્ટાર પંથી છે. જે ઇસ્લામિક દેશ શાંતિપ્રિય છે તેઓ વહાબીઓને માન્ય રાખતા નથી.

વહાબીઓની હાલની વાત રાજકીય સ્વાતંત્ર્યની છે અને સાથે સાથે શરિયત કાયદો લાગુ કરવાની પણ છે. વહાબીઓ ધાકધમકી, બળદ્વારા અને પૈસા દ્વારા પોતાની વિચારસરણી કાશ્મિરીઓ ઉપર ઠોકવા માગે છે.

જે પ્રદેશના નેતાઓ પૈસા ખાવામાં રચ્યા પચ્યા રહ્યા હોય ત્યાં બેકારી વધે. બેકાર માણસ પૈસા માટે બધું જ કરવા તૈયાર થઈ જાય.

ફરુખ અને ઓમરે પૈસા ખાવા સિવાય કાશ્મિરમાં વિકાસ માટે કશું કર્યું નથી. એટલે કાશ્મિરની જનતા અને ખાસ કરીને યુવાનોમાં બેકારી વધી. પાકિસ્તાન તેનો કોઈપણ ભોગે લાભ લેવા માગે છે.

વહાબી અને મુસ્લિમ શબ્દો પર્યાયવાચી નથી

વહાબી અને મુસ્લિમ શબ્દો પર્યાયવાચી નથી. જેમ હિન્દુ અને અઘોરી પર્યાયવાચી નથી. જો કે અઘોરી કરતાં વહાબી વધુ ભયજનક છે કારણ કે અઘોરી પોતાનો પંથ પોતાના પુરતો મર્યાદિત રાખે છે. પણ જો તેને રાજકીય સાથલેવા માટે ઉશ્કેરવામાં આવે અને જો તે ઉશ્કેરાય પણ ખરો તો આવા અનેક અઘોરીઓનું જુથ વહાબીઓ જેટલું ભયજનક બની શકે.

તમે યાદ કરો કે ખાન અબ્દુલ ગફારખાને શું કહ્યું હતું?

ખાન અબ્દુલ ગફારખાને, નહેરુવીયન કોંગ્રેસને કહ્યું હતું કે “તુમ લોગોંને હમે ભેડિયોંકે હવાલે કર દિયા.”

સુજ્ઞજનોની રાજકીય અપરિપક્વતા

વહાબીઓ અત્યારે રાજકીય તાકાત મેળવવા લડે છે. રાજકારણમાં અનેક પ્રવાહો વહેતા હોય છે. જો આપણે એવું માનીએ કે વહાબીઓનો અવાજ એ કાશ્મિરીઓનો અવાજ છે તો તે રાજકીય અપરિપક્વતા ગણાશે.

નગીનભાઈ સંઘવીએ જે કહ્યું કે કાશ્મિરીઓ ભારતથી અલગ થવા માગે છે. આપણે આ પ્રદેશ છોડી દેવો જોઇએ.

જોકે આ પ્રકારનું બોધગ્રહણ,  તે તેમના એકલાનું બોધગ્રહણ નથી.

આ પહેલાં ૧૯૭૮-૭૯માં ભૂમિપુત્રના સંપાદક/તંત્રી શ્રી કાંતિભાઈ શાહ કે જેઓ કાશ્મિરમાં જઈ આવ્યા હતા તેમનું પણ આવું જ બોધ ગ્રહણ હતું. તે વખતે મેં તેમને ભૂમિપુત્રમાં સિક્કાની બીજી બાજુ બતાવતો એક લેખ મોકલી આપ્યો. (તે લેખ તેમણે છાપ્યો નહીં. વાંધો નહીં આપણે શોક ન કરવો).  ગાંધીજીના અનુયાયીઓ પૂર્વપક્ષને સાંભળે જ સાંભળે તે વાત તેમને મંજુર ન હોય.

આપણે એક વાત સમજવી જોઇએ કે રાજકારણ હમેશા પ્રવાહી હોય છે. અને વળી તેમાં આંતરિક અને બાહ્ય પ્રવાહો પણ હોય છે.

ગુજરાતમાંનું નવનિર્માણનું આંદોલન

શ્રેષ્ઠ ઉદાહરણ ૧૯૭૩-૭૪નું ગુજરાતમાંનું નવનિર્માણનું આંદોલન છે. આ આંદોલન મોટે ભાગે અહિંસક હતું. આ આંદોલનને બહારના જે લોકોએ જોયું, તે લોકોએ તેની સરખામણી ૧૯૪૨ના આંદોલન સાથે કરી હતી. રવિશંકર મહારાજ જેવા સ્વચ્છ અને ગાંધીવાદી નેતાએ પણ ચિમનભાઈ પટેલને કહ્યું કે તમે મુખ્ય પ્રધાનપદે થી રાજીનામું આપો. જયપ્રકાશ નારાયણ જેવા અનેક નેતાઓ નવનિર્માણના આંદોલનથી આકર્ષાયા હતા.

નવનિર્માણના આ આંદોલનને કારણ્ર ૧૯૭૪માં ગુજરાત વિધાનસભાનું વિસર્જન કરવું પડ્યું તે વખતે જેની શાસકીય રીત રસમ સામે આ નવનિર્માણ આંદોલન થયું હતું તે નહેરુવીયન કોંગ્રેસની શી સ્થિતિ હશે તેની તમે કલ્પના કરો.

જ્યારે ૧૯૭૫માં ગુજરાત વિધાન સભાની ચૂંટણી થઈ, ત્યારે એમ જ લાગતું હતું કે નહેરુવીયન કોંગ્રેસને એક પણ બેઠક મળશે નહીં. જનતા મોરચો જ બધી જ બેઠકો મેળવી જશે.

પણ થયું શું?

જનતા મોરચાએ બહુમતિ કરવા માટે ચિમનભાઈ પટેલના કિમલોપનો સહારો લેવો પડ્યો.

૧૯૮૦માં શું થયું?

આજ નહેરુવીયન કોંગ્રેસ પક્ષ વિધાન સભામાં પૂર્ણ બહુમતિ સાથે સત્તા ઉપર આવ્યો. નહેરુવીયન કોંગ્રેસની સત્તા ૧૯૯૫ સુધી ગુજરાત ઉપર કાયમ રહી.

આ બધાનું કારણ શું?

રાજકારણમાં આંતરપ્રવાહો વહેતા હોય છે. કાશ્મિરમાં અને તેની જનતામાં પણ આંતર પ્રવાહો છે અને તે ઝી-ન્યુજ઼ ટીવી ચેનલ બહાર લાવી રહ્યું છે.

પુનર્વિચારણા શક્ય નથી

tibet-and-jammu-kashmir

તમે કાશ્મિરનો ભારત સાથેના જોડાણનો પ્રશ્ન પુનર્વિચારણા માટે ઉખેળી શકો નહીં. આની અસર બીજા રાજ્યોની ઉપર પણ પડે.

તમે જાણો જ છો કે પૂર્વોત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ખ્રીસ્તીઓ બહુમતિમાં હોવાથી તેઓ પોતાને યુરોપના ફરજંદ માને છે. તેમણે તેમની લિપિ જે અગાઉ દેવનાગરી જેવી અક્ષરલિપિ હતી તે તેમણે બદલી નાખી અને પોતાની ભાષાની લિપિ શબ્દલિપિ (રોમન સ્ક્રીપ્ટ) કરી નાખી છે.

તેમનામાં આવી ભાવના કોણ ઉત્પન્ન કરેછે?

ખ્રીસ્તી પાદરીઓ સેવાના ઓઠા હેઠળ, ધાર્મિક વિભાજનવાદ પણ ફેલાવે છે.  જેમ કાશ્મિરમાં પાકિસ્તાન પૈસા વેરે છે તેમ પૂર્વોત્તર રાજ્યોમાં ખ્રીસ્તીઓ પૈસા વેરે છે. જો કાશ્મિરમાં “ભારતમાં થયેલ વિલય” ને પુનર્વિચારણા માટે મંજુર કરવામાં આવે તો બીજે બધે પણ આવી માગણી ઉઠે. ખ્રીસ્તીઓ પૂર્વોત્તર રાજયોમાં પૈસા  વેરવાની ઝડપ અને પ્રમાણ પણ વધારશે. પૂર્વોત્તર રાજ્યોની જનતા પણ કહેશે કે અમને ભારતીય રાજકીય રીતરસમ પસંદ નથી તેથી અમારે જુદો દેશ જોઇએ છે. આપણા કહેવાતા ભારતીય સુજ્ઞજનો તેમની માગણીને હવા આપશે જ. આપણું પત્રકારિત્વ પીળું છે તે ભારતમાં તો સૌકોઈ જાણે છે.

આ વાત પણ વિચારો.

ધારો કે રશિયા અલાસ્કાના લોકોને ઉશ્કેરે અને શસ્ત્રો પણ પૂરા પાડે અને તેમને પાકિસ્તાન જેમ કાશ્મિરમાં વહાબીઓને મદદ કરે છે તેમ અલાસ્કાવાસીઓ પાસે માગણી કરાવે કે અમને યુએસની રાજકીય રીતરસમ પસંદ નથી તો યુએસ શું કરશે? શું યુએસના સુજ્ઞ જનો, અલાસ્કાવાસીઓને સહકાર આપશે?

સ્પેનની સરકાર પણ, યુએસના ટેક્સાસ રાજ્યમાં આવું કરી શકે. ટેક્સાસમાં સ્પેનીશભાષા પણ ચલણમાં છે. સ્પેનના લોકો ટેક્સાસમાં રહેતા મેક્સીકન લોકોને ઉશ્કેરે. પૈસા આપી મેક્સીકોમાંથી આતંકીઓને પણ મોકલે. ટેક્સાસના આ લોકોનું જુથ આંદોલન ચલાવે કે અમને યુએસની રીતરસમ વાળું રાજ્ય પસંદ નથી. અમારે અમારો સ્વતંત્ર દેશ જોઇએ છીએ.

ફ્રાન્સના લોકો પણ કેનાડાના ક્યુબેક રાજ્યમાં જનતાને ઉશ્કેરે કે તેમને અંગ્રેજીના આધિપત્યવાળી સરકારની રીતરસમ પસંદ નથી. અમારે સ્વતંત્ર અને ફક્ત ફ્રેન્ચ ભાષી દેશ જોઇએ છીએ.

આપણે એક બીજી વાત પણ સમજવી જોઇએ કે ભારતમાં ફક્ત સીમાવર્તી રાજ્યોમાં જ આવો અલગતા વાદ વિકસે એટલું માત્ર નથી. ભારતમાં એવા ઘણા નાના મોટા વિસ્તારો છે કે જ્યાં ધાર્મિક લઘુમતિ કોમો બહુમતિમાં છે. તમે જુઓ પણ છો કે તેના નેતાઓ કેવું બેફામ બોલે છે. કેરાલામાં તો તે લઘુમતિ કોમે પોતાની બહુમતિને કારણે અલગ જિલ્લાની રચના પણ કરી છે.

આવી મનોદશા કોણે ઉત્પન્ન કરી?

નહેરુવીયન કોંગ્રેસે સત્તા માટે મતબેંકો ઉભી કરી છે. તેણે લઘુમતિ કોમોને વકરાવી છે. નહેરુવીયન કોંગ્રેસના આ સંસ્કાર, બીજા વંશીય અને સ્થાનિક પક્ષોમાં પણ આવ્યા છે.

એટલે ભૂલે ચૂકે પણ જો કાશ્મિર ને અલગ કરીયે તો ચીન તેની ઉપર કબજો જમાવી દે, આ વાત પણ શક્ય છે. જે ચીન તિબેટ જેવડા મોટા દેશ ઉપર કબજો જમાવી શકે તેને માટે કાશ્મિર તો ડાબા હાથનો ખેલ છે. આ માત્ર ભયસૂચક નથી. પણ ભારતમાં ઠેર ઠેર આવા આંદોલનો ફાટી નિકળે. આવે વખતે હિન્દુઓનો અમુક વર્ગ શાંતિથી બેસી રહી ન શકે. ગૃહ યુદ્ધની સંભાવના જરાપણ નકારી ન શકાય.

તો પછી કાશ્મિર સમસ્યાનો ઉપાય શો?

ધર્મથી મહાન શું છે? આવા પ્રશ્નનો ઉત્તર “ગરમ હવા” નામની ફિલમ માં મળે છે.

એક મુસ્લિમ ભાઈએ ભારતમાં સરકારી કામનું ટેન્ડર ભર્યું. તેમના ઘરમાં કોઈ માનતું ન હતું કે આ ટેન્ડર આ મુસ્લિમ ભાઈને મળશે. કારણ કે ટેન્ડર સમિતિના બધા સભ્યો હિન્દુ હતા. મુસ્લિમ ભાઈ ઘરે આવ્યા અને ઘરમાં આવીને કહ્યું કે ટેન્ડર મને મળ્યું છે. ઘરના લોકોએ મોઢું વકાસી પૂછ્યું “કેવી રીતે?

મુસ્લિમભાઈએ કહ્યું “ધર્મસે ભી એક ચીજ મહાન હૈ. …..  વહ મહાન ચીજ઼ હૈ …. રિશ્વત”

રિશ્વત એટલે લાંચ. લાંચ એટલે પૈસા. પૈસા પ્રાપ્ત કરવાના રસ્તા કાળા ધોળા હોઈ શકે. પણ પૈસો તો હમેશા ધોળો જ હોય છે. વિકાસ કરો. બેકારી દૂર કરો. જો કાશ્મિરી પ્રજા સુખ સમૃદ્ધ થશે તો કાશ્મિરમાં થી ૯૫ ટકા આતંકવાદ નાબુદ થશે. જે ૫ ટકા આતંકવાદ બચશે તેને બળપૂર્વક નાબુદ કરી શકાશે.

મુસ્લિમો પણ સારા સુખ-સમૃદ્ધ જીવન જીવવા માટે પાકિસ્તાન છોડી વિદેશ જતા રહે છે. તેઓ વિદેશનું નાગરિકત્વ પણ સ્વિકારે છે. આમ કરવામાં તેમને તેમનો ધર્મ આડે આવતો નથી.

મુસ્લિમો, ભારતમાં ઘુસણખોરી શા માટે કરે છે? કારણ કે તેમને જીવવું છે. તેમને લાગે છે કે ભારતમાં સારા જીવનની શક્યતા છે. બે કરોડ મુસ્લિમ ઘુસણખોરો કંઈ આતંક કરવા ભારતમાં પ્રવેશતા નથી.

એ વાત નકારી ન શકાય કે પાકિસ્તાન આવા કેટલાક ઘુસણખોરોનો અસામાજિક કામો માટે ઉપયોગ કરે છે.

જો સરકાર એટલે ખાસ કરીને રાજ્ય સરકારો કાયદો અને વ્યવસ્થા માટે “રુલ ઓફ લૉ” માટે કૃતનિશ્ચયી થશે, “ગુનો કર્યો એટલે જેલમાં જ ગયો” એવી વહીવટી અને ન્યાય વ્યવસ્થા થશે તો કાશ્મિર ની સમસ્યા આપોઆપ મરી જશે.

નરેન્દ્ર મોદી આ બધું જાણે છે.

%e0%a4%b8%e0%a5%87%e0%a4%95%e0%a5%8d%e0%a4%af%e0%a5%81%e0%a4%b2%e0%a4%b0-%e0%a4%87%e0%a4%a8%e0%a5%8d%e0%a4%a1%e0%a5%80%e0%a4%af%e0%a4%be

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સુજ્ઞ લોકો, કાશ્મિર સમસ્યા, ભ્રમણા, કટારીયા, નગીનભાઈ સંઘવી, મર્ધન્ય, હિન્દુ મુસ્લિમ સંબંધ, ચંદ્રગુપ્ત મૌર્ય, કાશ્મિરી હિન્દુઓ, સંસ્કૃત સાહિત્યનો સ્રોત, તટસ્થતા નો કેફ, શેખ અબ્દુલ્લા, નહેરુ, સ્વાતંત્ર્ય સૈનિક, અખંડ ભારત, ૧૮૪૬, ૧૯૪૭, ૧૯૫૧, અંગ્રેજો, પાકિસ્તાન, ગુલાબ સિંહ, હરિ સિંહ, દાવો, હિન્દુ રાજાઓ, તિબેટ, દેશી રાજ્ય, ફારુખ, ઓમર, જીવન જરુરી વપરાશની ચીજો, ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્ટ એક્ટ, શ્રીનગર, આક્રમણ, જનમત, યુનોનોઠરાવ, જમ્મુ અને કાશ્મિર નેશનલ કોન્ફરન્સ, ભારત સાથેનું જોડાણ, વિધાનસભા, વીરલાઓ, બહુમતિ મુસ્લિમો, હિંસક અને અહિંસક બંને લડત, બ્રીટનની પાર્લામેન્ટ, મોઢું સંતાડીને આંદોલન, વાટાઘાટો કરવા તૈયાર, પારદર્શી અને નિયમ બદ્ધ, બની બેઠેલા નેતા, વહાબી વિચાર ધારા, વહાબી અને મુસ્લિમ શબ્દો પર્યાયવાચી, સુજ્ઞજનોની રાજકીય અપરિપક્વતા, ભૂમિપુત્ર, રાજકારણ હમેશા પ્રવાહી, નવનિર્માણનું આંદોલન, . રવિશંકર મહારાજ, ગાંધીવાદી નેતા, ચિમનભાઈ પટેલ, જયપ્રકાશ નારાયણ, પુનર્વિચારણા, દેવનાગરી જેવી અક્ષરલિપિ, શબ્દલિપિ (રોમન સ્ક્રીપ્ટ), ખ્રીસ્તી પાદરીઓ, પૂર્વોત્તર રાજ્યો, અલાસ્કાના લોકો, મેક્સીકન લોકો, કેનાડા,  ક્યુબેક રાજ્ય

  

 

 

 

 

 

 

 

 

 

 

 

Read Full Post »

નહેરુવીયન કોંગ ઊંટ કહે આ સમામાં …. ભાગ – ૩

ઊંટના જેમ અઢારે અંગ વાંકા છે તેમ નહેરુવીયન કોંગ્રેસના અઢારે અંગ વાંકા છે. આપણા ગુજરાતી કવિ દલપતરામે “ઊંટ કહે આ સમામાં …. “ વાળી એક કવિતા લખી હતી. જે અહીં જેટલી યાદ રહી તેટલી નીચે લખી છે.

ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુ ને પક્ષીઓ અપાર છે.

બગલાની ડોકવાકીં, પોપટની ચાંચ વાકી,

વાઘના તો નખવાંકા, વારણના શીંગવાંકા,

કુતરાની પૂંછ વાંકી, હાથીની તો સુંઢવાંકી,

ભેંસના તો શીંગવાંકા, શીંગડાનો ભાર છે,

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ,

અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે.

ઊંટભાઈનો તો જરાપણ વાંક નથી. જેમ મનુષ્યો ગધુભાઈની વાત કરે ત્યારે ગધુભાઈનો જરાપણ વાંક હોતો નથી. આ બધી પ્રતિકાત્મક વાતો છે. એટલે ઊંટભાઈઓ અને ગધુભાઈઓ માફ કરે. જોકે ગધુભાઈઓ અને ઊંટભાઈઓએ એવી કોઈ માગણી નથી કરી કે તમે અમારી માફી માગો. તો પણ આપણે માફી માગી લેવી જોઇએ. જેમકે ગૌમાતાએ કદી એવી માગણી કરી નથી કે મને તમે માતા અને માતાજી (દેવી) માનો અને મારી પૂજા કરો. પણ આપણે ભારતીયો થેંકલેસ (કૃતઘ્ન)   નથી કે કોઈ માગણી કરે તો જ બદલો ચૂકવીએ. આપણે તો જે કોઈ આપણને કામ આવે તેની ઉપકારવશ થઈ પૂજા કરીએ. સમૂદ્ર, શસ્ત્રો, ચોપડા, પુસ્તક, ઘર, વિગેરે અનેક વસ્તુઓ છે, જે આપણા કામમાં આવે છે અને આપણે તેની પૂજા કરીએ છીએ. વળી કેટલાક પ્રાણીઓને તો દેવી દેવતાના વાહનો માનીને દેવી દેવતાઓ સાથે તેમને પણ અબીલ, ગુલાલ, કંકુ, ફુલ વિગેરે ચડાવીએ.

પણ આપણી મૂળ વાત નહેરુવીયન કોંગ્રેસી ઉંટની છે. જેના અઢારે અંગ વાંકા છે એટલું જ નહી, એની બુદ્ધિ, મન અને આચાર પણ વાંકા છે.

નહેરુવીયન કોંગ્રેસમાં બુદ્ધિ છે તેમના માનવા પ્રમાણે બુદ્ધિનો ઉપયોગ સર્વ પ્રથમ પોતાને ટકી રહેવા માટે વાપરવાનો અને પછી આપણા વાહલાઓ માટે વાપરવાનો. જો ટકી રહેવા માટે લોકોનું કામ કરવાની જરુર પડે તો તેને વાંકી રીતે જ કરવાનું જેથી કામ કરતાં આપણું હજારગણો વધુ બદલો મળે.

તમે કહેશો કે નહેરુવીયન કોંગ્રેસ સારાકામો પણ વાંકી રીતે કરે છે તેવું શા માટે કહેવાય? પણ આ કંઈ કોઈ સામાન્ય માણસે કરેલી શોધ નથી. ૧૯૭૪માં જયપ્રકાશ નારાયણે જ ઇન્દિરા ગાંધી વિષે કહેલ કે તે સીધા કામ પણ વાંકી રીતે કરે છે. આ તો જયપ્રકાશ નારાયણનું તારણ હતું. પણ જો આપણે માહિતિવગરના તારણને માન્ય ન રાખતા હોઈએ તો તત્કાલિન ઉદાહરણ એ હતું કે “નવનિર્માણના આંદોલન”નો હેતુ ભ્રષ્ટાચાર હટાવવાનો હતો. એટલે પ્રથમ માગણી મુખ્ય મંત્રી (ચિમનભાઈ પટેલને) દૂર કરવાની હતી. બીજી માગણી વિધાનસભાનું વિસર્જન કરવાની હતી. તત્કાલિન વિધાનસભામાંના ૧૬૨ સદસ્યોમાંથી નહેરુવીયન કોંગ્રેસના ૧૪૦ સદસ્યો હતા. મોરારજી દેસાઈના ગુજરાતમાં નહેરુવીયન કોંગ્રેસ માટે ૧૪૦ બેઠકો જીતવી લગભગ અશક્ય હતું. પણ ૧૯૭૧નું પાકિસ્તાન સાથેનું જે યુદ્ધ ભારત પોતાની ભૌગોલિક અનુકુળતા અને પાકિસ્તાન પોતાની ભૌગોલિક અને રાજકીય પ્રતિકુળતાને કારણે જીતી ગયેલ તેનો ઇન્દિરાગાંધીએ ભરપૂર લાભ લીધો અને ૧૯૭૨નું ગુજરાતની વિધાનસભામાં ૧૪૦ બેઠકો જીતી ગયેલ. મુખ્ય મંત્રીને હટાવવા પોષાય તેમ હતું કારણકે આમેય તે ઇન્દિરા ગાંધીની પસંદગીના ન હતા પણ બહુમતિ સદસ્યોએ તેમને ચૂંટેલા. એટલે નવ નિર્માણનું આંદોલનનું પ્રથમ ધ્યેય ઇન્દિરા ગાંધીને પણ મન પસંદ હતું. નહેરુવીયન કોંગ્રેસીઓ ૧૯૮૦ પછી એમ પણ કહેતા હતા કે નવનિર્માણનું આંદોલન તો ઇન્દિરા ગાંધીએ જ કરાવેલ. (જો કે આ તો “કહેતા બી દિવાના ઔર સુનતા બી દિવાના” જેવી વાત છે. આપણે તેની ચર્ચા નહીં કરીએ).

વિધાનસભાનું વિસર્જન ઇન્દિરા ગાંધીને પોષાય તેમ ન હતું. આંદોલન અને માગણી પ્રબળ હતી. મોરારજીભાઈની સંસ્થા કોંગ્રેસ અને બીજા અપક્ષ ધારા સભ્યોએ તો રાજીનામા આપીજ દીધેલ. અત્યારે જેમ પાટીદારના આંદોલનને ગુજરાતના સમાચાર પત્રો અને ટીવી ચેનલો બહોળી પ્રસિદ્ધિ આપે છે તેમ તે વખતે આથી પણ વધુ પ્રસિદ્ધિ સમાચાર પત્રો આપતા હતા. કારણ એ હતું કે તે આંદોલન કોઈ એક કોમની સંકુચિત મનોવૃત્તિને પોષવા માટે ન હતું પણ વ્યાપક હિત માટે હતું. પાટીદારોનું આંદોલન જો તે વખતે થયું હોત તો તે વખતના યુવકો પાટીદારોને વીણી વીણીને મારત.

નહેરુવીયન કોંગી ધારાસભ્યો ઉપર રાજીનામા માટે ધોંસ વધતી જતી હતી એટલે લગભગ ૧/૩ જેટલા ધારા સભ્યોએ રાજીનામું આપી દીધું. કોઈને પણ શંકા ન હતી કે આવી ખંડિત ધારાસભા ચાલી શકે. તો પણ ઇન્દિરા ગાંધી તે વિધાનસભાને વિસર્જિત કરવામાં માનતી ન હતી. તે સમય પસાર કરવા માગતી હતી. એટલે તેણે વિધાન સભા નિલંબિત (સસ્પેન્ડ) કરી દીધી. પણ વિસર્જનની માગણી ચાલુ રહી. મોરારજી દેસાઈ આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા. ગુજરાતના આંદોલનની મુલાકાત દેશના નેતાઓ લેવા માંડ્યા. ઇન્દિરા ગાંધીએ અંતે વિધાનસભાનું વિસર્જન કર્યું. કદાચ આવા કારણ થી જયપ્રકાશ નારાયણે ઇન્દિરા ગાંધી વિષે કહેલ કે તે સીધા કામ પણ વાંકી રીતે કરે છે.  આ તો આપણે સીધા કામની વાંકી રીતની વાત કરી. વાંકા કામની વાંકી રીતો વાળી, નહેરુવીયન કોંગ્રેસને લગતી  તો અનેક કથાઓ છે.

(૧) મહાગુજરાતનું ૧૯૫૬નું આંદોલનઃ ગાંધીજીએ કહેલ કે ભાષાવાર રાજ્ય રચના કરવી જેથી આમ જનતા પણ પોતાની ભાષામાં સરકાર સાથે સંવાદ કરી શકે. મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં પોતાની ભાષાના રાજ્ય માટે આંદોલન ચાલુ થયાં. તેમ ગુજરાતમાં પણ મહાગુજરાતનું આંદોલન થયું. જો ભાષાવાર રાજ્ય રચના થાય તો ૧૯૫૭માં કોંગ્રેસ મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવે તેમ હતું.  પોતાનો લાભ જોવામાં નહેરુવીયન કોંગ્રેસે દ્વિભાષી રાજ્ય ( મુંબઈ ઈલાકો એટલે કે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કોંકણ, મુંબઈ, મહારાષ્ટ્ર અને કર્નાટકનો અમુકભાગ) કર્યું. મુંબઈ શહેરનો પ્રશ્ન ઉભો કરી ગુજરાતી અને મરાઠી લોકોને ઝગડાવ્યા. ઓળઘોળ કરીને બધો વાંક મોરારજી દેસાઈ ઉપર ઢોળ્યો. મોરારજીને મહારાષ્ટ્રમાં બદનામ કર્યા. જેમ ચીન સાથેના યુદ્ધના પરાજયમાં બધો દોષ વીકે મેનન ઉપર ઢોળેલ તેમ. કટોકટીનો દોષ બધો સંજય ગાંધી ઉપર અને સરકારી અધિકારીઓ ઉપર ઢોળેલ.

નહેરુવીયન કોંગ્રેસ પટેલોને કેવી રીતે ફસાવી શકી છે?

પહેલાં એ સમજી લો કે નહેરુવીયન કોંગ્રેસ એક માયાવી રાક્ષસ છે. રાક્ષસ સહેલાઈથી મરતો નથી. તેને એક ઈશ્વર વરદાન આપે તો કોઈ તેને મારી શકતું નથી. શિવ, વિષ્ણુ, ગણેશ, કાર્તિકેય કે માતાજી એ આવવું પડે છે. રાક્ષસનું એક ટીપું ધરતી ઉપર પડવું ન જોઇએ. નહીં તો તેમાંથી વળી રાક્ષસો પેદા થાય. જેમકે નહેરુવીયન કોંગ્રેસ માંથી બીજા તેના જેવા જ સંસ્કારવાળા કેટલા વંશવાદી રાક્ષસો પેદા થયા?

(૨) અમદાવદ મ્યુનીસીપલ કોર્પોરેશનની ચૂંટણી ૧૯૫૬ (?)

મહાગુજરાત જનતા પરિષદના આંદોલનમાં કોંગ્રેસ સામે મોટો પડકાર અમદાવાદ શહેરમાં થયો. કોંગ્રેસ માટે ચૂંટણી લડવી મુશ્કેલ હતી.

“સર્વનાશ સમુત્પન્ને અર્ધં ત્યજતિ પંડિતઃ” જો બધું જ ગુમાવવાનુમ આવે તો શાણો માણસ અડધું ત્યજી દે છે. જેમ ઢેઢગરોળી ઉપર આક્રમણ થાય તો ઢેઢગરોળી પોતાની પૂંછડી છોડી દે છે એટલે શિકારીનું ધ્યાન ઢેઢગરોળીની પૂંછડી ઉપર જાય છે અને ઢેઢગરોળી ભાગી જઈને પોતાની જાત બચાવી લે છે.

અહીં શું થયું?

કોંગ્રેસમાંથી એક હિસ્સો છૂટો પડ્યો. એનું નામ બન્યું નાગરિક પક્ષ. એ ચૂંટણી લડ્યો. કોંગ્રેસ ચૂંટણી લડી જ નહીં. તે વખતે શેઠીયાઓ વિશ્વસનીય ગણાતા અને ગરીબ પૈસાદાર વચ્ચે કોઈ સંઘર્ષ ન હતો. અમદાવાદની જનતા સમજી આ તો મહાગુજરાત જનતા પરિષદ જ છે. નાગરિક પક્ષ જીત્યો. બધું થાળે પડ્યું એટલે નાગરિક પક્ષે પોતાનો  કોંગ્રેસમાં વિલય કર્યો.

(૩) ૧૯૬૨માં ચીન સાથેના યુદ્ધમાં હાર મળેલ એટલે નહેરુએ ૧૯૫૦ના દશકામાં છૂટા પડેલ પ્રજાસમાજવાદી પક્ષને પટાવીને કોમ્ગ્રેસમાં ભેળવી દીધેલ.

(૪) ૧૯૭૭માં જનતા પ્રવાહમાં નહેરુવીયન કોંગ્રેસમાંથી તૂટી યશવંતરાવ ચવાણે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સ્થાપ્યો. અને ૧૯૮૪માં વળી પાછો નહેરુવીયન કોંગ્રેસમાં તેનો વિલય કર્યો.

(૫) ૧૯૭૯માં જગજીવનરામે રીયલ કોંગ્રેસ પક્ષ સ્થાપ્યો અને ૧૯૮૦-૮૧માં તેનો નહેરુવીયન કોંગ્રેસમાં વિલય કર્યો.

(૬) ચરણસીંગે જનતાદલ સ્થાપેલ જે અત્યારે નહેરુવીયન કોંગ્રેસનો સહયોગી છે.

(૭) જનતાદલ માંથી છેડો પાડી લાલુ યાદવે આરજેડી સ્થાપેલ જે અત્યારે નહેરુવીયન કોંગ્રેસનો સહયોગી પક્ષ છે.

(૮) દત્તા સામંતના જોરને તોડવા નહેરુવીયન કોંગ્રેસે શિવસેનાને ઉભી કરી. ટેક્ટાઈલ મીલો પણ તોડી અને દત્તા સામંતને પણ તોડ્યો. આ શિવસેનાએ ૧૯૭૫માં, કટોકટીમાં ઇન્દિરાને ટેકો જાહેર કરેલ. ૨૦૧૫માં તાજેતરમાં જ નહેરુવીયન કોંગ્રેસને જીવાડવા શિવસેનાએ બિહારમાં પોતાના સહયોગી પક્ષ બીજેપીનો વિરોધ કર્યો, પોતાના ઉમેદવાર ઉભારાખ્યા અને નીતીશકુમાર જેણે બિહારી – બાહરી જેવા વિભાજનવાદી નિવેદનો આપ્યા તે નીતીશકુમારને આ શિવસેનાએ અભિનંદન આપ્યા અને બીજેપીની નિંદા કરી.

(૯) વાસ્તવમાં મહારાષ્ટ્રમાં જો નોકરી, લારીગલ્લાના અને જાહેર માર્ગો પર થતા અતિક્રમણવાળા વ્યવસાયમાં મરાઠી હિતોને નુકશાન કરતા હોય તો મુંબઈ માટે આ બાહરી લોકો પણ છે. પણ શિવસેના નહેરુવીયન કોંગ્રેસનો સાંસ્કૃતિક હિસ્સો હોવાથી તે કદી નહેરુવીયન કોંગ્રેસને નુકશાન થાય તેવું નહીં કરે. પોતાને ફાયદો થવો જોઇએ અથવા તો નહેરુવીયન કોંગ્રેસને ફાયદો થવો જોઇએ. બીજેપીને નુકશાન થાય તો વાંધો નહીં. આવું શિવસેના માને છે.

(૧૦) પ્રતિભા પાટિલ ના આર્થિક હિતો વિવાદ થી પર ન હતાં, તો પણ આ જ શિવસેનાએ પ્રતિભા પાટિલની પ્રમુખપદની ઉમેદવારીમાં પ્રતિભા પાટિલ નહેરુવીયન કોંગ્રેસની ઉમેદવાર હતી તો પણ તેને ટેકો આપેલ. આમ સાંસ્કૃતિક રીતે શિવસેના કહો કે એમએનએસ કહો, તે નહેરુવીયન કોંગ્રેસની પૂંછડીઓ છે. નહેરુવીયન કોંગ્રેસ એવી ઢેઢગરોળી છે જે પોતાની પૂંછડીઓને અળગી પણ રાખે છે અને જોડે છે પણ ખરી. નહેરુવીયન કોંગ્રેસ સાદી ઢેઢગરોળી નથી. નહેરુવીયન કોંગ્રેસ માયાવી ઢેઢગરોળી છે. (ઢેઢગરોળીમાં વપરાયેલ શબ્દને ઢેઢ શબ્દ સાથે કોઈ લેવા દેવા નથી. જેમ ઉધરસ છે તેમ ઢેઢગરોળી છે. જેમ કાકીડાને કાકી સાથે કોઈ લેવા દેવા નથી. પૂછો રાજકોટના રહેવાસીઓને. છતાં પણ જો કોઈ જાતિને દુઃખ થયું હોય તો ક્ષમા કરે.)

જેમ પાટીદારોની જાતિવાદી માગણીઓને સરદાર પટેલના સિદ્ધાંતો સાથે કશી લેવા દેવા નથી ફક્ત પટેલ શબ્દ સમાન છે. શિવાજીને અને શિવસેનાને કશી લેવા દેવા નથી. ફક્ત શિવ શબ્દ સમાન છે. આવું તો બધું ઘણું છે. નહેરુવીયન કોંગ્રેસને અને ગાંધીજીના સિદ્ધાંતોને સ્નાન સૂતકનો પણ સંબંધ નથી. ગાંધીજીના સિદ્ધાંતોનું હનન કરવામાં નહેરુ અને નહેરુવીયન કોંગ્રેસ પ્રારંભથી જ અગ્રેસર રહી છે. ગાંધી ટોપી જ ફક્ત સમાન છે. “આયારામ ગયારામ” ના રાજકારણને “સીતારામ”( સીતાના રામ) ના  સિદ્ધાંતો સાથે કશો સંબંધ નથી. ફક્ત રામ શબ્દ જ સમાન છે.

તો શું નહેરુવીયન કોંગ્રેસ પટેલોને બેવકુફ બનાવી રહી છે?

બધા પટેલો બેવકુફ ન હોય. પણ તેનો અર્થ એવો નથી કે પટેલોમાં બેવકુફ કોઈ હોય જ નહીં.

નહેરુવીયન કોંગ્રેસ કહે છે કે અમે સત્તામાં હતા ત્યારે અમે પટેલો માટે ઘણું કર્યું છે.

ભાઈલાલભાઈ પટેલ (ભાઈકાકા)

૧૯૬૭ની ચૂંટણીમાં ભાઈલાલભાઈ પટેલને મુખ્ય મંત્રી બનવામાં એક વહેંત જેટલું છેટું રહી ગયું. ભાઈલાલભાઈ પટેલ જેવી મહાન હસ્તીને જમીનદારોના અને ગરાસદારોના પીઠ્ઠુ, સત્તા લાલચી, જેવા વિશેષણો થી નવાજી તેમને હલકા ચીતરવામાં નહેરુવીયન કોંગ્રેસે કશું બાકી રાખ્યું ન હતું.

ચિમનભાઈ પટેલ

૧૯૭૨ની ગુજરાત વિધાનસભામાં નહેરુવીયન કોંગ્રેસના બહુમતિ સભ્યો ચિમનભાઈ પટેલના ટેકામાં હતા. તેમને ૧૯૭૨માં ચૂંટાયેલા બહુમતિ ધારાસભ્યોનો સંપૂર્ણ ટેકો હતો. ચિમનભાઈ પટેલ તો નહેરુવીયન કોંગ્રેસના જ હતા. ચિમનભાઈ પટેલ એક જોરદાર નેતા હતા. છતાં પણ ઇન્દિરા ગાંધીની કોંગ્રેસે તેમને મુખ્ય મંત્રી બનાવવામાં અખાડા કર્યા હતા તે વાત ઇતિહાસને ચોપડે નોંધાયેલી છે. એટલે નહેરુવીયન કોંગ્રેસે આ બાબતમાં ઘણા સવાલોના જવાબો આપવાના છે. કારણ કે ચિમનભાઈ પટેલે, કોંગ્રેસના કુળદેવી ઇન્દિરા ગાંધીને મચક આપેલી નહીં. ચિમનભાઈને નહેરુવીયન કોંગ્રેસમાંથી બરખાસ્ત કરેલ. એટલે ચિમનભાઈ પટેલે, ઇન્દિરાએ તેલીયા રાજાઓ પાસેથી કેવી રીતે પૈસા કેટલા પૈસા ઉઘરાવેલા એ વિષે એક ચોપડી પણ લખેલ. એ ચોપડી કમસે કમ તેમના સુપુત્ર પાસે તો હોવી જ જોઇએ.

આમ નહેરુવીયન કોંગ્રેસ કહે છે કે અમે સત્તામાં હતા ત્યારે અમે પટેલો માટે ઘણું કર્યું એ નિર્ભેળ જુઠાણું છે. તેથી જ નહેરુવીયન કોંગ્રેસ તે બાબતમાં માહિતિ આપશે નહી. “બોલે તો બે ખાય” ના શબ્દ પ્રયોગના પરિપેક્ષ્યમાં નહેરુવીયન કોંગ્રેસીઓએ શું શું કર્યું હતું તે તેઓ ફોડ પાડીને કહેવાની સ્થિતિમાં નથી.

સરદાર પટેલ

નહેરુએ સરદાર પટેલને માટે જે શબ્દો હૈદરાબાદમાં વાપરેલા તે ઇતિહાસના પર્ણો ઉપર વિદ્યમાન છે. દેશની એકતા ખાતર અને કટોકટીને સમયે કોંગ્રેસને તૂટતી બચાવવા સરદાર પટેલે પોતાને થયેલા અપમાનોના કડવા ઘૂંટ ગળેલા.  જે પટેલોના પિતાશ્રીઓએ અને દાદાશ્રીઓએ નહેરુવીયન કોંગ્રેસની ગાળો ખાધી, લાઠીઓ ખાધી અને કટોકટીમાં વિનાવાંકે જેલમાં ગોંધાયા, તે પટેલોના સંતાનો આજે નહેરુવીયન કોંગ્રેસના ખોળામાં બેસી ગયા એ તેમના સાંસ્કૃતિક પતનનો સંકેત છે અને વિધિની વક્રતા પણ છે.

નહેરુવીયન કોંગ્રેસે પટેલો માટે શું કર્યું અને કે બીજેપીએ શું ન કર્યું તેનું તેઓ કોઈ લીસ્ટ આપી નહીં શકે. આમેય તર્ક અને માહિતિપૂર્ણ વાત કરવી તે નહેરુવીયન કોંગ્રેસીઓમાં અને તેમના સાંસ્કૃતિક સાથીઓના (જેમાં હવે અમુક પટેલોએ નામ નોંધાવ્યું છે) સંસ્કારમાં નથી.

જ્યારે અમુક પટેલો અનામત માટે મુસ્લિમ થઈ જવાની ઈચ્છા પણ ધરાવતા હોય ત્યારે તેમના પતનને કોણ રોકી શકે? પટેલો કયા મુસ્લિમ થશે? શિયા કે સુન્ની કે અહેમદીયા? સુફી મુસ્લિમ તો નહીં જ થાય. કારણ કે આ સંતાનોને તો તે સંસ્કારથી બારગાઉનું છેટું છે.

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ  નહેરુવીયન કોંગ્રેસ, ઊંટ, વાંકા અંગ, ગૌમાતા, પૂજા, જયપ્રકાશ નારાયણ, નવનિર્માણ, આંદોલન, વિધાન સભા, સદસ્ય, વિસર્જન, ચિમનભાઈ પટેલ, મુખ્ય મંત્રી, ૧૪૦ સદસ્ય, ઈન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ, મહાગુજરાત જનતા પરિષદ, દ્વિભાષી રાજ્ય, માયાવી રાક્ષસ, ઢેઢગરોળી, પૂંછડી, બિહારી, બાહરી, પ્રતિભા પાટિલ, શિવસેના, શિવાજી, ગાંધી ટોપી, આયારામ ગયારામ. સીતારામ

Read Full Post »

નહેરુવીયન કોંગ્રેસનું કલ્ચર અને કટોકટીનો કાળોકેર – ૨

૨૫ જુન ૧૯૭૫

Encountered

૨૫ જુન ૧૯૭૫ એ ભારતના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે.

આ દિવસે નહેરુવીયન ફરજંદ શ્રીમતી ઇન્દીરા ગાંધીએ ભારતીય જનતાના બંધારણીય હક્કો સ્થગિત કર્યા. જોકે નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સરકારી ચમચાઓ એમ માનતા હતા કે ભારતીય જનતાના સર્વે અધિકાર નાબુદ થયા છે. અને આ મતલબનું ઈન્દીરામાઈના એડવોકેટ જનરલે ન્યાયાલય સમક્ષ નિવેદન આપેલું.

“કટોકટી દરમ્યાન ભારતીય જનતાના અધિકાર માત્ર એટલે કે સર્વ અધિકારો સમાપ્ત થયા છે. અને તેથી તેનો જીવવાનો અધિકાર પણ સમાપ્ત થાય છે. એટલે કટોકટીના સમય દરમ્યાન સરકાર કોઈપણ વ્યક્તિને મારી નાખી પણ શકે. તે વ્યક્તિના સગા સંબંધીઓ કશી પૂછતાછ ન કરી શકે કારણકે તેમણે આવા હક્કો કટોકટીમાં ગુમાવ્યા છે.

કુદરતી અધિકાર શું છે? કુદરતી અધિકાર એ જીવવાનો અધિકાર છે. કુદરતી અધિકાર એ સ્વરક્ષણનો અધિકાર છે. કુદરતી અધિકાર તમારા સંબંધીઓના રક્ષણનો છે.

માનવીય અધિકાર શું છે? માનવીય અધિકાર કુદરતી અધિકાર ઉપરાંતના અધિકાર છે. તમારી જગ્યામાં રહેવાનો છે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી. તમારા ઉપર આરોપ હોય તો તે જાણવાનો અધિકાર છે. ન્યાય માટે પોતાનો અને બીજાનો પક્ષ રજુકરવાનો અધિકાર છે.

બંધારણીય અધિકાર શું છે? બંધારણમાં દર્શાવેલ અધિકારો પ્રણાલીઓ દ્વારા સ્થાપિત થયેલા અધિકારો અન્યાયકારી કાયદાઓ, આદેશો અને પ્રક્રિયાઓ રદબાતલ અને અસરહીન કરવાનો અધિકાર જનહિત ધરાવતી તમામ જોગવાઈઓ અને કાર્યવાહીઓ, તેના કારણો અને આધારોમાં પારદર્શિતા જાણવાનો અધિકાર, જનહિત માટેનો વાણી સ્વાતંત્ર્યનો અધિકાર, પ્રતિનિધિત્વનો અધિકાર

કટોકટીનો ઉપયોગ ઈન્દીરાએ કેવી રીતે કર્યો?

ઈન્દીરાએ માન્યું કે કોઈપણ વ્યક્તિને કે જેણે અપરાધ કર્યો હોય કે અપરાધ કરવાનો હોય, કે અપરાધ કરશે તેવી શક્યતા હોય કે અપરાધ કરશે તેમ સરકારને લાગતું હોય તો સરકાર તેને કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએથી ધરપકડ કરી શકશે અને જેલમાં પુરી શકશે અને ન્યાયાલયમાં રજુ કરવો કે ન કરવો, કેસ ચલાવવો કે ન ચલાવવો તે સરકાર નક્કી કરી શકશે. ન્યાયાલયને પણ ગુના વિષે કે તેના પ્રકાર વિષે કે તેના અસ્તિત્વ વિષે જાણવાનો હક્ક રહેશે નહીં.

ઈન્દીરા ગાંધીએ હજારોની સંખ્યામાં નેતાઓની અને લોકોની ધરપકડ કરી. જેમાં સરકારની વિરુદ્ધમાં બોલનારા બધા જ નેતાઓ, કેટલાક પત્રકારો અને વકિલોનો પણ સમાવેશ થતો હતો. રૉ, એલ.આઈ.બી અને સેન્ટ્રલ ઈન્ટેઈજન્સ નું કામ જ દેશની અંદર જનતાની જાસુસી કરવાનું હતું.

નહેરુવીયન કોંગ્રેસી સરકારના નેતા કપિલ સીબ્બલે ગયે વર્ષે જાહેરાત કરેલી કે તે નરેન્દ્ર મોદી વિષે એક મોટો ખુલાસો કરવાના છે.

જોકે આ ખુલાસાનું તેમણે નામ દીધું ન હતું. આ ખુલાસો સંભવતઃ જાસુસીનો હતો. આ કોંગી નેતાઓએ વાત વહેતી મુકેલી કે નરેન્દ્ર મોદીએ (સફેદ દાઢીએ) તેના ગૃહ મંત્રીને (કાળી દાઢીને), કોઈ એક યુવતીની હિલચાલ ઉપર નજર રાખવાના મૌખિક આદેશ આપેલ. આ ગૃહમંત્રીએ કોઈ અધિકારીને ફોન ઉપર આ મતલબની વાત કરેલ. આ વાતની ટેપ પકડાયેલી. આ ટેપ કોંગીનેતા પાસે આવી અને કોંગીએ ઉપરોક્ત હવા ફેલાવી કે આ વ્યક્તિગત ખાનગીપણાના અધિકારનો ભંગ છે એટલે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને કાર્યવાહી કરનાર અધિકારીઓ સામે ગુનો નોંધવામાં આવશે. આ બનાવનું મટીરીયલ એકઠું કરવા માટે એક સ્પેશીયલ તપાસ પંચ બનાવવામાં આવ્યું. આ માટે મનમોહન સિંહના મંત્રીમંડળે એક સ્પેશીયલ બેઠક બોલાવી હતી અને ઠરાવ પાસ કરેલ.

ધારો કે આ જાસુસી પ્રકરણમાં થોડુંક પણ સત્ય હોય તો પણ શું?

કટોકટીમાંના સમયમાં તો શંકાસ્પદ વ્યક્તિની અને દરેક સંમેલનોમાં જાસુસી થતી હતી. જેમ કે દરેક કર્મચારી યુનીયનોને આદેશો હતા કે સૌ પ્રથમ કટોકટીને આવકારતો ઠરાવ પસાર કરવો. જો કોઈ કર્મચારી યુનીયનની મીટીંગમાં કટોકટીને બહાલી આપતો ઠરાવ પસાર ન કરે તો તેના હોદ્દેદારોને ધમકી મળતી અને ઠરાવ પસાર કરાવવો પડતો. કર્મચારી યુનીયન કે કોઈપણ યુનીયનના હોદ્દેદારો ધરપકડથી બચવા આવો કટોકટીને બહાલી આપતો ઠરાવ અચૂક પસાર કરતા અને તેની નકલ આઈબીને આપતા. કોઈપણ મીટીંગ કરવી હોય તો એલઆઈબીને જાણ કરવી પડતી.

ઈન્દીરાઈ જાસુસી

ઈન્દીરા ગાંધીના એક અનુયાયી નામે મોઈલી, તેના ટેપ પ્રકરણની વાત છોડો. સીન્ડીકેટના નેતાઓ કે જેમણે ઈન્દીરા ગાંધીને વડાપ્રધાનપદ ઉપર બેસાડેલ. સમય જતાં ઈન્દીરા ગાંધીના ખરાબ પરફોર્મન્સ અને એરોગન્સને કારણે આ સીન્ડીકેટના નેતાઓ તેણીની વિરુદ્ધ ગયેલ. તો આ જ કોંગીઓની દેવીએ આ બધાના જ ફોન ટેપ કરાવેલ. અને મોરારજી દેસાઈને સંભળાવેલ. આવી કોંગ્રેસ જ્યારે નરેન્દ્ર મોદી ઉપરની કથા કથિત જાસુસી માટે હોબાળો મચાવે ત્યારે વરવી જ લાગે છે.

વળી જુઓ, નરેન્દ્ર મોદીવાળા આ જાસુસી પ્રકરણમાં કોઈ ફરીયાદ આવી નથી. શક્ય છે કે એક પિતાએ તેની પૂત્રીને કોઈ ગુમરાહ ન કરે તે માટે પોતાની વગ ચલાવેલ હોય. યુવાન પુત્રીની બેઈજ્જતી ન થાય તે માટે કોઈ પણ પિતા પોતાથી બનતો પ્રયાસ કરે. પણ આપણી આ નહેરુવીયન કોંગ્રેસને સ્ત્રીઓ ભરમાય કે બે ઈજ્જતીને પામે તેનો છોછ નથી. કોઈ હિસાબે નરેન્દ્ર મોદી બદનામ થાય તેમાં જ તે રચીપચી રહે છે. સત્તા લેવા અને ટકાવી રાખવા બધી નીતિમત્તા અને સામાજીક સ્વસ્થતાને નેવે મુકો એવા આ કોંગી નેતાઓના સંસ્કાર છે.

અભિષેક સિંઘવીના એક વકીલ સ્ત્રીની સાથે દુસ્કર્મની ટેપ પકડાયા છતાં નહેરુવીયન કોંગ્રેસે તે ટેપ અને અભિષેક સિંઘવી મામલે કશી જ કાર્યવાહી કરવાનું યોગ્ય માન્યું નથી. પોતાની દ્વારા કરવામાં આવતો વ્યભીચાર કોંગીઓ માટે ગુનાઈત નથી. આવા તો અનેક સામાજીક વિનીપાતના નહેરુવીયન કોંગ્રેસના ઈતિહાસના પ્રકરણો છે.

આ બધા પ્રકરણોની વાત જવા દો. ઈન્દીરાઈ કટોકટીનો મહાગ્રંથ ભારતના ઈતિહાસમાં એક ન અવગણી શકાય તેવો કાળો ગ્રંથ છે.

શું ફોજદારી ગુનાઓ માફ થઈ શકે?

ના જી. કોઈને ગુના વગર પકડવા, તેમને ગોંધી રાખવા, તેમને તેમના કૂટુંબીઓથી વિખુટા પાડવા, તેમના કૂટુંબીઓને પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે યાતનાઓ આપવી, પકડેલા ઉપર કેસ ન ચલાવવા આ બધા ફોજદારી ગુના છે.

ધારોકે કટોકટી દરમ્યાન અમુક અધિકારો છીનવી લેવાયા. પણ તે રદ થયા ન હતા. તેથી કટોકટી રદ થતાં તે અધિકારો અમલમાં આવે છે. એટલે જે ગુનાઓ સરકારે કર્યા થયા અને જે અધિકારીઓએ અને જેના આદેશ થકી જે તે ગુનાઈત કાર્યવાહી કરી હતી, તે સૌને સર્વ પ્રથમ તો ગિરફતાર કરવા જોઇએ. અને જ્યાં સુધી તેમની સામેની કાયદેસરની કાર્યવાહીનો અંતીમ ન્યાયાલય સુધી નિકાલ ન આવે ત્યાં સુધી તેમને જેલમાં જ રાખવા જોઇએ.

આ ઉપરાંત ઈન્દીરા ગાંધી અને તેની સરકારના મંત્રી અને અધિકારીઓએ “શાહ કમીશન”ના તમામ દસ્તાવેજોનો અને કાર્યવાહીના કાગળોનો નાશ કરાવ્યો છે. આવો કોઈ સરકારને અધિકાર નથી. આ પણ એક ગુનાઈત કાર્ય છે. જે જે અધિકારીઓએ અને કોંગી નેતાઓએ આમાં ભાગ લીધો હોય તેમને ગિરફ્તાર કરી જેલમાં મોકલવા જોઇએ. જ્યાં સુધી તેમની સામેની કાયદેસરની કાર્યવાહીનો અંતીમ ન્યાયાલય સુધી નિકાલ ન આવે ત્યાં સુધી તેમને જેલમાં જ રાખવા જોઇએ.

સૌથી મોટી ગુનેગાર ઈન્દીરા ગાંધી છે.

શું સરકાર પોતાની યોજનાઓ અને સ્કીમોને દાઉદનું નામ આપશે? શું સરકાર પોતાના બંધ, પુલ, એરપોર્ટ, બસસ્ટેન્ડ, મકાન, વિગેરેને દાઉદ અને તેના સગાંઓના નામ આપશે?

ઈન્દીરા ગાંધી જ નહીં, જવાહર, રાજીવ અને સોનીયા પણ ગુનેગાર તો છે જ.

જવાહરે તીબેટની ઉપર ચીનનું સાર્વભૌમત્વ સ્વિકારીને, ચીનને ભારતની ઉપર આક્રમણ કરવાની તક પુરી પાડી હતી. જવાહારે ચીન સાથેની સરહદ રેઢી મુકીને આપણા દેશના હજારો જવાનોને મોતના મુખમાં ધકેલી મોતને ઘાટ ઉતારેલ.

ઈન્દીરાએ જે સિમલા કરાર કરેલ તે દેશ સાથેની એક છેતરપીંડી હતી.

ઈન્દીરા ગાંધીએ યુનીયન કાર્બાઈડ સાથે ક્ષતિયુક્ત કરાર કરી ભોપાલ ગેસ કાંડમાં હજારો લોકોને મોતને ઘાટ ઉતારેલ અને લાખો ઈજાગ્રસ્ત થયેલ.

ભારતમાં આતંકવાદના ફેલાવા માટે ઈન્દીરા ગાંધી જવાબદાર છે. કારણકે તેણે જ ભીંદરાણવાલેને મોટોભા અને સંત ઘોષિત કરેલ. આ સંત તેના લાવા લશ્કર અને શસ્ત્ર-અસ્ત્ર સાથે સતત સુવર્ણ મંદિરમાં અવરજવર કરતો હતો છતાં પણ કોઈને રોકવામાં આવ્યા ન હતા અને તે કારણે હજારો નિર્દોષ લોકોની હત્યા થયેલ. આ માટે ઈન્દીરા ગાંધી જવાબદાર છે.

રાજીવ ગાંધીએ યુનીયન કાર્બાઈડના એન્ડરસનને માટે ભાગી જવાનો માર્ગ મોકળો કરી આપેલ. આ પ્રમાણે એક ગંભીર આરોપીને ભાગી જવામાં મદદ કરેલ. ક્વાટ્રોચીની ઉપર પણ ફોજદારી ગુનાના આરોપ હતા. તેને ભાગાડી દેવામાં રાજીવ ગાંધી અને સોનીયા ગાંધીની સંડોવણી નકારી ન શકાય.

કોંગીએ ભલે જનતાની માફી માગી હોય પણ આવા ફોજદારી ગુનાઓ માફી માગવાથી રદ થતા નથી. સરકાર ફોજદારી ગુનાઓ માફ કરી શકતી નથી.

બનાવટી એનકાઉન્ટરઃ

નહેરુવીયન કોંગી નેતાઓ કહે છે નરેન્દ્ર મોદીની સરકારે એનકાઉન્ટર કરાવ્યા છે. અને આ બાબત ઉપર મોટો ઉહાપોહ કરવામાં આવે છે. વાત ખંડણીખોરોના કહેવાતા એનકાઉન્ટરની છે જેને માટે અમિત શાહ અને સાથે સાથે નરેન્દ્ર મોદીને ભીડવવાની કોશિસ કરવામાં આવે છે. તેવીજ રીતે ૨૦૦૨માં નરેન્દ્ર મોદીની કહેવાતી સંડોવણી બાબત પણ નરેન્દ્ર મોદીને ભીડવવાની ભરપુર કોશિસ થઈ છે. સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમે હજુ નરેન્દ્ર મોદીનું નિવેદન લેવાની નોટીસ મોકલી ન મોકલી ત્યાંતો સમાચાર માધ્યમો અને આપણા ગુજ્જુ નેતાઓ કહેવા માંડ્યા કે નરેન્દ્ર મોદી કેમ હાજર થતા નથી? જો નરેન્દ્ર મોદી પોતાને નિર્દોષ માનતા હોય તો તેમણે એસઆઈટી સમક્ષ હાજર થવું જ જોઇએ. તેઓ હાજર થતા નથી તે જ દર્શાવે છે કે નરેન્દ્ર મોદી ગુનેગાર છે. નિવેદન આપવા માટેની નોટીસને આ કોંગીઓએ એફઆઈઆર ની નોંધણી સમકક્ષ ગણી લીધેલ. સમાચાર માધ્યમો પણ આવા વહિયાત આક્ષેપોને બેસુમાર પ્રસિદ્ધિ આપતા હતા.

ઈન્દીરા ગાંધી ધરાર અને નિર્લજ પણે શાહ કમીશન સમક્ષ હાજર થઈ ન હતી. આ નહેરુવીયન કોંગીઓની દેવી ઈન્દીરા ગાંધીમાં શાહ કમીશન સામે નોટીસ મળ્યા છતાં અને અવાર નવાર બોલાવ્યા છતાં નિવેદન આપવાની હિમત ન હતી.

જયપ્રકાશ નારાયણનું એનકાઉન્ટર?

જો તમે કોઈને આત્મ હત્યા માટે મજબુર કરો તો તમે ખૂનીને સમકક્ષ ગુનેગાર ગણાવ. અને તમારી ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. જયપ્રકાશ નારાયણને જ્યારે પકડવામાં આવ્યા ત્યારે તેઓનો ઉપચાર ચાલતો હતો. તેમની કીડની ફેઈલ થઈ ન હતી પણ તેનો ઉપચાર ચાલુ હતો અને ડોક્ટરની દવા ચાલતી હતી. તેમના ખોરાકમાં મીઠું નાખવાની મનાઈ હતી. જયપ્રકાશ નારાયણની ધરપકડ કર્યા પછી તેમના મેડીકલ રીપોર્ટની અવગણના કરવામાં આવી હતી. તેમને આપવામાં આવતા ખોરાક બાબતમાં કોઈ સાવચેતી લેવાઈ ન હતી. જેલવાસ દરમ્યાન તેમની ચિકિત્સામાં ગુનાઈત બેદરકારી દાખવવામાં આવી હતી. જયપ્રકાશ નારાયણ મોટા ગજાના નેતા હતા. તેઓને જવાહરલાલ નહેરુ સમકક્ષ માનવામાં આવતા હતા.

ઈન્દીરા ગાંધીની ફરજ હતી કે તે પોતે અથવા તો કોઈ સક્ષમ નેતા કે અધિકારીને જયપ્રકાશ નારાયણના સ્વાસ્થ્ય બાબત તકેદારી રાખવાનું કહે અને પોતાને માહિતગાર રાખ્યા કરે. પણ એવી શંકા અસ્થાને નથી કે ઈન્દીરા ગાંધીની સરકારે અને ઈન્દીરા ગાંધીએ પોતે જયપ્રકાશ નારાયણને મોતના મુખમાં ધકેલ્યા હતા.

ખાસ વાત એ પણ છે કે જ્યારે જયપ્રકાશ નારાયણ મોતની નજીક આવી ગયા ત્યારે કોંગીના એક નેતાના હૃદયમાં રામ આવ્યો, અને તેણે વિનોબા ભાવે ને એક પત્ર લખ્યો કે તેઓ ઈન્દીરા ગાંધી ને કહે કે જયપ્રકાશ નારાયણને જેલમુક્ત કરે, કારણ કે તેમનું સ્વાસ્થ્ય અત્યંત નાજુક તબક્કામાં છે.

આ પત્ર વાંચીને વિનોબ્વા ભાવેએ “જયપ્રકાશ નારાયણને મુક્ત કરે” તે શબ્દો નીચે લીટી દોરી, અને તે જ પત્ર તેમણે, ઈન્દીરા ગાંધીને મોકલી આપ્યો.

કહેવાય છે કે આ પત્ર વાંચીને ઈન્દીરા ગાંધીએ તે કોંગી નેતાને પદચ્યુત કર્યા. પણ સમય જતાં ઈન્દીરા ગાંધીને લાગ્યું કે હવે જયપ્રકાશ નારાયણ બચે તેમ નથી. ત્યારે તેમણે સમાચાર માધ્યમોમાં એવા સમાચાર વહેતા મુક્યા કે એક નેતાની તબીયત ગંભીર છે. પણ સરકાર રાષ્ટ્રીય માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરશે. જોકે જનતાને ભાગ લેવા દેવામાં આવશે નહીં.

જેમજેમ સમય જતો ગયો તેમ તેમ બાજી બગડતી ગઈ. ઈન્દીરા ગાંધી ઉપર જયપ્રકાશ નારાયણને મુક્ત કરવા માટે આંતરિક દબાણ વધવા માંડ્યું હશે. જેલમાં જ જો જયપ્રકાશ નારાયણ ગુજરી જાય તો ઈન્દીરા ગાંધી ફસાઈ જાય તેમ બને તેમ હતું. તત્કાલ નહીં તો ભવિષ્યમાં આ વાત શક્ય હતી. કારણકે કોઈ જેલમાં મરી જાય તો સરકાર વાંકમાં આવે ને આવે જ. જય પ્રકાશ નારાયણ લગભગ બેભાન અવસ્થામાં પહોંચી ગયા હતા. ઈન્દીરા ગાંધીના મળતીયાઓએ તેમની પેરોલ પર છોડવાની અરજી બનાવી અને તેની ઉપર હસ્તાક્ષર લઈ લીધા. ઈન્દિરા ગાંધીએ જાહેર કર્યું કે જયપ્રકાશ નારાયણના પેરોલ મંજુર કરવામાં આવ્યા છે.

આ અર્ધબેભાન જયપ્રકાશ નારાયણનની તેમના એક અંગત ડોક્ટરે ચિકિત્સા શરુ કરી. તેમની બંને કીડનીઓ જેલના ખોરાકને કારણે સંપૂર્ણ ફેઈલ થઈ ગઈ હતી. જયપ્રકાશ નારાયણને ડાયાલીસીસ પર રાખવામાં આવ્યા. તેમને શરુઆતમાં દર અઠવાડીયે એકવાર ડાયાઈસીસ કરવું પડતું હતું. જયપ્રકાશ નારાયણ સંપૂર્ણ ભાનમાં આવી ગયા.

ઈન્દીરા ગાંધીને ગુનેગાર એટલા માટે પણ ઠેરવી શકાય કે જે ઉપચાર જેલની બહાર કરવામાં આવ્યો તે ઉપચાર તેઓ બંદીવાન હતા તે વખતે કેમ ન કરી શકાયો?

જો જય પ્રકાશ નારાયણના સ્વાસ્થ્યના મેડીકલ પેપર તેમને જેલમાં પુર્યા તે વખતે જ તપાસવામાં આવ્યા હોત, અને અથવા તેમના શરીરનું ચેક-અપ જેલવાસ દરમ્યાન તરત જ કરવામાં આવ્યું હોત અને જો, જે ચિકિત્સા ચાલતી હતી તે ચાલુ રાખવામાં આવી હોત, અથવા તો ચેક-અપ રીપોર્ટ પ્રમાણે જરુરી ચિકિત્સા કરવામાં આવી હોત તો જયપ્રકાશ નારાયણની બંને કિડનીઓ બચાવી શકાઈ હોત.

આ એક ઈન્દીરા ગાંધીએ કરેલું બનાવટી એનકાઉન્ટર જ કહેવાય.

નરેન્દ્ર મોદીની સરકારે શાહ કમીશનના અહેવાલને પુનર્જિવિત કરવો જોઇએ. જેઓ જીવિત છે તેમને ગિરફ્તાર કરી તેમને જેલ ભેગા કરવા જોઇએ. જ્યાં સુધી તેમની સામેની કાયદેસરની કાર્યવાહીનો અંતીમ ન્યાયાલય સુધી નિકાલ ન આવે ત્યાં સુધી તેમને જેલમાં જ રાખવા જોઇએ.

નરેન્દ્ર મોદીએ સમજવું જોઇએ કે આ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ ક્ષમાને પાત્ર નથી. તેમને અગર ક્ષમા આપવામાં આવે તો પણ તે કાયદેસર નથી. જો નરેન્દ્ર મોદી, કાયદાના રાજમાં માનતા હોય તો આ સૌ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ.

નરેન્દ્ર મોદીએ સમજવું જોઇએ કે દેશને અત્યારે કૌટીલ્યની જરુર છે જે દેશને પાયમાલ કરનારને માફી બક્ષે નહીં. જો પૃથ્વીરાજ ચૌહાણે મહમ્મદ ઘોરીને માફી ન આપી હોત તો ભારતનો ઈતિહાસ જુદો હોત.

યાદ કરો. પર્વતરાજ (પોરસ) જેણે સિકંદરને તોબા પોકરાવીને સંધિમાટે ફરજ પાડેલ અને તેને ભારતમાં ઘુસતા રોકેલ, તે પોરસ રાજાનો અનુગામી તેનો ભત્રીજો જ્યારે સેલ્યુકસ નીકેતર સાથે ભળી ગયો ત્યારે કૌટીલ્યએ પોરસની શરમ રાખ્યા વગર તેના ભત્રીજાને હાથીના પગ નીચે ચગદાવી માર્યો હતો.

નહેરુવીયન કોંગ્રેસ ભારતદેશનું કલંક છે. તેનો નાશ કર્યે જ છૂટકો છે. સ્વતંત્રતા અપાવનાર કોંગ્રેસ અને નહેરુવીયન કોંગ્રેસ વચ્ચે કોઈ સંબંધ નથી.

સ્વતંત્રતાની લડત ચલાવનાર કોંગ્રેસ, સાદગી, ત્યાગ, નીતિમત્તા અને દેશદાઝનું બીજું નામ હતી. આ નહેરુવીયન કોંગ્રેસ, નીતિમત્તાહીન, સત્તાલોલુપ, સ્વકેન્દ્રી, કૌભાન્ડી, ઠગાઈ આચરનાર, દુરાચારી, દારુ, હિંસા અને ગદ્દારીનું પ્રતિક છે. આ નહેરુવીયન કોંગ્રેસના મોતને ભારતીય જનતાએ સૌથીમોટા તહેવાર તરીકે ઉજવવો પડશે.

શિરીષ મોહનલાલ દવે ટેગ્ઝઃ ૨૫મી જુન, કટોકટી, ઈન્દીરાઈ, આતંકવાદ, સરકારી, કટોકટી, ધરપકડ, કુદરતી અધિકાર, માનવીય અધિકાર, બંધારણીય અધિકાર, વાણી સ્વાતંત્ર્ય, જયપ્રકાશ નારાયણ, કીડની, ચિકિત્સા, ડાયાલીસીસ, એનકાઉન્ટર

Read Full Post »

તેમને પણ સાંભળો અને તેઓ પણ સાંભળે. (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન) ભાગ-૨

તેમને પણ સાંભળો અને તેઓ પણ સાંભળે. (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન) ભાગ-૨

નરેન્દ્ર મોદી વિષે શું છે?

નરેન્દ્ર મોદી વિષે આવું કશું નથી. અને જે વિવાદસ્પદ વાતો છે તેને પણ જો લક્ષ્યમાં લેવામાં આવે તો તેની સંખ્યાત્મક સરખામણી થઈ શકે તેમ નથી. વળી જુઓ, નરેન્દ્ર મોદી એક એવી વ્યક્તિ છે જે ગરીબ કુટુંબમાંથી આગળ આવેલી છે. નરેન્દ્ર મોદીને તેની માતાએ લોકોના ઘરના કામ કરીને ભણાવેલ છે. નરેન્દ્ર મોદી ખાલી ખીસ્સે ઘરનો ત્યાગ કરીને નિકળી પડેલ. તે સમાજના દરેક નિમ્નાતિનિમ્ન કક્ષાના જીવનમાંથી પસાર થયેલ છે. ખાલી ખીસ્સે હિમાલયમાં વર્ષો સુધી ભટકેલ છે. નરેન્દ્ર મોદી જગતને અને તેના લોકોને વધુસારી રીતે જાણે છે. તે લેખક અને કવિ પણ છે. બહુશ્રુત છે અને વાચનનો શોખિન છે. “વાંચે ગુજરાત”ના કાર્યક્રમમાં તેણે ગાધીજીનું “મારા સ્વપ્નનું ભારત” એક વધુ વાર વાચ્યું છે. આવી એક વ્યક્તિ, જે વિકાસના મુદ્દા ઉપર મત માગીને બંધારણીય પ્રક્રિયા દ્વારા સતત ચૂંટાઈ આવે છે. નરેન્દ્ર મોદીનો કોઈ એવો સરમુખત્યારીનો ટ્રેક રેકોર્ડ નથી. આ અને આવા નરેન્દ્ર મોદીને તમે લોકસભાની ચૂંટણીમાં દેશને માટે ખતરનાક ગણો છો? આ તે કેવી તમારી વિડંબણા કે તર્કહીન, પ્રમાણભાન હીનતા અને આત્મવંચના છે?

તમે ૨૦૦૨ને ભૂલવા માગતા નથી.

તમે ૨૦૦૨ ના દંગાઓને એટલે કે મુસ્લિમોની થયેલી જાન હાનિને ભૂલવા માગતા નથી એવું બતાવીને તમે તમારી કહેવાતી અસંવેદનશીલતાનું પ્રદર્શન કરવામાં માનો છો. તમે એ પણ ચર્ચા કરી કે તમારા કહેવા પ્રમાણે સમાચાર માધ્યમો ૨૦૦૨ના દંગાને ભુલી જવાનું કહે છે.  આ દંગાઓમાં તો હિન્દુ અને મુસ્લિમ બંને મરાયેલા. પણ ૧૯૮૪ની કત્લેઆમમાં તો નિર્દોષ શિખ લોકો એકલા જ અને તે પણ હજારોની સંખ્યામાં કતલ કરાયેલા. ૧૯૯૦-૯૧ની કત્લેઆમમાં તો કાશ્મિરી હિન્દુ એકલા જ હજારોની સંખ્યામાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. અને પાંચ લાખને ખદેડી મુક્યા તે આજ પર્યંત નિરાધાર છે.

વદતો વ્યાઘાત

૧૯૬૯, ૧૯૮૩, ૧૦૮૪, ૧૯૯૦-૯૧, ૧૯૯૩, ૨૦૦૮ જેવા અનેક પ્રકરણો ભારતમાં બન્યા છે. આની તો તમે કોઈ વાત પણ કરતા નથી, અને રાષ્ટ્રીય કક્ષાએ નરેન્દ્ર મોદીને રોકવાની વાત કરો છો. આ તો વદતો વ્યાઘાત નું જ ઉત્તમ ઉદાહરણ તમે પુરું પાડો છો. તમારા ઉપર કોણ વિશ્વાસ કરશે?

શું નરેન્દ્ર મોદી તમારું એકમાત્ર ભક્ષ્ય છે?

આમ તો દેશમાં અનેક નેતાઓ છે અને તેઓ સઘળા પોતાની જાતે જ અને તેમના હિતેચ્છુઓ દ્વારા પોતે વડાપ્રધાન પદ માટે યોગ્ય છે, શક્યતા વાળા છે  અને તૈયાર છે એવું જાણવા મળતું રહ્યું છે. આમાં સમાચાર માધ્યમોએ નરેન્દ્ર મોદીનું નામ પણ ઉમેર્યું. નરેન્દ્ર મોદી જનતામાં સૌથી વધુ લોકપ્રિય છે તેવું હવે તેમના વિરોધીઓ અને દુશ્મનો પણ સ્વિકારતા થયા છે. નરેન્દ્ર મોદીનું નામ વડાપ્રધાન પદ માટે મંજુર કરાવવા માટે જે કંઈ થયું તે સૌ કોઈએ એટલે કે મોદી-વિરોધીઓએ પોત પોતાની આદતો અને માનસિકતા પ્રમાણે જોયું. નરેન્દ્ર મોદીના વિરોધીઓએ આ બાબતને નરેન્દ્ર મોદી વિષે વધુ નવા વિશેષણો બનાવવાનો મોકો બનાવ્યો છે. આમ તો મોટા ભાગના પક્ષ એક જ નેતાની જાગીર જેવા છે. લોકશાહી પક્ષ માટે આ અનુરુપ ન કહેવાય. બીજેપી આમાંથી બકાત છે.

વિદેશોમાં પક્ષના નેતાની સભ્યોદ્વારા ચૂંટણી થાય છે. ત્યાંના રાજકીય વિશ્લેષકો આ વાતને લોકશાહી પ્રક્રિયાનો એક ભાગ માને છે. પણ ભારતમાં એક વંશીય શાસન, આપણા કોંગીનેતાઓ, તેમના સહયોગીઓ અને રાજકારણીય વિશ્લેષકોને ફક્ત ગોઠી ગયું છે એટલું જ નહીં, પણ હૃદયમાં સોંસરવું ઉતરી ગયું છે, તેથી જો કોઇ બીજેપી જેવા પક્ષમાં નેતાની પસંદગી થાય તો આ બધા મહાનુભાવોના મગજ ક્ષુબ્ધ થઈ જાય છે. તેમને પોતાની આ મનોસ્થિતિમાટે શરમ પણ આવતી નથી.

ઘીના ઠામમાં ઘી પડ્યું. તમારા પેટમાં શાને ઉકળતું તેલ?

દરેક પક્ષને આમ તો પોતાનું બંધારણ હોય છે. પણ દરેક પક્ષને પોતાના બનવા માટે અલગ અલગ કારણ હોય છે. ભારતના કેટલાક નેતાઓમાં અહંકાર વૃત્તિ અને સ્વકેન્દીપણું કંઈક વધુ  હોવાના કારણે આવા કંઈક નેતાઓએ પોતાના પક્ષો બનાવ્યા છે. આવા પક્ષોમાં ઈન્દીરા ગાંધીનો કોંગી યાને કોંગ (ઈ), મુલાયમનો સ.પા., મમતાનો ટીએમસી, લાલુપ્રસાદનો આરજેડી, વિગેરે અનેક પક્ષો આવે છે. તે સૌનું પોત છે. આ બધા સૌ નેતાની ચૂંટણીનું નાટક કરે છે. નાટકેય કર્યા વગર અને ચર્ચા વાદવિવાદ કર્યા વગર નેતાનો ઠરાવ પાસ કરી દે છે. જો આપણે પક્ષીય રાજકારણમાં માનતા હોઈએ તો પક્ષની આંતરિક બાબતમાં વ્યક્તિગત બાબતોમાં આપણે આપણી ચાંચુડી ખોસવી જોઇએ નહીં. પક્ષને તેના પોત પ્રમાણે મૂલવવો જોઇએ. વ્યક્તિ મોટી છે કે પક્ષ તે તો પક્ષ પોતે જ તેની પ્રક્રિયાઓ દ્વારા કહેશે. અન્યોએ તેમાં આધારહીન ધારણાઓ કરવાની જરુર નથી. ધારણાઓથી કોઈને ગુનેગાર ઠેરવી ન શકાય.

દેશમાં વડાપ્રધાનનું પદ એક છે.

અનેક નેતાઓમાંથી એકની પસંદગી થાય છે. બાકીના અનેક બાકી રહી જાય છે. બીજેપીએ નરેન્દ્ર મોદીની પસંદગી કરી. આ જે વ્યક્તિ પસંદ થઈ તે તમને પસંદ નથી માટે તેને સરમુખત્યાર, અષ્ટકુટ, દુરાચારી, વિગેરે જે કોઈ વિશેષણો હાથવગા થાય તે બધા જ વિશેષણોથી તે વ્યક્તિને ભૂષિત કરી દો છો તેથી તમને કદાચ આત્મતુષ્ટિ મળતી હશે પણ તમારો આ વાણીવિલાસ જનતાને વરવો લાગે છે.

શેઠની શિખામણ ઝાંપા સુધી.

પક્ષના નેતાની પસંદગી એ પણ એક જાતની ચૂંટણી છે. “ચૂંટણી એક પર્વ છે”. આમ વિનોબા ભાવેએ કહ્યું છે. પણ આપણા આ વિનોબા ભાવેના અનુયાયીઓ “શેઠની શિખામણ ઝાંપા સુધી” એમ માને છે. બીજેપી તેના નેતાને પોતાની પ્રક્રિયા દ્વારા પસંદ કરે છે. તેમાં જનમત પણ એક પરિબળ છે. વાસ્તવમાં તો જનાધારને જ મુખ્ય પરિબળ ગણવું જોઈએ. પણ તમો જોકે પોતાને ગાંધીવાદી માનો છો, જનાધારની વાતને અગમ્ય કારણસર નજર અંદાજ કરે છો. તમે તો એવી તારવણીઓ કાઢો છો કે મોદીએ બીજાને પછાડી દીધા. મોદી સત્તા લાલચુ છે. મોદી પોતાને પક્ષ કરતાં મહાન માને છે. મોદી સરમુખત્યાર છે. પણ તમે જાણો છો કે આવી વાતો તો દરેક નેતા કે જે જીતતો હોય તેને માટે કરી શકાય.

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના વક્તાઓએ નરેન્દ્ર મોદીના ઉચ્ચારણોને કેવી રીતે જોયા?

ભારતનું સ્વપ્નઃ

મહાત્મા ગાંધીએ ભારત માટે એક સ્વપ્ન જોયેલું. આદર્શ સમાજ કેવો હોય તે માટે તેમની એક વિચાર ધારા હતી. તેના આધાર ઉપર તેમણે એક પુસ્તક લખેલું. તે પુસ્તકનું નામ હતું “મારા સ્વપ્નનું ભારત”. મોટા ભાગે દરેક દેશવાસીનું પોતાનો દેશ કેવો હોવો જોઇએ તે માટેનું એક સ્વપ્ન હોય છે. સ્વપ્ન સેવવું તે દરેકનો અધિકાર છે. નરેન્દ્ર મોદીનો પણ અધિકાર છે.

હવે તમને જો એમ લાગ્યું કે નરેન્દ્ર મોદીની ફલાણી વાત બરાબર નથી તો તમે તે વાત પુરતી ચર્ચા કરો. તમે તે ચર્ચા નરેન્દ્ર મોદી સાથે કરો કે જનતા સાથે કરો. પણ તમે એવું તો તારવી જ કેવી રીતે શકો કે “નરેન્દ્ર મોદી એટલે ઈન્ડીયા અને ઈન્ડીયા એટલે નરેન્દ્ર મોદી” એમ નરેન્દ્ર મોદી માને છે? નરેન્દ્ર મોદીની એક વેબસાઈટ છે. તે દ્વારા તમે તેની સાથે ચર્ચા કરી શકો છો. તમે તેની મુલાકાત પણ માગી શકો છો. મહાત્મા ગાંધી સંવાદમાં માનતા હતા. તમે કેમ વિસંવાદ કરો છો?

વોટ ફોર ઈન્ડીયાઃ

નરેન્દ્ર મોદીએ ભારતની સમસ્યાઓ વર્ણવી. આ સમસ્યાઓને નહેરુવીયન કોંગ્રેસ તેના નિરપેક્ષ અને  અબાધિત ૪૫ વર્ષના શાસન ૧૧ વર્ષના ગઠબંધન શાસન પછી પણ સુલઝાવી શક્યા નથી. જોકે આ નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ પોતે અરબોપતિ થઈ ગયા છે. પણ દેશની ૬૬ ટકા જનતા કે તેથી વધુ જનતા, ગરીબી રેખાની નીચે છે. ૬૦ વર્ષના શાસનને અંતે નહેરુવીયન કોંગ્રેસ “મનરેગા” લાવે અને પોતાની પીઠ થપથપાવે અને તમે તાલીઓ પાડો એ તમને શોભતું નથી.

નહેરુવીયન કોંગ્રેસીઓ દેશની આગવી પ્રાચીન વિશેષતા અને દેશનું ગૌરવ સ્થાપી શક્યા નથી. એટલું જ નહી પણ તેમણે બાહ્ય અને આંતરિક અનેક નવી સમસ્યાઓ જાણ્યે અને અજાણ્યે ઉત્પન્ન કરી છે. નરેન્દ્ર મોદીએ હાકલ કરી કે હવે ધીરજ ધરીને નહેરુવીયન કોંગ્રેસ ઉપર વિશ્વાસ રાખવો તે દેશના હિત માટે યોગ્ય નથી. નરેન્દ્ર મોદીએ લીસ્ટ બનાવ્યું અને કહ્યું કે આ સમસ્યાઓ રહિત દેશ કરવા માટે તમે મત આપો. “તમે નહેરુવીયન કોંગ્રેસને ૬૦ વર્ષ આપ્યા મને ૬૦ માસ આપો” આમાં ખોટું શું છે?

નરેન્દ્ર મોદી અજ્ઞાની છે.

તમે નરેન્દ્ર મોદીને ઈતિહાસનું જ્ઞાન પણ નથી એવું કહ્યું. નરેન્દ્ર મોદીએ એક યુવતિની જાસુસી કરાવી. આ કહ્યું ખરું પણ ફોડ ન પાડ્યો. જો ફોડ પાડ્યો હોત તો તમે જનતાની નજરમાં કમસે કમ યુવતીની બાબતમાં તો ફુસ થઈ જાત. કોઈએ કશું ટેપ કર્યું અને રેકોર્ડ કરીને બહાર પાડ્યું. પણ બધું બભમ બભમ છે. તમે જુઓ, ઉંડા ઉતરો, સમજો અને પછી બોલો તો તમને શોભે.

ચંદ્રગુપ્ત

 ચન્દ્ર ગુપ્ત

નરેન્દ્ર મોદીના ઇતિહાસના જ્ઞાનમાં કશી કચાશ નથી. કાંતો તમે તેના વિરોધીઓએ પોતાના ઇતિહાસના અર્ધદગ્ધ જ્ઞાન થી મોદીની વાતનો ખોટો અર્થ કર્યો છે, કાંતો તમે તેના સાથી છો અથવા તમે પણ ઇતિહાસનું તે વાત વિષેનું જ્ઞાન ધરાવતા નથી. નરેન્દ્ર મોદીએ કહેલ કે પટણા આવવાથી તેને ચંદ્રગુપ્ત યાદ આવે છે. તક્ષશીલા યાદ આવે છે. નાલંદા યાદ આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય અને ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય). એમ બે ચંદ્ર ગુપ્ત થઈ ગયા છે. ચંદ્રગુપ્ત મૌર્યે વિશ્વ વિજયી ગ્રીકોને હરાવેલ. ચંદ્રગુપ્ત બીજાએ વિશ્વ વિજયી હુણ અને શક આદિ લોકોને હરાવેલ. તે બંને ના વખતમાં તક્ષશીલાને પેલે પાર સુધી તેમનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું. આ બંને રાજાઓ ના સામ્રાજ્યમાં બિહાર હતું. એટલે જો નરેન્દ્ર મોદી કે કોઈ પણ પટણા જાય તો તેને મગધ સામ્રાજ્ય યાદ આવે અને કેળવણીના કેન્દ્રો તક્ષશીલા અને નાલંદા પણ યાદ આવે જ.

ગંગા

મુસ્લિમો ભારતના થઈને જ રહેલા. તેઓ ભારતને પોતાનો દેશ માનીને રહેલા. શેરશાહ, કુતબુદ્દીન અને મોગલરાજાઓએ ભારતને જ પોતાનો દેશ માન્યો હતો. તેઓએ સદીઓ સુધી ભારતની રક્ષા કરી છે. જેઓ ગંગા સુધી આવ્યા તેઓ ગંગાને ઓળંગી ન શક્યા પણ સાંસ્કૃતિક રીતે ગંગાના જ થઈને રહ્યા. એટલે કે ગંગામાં ડુબી ગયા. આ એક મુસ્લિમ કવિના કાવ્યનો લક્ષ્યાર્થ છે. જો તમે  સેક્યુલર હોવાનો દાવો કરતા હો છતાં પણ આ વાત સમજી ન શકો તો તેમાં નરેન્દ્ર મોદીનો શો વાંક?

નરેન્દ્ર મોદી કંઈ પણ કરે તેને વિકૃત રીતે જોવું

નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર કર્યું એટલે ઘણા નહેરુવીયન કોંગ્રેસીઓના પેટમાં તેલ રેડાયેલું, અને તે બાબતમાં તેમણે વિતંડાવાદ કરે લો. તેવું જ સરદાર પટેલના બાવલા બાબતમાં થયું છે.

ગુજરાતમાં મોરારજી દેસાઈએ ગાંધીજી અને સરદાર પટેલ માટે જે કર્યું તે થયું. તે પછી નહેરુવીયન કોંગ્રેસ દ્વારા કશું થયું નથી.  નહેરુવીયન કોંગ્રેસના કાર્યાલયના મકાનનું નામ “રાજીવ ભવન છે”. આ તો તમને ખબર જ હશે. નહેરુવીયન કોંગ્રેસ માટે તો ગુજરાતમાં કોઈ નેતા છે જ નહીં અને હતા પણ નહીં. નહેરુવીયન કોંગ્રેસે ગાંધીજી માટે કે સરદાર પટેલ માટે કશું કરેલ નથી.

જે નહેરુવીયન કોંગ્રેસે ગાંધીજીના સિદ્ધાંતો નેવે મુક્યા અને દારુની રેલમછેલ કરી તો તમે એટલે કે કેટલાક જેઓ પોતાને ગાંધીવાદી માને છે તેઓ મૌન રહ્યા. પણ નરેન્દ્ર મોદીએ ગાંધીમંદિર બનાવ્યું તો તેમને વાંધો પડ્યો.

અરે ભાઈ, ગાંધીજી ઉપર તો આખા વિશ્વનો અધિકાર છે. એટલે “મંદિર” શબ્દ ઉપર વાંધો ઉઠાવશો તો તે વિતંડાવાદ જ કહેવાશે. જો કે આ વાંધો ગુજરાત વિદ્યાપીઠના એક ગાંધીવાદી ભાઈશ્રીએ ઉઠાવેલ.

ગાંધીજી ઉપર કે સરદાર પટેલ ઉપર દેશ આખાનો હક્ક છે. નહેરુએ અને નહેરુવીયન કોંગ્રેસે, સરદાર પટેલને કેવી રીતે નવાજ્યા છે તે વિષે ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે.

ધારોકે નરેન્દ્ર મોદી કોમવાદી હોય તો પણ નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને વખાણ્યા એટલે તમે કેવીરીતે માની લીધું કે સરદાર પટેલ હિન્દુવાદી હતા. નહેરુ માંસાહારી હતા. નહેરુ જો ગાંધીજીના વખાણ કરે અને વારે વારે તેમનું નામ લે તો શું ગાંધીજી માંસાહારી થઈ જશે? માનસિક વિકૃતિની આ હદ લાગે છે. ગધુભાઈને પણ તાવ આવે તેવી વાત છે આ તો. 

નરેન્દ્ર મોદી બધી સીવીલ સોસાઈટીઓને બંધ પાડી રહ્યો છે.

એ બહુ જાણીતી વાત છે કે ઈન્દીરા ગાંધીએ ૧૯૮૦માં સત્તા ઉપર આવતાંની સાથે જ ગાંધીવાદી સંસ્થાઓ ઉપર ભંડોળના હિસાબની તપાસના આદેશો આપી દીધેલ. તમે જુઓ છો કે નહેરુવીયન કોંગ્રેસે અન્ના આંદોલન અને બાબારામદેવના આંદોલનના પ્રત્યાઘાત રુપે બંન્નેની સંસ્થાઓ ઉપર તપાસ જારી કરેલી છે. અત્યારે સાર્વત્રિક રુપે ઈન્કમટેક્ક્ષવાળા દરોડા પાડી રહ્યા છે. તમે આમાંનું કોઈ મુહૂર્ત કે એવું કંઈ જુઓ છો? નરેન્દ્ર મોદીની બાબતમાં તમે કશો ફોડ પાડ્યો નથી. બભમ બભમ આક્ષેપો કરવા એ જેઓ પોતાને ગાંધીવાદી માને છે તેમને શોભતું નથી.

ફોઈબાને મુછો હોય તો કાકા જ ન કહેવાય શું?

નરેન્દ્ર મોદીની બુરાઈ કરવામાં દૃષ્ય-શ્રાવ્ય અને મુદ્રિત સમાચાર માધ્યમો એક બીજાની સ્પર્ધા કરે છે. એટલે જો તમે એમ કહેશો કે નરેન્દ્ર મોદીને આ બધા સમાચાર માધ્યમો ગ્લોરીફાય કરે છે તો કોઈ તમારી વાત માનશે નહીં. નરેન્દ્ર મોદી તો મોતનો સોદાગર, ગોડસે, કાકીડો, દેડકો, આતંકી, કસાઈ, ગુનાખોર, નીચ, વિગેરે અવનવા વિશેષણોથી નહેરુવીયન કોંગી નેતાઓ અને સમાચાર માધ્યમોના વિશ્લેષકોથી નવાજાય છે. એમાં વળી તમારો ઉમેરો થયો છે. નરેન્દ્ર મોદીને ફોઈબાઓ ઘણી લાગે છે. ફોઈબાઓ તો પ્રેમથી નામ પાડે છે. પણ આ ફોઈબાઓ તો દ્વેષને કારણે તિરસ્કારથી નામ પાડે છે. ફોઈબાને મુછો હોય તો કાકા જ ન કહેવાય?

આશ્ચર્ય એ વાતનું છે કે સામ્યવાદી પક્ષ પણ તમારી સાથે સામેલ છે. હોય જ ને. નહેરુવીયન કોંગ્રેસીઓને તો કોમવાદી એવા મુસ્લિમલીગ સાથે બેસવામાં પણ નહેરુના જમાનાથી ક્યાં છોછ હતો? આ સામ્યવાદીઓ ૧૯૬૨ના ચીન સાથેના યુદ્ધમાં ચીની સેનાને મુક્તિ સેના તરીકે આવકારવા કલકત્તાની શેરીઓ ઉપર ઉતરી આવ્યા હતા. તમે એટલા તો અબુધ નથી કે તમે એ નથી જાણતા કે સામ્યવાદીઓ દેશના સીમાડાને માનતા નથી.

મને લાગે છે કે તમે મહાત્મા ગાંધીના અને વિનોબા ભાવેના આત્માને હણી નાખ્યો છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ નરેન્દ્ર મોદી, ગરીબ કુટુંબ, હિમાલય, ખાલીખીસ્સે, કવિ, લેખક, વાંચે ગુજરાત, સ્વપ્નનું ભારત, વિકાસ, મુદ્દો, સરમુખત્યાર, ટ્રેકરેકોર્ડ, લોકશાહી પ્રક્રિયા, વિડંબણા, ૨૦૦૨, ૧૯૬૯, ૧૯૮૩, ૧૯૯૦-૯૧, ૧૯૯૩, ૨૦૦૮, હિન્દુ, મુસ્લિમ, કત્લેઆમ, કટોકટી, સેન્સરશીપ, નેતા, ચૂંટણી, પસંદગી, સંવિધાનિક, જયપ્રકાશ નારાયણ, હમ્ટી ડમ્ટી, ટ્રેકરેકોર્ડ, બિનલોકશાહીયુક્ત, આપખુદ, વિનોબા ભાવે, શેઠની શિખામણ, જનાધાર, સરદાર પટેલ, ગાંધી, મંદિર, બાવલું, મનરેગા, વોટ ફોર ઈન્દીયા, ૬૦ વર્ષ, ૬૦ માસ, ચંદ્રગુપ્ત, ગ્રીક, શક, સામ્રાજ્ય, તક્ષશીલા, નાલંદા, બિહાર, પટણા, ગંગા, સેક્યુલર, વિકૃત, નહેરુ માંસાહારી, ફોઈબાઓ

“ચોક્ખું ઘી અને હાથી” પણ વાંચો

Read Full Post »

તેમને પણ સાંભળો અને તેઓ પણ સાંભળે. (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન) ભાગ-૧

શનિવાર તારીખ ૨૫ મી જાન્યુઆરીના રોજ મહેદીનવાબજંગ હોલમાં એક સભામાં જવાનું થયું. આમાં વક્તાઓ પૂર્વનિશ્ચિત હતા. તેઓ સઘળા નરેન્દ્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના વિરોધી હતા. તેથી તેમને માટે નરેન્દ્ર મોદીની અમુક ચૂંટી કાઢેલી બાબતોની ટીકા કરવી સ્વાભાવિક હતી. સભાના પ્રમુખશ્રી (પ્રકાશભાઈ શાહ) હતા. સ્ટેજની પાસે ત્રણ બોર્ડ હતા જેમાં જે મુદ્દાઓ અને માગણીઓ હતી તેને પ્રદર્શિત કરવામાં આવી હતી. મુદ્દાઓ કે માગણીઓની સંખ્યા ૨૭ જેટલી હતી. અને એક એવો ઠરાવ હતો કે ગુજરાતમાં પ્રવર્તતા ભય અને ગુજરાતની પ્રગતિના ભ્રમમાંથી ગુજરાતની અને ભારતની જનતાને મુક્ત કરવામાં આવે. માટે દેશવ્યાપી જાગૃતિ ફેલાવવામાં આવે.

વાત સ્વિકારી લેવામાં આવી હતી કે નરેન્દ્ર મોદી આપખુદ છે, નરેન્દ્ર મોદી કોઈનું સાંભળતા નથી, નરેન્દ્ર મોદી કોમવાદી છે, નરેન્દ્ર મોદી જુઠાણાનો પ્રચાર કરે છે. નરેન્દ્ર મોદીએ લોકશાહીને ભયમાં મુકી છે. એટલે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન થશે તો ભારતના સમવાય તંત્ર અને ધર્મનિરપેક્ષતાનો નાશ થશે. માટે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા અટકાવવા પડશે. નરેન્દ્ર મોદીએ ફેલાવેલા ભય અને ભ્રમની વિરુદ્ધ વ્યવસ્થિત પ્રચાર કરવો પડશે. આ માટે સીવીલ સોસાઈટીઓએ આગળ આવી લોકોના જુથોને સંગઠિત કરવા જોઇશે. નરેન્દ્ર મોદી ગુજરાતના છે તેથી ગુજરાતમાંથી જનતાએ બીજા રાજ્યોમાં જઈ નરેન્દ્ર મોદીએ ફેલાવેલા ભય અને ભ્રમની વાતોનો પ્રચાર કરી લોકોને સાચી(?) વાતો જણાવવી જેથી બીજા રાજ્યોમાં મોદીનો પ્રભાવ પડી શકે.

ક્યારે દલીલ અને તર્ક ની જરુર પડે

અને ક્યારે જરુર પડે?

આપણે સમાજશાસ્ત્ર પુરતી આપણી વાત મર્યાદિત રાખીશું. સમાજની સુખાકારી માટે અવનવા માર્ગોને વાદો તરીકે  માનવામાં આવે છે. ગઈ સદીના પ્રારંભમાં વાદો તેની પરાકાષ્ટાએ હતા. અમુક લોકો સામ્યવાદી રસ્તે સમાજની ઉન્નતિ અને કે સુખાકારી આવી શકે છે એમ માને છેબીજા અમુક લોકો મુડીવાદી રસ્તે ઉન્નતિ અને સુખાકારી આવી શકે છે તેમ માને છે. બંને વાદો આમ તો ભ્રામક છે. પણ બહુ લાબીં ચર્ચા છે.

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન” ના વક્તાઓની દૃષ્ટિ પ્રમાણે મોદીશૈલી, મોદી મોડેલ અને મોદીની આરએસએસ ની કડીને કારણે, મોદી ધાર્મિક રીતે અસહિષ્ણુ પણ છે.  આપણે આપણી વાત નરેન્દ્ર મોદીની આ છબી પુરતી મર્યાદિત રાખીશું.

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના નેતાગણ શું વિચારે છે?

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના નેતાઓના વક્તાઓના કહેવા પ્રમાણે;

મોદી એટલે એક સરમુખત્યાર, ગોબ્બેલ અને હિટલર ત્રણેના મિશ્રણ થી પણ ચડે એવો છે.

नरेन्द्र मोदी तो मुसोलीनी, गोबेल्स और हिटलरका मिश्रण है

સરમુખત્યાર એટલે શું?

સરમુખત્યાર એ હોય છે જે લોકશાહીમાં માનતો હોય અને વિરોધીઓને બોલવા દેતો હોય, અગર કોઈ બોલે તો તેને ગુમ કરાવી દેતો હોય, અથવા  ખોટા આરોપો લગાવી તેને યથેચ્છ જેલમાં પૂરી દેતો હોય.

હવે જુઓ તેની સામે ની દલીલો

મોદી તો ચૂંટાઈને આવે છે. કેન્દ્રમાં મોદીની વિરોધીની સરકાર હોય તો પણ મોદી લોકશાહી ઢબે ચૂંટાઈને આવે છે. એકવાર નહીં પણ ત્રણ ત્રણવાર ચૂંટાઈને આવે છે. પક્ષની અંદર અને પક્ષની બહાર, સમાચાર માધ્યમો ના સતત કલુષિત, વિકૃત અને વિરોધી પ્રચાર છતાં નરેન્દ્ર મોદી ચૂંટાઈને આવે છે. હવે જો પ્રક્રિયામાંથી પસાર થઈને આવનાર નરેન્દ્ર મોદીને તમે સરમુખત્યાર કહો તો તેનો અર્થ થયો કે તમે અત્યાર સુધી ચાલતી આવતી લોકશાહી પ્રક્રિયાને માનતા નથી. એટલે કે તમે પોતે ખુદ લોકશાહીમાં માનતા નથી, અને તમને નરેન્દ્ર મોદીને બદલે કોઈ બીજાને કે જે વિકલ્પની તમને પણ ખબર નથી તેને  શાસક તરીકે તમારી મુનસફ્ફી મુજબ લોકો ઉપર ઠોકી બેસાડાવામાં માનો છો. કારણ કે તમે વાતની નોંધ જ લેતા નથી કે ચૂંટણી એક સંવિધાનિક પ્રક્રીયા છે, તમે સંવિધાનની પ્રક્રીયાને આદર આપતા નથી. હવે એવું પણ નથી કે વિરોધીઓને પ્રચાર અને પ્રસારની છૂટ નથી. વાસ્તવમાં ૨૦૦૨થી હાલ સુધી મોદીને ગાલીપ્રદાન કરવું અને તેના ઉપર ખોટા આરોપો મુકવા તો ફેશન છે. વાસ્તવમાં તો મોદીને બદનામ કરવામાં મોદીના વિરોધીઓએ કશું બાકી રાખ્યું નથી. છતાં જનતા મોદીને ચૂંટે છે, એક વાર નહીં, બે વાર નહીં પણ ત્રણ ત્રણવાર ચૂંટે છે. અને જનતાના દબાણને વશ થઈ તેના પક્ષમાં તમે જ ફેલાવેલા આંતર વિરોધની અફવાઓ હોવા છતાં પણ પક્ષને મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ કરવા પડે છે. આમાં મોદીની સરમુખત્યારી ક્યાં આવી? એટલે તમારો સરમુખત્યારની શબ્દનો ઉપયોગ,  શબ્દકોષને બંધબેસતો નથી. જયપ્રકાશ નારાયણે કહેલું કે ઈન્દીરાના (સરમુખત્યારના) શબ્દોના અર્થ “હમ્ટી ડપ્ટી જેવા છે.

નરેન્દ્ર મોદીનો પ્રચાર ગોબેલ્સના પ્રચાર જેવો છેઃ

હવે તમે સમજી લો. ગોબેલ્સ નો પ્રચાર હતો તે હિટલરના રાજમાં હતો. તે યુદ્ધ વખતે હતો. તે પ્રચાર એક નિયત અને નાના સમય પૂરતો જ હતો. મુક્ત પ્રચારની તેના સમયમાં બંધી હતી. ગોબેલ્સ પ્રકારનો પ્રચાર ફક્ત સરમુખત્યારીમાં જ સંભવી શકે છે. નરેન્દ્ર મોદીના ચાલુ સમય કે ભૂતકાળના સમયને સરમુખત્યારી જેવો કોઈ રેકોર્ડ નથી.

ભારતીય જનતાએ અને તમે પણ, નહેરુવીયન કોંગ્રેસની ઈન્દીરાઈ સરમુખત્યારી અને તેણીની અને તેણીના પક્ષને લગતા પ્રત્યક્ષ, શંકાસ્પદ અને પરોક્ષ  વિરોધી  સમાચાર ઉપરની મનાઈ જોયેલી જ છે. તમારામાંના કેટલાક તેનો ભોગ પણ બનેલા છે. ઈન્દીરાગાંધીએ કટોકટી ચાલુ રાકઃઈને અને સેન્સરશીપ ચાલુરાખીને ચૂંટણીઓ કરાવેલી. ભારતની જનતાએ કટોકટીના સમયમાં જ ચૂંટણી  થયેલી તે છતાં પણ  અને સેન્સરશીપ હોવા છતાં પણ આ જ ઈન્દીરા ગાંધીને તેને હરાવેલી. એટલે તમારે ગુજરાતી જનતાને નપુંષક માનવાની જરુર નથી. વળી અત્યારે કટોકટી કે સેન્સરશીપ તો નથી જ નથી જ. કટોકટી અને ગોબેલ્સ પ્રકારનો પ્રચાર એટલે શું તે તમે સુપેરે જાણો છો જ. તમારે શબ્દો ઉપર બળાત્કાર કરવાની જરુર નથી.सही शब्दोंका प्रयोग करें”.

૧૯૮૦ની ચૂંટણી વખતે તમે કેમ ચૂપ રહ્યા?

ઈન્દીરાઈ સંસ્કારને ભૂલી જાઓ તેટલા બાલીશ તો તમે નથી જ. ઈન્દીરા ગાંધીની ૧૯૭૧ની ખુદની ચૂંટણીને ન્યાયાલયમાં પડકારવામાં આવેલી. તેમાં ન્યાયાલયે નોંધ લીધેલી કે ઈન્દીરા ગાંધી ૧૪ વખત ન્યાયાલય સમક્ષ (જે શપથ પૂર્વક બોલવામાં આવે છે કે “હું જે કંઈ કહીશ તે સત્ય જ કહીશ અને સત્ય સિવાય કશું કહીશ નહીં) ખોટું બોલેલાં. ન્યાયાલયે તેણીની ચૂંટણી ગેરરીતીઓને કારણે રદ કરેલી. ઈન્દીરા ગાંધીને ન્યાયાલયે છ વર્ષમાટે ગેરલાયક ગણેલાં.  આ હતો  ઈન્દીરા ગાંધીનો કટોકટીની પહેલાંનો, કટોકટી અંતર્ગતનો અને તે પછીનો, સરમુખત્યારશાહીનો અને તેને સંલગ્ન સેન્સર શીપનો ટ્રેક રેકોર્ડ.

આ ઈન્દીરા ગાંધીએ, પોતાને ગાંધીવાદી માનતા એવા ચરણસિંઘને ફોડીને ગાંધીવાદી મોરારજી દેસાઈની, સુપેરે કામ કરતી સરકારને, ઉથલાવેલી. અને ૧૯૮૦માં ચૂંટણી જાહેર થયેલી. ઈન્દીરા ગાંધીનો ટ્રેક રેકોર્ડ આટલો શર્મનાક અને આતંકિત હોવા છતાં પણ તમે ૧૯૮૦ની ચૂંટણી વખતે ચૂપ રહેલા. શા માટે? નહેરુવીયન વંશની જે વ્યક્તિનો ટ્રેકરેકોર્ડ બિનલોકશાહી યુક્ત, માનવીય અધિકારોથી વિમુખ, એટલું જ નહીં કુદરતી અધિકારોથી પણ વિમુખ અને આપખુદી અને સરમુખત્યારીથી ભરપૂર હતો તેવી ઈન્દીરા સામે કે ઈન્દીરાઈ કોંગ્રેસ ની સામે તમે લોકો ૧૯૮૦ની ચૂંટણીમાં પડેલ નહીં. જનતા નથી માનતી કે તે વખતે તમે લોકો બાબાગાડી ચલાવતા હતા. અને તમારામાંના કોઈપણ ધારોકે તે સમયે બાબાગાડી ચલાવતા હોય તો પણ તમારા સૌમાં ઈતિહાસનું જ્ઞાન હોવું જરુરી છે કારણકે તમે અત્યારે બાબાગાડીના સહારે ચાલતા નથી.

નરેન્દ્ર મોદી હિટલર છેઃ

આમ તો જો કે એક ભાઈએ એમ કહેલ કે નરેન્દ્ર મોદી હિટલર થી પણ વિશેષ છે. કારણ કે તે સરમુખત્યાર, ગોબેલ્સ અને હિટલર ત્રણેનું મિશ્રણ છે.  ચાલો જવા દો. આપણે પહેલી બે ઉપમાઓ વિષે તો જોયું કે તે કેવી છે. હિટલરે તેના વિરોધીઓ પાસે ચૂંટણી કરાવેલી? હિટલરે કેટલીવાર ચૂંટણીઓ કરાવેલી અને કેવી રીતે? હિટલર કોણ હતો? અને હિટલરની રાજકીય પાર્શ્વ ભૂમિ શું હતી?

હિટલરની સામેના ગુનાઓ સાબિત થયેલા. તેને જેલ પણ જવું પડેલું. હિટલર  ૧૯૧૯માં જર્મનીની વર્કર્સ પાર્ટી માં દાખલ થયેલો અને બે વર્ષમાં જ લીડર તરીકે જાણીતો થયેલ. તેને તે પહેલાં પોતે કરેલા કાવતરા બદલ જેલમાં જવું પડેલ. જર્મન સમાજવાદી વર્કર્સ પાર્ટીનો તે ૧૯૩૩માં ચાન્સેલર થયો અને તેણે ડીક્ટેટરશીપ વાળી પાર્ટી બનાવેલી.

હવે આ વાત નરેન્દ્ર મોદી સાથે જરાપણ બંધ બેસતી નથી. નરેન્દ્ર મોદી ના બાળપણની વાતો જવા દઈએ અને ભણ્યા પછી તેના હિમાલય પ્રયાણની વાત જવા દઈએ અને તે પછી એક સામાન્ય કાર્યકર થયાની વાત પણ જવા દઈએ તો ૧૯૭૫થી કટોકટીના સમયથી તેની રાજકીય લડત શરુ થઈ કહેવાય. નરેન્દ્ર મોદીએ એક સામાન્ય વર્કર તરીકે કામ કર્યું છે. તેણે ઓછામાં ઓછું બે દશકા સુધી કોઈ રાજકીય હોદ્દો ભોગવ્યો નથી. તે બાદ તેની કાર્ય કુશળતાને કારણે તેને પક્ષમાં પ્રવક્તા અને પ્રભારી તરીકે રાખેલ. તેણે કદી જનપ્રતિનિધિ બનવા માટે માગણી મુકી નથી, કે તેને કદી રાજસભાનો સભ્ય કે કોઈ કોર્પોરેશનનો પ્રમુખ બનાવાયો નથી. તેણે આવી કોઈ માગણી મુકી હોય કે તેણે કોઈ દાવ ખેલ્યો હોય એવી કોઈ અફવાઓ પણ જે તે સમયે સમાચાર માધ્યમો દ્વારા ફેલાયેલી હોય તેવું પણ જાણવા મળ્યું નથી. કેશુભાઈને હટાવવામાં કે બીજા કોઈને હટાવવામાં કે પોતાને પ્રધાન કરવામાં તેણે કોઈ દોરી સંચાર કે લોબીયીંગ કર્યું હોય તેવા કોઈ સમાચારો ૧૯૯૦ થી ૨૦૦૨ સુધીમાં, એટલે કે તે મુખ્યમંત્રી થયા ત્યાં સુધી, અને તે પછી પણ ૨૦૧૨ ના મધ્ય સુધી પણ, કોઈ પણ સમાચારપત્રોમાં અફવા રુપે પણ આવ્યા ન હતા. બીજેપીના સ્વકેન્દ્રી અને નરેન્દ્ર મોદીના વિકાસના કામોથી હતઃપ્રભ થયેલા નેતાઓએ અને અથવા નરેન્દ્ર મોદી-દ્વેષી સમાચાર માધ્યમોએ બધી જ જાતની અફવાઓ ફેલાવવાનું શરુ કર્યું છે.

હિટલરની ઉપમા કોને લાગુ પડે છે?

હિટલરની ઉપમા નહેરુવંશીઓને વધુ લાગુ પડે છે.

નહેરુ ભણવામાં (આઈસીએસ)માં નિસ્ફળ ગયા એટલે  મોતીલાલે મહાત્મા ગાંધી થકી જવાહરલાલને ઠેકાણે પાડ્યા. માલેતુજાર હોવાને કારણે તેમનો પક્ષમાં ઝડપથી ઉદય થયો. હિટલરની જેમ જવાહરને ગ્લોરીફાય કરવામાં આવ્યા. જવાહરની તે સમયની વાક્છટાને કારણે અને નાટકીયવેડાને કારણે તેઓ જનતામાં પ્રિય પણ થયા.

૧૯૪૭માં ગાંધીજીની અનિચ્છા હોવા છતાં પણ ગાંધીજી દ્વારા જ જવાહરલાલને  પક્ષના લીડર બનાવવા પડ્યા. ગાંધીજીને દેશના બેથી વધુ ભાગલા અટકાવવા માટે દેશના બે ભાગલા પણ સ્વિકારવા પડ્યા.

નહેરુએ પોતાની હિમાલય જેવડી બ્લન્ડરો છૂપાવવા સીન્ડીકેટની રચના કરી.

પોતાની પુત્રીને રાજગાદી મળે તેવી ગોઠવણ તેમણે સીન્ડીકેટ દ્વારા કરી. નહેરુવંશી સરમુખત્યારીના બીજ નહેરુએ વાવ્યા અને છોડ તૈયાર કર્યો. આ બાબત ઈતિહાસના પૃષ્ઠો ઉપર છે. ઈન્દીરા ગાંધીએ વંશ વેલાનું વૃક્ષ બનાવ્યું. રાજવંશમાં જેમ થાય તેમ ઈન્દીરાના અવસાન પછી પ્રધાનમંડળની અને સંસદની મંજુરી વગર જ કહ્યાગરા રાષ્ટ્રપ્રમુખે ઈન્દીરાના પુત્રને વડાપ્રધાન સ્થાપિત કર્યો અને તેની પાસે વડાપ્રધાનપદના શપથ લેવડાવ્યા. આ વંશીય રાજકારણની પ્રણાલી અંતર્ગત આજે તેના જમાઈને પણ ઝેડ સીક્યોરીટી મળે છે. આ કોઈ વાતનો તમે ઇન્કાર નહીં કરી શકો.       

નહેરુના સમયમાં અનેક લોકો વગર મોતે મર્યા

હિટલરે વિરોધીઓની કતલ કરેલી. ગેસ ચેમ્બરો બનાવેલી અને તેમાં નિર્દોષોને હોમી દીધેલ. નહેરુએ શું કરેલ.? દેશના ભાગલા થયા પછી દેશમાં કેવી પરિસ્થિતિ સર્જાશે તે સંજોગોને નહેરુ પોતાના “નંબરવન” પદની લાલસામાં સમજી શકેલ નહીં. હિન્દુ–મુસ્લિમ હુલ્લડો તે નવી વાત ન હતી. આ વાત નહેરુએ સમજવા જેવી હતી. વિભાજના કબુલાતનામામાં એક કોમ દ્વારા બીજી કોમને નુકશાન થાય તો તેના વળતરની જોગવાઈ કરવાની જરુર નહેરુએ સમજવા જેવી હતી. પણ નહેરુમાં આર્ષદૃષ્ટિનો સંપૂર્ણ અભાવ હતો. આમ દેશના ભાગલા પછીની કત્લેઆમ માટે નહેરુ જવાબદાર હતા.

ભારતીય સૈન્ય હમેશા અજેય રહ્યું છે. ચીન સાથેનું યુદ્ધ પણ ભારત જીતી શક્યું હોત જો નહેરુએ અગમ ચેતી વાપરીને ચીન સાથેની સરહદને રેઢી મુકી ન હોત તો. આ વાત મને એક એક બ્રીગેડીયરે કહેલી. નહેરુની ચીન સાથેની બેવકુફી ભરેલી નીતિ માટે અને ભારતના અજેય સૈન્યના જવાનોના મોત માટે પણ નહેરુ જવાબદાર હતા.

આવું જ ઈન્દીરા ગાંધી માટે હતું.

હિન્દીભાષી બંગ્લાદેશી (પૂર્વપાકિસ્તાની) ઘુસણખોરો કરોડોની સંખ્યામાં દેશમાં ઘુસી આવ્યા અને તેને ઈન્દીરા ગાંધી વચન બદ્ધ હોવા છતાં પણ ખદેડી શકેલ નહીં. પાકિસ્તાનને સમયસર લાલ આંખ બતાવેલ નહીં તેથી ભારતના હજારો સૈનિકો માર્યા ગયેલ. અને તાજેતરની માહિતિ પ્રમાણે હજુ આપણા સેંકડો સૈનિકો પાકિસ્તાની જેલોમાં સબડે છે, જ્યારે ઈન્દીરા ગાંધીએ ગાલાવેલી કરીને હૈયા ફુટ્યા થઈને ૯૨૦૦૦ પાકિસ્તાનના યુદ્ધ કેદીઓને મફતમાં મુક્ત કરી દીધેલ. સિમલા કરાર તો એક કૌભાન્ડ છે તેને નકારી ન શકાય.

ઈન્દીરા ગાંધીએ લાદેલી કટોકટી એક અક્ષમ્ય અપરાધ હતો. તેને માટે તો આખા પક્ષને દેશ નિકાલ કરી શકાય. તેને વિષે તો મહાભારત જેવડો ગ્રંથ લખાય.

ઈન્દીરા ગાંધીએ ભીંદરાનવાલેને પોતાના રાજકીય સ્વાર્થ માટે સંત ઘોષિત કરેલ. આ સંતે પાકિસ્તાનની મિલી ભગતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરેલ. પંજાબના સામાજીક જીવનને લકવાગ્રસ્ત કરી નાખેલ. હજારો નિર્દોષ લોકો આતંકવાદમાં કતલ થયેલ. આતંકવાદીઓએ સ્વર્ણમંદિરનો શસ્ત્ર સરંજામ અને રહેઠાણ તરીકે ઉપયોગ કરેલ. દેશમાં એવો કોઈ કાયદો નથી કે ખૂની કે ચોરને તમે ધાર્મિકસ્થાનમાં ઘુસીગયો હોય તો ત્યાંથી તેને પકડી ન શકો. પણ અનિર્ણાયકતાની કેદી ઈન્દીરા ગાંધીએ આ આતંકવાદીઓને વકરવા દીધા. આ દરમ્યાન અનેક નિર્દોષોની કતલ થઈ. ઈન્દીરા ગાંધી પોતાની સ્વાર્થ વૃત્તિ અને વહીવટી અણઆવડતનો શિકાર બની. અને તેના ખૂનથી તેના પક્ષના માણસોએ હજારો નિર્દોષ શિખોની કતલ કરી.  ઈન્દીરા ગાંધીએ યુનીયન કાર્બાઈડની સાથે ક્ષતિયુક્ત ડીલ કર્યું, હજારો માણસો ભોપાલ ગેસ દુર્ઘટનામાં માર્યા ગયા, અનેક ગણા કાયમી રીતે ક્ષતિગ્રસ્ત થયા અને  તેમને કશી અર્થપૂર્ણ નુકશાની પણ ન મળી. ઈન્દીરાના પુત્રે અર્જુનસિંઘની મીલી ભગતમાં એન્ડરસનને ભાગી જવા દીધો.

આ બધી જાન હાનિઓ માટે ઈન્દીરા ગાંધી અને તેના પુત્ર જવાબદાર છે.

તમે એ પણ જુઓ કે ઈન્દીરા ગાંધીએ વકરવા દીધેલા ખાલીસ્તાની આતંકવાદ થકી મુસ્લિમ આતંકવાદને ભારતમાં પાંગરવાની તક મળી. ૧૯૯૦ માં આ આતંકવાદે માઝા મુકી અને કાશ્મિરના છ લાખ હિન્દુઓને જાહેરમાં અને અખબારોમાં કાશ્મિર છોડી જવા માટે પોસ્ટરો દ્વારા ખૂલ્લે આમ ધમકીઓ આપી. ખૂનામરકી કરી અને ૧૦ હજારની સંખ્યામાં કતલ કરી. લાખો હિન્દુઓ ને તગેડી મુક્યા. તેમણે પોતાના રાજ્યની બહાર તંબુઓમાં આશરો લીધો. આજે ૨૩ વર્ષ ને અંતે પણ નહેરુવીયન કોંગ્રેસ અને ફારુખ ની કહેવાતી મીલીજુલી સેક્યુલર સરકાર આ હિન્દુઓને પુનર્‌સ્થાપિત કરી શકી નથી. નહેરુવીયન કોંગ્રેસીઓને, તેમના સાથીઓને અને દંભી સેક્યુલરોને આ હિન્દુઓની કશી પડી નથી. તેઓ ચર્ચા કરે છે ખરા પણ તે કાશ્મિરમાંથી સુરક્ષા દળોને હટાવવા માટે અને જે આતંકવાદીઓ સુરક્ષાદળો સાથે મુઠભેડમાં માર્યા ગયા તેમના કુટુંબી જનોને વધુ રાહતો આપવાની વાતો કરે છે. આતંકવાદીઓના કુટુંબી જનોને પેન્શન તો આપવા માંડ્યું જ છે! આ સેક્યુલરોને આપણે શું કહીશું?

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ નરેન્દ્ર મોદી, સરમુખત્યાર, ગોબેલ્સ, હિટલર, દંગા, હુલ્લડ, ૨૦૦૨, હિન્દુ, મુસ્લિમ, નહેરુ, ઈન્દીરા, કટોકટી, સેન્સરશીપ, નેતા, ચૂંટણી, પસંદગી, સંવિધાનિક, જયપ્રકાશ નારાયણ, હમ્ટી ડમ્ટી, ટ્રેકરેકોર્ડ, બિનલોકશાહીયુક્ત, આપખુદ, બાબાગાડી, મુખ્યમંત્રી, હતઃપ્રભ, રેઢી સરહદ, ઘુસણખોરી, અનિર્ણાયકતાની કેદી, સંત, ભિન્દરાનવાલે, સ્વર્ણમંદિર, સિમલાકરાર, કૌભાન્ડ, યુનીયન કાર્બાઈડ, એન્ડરસન, ભોપાલ ગેસ, કતલ, કાશ્મિર, પોસ્ટરો, ખૂનામરકી, સેક્યુલર

Read Full Post »

%d bloggers like this: