Feeds:
Posts
Comments

Posts Tagged ‘બાબુભાઈ જશભાઈ પટેલ’

“પાયામાં તું પુરાઈ જાજે … કળશના ચમકારા”

પાયામાં તું પુરાઈ જાજેકળશના ચમકારા

એક ભાઈ વાત લાવ્યા કે ભારતને સ્વતંત્રતા કોણે અપાવી? ચર્ચા ચાલતી હતી અને એક નવા ભાઈએ પ્રવેશ કર્યો. એમણે કહ્યું કે ભારતને સ્વતંત્રતા ઇન્દિરા ગાંધીએ અપાવી. અને તેમણે સાબિત કરી દીધું કે ઇન્દિરા ગાંધીએ(*) ભારતને સ્વતંત્રતા કેવી રીતે અપાવી. જો કે જમાનો હતો કે બધી કહેવાતી સફળતાઓ ઈન્દિરાને નામ કરવી.

જ્યારે કટોકટી ચાલતી હતી, ત્યારે ભારતની અધોગતિના કારણો ઉપર ચર્ચા ચાલતી હતી. ભારતની અધોગતિનું સૌથી મોટું કારણ શુ? એક ભાઈએ કહ્યુંઈશ્વરચંદ્ર વિદ્યાસાગર”.

ઉપરોક્ત બે મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા નહીં કરીએ. પણ જેને બે કારણો જાણવા હોય તેઓ મને અંગત રીતે લખે કારણ કે કારણો જરા સુરુચિનો ભંગ કરે એવા છે.

નર્મદા પરિયોજનાનો યશ કોને આપવો?

BHAIKAKA AND SARDAR PATEL

તેથી પણ વિશેષ, કે નર્મદા યોજનાનો યશ કોને આપવો? તમે અવશ્ય જોઇ શકો છો કે બીજેપી તરફી ગ્રુપ, યોજના પૂર્ણ કર્યાનો  યશ કોંગ્રેસને મળે એમ અભિપ્રાય આપશે. તેવી રીતે જે કેટલાક કટારીયા  મૂર્ધન્યોનો કોંગી (કોંગ્રેસ તો કહેવાય) તરફનો ભ્રમ ભાંગ્યો નથી, તેઓ યોજના પૂર્ણ કરવાનો યશ બીજેપી ને જેમ બને તેમ ઓછો મળે તે માટે માથાફોડ કરશે. તે માટે સરદાર પટેલના નામનો ભોગ આપવો પડે તો આપવો.

હાલની નવી જનરેશન માટે તો બધુંબકરીકી તીન ટાંગની વાત જેવું છે.

બકરીકી તીન ટાંગએટલે શું?

એક સ્ટેજ હતું. સ્ટેજ ઉપર થોડા અગ્રણીઓ બેઠેલા. બે વક્તાઓ હતા. અને પ્રેક્ષકો હતા. વિષય હતો કે બકરીને કેટલી ટાંગ (પગ) હોય. એક વક્તા હતા તેણે બકરી જોયેલી. તેમણે કહ્યું કે બકરીને ચાર ટાંગ હોય. બીજા વક્તાએ બકરી નામનું પ્રાણી  જોયેલું નહીં પણ તેમનો દાવો હતો કે તેમણે બકરીઓ જોયેલી છે. જે અગ્રણીઓ હતા તેમણે બકરી નામના પ્રાણીને જોયેલું નહીં. પણ અગ્રણીઓ બીજા વક્તાના વળના હતા. અગ્રણીઓએ બકરી નામના પ્રાણીને જોયું હોય તો પ્રેક્ષકોએ તો ક્યાં થી જોયેલું હોય?

ચર્ચાને અંતે સિદ્ધ થયેલું માનવામાં આવ્યું કે બકરી નામના પ્રાણીને ત્રણ ટાંગ હોય.

૧૯૪૨માં જેઓ યુવાન હતા તેઓ અત્યારે કાં તો પ્રભુના પ્યારા થઈ ગયા છે કે વાર્ધક્યમાં પહોંચી ગયા છે. તેમનો સ્મૃતિદોષ હોય તો પણ સુજ્ઞ જનથી સભ્યતાને ખાતર તે તરફ આંગળી ચીંધી શકાય. પણ હવે ક્યારેકન્યાયાર્થે નિજ બંધું કો ભી દંડ દેના યોગ્ય હૈ હિસાબે કોણ કેટલું સાચું છે તે સમજીએ.

શું વાર્ધાક્યે પહોંચેલા પણ માહિતિને અભાવે ખોટા તારણો પર આવતા નથી?

હાજી. વિદ્વાન અને બહુશ્રુત વ્યક્તિઓ પણ માહિતિના અભાવે ખોટા તરણો પર આવે છે.

જેમકે મોરારજી દેસાઈએ કહેલ કે પાકિસ્તાનને ૫૫ કરોડ અપાવવા માટે મહાત્મા ગાંધી ઉપવાસ ઉપર બેઠા હતા.

માન્યતા અનેક લોકોની છે.

જેઓ ને ગાંધીજીના નિયમોની અને પ્રણાલી ખબર છે તેઓમાંથી કેટલાકે બરાબર તપાસ કરી નથી. “પ્રણાલીશબ્દને બદલે ગાંધીજીનોસિદ્ધાંતકહેવો વધુ ઠીક કહેવાશે. પ્રણાલી સિદ્ધાંત ઉપર નિયમિત છે. જ્યારે પણ ગાંધીજી સત્યાગ્રહની ઘોષણા કરતા ત્યારે તેઓ તે પૂર્વે જેની સામે સત્યાગ્રહ કરવાનો હોય, તેને પહેલાં ચર્ચા માટે માગણી કરતો લેખિત સંદેશો મોકલતા. તેમની પત્રિકામાં પણ છાપતા. જો સત્યાગ્રહ સરકાર સામે હોય કે હોય તો પણ સરકારને તો અવશ્ય જાણ કરતા. જો ચર્ચાનો અસ્વિકાર થાય અથવા ચર્ચા અસફળ થાય અને ચર્ચા બંધ થાય અથવા સરકાર મુદત પણ માગે તો પછી સત્યાગ્રહની નોટીસ આપતા. નોટીસમાં બધું વિવરણ આપતા.

ઉપરોક્ત કિસ્સામાં ગાંધીજીએ જે નોટીસ આપેલી તેમાં ૫૫ કરોડ રુપીયા પાકિસ્તાનને આપવા બાબતનો કોઈ મુદ્દો હતો નહીં. વાસ્તવમાં ગોડસે પોતાના બચાવમાં ન્યાયાલયમાં તત્કાલિન હાથવગો મુદ્દો ઉમેરેલો.

અગાઉ એટલે કે જ્યારે ગોડસે ગાંધીજીની હત્યા કરવામાં સફળ થયો તે પહેલાં, જ્યારે ૫૫ કરોડનો મુદ્દો અસ્તિત્વ ધરાવતો હતો, ત્યારે પણ ગોડસેએ, ગાંધીજીની હત્યા કરવાના બે નિસ્ફળ પ્રયત્ન કરી ચૂક્યો હતો. હવે જો મોરારજી દેસાઈ જેવા પણ ગેરસમજણ ધરાવવામાંથી મુક્ત રહી સકે તો આપણા સમાચાર પત્રોના મૂર્ધન્યો વળી કઈ વાડીના મૂળા?

નર્મદા યોજનાની વાત કરીએ.

MORARJI DESAI AND OTHERS STRUGGLED FOR NARMADA PROJECT

૧૯૫૦ થી ૧૯૬૯ સુધીનો સમય કોંગ્રેસની આંતરિક અંધાધુધીનો સમય હતો. સરદાર પટેલ ગુજરી ગયા પછી નહેરુનીલોકપ્રિયતાની કક્ષાનોકોઈ નેતા કોંગ્રેસમાં રહ્યો હતો. જો કે મૌલાના આઝાદ, ગોવિંદ વલ્લભ પંત, ચક્રવર્તી રાજ ગોપાલાચારી જેવા નેતાઓ હતા ખરા પણ ખાસ કરીને સમાચાર માધ્યમોને લીધે અને નહેરુના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા યોગદાનની પ્રસિદ્ધિઓને લીધે લોકપ્રિયતામાં નહેરુનો આંક ઉંચો હતો. બધું હોવા છતાં પણ ૧૯૫૨માંની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને જે પ્રચંડ બહુમતિ મળી તે ગોલમાલથી ભરેલી હતી. કોંગ્રેસ સંગઠન નહેરુનું ખાસ તાબેદાર હતું. જોકે, કોંગ્રેસ સંગઠન (કેન્દ્રીય કારોબારી મંડળ)ના સદસ્યો પણ બધી વાતોમાં એકમત હતા. નહેરુએ આનો લાભ લીધેલો. નહેરુ બધી પોતાની ધોરાજી ચલાવ્યા કરતા અને જરુર પડ્યે  નહેરુ અવારનવાર રાજીનામાની ધમકી આપી પોતાનું મનધાર્યું કરાવી લેતા.

ગુજરાતની વાત કરીઓ મોરારજી દેસાઈ સૌથી મોટા અને કાબેલ નેતા હતા.

જેમ વલ્લભભાઈની બદબોઈ નહેરુના પીઠ્ઠુઓ કરતા, તેમ તે પછી પીઠ્ઠુઓ મોરારજી દેસાઈની તેમના પુત્રને ફાયદો કરાવ્યાની અધ્ધરતાલ વાતો કરી મોરારજી દેસાઈની બદબોઈ કર્યા કરતા.

જો કે ગુજરાતના કેટલાક વર્તમાન પત્રો ગાંધીવાદી હતા તે બધા મોરરજી દેસાઈની તરફમાં લખતા પણ વર્તમાન પત્રો નહેરુની વિરુદ્ધમાં લખવાનું ટાળતા.

૧૯૪૭માં કચ્છ અને સૌરાષ્ટ્ર અને મુંબઈ અલગ રાજ્ય હતા. મુંબઈની અંદર ગુજરાત,રાજસ્થાન નો કેટલોક ભાગ, મહારાષ્ટ્ર કોંકણ અને કર્ણાટક હતા. કચ્છ એક મોટું  દેશી રાજ્ય હતું એટલે તે અલગ હતું, જેવી રીતે હૈદરાબાદ, મ્હૈસુર અને જમ્મુકાશ્મિર અલગ રાજ્ય હતાં.

૧૯૫૭ની સામાન્ય ચૂટણીમાં  કોંગ્રેસનો મહારાષ્ટ્રમાં ધબડકો થયો. અને સત્તા ટકાવી રાખવા કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્ર ને જોડીને મોટું રાજ્ય બનાવ્યું.

નહેરુ જ્યાં સુધી પોતાની ખૂરસી ને આંચ આવે ત્યાં સુધી ઇન્દિરાની જેમ અનિર્ણાયકતાના કેદી હતા.

નર્મદા યોજનાની કલ્પના ૧૯૩૦માં થયેલી એમ ભાઈકાકાએ (ભાઈલાલ ભાઈ પટેલ , સરદાર વલ્લભભાઈ પટેલ શૈક્ષણિક નગરના સ્થાક) કહેલું.

આમ તો ભાકરા નાંગલ અને નર્મદા યોજનાની કલ્પના સ્મકાલિન હતી. પણ નહેરુને નર્મદા યોજનામાં રસ હતો. કારણ કે યોજના સરદાર પટેલે અને ભાઈકાકાની ટીમે બનાવી હતી.  

ગુજરાતની નર્મદા યોજના ઉપરાંત બારગી, તવા અને પુનાસા જેવી કુલ સાત યોજનાઓ પણ નર્મદા નદી ઉપર હતી.

૧૯૬૧માં નહેરુચાચાએ શીલા રોપણ કર્યું. ગુજરાત અલગ રાજ્ય થયું અને મધ્ય પ્રદેશ અલગ રાજ્ય થયું. એટલે રાજ્યોને ઝગડાવવામાં તો નહેરુની કોંગ્રેસ માહેર હતી. મધ્ય પ્રદેશ અને ગુજરાતના મુખ્ય પ્રધાનો વચ્ચે સમજુતી થઈ કે તબક્કા વાર નર્મદા ડેમની ઉંચાઈ ૪૨૫ ફુટ સુધી વધારવી. પણ પછી મધ્યપ્રદેશ સમજુતીમાંથી ફરી ગયું.

હજુ ગુજરાત કોંગ્રેસ, “ઈન્દિરા નહેરુવીયન કોંગ્રેસબની હતી. એટલે મોરારજી દેસાઈના પ્રેસરથી ખોસલા કમીટી બનાવાઈ અને તેણે એક વર્ષમાં તો પોતાનો રીપોર્ટ આપી દીધો. બંધની ઉંચાઈ તબકાવાર ૫૦૦ફુટની કરવી એમ નિષ્ણાતોનો અભિપ્રાય હતો.  

૧૯૬૭ની સામાન્ય ચૂંટણીમાં નર્મદા યોજના પણ કે મુદ્દો હતો. ૫૦૦ ફુટની ઉંચાઈ સુધી લઈ જઈ શકાય તેમ હતું. તે ખરું પણ મધ્યપ્રદેશ તે વાતને કન્ફર્મ કરતું હતુંભાઈ કાકા કહેતા હતા કે જેટલી યોજનાઓ નર્મદા નદી ઉપર કરવી હોય તેટલી યોજનાઓ મધ્યપ્રદેશ ભલે કરે. નર્મદામાં પુષ્કળ પાણી છે. એટલે નર્મદાની નવાગામ ડેમની ઉંચાઈ ઘટવી જોઇએ.

૧૯૬૭ની ચૂંટણીમાં કોંગ્રેસ હારતાં હારતાં બચી ગઈ હતી.

નર્મદા યોજનામાં ત્રણ રાજ્યો સંડોવાયેલા છે. ત્રીજું રાજ્ય હતું મહારાષ્ટ્ર. “ઉસકા ડીચ તો મેરા ભી ડીચકરીને મહારાષ્ટ્ર પણ કુદી પડ્યું હતું.

ત્રણ કિલોમીટરની લંબાઈમાં, નર્મદા નદી, ઉત્તરમાં મધ્યપ્રદેશ અને દક્ષિણમાં મહારાષ્ટ્રને વિભાગે છે, અને ગુજરાતમાં દાખલ થાય છે.

યોજનાઓમાં રાજકારણ ઘુસે અને તેમાં પણ જ્યારે એક પક્ષ કોંગ્રેસ હોય, તો પછી જે થવાનું હોય તે થાય. આંતરિક ખટપટોમાં યોજનાઓનો પણ ભોગ લેવાય ત્યારે જનતાએ તે પક્ષને ઓળખી લેવો જોઇએ.

ગુજરાતના સદ્ભાગ્યે ગુજરાતમાં મોરારજી દેસાઈ વાળું ગ્રુપ  સંસ્થા કોંગ્રેસ સત્તા ઉપર હતું. એટલે તેણે ૧૯૬૯માં ટ્રીબ્યુનલની સ્થાપના કરાવી દીધી.

કોંગ્રેસ પક્ષ વિભાજિત થઈ ગયો. ઇન્દિરા ગાંધીનો જ્વલંત વિજય થયો.

ત્રણે રાજ્યોમાં ઇન્દિરાએ પોતાના મનપસંદ મુખ્ય મંત્રીઓ રાખ્યા હતા.

જો ઇન્દિરા ગાંધી ધારત તો ત્રણે રાજ્યોની સરકારો વચ્ચે સમજુતી કરાવી શકત અથવા તો ટ્રીબ્યુનલ પાસે જલ્દી ચૂકાદો લેવડાવી શકે તેમ હતું. પણ ઇન્દિરા નહેરુ ગાંધી જેનું નામ. પોતે સત્તા ઉપર હતી તે દરમ્યાન કોઈ ચૂકાદો આવવા દીધો. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધી અને તેનો પક્ષ હાર્યા. જનતા પાર્ટી આવી અને ટ્રીબ્યુનલનો ચૂકાદો ૧૯૬૮માં આવ્યો.

ઇન્દિરા ગાંધીએ પર્યાવરણ મંત્રાલય ઉભું કરેલું. અને પછીતો એનજીઓ, પર્યાવરણના રક્ષકો, વિસ્થાપિતોની પુનર્વસવાટ અને તેના ખર્ચા અને અમલએવી અનેક બાબતોના પ્રશ્નો ચગાવવામાં આવ્યા. વિશ્વબેંકને થયું કે સંઘ કાશીએ પહોંચે તેમ નથી. એટલે તેણે લોનનો અમુક હિસ્સો પાછો ખેંચી લીધો. ગુજરાતમાં વળી પાછી ઇન્દિરા કોંગ્રેસ આવી ગઈ હતી. યોજનાનો અને તેના આનુસંગિક ખર્ચાઓ નો મોટો ભાગ ગુજરાતની કેડ ઉપર લાદ્યો. નર્મદા યોજના ખોડંગાતી ખોડંગાતી ચાલી.

જો નિર્ણાયક યોગદાનના ભાગીદારોની સૂચિ બનાવીએ તો તેમાં વલ્લભભાઈ પટેલ, ભાઈલાલ ભાઈ પટેલ, હિતેન્દ્ર દેસાઈ (સંસ્થા કોંગ્રેસના વળના), બાબુભાઈ જશભાઈ પટેલ, મોરારજી દેસાઈ,  જનતાદલ (જી) ના ચિમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી, બધાં નામો આવે.

માધવભાઈ સોલંકી, અમરસિંહ ચૌધરી, શંકર સિંહ વાઘેલા, દિલીપ પરીખ, સુરેશ મહેતા, શોભાના ગાંઠીયા હતા. કેટલાક તો પણ હતા

નહેરુવીયનોનો ગુજરાત પ્રત્યેનો દ્વેષ જાણી તો છે.

૧૯૫૦ના દશકામાં સૌરાષ્ટ્ર  રાજ્ય હતું ત્યારે સૌરાષ્ટ્રમાં જે પાકા રાજમાર્ગો થયા તે થયા. દ્વીભાષી રાજ્યમાં સૌરાષ્ટ્રમાં કોઈ રસ્તા પાકા થયા હતા. બીજા રાજ્યો તો કોલંબોપ્લાન થી પણ આગળ નીકળી ગયેલ. જ્યારે ગુજરાતમાં કોલંબો પ્લાનથી પણ ઓછા રસ્તા થયેલ. ૫૦ના દશકામાં હમેશા વાત ઉઠતી કેગુજરાતને અન્યાયથાય છે. તે વખતે પણ કેટલાક હૈયા ફુટ્યા વર્તમાન પત્રો વાતને જૂઠી સાબિત કરવા મથામણ કરતા.

ગુજરાતમાં એક પણ કેન્દ્રીય જાહેર ઉપક્રમ સ્થપાયા હતા. ભાવનગરતારાપુર, મશીન ટુલ્સ નું કારખાનુંબધું ઇલ્લે ઇલ્લે રહ્યું હતું. મીઠાપુરના તાતાના ઉપક્રમને પણ મંજુરી આપવામાં આવી હતી. ગુજરાતમાં મોટેભાગે જે કંઈ થયું તે ગુજરાતીઓએ પોતાના બાહુબળ થકી કરેલ.

૨૦૦૪ થી ૨૦૧૪ ના કોંગી શાસન દરમ્યાન પણ સરદાર ડેમ ઉપર દરવાજા લગાવવાની મંજુરી મનમોહન સરકારે આપી હતી. જ્યારે વાત નરેન્દ્ર મોદીએ, કોંગ્રેસ વિરુદ્ધ  જાહેર કરી ત્યારે મનમોહને આપેલ ઉત્તર કેટલો હાસ્યાસ્પદ હતો, તે વાત કોંગીયોની માનસિકતા છતી કરે છે.

જો કોંગીઓના હૈયે ગુજરાત અને દેશનું હિત હોત તો તાતાની મીઠાપુરની બહુયામી યોજના અને કલ્પસર યોજના ક્યારનીય પુરી થઈ ગઈ હોત.

ક્યાં ૧૯૪૬ થી ૧૯૬૪ અને ક્યાં ૧૯૪૬થી ૨૦૧૬?

જે કોંગીએ ભાખરા નાંગલ અને નર્મદા યોજના એક સાથે પરિકલ્પિત કરેલી તેમાં ભાખરા નાંગલને કશી મુશ્કેલી આવવા દીધી, અને તે ૧૯૬૪માં પુરી થઈ ગઈ. અને નર્મદા યોજના ૧૯૬૬માં પૂરી થવાને બદલે ૨૦૧૬માં પણ પુરી થવા દીધી, તે કોંગીઓને નર્મદા યોજનામાં તેમનો સિંહફાળો હતો તેમ કહેતાં લાજ આવતી નથી.

૧૯૭૫માં મોરારજી દેસાઈએ સાચું કહેલું કે ઇન્દિરા ગાંધીએ નર્મદા યોજના બાબતે ગુજરાતના પેટમાં છરી ખોસી છે.

નરેન્દ્ર મોદી; અર્વાચીન યુગનો ભગીરથ

NARMADA AVATARANAM

નર્મદા યોજના પુરતી નથી. નર્મદાના નીર અને સૌરાષ્ટ્રની નદીઓને જોડવાની યોજના પણ જરુરી છે. આ છે નર્મદા અવતરણમ્‌. આ બધું પુર ઝડપે ચાલે છે. નર્મદામાં અખૂટ પાણી છે. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન થયા પછી સૌપ્રથમ કામ નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવવાનું કર્યું એટલે જ્યારે ઠીક ઠીક વરસાદ પડે તો નર્મદા ડેમમાં વધુને વધુ પાણી ભરી શકાય.

શિરીષ મોહનલાલ દવે

https://www.treenetram.wordpress.com

Read Full Post »

ગાંધીબાપુ ક્યાં સુધી જીવશે? – ૨

શું હાલના ગાંધીવાદીઓ ગાંધીવાદને જીવાડી શકશે?

ના જી.

જેમના તરફ થી આશા હતી, તેમાંના કેટલાકે નિરાશ કર્યા છે, તો કેટલાક માની લીધેલા અસ્તિત્વ માટે પથભ્રષ્ટ થયા હોય તેવું લાગે છે.

આ લોકો કોણ હતા.

ગાંધીબાપુ ક્યાં સુધી જીવશે - ૨

પહેલાં તો આપણે સમજવું જોઇએ કે ગાંધીવાદીઓ કોણ હતા અને કોની પાસે આશા રાખી શકાય.

જો પચાસના દશકાની વાત કરીએ તો ઘણા બધા ગાંધીવાદીઓ કોંગ્રેસમાં અને કોંગ્રેસની બહાર હતા.

મોટાભાગનાઓએ તો કોંગ્રેસ છોડી દીધી હતી, અને ગાંધી ચીંધ્યા માર્ગે ગામડાઓમાં અને શહેરોમાં સંસ્થા બનાવી કામ કરતા હતા.

ગાંધીવાદીઓ દેશને બચાવવા પટમાં આવ્યા

સંસ્થાઓ ચલાવતા મોટા ભાગના ગાંધીવાદીઓએ, જ્યારે દેશને નહેરુવીયન કોંગ્રેસની સરમુખત્યારીથી બચાવવાની જરુર પડી ત્યારે પટમાં આવ્યા હતા. તેઓ સૌ વિદ્વાન અને ભણેલા ગણેલા હતા. ગાંધીવાદ વિષે તેમના વિચારો મોટે ભાગે સ્પષ્ટ હતા. નહેરુવીયન કોંગ્રેસને ભાંડ્યા વગર કોઈને આડા આવ્યા વગર, તેઓ ગરીબોનું કામ કરતા હતા કે ગાંધી વિચારધારાને પ્રચારિત કરવાનું કામ કરતા હતા.

કેટલાક કોંગ્રેસમાં રહ્યા. પણ જ્યારે કોંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે તેઓ કોંગ્રેસ (ઓ=સંસ્થા) સાથે રહ્યા. મોરારજી દેસાઈ, કૃષ્ણવદન જોષી, હિતેન્દ્ર દેસાઈ, બાબુભાઈ જશભાઈ પટેલ, બાબુભાઈ વાસણવાળા ….

વીવી ગીરી જીતી ગયા

જ્યારે ૧૯૭૧માં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીના ઉમેદવાર વીવી ગીરી જીતી ગયા ત્યારે જશવંત મહેતા, મનુભાઈ શાહ જેવા ઘણા નેતાઓ ઈન્દિરા કોંગ્રેસમાં ભળી ગયા. ૧૯૭૧માં વળી ઇન્દિરા કોંગ્રેસ લોકસભાની ચૂંટણી જીતી ગઈ એટલે વધુ લોકો તેની કોંગ્રેસમાં ભળી ગયા. એટલે કોણ ક્યાં છે અને શા માટે છે તે ઇન્દિરા કોંગ્રેસે સ્પષ્ટ કરાવ્યું.

જ્યારે સૌરાષ્ટ્ર રાજ્ય હતું ત્યારે ઢેબરભાઈ અને તેમનું મંત્રીમંડળ ૫૦૦ રુપિયા માસિક વેતન લેતા હતા. કારણ કે આ ગાંધીજીનો આદેશ હતો. બધા જ પ્રધાનોના આવાસ સાદા હતા. તેમને કોઈને સુરક્ષાની જરુર ન હતી. કારણ કે તેઓના કોઈ દુશ્મન ન હતા. ગુંડાગર્દી જેવું કશું હતું નહીં.

૫૦૦ રુપીયાનો પગાર તે સમયે ઓછો ન ગણાય. પણ બીજા બધાનો પગાર એથી પણ ઓછો હતો.

સરકારી નોકરોનો પગાર ૭૦ રુપીયા હતો. હેડ ક્લાર્ક નો ૧૪૦ રુપીયા હતો. ગેઝેટેડ અધિકારી વર્ગ – ૨ નો પગાર ૨૫૦ હતો. વર્ગ -૧ નો ૩૫૦ રુપીયા હતો. જીવરાજ મહેતાએ સરકારી નોકરોના પગાર વધારા માટેની કેન્દ્રની ગ્રાન્ટ પરત કરેલી. જીવરાજ મહેતા નહેરુના માણસ હતા. અને તેમને તેમના કર્મચારીઓના ભોગે પોતાનો વટ પાડવો હતો. સરકારી નોકરોને, સરકારે  એટલો તો પગાર આપવો જ જોઇએ કે તેઓ સુખેથી જીવન જીવી શકે. તે વખતે નૈતિકતાથી જીવતા કર્મચારીઓ માટે મહિનાના છેલ્લા દિવસો મુશ્કેલી ભરેલા જતા હતા.

૬૦ના દશકાથી કે તે પહેલાંથી લાંચરુશ્વત ચાલુ થઈ ગઈ. એન્જીનીઅરીંગ ખાતાઓમાં અને પોલીસમાં તો પહેલેથી જ ભ્રષ્ટાચાર હતો.

ધીમે ધીમે અમુક જનપ્રતિનિધિઓ તેમની સાથે ભાગ રાખવા લાગ્યા. ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચાર ઓછો હતો. કોંગ્રેસ તૂટી એટલે આ ભ્રષ્ટાચાર પુરબહારમાં ચાલુ થયો. કેન્દ્રમાં ઇન્દિરા કોંગ્રેસની સરકાર આવી એટલે દાણચોરી અને ગુંડાગર્દી પણ પુરબહારમાં ચાલુ થઈ ગઈ.

ગુજરાતમાં ગાંધીવાદીઓ હતા. ધીમે ધીમે બધા ખસવા લાગ્યા.

આજીવન કોંગ્રેસની સામે લડનારા ઇન્દુલાલ યાજ્ઞિક, ઇન્દિરા કોંગ્રેસના વાવટામાં લપેટાઈ પરલોક ગયા. આવું જ હિતેન્દ્ર દેસાઈનું થયું.

કટોકટીમાં કેટલાકે ઇન્દિરા કોંગ્રેસ છોડી પણ જ્યારે કોંગ્રેસ (ઓ) નું વિસર્જન થયું એટલે ઢેબર ભાઈ જેવા પણ ઇન્દિરા કોંગ્રેસમાં જોડાઈ ગયા. રાજિવ ગાંધી સત્તા ઉપર આવ્યા એટલે કૃષ્ણવદન જોષી જેવા પણ ઈન્દિરા કોંગ્રેસમાં જોડાઈ ગયા.

સંસ્થા કોંગ્રેસને પુનર્જિવિત કરવાવાળું કોઈ હતું નહીં.

મોરારજી દેસાઈ પક્ષીય રાજકારણથી નિવૃત્ત થયા હતા.

સીત્તેરના દશકામાં સર્વોદય-પાત્ર, સર્વોદય-સાહિત્ય, લોકસ્વરાજ્ય, શાંતિસેના જેવી સંસ્થાઓ કાર્યરત હતી. આ સંસ્થાઓમાં એના એજ લોકો દેખાતા હતા પણ તેનું અસ્તિત્વ જરુર હતું. હાલ જોઇએ તો ગાંધીજી સાથે સંપર્કમાં રહેલી કે વિનોબા ભાવે સાથે સંપર્કમાં રહેલી અત્યંત જૂજ વ્યક્તિઓ જીવિત છે. તેમાંની કેટલીક વ્યક્તિઓ પથભ્રષ્ટ થઈ ગઈ હોય તેવું લાગે છે.

“પથભ્રષ્ટ” એટલે કે વૈચારિક રીતે સમજવું. આ વ્યક્તિઓ આર.એસ.એસ. પરત્વેના ફોબિયામાંથી મૂક્ત થઈ નથી કે થવામાં માનતી નથી, એવું લાગે છે. આ વ્યક્તિઓ નહેરુવીયન કોંગ્રેસની ભાષા પોતાના શબ્દોમાં બોલે છે. આર.એસ.એસ. ના સારાં કામો તેમને દેખાતાં જ નથી.

હવે તમે સરખાવો.

જ્યારે ઇન્દિરા ગાંધી ૧૯૭૭ની ચૂંટણી હારી ગયાં અને એક વર્ષ ચૂપ રહ્યાં. પણ તે પછી તેણી જ્યારે વિનોબા ભાવેના આશ્રમમાં રહેવા ગયાં ત્યારે આજ લોકોએ તેમને “કટોકટી”ના મહા-અપરાધી હોવાં છતાં બિરદાવ્યાં હતાં. ઇન્દિરા ગાંધીનું આ પ્રાસંગિક વર્તન કેવળ અને કેવળ રાજકીય સ્ટંટ જેવું જ હતું તો પણ તેમને બિરદાવ્યાં હતાં.

લાખો રુપિયામાં મળતા મીંકકોટને ઠાંગી લેનાર ઇન્દિરા ગાંધીને આ સર્વોદય વાદીઓ બિરદાવી શકે છે. હાજારો માણસોને કારણવગર કારાવાસમાં ગોંધી રાખાનાર ઇન્દિરા ગાંધીને આ સર્વોદય વાદીઓ બિરદાવી શકે છે. જયપ્રકાશ નારાયણને મરણતોલ ફટકો મારનાર ઇન્દિરા ગાંધીને આ સર્વોદય વાદીઓ બિરદાવી શકે છે.

આ સર્વોદયવાદીઓનું વલણ નરેન્દ્ર મોદી પ્રત્યે કેવું છે?

ઈન્દિરા પરત્વે જે હતું તેનાથી વિરુદ્ધ તેમનું વર્તન નરેન્દ્ર મોદી પરત્વે છે. તેમના કાટલાં નહેરુવીયન કોંગ્રેસ જેવાં છે.

શું નરેન્દ્ર મોદીએ કોઈને કારણ વગર જેલમાં પૂર્યા છે?

શું નરેન્દ્ર મોદીએ કોઈની ઉપર નગ્નતા પૂર્વકનો પ્રતિશોધ લીધો છે કે વિવાદાસ્પદ પણ પ્રતિશોધ લીધો છે?

શું નરેન્દ્ર મોદી ગેરકાયદેસર કાર્યશૈલી થકી વડાપ્રધાન બન્યા છે?

ના જી આવું તો તેમણે કશું કર્યું નથી.

ઓકે. ચાલો… નરેન્દ્ર મોદીએ વિમુદ્રીકરણ કર્યું હતું તો શું તેમણે સર્વોદયવાદીઓને કે દેશને નુકશાન કરવા માટે કરેલું અને અથવા દેશને એથી કરીને નુકશાન થયું છે?

તેવીજ રીતે જીએસટી કર પ્રણાલી (કે જે નહેરુવીયન કોંગ્રેસની પ્રોડક્ટ હતી) તેને મઠારી, સંવાદ કરી અમલમાં મુકી, તેની પાછળ શું નરેન્દ્ર મોદીનો હેતુ, સર્વોદયવાદીઓને કે ગરીબોને કે દેશને નુકશાન કરવાનો હતો અને અથવા દેશને તેથી નુકશાન થયું છે?

ના જી. આવું તો કશું થયું નથી.

ઓ કે. ચાલો.  નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જે સખી મંડળો ચાલુ કર્યાં, બહેનોને આર્થિક રીતે પગભર કરી, આશ્રમશાળાઓ સ્થાપી, કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું અને વિકાસ કર્યો તે શું ગરીબોના અહિતનું કામ હતું?

ના જી. આવું તો કેમ કહેવાય?

ઓ કે. ચાલો તો પછી નરેન્દ્ર મોદી, જે, ઘરે ઘરે સંડાસ આપવાની યોજના ચલાવે છે, ઉજ્જ્વલા યોજના ચલાવે છે,  અને દરેકને ૨૦૨૨ સુધીમાં ઘર આપવાની સમય બદ્ધ યોજના કરે છે તે શું ગરીબોને નુકશાન કરશે?

ના જી. આવું તો કેમ કહેવાય?

ઓ કે. તો પછી નરેન્દ્ર મોદી સરદાર પટેલને મહત્વ આપે છે તે તમને પસંદ નથી?

ના … ના … એવું તો કેમ કહેવાય?

ઓ કે. તો પછી, નરેન્દ્ર મોદી જેઓશ્રી, મહાત્મા ગાંધીને મહત્વ આપી સ્વચ્છતા અભિયાન ચલાવે છે તે તમને પસંદ નથી?

ના … ના … એવું તો કેમ કહેવાય?

તો તમે તેમના આ બધા કામોને બિરદાવતા કેમ નથી? શું તમે માખીની જેમ ગંદકી જ શોધો છો? આ બધા સારા કામો ગરીબો માટે મહત્વ ધરાવતા નથી?

તમે આ બધી બાબતોમાં નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની ભાષા કેમ બોલો છો?

સર્વોદય વાદીઓ આનો ઉત્તર આપતા નથી.

સમાચાર માધ્યમોની કક્ષાઃ

ગાંધીજીએ સમાચાર માધ્યમોની ઘણી ટીકા કરી છે. અને સમાચારો  વિષે લખ્યું પણ છે. પણ આજના સપરમે દિવસે, સમાચાર માધ્યમો, ગાંધીજીએ પ્રબોધેલી સમાચાર પત્રોની સ્વતંત્રતા વિષે વાચાળ બનશે, પણ ગાંધીજીએ કહેલ તેમના કર્તવ્યો વિષે મૌન રહેશે.

“સીધા સમાચાર” એટલે શું?

આ વાતથી શું હાલના સમાચાર માધ્ય્મઓ અજ્ઞાત છે?

કેટલાક સમયથી બાળકો ઉપરના દુઃષ્કર્મોને લગતા સમાચારોનો રાફડો ફાટ્યો છે. આમાંના મોટા ભાગના તો ખોટા જ હશે અને અથવા વિવાદાસ્પદ જ હશે. પણ સમાચાર પત્રોના ખેરખાંઓને અક્કલ નથી કે બાળમાનસ ઉપર તેની કેવી અસર પડે છે.

પહેલાં શુક્રવારના છાપાંમાં એક પાનું ફિલમને લગતું આવતું. આજે રોજ એક કે વધારે પાના ફિલમને લગતાં હોય છે. અને શુક્રવારે તો ચાર કે વધુ પાનાની પૂર્તિ આવે છે. હિરાભાઈ અને હિરીબેનના અઘ્યા-પાદ્યાના સમાચારોથી આ પાનાઓ ભરાય છે.

“ભૂમિ-પુત્ર” એ સર્વોદયવાદીઓનું મુખપત્ર છે. તે જ્યારથી મોદી રાજકારણમાં આવ્યા છે ત્યારથી એકાંગી પ્રતિભાવો આપતું થઈ ગયું છે. મેં તો તેને છેલ્લા એક વરસથી વાંચવું બંધ કરી દીધું છે. અમારા જેવાને લાગતું નથી કે તે ગાંધીવિચારને પચાવી શક્યું હોય. જો ભૂમિ-પુત્રે તેની વિશ્વસનીયતા ગુમાવી હોય તો ગુ.સ. કે ડીબી વિષે તો કહેવું જ શું?

કટારીયા લેખકોએ સમજવું જોઇએ કે તમારા અસ્તિત્વનો જનતાને અહેસાસ થાય તે મહત્વનું નથી. જનતાની પ્રમાણભાનની પ્રજ્ઞા, સંદર્ભની પ્રજ્ઞા અને પ્રાથમિકતાની પ્રજ્ઞા વિકશે તે મહત્વનું છે. જે લેખકોને લાગુ પડે છે તે જ રાજકીય નેતાઓને લાગુ પડે છે ખાસ કરીને રા.ગા. તેની મમ્મી, અને તેના ઉપાસકોને ખાસ લાગુ પડે છે.

તો પછી ગાંધી-વિચાર ધારાનું શું થશે?

ગાંધીજી એક ઐતિહાસિક પાત્ર માત્ર બની જશે. ગાંધી વિચારધારા, એક શૈક્ષણિક વિષય માત્ર બની રહેશે. સિવાય કે એક મહાયુદ્ધ થાય. બધું તહસ નહસ થઈ જાય. અને સમાજને નવેસરથી બનાવવો પડે, અને તે સમયે જો ગાંધી-સાહિત્ય ઉપલબ્ધ હશે તો કામ આવશે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

અતિ-રમણિયે કાવ્યે પિશુનોઽન્વેષયતિ દુષણાન્યેવ

અતિ-રમણીયે વપુષિ ક્ષણમેવ હિ મક્ષિકા નિકટે

અર્થઃ અતિ સુંદર શરીરમાં, માખી, ક્ષણમાં જ “ઘા”ને શોધી લે છે,

તેવી જ રીતે નિંદાખોર લોકો અત્યંત સુંદર કાવ્યમાં ભૂલો શોધે છે.

Read Full Post »

જ્ઞાતિવાદના નામે ધૂણતા અને ધૂણાવતા ભૂવાઓને ડામ દો.

એક હતો ભારતીય ભૂવો.

એને બે ગુરુ. એક નું નામ રશીયા અને બીજાનું નામ ચીન. આ બંને ગુરુ પોત પોતાને બીજાથી મોટો ગુરુ માને. બંને પાસે સમાજવાદના નામનું ભુત. આ ભૂત આપણા ભારતીય ભૂવામાં ઘુસેલું. ક્યારે ઘુસ્યું હતું તેતો આપણા ભારતીય ભૂવાને પણ ખબર ન હતી. આ ભારતીય ભૂવાનું નામ હતું જવાહરલાલ નહેરુ.

નહેરુએ ૧૯૫૦ના દયકામાં ભાષાવાદના ભૂવાઓને ધૂણાવેલા.

બાલ ઠાકરે જીવ્યા ત્યાં સુધી ધુણેલા. અને આજે તેમના બે ચેલકા પણ ભૂવા બની ધૂણી રહ્યા છે. આ બધા જ ભુવાઓની ખાસીયત એ છે કે તેઓ ભૂત ઉતારવાને બદલે ભૂતને દાખલ કરે છે.

નહેરુ આમેય નાટકબાજ હતા. પહેલાં નહેરુ સમાજવાદના નામે ધૂણ્યા હતા. ચીને તેમને ૧૯૬૨માં એક ધોલ મારી એટલે જવાહરલાલ નહેરુ નામના ભૂવાની અંદર રહેલું સમાજવાદી ભૂત તેમને ધૂણાવતું બંધ થયું. રશીયાની કેજીબી નામના મોટા ભૂવાએ તે ભૂતને ઈન્દિરામાં ઉતાર્યું. ઈન્દિરા પણ ખૂબ ધૂણી. તે વખતે સમાચાર પત્રોમાં પણ એ ભૂત પેઠું અને સમાચાર પત્રો પણ સમાજવાદના “અહો રુપ અહો ધ્વનિ” ના નાદે ધૂણવા લાગ્યા.

નહેરુવંશી ભૂવાઓ પોતે પણ ધૂણે છે અને તેમના પક્ષના સભ્યો કે જેઓ અશરીરી  છે તેમને પણ ધૂણાવે છે. અને તેઓ દેશના અબુધ, સ્વકેદ્રી કે બેવકુફ લાલચી લોકોને પણ ધૂણતા કરી દે છે.

નહેરુવંશી ઇન્દિરાએ ૧૯૬૯થી ધર્મના ભૂતને પણ ગુજરાતમાં ઘુસાડેલ.

પોતાની નિસ્ફળતાઓને ઢાંકવા ૧૯૭૦થી અનામતનુ ભૂત પણ પછાતવર્ગના નેતાઓ રુપી ભૂવાઓમાં દાખલ કરી તેમને ધૂણતા ચાલુ કરી દીધેલા. આજે પણ એ લોકો ધૂણે છે.

૨૦૦૩-૪માં નહેરુવીયન કોંગના ભૂવાઓએ રાજસ્થાનમાં નીનામા અને ગુજ્જરોમાંના નેતાઓ રુપી ભૂવાઓમાં અનામતના ભૂતોને ઘુસાડેલ. નીનામા અને ગુજ્જરોના નેતા રુપી ભૂવાઓમાં આ ભૂતો એવા ધૂણ્યા એવા ધૂણ્યા કે આમ જનતાનો ખુરદો થઈ ગયો.

આ ભુવાઓ ધૂણ્યા અને સરપાવ પણ પામ્યા.

જમ ઘર ભાળી ગયો એના જેવું થયું. બીજેપી ના નેતાઓને ધૂણતા આવડે નહીં અને ભૂતને ઓળખતા પણ ન આવડે. એટલે તેમણે રાજસ્થાન પણ ગુમાવ્યું અને કેન્દ્ર પણ ગુમાવ્યું. આ અનામતનું ભૂત ઘણી જ્ઞાતિના ભૂવાઓને ધૂણાવતું આવ્યું છે. ભૂતને કોઈ જાતિ હોતી નથી. તેને શરીર પણ હોતું નથી. આ નહેરુવીયન કોંગ્રેસના ભૂવાઓને ધૂણવાની અને ધૂણાવવાની ફાવટ આવી ગઈ છે.

ભૂતો અત્યારે ધૂણી રહ્યા છે

આ નહેરુવીયન ભૂવાઓ કેજીબીની સલાહ પ્રમાણે અવનવા ભૂતો ઉત્પન્ન કરે છે અને પોતાના સભ્યોમાં અને બીજા બેવકુફોમાં દાખલ કરી તેમને ધૂણાવે છે. નહેરુવીયન કોંગ્રેસે ભારતમાં લઘુમતિ-ભૂત, દલિત ભૂત, બાંગ્લા ભૂત, મરાઠી-ભૂત, માઓવાદી-ભૂત, ઇસ્લામી-ભૂત, પર્યાવરણી ભૂત, કિસાન-ભૂત, ધર્મનિરપેક્ષ-ભૂત, મોદી-ફોબીયા–ભૂત, વિગેરે અનેક ભૂતોને તેમના ભૂવાઓમાં અને અબુધ જનતામાં ઘુસાડેલ છે. આ બધા ભૂતો અત્યારે ધૂણી રહ્યા છે.

મહાન પટેલોના વામણા સંતાનો

પાટીદાર ઉર્ફે પટેલ અનામત-ભૂત

હમણાં એક નવું ભૂત નહેરુવીયન કોંગ્રેસના પ્રચ્છન્ન ભૂવાઓએ ઉત્પન્ન કર્યું છે જેનું નામ છે “પાટીદાર ઉર્ફે પટેલ અનામત-ભૂત”.

મને બરાબર યાદ છે કે ૧૯૮૦ થી શરુ કરી ૧૯૮૫ સુધી આ દલિત અનામતનું ભૂત ગુજરાતમાં બહુ ધૂણવા માંડેલ.

આ નહેરુવીયન ભૂવાઓનો કોઈ ઉદ્ધાર ભૂત વગર કોઈ કરી શકે તેમ નથી.

આ પટેલોએ, દલિતોને અનામતથી વંચિત કરો અને અનામત માત્ર દૂર કરોના ટંકાર સાથે શંખનાદ અને ઘંટ નાદ પણ કરેલ. શાસને અનામતનો અધિકાર અમુક જ્ઞાતિઓને દલિત હોવાના કારણે અને હિન્દુઓની અમુક અંશે ચાલુ રહેલી સામાજીક માનસિકતાને કારણે આપેલો.  

અનામતનો મૃત્યુ ઘંટ વગાડનારા આ પટેલો આજે પોતાના માટે અનામતની માગણી કરી રહ્યા છે.  જે સમુદાયે વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, બાબુભાઈ જશભાઈ પટેલ ભાઈલાલભાઈ પટેલ જેવા ઉચ્ચકક્ષાના નેતા આપ્યા, જેઓ અત્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ઉપર જ નહીં પણ ગુજરાતનું મુખ્ય મંત્રી પદ પણ ભોગવી રહ્યા છે. પટેલો ઠેઠ અમેરિકામાં મોટેલો ઉપર પ્રભૂત્વ ધરાવે છે. તે પટેલો આજે જન્મના આધાર ઉપર અનામત માટે માગણી કરી રહ્યા છે. શું પટેલોને  સમાજ  દલિત, અછૂત કે પતિત માને છે અને તેમના ઉપર અન્યાય કરે છે?

જો ખેડૂતોની વાત હોય તો તે એક અલગ વિષય છે. ખેતી એક વ્યવસાય છે. દરેક વ્યવસાયના લોકો પોતાની સંસ્થા ચલાવે છે અને સહકારથી કામ કરે છે. આજે તો ૭૫ટકા રાજકારણીઓ, હિરાભાઈઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ જમીનવાળા છે. એ બધા રજીસ્ટર્ડ થયેલા ખેડૂતો છે. તો ખેડૂતો સહેલાઈથી સહકાર કરીને આત્મનિર્ભર બની શકે.

જો પટેલભાઈઓ ખેડૂતની વાત ન કરતા હોય અને જન્મે પટેલ છે, એવા સમુદાઈની વાત કરતા હોય તો કાયદો તેમને ઓળખતો નથી.

જેમ જભ્ભાવાળા, જેમ લેઘાંવાળા, જેમ ધોતીયા વાળા, જેમ ટાઈવાળા, જેમ બટેકાનું શાક ભાવવાવાળા, જેમ ભીંડાનું શાક ભાવવાવાળા, તલવાર કટ મૂંછો રાખવાવાળા,  હિટલર કટ મૂંછો રાખવાવાળા, બ્રશકટ મૂંછો રાખવા વાળા, આ બધા પોતપોતાનું મંડળ રચી શકે છે અને સહકાર કરી શકે છે. સરકાર તેમાં આડે આવશે નહીં. પણ આ લોકો વિશેષ સવલતો માગી ન શકે. કાલે નાકમાં ચૂનીવાળી મહિલાઓ અને ચોરણા વાળા પુરુષો કહેશે કે અમે મોટાભાગના ગરાસીયા છીએ એટલે અમને ગરાસીયાઓને અનામત આપો. (ચરણ સીંગે એવી જાહેરાત કરેલી કે ધોતીયા વાળાને ફાઈવસ્ટાર હોટેલમાં ૨૦ ટકા ડિસકાઉન્ટ આપવામાં આવશે. ગાંડપણની પણ કંઈ હદ હોય છે !!)

 અસ્પૃષ્યોની અને દલિતોની વાત અલગ છે. કારણકે તેમને સામાજીક માનસિકતાના સંદર્ભમાં જોવામાં આવ્યા હતા. જો કે આ લેખનો હેતુ તેમની અનામત યાવતચંદ્રદિવાકરૌ સુધી રહે કે ૨૦ વર્ષથી વધુ સમય સુધી રહે એવો નથી. જે શાસક પક્ષ ૨૦ વર્ષ શાસન કરે અને છતાં અનામતને ચાલુ રાખવી પડે અને  તે તેવી ભલામણ પણ કરે તો તેની માન્યતા રદ કરવી જોઇએ અને તેની સંપત્તિ જપ્ત કરવી જોઇએ.

ભૂતને “મરવા પણું હોતું નથી” કારણ કે જેને શરીર હોય તેનો જન્મ અને નાશ હોય. ભૂતને તો શરીર હોતું નથી. પણ એ જે જે શરીરોમાં જાય તે તે શરીર રાજા પાઠમાં આવી જાય. “હું મરું પણ તને રાંડ કરું” એવા મમત ઉપર આવી જાય. આ ભૂત કેશુભાઈ અને અડવાણીમાં પણ ઘુસેલ. અડવાણીએ શિવરાજ ચૌહાણમાં ઘુસાડવાનો પ્રયત્ન કરેલ. પણ અડવાણી નિસ્ફળ નિવડેલ.

કેશુભાઈને તો દરેક ચૂંટણી વખતે નરેન્દ્ર મોદી વિરુદ્ધ “ખહ” (ખજવાળ, વલુળ) ઉપડે છે અને પાડાની જેમ સમાચાર માધ્યમ રુપી ઝાડના થડ સાથે એટલું બધું શરીર ઘસે છે કે ચામડીમાંથી લોહીની ટશેરો ફૂટે અને શરીર લોહી લુહાણ થઈ જાય. સમાચાર માધ્યમ રુપી ઝાડને કશું થતું નથી કારણ કે આ ઝાડ તો બધા બનાવટી છે અને પ્લાસ્ટિકના છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ અનામત, ભૂત, લઘુમતિ-ભૂત, દલિત ભૂત, બાંગ્લા ભૂત, મરાઠી-ભૂત, માઓવાદી-ભૂત, ઇસ્લામી-ભૂત, પર્યાવરણી ભૂત, કિસાન-ભૂત, ધર્મનિરપેક્ષ-ભૂત, મોદી-ફોબીયા–ભૂત, વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, બાબુભાઈ જશભાઈ પટેલ, ભાઈલાલભાઈ પટેલ, મોટેલ, કેશુભાઈ પટેલ, હું મરું પણ તને રાંડ કરું

   

Read Full Post »

%d bloggers like this: