Feeds:
Posts
Comments

Posts Tagged ‘બચ્ચન અછૂત’

“સર્વે શૃગાલાઃ ચિન્તયામાસ,
યદિ કેનાપિ ઉપાયેન અયં મ્રિયેત તર્હી માસ ચતુષ્ટયં ભોજનં ભવેત”

બધા શિયાળવાં ગંભીરતા પૂર્વક વિચાર કરવા લાગ્યા, કે જો કોઇપણ હિસાબે આ(કર્પૂરતિલક હાથી)ને મારી નાખવામાં આવે તો (આપણા બધાનું) ચાર માસ સુધી ભોજન બને.
 
પંચ તંત્રમાં એક કર્પૂરતિલક અને શિયાળવાંઓની એક વાર્તા આવે છે.
જેમાં બધા શિયાળવાં ભેગા થાય છે. અને કર્પૂર તિલકને મારી નાખવાની યોજનાઓ ઘડે છે.

આવું જ કંઇક અત્યારે ઇંદીરાઈ નહેરુવીયન કોંગ્રેસીઓ નરેન્દ્ર મોદી વિષે વિચારે છે.
૧૯૬૯નો એક એવો જમાનો હતો કે કોંગ્રેસના બે ભાગ પડી ગયા હતા. અને ઈન્દીરાઈ નયી રોશનીની હવા ફેલાવવામાં આવી હતી. અને અગણિત ઉંદર રુપી રાજકારણી લોકો  તે રોશનીમાં મોંઢું કાળું કરવા દોડ્યા હતા. ઈંદીરા ગાંધીએ જાહેર કર્યું હતું કે “કોંગ્રેસના દરવાજા બધા જ માટે ખુલ્લા છે” (પૂર્વ લાયકાતની કોઇ જરુરત નથી. કાંતવું, ખાદી પહેરવી, સાફાઈ કરવી, સત્યબોલવું, સફેદ ટોપી પહેરવી, વિગેરે કશુંજ જરુરી નથી). હા, ફક્ત એક વસ્તુ જરુરી હતી કે મોરારજી દેસાઈને કોઈપણરીતે વગોવવા કે ગાળ દેવી. બસ આવું કરીને ઇંદીરાઇ કોંગ્રેસમાં જોડાઈ જાવ. ઑલ ઈન્ડીયા રેડીયોમાં તમારું નામ બોલાશે અને તમારું નિવેદન પણ આવશે.

હાલ કોંગ્રેસનો એવો દબદબો નથી. પણ જેઓ ઓલરેડી કોંગ્રેસને શોભાવી રહ્યા છે તેમનું કલ્ચર યથાવત રહ્યું છે. “મેડમ”ને શું ગમશે, શું નહીં ગમે, મેડમને ગમે એવું શું કરવું, મેડમની નજરમાં કેમ કરીને રહ્યા કરવું વિગેરે વિગેરે માટે મનગઢંત યુક્તિઓ અને તુક્કાઓ ચલાવવામાં અને અમલમાં મુકવામાં આવે છે.

હાલ તૂર્તનો કિસ્સો લઇએ તો તે અમિતાભ બચ્ચનને વર્લીપુલના બીજા તબક્કાના ઉદઘાટન પ્રસંગે આમંત્રણ આપવા બાબતનો છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ અમિતાભ બચ્ચનને આમંત્રણસ તો આપી દીધું પણ પછી કોઈકે મુખ્યમંત્રીશ્રીને કાનમાં ફૂંક મારીકે અમિતાભ બચ્ચન ગુજરાતનો બ્રાન્ડ એમ્બેસેડર છે. ગુજરાતનો મુખ્યમંત્રી મોદીકાકો છે. અને તમને ખબ્બર તો છે જ કે મોદી કાકો કેવો છે.

“મેડમ” જો પત્થર મારે તો મોદીકાકો ઈંટથી જવાબ આપે છે. અને તેથી મેડમને નહેરુવીયન કલ્ચર અંતર્ગત આ પસંદ નથી તે તો તમે જાણો જ છો. વળી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કોંગ્રેસી નેતાઓને નવરા કરી દીધા છે. ભલુ થજો ભગવાનનું કે કેન્દ્રમાં આપણું રાજ છે તેથી આપણા ગુર્જર નેતાઓ રોજબરોજ કુથલી યુક્ત નિવેદનો કરીને પોતે જીવતા છે એવું આપણા સરકારી બાપીકા દૂરદર્શન થકી લોકોને પ્રતિતી કરાવી શકે છે. પણ તમે જે અમિતાભને કે જેણે મોદીકાકા સાથે હાથ મીલાવ્યા છે તેને આમંત્રણ આપ્યું તે મેડમને કેવીરીતે પસંદ પડશે? જરા વિચાર તો કરો? વળી તમે શરદ પવારની કોંગ્રેસમાં નથી કે મેડમને બ્લેક મેલ કરી શકો. તમે મેડમની કૃપાથી મુખ્યમંત્રી થયા છો. તમે પૂરતો પ્રયત્ન કર્યો હશે તેની ના નહીં. પણ ક્રેડીટ તો મેડમની જ ગણાય તે પ્રણાલી તમે ભૂલી નહીં જ ગયા હો. તમે કંઈ શરદ પવાર કે ચિમનભાઈ પટેલ નથી ને નથી જ.

હવે આવું સાંભળીને જો કોઇ કોંગ્રેસી ખળભળી ન ઉઠે તો તે કોંગ્રેસી ન કહેવાય.
સંકૃતમાં પંચ તંત્રનો એક શ્લોક છે જેમાં સિંહણ તેણે પાળેલા શિયાળના બચ્ચાને કહે છે કે “શૂરઃ અસિ, કૃતવિદ્યઃ અસિ, દર્શનીય; અસિ પૂત્રક,
યશ્મિન કુલે તુ જાતઃ ત્વં, ગજઃ તત્ર ન હન્યતે.

હે બાળશિયાલ, તું શુરવીર છે, જાણકાર પણ છે, અને તું જોવો ગમે તેવો પણ છે.
પણ તું જે કુળ માં (પંચતંત્રની કથામાં શિયાળનું કુળ અને અહીં નહેરુવીયન કોંગ્રેસનું કુળમાં) જન્મ્યો છે ત્યાં હાથી મરાતો નથી એટલે કે મેડમ નારાજ થાય તેવું કશું થતું નથી.

અને બધા કોંગીજનોએ ઓળઘોળ કરીને મોદીકાકાની ગુજરાતના બ્રાન્ડએમ્બેસેડર હોવાના નાતે અમિતાભ પણ અછૂત જ ગણાય છે એવું જાહેર કર્યું.

મહાત્મા ગાંધી અસ્પૃષ્યતામાં માનતા ન હતા, પણ આ નહેરુવીયન કોંગ્રેસને મહાત્મા ગાંધીના નીતિ નિયમો સાથે કશી લેવા દેવા નથી. અને દારુનો પણ કશો છોછ નથી. હા ગુજરાતમાં દારુબંધી હોવી જોઇએ કારણકે જ્યાંસુધી  દારુ બંધી ને લાગે વળગે છે ત્યાં સુધી ગાંધી બાપુ ગુજરાત અને ફક્ત ગુજરાતના જ હતા. દિલ્લીના પણ નહીં. ભલે તેમણે અંતિમ શ્વાસ દિલ્લીમાં લીધો હોય તો પણ દિલ્લી તો નહેરુચાચા અને ઈંદીરામાઈનું જ ગણાશે અને દારુની છાકમ છોળ ઉડશે.

હા પણ વાત હતી મોદીકાકા અને તેમના ગુજરાતની.નહેરુવંશીઓએ  આમેય ગુજરાતને  કદી પોતીકુ ગણ્યું નથી. ગુજરાતને અને ગુજરાતીઓને થયેલા અને થતા અન્યાયો વિષે મહાભારત જેવું દળદાર પુસ્તક લખી શકાય. ગુજરાતને લુંટવામાં નહેરુવીયન કોંગ્રેસનો નંબર અવ્વલ આવે. અને ગુજરાતને કંઇ આપવાની વાત આવે તો ગલ્લાં તલ્લાં થાય. પણ એક વાત તો નિશ્ચિત થઇ ગઇ કે મેડમને વહાલા થનારાઓની દૃષ્ટિમાં ફક્ત નરેન્દ્ર મોદી જ નહીં પણ, ગુજરાત પણ અછૂત અને ત્યાજ્ય છે.

બીગ-બી એ સાચું જ કહ્યું છે કે ગુજરાત પણ દેશનો એક ભાગ છે. અને મોદીકાકો તો ઢોલ ટીપીને કહે છે જ કે ગુજરાતની પ્રગતિ એ દેશની પ્રગતિ છે. પણ ગુજરાતની અસ્મિતાથી નહેરુવીયન અને દંભી ધર્મનીરપેક્ષોના પેટમાં તેલ રેડાય છે.

ચિમનભાઇ ચલતા પૂર્જા જેવા હતા, એટલે કોંગ્રેસીઓને શાંતિ હતી. જોકે ચિમનભાઇ પટેલે ૧૯૭૩-૭૪માં પદચ્યુત થયા પછી એક પૂસ્તક લખેલું કે ઈંદીરા ગાંધીએ તેલીયા રાજાઓ પાસેથી ક્યાં ક્યારે કેટલા અને કેવીરીતે પૈસા ખાધેલા. આ પુસ્તક તેમના સુપુત્રે વાંચ્યુ જ હશે. પણ એવાત જવાદો. કોંગ્રેસીઓને તો તેમનું ગાડું ચાલવું જોઇએ. અને નહી તો તેઓ ગાંડુ કાઢે તેવા છે જે હાલ આપણે સરકારી દૂરદર્શન ઉપર જોઇએ છીએ.

ગુજરાતનું જે થવું હોય તે થાય. મોદી કાકાની બુરાઇ કરવી તે જ પરમ ધર્મ છે.
મોદી કાકા જો રસ્તા બાંધે તો કહેવું કે ગામડાને લુંટવા રસ્તા બાંધે છે. મોદી કાકા જો ઉદ્યોગ સ્થાપે તો કહેવું કે ઉદ્યોગપતિઓને લહાણી કરે છે. મોદી કાકા જો પાણીની યોજનાઓ કરે તો કહેવું ખાયકી કરી છે. મોદી કાકા જો ગરીબોની યોજના કરે તો કહેવું કે એ તો કેંદ્રના પૈસા છે. ભલે કેન્દ્ર ગુજરાતમાંથી અબજો રૂપીયાની કમાણી કરે પણ નોટો તો કેન્દ્ર જ છાપે છે ને. એટલે પૈસા તો કેન્દ્રના જ કહેવાય. હવે તો મોદી કાકાએ નોટો છાપવાની બાકી રહી છે.

યેન કેન પ્રકારેણ મોદી કાકાને લપેટમાં કેવીરીતે લેવા અને તેમને કેવીરીતે પાડી દેવા તેની વેતરણમાં નહેરુવીયન કોંગ્રેસ રહે છે. મોદી કાકાને સીટે કહેવાતો સમન્સ પાઠવ્યો અને તે હાજર ન રહ્યા તો દેશ વિદેશમાંથી તેમની ટીકા કરતા સમાચારોનો વરસાદ થયો.

પણ મોદીકાકાના જાહેર જનતા જોગ સંદેશા ઉપર આ સૌ મુંગામંતર થયા. નાનીશી વાતને મોદીકાકા વિરુદ્ધ કેવીરીતે ચગાવવી તેમાં આ સૌ કોઇ પાવરધા છે.


તેથી જ પેલી ઉક્તિ અહીં બરાબર લાગુ પડે છે કે સૌ કોંગ્રેસીઓ ગંભીરતાથી વિચારવા લાગ્યા કે જો કોઇપણ હિસાબે આ મોદી કાકાને રાજકીય મોતને ઘાટ ઉતારીયે તો આપણે સૌ કોંગ્રેસીઓ ગુજરાત ઉપર અને દેશ ઉપર ચાર ટર્મ સુધી રાજ કરી શકીએ અને સાઠ લાખ કરોડ ડૉલર ની ઉપર સાઠ કરોડ અબજ ડોલર સ્વીસબેંકમાં ઉમેરી શકીએ.

Read Full Post »

%d bloggers like this: