Posts Tagged ‘નહેરુવીયન ફરજંદ’
ફુગ્ગાઓ કોના સંતાન છે અને તેમને કોણ કેમ ઉડાડે છે?
Posted in માનવીય સમસ્યાઓ, tagged અનામત, આંદોલન, આરક્ષણ, ડૉ. આંબેડકર, નહેરુ, નહેરુવીયન ફરજંદ, પછાત વર્ગ, પટેલ, પતંગ, પાટીદાર, બલૂન, મહાત્મા ગાંધી, માગ, મૂર્ધન્યો, વંશવાદ, સમાચાર માધ્યમ, સ્વ on September 5, 2015| 4 Comments »
ફુગ્ગાઓ કોના સંતાન છે અને તેમને કોણ કેમ ઉડાડે છે?
ફુગ્ગાઓ એટલે ફુક્કાઓ (કાઠીયાવાડીમાં). તે ફેક્ટરીઓમાં બને. મોટા લોકો તેમાં હવા ભરે અને બાબલાઓ તેને આકાશમાં ઉડાડે.
ફુક્કા અને પતંગ
આમ તો પતંગ પણ આકાશમાં ઉડે.
પણ પતંગ તો ગૃહ ઉદ્યોગમાં આવે. પતંગ બનાવવામાં શ્રમ કરવો પડે. પતંગ ઉડાડવાનું અનુભવે આવડે. બધાને પતંગ ઉડાડતા ન આવડે. પતંગ આકારના ફુક્કા બનાવી શકાય. અને ફુક્કા આકારના પતંગ બનાવી શકાય. પણ ફુક્કાને કોઈ પતંગ ન કહે અને પતંગને કોઈ ફુક્કો ન કહે.
પતંગ અને ફુક્કા બંનેને દોરી બાંધી ઉડાડી શકાય, પતંગને હવાથી વધુમાં વધુ ૮૯.૯ અંશ આઘોપાછો કરી શકાય. પણ ફુક્કો તો હવાની દીશામાં જ ઉડે. કારણ કે પતંગ એ પતંગ છે અને ફુક્કો એ ફુક્કો છે.
પતંગ ક્યાં સુધી ઉડ્યા કરે?
પતંગનું ઉડ્ડાયન, પતંગની ઉડાણની સમય સીમા, તેની પોતાની મજબુતાઈ અને દોરીની મજબુતાઈ અને કન્ના બાંધવાની તેમજ ઉડાડનારાની કુશળતા ઉપર આધાર રાખે છે. જો કાપનારો ન હોય તો તે જ્યાં સુધી તેનું કુદરતી મૃત્યુ ન થાય ત્યાં સુધી ઉડ્યા કરશે. દોરી પકડનારા બદલાશે પણ પતંગ ઉડશે.
પણ ફુક્કાનું તેમ નથી. તેતો પવન ને સમર્પિત છે અને જ્યાં સુધી તેની અંદરની હવા ઉડાડવાને સક્ષમ પ્રમાણમાં હોય, હવાનું લીકેજ ન હોય ત્યાં સુધી ઉડશે. પણ હજુ સુધી હવા લીક ન થાય તેવા ફુક્કા શોધાયા નથી.
આમ તો વિમાન પણ આકાશમાં ઉડાડવામાં આવતા હોય છે. પણ તે બનાવવા માટે સમુહગત નિષ્ણાતો અને સમુહગત વ્યવસ્થા જોઇએ. પણ આપણે તેની વાત નહીં કરીએ. આપણે ફક્ત ફુક્કાઓની જ વાત કરીશું.
ફુક્કાઓની કોઈ સમસ્યા નથી. તેના આકારો બદલી શકાય છે. પણ સમાચાર માધ્યમો દરેક સમસ્યાને ફુક્કો માને છે અને જ્યાં સુધી ફુક્કામાં હવા હોય અને પવન પણ હોય ત્યાં સુધી તેને ઉડાડ્યા કરે છે. ફુકામાંથી હવા નિકળી જાય એટલે તેને ઉડાડવો બંધ કરી બીજો ફુક્કો ઉડાડે. તમે જો તેમને પૂછો તો કે પેલો ફુક્કો કેમ મુકી દીધો. તો તેઓ કહેશે કે હવે તેમાં હવા નથી. સમાચાર માધ્યમો હમેશા ફુક્કાઓની શોધમાં હોય છે. સમાચાર માધ્યમો કોઈપણ બનાવને મનગમતા આકારનો ફુક્કો બનાવી શકે છે. પોતાના ફુક્કાને “અમારો તો આ પતંગ છે” એમ પણ એમના ફુક્કા ઉપર પ્રદર્શિત કરી શકે છે. આટલું જ નહીં તેઓ તેમણે માનેલા દુશ્મનના ઉડતા પતંગને પણ “એ તો ફુક્કો છે” એવા લખાણ વાળો ફુક્કો ઉડાડી શકે છે. પતંગની જ ક્યાં વાત કરો છો, તેઓ તો ઉડતા વિમાનને પણ ફુક્કો કહી શકે છે અથવા તો એમ પણ કહી શકે છે કે “ક્યાં છે વિમાન? ક્યાં છે વિમાન? વિમાન બિમાન જેવું કશું નથી
પણ આ બધું શું છે? આ તો બધા ફુક્કા છે.
ફુક્કાને અંગ્રેજીમાં બલુન કહે છે. શિખ લોકોને ભારતીયો સરદારજી કહે છે તેમ કોલેજમાં અમે અ–પટેલો, પટેલોને બલૂન કહેતા. શિખ લોકોએ “સરદારજી” શબ્દ સંપૂર્ણ પણે સ્વિકારી લીધો છે. એટલું જ નહીં “બાર વાગ્યાની” રમૂજોને પણ હાસ્યવૃત્તિના કારણે સ્વિકારી લીધી છે અને તેઓ પોતે પણ પોતાની રમૂજો કરે છે.
અમારા આ પટેલ બલૂનોએ પોતે બલૂન છે એટલું તો સ્વિકારેલ પણ તેમને એ બહુ પસંદ પડતું નહીં. હૉવઅ.
અમારે ડેરોલ(પંચમહાલ)ની પ્રાથમિક શાળામાં અને અમારે અમદાવાદની એમ.જી.ની કોલેજમાં અને હોસ્ટેલમાં બધે બલૂન બલૂન જ હતા. એટલે બલૂન અને અ–બલૂન વચ્ચે વિખવાદ ન હતો.
પણ એમ જી ની હૉસ્ટેલમાં ઉત્તર ગુજરાતના બલૂન અને ખેડા જીલ્લાના બલૂન એમ બે પ્રકારના બલૂન હતા. અમને કાઠીયાવાડીઓને “બાપુ” કહેવાય. બલૂન “ઉડે” એમ કહેવાય. પતંગ “ચગે” એમ કહેવાય છે. બાપુને ચગાવી શકાય ખરા. બાપુ ખુશ થાય.
બલૂનોમાં જુથ હતા. અમે કાઠીયાવાડીઓ જે દિશામાં જઈએ તેનું પલ્લું ભારે થતું. આ વાતની મારા જેવાને ખબર નહીં. પણ હોસ્ટેલમાં ચૂંટણી થઈ તેમાં ખેડા જીલ્લાના બલૂનની હાર થઈ. અને ઉત્તર ગુજરાતના બલૂનની જીત થઈ. કદાચ મારા મતને કારણે જ. મારે તો બંને જુથોના બલૂનો સાથે મૈત્રી હતી. મારા પડોશી બાપુ (કાઠીયાવાડી છોકરો) હતો. એ ખેડા જિલ્લાના ઉમેદવારનો ખાસ મિત્ર હતો. એટલે ખેડા જીલ્લાના બલુનને એમ કે મારો મત તો તેને જ પડશે. પણ મેં તો જે યોગ્ય લાગ્યો તેને મત આપ્યો. જો કે કોઈ મારામારી ન થઈ. જોકે મારો એવો કોઈ પ્રભાવ ન હતો કે મારાથી કોઈ ડરે. “બાપુને વતાવવા નહીં” એવું કદાચ ખેડા જીલ્લાના બલૂન ઉમેદવારે માન્યું હોય. અમારે અમદાવાદ ટેલીફોન્સમાં પણ ઘણા બલૂન. અને રાણીપમાં એક “બલોલનગર નામની સોસાઈટી પણ છે. એને અમે બલૂનનગર કહીએ છીએ. આમ તો અમદાવાદ આખું બલૂનોથી ખદબદે છે.
પણ હે બલૂનભાઈઓ તમે બલૂન જ છો તે સિદ્ધ કરવાનો પ્રયત્ન તમે કેમ ચાલુ કર્યો છે?
કૃષ્ણ ભગવાને કહેલ કે ચાર વર્ણોની રચના, (પ્રકૃતિરુપી મેં) શ્રમવિભાજન અને તેને કારણે થતી વૃત્તિઓના આધારે કરી છે. વૃત્તિઓ આનુવંશિક હોય શકે છે. પણ બાહ્યપરિબળો અને કર્મ જ મુખ્ય ભાગ ભજવે છે એટલે કૃષ્ણભગવાને “અનુવંશ” ને અવગણ્યો. જો કૃષ્ણભગવાન વંશવાદમાં માનતા હોત તો તેઓ જરુર વંશવાદને અનુરુપ કહેત. જેઓ પોતાને હિન્દુ (સનાતન ધર્મી) માને છે તેઓએ આ બાબતમાં શંકા ન કરવી.
અનામતની વાત
અનામતની આ કે તે સ્વરુપની વાત, સ્વાતંત્ર્યની ચળવળ જેટલી જુની છે. ડૉ. આંબેડકરે અનામતની વાત કરેલી. અનામતનો તેમણે આગ્રહ પણ રાખેલો. તેમની વાતમાં થોડો તો થોડો, પણ દમ હતો. પણ ગાંધીજી કોઈપણ જાતની કે પ્રકારની અનામતના સજ્જડ વિરોધી હતા. એટલે ગાંધીજી તેના વિરોધમાં આમરણાંત ઉપવાસ પર ઉતરેલા. અંતે આંબેડકરે “એક મહાન નેતાના જીવને બચાવવા હું મારી પછાત જાતિના હિતનું બલિદાન આપું છું”. પણ આંબેડકરે કબુલ રાખેલ કે પછાત લોકોની પ્રત્યે ગાંધીજીને અપાર સહાનુભૂતિ છે. આંબેડકરને કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ ન હતો.
અનામત એટલે ફક્ત વરવું રાજકારણ
ગાંધીજી અને સરદાર પટેલ ગયા પછી નહેરુએ અનામતની પ્રથા બીજે સ્વરુપે દાખલ કરી. તે ક્ષમ્ય પણ હતી. પણ નહેરુએ અને ખાસ કરીને તેના ઔરસ સંતાન ઇન્દિરાએ તેને “મતબેંક”ના સ્વરુપમાં ફેરવી નાખી તેથી આખા રાજકારણની દિશા અને સંસ્કાર બદલાઈ ગયા.
નહેરુએ પરોક્ષ રીતે ધર્મ અને ભાષાવાદને પુરસ્કૃત કરતી રાજનીતિ અપનાવી. ચૂંટણી પ્રચારમાં “જનસંઘને ભાંડવો” અને બીજી તરફ “મરાઠી લોકોને મુંબઈ મળશે તો હું ખુશ થઈશ” એમ કહેવું એ નહેરુની રાજનીતિની દિશા અને નહેરુના સંસ્કાર બતાવે છે. નહેરુએ કદાચ વાણી ઉપર કાબુ રાખ્યો હશે કારણકે સ્વાતંત્ર્યની લડતમાં તેમણે કરેલું યોગદાન તેમની આ પાર્શ્વભૂમિકાને “લુલીને છૂટી મુકી દેવામાંથી” રોકતું હશે.
તેમની પુત્રીને એવી કશી પાર્શ્વભૂમિકા ન હોવાને કારણે, તે બેફામ બોલી શકતી હતી. ૧૯૬૯માં મોરારજી દેસાઈના હિતેન્દ્ર દેસાઈના રાજ્યમાં કોમી હુલ્લડ થયું. અને તેમનો પક્ષ નબળો કર્યો. તે પછી ગરીબી હટાવોના નારા આપ્યા પછી સવર્ણ-અસવર્ણ વચ્ચે ભેદ કર્યા. આ વાતાવરણ તેણે નવનિર્માણના આંદોલન ના અંતિમ તબક્કામાં કર્યું. નવનિર્માણનું આંદોલન તો ખાધે પીધે સુખી લોકોનું આંદોલન છે અને આમાં શ્રમજીવીઓનો કોઈ હિસ્સો નથી. કંઈક અંશે આ વાત સાચી હતી. પણ આંદોલન કર્તાઓનો હેતુ કદીય શ્રમજીવીઓને અવગણવાનો ન હતો. નવનિર્માણનું આંદોલન વાસ્તવિક રીતે વિશાળ હિત માટે ભ્રષ્ટાચાર હટાવવા માટે હતું. જોકે ભ્રષ્ટાચાર હટાવવા માટેની સર્વમાન્ય બ્લ્યુપ્રીંટ ન હતી. તેમજ આ આંદોલન કોઈ એક જુથના જાતિના લાભ માટે પણ ન હતું. તેમાં પણ બલુનો હતા. પણ બલુનો કોઈ જાતિના લાભ માટે આંદોલનમાં ભાગ લેતા ન હતા.
કોઈ પણ આંદોલનમાં હેતુ મુખ્ય હોય છે. સ્વતંત્રતા માટેનું આંદોલન સર્વજન હિતાય હતું. નવનિર્માણનું આંદોલન પણ સર્વજન હિતાય હતું. તેમાં કોઈ સ્વજાતિવાદ કે સ્વધર્મવાદની દુર્ગંધ ન હતી.
કેવળ અને કેવળ વિભાજનવાદી આંદોલન
હાલમાં બલૂનો દ્વારા (પાટીદારો દ્વારા) ચાલતું આંદોલન પાટીદારોના લાભના ધ્યેય માટે ચાલી રહ્યું છે. આ વાતને કોઈએ નકારી નથી અને કોઈ નકારી શકે તેમ નથી.
સરદાર વલ્લભભાઈ પટેલ આર્ષદૃષ્ટા હતા. આ બાબતમાં બલુનભાઈઓને કે કોઈને પણ આ શક હોવો ન જોઇએ. આ વલ્લભભાઈ પટેલે તીબેટ પ્રત્યેની અને ચીન પ્રત્યેની નહેરુની વિદેશ નીતિ વિષે નહેરુને ચેતવણી આપેલ. નહેરુએ તે ચેતવણીને પોતાની સંકુચિત વૃત્તિને કારણે અવગણી. તેવું જ કશ્મિર વિષે થયું. આજે આપણી ૯૦ ટકા સમસ્યાનું મૂળ નહેરુ–ઈન્દિરાના કુત્સિત કર્મો છે. પણ જેઓને બલૂનોને ઉડાડવા છે અને પોતાને પણ ઉડવું છે તેમને આ વાતનો સાક્ષાતકાર નહીં થાય.
સરદાર પટેલને જોડાનો હાર
બલૂનવાદને ચલાવનારાઓએ સૌપ્રથમતો સરદાર વલ્લભભાઈ પટેલને જોડાનો હાર પહેરાવવો જોઇએ. કારણ કે આ વલ્લભભાઈ પટેલ પાટીદાર હોવા છતાં અને આર્ષદૃષ્ટા હોવા છતાં તેમના જાતભાઈઓ માટે અનામતની વાત કરી ન હતી. જેમ નહેરુવીયન કોંગ્રેસીઓએ મહાત્માગાંધીનું ખૂન કર્યું છે તેમ બલૂનવાદીઓએ પણ સરદાર પટેલનું ખૂન કર્યું છે. ગાંધીજીનું ધ્યેય હતું, અંતિમછેડાના આદમી થી (ઓન ટુ ધ લાસ્ટ થી) શરુઆત કરવી. જો આમ કરીએ તો અનામતનો પ્રશ્ન જ ન રહે.
પણ આવું તો કેમ થાય!! ખાદી અને ગૃહ ઉદ્યોગતો અપનાવાય જ કેમ !! દારુ તો છોડાય જ કેમ!! સાદગી તો અપનાવાય જ કેમ !! ગરીબોની ગરીબાઈ દૂર કરવા માટે આપણાથી આવા ભોગ, કામચાલાઉ પણ અપાય જ કેમ!! નહેરુવીયન કોંગ્રેસનું ધ્યેય રહ્યું છે “સ્વ”ના હિતથી થી શરુઆત કરવી. પ્રધાનોને મોટા પગારો આપો, સગવડો આપો … ૨૦ લાખ રુપીયા ખર્ચીને ચૂંટાઈને આવતા જનપ્રતિનિધિઓને પણ પગારો, ભત્થાઓ, સગવડો આપો અને નિવૃત્તિવેતન પણ આપો.
યોગ્યતા ઉપલબ્ધ કર્યા વગરના, શ્રમહીનતા થી મળતા કે અપાતા લાભો અને નિરર્થક લાભો આવા સૌ લાભો “અનામત –આરક્ષણ”ના લાભને સમકક્ષ જ છે. આ સ્વને મળતા લાભો મેળવનારાઓમાં રાષ્ટ્રપતિથી શરુ કરી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સુધીનો સમાવેશ થાય છે. આમાંના કોઈપણ પોતાને મળતા વિશેષ અધિકારો છોડવા તૈયાર નથી.
૧૯૭૩-૭૪ના અરસામાં ઇન્દિરા ગાંધીએ સવર્ણ-સવર્ણના ભેદ ઉભા કરેલ. પણ ૧૯૮૦ પછી ફરીથી સત્તા ઉપર આવતાંની સાથે વર્ગવિગ્રહ ચાલુ કરાવેલ.
તે વખતે આ જ પટેલ ભાઈઓનો “અનામતનો મૃત્યુ ઘંટ વગાડવામાં” હિસ્સો હતો. અનામતના લાભ નિરર્થક છે. તે વાત સાચી છે. પણ અછૂતોએ પોતે કદી તે માટે આંદોલનલો ચલાવ્યા હોય તે જાણમાં નથી. તેમના નેતાઓએ બંધારણીય માર્ગે તેમને અપાવ્યા છે. આ નિર્ણયો અયોગ્ય હોઈ શકે. તેનો વિરોધ થઈ શકે પણ તે માટે પછાતવર્ગોને એમ ન કહી શકાય કે તમે આ લાભ છોડી દો નહીં તો અમે તમારા ઉપર હુમલો કરીશું. હોદ્દેદારોને અપાતી વિશેષ સગવડ પણ અનામતને સમકક્ષ જ છે. એટલે જો આંદોલન કરવું જ હોય તો તેની પ્રાથમિકતાનું લક્ષ્ય રાષ્ટ્રપતિથી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓથી શરુ થવું જોઇએ.
૮૦ના દશકામાં અનામતનો ભરપુર વિરોધકરનારા આ પટેલભાઈઓ આજે પોતાની જાતિમાટે અનામત માગે છે. આ લોકોને બલૂન નહીં તો શું કહેવું?
હે પટેલ ભાઈઓ જો તમને તમારી માગણી સિદ્ધાંતયુક્ત લાગતી હોય તો તમે તમારા અદાઓને, ભાભાઓને, બાપાઓને કે જેમણે તમારાથી ઉંધું આંદોલન કરેલ તેમને જોડાના હાર પહેરાવો અને તેનું સરઘસ કાઢો. જો તમે આવું કરો તો તમે ખરા ભડના દિકરા, બાકી મોરીદાર (મોળીદાળ) નહીં કે પાટીદાર. “સર્વપ્રથમ ભારત” (ઈન્ડીયા ફર્ષ્ટ)વાળા તો તમે નહીં જ નહીં.
આ “સ્વ”ને ( આ “સ્વ” પોતે ખુદ હોય કે પોતાની જાતિ હોઈ શકે છે) કેન્દ્રમાં રાખી કરતા આંદોલનોને આવકાર્ય પણ ન ગણાય અને ક્ષમ્ય પણ ન ગણાય.
પીળાપત્રકારત્વવાળા સમાચાર માધ્યમો
પીળાપત્રકારત્વવાળા સમાચાર માધ્યમોને, આંદોલનને તેના ધ્યેયના વ્યાજબીપણાને આધારે મુલવવાને બદલે આંદોલન વકરે એમાં જ રસ છે.
પટેલ ભાઈઓ કોણ છે? પટેલભાઈઓ ક્યાં ક્યાં છે? પટેલભાઈઓ કઈ કઈ જગ્યાએ કેટલી સંખ્યામાં છે? પટેલભાઈઓનું જોર ક્યાં ક્યાં કેટલું છે? પટેલભાઈઓ કેવા છે? પટેલભાઈઓમાં કેટલી જાતિઓ છે? પટેલભાઈઓના સ્વભાવ કેવા છે? પટેલભાઈઓનો ઈતિહાસ શો છે? પટેલભાઈઓના પૂર્વજો કોણ હતા? પટેલભાઈઓના પૂર્વજોએ શું શું કરેલ? પટેલ ભાઈઓ શું શું કરી શકે છે? પટેલભાઈઓ સંપી જશે તો શું શું થશે?
ઘોડો જો … ઘોડો જો … ઘોડાની ડોક જો … ઘોડાની કેશવાળી જો … ઘોડે કેવો ચાલે છે … ઘોડો કેવો દોડે છે … ઘોડો કેવો હણહણે છે … ઘોડો જો … ઘોડો જો..
હવે પટેલભાઈઓ શું કરશે? શું તે અન્યાય સહન કરી લેશે.. ? પટેલભાઈઓના નેતા કોણ કોણ છે…. આ નેતાઓ કેવા છે …. આંદોલન કેવું વ્યાપક હતું …. આંદોલન કેવું સ્વયંભૂ હતું … સ્વયંભૂ આંદોલનો કેવા હોય છે … આવા આંદોલનો શું શું કરી શકે છે … આવા આંદોલનો સામે જેઓ પડ્યા અને જે સરકારો પડી તેના કેવા હાલ થયા …. આનંદીબેનનું શું થશે … શું આનંદીબેનને જવું પડશે … આર એસ એસ માં તડાં પડશે … શું બીજેપી આ આંદોલનના જુવાળમાં ડૂબી જશે… શું બીજેપીનું કાઉન્ટ ડાઉન ચાલું થઈ ગયું છે … નરેન્દ્ર મોદીનું નાક કપાયું … બીજેપી હતઃપ્રભઃ છે … બીજેપીના નેતાઓને મોઢે તાળાં છે… હવે પટેલભાઈઓ આગળ તેમની ખેર નથી. હવે પટેલભાઈઓ બીજેપીના નેતાઓને ઉઘાડા કરશે…. બીજેપીની પોલો ખૂલ્લી પડશે … વિકાસના ફુગ્ગાની વાત કેવી પોલંપોલ છે તેની જનતાને ખબર પડશે.
ફુગ્ગાઓ ઉડાડવાની ફાવટ
સમાચાર માધ્યમોને આવા ફુગ્ગાઓ ઉડાડવામાં ફાવટ છે. આ બધું તેઓ નહેરુવીયન ફરજંદ ઇન્દિરા ગાંધી (કે જેના સલાહકાર સીમાપારના કેજીબી સામ્યવાદીઓ હતા) પાસેથી શિખેલા કે અફવાઓ, વિસંવાદો અને અસત્યોને કેવી રીતે ફેલાવી શકાય. વિરોધીઓને મુક્કાઓ કેવી રીતે મારી શકાય છે.
અમરીતભાઈ પાસે કામ લઈને આવેલા મુલાકાતીને અમરીતભાઈએ કહ્યું “મેં તમને પૈસા આપ્યા. તમે મને મત આપ્યો. હું ચૂંટાયો. વાત પુરી. હિસાબ પુરો. મારી પાસે કામ માટે આવવું નહીં.” આજની ઘડી ને કાલનો દિ….
“અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે જ્યાં સુધી ચીને કબજે કરેલા ભારતીય ભૂખંડો અમે પાછા મેળવીશું નહીં ત્યાં સુધી જંપીને બેસીશું નહીં.” સંસદમધ્યે નહેરુ ઉવાચ.
આજની ઘડીને કાલનો દિ…
તેમિ માનવરાક્ષસા પરહિતં સ્વાર્થાય નિઘ્નન્તિ યે,
યે તુ ઘ્નન્તિ નિરર્થકં પરહિતં, તે કે ન જાનિમહે
આ શ્લોકનો અર્થ સમજતાં પહેલાં આપણે સમાચાર માધ્યમના સંચાલકો શું કહે છે તે સાંભળીએ.
સમાચાર માધ્યમના સંચાલકો એમ કહે છે કે અમે “પેઈડ” સમાચાર છાપતા નથી. જો તમે સાબિતી આપશો તો અમે તમને ઈનામ આપીશું.
પણ તમે જુઓ. “હાથ કંગન કો આરસી ક્યા”. સમાચારોના શિર્ષકો અને કથાઓ જ તમને કહી દે કે સમાચારોના માલિકોની માનસિકતા કેવી છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આવા શિર્ષકો અને કથાબંધોની સંરચના કરવા માટે પૈસા લીધા છે કે નહીં?
જો તેમનો ઉત્તર “હા” હોય તો તે તેમનો સ્વાર્થ થયો. તેથી ઉપરના શ્લોકની પહેલી કડી તેમને લાગુ પડે છે કે “જેઓ પોતાના સ્વાર્થ માટે બીજાનું (દેશનું) અહિત કરે છે તેઓ માનવરાક્ષસો છે.
જો તેમનો ઉત્તર “ના” હોય તો, એવો અર્થ થયો કે તેમણે નિરર્થક જ દેશનું અહિત કર્યું. ઉપરના શ્લોકની બીજી કડી એમ કહે છે “જેઓ નિરર્થક જ બીજાના (દેશના) હિતને હાનિ કરે છે તેઓ (તો રાક્ષસથી પણ બદતર છે અને તેમના માટે કયો શબ્દ વાપરવો તે) અમે જાણતા નથી. કોઈ કહેશે કે આમાં દેશના હિતની કે અહિતની વાત ક્યાં આવી?
અરે ભાઈ આ તો તમે “સીતાનું હરણ તો થયું પણ હરણની સીતા થઈ કે નહીં” તેના જેવી કરી. જે સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક કર્યો અને તેમ કરવામાં પોતાની નાદુરસ્ત તબિયતનો પણ ખ્યાલ ન કર્યો. આજે એજ સરદાર પટેલના ફરજંદો પોતાના વંશીયલાભ માટે બસો સળગાવે છે, બસસ્ટેંડો તોડે છે, રેલ્વે ટ્રેનો બંધ કરે છે … રેલ્વેના પાટાઓ ઉખેડી નાખે છે, દુકાન બંધ કરાવે છે, વાહનવ્યવહાર બંધ કરાવે છે.. શું નથી કરતા તે પૂછો…
આંદોલન, ફક્ત સમગ્રદેશના હિત માટે હોઈ શકે.
ગાંધી-સરદારે જે આંદોલનો કરેલા તે જનતાના વિશાળ હિત માટે કરેલા. મીઠાના સત્યાગ્રહ માટે અમદાવાદથી દાંડી સુધીની દાંડી કૂચ કરેલી જેથી જનતાને કરમૂક્તિ વાળું મીઠું મળે અને સમગ્ર ભારતની જનતા મીઠાવાળી થાય.
આ બલૂનોના નેતાઓની બધી જ વાતો, ગાંધી-સરદારથી ઉંધી છે. તેમની માગ, જાતિવાદી જ નહીં પણ તેમની માગની આડઅસરો જનતાને વિભાજિત કરે છે અને વર્ગવિગ્રહ કરાવે છે. તેથી જ તેમની દાંડી યાત્રા પણ ઉંધી દિશાની છે.
લોકશાહીમાં જો અન્યાય થતો હોય તો તેને માટે ન્યાયાલય છે.
મહાત્મા ગાંધી કહેતા હતા કે સમાચાર પત્રો (માધ્યમોનું) કામ જનતાને કેળવવાનું છે. સમાચાર માધ્યમો કબુલ કરે કે ન કરે પણ તેઓ સહુ બિકાઉ છે અને “વેચાઈ ગયેલો માલ છે”.
અખબારી મૂર્ધન્યો
સમાચાર માધ્યમોના મૂર્ધન્યોનું શું છે? એટલે કે કટારીયા લેખકો અને ચર્ચા ચલાવતા એંકરોનું શું છે? બલૂનોના આંદોલનમાં તેમના પ્રતિભાવો કેવા છે?
આ આંદોલન ગુણવત્તા હીન છે. તેમાં કોઈને શક ન હોવો જોઇએ. આ આંદોલનને કમનસીબ ગણવું જોઇએ. પટેલ જેવા પ્રતિષ્ઠિત સમાજ ઉપર લાંબા ગાળા સુધી ન ભૂંસાય તેવો એક કાળો ડાઘ લાગી ગયો છે. પણ બધા મૂર્ધન્યો આ આંદોલનને તેના સુયોગ્ય સંદર્ભમાં મુલવતા નથી. કેટલાક મૂર્ધન્યો તેમના પ્રતિભાવ અને મુલવણીમાં તેમના પૂર્વગ્રહોનું મિશ્રણ કરે છે. એક ભાઈશ્રીએ પટેલોનો ૧૦૦૦૦ થી માંડીને આજ સુધીનો ઇતિહાસ લખ્યો. અને પટેલોને બિરદાવ્યા. બીજા એક વિદ્વાન ગ્રામસ્વરાજ્ય મિત્રે યેન કેન પ્રકારેણ સરસ્વતી દેવીને પણ સમજવામાં મુંઝવણ થાય તે રીતે શબ્દોનો ગુંચવાડો ઉભો કરીને નરેન્દ્ર મોદી, બીજેપી અને આરએસએસને ગોદા માર્યા.
નરેન્દ્ર મોદી અને બીજેપીની વિરુદ્ધમાં હવા ચલાવવી એ તો અમુક લોકોનો શોખ છે. આરએસએસ પાસે બીજેપીનો રીમોટ કન્ટ્રોલ છે. અફવા ચલાવવી એ ફેશન છે. શૌક ભી કોઈ ચીજ હૈ ભાઈ!! જો આવા શોખ રાખીશું તો જ બીજેપીના સારા કામોની વાતો માટે સમાચાર માધ્યમોમાં સમય બચશે જ નહીં. અને બીજેપી વિષે નકારાત્મક હવા ફેલાવવાનું આપણું લક્ષ્ય સિદ્ધ થશે. ભલેને મોદી ગમે તેટલો વિકાસ કરે.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ અનામત, આરક્ષણ, પટેલ, પાટીદાર, બલૂન, પતંગ, પછાત વર્ગ, મહાત્મા ગાંધી, ડૉ. આંબેડકર, નહેરુ, નહેરુવીયન ફરજંદ, વંશવાદ, માગ, આંદોલન, સ્વ, મૂર્ધન્યો, સમાચાર માધ્યમ,
ચમત્કૃતિઃ ઈદી અમીન કહેતો હતો કે હિટલર બહુ ક્રૂર હતો. માણસોને મારી નાખતો હતો. મારીને તેમને ખાતો પણ ન હતો. ખાલી ખાલી જ મારતો હતો. તમે જેને ખાતા નથી તેને ખાલી ખાલી મારવાનો શું અર્થ? આ તો નરી ક્રૂરતા જ કહેવાય. નહેરુવીયનો માટે પણ આવું કહી શકાય.
હે સુદર્શનજી!! તમે “કહો પાર્થને ચડાવે બાણ … હવે તો યુદ્ધ એજ કલ્યાણ”
Posted in માનવીય સમસ્યાઓ, tagged આરએસએસ ફોઈબા, ઈન્દીરાઇ કટોકટી, કોંગી કુક્કુર, જણનારી ને સુયાણી, નહેરુવીયન ફરજંદ, મોદીકાકા, યુદ્ધ એજ કલ્યાણ, વિરોધીઓ જેલમાં, સુદર્શન, સુદર્શનચક્ર કે બાણ on November 14, 2010| 2 Comments »
कोंगी-कुक्कुराः उचुः
કોંગીજનાઃ ઉચુઃ (કોંગી કુતરાઓ ભસ્યા)
સુદર્શનજીએ સોનીયા ગાંધી વિષે પોતાની પાસે જે માહિતી હતી તે જાહેરમાં મૂકી.
હવે એ બાબતની સત્યતા વિષે સમાચાર માધ્યમોએ સોનીયા ગાંધી અને કેજીબી કે જે કોઇ લાગતી વળગતી સંસ્થાઓ હોય તેને પ્રૂચ્છા કરવી જોઇએ. તેને બદલે કોંગીજનો બુમરાણ મચાવે છે અને મીડીયાજનો આરએસએસના વડાઓને ને પૂછે છે કે આબધું શું છે?
કોંગીજનોનું જ નહીં … મીડીયાજનોનું વર્તન પણ બેહુદું અને વરવું લાગે છે.
રાહુલ ગાંધીએ જ્યારે આરએસએસ ને આતંકવાદી સંસ્થા કહી હતી ત્યારે શું મીડીયા જનો એ સોનીયા ગાંધી પાસે અને બીજા અ-વર્ગના કોંગી નેતાઓ સ્પષ્ટી કરણ માગ્યું હતું? નાજી. મીડીયા જનોની એવી હિંમત જ ક્યાં છે કે સોણીયા માઇનોને સવાલો પૂછે!!
અને ટીવી-૯ ને તો હદ કરી કે આરએસએસ અને બીજેપીને સાંપ સુંઘ ગયા એવો શબ્દ પ્રયોગ કર્યો.
જેમ કેટલાક ચ અને ગ-વર્ગના કોંગી નેતાઓએ રાહુલના નિવેદન વિષે કહ્યું કે તે રાહુલ ગાંધીનું અંગત હેસીયતથી કરેલું નિવેદન છે. તો તે વખતે અ-વર્ગ, બ-વર્ગ અને ક-વર્ગના નેતાઓને શું “સાંપ સૂંઘ ગયા થા?”
વાસ્તવમાં તો બીજેપી અને આરએસએસ જનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે કે કોઇક તો મરદ નીકળ્યો જે કોંગી ફોલ્સગોડેસને ચોખ્ખું સંભળાવી શકે છે.
સોણીયા માઈનોની બાયોડેટા અને રીઝ્યુમ
ઇલેક્ટ્રોનીક મીડીયાએ તો સુદર્શનજીએ આપેલી બીજી માહિતી ઉપર ચર્ચા કરવાનું ટાળ્યું છે. સોણીયા માઈનોની બાયોડેટા અને રીઝ્યુમ વિષે બધું મભમ મભમ રાખવું એ હાલના સમયની માગ છે એવું સમાચાર માધ્યમના ખબર પત્રીઓ જ નહીં પણ તેના સુજ્ઞ જનો અને કટાર મૂર્ધન્યો માને છે.
તથ્યોની શૈક્ષણિક કે તાત્વિક ચર્ચા કરવાને બદલે નવરા બેઠેલા કોંગીહજુરીયાઓએ ક્યાં અને કેટલું પ્રદર્શન કર્યું તે વિષે બધું તો જાહેર કરવાનું રાખ્યું છે. સમાચાર માધ્યમોએ એવું માન્યું છે કે આ એક યુદ્ધ છે અને “યુદ્ધસ્ય કથા રમ્યા” એ આધારે કોંગી જનોએ કરેલા તોફાની દૃષ્યોને બતાવવા અને બીજેપી નેતાઓને અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓને સવાલો કરવા જરુરી છે.
સુબ્રમ્હણીયમ સ્વામીએ તો શ્રી સુદર્શન કરતાં પણ વધુ ચોંકાવનારી મહિતીઓ નહેરુના એતત્કાલીન (હાલના) વંશજો વિષે આપી છે. મીડીયા મૂર્ધન્યોમાં ક્યાં હિમત જ છે કે તે વિષે એક અક્ષર પણ બોલે!
બહુચરમાના ભક્તોની જય હો.
બુદ્ધ કે બૌદ્ધો અને શંકરાચાર્ય ની વચ્ચે થયેલી ચર્ચા;
હવે તમે જુઓ અને બુદ્ધ કે બૌદ્ધો અને શંકરાચાર્ય ની વચ્ચે થયેલી ચર્ચાને યાદ કરો.
(કેટલાક ઈતિહાસકારો શંકરાચાર્યને બુદ્ધના સમકાલીન માને છે. પણ કેટલાક આ વાત માનતા નથી તેથી આ થયેલી ચર્ચા આપણે બૌદ્ધો સાથે થઈ હશે તેમ માનીશું)
બૌદ્ધ મહાભંતે શંકરાચાર્યને કહ્યું; “તમારી વાત એવી છે કે … એક તીર છૂટ્યું અને એક વ્યક્તિને વાગ્યું… તમે જે વ્યક્તિને તીર વાગ્યું તેની સારવાર કરવાને બદલે, આ તીર શેનું બનેલું છે? આ તીર ક્યાંથી આવ્યું? આ તીર કોણે છોડ્યું વિગેરે વિગેરે ચર્ચા કરો છો. તમારી ફીલોસોફી આવી છે. તમે લોકો આત્મા ક્યાંથી આવ્યો, આત્મા શું છે, આત્માને કોણે મોકલ્યો વિગેરે વિગેરેની ચર્ચા કરો છો. આવી વાતો નિરર્થક છે. મૂળવાત વ્યક્તિની પીડા છે.”
શંકરાચાર્યે કહ્યું; “વ્યક્તિને થતી પીડાના ઉપચાર વિષે અમે મૌન નથી. પણ તમે લોકો તીરની દીશા અને કોણે તીર છોડ્યું તે વિષે મૌન છો. જો તમે તીર કોણે છોડ્યું તેની તપાસ નહીં કરો તો તીર છૂટવાની ક્રિયા અવારનવાર થયા કરશે. અને તમે તેમાંથી ઉંચા જ નહીં આવો.”
પૂષ્પ માલા પ્રસંગેન કીટં શિરસિ ધાર્યતે
આમ તો નહેરુએ બૌદ્ધ ધર્મને વધુ મહત્વ આપ્યું હતું. તેના રાજકીય કારણો પણ હોઈ શકે. શંકરાચાર્યના તત્વજ્ઞાનની મહત્તાથી તેઓ અજાણ ન હતા. પણ શંકરાચાર્યને મહત્વ આપવું એટલે હિન્દુ ધર્મને મહત્વ આપવું એમ થાય.
“પૂષ્પ માલા પ્રસંગેન કીટં શિરસિ ધાર્યતે” એટલે કે મહાન વિભૂતિઓ ઉપર ફુલોની માળા અર્પણ કરીએ તો જેમ ફુલમાં રહેલા કીટકને ઉચ્ચ સ્થાન મળી જાય છે, એ ન્યાયે કીટકને પણ મહત્વ મળી જાય. આ વાત નહેરુજીની સેક્યુલારીટીને પસંદ નહતું. હિન્દુઓ રુપી કીટકને મહત્વ મળી જાય તે નહેરુને પસંદ ન જ હોઈ શકે.
પણ કોંગીજનો માટે સિધ્ધાંત અને વ્યવહાર અલગ અલગ હોઈ શકે. જરુર પડે શંકરાચાર્યની ફિલસુફીને અમલમાં મુકવી પડે અને બુદ્ધને બાજુપર રાખવા પડે.
સુદર્શનજી એ ચક્રને બદલે બાણ છોડ્યું.
સુદર્શનજીએ ચક્ર કેમ ન છોડ્યું? અરે ભાઈ તમે સમજતા કેમ નથી? ચક્ર છોડે તો પૂર્ણ વિરામ આવે. તીર છોડે તો ફક્ત ઘાયલ થાય. અને સુદર્શનજી કંઈ કોંગીને મારી નાખવા માગતા નથી.
પણ હવે એક આડવાત કરી લઈએ.
ઈન્દીરા ગાંધીની પોતાની ઉપરની કટોકટી
ઈન્દીરા ગાંધીએ પોતાની નિસ્ફળતાઓ થકી ઉત્પન્ન થયેલી પોતાની ઉપરની કટોકટી દૂર કરવા આમજનતા ઉપર કટોકટી લાદેલી.
તેમણે શંકરાચાર્યની ફીલોસોફીને ફોલો કરી. ઈન્દીરાએ પોતાની ઉપર કટોકટીરુપી આવેલા તીરનું ઉદ્ભવ સ્થાન તેમના વિરોધી નેતાગણ છે એવું માનીને તે સહુ વિરોધીઓને બંદીવાન કરી જેલમાં નાખેલા.
કટોકટીકાળમાં ઇન્દીરા ગાંધીએ આરએસએસબંધુઓને પણ “બીજાઓ” ની સાથે બંદીવાન કરીને જેલમાં નાખ્યા હતા. બીજાઓ એટલે કે સંસ્થા કોંગ્રેસીજનો અને તેના નેતાઓ, સર્વોદયવાદી નેતાઓ અને કાર્યકરો વિગેરે વિગેરે.
કટોકટી ક્યારે પૂરી થશે? તેની તો ઈન્દીરાને પણ ખબર નહતી.
જેલના કેદીજનો અનિયતકાલ માટે જેલમાં રહેશે અને આ અનિયતકાળ ક્યારે પૂરો થશે? તે કોઈપણ જાણતું નહતું.
એવું પણ બને કે ભારતમાં કટોકટી રુપી પકિસ્તાનવાળી સદાકાળ ચાલુ રહે…
આરએસએસબંધુઓને લાગ્યું કે જીંદગી જ અહીં પૂરી થશે
આરએસએસબંધુઓના અમુક નેતાજન ને લાગ્યું કે આપણી તો જીંદગી જ અહીં પૂરી થશે. જયપ્રકાશનારાયણ અપૂરતી કાળજીને કારણે મૃત્યુમુખ તરફ ધકેલાઈ રહ્યા છે.
ઈન્દીરાએ તેમની વીરગતીને છાજે તેવી અંતીમ ક્રિયાની વ્યવસ્થા કરી રાખી છે. એવી જાહેરાત પણ કરવામાં આવી છે. આવી જાહેરાત ભવિષ્યમાં આપણા માટે પણ થાય. કદાચ એવી જાહેરાત ન પણ થાય. આવી સ્થિતિમાં ઈતિહાસના પાનાઓનું જે થાય તે થાય પણ આપણા બૈરાછોકરાં અને અથવા સંબંધીઓનું શું? આપણી ઉત્તરક્રિયાઓનું શું?
આણે (ઈન્દીરાએ) તો ભારે કરી? ….. તો હવે શું કરીશું …. ?
અરે હે ઈન્દીરા માઈ … અમે તો તમારા છોરુ છૈએ … અમારા એક સંબંધી વડીલ બંધુએ એક કાળે થોડી ક્ષણ પૂરતા તમને આવેશમાં અને આવેશમાં દુર્ગા માતા કહેલા. (કહેતાં તો કહેવાઈ ગયેલું પણ પછી પેટ ભરીને પસ્તાયેલા.)
એમ તો મહાત્મા ગાંધીએ પણ જવાહરલાલ માટે એવું ક્યાં નહોતું કીધું કે હવે જવાહર મારી ભાષા બોલશે. (જોકે તેનો અનર્થ જવાહરે એવો કરેલો કે “હું સદાકાળ માટે પ્રધાનમાંત્રી રહીશ”. પણ એવાત જવાદો) અમે તમને સદાકાળમાટે દૂર્ગામાતા કહીશું.
“વળી હે માતે (માફકરજો … ખરો શબ્દ “હે માતર્” છે, પણ ટીવી સીરીયલકથાની અસરમાં મૂળ શબ્દ “માતૃ” ને બદલે “માતા” સમજેલા અને “બાલિકા”નું સંબોધન એકવચન જેમ “હે બાલિકે” એમ થાય તેમ “માતા” શબ્દનું નું સંબોધન એક વચન હે માતે એમ કરી દીધેલું. પણ હવે એ વાત જવા દો)અમે તો પરોપકારી અને દુઃખીઓની, દર્દીઓની, આપદ્ગ્રસ્તોની,વિપત્તિપીડિતોની મદદ કરનારા છીએ.
“અમારે તો રાજકારણ સાથે સ્નાન સૂતકનો પણ સંબંધ નથી. તમે આપણા જવાનોએ જીતેલો મલક દુશ્મનને મફતમાં આપો કે પૈસા લઈને આપો કે દબાણથી ડરીને આપો કે ગમે તેમ આપો. અમારે તેની સાથે કશો સંબંધ નથી. આ તો બધું રાજકારણ છે. અમે તેનાથી પર છીએ. માટે હે માતર્, અમારો અહીંથી (જેલમાંથી) ઉદ્ધાર કરો.”
કંઈક આવું થયું એવું ઘણા લોકો શ્રદ્ધા, અશ્રદ્ધા, પ્રત્યક્ષ પ્રમાણ, અફવા, તર્ક વિગેરેમાં થી એક કે વધુ કારણસર માને છે.
ઈન્દીરામાઈએ પૂછ્યું; શું આ શૂરવીરના વચનો છે?
જવાબ હતો;
“હાજી”
“વા ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, શૂરા બોલ્યા ન ફરે પશ્ચિમ ઊગે સૂર.”
તો જાઓ … તમે પેરોલ ઉપર જાઓ. જે કંઈ કહ્યું તેના ઉપર મારો મત્તુ ….
તે આજની ઘડી … ને કાલનો દી …
અરે સૉરી …. તે દી નો દી અને આજની ઘડી …. આરએસએસ નેતાઓમાંનો કોઇકનો કોઇ લાલ એવી એક પણ તક ન ચૂકે કે; અમે તો મીશનરી સંસ્થા છીએ.
હાજી, કદીક બીજેપી નેતાગીરીને ગોદો મારી લે ખરી…
“હા … અમે દેશને થતા નુકશાન કે અહિતની વાત આવશે તો મુંગા નહીં બેસી રહીએ હા … હા હૉ…”
પણ સુદર્શનજી નું કદાચ અસંપ્રજ્ઞાત મન (અનકોંસીઅસ માઈન્ડ) દુઃખી થતું હશે. સાલું … મન કંઈ થોડું આપણું નોકર છે?
અને સુદર્શનજીએ તીર છોડ્યું?
હાજી, સુદર્શનજીએ તીર છોડ્યું…
તેમણે કહ્યું; “જો નહેરુવીયન મધ્યવયસ્ક ફરજંદ એમ કહે કે; આરએસએસ આતંકવાદી સંગઠન છે અને તે સીમી જેવી જ સંસ્થા છે …
અને આ ફરજંદ એવાં એવાં તીર છોડ્યા કરે … તો ફટ છે મારા આ જન્મને …”
“હે ઇન્દીરાઈ પ્ર-ફરજંદ એક તો તું મીડીયારુપી કાગળનો ટાયગર છે અને મારી સંસ્થા જેણે કુદરતી અને માનવ સર્જીત આફતોમાં જ્ઞાતિ તો શું પણ ધર્મના ભેદભાવ રાખ્યા વગર જાનને જોખમે આપદગ્રસ્તોની મદદ કરી છે તેને તું આવો બદલો આપે છે? કાચના ઘરમાં રહેવું અને બીજાના પાકા ઘર ઉપર પથરા ફેંકે છે? તારી … તો … તને જ નહી તારા આખા કુટુંબીજનો ને માટે હું મહાભારતનું દુર્યોધનના પક્ષનું એક પાત્ર બની જઈશ!!
“હા… તમે લોકો તો કલીયુગી દ્રૌપદી કે જેના પાંચ પતિઓ સ્વાર્થ, જુઠ, ચોરી, દાણચોરી અને ગદ્દારી છે. તમારી શું હેસિયત છે?
“કટોકટીને તો અમે ભૂલી ગયા છીએ. પણ તેથી શું અમે તમને અંગુઠો આપી દીધો છે?
“યુનીયનકાર્બાઈડને લાઈસન્સ આપવાની વાત કે એન્ડરસન ને ભગાડી દેવાની વાત કે દાઉદને જવાદેવાની વાત એ બધું શું અમે દેશના હિત-અહિતની વ્યાખ્યા કરતી વખતે સમાવેશ કરીએ છીએ? નથી કરતા. …
“અરે અમે તો તમે ઉત્પન્ન કરેલા આતંકવાદી તત્વો, નક્ષલવાદીઓ કે માઓવાદીઓ કે સામ્યવાદીઓના તમે કરેલા જોડાણોની તો શું પણ “જી-૨” કે “હર્ષદ મહેતા” કે “તેલગી” કે “સત્યમ” કે “કો.વેલ્થ ગેમ” કે “આદર્શ ટાવર” કે “સ્વીસબેંકના ખાતાંઓ”ની પણ વાત કરતા નથી. તો પણ તમે અમને આતંકવાદી કહો છો? ઈનફ ઇઝ નાઉ ઇનફ (હવે તો તમે હદ પાર કરી છે)”
અફવાઓ પણ જો ભૂકંપ સર્જી શક્તી હોય કે રીયાસતોને ઉથલાવી નાખી શકતિ હોય તો સત્ય અને અર્ધસત્ય પણ તે કરી શકે છે.
તો હવે મૂળ વાત પર આવીએ. કોંગીની ત્રીજી કક્ષાની જ નહીં ત્રીજા વર્ગની નેતાગીરી અને કોંગીવાડાજનોના ધડમાં પ્રાણ ફૂંકાયો. અને કાયદો હાથમાં લીધો. બુદ્ધભગવાનના તત્વજ્ઞાનને અવગણીને, જેને તીર વાગ્યું છે તેની સારવાર કરવાને બદલે, આ કોંગીજનો તીરની દીશામાં દોડ્યા. અને તીરના ઉદભવસ્થાન એવા સુદર્શનજી ઉપર હુમલો કર્યો. બુદ્ધભગવાન ની ઐસી તૈસી….
પણ આ મીડીયાજનો હેબ ખાઈ ગ્યા… સાલુ આપણે શું કરવું? ત્યાં તો આરએસએસ ના એક મહાન નેતા વદ્યા. અમે સુદર્શનજી સાથે સહમત નથી….
“ફોઈબા”ને મૂંછો હોય તો “કાકા” જ ન કહેવાય? અરે ભાઈ મૂછો તો છે. પણ ફોઇબા જ હોય તો શું થાય!!
પણ શું બધા જ આરએસએસવાળા ફોઈબા છે?
હે સુદર્શનજી!! તમે “કહો પાર્થને ચડાવે બાણ … હવે તો યુદ્ધ એજ કલ્યાણ”
શઠં પ્રતિ શાઠ્યં સમાચરેત.
જે શઠ છે અને સુધરવાને તૈયાર નથી તેને તો અલિપ્ત ભાવે ખતમ જ કરો.
પણ કળીયુગીપાર્થ(આરએસએસ) માનસિકરીતે તૈયાર છે ખરો?
તેના નેતાઓ તો બોદા છે.
સુદર્શનજી! જણનારીમાં જોર નહોય તો સુયાણી બીચારી શું કરે?
બાકી જ્યાં ૮૦ટકા હિન્દુઓ હોય અને આરએસએસ જેવી સંસ્થા હોય ત્યાં કોંગી જેવી નીંભર સંસ્થા ૫૬+ વર્ષ પછી પણ રાજ કરી શકે તે શક્ય છે ખરું?
ગુજરાતની વાત જુદી છે. અહીં તો ભડનો દિકરો મોદીકાકો છે. તેણે કોંગીઓને વેતરી નાખ્યા છે.
શિરીષ એમ દવે
ટેગઃ નહેરુવીયન ફરજંદ, ઈન્દીરાઇ કટોકટી, વિરોધીઓ જેલમાં, સુદર્શન, આરએસએસ ફોઈબા, જણનારી ને સુયાણી, સુદર્શનચક્ર કે બાણ, યુદ્ધ એજ કલ્યાણ, મોદીકાકા, કોંગી કુક્કુર, હતઃપ્રભઃ મીડીયા