Feeds:
Posts
Comments

Posts Tagged ‘બેકારી’

કહેવાતું ગાંધીવાદી મુખ પત્ર કયે માર્ગે?

આધ્યાત્મ, લોક નીતિ, લોક વિજ્ઞાન, લોક આંદોલન, પર્યાવરણ જાગૃતિ, માનવ અધિકાર, વૈશ્વિક પ્રવાહોનું આકલન અને અહિંસક સમાજના સર્જનની દિશાઓ ખોજતું પાક્ષિક એટલે ભૂમિપુત્ર. બધાંનું સંક્ષિપ્ત એટલે ભૂદાનમૂલક ગ્રામોદ્યોગ પ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર એટલે ભૂમિપુત્ર.

SELF CERFIED GANDHIAN

બધી પરિભાષાભૂમિપુત્રેતેના પ્રથમ પાના ઉપર લખી છે.

ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા શી?

વિશ્વ કેવીરીતે વર્તે છે, વિશ્વમાં પ્રવર્તનમાન પરિબળો ક્યા છે અને તે પરિબળોના નિયમો શું છે બધું સમજવા માટેના પ્રયત્નો સેંકડો કે હજારો વર્ષોથી સુજ્ઞજનો કરતા આવ્યા છે. આલ્બર્ટ આઈનસ્ટાઈનને સ્ફુરેલુ કે વિશ્વ ઘણા બધા સંકિર્ણ પદાર્થોનું અને ઘણા બધા બળ (કે ક્ષેત્રોનું) બનેલું હોઈ શકે. આઈન્સ્ટાઈ એક એવા સમીકરણની ખોજમાં રહેલ કે જે દ્વારા બધા બળોને (ક્ષેત્રોને) સાંકળી શકાય. માન્યતાનેયુનીફાઈડ થીએરી ઓફ ફીલ્ડનામ આપેલ. માટેનું સમીકરણ તો રામાનુજમે ઓગણીસમી સદીના અંતની આસપાસ શોધી કાઢેલ પણ કોઈના ખ્યાલમાં આવેલ. વીસમી સદીના અંતમાં સ્ટીફન હોકીંગના ખ્યાલમાં વાત આવી. જો કે વાત બહુ લાંબી છે. આપણે તેની ચર્ચા નહીં કરીએ.

આપણને વિશ્વને સમજવામાં સરળતા રહે એટલે આપણે વિશ્વને સમજવાના ક્ષેત્રોનુ વિભાગીકરણ કર્યું. ભૌતિકશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર. પૃથ્વી ઉપરના સજીવો એટલે કે માણસો, બીજા પ્રાણીઓ, વનસ્પતિઓ અને પૃથ્વી સાથેના તેમના સંબંધોને સુખમય બનાવવા માટેનું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર. આમાં વળી પેટાવિભાગો પડ્યા જે વિભાગોની રેખાઓ ક્યાંથી શરુથાય છે અને ક્યાં પૂરી થાય છે તે કોઈને ખબર નથી.

ગાંધીજીએ આને સમજવા માટે એક સ્વસ્થ સમાજ કેવીરીતે સ્થાપવો કે જેથી સૌ કોઈ સુખી રહી શકે. જેમ ભૌતિક શાસ્ત્રમાં સાપેક્ષવાદ છે. તેમ સમાજશાસ્ત્રમાં અહિંસક સમાજ છે. જો ટૂંકમાં સમજવું હોય તો સર્વોદયનો ખ્યાલ અહિંસક સમાજની રચના માટેનો છે.

જેમ ભૌતિકશાસ્ત્રમાં પરિબળોના એકમો સાપેક્ષ હોય છે અને તેની દીશા હોય છે. તેમ સમાજશાસ્ત્રમાં અહિંસા પણ સાપેક્ષ છે. અને તમારા કદમ કઈ દીશામાં છે તે સમજવું જરુરી હોય છે. શાસ્ત્ર સમજવા માટે તર્કશાસ્ત્ર સમજવું જરુરી છે.

ગાંધી ટાઈમસર જન્મ્યા. નહીંતર તેમની રેવડી દાણાદાર થાત. અત્યારે તો પ્રમાણપત્રધારીઓને દંડવત પ્રણામ કરવાનો જમાનો છે જો કે તમે નહેરુવીયન હો તો તમને પણ પેરી પન્ના.

ગાંધીજી અર્થશાસ્ત્રી હતા. એટલે કે માન્ય વિશ્વ વિદ્યાલયોના પ્રમાણપત્રો દ્વારા પ્રમાણિત અર્થશાસ્ત્રી હતા. પણ તેઓશ્રી સમાજશાસ્ત્રી અવશ્ય હતા. જોકે અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્રનું અભીન્ન અંગ છે. બધાં શાસ્ત્રો તર્ક ઉપર અવલંબે છે.

શું તર્ક પણ સાપેક્ષ છે?

નાજી અને હાજી.

તર્ક પરિસ્થિતિને આધિન છે. જે તર્ક પરિસ્થિતિને લક્ષમાં લેતો હોય તે પ્રમાણમાં શુદ્ધ હોય તો પણ અશુદ્ધ કહેવાય. કારણ કે તેને અમલમાં મૂકીએ તો ધાર્યું પરિણામ મળે. તર્ક બે જાતના હોઈ શકે શુદ્ધ અને અશુદ્ધ. શુદ્ધ અને અશુદ્ધ સાપેક્ષ છે. સાપેક્ષના પરિબળને સમજી શકવાથી વિતંડાવાદી ચર્ચાઓ, યુદ્ધો અને પીડાઓ થાય છે.

જો ગાંધીજીના વલણોની ચર્ચા કરવી હોય એમ કહેવાય કે તે અહિંસક સમાજની રચનાની દિશામાં હતા.

જ્ઞાતિ પ્રથાઃ

ગાંધીજી જ્ઞાતિ પ્રથામાં માનતા હતા. પણ ફલાણી જ્ઞાતિ ઉચ્ચ છે અને ફલાણી જ્ઞાતિ નીચી છે, એમ માનતા હતા. કારણ કે જ્ઞાતિ કામધંધાનું વર્ગીકરણ છે. અને બધાં કામ સમાજ માટે જરુરી છે.

ગાંધીજીને વાંધો હતો અસ્પૃશ્યતા પ્રત્યે. તેમણે માનવ માનવ વચ્ચેના ભેદભાવને અનુભવ્યા હતા. અને તેમને તે વખતની પરિસ્થિતિ જોતાં લાગ્યું કે સમાજના સુજ્ઞ વર્ગને માટે અસ્પૃશ્યતા નિવારણ”ની વાત ગ્રાહ્ય છે. પણ જુદી જુદી જ્ઞાતિના માણસોએ એકબીજાની સાથે રોટી બેટીનો વ્યવહાર કરવો જોઇએ કે નહીં તે વાત ગાંધીજી ચીપીયો ઠોકીને કહેવા માટે તૈયાર હતા. કારણ કે મોટાભાગના સુજ્ઞજનો તે વખતે તૈયાર હતા તેથી ગાંધીજીએ કહેલ કે તો અંગત વાત છે. કોણે ક્યાં ખાવું અને ક્યાં લગ્નસંબંધ બાંધવા તે વિષે દબાણ લાવી શકાય. જો કે તેમની વાત વ્યાપકતાના સંદર્ભમાં સૈદ્ધાંતિક રીતે અશુદ્ધ હતી. પણ તેઓ આવી વાતોને સમસ્યા બનાવવા માગતા હતા.

ગૃહ ઉદ્યોગઃ

ગાંધીજી યંત્રોની વિરુદ્ધ હતા તેવું મોટાભાગના સુજ્ઞજનો માને છે. પણ જો અહિંસક સમાજની વાત કરીએ તો એવા યંત્રોનો વિરોધ કરી શકાય કે જે યંત્રો બીજાને બેકાર કરી શકતા હોય. માટે તેમણે ખાદીનો પ્રચાર કરેલ. અને વિદેશી કાપડનો બહિષ્કાર કરવાનું કહેલ. જો કે તે વખતના કેટલાક જાણીતા સુજ્ઞ જનો વિદેશી કાપડના બહિષ્કારને યોગ્ય કદમ માનતા હતા.

અહિંસક સમાજની રચના માટે તેમણે જોયું કે અંગ્રેજ સરકારના કાયદા એવા હતા કે સમાજમાં શોષણ અને કે પીડા ઉત્પન્ન થાય. એટલે ગાંધીજીએ સવિનય કાનૂનભંગની વાત કરેલ. માટે તેમણે પ્રક્રિયા નક્કી કરેલ કે નોટીસ આપો, સમય આપો, ચર્ચા માટે ખૂલ્લા રહો અને સજામાટે તૈયાર રહો. ગાંધીજીની સવિનય કાનૂનભંગની ચળવળને અયોગ્ય માનનારા ઘણા સુજ્ઞ જનો હતા.

ખાદી તાત્કાલિક રોજીનું સાધન છે. યંત્રોનો વિરોધ તેની પાર્શ્વ ભૂમિમાં નથી જ નથી. આમ તો દરેક ગૃહ ઉદ્યોગ રોજીનું સાધન છે. પણ જનતામાં ગૃહ ઉદ્યોગના ઉત્પાદનની ઉપયોગીતાની માનસિકતા કેળવાય તો તેને માટે જવાબદાર કોણ? ત્રણ વર્ષ જુની સરકાર કે પાંસઠ વર્ષ જે સરકારે રાજ કર્યું તે.

નરેન્દ્ર મોદીએ જ ગૃહૌદ્યોગને વધુ મહત્વ આપ્યું છે.

ગૃહઉદ્યોગને જો કોઈએ સૌથી વધુ મહત્વ આપ્યું હોય, સ્વરોજગારીને સૌથી જો કોઇએ વધુ મહત્વ આપ્યું હોય, રોજગારીની કુશળતાના શિક્ષણને જો કોઇએ સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું હોય તો તેનું શ્રેય નરેન્દ્ર મોદીની સરકારોને જાય છે. પણ ગાંધીવાદીઓ તેની નોંધલેવામાં માનતા નથી. જો જોવા જાઓ તો નહેરુવીયન કોંગ્રેસ દેશની સમસ્યાને સમજી શકી નથી અને સમજવા માગતી હતી. નહેરુવીયન કોંગ્રેસના ૧૯૪૭ પછીના ઉછેરને કારણે નહેરુવીયન કોંગ્રેસ પોતે એક સમસ્યા બની છે. નહેરુવીયન કોંગ્રેસ પોતે જો દિશાહીન, વ્યક્તિ કેન્દ્રી અને આત્મકેન્દ્રી હોય તો જનતા એવી બને.

સુજ્ઞ લોકો જ્યારે અયોગ્ય બને ત્યારે 

નહેરુવીયન કોંગ્રેસની સમસ્યા આપણે સમજી શકીએ છીએ. પણ જેઓ સમાજમાં જાગૃતિ લાવવા માગે છે તેવા સુજ્ઞ લોકો જ્યારે દિશા સૂચન કરવાની યોગ્યતા ગુમાવી બેસે ત્યારે દુઃખ થાય છે.

આમ આદમીપક્ષ, અન્ના હજારેના આંદોલનમાંથી ઉત્પન્ન થયો હતો. અન્ના હજારે ગાંધીવાદી હતા. જો કે ગાંધીવાદ સાપેક્ષશબ્દ છે. આમ આદમી પક્ષનું સૂકાન એવા નેતાઓના હાથમાં આવ્યું જેઓ નણાયા હતા. જો નણાયેલા લોકો પણ સત્તા આવતાં ભ્રષ્ટ થઈ જાય તો સામાન્ય કક્ષાના નણાયા નેતાઓ તો મોટે ભાગે ભ્રષ્ટ થાય .

અમદાવાદના એક સમયના મેયર કૃષ્ણવદન જોષીએ મનુષ્યના ચાર કક્ષાના દુશ્મનોની વાત કરેલ.

ચોથી કક્ષાનો દુશ્મન તમારો દુશ્મન દેશ છે. તેના ઉપર તમે કોઈપણ કારણ વગર હલ્લો કરીને પરાજિત કરી શકો છો, જેવી જેની તાકાત.

ત્રીજી કક્ષાનો દુશ્મનઃ કક્ષાના દુશ્મન તમારા કેટલાક દેશવાસીઓ છે. તેમના ગુનાની તપાસ તમારે કરવી પડે. કોર્ટમાં કેસ ચલાવવો પડે છે. તેમનો ગુનો તમારે સાબિત કરવો પડે છે. તેને બચાવની તક આપવી પડે છે. તમે લગાવેલા આરોપો સાચા છે કે ખોટા તેનો નિર્ણય તમે નહીં પણ ન્યાયાલય કરશે.

બીજી કક્ષાનો દુશ્મનઃ  કક્ષાના દુશ્મન તમારા સગાં કે મિત્રો છે. તેમને તમે કશું કરી શકતા નથી. તેમને તમે બહુ બહુ તો ખાનગીમાં ધમકી, લાલચ કે પ્રેમ દ્વારા સમજાવી શકો છો. તે માને તો ઠીક છે નહીં તો રામ ભરોસે.

પ્રથમ કક્ષાનો દુશ્મનઃ એવો દુશ્મન છે કે તમે તેની ઉપર કેસ કરી સકતા નથી, તમે તેને દંડિત કરી શકતા નથી, તે બધી બારીઓ બંધ રાખે છે. તેથી તમે તેને સમજાવી શકતા નથી. કારણ કે તે તમે પોતે છો.

જેઓ પોતાને સુજ્ઞ અને ગાંધીવાદી માને છે તેમણે પ્રથમ કક્ષાના દુશ્મનને સમજવો પડશે. તેઓ જો “પૂર્વ પક્ષની દિશાની સમજવાની બારીઓ બંધ રાખશે તો તેઓ અવિશ્વસનીય બનશે. જો કે મને લાગે છે કે તેમના કરતાં મોદીગાંધીજીનીવધુ નજીક છે.

ભૂમિપુત્રની દિશા

સામયિક ભૂમિપુત્રકઈ દિશામાં જઈ રહ્યું છે? શું તે દંભી થઈ રહ્યું છે? શું તે અનાભ્યાસી થઈ રહ્યું છે એટલે કે તે વિરોધી વિચારને સમજવા માગતું નથી? “પૂર્વપક્ષને સમજવો ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરા છે. પણ આપણે જોઇએ છીએ કે તેપૂર્વપક્ષના વિચારોને વાચકો સમક્ષ મૂકવા માગતું નથી. તે એકાંગી થઈ ગયું છે.

મોદી-વિરોધી હોવું અને મોદીના નિર્ણયોને સામાન્ય કક્ષાના સમાચાર પત્રોની જેમ મનમાની રીતે અમાન્ય ઠેરવવા અને નહેરુવીયન કોંગ્રેસીઓની જેમ નિશ્ચિત વર્ગનું/વર્ગોનું તુષ્ટિકરણ કરવું એવી માનસિકતા ભૂમિપુત્રે કેળવી લીધી છે.

() કાળું નાણુઃ કોઈ એક વખત નરેન્દ્ર મોદીએ કાળાંનાણાં (સ્થાવર જંગમ મિલ્કત)ના જત્થા વિષે કહેલ કે તે જત્થો એટલો છે કે જો તેને વહેંચવામાં આવે તો દરેકના ખિસ્સામાં ૧૫ લાખ (?) રૂપીયા આવે. નરેન્દ્ર મોદીની તે વખતે પ્રવર્તમાન ચીલાચાલુ ધારણા હતી. આનો અર્થ એવો કરવામાં આવે છે કે તેઓ (નરેન્દ્ર મોદી) જો સત્તા ઉપર આવશે તો દરેક ભારતવાસીના ખિસ્સામાં ૧૫ લાખ રૂપીયા આપી દેશે. નહેરુવીયન કોંગ્રેસવાળા તેનો આવો અર્થ કરે તો તે સમજી શકાય તેમ છે, કારણ કે નહેરુવીયન કોંગ્રેસને મીથ્યા પ્રાલાપો કરવાની ટેવ ગળથુથીમાંથી મળી છે. પણ ભૂમિપુત્ર આવું કહે તો તે તેની વિશ્વસનીયતા ગુમાવે છે.

આપણે જોયું છે કે જેઓ નોટો બદલાવવા લાઈનમાં ઉભા હતા તેમના ખિસ્સામાં/ખાતામાં પૈસા તો જમા થયા હતા અને તે પણ ૨૫૦૦૦ થી માંડીને કમસે કમ ૨૫૦૦૦૦/-. નરેન્દ્ર મોદીએ ગરીબ માણસોને તક તો આપી હતી. પણ ભારતનો ગરીબ માણસ વિશ્વાસઘાતી નથી. જે માલિકે તેને ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બદલવા આપી હતી તે તેણે પરત કર્યા. કદાચ થોડું કમીશન લીધું હશે. વાત આપણે આની પહેલાંના લેખમાં જોયેલી છે.

() નોટ બંધીનું કદમઃ તેને ભૂમિપુત્રમાં કેવી રીતે ઓળખાવાયેલું છે? ક્રૂર છે, પ્રપંચ વાળું છે, અને હિંસાવાળું છે. વીસલાખ લોકો બેકાર બની ગયા, રીઝર્વબેંક પાસે પૂરતી નોટો હતી, ચોવીસે કલાક વિમાનો ઉડાડ્યા, સરકારના અલગ અલગ ખાતાંઓએ ભીન્ન ભીન્ન આંકડાઓ ગગડાવ્યા, પૂર્વ તૈયારી વગરનું કદમ, રઘવાટીયું પગલું, અધકચરું પગલું, અબાલ વૃદ્ધોના પ્રાણ હર્યા, સો એક માણસો મરી ગયા, ટુજી, કોમનવેલ્થ, કોલગેટને સ્થાને નવા નામો બહાર આવ્યાં (જો કે લેખકશ્રીએ નવું કોઈ નામ જાહેર કર્યું નથી), પક્ષ પલટાને ઉત્તેજન મળ્યું, લોકોએ જીવનના સુખચૈન ગુમાવ્યાં, ગરીબી અને બેકારી વધી, ગાંધીજીના અગિયાર મહાવ્રતનું હનન થયું,(લેખકશ્રી,  ગાંધીજીને વચ્ચે શા માટે લાવે છે તે સમજી શકાતું નથી.) 

લેખકશ્રી આગળ જતાં લખે છે કે નોટ બંધીના પગલા પાછળનો નરેન્દ્ર મોદી સરકારનો હેતુ અને વચન (“વચન” એ ભૂમિ-પુત્ર”ના લેખકનું ઉમેરણ છે)  એ હતું કે નોટબંધીથી કાળાંનાણાનો ખાત્મો થશે, ભ્રષ્ટાચારનો ખાત્મો થશે, આતંકવાદનો ખાત્મો થશે, નક્ષલવાદનો ખાત્મો થશે, ટેરર ફંડીંગનો ખાત્મો થશે, ઉત્પાદનમાં વૃદ્ધિ થશે, નોકરીઓમાં વૃદ્ધિ થશે. પણ આમાનું કશું થયું નહીં.

જો કે ઉપરોક્ત વાતો લેખકશ્રીએ ઈમોશનલ ભાષામાં લખી છે. આપણે તેનેસીધા સમાચારલેખે અવતરિત કરી છે.

MINE OF JAYA

આમ થાઓઅને તેમ થયું …”

બાયબલમાં આવે છે કે ઈશ્વરે કહ્યું પ્રકાશ થાઓ. એટલે પ્રકાશ થયો. ઈશ્વરે કહ્યું પાણી થાઓ એટલે પાણી થયું. ઈશ્વરે કહ્યું જમીન થાઓ એટલે જમીન થઈ. ઈશ્વરને ફક્ત કહેવાની જરુર પડે છે. અને ઈશ્વર કહે તે પ્રમાણે બધું થઈ જાય છે. એમ આપણા ભૂમિપૂત્રના લેખકશ્રી જે કંઈ કહે તેને સત્ય માની લેવાનું.

આમ તો સમાચાર માધ્યમોવહાં ઝાડીમેં સૌ સાંપ થે હી થેએવું કહેવામાં પારંગત છે. અત્યારે ટેક્નોલોજીના જમાનામાં તોપીપલી લાઈવજેવી ઘટનાઓ બનતી રહે છે.

આવા જમાનામાં પણ બે ઘટનાઓ પ્રકાશમાં આવેલી

લાઈનમાં ઉભેલી એક વ્યક્તિ વૃદ્ધ હતી, અને તે હાર્ટ એટેકથી મરી ગયેલી. તે વ્યક્તિના સંતાનોના કહેવા પ્રમાણે તેમને પહેલેથી હાર્ટ પ્રોબ્લેમ હતો.

બીજી ઘટનામાં, લાઈનમાં ઉભેલા એક વૃદ્ધ રડવા માંડ્યા. તેનું કારણ તે વૃદ્ધભાઈએ પોતે આપેલ કે, એક બહેનનો પગ તેમના પગ ઉપર પડેલ એટલે તે દુઃખના માર્યા રડી પડેલ.

કેટલી વીશુએ સો થાય?

આ પ્રમાણે આપણા “ભૂમિ-પુત્ર”ના આ લેખકશ્રી આમ તો રા.ગા.થી બહુ દૂર કહેવાય. કારણ કે રા.ગા. તો એમ પણ કહી શકે કે દરેક લાઈનમાં એક કરોડ માણસો મરી ગયા. યાદ કરો કે એક ઉદ્યોગપતિને નરેન્દ્ર મોદીએ ૪૫૦૦૦ કરોડ એકર જમીન દાનમાં આપી છે. કેટલી વીશુએ સો થાય તે આપણા રા.ગા.ભાઈને ખબર નથી.

આપણે જાણીએ છીએ કે કોઈ પણ સમસ્યાનું કારણ કોઈ એક માત્ર હોય. દરેક સમસ્યાના અનેક કારણો હોય. તેથી કોઈ પણ એક કદમ કોઈ પણ એક સમસ્યાને સંપૂર્ણ ખતમ કરી શકે. આવો કોઈ દાવો પણ કરે. પણ જેમનું ધ્યેય નિંદા કરી અસંતોષનું વાતાવરણ પેદા કરવાનું છે તેઓ બેફામ અર્થઘટનો કરી શકે છે. લોકશાહીમાં રોકી શકાય તેવા અધિકારો છે.

