Feeds:
Posts
Comments

Posts Tagged ‘પરિમાણ’

ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ – ૨

હવે ભૂતભાઈ વિષેની ખોજ આગળ ચલાવીએ.

આ વાત આમ તો ૧૯૬૨-૬૩ની છે. ગણિતશાસ્ત્રના એમ.એસસી. થયેલા પ્રોફેસર સાહેબે તો હાથ ધોઈ નાખ્યા. પણ ઘણી વખત સાહેબ કરતાં વિદ્યાર્થી વધુ હોંશીયાર હોઈ શકે એ ધારણાએ મેં ભૌતિકશાસ્ત્રના એમ.એસસીના વિદ્યાર્થિઓની નાની મંડળીને પૂછ્યું.

પ્રશ્ન એમ હતો કે ભૂતભાઈ અદૃષ્ય કેવી રીતે થઈ શકે?

કારણ કે જો કોઈ વસ્તુ અદૃષ્ય થઈ ગઈ તો તેનો એક અર્થ એમ થાય કે તે ઉર્જામાં પરિવર્તિત થઈ ગઈ એટલે કે તેનો નાશ થયો. હવે જો કોઈ વસ્તુ નાશ પામે તો પ્રચંડ ગરમી ઉત્પન્ન થાય. પણ ભૂતભાઈ અદૃષ્ય થાય ત્યારે આવી કોઈ ગરમી ઉત્પન્ન થતી નથી.

બીજી અદૃષ્ય થવાની રીતે એ છે કે ભૂતભાઈ પ્રચંડ ગતિથી બીજી જગ્યાએ જતા રહે. જો આમ હોય તો આપણને તે અદૃષ્ય થઈ ગયેલા લાગે કારણ કે આપણે ફક્ત એક સેકંડના ૧૭મા કે ૨૦મા ભાગને જ અનુભવી શકીએ છીએ. હવે જો ભૂતભાઈ આ રીતે અદૃષ્ય થતા હોય તો હવાને મોટો ધક્કો લાગે અને તેથી તેની અનુભૂતિ દૂર દૂર સુધી થાય. ભૂતભાઈ જો જમીન ઉપર ઉભા હોય અને જે દિશામાં ગયા હોય તેની વિરુદ્ધ દિશામાં તેમણે જમીન ઉપર પગ વડે ધક્કો મારવો પડે, એટલે જમીન ઉપર કોઈ નિશાની તો પડે જ. વળી જો તે કાચી જમીન હોય તો ત્યાં ઠીક ઠીક રીતે ખાડો પડવો જોઇએ. પણ આવું કશું થતું નથી. વળી ભૂતભાઈમાં આવી શક્તિ આવી ક્યાંથી?

ભૂતભાઈનું વજન શું હોઈ શકે?

જો ભૂતભાઈ એ મનુષ્યનો જીવ હોય તો જ્યારે તે મનુષ્ય, જે ક્ષણ સુધી મરણાસન્ન હતો અને તે પછીની ક્ષણે તે જીવ નિકળી ગયો હોય તો જીવિત શરીરના વજન અને મૃત શરીરના વજન વચ્ચેનો જે તફાવત હોય તે ભૂતભાઈનું વજન હોવું જોઇએ. ધારો કે આપણે માની લઈએ કે આ બે વજન વચ્ચે તફાવત છે. તો આ તફાવત હજી જાણવા મળ્યો નથી.

ધારોકે આપણું વિજ્ઞાન આ તફાવત જાણવા સક્ષમ નથી એમ જો માનીએ તો આ તફાવત નજીવો જ હોઈ શકે. જો આ તફાવત નજીવો હોય તો તે જીવ અમુક સમયે દેખાય અને અમુક સમયે ન દેખાય એવું કેવી રીતે બની શકે?

કોઈ વસ્તુ દેખાય છે તેનો અર્થ શું?

જ્યારે પ્રકાશના કિરણો કોઈ ભૌતિક વસ્તુ સાથે અથડાય ત્યારે તેનો અમુક હિસ્સો તે વસ્તુમાં શોષાઈ જાય. અને બાકીનો હિસ્સો પરાવર્તન પામે. આ પરાવર્તન પામેલો હિસ્સો આપણી આંખમાં જાય એટલે તે વસ્તુની આકૃતિ પેદા કરે. આપણા જ્ઞાન તંતુઓ આ આકૃતિને મગજમાં મોકલે. મગજ તેનો અર્થ કાઢે. અને આપણે સમજીએ કે આ આકૃતિ શું છે. જો વસ્તુ પારદર્શક હોય તો પ્રકાશનો મોટો હિસ્સો વસ્તુની આરપાર નિકળી જાય. અને આપણને તે વસ્તુ ન દેખાય. પણ કારણ કે વસ્તુની પરદર્શિતા હવા કરતાં ઓછી વત્તી હોય એટલે આપણને આ વસ્તુની પાછળની બીજી  વસ્તુઓ  વક્રીભૂત લાગે. હવે જો આમ હોય તો કાં તો જીવ હવા જેવો પાતળો છે કે પાણી કે કાચ જેવો પારદર્શી છે. જો હવા જેટલો પાતળો હોય તો પવનમાં ભૂતભાઈ હવા સાથે તણાઈ જાય. પણ ભૂતભાઈ વિષે એવું થતું નથી. એટલે ભૂતભાઈ કાચ કે પાણી કે એવા બીજા પદાર્થો જેવા પારદર્શી હોવા જોઇએ. જો આમ હોય તો તેમનું વજન ઠીક ઠીક હોય અને વૈજ્ઞાનિકો તેનું વજન કરવા સક્ષમ છે. જો આવા ભૂતભાઈ પ્રચંડ ગતિથી અદૃષ્ય થાય તો હવામાં પ્રચંડ કડાકા ભડાકા થાય. અને આ કડાકા ધડાકા તેમના સમગ્ર માર્ગ ઉપર થાય. પણ આવું થતું સાંભળ્યું નથી.

બે ડાઈમેન્શન

બીજો જવાબઃ ભૂતભાઈને પાંચ ડાઈમેન્શન હોય છે.

 એક વિદ્યાર્થી ભાઈનો આપ્રમાણે ઉત્તર હતો.

આપણે બધા લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ એમ ત્રણ ડાઈમેન્શનમાં જીવીએ છીએ. જ્યારે ભૂતને ચાર ડાઈમેન્શન હોય છે. એટલે જ્યારે ભૂત આપણા ત્રણ ડાઈમેન્શનમાં આવે ત્યારે જ આપણને તે દેખાય. જ્યારે તે ચોથા ડાઈમેન્શનમાં જતો રહે ત્યારે તે ન દેખાય.

જેમકેઃ

ધારોકે આપણે લંબાઈ અને પહોળાઈ એવી બે ડાયમેન્શનમાં જીવીએ છીએ. અને ભૂતભાઈ ત્રણ ડાઈમેન્શનમાં જીવે છે. જ્યાં સુધી ભૂતભાઈ આપણી લંબાઈ પહોળાઈ વાળા સમતલમાં ન આવે ત્યાં સુધી તે આપણને દેખાય નહી. જેવા આપણા સમતલ ઉપર આવે તેવા તે દેખાવા ચાલુ થાય. ધારો કે આપણા સમતલ ઉપર એક દડો મૂકવામાં આવ્યો તો તે આપણઅને એક ટપકા જેવો દેખાય. જેમ જેમ તે આપણા સમતલમાંથી પસાર થતો જાય તેમન આ ટપકું મોટું થતું જાય. અને જ્યારે દડો અર્ધો પસાર થાય ત્યારે તે દડો એક મોટા વર્તુળાકાર પ્લેટ જેવો એટલે કે તેને વ્યાસ પરિઘ જેવો દેખાય અને જ્યારે આપણા સમતલમાંથી જતો રહે ત્યારે નાનો થતાં થતાં અદૃષ્ય થઈ જાય.

હવે ભૂતભાઈની વાત ઉપર આવીએ.

આપણે જોયું કે જો આપણે બે પરિમાણમાં અસ્તિત્વ ધરાવતા હોઈએ અને દડારૂપી ભૂતભાઈ જે ત્રણ પરિમાણમાં અસ્તિત્વ ધરાવતા હોય તેઓ જ્યારે આપણા બે પરિમાણ વાળા સમતલમાં આવે ત્યારે તેઓશ્રી તેમનો જેટલો હિસ્સો આપણા  સમતલમાં હોય તેટલા પ્રમાણમાં વ્યાસવાળા વર્તુળ જેવા દેખાય.

તેવી જ રીતે જો આપણે ત્રણ પરિમાણ વાળા હોઈએ અને ભૂતભાઈ ચાર પરિમાણ વાળા હોય તો તેઓ જ્યારે તેમના આપણા પરિમાણમાં રહેલા હિસ્સાના પ્રમાણમાં આપણને દેખાય. આ પ્રમાણે તેઓ આપણી સામે દૃષ્ટિગોચર થાય અને અદૃષ્ય પણ થાય. આમાં કડાકા ભડાકા થવાની કે સુસવાટા થવાની કે પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થવાની શક્યતા રહેતી નથી. શૂન્યમાંથી સર્જન થતું નથી કે સર્જનનું શૂન્ય થતું નથી. ભૌતિક શાસ્ત્રના નિયમો અકબંધ રહે છે.

જો કે આ ધારણા પણ અનેક પ્રશ્નો ઉભા કરે છે.

વાસ્તવિક રીતે જોઇએ તો આપણે સૌ એટલે કે સજીવો અને કહેવાતા નિર્જીવો સૌ કોઈ ચાર પરિમાણોમાં રહીએ છીએ. ચોથું પરિમાણ ટાઈમ છે. લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ (એક્સ, વ્હાય અને ઝેડ) એ ત્રણે એક બીજાને લંબ છે. હવે જો આપણે એમ સમજીએ કે આપણે ત્રણ વત્તા એક એવા ચાર પરિમાણોમાં અસ્તિત્વ ધરાવીએ છીએ અને ભૂતભાઈ આપણાથી એક વધુ પરિમાણમાં છે એવું માનીએ તો આપણે ઉપરનો દડાવાળો દાખલો લાગુ પાડી શકીએ ખરા.

પણ પ્રશ્ન એ થાય કે લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ ના જે પરિમાણ છે તે તો એકબીજાને લંબ છે. તો ટાઈમ સિવાયનું જે પાંચમું પરિમાણ આપણે લાગુ પાડ્યું તે શું લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈના પરિમાણ ને લંબ છે? લંબ તો હોવું જ જોઇએ. પણ હવે જો આપણે લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈના પરિમાણને પરસ્પર અદલાબદલી કરી શકીએ છીએ. એટલે કે લંબાઈને પહોળાઈ કહીએ અને પહોળાઈને લંબાઈ કહીએ તો ગણત્રીમાં કશો ફેર પડતો નથી. તો શું આ પાંચમા પરિમાણને આપણે લંબાઈ પહોળાઈ અને ઉંચાઈના પરિમાણ સાથે અદલા બદલી કરી શકીએ છીએ?

આપણે આ વિષે કશું જાણતા નથી. પણ ન જાણવું એ બચાવ ન હોઈ શકે. આપણે ધારીએ કે જેમ ટાઈમ કે જેને આપણે સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનુભવી શકીએ છીએ, પણ જોઈ શકતા નથી તેમ પાંચમું પરિમાણ પણ ટાઈમ જેવું હોઈ શકે કે જેને આપણે ન જોઈ શકીએ.

આ બધી ચર્ચા સાઠના દશકાના ઉત્તરાર્ધમાં થતી હતી. તે વખતે  વિશ્વને સમજવા માટે કેટલા પરિમાણો હોઈ શકે તે વિષે બધા અંધારામાં હતા. કેટલાક ફાવે તેટલા પરિમાણો કે અનંત પરિમાણો હોઈ શકે તેમ માનતા હતા. પણ આ બધી હવામાં વાતો હતી.

એક પ્રશ્ન એવો પણ કરી શકાય કે જો ભૂત એ મનુષ્યના જીવિત શરીરનો જીવાત્મા હોય તો જ્યાં સુધી તે શરીરમાં હોય ત્યાં સુધી તે ૩+૧ પરિમાણોમાં હોય અને જેવો એ શરીરમાંથી બહાર નિકળે તેવો તે ૩+૧+૧=૫ પરિમાણવાળો બની જાય તેવું શા માટે?

વળી જો એમ માનીએ કે શરીર અને આત્મા (કે જીવાત્મા એવું જે કહો તે), જુદા છે તો, આ આત્માએ અમુક નિશ્ચિત શરીરમાં ઘુસ્યો કઈ રીતે. શરીરમાં ઘુસવા માટેની અને શરીરને છોડવા માટેની શરતોનો કે પરિસ્થિતિઓનો કયા આધારે નક્કી કરી?

આત્મા કે જીવાત્મા એ છે શું?

આઈન્‌સ્ટાઈન ની યુનીફાઈડ ફિલ્ડ થીયેરી ગણિત થકી પુરસ્કૃત કરી શકાતી ન હતી. જે ચાર બળ કે ક્ષેત્ર છે તેને સૌને સાંકળતું એક સમીકરણ ન હતું.

આત્મા (કે જીવાત્મા) જો શરીરથી જુદા મૂળભૂત તત્વોના બનેલા હોય તો આઈન્‌સ્ટાઈનની યુનીફાઈડ ફીલ્ડ થીયેરી અને શંકરાચાર્યની અદ્વૈતની થીયેરી ધ્વસ્ત થાય છે.

હવે જો આપણને ભૂત ભાઈ જા આવી ને કહે કે લો હું આ રહ્યો … મને તપાસી લો અથવા મને જે કંઈ પૂછવું હોય તે પૂછો.

હાજી એક ભૂત સંશોધક અને ભૂતભાઈ વચ્ચે કંઈક આ પ્રકારનો વાર્તાલાપ થયેલ.

GHOST CAN DO ANYTHING

પ્રશ્નકર્તાઃ તમે અદૃષ્ય કેવી રીતે થઈ જાઓ છો?

ભૂતભાઈઃ અમારામાં જન્મજાત એવી શક્તિ છે કે અમે વિચારીએ કે અમુક જગ્યાએથી અદૃશ્ય થવું છે એટલે અમે અદૃષ્ય થઈ જઈએ.

પ્રશ્નકર્તાઃ તમે શેના બનેલા છો? અને અવનવા આકાર-આકૃતિઓ કેવી રીતે બનાવો છો?

ભૂતભાઈઃ અમે વાયુ સ્વરુપે હોઈએ છીએ એટલે જે આકાર ધારણ કરવો હોય તે આકાર ધારણ કરી શકીએ છીએ.

WE CAN CHANGE OUR SHAPE

પ્રશ્ન કર્તાઃ પણ આ વાયુસ્વરુપ એટલે શું?

ભૂતભાઈઃ અમે ઉર્જાનું વાયુસ્વરુપ હોઈએ છીએ.

પ્રશ્નકર્તાઃ તમારો ખોરાક શું હોય છે?

ભૂતભાઈઃ અમારે પેશાબવાળી ભીની માટી ખાવી પડે છે વિષ્ટા પણ ખાવી પડે છે. અમને આનાથી ઘણો ત્રાસ થાય છે પણ અમને આવી આજ્ઞા છે અને અમારે આવું કરવું પડે છે.

પ્રશ્નકર્તાઃ તમે મનુષ્યનો ભોગ લો છો તે વાત ખરી છે?

ભોગ

ભૂતભાઈઃ હા. અમારામાં કેટલાક ઉપર અન્યાય થયો હોય છે અને તેથી તેમનું મોત થયું હોય છે. એટલે તેઓ ગમે તેનો ભોગ લઈ લેતા હોય છે.

પ્રશ્નકર્તાઃ તમે મીઠાઈઓ અને ભોજનથાળ એવું બધું કેવી રીતે ક્ષણમાત્રમાં લાવી શકો છો. શૂન્યમાંથી સર્જન તો થઈ શકે નહીં.

ભૂતભાઈઃ અમે વાયુસ્વરુપ હોવાથી ક્ષણમાત્રમાં એક સ્થળેથી બીજે સ્થળે હાથ લંબાવી શકીએ છીએ એટલે કે બીજે સ્થળેથી કોઈક દુકાનમાંથી ઉઠાવી વાનગી ઉઠાવી લઈએ છીએ. ક્યારેક અમે આજુ બાજુની ઉર્જામાંથી ઘન પદાર્થો થકી વાનગીઓ બનાવી લઈએ છીએ.

પ્રશ્નકર્તાઃ તમને કોઈ વશ કરે કે તમે કોઈથી ડર લાગે એવું ખરું?

ભૂતભાઈઃ હા. કેટલાક જાદુગરો અમને પ્રસન્ન કરીને પોતાનો ધંધો કરતા હોય છે. અમે તેમને મદદ કરીએ છીએ. પણ જ્યારે તેઓ અમારું  નામ જાહેર કરે એટલે અમે તેમને છોડી દઈએ છીએ. અમને કેટલાક ભૂવાઓ અમુક મંત્રોથી વશ કરતા હોય છે. અમે તેમની આગળ લાચાર બની જઈએ છીએ.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ

 

Read Full Post »

યુનીફાઈડ ફીલ્ડ થીયેરી બનાવવી ત્યારે જ શક્ય બને જ્યારે મૂળભૂત પદાર્થો વાસ્તવમાં શું છે અને કેવા છે તે સમજાય.

એટલે વૈજ્ઞાનિકો મૂળભૂત પદાર્થો કે તત્વો જે કહીએ તેને શોધવામાં અને સમજવામાં મચી પડ્યા.

ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, ફોટોનઉપરાંત મેસન, પાયોન, ન્યુટ્રીનો, બોસોન અને અગણિત મૂળભૂત કણો શોધાયા. અને સમય એવો આવ્યો કે દરવર્ષે વિશ્વવિદ્યાલયોમાંથી જેટલા સ્નાતકો બહાર પડે તેનથી વધુ મૂળભૂત કણો બહાર પડવા લાગ્યા.એટલે વૈજ્ઞાનિકો મુંઝાઈ ગયા. આ મુંઝવણને એક રીતે જોઇએ તો આ રીતે સરખાવી શકાય.

એક પરગ્રહ સ્થિત વિકસિત સંસ્કૃતિ આપણી પૃથ્વીને આરીતે જુએ છે.

કોઈ અવકાશી ગ્રહ ઉપરથી કોઈ એક વિકસિત સંસ્કૃતિ, પૃથ્વીનો અભ્યાસ કરતી હતી.

તેણે જોયું પૃથ્વી ઉપર પ્રવાહી અને ઘન પદાર્થો છે.

પછી આગળ વધતાં લાગ્યું કે અમુક સ્થિર છે (નિર્જીવ અને વનસ્પતિઓ). અમુક ગતિ કરે છે (ગતિમાન પદાર્થો અને સજીવો).

પછી લાગ્યું કે ગતિ કરે છે તેમાં અમુક બીજાને જે સ્થિર હોય છે તેને પોતાની અંદર નાખી દે છે (વનસ્પત્યાહારી સજીવો ભક્ષણ કરી જાય છે). પછી લાગ્યું કે કેટલાક ગતિવાળા એવા હોય છે કે જે ગતિમાં હોય છે તેને પણ પોતાની અંદર નાખી દે છે (માંસાહારી અને શિકારી પ્રાણીઓ). વધુ શોધ કરતાં લાગ્યું કે ગતિવાળા કશુંક સ્થિર હોય તેવું કાઢે પણ છે (ઝાડો પેશાબ કરે છે) . આમ તેમને અનેક જાતના પદાર્થો મળવા લાગ્યા. અંતે માણસ તત્વ લાધ્યું. અને તેમાં પણ તેણે જોયું કે અમુક માણસો અમૂક માપના અને કલરના હતા અને બીજા જુદા કલરના હતા. કેટલાક મોટા તત્વો ઉપર બેસીને જતા હતા તો કેટલાક તેનાથી દૂર ભાગતા હતા. એટલે માણસ કે જેને એક તત્વમાં સમજતા હતા તે પણ જુદા જુદા તત્વો વાળો નિકળ્યો.

આ પ્રમાણે આપણી પૃથ્વી ઉપરનો માનવી સુક્ષ્મ દુનિયાના તત્વોમાં અગણિત તત્વોને જોતો થયો અને મુંઝવણમાં પડ્યો. અંતે તેને લાધ્યું કે ક્વાર્ક અને ગ્લ્યુઓન મૂળભૂત કણો છે. ૩૬ જાતના ક્વાર્ક હોય છે. આમ તો ત્રણ. પણ દરેકમાં ત્રણ કલર, દરેકને છ સુગંધ અને દરેક ના પ્રતિ કણ (એન્ટી પાર્ટીકલ). આ ઉપરાંત ગ્યુઓન અને હીગ્સ છે. હીગ્ઝ જે શોધવાનું બાકી છે જે કદાચ બધાને દળ આપે છે.  આ વાત બહુ લાંબી છે. આનાથી બધા ક્ષેત્રો સમજી શકાય છે પણ ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર બાકી રહી જાય છે. એટલે સુપરસ્ટ્રીંગ ની થીએરી પ્રસ્તુત થઈ.

પણ સુપરસ્ટ્રીંગની પહેલાં આપણે આ અવકાશ શું છે તે સમજવું પડે. અને સમય શું છે તે પણ સમજવું પડે. બધા પદાર્થો અવકાશ માં છે. અને તે બધા વચ્ચે અંતર હોય છે. આ અંતર એટલે શું?

અંતર અને સમય (સ્પેસ એન્ડ ટાઇમ)

 આ અંતર અને સમય એક ભ્રમણા છે એમ વૈજ્ઞાનિકો કહે છે. શંકરાચાર્ય કહે છે બધા વ્યવહારો માયા છે. આ વસ્તુગત છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લાગેલો સમય એ અંતર છે. ન્યુટન કહેતો હતો કે આખા વિશ્વમાં સમયનો પ્રવાહ સમાન છે. હાલના વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું છે કે વિશ્વમાં સમય અસમાન છે. જો તમે કોઇ ક્ષેત્રમાં વધુને વધુ વેગથી ગતિ કરતા જાઓ તો સમય ધીમોને ધીમોડતો જાય છે. જેમ તમે પ્રકાશના વેગ ની નજીકને નજીક પહોંચતા જાઓ તેમ તમારો સમય સાવ ધીમોને ધીમો પડતો જાય. જો તમારો વેગ પ્રકાશના વેગના ૯૯.૯૯……….૯૯(દશાંશ બિન્દુ પછી ૫૫ નવડા) ટકાએ પહોંચી ગયો હોય તો તમારે વિશ્વના હાલના છેડે પહોંચતા લગભગ છપ્પન વર્ષ થાય. અને એટલે કે તમે ૧૧૨ વર્ષે પાછા આવો. પણ તે વખતે પૃથ્વી, સૂર્ય કે આકાશગંગા ન પણ હોય, અથવા જુદા સ્વરુપે હોય. કારણકે પૃથ્વી ઉપર તો ૩૦ અબજ વર્ષ વીતી ગયા હોય.

હિન્દુ તત્વજ્ઞાન પ્રમાણે સમય સમાનપણે વહેતો નથી. પણ તે માટેનું કોઇ સમીકરણ આપણને મળ્યું નથી. જેઓ કુદરતી શક્તિઓ છે એટલે કે દેવો છે તેમની દિવસ અને રાત એ આપણું એક વર્ષ છે. પુરાણોમાં યુગોની ગણના બધી જગાએ સમાન નથી. અંતરિક્ષમાં જુદા જુદા લોક છે. અને તેમનો જુદો જુદો સમય છે. કોઈપણ રીતે હિન્દુઓએ સમયને અસપ્રમાણરીતે વહેતો કહ્યો છે. તે બાબતની ક્રેડીટ આપવી હોય તો આપી શકાય. ન આપવી હોય તો ન આપવી. પણ આવા વિચારની કલ્પના જ અસાધારણ છે. સમય અને અંતરને હિન્દુ તત્વજ્ઞાનમાં એક જ ફન્ડામેન્ટલ એન્ટીટી (તત્વ) ગણ્યું છે.

પરિમાણો (ડાઈમેન્શન્સ) કેટલા?

યુનીફાઈડ થીયેરી ઓફ ફીલ્ડ કે જેનો હેતુ આ ચાર ક્ષેત્રો (ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર,  વિદ્યુતચૂંબકીયક્ષેત્ર, પરમાણુના ઘટકોને જોડીરાખતું સ્ટ્રોંગ ક્ષેત્ર, અને રેડીયોએક્ટીવ વીક ક્ષેત્ર) ને એક સમીકરણમાં સમાવી લેવાનો છે.

સમય અને અંતર આ કેટલા પરિમાણો છે? પણ પરિમાણો (ડાયમેન્સન) એટલે શું, તે પહેલાં સમજી લઈએ.

જો એક સીધી રેખા હોય. તો તેને એક પરિમાણ કહેવાય અને તે ઉપર રહેલા બિન્દુને એક પરિમાણથી દર્શાવી શકાય. કોઈ એક બીન્દુને આધાર બીન્દુ ગણો. અને તે રેખા ઉપર રહેલા કોઈ એક બિન્દુના સ્થાન ને નક્કી કરવું હોય તો એમ કહેવાય કે આ બીજુ બિન્દુ તેનાથી દા.ત. ૫ સેન્ટીમીટર ડાબી બાજુ છે કે ૫ સેન્ટીમીટર જમણી બાજુએ છે. એટલે કે જો ડાબી બાજુને ઋણ ગણીએ અને જમણી બાજુને ઘન ગણીએ તો તે બિન્દુવિષે -૫ કે +૫ અંતરના એકમના સ્થાને છે તેમ કહેવાય. એટલે કે ધારોકે ક્ષ=૫ . એક રેખાને બદલે એક સપાટી ઉપર જો એક બીન્દુનું સ્થાન નક્કી કરવું હોય તો આધાર બિન્દુથી તેનું સ્થાન નક્કી કરવા માટે બે પરિમાણો આપવા પડે. એટલે ક્ષ (ઘન માટે પૂર્વ અને ઋણ માટે પશ્ચિમ) અને ય (ધન માટે ઉત્તર અને ઋણ માટે દક્ષિણ).

એટલે કે એક સમતલ ઉપર કોઈ એક બિન્દુનું, આધાર બિન્દુથી સ્થાન નક્કી કરવા માટે બે પરિમાણ જોઇએ. એટલે જમણી-ડાબી, આગળ-પાછળ.. આપણે જો ત્રી પરિમાણ વાળા એક ઓરડાને જોઇએ તો ઓરડામાં તો  આગળ-પાછાળ, ડાબી-જમણી ની ઉપરાંત હવે ઉપર-નીચે વિષે પણ વિચારવું પડે કારણ કે કોઈ વસ્તુ ઉપર-નીચે પણ હોઈ શકે. તેથી આપણી સૃષ્ટિમાં આપણે ત્રણ પરિમાણોમાં જીવીએ છીએ.

જમણી-ડબી     એટલે ક્ષ પરિમાણ

આગળ-પાછળ  એટલે ય પરિમાણ

ઉપર – નીચે    એટલે ઝ પરિમાણ

એટલે કે કોઈ વસ્તુનું સ્થાન નક્કી કરવું હોય તો તે આધાર બિન્દુની સાપેક્ષે તે કેવી રીતે છે તે દર્શાવવા ક્ષ, ય અને ઝ ના મૂલ્ય જણાવવા જોઇએ.

પણ આ બધું તો ત્યારે લાગુ પડે જ્યારે આ વસ્તુ સ્થિર હોય.

ધારો કે વસ્તુ ગતિમાં હોય તો?

જો આવું હોય તો ગતિનું એક સમી કરણ હોય અને તે સમીકરણમાં ક્ષ, ય, ઝ, અને ટ (ટાઇમ) નો પણ સમાવેશ કરવો પડે.

તો આ પ્રમાણે પરસ્પરને લંબ એવા ચાર પરિમાણો થયા.

કોઈ વસ્તુ શા માટે ગતિમાં હોય?

કોઈ વસ્તુ ગતિમાં એટલા માટે હોય કે કાં તો તે પહેલેથી જ ગતિમાં છે. અથવા તો તેના ઉપર બળ વાપરવામાં આવ્યું. જો બળ વાપરવામાં આવે તો તેની ગતિમાં ફેરફાર થાય. તેની ઝડપ બદલાય અને તે બદલાયેલી ઝડપથી ગતિ કરે. પણ જો તેના ઉપર ક્ષેત્રનું બળ હોય તો તે પ્રવેગિત ગતિ હોય. દરેક પ્રકારની ગતિના સમીકરણ હોય છે, જેમાં ક્ષ, ય, ઝ અને ટ ના મુલકોના સંબંધો દર્શાવ્યા હોય છે.

ઓછા પરિમાણો વાળી સૃષ્ટિઃ

હવે કામ ચલાઉ એવું ધારી લો કે કોઇ એક સૃષ્ટિમાં ક્ષ અને ય (એટલે કે એક સમતલ ) પરિમાણો છે. (સમય ના પરિમાણને હાલતૂર્ત ન લો) એટલે કે બધી વસ્તુઓને ફક્ત લંબાઈ અને પહોળાઈ જ છે. હવે જો આ સૃષ્ટિમાં થી ત્રણ પરિમાણ વાળો એક ઘન દડો પસાર થાય તો તે સૃષ્ટિના સજીવોને તે દડો જ્યારે તેમના તલને (સપાટીને) સ્પર્ષ કરશે ત્યારે એક બિન્દુ જેવો દેખાશે. જ્યારે તે સમતલમાંથી પસાર થતો જશે ત્યારે તે બિન્દુમાંથી નાની ગોળાકાર પ્લેટ થશે. આ પ્લેટ મોટીને મોટી થતી જ્યારે. જ્યારે દડો અર્ધો પસાર થશે ત્યારે તે મોટી પ્લેટ બનશે અને પછી તે નાની ને નાની બનશે અને છેવટે બિન્દુ બની અદ્રષ્ય બનશે. જે દડો છે તે એક જ પદાર્થ છે. પણ બે પરિમાણ વાળી સૃષ્ટિના લોકોના સમીકરણો ક્ષ અને ય ના જ બનેલા છે.

એક એવો જ દડો ત્યાં થોડો પસાર થઈ સ્થિર રહે છે. અને બીજો તેવો જ દડો અર્ધો પસાર થઇને સ્થિર થાય છે. આ દ્વિ પરિમાણ વાળી સૃષ્ટિના લોકો તેને ખસેડવા માટે બળ વાપરે છે. તેમણે જોયું કે જે દડો તેમની દુનિયામાં નાની પ્લેટના સ્વરુપમાં દેખાયો અને તેને ખસેડવા તેમણે જે બળ વાપર્યું તેટલું જ બળ તેના બીજો દડો જે મોટી પ્લેટના સ્વરુપમાં દેખાયો તેને ખસેડવા પણ તેટલું જ બળ વાપરવું પડેલું. આથી તેમને તેમના ગતિ અને બળના નિયમો એટલે કે સમીકરણો ખોટા પડતા લાગ્યા.

ધારોકે આ દ્વિ પરિમાણવાળી સૃષ્ટિના લોકો બુદ્ધિશાળી હતા. તેમણે એવી તારવણી કરી કે આપણે ભલે દ્વિ પરિમાણવાળા હોઇએ પણ સૃષ્ટિ માં ત્રણ પરિમાણ વાળી વસ્તુઓ પણ અસ્તિત્વ ધરાવતી હોવી જોઇએ. અને જો આવું સમજીને આ પ્લેટ ઉપર લાગેલા બળને ત્રી પરિમાણોના સમીકરણથી ચકાસીશું તો સમસ્યાનો ઉકેલ મળશે.

આ પ્રમાણે આપણા ભૌતિકશાસ્ત્રીઓએ વિચાર્યું કે જો સુક્ષ્મ કણોની ગતિવિધિઓ માટે આપણે રચેલા ક્ષ, ય, ઝ, (અને ટ), પૂરતા નથી. સંભવ છે કે આ સુક્ષ્મ કણોને વધુ પરિમાણો હોય.

જો વધુ પરિમાણો હોય તો કેટલા હોય?

૧૯મી સદીના અંતથી ૨૦મી સદીની શરુઆત સુધીમાં રામાનુજમ નામના ગણિતશાસ્ત્રીએ કેટલાક ગહન સમીકરણોની શોધ કરેલી. તેમાં એક ૧૧+૧૧+(૩+૧) નું મેટ્રીક્સ (સંઘટકોની રચના) અસાધારણ હતી. તેની ઉપયોગીતા ત્યારે સમજાઈ ન હતી. પણ ૨૦મી સદીના અંતમાં તેની ઉપયોગીતા સમજાઈ. આ મેટ્રીક્સ ના સમીકરણથી ચારે ક્ષેત્રોને આવરી લઈ શકાય.

ટૂંકમાં એમ કહી શકાય કે ભારતીય તત્વ વેત્તાઓ કેવળ તર્કથી માનતા હતા કે અથવા કહો કે માની લીધું હતું કે બ્રહ્માણ્ડ કેવળ એક જ તત્વનું બનેલું હોઈ શકે. આવો વિચાર વૈજ્ઞાનિકોને (આઈન્સ્ટાઇનને) ૨૧મી સદીના લગભગ મધ્યમાં આવ્યો.

 શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

%d bloggers like this: