પ્રેસ્ટીટ્યુટ અને જ્ઞાતી વાદી રાક્ષસો અભણ સમાજમાં શું શું કરી શકે? ભાગ-૧
પ્રેસ્ટીટ્યુટનો અર્થ તો આપણને ખબર જ છે. આપણા વીકે સીંઘે તેનું અર્થ ઘટન કર્યું છે. અને આપણે તે અર્થ ઘટનને માન્ય રાખીશું. વાચકવર્ગ પ્રેસ્ટીટ્યુટના ગ્રાહકો છે. પણ આ ગ્રાહકો અભણ અને સ્વાર્થી હોય ત્યારે તેમનો રોટલો શેકાય છે અને તેઓ પોતાનો ધંધો ધમધોકાર ચલાવે છે.
ગાંધીજીનું ખૂન
ગાંધીજીનું ખૂન ગોડસેએ કર્યું. પણ આતો શરીરનું ખૂન હતું. ગાંધીજીને ૧૨૦ વર્ષ જીવવું હતું. કદાચ તેઓ તેટલું ન પણ જીવી શકત. કારણકે દરેક વ્યક્તિનું આયુષ્ય નિશ્ચિત હોય છે. દરેક વ્યક્તિ તેના માતા પિતાના સરેરાશ આયુષ્ય થી અથવા તો માતાના અને પિતાના કોઈપણ એકના આયુષ્ય થી ૨૦ટકા ઓછાવત્તા આયુષ્ય જેટલું જીવે છે. અલબત્ત આમાં તેમનું મૃત્યુ વૃદ્ધાવસ્થાને કારણે થયું હોવું જોઇએ. અકસ્માત કે ખૂન થી નહીં. ૨૦ટકા ઓછું એટલા માટે કે વ્યક્તિની ખરાબ આદતો તેના આયુષ્યને ઘટાડે છે. આ વાતની ચર્ચા વધુ નહીં કરીએ. પણ ગાંધીજીના મૃત્યુથી દેશને જેટલું નુકશાન થયું તેથી વધુ તેમના વિચારોના ખૂનથી દેશને ક્યાંય વધુ નુકશાન થયું છે. જોકે વિચારોનું આયુષ્ય ઘણું લાબું હોય છે. પણ વિચારોનું ખૂન થયા પછી પણ તે તો જીવતા રહે છે પણ્સ જ્યારે જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ તેનું ખૂન કરે ત્યારે સમાજને ઘણું નુકશાન થાય છે.
હાલ આપણે ગુજરાત પૂરતી જ વાત કરીશું. અને તે પણ આંદોલનકારીઓ પૂરતી અને સ્થાનિક સમાચાર માધ્યમો સુધી મર્યાદિત રાખીશું.
આમાં કશું નવું નથી. સૌ કોઈ જાણે છે. છતાં પણ તેની વાત કરવી જરુરી બને છે. કોઈ પણ વાત ક્યારે જરુરી બને છે તે આમ તો વ્યક્તિગત અભિપ્રાયનો સવાલ છે. પણ જો નીતિ મત્તા સંકળાયેલી હોય તો અને વિરોધાભાસવાદી વર્તન હોય તો આવું વર્તન સમાજને નુકશાન કરે છે.
અનામતની ગાજરની પિપૂડી
અનામત એ એક સમાજિક સમસ્યા છે અથવા હતી. અને આ સમસ્યાને નહેરુવંશી કોંગ્રેસે રાજકીય મુદ્દો બનાવી દીધો છે. અનામતની જોગવાઈના પુરસ્કર્તા આંબેડકર હતા. સામાજિક રીતે પછત જાતિસમૂહ અને સાથે સાથે અછૂત પણ હોય તેઓ માટે આંબેડકરે અનામતને પુરસ્કૃત કરેલી. જો સરકાર ગરીબોને લક્ષ્યમાં રાખીને પોતાની વિકાસ યોજનાઓ બનાવે તો ગરીબોને તો વાંધો ન આવે. પણ અછૂતોને તો વાંધો આવે જ. કારણકે સામાજિક માનસિકતા એટલી વિકસી ન હતી. જો કે ગાંધીજીએ વિરોધ કરેલ. કારણ કે તેમની માન્યતા હતી કે સમાજની માનસિકતાને સુધાર્યા વગર જે કંઈ કરીશું હિંસા ગણાશે. માટે સઘળી શક્તિઓ સમાજની માનસિકતાને સુધારવા તરફ કેન્દ્રિત કરો. નેતાઓ જો આવી આચાર સંહિતા અપનાવશે તો તેના તાત્કાલિક પરિણામો મળશે જ. તમે જુઓ છો કે તે વખતની કોંગ્રેસમાં વગર અનામતે ઘણા હરિજન નેતાઓ હતા. આંબેડકરને આ રસ્તો લાંબો લાગ્યો. પણ પચાસના દાયકાના મધ્યમાં નહેરુને આમાં રાજકીય લાભ જણાયો. શરુઆતમાં હરિજનો સુધી જ અનામત સીમિત હતી. આંબેડકરના મરીગયા પછી આ અનામત નું ક્ષેત્ર વિસ્તારવામાં આ અનામતનું ક્ષેત્ર વિસ્તારવામાં આવ્યું. આ ક્ષેત્ર નહેરુની સુપુત્રીના સમયમાં એટલી હદે વિસ્તારવામાં આવ્યું કે એક મંડળ રચવામાં આવ્યું કે જે ફાવે તે કોમ પોતાનો પક્ષ રજુ કરે અને અનામતમાં પોતાની કોમને આવરી લે.
પણ આ કોમ એટલે શું?
આમ તો કોમ, જન્મથી જ મળે છે. ધર્મ પણ જન્મ થી જ મળે છે. પણ તમે ધર્મ બદલી શકો છો. તમે તમારી જન્મથી મળેલ કોમને બદલી શકતા નથી. આ ભારતીય બંધારણની પ્રચ્છન્ન કે અપ્રચ્છન્ન વક્રતા છે. ભારતીય બંધારણ જ્ઞાતિપ્રથામાં માનતું નથી. પણ કોઈ કોમ પોતાને અમુક તમુક કોમમાં માને તો રોકતું પણ નથી. પણ જો તમે બીજાને નુકશાન કરીને પોતાની કોમનું હિત સાધો તો ભારતીય બંધારણ નડે ખરું. પણ આ નડતરને નિરસ્ત્ર કરવા માટે એક મંડળ રચવામાં આવ્યું. બંધારણ આમ તો સૌને સમાન હક્ક આપે છે. પણ જેમ સામ્યવાદમાં સૌ સમાન છે. પણ અમુક વર્ગ ખાસ સમાન છે. એવું જ નહેરુવંશની કોંગ્રેસે મંડળની સ્થાપના કરીને કર્યું.
વીપી સિંઘને થયું કે આ મંડળનો લાભ નહેરુવંશીય કોંગ્રેસ જ લઈ જાય તેતો બરાબર ન કહેવાય.
નેતાનો ધર્મ સમાજને દોરવણી આપવાનો હોય છે. સમાજને દોરવણી આપવી હોય તો અમુક અધિકારો જોઇએ.
સમાજસુધારક નેતાઓ અને ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના મળતીયાઓને સમાજની માનસિકતા સુધારવાને બદલે તેમને મળતી સત્તા સાચવવામાં જ રસ રાખ્યો છે. અને તેથી તેઓએ અનામતનો ઉપયોગ ગરીબ લોકોને કહેવાતા સવર્ણોથી અલગ કરી દેવાનું કામ કરવા માટે મત બેંકો ઉભી કરવાના ભરપુર પ્રયાસો કર્યા અને તેમાં મહદ અંશે સફળ પણ થયા. બિહારની ચૂંટણીના પરિણામો તાજેતરનો તેનો ઉત્તમ દાખલો છે. સમાજને વિભાજિત કરવાના કામના શ્રીગણેશ સૌ પ્રથમ નહેરુએ કર્યા. તેમણે ભાષાના આધારે લોકોને વિભાજિત કર્યા. જે ગુજરાતી લોકો શિવાજીને “ધણણ ડૂંગરા બોલે શિવાજીને નિદરું નાવે …” એમ કહી શિવાજીની પ્રસંશા કરતા હતા, જે સૂરતના વેપારીઓના મહાજને શિવાજીને બોલાવીને સ્વેચ્છાએ પોતે કરેલા દાનને લૂંટમાં ખપાવવા કહ્યું હતું, જે ગુજરાતીઓ મરાઠી લોકો સાથે હળી મળીને સેંકડો વર્ષોથી રહેતા હતા, નહેરુએ તે ગુજરાતીઓની વિરુદ્ધ મરાઠી લોકોને ભડકાવ્યા અને કહ્યું કે “જો મુંબઈ મહારાષ્ટ્રને મળશે તો મને ખુશી થશે.” આવું કહીને નહેરુએ મરાઠી લોકોને એવો સંદેશો આપ્યો કે મુંબઈ મહારાષ્ટ્રને મળે તે વાતમાં ગુજરાતીઓ આડા આવે છે. (વાસ્તવમાં તો કોંગી મોવડી મંડળનો નિર્ણય હતો કે મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણ રાજ્યો બને). આમ કહી નહેરુએ મુંબઈમાં મરાઠી અને ગુજરાતીઓ વચ્ચે દંગા કરાવ્યા હતા અને ગુજરાતીઓએ મહારાષ્ટ્રમાંથી હિજરત કરવી પડેલી. ઇન્દિરા ગાંધીએ સવર્ણ અને અસવર્ણ વચ્ચે વિગ્રહ ફેલાવ્યો અને ખાલિસ્તાની આતંકવાદને પરોક્ષ-પ્રત્યક્ષ રીતે પોષી મુસ્લિમ આતંકવાદનો છોડ રોપ્યો. આમ નહેરુવંશી કોંગ્રેસના આચારો દ્વારા દેશના માનવ સમાજને પારવિનાનું નુકશાન કર્યું છે, એટલે નહેરુવંશની કોંગ્રેસના સુધરવાની અપેક્ષા, સુજ્ઞજનો ન રાખી શકે તે સ્વાભાવિક છે.
પણ આખા દેશની જનતા સુજ્ઞ ન હોઈ શકે. તો પછી દેશની જનતાને સમજાવશે કોણ?
આ કામ સમાચાર માધ્યમોનું છે. આ સમાચાર માધ્યમો કોણ છે અને કોણ ચલાવે છે?
આ સમાચાર માધ્યમો ટીવી ચેનલો છે અને સમાચાર પત્રો છે.
ટીવી ચેનલોમાં આપણે સમાચારો ઉપરાંત મહાનુભાવોની ચર્ચાઓ અને મહાનુભાવોના સાક્ષાત્કાર (ઈન્ટર્વ્યુઓમાં) હોય છે.
સમાચારોને કેમ કરી સંવેદનશીલ બનાવવા તેની મોટાભાગની ચેનલો સ્પર્ધા કરતી હોય છે. ફક્ત દૂરદર્શન તેમાં બકાત હોય તેમ લાગે છે. મહાનુભાવોની ચર્ચાઓમાં યુ.પી.એ. સંગઠિત પક્ષોના, મહાનુભાવો અને તેમાં પણ ખાસ કરીને નહેરુવંશી પક્ષના મહાનુભાવો બીજા કોઈને બોલવા દેતા નથી અને અસંબદ્ધ રસ્તે ચર્ચાને લઈ જાય છે. આમાં ચેનલના ચાલકનો સહકાર હોય છે. મહાનુભાવો સાથેના સાક્ષાત્કારમાં ચાલતા વાર્તાલાપમાં જો બીજેપીના મહાનુભાવ હોય તો તેમને એવા પ્રશ્નો પૂછવામા આવે છે કે જે પ્રશ્નોમાં ચેનલ ચાલકના પ્રશ્નોનો ઇચ્છિત ઉત્તર પણ સામેલ હોય. દા.ત. “તમને રામ મંદિર, ચૂંટણીના સમયે જ કેમ યાદ આવે છે? તમે મુસ્લિમોની ભાવનાનો ખ્યાલ રાખ્યા વગર કેમ નિર્ણયો લો છો? રામ મંદિર શીલાન્યાસ કરીને તમે શું સિદ્ધ કરવા માગો છો? …”
બાકી રહ્યા સમાચાર પત્રો.
“નો નેગેટીવ” ન્યુઝ
આમાં સમાચારોની હેડ લાઈનો, તેના અક્ષરોની સાઈઝો અને તેની શબ્દ ગોઠવણ એ રીતે રાખવામાં આવે છે કે બીજેપી વિષે નેગેટીવ વાતાવરણ તૈયાર થાય.
એક ગણમાન્ય ગુજરાતી અખબાર કેટલાક વખત થી એવો દાવો કરે છે કે તે અઠવાડિયામાં એક દિવસ (સોમવાર), “નો નેગેટીવ” ન્યુઝ આપશે. એનો અર્થ શું થાય છે તે આપણે જોઇએ.
(૧) અઠવાડીયાના સાત દિવસોમાંથી છ દિવસો, આ સમાચાર પત્ર, નેગેટીવ ન્યુઝ આપવાનો પોતાનો હક્ક અબાધિત રાખશે. એટલે કે આ સમાચર પત્ર છ દિવસ, નેગેટીવ ન્યુઝ આપશે.
(૨) હમેશા “નો નેગેટીવ” ન્યુઝ આપવા શક્ય નથી.
(૩) અરે તમે ભૂલો છો. અમે અઠવાડીના એક દિવસ એવા ન્યુઝ આપીશું જે વાચકોને પ્રેરણા આપે. એટલે કે ફલાણા ભાઈએ કેવું રીસ્ક લીધું અને કેવા આગળ આવી ગયા. માટે હે વાચકો તમે પણ રિસ્ક લો અને તમે આગળ આવી શકશો.
“અરે દિવ્યભાસ્કર ભાઈ, અસાધારણ સફળતા, સંજોગો અને શક્યતાના સિદ્ધાંતો ઉપર આધારિત છે.”
હા એ ખરું. પણ હે વાચકો તમે રિસ્કની જીદ લેશો તો સફળ તો થશો જ. મોટી નહીં તો નાની સફળતા પણ મળશે જ. માટે મચી પડો.
(૪) અરે હે વાચકો, વળી પાછી તમે ભૂલ કરી. અમે “નો નેગેટીવ” ન્યુઝ આપીશું તે તો ફક્ત એવા સમાચારોને લાગુ પડે છે કે જે રાજકારણ સાથે સંબંધિત ન હોય. રાજકારણ સાથે સંબંધિત સમાચારો તો “નો નેગેટીવ” ની શ્રેણીમાં ન જ આવી શકે. ખાસ કરીને બીજેપી ને લગતા સમાચારોને અમારે વક્ર દૃષિથી જ ઘડવા પડે. અને જનતાને બીજેપી વિષે નેગેટીવ સંદેશો મળે એ તો અમારે જોવું જ રહ્યું. હા વંશવાદી પક્ષોની અમે નેગેટીવ ટીકા ન થાય તેનો ખ્યાલ રાખીશું. (કારણ કે વંશવાદી પક્ષો અને ખાસ કરીને નહેરુવંશી પક્ષ અમને સતત સમજાવે છે કે ઇનામ દૂંટી ઉપર મુકાય છે અને દૂંટી તો પેટ સાથે જોડાયેલી હોય છે. સર્વ જનોને પેટ હોય છે. બે વાંસા કોઈને હોતા નથી).
હવે તમે કહેશો કે દાખલો તો આપો…
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
પ્રેસ્ટીટ્યુટ, વાચકવર્ગ, ગાંધીજીનું ખૂન, શરીરનું ખૂન, ગાંધી વિચારનું ખૂન, દેશને નુકશાન, આંદોલન પ્રિય, ગાજરની પિપૂડી, નહેરુવંશી કોંગ્રેસ, આંબેડકર, અનામત, મંડળ, જન્મ, ધર્મ, કોમ, જ્ઞાતિપ્રથા, ભારતીય બંધારણ, નિરસ્ત્ર, નેતાઓનો ધર્મ, દોરવણી, અધિકારો, સમાજસુધારક, આતંકવાદ, યુ.પી.એ., પેટ, દૂંટી, પૈસા,