Feeds:
Posts
Comments

Posts Tagged ‘પાકિસ્તાન’

આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૧

આગ સાથે કોણ રમી રહ્યું છે?

Image result for vadra images

દેશ માટે કોણ ખતરનાક છે?

સમાચાર માધ્યમો ક્યાં જઈને અટકશે?

મૂર્ધન્યો અને કટાર લેખકોને પોતાનું પથભ્રષ્ટપણું ક્યારે દેખાશે?

કોણ જૈસે થે વાદી છે?

દેશને વિનીપાત તરફ લઈ જવા માટે દેશ બહારના પરિબળો અને તત્ત્વો વધુ જવાબદાર છે કે દેશની અંદરના તત્ત્વો?

શું દેશને નુકશાન કરનારા દેશની અંદરના તત્ત્વો દેશનું હિત સમજતા નથી?

ખાટલે મોટી ખોડ કઈ છે?

હાજી, આગ સાથે કોણ રમી રહ્યું છે?

જો તમે જનતાના કોઈ એક ભાગને કોઈ સમાન આધાર લઈને તેને કહો કે;

“તમે આ રીતે તમે તે રીતે બીજા થી જુદા છો … તમને પુરતી તક આપવામાં આવતી નથી … તમને અન્યાય થઈ રહ્યો છે…  તમારા માટે કંઈક વિશેષ કરવું જરુરી છે.

“આમ તો તમે કંઈ જેવા તેવા નથી.

“તમારા કુળમાં અનેક મહાનુભાવો થઈ ગયા. તેઓ સહુ અસામાન્ય હતા.

“આમ તો તમારામાં ઘણા અસામાન્ય હશે. પણ તેમને તક આપવામાં આવતી નથી.

“અથવા કહો કે તેમને એટલે કે તમને જાણી જોઇને તકથી વંચિત રાખવામાં આવ્યા છે.

હાજી આ બધું એક યોજના પૂર્વક કહેવાઈ રહ્યું છે.

“તમને તક આપવામાં આવતી નથી એટલું જ નહીં તમને મદદ પણ કરવામાં આવતી નથી જ્યારે તમારા જેવી જ પરિસ્થિતિ વાળા અન્યોને મદદ કરવામાં આવે છે અને તમને અન્યાય કરવામાં આવે છે.

“ હવે તો તમારા ઉપર થતા અન્યાયોએ હવે હદ વટાવી દીધી છે.

તમે કહેશો કેઃ “હા. તમારી વાત તો ખરી છે પણ તમે જ કહો અમારે શું કરવું જોઇએ?

તેઓ કહેશે કે;

“અરે તમને ખબર નથી? તમે તો અદ્ભૂત છો. તમારી શક્તિનું તમને ભાન નથી. તમે એકવાર તમારી શક્તિનો પરચો સરકારને આપશો એટલે તે સામે થી તમને નમતી આવશે.

તમે કહેશો કે “એ વાત તો ખરી છે. પણ અમારે અમારી શક્તિ કેવી રીતે પ્રદર્શિત કરવી?”

તેઓ કહેશે કે;

”તમારી શક્તિ તમારી એકતામાં છે. તમે એકતાનું પ્રદર્શન કરો … તમે સરઘસો કાઢો … રેલીઓ કરો … તમે રેલ્વેના પાટા ઉખાડો … વાહન વ્યવહાર સ્થગિત કરો … બસો બાળો … પોલીસના અને બીજાઓના વાહનો બાળો … દુકાનો બાળો … એટલે સરકારને તમારી શક્તિનો પરચો થશે અને તમને નમતી આવશે. સમજ્યા? શું સમજ્યા? તમે હવે જાગો … તમે બહુ ઉંઘ્યા … તમે બહુ સહન કર્યું … હવે તો હદ થઈ ગઈ છે. પાણી તમારા માથે આવી ગયું છે… જો તમે હવે જાગશો નહીં તો તમે કદી જાગી શકશો નહીં … અને તમે નષ્ટ પામી જશો … તમારી જ્વલંત વિરાસત ઇતિહાસના પાના ઉપર જ રહી જશે … કદાચ એ પણ ભૂંસી નાખવામાં આવશે.”

તમે કહેશો કે; “પણ અમે જો આવું કરીયે તો તો સરકારી સંપત્તિને નુકશાન કર્યું કહેવાય. અમારા ઉપર કેસ ચાલે અને અમારે કદાચ જેલમાં પણ જવું પડે તેનું શું?”

તેઓ કહેશે કે; “ અરે એ બધું તમે અમારા ઉપર છોડી દો. અમે બહુ હોશિયાર છીએ. અમે કંઈ મફતમાં દેશ ઉપર સાડા છ દાયકા સુધી રાજ ન હોતું કર્યું? અમારી પાસે ખૂટાડ્યા ખૂટે નહીં એટલા પૈસા છે. આ તો અમારા ગ્રહો વાંકા કે કેટલુંક અમારી વિરુદ્ધ આવ્યું, બાકી કોઈની તાકાત છે કે અમને શાસનમાંથી હટાવી શકે? તમે લખી લો …  હાર્યા પછી અમારી જીત થતી જ આવી છે. અમારી પાસે ફક્ત પૈસા જ છે એમ નથી, અમારી પાસે ઘણા સંપર્કો પણ છે. અમે ઘણાને ગેરકાયદેસર માર્ગે ખટવ્યા છે, અસામાજિક તત્ત્વો સાથે તો અમારે ઘરેલુ સંબંધ છે… આ બધું ક્યારે કામ આવશે!! તમારા જુથની કેટલીક વ્યક્તિઓને અમે નેતા બનવા તૈયાર કરી દીધી  છે. તમારે તો ફક્ત તેમને સહકાર જ આપવાનો છે. બીજું બધું તમે અમારા ઉપર છોડી દો. અમને જે લોકો સહકાર આપશે તેમને અમે માલામાલ કરી દઈશું.”

હે વાચકો… તમે જાણો જ છો કે દરેક જુથમાં થોડા ઘણા તો સ્વકેન્દ્રી, સ્વાર્થી, ખ્યાતિ ભૂખ્યા માણસો હોય જ છે. સામાન્ય બુદ્ધિ ન હોવી અને અધીરાઈ હોવી એ સામાન્ય કક્ષાની વ્યક્તિમાં સહજ હોય છે.

તમે કહેશો કે, “કોઈ ઉદાહરણ આપશો?”

અમે કહીશું, “હૉવ…અ.., રસ્તા ઉપરના વાહનવ્યવહારને જ જોઈ લો ને … બધાને આગળ જવાની કેવી ઉતાવળ હોય છે?… બે મીટર આગળ જવા માટે લોકો તમને જમણી બાજુથી પણ ઓવરટેક કરશે … પછી ભલે ને જ્યાં જવું છે ત્યાં થોડીક જ મીનીટ વહેલું પહોંચાય… આવું તો બધું ઘણું છે … જે તમને સામાન્ય કક્ષાની વ્યક્તિની માનસિકતાનો પરિચય આપે છે. …”

સામાન્ય કક્ષામાં મોટા નામો પણ આવી શકે છે જેમાં મૂર્ધન્યો, સમાચાર પત્રના ખેરખાંઓ, કટારીયાઓ અને પોતાની કહેવાતી તટસ્થતા જાળવી રાખવાના ભ્રમ રહેનારાઓનો પણ સમાવેશ થતો હોય છે.

જન્મના આધાર પર જ્ઞાતિઓ

વાસ્તવિક રીતે જોઇએ તો સમાજમાં ફક્ત વ્યવસાયોના આધાર પર જ વિભાગીકરણ હોય છે. ભારતમાં જન્મના આધાર પર ક્યારે જ્ઞાતિઓ દૃઢ બની તે એક સંશોધનનો વિષય છે. વિકેન્દ્રિત ઉત્પાદન, વિકેન્દ્રિત વહેંચણી અને ગ્રામ્ય સમાજમાં વ્યવસાયને પેઢી દર પેઢીએ લાંબા ગાળા સુધી ટકાવી રાખવાથી કદાચ જ્ઞાતિ વ્યવસ્થા દૃઢ થઈ હશે. એ જે કંઈ હોય તે … પણ જન્મજાત જ્ઞાતિ વ્યવસ્થાને ન તો વેદોનું પ્રમાણ છે ન તો ગીતાનું પ્રમાણ છે. એટલે કે ટૂંકમાં જ્ઞાતિપ્રથા અપ્રાકૃતિક છે અને તેથી આવી જન્મજાત જ્ઞાતિપ્રથા ટકાઉ ન જ બની શકે. તેને વહેલું મોડું મરવાનું જ છે. અને તેની શરુઆત તો ક્યારનીય શરુ થઈ ગઈ છે.

આ જન્મ ઉપર આધારિત જાતિવાદને ટકાવી રાખવો એ નહેરુવીયન કોંગ્રેસ માટે જીવન મરણનો સવાલ છે. અને આ જાતિવાદને ટકાવી રાખવા માટે નહેરુવીયન કોંગ્રેસે આરક્ષણનું તૂત ઉભું કર્યું છે. અગણિત મહાનુભાવો આ વાત જાણે છે પણ તેઓ તેની વિરુદ્ધ બોલવા તૈયાર નથી કારણ કે તેમનું ધ્યેય કંઈક બીજું જ છે. બીજેપી અને નરેન્દ્ર મોદી તેમના દાના દુશ્મનો છે. અને તેઓ કોઈ પણ ભોગે તેને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે વિભાજન વાદીઓને સહકાર આપે છે અને ઉત્તેજિત પણ કરે છે.

નહેરુવીયન કોંગ્રેસે પોતાના પક્ષે, આ જ્ઞાતિ વાદનો, લાભ દશકાઓ સુધી લીધો અને ચૂંટણીમાં વિજયો પ્રાપ્ત કર્યા. તેથી વી.પી. સિંગ, અને કાંશીરામ જેવાઓની દાઢ સળકી.  અને પછી તો આ ચેપ બધાને જ લાગ્યો. મીડીયા મૂર્ધન્યોને પણ આનો ચેપ લાગ્યો ત્યારે તો હદ થઈ ગઈ એમ જ કહેવાય.

તમે આજે જુઓ છો કે ડી.બી. ભાઈ (દિવ્યભાસ્કર) લો, કે ગુ.સ. (ગુજરાત સમાચાર) લો દેશના કેટલાક બીજેપી-ફોબીયા પીડિત બીજા સમાચાર પત્રો કે ટીવી ચેનલો લો, દરેકને કઈ જ્ઞાતિએ કેટલા લોકો એકઠા કર્યા અને કેટલી શક્તિ બતાવી અને તેથી બીજેપીને કેટલું નુકશાન થશે તેની ચર્ચા કર્યા કરશે.

આ મહાનુભાવો કહો તો મહાનુભાવો, વિશ્લેષકો કહો તો વિશ્લેષકો, કટારીયા કહો તો કટારીયાઓ, મૂર્ધન્યો કહો તો મૂર્ધન્યો, પીળું પત્રકારિત્ત્વ કહો તો પીળું પત્રકારિત્ત્વ, આ સહુ કોઈ નહેરુવીયન કોંગ્રેસ અને નહેરુવીયન કોંગ્રેસના સાંસ્કૃતિક સહાયકોની જ બ્રીફ પકડીને દોડી રહ્યા છે.

નહેરુવીયન કોંગ્રેસનો એજન્ડા શું છે?

નહેરુવીયન કોંગ્રેસનો એજન્ડા કોઈપણ ભોગે સત્તા પ્રાપ્તિનો છે. જો એક વખત તેના હાથમાં સત્તા આવી જાય તો તેમને વળી પાછા બખ્ખે બખ્ખા થઈ જાય … તેમનો સુવર્ણ યુગ પાછો  આવી જાય અને ખાસ તો નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ અને તેમના વહાલાઓ સામે જે કેસ ચાલે છે તે બધા કેસોનું ઉઠમણું કરી દેવાય.

તમે કહેશો, “અરે એમ કંઈ કોર્ટના કેસોને રફે દફે કરી શકાતા હશે?”

તેઓ કહેશે, “તમે અમને ઓળખતા નથી. પણ જેઓ અમારી વિરુદ્ધ જવા ગયા છે તેઓની અમે શી વલે કરી છે તે વાત તો તેઓ પરલોકમાં તેમની સાથે જ લઈ જાય છે. તમે પ્રણવ મુખર્જીને શું એમ બોલતાં સાંભળ્યા નથી, કે કટોકટીના કેટલાય રહસ્યો હું મરી જઈશ ત્યારે મારી સાથે જ લઈ જઈશ…” “અરે ભાઈ, શાહ કમીશન જેવા આખે આખા રીપોર્ટના શા હાલ થયા તે શું તમે જાણતા નથી …? તેને પુનર્જીવિત કરવાની કોઈ વાત કરી શકે છે ખરા…? અમે એન્ડરશનને અમારી સરકારી કારનો જ ઉપયોગ કરી દેશની બહાર મોકલી દીધો … કોઈ અમારું શું કરી શક્યું..?  આવા તો અમારા અનેક પરાક્રમો છે… અને વળી પાછા અમે તો દાવો કરીએ છીએ કે અમારી કોંગ્રેસ તો દોઢસો વર્ષ ની છે અને અમે કેટકેટલા ભોગ આપ્યા છે… અને તમારા મૂર્ધન્યો અમારી આ વાત કબૂલ પણ રાખે છે…. શું સમજ્યા …? બધી ધરોહર ઉપર અમારો કબજો છે ભલે અમે મહાત્મા ગાંધીવાદીઓને ૧૯૭૫-૧૯૭૭ માં કેદમાં રાખ્યા… અને તો પણ આજે તેમાંના મોટા ભાગના અમારા જ ગીતો ગાય છે. … જેમના બાપાઓને અમે જેલમાં મોકલેલા તેમના સંતાનો પણ અમારા જ ગીતો ગાય છે…. અરે આ તો કંઈ નથી… અમે અમારા વિરોધીઓ ઉપર ખોટા કેસો પણ ઉભા કર્યા છે… તેમને જેલમાં મોકલ્યા છે… અને આવું તો અમે કરતા જ રહીશું… પૈસા અને સત્તા મળે તો અમે શું ન કરીએ …? લોકશાહી અમને નડતી નથી …. અમને તો સત્તાહીનતા જ નડે છે…. પણ તમે જુઓ છો કે અમે સત્તાવગર પણ કેવો કાળો કેર વર્તાવી શકીએ છે….?

“અમે ચારે બાજુથી બીજેપીને ઘેર્યું છે… મુસલમાનો તો ઠીક પણ હિન્દુઓ પણ તેમની સામે પડ્યા છે. ગૌ-બ્રાહ્મણ પ્રતિપાળ ગણાતા ક્ષત્રીયો પણ અમારે શરણે આવ્યા છે… અને મહાજ્ઞાની ગણાતા બ્રાહ્મણોને અમે ભ્રમિત કર્યા છે અને તેઓ પણ હવે તેમના બ્રહ્મ-તેજની શક્તિ, બીજેપીને બતાવવા અમારી શરણે આવ્યા છે. અમે આ પાટીદારોની જેમ આ ક્ષત્રીયોને અને બ્રાહ્મણોને લાંબી ધારે “બ્રેસ્ટ-ફીડીંગ” કરાવીશું…“

ગુજરાતના એક ભૂતપૂર્વ મુખ્ય મંત્રીશ્રી એ “હેમાવન હૉલ”માં કેટલાક કહેવાતા કે સ્વયં પ્રમાણિત, સર્વોદય વાદીઓએ “લોકશાહી બચાવ” કે એવા કોઈક ઓઠા હેઠળ સભા રાખેલ, તેમાં જણાવેલ કે “નાગાથી સૌ કોઈ ડરે… પણ આ નાગો પણ કોઈક થી તો ડરે જ”. આ જે “નાગા”ની વાત કરતા હતા તે આપણા નરેન્દ્ર ભાઈ મોદીને અનુલક્ષીને કરતા હતા.

હવે તમે જુઓ… “નરેન્દ્ર મોદી” જેમની નજરે “નાગો” છે તેનાથી લાખ ગણી, કે પળે પળે નાગાઈ કરનારી, નહેરુવીયન કોંગ્રેસ વિષે તો તેઓ વાત જ કરતા નથી કે કરશે નહીં.

કારણ શું હોઈ શકે?

“ન કરે નારાયણ, ને કદાચ નહેરુવીયન કોંગ્રેસ જો ગુજરાતમાં કે કેન્દ્રમાં ફરી સત્તા ઉપર આવે તો તો તેઓ આ ભૂત-પૂર્વ મુખ્ય મંત્રીના કપડા જ ઉતારી દે ને?

યાદ કરો … “કાળી દાઢી”એ આમ કહ્યું અને “સફેદ દાઢી”એ આમ કહ્યું એવી કોઈ ફોન ઉપરની વાતના આધારે તો, આ નહેરુવીયન કોંગ્રેસે, કેબીનેટની મીટીંગ બોલાવેલી અને નિર્ણય લીધો હતો કે એક સ્પેશીયલ કમીટી બનાવવામાં આવે અને “એક પૂખ્ત વયની યુવતી ઉપર જાસુસી કરવા’ બદલ “સફેદ દાઢી” એટલે નરેન્દ્ર મોદી અને “કાળી દાઢી” એટલે અમિત શાહ, એમ ગણી એક કેસ ચલાવી શકાય છે કે કેમ તેની તપાસ કરો.”

જો કે તે દિકરીના પિતાએ જ પોલીસ ખાતામાં ભલામણ કરેલી કે તેમની દિકરી ઉપર નજર રાખવામાં આવે. પણ દિકરી તો પુખ્ત વયની છે એટલે તે કન્યાનું જે થવાનું હોય તે થાય, પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપર તો કામ ચાલવું જ જોઇએ. આવી છે નહેરુવીયન કોંગ્રેસની પ્રતિશોધયુક્ત માનસિકતા.

સામ્યવાદીઓની એક પ્રસ્થાપિત કરેલી પ્રણાલી પ્રમાણે તમારે જો સત્તા ઉપર આવવું હોય તો પ્રવર્તમાન સરકાર વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરવું જોઇએ. આમ કરવા માટે બનાવટી આરોપો બનાવી તેનો ફેલાવો કરવો જોઇએ. સમાચાર માધ્યમો ઉપર કબજો રાખો અથવા તેઓને ખરીદી લો, કારણ કે સામાન્ય રીતે તેઓ ખરીદાવવા તૈયાર જ હોય છે. જનતાને વિભાજિત કરી આંદોલનો ચલાવો, હિંસા ફેલાવો, અરાજકતા ફેલાવો અને પરિણામે જનતા એમજ માનશે કે આ બધું પ્રવર્તમાન સરકારની નિસ્ફળતાને કારણે જ છે. લોકશાહીમાં તમે આવી રીતે વર્તી શકો છો.

નહેરુવીયન કોંગ્રેસે કોને કોને પડખે લીધા છે?

Paint01

   આવ ભાઈ હરખા આપણે સૌ હરખા (સરખા)

પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનની આતંકવાદી સંસ્થાઓ તો તાલમેલ સાથે જ કામ કરે છે તે વાત તો હિન્દુસ્તાનનું બચ્ચું પણ જાણે છે. ત્યાંની સરકાર મજબુર છે. આવા સંજોગોમાં નહેરુવીયન કોંગ્રેસના મણીશંકર અય્યર પાકિસ્તાની ટીવી ચેનલની પેનલ ચર્ચામાં મોદીને હટાવવા માટે એમ કહે છે કે “મોદીને તો તમારે જ હટાવવો પડશે.” એટલે કે પાકિસ્તાનના ભારત વિરોધી તત્ત્વો એટલે કે આતંકવાદી સંગઠનો, અસામાજિક તત્ત્વો અને પાકિસ્તાની સેનાનું જે ગઠબંધન છે તેણે જ કંઇક કરવું પડશે. પાકિસ્તાન આવા કામ કેવી રીતે કરે છે તે આપણે ભારતવાસીઓ સારી રીતે જાણીએ છીએ. જેમ “પંચ તંત્ર”માં કહેવાયું છે કે “બધા શિયાળવાં ભેગા થયા અને વિચાર કરવા લાગ્યાં કે આ કર્પુર તિલક નામનો હાથી  કોઈ પણ હિસાબે મરે તો આપણે ચાર માસના ભોજનની નિરાંત થાય” (સર્વે શૃગાલાઃ ચિન્તયામાસઃ, યદિ કેનાપિ ઉપાયેન અયં મ્રિયેત્‌ તર્હી માસચતુષ્ટયં ભોજનં ભવેત્‌),   તેમ આ નહેરુવીયન કોંગ્રેસી અને તેના સાંસ્કૃતિક સાથી પક્ષોરુપી શિયાળવાંઓ પણ વિચાર કરવા લાગ્યાં છે કે આ નરેન્દ્ર મોદી નામનો હાથી જો કોઈપણ હિસાબે મરે તો આપણને ચાર ટર્મ માટેનું સત્તારુપી ભોજન મળે.

અમેરિકામાં હેડલીએ શું કહ્યું? બિહારની એક દિકરી, માબાપથી છાનીમાની અજાણ્યા પરપ્રાંતીય યુવકો સાથે ભાગી ગયેલી. મા બાપે તેની ફરિયાદ પણ નહોતી નોંધાવેલી. અને આ ગેંગનો પ્લાન નરેન્દ્ર મોદીને મારી નાખવાનો હતો. જે નિસ્ફળ ગયેલો. એ વાતનો ઘટસ્ફોટ થયેલ. જોવાની વાત એ છે કે આ બાબતમાં નહેરુવીયન કોંગ્રેસીઓએ ગદ્દારીની ભૂમિકા ભજવેલ.

નક્ષલવાદીઓ અને માઓવાદીઓએ તેમના અંતરંગ પત્ર વ્યવહારમાં શું લખ્યું છે?

એ જ કે નહેરુવીયન કોંગ્રેસ પોતે, આ અરાજકતા વાદી જુથોને આર્થિક અને કાયદાકીય સહાય કરવા આતુર છે.

આ તો જુની વાત છે. નહેરુવીયન કોંગ્રેસનું તેના જેવા સાંસ્કૃતિક પક્ષો સાથે તો ગઠબંધન થશે ત્યારે થશે, પણ આ નહેરુવીયન કોંગ્રેસનું ભારતના અને પાકિસ્તાનના અસામાજિક તત્ત્વો  સાથેનું ગઠબંધન હોવું એતો જુનીવાત છે. નહેરુવીયન કોંગ્રેસનું છેલ્લાં કેટલાક વર્ષથી માઓવાદીઓ અને નક્ષલવાદીઓ સાથે તો ગઠબંધન અને જોઈન્ટ વેન્ચર શરુ થઈ જ ગયું છે.

“કાળી દાઢી” અને “ધોળી દાઢી”, ની વાતોના આધારે નરેન્દ્ર મોદીને જેલમાં મુકવાની યોજનાઓ જો આ નહેરુવીયન કોંગ્રેસીઓ ઘડી શકતા હોય, તો હેડલીના નિવેદનના તારતમ્યના આધારે, “ઇસરત જહાંના એનકાઉન્ટર કેસ”માં નહેરુવીયન કોંગ્રેસના નેતાઓએ ભજવેલી ભૂમિકા બદલ, અને આવી અગણિત દેશવિરોધી ભૂમિકાઓ ભજવવા બદલ તેમને જેલમાં ખોસી દેવા એતો નરેન્દ્ર મોદી માટે ડાબા હાથનો ખેલ છે.

ભલે પછી કોર્ટ પોતાની ભૂમિકા કોઈ પણ રીતે ભજવે, પણ એક વખત તો આ નહેરુવીયન કોંગી નેતાઓ જેવા કે સોનિયા, રા.ગા., પ્રિયંકા, વાડ્રા, ચિદંબરમ, દીગ્વીજય, રણવીર સુરજેવાલ, મનુ સિંઘવી, મનીશ તીવારી, કપિલ સીબ્બલ, ફારુખ અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, મમતા, માયા અને મુલ્લાયમ, અખિલેશ, ફઝલ ભટ, સઈદ અલી ગીલાની, મીરવાઈઝ ઓમર ફારુખ, યાસીન મલીક બધાને દશકાઓ સુધી જેલની હવા ખવડાવી જ શકાય

૨૦૧૯ની લોકસભાની ચૂંટણી એટલે જનતાએ નક્કી કરવાનું છે કે તમારે “જૈસે થે” વાદીઓ જોઇએ છે કે “વિકાસલક્ષી પરિવર્તન”વાદીઓ? જૈસે થે વાદીઓને બુર્ઝવા કહેવાય છે. પણ અહીં તો સામ્યવાદીઓ પોતે જ તેમની વ્યુહરચના ભાગરુપે બુર્ઝવા બનેલા છે અને કોંગીઓ તો પહેલેથી જ બુર્ઝવા છે. જ્ઞાતિવાદને ઉત્તેજન આપવું અને ભ્રષ્ટાચાર ચાલુ રાખવો એ “જૈસે થે”વાદીઓની ઓળખાણ છે.

દલિતો અને સવર્ણો વચ્ચેનો આ મીથ્યા વિવાદનું પરિણામ શું આવશે?

{ક્રમશઃ}

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

“બાર પુરબિયા અને તેર ચૉકા” તેરમો ચૉકો કોનો?

“બાર પુરબિયા અને તેર ચૉકા” તેરમો ચૉકો કોનો?

ગુજરાતીમાં કહેવત છે “બાર પુરબિયા અને તેર ચૉકા”.

કેટલાક લોકોને ખબર ન પણ હોય કે આનો અર્થ શું?

પુરબિયા એટલે ભૈયાજી. ભૈયાજી એટલે હિન્દીભાષી અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો જેઓ કામ ધંધા માટે ગુજરાતમાં આવે છે. તેમની પત્નીઓ યુપી-બિહારમાં પ્રોષિત ભર્તૃકા તરીકે રહેતી હોય છે. આ ભૈયાજીઓ આ કારણથી છડે છડા હોય છે (છડે છડા એટલે કે પત્ની સાથે ન હોય તેવા એકલા પુરુષો).

ગુજરાતી પુરુષો પણ કામધંધા માટે (મિયાંની દોડ મસ્જીદ સુધી એ નાતે) મુંબઈ જતા. તેઓ પણ છડે છડા જતા. એક ઓરડી ભાડે રાખીને રહેતા. મુંબઈમાં તેઓ પોતાની જ્ઞાતિની હોટલોમાં જમતા.

ગુજરાતમાં આવતા છડે છડા ભૈયાજીઓ જો સાથે રહેતા હોય તો તેઓ પોતે જ રાંધીને ખાય. હવે ધારો કે એક રુમમાં બાર ભૈયાજીઓ રહેતા હોય તો તેમના ચૉકા (ચૂલા) અલગ અલગ હોય. શા માટે અલગ અલગ હોય તે જાણવા મળ્યું નથી. કદાચ એમ હોય કે પેટા જ્ઞાતિઓ વચ્ચે પણ ભેદભાવ હોય અને આ પેટા જ્ઞાતિઓ વચ્ચે એક બીજાનું રાંધેલું જમવાની બંધી હોય.

એ જે હોય તે. એક વાત તો સમજી શકાય તેમ છે કે  બાર ભૈયાજીઓ જો એક રુમમાં પોત પોતાનું જુદા જુદા ચૂલા ઉપર રાંધીને ખાતા હોય તો બાર પુરબિયાના બાર ચૂલા હોય. પણ બાર પુરબિયાના તેર ચૉકા કેવી રીતે થાય? આ તેરમો ચૉકો ક્યાંથી આવ્યો? આ તેરમો ચૉકો કોનો?

મારા માતુશ્રીને મેં આ સવાલ કરેલો. મારા માતુશ્રી પાસે કહેવતોનો અને વાક્ય પ્રયોગોનો ભંડાર હતો. જો કે તે સમયની બધી સ્ત્રીઓ અને અને બધા જ પુરુષો પાસે કહેવતો અને વાક્ય પ્રયોગોનો ભંડાર રહેતો હતો. અને હમેશા કહેવતો અને વાક્ય પ્રયોગોનો ઉપયોગ થતો રહેતો હતો. તેથી નવી જનરેશન  પણ આ વારસો જાળવી શકતી હતી. ગુજરાતી ભાષા ઘણી સમૃદ્ધ હતી. પણ એ વાત અહીં નહીં કરીએ. મારાં માતુશ્રી પાસેથી મારા પ્રશ્નનો જવાબ મળી શકેલ નહીં પણ સમય જતાં હું અનેક ભૈયાજીઓના ઠીક ઠીક સંપર્કમાં આવ્યો. અને મને મારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો. તે કદાચ ખોટો પણ હોઈ શકે. જેમને સાચા ઉત્તરની ખબર હોય તો તેઓ જણાવે.

ગુજરાતીભાઈઓમાં રાંધતા આવડતું હોય તેવા ગુજરાતીઓ બહુ ઓછા હોય. તેનાથી ઉલટું ભૈયાજીઓમાં જેમને રાંધતા ન આવડતું હોય તેવા ભૈયાજીઓ તદ્દન ઓછા હોય. ભૈયાજીઓ પણ રૂઢીચૂસ્ત હોય છે. હવે આપણે જે બાર પુરબિયા અને તેર ચૉકાની વાત કરતા હતા અને તેમાં જે તેરમો ચૉકો કોનો એ જે પ્રશ્ન હતો તેનો ઉત્તર એ છે કે આ બાર પુરબિયામાં એક એવો માઈનો લાલ નિકળે જેમની કોમ્યુનીટીમાં સવારે જે ચૂલા ઉપર રાંધ્યુ હોય તે ચૂલા ઉપર સાંજે ન રંધાય. આ પ્રમાણે બાર ભૈયાજીઓમાંથી એક ભૈયાજી એવા નિકળે જેમને બે ચૂલાની જરુર પડે.

બાર પુરબીયાના તેર ચૉકા ભલે હોય પણ તેથી કંઈ કોઈ ભૈયાજી ભૂખ્યા ન રહે. પણ જ્યારે સમસ્યા એક હોય અને પુરબિયા જેવા બાર વિદ્વાનો તેના તેર ઉપાયો સૂચવે અને વળી દરેક વિદ્વાન પણ  બારમા ભૈયાજી જેવા હોય ત્યારે સમસ્યા વધુ જ ગૂંચવાય.

કાશ્મિરની સમસ્યા વિષે પણ કંઈક આવું જ છે.

જો આપણે કાશ્મિરની સમસ્યાનું સમાધાન જોઇતું હોય તો તેના અનેક પાસાંઓ છે. સમસ્યા કાશ્મિરની છે કે જમ્મુ – કાશ્મિરની છે? ભારતની છે કે પાકિસ્તાનની છે કે બંનેની છે કે વિશ્વની છે? કશ્મિર સમસ્યા એ રાજકીય સમસ્યા છે કે સામાજીક સમસ્યા છે. સામાજીક સમસ્યા એટલે કે કાશ્મિરના લોકોની સમસ્યા એમ સમજવું.

વાસ્તવિક પરિસ્થિતિ શું છે?

જમ્મુ – કાશ્મિર ના રાજાએ પોતાના રાજ્યનું ભારત સાથે જોડાણ કરેલ,

(૧) યુનોનો ઠરાવ છે કે પાકિસ્તાને પોતાના સુરક્ષા દળો પીઓકેમાંથી હટાવી લેવા.

(૨) જ્યાં સુધી જમ્મુ-કાશ્મિર નો જનમત ન લેવાય ત્યાં સુધી આ રાજ્યને જીવન જરુરીયાતોની ચિજવસ્તુઓનો પુરવઠો પુરો પાડતા રહેવું.

(૩) પૂરા જમ્મુ-કાશ્મિર રાજ્યમાં (પીઓકે સહિતના રાજ્યમાં) ભારત પોતાના સુરક્ષા દળો રાખી શકશે જેથી કરીને ત્યાં જનમત લઈ શકાય.

(૪) પાકિસ્તાને કોઈપણ લશ્કરી કાર્યવાહી આ વિસ્તારમાં ન કરવી.

ભારતે પોતાના કબજા હેઠળના જમ્મુ-કાશ્મિરમાં લોકશાહી ઢબે લોકમત લઈ લીધો છે અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ સર્વાનુમતે જમ્મુ-કાશ્મિરના રાજાએ કરેલ ભારત સાથેના જોડાણને માન્ય રાખ્યું છે. પીઓકેમાં આવું કશું થઈ શક્યું નથી.

પાકિસ્તાને યુનાના ઠરાવના બધા જ પ્ર્રાવધાનોનો છડે ચોક ભંગ જ કર્યો છે. આ બધું જ રેકોર્ડ ઉપર છે. પાકિસ્તાનને હવે જનમત માગવાનો કે કોઈપણ માગણી મુકવાનો હક્ક નથી અને આધાર નથી.

એક નહીં અનેક

નહેરુવીયન કોંગ્રેસે એક નહીં હજાર હિમાલય જેવડી ભૂલો કરી છે. “સિમલા કરાર” એક હિમાલય જેવડી ભૂલ છે. ઇન્દિરા ગાંધીમાં લાંબી બુદ્ધિ હતી નહીં. ૧૯૭૧નું યુદ્ધ આપણું સૈન્ય જીત્યું. પાકિસ્તાનની બેવકુફી અને તેની તે વખતના યુદ્ધમાં ભૌગોલિક પરિસ્થિતિઓ જોતાં આ યુદ્ધ, ભારતે જીત્યા સિવાય છૂટકો પણ ન હતો.

ભારત માટે પાકિસ્તાન-ભારત વચ્ચેની બધી જ સમસ્યાઓના ભારત તરફી ઉકેલો માટે આ સમય એક શ્રેષ્ઠ સમય હતો. પણ ઇન્દિરા ગાંધીમાં લાંબી બુદ્ધિ ન હોવાથી તેણે બધું જ ગુમાવ્યું. કાશ્મિરનો મુદ્દો તો ઉકેલાઈ જ ગયો હોત. તે વખતે કલમ ૩૫એ, કે કલમ ૩૭૦ કે તેથી પણ કંઈક વધુ મેળવી શકાયું હોત. ટૂંકમાં આપણે વંશવાદના અને એક હથ્થુ શાસનના બધા જ ગેરફાયદાઓ મેળવ્યા.

ભારત – પાકિસ્તાન વચ્ચે સિમલાની સમજૂતી કે જે પરસ્પર વાટાઘાટોની છે, તે કેટલી કારગત નિવડશે કે વ્યંઢ અને નિસ્ફળ જશે તેની સમજ એક રાજકીય વ્યક્તિ તરીકે ઇન્દિરા ગાંધીમાં હોવી જોઇએ તે ન હતી. પાકિસ્તાનની રચના જૂઠ અને હિંસાના સહારે થઈ છે તે વાત જે ન જાણતા હોય તે લોકોએ રાજકારણમાં રહેવું ન જોઇએ કે તેની વાત પણ ન કરવી જોઇએ.

ભારતની દૃષ્ટિએ ભારત-પાકિસ્તાન વચ્ચેની કાશ્મિર સમસ્યા ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મિર છે અને એમ જ હોવું જોઇએ.

એક વાત સમજવી જોઇએ કે અખંડ ભારતના બે ભાગ પડ્યા નથી. પણ કાયદેસર રીતે બ્રીટીશ ઈન્ડીયામાંથી બ્રીટીશે સૌ પ્રથમ પાકિસ્તાનનો પ્રદેશ સ્વતંત્રતા આપવા માટે છૂટો કર્યો. અને તેને સ્વતંત્રતા આપી. તે પછી ભારતને સ્વતંત્રતા આપી. જમ્મુ-કાશ્મિર રાજ્ય ભારતનો હિસ્સો છે. અને આ નિર્ણયને જમ્મુ-કાશ્મિર રાજ્યની જનતાની મંજૂરી છે. આ હકિકતને ઉવેખી ન શકાય. કાશ્મિર સાંસ્કૃતિક રીતે કે સામાજીક રીતે કે રાજકીય રીતે ભારતથી અલગ નથી. આ બાબતની પુષ્ટિ આપતા અનેક પુરાવાઓ છે.

ભારતના ભાગલા ધર્મને આધારે થયા હતા તેનો કોઈ કાયદાનો આધાર નથી. સુફી, શિયા, સુન્ની અને વહાબી … આ બધામાં આભ જમીનનો ફેર છે અને તેમને ઉભા રહ્યે ન બને જો તેમને એક જ પ્રદેશમાં રાખ્યા હોય તો.

કાશ્મિર સમસ્યા વિષે આપણા અમુક કટારીયા લેખકો તટસ્થના “ક્રેઝ”માં કશ્મિરમાં જે અશાંતિ છે તેને સામાજીક એટલે કે કાશ્મિરની જનતાની ભારત વિરોધી ભાવના તરીકે ઓળખાવે છે. આ બાબતની ચર્ચા આપણે “સુજ્ઞ લોકોની કાશ્મિર વિષેની ભ્રમણાઓ” ના બ્લોગમાં આજ બ્લોગ સાઈટ ઉપર જોયું છે. તેથી જેમને શંકા હોય તેઓ તે બ્લોગ વાંચી જાય.

આ બધું તો ઠીક પણ કાશ્મિરની એટલે કે જમ્મુ અને કાશ્મિર રાજ્યમાં જે અશાંતિ છે તે સમસ્યાનું નિવારણ શું?

નહેરુવીયન કોંગ્રેસ કહે છે કે કાશ્મિરની અશાંતિ બીજેપી સરકારે અપનાવેલી નીતિ છે.

નહેરુવીયન કોંગ્રેસના કહેવા પ્રમાણે વાટાઘાટો દ્વારા કાશ્મિર સમસ્યાનું નિવારણ થઈ શકે.

નહેરુવીયન કોંગ્રેસ આતંકવાદી હુમલાઓ બાબતમાં મૌન છે.

નહેરુવીયન કોંગ્રેસ, આતંકવાદીઓને પાકિસ્તાનમાંથી મળતા  ફંડ વિષે મૌન છે.

નહેરુવીયન કોંગ્રેસના નેતા કાશ્મિરમાં રહેલા અલગતાવાદીઓ કાશ્મિરના યુવાનોને ઉશ્કેરે છે તે પ્રત્યે મૌન  છે.

નહેરુવીયન કોંગ્રેસ, જે કાશ્મિરીનેતાઓ હિંસાને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઉત્તેજે છે તે વિષે મૌન છે.

નહેરુવીયન કોંગ્રેસનું એક માત્ર રટણ એ છે કે નરેન્દ્ર મોદીની નીતિઓએ કાશ્મિરની અશાંતિ ઉત્પન્ન કરી છે. નરેન્દ્ર મોદીએ કાશ્મિરના અલગતાવાદીઓ અને પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવી જોઇએ.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ કાશ્મિરના અલગતાવાદી નેતાઓ સાથે “ઠહાકા મારીને” શી ચર્ચાઓ કરી હશે તે વિષે તેમણે ફોડ પાડ્યો નથી.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાનની ટીવી ચેનલ ઉપર “અમારી જ્યારે સરકાર હતી ત્યારે અમે વાટાઘાટો કરતા હતા. તે વખતે કાશ્મિરમાં શાંતિ હતી. (જો શાંતિ લાવવી હોય તો) તમારે નરેન્દ્ર મોદીને હટાવવા પડશે..” એવું કહે છે.

ચાલો. આ બધું જવા દો. પણ શું નહેરુવીયન કોંગ્રેસના શાસનમાં શાંતિ હતી ખરી?

ધારો કે માની લઈએ કે કાશ્મિરમાં શાંતિ હતી તો નહેરુવીયન કોંગ્રેસે કાશ્મિરી હિન્દુઓનું પુનર્વસન કેમ ન કર્યું?

FARUKH CULTURE

વાસ્તવમાં નહેરુવીયન કોંગ્રેસ માટે કાશ્મિરની સમસ્યાનું કશું નિવારણ છે જ નહીં. તેને તેમાં રસ જ નથી. તેમાં તેનો અને કાશ્મિરના સહયોગીઓનો સ્વાર્થ છે. પણ આવી સ્થિતિ સ્વપ્રમાણિત તટસ્થ મીડીયા મૂર્ધન્યોની ન હોવી જોઇએ જો તેમના મનમાં દેશનું હિત હોય તો..

પણ આમાં “બાર પુરબિયા અને તેર ચૉકા” ક્યાં આવ્યા?

અરે ભાઈ પ્રશ્ન એ છે કે “બાર પુરબિયા ને તેર ચૉકા”માં તેરમો ચૉકો કોનો?

નહેરુવીયન કોંગ્રેસ અત્યારે બાજપાઈની નીતિને અનુમોદન આપે છે. પણ જ્યારે બાજપાઈનું રાજ હતું ત્યારે બાજપાઈને સમર્થન આપ્યું ન હતું.

બાજપાઈની નીતિ હતી “ઇન્સાનિયત, કાશ્મિરીયત અને જંબુરીયત”

પ્રાસ સારો છે. વિચાર પણ સારો છે. પાડો તાલીઓ.

પણ શું કાશ્મિરમાં પ્રત્યક્ષ કે અને પરોક્ષરીતે અશાંતિ ફેલાવનારાઓને આ લાગુ પડે છે? તેમણે આ બાબતમાં કોઈ કદમ ઉઠાવ્યાં ખરા?

ઈન્સાનિયતઃ

સુરક્ષા દળો કે જેઓ આતંકવાદીઓ સાથે લડતા હોય તેમના કામમાં રુકાવટ કરવા અને તેમને ઈજા કરવા પત્થર મારો કરવો અને પેટ્રોલ બોંબ ફેંકવા, તે શું ઇન્સાનીયત છે?

કાશ્મિરી મુસ્લિમોએ ઉઘાડે છોગ, લાઉડસ્પીકરવાળા વાહનો ફેરવી ઘોષણાઓ દ્વારા, મસ્જીદોના લાઉડસ્પીકરોમાંથી ઘોષણાઓ દ્વારા, સમાચાર પત્રોમાં આવી જાહેરાતો દ્વારા, દિવાલો ઉપર અને દરેક હિન્દુ ઘરો ઉપર આવા પોસ્ટરો દ્વારા. હિન્દુઓને ધમકીઓ આપી કે સુનિશ્ચિત તારીખ સુધીમાં કાં તો મુસલમાન બનો અથવા તો ઘર છોડી ચાલ્યા જાવ. જો આવું નહીં કરો તો  તમારી કતલ થશે. પછી આ કાશ્મિરી મુસ્લિમોએ ૩૦૦૦+ હિન્દુઓને શોધી શોધીને. સીમાપારના આતંકીઓને ભરપૂર સાથ આપ્યો. આ બધા કુકર્મો શું ઈન્સાનિયત છે?

કાશ્મિરીયતઃ

કાશ્મિર શેના માટે પ્રખ્યાત હતું? કાશ્મિર તેની હિન્દુ સંસ્કૃતિ, સંસ્કૃત સાહિત્ય અને સુફી મત માટે પ્રખ્યાત હતું. હિન્દુઓને તો બેઘર કર્યા. જે ન ગયા તેમની કતલ કરી. એટલે હિન્દુઓ તો રહ્યા નહીં. તેમના અવશેષોને ધરાશાયી કર્યા. આ કંઈ સુફીવાદનું આવું લક્ષણ તો છે જ નહીં. એટલે સુફીવાદ તો રહ્યો જ નથી. અમરનાથ યાત્રીઓ ઉપર આતંકી હુમલાઓ કરવા એ શું કાશ્મિરીયત છે?

શું હિન્દુઓ ભારતમાં હજ ઉપર જતા યાત્રીઓ ઉપર હુમલાઓ કરે છે? હિન્દુઓ તો ઇન્સાનીયત અને દીનદારીયત જાળવતા રહ્યા. પણ કાશ્મિરી મુસ્લિમોની ઇન્સાનીયત અને દીનદારીયત ક્યાં રહી? તેમનામાં કાશ્મિરીયત રહી જ ક્યાં છે? પોતાના ગુન્હાઓની અને ભૂલોની સજાઓ ભોગવાની વાત તો જવા દો,  પણ પોતાના ગુનાઈત કુકર્મો  ઉપર પસ્તાવો પણ કરતા નથી. કાશ્મિરી હિન્દુઓના પુનર્વાસની તો વાત કરતા નથી. 

જંબુરીયતઃ

જંબુરીયત એટલે સુશાસન.

કાશ્મિરમાં અબજો રુપીયા ભારત સરકારે હોમ્યા. પૈસાદાર કોણ થયું? ફારુખ અબ્દુલા અને ઓમર અબ્દુલ્લા પૈસાદાર થયા. આજ ફારુખ અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાના શાસનમાં આતંકવાદ અને અલગતાવાદ ફુલ્યો ફાલ્યો. ફારુખ અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ, એ નહેરુવીયન કોંગ્રેસનું ઔરસ/અનૌરસ અને વૈચારિક ફરજંદ છે. એટલે જ્યારે ફારુખ અબ્દુલ્લાની વાત કરીએ ત્યારે નહેરુવીયન કોંગ્રેસને સંલગ્ન ગણી લેવી.

આ ફારુખ અબ્દુલ્લા પોતાને નેતા (અહિંસક વ્યાખ્યા પ્રમાણે નેતા એટલે જનસેવક) માને છે. જનસેવક જો સત્તા ઉપર હોય તો તેનું કામ જનતાની મુશ્કેલીઓ દૂર કરવાનું અને તેની સુરક્ષા કરવાનું હોય છે. જનસેવક જો સત્તા ઉપર ન હોય તો તેનું કામ જનતાની સમસ્યાઓને વાચા આપવાનું હોય છે.

પણ આ ફારુખ અબ્દુલ્લાએ શું કર્યું?

૧૯૮૯ સુધી અલગતાવાદી બળોને નાથ્યા નહીં. તેઓ બળવત્તર બન્યા અને અસીમ રીતે હિંસક બન્યા ત્યારે આ ફારુખ અબ્દુલ્લાએ ગડગડતી મુકી અને  “યુ.કે.” જતા રહ્યા. જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે પાછા આવ્યા અને સત્તા સંભાળી. આ ફારુખ અબ્દુલ્લાએ હિન્દુઓના પુનર્વસન વિષે કશું જ ન કર્યું. ન કોઈ ગુનેગારની ઉપર કાયદેસર કામ ચલાવ્યું.

આ ફારુખ અબ્દુલ્લાએ શું કર્યું? અમરનાથ શ્રાઈન બોર્ડને જમીન ફાળવવાની બાબત કે જેમાં અમરનાથ યાત્રીઓની યાત્રા સુવિધાજનક કરવાની હતી. હેડ ઓફ ધ સ્ટેશની રુએ જમીનની માલિકી કાશ્મિરના ગવર્નરની રહે તે સહજ હતું. “હેડ ઓફ ધ સ્ટેટ” હિન્દુ કે કાશ્મિરી ન પણ હોઈ શકે. કારણ કે ગવર્નર તો બદલાતા રહે. આ આખી વાત ક્ષુલ્લક હતી. પણ આ ફારુખ અબ્દુલ્લાએ આ ક્ષુલ્લક બાબત ઉપર જંગ છેડ્યો હતો. કૂદી કૂદીને તેની વિરુદ્ધ બોલતો હતો.

કાશ્મિરની સુરક્ષાની જેના માથે જવાબદારી છે તે સુરક્ષા દળ જો એક પત્થરબાજને જીપ સાથે બાંધે તો કાશ્મિરના મુસ્લિમોને ધરતી રસાતાળ થતી લાગે છે. તેઓ હિન્દુઓના માનવીય હક્કો ની સદંતર અવગણના કરે છે. તેમને મન કાશ્મિરના હિન્દુઓની કતલેઆમ, હિન્દુઓને નિરાશ્રિત કરી પાયમાલ કરી, તેમના પુનર્વસનની સમસ્યા ઉપર ગુન્હાઈત અવગણના પચીસ પચીસ વર્ષ સુધી પણ કર્યા કર્યા કરવી એવી રાજપ્રેરિત અમાનવીયતા કરતાં એક મુસ્લિમ પત્થરબાજને જીપ સાથે બાંધ્યો તે વધુ અમાનવીય લાગે છે. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની માનસિકતા અને વલણને ફારુખ અને ઓમરની માનસિકતા સાથે ગણી લેવી.

કાશ્મિરમાં સીમાપારના આતંકવાદી મૂળીયાં નાખનાર નહેરુવીયન કોંગ્રેસની ફરજંદ ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી સહિતની ઉચ્ચ નેતાગીરી અને તેમની ટૂંકી દૃષ્ટિ જવાબદાર છે. આ જવાબદારીમાંથી તેઓ કદી છટકી ન શકે.

તેરમો ચૉકો નહેરુવીયન કોંગ્રેસનો છે. નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓ નવરા ધૂપ છે. લૂલીને છૂટ્ટી મુકી દો. “નાગે કુલે ફત્તેહખાં.”

આ બધું તો ખરું પણ કાશ્મિર સમસ્યાનો ઉકેલ શો?

જેઓ પોતાને રાષ્ટ્રવાદી માને છે તેમણે અલગતાવાદી નેતાઓને કાશ્મિરની સમસ્યા ઉપર હાથ જ મુકવા ન દેવો. જ્યારે તેઓ કંઈપણ ઉચ્ચારણ કરે, કે ન કરે ત્યારે પણ, તેમના ઉપર તેમના ઉપરોક્ત વર્ણિત ગુન્હાઈત કાર્યોને ઉજાગર કરતા રહેવું. આજ આપણો ધર્મ છે.

કાશ્મિરની સમસ્યા નરેન્દ્ર મોદી પોતાની રીતે ઉકેલશે.

પણ આ નહેરુવીયન કોંગી અને તેમના સાંસ્કૃતિક સાથીઓ જેમાં કેટલાક મીડીયા મૂર્ધન્યો પણ સમાવિષ્ઠ થઈ જાય છે તેમની ઉપર હમેશા વૈચારિક પ્રહારો કરતા રહેવું એ સુજ્ઞ લોકોનો ધર્મ છ

કાશ્મિર સમસ્યા વાસ્તવમાં કાશ્મિરના હિન્દુઓને પુનર્‍ સ્થાપિત કરી તેમના ઉપર અત્યાચાર કરનારાઓને જેલમાં પુરી કાયદેસર કામ ચલાવવું એ છે. જેઓએ આ કામ ન કર્યું તેમનો જવાબ માગતા રહેવું પડશે.

બાજપાઈ

બાજપાઈએ એવું માન્યું હતું કે ગુનેગારને ફુલ લઈને વધાવીશું તો તેનામાં સારપ ઉગી નિકળશે.

મહાત્મા ગાંધી

મહાત્મા ગાંધી અગમ્ય હતા. તેઓ પોતાની રમતના પાના (પત્તાં) ખુલ્લા રાખતા હતા. પણ તેમના પાનાને કોઈ ઓળખી શકતું ન હતું. ગાધીજીનું દરેક પાનુ હુકમનો એક્કો બનતું હતું. કોંગ્રેસને આમજનતા માટે ખુલ્લી કરવાના પ્રસ્તાવને તે વખતના શિર્ષ નેતાઓ સમજી શક્યા ન હતા. સ્વદેશી અને સવિનય કાનૂનભંગને રવિન્દ્ર ટાગોર સહિતના મોટા નેતાઓ સમજી શક્યા ન હતા. અહિંસક માર્ગે આંદોલનને હજી સુધી નહેરુવીયન કોંગ્રેસ સહિત કોઈ સમજી શક્યું નથી.

નરેન્દ્ર મોદીઃ

જે સમસ્યા છે તેના અનેક પાસાં છે. આતંકવાદીઓ, ઘરના દુશ્મનો, કાશ્મિરની આર્થિક સમસ્યાઓ અને લઘુમતિ કે સ્થાનિક કક્ષાએ બહુમતિમાં હોય ત્યારે તેનામાં રહેતી માનસિક વૃત્તિની સામે કેવું વલણ અપનાવવું આવી અનેક મોરચાની આ લડાઇઓ છે.

નરેન્દ્ર મોદીમાં ગાંધીજી અને કૌટીલ્યનું મિશ્રણ છે. નરેન્દ્ર મોદીના પાનાંને સમજવા ભારતીય મુર્ધન્યો સક્ષમ નથી. જેણે સ્વકેન્દ્રી કેશુભાઈ અને રાજનીતિના ભિષ્મ ગણાતા અડવાણીને લડ્યાવગર જ પરાસ્ત કર્યા તેના શાસનના છૂટક છૂટક બનાવોને આઈસોલેશનમાં લઈ ટીકા કરવી અને તારવણીઓ કરવી સહેલી છે. પણ આવી તારવણી કરવાવાળા ઉંધા માથે પટકાયા છે.

MODI CUTS FARUKH

સુજ્ઞજનો માટે શ્રેય શું છે?

શ્રેય એ જ છે કે જેઓ કોમવાદી, જ્ઞાતિવાદી અને સ્વકેન્દ્રી છે તેમને ઉઘાડા પાડતા રહીએ.

હવે વિરોધપક્ષ રહ્યો નથી અને વિરોધ પક્ષ વગરનો શાસક પક્ષ સરમુખત્યાર થઈ જશે અથવા થઈ રહ્યો છે એવી ધારણાઓ કે એવા ફંફોળા કરી, જે કોઈ હાથવગો હોય તેને બિરદાવો એવા તારણ ઉપર આવવું એ આત્મઘાતી નિવડશે. મનમાંને મનમાં પરણવું અને મનમાં ને મનમાં રાંડવાનું બંધ કરવું પડશે.

નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક પક્ષો, તેના શિર્ષનેતાઓ સહિત, સિદ્ધ થયેલા ભ્રષ્ટ પક્ષો છે. નહેરુવીયન કોંગ્રેસે છ દાયકા રાજ્ય કર્યું. તો હાલના પક્ષને બે ટર્મ તો રાજ કરવા દો.

વડા પ્રધાનના સંતાન થયા એટલે વડા પ્રધાન તરીકેની આવડત આવી ગઈ, ખ્યાતિ મળી એટલે પક્ષ ચલાવવાની આવડત આવી ગઈ, આ રીતે સુંઠના ગાંગડે ગાંધી થવાતું નથી. વિરોધ પક્ષ કાળાંતરે આપોઆપ પેદા થશે.

પૉરો ખાવ.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ બાર પુરબિયા અને તેર ચૉકા, હિન્દીભાષી, ભૈયાજી, પ્રોષિત ભર્તૃકા, મિયાંની દોડ, કહેવત, વાક્ય પ્રયોગ, ગુજરાતી ભાષા સમૃદ્ધ, કાશ્મિર, સમસ્યા, મુસ્લિમ, પાકિસ્તાન, યુનોનો ઠરાવ, સિમલા સમજુતિ, જનમત, લશ્કરી કાર્યવાહી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, હિમાલય જેવડી ભૂલ, ઇન્દિરા ગાંધી, લાંબી બુદ્ધિ, કલમ ૩૫એ, કલમ ૩૭૦, જમ્મુ-કાશ્મિર રાજ્ય, નહેરુવીયન કોંગ્રેસ, મૌન, ગુન્હાઈત, નરેન્દ્ર મોદીની નીતિ, શાંતિ, પુનર્વસન, ઇન્સાનીયત, કાશ્મિરીયત, જંબુરીયત, સુફી, વહાબી, સુન્ની, શિયા, ભ્રષ્ટ, જનસેવક, ફારુખ, ઓમર, સુરક્ષા, અમરનાથ શ્રાઈન બોર્ડ, સાંસ્કૃતિક સાથીઓ

Read Full Post »

દેશપ્રેમ, ભ્રમણાઓ અને ઝનૂનો

પોતાને (મૂર્ધન્યોને અને કટારીયાઓને) બકાત રાખી બાકીની સમગ્ર જનતાની નિંદા કરવી તેને આપણે આત્મનિંદા કહીશું. આત્મનિંદા એ એક ફેશન છે અને આ ફેશન મૂર્ધન્યોની અને કટારીયાઓની વૈચારિક સ્વયંપ્રમાણિત પ્રગતિશીલતાની નિશાની છે.

સમાજની માનસિકતાને મૂલવવી એ અજ્ઞ આંધળાઓ દ્વારા હાથીને સમજવા જેવી છે. જ્યારે સુજ્ઞ (કેટલાક મૂર્ધન્યો અને કટારીયા લોકો) લોકો સમાજને મુલવવાનો પ્રયત્ન કરે છે ત્યારે પ્રમાણભાન અને પ્રાથમિકતા અને સંદર્ભને સમજવાનો પ્રયત્ન કરતા નથી.

કેટલાક મૂર્ધન્યો અને કટારીયાઓ દ્વારા કહેવામાં આવે છે કે “ભારતવાસીઓ દંભી છે, ઝનુની છે, અપ્રામણિક છે, વાસ્તવમાં દેશપ્રેમી નથી, પ્રાંતવાદી છે, ભાષાવાદી છે, વિરોધી વિચાર પ્રત્યે અસહિષ્ણુ છે, જ્ઞાતિવાદી છે … .”

જો કે આ બધાં જે વિશેષણો વપરાયા તે ખાસ કરીને હિન્દુઓના સંદર્ભમાં જ છે એવો સંદેશ છે. ભારતની અને તે પણ ખાસ ભારતની હિન્દુ જનતા જે ૮૦ ટકા વસ્તી ધરાવે છે તેનું સમાજમાં પ્રતિબિંબ પડતું હોય તેને સહજ માનવું જોઇએ, અને તેને વસ્તીના પ્રમાણમાં મૂલવવી જોઇએ.

કોણ કોને બહેકાવી રહ્યું છે?

ભારતીય હિન્દુઓ કઈ દિશામાં જઈ રહ્યા છે? ભીન્ન ભીન્ન પક્ષના રાજકારણીઓ તેમને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે? જે તે દિશામાં સમાજને લઈ જવામાં ભીન્ન ભીન્ન રાજકીય પક્ષોનું કેટલું યોગદાન છે? આ રાજકીય પક્ષોની પ્રાથમિકતા કઈ છે તેમજ સમાજની સંરચનામાં કયા પરિબળો ભાગ ભજવી શકે છે અને ભજવે છે? આ સઘળી વાતોના ઉત્તરોને આપણે અવગણી ન શકીએ.

સમાજનું ચારિત્ર્ય કોણ ઘડે છે?

ગાંધીજીએ તેમને મરતા શિખવ્યું હતું

ઉત્પાદન અને વહેંચણીના તંત્ર દ્વારા સમાજનું ચારિત્ર્ય ઘડાય છે. ઉત્પાદન અને વહેંચણીનું તંત્ર કોણ બનાવે છે? ઉત્પાદન અને વહેંચણીનું તંત્ર કેન્દ્ર સરકાર ઘડે છે. કેન્દ્રમાં નહેરુવીયન કોંગ્રેસે ૨૫ વર્ષ સંપૂર્ણ ૨/૩ બહુમતી થી રાજ કર્યું. તેમાં પણ ૧૮ માસ તો મનમાની રીતે રાજ કર્યું. ૧૫ વર્ષ સૌથી મોટા પક્ષ તરીકે રાજ કર્યું. આ પક્ષે ભારતીય જનતાનું ચારિત્ર્ય ઘડવામાં સિંહ ફાળો આપ્યો છે તેને આપણે અવગણી ન શકીએ.

ભારતીયો દંભી છે?

જ્યારે જનતાનો મોટો ભાગ અભણ હોય, બેકાર હોય  અને ગરીબ હોય ત્યારે તેમના માર્ગદર્શક કોણ હોય છે? સુજ્ઞ જનો, મૂર્ધન્યો અને સમાચાર માધ્યમો અને રાજકારણીઓ તે પણ ખાસ કરીને સત્તાધારી પક્ષના નેતાઓ તેમના માર્ગદર્શક હોય છે. જો તમે દંભી વ્યક્તિઓની સૂચી બનાવો તો આ વાત તમને આપો આપ સમજાઈ જશે. એટલે આપણે તેનું પુનરાવર્તન નહીં કરીએ. જનતામાં રહેલા દેશપ્રેમી તત્વને આપણે અલગ રીતે ચર્ચીશું.

ભારતવાસીઓ ઝનૂની છે?

ઝનૂન ઘણી જાતના હોય છે. એક ઝનૂન સ્વયંભૂ હોય છે. એક ઝનૂન ગેરસમજૂતી થી ઉત્પન્ન થયું હોય છે એટલે કે અફવાઓથી પેદા થયેલું હોય છે. એક ઝનૂન પ્રતિક્રિયાના રુપમાં હોય છે. પશ્ચિમ પાકિસ્તાનમાંથી હિન્દુઓની જે હકાલપટ્ટી થઈ તેને આપણે મુસ્લિમોના ધાર્મિક ઝનૂન સાથે સરખાવી શકીએ. આ ઝનૂન મુસ્લિમોએ કરેલું સ્વયંભૂ ઝનૂન હતું. ૧૯૪૭ થી ૧૯૪૮ સુધીના સમયગાળામાં અફવાઓ દ્વારા પ્રતિક્રિયાત્મક ઝનૂને ભાગ ભજવ્યો હશે. પણ તે પછી ત્યાંની સરકારના આ ઝનૂનને આશિર્વાદ મળ્યા હતા અને મળ્યા છે. અને તેનું કારણ આજ સુધી ચાલી રહેલી પાકિસ્તાનમાંથી હિન્દુઓની હિજરત છે, આ ઝનૂનને આપણે પ્રતિકારાત્મક ઝનૂન ન કહી શકીએ. પૂર્વપાકિસ્તાન અને બંગલાદેશમાંથી હિન્દુઓની હિજરત પણ આવી જ છે. મુસ્લિમોના ઝનૂનની સામે હિન્દુઓનું ઝનૂન શૂન્ય બરાબર કહેવાય.

કાશ્મિરમાં હિન્દુઓની કત્લેઆમ કરી અને લાખોની સંખ્યામાં હિજરત કરાવવી, એ કાશ્મિરી મુસ્લિમોના ઝનૂનને, ભારતભરના મુસ્લિમોએ મૂક સંમતિ આપી છે. આ ઘટનાઓને તેના પ્રમાણના સંદર્ભમાં જોતાં સમાચાર માધ્યમોના કટારીયાઓએ, નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ મૌન ધારણ કરી મૂક સંમતિ આપી એમ જ કહી શકાય. આવા વલણની પાછળ તેમની મુસ્લિમોને થાબડભાણા કરવાની નીતિ જવાબદાર છે.

ગૌહત્યા વિરુદ્ધના હિન્દુઓના ઝનૂન વિષે શું કહીંશું?

શું એકના ઝનૂનની પ્રતિક્રિયાના રુપે ઉત્પન્ન થયેલા બીજા ઝનૂનને વ્યાજબી ઠેરવી શકાય?

ના જી.

અસામાજીક તત્વો અને ઝનૂની લોકો બધા જ ધર્મોમાં હોય છે. સવાલ ફક્ત પ્રમાણનો છે. સદભાગ્યે બીજેપી શાસિત સરકારોએ કાયદો અને વ્યવસ્થાને લગતા પગલાં લીધા છે અને પોતાની નીતિ-રીતિ સ્પષ્ટ કરી છે. સરકારે લીધેલા પગલાઓનું સમાચાર પત્રોએ વિવરણ કરવું જોઇએ અને તેના ઉપર નિરીક્ષણ કરી તેનો અહેવાલ સતત આપતા રહેવું જોઇએ. જનતંત્રમાં સરકારને સુધારવાનું આ એક પરિબળ છે. ભૌગોલિક વિસ્તારોમાં જ્યાં હિન્દુઓ લઘુમતિમાં હોય અને તેમને બહુમતિમાં રહેલી લઘુમતિ તરફથી જો કનડગત થતી હોય તો તેના વિવરણ પણ સમાચાર પત્રોમાં આવવા જોઇએ. સમાચાર માધ્યમોના માપદંડ સમાન હોવા જોઇએ. પણ આવું નથી. કેરેનામાં, કેરાલાના, મદ્રાસના, આંધ્રના, કર્નાટકના અને પશ્ચિમ બંગાળના અમુક વિસ્તારોમાં અને પૂર્વોત્તર રાજ્યોમાં જ્યાં લઘુમતિ પોતે બહુમતિમાં હોય છે અથવા તો તે અસામાજિક રીતે બહુમતિમાં હોય છે અને જો તે હિન્દુઓને કનડતી હોય છે તો તેના વિવરણો તો શું સમાચારો પણ આવતા નથી સિવાયકે કોઈ સંસદ તે અંગે પ્રશ્ન કરે ત્યારે જનતાને ખબર પડે છે કે આવું કશુંક થયું છે. વાસ્તવમાં આ સમસ્યાને કાયદો અને વ્યવસ્થાની ગણવી જોઇએ.

મૂર્ખ કે બેવકુફ નેતાઓ કે આત્મકેન્દ્રીઓ ફક્ત નહેરુવીયન કોંગી સમાજમાં જ હોય છે તેવું નથી. મોટાભાગની સંસ્થાઓમાં આવા નેતાઓ હોય છે. તેઓ જાણે અજાણે એવા ઉચ્ચારણો કરતા હોય છે કે સમાચાર માધ્યમો અને આ નેતાઓના  વિરોધીઓ ચગાવી શકે છે. મોહન ભાગવત ક્યારેક ક્યારેક એવા ઉચ્ચારણો કરે છે કે તેને બીજેપી વિરોધીઓ ચગાવી શકે છે. બીજેપીના જન્મજાત વિરોધીઓ કોણ છે તે આપણે જાણીએ છીએ. એવું પણ બને કે કે મોહન ભાગવતના નિવેદનનો અર્થ કોઈ જાતિવિશેષ માટે ન હોય પણ મારી મચડીને  તેમના ઉચ્ચારણનું લાગતા વળગતા નેતાઓ જાતિ વિશેષને સાંકળીને અર્થઘટન કરે છે. જેમ કે “જ્ઞાતિ આધારિત અનામતની અસરોની ફેરવિચારણા કરવી જોઇએ”, “ભારત માતાની જય બોલવાનું પણ હવે શિખવાડવું પડે છે”, આ બધા આમ તો સામાન્ય પ્રકારના “બાવાઓ બોલે” એવા ઉચ્ચારણો છે. પણ કારણ કે, તેમની સંસ્થા હિન્દુધર્મ સાથે સંકળાયેલી છે અને બીજેપીની તથા કથિત મત બેંક છે તેટલે તેને હદબહાર ચગાવી “પ્રધાનમંત્રી સ્પષ્ટીકરણ કરે” એવી માગણી પણ ચગાવવામાં આવે છે. કેટલાક જાતિગત નેતાઓ તો આવા કોઈ ઉચ્ચારણોની રાહ જ જોતા હોય છે. કારણકે તેમને સમાચાર માધ્યમો દ્વારા પ્રસિદ્ધિ મેળવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થતો હોય છે. સમાચાર માધ્યમો પણ આ માટે ટાંપીને બેઠા હોય છે. “મેરા ગલા કાટોગે તો ભી મૈં ભારતમાતાકી જય બોલુંગા નહીં”….. “મૈં કોઈ ભી હાલતમેં જયશ્રી રામ બોલુંગા નહીં….” વાસ્તવમાં જુઓ તો આવા કોઈ મુદ્દા જ હોવા ન જોઇએ. આવા મુદ્દાઓ જો ચર્ચવા હોય તો શૈક્ષણિક હેતુ માટે અનામત રાખવા જોઇએ. પણ મુસ્લિમ નેતાઓ પોતે હિન્દુઓથી અલગ છે અને પોતે આળા પણ છે તે લક્ષણ પ્રદર્શિત કરવા આતુર હોય છે. રામને ઈશ્વર માનવા તે હિન્દુઓ માટે પણ અનિવાર્ય નથી. પણ જયશ્રી રામ કહેવાથી રામ ને ઈશ્વર માન્યા તેવું સિદ્ધ થતું નથી. રામ એ ભારતનું એક મહાન ઐતિહાસિક પાત્ર છે. જેમ શિવાજી છે, જેમ મહાત્મા ગાંધી છે તેમ રામ છે. “રામના વિચારોનો જય હો, કે રામનો જય હો, કે રામદ્વારા કે રામના સિદ્ધાંતો દ્વારા અમારો જય હો…” આમાં કશું વિરોધ કરવા જેવું નથી, કે કમસે કમ પ્રસિદ્ધિ આપી ચગાવવા જેવું નથી. પણ એક મુસ્લિમ નેતાએ જયશ્રી રામ કહ્યું એટલે મુસ્લિમ ધર્મ ગુરુએ ફતવો જારી કરી પોતાના ધર્મના લોકો કેટલા આળા છે તેનું પ્રદર્શન કર્યું.

તમે કોઈની નજીવી તથા કથિત ભૂલોને દરગુજર ન કરો અને તેને ચગાવો તે શું દેશપ્રેમ છે? સમાચાર માધ્યમોએ સમાચારોને સંવેદનશીલ શબ્દોમાં ગોઠવવામાંથી બચવું જોઇએ. ભાષા ઉપર બળાત્કાર ન થવો જોઇએ. દેશને વિભાજિત કરવો એ દેશપ્રેમ નથી.

પ્રદેશ દ્વારા અને ભાષા દ્વારા વિભાજન

ભાષાવાર પ્રાંત-રચના (રાજ્ય રચના) કરવાનો ગાંધીજીનો હેતુ એ હતો કે જે તે પ્રદેશનો વહીવટ, તે પ્રદેશની આમજનતાની ભાષામાં થાય અને આમ જનતા વહીવટમાં હિસ્સો બની શકે. શિક્ષણનું માધ્યમ પણ આમ જનતાની જ ભાષા હોય. ગાંધીજીને એ ખ્યાલ પણ હતો કે બીજા પ્રદેશોના લોકો કોઈ એક પ્રદેશમાં પોતાનું પ્રભૂત્ત્વ સ્થાપી શકે છે. જો આવું થાય તો જે તે પ્રદેશની આગવી ઓળખ જાળવી ન શકાય. દરેક રાજ્યની પોતાની સંસ્કૃતિ અને પ્રણાલીઓ હોય છે. એટલે તેને જાળવવી જોઇએ. ગુજરાતમાં ગુજરાતી સંસ્કૃતિ અને મહારાષ્ટ્રમાં મરાઠી સંસ્કૃતિનું રક્ષણ થવું જોઇએ. એટલે કે ભૂમિપૂત્રોને માટે આરક્ષણ હોવું જોઇએ. આવા આરક્ષણનું પ્રમાણ યથા યોગ્ય રીતે નક્કી કરવું જોઇએ. જો તમે કોઈ એક પ્રદેશમાં કાયમી વ્યવસાય કે રાજ્યની નોકરી કરવા જાઓ તો તમને તે પ્રદેશની ભાષા આવડવી જોઇએ. આ ભાષાની કક્ષા બારમા ધોરણ જેટલી હોવી જોઇએ.

જ્યારે કોઈ એક નગર અમુક હદથી વધુ વિકસી જાય ત્યારે સ્થાનિક લોકો જોઈતા પ્રમાણમાં મળતા નથી. ક્યારેક એવું પણ હોય કે કોઈએક પ્રદેશમાં બહારના લોકોએ જ તે શહેરને વસાવ્યું હોય અને પહેલેથી જ સ્થાનિક લોકો લઘુમતિમાં હોય. ભાષાવાર પ્રાંતરચના  ગ્રામ્યવિસ્તારોને આધાર લઈને નક્કી કરવામાં આવેલી. આ કારણથી મુંબઈ મહારાષ્ટ્રને મળેલું. જ્યારે મુંબઈના દ્વિભાષી રાજ્યનું વિભાજન થયેલ ત્યારે એવું નક્કી થયેલ કે “મુંબઈનું પચરંગીપણું” જાળવી રાખવામાં આવશે. પણ નહેરુવીયન કોંગ્રેસે આ વચન નિભાવ્યું નથી. જ્યારે આમ જ હોય, તો શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના કે જેની રચના, ભાષાકીય ભેદભાવ ઉત્પન્ન કરી મતબેંક માટે જ થઈ હોય, તે તો આવું વચન નિભવવામાં માને જ ક્યાંથી.

૧૦૦ વર્ષ પહેલાં મુંબઈમાં દુકાનોના અને રસ્તાઓના નામ ગુજરાતીમાં હતા. રેલ્વે સ્ટેશનના બોર્ડ પણ અંગ્રેજી ઉપરાંત ગુજરાતીમાં લખેલા જોવા મળતાં હતાં.

પણ હવે?

મરાઠીભાષાની લિપિ દેવનાગરી છે તેમ છતાં પણ રેલ્વે સ્ટેશનના નામ દેવનાગરીના જુદા ફોન્ટ વાપરી, તેને મરાઠીમાં ખપાવી, ગુજરાતી ભાષાને લુપ્ત કરી દીધી છે. દુકાનોના બોર્ડ જે ક્યાંક ક્યાંક ગુજરાતી લિપિમાં જોવા મળતા હતા તેમાં પણ હવે આ મરાઠી નેતાઓને વાંધો પડવા માંડ્યો છે.

જો વાસ્તવમાં જોઇએ તો મહારાષ્ટ્રની મરાઠીભાષી આમજનતા અને ખાસ કરીને ભણેલી જનતા આવી નથી. પણ તેની જે નેતાગીરી છે તે આવી સંકૂચિત છે. સંકૂચિત હોવું એ નબળા મનની નિશાની છે અને સંકૂચિત મનવાળી વ્યક્તિ સૌ પ્રથમ ભ્રષ્ટ થાય છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે શિવસેનાએ અને એમએનએસે પોતે દેશપ્રેમી થવાની જરુર છે. “નરેન્દ્ર મોદીએ આમ કરવું જોઇએ અને નરેન્દ્ર મોદીએ તેમ કરવું જોઇએ” એવા દેકારા પડકારા કરવાથી દેશપ્રેમ સિદ્ધ થતો નથી.  જેમ દેશમાં અનેક ધર્મ હોય છે તેમ દેશમાં અનેક ભાષા હોય છે. જેમ બીજા ધર્મો પ્રત્યે આદાર હોવો જોઇએ તેમ બીજી ભાષા પ્રત્યે પણ આદર હોવો જોઇએ. જો તમે બીજી ભાષાનો અનાદર કરો તો તમારી દેશભક્તિમાં સાચે જ કચાસ છે.

જો કે આ બંને ભાષાના ઝનૂનપક્ષો કોંગ્રેસની પહેલાં નષ્ટ પામી જશે.

નબળા મનની ગુજરાત નહેરુવીયન કોંગ્રેસ

૧૯૭૨માં ચિમનભાઈ પટેલનો “પંચવટી”વાળો કિસ્સો પ્રપંચવટી તરીકે ઓળખાયો હતો. આ સમયમાં ઇન્દિરા ગાંધીનો ચડતો સિતારો હતો. જેમ પાકિસ્તાનની રચના જુઠાણા ઉપર થઈ છે તેમ ઇન્દિરાગાંધીના કોંગ્રેસ (આઈ) એટલે કે કોંગીની રચના જુઠાણા ઉપર થઈ હતી. રાષ્ટ્રપતિ પદના કોંગ્રેસના ઉમેદવાર સંજીવરેડ્ડી હતા. પણ ઇન્દિરા ગાંધીને તે પસંદ ન હતા. એટલે તેમણે વીવી ગિરીને ઉભા કરેલ અને પક્ષમાં “અંતરાત્માના અવાજ પ્રમાણે” મત આપવો એ શબ્દ પ્રયોગ કરી વીવી ગિરીનો પ્રચાર કરેલ. વીવી ગિરી જીતી પણ ગયા હતા. આવા અંતરાત્માઓથી નહેરુવીયન કોંગ્રેસ ફાટ ફાટ થાય છે. ૧૯૪૬માં નહેરુએ પોતે ખૂદ પોતાના અંતરાત્માના અવાજને માન આપીને વડાપ્રધાન પદની દાવેદારી કરી હશે. ઇન્દિરા ગાંધીના સમયમાં આ રોગે બધી સીમાઓ પાર કરી દીધી. ચિમનભાઈ પટેલે પોતાના વિધાનસભ્યોને પંચવટી ફાર્મમાં હરણ કરી રાખ્યા હતા. એ પછી આપણા શંકરસિંહે ધારાસભ્યોના હરણ કરી ખજુરાહોમાં રાખ્યા હતા. હાલમાં ગુજરાતના નહેરુવીયન કોંગ્રેસના વિધાનસભાના સદસ્યોને શક્તિસિંહ ગોહેલે બેંગલોર નજીકના કોઈ રીસોર્ટમાં હરણ કરી રાખ્યા છે. “અપહરણ” શબ્દ આપણે નથી વાપરતા. કારણ કે સીતાનું હરણ થાય તો તેને સીતાનું અપહરણ થયું એમ કહેવાય. પણ સુભદ્રાનું હરણ થાય તો તેને સુભદ્રાનું અપહરણ થયું એમ ન કહેવાય.  અપહરણમાં પરસ્પર પ્રેમની ભાવના હોતી નથી. હરણમાં પરસ્પર પ્રેમની ભાવના હોય છે.  પણ ઉપરોક્ત નહેરુવીયન કોંગ્રેસી હરણોમાં પરસ્પર પ્રેમની ભાવના તો નથી પણ હરણ પામેલા આત્માઓ તેમના “અંતરાઅત્માના અવાજ પ્રમાણે” રાજસભાની ચૂંટણીમાં મતદાન કરશે તો …? આ ભય છે.

આમ તો આમાં બે બાપુઓ આમને સામને છે. જો કે પ્રોક્સી યુદ્ધમાં બીજેપી સામેલ છે. વિધાન સભાના છ સભ્યો ઑલરેડી બીજેપીમાં ભળી ગયા. નહેરુવીયન કોંગ્રેસને પોતાના પક્ષના વિધાન સભ્યો ઉપર વિશ્વાસ નથી. પણ આવું જાહેરમાં તો કહેવાય કેમ?

જે પક્ષ પોતાને (લેવા દેવા વગર) દેશની સ્વાતંત્ર્યની લડતને પોતાની ધરોહર માને છે તે પક્ષના પ્રમુખને પોતાના સાદા સદસ્ય ઉપર નહીં પણ વિધાનસભાના સદસ્યની નીતિમત્તા ઉપર અને નિડરતા ઉપર એટલી બધી શંકા છે કે ….

ઇન્દિરા ગાંધીનો જમાનામાં વિજાણું ઉપકરણો એવા ન હતા કે તમે ધમકી આપનારને કે લલચાવનારના ઉચ્ચારણોને અને મુલાકાતોને વિજાણું ઉપકરણોની મદદથી દ્ર્ષ્ય શ્રાવ્યમાં રેકૉર્ડ કરી શકો. જો કે ઇન્દિરા ગાંધી, પોતાના વિરોધીઓના શ્રાવ્ય સંવાદો ગેરકાયદેસર રેકૉર્ડ કરવતી હતી. “મોઈલી પ્રકરણ” પ્રકાશમાં આવેલ.

હાલના સમયમાં હવે તો તમે તમારી ઉપર આવતા ફોનકૉલ અને તમને રુબરુમાં મળતા માણસોની વાતો અને પ્રસંગોને રેકૉર્ડ કરી શકો છો. ધારો તો તેમને બહુ સહેલાઈથી ઉઘાડા પાડીને યુ-ટ્યુબ, ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર ઉપર અને તમારી માનીતી ટીવી ચેનલો ઉપર પણ ફેલાવી શકો છો. આ બધું એક દમ સરળ છે. તમે બીજેપીવાળાઓની અને તેમના સહાયકોની રેવડી દાણાદાણ કરી શકો છો. જો કોઈ પોલીસ અધિકારી સંડાવાયેલો હોય તો તેને ઉઘાડો પાડીને બરતરફ કરાવી શકો છો. ન્યાયતંત્ર એટલું બધું તો ખાડે ગયું જ નથી કે તમે આવું કશું ન કરી શકો.

પણ આ નહેરુવીયન કોંગ્રેસીઓ આ વાત ઉપર મૌન છે.  એ લોકો તો માને છે કે કે જો તેમના વિધાન સભાના સદસ્યો ગુજરાતમાં ક્યાંય પણ હશે તો તે ફૂટી જશે. તેથી આવા એક કે બે નહીં પણ … પૂરા ૪૨ સદસ્યોને બેંગલોર ભેગા કરવા પડ્યા કે જ્યાં નહેરુવીયન કોંગ્રેસનું રાજ ચાલે છે. વળી આ સદસ્યોના  મોબાઈલ ફોન પણ લઈ લેવામાં આવ્યા જેથી કોઈ (બીજેપીવાળા) તેઓને ફોન ઉપર ધમકી કે લાલચ આપી ગભરાવી કે લલચાવી ન શકે. અમારા નહેરુવીયન કોંગ્રેસના સદસ્યો તો બિચારા ગભરુ હરણ જેવા છે. હા જી, અમે ગુજરાત વિધાનસભા માટે એવા જ ઉમેદવારો પસંદ કરીએ છીએ.

આવા ડરપોક અને દહીં-દુધીયા નહેરુવીયન કોંગ્રેસના વિધાનસભાના સભ્યો પાસેથી તમે દેશપ્રેમની શી આશા રાખી શકો છો?

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

કૂતરાઓ કેમ ભસે છે?

આપણે કૂતરાઓનું અપમાન કરવા માગતા નથી. કૂતરાઓ વફાદાર હોય છે. કૂતરાઓ ત્યાગી હોય છે. કૂતરાઓ થેંકફુલ હોય છે. કૂતરાઓ થેંકલેસ હોતા નથી, એટલે કે કૃતઘ્ન હોતા નથી. કૃતઘ્ન એટલે કે કોઇએ તેમના ઉપર ઉપકાર કર્યો હોય તો તે તેને ભૂલી જાય અને સ્વાર્થ માટે તેના ઉપર અપકાર કરે.

નહેરુવીયન કોંગ્રેસને અને તેમના સંસ્કારને આધારે મળતીયાઓને ઘણા લોકો કૂતરાની પ્રજાતિ સાથે સરખાવે છે. ત્યારે આપણે સમજવુ આ સરખામણી કૂતરાના બધા ગુણો માટે લાગુ પડતી નથી. પણ દુર્ગોણો માટે જ લાગુ પડે છે. ઉપમા અને ઉપમેય ફક્ત ઉપમાના તથા કથિત સંદર્ભમાં રહેલા ભાવ પુરતાં જ લાગુ પડે છે.

આર કે ધવન અને ઇન્દિરા ગાંધીનો કૂતરો

આર કે ધવન ઇન્દિરા ગાંધીના રહસ્યમંત્રી હતા. તેઓશ્રીને ઇન્દિરા ગાંધીના નિવાસ સ્થાને  ક્યારેક જવાનું પણ થતું. એટલે ઇન્દિરા ગાંધીનો પાળેલો કુતરો તેમને ભસતો નહીં. આર કે ધવનને કૂતરા ખાસ ગમતા નહીં. એટલે એમણે ઇન્દિરા ગાંધીના કૂતરાને ક્યારેય પંપાળેલો નહીં. એટલે ઇન્દિરા ગાંધીનો કુતરો, આર કે ધવનની પાસે પંપાળવાની અપેક્ષા રાખતો ન હતો અને તેમનો હેવાયો થાય તે પણ સંભવ ન હતું.

એક વખત આર. કે. ધવન, ઇન્દિરા ગાંધીના નિવાસસ્થાને ગયા. તે વખતે ઇન્દિરા ગાંધીના ઘરે ગૃહયુદ્ધ ચાલતું હતું. કોની વચ્ચે આ ગૃહયુદ્ધ ચાલતું હશે તેઓ તમે સમજી જ ગયા હશો. હાજી. મેનકા ગાંધી અને ઇન્દિરા ગાંધી વચ્ચે વાગ્‌યુદ્ધ ચાલતું હતું. આર કે ધવન શરુઆતમાં તો આ ઈન્દિરા અને મેનકા વચ્ચે સામ સામે ફેંકાતા વાગ્‍બાણોને શ્રવણ કરતા રહ્યા. તે વખતે ઇન્દિરા ગાંધીનો કુતરો પણ હાજર હતો. આ કુતરો આ વાગ્‌યુદ્ધની ભાષા ન સમજનારો શ્રોતા હતો. ઇન્દિરા ગાંધી બોલે એટલે આ કુતરો ઇન્દિરા ગાંધી સામે પોતાનું ડોકું ફેરવે અને મેનકા ગાંધી બોલે એટલે તે મેનકા ગાંધી તરફ જુએ. આમ તે પોતાના ડોકાને ફેરવ્યા કરે. ઇન્દિરા ગાંધી અને મેનકા ગાંધી તો ઘરના સદસ્ય હતા. અને બંને કૂતરા માટે તો આપ્તજન જ હતા. એટલે કુતરો કોઈનો પક્ષ લઈ શકે તેમ ન હતો. તે નિરુપાય થઈને પોતાનું ડોકું જે દિશામાંથી અવાજ આવે તે દિશામાં ફેરવ્યા કરતો. હવે થયું એવું કે મેનકા ગાંધી અને ઇન્દિરા ગાંધી વચ્ચેના વાગ્‌યુદ્ધમાં આર. કે. ધવન કંઇક બોલ્યા. કૂતરાને થયું આ માણસ શેનો વચ્ચે બોલે છે એમ વિચારીને કૂતરાએ “હાઉ” કરીને આર કે ધવનને કુલે બચકું ભરી લીધું.

ઇન્દિરા ગાંધીના ઘરમાં કેટલા પાળેલા કૂતરા હતા તે આપણે જાણતા નથી. પણ ઘરની બહાર નહેરુવંશીઓએ અનેક પ્રાણીઓ પાળ્યા છે તે વાત સૌ કોઈ જાણે છે. પણ આપણે કૂતરાઓની જ વાત કરીશું અને તે પણ ભસતા કૂતરાઓની વાત જ કરીશું. હવે આ કૂતરાઓ કરડી શકે તેમ નથી કારણ કે તેમની પાસે કેન્દ્રમાં સત્તા નથી પણ તેઓ ભસી તો શકે જ છે. એટલે તેઓ પ્રસંગોત્પાત્‌ ભસવાનું ચૂકતા નથી.

તમે પૂછશો પણ આ ભસનારા કોણ છે અને ક્યાં છે? 

તમે જાણતા હશો કે એલન ઓક્ટેવીયન હ્યુમ દ્વારા સ્થાપાયેલી કોંગ્રેસ આમ તો મહાનુભાવો માટે વાતોના તાડાકા મારવાની અને બ્રીટીશ સરકાર સાથે ભારતીય પ્રજાની વચ્ચે સંવાદના સેતુ તરીકે કામ કરવાના હેતુ સાથે સ્થપાયેલી ક્લબ જેવી સંસ્થા હતી. સુચારુ રીતે સંવાદ થાય તે માટે મહાત્મા ગાંધીએ કોંગ્રેસના દ્વાર આમજનતા માટે ખોલી નાખ્યા ને તેનું સંગઠન દેશવ્યાપી કર્યું.

આ કોંગ્રેસમાં ઘોડા, ગધેડા, ગાય, આખલા, ભેંસ, કૂતરા, સિંહ, વાઘ, વરુ, શિયાળ, ઉંદર એમ બધા જ હતા.

કાળક્રમે મહાત્મા ગાંધીએ જોયું કે બ્રીટીશ રાજકર્તાઓ દંભી છે અને ઠગ પણ છે. તેમણે દેશને માનસિક રીતે અને ભૌતિક રીતે પાયમાલ કરી દીધો છે. તેમણે વૈવિધ્યતાવાળા દેશને, વૈવિધ્યતાને  આધાર બનાવી જનતાને અનેક જુથોમાં વિભાજિત કરીને એકબીજા સામે બાખડતો કરી દીધો છે. એટલે તેમણે સંપૂર્ણ સ્વાતંત્ર્યની લડત ચલાવી.

ચર્ચા દ્વારા ગળાયેલો શુદ્ધ નિર્ણય

જો કોઈ પ્રજાને જાગૃત કરવી હોય અને તેનું ગૌરવ પાછું અપાવવું  હોય તો માનસિક સુધારાઓ લાવવા પડે. માનસિક જાગૃતિ લાવવી પડે. વૈચારિક અને ભૌતિક સ્વાવલંબન લાવવું પડે. પ્રજ્ઞાવાન બનાવવી પડે. સારા ખોટા વચ્ચેનો  ભેદ સમજાવવો હોય તો તે સમજાવવા માટે જનતા ઉપર દબાણ ન લાવી શકાય. ટૂંકમાં સુધારાઓ લાવવા માટે જે વ્યક્તિઓ પોતાને સુધારાવાદી માનતી હોય તેમણે પરોક્ષ અને પ્રત્યક્ષ હોદ્દાઓ સ્વિકારવા ન જોઇએ.

જો તમે કોઈને સલાહ આપવા માગતા હો તો તે સલાહનો અમલ તમારાથી કરવો જોઇએ. એટલે ગાંધીજીએ પોતે ૧૯૩૩થી પોતાના બધા જ હોદ્દાઓનો ત્યાગ કર્યો. તે એટલે સુધી કે તેઓશ્રી કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી પણ દૂર થયા. જોકે તેમણે કોંગ્રેસને સલાહ આપવાનું અને ચર્ચા કરવાનું, એક સામાન્ય નાગરિકની રુએ ચાલુ રાખ્યું જેથી તેમની સલાહ ઉપર દબાણ વગરની વ્યાપક ચર્ચા થાય અને જે નિર્ણય નીપજે તે વ્યાપક ચર્ચાની ગળણી દ્વારા ગળાયેલો શુદ્ધ હોય.

ગાંધીજીએ, સરકારની સાથે જનતા માટે પરસ્પર ચર્ચાના,  સરકારની સામે અહિંસક આંદોલનના, સત્યાગ્રહના અને સવિનય કાનૂન ભંગના નિયમો બનાવેલા જેથી સરકારનો અને જનતાનો પણ વૈચારિક વિકાસ થાય.

કાળક્રમે જનતાના આંદોલન દ્વારા ભારતને સ્વતંત્રતા મળી. પણ આ સ્વતંત્રતાના અંતિમ આંદોલન દરમ્યાન ગાંધીજીને અનુભૂતિ થઈ કે કોંગ્રેસના હોદ્દેદારોમાં અનેક જાતના પ્રાણીઓ છે અને સૌનો એજન્ડા ભીન્ન ભીન્ન છે. જો સમાજમાં પ્રગતિશીલ સુધારા લાવવા હોય તો સુજ્ઞ નેતાઓ મનમાની કરે એવા છે અને પોતાના હોદ્દાઓનો દુરુપયોગ કરે એવા છે. “વૈચારિક રીતે ધનિક હોય”, તેવા  નેતાઓ જ સાધન શુદ્ધિ દ્વારા સામાજીક પરિવર્તન લાવી શકશે. શું આ બધી અદ્ધર અદ્ધર વાતો છે? ના જી. આ બધી અદ્ધર અદ્ધર વાતો નથી.

૧૯૪૭માં કોંગ્રેસનું અસ્તિત્વ ફક્ત વિભાજીત ભારતમાં જ હતું એમ ન હતું પાકિસ્તાન હસ્તક પ્રદેશમાં પણ કોંગ્રેસનું અસ્તિત્ત્વ હતું. ગાંધીજીએ  હિંસાની વ્યાપકતાના આધારે જોયું કે ભાગલા અનિવાર્ય છે મુસ્લિમ લીગ પાસે તો આશા રખાય એમ નથી પણ કોંગ્રેસી નેતાઓ જો પાકિસ્તાની પ્રદેશોમાં કોંગ્રેસને જીવતી રાખશે તો ભવિષ્યમાં જનતાને ભારતના ભાગલાની નિરર્થકતા સમજાવી શકાશે. એટલે જ્યારે પાકિસ્તાનમાંથી કોંગ્રેસી નેતાઓ ભાગીને ભારતમાં આવી ગયા. ગાંધીજીએ તેમને અતિ કડક શબ્દોમાં ઠપકો આપ્યો. આ શબ્દોનો તત્કાલિન કોંગ્રેસ વિરોધી વ્યક્તિઓએ અને નેતાઓએ જાણે કે આ શબ્દો પાકિસ્તાનથી આવેલા નિરાશ્રિતઓને કહ્યા હતા તેવો પ્રચાર કર્યો અને આજે પણ અમુક લોકો મહાત્મા ગાધી-ફોબિયાથી પીડિત છે.  મહાત્મા ગાધી-ફોબિયાથી પીડિત લોકો “ગૉન કેસ” છે. તેની ચર્ચા અહીં આવશ્યક નથી.

હોદ્દા પ્રાપ્ત કરવા માટે ભલામણનું દબાણ

ગાંઘીજીએ જોયું કે સ્વતંત્ર ભારતની કોંગ્રેસી સરકારમાં સામેલ થવા માટે ઘણા નેતાઓ ગાંધીજી પાસે સરકાર ઉપર દબાણ લાવવાની ભલામણ કરતા હતા.

આ બધું જોઈ અનુભવી ગાંધીજીએ કોંગ્રેસને ચેતવણી આપી હતી કે “જનતા તમને વીણી વીણીને મારશે”.

સ્વતંત્રતા મેળવ્યા પછી કોંગ્રેસે ભલે પોતાનું નામ ન બદલ્યું પણ આ ટોળાનું નામ આપણે નહેરુવીયન કોંગ્રેસ આપીશું. કારણ કે નહેરુએ સ્વતંત્રતા મેળવ્યા પછી તેનું ધ્યેય, સિદ્ધાંત અને આચાર બદલી નાખ્યા છે. પક્ષ તેના ધર્મથી ઓળખાય અને ધર્મ તેના આચારથી ઓળખાય છે.

નહેરુવીયન કોંગ્રેસના સમર્થકો જનતાને ઉઠાં ભણાવે છે.

 કોંગ્રેસમાં અને કોંગ્રેસ બહાર રહેલા કોંગ્રેસના સંસ્કારના સમર્થકો જનતાને કેવીરીતે ઉઠાં ભણાવે છે તેની આપણે ચર્ચા કરીશું.

આપણા એક કટારીયા ભાઈએ “અમિત શાહે કોંગ્રેસને વિખેરી નાખવાની વાત ગાંધીજીએ કરી હતી” તે ઉપર પ્રશ્ન ચિન્હ લગાવ્યું છે. હાજી. તેઓશ્રી એ ગાંધીજીના ઉચ્ચારણોનો સંદર્ભ વગર ઉપયોગ કરી મગજની કસરત કરી છે. [રેફરન્સ “ડી.બી.”ભાઈનું (દિવ્યભાસ્કરભાઈ) અંક તારીખ ૧૪ જુન ૨૦૧૭, કટારીયા ભાઈ ડૉ. હરિ દેસાઈ].

ગાંધીજી એમ માનતા હતા કે કોંગ્રેસનું કામ સામાજિક પરિવર્તનનું છે અને તે પણ મુક્ત સંવાદ દ્વારા. એટલે કે નેતાઓએ જનતા વચ્ચે જઈને સામાજીક સુધારાની વાતો કરવી જોઇએ. સત્તાના હોદ્દેદારો મુક્ત સમાજીક પરિવર્તન ન કરી શકે. આપદ્‌ધર્મ તરીકે ભલે કોંગ્રેસે સ્વાતંત્ર્યનું આંદોલન કર્યું. પણ હવે કોંગ્રેસના નેતાઓએ સામાજીક પરિવર્તનમાં લાગી જવું જોઇએ. એટલે કે કોંગ્રેસને હવે વિખેરી નાખો.

“સર્વ સેવા સંઘ”ને તમે કોઈ પણ નામ આપો. કોંગ્રેસે હવે સેવા સંઘ તરીકે કામ કરવું જોઇએ. રાજકીય પક્ષ તરીકે હવે કોંગ્રેસે હવે કામ કરવાની જરુર નથી. સ્વાતંત્ર્ય મેળવ્યા પછી જો ગાંધીજીએ કોંગ્રેસને જીવતી રાખવાની વાત કરી હોય તો તે આ અર્થમાં કરી હતી.

ગાંધીજીના છેલ્લા ત્રણ મહિનાની રોજેરોજના અક્ષરસઃ બોલાયેલા શબ્દોની રોજનિશી ઉપલબ્ધ છે. તેમાં કોંગ્રેસને રાજકીય પક્ષ તરીકે જીવતી રાખવાની કોઈ વાત નથી.

બીજેપી ઉપર તૂટી પડો.

બીજેપીના પક્ષ પ્રમુખ શ્રી અમિત શાહે વાત કરી કે “ગાંધીજી ચતુર વાણિયા હતા…. તેમણે કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) વિખેરી નાખવાની વાત કરી હતી.”

હવે આપણે આ કટારીયાભાઈના શબ્દ પ્રયોગો જોઇએ.

“કોંગ્રેસી ગોત્ર સામે ભાજપી આક્રોશ” આ લેખનું શિર્ષક કે શિર્ષ રેખા છે.

આ શિર્ષ રેખા કોણ નક્કી કરે છે? કટારીયા ભાઈ કે બીજું કોઈક તે આપણે જાણતા નથી. પણ એવું લાગે છે કોઈએ કહેવું જોઇએ કે “સહી શબ્દોંકા પ્રયોગ કરેં”. “આક્રોશ કરનારા” આમ તો હતાશ કે લાચાર માણસો હોય છે. અહીં બીજેપી માટે આ શબ્દ બંધબેસતો નથી. વાસ્તવમાં બીજેપીએ કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) ક્ષીણ કરી છે અને કોંગ્રેસ વધુને વધુ ક્ષીણ થતી જાય છે. એટલે નહેરુવીયન કોંગ્રેસના સમર્થકો આક્રમક થયા છે. તેથી તેમના ઉચ્ચારણોમાં શબ્દ અને અર્થનો મેળ પડતો નથી. ચાલો આ વાત જવા દો.

બીજેપીના પ્રમુખે શબ્દ પ્રયોગ કર્યો કે “ગાંધીજી ચતુર વાણિયા હતા …” જો કે જ્યારે આપણા કટારીયા ભાઈ, હરિભાઈ દેસાઈનો લેખ પ્રગટ થયો ન હતો ત્યારે ઘણા લોકોને (મારા સહિત) સમાચાર માધ્યમો દ્વારા ખબર જ પડી ન હતી કે “ગાંધીજી ચતુર વાણિયા હતા …” એવા શબ્દ પ્રયોગમાં સમાચાર માધ્યમોને વાંધો પડ્યો છે.

અમિતભાઈ શાહે શું એવું તે શું કહી નાખ્યું કે જાણે ધરતીકંપ થયો. ગાંધીજી ચતુર હતા તેમાં તો વાંધો ન જ પડે. ગાંધીજી ચતુર વાણિયા હતા એવું કહેવામાં પણ વાંધો તો ન જ પડવો જોઇએ કારણ કે ગાંધીજી પોતે જ પોતાને, ઘણીવાર વાણિયા તરીકે ઓળખાવતા હતા જેમ નરેન્દ્ર મોદી પોતાને ક્યારેક ક્યારેક ગુજરાતી તરીકે ઓળખાણ આપે છે. જો પાટીદારો સરદાર પટેલને કે જેમણે ભારતની એકતા માટે જીવન ખર્ચી નાખ્યું તે સરદાર પટેલને સરદાર પાટીદાર તરીકે ઓળખાવવા માગતા હોય તેમાં સમાચાર માધ્યમો વાંધો પાડતા નથી તો ગાંધીજી ચતુર હોય અથવા વાણિયા હોય અથવા બંને હોય તેમાં શા માટે વાંધો પાડવો જોઇએ?

અમિત શાહે ગાંધીજી માટે ઉપરોક્ત ઉચારણ કર્યું તેનો બીજો હિસ્સો છૂપાવીને સમાચાર માધ્યમોએ, ઘણી કાગારોળ મચાવી દીધી હતી. સમાચાર માધ્યમોએ અમિત શાહને માટે મન ફાવે તે રીતે બુરાઈ કરી.

કેટલાક ટીવી ચેનલ વાળા તો અમિત શાહના ઉચ્ચારણને અધ્યાહાર રાખીને જ બદબોઈ કરતા હતા. “ગાંધીજી ચતુર વાણિયા હતા…. તેમણે કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) વિખેરી નાખવાની વાત કરી હતી.” ગઈ કાલે જ આ આખું ઉચ્ચારણ મારા જેવાને જાણવા મળ્યું. ચાલો જાવા દઈએ એ વાત. આપણા કટારીયાભાઈએ શું લખ્યું છે?

તમારે જે કંઈ કહેવું છે તે સત્ય છે તેમ સિદ્ધ કરવાના ઘણા રસ્તાઓ છે.

એક તો છે કાન્તિભાઈ ભટ્ટનો રસ્તો.

જો તમારે એમ કહેવું છે કે દા.ત. નરેન્દ્ર મોદીમાં “ફલાણો ગુણ નથી …” તો તમે એમ કરો કે કેટલીક એવી વ્યક્તિઓના નામ સાથે વર્ણન કરો કે જેમની પાસે તમારા માનવા પ્રમાણે તે ગુણ હોય. આ વર્ણનને અંતે તમે આપોઆપ એવા નિષ્કર્ષ ઉપર આવી જાઓ અને કહો કે નરેન્દ્ર મોદીમાં આવા ગુણો ક્યાં છે? આવા પ્રકારના તર્કની ચર્ચા આપણે અગાઉ કરેલી છે. જો કે કાન્તિભાઈ પ્રત્યે મને માન છે પણ જ્યારે જે વાતમાં તેમનો બીજેપી-ફોબિયા પ્રકટ થાય છે ત્યારે ન્યાય ખાતર કડવું બોલવું પડે છે.

બીજો રસ્તો

વ્યક્તિ કે વ્યક્તિ સમુહની ટીકા કરવાની બીજી રીત એ છે કે તમે વ્યક્તિનું કે સમુહનું નામ લીધા વગર બદબોઈયુક્ત ઘણું બધું લખી નાખો. જેમકે;

“આ વામણાઓનો યુગ છે… તેની અનુભૂતિ છાસવારે થઈ રહી છે. નિતનવી ઘોષણાઓ … , પ્રજાને આંજવી … , ધર્મના અફિણના ઘૂંટડા પીવડાવવા … , ખુલ્લે આમ ગાંધીજીની ઠેકડી ઉડાડવી … , પ્રજાને ગેર માર્ગે દોરવા અધ્યાયો ચલાવવા …. “ તમારે તો ફક્ત બદબોઈ જ કરવાની છે અને તે પણ વ્યક્તિનું કે વ્યક્તિ સમુહનું નામ લીધા વગર બદબોઈ કરવાની છે એટલે તમે બેફામ રીતે જે શબ્દ પ્રયોગ હાથ વગો થયો તેનો ઉપયોગ કરી નાખો.

તે પછી વ્યક્તિની તમે બદબોઈ કરવાનું ધ્યેય રાખો છો તેનું એકાદ અર્ધુપર્ધું વાક્ય ઉદ્‍ધૃત કરી દો. અને પછી વ્યક્તિને તેની સાથે જોડી દો. વિરોધાભાસ દેખાડવા માટે કોંગ્રેસના સ્વાતંત્ર્ય પહેલાંની પ્રોફાઈલને વર્ણવી દો. એટલે કે હાલના બીજેપીના નેતાનું હાલનું ઉચ્ચારણ અને કોંગ્રેસીઓની (૭૦ વર્ષ પહેલાંની પ્રોફાઈલ) ને સાંકળો. સાધ્યમ્‌ ઇતિ સિદ્ધમ્‌.

જનતા તો બેવકુફ છે તે તમારી આ રમત સમજી શકતી નથી કે કોંગ્રેસ અને નહેરુવીયન કોંગ્રેસને સ્નાનસૂતકનો પણ સંબંધ પણ નથી. ૨૫મી જુને (નહેરુવીયન કોંગ્રેસ દ્વારા લોકશાહીના ખૂનના  વાર્ષિક દિવસે) આપણે આ ભેદને વધુ એકવાર સમજીશું.

આપણે અમિત શાહની બદબોઈ કરવી છે. આટલી વાત થી અમિતભાઈના ઉચ્ચારણ . “ગાંધીજી ચતુર વાણિયા હતા…. તેમણે કોંગ્રેસને (નહેરુવીયન કોંગ્રેસને) વિખેરી નાખવાની વાત કરી હતી. કોંગ્રેસને વિચારધારા જ ન હતી.” ને વગોવીને અમિત શાહને વગોવીશું તો તે પુરતું નથી.

તો શું કરીશું?

અમિતભાઈની આસપાસના લોકોને પકડો. કોંગ્રેસને વિચારધારા જ ન હતી તેની ઉપર શૈક્ષણિક ચર્ચા કરવા જઈશું તો જનતાને ઉઠાં ભણાવવાની આપણી દાળ ગળશે નહીં. તેથી તેને તો સ્પર્ષ જ ન કરવો.

આર.એસ.એસને પકડો. તેના કેટલાક નેતાઓના સંવાદોને પકડો. અગડંબગડં લખો અને રાષ્ટ્રકારણ અને રાજકારણ એવા શબ્દ પ્રયોગો કરો. મહાત્મા ગાંધીએ આર એસ એસ માટે વાપરેલા શબ્દોને ફક્ત ઉદ્‌ધ્રુત જ કરો. તેની શૈક્ષણિક ચર્ચા ન કરો. કારણ કે તે અઘરું પડશે અને નાહકના “લેનેકા દેના પડ જાયેગા ..”.

જો કે આ બધું વ્યર્થ છે. કોંગ્રેસના જે નેતાઓએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપ્યું તે બધા ક્યારનાય ઈશ્વરને પ્યારા થઈ ગયા છે. જેઓ જીવ્યા તેમાંના મોટાભાગનાઓએ ડબલ વસુલી લીધું. તેમના ફરજંદો ખાસ કરીને નહેરુવીયન ફરજંદોએ બીજા તેમના જેવા હજારો ફરજંદો ઉભાકરી ઉઘાડે છોગ લૂંટ જ કરી છે.

જે આર.એસ.એસ. ના લોકોએ કહેવાતી હિંસા આચરી તેઓ પણ ઉપર પહોંચી ગયા. કટારીયા ભાઈએ સમજવું જોઇએ કે ફક્ત હિન્દુઓ સંત થઈને રહે તે વાત ત્યારે પણ શક્ય ન હતી અને આજે પણ ૬૦વર્ષના નહેરુવીયન કોંગ્રેસના શાસનના નિષ્કર્ષને અંતે પણ શક્ય બની નથી. નિંદા કરવી જ હોય તો બંને કત્લેઆમની પ્રમાણ પ્રમાણે નિંદા કરવી જોઇએ. એક તરફી નિંદા વ્યંઢ જ હોય છે.

વિચારધારાની બાબતમાં આપણા કટારીયા ભાઈ, કોંગ્રેસના સ્થાપક સભ્યોથી શરુ કરી ૧૯૪૭ સુધીનાના નામોની યાદી આપે છે અને પ્રશ્ન ઉઠાવે છે કે “શું આ લોકોને વિચારધારા ન હતી?”

અરે ભાઈ તમને એકવાર તો કહ્યું કે ૧૯૪૭ પહેલાંની કોંગ્રેસમાં ઘોડા, ગધેડાં, ગાયો …. શિયાળ, વરુ … બધા જ પ્રાણીઓ હતા તે વાત મહાત્મા ગાંધીએ પોતાના શબ્દોમાં કહી જ હતી. પણ ૧૯૪૭ પછીનો અને ખાસ કરીને નહેરુ સર્વેસર્વા થયા પછીનો નહેરુનો, નહેરુવીયનોનો અને નહેરુવીયન કોંગ્રેસનો વર્કચાર્ટ જુઓ. આ વર્કચાર્ટની આગાહી મહાત્મા ગાંધી કરી શકતા હતા. એટલે જ તેમણે કહેલ કે “હે કોંગ્રેસીઓ …. તમને ભવિષ્યમાં જનતા વીણી વીણીને મારશે …”

કટારીયા ભાઈ પોતાને તટસ્થ માને છે એટલે તેમણે થોડા “ગોદા” (નહેરુવીયન) કોંગ્રેસને પણ મારી દીધા છે. “યાર … તટસ્થતા ભી કોઈ ચીજ઼ હૈ”

કોણ રાજકારણી અને કોણ રાષ્ટ્રકારણી?

સૌથી સહેલો જવાબ એ છે કે જે રાજકારણમાં છે પણ હોદ્દો ભોગવાની ખ્વાહેશ રાખતો નથી પણ હોદ્દાને ફરજના ભાગરુપે સ્વિકારે છે તે રાષ્ટ્રવાદી. રાજા જનક, રાજા રામ …

જે હોદ્દો ભોગવાની ખ્વાહેશ રાખે છે અને હોદ્દો ભોગવે છે તે રાજકારણી. રાવણ, દુર્યોધન,

વર્તમાનના દાખલા જોઇએ છે?

મોરારજી દેસાઈ રાષ્ટ્રવાદી.

ઈન્દિરા ગાંધી રાજકારણી.

જો કે જ્યાં સુધી બુરાઈઓની વાત છે તો નહેરુવીયન કોંગ્રેસે તો “બાણોચ્છિષ્ઠં જગત સર્વં” જેવું કર્યું છે એટલે કે દુરાચારોના પ્રમાણની બાબતમાં નહેરુવીયન કોંગ્રેસને કોઈ પહોંચી ન શકે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

સુજ્ઞ લોકોની કાશ્મિર વિષેની ભ્રમણાઓ

સુજ્ઞ લોકોની કાશ્મિર વિષેની ભ્રમણાઓ

સુજ્ઞ લોકો એટલે જેઓ પોતાને જ્ઞાનવાન, વિશ્લેષક અને તર્કશુદ્ધ અભિપ્રાયો ધરવાન નારા સમજે છે તેવા ચેનલ ઉપર ચર્ચા કરનારા નેતાઓ, કે વર્તમાનપત્રોમાં કટારીયાઓ અને મૂર્ધન્યો છે.

આપણે ફક્ત આજે એક કટારીયાભાઈ/ભાઈઓ ની જ વાત કરીશું. અને તે પણ ડીબી (દિવ્ય ભાસ્કર) માં લખતા એક કટારીયા ભાઈની તેમણે યુટ્યુબ ઉપર આપેલા કાશ્મિર સમસ્યા ઉપર તેમણે દાખવેલા અભિપ્રાય વિષે વાત કરીશું. આ પ્રવચન જો તમારે સાંભળવું હોય તો નગીનભાઈ સંઘવી સાથેનો સંવાદ યુટ્યુબના “સર્ચ” ઉપર  તમે “‘Samvaad – The Talk Show’ with Nagindas Sanghvi, A Renowned Political Analyst “ આમ ટાઈપ કરી મેળવી શકશો.

નગીનભાઈ સંઘવી એક માનનીય વ્યક્તિ છે. આવા માનનીય મૂર્ધન્યોની સંખ્યા ગુજરાતી જ નહીં પણ અંગ્રેજીમાં પણ ઓછી છે અને ભારતમાં જ નહીં પણ અમેરિકામાં પણ ઓછી છે.

આવા ગણ્યા ગાંઠ્યા કટારીયા લેખક જ્યારે કોઈ લાંબા ગાળાથી ચાલી આવતી સમસ્યા વિષે લખે ત્યારે સામાન્ય રીતે દાળમાં કોળું ન જાય. પણ, ક્યારેક  જાય  પણ ખરું. આ “દાળમાંનું કોળું” એક વ્યક્તિગત અભિપ્રાય છે.

હિન્દુ-મુસ્લિમ વ્યવહારો અને સંબંધો વિષે લખવું એટલે આમ તો બહુ નાજુક વિષય છે. કારણ કે આ બંનેને ધર્મને કારણે જુદા પાડવામાં આવ્યા છે. મુસ્લિમો પ્રમાણમાં વધુ સંવેદનશીલ છે. પણ હિન્દુઓ વધુ સંખ્યામાં હોવાથી સંવેદનશીલ હિન્દુઓની સંખ્યાને અવગણી ન શકાય.

 આપણે માંડીને વાત નહીં કરીએ. પણ ક્યાંથી ક્યાં સુધી?

અમુક કાશ્મિરી નેતાઓ ચંદ્રગુપ્ત મૌર્ય થી શરુઆત કરી એમ સાબિત કરવા માગે છે કે અમે ક્યારેય ભારતમાં હતા જ નહીં.

અમુક કાશ્મિરી હિન્દુઓ ભારતીય સંસ્કૃતિના મૂળમાં જાય છે અને કહે છે કે મોટાભાગના ભારતીય સંસ્કૃતિક સાહિત્યના સ્રોત કાશ્મિરના છે. જો કે તેમાંના કેટલાક હિન્દુ નેતાઓ અગાઉ સ્વતંત્ર કાશ્મિરની વાત કરતા હતા પણ તેઓ બેઘર થયા એટલે તેઓ ભાનમાં આવ્યા કે મુસ્લિમો કઈ રીતે તેમની સામે વર્તી શકે છે.

તટસ્થ રીતે વિચારો તો કાશ્મિર ક્યાં હોવું જોઇએ?

दानं भोगः  नाशः अस्य, तीस्रः गतिः भवन्ति वित्तस्य,

यो ददाति न भूंक्ते, तस्य तृतीया गतिः भवति

ધનની (અહીં કાશ્મિરની) ત્રણ ગતિઓ છે. કાં તો પાકિસ્તાનને દાનમાં આપી દો (અને તેને શૂન્ય થવા દો).

કાંતો કાશ્મિરને ભારતમાં રાખો તેનો વિકાસ કરીને યાત્ર સ્થળ તરીકે ભોગવો ,

કાંતો કશ્મિરને સ્વતંત્ર રાખો કે જેથી તે તિબેટની જેમ નાશ પામી જાય.

એવું કહેવાય છે કે શેખ અબ્દુલ્લા એક સ્વાતંત્ર્ય સૈનિક હતા. તેઓશ્રી નહેરુના મિત્ર હતા. પણ જમ્મુ કાશ્મિરના રાજા સાથે તેમને ખાસ બનતું નહીં.

જેને આપણે “ભારત” અથવા “અખંડ ભારત” કહીએ છીએ તેનું રાજકીય અસ્તિત્ત્વ ૧૮૪૬માં આવ્યું કે જ્યારે જમ્મુના મહારાજા ગુલાબ સિંહે કાશ્મિરને સાઠલાખ રૌપ્ય મુદ્રામાં અંગ્રેજો પાસેથી લીધું, અંગ્રેજોને બે સુંદર કાશ્મિરી શાલ અને ત્રણ હાથ રુમાલ આપ્યા અને અંગ્રેજોની આણ માન્ય રાખી.

આથી વધુ જુની વાતને, દુનિયા માન્ય રાખશે નહીં અને હાસ્યાસ્પદ ગણાશે એ અલગ.

એમ તો આપણે આપણો દાવો પશ્ચિમમાં ઇરાન ઉપર અને અરબસ્તાન ઉપર, પૂર્વમાં વિએટનામ અને જાપાન સુધી અને દક્ષિણમાં જાવા સુમાત્રા સુધી કરી શકીએ. કારણ કે ક્યારેક હિન્દુ  રાજાઓ ત્યાં રાજ કરતા હતા. પણ તે દાવા માટે આપણી પાસે સગવડતા હોવી જોઇએ. જેમકે ચીનનું કહેવું હતું કે કોઈ એક કાળે તિબેટ ઉપર અમે રાજ કરતા હતા. અને નહેરુએ ચીનને તિબેટ ઉપર રાજ કરવાની સગવડ કરી આપેલ.

એ વાત જવા દો. એ વાતથી વિષયાંતર થઈ જશે.

અંગ્રેજોએ ગમે તેમ કરીને જીન્નાને પાકિસ્તાન કરી આપ્યું.

પણ દેશી રાજાઓ ના રાજ્યનું શું કરવું?

દેશી રાજાઓ માટે ત્રણ વિકલ્પ હતા. કાં તો પાકિસ્તાન સાથે જોડાય, કાંતો ભારત સાથે જોડાય અથવા તો સ્વતંત્ર રહે. પણ આ પસંદગી મનમાની રીતે થઈ શકે તેમ ન હતું. તેમના રાજ્યની જનતાની સંમતિ જરુરી હતી.

જુનાગઢના નવાબ મનમાની કરવા ગયા તો એમના રાજ્યમાં વિદ્રોહ થયો. તેમને પાકિસ્તાન ભાગી જવું પડ્યું. હૈદરાબાદના નવાબ પણ મનમાની કરવા ગયા તો તેમના લશ્કરે શરણાગતિ સ્વિકારવી પડી. જમ્મુ કાશ્મિરના રાજાએ કશો નિર્ણય ન લીધો. તેમની ઈચ્છા સ્વતંત્ર રહેવાની હતી. શેખ અબ્દુલ્લાની ઈચ્છા પણ એવી જ હતી. ખાટલે મોટી ખોડ એ હતી કે એ બંને વચ્ચે બનતું ન હતું.

આવા સંજોગોમાં પાકિસ્તાનની દાઢ સળકી.

૧૫-૦૮-૧૯૪૭ તારીખથી બ્રીટીશ શાસનનો અંત આવતો હતો. જમ્મુ-કાશ્મિર રાજ્ય અવરજવર માટે  પાકિસ્તાન સાથે જોડાયેલું હતું. જ્યાં સુધી બધું થાળે ન પડે ત્યાં સુધી ઇન્ડિયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ અંતર્ગત પાકિસ્તાનની ફરજ હતી કે તે રોજ વપરાશની ચીજો જમ્મુ-કાશ્મિરને પૂરી પાડે. પણ પાકિસ્તાને નાકા બંધી કરી અને જીવન જરુરી વપરાશની ચીજો મોકલવાની બંધ કરી દીધી. તે ઉપરાંત પાકિસ્તાને સ્વાતંત્ર્યવીરોને નામે સૈનિકોને શસ્ત્ર સરંજામ સાથે જમ્મુ-કાશ્મિરનો કબ્જો લેવા મોકલી આપ્યા. એટલે કે પાકિસ્તાને સૈનિક આક્રમણ કર્યું.

હવે એક વસ્તુ સમજી લો કે પાકિસ્તાનની જમ્મુ-કાશ્મિર ઉપર દાવો કરવાની ત્રણ ગેરલાયકાત હતી.

(૧) ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ અંતર્ગત જ્યાં સુધી (૧૯૫૦) બધું થાળે ન પડે ત્યાં સુધી “સપ્લાય લાઈન ચાલુ રાખવી. પણ પાકિસ્તાને આ શરતનો ભંગ કર્યો. પાકિસ્તાને જમ્મુ-કાશ્મિરની સપ્લાય લાઈન બંધ કરી દીધી,

(૨) દેશી રાજ્યને જનતાનો અભિપ્રાય નક્કી કરવાનો સમય આપવો. પણ પાકિસ્તાને જમ્મુ-કાશ્મિરમાં લોકમત થઈ જવાની રાહ ન જોઇ.

(૩) અનધિકૃત લશ્કરી કાર્યવાહી ન કરવી. પાકિસ્તાને જમ્મુ-કાશ્મિર ઉપર લશ્કરી આક્રમણ કર્યું. પાકિસ્તાની લશ્કરે મુસ્લિમ ઇતિહાસમાં જેમ થતું આવ્યું છે તેમ કાશ્મિરમાં આક્રમણ કરી કત્લેઆમ અને બેસુમાર લૂંટફાટ કરી. અસંખ્ય સ્ત્રીઓ ઉપર (મુસ્લિમ સ્ત્રીઓ સહિત), બળાત્કારો કર્યા. જો પાકિસ્તાની લશ્કરે આવું કશું કર્યું ન હોત તો તેઓ શ્રીનગર સુધી કબજો કરી લીધો હોત.  પણ પાકિસ્તાની લશ્કરના સૈનિકો આવું બધું કરવાની લાલચ રોકી શક્યા નહીં. તેથી શ્રીનગર પહોંચવામાં મોડા પડ્યા.

બીજી એક વધુ વાત સમજી લો

શેખ અબ્દુલ્લા કાશ્મિરમાં લોકપ્રિય હતા. અને તેમને પાકિસ્તાન સાથેનું જોડાણ ધોળા ધરમેય મંજુર ન હતું. કારણ કે શેખ અબ્દુલ્લાને ધર્માભિમુખ મુસ્લિમ રાષ્ટ્ર સાથે જોડાણ પસંદ ન હતું. એટલે જમ્મુ-કાશ્મિરનું રાજ્ય પાકિસ્તાનને મળે એ શક્ય જ ન હતું.

ધારો કે પાકિસ્તાને આક્રમણ ન કર્યું હોત અને જો જમ્મુ-કાશ્મિરમાં જનમત લેવાયો હોત તો પણ જમ્મુ-કાશ્મિર રાજ્ય પાકિસ્તાનને મળે તે શક્ય જ ન હતું.

ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટનો પાકિસ્તાને જમ્મુ-કાશ્મિર રાજ્ય અન્વયે ભંગ કર્યો છે એટલું જ નહીં પણ તેણે બલુચિસ્તાન ઉપર આક્રમણ કરીને પણ તે એક્ટની અંતર્ગત ભંગ કર્યો છે.

આ રીતે જોઇએ તો પાકિસ્તાન કાયદેસર રીતે પાકિસ્તાન, જમ્મુ-કાશ્મિર રાજ્ય ઉપર દાવો કરી જ ન શકે.

કારણ કે પાકિસ્તાન એક આક્રમણખોર રાષ્ટ્ર છે. તે ઉપરાંત પાકિસ્તાને યુનોના ઠરાવની શરતોનું પાલન કર્યું નથી. યુનોના ઠરાવની શરતો છે કે;

(૧) પાકિસ્તાને પોતાના કબજા હેઠળની કાશ્મિરની ધરતી ઉપરથી લશ્કર હઠાવી લેવું

(૨) પાકિસ્તાનનું લશ્કર હઠી ગયા પછી, ભારત ત્યાં મર્યાદિત સંખ્યામાં લશ્કર રાખી શકશે (કે જેથી ત્યાં  જનમત ગણના કરી શકાય.)

(૩) જ્યાં સુધી જનમત ગણના કાર્ય આ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મિરમાં પૂર્ણ ન થાય ત્યાં સુધી પાકિસ્તાન પોતાના કબજા હેઠળના કાશ્મિરમાં લશ્કરી કાર્યવાહી કરી શકશે નહીં.

પાકિસ્તાને યુનોના ઠરાવનો પણ ખુલ્લે આમ ભંગ કર્યો છે.

શું પાકિસ્તાનને કાશ્મિર ઉપર પ્રેમ છે ખરો?

ના જી. જરાપણ નહીં.

હવે તમે જુઓ.

jammu-and-kashmir

પાકિસ્તાને યુનોના ઠરાવનો અમલ ન કર્યો. તે વખતે “જમ્મુ અને કાશ્મિર નેશનલ કોન્ફરન્સ” કે જેના નેતા શેખ અબ્દુલ્લા હતા તે એક માત્ર પક્ષ અસ્તિત્ત્વ ધરાવતો હતો. તેના ચૂંટાયેલા ૭૫ સભ્યોએ વિધાનસભાનું ઓગષ્ટ-સપ્ટેમ્બર ૧૯૫૧માં ગઠન કર્યું અને   લોકતંત્રમાં માન્ય પ્રણાલી દ્વારા તે વિધાન સભાએ ભારત સાથેનું જોડાણ સર્વાનુમતે માન્ય કર્યું. એટલે ભારત તરફથી તો જનમત ગણનાના કાર્યની સમાપ્તિ થઈ ગઈ. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મિરમાંની ૨૫ બેઠકો આજની તારીખ સુધી ખાલી છે. કારણ કે પાકિસ્તાન તેના સંસ્કાર પ્રમાણે લોકશાહીમાં માન્ય હોય તેવું કશું કરી શક્યું નથી.

જમ્મુ-કાશ્મિરમાં પ્લેબીસાઈટ

કોઈ કહેશે કે જમ્મુ-કાશ્મિરમાં પ્લેબીસાઈટ એટલે જનમત ગણના (૧) ભારત સાથે જોડાવું છે? (૨) પાકિસ્તાન સાથે જોડાવું છે? (૩) સ્વતંત્ર રહેવું છે? એ પ્રમાણે કેમ ન કરી?

આનો જવાબ એ છે કે જે રીતે ભારતમાં પણ જનમત ગણના બીજા દેશી રાજ્યોમાં કરેલી, તે જ રીત જમ્મુ-કાશ્મિરમાં પણ અપનાવેલી.

બ્રીટીશ ઇન્ડીયામાં જે પ્રમાણે માન્ય પ્રદેશો હતા તે પ્રમાણે રાજ્યો રાખેલ. કચ્છ, સૌરાષ્ટ્ર, મૈસુર, વિગેરે વિષે પણ આમ જ હતું.

દેશી રાજ્યોમાં નાના મોટા ૭૦૦ ઉપર રાજ્યો હતા. દરેકમાં (૧) ભારત સાથે જોડાવું છે? (૨) પાકિસ્તાન સાથે જોડાવું છે? કે  (૩) સ્વતંત્ર રહેવું છે? એ પ્રમાણે જનમત ગણના થઈ ન શકે. વળી જનમતનું પ્રતિબિંબ તો વિધાનસભામાં પણ પડે જ છે. એટલે વિધાનસભાની મંજુરી પણ લોકશાહીને માન્ય જ કહેવાય.  

તો પછી આપણા કેટલાક અખબારી મૂર્ધન્યો અને કેટલાક સ્વયમેવ સિદ્ધ તર્કશાસ્ત્રીઓ કાશ્મિર ઉપરનો પાકિસ્તાનનો દાવો કેવી રીતે પુરસ્કૃત કરે છે?

હે ઇતિહાસકારો “તે વીરલાઓમાં” અમારું નામ પણ નોંધો

they-supported-mk-gandhi

જો આ સુજ્ઞ જનો સાચેસાચ મુંઝાયેલા હોય અને પોતાને તટસ્થ મનાવવાના કેફમાં હોય પણ તેમને ખબર ન હોય કે તેઓ કૅફમાં “હોંચી હોંચી” કરે છે. તો તેનું કારણ એ છે કે જમ્મુ-કશ્મિરમાં બહુમતિ મુસ્લિમો છે અને તેથી જ્યાં બહુ મતિ મુસ્લિમોની હોય તો તે પ્રદેશે પાકિસ્તાનમાં જવું જોઇએ.

આપણે જાણીએ છીએ અને એ વાતનો આપણને ગર્વ છે કે મહાત્મા ગાંધીની સાથે હિન્દ સ્વરાજ્યની લડતમાં કેટલાક તટસ્થ અંગ્રેજો અને યુરોપીયનો પણ સામેલ થયા હતા. રાજ તો અંગ્રેજોનું હતું તેમ છતાં પણ જનતંત્ર એવા બ્રીટનમાં રહેલા સત્યપ્રિય અંગ્રેજો આપણી લડતને સાથ આપતા હતા. જો આમ હોય તો પછી આપણામાં પણ કેટાલાક વીરલા નિકળવા જ જોઇએ કે જે જમ્મુ-કાશ્મિરના મુસ્લિમોની સ્વાતંત્ર્ય ની લડતમાં મુસ્લિમોને વૈચારિક સાથ આપે. એટલે આપણા કેટલાક સુજ્ઞ જનોએ વિચાર્યું કે તો પછી તે સત્ય પ્રિય વીરલાઓમાં આપણું નામ શા માટે નહીં?

samuel

આવા કંઈક ભાવ સાથે પણ કેટલાક મૂર્ધન્યો પોતાનો મત બાંધતા હોવા જોઇએ.

ખાટલે શી ખોડ છે?

ભારતની સ્વાતંત્ર્ય માટેની “હિંસક અને અહિંસક બંને લડત” અને કાશ્મિરના મુસ્લિમોની કહેવાતી “સ્વાતંત્ર્યની લડત”, આ બંનેમાં આભ જમીનનો ફેર છે.

ભારતની સ્વાતંત્ર્ય માટેની લડત એટલા માટે હતી કે ભારત અને બ્રીટનના કાયદા અલગ હતા.

બ્રીટનની પાર્લામેન્ટમાં ભારતનું તેની જનસંખ્યાના પ્રમાણમાં પ્રતિનિધિત્વ ન હતું.

ભારત બ્રીટનનું એક રાજ્ય ન હતું.

જે સ્વાયત્તતા બ્રીટનના નાગરિકો પાસે હતી તેવી સ્વાયત્તતા ભારતના નાગરિકોની પાસે ન હતી.

બ્રીટનની સરકાર, ભારત ઉપર દેખરેખ રાખવા એક ગવર્નર જનરલ (વાઈસરોય) અને અનેક ગવર્નરો મોકલતી.

આ બધા કારણસર ભારતની સ્વાતંત્ર્યની લડત વ્યાજબી હતી.

આ ઉપરાંત

ભારતની અહિંસક લડતના સૈનિકો વાટાઘાટો માટે તૈયાર રહેતા હતા.

ભારતની અહિંસક લડતના સૈનિકો સરકારના સક્ષમ અધિકારીને પોતાની આગામી આંદોલનની પૂરી રુપરેખા આપતા હતા, અને તે પ્રમાણે આંદોલનો કરતા હતા,

ભારતની અહિંસક લડતના સૈનિકો, ખૂલ્લા મોઢે આંદોલન કરતા. ભારતની અહિંસક લડતના સૈનિકો કદી બુકાની બાંધી મોઢું સંતાડીને આંદોલન કરતા નહીં.

ભારતની અહિંસક લડતના સૈનિકો પોતાનો ગુનો છૂપાવતા નહી, ભારતની અહિંસક લડતના સૈનિકો પોતાનો ગુનો કબુલ કરતા. ગુનો સાબિત કરવાની જવાબદારી સરકાર ઉપર છોડતા નહીં.

ભારતની અહિંસક લડતના સૈનિકો કદી પણ જામીન ઉપર છૂટવા માટે અરજી કરતા નહીં,

ભારતની અહિંસક લડતના સૈનિકો જેલમાં હોય ત્યારે પણ સરકાર સાથે વાટાઘાટો કરવા તૈયાર રહેતા,

ટૂંકમાં ભારતની અહિંસક લડતના સૈનિકોની લડત સંપૂર્ણ પારદર્શી અને નિયમ બદ્ધ હતી. તેઓ સ્વેચ્છાએ અને મફતમાં લડત ચલાવતા હતા.

ભારતની અહિંસક લડતના સૈનિકો અને નેતાઓ સાદગી થી રહેતા હતા.

ભારતની અહિંસક લડતના સૈનિકોને પૂરો ખ્યાલ હતો કે સ્વતંત્રતા મળ્યા પછી ભારતમાં રાજ્યવ્યવસ્થા કેવી હશે.

ભારતની અહિંસક લડત અને હિંસક લડત બંને ના સૈનિકો અને નેતાઓ ની દૃષ્ટિ સાફ હતી કે સ્વતંત્રભારત એક ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર હશે.

જો આપણે લોકશાહી દૃષ્ટિ એ જોઇએ તો કાશ્મિર તો સ્વતંત્ર જ છે.

 કાશ્મિરમાં કાશ્મિરની જનતા જ પોતાના પ્રતિનિધિ ચૂંટે છે.

કશ્મિરના પ્રધાનમંડળમાં કાશ્મિરીઓ જ હોય છે.

કાશ્મિરનું પ્રતિનિધિત્વ ભારતની પાર્લામેન્ટમાં તેની જનસંખ્યાના પ્રમાણમાં હોય છે.

ભારતના કેન્દ્રના પ્રધાનમંડળમાં કાશ્મિરી પ્રધાન હતા અને હજુ હોઈ શકે છે.

કાશ્મિરની લડતને વિષે એવું ન કહી શાકય કે તે સ્વતંત્રતા માટે છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો કાયર છે કે જેથી તેમને પોતાના મોંઢાં છૂપાવવા પડે છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો, પોલીસોને અને ભારતીય લશ્કરના સૈનિકોને નિશાન બનાવે છે જેઓ પોતાની ફરજ બજાવી રહ્યા હોય છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો કે નેતાઓ વાટાઘાટો માટે તૈયાર નથી.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો પોતાના ગુનાનો ઇન્કાર કરે છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો ધારોકે પકડાઈ જાય તો જામીન ઉપર છૂટવા સદા તૈયાર હોય છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકો પોતાનો ગુનો છૂપાવે છે. તેમનો ગુનો સાબિત કરવાની જવાબદારી સરકાર ઉપર હોય છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકોની વાત જવા દો પણ તેના બની બેઠેલા નેતાઓ સુધ્ધાં ને ખબર નથી કે લોકશાહી એટલે શું અને તેમની લડત શા માટે છે.

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકોની વાત જવા દો પણ તેના બની બેઠેલા નેતાઓ સુધ્ધાં ને ખબર નથી કે તેમને કઈ જાતની આઝાદી જોઇએ છે. તેમની હાલની આઝાદી તેમની માંગ વાળી આઝાદી થી કઈ રીતે અને કેટલી જુદી પડે છે તેની ચર્ચા પણ કરવા તેઓ તૈયાર નથી..

કાશ્મિરની લડત ચલાવતા સૈનિકોની વાત જવા દો પણ તેના બની બેઠેલા નેતાઓ સુધ્ધાં પૈસાને આધારે કામ કરે છે. તેના નેતાઓ બીજાના સંતાનોને જતિ કરવા નિકળ્યા છે અને પોતાના સંતાનોને ઉચ્ચ વિદ્યાલયો અને ઉચ્ચ વિશ્વવિદ્યાલયોમાં ભણાવે છે.

કાશ્મિરની લડત ચલાવતા નેતાઓ જાહોજલાલીથી જીવે છે અને ગરીબોને ધર્મને નામે ઉશ્કેરી આંદોલન ચલાવે છે. કાશ્મિરના કહેવાતા સ્વાતંત્ર્યની લડત ચલાવતા નેતાઓ કાશ્મિરને અમાનવતા વાદી રાષ્ટ્ર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મૂર્ધન્યો પ્રશ્ન કરશે કે;

જો મુસ્લિમ બાહુલ્યવાળા પાકિસ્તાનને આપણે ખુદા ભરોસે છોડી દઈ શકીએ છીએ તો મુસ્લિમ બાહુલ્યવાળા જમ્મુ-કાશ્મિરને પણ ખુદા ભરોસે શા માટે છોડી ન દેવો?

જમ્મુ-કાશ્મિર કંઈ એકલું રાજ્ય ન હતું કે જે ભારત સાથે લોકશાહી માર્ગે જોડાયું. બીજા ૭૦૦ રાજ્યો હતા કે જેના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ભારત સાથે નું જોડાણ મંજુર રાખ્યું. જો પચાસના દશકામાં  જમ્મુ-કાશ્મિર રાજ્યનું ભારત સાથેનું જોડાણ બીજા રાજ્યોની જેમ જ થયું હોય તો કાશ્મિરમાં  ફરી જનમતની માગણી કેવી રીતે કરી શકાય?

વહાબી વિચાર ધારા

પાકિસ્તાનની વહાબી વિચાર ધારાવાળી સંસ્થાઓ કાશ્મિરીઓને પૈસા વેરી ઉશ્કેરે છે. આ વાત જેઓ ન જાણતા હોય તેમણે રાજકારણમાં પોતાની ચાંચ ખોસવી નહીં.

કાશ્મિરની અશાંતિ વહાબીઓને કારણે છે. વહાબીઓનું ધ્યેય અને કાર્યસૂચિ કટ્ટાર પંથી છે. જે ઇસ્લામિક દેશ શાંતિપ્રિય છે તેઓ વહાબીઓને માન્ય રાખતા નથી.

વહાબીઓની હાલની વાત રાજકીય સ્વાતંત્ર્યની છે અને સાથે સાથે શરિયત કાયદો લાગુ કરવાની પણ છે. વહાબીઓ ધાકધમકી, બળદ્વારા અને પૈસા દ્વારા પોતાની વિચારસરણી કાશ્મિરીઓ ઉપર ઠોકવા માગે છે.

જે પ્રદેશના નેતાઓ પૈસા ખાવામાં રચ્યા પચ્યા રહ્યા હોય ત્યાં બેકારી વધે. બેકાર માણસ પૈસા માટે બધું જ કરવા તૈયાર થઈ જાય.

ફરુખ અને ઓમરે પૈસા ખાવા સિવાય કાશ્મિરમાં વિકાસ માટે કશું કર્યું નથી. એટલે કાશ્મિરની જનતા અને ખાસ કરીને યુવાનોમાં બેકારી વધી. પાકિસ્તાન તેનો કોઈપણ ભોગે લાભ લેવા માગે છે.

વહાબી અને મુસ્લિમ શબ્દો પર્યાયવાચી નથી

વહાબી અને મુસ્લિમ શબ્દો પર્યાયવાચી નથી. જેમ હિન્દુ અને અઘોરી પર્યાયવાચી નથી. જો કે અઘોરી કરતાં વહાબી વધુ ભયજનક છે કારણ કે અઘોરી પોતાનો પંથ પોતાના પુરતો મર્યાદિત રાખે છે. પણ જો તેને રાજકીય સાથલેવા માટે ઉશ્કેરવામાં આવે અને જો તે ઉશ્કેરાય પણ ખરો તો આવા અનેક અઘોરીઓનું જુથ વહાબીઓ જેટલું ભયજનક બની શકે.

તમે યાદ કરો કે ખાન અબ્દુલ ગફારખાને શું કહ્યું હતું?

ખાન અબ્દુલ ગફારખાને, નહેરુવીયન કોંગ્રેસને કહ્યું હતું કે “તુમ લોગોંને હમે ભેડિયોંકે હવાલે કર દિયા.”

સુજ્ઞજનોની રાજકીય અપરિપક્વતા

વહાબીઓ અત્યારે રાજકીય તાકાત મેળવવા લડે છે. રાજકારણમાં અનેક પ્રવાહો વહેતા હોય છે. જો આપણે એવું માનીએ કે વહાબીઓનો અવાજ એ કાશ્મિરીઓનો અવાજ છે તો તે રાજકીય અપરિપક્વતા ગણાશે.

નગીનભાઈ સંઘવીએ જે કહ્યું કે કાશ્મિરીઓ ભારતથી અલગ થવા માગે છે. આપણે આ પ્રદેશ છોડી દેવો જોઇએ.

જોકે આ પ્રકારનું બોધગ્રહણ,  તે તેમના એકલાનું બોધગ્રહણ નથી.

આ પહેલાં ૧૯૭૮-૭૯માં ભૂમિપુત્રના સંપાદક/તંત્રી શ્રી કાંતિભાઈ શાહ કે જેઓ કાશ્મિરમાં જઈ આવ્યા હતા તેમનું પણ આવું જ બોધ ગ્રહણ હતું. તે વખતે મેં તેમને ભૂમિપુત્રમાં સિક્કાની બીજી બાજુ બતાવતો એક લેખ મોકલી આપ્યો. (તે લેખ તેમણે છાપ્યો નહીં. વાંધો નહીં આપણે શોક ન કરવો).  ગાંધીજીના અનુયાયીઓ પૂર્વપક્ષને સાંભળે જ સાંભળે તે વાત તેમને મંજુર ન હોય.

આપણે એક વાત સમજવી જોઇએ કે રાજકારણ હમેશા પ્રવાહી હોય છે. અને વળી તેમાં આંતરિક અને બાહ્ય પ્રવાહો પણ હોય છે.

ગુજરાતમાંનું નવનિર્માણનું આંદોલન

શ્રેષ્ઠ ઉદાહરણ ૧૯૭૩-૭૪નું ગુજરાતમાંનું નવનિર્માણનું આંદોલન છે. આ આંદોલન મોટે ભાગે અહિંસક હતું. આ આંદોલનને બહારના જે લોકોએ જોયું, તે લોકોએ તેની સરખામણી ૧૯૪૨ના આંદોલન સાથે કરી હતી. રવિશંકર મહારાજ જેવા સ્વચ્છ અને ગાંધીવાદી નેતાએ પણ ચિમનભાઈ પટેલને કહ્યું કે તમે મુખ્ય પ્રધાનપદે થી રાજીનામું આપો. જયપ્રકાશ નારાયણ જેવા અનેક નેતાઓ નવનિર્માણના આંદોલનથી આકર્ષાયા હતા.

નવનિર્માણના આ આંદોલનને કારણ્ર ૧૯૭૪માં ગુજરાત વિધાનસભાનું વિસર્જન કરવું પડ્યું તે વખતે જેની શાસકીય રીત રસમ સામે આ નવનિર્માણ આંદોલન થયું હતું તે નહેરુવીયન કોંગ્રેસની શી સ્થિતિ હશે તેની તમે કલ્પના કરો.

જ્યારે ૧૯૭૫માં ગુજરાત વિધાન સભાની ચૂંટણી થઈ, ત્યારે એમ જ લાગતું હતું કે નહેરુવીયન કોંગ્રેસને એક પણ બેઠક મળશે નહીં. જનતા મોરચો જ બધી જ બેઠકો મેળવી જશે.

પણ થયું શું?

જનતા મોરચાએ બહુમતિ કરવા માટે ચિમનભાઈ પટેલના કિમલોપનો સહારો લેવો પડ્યો.

૧૯૮૦માં શું થયું?

આજ નહેરુવીયન કોંગ્રેસ પક્ષ વિધાન સભામાં પૂર્ણ બહુમતિ સાથે સત્તા ઉપર આવ્યો. નહેરુવીયન કોંગ્રેસની સત્તા ૧૯૯૫ સુધી ગુજરાત ઉપર કાયમ રહી.

આ બધાનું કારણ શું?

રાજકારણમાં આંતરપ્રવાહો વહેતા હોય છે. કાશ્મિરમાં અને તેની જનતામાં પણ આંતર પ્રવાહો છે અને તે ઝી-ન્યુજ઼ ટીવી ચેનલ બહાર લાવી રહ્યું છે.

પુનર્વિચારણા શક્ય નથી

tibet-and-jammu-kashmir

તમે કાશ્મિરનો ભારત સાથેના જોડાણનો પ્રશ્ન પુનર્વિચારણા માટે ઉખેળી શકો નહીં. આની અસર બીજા રાજ્યોની ઉપર પણ પડે.

તમે જાણો જ છો કે પૂર્વોત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ખ્રીસ્તીઓ બહુમતિમાં હોવાથી તેઓ પોતાને યુરોપના ફરજંદ માને છે. તેમણે તેમની લિપિ જે અગાઉ દેવનાગરી જેવી અક્ષરલિપિ હતી તે તેમણે બદલી નાખી અને પોતાની ભાષાની લિપિ શબ્દલિપિ (રોમન સ્ક્રીપ્ટ) કરી નાખી છે.

તેમનામાં આવી ભાવના કોણ ઉત્પન્ન કરેછે?

ખ્રીસ્તી પાદરીઓ સેવાના ઓઠા હેઠળ, ધાર્મિક વિભાજનવાદ પણ ફેલાવે છે.  જેમ કાશ્મિરમાં પાકિસ્તાન પૈસા વેરે છે તેમ પૂર્વોત્તર રાજ્યોમાં ખ્રીસ્તીઓ પૈસા વેરે છે. જો કાશ્મિરમાં “ભારતમાં થયેલ વિલય” ને પુનર્વિચારણા માટે મંજુર કરવામાં આવે તો બીજે બધે પણ આવી માગણી ઉઠે. ખ્રીસ્તીઓ પૂર્વોત્તર રાજયોમાં પૈસા  વેરવાની ઝડપ અને પ્રમાણ પણ વધારશે. પૂર્વોત્તર રાજ્યોની જનતા પણ કહેશે કે અમને ભારતીય રાજકીય રીતરસમ પસંદ નથી તેથી અમારે જુદો દેશ જોઇએ છે. આપણા કહેવાતા ભારતીય સુજ્ઞજનો તેમની માગણીને હવા આપશે જ. આપણું પત્રકારિત્વ પીળું છે તે ભારતમાં તો સૌકોઈ જાણે છે.

આ વાત પણ વિચારો.

ધારો કે રશિયા અલાસ્કાના લોકોને ઉશ્કેરે અને શસ્ત્રો પણ પૂરા પાડે અને તેમને પાકિસ્તાન જેમ કાશ્મિરમાં વહાબીઓને મદદ કરે છે તેમ અલાસ્કાવાસીઓ પાસે માગણી કરાવે કે અમને યુએસની રાજકીય રીતરસમ પસંદ નથી તો યુએસ શું કરશે? શું યુએસના સુજ્ઞ જનો, અલાસ્કાવાસીઓને સહકાર આપશે?

સ્પેનની સરકાર પણ, યુએસના ટેક્સાસ રાજ્યમાં આવું કરી શકે. ટેક્સાસમાં સ્પેનીશભાષા પણ ચલણમાં છે. સ્પેનના લોકો ટેક્સાસમાં રહેતા મેક્સીકન લોકોને ઉશ્કેરે. પૈસા આપી મેક્સીકોમાંથી આતંકીઓને પણ મોકલે. ટેક્સાસના આ લોકોનું જુથ આંદોલન ચલાવે કે અમને યુએસની રીતરસમ વાળું રાજ્ય પસંદ નથી. અમારે અમારો સ્વતંત્ર દેશ જોઇએ છીએ.

ફ્રાન્સના લોકો પણ કેનાડાના ક્યુબેક રાજ્યમાં જનતાને ઉશ્કેરે કે તેમને અંગ્રેજીના આધિપત્યવાળી સરકારની રીતરસમ પસંદ નથી. અમારે સ્વતંત્ર અને ફક્ત ફ્રેન્ચ ભાષી દેશ જોઇએ છીએ.

આપણે એક બીજી વાત પણ સમજવી જોઇએ કે ભારતમાં ફક્ત સીમાવર્તી રાજ્યોમાં જ આવો અલગતા વાદ વિકસે એટલું માત્ર નથી. ભારતમાં એવા ઘણા નાના મોટા વિસ્તારો છે કે જ્યાં ધાર્મિક લઘુમતિ કોમો બહુમતિમાં છે. તમે જુઓ પણ છો કે તેના નેતાઓ કેવું બેફામ બોલે છે. કેરાલામાં તો તે લઘુમતિ કોમે પોતાની બહુમતિને કારણે અલગ જિલ્લાની રચના પણ કરી છે.

આવી મનોદશા કોણે ઉત્પન્ન કરી?

નહેરુવીયન કોંગ્રેસે સત્તા માટે મતબેંકો ઉભી કરી છે. તેણે લઘુમતિ કોમોને વકરાવી છે. નહેરુવીયન કોંગ્રેસના આ સંસ્કાર, બીજા વંશીય અને સ્થાનિક પક્ષોમાં પણ આવ્યા છે.

એટલે ભૂલે ચૂકે પણ જો કાશ્મિર ને અલગ કરીયે તો ચીન તેની ઉપર કબજો જમાવી દે, આ વાત પણ શક્ય છે. જે ચીન તિબેટ જેવડા મોટા દેશ ઉપર કબજો જમાવી શકે તેને માટે કાશ્મિર તો ડાબા હાથનો ખેલ છે. આ માત્ર ભયસૂચક નથી. પણ ભારતમાં ઠેર ઠેર આવા આંદોલનો ફાટી નિકળે. આવે વખતે હિન્દુઓનો અમુક વર્ગ શાંતિથી બેસી રહી ન શકે. ગૃહ યુદ્ધની સંભાવના જરાપણ નકારી ન શકાય.

તો પછી કાશ્મિર સમસ્યાનો ઉપાય શો?

ધર્મથી મહાન શું છે? આવા પ્રશ્નનો ઉત્તર “ગરમ હવા” નામની ફિલમ માં મળે છે.

એક મુસ્લિમ ભાઈએ ભારતમાં સરકારી કામનું ટેન્ડર ભર્યું. તેમના ઘરમાં કોઈ માનતું ન હતું કે આ ટેન્ડર આ મુસ્લિમ ભાઈને મળશે. કારણ કે ટેન્ડર સમિતિના બધા સભ્યો હિન્દુ હતા. મુસ્લિમ ભાઈ ઘરે આવ્યા અને ઘરમાં આવીને કહ્યું કે ટેન્ડર મને મળ્યું છે. ઘરના લોકોએ મોઢું વકાસી પૂછ્યું “કેવી રીતે?

મુસ્લિમભાઈએ કહ્યું “ધર્મસે ભી એક ચીજ મહાન હૈ. …..  વહ મહાન ચીજ઼ હૈ …. રિશ્વત”

રિશ્વત એટલે લાંચ. લાંચ એટલે પૈસા. પૈસા પ્રાપ્ત કરવાના રસ્તા કાળા ધોળા હોઈ શકે. પણ પૈસો તો હમેશા ધોળો જ હોય છે. વિકાસ કરો. બેકારી દૂર કરો. જો કાશ્મિરી પ્રજા સુખ સમૃદ્ધ થશે તો કાશ્મિરમાં થી ૯૫ ટકા આતંકવાદ નાબુદ થશે. જે ૫ ટકા આતંકવાદ બચશે તેને બળપૂર્વક નાબુદ કરી શકાશે.

મુસ્લિમો પણ સારા સુખ-સમૃદ્ધ જીવન જીવવા માટે પાકિસ્તાન છોડી વિદેશ જતા રહે છે. તેઓ વિદેશનું નાગરિકત્વ પણ સ્વિકારે છે. આમ કરવામાં તેમને તેમનો ધર્મ આડે આવતો નથી.

મુસ્લિમો, ભારતમાં ઘુસણખોરી શા માટે કરે છે? કારણ કે તેમને જીવવું છે. તેમને લાગે છે કે ભારતમાં સારા જીવનની શક્યતા છે. બે કરોડ મુસ્લિમ ઘુસણખોરો કંઈ આતંક કરવા ભારતમાં પ્રવેશતા નથી.

એ વાત નકારી ન શકાય કે પાકિસ્તાન આવા કેટલાક ઘુસણખોરોનો અસામાજિક કામો માટે ઉપયોગ કરે છે.

જો સરકાર એટલે ખાસ કરીને રાજ્ય સરકારો કાયદો અને વ્યવસ્થા માટે “રુલ ઓફ લૉ” માટે કૃતનિશ્ચયી થશે, “ગુનો કર્યો એટલે જેલમાં જ ગયો” એવી વહીવટી અને ન્યાય વ્યવસ્થા થશે તો કાશ્મિર ની સમસ્યા આપોઆપ મરી જશે.

નરેન્દ્ર મોદી આ બધું જાણે છે.

%e0%a4%b8%e0%a5%87%e0%a4%95%e0%a5%8d%e0%a4%af%e0%a5%81%e0%a4%b2%e0%a4%b0-%e0%a4%87%e0%a4%a8%e0%a5%8d%e0%a4%a1%e0%a5%80%e0%a4%af%e0%a4%be

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સુજ્ઞ લોકો, કાશ્મિર સમસ્યા, ભ્રમણા, કટારીયા, નગીનભાઈ સંઘવી, મર્ધન્ય, હિન્દુ મુસ્લિમ સંબંધ, ચંદ્રગુપ્ત મૌર્ય, કાશ્મિરી હિન્દુઓ, સંસ્કૃત સાહિત્યનો સ્રોત, તટસ્થતા નો કેફ, શેખ અબ્દુલ્લા, નહેરુ, સ્વાતંત્ર્ય સૈનિક, અખંડ ભારત, ૧૮૪૬, ૧૯૪૭, ૧૯૫૧, અંગ્રેજો, પાકિસ્તાન, ગુલાબ સિંહ, હરિ સિંહ, દાવો, હિન્દુ રાજાઓ, તિબેટ, દેશી રાજ્ય, ફારુખ, ઓમર, જીવન જરુરી વપરાશની ચીજો, ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્ટ એક્ટ, શ્રીનગર, આક્રમણ, જનમત, યુનોનોઠરાવ, જમ્મુ અને કાશ્મિર નેશનલ કોન્ફરન્સ, ભારત સાથેનું જોડાણ, વિધાનસભા, વીરલાઓ, બહુમતિ મુસ્લિમો, હિંસક અને અહિંસક બંને લડત, બ્રીટનની પાર્લામેન્ટ, મોઢું સંતાડીને આંદોલન, વાટાઘાટો કરવા તૈયાર, પારદર્શી અને નિયમ બદ્ધ, બની બેઠેલા નેતા, વહાબી વિચાર ધારા, વહાબી અને મુસ્લિમ શબ્દો પર્યાયવાચી, સુજ્ઞજનોની રાજકીય અપરિપક્વતા, ભૂમિપુત્ર, રાજકારણ હમેશા પ્રવાહી, નવનિર્માણનું આંદોલન, . રવિશંકર મહારાજ, ગાંધીવાદી નેતા, ચિમનભાઈ પટેલ, જયપ્રકાશ નારાયણ, પુનર્વિચારણા, દેવનાગરી જેવી અક્ષરલિપિ, શબ્દલિપિ (રોમન સ્ક્રીપ્ટ), ખ્રીસ્તી પાદરીઓ, પૂર્વોત્તર રાજ્યો, અલાસ્કાના લોકો, મેક્સીકન લોકો, કેનાડા,  ક્યુબેક રાજ્ય

  

 

 

 

 

 

 

 

 

 

 

 

Read Full Post »

હિન્દુઓ ૧૦ સંતાનો ઉત્પન્ન કરે: એક ચર્ચા

હિન્દુઓ ૧૦ સંતાનો ઉત્પન્ન કરે
જ્યારે ભારતની વાત કરીયે અને તેમાં પણ ભારતમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તિ એ ત્રણ ધર્મને સાંકળતી અને વસ્તી વધારાના સંદર્ભમાં વાત કરીએ ત્યારે તેને એકાંગી રીતે ન વિચારી શકાય. આ બાબતને તેની સમગ્રતા જોવી જોઇએ.

હિન્દુધર્મના નેતાઓ

જો ભારતમાં મુસ્લિમ વસ્તીવધારાની વાત કરીએ અને મુસ્લિમ આક્રમણની વાત કરીએ તો આ મુસ્લિમ આક્રમણને પણ વસ્તીવધારાના સંદર્ભ પુરતું મર્યાદિત રાખવું જોઇએ. લવ જેહાદને વસ્તીવધારા સાથે સાંકળી ન શકાય. લવ જેહાદ અલગ વિષય છે.
જે હિન્દુ નેતાઓ મુસ્લિમ વસ્તીવધારા રુપી આક્રમણની વાત કરે છે અને તેઓને આપણે ખોટા પાડવા છે તો તેમની પ્રત્યે પૂર્વગ્રહ રાખીને અને પરોક્ષ રીતે નિમ્ન દર્શાવીને ચર્ચા ન ચલાવવી જોઇએ.
આપણે સહુ જાણીએ જ છીએ કે કે જેને આપણે પ્રણાલીગત રીતે હિન્દુ ધર્મ કહીએ છીએ તેને એવા કોઈ ધર્મગુરુ નથી કે તેઓશ્રી જે કંઈ કહે તે હિન્દુ ધર્મનું ફરમાન છે એવું સ્વિકારવામાં આવે. વળી આ નેતાઓને “હિન્દુઓના કહેવાતા નેતાઓ” એમ કહીને ઉલ્લેખવા તે પણ તેમની પ્રત્યેની અવમાનના જ સૂચવે છે. વિવેચકની એક પૂર્વગ્રહવાળું તારણ કાઢવાની મનોવૃત્તિ હોય તેવું પણ ફલિત થાય છે. વિવેચકની અવિશ્વસનીયતા પણ ઉભી થાય છે. આ હિન્દુ નેતાઓ તેઓ જે કંઈ છે અને જેવા છે તેવા રાખીને ઉપરોક્ત જેવું કશું કહ્યા વગર તેમના વક્તવ્યની ગુણદોષના આધાર ઉપર ચર્ચા કરીએ તો તે યોગ્ય ગણાશે.

ખ્રિસ્તીઓ અને મુસલમાનો

ખ્રિસ્તીઓએ અને મુસલમાનોના શાસકોએ મધ્યકાલિન અને તાજેતરના ભૂતકાળમાં શું કર્યું તે પેઢીઓને ભૂલી જઈએ તો તે સાવ અયોગ્ય નહીં ગણાય. છેલ્લા સો વર્ષની તવારિખ જ ને જ ધ્યાનમાં રાખીશું. અને શો બદલાવ આવ્યો છે અને તે બદલાવની ઝડપ શું છે. ભવિષ્યમાં આ બદલાવની ઝડપ શું અંદાજી શકાય તે વિષે વિચારવું પડશે.

ખ્રિસ્તીઓમાં ફક્ત ધર્મ ગુરુઓ જ પછાત રહ્યા છે કે જેઓ એમ માને છે કે વિશ્વને આખાને ખ્રિસ્તી કરી દેવું જોઇએ એ ઈશ્વરનો આદેશ છે. ખ્રિસ્તી ધર્મ એક સુગ્રથિત બંધારણવાળો ધર્મ છે અને પૉપ જે કહે તેને અંતિમ કહેવાય. વળી તેની પાસે મોટું ફંડ છે. સરકારોનું તેને પીઠબળ હોય છે. એટલે જે ખ્રિસ્તી સરકારો પોતાને ધર્મનિરપેક્ષ માને છે અને વિશ્વને મનાવે છે, પણ જ્યારે તેમને જરુર પડે તેમના ધર્મસંસ્થાઓ દ્વારા બીજા દેશોમાં થતી બળજબરી બાબતે આંખ મિંચામણા કરે છે. સમાચાર માધ્યમો આવી બાબતોને ચગાવવામાં માનતા નથી.

ખ્રિસ્તી અને મુસ્લિમ આતંકવાદ
ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો એક જ છે. મુસ્લિમોમાં એક વધારાનું તત્વ છે તે એ કે તેનો વિસ્તીર્ણ આતંકવાદ. આમ તો ખ્રિસ્તીઓનો પણ ખ્રિસ્તિ ધર્મગુરુઓના પ્રત્યક્ષ અને પરોક્ષ સહાકર દ્વારા પોષાતો આતંકવાદ છે પણ તે છૂટક છૂટક છે. ખ્રિસ્તીઓનો આ આતંકવાદ તમે ઉત્તર-પૂર્વી રાજ્યોમાં મોટા પાયે અને કેરાલા, તામિલનાડુ અને ઓરિસ્સામાં છૂટો છવાયો જોઈ શકો છે. પણ આની નોંધ લેવાતી નથી આના ઘણા કારણો છે. પણ તેની ચર્ચા નહીં કરીએ કારણ કે તેની ચર્ચા એક વિષયાંતર થઈ જશે.

મુસ્લિમો પુરતી ચર્ચા મર્યાદિત રાખીએ તો હિન્દુ નેતાઓની વાત સાવ નાખી દેવા જેવી નથી. હિન્દુઓ નેતાઓ જે વાત કરે છે તે કંઈ તેમનું આગવું સંશોધન નથી. ભારત સહિત આખા વિશ્વમાં મુસ્લિમ વસ્તી વધારા સામે એક સમસ્યા રુપી પ્રશ્નચિન્હ ઉત્પન્ન થયું છે. આપણા કેટલાક સુજ્ઞ લોકો કદાચ આનાથી માહિતગાર ન પણ હોય અને કદાચ હોય તો પણ તેમને કોઈપણ કારણસર તે વાતને લિપ્ત ન પણ કરવી હોય.

DO NOT DEMAND HUMAN RIGHTS

સાંપ્રત સામાજીક અને રાજકીય માનસિકતા

ભારતની સાંપ્રત સામાજીક અને રાજકીય માનસિકતાના સંદર્ભને અવગણીને આપણે જો કોઈ તારતમ્ય ઉપર આવીશું તો તે યોગ્ય ગણાશે નહીં. એટલું જ નહી પણ સાંપ્રત વિશ્વ આખાની સામાજીક અને રાજકીય માનસિકતાના સંદર્ભોને પણ લક્ષમાં લેવા પડશે. જાપાન, ચીન અને ઓસ્ટ્રેલીયા આ બાબતમાં શું વિચારે છે? અને શા માટે વિચારે છે? તેમના નાગરિક કાયદાઓ શું છે, અને આપણા કેવા છે તે બધું પણ લક્ષમાં લેવું પડશે. મુસ્લિમ દેશો કે જ્યાં મુસ્લિમો બહુમતિમાં છે ત્યાં વિધર્મ અને વિધર્મીઓની સ્થિતિ શું હતી અને શું છે? આ બધું એટલા માટે સંદર્ભમાં લેવું પડે કારણ કે પ્રસાર માધ્યમના કારણે વિશ્વ નાનું ને નાનું બનતું જાય છે. આવે સમયે આપણે છૂટક આંકડાઓ દ્વારા ભ્રમ ઉત્પન્ન કરીએ તે યોગ્ય નહીં ગણાય. જે પ્રત્યક્ષ છે તે સત્ય છે. કશ્મિરી હિન્દુઓ તંબુઓમાં છે તે સત્ય છે. ઉત્તર-પૂર્વ રાજ્યોમાં હિન્દુઓ નામશેષ છે તે સત્ય છે.
હિન્દુ નેતાઓ, સર્વમાન્ય હિન્દુ નેતા હોય કે ન હોય તે ચર્ચાનો વિષય નથી. વાસ્તવમાં તેઓ પણ ભારતના નાગરિક છે અને નાગરિક તરીકે તેઓ પોતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર ભોગવી શકે છે. આ સંદર્ભમાં તેમને મુલવવા જોઇએ.

આપણા હિન્દુ નેતાઓએ તો મુસ્લિમવસ્તી વિસ્ફોટને જીરવવા માટે એક રસ્તો પ્રસ્તુત કર્યો. પણ તેમનો હેતુ શું છે અને શા માટે આવો રસ્તો બતાવ્યો તે તેમણે છૂપાવ્યું નથી અને આપણે તેમની આ વાત છૂપાવવી ન જોઇએ. ચર્ચા કરવી હોય તો સમસ્યાને સમગ્રતામાં મુલવવી જોઇએ.

મુસ્લિમો તરફ થી આપણને શો ભય છે?
જ્યાં મુસ્લિમો તદન અલ્પમતમાં છે ત્યાં તેઓ તાબે થાય છે. જ્યાં તેઓ નગણ્ય નથી ત્યાં તેઓ વિશેષ અધિકારો માગ્યા કરે છે. જ્યાં તેઓ બહુમતિમાં છે ત્યાં તેઓ બળજબરી કરે છે અને પરધર્મીઓને કાં તો ધર્મ પરિવર્તન કરાવે છે અથવા તો તેમને નષ્ટ કરે છે. આના તાજા ઉદાહરણો મોટી માત્રામાં ઉપલબ્ધ છે. પાકિસ્તાન, બંગ્લાદેશ અને કશ્મિરમાં હિન્દુઓ કેટલા હતા? હવે કેટલા છે? જો આ સંદર્ભને તમે અવગણશો તો તમે માનવધર્મની જ અવગણના જ કરી ગણાશે.

ગરીબી અને નિરક્ષરતા બચાવ નથી
મુસ્લિમોની ધાર્મિક કટ્ટરતાવાળી માનસિકતા શું નિરક્ષરતા અને ગરીબી છે? જો આપણે એમ માનતા હોઇએ કે મુસ્લિમોની ધાર્મિક કટ્ટરતા અને વસ્તીવધારાનું મૂળ મુસ્લિમોની નિરક્ષરતા અને ગરીબી છે તો તે આપણી જાત સાથેની એક છેતરપીંડી ગણાશે. જો આમ હોત તો યુરોપના દેશો પોતાના દેશોમાં મુસ્લિમોના વસ્તીવિસ્ફોટને સમસ્યા ન માનતા હોત. અને સાઉદી અરેબિયામાં કે બીજા વિકસિત અને સુશિક્ષિત દેશોમાં ધર્મનિરપેક્ષતા પ્રસરી ગઈ હોત. પણ તેમ થયું નથી.

પ્રત્યાઘાતને સમજો
હિન્દુ નેતાઓએ ૧૦ બાળકો પેદા કરવાની જે વાત કરી તે વાતને પકડીને તે વાતને બીજા સંદર્ભોથી અલિપ્ત રાખીને ૧૦ બાળકોની વાતને જ આપણે નિશાન બનાવીએ તે બરાબર નથી. મુસ્લિમ વસ્તી બે રીતે વધે છે. એક છે મોટા પાયે થતી વિદેશી ઘુસણખોરી અને બીજી છે તેમનો સ્થાનિક વસ્તી વિસ્ફોટ. ત્રીજું પણ એક કારણ છે તે છે તેમનો અલગ નાગરિક કાયદો. આ નાગરિક કાયદા હેઠળ તમે તેમને લાભ આપી શકો પણ તેમને નાગરિક લાભોથી વંચિત ન કરી શકો. એટલે જો તેમની વસ્તી વધે તો દેખીતી રીતે જ ગરીબી પણ વધે અને ગરીબી વધે એટલે સરકાર મુસ્લિમોની અવગણના કરે છે તેમ પણ આંકડાઓ દ્વારા ફલિત થાય. તમારે તમારી મુસ્લિમ નાગરિક કૂટનીતિઓ દ્વારા ઉભી કરેલી ગરીબી રાહતો જાહેર કરવી પડે. આ રાહતોના નાણાં તમારે સામાન્ય નાગરિક નિધિ (પબ્લીકફંડ)માંથી ફાળવવા પડે. વિકાસના કામોમાં એટલો ઘાટો પહોંચે અને એટલે ગરીબી વધે. આમ એક વિષચક્ર ચાલ્યા કરે.

તો શું હિન્દુઓ ૧૦ બાળકો ઉત્પન્ન કરે તે યોગ્ય છે?
વાસ્તવમાં હિન્દુઓની આ એક પ્રતિક્રિયા છે.
પશ્ચિમ પાકિસ્તાને પૂર્વ પાકિસ્તાનને અન્યાય કર્યો એટલે બંગાળીભાષી મુસ્લિમોએ પ્રતિકાર કર્યો. તેના પ્રતિકાર રુપે પાકિસ્તાની સરકારે હિન્દુઓને અને અ-બંગાળી મુસ્લિમોને બંગાળમાંથી ખદેડ્યા. પાડાને વાંકે પખાલીને ડામ દેવાયો. પૂર્વ ભારતમાં અરાજકતા ફેલાઈ એટલે જનાક્રોષ થયો અને ભારત ઉપર યુદ્ધ લદાયું. આ યુદ્ધ ભારત જીત્યું એટલે કે પાકિસ્તાન ૧૯૭૧નું યુદ્ધ હાર્યું. ભારતીય લશ્કર ગમે તેવું મજબુત હોય. પણ ભારતીય અને ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ સ્વકેન્દ્રી હોય છે. તેઓ પાકિસ્તાન માટે સોફ્ટ ટાર્જેટ હોય છે. એટલે સિમલા કરાર દ્વારા ઈન્દીરા ગાંધીને મૂર્ખ બનાવી, ગુમાવેલું બધું પાછું મેળવી લીધું. પણ લશ્કરી હાર તો હાર હતી અને પાકિસ્તાની લશ્કર તે હાર જીરવી ન શક્યું. એટલે પાકિસ્તાની લશ્કરે તેની ગુપ્તચર સંસ્થા અને રશીયા-અમેરિકાના ઠંડાયુદ્ધની સમાપ્તિએ ફાજલ પડેલા આતંકી સંગઠનોની મીલી ભગતે પ્રત્યાઘાત તરીકે આતંકવાદ ચાલુ કર્યો. પહેલું ભક્ષ્ય કશ્મિરને બનાવ્યું. ત્યાં હિન્દુઓને ખુલ્લે આમ ધમકીઓ આપી ૩૦૦૦ હિન્દુઓને મોતને ઘાટ ઉતાર્યા. સાતલાખ હિન્દુઓને ભગાડ્યા. કશ્મિરની સરકારે અને ભારતની દંભી સેક્યુલર સરકારે પણ આંખ મીંચામણા કર્યા. હિન્દુઓ માટે આ અન્યાય થયો. એક મસ્જીદ તૂટી. એની સામે હજાર મંદીરો તૂટ્યા અને આતંકવાદીઓએ હજારોને મરણને શરણ કર્યા. એક રેલ્વે કોચને ઘેરીને સળગાવ્યો અને હિન્દુઓને જીવતા સળગાવ્યા. ગુજરાતમાં દંગાઓ થયા. મુસ્લિમો વધુ મર્યા. પછી તો મુસ્લિમોએ અનેક જગ્યાએ બોંબબ્લાસ્ટ કર્યા અને હ્જારો માણસ મર્યા.
મૂળ વાત જે હતી તે બંગ્લાભાષીઓને ૧૯૫૬થી કે તે પહેલાંથી થયેલા અન્યાયની હતી. તેમાં પાકિસ્તાનોના હિન્દુઓનો અને બીનબાંગ્લાભાષી મુસ્લિમોની ઉપરાંત પડોશી દેશ ભારતનો પણ ખૂડદો બોલી ગયો. આ વાત ભારતના દંભી ધર્મ નિરપેક્ષીઓને સમજવી નથી.

આ વાત ફક્ત પાકિસ્તાનના અને બંગ્લાદેશના મુસ્લિમોની માનસિકતાની જ નથી. સમગ્ર વિશ્વના મુસ્લિમોની માનસિકતા આવી છે અને આ માનસિકતાને સાક્ષરતા કે ગરીબી સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી.

હિન્દુઓએ ૧૦ બાળકો ઉત્પન કરવા એવી વાત શા માટે કરી?
ભારતની સરકારો દંભી ધર્મનિરપેક્ષતામાંથી બહાર આવી શકતી નથી. એટલે મુસ્લિમો અને ખ્રિસ્તી લોકો મનમાની કરે છે. તેઓ જે વિસ્તારોમાં પોતે બહુમતિમાં છે ત્યાં બળજબરી કરે છે, અને સમગ્ર ભારતમાં તેઓ લઘુમતિમાં છે તે ધોરણે તેઓ લઘુમતિના નામે અને ધાર્મિક સ્વતંત્રતાને નામે વિશેષાધિકારો ભોગવે છે.
હિન્દુઓ બહુમતિમાં છે. આ બહુમતિ તેમનો ગુનો બને છે. સરકાર જો ભેદભાવ વાળા વલણમાંથી બહાર ન નિકળી શકતી હોય તો હિન્દુઓએ શું કરે? આ સંદર્ભમાં હિન્દુઓએ પણ પોતાની બહુમતિ જાળવી રાખવા ૧૦ સંતાનો ઉભા કરવા જોઇએ એમ હિન્દુ નેતાઓએ કહ્યું.

મુસ્લિમ બનો અથવા ખતમ થાઓ
ટૂંકમાં એમ કહી શકાય કે હિન્દુઓ કુટૂંબ નિયોજન કરે આર્થિક રીતે સક્ષમ થાય પણ તે પછી મુસ્લિમો બહુમતિમાં આવે ત્યારે કાંતો તેઓ મુસ્લિમ થાય અથવા ખતમ થાય. કારણ કે કશ્મિરી હિન્દુઓ તો ભાગીને ભારતમાં આવી જાય. પણ ભારતના હિન્દુઓને ભાગી જવા માટે બીજો કોઈ દેશ નથી, એટલે તેમણે તો કાંતો મુસ્લિમ થવું પડે અથવા ખતમ થવું પડે.

હજી આગળ વિચારો.

જો હિન્દુઓ ખતમ થશે તો બે જ પ્રજા બચશે. એક ખ્રિસ્તી અને બીજી મુસ્લિમ.

ખ્રિસ્તીઓ અત્યાર સુધી ભલે અજેય રહ્યા હોય પણ મુસ્લિમો, ખ્રિસ્તીઓને ખતમ કરી દેશે. અપાર સંખ્યાના બળ આગળ શસ્ત્રોનું કશું ચાલ્યું નથી. અને મુસ્લિમો પણ કંઈ શસ્ત્ર વિહીન નથી. આખી પૃથ્વી મુસ્લિમ થશે પછી શું થશે. પછી મુસ્લિમો અંદર અંદર લડશે અને માનવ જાતનો નાશ થશે.
૧૦૦ અબજ વર્ષ પછીના બીજા બીગબેંગની રાહ જુઓ. તે દરમ્યાન મુસ્લિમોને અને ખ્રિસ્તીઓને સમજાઈ ગયું હશે કે જે અદૃષ્ટ સ્વર્ગની આશામાટે અને નર્કના ભયને કારણે, જે ખૂન ખરાબા કરેલ તે સ્વર્ગ અને નર્ક તો વાસ્તવમાં હતા જ નહીં. માટે હવે તો જો કોઈ ઇશ્વરના પુત્રના નામે કે પયગંબરના નામે આવે તો તેની ખેર નથી.

શું આ શક્ય છે?

હિન્દુ પુરાણો કહે છે કે એક બીગ બેંગ પછીના બીજા બેંગમાં ઐતિહાસિક સંસ્કૃતિમાં ૨૦% જેટલો બદલાવ આવે છે.

શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, ઇસ્લામ, ધર્મ, ૧૦ સંતાન, લઘુમતિ, બહુમતિ, આતંકવાદ, ધર્મ નિપેક્ષ, માનસિકતા, ખૂનામરકી, ભારત, પાકિસ્તાન, બંગ્લાદેશ

Read Full Post »

  

નરેન્દ્ર મોદી મુદ્દાની જ વાત કરે છે.  સરક્રીક એક રાષ્ટ્રીય હિતનો મુદ્દો છે.

નહેરુવીયન કોંગ્રેસે સ્પષ્ટ જવાબ આપવો જોઇએ.

છાડ બેટ અને સરક્રીક ના મુદ્દાઓ અને સમસ્યાઓ એક જ છે કે જુદા?

એક જાણીતા અખબારી તંત્રીશ્રી એવું જણાવવા માગે છે કે સરક્રીક અને છાડબેટ એક જ છે.

તેઓશ્રી એમ પણ કહે છે કે ૧૯૬૮માં લવાદે ચુકાદો આપેલ; કે ૯૦ ટકા છાડબેટ નો હિસ્સો ભારતને મળે અને ૧૦ ટકા પાકિસ્તાન ને મળે. પાકિસ્તાને આ ચૂકાદો મંજુર રાખેલ નહીં..

તંત્રીશ્રી કદાચ માહિતિ ધરાવતા નથી.

તાસ્કંદ કરાર હેઠળ એવું નક્કી થયેલ કે વાટા ઘાટો દ્વારા સીમારેખાના પ્રશ્નો ઉકેલવા. છાડ બેટ કે જે એક વિસ્તાર છે અને તે કચ્છના રણ થી ઘેરાયેલો છે. ૧૯૪૭ પહેલાં અને તે પછી પણ રણ અને બેટ ની કોઈ નિર્ધારિત વ્યાખ્યા ન હતી. બેટ પણ રણમાં જ આવી જતા હતા. અને જો અખાતની બંને બાજુ રણ હોય તો તે અખાત પણ રણ નો જ હિસ્સો ગણાય અને તેને પણ રણ વિસ્તારમાં જ ગણી લેવાનું. આમાં કશું ખોટું પણ ન હતું.

કચ્છ અને સિંધ વચ્ચે સરહદી સમસ્યા પરાપૂર્વ થી હતી. પણ બ્રીટીશ ઈન્ડીયામાં સિંધ બ્રીટીશ એજ્ન્સીમાં આવતો અને કચ્છ તેના રાજાની હકુમતમાં આવતું હતુ. કચ્છનું રણ પણ કચ્છના રાજાની હકુમતમાં આવતું હતું. છાડબેટ વાળા રણપ્રદેશ ઉપર પણ કચ્છના રાજાનો કબજો હતો. જોકે પાકિસ્તાનના કહેવા પ્રમાણે તે વિવાદી વાત હતી. પણ ૧૯૫૬ અને જ્યાં સુધી ટ્રીબ્યુનલનો ચૂકાદો અમલમાં ન આવ્યો ત્યાં સુધી સમગ્ર રણ ઉપર સંપૂર્ણ કબજો ભારત સરકારને હસ્તક હતો.

જેમ આગેસે ચલી આતી હૈ અને બધું રામ કરશે એ આશ્રયે ચાલતી નહેરુવીયન કોંગ્રેસ સરકારે ટ્રીબ્યુનલ માન્ય રાખી અને પુરતા દસ્તાવેજો રજુ ન કરી શકી.

બીજી બાજુ પાકિસ્તાનની સરકાર નબળા તો નબળા પણ દસ્તાવેજો છાડ બેટની સિંધની માલિકીને લગતા રજુ કરી શકી.

પાકિસ્તાનની સરકાર, રણની માલિકીને લગતા સિંધના દસ્તાવેજો ટ્રીબ્યુનલને સંતોષ થાય તેવા ન આપી શકી તેથી ટ્રીબ્યુનલે ભારતને શંકાનો લાભ કરી રણ આપ્યું અને પાકિસ્તાનને છાડ બેટ આપ્યો.

સરક્રીક નો મુદ્દો સીમાંકનમાં ટ્રીબ્યુનલ પાસે હતો જ નહીં. તેથી સરક્રીક અને છાડબેટ એ એક જ સમસ્યાના બે નામો છે એ વાત બરાબર લાગતી નથી. તંત્રીશ્રી જે સરક્રીક અને છાડબેટ ને એક ફલિત કરાવવા માગે છે તેનાથી જનતા સમજવામાં ગુમરાહ થઈ શકે છે.

છાડ બેટ શું છે? અને તેને ઘેરેલું રણ શું છે? ચોમાસામાં છાડ બેટ જમીન તરીકે રહે છે. અને રણ પ્રદેશ પાણીમાં ડૂબી જાય છે. રણ પ્રદેશ ને વિકસિત કરી ઉપજાઉ બનાવી શકાય તેમ છે. છાડ બેટનો ૧૦ટકા વિસ્તાર છે અને તેના રણ વિભાગનો ૯૦ ટકા હિસ્સો છે. આ વાત ફક્ત છાડબેટના પાકિસ્તાનની દષ્ટિએ રહેલા વિવાદિત સીમા પ્રદેશની વાત છે.  

છાડ બેટ એટલે કે માત્ર બેટ એ એવો વ્યુહાત્મક સ્થળે આવેલો છે કે જો ઈન્દ્ર રાજા ન રુઠ્યા હોત તો ૧૯૬૫માં ભારત પશ્ચિમની કચ્છ-સિંધ સરહદ ઉપર પાકિસ્તાનનો ઘણો પ્રદેશ જીતી શક્યું હોત. વરસાદ અને પાણીના પ્રવાહને લીધે પાકિસ્તાન અને ભારત વધુ આગળ વધી શક્યા ન હતા. પણ પાકિસ્તાનને એ વાતનું મનથી પાક્કું કરી લીધું કે જો છાડ બેટ મળી જાય તો વ્યુહાત્મક રીતે કચ્છની તે સીમા રેખા ઉપર સબળ થઈ જવાય તેમ છે. આમેય તેનો દાવો તો હતો જ.

આ કારણ થી પાકિસ્તાને તાસ્કંદ કરાર અંતર્ગત, વાટોઘાટો માટે ભારત સરકારને તૈયાર કરી.

વાટાઘાટો નિસ્ફળ જાય જ. એટલે ટ્રીબ્યુનલની આવશ્યકતા બને અને ટ્રીબ્યુનલમાં કેસ રજુ કરી શકાય.

પાકિસ્તાન માટે તો આ “લાગે તો તીર નહીં તો તુક્કો” એવી વાત હતી. કબજો અને હક્ક બંને ભારતના હતા. હક્ક એટલા માટે કે ભારતના વિભાજનમાં બ્રીટીશ ભારતમાંથી પાકિસ્તાનને એક હિસ્સો કે જ્યાં ત્યાંની જનતાની બહુમતિએ પાકિસ્તાન સાથે જોડાણમાં સંમતિ આપી હતી, તે હિસ્સો જુદો કરીને આપવામાં આવ્યો હતો.

ભારતના વિભાજનની વાત એવી ન હતી કે બ્રીટીશ ભારતને, હિંદુ મુસ્લિમ વસ્તીને ધોરણે બે ભાગ કરી દો.

એટલે જો કોઈ કે જે તે સીમા ઉપરના ગામના લોકોના જો મત જ ન માગવામાં આવ્યા હોય તો તે ગામ પ્રદેશ તો ભારતમાં જ રહે. અને કબજો પણ ભારતનો જ રહે. વળી આ પ્રદેશમાં કચ્છના રાણાનું જ શાસન ગણાતું અને તે ટેક્ષ પણ પોતાની હોતી હૈ ચલતી હૈ એ રાહે વસુલ કરતો. જો કે બ્રીટીશ એજન્સીએ એક વાર તેને રદબાતલ કરેલ. પણ રાજા ને તે વાત માન્ય ન હતી અને તે પોતાના હક્ક ઉપર કાયમ હતો. તે હક્ક ભોગવે કે ન ભોગવે કે બ્રીટીશ સરકાર ન ભોગવવા દે તે વાત અલગ હતી. એમ તો આ હિસ્સો બ્રીટીશ રાજના કયા પોલીસ સ્ટેશન ની હદમાં આવતો તે પણ બ્રીટીશ સરકાર કે પાકિસ્તાનની સિંધ સરકારને ખબર ન હતી.

છાડબેટના ઉપરના ચૂકાદાને પાકિસ્તાને માન્ય નથી રાખ્યો તે તો આ અખબારી તંત્રીશ્રી તરફથી જ આવ્યું છે. મનમોહનશ્રીએ આવી કોઈ પૂષ્ટિ કરી નથી, કે છાડ બેટ અને સરક્રીક બંને એક જ સમસ્યા હતી અને છે અને પાકિસ્તાને છાડબેટનો ટ્રીબ્યુનલનો ચૂકાદો માન્ય રાખ્યો ન હતો. ન તો આવા કોઈ સમાચાર ૧૯૬૮માં કે ન તો તે પછી ક્યારેય આવ્યા છે.

એથી ઉલ્ટું, લવાદના આ ચૂકાદાના અમલ સામે એક પીટીશન થઈ હતી કે ભારત સરકાર આ ચૂકાદાનો અમલ ન કરાવી શકે કારણ કે રાષ્ટ્રની સીમા ઉપરનો કબજો અને તેની સુરક્ષા એક ભારતીય નાગરિકનો બંધારણીય હક્ક છે. પાર્લામેન્ટની ૨/૩ બહુમતિ બંધારણીય ફેરફાર કરાવ્યા વગર ભારત સરકાર ટ્રીબ્યુનલના ચૂકાદાનો અમલ ન કરી શકે. પણ ભારત સરકાર અમલ કરવા પ્રતિબદ્ધ હતી અને તેણે પોતાની દલીલો કરેલી અને ટેક્નીકલ ગ્રાઉન્ડ એટલે કે અરજદાર દ્વારા રજુ કરાયેલા (એટલે કે ન રજુકરાયેલા) દસ્તાવેજોના આધારે પીટીશન કાઢીનાખેલ. (Shiv Kumar Sharma vs Union Of India And Ors. on 14 May, 1968)

પણ સરક્રીક એ જુદી જ વાત છે. નરેન્દ્ર મોદી મુદ્દાની જ વાત કરે છે.  નહેરુવીયન કોંગ્રેસે સ્પષ્ટ જવાબ આપવો જોઇએ.

૧૯૬૩ માં જેમ નહેરુવીયન સરકારે સંસદ સમક્ષ પ્રતિજ્ઞા લીધેલી કે ચીને ૬૦ હજાર ચોરસ માઈલ કબજે કરેલો ભારતીય પ્રદેશ જ્યાં સુધી અમે પાછો મેળવીશું નહીં ત્યાં સુધી જંપીને બેસીશું નહીં. તે પછી નહેરુવીયન કોંગ્રેસે ૪૦ વરસ કે તેથી વધુ સ્મય રાજ કર્યું અને કરે છે. અને હવે વર્તન તો એવું છે કે “મસ્જીદમાં ગર્યો  તો જ કોણ?” યા તો “કહેતા બી દિવાના ઔર સૂનતા બી દિવાના”.

અનેકાનેક મુંબઈ બ્લાસ્ટ થયા પછી પણ દર બ્લાસ્ટ વખતે, નહેરુવીયન કોંગ્રેસ સરકારે, પાકિસ્તાન વિષે એવી જ વાત કરેલ કે જ્યાં સુધી પાકિસ્તાન, આતંકવાદી કેંપ બંધ નહીં કરે અને ભારતમાંથી ભાગીને પાકિસ્તાનમાં આશરો લઈ રહેલ આતંકવાદીઓને પાકિસ્તાન, ભારત સરકારને સોંપશે નહીં ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ વાટાઘાટો કરવામાં આવશે નહીં.

પાકિસ્તાન સરકાર તો એજ ગાણું ગાય છે કે અમને સંતોષ થાય તેવી સાબિતીઓ આપો તો અમે બધા જ આતંકવાદીઓ તમને સોંપી દેશું. અમને કંઈ આતંકવાદીઓ પ્રત્યે પ્રેમ નથી.

આપણી નહેરુવીયન સરકાર વિષે તો એવું જ લાગે છે કે આપણી આ સરકારની આતંકવાદીઓને લેવાની દાનત જ નથી દાઉદ વિષે શું એવું જ છે? શું તેના વિષે પણ સાબિતીઓ નથી? તો પછી ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો.

કોઈ પાકો નિર્ણય ન કરો,

ફાવે એમ બોલો.,

ફાવે એવા નિર્ણયો ઘોષિત કરો,

નિર્ણયો કે ઘોષણાઓના પાલનની ઐસી તૈસી,

સમય પાસ કરો,

 નવા ઈસ્યુ ઉભા કરો,

બધા જ ઈસ્યુ જુના કરો,

એવા માઈના લાલોનો તૂટો નથી કે જે એમ ન કહે કે “જુની વાતો ક્યાં લગી વાગોળશો”,

નહેરુવીયન કોંગ્રેસીઓ તમે તમારા સાથીઓ સહિત લીલા લહેર કરો,

તમને બચાવવા અમે સમાચાર માધ્યમો તૈયાર છીએ,

વિતંડાવાદમાં અમે પણ તમારાથી કમ નથી.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ છાડબેટ, કચ્છ, રણ, ક્રીક, સિંધ, બ્રીટીશ, એજન્સી સરકાર, ટ્રીબ્યુનલ, લવાદ, ૧૯૬૫, ૧૯૬૮, ૧૯૬૨, પાકિસ્તાન, ભારત, સરકાર 

 

Read Full Post »

We have to face it for the dignity of Bharat Mata

We have to face it for the dignity of Bharat Mata

શત્રુ નંબર એક અને શત્રુ નંબર ચાર ની મીલીભગત એટલે કાશ્મિરની સમસ્યા
  
અમદાવાદને એક બેનમૂન મેયર મળેલા. તેમનું નામ હતું કૃષ્ણવદનભાઈ જોષી.
  
તેમને સર્વોદયવાદી કહેવા કે કોંગ્રેસી તેની મને અવઢવ રહેતી. કોંગ્રેસી એટલે સંસ્થા કોંગ્રેસી. કારણકે તે વખતે અમુક વખત પછી બે કોંગ્રેસ થઈ ગયેલી. એક કોંગ્રેસ (ઈન્દીરા) અને બીજી કોંગ્રેસ (સંસ્થા).
  
મૂળ કોંગ્રેસ પક્ષની કારોબારીમાં ઈન્દીરા ગાંધીની બહુમતી ન હતી તેથી તેણે પોતાની અલગ કોંગ્રેસ કરેલી.
  
જો આજે મનમોહનસિંહને સોનીયા ગાંધીની ગેંગના કન્ટ્રોલમાં ન રહેવું હોય તો તેઓ પોતાનો અલગ પક્ષ સ્થાપે તો તેમના પક્ષને કોંગ્રેસ (શાસક) પક્ષ alias Congress (R) અથવા કોંગ્રેસ (રુલીંગ) તરીકે ઓળખી શકાય. અલબત્ત તેમને સત્તાલાલચુ કોંગી એમપી ઓનો બહુમતિ સપોર્ટ હોવો જોઇએ. વો દિન કહાં જબ મીયાંકે પાંવમે જુતી.
  
પણ આપણી વાત જુદી છે.
કૄષ્ણવદનભાઇને હું એક મહાત્મા ગાંધીવાદીના સ્વરુપમાં જોતો. તેમના વિચારોમાં ઘણું ઉંડાણ રહેતું. તેમણે કંઈક આવી વાતો કરેલી …
  
કૄષ્ણવદનભાઇની વાતો:
તમે જો તમારી જીંદગી દરમ્યાન એક વ્યક્તિને સુધારો તો આખી દુનિયા સુધરી જાય.

આ વાત બધા જણે છે. એટલે દરેક સુજ્ઞ વ્યક્તિ કોઈ વ્યક્તિને સુધારવા માટે એક વ્યક્તિની ગોતાગોત કરે છે. આને સુધારું કે પેલાને સુધારું?
પણ બીજાને સુધારવાની યોગ્યાતા કોનામાં છે?

માણસ એની સાવ જ નજીક રહેલી વ્યક્તિ કે જે પોતે જ છે તેને જોતો નથી અને તેને સુધારવાની કેટલી જરુર છે તે જોતો નથી. અને બીજે ફાંફાં મારે છે.
આપણે ચાર દુશ્મનો સાથે લડવાનું છે. અને તેઓ નીચે પ્રમાણે છે.
દુશ્મન નંબર ચાર:

આ દુશ્મન એવો છે કે તમે તે ક્યાં રહે છે તે જાણો છો. તમે તેને મારી નાખી શકો છો. તમારી સામે કોઈ કેસ પણ નહીં ચલાવે. કોઈ તમને કોઈ કશું કહેશે નહીં. તમારો બધા જય જયકાર કરશે અને આદર કરશે.
  
દુશ્મન નંબર ત્રણ:
આ એવો દુશ્મન છે જે ક્યાં છે તે તમે જાણો છો. તમે તેને મારી નાખી શકો છો. પણ તમારે તેને શોધવો પડે. શોધીને પણ તમે તેને સીધે સીધો મારી નાખી ન શકો. તમારે તેની ઉપર કેસ ચલાવવો પડે, તમારે તે દરમ્યાન તેને જીવવાની સગવડ આપવી જોઇએ. તમારે સાબિત કરવું પડે કે તે દુશ્મન છે. તમારે તેને પણ તક આપવી પડે કે તે સાબિત કરી શકે કે તે દુશ્મન છે કે નહીં.
  
દુશ્મન નંબર બે:
આ એવો દુશ્મન છે કે તેને તમારે શોધવો ન પડે. તમે તેને ઓળખો જ છો. તમારે સાબિત કરવાની પણ જરુર નથી કે તે દુશ્મન છે. તમે તેને વિષે ઘણું બધું જાણો છો. પણ તમે તેના ઉપર કેસ ચલાવી શકતા નથી. તેને કશું કરી શકતા નથી. તમારી ઈચ્છા છે પણ તમે લાચાર છો. મારવાની તો વાત જ કયાં રહી! તમે બહુબહુ તો તેને કહી શકો કે ભૈલા હવે બહુ થયું. કદાચ તમે તે પણ કહેવાની હિમત ન કરી શકો.
  
  
દુશ્મન નંબર એક
આ દુશ્મન પણ એવો છે કે તેને તમે સંપૂર્ણ રીતે જાણો છો. તે તમારી સાવ જ નજીક છે. સૌથી વધુ નજીક છે. તમારા ખાસ મિત્રો થી અને સૌ દુશ્મનોથી પણ વધુ તમારી નજીક છે. તમે તેને કંઈ જ કરી શકતા નથી. તમે તેને મારી શકતા નથી, કેસ પણ ચલાવી શકતા નથી અને તેને દંડી શકતા નથી.
  
તો કયો દુશ્મન અઘરો? અને કયો દુશ્મન સહેલો?

જો સહેલાથી અઘરાના ક્રમ માં ગોઠવીએ તો
દુશ્મન નંબર ચાર,
દુશ્મન નંબર ત્રણ,
દુશ્મન નંબર બે,
અને દુશ્મન નંબર એક
એમ ક્રમ બને.
હવે જુઓ આ દુશ્મનો કોણ કોણ છે.
દુશ્મન નંબર ચાર એ ક્રોસ બોર્ડર ઉપર રહેલો દુશ્મન છે, જેને તમે સીધે સીધો મારી શકો છે,

દુશ્મન નંબર ત્રણ એ દેશમાં રહેલા ચોર, લુંટારા,ખૂનીઓ, લાંચીયાઓ અને દાણચોરો છે જેને તમારે શોધવા પડે અને કેસ ચલાવવો પડે,
દુશ્મન નંબર બે માં અસામાજીક પ્રવૃત્તિ કરતા તમારા સગા અને મિત્રો છે, જેને તમારે શોધવાની જરુર નથી પણ તમે તેના ઉપર કેસ ચલાવી શકતા નથી. તમે તેને ફક્ત બંધ બારણે થોડી શિખામણ આપી શકો છો.
  
દુશ્મન નંબર એક જે તમે પોતે જ છો. જેને તમે કશું જ કરી શકતા નથી.
  
  
જો કે તમે દરેક ને ખતમ કરી શકો.
તમે સ્વાર્થને દૂર કરો તો દુશ્મન નંબર એક ખતમ થઈ જાય છે.
મિત્રો અને સગાઓ સુખ માટે છે.
  
મિત્રમ્‌ વિના કુતઃ સુખમ્‌? પણ તમે તમારી સુખની અપેક્ષાનો ત્યાગ કરો તો તમે દુશ્મન નંબર બે ને નિસ્ક્રીય કરી શકો છો. પછી તમને તમારા જેવા જ મિત્રો અને સગાઓનો સાથ મળશે.
  
ત્રીજા નંબરના દુશ્મનને ખતમ કરવા તમારામાં મેનેજરીયલ કુશળતાની જરુર છે.
  
ચોથા નંબરના દુશ્મનને ખતમ કે નિસ્ક્રીય કરવા તમારામાં આત્મવિશ્વાસ, તત્પરતા અને સ્વાવલંબન ની જરુર છે.
  
ચીન
ચીનને તમે દુશ્મન માનો કે ન માનો, તેને તમારી પડી નથી. કારણ કે તે સ્વાવલંબી અને સાક્ષર છે.
  
ભારતમાં બેકારી, નિરક્ષરતા અને ગરીબી છે. તેથી તે સ્વાવલંબી નથી.
  
શાસકોમાં ખાસ કરીને કોંગી અને તેના સાથીઓ જેઓએ દેશનું સુકાન ૫૬ + વર્ષો સુધી સંભાળ્યું અને હજી સંભાળે છે તેઓ વહાલા દવલામાં માને છે એટલે જ લોકોમાં ભેદ ફેલાવી સત્તાનું સુખ ભોગવવું તે તેની પ્રાથમિકતા રહી છે. ત્યાગ તો આવે જ ક્યાંથી? ત્યાગ કર્યા વગર તેને વાલીયા લુંટારામાંથી વાલ્મિકી ઋષિ તરીકે પોતાની જાતને ખપાવવી છે.
 
કાશ્મિર સમસ્યા:
કાશ્મિર સમસ્યામાં આ ચારે દુશ્મનોનો ફાળો છે.સ્વાર્થ, વહાલા દવલાની રાજનીતિ, મેનેજરીયલ સ્કીલનો અભાવ અને અનીતિ સૌનો સંગમ છે.
 
સ્વાતંત્ર્ય ના પ્રથમ દશકામાં એમ કહેવાતું કે કાશ્મિરની સમસ્યા છે ખરી પણ આ સમસ્યા પાકિસ્તાન ઑક્યુપાઈડ કાશ્મિર અંગેની છે. પાકિસ્તાને પોતાના ઑક્યુપાઈડ કાશ્મિરમાંથી પોતાના દળો હઠાવી લેવા જોઇએ અને ત્યાં મુક્ત ચૂંટાણી કરવી જોઇએ.
 
ભારતે મુક્ત ચૂંટણીઓ કરેલી અને તેને કોઇએ દશકાઓ સુધી ચેલેન્જ કરેલી નથી. એટલે ભારતના કાશ્મિરનો તો પ્રશ્ન જ નથી.
 
તમે કોઈ પણ પ્રશ્નને લંબાવો એટલે તે નવા પ્રશ્નોની સમસ્યાઓ ઉભી કરે અથવા લોકો તેનાથી ટેવાઈ જાય. પણ આમાં સામાજીક ચારિત્ર્ય નો જે હ્રાસ થાય છે તે અવનતી તરફ લઈ જાય છે.
કોઈ પણ પ્રદેશનો વિશિષ્ટ દરજ્જો એક વાત છે અને પરમ વિશિષ્ટ દરજ્જો એ બીજી વાત છે.
 
દેશ એક બગીચો
મહાત્મા ગાંધી એ રાજ્યોના વિશિષ્ઠ દરજ્જાની વાત કરેલી અને તેમાં ભાષાવાર પ્રાંત રચનાની વાત કરેલી. દેશ એક બગીચો છે. બગીચામાં જુદીજુદી જાતના રંગ બેરંગી ફુલો હોય. અને તેથી જ દેશ વધુ શોભે. રાજ્યો એ ફુલો છે. અને તેનો રંગ જળવાઈ રહેવો જોઇએ. તેથી ભાષાવાર પ્રાંત રચનાની અને સ્થાનિક વહીવટ માટે જે તે પ્રાંતીય ભાષાની વાત કરેલી.
 
રાજ્ય પણ એક બગીચો
રાજ્ય પણ એક બગીચો છે. તેમાં વચ્ચે વચ્ચે થોડાં બીજા રંગના ફૂલો હોય તો તે બગીચો વધુ સુંદર લાગે અને એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે સંવાદનો અભાવ ન સર્જાય અને દેશ પોતાની સાંસ્કૃતિક એકતાને જાળવી શકે.
 
તેથી ગાંધીજીએ નાગરિકોને ફાવે ત્યાં નોકરી કરવાની અને “ભૂમિપૂત્રો” ના અધિકારોની વાત કરેલી.
 
આ બહુ જરુરી છે જેથી એક રાજ્યની વિશેષતા અને માનવીય અધિકારનો સમન્વય કરી શકાય. એક પેઢી ૧૫ વર્ષની ગણાય અને તમે તે રાજ્યની ભાષા શિખી જાઓ તો તમે તેમનામાં ભળી શકો છો અને તેમના રંગે રંગાઇ જાઓ છો, અને તમે તે જ રાજ્યના થઈ જાઓ છો.
 
પણ જો તમે ત્યાં જઈને તમારું ગ્રુપ બનાવો અને સ્થાનિક પ્રજા ઉપર દબાણની કોશિષ કરો તો તમારો વિરોધ થશે અને પ્રાંતીય સંઘર્ષ પણ ઉભા થશે.
 
સામાન્યરીતે ગુજરાતીઓ, મરાઠીઓ સ્થાનિક ભાષા શીખી જાય છે. તેથી પરપ્રાન્તમાં તેમનો વિરોધ થતો નથી. જોકે નહેરુવીયન કોંગ્રેસે એક સમયે મુંબઈમાં ગુજરાતીઓ અને મરાઠીઓને ઝગડાવવાની કોશિષ કરેલી પણ સામાન્ય રીતે મરાઠીઓ અને ગુજરાતીઓ યુગોથી સલાહ સંપથી રહેતા આવ્યા છે.
 
સમાજ ખેડૂતો, ઉદ્યોગ પતિઓ, કર્મચારીઓ અને પ્રબંધકોનો બનેલો છે. જમીન-માલિકો અને ઉત્પાદકો રોજી અને વપરાશની વસ્તુઓ પૂરી પાડે છે. કર્મચારીઓ જ્યાં નોકરી મળે ત્યાં જાય છે. પ્રબંધકો વિષે પણ એવું જ છે.
 
માલિકોમાં જમીન માલિકો અને ખેડૂતો આવે છે. ખેડૂતો તો સ્થાનિક ભૂમિપૂત્રો હોય છે તેથી પ્રશ્નો ઉભા થતા નથી.
 
ઉદ્યોગ પોતાના રાજ્યમાં સ્થપાય તો રોજી મળશે તેથી કરીને ઉદ્યોગપતિઓનો પણ વિરોધ થતો નથી.
 
કર્મચારીઓ અને પ્રબંધકો સમગ્ર રાજ્યમાં વેરાએલા હોય છે અને તેમની સંખ્યા પણ ઘણી જ હોય છે.
 
 
જો સ્થાનિક લોકોને આમાં અવગણવામાં આવે તો વિગ્રહ થાય જ. તેથી જ સ્થાનિક લોકો પોતાને રોજગારીમાં ૮૦ ટકા પ્રાધાન્ય આપવાની વાત કરે છે. અને તે યોગ્ય પણ છે.
 
 

કાશ્મિરમાં પરમ વિશિષ્ઠ દરજ્જો અક્ષમ્ય છે
કોંગી નેતાગીરીએ કાશ્મિરમાં પરમ વિશિષ્ઠ દરજ્જો ઉભો કરી તેને દેશના પ્રવાહથી અલિપ્ત કર્યો તે અક્ષમ્ય છે.
બહારના પ્રાંતનો વ્યક્તિ ત્યાં સંપત્તિ ખરીદી ન શકે તો વિકાસ ક્યાંથી થાય? અને સાચા અર્થમાં તે રાજ્ય બગીચો કેવીરીતે બની શકે?
 
કાશ્મીરની કોંગી નેતાગીરી, પોતાના સ્વાર્થને અકબંધ રાખવા માગતી હતી.
 
નહેરુએ કાશ્મિરી બ્રાહ્મણોને વિદેશ ખાતામાં પૂષ્કળ નોકરીઓ અપાવી. તેઓ ભણેલા હોવાથી કાશ્મિરની સરકારી નોકરીઓમાં પણ તેમનું પ્રભૂત્વ હતું.
 
જુના મુસ્લિમ શાસકો, અભણ ગરીબ પ્રજાને મુસ્લિમ કરી શકેલા તેથી ભણેલાઓમાં બ્રાહ્મણો ઠીક ઠીક બાકી રહેલા. સરકારી નોકરીઓથી દી વળતો નથી. તેને માટે ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો માટે માળખાકીય સગવડો જોઇએ. ઘરાકી માટે વપરાશકારો અને મેનેજરો જોઇએ.
       
૧૯૭૧ના યુદ્ધમાં મેળવેલા વિજયના બધા જ લાભો સિમલા મંત્રણામાં ગુમાવ્યા પછી અને સ્વકીય રાજકીય લાભો મેળવવાની ઘેલછામાં સરહદી પ્રજાના પ્રશ્નો અવગણવામાં કોંગીનેતાઓનો જોટો જડે તેમ નથી.
 
 
કાશ્મિરને પરમ વિશિષ્ઠ દરજ્જો આપ્યા પછી ગુમાવ્યું કોણે?

પાકિસ્તાને તો કશું ગુમાવવાનું હતું જ નહીં. કાશ્મિરી નેતાઓએ તો ખીસ્સા ભર્યાં. જે ગુમાવવાનું હતું તે ભારતની પ્રજાને અને કાશ્મિરી હિન્દુઓને ભાગે તો આવ્યું. પણ કાશ્મિરની પ્રજા રાજકારણીઓને ચાળે ચડીને પાયમાલ થઈ.
 
જેઓ કોઇ પણ કાશ્મિરનું ચક્કર મારી આવશે તે આવી ને કહેશે કે કાશ્મિરની પરિસ્થિતી ભયંકર છે. તેઓ ભારતીય સુરક્ષાદળોને પણ બે ગોદા મારશે કે તે અમાનવીય બની રહ્યું છે.સુષ્ઠુ સુષ્ઠુ બોલવું અને માનવતાની વાતો કરવી સહેલી છે.
 
ભારતીય સુરક્ષા દળો સંતપુરુષ
 
એક બાજુથી ઘુસણખોરો આવતા હોય, પાકિસ્તાનની સરકારનો ખૂલ્લો હસ્તક્ષેપ હોય, આતંકવાદીઓ સક્રીય હોય, કાશ્મિરના ભાગલાવાદી પરિબળોએની લુલી બેફામ હોય, કાશ્મિરના રાજકીય નેતાઓ અને ભારતીય કોંગી નેતાઓ સૌને પોતાનો રોટલો શેકવો હોય ત્યારે તમે, જેઓ ત્યાં રાતદિવસ જોયા વગર મોતના ઓછાયા હેઠળ કામકરતા ભારતીય સુરક્ષા દળો સંતપુરુષની જેમ વર્તે એવી અપેક્ષા રાખી ન શકો. શિવાય કે તમે બેવકુફ હો.
 
 
રાજકારણીઓ અને તેઓનો ગોબ્બેલ્સ ટાઈપ પ્રચાર ભલભલા મૂર્ધન્યોને પણ ગેરમાર્ગે દોરી શકતો હોય તો પ્રજા તે કોણ ચીજ છે?
 
ઇન્દીરાગાંધીના પ્રચારતંત્રોએ દેશના જ નહીં પણ ગુજરાતના કંઈ કેટલા મૂર્ધન્યોને ચીત કરી દીધેલા. હવે જો તમે આ મૂર્ધન્યોને તેઓ ભ્રમમાંથી જાગ્રત થાય તે પહેલાં ખતમ કરી દો તો બાકી શું રહે?
 
કાશ્મિરમાં કોંગી ભાઇઓ ક્યાં છે? ત્યાં તો આતંકવાદીઓ, પાકિસ્તાનીઓ, ખીસ્સા ભરેલા સ્થાનિક રાજકારણીઓ છે. ત્યાં પ્રજાકીય લડત છે જ નહીં. પ્રજાકીય લડત કોઈ દિવસ સચોટ મુદ્દાવગરની હોય જ નહીં.
 
સરખાવો ગુજરાતનું નવનિર્માણ આંદોલન.
નવનિર્માણ આંદોલનનો મુદ્દો ભ્રષ્ટાચાર હટાવોનો હતો.
કોંગીએ ગુજરાત ધારાસભામાં  ૧૬૩માંથી ૧૪૦ બેઠકો મેળવેલી. આ પહેલાં કોંગીએ લોકસભામાં નિરપેક્ષ બહુમતી બેઠકો મેળવેલી. પડોશી રાજ્યોમાં પણ ઇન્દીરા ગાંધીની અંગત પસંદગીની વ્યક્તિઓ મુખ્ય પ્રધાન થઈ ને બેઠેલી, તો પણ નર્મદા યોજના ઘોંચમાં જ રહી.
 
કોંગી નયી રોશનીનો કોઈ ચમત્કાર ન કરી શકી. મોંઘવારીએ માઝા મૂકેલી. અને યુવાનોએ કરેલું આંદોલન વ્યાપક થયું. મૂર્ધન્યો અને મીડીયાએ સપોર્ટ કર્યો.

સંસ્થાકોંગ્રેસના સંનિષ્ઠ નેતાઓનો પણ સહકાર મળ્યો. કોંગીની કેન્દ્રસ્થ નેતાગીરીને લાગ્યું કે ચિમનભાઈને હટાવો, કારણ કે આમેય તે ઈન્દીરામાઇની પસંદગીના મુખ્યમંત્રી નથી.
લોકાઅંદોલનનો મિજાજ જોઇ, રવિશંકર મહારાજે ચિમનભાઇને કહ્યું તમે રાજીનામુ આપો. અને ચિમનભાઇએ રાજીનામુ આપ્યું. પણ આંદોલનનો અંત ન આવ્યો.

૧૦૦ થી ૧૫૦ યુવાનો ગોળીબારનો ભોગ બનેલા. એકપણ પોલીસની હત્યા થઈ નહતી. કેટલીક જગ્યાએ એ તો એવા પણ બેનરો હતા “પોલીસ જનતા ભાઇ ભાઇ”.
 
બહારથી  આવનારા કહેતા કે ગુજરાતનું આંદોલન ૧૯૪૨ની ચળવળ જેવું છે અને વ્યાપક છે.
ગુજરાતને થયેલા અન્યાય સામે તો કાશ્મિરને થયેલા અન્યાયો કંઈ જ નથી.
વિધાનસભાનું વિસર્જન થયું. કોંગીની પ્રતિષ્ઠા તળીયે હતી. પણ જે આંદોલન થયું હતું તે જોઇને લાગતું હતું કે કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં એક પણ સીટ મળશે નહીં. પણ ચૂટણી લડવી એ એક વ્યુહરચના અને રમત છે. કોંગ્રેસે વર્ગવિગ્રહ કરાવી ૭૫ સીટો મેળવી. એક સાચમસાચ લોકઆંદોલનને અંતે પણ માર્જીનલ સીટોથી કોંગી હારી.
 
જો તમે કાશ્મિરમાં પાકિસ્તાનની ઘુસણખોરી, પાકિસ્તાની શસ્ત્રોની આયાત, પાકિસ્તાની આર્થિક મદદ અને રાજકીય નેતાગીરીનો ખીસ્સા ભરવાનો ધંધો બંધ કરો અને તેમની પાછળ સીબીઆઈ બેસાડી દો, તો કાશ્મિરમાં આંદોલન ટકી જ ન શકે. સામાન્ય જનતાને રોજી રોટી જોઇએ છે. અને નેતાઓને તેમના ખીસ્સા ભરવા છે.
 
 
સૌથી મોટો પ્રશ્ન
સૌથી મોટો પ્રશ્ન તો તડીપાર થયેલા કાશ્મિરી હિન્દુઓનો છે. કાશ્મિરીઓનો તો પ્રશ્ન જ ક્યાં છે? તેઓ જે કાગારોળ કરે છે તે તો આ “બૈલ મુઝે માર” જેવો છે.
 
કાશ્મિરની સરકારને પદભ્રષ્ટ કરો. કાશ્મિરના નેતાઓને જેલ ભેગા કરો, કાશ્મિરના વિભાજનવાદી પાકિસ્તાની ભાષા બોલતા તત્વો જેઓ ખૂલ્લે આમ ભારતની વિરુદ્ધ ઝેર ઑકે છે તેને જેલમાં પૂરી દો. તે સૌની ઉપર કાયદાને કાયદાનું કામ કરવા દો.
 
રાષ્ટ્રપતિનું શાસન લાવો અને કાશ્મિરની બધી વિશિષ્ઠ  જોગવાઈઓ ૧૦ વર્ષ માટે સ્થગિત કરો અને તે દરમ્યાન તેમને અધિગત કરાવો કે પ્રગતિ એટલે શું, દેશ એટલે શું અને ધર્મ એટલે શું?
 
 
પણ કોંગીનો મોટો દુશ્મન તો કોંગી પોતે જ છે. તેને પોતાનો સ્વાર્થ જતો કરવો નથી.
 
વોટ પોલીટીક્સ એ વિનાશનું પોલીટીક્સ છે. અને જ્યારે તેને ભારતની જનતા જાકારો આપશે ત્યારે દેશમાં સોનાનો સુરજ ઉગશે.

Goddess of wisdom wants them to get lost

Goddess of wisdom wants them to get lost

Read Full Post »

%d bloggers like this: