Feeds:
Posts
Comments

Posts Tagged ‘બ્રહ્માણ્ડ’

અહિંસક સમાજ  શું શક્ય છે? ભાગ – ૧ (માંસાહાર અને શાકાહાર)

જો તમારે તર્કનો આભાસ ઉત્પન્ન કરવો હોય તો તમે માંસાહારની તરફેણમાં ઘણું લખી શકો.

અનેક ટૂચકાઓ છે

જેમકેઃ
જીવો જીવસ્ય ભક્ષણં
દરેકમાં જીવ છે એટલે કોઇપણ ખોરાક અહિંસક નથી.
જ્યાં માનવસંસ્કૃતિ સૌથી જુની છે ત્યાંના લોકો માંસાહારી છે.
દુધ પણ માંસાહાર છે
રામ પણ માંસાહારી હતા
કૃષ્ણ પણ માંસાહારી હતા,
બુદ્ધ પણ માંસાહારી હતા,
ચિંપાન્ઝીઓ જે માણસોના પૂર્વજો છે તે એકબીજાને ખાઇ જાય છે,
માંસ ખાવાથી માણસ હિંસક બનતો નથી કારણકે દલાઇ લામા હિંસક નથી..
શાકાહારી લોકો પણ હુલ્લડ કરે છે શું કીધું? કળલા કાય?

અને આવા તો અનેક ટૂચકાઓ પ્રદર્શિત કરી શકાય,
સૌ પ્રથમ આપણે એ સમજવું જોઇએ કે આપણું શરીર કેવા ખોરાક માટે બનેલું છે!

આપણા નખ અને દાંત એવા નથી કે જે ચામડાને ચીરી શકે. માણસને ઈશ્વરે બુદ્ધિ આપી તેથી માણસ અગ્નિને પ્રજ્વલિત કરી શકે છે. માણસને ઈશ્વરે બુદ્ધિ આપી તેથી તે શસ્ત્રો બનાવી શકે છે અને શિકાર કરી શકે છે. અને આ કારણથી તે માંસને પોતાના શરીરને યોગ્ય બનાવી શકે છે.

તો શું આ વાતને કુદરતી સમજવી? જો આવું જ હોય તો માણસને અહિંસાની અને માંસાહાર ન કરવાની વાત પણ ન જ સુઝવી જોઇએ. પણ બે વાત એક સાથે ચાલે છે. તો ટકી રહેવા માટે કઇ વાત સારી?

માણસ પહેલાં કુદરતી અવસ્થામાં રહેતો હતો. તે સીધો ચિંપાન્ઝી, ઉરાંગઉટા કે ગોરીલામાંથી અવતરિત થયો નથી. વાનર એક ઉત્ક્રાંતિનું પગથીયું હતું. તે પછી ઘણા પગથીયાં આવ્યાં. અને જ્યારે છેલ્લા પગથીયે આવ્યો ત્યારે તે ઝાડ ઉપરથી ગુફામાં આવ્યો. તે ફળો અને પાંદડા જ ખાતો હતો અને ક્યારેક મૂળ પણ ખાતો હતો. તે સમુહમાં રહેતો હોવાથી પોતાનું રક્ષણ કરી શકતો હતો. જ્યારે અગ્નિ અને શસ્ત્રો શોધાયા ત્યારે તે વધુ નિશ્ચિંન્ત થયો. અને બીજા શાકાહારી પ્રાણીઓને લાગ્યું કે આ માણસના સાંનિધ્યમાં આપણે પણ આપણી જાતને સુરક્ષિત રાખી શકીએ છીએ. તેથી ગાય, ભેંસ, બકરાં, ઘેટાં, ઘોડા, વિગેરે તેની આસપાસ રહેવા માંડ્યા. તેથી માણસે તેનું દૂધ પીવાનું પણ ચાલુ કર્યું. અને ખોરાકની તંગીમાં તે તેમને ખાવા લાગ્યો હશે.

જેમ જેમ મનુષ્યનું માનસિકસ્તર અને બૌદ્ધિકસ્તર ઉંચુ થયું તેમ તેને અગમ્ય શક્તિ અને અહિંસાનો મહિમા સમજાયો. માનસિક સંઘર્ષનું બીજારોપણ હવે થયું હશે.

વેદકાળ અને માંસાહાર

ભારતની વાત કરીએ તો વેદોમાં પશુનું બલિદાન કરવું ત્યાજ્ય ગણાવાયું છે. અને તેથી ઘણા લોકો તેનો એવો અર્થ કરે છે કે વેદકાળમાં હિંસાયજ્ઞો થતા હતા. અમૂક અંશે આ વાત સાચી છે. કારણકે હુલ્લડ થતા હોય તો જ “હુલ્લડ કરવા ખરાબ છે” એ વાત ઉત્પન્ન થાય. અને તેનું એક એવું પણ તારણ નિકળે કે વેદકાળના સુજ્ઞજનો હિંસાયજ્ઞનોની વિરુદ્ધમાં હતા. તેથી વેદજ્ઞાતા શંકરાચાર્યે હિંસાયજ્ઞને વેદપ્રમાણ નથી તેમ દર્શાવેલું.

સૌથી જુના પુરાણ “વાયુપૂરાણ” કે જે પાણિનીની પહેલાં લખાયેલું તેમાં હિંસાયજ્ઞ અને માંસ ખાવું કે નહીં તેનો પ્રસંગ વર્ણવેલો છે. ઋષિમંડળ મનુ રાજા પાસે ગયું અને પૂછ્યું કે યજ્ઞમાં માંસ હોમાય કે નહીં અને માંસ ખવાય કે નહીં? ત્યારે મનુ એ કહ્યું કે યજ્ઞમાં માંસ હોમવું અને જો માંસ યજ્ઞમાં હોમાયેલું હોય તો તે માંસ ભોજ્ય છે. જ્યારે ઈશ્વરને શિવને આ વાતની ખબર પડી ત્યારે તેમણે ઋષિઓને અને મનુને ઠપકો આપ્યો. મનુને એટલા માટે કે તેનું તે કાર્યક્ષેત્ર ન હતું. ઋષિઓને એટલા માટે કે તેમણે યોગ્ય અધિકારી વ્યક્તિને ન પૂછતાં અયોગ્ય વ્યક્તિની સલાહ લીધી. પ્રણાલીઓમાં પરિવર્તન કરવાનો અધિકાર ફક્ત મહર્ષિઓને જ હોય છે. પછી તે પૂરાણમાં આગળ એમ લખાયું કે આ રીતે યજ્ઞમાં આહુતિ આપીને ઋષિઓ માંસ ખાતા થયા. પણ આવું જ્યારે લખાયું ત્યારે એવું તો સિદ્ધ થાય છે જ કે માંસાહારને યોગ્ય માનવામાં આવતો ન હતો.

હવે રામ અને કૃષ્ણની વાત કરીએ તો આ સૌથી જુના પૂરાણમાં રામને વિષે એક જ લાઈન લખવામાં આવી છે કે મહા પરાક્રમી દશરથના આ પૂત્રે લંકાના રાજા રાવણને યુદ્ધમાં હરાવ્યો. રામને વિષ્ણુના અવતારોમાં સ્થાન આપ્યું નથી. પરશુરામને આ સ્થાન આપવામાં આવ્યું છે. કૃષ્ણને અને બલરામને પણ વિષ્ણુના દશ અવતારોમાં સ્થાન આપવામાં આવ્યું છે. કૃષ્ણ વિષે એક જ પેરાગ્રાફ આપવામાં આવ્યો છે અને તેમાં સ્યંમંતક મણી ચોરાયાનું જે આળ કૃષ્ણ ભગવાન ઉપર આવેલું અને તે આળ તેમણે કેવીરીતે દૂર કર્યું તે વાત વર્ણવી છે. અને બીજી કેટલીક વાતો જેમાં કંસ વસુદેવના પૂત્રોને (તેમના  મોટા થયા પછી) યુદ્ધ કરીને મારી નાખતો હતો તેથી કૃષ્ણને વસુદેવ પોતાના મિત્ર નંદને ત્યાં મૂકી આવે છે એમ જણાવેલ છે. કોઈ ચમત્કારની વાત નથી.

ટૂંકમાં આ પૂરાણ પોતાની પ્રાચીનતા, તેની અનપાણીનીયન ભાષાના આધારે પણ સિદ્ધ કરે છે. પણ પછી જે કાળક્રમે લખાયું તેમાં ઘણા ઉમેરા થયા. અને આ બધું પ્રારંભિક મધ્યયુગ સુધી ચાલુ રહ્યું. રામ અને કૃષ્ણની વાતોનું ઉમેરણ ઈશુની પ્રારંભિક સદીઓથી ચાલુ કરી દશમી બારમી સદી સુધી ચાલુ રહ્યું. વાલ્મિકીનું રામાયણ અને વ્યાસનું મહાભારત જ્યારે લખાયું ત્યારે માંસાહાર જોરમાં હતો. એટલે રામ કૃષ્ણના જીવનની બધી જ વાતોને ઇતિહાસ કે ધર્મ સાથે કે તત્વજ્ઞાન સાથે જોડવી યોગ્ય નથી. એમતો મનુસ્મૃતિમાં પણ યજ્ઞનું માંસ ખાવાની બ્રાહ્મણને છૂટ આપવામાં આવી છે. પણ વેદજ્ઞાતા શંકરાચાર્યે, સાયણાચાર્યે, સાતવળેકરે કે દયાનંદ સરસ્વતીએ માંસને માન્યતા આપી નથી. જે ઉપનિદો તત્વજ્ઞાનની વાતો કરે છે તેઓ પણ માંસાહારની યોગ્યતાની વાત કરતા નથી.

માંસાહારી માણસ કઇ કક્ષામાં આવે?

જો કોઇ એક સમાજમાં બધા જ માંસાહારી હોય તો જે માણસ પોતાના વાચન અને વિચારો થકી શાકાહારી બને તો સ્વાભાવિક રીતે જ ઉંચી કક્ષામાં આવ્યો ગણાય કારણકે અહિંસા એ સહયોગ તરફના પ્રયાણનું એક કદમ છે. આદતો છોડવી એ એક અઘરું કામ છે. જ્યારે રુઢિચુસ્તતા હતી ત્યારે બ્રાહ્મણો લસણ ડુંગળી, ગાજર, બીટ ખાતા ન હતા. પણ રેસ્ટોરામાં જવાની પ્રક્રિયા ચાલુ થઇ એટલે હવે ઘણા બ્રાહ્મણો પણ લસણ, ડુંગળી, ગાજર, બીટ ખાતા ચાલુ થઇ ગયા.

હવે ઘણા બ્રાહ્મણો ફેશનમાં નોન-વેજ પણ ખાય છે. પણ તેઓ જાણે છે કે આ સારું નથી અને વડીલોને ગમશે નહીં. પહેલાં દારુ પીવો એ પતનની નિશાની ગણાતી હતી. હવે ફેશન ગણાય છે.

અહિંસા, સહકાર, શાકાહાર એકબીજા સાથે જોડાયેલા છે. માનવ સમાજ અહિંસા અને સહકાર તરફ પ્રગતિ કરતો હોય તો ખચિત સમજવું જોઇએ કે તે શાકાહાર તરફની ગતિ છે. પણ અનાજની તંગીનો કાલ્પનિક ભય અને તેથી કરીને માંસાહારનું સમર્થન એ સ્વાદતુષ્ટિનું સમર્થન છે.

You may start with donkey

જો માંસાહાર નહીં કરીએ તો પશુઓ વધી જશે

એક પશુના માંસ માટે તે પશુની માવજત અને જીવાડવા માટે છ ગણી જમીન જોઇએ. એટલે કે તમે છ ગણું અનાજ ઉત્પન્ન કરી શકો. પણ જો તમે તેનો ભોજન માટે ઉછેર ન કરો અને તમારી ખેતીની જરુરીયાત માટે રાખો તો તમને તે પર્યાવરણીય ખાતર પૂરું પાડે છે જે તમને વધુ ફળોનું ઉત્પાદન આપે છે. આ ઉપરાંત ઘેટાં બકરાંના વાળ તમને ગરમ કાપડનો કાચો માલ પુરો પાડે છે.

પશુઓ ઇશ્વરે બનાવેલા ઉર્જા મશીન છે. ઉપરાંત પશુઓ વનસ્પતિ સૃષ્ટિ માટેનો ખોરાક છે. આ બધા પશુઓ, મનુષ્ય ઝાડ ઉપરથી જમીન ઉપર આવ્યો તે પહેલાંના લાખો વર્ષથી અસ્તિત્વમાં છે. એટલે મનુષ્યે એવું વિચારવાની જરુર નથી કે મનુષ્ય જો તેમને ખાશે નહીં તો તેમની વસ્તી અમાપ વધી જશે.

મનુષ્યને અહિંસાનો વિચાર શા માટે આવ્યો?

મનુષ્યને પર્યાવરણના સંતુલનનો વિચાર શા માટે આવ્યો?

મનુષ્યને બ્રહ્માણ્ડને સમજવાનો વિચાર શા માટે આવ્યો?

અને મનુષ્યો વચ્ચે વિરોધાભાસ શા માટે ઉત્પન્ન થયો?

જો મનુષ્યો વચ્ચે વિરોધાભાસ ન હોત તો અને મનુષ્યના મનમાં પણ દ્વંદ્વ ન હોત.

જો મનુષ્યો વચ્ચે વિરોધાભાસ ન હોત અને   મનુષ્યના મનમાં પણ દ્વંદ્વ ન હોત  તો તેની બુદ્ધિનો વિકાસ ન થઈ શકત. વૈચારિક વિભીન્નતાના પરિણામ સ્વરુપે મનુષ્યની બુદ્ધિનો વિકાસ થયો.  મનુષ્યને બ્રહ્માણ્ડને સમજવાનો વિચાર આવ્યો. મનુષ્યને અહિંસાનો વિચાર આવ્યો. મનુષ્યને પર્યાવરણના સંતુલનનો વિચાર આવ્યો.

પર્યાવરણનું શ્રેષ્ઠ સંતુલન ક્યારે થઈ શકે?

વૃક્ષો કાપીને ધરતીને સપાટ કરીને તેની ઉપર ખેતીના પાક માટે હળ ચલાવવું એ પર્યાવરણના સંતુલન ઉપર પ્રહાર નથી શું?

શું સંવેદનશીલ મનુષ્યે પક્વ અને રસાદાર ફળોના આહાર તરફ ગતિ કરવી જોઇએ?

માનવસમાજને ગોવંશ અને વૃક્ષ બન્નેની પર્યાવરણના સંરક્ષણ માટે જરુર છે? ગોવંશ જમીનને ફળદ્રુપ બનાવે છે અને વધુ વૃક્ષોને વધુ ફળાઉ બનાવે છે?

વૃક્ષોની નીચેની જમીનમાં થતું ઘાસ ગોવંશીઓ આરોગે છે. મનુષ્ય તેમના રક્ષણના બદલામાં દુધ લે છે. ઇતિહાસમાં ગોરક્ષાકાજે માનવે પોતાના જાન આપ્યા છે. આને આપણે શું કહીશું?

શું આ બલીદાનો આપનારાઓને આપણે બેવકુફી કહીશું?

મનુષ્યની સંવેદનશીલતાની દીશા કૃતજ્ઞ થવા તરફની હોવી જોઇએ કે કૃતઘ્નતા તરફની હોવી જોઇએ?

ગોવંશમાં ગાય, ભેંસ, બળદ, પાડા, ઘોડા, બકરા, ઘેટાં, ઉંટ બધાં જ આવી જાય છે કારણકે તેઓ પોતે અહિંસક અને શાકાહારી છે અને મનુષ્યથી રક્ષણ પામે છે.

જીવદયા પ્રેમી અને પર્યાવરણના રક્ષકોએ આગળ આવવું જોઇએ અને એવી માગણી માગણી કરવી જોઇએ કે જે પ્રોડક્ટ બનાવવામાં જીવહિંસા થતી હોય તેવા સાધનો પણ વપરાતાં હોય તો તે પણ લખવું જોઇએ. ફક્ત પ્રોડક્ટના બંધારણીય તત્વોના લીસ્ટથી કામ નહીં ચાલે.

અન્ન અને ફળની અંદર રહેલું બીજ એ સુસુપ્તજીવ છે. તેને પણ પોતાનું જીવન પ્રફુલ્લિત કરવાનો હક્ક છે. તેથી અનાજ અને ફળના બીજ પણ ન ખાવાં જોઇએ. ખેતી કરવી એ પર્યાવરણથી વિરુદ્ધ દીશાની ગતિ છે. ખેતી વાસ્તવમાં વનસ્પતિ સૃષ્ટિને વિકસવામાં અવરોધરુપ છે. ઘાસ તેની રીતે ઉગી જશે અને અન્ન પણ તેમની રીતે પશુઓને જેટલી જરુર પડશે તેટલું ઉગી જશે.

હવે તમે જુઓ આપણે ખેતી કરવી બંધ કરીને જમીન ઉપર ફક્ત વૃક્ષો જ વાવીશું તો ઉત્પાદન અનેક ગણું વધી જશે. કારણ કે ફળોનું ઉત્પાદન મલ્ટી લેયર છે. જ્યારે અનાજના પાકનું ઉત્પાદન સીંગલ લેયર છે. એક ગુંઠામાં ફેલાયેલું વૃક્ષ એક ગુંઠામાં વાવેલા અનાજ કરતાં દશગણું કે તેથી વધુ ઉત્પાદન આપે છે અને ખાસ મહેનત વગર આપે છે. માનવ શક્તિનો પણ બચાવ થાય છે અને પર્યાવરણનો પણ બચાવ થાય છે. વૃક્ષ પાણીનો સંચય કરે છે, વૃક્ષ પાણીને વહેતું અટકાવે છે. વૃક્ષ ઉષ્ણતામાન ઘટાડે છે, વૃક્ષ છાંયો આપે છે, વૃક્ષ આશરો આપે છે, વૃક્ષ ભેજ આપે છે, વૃક્ષ વાદળાં ખેચી લાવે છે, વૃક્ષ બહુમાળી ઉત્પાદન કરે છે એટલે કે વૃક્ષ અનેક ઉંચાઈઓ ઉપર ફળ આપે છે. વૃક્ષ લાકડું આપે છે. આ બધું લક્ષ્યમાં લઈએ તો વૃક્ષની કિમત એક કરોડ રુપીયા થાય.

જો માનવ સમાજ અવકાશી સિદ્ધિઓ પ્રાપ્ત નહીં કરે અને જો માંસાહાર, અન્નાહાર ચાલુ રાખશે અને રહેવા માટે ઝુંપડા કે બંગલાઓમાં રહેશે તો તેણે જમીનનો વ્યય કર્યો ગણાશે. તેથી મનુષ્યે ઈશ્વરે આપેલી બુદ્ધિનો સદુપયોગ કરી મલ્ટીલેયર ઉત્પાદન અને મલ્ટીલેયર ઘરોમાં જ રહેવું પડશે.

જો માનવજાત આવું નહીં કરે અને અવકાશી સિદ્ધિમાં નવી જગ્યાઓ શોધવામાં પૂરતો સફળ નહીં થાય તો માનવજાતનો માંસાહાર પોતાનો રંગ બતાવી તેનો નાશ કરશે.

સમજણપૂર્વકના શાકાહારી અને પ્રણાલીગત શાકાહારી

માણસનો આહાર સામાન્યરીતે પ્રણાલીગત હોય છે. કેટલાક માણસો સમજણ પૂર્વકના શાકાહારી હોય છે. તેવીજ રીતે કેટલાક માણસો પ્રણાલી ગતરીતે માંસાહારી હોય છે.

સમજણપૂર્વકના શાકાહારી લોકો ઓછા હોય છે. જેઓ સમજણપૂર્વકના શાકાહારી હોય છે તેઓ માંસાહારી થઇ શકતા નથી.

જેઓ પ્રણાલીગત રીતે શાકાહારી હોય છે તેઓ યોગ્ય અથવા ભાવતા શાકાહારના અભાવમાં અથવા ફેશનમાં ક્યારેક અથવા અવારનવાર માંસાહાર કરે ત્યારે તેમાં એક વર્ગ એવો ઉભો થાય છે જે માંસાહારની યોગ્યતાનો અને અથવા શાકાહારની અપૂર્ણતાનો અને અથવા નિરપેક્ષ અહિસક ખોરાકના અનસ્તિત્વ નો એક વિસંવાદ જેવો સંવાદ ઉભો કરે છે.

વાસ્તવમાં આ વિતંડાવાદ છે. ભારતીય પૂર્વજો શાકાહારી હતા કે માંસાહારી હતા એના ઉપર આપણા ભોજનનો પ્રકાર નક્કી થાય તે જરુરી નથી. વેદકાળના ઋષિઓ શાકાહારી હતા તે વિષે શક નથી.

તેનું ઉદાહરણઃ
અગ્ને યં યજ્ઞં અધ્વરં, વિશ્વતઃ પરિભૂરસિં । સ ઇદ્‌ દેવેષુ ગચ્છતિ ॥
(ઋગવેદ મંડળ-૧, સુક્ત-૧, ઋચા-૪)

હે અગ્નિદેવ તમે આ હિંસારહિત યજ્ઞ દ્વારા બધી બાજુથી દેવત્વ તરફ લઈ જાઓ છો.

(અધ્વર યજ્ઞ એટલે અહિંસક યજ્ઞ)

રામ અને કૃષ્ણ શું ખાતા હતા તે નક્કી કરવું મુશ્કેલ છે. તેમને જેઓ ભગવાન માને છે તેઓને કદાચ દુઃખ થાય પણ વાલ્મિકીએ માંસાહારની વાત કરી છે. અને તેમને ભગવાન પણ માન્યા છે. તેનો અર્થ એજ થાય કે “રામાયણ”ના વાલ્મિકીના સમયમાં માંસાહાર નિષિદ્ધ ન હતો.

જે વ્યાસ વાયુપૂરાણ લખે છે તે વ્યાસ મહાભારત પણ લખે છે. વ્યાસ ભાગવત પૂરાણ લખે છે. આ વાત શક્ય નથી. કારણકે સમયનો ગાળો બહુ લાંબો છે. તે જ પ્રમાણે વાલ્મિકી વિષે પણ માનવું પડે. તુલસીદાસની તો વાત જ ન કરી શકાય. જે વાયુ પૂરાણ રામને વિષ્ણુના અવતાર માનવા પણ તૈયાર નથી, તે જ રામને, તુલસીદાસ “પરમ બ્રહ્મ” માને છે.

“અલ્યા રાવણ મારુ નામ… તેં દીઠા નથી મારા કામ… બન્દીવાન… કીધા મેં દેવ… તેમની પાસે વણાવું સેવ…” આવું મહાકવિ પ્રેમાનંદ, રાવણ થકી હનુમાન સામે બોલાવડાવે છે. તો આનો અર્થ એ તો ન જ થઇ શકે કે રાવણના સમયમાં “સેવ” એક વાનગી હતી. પણ એટલું જરુર કહી શકીએ પ્રેમાનંદના સમયમાં “સેવ” એક વાનગી હતી.

વેદનો અર્થ વેદના જ્ઞાતાઓ જ કરી શકે. તેથી ઉપનિષદોમાં જે લખ્યું હોય અને ઐતિહાસિક કાળમાં થયેલા શંકરાચાર્યે, સાયણાચાર્યે જે અર્થઘટન કર્યું હોય તે વધુ ગ્રાહ્ય માનવું જોઇએ. તે ઉપરાંત સાતવળેકરે અને દયાનંદ સરસ્વતીએ જે કંઇ કહ્યું હોય તેના ઉપર પણ વિચાર કરવો જોઇએ.

શું આપણે નિર્ણય કરવા સક્ષમ નથી?

માનવસમાજ માટે શું યોગ્ય છે તે નક્કી કરવાની ક્ષમતા આપણા આધુનિક માનવ પાસે છે જ. હાલમાં નહીં હોય તો વહેલી મોડી આવશે જરુર.

માણસો પોતાને પસંદ પડે તે જીવવા આનંદ અને ફેશન માટે ખાય છે.

માંસાહારને ક્યારેય શ્રેષ્ઠ ગણાવાયો નથી. બાઈબલમાં પહેલા કરારમાં ઈશ્વરે વેજ-આહાર જ ભોજ્ય ગણાવ્યો છે. બીજા કરારમાં નોન-વેજ ની છૂટ આપી છે.

કુરાનમાં પણ અન્ન અને ફળોની સુંદરતાનું અને પૌષ્ટિકતાના વખાણ કરવામાં આવ્યાં છે. અને જીવતા રહેવા માટે પ્રાણીઓને ભોજ્ય ગણ્યા છે. પણ પ્રાણીઓને સુંદર આહાર તરીકે વર્ણવ્યા નથી.

દેવળ કે મસ્જિદમાં પણ કદી પશુઓ ભોજન માટે કત્લ કરાતા નથી કે ખવાતા નથી. તમે દેવળ અને મસ્જીદમાં ફળ લઈ જઈ શકો છો અને ઇબાદત ન કરતા હો ત્યારે ખાઈ શકો છો.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝ ઃ

અહિંસક સમાજ, માંસાહાર, શાકાહાર, તર્ક, વિતંડવાદ, ટૂચકા, રામ, કૃષ્ણ, બુદ્ધ, ઋષિ, મહર્ષિ, ઈશ્વર, બુદ્ધિ, મનુષ્ય, માણસ, કુદરતી, ઉત્કાંતિ, સુરક્ષા, દૂધ, માનસિક સ્તર, વેદકાળ, હિંસાયજ્ઞ, વેદજ્ઞતા, શંકરાચાર્ય, વાયુ પુરાણ, શિવ, ઈશ્વર, અધિકારી, સાયણાચાર્યે, સાતવળેકર, દયાનંદ સરસ્વતી, સહયોગ, સંવેદનશીલતા, લસણ, ડુંગળી, ગાજર, બીટ, નોન-વેજ, પર્યાવરણ, ઉર્જા મશીન, બ્રહ્માણ્ડ, સંતુલન, કૃતજ્ઞ, કૃતઘ્ન, પ્રણાલીગત

Read Full Post »

ભારતીય તત્વજ્ઞો જરા જુદી રીતે વિચારે છે

બ્રહ્માણ્ડ પંચ મહાભૂતોનું બનેલું છે. આ પંચ મહાભૂતો શું છે? આ પંચ મહાભૂતો એટલે બીજું કંઈ નહીં પણ પદાર્થ પોતે જ છે જે આપણને અનુભૂતિ કરાવે છે. પૃથ્વી (ઘન), પાણી (પ્રવાહી), હવા (વાયુ), પ્રકાશ (શક્તિ), આકાશ (ક્ષેત્રને ધારણ કરનાર અવકાશ). એને ભૂત શા માટે કહેવામાં આવે છે? કારણ કે તેના થી સઘળું બનેલું છે. જેને આપણે સજીવો કહીએ છીએ તે પણ તેના જ બનેલા છે. આ પાંચે અવસ્થામાં પદાર્થ હોય તો જ જેને આપણે સજીવ કહીએ છીએ તે બની શકે છે.

આ બ્રહ્માણ્ડ કેવું છે? અને કેવડું છે?

આ વિશ્વ શું ઉત્પન્ન થયું છે કે તે પહેલેથી જ છે? શું તે શાશ્વત છે કે શાશ્વત નથી? વિશ્વનો અંત કેવી રીતે થાય? શું તે બીજા વિશ્વમાં ભળી જાય? જો બીજા વિશ્વમાં ભળવાની વાત હોય તો જેમ ગાયને સિંહ ખાઇ જાય છે તેમ બીજું વિશ્વ આપણા વિશ્વને ગમે ત્યારે ખાઈ જઈ શકેછે?જો વિશ્વ શાશ્વત ન હોય તો તે જન્મે છે. અને વિકસે છે અને નાશ પામે છે. વળી તે ફરી થી જન્મે છે, વિકસે છે અને નાશ પામે છે. જો તે આમ ન હોય તો તે તેમ હોય. એટલે કે તે વિસ્ફોટે (જન્મે)  છે, વિસ્તરે છે, વિસ્તરતું અટકે છે, સંકોચાય છે, અને શૂન્ય બને છે.  ફરીથી શૂન્યમાંથી વિસ્ફોટે છે, વિસ્તરે છે, વિસ્તરતું બંધ થાય છે, સંકોચાય છે અને શૂન્ય બને છે. આ વિશ્વને આંદોલિત (ઓસ્સિલેટીંગ યુનીવર્સ) વિશ્વ કહેવાય.

જો વિશ્વ એ આંદોલિત વિશ્વ હોય, એટલે કે વિસ્ફોટ થાય, વિસ્તરે અને પછી સંકોચાય અને બિંદુ થઈ શૂન્ય થાય. તો તે અનંત ન કહેવાય. ધારોકે તે સંકોચાતુ નથી અને વિસ્તર્યા જ કરે છે તો પછી તે અનંત સમય સુધી વિસ્તર્યા જ કરશે. તો તેનો અર્થ એ થયો કે સમય અનંત છે. તો પછી ૧૫ અબજ વર્ષ પહેલાં જ કેમ વિસ્ફોટ થયો? જો “સમય” ભવિષ્ય માટે અનંત હોય તો ભૂતકાળ માટે પણ તે અનાદિ હોવો જોઇએ. જો સમયની શરુઆત અનાદિ ન હોય તો સમય કેવી રીતે અનંત હોય? આ વાત સમજાવી શકાય તેમ નથી.

એક અનંત વિશ્વ અને તેમાં આપણું વિસ્તરતું વિશ્વઃ

હવે ધારોકે એક બૃહદ વિશ્વ છે તે અનંત છે અને તેમાં આપણું વિશ્વ વિસ્ફોટિત થઈ જન્મ્યું. આપણું આ વિશ્વ વિકસિત થતાં થતાં વિલય પામી જશે. જો આ રીતે હોય તો સમય અનાદિ થાય અને અનંત પણ થાય કારણ કે સમય બૃહદવિશ્વમાં પહેલાં પણ હતો અને પછી પણ રહ્યો.

જો આવું હોય તો એક બીજો પ્રશ્ન (ગુંચવણ) ઉભો થાય છે.

જો બૃહદવિશ્વ  એ અનંત વિશ્વ હોય, અને તેમાં અનેક બીજા વિશ્વો ઉત્પન્ન થવાના વિસ્ફોટો થયા હોય તો શું થાય? જો આપણા વિશ્વ જેવા બીજા અનંત સંખ્યામાં વિશ્વો ઉત્પન્ન થયા હોય, તો આવા વિસ્ફોટો અવાર નવાર થતા રહેવા જોઇએ. અગાઉના અનાદિ સમયથી થયેલા વિસ્ફોટોમાં થી સર્જાયેલા તારાઓમાંથી પ્રકાશના કિરણો નિકળ્યા હોવા જોઇએ. એટલે કે આપણે જે દિશામાં જોઇએ તે દિશા-રેખામાં કોઈને કોઈ તારો તો આવે જ. એટલે કે આપણી આંખ અને આકાશના કોઈપણ એક બિન્દુને જોડતી રેખાની લંબાઈ અનંત હોય એટલે કોઇને કોઇ તારો તો ત્યાં હોય જ એટલું જ નહીં પણ તે અનંત રેખા ઉપર અનંત સંખ્યામાં તારાઓ હોય. તેથી તે બિન્દુ ચળકતું દેખાય. આ વાત આકાશરુપી છતના દરેક   બિન્દુને લાગુ પડે છે. એટલે આખું આકાશ રાત્રે ચળકતું દેખાય. પણ આવું દેખાતું નથી તેથી વિશ્વ અનંત નથી.

બીજી શક્યતા વિષે વિચારવું જોઇએ

ધારો કે એક રબરનો ગોળાકાર ફુગ્ગો છે. તેની ઉપર તમે ટપકાં કર્યાં છે. જેમ જેમ એ ફુગ્ગો ફુલાવીને મોટો કરતા જશો તેમ તેમ એ બધા ટપકાંઓ એક બીજાથી દૂર જતાં જશે. આ ફુગ્ગાની સપાટી તેના નાના હિસ્સા માટે બે પરિમાણ વાળી છે. આ વક્રસપાટી ઉપરની દુનિયા બે પરિમાણ વાળી કહેવાય.

આ ફુગ્ગો જેમ જેમ મોટો થતો જશે તેમ તેમ તેના ઉપર રહેલા ટપકાઓ દૂર અને દૂર જતા જશે. આ બનાવને આપણે આપણા વિસ્તારિત વિશ્વના બનાવ સાથે સરખાવી શકીએ. ફુગ્ગાની ગોળાકાર સપાટી બે પરિમાણ વાળી છે. આપણું વિશ્વ ત્રણ પરિમાણની અનુભૂતિ વાળું છે પણ વાસ્તવમાં તે પણ વક્ર છે.

વિસ્તરતું વિશ્વ વિસ્ફોટને લીધે તેનું આકાશ(સ્પેસ) વિસ્તરે છે. પણ ગુરુત્વાકર્ષણને લીધે આકાશ (સ્પેસ) સંકોચાય છે. જો કોઈ પદાર્થ નું ગુરુત્વાકર્ષણ એટલું વધારે હોય કે તે પ્રકાશના કણોને પણ તે પોતાના તરફ ખેંચી લે તો તેને “બ્લેક હોલ” કહેવાય છે.

પ્રકાશના કણો આમતો શક્તિના પડિકાં છે. આગાઉ આપણે જોયું તેમ જો કોઈ પદાર્થ ગતિમાં હોય તો ગતિના પ્રમાણમાં તેનું દળ વધે છે. પ્રકાશના કણ ફોટોનનું દળ શૂન્ય છે. પણ તેનામાં જે શક્તિ કે ઉર્જા છે તે દળને સમતુલ્ય છે. તે સમતુલ્ય-દળ પણ દળની જેમ ક્ષેત્રમાં વર્તે છે. અને આ દળને સમતુલ્ય કણ બ્લેક હોલમાં પડે એટલે સ્થુળ દળ બની જાય.  

આધુનિક વૈજ્ઞાનિકો અને ભારતીય તત્વવેત્તાઓ વચ્ચે અહીં ભેદ પડે છે. આધુનિક વૈજ્ઞાનિકો વિશ્વમાં થતા ફેરફારોનું અવલોકન કરે છે અને કેવી રીતે થયું હશે તે વિષે ધારણાઓ બાંધે છે અને તેને ચકાસે છે. ભારતીય તત્વવેત્તાઓ કારણો વિષે ચર્ચા કરે છે.    

વૈષ્ણવો આને આને આરીતે કહે છે. વિષ્ણુ ભગવાનની નાભીમાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય છે. તેઓ પોતામાંથી વિશ્વ ઉત્પન્ન કરે છે. કલ્પ પૂરો થતાં તેને પોતાનામાં સમાવી લે છે. પદ્મપુરાણમાં એમ કહ્યું છે કે આ બ્રહ્મા વિષ્ણુનું સ્વરુપ લઈ ફરીથી વિશ્વ ઉત્પન્ન કરે છે. એટલે કે વારાફરથી વિશ્વ ઉત્પન્ન કરે છે અને પોતાનામાં સમાવી લે છે.પણ આ એક રુપક છે.

બ્રહ્મા શું છે અને વિષ્ણુ શું છે?

વેદોના સમય વખતે સંભવતઃ વિશ્વના ગુણધર્મોને સમજવાના ઉપકરણો હતા કે નહીં તે આપણે જાણતા નથી. વિશ્વના કેન્દ્ર સ્થાને સૂર્ય હતો. સૂર્ય જગતનો આત્મા હતો. આ સૂર્યનું એક નામ વિષ્ણુ છે. ઉગતો સૂર્ય એ પ્રજાપતિ બ્રહ્મા છે. પૂર્વાકાશમાં ઉષાની લાલી થાય અને તેમાં ઉગતો સૂર્ય દેખાય, એટલે બ્રહ્માને કમળસ્થ માનવામાં આવ્યા. દૂર સુદૂર સમૂદ્ર હશે એવી કલ્પના કરી હશે, અથવા આમેય પશ્ચિમે સમૂદ્ર તો છે જ. એટલે સૂર્યનું નિવાસસ્થાન સમૂદ્રમાં કલ્પવામાં આવ્યું. હવે જો પૃથ્વીને ગોળ સમજીએ તો આથમતો સૂર્ય અથવા આથમી ગયેલો સૂર્ય આપણે માટે વિષ્ણુ છે પણ અમેરિકા માટે તે બ્રહ્મા છે. એટલે વિષ્ણુમાંથી બ્રહ્મા બન્યા. જે આપણે માટે ઉગતો સૂર્ય (બ્રહ્મા) છે તે અમેરિકામાટે આથમતો સૂર્ય અથવા આથમી ગયેલો સૂર્ય વિષ્ણુ છે. તેથી બ્રહ્મામાંથી વિષ્ણુ બન્યા. વાસ્તવમાં બ્રહ્મા એજ વિષ્ણુ છે અને વિષ્ણુ એજ બ્રહ્મા છે. કારણકે બંને એક જ સૂર્ય છે. જગતનો આત્મા સૂર્ય છે અને આ સૂર્યમાં રુદ્ર, આત્મા રુપે રહેલા છે. આ રુદ્રનું સ્વરુપ બપોરે ઓળખાય છે એટલે બપોરના સૂર્યને રુદ્ર સ્વરુપ ગણાય છે. સવારની સૂર્ય પૂજા બ્રહ્મ-સંધ્યા, બપોરની સૂર્ય-પૂજા રુદ્રસંધ્યા અને સાંજની વિષ્ણુસંધ્યા એમ ઓળખાય છે.  જુદી જુદી બાર રાશીઓમાં આવતા સૂર્યને બાર સૂર્યના જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. પોષમાસની કડકડતી ઠંડીમાં પુષ્ય નક્ષત્રમાં રહેલા સૂર્યને વિષ્ણુ તરીકે ઓળખવામાં આવે છે. ઠંડીથી આપણું તે રક્ષણ કરે છે. અને વાદળાઓને (વૃત્રાસુર) ઉપર કિરણોરુપી વજ્રોના પ્રહારો વડે કરીને (ઈન્દ્ર બની) તેને પાણીના બિન્દુમાં ચૂરા કરી નાખે છે.  

આ વિશ્વ શેનું બનેલું છે?

આ વિશ્વ જડ અને ચેતનનું બનેલું છે. વાસ્તવ્માં જડ અને ચેતનમાં કશો ભેદ નથી. આ વિશ્વ એ બ્રહ્મ નો એક પર્પોટો છે.

બ્રહ્મ શું છે? બ્રહ્મ સત છે. તે અનાદિ અને અંત રહિત છે. એટલે કે નિર્વિકાર છે. જો આમ હોય તો બ્રહ્મ ઉપર પરપોટો ક્યાંથી થાય?  કારણ કે બ્રહ્મ ઉપર પરપોટો થાય તો તો પરપોટો તો બ્રહ્મનો વિકાર કહેવાય. અને જેમાં વિકાર થાય તેને આદિ અને અંત હોય.

નાજી. બ્રહ્મ વિષે એમ નથી. બ્રહ્મ નિર્વિકાર જ રહે છે. તે નિર્વિકાર જ રહીને વિશ્વને ઉત્પન્ન કરે છે. અને વિશ્વ, કારણ કે બ્રહ્મ માંથી ઉત્પન્ન થયું છે તેથી વિશ્વનું કારણ બ્રહ્મ છે. પરપોટોનું ઉપમેય વિશ્વ છે.   

એક બ્રહ્મ છે. તે શું છે તે કોઈ જાણતું નથી. બ્રહ્મ એકમાત્ર સત્‌ છે. બધા જ બનાવોના કારણો છે, પણ બ્રહ્મ શા માટે વિશ્વને ઉત્પન્ન કરે છે તે માટેનું કારણ, કોઈ કહી શકશે નહીં. આ બ્રહ્મ એ નિર્ગુણ અને નિરાકાર છે. તેની ઉપરનો પરપોટો તે વિશ્વ છે. પણ આ પરપોટાનું ભૌતિક અર્થઘટન થયું નથી. બીજા શબ્દો આ પ્રમાણે છે. પહેલાં એક માત્ર સત્‌ હતું. તે બ્રહ્મ હતું. ૐ કાર ના ઉચ્ચાર સાથે તેમાંથી અગ્નિ પ્રગટ થયો. તે રુદ્રનું શરીર હતું. આ ગ્નિ બધા દેવોમાં પુરોહિત (પહેલાં જન્મ્યો, અગ્રથયો) છે. અને તે વિશ્વનું પોષણ કરે છે. બધું તેમાંથી ઉત્પ્ન્ન થાય છે. અને તેમાં ભળી જાય છે. ૐમાં જે ત્રગડો છે તે ત્રણ પ્રક્રિયા ઉત્પત્તિ સ્થિતિ અને લય છે. જે વલય છે તે સ્પંદન વ્યવહાર છે. જે અર્ધ ચંદ્રાકાર છે તે અલિપ્તતા પ્રદર્ષિત કરે છે. જે બિન્દુ છે તે બ્રહ્મ છે. એટલે કે બ્રહ્મ જગતના વ્યવહારોથી અલિપ્ત છે. બ્રહ્મ માંથીં અગ્નિ ઉત્પન્ન થયો તેથી તે અગ્નિ, “બ્રાહ્મણ” એમ કહેવાયો.

આ અગ્નિ શાંત પણ છે અને રુદ્ર પણ છે. તે ત્રણે પ્રક્રિયાઓ કરે છે. જગતની ઉત્પત્તિ, પોષણ અને નાશ. આ ત્રયીનો અધિષ્ઠાતા તે છે. જ્યારે તે ઉત્પન્ન કરે છે ત્યારે તે ભવ નામ રુપથીળખાય છે. જ્યારે તે  પોષણ કરે છે ત્યારે તે “શર્વ” નામરુપથી ઓળખાય છે. અને સંહાર કરે છે ત્યારે તે “હર” નામરુપથી ઓળખાય છે. આ જગત આઠ વસુઓનું બનેલું છે. અને તેમાં આ અગ્નિ (રુદ્ર) આઠ વસુદેવ નામરુપે રહેલો છે.

આપણે આ બધી વાતો નહીં કરીએ. કારણકે આમાં અર્થઘટનોમાં એકસૂત્રતા નથી દેખાતી. કારણકે જુદા જુદા સમયે જુદા જુદા અર્થો થયા છે. કેટલીક વાતો ગુઢ અર્થમાં કહેવાઈ હોય છે.  

જગત શું છે?

જગત એ વિશ્વમાં રહેલા પદાર્થોના એકબીજા સાથેના વ્યવહારો છે. આ વ્યવહારો કાયમી નથી પણ પ્રાણ એ કાયમ છે. એટલે જગત્‌ એ સત નથી તેમજ અસત પણ નથી. પણ અનિર્વચનીય છે. એટલે કે તે કદીય સમજી શકાય તેવું નથી. જગત ના અધિષ્ઠાતા અને વિશ્વરુપી શરીરવાળા આ વિશ્વદેવ એ રુદ્ર છે. તેઓ એકમાંથી અનેક થયા અને જગત (સૃષ્ટિ)ની રચના કરી.જો તમે વિશ્વને સંપૂર્ણ રીતે જાણો, અથવા વિશ્વની ચેતના સાથે એકાત્મતા સાધો તો તમારે વધુ કશું જાણવાની જરુર રહેતી નથી. કારણ કે તે બ્રહ્મસાથેની લીનતા છે અને તે ફક્ત આનંદ સ્વરુપ છે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

%d bloggers like this: