Feeds:
Posts
Comments

Posts Tagged ‘નેતા’

તેમને પણ સાંભળો અને તેઓ પણ સાંભળે. (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન) ભાગ-૨

તેમને પણ સાંભળો અને તેઓ પણ સાંભળે. (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન) ભાગ-૨

નરેન્દ્ર મોદી વિષે શું છે?

નરેન્દ્ર મોદી વિષે આવું કશું નથી. અને જે વિવાદસ્પદ વાતો છે તેને પણ જો લક્ષ્યમાં લેવામાં આવે તો તેની સંખ્યાત્મક સરખામણી થઈ શકે તેમ નથી. વળી જુઓ, નરેન્દ્ર મોદી એક એવી વ્યક્તિ છે જે ગરીબ કુટુંબમાંથી આગળ આવેલી છે. નરેન્દ્ર મોદીને તેની માતાએ લોકોના ઘરના કામ કરીને ભણાવેલ છે. નરેન્દ્ર મોદી ખાલી ખીસ્સે ઘરનો ત્યાગ કરીને નિકળી પડેલ. તે સમાજના દરેક નિમ્નાતિનિમ્ન કક્ષાના જીવનમાંથી પસાર થયેલ છે. ખાલી ખીસ્સે હિમાલયમાં વર્ષો સુધી ભટકેલ છે. નરેન્દ્ર મોદી જગતને અને તેના લોકોને વધુસારી રીતે જાણે છે. તે લેખક અને કવિ પણ છે. બહુશ્રુત છે અને વાચનનો શોખિન છે. “વાંચે ગુજરાત”ના કાર્યક્રમમાં તેણે ગાધીજીનું “મારા સ્વપ્નનું ભારત” એક વધુ વાર વાચ્યું છે. આવી એક વ્યક્તિ, જે વિકાસના મુદ્દા ઉપર મત માગીને બંધારણીય પ્રક્રિયા દ્વારા સતત ચૂંટાઈ આવે છે. નરેન્દ્ર મોદીનો કોઈ એવો સરમુખત્યારીનો ટ્રેક રેકોર્ડ નથી. આ અને આવા નરેન્દ્ર મોદીને તમે લોકસભાની ચૂંટણીમાં દેશને માટે ખતરનાક ગણો છો? આ તે કેવી તમારી વિડંબણા કે તર્કહીન, પ્રમાણભાન હીનતા અને આત્મવંચના છે?

તમે ૨૦૦૨ને ભૂલવા માગતા નથી.

તમે ૨૦૦૨ ના દંગાઓને એટલે કે મુસ્લિમોની થયેલી જાન હાનિને ભૂલવા માગતા નથી એવું બતાવીને તમે તમારી કહેવાતી અસંવેદનશીલતાનું પ્રદર્શન કરવામાં માનો છો. તમે એ પણ ચર્ચા કરી કે તમારા કહેવા પ્રમાણે સમાચાર માધ્યમો ૨૦૦૨ના દંગાને ભુલી જવાનું કહે છે.  આ દંગાઓમાં તો હિન્દુ અને મુસ્લિમ બંને મરાયેલા. પણ ૧૯૮૪ની કત્લેઆમમાં તો નિર્દોષ શિખ લોકો એકલા જ અને તે પણ હજારોની સંખ્યામાં કતલ કરાયેલા. ૧૯૯૦-૯૧ની કત્લેઆમમાં તો કાશ્મિરી હિન્દુ એકલા જ હજારોની સંખ્યામાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. અને પાંચ લાખને ખદેડી મુક્યા તે આજ પર્યંત નિરાધાર છે.

વદતો વ્યાઘાત

૧૯૬૯, ૧૯૮૩, ૧૦૮૪, ૧૯૯૦-૯૧, ૧૯૯૩, ૨૦૦૮ જેવા અનેક પ્રકરણો ભારતમાં બન્યા છે. આની તો તમે કોઈ વાત પણ કરતા નથી, અને રાષ્ટ્રીય કક્ષાએ નરેન્દ્ર મોદીને રોકવાની વાત કરો છો. આ તો વદતો વ્યાઘાત નું જ ઉત્તમ ઉદાહરણ તમે પુરું પાડો છો. તમારા ઉપર કોણ વિશ્વાસ કરશે?

શું નરેન્દ્ર મોદી તમારું એકમાત્ર ભક્ષ્ય છે?

આમ તો દેશમાં અનેક નેતાઓ છે અને તેઓ સઘળા પોતાની જાતે જ અને તેમના હિતેચ્છુઓ દ્વારા પોતે વડાપ્રધાન પદ માટે યોગ્ય છે, શક્યતા વાળા છે  અને તૈયાર છે એવું જાણવા મળતું રહ્યું છે. આમાં સમાચાર માધ્યમોએ નરેન્દ્ર મોદીનું નામ પણ ઉમેર્યું. નરેન્દ્ર મોદી જનતામાં સૌથી વધુ લોકપ્રિય છે તેવું હવે તેમના વિરોધીઓ અને દુશ્મનો પણ સ્વિકારતા થયા છે. નરેન્દ્ર મોદીનું નામ વડાપ્રધાન પદ માટે મંજુર કરાવવા માટે જે કંઈ થયું તે સૌ કોઈએ એટલે કે મોદી-વિરોધીઓએ પોત પોતાની આદતો અને માનસિકતા પ્રમાણે જોયું. નરેન્દ્ર મોદીના વિરોધીઓએ આ બાબતને નરેન્દ્ર મોદી વિષે વધુ નવા વિશેષણો બનાવવાનો મોકો બનાવ્યો છે. આમ તો મોટા ભાગના પક્ષ એક જ નેતાની જાગીર જેવા છે. લોકશાહી પક્ષ માટે આ અનુરુપ ન કહેવાય. બીજેપી આમાંથી બકાત છે.

વિદેશોમાં પક્ષના નેતાની સભ્યોદ્વારા ચૂંટણી થાય છે. ત્યાંના રાજકીય વિશ્લેષકો આ વાતને લોકશાહી પ્રક્રિયાનો એક ભાગ માને છે. પણ ભારતમાં એક વંશીય શાસન, આપણા કોંગીનેતાઓ, તેમના સહયોગીઓ અને રાજકારણીય વિશ્લેષકોને ફક્ત ગોઠી ગયું છે એટલું જ નહીં, પણ હૃદયમાં સોંસરવું ઉતરી ગયું છે, તેથી જો કોઇ બીજેપી જેવા પક્ષમાં નેતાની પસંદગી થાય તો આ બધા મહાનુભાવોના મગજ ક્ષુબ્ધ થઈ જાય છે. તેમને પોતાની આ મનોસ્થિતિમાટે શરમ પણ આવતી નથી.

ઘીના ઠામમાં ઘી પડ્યું. તમારા પેટમાં શાને ઉકળતું તેલ?

દરેક પક્ષને આમ તો પોતાનું બંધારણ હોય છે. પણ દરેક પક્ષને પોતાના બનવા માટે અલગ અલગ કારણ હોય છે. ભારતના કેટલાક નેતાઓમાં અહંકાર વૃત્તિ અને સ્વકેન્દીપણું કંઈક વધુ  હોવાના કારણે આવા કંઈક નેતાઓએ પોતાના પક્ષો બનાવ્યા છે. આવા પક્ષોમાં ઈન્દીરા ગાંધીનો કોંગી યાને કોંગ (ઈ), મુલાયમનો સ.પા., મમતાનો ટીએમસી, લાલુપ્રસાદનો આરજેડી, વિગેરે અનેક પક્ષો આવે છે. તે સૌનું પોત છે. આ બધા સૌ નેતાની ચૂંટણીનું નાટક કરે છે. નાટકેય કર્યા વગર અને ચર્ચા વાદવિવાદ કર્યા વગર નેતાનો ઠરાવ પાસ કરી દે છે. જો આપણે પક્ષીય રાજકારણમાં માનતા હોઈએ તો પક્ષની આંતરિક બાબતમાં વ્યક્તિગત બાબતોમાં આપણે આપણી ચાંચુડી ખોસવી જોઇએ નહીં. પક્ષને તેના પોત પ્રમાણે મૂલવવો જોઇએ. વ્યક્તિ મોટી છે કે પક્ષ તે તો પક્ષ પોતે જ તેની પ્રક્રિયાઓ દ્વારા કહેશે. અન્યોએ તેમાં આધારહીન ધારણાઓ કરવાની જરુર નથી. ધારણાઓથી કોઈને ગુનેગાર ઠેરવી ન શકાય.

દેશમાં વડાપ્રધાનનું પદ એક છે.

અનેક નેતાઓમાંથી એકની પસંદગી થાય છે. બાકીના અનેક બાકી રહી જાય છે. બીજેપીએ નરેન્દ્ર મોદીની પસંદગી કરી. આ જે વ્યક્તિ પસંદ થઈ તે તમને પસંદ નથી માટે તેને સરમુખત્યાર, અષ્ટકુટ, દુરાચારી, વિગેરે જે કોઈ વિશેષણો હાથવગા થાય તે બધા જ વિશેષણોથી તે વ્યક્તિને ભૂષિત કરી દો છો તેથી તમને કદાચ આત્મતુષ્ટિ મળતી હશે પણ તમારો આ વાણીવિલાસ જનતાને વરવો લાગે છે.

શેઠની શિખામણ ઝાંપા સુધી.

પક્ષના નેતાની પસંદગી એ પણ એક જાતની ચૂંટણી છે. “ચૂંટણી એક પર્વ છે”. આમ વિનોબા ભાવેએ કહ્યું છે. પણ આપણા આ વિનોબા ભાવેના અનુયાયીઓ “શેઠની શિખામણ ઝાંપા સુધી” એમ માને છે. બીજેપી તેના નેતાને પોતાની પ્રક્રિયા દ્વારા પસંદ કરે છે. તેમાં જનમત પણ એક પરિબળ છે. વાસ્તવમાં તો જનાધારને જ મુખ્ય પરિબળ ગણવું જોઈએ. પણ તમો જોકે પોતાને ગાંધીવાદી માનો છો, જનાધારની વાતને અગમ્ય કારણસર નજર અંદાજ કરે છો. તમે તો એવી તારવણીઓ કાઢો છો કે મોદીએ બીજાને પછાડી દીધા. મોદી સત્તા લાલચુ છે. મોદી પોતાને પક્ષ કરતાં મહાન માને છે. મોદી સરમુખત્યાર છે. પણ તમે જાણો છો કે આવી વાતો તો દરેક નેતા કે જે જીતતો હોય તેને માટે કરી શકાય.

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના વક્તાઓએ નરેન્દ્ર મોદીના ઉચ્ચારણોને કેવી રીતે જોયા?

ભારતનું સ્વપ્નઃ

મહાત્મા ગાંધીએ ભારત માટે એક સ્વપ્ન જોયેલું. આદર્શ સમાજ કેવો હોય તે માટે તેમની એક વિચાર ધારા હતી. તેના આધાર ઉપર તેમણે એક પુસ્તક લખેલું. તે પુસ્તકનું નામ હતું “મારા સ્વપ્નનું ભારત”. મોટા ભાગે દરેક દેશવાસીનું પોતાનો દેશ કેવો હોવો જોઇએ તે માટેનું એક સ્વપ્ન હોય છે. સ્વપ્ન સેવવું તે દરેકનો અધિકાર છે. નરેન્દ્ર મોદીનો પણ અધિકાર છે.

હવે તમને જો એમ લાગ્યું કે નરેન્દ્ર મોદીની ફલાણી વાત બરાબર નથી તો તમે તે વાત પુરતી ચર્ચા કરો. તમે તે ચર્ચા નરેન્દ્ર મોદી સાથે કરો કે જનતા સાથે કરો. પણ તમે એવું તો તારવી જ કેવી રીતે શકો કે “નરેન્દ્ર મોદી એટલે ઈન્ડીયા અને ઈન્ડીયા એટલે નરેન્દ્ર મોદી” એમ નરેન્દ્ર મોદી માને છે? નરેન્દ્ર મોદીની એક વેબસાઈટ છે. તે દ્વારા તમે તેની સાથે ચર્ચા કરી શકો છો. તમે તેની મુલાકાત પણ માગી શકો છો. મહાત્મા ગાંધી સંવાદમાં માનતા હતા. તમે કેમ વિસંવાદ કરો છો?

વોટ ફોર ઈન્ડીયાઃ

નરેન્દ્ર મોદીએ ભારતની સમસ્યાઓ વર્ણવી. આ સમસ્યાઓને નહેરુવીયન કોંગ્રેસ તેના નિરપેક્ષ અને  અબાધિત ૪૫ વર્ષના શાસન ૧૧ વર્ષના ગઠબંધન શાસન પછી પણ સુલઝાવી શક્યા નથી. જોકે આ નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ પોતે અરબોપતિ થઈ ગયા છે. પણ દેશની ૬૬ ટકા જનતા કે તેથી વધુ જનતા, ગરીબી રેખાની નીચે છે. ૬૦ વર્ષના શાસનને અંતે નહેરુવીયન કોંગ્રેસ “મનરેગા” લાવે અને પોતાની પીઠ થપથપાવે અને તમે તાલીઓ પાડો એ તમને શોભતું નથી.

નહેરુવીયન કોંગ્રેસીઓ દેશની આગવી પ્રાચીન વિશેષતા અને દેશનું ગૌરવ સ્થાપી શક્યા નથી. એટલું જ નહી પણ તેમણે બાહ્ય અને આંતરિક અનેક નવી સમસ્યાઓ જાણ્યે અને અજાણ્યે ઉત્પન્ન કરી છે. નરેન્દ્ર મોદીએ હાકલ કરી કે હવે ધીરજ ધરીને નહેરુવીયન કોંગ્રેસ ઉપર વિશ્વાસ રાખવો તે દેશના હિત માટે યોગ્ય નથી. નરેન્દ્ર મોદીએ લીસ્ટ બનાવ્યું અને કહ્યું કે આ સમસ્યાઓ રહિત દેશ કરવા માટે તમે મત આપો. “તમે નહેરુવીયન કોંગ્રેસને ૬૦ વર્ષ આપ્યા મને ૬૦ માસ આપો” આમાં ખોટું શું છે?

નરેન્દ્ર મોદી અજ્ઞાની છે.

તમે નરેન્દ્ર મોદીને ઈતિહાસનું જ્ઞાન પણ નથી એવું કહ્યું. નરેન્દ્ર મોદીએ એક યુવતિની જાસુસી કરાવી. આ કહ્યું ખરું પણ ફોડ ન પાડ્યો. જો ફોડ પાડ્યો હોત તો તમે જનતાની નજરમાં કમસે કમ યુવતીની બાબતમાં તો ફુસ થઈ જાત. કોઈએ કશું ટેપ કર્યું અને રેકોર્ડ કરીને બહાર પાડ્યું. પણ બધું બભમ બભમ છે. તમે જુઓ, ઉંડા ઉતરો, સમજો અને પછી બોલો તો તમને શોભે.

ચંદ્રગુપ્ત

 ચન્દ્ર ગુપ્ત

નરેન્દ્ર મોદીના ઇતિહાસના જ્ઞાનમાં કશી કચાશ નથી. કાંતો તમે તેના વિરોધીઓએ પોતાના ઇતિહાસના અર્ધદગ્ધ જ્ઞાન થી મોદીની વાતનો ખોટો અર્થ કર્યો છે, કાંતો તમે તેના સાથી છો અથવા તમે પણ ઇતિહાસનું તે વાત વિષેનું જ્ઞાન ધરાવતા નથી. નરેન્દ્ર મોદીએ કહેલ કે પટણા આવવાથી તેને ચંદ્રગુપ્ત યાદ આવે છે. તક્ષશીલા યાદ આવે છે. નાલંદા યાદ આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય અને ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય). એમ બે ચંદ્ર ગુપ્ત થઈ ગયા છે. ચંદ્રગુપ્ત મૌર્યે વિશ્વ વિજયી ગ્રીકોને હરાવેલ. ચંદ્રગુપ્ત બીજાએ વિશ્વ વિજયી હુણ અને શક આદિ લોકોને હરાવેલ. તે બંને ના વખતમાં તક્ષશીલાને પેલે પાર સુધી તેમનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું. આ બંને રાજાઓ ના સામ્રાજ્યમાં બિહાર હતું. એટલે જો નરેન્દ્ર મોદી કે કોઈ પણ પટણા જાય તો તેને મગધ સામ્રાજ્ય યાદ આવે અને કેળવણીના કેન્દ્રો તક્ષશીલા અને નાલંદા પણ યાદ આવે જ.

ગંગા

મુસ્લિમો ભારતના થઈને જ રહેલા. તેઓ ભારતને પોતાનો દેશ માનીને રહેલા. શેરશાહ, કુતબુદ્દીન અને મોગલરાજાઓએ ભારતને જ પોતાનો દેશ માન્યો હતો. તેઓએ સદીઓ સુધી ભારતની રક્ષા કરી છે. જેઓ ગંગા સુધી આવ્યા તેઓ ગંગાને ઓળંગી ન શક્યા પણ સાંસ્કૃતિક રીતે ગંગાના જ થઈને રહ્યા. એટલે કે ગંગામાં ડુબી ગયા. આ એક મુસ્લિમ કવિના કાવ્યનો લક્ષ્યાર્થ છે. જો તમે  સેક્યુલર હોવાનો દાવો કરતા હો છતાં પણ આ વાત સમજી ન શકો તો તેમાં નરેન્દ્ર મોદીનો શો વાંક?

નરેન્દ્ર મોદી કંઈ પણ કરે તેને વિકૃત રીતે જોવું

નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર કર્યું એટલે ઘણા નહેરુવીયન કોંગ્રેસીઓના પેટમાં તેલ રેડાયેલું, અને તે બાબતમાં તેમણે વિતંડાવાદ કરે લો. તેવું જ સરદાર પટેલના બાવલા બાબતમાં થયું છે.

ગુજરાતમાં મોરારજી દેસાઈએ ગાંધીજી અને સરદાર પટેલ માટે જે કર્યું તે થયું. તે પછી નહેરુવીયન કોંગ્રેસ દ્વારા કશું થયું નથી.  નહેરુવીયન કોંગ્રેસના કાર્યાલયના મકાનનું નામ “રાજીવ ભવન છે”. આ તો તમને ખબર જ હશે. નહેરુવીયન કોંગ્રેસ માટે તો ગુજરાતમાં કોઈ નેતા છે જ નહીં અને હતા પણ નહીં. નહેરુવીયન કોંગ્રેસે ગાંધીજી માટે કે સરદાર પટેલ માટે કશું કરેલ નથી.

જે નહેરુવીયન કોંગ્રેસે ગાંધીજીના સિદ્ધાંતો નેવે મુક્યા અને દારુની રેલમછેલ કરી તો તમે એટલે કે કેટલાક જેઓ પોતાને ગાંધીવાદી માને છે તેઓ મૌન રહ્યા. પણ નરેન્દ્ર મોદીએ ગાંધીમંદિર બનાવ્યું તો તેમને વાંધો પડ્યો.

અરે ભાઈ, ગાંધીજી ઉપર તો આખા વિશ્વનો અધિકાર છે. એટલે “મંદિર” શબ્દ ઉપર વાંધો ઉઠાવશો તો તે વિતંડાવાદ જ કહેવાશે. જો કે આ વાંધો ગુજરાત વિદ્યાપીઠના એક ગાંધીવાદી ભાઈશ્રીએ ઉઠાવેલ.

ગાંધીજી ઉપર કે સરદાર પટેલ ઉપર દેશ આખાનો હક્ક છે. નહેરુએ અને નહેરુવીયન કોંગ્રેસે, સરદાર પટેલને કેવી રીતે નવાજ્યા છે તે વિષે ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે.

ધારોકે નરેન્દ્ર મોદી કોમવાદી હોય તો પણ નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને વખાણ્યા એટલે તમે કેવીરીતે માની લીધું કે સરદાર પટેલ હિન્દુવાદી હતા. નહેરુ માંસાહારી હતા. નહેરુ જો ગાંધીજીના વખાણ કરે અને વારે વારે તેમનું નામ લે તો શું ગાંધીજી માંસાહારી થઈ જશે? માનસિક વિકૃતિની આ હદ લાગે છે. ગધુભાઈને પણ તાવ આવે તેવી વાત છે આ તો. 

નરેન્દ્ર મોદી બધી સીવીલ સોસાઈટીઓને બંધ પાડી રહ્યો છે.

એ બહુ જાણીતી વાત છે કે ઈન્દીરા ગાંધીએ ૧૯૮૦માં સત્તા ઉપર આવતાંની સાથે જ ગાંધીવાદી સંસ્થાઓ ઉપર ભંડોળના હિસાબની તપાસના આદેશો આપી દીધેલ. તમે જુઓ છો કે નહેરુવીયન કોંગ્રેસે અન્ના આંદોલન અને બાબારામદેવના આંદોલનના પ્રત્યાઘાત રુપે બંન્નેની સંસ્થાઓ ઉપર તપાસ જારી કરેલી છે. અત્યારે સાર્વત્રિક રુપે ઈન્કમટેક્ક્ષવાળા દરોડા પાડી રહ્યા છે. તમે આમાંનું કોઈ મુહૂર્ત કે એવું કંઈ જુઓ છો? નરેન્દ્ર મોદીની બાબતમાં તમે કશો ફોડ પાડ્યો નથી. બભમ બભમ આક્ષેપો કરવા એ જેઓ પોતાને ગાંધીવાદી માને છે તેમને શોભતું નથી.

ફોઈબાને મુછો હોય તો કાકા જ ન કહેવાય શું?

નરેન્દ્ર મોદીની બુરાઈ કરવામાં દૃષ્ય-શ્રાવ્ય અને મુદ્રિત સમાચાર માધ્યમો એક બીજાની સ્પર્ધા કરે છે. એટલે જો તમે એમ કહેશો કે નરેન્દ્ર મોદીને આ બધા સમાચાર માધ્યમો ગ્લોરીફાય કરે છે તો કોઈ તમારી વાત માનશે નહીં. નરેન્દ્ર મોદી તો મોતનો સોદાગર, ગોડસે, કાકીડો, દેડકો, આતંકી, કસાઈ, ગુનાખોર, નીચ, વિગેરે અવનવા વિશેષણોથી નહેરુવીયન કોંગી નેતાઓ અને સમાચાર માધ્યમોના વિશ્લેષકોથી નવાજાય છે. એમાં વળી તમારો ઉમેરો થયો છે. નરેન્દ્ર મોદીને ફોઈબાઓ ઘણી લાગે છે. ફોઈબાઓ તો પ્રેમથી નામ પાડે છે. પણ આ ફોઈબાઓ તો દ્વેષને કારણે તિરસ્કારથી નામ પાડે છે. ફોઈબાને મુછો હોય તો કાકા જ ન કહેવાય?

આશ્ચર્ય એ વાતનું છે કે સામ્યવાદી પક્ષ પણ તમારી સાથે સામેલ છે. હોય જ ને. નહેરુવીયન કોંગ્રેસીઓને તો કોમવાદી એવા મુસ્લિમલીગ સાથે બેસવામાં પણ નહેરુના જમાનાથી ક્યાં છોછ હતો? આ સામ્યવાદીઓ ૧૯૬૨ના ચીન સાથેના યુદ્ધમાં ચીની સેનાને મુક્તિ સેના તરીકે આવકારવા કલકત્તાની શેરીઓ ઉપર ઉતરી આવ્યા હતા. તમે એટલા તો અબુધ નથી કે તમે એ નથી જાણતા કે સામ્યવાદીઓ દેશના સીમાડાને માનતા નથી.

મને લાગે છે કે તમે મહાત્મા ગાંધીના અને વિનોબા ભાવેના આત્માને હણી નાખ્યો છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ નરેન્દ્ર મોદી, ગરીબ કુટુંબ, હિમાલય, ખાલીખીસ્સે, કવિ, લેખક, વાંચે ગુજરાત, સ્વપ્નનું ભારત, વિકાસ, મુદ્દો, સરમુખત્યાર, ટ્રેકરેકોર્ડ, લોકશાહી પ્રક્રિયા, વિડંબણા, ૨૦૦૨, ૧૯૬૯, ૧૯૮૩, ૧૯૯૦-૯૧, ૧૯૯૩, ૨૦૦૮, હિન્દુ, મુસ્લિમ, કત્લેઆમ, કટોકટી, સેન્સરશીપ, નેતા, ચૂંટણી, પસંદગી, સંવિધાનિક, જયપ્રકાશ નારાયણ, હમ્ટી ડમ્ટી, ટ્રેકરેકોર્ડ, બિનલોકશાહીયુક્ત, આપખુદ, વિનોબા ભાવે, શેઠની શિખામણ, જનાધાર, સરદાર પટેલ, ગાંધી, મંદિર, બાવલું, મનરેગા, વોટ ફોર ઈન્દીયા, ૬૦ વર્ષ, ૬૦ માસ, ચંદ્રગુપ્ત, ગ્રીક, શક, સામ્રાજ્ય, તક્ષશીલા, નાલંદા, બિહાર, પટણા, ગંગા, સેક્યુલર, વિકૃત, નહેરુ માંસાહારી, ફોઈબાઓ

“ચોક્ખું ઘી અને હાથી” પણ વાંચો

Read Full Post »

તેમને પણ સાંભળો અને તેઓ પણ સાંભળે. (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન) ભાગ-૧

શનિવાર તારીખ ૨૫ મી જાન્યુઆરીના રોજ મહેદીનવાબજંગ હોલમાં એક સભામાં જવાનું થયું. આમાં વક્તાઓ પૂર્વનિશ્ચિત હતા. તેઓ સઘળા નરેન્દ્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના વિરોધી હતા. તેથી તેમને માટે નરેન્દ્ર મોદીની અમુક ચૂંટી કાઢેલી બાબતોની ટીકા કરવી સ્વાભાવિક હતી. સભાના પ્રમુખશ્રી (પ્રકાશભાઈ શાહ) હતા. સ્ટેજની પાસે ત્રણ બોર્ડ હતા જેમાં જે મુદ્દાઓ અને માગણીઓ હતી તેને પ્રદર્શિત કરવામાં આવી હતી. મુદ્દાઓ કે માગણીઓની સંખ્યા ૨૭ જેટલી હતી. અને એક એવો ઠરાવ હતો કે ગુજરાતમાં પ્રવર્તતા ભય અને ગુજરાતની પ્રગતિના ભ્રમમાંથી ગુજરાતની અને ભારતની જનતાને મુક્ત કરવામાં આવે. માટે દેશવ્યાપી જાગૃતિ ફેલાવવામાં આવે.

વાત સ્વિકારી લેવામાં આવી હતી કે નરેન્દ્ર મોદી આપખુદ છે, નરેન્દ્ર મોદી કોઈનું સાંભળતા નથી, નરેન્દ્ર મોદી કોમવાદી છે, નરેન્દ્ર મોદી જુઠાણાનો પ્રચાર કરે છે. નરેન્દ્ર મોદીએ લોકશાહીને ભયમાં મુકી છે. એટલે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન થશે તો ભારતના સમવાય તંત્ર અને ધર્મનિરપેક્ષતાનો નાશ થશે. માટે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા અટકાવવા પડશે. નરેન્દ્ર મોદીએ ફેલાવેલા ભય અને ભ્રમની વિરુદ્ધ વ્યવસ્થિત પ્રચાર કરવો પડશે. આ માટે સીવીલ સોસાઈટીઓએ આગળ આવી લોકોના જુથોને સંગઠિત કરવા જોઇશે. નરેન્દ્ર મોદી ગુજરાતના છે તેથી ગુજરાતમાંથી જનતાએ બીજા રાજ્યોમાં જઈ નરેન્દ્ર મોદીએ ફેલાવેલા ભય અને ભ્રમની વાતોનો પ્રચાર કરી લોકોને સાચી(?) વાતો જણાવવી જેથી બીજા રાજ્યોમાં મોદીનો પ્રભાવ પડી શકે.

ક્યારે દલીલ અને તર્ક ની જરુર પડે

અને ક્યારે જરુર પડે?

આપણે સમાજશાસ્ત્ર પુરતી આપણી વાત મર્યાદિત રાખીશું. સમાજની સુખાકારી માટે અવનવા માર્ગોને વાદો તરીકે  માનવામાં આવે છે. ગઈ સદીના પ્રારંભમાં વાદો તેની પરાકાષ્ટાએ હતા. અમુક લોકો સામ્યવાદી રસ્તે સમાજની ઉન્નતિ અને કે સુખાકારી આવી શકે છે એમ માને છેબીજા અમુક લોકો મુડીવાદી રસ્તે ઉન્નતિ અને સુખાકારી આવી શકે છે તેમ માને છે. બંને વાદો આમ તો ભ્રામક છે. પણ બહુ લાબીં ચર્ચા છે.

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન” ના વક્તાઓની દૃષ્ટિ પ્રમાણે મોદીશૈલી, મોદી મોડેલ અને મોદીની આરએસએસ ની કડીને કારણે, મોદી ધાર્મિક રીતે અસહિષ્ણુ પણ છે.  આપણે આપણી વાત નરેન્દ્ર મોદીની આ છબી પુરતી મર્યાદિત રાખીશું.

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના નેતાગણ શું વિચારે છે?

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના નેતાઓના વક્તાઓના કહેવા પ્રમાણે;

મોદી એટલે એક સરમુખત્યાર, ગોબ્બેલ અને હિટલર ત્રણેના મિશ્રણ થી પણ ચડે એવો છે.

नरेन्द्र मोदी तो मुसोलीनी, गोबेल्स और हिटलरका मिश्रण है

સરમુખત્યાર એટલે શું?

સરમુખત્યાર એ હોય છે જે લોકશાહીમાં માનતો હોય અને વિરોધીઓને બોલવા દેતો હોય, અગર કોઈ બોલે તો તેને ગુમ કરાવી દેતો હોય, અથવા  ખોટા આરોપો લગાવી તેને યથેચ્છ જેલમાં પૂરી દેતો હોય.

હવે જુઓ તેની સામે ની દલીલો

મોદી તો ચૂંટાઈને આવે છે. કેન્દ્રમાં મોદીની વિરોધીની સરકાર હોય તો પણ મોદી લોકશાહી ઢબે ચૂંટાઈને આવે છે. એકવાર નહીં પણ ત્રણ ત્રણવાર ચૂંટાઈને આવે છે. પક્ષની અંદર અને પક્ષની બહાર, સમાચાર માધ્યમો ના સતત કલુષિત, વિકૃત અને વિરોધી પ્રચાર છતાં નરેન્દ્ર મોદી ચૂંટાઈને આવે છે. હવે જો પ્રક્રિયામાંથી પસાર થઈને આવનાર નરેન્દ્ર મોદીને તમે સરમુખત્યાર કહો તો તેનો અર્થ થયો કે તમે અત્યાર સુધી ચાલતી આવતી લોકશાહી પ્રક્રિયાને માનતા નથી. એટલે કે તમે પોતે ખુદ લોકશાહીમાં માનતા નથી, અને તમને નરેન્દ્ર મોદીને બદલે કોઈ બીજાને કે જે વિકલ્પની તમને પણ ખબર નથી તેને  શાસક તરીકે તમારી મુનસફ્ફી મુજબ લોકો ઉપર ઠોકી બેસાડાવામાં માનો છો. કારણ કે તમે વાતની નોંધ જ લેતા નથી કે ચૂંટણી એક સંવિધાનિક પ્રક્રીયા છે, તમે સંવિધાનની પ્રક્રીયાને આદર આપતા નથી. હવે એવું પણ નથી કે વિરોધીઓને પ્રચાર અને પ્રસારની છૂટ નથી. વાસ્તવમાં ૨૦૦૨થી હાલ સુધી મોદીને ગાલીપ્રદાન કરવું અને તેના ઉપર ખોટા આરોપો મુકવા તો ફેશન છે. વાસ્તવમાં તો મોદીને બદનામ કરવામાં મોદીના વિરોધીઓએ કશું બાકી રાખ્યું નથી. છતાં જનતા મોદીને ચૂંટે છે, એક વાર નહીં, બે વાર નહીં પણ ત્રણ ત્રણવાર ચૂંટે છે. અને જનતાના દબાણને વશ થઈ તેના પક્ષમાં તમે જ ફેલાવેલા આંતર વિરોધની અફવાઓ હોવા છતાં પણ પક્ષને મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ કરવા પડે છે. આમાં મોદીની સરમુખત્યારી ક્યાં આવી? એટલે તમારો સરમુખત્યારની શબ્દનો ઉપયોગ,  શબ્દકોષને બંધબેસતો નથી. જયપ્રકાશ નારાયણે કહેલું કે ઈન્દીરાના (સરમુખત્યારના) શબ્દોના અર્થ “હમ્ટી ડપ્ટી જેવા છે.

નરેન્દ્ર મોદીનો પ્રચાર ગોબેલ્સના પ્રચાર જેવો છેઃ

હવે તમે સમજી લો. ગોબેલ્સ નો પ્રચાર હતો તે હિટલરના રાજમાં હતો. તે યુદ્ધ વખતે હતો. તે પ્રચાર એક નિયત અને નાના સમય પૂરતો જ હતો. મુક્ત પ્રચારની તેના સમયમાં બંધી હતી. ગોબેલ્સ પ્રકારનો પ્રચાર ફક્ત સરમુખત્યારીમાં જ સંભવી શકે છે. નરેન્દ્ર મોદીના ચાલુ સમય કે ભૂતકાળના સમયને સરમુખત્યારી જેવો કોઈ રેકોર્ડ નથી.

ભારતીય જનતાએ અને તમે પણ, નહેરુવીયન કોંગ્રેસની ઈન્દીરાઈ સરમુખત્યારી અને તેણીની અને તેણીના પક્ષને લગતા પ્રત્યક્ષ, શંકાસ્પદ અને પરોક્ષ  વિરોધી  સમાચાર ઉપરની મનાઈ જોયેલી જ છે. તમારામાંના કેટલાક તેનો ભોગ પણ બનેલા છે. ઈન્દીરાગાંધીએ કટોકટી ચાલુ રાકઃઈને અને સેન્સરશીપ ચાલુરાખીને ચૂંટણીઓ કરાવેલી. ભારતની જનતાએ કટોકટીના સમયમાં જ ચૂંટણી  થયેલી તે છતાં પણ  અને સેન્સરશીપ હોવા છતાં પણ આ જ ઈન્દીરા ગાંધીને તેને હરાવેલી. એટલે તમારે ગુજરાતી જનતાને નપુંષક માનવાની જરુર નથી. વળી અત્યારે કટોકટી કે સેન્સરશીપ તો નથી જ નથી જ. કટોકટી અને ગોબેલ્સ પ્રકારનો પ્રચાર એટલે શું તે તમે સુપેરે જાણો છો જ. તમારે શબ્દો ઉપર બળાત્કાર કરવાની જરુર નથી.सही शब्दोंका प्रयोग करें”.

૧૯૮૦ની ચૂંટણી વખતે તમે કેમ ચૂપ રહ્યા?

ઈન્દીરાઈ સંસ્કારને ભૂલી જાઓ તેટલા બાલીશ તો તમે નથી જ. ઈન્દીરા ગાંધીની ૧૯૭૧ની ખુદની ચૂંટણીને ન્યાયાલયમાં પડકારવામાં આવેલી. તેમાં ન્યાયાલયે નોંધ લીધેલી કે ઈન્દીરા ગાંધી ૧૪ વખત ન્યાયાલય સમક્ષ (જે શપથ પૂર્વક બોલવામાં આવે છે કે “હું જે કંઈ કહીશ તે સત્ય જ કહીશ અને સત્ય સિવાય કશું કહીશ નહીં) ખોટું બોલેલાં. ન્યાયાલયે તેણીની ચૂંટણી ગેરરીતીઓને કારણે રદ કરેલી. ઈન્દીરા ગાંધીને ન્યાયાલયે છ વર્ષમાટે ગેરલાયક ગણેલાં.  આ હતો  ઈન્દીરા ગાંધીનો કટોકટીની પહેલાંનો, કટોકટી અંતર્ગતનો અને તે પછીનો, સરમુખત્યારશાહીનો અને તેને સંલગ્ન સેન્સર શીપનો ટ્રેક રેકોર્ડ.

આ ઈન્દીરા ગાંધીએ, પોતાને ગાંધીવાદી માનતા એવા ચરણસિંઘને ફોડીને ગાંધીવાદી મોરારજી દેસાઈની, સુપેરે કામ કરતી સરકારને, ઉથલાવેલી. અને ૧૯૮૦માં ચૂંટણી જાહેર થયેલી. ઈન્દીરા ગાંધીનો ટ્રેક રેકોર્ડ આટલો શર્મનાક અને આતંકિત હોવા છતાં પણ તમે ૧૯૮૦ની ચૂંટણી વખતે ચૂપ રહેલા. શા માટે? નહેરુવીયન વંશની જે વ્યક્તિનો ટ્રેકરેકોર્ડ બિનલોકશાહી યુક્ત, માનવીય અધિકારોથી વિમુખ, એટલું જ નહીં કુદરતી અધિકારોથી પણ વિમુખ અને આપખુદી અને સરમુખત્યારીથી ભરપૂર હતો તેવી ઈન્દીરા સામે કે ઈન્દીરાઈ કોંગ્રેસ ની સામે તમે લોકો ૧૯૮૦ની ચૂંટણીમાં પડેલ નહીં. જનતા નથી માનતી કે તે વખતે તમે લોકો બાબાગાડી ચલાવતા હતા. અને તમારામાંના કોઈપણ ધારોકે તે સમયે બાબાગાડી ચલાવતા હોય તો પણ તમારા સૌમાં ઈતિહાસનું જ્ઞાન હોવું જરુરી છે કારણકે તમે અત્યારે બાબાગાડીના સહારે ચાલતા નથી.

નરેન્દ્ર મોદી હિટલર છેઃ

આમ તો જો કે એક ભાઈએ એમ કહેલ કે નરેન્દ્ર મોદી હિટલર થી પણ વિશેષ છે. કારણ કે તે સરમુખત્યાર, ગોબેલ્સ અને હિટલર ત્રણેનું મિશ્રણ છે.  ચાલો જવા દો. આપણે પહેલી બે ઉપમાઓ વિષે તો જોયું કે તે કેવી છે. હિટલરે તેના વિરોધીઓ પાસે ચૂંટણી કરાવેલી? હિટલરે કેટલીવાર ચૂંટણીઓ કરાવેલી અને કેવી રીતે? હિટલર કોણ હતો? અને હિટલરની રાજકીય પાર્શ્વ ભૂમિ શું હતી?

હિટલરની સામેના ગુનાઓ સાબિત થયેલા. તેને જેલ પણ જવું પડેલું. હિટલર  ૧૯૧૯માં જર્મનીની વર્કર્સ પાર્ટી માં દાખલ થયેલો અને બે વર્ષમાં જ લીડર તરીકે જાણીતો થયેલ. તેને તે પહેલાં પોતે કરેલા કાવતરા બદલ જેલમાં જવું પડેલ. જર્મન સમાજવાદી વર્કર્સ પાર્ટીનો તે ૧૯૩૩માં ચાન્સેલર થયો અને તેણે ડીક્ટેટરશીપ વાળી પાર્ટી બનાવેલી.

હવે આ વાત નરેન્દ્ર મોદી સાથે જરાપણ બંધ બેસતી નથી. નરેન્દ્ર મોદી ના બાળપણની વાતો જવા દઈએ અને ભણ્યા પછી તેના હિમાલય પ્રયાણની વાત જવા દઈએ અને તે પછી એક સામાન્ય કાર્યકર થયાની વાત પણ જવા દઈએ તો ૧૯૭૫થી કટોકટીના સમયથી તેની રાજકીય લડત શરુ થઈ કહેવાય. નરેન્દ્ર મોદીએ એક સામાન્ય વર્કર તરીકે કામ કર્યું છે. તેણે ઓછામાં ઓછું બે દશકા સુધી કોઈ રાજકીય હોદ્દો ભોગવ્યો નથી. તે બાદ તેની કાર્ય કુશળતાને કારણે તેને પક્ષમાં પ્રવક્તા અને પ્રભારી તરીકે રાખેલ. તેણે કદી જનપ્રતિનિધિ બનવા માટે માગણી મુકી નથી, કે તેને કદી રાજસભાનો સભ્ય કે કોઈ કોર્પોરેશનનો પ્રમુખ બનાવાયો નથી. તેણે આવી કોઈ માગણી મુકી હોય કે તેણે કોઈ દાવ ખેલ્યો હોય એવી કોઈ અફવાઓ પણ જે તે સમયે સમાચાર માધ્યમો દ્વારા ફેલાયેલી હોય તેવું પણ જાણવા મળ્યું નથી. કેશુભાઈને હટાવવામાં કે બીજા કોઈને હટાવવામાં કે પોતાને પ્રધાન કરવામાં તેણે કોઈ દોરી સંચાર કે લોબીયીંગ કર્યું હોય તેવા કોઈ સમાચારો ૧૯૯૦ થી ૨૦૦૨ સુધીમાં, એટલે કે તે મુખ્યમંત્રી થયા ત્યાં સુધી, અને તે પછી પણ ૨૦૧૨ ના મધ્ય સુધી પણ, કોઈ પણ સમાચારપત્રોમાં અફવા રુપે પણ આવ્યા ન હતા. બીજેપીના સ્વકેન્દ્રી અને નરેન્દ્ર મોદીના વિકાસના કામોથી હતઃપ્રભ થયેલા નેતાઓએ અને અથવા નરેન્દ્ર મોદી-દ્વેષી સમાચાર માધ્યમોએ બધી જ જાતની અફવાઓ ફેલાવવાનું શરુ કર્યું છે.

હિટલરની ઉપમા કોને લાગુ પડે છે?

હિટલરની ઉપમા નહેરુવંશીઓને વધુ લાગુ પડે છે.

નહેરુ ભણવામાં (આઈસીએસ)માં નિસ્ફળ ગયા એટલે  મોતીલાલે મહાત્મા ગાંધી થકી જવાહરલાલને ઠેકાણે પાડ્યા. માલેતુજાર હોવાને કારણે તેમનો પક્ષમાં ઝડપથી ઉદય થયો. હિટલરની જેમ જવાહરને ગ્લોરીફાય કરવામાં આવ્યા. જવાહરની તે સમયની વાક્છટાને કારણે અને નાટકીયવેડાને કારણે તેઓ જનતામાં પ્રિય પણ થયા.

૧૯૪૭માં ગાંધીજીની અનિચ્છા હોવા છતાં પણ ગાંધીજી દ્વારા જ જવાહરલાલને  પક્ષના લીડર બનાવવા પડ્યા. ગાંધીજીને દેશના બેથી વધુ ભાગલા અટકાવવા માટે દેશના બે ભાગલા પણ સ્વિકારવા પડ્યા.

નહેરુએ પોતાની હિમાલય જેવડી બ્લન્ડરો છૂપાવવા સીન્ડીકેટની રચના કરી.

પોતાની પુત્રીને રાજગાદી મળે તેવી ગોઠવણ તેમણે સીન્ડીકેટ દ્વારા કરી. નહેરુવંશી સરમુખત્યારીના બીજ નહેરુએ વાવ્યા અને છોડ તૈયાર કર્યો. આ બાબત ઈતિહાસના પૃષ્ઠો ઉપર છે. ઈન્દીરા ગાંધીએ વંશ વેલાનું વૃક્ષ બનાવ્યું. રાજવંશમાં જેમ થાય તેમ ઈન્દીરાના અવસાન પછી પ્રધાનમંડળની અને સંસદની મંજુરી વગર જ કહ્યાગરા રાષ્ટ્રપ્રમુખે ઈન્દીરાના પુત્રને વડાપ્રધાન સ્થાપિત કર્યો અને તેની પાસે વડાપ્રધાનપદના શપથ લેવડાવ્યા. આ વંશીય રાજકારણની પ્રણાલી અંતર્ગત આજે તેના જમાઈને પણ ઝેડ સીક્યોરીટી મળે છે. આ કોઈ વાતનો તમે ઇન્કાર નહીં કરી શકો.       

નહેરુના સમયમાં અનેક લોકો વગર મોતે મર્યા

હિટલરે વિરોધીઓની કતલ કરેલી. ગેસ ચેમ્બરો બનાવેલી અને તેમાં નિર્દોષોને હોમી દીધેલ. નહેરુએ શું કરેલ.? દેશના ભાગલા થયા પછી દેશમાં કેવી પરિસ્થિતિ સર્જાશે તે સંજોગોને નહેરુ પોતાના “નંબરવન” પદની લાલસામાં સમજી શકેલ નહીં. હિન્દુ–મુસ્લિમ હુલ્લડો તે નવી વાત ન હતી. આ વાત નહેરુએ સમજવા જેવી હતી. વિભાજના કબુલાતનામામાં એક કોમ દ્વારા બીજી કોમને નુકશાન થાય તો તેના વળતરની જોગવાઈ કરવાની જરુર નહેરુએ સમજવા જેવી હતી. પણ નહેરુમાં આર્ષદૃષ્ટિનો સંપૂર્ણ અભાવ હતો. આમ દેશના ભાગલા પછીની કત્લેઆમ માટે નહેરુ જવાબદાર હતા.

ભારતીય સૈન્ય હમેશા અજેય રહ્યું છે. ચીન સાથેનું યુદ્ધ પણ ભારત જીતી શક્યું હોત જો નહેરુએ અગમ ચેતી વાપરીને ચીન સાથેની સરહદને રેઢી મુકી ન હોત તો. આ વાત મને એક એક બ્રીગેડીયરે કહેલી. નહેરુની ચીન સાથેની બેવકુફી ભરેલી નીતિ માટે અને ભારતના અજેય સૈન્યના જવાનોના મોત માટે પણ નહેરુ જવાબદાર હતા.

આવું જ ઈન્દીરા ગાંધી માટે હતું.

હિન્દીભાષી બંગ્લાદેશી (પૂર્વપાકિસ્તાની) ઘુસણખોરો કરોડોની સંખ્યામાં દેશમાં ઘુસી આવ્યા અને તેને ઈન્દીરા ગાંધી વચન બદ્ધ હોવા છતાં પણ ખદેડી શકેલ નહીં. પાકિસ્તાનને સમયસર લાલ આંખ બતાવેલ નહીં તેથી ભારતના હજારો સૈનિકો માર્યા ગયેલ. અને તાજેતરની માહિતિ પ્રમાણે હજુ આપણા સેંકડો સૈનિકો પાકિસ્તાની જેલોમાં સબડે છે, જ્યારે ઈન્દીરા ગાંધીએ ગાલાવેલી કરીને હૈયા ફુટ્યા થઈને ૯૨૦૦૦ પાકિસ્તાનના યુદ્ધ કેદીઓને મફતમાં મુક્ત કરી દીધેલ. સિમલા કરાર તો એક કૌભાન્ડ છે તેને નકારી ન શકાય.

ઈન્દીરા ગાંધીએ લાદેલી કટોકટી એક અક્ષમ્ય અપરાધ હતો. તેને માટે તો આખા પક્ષને દેશ નિકાલ કરી શકાય. તેને વિષે તો મહાભારત જેવડો ગ્રંથ લખાય.

ઈન્દીરા ગાંધીએ ભીંદરાનવાલેને પોતાના રાજકીય સ્વાર્થ માટે સંત ઘોષિત કરેલ. આ સંતે પાકિસ્તાનની મિલી ભગતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરેલ. પંજાબના સામાજીક જીવનને લકવાગ્રસ્ત કરી નાખેલ. હજારો નિર્દોષ લોકો આતંકવાદમાં કતલ થયેલ. આતંકવાદીઓએ સ્વર્ણમંદિરનો શસ્ત્ર સરંજામ અને રહેઠાણ તરીકે ઉપયોગ કરેલ. દેશમાં એવો કોઈ કાયદો નથી કે ખૂની કે ચોરને તમે ધાર્મિકસ્થાનમાં ઘુસીગયો હોય તો ત્યાંથી તેને પકડી ન શકો. પણ અનિર્ણાયકતાની કેદી ઈન્દીરા ગાંધીએ આ આતંકવાદીઓને વકરવા દીધા. આ દરમ્યાન અનેક નિર્દોષોની કતલ થઈ. ઈન્દીરા ગાંધી પોતાની સ્વાર્થ વૃત્તિ અને વહીવટી અણઆવડતનો શિકાર બની. અને તેના ખૂનથી તેના પક્ષના માણસોએ હજારો નિર્દોષ શિખોની કતલ કરી.  ઈન્દીરા ગાંધીએ યુનીયન કાર્બાઈડની સાથે ક્ષતિયુક્ત ડીલ કર્યું, હજારો માણસો ભોપાલ ગેસ દુર્ઘટનામાં માર્યા ગયા, અનેક ગણા કાયમી રીતે ક્ષતિગ્રસ્ત થયા અને  તેમને કશી અર્થપૂર્ણ નુકશાની પણ ન મળી. ઈન્દીરાના પુત્રે અર્જુનસિંઘની મીલી ભગતમાં એન્ડરસનને ભાગી જવા દીધો.

આ બધી જાન હાનિઓ માટે ઈન્દીરા ગાંધી અને તેના પુત્ર જવાબદાર છે.

તમે એ પણ જુઓ કે ઈન્દીરા ગાંધીએ વકરવા દીધેલા ખાલીસ્તાની આતંકવાદ થકી મુસ્લિમ આતંકવાદને ભારતમાં પાંગરવાની તક મળી. ૧૯૯૦ માં આ આતંકવાદે માઝા મુકી અને કાશ્મિરના છ લાખ હિન્દુઓને જાહેરમાં અને અખબારોમાં કાશ્મિર છોડી જવા માટે પોસ્ટરો દ્વારા ખૂલ્લે આમ ધમકીઓ આપી. ખૂનામરકી કરી અને ૧૦ હજારની સંખ્યામાં કતલ કરી. લાખો હિન્દુઓ ને તગેડી મુક્યા. તેમણે પોતાના રાજ્યની બહાર તંબુઓમાં આશરો લીધો. આજે ૨૩ વર્ષ ને અંતે પણ નહેરુવીયન કોંગ્રેસ અને ફારુખ ની કહેવાતી મીલીજુલી સેક્યુલર સરકાર આ હિન્દુઓને પુનર્‌સ્થાપિત કરી શકી નથી. નહેરુવીયન કોંગ્રેસીઓને, તેમના સાથીઓને અને દંભી સેક્યુલરોને આ હિન્દુઓની કશી પડી નથી. તેઓ ચર્ચા કરે છે ખરા પણ તે કાશ્મિરમાંથી સુરક્ષા દળોને હટાવવા માટે અને જે આતંકવાદીઓ સુરક્ષાદળો સાથે મુઠભેડમાં માર્યા ગયા તેમના કુટુંબી જનોને વધુ રાહતો આપવાની વાતો કરે છે. આતંકવાદીઓના કુટુંબી જનોને પેન્શન તો આપવા માંડ્યું જ છે! આ સેક્યુલરોને આપણે શું કહીશું?

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ નરેન્દ્ર મોદી, સરમુખત્યાર, ગોબેલ્સ, હિટલર, દંગા, હુલ્લડ, ૨૦૦૨, હિન્દુ, મુસ્લિમ, નહેરુ, ઈન્દીરા, કટોકટી, સેન્સરશીપ, નેતા, ચૂંટણી, પસંદગી, સંવિધાનિક, જયપ્રકાશ નારાયણ, હમ્ટી ડમ્ટી, ટ્રેકરેકોર્ડ, બિનલોકશાહીયુક્ત, આપખુદ, બાબાગાડી, મુખ્યમંત્રી, હતઃપ્રભ, રેઢી સરહદ, ઘુસણખોરી, અનિર્ણાયકતાની કેદી, સંત, ભિન્દરાનવાલે, સ્વર્ણમંદિર, સિમલાકરાર, કૌભાન્ડ, યુનીયન કાર્બાઈડ, એન્ડરસન, ભોપાલ ગેસ, કતલ, કાશ્મિર, પોસ્ટરો, ખૂનામરકી, સેક્યુલર

Read Full Post »

શું નરેન્દ્ર મોદી હજી ચાની કીટલી લઈને ફરે છે?

નરેન્દ્ર મોદી એક ભણેલો, વિચારવંત, કુશળ, દેશપ્રેમી અને ભેદભાવરહિત ગુજરાતી નેતા છે. ફક્ત ગુજરાતમાં જ નહીં, પુરા દેશમાં અને વિદેશમાં વસતા ભારતીયોમાં પણ તે એક માત્ર લોકપ્રિય નેતા છે. હવે જો કાયદેસરની વાત કરીએ તો તેણે ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ ના ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ પોતાની આગવી સુઝબુઝથી અને પરિશ્રમથી જીતીને બતાવી છે.

નરેન્દ્ર મોદીની રાજકીય કુશળતાને ગણનાહીન અને અપ્રસ્તુત્ય કરવામાટે નહેરુવીયન કોંગેસના સામાન્ય કાર્યકરો અશિષ્ટ શબ્દ પ્રયોગ કરે તે સમજી શકાય છે કારણ કે સામાન્ય જનતામાં  સામાન્ય બુદ્ધિનો, સામાન્ય રીતે  અભાવ હોય છે. તેથી તેઓ અશિષ્ટ શબ્દો વાપરે કે આધાર હીન વાતો કરે કે અદ્ધર અદ્ધર વાતો કરે તે સમજી શકાય. પણ જેઓ પોતાને નેતા ગણાવે અને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષના હોદ્દેદાર પણ હોય, તેઓ પણ જાહેરમાં અશિષ્ટ અને અપમાન જનક ભાષા એક મુખ્ય મંત્રીની માટે ટીકા કરવામાં વાપરે તે અક્ષમ્ય જ ગણાય.

સંચાર માધ્યમોનું કામ લોક જાગૃતિનું અને લોક શિક્ષણનું કામ છે. પૈસા કમાવવાના કાયદેસરના રસ્તાઓ છે. સંચાર માધ્યમાના સંચાલકો કે માલિકો જો એમ જ માનતા હોય કે અમારું કામ ફક્ત પૈસા કમાવાનું છે અને તે માટે લોકોને આંચકાઓવાળા સમાચારો અને અભિપ્રાયો પ્રગટ કરવાનું છે તો તેઓ આ વાત જાહેરમાં કબુલ કરે. જો આટલા સંસ્કાર તેમનામાં ન હોય તો પાળેલા શ્વાન અને તેમનામાં શું ફેર છે?

નહેરુવીયન વંશજોની વાત જવા તો ન જ દેવાય. પણ જે એલ નહેરુ કંઈક તો સભ્ય પુરુષ હતા. વાચન વિશાળ હતું પણ આવતી કાલને સમજવા માટેની સમજણ શક્તિ ઓછી હતી તેથી આવડત ઓછી હતી અને તેમણે હિમાલય જેવડી ભૂલો કરેલી જેનું ફળ અને તેમણે સ્થાપેલા પ્રણાલીગત વ્યવહારો આ જે પણ આપણે ભોગવી રહ્યા છીએ.

તેમની પુત્રીની પાસે કશીજ પાર્શ્વભૂમિ હતી જ નહીં અને બધીરીતે એક સામાન્ય કક્ષાની સ્ત્રી હતી સિવાય કે સત્તા કેવી રીતે મેળવવી, તેને કેવી રીતે  ટકાવી અને પોતાના પક્ષના સભ્યોને કેવીરીતે કાબુમાં રાખવા તે માટેની કળા તે જાનતી હતી. આ આવડત તેણે તેના પિતાજી પાસેથી અને રશિયા પાસેથી શિખી લીધેલી. સાધનશુદ્ધિનો રાજકીય મૂલ્યોનો સદંતર અભાવ હતો. તેણે પણ પોતાના પિતાજી કરતાં પણ બમણી ભૂલો કરેલી જેને સુધારવાની શક્યતા કોઈ એક વ્યક્તિ કરી શકે તે વાત જ અશક્ય બની ગઈ છે. પણ આ બાઈએ એક એવી પણ રાજકીય પ્રણાલી સ્થાપી કે વિરોધીઓને તો બધું જ કહી શકાય. તેઓ ગમે તેટલા મહાન હોય કે ગમે તેટલા શુદ્ધ હોય તો પણ તેમને વિવાદો ઉત્પન્ન કરીને અને આ વિવાદોને રટ રટાવીને તેમને  તેઓ સાચેસાચ એવા જ છે તેવું જનતાના મગજમાં ઠોકી બેસાડી શકાય છે.

ઇન્દીરા ગાંધીના પિતાજીએ, ઈન્દીરા ગાંધીને પોતાના વારસ બનાવવા માટે, સીન્ડીકેટની રચના કરેલી અને આ સિન્ડીકેટે ઈન્દીરા ગાંધીને વડાપ્રધાન પદ આપ્યું પણ ખરું. પણ ગરજ પતી એટલે ઈન્દીરા ગાંધીએ તેમને હરાવ્યા અને પ્રચાર એવો કર્યો કે તેઓ તેમને તો શું પણ તેમના પિતાજીને પણ કામ કરવા દેતા ન હતા. મોરારજી દેસાઈ ત્રાગાંઓ કરે છે, તેમના પુત્ર મોરારજી દેસાઈના પદનો ગેરલાભ લે છે, વિરોધ પક્ષ સત્તા લાલચી છે, બહુગુણા, એલ એન મિશ્રા, વીર બહાદુર સિંહ સ્વકેન્દ્રી છે,  વી.પી સિંગ વિદેશી બેંકમાં ખાતુ ધરાવે છે, આવાં તો અગણિત જુઠાણાઓ ફેલાવવાના સંસ્કારો નહેરુવીયન કોંગ્રેસમાં અને સંચાર માધ્યમોમાં ઘુસી ગયેલા. હવે આ સંસ્કારો નિકળવાનું નામ લઈ શકે તેમ નથી. કારણ કે આ નેતાઓ અને મૂર્ધન્યોને માટે શૈક્ષણિક અને વિવેકશીલ ચર્ચા કરવાની લાયકાત, એ તેમની હેસીયત રહી નથી.

રાહુલ ગાંધી અને સોનીયા ગાંધી અને તેના સુપુત્રની વાત જવા દો, કારણ કે તેઓ તો અતિ સામાન્ય કોટીના જણ જણી છે. તેમની નહેરુવંશના સંબંધી હોવાની અને અઢળક પૈસા વારસામાં મળ્યો એ સિવાયની બીજી કોઈ લાયકાત નથી. સામાન્ય કક્ષા હોવાને કારણે મૌતના સોદાગર અને ગોડસે કહે તે સમજી શકાય છે.

પણ આ નહેરુવીયન કોંગ્રેસના બીજા નેતાઓ વિષે શું છે? નહેરુવીયન કોંગ્રેસના નેતાઓને પણ શું મૂલ્ય હીન બનાવી દીધા છે?  તેમણે તેમના માલિકોને ખુશ કરવા ભાટાઈના એક ભાગ રુપે કે પોતાની સત્તા જાળવી રાખવા શા માટે જુઠાણા ચલાવવા પડે છે? તેઓને એ ખ્યાલ તો છે જ નહીં કે તેમનું પોતાનું અસ્તિત્વ છે અને સ્વયંની સજ્જનતા પણ હોઈ શકે છે.      

મોઢવાડીયા કહે છે,

૨૦મી ડીસેમ્બરે મોદી બીજી દિવાળી ઉજવવાના સપના જુએ છે પણ ૨૦મી ડીસેમ્બરે તો બીજેપીની હોળી હશે.

મોદી તો મુંગેરીલાલ છે. અને તે વડાપ્રધાન થવાના સપના જુએ છે.

દિવાળી કોની થઈ અને હોળી કોની થઈ એ વાત જવા દો, પણ શું નરેન્દ્ર મોદી, મુંગેરીલાલની કક્ષામાં આવે છે? એ વાત સાચી કે તેઓ એક વખત ચાની કીટલી લઈને રેલ્વે પ્લેટફોર્મ ઉપર ફરતા હતા. પણ અત્યારે તેમ નથી.

એમ તો જ્યારે ભારત સુસંસ્કૃત હતું ત્યારે યુરોપીયનો જંગલી અવસ્થામાં અને અસંસ્કૃત હતા. પણ હવે તેઓ તેમ નથી. અત્યારે તેઓ, આપણા આડેધડ બાઈકો અને બીજા વાહનો ચલાવતા તથા રસ્તેચાલતા ગંદકી કરતા ભારતીયો કરતાં હજાર ગણા સુસંસ્કૃત છે.

નરેન્દ્ર મોદીએ પણ ચાની કીટલી ફેરવતાં ફેરવાતાં અને તે પછી ઘણો અભ્યાસ કર્યો છે. ઘણું વાચન કર્યું છે. ઘણું ચિંતન કર્યું છે. અને ઘણો પરસેવો પણ પાડ્યો છે. આત્મબળ અને કાર્ય શક્તિથી આગળ આવ્યા છે. તેમણે કદી કોઈ દિવસ માગણી કરી હોય તેવું કશું રેકોર્ડ ઉપર નથી. રેકોર્ડ ઉપર તો એજ છે કે તેમને જે કામ સોંપવામાં આવ્યું તે તેમણે કર્યું.

તો હવે મુંગેરી લાલ કોણ ઠરે છે? નરેન્દ્ર મોદી કે મોઢવાડીયા પોતે?

જુઓ હજીપણ મોઢવાડીયા નરેન્દ્ર મોદીને અવારનવાર મુંગેરી લાલ કહે છે. આ શબ્દ તેમને તેમના પક્ષના એક કેન્દ્રીય નેતા પાસેથી અધિગત થયો છે. જે પક્ષના દિગ્ગજ નેતાઓને ભ્રષ્ટ થવાનું લખાયું હોય તેના વામણા નેતાઓનું આથી વિશેષ શું ગજું હોય?

શંકર સિંહ શું કહે છેઃ

નરેન્દ્ર મોદીએ જેનો સાથ લઈને તેઓ આગળ આવેલા તેમને તેણે અળગા કરી દીધા. આ શંકરસિંહ કોણ છે? આ એ શંકરસિંહ છે જેઓ એ બીજેપીમાંથી પોતાના સાથીઓને લઈ બળવો કરેલ. અને તેમને ખજુરાહો લઈ ગયેલ. એટલે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલે તેમને ખજુરીયા કહેલ. અને જેઓ કેશુભાઈ સાથે રહેલ તેમને આ શંકરસિંહે હજુરીયા કહેલ. એટલે કે બીજેપીમાં જેઓ હજુરીયા ન હતા તેઓ શંકરસિંહ સાથે હતા એવું શ્રી શંકરસિંહ માનતા હતા.  ચૂંટણી પ્રચાર દરમ્યાન જો કે કેશુભાઈ અને શંકરસિંહ સાથે હતા. સુરેશ મહેતાનો એક વખત નંબર લાગ્યો પણ બીજી વખત તેમનો નંબર ન લાગત, જો શંકર સિંહે ૨૦૦૨ સુધી ધિરજ રાખી હોત તો તેઓ અચૂક મુખ્ય મંત્રી બની શકત. કારણ કે વહીવટ ક્ષેત્રે કેશુભાઈ ખાસ અસરકારક કામગીરી બજાવી ન શકેલ.

કેશુભાઈ ની નિસ્ફળતાઓ સમાચાર માધ્યમો યાદ કરતા નથી.

આર એસએસના કેટલાક કાર્યકરો, સરકારી નોકરો પાસેથી લોકોના કામ કરાવવા માટેના એજન્ટો બની ગયેલ. બીજા પેટા ચૂંટણીના પરાજયો ઉપરાંત, અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન જેવી મહત્વની ચૂંટણીમાં પણ બીજેપીનો પરાજય થયેલ. તે ઉપરાંત ૨૦૦૧માં આવેલા ધરતીકંપ પછી જે રાહત કામગીરી હતી તે નિભવવામાં કેશુભાઈ સદંતર નિસ્ફળ ગયેલ. કેશુભાઈ એક મજાકનું પાત્ર બની ગયેલ. તે વખતે બીજેપીના મોવડી મંડળ પાસે મોટાગજાનો નેતા હતો નહીં. જો શંકરસિંહે પક્ષ પલ્ટો ન કર્યો હોત અને ધીરજ રાખી હોત તો મોવડી મંડળે તેમની મુખ્ય પ્રધાન પદ માટે જરુર વરણી કરી હોત.

કેશુભાઈને નરેન્દ્ર મોદીએ હટાવ્યા ન હતા.

જ્યારે કેશુભાઈને હટાવાયા અને નરેન્દ્ર મોદીને લવાયા ત્યારે કે તે પહેલાં કોઈ એવા સમાચારો કે વક્તવ્યો જાણવામાં આવ્યા ન હતા કે નરેન્દ્ર મોદીએ મોવડી મંડળમાં જઈને કેશુભાઈની વિરુદ્ધ કાન ભંભેરણી કરેલ અને પોતાનો દાવો રજુ કરેલ. આપણે જાણીએ છીએ કે બીજેપીની છાવણીમાં રહેલી રાઈ જેવડી વાતને પણ સમાચાર માધ્યમો પહાડ બનાવીને પ્રસિદ્ધિ આપે છે અને તે પણ મીઠું મરચું ભભરાવીને અશક્ય ધારણાઓ પણ વહેતી મુકે છે.

મોદીએ મોવડી મંડળનો સંપર્ક પણ કરેલો એવી પણ કોઈ વાત અફવા સ્વરુપે પણ અસ્તિત્વ ધરાવતી ન હતી.  પણ જ્યારે ૨૦૧૨માં કેશુભાઈ રઘવાયા થયા અને એક છેલ્લો ચાન્સ લઈ લેવાનું નક્કી કર્યું ત્યારે તેમણે આવી કાનભંભેરણીવાળી વાત વહેતી મુકી. ૨૦૦૧માં પણ કેશુભાઈએ બીજેપીમાં રહીને નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભિયાન ચલાવેલ. તે વખતે પણ તેમણે ઉપરોક્ત કાનભંભેરણી વાળી વાત કરી ન હતી. તે વખતે પણ જનતાની નજરે નરેન્દ્ર મોદી એક શ્રેષ્ઠ મુખ્ય મંત્રી હતા.

શ્રી ગુણવંતભાઈ શાહે સંદેશમાં એક અપીલ બહાર પાડેલી.

સંદેશે પણ એક ફોર્મ છાપેલ કે જનતા પોતાની પસંદગી આપે કે નરેન્દ્ર મોદીની કામગીરી કેવી છે અને તેમણે મુખ્ય મંત્રી તરીકે ચાલુ રહેવું જોઇએ કે નહીં.

આ ફોર્મ જનતાએ પોતાના ગાંઠના ખર્ચે પોસ્ટ કરવાનું હતું. ૮૭ ટકા જનતાએ તે વખતે પણ નરેન્દ્ર મોદીની ઉપર જ પસંદગી ઉતારેલ. ૨૦૦૨ની ચૂંટણી વખતે પણ કેશુભાઈએ કાનભંભેરણીની વાત કરી ન હતી. આ કેશુભાઈના નવા નવા તુક્કાઓ ઉપર વિશ્વસનીયતા કેવી રીતે રાખી શકાય?

શરદ પવાર શું કહે છે?

શરદ પવાર કહે છે કે મોદી તો ફુગ્ગો છે. ફુગ્ગો જેટલો જલદી ફુલે તેટલો તે જલ્દી ફુટી જાય છે. નરેન્દ્ર મોદીનો ફુગ્ગો પણ જલ્દી ફુટી જશે.

આ શરદ પવાર કોણ છે? માણસ પોતાના દેશ માટે પ્રપંચો કરે તે ક્યારેક ક્ષમ્ય ગણાય છે. પણ જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે પ્રપંચો કરે તે ક્ષમ્ય નથી. જોકે નહેરુવીયન કોંગ્રેસે અને તેના કલરફુલ (પીળા) મીડીયાએ આવા પ્રપંચોને પણ ક્ષમ્ય જ નહીં પણ વખાણવા યોગ્ય માની લીધા છે. શરદ પવારે કેટલા પક્ષ બદલ્યા એ ગણાવવા માટે તો તેમને ખુદને પણ આંખો બંધ કરીને ગણત્રી કરવી પડે. અસામાજીક તત્વો, ખાંડના કારખાનાની લોબી અને હાલમાં સિંચાઈના કામોમાં થયેલી ખાયકી ઓમાં થયેલી નહેરુવીયન કોંગ્રેસ સાથેની મીલીભગતની ભગતની અફવાઓ વિશ્વસનીય લાગે છે. શિવસેના વાળા ટકી રહેવા માટે મધ્યમ વર્ગના માણસોને ક્યારેક સ્વેચ્છા પૂર્વક વિનંતિ કરીને કે થોડી ધાકધમકીથી તેમની પાસેથી પૈસા ઉઘરાવે છે. શરદના માણસો તો મોટા પાયે જમીનના ઝગડાઓ કોર્ટ બહાર જમીન માફીયા રાહે દાઉદના નેટ વર્કના હિસ્સા રુપ બનીને ઉકેલે છે. આ વાત મુંબઈમાં નાનુ બાબલું પણ જાણે છે.

કપિલ સિબ્બલ શું કહે છે? “મોટો ખુલાસો”

કપિલ સિબ્બલે કહેલ કે થોડા વખતમાં અમે નરેન્દ્ર મોદી બાબતમાં મોટો ખુલાસો કરીશું. આ વાત તેમણે એક બે મહિના પહેલાં કરેલી. આ ખુલાશો શું છે? સમાચાર માધ્યમોએ કહેલું કે નરેન્દ્ર મોદીને ૨૦૦૨ ના દંગાઓના કેસમાં ફસાવી દેવામાટે ચોકઠું ગોઠવાઈ ગયું છે. સોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસમાં અથવા તો ઇસરત જહાં કેસમાં તેને ફસાવી દેવામાં આવશે.

ક્લીક કરોઃ

 https://www.youtube.com/watch?feature=player_embedded&v=YJudO8FjPj4 Madhu Keshvar on Narendra Modi.

લાલ કૃષ્ણ અડવાણી તેમની માંદગીઃ

અડવાણી મોદીની વિરુદ્ધમાં છે. કારણ કે તેમને હજુ વડાપ્રધાન થવાની ઈચ્છા છે. મોદીની લોકપ્રિયતા તેમને કઠે છે. સમાચાર માધ્યમોએ આ વાતને બહુ ચગાવી છે. એટલી ચગાવી છે કે આપણને જ નહીં પણ અડવાણીને ખુદને એવું લાગે કે તે મોદી લોકપ્રિય બને અને લોકો મોદીને  વડાપ્રધાનપદના દાવેદાર સમજે તે તેમને પસંદ નથી. દરેક વ્યક્તિને પોતાની મહેચ્છાઓ હોય. પણ તે માટે સુજ્ઞ જનો અંતે તો જનતાની ઈચ્છાને જ મહત્વ આપે છે.

નરેન્દ્ર મોદીએ કદી વડાપ્રધાન બનવાની ઈચ્છા પ્રદર્શિત કરી નથી.

જ્યારે વ્યક્તિ પોતે, ઈચ્છતો હોય પણ જાહેર કરવા માગતો ન હોય તો તે પોતાની ઈચ્છા તેના સાથીઓ દ્વારા જાહેર કરે છે. (મોરારજી દેસાઈ જેવા પુરુષો વિરલ હોય છે જેઓ પોતાનો હક્ક જાહેર રીતે વ્યક્ત કરે છે), પણ બીજેપીના કોઈ નેતાએ પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન થવા જોઇએ એવી કોઈ વાત કરી નથી. તો પછી નરેન્દ્ર મોદીને વડા પ્રધાન થવું છે તે વાત ઉગી કેવી રીતે?

અડવાણી જીન્ના ની કબર ઉપર માથું ટેકવી આવ્યા એટલે આરએસએસ વાળા કંઈક વધારે પડતા નારાજ થયા. જીન્નાની વાત ઉપર તો નહેરુવીયન કોંગ્રેસીઓએ પણ અડવાણી ઉપર માછલા ધોયાં. મીડીયાએ આ વાત ને અતિશય ચગાવી. બીજેપીના નેતા ઉપર કોઈ વિવાદ ઉભો થાય તો મીડીયા વાળા અને કોંગ્રેસી નેતાઓ ઝાલ્યા ન રહે. અને આતો હિન્દુત્વનો સવાલ એટલે આરએસએસવાળા ગાંડાતૂર થયા. ૧૯૫૪માં પાકિસ્તાનના પ્રમુખ ઈસ્કંદર મીર્ઝાએ ભારત અને પાકિસ્તાનનું સમવાય તંત્રની માગણી મુકેલ. જવાહરલાલ નહેરુએ તેમની આ માગણીને તૂચ્છતા પૂર્વક નકારી નાખેલ. અખંડ ભારતની વાતો કરીને મહાત્મા ગાંધીને જવાબદાર ઠેરવનાર અને તેથી કરીને પોતે કેવા પરમ દેશભક્ત છે, તેવા આ  આરએસએસવાળા મહાનુભાવોએ તે વખતે જવાહરલાલ નહેરુ ઉપર તૂટી પડવા જેવું હતું. પોતાનો પરમ દેશપ્રેમ વ્યક્ત કરવાનો આ સુંદર મોકો હતો. પણ તેમના નેતાઓને ખબર છે કે અખંડ ભારતની વાત એક બનાવટ છે વાસ્તવમાં જો આ વાત ચગત તો નહેરુના ચેલકાઓ આરએસએસના દિગ્ગજ નેતાઓ ભાગલાની તરફના હતા તે વાત બહાર લાવી દેત. તેથી બાંધી મુઠ્ઠી લાખની એમ વિચારીને આર એસ એસના નેતાઓ મૌન રહેલ. વિનોબા ભાવેએ ઈસ્કંદર મીર્ઝાની સમવાય તંત્રની વાતને આવકારી હતી. વિનોબા ભાવેએ જવાહરલાલ નહેરુના કારણોને ગેરવાજબી ઠેરવેલ. સમાચાર માધ્યમો તે વખતે પણ નહેરુના પ્રશંસક હતા તેથી તેમણે સમવાય તંત્રની વાતને ચર્ચાના ચગડોળે ચલાવી ન હતી.

આરએસએસ ના નેતાઓનું મુખ્ય ધ્યેય પક્ષ ઉપર પકડ રાખવાનું છે, બીજેપીના નેતાઓને વખતો વખત દબાવવાનું છે. પણ અડવાણીની સ્થિતિ છૂટેલા તીર જેવી હતી. અને આરએસએસવાળા હવે જો અડવાણી ઉપર વિશ્વાસ રાખે તો તેઓ ડબલ કાટલા વાળા થાય એવી વાત સમાચાર માધ્યમો વાળા ફેલાવે ને ફેલાવે જ. એટલે તેમની સ્થિતિ પણ છૂટેલા તીર જેવી હતી.

જશવંત સિંહ પણ જીન્નાની વાતમાં ફસાયેલા છે. જોકે જશવંત સિંઘ અને અડવાણી સાચે સાચ માંદા લાગે જ છે છતાં પણ મીડીયાને તેને પોલીટીકલ માંદગી ખપાવવામાં ખાસ રસ છે. જશવંત સિંઘ એક સારા વહીવટકર્તા છે અને તેઓ આવા પોલીટીક્સમાં પડતા નથી.

સુષ્મા સ્વરાજઃ

તે એવાં શક્તિશાળી નથી. તેઓ જો સોનીયા ગાંધીને ન જીતી શકે તો બીજાને તો જીતાડી જ કેવીરીતે શકે. વળી તેઓ પણ દુશ્મનો ઉપર દયા રાખનારા છે. એક વખત ૨૦૦૦-૨૦૦૪ના અરસામાં નહેરુવીયન કોંગ્રેસ કાર્યાલયનો ટેલીફોન પૈસા ન ભરવાથી કપાઈ ગયેલ. તે વખતે સુષ્મા સ્વરાજ ટેલીકોમ્યુનીકેશન મીનીસ્ટર હતા. તેમણે તે ટેલીફોન ચાલુ કરાવી દીધેલ. એટલું જ નહીં જે અધિકારીએ તે ટેલીફોન કાપી નાખેલ તેની સામે વળતા પગલાં લીધેલ.વાસ્તવમાં સુષ્માસ્વરાજે નહેરુવીયન કોંગ્રેસની બેદરકારીને ચગાવવા જેવી હતી. પણ સુષ્માસ્વરાજે બાજપેયીવાળી કરી, એટલે કે દયાના દેવી બન્યાં અને વિપક્ષ આગળ ભલાં બન્યાં. આરએસએસ વાળા આવી મહિલાને પસંદ ન જ કરે.

તોગડીયા અને આર એસ એસ

તોગડીયાએ કહ્યું કે વિકાસનો મુદ્દો તો બીજા પણ ઉઠાવી શકે છે અને તેમાં તો વિવાદો પણ ઉત્પન્ન કરી શકાય છે તેથી બીજેપીએ હિન્દુઓના મત લેવા માટે અને હિન્દુઓની એકતા સ્થાપિત કરવા માટે હિન્દુત્વનો જ મુદ્દો જ ઉઠાવવો જોઇએ. એટલે કે નરેન્દ્ર મોદી જે વિકાસનો મુદ્દો ઉઠાવે છે તે બરાબર નથી. જોકે તોગડીયા એ વાત ભૂલી જાય છે કે જનસંઘ હિન્દુત્વના મુદ્દા ઉપર જ ચૂંટણી લડતો હતો. અને ૧૯૮૪ની ચૂંટણીમાં બીજેપીની પાસે હિન્દુત્વ સિવાય મુદ્દો હતો જ નહીં. પણ આપણા આરએસએસના ભાઇઓએ રાજીવ ગાંધીમાં તારણહાર જોયેલો. વિશ્વબંધુ ગુપ્તાના કહેવા પ્રમાણે કેટલાક આરએસએસવાળાઓએ રાજીવ ગાંધીનો પ્રચાર કરેલ. ટૂંકમાં પડઘી વગરના લોટા જેવા આરએસએસવાળાઓનું કહેવું માની નરેન્દ્ર મોદી “આ બૈલ મુઝે માર જેવું તો નજ કરે.”

જો કે આરએસએસવાળા દેશભક્ત છે અને આપત્તિના સમયે સેવાનું સારું કામ કરે છે. તે માટે તેમને સલામ કરવી જોઇએ. પણ તેમણે જ્ઞાન અને માહિતિ માટે બધી દીશાની બારીઓ ખુલ્લી રાખવી જોઇએ. મુસ્લિમ જનતાએ અને મુસ્લિમ રાજાઓએ આપણા દેશને પોતાનો દેશ સમજેલ અને જેમ બીજા રાજાઓ વર્તેલ તેમ તેઓ પણ વર્તેલ. તેમનો સમય એ દેશની ગુલામીનો સમય હતો તે મનોદશામાંથી તેમણે બહાર આવવું જોઇએ. મુસ્લિમોમાં જે કંઈ દુર્ગુણો દેખાય છે તે બ્રીટીશ રાજ અને નહેરુવીયન કોંગ્રેસ રાજની પેદાશ છે.

આરએસએસને માટે નરેન્દ્ર મોદીને સપોર્ટ કર્યા વગર છૂટકો નથી. જેમ કેટલાક ગાંધીવાદીઓને માટે નહેરુવીયન કોંગ્રેસીઓનો સહારો લેવા સિવાય કે તેમને સહારો આપવા સિવાય છૂટકો નથી, તેમ જ સમજવું.

મીડીયાના ડબલ કાટલા

ઈન્દીરા ગાંધીએ કામકર્યાવગર તેના વિરોધીઓને ભૌતિક રીતે દૂર કરેલ. અને પક્ષ ઉપર બ્લેકમેલ દ્વારા મજબુત પકડ જમાવેલ તે બાઈને આ જ સમાચાર માધ્યમવાળા મજબુત બાઈ તરીકે ઓળખાવતા અને આજની તારીખમાં પણ તેની બુરાઈ કરતા નથી. આનાથી ઉંધું વલણ જુઓ. નરેન્દ્ર મોદીએ પોતાના વિરોધીઓને કેવા દૂર કર્યા તેમાં બધાના નામ આપવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીએ કામ કરીને નામના મેળવી છે. નરેન્દ્ર મોદીએ તો કદી તેમનું નામ પણ લીધું નથી. છતાં પણ નરેન્દ્ર મોદીની બુરાઈ કરવામાં આવી છે. તમે આજનું (૯મી જુન ૨૦૧૩નું) દિવ્ય ભાસ્કર જોશો તો તમને નરેન્દ્ર મોદીના વિષેની વાતો અને સમાચાર, નરેન્દ્ર મોદીની વિષે નકારાત્મક વાતાવરણ બને એ રીતે જ આપવામાં આવ્યા છે. કેશુભાઈને દૂર કર્યા, શંકરસિંહને દૂર કર્યા, સુરેશ મહેતાને દૂર કર્યા, દીલીપ પરિખને દૂર કર્યા, સંજય જોષીને દૂર કર્યા, નીતિન ગડકરીને દૂર કર્યા અને અડવાણીને દૂર કર્યા. આપણે જાણતા નથી કે નરેન્દ્ર મોદી ક્યારે માંદા પડ્યા અને કઈ મીટીંગમાં માંદગીને કારણે ગેરહાજર રહ્યા. પણ આપણા આ અખબારી આલોચક કહે છે કે મોદી વિરોધીઓએ માંદગીનું મોદીનું શસ્ત્ર મોદી સામે જ વાપર્યું. મોદી કેવા કૃતઘ્ન છે કે તેઓ પોતાને મદદ કરનારાઓનો જ કાંટો કાઢી નાખે છે.

પક્ષના પ્રમુખે નક્કી કરવાનું હતું કે ચૂંટણી માટેની સમિતિનો નેતા કેવો હોવો જોઇએ?

નેતાઓને ગમે એવો કે જનતાને ગમે તેવો?

મોટાભાગના નેતાઓ એવા મતના હતા કે જનતામાં જે લોક પ્રિય હોય તેનો નેતા હોવો જોઇએ. અને જનતા નરેન્દ્ર મોદીને પસંદ કરે છે તે જગ જાણીતી વાત છે. પણ કેટલાક નેતા નરેન્દ્ર મોદીમાં પોતાનું અહિત જોતા હતા કારણ કે અખબારી અફવાઓ પ્રમાણે નરેન્દ્ર મોદીએ કેશુભાઈ, સુરેશ મહેતા, દિલીપ પરિખ અને સંજય જોષી જેવાને રાજકીય રીતે ખતમ કરેલ. કેશુભાઈ વિષે તો ગુજરાતની જનતા જાણે છે કે તેમણે કેવા પરાક્રમો કરેલ. સુરેશ મહેતા, શંકર સિંહ, વિગેરેની અધિરાઈ અને પક્ષ પ્રત્યેની અનિષ્ઠા વિષે પણ જનતા જાણે છે. સંજય જોષી તો અખબારોએ  ઉપજાવેલી મહાન વિભૂતિ છે.

નેતાએ પક્ષને વફાદાર રહેવું જોઇએ અને પોતાના પક્ષના હોદ્દેદારની જાહેરમાં ટીકા ન કરવી જોઇએ. સત્તા માટે ધિરજ ધરવી જોઇએ. સત્તાવગર ઘાંઘાં થવું ન જોઇએ. મોદીએ કોઈને કાપ્યા નથી. પણ અખબારોએ પોતાના પત્રકારત્વના (પીળા) રંગને અનુરુપ આ વાત ચગાવી અને ચાલુ રાખી.     

હવે મોદીએ શું કર્યું અને કેવી રીતે ક્યારે કર્યું તે કશું ક્યારેય આ અખબારી ઉંદરો કાતરી શક્યા નથી. પણ એક અફવા વહેતી મુકી દેવી અને તેને અવાર નવાર કીધા કરવી એટલે તે સત્ય બની જશે.

મીડીયાની માનસિકતાઃ

મીડીયાની માનસિકતા ઉપર નહેરુવીયન કોંગ્રેસ સંસ્કારનો લગભગ ન ભૂંસી શકાય તેવો લાગે એવો પ્રભાવ છે. નહેરુવીયન કોંગ્રેસના સંસ્કાર એવા રહ્યા છે કે નંબર વન સત્તાકેન્દ્ર નહેરુવંશનો જ હોવો જોઇએ. આટલું સ્વિકારો તો જ તમે નહેરુવીયન કોંગ્રેસમાં રહી શકો. આવું જેમણે ન માન્યું તેઓ ને બદનામ કરવાના કવતરાં રચાયા અને દૂર કરાયા. એટલે જ્યારે નહેરુવીયન કોંગ્રેસની વાત કરીએ ત્યારે વિરોધી સૂર સંભળાતા નથી. પહેલા વડાપ્રધાનો પણ નહેરુવંશના આવતા અને તેઓને નંબર વન નો દરજ્જો મળતો. તે પછી વડાપ્રધાનનો દરજ્જો બીજો થઈ ગયો. હવે ત્રીજો થઈ ગયો છે. જેઓ હોદ્દેદારો છે તેઓ એવા છે કે તેમને બ્લેકમેલ કરી શકાય અને જનતામાં તેમના મૂળ નથી.

મીડીયાની એક વિશેષતા એ છે કે પાયાની વાતની ચર્ચા કરવી જ નહીં. જેમકે પ્લાનીંગ કમીશન જેના પ્રમુખ વડાપ્રધાન પોતે છે. તો પછી નેશનલ એડવાઈઝરી બોર્ડની રચના (કે જેના પ્રમુખ સોનીયા ગાંધી છે) શા માટે કરવામાં આવી? આ સવાલ પૂછાયો છે. નહેરુવંશનો કોઈ ફરજંદ આ પ્રશ્નનો ઉત્તર આપે તેવી અપેક્ષા રાખવી એ મીડીયાના સંસ્કારમાં નથી. પણ નહેરુવીયન કોંગ્રેસ ની સરકારના કોઈ હોદ્દેદારને આ પ્રશ્ન પૂછી શકાય તે પણ મીડીયા મૂર્ધન્યોના સંસ્કાર નથી. આવી તો અનેક વાતો છે.

ટૂંકમાં એમ કહી શકાય કે લોકશાહીમાં અનેક સૂર હોઈ શકે અને પછી જ ચર્ચા વિચારણાના અંતે પરિણામી એક સૂર નીકળે અથવા તો બહુમતિનો સૂર માન્ય થાય છે, આ વાત મીડીયા મૂર્ધન્યોના ગળે ઉતરતી નથી. આના ઘણા કારણો હોઈ શકે. અને સુજ્ઞ જનતા આ બધાં કારણો જાણે છે. અમેરિકામાં પણ ઓબામાને પોતાના પક્ષમાંના પ્રતિસ્પર્ધીનો સામનો કરવો પડ્યો હતો. પણ તેનો અર્થ “મહાભારત” એવો કરવામાં આવ્યો ન હતો. કારણ કે ત્યાં આ પ્રક્રીયા ને લોકશાહી પ્રણાલીનો એક ભાગ સમજવામાં આવે છે.

રાજનાથ સિંઘે શું કર્યું?

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ અને તેમના સાથી પક્ષો જેઓ સંસ્કારમાં નહેરુવીયન કોંગ્રેસ ની કાર્બન કોપી જેવા છે તેઓ લોકશાહી નું હાર્દ ન સમજી શકે તે વાત સમજી શકાય છે. પણ ભારતીય મીડીયાના મૂર્ધન્યો પણ લોકશાહીનું હાર્દ સમજી ન શકે તે દુઃખદ, લોકશાહીમાટે ઘાતક અને દેશ માટે હાની કારક છે.

પક્ષના બંધારણમાં કે દેશના બંધારણમાં જે કંઈ લખ્યું હોય તેને જ પવિત્ર માની શકાય એવું નથી હોતું. જનતા સર્વોપરી છે. લોકશાહીમાં જનતા સર્વોપરી છે. બંધારણ નહીં. જ્યાં જનતાનો અવાજ સંભળાય અને જનતાના અવાજનો આદર થાય તે લોકશાહીનું હાર્દ છે.

બીજેપી મોવડી મંડળ પાસે બે પસંદગી હતી. જેઓ મોદીને વડાપ્રધાન પદ માટે યોગ્ય ગણતા હતા તેઓની વાતને માન્ય રાખવી કે અડવાણીને વધુ એક વખત વડાપ્રધાન પદ માટે નંબર વન ગણવા. બંને જુથો લગભગ ૫૦ટકા પ્રમાણમાં વહેંચાઈ ગયેલ. ચર્ચા દરમ્યાન કેટલાક સભ્યોને મોદીનું મહત્વ સમજાયું. અને તેઓ મોદીની તરફેણમાં આવી ગયા. જે કારણસર મોદીની તરફમાં આવી ગયા તેનું પણ એક મહત્વનું કારણ હતું કે વિભીન્ન એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા સર્વે થી એજ પ્રતિપાદિત થતું હતું કે જો મોદી પ્રચારની ધૂરા સંભાળે અને તે જ વડાપ્રધાન પદનો બીજેપી દ્વારા પ્રસ્તૂત ઉમેદવાર હોય તો વધુ લોકસભાની બેઠકો આવે. સાથી પક્ષોમાં પણ એવા પ્રચ્છન્ન નેતાઓ છે (જેડીયુ સહિત) જેઓ મોદીને પસંદ કરે છે.

સર્વ સંમતિથી નિર્ણય લેવાયો. બે ત્રણ દિવસ લાગ્યા તેને મહાભારત ન કહેવાય. આ પ્રક્રીયાને એક લોકશાહી પ્રક્રીયા ગણવી જોઇએ.

જેઓ નહેરુવીયન કોંગ્રેસના વંશવાદના સંસ્કાર જે માનસિકતા જ્ઞાતિવાદી માનસિકતાથી પણ વધુ પછાત કક્ષાની છે તેઓને બીજેપીની ક્રીયાઓ પસંદ પડશે નહીં. તેઓ બીજેપીને વિભીન્ન મતો વાળી પાર્ટી, અને નરેન્દ્ર મોદીને ગંભીર આરોપોવાળા નેતા તરીકે ઉલ્લેખવાનું ચાલુ રાખશે. ૧૯૭૫માં ભારત દેશ ઉપર કટોકટી સ્થાપીને પોતાની સર્વ ક્ષેત્રીય નિસ્ફળતાનું પ્રદર્શન કરનાર અને તેને તાબે થનાર વ્યક્તિઓ, પક્ષો અને સંસ્થાઓ પાસેથી તમે લોકશાહીના આદરના સંસ્કારની અપેક્ષા ન રાખી શકો.    

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

અડવાણીનું ભવિષ્ય શું?

બીજેપી સત્તામાં આવે એટલે તે શાહ કમીશનના રીપોર્ટ ઉપર કાયદેસરની કાર્યવાહી ચાલુ કરે. કોંગીના જે કોઈ સભ્યો સંડોવાયેલા હોય અને જીવિત હોય તેમની ધરપકડ કરીને જેલમાં મોકલે. પ્રણવ મુખર્જી પણ સંદોવાયેલા છે એટલે તેઓ પદચ્યૂત થાય. અને તેમને સ્થાને અડવાણીની નિમણુંક થાય.

ટેગ્ઝઃ નરેન્દ્ર, મોદી, કેશુભાઈ, શંકર સિંહ, સુરેશ મહેતા, સંજય જોષી, સુષ્મા સ્વરાજ, જશવંત સિંઘ, અડવાણી, અખબારી, ઉંદરો, સમાચાર માધ્યમો, મીડીયા, અફવા, પીળો, જનતા, પસંદ, નેતા, નહેરુવીયન, અશિષ્ટ, બુરાઈ, આરએસએસ, હિન્દુત્વ, નહેરુ, ઈન્દીરા, કટોકટી,

 

 

Read Full Post »

જાહોજલાલીમાં પૂર્ણ વિરામ  કે અલ્પવિરામની શોધ કરો

જાહોજલાલીની વ્યાખ્યા શું?

જો કડક વ્યાખ્યા એટલે કે જેને આપણે નિરપેક્ષ વ્યાખ્યા કહીયે તેવી વ્યાખ્યા કરવી હોય તો એમ કહેવાય કે જો એક કુટુંબની જરુરીયાત એક ગાયની હોય અને તેની પાસે બે ગાય હોય અને બીજા પાસે એક પણ ગાય ન હોય તો બે ગાયવાળો  માલેતુજાર કહેવાય.  એટલે પહેલા કુટુંબે બીજા કુટુંબને એક ગાય કોઈ એક નક્કી કરેલી પ્રણાલી પ્રમાણે બીજા કુટુંબને આપી દેવી જોઇએ.

હવે ધારો કે પહેલા કુટુંબે એક ગાય જે વધારાની ગણાઈ હતી તે બીજા કુટુંબને આપી દીધી.

પણ હવે એવું થયું કે પહેલા કુટુંબની પરિસ્થિતિ બદલાઈ, તેનું કુટુંબ વધ્યું કે તેના કુટુંબમાં કોઈ માંદુ પડ્યું કે જે એક ગાય હતી તે એક ગાયે દુધ આપવાનું બંધ કર્યું કે દુધ ઓછું આપવાનું શરુ કર્યું કે એ ગાય મરી ગઈ, તો હવે શું કરવું?

પણ હવે આ સમસ્યા આ રીતે ઉકેલી નહીં શકાય.

આપણે ફક્ત બે કુટુંબનું એકમ લીધું. આપણે એક ગામને એકમ લેવું જોઇએ. ગામમાં ઘણી ગાયો હોઈ શકે. બધાને એક એક ગાય કદાચ આપી પણ ન શકાય. ધારોકે આપી શકાય તેમ હોય તો ઉપર જણાવેલ સમસ્યા તો ઉભી થવાની જ. માટે ઉત્પાદના કે સુખસગવડના બીજા કામો ઉભા કરો. અને અમુક લોકોને એમાં રોકો. દા.ત. ખેતી.

કામની વહેંચણી અને વર્ગનું સર્જન

ખેતી માટે ઓજારો જોઈશે, એટલે અમુક લોકોને ઓજારો બનાવવાનું કામ સોંપો. એટલે ઓજારો બનાવનારા માણસો, ખેતી કરનારા માણસો અને ગાયનું દુધ ઉત્પન્ન કરનારા માણસો એવા ત્રણ વર્ગ પડશે. આ બધાની વહેંચણી કરવામાં ગણત્રીઓ કરવી પડશે. એટલે અમુક લોકોને ગણત્રી કરવાનું ગમતું હશે. અને તે કેવી રીતે કરવી તે શિખવવાનું પણ ગમતું હશે. આવું બધું વિસ્તરે એટલે એક શિક્ષક વર્ગ પણ ઉભો થશે. હવે ગણત્રી કરવામાં જરુરીયાતો અને નિયમો નક્કી કરવા પડે એટલે કેટલાક સમજુ અને વિવેક કરવા વાળા સર્વ સ્વિકૃત વિશ્વસનીય માણસો જોઇશે. એટલે શિક્ષકોમાં એક વિભાગ પડશે જેને ન્યાયનું કામ આપવામાં આવશે. પણ દેશમાં એક ગામ તો હોય નહીં. એટલે બીજા ગામવાળા તમારા ગામમાં હસ્તક્ષેપ કરે તો તેની સામે રક્ષણ માટે વળી પાછો એક વર્ગ બનાવવો પડશે. પણ આ તો રક્ષણની વાત થઈ. તેમાં તો વ્યુહ રચનાઓ કરવી પડે. જેમ ઝાઝા રસોયા રસોઈ બગાડે તેમ એક કરતા વધુ વ્યુહરચનામાંથી શ્રેષ્ઠ રચના કઈ એ નક્કી કરવું પડે. એટલે એક નેતા નક્કી કરવો પડે જે રક્ષણ કરવા અને બૌદ્ધિક રીતે સક્ષમ હોય.

કાળ ક્રમે ઉત્પાદકો, કારીગરો, શિક્ષકો, ન્યાયધીશો કે અને રાજાઓ, સૈનિકો અને મજુરોના વર્ગો અસ્તિત્વમાં આવ્યા હશે. એક કરતાં વધુ ગામો હોય અને સલાહ સંપથી રહી શકવાના પ્રયત્નોના ભાગ રૂપે  રાજાઓ, મહારાજાઓ અને ચક્રવર્તી રાજાઓ બન્યા હશે. નિયમો જટીલ બનાવવા પડ્યા હશે. અને અન્યાયો પણ ચાલુ થયા હશે. અને સુખાકારી માટે જુદી જુદી પ્રણાલીઓ અસ્તિત્વમાં આવી હશે અને વિકસી હશે.

સવાલ એ છે કે આ બધું શું કામ થાય છે?

માણસને જોઇએ છે શું?

માણસે શા માટે સમૂહમાં રહેવાનું નક્કી કર્યું?

સમૂહમાં રહેવાથી મનુષ્યની શક્તિમાં ગુણોત્તર પ્રમાણમાં વધારો થાય છે. એટલે સુરક્ષા પણ મળે છે. અને નિશ્ચિંતતા પણ મળે છે. ટૂંકમાં માણસની બુદ્ધિએ માણસને સામાજીક પ્રાણી તરીકે રહેવાનું શિખવ્યું.

સમુહમાં જીવવાથી માણસ શારીરિક અને બૌદ્ધિક વિકાસ સાધી શકે છે જેથી તે વધુ આનંદ પ્રાપ્ત કરી શકે છે.

મનુષ્ય તો મરી જાય, સમાજ તો જીવતો રહે છે. એટલે મનુષ્યનું જ્ઞાન સમાજમાં જળવાઈ રહે છે. સમાજ એક એકમ તરીકે સુધરતો સુધરતો સદાકાળ (?), જીવતો રહી શકે. આવા સાતત્યને લીધે પેઢી દર પેઢીના મનુષ્યો વ્યક્તિગત રીતે વધુ આનંદપૂર્વક જીવી શકે.

સમાજનો મુખ્ય ગુણ ધર્મ શો?

સંવાદ, કામની વહેંચણી, સહયોગ અને સહકાર આ સમાજના મુખ્ય ગુણધર્મ હોવા જોઇએ. સહયોગ અને સહકારમાં ફેર શો? સહયોગ એ પ્રણાલી બદ્ધ છે. જ્યારે સહકારમાં મનોભાવ સંકળાયેલો છે. મુખ્ય ગુણધર્મ તો સંવાદ માત્ર છે. સંવાદના કારણે કામની વહેંચણીની સ્વિકૃતિ, સહયોગ અને સહકારની ભાવનાઓ ઉત્પન્ન થઈ. ટૂંકામાં સંવાદ સિવાયના બાકીના બધા તો આનંદ પ્રાપ્તિની ખોજના પ્રયાસોની આડ પેદાશ છે. વધુને વધુ સંવાદ માટે ભાષાનો વિકાસ થયો.

મનુષ્ય સામાજીક પ્રાણી છે. સમાજનું એકમ મનુષ્ય છે. જો મનુષ્યનો વિકાસ થશે તો સમાજનો વિકાસ થશે. અને જો સમાજ વિકસિત થતો હશે તો મનુષ્યને વધુ સરળ રીતે આનંદ મળતો થશે .

તો પછી કેન્દ્રમાં કોણ હોવું જોઇએ? સમાજ કે મનુષ્ય?

જ્યાં મનુષ્યને કેન્દ્રમાં રખાયો તેને મુડીવાદ કહેવામાં આવ્યો. જ્યાં સમાજને કેન્દ્રમાં રખાયો તેને સામ્યવાદ કે સમાજવાદ કહેવાયો.

જ્યારે મનુષ્ય પોતાના સુખને કે પોતાના કુટુંબના સુખને કેન્દ્રમાં રાખે અને બુદ્ધિનો તેમાં ઉપયોગ કરે ત્યાં દંભ ઉભો થાય છે. જ્યારે મુડીવાદમાં અને સમાજવાદમાં દંભનું મિશ્રણ થાય ત્યારે તે પોતાનું સૈધાન્તિક પોત ગુમાવે છે. એવું જ થયું છે.

મુડીવાદે અને સમાજવાદે (સામ્યવાદે) માણસોને અળગા, સંવાદહીન અને કંઈક અંશે સંવેદનહીન  કર્યા.

સામ્યવાદ સંવાદહીનતાને કારણે અપારદર્શક બન્યો અને લગભગ નષ્ટ થયો.

મૂડીવાદી સમાજ અસ્થિરતામાં ફસાયેલો રહે છે. એટલે કે મંદીના મોજાંઓ આવ્યા કરે અને માણસો, આર્થિક અને માનસિક યાતનાઓના ભોગ બનતા રહે. આ મંદીઓ અક્ષમ્ય છે. જે દેશપાસે, અતિવિદ્વાન એવા અર્થશાસ્ત્રીઓ હોય, હિસાબો ત્રણ ત્રણ મહિને ચકાસાતા હોય, ચાલુ નિયમોને અવારનવાર સમજણ પૂર્વક અને પરિણામી અસરોને અનુલક્ષીને મઠારવવામાં આવતા હોય, આવી જ્યાં વ્યવસ્થાઓ હોય, ત્યાં રાતોરાત મંદી આવી જય અને હજારો લાખો લોકો યાતનાઓમાં ડૂબી જાય, અને આવું થયા પછી પણ કોઈની જવાબદારી પણ નક્કી ન થઈ શકે અને કોઈને કશો દંડ પણ ન થઈ શકે, તે મૂડીવાદને કેવીરીતે યોગ્ય ગણાવી શકાય? આમાં વ્યાપક રીતે અપારદર્શિતા તો છે જ, અને દંભ પણ છે.

ક્ષતિ ક્યાં છે?

ખાટલે મોટી ખોડ એ છે કે સમાજને કેન્દ્રમાં રખાયો તો નથી જ. પણ ગણીગાંઠી વ્યક્તિઓએ તત્કાલિન સત્તા અને સુખાકારી માટે દંભ આચર્યો અને અપારદર્શિતા રાખી અને અથવા જનતાને ગુમરાહ કરી. ખેરખાંઓ એ જાહેર કર્યું કે અવારનવાર મંદીઓ તો આવ્યાજ કરશે. આ તો મુડીવાદનું લક્ષણ છે. ઈતિ સિદ્ધમ્‌ તથા પૂર્ણમ્‌.

નફાનું ધોરણ શું અને શ્રમનું મૂલ્ય શું?

નફાનું ધોરણ મનસ્વી. શ્રમનું મૂલ્ય પણ લગભગ મનસ્વી.

શા માટે આ બધું મનસ્વી રીતે છે?

ઉત્પાદનમાં કોઈ સીમા રાખી નથી અને જેને જે ઉત્પાદન કરવું હોય તે કરે. તેથી સ્પર્ધા થશે અને નફા ઉપર આપોઆપ અંકૂશ આવશે. શ્રમના મૂલ્ય નક્કી કરવામાં પણ આવું જ થશે. શ્રમજીવીઓ પોતાનું સંગઠન કરશે અને માલિક ઉપર દબાણ લાવી શ્રમનું મૂલ્ય વધારશે.

શ્રમ એક એવી વપરાશની વસ્તુ બનશે. તેનો કામચલાઉ રીતે અભાવ ઉત્પન્ન કરવામાં આવે તો માલિક તેના પ્રતિસ્પર્ધિઓ સામે ટકી ન શકે. આમ માલિક અને શ્રમજીવી (બુદ્ધિ જીવી સહિત) સૌ કોઈ વપરાશની વસ્તુ તરીકે પોતાનું મૂલ્ય નક્કી કરાવશે. માલિક પણ એક ખરીદનાર તરીકે તે વસ્તુના બજારી જત્થાના વેચનારની/વેચાનારની ગરજના  વ્યસ્ત પ્રમાણમાં અને પોતાની જરુરીયાતના સમપ્રમાણના આધારે તેનું મૂલ્ય નક્કી કરશે. આ પ્રક્રિયામાં કુદરતી અને માનવીય મૂલ્યોનો નાશ થશે. છતાં બધું કાયદેસર ગણાશે.

દા.ત.

સરકારી નોકરોની જવાબદારીઓ નક્કી કરવામાં આવી આ જવાબદારીઓ દ્વારા તેમની સેવાઓ લેવામાં આવી. આ સેવાઓની સામે તેમના કામના નક્કી કરાયેલા શ્રમના મૂલ્ય પ્રમાણે તેમને વેતન મળે છે. જ્યારે આ નોકરો સેવા બજાવતા હતા ત્યારે તેમને અન્ય બીજો કોઈ વ્યવસાય કરવાની છૂટ ન હતી. આ સરકારી નોકરોને વૃદ્ધાવસ્થા આવે અને શારીરિક રીતે (માનસિક રીતે અશક્ત થાય) તે માટે એક વય નક્કી કરવામાં આવી અને તે સમયે તેમનું પેન્શન નક્કી કરવામાં આવ્યું.

WHO IS DRIVING THE TRAIN

આ સરકારી નોકરોના કામ ઉપર નીગરાની રાખવા અને તેમને કામદ્વારા થતી ધ્યેય પ્રાપ્તિમાં આવતી સમસ્યાઓના નિવારણ માટે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગોઠવવામાં આવ્યા. આ પ્રતિનિધિઓ કહે અમને પણ વેતન જોઇએ. તેમને વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું. જોકે મંત્રી મંડળ સિવાય કોઈપણ પ્રતિનિધિની કોઈ જવાબદારી ન હતી. તેટલું જ નહીં પણ તેમને પોતાના બીજા એક કે અનેક વ્યવસાય કરવાની છૂટ પણ હતી. તો પણ તેમને વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું. તેમની મૂદત પાંચ વર્ષ ની હતી. પાંચ વર્ષ પછી જો તેઓ ફરીથી ચૂંટાઈને ન આવે તો પણ તેમને પેન્શન મળશે તેવું નક્કી કરવામાં આવ્યું. એટલું જ નહીં પણ જો વિધાન સભા કે સંસદ, મૂદત પહેલાં બરખાસ્ત થાય તો પણ તેમને તેટલું જ પેન્શન મળશે તેવું નક્કી કરવામાં આવ્યું. આ ઉપરાંત તેઓ ખમતીધર હોવાં છતાં તેમને ભત્થાં, રહેણાંક, સુરક્ષા અને અત્યંત ઓછા ભાવે ભોજન આપવાનું નક્કી કરવામાં આવ્યું.

સમાજ સેવા માટે કઈ પદ્ધતિ સારી એ વાત ઉપર ખૂરસીઓ અને માઈર્કોફોન અને પેપરો, પેપરવેટ ફેંકીને પોતે પોતાના સૈધાંતિક વિરોધમાં કેટલા પ્રબળ છે તે દર્શાવતા આ પ્રતિનિધિઓ વેતન, પેન્શન અને સગવડો માટે હાથ મિલાવતા થયા.

જો પોતાની સુખસગવડોને વધારવા માટે ભૌતિક રીતે લડનારા આ પ્રતિનિધિઓ જેમના હલન ચલન અને વ્યવહારો પારદર્શક બનાવવામાં આવ્યા છે તેઓ પણ જો સંપીને કામ કરતા હોય તો ઉત્પાદન અને વહેંચણીના માલિકો કેમ સંપી ન શકે? તેઓ પણ સંપી જ જાય છે. જો ક્ષેત્ર વિશાળ બને તો સંપી જવાની શક્યતાઓ ઘટે. જો સંવાદના ઉપકરણો વધે તો વળી સંપીને નફો રળવાની શક્યતાઓ વધે.

જો દરેક જગ્યાએ પારદર્શિતાને લાવવામાં આવે તો જનતાને ખબર પડે કે પોતે ક્યાં છેતરાય છે. પણ જેમ દરેક વ્યક્તિને પોતાની અમુક બાબતો ખાનગી રાખવાનો હક્ક હોય છે. તેમ સંસ્થાઓને પણ આવા હક્ક આપવામાં આવ્યા હોય છે.

ટૂંકમાં સમાજનું મુખ્ય લક્ષણ સંવાદ છે અને આનંદ તેનું ધ્યેય છે. પણ સમાજનું પોત એવું બને છે કે ત્યાં સંવાદની વ્યાપકતામાં ખામી ઉત્પન્ન થાય છે. સુખના પ્રમાણમાં દુઃખ વધુ ઉત્પન્ન થાય છે.

સંવાદ માટે હાનિકારક શું છે?

સુખ સગવડોના ભોગવટામાં અસાધારણ અસમાનતા, મનુષ્યમાં અસંતોષની લાગણી ઉત્પન્ન કરેછે. અસંતોષ દુઃખ દાયક હોય છે. આ અસમાનતા મનુષ્યને એકલો પાડી દે છે. તેને વિસંવાદ અને અસંવાદની સ્થિતિ ઉપર લાવી મુકે છે. આથી મનુષ્યમાં રહેલી સહકાર અને સહયોગની ભાવનાને અપાર ક્ષતિ પહોંચે છે. એટલે થાય છે એવું કે જેઓ સમાન સગવડો ભોગવે છે તેઓ સંવાદ અને સહયોગ કરી શકે છે પણ અસમાન જુથો વચ્ચે વર્ગ વિગ્રહ થાય છે. વર્ગ વિગ્રહ થાય તો સહયોગ તો થાય જ કેવી રીતે?

WHO WERE INSIDE CONFIDENTIAL

જો સમાજના પોતમાં સંવાદ, સહકાર, સહયોગ ક્ષતિયુક્ત હોય તો કામનું યોગ્ય મૂલ્ય રોગિષ્ટ થાય છે.

આવી પરિસ્થિતિમાં સમાજનું શું થશે?

અંતે તો વ્યક્તિની સુખાકારી સમાજની તંદુરસ્તી ઉપર જ અવલંબે છે. જો સમાજ જ તંદુરસ્ત ન હોય તો તે નષ્ટ જ થાય. જેમ વ્યક્તિનું થાય તેવું જ સમાજનું થાય. જો તમે વ્યક્તિના હક્ક માન્ય રાખો, સંસ્થાના હક્કો માન્ય રાખો તો સમાજના હક્કો પણ માન્ય રાખવા જ જોઇએ.

કુદરતે શું નક્કી કર્યું છે?

કુદરત પણ એક વ્યક્તિ છે. તે એક વૈશ્વિક સમાજ છે. આનું બંધારણ અલગ જ છે. આના ઘટકોમાં મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિ, હવા, પાણી, પૃથ્વી, સૂર્ય મંડળ, આકાશ ગંગા અને ખુદ બ્રહ્માણ્ડ અને અનંત કોટિ બ્રહ્માણ્ડોના સમૂહયુક્ત મહાબ્રહ્માણ્ડ ખુદ છે. આ અનંત કોટિ બ્રહ્માણ્ડો જેનું શરીર છે તે વિશ્વમૂર્તિ શિવ પાસે પારવિનાની શક્યતાઓ પડેલી છે. તેને એક રજકણના પણ અતિસુક્ષ્મ કદની પૃથ્વી ઉપરના થોડા હજાર વર્ષ જુના માનવ સમાજની ખાસ પડી ન પણ હોય. તેણે તો નિયમો બનાવીને માનવજાતને તેમના કર્મના ભરોસે છોડી દીધી. માનવજાતને બુદ્ધિ આપી કે જેથી તે પોતાની સામુહિક બુદ્ધિ દ્વારા પોતાની સમસ્યાઓ દૂર કરી  સુખપ્રાપ્તિ કરી શકે છે.

સમાજ તેના કર્મોને આધારે શેરબજારની જેમ વાંકો ચૂકો પડી આખડી આગળ વધે પણ ખરો અને નષ્ટ પણ થાય. જો જણનારીમાં જોર ન હોય તો ઈશ્વર બિચારો શું કરે?

જો આપણે સમસ્યાઓ જ વર્ણવીએ અને તેના જ રોદણાં જ રોઈએ તો એક નકારાત્મક વાતાવરણ ઉત્પન્ન થાય.                 

મહાત્મા ગાંધીએ સમન્વયનો રસ્તો બતાવ્યો. છે. સ્વમાં અને સંસ્થામાં અને સરકારમાં પારદર્શિતા લાવો. શ્રમનું મૂલ્ય નિશ્ચિત કરો. જે સગવડો બધા ન ભોગવી શકે તે ઉપર અંકુશ લાવો. તમે જે કંઈ પ્રપ્ત કર્યું તેના ઉપર સમાજનો પણ અધિકાર છે. માટે તમે તેના ટ્રસ્ટી બનો. આ ટ્રસ્ટીશીપને તમે તમારી ઓળખ માનો. તેજ તમારું ફળ છે. આ વાતે તમે સંતુષ્ટ બનો.

ત્યક્તેન ભૂંજીથાઃ

ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે કે “તેન ત્યક્તેન ભૂંજીથાઃ”  તેથી કરીને એટલે કે ત્યાગીને ભોગવો. ત્યાગ થકી જે આનંદ પ્રાપ્ત થાય તે આનંદને ભોગવો. ભોગવી તો જુઓ. જો તમે આવા આનંદને ભોગવશો તો તમને ખ્યાલ આવશે કે આ રીતે આવેલો આનંદ કેટલો બધો આનંદ દાયક હોય છે. રવિશંકર મહારાજે તો તે હદ સુધી કહ્યું કે તમે ઘસાઈને ઉજળા બનો. બીજાને ઉપયોગી થાઓ.

તો આ બધા માટે કેવી પ્રણાલી કઈ રીતે ગોઠવવી? (ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ જાહોજલાલી, વિરામ, પૂર્ણ વિરામ, સમસ્યા, કુટુંબ, એકમ, ગામ, દેશ, સમાજ, સામાજીક, ઉત્પાદન, વહેંચણી, સુખ સગવડ, ખેતી, ઓજારો, વર્ગ, શિક્ષક, ન્યાય, નેતા, રાજા, સૈનિકો, સહકાર, સહયોગ, સંવાદ, આનંદ, વિકાસ, કેન્દ્ર, મનુષ્ય, બુદ્ધિ, પોત, દંભ, મુડીવાદ, સામ્યવાદ, સમાજવાદ, મંદી, પારદર્શિતા

Read Full Post »

મોટેરો ઘોડે અસવાર

આમ તો ઝવેરચંદ મેઘાણીની “ભેટે ઝુલે છે તલવાર” કંઈક આ પ્રમાણે છે.

ભેટે ઝુલે છે તલવાર વીરાજી કેરી ભેટે ઝુલે છે,

મોટો ઝુલે છે રોજ હાથી અંબાડીએ, નાનેરો ઘોડે અસવાર,

વીરાજી કેરી ભેટે ઝુલે છે.”

આમાં બે ભાઈઓની વાત છે.

એક નાનો અને એક મોટો એમ વાત છે.

ગુણોની અદલા બદલીઃ

ભારત આપણી માતા છે અને તેના સંતાનો એકબીજાના ભાઈ થાય. એ હિસાબે થતા બે ભાઈઓની આપણે વાત કરીશું.

Self made

એક નરેન્દ્ર મોદી છે. એક નહેરુવીયન વંશજ રાહુલ ગાંધી છે.

ઝવેરચંદ મેઘાણીની કવિતામાં નાનેરો સદ્‌ગુણો ને વરેલો છે. મોટેરો દુર્ગુણોને વરેલો છે.

ગુણોની અદલાબદલી થઈ ગઈ છે

સદ્‍ગુણઃ ભણતર, નીતિમત્તા, દેશહિતની સમજણ, વ્યસન હીનતા, પ્રજા હિતની સમજણ, સમાજના દરેક સ્તરની જીવનની અનુભૂતિઓ, અથાક પરિશ્રમ, સ્વાવલંબન, રાજકીય અને આર્થિક સ્વતંત્રતા, આર્ષદૃષ્ટિ, …

દુર્ગુણઃ બાપિકા પૈસે તાગડ ધીન્ના, નિમ્નસ્તરનું ભણતર, વ્યસનો અને ચારિત્ર વિષે અફવાઓનું અસ્તિત્વ, શંકાસ્પદ વર્તનો, અધુરું વાચન, કલ્પનાનો અભાવ, અસંવેદન શીલતા, સ્વાર્થ અને દંભ, પરતંત્રતાનું વળગણ…

સદ્‍ગુણ ધરાવતા ભાઈ ઉંમરમાં મોટા છે. દુર્ગુણ ધરાવનારા ભાઈ ઉમરમાં નાના છે.

હવે આપણો દેશ તો લોકશાહી છે એટલે મોટાભાગના શત્રુઓ તો આપણા દેશમાં જ હોવાના. એટલે જે લડવાનું છે તે તો મોટેભાગે દેશને ગર્તામાં ધકેલનારાઓ સામે જ લડવાનું છે. આ દેશના દુશ્મનો એ આપણી સમસ્યાઓના ભાગરુપે છે. એટલે કે તેમને પણ સમસ્યાઓમાં ગણી લો.

સમસ્યાને કેવીરીતે ઉકેલવી તે વિષે કંઈ ફોડ પાડો.

મોટાભાઈએ સમસ્યાના પડકારો ને ઝીલી લીધા અને તેની સામે યુદ્ધ શરુ કર્યું.

નાના ભાઈ, ચૂંટણી આવે એટલે સક્રીય થાય અને દેશમાં સફરજન બને. એ સિવાય વિદેશોની ખેપો કરે અને શાને માટે ખેપો કરી તે બધું ખાનગી. તેમના નામ અને ધર્મ પણ ખાનગી. તેમના હિસાબો ખાનગી … એવી શંકાઓ ઉપર સ્પષ્ટીકરણનો જાણીબુઝીને અભાવ …

હવે ચૂંટણીઓ નજીક આવી.  કેટલાક રાજ્યોની વિધાનસભાઓની અને તે પછી લોકસભાની

કેન્દ્રમાં નાનાભાઈનું શાસન ચાલુ છે

ગુજરાતમાં મોટાભાઈનું શાસન ચાલુછે.

ઝાઝા રસોઈયા રસોઈ બગાડે

ચૂટણીઓ આવે એટલે સમાચાર માધ્યમોને ગરમાગરમ મસાલેદાર વાનગીઓ રાંધવાનો મોકો મળી જાય છે. ઝાઝા રસોઈયા રસોઈ બગાડે અને જનતાની તબિયત બગડે. જનતાની તબિયતનું ધ્યાન શા માટે રાખવાનું? જનતાની તબિયત તો બગડેલી જ રાખવાની. જનતાની તબિયત  બગડેલી હોય તો જ આપણે તેના ઉપર ઉપચારો કરીને કમાણી કરી શકીએ ને? જનતાની તબિયત બગાડવાનું તો આપણું ધ્યેય છે. એમ સમાચાર પત્રો માને છે. એટલે કેટલાક એવી શંકા સેવે છે કે કાં તો આ સમાચાર પત્રો મૂર્ખ છે અથવા તો નાના ભાઈ સાથે ભળી ગયા છે.

હમણાં હમણાં સમાચાર માધ્યમો પરોક્ષ રીતે નરેન્દ્ર મોદીને વગોવવામાં મચી પડ્યા છે.

સમાચાર માધ્યમો બે નેતાઓ વચ્ચે વડાપ્રધાન પદ માટે સ્પર્ધા ચાલી રહી છે એ વાતને બહુ ચગાવી રહ્યા છે. આવું કરવામાં તેઓ તેમની આદત પ્રમાણે નરેન્દ્ર મોદી ના દરેક વક્તવ્યોને આ વાતના અનુસંધાનમાં વિશ્લેષી રહ્યા છે. મોટે ભાગે તેઓ શાસ્ત્રીય ચર્ચા ને બદલે નરેન્દ્ર મોદીને અપમાન જનક અને અથવા મજાકીયા શબ્દોમાં નવાજી રહ્યા હોય છે.

નહેરુવીયન કોંગ્રેસીઓ આવું કરે તે તો સમજી શકાય તેવું છે. કારણ કે તેઓને પોતાનો અંત નજીક દેખાય છે તેથી હવાતીયા મારે તે કદાચ આપણે ક્ષમ્ય ગણીએ, પણ પ્રસાર માધ્યમો વિકૃત બને અને આમ જનતાની ઈચ્છાઓને પ્રતિબિંબિત ન કરે ત્યારે તેઓ વિશ્વસનીય રહેતા નથી. આ સમાચાર માધ્યમો તો જ્યારે આધારહીન માહિતિઓ આપે ત્યારે દેશના ભવિષ્ય વિષે ચિંતા ઉત્પન્ન થાય જ.

મોટાભાઈ પાસે તો આમેય પોતાના રાજ્યની જવાબદારી છે. નાના ભાઈને પણ અમુક રાજ્યોની વિધાન સભાની ચૂંટણી સમયે પ્રચારનું માળખું વ્યવસ્થિત કરવાની અને પ્રચારની જવાબદારી સોંપેલી. વિશાળ સૈન્ય અને ભાટચારણોનો કાફલા હોવા છતાં પણ આ નાનાભાઈને પરાજય મળ્યો.  વ્યવસ્થા શક્તિ અને વૈચારિક આવડત ન હોય તો બીજું શું થાય?

ભાટ ચારણ ભાઈઓ માફ કરે. આ શબ્દો વટના કટકા એવા સાચા ભાટચારણ માટે પ્રયોજાયેલા નહી. પણ સમાચાર માધ્યમોના મૂર્ધન્યો માટે પ્રયોજાયેલા છે. ઉત્તર ભારતમાં અમુક માલેતુજાર લોકો કેટલાક લોકોને સેવકો તરીકે જીંદગીભરના બંધન સાથે સેવા માટે રાખે છે. તેઓ બંધવા મઝદુર તરીકે ઓળખાય છે. નહેરુવંશના પક્ષના નેતાઓ પણ આ બંધવા મઝદુર જેવી પ્રકૃતિ ધરાવે છે.

નાનકાએ શું કર્યું?

મૂળવાત પર આવીએ. આ નાના ભાઈએ તો પરાજય સ્વિકારી લીધો. પણ બંધવા ગુલામોએ અને તેના કુટુંબીજનોને આ પરાજય પચ્યો નહીં. ભાટ ચારણોએ આ પરાજયોને ચગાવ્યા નહી, કારણ કે આવકનો શ્રોત જ બંધ પડી જાય તે તેમને પરવડે તેમ ન હતું.

“મસ્જીદમાં ગર્યો તો જ કોણ?” એટલે કે આ નાનકાને કોઈ જવાબદારી સોંપવામાં જ આવી ન હતી. તેથી પરાજય અને નિસ્ફળતાનો સવાલ જ ઉત્પન્ન થતો નથી. આ નાનકો તો સાક્ષીભાવે જ યુદ્ધમાં ગયેલ. અમારો આ નાનકો તો જવાબદારીથી જરાય ડરે તેવો નથી.

અમારો આ નાનકો કોઈપણ જવાબદારી માટે સજ્જ છે. અમે તે કોઈ મોટી જવાબદારી સ્વિકારે તે માટે આતુર છીએ. આવી વાત ભાટચારણોએ, બંધવા ગુલામોએ અને કુટૂંબીજનોએ, તેમની મશ્કરી શરુ થઈ જાય તેટલા ઠીક ઠીક સમય સુધી ચલાવી. તે પછી તેને પક્ષનો ઉપપ્રમુખ બનાવી એક મહાપરાક્રમ કર્યાનો નિંરાતનો શ્વાસ લીધો.

ભાઈ, અમારો નાનકો કંઈ જેવો તેવો નથી.  તમે તેનો તરવરાટ જુઓ .. તમે તેની લાગણી શીલતા જુઓ, તેનું નિરાભિમાન જુઓ, તે કેવો ગરીબો સાથે જમવા બેસી જાય છે, કેવું પ્લાસ્ટિકનું તગારું ઉચકવાની મજુરી કરવા તૈયાર થઈ જાય છે, તમે તેનું વૈવિધ્ય જુઓ, તે કેવો ક્યારેક દાઢી વધારે છે, તે કેવો ક્યારેક દાઢી ક્લીન સફાચટ એટલે કે ક્લીન શેવ્ડ ચહેરો રાખે છે, તમે તેના ચહેરા ઉપર  ની  તાઝગી જુઓ,  તેના હાવભાવ જુઓ, તે કેવો ચાલે છે, તે કેવો દોડે છે … (ઘોડો જો .. ઘોડો જો .. ઘોડાની કેશવાળી જો .. ઘોડાની ડોક જો … ઘોડાની પીઠ જો .. ઘોડો કેવો ચાલે છે … ઘોડો કેવો દોડે છે … ઘોડો કેવો હણ હણે છે …  ઘોડો જો ઘોડો જો .. આવો એક પાઠ બચપણમાં અમારે આવતો હતો)

હવે સામાજીક સમસ્યાઓનું આ નાનકાએ અશ્વાવલોકન કર્યું અને તેને લાધ્યું કે શું મારે આ બધું ઉકેલવાનું છે? ભારે કરી…. મને તો એમ કે મારે મારી મમ્મીની જેમ જાહોજલાલી ભોગવાની છે. જે કંઈ પરિણામ આવે તેને માથા ફોડ કરી હકારાત્મક બનાવી આપણા ભાટચારણો દ્વારા સફળતામાં ખપાવી દેવું અને તેનો જશ લઈ લેવો એજ પ્રણાલી ચાલુ રાખવાની છે. અને જો આ અઘરું પડે અને અશક્ય લાગે તો તો તે નિસ્ફળતાને માટે બીજાને બલીનો બકરો બનાવી દેવો. નહેરુકુલ રીતિ સદાચલી આયી, પ્રાણ જાઈ ઔર બચન સબ જાઈ.  જમવામાં જગલો અને કૂટાવામાં ભગલો. કારણ કે ગામના છોકરા ગારાના અને નહેરુવંશના સોનાના.

અત્યાર સુધી તો આ ચતુર પુરુષ રસબસતા ચૂરમાના લાડુ ખાઈને એય આરામથી હિંડોળે બેસી પાન ચાવતા હતા અને હવાફેર માટે દેશ વિદેશની ટ્રીપો મારતા હતા.   જરુર પડે ત્યારે કોઈ ગરીબને ત્યાં બે કોળીયા ગળચીને ગરીબની સેવા કર્યાની ફરજ બજાવી એમ માનતા હતા.  પણ આતો સાચે સાચ ઉપાધી આવી. આપણને પક્ષના ઉપપ્રમુખ બનાવી દીધા. અને સર્વત્ર એવી જાહેરાત કરી દીધીકે હવે યુવરાજને જવાબદારી ભર્યું સ્થાન આપ્યું છે.

નાનકાને એ પણ લાધ્યું કે તેના પૂર્વજોએ પણ આ સમસ્યાઓનું ગર્દભાવલોકન કરેલ અને સુખેથી સત્તા ભોગવતા ભોગવતા જીવન જીવેલ. મારા પ્રદાદાએ હિમાલયન બ્લન્ડરો કરેલી. દાદી પણ ભૂલો કરવામાં કે ફ્રૉડ કરવામાં કમ ન હતા એમણે તો પ્રદાદા કરતાં પણ વધુ ભૂલો કરેલ. પણ મોટા વારસાની જોગવાઈ કરી ગયેલ, એવા બંધવા ગુલામ સહાયકો બનાવીને મુકી ગયેલ કે જેઓ હમેશા આપણા ઉપર આધાર રાખતા રહે અને જો ડહાપણ કરવા જાય તો તેમને જેલના સળીયા ગણતા કરી શકાય. પપ્પા પણ એવા બનવા માંડેલ પણ અકાળે ભગવાને બોલાવી લીધા. બહેનીએ આ ભાર ઉઠાવી લીધો હોત તો સારું. પણ એ બીચારી પણ શું કરે? જીજાજીએ ઓછી આફતો ઉભી કરી છે?

નાનકાએ વિચાર્યું કે વંશની પ્રકૃતિને જાળવા માટે મારે સમસ્યા વિષે શું કશુંક કહેવું જોઇએ? તત્વજ્ઞાન ભરડવું જોઇએ. જેમ મારા પ્રદાદા અને દાદી સમસ્યા ઉજાગર કરી ફીલોસોફી ભરડતા કે ફલાણી સમસ્યા ઘણી જુની છે અને અત્ર તત્ર સર્વત્ર વિશ્વવ્યાપી છે. ગરીબી હટાવો. અમે આ ગરીબીને ઉકેલવા કટીબદ્ધ છીએ. પછી કહેવું કે અમુક સમસ્યાઓ વિષે તો જાણે કે એવું છે ને કે અમને તમુક લોકો કામ કરવા દેતા નથી … મારા પપ્પાને પણ અમુક લોકોએ કામ કરવા દીધું ન હતું, બાકી અમે કુટુંબીઓ તો ઘણા શાણા અને શકરા છીએ. અમારા વિરોધીઓ જ પાજી હતા…  વિગેરે વિગેરે. ભાટ ચારણો આ બધાની વિગતોમાં ઉતરીને જનતાને માહિતિપ્રદ બનવાને બદલે ઉપરોક્ત વંશના ફરજંદના તારણોને જ વધુને વધુ પ્રસિદ્ધિ આપવાનું ચાલુ રાખતા હતા.

હવે શું કરવું?

ભાટચારણોએ અને બંધવા લોકોએ મોટાભાઈને મોટા પાયા ઉપર ભાંડવાનું ચાલુ કરી દીધું.

નરેન્દ્ર મોદીનો ડોળો દિલ્લીની ગાદી ઉપર છે.

મોદી વડાપ્રધાન પદ માટે રઘવાયા થયા છે.

મોદી ચલે દીલ્લી કો.

ક્યા મોદીકા મેજીક ચલેગા?

ક્યા મોદી અપના દાગ ધો પાયેગા?

ક્યા મોદીકા મોડલ દેશ પર ચલેગા?

ક્યા મોદી આત્મશ્લાઘાસે દીલ્લીકા રાસ્તા તય કર પાયેગા?

ક્યા મોદીકા દિલ્લીકા રાસ્તા ઈતના સરલ હૈ?

ક્યા મોદી સર્વસ્વિકૃત બન પાયેગા?

ક્યા મોદીકો, એનડીએ કે ઘટક પક્ષ સ્વિકારેંગે? 

ક્યા મોદી અપને ખુદકે પક્ષમેં સર્વમાન્ય હૈ?

ક્યા મોદી સબકો સાથ લે કે ચલ સકતા હૈ?

નાનકાએ કહ્યું, દેશ સમસ્યાઓથી ભરપુર છે. જનતાએ સમજવું જોઇએ કે કોઈ એક માણસ ઘોડા ઉપર આવશે અને બધી સમસ્યાઓથી છૂટકારો મળી જ જશે એવું નહીં બની શકે. સમસ્યાઓમાં જનતાએ પોતે જ પ્રયત્નો કરવા પડશે. એક વ્યક્તિ કશું કરી ન શકે.

મોટા ભાઈ તો જવાબદારી વાળા હતા. અને પોતે કઈ સમસ્યા બાબતમાં કેવું વિચાર્યું અને શું કર્યું અને શાં પરિણામો આવ્યા …  વિગેરે વિગેરે લોકોમાં જાહેર કરવા લાગ્યા.

એટલે બંધવા ગુલામોના પેટમાં તેલ રેડાવા લાગ્યું. તે લોકો કહેવા લાગ્યા કે મોદી આત્મશ્લાઘા કરે છે. મોદી પોતાને પીએમ સમજવા લાગ્યો છે. મોદી ગુજરાતને દેશ માને છે. મોદી તો યમરાજ છે. ટૂંકમાં મોદી વિરોધીઓને હવે યમરાજ દેખાવવા લાગ્યા છે જાણે તેમના દિવસો પૂરા થયા.

મોદીએ કહ્યું મેં તો જનતાના સહકારથી કર્યું છે. મારે તો ઘણું કરવાનું બાકી છે. મેં તો હજુ નહેરુવંશી સરકારોએ કરેલા ખાડાઓ જ પૂર્યા છે. મારા સ્વપ્નની ઈમારત તો હજી બાકી છે.

બંધવા લોકો કહેવા લાગ્યા કે મોદીએ તો ખીણ ખોદી છે. એ કોણ પૂરશે? મોદી વિરોધીઓને મોદી-ફોબીઆ છે. તેઓ દરેક વાતે ૨૦૦૨ના રમખાણો જનતાને યાદ કરાવવા માગે છે. મોદીએ ગુજરાતની જનતાને તો ૨૦૦૨ના રમખાણો ભૂલાવી દીધા છે. પણ બંધવા ગુલામો અને ભાટચારણો ગુજરાત બહાર ૨૦૦૨નો લાભ લેવા માગે છે. એટલે કે ૨૦૦૨ના રમખાણો અને મોદી ફોબીયાની ખીણમાંથી તેઓ બહાર નિકળવા માગતા નથી. એટલું જ નહીં પણ આખા દેશની જનતાને ખીણમાં પાડવા માગે છે.

નાનકાએ કહ્યું દેશ તો મધપુડો છે. નાનકાનું કહેવું એમ હતું કે જનતાએ ભેગા મળીને કામ કરવું પડશે.

મોદીએ કહ્યું ભારત દેશ તો આપણી માતા છે. આપણે દેશને માતા તરીકે જોઇએ છીએ.  માતાને મધપુડો ન કહેવાય.

નાનકાએ રામ ભરોસે દેશની મધપુડા સાથે સરખામણી કરી હતી. મોદીકાકાએ તેના ઉપર એક કટાક્ષ કર્યો. જવાબ બહુ બહુ તો નાનકાએ આપવો જોઇએ. પણ નાનકાનું મગજ જરા “સ્લો ટુ ઓપરેટ” એટલે કે જલ્દી ન ચાલે તેવું છે. મોદીના કટાક્ષનો જવાબ તો તૂર્ત જ આપવો જોઇએ. નહીં તો હવા ઠંડી પડી જાય. તેવે વખતે જવાબ આપીએ તો મૂર્ખમાં ખપીએ. એટલે બંધવા ગુલામો એક પછી એક જવાબ આપવા માંડ્યા.   બંધવા ગુલામોએ કહ્યું, મોદીમાં અક્કલ નથી. મધપુડો એક શિસ્તબદ્ધ રીતે થયેલી સંરચના છે. મોદીમાં શિસ્ત જેવું અને સભ્યતા જેવું કશું નથી.

શું આ કટાક્ષ વિષે આગળ ચર્ચા કરી શકાય. રમૂજ તો કરી શકાય કે મધપુડામાં રાણી જ સર્વેસર્વા હોય છે. એટલે રાણીના ઘરને જ વળગીને કામ કરવું જોઇએ. રાણી કે રાજા થવાની કોઈએ આકાંક્ષાઓ રાખવી ન જોઇએ. બધાએ વ્યંઢળની જેમ જ વર્તવું જોઇએ. હવે આ ટોપી કોને માથે બંધ બેસતી થશે?

મોટાભાઈની વાતો અને મીડીયાગીરી

મોદીકાકા ઔદ્યોગિક ગ્રુપની બહેનોની સભામાં કંઇક બોલવા માટે આમંત્રાયા. અગાઉ એક સભામાં નાનકાએ **વતીબેનનો દાખલો આપેલ કે જેમના પતિ આત્મહત્યા કરી અવસાન પામેલ. તેથી **વતી બેનને અમુકલાખ રુપીયાની મદદ કરવામાં આવેલ. તેમની ગરીબી દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ. આપણા મોદીકાકાએ જશુબેનનો દાખલો આપ્યો. કે તેઓએ વિધવા થયા પછી આત્મસુઝ અને વ્યવસ્થિત કારભારથી કેવી રીતે પીઝાનો ધંધો ઉભો કર્યો અને મલ્ટી નેશનલ વિદેશી બનાવટને ટક્કર આપીને વિકસાવ્યો.  બહેનોમાં અસાધારણ વ્યવસ્થા શક્તિ હોય છે. તેઓ પોતાના ઉત્પાદનને કેવા કેવા ઉચ્ચ સ્તરે પહોંચાડી શકે છે. આ વાતના સર્વગ્રાહી ઉદાહરણો તેમણે ઈન્દુબેન ખાખરા વાળા, લીજ્જત પાપડ અને અમૂલ દુધના આપ્યા. ગુજરાતમાં બહેનો સખીમંડળ બનાવીને કરોડો રુપીયાનો વહીવટ કેવો સક્ષમ રીતે કરી શકે છે તેનો પણ દાખલો આપ્યો. જો કે મોદીકાકાએ, નહેરુવંશના ભાટ ચારણો ઉપર થોડી રમૂજ પણ કરી લીધી. સાથે સાથે ભ્રૂણ હત્યા વિષે થોડા ભાવુક પણ બન્યા. આ વાતને આપણા ગુજ્જુ *ઢવાડીયાજીએ પકડી લીધી અને તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના આંસુ મગરના આંસુ છે. ફલાણી ફલાણી બહેનો જ્યારે કમોતે મરી ગઈ ત્યારે મોદી સાહેબ ક્યાં હતા?

નહેરુવંશના ભાટચારણોએ કહ્યું કે મોદીએ તેમને પૂછેલા ખાસ પ્રશ્નોનો સીધો ઉત્તર આવ્યો નથી. જેમકે બહેનો માટેના ૩૦ટકા અનામત બેઠકો વિષે તેમણે ફોડ પાડીને પોતાનો મત પ્રદર્શિત કર્યો નથી. જો કે મોદીએ કહ્યું કે તેમણે તો બહેનો માટે ૫૦ ટકા બેઠકો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અનામત રાખવાનો ઠરાવ બનાવીને વિધાન સભામાં પસાર કરાવીને રાજપાલની મંજુરી માટે મોકલી આપ્યો છે. અને તે હજી ત્યાં જ પડ્યો છે. વળી તેમના પક્ષે કદી ૩૦ટકા બહેનો માટે અનામત રાખવાનો વિરોધ કર્યો નથી. હવે જો મધપુડો એટલે સામુહિક કર્મ એવું અર્થઘટન નહેરુવંશીઓ, તેમના બંધવા સેવકો અને ભાટચારણો કરી શકતા હોય તો નરેન્દ્ર મોદીના વલણનો તેમને ખ્યાલ આવી જ જવો જોઇએ. મોદીએ અને તેમના પક્ષે બહેનો માટે જે અનામતો પુરસ્કૃત કરી હોય તેના ઉપરથી નરેન્દ્ર મોદીના જવાબ મળી જ જાય છે. પણ આપણા આ ભાટચારણો તો એવું ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી પોતાની સ્ટાઈલમાં જવાબ ન આપે. પ્રસાર માધ્યમો જે શબ્દોમાં જવાબ માગે છે તે જ શબ્દોમાં જવાબ આપે. ઈન્દીરા માઈએ લાદેલી કટોકટી વખતે વિનોબા ભાવે વિષે પણ આવું જ થયેલ. વિનોબા ભાવેએ કહેલ કે હું મારો જવાબ મારા શબ્દોમાં આપું, પણ કેટલાક લોકો એવું ઈચ્છે છે કે હું તેમના નક્કી કરેલા શબ્દોમાં મારો જવાબ આપું.

નરેન્દ્ર મોદી તો લોકોને સાથે લઈને જ ચાલે છે તે માટે તેમણે એક નવી પ્રણાલી પ્રસ્તૂત કરી છે જેમાં સ્થાનિક લોકો, જનતા, પ્રાઈવેટ પાર્ટી અને સરકાર સઘળા સામેલ હોય.

મોદીની વિકાસ માટેની કાર્યશૈલીને “મોદી મોડેલ” એ નામ થી પ્રસાર માધ્યમોએ ઓળખાવવી શરુ કરી છે. નરેન્દ્ર મોદી આમ તો દાખલાઓ આપીને જ બધી વાતો કરે છે. પણ પ્રસાર માધ્યમો એવી માહિતિઓ ઉપર ચર્ચા કરાવતા નથી. કારણ કે જો ચર્ચા એ રીતે ચાલે તો મોદીનો વિરોધ કરવાનો અને મોદીને વગોવવાનો અવકાશ ન રહે. પ્રસાર માધ્યમોને અદ્ધર અદ્ધર વાતો કરવામાં જ વધુ રસ છે.

એક ટીવી ચેનલે ચર્ચાનું નામ આપ્યું

 “મોદી ચલે દીલ્લીકો

બીજી ચેનલે ચર્ચાનું નામ આપ્યું

 “ફેંકુ બનામ પપ્પુ

ફેંકુ વિશેષણ નરેન્દ્ર મોદી વિષે વાપરવામાં આવ્યું છે.

“પપ્પુ” શબ્દ રાહુલ માટે છે.

પપ્પુ શબ્દ આમ તો નિર્દોષ શબ્દ છે.

પણ ફેંકુ શબ્દ તો હલકો, જુઠ્ઠા બોલો અને ચારસોવીસ નો પર્યાય થાય. નરેન્દ્ર મોદી એક લોકપ્રિય નેતા છે. એક રાજ્યના મુખ્ય મંત્રી છે. ભારે બહુમતિથી ચૂંટાઈને આવેલા છે. તેમને માટે ફેંકુ શબ્દ ન વપરાય. ચેનલે આવા અપમાન જનક શબ્દો ન વાપરવા જોઇએ. પણ આ બનાવ ચેનલના સંસ્ક્રાર બતાવે છે. સુજ્ઞ લોકોએ તેને તે રીતે મુલવવી જોઇએ.

“મોદી મોડેલ” આ શબ્દ રાજકીય બનાવી દેવાયો છે. છતાં ગુજરાતમાં જે રીતે વિકાસ થયો તેના અનુસંધાનમાં જો જોવામાં આવે તો તેને ફેંકી દેવાનુ કહેનારા જ ફેંકુ છે.

દરેક રાજ્ય પાસે અનેક સંપદાઓ તો હોય છે જ

દરિયા કિનારો, પહાડ, રણ, ખારોપાટ, ખેતરાઉ જમીન, પડતર જમીન, જંગલ, પવન, તડકો, ખનીજ સંપત્તિ, પાણીનો ઉગ્ર પ્રવાહ, નદીઓ, ઐતિહાસિક સ્મારકો, ધાર્મિક સ્મારકો, પશુધન, માનવ શક્તિ. આ માનવ શક્તિને અન્ય શક્તિઓ સાથે જોડીને વિકાસ કરી શકાય છે. નરેન્દ્ર મોદીએ માળખાકીય સગવડો કરી. એટલે કે સડકો અને વિજળી. પાણીનો શ્રોત ફક્ત નર્મદા અને તાપી છે. તો તેમણે નર્મદાને સરસ્વતી સાથે જોડી. નર્મદાના કામમાં ઘણા રાજકીય રોડાઓ આવ્યાં છે. પણ તેની વાત નહીં કરીએ. ખેતીમાં ડબલ ફીગરમાં વિકાસ કર્યો. શિક્ષણનો વિકાસ કર્યો. જે પહેલાં ૬૦ ટકાથી નીચે હતું તેને ૮૦ ટકા કર્યું. પવન ઉર્જાનો વિકાસ કર્યો. સોલર પાવરનો વિકાસ કર્યો. પર્યટન ક્ષેત્રે વૃદ્ધિ થઈ. શહેરી વિકાસ શહેરો શોભી ઉઠે તેવો થયો. ગામડાંનો પણ વિકાસ થયો અને ગામડામાંથી શહેરો તરફ થતો ધસારો નબળો પડ્યો. સખીમંડળો અને મેળાઓ દ્વારા ગ્રામોદ્યોગ ને પ્રોત્સાહન આપ્યું અને શહેરોમાં તેના પ્રદર્શનોને વેગવંતા બનાવ્યા. તહેવારોની સામુહિક ઉજવણી, આનંદ બજારો, ખાદી મેળાઓ, કૃષી મેળાઓ, રમત ગમત અને મનોરંજન કાર્યક્રમો દ્વારા સંવાદ અને લોકભાગીદારી વિકસાવી. ઈન્ટરનેટથી વહીવટી તંત્રને પ્રજા સાથે જોડ્યું. સરકારી નોકરોના કલ્ચરને સુધારવા પ્રશિક્ષણના વર્ગો ચલાવ્યા. ટૂંકમાં લોકો સાથેનો સરકારનો સંવાદ વધ્યો.

નરેન્દ્ર મોદી શું કહે છે?

ગુજરાતનું વિકાસનું મોડેલ જ બધે ફીટ કરવું જોઇએ તેમ સમજવાની જરુર નથી. પણ ગુજરાત મોડેલમાં મોડીફીકેશન કરીને જે તે રાજ્યમાં તેને અનુરુપ મોડેલ બનાવી શકાય. મીડીયાવાળા આ મોડીફીકેશનનો અર્થ સમજવા છતાં પણ સમજશે નહીં. પણ તેને તેઓ મોડીફીકેશનને બદલે “મોદીફીકેશન” કહી નિરર્થક વિવાદો સર્જશે.

નરેન્દ્ર મોદી પાસે ચિંતન છે અને નવા વિચારો છે. તેને જનતાને ચાલતી અને દોડતી કરતાં આવડે છે. નરેન્દ્ર મોદી સંવાદ કરે છે. તેના સંવાદ ઉંડાણ અને માહિતિ સભર હોય છે.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી ફક્ત વાણી વિલાસ કરે છે. તે કોઈ માહિતિ આપી શકતો નથી. ચાલો માની લઈએ આપણો દેશ મધપુડો છે. મધ તો બહુ પવિત્ર અને શ્રેષ્ઠ દવા અને વાનગી પણ છે. આટલી બધી માખીઓ પણ હાજર છે. અપાર સંપદાઓ પણ છે. તમારા બાપદાદાઓએ છ દાયકા સુધી રાજ કર્યું તો પણ લોકો અભણ, બેકાર અને ગરીબ કેમ રહ્યાં? મનીનું હની કોણે બનાવ્યું? વિદેશી બેંકોના ખાતાઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં કઈ માખીઓ આડે આવે છે? શું તમે તમારા વડવાઓથી વધુ હોંશીયાર અને આવડતવાળા છે? દશાકાઓ તેમને અંધારે ગયા, તમે આવા શાણા ક્યાંથી થયા?

મોટાભાગની સમસ્યાનું મૂળ નિરક્ષરતા, બેકારી અને ગરીબી છે   

તે માટે વિકાસ અને ગુડગવર્નન્સ જોઇએ.

દિલ્લીનું, બીજા રાજ્યોનું અને સાથે સાથે મીડીયાનું કલ્ચર ગુજરાતની જનતાના કલ્ચરથી અલગ છે. પણ બીજા રાજ્યોની જનતા અને ગુજરાતની જનતામાં વિકાસના મુદ્દે આભ જમીનનો ફેર નથી.

જ્યારે જનતાની આકાંક્ષાઓ સમાન ધરી પર આવે છે અને તે એક નેતાને પસંદ કરે છે ત્યારે નાત, જાત, ધર્મ અને ભાષાના ભેદ ગૌણ બની જાય છે.

મોરારજી દેસાઈ એક ઉચ્ચ કક્ષાના નેતા અને વડાપ્રધાન હતા. જનતાને પસંદ હતા પણ જનતા તે વખતે સ્થાનિક રાજકારણની રાજરમતથી મુક્ત બની ન હતી અને બની શકે તેમ ન હતી. તેથી જનતા પક્ષ ૧૯૮૦ની લોકસભાની ચૂંટણીમાં ફરીથી ચૂંટાઈ આવી ન શક્યો. જો તે વખતે મીડીયા મૂર્ધન્યોએ આમ જનતાને સાચી દોરવણી આપી હોત તો નહેરુવીયન કોંગ્રેસનો ફરીથી ઉદય થઈ શક્યો ન હોત. મોરારજી દેસાઈના નેતૃત્વમાં વિકાસની નીતિ સારી રીતે અમલમાં આવી શકી હોત. લોકો વિકાસની નીતિને સમજી શક્યા હોત.

નરેન્દ્ર મોદી, ભૂતકાળના નેતામંડળની ભૂલોને સમજી શક્યા છે. અને પોતાની વાત એક વ્યુહ રચના બનાવીને જનતાને સમજાવી શક્યા છે. જ્યારે જનતા સમજી જાય છે ત્યારે ભલભલા ભૂપતિઓ ભોંય ભેગા થઈ જાય છે.  એટલે બહારના અને અંદરના કયા નેતાઓને નરેન્દ્ર મોદી આવકાર્ય છે અને કયા નેતાઓને આવકાર્ય નથી, એ બધી વાતો ગૌણ બની જાય છે. મીડીયા મૂર્ધન્યો આ વાત સમજવા માગતા નથી. મોટાભાગના નેતાઓ અને મીડીયા મૂર્ધન્યો પોતાના અંગત સ્વાર્થ ફુલે ફાલે તે માટે જૈસે થે સ્થિતિ જ રાખવામાં માને છે.  

નિશ્ચિત મોડેલ કે વાદ જેવું કશું હોતું નથી

મુડીવાદ, સમાજવાદ, સામ્યવાદ વિગેરે ધત્તીંગ છે. વિનોબા ભાવે કહે છે કે આ યુગ જ્ઞાન વિજ્ઞાન અને ટેક્નોલોજીનો છે. તેમનું પ્રયોજેલું સમીકરણ છેઃ

માનવ શક્તિ + માનવતા + ટેક્નોલોજી = વિકાસ

વિકાસની સીમાઓ અનંત છે, અને કુદરતી શ્રોતો પણ અનંત છે. માણસની સુખસગવડો સાચવવા માટે કુદરતમાં અખૂટ છે. પણ માણસના લોભને સંતુષ્ટ કરવા માટે કુદરત તૈયાર નથી (મહાત્મા ગાંધી) 

નરેન્દ્ર મોદી પણ કંઈક આવી જ વાત કરે છે. પણ નરેન્દ્ર મોદીના વિરોધીઓ નરેન્દ્ર મોદીના શબ્દો ઉપર વાણીવિલાસ કરે છે અને તેના શબ્દો ઉપર બળાત્કાર કરે છે.

શિરીષ મોહનલાલ દવે

વૈચારિક ચેતનાનો વિકાસ અને નવસર્જનઃ

એક પતંગ બનાવવાના કામમાં કેટલા કાર્ય ઘટક કાર્યો કરે છે? એક પતંગ તૈયાર કરવામાં કેટલી ઘટક વસ્તુઓ વપરાય છે? વાંસ ક્યાંથી આવે છે? વાંસ આસામથી કેમ આવે છે? ડાંગના વાંસનો ઉપયોગ કેમ કરતા નથી? આસામના વાંસમાં બે ગાંઠો વચ્ચે વધુ અંતર હોય છે. તેથી લાંબા અંતરે ગાંઠ હોય તેવા વાંસના સારા અને મોટા પતંગો પણ બનાવી શકાય છે. તો આપણે તેવા વાંસ ઉગાડો.

શેરડીના સાંઠાને પણ ગાંઠો હોય છે. જો વાંસની ગાંઠો વચ્ચેના અંતરને વધારી શકાય છે તો શેરડીના સાંઠામાં પણ આ થઈ શકતું હશે. અને તેવું થયું પણ ખરું. લાંબા અંતરે ગાંઠો હોય તેવી શેરડીએ ૨૦ ટકા વધુ રસ આપ્યો.

આ તો એક જ વૈચારિક ચેતનાનો વિકાસ અને નવસર્જનની વાત કરી. પણ આવું તો નરેન્દ્ર મોદી એ ઘણી બાબતોમાં માનવશક્તિની વૈચારિક ચેતનાને વિકાસ સાથે જોડવાનું કામ કર્યું છે.

ટેગ્ઝઃ ગુજરાત મોડલ, વિકાસ, મોદી, મોદીફીકેશન, મધપુડો, ભારતમાતા, વિપક્ષ, નહેરુવંશી, સમસ્યા, માનવશક્તિ, દિલ્લી, નેતા

Read Full Post »

બાર વરસે બાવો બોલ્યો “… દુકાળ પડશે …”

લોકો નાખુશ થયા. પણ બાવાના ભક્તો ખુંશ થયા. “અરે વાહ .. ગુરુજી બોલ્યા. કેવું સરસ અર્થપૂર્ણ બોલ્યા … કેવા સરસ આર્ષદ્રષ્ટા છે … ધન્યભાગ્ય અને ધન્ય ઘડી…”

આવું જ કંઈ આપણા મનમોહનસિંહ વિષે થયું. આપણા એક બહુ વાચકગણ ધરવાતા દૈનિકના ના તંત્રીશ્રી એ શ્રી મનમોહનસિંહના તાજેતરના ઉચ્ચારણો ઉપર કંઈક આવીજ અભિભાવુક અભિવ્યક્તિ પ્રદર્શિત કરી. તેથી દુઃખ થયું અને આશ્ચર્ય પણ થયું.

સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર:

મનમોહન સિંહજી બોલ્યા કંઇક એવી મતલબનું બોલ્યા કે સર્વોચ્ચ અદાલતે આમાન્યામાં રહેવું જોઇએ. અને પોતાની મર્યાદામાં રહેવું જોઇએ. સરકારી વહીવટી પ્રણાલીમાં સૂચનો કે આજ્ઞાઓ ન આપવી જોઇએ. સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર કાયદા જેમાં વહીવટી કાયદાઓ પણ આવી જાય તેનું અર્થઘટન કરવાનું છે. અને બંધારણ જેમાં કાયદાઓ પણ આવી જાય તેનું પાલનથાય છે કે નહીં તે વિષે નક્કી કરવાનું અને તેને લગતા સુધારાઓ જરુરી છે કે નહીં અને જરુરી હોય તો તેનો વ્યાપ કેવો હોવો જોઇએ તે ઉપર સૂચન કરવાનું હોય છે. કોમોડીટી બજાર એકબાજુ દસ ટકાથી વધુ ભાવ વધારો થતો હોય, ખેડૂતોને ઓછામાં ઓછી ચૂકવણી કરી અનાજ ખરીદ્યું હોય, પછી વળી કોમોડીટી બજાર સ્થાપીને સટ્ટો કરવાની છૂટ આપી હોય અને મોંઘવારીએ માઝા મૂકી હોય, તે વખતે સરકારી અનાજ સરકારી ગોદામોમાં સડી જાય ત્યાંસુધી વહેંચવામાં ન આવે તે વખતે કોઈને કોઈ માડીજાયો નીકળે જે જાહેર લોક હિતની અરજી કરીને સર્વોચ્ચ અદાલતમાં ધા નાખે.

નાગાથી વધુ નીંભર કોણ?

કોંગી સરકાર નીંભર છે. એટલે આવું કર્યાવગર છૂટકો નથી. આવે વખતે કોઈની પણ આંતરડી કકળી ન ઉઠે તો જ આશ્ચર્ય કહેવાય. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે સડેલું અનાજ ગરીબોને મફત આપી દો (જેથી તેઓ તેમાંના સારા દાણા વીણીને ભૂખભાંગી શકે). કોંગી તેના ૫૬+ વર્ષના શાસનના અંતે એવી સૂઝ કેળવી શકી નથી કે અનાજનો સંગ્રહ કેવીરીતે કરવો! એટલું જ નહી પણ એવી પ્રણાલી ગોઠવી શકી નથી કે જરુર પણ જોઇ શકી નથી કે ગોદામો કેટલા જોઇશે! ગોદામો બાંધવા એ રચનાત્મક કામ કહેવાય. વળી તે રોજગારી પણ પૂરી પાડે. અને બેકારી પણ ઓછી થાય. પણ કોંગીની વ્યૂહરચના તો ગરીબોને ગરીબ રાખવાની અને તેમને ત્રસ્ત રાખીને રોટલા ફેંકવાની એ રીતે ગરીબોની સેવા કરીને વૉટ મેળવવાની છે.

સર્વોચ્ચ અદાલત તો આવું કંઈ સમજે નહીં. એ તો લખેલું વાંચે. અને વાંચેલું લખે.

ભૂત પ્રેત અસ્તિત્વ ધરાવતા નથી પણ બાવાઓ અસ્તિત્વ ધરાવે છે. બાવા શબ્દ આમતો સાંસારિક અને દૂન્યવી વ્યાપારોથી અલિપ્ત એવી વ્યક્તિઓ જે આપદધર્મ, શરીર અને જીવ જોડાયેલા રહે તેટલા જ વહેવારો નિભાવે છે. તેથી તેઓએ નીંભરતા પૂર્વક વર્તવું પડે છે. ભારતમાં બાવાઓની અનેક જાત છે.

જેમ ભૂત-પ્રેતના પ્રકારો છે તેમ બાવાઓના પણ પ્રકારો છે. તેમાં નાગા બાવાઓ પણ આવી જાય. રાજકારણીઓમાં પણ બાવાઓ હોય છે. કોંગીમાં અને તેના સહાયકોમાં નાગા બાવાઓનો તૂટો નથી. નીંભર હોવું એ બાવાઓની અને ખાસ કરીને નાગા બાવાઓની ખાસીયત છે. કોંગીજનોની પણ આ ખાસીયત છે.

મૌન રહેવું એ પણ બાવાઓની ખાસીયત છે.

અનાજ સડે તેનો તેમને છોછ નથી. મૌન રહેવું એ પણ બાવાઓની ખાસીયત છે.

કોંગીજનો પણ પોતાના કૌભાન્ડો અંગે મૌન રહે છે. ઈન્દીરા ગાંધીને સરકારી રાહે ભેટ મળેલ મીંક કોટને ઠાંગી લેવાથી શરુ કરી, સ્ટેટ બેંકના ૬૦ લાખની ઉચાપત, સિમલા કરાર, કટોકટીના કરતૂતો, સંત ભીન્દરાણવાલેની બેંક ઉપરની ધાડો, યુનીયન કાર્બાઈડના કોન્ટ્રાક્ટ ની ખાયકી, એન્ડરસનની ભાવભરી વિદાય, બોફોર્સ, ક્વૉટ્રોચી અને દાઉદને વિદેશ સરકાવી દેવાની, (દાઉદને પાકિસ્તાન અને દૂબાઈ થી વહીવટ કરવા દેવાની જોગવાઈ એ બધું તો લટકામાં) એ વિષે કોંગી નેતાઓ મૌન જ ધરશે.

હવે તમે કહેશો કે નાગાબાવાઓ તો સર્વસ્વ ને ત્યાગી દેનારા હોય છે. તેઓએ તો તેમના વસ્ત્રોનો પણ ત્યાગ કર્યો હોય છે. અને આ કોંગી જનો તો બધું ઘરભેગું કરતા હોય છે. આપણે, આ કોંગીબંધુઓને નાગા બાવા સાથે કેવીરીતે સરખામણી કરી શકીએ?

આ સરખામણી નીંભરતાની છે. અને દુરાચારો થકી થતી નાલેશી પ્રત્યેની અલિપ્તતાની છે. લોકો ભૂખે મરે, અનાજ સડે, ૪૦ ટકા લોકો જે ગરીબીની રેખાથી નીચે જીવતા હોય તેમનો સરકારી યોજનામાં ૧૦૦ દિવસની મજુરીમાં છડે ચોક મજુર કાયદાનો ભંગ સરકાર પોતે જ કરે અને બેશરમ રીતે તેના ગુણગાન ની અબજો રુપીયાની જાહેરાતો આપી પોતાની પીઠ થાબડે, કોમનવેલ્થ રમતની પૂર્વતૈયારીના કામોમાં અબજોરુપીયાનો ભ્રષ્ટાચાર કરે તેને નીંભરતા નહીં તો બીજું શું કહેવાય? આમાંની કોઈક નીંભરતા છાપરે ચડીને પોકારે ત્યારે આપાણા બાવાજી લાજવાને બદલે ગાજે છે.

મિલ્કતના માલિક

ભારતના કેટલાક બાવાજીઓ બેસુમાર મિલ્કતના માલિક હોય છે. અને કેટલાક બાવાઓ સંસારી અને બધી વાતે પૂરા હોય. કોંગી બાવાઓ પણ તેમને બધી રીતે આંટ મારે તેવા હોય છે. આપણા પોલીટીકલ બાવાઓમાં બાવાગીરીમાં સૌથી જોરદાર, દાઉદનો ધંધાદારી ભાગીદાર, તેના લંગોટીયા મિત્રને સમકક્ષ અને કોમોડીટી માર્કેટનો જનક અને રાજા, બીજા કોંગી બાવાઓને બંધ બારણે નચાવે છે. બાવીને પણ નચાવે છે. સ્ટેચ્યુટરી મોટા બાવાને સૂપ્રીમ કોર્ટ વિરુદ્ધ બોલવાની ફરજ પાડનાર પણ આજ બાવો છે એમ ઘણા બધા માને છે.

કોંગી પક્ષમાં જે સ્ટેચ્યુટરી મોટી બાવી છે તે પણ આ બાવાથી ડરે છે. બાવાઓ ઓછું બોલે છે. કોંગી જનો પણ ઓછું બોલે છે. બાવાઓ કદાચ પરમ સત્ય વિષે વધું વિચારે છે તેથી ઓછું બોલતા હોય છે. કોંગી બાવાઓ કેમ ભેગું કરવું એની ફિરાકમાં હોય છે તેથી તેમને બોલવાનો ટાઇમ નથી.

કેટલાક નવરા બાવાઓ રામાયણનો પાઠ કરતા હોય છે. કોંગીમાં પણ જે નવરા છે તે મોદીની રામાયણ કરતા હોય છે.

સમસ્યાઓમાંથી રસ્તો કાઢવાનું કામ શાસક પક્ષનું છે:

જો તમારી પાસે સત્તા હોય અને પ્રજાનો વિશ્વાસ હોય તો તમે અદભૂત પ્રગતિના કામો દશ વર્ષમાં કરી શકો. પ્રજાએ કોંગને ૪૦ વર્ષ પૂર્ણ બહુમત (એબ્સોલ્યુટ મેજોરીટી) અને ૧૫+ વર્ષ બહુમતિ આપી. પ્રગતિ એ દેખી શકાય એવી વસ્તુ છે.

સંસ્કૃતમાં કહેવાય છે કે “ન હિ કસ્તુરી કામોદ શપથેન વિભાવ્યતે.” એટલે કે કસ્તુરીની પરખ તેની સુગંધ છે. તેની સત્યતા સિદ્ધ કરવા માટે શપથ પૂર્વક કહેવાની જરુર પડતી નથી. નરેન્દ્ર મોદીના સમયમાં થયેલી પ્રગતિ જે જોઇ શકાય છે. તેને નકારવી તે કોંગ માટે પણ શક્ય નથી.

 કોંગી કેન્દ્રમાં પોતાની સત્તા હોવાથી એવી હવા અને ભ્રમ પણ ફેલાવે છે કે “અમે પ્રગતિના બીજ વાવેલા. નરેન્દ્ર મોદી તેનો પાક લણે છે.” “પૈસા અને યોજનાઓ કેન્દ્રના પૈસે થાય છે.અને નરેન્દ્ર મોદી લાભ લે છે.” કેન્દ્ર તો નોટો છાપે છે કોંગી ની વાતો ભ્રામક છે. કેન્દ્ર બહુ બહુ તો નોટો છાપે છે.

કેન્દ્ર ને પૈસા તો રાજ્ય તરફથી જ મળે છે. જે રાજ્યો સારી પ્રગતિ કરે છે તે કરદ્વારા કેન્દ્ર અને પોતાના રાજ્યને વધુ પૈસા આપે છે. શું નરેન્દ્ર મોદી નોટો પણ છાપે એમ કોંગી માને છે?

જ્યાંસુધી કોંગ્રેસ “અનડીવાઈડેડ (અવિભાજીત) હતી અને ગુજરાત ઉપર મોરારજી દેસાઈનું પ્રભૂત્વ હતું ત્યાં સુધી ગુજરાત અને અમદાવાદ ૧૯૬૦ થી ૧૯૬૮ સુધી ઘણા પ્રગતિશીલ હતા.

મનુભાઈ શાહ વડે સ્થપાયેલી ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન બેનમૂન કામ કરતી હતી. ગુજરાત રાજ્ય, અ-ગુજરાતીઓ માટે પણ એક રોજગાર આપવાનું કેન્દ્ર હતું. અમદાવાદ તેની પ્રગતિને કારણે મદ્રાસને ટચ કરવાની તૈયારીમાં હતું.

૧૯૬૯ થી રાજકીય સમીકરણો બદલાયા:

૧૯૬૯ થી રાજકીય સમીકરણો બદલાયા, અને રાજકીય ચારીત્ર્યનું ઈન્દીરા ગાંધીએ પતન નોંતર્યું. “જો જીતા વહ સિકંદર” એવી માન્યતા સ્થાપિત થઇ. એમાં મીડીયા અને મૂર્ધન્યોએ પણ હિસ્સો આપ્યો. તેની અસર સામાન્ય માણસના ચરિત્ર ઉપર પણ થઇ. તે સમયે સદભાગ્યે મહાત્મા ગાંધીવાદીઓ ગુજરાતમાં જીવતા હતા તેથી ગુજરાતમાં નવનિર્માણનું “ભ્રષ્ટાચાર હટાવો”નું જોરદાર આંદોલન થઇ શકેલું. ઈન્દીરા કોંગ્રેસને ફટકો પડેલો.

ટૂંકાગાળાના સ્વકીય લાભવાળી રાજકીય ઈલ્ટીગીલ્ટીઓ રમીને ગુજરાતમાં કોંગીએ વર્ગ વિભાજન કરેલું. દેશના બીજા ભાગોમાં તો નહેરુની અમી દ્રષ્ટિ થકી તેના મળતીયા દ્વારા વર્ગ વિભાજન હતું જ. તેના દુઃખદ ફળો આજે પણ દેશ ભોગવી રહ્યો છે. નહેરુવીયન કોંગ્રેસે જે કોઈ બીજ વાવ્યાં છે અને તે વાવીને પાક લણ્યા છે તે ફક્ત છે વર્ગ વિગ્રહના.

શાણા મુસ્લિમો સમજે છે:

૨૦૦૨ થી વધુ ભયંકર હુલ્લડો અને તે પણ લાંબા ગાળાના હુલ્લડો કોંગી શાસનમાં થયેલાં છે. શાણા મુસ્લિમો આ વાત સમજે છે. ગુજરાતમાંના ઘણા મુસ્લિમો નરેન્દ્ર મોદીને મત આપે છે. નરેન્દ્ર મોદીને કટ્ટરવાદીઓમાં ખપાવવાનું કામ અને એવી હવા ફેલાવવાનું કામ કોંગીનેતાઓ અને તેમના દંભી સેક્યુલારીસ્ટ મીડીયા મૂર્ધન્યોનું છે. તેમના માટે તો અસ્તિત્વનો સવાલ છે.

દુઃખદ વાત એ છે કે તેમાં તટસ્થતાના પ્રદર્શનમાં રાચવાની પ્રાથમિકતા ધરાવતા બીજા મૂર્ધન્યો પણ તેમાં સામેલ છે. તેમનો હિસ્સો પણ કંઈ નગણ્ય નથી.

તમે જોઈ શકશો કે જ્યારે કોંગી ખૂબ વાંકમાં આવે ત્યારે કોંગીની વ્યુહરચના ના ભાગરુપે આ મીડીયા મૂર્ધન્યો બધા દોષનું સામાન્યીકરણ કરે છે. દોષ રાજકારણીઓ માત્રનો અને સીસ્ટમ નો છે તેવા વિવાદો ઉભો કરે છે. અને તેમાં આપણા સાદા મૂર્ધન્યો તટસ્થતાની ઘેલછાના પ્રવાહમાં તણાઈ જાય છે. અને તેથી પાંચ વર્ષ રાજ કરનાર બીજેપી, ભ્રષ્ટતામાં ૫૬+ વર્ષ રાજ કરનાર અને હજી રાજ કરતા કોંગીને સમકક્ષ ગણાઈ જાય છે. આ મૂર્ધન્યોમાં પ્રમાણભાન ની પ્રજ્ઞા નથી. અને તે દેશનું કમનસીબ છે.

મૂર્તિપૂજા કે વ્યક્તિપૂજા એ દોષ નથી. દોષ કેટલાક મૂર્ધન્યોમાં રહેલી તટસ્થતાની વધુ પડતી ઘેલછા અને પીળા પત્રકારિત્વનો છે. દેશના મોટાભાગની ભાગની પ્રજાને અભણ અને ગરીબ રાખવાની કોંગ્રેસની નીતિ કારણભૂત છે.

સામાન્યરીતે કોઈ એમ માને કે શું આવી નીતિ કદી હોતી હશે વળી. પણ આમ જ છે. યુ.પી, બિહાર, એમ.પી, ઓરીસ્સા ના નેતાઓના વ્યવહાર અને માનસની ઉપર દ્રષ્ટિ કરશો તો તમને સમજાશે. યુગોસ્લાવીયા એ એક પાયમાલ થયેલો દેશ હતો.

માર્શલ ટીટો ૧૯૫૪ ના અરસામાં મુંબઈ આવેલા. અને મુંબઈથી પ્રભાવિત થયા હતા. માર્શલ ટીટો ના મૃત્યુ પછી તો તેની પાયમાલીની સીમા ન હતી. પણ આજે !!

 દા. ત. તેના એક શહેર “જુબ્લજાના”ને જુઓ. અને મુંબઈને સરખાવો. જુજુબ્લજાના મુંબઈ કરતાં અનેક ગણું આકર્ષક અને વ્યવસ્થિત છે. હિરોશીમા તો પડીને પાધર થયેલું. આજે હિરોશીમા ને જુઓ તો તમે છક થઈ જાઓ. મુંબઈનો તેની આગળ કોઈ ક્લાસ નથી.

ચીન ૧૯૪૯ થી ૧૯૬૦ સુધી ભારતથી પાછળ હતું. તેના પ્રશ્નો વિકરાળ હતા. પણા આજે તે આપણા કરતાં ૧૦૦ ગણું આગળ છે.

વસ્તિની ઘનિષ્ટતા કે લોકશાહી વિકાસમાં આડે આવતા નથી.

સ્વીસબેંકમાં યુએસના નાણા કરતાં ભારતીય કાળું નાણું દસગણું છે. કોંગીની સ્વીસબેંકમાંના નાણા પાછા લાવવા બાબતની નિસ્ક્રીયતા જ ઘણું બધું કહી જાય છે.

કામનો તૂટો નથી કામનો તૂટો કોઈ દિવસ હોતો નથી.

તૂટો પડે તો કદાચ સીમિત જમીનને લીધે અનાજનો પડે. પણ ભારતમાં અનાજ તો કરોડો ટનને હિસાબે સડી રહ્યું છે.

વિજ્ઞાન અને ટેક્નોલોજીની સીમાઓ અનંત છે. સુજ્ઞ માણસોની ભારતમાં કમી નથી. દશ વર્ષ પહેલાં મોદીને કોણ જાણતું હતું? હજી આવા ઘણા મોદીઓ ભારતમાં પડેલા છે. બહુરત્ના વસુંધરા.

ચમત્કૃતિઃ ગુજરાતીમાં કહેવત છેઃ “બાર વર્ષે બાવો બોલ્યો …. ” અને “બાવો નાચ્યો એટલે બાવી નાચી”.

કોંગની બાવી વિષે શું છે? ભાઈ, મૂખ્ય બાવાને તેનો એક પશ્ચિમ કાંઠાનો મરાઠી નાગો બાવો નચાવે જ છે. પણ બંધ બારણે તો તે આખા કોંગી પક્ષ ને નચાવે છે.

અગાઉ વર્ષો પહેલાં આ બાવો બોલેલો આ દેશ ઉપર મુસ્લિમોનો વધારે હક્ક છે. બાવીબેનને તો બોલતાં જ આવડતું નથી. “બોલે તો બે ખાય” દા.ત. મૌતકા સોદાગર.

curtsyYou may die but we cannot distribute

Read Full Post »

%d bloggers like this: