Feeds:
Posts
Comments

Posts Tagged ‘મથક’

નહેરુવીયન ગીતાની અસર

ગુજરાતને કેન્દ્ર સરકારનો હડહડતો અન્યાય અને કોંગીનું સ્પષ્ટી કરણ

આમ તો ગુજરાતની પ્રજા પોતાને થતા અન્યાયો વિષે માહિતગાર છે. સમાચાર માધ્યમોમાં ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા થતા અન્યાયો વિષે થતી જાહેરાતો આવે છે. નહેરુવીયન કોંગ્રેસ દ્વારા થતા સ્પષ્ટી કરણો પણા આવે છે. પ્રતિ આક્ષેપોની જાહેરાતો પણ થતી જોવામાં આવે છે.

ગુજરાતની પ્રજા, અન્યાય સ્વરુપી થપ્પડો ખાતી આવી છે. પણ નરેન્દ્ર મોદી હવે તેની જાહેરાત કરે છે. આ જાહેરાત રુપી થપ્પડો નહેરુવીયન કોંગ્રેસ અને ખાસકરીને ગુજ્જુ કોંગીઓને બરાબરની વાગી હોય તેવું લાગે છે.

અન્યાય રુપી થપ્પડો તો કોંગી જ મારતી આવી છે પણ તે અવળવાણીમાં એમ કહે છે કે થપ્પડ મારવી તેના સંસ્કારમાં નથી. ૧૯૭૫-૧૯૭૭ સુધીની કટોકટી આમ તો થપ્પડોથી પણ વધુ હિંસક હતી.

અન્યાય રુપી થપ્પડોના એપીસોડની મૂળવાત ઉપર આવીએ. જે પ્રકારનું અને જે અદાથી કોંગીનું સ્પષ્ટી કરણ જોવા મળે છે તે જોતાં, ગુજરાતને થયેલા કે દેશને થયેલા જે અન્યાયો કે વાયદાઓ હજી જાહેર પ્રચારમાં આવ્યા નથી તે જો જાહેર કરવામાં આવે તો નહેરુવીયન કોંગ્રેસ તેની સામે શું જવાબ આપશે તે સ્ટાઈલ આપણે જોઇએ.

અન્યાયો અને ઉત્તરોઃ

અન્યાય નંબર -૧.   

ભાવનગર તારાપુર રેલ્વે લાઈનઃ આ રેલ્વે લાઈનનું વચન ૧૯૫૨માં આપવામાં આવેલ. ૧૯૫૪ના અરસામાં એવા પણ સમાચાર આવેલ કે પાટાની સ્લીપરોના ટેન્ડરો પણ તૈયાર થઈ ગયેલ. આ પ્રોજેક્ટ આજની તારીખ સુધી વિલંબિત છે. આ રેલ્વે લાઈનથી મુંબઈ અને ભાવનગર વચ્ચેનું અંતર ૩૫૦ કીલોમીટર જેટલું ઘટી જાય. આ પ્રોજેક્ટ ૬૦ વર્ષથી અકારણ જ ઘોંચમાં પાડ્યો છે.

નહેરુવીયન કેન્દ્ર સરકારનો જવાબઃ આવો કોઈ હડહડતો અન્યાય થયો નથી. અને તેમાં કશું વજુદ નથી. ભાવનગર ને એક જ નહીં બબ્બે રેલ્વે સ્ટેશનો છે. અને બંને સ્ટેશને ગાડીઓ અને માલગાડીઓ આવે છે અને ઉભી પણ રહે છે. ગાડીઓ વિષેની માહિતીઓ “સમય સારણી”ના બોર્ડ ઉપર જણાવેલી જ છે. વળી ભાવનગરથી વાંઈન્દ્રા (બાંદરા), એક ગાડી રોજ જાય છે અને તેવી જ રીતે બાંદ્રા (વાંઈન્દ્રા) થી ભાવનગર પણ એક ગાડી રોજ જાય છે. આ ગાડી આણંદ અને નડીયાદ એમ બંને સ્ટેશને ઉભી રાખવાની વાત વિષે કોઈ માગણી થઈ નથી. આણંદથી કે નડીયાદથી તારાપુર જઈ શકાય છે. ટ્રેનમાં જવાની પણ સગવડ થઈ શકે છે.

અન્યાય નંબર – ૨.

ભાવનગરનો મશીન ટુલ્સ પ્રોજેક્ટઃ ૧૯૫૪ના અરસામાં દેશ માટે જાહેરક્ષેત્રના ચાર મશીન ટુલ્સના કારખાના મંજુર થયેલ. તેનું મુખ્ય કારખાનું ભાવનગરમાં નાખવાનું હતું. અને સબ્સીડીયરી ત્રણ કારખાના બીજે નાખવાના હતા. આ સબ્સીડીયરી કારખાના તો ૧૯૬૦-૬૮માં ચાલુ પણ થઈ ગયેલ. ભાવનગરના કારખાનાનું હજુ પણ ઠેકાણું નથી.

નહેરુવીયન કેન્દ્ર સરકારનો જવાબઃ મશીન ટુલ્સ એ માળખાકીય પ્રગતિ માટે નું એક અતિ મહત્વનું અંગ છે. જમીનના નવીનીકરણ અને રસ્તાઓના બંધકામ જ નહીં પણ કોઈપણ પ્રકારના બાંધકામમાં મશીન ટુલ્સ બહુ મહત્વના છે. રાજકોટમાં ૩૬૪૨૧ વીજળીની મોટરોના કારખાના છે અને વડોદરામાં ૪૨૧૨૨ ડીઝલ એન્જીનોના કારખાના છે. આ બંને મશીનો ખેતીના સીંચાઈના કામમાં અતિ મહત્વનો ભાગ ભજવે છે. ભારત અર્થ મુવર્સ અને ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ, મશીન જ નહીં ટ્રાન્સ્ફોર્મર્સ અને હજારો હોર્સ પાવરના મોટરો અને મશીઓ દેશમાટે બનાવે છે. આ બધાનો ગુજરાત ની નરેન્દ્ર મોદીની સરકારે કેટલો લાભ લીધો તેનો દસ વર્ષનો હિસાબ આપે.

અન્યાય નંબર – ૩.

પશ્ચિમ રેલ્વેનું વડું મથકઃ પશ્ચિમ ઝોનની ૯૦ ટકા રેલ્વે લાઈનો ગુજરાતમાં આવેલી છે. રેલ્વેનું રાષ્ટ્રીય કરણ થયું ત્યારથી, વડું મથક ગુજરાતમાં રાખવાની માગણી છે. પણ હજુ સુધી કોઈ પગલાં લેવાયાં નથી.

નહેરુવીયન કેન્દ્ર સરકારનો જવાબઃ અમારી સરકાર આમ જનતા ના હિત માટે પ્રતિબદ્ધ છે. પશ્ચિમ ઝોનના વડા મથકને ગુજરાતમાં ખસેડવા માટે ની માગણી છે તે અમારા ધ્યાનમાં છે. જોકે ૯૦ ટકા લાઈનો ગુજરાતમાં છે તે વાત ભ્રામક છે. કારણ કે જે લાઈનો બંધ છે અને ઉખેડી નાખવામાં આવી છે તેને ગણત્રીમાં લેવાની કોઈ પ્રણાલી નથી કે એવી કોઈ જોગવાઈ કરી શકાય નહીં. જેમકે ભાવનગર – મહુવા જે ૧૦૦+ કીલોમીટર છે જે (પેસેન્જરોના અભાવે) ગીરાકીના અભાવે, પોષણક્ષમ ન હતી. આવી તો અનેક લાઈનો હતી જે બંધ થઈ છે. એટલે ગણત્રી બરાબર નથી. ભાવનગરને વિમાન મથક છે. અમદાવાદના વિમાન મથકનું આધુનીકરણ પુરું થવાની તૈયારીમાં છે. વળી આંતરરાષ્ટ્રીય વિમાન મથકનો પણ આમાં સમાવેશ થાય છે. મથકોની બાબતમાં ગુજરાતને કોઈ અન્યાય થયો નથી. નરેન્દ્ર મોદીએ છેલ્લા દશવર્ષમાં કેટલા બસ મથકો કર્યા તેનો હિસાબ આપે.

જનરલઃ આવા તો અનેક અન્યાયો વિષે જેમકે બોમ્બે હાઈ ઓએનજીસી, તાતા મીઠાપુર બહુયામી પ્રોજેક્ટ, કોસ્ટલ લાઇન, વિગેરે અનેકાનેક વિષે લખી શકાય અને તેના નહેરુવીયન સ્ટાઇલ જવાબો પણ કોંગી પાસે હોય છે.

શિરીષ મોહનલાલ દવે

તા.ક. કાર્ટુનીસ્ટભાઈનો આભાર

Read Full Post »

%d bloggers like this: