Feeds:
Posts
Comments

Posts Tagged ‘નહેરુ’

“પાયામાં તું પુરાઈ જાજે … કળશના ચમકારા”

પાયામાં તું પુરાઈ જાજેકળશના ચમકારા

એક ભાઈ વાત લાવ્યા કે ભારતને સ્વતંત્રતા કોણે અપાવી? ચર્ચા ચાલતી હતી અને એક નવા ભાઈએ પ્રવેશ કર્યો. એમણે કહ્યું કે ભારતને સ્વતંત્રતા ઇન્દિરા ગાંધીએ અપાવી. અને તેમણે સાબિત કરી દીધું કે ઇન્દિરા ગાંધીએ(*) ભારતને સ્વતંત્રતા કેવી રીતે અપાવી. જો કે જમાનો હતો કે બધી કહેવાતી સફળતાઓ ઈન્દિરાને નામ કરવી.

જ્યારે કટોકટી ચાલતી હતી, ત્યારે ભારતની અધોગતિના કારણો ઉપર ચર્ચા ચાલતી હતી. ભારતની અધોગતિનું સૌથી મોટું કારણ શુ? એક ભાઈએ કહ્યુંઈશ્વરચંદ્ર વિદ્યાસાગર”.

ઉપરોક્ત બે મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા નહીં કરીએ. પણ જેને બે કારણો જાણવા હોય તેઓ મને અંગત રીતે લખે કારણ કે કારણો જરા સુરુચિનો ભંગ કરે એવા છે.

નર્મદા પરિયોજનાનો યશ કોને આપવો?

BHAIKAKA AND SARDAR PATEL

તેથી પણ વિશેષ, કે નર્મદા યોજનાનો યશ કોને આપવો? તમે અવશ્ય જોઇ શકો છો કે બીજેપી તરફી ગ્રુપ, યોજના પૂર્ણ કર્યાનો  યશ કોંગ્રેસને મળે એમ અભિપ્રાય આપશે. તેવી રીતે જે કેટલાક કટારીયા  મૂર્ધન્યોનો કોંગી (કોંગ્રેસ તો કહેવાય) તરફનો ભ્રમ ભાંગ્યો નથી, તેઓ યોજના પૂર્ણ કરવાનો યશ બીજેપી ને જેમ બને તેમ ઓછો મળે તે માટે માથાફોડ કરશે. તે માટે સરદાર પટેલના નામનો ભોગ આપવો પડે તો આપવો.

હાલની નવી જનરેશન માટે તો બધુંબકરીકી તીન ટાંગની વાત જેવું છે.

બકરીકી તીન ટાંગએટલે શું?

એક સ્ટેજ હતું. સ્ટેજ ઉપર થોડા અગ્રણીઓ બેઠેલા. બે વક્તાઓ હતા. અને પ્રેક્ષકો હતા. વિષય હતો કે બકરીને કેટલી ટાંગ (પગ) હોય. એક વક્તા હતા તેણે બકરી જોયેલી. તેમણે કહ્યું કે બકરીને ચાર ટાંગ હોય. બીજા વક્તાએ બકરી નામનું પ્રાણી  જોયેલું નહીં પણ તેમનો દાવો હતો કે તેમણે બકરીઓ જોયેલી છે. જે અગ્રણીઓ હતા તેમણે બકરી નામના પ્રાણીને જોયેલું નહીં. પણ અગ્રણીઓ બીજા વક્તાના વળના હતા. અગ્રણીઓએ બકરી નામના પ્રાણીને જોયું હોય તો પ્રેક્ષકોએ તો ક્યાં થી જોયેલું હોય?

ચર્ચાને અંતે સિદ્ધ થયેલું માનવામાં આવ્યું કે બકરી નામના પ્રાણીને ત્રણ ટાંગ હોય.

૧૯૪૨માં જેઓ યુવાન હતા તેઓ અત્યારે કાં તો પ્રભુના પ્યારા થઈ ગયા છે કે વાર્ધક્યમાં પહોંચી ગયા છે. તેમનો સ્મૃતિદોષ હોય તો પણ સુજ્ઞ જનથી સભ્યતાને ખાતર તે તરફ આંગળી ચીંધી શકાય. પણ હવે ક્યારેકન્યાયાર્થે નિજ બંધું કો ભી દંડ દેના યોગ્ય હૈ હિસાબે કોણ કેટલું સાચું છે તે સમજીએ.

શું વાર્ધાક્યે પહોંચેલા પણ માહિતિને અભાવે ખોટા તારણો પર આવતા નથી?

હાજી. વિદ્વાન અને બહુશ્રુત વ્યક્તિઓ પણ માહિતિના અભાવે ખોટા તરણો પર આવે છે.

જેમકે મોરારજી દેસાઈએ કહેલ કે પાકિસ્તાનને ૫૫ કરોડ અપાવવા માટે મહાત્મા ગાંધી ઉપવાસ ઉપર બેઠા હતા.

માન્યતા અનેક લોકોની છે.

જેઓ ને ગાંધીજીના નિયમોની અને પ્રણાલી ખબર છે તેઓમાંથી કેટલાકે બરાબર તપાસ કરી નથી. “પ્રણાલીશબ્દને બદલે ગાંધીજીનોસિદ્ધાંતકહેવો વધુ ઠીક કહેવાશે. પ્રણાલી સિદ્ધાંત ઉપર નિયમિત છે. જ્યારે પણ ગાંધીજી સત્યાગ્રહની ઘોષણા કરતા ત્યારે તેઓ તે પૂર્વે જેની સામે સત્યાગ્રહ કરવાનો હોય, તેને પહેલાં ચર્ચા માટે માગણી કરતો લેખિત સંદેશો મોકલતા. તેમની પત્રિકામાં પણ છાપતા. જો સત્યાગ્રહ સરકાર સામે હોય કે હોય તો પણ સરકારને તો અવશ્ય જાણ કરતા. જો ચર્ચાનો અસ્વિકાર થાય અથવા ચર્ચા અસફળ થાય અને ચર્ચા બંધ થાય અથવા સરકાર મુદત પણ માગે તો પછી સત્યાગ્રહની નોટીસ આપતા. નોટીસમાં બધું વિવરણ આપતા.

ઉપરોક્ત કિસ્સામાં ગાંધીજીએ જે નોટીસ આપેલી તેમાં ૫૫ કરોડ રુપીયા પાકિસ્તાનને આપવા બાબતનો કોઈ મુદ્દો હતો નહીં. વાસ્તવમાં ગોડસે પોતાના બચાવમાં ન્યાયાલયમાં તત્કાલિન હાથવગો મુદ્દો ઉમેરેલો.

અગાઉ એટલે કે જ્યારે ગોડસે ગાંધીજીની હત્યા કરવામાં સફળ થયો તે પહેલાં, જ્યારે ૫૫ કરોડનો મુદ્દો અસ્તિત્વ ધરાવતો હતો, ત્યારે પણ ગોડસેએ, ગાંધીજીની હત્યા કરવાના બે નિસ્ફળ પ્રયત્ન કરી ચૂક્યો હતો. હવે જો મોરારજી દેસાઈ જેવા પણ ગેરસમજણ ધરાવવામાંથી મુક્ત રહી સકે તો આપણા સમાચાર પત્રોના મૂર્ધન્યો વળી કઈ વાડીના મૂળા?

નર્મદા યોજનાની વાત કરીએ.

MORARJI DESAI AND OTHERS STRUGGLED FOR NARMADA PROJECT

૧૯૫૦ થી ૧૯૬૯ સુધીનો સમય કોંગ્રેસની આંતરિક અંધાધુધીનો સમય હતો. સરદાર પટેલ ગુજરી ગયા પછી નહેરુનીલોકપ્રિયતાની કક્ષાનોકોઈ નેતા કોંગ્રેસમાં રહ્યો હતો. જો કે મૌલાના આઝાદ, ગોવિંદ વલ્લભ પંત, ચક્રવર્તી રાજ ગોપાલાચારી જેવા નેતાઓ હતા ખરા પણ ખાસ કરીને સમાચાર માધ્યમોને લીધે અને નહેરુના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા યોગદાનની પ્રસિદ્ધિઓને લીધે લોકપ્રિયતામાં નહેરુનો આંક ઉંચો હતો. બધું હોવા છતાં પણ ૧૯૫૨માંની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને જે પ્રચંડ બહુમતિ મળી તે ગોલમાલથી ભરેલી હતી. કોંગ્રેસ સંગઠન નહેરુનું ખાસ તાબેદાર હતું. જોકે, કોંગ્રેસ સંગઠન (કેન્દ્રીય કારોબારી મંડળ)ના સદસ્યો પણ બધી વાતોમાં એકમત હતા. નહેરુએ આનો લાભ લીધેલો. નહેરુ બધી પોતાની ધોરાજી ચલાવ્યા કરતા અને જરુર પડ્યે  નહેરુ અવારનવાર રાજીનામાની ધમકી આપી પોતાનું મનધાર્યું કરાવી લેતા.

ગુજરાતની વાત કરીઓ મોરારજી દેસાઈ સૌથી મોટા અને કાબેલ નેતા હતા.

જેમ વલ્લભભાઈની બદબોઈ નહેરુના પીઠ્ઠુઓ કરતા, તેમ તે પછી પીઠ્ઠુઓ મોરારજી દેસાઈની તેમના પુત્રને ફાયદો કરાવ્યાની અધ્ધરતાલ વાતો કરી મોરારજી દેસાઈની બદબોઈ કર્યા કરતા.

જો કે ગુજરાતના કેટલાક વર્તમાન પત્રો ગાંધીવાદી હતા તે બધા મોરરજી દેસાઈની તરફમાં લખતા પણ વર્તમાન પત્રો નહેરુની વિરુદ્ધમાં લખવાનું ટાળતા.

૧૯૪૭માં કચ્છ અને સૌરાષ્ટ્ર અને મુંબઈ અલગ રાજ્ય હતા. મુંબઈની અંદર ગુજરાત,રાજસ્થાન નો કેટલોક ભાગ, મહારાષ્ટ્ર કોંકણ અને કર્ણાટક હતા. કચ્છ એક મોટું  દેશી રાજ્ય હતું એટલે તે અલગ હતું, જેવી રીતે હૈદરાબાદ, મ્હૈસુર અને જમ્મુકાશ્મિર અલગ રાજ્ય હતાં.

૧૯૫૭ની સામાન્ય ચૂટણીમાં  કોંગ્રેસનો મહારાષ્ટ્રમાં ધબડકો થયો. અને સત્તા ટકાવી રાખવા કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્ર ને જોડીને મોટું રાજ્ય બનાવ્યું.

નહેરુ જ્યાં સુધી પોતાની ખૂરસી ને આંચ આવે ત્યાં સુધી ઇન્દિરાની જેમ અનિર્ણાયકતાના કેદી હતા.

નર્મદા યોજનાની કલ્પના ૧૯૩૦માં થયેલી એમ ભાઈકાકાએ (ભાઈલાલ ભાઈ પટેલ , સરદાર વલ્લભભાઈ પટેલ શૈક્ષણિક નગરના સ્થાક) કહેલું.

આમ તો ભાકરા નાંગલ અને નર્મદા યોજનાની કલ્પના સ્મકાલિન હતી. પણ નહેરુને નર્મદા યોજનામાં રસ હતો. કારણ કે યોજના સરદાર પટેલે અને ભાઈકાકાની ટીમે બનાવી હતી.  

ગુજરાતની નર્મદા યોજના ઉપરાંત બારગી, તવા અને પુનાસા જેવી કુલ સાત યોજનાઓ પણ નર્મદા નદી ઉપર હતી.

૧૯૬૧માં નહેરુચાચાએ શીલા રોપણ કર્યું. ગુજરાત અલગ રાજ્ય થયું અને મધ્ય પ્રદેશ અલગ રાજ્ય થયું. એટલે રાજ્યોને ઝગડાવવામાં તો નહેરુની કોંગ્રેસ માહેર હતી. મધ્ય પ્રદેશ અને ગુજરાતના મુખ્ય પ્રધાનો વચ્ચે સમજુતી થઈ કે તબક્કા વાર નર્મદા ડેમની ઉંચાઈ ૪૨૫ ફુટ સુધી વધારવી. પણ પછી મધ્યપ્રદેશ સમજુતીમાંથી ફરી ગયું.

હજુ ગુજરાત કોંગ્રેસ, “ઈન્દિરા નહેરુવીયન કોંગ્રેસબની હતી. એટલે મોરારજી દેસાઈના પ્રેસરથી ખોસલા કમીટી બનાવાઈ અને તેણે એક વર્ષમાં તો પોતાનો રીપોર્ટ આપી દીધો. બંધની ઉંચાઈ તબકાવાર ૫૦૦ફુટની કરવી એમ નિષ્ણાતોનો અભિપ્રાય હતો.  

૧૯૬૭ની સામાન્ય ચૂંટણીમાં નર્મદા યોજના પણ કે મુદ્દો હતો. ૫૦૦ ફુટની ઉંચાઈ સુધી લઈ જઈ શકાય તેમ હતું. તે ખરું પણ મધ્યપ્રદેશ તે વાતને કન્ફર્મ કરતું હતુંભાઈ કાકા કહેતા હતા કે જેટલી યોજનાઓ નર્મદા નદી ઉપર કરવી હોય તેટલી યોજનાઓ મધ્યપ્રદેશ ભલે કરે. નર્મદામાં પુષ્કળ પાણી છે. એટલે નર્મદાની નવાગામ ડેમની ઉંચાઈ ઘટવી જોઇએ.

૧૯૬૭ની ચૂંટણીમાં કોંગ્રેસ હારતાં હારતાં બચી ગઈ હતી.

નર્મદા યોજનામાં ત્રણ રાજ્યો સંડોવાયેલા છે. ત્રીજું રાજ્ય હતું મહારાષ્ટ્ર. “ઉસકા ડીચ તો મેરા ભી ડીચકરીને મહારાષ્ટ્ર પણ કુદી પડ્યું હતું.

ત્રણ કિલોમીટરની લંબાઈમાં, નર્મદા નદી, ઉત્તરમાં મધ્યપ્રદેશ અને દક્ષિણમાં મહારાષ્ટ્રને વિભાગે છે, અને ગુજરાતમાં દાખલ થાય છે.

યોજનાઓમાં રાજકારણ ઘુસે અને તેમાં પણ જ્યારે એક પક્ષ કોંગ્રેસ હોય, તો પછી જે થવાનું હોય તે થાય. આંતરિક ખટપટોમાં યોજનાઓનો પણ ભોગ લેવાય ત્યારે જનતાએ તે પક્ષને ઓળખી લેવો જોઇએ.

ગુજરાતના સદ્ભાગ્યે ગુજરાતમાં મોરારજી દેસાઈ વાળું ગ્રુપ  સંસ્થા કોંગ્રેસ સત્તા ઉપર હતું. એટલે તેણે ૧૯૬૯માં ટ્રીબ્યુનલની સ્થાપના કરાવી દીધી.

કોંગ્રેસ પક્ષ વિભાજિત થઈ ગયો. ઇન્દિરા ગાંધીનો જ્વલંત વિજય થયો.

ત્રણે રાજ્યોમાં ઇન્દિરાએ પોતાના મનપસંદ મુખ્ય મંત્રીઓ રાખ્યા હતા.

જો ઇન્દિરા ગાંધી ધારત તો ત્રણે રાજ્યોની સરકારો વચ્ચે સમજુતી કરાવી શકત અથવા તો ટ્રીબ્યુનલ પાસે જલ્દી ચૂકાદો લેવડાવી શકે તેમ હતું. પણ ઇન્દિરા નહેરુ ગાંધી જેનું નામ. પોતે સત્તા ઉપર હતી તે દરમ્યાન કોઈ ચૂકાદો આવવા દીધો. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધી અને તેનો પક્ષ હાર્યા. જનતા પાર્ટી આવી અને ટ્રીબ્યુનલનો ચૂકાદો ૧૯૬૮માં આવ્યો.

ઇન્દિરા ગાંધીએ પર્યાવરણ મંત્રાલય ઉભું કરેલું. અને પછીતો એનજીઓ, પર્યાવરણના રક્ષકો, વિસ્થાપિતોની પુનર્વસવાટ અને તેના ખર્ચા અને અમલએવી અનેક બાબતોના પ્રશ્નો ચગાવવામાં આવ્યા. વિશ્વબેંકને થયું કે સંઘ કાશીએ પહોંચે તેમ નથી. એટલે તેણે લોનનો અમુક હિસ્સો પાછો ખેંચી લીધો. ગુજરાતમાં વળી પાછી ઇન્દિરા કોંગ્રેસ આવી ગઈ હતી. યોજનાનો અને તેના આનુસંગિક ખર્ચાઓ નો મોટો ભાગ ગુજરાતની કેડ ઉપર લાદ્યો. નર્મદા યોજના ખોડંગાતી ખોડંગાતી ચાલી.

જો નિર્ણાયક યોગદાનના ભાગીદારોની સૂચિ બનાવીએ તો તેમાં વલ્લભભાઈ પટેલ, ભાઈલાલ ભાઈ પટેલ, હિતેન્દ્ર દેસાઈ (સંસ્થા કોંગ્રેસના વળના), બાબુભાઈ જશભાઈ પટેલ, મોરારજી દેસાઈ,  જનતાદલ (જી) ના ચિમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી, બધાં નામો આવે.

માધવભાઈ સોલંકી, અમરસિંહ ચૌધરી, શંકર સિંહ વાઘેલા, દિલીપ પરીખ, સુરેશ મહેતા, શોભાના ગાંઠીયા હતા. કેટલાક તો પણ હતા

નહેરુવીયનોનો ગુજરાત પ્રત્યેનો દ્વેષ જાણી તો છે.

૧૯૫૦ના દશકામાં સૌરાષ્ટ્ર  રાજ્ય હતું ત્યારે સૌરાષ્ટ્રમાં જે પાકા રાજમાર્ગો થયા તે થયા. દ્વીભાષી રાજ્યમાં સૌરાષ્ટ્રમાં કોઈ રસ્તા પાકા થયા હતા. બીજા રાજ્યો તો કોલંબોપ્લાન થી પણ આગળ નીકળી ગયેલ. જ્યારે ગુજરાતમાં કોલંબો પ્લાનથી પણ ઓછા રસ્તા થયેલ. ૫૦ના દશકામાં હમેશા વાત ઉઠતી કેગુજરાતને અન્યાયથાય છે. તે વખતે પણ કેટલાક હૈયા ફુટ્યા વર્તમાન પત્રો વાતને જૂઠી સાબિત કરવા મથામણ કરતા.

ગુજરાતમાં એક પણ કેન્દ્રીય જાહેર ઉપક્રમ સ્થપાયા હતા. ભાવનગરતારાપુર, મશીન ટુલ્સ નું કારખાનુંબધું ઇલ્લે ઇલ્લે રહ્યું હતું. મીઠાપુરના તાતાના ઉપક્રમને પણ મંજુરી આપવામાં આવી હતી. ગુજરાતમાં મોટેભાગે જે કંઈ થયું તે ગુજરાતીઓએ પોતાના બાહુબળ થકી કરેલ.

૨૦૦૪ થી ૨૦૧૪ ના કોંગી શાસન દરમ્યાન પણ સરદાર ડેમ ઉપર દરવાજા લગાવવાની મંજુરી મનમોહન સરકારે આપી હતી. જ્યારે વાત નરેન્દ્ર મોદીએ, કોંગ્રેસ વિરુદ્ધ  જાહેર કરી ત્યારે મનમોહને આપેલ ઉત્તર કેટલો હાસ્યાસ્પદ હતો, તે વાત કોંગીયોની માનસિકતા છતી કરે છે.

જો કોંગીઓના હૈયે ગુજરાત અને દેશનું હિત હોત તો તાતાની મીઠાપુરની બહુયામી યોજના અને કલ્પસર યોજના ક્યારનીય પુરી થઈ ગઈ હોત.

ક્યાં ૧૯૪૬ થી ૧૯૬૪ અને ક્યાં ૧૯૪૬થી ૨૦૧૬?

જે કોંગીએ ભાખરા નાંગલ અને નર્મદા યોજના એક સાથે પરિકલ્પિત કરેલી તેમાં ભાખરા નાંગલને કશી મુશ્કેલી આવવા દીધી, અને તે ૧૯૬૪માં પુરી થઈ ગઈ. અને નર્મદા યોજના ૧૯૬૬માં પૂરી થવાને બદલે ૨૦૧૬માં પણ પુરી થવા દીધી, તે કોંગીઓને નર્મદા યોજનામાં તેમનો સિંહફાળો હતો તેમ કહેતાં લાજ આવતી નથી.

૧૯૭૫માં મોરારજી દેસાઈએ સાચું કહેલું કે ઇન્દિરા ગાંધીએ નર્મદા યોજના બાબતે ગુજરાતના પેટમાં છરી ખોસી છે.

નરેન્દ્ર મોદી; અર્વાચીન યુગનો ભગીરથ

NARMADA AVATARANAM

નર્મદા યોજના પુરતી નથી. નર્મદાના નીર અને સૌરાષ્ટ્રની નદીઓને જોડવાની યોજના પણ જરુરી છે. આ છે નર્મદા અવતરણમ્‌. આ બધું પુર ઝડપે ચાલે છે. નર્મદામાં અખૂટ પાણી છે. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન થયા પછી સૌપ્રથમ કામ નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવવાનું કર્યું એટલે જ્યારે ઠીક ઠીક વરસાદ પડે તો નર્મદા ડેમમાં વધુને વધુ પાણી ભરી શકાય.

શિરીષ મોહનલાલ દવે

https://www.treenetram.wordpress.com

Read Full Post »

“કંઈક તો ખોટું થયું છે … !!!” શોધવાની ઘેલછા

કંઈક તો ખોટું થયું છે … !!!” શોધવાની ઘેલછા

હાજીવાત તોઅનુચ્છેદ ૩૭૦ અને અને ૩૫એને મોદી સરકાર દ્વારા રદ કરવાની વાત છે.

જો કે આમાં કંઈ નવું નથી. દેશનો વાચાળ વર્ગ ત્રણ ચાર ભાગમાં વહેંચાઈ ગયો છે. દેશની જનતા ખુશ છે. સરકારી તંત્ર દ્વારા પ્રકાશિત થતી માહિતિઓને બનાવટી કહેવું શક્ય નથી. કાશ્મિરમાં શાંતિ તો દેખાય છે તે એક તથ્ય છે.

OTHER SIDE OF THECOIN

“(આમને પૂછો કે આમના જેવાને પૂછો કે આર્ટીકલ ૩૭૦/૩૫એ રાખવા કે નહીં.)” મૂર્ધન્યાઃ ઉચુઃ

હવે શાંતિને કેવી રીતે જોવી તે ઉપર રાજકીય નેતાગણ અને તેમના પળીતા સમાચાર માધ્યમો પોતાના એજન્ડાને અનુરુપ વિશ્લેષણ કરવા માથાફોડ કરી રહ્યા છે. તેમનો અધિકાર છે. પણ તે કેટલો શ્રેય છે તેની ચર્ચા કરવી પણ આવશ્યક છે.

હકીકત (ખરાઈ, ખરું), સત્ય અને શ્રેયઃ

હકીકત, સત્ય અને શ્રેય ત્રણેયના અર્થમાં ફેર છે. તેની સીમારેખા ધુંધળી હોઈ શકે છે. પણ તે સીમા રેખા ધુંધળી પણ હોઇ શકે છે. હકીકતને અવગણી શકાય છે. જો સત્યમાં શ્રેય હોય તો તેને પણ અવગણી શકાય છે, પણ તેમાં તમે કેવો માર્ગ અપનાવો છો તેની ઉપર નિર્ભર છે.

 કાશ્મિરમાં હકીકત શું છે?

કાશ્મિરમાં હકીકતમાં શાંતિ છે. શાંતિ શા માટે છે? કારણ કે સીમાપારથી ઘુસેલા આતંકવાદીઓ અને તેમના અહીંના પેઈડ મળતીયાઓ, દુકાનદારોને ધમકી આપી રહ્યા છે કે જો તમે દુકાનો ખોલશો તો મોતને ઘાટ ઉતરશો. આતંકવાદીઓનુ જોર ઓછું થયું છે. પણ તેમનું જોર નષ્ટ થયું નથી. સુરક્ષા દળોનુંઓલ આઉટઅભિયાન ચાલુ છે. અભિયાન આવતા પાંચ વર્ષોમાં પુરું થશે તેમાં શક નથી. હવે જમ્મુકાશ્મિર રાજ્યમાં ભારતીય બંધારણના ફોજદારી કાયદાઓ લાગુ પડશે, એટલે દેખીતી રીતે કાશ્મિરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરશે.

પણ સુધરતી પરિસ્થિતિ, કાશ્મિરની અંદર અને કાશ્મિર બહારની અમુક ટોળકીઓને પસંદ નથી. કારણકે કાશ્મિરમાં જો શાંતિ સ્થપાઈ જાય તો તેમની રાજકીય અને આર્થિક સ્થિતિને પારાવાર નુકશાન થાય છે.

કાશ્મિરની પરિસ્થિતિ એક શસ્ત્રઃ

કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ વાત સુપેરે જાણે છે કે પરિસ્થિતિ સુધરી રહી છે. તેથી તેઓ આંધળા થઈને નરેન્દ્ર મોદીની સરકારનો દરેક મુદ્દે વિરોધ કરે છે. અને તેમાં કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ પાસેકાશ્મિરની સ્થિતિભારતીય જનતાને અસમંજસમાં મુકવા માટેનું સૌથી મોટું અસરકારક શસ્ત્ર હતું. કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓની ટોળકીના શસ્ત્ર ઉપર નરેન્દ્ર મોદીની સરકારે મોટો મિસાઈલ પ્રહાર કર્યો છે.

કોંગીઓનો અનુભવઃ

કોંગીઓને અને તેમની સહાયક ટોળકીઓને આમ જનતાને ગુમરાહ કરવાનો કમસે કમ દાયકાઓનો અનુભવ છે. સરકારી શસ્ત્રોથી ટોળકીઓ હવે અફવાઓ ફેલાવી શકે તેમ નથી. પણ મોટા ભાગના સમાચાર માધ્યમો ઉપર તેમનો કબજો છે, તેથી અને તેમજ વળી કેટલાક મૂર્ધન્યો, કટારીયાઓ અને વિશ્વવિદ્યાલયોના પ્રમાણપત્ર ધારકોએ તેમનું લુણ ખાધું છે. તટસ્થતાની ધૂન પણ ઘણા કટારીયાઓને માથે સવાર થઈ હોય છે. એટલે ભલે નરેન્દ્ર મોદીને સમર્થન કરીએ તો પણઅમે કંઈ નરેન્દ્ર મોદીના ભક્ત નથી પ્રદર્શિત કરવા એક ગોદો તો મોદીને પણ મારો. વિવાદાસ્પદ મુદ્દા ઉપર નરેન્દ્ર મોદીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક કે વધુ ગોદા મારી લેવા જોઇએ.

દા..

નોટ બંધીઆમ તો બરાબર હતી, પણ તેને પૂરી તૈયારી કર્યા વગર લાગુ કરવા જેવી હતી.

  “જીએસટીસૈધાંતિક રીતે બરાબર છે, પણ તેનાથી લોકોને હાડમારી પડે તેનું ધ્યાન રાખવા જેવું હતું.

અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એનાબુદ કર્યા સારી વાત છે. પણ કાશ્મિરની જનતાને વિશ્વાસમાં લેવા જેવી હતી. કાશ્મિરમાં અત્યારે જે શાંતિ દેખાય છે તે તો ફરેબી છે. સુરક્ષાબળોની ઉપસ્થિતિને કારણે શાંતિ છે. એટલે સાચી શાંતિ નથી. લોકશાહીને અનુરુપ શાંતિ નથી વિગેરે વિગેરે

જો કે કોંગી અને તેની સાંસ્કૃતિક ટોળકીએ તો પાકિસ્તાનનો અનેઅમુક પાશ્ચાત્ય પંડિતોના બ્રેકીંગ ઈન્ડિયાએજન્ડા વાળા સમાચાર માધ્યમોનો સહયોગ લઈદેશદ્રોહની હદ સુધી જવાનું વલણ અપનાવ્યું છે. સ્થિતિ અક્ષમ્ય છે.

તમે યાદ કરો. નરેન્દ્ર મોદી તો વર્ષથી કહેતા આવ્યા છે કે રાજકીય પક્ષોએ અને સમાચાર માધ્યમોએઅનુચ્છેદ ૩૭૦/૩૫એથી કશ્મિરને શું ફાયદો થયો તેની ચર્ચા કરવી જોઇએ. મોદીનું કહેવું તો સ્પષ્ટ છે કે અનુચ્છેદો ૩૭૦/૩૫એલોકશાહી મૂલ્યોને અનુરુપ નથી. અનિયત કાલ સુધી તેને ચાલુ રાખી શકાય નહી.

અનુચ્છેદ ૩૭૦/૩૫એ નો વિરોધ થતો આવ્યો છે.

કાશ્મિરના મહારાજાના દેશી રાજ્યનું ભારત સાથેનું જોડાણ અન્ય 565 દેશી રાજ્યો જેવું હતું. બધાં રાજ્યોને પોતાના કાયદાઓ હતા. ભારતનું પ્રભૂત્વ સ્વિકાર્યા પછી તેમની બંધારણ સભા હોય કે હોય તેનું મહત્વ રહેતું નથી. તેનું મહત્વ રહેવું પણ જોઇએ. ઉપરાંત આપણે પણ સમજવું જોઇએ કે અનુચ્છેદોનો ઉમેરો કરવામાં લોકશાહી પ્રક્રિયાને અનુસરવામાં આવી નથી. તેમજ તે લોકશાહી મૂલ્યોને અનુરુપ નથી. તેનો ઉમેરોહંગામીશબ્દ સાથે કરવામાં આવ્યો છે, તે શું સૂચવે છે તેનું હાર્દ પણ સમજવું જોઇએ.

અનુચ્છેદોનો શો પ્રભાવ છે.

() ૧૯૪૪ થી ૧૯૫૦ સુધી પાકિસ્તાનથી જમ્મુ અને કાશ્મિર રાજ્યમાં આવેલા નિરાશ્રિતોને રાજ્યમાં મતાધિકાર નથી.

() નિરાશ્રિતોને કાશ્મિરમાં વ્યવસાય કરવાનો કે નોકરી કરવાનો કે શિક્ષણ લેવાનો હક્ક નથી,

() નિરાશ્રિતોમાં જેઓ દલિત હિન્દુ છે તેમને ફક્ત ઝાડુવાળાની નોકરી કરવાની છૂટ્ટી છે. એટલે કે તેઓ ગમે તેટલી યોગ્યતા અને માન્ય સંસ્થાઓના પ્રમાણ પત્રો ધરાવતા હોય તો પણ તેઓ વ્યવસાય કે નોકરી કરી શકતા નથી. એટલે કે તેમની ઓળખ તેમના ધર્મ અને જ્ઞાતિને આધારે કરવી ફરજીયાત છે.

() નિરાશ્રિતો ૧૯૪૪થી રહેતા હોય તો પણ તેમને અને તેમના સંતાનોને લોકશાહીના અધિકાર નથી. તેઓ કોઈ સ્થાવર મિલ્કત પણ ખરીદી શકતા નથી.

() જો નિરાશ્રિત મુસ્લિમ હોય તો તેને કાશ્મિરી નાગરિકતાના બધા અધિકાર મળે છે.

() જો કાશ્મિરી સ્ત્રી, બિનકાશ્મિરી પાકિસ્તાની મુસ્લિમ પુરુષ સાથે પણ લગ્ન કરે તો તેના બધા નાગરિક હક્ક ચાલુ રહે છે પણ જો તે બિનકાશ્મિરી હિન્દુ સાથે લગ્ન કરે તો તે પોતાના કાશ્મીરી નાગરિક હક્કો ગુમાવે છે.

Image may contain: text

ગાંધીજીએ શું કહેલ?

જમ્મુ અને કાશ્મિરનું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાઈ શકે. કારણ કે પાકિસ્તાનની પોલીસી ખૂબ ખરાબ છે. દેશી રાજ્ય સ્વતંત્ર રહે તે શક્ય નથી. આવા સંજોગોમાં તે ભારત સાથે જોડાઈ શકે.”

(ગાંધીજીના અંતિમ ત્રણ માસની રોજનીશી તા. ૧૦૧૯૪૭દિલ્હીમાં ગાંધીજીપૃષ્ઠ ૯૪. લેખિકા મનુબેન ગાંધી. નવજીવન પ્રકાશન મંદિર. અમદાવાદ૧૪)

ગાંધીજીને તે વખતે શેખ અબ્દુલ્લા અને નહેરુ ઉપર વિશ્વાસ હતો. ગાંધીજીને વાતની પણ ખબર હતી કે સરદાર પટેલને શેખ અબ્દુલ્લા ઉપર જરાપણ વિશ્વાસ હતો. ગાંધીના વિશ્વાસનો નહેરુએ અને શેખ અબ્દુલ્લાએ બંનેએ ગાંધીજીના મૃત્યુ પછી ભંગ કરેલો. લિયાકત અલી પર ગાંધીજીને જરાપણ વિશ્વાસ હતો. કારણ કે લિયાકત અલી, કાશ્મિરના મહારાજાને સ્વતંત્ર રહેવા દબાણ કરતા હતા. એટલે ગાંધીજીએ ઉપરોક્ત વાત કરી હતી.

અત્યારે આપણે જોઇએ છીએ કે પાકિસ્તાન પણ સ્વતંત્ર રહી શકે તેમ નથી. ભલે જીન્નાએ ધર્મનિરપેક્ષ દેશ સ્થાપવાના સ્વપ્ન જોયાં હોય પણ જે દેશ ધર્મના નામ પર રચાયો હોય તે દેશ અનેક રીતે પાયમાલ થઈ શકે છે.  પાકિસ્તાનની લોકશાહી ખોડંગાતી ચાલે છે. આતંકવાદીઓ અને સૈન્ય ઉપર સરકારનો જરાપણ કાબુ નથી. તેની ગુપ્તચર સંસ્થા પણ સેનાના કબજામાં છે. જે મુસ્લિમોએ પાકિસ્તાનના સ્વપ્નાઓ જોયાં હતા, તેમણે સ્વાતંત્ર્યની લડતમાં કશો ભોગ આપ્યો નથી. તેઓ પોતે જ કહે છે કે “રો કે લિયા થા પાકિસ્તાન … લડકે લેંગે હિન્દુસ્તાન. પાકિસ્તાને ભારત સાથે ચાર યુદ્ધ કર્યા. ચારેય યુદ્ધમાં તે હાર્યું. છેલ્લાં ૩૫ વર્ષથી પાકિસ્તાન ભારત સામે અપ્રત્યક્ષ  યુદ્ધ  કરી રહ્યું છે. અને ભારતમાં બીજેપીનું મજબુત  શાસન આવવાથી તે હારવા ની અણી ઉપર છે.

નરેન્દ્ર મોદીએ તો ચર્ચા માટે આહવાહન આપેલ અને પણ ૨૦૧૪ની ચૂંટણીઓ પહેલાંથી.

શેખ અબ્દુલ્લાના ફરજંદ એવા ફારુખ અબ્દુલ્લાએ શું વાત કરેલ?

જો તમે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ને કાઢશો તો સમજી લો કે અમે પાકિસ્તાન સાથે જોડાઈ જઈશું. પૂરો સંભવ છે કે ફારુખે, શેખ અબ્દુલ્લાની મનની વાત દોહરાવી. કારણ કે આવા કારણસર શેખ અબ્દુલ્લાને જેલમાં પૂરવામાં આવેલ.

મહેબુબા મુફ્તીએ શું કહેલ કે જો તમે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ને નાબુદ કરશો તો કાશ્મિરમાં બળવો થઈ જશે, તમે કાશ્મિરને ભૂલી જજો. તમને શબની ઉપર ભારતનો ત્રીરંગો પણ ઢાંકવા મળશે નહીં. આવા નેતાઓ સાથે શી મસલત થઈ શકે?

નરેન્દ્ર મોદી પૂછે છે કે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ થી કાશ્મિરને શું ફાયદો થયો? તો ઉપરોક્ત બંને નેતાઓ કાશ્મિરમાં હિન્દુઓને થનારા અને ભારતની ભૂગોળનેકપોળ કલ્પિતથનારા નુકશાનની વાત કરે છે.

જો કે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ હોવા છતાં પણ કાશ્મિરના બંને નેતાઓએ અને તેમના સહયોગીઓએ કશ્મિરના નાગરિક એવા હિન્દુઓને નુકશાન કરવામાં કશું બાકી રાખ્યું નથી. ખૂલ્લેઆમ ૩૦૦૦+ હિન્દુઓની કતલ કરી છે. ૧૦૦૦૦+ હિન્દુ સ્ત્રીઓની લાજ લૂંટી છે. અને ૫૦૦૦૦૦+ કશ્મિરી હિન્દુઓને ઘરમાંથી હિજરત કરાવી છે. મુસ્લિમોની બહુમતિ ધરાવતા પ્રદેશમાં હિન્દુઓની કત્લેઆમ કરવામાં આવી છે અને તેમને પીડવામાં કશું બાકી રાખ્યું નથી. આવા અત્યાચારો તેમની હાજરીમાં અને તેમના સત્તાના સમયમાં થયા હોવા છતાં તેમને તેનો અફસોસ નથી અને જવાબદારી નથી. આવા અતિ નિમ્ન કક્ષાના નેતાઓ પાસેથી તમે તર્ક્યુક્ત ચર્ચાની અપેક્ષા કેવી રીતે રાખી શકો? હિન્દુઓ ઉપર થયેલા કત્લેઆમ વિષે જેટલા મુસ્લિમ નેતાઓ જવાબદાર છે તેટલા કોંગીના નેતાઓ પણ જવાબદાર છે.

સરવાળે ફલિત થાય છે કે

અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ને કારણેઃ

અમારા રાજ્યમાં આવેલા નિરાશ્રિતોને અમે ધર્મથી ઓળખીએ છીએ, અને અમે બિનમુસ્લિમોને સમાન નાગરિક અધિકાર આપતા નથી અને મતાધિકાર પણ આપતા નથી,

બિનમુસ્લિમ નિરાશ્રીતોને અમે નોકરી અને વ્યવસાય ના હક્ક આપતા નથી,

અમે જ્ઞાતિવાદમાં માનતા નથી. હિન્દુઓના જ્ઞાતિવાદની અમે ભર્ત્સના કરીએ છીએ. તો પણ અમે તો તેમને તેમના દલિતોને જ્ઞાતિને આધારે ઓળખીશું.

બિનમુસ્લિમ નિરાશ્રિતોને અમે સ્થાવર સંપત્તિનો હક્ક આપતા નથી,

કશ્મિરી મહિલાઓને અમે સમાન નાગરિક અધિકાર આપતા નથી,

હાઅમે કંઈ જેવા તેવા નથી. અમે કશ્મિરીયતમા માનીએ છીએ, અમે લોકશાહીમાં માનીએ છીએ અમે માનવાતામાં માનીએ છીએ. કારણ કે અમે ધર્મનિરપેક્ષ અને જનતંત્ર વાદી છીએ.

આવો વદતઃ વ્યાઘાત તમને ક્યાં જોવા મળશે?

આજ નેતાઓ તેમની કોંગીઓ સાથેની મિલી ભગતથી, કશ્મિરના વિભાજનવાદી નેતાઓને ભારતની જનતાએ ભરેલા કરવેરા દ્વારા સરકારે કરેલી કમાણીમાંથી બાદશાહી સગવડો અને સુરક્ષા આપે છે. તેઓ સૌ તાગડધિન્ના કરે છે. (જોકે મોદીકાકાએ કેટલીક સગવડો બંધ કરી છે).  મુસ્લિમ નેતાઓને આવી મફતની અને દેશને નુકશાન કરવાની સગવડો ભોગવામાં છોછ હોય. પણ કોંગીઓને પણ જરાપણ લજ્જા કે શરમ નથી.

 સુરક્ષાદળ જો પત્થરબાજને જીપ ઉપર બાંધી પોતાની સુરક્ષા કરે તો મુફ્તી, ફારુખ, ઓમર, અને કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓની આંખમાંથી દડ દડ આંસુ વહેવા માંડે છે. પણ કાશ્મિરમાં ૧૯૭૯૮૦માં આતંકવાદીઓએ ત્યાંના સ્થાનિક મુસ્લિમો અને નેતાઓના સહયોગથી હજારો હિન્દુઓની કત્લેઆમ કરેલી. બાકીનાઓને બેઘર કરી દશકાઓ સુધી નિરાશ્રિત બનાવ્યા.  તેમના પેટનું પાણી પણ હાલતું નથી.

કોંગી અને તેના સાંસ્કૃતિક સહયોગીઓની લોકશાહીની પરિભાષાઃ

આજ કોંગ્રેસીઓ જ્યારે કાશ્મિરમાં સાચા અર્થમાં લોકશાહી મૂલ્યોની સ્થાપના થાય છે ત્યારે દેકારા પડકારા સાથે કૂદંકૂદા કરે છે.   કોંગીઓનું વલણ તેમના સાથીઓની જેમ દંભી, કોમવાદી અને લોકશાહી મૂલ્યોથી વિરોધી દિશામાં છે. કોંગીને ૧૦૦+ વર્ષ જુનો પક્ષ કહેવો તે મૂળ કોંગ્રેસીઓએ આપેલ ત્યાગ અને બલિદાનોનું અપમાન છે. જો મૂર્ધન્યો બીજું કશું ન કરે પણ જો તેઓ આ કોંગીઓના પક્ષને મૂળ કોંગ્રેસ પક્ષ ન માને અને ન મનાવે તો તેમનું વાર્ધક્ય ઉજળું રહેશે. નહીં તો તેમના ધોળામાં ધૂળ જ પડશે.

મૂર્ધન્યો સમજવા માગતા હોય તો સમજેઃ

જો કોઈ એક પ્રદેશ, દેશનો એક હિસ્સો હોય, અને ત્યાં કોઈ પણ કારણસર લોકશાહી મૂલ્યોની રક્ષા થતી હોય, તો કેન્દ્ર સરકારની ફરજ છે કે ત્યાં લોકશાહીની સ્થાપના થાય. બાબતમાં જેઓ સ્થાનિક લોકોને કેમ પૂછ્યું એવો જે મુદ્દો ઉઠાવે છે તે અસ્થાને છે. સ્થાનિક લોકોને શું પૂછવાનું છે?

જે વખતે દેશી રાજ્યનું જોડણ થયું હતું, તે વખતે જે કંઈ પ્રક્રિયા બીજા દેશી રાજ્યો સાથે અપનાવેલી તેવી પ્રક્રિયા દેશી રાજ્ય પરત્વે અપનાવેલી. જે કંઈ ખોટું થયું તે શેખ અબ્દુલ્લા અને નહેરુને કારણે થયું, અને તે પણ લોકશાહી પ્રક્રિયા અપનાવ્યા વગર થયું, ગાંધીજી અને વલ્લભભાઈના મૃત્યુ પછી થયું.

તમે યાદ કરો. શું રાજાના સાલિયાણાં અને વિશેષ અધિકારો રાજાઓ સાથે ચર્ચા કરી નાબુદ થયેલા? રાજાઓ સાથે તો સહમતિ-કરારનામું પણ થયેલ. તો પણ તે રાષ્ટ્રપતિના અધ્યાદેશ દ્વારા તાત્કાલિક અસરથી લાગુ પાડેલ. અહીં તો આવું કશું કરારનામું અસ્તિત્વ ધરાવતું પણ નથી. ભારતની સંસદ, લોકશાહીમાં સર્વોચ્ચ છે. સંસદને પણ માનવ અધિકારોનું હનન કરવાની સત્તા નથી. વાતની, કટોકટીફેમ અને શાહબાનોફેમ કોંગીને ખબર હોય કે તેના સંસ્કારમાં ન હોય તે સમજી શકાય તેમ છે. પણ સમાચાર માધ્યમોના મૂર્ધન્યો તેને સમજી શકે તે વિધિની વક્રતા છે, કે ભારતીય સમાચાર માધ્યમોના અમુક મૂર્ધન્યો સાંસ્કૃતિક ગુલામી થી મૂક્ત થયા નથી. તેથી તેઓ બીબીસી, ન્યુ યોર્ક ટાઇમ્સમાં જે સમાચારો કે લેખો આવે તેને બ્રહ્મ સત્ય માને છે. આને પણ વિધિની વક્રતા કહેવાયને.

હા જી, કોંગીઓ અને તેના પ્રચ્છન્નઅપ્રચ્છન્ન સહયોગીઓ ઘણા ગતકડાં ઉત્પન્ન કરશે અને તેને ટ્રોલ (ચગાવશે) કરશે.

“જીડીપી વર્ષને તળીયે છે, અર્થતંત્ર પાયમાલ થયું છે”વદ્યા મૌની બાબા એમએમએસ. તેમને તો એ રાજા ઓ પેદા કરવા છે,

સુખાકારી ઈન્ડેક્સમાં ભારત ૧૦૫ થી ૧૫૫ના નંબરે, ફીટનેસમાં ભારત પંદર અંક ડાઉન, કુપોષણમાં ભારત ૧૨૫માં નંબરે ગબડ્યું, બેરોજગારી ઉચ્ચસ્તર પર, આનંદ પ્રાપ્તિમાં વિશ્વમાં ભારત ૧૨૪મા નંબરે, જલવાયુ માં ભારત ૨૪મે નંબરે ગબડ્યું, ૨૪ લાખ કંપનીઓ બંધ થઈ, ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર. ફક્ત ૨૪ લાખ ઘુસણખોરો પકડાયા તે પણ શંકાસ્પદ, ચિદંબરસામેના કેસમાં બીજેપી સરકારનો ફિયાસ્કો દિવસને બદલે ચાર દિવસ સીબીઆઈને પૂછપરછ કરવા માટે આપ્યા. સરકારને ૩૩ ટકા ઘાટો.

ઉપરોક્ત આંકડાઓ સાચા નથી. રમૂજ માટે લખ્યા છે. કારણ કે જનતાને આવા આંકડાઓથી કશો ફેર પડતો નથી. જનતા તો પોતાને શું થાય છે અને પોતાને શું પ્રત્યક્ષ દેખાય છે તેની સમજણ પડે છે.

શિરીષ મોહનલાલ દવે

https://www.treenetram.wordpress.com

Read Full Post »

“દંભી પક્ષના નેતાઓને હરાવો” રાષ્ટ્રવાદીઓના નવા વર્ષના સંકલ્પો

“દંભી પક્ષના નેતાઓને હરાવો” રાષ્ટ્રવાદીઓના નવા વર્ષના સંકલ્પો

 (૧) પહેલાં એ સમજી લો કે ઈન્દિરા નહેરૂવીયન કોંગ્રેસ (આઈ.એન.સી.) ના પ્રવર્તમાન એક પણ નેતાઓએ, તેમના બાપાઓએ, દાદાઓએ કે પરદાદાઓએ સ્વાતંત્ર્યની લડાઈમાં કશું ખાસ જ યોગદાન આપેલું નથી. જે પણ કોઈ ગણ્યા ગાંઠ્યા નેતાઓએ થોડો ઘણો ભાગ ભજવેલ તેઓએ તેનું વ્યાજ સાથે જ નહીં પણ યોગદાન કરતાં હજાર ગણું કે લાખ ગણું વટાવી લીધું છે.

Paint02

એવા જૂજ લોકો બચ્યા છે કે જેમણે સ્વાતંત્ર્યની લડત જોઇ હોય કે તેને વિષે સાચી માહિતિ હોય. હાલની જે કંઈ સમસ્યાઓ છે તેમાંની કેટલીક અંગ્રેજી શાસકોએ ઉત્પન્ન કરી છે અને બાકીની નહેરુ અને તેના ફરજંદોએ ઉત્પન્ન કરી છે અને બધી જ સમસ્યાઓને વિકસાવી છે.

(૧.૦૧) હિન્દુ મુસ્લિમ સમસ્યાઃ

અંગ્રેજોએ ઉભી કરી હતી. નહેરુએ તેને જીવતી રાખી હતી. ઈન્દિરા ગાંધીએ તેને વિકસાવી હતી અને તેના ફરજંદોએ તેને બહેકાવી છે. અને આ બધું તેઓ ધર્મનિરપેક્ષતા, ભગવા કરણ, હિન્દુ આતંકવાદ, હિન્દુ પાકિસ્તાન, અસહિષ્ણુતા અને અસામાજીક તત્વોના ટોળાદ્વારા થતી હિંસાને હિન્દુઓ ઉપર ઢોળીને, હિન્દુઓમાં આવી હિંસા વ્યાપક છે તેવો પ્રચાર કરે છે. વાસ્તવમાં આ વહીવટી સમસ્યા છે જે સામાન્ય રીતે ઈન્દિરા નહેરુવીયન કોંગ્રેસ (આઇ.એન.સી.) શાસિત રાજ્યોમાં બનેલી છે.

ભારતમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા પચાસના દશકામાં મૃતપ્રાય અવસ્થામાં હતી. પણ પાકિસ્તાનના સરમુખત્યારી શાસકોએ લંબાવેલા દોસ્તીના હાથને નહેરુએ તરછોડીને પાકિસ્તનની અંદર હિન્દુઓ માટે સમસ્યાઓ ઉભી કરેલ અને પાકિસ્તાનમાંથી ફરી એક વખત હિન્દુઓની હિજરત ચાલુ થયેલ. તે પછી ઇન્દિરા ગાંધીએ ભારતમાં ૧૯૬૯માં અમદાવાદમાં ૧૯૬૯માં હિન્દુ-મુસ્લિમ હુલ્લડ કરાવીને ભારતમાં હિન્દુ મુસ્લિમ અલગ છે તેવી ભાવના ઉભી કરેલ.

ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસના શાસન દરમ્યાન જે બે કરોડ બાંગ્લાદેશી હિન્દી ભાષી બિહારી મુસ્લિમ ઘુસણખોરોને ઘુસવા દેવામાં આવ્યા છે. હવે તેઓને નાગરિકતા આપવા માટે, આ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષ અને તેણે ઉત્પન્ન કરેલા પક્ષો ચળવળ ચલાવે છે. તે ઉપરાંત રોહિંગ્યા ઘુસણખોરો જેમાં મુસ્લિમ આતંકવાદીઓ પણ સામેલ છે તેમને માનવતાવાદના નામે આશરો આપવો તેવી પણ ચળવળ ચલાવે છે. આજ મુસ્લિમોએ રોહિંગ્યાઓને કાશ્મિરમાં વસાવ્યા. કારણ ફક્ત એટલું કે તેઓ પણ મુસ્લિમ છે.

અને તમે જુઓ પોતાના જ દેશમાં પોતાના જ રાજ્યમાં (કાશ્મિરમાં) અને પોતાના જ ઘરમાંથી  હિન્દુઓને, મુસ્લિમ આતંકવાદીઓ, સ્થાનિક મુસ્લિમો, નેતાઓ, સ્થાનિક અને કેન્દ્રસ્થ સરકારના સહયોગ દ્વારા ભગાડ્યા અને નિર્વાસિત બનાવ્યા. તેમને પુનર્સ્થાપિત કરવામાં અખાડા કરવા એ આ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષનું એવું લક્ષણ છે. દુનિયાના ઇતિહાસમાં આનો જોટો નથી. એટલું જ નહીં પણ ૩૦૦૦+ કાશ્મિરી હિન્દુઓની કતલ અને હજારોની સંખ્યામાં હિન્દુ સ્ત્રીઓની ઉપર મુસ્લિમો દ્વારા દુષ્કર્મો કરવા દેવા તે પણ તમને ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષ અને તેના સાંસ્કૃતિક સહયોગી પક્ષના શાસન સિવાય, ક્યાંય દુનિયામાં જોવા મળશે નહીં. અને તમે જુઓ, મુસ્લિમો દ્વારા થયેલા આવા અત્યાચારો થયા છતાં ન ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ (આઇ.એન.સી.) પક્ષ અને તેના સહયોગી પક્ષો જેવા કે નેશનલ કોન્ફરન્સની સરકાર દ્વારા એક પણ નેતાની ઉપર કે વ્યક્તિ ઉપર આરોપનામું થયું નથી, એક પણ ધરપકડ થઈ નથી, એક પણ નેતાને જવાબદાર ઠેરવ્યો નથી અને એક પણ તપાસપંચ રચાયું નથી.

ઉચ્ચન્યાયાલયની બેહુદી દલીલઃ

સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે બીજેપીએ આ બાબતમાં ઉચ્ચ ન્યાયાલયમાં ફરિયાદ કરી તો ઉચ્ચ ન્યાયાલયે એમ કહીને ફરિયાદ કાઢી નાખી કે “બહુ મોડું થયું છે અને પૂરાવાઓ મળશે નહીં”. જો કે ૧૯૮૪ના ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે આચરેલા કત્લેઆમને વિષે તપાસ પંચ ની વાત જુદી છે કારણ કે શિખ નેતાઓ તો “હૈયા ફૂટ્યા” છે અને તેમને ખરીદી શકાય છે.

વાસ્તવમાં જોઇએ તો આ એક ગેરબંધારણીય વાત છે કે ઉચ્ચન્યાયાલય પોતાની ધારણાના આધારે, ફરિયાદને અવગણે છે. વાસ્તવમાં ઉચ્ચ ન્યાયાલયે જ આદેશ આપવો જોઇએ કે ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસના, નેશનલ કોંસ્ફરન્સના જવાબદાર નેતાઓને સીધા જેલમાં જ પૂરો અને આ બંને પક્ષોની માન્યતા રદ કરો.

આવું ન કરવા બદલ ન્યાયાધીશને પાણીચૂ આપવું જોઇએ.

તમે જુઓ, બીજેપીના અમિત શાહને એક સિદ્ધ અતંકવાદી અને સિદ્ધ ગુંડાના ખૂન કેસમાં સંડોવ્યા હતા. ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ, આ સિદ્ધ આતંકવાદી અને સિદ્ધ ગુંડાના માનવતાવાદની વાતો કરે છે અને તપાસપંચ નિમાવી ન્યાયાલયમાં કેસ ચલાવે છે. ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષના આ સંસ્કાર છે.

અને આવા વલણની ઉપર તાલીઓ પાડનારા મૂર્ધન્યો, કટારીયાઓ (વર્તમાન પત્રોમાં કોલમો લખનારા) અને ટીવી એન્કરો પણ છે.

તમે જુઓ છો કે મુસ્લિમો દ્વારા આતંકિત હિન્દુઓના માનવ હક્ક ની વાત કરવાથી તમને આ લોકો કોમવાદીમાં ખપાવે છે. કારણ કે હિન્દુઓ તો બહુમતિમાં છે ભલે તેઓ અમુક રાજ્યમાં અને અમુક વિસ્તારોમાં અને અમુક ગામોમાં લઘુમતિમાં હોય અને તેમના ઉપર અત્યાચારો થતા હોય અને તેમને ભગાડી મુકવામાં આવતા હોય.

આવું વલણ રાખનારા નેતાઓ જ મુસ્લિમોના કોમવાદને ઉશ્કેરે છે. આની નેતાગીરી ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસે લીધી છે.

દુઃખની વાત એ છે કે પ્રગતિશીલ મુસ્લિમ વ્યક્તિઓ નિસ્ક્રિય રહે છે.

જેઓનો દંભ અને કાર્યસૂચિ આટલી હદ સુધી વિકસિત હોય તેમની ઉપર જનતાએ વિશ્વાસ કરવો જ ન જોઇએ. રાષ્ટ્રવાદીઓનું કર્તવ્ય છે કે તેઓ આ પડકારને ઝીલી લે અને આવી વ્યક્તિઓને ઉઘાડી પાડે.

(૧.૦૨) આરક્ષણવાદ જન્મને આધારેઃ

જો કે મહાત્મા ગાંધીએ કોઈપણ જાતના આરક્ષણની મનાઈ કરેલ અને તેને માટે તેઓ ઉપવાસ ઉપર પણ ઉતરેલ. નહેરુએ જોયું કે જો આમ્બેડકરના અછૂતોમાટેના આરક્ષણને સ્વિકારી લઈશું તો ભવિષ્યમાં આનો લાભ મળી શકે તેમ છે. જો કે આમ્બેડકરે આ આરક્ષણ ફક્ત દશવર્ષ માટે જ માગેલું હતું અને તે પ્રમાણે બંધારણમાં જોગવાઈ કરેલ હતી. કારણ કે જનતંત્રમાં જે પક્ષની સરકાર દશ વર્ષ રાજ કરે તેણે આવી જાતીય અસમાનતાઓ દશ વર્ષમાં તો દૂર કરી દેવી જ જોઇએ. અને જો તે દૂર નકરી શકે તેની માન્યતા રદ કરવી જોઇએ. એમ પણ કહી શકાય કે તેવા પક્ષનો અસ્તિત્વમાં રહેવાનો મૌલિક અને નૈતિક હક્ક બનતો નથી.

હવે તમે જુઓ, આવા આરક્ષણના હક્કને નહેરુએ અને તેના ફરજંદોએ એવો ફટવ્યો કે ક્ષત્રીયો કે જેઓએ દેશ ઉપર હજારો વર્ષ શાસન કર્યું, અને પાટીદારો, કે જેઓ, વેપાર ધંધામાં ઝંપલાવી વાણિયાઓના પ્રતિસ્પર્ધી બન્યા છે, તેઓમાંના કેટલાક, જાતિને નામે પણ આરક્ષણ માગતા થયા છે અને આંદોલન કરતા થયા છે. અને તે પણ ક્યારે કે જ્યારે ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષના નેતાઓએ ૬૫વર્ષ દેશ ઉપર શાસન કર્યું. અને પછી તેઓ હાર્યા. એટલે આવા હારેલા પક્ષના નેતાઓએ જાતિગત ભેદભાવના આંદોલનોને પેટ્રોલ અને હવા આપવા માંડ્યા, તે એટલી હદ સુધી કે તેઓ રાષ્ટ્રની સંપત્તિને બાળવા માંડ્યા. કારણકે તેઓ ઇચ્છતા નથી કે દેશમાં સામાજિક પરિવર્તન આવે. એચ. પાટીદાર, મેવાણી, ઠાકોર …. આ બધા દેડકાઓ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષની પેદાશ છે.

(૧.૦૩) જાતિવાદ (જ્ઞાતિવાદ);

જેમ મુસ્લિમો વધુને વધુ રેડીકલ થતા જાય છે તેમ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષના નેતાઓ જ્યારથી ચૂંટણીઓ થઈ ત્યારથી જાતિના આધારે ઉમેદવારો પસંદ કરતા થયા છે અને તેઓ તેને ઉત્તેજન પણ આપે છે. સમાચાર માધ્યમના મૂર્ધન્યો પણ જાતિવાદના ભયસ્થાનો સમજાવવાને બદલે અને ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસના વલણને વખોડવાને બદલે જાતિવાદના આંકડાઓનું વિશ્લેષણ કરીને જે તે ઉમેદવારના વિજય ની આગાહીઓ કરે છે. વાસ્તવમાં સમાચાર માધ્યમોએ તો જનહિત અને દેશહિતને ખાતર આવા વિશ્લેષણોથી દૂર રહેવું જોઇએ. આવા વિશ્લેષણો પ્રકાશમાં આવવાથી જાતિવાદને પ્રોત્સાહન મળે છે અને જો વિજયના પરિણામો તે પ્રમાણે આવ્યા હોય તો જાતિવાદ રાજકીય હેતુ માટેનું એક મોટું પરિબળ બન્યું છે.

(૧.૦૪) પ્રદેશવાદઃ

ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે ભારત ઉપર ૬૫ વર્ષ રાજ કર્યું હોવા છતાં મોટાભાગના રાજ્યો બિમારુ રાજ્ય રહી ગયા છે. આમાં પશ્ચિમના રાજ્યોને બાદ કરતાં બધાં જ રાજ્યો આવે છે. નહેરુવીયન કોંગ્રેસે પોતાની રાજકીય ચાલને અનુરુપ બિમારુ રાજ્યને “વિશિષ્ઠ દરજ્જો” આપવાની જોગવાઈ કરી છે. આને માટે મનગઢંત અને રબરના માપદંડો બનાવ્યા છે. અને જે રાજ્યને વ્હાલું કરવું હોય તેને આ વંશવાદી કોંગ્રેસ, વિશિષ્ઠ દરજ્જો આપવાની વાતો કરે છે. જો આ વંશવાદી કોંગ્રેસ પક્ષ તે રાજ્યમાં હારી જાય તો “રામ તારી માયા” કરીને વાત વિસ્મૃતિમાં નાખી દે. જો તે રાજ્યમાં તે જીતી જાય તો કહે કે કાર્યવાહી ચાલુ કરી છે.

વાસ્તવમાં તો જે રાજ્ય પોતાને બુમારુ રાજ્ય ગણાવવા માગતું હોય તેણે લાજવું જોઇએ કે જેણે એવા પક્ષને ચૂંટ્યો કે તેણે ૬૫ વર્ષો સુધી રાજ કર્યું તો પણ તે રાજ્ય બિમાર જ રહ્યું. આવા રાજ્યના નેતાઓ લાજવાને બદલે ગાજે છે. જનતાને સ્વકેન્દ્રી અને અભણ રાખી છે. તેથી તે આવા મુદ્દાઓ ઉપર વિભાજિત થાય છે.

આવા વિભાજનથી સાવધાન રહેવાનો સંકલ્પ કરો.

(૧.૦૫) ભાષાવાદઃ

મૂળ કોંગ્રેસ કે જેણે ભારતની સ્વાતંત્ર્યની લડતમાં પોતાનું મહત્તમ યોગદાન આપેલ તેની નીતિ એવી હતી કે આમ જનતા અને સરકાર વચ્ચે સુચારુ સંવાદ થાય એટલે ભાષાવાર રાજ્ય રચના કરવી. પણ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે એટલે કે નહેરુએ રાજ્યોની રચના એવી રીતે કરી કે ભાષા-ભાષીઓ વચ્ચે વિખવાદ થાય. સિવસેના (આ પક્ષ માટે શિવ સેના શબ્દ વાપરવો એ શિવાજીનું અપમાન છે), એમ.એન.એસ., ડીએમકે, ટીએમસી, જેવા પક્ષો આવા બેહુદા ભાષાવાદની નીપજ છે.

મુંબઈ રાજ્યનું વિભાજન થયું ત્યારે એ શરત નક્કી થઈ હતી કે મહારાષ્ટ્રમાં મુંબઈનું પચરંગી પણું જાળવી રખાશે. પણ આજે “મરાઠી મુંબઈ”ના બોર્ડ ઠેર ઠેર જોવા મળે છે. પહેલાં મુંબઈના રેલ્વેના સ્ટેશનો ના બોર્ડ ત્રણ લિપિમાં લખેલા જોવા મળતા હતા. દેવનાગરી (હિન્દી-મરાઠી), ગુજરાતી અને અંગ્રેજી. પણ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે તે બોર્ડોને દેવનાગરીમાં બે વાર લખે છે. અને એકવાર અંગ્રેજી લિપિમાં લખે છે.

Paint01

ફૉન્ટ જુદા જુદા વાપરીને હિન્દી અને મરાઠીને અલગ દર્શાવે છે. હવે જો સ્થાનિક ભાષાના લોકો વાંદ્રે કહેતા હોય તો બાંદરા કે BANDARA લખવાનો અર્થ નથી. કારણ કે કાયદો એમ છે કે સ્થાનિક ભાષામાં જે રીતે બોલાતું હોય તે જ રીતે લખવું. જેમકે અમદાવાદ, વડોદરા, ભરુચ હવે અમદાવાદ, એહમેડાબાડ, અહમદાબાદ એવા ઉચ્ચારોમાં લખાતું નથી. તેવીજ રીતે વડોદરા, બડૌદા, બરોડા, તેમજ ભરુચ ભડોચ અને બ્રોચ પણ લખાતા નથી. વળી રેલ્વે વાળાને એમ પણ છે કે મરાઠી લોકો માને છે કે મરાઠી લિપિ અલગ છે. પણ વાસ્તવમાં એવું નથી ફક્ત થોડા મૂળાક્ષરો વધુ છે જેમકે બે જાતના “ચ”.  “ળ” અને વ કે વ્હ તેમાં કશું નવું નથી. અને કોઈ મરાઠી લોકોને પણ ખબર નથી કે મરાઠી લિપિ અને દેવનાગરી લિપિમાં શો ફેર છે.

આ, જે પણ હોય તે, પણ અહીં મુંબઈના પચરંગીપણાને જાળવી રાખવાના શપથનો ભંગ થાય છે. આ શઠ શપથ લેનારાઓએ જાણી જોઇને આ ભંગ થવા કર્યો છે. ગુજરાતીઓ શાંતિ પ્રિય છે અને તેઓ જ્યાં જાય ત્યાં જે તે ભાષા શિખી જાય છે અને ત્યાંના સ્થાનિક લોકોને પ્રાધાન્ય આપે છે તેથી શાંતિ જળવાય છે. સુશિક્ષિત મરાઠી લોકો પણ સરસ્વતીના પુત્રો છે. પણ મરાઠાઓએ સમજવું જોઇએ કે જો આવું બીજા રાજ્યોમાં થયું હોય તો બ્લડ શેડ થઈ જાય.

(૧.૦૬) ફોબીયા વાદ; ગાંધી ફોબીયા, મુસ્લિમ ફોબીયા

તમને એમ થશે કે આ વળી શું છે? આમાં વળી હિન્દુઓ કેવી રીતે વિભાજિત થાય?

હાજી. આમાં પણ હિન્દુઓ વિભાજિત થાય.

કેટલાક હિન્દુઓ એવા હોય છે કે “હું મરું પણ તને રાંડ કરું.

આવા હિન્દુઓ એવું દૃઢ રીતે માનતા હોય છે કે મહાત્મા ગાંધી હિન્દુ દ્વેષી અને મુસ્લિમોને આળપંપાળ કરતા હતા. જો કે આ એક જૂઠ છે. પણ જેમણે ગાંધીજીને વાંચ્યા નથી અને વાંચવામાં માનતા નથી તેઓ ગાંધીજી વિષે આવું માને છે અને માને રાખશે. પણ તેથી કરીને બીજા કેટલાક લોકો, બીજેપીને અવિશ્વસનીય માનશે, તેની આ ફોબિયાગ્રસ્ત લોકોને ખબર નથી કે અક્કલ પહોંચતી નથી. જેઓ બીજેપીને અવિશ્વસનીય માનશે, તેઓ મતદાન થી દૂર રહેશે.

કેટલાકને એવું લાગે છે કે “બીજેપીને વખાણવામાં આપણું અસ્તિત્વ જોખમાય એવું છે. એટલે આપણે તો ઉપરોક્ત વંશવાદી કોંગ્રેસને જ સહાય કરવી પડશે પછી ભલે વંશવાદી કોંગ્રેસે  અવારનવાર ગાંધી વિચારોનું ખૂન કર્યું હોય. ગાંધી તો આખરે એક શરીર ધારી હતા અને વિચાર પણ શરીરમાંથી ઉદ્‌ભવે છે તેથી વિચાર માત્ર, શરીરનો એક ભાગ જ છે ને! આર.એસ.એસ. વાળાએ ગાંધીજીના શરીરનું ખૂન કર્યું છે તે વાત ભલે ઉક્ત વંશવાદી કોંગ્રેસે આધારહીન રીતે ફેલાવી હોય, પણ તેને જનતાની સ્વિકૃતિ મળી છે એવું જ્યારે રાહુલ ગાંધી જેવા પણ સ્વિકારે છે તો આપણે વળી કઈ વાડીના મૂળા? માટે જ્યાં સુધી વર્તમાન પત્રોમાં વર્તમાન પત્રોના માલિકોના એજન્ડા પ્રમાણે આપણું અસ્તિત્વ ચાલુ રાખવાની જોગવાઈ છે તો આપણે બીજેપીની કુથલી, ચાલુ જ રાખો ને… બીજું કારણ એ છે કે …

“હવે આપણે ગઢ્ઢા (વૃદ્ધ) થયા છીએ તો આપણે જીવવામાં હવે કેટલા દિવસ બાકી રહ્યા? શા માટે આપણે ઉપરોક્ત વંશવાદી કોંગ્રેસની ફેવર ન કરવી? ભલે એમની આરાધ્ય દેવીએ આપણને વિના વાંકે અનિયત કાળ માટે જેલમાં પૂર્યા હોય. ભલે આપણા ગુરુઓને એટલે કે જયપ્રકાશ નારાયણ અને મોરારજી દેસાઈ જેવાને પણ છોડ્યા ન હોય. પણ પોલીટીક્સમાં તો એવું ચાલ્યા કરે જ છે ને. “ક્ષમા વિરસ્ય ભૂષણમ્‌”. તો હવે આપણે પણ આપણી વીરતા સિદ્ધ કરવા માટે ઉપરોક્ત વંશવાદી કોંગ્રેસને સહાય કરો. આ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષના દુર્ગુણો ભલે હિમાલય જેવડા હોય, તે વિષે આપણે મૌન રહેવું અને બીજેપીનો ફોબીયા ચાલુ રાખવો. બોલવા લખવામાં રા.ગા.ને આપણે ગુરુ માનવા. ઇતિ.

આવા ફોબિયા ગ્રસ્તની ચૂંગાલમાં પડવું નહીં એવો સંકલ્પ કરો.

(૧.૦૭) અંગ્રેજોએ ચાલુ કરેલા ગતકડાંવાદને પ્રોત્સાહનઃ

તમને એમ થશે કે આ વળી શું?

અંગ્રેજ સરકારે ભારતનો ઈતિહાસ લખ્યો. અંગ્રેજી ભાષાને વહીવટી ભાષા રાખી જેથી મોટી પોસ્ટ ઉપર અંગ્રેજોને ગોઠવી શકાય. અને અંગ્રેજોની શ્રેષ્ઠતાને સ્વિકારનારાઓની એક ભારતીય ફોજ તૈયાર કરી શકાય. આ ઈતિહાસે ભારતને ઉત્તર, દક્ષિણ, અને પૂર્વમાં વિભાજિત કર્યું. જેની અસર એ થઈ કે ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ના લોકો પોતાને ભિન્ન માનતા થઈ ગયા. અને સૌ વિદ્વાનો, જે કોઈ, આનાથી ઉંધી વાત કરે તો તેને, કટ્ટર હિન્દુ માનતા થઈ ગયા.

બીજેપીને કટ્ટર હિન્દુઓનો પક્ષ માનવાનું અને મનાવવાનું કામ આ રીતે સરળ બન્યું. ઈન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે આ સિદ્ધાંત અપનાવી લીધો અને બીજા ક્ષેત્રોમાં પણ લાગુ કર્યો.

એ કેવી રીતે?

(૧.૦૮) ગતકડાં વાદના બીજા ક્ષેત્રો

કેટલાક માણસો પોતાની માન્યતાઓના ગુલામ છે. માન્યતાઓના ગુલામ એટલે શું?

કેટલાક લોકો ધર્મને રાજકારણથી પર માને છે.

કેટલાક લોકો શ્રદ્ધાને વિજ્ઞાનથી ભીન્ન માને છે.

કેટલાક લોકો આવું નથી માનતા.

કેટલાક લોકો અદ્વૈત વાદમાં માને છે.

કેટલાક લોકો અદ્વૈતવાદમાં માનતા નથી.

કેટલાક લોકો “સર્વહક્ક સમાન” માં માને છે. કેટલાક લોકો “સ્ત્રી અને પુરુષો”ના હક્કની સમાનતામાં માનતા નથી. તો કેટલાક લોકો વળી તેના ઉપર નિયમનમાં માને છે.

મી ટુ, સબરીમાલા, બુરખા, દાઢી, ટોપી, અમુક દિવસે માંસ બંધી, ફટાકડા, ફુલઝર, લાઉડ સ્પીકર, સજાતીય સંબંધ, દુષ્કર્મ, જનોઈ ધારી બ્રાહ્મણ, મંદિર પ્રવેશ, મહિલાઓનો મસ્જિદ પ્રવેશ …. આ બધું ચગાવો. અમુક નેતાઓ પોતાનો અભિપ્રાય આપવાની લાલચ રોકી શકશે નહીં. તેમાંથી કોઈક અભિપ્રાય આપવામાં ગોથું ખાશે.

બસ. જેવું કોઈ નેતાએ ગોથું ખાધું કે તમે આ તક ઝડપી લો. અને તેને તે નેતા જે પક્ષનો હોય તે પક્ષ સાથે જોડી દો. ભલભલા વિદ્વાનો તૂટી પડશે. આ ને ખૂબ ચગાવો. આદુ ખાઈને આવા મુદ્દાઓને ચગાવો. સમાચાર પત્રોમાં અને ટીવી ચેનલોમાં પ્રમાણભાન રાખ્યા વગર, સાચા ખોટાની ચકાસણી કર્યા વગર, જાહેરાતોની જેમ છાપ્યા કરો. કેટલાક તો માઈના લાલ નિકળશે જે બીજેપીને અથવા રાજકારણ માત્રને નિરર્થક માનશે અને મતદાનથી દૂર રહેશે.

મતદાનથી દૂર રહેવું એ પણ વંશવાદી કોંગ્રેસને/તેના સાંસ્કૃતિક સાથી પક્ષોને મત આપ્યા બરાબર છે.

સર્વોચ્ચ અદાલતોના ન્યાયધીશોએ વિશ્વસનીયતા ગુમાવી છે. પક્ષ સર્વોચ્ચ કે પક્ષના સદસ્યો સર્વોચ્ચ એ નક્કી કરવામાં તેઓએ ગોથાં ખાધા છે. સર્વોચ્ચ અદાલતના માપદંડ સમાન નથી. હિન્દુઓ અને મુસ્લિમો માટે તે ભીન્ન ભીન્ન માપદંડ રાખે છે. મસ્જીદોમાં સ્ત્રીઓને નમાજ઼ પઢવાની અનુમતિ નથી. હિન્દુઓના એકમાત્ર એવા સબરીમાલાના મંદિરમાં ૫૦ વર્ષની અંદરની સ્ત્રીઓનો પ્રવેશ નિસિદ્ધ છે. અદાલત માટે એક છૂટો છવાયો મુદ્દો, મહત્વનો કેસ બને છે કારણ કે તે હિન્દુઓને લગતો છે. જ્યારે મુસ્લિમ સ્ત્રીઓનો મસ્જિદ પ્રવેશ નિષેધ સર્વ વ્યાપક છે. પણ સર્વોચ્ચ ન્યાયધીશો તે વાતથી પોતે અજ્ઞાત છે તેવું બતાવે છે. એટલે સર્વોચ્ચ અદાલત સર્વજ્ઞ અને વિશ્વસનીય નથી તેવું આપણે સહજ રીતે જ માની શકીએ. 

તો હવે આનો ઉપાય શો?

સંકલ્પ કરો કે આવા ગતકડાંઓથી ભરમાઈ જવું નહીં. અને તેનાથી દૂર રહેવું.

(૨) સ્વકેન્દ્રી અપેક્ષાઓ

અસંતોષી નર દરેક પક્ષમાં હોય છે. જેની સ્વકેન્દ્રી અપેક્ષાઓ ન સંતોષાઈ હોય તે પોતાનું મહત્વ અને યોગ્યતા પ્રદર્શિત કરવા જો તે બીજેપીનો હશે તો તે બીજેપીના કાર્યોની ટીકા કરશે. જેમકે યશવન્ત સિંહા, જશવંત સિંહ, સુબ્રહ્મનીયન સ્વામી, રામ જેઠમલાની … વંશવાદી કોંગ્રેસીઓમાં તો બીજેપી વિરોધીઓ તો હોય જ તે આપણે જાણીએ છીએ.

કાળું નાણું તો ઘણા પાસે હોય. કોઈક પાસે થોડું હોય તો કોઈ પાસે વધુ પણ હોય. જેમની પાસે વધુ કાળું નાણું હોય તેમને વિમુદ્રીકરણથી અપાર નુકશાન થયું હોય. પણ ચોરની મા કોઠીમાં મોઢું નાખીને રુવે. એટલે પોતાને થયેલા નુકશાનની વાત તે ન કરે. પણ બહાર તો તે (પોતાનો દિકરો નિર્દોષ છે) અને સરકાર નિર્દોષોને કેવી સતાવે છે તેવો પ્રચાર કરે. મમતા, માયા, સોનિયા, લાલુ, મુલ્લાયમ, જેઠમલાણી …. વિમુદ્રીકરણનો રાતાપીળા થઈને શા માટે વિરોધ કરે છે તે આપણે સમજવું જોઇએ. જેમને થોડું ઘણું એટલે કે સહ્ય નુકશાન થયું હોય તે પણ વિરોધ તો કરે જ. યશવંત સિંહા, જશવંત સિંઘ, સુબ્રહ્મનીયન સ્વામી, મનમોહન …. નો વિરોધ આપણે સમજી શકીએ છીએ.

જો આ ન સમજાતું હોય તો આમાંના કોઈએ દેશમાં ફરતા કાળાનાણાંને સરકારી રેકર્ડ ઉપર કેવી રીતે લાવવું તેનો ઉપાય સૂચવ્યો નથી. જે નાણું દેશમાં અને વિદેશમાં સ્થાવર સંપત્તિમાં રોકાયેલું છે, તે માટે નરેન્દ્ર મોદી જુદા જુદા દેશોમાં પ્રવાસો કરી રહ્યા છે અને કરારો કરી રહ્યા છે તે આપણે જાણીએ છીએ. અને આ પ્રવાસોનો વિરોધ કોણ કરી રહ્યું છે તેની ઉપર તમે ધ્યાન રાખો.

(૩) ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ

આઈ.એન.સી.એ ૧૯૪૮થી જે મૂર્ખતાઓ કરી, જે કૌભાન્ડોની હારમાળાઓ કરી, અને જે જૂઠાણાઓ ફેલાવ્યા તે આપણે જાણીએ છીએ. તેમના સહયોગીઓ કોણ છે તે પણ આપણે જાણીએ છીએ. કોના ઉપર કેસ ચાલે છે અને કોણ કોણ જમાનત ઉપર છે તે પણ આપણે જાણીએ છીએ. આવા લોકો ભેગા થઈ જાય તો શુદ્ધ થઈ જાય એવી વાત મગજ માં ઉતરે તેવી નથી. કારણ કે ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસની નેતાગીરી વાળું યુ.પી.એ.ના દશ વર્ષના સંગઠને તેમના શાસન દરમ્યાન કેટલાં બધાં ખૂલ્લે આમ કૌભાણ્ડો કર્યા તે આપણે જાણીએ છીએ.

પંચતંત્રની એક વાર્તામાં આવે છે ચાર મૂર્ખ પંડિતો જતા હતા. રસ્તામાં નદી આવી. તેમને સમસ્યા થઈ કે હવે નદી પાર કેવી રીતે કરવી? એક મૂર્ખ પંડિતે કહ્યું

“આ ગમિષ્યતિ યત્પત્રં તત્‌ તારિષ્યતિ અસ્માન”

એટલે કે જે પાંદડું તરતું તરતું આવી રહ્યું છે તે આપણને તારશે. એમ કહીને તે પંડિત, તે પાંદડા ઉપર કૂદી પડ્યો.

આવી માન્યતાઓ આપણા કેટલાક મૂર્ધન્યો, પ્રછન્ન અને પ્રત્યક્ષ રીતે ધરાવે છે.

આવી માન્યતાઓથી આપણે દૂર રહેવું.

(૪)  લોકશાહીની સુરક્ષાઃ

કેટલાક વિદ્વાનો માને કે લોકશાહીની સુરક્ષા માટે સબળ વિરોધ પક્ષ અનિવાર્ય છે. કેટલાકને આ દલીલ શીરાની જેમ ઉતરી જાય છે. હાલના તબક્કે ઉપરોક્ત માન્યતાને મઠારવા જેવી છે કે સબળ વિરોધ પક્ષ નહીં પણ સબળ વિરોધની જરુર છે. આજના સબળ સોસીયલ મીડીયાના જમાનામાં દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય સરકારને પહોંચતો કરી શકે છે. અને વિરોધનું કામ તર્ક સંગત હોવું જોઇએ. હાલ તો એવી સ્થિતિ છે કે વિરોધ પક્ષમાં બેઠેલી વંશવાદી કોંગ્રેસ એમ કહે છે કે વિરોધ પક્ષમાં છીએ એટલે વાણી વિલાસ દ્વારા વિરોધ વ્યક્ત કરવાની પ્રવૃત્તિ જ અમે તો કરીશું અને તમે થાય તે કરી લો, અમે સંસદ ચાલવા જ નહીં દઈએ.

વિરોધ કરવામાં સારા નરસાની સમજ ન ધરાવતો અને ભાષા ઉપર બળાત્કાર કરનાર વિરોધ પક્ષ ચૂંટાવાને પણ લાયક નથી. જ્યાં સુધી પચાસના દશકામાં હતો તેવો નીતિમાન નેતાઓનો પક્ષ અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી હાલના વિપક્ષ ઉપર ભરોસો કરવો અને તેને ચૂંટવો તે લોકશાહી ઉપર બળાત્કાર ગણાશે અને ખોટી પ્રણાલીઓ પડશે.

વિરોધ પક્ષ આપોઆપ જ પેદા થશે. આપણે રાહ જોવાનો સંકલ્પ કરીએ.

(૫) નરેન્દ્ર મોદીનો તેના જેવો વિકલ્પ નથી.

જો સદંતર ભ્રષ્ટ એવા ઇન્દિરા-નહેરુવીયન કોંગ્રેસ (આઈ.એન.સી.)ને ૩૫+ વર્ષ નિરપેક્ષ બહુમતિ શાસનના આપ્યા હતા અને ૩૦ વર્ષ બહુમતિ શાસનના આપ્યા હતા તો અણિશુદ્ધ એવા નરેન્દ્ર મોદીને/બીજેપીને ૨૦ વર્ષ તો આપીએ જ તેવો સંકલ્પ કરો.    

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

કાકસ્ય ગાત્રં યદિ કાંચનસ્ય, માણિક્ય-રત્નં યદિ ચંચુદેશે,

એકૈક-પક્ષં ગ્રથિતં મણીનાં, તથાપિ કાકો નહિ રાજહંસઃ

કાગડાનું શરીર સોનાનું હોય, તેની ચાંચમાં માણેક અને રત્ન હોય,

તેની એક એક પાંખમાં મણી જડેલા હોય, તો પણ કાગડો, કાગડો જ રહે છે. કાગડો રાજહંસ બની જતો નથી. ભ્રષ્ટ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ (આઇ.એન.સી.) પક્ષ સુધરી જશે તે માનવું ભૂલ ભરેલું છે.

Read Full Post »

દેશપ્રેમ, ભ્રમણાઓ અને ઝનૂનો

પોતાને (મૂર્ધન્યોને અને કટારીયાઓને) બકાત રાખી બાકીની સમગ્ર જનતાની નિંદા કરવી તેને આપણે આત્મનિંદા કહીશું. આત્મનિંદા એ એક ફેશન છે અને આ ફેશન મૂર્ધન્યોની અને કટારીયાઓની વૈચારિક સ્વયંપ્રમાણિત પ્રગતિશીલતાની નિશાની છે.

સમાજની માનસિકતાને મૂલવવી એ અજ્ઞ આંધળાઓ દ્વારા હાથીને સમજવા જેવી છે. જ્યારે સુજ્ઞ (કેટલાક મૂર્ધન્યો અને કટારીયા લોકો) લોકો સમાજને મુલવવાનો પ્રયત્ન કરે છે ત્યારે પ્રમાણભાન અને પ્રાથમિકતા અને સંદર્ભને સમજવાનો પ્રયત્ન કરતા નથી.

કેટલાક મૂર્ધન્યો અને કટારીયાઓ દ્વારા કહેવામાં આવે છે કે “ભારતવાસીઓ દંભી છે, ઝનુની છે, અપ્રામણિક છે, વાસ્તવમાં દેશપ્રેમી નથી, પ્રાંતવાદી છે, ભાષાવાદી છે, વિરોધી વિચાર પ્રત્યે અસહિષ્ણુ છે, જ્ઞાતિવાદી છે … .”

જો કે આ બધાં જે વિશેષણો વપરાયા તે ખાસ કરીને હિન્દુઓના સંદર્ભમાં જ છે એવો સંદેશ છે. ભારતની અને તે પણ ખાસ ભારતની હિન્દુ જનતા જે ૮૦ ટકા વસ્તી ધરાવે છે તેનું સમાજમાં પ્રતિબિંબ પડતું હોય તેને સહજ માનવું જોઇએ, અને તેને વસ્તીના પ્રમાણમાં મૂલવવી જોઇએ.

કોણ કોને બહેકાવી રહ્યું છે?

ભારતીય હિન્દુઓ કઈ દિશામાં જઈ રહ્યા છે? ભીન્ન ભીન્ન પક્ષના રાજકારણીઓ તેમને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે? જે તે દિશામાં સમાજને લઈ જવામાં ભીન્ન ભીન્ન રાજકીય પક્ષોનું કેટલું યોગદાન છે? આ રાજકીય પક્ષોની પ્રાથમિકતા કઈ છે તેમજ સમાજની સંરચનામાં કયા પરિબળો ભાગ ભજવી શકે છે અને ભજવે છે? આ સઘળી વાતોના ઉત્તરોને આપણે અવગણી ન શકીએ.

સમાજનું ચારિત્ર્ય કોણ ઘડે છે?

ગાંધીજીએ તેમને મરતા શિખવ્યું હતું

ઉત્પાદન અને વહેંચણીના તંત્ર દ્વારા સમાજનું ચારિત્ર્ય ઘડાય છે. ઉત્પાદન અને વહેંચણીનું તંત્ર કોણ બનાવે છે? ઉત્પાદન અને વહેંચણીનું તંત્ર કેન્દ્ર સરકાર ઘડે છે. કેન્દ્રમાં નહેરુવીયન કોંગ્રેસે ૨૫ વર્ષ સંપૂર્ણ ૨/૩ બહુમતી થી રાજ કર્યું. તેમાં પણ ૧૮ માસ તો મનમાની રીતે રાજ કર્યું. ૧૫ વર્ષ સૌથી મોટા પક્ષ તરીકે રાજ કર્યું. આ પક્ષે ભારતીય જનતાનું ચારિત્ર્ય ઘડવામાં સિંહ ફાળો આપ્યો છે તેને આપણે અવગણી ન શકીએ.

ભારતીયો દંભી છે?

જ્યારે જનતાનો મોટો ભાગ અભણ હોય, બેકાર હોય  અને ગરીબ હોય ત્યારે તેમના માર્ગદર્શક કોણ હોય છે? સુજ્ઞ જનો, મૂર્ધન્યો અને સમાચાર માધ્યમો અને રાજકારણીઓ તે પણ ખાસ કરીને સત્તાધારી પક્ષના નેતાઓ તેમના માર્ગદર્શક હોય છે. જો તમે દંભી વ્યક્તિઓની સૂચી બનાવો તો આ વાત તમને આપો આપ સમજાઈ જશે. એટલે આપણે તેનું પુનરાવર્તન નહીં કરીએ. જનતામાં રહેલા દેશપ્રેમી તત્વને આપણે અલગ રીતે ચર્ચીશું.

ભારતવાસીઓ ઝનૂની છે?

ઝનૂન ઘણી જાતના હોય છે. એક ઝનૂન સ્વયંભૂ હોય છે. એક ઝનૂન ગેરસમજૂતી થી ઉત્પન્ન થયું હોય છે એટલે કે અફવાઓથી પેદા થયેલું હોય છે. એક ઝનૂન પ્રતિક્રિયાના રુપમાં હોય છે. પશ્ચિમ પાકિસ્તાનમાંથી હિન્દુઓની જે હકાલપટ્ટી થઈ તેને આપણે મુસ્લિમોના ધાર્મિક ઝનૂન સાથે સરખાવી શકીએ. આ ઝનૂન મુસ્લિમોએ કરેલું સ્વયંભૂ ઝનૂન હતું. ૧૯૪૭ થી ૧૯૪૮ સુધીના સમયગાળામાં અફવાઓ દ્વારા પ્રતિક્રિયાત્મક ઝનૂને ભાગ ભજવ્યો હશે. પણ તે પછી ત્યાંની સરકારના આ ઝનૂનને આશિર્વાદ મળ્યા હતા અને મળ્યા છે. અને તેનું કારણ આજ સુધી ચાલી રહેલી પાકિસ્તાનમાંથી હિન્દુઓની હિજરત છે, આ ઝનૂનને આપણે પ્રતિકારાત્મક ઝનૂન ન કહી શકીએ. પૂર્વપાકિસ્તાન અને બંગલાદેશમાંથી હિન્દુઓની હિજરત પણ આવી જ છે. મુસ્લિમોના ઝનૂનની સામે હિન્દુઓનું ઝનૂન શૂન્ય બરાબર કહેવાય.

કાશ્મિરમાં હિન્દુઓની કત્લેઆમ કરી અને લાખોની સંખ્યામાં હિજરત કરાવવી, એ કાશ્મિરી મુસ્લિમોના ઝનૂનને, ભારતભરના મુસ્લિમોએ મૂક સંમતિ આપી છે. આ ઘટનાઓને તેના પ્રમાણના સંદર્ભમાં જોતાં સમાચાર માધ્યમોના કટારીયાઓએ, નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ મૌન ધારણ કરી મૂક સંમતિ આપી એમ જ કહી શકાય. આવા વલણની પાછળ તેમની મુસ્લિમોને થાબડભાણા કરવાની નીતિ જવાબદાર છે.

ગૌહત્યા વિરુદ્ધના હિન્દુઓના ઝનૂન વિષે શું કહીંશું?

શું એકના ઝનૂનની પ્રતિક્રિયાના રુપે ઉત્પન્ન થયેલા બીજા ઝનૂનને વ્યાજબી ઠેરવી શકાય?

ના જી.

અસામાજીક તત્વો અને ઝનૂની લોકો બધા જ ધર્મોમાં હોય છે. સવાલ ફક્ત પ્રમાણનો છે. સદભાગ્યે બીજેપી શાસિત સરકારોએ કાયદો અને વ્યવસ્થાને લગતા પગલાં લીધા છે અને પોતાની નીતિ-રીતિ સ્પષ્ટ કરી છે. સરકારે લીધેલા પગલાઓનું સમાચાર પત્રોએ વિવરણ કરવું જોઇએ અને તેના ઉપર નિરીક્ષણ કરી તેનો અહેવાલ સતત આપતા રહેવું જોઇએ. જનતંત્રમાં સરકારને સુધારવાનું આ એક પરિબળ છે. ભૌગોલિક વિસ્તારોમાં જ્યાં હિન્દુઓ લઘુમતિમાં હોય અને તેમને બહુમતિમાં રહેલી લઘુમતિ તરફથી જો કનડગત થતી હોય તો તેના વિવરણ પણ સમાચાર પત્રોમાં આવવા જોઇએ. સમાચાર માધ્યમોના માપદંડ સમાન હોવા જોઇએ. પણ આવું નથી. કેરેનામાં, કેરાલાના, મદ્રાસના, આંધ્રના, કર્નાટકના અને પશ્ચિમ બંગાળના અમુક વિસ્તારોમાં અને પૂર્વોત્તર રાજ્યોમાં જ્યાં લઘુમતિ પોતે બહુમતિમાં હોય છે અથવા તો તે અસામાજિક રીતે બહુમતિમાં હોય છે અને જો તે હિન્દુઓને કનડતી હોય છે તો તેના વિવરણો તો શું સમાચારો પણ આવતા નથી સિવાયકે કોઈ સંસદ તે અંગે પ્રશ્ન કરે ત્યારે જનતાને ખબર પડે છે કે આવું કશુંક થયું છે. વાસ્તવમાં આ સમસ્યાને કાયદો અને વ્યવસ્થાની ગણવી જોઇએ.

મૂર્ખ કે બેવકુફ નેતાઓ કે આત્મકેન્દ્રીઓ ફક્ત નહેરુવીયન કોંગી સમાજમાં જ હોય છે તેવું નથી. મોટાભાગની સંસ્થાઓમાં આવા નેતાઓ હોય છે. તેઓ જાણે અજાણે એવા ઉચ્ચારણો કરતા હોય છે કે સમાચાર માધ્યમો અને આ નેતાઓના  વિરોધીઓ ચગાવી શકે છે. મોહન ભાગવત ક્યારેક ક્યારેક એવા ઉચ્ચારણો કરે છે કે તેને બીજેપી વિરોધીઓ ચગાવી શકે છે. બીજેપીના જન્મજાત વિરોધીઓ કોણ છે તે આપણે જાણીએ છીએ. એવું પણ બને કે કે મોહન ભાગવતના નિવેદનનો અર્થ કોઈ જાતિવિશેષ માટે ન હોય પણ મારી મચડીને  તેમના ઉચ્ચારણનું લાગતા વળગતા નેતાઓ જાતિ વિશેષને સાંકળીને અર્થઘટન કરે છે. જેમ કે “જ્ઞાતિ આધારિત અનામતની અસરોની ફેરવિચારણા કરવી જોઇએ”, “ભારત માતાની જય બોલવાનું પણ હવે શિખવાડવું પડે છે”, આ બધા આમ તો સામાન્ય પ્રકારના “બાવાઓ બોલે” એવા ઉચ્ચારણો છે. પણ કારણ કે, તેમની સંસ્થા હિન્દુધર્મ સાથે સંકળાયેલી છે અને બીજેપીની તથા કથિત મત બેંક છે તેટલે તેને હદબહાર ચગાવી “પ્રધાનમંત્રી સ્પષ્ટીકરણ કરે” એવી માગણી પણ ચગાવવામાં આવે છે. કેટલાક જાતિગત નેતાઓ તો આવા કોઈ ઉચ્ચારણોની રાહ જ જોતા હોય છે. કારણકે તેમને સમાચાર માધ્યમો દ્વારા પ્રસિદ્ધિ મેળવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થતો હોય છે. સમાચાર માધ્યમો પણ આ માટે ટાંપીને બેઠા હોય છે. “મેરા ગલા કાટોગે તો ભી મૈં ભારતમાતાકી જય બોલુંગા નહીં”….. “મૈં કોઈ ભી હાલતમેં જયશ્રી રામ બોલુંગા નહીં….” વાસ્તવમાં જુઓ તો આવા કોઈ મુદ્દા જ હોવા ન જોઇએ. આવા મુદ્દાઓ જો ચર્ચવા હોય તો શૈક્ષણિક હેતુ માટે અનામત રાખવા જોઇએ. પણ મુસ્લિમ નેતાઓ પોતે હિન્દુઓથી અલગ છે અને પોતે આળા પણ છે તે લક્ષણ પ્રદર્શિત કરવા આતુર હોય છે. રામને ઈશ્વર માનવા તે હિન્દુઓ માટે પણ અનિવાર્ય નથી. પણ જયશ્રી રામ કહેવાથી રામ ને ઈશ્વર માન્યા તેવું સિદ્ધ થતું નથી. રામ એ ભારતનું એક મહાન ઐતિહાસિક પાત્ર છે. જેમ શિવાજી છે, જેમ મહાત્મા ગાંધી છે તેમ રામ છે. “રામના વિચારોનો જય હો, કે રામનો જય હો, કે રામદ્વારા કે રામના સિદ્ધાંતો દ્વારા અમારો જય હો…” આમાં કશું વિરોધ કરવા જેવું નથી, કે કમસે કમ પ્રસિદ્ધિ આપી ચગાવવા જેવું નથી. પણ એક મુસ્લિમ નેતાએ જયશ્રી રામ કહ્યું એટલે મુસ્લિમ ધર્મ ગુરુએ ફતવો જારી કરી પોતાના ધર્મના લોકો કેટલા આળા છે તેનું પ્રદર્શન કર્યું.

તમે કોઈની નજીવી તથા કથિત ભૂલોને દરગુજર ન કરો અને તેને ચગાવો તે શું દેશપ્રેમ છે? સમાચાર માધ્યમોએ સમાચારોને સંવેદનશીલ શબ્દોમાં ગોઠવવામાંથી બચવું જોઇએ. ભાષા ઉપર બળાત્કાર ન થવો જોઇએ. દેશને વિભાજિત કરવો એ દેશપ્રેમ નથી.

પ્રદેશ દ્વારા અને ભાષા દ્વારા વિભાજન

ભાષાવાર પ્રાંત-રચના (રાજ્ય રચના) કરવાનો ગાંધીજીનો હેતુ એ હતો કે જે તે પ્રદેશનો વહીવટ, તે પ્રદેશની આમજનતાની ભાષામાં થાય અને આમ જનતા વહીવટમાં હિસ્સો બની શકે. શિક્ષણનું માધ્યમ પણ આમ જનતાની જ ભાષા હોય. ગાંધીજીને એ ખ્યાલ પણ હતો કે બીજા પ્રદેશોના લોકો કોઈ એક પ્રદેશમાં પોતાનું પ્રભૂત્ત્વ સ્થાપી શકે છે. જો આવું થાય તો જે તે પ્રદેશની આગવી ઓળખ જાળવી ન શકાય. દરેક રાજ્યની પોતાની સંસ્કૃતિ અને પ્રણાલીઓ હોય છે. એટલે તેને જાળવવી જોઇએ. ગુજરાતમાં ગુજરાતી સંસ્કૃતિ અને મહારાષ્ટ્રમાં મરાઠી સંસ્કૃતિનું રક્ષણ થવું જોઇએ. એટલે કે ભૂમિપૂત્રોને માટે આરક્ષણ હોવું જોઇએ. આવા આરક્ષણનું પ્રમાણ યથા યોગ્ય રીતે નક્કી કરવું જોઇએ. જો તમે કોઈ એક પ્રદેશમાં કાયમી વ્યવસાય કે રાજ્યની નોકરી કરવા જાઓ તો તમને તે પ્રદેશની ભાષા આવડવી જોઇએ. આ ભાષાની કક્ષા બારમા ધોરણ જેટલી હોવી જોઇએ.

જ્યારે કોઈ એક નગર અમુક હદથી વધુ વિકસી જાય ત્યારે સ્થાનિક લોકો જોઈતા પ્રમાણમાં મળતા નથી. ક્યારેક એવું પણ હોય કે કોઈએક પ્રદેશમાં બહારના લોકોએ જ તે શહેરને વસાવ્યું હોય અને પહેલેથી જ સ્થાનિક લોકો લઘુમતિમાં હોય. ભાષાવાર પ્રાંતરચના  ગ્રામ્યવિસ્તારોને આધાર લઈને નક્કી કરવામાં આવેલી. આ કારણથી મુંબઈ મહારાષ્ટ્રને મળેલું. જ્યારે મુંબઈના દ્વિભાષી રાજ્યનું વિભાજન થયેલ ત્યારે એવું નક્કી થયેલ કે “મુંબઈનું પચરંગીપણું” જાળવી રાખવામાં આવશે. પણ નહેરુવીયન કોંગ્રેસે આ વચન નિભાવ્યું નથી. જ્યારે આમ જ હોય, તો શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના કે જેની રચના, ભાષાકીય ભેદભાવ ઉત્પન્ન કરી મતબેંક માટે જ થઈ હોય, તે તો આવું વચન નિભવવામાં માને જ ક્યાંથી.

૧૦૦ વર્ષ પહેલાં મુંબઈમાં દુકાનોના અને રસ્તાઓના નામ ગુજરાતીમાં હતા. રેલ્વે સ્ટેશનના બોર્ડ પણ અંગ્રેજી ઉપરાંત ગુજરાતીમાં લખેલા જોવા મળતાં હતાં.

પણ હવે?

મરાઠીભાષાની લિપિ દેવનાગરી છે તેમ છતાં પણ રેલ્વે સ્ટેશનના નામ દેવનાગરીના જુદા ફોન્ટ વાપરી, તેને મરાઠીમાં ખપાવી, ગુજરાતી ભાષાને લુપ્ત કરી દીધી છે. દુકાનોના બોર્ડ જે ક્યાંક ક્યાંક ગુજરાતી લિપિમાં જોવા મળતા હતા તેમાં પણ હવે આ મરાઠી નેતાઓને વાંધો પડવા માંડ્યો છે.

જો વાસ્તવમાં જોઇએ તો મહારાષ્ટ્રની મરાઠીભાષી આમજનતા અને ખાસ કરીને ભણેલી જનતા આવી નથી. પણ તેની જે નેતાગીરી છે તે આવી સંકૂચિત છે. સંકૂચિત હોવું એ નબળા મનની નિશાની છે અને સંકૂચિત મનવાળી વ્યક્તિ સૌ પ્રથમ ભ્રષ્ટ થાય છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે શિવસેનાએ અને એમએનએસે પોતે દેશપ્રેમી થવાની જરુર છે. “નરેન્દ્ર મોદીએ આમ કરવું જોઇએ અને નરેન્દ્ર મોદીએ તેમ કરવું જોઇએ” એવા દેકારા પડકારા કરવાથી દેશપ્રેમ સિદ્ધ થતો નથી.  જેમ દેશમાં અનેક ધર્મ હોય છે તેમ દેશમાં અનેક ભાષા હોય છે. જેમ બીજા ધર્મો પ્રત્યે આદાર હોવો જોઇએ તેમ બીજી ભાષા પ્રત્યે પણ આદર હોવો જોઇએ. જો તમે બીજી ભાષાનો અનાદર કરો તો તમારી દેશભક્તિમાં સાચે જ કચાસ છે.

જો કે આ બંને ભાષાના ઝનૂનપક્ષો કોંગ્રેસની પહેલાં નષ્ટ પામી જશે.

નબળા મનની ગુજરાત નહેરુવીયન કોંગ્રેસ

૧૯૭૨માં ચિમનભાઈ પટેલનો “પંચવટી”વાળો કિસ્સો પ્રપંચવટી તરીકે ઓળખાયો હતો. આ સમયમાં ઇન્દિરા ગાંધીનો ચડતો સિતારો હતો. જેમ પાકિસ્તાનની રચના જુઠાણા ઉપર થઈ છે તેમ ઇન્દિરાગાંધીના કોંગ્રેસ (આઈ) એટલે કે કોંગીની રચના જુઠાણા ઉપર થઈ હતી. રાષ્ટ્રપતિ પદના કોંગ્રેસના ઉમેદવાર સંજીવરેડ્ડી હતા. પણ ઇન્દિરા ગાંધીને તે પસંદ ન હતા. એટલે તેમણે વીવી ગિરીને ઉભા કરેલ અને પક્ષમાં “અંતરાત્માના અવાજ પ્રમાણે” મત આપવો એ શબ્દ પ્રયોગ કરી વીવી ગિરીનો પ્રચાર કરેલ. વીવી ગિરી જીતી પણ ગયા હતા. આવા અંતરાત્માઓથી નહેરુવીયન કોંગ્રેસ ફાટ ફાટ થાય છે. ૧૯૪૬માં નહેરુએ પોતે ખૂદ પોતાના અંતરાત્માના અવાજને માન આપીને વડાપ્રધાન પદની દાવેદારી કરી હશે. ઇન્દિરા ગાંધીના સમયમાં આ રોગે બધી સીમાઓ પાર કરી દીધી. ચિમનભાઈ પટેલે પોતાના વિધાનસભ્યોને પંચવટી ફાર્મમાં હરણ કરી રાખ્યા હતા. એ પછી આપણા શંકરસિંહે ધારાસભ્યોના હરણ કરી ખજુરાહોમાં રાખ્યા હતા. હાલમાં ગુજરાતના નહેરુવીયન કોંગ્રેસના વિધાનસભાના સદસ્યોને શક્તિસિંહ ગોહેલે બેંગલોર નજીકના કોઈ રીસોર્ટમાં હરણ કરી રાખ્યા છે. “અપહરણ” શબ્દ આપણે નથી વાપરતા. કારણ કે સીતાનું હરણ થાય તો તેને સીતાનું અપહરણ થયું એમ કહેવાય. પણ સુભદ્રાનું હરણ થાય તો તેને સુભદ્રાનું અપહરણ થયું એમ ન કહેવાય.  અપહરણમાં પરસ્પર પ્રેમની ભાવના હોતી નથી. હરણમાં પરસ્પર પ્રેમની ભાવના હોય છે.  પણ ઉપરોક્ત નહેરુવીયન કોંગ્રેસી હરણોમાં પરસ્પર પ્રેમની ભાવના તો નથી પણ હરણ પામેલા આત્માઓ તેમના “અંતરાઅત્માના અવાજ પ્રમાણે” રાજસભાની ચૂંટણીમાં મતદાન કરશે તો …? આ ભય છે.

આમ તો આમાં બે બાપુઓ આમને સામને છે. જો કે પ્રોક્સી યુદ્ધમાં બીજેપી સામેલ છે. વિધાન સભાના છ સભ્યો ઑલરેડી બીજેપીમાં ભળી ગયા. નહેરુવીયન કોંગ્રેસને પોતાના પક્ષના વિધાન સભ્યો ઉપર વિશ્વાસ નથી. પણ આવું જાહેરમાં તો કહેવાય કેમ?

જે પક્ષ પોતાને (લેવા દેવા વગર) દેશની સ્વાતંત્ર્યની લડતને પોતાની ધરોહર માને છે તે પક્ષના પ્રમુખને પોતાના સાદા સદસ્ય ઉપર નહીં પણ વિધાનસભાના સદસ્યની નીતિમત્તા ઉપર અને નિડરતા ઉપર એટલી બધી શંકા છે કે ….

ઇન્દિરા ગાંધીનો જમાનામાં વિજાણું ઉપકરણો એવા ન હતા કે તમે ધમકી આપનારને કે લલચાવનારના ઉચ્ચારણોને અને મુલાકાતોને વિજાણું ઉપકરણોની મદદથી દ્ર્ષ્ય શ્રાવ્યમાં રેકૉર્ડ કરી શકો. જો કે ઇન્દિરા ગાંધી, પોતાના વિરોધીઓના શ્રાવ્ય સંવાદો ગેરકાયદેસર રેકૉર્ડ કરવતી હતી. “મોઈલી પ્રકરણ” પ્રકાશમાં આવેલ.

હાલના સમયમાં હવે તો તમે તમારી ઉપર આવતા ફોનકૉલ અને તમને રુબરુમાં મળતા માણસોની વાતો અને પ્રસંગોને રેકૉર્ડ કરી શકો છો. ધારો તો તેમને બહુ સહેલાઈથી ઉઘાડા પાડીને યુ-ટ્યુબ, ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર ઉપર અને તમારી માનીતી ટીવી ચેનલો ઉપર પણ ફેલાવી શકો છો. આ બધું એક દમ સરળ છે. તમે બીજેપીવાળાઓની અને તેમના સહાયકોની રેવડી દાણાદાણ કરી શકો છો. જો કોઈ પોલીસ અધિકારી સંડાવાયેલો હોય તો તેને ઉઘાડો પાડીને બરતરફ કરાવી શકો છો. ન્યાયતંત્ર એટલું બધું તો ખાડે ગયું જ નથી કે તમે આવું કશું ન કરી શકો.

પણ આ નહેરુવીયન કોંગ્રેસીઓ આ વાત ઉપર મૌન છે.  એ લોકો તો માને છે કે કે જો તેમના વિધાન સભાના સદસ્યો ગુજરાતમાં ક્યાંય પણ હશે તો તે ફૂટી જશે. તેથી આવા એક કે બે નહીં પણ … પૂરા ૪૨ સદસ્યોને બેંગલોર ભેગા કરવા પડ્યા કે જ્યાં નહેરુવીયન કોંગ્રેસનું રાજ ચાલે છે. વળી આ સદસ્યોના  મોબાઈલ ફોન પણ લઈ લેવામાં આવ્યા જેથી કોઈ (બીજેપીવાળા) તેઓને ફોન ઉપર ધમકી કે લાલચ આપી ગભરાવી કે લલચાવી ન શકે. અમારા નહેરુવીયન કોંગ્રેસના સદસ્યો તો બિચારા ગભરુ હરણ જેવા છે. હા જી, અમે ગુજરાત વિધાનસભા માટે એવા જ ઉમેદવારો પસંદ કરીએ છીએ.

આવા ડરપોક અને દહીં-દુધીયા નહેરુવીયન કોંગ્રેસના વિધાનસભાના સભ્યો પાસેથી તમે દેશપ્રેમની શી આશા રાખી શકો છો?

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

વાલ્મિકીમાં થી વાલિયો લૂંટારો બને ખરો?

આપણે વાલિયા લૂંટારાની વાત તો સાંભળી છે. તો થોડી તેની વાત સમજી લઈએ.

એક હતો લૂંટારો. તેનું નામ વાલિયો લૂંટારો.

પાપી પેટ માટે તે જંગલમાં જતા આવતા માણસોને લૂંટતો. ખૂન કરતો હતો કે કેમ તેની ખબર નથી.

 

એક વખત નારદ મૂની આવ્યા અને તેને પૂચ્છ્યું કે બધું પાપ તું શા માટે કરે છે?

વાલિયાભાઈએ કહ્યું કે હું બધું પાપી પેટો (પેટનું બહુવચન) માટે કરું છું.

નારદે કહ્યુંપેટોએટલે શું?”

વાલિયાએ કહ્યું એક તો મારુ પેટ, મારી પત્નીનું પેટ, મારી માતાનું પેટ, મારા પિતાનું પેટ, મારા પુત્રનું પેટ અને આવનારા સંતાનોનું પેટ. બધા પેટોના માટે હું લૂંટ કરું છું.

નારદે પૂછ્યું કે પણ આ બધું તો પાપ છે અને તારે તેના ફળ ભોગવા પડશે. તારા માતા પિતા, પત્ની કે સંતાનો, તારા આ પાપનું ફળ શૅર કરી શકીશે નહીં.

લૂંટનો માલ વાપરવો એ પણ ગુનો બને છે

વાલિયાએ કહ્યું “એવું તે કંઈ હોય ખરું? લૂટનો માલ વાપરવો એ પણ ગુનો બને છે”

નારદે કહ્યું “હે વાલિયા, આવી કાયદાની જોગવાઈ હાલ તો નથી. તારો જન્મ અતિશય વહેલો છે. કળીયુગમાં આવો કાયદો તારા જ્ઞાતિબંધુ જ્યારે ભારતનું સંવિધાન લખશે ત્યારે કરવાના છે. હાલ તો કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી. ખાતરી ન થતી હોય તો એક્સ્પર્ટ ઓપીનીયન તરીકે તારા માતા પિતાને પૂછી જો.

વાલિયા ભાઈએ માતાપિતાને પૂછ્યું. તેમણે કહ્યું “જે કરે તે ભોગવે. અમે કેવીરીતે તારું પાપ શેર કરી શકીએ?” વાલિયા ભાઈને થયું કે “આમની તો હવે ઉંમર થઈ. લેટેસ્ટ માહિતિ પત્ની પાસે હશે. વાલિયા ભાઈએ પત્નીને પૂછ્યું. તેણે પણ તેવો જ જવાબ દીધો. વાલિયા ભાઈને થયું કે “આ તો રાંધવામાંથી અને ખાવામાંથી જ ઉંચી આવતી નથી. માટે હવે મને પુત્રને જ પૂછવા દે”. આ વાલિયા ભાઈએ પુત્રને પૂછ્યું. પુત્રે પણ એવો જ જવાબ આપો.

વાલિયાભાઈએ વિચાર્યું કે “આતો ભારે કરી … બધાને લૂંટનો માલ ખાવો છે અને પાપ શૅર કરવું નથી. કાયદો જ અન્યાય કર્તા છે. આવો કાયદો ઑટોમેટિક જ રદ થવો જોઇએ.

વાલિયાભાઈ બહુ વહેલા જન્મેલા હોવાથી તેમના સમયમાં લૂંટનો માલ ખાવામાં ગુનો બનતો ન હતો. તેમણે નારદજીને પૂછ્યું કે “હે નારદજી, મારે હવે શું કરવું જોઇએ?”.

નારદે કહ્યું “ તું હવે તારા આ ધંધાને રામ રામ કર. અને ખૂબ ચિંતન કર. કવિ બની જા. તું બહુશ્રુત થઈ જઈશ. તારી ઈચ્છાઓ પુરી થશે. આ ભવમાં નહીં તો બીજા કોઈ ભવમાં”

“પણ હે નારદજી જેઓ મારા ઉપર જેઓ આધાર રાખે છે તેમનું શું થશે? તેમના રોટલા કેવીરીતે નિકળશે?”

“હે વાલિયા, તું તારો વિચાર કર. હું કરું  … હું કરુ … એવા વિચારો છોડી દે…. તું કશું જ કરતો નથી. બધું ઈશ્વર જ કરે છે. રોટલો પણ એ જ છે, ખાનાર પણ એ જ છે અને ખાવાની ક્રિયા પણ એ જ છે.”

વાલિયાભાઈને નારદ મુનિના ઉપદેશમાં કંઈ ગતાગમ ન પડી. ધંધો કેવી રીતે કરવો, ચિંતન એટલે શું, બહુશ્રુત એટલે શું એ બધું સમજ્યા નહીં. પણ વાલિયા ભાઈને “રામ રામ” કર એ યાદ રહી ગયું. એટલે વાલિયાભાઈ રામ રામ બોલવા લાગ્યા.

ૐ શાંતિ, રાધે રાધે, જે શ્રી કૃષ્ણ

હવે તમે કોઈ પણ જપ કરો એટલે વિચારવું તો પડે . જો વિચાર ન કરો તો ઉંઘ આવી જાય. એટલે વાલિયાભાઈએ વિચારવું શરુ કર્યું. વિચારવા માટે કંઈ ભણેલા હોવું જરુરી મનાતું નથી. જેમકે મોહમ્મદ સાહેબ પણ ભણેલા હતા. તો પણ તેમણે કુરાન આપ્યું જેને દૈવી અવતરણ માનવામાં આવે છે.

એક વખત વિચારવાની ટેવ પડી પછી છૂટતી નથી. એક એવી માન્યતા છે કે તમે યોગ કરો તો તમારી બધી ઈન્દ્રીયો શુદ્ધ થાય. બુદ્ધિ સહિતની બધી ઈન્દ્રીયો શુદ્ધ થાય અને બધી રીતે શુદ્ધિ થાય. આપણે એની ચર્ચા નહીં કરીએ. પણ રામ નામે એક રાજા થયો અને વાલ્મિકી નામે એક ઋષિ થયા. આ વાલ્મિકી ઋષિએ રામની જીવન કથા લખી.

હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી મારી, પૂણ્યશાળી બને છે.”

હવે વાત પૂરી. ઋષિપદની માન્યતા મળવાનું કારણ તેમનું ચિંતન અને રામાયણની રચના હતી.

વાલિયામાંથી વાલ્મિકી ઋષિમાં પરિવર્તન થવું એવા બનાવો તો અવાર નવાર થયા કરે છે. જો કે ક્યારેક વિવાદો પણ ચાલે છે. જેમ કે કહેવાય છે કે આસુમલ પહેલાં દારુની હેરફેર કરતા હતા. તેમણે તપ કર્યું કે નહીં તે આપણે જાણતા નથી. પણ તેઓશ્રી સંત આશારામ બાપુ તરીકે પ્રખ્યાત થયા. તેમને મારા જેવા ઓશો આસારામ કહે છે. જો કે વાત જુદી છે કે તેઓશ્રી અત્યારે રોજમરોજ જેલના સળીયા ગણે છે. વાત જવા દો.

વાલિયા લૂંટારામાંથી વાલ્મિકી ઋષિ બન્યા તે તો આપણે જાણ્યું.

તેનાથી ઉંધું બને ખરુ?

આનાથી ઉંધું એટલે શું?

વાલ્મિકી ઋષિમાંથી વાલિયો લૂંટારો બને ખરો?

હાજી. આવું બને ખરું અને બને પણ છે.

જે વ્યક્તિ, કસોટીમાંથી પસાર થયા વગર, મોટા પદને પ્રાપ્ત કરે છે ત્યારે તેને લાગતા વળગતા સુજ્ઞ લોકો  વાલ્મિકી ઋષિ તરીકે ઓળખાવતા હોય,  તેવી વ્યક્તિ વાલિયો લૂંટારો બની જાય છે. આવા વાલિયા લૂંટારા અનેક વાલિયા લૂંટારા જેવા માનસિક સંતાનોને જન્મ આપે છે.

હાજી. જે ૨૫/૨૬ જુન છે.

નહેરુવીયન કોંગ્રેસીઓએ આજના દિવસની ઉજવણી કરવી જોઇએ. એટલું નહીં પણ જેમણે કટોકટીને આવકારી હતી તે સૌએ આજે કટોકટીના જન્મદિવસની ઉજવણી કરવી જોઇએ. જેઓ પોતાને નિડર માનતા હતા તેઓએ પણ જો કટોકટીને આવકારી હોય તેવા સૌ લોકોએ જેમકે સામ્યવાદીઓ, હરિવંશરાય બચ્ચન, શિવસેનાના સ્થાપક બાલ ઠાકરે, શિવસૈનિકો, સમાચાર માધ્યમોના તંત્રીઓ અને સમાચાર માધ્યમોના માલિકો સૌએ આજે ઉજવણી કરવી જોઇએ. જો કે સામ્યવાદીઓ તો લોકશાહીમાં માનતા નથી એટલે તેમણે તો આજના દિવસને વિજય દિવસ મનાવવો જોઇએ.

તમે કહેશો કે આમાં વાલ્મિકી કોણ અને વાલિયો લૂંટારો કોણ?

હા જી મુદ્દાની વાત તો છે.

મહાત્મા ગાંધીની કોંગ્રેસ એટલે વાલ્મિકી ઋષિ, નહેરુવીયન કોંગ્રેસ એટલે વાલિયો લૂંટારો

ઓગણીસમી સદીમાં કોંગ્રેસ નામની એક ક્લબ હતી. આમ જનતા સાથે તેનો કેટલો સંબંધ હતો તે આપણે જાણતા નથી. આમ જનતા અને બ્રીટીશ સરકાર વચ્ચે એક સેતુનું કામ કરે અને ગેરસમજુતીઓ સંવાદ દ્વારા દૂર કરે તે ક્લબનું ધ્યેય હતું.

૧૯૧૬માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા. તેમણે કોંગ્રેસને આમ જનતા માટે ખૂલ્લી મૂકી. કોંગ્રેસ સંગઠનને ગ્રામ્ય સ્તર સુધી વિકસાવ્યું. તેઓશ્રી સત્ય, અહિંસા, પ્રેમ, માનવીય હક્કો અને સમાનતાના ગુણોને અંતિમ કક્ષાના વિચારશીલ મનુષ્યો સુધી લઈ ગયા. ગાંધીજીએ માનવીય હક્ક માટે કેવીરીતે લડવું, અન્યાયકારી કાયદાઓ સામે કેવીરીતે લડવું તેના નિયમો અને પ્રક્રિયાઓ નક્કી કરી. આમ ખરા અર્થમાં કોંગ્રેસ સંસ્થાવાલ્મિકીઋષિ બની હતી.

જો કે સંસ્થા અને વ્યક્તિમાં ફેર તો હોય છે . કારણ કે સંસ્થાનું હૃદય અને મગજ તેની કારોબારી હોય છે. સૌ સભ્યોનું આચારણ સંસ્થાના સંવિધાનમાંના પ્રાવધાનો અનુસાર હોવું જોઇએ. પણ વ્યક્તિનું હૃદય અને મગજ તો તેનું પોતાનું હોય છે તેથી માનસિક રીતે તે કેવો છે તે જ્યાં સુધી તે મનના નિર્ણયોને અમલમાં મૂકે ત્યાં સુધી તેને જાણી શકાય.

ટૂંકમાં, કોંગ્રેસ એક એવી સંસ્થા હતી કે જેને તમે ઋષિ સાથે સરખાવી શકો. કેટલાક વિવાદાસ્પદ બનાવોને અને વ્યક્તિઓને બાદ કરતાં કોંગ્રેસની આવી સ્થિતિ ઓછામાં ઓછી ૧૯૪૪ સુધી તો ચાલુ રહી હતી.

આવી કોંગ્રેસ સંસ્થા, વાલ્મિકી ઋષિમાંથી વાલિયો લૂંટારો ક્યારે થઈ?

કોઈ પણ વ્યક્તિનું હૃદય પરિવર્તન રાતોરાત થઈ જતું નથી. માન્યતાઓની નિરર્થકતા કદાચ રાતોરાત સમજાઈ જાય. પણ તે નિરર્થકતાને અને સત્યને આત્મસાત્થવા માટે વર્ષો વીતી જાયવાલિયા લૂંટારાને લૂંટના ધંધાની નિરર્થકતા તો રાતોરાત થઈ ગઈ હશે પણ સત્ય અને શ્રેય ને આત્મસાત કરવામાં વાલિયાભાઈને ઘણું ચિંતન કરવું પડ્યું હતું. કહેવાય છે કે વાલિયા ભાઈ સુધબુધ ખોઈ બેઠેલા. તેમના ઉપર ઉધાઈનો રાફડો જામી ગયો હતો. જે હોય તે, પણ વાલિયા લૂંટારામાંથી વાલ્મિકી ઋષિ બનવામાં દશકાઓ વીતી ગયા હતા.

તો શું કોંગ્રેસ સંસ્થાને વાલ્મિકી ઋષિમાં થી વાલિયો લૂંટારો થવામાં વર્ષો વીતી ગયા હતા?

નાજી અને હાજી.

સંસ્થાના બગડવામાં અને વ્યક્તિના બગડવામાં ફેર હોય છે. જનતંત્રમાં ખાસ ફેર પડે છે.

વ્યક્તિ તો જ્યાં સુધી કસોટીમાંથી પસાર થયો હોય ત્યાં સુધી ભરેલા નાળીયેર જેવો હોય છે. પણ જે વ્યક્તિ સમાજસેવામાં સક્રિય રહી હોય, સંસ્થાના નિયમોનું પાલન કરતી રહી હોય, મોવડી મંડળના આદેશોને આધિન રહી હોય તો તે વ્યક્તિ સામાન્ય રીતે બગડતી નથી. બહુ બહુ તો તે પોતાનો પ્રભાવ વધારવા પક્ષની અંદર એક જુથ રચે છે. જ્યારે જુથ મજબુત થઈ જાય ત્યારે તે વ્યક્તિની આદતો બગડી શકે છે. સમય જતાં વ્યક્તિમાં જો રોગિષ્ઠ માનસિકતા વાળું ડી.એન.એ. હોય તો તે સંસ્થાને બગાડવાની વ્યુહ રચનાઓ કરે છે. વાલ્મિકી ઋષિ જેવા વ્યક્તિત્વ વાળી સંસ્થા, વાલિયા લૂંટારા  પેદા કરનારી સંસ્થા બની જાય છે.

વાલ્મિકી જેવી ઋષિસંસ્થામાંથી વાલિયા લૂંટારા પેદા કરનારી સંસ્થા બનવાના પગથીયા કેટલા છે?

પહેલું પગથીયુઃ પોતાનું એક જુથ બનાવો  તેને એક વૈચારિક નામ આપો. નહેરુએ કોંગ્રેસની અંદર એક જુથ બનાવ્યું અને તેને નામ આપ્યુંસમાજવાદી જુથ”.

બીજું પગથીયુઃ જ્યાં સુધી બળવત્તર બનો ત્યાં સુધી સંઘર્ષમાં ઉતરો. નહેરુએ, ગાંધીજીની વૈચારિક રીતે સંપુર્ણ શરણાગતી સ્વિકારેલી. તેઓશ્રી ગાંધીજીથી પોતાના વિચારો અલગ અથવા અસ્પષ્ટ હોવા છતાં પણ ગાંધીજી સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા. તેમ તેઓશ્રીએ પક્ષના પ્રમુખની ચૂંટણીમાં સુભાષબાબુની સામે ઉમેદવારી નોંધાવવાનો સંઘર્ષ પણ ટાળ્યો હતો.

ત્રીજું પગથીયુઃ આવી પડેલી તકને ઓળખો અને ત્રાગુ કરવાથી ધાર્યું કામ થતું હોય તો તે તકનો લાભ લો. એટલે કેગ્રહણ ટણે સાપ કાઢવો”. જેમકે કોઈ પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નહેરુના નામની ભલામણ, વડા પ્રધાનના પદ માટે કરી ન હતી. ગાંધીજીએ જ્યારે હકીકત પર જવાહરલાલનું ધ્યાન દોર્યું ત્યારે અને તેમ છતાં પણ નહેરુએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી નહીં અને ખીન્ન મુખમુદ્રા બનાવીને ગાંધીજીના ખંડમાંથી વિદાય લીધી. નહેરુનો આ અકથિત સંદેશ ગાંધીજી સમજી ગયા. તેમને લાગ્યું કે, જોકે સંસ્થાની કારોબારીમાં નહેરુનું વર્ચસ્વ નથી, પણ નહેરુ કોંગ્રેસને તોડવા કટીબદ્ધ થઈ શકે એમ છે. જ્યારે દેશના વિભાજનની વાતો ચાલતી હોય તેવે સમયે કોંગ્રેસનું વિભાજન દેશ માટે અનેક આફતો નોતરી શકે છે. એટલે ગાંધીજીએ સરદાર પટેલ પાસેથી વચન લઈ લીધું કે તેઓ કોંગ્રેસને તૂટતી બચાવવા પોતાની ઉમેદવારીનો ભોગ આપશે. આમ નહેરુએ ત્રાગુ કર્યાવગર ત્રાગાનો સંદેશ આપી પોતાનું ધાર્યું કર્યું.

ચોથું પગથીયુઃ દેશના વાજીંત્રો (સમાચાર માધ્યમો) ઉપર પરોક્ષ કે પ્રત્યક્ષ નિયમન રાખો. તે માટે લાયસન્સ, પરમિટ, ક્વોટા જેવા શસ્ત્રોનો ઉપયોગ કરો. પ્રતિસ્પર્ધીઓની મજાક ઉડાવો અને તેમને બદનામ કરો. એક સમાચાર પત્ર, રાજાજીને ગોરીલાના શરીર તરીકે બતાવતું હતું. જયપ્રકાશ નારાયણની મજાક ઉડાવાતી હતી. મોરારજી દેસાઈએ અર્થતંત્રને શિર્ષાસન કરાવ્યું છે તેવો પ્રચાર થતો હતો. કામરાજ પ્લાન હેઠળ ફક્ત મોરારજી દેસાઈને દૂર કરેલ. સમાચાર માધ્યમોએ નહેરુની ચાલાકી ઉપર તાલીયો પાડેલી.

પાંચમું પગથીયુઃ જનતંત્રમાં અવાર નવાર ચૂંટણીઓ થતી રહે છે, તમે સર્વિચ્ચ હોદ્દા ઉપર છો. તે તમારે વંશ પરંપરાગત રીતે જાળવી રાખવો પડશે, એટલે સંસ્થાની કારોબારીમાં તમારું વર્ચસ્વ રહે તે માટે ચાર આંખો રાખો. એટલા માટે જરુરી છે કે તમે સત્તા માટે બધું કરી શકો છો એટલે કેટલીક ભૂલો તમે જાણી જોઇને કરેલી તે બધું બહાર આવશે તો બધું બહાર આવતું અટકાવવા માટે તમારી જેમ તમારા ફરજંદે પણ જીવન સર્વોચ્ચ પદ ઉપર આવવું અનિવાર્ય છે. નહેરુએ માટે સીન્ડીકેટ બનાવી હતી.

નહેરુ, પચાસના દાયકામાં પ્રચ્છન્ન રીતે રાજકીય રીતે વાલિયો બની ચૂક્યા હતા. જો કે તેમના સાથીઓ હજી વાલિયો બનેલા નહીં. એટલે નહેરુના ક્ષેત્રમાં આવતા પોર્ટફોલીયો (મંત્રીના ખાતાં) અને તેમના ખાસમ ખાસ મંત્રી મેનન સિવાયના બધા મંત્રીઓએ સારું કામ કરેલ. ચીન કરતાં ભારતનો વિકાસ સારો હતો એમ તત્કાલિન આયોજન પંચના પ્રમુખ અશોક મહેતાનું કહેવું હતું.

અનેક ભૂલો છતાં નહેરુ હેમ ખેમ રીતે આજીવન વડાપ્રધાન પદ ઉપર રહી શક્યા હતા. એક કારણ પણ હતું કે તેમનું સ્વાતંત્ર્ય ની ચળવળમાં ઠીક ઠીક યોગદાન હતું. યોગદાનને લીધે તેઓશ્રી પ્રત્યક્ષ રીતે સરમુખત્યાર થવા માટે તેના કોલસા ચાવવાનું પસંદ કરી શકે તેમ હતા.

ઉપરોક્ત પગથીયાં શું વાલિયો લૂંટારો થવા માટે પૂરતાં છે?

ના જી. જનતંત્રમાં પ્રત્યક્ષ રીતેવાલિયોબનવામાં થોડું ખૂટે છે.

છઠ્ઠું પગથીયુઃ પૈસાનો વહીવટ તમે તમારા હસ્તક લઈ લો.

સાતમું પગથીયુઃ માણસ માત્ર ભ્રષ્ટ થવાને પાત્ર છે. સત્યને સમજો. તમારા સાથીઓને પૈસા લૂંટવા દો. તેમની લૂંટની નોંધ રાખો. તેઓ તમારા જુથમાં રહે તે માટે તેમની ભ્રષ્ટતાનો ઉપયોગ કરો. પક્ષના સામાન્ય સ્તરના માણસો પણ ભ્રષ્ટ થઈ શકે તે માટે મોટી બેંકોનું રાષ્ટ્રીય કરણ કરો અને તમારા પક્ષના નાના હોદ્દેદારોની ભલામણથી ગરીબને લોન મળી શકે તેમ કરો. તમારા પક્ષના નાના હોદ્દેદારોમાંના મોટાભાગના પોતાનું  કમીશન રાખશે . તેઓ તમારા થઈને રહેશે અને તેથી તમારું વર્ચસ્વ નીચલા સ્તર સુધી પહોંચી જશે.

આઠમું પગથીયુઃ કોઈ પણ તથા કથિત સારા કામનું શ્રેય તમે અને માત્ર તમે લો. જે કંઈ ખરાબ બને તે માટે બીજા કોઈને બલિનો બકરો બનાવો. વિરોધીઓ તમને જે ખરાબ વિશેષણથી તમારી ટીકા કરવાના હોય તે વિશેષણ, વિરોધીઓ તમારા માટે ઉપયોગ કરે તે પહેલાં તમે તેનો ઉપયોગ વિરોધીઓ માટે કરી દો. “કોઈ તમને કાણો કહે તે પહેલાં તમે તેને કાણો કહી દો”.

નવમું પગથીયુઃ જો સાચા મહાત્મા ગાંધીવાદી લોકો કે સતવાદીઓ હજી જીવતા રહી ગયા હોય અને તેઓ ગરબડ કરતા હોય તો કટોકટી લાદો. દેશ ઉપર કટોકટી લાદો. માનવીય હક્કોનું હનન કરો. અફવાઓ ફેલાવો. અને સમાચાર માધ્યમો ઉપર સંપૂર્ણ અંકૂશ લાદો. જે સામે થાય તેને અને જે પણ કોઈ શંકાસ્પદ લાગતું હોય તેને જેલમાં પૂરો. યાદ રાખો જનતાને આપણે માટે અભણ રાખી છે એટલે અફવાઓ સારું કામ કરશે. જેઓ ભ્રષ્ટ છે તેઓ કાકા કહીને તમનેમદદ કરશે.

 

દશમું પગથીયુઃ દેશ હિતની ચિંતા કર્યા વગર, જેટલી બને તેટલી મિલ્કત વસાવી લો. ખરે સમયે તમને બચાવશે. જરુર પડે કાળા ચોર અને દેશદ્રોહીઓનો પણ સહારો લો. ધારો કે કરે નારાયણઅને તમે , ચૂંટણીમાં હારી જાઓ, ત્યારે પણ જૈસે થેવાદીઓ, વિતંડાવાદ કરવામાં તમારા ભ્રષ્ટ સમાચાર માધ્યમોના ખેરખાંઓ તમને મદદ કરવા આતૂર રહેવાના છે તે સમજી લો. તેઓ અફવાઓ ઓછી પડશે તો કપોળ કલ્પિત પ્રસંગોનું આલેખન કરી મજાક દ્વારા તમારા વિરોધીઓની બદનામી કરતા લેખો લખશે. તેમને માટે ફક્ત શસ્ત્ર બચ્યું હોય છે.

ચેતન ભગત

દા.. ચેતન ભગત કે જેમની ઓળખ આપવા માટે ડીબીભાઈને (દિવ્ય ભાસ્કરના તંત્રીશ્રીને) ચેતન ભગતના નામ નીચે લખવું પડે છે કે અંગ્રેજીના યુવા નવલકથાકાર”. ડીબીભાઈએ ઓળખ આપવી એટલા માટે જરુરી હશે કે ભાઈ કંઈ જેવા તેવા નથી. અંગ્રેજી ભાષામાં લખતા નવલકથાકાર પણ છે.

મને લાગે છે કે ડીબીભાઈએ એવી જોગવાઈ કરી છે કે જો તમારે કોઈપણ લખાણ ઉપર કોમેંટ કરવી હોય તો તમારે અનિવાર્ય રીતે સોસીયલ મીડીયામાં શૅર કરવી પડે.

તથ્ય વગરના લેખોને અને અફવાઓને શૅર કરવા દેશના હિતમાં નથી.     

ચાલો બધું જે હોય તે. ટૂંકમાં વાલ્મિકી ઋષિમાંથી વાલિયા લૂંટારા બની શકે છે.

એટલે કોઈએ વાલિયા લૂંટારા જેવી સંસ્થા મરે તેનો વસવસો કરવો નહીં. “નહેરુવીયન કોંગ્રેસભગતબનવું જરુરી નથી.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝ વાલ્મિકી, ઋષિ, વાલિયો, લૂંટારો, નહેરુ, નહેરુવીયન, કોંગ્રેસ, પાપી પેટ, નારદ મૂની, પાપ, શૅર, ફરજંદ, લૂંટનો માલ, સંવિધાન, રામ રામ, વાલિયાભાઈ, ડીબીભાઈ, ચેતન ભગત, કોંગ્રેસ ભગત, રામની જીવન કથા, કટોકટી, ૨૫ જુન, ઉજવણી, વિજય દિવસ, જન્મદિવસ, શિવ સૈનિક, બાલ થાકરે, સામ્યવાદીઓ, મહાત્મા ગાંધી, ગાંધીજી, સંસ્થા, સમાજવાદી જુથ, સરદાર પટેલ, ત્રાગુ, સર્વોચ્ચ હોદ્દો, કામરાજ પ્લાન, અશોક મહેતા

Read Full Post »

મૂર્ધન્યોનો અર્ધફોબીયા અને ધારણાઓ ભાગ-૨

આતંકવાદીઓ ધર્માંધ મુસ્લિમના વર્ગીકરણ હેઠળ આવે. જો કે આતંકવાદીઓ માટે તો ધર્માંધ શબ્દ પણ નાનો પડે. પણ ધર્મને જ્યારથી રાજ્યે મહત્ત્વ આપવું શરુ કર્યું અને ચૂટણીઓની રમતોમાં ધર્મ અને જાતિના સમીકરણો નહેરુવીયન કોંગ્રેસે વિકસાવ્યા ત્યારથી ભારતમાં ધર્મ અને જાતિ (જ્ઞાતિ)નો ફોબીયા ઉત્પન્ન થયો. હિન્દુઓમાં પણ પૂર્ણ કે અર્ધ મુસ્લિમ-ફોબીયા અને અર્ધ-ખ્રીસ્તી ફોબીયા હોય છે. ફલાણો માણસ મુસ્લિમ કે ખ્રીસ્તી છે તેથી તે સારો હોય તો પણ ગમે તે પ્રકારે તે ખરાબ જ છે. આમાં એ.પી.જે. કલામને પણ ન છોડાય, ફિરોઝ ગાંધીને પણ ન છોડાય અને મધર ટેરેસાને પણ ન છોડાય. તેવી જ રીતે આંબેડકરને પણ ન છોડાય.

ટેલ સ્પેડ એ સ્પેડ (ચીપિયો પછાડીને કહો … સાચી વાત કહો)

આતંકવાદીઓને કોઈ ધર્મ હોતો નથી.

જો તમારે મુસલમાનની સુજ્ઞતા જાણવી હોય તો તમે એ વિચાર વહેતો મુકો કે આતંકવાદીઓને ધર્મ હોતો નથી. માટે આતંકવાદીના શબને ન તો તેમના સંબંધીઓને હવાલે કરવું, ન તો આતંકવાદીના શબને દાટીને ઉત્તરક્રિયા કરવી. આતંકવાદીના શબને ઉકરડા સાથે બાળી દેવું અથવા મધ દરિયે વહેતું કરી દેવું.

આ વાત જે મુસલમાન કબુલ રાખે તેને સાચો મુસલમાન માનવો. દેખીતી રીતે જ આ તર્ક બધાએ માન્ય રાખવો જોઇએ. પણ આપણા મૂર્ધન્યો આ વિચાર વહેતો મુકી શકવાની હિમત ધરાવે છે ખરા?

બીજેપીના તરફદારો કે મોદી-યોગી ભક્તો તો આ વાત કબુલ રાખશે. પણ આપણે તેમને અવગણીશું.

જ્યારે પણ “આતંકવાદીઓ હુમલો કરે અને માનવ હત્યાઓ કરે ત્યારે તેમને આતંકવાદી તરીકે જ ઓળખવા જોઇએ. તેમને મુસલમાન તરીકે ઓળખવા જ ન જોઇએ” આ રીતની વાત તો નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ કૂદકા મારી મારીને કહેશે. પણ આતંકવાદીના શબને ઉકરડા સાથે બાળી દેવું કે મધદરિયે વહાવી દેવું એ વાત નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેના સાંસ્કૃતિક સાથીઓ કબુલ રાખે તે વાત અશક્યમાં પણ અશક્ય છે.

ઉપરોક્ત ચાર પ્રકારના મુસ્લિમોમાંથી એક અને બે પ્રકારના મુસ્લિમો વિતંડાવાદ કરશે જ  કરશે. તેઓ આંદોલન પણ કરશે. તેઓ કહેશે “આતંકવાદીઓ મુસ્લિમ નથી પણ તેઓ કોઈના બેટા તો છે જ ને! તો તેમના શબ તેમના સગાંઓને આપી દેવા જોઇએ. આતંકવાદીઓના સગાઓ ઉપર શબનો નિકાલ કેવી રીતે કરવો તે નિર્ણય છોડી દો”. જો કે આ એક અને બે પ્રકારના લોકો તો  ઘણા જ આગળ વધી વર્ગ વિગ્રહ કરવા સુધી પહોંચી જશે. નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ તો આવી ચર્ચાના કરણે કોઈ વિગ્રહ ફાટી નિકળે તેની રાહ જોઇને જ બેઠા છે. તેમને મદદ કરવા તલપાપડ છે.

ત્રીજા પ્રકારના મુસ્લિમો મૌન રહેવું પસંદ કરશે. અને ચોથા પ્રકારના મુસ્લિમો આતંકવાદીઓના શબના નિકાલની આપણી વાતને આવકારશે.

હિન્દુ-ફોબીયા

મુસ્લિમોની ઠીક ઠીક સંખ્યા હિન્દુ-ફોબિયાથી પીડિત હોય છે. આનું મુખ્ય કારણ સંવાદનો અભાવ હોય છે. વળી હિન્દુઓ પોતાના વિસ્તારમાં મુસ્લિમોને ઘર ભાડે આપતા નથી.કારણ કે મુસ્લિમોમાં કોણ આતંકવાદી સાથે હોઈ શકે અને કોણ  ન હોઈ શકે તે તેઓ જાણી શકે તેમ હોતા નથી. વળી મુસ્લિમ વિસ્તારની નજીક રહેતા હિન્દુઓનો અનુભવ મુસ્લિમો વિષે સારો હોતો નથી. હિન્દુ અને મુસ્લિમો વચ્ચે સંવાદ કેવી રીતે સ્થાપી શકાય તે મહ્ત્ત્વનો પ્રશ્ન છે.

બાવા-યોગી-ફોબિયાઃ

બાવાઓની વિરુદ્ધ અધ્ધર અધ્ધર બોલવું તે એક ફેશન છે. વાસ્તવમાં બધા બાવાઓને એક લાકડીએ હાંકી ન શકાય. ઓશો આસારામ, સંત રજનીશમલ, રાધે મા, જેવા બાવાઓ એક વહાણના પ્રવાસીઓ છે. ધીરેન્દ્ર બ્રહ્મચારી, ચંદ્રાસ્વામી, મહેશ યોગી, બાબા રમદેવ, સદ્‍ગુરુ, શ્રી શ્રી રવિશંકર આ બધા એક પ્રકારમાં અવતા નથી. ધીરેન્દ્ર બ્રહ્મચારી અને ચંદ્રાસ્વામી નો એજંડા મહેશ યોગી, બાબા રામદેવ, સદ્‌ગુરુ, શ્રીશ્રી રવિશંકરથી ભીન્ન હતો. ધીરેન્દ્ર બ્રહ્મચારી અને ચંદ્રાસ્વામીની  ઈન્દિરા ગાંધીની સાથેની નિકટતા ઉડીને આંખમાં ખૂંચે તેવી હતી. મહેશ યોગી, યોગના પુરસ્કરતા હતા પણ તેમનું કાર્યક્ષેત્ર પોતાની સંસ્થાઓ પુરતું સીમિત હતું. બાબા રામદેવ, સદ્‍ગુરુ અને શ્રી શ્રી રવિશંકર, યોગના પ્રચારની સાથે સાથે ઉત્પાદન અને વેપાર પણ કરે છે.

આપણા “તડ અને ફડ” વાળા એક મૂર્ધન્યભાઈને કદાચ આંશિક ફોબિયા હશે. જો કે મને આ “તડ અને ફડ” વાળા મૂર્ધન્ય વિષે આમ તો ઘણું માન છે. પણ ક્યારેક તો વિચાર વિભીન્નતા રહેવાની જ. બાબા રામ દેવે બીજેપી સરકારને સૂચન કર્યું કે વૈદિક અભ્યાસના પ્રચારમાં સરકાર સામેલ થાય. સરકારે તે વાત હાલ પુરતી નકારી કાઢી છે. આ સૂચન એક બાવાજી તરફથી આવ્યું હોવાથી ઘણાને ન પસંદ પડે તે સમજી શકાય છે. પણ દરેક સૂચનને તેના સંદર્ભમાં અને તેના ગુણદોષના આધારે જોવું જોઇએ. આપણા મૂર્ધન્ય ભાઈને આ સૂચન નહીં ગમ્યું હોવાથી તેમણે “માંડીને વાત કરી” (કે જેથી પોતાના આવનારા અભિપ્રાયની પૂર્વભૂમિકા સર્જાય). તેમણે “ઈન્દિરાઈ સમર્થનવાળા ચન્દ્રા સ્વામી અને ધીરેન્દ્ર બ્રહ્મચારીના કરતૂતોનો અને ઈન્દિરા ઉપર તેમના વર્ચસ્વનો ઉલ્લેખ કર્યો. આ વર્ચસ્વને બાબા રામદેવના બીજેપીના સમર્થન સાથે સાંકળ્યો. બાબાને વેપાર સાથે સાંકળ્યા અને બાબાના વેપાર વિસ્તારને નરેન્દ્ર મોદીના સમર્થન સાથે સાંકળ્યો.”

વાસ્તવમાં ઇન્દિરાને લીધે ઇન્દિરા ગાંધીના બાવાઓને જે મહત્ત્વ મળ્યું તે મહત્ત્વને બાબા રામદેવના મહત્ત્વ સાથે સરખાવી ન શકાય.

આ મૂર્ધન્ય શ્રીએ વર્ણવ્યુ …. “… બાબા રામદેવ તકનો લાભ લેતા રહ્યા જેમ કે પહેલાં અન્ના હજારે સાથે રહ્યા અને ખ્યાતિ મેળવી લીધી. નહેરુવીયન કોંગ્રેસના શાસન દરમ્યાન બાબા રામદેવે પોતાનું આંદોલન પણ કર્યું અને પછી સ્ત્રીનો વેશ પહેરી મધ્યરાત્રીએ ભાગી ગયા. કોંગ્રેસના પરાજય પછી  નરેન્દ્ર મોદીના સહકારથી તેમણે પોતાનો વેપાર વિકસાવ્યો. …”

નહેરુવીયન કોંગ્રેસનું શાસન હતું ત્યારે બાબા રામદેવને અને તેમના સાથીને ખોટી રીતે હેરાન કરવામાં આવેલા. મધ્યરાત્રીએ પાડવામાં આવેલો પોલીસનો દરોડો વીન્ડીક્ટિવ હતો. રામદેવ અને તેમના સાથીને, નહેરુવીયન કોંગ્રેસનું શાસન લાખ પ્રયત્ન કરવા છતાં કોઈ સજા કરી શક્યું ન હતું. એ વાત જ સિદ્ધ કરે છે કે નહેરુવીયન કોંગ્રેસનું શાસન કેટલું વેરવૃત્તિવાળું હતું. જોકે નહેરુવીયન કોંગ્રેસના નામે આવા અગણિત કાળા કર્મો ઇતિહાસને ચોપડે નોંધાયેલા છે. બાબા રામદેવ સ્ત્રીનો વેશ પહેરી ભાગી ગયા હોય તો તે વાત ઉલ્લેખવાને લાયક છે કે કેમ તે ચર્ચાનો વિષય છે. પણ આ વાત ઉપર તેમની બુરાઈ કર્યા કરવી તે બરાબર નથી.

ભૌતિક હિંમત અને નૈતિક હિમતનો ભેદ સમજો

હિમત (કરેજ) બે જાતની હોય છે.  ભૌતિક હિંમત (ફીઝીકલ કરેજ), અને નૈતિક હિમત (મોરલ કરેજ). ભૌતિક હિંમતના અભાવને,  અણધારી આફતમાં શારીરિક પીડાના ડરથી નાહિમત થઈ જવાની ક્રિયા સાથે સાંકળી શકાય. નૈતિક હિમત આવનારી આફતની જાણ હોય અને તેનો મુકાબલો કરવા માટે મન અને શરીરને તૈયાર કરવું તે છે.

ગાંધીજીના જીવનમાં પણ દક્ષિણ આફ્રિકામાં એક વખત એવો બનાવ બનેલો કે જેના કારણે તેમને પાછલા દરવાજેથી ભાગી જવું પડેલું. પણ જ્યારે ફરીથી એવો બનાવ બન્યો ત્યારે તેઓ સામે ચાલીને એ હિંસક માણસ પાસે ગયેલા. જો રામદેવના જીવનમાં ન કરે ને નારાયણ, ફરીથી આફત આવે અને તેઓ ફરીથી સ્ત્રીનોવેશ પહેરી ભાગી જાય તો તેમની બુરાઈ કરી શકાય. બાબા રામદેવની ઉપર આજે પણ નહેરુવીયન કોંગ્રેસની ચાર આંખ છે. તેઓશ્રીની સામે ખોટા આક્ષેપોવાળી તપાસ પણ થઈ છે. બાબા રામદેવ મલ્ટીનેશનલ કંપનીઓ માટે પડકાર રુપ તો બન્યા જ છે.

બધા બાવાઓ વેપાર કરતા હોય છે.  

બાવાઓ બધા વેપાર તો કરતા જ હોય છે. મૂળવાત તો એ છે કે તેઓ જનતાને તેમના વેપારમાં છેતરે છે કે કેમ?  જ્યારે   નહેરુવીયન કોંગ્રેસ બાબા રામદેવને કટ્ટર શત્રુ માનતી હોય ત્યારે બાબા રામદેવે સાવધ તો રહેવું જ પડે. બીજેપીની સરકારમાં ઉપરથી ખોટા દબાણ આવતા નથી. એટલે બાબા રામદેવ જેઓ પેક્ડ ઉત્પાદન વેચતા હોય તેમાં ગોલમાલ ન જ કરી શકે.

બધા જ બાવાઓ દવાઓનો વેપાર કરતા હોય છે, પછી ભલે તે અમદાવાદના ગીતા મંદિરના કે જગન્નાથ મંદિરના મહંત હોય, ઇશ્કોનના સાધુ હોય કે ઓશો આસારામ હોય,  શ્રીશ્રી રવિશંકર હોય કે સ્વામી ચિન્મયાનન્દ હોય. પૈસાની જરુર બધાને જ પડે છે. માત્ર અને માત્ર  દાન ઉપર કોઈ સંસ્થા ચાલી ન શકે. હરિજન આશ્રમ પણ પુસ્તકો અને ફોટાઓ વેચે છે. બાબા રામદેવે પોતાના વ્યાપક પણાને લીધે ધંધાનો વિકાસ કર્યો તે સ્વદેશી હિત માટે છે એમ માનવું જોઇએ. તેને બુરાઈના લક્ષણ તરીકે ન જોવી જોઇએ. બાબા રામદેવ, કારણ કે તેઓ વેપાર કરે છે એટલે કંઈક ગોટા તો કરતા હોવા જ જોઇએ એવી ધારણા હેઠળ તેમને ગુનેગાર  ઠેરવી ન શકાય. તેમજ ઉટાંગપટાંગ વાતો કરીને એવો મેસેજ પણ ન આપી શકાય તે વેપારી છે ખરાબ હોવા જ જોઇએ.

વૈદિક અભ્યાસની વાત અને તેમાં સરકાર ભાગ લે તે મુદ્દો અલબત્‌ વિશાળ ચર્ચા માગી લે તેવો છે. આ ચર્ચા અનેક મુદ્દાઓ આવરી લે તેવી છે. માત્ર બાબા રામદેવની ઈચ્છાને આ ચર્ચા સાથે જોડવી તે અયોગ્ય છે. સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ જર્મનીમાં અને અમેરિકામાં (હાર્વર્ડ)માં ભારત કરતાં ઉચ્ચ કક્ષાનો હોય છે તે વાત અંગ્રેજી અને આપણી અંગ્રેજીયતની નીપજ છે. આને વિષે ઘણું સાહિત્ય “ઓન લાઈન” ઉપલબ્ધ છે. ભારતીય સંસ્કૃતિના ચાહકોએ તેને અચૂક જાણવું જોઇએ. જેમને સુતાં સુતાં  વાંચવાની ટેવ હોય અને અંગ્રેજીયતના ચાહક હોય કે ન હોય તેમણે પણ રાજિવ મલહોત્રાએ લખેલી  “બેટલ ફોર સંસ્કૃત” અચૂક વાંચવી જોઇએ કે જેથી તેમનામાં રહેલા અનેક ભ્રમનું નિરસન થાય. 

શિરીષ મોહનલાલ દવે

તા.ક. અમારા ડીબી ભાઈ (દિવ્ય ભાસ્કરના તંત્રીશ્રી) એ તેમના બીજેપી-ફોબિયાનું પ્રદર્શન કર્યું

હમણાં ક્યાંક અમિત શાહે “વાતવાતમાં કહ્યું કે ગાંધીજી ચતુર વાણીયા હતા”. વાચકોને આ વાક્યથી વિશેષ કશું અમિત શાહના ઉચ્ચારણ અંતર્ગત વાંચવા કે સાંભળવા મળ્યું નથી. ફોબિયા પીડિત વ્યક્તિઓની આ ખુબીલીટી છે કે તેઓ ઉચ્ચારણને ગુપાવી દે છે, અને તે ઉચ્ચારણ ઉચરનાર વ્યક્તિની બદબોઈ કરવા મંડી પડે છે. “શું ગાંધીજીને ચતુર વાણીયા” કહેવા એ ગુનો બને છે? શું ગાંધીજીને ચતુર વાણીયા કહેવાથી ગાંધીજીની નિંદા થાય છે? શું ગાંધીજીને આ “ચતુર વાણિયા” શબ્દ થી નફરત હતી? શું ગાંધીજીને “વાણિયા” શબ્દથી નફરત હતી? શું વાણિયાઓ માણસ નથી? ગાંધીજીએ તો પોતે જ વાતવાતમાં અનેક વખત પોતાને વાણિયા તરીકે ઓળખાવ્યા છે. ડીબીભાઈ ભલે પોતાને સુજ્ઞ માનતા હોય પણ તેમની અજ્ઞતાને નકારી ન શકાય. નહેરુવીયન કોંગ્રેસીઓ તો અજ્ઞ છે તેથી તેઓ તો લવારી કરે તે સમજી શકાય છે.

વળી ડીબીભાઈ અમિત શાહની બુરાઈ કરીને અટક્યા નથી. તેમણે તો પોતાના ફોબીયાનું પ્રદર્શન કરવા નરેન્દ્ર મોદી અને બીજેપીને પણ બુરાઈ કરવા લપેટમાં લઈ લીધા છે. જ્યારે ભારતમાંના સમાચાર માધ્યમોના ખેરખાંઓ આવું “આળાપણું“ દર્શાવતા હોય ત્યારે ભારતને મૂર્ધન્યોના ફોબિયાથી થતા નુકશાનથી કોણ બચાવશે?    

ટેગ્ઝઃ મૂર્ધન્યો, અર્ધ ફોબિયા, પૂર્ણ ફોબિયા, સાંપ્રત સમસ્યા, કટારીયા, પ્રાથમિકતા, સોસીયલ મીડીયા, સેક્યુલર, હિન્દુરાષ્ટ્ર, વૈદિક શિક્ષણ પ્રણાલી, ઇસ્લામિક ફોબિયા, હિન્દુ ફોબિયા, પૂર્વ પક્ષ, ગૉન-કેસ, મુસલમાનો, મેરા ભારત મહાન, ગર્વસે કહો હમ હિન્દુ હૈ, નહેરુ, ઇન્દિરા ગાંધી, આપખુદી, ભારતીય સંસ્કૃતિના ચાહક, અંગ્રેજીયતના ચાહક, રાજિવ મલહોત્રા, બેટલ ફોર સંસ્કૃત, ભ્રમ, ડીબીભાઈ, દિવ્યભાસ્કર, ગાંધીજી ચતુર વાણિયા

Read Full Post »

ગુજરાતીભાષા ક્યાં સુધી જીવશે?

ગુજરાતીભાષા ક્યાં સુધી જીવશે?

ગુજરાતી ભાષા ક્યાં સુધી જીવશે તે પ્રશ્ન ઘણાને આશ્ચર્યમાં મુકશે. તો કેટલાકને આ પ્રશ્ન સ્વાભાવિક લાગશે.

માણસની જેમ ભાષા પણ જન્મે છે, વિકાસ પામે છે માંદી પડે છે અને મરે છે. પણ આપણે ભાષાશાસ્ત્રની શુષ્ક વાતો નહીં કરીએ.

गुर्जरी वीणा वादिनी

ભાષા કેવી રીતે જન્મી તે ટૂંકમાં જોઇએ તો એમ કહેવાય કે માણસ દેકારા પડકારાના જુદા જુદા અવાજ કરી સંદેશાઓની આપ લે કરતો હતો. તે પોત પોતાના ટોળામાં રહેતો હતો એટલે દરેક ટોળાની ભાષા જુદી હોય. થોડીક સમાનતા પણ હોય. પણ જે ટોળી બીજી ઉપર હામી થઈ જાય તેના દેકારા પડકારા સ્વિકૃત થઈ જાય. માણસનું શારીરિક બંધારણ સરખું હોવાથી દેકારા પડકારામાં અમુક સમાનતા પણ આવે. જેમ કે અમદાવાદના કુતરાઓ અને સૂરતના કુતરાઓ કદી એક બીજાને મળ્યા ન હોય તો પણ ગુસ્સે થાય ત્યારે એક સરખો જ અવાજ કરે. આક્રમણ અને રુદન પણ એક સરખા અવાજોમાં કરે છે.

માણસના પણ ટોળાં મોટાં થતાં ગયા હશે એક બીજા સાથે લડતાં લડતાં વસાહતો બનાવતા હશે. સંવાદોમાં ગેર સમજુતીઓ ન થાય તે માટે સ્પષ્ટતાઓ ઉમેરાતી ગઈ હશે.

સંવાદની સ્પષ્ટતાએ ભાષાને જન્મ આપ્યો

જ્યારે માનવ સંસ્કૃતિ વિકાસ પામે ત્યારે તેને સંવાદોમાં વધુ ને વધુ સચોટતા જોઇએ. એટલે કાળાંતરે ભાષાનો ઉદ્ભવ થયો હશે. માણસે જ્યારે આનંદ માટે કળાનો આવિષ્કાર કર્યો હશે ત્યારે લેખનનો પણ આવિષ્કાર થયો હશે. શરુઆતમાં સંભવ છે કે ચિત્રલિપિ રહી હોય પણ પછી શબ્દલિપિ અને અક્ષરલિપિનો આવિષ્કાર થયો હશે.

કેટલાક એવું માને છે કે સેંકડો હજારો વર્ષ સુધી મનુષ્યે બધું મોઢે જ રાખ્યું અને પછી લેખિત ભાષાનો જન્મ થયો. જો કે આ વાત શક્ય નથી. જેમ કે વેદોની બાબતમાં આપણને પાશ્ચાત્ય ઇતિહાસકારો દ્વારા કહેવામાં આવ્યું કે વેદોને શ્રુતિ કહેવામાં આવે છે એટલે કે વેદો સાંભળીને યાદ રાખી લેવામાં આવતા હતા. ઋગવેદના જ એકલાખ શ્લોક છે. યજુર્વેદ અને સામવેદના જુદા. આ બધા શ્લોકો યાદ રાખી શકાય નહીં. કાશ્મિર થી કન્યાકુમારી અને સૌરાષ્ટ્રથી આસામ સુધી વેદ એક જેવા જ મળે છે. કશ્યપ ઋષિ કાશ્મિરમાં હતા, રાવણ લંકામાં હતો, કુબેર આસામમાં હતો, ભૃગુઋષિ ભરુચમાં હતા અને કૈકેયીના બાપા અફઘાનીસ્તાનમાં હતા.  રામાયણનો સમય આકાશીય ગ્રહોના નક્ષત્રોમાંના સ્થાનના વર્ણનને હિસાબે સાડા પાંચ હજાર વર્ષનો ગણી શકાય. પણ પાશ્ચાત્ય ઇતિહાસકારોને હિસાબે વેદો ગ્રંથબદ્ધ (લેખન બદ્ધ) માંડ અઢી હજાર વર્ષ પહેલાં થયા. તો આવા વ્યાપક હિન્દુસ્તાનમાં વેદ, ઉપનિષદ, દર્શનશાસ્ત્રો જેવા સેંકડો ગ્રંથો મોઢે રાખી ન જ શકાય. જો રાખવામાં આવે તો તે એકસરખા રહી જ ન શકે. લેખિત અક્ષરો વગરના ઉચ્ચારો એક સરખા રહી જ ન શકે. આત્યારે અંગ્રેજી ભાષા લેખિત સ્વરુપમાં જોવા મળે છે તો પણ તે શબ્દ લિપિ હોવાના કારણે “સી.એચ.એ.આઈ.આર. (ચેર)” નો ઉચ્ચાર ભારતમાં જુદી જુદી ૧૪ રીતે જોવા મળે છે. જો શબ્દ લિપિની જ આવી દશા હોય તો જેને ફક્ત સાંભળીને જ યાદ રાખવાનું છે તેની તો કેવીય દશા થાય.

લિપિ અને વ્યાકરણ ભાષાને શુદ્ધ રાખે છે

અક્ષરલિપિ દ્વારા જળવાયેલી ભાષામાં પણ કાળક્રમે વેપારધંધાના વિકાસને હિસાબે ફેરફાર થયા કરે છે. પણ વ્યાકરણને હિસાબે મૂળભાષા પણ જળવાઈ રહે છે. આપણી ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી ઉતરી આવેલી એક ભારતીય ભાષા છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં એનું વ્યાકરણ લખાયું અને પ્રેમાનંદે તેનો વિકાસ કરી તેની પ્રતિષ્ઠા સ્થાપી.

શુદ્ધ અને સ્પષ્ટ ગુજરાતી લખવા માટે સંસ્કૃતભાષાનો સામાન્ય અભ્યાસ જરુરી છે. ગુજરાતી ભાષાને પોતાની આગવી વિશિષ્ઠતા પણ છે. ઓગણીસમી સદીમાં અને વીસમી સદીના ઉત્તરાર્ધમાં જન્મેલા ગુજરાતી ભાષાના મૂર્ધન્યોએ ગુજરાતી ભાષાનો અભૂતપૂર્વ વિકાસ કર્યો છે.

તો શું સ્વાતંત્ર્ય મેળવ્યા પછીના કાળમાં ગુજરાતી ભાષાની અવનતિના મંડાણ થયાં?

 ગુજરાતીભાષાનું આયુષ્ય લંબાવવામાં ગાંધીજીનો અને ગાંધીયુગના ગુજરાતી લેખકોનો મહદ્‌ અંશે હિસ્સો રહ્યો. ગાંધી યુગના મૂર્ધન્યો કે જેઓએ પોતે અંગ્રેજી ભાષામાં શિક્ષણ લીધેલ પણ લોલં લોલ કે માતૃભાષાની મહત્તાની અનુભૂતિને કારણે ગુજરાતી સાહિત્યમાં પોતાનો ફાળો આપ્યો તે પ્રશંસનીય છે.

ભાષાવાર પ્રાંત (રાજ્ય) રચનાને કારણે પણ ગુજરાતી ભાષાનો વિકાસ થયો. કારણ કે સ્થાનિક સ્તરે ગુજરાતી ભાષા વહીવટી ભાષા બની. તેથી ગુજરાતી ભાષા માંદી પડતી અટકી છે.

ઓગણીસો પચાસના દાયકામાં ગુજરાતી ભાષાનો અભૂતપૂર્વ વિકાસ થયો. આનું શ્રેય જો કોઈને આપવું હોય તો માત્ર અને માત્ર ગુજરાત કોંગ્રેસને આપી શકાય. અને તે પણ મોરારજી દેસાઈ, મગનભાઈ દેસાઈ અને ઠાકોરભાઈ દેસાઈને આપી શકાય.

ગ્રામ્ય અને શહેરી શિક્ષણના ભેદ દૂર થયા.

શું વાત છે?

બનતા સુધી ૧૯૩૫થી સ્થાનિક સ્વરાજને (હોમ રુલને) કારણે, મુંબઈ ઇલાકામાં ધોરણ એક થી ચાર પ્રાથમિક શિક્ષણ ગણાતું હતું. આ પ્રાથમિક શિક્ષણનું માધ્યમ સંપૂર્ણ રીતે ગુજરાતી (સ્થાનિક) ભાષા હતી.

ગામડાઓમાં એકથી સાત ધોરણની પ્રાથમિક શાળાઓ ઘણા લાંબા સમયથી ચાલતી હતી.

આ શાળાઓ સંપૂર્ણ રીતે ગુજરાતી માધ્યમવાળી શાળાઓ હતી.

પણ શહેરોમાં એકથી ચાર પ્રાથમિક, અને તે પછી ફર્સ્ટ થી સેવન્થ(મેટ્રીક) એટલે કે પાંચથી અગીયાર એટલે એસએસસીવાળી માધ્યમિક શાળાઓ હતી. અહીં આ ફર્સ્ટથી અંગ્રેજી શિખવવામાં આવતું હતું. પણ બાકીના વિષયો ગુજરાતીમાં શિખવવામાં આવતા હતા. આ અગાઉ એટલે કે ૧૯૩૫ પહેલાં, શહેરોની એટલે કે ફર્સ્ટથી સેવન્થ (મેટ્રીક)ની શાળાઓમાં બધા જ વિષયો અંગ્રેજીમાં શિખવવામાં આવતા હતા. ગુજ્રાતી પણ અંગ્રેજીમાં શિખવવામાં આવતું હતું અને સંસ્કૃત પણ અંગ્રેજીમાં જ શિખવવામાં આવતું હતું.

હવે જો કોઈ ગામડામાંથી એક થી સાત કરીને આવે તો તેને શહેરની ફર્સ્ટથી થર્ડ સુધીનું અંગ્રેજી તો તે ન ભણ્યો હોવાથી તેને માટે આગળ ભણવું અઘરું પડે. ટૂંકમાં તે આગળ ભણી જ ન શકે.

એટલે સરકારે ૧૯૫૩માં, ગ્રામ્ય અને શહેરી શાળાઓમાં એક સૂત્રતા લાવવા માટે શહેરોમાં ચાલતી માધ્યમિક શાળાઓમાં ચાલતા ધોરણો એટલે કે ફર્સ્ટથી સેવન્થનું નવ નામાંકરણ કર્યું. આ નવ નામાંકરણ “પાંચ થી અગીયાર” એમ કર્યું. અંગ્રેજી ભાષાને આઠમા ધોરણથી ભણાવવી એમ નક્કી કર્યું. શહેરોમાં આ અગાઉ પાંચમા ધોરણથી અંગ્રેજીભાષા ભણાવવામાં આવતી હતી.

ઠાકોરભાઈ પાંચમા અને ઠાકોરભાઈ આઠમા

પચાસના દાયકાના ઉત્તરાર્ધમાં “અંગ્રેજી પાંચમા ધોરણથી ભણાવવું કે આઠમા ધોરણથી ભણાવવું” એ એક મોટો ચર્ચાનો વિષય બનેલો. જ્ઞાનીજનોમાં પણ બે વિભાગ પડી ગયેલા.

ખાસ રમૂજની વાત એ હતી કે અમદાવાદની કોઈ એક શાળાના આચાર્ય, ઠાકોરભાઈ ઠાકોર હતા. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ઠાકોરભાઈ દેસાઈ હતા. ઠાકોરભાઈ ઠાકોર પાંચમા ધોરણથી અંગ્રેજી શિખવવાના હિમાયતી હતા. ઠાકોરભાઈ દેસાઈ, આઠમા ધોરણથી અંગ્રેજી શિખવવાના હિમાયતી હતા. આ બંને ઠાકોરોને અનુક્રમે “ઠાકોરભાઈ પાંચમા” અને “ઠાકોરભાઈ આઠમા” તરીકે ઓળખવાની પ્રણાલી પડેલી.

શિક્ષણનું વર્ગીકરણ કંઈક આવું હતુંઃ

ધોરણ એક થી સાતઃ પ્રાથમિક શાળા

ધોરણ આઠ થી અગીયાર (મેટ્રીક) માધ્યમિક શાળા

કોલેજ ફર્સ્ટ ઈયરઃ પ્રી-યુનીવર્સીટી,

કોલેજ સેકંડ ઈયરઃ ઈન્ટર,

કોલેજ થર્ડ ઈયરઃ જુનીયર

કોલેજ ફોર્થ ઈયરઃ ગ્રેજ્યુએશન

એન્જીનીયરીંગ અને મેડીકલમાં ઈન્ટર સાયન્સ પછી જવાતું હતું.  

ગુજરાતમાં એવું નક્કી કરવામાં આવેલું કે ૧૯૫૬થી કોલેજોમાં પણ બધું માતૃભાષા એટલે કે ગુજરાતીમાં ભણાવવું. એટલે ગુજરાતીમાં વિજ્ઞાન અને વાણીજ્ય વિષયક ઘણા પુસ્તકો લખાયા. જેઓ ૧૯૩૫ પહેલાં બધા જ વિષયો અંગ્રેજીમાં ભણેલા તેમણે તેમનો અનન્ય ફાળો ગુજરાતીભાષાના સર્વાંગી વિકાસમાં આપ્યો.

પણ આ વિકાસની કક્ષા ફક્ત કોલેજના સેકંડ ઇયર (ઈન્ટર) સુધીની જ રહી હતી. કોલેજ થર્ડ ઈયર (જુનીયર) થી વિજ્ઞાન અને કદાચ વાણીજ્યમાં પણ બધું અંગ્રેજી માધ્યમમાં જ ભણવું પડતું હતું.

ગુજરાતી ભાષાના મૂર્ધન્યોના પેટમાં શું પાપ હતું?

આપણે અગાઉ જોયું કે અંગ્રેજી ક્યા ધોરણથી ભણાવવું તે એક વિવાદાસ્પદ પ્રશ્ન હતો. ગામડાની લાખો શાળામાં અંગ્રેજી શિક્ષકોને કેવી રીતે પહોંચતા કરવા તે યક્ષ પ્રશ્ન હતો. ગામડાનો અર્થ પાંચેક હજારની અંદરની વસ્તીવાળા ગામડા એમ કરવો. એથી મોટા ગામડાઓમાં અંગ્રેજી, ફર્સ્ટ થી મેટ્રીકની શાળાઓ સરકાર કે ખાનગી સંસ્થાઓ ચલાવતી હતી. જો કે હાલની પરિસ્થિતિથી ઉલટું સરકારી શાળાઓ તે વખતે સામાન્ય રીતે સારી ગણાતી હતી. અમદાવાદની ખબર નથી. ઉપરોક્ત તથ્યથી કોઈ મૂર્ધન્ય અજાણ ન હતા. પણ તેમને કશી કબુલાત કરવી ન હતી.

શા માટે મૂર્ધન્યોને કબુલાત કરવી ન હતી.?

તે વખતના મૂર્ધન્યો પોતાને મહાત્મા ગાંધીવાદી સમજતા હતા. મહાત્મા ગાંધીની વિચારધારા પ્રમાણે શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવું જોઇએ. પણ આ કબુલાત ગુજરાતી ભાષાના મૂર્ધન્યોને કરવી ન હતી. પણ પોતે માતૃભાષાના પ્રેમી અને હિમાયતી છે તે બતાવવું પણ હતું. હવે આ બન્ને વાતનો મેળ કેમ કરીને પાડવો?

સમાચાર પત્રોમાં ચર્ચાઓ ઘણી આવતી. અને આ મૂર્ધન્યોએ પોતાની અનુકુળતા માટે નેતાઓના જે બે પક્ષ પડી ગયેલા તેમને આ રીતે ઓળખાતા કરી દીધેલા.

સરકારી પાંખ અને શૈક્ષણિક પાંખ

જેઓ સરકારમાં હતા અને મહાત્માગાંધીની માતૃભાષાને લગતી વિચારધારામાં માનતા હતા, તેમને “સરકારી પાંખવાળા” છે એ રીતે ઓળખવામાં આવતા. આમાં કોણ આવતા હતા અને કોણ આવતા ન હતા તે આપણે પછી ક્યારેક જોઇશું. પણ માતૃભાષાની બાબતમાં, ગાંધીવિચાર ધારા સાથે સંમત થનારાઓને “સરકારી પાંખવાળા તરીકે ઓળખવામાં આવતા હતા જેથી ગાંધીજીને ગોદો ન વાગી જાય.

અમદાવાદ એજ્યુકેશન સોસાઈટી સાથે જોડાયેલી સંસ્થાઓમાંના વિદ્વાનોને સાથે સાથે જે બાકી રહી ગયેલા અંગ્રેજીપ્રેમીઓ હતા તેમને “શૈક્ષણિક પાંખવાળા” એ રીતે ઓળખવામાં આવતા હતા.

આપણા કેટલાક મહામૂર્ધન્ય સાહિત્યકારોનો “શૈક્ષણિક પાંખવાળા”માં સમાવેશ થતો હતો.

મહામૂર્ધન્યનું બભમ્‌ બભમ્‌

આપણી ગુજરાતી ભાષાના મહામહિમ ગણાતા (તેમના પ્રશંસકો દ્વારા ગણાતા) એક મૂર્ધન્ય કે જેમનું નામ આપણે નહીં લઈએ, કારણકે સુજ્ઞજનોને તેમના નામની ખબર જ છે. અને જો નહીં હોય તો આ મહામહિમ મૂર્ધન્યનું એક કથન પ્રગટ કરીશું એટલે નહીં સમજેલા સુજ્ઞજનો સમજી જશે. આ મહામહિમ મૂર્ધન્યે એમ કહેલ કે “આપણે સ્વતંત્ર થયા છીએ. રાષ્ટ્રભાષા (દેશની વહીવટી ભાષા) હિન્દી થશે. એટલે કે અંગ્રેજીનું સ્થાન હિન્દી લેશે. તે વાત ખરી. પણ રાજ્યોમાં અને ખાસ કરીને ગુજરાતમાં બધી જ જગ્યાએ અંગ્રેજીનું સ્થાન, હિન્દી ભાષા નહીં લે”. પૂર્ણ વિરામ ….. પૂર્ણ વિરામ ….. પૂર્ણ વિરામ ….. .

આ મહા મૂર્ધન્ય જ્યારે પણ ભાષાની વાત આવે ત્યારે આ જ વાક્ય બોલ્યા કરે. તેમણે કદીય તેમના આ કથનનું સ્પષ્ટીકરણ કર્યું નથી. એટલે કે ક્યાં ક્યાં અને કયા કયા ક્ષેત્રોમાં અંગ્રેજીભાષાનું સ્થાન ગુજરાતીભાષા લેશે તે વાત તેમણે કરી જ નથી. જાણી જોઇએ તેમણે આ વાત કરી ન હતી. શિક્ષણનું માધ્યમ દરેક ક્ષેત્રમાં ગુજરાતી જ રહેશે તેવું આ મહા મૂર્ધન્યે કદીય ચીપિયો પછાડીને કે ચીપિયો પછાડ્યા વગર પણ કહ્યું નથી.

વાસ્તવમાં પોતાના ચાહકો દ્વારા પ્રતિષ્ઠિત ગુજરાતી ભાષાના આ મહામૂર્ધન્ય તરફથી આવા અસ્પષ્ટ ઉચ્ચારણ અને તે પણ અવારનવાર કરવામાં આવે ત્યારે તેમના મનમાં રહેલા ભાવ  વિષે અમારા જેવા અલ્પજ્ઞને શંકા જતી હતી. બીજા અનેક બની બેઠેલા મહાત્મા ગાંધીવાદીઓની જેમ આ મહામહિમ મૂર્ધન્ય પણ દંભી ગાંધીવાદી હતા, તે આપણા જેવા ચીપિયો ઠોકીને પણ કહી શકે. પણ આપણા ચીપિયા પાસે માઈક ન હોય તે સૌ કોઈ જાણે છે.

આવા સમયના તકાજા, ભારતમાં અને ગુજરાતમાં ઘણી વખત આવ્યા છે. અને ઘણાએ જોયું છે કે આવા મૂર્ધન્યોનું ઘોડું જરુર પડ્યે દોડ્યું નથી.

આ બધું કહેવાનો અર્થ શો છે?

મૂર્ધન્યોના આવા વર્તાવથી જ ગુજરાતી ભાષાનો બહુ ક્ષેત્રીય વિકાસ થતો અટકી ગયો.

તો મહાત્મા ગાંધીવાદીઓએ શું કર્યું?

મહાત્મા ગાંધીવાદીઓએ તેમની આદત પ્રમાણે કર્યું. એટલે કે એક વખત તેમણે કહી દીધું કે શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવી જોઇએ. વાત પૂરી.

જો કે કાકા કાલેલકર જેવા કેટલાક સ્પષ્ટ વક્તા હતા. કાકા કાલેલકરે કહેલ કે અંગ્રેજી ભાષા તો વિદ્યાર્થી જ્યારે કોલેજમાં જાય ત્યારે જ, જો તેને શિખવી હોય તો, શિખવવી જોઇએ. વિદેશમાં પણ જો કોઈને ભારતીય ભાષા શિખવી હોય તો તે જ્યારે કોલેજના સ્તરે જાય ત્યારે જ તેને શિખવવામાં આવે છે. દાદા ધર્માધિકારીએ કહેલ કે ભારતીયોનું અંગ્રેજી કાચું જ રહે તે ઇચ્છવા યોગ્ય છે.

જેઓ સાચા ગાંધીવાદી ન હતા અને શિક્ષણસંસ્થાઓ ચલાવતા હતા તેઓએ તેમની કોલેજોમાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી જ રાખેલું.

શિક્ષણના વ્યાપારીકરણના બીજ અહીંથી વવાયાં

ગુજરાતમાં તે વખતે ત્રણ વિશ્વવિદ્યાલયો હતા. ગુજરાત યુનીવર્સીટી, સયાજીરાવ યુનીવર્સીટી અને વલ્લભ વિદ્યાપીઠ.

ગુજરાત યુનીવર્સીટીએ તો સરકારી હોવાથી ઇન્ટર સુધી ગુજરાતી માધ્યમ રાખ્યું. વડોદરાની સયાજીરાવ યુનીવર્સીટીએ અંગ્રેજી માધ્યમ જ ચાલુ રાખ્યું. વલ્લભ વિદ્યાપીઠે થોડો વખત કદાચ હિન્દી રાખેલ અને પછી અંગ્રેજી માધ્યમ કરી દીધેલ.

અમે ૧૯૫૪માં જ્યારે માધ્યમિકશાળામાં હતા ત્યારે સરકારશ્રી તરફથી એક સર્ક્યુલર આવેલ. સર્ક્યુલરની વિગતો શું હતી તેની જાણ નથી. પણ અમને કહેવામાં આવ્યું કે અંગ્રેજીનું અને સંસ્કૃતનું મહત્વ ઘટાડવામાં આવી રહ્યું છે. સંસ્કૃતનું મહત્ત્વ શા માટે ઘટાડવામાં આવી રહ્યું હતું તે વાત તે સમયે સમજાઈ ન હતી. આ વાત આપણે પછી સમજીશું. અંગ્રેજીનું મહત્ત્વ એટલા માટે ઘટાડવામાં આવી રહ્યું હતું કે હવે રાષ્ટ્રભાષા હિન્દી બનતી હતી. જો કે સંસ્કૃતના અને અંગ્રેજીના અભ્યાસક્રમમાં કશો ફેરફાર થયો ન હતો. પણ તેના પીરીયડો ઘટાડવામાં આવ્યા હતા.

આઘાતજનક સમાચાર

અમે ૧૯૫૭માં જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં પહોંચ્યા ત્યારે અમને એક સમાચાર એવા મળ્યા કે જે અમારે માટે આઘાત જનક હતા.

અમારો ફાલ “પાંચમાથી અંગ્રેજી” વાળો ન હતો કે ન તો અમારો ફાલ “આઠમાથી અંગ્રેજીવાળો” હતો. અમને અંગ્રેજી સાતમા ધોરણથી શિખવવાનું ચાલુ કરેલ. અમારા અંગ્રેજી પાઠ્યપુસ્તકનું નામ હતું “કુપર્સ ઇંગ્લીશ કોર્સ ભાગ – ૧” આ પુસ્તકના અમુક પ્રકરણો અમને સાતમા ધોરણમાં ભણાવવામાં આવ્યા અને બાકીના આઠમા ધોરણમાં ભણાવવામાં આવ્યા હતા.

અમે જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં હતા ત્યારે એક સમાચાર એવા આવ્યા કે હવે સરકાર પાંચમા ધોરણથી અંગ્રેજી ભણાવવાનું ચાલુ કરશે. એટલે કે અમારા પછીનો “ફાલ” અમારાથી અંગ્રેજીમાં આગળ નિકળી જશે. અમારા ઘરમાં અમારો નંબર ત્રીજો આવે અને અમારા બંને મોટા ભાઈઓ અંગ્રેજીમાં અમારાથી હજારો માઈલ આગળ હતા. એ લોકો અંગ્રેજીની અઘરી અઘરી અને મોટી મોટી ચોપડીઓ વાંચતા હતા. વળી તેમનું ગુજરાતી પણ સારું જ હતું. અમારા પિતાજી તો સંસ્કૃત અને ગુજરાતી પણ અંગ્રેજીમાં જ ભણેલા. એટલે તેમની તો વાત જ ન થાય. વળી તેઓશ્રી તો પિતાજી હતા.એટલે તેમની તો ઈર્ષા પણ ન થાય. આમેય અમારા મોટાભાઈઓની પણ ઈર્ષા ન થાય. કારણ કે તેઓ તો મોટા હતા.

પણ જેઓ સમાજમાં અમારાથી નાના હતા તેઓ અંગ્રેજીમાં અમારાથી ઘણા આગળ નિકળી જશે અને સરકારની નીતિના અમે નાહકના બલિ બની ગયા એવો વસવસો અમને થતો. પણ આ વસવસો અમારા હિન્દીના પ્રોફેસર જયેન્દ્ર ત્રીવેદીએ દૂર કરી દીધો. તેમણે અમને કહ્યું કે તમારે ડરવાની જરુર નથી. અંગ્રેજી ભાષા વધારે વર્ષ ભણાવવાથી કોઈને અંગ્રેજી આવડી જતું નથી. જે રીતે અંગ્રેજી ભણાવવામાં આવે છે તે રીતે તમારા પછીના ફાલને પહેલા ધોરણથી ભણાવવામાં આવશે તો પણ તેઓ તમારાથી આગળ તો નિકળી જઈ શકશે જ નહીં. અમને થયું હાંશ !! તો ઠીક …

અમારા “ફાલ”ને “મગન માધ્યમ”ના નામે વગોવવામાં આવતો હતો. જો કે ઈન્ટર પછી અમે બધું અંગ્રેજીમાં જ ભણેલ તો પણ. આમેય ગુજરાતીઓને ગુજરાત બહાર નોકરી મેળવવી અઘરી હોય છે. એમાં નોન-ગુજરાતીઓને તો “દોડવું હતું ને ઢાળ મળ્યો” એવું થયું.

માતૃભાષા માધ્યમ એટલે અંગ્રેજીનો ઇન્કાર

શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાની વાત કરીએ તો તેને અંગ્રેજીની અવગણના તરીકે ખપાવી દેવામાં આવે છે. પહેલાં પણ એવું જ હતું.

ભરુચના નર્મદા કિનારે એક સ્વામીજીનો આશ્રમ હતો. મારા મિત્રના એ કૌટૂંબિક ગુરુ હતા. વાતવાતમાં વાત નિકળી તો મેં કહ્યું કે ગુજરાતમાં શિક્ષણનું માધ્યમ ગુજરાતીભાષા જ હોવી જોઇએ. તેમણે અને તેમના ફોરીન રીટર્ન વયસ્ક બેને કહ્યું “પણ ગુજરાતીમાં વિજ્ઞાનના પુસ્તકો જ ક્યાં છે?” મેં કહ્યું કે “તરવું હોય તો પાણીમાં પડવું જોઇએ. એમ તો ન જ કહેવાય કે પહેલાં હવામાં હાથપગ હલાવવાની બરાબર પ્રેક્ટીસ કરી લો. પછી પાણીમાં પડવાની વાત. રશિયામાં એવી ઘણી ભાષાઓ હતી જેને પોતાની લિપિ પણ ન હતી. તો પણ તેમણે તે ભાષાને શિક્ષણનું માધ્યમ બનાવેલ.”  (આવું મેં તે વખતે વાંચેલ એટલે તેનું ઉચ્ચારણ કરેલ). તે વખતે હું માંડ વીસ વર્ષનો હોઈશ અને તેઓ સૌ પોતાને અતિવિદ્વાન માનતા એટલે નાના મોઢે મોટી વાત ન શોભે તેવો તેમનો પ્રત્યાઘાત રહેલ.

આવા પ્રત્યાઘાત સમાજમાં સામાન્ય હોય છે. સર્વોદયવાદી નેતાઓ પણ આમાંથી બકાત નથી.

દ્વારકા પ્રસાદ જોષી સમક્ષ મેં કહેલ કે “અનામતનો પ્રશ્ન” એ સમસ્યા જ નથી. તમે ઘણી બધી મેડિકલ કોલેજો ખોલી દો. જેને જોઇએ તેને પ્રવેશ આપો. પરીક્ષાનું ધોરણ તમે હળવું ન કરો. જે મહેનતુ, હોંશીયાર અને યોગ્ય હશે તે પાસ થતો જશે.  એટલે દ્વારકા પ્રસાદ જોષીએ પ્રત્યાઘાત આપેલ કે “તૂં મોટો થાય ત્યારે તેવું કરજે…” આ રીતે ઘણીવાર મોટા માણસમાં નાનો માણસ વસતો હોય છે. મોટે ભાગે તો આવું જ હોય છે.

 ૧૯૬૪માં જ્યારે હું જબલપુરમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી આવતા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યો અને જોયું કે તેઓ બધા જ અંગ્રેજીમાં અને જ્ઞાનમાં ગુજરાતીઓને સમકક્ષકે કે તેથી ઉતરતી કક્ષાના હતા ત્યારે “મગન માધ્યમ”ની લઘુતાગ્રંથી (જે મારામાં તો હતી જ નહીં પણ મારા ગુજરાતી સહાધ્યાયીઓમાં હતી) તે દૂર થઈ હતી.

સમગ્ર ભારતના બધાં જ રાજ્યોમાં શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવી જોઇએ. જેમને અંગ્રેજીભાષામાં ભણવું હોય તેમને ખાનગી શાળાઓ અને કોલેજો ભલે ભણાવે. સરકાર તેમનામાં દખલ કરશે નહીં. તેમને મદદ પણ કરશે નહીં. તેમને માન્યતા પણ આપશે નહીં.  કેન્દ્રીય સ્તરે કાં તો સંસ્કૃતને રાખો કે હિન્દી અને તમિલને રાખો. યાદ રાખો સંસ્કૃતભાષા રાષ્ટ્રભાષા બનવામાં અંગ્રેજી સામે માત્ર અને માત્ર એક મતથી પરાજિત થયેલ. આ એક મત જવાહરલાલ નહેરુનો હતો. એટલે નહેરુએ પરિપત્ર ઇસ્યુ કરાવેલ કે સંસ્કૃતનું મહત્વ ઓછું કરો. તેની સામે ગુજરાતે અંગ્રેજીને પણ જોડી દીધી. કારણકે અંગ્રેજીને ફક્ત દશવર્ષ સુધી ચાલુ રાખવાની જોગવાઈ હતી. ૧૯૬૨ના અરસામાં આ મુદત પુરી થતી હતી. કોઈનું ધ્યાન જ ન હતું કે આવતા મહિનાથી કે આવતી કાલથી અંગ્રેજીની મુદત પુરી થતી હતી. તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને આ વાત પર ધ્યાન દોર્યું. દક્ષિણ ભારતમાં ધમાલ થઈ. બંગાળીઓને થયું અમે પણ શું કામ પાછળ રહીએ. તેમણે પણ કોઈના ચડાવ્યે કે એમ જ ધમાલ કરી. નહેરુને તો ભાવતું હતું અને વૈદે કહ્યું. તેમણે વટ હુકમ દ્વારા અંગ્રેજીને અનિયતકાળ સુધી ચાલુ રાખાવ્યું.

 સદભાગ્યે ગુજરાતી ભાષા વહીવટી ભાષા છે એટલે ગુજરાતમાં ગુજરાતીભાષાનું મૃત્યુ દેખાતું નથી. પણ આ પુરતું નથી. ગુજરાતમાં નોકરી કરવી હોય તો ગુજરાતીની એચ.એસ.સી. (બારમાની)ની પરીક્ષા પાસ કરવી જ પડશે. ગુજરાતીભાષાનો સર્વાંગી વિકાસ કરવો પડશે. તે માટે વિજ્ઞાનના પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર કરી ઉપલબ્ધ કરાવવાં પડશે. પારિભાષી શબ્દો માટે સંસ્કૃતનો સહારો લેવો પડશે. પારિભાષી શબ્દો સમગ્ર ભારત માટે સમાન રાખવા પડશે. જો આવું કરવામાં આવશે તો ગુજરાતી ભાષા મરશે નહીં.

ઘણી ભાષાઓ મરી ગઈ છે.

કચ્છી ભાષા મરી જશે. પંજાબી ભાષા મરી જશે. કાશ્મિરીની ભાષા મરી જવાની ઘડીઓ ગણાય છે અથવા મરી ગઈ છે એમ સમજો તો પણ ચાલે, (આ કાશ્મિરીઓને હાસ્યાસ્પદ આધારે સ્વતંત્ર રાષ્ટ્ર જોઇએ છે. જે જીવતી જાગતી પોતાની ભાષા ન સંભાળી શક્યું તે શું સ્વતંત્રતા સંભાળી શકશે?) “રાઉઆ કા કરતની?” વાળી ભોજપુરી ભાષા મરી જશે. ભલુ થજો આદિત્યનાથ યોગીનું જેમણે સંસ્કૃતને અનિવાર્ય કરી છે.

વિશ્વની અનેક ભાષાઓ મરી ગઈ છે. જેમકે માયા સંસ્કૃતિવાળી જેને પ્રોટો-માયન ભાષા કહે છે તે કોઈ બોલતું નથી. તેની અનુગામી ભાષાઓ ક્યારે મરી જશે તે કહેવાય તેમ નથી કારણ કે વ્યવહાર બધો સ્પેનીશ ભાષામાં જ થાય.  ઈજીપ્તની પ્રાચીન ભાષાની પણ આ જ દશા છે. ભાષાને નિરુપયોગી કરી દો એટલે તે મરી જશે. જ્યારે એક સંસ્કૃતિ ઉપર બીજી સંસ્કૃતિ હામી થઈ જાય ત્યારે પહેલી સંસ્કૃતિના બધા જ અંગો ફક્ત ઇતિહાસના પૃષ્ઠોમાં સમાઈ જાય છે.

રામકૃષ્ણ મિશનવાળા વિદેશમાંભારતીય બાળકોને ભારતીય ભાષાઓ શિખડાવે છે. જોઈએ તેઓ કેટલું કરી શકે છે. તેઓ કદાચ હિન્દુ ધર્મને જીવતો રાખી શકશે પણ ભાષાઓ વિષે કશું કહી શકાય નહીં.

 ગુજરાતી ભાષા જ્યારે વહીવટમાંથી ગાયબ થશે થશે ત્યારે તેનું પણ મૃત્યુ થશે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

એકદા સુપ્રભાતે તે, વિશ્વયાત્રી નારદે,

કીધો નિશ્ચય પ્રવાસાર્થે તે ગુર્જર દેશનો,

વિવાદ વકર્યો છે બોધભાષાનો, જ્યાં સઘળે અત્ર તત્ર હા,

બોધભાષા શું થવી?,  ગુર્જરી હો કે આંગ્લ હો?

બ્ર્હમપુત્ર મુંઝાયા તો, કર્યો વિચાર કોને પૂછું?

ગયા તે તો પિતા પાસે, પ્રશ્ન કર્યો તે ઉત્તમ …

બોધભાષા કા કૂર્યાત્‍ બ્રુહી મામ્‍ હે શતધૃતિ,

સંતતિના નિયમન અર્થે મારે તો ઘણું કામ છે,

બોલ્યા બ્ર્હમા સ્વપુત્રને ને વળગ્યા વળી સ્વ કામને,

ગયા તેથી તે કને વિષ્ણુ કર્યો પ્રશ્ન ફરી ફરી,

બોધભાષા શું થવી તે ગહન પ્રશ્ન ગુજરાતનો,

બોલ્યા તે ઘનશ્યામ વિષ્ણુ, નારદે વિણાવાદકે,

મારે તો ઘણું કામ છે અન્નને અર્થ શાસ્ત્રનું,

મળો તમે ઈશને તેથી,

જો કે છે ચિંતા તેમને ઘણી, શાંતિને વળી નાશની,

તથાપિ તે મહાદેવા ઈશ્વરા પરમેશ્વરા,

જ્ઞાન વિજ્ઞાનને વિદ્યા કેરા દેવ ગણાય છે.

કૈલાસે તે ગયા નારદ, મહામૂની મહર્ષિં હા,

કીધો પ્રશ્ન પરમેશને કે બોધભાષા શું હવી?

ઉચર્યા તે મહાદેવા ઈશ્વરા પરમેશ્વરા,

બોધભાષા તે જ હો, જે ભાષા ઘરમાં વસે.

(૧૯૬૨માં લખાયેલ જેમાંનું જેટલું યાદ રહ્યું તેટલું)

ટેગ્ઝઃ ગુજરાતી ભાષા, ગુર્જરી, ભાષાશાસ્ત્ર, દેકારા પડકારા, સંવાદ, સ્પષ્ટતા, ચિત્રલિપિ, શબ્દલિપિ, અક્ષરલિપિ, શ્રુતિ, સ્મૃતિ, વેદ, ઋગ્વેદ, ઉપનિષદ, કાશ્મિર, કન્યાકુમારી, કશ્યપ, કુબેર, ભૃગુઋષિ, કૈકેયી, રામાયણ, વ્યાકરણ, મૂર્ધન્ય, મહામૂર્ધન્ય, કોંગ્રેસ, મોરારજી દેસાઈ, ઠાકોરભાઈ, પાંચમા, આઠમા, મગનભાઈ દેસાઈ, મગન માધ્યમ, ભાષાનો વિકાસ, પારિભાષી શબ્દ, મહાત્મા ગાંધીવાદી, ભાષાવાર પ્રાંત રચના, મોરારજી દેસાઈ, સંસ્કૃત ભાષા, સરકારી પાંખ, શૈક્ષણિક પાંખ, બભમ બભમ, કાકા કાલેલકર, દાદા ધર્માધિકારી, શિક્ષણનું વ્યાપારી કરણ, ગુજરાત યુનીવર્સીટી, સયાજીરાવ યુનીવર્સીટી, વલ્લભ વિદ્યાપીઠ, જયેન્દ્ર ત્રીવેદી, દ્વારકા પ્રસાદ જોષી, જબલપુર, લઘુતાગ્રંથી, નહેરુ

Read Full Post »

સુજ્ઞ લોકોની કાશ્મિર વિષેની ભ્રમણાઓ

સુજ્ઞ લોકોની કાશ્મિર વિષેની ભ્રમણાઓ

સુજ્ઞ લોકો એટલે જેઓ પોતાને જ્ઞાનવાન, વિશ્લેષક અને તર્કશુદ્ધ અભિપ્રાયો ધરવાન નારા સમજે છે તેવા ચેનલ ઉપર ચર્ચા કરનારા નેતાઓ, કે વર્તમાનપત્રોમાં કટારીયાઓ અને મૂર્ધન્યો છે.

આપણે ફક્ત આજે એક કટારીયાભાઈ/ભાઈઓ ની જ વાત કરીશું. અને તે પણ ડીબી (દિવ્ય ભાસ્કર) માં લખતા એક કટારીયા ભાઈની તેમણે યુટ્યુબ ઉપર આપેલા કાશ્મિર સમસ્યા ઉપર તેમણે દાખવેલા અભિપ્રાય વિષે વાત કરીશું. આ પ્રવચન જો તમારે સાંભળવું હોય તો નગીનભાઈ સંઘવી સાથેનો સંવાદ યુટ્યુબના “સર્ચ” ઉપર  તમે “‘Samvaad – The Talk Show’ with Nagindas Sanghvi, A Renowned Political Analyst “ આમ ટાઈપ કરી મેળવી શકશો.

નગીનભાઈ સંઘવી એક માનનીય વ્યક્તિ છે. આવા માનનીય મૂર્ધન્યોની સંખ્યા ગુજરાતી જ નહીં પણ અંગ્રેજીમાં પણ ઓછી છે અને ભારતમાં જ નહીં પણ અમેરિકામાં પણ ઓછી છે.

આવા ગણ્યા ગાંઠ્યા કટારીયા લેખક જ્યારે કોઈ લાંબા ગાળાથી ચાલી આવતી સમસ્યા વિષે લખે ત્યારે સામાન્ય રીતે દાળમાં કોળું ન જાય. પણ, ક્યારેક  જાય  પણ ખરું. આ “દાળમાંનું કોળું” એક વ્યક્તિગત અભિપ્રાય છે.

હિન્દુ-મુસ્લિમ વ્યવહારો અને સંબંધો વિષે લખવું એટલે આમ તો બહુ નાજુક વિષય છે. કારણ કે આ બંનેને ધર્મને કારણે જુદા પાડવામાં આવ્યા છે. મુસ્લિમો પ્રમાણમાં વધુ સંવેદનશીલ છે. પણ હિન્દુઓ વધુ સંખ્યામાં હોવાથી સંવેદનશીલ હિન્દુઓની સંખ્યાને અવગણી ન શકાય.

 આપણે માંડીને વાત નહીં કરીએ. પણ ક્યાંથી ક્યાં સુધી?

અમુક કાશ્મિરી નેતાઓ ચંદ્રગુપ્ત મૌર્ય થી શરુઆત કરી એમ સાબિત કરવા માગે છે કે અમે ક્યારેય ભારતમાં હતા જ નહીં.

અમુક કાશ્મિરી હિન્દુઓ ભારતીય સંસ્કૃતિના મૂળમાં જાય છે અને કહે છે કે મોટાભાગના ભારતીય સંસ્કૃતિક સાહિત્યના સ્રોત કાશ્મિરના છે. જો કે તેમાંના કેટલાક હિન્દુ નેતાઓ અગાઉ સ્વતંત્ર કાશ્મિરની વાત કરતા હતા પણ તેઓ બેઘર થયા એટલે તેઓ ભાનમાં આવ્યા કે મુસ્લિમો કઈ રીતે તેમની સામે વર્તી શકે છે.

તટસ્થ રીતે વિચારો તો કાશ્મિર ક્યાં હોવું જોઇએ?

दानं भोगः  नाशः अस्य, तीस्रः गतिः भवन्ति वित्तस्य,

यो ददाति न भूंक्ते, तस्य तृतीया गतिः भवति

ધનની (અહીં કાશ્મિરની) ત્રણ ગતિઓ છે. કાં તો પાકિસ્તાનને દાનમાં આપી દો (અને તેને શૂન્ય થવા દો).

કાંતો કાશ્મિરને ભારતમાં રાખો તેનો વિકાસ કરીને યાત્ર સ્થળ તરીકે ભોગવો ,

કાંતો કશ્મિરને સ્વતંત્ર રાખો કે જેથી તે તિબેટની જેમ નાશ પામી જાય.

એવું કહેવાય છે કે શેખ અબ્દુલ્લા એક સ્વાતંત્ર્ય સૈનિક હતા. તેઓશ્રી નહેરુના મિત્ર હતા. પણ જમ્મુ કાશ્મિરના રાજા સાથે તેમને ખાસ બનતું નહીં.

જેને આપણે “ભારત” અથવા “અખંડ ભારત” કહીએ છીએ તેનું રાજકીય અસ્તિત્ત્વ ૧૮૪૬માં આવ્યું કે જ્યારે જમ્મુના મહારાજા ગુલાબ સિંહે કાશ્મિરને સાઠલાખ રૌપ્ય મુદ્રામાં અંગ્રેજો પાસેથી લીધું, અંગ્રેજોને બે સુંદર કાશ્મિરી શાલ અને ત્રણ હાથ રુમાલ આપ્યા અને અંગ્રેજોની આણ માન્ય રાખી.

આથી વધુ જુની વાતને, દુનિયા માન્ય રાખશે નહીં અને હાસ્યાસ્પદ ગણાશે એ અલગ.

એમ તો આપણે આપણો દાવો પશ્ચિમમાં ઇરાન ઉપર અને અરબસ્તાન ઉપર, પૂર્વમાં વિએટનામ અને જાપાન સુધી અને દક્ષિણમાં જાવા સુમાત્રા સુધી કરી શકીએ. કારણ કે ક્યારેક હિન્દુ  રાજાઓ ત્યાં રાજ કરતા હતા. પણ તે દાવા માટે આપણી પાસે સગવડતા હોવી જોઇએ. જેમકે ચીનનું કહેવું હતું કે કોઈ એક કાળે તિબેટ ઉપર અમે રાજ કરતા હતા. અને નહેરુએ ચીનને તિબેટ ઉપર રાજ કરવાની સગવડ કરી આપેલ.

એ વાત જવા દો. એ વાતથી વિષયાંતર થઈ જશે.

અંગ્રેજોએ ગમે તેમ કરીને જીન્નાને પાકિસ્તાન કરી આપ્યું.

પણ દેશી રાજાઓ ના રાજ્યનું શું કરવું?

દેશી રાજાઓ માટે ત્રણ વિકલ્પ હતા. કાં તો પાકિસ્તાન સાથે જોડાય, કાંતો ભારત સાથે જોડાય અથવા તો સ્વતંત્ર રહે. પણ આ પસંદગી મનમાની રીતે થઈ શકે તેમ ન હતું. તેમના રાજ્યની જનતાની સંમતિ જરુરી હતી.

જુનાગઢના નવાબ મનમાની કરવા ગયા તો એમના રાજ્યમાં વિદ્રોહ થયો. તેમને પાકિસ્તાન ભાગી જવું પડ્યું. હૈદરાબાદના નવાબ પણ મનમાની કરવા ગયા તો તેમના લશ્કરે શરણાગતિ સ્વિકારવી પડી. જમ્મુ કાશ્મિરના રાજાએ કશો નિર્ણય ન લીધો. તેમની ઈચ્છા સ્વતંત્ર રહેવાની હતી. શેખ અબ્દુલ્લાની ઈચ્છા પણ એવી જ હતી. ખાટલે મોટી ખોડ એ હતી કે એ બંને વચ્ચે બનતું ન હતું.

આવા સંજોગોમાં પાકિસ્તાનની દાઢ સળકી.

૧૫-૦૮-૧૯૪૭ તારીખથી બ્રીટીશ શાસનનો અંત આવતો હતો. જમ્મુ-કાશ્મિર રાજ્ય અવરજવર માટે  પાકિસ્તાન સાથે જોડાયેલું હતું. જ્યાં સુધી બધું થાળે ન પડે ત્યાં સુધી ઇન્ડિયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ અંતર્ગત પાકિસ્તાનની ફરજ હતી કે તે રોજ વપરાશની ચીજો જમ્મુ-કાશ્મિરને પૂરી પાડે. પણ પાકિસ્તાને નાકા બંધી કરી અને જીવન જરુરી વપરાશની ચીજો મોકલવાની બંધ કરી દીધી. તે ઉપરાંત પાકિસ્તાને સ્વાતંત્ર્યવીરોને નામે સૈનિકોને શસ્ત્ર સરંજામ સાથે જમ્મુ-કાશ્મિરનો કબ્જો લેવા મોકલી આપ્યા. એટલે કે પાકિસ્તાને સૈનિક આક્રમણ કર્યું.

હવે એક વસ્તુ સમજી લો કે પાકિસ્તાનની જમ્મુ-કાશ્મિર ઉપર દાવો કરવાની ત્રણ ગેરલાયકાત હતી.

(૧) ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ અંતર્ગત જ્યાં સુધી (૧૯૫૦) બધું થાળે ન પડે ત્યાં સુધી “સપ્લાય લાઈન ચાલુ રાખવી. પણ પાકિસ્તાને આ શરતનો ભંગ કર્યો. પાકિસ્તાને જમ્મુ-કાશ્મિરની સપ્લાય લાઈન બંધ કરી દીધી,

(૨) દેશી રાજ્યને જનતાનો અભિપ્રાય નક્કી કરવાનો સમય આપવો. પણ પાકિસ્તાને જમ્મુ-કાશ્મિરમાં લોકમત થઈ જવાની રાહ ન જોઇ.

(૩) અનધિકૃત લશ્કરી કાર્યવાહી ન કરવી. પાકિસ્તાને જમ્મુ-કાશ્મિર ઉપર લશ્કરી આક્રમણ કર્યું. પાકિસ્તાની લશ્કરે મુસ્લિમ ઇતિહાસમાં જેમ થતું આવ્યું છે તેમ કાશ્મિરમાં આક્રમણ કરી કત્લેઆમ અને બેસુમાર લૂંટફાટ કરી. અસંખ્ય સ્ત્રીઓ ઉપર (મુસ્લિમ સ્ત્રીઓ સહિત), બળાત્કારો કર્યા. જો પાકિસ્તાની લશ્કરે આવું કશું કર્યું ન હોત તો તેઓ શ્રીનગર સુધી કબજો કરી લીધો હોત.  પણ પાકિસ્તાની લશ્કરના સૈનિકો આવું બધું કરવાની લાલચ રોકી શક્યા નહીં. તેથી શ્રીનગર પહોંચવામાં મોડા પડ્યા.

બીજી એક વધુ વાત સમજી લો

શેખ અબ્દુલ્લા કાશ્મિરમાં લોકપ્રિય હતા. અને તેમને પાકિસ્તાન સાથેનું જોડાણ ધોળા ધરમેય મંજુર ન હતું. કારણ કે શેખ અબ્દુલ્લાને ધર્માભિમુખ મુસ્લિમ રાષ્ટ્ર સાથે જોડાણ પસંદ ન હતું. એટલે જમ્મુ-કાશ્મિરનું રાજ્ય પાકિસ્તાનને મળે એ શક્ય જ ન હતું.

ધારો કે પાકિસ્તાને આક્રમણ ન કર્યું હોત અને જો જમ્મુ-કાશ્મિરમાં જનમત લેવાયો હોત તો પણ જમ્મુ-કાશ્મિર રાજ્ય પાકિસ્તાનને મળે તે શક્ય જ ન હતું.

ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટનો પાકિસ્તાને જમ્મુ-કાશ્મિર રાજ્ય અન્વયે ભંગ કર્યો છે એટલું જ નહીં પણ તેણે બલુચિસ્તાન ઉપર આક્રમણ કરીને પણ તે એક્ટની અંતર્ગત ભંગ કર્યો છે.

આ રીતે જોઇએ તો પાકિસ્તાન કાયદેસર રીતે પાકિસ્તાન, જમ્મુ-કાશ્મિર રાજ્ય ઉપર દાવો કરી જ ન શકે.

કારણ કે પાકિસ્તાન એક આક્રમણખોર રાષ્ટ્ર છે. તે ઉપરાંત પાકિસ્તાને યુનોના ઠરાવની શરતોનું પાલન કર્યું નથી. યુનોના ઠરાવની શરતો છે કે;

(૧) પાકિસ્તાને પોતાના કબજા હેઠળની કાશ્મિરની ધરતી ઉપરથી લશ્કર હઠાવી લેવું

(૨) પાકિસ્તાનનું લશ્કર હઠી ગયા પછી, ભારત ત્યાં મર્યાદિત સંખ્યામાં લશ્કર રાખી શકશે (કે જેથી ત્યાં  જનમત ગણના કરી શકાય.)

(૩) જ્યાં સુધી જનમત ગણના કાર્ય આ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મિરમાં પૂર્ણ ન થાય ત્યાં સુધી પાકિસ્તાન પોતાના કબજા હેઠળના કાશ્મિરમાં લશ્કરી કાર્યવાહી કરી શકશે નહીં.

પાકિસ્તાને યુનોના ઠરાવનો પણ ખુલ્લે આમ ભંગ કર્યો છે.

શું પાકિસ્તાનને કાશ્મિર ઉપર પ્રેમ છે ખરો?

ના જી. જરાપણ નહીં.

હવે તમે જુઓ.

jammu-and-kashmir

પાકિસ્તાને યુનોના ઠરાવનો અમલ ન કર્યો. તે વખતે “જમ્મુ અને કાશ્મિર નેશનલ કોન્ફરન્સ” કે જેના નેતા શેખ અબ્દુલ્લા હતા તે એક માત્ર પક્ષ અસ્તિત્ત્વ ધરાવતો હતો. તેના ચૂંટાયેલા ૭૫ સભ્યોએ વિધાનસભાનું ઓગષ્ટ-સપ્ટેમ્બર ૧૯૫૧માં ગઠન કર્યું અને   લોકતંત્રમાં માન્ય પ્રણાલી દ્વારા તે વિધાન સભાએ ભારત સાથેનું જોડાણ સર્વાનુમતે માન્ય કર્યું. એટલે ભારત તરફથી તો જનમત ગણનાના કાર્યની સમાપ્તિ થઈ ગઈ. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મિરમાંની ૨૫ બેઠકો આજની તારીખ સુધી ખાલી છે. કારણ કે પાકિસ્તાન તેના સંસ્કાર પ્રમાણે લોકશાહીમાં માન્ય હોય તેવું કશું કરી શક્યું નથી.

જમ્મુ-કાશ્મિરમાં પ્લેબીસાઈટ

કોઈ કહેશે કે જમ્મુ-કાશ્મિરમાં પ્લેબીસાઈટ એટલે જનમત ગણના (૧) ભારત સાથે જોડાવું છે? (૨) પાકિસ્તાન સાથે જોડાવું છે? (૩) સ્વતંત્ર રહેવું છે? એ પ્રમાણે કેમ ન કરી?

આનો જવાબ એ છે કે જે રીતે ભારતમાં પણ જનમત ગણના બીજા દેશી રાજ્યોમાં કરેલી, તે જ રીત જમ્મુ-કાશ્મિરમાં પણ અપનાવેલી.

બ્રીટીશ ઇન્ડીયામાં જે પ્રમાણે માન્ય પ્રદેશો હતા તે પ્રમાણે રાજ્યો રાખેલ. કચ્છ, સૌરાષ્ટ્ર, મૈસુર, વિગેરે વિષે પણ આમ જ હતું.

દેશી રાજ્યોમાં નાના મોટા ૭૦૦ ઉપર રાજ્યો હતા. દરેકમાં (૧) ભારત સાથે જોડાવું છે? (૨) પાકિસ્તાન સાથે જોડાવું છે? કે  (૩) સ્વતંત્ર રહેવું છે? એ પ્રમાણે જનમત ગણના થઈ ન શકે. વળી જનમતનું પ્રતિબિંબ તો વિધાનસભામાં પણ પડે જ છે. એટલે વિધાનસભાની મંજુરી પણ લોકશાહીને માન્ય જ કહેવાય.  

તો પછી આપણા કેટલાક અખબારી મૂર્ધન્યો અને કેટલાક સ્વયમેવ સિદ્ધ તર્કશાસ્ત્રીઓ કાશ્મિર ઉપરનો પાકિસ્તાનનો દાવો કેવી રીતે પુરસ્કૃત કરે છે?

હે ઇતિહાસકારો “તે વીરલાઓમાં” અમારું નામ પણ નોંધો

they-supported-mk-gandhi

જો આ સુજ્ઞ જનો સાચેસાચ મુંઝાયેલા હોય અને પોતાને તટસ્થ મનાવવાના કેફમાં હોય પણ તેમને ખબર ન હોય કે તેઓ કૅફમાં “હોંચી હોંચી” કરે છે. તો તેનું કારણ એ છે કે જમ્મુ-કશ્મિરમાં બહુમતિ મુસ્લિમો છે અને તેથી જ્યાં બહુ મતિ મુસ્લિમોની હોય તો તે પ્રદેશે પાકિસ્તાનમાં જવું જોઇએ.

આપણે જાણીએ છીએ અને એ વાતનો આપણને ગર્વ છે કે મહાત્મા ગાંધીની સાથે હિન્દ સ્વરાજ્યની લડતમાં કેટલાક તટસ્થ અંગ્રેજો અને યુરોપીયનો પણ સામેલ થયા હતા. રાજ તો અંગ્રેજોનું હતું તેમ છતાં પણ જનતંત્ર એવા બ્રીટનમાં રહેલા સત્યપ્રિય અંગ્રેજો આપણી લડતને સાથ આપતા હતા. જો આમ હોય તો પછી આપણામાં પણ કેટાલાક વીરલા નિકળવા જ જોઇએ કે જે જમ્મુ-કાશ્મિરના મુસ્લિમોની સ્વાતંત્ર્ય ની લડતમાં મુસ્લિમોને વૈચારિક સાથ આપે. એટલે આપણા કેટલાક સુજ્ઞ જનોએ વિચાર્યું કે તો પછી તે સત્ય પ્રિય વીરલાઓમાં આપણું નામ શા માટે નહીં?

samuel

આવા કંઈક ભાવ સાથે પણ કેટલાક મૂર્ધન્યો પોતાનો મત બાંધતા હોવા જોઇએ.

ખાટલે શી ખોડ છે?

ભારતની સ્વાતંત્ર્ય માટેની “હિંસક અને અહિંસક બંને લડત” અને કાશ્મિરના મુસ્લિમોની કહેવાતી “સ્વાતંત્ર્યની લડત”, આ બંનેમાં આભ જમીનનો ફેર છે.

ભારતની સ્વાતંત્ર્ય માટેની લડત એટલા માટે હતી કે ભારત અને બ્રીટનના કાયદા અલગ હતા.

બ્રીટનની પાર્લામેન્ટમાં ભારતનું તેની જનસંખ્યાના પ્રમાણમાં પ્રતિનિધિત્વ ન હતું.

ભારત બ્રીટનનું એક રાજ્ય ન હતું.

જે સ્વાયત્તતા બ્રીટનના નાગરિકો પાસે હતી તેવી સ્વાયત્તતા ભારતના નાગરિકોની પાસે ન હતી.

બ્રીટનની સરકાર, ભારત ઉપર દેખરેખ રાખવા એક ગવર્નર જનરલ (વાઈસરોય) અને અનેક ગવર્નરો મોકલતી.

આ બધા કારણસર ભારતની સ્વાતંત્ર્યની લડત વ્યાજબી હતી.

આ ઉપરાંત

ભારતની અહિંસક લડતના સૈનિકો વાટાઘાટો માટે તૈયાર રહેતા હતા.

ભારતની અહિંસક લડતના સૈનિકો સરકારના સક્ષમ અધિકારીને પોતાની આગામી આંદોલનની પૂરી રુપરેખા આપતા હતા, અને તે પ્રમાણે આંદોલનો કરતા હતા,

ભારતની અહિંસક લડતના સૈનિકો, ખૂલ્લા મોઢે આંદોલન કરતા. ભારતની અહિંસક લડતના સૈનિકો કદી બુકાની બાંધી મોઢું સંતાડીને આંદોલન કરતા નહીં.

ભારતની અહિંસક લડતના સૈનિકો પોતાનો ગુનો છૂપાવતા નહી, ભારતની અહિંસક લડતના સૈનિકો પોતાનો ગુનો કબુલ કરતા. ગુનો સાબિત કરવાની જવાબદારી સરકાર ઉપર છોડતા નહીં.

ભારતની અહિંસક લડતના સૈનિકો કદી પણ જામીન ઉપર છૂટવા માટે અરજી કરતા નહીં,

ભારતની અહિંસક લડતના સૈનિકો જેલમાં હોય ત્યારે પણ સરકાર સાથે વાટાઘાટો કરવા તૈયાર રહેતા,

ટૂંકમાં ભારતની અહિંસક લડતના સૈનિકોની લડત સંપૂર્ણ પારદર્શી અને નિયમ બદ્ધ હતી. તેઓ સ્વેચ્છાએ અને મફતમાં લડત ચલાવતા હતા.

ભારતની અહિંસક લડતના સૈનિકો અને નેતાઓ સાદગી થી રહેતા હતા.

ભારતની અહિંસક લડતના સૈનિકોને પૂરો ખ્યાલ હતો કે સ્વતંત્રતા મળ્યા પછી ભારતમાં રાજ્યવ્યવસ્થા કેવી હશે.

ભારતની અહિંસક લડત અને હિંસક લડત બંને ના સૈનિકો અને નેતાઓ ની દૃષ્ટિ સાફ હતી કે સ્વતંત્રભારત એક ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર હશે.

જો આપણે લોકશાહી દૃષ્ટિ એ જોઇએ તો કાશ્મિર તો સ્વતંત્ર જ છે.

 કાશ્મિરમાં કાશ્મિરની જનતા જ પોતાના પ્રતિનિધિ ચૂંટે છે.

કશ્મિરના પ્રધાનમંડળમાં કાશ્મિરીઓ જ હોય છે.

કાશ્મિરનું પ્રતિનિધિત્વ ભારતની પાર્લામેન્ટમાં તેની જનસંખ્યાના પ્રમાણમાં હોય છે.

ભારતના કેન્દ્રના પ્રધાનમંડળમાં કાશ્મિરી પ્રધાન હતા અને હજુ હોઈ શકે છે.

કાશ્મિરની લડતને વિષે એવું ન કહી શાકય કે તે સ્વતંત્રતા માટે છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો કાયર છે કે જેથી તેમને પોતાના મોંઢાં છૂપાવવા પડે છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો, પોલીસોને અને ભારતીય લશ્કરના સૈનિકોને નિશાન બનાવે છે જેઓ પોતાની ફરજ બજાવી રહ્યા હોય છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો કે નેતાઓ વાટાઘાટો માટે તૈયાર નથી.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો પોતાના ગુનાનો ઇન્કાર કરે છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો ધારોકે પકડાઈ જાય તો જામીન ઉપર છૂટવા સદા તૈયાર હોય છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો પોતાનો ગુનો છૂપાવે છે. તેમનો ગુનો સાબિત કરવાની જવાબદારી સરકાર ઉપર હોય છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકોની વાત જવા દો પણ તેના બની બેઠેલા નેતાઓ સુધ્ધાં ને ખબર નથી કે લોકશાહી એટલે શું અને તેમની લડત શા માટે છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકોની વાત જવા દો પણ તેના બની બેઠેલા નેતાઓ સુધ્ધાં ને ખબર નથી કે તેમને કઈ જાતની આઝાદી જોઇએ છે. તેમની હાલની આઝાદી તેમની માંગ વાળી આઝાદી થી કઈ રીતે અને કેટલી જુદી પડે છે તેની ચર્ચા પણ કરવા તેઓ તૈયાર નથી..

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકોની વાત જવા દો પણ તેના બની બેઠેલા નેતાઓ સુધ્ધાં પૈસાને આધારે કામ કરે છે. તેના નેતાઓ બીજાના સંતાનોને જતિ કરવા નિકળ્યા છે અને પોતાના સંતાનોને ઉચ્ચ વિદ્યાલયો અને ઉચ્ચ વિશ્વવિદ્યાલયોમાં ભણાવે છે.

કાશ્મિરની લડત ચલાવતા નેતાઓ જાહોજલાલીથી જીવે છે અને ગરીબોને ધર્મને નામે ઉશ્કેરી આંદોલન ચલાવે છે. કાશ્મિરના કહેવાતા સ્વાતંત્ર્યની લડત ચલાવતા નેતાઓ કાશ્મિરને અમાનવતા વાદી રાષ્ટ્ર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મૂર્ધન્યો પ્રશ્ન કરશે કે;

જો મુસ્લિમ બાહુલ્યવાળા પાકિસ્તાનને આપણે ખુદા ભરોસે છોડી દઈ શકીએ છીએ તો મુસ્લિમ બાહુલ્યવાળા જમ્મુ-કાશ્મિરને પણ ખુદા ભરોસે શા માટે છોડી ન દેવો?

જમ્મુ-કાશ્મિર કંઈ એકલું રાજ્ય ન હતું કે જે ભારત સાથે લોકશાહી માર્ગે જોડાયું. બીજા ૭૦૦ રાજ્યો હતા કે જેના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ભારત સાથે નું જોડાણ મંજુર રાખ્યું. જો પચાસના દશકામાં  જમ્મુ-કાશ્મિર રાજ્યનું ભારત સાથેનું જોડાણ બીજા રાજ્યોની જેમ જ થયું હોય તો કાશ્મિરમાં  ફરી જનમતની માગણી કેવી રીતે કરી શકાય?

વહાબી વિચાર ધારા

પાકિસ્તાનની વહાબી વિચાર ધારાવાળી સંસ્થાઓ કાશ્મિરીઓને પૈસા વેરી ઉશ્કેરે છે. આ વાત જેઓ ન જાણતા હોય તેમણે રાજકારણમાં પોતાની ચાંચ ખોસવી નહીં.

કાશ્મિરની અશાંતિ વહાબીઓને કારણે છે. વહાબીઓનું ધ્યેય અને કાર્યસૂચિ કટ્ટાર પંથી છે. જે ઇસ્લામિક દેશ શાંતિપ્રિય છે તેઓ વહાબીઓને માન્ય રાખતા નથી.

વહાબીઓની હાલની વાત રાજકીય સ્વાતંત્ર્યની છે અને સાથે સાથે શરિયત કાયદો લાગુ કરવાની પણ છે. વહાબીઓ ધાકધમકી, બળદ્વારા અને પૈસા દ્વારા પોતાની વિચારસરણી કાશ્મિરીઓ ઉપર ઠોકવા માગે છે.

જે પ્રદેશના નેતાઓ પૈસા ખાવામાં રચ્યા પચ્યા રહ્યા હોય ત્યાં બેકારી વધે. બેકાર માણસ પૈસા માટે બધું જ કરવા તૈયાર થઈ જાય.

ફરુખ અને ઓમરે પૈસા ખાવા સિવાય કાશ્મિરમાં વિકાસ માટે કશું કર્યું નથી. એટલે કાશ્મિરની જનતા અને ખાસ કરીને યુવાનોમાં બેકારી વધી. પાકિસ્તાન તેનો કોઈપણ ભોગે લાભ લેવા માગે છે.

વહાબી અને મુસ્લિમ શબ્દો પર્યાયવાચી નથી

વહાબી અને મુસ્લિમ શબ્દો પર્યાયવાચી નથી. જેમ હિન્દુ અને અઘોરી પર્યાયવાચી નથી. જો કે અઘોરી કરતાં વહાબી વધુ ભયજનક છે કારણ કે અઘોરી પોતાનો પંથ પોતાના પુરતો મર્યાદિત રાખે છે. પણ જો તેને રાજકીય સાથલેવા માટે ઉશ્કેરવામાં આવે અને જો તે ઉશ્કેરાય પણ ખરો તો આવા અનેક અઘોરીઓનું જુથ વહાબીઓ જેટલું ભયજનક બની શકે.

તમે યાદ કરો કે ખાન અબ્દુલ ગફારખાને શું કહ્યું હતું?

ખાન અબ્દુલ ગફારખાને, નહેરુવીયન કોંગ્રેસને કહ્યું હતું કે “તુમ લોગોંને હમે ભેડિયોંકે હવાલે કર દિયા.”

સુજ્ઞજનોની રાજકીય અપરિપક્વતા

વહાબીઓ અત્યારે રાજકીય તાકાત મેળવવા લડે છે. રાજકારણમાં અનેક પ્રવાહો વહેતા હોય છે. જો આપણે એવું માનીએ કે વહાબીઓનો અવાજ એ કાશ્મિરીઓનો અવાજ છે તો તે રાજકીય અપરિપક્વતા ગણાશે.

નગીનભાઈ સંઘવીએ જે કહ્યું કે કાશ્મિરીઓ ભારતથી અલગ થવા માગે છે. આપણે આ પ્રદેશ છોડી દેવો જોઇએ.

જોકે આ પ્રકારનું બોધગ્રહણ,  તે તેમના એકલાનું બોધગ્રહણ નથી.

આ પહેલાં ૧૯૭૮-૭૯માં ભૂમિપુત્રના સંપાદક/તંત્રી શ્રી કાંતિભાઈ શાહ કે જેઓ કાશ્મિરમાં જઈ આવ્યા હતા તેમનું પણ આવું જ બોધ ગ્રહણ હતું. તે વખતે મેં તેમને ભૂમિપુત્રમાં સિક્કાની બીજી બાજુ બતાવતો એક લેખ મોકલી આપ્યો. (તે લેખ તેમણે છાપ્યો નહીં. વાંધો નહીં આપણે શોક ન કરવો).  ગાંધીજીના અનુયાયીઓ પૂર્વપક્ષને સાંભળે જ સાંભળે તે વાત તેમને મંજુર ન હોય.

આપણે એક વાત સમજવી જોઇએ કે રાજકારણ હમેશા પ્રવાહી હોય છે. અને વળી તેમાં આંતરિક અને બાહ્ય પ્રવાહો પણ હોય છે.

ગુજરાતમાંનું નવનિર્માણનું આંદોલન

શ્રેષ્ઠ ઉદાહરણ ૧૯૭૩-૭૪નું ગુજરાતમાંનું નવનિર્માણનું આંદોલન છે. આ આંદોલન મોટે ભાગે અહિંસક હતું. આ આંદોલનને બહારના જે લોકોએ જોયું, તે લોકોએ તેની સરખામણી ૧૯૪૨ના આંદોલન સાથે કરી હતી. રવિશંકર મહારાજ જેવા સ્વચ્છ અને ગાંધીવાદી નેતાએ પણ ચિમનભાઈ પટેલને કહ્યું કે તમે મુખ્ય પ્રધાનપદે થી રાજીનામું આપો. જયપ્રકાશ નારાયણ જેવા અનેક નેતાઓ નવનિર્માણના આંદોલનથી આકર્ષાયા હતા.

નવનિર્માણના આ આંદોલનને કારણ્ર ૧૯૭૪માં ગુજરાત વિધાનસભાનું વિસર્જન કરવું પડ્યું તે વખતે જેની શાસકીય રીત રસમ સામે આ નવનિર્માણ આંદોલન થયું હતું તે નહેરુવીયન કોંગ્રેસની શી સ્થિતિ હશે તેની તમે કલ્પના કરો.

જ્યારે ૧૯૭૫માં ગુજરાત વિધાન સભાની ચૂંટણી થઈ, ત્યારે એમ જ લાગતું હતું કે નહેરુવીયન કોંગ્રેસને એક પણ બેઠક મળશે નહીં. જનતા મોરચો જ બધી જ બેઠકો મેળવી જશે.

પણ થયું શું?

જનતા મોરચાએ બહુમતિ કરવા માટે ચિમનભાઈ પટેલના કિમલોપનો સહારો લેવો પડ્યો.

૧૯૮૦માં શું થયું?

આજ નહેરુવીયન કોંગ્રેસ પક્ષ વિધાન સભામાં પૂર્ણ બહુમતિ સાથે સત્તા ઉપર આવ્યો. નહેરુવીયન કોંગ્રેસની સત્તા ૧૯૯૫ સુધી ગુજરાત ઉપર કાયમ રહી.

આ બધાનું કારણ શું?

રાજકારણમાં આંતરપ્રવાહો વહેતા હોય છે. કાશ્મિરમાં અને તેની જનતામાં પણ આંતર પ્રવાહો છે અને તે ઝી-ન્યુજ઼ ટીવી ચેનલ બહાર લાવી રહ્યું છે.

પુનર્વિચારણા શક્ય નથી

tibet-and-jammu-kashmir

તમે કાશ્મિરનો ભારત સાથેના જોડાણનો પ્રશ્ન પુનર્વિચારણા માટે ઉખેળી શકો નહીં. આની અસર બીજા રાજ્યોની ઉપર પણ પડે.

તમે જાણો જ છો કે પૂર્વોત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ખ્રીસ્તીઓ બહુમતિમાં હોવાથી તેઓ પોતાને યુરોપના ફરજંદ માને છે. તેમણે તેમની લિપિ જે અગાઉ દેવનાગરી જેવી અક્ષરલિપિ હતી તે તેમણે બદલી નાખી અને પોતાની ભાષાની લિપિ શબ્દલિપિ (રોમન સ્ક્રીપ્ટ) કરી નાખી છે.

તેમનામાં આવી ભાવના કોણ ઉત્પન્ન કરેછે?

ખ્રીસ્તી પાદરીઓ સેવાના ઓઠા હેઠળ, ધાર્મિક વિભાજનવાદ પણ ફેલાવે છે.  જેમ કાશ્મિરમાં પાકિસ્તાન પૈસા વેરે છે તેમ પૂર્વોત્તર રાજ્યોમાં ખ્રીસ્તીઓ પૈસા વેરે છે. જો કાશ્મિરમાં “ભારતમાં થયેલ વિલય” ને પુનર્વિચારણા માટે મંજુર કરવામાં આવે તો બીજે બધે પણ આવી માગણી ઉઠે. ખ્રીસ્તીઓ પૂર્વોત્તર રાજયોમાં પૈસા  વેરવાની ઝડપ અને પ્રમાણ પણ વધારશે. પૂર્વોત્તર રાજ્યોની જનતા પણ કહેશે કે અમને ભારતીય રાજકીય રીતરસમ પસંદ નથી તેથી અમારે જુદો દેશ જોઇએ છે. આપણા કહેવાતા ભારતીય સુજ્ઞજનો તેમની માગણીને હવા આપશે જ. આપણું પત્રકારિત્વ પીળું છે તે ભારતમાં તો સૌકોઈ જાણે છે.

આ વાત પણ વિચારો.

ધારો કે રશિયા અલાસ્કાના લોકોને ઉશ્કેરે અને શસ્ત્રો પણ પૂરા પાડે અને તેમને પાકિસ્તાન જેમ કાશ્મિરમાં વહાબીઓને મદદ કરે છે તેમ અલાસ્કાવાસીઓ પાસે માગણી કરાવે કે અમને યુએસની રાજકીય રીતરસમ પસંદ નથી તો યુએસ શું કરશે? શું યુએસના સુજ્ઞ જનો, અલાસ્કાવાસીઓને સહકાર આપશે?

સ્પેનની સરકાર પણ, યુએસના ટેક્સાસ રાજ્યમાં આવું કરી શકે. ટેક્સાસમાં સ્પેનીશભાષા પણ ચલણમાં છે. સ્પેનના લોકો ટેક્સાસમાં રહેતા મેક્સીકન લોકોને ઉશ્કેરે. પૈસા આપી મેક્સીકોમાંથી આતંકીઓને પણ મોકલે. ટેક્સાસના આ લોકોનું જુથ આંદોલન ચલાવે કે અમને યુએસની રીતરસમ વાળું રાજ્ય પસંદ નથી. અમારે અમારો સ્વતંત્ર દેશ જોઇએ છીએ.

ફ્રાન્સના લોકો પણ કેનાડાના ક્યુબેક રાજ્યમાં જનતાને ઉશ્કેરે કે તેમને અંગ્રેજીના આધિપત્યવાળી સરકારની રીતરસમ પસંદ નથી. અમારે સ્વતંત્ર અને ફક્ત ફ્રેન્ચ ભાષી દેશ જોઇએ છીએ.

આપણે એક બીજી વાત પણ સમજવી જોઇએ કે ભારતમાં ફક્ત સીમાવર્તી રાજ્યોમાં જ આવો અલગતા વાદ વિકસે એટલું માત્ર નથી. ભારતમાં એવા ઘણા નાના મોટા વિસ્તારો છે કે જ્યાં ધાર્મિક લઘુમતિ કોમો બહુમતિમાં છે. તમે જુઓ પણ છો કે તેના નેતાઓ કેવું બેફામ બોલે છે. કેરાલામાં તો તે લઘુમતિ કોમે પોતાની બહુમતિને કારણે અલગ જિલ્લાની રચના પણ કરી છે.

આવી મનોદશા કોણે ઉત્પન્ન કરી?

નહેરુવીયન કોંગ્રેસે સત્તા માટે મતબેંકો ઉભી કરી છે. તેણે લઘુમતિ કોમોને વકરાવી છે. નહેરુવીયન કોંગ્રેસના આ સંસ્કાર, બીજા વંશીય અને સ્થાનિક પક્ષોમાં પણ આવ્યા છે.

એટલે ભૂલે ચૂકે પણ જો કાશ્મિર ને અલગ કરીયે તો ચીન તેની ઉપર કબજો જમાવી દે, આ વાત પણ શક્ય છે. જે ચીન તિબેટ જેવડા મોટા દેશ ઉપર કબજો જમાવી શકે તેને માટે કાશ્મિર તો ડાબા હાથનો ખેલ છે. આ માત્ર ભયસૂચક નથી. પણ ભારતમાં ઠેર ઠેર આવા આંદોલનો ફાટી નિકળે. આવે વખતે હિન્દુઓનો અમુક વર્ગ શાંતિથી બેસી રહી ન શકે. ગૃહ યુદ્ધની સંભાવના જરાપણ નકારી ન શકાય.

તો પછી કાશ્મિર સમસ્યાનો ઉપાય શો?

ધર્મથી મહાન શું છે? આવા પ્રશ્નનો ઉત્તર “ગરમ હવા” નામની ફિલમ માં મળે છે.

એક મુસ્લિમ ભાઈએ ભારતમાં સરકારી કામનું ટેન્ડર ભર્યું. તેમના ઘરમાં કોઈ માનતું ન હતું કે આ ટેન્ડર આ મુસ્લિમ ભાઈને મળશે. કારણ કે ટેન્ડર સમિતિના બધા સભ્યો હિન્દુ હતા. મુસ્લિમ ભાઈ ઘરે આવ્યા અને ઘરમાં આવીને કહ્યું કે ટેન્ડર મને મળ્યું છે. ઘરના લોકોએ મોઢું વકાસી પૂછ્યું “કેવી રીતે?

મુસ્લિમભાઈએ કહ્યું “ધર્મસે ભી એક ચીજ મહાન હૈ. …..  વહ મહાન ચીજ઼ હૈ …. રિશ્વત”

રિશ્વત એટલે લાંચ. લાંચ એટલે પૈસા. પૈસા પ્રાપ્ત કરવાના રસ્તા કાળા ધોળા હોઈ શકે. પણ પૈસો તો હમેશા ધોળો જ હોય છે. વિકાસ કરો. બેકારી દૂર કરો. જો કાશ્મિરી પ્રજા સુખ સમૃદ્ધ થશે તો કાશ્મિરમાં થી ૯૫ ટકા આતંકવાદ નાબુદ થશે. જે ૫ ટકા આતંકવાદ બચશે તેને બળપૂર્વક નાબુદ કરી શકાશે.

મુસ્લિમો પણ સારા સુખ-સમૃદ્ધ જીવન જીવવા માટે પાકિસ્તાન છોડી વિદેશ જતા રહે છે. તેઓ વિદેશનું નાગરિકત્વ પણ સ્વિકારે છે. આમ કરવામાં તેમને તેમનો ધર્મ આડે આવતો નથી.

મુસ્લિમો, ભારતમાં ઘુસણખોરી શા માટે કરે છે? કારણ કે તેમને જીવવું છે. તેમને લાગે છે કે ભારતમાં સારા જીવનની શક્યતા છે. બે કરોડ મુસ્લિમ ઘુસણખોરો કંઈ આતંક કરવા ભારતમાં પ્રવેશતા નથી.

એ વાત નકારી ન શકાય કે પાકિસ્તાન આવા કેટલાક ઘુસણખોરોનો અસામાજિક કામો માટે ઉપયોગ કરે છે.

જો સરકાર એટલે ખાસ કરીને રાજ્ય સરકારો કાયદો અને વ્યવસ્થા માટે “રુલ ઓફ લૉ” માટે કૃતનિશ્ચયી થશે, “ગુનો કર્યો એટલે જેલમાં જ ગયો” એવી વહીવટી અને ન્યાય વ્યવસ્થા થશે તો કાશ્મિર ની સમસ્યા આપોઆપ મરી જશે.

નરેન્દ્ર મોદી આ બધું જાણે છે.

%e0%a4%b8%e0%a5%87%e0%a4%95%e0%a5%8d%e0%a4%af%e0%a5%81%e0%a4%b2%e0%a4%b0-%e0%a4%87%e0%a4%a8%e0%a5%8d%e0%a4%a1%e0%a5%80%e0%a4%af%e0%a4%be

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સુજ્ઞ લોકો, કાશ્મિર સમસ્યા, ભ્રમણા, કટારીયા, નગીનભાઈ સંઘવી, મર્ધન્ય, હિન્દુ મુસ્લિમ સંબંધ, ચંદ્રગુપ્ત મૌર્ય, કાશ્મિરી હિન્દુઓ, સંસ્કૃત સાહિત્યનો સ્રોત, તટસ્થતા નો કેફ, શેખ અબ્દુલ્લા, નહેરુ, સ્વાતંત્ર્ય સૈનિક, અખંડ ભારત, ૧૮૪૬, ૧૯૪૭, ૧૯૫૧, અંગ્રેજો, પાકિસ્તાન, ગુલાબ સિંહ, હરિ સિંહ, દાવો, હિન્દુ રાજાઓ, તિબેટ, દેશી રાજ્ય, ફારુખ, ઓમર, જીવન જરુરી વપરાશની ચીજો, ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્ટ એક્ટ, શ્રીનગર, આક્રમણ, જનમત, યુનોનોઠરાવ, જમ્મુ અને કાશ્મિર નેશનલ કોન્ફરન્સ, ભારત સાથેનું જોડાણ, વિધાનસભા, વીરલાઓ, બહુમતિ મુસ્લિમો, હિંસક અને અહિંસક બંને લડત, બ્રીટનની પાર્લામેન્ટ, મોઢું સંતાડીને આંદોલન, વાટાઘાટો કરવા તૈયાર, પારદર્શી અને નિયમ બદ્ધ, બની બેઠેલા નેતા, વહાબી વિચાર ધારા, વહાબી અને મુસ્લિમ શબ્દો પર્યાયવાચી, સુજ્ઞજનોની રાજકીય અપરિપક્વતા, ભૂમિપુત્ર, રાજકારણ હમેશા પ્રવાહી, નવનિર્માણનું આંદોલન, . રવિશંકર મહારાજ, ગાંધીવાદી નેતા, ચિમનભાઈ પટેલ, જયપ્રકાશ નારાયણ, પુનર્વિચારણા, દેવનાગરી જેવી અક્ષરલિપિ, શબ્દલિપિ (રોમન સ્ક્રીપ્ટ), ખ્રીસ્તી પાદરીઓ, પૂર્વોત્તર રાજ્યો, અલાસ્કાના લોકો, મેક્સીકન લોકો, કેનાડા,  ક્યુબેક રાજ્ય

  

 

 

 

 

 

 

 

 

 

 

 

Read Full Post »

મૂર્ધન્યો દ્વારા થતું સામાજીક સાપેક્ષવાદનું ખૂન ભાગ-૨

હવે આપણે નરેન્દ્ર મોદી ઉપર થતા આક્ષેપો અને બીજાઓ ઉપર થતા આક્ષેપોની મૂલવણી કરીશું.

સામાન્ય રીતે આપણને  રાહુલ ગાંધી, કેજ્રીવાલ, સોનિયા ગાંધી, મમતા, લાલુ યાદવ વિગેરે સૌ કોઈ, નરેન્દ્ર મોદીની કડવી ટીકા કરતા જોવા મળે છે. મન મોહન સિંહ, અને નહેરુવીયન કોંગી નેતાઓ પણ આક્ષેપ બાજી અને ક્ડવી ટીકા કરતા જોવા મળે છે. આમ તો દરેક કડવી ટીકાને એક આક્ષેપ ગણી શકાય. જેમ કે કેટલાકે કહ્યું કે વિમુદ્રીકરણ પૂરતી તૈયારી વગર કર્યું છે. તો કેટલાકે કહ્યું કે વિમુદ્રીકરણ સૌથી મોટો ફ્રૉડ છે.

ફ્રૉડ એટલે શું?

તમે તમારા ફાયદા માટે ખોટું બોલ્યા. સામે નુકશાન થાય છે. તમને પણ ખબર છે કે તમે ખોટું બોલો છો. સામા માણસને કે જુથને ખબર નથી કે તમે ખોટું બોલો છોએ કે સાચું. તમારો ફાયદો, સામાવાળાના નુકશાનને કારણે છે. આને આપણે ઠગાઈ કહીએ છીએ. જો કે ઘણી વખત આ બધું સાબિત કરવું સહેલું હોતું નથી. નાણાંકીય નુકશાન, સંપત્તિમાં નુકશાન, દુઃખથી થતું નુકશાન, આબરુને થતું નુકશાન આવું બધું સાંકળીએ તો આવા ફ્રૉડની  વ્યાખ્યાને વિસ્તૃત કરી શકાય.

ધારો કે કોઈક ભાઈ કશુંક બોલ્યા. તે ખોટું હતું. તેનાથી જનસમુહને નુકશાન થયું. તેમણે વચન આપ્યું. કે તે નુકશાનને ભરપાઈ કરશે. પણ તેમની દાનત જ ન હતી. અને તેઓ ગુજરી ગયા. તેના ઉત્તરાધિકારીએ વાત જ ગુપચાવી દીધી. કેટલાક લોકો સમસમીને બેસી રહ્યા. કેટલાક ને થયું કે આમાં તો આવું જ ચાલે. કેટલાકને એવું લાગ્યું કે આમાં તો કંઈજ ન થઈ શકે. મોટા ભાગના તો નુકશાનને સમજી જ ન શક્યા.

આવી ઘટનાને ફ્રૉડ કહેવાય કે નહીં?

સંસદને આમ તો દેશ જ કહી શકાય. નહેરુએ તીબેટ ઉપર ચીનનું આધિપત્ય સ્વિકાર્યુ. ચીનના તીબેટ ઉપરના હક્ક માટેના કારણો ટકી શકે તેવા ન હતા. ચીનની દલીલ એમ હતી કે કોઈ એક સમયે  તીબેટ ઉપર ચીનના રાજાઓ રાજ કરતા હતા. જો કે આ કારણને લીધે તીબેટ, ચીનના આધિપત્યને સ્વિકારવા તૈયાર ન હતું. આમ જોવા જાઓ તો ભારતીય રાજાઓ ઇરાન સુધી ઈશુની પહેલી શતાબ્દી સુધી રાજ કરતા હતા. પણ ભારત ઈરાન ઉપર કે અફઘાનીસ્તાન ઉપર દાવો કરતું નથી. નહેરુને આ દલીલની ખબર તો હોવી જ જોઇએ. પણ નહેરુએ ચીનનું તીબેટ ઉપર નું આધિપત્ય માન્ય રાખ્યું અને તીબેટ ઉપર ચીને આસાનીથી કબજો કરી લીધો. આ કબજો લીધા પછી ચીને ભારતીય વિસ્તારોમાં ઘુસણખોરી ચાલુ કરી દીધી. આચાર્ય કૃપલાણીએ અને મહાવીર ત્યાગી જેવાઓએ સંસદમાં અવાજ ઉઠાવ્યો. પણ નહેરુએ આ ઘુસણખોરીની વાતને જ નકારી દીધી. આ વાત બહુ લાંબી છે. પણ અંતે ચીને ભારતની ઉપર આક્ર્મણ કર્યું અને ૯૦૦૦૦ ચોરસ માઈલ કબ્જે કરી લીધો. જો કે ચીનનો દાવો તો તે વખતે ૭૨૦૦૦ ચોરસ માઈલ ઉપર જ હતો. પણ સ્પર્ધામાં દોડતો માણસ તેની ઝડપને ન રોકી શકવાને કારણે  દોડવાની સીમા રેખાથી, થોડા મીટર વધુ દોડીને અટકે તેમ ચીન પણ ૩૦ ટકા જેટલું વધુ આગળ દોડી ગયું. અને ૭૨૦૦૦ને બદલે ૯૦૦૦૦ ચોરસ માઈલ ભારતીય જમીન ઉપર કબજો મેળવી લીધો. જો કે તે તેણે નહેરુના માગ્યા વગર તત્કાલ પાછો આપી દીધો. વિનોબા ભાવેએ ચીનના આ વલણ બદલ વખાણ કર્યા હતા અને કહ્યું કે વિશ્વમાં પહેલી ઘટના છે કે જ્યાં યુદ્ધમાં એક પક્ષે કબ્જે કરેલી ભૂમિ કે જેની ઉપર પોતાનો દાવો ન હતો તે આપોઆપ ખાલી કરી દીધી.

નહેરુએ સંસદમાં પ્રતિજ્ઞા લીધી કે અમે ગુમાવેલો પ્રદેશ પાછો લીધા વગર જંપીને બેસીશું નહીં. નહેરુની આ પ્રતિજ્ઞા “આજની ઘડી અને કાલનો દિ” જેવી હતી. નહેરુનો રાજકીય હોદ્દાનો વારસો તેના ફરજંદોએ લીધો પણ નૈતિક ફરજનો વારસો તો તેમના ફરજંદોએ સાવ જ ગુપચાવી દીધો.

નહેરુએ કહ્યું દુશ્મને દગો કર્યો છે. (“દુશ્મન તો દગો જ કરે” રાજાજી બોલ્યા હતા). પણ અબુધ માણસ નહેરુનો આવો ભાષાનો પ્રપંચ સમજી ન શકે.

પચાસના દશકામાં ચીનમાં નહેરુનું ભવ્ય સ્વાગત થયેલ. એ લોકપ્રિયતાનો નહેરુએ ચૂંટણીઓમાં ભરપુર લાભ લીધેલ.

હવે આ ભારતના પરાજયની ઘટનાને અને ભારતની ચીન પ્રત્યેની નીતિને શુ કહેવું? આને ફ્રૉડ શું કામ ન કહેવાય? વિદ્વાનોએ કદી આનું વિશ્લેષણ કર્યું નથી. હવે જો આ જ વિદ્વાનો નહેરુવીયન કોંગ્રેસને તેની સ્વાતંત્ર્યની લડતનું શ્રેય આપવા માગતા હોય તો આ ફ્રૉડનો વારસો કેમ નહીં?

આવો જ સિમલા કરારનો વારસો છે. સિમલા કરારને ફ્રૉડ કહેવો કે સ્કૅમ કહેવો એ સંશોધનનો વિષય છે.

વિદ્વાનો એમ માને છે કે રાજકીય ફ્રૉડને ફ્રૉડ ન ગણવા.

આવી રાજકીય ઘટનાઓને રાજકીય ભૂલોમાં ખપાવવી. બહુ બહુ તો તેને મુર્ખામીઓમાં ખપાવવી.

જે નીતિઓમાં રાજકર્તાને અગાઉથી ચેતવવામાં આવ્યા હોય, રાજકર્તાએ આ ચેતવણીને જાણીજોઈને પોતાના રાજકીય સ્વાર્થ માટે અવગણી હોય, અને બધી કહેવાતી ભૂલો શુદ્ધ બુદ્ધિથી કરવામાં આવી હોય અને આવું એક થી વધુ વાર બન્યું હોય તો તેને ફ્રૉડ જ ગણાય.

ઇન્દિરાએ નહેરુનો, અનધિકૃત રાજકીય દાયજો લીધો પણ નહેરુના ઉપરોક્ત ફ્રૉડની ભરપાઈ નો વિચાર પણ ન કર્યો. એટલું જ નહીં પણ સિમલા કરાર હેઠળ ભારતના સૈન્યે કરેલા વિજયને સંપૂર્ણ પરાજ્યમાં ફેરવી દીધો. આ એક વધારાનો દેશ સામેનો ઇન્દિરાઈ ફ્રૉડ છે. યુનીયન કાર્બાઈડ સાથીનો કરાર ક્ષતિપૂર્ણ રાખવામાં આવેલો એટલે ભોપાલ ગેસ દુર્ઘટનામાં વળતર શૂન્ય બરાબર મળ્યું. અર્જુન સિંગ અને રાજીવ ગાંધી દ્વારા એન્ડરસનને ભાગી જવાનો રસ્તો કરી આપવો… આ બધી કોઈ મૂર્ખામીઓ ન હતી. ભ્રષ્ટાચારના મહાસાગરમાં જ રહેતી નહેરુવીયન કોંગ્રેસ જ્યારે કોઈ પણ આક્ષેપ બીજા ઉપર કરે ત્યારે જનતાએ અને વિદ્વાનોએ નહેરુવીયન કોંગ્રેસને તેના શાસન દરમિયાન કરેલા કરતૂતોની  પાર્શ્વ ભૂમિકામાં પણ જોવી જોઇએ.

 સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી કે કોઇ પણ તેના પક્ષના નેતા કે તેના સાંસ્કૃતિક સાથી પક્ષના નેતા જ્યારે અદ્ધર અદ્ધર વાતોના વડા જેવા આક્ષેપો કરતા હોય ત્યારે તેના જવાબો આપવા જરુરી નથી. બનાવટી આક્ષેપો કરવા એ નહેરુવીયન કોંગ્રેસની પરંપરા છે.

સંજીવ રેડ્ડી ચારિત્ર્ય ભ્રષ્ટ હતા, મોરારજી દેસાઈ સીઆઈએના એજન્ટ હતા, વીપી સિઘનું સેન્ટ કીટ્સમાં (વિદેશી બેંકમાં) ખાતુ હતું, ૧૯૪૨ની લડતમાં અટલ બિહારી બાજપાઈ માફી માગીને જેલમાંથી છૂટેલા, અન્ના હજારે પગથી માથા સુધી ભ્રષ્ટ છે, બાબા રામ દેવ આર્થિક ગોલમાલ કરે છે, એવા અનેક આક્ષેપો નહેરુવીયન કોંગ્રેસે કર્યા છે. તેમાં કેટલાકમાં તો તેને પોતાને જ જવાબદાર ગણી શકાય.

ગઈ સદીના પચાસના દાયકામાં નહેરુના જમાનામાં સંરક્ષણની જીપોની ખરીદીનું એક કૌભન્ડ થયેલું વિપક્ષે નહેરુને તપાસ સમિતિ નીમવાનું કહ્યું હતું. નહેરુએ તે સૂચનને તદ્દન નકારી કાઢેલ અને કહેલ કે તમે ચૂંટણીમાં આ મુદ્દો ઉભો કરી મારી સામે લડી લેજો.

 રાહુલ ગાંધીનો આરોપ શો છે?

કોઈક ઉદ્યોગ ગૃહના જપ્ત કરેલા કાગળીયામાં એક લીસ્ટ હતું જેમાં આટલા આટલા પૈસા આપ્યા એમ લખેલું હતું. નરેન્દ્ર મોદીનું મોદીનું નામ હતું. એમ તો શીલા દિક્ષિતનું પણ નામ હતું.

પપ્પુ ગાંધીને લાગ્યું કે તેણે બહુ મોટા કૌભાન્ડને પકડી પાડ્યું છે. હવે નરેન્દ્ર મોદી અને બીજેપીનું આવી બન્યું. તેને લાગ્યું “અબ તો યહ ઠાકુર ગયો”.

જ્યારે ૧૯૭૭માં ચૂંટણી જાહેર થઈ ત્યારે મોરારજી દેસાઈ પણ જેલમાંથી છુટ્યા. તેમને ઘણા પ્ર્શ્નો પૂછવામાં આવ્યા. તેમને એક સવાલ સંજય ગાંધીના કોઈ નિવેદન ઉપર કરવામાં આવ્યો, ત્યારે તેમણે તેમની આગવી અદામાં હાથ હલાવી કહ્યું કે “તે ઉત્તર આપવાને લાયક નથી.”

વિદ્વાનોએ રાહુલ ગાંધી વિષે પણ આવું જ સમજવું જોઇએ.

કેટલાક વિદ્વાનોનો અને કેટલાક સમાચાર માધ્યમોનો એક ચારિત્રિક  હિસ્સો છે કે કોઈના બચાવ માટે “બલિનો બકરો” શોધી કાઢે છે. જેમકે ચીન સામેની ભારતની હાર માટે વી. કે. મેનન જવાબદાર હતા. નહેરુ નહીં. કટોકટીના કાળા કામો માટે સંજય ગાંધી જવાબદાર હતો. ઇન્દિરા ગાંધી નહીં.

તેવી જ રીતે નહેરુવીયન કોંગ્રેસી શાસનમાં થયેલ કૌભાન્ડો માટે મનમોહન સિંહ નહી પણ સોનિયા ગાંધીની આજ્ઞાથી થયા હતા. મન મોહન સિંહ તો બિચારા મોંઢેથી જ કેવા ગરીબડા લાગે છે.  

પ્રમાણ પત્રોથી કુશળતા કે નૈતિકતા આવતી નથી. કુશળતા માટે  એક તો ભેજું જોઇએ, આર્ષદૃષ્ટિ જોઇએ, મહેનત જોઇએ, બધું કરવા માટેની દેશપ્રેમીય તાલાવેલી જોઇએ. નૈતિકતા માટે પણ પ્રમાણપત્રો કામ આવતા નથી. નૈતિકતા માટે સારા નરસાની સમજણ અને દેશપ્રેમ એટલે શું તેની સમજણ જોઇએ.

કોઈ લીસ્ટમાં નરેન્દ્ર મોદી ને પૈસા આપ્યા એવું આવ્યું એટલે નરેન્દ્ર મોદીએ જવાબ આપવો જ જોઈએ તે જરુરી નથી. વળી આ બાબત ન્યાયાલયમાં ચાલી રહી છે. જો રાહુલ ગાંધી પાસે વિશ્વસનીય માહિતિ હોય તો તે કોર્ટને આપી શકે છે.

લગભગ આવી જ ઘટના અડવાણી સાથે બનેલી તે વખતે ન્યાયાલયે એવું જણાવેલ કે માત્ર આવા લીસ્ટ ઉપરથી સત્યતા સિદ્ધ ન થઈ શકે. તેના પૂરક અને સહાયકારી દસ્તાવેજો જોઇએ. પૈસા આપ્યા તો કેવી રીતે આપ્યા, કેશથી આપ્યા કે ચેકથી આપ્યા, ક્યારે આપ્યા, કેવીરીતે અને કોના થકી આપ્યા. જો નરેન્દ્ર મોદીને જાતે આપ્યા તો કયે દિવસે આપ્યા. દિવસ નક્કી થાય તો તે મુલાકાત વિડિયો ક્લીપમાં જોઇ શકાય. નરેન્દ્ર મોદીને ન આપ્યા હોય તો પક્ષને પણ આપ્યા હોય. તેમાં પણ આવા જ પ્રશ્નો ઉભા થાય. ધારો કે હું મારા કોઈ લીસ્ટમાં નરેન્દ્ર મોદીનું નામ લખી નાખું તો પ્રશ્નો નરેન્દ્ર મોદીને  પૂછવા જોઇએ કે મને?

જો તમે કૃતસંકલ્પ હો અને રાજ કારણમાં હો તો તમારે ટકી રહેવા માટે વ્યુહરચનાઓ કરવી પડે. વ્યુહ રચનાઓમાં ઘણી બધું આવે. નિયમને આધિન રહીને કરવું જોઇએ. ગાંધીજી પણ વ્યુહરચનાઓ કરતા. શાબ્દિક વ્યુહ રચનાઓ પણ કરતા. પણ તેમની વ્યુહ રચનાઓ પોતાના સ્વાર્થ માટે ન હતી. તેમની બધી વ્યુહ રચનાઓ દેશના હિત માટે હતી. નહેરુ પણ વ્યુહ રચના કરતા હતા. પણ સ્વાતંત્ર્ય મેળવ્યા  પછીની તેમની વ્યુહ રચનાઓ પોતાના સ્વાર્થ માટે હતી.

નરેન્દ્ર મોદી પણ વ્યુહ રચનાઓ કરે. પ્રવર્તમાન નિયમોને આધિન રહીને કરે તે બધું ક્ષમ્ય છે. નરેન્દ્ર મોદી ને જો તમે તેની સમગ્રતામાં જુઓ તો તે દેશના હિત માટે કટીબદ્ધ છે. ધારો કે તે કોઈ વિવાદાસ્પદ ઘટનામાં તેની સંડોવણી હોય કે બીજેપી પક્ષની સંડોવણીનો વિવાદ હોય તો પણ આ બધું નહેરુવંશીય શાસનની સરખામણીમાં જ જોવું જોઇએ. સરખામણીમાં અનીતિમત્તાનો જત્થો અને શાસનનો સમય ગાળો બંનેને લક્ષ્યમાં રાખવા જોઇએ.

અમારે પ્રેક્ટીકલમાં પરિણામમાં ચાર ટકાસુધીની ક્ષતિને ક્ષતિ ગણવામાં આવતી ન હતી.

નીતિમત્તા એ બહુ વિશાળ વિષય છે અને સાપેક્ષવાદ ગહન વિષય છે. સામાજીક સાપેક્ષવાદ ભૌતિક સાપેક્ષવાદથી પણ ગહન વિષય છે. કારણ કે આમાં મનુષ્ય પોતે એક ઉપકરણ છે. જો વિદ્વાનો પ્રમાણભાનની પ્રજ્ઞાનો ઉપયોગ ન કરે તો જનતામાં ખોટો સંદેશ જાય.  

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

શૂરઃ અસિ, કૃત વિદ્યઃ અસિ, દર્શનીયઃ અસિ પુત્રક,

યષ્મિનકુલે તુ જાતઃ ત્વં, ગજઃ તત્ર ન હન્યતે

%e0%a4%97%e0%a4%9c%e0%a4%83-%e0%a4%a4%e0%a4%a4%e0%a5%8d%e0%a4%b0-%e0%a4%a8-%e0%a4%b9%e0%a4%a8%e0%a5%8d%e0%a4%af%e0%a4%a4%e0%a5%87

હે નાના પુત્ર (બાબલા પપ્પુ), તું (રાડો પાડીને બોલવામાં) શૂરવીર છે, તકનિકી નો જાણકાર (હોવાનો દેખાવ કરવાવાળો) છે, દેખાવડો છે, પણ હે પુત્ર તું જે કુળમાં (નહેરુવીયનકુળમાં) જન્મ્યો છે ત્યાં હાથી (નરેન્દ્ર મોદી) મરાતો નથી.     

ટેગ્ઝઃ મૂર્ધન્ય, વિદ્વાન, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, નહેરુ, ઇન્દિરા, મનમોહન સિંહ, ગરીબડા, સોનિયા ગાંધી, નહેરુવીયન કોંગ્રેસ, આક્ષેપ, ફ્રૉડ, કૌભાન્ડ, નુકશાન, રાજકારણ, ચીન, ૧૯૬૨નું યુદ્ધ, આધિપત્ય, ૯૦૦૦૦ ચોરસ માઈલ, આજની ઘડી અને કાલનો દિ, દુશ્મને દગો કર્યો, દુશ્મન તો દગો કરે જ, સિમલા કરાર,  બલિનો બકરો, મહાત્મા ગાંધી, વ્યુહરચના,

Read Full Post »

ગૌ હત્યા બંધી વિષે દંભીઓનું દે ધનાધન

નહેરુવીયન કોંગ્રેસના સાથીદાર એવા સમાજવાદી પક્ષનું જ્યાં શાસન છે તેવા ઉત્તર પ્રદેશ જેવા બિમારુ રાજમાં કોઈ એક ગામડામાં હિન્દુઓના એક ટોળાએ એક ગરીબ મુસ્લિમના ઘરમાં જઈ ગૌ-માંસ ને સંબંધિત આરોપસર આક્ર્મણ કરી, તે કુટૂંબના વડાની હત્યા કરી. તેનો દિકરો ઘાયલ થયો. જો કે સારવારથી તે બચી ગયો.
આ એક સમાજવાદી પક્ષ શાસિત યુપીના ગ્રામ્યવિસ્તારમાં પ્રવર્તતી કાયદાની પરિસ્થિતિની અને કંઈક અંશે માનસિકતાની સમસ્યા છે. આ ઘટનાને આના પરિપેક્ષ્યમાં મુલવવી જોઇએ. બિમારુ રાજ્ય એટલે શિક્ષણમાં પછાત, ભૌતિક વિકાસમાં પછાત, આર્થિક અવસ્થામાં પછાત, સગવડોમાં પછાત અને પરિણામે, આ બધા પછાતપણાથી માનસિકતાની કક્ષામાં પણ નિમ્નસ્તરે હોય તે સમજી શકાય તેવી વાત છે.

કાયદાએ કાયદાનું કામ કરવું જોઇએ. કાયદાની પાસે સૌ કોઈ સમાન છે. આ બંધારણીય જોગવાઈ છે, વ્યવસ્થા છે અને આદેશ છે. જો આની અવગણના કરીએ તો લોકશાહીનો અનાદર કર્યો કહેવાય અને બંધારણનો પણ અનાદર કર્યો કહેવાય. જો આપણે તાર્કિક ચર્ચામાં માનતા હોઇએ અને સમાજને એક ડગલું આગળ લઈ જવામાં માનતા હોઇએ તો આપણી ચર્ચામાં સંદર્ભ અને પ્રમાણતાની પ્રજ્ઞાનો ઉપયોગ થવો જોઇએ અને એ રીતે પ્રાસ્તુત્ય થવું જોઇએ.

મત મેળવવાના ઓજારોનું અને શસ્ત્રોનું નિર્માણ

શું ચર્ચા કે અને તારવણીઓ તાર્કિક રહે એવું થયું ખરું? નાજી. આ ઘટનાની મુલવણી કરવામાં, ફક્ત તારતમ્યો જ પ્રસારિત કરવામાં આવ્યા. તે પણ એવા પ્રસારિત કરવામાં આવ્યા કે તે “મત મેળવાના ઓજારો બની શકે અને બનાવવામાં આવ્યા પણ ખરા.
કાયદાને હાથમાં લેનારા ગૌ-પ્રેમી હિન્દુઓ હતા. જેના ઉપર કાયદાનું શાસન કરવાની ફરજ છે તેઓ પણ મોટે ભાગે હિન્દુ હતા ખરા પણ આ હિન્દુઓની પ્રાથમિકતા ગૌ-પ્રેમ ન હતી. તેઓના નામની ઓળખમાં સમાજવાદ શબ્દ આવતો હતો. અલબત્ત સમાજવાદ પણ તેમની પ્રાથમિકતા ન હતી. તેમની પ્રાથમિકતા આ ઘટના અને ચર્ચાની મુલવણીમાં શું હતી તે સમજવું થોડું લાંબુ છે. આ પક્ષના સાંસ્કૃતિક સાથીઓ અથવા તો તેઓ જેમના સાંસ્કૃતિક સાથીઓ છે એવા નહેરુવીયન કોંગ્રેસીઓ અને નહેરુવીયન કોંગ્રેસીઓના બિહારના અને દેશના સાંસ્કૃતિક સાથીઓ કેવી રીતે વર્ત્યા તે જોવું પડશે. શું આ એક બિહારની ચૂંટણી જીતવાનો પ્રપંચ હતો?

પક્ષ એટલે આમ તો એક વિચાર છે. એ વિચાર પ્રમાણે આચાર હોય તે જરુરી નથી. ઉંધો આચાર હોય તો પણ સામાન્ય કક્ષાના માણસોને જ નહીં પણ લાલચુ લોકોને પણ પોતાના તરફે કરી શકાય છે. પક્ષનુ કથિત ધ્યેય સમાજને વિકસિત કરવાનું હોય છે, આ ધ્યેય એ પક્ષની પ્રાથમિકતા હોતી નથી. આચારના એજન્ડામાં પણ હોતું નથી. પક્ષની પ્રાથમિકતા, સત્તા મેળવવી અને જો સત્તા પ્રાપ્ત થયેલી હોય તો તેને કેવી રીતે જાળવી રાખવી એ હોય છે. ટૂંકમાં પક્ષનું કે બનાવેલા પક્ષ-સમૂહનું ધ્યેય જનમત, સાપેક્ષરીતે પોતાની તરફમાં કેવીરીતે છે તે માન્ય રીતે સિદ્ધ કરી દેવું એ હોય છે. આ માટે ચૂંટણી પ્રક્રિયા હોય છે.

આ ચૂંટણીઓ જીતવા માટેના ઓજારો, પ્યાદાઓ અને શસ્ત્રો હોય છે. પણ આપ્ણે એ બધી ચર્ચા નહીં કરીએ. આપણે ફક્ત ગૌ અને ગૌહત્યા પૂરતી આપણી ચર્ચા મર્યાદિત રાખીશું.

પ્રલંબિત શાસનની નીપજ

દાદ્રી ગામની ઘટના એ નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ કરેલા તેમના શાસનની અને આચારોની નીપજ હતી. વળી તેમનું શાસન ત્યાં ચાલુ પણ હતું. એટલે દાદ્રી જેવી ઘટના પૂર્વ નિયોજિત હોય તે નકારી ન પણ શકાય. આવી ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે. આવી શંકા એટલા માટે ઉત્પન્ન થાય છે કે તેના પછી પૂર્વનિયોજિત રીતે સુનિશ્ચિત લાગતા એવા મૂર્ધન્યોના, મહાનુભાવોના, નેતાઓના, લેખકોના, સમાચાર માધ્યમોના સહકારથી જે પ્રતિભાવો પ્રસારિત થયા તેના ઉપરથી એવું ચોક્કસ જ લાગે કે આ બધું પૂર્વ નિયજિત હતું અને આ બધા તેમના પ્યાદાઓ હતા.

દંભની પરાકાષ્ટ

૧૯૮૧ થી જે ખૂન, ખરાબા અને આતંકો મોટા પાયા શરુ થયેલ અને ૧૯૯૦માં તે એટલી ચરમ સીમા પર પહોંચી ગયેલ કે ૧૯૯૦માં હજારોની સંખ્યામાં કાશ્મિરી હિન્દુઓની ખૂલ્લે આમ હત્યાઓ કરવામાં આવી, પાંચલાખ હિન્દુઓને તેમના ઘરમાંથી અને રાજ્યમાંથી હાંકી કાઢેલ. આમ કરવામાં નહેરુવીયન કોંગ્રેસ, તેમના કશ્મિરના સાંસ્કૃતિક સાથીઓ, ત્યાંના ધર્માંધ અસહિષ્ણુ નેતાઓ, તેવી જ જનતા અને કહેવાતા આતંકવાદીઓ સાથે હતા. કોઈ પ્રતાડિત મરણાસન્ન હિન્દુને દવાખાનામાં લઈ જવાયેલ નહીં. કોઈ આતંકીની સામે કેસ થયેલ નહીં. કોઈની ધરપકડ થયેલ નહીં. કોઈ તપાસ પંચ નિમાયેલ નહીં. કોઈ કાયદાના રખેવાળને સસ્પેન્ડ કરેલ નહીં. ત્યારે આ જ મૂર્ધન્યોના, મહાનુભાવોના, નેતાઓના, લેખકોના સમાચાર માધ્યમોના ખેરખાંઓના પેટનું પાણી પણ હાલેલ નહીં.

આ જ મૂર્ધન્યોના, મહાનુભાવોના, નેતાઓના, લેખકોના સમાચાર માધ્યમોના ખેરખાંઓ પોતાના સાંસ્કૃતિક સાથીના રાજમાં બનેલ એક છૂટપૂટ ઘટનાથી દ્રવી ઉઠ્યા અને વારાપ્રમાણે પોતાના, પોતાની જ સાંસ્કૃતિક સાથી સરકારે આપેલ ચંદ્રકો પાછા આપવા માંડ્યાં હતા. કારણ કે કેન્દ્રમાં દોઢેક વર્ષથી તેમની સરકાર ન હતી અને જે બીજેપીની સરકાર હતી તેને વાંકમાં લેવી હતી. કારણકે બિહારની ચૂંટણી જીતવા માટે મુસલમાનોને અલગ તારવવાના ઓજારની જરુર હતી. શિયાળવાં વિચારતા હતા કે જો વૃષભને ઘુસતો અટકાવી શકીશું તો હાથીને મારવો સહેલો પડશે. બિહારમાં બીજેપીને હરાવીશું તો કેન્દ્રમાં બીજેપીને હરાવવું સહેલું પડશે.

ગૌ એટલે શું?

જો આપણે ગૌ, અહિંસા, કાયદો અને તંદુરસ્ત સમાજની ચર્ચા કરવી હોય તો ગાંધીજીની વિચાર-વ્યાખ્યાની મદદ લેવી પડશે.

ગાંધીજીની વ્યાખ્યા પ્રમાણે ગૌ એટલે ગાય, વૃષભ, બળદ, ભેંસ, પાડા, ઘોડા, ગધેડાં, બકરાં, ઘેટાં, ઊંટ, વિગેરે બધાં જ વનસ્પત્યાહારી પ્રાણીઓ ગૌ સૃષ્ટિમાં આવી જાય. મનુષ્ય શારીરિક બંધારણીય રીતે વનસ્પત્યાહારી છે. આ સિદ્ધ કરી શકાય છે. પણ આપણે તેની ચર્ચા નહીં કરીએ. ગૌ-સૃષ્ટિ મનુષ્ય સમાજનું રોજીંદુ એક અભિન્ન અંગ છે. આ બંને એકબીજા ઉપર આધાર રાખે છે. ભારતીયો સાંસ્કૃતિક રીતે માને છે કે આ પ્રાણીઓની સુરક્ષા એ મનુષ્યની ફરજ છે. ગાંધીજી પણ આમ જ માનતા હતા. આ એક મૂંગી સૃષ્ટિ છે તે પોતાના મોઢેથી આપણી પાસે સુરક્ષા માગી શકતી નથી પણ આપણે તેનાથી ઉપકૃત છીએ તેથી જેમ એક માનવશિશુને આપણે સુરક્ષા આપીએ છીએ અને જેમ વૃદ્ધોને સુરક્ષા આપીએ છીએ તેમ આ સૃષ્ટિને પણ આપણે ઉપકારવશ થઈ, તેને સુરક્ષા આપવી જોઇએ. મનુષ્યના મગજમાં પ્રસ્ફુરિત કૃતજ્ઞતાની આ ભાવનાને ઈશ્વરની કૃપા સમજવી જોઇએ. આ ભારતીય સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિમાં આવું ઘણું છે.

ગાંધીજીએ ત્રણ વાત કરી હતી. દારુબંધી, ગૌહત્યા બંધી અને અહિંસક સમાજ.

અહિંસક સમાજ એ બહુ વ્યાપક સમજણનો વિષય છે. જેમને રસ હોય તેઓ આ જ બ્લોગસાઈટ ઉપર આવેલ “અદ્વૈતવાદની માયાજાળ અને નવ્ય સર્વોદયવાદની બ્લોગ શ્રેણીઓ ની મુલાકાત લે તે જરુરી છે.

ગાંધીજીની તીવ્રતા

દારુબંધી વિષે ગાંધીજી એટલા તીવ્ર હતા કે તેમણે કહેલ કે જો મને સિક્કો ઉછાળ જેટલા સમય પૂરતી સરમુખત્યારી મળે તો હું દારુબંધી કરી દઉં.

શું કામ તેમણે આવું કહેવું જોઇએ અને કરવાની ઈચ્છા પગટ કરવી જોઇએ? કોણે શું પીવું અને શું ન પીવું તે શું સરકાર નક્કી કરશે? એવી દલીલ કોઇએ તેમની સામે કેમ ન કરી?

દુનિયામાં અને ભારતમાં પણ પરાપૂર્વથી દારુ પિવાય છે. તો પછી ભારતે પણ કાયદેસર દારુ પીવો. જો કે આ દલીલને આગળ લંબાવી શકાય કે ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન એ બધું પણ મનુષ્યના અંગત સ્વાતંત્ર્યની અંતર્ગત ગણવું જોઇએ.

પણ એવું નથી થતું. આ બધું મોંઘું હોય છે. દારુ સસ્તો હોય છે. દારુથી ગરીબ કુટૂંબો પાયમાલ થાય છે. ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન એ બધું તો મોંઘુ હોવાથી, તે પૈસાપાત્રના ફરજંદોને જ પોષાય છે. પૈસાપાત્ર કુટૂંબોની પાયમાલી ન થવી જોઇએ. માટે દારુની સાથે ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેની સરખામણી નહીં કરવાની. એવી ચર્ચા જ ત્યાજ્ય ગણવાની. દારુથી ગરીબ કુટૂંબો ભલે પાયમાલ થાય. પૈસાપાત્રોની સુરક્ષા માટે વ્યાખ્યા, અર્થઘટનો અને વ્યવહારો ભીન્ન જ હોવા જોઇએ. અને જુઓ તેથી જ “ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેને કોઈ સરકાર, પક્ષ કે મૂર્ધન્યો અંગત સ્વાતંત્ર્ય સાથે જોડતા નથી. દવા તરીકે તો દારુ પણ વપરાય છે અને ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરે પણ વપરાય છે. પણ ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેની છૂટ્ટી માટે તમને કોઈ હાથ પણ નહીં મુકવા દે.

“જા બીલ્લી કુત્તેકો માર”

ભારતીય બંધારણના આદેશાત્મક પ્રબંધોમાં દારુ બંધી, ગૌહત્યા બંધી અને ગાંધીજીના રસ્તે અહિંસક સમાજ છે. ભારતીય જનતંત્ર સમવાય તંત્ર છે. કેન્દ્રની ફરજો જુદી અને રાજ્યની ફરજો જુદી. પણ બંધારણ સમાન છે. બંધારણે દારુબંધી અને ગૌહત્યા બંધી માટે રાજ્યોને આદેશ આપ્યો છે કે તેઓ કાયદો બનાવે.

ગાંધીજીની વૈચારિક ધરોહરનો દાવો કરનારી નહેરુવીયન કોંગ્રેસે સૌ પ્રથમ ગાંધીજીની વૈચારિક હત્યા કરી.

ભારતીય બંધારણના આદેશ પ્રમાણે દારુબંધીનો કડક કાયદો અને આચરણ કરવાનું બંધારણનું દિશા સૂચન હતું, તો નહેરુવીયન કોંગ્રેસે ઓગણીસો સાઠના દાયકાના પૂર્વાર્ધમાં મહારાષ્ટમાં આ બાબતમાં ઉંધી દિશા પકડી. દારુબંધીને લગતો કડક કાયદો કરવાનો હતો, તેને બદલે જે હતો તેમાં ફેરફાર કરી તેને હળવો કર્યો. નહેરુવીયન કોંગ્રેસનો દંભ તમે જુઓ કે તેની સરકાર, દારુબંધીને લગતો કાયદો વધુ ને વધુ હળવો કરતી ગઈ.

ગૌહત્યા બંધીમાં શું વાત છે?

મદનમોહન માલવિયા એ નહેરુને ગાય ની હત્યાની બંધી કરવા માટે તાત્કાલિક કશું કરવાની વાત કરી.

નહેરુએ કહ્યું કે મારે મન ગાય, ઘોડો, ગધેડો બધા સરખા છે.
માલવિયાએ કહ્યું. ઓકે હું ગાય થી શરુઆત કરવાની માગણી કરું છું. તમે ગધેડાથી શરુઆત કરજો.

ભારતીય બંધારણમાં ગૌહત્યા બંધ કરવાનો આદેશ છે. પ્રાણીઓ ઉપર ક્રુર આચારણ કરવા ઉપર પણ બંધી છે. ગૌહત્યા બંધી કેટલાક રાજ્યોમાં છે, કેટલાક રાજ્યોમાં આંશિક છે અને કેટલાક રાજ્યોમાં નથી.

સર્વોદય કાર્યકરો યાદ કરેઃ

ઓગણીસો સાઠના ઉત્તરાર્ધમાં અને ઓગણીસો સીત્તેરના દશકામાં ગૌહત્યા બંધીના અમલ માટે મુંબઈમાં દેવનારના કતલખાના સામે આંદોલન ચાલતું હતું. સર્વોદયવાદીઓ એમ તો નહીં જ કહે કે અમે તો આ આંદોલન “ગીનીસ વર્લ્ડ બુકમાં આંદોલનની લંબાઈનો” એક રેકૉર્ડ સ્થાપિત થાય તે માટે કરતા હતા. કટોકટીના કપરા કાળમાં વિનોબા ભાવેએ ગૌહત્યા બંધી માટે આમરણાંત ઉપવાસ ઉપર જવાની નોટીસ કોંગી સરકારને આપેલ. પણ ઇન્દિરા ગાંધીએ તેમને આશ્વાસન આપેલ કે તે જરુર ગૌહત્યા બંધી લાવશે. પછી સચોટ રીતે શું થયું તે ખબર નથી.

આ વાત જાણી લો કે તંદુરસ્ત અને દુધાળી ગાય બળદ વાછરડા ની હત્યા ઉપરની બંધી તો પહેલે થી જ હતી. પણ તે પછી વધુમાં આટલું તો નક્કી થયેલ જ કે (૧) કતલખાનાને વિકસાવાશે નહીં. (૨) નવા કતલખાનાની મંજુરી આપવામાં આવશે નહીં (૩) સરકાર કતલખાનાને પબ્લીક ફંડમાંથી કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રાહત આપશે નહીં.

કાયદો અને અમલ એ બંને જુદા છે.

જેમણે “કિસ્સા કુર્સિકા” જોયું હશે તેમને ખબર હશે કે વડાપ્રધાનને અર્ધી રાતે અધિગત થયું કે અનાજની તંગીનું મૂખ્ય કારણ ઉંદરો દ્વારા થતું આનાજનું ભક્ષણ છે. સરકાર ઉંદર મારવા માટે ઈનામની જાહેરાત કરે છે. “એક ઉંદર મારવા માટે” ૨૫૦ રૂપીયાનું ઇનામ હોય છે. ઈનામના પૈસા આપવાવાળો મરેલા ઉંદરને ક્યાંથી રાખી શકે? કારણ કે એનું ડીપાર્ટમેન્ટ તો જુદું છે. માટે બીજા ડીપાર્ટમેન્ટમાં ઉંદર જમા કરવવાના. પણ ઉંદર તો જગ્યા રોકે એટલે ફક્ત પૂંછડી જ જમા કરાવવાની. અને ઉંદર માર્યાનું સર્ટીફીકેટ લેવાનું. સર્ટીફીકેટ આપવા વાળો ૧૦૦ રુપીયાની લાંચ લે અને સર્ટીફીકેટ આપે. આ સર્ટીફીકેટ લઈને ઈનામ લેવા જવાનું એટલે તે ૨૫૦ રુપીયા ઇનામના આપે. તમારે ઉંદર મારવાની કે પૂંછડી આપવાની જરુર નથી. તમારે તો ઉંદરને માર્યાનું સર્ટીફીકેટ રજુ કરવાનું છે. ઈનામ તમને સર્ટીફીકેટ ઉપર મળે છે. સર્ટીફીકેટ ૧૦૦ રુપીયામાં મળે છે. ૧૦૦ રુપીયા આપો. સર્ટીફીકેટ લો અને ઈનામના ૨૫૦ રુપીયા લો. વાત પૂરી.

એક માણસ, સર્ટીફીકેટ આપવાવાળાને કહે છે કે “હું તમને ૩૦૦ રુપીયા આપું તો તમે મને ત્રણ ઉંદર માર્યાનું સર્ટીફીકેટ આપશો?”
સર્ટ્ફીકેટ આપવાવાળો કહે છે;” એક ચૂહા મારા હૈ ઉસ સર્ટીફીકેટકા ૧૦૦ રુપીયા હૈ તો, તીન ચૂહે મારે હૈ ઉસ સર્ટીફીકેટકા ૩૦૦ રુપીયા હોતા હૈ. સીધી બાત હૈ. ૩૦૦ રુપયા દો ઔર તીન ચૂહે મારે હૈ ઐસા સર્ટીફીકેટ લે જાઓ. હમ બેઈમાન થોડે હૈં?

આવું જ દેવનારમાં ગૌ હત્યા માટેના તંદુરસ્તીના સર્ટીફીકેટમાં થતું હતું. આ ઉપરાંત ગૌ હત્યા બંધી બાબતમાં, ઓછામાં ઓછાં જે ત્રણ ખાત્રીવચનો આપેલ તેનો જરાપણ અમલ ન થયો. નહેરુવીયન કોંગ્રેસ ખાત્રી આપે, કે વચન આપે કે પ્રતિજ્ઞાઓ લે તે બધું પાણી ઉપર લખેલા અક્ષરો જેવું છે.

યાદ કરો “સજ્જનેન લીલયા પ્રોક્તં શિલાલિખિતં અક્ષરં, દુર્જનેન શપથેન પ્રોક્તં જલે લિખિતં અક્ષરમ્.

સજ્જન માણસ જો રમત રમતમાં વચન આપી દે તો પણ તે શિલાલેખની જેમ અફર રહે છે એટલે કે તે તેનું પાલન કરે છે. દુર્જન તો પ્રતિજ્ઞા પૂર્વક વચન આપે તો પણ તેનું વચન પાણી ઉપર લખેલા અક્ષર જેવું હોય છે.

ગૌહત્યાની બંધી છે. પણ ગૌમાંસ ખાવાની છૂટ્ટી છે. એટલે કે ગૌમાંસ આયાત કરવાની છૂટ્ટી છે. એટલે કે દારુની બંધી છે પણ દારુની આયાત કરવાની છૂટ્ટી છે. હોઠપાસે આવેલો પ્યાલો હોઠથી દૂર જ કહેવાય. અરે તમે એક ઘૂંટાડો દારુ મોંઢામાં નાખ્યો તો પણ તે દારુ પીધો ન કહેવાય. કારણ કે તમે તેનો કોગળો કરી નાખો તે શક્યતા પણ નકારી ન શકાય. જ્યાં સુધી તમારા લોહીમાં દારુના ચિન્હો દેખા ન દે ત્યાં સુધી તમે દારુ પીધો ન કહેવાય. તો પછી આ વાત “ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેને પણ લાગુ પાડવી જોઇએ. “ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરે કોઈને ત્યાંથી પકડાય તો તે ગુનેગાર કહેવાય તેવો કાયદો ન હોવો જોઇએ.

ભારતીય બંધારણના આદેશાત્મક પ્રાવધાનો શું બંધારણની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે છે?

હા જી. બંધારણના આદેશાત્મક પ્રાવધાનો શું બંધારણની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે છે એવું કોંગીનું વલણ રહ્યું છે.

બંધારણમાં પ્રાવધાન હતું કે અંગ્રેજીભાષા કેન્દ્રની વહીવટી ભાષા તરીકે ૧૦ વર્ષ સુધી ચાલુ રહેશે. પછી હિન્દીભાષા તેનું સ્થાન લેશે. આપણી નહેરુવીયન સરકાર દશવર્ષ સુધી હિન્દીભાષાના અમલના પ્રાવધાન પર કુંભકર્ણ કરતાં ૨૦ ગણા સમય વધુ નિદ્રાધિન રહી હતી. બંધારણનું પાલન થાય તે જોવાની રાષ્ટ્રપતિની ફરજ છે. તત્કાલિન ભારતના રાષ્ટ્રપ્રમુખ ડૉ. રાધાકૃષ્ણને કહ્યું આવતી પહેલી એપ્રીલથી અંગ્રેજીનો ઉપયોગ બંધ થશે. એટલે નહેરુજી સફાળા જાગ્યા અને એક અધ્યાદેશ જારી કર્યો. અને પછી એવું પ્રાવધાનનું વિધેયક લાવ્યા કે અનિશ્ચિત કાળ સુધી અંગ્રેજી ચાલુ રહેશે.

જો આવું જ કરવું હતું તો જ્યારે બંધારણ ઘડાયું ત્યારે જ તેમાં એવી જોગવાઈ કેમ ન કરી? અંગ્રેજીને દશવર્ષ ચાલુ રાખવા માટે એક જ વધારાનો મત મળ્યો હતો. કારણ કે તે વખતે ગંગા ચોક્ખી હતી. અને નહેરુના રાજના દશવર્ષમાં ગંગા અને જમનામાં ઘણા પાણી વહી ગયાં અને તે ગંગા જમના ઘણી ગંદી થઈ ગઈ હતી. બીજી નદીઓ પણ ગંદી થઈ હતી. નહેરુએ નવા વિધેયકમાં અંગ્રેજીને ચાલુ રાખવા માટે નવી મુદત ન બાંધી પણ અંગ્રેજીને અનિયત કાળ માટે ચાલુ રાખી. જેમ ઈશ્વરને કાળનું બંધન હોતું નથી તેમ

નહેરુવીયન કોંગ્રેસને પણ કાળનું બંધન હોતું નથી.

જયપ્રકાશ નારાયણને, જવાહરલાલ નહેરુ કેબીનેટમાં લેવા માગતા હતા. જયપ્રકાશ નારાયણ એક સીમાબદ્ધ કાર્યક્રમનું લીસ્ટ લઈને ગયા અને કહ્યું આ માન્ય રાખો. પણ નહેરુને કાળનું બંધન પસંદ ન હતું. પદ ભોગવો, ખાવ પીવો અને મોજ કરો. કોંગીનો આ મુદ્રાલેખ છે.

ગૌ હત્યાબંધીના બંધારણીય આદેશનું શું કરવું જોઇએ?

શું સૌને પોતે શું ખાવું તે નક્કી કરવાનો અધિકાર નથી?

આ અધિકાર જો ખાવાને લાગુ પડતો હોય તો પીવાને પણ લાગુ પડે છે. જો તમે તર્કમાં માનતા હો તો આ વાત પણ સમજવી જોઇએ.
પસંદગીના અધિકારની વાત “પીણાઓને લાગુ ન પાડવી પણ ફક્ત “ખાવા”ને જ લાગુ પાડવી જોઇએ એમાં કોઈ તર્ક છે ખરો? એટલે કે ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેની બંધી કરવી પણ દારુ અને ગૌમાંસની બંધી ન કરવી.

બંધારણની જોગવાઈઓને રદ શા માટે ન કરવી?

જો સરકારી વલણ અને આચરણ આવું જ હોય તો પછી બંધારણની જોગવાઈઓને રદ શા માટે ન કરવી? જો તમે તમારી ફરેબી સંવેદના અને કરુણાના વ્યાપક પ્રદર્શન દ્વારા આંદોલન કરી શકતા હો તો બંધારણની જોગવાઈઓ રદ કરવા આંદોલન કેમ કરતા નથી? ગૌવધબંધી ની માન્યતાનું થડ, ભારતીય બંધારણ છે. કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ માટે શ્રેષ્ઠ એ જ છે કે તેઓ તેમના ગૌવધ અને અહિંસક સમાજને લગતી બંધારણીય જોગવાઈઓ રદ કરવા બીજેપીની કેન્દ્ર સરકાર સામે આંદોલન કરે. આમેય ફરેબી કારણસર પણ આંદોલન કરવા તે કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓની ગળથુથીમાં છે.

કોંગીઓને દંભ સદી ગયો છે.

શું કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ બંધારણીય જોગવાઈઓ રદ કરવા માટે આંદોલન કરશે?

નાજી.

આ લોકોને દંભ સદી ગયો છે અને તેમને તેમાં ફાવટ છે. એટલા માટે તો તેમણે જનતાને અભણ, ગરીબ રાખી છે. સરકારે તેમને ફેંકેલા ટૂકડાઓ ઉપર નભતી કરી દીધી છે.

૬૦ વર્ષના શાસન પછી પણ બંધારણીય જોગવાઈને રદ પણ કરી નથી, તેમજ બંધારણીય જોગવાઈની દિશામાં એક કદમ ભર્યું નથી.
હા એક વાત ચોક્કસ છે કે કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓએ બંધારણે નિર્દેશેલી દીશાથી ઉંધી દિશામાં જરુર પ્રગતિ કરી છે.

જો આમ હોય તો પછી સાચી દિશાના કદમ માટે કેટલા વર્ષ જનતાએ રાહ જોવાની?

કોંગીએ અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ તેમના આચારો દ્વારા સિદ્ધ કર્યું છે કે “દંભ એટલે શું તે અમે જાણીએ છીએ, પણ તેમાંથી અમે નિવૃત નહીં થઈએ. નિષ્ઠા એટલે શું તે પણ અમે જાણીએ છીએ પણ અમે તેમાં પ્રવૃત્ત નહીં થઈએ.” આવા વલણને કારણે ઉદભવતા પરિણામોને સમજવા માટે મહાભારત વાંચો.

ખાવાની સ્વતંત્રતા, ધર્મ, તર્ક અને તંદુરસ્તી વચ્ચે કંઈ સંબંધ છે?

બધા દેવો

SHIVA04

ગાયની અંદર છે તેનો અર્થ શો?

(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ ગૌ હત્યા, દંભ, કોંગી, નહેરુ, વચન, બંધારણીય પ્રાવધાન, બંધારણીય આદેશ, મત માટેના ઓજાર, પ્યાદા, બિમારુ, તાર્કિક ચર્ચા, હિન્દુ, અહિંસક સમાજ, પ્રલંબિત શાસન, નિપજ, પૂર્વનિયોજિત, કાશ્મિરી હિન્દુઓ, હત્યા, તપાસ પંચ, ગાંધીજી, દારુબંધી, ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન

Read Full Post »

Older Posts »

%d bloggers like this: