Feeds:
Posts
Comments

Posts Tagged ‘બારદાન’

જલવાયુ પ્રદુષણનું દે ધનાધન ભાગ – ૩

જલવાયુ પ્રદુષણનું દે ધનાધન ભાગ

નૈતિક પ્રદુષણ, છેલ્લા શતકમાં જલવાયુ પ્રદુષણ ઉપર હામી થયું છે.

“અમે ગરીબોના બેલી છીએ. ગરીબોની સેવા માટે અમે પ્રતિબદ્ધ છીએ”

દેશ ઉપર છ દશકા સુધી શાસન કરનાર અને હજી શાસન કરવા માટે ની ઇચ્છા અને પ્રયત્નો કરનાર નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ આ પ્રમાણે ઉચ્ચારણો કરતા આવ્યા છે.

છ દશકા એટલે ચાર પેઢીઓ એવું માની શકાય.  અગાઉ કહ્યા પ્રમાણે એક વૃક્ષને મોટું થતાં વધુમાં વધુ ૧૫ વર્ષ લાગે છે.

કોઈ પણ એક પરિકલ્પના (પ્રોજેક્ટ) પૂરી કરવા માટે પાંચ વર્ષ જોઇએ.  એક બંધને બાંધવામાં  માટેની પરિકલ્પના પણ પાંચ વર્ષમાં પૂરી કરવી જોઇએ.

પણ ખીસ્સા ભરવા માટે અને રાજકીય લાભ લેતા રહેવા માટે કોઈ પણ એક પરિકલ્પના (દાખલા તરીકે બંધ બાંધવા માટેનો પ્રોજેક્ટ)  પૂરી કરવા માટે નહેરુવીયન કોંગ્રેસ પ્રણાલી અને સાંસ્કૃતિક ધરોહર, દશથી અનંત વર્ષો લે છે.

આપણે ગુજરાતની જ વાત કરીએ.

નર્મદા ની પરિકલ્પના ભાઈલાલભાઈ પટેલની હતી. આ પરિકલ્પના ૧૯૩૦ના દશકાની છે. અંગ્રેજો આ પરિકલ્પના પૂરી ન કરે તે આપણે સમજી શકીએ છીએ, પણ નહેરુવીયન કોંગ્રેસને આમાં રાજકીય લાભ દેખાયો. આ યોજના ક્યારે પૂરી થશે તે વિષે આગાહી કરવામાં જ્યોતિષ શાસ્ત્રીઓ પણ ડરતા હતા.

ભાવનગર તારાપુર ની રેલ્વે લાઈનની પરિકલ્પના ૧૯૫૦ના પૂર્વાર્ધની છે તે ક્યારે પૂરી થશે તે ભૃગુ ઋષિ જીવતા હોત તો પણ ન કહી શકત.

કલ્પસર ની પરિકલ્પના પણ ભાવનગર તારાપુર રેલ્વે ની પરિકલ્પના જેટલી જ જુની છે.

ભાવનગરમાં મશીન ટુલ્સના મુખ્ય કારખાનાની પરિકલ્પના પણ  એટલી જ જુની છે.

આવી તો અનેક વાતો છે કે તમે સમસ્યા અને પરિકલ્પનાને એટલી હદ સુધી અવગણો કે તે આપોઆપ મૃત્યુ પામે.

આના અનેક દાખલાઓ છે.

જેમકે;

કાશ્મિરના લાખો હિન્દુઓની યાતનાઓ

૧૯૮૯-૯૦માં ઉઘાડે છોગ હજારો હિન્દુઓની કતલ કરી. લાખો હિન્દુઓને અનેક પ્રકારે ધમકીઓ આપીને તેમને નિર્વાસિત કર્યા.

નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ વ્યાપક રીતે મુસ્લિમોની માનસિકતાને વકરાવી તેમને બેફામ આચારણ કરતા કરી દીધા. આજે તે વાતને ત્રણ દશકા થવા આવ્યા. અનુપમ ખેર જેવા કશ્મિરી હિન્દુઓના પુનર્‍ વસન માટે બળાપો કરે છે તો, નસરુદ્દીન જેવા એમ કહે કે અનુપમ ખેર કશ્મિરમાં તો રહેતા નથી અને શેના બળાપો કરે છે?

નસરુદ્દીન અને તેમના પ્રત્યે અહોભાવ રાખનારાઓ કેવો વિતંડાવાદ કરે છે? તે પણ જાણી લો. તેઓ કહે છે કે કાશ્મિરમાંથી હિન્દુઓનું બહાર જવું નહેરુના પરદાદાઓથી ચાલુ થયેલું છે. આપણા એક ડીબીના સંક્ષિપ્તનામે ઓળખાતા ગુજરાતી સમાચાર પત્રના એક કટારીયા ભાઈ  અનુપમ ખેર અને નસરુદ્દીન શાહની જન્મોત્રી અને ખ્યાતિની માંડીને વાત કરે છે. આવા વ્યક્તિગત અભિપ્રાય ના આધારે તેઓશ્રી તારવે છે કે અનુપમભાઈ કેટલા કનિષ્ઠ છે અને નસરુદ્દીનભાઈ કેટલા મહાન છે. તેઓશ્રી  તારવણીની આ વાતને સ્વયં સિદ્ધ માને છે.  આવી માનસિકતા પાછળ તેમનો આપવા લાયક સંદેશો એ જ કે કાશ્મિરના હિન્દુઓની સમસ્યાને પ્રમાણહીન રીતે મોળી પાડી દેવી કારણ કે નસરુદ્દીનભાઈ તો કેવા મહાન છે. તેમનો તો બચાવ કરવો જ જોઇએને.

આપણે આ વાતની ચર્ચા નહીં કરીએ. પણ તમે સમસ્યાને એટલી હદ સુધી અવગણો કે તેનું આપોઆપ મોત થઈ જાય. તમે વિસ્થાપિતોને તંબુમાં રાખો કે એક રુમમાં બે ત્રણ કુટૂંબને રાખો તો શું તેઓ અનેક દશકાઓ સુધી તેવી જ સ્થિતિમાં રહ્યા કરશે? તેઓ તેમનો રસ્તો જાતે શોધી લેશે. અને તે પછી સમસ્યા મરી જશે. કોમવાદીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ કહેશે “સમસ્યા છે જ ક્યાં?”

પરિકલ્પનાઓના અમલમાં પણ આવું જ થાય છે. આ એક નૈતિક પ્રદુષણ છે.

નદીઓ ઉપર બંધ બાંધવા જરુરી છે?

ઉત્તર છે ના, અને હા.

નદી ઉપર બંધ બાંધવાનો અને તેની કેનાલો બાંધવાનો ખર્ચ કેટલો થશે, વિસ્થાપિતોના પુનર્‍ વસનનો કેટલો ખર્ચ થશે, અને કેટલા સમયમાં આ કામ પુરું થશે તેની ગણત્રી કરો. કેટલી જમીન ગુમાવશો, કેટલી જમીનની સિંચાઈ કરશો અને અન્ય લાભ શું થશે તેની ગણત્રી કરો. જો સરવાળે ફાયદો થાય તેમ હોય તો જ આવા પ્રોજેક્ટો કરવા જોઇએ.

વૃક્ષો પણ એક નાના બંધનું કામ આપે છે. એક વૃક્ષ ઉગાડવા વધુમાં વધુ ૧૫ વર્ષ જોઇએ.

વૃક્ષો કેવી રીતે અને ક્યાં ઉગાડાય?

Plantation of tree

જ્યાં સુધી આપણે અન્ન ઉત્પાદન માટે કૃષિ સંકુલ નો ઉપયોગ ન કરીએ (કારણ કે આ કામ હાલની વ્યવસ્થાને ખોરવ્યા વગર અને તબક્કાવાર જ કરી શકાય છે.) ત્યાં સુધી જમીન નો ઉપયોગ અન્ન ઉત્પાદન માટે થતો રહેશે.

કૃષિ ક્ષેત્ર અને વૃક્ષો

ખેતરોને બની શકે તેટલા મોટા રાખો, કે જેથી ટ્રેક્ટર તેને બરાબર ખેડી શકે. જો કે કેટલાક ગાંધી વાદીઓ કહેશે કે ગાંધીજી તો બળદથી ખેડવામાં જ માનતા હતા. ખેતરને ટ્રેક્ટરથી ખેડી જ કેવીરીતે શકાય? આનો ઉત્તર એ છે કે આપણે બળદ (સાંઢ) કે પાડાનો બીજા ઉપયોગો પણ કરીએ છીએ. જેમકે તેલ ઘાણી, ઉર્જા ઉત્પાદન, માલગાડી, સિંચાઈ વિગેરે. ટ્રેક્ટર એક વિકલ્પ છે. જો  બળદો કે પાડાઓ ફાજલ હોય તો ટેક્ટર નો ઉપયોગ ન કરવો. કારણ કે ટ્રેક્ટર પોદળો મુકતું નથી અને કુદરતે આપેલા રીપ્રોડક્ટીવ ટ્રેક્ટરો (બળદો કે પાડાઓ) ફાજલ છે.

ખેતરનું પાણી વહી ન જાય તે માટે તેની ચારે બાજુ વૃક્ષોની ત્રણ કે વધુ હરોળો બનાવો. મોટા વૃક્ષોની હરોળો  પૂર્વથી પશ્ચિમ રાખો અને નાના વૃક્ષોની હરોળો ઉત્તરથી દક્ષિણ રાખો.

નદીઓ અને સરોવરોના કિનારાઓ

બંધ બાંધવાને બદલે નદીઓ અને સરોવરોને વિકસિત કરવા વધુ જરુરી છે. ફાયદા કારક પણ આ જ છે.

બંધ બાંધવા હોય તો પહાડો ઉપર નદીના પ્રવાહને રોકનારા બંધોને બદલે સમુદ્ર પાસે નદીના પાણીને રોકો. સમુદ્ર પાસે નદીના કિનારા ઉપર રીવરફ્રંટ બનાવો. નદીઓમાંથી જેટલી રેતી અને પત્થરો ઉઠાવવા હોય તેટલા ઉઠાવો અને નદીઓને ઉંડી કરો. નદીઓને સમગ્ર રીતે પૂરી લંબાઈમાં રીવર ફ્રંટ બનાવવા હોય તો બનાવો.

નદીઓને જોડવાના કામોને પ્રાથમિકતા આપો. યુદ્ધના ધોરણે આ કામ કરો.

સરોવરોને પૂરવાના કામ બંધ કરો. સરોવરો વિકસાવી શકાય તેમ છે. ભારતની પ્રાચીન સભ્યતાએ આપણને દરેક ગામડે એક એક તળાવ આપ્યા છે. આ બધા તળાવોને ડમ્પીંગ ગ્રાઉન્ડ બનાવવાને બદલે તેના કિનારાઓને વિકસાવી શકાય છે. દરેક તળાવની ચારે તરફ ૨૫૦ મીટર દૂર રહેણાંકના સંકુલ બનાવી શકાય છે.  આ સંકુલનું ડ્રેનેજનું પાણી શુદ્ધ કરી આ તળાવમાં ઠાલવી શકાય છે.

નદી અને તળાવના કિનારાના ૨૫૦ મીટરના પટામાં વૃક્ષોદ્વારા અચ્છાદિત માર્ગ અને બગીચાઓ બનાવી શકાય છે.  તળાવોના કિનારાઓ અને નદીઓના કિનારાઓ વિકાસના બહુમોટા સ્રોત છે.  તેને પ્રદુષિત કરવાને બદલે તેના વિકાસ દ્વારા સમસ્યાઓના હલ નીપજાવી શકાય છે.

ફાજલ જમીનઃ

કેટલીક જમીનો એવી હોય છે કે તે વપરાયા વગરની પડી હોય છે કારણ કે તે બીલ્ડરોએ ખરીદી રાખી હોય છે, અથવા સંસ્થાઓની હોય છે, અથવા સરકારી હોય છે. ક્યારેક આવી જમીનનો ઉપયોગ, વેચાણના પ્રદર્શનો કે આનંદ મેળાઓ યોજવામાં થાય છે.

કેટલીક જમીનો એવી હોય છે કે તે શહેરી કે ગામના રસ્તાની બંને બાજુ ખૂલ્લી પડી હોય છે.  સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે રાજ્યની સરકારો આવી જમીનની દરકાર કરતી નથી. જો આ જમીન સરકારી હોય તો ત્યાં લારી, ગલ્લા, કબાડી, ગેરેજવાળા અને ધાબા ટાઈપ હોટલવાળા કબજો કરી લે છે. આ રીતે આ દબાણો, સરકારી નોકરો માટે આડે હાથની કમાણીનું સાધન બને છે.

આવી જમીનોનો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ કામ ચલાઉ કબજો લઈ લેવો જોઇએ. આવી જમીનને સમતલ કરી આ જમીનનો ઉપયોગ શાકભાજી અને ઘાસના ઉત્પાદન માટે થવો જોઇએ. જો આવી જમીન ખાનગી સંસ્થાઓ કે ખાનગી માલિકીની હોય તો પણ તેનો કબજો લઈ લેવો જોઇએ. આવી જમીનને પણ સમતલ કરી તેનો ઉપયોગ શાકભાજી અને ઘાસ ઉગાડવા માટે થવો જોઇએ. સ્થાનિક સ્વરાજની સંસ્થાએ આવી  જમીનોનો કામ ચલાઉ કબજો લીધા પછી ત્રણ મહિના માટે શાકભાજી ઉગાડવા વાળાઓને ભાડે આપવો જોઇએ. દર ત્રણ માહિને આ કરાર રીન્યુ કરવો જોઇએ. ૮૦ ટકા ભાડું માલિકને આપવું અને ૨૦ ટકા ભાડું સરકારમાં જમા કરાવવું. આ કામની વ્યવસ્થા ગોઠવી શકાય.

એવું પણ જોવા મળ્યું છે કે શાકભાજી વેચવા વાળા રસ્તાઓ ઉપર લારી રાખી રસ્તાઓ ઉપર દબાણ કરે છે. દા.ત. અમદાવદમાં માનસી ચાર રસ્તા, શાસ્ત્રી નગર ત્રણ રસ્તા, ગુરુકુલ રોડ જેવા અનેક રસ્તાઓ છે કે જ્યાં ખાલી જમીનો પડી છે છતાં પણ રોડ ઉપર શાકભાજીવાળાઓનો કબજો હોય છે.

સુઘડ રીતે કામ કરવું તે સરકારી નોકરોના લોહીમાં નથી

વસ્ત્રાપુર તળાવ પાસે એક સરકારી ખાલી પ્લોટમાં ગુજરાત સરકારે ઓર્ગેનિક શાક માર્કેટ કામચલાઉ ધોરણે બે હરોળમાં શનિ-રવિ પૂરતી, ઓર્ગેનિક  શાક માર્કેટ બનાવી છે. આમાં સરકારી કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની અણઘડતા દેખાઈ આવે છે. એવું લાગે છે કે જે કંઈ કરવું તે ગંદી રીતે કરવું. જમીનને સમતલ કરી નથી. મંડપના લીરેલીરા ઉખડી ગયા છે. ચાલવા માટે ઈંટર લોક ટાઈલ્સ નથી. સુઘડ રીતે કામ કરવું તે સરકારી નોકરોના લોહીમાં નથી. કામ ચલાઉ વેચાણ પ્રદર્શનોમાં અને આનંદ મેળાઓમાં પણ આ જ હાલ હોય છે. જવાબદારી જો નિશ્ચિત કરવામાં આવે તો આ બધું નિવારી શકાય.

કામ ચલાઉ રસ્તાઓ ઈન્ટર-લોકીંગ સીમેન્ટ ટાઈલ્સથી બનાવી શકાય. ઈન્ટર લોકીંગ ટાઈલ્સની ગુણવત્તા નક્કી કરી શકાય. પણ સરકારી નોકરો મહાત્મા મંદિરમાં પણ આવું નથી કરી શકતા તો અમદાવાદમાં તો કરે જ ક્યાંથી?

સરકારી નોકરો બારદાન છે.

બારદાન એટલે પેકેજીંગ.  તમે એક ઉત્કૃષ્ટ ઉત્પાદન કર્યું. પણ તેનું પેકેજીંગ નબળું હોય તો ગ્રાહકને તૂટ્યો ફુટ્યો માલ મળે. નરેન્દ્ર મોદી કે જે તે સરકારો આયોજન પૂર્વક ગમે તેવી સારી યોજના બનાવે પણ સરકારી નોકરો તેને બગાડી નાખવામાં નિષ્ણાત હોય છે.

દા.ત.

ગાંધીનગરમાં  સરકારે ચીપ શોપીંગ સેન્ટર બનાવેલ. કોણ જાણે કેમ, પણ આ શોપીંગ સેન્ટરોમાં અમુક કે બધી દુકાનો  ખાલી રહેતી. અને બાજુના રસ્તા ઉપર લારીવાળાઓનો કબજો રહેતો હતો. હજી પણ આવું જ હશે.

ગુજરાત હાઈકૉર્ટમાં કેન્ટીન છે. પણ તેની અંદરના ખુલ્લા પ્લૉટની  જગ્યામાં ખાણીપીણી વાળા રીસેસમાં કબજો કરી લે છે. કેન્ટીનના કોન્ટ્રાક્ટનો નિવેડો લાવવામાં આવ્યો ન હતો.

નવી મુંબઈમાં પણ સરકારે શાકમાર્કેટના મકાનો બનાવેલ. પણ આ મકાનોમાં દુકાનોનો કબજો ઢોર ઢાંખર પાસે રહેતો. એટલે કે ઢોર ઢાંખર ના આશ્રય સ્થાન બનતા અને શાકભાજીની લારીઓ રસ્તા ઉપર વેચાણ કરતી. આનું કારણ એ કે જો રસ્તા ઉપર વેચાણ કરો તો સરકારી ગુંડાઓ પૈસા ઉઘરાવી શકે છે.

વિકસિત દેશોમાં કોઈપણ ખુલ્લી જગ્યા ઉપર યાતો ઘાસ ઉગાડવામાં આવતું હોય છે અથવા તો વૃક્ષો ઉગાડેલા હોય છે.

SAM_0836

રસ્તાઓ બંને બાજુના અંતસુધી પાકા હોય છે અને ફુટપાથો વ્યવસ્થિત રીતે બંધાયેલી હોય છે.

SAM_0832

જો આ પ્રમાણે હોય તો તમે વાતાવરણનું ઉષ્ણતામાન ૧૦ ડીગ્રી જેટલું નીચું લાવી શકો. કારણ કે ઘાસ ઉગાડેલી જમીન ગરમ થતી નથી. હવામાં ધૂળના રજકણો પ્રમાણમાં સાવ જ ઓછાં હોય છે. એટલે હવા ઓછી ગરમ થાય છે.

આ બધું શું આપણા દેશમાં શક્ય નથી?

કશું અશક્ય નથી. મ્યુનીસીપલ કમીશ્નરમાં (આઈ એ એસ અધિકારીઓમાં) પોતાના શહેરની પ્રત્યે પ્રેમ અને કામ કરવાની નિષ્ઠા બતાવવાની તાલાવેલી હોવી જોઇએ. ચૂંટાયેલા જન પ્રતિનિધિઓમાં પણ સરકારી અધિકારોને દંડવાની તાકાત જોઇએ નહીં કે “હું પૈસા નહીં બનાવું તો કોઈ બીજો બનાવશે, તો પછી હું જ શા માટે પૈસા ન બનાવું?” વાળું વલણ.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્જ઼ઃ નૈતિક પ્રદુષણ, જલવાયુ પ્રદુષણ, ગરીબોની સેવા, નહેરુવીયન કોંગ્રેસ, રાજકીય લાભ, પરિકલ્પના, પ્રોજેક્ટ, ભાવનગર તારાપુર રેલ્વે લાઈન, નર્મદા યોજના, ભાઈલાલભાઈ પટેલ, કલ્પસર, કાશ્મિરના હિન્દુઓની યાતનાઓ, નસરુદ્દીન, અનુપમ ખેર, નદીઓ ઉપર બંધ, બળદ (સાંઢ), પાડો, ટ્રેક્ટર, ઉર્જા, વૃક્ષોની હરોળ, નદીઓ અને સરોવરના કિનારાઓ, રીવર ફ્રંટ, ફાજલ જમીન, લારી ગલ્લા ગેરેજ ધાબા હોટેલ, સ્થાનિકસ્વરાજ્યની સંસ્થા, મ્યુનીસીપલ કમીશ્નર, શાકભાજી, માનસી ચાર રસ્તા, શાસ્ત્રી નગર ત્રણ રસ્તા, ગુરુકુલ રો, સુઘડ, સરકારી નોકરો, બારદાન, ચીપ શોપીંગ સેન્ટર

Read Full Post »

ભયભીત ભૂતપૂર્વ હોદ્દેદારો અને સમાચાર માધ્યમો.

 

 

વાત તો કેશુભાઈની અને તેમના મળતીયાઓની જ હોય ને!

કેશુભાઈનું ડરાઉં ડરાઉં

ચોમાસું બેસવાનું હોય અને એકાદ ઝાપટું પડે એટલે દેડકાઓની “ડરાઉં ડરાઉં” ની મોસમ ચાલુ થાય. વાદળનો ગડગડાટ થાય એટલે મોર ભાઇઓ પણ “મેઆવ મેઆવ” ના ટહૂકા કરે. આ તો કુદરતની કરામત અને સૌંદર્ય છે. સૌ કોઈ એનો આનંદ માણે છે. 

ગુજરાત માટે વિધાનસભાની ચૂંટણીની મોસમ નવેમ્બર ડીસેમ્બરમાં આવશે. થોડી વચગાળાની ચૂંટણીઓ થઈ તેમાં ગુજ્જુ કોંગી દેડકાઓએ પેટ ફુલાવ્યા. પણ બળદ જેવડું કદ તો ન જ થયું. પણ ખાસીયત પ્રમાણે “મીયાં પડ્યા પણ તંગડી ઉંચી” (મીયાં ભાઈઓ માફ કરે), કોંગીઓએ પ્રદર્શનપ્રિયતા ચાલુ રાખી. કોંગી મહાજનોના વિદેશી ખાતાઓના પૈસા ક્યારે કામ લાગશે? વાપરો ભાઈ વાપરો. છાપાવાળા કહેશે લાવો ભાઈ લાવો. તમે કહેશો તે અને તેમ છાપીશું. તમારો ટકલો મુંઝાતો હશે તો અમે અમારા ટકલાને કામે લગાડીશું.

બીજેપીવાળાને વગોવવા અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીને વિકૃત રીતે રજુ કરવા એ તો અમને ગોઠી ગયું છે. શબ્દોની ગોઠવણમાં અમે પાવરધા છીએ. અને તમે જોજો અમે કેટલાક મૂર્ધન્યોને પણ અમારી લાઈનમાં લાવવાની કોશીશ કરીશું.

કથા સંજયભાઈ જોશીની

એક ભાઈ છે જે સંજય જોશી નામે ઓળખાય છે. જોકે કદીય અખબારોમાં કે સામાન્ય કાર્યકરોને મુખેથી તેમનું નામ સીડી પ્રકરણ પહેલાં સંભળાયું ન હતું. પણ એ વાત જવા દઈએ. તેઓશ્રી બીજેપી, આરએસએસમાં મોટા લીડ હતા. અને એક જાતીય સંબંધને લગતી સીડી માં કેદ થયેલ. એ સીડી ફરતી થઈ. હવે ગુજરાતમાં કંઈપણ થાય એટલે નરેન્દ્રભાઇને તો લપેટમાં લેવા જ પડે. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓને આ બનાવ સાથે કંઈ લેવા દેવા નહીં. પણ પ્રસંગનો (ગેર)લાભ ન લઈએ તો ખોળીયું લાજે. માટે  બનાવ સાથે જોડો નરેન્દ્ર ભાઈ મોદીનું નામ.

જો કે નહેરુવીયન કોંગ્રેસીઓને બદલે હવે કોંગી એમ કહીશું. કોંગ + ઈ = કોંગી. આ શબ્દ ૧૯૬૯થી પ્રચલિત હતો અને હજી પણ પ્રચલિત છે.

તો હવે નરેન્દ્રભાઇ મોદીને કેવીરીતે આ સીડી પ્રકરણ સાથે જોડીશું? સર્વે મીડીયા મૂર્ધન્યો અને ગુજ્જુ કોંગીબંધુઓ વિચાર કરવા લાગ્યા.  “કહોને કે, સીડીને લગતી આદિથી અંત સુધીની પ્રક્રીયામાં નરેન્દ્ર ભાઈ જ પ્રોડ્યુસર, ડાઈરેક્ટર, ફોટોગ્રાફર અને ડીસ્ટ્રીબ્યુટર છે.  ફક્ત હીરો હિરોઈન જ બીજા છે.”

જો કે ગઈ ચૂંટણી વખતે ટીવીની એક ચેનલ ઉપર કુંવારા નરેન્દ્ર ભાઇની, નરેન્દ્રભાઈને પરિણિત સ્ત્રીએ દેખા દીધેલી. એ વાત ચાર આંખવાળા પ્રસારણ માધ્યમના ખેરખાંઓએ કેમ કરીને આગળ ન વધારી તે સંશોધનનો વિષય છે.

જોશીભાઈને તો બીજેપીમાંથી ફારેગ કર્યા અને તપાસ ચલાવી. સીડી બનાવટી જાહેર થઈ.

કોંગીવાળા બોલે તો બે ખાય

કોંગી નેતાઓ આ વિવાદથી અળગા રહ્યા. કારણ કે તેમનામાંના કેટલાક મહાજન નેતાઓ જાતિય કૌભાન્ડોમાં બીજેપીના કોઈપણ નેતાને અભડાવે એવા છે. આ બાબતમાં જગજીવન રામના સુપૂત્રના પ્રસિદ્ધ થયેલા ફોટાઓ અને હાલમાંના કોંગી મહાજન અભિષેક સીંઘવીની જાતીય સીડીના બનાવ હાજરા હજુર છે. જો તેઓ જોશીભાઈની સીડીના મુદ્દાને હથીયાર બનાવે તો બીજેપીવાળા તેને બૂમરેન્ગ બનાવી દે. માટે તેમને થયું કે તત્કાલ પૂરતા મૂંગા રહો. જો નરેન્દ્ર મોદી, સંજય જોશી જોડે સંબંધ રાખશે તો આપણે એ મુદ્દાને ચગાવીશું કે જુઓ, ગુજરાતના મુખ્ય મંત્રી કેવા દુરાચારીઓ સાથે સંબંધ રાખે છે! એટલે હાલ પૂરતું તો, સંજય જોશીના મુદ્દા વિષે સમાચાર માધ્યમોને સીડીએ(દાદરે) ચડવા દો.

ટૂંકમાં નરેન્દ્રભાઈ, સંજય જોશી સાથે સંબંધ રાખે તો બે ખાય અને ન રાખે તો તો પણ અધધધ ખાય. એમ કહેવાય કે જુઓ નરેન્દ્રભાઈ મિત્રોને કેવા આઘાતો આપે છે, આવી વાતોને મીર્ચ મસાલા સાથે ચગાવી શકાય.

સંજયભાઈતો નિર્દોષ ઠર્યા. જો કે આ બીજેપીની અંદરની વાત છે. પણ નિર્દોષ ઠર્યા અને બીજેપીમાં હોદ્દા ઉપર પાછા આવ્યા તો એ વાતને ચગાવો કે હવે નરેન્દ્રભાઈનું આવી બન્યું છે.

યુપીની ચૂંટણીમાં સંજયભાઈ પ્રભારી હતા. યુપીમાં જો બીજેપી પ્રમાણમાં સારો દેખાવ કરે તો એમ કહેવું કે; નરેન્દ્રભાઈ તમે શું એમ માનો છો કે કૂકડો નહીં હોય તો શું વહાણું (સવાર, પ્રભાત, સૂર્યોદય) નહીં વા? છાપો …. નરેન્દ્રભાઈનો ગર્વ ચકનાચૂર. નરેન્દ્રભાઈને તો ઘણું યુપીમાં જવું હતું, પણ તેમના ગર્વિષ્ઠપણાએ તેમને રોક્યા. તેમને એમ કે કુકડો હશે તો જ વહાણુ વાશે. પણ જુઓ સંજય જોશી અને ઉમાભારતીએ કેવું નરેન્દ્રમોદીના ગર્વનું ખંડન કર્યું!

પણ ધારોકે નરેન્દ્ર મોદી યુપી ગયા હોત અને જો ખરાબ પરિણામો આવ્યા હોત તો? તો તો કોંગી, ધર્મનિરપેક્ષીઓને અને સમાચાર માધ્યમોને ગોળના ગાડાં મળી જાત.

સંજય જોશીની નરેન્દ્ર મોદી સાથેની મિત્રતાની કે મિત્રદ્રોહની વાતને શું કામ ચગાવવી?

શંકરભાઈ, સુરેશભાઈ અને કેશુભાઈ શું હતા? અરે કેશુભાઈ તો નરેન્દ્રભાઇ મોદીના ગુરુ હતા.  શંકરભાઈ તો અધિરા થયા અને પૉરો ખાધા વગર દુશ્મનપક્ષમાં પોતાની ખજુરાહો-સુશોભિત  ભજનમંડળી સાથે  ઘુસી ગયા.  શંકરભાઈએ, કેશુભાઈને કોંગીનો સાથ લઈ સત્તા ઉપરથી ઉથલાવી દીધેલ. પણ પછીની ચૂંટણીમાં ગુજ્જુભાઈઓએ કેશુભાઈને ઉભા કર્યા અને તેમને રાજગાદી ઉપર પૂનર્‌સ્થાપિત કર્યા. કારણ કે તેમને ગુજ્જુદ્રોહી કોંગીઓ તો ખપે જ શેના? પછી કોંગીએ પોતાની આદત પ્રમાણે શંકરભાઈને વેતર્યા.

કેશુભાઈની સરકાર અને વહીવટના વહીવટદારો

કેશુભાઈ મુખ્યમંત્રી તરીકે કેવા હતા? કેશુભાઈ પાસે સ્વપ્નો હતાં. તેમણે તે સ્વપ્નોને સાકાર કરવાના પ્રયત્નો કરેલા. પણ સ્વપ્ન હોવાં અને વહીવટ કરવાવાળાઓ ઉપર બધું છોડી દેવું એ બરાબર તો ન જ કહેવાય. જ્યારે પ્રસંગો અને તેને લગતી પ્રણાલીઓ પૂર્વ નિર્ધારિત હોય તો થોડો સમય બધું થોડું ઘણું સમુસૂતરું ચાલે પણ પછી સરકારી નોકરોની અને આડતીયાઓની (આડતીયાઓમાં પક્ષના કાર્યકરો પણ હોય.) આદતો બગડે જ.

મોટાભાગના સરકારી નોકરો તો પોતાની આદતો બગાડવા માટે એવરરેડી જ હોય. આ બધાના પરિણામે અમદાવદની કોર્પોરેશનની ચૂંટણીમાં બીજેપીનો પરાજય થયો. આ પરાજય આમ તો બીજેપી મોવડીમાંડળ માટે અગમચેતી હતી. પણ કેશુભાઈને ચાલુ રખાયા. તે પછી કુદરતી આફત આવી દરિયાઈ વાવાઝોડા આવ્યાં. વહીવટી તંત્ર અસફળ રહ્યું. ૨૦૦૧માં ભિષણ ધરતીકંપ આવ્યો અને વહીવટી તંત્ર તદન નિસ્ફળ ગયું. કેશુભાઈ મજાકનું પાત્ર બની ગયા. કેશુભાઈના દરેક ઉચ્ચારણોની મજાક થવા માંડી. સરકારી નોકરોની ખાયકીમાં પૂર આવ્યું. દાનમાં મળેલા તંબુઓ સરકારી નોકરોએ ઠાંગી લીધા. દાનના લેબલ લાગેલા ખાદ્ય પદાર્થો લેબલ સાથે બજારમાં ખૂલ્લેઆમ વેચાવા લાગેલા. ભ્રષ્ટ વહીવટની જાણે પરાકાષ્ઠા હોય એવું લાગી રહ્યું હતું. આવી સ્થિતિમાં ૨૦૦૨માં ચૂંટણી આવવાની હતી. જો આ ચૂંટણી જીતવી હોય તો કાબેલ મુખ્ય મંત્રીની જરુર હતી. ઈશ્વરનું કરવું કે બીજેપી મોવડી મંડળને સદબુદ્ધિ સુઝી અને નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવ્યા. આ નરેન્દ્ર મોદીએ બઘેડાટી બોલાવી. ખાઉકડ સરકારી અમલદારોમાંથી જેટલા પકડાયા તેમના ઉપર તવાઈ આવી અને કામગીરી ચાલુ થઈ.

ગોધરા રેલ્વેસ્ટેશન કાંડમાટે નરેન્દ્ર મોદી જવાબદાર

બધું ઠીકઠાક ચાલતું હતું અને નરેન્દ્રભાઈ એ એક ઉચ્ચારણ કર્યું કે “બીજેપી ના શાસનમાં કોમી દંગાઓનું નામોનિશાન મટી ગયું છે.” આ સાંભળી દંગાખ્યાત એવા ગુજ્જુ કોંગીઓના પેટમાં તેલ રેડાયું. ગોધરાના એક કોંગીલીંકવાળા નેતાથી સહન ન થયું અને યોજનાબદ્ધરીતે સાબરમતી એક્ષપ્રેસને સળગાવવાનું કાવત્રું થયું. પણ તે ટ્રેન મોડી પડતાં ફક્ત તેનો એક જ ડબ્બો સળગાવી શકાયો. કોંગી નેતા બોલ્યા કે નરેન્દ્ર મોદીએ “બીજેપી ના શાસનમાં દંગાઓનું નામ નિશાન મટી ગયું છે.” એવું કહીને અમારા મુસ્લિમભાઈઓને પરોક્ષ રીતે દંગા કરવા ઉશ્કેર્યા હતા. મોદી એવું બોલ્યા જ શું કામ?

હા ભાઇ, વાંક તો નરેન્દ્રભાઈ મોદીનો જ ગણાવો જોઇએ. અમે કોંગીઓએ અમારા પચાસ વર્ષના શાસનમાં ભલે અમારા મુસ્લિમભાઈઓને ગરીબ, અભણ અને બેકાર રાખ્યા. પણ આ બાબતમાં તો અમે હિન્દુઓને પણ ક્યાં બકાત રાખ્યા છે? પણ અમે મુસ્લિમભાઈઓનું ઘણું ભલું કર્યું છે અને તે એ કે અમે તેમને ધર્મ બાબતમાં સંવેદનશીલ (આળા) બનાવ્યા છે. એટલે ૧૯૯૨માં બનેલા બાબરી મસ્જિદ ધ્વંશના બનાવની સંવેદના દશવર્ષ પછી પ્રગટ કરે તો ખરા જ ને! તમે કહેશો કે શું સંવેદના પ્રગટ કરવાનું મુહૂર્ત દશ વર્ષે આવ્યું? અરે ભાઈ,

દરેક કાર્ય કરવાના કોંગીભાઈઓ માટે મૂહુર્ત હોય છે. (ચૂંટણી પણ એક મુહૂર્ત છે). 

હવે તમે વિચારો કે કુદરતી આફતોમાં મળેલી વહીવટી નિસ્ફળતા અને બદનામી પછી પણ જો કેશુભાઈ મુખ્યપ્રધાન પદે રહ્યા હોત તો ગુજરાતમાં તો યુપી કરતાંય બદતર રીતે બીજેપીનું નામું નંખાઈ જાત.

નરેન્દ્ર મોદી જ આવે સમયે ગુજરાતને તારી શક્યા તે માટે ઈશ્વરનો આભાર માનો.

પણ સમાચાર માધ્યમના મૂર્ધન્યોની યાદદાસ્ત સામાન્ય માણસની યાદદાસ્ત કરતાં પણ બેહદ ઉણી હોય એવું લાગે છે. તેમની કેશુભાઈ પરસ્તી અને નરેન્દ્રમોદી-વિરોધી પરસ્તી જોતાં આવું લાગે છે. પણ સાચી વાત એ છે કે સમાચાર માધ્યમના મૂર્ધન્યો પોતાનો ઉલ્લુ સીધો કરવામાં પડ્યા છે. ઉંઘતાને જગાડી શકાય પણ જાગતાને ન જગાડી શકાય. તેવી રીતે જે ભૂલી ગયો હોય તેને તમે યાદ કરાવી શકો પણ જે પોતાને બહુશ્રુત માનતા હોય પણ હેતુ દુષિત હોય તે જનતાને આડે માર્ગે જ દોરેને!

દુષિત વિસ્મૃતિ

સમાચાર માધ્યમોનું પણ આવું જ છે. તેઓ જ વાવાઝોડા અને ભૂકંપ વખતે કેશુભાઈની મજાક ઉડાવતા હતા અને ભાંડતા હતા અને અત્યારે કેશુભાઈ પરત્વેની ચાપલુસીમાંથી ઉંચા આવતા નથી.

વરમરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો

શું કેશુભાઈ ગુજરાતમાં યુપી-બિહાર-રાજસ્થાન મત-કલ્ચર લાવવા માગે છે? એટલે કે શું ગુજરાતની જનતાએ જ્ઞાતિને ધ્યાનમાં રાખીને મતદાન કરવું? દુઃખની વાત એ છે કે સમાચાર માધ્યમો પણ કેશુભાઈના ઉચ્ચારણોને અને જ્ઞાતિવાદને ઉત્તેજન મળે તેવા સમાચારોને ચગાવે છે. આ એક ગુનો ગણાવવો જોઇએ. નરેન્દ્ર મોદી કદી જ્ઞાતિવાદી સભામાં જ્ઞાતિવાદી મતોનું રાજકારણ ચલાવતા નથી. આ બંને વલણોમાં રહેલા ભેદને સુજ્ઞજનોએ સમજવો જોઇએ. અને તે રીતે તેઓને મુલવવા જોઇએ.

ભૂત(પૂર્વ)ની ભ્રમિત ભયની ભૂતાવળ

કડવા-લેઉઆ પાટીદારોના સમ્મેલનો ભરાયા. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈએ કહ્યું આપણા ભાઈઓ ભયભીત છે. જે જ્ઞાતિએ વલ્લભભાઈ જેવા વીર અને અભય પુરુષ પેદા કર્યા તે જ્ઞાતિજનો શામાટે ભયભીત છે? ભય ખંખેરી નાખો. નિડર બનો. વિગેરે વિગેરે.

કોઈએ બાબલાને રાત્રે કહ્યું કે જા રસોડામાંથી પાણી લઈ આવ. તો બાબલાએ કહ્યું ના હું એકલો નહીં જાઉં. મને બીક લાગે છે. મા એ પહેલો સવાલ એ જ કર્યો કે “બીક શાની લાગે છે? બાબલાએ કહ્યું અંધારાની બીક લાગે છે. મા એ બીજો સવાલ કર્યો કે અંધારાની બીક શા માટે લાગે છે? બાબલાએ કહ્યું ભૂતની બીક લાગે છે. માએ કહ્યું તો રામનું નામ લે. ભૂત ભાગી જશે. આ બાબલો એ બીજું કોઈ નહીં પણ ગાંધી બાપુ હતા. તેમની માતા ખાસ ભણેલાં નહીં પણ લખી વાંચી શકે ખરાં.

હવે મૂળ વાત પર આવીએ. પાટીદાર ભાઈઓ શું મોરીદાર છે? જો તેમ હોત તો તેઓ આફ્રિકા, અમેરિકા અને યુકેમાં પોતાનો ડંકો કેવીરીતે વગાડત? અરે હજી પણ તેઓના નામના ડંકા અમેરિકામાં વાગે છે. અમેરિકામાં ગેરકાયદેસર ઘુસવામાં પણ હિંમતતો જોઇએ જ. સામાન્ય કક્ષાનું ભણેલા અને લગભગ અભણ પટેલો પણ અમેરિકામાં ડંકા વગાડે છે. અંકલ સામ કદાચ આ પોટેલો થી ડરતા હોય તે વાત નકારી ન શકાય. એટલે પટેલ ભાઇઓ ભયભીત હોય તે વાત તો ગળે ઉતરે તેવી નથી.

સહી શબ્દોંકા પ્રયોગ

તો પછી કેશુભાઈએ ભય અને ભયભીત શબ્દો કેમ વાપર્યા? શું તેઓ શબ્દના અર્થોને સમજી શકતા નથી? શું તેમનામાં “સહી શબ્દોંકા પ્રયોગ કરેં” ની અક્કલ નથી?

કદાચ તેમને ભય શબ્દ અસરકારક કે વિદ્વત્તાપૂર્ણ લાગ્યો. આવું ઘણી વખત બને છે. પચાસના દાયકાની વાત છે. એક વિદેશી ડીપ્લોમેટનું દિલ્લીમાં આગમન થયું. વિમાન મથકે તેમનું સ્વાગત થયું. ગુજરાતના તે વખતના ખ્યાતનામ ગુજ્જુ સમાચાર દૈનિકે શિર્ષરેખા આપી .. ” ‘ ___ ‘ નું દિલ્લીમાં થયેલું અવસાન”. સમાચારની વિગતમાં અવસાન કે તેની વિગત વિષે કશો ઉલ્લેખ નહીં. પછી બીજે દિવસે માફી સમાચાર આવ્યા કે સ્વાગતને બદલે અવસાન શબ્દ વપરાઈ ગયો હતો. મેં મારા પિતાજીને પૂછ્યું સ્વાગત અને અવસાન વચ્ચે કશો મેળ નથી. આવી ભૂલ કેવી રીતે થઈ શકે? તો મને જવાબ મળ્યો કે “શબ્દ સારો લાગ્યો એટલે વાપરી નાખ્યો હશે. ઘણા લોકોને શબ્દના અર્થની બરાબર ખબર હોતી નથી. આકર્ષક લાગે તો વાપરી નાખે.”  

આપણા કેશુભાઈને પણ કદાચ “ભય અને ભયભીત” શબ્દો આકર્ષક લાગ્યા હશે. પણ અર્થને કેવીરીતે જોડશો? આપણા સમાચાર માધ્યમના મૂર્ધન્યો તો વિદ્વાન અને તર્કજ્ઞ છે. તેઓએ સર્વ પ્રથમ સવાલ કેશુભાઇને એજ કરવો જોઇએ કે “કોનો ભય લાગે છે અને શા માટે ભય લાગે છે?”

જો કેશુભાઈ અને સમાચાર માધ્યમોના મૂર્ધન્યોની મથરાવટી મેલી હોય તો અર્થ અને સવાલો કરવાની ઝંઝટમાં શાના પડે! પણ આશ્ચર્ય એ વાતનું છે કે કોઈબી માઈનો પૂત ન તો મૂર્ધન્યોમાં નિકળ્યો કે ન તો કટાર લેખકોમાં નિકળ્યો કે જે “શેનો ભય અને શા માટે ભય” વિષે પ્રૂચ્છા કરે.

આપણા સમાચાર માધ્યમના વિદ્વાનોની આવી આદતો કંઈ નવી નથી. અમૂક વ્યક્તિઓ એવી છે જ કે જેમને અમૂક સવાલો પૂછાય જ નહીં. જોકે આ બાબત અત્યાર સુધી નહેરુવંશના ફરજંદો પૂરતી અને તેમના કેટલાક સંલગ્ન મળતીયાઓ સુધી મર્યાદિત રાખવામાં આવી હતી. તેની પાછળ સમાચાર માધ્યમના, ટીવી ચેનલોના અંગત કાળા-પીળા હિતો હોય છે. કેશુભાઈને ખાસ સવાલો ન પૂછાય તે તો નવિન પ્રણાલી છે.

અધ્યાહારની અકળ લીલા

જે વાત ખાસ કહેવી છે તેને અધ્યાહાર (અનુલ્લેખિત) રાખો. એટલે સૌ કોઈ ભળતા શબ્દો, મુકી શકે. અને વાતને ચગાવી શકાય.

કેશુભાઈએ કહ્યું પાટીદારો જ નહીં, મોરીદાર, તીખીદાર, કરવીદાર, છરેરીદાર, છર્યાવગરની દાર, બધી જ ગુજ્જુદારો ભયભીત છે.

 ભયભીત કેશુભાઈ

હે કેશુભાઈ, પણ ફોર તો પારો કે કોનાથી ભયભીત છે અને શામાટે ભયભીત છે?

કેશુભાઈ શું કામ વિગતે બોલતા નથી? શું તેઓ તે માટે પણ ભયભીત છે? તો પછી જે ખુદ ભયભીત છે તે બીજાને કેવીરીતે ભયમૂક્ત થવાની શિખામણ આપી શકે? આ તો “ડાહી સાસરે જાય નહીં અને ગાંડીને શિખામણ આપે” એવી વાત થઈ.

સામાન્ય માણસ અંદાજ મુકે છે કે કેશુભાઈ અને સમાચાર માધ્યમોનું નિશાન કોણ છે અને  આ બધું શા માટે, આ રીતે શા માટે થાય છે?

નિશાન નરેન્દ્ર મોદી છે

સમાચાર માધ્યમો, કોંગીઓ અને કેશુભાઈ અને તેમના મળતીયાઓનું નિશાન, નરેન્દ્ર મોદી છે. આ બધો પ્રપંચ નરેન્દ્ર મોદીના રાજકીય કે કોઈપણ જાતના મૃત્યુ માટે થાય છે. અને આરીતે એટલે કે વિગતો આપ્યા વગર એટલા માટે થાય છે કે જો વિગતો આપે તો નરેન્દ્ર મોદી સણસણતો એવો જવાબ આપે કે આ બધા મોદી-વિરોધીઓ ભોંયભેગા થઈ જાય. સોનીયા ગાંધીએ નામ દીધાવગર ગુજરાતીઓને ગોડસેને ચૂંટનાર અને નરેન્દ્ર મોદીને નામ દીધા વગર મૌતકા સૌદાગર કહ્યા હતા. તો નરેન્દ્ર મોદીએ તેમના શબ્દોને એવા બૂમરેંગ કર્યા કે ચૂંટણીમાં કોંગીઓ ચત્તાપાટ પડ્યા. એટલે હવે નરેન્દ્રમોદીના વિરોધીઓ વિગતો આપવામાં માનતા નથી. આવ પથરા પગ ઉપર કે “આ બૈલ મુઝે માર” એવું કોણ કરે. એના બદલે ભય, ભયભિત, હાંસીયામાં, ઉદ્યોગપતિઓને ખેરાત, ખેડૂતોની અવગણના, ગૌચર એવું એવું બોલે રાખો અને સાર્વત્રિક અસંતોષ પ્રવર્તે છે એવું વાતાવરણ તૈયાર કરો. આપણા તડમાં લાડુ આપોઆપ પડશે.

વાસ્તવમાં નરેન્દ્ર મોદી થકી અસંતુષ્ટ કે ભયભીત શિયાળવાંઓ કોણ છે? એક તો કેશુભાઈ પોતે જ છે. બીજા સુરેશ મહેતા છે. થોડા ઘણા કેશુભાઈસાથે નવરા પડેલા આરએસએસના એવા કાર્યકરો કે જેઓ સરકારી નોકરો સાથે વહીવટ ગોઠવનારા હતા તેઓ છે, સમાચાર માધ્યમોના વહેતા મુકેલા ગુબ્બારા પ્રમાણે સંજય જોશી પણ હોઈ શકે છે. એટલે સમાચાર માધ્યમો સંજય જોશીના અઘ્યા-પાદ્યાના સમાચારો ચમકાવ્યા કરે છે.

દાખલા તરીકે, સંજય જોશીએ ભલે રાજીનામું આપ્યું પણ તેઓ ઘણા લોકપ્રિય છે. અને તેઓ રેલ્વે રસ્તે દિલ્લી જશે જેથી તેમના અનુયાઈઓ સાગમટે તેમનું સ્ટેશને સ્ટેશને સ્વાગત કરશે. તેથી નરેન્દ્ર મોદીના પેટમાં તેલ રેડાશે.

પણ થયું એવું કે સંજયભાઈનું હવાઈ માર્ગે દિલ્લી જવાનું નક્કી કર્યું. તેથી આપણા સમાચાર માધ્યમે થુંકેલું ગળીને વાત ફેરવી તોળી કે બીજેપીના મોવડી મંડળે વિવાદ ન વકરે તેમાટે સંજયભાઈને હવાઈ ટીકીટ આપી દીધી. આ તો એવો ઘાટ થયો કે “મનમાં ને મનમાં પરણ્યા અને મનમાં ને મનમાં રાંડ્યા.”

બારદાનની અગત્ય

એક મિત્રે મને કહ્યું કે તો સરકારી નોકરો ભયભીત છે. અને કેશુભાઈ સરકારી નોકરોને પડખે લેવા માગે છે. હા સરકારી નોકર એક એવું “બારદાન” (પેકીંગ, ખોખું) છે, જે બરાબર ન હોય તો તમારી પ્રોડક્ટને હતી ન હતી કરી નાખે. એટલે જો એક વખત સરકારી નોકરો ખીસ્સામાં આવી જાય તો નરેન્દ્ર મોદીને ચીત કરી શકાય.

સરાકરી નોકરોમાં તો એક, બે, ત્રણ અને ચાર વર્ગના કર્મચારીઓ આવે. ચાર વર્ગના કર્મચારીને તો અનસ્કીલ્ડ કામ કરવાનું હોય છે. તેઓને કોઈ ભય હોઈ શકે નહીં. શિવાય કે કામમાં દગડાઈ કરે. બે અને ત્રણ વર્ગના કર્મચારીઓ અફસરો/અધિકારીઓ અને બાબુઓ કહેવાય છે. એક અને બે વર્ગના અફસરો નક્કી કરેછે કે ત્રણ વર્ગની જવાબદારી કેટલી! બે અને ત્રણ વર્ગના કર્મચારીઓ મોટા સાહેબો (વર્ગ એક) થી ડરતા હોય છે. પણ જો તેઓ નીતિમાન હોય તો તેમણે ડરવાની જરુર હોતી નથી. ખાસ કરીને ત્રીજા વર્ગના કર્મચારીઓ આડતીયા થવાનું બંધ કરે તો તેઓ ડરથી મૂક્ત થઈ શકે.

પ્રથમ વર્ગમાં બે કક્ષા હોય છે. જુનીયર એડમીનીસ્ટ્રેટીવ   અને સીનીયર એડમીનીસ્ટ્રેટીવ. વર્ગના બીજા વર્ગના કર્મચારીઓ અને જુનીયર એડમીનીસ્ટ્રેટીવમાંના કેટલાક  કરોડ રજ્જુ સમાન હોય છે. આમાં ઘણું પોલીટીક્સ ચાલતું હોય છે.

પણ સુજ્ઞજનોએ સમજવું જોઇએ કે કાયદો કાયદાનું કામ કરશે. સૌને કાયદાનું રક્ષણ છે અને તેમને તેમની જવાબદારી નભાવવાનું મહેનતાણું મળે છે. અધિકારીવર્ગના મોટાભાગે ઘણી લાલીયા વાડી ચલાવી છે. ઘણા હજી પણ ચલાવતા હશે. જો તેમની પૂંછડી પકડીને કાબુમાં રાખવામાં નહી આવે તો તેઓ વધુ વકરી શકે છે. આ વિશે લખવા બેસીયે તો મહાભારત જેવડું પુસ્તક લખાય. જો થોડા અફસરો જેઓ નીતિમાન રહી શક્યા તેઓ જો ભેગા થઈને તટસ્થ રહીને લખે તો મહાભારત પણ સર્જાય.

 

પણ ટૂંકમાં કાયદામાં એવી જોગવાઈ છે કે સરકારી નોકરો પોતાને થયેલા અન્યાય માટે ચૂંટાયેલા સભ્યો પાસે જઈને કે તેમની મારફત ન્યાયની માગણી ન કરી શકે. તેઓ ન્યાયિક અદાલતમાં જરુર જઈ શકે છે.

કોંગી જનોને તેમના પક્ષના કુદરતી મોત તરફ જવા દો. તેને સુધારવાની જરુર નથી. જેણે અર્ધી સદી ઉપરાંત દેશનું સૂકાન અને અબાધિત અધિકારો આપ્યા છતાં ન સુધર્યા અને દેશને પાયમાલ કર્યો, તેને તક આપવામાં બેવકુફી છે. કેશુભાઈ અને તેમના મળતીયાઓએ

તથા સમાચાર માધ્યમના વિદ્વાનોએ કમસે કમ તર્ક અને મુદ્દા આધારિત ચર્ચા કરવી જોઇએ.

તેઓ કોણ છે તે અમે જાણતા નથી”

સંસ્કૃતમાં એક શ્લોક છે કે;

૧ “એ લોકો સજ્જન છે જેઓ પોતે પોતાનું હિત ત્યજીને બીજાનું હિત કરે છે.”

૨ “એ લોકો સામાન્યજન છે જે બીજાને નુકશાન ન થાય તે પ્રમાણે વર્તીને પોતાનું હિત સાધે છે”

૩ “એ લોકો માનવરાક્ષસ છે જેઓ બીજાને નુકશાન કરીને પોતાનું હિત સાધે છે”

૪ “પણ જેઓ કોઈ કારણ વગર જ બીજાનું અહિત કરે છે તેઓ કોણ છે તે અમે જાણતા નથી.”

કેશુભાઈ, તેમના મળતીયાઓ અને અખબારી મૂર્ધન્યોએ જ પોતાની કક્ષા ત્રણ નંબરની છે કે ચાર તે નક્કી કરવાનું છે. જનતા તો તેમને તેમનું સ્થાન બતાવતી જ રહી છે.

કોંગીજનોને જવા દો. તેઓ તો “ગૉન કેસ” છે.

 

શિરીષ મોહનલાલ દવે

 

ટેગઃ ભય, ભયભિત, ભૂતપૂર્વ, કેશુભાઈ, શંકરભાઈ, કોંગીભાઈ, બૂમરેનંગ, માનવરાક્ષસ, સરાકારી નોકર, અફસર, અધિકારી, બારદાન       

Read Full Post »

%d bloggers like this: