Feeds:
Posts
Comments

Posts Tagged ‘ભારતીય બંધારણ’

અહિંસક સમાજ  શું શક્ય છે? ભાગ (માંસાહાર અને શાકાહાર)

તમે નિર્ણય કરો કે;

સંવેદશીલતામાં વૃદ્ધિ અને માનવીય વિકાસ એક દીશામાં જાય છે કે વિરુદ્ધ દીશામાં?

અહિંસા અને સંવેદનશીલતા એક દીશામાં જાય છે કે વિરુદ્ધ દીશામાં?

યાદ રાખો, આપણે ધાર્મિક માન્યતાઓ પ્રેત્યેની સંવેદનશીલતાની વાત કરતા નથી.

અહિંસા વિષે ચોખવટ જરુરી છે. એક ડર થકી ઉત્પન્ન થતી અહિંસા અને બીજી છે સંવેદનશીલતા થકી ઉત્પન્ન થતી અહિંસા. ગાંધીબાપુની અહિંસા સંવેદનશીલતા થકી ઉત્પન્ન થતી અહિંસા હતી. અને તેને બૌદ્ધિક આધાર હતો.

હવે જેમ જેમ માનવ સમાજ માનસિક વિકાસના માર્ગે આગળ ધપતો ગયો તેમ તેમ તેની સંવેદનશીલતાનું વર્તુળ વધુ મોટું અને મોટું થતું ગયું.

પહેલાંના જમાનામાં રાજાઓ હતા. અને તેઓ કહે તે કાયદો ગણાતો. પણ પછી તેના ઉપર નિયમનો આવતા ગયા. પહેલા રાજસુય યજ્ઞો સારા ગણાતા. હવે ન ગણાય. હવે યુદ્ધો પણ સારા ગણાતા નથી. જો કે યુદ્ધો નિવારી શકાયા નથી. પણ યુદ્ધ નિવારવાના સામુહિક રાજકીય પ્રયત્નો થાય છે. ટૂંકમાં યુદ્ધ નિવારણ એ એક હિંસા નિવારણ તરફનું જ કદમ કહેવાય.

આપણે દંડને તદ્દન અનિવાર્ય માનીએ છીએ અને અનિવાર્ય માનીએ પણ છીએ. દંડ કરવો એ એક હિંસા છે. કારણ કે દંડનો હેતુ માનવના મનને સુધારવાનો છે. જો કોઈ એક માનવીના મનને સુધારવાના ઉપચારો હાથવગા ન હોય અને સરકાર માટે અતિ ખર્ચાળ હોય અને અથવા જનમત પણ પ્રબળ રીતે દંડને સ્વિકાર્ય માનતો હોય તો સરકાર દેહાંત દંડ પણ આપી શકે છે..

માનવ સમાજ વધુ ને વધુ અહિંસા અને સંવેદનશીલતા તરફ ગતિ કરતો થયો છે.

હવે જો સંવેદનશીલતાની વાત કરીએ તો સંવેદનશીલતા શા કારણે આવે છે? સંવેદનશીલતા લાગણીઓની નિકટતાને કારણે હોય છે. આપણા શરીરને કશું વાગે તો આપણને દુઃખ થાય.

સંવેદનશીલતા પ્રાણીઓમાં પણ હોય છે. જે પ્રાણીઓ આપણે પાળેલા હોય છે તેઓને જ્યારે આપણા દુઃખની ખબર પડે ત્યારે આપણા દુઃખે દુઃખી થતા હોય છે. પણ તેમનામાં મનુષ્ય જેવી બુદ્ધિ હોતી નથી તેથી તેમની સંવેદનશીલતાનું વર્તુળ મોટું થતું નથી.

જેની સાથે આપણે નિકટતા હોય તેને પણ કશું વાગે તો પણ આપણને દુઃખ થાય છે. આપણને જેની સાથે દુશ્મનાવટ ન હોય તેને પણ જો કશું વાગે તો આપણને થોડી ઘણી દુઃખની લાગણી થઈ શકે.

જો આપણો વ્યવહાર ઉચ્ચ કક્ષાનો હોય, અને કોઈને પણ વાગ્યાનું આપણા ખ્યાલમાં આવે તો પણ આપણને દુઃખ લાગે. શારીરિક દુઃખની વિષે જેવું છે તેવું જ માનસિક દુઃખ વિષે છે.

આ સંવેદનશીલતાનું વર્તુળ માનવના માનસિક વિકાસની સાથે મોટું ને મોટું થતું જાય છે. બૌદ્ધિક વિકાસ, ભૌતિક વિકાસ અને માનસિક વિકાસનો વેગ એક સરખો હોતો નથી. કારણ કે વિકાસ તો સામાજીક જરુરીયાતો ઉપર પણ અવલંબે છે. એટલે ગાંધીજીએ કહેલું કે જે લોકોએ વેદ અને ઉપનિષદ લખેલા તેઓ યાંત્રિક વિકાસ માટે સક્ષમ ન હતા તેમ માનવું જરુરી નથી. પણ તેઓ પર્યાવરણ અને માનવસમાજની તંદુરસ્તી બન્નેને એક્બીજાના પરિપેક્ષ્યમાં સમજી શકેલા.

સંવેદનશીલતાનું વર્તુળ કેટલું મોટું થઈ શકશે?

માણસના આહારની ટેવો આમ તો તમે જેવી પ્રેક્ટીસ પાડો તેવી પડે. “ભૂખ ન જુવે ભાખરી…” ગાંધીજી વિલાયત ગયા એટલે તેમને લાગ્યું કે આહારની ટેવો આપણે બદલી શકીએ છીએ.

ગાયને પણ રાંધેલુ માંસ ખાતી કરી શકાય છે. અને સિંહને પણ રોટલા ખાતો કરી શકાય છે. આલસેશ્યન કુતરો પણ રોટલા અને દૂધ ઉપર જીવી જાય છે. બિલાડી પણ અન્નાહાર કરે છે. કુતરા, બિલાડા, સિંહ, વાઘ વિગેરે એક જ કક્ષાના પ્રાણીઓ છે તમારે તેમને કેળવવા પડે.

હવે આપણા શરીર માટે શું જરુરી છે એ વાત આપણું શરીર પોતે જ કહે છે. આપણા માટે શાકાહાર જ યોગ્ય છે. માણસે અગ્નિની શોધ કરી તેથી અને શાકાહારના અભાવમાં તે માંસાહાર કરતો થયો. પણ જેમ જેમ તેની સંવેદનશીલતા વધતી ગયી તેમ તેમ તે અમૂક પ્રાણીઓને ત્યાજ્ય ગણતો ગયો. ભારતમાં ગાય ગણાઈ. ધીમે ધીમે જ્ઞાનીજનોએ સંપૂર્ણ શાકાહારની વાત કરી. શાકાહારમાં પણ અન્ન, ફળ, મૂળ અને પર્ણ ના ભેદ પડ્યા. મૂળમાં રનર-ટાઈપ મૂળ સ્વિકારાયા, કારણે કે તેમાં વનસ્પતીનો સંપૂર્ણ હ્રાસ થતો નથી. પણ પર્ણ ને રાત્રે ન તોડવા તેવું સ્વિકારાયું. ફળમાં રસાદાર ફળો સ્વિકારાયા. અને બીજ ને ફાલવા દેવું. અન્નને અગિયારસ, અને દેવ-સેવાના મુખ્ય તહેવારોમાં ન ખાવા તેની પાછળ પણ સંવેદન શીલતાનું ગણિત જ કામ કરે છે. જેમ મંગળવારે કે શનિવારે માંસાહારી લોકો પણ ભારતમાં માંસાહારને ત્યાજ્ય ગણે છે.

વાસ્તવમાં ક્યાંક તો અહિંસાની અને સંવેદનશીલતાની એક સીમા આવે જ છે. આપણે ગાય સાથે આત્મીયતા છે એટલે ગાય ખાતા નથી. યુરોપીયનોને કુતરા સાથે આત્મીયતા હોય છે તેથી તેઓ કુતરાને ખાતા નથી. કોણ કોની પ્રત્યે સંવેદનશીલ છે તે મહત્વનું હોય છે અને આખરે તે જ ભાગ ભજવે છે.

કૃતજ્ઞતા એ એક સંવેદનાનો હિસ્સો છે. ગોસૃષ્ટિના માનવજાત ઉપર ઉપકાર છે, વનસ્પતિ સૃષ્ટિના પણ માનવજાત ઉપર ઉપકાર છે, અને તેથી આપણે તેમની પણ પૂજા કરીએ છીએ અને તેમનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ છીએ.અસ્ત્ર શસ્ત્રોની પણ આપણે પૂજા કરીએ છીએ. આ બધું આપણી સંવેદનશીલતાનું દ્યોતક છે. અને આની અંદર ઈશાવાસ્ય વૃત્તિ સાંસ્કૃતિક રીતે નિહિત છે. આપણા માનવા પ્રમાણે શસ્ત્રોમાં જીવ જ નથી. નદી, પર્વત, વૃક્ષો, સમૂદ્ર હવા પાણી વિગેરે અનેક પદાર્થો આપણી પાસે કદી કોઈ માગણી કરતા નથી. પણ આપણી સંસ્કૃતિમાં નિહિત ઈશાવસ્ય વૃત્તિને પરિણામે આપણી પ્રણાલીઓ સ્થપાઈ છે અને આપણે, કારણકે આપણે તેમના આધારે જીવીએ છીએ આપણે તેમના પર આપણી કૃતજ્ઞતા દર્શાવીએ છીએ.   .

હવે કરીએ કાયદાની વાત

કાયદો શું કહે છે?

युपीमें रहेना है तो कायदेसे रहेना होगा

પણ એ પહેલાં એ સમજી લઈએ કે ટીવી ચેનલોમાં ચર્ચા કેવી રીતે થાય છે.

પણ એ વાત કરીએ એ પહેલાં ઉત્તર પ્રદેશમાં શું થઈ રહ્યું છે તે જાણીએ.

ચૂંટણી થઈ અને ભારતીય જનતા પક્ષ પ્રચંડ બહુમતિ સાથે ચૂંટાઈ આવ્યો. ચૂંટણી વિશ્લેષકો, અક્ષરશાસ્ત્રીઓ, જ્યોતીષ શાસ્ત્રીઓ બધા જ ખોટા પડ્યા. આદિત્યનાથ યોગી મુખ્ય મંત્રી પદે આરુઢ થયા. જૈસે થે વાદીઓ અને ફરેબી ધર્મનિરપેક્ષતાવાદીઓના પેટમાં તેલ રેડાયું છે.  આદિત્યનાથ યોગી મોટી સંસ્થા ચલાવે છે. જેઓ સંસ્થા ચલાવતા હોય અને ૧૫ વર્ષથી લોક સભાના સભ્ય પણ હોય તેમને વહીવટ અને જનતંત્ર વિષે ગતાગમ હોય જ. એટલે તેમણે વહીવટી સપાટો બોલાવ્યો.

ગેરકાયદેસર કતલખાનાને તાળાં લાગ્યાં

Save Daughter Save Son

(with the curtsy of Cartoonist)

અત્યાર સુધીની સરકારો ખાસ કરીને સ.પા., બ.સ.પા. અને નહેરુવીયન કોંગ્રેસ સરકારો એવી હતી કે જે “જૈસે થે વાદ”, “હોતી હૈ ચલતી હૈ”, “યાર, અબ તો પૈસે બનાલો … ઇસસે અચ્છા મૌકા ફિર મિલે યા ન મિલે”, “અબે યાર, કાયદા હમે ક્યા કરેગા?”, “અબ મેરે ચાચા ડીએસપી હૈ… તુમ્હારી અબ ખૈર નહીં …”, “તુમ્હે ક્યા ચાહિયે વો બોલો ન … હમ તુમ્હે દિલા દેંગે …”, “અબ તો ઐશ હી ઐશ હૈ” બાબતોમાં ગળાડૂબ હતી. સમાચાર માધ્યમોના પણ આ જ સંસ્કારો હતા. મોટા ભાગના સમાચાર માધ્યમોના સંસ્કાર હજી પણ આવા જ છે.

ગેરકાયદેસર કતલખાના ચાલવા જોઇએ એવું કહેવાની ટીવી સંચાલકોની અને દંભી ધર્મનિરપેક્ષતાવાદીઓની હિમત નથી. તેથી તેઓ ચર્ચા આડે માર્ગે લઈ જાય છે. આ સરકાર મુસ્લિમ વિરોધી અને કોમવાદી છે એવો પ્રચાર ચાલ્યા કરે છે. એક મુસ્લિમ ભાઈએ તો ચર્ચા દરમ્યાન કહ્યું પણ ખરું કે “અમે કતલખાનાના લાયસન્સના રીન્યુઅલ માટે જે અરજી આપેલી છે તેની ઉપર જુની સરકારે કેમ પેન્ડીંગ રાખી, તેની સાથે અમારે લેવા દેવા નથી પણ નવી સરકારે તેના ઉપર કેમ કાર્યવાહી કરી નથી તેનો તે જવાબ આપે.”

હવે તમે જાણી લો કે નવી સરકારને આવે હજી સાત દિવસ પણ થયા ન હતા તો પણ તેને વાંકમાં લેવાની યોગી-વિરોધીઓની વૃત્તિ બની ગઈ હતી. ચર્ચાના એંકરને તમે યોગીના પગલાના વિરોધીઓની ઉલટ તપાસ કરતા જોશો નહીં. કારણ કે તે સૌનો એજન્ડા “કાયદાના શાસનને” બહુમાન આપવાનો નથી, પણ યોગી વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરવા છે.

૨૦૧૦માં કતલખાના માટે નીતિ નિયમો નક્કી કરેલ છે

આ નીતિ નિયમો માટેનો પરિપત્ર કતલખાનાઓની અને જનતાની જાણકારી માટે આદિત્યનાથ યોગીની સરકારે પ્રસિદ્ધ કર્યો. તો સમાચાર માધ્યમોએ તેને એવી રીતે પ્રસિદ્ધિ આપી કે આ નીતિ નિયમો યોગી સરકારે જ ઘડ્યા છે. અને સમાચાર માધ્યમોએ એવી રીતે પ્રસિદ્ધિ આપવા માંડી કે આઆ નવા નિયમો એવા છે કે કોઈ પણ કતલખાનુ ચાલી શકશે નહીં. જો તમે આ નિયમ વાંચશો તો તેમાં કશું એવું નથી કે જેને અમલમાં મુકી ન શકાય. દુનિયાના બીજા બધા જ દેશોમાં આવા કે આનાથી વધુ કડક નીતિ નિયમો અમલમાં છે. પણ સમાચાર માધ્યમોના એવા સંસ્કાર નથી કે તેઓ આ નિયમો ઉપર ચર્ચા કરી શકે.

ટીવી એંકરો અને યોગી વિરોધીઓ “કાયદાના શાસનના” મુદ્દાને તો સ્પર્ષતા જ નથી. “ગેકાયદેસર ચાલતા કતલખાના” માંથી “ગેરકાયદેસર” શબ્દને ઉડાડી દેવામાં આવે છે અને સમગ્ર ચર્ચામાં આદિત્યનાથ યોગી કોમવાદી છે અને મુસ્લિમોને બેકાર કરવાનું આ કાવતરું છે, મુસ્લિમો ભૂખે મરશે, આ મુસ્લિમ વિરોધી છે કદમ છે એવી જ વાતો ચલાવે છે.

નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓ અને ટીવીના એંકરભાઈ, વળી ચોર કોટવાળને દંડૅ એવી વાત કરે છે. બીજેપીવાળાને પુરું બોલવા જ ન દે. બીજેપી બંધારણના આદેશાત્મક જોગવાઈની વાત પૂરી કરે કે ન કરે ત્યાં તો તેમને એમ કહીને ઉતારી પાડે કે “ભારતીય બંધારણમાં તો ગૌ-વંશ માત્રની હત્યાની બંધી કરવાની જોગવાઈ છે. તમે માત્ર ગાય બળદની હત્યા બંધીને જ શા માટે પકડી રાખી છે? તમે બંધારણની હત્યા કરી છે.  તમને ભારતીય બંધારણ પ્રત્યે આદર જ નથી.”

સમજી લો ચર્ચા તો ફક્ત ગેરકાયદેસર ચાલતા કતલખાના ઉપર સરકારની તવાઈની છે. ચાલુ કાયદાનો અમલ નહેરુવીયન કોંગ્રેસ, સ.પા. અને બ.સ.પા. કરતા ન હતા. આ બધા પક્ષો આમ તો પોતાને ધર્મનિરપેક્ષ માને છે અને મનાવે છે. તો પણ પૈસા લઈને લાયસન્સો આપતા હતા, પૈસા લઈને લાયસન્સો રીન્યુ કરતા હતા. કતલખાનાવાળાઓ લાયસન્સ લીધા વગર પણ કતલ ખાના ચલાવતા હતા. તવાઈ તો આ બધા પક્ષો પર લાવવી જોઇએ અને એંકરે તે લોકોને ચર્ચા દરમ્યાન સકંજામાં લેવા જોઇએ. પણ સકંજામાં બીજેપીવાળા ભાઈને લેવામાં આવે છે. કારણ કે બીજેપી કાયદાનો અમલ કરે છે અને આ વાત જ નહેરુવીયન કોંગ્રેસ, સ.પા. , બ.સ.પા. ને કઠે છે.

રોડ-રોમીયાઓ ઉપર યોગી સરકારની લાલ આંખ પણ અભિષેક મનુ સિંઘવીની નહેરુવીયન કોંગ્રેસ, “લડકે હૈ ગલતી હો જાતી હૈ” કહેવાવાળા મુલાયમ ની સ.પા. ને પસંદ ન પડે તે સમજી શકાય તેમ છે પણ બ.સ.પા. ને શા માટે પસંદ ન પડે તે સમજી શકાતું નથી, એ સંશોધનનો વિષય છે. કદાચ એવું હોય કે “બાવો નાચ્યો એટલે બાવી નાચી”, “બીજેપીને ભાંડવાની વહેતી ગંગામાં હાથ ધોઈલો બાપલા” પણ આ બધી વાત આપણે નહીં કરીએ કારણ કે તે અહીં અપ્રસ્તૂત છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સંવેદનશીલતા, માનવીય વિકાસ, અહિંસા, યુદ્ધ, દંડ, માનસિક, દેહાંતદંડ, દુઃખ, માનસિક વિકાસ, યાંત્રિક વિકાસ, ઉત્તર પ્રદેશ, આદિત્યનાથ યોગી, મુખ્ય મંત્રી પદ, જૈસે થે વાદીઓ, ધર્મનિરપેક્ષ, ગેરકાયદેસર કતલખાના, મુસ્લિમ, ભારતીય બંધારણ, લાયસન્સ, કાયદાનો અમલ, નહેરુવીયન કોંગ્રેસ, સ.પા. , બ.સ.પા.

Read Full Post »

પ્રેસ્ટીટ્યુટ અને જ્ઞાતી વાદી રાક્ષસો અભણ સમાજમાં શું શું કરી શકે? ભાગ-૧

પ્રેસ્ટીટ્યુટનો અર્થ તો આપણને ખબર જ છે. આપણા વીકે સીંઘે તેનું અર્થ ઘટન કર્યું છે. અને આપણે તે અર્થ ઘટનને માન્ય રાખીશું. વાચકવર્ગ પ્રેસ્ટીટ્યુટના ગ્રાહકો છે. પણ આ ગ્રાહકો અભણ અને સ્વાર્થી હોય ત્યારે તેમનો રોટલો શેકાય છે અને તેઓ પોતાનો ધંધો ધમધોકાર ચલાવે છે.

ગાંધીજીનું ખૂન

ગાંધીજીનું ખૂન ગોડસેએ કર્યું. પણ આતો શરીરનું ખૂન હતું. ગાંધીજીને ૧૨૦ વર્ષ જીવવું હતું. કદાચ તેઓ તેટલું ન પણ જીવી શકત. કારણકે દરેક વ્યક્તિનું આયુષ્ય નિશ્ચિત હોય છે. દરેક વ્યક્તિ તેના માતા પિતાના સરેરાશ આયુષ્ય થી અથવા તો માતાના અને પિતાના કોઈપણ એકના આયુષ્ય થી ૨૦ટકા ઓછાવત્તા આયુષ્ય જેટલું જીવે છે. અલબત્ત આમાં તેમનું મૃત્યુ વૃદ્ધાવસ્થાને કારણે થયું હોવું જોઇએ. અકસ્માત કે ખૂન થી નહીં. ૨૦ટકા ઓછું એટલા માટે કે વ્યક્તિની ખરાબ આદતો તેના આયુષ્યને ઘટાડે છે. આ વાતની ચર્ચા વધુ નહીં કરીએ. પણ ગાંધીજીના મૃત્યુથી દેશને જેટલું નુકશાન થયું તેથી વધુ તેમના વિચારોના ખૂનથી દેશને ક્યાંય વધુ નુકશાન થયું છે. જોકે વિચારોનું આયુષ્ય ઘણું લાબું હોય છે. પણ વિચારોનું ખૂન થયા પછી પણ તે તો જીવતા રહે છે પણ્સ જ્યારે જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ તેનું ખૂન કરે ત્યારે સમાજને ઘણું નુકશાન થાય છે.

હાલ આપણે ગુજરાત પૂરતી જ વાત કરીશું. અને તે પણ આંદોલનકારીઓ પૂરતી અને સ્થાનિક સમાચાર માધ્યમો સુધી મર્યાદિત રાખીશું.

આમાં કશું નવું નથી. સૌ કોઈ જાણે છે. છતાં પણ તેની વાત કરવી જરુરી બને છે. કોઈ પણ વાત ક્યારે જરુરી બને છે તે આમ તો વ્યક્તિગત અભિપ્રાયનો સવાલ છે. પણ જો નીતિ મત્તા સંકળાયેલી હોય તો અને વિરોધાભાસવાદી વર્તન હોય તો આવું વર્તન સમાજને નુકશાન કરે છે.

અનામતની ગાજરની પિપૂડી

અનામત એ એક સમાજિક સમસ્યા છે અથવા હતી. અને આ સમસ્યાને નહેરુવંશી કોંગ્રેસે રાજકીય મુદ્દો બનાવી દીધો છે. અનામતની જોગવાઈના પુરસ્કર્તા આંબેડકર હતા. સામાજિક રીતે પછત જાતિસમૂહ અને સાથે સાથે અછૂત પણ હોય તેઓ માટે આંબેડકરે અનામતને પુરસ્કૃત કરેલી. જો સરકાર ગરીબોને લક્ષ્યમાં રાખીને પોતાની વિકાસ યોજનાઓ બનાવે તો ગરીબોને તો વાંધો ન આવે. પણ અછૂતોને તો વાંધો આવે જ. કારણકે સામાજિક માનસિકતા એટલી વિકસી ન હતી. જો કે ગાંધીજીએ વિરોધ કરેલ. કારણ કે તેમની માન્યતા હતી કે સમાજની માનસિકતાને સુધાર્યા વગર જે કંઈ કરીશું  હિંસા ગણાશે. માટે સઘળી શક્તિઓ સમાજની માનસિકતાને સુધારવા તરફ કેન્દ્રિત કરો. નેતાઓ જો આવી આચાર સંહિતા અપનાવશે તો તેના તાત્કાલિક પરિણામો મળશે જ. તમે જુઓ છો કે તે વખતની કોંગ્રેસમાં વગર અનામતે ઘણા હરિજન નેતાઓ હતા. આંબેડકરને આ રસ્તો લાંબો લાગ્યો. પણ પચાસના દાયકાના મધ્યમાં નહેરુને આમાં રાજકીય લાભ જણાયો. શરુઆતમાં હરિજનો સુધી જ અનામત સીમિત હતી. આંબેડકરના મરીગયા પછી આ અનામત નું ક્ષેત્ર વિસ્તારવામાં આ અનામતનું ક્ષેત્ર વિસ્તારવામાં આવ્યું. આ ક્ષેત્ર નહેરુની સુપુત્રીના સમયમાં એટલી હદે વિસ્તારવામાં આવ્યું કે એક મંડળ રચવામાં આવ્યું કે જે ફાવે તે કોમ પોતાનો પક્ષ રજુ કરે અને અનામતમાં પોતાની કોમને આવરી લે.

પણ આ કોમ એટલે શું?

આમ તો કોમ, જન્મથી જ મળે છે. ધર્મ પણ જન્મ થી જ મળે છે. પણ તમે ધર્મ બદલી શકો છો. તમે તમારી જન્મથી મળેલ કોમને બદલી શકતા નથી. આ ભારતીય બંધારણની પ્રચ્છન્ન કે અપ્રચ્છન્ન વક્રતા છે. ભારતીય બંધારણ જ્ઞાતિપ્રથામાં માનતું નથી. પણ કોઈ કોમ પોતાને અમુક તમુક કોમમાં માને તો રોકતું પણ નથી. પણ જો તમે બીજાને નુકશાન કરીને પોતાની કોમનું હિત સાધો તો ભારતીય બંધારણ નડે ખરું. પણ આ નડતરને નિરસ્ત્ર કરવા માટે એક મંડળ રચવામાં આવ્યું. બંધારણ આમ તો સૌને સમાન હક્ક આપે છે. પણ જેમ સામ્યવાદમાં સૌ સમાન છે. પણ અમુક વર્ગ ખાસ સમાન છે. એવું જ નહેરુવંશની કોંગ્રેસે મંડળની સ્થાપના કરીને કર્યું.

વીપી સિંઘને થયું કે આ મંડળનો લાભ નહેરુવંશીય કોંગ્રેસ જ લઈ જાય તેતો બરાબર ન કહેવાય.

નેતાનો ધર્મ સમાજને દોરવણી આપવાનો હોય છે. સમાજને દોરવણી આપવી હોય તો અમુક અધિકારો જોઇએ.

સમાજસુધારક નેતાઓ અને ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના મળતીયાઓને સમાજની માનસિકતા સુધારવાને બદલે તેમને મળતી સત્તા સાચવવામાં જ રસ રાખ્યો છે. અને તેથી તેઓએ અનામતનો ઉપયોગ ગરીબ લોકોને કહેવાતા સવર્ણોથી અલગ કરી દેવાનું કામ કરવા માટે મત બેંકો ઉભી કરવાના ભરપુર પ્રયાસો કર્યા અને તેમાં મહદ અંશે સફળ પણ થયા. બિહારની ચૂંટણીના પરિણામો તાજેતરનો તેનો ઉત્તમ દાખલો છે. સમાજને વિભાજિત કરવાના કામના શ્રીગણેશ સૌ પ્રથમ નહેરુએ કર્યા. તેમણે ભાષાના આધારે લોકોને વિભાજિત કર્યા. જે ગુજરાતી લોકો શિવાજીને “ધણણ ડૂંગરા બોલે શિવાજીને નિદરું નાવે …” એમ કહી શિવાજીની પ્રસંશા કરતા હતા, જે સૂરતના વેપારીઓના મહાજને શિવાજીને બોલાવીને સ્વેચ્છાએ પોતે કરેલા દાનને લૂંટમાં ખપાવવા કહ્યું હતું, જે ગુજરાતીઓ મરાઠી લોકો સાથે હળી મળીને સેંકડો વર્ષોથી રહેતા હતા, નહેરુએ તે ગુજરાતીઓની વિરુદ્ધ મરાઠી લોકોને ભડકાવ્યા અને કહ્યું કે “જો મુંબઈ મહારાષ્ટ્રને મળશે તો મને ખુશી થશે.” આવું કહીને નહેરુએ મરાઠી લોકોને એવો સંદેશો આપ્યો કે મુંબઈ મહારાષ્ટ્રને મળે તે વાતમાં ગુજરાતીઓ આડા આવે છે. (વાસ્તવમાં તો કોંગી મોવડી મંડળનો નિર્ણય હતો કે મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણ રાજ્યો બને). આમ કહી નહેરુએ મુંબઈમાં મરાઠી અને ગુજરાતીઓ વચ્ચે દંગા કરાવ્યા હતા અને ગુજરાતીઓએ મહારાષ્ટ્રમાંથી હિજરત કરવી પડેલી. ઇન્દિરા ગાંધીએ સવર્ણ અને અસવર્ણ વચ્ચે વિગ્રહ ફેલાવ્યો અને ખાલિસ્તાની આતંકવાદને પરોક્ષ-પ્રત્યક્ષ રીતે પોષી મુસ્લિમ આતંકવાદનો છોડ રોપ્યો. આમ નહેરુવંશી કોંગ્રેસના આચારો દ્વારા દેશના માનવ સમાજને પારવિનાનું નુકશાન કર્યું છે, એટલે નહેરુવંશની કોંગ્રેસના સુધરવાની અપેક્ષા, સુજ્ઞજનો ન રાખી શકે તે સ્વાભાવિક છે.

પણ આખા દેશની જનતા સુજ્ઞ ન હોઈ શકે. તો પછી દેશની જનતાને સમજાવશે કોણ?

આ કામ સમાચાર માધ્યમોનું છે. આ સમાચાર માધ્યમો કોણ છે અને કોણ ચલાવે છે?

આ સમાચાર માધ્યમો ટીવી ચેનલો છે અને  સમાચાર પત્રો છે.

ટીવી ચેનલોમાં આપણે સમાચારો ઉપરાંત મહાનુભાવોની ચર્ચાઓ અને મહાનુભાવોના સાક્ષાત્કાર (ઈન્ટર્વ્યુઓમાં) હોય છે.

સમાચારોને કેમ કરી સંવેદનશીલ બનાવવા તેની મોટાભાગની ચેનલો સ્પર્ધા કરતી હોય છે. ફક્ત દૂરદર્શન તેમાં બકાત હોય તેમ લાગે છે. મહાનુભાવોની ચર્ચાઓમાં યુ.પી.એ. સંગઠિત પક્ષોના, મહાનુભાવો અને તેમાં પણ ખાસ કરીને નહેરુવંશી પક્ષના મહાનુભાવો બીજા કોઈને બોલવા દેતા નથી અને અસંબદ્ધ રસ્તે ચર્ચાને લઈ જાય છે. આમાં ચેનલના ચાલકનો સહકાર હોય છે. મહાનુભાવો સાથેના સાક્ષાત્કારમાં ચાલતા વાર્તાલાપમાં જો બીજેપીના મહાનુભાવ હોય તો તેમને એવા પ્રશ્નો પૂછવામા આવે છે કે જે પ્રશ્નોમાં ચેનલ ચાલકના પ્રશ્નોનો ઇચ્છિત ઉત્તર પણ સામેલ હોય. દા.ત. “તમને રામ મંદિર, ચૂંટણીના સમયે જ કેમ યાદ આવે છે? તમે મુસ્લિમોની ભાવનાનો ખ્યાલ રાખ્યા વગર કેમ નિર્ણયો લો છો? રામ મંદિર શીલાન્યાસ કરીને તમે શું સિદ્ધ કરવા માગો છો? …”

બાકી રહ્યા સમાચાર પત્રો.

“નો નેગેટીવ” ન્યુઝ

આમાં સમાચારોની હેડ લાઈનો, તેના અક્ષરોની સાઈઝો અને તેની શબ્દ ગોઠવણ એ રીતે રાખવામાં આવે છે કે બીજેપી વિષે નેગેટીવ વાતાવરણ તૈયાર થાય.

એક ગણમાન્ય ગુજરાતી અખબાર કેટલાક વખત થી એવો દાવો કરે છે કે તે અઠવાડિયામાં એક દિવસ (સોમવાર), “નો નેગેટીવ” ન્યુઝ આપશે. એનો અર્થ શું થાય છે તે આપણે જોઇએ.

(૧) અઠવાડીયાના સાત દિવસોમાંથી છ દિવસો, આ સમાચાર પત્ર, નેગેટીવ ન્યુઝ આપવાનો પોતાનો હક્ક અબાધિત રાખશે. એટલે કે આ સમાચર પત્ર છ દિવસ, નેગેટીવ ન્યુઝ આપશે.

(૨) હમેશા “નો નેગેટીવ” ન્યુઝ આપવા શક્ય નથી.

(૩) અરે તમે ભૂલો છો. અમે અઠવાડીના એક દિવસ એવા ન્યુઝ આપીશું જે વાચકોને પ્રેરણા આપે. એટલે કે ફલાણા ભાઈએ કેવું રીસ્ક લીધું અને કેવા આગળ આવી ગયા. માટે હે વાચકો તમે પણ રિસ્ક લો અને તમે આગળ આવી શકશો.

“અરે દિવ્યભાસ્કર ભાઈ, અસાધારણ સફળતા, સંજોગો અને શક્યતાના સિદ્ધાંતો ઉપર આધારિત છે.”

હા એ ખરું. પણ હે વાચકો તમે રિસ્કની જીદ લેશો તો સફળ તો થશો જ. મોટી નહીં તો નાની સફળતા પણ મળશે જ. માટે મચી પડો.

(૪) અરે હે વાચકો, વળી પાછી તમે ભૂલ કરી. અમે “નો નેગેટીવ” ન્યુઝ આપીશું તે તો ફક્ત એવા સમાચારોને લાગુ પડે છે કે જે રાજકારણ સાથે સંબંધિત ન હોય. રાજકારણ સાથે સંબંધિત સમાચારો તો “નો નેગેટીવ” ની શ્રેણીમાં ન જ આવી શકે. ખાસ કરીને બીજેપી ને લગતા સમાચારોને અમારે વક્ર દૃષિથી જ ઘડવા પડે. અને જનતાને બીજેપી વિષે નેગેટીવ સંદેશો મળે એ તો અમારે જોવું જ રહ્યું. હા વંશવાદી પક્ષોની અમે નેગેટીવ ટીકા ન થાય તેનો ખ્યાલ રાખીશું. (કારણ કે વંશવાદી પક્ષો અને ખાસ કરીને નહેરુવંશી પક્ષ અમને સતત સમજાવે છે કે ઇનામ દૂંટી ઉપર મુકાય છે અને દૂંટી તો પેટ સાથે જોડાયેલી હોય છે. સર્વ જનોને પેટ હોય છે. બે વાંસા કોઈને હોતા નથી).

હવે તમે કહેશો કે દાખલો તો આપો…

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

પ્રેસ્ટીટ્યુટ, વાચકવર્ગ, ગાંધીજીનું ખૂન, શરીરનું ખૂન, ગાંધી વિચારનું ખૂન, દેશને નુકશાન, આંદોલન પ્રિય, ગાજરની પિપૂડી, નહેરુવંશી કોંગ્રેસ, આંબેડકર, અનામત, મંડળ, જન્મ, ધર્મ, કોમ, જ્ઞાતિપ્રથા, ભારતીય બંધારણ, નિરસ્ત્ર, નેતાઓનો ધર્મ, દોરવણી, અધિકારો, સમાજસુધારક, આતંકવાદ, યુ.પી.એ., પેટ, દૂંટી, પૈસા,

Read Full Post »

“હું તમારાથી વધારે પવિત્ર છું” ની ગતિ

ઈશુ ખ્રીસ્તે બાયબલમાં કહ્યું કે તારો જમણો હાથ જે (સારું) કામ કરે તેની જમણા હાથને ખબર ન પડવી જોઇએ. આવું ક્યારે બને? જો તમારા જમણા હાથે કરેલું કામ મગજ દ્વારા મન સુધી ન પહોંચે તો. કારણ કે જો મન સુધી પહોંચે તો તે મનોવૃત્તિ ઉપર અસર કરે જ છે. અને જે મનોવૃત્તિ ઉત્પન્ન થઈ તે પણ સ્મૃતિમાં જમા થઈ, એટલે જ્યારે બીજી કોઈ જગ્યાએ વર્તન કરવાનું આવે ત્યારે આ વૃત્તિ મગજ ઉપર નિર્ણય લેવામાં અસર કરે.

કૃષ્ણ ભગવાને આ વાત ગીતામાં સારી રીતે સમજાવી છે. કે તમે જે કર્મ કરો તે અલિપ્ત ભાવે કરો. જો તમે સારા કામો કરો તો તેને અલિપ્ત ભાવે કરો. અને ખરાબ કામો (સમાજના હિત માટે ક્યારેક ક્યારેક વ્યક્તિઓને દંડિત કરવા પડે છે) પણ અલિપ્ત ભાવે કરો. જો કાર્યો અલિપ્ત ભાવે કરવામાં આવે તો તેના સારા અને ખરાબ કર્મો તમારી વૃત્તિઓ ઉપર અસર કરતા નથી.  

આ બાબતનું સચોટ ઉદાહરણ કયું?

જે વેપારી ભાઈઓ છે તેઓ આનું ઉદાહરણ છે. વેપારી ભાઈઓમાં ફક્ત વંશપરંપરાગત રીતે વેપાર કરે છે તેઓ જ આવે એમ નથી. પણ જેઓ સંપત્તિ વધારવાની અને તે વધેલી સંપત્તિ દ્વારા અંગત સુખ સગવડો બીન જરુરી રીતે વધારવાની એક માત્ર વૃત્તિ સાથે કાર્ય કરે છે તે બધા આમાં આવી જાય છે.

જૂના જમાનામાં વેપારીઓ હતા, પણ તેમનામાં આ વૃત્તિ બેફામ ન હતી. અને તેમના ઉપર જે તે જ્ઞાતિના મહાજનોનો થોડો ઘણો અંકૂશ હતો. સમાજરચના પણ એવી હતી કે સ્વાવલંબી એકમોના કદ નાના હતા. અત્યારે આપણે સ્વાવલંબી એકમ તરીકે પૃથ્વીને માનીએ છીએ. તેથી ઉત્પાદકો વેપારીઓ અને વપરાશ કર્તાઓ વચ્ચે સંવાદ જટીલ થયો અને ભાવનાનો લગભગ નાશ થયો. આના મૂળમાં વ્યક્તિ અને સમાન હિત ધરાવતી વ્યક્તિઓની સ્વકેન્દ્રીય વૃત્તિઓ છે.

અમારા મહુવામાં એક શેઠ ઠીક ઠીક પૈસાપાત્ર હતા અને અમુક બાબતોમાં અમુક રીતે પરગજુ હતા. જ્યારે કોઈ પણ મહાનુભાવ મહુવામાં આવે તો તેઓ આગળ પડતા રહેતા. આ શેઠ, તે મહેમાનોની આગતા સ્વાગતામાં જે કંઈપણ ખર્ચ થતો તેનો મોટો ભાગ વહોરવા તૈયાર રહેતા. તેઓ કહેતા પણ ખરા કે આપણે એવું કંઈ નથી કે વૈષ્ણવ સંત આવે તો જ આગતા સ્વાગતા કરવામાં આગળ રહીયે. અમે તો શંકરાચાર્ય આવે તો તેમાં પણ ખર્ચામાં પાછા ન પડીએ. બસ આપણું નામ રહેવું જોઇએ. એટલે કે જે કાર્ય થાય તેની પાછળ નામ જાહેર થવું જોઇએ.

આનો અર્થ એ થયો કે સારા કર્મો પાછળ કીર્તિ મેળવવાની વૃત્તિ હોય છે. તેથી સારું કામ કર્યું તો પણ મન સુધરતું નથી અને બીજા કામોમાં બીજાને નુકશાન થાય તેવી પ્રવૃત્તિઓ કરીએ છીએ. આવું હોય એટલે વ્યક્તિ પોતાના કામમાં અનીતિ આચરશે.

કર્મની લિપ્તતાનું બીજું સ્વરુપ

કર્મની લિપ્તતાનું બીજું એક ઉદાહરણ છે. સારું કામ કરો અને બીજાને કહેતા રહો કે મેં આ કર્યું અને મેં તે કર્યું. અલબત્ત તમે સારું કામ કર્યું પણ તેથી જો તમારું મોઢું ફુલી જાય તો સારા કામ નું ફળ ન મળે.  કારણ કે ઘણીવાર એવું પણ બને કે જ્યારે તમને અન્યાય થયો હોય તેવું લાગે. આવે સમયે તમારી કાર્ય કુશળતા ઉપર અસર થાય છે. અને તમે થોડા ઘણા નિસ્ક્રીય થઈ જાઓ છો. નિસ્ક્રીય થવાથી તમે જે કીર્તિ મેળવી હોય તે ઝાંખી પડીને નષ્ટ થાય. તમારી આસપાસ તમારી સાથે કામ કરતી વ્યક્તિઓ બદલાતી રહે છે. નવી વ્યક્તિઓ તો તમારું વર્તમાન કામ જ જુએ છે. તમારી સાથે કામ કરતી જે વ્યક્તિઓ બદલાઈ તે પણ તમારી વર્તમાન કાર્યશીલતાને જોશે અને તમારી જુની કાર્યશીલતાને  ભૂલી જશે. ટૂંકમાં સારું કાર્ય કર્યાનું અભિમાન તમારે માટે ખરાબ પરિણામો લાવશે.

શું પોતાના કરેલા સારા કર્મો કહેવા જ નહીં?

હાજી. તમારે તમારા સારા કર્મો કહેવા જ નહીં. તમારા સારા કર્મો બીજા લોકો કહેશે. ધારો કે બીજા લોકો કહી શકે તેવી સ્થિતિમાં ન હોય તો? તેવી સ્થિતિમાં જો તમને વાંકમાં લેવામાં આવે તો જે વ્યક્તિ/વ્યક્તિઓ તમને વાંકમાં લે છે તેની ગેરસમજણ દૂર કરવા તમે તેને અલિપ્ત ભાવે કહો, જેથી સામેની વ્યક્તિઓને સુધરવાની તક મળે

શું બીજી વ્યક્તિને સુધારવી એ આપણું કર્તવ્ય છે?

બીજી વ્યક્તિને સુધારવાનું આપણું કર્તવ્ય નથી. પણ આપણો બચાવ કરવો અને તે પણ માહિતિ અને દલીલ સાથે બચાવ કરવો એ સમાજના હિત માટે જરુરી છે. તેવીજ રીતે સામેની વ્યક્તિના દોષોને જરુર પડે ત્યારે માહિતિ અને દલીલ સાથે જણાવવા જોઇએ.

રાજકારણમાં શું થાય છે?

જો કે આ સવાલની પાછળના હેતુઓ વિવાદાસ્પદ હોઈ શકે. પણ તેના વિવાદાસ્પદપણાને લીધે અવગણી ન શકાય. રાજકારણીઓનો વ્યક્તિગત રીતે રાજકારણમાં રહેવાનો ગમે તે હેતુ હોય પણ રાજકારણ બધે જ હોય છે. ફક્ત જનપ્રતિનિધિઓના કર્તવ્યને રાજકારણ ગણવું તે બરાબર નથી. વ્યાપક ચર્ચાને વધુ લાયક કોઈ વિષય હોય તો તે આ જનપ્રતિનિધિઓને લગતું રાજકારણ જ છે.

હાલના જનપ્રતિનિધિઓ બધાજ વિષયોમાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે જનતાએ તો તેની ચર્ચામાં ભાગ ભજવવો જ જોઇએ. અને જરુરી ટીકાઓ કરવી જ જોઇએ. જનતા આવું કરે તો જ જે તે રાજકારણીઓ જેમને સુધરવાની ઈચ્છા છે તેઓ સુધરી શકે છે. રાજકારણીઓ પોતાનો પક્ષ બનાવીને જો કાર્ય કરતા હોય તો પક્ષને પણ વ્યક્તિ માનીને તેને સુધરવાની તકનો દીશા નિર્દેશ કરવો જોઇએ.

જનતામાં રહેલી ભિન્નતા

જનતા તો ભિન્ન ભિન્ન ક્ષેત્રોવાળી છે, ભિન્ન ભિન્ન હેતુઓ વાળી હોય છે, વિચારો પણ ભિન્ન ભિન્ન હોય છે અને અભિપ્રાયો પણ ભિન્ન ભિન્ન હોય છે, તો પ્રજામાં એક મતિ કેવીરીતે આવે અને સાચું કે ખોટું, યોગ્ય કે અયોગ્ય કેવી રીતે નક્કી કરી શકાય?

તર્ક શાસ્ત્ર એક જ છે. વિજ્ઞાનમાં પણ ઘણા ક્ષેત્રો છે. અને તેના હેતુઓ પણ જુદા જુદા છે. છતાં પણ વૈજ્ઞાનિકોનીવચ્ચે એવો સંઘર્ષ નથી કે વૈજ્ઞાનિકો હુલ્લડો કરવા ઉપર આવી જાય. કારણ કે તેમના તર્કના સિદ્ધાંતો એક સરખા છે. એટલે મૂળવાત તર્ક ઉપર છે. તર્ક પોતે, માહિતિઓ, પ્રયોગો અને તેના દ્વારા મળેલા પરિણામો ઉપર આધાર રાખે છે. અને તે પ્રમાણે તારણો કાઢવામાં આવે છે. આ તારણો દ્વારા વિદ્યાનો (ટેક્નોલોજી) અને જ્ઞાનનો વિકાસ થાય છે.

સમાજશાસ્ત્ર પણ એક શાસ્ત્ર અને તેનો વિકાસ તેજ રીતે જ થવો જોઇએ

જેઓ રાજકારણને અસ્પૃષ્ય માનતા નથી અને રાજકારણમાં હોદ્દાઓમાં ભાગબટાઈ કરતા નથી તેઓ જ સમાજશાસ્ત્રનો અને સમાજનો વિકાસ સાચી દિશામાં કરી શકે. આ લોકોને જ આપણે સમાજશાસ્ત્રી કહી શકીએ.

રાજકારણમાં હોદ્દાઓમાં ભાગબટાઈ કરનારા પણ સમાજશાસ્ત્રનો વિકાસ કરી શકે છે. પણ વાસ્તવમાં તેઓ પ્રયોગો કરનારા હોય છે. અને સમાજશાસ્ત્રમાં તેઓ એક ઉપકરણ પણ હોય છે. તેથી તેઓએ પોતે કરેલા પ્રયોગો ઉપર અને તારવેલા સિદ્ધાંતો ઉપર સ્વિકૃતિની મહોર તો સમાજશાસ્ત્રીઓએ જ મારવી જોઇએ.

જનતાની સ્થિતિ

સમાજ શાસ્ત્રનું એક પરિબળ સમાજની વ્યક્તિઓ પણ છે અને જે કંઈપણ નિર્ણયો લેવાય તે જનતા  ઉપર અસર કરે છે તેથી કોઈપણ વાત જનતાથી છાની રાખી શકાય નહીં. સમાજની વ્યક્તિઓ પણ માહિતિનો એક સ્રોત છે અને તેમના પ્રતિભાવો અને ભાવનાઓ  પણ એક જાતની માહિતિ છે.

આ પ્રમાણે જેઓ જનપ્રતિનિધિઓ છે તેમને જનતાએ કોરોચેક આપ્યો નથી કે ન તો કોરી ગીતા કે મનુસ્મૃતિ આપી. તેઓ ફાવે તેમ વર્તી ન શકે. આ જનપ્રતિનિધિઓને, સમાજશાસ્ત્રી કે સમાજસુધારક અન્ના હજારે જેવા પુછે તો આ પ્રતિનિધિઓ એમ ન કહી શકે કે “જનતાના પ્રતિનિધિઓ તો અમે છીએ. તમે કોણ છો અમને પૂછનારા?” વાસ્તવમાં જનપ્રતિનિધિઓ સમાજ શાસ્ત્રીઓ છે જ નહીં. તેઓ તો પ્રયોગો કરનારાઓ ઉપર નજર નાખનારા ચોકીદાર છે. પ્રયોગ કરનારા તો સરકારી નોકરો છે. અને પ્રયોગોમાં સુધારા સૂચવનારા સમાજશાસ્ત્રીઓ છે. આ સમાજશાસ્ત્રીઓ જાહેરમાં ચર્ચાઓ કરશે અને પ્રજાની સ્થિતિનો ક્યાસ કાઢશે, તેની અનુભૂતિઓને લક્ષ્યમાં લેશે. પદ્ધતિમાં જરુરી ફેરફારોની એક બ્લ્યુપ્રીંટ બનાવશે. અને પ્રજા સામે “ખરડાના સ્વરુપમાં” રજુ કરશે. જે પક્ષ પોતાને સમાજશાસ્ત્રીઓનો સમૂહ માનતો હોય, તે પોતાને યોગ્ય લાગે તે સુઝાવને “કાયદાકીય સ્વરુપની ભાષામાં બદ્ધ”  પ્રસ્તાવ (ખરડાના) ના સ્વરુપમાં પ્રજા સમક્ષ (મતદાર મંડળો સમક્ષ) રજુ કરશે અને જાહેર મંચ ઉપર ચર્ચા કરશે.. આ બધું ત્યારે જ બને જ્યારે મતદાર મંડળો બને અને તે પણ ક્યારે કે જ્યારે આ મતદાર મંડળોને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હોય તો.

સમાજસુધારો ફક્ત પ્રચાર નથી.

સમાજમાં સુધારાની વાત પ્રચારની નથી પણ ચર્ચાની છે. તેથી પ્રચાર વગરની ચર્ચા થવી જોઇએ.  આવી ચર્ચા એક મંચ પર થવી જોઇએ. આવા મંચ દરેક મતદાન મથકમાં હોવાં જોઇએ. અને તેનું સંચાલન અધિકૃત અધિકારી પાસે હોવું જોઇએ. જે દરેકને પોતાનો અભિપ્રાય મુકવાની છૂટ આપે. સમગ્ર કાર્યવાહીની સંપૂર્ણ નોંધ રાખે અને પછી સૂચિત ખરડા ઉપર મતદાન કરીને તેનો આલેખ ઉપરના સ્તર ઉપર મોકલી આપે. (આ વાત આપણે  “नरेन्द्र मोदी जब प्रधान मंत्री बन जाय, तब भारतीय जनता उनसे क्या अपेक्षा रखती है” ની લેખમાળામાં વિસ્તારથી કરી છે).

આવી જોગવાઈઓ બંધારણ દ્વારા ન થાય અને રાજકારણમાં વૈચારિક બળને બદલે પૈસાના અને પાશવિક બળો જો કામ કરતા હોય ત્યારે જો કોઈ એમ માને કે અમે તો પવિત્ર છીએ અને રાજકારણ તો અપવિત્ર છે તેથી તેનાથી અમે અલિપ્ત રહીશું તો તેઓ પોતાની ફરજ ચૂકે છે. હા એ જરુર મંજુર છે કે આ તમારો વિષય નથી અને તેથી જ તમે તેનાથી દૂર રહેવા માગો છો. પણ તો પછી તમે સમાજની સ્થિતિ વિષે બળાપો કરવાનો અધિકાર પણ ગુમાવો છો.

જેઓ સામાન્ય અથવા અસામાન્ય છે અને તેઓ ચર્ચા કરવા માગે છે અને અથવા સમાજશાસ્ત્રી પણ છે અને જનપ્રતિનિધિ પણ બનવા માગે છે તેમણે શું કરવું જોઇએ?

આવા લોકોની ચર્ચા હમેશા મુદ્દા અને માહિતિ સભર હોવી જોઇએ

જેમકે નહેરુવીઅન કોંગ્રેસી નેતાઓ ભારતીય જનતા પાર્ટીને કોમવાદી કહે છે. તેના સમર્થનમાં તેઓ તેનો આરએસએસ સાથેનો સંબંધ કહે છે. તો સવાલ એ થાય કે આર એસ એસ કેવી રીતે કોમવાદી છે? આરએસએસના કયા ઉચ્ચારણો અને કઈ માન્યતાઓ તેમને કઈ રીતે કોમવાદી ઠેરવે છે? ઉચ્ચારણો ઉપર ચર્ચા થવી જોઇએ. માન્યતાઓની ગુણવત્તા ઉપર ચર્ચા થવી જોઇએ.

નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો થાય તો તેની વિગતો અને આધારો ઉપર ચર્ચા થવી જોઇએ. નહેરુવીયન કોંગ્રેસીઓ સામેથી બીજેપીને ભ્રષ્ટાચારી કહે તો તેથી કોંગ્રેસીઓના ભ્રષ્ટાચારનો બચાવ થઈ જતો નથી. જો કોંગ્રેસીઓ, બીજેપીના કોઈ એક ભૂતપૂર્વ નેતાના ભ્રષ્ટાચારને સો વખત બોલે એટલે તેના સો ભ્રષ્ટાચાર થઈ જતા નથી.

આમઆદમી પક્ષ

બીજેપી જો એમ કહે કે આમઆદમી પક્ષે કહેલ કે અમે કોઈ ભ્રષ્ટાચારી પક્ષને સમર્થન કરીશું નહીં અને તેમનું સમર્થન લઈશું નહીં. નહેરુવીયન કોંગ્રેસે તેને શરતો વગરનું સમર્થન કર્યું. તે ખોટું કર્યું તો બીજેપીની આ વાત બરાબર નથી. કારણ કે જે સમર્થન આપ્યું છે તે શરતો વગરનું છે. જો આમઆદમી પક્ષને સારા હેતુ માટે શેતાન મદદ કરતો હોય તો તે મદદ જરુરી હોય અને તે મદદના અભાવમાં સારું કામ થઈ શકતું ન હોય તો સમર્થન લેવું અને શેતાનના ખાતામાં પણ આ સારા કામને જમા કરવું. જોકે એ વાત જુદી છે કે આ શેતાને ભૂતકાળમાં દરેક વખતે દગો કર્યો છે. પણ આ શેતાનની સાથે શું વ્યુહ રચના રાખવી તે આમઆદમી પક્ષની હોંશીયારી ઉપર છોડી દેવું.

આમઆદમી પક્ષ પોતાના સિવાય બધા પક્ષોને ભ્રષ્ટ કહે તે વાત પણ બરાબર નથી. જ્યાં સુધી એફ આઈ આર ન નોંધાય, કોર્ટને પ્રાથમિક માહિતિ વિશ્વસનીય ન લાગે, કોર્ટ અરોપનામું ન પાઠવે અને સજા ન કરે ત્યાં સુધી ત્યાં સુધી આરોપીને કાયદેસર રીતે ભ્રષ્ટ ન જ કહેવાય. પણ તેની ઉપરના આરોપોની ગુણવત્તા ઉપર ચર્ચા કરી શકાય.

દિલ્લીની વિધાનસભામાં ચૂટાઈને આવેલા બધાજ પ્રતિનિધિઓને એટલા જ કારણસર ભ્રષ્ટ ન કહી શકાય કે તેમના પક્ષને આપણે ભ્રષ્ટ કહ્યો છે. આ બધા બંધારણીય રીતે ચૂંટાઈ આવ્યા છે અને તેઓ જનતાના પ્રતિનિધિઓ છે. તેઓ પક્ષના પ્રતિનિધિઓ નથી. આનું કારણ એ છે કે જનતાએ તેમના નામ સામે મત આપ્યા છે. પક્ષે તો તેમને પ્રસ્તૂત કર્યા છે. આ પ્રતિનિધિઓનું ઉત્તરદાયિત્વ જનતા સાથે છે. પક્ષ સાથે નથી.

જનતાના બંધારણીય હક્કોનું જનહિતમાં અર્થઘટન

જોકે સંસદે એક ખરડો પાસ કરીને જનપ્રતિનિધિઓને પક્ષને વફાદાર રહેવાનું સૂચવ્યું છે. આ વાત વ્યક્તિના બંધારણીય હક્કની વિરુદ્ધ જાય છે. સંસદ, કોર્ટ, પક્ષ કે જનતાનો અમુક વર્ગ આ વાત ન સમજે પણ આમઆદમી ના કેજરીવાલે આ વાત સમજવી જોઇએ. ભારતીય બંધારણ આ પ્રતિનિધિને “જનપ્રતિનિધિ” કહે છે. પણ પક્ષ કહે છે કે અમે તેને પ્રસ્તૂત કર્યો છે તેથી અમે તેને પદભ્રષ્ટ કરી શકીએ. આ વાત તો એવી થઈ કે તમે એક એજન્સીને કહ્યું કે તમે અમને ચોકીદાર આપો. તેણે આપ્યો. તમે મંજુર કર્યો. તમે તેને પગાર અને સવલતો આપવાનું પણ શરુ કર્યું. પણ તમને લાગ્યું કે આ ચોકીદાર વિશ્વસનીય નથી. આ એજન્સીના ઘણા જ ચોકીદારો અવિશ્વસનીય નિકળ્યા. છતાં પણ એજન્સી કહે છે કે ના અમે તેમને નિલંબિત નહીં કરીએ. વાસ્તવમાં ચોકીદારને નોકરીએ રાખ્યો તેની સાથે જ તેને નિલંબિત કરવાનો જનતાનો અધિકાર આવી જાય છે. પક્ષ કહે છે બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી તેથી તમે એવું કરી ન શકો. જો કે આ માનવીય હક્કની વાત છે. જે ચૂંટે છે, જે તેને પગાર આપે છે તેની પાસે તેને દૂર કરવાનો અધિકાર આપોઆપ આવી જાય છે. જોકે તેને માટે કોઈ પ્રક્રિયા બંધારણમાં નથી. કોઈ ન્યાયાધીશ એવો થયો નથી કે આવું અર્થઘટન કરી બાંધી મુદતમાં પ્રક્રિયા ઘડવાનો આદેશ આપે. પણ જો મતદારો અધિકૃત અધિકારી કે ન્યાયધીશ પાસે જઈને એફીડૅવીટ કરીને આપે કે અમને અમારા આ પ્રતિનિધિમાં વિશ્વાસ નથી અને જો આ ટકાવારી કુલ મતદારોના ૫૦ટકા થી સહેજ વધુ હોય તો ન્યાયાલય તેને બરતરફના હુકમ કરી જ શકે.

બેફામ આક્ષેપો

પણ હાલ આવું કરવામાં આવતું નથી. આ પરિસ્થિતિમાં પક્ષના નેતાઓને બેફામ આક્ષેપો કરવાનો પરવાનો મળી ગયો એવું તેઓ માને છે.

મજાની વાત એ છે કે જેની પાસે કેન્દ્રમાં સત્તા છે અને જેની ફરજ છે કે સમાજમાં થતા વ્યવહારોમાં ક્યાં ચૂક થાય છે તેનું ધ્યાન રાખે. તેટલું જ નહીં જે અધિકારીએ ચૂક કરી તેની ઉપર કામ ચલાવે. પણ આ સત્તાધારી પક્ષના નેતાઓ પહેલાં આરોપ મુકવાનું કામ કરે છે અને તેને માધ્યમો દ્વારા જાહેરમાં બદનામ કરવાનું કામ કરે છે.

જેના ઉપર આરોપ મુકવામાં આવ્યો હોય અને તપાસ ચાલુ હોય તે માહિતિના અધિકારમાં આવતું નથી. જ્યારે અહીં તો આરોપોને આધાર માની વ્યક્તિ/પક્ષને બદનામ કરવામાં આવે છે. આમ જુઓ તો કેન્દ્ર સરકારે રાજ્યોની કાર્યવાહી ઉપર નજર રાખવાની ફરજ અદા કરવાની હોય છે. આ કેન્દ્ર સરકાર એક તો પોતે પોતાની ફરજમાં ચૂકે છે અને રાજ્ય સરકાર ઉપર આરોપ મુકે છે. બંધારણ તો આ નહેરુવીયન કોંગ્રેસ સરકારે જ ઘડ્યું છે. પણ સમાચાર માધ્યમો મુદ્દા ઉપરની ચર્ચાઓ ટાળે છે અને બદનામી અને ધારણાઓની વાતોને ચગાવે છે.

જો સરકાર ચલાવતા પક્ષો અને તેને વેચાયેલા સમાચાર માધ્યમો મુદ્દાની વાત બાજુપર રાખી લૂલીને લગામ ન રાખે તો તેનો પ્રતિભાવ પણ સામે પક્ષે એવો જ મળશે. જેઓ નરેન્દ્ર મોદીને મૌતકા સોદાગર, ગોડસે, ખૂની, હિટલર, વાંદરો, ફેંકુ, મકોડો, ઉંદર, કાકીડો, ગરોળી, દેડકો, ચાવાળો વિગેરે વિગેરે  પોતાની આત્મતુષ્ટિ માટે કહે છે તેઓને વાસ્તવમાં દુઃખે છે પેટમાં અને કૂટે છે માથું. આ લોકો નરેન્દ્રમોદીના દરેક પગલામાં રાજકારણ જુએ છે અને નરેન્દ્ર મોદીને નિમ્નસ્તરનો આલેખવાની કોશિસ કરે છે. તમે સમજી લો કે આ લોકોએ પોતાને સુધરાવાની લાયકાત ગુમાવી દીધી છે

શિરીષ મોહનલાલ દવે

smdave1940@yahoo.com

smdave1940@gmail.com

http://ww.treenetram.wordpress.com

ટેગ્ઝઃ મતદાર, મંડળ, જનપ્રતિનિધિ, અલિપ્ત, કર્મ, મનોવૃત્તિ, નહેરુવીયન, કોંગ્રેસ, બીજેપી, નરેન્દ્ર મોદી, આમઆદમી, પક્ષ, કેજરીવાલ, ભ્રષ્ટ, ભારતીય બંધારણ, હક્ક, ઉત્તરદાયિત્વ, મહેનતાણુ, વિશ્વસનીય, મુદ્દા, ગુણવત્તા, ચર્ચા, સમાન મંચ, પ્રસ્તાવ

Read Full Post »

%d bloggers like this: