Feeds:
Posts
Comments

Posts Tagged ‘ડી.બી. ભાઈ, જાહેરાત, જનતાના પૈસાનો વ્યય, અનામતીયા, પાટીદાર આંદોલન, કેજ્રીભાઈ, ’

નવનામાંકરણોનો વિરોધ કરનારાઓને જેલમાં નાખો – ૨

જ્યારે આપણે સરકાર પાસે કોઈ માગણી મૂકીએ અને તેને માટે જાહેરમાં લડત ચલાવીએ ત્યારે તેનો હેતુ ચર્ચા અને જનમત જાગૃત કરવાનો હોય છે. તેથી આવી માગણી કદી સંકુચિત હોઈ જ ન શકે. એટલે માગણીની યોગ્યતા માટે ચર્ચા માટે ખૂલ્લા રહેવું જોઇએ. ચર્ચાના મુદ્દાઓ સ્પષ્ટ અને તર્ક સંગત હોવા જોઇએ. તર્કહીન ચર્ચા એ વાણી વિલાસ જ નહીં પણ વાણી ઉપરનો બળાત્કાર કહેવાય.

THE TRUTH IS WHAT WE FEEL

હવે જુઓ આપણા ડી.બી.ભાઈ, અનામતીયા પાટીદારોના આંદોલનને કેવી રીતે કવરેજ આપે છે.

શિર્ષ રેખા શું છે?

મીડીયા-ફરજંદ જામીન ઉપર છૂટ્યા એટલે મીડીયાવાળાને મન સમાચારોનો તડાકો પડ્યો.

ડી.બી.ભાઈએ દોટ મૂકી અને મુલાકાત લેવા પહોંચી ગયા. પાટીદારના મીડીયા ફુલાવિત અને ઉડાડિત નેતાને થયેલું બ્રહ્મજ્ઞાન ડી.બી.ભાઈએ નીચે પ્રમાણે પ્રસારિત કર્યું.

“મારી એક જ બેન છે. તમે જે કહો છો તે તો ફોઈબા છે. તેઓ હુકમ કરે છે. સમજુતી નહીં.”

“હાર્દિકનું મોદી પર નિશાન ‘૫૬ની છાતી નહીં અધિકાર જોઇએ’

આ મીડીયા ફરજંદ પોતાને વડાપ્રધાનને ગોદો મારવા યોગ્ય માને છે. ઓ ભાઈ!! તમે જરુર વડાપ્રધાનને ગોદા મારી શકો છો, પણ કંઈક તો અર્થપૂર્ણ વાતો કરો.

આગળ ચાલતાં ડી.બી. ભાઈ કંઈક આવી શિર્ષ રેખા આપે છે.

“શિર્ષ રેખાને અનુરુપ, બેનની ખોડલમાની બાધાની અંગતવાત … ”

“અમે પાટીદાર અનામત આંદોલન ચલાવ્યું છે…”

“બીજી જેલની અસંબદ્ધ વાત…”

“ આ મારું આંદોલન નથી. આ તો એસસી, એસટી અને ઓબીસીમાં જેઓ કાયમ લાભથી વંચિત છે તેઓ પણ આંદોલનને સમર્થન આપતા થયા છે …. હવે પ્રજા જાગૃત થઈ છે. પોતાના હક્ક માટે સરકારના કાન મરડી શકે છે.  ….” વાણી વિલાસ અને અધ્ધર અધ્ધર વાતો.

“દિલ્લીમેં મોર નાચા ગુજરાતકો દિખાયા” ડી.બી.ભાઈ કહે છે કે અમે પેઈડ ન્યુઝ છાપતા નથી. કવર પેજના બીજા પાના ઉપર દિલ્લીના મોરના કહેવાતા નૃત્યની જાહેરાત છે. આમ તો આવી જાહેરાતને  કેજ્રીભાઈનો જનતાના પૈસાનો વ્યય કહેવાય. દિલ્લીગામમાં કંઈ કામ કર્યું હોય તો તેની ગુજરાતના છાપામાં જાહેરાતનો અર્થ શો? ગુજરાતમાં કંઈ અત્યારે ચૂંટણી નથી કે તમારે તમારા કહેવાતા કાર્યોના પ્રચારની ગુજરાતમાં જાહેરાત કરવી પડે.

 આગળ ઉપર ડી.બી. ભાઇ છાપે છે.

હૈયે છે તો હોઠે આવે. “ગુજરાતનો “શ્રીમાન ઢેઢ” (પાટીદારનેતાનું નામ જે મીડીયા ફરજંદ છે) કહેશે તો યુપીમાં પક્ષ રચીશું. યુપીમાં ૯ ટકા મત સાથે પાટીદારોનું વર્ચસ્વ છે.”

એટલે કે જો તમારું મતોમાં વર્ચસ્વ હોય તો હે અનામતીયા પાટીદારભાઈઓ તમે દિલ્લી અને બિહારની એક લઘુમતિ કોમની જેમ ઘેટાંની જેમ મતદાન કરજો.

મીડીયા ફરજંદ વિષેની તેના અઘ્યા-પાદ્યાની ખબરો.

અનામતીયા પાટીદારના મીડીયા ફરજંદ નેતા છૂટ્યા એટલે અનામતીયા પાટીદારભાઈઓએ  શું શું કર્યું તેનું વિસ્તારથી વર્ણન આપણા ડી.બી.ભાઈ કરે છે.

જેલની બહાર શંખનાદ થયા. (શંખાન્‍ દધ્મૌ પુનઃ પુનઃ)

કોઈ ખાસ નેતા સૂરતથી મળવા આવ્યા અને મતભેદ દૂર થયા ( હે બીજેપી, હવે સાવધાન… !! અબ યહ ઠાકુર તો ગયો.)

પાટીદારોને ઘરે લાપસી શીરો, ખીર, લાડવા રંધાયા… (અત્યાર સુધી કારેલા ખાતા હતા …. )

ઠેર ઠેર સ્વાગત થયું…  જય સરદાર જય પાટીદાર ના નારા લગાવયા …

ટ્રાફિક વિષે વિસ્તારથી વર્ણન થયું, … બધા નેતાઓ (અનામતીયા પાટીદાર નેતાઓ) હાજર રહ્યા…

“નવ મહિના માના પેટમાં અને નવ મહિના જેલમાં રહી ઘણું શિખ્યો છું” મીડીયા ફરજંદનું નિવેદન,

યુવાનોમાં આ મીડીયા ફરજંદની ઝલક મેળવવા પડાપડી થઈ….

આ છેલ્લા વાક્યથી ભારતના યુવાનોનું શિર શરમથી ઝુકી જવું જોઇએ.

શું ભારતનું યુવાધન અને તે પણ ગુજરાતનું યુવાધન આવું વામણું અને નિમ્ન માનસિકતા વાળું થઈ ગયું છે કે જે જ્ઞાતિવાદમાં સબડતા રહેવામાં આત્મગૌરવ સમજે છે? શું આજ ગુજરાતે દયાનંદ સરસ્વતી, અખો, વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી પેદા કરેલ? 

જે યુવાનો પાસે સામાજીક ક્રાંતિમાટે આશા રાખી શકાય તે અનામતીયા પાટીદાર યુવાનો, પાટીદાર સમાજના હિતની વાતો કરે છે.

તેના કરતાં ઠાકોર સમાજ સારો કે જે સમાજની બુરાઈઓ માટે પ્રયત્નશીલ છે એમ કહે છે. જો કે તે પણ પોતાની અનામત છોડવા તૈયાર નથી.

જો કે મારી આ અંગત વાત કહેવા બદલ હું ક્ષમા યાચું છું.

જ્યારે અમારા જેવા, ઓગણીસો પચાસ અને ઓગણીસો સાઠના દાયકામાં નવ યુવાન હતા ત્યારે …   જાતિવાદની વિરુદ્ધ વાતો કરતા, સામાજિક ક્રાંતિની વાતો કરતા, માતૃભાષાના ઉદ્ધારની વાતો કરતા. ઇતિહાસ વિષે સ્વતંત્રરીતે વિચારતા, દેશના ભવ્ય ભૂતકાળની વાતો કરતા, લગ્નમાં થતા ખર્ચાઓ વિરુદ્ધ વાતો કરતા, ખોટા રીતરિવાજોની વિરુદ્ધ વાતો કરતા….

મારા પિતાશ્રી સરકારી બેંકમાં તે સમયે એકમાત્ર ડેપ્યુટી જનરલ મેનેજર હતા.  લખપતિ તો ન જ હતા. પણ તેમના ૧૯૬૫ના રુપીયા ૧૦૦૦ના પગારના હિસાબે પાંચ દશ હજારનો ખર્ચ કરવા સક્ષમ હતા. મહુવામાં (ભાવનગર પાસે) મારી નોકરી (રુપીયા ૨૨૨/-) નવી નવી હતી. મારી પત્ની (તે સમયે વાગ્દત્તા) અમદાવદમાં નોકરી કરતી હતી (પગાર રુપીયા ૬૦/- હતો), તેણે પોતાના પૈસામાંથી તેના લગ્નના કપડાં વસાવેલ. મેં મારા ત્રણમાસના પગારમાંથી થોડી ઘરવખરી વસાવેલ. રીંગ સેરીમની કે વેવિશાળ, મહેંદી રસમ, ગીતો, ગરબા કે એવું કશું રાખેલ નહીં. (મારા ખ્યાલ પ્રમાણે તે સમયે બ્યુટી પાર્લરમાં જવાનું ચલણ ન હતું).

મેં મારું લગ્ન લગભગ રુપીયા ચારસોમાં ૧૯૬૫માં કરેલ.

રૂપીયા ૪૦ કંકોત્રી માટે થયેલ. કંકોત્રી ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં છપાવેલ.

૮૦ રુપીયા આર્યસમાજને તેના હોલમાં વૈદિક વિધિ માટે આપેલ.

૪૦થી ૫૦ રુપીયા ખર્ચ રીસેપ્શનના અમારા ઘરના કંપાઉન્ડમાં જ સાદો મંડપ બંધાવવામાં થયેલ.

આશરે ૨૦૦ રુપીયા રીસેપ્શનમાં જેઓ આવેલ તેમને ભાવનગર ડેરીનું સ્વીટ અને ફ્લેવર્ડ મીલ્ક સર્વ કરવામાં થયેલ.

મેં કોઈ નવા કપડાં કરાવેલ નહીં.

અમે કોઈ જમણવાર રાખેલ નહીં. જાન કાઢેલ નહીં. વરઘોડો કાઢેલ નહી. 

મારા પિતાશ્રીએ મારી ઈચ્છા પૂર્વક લગ્ન ક્રિયા માટે કોઈ વાંધો લીધો ન હતો. અમને વૈચારિક રીતે બધી જ છૂટ હતી.

તે વખતે પણ હિરાભાઈઓ ફિલમમાં ઢીંચૂક ઢીંચૂક કરતા વરઘોડા કાઢતા હતા. યુવાનો શાનદાર ખર્ચાવાળા લગ્ન કરતા હતા. પણ મારા જેવાને તેમની દયા આવતી.

હું જ્યારે ચોથા ધોરણમાં હતો ત્યારે મને ખબર પડી હતી કે અભિનેતાઓ જે સંવાદ બોલે છે તે તેમણે લખેલા હોતા નથી. તેમજ તેઓ જે ગીત ગાય છે તે માટે તે શીઘ્ર કવિ હોતા નથી એટલું નહીં તેઓ એ ગીત ગાતા પણ નથી હોતા. એટલે અભિનેતાઓ પ્રત્યેનું મારું માન ઉતરી ગયેલું. ભગવાન દાસ મને તલવાર બાજીને લીધે ગમતા (૧૯૫૨).

તે સમયે સદભાગ્યે રાજકીય નેતાઓ નીતિમાન હતા. કર્મશીલો પણ નીતિમાન હતા. દુરાચાર ફક્ત ફિલ્મી હિરાભાઈઓ સુધી અને રડ્યાખડ્યા ગુંડાઓ સુધી મર્યાદિત હતો.

મીડીયાને શેમાં રસ છે?

હાલના પ્રીંટ મીડીયાને “અનામત”ના આંદોલનને બીજેપી વિરુદ્ધની લડાઈ તરીકે ખપાવવામાં રસ છે. “અનામત”નું આંદોલન ભારતીય સમાજનું વિભાજન કરે છે અને દેશને નબળો કરે છે તે વાતમાં મીડીયાને રસ નથી.

મીડીયાને નરેન્દ્ર મોદી અને બીજેપી નબળો પડે તેમાં જ વધુ રસ હોય તેવું લાગે છે. નરેન્દ્ર મોદીને હાલનો મીડીયા-ફરજંદ પણ ગોદો મારે તો તેને મોટા સમાચાર તરીકે પ્રસિદ્ધિ આપવામાં મીડીયા માને  છે. કારણ કે જાતિવાદને ચગાવી, રાષ્ટ્રવાદી પરિબળોને નબળા પાડવા એ તેની કાર્યસૂચિનો હિસ્સો છે. તેથી જ તે “અનામત”ના મુદ્દાઓની તાર્કિક ચર્ચા કરવામાં માનતું નથી.

અમારો સમાજ … અમારો સમાજ એમ કહેવાવાળાને તમે શું કહેશો?

કોઈને પોતાના પૂર્વજોની બૌધ્ધિક સંપત્તિ વિષે ગર્વ હોય તે કદાચ સમજી શકાય. પણ તેમનામાં રહેલું જ્ઞાન તેમના વંશજોમાં આપોઆપ ઉતરી આવતું નથી, અને કુશળતા કેળવવી પડે છે. આ કેળવણી અભ્યાસથી આવે છે તેમ ગીતા કહે છે. સરદાર પટેલનું નામ લેવું આ અનામતીયા પાટીદારોને શોભતું નથી. ક્યાં સરદાર પટેલે સ્થાપેલી દેશની એકતા અને ક્યાં આ અનામતીયા પાટીદારોની વિભાજનવાદી જાતિવાદ-કેન્દ્રી પ્રવૃત્તિઓ?

જાતિવાદી અનામતીયાઓને તમે “ઢેઢ” કે “ઢેડા” એમ નામકરણ કરશો તો પ્રદેશવાદી નીતીશ, લાલુ, શિવસેના, મમતા, એમએનએસ, માયાવતી, મુલ્લાયમ,  જેવાઓનું કેવું નવનામાંકરણ કરશો?

તેમની અટક “કુતરો” રાખો. હિન્દીભાષી વિસ્તારોમાં “કુત્તા”

શેરીકા કુત્તા, જબ કોઈ ભી “બાહરી” વ્યક્તિ આતા હૈ તો ભૌંકતા હૈ ઔર અપના વિરોધ પ્રકટ કરતા હૈ. નીતીશ ઔર લાલુ કી ગેંગ ભી નરેન્દ્ર મોદી ઔર અમિત શાહ કે ઉપર ભૌંકને લગી થી. ઔર મીડીયાને તાલીયાં બજાઈ થીં.

આમ તો આ વાત કુતરાઓનું આ અપમાન ગણાશે. એટલે બીજું યથા યોગ્ય નામ કોઈએ સૂચવવું જોઇએ. પણ જ્યાં સુધી પરપ્રાંતીઓનો વિરોધ કરનારા પ્રદેશવાદીઓનું વધુ યોગ્ય નામ ન સુઝે ત્યાં સુધી આ નામ વડે નવનામાંકરણ કરો.

હાલના પ્રચલિત ધર્મોનું નવ નામાંકરણ શું કરશો?

ભારતીય પરંપરા પ્રમાણે દરેક વ્યક્તિનો ધર્મ ભીન્ન ભીન્ન હોય છે. ભારતીય પરંપરા પ્રમાણે વ્યક્તિએ સમાજની સેવા માટે અને પોતાની રોજીમાટે અપનાવેલું કામ, તે સુચારુ રુપે કરે તે તેનો ધર્મ છે. કામ પ્રમાણે તેની જાતિ થતી. દરેક જાતિમાં શાણી વ્યક્તિઓનું એક મહાજન પંચ રહેતું હતું, તે કામની બાબતમાં સૌને ન્યાય મળે અને કોઈને અન્યાય ન થાય તેની ચોકસાઈ રાખતું. આ એક વ્યવસ્થા હતી. ધર્મ એટલે કર્તવ્ય હતું.

you can worship in any image

કોની પૂજા કરવી, પૂજા કરવી કે ન કરવી, કેવી રીતે પૂજા કરવી તે વ્યક્તિગત વિષયો છે. ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને વિશ્વરુપ છે. ઈશ્વરને પૂજવા કે ન પૂજવાથી ઈશ્વરને કોઈ ફેર પડતો નથી. કર્મનું ફળ આમ તો મનોવૃત્તિમાં થતો બદલાવ છે. કર્મના ફળ સૌને સામુહિક રીતે અને વ્યક્તિગત રીતે પ્રવર્તમાન પરિબળોને આધારે મળે છે. નિરાકાર ઈશ્વરને સાકાર રુપે કે રુપકો દ્વારા, કે પ્રતિકો દ્વારા પૂજવાથી તલવારો ઉછળતી ન હતી. સાચા અર્થમાં સહિષ્ણુતા હતી.

જીવન આનંદ રુપ બને તે માટે પૂજા પ્રણાલીઓ, ભોજન પ્રણાલીઓ, તહેવારો ઉજવવાની પ્રણાલીઓ સ્થપાઈ હતી કે જેથી લયતા અનુભવી શકાય અને સામુહિક આનંદ લઈ શકાય.

વૈશ્વિક સત્ય શું છે તે માટે અનેક વાદ હતા. ચર્ચા આવકાર્ય ગણાતી. વેદોમાં વૈશ્વિક સત્ય નિહિત છે. પણ જે પ્રત્યક્ષ છે તે શ્રેષ્ઠ પ્રમાણ છે.

all priests

આ બધાનો સમન્વય એટલે “સનાતન ધર્મ” એમ હતું.

આક્રમણખોરો આ સનાતન સત્યને સમજવા સક્ષમ ન હતા.

આક્રમણખોરોને મન, ધર્મ એટલે એક સંદેશવાહક કે દેવદૂત કે ઈશ્વરનો નજીકનો સગો હતો, તે જે કહે  તે અંતિમ હતું. તેનાથી કંઈ પણ જુદું સમજવું કે આચારવું એ ઈશ્વરનું અપમાન હતું અને આચરનાર વ્યક્તિ દંડને પાત્ર બનતી.  ઈશ્વરના સંદેશનું એક પુસ્તક રહેતું. તે પુસ્તક ધર્મ-પુસ્તક ગણાતું. આ ઈશ્વર સર્વજ્ઞ રહેતો અને સૌની નજીકમાં નજીક રહેતો. તેણે એક શેતાન ઉભો કરેલો. તે લોકોને બહેકાવતો. જેઓ ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખતા, ઈશ્વર તેમનું રક્ષણ કરતો. અંતીમ દિવસે આ ઈશ્વર સૌનો ન્યાય કરતો. સ્વર્ગ અને નર્ક આપતો. આ સૌ ધર્મોના ધર્મ પુસ્તકમાં એવું લખેલ છે કે અન્ય ધર્મને માનવાવાળા નર્કમાં જશે. અને પોતાના ધર્મને માનવાવાળા જ સ્વર્ગમાં જશે. એટલે માનવજાતનો ઉદ્ધાર પોતાના ધર્મનો પ્રચાર કરવો આવશ્ય છે. તે માટે કોઈ પણ રસ્તો અપનાવવો ક્ષમ્ય છે.

ધર્મોમાં ભેદ અને ભીન્નતા છે

ધર્મની આ ભિન્નતા, વ્યાખ્યાથી માંડીને આચરણ સુધીની છે.

Untitled

જેઓ સહિષ્ણુ છે તેમને કોઈ જુઠાણા ફેલાવી કે વિવાદો ફેલાવી અસહિષ્ણુ કહેવામાં આવે,  તો તેઓ પ્રતિભાવ આપે તે મનુષ્યમન માટે સ્વાભાવિક છે. જો અસહિષ્ણુ ધર્મવાળા સહિષ્ણુ બને અને ધર્મને નામે વધુ અધિકારો ન માગે કે ધર્મને નામે પરધર્મીઓને અન્યાય ન કરે એટલે કે તેમના માનવ અધિકારોનું હનન ન કરે તો સનાતન ધર્મીઓને તેમને વિષે કોઈ ફરીયાદ નથી. પણ જો તેઓ ધર્મને નામે ભેદ પાડે અને પરધર્મીઓને અને દેશને નુકશાન કરે તો તેમના ધર્મનું નવનામાંકરણ કરવું પડશે.

આ નવનામાંકરણ વ્યક્તિગત ધોરણે લાગુ પડશે.

આતંકવાદી અને અસહિષ્ણુઃ

જેઓ માનવ અધિકારોનું હનન કરતા હશે અથવા માનવ અધિકારોનું હનન કરનારાઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપતા હશે તેમને તેમના ધર્મની સાથે “આતંકવાદી” પ્રત્યય લાગશે. જેમકે અફઝલ પ્રેમી ગેંગ કે જેમણે કન્હૈયા, વેમુલા, ઉમર ખાલિદ જેવાઓની માનસિકતાનો બચાવ કરેલ, તેમને તેમની અટકની સાથે સાથે આ પ્રત્યય પણ લગાડવામાં આવશે. આ પ્રત્યય તેમને થયેલી સજા સુધી ચાલુ રહેશે. જે ધર્મ ગુરુઓ કે વ્યક્તિઓ ધર્મ પરિવર્તન માટે બળજબરી કરશે તેમને પણ આ પ્રત્યય લાગુ પડશે.

જે ધર્મ ગુરુઓ કે વ્યક્તિઓ ધર્મ પરિવર્તન માટે લાલચ આપશે તેમની અટકની પાછળ “અસહિષ્ણુ” પ્રત્યય લાગુ પડશે. તેમની સજા પુરીથાય ત્યાં સુધી આ પ્રત્યય લાગુ રહેશે.

જે પ્રણાલીઓ અટકના નવનામાંકરણમાં લાગુ પાડી હતી, તે સઘળી તેના આ પ્રત્યયોમાં પણ લાગુ પડશે.

આ નવ નમાંકરણ નો વિરોધ કરનારાઓને પણ અનિયતકાલ સુધી કારાવાસમાં રાખવામાં આવશે. કારણ કે દેશને વિભાજિત કરવાની ચેષ્ટા કરવાવાળાઓ તો જેલમાં જ શોભે અને તો જ દેશ સલામત રહે.

“ઈન્ડીયા ઇઝ ફર્સ્ટ” “સર્વપ્રથમ ભારત”

શિરીષ મોહનલાલ દવે

તા.ક. એક પાટીદાર બહેને પાટીદારોની અનામતની માગણીના કારણમાં જણાવ્યું કે “તમારી બધી વાત ખરી કે પાટીદારો જમીન વેચી વેચીને કરોડપતિ થઈ ગયા. પણ તેમને નોકરી મળતી નથી તેનું શું? અમે તો નોકરીમાં આરક્ષણ માગીએ છીએ.”

ટેગ્ઝઃ ડી.બી. ભાઈ, જાહેરાત, જનતાના પૈસાનો વ્યય, અનામતીયા, પાટીદાર આંદોલન, કેજ્રીભાઈ, શ્રીમાન ઢેઢ, મીડીયા ફરજંદ, લઘુમતિ કોમ, ઘેટા, અઘ્યા-પાદ્યાની ખબર, શંખનાદ, આતંકવાદી અને અસહિષ્ણુ

Read Full Post »

%d bloggers like this: