Posted in માનવીય સમસ્યાઓ, tagged ₹ ૫૦૦૦૦/- બેઝીક પેન્શન, અકર્મણ્યતા, અક્લાંત, અનુચ્છેદ ૧૪, અનુચ્છેદ ૩૫એ, અનુચ્છેદ ૩૭૦, અવલોકિતેશ્વર, અસંવેદનશીલ, આઈ.એસ.ડી. ફેસીલીટી, આજીવન કારાવાસ, આતંકવાદીઓના આક્રમણ, આદિગુરુ, આદેશ, આર્ષદૃષ્ટા, ઇસ્ત્રીટાઈટ વસ્ત્રો, ઇસ્લામ પોતે દુનિયામાંથી ખતમ, ઉદ્યમી પુરુષ, એમ.ડી. લેડી ડોક્ટર, એમ.બી.બી.એસ. લેડી ડોક્ટર, એમ્બ્યુલન્સ, એરીસ્ટોક્રેટ, કુસંસ્કાર, કેટીવેટેડ મોબાઈલ, કોંગીદ્વારા શાહીનબાગ પ્રદર્શનકારી મહિલાઓ માટે માગણી, કોંગ્રેસ નીચે ને નીચે સ્તરે, ખમણ ઢોકળાંની લારી, ખોટી સરખામણી, ગાંધીજીના ફોટાઓ, ગુજ્જુ, ઘુસણખોરોને નાગરિકતા, ચાલાક પણ સ્વકેન્દ્રી, જનતંત્રને અનુરુપ, જમ્મુ-કાશ્મિર, જીન્ના, જ્ઞાનેશ્વર, ટીસ્યુ પેપર, ડબલ ઢોલકી, તટસ્થતાની ઘેલછા, ત્રિગુણેશ્વર, દલિતો સ્કુલમાં પ્રવેશ ન હતો, દલિતોને મતાધિકાર ન હતો, દલિતોને સફાઈ કરવા સિવાયની નોકરી ન હતી, દિલ્લીમાં ગાંધી, દીનેશ્વર, દેશની સુરક્ષા, ધાર્મિક ભેદભાવ, ધુરંધર, નવ્યગાંધી, નહેરુ-લિયાકત અલી કરાર, નાક લુછવા નેપકીન, નિસ્ક્રિય, ન્યાયાલય પોતાની પ્રાથમિકતા, ન્યાયિક પગલાં, પંચાનન, પથભ્રષ્ટ અને મતિભ્રષ્ટ, પરમેશ્વર, પરિચારિકા, પાકિસ્તાન સાથે ભેળવી દઈશું, પાણીપુરીની લારી, પીસ મીશન, પૈસા થકી ખ્યાતનામ વિશ્વવિદ્યાલયોમાં ભણેલા, પોતડીના કેટલા પૈસા, ફ્રી મેડીકલ ટ્રીટમેન્ટ, બુદ્ધિશાળી પણ દંભી, બ્રીટીશ હિંદ, ભારતદેશ પ્રથમ, ભારતના સૈનિકના શબ ઉપર રાષ્ટ્રધ્વજ, ભારતીય સંવિધાન, ભારતીય સંસ્કૃતિ પ્રેમી, ભેળપુરી, ભોલેનાથ, મગન માધ્યમ, મફત, મફત ચિકીત્સા, મહાનલ, મહાનુભાવો, મહિલાઓના ઉત્થાન માટે, માતૃભાષા ગુજરાતી, મારો જન્મારો, મીનરલ વોટર, મુજીબુર રહેમાન, મે’તરાણી, મેડીકલ ચેક અપ, રગડા પેટીસની લારી, લાખો હિન્દુઓને ઘરવિહોણા, લીલી આમલીની લારી, લોકશાહીની હત્યા, લોહીની નદીઓ વહેશે, વાંચે ગુજરાત, વાચાળ પણ અર્ધદગ્ધ, વિકાસપુરુષ, વિદ્વાન પણ તટસ્થતા દર્શાવવાના ધૂની, વિનાશકાળે વિપરિત બુદ્ધિ, વિવેકશીલ, વિશ્વરહ્સ્યજ્ઞ, વૈશ્વાનર, શ્રેષ્ઠ ભારત, સતત મૌન, સત્ય અને શ્રેય, સમદર્શી, સવ્રનાશ નિશ્ચિત, સેનેટરી પેડ, હજારો બોમ્બ બ્લાસ્ટ, હરાજી, હિન્દુ સ્ત્રીઓ ઉપર સામુહિક બળાત્કાર, હિન્દુઓનો પુનર્વાસ કેમ થતો ન હતો, ૨૦૦૦૦ લીટરની પાણીની ટાંકીઓ, ૫૦૦૦ હિન્દુઓનો on April 25, 2020|
કળીયુગી શિવગીતા તૃતીયોધ્યાયઃ
સુરક્ષા યોગ
નરેન્દ્રઃ ઉવાચ ; હે મહાનલ, આપે મને એમ કહ્યું કે દેશ ની સુરક્ષા સર્વપ્રથમ હોવી જોઇએ. પણ હે જ્ઞાનેશ્વર, શ્રેય અને સત્યમાં કોની પસંદગી કરવી જોઈએ?
મહેશ્વરઃ ઉવાચ ; હે વિકાસપુરુષ, શ્રેય એ એક વ્યક્તિગત અભિપ્રાયનો પ્રશ્ન છે. કોઈક, એક અભિપ્રાયને શ્રેય માને છે તો કોઈક, અન્ય અભિપ્રાયને શ્રેય માને છે. શ્રેય શું છે તે તો ભવિષ્યનો સમય જ કહી શકે. પણ જે આર્ષદૃષ્ટા છે, તે શ્રેયને ઓળખી શકે છે. શ્રેય એટલે આમ તો સામાન્ય જનતાનું હિત એટલે કે સાંપ્રત કાળે જ્યારે દેશ, દશકાઓથી આતંકવાદીઓના આક્ર્મણથી પીડિત હોય ત્યારે દેશનું હિત એ જ શ્રેય છે.
નરેન્દ્રઃ ઉવાચ ; હે વૈશ્વાનર, હું અને મારો પક્ષ, જે કંઈ પગલાં લે છે તે ભારતીય સંવિધાન અને જનતંત્રને અનુરુપ જ પગલાં હોય છે. પણ મારા વિરોધીઓ તેને વિષે ઉંધો જ પ્રચાર કરે છે. વળી તેઓ કોઈ ચર્ચામાં માનતા જ નથી. મેં વર્ષો પહેલાં કહેલું કે જમ્મુ-કાશ્મિર રાજ્યને અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ થી શું ફાયદો થયો તેની ચર્ચા થવી જોઇએ. તો મારા વિરોધીઓ ફાયદાની તો ચર્ચા જ કરતા ન હતા. તેઓ તો એમ કહેતા હતા કે જો અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ થશે તો ભારતે સમજી લેવું કે જમ્મુ-કાશ્મિર રાજ્ય ભારતમાંથી ગયું. જો અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ થશે તો ભારતે સમજી લેવું કે અમે અમારા રાજ્યને પાકિસ્તાન સાથે ભેળવી દઈશું. જો અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ થશે તો ભારતે સમજી લેવું કે અહી લોહીની નદીઓ વહેશે. જો અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ થશે તો ભારતે સમજી લેવું કે જે પરિસ્થિતિ સર્જાશે તેમાં, ભારતના સૈનિક ના શબને રાષ્ટ્ર ધ્વજ ઓઢાડવા વાળું કોઈ નહીં મળે. જો અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ થશે તો ભારતે સમજી લેવું કે એ લોકશાહીની હત્યા ગણાશે.
“હે પંચાનન, આને શું ચર્ચા કહેવાય? જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ના કારણે સ્ત્રીઓને પુરુષ સમકક્ષ અધિકાર ન હતો. શું આને લોકશાહી કહેવાય?
જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ના કારણે ૧૯૪૪થી સ્થાયી થયેલા હિન્દુઓના દલિત કુટુંબોને વિધાન સભામાં મતાધિકાર ન હતો. શું આને લોકશાહી કહેવાય?
જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ના કારણે આ દલિત હિન્દુઓ ને શિક્ષણ લેવાના હક્ક ન હતા. શું આને શું લોકશાહી કહેવાય?
જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ના કારણે તેમને બીજા રાજ્યમાં શિક્ષણ માટે જવું પડતું હતું. આને શું લોકશાહી કહેવાય?
જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ના કારણે ઉપરોક્ત દલિત હિન્દુ, સફાઈકામ સિવાયની કોઈ નોકરી જ કરી શકતો ન હતો. આને શું લોકશાહી કહેવાય?
વળી હે પરમેશ્વર, મારા વિરોધીઓ એમ કહેતા હતા કે જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ થવાના કારણે રાજ્યમાં લોહીની નદીઓ વહેશે. એટલે કે મારા વિરોધીઓની માન્યતા પ્રમાણે, આવી જનતંત્રની ઘાતક વ્યવસ્થાને કારણે, એટલે કે જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ના કારણે રાજ્યમાં શાંતિ છે. જો આવું જ હોય તો આતંકવાદીઓના હુમાલાઓ શા માટે થતા હતા? નિર્વાસિત હિન્દુઓનો પુનર્વાસ કેમ થતો ન હતો? હિન્દુઓનો નરસંહાર શા માટે થયેલો? હિન્દુ સ્ત્રીઓ ઉપર સામુહિક બળાત્કાર શા માટે થયા હતા? મારા વિરોધીઓએ આ બધા અત્યાચારીઓ ઉપર ન્યાયિક પગલાં કેમ ન લીધાં? શું તેમની કોઈ ફરજ જ ન હતી? શું મારા વિરોધીઓ સત્તા સ્થાને હોવા છતાં, આ રીતે સતત મૌન, નિસ્ક્રિય અને અસંવેદનશીલ રહ્યા તે શું અક્ષમ્ય અપરાધ નથી? મારે હિસાબે તો તેઓ આજીવન કારાવાસને લાયક જ છે.
મેં જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ રદ કરીને જમ્મુ-કાશ્મિરમાં લોકશાહી સ્થાપી, તો મારા વિરોધીઓ મેં જમ્મુ-કાશ્મિરમાં લોકશાહીનું હનન કર્યું એમ કહે છે. કહેતા બી દિવાના ઔર સૂનતા ભી દિવાના!
મહેશ્વરઃ ઉવાચ ; “હે ધુરંધર, તું સત્ય અને શ્રેયના માર્ગે જ જઈ રહ્યો છે. ભારતની જનતા તારી સાથે છે પછી તારે શા માટે ચિંતા કરવી? ધારો કે તારા વિરોધીઓ, જનતામાં રહેલા, વાચાળ પણ અર્ધદગ્ધ, બુદ્ધિશાળી પણ દંભી, ચાલાક પણ સ્વકેન્દ્રી, વિદ્વાન પણ પોતાની તટસ્થતા દર્શાવવાના ધૂની મહાનુભાવોને લપટાવી શકે છે તો પરિસ્થિતિ ગંભીર અને સ્ફોટક છે. જો તેમના મનસુબા સિદ્ધ થવા દઈશ તો તારે સમજવું કે ભારતનું ભવિષ્ય પણ અંધકારમય છે.
હે સમદર્શી, તારો ધર્મ તું જાણે છે. ગીતામાં મેં શ્રી કૃષ્ણના મોઢે કહેડાવ્યું જ છે, કે તારે તારું કર્મ કરવાનું જ છે. અકર્મણ્યતા તરફ જવાનું નથી. “ભારતદેશ” જેમને માટે પ્રથમ છે, તેઓ ફક્ત તારી ઉપર જ આશાભરી દૃષ્ટિથી જોઇ રહ્યા છે. તે તારે સતત યાદ રાખવાનું છે.
નરેન્દ્રઃ ઉવાચ ; “હે વિધાતા, હું જાણું છું કે જે થવાનું છે તે થઈને જ રહેવાનું છે. મેં હજી ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવાની આશા મુકી નથી અને મુકીશ પણ નહીં. પણ ભારતના મતિભ્રષ્ટ મૂર્ધન્યો લોકશાહીને નામે, પાકિસ્તાન અને બંગ્લાદેશથી આવેલા ઘુસણખોરોને નાગરિકતા આપવાની વાતો કરે છે. હું ભારતસ્થ પાકિસ્તાની-બંગ્લાદેશની લઘુમતિ એવા નિરાશ્રિતોને નાગરિકતા આપવાની વાત કરું છું તો મારા વિરોધીઓ, મેં ધાર્મિક ભેદભાવ રાખ્યો એવું તારણ કાઢે છે, અને પાછા ગાંધીજીનું નામ લઈ મારો વિરોધ કરે છે. વળી તેઓ ગાંધીજીના ફોટાઓ સાથે દેશહિતમાં લેવાયેલા નિર્ણયો વિરુદ્ધ પ્રદર્શન કરે છે.
મહેશ્વરઃ ઉવાચ ; હે પ્રજ્ઞાવાન, તારાથી વિશેષ ગાંધીજીને કોઈ સમજ્યું નથી. કારણ કે તારા વિરોધીઓ ફક્ત ગાંધીનું નામ જ લે છે, પણ ગાંધીના તારણો ટાંકતા નથી. આ બાબત જ તેઓ કેટલા કપટી છે તે દર્શાવે છે.

નરેન્દ્રઃ ઉવાચ ; હે આદિગુરુ, મારા પ્રચ્છન્ન અને અપ્રચ્છન્ન વિરોધીઓને તો હું સારી રીતે ઓળખું છું. પણ જેઓ પોતે તટસ્થ છે એવું પ્રદર્શિત કરતા રહેવાની ઘેલછામાં તટસ્થતાની ડબલ ઢોલકી વગાડે છે. તેથી હું ચિંતિત છું. હે ઈશ્વર, તમે તો જાણો જ છો કે હું જ નવ્યગાંધી (મહાત્મા ગાંધીનો પુનર્ જન્મ) છું. પણ મારાથી તો એવું ન જ કહેવાય ને. જો કહું તો મને વગોવવાનો એક નવો મુદ્દો તેઓને મળી જાય.
મહેશ્વરઃ ઉવાચ ; હે વિવેકશીલ, તારા વિરોધીઓ મુખ્યત્વે એરીસ્ટોક્રેટ અને પૈસા થકી વિદેશોમાં કે દેશની ખ્યાતનામ વિશ્વવિદ્યાલયોમાં ભણેલા છે. તું એક તો ગુજ્જુ છે અને વળી ગામડાની નિશાળ અને ગામડાની કોલેજમાં ભણેલ છે. તેઓ તને મગન-માધ્યમ (માતૃભાષા ગુજરાતી) માં ભણેલ, સાવ દેશી માને છે. તું ઇસ્ત્રીટાઈટ કપડાં પહેરે છે તેનો તેઓ અવળો અર્થ કરે છે. જો કે તું તે વસ્ત્રો હરાજી કરી વેચીને મહિલાઓના ઉત્થાન માટે ખર્ચે છે, તારા આ સત્કર્મની તેઓ નોંધ પણ લેતા નથી અને ઉપરથી તારા ખર્ચાની વગોવણી કરે છે. હે નવ્ય ગાંધી, તું તો ગાંધીજીની જેમ સાદાઈથી રહેવા તૈયાર છે પણ ધારો કે તું તેમ કરે તો તારી પોતડીના હરાજીમાં કેટલા પૈસા આવે? તારા હાલના વસ્ત્રોના તો લાખો રુપીયા આવે છે. કદાચ તારી પોતડીના તો પાંચશો રુપીયા પણ ન આવે. તું વિદેશી સફર રાત્રે કરે છે અને સરકારના લાખ્ખો રુપીયા બચાવે છે, તે ઉપરાંત તારી બધી જ વિદેશ યાત્રાઓ સફળ અને અત્યંત લાભપ્રદ હોય છે, પણ તારા વિરોધીઓ તો તેમના કુસંસ્કાર પ્રમાણે તને વગોવ્યા જ કરશે તે તું જાણી લે. તટસ્થતાની ઘેલછાવાળા તથા કથિત મહાનુભાવો પણ, સામાન્ય જનતાને મુંઝવણમાં મુક્યા કરશે. હે અક્લાંત (જેને કદી થાક ન લાગે તેવો), અને ઉદ્યમી પુરુષ, તું કશી જ ચિંતા કર્યા વગર તારું નિર્ધારિત કર્મ કર્યે જા. શ્રેષ્ઠ ભારત બનાવવા માટે આ જ રાજમાર્ગ છે.
નરેન્દ્રઃ ઉવાચ ; હે વિશ્વરહસ્યજ્ઞ, ભારતના પાડોશી દેશો જેઓ સ્વતંત્રતા પૂર્વે બ્રીટીશ હિંદનો ભાગ હતા, તે મુસ્લિમ દેશોમાં રહેતા હિન્દુઓની વસ્તી ૧૯૫૦ પછી પણ્ સતત ઘટતી રહી છે. આ કારણ થી નહેરુ અને લિયાકત અલી વચ્ચે ૧૯૫૪માં કરાર થયેલ. પણ પાકિસ્તાનના મુસ્લિમો અને પાકિસ્તાનની સરકાર, પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓની સુરક્ષા માટે કશા જ પગલાં લેતી નથી, તે ઉપરાંત હિન્દુઓની સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરે છે અને હિન્દુઓની હત્યા પણ કરે છે.
મહેશ્વરઃ ઉવાચ ; હે સમદૃષ્ટિ, તેં જે હિન્દુઓને નાગરિકત્ત્વ આપવાની જોગવાઈ કરી છે તે યોગ્ય જ છે. તેઓ પોતાનો જીવ બચાવવા અને અથવા ધર્મ બચાવવા ભારતમાં આશ્રય લેવા આવે છે. તેમને નાગરિકતાના હક્ક આપવા તે ભારત સરકારનું કર્તવ્ય છે. તારા વિરોધીઓ જે કામો ન કરી શક્યા, તે કામો તેં કર્યા, તારા વિરોધીઓ જે સમસ્યાઓ ન ઉકેલી શક્યા, તે સમસ્યાઓ તેં ઉકેલી. આ વાત જ તારા વિરોધીઓને કઠે છે.
નરેન્દ્રઃ ઉવાચ ; પણ હે ભોલેનાથ, મારા વિરોધીઓ અનુચ્છેદ ૧૪નો આધાર આપી મને કહે છે કે મેં ભારતીય સંવિધાનનું અપમાન કર્યું છે. હવે એ પ્રભુ, હું પાકિસ્તાનની લઘુમતિઓને તો પીડિત હોવાને કારણે, અને પાકિસ્તાનની સરકારો દ્વારા, નહેરુ-લિયાકત અલી કરારની અવગણના કરી હોવાના કારણે, ભારતની નાગરિકતા આપું પણ મુસ્લિમ ઘુસણખોરોને કેવીરીતે સામૂહિક રીતે નાગરિકતા આપું? જો પાકિસ્તાનના મુસ્લિમો પણ પાકિસ્તાનની સરકાર સરકારથી પીડિત હોય તો તે ત્યાંનો કાયદા અને વ્યવસ્થાનો પ્રશ્ન છે. પાકિસ્તાનનો મુસ્લિમ નાગરિક કંઈ નહેરુ-લિયાકત અલી કરારનો હિસ્સો નથી. નહેરુએ આ કરારના પાલનનો આગ્રહ ન રાખ્યો એ કંઈ મારી સરકારનો અપરાધ નથી.
મહેશ્વરઃ ઉવાચ ; હે વિશ્વ માનવ, તારે તારા આવા વિરોધીઓને ઉત્તર આપવાની જરુર જ નથી, પાકિસ્તાન તેના બંધારણીય આધાર થકી એક મુસ્લિમ દેશ છે. તેના મુસ્લિમો ભારતમાં ઘુસણખોરી કરી અહીં આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છે. આના અનેક ઉદાહરણો છે. આમ છતાં પણ જો કોઈ સજ્જન મુસ્લિમને, ભારતનું નાગરિકત્ત્વ જોઈતું હોય તો તેને માટે કંઈ ભારત સરકારે ભારતીય નાગરિકતા મેળવવા માટેના દ્વાર બંધ કર્યા નથી. ભારત સરકાર, ભારતની સુરક્ષા માટે વિદેશીઓનું અને ખાસ કરીને મુસ્લિમોનું વર્ગીકરણ કરી જ શકે. વર્ગીકરણ કરવું તે ભારતીય બંધારણની જોગવાઈઓને અનુરુપ છે. ભારત સરકારે દેશની સુરક્ષા માટે આવા વર્ગીકરણ કરવા જ જોઇએ.
નરેન્દ્રઃ ઉવાચ ; પણ દીનેશ્વર પ્રભુ, મારા વિરોધીઓ તો મુસ્લિમ મહિલાઓના પ્રદર્શન દ્વારા પાકિસ્તાનના મુસ્લિમોને, ભારતમાં તેમને નાગરિક હક્ક માટેની લડાઈ લડે છે. વળી મુસ્લિમ નેતાઓ જ નહીં પણ કોંગીઓની ટોળકીઓ પણ તેમનું સમર્થન કરી રહી છે. મુસ્લિમો તો ખુલ્લં ખુલ્લા એમ કહે છે કે અમે સૌ પ્રથમ મુસ્લિમ છીએ અને જો પાકિસ્તાન આક્રમણ કરશે તો અમે તેમની તાકત બનીશું. હે પંચાનન, તમે જાણો છો, કે મુસ્લિમોએ ભારતમાં જ જ્યારે હજારો હિન્દુઓની હત્યા કરી હોય, કેટલાય દશહાજારો હિન્દુ મહિલાઓ ઉપર બળાત્કાર કર્યા હોય, લાખો હિન્દુઓને ઘર વિહોણા કર્યા હોય અને કેટલાય દૂર સુદૂર સુધી હજારો બોમ્બ બ્લાસ્ટ કર્યા હોય, ત્યારે મારી સરકારે ચેતવું તો જોઇએ જ ને? હે ત્રિગુણેશ્વર, દેશને બેવફા નિવડનારાઓને માથે કંઈ શીંગડા નથી ઉગતા કે મારી સરકાર તેમને ઓળખી કાઢે.
મહેશ્વરઃ ઉવાચ ; જો મુસલમાન ભારતને વફાદાર નહીં રહે તો ભારત સરકાર તેમને મોતને ઘાટ ઉતારશે (“દિલ્લીમાં ગાંધી”, પાના નંબર ૫૪). આ વાત ભારતના મુસ્લિમોએ સમજવી જોઈએ. ગાંધીજીએ આ વાત તા. ૨૫-૦૯-૧૯૪૭ના રોજ કહેલી જ છે. તે તું જાણે છે.
નરેન્દ્રઃ ઉવાચ ; “જી પ્રભુ, ગાંધીજીએ તો એમ પણ કહેલું કે જો મુસલમાન પાછળથી છૂપી રીતે છરો ભોંકતો રહેશે … પોતાનું જંગલીપણુ દાખવશે … દગાબાજ રહેશે અને પવિત્ર નહીં રહે તો ઇસ્લામ પોતે જ દુનિયામાંથી ખતમ થઈ જશે. (“દિલ્લીમાં ગાંધી” પાના નંબર ૫૩, તા. ૨૫-૦૯-૧૯૪૭).
મહેશ્વરઃ ઉવાચ ; “પ્રિય વત્સ નરેન્દ્ર, તારી વાત સાચી છે. શાણા મુસ્લિમોએ હવે સમજી જવું જોઇએ કે કરોડો મુસલમાન ભારતમાં છે. તેઓ બધા કંઈ અરબસ્તાનથી નથી આવ્યા (“દિલ્લીમાં ગાંધી” પાના નંબર ૬૫ તા. ૩૦-૦૯-૧૯૪૭). જો તેઓ જો ચેતશે નહીં તો તેમનો સર્વનાશ નિશ્ચિત છે. હિન્દુઓએ સમજવું જોઇએ કે ન્યાય માટેની આ લડાઈમાં તેઓ નાસીપાસ ન થાય.
નરેન્દ્રઃ ઉવાચ ; હે ઈશ્વર, ગાંધીબાપુએ એ તો ૭-૧૦-૧૯૪૭ની પ્રાર્થના સભામાં કહેલું જ કે પાકિસ્તાનમાં વસતા હિન્દુઓની સલામતી નથી તે વાતને હિન્દુસ્તાનમાં વસતા મુસલમાનોની સલામતી નથી તે વાત સાથે જોડીને બે ખોટી સરખામણી ન કરી શકાય. ગાંધીજીએ ૮-૧૦-૧૯૪૭ ના રોજ સુહરાવર્દી અને મુજીબુર રહેમાનને હિન્દુઓની અસલામતી અને અન્યાયની બાબતમાં ટોક્યા હતા. અને વિનાશકાળે વિપરિત બુદ્ધિનો શબ્દ પ્રયોગ કર્યો હતો. સુહરાવર્દીને ગાંધીજીએ કહ્યું હતું કે આઝાદી પછીનો માર્ગ પતન છે. તમે કહો છો કે જીન્ના, નહેરુના વખાણ કરે છે. પણ તે દંભ છે. તે જાહેરમાં કેમ વખાણ કરતા નથી? તમે સિંધની હાલત જુઓ. અને પછી કહો કે જીન્ના જે એમ કહે છે કે સિંધમાંથી હિન્દુઓએ જવાની જરુર નથી. આ બાલીશ વાતો છે. ગુજરાન વાલામાં ૫૦૦૦ હિન્દુઓનો રક્તપાત થયો પણ લિયાકત આલી કે જીન્ના સહેબ કેમ કશું બોલતા નથી? આને શું તમારું પીસ મીશન કહેવાય? બંને સરકારોએ સહકારથી યોગ્ય કરારો કરી તેનો અમલ કરવો જોઈએ. જો આમ નહીં થાય તો યુદ્ધ સિવાય ત્રીજો કોઈ રસ્તો નથી. (હું ભલે યુદ્ધની વિરુદ્ધ હોઉં) પણ મીલીટરી અને હથીયારથી સજ્જ સૈન્ય રાખનારી સરકાર, બીજી કોઈ રીતે ચાલી શકે નહીં (“દિલ્લીમાં ગાંધી” તા. ૯-૧૦-૧૯૪૭). આવું આવું તો ઘણું જ ગાંધીજીએ તેમના છેલ્લા ત્રણ મહિનાની રોજનીશીમાં પથભ્રષ્ટ અને મતિભ્રષ્ટ મુસ્લિમ નેતાઓ અને મુસ્લિમ જનતા વિષે જણાવ્યુ છે.
મહેશ્વરઃ ઉવાચ ; “હે સુજ્ઞ ગાંધીપ્રેમી, તું જે કહે છે તે સત્ય છે અને તારા તારતમ્યો પણ યોગ્ય અને દેશના હિતમાં જ છે. પાકિસ્તાનના પ્રધાનો સુદ્ધાં ગાંધીજીને દગાબાજ કહેતા હતા. પણ ગાંધીજી ગુસ્સે થયા ન હતા. ગાંધીજીએ કબુલ કર્યું હતું કે કોંગ્રેસ નીચે ને નીચે ઊતરતી જાય છે. કોંગ્રેસ હક્કોની વાતો કરે છે. તે પોતાની ફરજ ભૂલી ગઈ છે. મેં મારો જન્મારો કોંગ્રેસને તેની ફરજ શિખવાડવામાં વિતાડ્યો. (“દિલ્લીમાં ગાંધી” પાના નંબર ૧૦૬-૧૦૭ તા. ૧૪-૧૦-૧૯૪૭) તો હે ભારતીય સંસ્કૃતિ-પ્રેમી તું ગુસ્સો કર્યા વગર તારું સુનિશ્ચિત કર્મ કર્યા કર.
નરેન્દ્રઃ ઉવાચ ; “હે અવલોકિતેશ્વર, મેં ગાધીજી અને ગાંધીજીના સિદ્ધાંતો વિષે ઘણું જ વાંચ્યુ છે. આ માટે મેં “વાંચે ગુજરાત” નામનું દર વર્ષે અભિયાન પણ ચલાવેલું. હું ગાંધીજીના માર્ગે ચાલવા પ્રયત્નો તો કરું જ છું. અને કોંગીના કરતાં તો મોટો જ ગાંધીવાદી છું અને તેમના સિદ્ધાંતોનું પાલન કરું છું. આ બધાનું તો તમે અવલોકન કર્યું જ હશે. મારા પ્રયત્નો કેટલાકને અધુરા લાગતા હશે પણ હે કલ્યાણકારી, તે માટૅ જનમાનસ અને જન શક્તિ પણ તૈયાર હોવી જોઇએ. મારી પાસે સત્તા હોવાથી જો હું સંપૂર્ણ રીતે ગાંધીજીના બધા જ સિદ્ધાંતોનો અમલ કરું તો મારા વિરોધીઓ વિતંડાવાદ દ્વારા અરાજકતા ફેલાવી દે.
હે પ્રભુ, જ્યારે ન્યાયાલય પણ પોતાની પ્રાથમિકતા ન સમજી શકતું હોય, જ્યાં ન્યાયાલયે આદેશ આપવાનો હોય ત્યાં તે જાણે પોતે વિપક્ષી રાજકારણી હોય તેમ સુનવણી લંબાવવા દે, અને અથવા મુદતો પાડે છે, તેમજ મીથ્યા નિવેદનો કરે છે. હે પ્રભુ, જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે મારે ચારે બાજુનો વિચાર કરી કદમ ઉઠાવવા પડે. શાહીન બાગની ઘટના તો તમે જાણો જ છો.
પરમેશ્વરઃ ઉવાચ ; હે કૂટનીતિજ્ઞ, તું સમજદાર છે. હું જાણું છું કે જો તું ગાંધીજીના સિદ્ધાંતોને ખાતર બાંધછોડ કર્યા વગર જો શાસન કરે તો તારા વિરોધીઓ તને અને તારા પક્ષને ઘડીના છઠ્ઠા ભાગમાં સત્તાથી વિમુખ કરી નાખે. જનતાના મોટા ભાગને ગાંધીજીના સિદ્ધાંતોમાં ગતાગમ પડતી નથી અને તેમને એ વાતની ચિંતા પણ નથી. આવા સંજોગોમાં તારે બંધારણીય રીતે પણ ચાણક્ય નીતિ દ્વારા જ શાસન કરવું જોઇએ. જો તારી પાસે સત્તા હશે તો તું શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર કરી શકી. તારે તારી સત્તા, વિપક્ષ એવા “[વરુઓને હવાલે (ભેડીયોંકે હવાલે)]” ન કરવી જોઇએ.
ઇતિ શ્રી ત્રીનેત્રચર્ચાક્ષેત્રે શ્રી કળીયુગી શિવગીતાયાઃ તૃતીયોધ્યાયઃ સમાપ્તઃ
(ક્રમશઃ કે સંપૂર્ણમ્ ખબર નથી. કદાચ મોદી સાહેબ ફરીથી કોઈવાર યોગ નિદ્રામાં બેસે પણ ખરા)
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ
શાહીનબાગની પ્રદર્શનકારી મહિલાઓ વિષે કોંગી ગેંગ ની માગણી છેઃ
“નિમ્ન લિખિત સુવિધાઓ મફતમાં આપો. અહીંની દરેક મહિલા તથા શિશુને ;
એક ડઝન સેનીટરી પેડ, નાક લુછવા છ નેપકીન અથવા રોજના બે ટીસ્યુપેપર બોક્સ, ત્રણ પડવાળા બે માસ્ક, બે સેનીટરી લીક્વીડની બોટલ, એક લીટરવાળી ૧૦ મીનરલ વોટરની બોટલો, બે એક્ટીવેટેડ મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ આઈ.એસ.ડી. ફેસીલીટી સાથે
કોમન સગવડઃ
જમ્યા પછી હાથ ધોવાના એક ડઝન ટબ અને ૨૦૦૦૦ લીટરની પાણી ભરેલી બે ટાંકીઓ, એક ડઝન પાણીપુરીની લારીઓ, એક ડઝન રગડા પેટીસની લારીઓ, એક ડઝન ભેળપુરીની લારીઓ, એક ડઝન લીલી આમલીની લારીઓ, એક ડઝન ખમણ ઢોકળાંની લારીઓ
ચોવીસ કલાક ની સેવા માટે માટે દરેક સીફ્ટમાં, એક ડઝન પરિચારિકાઓ, અડધો ડઝન એમ.બી.બી.એસ. લેડી ડોક્ટરો, એક એમ.ડી. લેડી ડોક્ટર, બે ડઝન મે’તરાણીઓ અને બે અમ્બ્યુલન્સ. પ્રદર્શનકારીનું રોજ બે વાર મેડીકલ ચેક અપ અને મફત ચિકીત્સા.
પ્રદર્શનના અંત પછી બાળક સહિત દરેકને ₹ ૫૦૦૦૦/- નું બેઝીક પેન્શન વત્તા મોંઘવારી અને જીંદગી પર્યંત ફ્રી મેડીકલ ટ્રીટમેન્ટ.
કારણ કે પ્રદર્શનકારી બાલ-મહિલાઓને પણ માનવીય અને બંધારણીય અધિકારો હોય છે.
Like this:
Like Loading...
Read Full Post »
Posted in માનવીય સમસ્યાઓ, tagged આયોજન, ઉત્પાદન, ઉદ્યોગો, ઉપજ, ખરાબાની જમીન, ખારોપાટ, ખેતી, ખેતીની જમીન, ગાંધીવાદી, ગ્રામ, ચુનીભાઈ, જમીન, જીઆઈડીસી, મનુભાઈ શાહ, મફત, રણ, વૃક્ષ, વૈકલ્પિક ઉર્જા, વ્યય on December 16, 2012|
1 Comment »
એક અગ્રગણ્ય ગુજરાતી દૈનિકમાં ચુનીભાઈ વૈદ્ય નો એક લેખ છપાયો છે. ચુનીભાઈ વૈદ્ય એક માનનીય વ્યક્તિ છે. તેઓ મહાત્મા ગાંધીના આદર્શોને મનસા વાચા અને કર્મને વરેલા એક માન્ય વ્યક્તિ છે. ઉપરોક્ત લેખ આ ચૂંટણીને સમયે છાપવામાં એમની સંમતિ લીધી હશે કે કેમ તે એક શંકાનો વિષય છે. કદાચ તેમણે સંમતિ આપી હોય અને ન પણ આપી હોય. કદાચ તેમને ખબર પણ ન હોય. આ પ્રશ્ન ઉઠવા માટેનું કારણ પણ છે. શ્રી ચૂનીભાઈ વૈદ્ય રાજકારણ થી અલિપ્ત છે. અને તેઓ એવું ન જ ઈચ્છતા હોય કે કોઇ એક બદતર પક્ષ (નહેરુવીયન કોંગ્રેસ જ તો) તેમનો લાભ ઉઠાવે.
માર્કાવાળો માલ
ચૂનીભાઈ રાજકારણ થી અલિપ્ત છે એનો અર્થ એ છે કે પક્ષીય અને સત્તાના રાજકારણ થી તેઓશ્રી અલિપ્ત છે. ગાંધીજીના માર્ગે તેઓ પ્રજાકારણનું કામ તો કરી જ રહ્યા છે. પણ આ પ્રજાકારણના તેમના યજ્ઞમાં આપણા કોંગી જનો “ઘુસ” મારે છે. અને આ તો અમારું પ્રજાકારણ છે અને ચુનીભાઈ અમારી સાથે છે એવો આભાસ ઉભો કરે છે. આમેય નહેરુવીયન કોંગી જનો જ્યારે વિપક્ષે હોય ત્યારે વિરોધ, પ્રદર્શનો, ઘેરાવો, સરઘસો અને લાગ મળે ત્યારે ચુનીભાઈ જેવાના કાર્યક્રમોમાં પોતાના ફોટા પડાવી લે છે. માર્કા વાળા માલની કિંમત વધે તેમ આ નહેરુવીયન કોંગી જનો પોતાના ઉપર મહાત્મા ગાંધીવાળાનો માર્કો લાગે તો પોતાની કિમત વધે એ લાભ મેળવવા આતુર રહેતા હોય છે. ગાંધીવાદીમાંના કેટલાકને બાદ કરતા બાકીના કોઈને અછૂત માનતા નથી. કેટલાક આરએસએસને તેથી કરીને બીજેપીને પણ અછૂત માને છે તે વાત જુદી છે. જોકે આ વાત તેમનામાં (ગાંધીવાદીઓમાં) રહેલી ગાંધીવાદપણાની કચાશ છે.
ચૂનીભાઈ વૈદ્યનો લેખ શું હતો?
આ લેખમાં ચુનીભાઈએ ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ ખેતીની જમીન અને ગૌચરની જમીન ઉદ્યોગ પતિઓને આપી દેવાની સરકારી તજવીજો સામે અવાજ ઉઠાવેલ અને આંદોલન ચલાવેલ અને વિજયો પણ મેળવેલ તેની ગાથાઓ હતી. કેટલીક જગ્યાએ ખેડૂતોના હિત ની રક્ષા માટે ગ્રામપંચાયતોની સામે પણ લડત આપવી પડતી તેવી વાતોનો પણ ઉલ્લેખ છે.
અને “ચોક્ખું ઘી અને હાથી”ની લીંક
ના સંદર્ભમાં અચૂક વાંચવા.
ગાંધીજીએ પ્રબોધેલું દેશનું મોડેલ શ્રેષ્ઠ છે
આ મોડેલ આજની તારીખમાં પણ પ્રસ્તુત છે. પણ તે એક દિશા છે. તેમાં રહેલા માનવીય મૂલ્યોને સિદ્ધાંતના સ્વરુપમાં સ્વિકારવા જોઇએ.
નહેરુવીયન કોંગીઓ દ્વારા અને પ્રતિ-મોદીઓ દ્વારા એવું માનવા મનાવવામાં આવે છે કે મોદી, ગરીબ, ગ્રામ્યપ્રજાના અને ખેડૂતોને ભોગે, ઉદ્યોગપતિઓને વધુ પડતી મદદ કરે છે. આવું કરવામાં ખેતીની ફળદ્રુપ જમીન અને ગૌચરની જમીનનો પણ ભોગ લેવાય છે. જોકે આજ વલણ, અથવા તો આ જ દીશામાં અતિ વરવું એવું વલણ મહારાષ્ટ્રમાં અને અન્યત્ર, કોંગી બંધુઓ અને ત્યાંના સ્થાનિક મળતીયા નેતાઓ અપનાવે છે અને ધૂમ કમાણી, પોતાના ખિસ્સા ભેગી કરે છે. પણ આ વાત આપણે જવા દઈએ અને સૈધાંતિક અને શૈક્ષણિક ચર્ચા કરીએ.
જ્યારે તમે શહેરોને તોડવા તૈયાર નથી ત્યારેઃ
પચાસ કે સો વર્ષ પહેલાં હિન્દુસ્તાનમાં જે વસ્તી હતી, જે ગામડા હતા તે હવે નથી તે આપણે સમજવું જોઇએ. આપણે કેવા ફેરફારો કરવા તૈયાર છીએ તેની આપણી પાસે બ્લ્યુ પ્રીંટ હોવી જોઇએ. આ જો ન હોય અને આપણે ફક્ત ખેડૂતો, ગ્રામ્ય પ્રજા અને ગૌચરને નામે દેકારો કર્યા કરીએ, રુકાવટ લાવ્યા કરીએ તેથી કોઈ મૂલ્યોનું રક્ષણ થતું નથી.
ભારતની વસ્તી સવા અબજ છે. તે કેટલા સમયમાં દોઢ બે અબજને પહોંચી જશે? આપણે તેને કેવી રીતે નહીં પહોંચવા દઈએ? આ માટે આપણી પાસે કોઈ ક્ષતિવગરનું અને અથવા ખાત્રી પૂર્વકનું કે ખાત્રી વગરનું પણ આયોજન નથી. આ વાત જવા દઈએ તો પણ હાલની વસ્તી પણ કોઈ નાની સૂની નથી. ભારત આઝાદ થયું ત્યારે આજની જ જમીન ઉપર ૩૫ કરોડ માનવ વસ્તી હતી. આજે એજ જમીન ઉપર અઢી ગણી વધારાની વસ્તીનો ઉમેરો થયો છે. એટલે કે લગભગ સાડાત્રણ ગણી વસ્તી થઈ ગઈ છે. જ્યારે વસ્તી ૩૫ કરોડની હતી ત્યારે પણ મોટાભાગની તો ગરીબ જ હતી. ૮૦ ટકા વસ્તી તો ખેતી ઉપર જ નભતી હતી. જે જંગલો સપાટ જમીન ઉપર હતા તે બધાં તો મોટે ભાગે કપાઈને ખેતરો થઈ ગયાં છે. પણ ખેતી લાયક જમીન કેટલી વધી તે સંશોધનનો વિષય છે. તમે જંગલ કાપીને ખેતર બનાવો એથી કંઈ જમીનની પેદાશ વધતી નથી. આ તો તમે આંબા કાપીને ઘઉં પેદા કરો એના જેવી કે તેનાથી પણ ખરાબ વાત છે. જ્યારે જંગલ હતું ત્યારે ઝાડ હતા અને તેના ઉપરનું ઉત્પાદન મલ્ટીલેયરનું હતું. (વનવાસીઓ નભતા હતા. જોકે ગરીબ હતા). ઘઉં કે તમાકુ વાવ્યું તો ઉત્પાદન એક લેયર નું થઈ ગયું. પર્યાવરણ ની વાત જવા દો તો પણ કુદરતી દ્રષ્ટિએ તો જમીન પાસેથી તમે ઓછું જ ઉત્પાદન લીધું.
ખરાબાની જમીન જો તમે નવ સાધ્ય કરો તો જમીન વધે. નરેન્દ્ર મોદીના શાસન દરમ્યાન ૩૩ લાખ હેક્ટર ખરાબાની જમીન નવ સાધ્ય થઈ તે વાતને જેઓ પોતાને તટસ્થ વિચારધારા વાળા માનતા હોય તેમણે અને ગાંધી વાદીઓએ પણ વધાવવી જોઇએ. જો તમે આવું ન કરો તો એવો જ અર્થ થાય કે તમે વરવું અને મૂલ્યહીન રાજકારણ ખેલવા માગો છો. તમારું ધ્યેય કાં તો સત્તાનું છે કે લાઈમલાઈટમાં રહેવાનું છે.
મૂળ વાત પર આવીએ.
આપણે ખેડૂતોને ક્યા લેવલ ઉપર લઈ જવા છે?
ખેતરની જમીન શું નરેન્દ્ર મોદીના સમયથી જ ઉદ્યોગોને આપવાનું શરુ થયું છે?
યાદ કરો. ૧૯૫૬ થી ૧૯૬૭ નો સમય. મનુભાઈ શાહે જીલ્લે જીલ્લે અને મોટાભાગના તાલુકે તાલુકે ગુજરાકેત ઔદ્યોગિક વિકાસ કોર્પોરેશન (જી.આ્ઈ.ડી.સી.). સૌરાષ્ટ્રના શહેરો સહિત, અમદાવદથી ઉમરગામ સુધીનો પટ્ટો ઉદ્યોગોથી ધમધમવા માંડેલ. ૧૯૫૫ના અરસામાં લુણેજમાંથી ઓએનજીસીએ તેલની શોધ કરેલ. આ બધી જમીનો શું ખેતીની ન હતી? આ ખેતીની જમીન જે ઉદ્યોગો માટે વપરાઈ તેનો હિસાબ માંડો. પછી નરેન્દ્ર મોદીની વાત કરો. નરેન્દ્ર મોદીની વાત કરો ત્યારે એ પણ જાણો કે નરેદ્ન્ર મોદીએ ખરાબાની કેટલી જમીન ખેતીમાટે નવ સાધ્ય કરી, અને કેટલો ખારો પાટ અને રણ પ્રદેશ ઉદ્યોગોને ફાળવ્યો.
મૂળવાત છે માનવ સંસાધનના ઉપયોગની. તમે ખેતીમાં ઉપજ કરવા માટે કેટલા માનવોનો ઉપયોગ કરવા માગો છો? જો તમે ખેતી ઉપર માનવોનું ભારણ વધારશો તો માનવો ગરીબ જ રહેશે. ભારતની વસ્તી સવા અબજની છે. શું તમારે તેને ખેતી ઉપર જ નભતી રાખવી છે?
આવી જ વાત ગૌચરની છેઃ
આમ તો સંસ્કૃતમાં ગૌ એટલે ગાય, બળદ, ભેંસ, ઘોડા, અને જમીન ખૂદ નો સમાવેશ થઈ જાય છે.
પણ આપણે ગૌનો ચીલાચાલુ અર્થ કરીશું. અલબત, ભેંસને તો ગાયમાં ગણીશું જ.
શું આપણે ગાયોને રામ ભરોસે, ગૌચરની જમીન ઉપર જ નભતી રાખવી છે?
ખરેખર ગાયો ગૌચર ઉપર નભે છે ખરી? નભે છે તો કેટલી નભે છે? ગૌચરની હાલત તમે જોઇ છે? ન જોઇ હોય તો બાવળા અને કાવિઠાની વચ્ચે આવેલા રાસમ ગામની ગૌચરની જમીન જુઓ. તેવા જ હાલ બધી ગૌચરની જમીનના છે. ગૌચરની જમીનની વરવી વાતો ઉપરોક્ત લેખમાં (“ગૌચરની જમીન કોંગીનું દે ધનાધન”) છે.
જેટલી ગાયો ગૌચર ઉપર નભે છે કદાચ તેટલી જ શહેર અને કસ્બા અને ગામડાની શેરીઓ માં ઘુમતી ઘુમતી આચરકુચર ખાતી નભે છે. ગૌચર કરતાં ગાયો માટે શેરીઓ વધુ મોટાં ખોરાકના સ્થળ છે. આ સ્થળોને ગાયો માટેના વૉકીંગ માટેના સ્થળો ગણવા વધુ યોગ્ય ગણાશે.
જુના જમાનામાં ભારતનો સમાજ ગ્રામ્ય સમાજ હતો. તે ખેતી અને ગૃહ ઉદ્યોગો ઉપર નભતો હતો. ઇસ્ટઈન્ડીયા કંપનીએ ભારતનો કબજો લીધો અને કાંતણ વણાટના ગૃહ ઉદ્યોગોને નષ્ટ કર્યા.. બીજા ગૃહ ઉદ્યોગો ચાલુ રહ્યા એટલે ગ્રામ્ય સંસ્કૃતી ચાલુ રહી પણ ગરીબી તો આવી જ હતી. લોકો ઘરે ગાય રાખતા. ખેડૂતો બળદ રાખતા. સૌના ઘર જમીન ઉપર હતા એટલે ગાય અને બળદને રાખવું પોષાઈ શકે તેમ હતું. હવે તો રસ્તા ઉપર પણ ગાય, બળદ, ભેંસ વિગેરે રાખી શકાય તેમ નથી. કારણ કે જમીનની તંગી છે.
સુયોગ્ય સમજ કેળવવી પડશે
જમીનની તંગીનો પ્રશ્ન હજી પણ વિકટ બનશે. જમીનને ઘાસ માટે, ગૌચર અને દેશની ધરોહર નામે ખુલ્લી રાખવી એ જમીનનો વ્યય છે. આ સમજ કેળવવી જ પડશે. ઘાસ ઉગાડવા માટેની મલ્ટીલેયર તરકીબો શોધવી પડશે. જો કે શોધ ખોળો તો ઘણી થઈ છે. પણ જો મફતમાં જમીન મળતી હોય અને ઢોરોને રખડતા મુકી શકાતા હોય, વળી આવી સ્થિતિ ચાલુ રાખવા માટે આંદોલનો સ્વિકારવા જનતા તૈયાર હોય, સમાચાર માધ્યમો પણ કવરેજ આપવા તૈયાર હોય તો આપણે ખ્યાતિ મેળવવી જ જોઇએ, એવું કોંગી જનો માને છે.
વિકલ્પ વગરનો વિચાર, વિકલ્પ વગરનો વિરોધ અને વિકલ્પ વગરનું આંદોલન ક્ષમ્ય ન ગણાવવા જોઇએ.
ગૌચરની જમીનનો વિકલ્પ શો?
ગૌશાળાઓનું આયોજન એ ગૌચરની જમીન નો વિકલ્પ છે. જેમ સીમેન્ટ ના કારખાન છે, જેમ ઈંટોની ફેક્ટરીઓ છે, જેમ નળીયાના કારખાના છે, જેમ પાણીના તળાવો છે તેમ ગૌસૃષ્ટિના સંસાધન માટે ગૌશાળાઓનું આયોજન કરવું પડશે. તેમાં મલ્ટી લેયર ઘાસ/રજકો ઉગાડવો પડશે. ખાતર, ગૌમૂત્ર અને ગેસ તેની આડ પેદાશ માટેનું આયોજન પણ કરીશું તો પશુ-સંસાધનનો નિપૂણતા પૂર્વકનો ઉપયોગ થઈ શકશે.
નરેન્દ્ર મોદીએ વૈકલ્પિક ઉર્જાનો પણ વિકાસ કર્યો છે. તેને બિરદાવવો જોઇએ. હજી મોટે પાયે આ ઉર્જાનો વિકાસ કરવો પડશે.
ગામડાની રચના બદલવી પડશે. ચીને આવું કર્યું જ છે. આપણે વધુ સારી રીતે કરી શકીશું.
નહેરુવીયન કોંગ્રેસની તો દૃષ્ટિ જ ટૂંકી છે. તે મહિલાઓને ૧૦૦ વાર જમીન વિના મૂલ્યે આપવાની જાહેરાત કરે છે. આ જમીન નો ગુન્હાઈત વ્યય છે.
જો તમે ૫૬+ વર્ષ એક ચક્રી રાજ કર્યું હોય અને મોટા ભાગની જનતા ગરીબ રહી હોય અને તમારે તેમને મફત આપવાની અને તેમને મફત લેવાની મજબુરી થતી હોય તો તમારી એક પક્ષ તરીકેની ગેરલાયકાત છે. તમે આટલા વર્ષોને અંતે પણ જનતાને પગભર ન કરી. તો તમારે ડૂબી મરવું જોઇએ.
કશું મફત મળવું ન જોઇએ
ન તો ઘાસ, ન તો અનાજ ન તો જમીન મફત મળવી જોઇએ અને ન તો ઘર મફત મળવું જોઇએ. સૌને રોજી આપો અને કિમત વસુલ કરો. બહુ બહુ તો ન નફો ન નુકશાન એવી પ્રણાલી સ્થાપો. મકાનો ન આપો પણ ફ્લેટ આપો અને મફત ન આપો પણ ભાડે કે ભાડા ખરીદ પદ્ધતિ થી આપો. દરેક સમસ્યાનું નિવારણ છે. ફક્ત શુદ્ધ બુદ્ધિ જોઇએ.
શિરીષ મોહન લાલ દવે
ટેગ્ઝઃ ચુનીભાઈ, ગાંધીવાદી, ગ્રામ, ખેતી, ઉત્પાદન, ઉપજ, વૃક્ષ, જમીન, વ્યય, આયોજન, વૈકલ્પિક ઉર્જા, રણ, ખરાબાની જમીન, ખારોપાટ, ખેતીની જમીન, ઉદ્યોગો, જીઆઈડીસી, મનુભાઈ શાહ, મફત
Like this:
Like Loading...
Read Full Post »