કાશ્મિરની સમસ્યામાં પણ ચાંચ ખોસો

લેખકશ્રીએ એમ પણ કહ્યું કે બીજેપીને લાગ્યું કે કાશ્મિરની ચૂંટણી જીતવી હોય તો ૩૭૦ની કલમ ખતમ કરવી પડશે. એટલે એનો સંકલ્પ રજુ થયો”.

વળી તેઓશ્રી આગળ જતાં કલમ ૩૭૦ને કાશ્મિરીઓ માટેનો અતિસંવેદન શીલ મુદ્દો ગણાવે છે. એટલે કે કાશ્મિરની જનતા, કલમ ૩૭૦ને દૂર કરવાની વિરુદ્ધ છે. હવે જો બીજેપી કલમ ૩૭૦ને દૂર કરવાનો સંકલ્પ કરે તો તે ચૂંટણી હારવા માટેનું કદમ બની જાય. વિરોધાભાસ લેખકશ્રી કેમ સમજી શકે તે વાચકને તો સમજાય.

ધારો કે કાશ્મિરને એક રાજ્ય ગણતાં એક વિસ્તાર ગણીએ અને જમ્મુકાશ્મિરના રાજ્યમાં જમ્મુમાં રહેલા હિન્દુઓના મત લેવા આમ કહ્યું એમ માનીએ, તો જમ્મુમાં મુસ્લિમો પણ રહે છે. જે કાયદાઓ કાશ્મિરમાં લાગુ પડે છે તે કાયદાઓ જમ્મુમાં પણ લાગુ પડે છે. મુદ્દાથી  જમ્મુમાંના મુસ્લિમોના મત ગુમાવવાનો વારો આવે . બીજેપીને પોષાય નહીં. અને આમેય જમ્મુના હિન્દુઓના મત તો બીજેપીના ગણાય છે. જો કે એક વાત નોંધવા જેવી છે કે લેખકશ્રીએ મુસ્લિમશબ્દ નહીં પણ કાશ્મિરી શબ્દ વાપર્યો છે. અને તેથી સમગ્ર કાશ્મિર જનતા કલમ ૩૭૦ પરત્વે સંવેદનશીલ છે એવો અર્થ થાય. અને જ્યારે આમ કહીએ ત્યારે કાશ્મિરનો અર્થ જમ્મુકાશ્મિર રાજ્ય થાય છે. એટલે કે સંવેદનશીલતાની વ્યાપકતા વધે છે. અને જ્યારે વાત રીતની હોય ત્યારે બીજેપીનો કલમ ૩૭૦ પરત્વેનો અભિગમઆવ પથરા પગ ઉપર એવો થાય. પણ આપણા લેખકશ્રીની તારવણીવદતો વ્યાઘાતજેવી છે. નરેન્દ્ર મોદીએ એમ કહ્યું હતું કે કલમ ૩૭૦થી રાજ્યને શો લાભ થયો તેની ચર્ચા થવી જોઇએ.

જો કે ભૂમિપુત્રમાં માત્ર એક લેખ આવો પૂર્વગ્રહ યુક્ત વલણ ધરાવે છે તેમ નથી. મોટાભાગના લેખો હાલની સરકારના નિંદારસમાં ગળાડૂબ હોય તેવું લાગે છે.

નહેરુવંશના ૬૫ વર્ષના શાસનના શાસનમાં તો જાણે લીલા લહેર હતી. પણ છેલ્લા ત્રણ વર્ષમાં , મોંઘવારી વધી, બેકારી વધી, કાળુંનાણું વધ્યું, કાળી સંપત્તિ વધી, ગરીબો વધુ ગરીબ થયા, ખેડૂતો વધુ ગરીબ થયા, ઉદ્યોગોને લહાણી થઈ, ખેડૂતોની જમીન છીનવાઈ, ગોચરની જમીન ગઈ, ખેડૂતોને વળતર મળ્યું, ખેડૂતો પાયમાલ થયા, ખેડૂતો આત્મહત્યા કરવા લાગ્યા, ચૂંટણીઓમાં ગોલમાલ થઈ, લઘુમતિ ઉપર અત્યાચારો થયા, દલિતો ઉપર અત્યાચારો થયા, પત્રકારોની હત્યાઓ થઈ, પાકિસ્તાન સાથેના સંબંધો બગડ્યા, આતંકવાદ મજબુત થયો, ધાર્મિક અસહિષ્ણુતા વધી, વૈચારિક અસહિષ્ણ્યુતા વધી, હિંસા વધી  …. વિગેરે વિગેરે પ્રકારના પ્રાલાપો બહુ સામાન્ય થઈ ગયા છે.

એક વિઘાતક વલણ છે. આવું વલણ એક ઋણાત્મક વાતાવરણ કરે છે જે સામાન્ય કક્ષાના માણસને મુંઝવણમાં મૂકે છે. જો સુજ્ઞ લોકો વિકલ્પ આપી શકતા હો તો તેઓ મૌન રહે તે શોભનીય છે.

ગાંધીજી કોઈને અસ્પૃશ્ય માનતા હતા. પણ ગાંધીવાદીઓ આરએસએસને અસ્પૃશ્ય માને છે. અને આરએસએસ વાદીઓ ગાંધીવાદને અસ્પૃશ્ય માને છે. સામસામો છેદ ઉડી જાય છે.

પણ મને લાગે છે કે સામાન્ય આરએસએસવાદીઓ ગાંધીજીને અસ્પૃશ્યમાનતા નથી. જો તમે વ્યક્તિગત રીતે તેમને સમજાવો તો તેઓ સમજી જાય છે. તે વાત ખરી છે કે તેમના કેટલાક નેતાઓ સમજવા માગતા નથી. પણ સામાન્ય કાર્યકરની ગાંધીજી તરફની બારી તમારે ખોલવાની હોય છે.

તેની સામે કેટલાક ગાંધીવાદી સુજ્ઞ જનોવિષે આવું નથી. તેમણે તો નરેન્દ્ર મોદીબીજેપીની દીશામાં ચણતર કરી દીધું છે. તેથી તે દિશાની બારી ખોલવાની શક્યતા રાખી નથી. તેઓ પૂર્વગ્રહોને કારણે બીજેપીની તરફમાં બોલવા માગતા  નથી.

દૂર દૂર ક્ષિતિજમાં પણ બીજેપીનો વિકલ્પ નથી

એક વાત સ્પષ્ટ છે કે બીજેપીનો વિકલ્પ દૂરદૂર ક્ષિતિજમાં પણ દેખાતો નથી. જે યુવાધન પાસે તમે ક્રાંતિની આશા રાખો છો તે યુવાધન નકલખોરીથી દાઢી વધારીને ફરે છે, લગ્નના પ્રસંગ વખતે હજારો લાખો રૂપીયા ખર્ચી પિતાજીની મૂડીનું પાણી કરે છે, જ્ઞાતિવાદી અનામત આંદોલન કરે છે, અને તે પણ વલ્લભભાઈ પટેલને નામે કરે છે, દહેજ લે છે, ભ્રષ્ટાચાર કરે છે. નહેરુવીયન કોંગ્રેસ અને તેના મીડીયા સહિતના સાંસ્કૃતિક સાથીઓ તેને ઉત્તેજન આપે છે અને ફૂંકી ફૂંકીને જાતિવાદની બુઝાતી આગને ઝગાવે છે. આવા યુવાધન પાસેથી તમે કેવી રીતે ક્રાંતિની આશા રાખી શકો? નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓની સાથે સાથે અમુક કહેવાતા ગાંધીવાદીઓ પણ આગ સાથે રમી રહ્યા છે. આપણને ખબર નથી કે તેમને ખબર છે કે નહીં

પણ આશાનું કિરણ નરેન્દ્ર મોદીની સરકાર છે અને તેમના આદિત્યનાથ યોગી, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર પરિકર,  દેવેન્દ્ર ફડનવીશ, જેવા મુખ્ય મંત્રીઓ છે. મોદી પોતે પોતાના સગાંઓને પોતાની પાસે ઢૂંકવા દેતા નથી. પોતે અઢાર અઢાર કલાક કામ કરે છે. તે અણીશુદ્ધ છે. જો તમે તેમને નહીં ઓળખો તો ઇતિહાસમાં  જેઓગાંધી વધના પુરસ્કર્તા છે તેમની યાદીમાં તમારું નામ આવી જશે.

૧૯૮૯-૯૦માં કાશ્મિરમાંથી પાંચ લાખ હિન્દુઓને ત્યાંના સ્થાનિક મુસ્લિમોના સહયોગ દ્વારા બેઘર કરવાં આવેલા જે આજ પર્યંત વિસ્થાપિત અવસ્થામાં  છે. ત્રણલાખ હિન્દુઓની કતલ કરવામાં આવેલી. તે પછી પણ આ પ્રક્રિયા ચાલુ રહેલી. આવા દરેક વિસ્થાપિત વ્યક્તિની પાછળ એક કથા હોય છે. પાંચ લાખ લોકોની પાછળ પાંચ લાખ લોકોની કથા હોય છે. પણ અહીં ભૂમિ-પુત્રમાં શું છે?

પહેલાં હરિશ્ચંદ્રની ટૂંકી વાર્તા, ભૂમિ-પુત્રના છેલ્લા પાને આવતી હતી. હવે આશા-વિરેન્દ્રની ટૂંકી વાર્તા આવે છે. આઘાતજનક વાત એ છે કે આશા-વિરેન્દ્રએ એક આતંકવાદ(કહેવાતા હિન્દુ આતંકવાદ) એટલે કે મક્કા મસ્જીદ બોંબ પ્લાસ્ટ થકી  પીડિત મુસ્લિમ કુટૂંબની કથા લખી છે.

જો તમે માનવતા વાદી હો તો તમારે કમસે કમ પાંચ લાખ કથાને તો વાચા આપવી જોઇએ.  જો દર પખવાયે એક કથાને વાચા આપો તો પણ તે માટે તમે વીસ હજાર વર્ષ સુધી લખી શકો. પણ ના. તમે આ નહીં લખો. કારણ કે તો તો તમે અસહિષ્ણુમાં ખપી જાઓ. આ કારણથી જ કાશ્મિરી હિન્દુઓની વ્યથા ને વાચા આપવાનું આ ગાંધી વાદીઓને સુઝતું નથી. કદાચ તેઓ કહેશે કે અમે કશ્મિર જઈશું (જમ્મુ નહીં જઈએ) અને લઘુમતિની (જે કશ્મિરમાં પ્રચંડ બહુ મતિમાં છે) તેમની વ્યથા જાણીશું અને તેને વાચા આપીશું.

ગાંધીજી બધી બારીઓ ખૂલ્લી રાખતા હતા

આ ગાંધીવાદીઓએ સમજવું જોઇએ કે ગાંધીજી તો બધી જ બારીઓ ખુલ્લી રાખતા હતા. ગાંધીજીએ તો એમ પણ કહેલ કે જો પાકિસ્તાનની સરકાર હિન્દુઓનું રક્ષણ ન કરી શકે તો હિન્દુસ્તાને તેના ઉપર આક્ર્મણ કરવું જોઇએ.

નિંદારસનું પાન કરાવવાથી તો કોઈ વિકલ્પ આવે છે તો કોઈ ક્રાંતિ આવે છે.

ચૂંટણી આવે છે એટલે હવે મોદીબીજેપી વિરોધીઓ વધુ ચગશે. વધુ સમાચાર પત્રો અને વધુ ચેનલો રામ, હિન્દુ, પાટીદાર, સોમનાથ, બાબર, મસ્જીદ, મુસલમાન, જાતિઓ વિગેરેના મુદ્દાઓને બીજેપીમોદી વિરુદ્ધની શિર્ષ રેખાઓ આપશે. તેઓ ભૂલી જશે કે રામ એક ઐતિહાસિક વ્યક્તિ હતા અને તેમનો પણ હક્ક બને છે. પણ આ લોકો તો રામને ધર્મ સાથે સાંકળશે. જાણે કે હિન્દુ સિવાયના ભારતીયોને રામ સાથે લેવા દેવા જ નથી. પણ જો જરુર પડશે તો તેઓ પોતાને વિષે એમ પણ કહેશે કે અમે પણ રામ ભક્ત છીએ.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ વધુ રામ રામ રામ કરે છે. પણ વાસ્તવમાં તેઓ રામને “રામ રામ” કરે છે. પણ જ્યારે જરુર પડે ત્યારે તેઓ ખાનગીમાં પોતે કહે છે કે નહેરુએ બાબરી મસ્જીદના દરવાજા ખોલી રામની મૂર્તિ મૂકવાની રજા આપી, રાજીવ ગાંધીએ મૂર્તિઓની પૂજાની રજા આપી, નરસિંહરાવે બાબરી મસ્જીદ તોડાવા દીધી. બધી વાતો નહેરુવીયન કોંગ્રેસની બનાવટી વાતો છે. પહેલી બે વાતમાં તો ન્યાયાલયના હૂકમ હતા. અને છેલ્લી વાતમાં નરસિંહ રાવ અને સીતરામ કેસરીને કયો નહેરુવીયન કોંગ્રેસી માથું ટેકવે છે? નહેરુવીયન કોંગ્રેસીઓએ તો સીતારામ કેસરીને ઉંચકીને બહાર નાખ્યા હતા.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

ઘોડેસવારી કદાચ આવડતી હોય તો થોડી મહેનત પડે. પણ તેથી કરીને ગધેડા ઉપર સવારી કરાય. (સાચા ગધુભાઈઓ માફ કરે)

જો કે ગુજરાતે ૧૯૭૦થી ૧૯૭૫ અને ૧૯૮૦થી ૧૯૯૫ નહેરુવીયન કોંગ્રેસનું ઈન્દિરામાઈ અને તેના ભક્તોનું શાસન જોયું છે. તે અછત અને અરાજકતા પણ કેવી કે તમને દૂધ મળે (દૂધના કાર્ડ આવતા હતા. દૂધ લેવા દૂધકેન્દ્રના સ્થળ પર જવું પડે. જરાપણ મોડા જાઓ તો તમારું દૂધ ગાયબ થઈ જાય. તમને જવાબ મળે કે હવે દૂધ નથી), ગોળ મળે, કોલસા મળે, રેશનમાં અનાજ મળે, ખાંડ મળે (ખાંડનું રેશન કાર્ડ આવતું હતું), સીમેન્ટ મળે, લોખંડના સળીયા ન મળે, કેરોસીન મળે, મકાન માટે લોન લેવામાં નાકે દમ આવી જાય, સ્કુટર માટે પ્રતિક્ષા યાદી હોય (મેં ૧૯૬૬માં સ્કુટર બુક કરાવેલ, ૧૯૭૪માં રીબુક કરાવેલ, મને ક્યારેય કશો જવાબ મળ્યો નથી. ૧૯૯૮માં મેં લ્યુના લીધેલ. ભલુ થજો નરસિંહ રાવનું કે મને લ્યુના તો મળ્યું), તમે પ્રતિક્ષા યાદીમાં ક્યાં છો તે જાણી શકતા  હતા, ટેલીફોન કનેક્સનમાં તમારો નંબર પાંચથી દશ વર્ષે લાગે, રસ્તાઓ કાચા, ટ્રેનમાં અને બસમાં ઘુસવાની પણ જગ્યા મળે. (ટ્રેનમાં લીમીટેડ આરક્ષણ. રેલ્વેના દાદાઓ જગ્યા રોકીને વેચે) ગેસના બાટલાના નવા કનેક્સનની તો વાત જવા દો, પણ તમારી એક ગામથી બીજે ગામ બદલી થઈ હોય તો તમારું કનેક્સન ગયું સમજો.

જય ઇન્દિરા માઈ. નહેરુવીયન સંતાન ઘોડીયામાં હોય ત્યારથી તેના વખાણ ચાલુ થઈ જાય. વાહ રા.ગા.ભાઈ કેવા તરવરીયા છે…. 

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

“ખાદીનો આત્મા જીવે છે?”

“ખાદી શા માટે”

મહાત્મા ગાંધીનું આ પુસ્તક મેં વર્ષો પહેલાં વાંચ્યું હતું.

તે પુસ્તક પ્રમાણે હું કંઈક આવું સમજ્યો હતો અને સમજુ છું.

ભારત દેશ ગરીબ હતો. હજુ પણ ગરીબ છે તેમ કહેવામાં આવે છે.

ગાંધીજીએ એક પ્રશ્નના ઉત્તરમાં એમ પૂછેલ કે તમે લાખો ગરીબોને તાત્કાલીક કઈ રોજી આપશો?

ગાંધીજીએ એક પ્રશ્ન એ પણ કરેલ કે એવા યંત્રો શા કામના જે અમુક સો ને રોજી આપી અમુક હજારને બેકાર કરે?

ગાંધીજી માનતાકે ગામડા સ્વાવલંબી બને અને શહેરોને પૂરક બને. શહેરો પણ ગામડાને પૂરક બને.

આ ત્રણ નો સમન્વય કરીએ એટલે ખાદી અને ગ્રામોદ્યોગનું મહત્વ સમજાય.

કોંગ્રેસ અને ખાદી

કોંગ્રેસના સભ્ય થવા માટેની ફી એક ખાદીસુતરની આંટી હતી. ૧૯૪૭ પહેલાં અને પછી પણ કેટલાક સમય સુધી એમ માનવામાં આવતું કે કોંગ્રેસીઓ પોતાને હાથે કાંતેલા સુતરની ખાદી પહેરે છે. મેં ગંગાદાસભાઈને (ભાવનગરમાં)  રોજ કાંતતા જોયા છે.

મારા પિતાશ્રીએ એક લેખ લખેલ કે ખાદીને જે સરકારી મદદ થાય છે તે પ્રત્યક્ષ મદદ થાય છે. જ્યારે મીલોમાં જે કાપડ ઉત્પન્ન થાય છે તેને પરોક્ષ રીતે અનેક ગણી મદદ થાય છે. તે વિગતો વાંચી. મને આત્મસાત થયું કે સરકાર દંભી છે. મેં ૧૯૫૮ ની આસપાસ આંશિક રીતે ખાદી અપનાવી. ૧૯૬૯માં મારા પુરતી સંપૂર્ણ ખાદી સ્વિકારી. કારણ નીચે અત્રતત્ર જણાવ્યું છે.

ગાંધીજીએ ૨૦મી સદીના ત્રીજા ચોથા દશકામાં જણાવેલ કે “હું કાપડની મિલોને બંધકરવાનું કહેતો નથી. પણ જો તે બંધ પડશે તો સ્વતંત્ર ભારતની સરકાર તેને આડો હાથ દેવા નહીં આવે.”

યાદ કરો. ૨૦મી સદીના છઠા અને સાતમા દશકામાં શું થયુ? મિલમજૂરોની પાયમાલી આવી. મિલમજૂરો સિવાય બધાએ પૈસા બનાવ્યા.

મિલ મજૂરો સિવાય બીજા કોણ કોણ હોયછે?

મિલ મજૂરો સિવાયના બીજાઓ જે હોય છે તેમાં મિલ માલિકો, મજૂર મંડળના નેતાઓ, સરકારી અધિકારીઓ અને પક્ષીય નેતાઓ નો સમાવેશ થાય છે. આ બધાએ જ ટેબલ નીચે પૈસા બનાવ્યા. જો કે સરકારે જાહેરમાં  મિલોને ચલાવવામાં મદદ તો કરી તો પણ મિલો બંધ પડી. મોટા પાયે થયેલી બેકારીથી આત્મ હત્યાઓ પણ થઈ. અસામાજીક પ્રવૃત્તિઓ ને વેગ મળ્યો. આ તેની આડ પેદાશ છે.

૧૯૬૮/૬૯માં ઇન્દિરા ગાંધીએ કઢંગી રીતો આચરી કોંગ્રેસના ભાગલા કર્યા. અને તેના પક્ષને ૧૯૭૦માં ગંજાવર બહુમતી મળી ત્યારે મને લાગ્યું કે નહેરુવીયન કોંગ્રેસ પાસેથી હવે કોઈપણ જાતની આશા રાખી શકાય તેમ નથી. ૧૯૬૯માં મેં મારા પૂરતી સંપૂર્ણ ખાદી અપનાવી.

નહેરુવીયન કોંગ્રેસ અને મુરતિયાભાઈ

એક મુરતિયાભાઈ કન્યા જોવા ગયા. કન્યાના પિતાજીને જણાવ્યું; “હું બહુ સારો છું”, “હું ઉડાઉ નથી પણ સાદગીમાં માનું છું”, “મારામાં કોઈ દોષ નથી”, “મારે કોઈ વ્યસન નથી”, “હું ધિરજવાળો છું’, “હું સહનશીલ છું”, “હું પ્રેમાળ છું’’ “હું મહેનતુ છું”, “હું નેક છું”, “હું દયાળું છું”, “ગરીબોને જોઈ મારી આંતરડી કકળી જાય છે”….. પણ મારામાં ફક્ત એક જ દોષ છે કે “મને ખોટું બોલવાની ટેવ છે.”

નહેરુવીયન કોંગ્રેસ આનાથી પણ એક ડગલું આગળ છે. તે તો કહેતી પણ નથી કે “મને ખોટું બોલવાની ટેવ છે”. એટલે તે કેટલું ખોટું બોલે છે તે માટે આપણે જનતાએ મહેનત કરવાની.

ખાદીનો આત્મા

મેં એક આર એસ એસ વાળા ભાઈને ૧૯૭૩ ના અરસામાં પ્રશ્ન કરેલ કે તમે સ્વદેશીમાં તો માનો જ છો. તો પછી ખાદી કેમ પહેરતા નથી?

તેમણે જણાવ્યું કે આ મિલો, આપણી મિલો તો છે. એટલે આ સ્વદેશી જ કહેવાય.

મેં કહ્યું કે આ મિલોના યંત્રો તો આયાતી છે. વળી મિલોના નફાના એક રુપીયામાં થી ૧૪ આના જેઓ કામ કરતા નથી તેમને જાય છે. મજુરોને તો બે આના પણ માંડ જાય છે.

આ સાંભળી તે ભાઈએ કહ્યું કે “પણ હવે ખાદીમાં આત્મા ક્યાં રહ્યો છે?”

કદાચ તે વખતે ખાદીમાં આત્મા તો હતો. તે આત્મા થોડો દુઃખી આત્મા હશે.

પણ હવે સાચે સાચ એક પ્રશ્ન થાય જ છે કે “ખાદીમાં આત્મા રહ્યો છે?”

ગૃહ ઉદ્યોગ, શક્ય હોય તેમ નાના વર્તુળો નું સ્વાવલંબન અને વિકેન્દ્રિત ઉત્પાદન એ પર્યાયવાચી શબ્દો નથી. જોકે ભેદ રેખા જાડી છે પણ ભેદ રેખાનો અભાવ નથી.

મોરારજી દેસાઈએ ૧૯૭૭માં સરકારને ફરમાન કરેલું કે સરકારે ફક્ત ખાદીનું કાપડ જ ખરીદવું. ૧૯૭૭-૭૯ ના અરસામાં અને તેની પહેલાં જયપ્રકાશના આંદોલન વખતે ખાદી ભંડારોને તડાકો પડેલો.

મોરારજી દેસાઈએ કૃત્રિમ રેસાઓનો રૂ સાથે ઉપયોગ કરી ખાદીના તાર બનાવવાની છૂટ આપેલી.

પોલીયેસ્ટર ફાયબરને રૂ સાથે મિશ્રણ કરવું એ વિચારણીય અને વિશ્લેષણીય છે. ખાદીના એક મીટર કાપડમાં કૃત્રિમ રેસાનું મૂલ્ય કેટલું? જો કાંતનાર અને વણનારને ૧૦૦ રૂપિયાના કાપડે ૭૫ રૂપિયા મળતા હોય તો કૃત્રિમ રેસાઓ મિશ્ર કરવા ક્ષમ્ય છે.

પણ અત્યારે જે ખાદી ભંડારોમાં પરપ્રાંતની ખાદીનું જે હદે “ડંપીંગ” થાય છે. અને આ પરપ્રાંતની ખાદીનું જે પોત હોય છે તેથી તેના “ખાદી-ત્વ” વિષે શંકા જાય છે. મહાત્મા ગાંધીની દૃષ્ટિએ પરપ્રાંતની ખાદી જો તે ખાદી જેવી લાગતી હોય તો પણ ખાદી ન કહેવાય.

તમે કહેશો કેવી રીતે?

મહાત્મા ગાંધીજી આગળ જ્યારે એક ખાદી કેન્દ્રવાળાએ પોતાના ખાદી વેચાણ વિષે વાત કરી કે “અમે આ વર્ષે ગયા વર્ષ કરતાં આટલી બધી વધારે ખાદી વેચી”. ત્યારે ગાંધીજીએ કહ્યું કે મને તમે કેટલી ખાદી વેચી તેમાં રસ નથી પણ તમે કેટલા ગામડાને ખાદી પહેરતા કર્યા તે કહો?

આ ત્યારે જ ખબર પડે કે જ્યારે સૌ સ્થાનિક ખાદી પહેરે. આ કારણ થી જ મહાત્મા ગાંધીએ સ્થાનિક ચરખા મંડળની પ્રણાલી પ્રબોધેલી.

વિનોબા ભાવે એ કહેલું કે

જો સૌ કોઈ એક વસ્ત્ર ખાદીનું પહેરશે તો દેશની શિક્ષિત બેકારીની સમસ્યા દૂર થશે

જો સૌ કોઈ પોતાના બધા જ વસ્ત્રો ખાદીના પહેરશે તો દેશની બેકારી ની સમસ્યા માત્ર દૂર થશે

જો સૌ કોઈ સંપૂર્ણ ખાદી અપનાવશે તો દેશની બધી જ સમસ્યાઓ દૂર થશે.

 હજી દેશ ગરીબ છે. “કાંતવું” એ એક વૈકલ્પિક અને પૂરક વ્યવસાય છે. જો સૌ ખાદી પહેરે અને તે પણ સ્થાનિક ખાદી પહેરે તો ગરીબી તો ચપટીમાં દૂર થઈ શકે છે. ખાદીનું કાપડ શ્રેષ્ઠ કાપડ છે. કાંતનાર, વણનાર અને દરજી સૌને રોજી મળી શકે છે.

હા એક વાત ખરી કે ૫૦૦ રૂપિયે વાર મળતા મિલના કાપડ જેવું કે ૨૦૦૦ રૂપિયે મળતા ખમીસ જેવું લીસું નથી. પણ ચાલે એવું તો છે જ. તમે કહેશો કે એ જે હોય તે, એમ કહોને કે  … ખરબચડું છે … ખરબચડાથી ચામડી ઘસાય નહીં?

khaadi and Gandhi

પણ રવિશંકર મહારાજે કહ્યું હતું કે “આપણે ઘસાઈને ઉજળા થઈએ”.

“આપણે ઘસાઈને ઉજળા થઈએ” એ માર્મિક કથન છે. તેનો અર્થ સમજો.

હા જી, આપણે સૌ ઘસાઈને ઉજળા થઈએ.

બધા ઉજળા થશે તો દેશ ચોક્કસ ઉજળો થશે.

વધુ આનંદ પ્રાપ્ત કરવા માટે આજ સાઈટ ઉપર વાંચો “ચોક્ખું ઘી અને હાથી”

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ

ખાદી, આત્મા, પોલીયેસ્ટર, સ્વાવલંબન, પૂરક રોજી, બેકારી, વ્યવસાય, ચરખા મંડળ, મોરારજી દેસાઈ, મિલ, મજુર, પાયમાલી

Read Full Post »

ગાંધીવાદીમાંની સાદાઈ અને સાદાઈમાં ગાંધીવાદ

આમ તો મે માસ આવશે. એટલે જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ આવશે એટલે કેટલાક મૂર્ધન્યોના હાથને ચળ આવશે.

સાલુ આમ તો નહેરુની ટૂંકી દીર્ઘ દૃષ્ટિના અભાવને લીધે અને તેમના સંતાનોના સ્વાર્થી નિર્ણયોને લીધે દેશ અવનતિનીમાં ગર્ત થયેલો છે. પણ નહેરુની ઐતિહાસિકતાને તો સૂપેરે મુલવવી જ પડશે એવું ઘણા મૂર્ધન્યો માને છે. જેમ ૨૦મી સદીના પૂર્વાર્ધમાં પોતાને સંવેદનશીલ ગણાવનારાઓમાં સમાજવાદી કે સામ્યવાદી વિચારધારામાં મોહાન્ધ થવાની ફેશન હતી, તેમ ભારતના કેટલાક પોતાને રેશનાલીસ્ટ ગનાવનારાઓમાં નહેરુપ્રત્યે મોહભાવના હતી.   

Mahatma Gandhi (6)

સંમોહન

આમ તો સંમોહન વિષે ગીતાએ પણ ફોડ પાડીને કહ્યું છે કે તેથી બુદ્ધિ નષ્ટ પામે છે. પુરુષો પણ પુરુષોને સંમોહિત કરી શકે છે. પુરુષ પણ ઘણા પરિબળો જો પ્રાપ્ય હોય તો તે તેનો ઉપયોગ કરીને લોકોને સંમોહિત કરી શકે છે.

નહેરુ પણ બીજાને સંમોહિત કરી શકતા હતા. ગાંધીજી પણ બીજાને સંમોહિત કરી શકતા હતા. પણ બંનેના પરિબળો અલગ અલગ હતા. ગાંધીજી પાસે વૈચારિક અને આચારોનું પરિબળ હતું. નહેરુ પાસે પૈસા અને પ્રદર્શનીય આચારોનું પરિબળ હતું.

સ્વાતંત્ર્યની ચળવળના સમયમાં નહેરુએ તેમનું ઘર ધર્મ શાળા જેવું બનાવી દીધું હતું. બધા નેતાઓ તેમને ત્યાં ઉતરતા અને નહેરુના ઘરમાં નોકરચાકરો દ્વારા તેમનું ધ્યાન રખાતું હતું. વળી ગાંધીજીની અહિંસક ચળવળ અને તેમની વૈચારિક વ્યુહરચનાઓનો અમલ થતો હતો. એટલે મહાવીર ત્યાગી જેવા નેતાઓ પણ નહેરુથી સંમોહિત થતા હતા.

સંમોહિત થવું આમ તો સહેલું છે. પણ જ્યારે વૈચારિક અને આચારના વિરોધાભાષો ઉભા થાય અને જે પરિણામોની આશા રાખવામાં આવી હતી તે પરિણામો પ્રમાણમાં સંતોષજનક ન હોય અને અથવા ઉંધા હોય તો મોહભંગ થઈ શકાય છે.

આવો મોહભંગ ભોગીભાઈ ગાંધીને સામ્યવાદીઓથી અને લોહીયાને નહેરુના સમાજવાદથી થઈ ગયો હતો.

સ્વતંત્રતા મેળવ્યા પછી, ઘણા લોકોને નહેરુ પ્રત્યેના મોહનો ભંગ થવા માંડ્યો હતો. ગાંધીજીને કદાચ સૌ પ્રથમ મોહભંગ થયો હશે. પણ ગાંધીજી સ્વાતંત્ર્ય મેળવ્યા પછી જીવ્યા નહીં તેથી નહેરુનો ખુલ્લો બહિષ્કાર જોવા ન મળ્યો. પણ મહાવીર ત્યાગી, રામમનોહર લોહીયા જેવા ઘણાએ તેમની ખુલ્લેઆમ ટીકા કરેલી. આ બંને પણ સમાજવાદી જ હતા. એક કોંગ્રેસમાં હતા અને એક કોંગ્રેસની બહાર હતા.

આપણું ધ્યેય નહેરુને પ્રગતિશીલ બતાવવાનું છે

નહેરુના વલણનું પૃથક્કરણ કરવું અને તેનું મૂલ્યાંકન કરવું અને મોહભંગ થવું એ બધી જ વ્યક્તિઓની પ્રાથમિકતા ન હોય. એટલે ઘણા મૂર્ધન્યો, સમાચારપત્રોના વિદ્વાનો અને મહાપુરુષોનો મોહ નહેરુ જીવ્યા ત્યાં સુધી અને તે પછી પણ ચાલુ રહ્યો. અને હજી પણ તે દેખા દે છે. ખાસ કરીને નહેરુનો જન્મદિન નજીક આવે ત્યારે.

આપણા આવા એક મૂર્ધન્ય નો લેખ ૨૮મી એપ્રીલ ૨૦૧૩ રવિવારના દિવ્યભાસ્કરમાં જોવા મળ્યો.

આપણા આ લેખકશ્રી માનનીય છે. તેમની તટસ્થતા માટે તેઓ જાણીતા છે એ વિષે બે મત નથી. પણ ક્યારેક તો વિવાદ ઉત્પન્ન થાય જ. કેટલીક વખત સત્ય કરતાં ધ્યેયને વધુ મહત્વ આપી દેવાય તો આવી ભૂલ થાય છે.

કોઈ વ્યક્તિનો જન્મદિન હોય તો તેને શ્રાપ તો ન જ અપાય. બહુ બહુ તો મૌન રહી શકાય. પણ મૌન રહીએ તો આ એક અવસર જતો રહે એટલે મૌન ન રહી શકતા હોઈએ તો મભમ મભમ બોલીયે. પણ આપણ્રે જો નક્કી જ કર્યું હોય કે આપણે તરફમાં જ બોલવું છે તો પછી મગજને કસરત આપવી જ પડે.

નહેરુ ગાંધી વચ્ચે નો વિસંવાદનો સંવાદ

નહેરુની લોકપ્રિયતા, સ્વાતંત્ર્યની ચળવળ દરમ્યાન તેમણે કરેલી કારકિર્દીને કારણે હતી. ખાદી, સાદગી, યંત્રોના વપરાશ અને સરળતા બાબતમાં નહેરુ અને ગાંધીજી વચ્ચે કેવા મતભેદો હતા તે વિષે આપણા જેવા સામાન્ય માણસો જાણતા નથી. પણ બીજાઓ કંઈક જાણે છે તેવું આપણને લાગે છે. હવે જો આપણે આપણા ઉપરોક્ત લેખકની વાતોને અને તારણોને સાચા માનીએ તો નહેરુનું મૂલ્યાંકન કેટલું સાચું છે તે વાત તો જવા જ દો, પણ ગાંધીજીને તો ભારોભાર અન્યાય થાય છે.

ઉપરોક્ત લેખકશ્રીને થયું, ચાલો શબ્દોની રમત રમીએ અને નહેરુ કેવા પ્રગતિશીલ હતા તે સિદ્ધ કરીએ.

આપણા મૂર્ધન્યશ્રીએ અમુક શબ્દો પકડ્યા. શાશ્વત સત્ય, અશાશ્વત સત્ય. શાશ્વત ગાંધી, અશાશ્વત ગાંધી.

આપણા મૂર્ધન્યશ્રીએ રેંટીયો અને ખાદી એટલે અશાશ્વત ગાંધી એવું કંઈક તારવ્યું છે. સંદેશ તો એવો જ લાગે છે.

શું ગાંધીજી પોતે જ ખાદીને શાશ્વત માનતા હતા? એવું લાગતું તો નથી જ. પણ આવું અશાશ્વત ગાંધીજીને નામે કેમ ચડાવી દીધું? જે વાત ગાંધીજીએ કહી નથી, એટલે કે જે ગાંધીજીનું નથી તે ગાંધીજીને નામે ચડાવી દેવું અને પછી બીજાને સાચા પાડવા માટે ગાંધીજીને ખોટા પાડવા. આને કેવી રમત કહેવી?

રજનીશને આવી કળા હસ્તગત હતી. જોકે આવી ટેવને કળા કહેવી એ કળાનું અપમાન છે. રજનીશના ચાહકોની નજર એવી તીક્ષ્ણ ન હતી કે તેઓ રજનીશની આ ચાલાકી પકડી શકે. તેમની કક્ષા તો બકરીની ત્રણ ટાંગની ચર્ચા જેવી હતી. જોકે હું આ મૂર્ધન્યશ્રીને રજનીશ સાથે નહીં સરખાવું. કારણ કે રજનીશની તો આવી આદત હતી. આપણા મૂર્ધન્યશ્રીની આ આદત નથી. પણ ઘણીવાર એવું બને કે આપણે તાનમાંને તાનમાં ઉંડું વિચાર્યા વગર કહી નાખીએ એવું કદાચ આ મૂર્ધન્યશ્રી વિષે બન્યું હોય.

ગાંધીજીને ખાદી વિષે શું કહેવું હતું?

ખાદી વિષે તો ગાંધીજીએ પુસ્તક લખ્યું છે. જેઓ ઉંડું વિચારી શકે છે તેઓ આ પુસ્તક ન વાંચે તો પણ ચાલે. ગાંધીજીને જ્યારે એવો સવાલ કરવામાં આવ્યો કે ખાદી શા માટે?

ગાંધીજીનો જવાબ શું હતો? “મારી સામે ભારતની બેકાર ગરીબ જનતા છે. તેમને તમે તાત્કાલિક કઈ રોજી આપી શકો તેમ છો?”

ગાંધીજીનો જવાબ અને તેમનો સવાલ જ ઘણું બધું કહી જાય છે.

તમે એવી ઘૃષ્ટતા તો નહીં જ કરો કે ગાંધીજી ભારતની જનતાને બેકાર અને ભૂખે ટળવળતી રાખવા માગતા હતા. તો પછી ગાંધીજીની ખાદીની વાત ગાંધીજીની દૃષ્ટિએ પણ અશાશ્વત જ હતી. ગાંધીજીની ખાદીની પ્રસ્તુતિ સમયની માગને અનુરુપ હતી.

જો માણસની જીંદગીની લંબાઈ જેટલા સમયગાળા દરમ્યાન પણ નહેરુના વાદને કારણે   બેસુમાર લોકો બેકારી અને ગરીબી સબડતા હોય તો તેમને માટે તો ખાદી શાશ્વત જ ગણાય. આપ મૂઆ ફિર ડૂબ ગઈ દુનિયા.

ટૂંકમાં જ્યાં સુધી ખાદી કે જેની અશાશ્વતતા (ઈર્રેલેવન્સ, અપ્રસ્તુતિ)  પાકી નથી તેને તમે કેવી રીતે “અપ્રસ્તુત” જાહેર કરી શકો?

ફેશનના મોહમાં અંધ થવું

જેમ નરેન્દ્ર મોદીને ૨૦૦૨ સાથે સાંકળવાની પોતાને સેક્યુલર માનતા સ્યુડો સેક્યુલર લોકોની ફેશન  છે તેમ ગાંધીજી, યંત્રના વિરોધી હતા એવું માનવાની કેટલાક અર્ધદગ્ધ લોકોની એક ફેશન છે.

ગાંધીજી યથાયોગ્ય (એપ્રોપ્રીએટ) ટેક્નોલોજીમાં માનતા હતા. સીલાઈ મશીન પણ એક યંત્ર છે. ગાંધીજી તેના વિરોધી ન હતા. મનુષ્યના શ્રમને ઓછો કરે તેમાં ગાંધીજીને વાંધો ન હતો. સગવડોના ગુલામ થવું અને અથવા સમાજવ્યવસ્થા એવી ગોઠવવી કે જેથી સક્ષમ લોકો સગવડોના ગુલામ થઈ જાય અને સમાજમાં લોકોમાં એવી અસમાનતા ઉત્પન્ન થાય કે તેઓ સહકાર અને સંવાદ જ ન કરી શકે તો એવી અસંવેદનશીલ વિઘાતક સગવડોનો અર્થ શો? 

સગવડોને ઓછી ભોગવવી, કરકસર કરવી વિગેરે જેવી અનેક બાબતો ગાંધીજીએ પોતાના જીવનમાં વણી લીધેલી. તેનું કારણ ગરીબો પ્રત્યેની તેમની સંવેદનશીલતા હતી.

નહેરુની આત્મવંચના

ગાંધીવાદીઓ વિષે નહેરુના ઉચ્ચારણ કંઈક આવા હતા, “કૃશ શરીર અને નિસ્તેજ દેખાવમાં જ સાધુતા રહેલી છે એવી કલ્પના આ ગાંધીવાદીઓમાં ઘરઘાલી બેઠી છે.” આવું આપણા મૂર્ધન્યશ્રીએ ઉદ્ધૃત કર્યું છે.

ધારો કે ગાંધીવાદીઓ આવા છે. તો તેઓ બે કારણસર આવા હોઈ શકે.

કાંતો તેઓ ગાંધીજીને જે પ્રમાણે સમજ્યા તે પ્રમાણે તેઓ સ્વેચ્છાએ આવા છે

અથવા તો તેઓ ગરીબાઈને લીધે અછતને કારણે આવા છે.

હવે જો તેઓ ગરીબાઈને કારણે આવા હોય તો તે ગરીબાઈ તેમને સ્વેચ્છાએ મળેલી છે કે તે ગરીબાઈ તેમને અણઆવડત અને નિસ્ફળતાને કારણે મળેલી છે?

આ પ્રશ્નોના જવાબો તમે ન આપો અને ગાંધીવાદીઓની બુરાઈ કરો તો તમે જનતાને એક જુદો જ સંદેશો આપો છો. નહેરુના મનમાં તો દંભ હતો જ, પણ જો તમે તેને પુરસ્કૃત કરો તો તમારા અસંપ્રજ્ઞાત માનસમાં દંભ બેઠેલો છે એવું નિસ્પન્ન થાય છે.

મેં જેટલા ગાંધીવાદીઓને જોયા છે તેઓ સૌ સ્વેચ્છાએ સ્વિકારેલી સાદગીમાં અને કરકસરમાં જીવે છે. તેઓમાંના ઘણા તો ઉચ્ચ શિક્ષણ લીધેલા છે અને તેમણે ઉચ્ચ હોદ્દાઓ પણ ભોગવેલા છે. બાકીનાઓ પણ આવડતમાં કંઈ કમ નથી.

ગાંધીવાદીઓની સાદાઈ અને કરકસરના મૂળમાં તેમનો કોઇ ફોબીયા નથી. જો નહેરુ અને નહેરુથી મોહિત મૂર્ધન્યો જો ગાંધીવાદીઓમાં કોઈ પ્રકારનો ફોબીયા જુએ તો એ અણઘડપણાની જ નહીં પણ પોતાની અંદર રહેલી રાક્ષસી ન્યુનતાને છૂપાવવાનો પ્રપંચ અને એક  માયાજાળ છે.

મજબુરીકા નામ મહાત્મા ગાંધી

નહેરુ જેવું વલણ રાખવું એ કંઈ નવી વાત નથી. આવો ભળતો તર્ક ઘણી જગ્યાએ જોવા મળે છે. જેમકે “મજબુરીકા નામ મહાત્મા ગાંધી”. સત્યાગ્રહ અને અહિંસાને પણ કાયરતા છૂપાવવાની ચેષ્ટા તરીકે જોવામાં આવે છે. જોકે ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું છે કે જો કાયરતા અને હિંસા વચ્ચે પસંદગી કરવાની કરવાની હોય તો હું હિંસાની પસંદગી કરું.

એટલે જ ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે કે “… અમારે ઘર હતા, વહાલાં હતાં, … અમે વતનને કાજે બધું છોડીને નિકળી પડેલા…  ભાઈ … કદાચ અમારી હયાતીમાં સ્વતંત્રતા આવે કે ન આવે. પણ ધારો કે ભવિષ્યમાં તમારા જુદી જાતના પ્રયત્નોથી સ્વતંત્રતા આવે તો અમને પણ એક પળ માટે યાદ કરી લેજો, ભલે અમને લાખો ધિક્કાર આપજો અને ભાન ભૂલેલા કહેજો, પણ કદીય અશક્ત (કાયર) ન કહેશો.

કાર્યશીલ ગાંધીવાદીઓ તો તીર્થભૂમિ છે. તીર્થક્ષેત્રે કૃતં પાપં વજ્રલેપ ભવિષ્યતિ. એટલે કે તીર્થમાં કરેલું પાપ વજ્રલેપ જેવું કદીય દૂર ન થાય તેવું હોય છે.

જોકે નહેરુના સમયમાં ઘણા સંનિષ્ઠ મહાનુભાવ ગાંધીવાદીઓ કાર્યરત હતા. આજે પણ છે. ખાદીમાંથી સરકારી અને વહીવટી ભાવનાત્મકતા જતી રહી હશે. છતાં ઘણામાં એ સંવેદના છે કે જો આપણે ગૃહઉદ્યોગો દ્વારા થતા ઉત્પાદનને પ્રાધાન્ય આપીશું તો જેઓ બેકાર અને ગરીબ છે તેમને થોડા તો મદદ રુપ થતાં હોઈશું. આવું વિચારીને પણ તેઓ ખાદી છોડી શકતા નથી.

ચમત્કૃતિઃ

“ગાંધી? એ બુઢ્ઢો તો બડો નાટકીય અને દંભી હતો” નહેરુ વદ્યા એક વિદેશી પાસે.

નહેરુને ગાંધીજી પસંદ ન હતા. જો તમે ન જાણતા હો તો આ વાત જાણો. ખંડિત ભારતના વડા પ્રધાન જવાહર લાલ નહેરુની વાત છે. ૧૯૫૫ની વાત છે. કેનેડાના પ્રધાનમંત્રી લેસ્ટર પીયરસન ભારત આવ્યા હતા. કેનેડાના આ પ્રધાનમંત્રીની નહેરુ સાથે મુલાકાત થયેલી. આ મુલાકાત નો લેસ્ટર પીયરસને તેમણે લખેલા પુસ્તક “ધ ઈન્ટર્નેશનલ હેયર્સ” માં ઉલ્લેખ કર્યો છે. તેઓ શ્રી લખે છે કે “આ દિલ્લીમાં થયેલી મુલાકાત દરમ્યાન મને નહેરુને ઠીકઠીક રીતે સમજવાનો મોકો મળ્યો. મને તે રાત યાદ છે. તે રાત અમે બંને (લેસ્ટર પીયરસન અને જવાહરલાલ નહેરુ) એક સાથે બેઠેલા હતા. રાત્રીના સાત વાગ્યા હશે. ચાંદની રેળાઇ રહેલી હતી. પાર્ટીમાં નાચ ગાનનો પ્રોગ્રામ હતો, નૃત્ય ચાલુ થાય એ પહેલાં એક નૃત્યકાર દોડીને આવ્યો અને તેણે નહેરુના ચરણ સ્પર્ષ કર્યા. પછી અમે વાતો કરવા લાગ્યા. એમણે મહાત્મા ગાંધી વિષે ચર્ચા કરી. એ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. નહેરુએ ગાંધી કેવા કુશળ અભિનેતા હતા. તેમણે અંગ્રેજો સાથેના વ્યહવારમાં કેવી ચાલાકી બતાવી. પોતાની આસપાસ એવું નેટવર્ક વણ્યું કે જે અંગ્રેજોને અપીલ કરે. મારા સવાલના જવાબમાં નહેરુએ કહ્યું “ઓહ તે ભયંકર ઢોંગી ડોસો (oh, that awful old hypocrite)” [ગ્રન્થ વિકાસ, ૩૭ રાજપાર્ક, આદર્શ નગર, જયપુર દ્વારા પકશિત સર્યનારાયણ ચૌધરીની ‘રાજનીતિકે અધખુલે ગવાક્ષ’ પુસ્તકમાંથી ઉદ્‌ધૃત]

Lester B Pearson

તમે કદાચ કહેશો કે નહેરુને દારુનો શોખ હતો એટલે દારુના નશામાં એલફેલ બોલ્યા હશે. જો આમ હોય તો દારુનો નશો જ માણસના આંતરમનને પ્રતિબિંબિત કરે છે. એટલે તેને અવગણી ન શકાય. બે ચહેરાવાળા ઘણા માણસો હોય છે. નહેરુનો તેમના ઘરની ચાર દિવાલો વચ્ચે જુદો ચહેરો હશે હશે ને હશે જ. નહેરુએ આ વાત તેમના ઉચ્ચારણોમાં તે પછી પણ ઘણીવાર સિદ્ધ કરી છે.

વધુ માટે વાંચો “ ચોક્ખું ઘી અને હાથી” વેબપેજ treenetram.wordpress.com

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગાંધીજી, નહેરુ, ખાદી, યંત્ર, શાશ્વત, અશાશ્વત, સાદગી, કરકસર, ગરીબી, બેકારી, મૂર્ધન્ય, સમાજવાદ, ફોબીયા, દંભ, માયાજાળ, મોહ, મોહાંધ

Read Full Post »

 

KHADI AND COTTAGE INDUSTRIES : SOLUTION OF ALL PROBLEMS

KHADI AND COTTAGE INDUSTRIES : SOLUTION OF ALL PROBLEMS

“આંધળાઓ અને હાથી”  બહુ જુની રમુજી વાર્તા છે. અને પુનરાવર્તનની જરુર નથી.

સ્વામી સચ્ચીદાનંદ નો અંધશ્રદ્ધા ઉપરનો પૂણ્ય પ્રકોપ પ્રસંશનીય છે.

પણ તેમની વાતો કંઈક અંશે આંધળાઓના હાથીના આકાર ઉપરના ખ્યાલો સાથે સરખાવી શકાય.

ભારતનું પછાતપણું એક હાથી છે.અને સુજ્ઞલોકો આંધળા ન હોવા છતાં પણ જાણે અજાણે આંધળાની જેમ વર્તે છે.
  
મહાત્મા ગાંધી શિવાય ભાગ્યેજ કોઈ ભારતના પછાતપણાના હાર્દને   ને સમજી શક્યું છે.
નિરક્ષરતા, બેકારી અને ગરીબાઈ એ પછાતપણા માટે કારણભૂત છે.
નિરક્ષરતા નાબુદ થશે તો મનુષ્યમાં કામકરવાની ક્ષમતા આવશે.
ગાંધીજીએ તે માટે ગૃહ ઉદ્યોગો અને ખાસ કરીને કાંતણ, વણાટ અને ખાદીને સ્વિકારવાની વાત કરેલી અને તેમાટે તેમણે નેટવર્ક પણ આપેલું.
  
જ્યારે ગાંધીજી સામે બદલતા વિશ્વની અને ટેક્નોલોજીના સંદર્ભમાં ખાદી કેટલી સુસંગત છે … એવી  વાતો આવતી ત્યારે તેમનો જવાબ હતો કે “મારી સામે મારા દેશના ગરીબ માણસો છે. તમે તેમના હાથને શું કામ આપી શકશો? જો હજારને રોજી આપીને તમે એકલાખને બેકાર કરી શકતા હો તો તે ટેક્નોલોજીમાં માનવીયપણું કેટલું?”.
  
ટૂંકમાં ગાંધીજીની વાત એપ્રોપ્રીએટ ટેક્નોલોજીની હતી.
મોટે ભાગે ગાંધીજીને યોગ્ય રીતે સમજવામાં આવતા નથી. અને તેમને યંત્રના વિરોધી તરીકે ચિત્રિત કરવામાં આવે છે. અને આમાં ભલભલા મૂર્ધન્યો અને મહારથીઓ સામેલ છે. મારા ખ્યાલ પ્રમાણે આચાર્ય રજનીશ અને સ્વામી સચ્ચીદાનંદ પણ સામેલ છે.
મોરારજી દેસાઈની સરકારે ખાદીને પ્રાથમિકતા આપવાની વાત કરેલી. અને સરકારી ઓફીસોમાં અને ગણવેશોમાં ખાદીને સ્વિકારવાના પરિપત્રો મોકલવામાં આવ્યા હતા.
ખાદીના ઉત્પાદનમાં અને વિતરણમાં વૃદ્ધિ થઇ હતી. પણ તે યોગ્ય રીતે સ્વિકૃત થઇ નહતી.
ઘણી ઓફીસોએ “અમે વિજાણુ ઉપકરણો વાપરીએ છીએ એટલે ખાદીના રેસાઓ અમારા ઉપકરણોને નુકશાન કરી શકે છે એટલે અમે તે પૂરતો ખાદીનો ઉપયોગ નહીં કરીએ અને મીલનું કાપડ વાપરીશું.” એવી ‘નોટ’ સાથે મીલનું કાપડ પડદા અને ગાઉન, એપ્રન માટે વાપરતા. (જો કે એક અધિકારીએ કહ્યું  કે હું ખાદીના કપડાં જ પહેરું છું અને બીજા કપડાં પહેરતો નથી. અને ખાદીમાં પણ પૉલી વસ્ત્ર આવે છે. તેનો જ એપ્રન પહેરીશ. અને તેને મૌખિક મંજુરી આપવામાં આવેલી.)
ઈન્દીરા ગાંધીની કોંગ્રેસના માણસો તો ખાદીમાં માનતાજ નથી. આરએસએસ વાળને મેં એમ કહેતા સંભળ્યા છે કે “ખાદીમાં હવે ‘ભાવના’ જ ક્યાં રહી છે.” હવે તેમનો આ ‘ભાવના’ શબ્દનો અર્થ તેઓ શું કરે છે અને તે તેમને ખાદી પહેરતાં કેવી રીતે રોકી શકે છે તે સંશોધનનો વિષય છે.
“એસી ટ્રેનો દોડતી હોય, મર્સીડીસ ગાડીઓ ૧૫૦ કીલોમીટરની ઝડપે રસ્તો કાપતી હોય, દૂનિયામાં મેગ્નેટ ટ્રેનો ૩૦૦ કીલોમીટરની સ્પીડે દોડતી હોય, સુપરસોનિક જેટ આકાશમા ઉડતા હોય, માનવી ચંદ્ર ઉપર ડગલા ભરતો હોય, અને આકાશમાં રોકેટો ઉડતા હોય ત્યારે ભારતમાં તમારે લોકોને રેંટીયો લઈને કાંતાવવું છે અને હાથશાળથી ખાદીનું કાપડ બનાવવું છે? તમે યાર કયા યુગમાં જીવો છો?”
આવું અને આવી મતલબનું સાંભળવા બહુ મળે છે. અને સચ્ચીદાનંદજી પણ આવું જ કહેછે.
પણ હવે જુઓ; ‘જ્યારે એસી ટ્રેનો દોડતી હોય, મર્સીડીસ ગાડીઓ ૧૫૦ કીલોમીટરની ઝડપે રસ્તો કાપતી હોય, દૂનિયામાં મેગ્નેટ ટ્રેનો ૩૦૦ કીલોમીટરની સ્પીડે દોડતી હોય, સુપરસોનિક જેટ આકાશમા ઉડતા હોય, માનવી ચંદ્ર ઉપર ડગલા ભરતો હોય, અને આકાશમાં રોકેટો ઉડતા હોય ત્યારે ભારતમાં અખૂટ કુદરતી સંપત્તિ હોય છતાં ૭૦ ટકા માણસો ગરીબીની રેખામાં કેમ જીવે છે?’

ઉપરોક્ત પરિસ્થિતી એ એક હકિકત છે અને ગરીબીનો તાત્કાલિક ઉપાય ખાદી જ છે. ખાદી પહેરવાથી એસી ટ્રેનો, મર્સીડીસ ગાડીઓની ઝડપ, કે આકાશમાં ઉડતા વિમાનો અને રૉકેટો તૂટી પડવાના નથી. તો પછી માણસોને બેકાર રાખી ભૂખે શામાટે મારો છો?
  
તમે દેશમાટે થોડું ખરબચડું અને ઓછી ફેશનવાળું કાપડ પહેરશો તો કંઈ મોટો ત્યાગ તો નહીં જ કર્યો ગણાય પણ જે કંઈ નાની સાદાઈ અપનાવી હશે તે દેશની બેકારીને દૂર કરિ શકશે.
પણ દંભી સેક્યુલારીસ્ટો કરતા ખાદીના અજ્ઞાતપણે વિરોધ કરનારાઓની વાચાળતા વધુ છે.
જ્યારે મોરારજી દેસાઈની સરકારે ખાદીનો વિસ્તાર કર્યો ત્યારે મીડીયા દ્વારા એવા લેખો પ્રગટ થવા માંડેલા કે જો બધા ખાદી પહેરશે તો મીલના કાપડનું શું થશે?  જોકે તેનો જવાબ હતો કે તે મીલના કાપડનો એક્ષ્પોર્ટ થશે અને હુંડીયામણ મળશે. તો સામે સવાલ થતો કે પણ આ હુંડીયામણના ભરાવાને તમે કરશો શું? હુંડીયામાણ કંઈ ખાવાની વસ્તુ છે?
વાસ્તવમાં ખાધેપીધે સુખી અને અર્ધદગ્ધ જ્ઞાતાઓ સમજે છે કે ગરીબી તો  ગરીબોને કોઠે પડી ગઇ છે. જેમ છે તેમ ચાલવા દો.
  
યાર! વસ્ત્રનું પણ મહત્વ છે. “પીતામ્બરં વિક્ષ્ય દદૌ સ્વ કન્યાં, ચર્માંબરં વિક્ષ્ય વિષઃ સમૂદ્રઃ” [સમુદ્રએ પીતાંબર જોઇને (વિષ્ણુને) પોતાની કન્યા આપી અને ચર્માંબરધારી (શિવ) ને વિષ આપ્યું.]
સાચેસાચ ગરીબોને ગરીબાઈ કેટલી ગોઠી ગઈ છે તે આપણે જાણતા નથી. તેઓ ગુન્હાહિત પ્રવૃત્તિમાં જલ્દી જોડાઈ શકે છે. અને રોજ હજારોની સંખ્યામાં ઉત્તરભારતમાંથી મનુષ્યો જીવતા રહેવામાટે ગુજરાતમાં અને મુંબઇમાં ઠલવાય છે અને સ્થાનિક કર્મીઓના વ્યવસાયમાં ભાગ પડાવે છે. અને શિવસેના અને એમએનએસ જેવા ને તો મતના રાજકારણમાં જ રસ હોવાથી, પરિસ્થીતિમાટે જવાબદાર કોંગીનેતાઓને ટીપવાને બદલે ઉત્તરભારતીયોને ટીપે છે. કોંગી જનોને કેમ ટીપાય? તેઓતો તેમના ભાઇઓ છે.
  
સિંહ અને કુતરામાં આ ફેર છે. સિંહને પત્થર મારો તો તે પત્થર મારનાર તરફ દોડશે. કુતરાને પત્થર મારશો તો તે પત્થર તરફ દોડશે.
બીજા મુર્ધન્યો, દેશમાં કોઈપણ જગ્યાએ જવાનો ભારતીય નાગરિકને હક્ક છે અને દેશપ્રેમની વાત કરનારાઓની  (શિવસેના અને એમએનએસ ની) સંકુચિતતા લાંછનને પાત્ર છે… વિગેરે વિગેરે… જેવી સુફીયાણી વાતો કરવામાંડે છે કારણકે તેમનો પોતાનો માખણસાથે નો રૉટલો સલામત છે.
મારા એક મિત્ર અને સહકર્મચારી શ્રી નલીનભાઇ સી. મોદી આ બધા લોકોને “ચોક્ખું ઘી” એ નામ થી ઓળખે છે.
  
આ બધા “ચોક્ખા ઘી” ને ભારતના ગરીબોની ગરીબાઈ, વ્યાપક અસંસ્કારિતા, કોંગી નેતાઓનું વોટનું રાજકારણ, કાયદાની અવગણના, સરકારી નોકરોની અનીતિના પૈસા કમાવાની વૃત્તિ વિગેરે વિગેરે સદી ગયું છે. તેથી તેઓ સમસ્યાઓનું સામાન્યી કરણ કરી આમ જનતા ઉપર દોષનો ટોપલો ઢોળી દેછે.
 
વાસ્તવમાં “ચોક્ખા ઘી” ને કશું મોળું ન ખપે. એક ગ્રામ પણ સુખ સાહ્યેબી ઓછી ન ખપે.
“ચોક્ખુ ઘી” ખાદી માટે તૈયાર નથી. “ચોક્ખું ઘી” મોટા પરિવર્તન માટે પણ તૈયાર નથી.
કોંગીને તો હેલમેટ માટે પણ વાંધો પડે છે.
લારી વાળાઓ લારીઓ ફેરવે, ગલ્લાવાળા ગલ્લા ચલાવે, ઝુંપડી વાળા ઝુંપડીમાં રહે, પાથરણાવાળા પાથરણા પાથરે, ઉકરડા ફેંદવાવાળી બાઈઓ કોથળા લઈને ભંગાર પ્લાસ્ટીક ભરે, અગરીયાઓ ખારાપાટમાં સડે, જંગલવાળા ભટકી ભટકીને જંગલની પેદાશો એકઠી કરીને સરકારી ઠેકેદારોના અને સરકારી નોકરોના ખીસ્સા ભરે અને જંગલની પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરે જેથી સુજ્ઞજનો ધરોહરની રક્ષાની વાતોના વડા કરી ગરીબોને ગરીબોની રક્ષા અને સંસ્કૃતિની અને પર્યાવરણની રક્ષા કર્યા નો ગર્વ લઈ શકે. વળી “ધા”, “તા” અને “તી” (“તી” એટલે અરુન્ધતી) દેવીઓને મીડીયામાં કવરેજ મળી શકે.
જો તમે આ ગરીબોને ભણાવશો અને ખાધે પીધે સુખી કરશો તો તેમની જંગલની સંસ્કૃતિનું  શું થશે? વનવાસીઓની, ફેરીયાઓની, મદારીઓની વિગેરે વિગેરે આપણી સંસ્કૃતિઓનું શું થશે? ભારતની ગ્રામ્ય સંસ્કૃતિનું શું થશે? માટે બધા ભલે અભણ અને ગરીબ રહે. પણ ઉપરોક્ત “ચોક્ખા ઘી”એ કદી આ ગરીબોને પૂછ્યું છે કે તેમને શું ગરીબ જ અને યાતનાભરી જીંદગી જ જીવવી છે?
 
પાથરણાવાળા, કચરો એકઠોકરવાવાળા, લારીવાળા, ગલ્લાવાળા વિગેરેનું ભવિષ્ય શું? તેમના સંતાનોના ભવિષ્યનું શું? તેમના વૃદ્ધત્વનું શું?
 
આ “ચોક્ખા ઘી” ને લાંબી, તત્વજ્ઞાનની વાતો કરવી ગમે છે, સામાન્યીકરણની વાતો કરવી ગમે છે, ગ્રામીણ સંસ્કૃતિના રક્ષણની વાતો કરવી ગમે છે. કારણકે તેમનો રૉટલો ચોક્ખા ઘી વાળો છે.
 
ખાદી કોઇને ગમતી નથી અને તેને સ્વિકારવી નથી. ગ્રામીણ સંસ્કૃતિને ટકાવવી છે. પોતાને પ્લેનમાં ઉડવું છે. પણ વનવાસીઓને, ગરીબોને અને ગ્રામીણ પ્રજાને સંસ્કૃતિના અને પર્યાવરણની ફોગટ વાતો કરી ગરીબ રાખવા છે.
 
પ્રજા જ્યારે ગાંધી માર્ગ ઉપર ચાલવા તૈયાર ન હોય તો નરેન્દ્ર મોદી ક્યાં સુધી રાહ જુએ?
 
તેથી કદાચ નરેન્દ્ર મોદીએ ઔદ્યોગિક વિકાસ અને ભણતર દ્વારા પ્રગતિ એ વાતને આગળ ધપાવી છે.
 
આ માર્ગ મહાત્મા ગાંધીના માર્ગ કરતાં લાંબો માર્ગ છે. પણ મહાત્મા ગાંધીનો માર્ગ જ્યારે કોંગી ને અને મૂર્ધન્યોને પસંદ જ ન હોય અને ૬૦ વર્ષને અંતે પણ તેઓ ”ગુ ગુ છી છી” કર્યા કરતા હોય  અને થોડાક હજાર ગરીબોને ૧૦૦ દિવસની મજુરીની રોજીની અબજોરુપીયાની જાહેરાતો આપી ને પોતાની પીઠ થાબડતા હોય અને ગર્વ લેતા હોય ત્યાં તમે મહાત્માગાંધીના માર્ગ ઉપર આ લોકો ચાલે તેની વધુ રાહ જોઈ ન શકો.
  
સારી નેતાગીરી કેટલી અસરકારક બની શકે છે તે માટે “સલ્તનત એ ઓમાન”ના સુલ્તાન કાબુસ અને ગુજરાતના નરેન્દ્ર મોદીની કામગીરી જોવી જોઇએ.
 
જ્યારે જીંદગીમાં મોડ ઉપર અનિશ્ચિતતા હોય ત્યારે અંધશ્રદ્ધા અને વહેમ ફુલે ફાલે.
 
પરીક્ષાના પરિણામ, વ્યવસાય, વ્યવસાયમાં બઢતી, પૈસાની આવક, તંદુરસ્તી, સાંસારિક સુખની સમજ એ બધું અનિશ્ચિત છે. તેને માટે વાસ્તવમાં તો મોટેભાગે દેશની ઉન્નતિની દીશા કારણભૂત છે.
તે નેતાગીરી ઉપરજ આધાર રાખે છે. પણ જો મૂર્ધન્યો માં (“ચોક્ખા ઘી” માં) સંદર્ભની સમજ અને પ્રમાણભાવનો અભાવ હોય તો સમાજ અધોગતિને જ પામે. અને તેઓ “હાથી” ને સમજવામાં ગોથાં જ ખાય.
 
શિરીષ દવે
 
મૂર્ધન્યો, ચોક્ખું ઘી, નરેન્દ્ર મોદી, નલીનભાઈ મોદી, કોંગી, ખાદી, મીલનું કાપડ, ગાંધી માર્ગ, બેકારી,
GANDHI BAPU SAYS HOW PROMPTLY YOU CAN HELP POOR

GANDHI BAPU SAYS HOW PROMPTLY YOU CAN HELP POOR

Read Full Post »

%d bloggers like this: